Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
રાસ/રાસાના પ્રકાર
‘ભાવપ્રકાશન’માં શારદાતનયે નૃત્યની દષ્ટિએ રાસના ત્રણ પ્રકાર બતાવ્યા છે. જેવા કે, ૧) દંડ રાસ, ૨) મંડલ રાસ અને ૩) લતા રાસ.
દંડ રાસ એ દાંડિયાના તાલ સાથે તેમ જ મંડલ રાસ તાળીઓના તાલ સાથે ગોળ ગોળ ફરતાં ફરતાં ગવાતો હશે. તેવી જ રીતે સ્ત્રી-પુરુષો ગોળ કુંડાળામાં એક બીજાના હાથ પકડીને ગેય વસ્તુના ગાન સાથે નૃત્ય કરતાં તે “લતા રાસ' તરીકે ઓળખાતો હશે.
એકબીજાને વળગીને એકબીજાના ખભા પર હાથ રાખીને ગોળાકારે નૃત કરવામાં આવે. એ પ્રકાર ગુજર રબારીઓમાં હજુ સુધી પ્રચલિત છે. ઠાકરડા કોમમાં સ્ત્રીઓ નજીક નજીક ઘસાતી, . ગોળાકારે ફરતી, તાળી પાડતી આવે, એ કદાચ આ “લતા રાસ' માંથી વિકસેલો પ્રકાર છે. એને ‘તાલા રાસ’ કે ‘તાલ રસ' કહેવામાં આવતો. તેમ જ “દંડ રાસ'ને લકુટા રાસ તરીકે પણ ઓળખાવવામાં આવતો.
| ‘તાલા રાસ’, ‘લકુટા રાસ’નો વિકાસ આજે અર્વાચીન યુગમાં પણ જોવા મળે છે, કે જેમાં તાળીઓનું, પગના ઠેકાનું અને સંગીતનું મહત્ત્વ છે.
લક્ષ્મણ ગણિ (ઈ.સ. ૧૧૪૩) લખે છે કે, “વિ ઉત્તાન તાના ઉન્ન રાસચં ' અર્થાત્ કેટલાંક ઊંચો તાલ આપી સામસામે તાળીઓથી રાસે ચડ્યાં, એટલે રાસ લેતાં હતાં. તેવી જ રીતે ‘સમક્ષેત્રિ રાસ'માં વિનયચંદ્ર ઉલ્લેખ છે કે,
તીછે તાલારાસ પડઈ બહુ ભાટ પઢતા
અનઈ લકુટા રાસ જોઈ ઈ ખેલા નાચંતા. ૧) તાલા રાસ : એટલે તાળીઓથી તાલ આપી રમાતો રાસ. ૨) લકુટા રાસ : એટલે ‘દંડરાસ' આજે એને દાંડિયા રાસ કે દાંડિયા રસ' કહેવામાં આવે છે. આમ ‘સમક્ષેત્રિ રાસ' માં “તાલા રાસ’ અને ‘લકુટા રાસનું વર્ણન આવે છે.
શ્રી કે. કા. શાસ્ત્રી રાસના પ્રકારને સમજાવતાં કહે છે કે, “તાલા રાસ’ અને ‘લકુટા રાસ' એ રાસનૃત્યના બે ભેદ છે કે જેમાં પહેલાંમાં ફરતે કુંડાળામાં માત્ર તાળીઓથી કરવો તાલ આપી સંગીતપૂર્વક ઠેકા સાથે ફરવામાં આવે છે. પ્રથમ પ્રકારને અત્યારે પુરુષો રાસ લેતાં હોય તો હીંચ' અને સ્ત્રીઓ રાસ લેતી હોય તો હમચી' કહેવામાં આવે છે, જ્યારે બીજા પ્રકારને સર્વ સામાન્ય રીતે ‘દાંડિયા રાસ' કહેવામાં આવે છે. કેટલીક હીંચ-હમચી’ સ્ત્રી-પુરુષો સાથે પણ લેતાં હોય છે.
આમ ‘તાલા રાસ’ ‘લકુટા રાસ' વિકાસ પામ્યા. તેમાં તાલ, લય, સંગીત અને ગીતનો ઉમેરો થયો અને તે “રાસ' તરીકે ઓળખાવા લાગ્યા. અને અનેક પેટા પ્રકારોમાં વિકાસ પામ્યા.
આ ઉપરથી કહી શકાય કે અત્યારે આપણે ત્યાં આવા ‘પાસ’ ગરબી, ગરબાનાં રૂપમાં પ્રચારમાં આવ્યાં છે કે જે એનાં જૂના રૂપનું લગભગ પુનરાવર્તન છે. રાસાના સ્વરૂપ વિષે અનેક વિદ્વાનોના મંતવ્યો નીચે પ્રમાણે છે ૧) ગુજરાતી ભાષાના સાહિત્યકાર કનૈયાલાલ મુનશી Gujarat and its literature' માં
રાસ વિષે લખે છે કે, “રાસ’ સ્ત્રીઓ-પુરુષો, ક્યારેક માત્ર સ્ત્રીઓ અથવા પુરુષો