Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre
View full book text
________________
માન, માયા, લોભ, હાસ્ય, ભય, મૌખર્યું અને વિકથા છે.
‘શ્રી ઠાણાંગ સૂત્ર’ ૨/૧૦/૮૨માં દશ કારણોનો ઉલ્લેખ મળે છે. એમાં પ્રેયસ નિશ્ચિત, દ્વેષ નિશ્ચિત અને ઉપવાત નિશ્ચિત. આ ત્રણ વધારે છે. તેમ જ મૌખર્યનો ઉલ્લેખ નથી. આ રીતે વિસ્તાર નયે કે ઉપલક્ષણથી તે સર્વ કારણોથી અસત્ય ભાષણનો ત્યાગ આ સત્ય મહાવ્રતમાં થાય છે. સત્ય મહાવ્રતનું પાલન મુનિ ત્રણ કરણ અને ત્રણ યોગથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જીવનપર્યંત કરે છે. સત્યની આજ્ઞામાં ચાલવાવાળો સાધક સંસાર સાગરને પાર કરી લે છે અને પરભવમાં સદ્ગતિને પ્રાપ્ત કરે છે.
(૩) અચૌર્ય વ્રત
જૈનાગમોમાં તૃતીય મહાવ્રતના અનેક નામ નિર્દિષ્ટ છે, જેમ કે અદત્તાદાન વિરમણ વ્રત, અસ્તેય વ્રત, અચૌર્ય મહાવ્રત, દત્તાનુજ્ઞાત સંવર ઈત્યાદિ.
નગરમાં કે જંગલમાં, કોઈ નાની કે મોટી, સચિત્ત કે અચિત્ત વસ્તુને સ્વામીની આજ્ઞા વગર ગ્રહણ ન કરવી, સર્વથા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અદત્તાદાનથી વિરામ પામવું, તે અદત્તાદાન મહાવ્રત છે.
‘નિયમસાર મૂલ’-૫૮ અનુસાર
गामे वा णयरे वा रण्णे वा पेच्छिऊण परमत्थं ।
जो मुंचदि गहणभावं तिदियवदं होदि तस्सेव ।। ५८ ।।
અર્થાત્ : ગ્રામમાં, નગરમાં અથવા વનમાં પરાયી વસ્તુને જોઈને તે ગ્રહણ કરવાના ભાવને જે છોડે છે, તે ત્રીજું મહાવ્રત છે. (અચૌર્ય)
પાંચ મહાવ્રતોમાં તૃતીય સ્થાનીય અદત્તાદાન વિરમણ વ્રત અહિંસા અને સત્યની કસોટી છે. આ વ્રતનું અક્ષરશઃ પાલન કરવાવાળા મુનિ જ અહિંસા અને સત્ય બન્ને મહાવ્રતોને રક્ષિત રાખી શકે છે. અદત્તાદાનના સંપોષક ક્યારે પણ સત્યનું આચરણ કરી શકતા નથી. માટે જ સત્ય મહાવ્રત પછી અદત્તાદાન વિરમણ મહાવ્રતનું નિરૂપણ સ્વતઃ પ્રાસંગિક છે.
અદત્તાદાન અર્થાત્ અ = નહીં, દત્ત = આપેલી વસ્તુને, આદાન = ગ્રહણ કરવી. કોઈએ ન આપેલી વસ્તુને ગ્રહણ કરવી અદત્તાદાન કહેવાય છે. વ્યવહારમાં તેને ચોરી કહે છે. અન્યના અધિકાર કે સ્વામિત્વને છીનવી લેવા તે પણ અદત્તાદાન છે. તેનું ઉગ્રરૂપ ચોરી, ગુંડાગીરી, લૂંટ આદિ છે.
ઉપનિષદ્ તેમ જ સ્મૃતિ સાહિત્યમાં અસ્તેય અને અદત્તાદાન બન્ને શબ્દો મળે છે. વૈદિક પરંપરામાં સ્તેયને પાંચ મહાપાતકોમાંથી એક પાતક તરીકે સ્વીકારે છે. એમના અનુસાર અસત્ય અને હિંસાથી પણ બળપૂર્વક ધન-જનનું અપહરણ કરનાર વધુ દોષિત છે. બૌદ્ધ પરંપરામાં દશ કુશલ ધર્મોમાં બીજો ધર્મ છે અદત્તાદાન વિરતિ.
અસ્તેય : લક્ષણ અને પરિભાષા
‘શાંડિલ્યોપનિષદ’માં અસ્તેય શબ્દની પરિભાષા કરતાં કહ્યું છે કે, મન, વચન અને
[0€