________________
યોગ થયા પછી પણ કેવી-કેવી ભૂલ રહી જાય છે તથા વિકલ્પોની આશ્રયબુદ્ધિ તથા એકત્વબુદ્ધિ કેવી રીતે રહી જાય છે તવિષયક અનેરું સ્પષ્ટીકરણ આ પ્રવચનોમાં પ્રકાશિત થયું છે.
તઉપરાંત આ પ્રવચનોમાં ઉપરોક્ત ભૂલોને કયા પ્રકારે સૂક્ષ્મ અનુભવ પદ્ધતિ–પ્રયોગાત્મક પદ્ધતિથી મટાડવી તેનું પણ પ્રયોગાત્મક માર્ગદર્શન આવ્યું છે. જે મુમુક્ષુજીવ માટે અત્યંત અત્યંત ઉપકારી નીવડે તેમ છે. પૂજ્ય ગુરુદેવશ્રી અનેક વાર પ્રવચનોમાં પ્રમુદિત થઈને ગાતાં – ‘સહેજે સમુદ્ર ઉલ્લસ્યો, જેમાં રતન તણાણાં જાય, ભાગ્યવાન કર વાવરે, જેની મોતીએ મૂઠીયું ભરાય !” પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા પ્રવાહિત રત્નોની સરિતા અર્થાત્ વચનામૃતો ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો, એ મુમુક્ષુજીવ માટે અમૃત સરિતામાં સ્નાન કરી પૂર્ણ પવિત્રતા પ્રાપ્ત કરવા બરાબર છે.
અંતતઃ પ્રત્યેક મુમુક્ષુ આ “કહાન રત્ન સરિતા માં સ્નાન કરી પ્રત્યેક વચનરૂપી રત્નને અંગીકાર કરી સ્વયને આત્મગુણરત્નોથી સુશોભિત કરે એવી પવિત્ર ભાવના સાથે દેવ, ગુરુ, શાસ્ત્રના ચરણોમાં વંદન કરી વિરામ પામીએ છીએ.
પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ.'
ઇતિ શિવમ્