Book Title: Jivan Sandhyae Arunoday
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 31
________________ મૃત્યુ વિના જીવનનું સૌંદર્ય અપૂર્ણ છે, એ વાતનું એક જૈન બોધકથા દ્વારા સુંદર નિરુપણ થયું છે. એક સમ્રાટ, એક જેનગુરુ પાસે બાગાયત શીખવા ગયો. ગુરુએ તેને ત્રણ વર્ષ સુધી સતત બાગાયતની તાલીમ આપી. ત્યારબાદ સમ્રાટે એક ખૂબ સુંદર ઉપવનનું નિર્માણ કર્યું. સમ્રાટ સર્જિત આ વિશાળ બગીચાની સાર સંભાળ રાખવા માટે અનેક માળીઓ રાખવામાં આવ્યા. ઉદ્યાન સંપૂર્ણ તૈયાર થયા પછી સમ્રાટે ગુરજીને પોતાનો બગીચો જોવા માટે આમંત્રણ આપ્યું. ગુરુજી બગીચામાં પધાર્યા. એક છેડાથી બીજા છેડા સુધી બગીચામાં ફર્યા. પાછા ફરતી વખતે ગુરુજીના ગંભીર વદન પર નિરાશા દેખાતાં સમ્રાટે પૂછયું. ‘શું વાત છે, ગુરુદેવ ?” આપની પાસેથી તાલીમ લીધા બાદ આ બાગ મેં મારી જાત દેખરેખથી બનાવ્યો છે. મારી શું ક્ષતિ છે.ગુરુદેવ ? ૧૫. ડૂબતો સૂરજ પીળું પાન, જોતાં લઉં હરિ તારું નામાં જન્મ એ જીવનનું પ્રવેશદ્વાર છે. સંસારયાત્રી આ દ્વારમાં પ્રવેશ કરી જ યાત્રા આરંભે છે તેનો અંત મૃત્યુ છે. એક રીતે વિચારીએ તો જન્મ પછીની પ્રત્યેક ક્ષણ, માનવીને ધીરે ધીરે મૃત્યુ તરફ લઇ જાય છે. મૃત્યુ એ એક એવી પ્રક્રિયા છે કે જેની શરૂઆત. જન્મથી જ થઇ જાય છે. આ યાત્રા સતત છે અને તેનું અંતિમ ચરણ મૃત્યું છે. પ્રત્યેક શ્વાસે આપણે મૃત્યુને પામીએ છીએ. મૃત્યુને આત્મસાત કરવાની યોગ્યતા કેળવવી તે સાધના છે. જાગૃતિ, ચેતનાની સભાનતા એ આ સાધનાનું પ્રથમ પગથિયું છે. જીવનની પ્રત્યેક ક્ષણે મૃત્યુનું સતત સ્મરણ એ સાધનાનું અંતિમ ચરણ છે.. ‘બગીચામાં જીવંત ધબકાર નથી, સૌંદર્ય નથી, મૌલિકતા. નથી, ફીક્કો અને કૃત્રિમ લાગે છે, કુદરતી નથી લાગતો’ ગુરુદેવા ગંભીર વદને કહ્યું.' સમ્રાટ કહે, ‘શા કારણથી આપ આવું કહો છો ?' ગુરુએ ઉદ્યાન પ્રતિ અંગુલિનિર્દેશ કરી કહ્યું, ‘આમાં કરમાયેલાં પાન કયાં છે ? જૂનાં પીળાં પડી ગયેલાં પાન કયાં છે ? બગીચામાં વૃક્ષોથી ખરી પડેલાં સૂકાં અને પીળાં પાંદડાં ક્યાં છે ?” માટે જ રાજા જનક અને સંત એકનાથ જેવી વિભૂતિઓની મૃત્યુ અંગેની જાગૃતિ એવી હતી કે તેમના શ્વાસેશ્વાસે મૃત્યુનું સ્મરણ હતું. રાજા સોલોમન પોતાની વીંટી પર ‘ચાદ રહે કે હું મરવાનો છું એમ કોતરાવતો. મૃત્યુ, માનવીના જીવનનું મહત્ત્વ વધારે છે. મૃત્યુ, માનવીના વર્તમાન પર્યાય અને ભવિષ્યની ગતિના તફાવતને સ્પષ્ટ કરે છે. -જીવનસંધ્યાએ અરુણોધ્ય) - ૫૩ - સમ્રાટે કહ્યું ‘મે માળીઓને કહીને એ બધું બહાર ફેંકાવી દીધું છે, બગીચો સ્વચ્છ અને ચોખ્ખો રાખવા માટે.’ તરત ગુરુજી બહાર જઇ ઝોળીમાં સૂકાં પાન લઇ આવ્યા. અને બગીચામાં પીળાં સૂક્કા પાન ઉડાડી દીધાં, ગુરજીએ ખુશ થઇ કહ્યું, ‘જો હવે કેવું કુદરત નિર્મિત, કુદરતી અને જીવંત લાગે છે ? -જીવનસંધ્યાએ અરુણોધ્ય) (૫૪

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68