Book Title: Jivan Sandhyae Arunoday
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 18
________________ હતા. ભૂલે ચૂકે પણ તે બેટ પર જનાર માનવી જીવતો પાછો ફરી જ ન શકે, જંગલી પ્રાણીઓનો ભોગ બની મૃત્યુને જ ભેટે. પાંચ વર્ષ રાજ્યસત્તા ભોગવ્યા પછી છેવટે બેટમાં જંગલી જાનવરોનાં મુખે મૃત્યુને જ ભેટવાનું છે એમ જાણનાર એક પછી એક રાજપ્રમુખો પાંચ વર્ષ દરમિયાન બને તેટલા મોજશોખ માણી લેતા. વૈભવ, વિલાસ, રંગ-રાગ માણવામાં એટલા ગળાડૂબ રહેતા કે પાંચ વર્ષ કેમ પૂરાં થઇ જતા તેની ખબર પણ ન રહેતી. એકવાર પ્રમુખપદના પાંચ વર્ષની અવધિ પૂર્ણ કરી પેલા ભયંકર બેટ પર જવાનો એક રાજપ્રમુખનો વારો આવ્યો. રાજ્યમાં કલ્યાણ કાર્યો કરવાથી લોકપ્રિય બનેલા પ્રમુખને વિદાય આપવા માટે મહાનુભવોની સાથે પ્રજાજનોની મેદની બંદર પર એકઠી થઇ હતી. બધાંની આંખમાં આંસુ હતાં પરંતુ પેલા રાજપ્રમુખના ચહેરા પર આનંદ અને હાસ્ય મિશ્રિત પ્રસન્નતા હતી. તે સ્વસ્થતાથી સૌને પ્રણામ કરી નૌકામાં બેસી ગયા. નાવિકે નૌકાને સાગરમાં આગળ હંકારવા માંડી. વૃદ્ધ નાવિકને મોટું આશ્ચર્ય થયું. તેમણે નમ્રતાપૂર્વક મૃત્યુને ભેટવા જઈ રહેલા રાજપ્રમુખને પૂછ્યું. ’મારી જિંદગીમાં હું ઘણા રાજપ્રમુખોને મારી નૌકામાં ભયંકર બેટ પર મૂકી આવ્યો છું. બધા પ્રમુખો વિષાદગ્રસ્ત ચહેરે રડતા કકળતા આ નૌકામાં બેસતા, અરે કેટલાકને તો જબરદસ્તીથી બેસાડવા પડતા. આક્રંદ કરતા પ્રમુખને પરાણે ધક્કા મારીને લગભગ ફેંકી દેવા પડતા. પરંતુ તમારું વર્તન મારા માટે વિસ્મયજનક છે. તમારા ચહેરા પર વિષાદને બદલે પ્રસન્નતા છે, જાણે કોઈ પ્રેમીજનોને જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૨૭ મળવા જતા હો એવો ઉત્સાહ છે. કૃપા કરી આનું કારણ જણાવી ખુલાસો કરશો ?’ સ્મિત મુદ્રાસહ પ્રમુખે નાવિકના ખભા પર હળવેથી હાથ મૂકી કહ્યું દોસ્ત બધા જ પ્રમુખો પોતાના પદની અવધિના પાંચ વર્ષ રંગરાગમાં ગુલતાન રહી જિંદગી બરબાદ કરી દેતા. મે પાંચ વર્ષ પછી શું ? તે વાતનો પ્રથમ વિચાર કર્યો. પ્રજા કલ્યાણનાં કાર્યો કરી લોકપ્રિય બનવાની સાથે સાથે શરૂથી જ મેં એક ગુપ્ત યોજના તૈયાર કરી પ્રથમ એક સેનાપતિને આજ્ઞા કરી કે, તમારા લશ્કરમાંથી જેટલા જરૂર પડે તેટલા સૈનિકો, મજૂરો, સાધનો, હથિયાર - સામાન, વાહનો વગેરે મોટાં વહાણોમાં ભરી સામેના બેટ પર લઈ જઈ ત્યાં જંગલમાં રસ્તા બનાવો, વિકરાળ જાનવરોનું એક અલગ અભયારણ્ય બનાવો. બાકીનું જંગલ સાફ કરી એક નાની નગરી વસાવો. થોડા સમય પછી એક વિશ્વાસુ અને બુદ્ધિશાળી મંત્રીને આજ્ઞા કરી કે થોડા ઉચ્ચ વર્ણના, થોડા ભણેલા અને થોડા વેપારીઓને લઈ ત્યાં વસો ત્યાં ધંધો કરનારને પ્રોત્સાહન મળે તેવી યોજનાઓ તૈયાર કરી આજુબાજુના નાનકડા બેટ અને ટાપુના લોકોને ત્યાં વસાવી સ્થિર કરવા ત્યાં મંદિર, વિદ્યાલય, રુગ્ણાલય, સરોવર અને ઉદ્યાનો બનાવ્યા. સેનાપતિ અને મંત્રી સાથે ગયેલા લોકો એ રળિયામણી નગરીમાં વસી ગયા છે. ત્યાં જંગલોને બદલે ધાન્યથી લચી પડેલાં ખેતરો અને ફૂલોથી શોભતા બગીચા છે. ત્યાં મને ખાનાર રાની પશુઓ નથી પરંતુ, મારી કલ્યાણરાજ્યની આદર્શ નગરીમાં મારું સ્વાગત કરવા તત્પર આતુર પ્રજાજનો છે.’ પ્રમુખે પોતાની પ્રસન્નતાનું રહસ્યોદ્ઘાટન કર્યું. સંતવાણીની પ્રસાદી સમી પ્રેરક કથા આપણા ચિત્તમાં ચિંતનની એક ચીનગારી જીવનસંધ્યાએ અરુણોઘ્ય ૨૮

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68