Book Title: Jeev Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 64
________________ પરિણમાવી વિસર્જન કરવામાં પણ અસંખ્યાતા સમયો પસાર થાય છે. પેરેલીસીસ એટલે લક્વા વાળા દર્દી ને તેનું અંગ ખોટું થઇ ગયેલું હોય છે તે બોલી શકતો નથી તેના કારણે એ જીવને ભાષા પર્યાપ્તિ થયેલી હોય છે તેથી ભાષા વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરી તેને પરિણમાવે છે એટલે શબ્દો રૂપે એ વર્ગણાના પુદ્ગલોને બનાવે પણ વાચા બંધ હોવાથી તે છોડવાની એટલે વિસર્જન કરવાની શક્તિ ન હોવાથી તે પુદ્ગલો અથડાય છે અને અંદરને અંદર પછી વિસર્જન પામે છે. એનાથી બીજાને જે જણાવવું હોય તે જણાવી શકતો નથી માટે એ લકવા વાળો જીવ અંતરમાં તેની વિશેષ પીડાને પામે છે એટલે કે કોઇને ન સમજાય એટલે ગુસ્સામાં ને ગુસ્સામાં પોતે વિશેષ અકળાયા કરે છે. બીજાઓ પ્રત્યે ગુસ્સાનો ભાવ બતાવવા પ્રયત્ન કરે તો પણ બીજા ન સમજે આથી પોતે સમજેલો ન હોવાથી એ ગુસ્સામાં ને ગુસ્સામાં ચીકણા કર્મો બાંધતો જાય છે અને તે વખતે આયુષ્યનો બંધ પડે તો દુર્ગતિનું આયુષ્ય બાંધી સંસારની રખડપટ્ટીમાં ચાલ્યો જાય છે. જો તે વખતે નવકાર બોલીએ તો પણ પોતાના મનની વાત કોઇ જાણતું નથી, સાંભળતું નથી તેના કારણે અંતર કષાયવાળું હોવાથી નવકારમાં પણ ચિત્ત રહેતું નથી. આવું પણ બને માટે જ જ્ઞાનીઓ કહે છે કે આવી અસાધ્ય દર્દવાળી અવસ્થા આવે એ પહેલા સારા ભાવથી ધર્મ કરેલો હોય અને એ સંસ્કાર જો બરાબર પડેલા હોય તોજ તે વખતે આત્મા પોતાની સમાધિ જાળવી શકે અને શરીરની શક્તિ જેમ જેમ ઓછી થતી જાય તેમ તેમ એ જીવો પોતાનું શેષ જીવન સમાધિપૂર્વક વીતાવી શકશે એટલે પૂર્ણ કરી શકશે. માટે રોજ ધર્મ કરતાં કરતાં જ્યારે જ્યારે પાપના ઉદયથી દુઃખ આવે તો તેમાં સમતા રાખવાનો પ્રયત્ન કર્યો હશે તો જ છેલ્લે સમતાભાવ પ્રાપ્ત થઇ શકશે. અને તોજ નવકાર સાંભળતાં તેમાં મનની સ્થિરતા અને એકાગ્રતા જાળવી શકાશે. આ ભાષા વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરવાની શક્તિ બેઇન્દ્રિય જીવોથી શરૂ થાય છે. (૧૩) મન અગ્રહણ યોગ્ય વર્ગણાઓ : ભાષા ગ્રહણ યોગ્ય વર્ગણાઓની જે છેલ્લી વર્ગણા હોય છે તેમાં એક પરમાણુ અધિક વાળી વર્ગણાથી જે વર્ગણા શરૂ થાય તે મન અગ્રહણ યોગ્યની પેહલી વર્ગણા કહેવાય છે. એવી એક એક પરમાણુથી અધિક કરતાં કરતાં અનંતા પરમાણુઓ અધિક વાળી જેટલી વર્ગણાઓ થાય તે બધી જ મન અગ્રહણ યોગ્ય વર્ગણાઓ કહેવાય છે. અસત્ કલ્પનાથી ૬૬૦૧ પરમાણુવાળી વર્ગણાથી શરૂ કરીને ૭૬૦૦ પરમાણુઓ સુધીની જેટલી વર્ગણાઓ થાય તે મન અગ્રહણ યોગ્ય વર્ગણાઓ કહેવાય છે. એટલે આ ભાષા તથા મન બન્ને માટે અગ્રહણ યોગ્ય બને છે. (૧૪) મન ગ્રહણ યોગ્ય વર્ગણાઓ : મન અગ્રહણ યોગ્યની જે છેલ્લી વર્ગણા હોય છે. તેમાં એક પરમાણુ અધિક કરીએ એટલે મન ગ્રહણ યોગ્ય વર્ગણાની પહેલી વર્ગણા થાય છે તેમાં જેટલા પરમાણુઓ રહેલા હોય છે તેના અનંતમા ભાગ જેટલા પરમાણુઓ સુધીની ક્રમસર જે વર્ગણાઓ થાય તે બધી મન ગ્રહણ યોગ્ય વર્ગણાઓ કહેવાય છે. આ મન વર્ગણાના પુદ્ગલોને સન્ની પર્યાપ્તા ચારે ગતિના જીવો ગ્રહણ કરી મનના વિચાર રૂપે પરિણમાવી અને વિસર્જન કરતાં જાય છે. નારકીના જીવો-પંચેન્દ્રિય તિર્યંચના જીવો-મનુષ્યના જીવો અને દેવના જીવો ગ્રહણ કરે છે. એ મન રૂપે પરિણામ પામેલા પુદ્ગલો જે વિસર્જન કરાય છે તે એવાને એવા વિચાર રૂપે અસંખ્યાત કાળ સુધી જગતમાં રહી શકે છે. પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સુધી એ પુદ્ગલો એ રૂપે રહી શકે છે પછી તે છૂટા પડીને વિખરાઇ જાય છે માટે આજે જે વૈજ્ઞાનિકોએ પુદ્ગલ પકડવાના સાધનો બનાવ્યા છે તે આવા પુદ્ગલો જગતમાં રહેલા હોય છે તેને પકડી શકે છે અને એ જ વિચાર અને ભાષા રૂપે બોલાયેલા કોણ બોલ્યું છે તે એનાથી જાણી શકાય છે. એ બધા સાધનો ઘોર હિંસાઓ કરી કરીને બનાવેલા હોવાથી એના વખાણ આપણે કરતાં નથી અને એનો ઉપયોગ કરતાં નથી. રેડિયો, ટેલીવીઝન વગેરે સાધનોથી આ પુદ્ગલો પકડી શકાય છે. જૈન Page 64 of 78

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78