Book Title: Jeev Tattvanu Swarup
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay
Catalog link: https://jainqq.org/explore/009177/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જીવ તત્વન સ્વરૂપ મુનિ શ્રી નરવાહનવિજયજી અનંત ઉપકારી શ્રી તીર્થંકર પરમાત્માઓ જ્યારે દશમા ગુણસ્થાનકે મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય કરીને બારમા ગુણસ્થાનકને પામે છે ત્યાં ક્ષાયિક ચારિત્રની પ્રાપ્તિ કરે છે એ ક્ષાયિક ચારિત્રના કાળમાં એક અંતર્મુહૂર્તમાં જ જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણેય ઘાતી કર્મોનો સંપૂર્ણ નાશ કરે છે અને તેરમા ગુણસ્થાનકને પામે છે ત્યાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે. શ્રી તીર્થંકર પરમાત્માઓને જ્યાં જે ક્ષેત્રને વિષે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યાં દેવતાઓ આવીને સમવસરણની રચના કરે છે. તે સમવસરણમાં પૂર્વ દિશાથી પ્રવેશ કરી નમો તિત્થસ કહીને શ્રી તીર્થંકરો પાદપીઠ ઉપર બેસે છે. તે વખતે આજુબાજુ રહેલા મનુષ્યો, તિર્યંચો અને દેવો ભેગા થઇ જાય છે. ત્યાં શ્રી તીર્થંકર પરમાત્મા દેશના આપે છે તે દેશના શ્રી ગણધર ભગવંતોની યોગ્યતા પેદા કરવા માટે અપાય છે, એટલે કે ત્યાં જે ગણધરને યોગ્ય આત્માઓ આવેલા હોય તેઓને ઉદ્દેશોને દેશના અપાય છે. એ દેશના સાંભળતા તેઓમાં યોગ્યતા પેદા થાય છે અને સંયમની માગણી કરતાં સંયમનો સ્વીકાર કરે છે. કેવલજ્ઞાનની પ્રાપ્તિથી જગતમાં રહેલા જે પદાર્થો શ્રી તીર્થંકરોએ જોયેલા છે તે પદાર્થોનું જ્ઞાન જગતના જીવોને થાય એ હેતુથી તેનું નિરૂપણ કરે છે. પોતાના જ્ઞાનથી જગતમાં રહેલા જે પદાર્થો જેવા સ્વરૂપે જુએ છે તેવા સ્વરૂપે જણાવવા માટે વિસ્તારથી તેના નવ વિભાગ પાડવામાં આવેલા છે. તે નવ વિભાગને કાંઇક ટૂંકામાં સમજવા માટે સાત વિભાગ પાડવામાં આવેલા છે. એનાથી ટૂંકાણમાં સમજવા માટે તે નવ વિભાગના પાંચ વિભાગ પાડવામાં આવેલા છે અને તેનાથી સૌથી સંક્ષેપમાં જાણવા માટે તે પાંચ વિભાગના બે વિભાગ પણ પાડવામાં આવેલા છે. આ ઉપરથી સમજાશે કે કેવલજ્ઞાની પોતાના જ્ઞાનથી જગતના સ્વરૂપને જે રીતે જૂએ છે-જાણે છે તે જ સ્વરૂપે જગતના જીવોને પણ જગતના પદાર્થોનું જ્ઞાન થાય-તેની વિચારણા કરતાં થાય અને પોતાના આત્માને દુઃખથી બચાવીને સુખી કરી શકે તે માટે જ આ નિરૂપણ કરે છે. સુખી થવાનો રસ્તો ખરેખરો આ જ છે. એમ જ્ઞાનથી જાણીને દુઃખથી છોડાવી-સુખી બનાવી જીવો જલ્દી પોતાના જેવા બને એ હેતુથી તેનું નિરૂપણ કરવા માટે જગત સમક્ષ પદાર્થોનું નિરપણ કરેલું છે. આ પ્રકરણ જે મહાપુરૂષે રચેલું છે તે મહાપુરૂષે પોતાનું નામ કોઇ જગ્યાએ આપેલ નથી તથા આ પ્રકરણમાં જે રીતે ગાથાઓની રચના કરેલ છે તે ગાથાઓ મોમાંથી ઉદ્ધૃત કરી કરીને સંકલના રૂપે બનાવીને મૂકેલ છે અને તે પ્રકરણને સાચવીને મહાપુરૂષોએ આપણા સુધી પહોંચાડેલ છે. નવ વિભાગ જે કહ્યા છે તેને નવ તત્વો કહેવાય છે. સાત વિભાગને સાત તત્વો કહેવાય છે. પાંચ વિભાગને પાંચ તત્વો કહેવાય છે અને બે વિભાગને બે તત્વો કહેવાય છે. તત્વ એટલે શું ? તત્ એટલે તે તે પ્રકારે એટલે કે જગતમાં જે જે પદાર્થો જેવા જેવા સ્વરૂપે રહેલા છે તેવા તેવા સ્વરૂપે વ એટલે વિશેષ કરીને જાણવા એટલે વિશેષ રીતે તે પદાર્થોની જાણકારી મેળવવી, તે જાણકારી મેળવવાની ઇચ્છા તે તત્વ કહેવાય છે. તે તત્વો નવ છે અને તેના ઉત્તર ભેદો ૨૭૬ થાય છે તે આ પ્રમાણે : (૧) જીવતત્વ - ૧૪ ભેદ (૨) અજીવતત્વ - ૧૪ ભેદ Page 1 of 78 Page #2 -------------------------------------------------------------------------- ________________ (૩) પુણ્ય તત્વ - ૪૨ ભેદ (૪) પાપ તત્વ - ૮૨ ભેદ (૫) આશ્રવ તત્વ - ૪૨ ભેદ (૬) સંવર તત્વ - ૫૭ ભેદ (૭) નિર્જરા તત્વ - ૧૨ મેદ (૮) બંધ તત્વ - ૪ ર્મદ અને (૯) મોક્ષ તત્ત્વના - ભેદ હોય છે. આ રીતે કુલ ૨૩૬ ભેદો થાય છે, આ ૨૩૬ ભેદોની, એક એકની વ્યાખ્યા તથા સમજૂતી મેળવવી, એ સમજુતી મેળવવાની ઇચ્છા તે નવતત્વનું જ્ઞાન કહેવાય છે, સાત તત્વો રૂપે :- જીવ, અજીવ, આશ્રવ, સંવર નિર્જરા, બંધ અનો મોક્ષતત્વ ગણાય છે. પુણ્ય અને પાપ તત્વોનો આશ્રવમાં સમાવેશ કરાય છે. પાંચ તત્વો રૂપે -- જીવ, અજીવ, આવ, બંધ અને મોક્ષતત્ત્વ ગણાય છે. સંવર અને નિર્જરા આ બે તત્વોનો મોક્ષતત્વમાં સમાવેશ કરાય છે. બે તો રૂપે જીવ અને અજીવ તત્વ જીવતત્વમાં સંવર, નિર્જરા અને મોક્ષ એ ત્રણ તત્વોનો સમાવેશ થાય છે, અજીવ તત્વમાં પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ એ ચાર તત્વોનો સમાવેશ થાય છે. આ ૨૭૬ ભેદોની વ્યાખ્યાઓને સંપૂર્ણપણે સમજવામાં આવે તો જૈન શાસનનું બધું જ તત્વજ્ઞાન સમજાઇ જાય. ચૌદ રાજલોક રૂપ જગત્ આખુંય આ તત્વોથી જ ભરેલું છે અને આથી જ જૈન શાસનનો તત્વ જ્ઞાનનો સાર આ નવ તત્વોમાં સમાયેલો છે. આર્થી કહેવાય છે કે જૈનકુળોમાં જન્મેલા છોકરાઓને વ્યવહારિક જ્ઞાન આપ્યા પછી જીવવિચાર અને નવતત્વનું જ્ઞાન અપાવ્યા સિવાય તેને નોકરી કે ધંધે જાડવો નહિ એટલે તેની કમાણી ખાવી નહિ. તેમજ દીકરીઓ જન્મેલી હોય તેઓને આ જ્ઞાન આપ્યા સિવાય પારકા ઘરે મોકલવી નહિ. જો આજે આટલું શરૂ થાય તો જૈનકુળો કેવા હોય. તેમના આચાર વિચારો કેવા હોય-તે ખ્યાલ આવે, અને આટલું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સંયમ કદાચ ન લઇ શકાય તો સંસારમાં રહીને ઓછા પાપથી જીવન કેમ જવાય એ એને જીવતાં આવડી જાય, એટલે કે આ જ્ઞાન પ્રાપ્ત કરેલા જીવોના અંતરમાં પાપ ભીરૂ ગુણ પેદા કરી તેની સ્થિરતા લાવવા માટે મહાપુરૂષો એ આ પ્રકરણોની રચના કરેલી છે આ માટે જ આ નવતત્વ પ્રકરણનું જ્ઞાન મેળવવું બહુ જરૂરી છે, નવતત્વને જાણવા ત્રણ વિભાગ પાડવામાં આવેલા છે. (૧) જ્ઞેય એટલે જાણવા લાયક પદાર્થો. (૨) હેચ એટલે છોડવા લાયક પદાર્થો. (૩) ઉપાદેય એટલે ગ્રહણ કરવા લાયક પદાર્થો. ૉય રૂપે બે તત્વો છે. જવ-અસ્તવ. તેના ઉત્તર ભેદો ૧૪ + ૧૪ = ૨૮ થાય છે, હેય રૂપે ચાર તત્વો છે. પુણ્ય-પાપ-આશ્રવ અને બંધ. તેનાં ૪૨ + ૮૨ + ૪૨ + ૪ = ૧૭૦ ભેદો થાય છે. અહીં જે પુણ્યતત્વ હેય કહેલ છે તે અંતે જીવ સકલ કર્મથી રહિત થઇ મોક્ષમાં જાય છે એ અપેક્ષાએ કહેલ છે. બાકી પુણ્યાનુબંધિ પુણ્ય જે હોય છે તે આત્મિક ગુણ પેદા કરવામાં સહાયભૂત થતું હોવાથી ઉપાદેય ગણાય છે. Page 2 of 78 Page #3 -------------------------------------------------------------------------- ________________ ઉપાદેય રૂપે - ત્રણ તત્વો છે. સંવર-નિર્જરા અને મોક્ષ તેના ૫૭ + ૧૨ + ૯ = ૭૮ ભેદો થાય છે. જીવ અને અજીવને જાણવા લાયક એટલા માટે કહેલા છે કે જેમ જેમ જીવ પોતે અજીવના સ્વરૂપને જાણતો જાય છે તેમ તેમ પુદ્ગલના સંયોગથી જીવ કેટલી કેટલી વેદના પામતો જાય છે, એ પુદ્ગલોમાં રાગાદિ પરિણામોને કરીને મારાપણાની બુધ્ધિ પેદા કરીને સંસારમાં અનાદિકાળથી જન્મ મરણની પરંપરાને વધારતો દુઃખ ભોગવ્યા જ કરે છે. આથી આ બે તત્વોને જાણવાથી પોતાની રખડપટ્ટીનો ખ્યાલ આવે છે માટે જાણવા લાયક કહેલ છે. બાકી વિચાર કરીએ તો જીવ અને અજીવમાં છોડવા લાયક કે ગ્રહણ કરવાલાયક છે ય શું ? આથી પણ જાણવા લાયક સિધ્ધ થાય છે. હેય એટલે છોડવા લાયક રૂપે પુણ્ય-પાપ-આશ્રવ અને બંધ કહેલા છે. તેમાં જીવોને જાણકારી થાય કે જન્મ મરણની પરંપરા જેનાથી પેદા થાય છે તે અજીવ પદાર્થોમાં શુભ અને અશુભ રૂપે મને જે લાગે છે તે જ પુણ્ય પાપ ગણાય છે. આ પુણ્ય-પાપ भे ચાલુ રહે તો હું મારા જીવને સ્થિર-શાશ્વત સ્થાને કઇ રીતે બેસાડી શકું ! આથી પુણ્ય અને પાપની જેમ જેમ ઓળખ થતી જાય તેમ તેમ તેનાથી છૂટવાનો જેટલો વિચાર થતો જાય તેટલો જ જલ્દી આત્મા સ્થિર બને. એ પુણ્ય પાપને લાવનાર જે હેતુઓ છે તે આશ્રવ ગણાય છે. માટે તે પણ છોડવા લાયક કહેલ છે કારણકે જીવ જ્યારે સંપૂર્ણ આશ્રવથી રહિત થાય ત્યારે જ અયોગી બની શકે છે. અયોગી બન્યા વગર જીવ સિધ્ધિગતિને પામી શકતો નથી માટે આશ્રવ છોડવા લાયક છે અને આશ્રવના પ્રતાપે જીવને શુભાશુભ કર્મના પુદ્ગલોનો બંધ થાય છે. જ્યાં સુધી બંધ હોય છે ત્યાં સુધી સંપૂર્ણ સંવર રૂપ ચારિત્ર અને સંપૂર્ણ નિર્જરા રૂપ ચારિત્ર પ્રાપ્ત થઇ શકતું નથી માટે તે છોડવા લાયક કહેલ છે. ઉપાદેય એટલે ગ્રહણ કરવા લાયક સંવર-નિર્જરા અને મોક્ષ કહેલા છે એનું કારણ એ છે કે પહેલા જીવ આવતા કર્મોને રોકે તોજ જુના આવેલા કર્મોનો ધીમે ધીમે નાશ કરી શકે. માટે આવતા કર્મોનું રોકાણ કરવું તે સંવર છે. જેમ જેમ જીવ રોકાણ કરતો જાય તેમ તેમ પોતાનું શુધ્ધ સ્વરૂપ ધીમે ધીમે ખીલતું જાય છે અને આશ્રવથી પહેલા જે કર્મો આવેલા છે તેનો નિર્જરા દ્વારા નાશ કરી શકે છે આથી આ બે તત્વો શુધ્ધ સ્વરૂપને પેદા કરવામાં સહાયભૂત થતાં હોવાથી ગ્રહણ કરવા લાયક કહેલા છે અને જીવનું પોતાનું સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પ્રગટ કરવું તે જ મોક્ષ છે. આથી તે ત્રણે તત્વોને ગ્રહણ કરવા લાયક કહેલા છે. નવતત્વોને બે વિભાગમાં પણ વહેંચેલા છે. (૧) રૂપી પદાર્થો રૂપે અને (૨) અરૂપી પદાર્થો રૂપે. સામાન્ય રીતે જીવ પોતાના સ્વરૂપે સદા માટ અરૂપી હોય છે પણ અનાદિ કાળથી અનાદિ કર્મના સંયોગવાળો હોવાના કારણે સંસારમાં પરિભ્રમણ કરે છે. આથી અહીં આ પ્રકરણમાં જીવને રૂપી તરીકે ગણેલ છે. રૂપી પદાર્થો રૂપે જીવ-પુણ્ય-પાપ-આશ્રવ અને બંધ એ પાંચ તત્વો ગણાય છે. અજીવ તત્વના ચૌદ ભેદોમાંથી અમુક ભેદો અરૂપી રૂપે હોય છે અને અમુક ભેદો રૂપી રૂપે હોય છે માટે રૂપી અરૂપી બન્નેમાં ગણાય છે. અરૂપી પદાર્થોમાં સંવર-નિર્જરા અને મોક્ષ એ ત્રણ તત્વો ગણાય છે. ઉત્તર ભેદોને આશ્રયીને રૂપી જીવ-૧૪ અરૂપી અજીવ-૧૦ Page 3 of 78 Page #4 -------------------------------------------------------------------------- ________________ અજીવ-૪ પુણ્ય-૪૨ પાપ-૮૨ આશ્રવ-૪૨ બંધ-૪ સંવર-૫૭ નિર્જરા-૧૨ મોક્ષ-૯ - ૮૮ ૧૮૮ = ૨૭૬ આ રીતે રૂપી-૧૮૮ ભેદો અને અરૂપી ૮૮ ભેદો હોય છે. રૂપી = જે પદાર્થોમાં વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ રહેલા હોય તે પદાર્થ રૂપી કહેવાય છે. એ પદાર્થો અચિત્ત પણ હોય અથવા સચિત્ત પણ હોય. આ રૂપી પદાર્થોને જ આપણે જોઇ શકીએ છીએ. ચોદપૂર્વીઓ-દશપૂર્વીઓ-વિશિષ્ટ જ્ઞાનીઓ-અવધિજ્ઞાની જીવો તથા મન:પર્યવ જ્ઞાની જીવો આ રૂપી. પદાર્થોને જ જોઇ શકે છે. વર્ણાદિથી યુક્ત પદાર્થોમાં, જેમાં જેની એટલે વર્ણાદિની પ્રધાનતા હોય તે પ્રમાણે તે પદાર્થનો વ્યવહાર કરીએ છીએ. બાકી તે દરેક પદાર્થોમાં પ્રધાન કે ગૌણપણે વર્ણાદિ રહેલા જ હોય છે. રૂપી પદાર્થો સિવાયના અરૂપી પદાર્થોને જોઇ શકાતા નથી. માટે તે રૂપી પદાર્થોમાં રાગાદિ પરિણામો. પેદા કરીને જન્મ મરણની પરંપરા રૂપ સંસાર વધારતા જઈએ છીએ. તે રૂપી પદાર્થો પોતાના સ્વરૂપે કેવા હોય છે. ક્યાં રહેલા હોય છે-કેટલા કેટલા હોય છે તે સ્વરૂપ જાણવાથી રાગાદિ ઓછા થાય અને તોજ જન્મા મરણની પરંપરા વધતી અટકી શકે. એ માટે જ આ પદાર્થોનું જ્ઞાન મેળવવાનું કહેલું છે. શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના આત્માએ છેલ્લા ભવમાં સંયમ લઇ સાડા બાર વરસના સંયમ પર્યાયમાં આ રૂપી પદાર્થમાંથી એક પરમાણુ પુદગલની વિચારણા કરતાં કરતાં મોહનીય કર્મનો નાશ કરી કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરેલી હતી. અરૂપી પદાર્થ = જે પદાર્થોમાં વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ હોતો નથી તે પદાર્થને અરૂપી કહેવાય છે. આ અરૂપી પદાર્થને જોવાની શક્તિ કેવલજ્ઞાની આત્માઓ સિવાય કોઇની હોતી નથી. માટે જ જ્યારે ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ ભગવાન મહાવીર પાસે આવ્યા ત્યારે તેમને જેટલી શંકાઓ હતી તે બધાના જવાબ ભગવાને આપ્યા ત્યારે છેલ્લે ઇન્દ્રભૂતિજીએ પૂછયું છે કે આત્મા છે ? ક્યાં છે અને કેવો છે ? ત્યારે ભગવાને કહ્યું કે આત્મા છે. તે અરૂપી છે અને જગતમાં અનંતા આત્માઓ રહેલા છે. ત્યારે ઇન્દ્રભૂતિએ કહ્યું કે હું કેમ જોતો નથી ? અર્થાત મને કેમ દેખાતો નથી ? ત્યારે ભગવાને કહ્યું કે તું જુએ એટલું જ માને છે કે બીજા કોઇ જૂએ અને કહે તે પણ માને છે ? ત્યારે ઇન્દ્રભૂતિએ કહ્યું બીજાએ જોયું હોય અને કહે એ પણ માનું છું. ત્યારે ભગવાને કહ્યું, હું આત્માને જોઉં છું માટે આત્મા છે એમ કહું છું. તું પણ જ્યારે મારા જેવો થઇશ ત્યારે જરૂર આત્માને જોઇશ. આથી તહત્તિ કરીને સ્વીકાર કર્યો. આથી સમજો કે અરૂપી પદાર્થ કેવલજ્ઞાની સિવાય કોઇ દેખી શકતું નથી. એ અરૂપી પદાર્થો રૂપે ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય-આકાશાસ્તિકાય-જીવાસ્તિકાય અને કાળ રૂપે દ્રવ્યો જગતમાં રહેલા છે. ધમસ્તિકાય :- તે પદાર્થ જગતમાં રહેલા જીવ અને પુદ્ગલોને એક સ્થાનેથી બીજા સ્થાને જવામાં સહાય કરે છે. અધર્માસ્તિકાય - તે પદાર્થ જીવ અને પુદ્ગલોને જ્યાં રહેલા હોય ત્યાં સ્થિર રહેવામાં સહાયભૂત થાય છે. આકાશાસ્તિકાય :- તે પદાર્થ જગતમાં રહેલા દ્રવ્યોને અવકાશ એટલે જગ્યા આપવામાં સહાયભૂત થાય છે. Page 4 of 78 Page #5 -------------------------------------------------------------------------- ________________ જીવાસ્તિકાય :- તે પદાર્થ જગતને વિષે અનંતાની સંખ્યામાં હોય છે. જીવદ્રવ્યનું પોતનું સ્વરૂપ અરૂપી જ છે. માત્ર અનાદિ કર્મના સંયોગના કારણે તે પુલોની સહાયથી સંસારી જીવનું સ્વરૂપ રૂપી રૂપે દેખાય છે. કાળદ્રવ્યમાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શ ન હોવાથી દેખાતો નથી માટે એ દ્રવ્ય અરૂપી છે. હાલ આપણે જે જે ખાલી જગ્યાઓ જોઇએ છીએ તે આકાશદ્રવ્ય છે. પણ તે અરૂપી હોવાથી જોઇ શકતા નથી. તેમાં જે પુગલો રહેલા છે તે દેખાય છે. આથી બહાર ખુલ્લી જગમાંથી ઉપરના ભાગમાં જે કાશ જોઇએ છીએ તે આકાશ દ્રવ્ય દેખાતું નથી પણ તે ખાલી જગ્યામાં પુગલો રહેલા છે તે દેખાય છે તેને વ્યવહારથી આકાશ દેખાય છે એમ કહીએ છીએ. એજ રીતે જ્યાં જ્યાં ખાલી જગ્યામાં જે જોઇએ છીએ તે પુદ્ગલો દેખાય છે એમ સમજવું. પુદ્ગલ દ્રવ્ય :- વર્ણાદિથી યુક્ત હોવાથી નિયમ રૂપી હોય છે માટે તે દેખાય છે તે પુગલ અચિત્તા રૂપે પણ હોય છે અને સચિત્ત રૂપે પણ હોય છે માટે તે જોઇ શકાય છે. જીવતવનું નિરૂપણ અહીં જીવતત્વમાં જીવોના ભેદોનું વર્ણ જણાવેલું છે તે સંસારી જીવોની અપેક્ષાએ વર્ણન કરેલું છે. પણ મોક્ષના જીવોને આશ્રયીને કે શુધ્ધ સ્વરૂપની અપેક્ષાએ વર્ણન કરેલ નથી. આ જીવોનાં ભેદો જે બતાવવામાં આવેલા છે તે આપણા પોતાના જ ભેદો છે. આ ચોદે પ્રકારના ભેદોના ખોળીયા એટલે શરીરને પેદા કરી કરી તેમાં રાગાદિ પરિણામો પેદા કરી કરીને એક ખોળીયામાંથી બીજી ખોળીયામાં આનંતા કાળથી ભમ્યા કરીએ છીએ આથી એ ભેદોનું સ્વરૂપ એ આપણા પોતાનું સ્વરૂપ છે એમ સમજીને આ ભેદોનો વિચાર કરવો કે જેથી રાગાદિ પરિણામોની મંદતા થતી જાય. હવે અહીં જીવતત્વના ચોદે ભેદોને જણાવવા માટે જ્ઞાની ભગવંતો અબુધ જીવોને વિશેષ જ્ઞાન પેદા થાય એ હેતુથી એક પ્રકારના જીવોનાં વર્ણનથી શરૂ કરીને ચૌદ પ્રકાર સુધીનાં જીવોનું વર્ણન કરે છે. જગતમાં એક પ્રકારના જીવો હોય છે. ચેતનાયુક્તથી. ચૌદ રાજલોક રૂપ જગતમાં જેટલા જેટલા પ્રકારના જ્યાં જ્યાં જીવો રહેલા હોય છે તે સઘળાય જીવોમાં ચેતના રહેલી હોય જ છે માટે ચેતનાથી યુક્ત જે હોય તે જીવ કહેવાય. આ લક્ષણથી એક પ્રકારમાં સઘળાય જીવોનો સમાવેશ થાય છે. જીવોને જ ચેતના રહેલી છે તે જ્ઞાન અને દર્શનના ઉપયોગથી જણાય છે માટે જ્ઞાનીઓએ “ઉપયોગો લક્ષણ” જીવનું લક્ષણ ઉપયોગ છે એમ કહ્યું છે. ઉપયોગ હંમેશા બે પ્રકારનો હોય છે. (૧) જ્ઞાનનો એટલે વિશેષ બોધનો ઉપયોગ અને (૨) દર્શનનો એટલે સામાન્ય બોધનો ઉપયોગ. આ ઉપયોગના પ્રતાપે ચેતન છે કે અચેતન તેની ખબર પડે છે. પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિ આદિમાં પણ જ્ઞાન દર્શનનો ઉપયોગ રહેલો હોવાથી ચેતના છે એમ ખબર પડે છે. જ્યારે એ ચેતનાથી. રહિત થાય એટલે કે તે ખોળીયામાંથી જીવ Aવી જાય ત્યારે તે અચેતન રૂપે અજીવ બની જાય છે. આથી જૈન દર્શનકારો પૃથ્વી આદિમાં જીવ માને છે. એ જ્ઞાન દર્શનના ઉપયોગના પ્રતાપે જે ચેતના રહેલી છે તેને કારણે માને છે તે ચેતનાવાનું જીવ રાગાદિ પરિણામો કરી કર્મબંધ કરતો કરતો જન્મ મરણ કર્યા કરે છે. આ એક પ્રકારના જીવોમાં જીવ વિચારમાં જણાવેલા પાંચસો ત્રેસઠ ભેદોનો સમાવેશ થાય છે. બે પ્રકારના જીવો. (૧) સ્થાવર જીવો અને (૨) ત્રસ જીવો. સ્થાવર જીવો Page 5 of 78 Page #6 -------------------------------------------------------------------------- ________________ જે જીવોને અનુકૂળતા મેળવવાની ઇચ્છા હોવા છતાં અને આવેલી પ્રતિકૂળતાને દૂર કરવાની ઇચ્છા હોવા છતાંય એક સ્થાનેથી બીજા સ્થાને જઇ ન શકે તે સ્થાવર નામકર્મના ઉદયવાળા જીવો ગણાય છે. આ સ્થાવર રૂપે પૃથ્વીકાય-અપ્કાય-તેઉકાય-વાયુકાય અને વનસ્પતિકાયના જીવો ગણાય છે. તેઉકાય-વાયુકાય જીવોનો ઉર્ધ્વગતિ રૂપ સ્વભાવ હોય છે તે સ્વાભાવિક રૂપે હોય છે પણ પોતાની સ્વેચ્છાએ ઉદય ભાવના કારણે ભાવ થતો નથી માટે તે જીવોને ગતિ-ત્રસ જીવો કહેવાય છે. એટલે કે દુઃખથી બચવા અનુકૂળતા । મેળવવા હું જાઉં એવો ભાવ હોતો નથી. અને ત્રસ જીવો જે જીવો અનુકૂળતા મેળવવાની ઇચ્છાથી અને આવેલી પ્રતિકૂળતાને દૂર કરવાની ઇચ્છાથી એક સ્થાનેથી બીજાસ્થાને જઇ શકે, જવાની શક્તિ પ્રાપ્ત કરી શકે તે ત્રસ જીવો કહેવાય છે. બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચઉરીન્દ્રિય અને પંચેન્દ્રિય વાળા જીવોને આ ત્રસ નામકર્મના ઉદય હોય છે. પાંચસો ત્રેસઠ જીવ ભેદોની અપેક્ષાએ સ્થાવર જીવોનાં બાવીશ ભેદો ગણાય છે અને ત્રસ જીવોના પાંચસો એકતાલીશ ભેદો ગણાય છે. મનુષ્યપણાને પામ્યા પછી જો એકવાર જીવ સ્થાવર ભેદોમાં ચાલ્યો ગયો તો ત્યાં એક એક અંતર્મુહૂર્તના આયુષ્યવાળા અસંખ્યાતા કે અનંતા ભો કરવા પડે છે એટલે કે અસંખ્યાતી ઉત્તરપિણી-અસંખ્યાતી અવસરપિણી અથવા અનંતી ઉત્સરપિણી કે અનંતી અવસરપિણી કાળ સુધી જન્મ મરણ કરવા જવું પડે છે. તેટલા કાળ સુધીમાં જો જીવ અકામ નિર્જરા સાધીને પુણ્યનો બંધ કરી પુણ્ય એકઠું કરતો જાય તોજ વહેલા નીકળી શકે. આટલા કાળ સુધી જન્મ મરણ કરવા જવાનું કર્મ અહીં મનુષ્યપણામાં રહીને અનુકૂળ પદાર્થો પ્રત્યે જેટલા તીવ્ર રાગાદિ પરિણામ-આસક્તિ કે મમત્વ ભાવ વધારતો જીવે તેનાથી આ ભવો એટલે આટલો કાળ અનુબંધ રૂપે બંધાતો જાય છે. એવી જ રીતે પ્રતિકૂળતાઓ વારંવાર આવતી જતી હોય તેમાં અત્યંત દ્વેષ પેદા કરીને દૂર કરવા માટેનો પ્રયત્ન કરતો જાય તેનાથી પણ જીવો એકેન્દ્રિયપણામાં એટલે સ્થાવરપણામાં ફરવા માટેના કાળનો અનુબંધ બાંધતો જાય છે અને મરણ પામી ત્યાં ફરવા માટે જીવ ચાલતો થઇ જાય છે. ત્રસપણામાં આવ્યા પછી પણ જીવો પુરૂષાર્થ કરીને પોતાનું શુધ્ધ સ્વરૂપ પેદા કરવાનો પ્રયત્ન ન કરે તો તે જીવો ત્રસપણામાં બે હજાર સાગરોપમ કાળ રહી વિકલેન્દ્રિયમાં તિર્યંચ-નરક-દેવમાં અને મનુષ્યપણામાં ફરતો ફરતો પાછો એકેન્દ્રિયપણામાં એટલે સ્થાવરપણામાં જાય છે. આ રીતે અત્યાર સુધી ફરતાં ફરતાં અનંતો કાળ પસાર કરીને આવ્યા છીએ હવે શું કરવું એ વિચાર કરવાનો છે. અને એ વિચાર અહીંયા જ થઇ સકશે માટે તે વિચાર કરી જો ફરવા જવું ન હોય તો સાવચેત બનવાની ખાસ જરૂર છે. આવી રીતે બે પ્રકાર રૂપે જગતના સઘળા જીવોનો સમાવેશ થાય એવા ઘણાં ભેદો આગમોમાં કહેલા છે. તેમાંના કેટલાક જેમ કે (૧) જ્ઞાની જીવો-અજ્ઞાની જીવો (૨) સન્ની જીવો-અસન્ની જીવો (૩) ભવ્ય જીવો-અભવ્ય જીવો (૪) આહારી જીવો-અણાહારી જીવો. આ રીતે અનેક પ્રકારો થઇ શકે છે. ત્રણ પ્રકારના જીવો ત્રણ પ્રકારના જીવોમાં જગતના સઘળા જીવોનો સમાવેશ થાય છે. (૧) પુરૂષવેદ વાળા (૨) સ્ત્રીવેદ વાળા (૩) નપુંસકવેદ વાળા. વેદના ઉદયના કારણે વેદના ત્રણ પ્રકાર પડે છે. નવ ગુણસ્થાનક સુધી આ વેદનો ઉદય રહેલો હોય છે. દશથી ચૌદ ગુણસ્થાનક સુધીમાં રહેલા જીવો વેદના ઉદય વગરના અવેદી રૂપે હોય છે. આ વેદનો ઉદય નવમા ગુણસ્થાનક સુધીમાં રહેલા દરેક જીવોને સતત ચાલુ જ હોય છે. કોઇ સમય એવો ખાલી એટલે Page 6 of 78 Page #7 -------------------------------------------------------------------------- ________________ બાકી નથી કે જે સમયમાં જીવને વેદનો ઉદય ન હોય. એ વેદનો ઉદય એક એક અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્તે પરાવર્તમાન રૂપે ચાલ્યા કરે છે. પુરૂષવેદની આકૃતિવાળું શરીર હોય તો પણ એક એક અંતર્મુહૂર્તે ત્રણે વેદમાંથી કોઇપણ વેદનો ઉદય ચાલુ જ રહે છે. એવી જ રીતે સ્ત્રી આકૃતિવાળું શરીર હોય તો પણ તે જીવોને પણ એક એક અંતર્મુહૂર્તે ત્રણે વેદનો ઉદય ચાલુ હોય છે. તેવી જ રીતે નપુંસક વેદના ઉદયવાળા જીવોને એટલે એવા પ્રકારની શરીરની આકૃતિવાળા જીવોને પણ ત્રણે વેદનો ઉદય અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્તે ચાલુ જ હોય છે. આથી જ્ઞાની ભગવંતો વેદનો ઉદય કોને કહે છે ? એની વ્યાખ્યા શું કરે છે એ જણાવે છે. પુરૂષવેદ :- સ્ત્રીને સેવવાનો અભિલાષ (ઇચ્છા) થયા કરે તે. સ્ત્રીવેદ :- પુરૂષને સેવવાનો અભિલાષ (ઇચ્છા) થયા કરે તે. નપુંસકવેદ :- ઉભયને એટલે પુરૂષ તથા સ્ત્રીને સેવવાનો અભિલાષ (ઇચ્છા) થયા કરે તે. આ વ્યાખ્યાના કારણે જીવને અંતરમાં ક્યારે કોને સેવવાનો વિચાર આવે (ચાલે) તે કહી શકાય નહિ. માટે જ્યાં સુધી બીજા ઉપયોગમાં રહેલો હોય ત્યારે જીવને તેનો અનુભવ થાય નહિ તે વખતે ઉદયને નિક્ળ કરી નાશ કરે છે. જ્યારે તે ઉપયોગમાંથી વ્યુત થાય એટલે બીજા ઉપયોગમાં જવાનો પ્રયત્ન કરે તે વખતે આ ઉદયનો રસ તીવ્ર થતાં જીવને તેના વિચારો પેદા કરી શકે છે. માટે આ વેદનો ઉદય જીવોને સતત ચાલ્યા જ કરે છે એમ કહેવાય છે. મનને જ્ઞાનના ઉપયોગમાં સ્થિર કરવાથી વેદના ઉદયને નાશ કરવાની-ઉદય નિક્ળ કરવાની શક્તિ પેદા થાય છે. આથી જ જ્ઞાનીઓ કહે છે કે મનને નવરૂં પડવા દેવું નહિ. જો મન નવરૂ પડે તો વેદનો ઉદય સતાવે આથી જ્ઞાન ભણીને તેનો સ્વાધ્યાય કરવામાં-પરાવર્તન કરવામાં અને પદાર્થોની ચિંતવના કરવામાં જેટલો ટાઇમ પસાર કરો એટલો ટાઇમ વેદનો ઉદય ચાલુ હોવા છતાં તે ઉદય નિષ્ફળ બનતો જાય એટલે એટલો ટાઇમ વેદના ઉદયન જરૂર નિક્ળ કરી શકાય છે. શ્રી તીર્થંકર પરમાત્માના આત્માઓ ત્રીજાભવે તીર્થંકર નામકર્મ નિકાચીત કરે છે. ત્યારથી તે ભવમાં જેટલું જ્ઞાન ભણ્યા હોય છે તેનો સ્વાધ્યાય રોજના એકવીશ કલાક સુધી કર્યા કરે છે અને તેના પ્રતાપે જ્ઞાનના ઉપયોગમાં આત્માને સ્થિર બનાવે છે. આઠે કર્મનો ઉદય હોવા છતાં જ્ઞાનના ઉપયોગની સ્થિરતાના યોગે ઉદયમાં આવતા રસને નિષ્ફળ બનાવીને ભોગવે છે અને ત્યાંથી છેલ્લે અનશન કરી દેવલોકમાં કે નરકમાં ઉત્પન્ન થાય તો પણ પોતાનું જ્ઞાન એટલે મતિ અને શ્રુતજ્ઞાન સાથે લઇને જાય છે અને ત્યાં અવધિજ્ઞાન પેદા થાય છે. એ મતિ અને શ્રુતજ્ઞાનનું પરાવર્તન દેવલોકના સુખોમાં કર્યા કરે છે. એના પ્રતાપે એ દેવતાઇ સુખો લીનતા પેદા થવા દેતા નથી. તેમજ એજ જ્ઞાન લઇ નરકમાં જાય તો તે જ્ઞાનમાં પરાવર્તનના યોગે નારકીનાં દુ:ખોની વેદનામાં દીનતા પેદા થવા દેતા નથી. સમાધિ સુંદર રીતે ટકાવી રાખે છે. આ રીતે સાગરાપમોના કાળ સુધી પ્રયત્ન કરે છે અને વેદના ઉદયને નિષ્ફળ કરતાં જાય છે. એ શ્રી તીર્થંકરના આત્માઓ દેવલોકમાંથી કે નરકમાંથી ચ્યવન પામી માતાના ગર્ભમાં આવે છે તો પણ ત્રણજ્ઞાન સાથે લઇને આવે છે. એ મતિ અને શ્રુતજ્ઞાનનો સ્વાધ્યાય ગર્ભમાં રહ્યા રહ્યા પણ કર્યા જ કરે છે. જ્યાં રહવા લાયક જગ્યા નથી તો પણ તે જગ્યામાં આત્માને સમાધિમાં રાખીને પોતાના જ્ઞાનના ઉપયોગમાં સ્થિર રહે છે. માટે જ દેવતાઓનાં મસ્તકો ઝૂકે છે અને જ્યારે જન્મ પામે છે ત્યારે ૠધ્ધિ સિધ્ધિ રાજવૈભવમાં જન્મ પામે છે. છતાં પણ ત્રણજ્ઞાન સાથે હોવાથી તે જ્ઞાનના ઉપયોગમાં જ આત્મા સ્થિર હોવાથી એ સામગ્રીમાં રાગ થવા દેતાં નથી એટલે કે અવિરતિના ઉદયે રાગનો ઉદય હોવા છતાં ઉદય નિક્ળ કરીને ભોગવે છે. કે જેથી નવી ભોગવવા લાયક અવિરતિ બંધાતી નથી અને વેદના ઉદયને પણ એજ જ્ઞાનના ઉપયોગથી નિક્ળ કરતાં જાય છે. સતત મનન-ચિંતન અને પદાર્થોની વિચારણા ચાલુ હોવાથી ઉચ્ચ કોટિની ભોગ સામગ્રી હોવા છતાં વેદનો ઉદય પજવતો નથી એટલે વેદનો ઉદય ન પજવે એવી સ્થિતિમાં રહી શકે છે અને નિકાચીત અવિરતિના તથા વેદના ઉદયને ભોગવીને નાશ કરતાં જાય Page 7 of 78 Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુત્તરવાસી દેવોને તેત્રીશ સાગરોપમનું આયુષ્ય હોય છે. તેઓનું સુખ દુનિયાના જીવોનાં સુખ કરતાં પણ ઉત્કૃષ્ટ કોટિનું ચઢીયાતું સુખ હોય ચે. છતાંય સમજીત સાથે હોવાથી પોતે જ્ઞાનનો જે અભ્યાસ કરીને ગયા છે તે જ્ઞાન સાથે હોવાથી તેના ઉપયોગમાં જ તેત્રીશ સાગરોપમનો કાળ પસાર કરે છે. તે દેવતાઇ સુખ તેઓને જેલ રૂપે લાગે છે. તે જ્ઞાનના ઉપયોગથી વેદના ઉદયને નિષ્ફળ બનાવતા જાય છે. આથી જ્ઞાનીઓએ આ જીવોને પ્રાયઃ અવેદી જેવા જીવો કહેલા છે. એ જ્ઞાનના ઉપયોગની સ્થિરતાના સંસ્કારથી ભયંકર કોટિના પાપોનો બંધ થતો નથી. આ ઉપરથી વેદના ઉદયની ભયંકરતા કેટલી છે એ વિચારવાનું છે. એનો નાશ કરવા માટે કેટલો પ્રયત્ન કરવો પડશે ! - મયણા સુંદરી ચૌદ વર્ષની ઉંમરે સુબુદ્ધિ નામના પાઠક પાસેથી જેન શાસનનું જે જ્ઞાન પામી છે તે જ્ઞાનના પ્રતાપે અનુકૂળ પદાર્થોમાં સુખ લાગતું જ નથી તેને વિકારવાળા સુખ કરતાં નિર્વિકારી સુખ ચઢીયાતું લાગે છે અને તેની અનુભૂતિ કરે છે. માટે જ્યારે અભ્યાસ પૂર્ણ કરાવી પાઠક તેના ઘરે મૂકી જાય, છે ત્યારે તેની મોટી બેન સુરસુંદરી પણ ભણીને આવેલી છે તે સુર સુંદરીની પ્રવૃત્તિ જોતાં મયણાને અંતરમાં થાય છે કે મારી વ્હન ભણીને આવું જ ભણી ? કારણ સુરસુંદરી મિથ્યાજ્ઞાન ભણીને આવેલી છે. તેથી તેને વિકારી સુખમાં સુખ લાગે છે. માટે જ મયણાને એ સુખ સુખાભાસરૂપે લાગતું હોવાથી આશ્ચર્ય થાય છે. આથી એજ વિચાર કરો કે રાજાની દિકરી છે. ચૌદ વર્ષની ઉંમર છે છતાં સંસારમાં સુખની સામગ્રીમાં રહીને પણ નિર્વિકારીપણાના સુખની અનુભૂતિ કર્યા કરે છે. આના ઉપરથી દેવ-ગુરૂ-ધર્મની આરાધના કરવા છતાંય આપણી સ્થિતિ કેવા પ્રકારની છે એ વિચારવાનું છે ! જ્ઞાનીઓ કહે છે કે જ્ઞાનનાં ઉપયોગમાં વિશેષ સમય પસાર કરતો જાય તેમ તેમ તે વેદના ઉદયનો નાશ કરતો કરતો નિર્વિકારી સુખની આંશિક અનુભૂતિ અહીં પણ કરી શકે છે. શ્રી તીર્થંકર પરમાત્માઓના આત્માઓ સંસારમાં રહેવા છતાં નિર્વિકારીપણાની દશાવાળા હોવાથી સંસારની અવિરતિના ઉદયથી બધી પ્રવૃત્તિ કરવા છતાં એ પદાર્થોના સુખમાં સુખ લાગતું જ નથી. મહાવિદેહ ક્ષેત્રમાં દરેક શ્રી તીર્થંકર પરમાત્માઓનું આયુષ્ય ચોરાશી લાખ પૂર્વનું હોય છે. તેમાં એ. દરેક તીર્થકરો ચાશી લાખ પૂર્વ વર્ષ સુધી સંસારમાં રહે છે તેમા બાર લાખ પૂર્વ વર્ષ બાલ્યાવસ્થાના-આઠ લાખ પૂર્વ વર્ષ કુમાર અવસ્થાના ત્રેસઠ લાખ પૂર્વ વર્ષ રાજા અવસ્થાના એમ ત્ર્યાશી લાખ પૂર્વ વર્ષ સુધી. સંસારમાં રહે છે તેમ અવસરપિણી કાળના પહેલા તીર્થંકર પરમાત્માનું અને ઉત્સરપિણી કાળના છેલ્લા. તીર્થંકર પરમાત્માનું પણ ચોરાશી લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય હોય છે. આ જીવો આટલા કાળ સુધી સંસારમાં રહે છે તે પોતાની નિકાચીત અવિરતિના ઉદયને ખપાવવા માટે રહે છે. આટલી સુખ-સાહ્યબી-સંપત્તિમાં રહેવા છતાંય તે પદાર્થના સુખમાં વિકારનું નામ નિશાન હોતું નથી, તેમજ કોઈપણ પદાર્થ પ્રત્યે મારાપણાની બુદ્ધિ હોતી નથી. માત્ર ઉદય ભાવે ભોગવતા ઉદય નિષ્ફળ કરતાં જાય છે. શાથી ? ત્રીજા ભવે તીર્થકર નામકર્મ નિકાચીત કરતાં જેટલું જ્ઞાન ભણ્યા હોય છે તે જ્ઞાનના ઉપયોગમાં રહીને આત્માને જ્ઞાનમય બનાવી, નિર્વિકારી સુખની અનુભૂતિની સ્થિરતા પેદા કરી, તે સંસ્કાર સાથે લઇને આવ્યા હોય છે માટે એવી સ્થિતિમાં પણ નિર્વિકારી સુખની અનુભૂતિ કરતાં જાય છે અને તે જ્ઞાનથી તેના ઉપયોગમાં સતત રહીને અવિરતિને ખપાવતા જાય છે. અનાદિકાળથી મોહના અંધાપાના પ્રતાપે જે જીવન જીવી રહ્યા છીએ તેનાથી આપણને શરીર સુખ કરતાં આત્માનું સુખ ચઢીયાતું છે એવું જ્ઞાન પેદા પણ થવા દેતું નથી અને એનું દુ:ખ પણ થતું નથી. તો પછી દેવ, ગુરૂની ભક્તિથી નિર્વિકારી સુખની ઇચ્છા કે આંશિક અનુભૂતિ શી રીતે થાય ? નિર્વિકારીનાં દર્શન કરતાં કરતાં પણ આ અનુકૂળ પદાર્થોમાં વાસ્તવિક સુખ નથી એમ પણ થાય ? એ ક્યારે થાય ? એ ત્યારે જ બને કે વિકાર વાસના એ મારા આત્માનો ભયકર કોટિનો રોગ છે એમ લાગે. ત્યારે એ વિકાર Page 8 of 78 Page #9 -------------------------------------------------------------------------- ________________ વાસનાના વિચારોથી સાવચેત રહેવાનો પ્રયત્ન કરવાનો છે. તે વિકાર ભયંકર કોટિનો રોગ શાથી છે ? કારણ કે એ આત્માની અને શરીરની બધી શક્તિને નીચોવી નાંખે છે. એ શક્તિ નીચોવી નાશ કરી આત્માને દુર્ગતિમાં ભટકવા માટે લઇ જાય છે. તીર્થકરના આત્માઓને ઘરમાં લગ્નની વાતચીત સાંભળતા તેમનું મોટું કાળું પડી જાય છે ન કરવા. લાયક ક્લિાઓની વાતો સાંભળવી પડે છે એમ લાગે અને માતા પિતાની આજ્ઞાથી લગ્ન કરવા પડે તો તે ક્રિયા કરતાં અંતરમાં ભયંકર કોટિની વેદના પેદા થાય છે કે ન કરવા લાયક કરી રહ્યો છું. એવો ભાવ સતત રહેલો હોય છે. તેવી ક્રિયામાં પણ નિર્વિકારીપણાના સુખની અનુભૂત કર્યા કરે છે. વિચારો ! ક્યારે બને ? આત્મા કેટલો સાવધ હોય ત્યારે આ બને ? વેદના ઉદયના વિચારો જીવને છેક નરક સુધી અને નિગોદ સુધી પણ પહોંચાડે છે. - વિકારોના વિચારોને સંયમિત કરવા માટે જ્ઞાન જરૂરી છે અને જ્ઞાનના ઉપયોગમાં આત્માને સ્થિર કરવા પ્રયત્ન કરી અભિગ્રહ કરવા જોઇએ. કુમારપાલ મહારાજ પોતાની પત્નીઓમાં પણ વિકારના વિચારો પેદા ન થાય તેની કાળજી રાખી જીવન જીવતા હતા અને દિવસના પોતાની પત્નીને જોતાં વિકાર ઉત્પન્ન થાય તો ચોવિહારો ઉપવાસ કરતાં હતાં. આયંબિલ પણ કરતાં હતા. કારણ કે વિકારના સુખનાં વિચારોથી રહિત થઇ નિર્વિકાર સુખની અનુભૂતિ કરવી છે એ વિચાર હતો અને તેના પ્રતાપે જેમ દેવની ભક્તિ કુમારપાલ મહારાજા ત્રિકાલ પૂજા રૂપે કરતાં તેમ જ્ઞાનની ભક્તિમાં પણ રોજ પાંચથી છ હજારનો સ્વાધ્યાય કરતાં હતા તેની જ વિચારણાઓ વિશેષ રીતે કરતાં હતાં આથી આપણે પણ દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરતાં કરતાં એ વિચાર રાખવાનો કે મારે કાયમના સુખની એટલે નિર્વિકારી સુખની અનુભૂતિ કરવી છે. શ્રી તીર્થંકરના આત્માઓને ત્રીજા ભવે જ્ઞાનનો ઉપયોગ એવો સ્થિર રૂપે હોય છે કે એમના શરીરને કોઇ ચંદનનો લેપ કરી જાય તો પણ રાગનો ઉદય હોવા છતાં તે જીવ પ્રત્યે રાગ થતો નથી એવી જ રીતે કોઇ એમના શરીરને વાંસલાથી છોલી જાય તો પણ દ્વેષનો ઉદય હોવા છતાં તે જીવ પ્રત્યે દ્વેષ બુદ્ધિ પણ પેદા થતી નથી. દેવલોકમાં જાય તો પણ જ્ઞાન સાથે હોવાથી દેવલોકના સુખોમાં પણ મારાપણાની બુદ્ધિ પેદા થતી નથી. જે જે પદાર્થોમાં જેટલી મારાપણાની બુદ્ધિ હોય છે તે બુદ્ધિના વિચારો આત્મામાં વિકારોના વિચારો પેદા કરે છે. તેનાથી પર થવા માટે એટલે એ વિચારોને નાશ કરવા માટે પ્રયત્ન કરવાનો છે એ માટે જ દેવ-ગુરૂ-ધર્મની ક્રિયાઓ કરવાની છે. માદક પદાર્થો ખાવા-ટેસ્ટí ખાવાનું ખાવું-મિષ્ટાન ખાવાના વિચારોવાળો જીવ વિકારોના વિચારોને આધીન થયેલો હોય છે. જ્ઞાનના ઉપયોગથી જોતાં આવડે તો આ બધું દેખાય. વિકારથી રહિત થવાના વિચારો આવા જીવોને આવી શકતા નથી. આ બધો અભ્યાસ સાધુપણામાં થઇ શકે. સંસારી જીવ આંશિક નિર્વિકારીપણાની અનુભૂતિ કરી શકે પણ સ્થિર થઇ શકે નહિ. ધર્મ ક્રિયાના અનુષ્ઠાનો નિર્વિકારી સુખની અનુભૂતિ મેળવવા માટે કરવાના છે. આ વિકારોના વિચારો જીવને નવમાં ગુણસ્થાનક સુધી પજવી શકે છે. માટે જ તે વિચારો ન પજવે એ માટે જ પર પદાર્થોમાંથી મારાપણાની બુદ્ધિ નાશ કરવાની છે. જે પદાર્થો આપણા નથી તેમાં જે મારાપણાની બુદ્ધિ રહેલી છે તે મારાપણાના વિચારોને જ દૂર કરવાના છે. બોલો આ સહેલું છે ને ? છોડવાની વાત નથી જ્યારે છોડવાની શક્તિ આવે ત્યારે છોડજો પણ ન છૂટે ત્યાં સુધી આ વિચાર પેદા કરીને સ્થિરતા લાવવાની છે જો આટલ આવે તો બોલવામાં વિનય વિવેક વગેરે પેદા થવા માંડે. દેરાસર દર્શન કરવા જતી વખતે દર્શન કરીને આવું છું એમ જે બોલવું તે વિકારી વચન કહેવાય છે. માટે વિવેકપૂર્વક બોલવું હોય તો એમ બોલાય કે દર્શન કરવા જાઉં છું. પાછો આવું છું એ વિચાર વિકારી ભાષાનો હોઇ ત્યાગ કરવાનો છે આજે લગભગ મોટા ભાગની ભાષા વિવેક રહિત રૂપે દેખાય છે. ભગવાનના દર્શન વખતે પણ વિચાર એજ રાખવાનો કે ભગવાનના સુખની અનુભૂતિનો આસ્વાદ ક્યારે Page 9 of 78 Page #10 -------------------------------------------------------------------------- ________________ આવે એ સુખના આસ્વાદને પામું એજ ભાવ રાખવાનો છે. જૈન શાસનમાં તો કહ્યું છે કે કોઇના કપડા કોઇએ એટલે બીજાએ પહેરાય નહિ. જો એ પહેરવામાં આવે તો તે કપડા જેવા હોય તેના જેવા વિકારોના વિચારો ચાલતા હોય તેવા વિકારોના વિચારો પેદા થાય છે માટે જે વિકારોના વિચારોથી છૂટવા માગતો હોય તેઓએ કપડા પહેરવામાં પણ સંયમ ખૂબ રાખવાનો છે. આજે જે રીતે તમો વર્તો છો અને જીવો છો એ રીતે વર્તાય કે જીવાય નહિ. એમાં વિકારોના વિચારો ક્યાંથી આવે ? ' અરે જ્ઞાની ભગવંતો કહે છે કે જ્યાં સ્ત્રીઓ બેઠેલી હોય ત્યાં પુરૂષે બે ઘડી સુધી બેસાય નહિ અને પુરૂષો બેઠા હોય ત્યાં સ્ત્રીઓએ ત્રણ પ્રહર બેસાય નહિ શાથી ? તેમના શરીરમાંથી જે પુદ્ગલો નીકળે છે. તે પુદ્ગલો એટલા કાળ સુધી ત્યાં રહી શકે છે માટે એનાથી પણ વિકાર થાય તો કપડા પહેરવામાં ન થાય. પેથડશાહ મંત્રીને વ્રતધારી શ્રાવકે કામળી ભક્તિ રૂપે આપેલી ત્યારે મંત્રીશ્વરે કહ્યું મારે ન લેવાય હું વ્રતધારી નથી. શ્રાવકે ખુબ જ આગ્રહ કર્યો એટલે તે કામળીન ગામ બહાર લઇ જઇ વાજતે ગાજતે નગર પ્રવેશ કરાવી પોતાના ઘરમાં દાખલ કરી છે તેમાં હેતુ એક જ હતો કે આ વ્રતધારી શ્રાવકની કામળીના દર્શનથી મને વ્રત લેવાની તાકાત જલ્દી આવે ! ઘરમાં લાવીને કબાટમાં મૂકી છે રોજ ભગવાનની સેવા પૂજા કરીને આવ્યા પછી એ કબાટ ખોલી કામળીને હાથ જોડીને ભાવના ભાવે છે કે હું ક્યારે જીંદગીભરનું બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરું એ ભાવના ભાવી કબાટ બંધ કરે છે એમાં ઘરવાળી જોઇ ગઇ પૂછે છે કોને હાથ જોડો છો ? કામળીને, શાથી ? આ ભાવના ભાવવા માટે. તો કહે છે કોની રાહ જૂઓ છો ? તો કહે તારી. બાઇ તૈયાર થઇ અને બન્નેએ ગુરૂ પાસે જઇ બ્રહ્મચર્ય વ્રત નિયમ ગ્રહણ કર્યો. આથી લિત થાય છે કે નિર્વિકારી જીવોનાં કપડાં ઉપયોગમાં લેવાના નહિ. તે ક્ત દર્શન કરવા માટે જ ઘરમાં રખાય. આ બધા. ઉપરથી ખાસ વિચાર કરવા જેવો નથી લાગતો ? આજે તો પુરૂષોનાં કપડા સ્ત્રીઓ પહેરે, સ્ત્રીઓનાં કપડાં બાઇઓ પહેરે પછી વિકારના વિચારોની વૃધ્ધિ ન થાય તો થાય શું ? ભગવાનની ભક્તિથી પણ પછી નિર્વિકારી થવાની ભાવનાપેદા ન થાય. પેદા થાય તો ટકે નહિ. સ્થિરતા ન આવે એમાં કાંઇ દોષ છે ? માટે આત્મામાં રહેલા ધર્મને પેદા કરવો હશે, ભગવાન જે સુખની અનુભૂતિ કરે છે તેની આંશિક અનુભૂતિ કરવી હશે તો કેટલો બધો સંયમ કરતાં શીખવું પડશે ? વર્તન પણ કેવું બનાવવું પડશે ? વિચારો આ જન્મમાં જો આવી અનુભૂતિ કરી નહિ શકીએ તો પછી બીજા કયા જન્મમાં અનુભૂતિ કરશું? આથી નક્કી કરો કે ધર્મ આરાધના કરતાં કરતાં સમકીત પામવું જ છે અને તાકાત હોય તો સયમ પામવું છે તે ન હોય તો સમકીત પામ્યા વગર મરવું જ નથી આ વાત બરાબર છે ને ! એકેન્દ્રિય-બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચઉરીન્દ્રિય-અસન્ની પંચેન્દ્રિય આ બધા અપર્યાપ્તા જીવો તથા પર્યાપ્તા જીવો તેમજ સન્ની અપર્યાપ્તા (લબ્ધિ પર્યાપ્તા) જીવો નિયમા એક નપુંસકવેદના ઉદયવાળા જ હોય છે તેમજ નારકીના જીવો પણ નિયમા નપુંસક વેદના ઉદયવાળા જ હોય છે. આ વેદનો ઉદય લિંગાકારની અપેક્ષાએ જાણવો બાકી તો એક એક અંતર્મુહૂર્ત ત્રણે વેદમાંથી કોઇ પણ વેદનો ઉદય હોય છે. લિંગાકાર એટલે શરીરની જે બાહ્ય આકૃતિ મળેલી હોય તે પ્રમાણે જે લિંગ હોય તે. દેવતાના જીવોને પુરૂષવેદ અને સ્ત્રીવેદ બે વેદનો ઉદય હોય છે પણ નપુંસક વેદનો ઉદય નિયમા. હોતો નથી. સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો તથા મનુષ્યોને ત્રણે વેદમાંથી કોઇપણ વેદનો ઉદય હોય છે. આ ત્રણેય વેદ લિંગાકાર રૂપે હોઇ શકે છે અને ભાવથી એક એક અંતર્મુહૂર્ત ત્રણેય વેદ પરાવર્તમાન રૂપે પણ ચાલુ જ હોય છે. ત્રીશ અકર્મભૂમિ અને છપ્પન અંતર દ્વીપમાં રહેલા મનુષ્યોને પુરૂષવેદ અને સ્ત્રીવેદ એ બે વેદમાંથી Page 10 of 78 Page #11 -------------------------------------------------------------------------- ________________ કોઇને કોઇ વેદ ઉધ્યમાં હોય છે પણ નપુંસક વેદનો ઉદય નિયમો હોતો નથી. પંદર કર્મભૂમિને વિષે રહેલા મનુષ્યોને ત્રણેય વેદમાંથી કોઇ પણ વેદનો ઉદય હોઇ શકે છે. આ સામાન્યથી વર્ણન કર્યું. કારણકે અવસરપિણી કાળમાં પહેલા-બીજા-ત્રીજા આરામાં પુરૂષવેદ-સ્ત્રીવેદ વાળા જીવો હોય છે. ચોથા-પાંચમા-છઠ્ઠા આરામાં ત્રણે વેદમાંથી કોઇપણ વેદના ઉદયવાળા હોય છે. હવે માત્ર નપુંસક વેદના ઉદયવાળા જીવો કેટલા હોય ? ૧૫૩ જીવો પાંચસો ત્રેસઠમાંથી નપુંસક વેદના ઉદયવાળા જ હોય છે. એકેન્દ્રિયના-૨૨, વિકલેન્દ્રિયના-૬, અન્ની પંચેન્દ્રિય તિર્યંચના-૫, અપર્યાપ્તા-પાંચ પર્યાપ્તા = ૧૦, અસન્ની અપર્યાપ્તા મનુષ્યના-૧૦૧ અને નારકીના-૧૪ ભેદ = ૧૫૩ ભેદો થાય છે. દેવીઓ દેવલોકમાં વૈમાનિકના પહેલા અને બીજા બે દેવલોક સુધી જ ઉત્પન્ન થઇ શકે છે. આથી ત્રીજા દેવલોકથી ઉપરના સઘળા દેવલોકમાં સ્ત્રીવેદી કોઇ જીવ ઉત્પન્ન થતાં નથી માટે એકલા પુરૂષ વેદવાળા જ જીવો ૭૦ હોય છે. વૈમાનિકના ત્રીજા દેવલોકથી બાર દેવલોક સુધીનાં ૧૦, ૯ લોકાંતિક, બીજો અને ત્રીજી ફિલ્મીષીયો એટલે-૨, ૯ ગ્રેવેયકના દેવો, ૫ અનુત્તરના દેવો = ૩૫ દેવો અપર્યાપ્તા અને ૩૫ દેવો પર્યાપ્તા = ૭૦ થાય છે. પહેલા દેવલોકમાં ઉત્પન્ન થયેલી દેવીઓ વધારેમાં વધારે દશમાં દેવલોક સુધી જઇ શકે છે અને બીજા દેવલોકમાં ઉત્પન્ન થયેલી દેવીઓ વધારેમાં વધારે બારમા દેવલોક સુધી જઇ શકે છે. પુરૂષવેદ અને સ્ત્રીવેદ બન્ને વેદ વાળા જીવો કેટલા હોય ? ૩૦૦ જીવ ભેદો હોય છે તે આ પ્રમાણે : ૩૦ અકર્મભૂમિના મનુષ્યો તથા પ૬ અંતર દ્વીપના મનુષ્યો થઇ ૮૬ મનુષ્યો અપર્યાપ્તા - ૮૬ પર્યાપ્તા = ૧૭૨ ભેદો થાય તથા દેવતાના ૧૨૮ ભેદો થાય છે. તે આ પ્રમાણે ભવનપતિના-૧૦, પરમાધામી-૧૫, વ્યંતર-૮, વાણવ્યંત૮, તિર્યજભક-૧૦, જ્યોતિષના-૧૦, વૈમાનિકના-પહેલા બીજા બે દેવલોકના ૨ અને પહેલો કિબિષીયો = ૬૪ ભેદો થાય. આ ૬૪ અપર્યાપ્તા દેવો-૬૪ પર્યાપ્તા દેવો = ૧૨૮ થાય. આ રીતે ૧૭૨ + ૧૨૮ = 300 ભેદો બે વેચવાળા હોય છે. ત્રણેય વેદવાળા જીવો ૪૦ હોય છે. ૧૫ કર્મભૂમિ ગર્ભજ અપર્યાપ્તા-૧૫ પર્યાપ્તા = ૩૦. પંચેન્દ્રિય, સન્ની તિર્યંચ ગર્ભજનો-૧૦ = ૪૦ ભેદો થાય છે. આ રીતે ૧૫૩ નપુંસકવેરવાળા, ૭૦ પુરૂષdદવાળા 300 બન્ને વેદવાળા અને ૪૦ ત્રણેય વેદવાળા = પ૬૩ થાય છે. જે જીવો જન્મથી નપુંસક વેદવાળા હોય છે તે જીવો નિયમાં પહેલા ગુણસ્થાનકથી આગળના ગુણસ્થાનકને પામી શક્તા જ નથી. પણ જે જીવો કૃત્રિમ નપુંસક વેદવાળા હોય છે તે જીવો ધર્મની પ્રાપ્તિ. કરીને સમકીત વગેરે પામીને યાવત કેવલજ્ઞાનને પામી મોક્ષે પણ જઇ શકે છે. નપુંસકવેદ શેનાથી બંધાય જ જીવોને ટી.વી. જોવાનો ઘણો રસ હોય તેમાં જોવામાં ખૂબજ આનંદ આવતો હોય તે જીવો તે સમયે નપુંસકવેદને બાંધ્યા કરે છે અને એ નપુંસક વેદની સાથે પાંચ જાતિમાંથી કોઇપણ જાતિ બાંધી શકે છે તથા નરક કે તિર્યંચ ગતિનો બંધ પણ કરી શકે છે. એવી જ રીતે જે વારંવાર માયા કપટ કરતો હોય-ગૂઢ હૃદયવાળો હોય-જુઠુ બોલતો હોય-શઠ હોય તે સ્ત્રી વેદનો બંધ કરી શકે છે. જીવોને અનંતી પાપ રાશી ભેગી થયેલી હોય ત્યારે સ્ત્રી અવતાર મળે છે એટલે સ્ત્રીપણાની પ્રાપ્તિ થાય છે. સ્ત્રીઓમાં મોટાભાગે ધર્મ ક્રિયાઓ વધારે જોવા મલે પણ પૂર્યાબંધ કે નિર્જરા એ વધારે મોટે ભાગે કરી શકતા નથી કારણકે માયા, કપટ રાખીને ધર્મ પ્રવૃત્તિ કરતાં હોય છે. ક્યાં આ લોકમાં આવેલા દુ:ખોને દૂર કરવા માટે અને આલોકના કે પરલોકના સુખને મેળવવા માટે ધર્મક્રિયા મોટા ભાગે કરતાં હોય છે. માટે નિર્જરા ઓછી થાય છે અને પુણ્યબંધ ઓછો થાય છે તથા પાપબંધ વધારે થાય છે. આથી જ જ્ઞાની. Page 11 of 78 Page #12 -------------------------------------------------------------------------- ________________ ભગવંતોએ સ્ત્રીવેદને માયાથી ભરેલી કોથળી કહેલી છે. સરળ સ્વભાવ-કપટ રહિત હૈયું-નિઃસ્વાર્થ બુધ્ધિવાળો જીવ પુરૂષવેદનો બંધ કરી શકે છે. ચૌદ રાજલોકમાં ત્રણે વેદવાળા જીવો હોય છે. સામાન્ય રીતે સ્ત્રી તીર્થંકર થાય નહિ પણ અનંતી અવસરપિણી-અનંતી ઉત્સરપિણી જેટલો કાળ પસાર થયા પછી સ્ત્રી તીર્થંકર રૂપે બની શકે છે. આ અવસરપિણી કાળમાં શ્રી મલ્લિનાથ ભગવાન સ્ત્રી તીર્થંકર રૂપે ઉત્પન્ન થયેલા છે. એ શ્રી તીર્થંકરના આત્માએ ત્રીજા ભવે તીર્થંકર નામકર્મ નિકાચીત કરતાં કરતાં છઠ્ઠા સાતમા ગુણસ્થાનકે રહીને અપ્રશસ્ત માયાનુ સેવન કર્યું કે જે પોતે પાંચ મિત્રોની સાથે દીક્ષા લીધેલ છે. સાથે તપ કરે છે. પણ ગુરૂ ભગવંત પોતાના વખાણ કરતાં નથી માટે ખેદ થાય છે. આથી પોતાના વખાણ ગુરૂ ભગવંત કરે એ હેતુથી પારણાના દિવસે મને ઠીક નથી ઇત્યાદિ બહાના કાઢીને ગુરૂ પાસે તપનું પચ્ચક્ખાણ કરીને તપ કરતાં. આટલી જ અપ્રશસ્ત માયાના પ્રતાપે પુરૂષવેદ જે બંધાય છે તેના સ્થિતિ અને રસને સંક્રમ વડે બંધાયેલા સત્તામાં રહેલા સ્ત્રી વેદના સ્થિતિ અને રસને વધારતાં જાય છે અને નિકાચીત કરતાં જાય છે. એ નિકાચીતતા એવી કરી કે ત્યાંથી કાળ કરી અનુત્તર દેવ લોકમાં તેત્રીશ સાગરોપમ સુધી પુરૂષ વેદના ઉદયને ભોગવ્યો તો પણ સ્ત્રીવેદનું એક પણ પુદ્ગલ પુરૂષ વેદમાં સંક્રમ પામ્યું નહિ અને ત્યાંથી ચ્યવીને સ્ત્રી અવતાર રૂપે ઉત્પન્ન થયા. આટલી માયા જીવને સ્ત્રી અવતાર પ્રાપ્ત કરાવે તો આજે જે રીતે આપણે જીવી રહ્યા છીએ તેનાથી શું પ્રાપ્ત થાય એ વિચાર કરવા જેવો નથી લાગતો ? માટે કેટલી સાવચેતી પૂર્વક ધર્મ આરાધના કરીએ તોજ ઠેકાણું પડે. આથી સાવચેતી રાખીને એવી રીતે ધર્મ આરાધના કરીએ કે જેથી નિર્વિકારી બની અવેદીપણાને જલ્દી પામીએ. ચાર પ્રકારના જીવોનું વર્ણન ચાર ગતિને આશ્રયીને ચાર પ્રકારના જીવો હોય છે. (૧) નરક ગતિ (૨) તિર્યંચ ગતિ (૩) મનુષ્ય ગતિ (૪) દેવ ગતિ. નરક ગતિના ૧૪ ભેદ. મનુષ્ય ગતિના ૩૦૩ ભેદ. તિર્યંચ ગતિના ૪૮ ભેદ. દેવ ગતિના ૧૯૮ ભેદ. = ૫૬૩ ભેદ જીવોનાં થાય છે. જીવો પુરૂષાર્થ કરીને પોતાના આત્માને પાંચમી સિધ્ધિ ગતિમાં પહોંચાડે નહિ ત્યાં સુધી ચારે ગતિમાં પરિભ્રમણ કરતો રહે છે. આ ચારે ગતિમાં પરિભ્રમણ કરતાં કરતાં જીવ અનંતો કાળ પસાર કરે છે. કોઇપણ ગતિમાં ઠરીઠામ બેસી શકતો નથી. કોઇ ઠેકાણે સ્થળ ગમી જાય તો પણ તેને કોઇ શાશ્વત રૂપે કાયમ રાખી શકતું નથી. તિર્યંચ ગતિમાં જીવો અસંખ્યાતો કાળ અને અનંતો કાળ પસાર કરે છે. નરક ગતિમાં સંખ્યાતા વરસના આયુષ્ય રૂપે અને અસંખ્યાતા વર્ષના આયુષ્ય રૂપે ત્યાં રહી બહાર નીકળી પાછા ફરીથી ઉત્પન્ન થાય પાછા બહાર નીકળે એમ સંખ્યાતા કાળ સુધી કર્યા કરે છે. મનુષ્યગતિમાં રહેલા જીવો સંખ્યાતા વર્ષના કાળ સુધી રહી મહેનત કરીને ઠરે ઠામ થવા આવે ત્યાં કાળ રાજા ઉપાડી બીજે લઇ જાય આથી ત્યાં પણ સ્થિરતાને પામતો નથી. દેવગતિમાં જીવો ઉત્પન્ન થયા પછી સુખની લોભામણી ચીજોથી મારાપણાની બુધ્ધિથી જીવતા સંખ્યાતા વર્ષોં કે અસંખ્યાતા વર્ષો પસાર કરે અને કાયમ શાશ્વત રહેવાની વિચારણા કરે તો પણ છ મહિના બાકી રહે ત્યાં ખબર પડે છે કે મારે અહીંથી જવાનું છે અને જ્ઞાનનો ઉપયોગ મૂકીને જૂએ કે અહીંથી ક્યાં જવાનું છે. એ સ્થાન વર્તમાન સ્થાનની અપેક્ષાએ દુઃખરૂપ લાગવાથી મારાપણાની બુધ્ધિથી જે પદાર્થોની સાથે રહેલો તેને છોડતાં-છોડીને જવાનું છે એવી વિચારણાથી જીવ ઘણો જ દુઃખી દુઃખી થઇ જાય છે અને ગાંડા જેવો બની જાય છે. માટે જ્ઞાનીઓએ એ દેવગતિના દુઃખના વર્ણનમાં લખ્યું છે Page 12 of 78 Page #13 -------------------------------------------------------------------------- ________________ કે એ જે વૃક્ષો નીચે બેસી ક્રીડા કરતો હતો તેને વળગી વળગીને ન બોલવાનું બોલ્યા કરે છે. વાવડીઓને જોઇને-પોતાના રમણીય સ્થાનોને જોઇને તથા પોતાની દેવીઓ કે વસ્ત્રાલંકારોને જોઇને ન બોલવા લાયક શબ્દોનો મમત્વ ભાવથી લવારો કર્યા કરે છે અને છઠ્ઠીનું ધાવણ નીકળી જાય એવા દુ:ખોની વેદનાને અનુભવે છે. માટે દેવગતિ પણ રહેવા માટે શાશ્વત નથી એમ જ્ઞાનીઓ કહે છે. આ રીતે જીવો પુરૂષાર્થ કરીને પોતાનું સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પેદા ન કરે ત્યાં સુધી એ જીવ ઠરેઠામ થવાનો નથી માટે કરવા જેવો પુરૂષાર્થ કરીએ તો જલ્દી ઠરે ઠામ થવાય એજ કરવા લાયક છે અને તે પુરૂષાર્થ મનુષ્ય ભવમાં જ થઇ શકે પાંચ પ્રકારના જીવોનું વર્ણન ઇન્દ્રિયના ભેદરૂપે પાંચ પ્રકારના જીવો કહેલા છે. (૧) એકેન્દ્રિય. સ્પર્શેન્દ્રિય વાળા જીવો હોય છે. (૨) બેઇન્દ્રિય. સ્પર્શ. રસનેન્દ્રિયવાળા જીવો. (3) તેઇન્દ્રિય, સ્પર્શ-રસ અને ધ્રાણેન્દ્રિયવાળા જીવો. (૪) ચઉરીન્દ્રિય-સ્પર્શ. રસ. ધ્રાણ અને ચક્ષુરીન્દ્રિયવાળા જીવો. (૫) પંચેન્દ્રિય. સ્પર્શ. રસ. ધ્રાણ. ચક્ષુ અને શ્રોસેન્દ્રિયવાળા જીવો. એકેન્દ્રિયના-૨૨, બેઇન્દ્રિયના-૨, તે ઇન્દ્રિયના-૨, ચઉરીન્દ્રિયના-૨ અને પંચેન્દ્રિયના-પ૩૫ જીવો. હોય છે. આ રીતે પ૬૩ જીવ ભેદો હોય છે. જ્યાં સુધી જીવને શરીર રહેલું હોય છે ત્યાં સુધી ઇન્દ્રિયો એની સાથેને સાથે જ રહેવાની છે એ ઇન્દ્રિયોને પરવશ થઇને જે કાંઇ વિચારો કરીએ-વચનો બોલીએ-શરીરથી પ્રવૃત્તિ કરીએ તેમાં જે રાગાદિ પરિણામની આધીનતા વધતી જાય છે તે તે ઇન્દ્રિયોનો દુરૂપયોગ કહેવાય છે. એવા દુરૂપયોગથી જીવોને તે તે ઇન્દ્રિયોની પ્રાપ્તિ સુલભ બનતી નથી પણ દુર્લભ થતી જાય છે. અને જીવોએ ઇન્દ્રિયોનાં દુરૂપયોગથી એકેન્દ્રિયપણાનો અસંખ્યાતો કે અનંતો કાળ પસાર થયા કરે એવા કર્મને ઉપાર્જન કરતો જાય છે. માટે એ ઇન્દ્રિયોને ઓળખીને અનિન્દ્રિય બનવા માટે પ્રયત્ન કરવો જોઇએ કે જેથી એ ઇન્દ્રિયોની આધીનતા રહિતપણે જેટલો કાળ પસાર થાય એવું જીવન જીવતાં તે જીવનની સ્થિરતા કેળવવી જોઇએ કે જેથી જીવો. સંપૂર્ણ જ્ઞાનના બળે ઇન્દ્રિયો હોવા છતાં તેની સહાય વિના સુંદર રીતે જીવન જીવતા થઇ શકે અને તે જીવન પછી જીવનું સદા માટેનું રહે છે. તે જીવનમાં કોઇપણ પદાર્થોની કે ઇન્દ્રિયોની પરાધીનતા નડતી નથી. માટે પંચેન્દ્રિયપણાને પ્રાપ્ત કરી એ ઇન્દ્રિયોની આધીનતા દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. એ પુરૂષાથી પંચેન્દ્રિયપણામાં જ થઇ શકે છે. એમાં પણ પંચેન્દ્રિયપણાની સાથે મનુષ્યગતિ મલી હોય તોજ થઇ શકે છે. નરકગતિમાં પંચેન્દ્રિયની પ્રાપ્તિ હોય છે પણ ત્યાં જો જીવ ઇન્દ્રિયની આધીનતાને દૂર કરવાના સંસ્કાર લઇને ગયો હોય તો ત્યાં પણ દુ:ખની વેદનામાં સમાધિ જાળવી કર્મોનો નાશ કરી શકે છે અને ત્યાં પુણ્યાનુબંધિ પુણ્ય ઉપાર્જન કરી મનુષ્યપણાને પ્રાપ્ત કરી પંચેન્દ્રિયની પૂર્ણતાને પામી સંપૂર્ણ પોતાનું સ્વાધીન સુખ પ્રાપ્ત કરી શકે છે માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે જ્યાં સુધી ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ ન થાય ત્યાં સુધીમાં એવો ઉપયોગ કરી લેવો જોઇએ કે જેથી આત્મ દર્શનનાં સંસ્કાર દ્રઢ થાય. કારણ ઇન્દ્રિયો ક્ષીણ થયા પછી જીવો કાંઇ જ પુરૂષાર્થ કરી શકવાના નથી. છ પ્રકારના જીવોનું વર્ણન કાય રૂપે છ પ્રકારના જીવો હોય છે. કાય = શરીર. જે જે પ્રકારના જીવોને શરીરની પ્રાપ્તિ થાય તે શરીરવાળા જીવોને તે તે પ્રકારના Page 13 of 78 Page #14 -------------------------------------------------------------------------- ________________ જીવો કહેવાય છે. (૧) પૃથ્વીકાય, (૨) અકાય, (૩) તેઉકાય, (૪) વાયુકાય, (૫) વનસ્પતિકાય અને (૬) ત્રસકાય જીવો. તેમાં પૃથ્વીકાયના-૪ ભેદ. અપકાયના-૪ ભેદ. તેઉકાયના-૪ ભેદ. વાયુકાયના-૪ ભેદ. વનસ્પતિકાયના-૪ ભેદ. ત્રસકાયના-૫૪૧ ભેદ = ૫૬૩ ભેદો જીવોનાં થાય છે તે આ રીતે. છ કાયમાં સમાવેશ થાય છે. કાય એટલે શરીર. એ શરીર દ્વારા તેરમાં ગુણસ્થાનક સુધી જીવોની ક્રિયા ચાલુ હોય છે. જ્યારે જીવો કાયાનો રોધ કરતા કરતા સંપૂર્ણ રોધ નિરોધ રૂપે કરશે ત્યારે કાયાની ક્રિયા અટકી જાય છે માટે જ્ઞાનીઓ કહે છે કે એ કાયમાં ક્રવાનું સૌથી પહેલા અટકાવવા માટે કાયાથી જે અશુભ ક્રિયાઓ થાય છે તે અશુભક્રિયાઓ એટલે પ્રવૃત્તિઓનો ત્યાગ કરવા પ્રયત્ન કરવો જોઇએ અને કાયાને શુભ પ્રવૃત્તિમાં વારંવાર જોડવાનો પ્રયત્ન કરવો જોઇએ. એમ કરતાં કરતાં જ્યારે મનની સ્થિરતા અને એકાગ્રતા શુભ પ્રવૃત્તિમાં ચાલુ થતી જશે તેમ તેમ કાયામાં ક્રવાનું કર્મ ઓછું બંધાય છે અને જીવો થોડા કાળમાં થોડા ભવોમાં કાયથી છૂટી શકે છે તો આ કાયયોગના જીવોમાં પરિભ્રમણ અટકાવવા માટે જ શુભ પ્રવૃત્તિ વિશેષ રીતે કરવાની છે. એ શુભપ્રવૃત્તિ કરતાં જીવને સ્થિરતાને પ્રસન્નતા ત્રસકાયમાં મનુષ્યગતિમાં થઇ શકે છે તો. એનો પ્રયત્ન કરવો જરૂરી છે. છએ પ્રકારના કાયના જીવોમાંથી રોજ કેટલા જીવોની હિંસા ચાલુ હોય છે તેની વિચારણા કરીએ છીએ ખરા ? શ્રાવકોને પોતાના જીવનમાં પાંચકાયની હિસા તો ચાલુ જ હોય છે. પૃથ્વી-પાણી અને અગ્નિની હીંસા વિના ઘર સંસાર ચાલતો જ નથી માટે ગૃહસ્થને તે હિંસાના ત્યાગના પચ્ચકખાણ હોતા. નથી. માટે વિરતિવાળા શ્રાવકોને પચ્ચખાણમાં માત્ર ત્રસકાયની વિરતિના જ પચ્ચકખાણ હોય છે એ પણ સંપૂર્ણ નહિ દેશથી જ એટલે કે નિરપરાધી ત્રસજીવો ને જાણી બુઝીને મારે હણવા નહિ અને કોઇની પાસે હણાવવા નહિ અને મારતાની અનુમોદના કરવી નહિ. આટલું જ પચ્ચખાણ હોય છે. આનાથી એમ નહિ સમજવાનું કે અપરાધીને મારવાની છૂટ, મરાવવાની છૂટ અને બાકીના પાંચકાયના જીવોની હિંસાની છૂટ છે એમ નથી એની બને એટલી જયણા પાળવાની. એનો ઉપયોગ કરવાનો વખત આવે ત્યારે જેટલું જોઇએ એટલું જ લે અને તે જીવોને દુ:ખ વેદના પીડા કેમ ઓછી થાય એનું લક્ષ્ય જરૂર હોય ત્યારે તે જયણારૂપે ગણાય છે. એટલે એના અંતરમાં એ ભાવ સતત રહેલો હોય છે કે સંયમ લઇ શકાયું નહિ માટે આ જીવોની હિંસા કરવી પડે છે ક્યારે તાકાત આવે કે જેથી આ હિંસા કરવાનું બંધ થઇ જાય અને હું સંયમને પામું. આ. વિચારણાના પ્રતાપે જીવનમાં હિંસા ચાલુ હોવા છતાં અશુભ કર્મોનો રસબંધ ઓછો થાય છે અને તે અનુબંધ રૂપે બંધાતા નથી જ્યારે શુભક સારા રસે બંધાય તથા અનુબંધ રૂપે બંધાય છે અને સાથે બંધાયેલા અશુભ કર્મોની નિર્જરા અધિક કરી શકે છે. સાત પ્રકારના જીવોનું વર્ણન સૂક્ષ્મ એકેન્દ્રિયના ૧૦ ભેદો. બાદર એકેન્દ્રિયના ૧૨ ભેદો. બેઇન્દ્રિયના ૨ ભેદો. તેઇન્દ્રિયના ૨ ભેદો. ચઉરીન્દ્રિયના ૨ ભેદો. અસન્ની પંચેન્દ્રિયના ૧૧૧ ભેદો (૧૦૧ સમુરિંછમ અપર્યાપ્તા મનુષ્યો. ૫ અસન્ની અપર્યાપ્તા તિર્યંચો. અને ૫ અસન્ની પર્યાપ્તા તિર્યંચો). સન્ની પંચેન્દ્રિયના ૪૨૪ ભેદો હોય છે. Page 14 of 78 Page #15 -------------------------------------------------------------------------- ________________ નારકીના-૧૪, દેવતાના-૧૯૮, ગર્ભજ તિર્યંચના અપર્યાપ્તા પર્યાપ્તા સાથે-૧૦, ગર્ભજ અપર્યાપ્તા મનુષ્યના-૧૦૧, ગર્ભજ પર્યાપ્તા મનુષ્યના-૧૦૧ = ૪૨૪ થાય છે. - સૂક્ષ્મ એકેન્દ્રિયના જીવો પૃથ્વી, અપુ.તેઉ, વાયુ રૂપે અસંખ્યાતા અસંખ્યાતા ચોદે રાજલોકને વિષે અને સૂક્ષ્મ સાધારણ વનસ્પતિના જીવો અનંતા અનંતા રૂપે ઠાંસી ઠાંસીને ભરેલા છે તે બધા જીવોની હિંસાનું પાપ આપણને લાગતું નથી કારણકે એ જીવોનું શરીર એટલું બધુ સૂક્ષ્મરૂપે હોય છે કે જે આપણે જોઇ શકતા જ નથી. એ જીવોમાં શરીર એટલા બધા સૂક્ષ્મ હોય છે કે જે અસંખ્યાતા શરીરો ભેગા થાય તો પણ ચર્મચક્ષુથી જોઇ શકતા નથી. અરે અવધિજ્ઞાની જીવો કે ચૌદપૂર્વી જીવો પણ જોઇ શકતા નથી. એ જીવો. અસંખ્યાતા અને અનંતા રૂપે એક એક આકાશ પ્રદેશ ઉપર ઠાંસી ઠાંસીને ભરેલા છે એ જીવોને કોઇપણ આકાશ પ્રદેશ ઉપર સ્થિરતા હોતી નથી. જન્મ મરણ રૂપે આપણા એક શ્વાસોચ્છવાસમાં સાડા સત્તર જન્મ મરણ કરતાં કરતાં ક્ય જ કરતા હોય છે એ જીવોની ગતિ પણ એટલી બધી જોરદાર રૂપે હોય છે કે એક સમયમાં ચૌદ રાજલોકમાં પહોંચી જાય છે. એક રાજ એટલે અસંખ્યાતા કાટા કોટી યોજન પ્રમાણ માપ થાય છે. એક યોજન એટલે બત્રીશો માઇલ થાય છે. નરકગતિની નીચેના ભાગમાં સાતમી નારકીના ક્ષેત્રથી નીચેના ભાગમાં રહેલા એકેન્દ્રિય જીવો અકામ નિર્જરા કરી પુણ્ય બંધ કરે તે પુણ્ય એકઠું થયેલું હોય તો તે જીવો ત્યાંથી એક સમયમાં સિધ્ધશીલા પૃથ્વીના ઉપરના ભાગમાં જ્યાં સિધ્ધના જીવો જે અવગાહનામાં રહેલા છે ત્યાં પહોંચીને ઉત્પન્ન થઇ જાય છે. અધોલોકમાંથી ઉદ્ગલોકમાં ઉત્પન્ન થવા માટે પુણ્યની જરૂર પડે છે. અધોલોકમાં જવા માટે પાપની જરૂર પડે છે. જે ઉર્ધ્વલોકમાં ઉત્પન્ન થાય છે એવા જીવોને શુભ પુગલોનો આહાર મલે છે અને અધોલોકમાં ઉત્પન્ન થાય છે તે જીવોને અશુભ પુદ્ગલોનો આહાર મલે છે. આ બધુ વર્ણન જ્ઞાની ભગવંતોએ પીસ્તાલીશ આગમોમાં કરેલ છે તેમાં આનાથી ઘણો વિસ્તાર કરેલો છે. માટે જ નવતત્વએ આગમનો સાર છે એમ કહેવાય છે. કેવલી ભગવંતો એક સમયમાં આ બધુ જૂએ જાણે અને સમજે પણ ખરા છતાંય એ જીવોને દુ:ખોથી બચાવી શકવાની જરાય તાકાત નથી. સિધ્ધા પરમાત્માઓની સાથે એક જ અવગાહનામાં એકેન્દ્રિય જીવો રહેલા હોય છે તો પણ એ સિધ્ધનાં જીવોના જ્ઞાનનો એક અંશ પણ એ જીવોને ઉપયોગી થતો નથી કારણકે સિધ્ધનાં જીવો સકલ કર્મથી રહિત થયેલા હોય છે. જ્યારે એકેન્દ્રિય જીવો કર્મથી સહિત હોય છે માટે આ જીવોને પુલોનો સંયોગ થયા જ કરે છે. રાગાદિથી યુક્ત હોય છે માટે પુદ્ગલોનો સંયોગ સમયે સમયે થયા જ કરે છે માટે જ્ઞાનનો અંશ ઉપયોગમાં આવતો નથી. એકેન્દ્રિય જીવો એક આકાશ પ્રદેશ ઉપર અનંતા અને અસંખ્યાતા જીવો સાથે રહેલા હોવા છતાં બધાની વેદના એક સરખી હોતી નથી. બધાય ને વેદના પોત પોતાના કર્માનુસાર રૂપે હોય છે. તેમાં સૌથી વધારે વેદના સાધારણ વનસ્પતિકાયના જીવોને હોય છે માટે કોઇ કોઇને સુખી કે દુ:ખી કરી શકતું નથી. કર્મને અનુસાર જ તે જીવોને ળ મળે છે. માટે જ્ઞાની ભગવંતો કહે છે કે કુટુંબને સુખી કરવાની ભાવનાથી જીવો ગણધર નામ કર્મનો બંધ કરી શકે છે. શ્રી તીર્થંકરના આત્માઓ પણ ‘સવિ જીવ કરું શાસન રસી” ની ભાવના ભાવવાથી જ તીર્થંકર નામકર્મ નિકાચીત કરી શકે છે. ભાવના ભાવતાં હોય છે પણ કોઇને સુખી કરી શકે છે ખરા ? કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજાએ ભગવાનની સ્તવના અને ભાવના ભાવતાં કહ્યું છે કે ભગવદ્ મારા માટે ચોથા આરા કરતાં પાંચમો આરો ઘણો સારો છે. જો ચોથા આરામાં જન્મ મલ્યો હોય. અને તું ન મલ્યો હોય કે તારૂં સાસન ન મળે તો તે ચોથો આરો મારા માટે સારો નથી. જો પાંચમો આરો એટલા માટે સારો છે કે તું મલી ગયો અને તારૂં શાસન મને સમજવા મલ્યું અને સમજાયું કે જેથી હું તારા શાસનને પામી શક્યો. આપણને પણ, જો શાસન સમજીને પામવું હોય તો આજે બદી સામગ્રી મળેલી છે. વિચાર કરવા જેવો છે. આથી નક્કી એ થાય છે કે જીવે પોતે જ પોતાના દુ:ખોને દૂર કરવાનો પ્રયત્નો કરવાનો છે. એ દુ:ખ દૂર ત્યારે જ થાય અને સુખ આત્માને ત્યારે જ મલે કે જીવનની સમગ્ર ભાગદોડ Page 15 of 78 Page #16 -------------------------------------------------------------------------- ________________ આત્મીક સુખ મેળવવા માટે કરવામાં આવે તો જ જરૂરથી આત્મીક સુખ મલે. માત્ર પુરૂષાર્થની દિશા બદલવાની જરૂર છે. જીવ અનાદિ કાળથી સુખની શોધમાં દોડાદોડ કરે છે છતાંય એને સુખ ક્યાંય મળતું નથી કારણ કે જ્યાં સુખ છે તેની વિરુધ્ધ દિશામાં પ્રયત્ન કર્યા કરે છે. સૂક્ષ્મ જીવો સૂક્ષ્મપણામાં અસંખ્યાતા પુદ્ગલ પરાવર્ત સુધી ફ્ક્ત કરે છે. એક પુદ્ગલ પરાવર્તકાળ એટલે અનંતી ઉત્સરપિણી-અનંતી અવસરપિણી કાળ કહેલો છે. વાસ્તવિક રીતે સુખ આત્મામાં રહેલું છે. પણ આપણે એ સુખ શરીરમાં માનીને શોધ કર્યા કરીએ છીએ આથી જ શરીરમાં સુખની શોધ કરતો કરતો જીવ જેટલો કાળ પસાર કરે તે બધો કાળ દુ:ખી થયા વિના રહેતો જ નથી. બાદર એકેન્દ્રિય જીવો બાદરપણામાં સીત્તેર કોટાકોટી સાગરોપમ કાળ સુધી રહી શકે છે. એ કાળ પૂર્ણ થવા આવે એટલે સૂક્ષ્મમાં જાય ત્યાં પાછો અસંખ્યાતા પુદ્ગલ પરાવર્ત રે પાછો બાદરપણામાં આવે. આ રીતે અનંતા પુદ્ગલ પરાવર્તકાળ રખડ્યા જ કરે છે. જો કોઇ લઘુકર્મિતા થયેલી હોય, અકામ નિર્જરાથી કર્મો ઓછા થયા હોય અને પુણ્ય બંધાયેલું હોય તો વળી એકેન્દ્રિયપણામાંથી બહાર નીકળી શકે છે. વિચારો. અત્યાર સુધી અનંતો કાળ પસાર કર્યો તેમાં દુઃખનો કાળ વધારે ગયો કે સુખનો ? હવે જો ચેતવા માંડીએ તો જ કાંઇ ઠેકાણું પડે એમ નથી લાગતું ? બેઇન્દ્રિયાદિ ત્રસ જીવો ત્રસપણામાં ફ્ક્ત કરે તો વધારેમાં વધારે બે હજાર સાગરોપમ કાળ સુધી ફ્ક્ત કરે છે. જો એટલા કાળમાં પુરૂષાર્થ કરીને જીવ જો પોતાનું શુધ્ધ સ્વરૂપ સંપૂર્ણ પેદા કરી દે તો તો ફરવાનું મટી જાય, નહિ તો જીવ પાછો એકેન્દ્રિયમાં વા માટે જતો રહે છે. ચૌદ પ્રકારના જીવો (૧) સક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય જીવો (૨) બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય જીવો (૩) બાદર અપર્યાપ્તા બઇન્દ્રિય જીવો (૪) બાદર અપર્યાપ્તા તેઇન્દ્રિય જીવો (૫) બાદર અપર્યાપ્તા ચઉરીન્દ્રિય જીવો (૬) બાદર અપર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિય જીવો (૭) બાદર અપર્યાપ્તા સન્ની પંચેન્દ્રિય જીવો (૮) સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય જીવો (૯) બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો (૧૦) બાદર પર્યાપ્તા બેઇન્દ્રિય જીવો (૧૧) બાદર પર્યાપ્તા તેઇન્દ્રિય જીવો (૧૨) બાદર પર્યાપ્તા ચઉરીન્દ્રિય જીવો (૧૩) બાદર પર્યાપ્તા અસન્ની પંચેન્દ્રિય જીવો અને (૧૪) બાદર પર્યાપ્તા સન્ની પંચેન્દ્રિય જીવો પર્યાપ્ત-અપર્યાપ્તાપણાનું વર્ણન અપર્યાપ્તની વ્યાખ્યા - અપર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જીવોને અપર્યાપ્તા જીવો કહેવાય છે. પર્યાપ્તાની વ્યાખ્યા - પર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જીવોને પર્યાપ્ત જીવો કહેવાય છે. અપર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જીવો પોતે-પોતાની જેટલી પર્યાપ્તિઓ કહેલી છે. તેમાંની છેલ્લી Page 16 of 78 Page #17 -------------------------------------------------------------------------- ________________ પર્યાપ્તિ પૂર્ણ કર્યા વગર મરણ પામે તે લબ્ધિ અપર્યાપ્તા જીવો કહેવાય છે. આ જીવોને અપર્યાપ્ત જીવો. કહેવાય છે. પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા જીવોનો અવસ્થા બે હોય છે. (૧) પોતાનું જે ભવનું ભોગવાતું આયુષ્ય હોય તે પૂર્ણ કરીને જીવ બીજા સ્થાને જવા માટેનું આયુષ્ય ઉદયમાં લાવીને બીજા સ્થાને ઉત્પન્ન થાય તેની સાથે સાથે ગતિ નામકર્મ-જાતિ નામકર્મ જીવને ઉદયમાં ચાલુ થઇ જાય છે. તેની સાથે જ જીવોને પર્યાપ્ત નામ કર્મનો ઉદય ચાલુ થઇ જાય છે. હજી એ જીવ વિગ્રહ ગતિમાં રહેલો હોય પર્યાપ્તિ શરૂ હવે કરશે અને શરૂ કરીને પૂર્ણ કરવાનો પુરૂષાર્થ કરશે તે જીવો જેમ જેમ જેટલી જેટલી પર્યાપ્તિીઓ શરૂ કરી કરીને પૂર્ણ કરતો જાય એવી અવસ્થામાં રહેલો જે જીવ હોય છે તેને પર્યાપ્ત નામકર્મનો ઉદય હોવાથી પર્યાપ્ત કહેવાય છે. આ પહેલી અવસ્થાવાળા જીવો કહેવાય છે. બીજી અવસ્થાવાળા જીવો એવા હોય છે કે જે જીવોને જેટલી જેટલી પર્યાપ્તિો હોય છે તે પોત પોતાની પર્યાપ્તિઓને પૂર્ણ કરીને પોતાના આયુષ્ય મુજબ જીવતો હોય છે તે બીજી અવસ્થા કહેવાય છે. એવી જ રીતે લબ્ધિ અપર્યાપ્તા જીવો કે જે અપર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા હોય છે તેઓ વિગ્રહગતિથી શરૂ કરીને પોતા પોતાને યોગ્ય પર્યાતિઓની શરૂઆત કરતાં જાય છે તે પર્યાતિની શરૂઆત કરી પૂર્ણ કરતાં કરતાં પહેલી ત્રણ પર્યાપ્તિઓ પૂર્ણ કરે છે એવી અવસ્થામાં રહેલા હોય છે અને એ ત્રણ પર્યાપ્તિઓને પૂર્ણ કરી પરભવના આયુષ્યના બંધની યોગ્યતા મેળવે છે અને તે પરભવનું આયુષ્ય બાંધે પણ છે ત્યાર પછી જે જે જીવોને પોતા પોતાને યોગ્ય જે છેલ્લી પર્યાપ્તિ હોય તે શરૂ કરીને પૂર્ણ કર્યા વગર જ મરણ પામે છે. માટે તે અપર્યાપ્ત કહેવાય છે. આ કારણથી પહેલી ત્રણ પર્યાપ્તિ શરૂ કરતાં અને પૂર્ણ કરતાં જીવોમાં અપર્યાપ્તા જીવો પણ હોય છે અને પર્યાપ્તા જીવો પણ હોય છે તે બન્ને જીવો ભેગા ન થઇ જાય એ માટે જ્ઞાની ભગવંતોએ પર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જીવોને ઓળખવા માટે તેઓને કરણ અપર્યાપ્તા જીવો તરીકે કહ્યા છે. આકરણ અપર્યાપ્તા રૂપે ઓળખાતા જીવો ત્રણ પર્યાતિ પૂર્ણ કર્યા પછી આયુષ્યનો બંધ કરતાં નથી પણ પોતાની જેટલી જેટલી પર્યાપ્તિઓ હોય છે તે સંપૂર્ણ પૂર્ણ કર્યા પછી જ આયુષ્યનો બંધ કરે છે. આથી લબ્ધિ અપર્યાપ્તા જીવો અને કરણ અપર્યાપ્તા જીવોમાં આટલો સ્પષ્ટ ભેદ રહેલો દેખાય છે. માટે અપર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જીવોને કરણ અપર્યાપ્તા રૂપે કહી શકાતા નથી. અને કરણ અપર્યાપ્તા જીવોને પણ પર્યાપ્તા નામ કર્મના ઉદય ચાલુ હોવાથી લબ્ધિ અપર્યાપ્તા પણ કહી શકાતા નથી. આ પણ સ્પષ્ટ સમજાય એવી વાત છે. સામાન્ય રીતે નિયમ છે કે કોઇપણ જીવને પરભવનું આયુષ્ય બાંધવાની યોગ્યતા ત્રણ પર્યાપ્તિઓ પૂર્ણ થયા પછી જ થાય છે અને પર ભવના આયુષ્યને બાંધ્યા વગર સંસારી કોઇ જીવ મરણ પામી શકતો નથી. આથી ત્રણ પર્યાતિઓની અવસ્થામાં રહેલા જીવો આયુષ્યનો બંધ કરતાં ન હોવાથી મરણ પામતા નથી. કરણ પર્યાપ્તા :- જે જીવોને જેટલી પર્યાદ્ધિઓ કહેલી હોય છે તે પર્યાદ્ધિઓ પૂર્ણ કરીને જીવન જીવે તેને કરણ પર્યાપ્ત જીવ કહેવાય છે. મનુષ્ય ગર્ભમાં ઉત્પન્ન થાય તે ગર્ભને વિષે એક અંતર્મુહુર્તમાં છએ પર્યાપ્તિઓ પૂર્ણ ન કરે ત્યાં સુધી કરણ અપર્યાપ્ત કહેવાય છે અને એક અંતર્મુહૂર્તમાં છએ પર્યાતિ પૂર્ણ કરી આહારના પુગલોને ગ્રહણ કરી રસ અને ખલરૂપે પરિણાવીને પોતાનું જીવન જીવતો જાય છે. ગર્ભમાં રહ્યો હોય તો પણ તે કરણ પર્યાપ્તા જીવરૂપે ગણાય છે માટે ગર્ભ સ્થિતિનો કાળ પૂર્ણ કરી બહાર નીકળે. ત્યારે જ કરણ પર્યાપ્તા કહેવાય એમ નથી પણ કરણ પર્યાપ્તપણું તો એક અંતર્મુહૂર્તમાં જીવ પ્રાપ્ત કરી લે છે. એ કરણ પર્યાપ્ત જીવ જ્યારે પોતાની સંપૂર્ણ પર્યાપ્તિ પૂર્ણ કરી મરણ પામે ત્યારે તે લબ્ધિ પર્યાપ્ત જીવરૂપે ગણાય છે. આથી એમ નિશ્ચિત થયું કે વિગ્રહગતિથી જીવને પર્યાપ્ત નામકર્મનો ઉદય જે ચાલે છે તે. લબ્ધિપર્યાપ્ત રૂપે ગણાય છે. તેની બે અવસ્થા એક પર્યાપ્તિઓ કરતાં કરતાં પૂર્ણ નથી કરી પણ કરી રહેલા. છે તે અવસ્થાવાળા એ કરણ અપર્યાપ્તા રૂપે અને બીજા એ કે પોત પોતાની જેટલી પર્યાપ્તિઓ હોય તે પૂર્ણ કરી રહેલા હોય તે જીવો કરણ પર્યાપ્તા રૂપે તે જ્યારે છેલ્લે પોતાનું આયુષ્ય પૂર્ણ કરી મરણ પામે ત્યારે Page 17 of 78 Page #18 -------------------------------------------------------------------------- ________________ લબ્ધિ પર્યાપ્તા ગણાય છે. આથી કેવલી ભગવંતો જ્ઞાનથી જોઇને કહે તો એમજ કહે કે આ લબ્ધિ અપર્યાપ્તા જીવો જાય છે. આ લબ્ધિ પર્યાપ્તા જીવો જાય છે. એમ કહે. પ૬૩ જીવભેદોની ચૌદ જીવ ભેદોમાં વહેંચણી. (૧) સૂક્ષ્મ અપર્યાપ્તા જીવો પાંચ હોય છે. (૨) સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય જીવો રૂપે પાંચ હોય છે. (૩) બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય જીવો રૂપે જ હોય છે. (૪) બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જીવો રૂપે જ હોય છે. (૫) બેઇન્દ્રિય અપર્યાપ્તા રૂપે એક જીવભેદ હોય છે. (૬) બેઇન્દ્રિય પર્યાપ્તા રૂપે એક જીવભેદ હોય છે. (૭) તે ઇન્દ્રિય અપર્યાપ્તા રૂપે એક જીવભેદ હોય છે. (૮) તેઇન્દ્રિય પર્યાપ્ત રૂપે એક જીવભેદ હોય છે. (૯) ચઉરીન્દ્રિય અપર્યાપ્તા રૂપે એક જીવભેદ હોય છે. (૧૦) ચઉરીન્દ્રિય પર્યાપ્તા રૂપે એક જીવભેદ હોય છે. (૧૧) અન્ની પંચેન્દ્રિય અપર્યાપ્તા રૂપે એકસો છે જીવભેદ હોય. (સમુરિંછમ અપર્યાપ્તા મનુષ્ય-૧૦૧, પાંચ પંચેન્દ્રિય તિર્યંચના) (૧૨) અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા રૂપે પાંચ જીવભેદ હોય છે. (પાંચ જલચર આદિ અસન્ની જીવો) (૧૩) સન્ની અપર્યાપ્તા રૂપે બસોને બાર જીવભેદ હોય છે. (નારકીના-૭, દેવતા-૯૯, સન્ની તિર્યંચ-૫, ગર્ભજ મનુષ્ય-૧૦૧) (૧૪) સન્ની પર્યાપ્તા રૂપે બસોને બાર જીવભેદ હોય છે. (નારકીના-૭, પંચેન્દ્રિય તિર્યંચ-૫, ગર્ભજ મનુષ્ય-૧૦૧ અને દેવતા-૯૯ = ૨૧૨ થાય છે.) ગર્ભજ મનુષ્યના-૧૦૧ ભેદમાંથી હાલ આપણે જંબુદ્વીપ નામના દ્વીપને વિષે-ભરત ક્ષેત્રને વિષે-તેમાંય દક્ષિણાર્ધ ભરતને વિષે-મધ્યખંડને વિષે-અવસરપીણી કાળના ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના શાસનમાં આરાધના કરનારા સન્ની ગર્ભજ પર્યાપ્તા મનુષ્ય તરીકે જીવન જીવીએ છીએ. સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય, સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય, બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય, બાદર પર્યાપ્તા એકેન્દ્રિય આ ચાર જીવ ભેદોને વિષે પાંચ ઇન્દ્રિયોનો ક્ષયોપશમભાવ લબ્ધિ રૂપે રહેલો હોય છે. તેમાંથી અક સ્પર્શના ઇન્દ્રિયનો ક્ષયોપશમભાવ લબ્ધિ રૂપે અને ઉપયોગ રૂપે એમ બન્ને રીતે હોય છે. બાકીની ચાર ઇન્દ્રિયોનો ક્ષયોપશમભાવ ઉપયોગ રૂપે હોતો નથી માટે એ જીવો એકેન્દ્રિય કહેવાય છે. બેઇન્દ્રિય અપર્યાપ્તા અને પર્યાપ્તા આ બે જીવોને વિષે સ્પર્શના અને રસનેન્દ્રિય આ બે ઇન્દ્રિયો લબ્ધિરૂપે અને ઉપયોગ રૂપે હોય છે. બાકીની ત્રણ માત્ર લબ્ધિ રૂપે જ હોય છે. આથી આ જીવો બેઇન્દ્રિય કહેવાય છે. આના કારણે આ જીવો એક એક અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્તે બન્ને ઇન્દ્રિયોમાંથી કોઇપણ ઇન્દ્રિયનો ઉપયોગ પ્રાપ્ત કરી પોતાનું જીવન જીવે છે. તેઇન્દ્રિય અપર્યાપ્તા અને પર્યાપ્તા આ બે જીવોને વિષે સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય આ ત્રણ ઇન્દ્રિય લબ્ધિ રૂપે અને ઉપયોગ રૂપે હોય છે. બાકીની બે ઇન્દ્રિયો માત્ર લબ્ધિરૂપે જ રહેલી હોય છે આથી આ જીવો અંતર્મુહૂર્ત- અંતર્મુહૂર્તે આ ત્રણ ઇન્દ્રિયમાંથી કોઇને કોઇ ઇન્દ્રિયના ઉપયોગમાં રહ્યા કરી કર્મબંધ કરતાં જીવન જીવતા જાય છે. ચઉરીન્દ્રિય અપર્યાપ્તા અને પર્યાપ્તા જીવોને વિષે સ્પર્શના-રસના-ધ્રાણ અને ચક્ષુ આ ચાર ઇન્દ્રિયો. લબ્ધિ રૂપે અને ઉપયોગ રૂપે રહેલી હોય છે. બાકીની એક ઇન્દ્રિય લબ્ધિરૂપે જ રહેલી હોય છે. આથી આ જીવો એક એક અંતર્મુહર્ત ચારે ઇન્દ્રિયોનાં ઉપયોગને બદલતાં બદલતાં કર્મબંધ કરતાં કરતાં પોતાનું Page 18 of 78 Page #19 -------------------------------------------------------------------------- ________________ જીવન જીવી રહ્યા છે. અસન્ની પંચેન્દ્રિય જીવોના-૧૧૧ ભેદને વિષે પર્યાપ્તા-અપર્યાપ્ત રૂપે બે ભેદને વિષે પાંચે ઇન્દ્રિય લબ્ધિ રૂપે અને ઉપયોગ રૂપે હોય છે તેથી એક એક અંતર્મુહૂર્ત ઉપયોગ પરાવર્તમાન રૂપે કરતાં કરતાં પોતાના આત્માનો સંસાર વધારી રહ્યા છે. સન્ની પર્યાપ્તા અને અપર્યાપ્તા જીવોને વિષે પાંચ ઇન્દ્રિયો લબ્ધિ તેમજ ઉપયોગ રૂપે હોવા છતાં મન એટલે દ્રવ્ય મનની શક્તિ વિચારવાની વધારે મલી છે માટે તે દ્રવ્યમનને એક એક અંતર્મુહુર્તે ઉપયોગને પરાવર્તમાન રૂપે કરી પાંચ ઇન્દ્રિયમાંથી કોઇને કોઇ ઇન્દ્રિયના ઉપયોગમાં રહી સંસાર વધારી રહેલા હોય માટે જ જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે એકેન્દ્રિય જીવો સાતે કર્મનો બંધ અભ કરે. જે જે પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ બતાવેલી છે તેટલી સ્થિતિ ઉત્કૃષ્ટ રૂપે બાંધે છે અને જઘન્ય રૂપે તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન બાંધે છે. બેઇન્દ્રિયજીવો એ એકેન્દ્રિયજીવો કરતાં પચ્ચીશ ગણો અધિક કર્મબંધ કરે છે. તેઇન્દ્રિયજીવો એકેન્દ્રિયજીવો કરતાં પચાસ ગણો અધિક કર્મબંધ કરે છે. ચઉરીન્દ્રિયજીવો એકેન્દ્રિય જીવો કરતાં સો ગણો અધિક કર્મબંધ કરે છે. અસન્ની પંચેન્દ્રિયજીવો એકેન્દ્રિયજીવો કરતાં હજાર ગણો અધિક કર્મબંધ કરે છે અને સન્ની પંચેન્દ્રિયજીવો એકેન્દ્રિયજીવો કરતાં અતઃ કોટાકોટી સાગરોપમ અધિક કર્મબંધ કરતાં જાય આ કર્મબંધ સમયે સમયે આટલો ચાલુ જ હોય છે. સ્પર્શેન્દ્રિયવાળા જીવો જગતમાં પ૬૩ હોય છે. રસનેન્દ્રિયવાળા જીવો જગતમાં પ૪૧ હોય છે. ધ્રાણેન્દ્રિયવાળા જીવો જગતમાં પ૩૯ હોય છે. ચક્ષરીન્દ્રિયવાળા જીવો જગતમાં પ૩૦ હોય છે. શ્રાનેન્દ્રિયવાળા જીવો જગતમાં પરૂપ હોય છે. આ રીતે જીવો કોઇને કોઇ ઇન્દ્રિયના ઉપયોગથી આહારાદિના પુગલોને ગ્રહણ કરતા તેમાં રાગાદિ પરિણામ કરતા કરતા પોતાના આત્માની જ જન્મ મરણની પરંપરા વધારતા જાય છે. પર્યાતિ એટલે શક્તિ. જીવ ઉત્પત્તિના પહેલા સમયે આહારના પુગલોને ગહણ કરીને તેમાંથી શક્તિ મેળવે છે તે પુગલોને તેજ સમયે ખલ એટલે ખરાબ પુદ્ગલો રૂપે અને રસ એટલે સારા પુદ્ગલો રૂપે બનાવીને ખરાબ પુદ્ગલોનો ત્યાગ કરી રસવાળા પુદ્ગલોનો સંગ્રહ કરે છે તે પહેલા સમયની આહાર પર્યાપ્તિ કહેવાય છે. આહારનાં પુદ્ગલો ત્રણ પ્રકારે લેવાય છે. (૧) ઓજાહાર (૨) રોમાહાર અને (૩) કવલાહાર જીવ ઉત્પત્તિના સમયે તેજસ અને કાર્પણ શરીરથી આહારના પુગલોને ગ્રહણ કરે છે તે ઓજાહાર કહેવાય છે. જ્યારે શરીર પર્યાપ્તિ પૂર્ણ કરી શરીર બનાવે ત્યારથી જીવ જે આહારના પુદ્ગલો ગ્રહણ કરે છે તે રોમાહાર યુગલો કહેવાય છે. મનુષ્યના શરીરમાં સાડા ત્રણ કરોડ રોમરાજી હોય છે એ રોમરાજીથી. જીવ અનંતા પુદ્ગલોનો આહાર ગ્રહણ કરી વિસર્જન કરતો જાય છે. આ પ્રક્રિયા સમયે સમયે ચાલુ જ હોય છે. એકેન્દ્રિય જીવો સ્પર્શેન્દ્રિયથી રોમાહાર લે છે. બેઇન્દ્રિય જીવો સ્પર્શ રસનેન્દ્રીયથી રોમાહાર લે છે. તેઇન્દ્રિય જીવો સ્પર્શ-રસ-ધ્રાણેન્દ્રિયથી-ચઉરીન્દ્રિય જીવો-સ્પર્શ-રસ-ધ્રાણ-ચક્ષુરીન્દ્રિયથી અને પંચેન્દ્રિયા જીવો પાંચે ઇન્દ્રિયથી રોમાહાર ગ્રહણ કરે છે. તેમજ બેઇન્દ્રિય આદિ જીવો મુખથી જે આહારના પુદ્ગલો. Page 19 of 78 Page #20 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણ કરે છે તે કવલાહાર કહેવાય છે. જૈન શાસનમાં કવલાહારના ત્યાગનું પચ્ચક્ખાણ હોય છે. જૈન શાસનમાં નવકારશીથી શરૂ કરીને ઉપવાસ સુધીનાં કે એથી આગળ સોળ ઉપવાસ સુધીનાં પચ્ચક્ખાણો જે આવે તે કવલાહારના ત્યાગ માટેનાં છે આથી રોમાહારના ત્યાગનું પચ્ચક્ખાણ થઇ શકતું નથી એ પચ્ચક્ખાણ એટલે ત્યાગ ચૌદમા ગુણસ્થાનકે જ જીવને થાય છે. અનાદિ કાળથી જીવનો આહાર લેવાનો સ્વભાવ રહેલો હોય છે. તેના કારણે આહાર વગર જીવન ન જીવાય એવી વૃત્તિ એટલે મનોદશા તાણાવાણાની જેમ વણાયેલી છે તે મનોદશાને ફેરવવા માટે આહાર વગર પણ જીવો સારી રીતે જીવી શકે છે. એ અનુભૂતિ કરવા માટે અને એથી આહાર વગર જગતમાં અનંતા જીવો જીવી રહ્યા છે તે ખ્યાલમા રહે અને એ અનુભૂતિના સુખની અનુભૂતિ કરવાના હેતુથી અર્થાત્ અણાહારીપણાના લક્ષ્યને સ્થિર કરવા તેની અનુભૂતિ કરવા માટે જ કવલાહારના ત્યાગનાં પચ્ચક્ખાણ પણ વીર્યંતરાયના ક્ષયોપશમ વાળા જીવો કરી શકે છે. એટલે જે જીવો વીર્માંતરાયના ક્ષયોપશમ ભાવથી રોમાહારને સારી રીતે ગ્રહણ કરી શકે એવી તાકાતવાળા હોય તેજ જીવો એ પચ્ચક્ખાણને સારી રીતે કરી શકે છે. આજ હેતુથી જે જીવો પચ્ચક્ખાણ કરી શકે એવી શક્તિવાળા ન હોય તો તે આખા દિવસમાં અમુક વખત જ ખાવું અમુક દ્રવ્યોજ ખાવા અને તે ખાવાના પદાર્થો મોઢામાં મૂક્તાં બેસીને જ ખાવા ઉભા ઉભા ન ખાવા અને ચાલતા ચાલતા ન ખાવા આવા પણ નિયમોને ગ્રહણ કરીને જીવન જીવવાનો પ્રયત્ન કરતા જાય તોય કાંઇક અંતરમાં કવલાહારના ત્યાગનું કેટલું મહત્વ છે એ સમજાય અને પચ્ચક્ખાણ પ્રત્યે બહુમાન આદર ભાવ વધે કે જેનાથી ખાવું એ પાપ છે જેટલો ટાઇમ ખાધા વગરનો જાય એજ મારા માટે લાભદાયી છે એમ લાગે તો અણાહારી પણાનું લક્ષ્ય બન્યું રહે અને આંશિક અણાહારીપણાની અનુભૂતિ થયા કરે એજ જૈન શાસનના પચ્ચક્ખાણનું ફ્ળ ગણાય છે. આથી રસનેન્દ્રિયનો સંયમ કરવો હોય-આહારનું નિયંત્રણ કરવું હોય તો કવલાહારનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરવો જોઇએ એ અભ્યાસ કરતાં કરતાં જીવ ચૌદમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે. નારકીના જીવોને અશુભ પુદ્ગલોનો આહાર રોમાહાર રૂપે હોય છે તથા કવલાહાર રૂપે પણ હોય છે. મોઢામાં અશુભ પુદ્ગલો આહારની ઇચ્છા થતાં જ પ્રવેશ કરે છે અને તેજ વખતે પોતાની ઇચ્છાથી વિરુધ્ધ પુદ્ગલોનો આહાર હોવાથી વિપરીત અનુભૂતિ થાય છે અને દ્વેષ નારાજગી ભાવપણ થાય. દેવતાઓને શુભ પુદ્ગલોનો આહાર રોમાહારથી અને કવલાહારથી પણ હોય છે. સામાન્ય રીતે દેવોને જે પદાર્થની ઇચ્છા થાય તે પદાર્થવાળા પુદ્ગલો મોઢામાં આવીને તૃપ્તિ પેદા કરી દે છે એ રીતનો કવલાહાર જાણવો. જ્યારે મનુષ્ય અને તિર્યંચોને શુભ પદ્ગલોનો આહાર હોય અને અશુભ પુદ્ગલોનો પણ આહાર હોય છે. જ્યારે જે વખતે જે પુદ્ગલોનો આહાર મલે તેમાં રાગાદિ કર્યા વગર આહારનો ઉપયોગ કરે તો જીવને આહાર સંજ્ઞા સંયમમાં આવે. રોમાહાર તો ચાલુ જ હોય છે. કવલાહાર મોઢાથી જે પુદ્ગલોનો આહાર કરે તે ગણાય છે. આ આહારનો ઉદય તેરમા ગુણસ્થાનક સુધી હોય છે. જ્યારે આહાર સંજ્ઞા માત્ર પહેલા ગુણસ્થાનકે હોય છે. જીવ જ્યારે અપુનબંધક અવસ્થાને પામે ત્યારથી સંજ્ઞા સંયમ રૂપે થતી જાય છે. આથી સંજ્ઞાને આધીન થતો ન હોવાથી સંજ્ઞા નથી એમ કહેવાય છે. જ્યારે વાસ્તવિક રીતે આહાર સંજ્ઞાનો સંયમ છઠ્ઠા ગુણસ્થાનકે ગણાય છે. કારણકે સંયમી જીવોને આહાર મલે તો સંયમ પુષ્ટિ અને ન મલે તો તપોવૃધ્ધિ એ ભાવના હોય છે માટે સંજ્ઞા હોતી નથી. એકેન્દ્રિય જીવોને ચાર પર્યાપ્તિઓ હોય છે. (૧) આહાર (૨) શરીર (૩) ઇન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ. બેઇન્દ્રિય જીવોને પાંચ પર્યાપ્તિઓ હોય છે. (૧) આહાર (૨) શરીર (૩) ઇન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ (૫) ભાષા પર્યાપ્તિ. Page 20 of 78 Page #21 -------------------------------------------------------------------------- ________________ તેઇન્દ્રિય જીવોને પાંચ પર્યાતિઓ હોય. (૧) આહાર (૨) શરીર (૩) ઇન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ (૫) ભાષા. ચઉરીન્દ્રિય જીવોને પાંચ પર્યાપ્તિઓ હોય. (૧) આહાર (૨) શરીર (૩) ઇન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ (૫) ભાષા. અસન્ની પંચેન્દ્રિય જીવોને પાંચ પર્યાપ્તિઓ હોય. (૧) આહાર (૨) શરીર (૩) ઇન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ (૫) ભાષા. સન્ની પંચેન્દ્રિય જીવોને છ પર્યાપ્તિઓ હોય છે. (૧) આહાર (૨) શરીર (૩) ઇન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ (૫) ભાષા અને (૬) મન પર્યાપ્તિ. જીવ જ્યારે ઉત્પત્તિના પ્રથમ સમયન પ્રાપ્ત કરે છે ત્યારે જે આહારના પુદ્ગલો મળે છે તે પુગલોને તેજસ અને ફાર્મણ શરીરથી ગ્રહણ કરીને તે જ સમયે ખલ અને રસ રૂપે પરિણામ પમાડે છે તે આહાર પર્યાપ્તિ કહેવાય છે. આહાર પર્યાપ્તિ બાદ સમયે સમયે આહારના પગલો જે મલતાં હોય તે ગ્રહણ કરતો કરતો ખલા અને રસરૂપે પરિણામ પમાડતો પમાડતો અસંખ્યાતા સમયો સુધી એ પ્રક્રિયા કરતો જાય છે અને ખલવાળા પુદ્ગલોનો નાશ કરી રસવાળા પુદગલોનો સંગ્રહ કરી શરીર બનાવવાની શક્તિને પેદા કરે છે તે શરીર પર્યાપ્તિ કહેવાય છે. શરીર પર્યાતિ પૂર્ણ થયા બાદ જે આહારનાં પુગલો મલે તેને ગ્રહણ કરતો કરતો ખલા અને રસરૂપે પરિણામ પમાડતો પમાડતો અસંખ્યાતા સમય સુધી પ્રક્રિયા કરે તેમાં જે રસવાળા પુગલોનો સંગ્રહ થયેલો હોય તેમાંથી થોડા થોડા શરીરને આપીને શરીર પુષ્ટ કરતો જાય છે એટલે વધારતો જાય છે અને બાકીના રસવાળા પુદ્ગલોમાંથી ઇન્દ્રિય બનાવવાની શક્તિ પેદા કરતો જાય છે તે ઇન્દ્રિય પર્યાપ્તિ. કહેવાય છે. ઇન્દ્રિય પર્યાપ્તિ કર્યા બાદ સમયે સમયે આહારના પુગલો ને ગ્રહણ કરતો ખલ અને રસરૂપે પરિણામ પમાડતો જીવ રસવાળા પુદ્ગલોનો સંગ્રહ કરતો જાય તેમાંથી થોડા શરીરને અને થોડા ઇન્દ્રિયને આપતો બાકીના પુલોનો સંગ્રહ કરતો જાય આ રીતે અસંખ્યાતા સમય સુધી આ પ્રક્રિયા કરે તેમાં જે રસવાળા પુદ્ગલોનો સંગ્રહ થયેલો હોય તેમાંથી જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુગલોને ગ્રહણ કરવાની, ગ્રહણ કરીને શ્વાસ-ઉચ્છવાસ રૂપે પરિણમાવવાની અને વિસર્જન કરવાની શક્તિ પ્રાપ્ત કરે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય છે. આ પર્યાપ્તિ કરતાં કરતાં જે અપર્યાપ્તા જીવો હોય છે તે આ પર્યાપ્તિ શરૂ કરી પૂર્ણ કર્યા વગર પોતાનું ભોગવાતું આયુષ્ય પૂર્ણ કરે તે અપર્યાપ્તા જીવો કહેવાય છે. એકેન્દ્રિય જીવો જે પર્યાપ્તા હોય છે તે આ ચાર પર્યાતિઓ પૂર્ણ કરી પોતાનું જેટલું આયુષ્ય હોય ત્યાં સુધી આહારના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણાવી આ ચારે પર્યાપ્તિઓને રસવાળા પુગલો આપી સતેજ કરતાં કરતાં જીવી રહેલા હોય છે. વધારેમાં વધારે આ જીવો બાવીશ હજાર વરસ સુધી જીવી શકે એટલી શક્તિ સમયે સમયે પેદા કરતાં જાય છે. બેઇન્દ્રિય જીવોને વિષે પાંચ પર્યાદ્ધિઓ હોય છે તેનું વર્ણન આ જીવો ઉત્પત્તિના પહેલા સમયે આહાર લઇ પરિણમાવે તે આહાર પર્યાપ્તિ કહેવાય છે. પછી સમયે સમયે આહાર લેતાં અસંખ્યાતા સમયો સુધી પ્રક્રિયા કરી રસવાળા પુગલો એકઠા કરે તેમાંથી શરીર બનાવવાની શક્તિ પેદા કરે તે શરીર પર્યાપ્તિ કહેવાય. ત્યાર પછી સમયે સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરી અસંખ્યાતા સમયો સુધી આ પ્રક્રિયા કરતાં કરતાં રસવાળા પુગલોના સમુદાયમાંથી થોડા શરીરને આપી બાકીના પુદગલોમાંથી સ્પર્શના અને રસના એ બે ઇન્દ્રિયો બનાવવાની શક્તિ પેદા કરે તે ઇન્દ્રિય Page 21 of 18 Page #22 -------------------------------------------------------------------------- ________________ પર્યાપ્તિ કહેવાય છે. આ શક્તિ પેદા કર્યા પછી સમયે સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરતો અસંખ્યાત સમયો સુધી પ્રક્રિયા કરીને રસવાળા પુદ્ગલોને એકઠા કરી તેમાંથી શરીર અને ઇન્દ્રિયોને થોડા થોડા આપીને બાકીના પુદ્ગલોથી જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી શ્વાસ અને ઉચ્છવાસ-નિશ્વાસ રૂપે પરિણમાવીને વિસર્જન કરવાની શક્તિને પેદા કરે છે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય છે. આ પર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ સમયે સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરતો અસંખ્યાતા સમયો સુધી એ પ્રક્રિયા કરીને રસવાળા પુદ્ગલોને ગ્રહણ કરતો (બનાવતો) સંગ્રહ કરતો તેમાંથી શરીર-ઇન્દ્રિયોને થોડા થોડા પુદ્ગલો આપી પુષ્ટ કરે અને સાથે સાથે થોડા પુદ્ગલોથી શ્વાસોચ્છવાસની શક્તિ વધારે છે. બાકીના રસવાળા પુદ્ગલોથી જગતમાં રહેલા ભાષા વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરવાની શક્તિ પેદા કરે છે તે ભાષા પર્યાપ્તિ કહેવાય છે. આ પર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ જીવ સમયે સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરી પોતાનું આયુષ્ય જેટલું હોય ત્યાં સુધી રસવાળા પુદ્ગલા બનાવી શરીર-ઇન્દ્રિયોને પુષ્ટ કરતો તથા શ્વાસોચ્છવાસ ભાષા પુદ્ગલોને ગ્રહણ કરવાની શક્તિને વધારતો જીવ્યા કરે છે. આ શક્તિ વધારેમાં વધારે બાર વરસ સુધી ચાલી શકે તે રીતે કરતો જાય છે. જે બેઇન્દ્રિય અપર્યાપ્ત જીવ હોય છે તેઓ શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ કરી ભાષા પર્યાપ્તિની શક્તિ શરૂ કરી પૂર્ણ કર્યા વગર પરભવનું આયુષ્ય બાંધી પોતાનું આ ભવનું ભોગવાતું આયુષ્ય પૂર્ણ કરી મરણ પામે છે તે બેઇન્દ્રિય અપર્યાપ્ત કહેવાય છે. તેઇન્દ્રિય જીવોને પાંચ પર્યાપ્તિઓ હોય છે. આ જીવો બેઇન્દ્રિયની જેમ આહાર પર્યાપ્તિ-શરીર પર્યાપ્તિ કરી ઇન્દ્રિય પર્યાપ્તિ કરે ત્યારે સ્પર્શના-રસના અને ઘ્રાણેન્દ્રિય એ ત્રણ ઇન્દ્રિયો બનાવવાની શક્તિ પેદા કરે છે ત્યાર પછી શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ અને ભાષા પર્યાપ્તિ બેઇન્દ્રિયની જેમ જ કરે છે. આ રીતે પાંચ પર્યાપ્તિ કરેલા જીવો સમયે સમયે આહારને ગ્રહણ કરી પોતાનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણ પચાસ દિવસનું હોય છે ત્યાં સુધી પોતાની શક્તિઓને ટકાવી રાખીને જીવી શકે છે. જે અપર્યાપ્તા જીવો હોય છે. તેઓ ભાષા પર્યાપ્તિ શરૂ કરીને પરભવનું આયુષ્ય બાંધી પોતાના ભોગવાતા આયુષ્યને પૂર્ણ કરીને મરણ પામે છે તે તેઇન્દ્રિય અપર્યાપ્તા જીવો કહેવાય છે. ચઉરીન્દ્રિય જીવોને પાંચ પર્યાપ્તિઓ હોય છે તેમાં તેઇન્દ્રિયની જેમ જ જાણવું. વિશેષ એ છે કે ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કરે ત્યારે સ્પર્શના-રસના-ઘ્રાણ અને ચક્ષુ એ ચાર ઇન્દ્રિય બનાવવાની શક્તિ પેદા કરે છે. ભાષા પર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ સમયે સમયે આહારને ગ્રહણ કરતો શરી-ઇન્દ્રિય ને પુષ્ટ કરતો શ્વાસોચ્છવાસ અને ભાષાના પુદ્ગલોને ગ્રહણ કરવાની શક્તિ વધારતો વધારેમાં વધાર છ માસ સુધી શક્તિ જાળવીને જીવ્યા કરે છે. તે ચઉરીન્દ્રિય પર્યાપ્તા જીવો કહેવાય છે અને જે ભાષા પર્યાપ્તિ શરૂ કરી પરભવનું આયુષ્ય બાંધીને પોતાના ભોગવાતા આયુષ્યને પૂર્ણ કરી મરણ પામે છે તે અપર્યાપ્તા ચઉરીન્દ્રિય જીવો કહેવાય છે. અસન્ની પંચેન્દ્રિય જીવોને પાંચ પર્યાપ્તિઓ હોય છે. આ જીવોને ચઉરીન્દ્રિયની જેમ આહાર પર્યાપ્તિ-શરીર પર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થાય ત્યારે પાંચે ઇન્દ્રિયો બનાવવાની શક્તિ પેદા થાય છે. ત્યાર બાદ શ્વાસોચ્છવાસ અને ભાષા પર્યાપ્તિઓ કરે છે. એ ભાષા પર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ સમયે સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરી રસવાળા પદ્ગલો શરીર અને ઇન્દ્રિયોને આપીને પુષ્ટ કરે છે તથા શ્વાસોચ્છવાસ અને ભાષાના પુદ્ગલો સારી રીતે વધારે ગ્રહણ થાય એ રીતે બનાવતા પૂર્વક્રોડ વરસ સુધી આ પ્રક્રિયા કરતાં કરતાં જીવે છે તે અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા તિર્યંચો કહેવાય છે. જે અપર્યાપ્તા જીવો હોય છે તે ભાષા પર્યાપ્તિને શરૂ કરીને પૂર્ણ કરતાં પહેલા પરભવના આયુષ્યનો બંધ કરીને પોતાનું ભોગવાતું આયુષ્ય પૂર્ણ કરીને મરણ પામે છે તે અસન્ની અપર્યાપ્તા જીવો કહેવાય છે. આ અસન્ની અપર્યાપ્તા જીવોમાં પંચેન્દ્રિય તિર્યંચો આવે છે અને સમુચ્છિમ મનુષ્યો પણ ગણાય છે. સમુચ્છિમ Page 22 of 78 Page #23 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યો પર્યાપ્તા થઇ શકતા નથી માટે તેઓ હંમેશા પાંચમી ભાષાપર્યાપ્તિ અધુરીએ જ મરણ પામે છે. સન્ની જીવોને છ પર્યાપ્તિઓ હોય છે. - અસન્ની પંચેન્દ્રિય પર્યાપ્તા જીવોની જેમ આહાર પર્યાપ્તિ-શરીર પર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ ઇન્દ્રિય પર્યાતિથી પાંચ પર્યાતિઓ સ્પર્શના-રસના-ધ્રાણ ચક્ષુ અને શ્રોવેન્દ્રિય કરવાની શક્તિ પેદા કરે છે તે ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવાય છે. ત્યાર પછી સમયે સમયે આહારના પુગલોને ગ્રહણ કરતો કરતો અસંખ્યાતા. સમય પસાર કરે છે અને તેમાંથી રસવાળાં થોડા પગલો શરીરને તેમજ ઇન્દ્રિયોને આપીને બાકીના રસવાળા પુદ્ગલોથી જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરો શ્વાસ રૂપે પરિણમાવી. નિશ્વાસ રૂપે છોડવાની શક્તિ પેદા કરે છે તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ કહેવાય છે. ત્યાર બાદ સમયે સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરી અસંખ્યાતા સમય સુધી પ્રક્રિયા કરી રસવાળા પુદ્ગલોને એકઠા કરીને તેમાંથી થોડા શરીરને-થોડા ઇન્દ્રિયોને આપી થોડા શ્વાસોચ્છવાસની શક્તિ વધારવા માટે આપી બાકીના પુદગલોથી જગતમાં રહેલા ભાષા વર્ગણાના પુદગલોને ગ્રહણ કરી ભાષા રૂપે પરિણમાવી વિસર્જન કરવાની શક્તિ પેદા કરે છે તે ભાષા પર્યાપ્તિ કહેવાય છે. ત્યાર બાદ સમયે સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરતો કરતો અસંખ્યાતા સમય સુધી પ્રક્રિયા કરીને રસવાળા પુદ્ગલોનો સંગ્રહ કરી થોડા થોડા પુદ્ગલો શરીર-ઇન્દ્રિય ને આપી, થોડા પુદ્ગલોથી શ્વાસોચ્છવાસની શક્તિ વધારી થોડા પુદ્ગલોથી ભાષાની શક્તિ વધારી, બાકીના પગલોથી જગતમાં રહેલા મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી મન રૂપે એટલે વિચાર રૂપે પરિણાવી વિસર્જન કરવાની જે શક્તિ પેદા કરે છે તે મન:પર્યાપ્તિ કહેવાય છે. જે લબ્ધિ અપર્યાપ્તા રૂપે મનુષ્યો અને તિર્યંચો હોય છે. તે જીવો મન:પર્યાતિની શરૂઆત કરી પરભવના આયુષ્યનો બંધ કરી પોતાના ભોગવાતા આયુષ્યને પૂર્ણ કરી મન:પર્યાપ્તિ અધુરીએ મરણ પામે છે તે સન્ની અપર્યાપ્તા જીવો કહેવાય છે. દવતા અને નારકીના જીવો અપર્યાપ્તિ અવસ્થામાં મરણ પામતા ના હોવાથી તેઓ લબ્ધિ અપર્યાપ્તા રૂપે હોતા નથી. નિયમા લબ્ધિ પર્યાપ્તા જ હોય છે. માટે એક અંતર્મુહૂર્તમાં અવશ્ય પર્યાપ્તા થાય છે તે સન્ની પર્યાપ્તા જીવો કહેવાય છે. અને લબ્ધિ પર્યાપ્તા મનુષ્ય અને તિર્યંચો પણ અપર્યાપ્તાવસ્થામાં મરણ પામતા ન હોવાથી તેઓ છએ પર્યાતિઓ પૂર્ણ કરે છે અને જે પુદ્ગલોનો આહાર મલે તે સમયે સમયે ગ્રહણ કરી સાત ધાતુરૂપે પરિણાવીને શરીર આદિને પુષ્ટ કરતાં કરતાં વધારેમાં વધારે પોતાનું જેટલું આયુષ્ય હોય છે (ત્રણ પલ્યોપમનું) ત્યાં સુધી જીવ્યા કરે છે. દેવતાના જીવો એક અતર્મુહૂર્તમાં છએ પર્યાતિઓને પૂર્ણ કરીને સમયે સમયે મળતાં શુભ પુગલોનો આહાર કરતાં કરતાં વધારેમાં વધારે તેત્રીશ સાગરોપમ સુધી જીવ્યા કરે છે. નારકીના જીવો એક અંતર્મુહૂર્તમાં છએ પર્યાતિઓને પૂર્ણ કરીને સમયે સમયે અશુભ પુદ્ગલોનો આહાર ગ્રહણ કરતાં કરતાં વધારેમાં વધારે તેત્રીશ સાગરોપમ કાળ સુધી જીવ્યા કરે છે. આ રીતે પર્યાપ્તિઓનું વર્ણન કર્યું. આના ઉપરથી વિચારણા કરવા જેવી એ છે કે પુગલોની પરતંત્રતાથી જીવન જીવી રહ્યા છીએ. જીવ પોતે જ અનાદિ કાળથી પુદ્ગલોને ગ્રહણ કરી શક્તિ પેદા કરતો કરતો જીવી રહ્યો છે. પોતે પોતાની આત્મ શક્તિથી જીવન જીવી શકતો જ નથી તે તો આત્મ શક્તિથી ત્યારેજ જીવાય કે જીવ પોતાનું સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પેદા કરીને પરતંત્રતાનો નાશ કરે ત્યારે. એ પરતંત્રતાનો નાશ કરવા માટે સૌથી પહેલા પોતાની સ્વતંત્રતાને ઓળખવી પડશે એ ઓળખાણ જેમ વધતી જાય અને પરતંત્રતાની પરાધીનતામાં જે સુખ છે તેના કરતાં સ્વતંત્રતામાં સુખ વધારે અને કાયમી એટલે શાશ્વત છે એમ ખબર પડે તો પરતંત્રતાની સહાયમાં રાગાદિ પરિણામ કરીને જે જીવાય છે તે જીવન બદલાઇ જાય. આથી જ્ઞાનીઓ કહે છે કે શ્રી. જિનેશ્વર પરમાત્માનું દર્શન પણ એ માટે કરવાનું છે કે પોતાની પરતંત્રતા ઓળખાતી જાય અને તેમાં Page 23 of 78 Page #24 -------------------------------------------------------------------------- ________________ રાગાદિ પરિણામ જેમ જેમ અલ્પ કરીને જીવન જીવવા પ્રયત્ન કરે તેમ તેમ જીવ પોતાના સ્વતંત્ર જીવનને ઓળખી શકે અને પેદા કરી શકે. પરતંત્રતાના જીવનથી જીવો પોતાના જ દુ:ખ રૂપે જન્મ મરણની પરંપરાને વધારતા જાય છે આથી દર્શન કરતાં કરતાં એટલું જ કરવાનું છે કે આપણું પરાધીનપણાનું જીવન ઓળખાતું જાય અને તેમાં રાગાદિ ઓછા થતાં જાય તો જ જન્મ મરણની પરંપરા અટકી શકે. આટલું બને તોજ આપણો મળેલો મનુષ્ય જન્મ સળ થાય. મનુષ્ય જન્મ સ્વતંત્ર જીવનને પેદા કરવા માટે જ છે. દેવ-ગુરૂ-ધર્મની આરાધનાના અનુષ્ઠાનો પણ પુદ્ગલના સંયોગની પરતંત્રતાથી બચી સ્વતંત્ર બનવા માટે છે. બોલો એ તરક્ત લક્ષ્ય છે ? આથી જ જ્ઞાનીઓ કહે છે કે જેટલો પુગલોનો સંયોગ વધારે, એટલે કે પર પદાર્થોનો સંયોગ વધારે, એટલો જીવ વધારે દુ:ખી થતો જાય છે. એ પરપદાર્થનો સંયોગ જેટલો ઓછો એટલો જીવ વધારે સુખી. આપણને લાગે છે ખરૂં? આ રીતે સ્વતંત્ર બનવાની ઇચ્છા તે જીવન જાણવાની ઇચ્છા. પણ નહિ કરું તો અહીંથી ક્યાં ક્રાઇ જઇશું તેનો પત્તો લાગશે નહિ અને કેટલું પરવશ બનવું પડશે એવો વિચાર પણ આવતો નથી માટે જ જ્ઞાનીઓ કહે છે કે સાવચેત બનવાની ખાસ જરૂર છે. આ સાવચેતી અપુનર્બધનદશાના પરિણામવાળા જીવોને પદા થતી જાય છે. માત્ર આ પરિણામવાળા જીવોને પરતંત્રતા સુખી આપનારી નથી પણ ભયંકરદુઃખ આપનારી છે. આટલીજ ઓળખાણ થયેલી હોય છે. જ્યાં સુધી સંસારમાં છીએ ત્યાં સુધી પુદ્ગલોના સંયોગના કારણે જ જીવન જીવવાનું છે. છેક તેરમાં ગુણસ્થાનક સુધી જીવો પુગલોનાં સંયોગથી જીવન જીવી રહ્યા છે. જ્યારે સંપૂર્ણ યોગ નિરોધ કરી અયોગીપણાને પામે ત્યાર પછી જ જીવ પરતંત્રતાથી છૂટી શકે છે આથી પરતંત્રતાથી જીવવાનું અને સંસારની રખડપટ્ટી ન વધે તેની સતત કાળજી રાખવાની તોજ પરતંત્રતાનો સંયોગ જલ્દી છૂટી શકે છે. આથી પર પદાર્થના સંયોગથી જીવના જીવવામાં દુઃખ લાગવું જોઇએ એ દેવ-ગુરૂ-ધર્મની આરાધના કરતાં પેદા થતું જાય છે. માટે કલિકાલ સર્વજ્ઞા હેમચન્દ્રસૂરી મહારાજાએ કહ્યું કે હે ભગવન ચોથા આરા કરતાં મારા માટે પાંચમો આરો સારો છે કારણ કે તું મલી ગયો અને તારા પ્રતાપે તારું શાસન ઓળખાયું તથા પરપદાર્થોની પરતંત્રતા ઓળખાઇ ગઇ. જો તું. ન મલ્યો હોત તો આ પરતંત્ર જીવનને ઓળખી શકત નહિ. ચોથા આરામાં જન્મ્યો હોત અને તું ન મલ્યો. હોત તો આ જીવન ઓળખી શકત નહિ તો મારે કેટલું રખડવું પડત ! સંસારમાં પણ તમે જુઓ તો જ્યાં સુધી પોતાનાથી કામ થઇ શકે એટલી શક્તિ હોય છતાં ન કરે, બીજાની પાસે હુકમ કરી કરીને કરાવે તો. ભવાંતરમાં આટલી પણ શક્તિ મલશે નહિ તો શું કરશો ? માટે છતી શક્તિએ શક્તિ ગોપવવી નહિ જેટલી. શક્તિ ગોપવીએ છીએ તેનાથી વીર્યંતરાય કર્મ ગાઢ બંધાય છે. આજે બીજાની પાસેથી કામ લઇને જીવતા હોઇએ તો કાલે સવારે એ ન હોય. આઘા-પાછા હોય તો જીવન જીવવામાં શું થાય ? એ વિચારો. એટલે જ જ્ઞાનીઓ કહે છે કે પોતાનું કામ પોતેજ કરી લેવાનું. બીજો ભક્તિથી કરવા આવે તો કહેવું કે બીજું કામ હશે તો બતાવીશ આ નહિ, નહિ તો પરાધીનતા મારે પેદા થશે તો હું શી રીતે જીવીશ માટે સ્વતંત્રતાવાળું જીવન જીવવું જોઇએ એમ દુનિયામાં પણ કહેવાય છે. જેન શાસન પણ સ્વતંત્ર જીવન જીવવાનું શીખવે છે. આ રીતે જીવાય તોજ પોતાનું શુધ્ધ સ્વરૂપ થોડું થોડું પેદા કરતા સંપૂર્ણ પેદા કરી શકે છે. એ માટે જ આ પર્યાતિઓનું વર્ણન જાણવા યોગ્ય છે. પ્રાણોનું વર્ણન પ્રાણ = આધાર. જીવન જીવવા માટે જેની જરૂર પડે, જેના આધારે જીવી શકાય તે પ્રાણ કહેવાય છે. માટે જ્ઞાનીઓ કહે છે કે પ્રાણાનું ધારયતિ ઇતિ પ્રાણિ = જીવ: પ્રાણો બે પ્રકારના કહેલા છે. (૧) ભાવપ્રાણ અને (૨) દ્રવ્યપ્રાણ. ભાવપ્રાણો અનંતા કહેલા છે. તેમાંથી મુખ્ય ચાર ભેદો અને ઉપયોગી હોવાથી ચારગણો કહેલા છે. Page 24 of 78 Page #25 -------------------------------------------------------------------------- ________________ (૧) શુધ્ધ ચેતના (૨) અનંતવીર્ય (3) અક્ષય સ્થિતિ અને (૪) અનંત સુખ. ચાર પ્રાણોને આવરણ કરવાથી દ્રવ્યપ્રાણો પેદા થતાં જાય છે. એટલે કે જેમ જેમ દ્રવ્ય પ્રાણો વિશેષ રીતે ખીલે છે તેમ તેમ આ ભાવપ્રાણો આવરણ રૂપે બનતા જાય છે. (૧) શુધ્ધ ચેતનામય પ્રાણ - અનાદિકાળથી જીવ અનાદિ કર્મના સંયોગવાળો હોય છે. એ અનાદિ કર્મના સંયોગના કારણે અત્યંતર સંસાર રાગ દ્વેષ આદિ પરિણામ રૂપે ચાલ્યા કરે છે અને તેનાથી બાહ્યા સંસાર જન્મ મરણ રૂપ આદિ જીવોને ચાલ્યા કરે છે તે અશુદ્ધ ચેતના કહેવાય છે. આ અશુધ્ધ ચેતનાને આધીન થઇને જીવ જેમ જેમ રાગાદિ પરિણામ કરતો જાય છે તેમ તેમ તેની શુધ્ધ ચેતના પ્રગટ થવાને બદલે દબાતી જાય છે. અરે એ ત્યાં સુધી દબાઇ જાય છે કે જીવને પોતાનું સ્વરૂપ મૂલ શુધ્ધ ચેતનામય છે એ ખબર જ પડતી નથી અને પોતાના અશુધ્ધ ચેતનામય જીવનને જ શુધ્ધ માનીને પોતાનું જીવન જીવતો હોય છે. માટે જ્ઞાનીઓ કહે છે કે અશુધ્ધ ચેતનામાં જ જીવ મશગુલ થઇને જીવન જીવી રહેલો હોય છે ત્યાં સુધી એ જીવમાં સમજણ શક્તિનો અભાવ હોવાથી દયાને પાત્ર હોય છે. આ અશુધ્ધ ચેતના રૂપે ઇન્દ્રિયો કહેવાય છે. આ ઇન્દ્રિયોની આધીનતાથી જીવો રાગાદિ પેદા કરી દુ:ખમય સંસારને ઉપાર્જન કરે છે. એ ઇન્દ્રિયોનાં પાંચ ભેદ દ્રવ્યપ્રાણ રૂપે હોય છે. (૧) સ્પર્શેન્દ્રિય (૨) રસનેન્દ્રિય (૩) ઘ્રાણેન્દ્રિય (૪) ચક્ષરીન્દ્રિય અને (૫) શ્રોબેન્દ્રિય ગણાય છે. સ્પર્શેન્દ્રિયનાં આઠ વિષયો કહેલા છે. (૧) ગુરૂ એટલે ભારે સ્પર્શ (૨) લઘુ એટલે હલકો સ્પર્શ (૨) શીત એટલે ઠંડો સ્પર્શ (૪) ઉષ્ણ એટલે ગરમ સ્પર્શ (૫) સ્નિગ્ધ એટલે ચીકણો સ્પર્શ (૬) રૂક્ષ એટલે લુખ્ખો સ્પર્શ (૭) મૃદુ એટલે કોમળ સ્પર્શ (૮) કર્કશ એટલે ખરબચડો સ્પર્શ રસનેન્દ્રિયનાં પાંચ વિષયો કહેલા છે. (૧) કડવો રસ (૨) તીખો રસ (૩) તૂરો રસ (૪) ખાટો રસ અને (૫) મીઠો એટલે મધુર રસ ધ્રાણેન્દ્રિયના બે વિષયો હોય છે. (૧) સુરભિ = સુગંધ. (૨) દુભિ = દુર્ગધ. ચક્ષુરીન્દ્રિયનાં પાંચ વિષયો હોય છે. (૧) કાળો વર્ણ (૨) નીલો = લીલો અથવા ગળી જેવો વર્ણ. (૩) રક્ત = લાલ વર્ણ (૪) પીત = પીળો વર્ણ અને (૫) શ્વેત = સફ્ટ વર્ણ. શ્રોસેન્દ્રિયનાં ૩ વિષયો હોય છે. (૧) સચિત્ત શબ્દ એટલે જીવ યુક્ત શબ્દ સારો લાગે છે. (૨) અચિત્ત શબ્દ = જીવ વગર જ અવાજ સંભળાય છે. (૩) મિશ્ર શબ્દ = જીવ અને અજીવનો મિશ્ર શબ્દ થાય છે. સંગીતનો. આ રીતે પાંચ ઇન્દ્રિયોના થઇને ૨૩ વિષયો થાય છે. ૮ + ૫ + ૨ + ૫ + 3 = ૨૩ આ ૨૩ વિષયોમાંથી જે જે જીવોને જે અનુકૂળ લાગે તેમાં રાગ-આસક્તિ-મમત્વ પેદા થયા કરે તે વિષયની આધીનતા કહેવાય છે અને જે જે વિષયો પ્રતિકુળ લાગે તેમાં ઇન્દ્રિયોને જોડવાને બદલે પાછી ખસેડવાની ભાવના થયા કરે છે તે પણ તે વિષયોથી તે પદાર્થો પ્રત્યેનો દ્વેષ ગણાય છે. તે પણ વિષયની પરાધીનતા કહેવાય છે. આ રીતે વિચાર કરતાં એકેન્દ્રિય જીવોને એક સ્પર્શેન્દ્રિય હોય છે તે સ્પર્શેન્દ્રિયથી પોતાના આઠ વિષયોમાં એટલે જે આહારના પગલો મળે છે તે પુદ્ગોમાં રહેલા સ્પર્શને અનુભવતાં આઠે સ્પર્શેમાંથી જે અનુકૂળ લાગે તેમાં રાગ આસક્તિ કરતાં અને જે પ્રતિકૂળ લાગે તેમાં દ્વેષાદિ કરતાં પોતાનો સંસાર વધારતાં જાય છે અને પોતાની શુધ્ધ ચેતના રૂપ Page 25 of 78 Page #26 -------------------------------------------------------------------------- ________________ ભાવપ્રાણ પ્રગટ કરવાને બદલે દબાવતો જાય છે. એટલે અશુધ્ધ ચેતના એની મજબૂત થતી જાય છે. બેઇન્દ્રિય જીવોને સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય એ બે ઇન્દ્રિયો હોવાથી એ જીવો સ્પર્શનાના આઠ વિષયો અને રસનાનાં પાંચ વિષયો એમ તેર વિષયોને વિષે અનુકૂળ અને પ્રતિકૂળ કરતાં કરતાં રાગાદિ પરિણામ વડે પાતાનો અત્યંતર સંસાર અને બાહ્ય સંસાર મજબૂત કરતાં જાય છે અને આથી પોતાની શુધ્ધ ચેતનાને દબાવતા જાય છે. આના કારણે એકેન્દ્રિય જીવો કરતાં આ જીવોને જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ તથા મોહનીય કર્મનો ઉદય તીવ્ર એટલે કાંઇ તીવ્ર રૂપે હોવાથી એકેન્દ્રિય જીવો કરતાં પચ્ચીશ ઘણો અધિક કમબંધ કરે છે એટલે એકેન્દ્રિય જીવો મોહનીય કર્મનો એક સાગરોપમ બંધ કરે છે. તો આ જીવો પચ્ચીશ સાગરોપમ રૂપે બંધ કરે છે અને પોતાની અશુધ્ધ ચેતનાને મજબૂત કરે છે. તેઇન્દ્રિય જીવો ત્રણ ઇન્દ્રિયોના કારણે પંદર પ્રકારના વિષયોમાંથી (સ્પર્શના - ૮, રસના - ૫, ગંધના -૨ = ૧૫) કોઇને કોઇ વિષયોમાં અનુકૂળ પ્રતિકૂળપણાની મુંઝવણ પેદા કરતાં કરતાં પોતાની શુધ્ધ ચેતનાને દબાવે છે. આ કારણથી આ જીવોને જ્ઞાનના ક્ષયોપશમનો ઉઘાડ વધારે હોવાથી મોહનીયનો ઉદય કાંઇ તીવ્ર રૂપે હોવાથી એકેન્દ્રિય જીવો કરતાં પચાસ ગણો કર્મ બંધ કર્યા કરે છે અને અશુધ્ધ ચેતનાને મજબૂત કરે છે. ચઉરીન્દ્રિય જીવો - આ જીવોને ચાર ઇન્દ્રિયોના પ્રાણોની સાથે વિશ (૨૦) વિષયો હોય છે. સ્પર્શના - ૮ રસના - ૫, ધ્રાણ - ૨, ચક્ષુના - ૫ = ૨૦ થાય છે. આ વીશ વિષયોમાંથી અનુકૂળ વિષયોમાં રાગાદિ અને પ્રતિકૂળમાં દ્વેષાદિ પેદા કરતા કરતા પોતાની શુધ્ધ ચેતના દબાવીને અશુધ્ધ ચેતના મજબૂત કરે છે. અને આથી આ જીવો એકેન્દ્રિય કરતાં સો ગણો અધિક કર્મબંધ કર્યા કરે છે. પંચેન્દ્રિય જીવોને-પાંચ ઇન્દ્રિયો હોવાથી પાંચેય ઇન્દ્રિયના વેવીશ વિષયો થાય છે. તેમાંથી જે સમયે જે અનુકૂળ લાગે તેમાં રાગાદિ કરતાં અને પ્રતિકૂળ લાગે તેમાં દ્વેષાદિ કરતાં કરતાં પોતાની શુધ્ધ ચેતનાને દબાવે છે. આથી અશુધ્ધ ચેતના મજબૂત થતી જાય છે કે જેના પ્રતાપે જન્મ મરણની પરંપરા અનુબંધ રૂપે બંધાતી જાય છે. અસન્ની પંચેન્દ્રિય જીવો એકેન્દ્રિય જીવો કરતાં હજાર ગુણો અધિક કર્મબંધ કર્યા કરે છે. સન્ની પંચેન્દ્રિય જીવો એકેન્દ્રિય જીવો કરતાં સમયે સમયે અંતઃ કોટાકોટી સાગરોપમનો એટલે એક કોટાકોટી સાગરોપમમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો ન્યૂન કર્મબંધ કર્યા કરે છે અને ઉત્કૃષ્ટથી જે જે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ કહેલી છે તે પ્રમાણે બંધ કર્યા કરે છે એટલે સીત્તેર કોટાકોટી સાગરોપમનો બંધ કરતા પોતાની શુધ્ધ ચેતનાને દબાવી અશુધ્ધ ચેતનાને મજબૂત કરતા જાય છે. આ રીતે પાંચ ઇન્દ્રિયો રૂપે પાંચ પ્રાણો કહેલા છે. માટે પેદા કરેલા-મેળવેલા પાંચ પ્રાણોથી શુધ્ધ ચેતના દબાય નહિ અને અશુધ્ધ ચેતના મજબુત ન થાય તેની કાળજી રાખીને જીવન જીવવું જોઇએ તોજ અશુધ્ધ ચેતનાનો નાશ કરી શુધ્ધ ચેતનાને પેદા કરી શકીશું. અનંત વીર્ય રૂપ ભાવ પ્રાણ જીવોને જે હોય છે તેને મન-વચન અને કાયા રૂપ ત્રણ યોગ બલના. વ્યાપારથી જીવો દબાવતા જાય છે. સંપૂર્ણ વીર્યંતરાયનો ક્ષય થાય ત્યારે જીવને અનંત વીર્ય બળ પેદા થાય છે. એ આત્માની શક્તિ રૂપ અનંત વીર્ય ગણાય છે. અનાદિકાળથી જીવ અનાદિ કર્મના સંયોગના કારણે વીર્યંતરાયના ક્ષયોપશમાં ભાવ રૂપે પોતાનું જે વીર્ય એટલે શક્તિ હોય છે તે કર્મના ઉદય અને વીર્ય ગણાય છે. આ પુદ્ગલોની શક્તિમાંથી એટલે વીર્યંતરાયના ક્ષયોપશમ ભાવથી જે વીર્યની શક્તિ પેદા થાય છે તે શક્તિને કાયયોગના વ્યાપાર રૂપે-વચન યોગના વ્યાપાર રૂપે અને મનયોગના વ્યાપાર રૂપે જીવ ખર્ચે છે. એ પૂજુગલોથી પેદા થયેલી જે શક્તિ હોય છે તેનાથી અનંતગણી અધિક શક્તિ આત્માના એક પ્રદેશમાં અનંત વીર્યની હોય છે. માટે જ જ્ઞાની ભગવંતો કહે છે કે આત્માના એક આત્મપ્રદેશ ઉપર રહેલું જે વીર્યનું સુખા Page 26 of 78 Page #27 -------------------------------------------------------------------------- ________________ એ સુખ એટલુ બધું હોય છે કે અલોકના અનંતા આકાશ પ્રદેશ ઉપર પણ સમાય નહિ એટલું સુખ રહેલું હોય છે. પુદ્ગલોથી પણ જીવની વીર્ય વ્યાપારની જે શક્તિ પેદા થાય છે તે એક સમયમાં જીવ એ પુદ્ગલ શક્તિથી ચૌદ રાજલોક પ્રમાણ અધોલોકમાંથી ઉર્ધ્વલોકના છેડે જઇ શકે છે. એકેન્દ્રિય જીવોને પણ કાયબલ રૂપ યોગનો વ્યાપાર અટલો જોરદાર હોય છે કે એ વ્યાપારથી એ જીવો પોતાની આહાર-ભય- મૈથુન અને પરિગ્રહ સંજ્ઞાઓને સતેજ બનાવી શકે છે. એક પરિગ્રહની સંજ્ઞાના પ્રતાપે એ વૃક્ષનું મુલીયું કાયયોગના વ્યાપાર દ્વારા જમીન ફોડીને વધતું વધતું જ્યાં ધન દાટેલું હોય ત્યાં પહોંચી જાય છે અને તે ધનની ચારે બાજુ એવું વીંટળાઇ વળે છે કે જેણે ધન દાટેલું હોય તે ખોદવા જાય તો મૂલિયા જ હાથમાં આવે આટલી પુદ્ગલની શક્તિ કાયયોગના વ્યાપારથી જીવ કરી શકે છે પણ તેતો સંજ્ઞાને સતેજ કરી પુષ્ટ કરવા માટેના ઉપયોગ રૂપે ગણાય છે. એવી જ રીતે કાયયોગ-વચનયોગ દ્વારા વિકલેન્દ્રિય જીવો પોતાની શક્તિનો દુરુપયોગ કરી વીર્યંતરાય જોરદાર બાંધતા જાય છે. પંચેન્દ્રિય જીવો કાયયોગ, વચનયોગ અને મનયોગ દ્વારા તેનો વ્યાપાર કરતાં કેટલો દુરૂપયોગ કરી રહ્યા છે તેનો વિચાર કરે છે ? વીતરાયના ક્ષયોપશમ ભાવથી મન-વચન કાયાનું વીર્ય કેટલું પ્રાપ્ત થાય એ ખબર છે ? શ્રી તીર્થંકરના આત્માઓને છેલ્લે ભવે કાયયોગનું જે વીર્ય મળેલું હોય છે એટલે શક્તિ મળેલી હોય છે કે જે પોતાના શરીરની ટચલી આંગળી એટલે છેલ્લી આંગળીને જગતમાં રહેલા ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિકના સઘળાય દેવો એક એક દેવ અસંખ્ય અસંખ્ય રૂપ કરીને તે આંગળીને વળગો પડે તો પણ તે આંગળીને નમાવી શકતા નથી. ઉપરથી તે સઘળાંય દેવો વાંદરાની જેમ એટલે વૃક્ષની ડાળીએ વાંદરાઓ જેમ લટકી પડે તેની જેમ લટકેલા દેખાય છે. એટલી શક્તિ પુદ્ગલની એટલે પુદ્ગલથી પેદા થયેલા વીર્યની હોય છે. માટે જ્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયા અને સૌધર્મ ઇન્દ્ર જ્યારે પાંચરૂપ કરીને ભગવાનને જન્માભિષેક માટે લઇ ગયા, ખોળામાં બેસાડી ઇન્દ્ર મહારાજાઓ અભિષેક કરવાની તૈયારી કરે છે. ત્યાં વિચાર આવ્યો કે આ નાનકડું બાળક આટલું બધુ પાણી શી રીતે સહન કરશે ? તે વખતે ભગવાને અવધિજ્ઞાનનો ઉપયોગ મુક્યો અને જોયું તેમાં ઇન્દ્રની શંકાના નિવારણ માટે જમણા પગનો અંગૂઠો દબાવ્યો. ત્યાં તો મેરૂ પર્વત ડોલવા લાગ્યો. પહાડ તૂટવા લાગ્યા. એક બીજા અથડાવા લાગ્યા. આખુ બ્રહ્માંડ ડોલાયમાન થઇ ગયું. આ જોઇ ઇન્દ્ર મહારાજા અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી જૂએ છે તો ભગવાનની શક્તિ દેખાણી તો મિચ્છામિ દુક્કડં માગે છે. આથી વિચારો કે પુદ્ગલના સંયોગથી તેના વ્યાપાર રૂપે કેટલી શક્તિ પેદા થઇ શકે છે. તે કાયબલ કહેવાય છે. આટલી શક્તિ કાયાની હોય તો વચનની શક્તિ કેટલી હશે ? તો પણ એ વચન શક્તિનો ઉપયોગ સંસારમાં કોઇદિ કરે છે ખરા ? સંસારમાં રહીને પણ જ્ઞાતા એટલે જાણવું અને દ્રષ્ટા એટલે જોવું. એવા ભાવથી જ રહી પોતે ત્રીજા ભવે જે જ્ઞાન ભણીને સાથે લઇને આવેલા છે તેના સ્વાધ્યાયમાં જ કાળ પસાર કરી અવિરતિને ભોગવતા ભોગવતા નાશ કરી રહ્યા છે. તેમાં સંસારના સારામાં સારા પદાર્થો પોતાની પાસે હોવા છતાં ઇન્દ્ર મહારાજા તથા સમકીતી દેવો એમની પાસે આવીને મને રાગથી બોલાવે એવા ભાવથી રમકડા રૂપે થઇને આવે તો પણ ભગવાનના આત્માઓને મનથી કોઇ પદાર્થ પ્રત્યે મારાપણાની બુધ્ધિ કે આસક્તિ તથા રાગ પેદા થતો નથી અને જીવન જીવે છે એ ઓછી વાત છે ? આ રીતે સંસારમાં અવિરતિના ઉદયથી ગૃહસ્થાવાસનું જીવન જીવતાં મન-વચન અને કાયયોગનાં વ્યાપારનો આટલો સંયમ રાખી જીવી શકે તો તેમના ભક્તો ગણાતા આપણે-દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરનારા આપણે ! મળેલા મન, વચન, કાયાના યોગનાં વીર્યનો ઉપયોગ કેટલો કરીએ છીએ ? અને દુરૂપયોગ કેટલો કરી રહ્યા છીએ ? એ વિચારવું પડશેને ? થોડો ઘણો પણ અંશ માત્ર જેટલો પણ સદુપયોગરૂપે બને છે એવો વિશ્વાસ આવે છે ખરો ? તોજ આગળ વીર્યંતરાયનો ક્ષયોપશમ ભાવ આનાથી જરૂર સારો મલે અને જો ન થતો હોય તો આગળના ભવોમાં આનાથી સારો વીર્યંતરાયનો ક્ષયોપશમભાવ Page 27 of 78 Page #28 -------------------------------------------------------------------------- ________________ મલશે એવી ખાત્રી કે વિશ્વાસ થાય છે ખરો ? એ વિચારવાની જરૂર લાગતી નથી. ? માટે મળેલા મનયોગ, વચનયોગ, કાયયોગ રૂપ ત્રણ બલનો સદુપોયગ કેમ થાય તે પ્રયત્ન કરવો જોઇએ. (3) અક્ષય સ્થિતિ = જ્યાં ઉત્પન્ન થયા પછી કદી મરવાનું જ નહિ. અર્થાત જે સ્થિતિને પેદા કર્યા પછી એ સ્થિતિ કદી નાશ પામે જ નહિ અર્થાત ક્ષય પામે જ નહિ તે અક્ષય સ્થિતિ કહેવાય છે. એ અક્ષય સ્થિતિ પ્રાપ્ત નહિ થવા દેવામાં તેને રોકનાર તેનાથી વિપરીત રૂપે આયુષ્ય નામનો પ્રાણ હોય છે. અનાદિકાલથી જીવો અવ્યવહાર રાશીમાં સૂક્ષ્મ નિગોદરૂપે એક એક અંતર્મુહૂર્તના આયુષ્યવાળા કાળમાં આપણા એક શ્વાસોચ્છવાસમાં સાડા સત્તર ભવો કરતાં કરતાં ચૌદ રાજલોકના અસંખ્યાતા. આકાશ પ્રદેશોમાં દરેક આકાશ પ્રદેશો ઉપર અનંતી અવંતીવાર જન્મ મરણ કરતાં કરતાં ક્ય કરે છે અને પોતે કોઇ એક નિયત સ્થાને સ્થિર રહી શકતા નથી. આ રીતે આયુષ્ય નામના પ્રાણથી જીવો સાદિ સાંતકાળ રૂપે ભટક્યા કરે છે પણ સાદિ અનંતકાળ રૂપ સિધ્ધ સ્થાનને પામી શકતા નથી. એ અવ્યવહાર રાશીમાંથી, જ્યારે એકજીવ સિધ્ધિ ગતિમાં જાય ત્યારે એક જીવ બહાર નીકળી વ્યવહાર રાશીમાં આવે છે. એ વ્યવહાર રાશીમાં આવીને પણ જીવ એકેન્દ્રિયના બાવીશ ભેદોમાં જઘન્ય આયુષ્ય રૂપે અને ઉત્કૃષ્ટ આયુષ્ય રૂપે જુના જુના શરીરો મુકીને નવા નવા શરીરો બનાવતો બનાવતો ભટક્યા કરે છે. પણ ઠરે ઠામ થતો નથી. આ સ્થિતિના કારણે જીવને પોતાની અક્ષયસ્થિતિ પ્રાપ્ત થઇ શકતી નથી. એ રીતે એકેન્દ્રિયપણામાં અનંતોકાળ ફ્રી અકામનિર્જરા કરી પુણ્ય એકઠું કરીને જીવો વિકલેન્દ્રિયપણામાં આવે ત્યાં એક હજાર સાગરોપમ કાળ સુધી વારંવાર આયુષ્યને પૂર્ણ કરી નવું બાંધી ઉત્પન્ન થઇ પૂર્ણ કરી ભટક્યા કરે છે અને ત્યાંથી પાછો કર્મો વિશેષ બાંધીને એકેન્દ્રિયમાં વા માટે ચાલ્યો પણ જાય છે. આ રીતે તાં અકામ નિર્જરા કરી પુણ્ય એકઠું કરીને પંચેન્દ્રિયપણાને પામે તો પંચેન્દ્રિય તિર્યચ. પાછો નરક, પાછો તિર્યંચ, પાછો નરક એમ કરતાં હજાર સાગરોપમ ફ્રે અથવા મનુષ્ય, નરક, મનુષ્ય, નરક થતાં થતાં પણ એક હજાર સાગરોપમ ફ્રે એમાં તાં તાં કોઇ પણ્ય ઉપાર્જન કરતો જાય તો મનુષ્ય, દેવ, મનુષ્ય, દેવ રૂપે પણ તો જાય છે. એમાં કોઇવાર સંખ્યાત વર્ષના આયુષ્યવાળો મનુષ્ય થયો હોય, તીર્થકરનો કાળ મળેલો હોય અને લઘુકર્મિતા સાથે હોય તો જીવને પુરૂષાર્થ કરતાં આ રીતે આયુષ્ય નામના પ્રાણથી જે ભટકી રહેલો છે તે આયુષ્યના પ્રાણનો નાશ કરવાનો પુરુષાર્થ કરી જીવ કેવલજ્ઞાન પામીને અયોગિપણાને પ્રાપ્ત કરી પોતાના આત્માના અક્ષયસ્થિતિ ગુણને પ્રાપ્ત કરી શકે છે કે જ્યાં ઉત્પન્ન થયા. પછી સદાકાળ રહેવાનું એટલે તે કાળને સાદિ અનંત કાળરૂપે અક્ષયસ્થિતિ કહેવાય છે. માટે જ જ્ઞાનીઓ કહે છે કે સારા અને લાંબા આયુષ્ય કાળમાં નિરોગીપણું મલે-સારી સામગ્રી મલે તો તેમાં મળેલી સામગ્રીમાં જો જીવ રાગાદિ પરિણામ કરતો થઇ જાય તો જીવ પાછો અશુભ કર્મો એવા ચીકણા બાંધે છે કે જેના પ્રતાપે લાંબુ આયુષ્ય અશુભ કર્મોને ભોગવવા માટેનું બંધાતું જાય છે અને પોતાની સ્થિતિ સાદિ સાંતકાળની વારંવાર બાંધીને તો જાય છે. એટલે પોતાના અક્ષય સ્થિતિગુણને દૂરને દૂર કરતો જાય છે. આથી અક્ષય સ્થિતિ કાળને નજીક લાવવો હોય અને પ્રાપ્ત કરવો હોય તો શું કરવું પડે ? તો જ્ઞાનીઓ કહે છે કે મળેલી શુભ સ્થિતિના કાળમાં વૈરાગ્ય ભાવ જાળવી ભોગવી પૂર્ણ કરવો એટલે કે શુભ સ્થિતિના કાળમાં લીનતા ન આવે તેની કાળજી રાખવાની અને અશુભ સ્થિતિના ઉદય કાળમાં દીનતા નહિ લાવવાની એટલે દીનતા ન આવી જાય તેની કાળજી રાખવાની તોજ અક્ષય સ્થિતિને જીવ સારી રીતે વહેલી તકે પ્રાપ્ત કરી શકે છે. આ આયુષ્ય નામનો પ્રાણ જગતના સઘળા સંસારી જીવોને હોય છે અને તે આયુષ્ય નામના પ્રતાપે એક ભવ પછી બીજા ભવનું-બીજાભવ પછી ત્રીજાભવનું-એમ આયુષ્ય નામના પ્રાણથી ભવ ભવની અંદર શરીરો પેદા કરી કરીને મુકી-મુકીને ક્ય કરે છે. શ્વાસોચ્છવાસ નામનો પ્રાણ Page 28 of 78 Page #29 -------------------------------------------------------------------------- ________________ અનંત સુખ રૂપથી વિપરીત એટલેકે અવ્યાબાધ રૂપ સુખથી વિપરીત અભૂખેદ નિવૃત્તિરૂપ જે પ્રાણ તે શ્વાસોચ્છવાસ પ્રાણ કહેવાય છે. અનાદિકાળથી ભટકતો એવો જીવ એક ભવમાંથી બીજા ભવમાં જતાં, પહેલા સમયે આહારના પગલોને ગ્રહણ કરે છે. તે સમયથી જ જે જીવોને જેટલી પર્યાપ્તિઓ હોય છે તે શરૂ કરે છે અને પૂર્ણ તો જ્યારે એની શક્તિ બરાબર પેદા થાય ત્યારે કરે છે. આથી અ = નહિ. વ્યાબાધા = કોઇપણ પ્રકારની પીડા. જે સુખમાં કોઇપણ પ્રકારની પીડા હોતી નથી. એવા સુખને રોકનારપેદા નહિ થવા દેવામાં સહાય ભૂત થનાર આ શ્વાસોચ્છવાસ નામકર્મ કહેવાય છે. જેમ જેમ જીવ શ્વાસોચ્છવાસના પુગલો લઇને જીવે છે તેમાં પણ ખેદ પેદા થાય છે. જો ગ્રહણ કર્યા પછી સરખી રીતે પરિણામ પામે તો આનંદ પેદા થાય છે અને સરખી રીતે પરિણામ ન પામે તો આનંદ થવાને બદલે ખેદ પેદા થાય છે. માટે જીવની ચાલ પણ એવી જોઇએ કે જે ચાલથી શ્વાસોચ્છવાસ વધવા જોઇએ નહિ અને ઘટવા જોઇએ નહિ. તો તે શ્વાસોચ્છવાસ અભખેદ ની નિવૃત્તિરૂપે ગણાય-જો ચાલવામાં શ્વાસ ચઢે, ચઢવામાં શ્વાસ ચઢે, ઉઠવા બેસવામાં શ્વાસ ચઢે તો ખેદની નિવૃત્તિ રૂપે ગણાતું નથી. આ શ્વાસોચ્છવાસ જ જીવને વ્યાબાધા એટલે દુ:ખ રૂપે સુખની ઉત્પત્તિ પેદા કરે છે. એમાં જે જાઇએ તે પ્રમાણે શ્વાસને બદલે ઓછો શ્વાસ થવા માંડે તો પણ જીવને શરીરમાં વ્યાબાધા એટલે દુ:ખ વધી જાય છે. તે શ્વાસોચ્છવાસનો ઉદય જીવને તેરમાં ગુણસ્થાનક સુધી રહે છે. તેરમાં ગુણસ્થાનકના અંતે જ્યારે ઉચ્છવાસનો રોધ કરે ત્યારે જ જીવ ઉરચ્છવાસ રહિત સુખની અનુભૂતિ કરી શકે છે. બાકી તરમાં ગુણસ્થાનક સુધીમાં જીવ ગમે તેટલો શ્વાસ રૂંધવાનો પ્રયત્ન કરે તો થોડોકજ ટાઇમ સ્થલ શ્વાસને રૂંધી શકે છે. પણ સૂક્ષ્મ શ્વાસોચ્છવાસનું રૂંધન કરી શકતો નથી. આથી જ જીવોને સૂક્ષ્મપણ શ્વાસ રહેતો હોવાથી અવ્યાબાધ સુખને પ્રાપ્ત કરી શકતો નથી અને તેની આંશિક અનુભૂતિ પણ કરી શકતા નથી. માટે જ શ્વાસોચ્છવાસ સારો ચાલે તો પણ આનંદ પામવા જેવું નથી અને શ્વાસોચ્છવાસ અલ ચાલે અધિક ચાલે, તો પણ નારાજ થવા જેવું નથી. જેટલો રાજીપો અને નારાજી કરીએ તેનાથી અશુભકર્મનો બંધ કરીને જીવ અવ્યાબાધ સુખને નજીક પેદા કરવાને બદલે દૂર કરતો જાય છે. માટે રાજીપો કે નારાજી કર્યા વગર જેટલું જીવન જીવાય તેનાથી પોતાના આત્મામાં રહેલા સુખને સારી રીતે પ્રાપ્ત કરી શકીએ. શ્રી તીર્થંકર પરમાત્માના આત્માઓ એવી રીતે જીવતા હોય છે કે જેના પ્રતાપે આ દશે પ્રકારના પ્રાણોને ઓળખી રાજીપો નારાજી કર્યા વગર જીવતાં તેને આધીન થયા વગર એક જ્ઞાનના ઉપયોગમાં સ્થિર થઇને, જ્ઞાતા અને દ્રષ્ટા બનીને પોતાના કર્મોને ખપાવી અવ્યાબાધ સુખને સારી રીતે પ્રાપ્ત કરી શકે છે. માટે પોતાની જેવી ચાલ હોય તેના કરતાં જુદી રીતની ચાલથી ચાલવું એ પણ દુ:ખનું કારણ કહેલ છે. આ રીતે આત્માના ભાવપ્રાણ રૂપે ચાર ગુણોને દબાવવામાં તેનાથી વિપરીત રીતે જીવોને જીવન જીવવા માટે સંસારની વૃદ્ધિના કારણભૂત દ્રવ્યપ્રાણો દશ હોય છે. તે આ પ્રમાણે. પાંચ ઇન્દ્રિય, ત્રણ બલ, આયુષ્ય અને શ્વાસોચ્છવાસ નામનો પ્રાણ એમ દશ પ્રાણો થાય છે. એકેન્દ્રિય જીવોને ચાર પ્રાણો હોય છે. (૧) આયુષ્ય પ્રાણ (૨) કાયબલ (૩) સ્પર્શેન્દ્રિય અને (૪) શ્વાસોચ્છવાસ પ્રાણ. આ ચાર પ્રાણો. હોય છે. જે ભવમાંથી મરીને એકેન્દ્રિયના ભવનું આયુષ્ય ઉદયમાં ચાલુ થાય તે આયુષ્ય પ્રાણ કહેવાય છે. શરીર પર્યાપ્તિ એ પર્યાપ્ત થાય તે કાયબલ પ્રાણ કહેવાય છે. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયે સ્પર્શેન્દ્રિય પ્રાણ ચાલુ થાય છે અને શ્વાસોચ્છવાસ પર્યાપ્તિએ શ્વાસોચ્છવાસ પ્રાણ ચાલુ થાય છે એમ ચાર પ્રાણો હોય છે. બેઇન્દ્રિય જીવોને છ પ્રાણો હોય છે. Page 29 of 78 Page #30 -------------------------------------------------------------------------- ________________ જે ભવનું આયુષ્ય પૂર્ણ કરી બેઇન્દ્રિયપણાના આયુષ્યનો ઉદય જ્યારથી થાય તે બેઇન્દ્રિયનો આયુષ્ય પ્રાણ કહેવાય છે. શરીર પર્યાપ્તિ પૂર્ણ થયે કાયબલ પ્રાણ શરૂ થાય. ઇન્દ્રિય પર્યાતિ પૂર્ણ થાય ત્યારે સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિય એ બે પ્રાણ શરૂ થાય. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ થયે શ્વાસોચ્છવાસ પ્રાણ ચાલુ થાય છે અને ભાષા પર્યાતિ પૂર્ણ થયે વચનબલ નામનો પ્રાણ ચાલુ થાય છે. આ રીતે છ પ્રાણો હોય છે. તેઇન્દ્રિય જીવોને સાત પ્રાણો હોય છે. તેઇન્દ્રિયપણાના આયુષ્યનો ઉદય થયે આયુષ્ય પ્રાણ. શરીર પર્યાપ્તિ પૂર્ણ થયે કાયબલ પ્રાણ. ઇન્દ્રિય પર્યાતિ પૂર્ણ થયે સ્પર્શના-રસના-ધ્રાણેન્દ્રિય એ ત્રણ પ્રાણો હોય. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિએ શ્વાસોચ્છવાસ પ્રાણ અને ભાષા પર્યાપ્તિ પૂર્ણ થયે વચનબલ પ્રાણ હોય છે એમ સાત પ્રાણો હોય છે. ચઉરીન્દ્રિય જીવોને આઠ પ્રાણો હોય છે. ચઉરીન્દ્રિયનું આયુષ્ય શરૂ થાય તે આયુષ્ય પ્રાણ. શરીર પર્યાપ્તિ પૂર્ણ થયે કાયબલ પ્રાણ શરૂ થાય. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયે સ્પર્શના, રસના, ધ્રાણ અને ચક્ષુ એ ચાર ઇન્દ્રિયોના ચાર પ્રાણો શરૂ થાય. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિએ શ્વાસોચ્છવાસ પ્રાણ શરૂ થાય અને ભાષા પર્યાપ્તિએ વચન બલ પ્રાણ શરૂ થાય છે. આ રીતે આઠ પ્રાણો હોય છે. અસન્ની પંચેન્દ્રિય જીવોને નવ પ્રાણો હોય છે. અસન્ની પંચેન્દ્રિયપણાનો ઉદય શરૂ થાય તે આયુષ્યપ્રાણ. શરીર પર્યાપ્તિ પૂર્ણ કરે કાયબલખાણ. ઇન્દ્રિય પર્યાતિ પૂર્ણ થયે પાંચ ઇન્દ્રિયોના પ્રાણો શરૂ થાય છે. શ્વાસોચ્છવાસ પર્યાતિએ શ્વાસોચ્છવાસ પ્રાણ શરૂ થાય છે. ભાષા પર્યાતિએ વચનબલ પ્રાણ શરૂ થાય છે એમ નવપ્રાણો હોય છે. સન્ની પંચેન્દ્રિય જીવોને દશ પ્રાણો હોય છે. આયુષ્યના ઉદ્દે આયુષ્યપ્રાણ. શરીર પર્યાપ્તિ પૂર્ણ થયે કાયબલખાણ. ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થયે પાંચ ઇન્દ્રિયોનાં પ્રાણો શરૂ થાય. શ્વાસોચ્છવાસ પર્યાપ્તિએ શ્વાસોચ્છવાસ પ્રાણ શરૂ થાય. ભાષા પર્યાપ્તિએ વચનબલ પ્રાણ શરૂ થાય. મનપર્યાપ્તિએ મનબલખાણ શરૂ થાય છે એમ દશ પ્રાણો હોય છે. આ દરેક જીવો પોત પોતાના પ્રાણોના આધારે પોતાનો ભોગવાતો આયુષ્ય નામનો પ્રાણ જેટલા કાળ સુધીનો હોય ત્યાં સુધી જીવે છે જ્યારે જેટલા પ્રાણો હોયતે સંપૂર્ણ નાશ પામે ત્યારે જીવનું મરણ થયું એમ કહેવાય છે. આ રીતે પ્રાણોનું વર્ણન સમાપ્ત. જીવના લક્ષણોનું વર્ણન અહીં જ્ઞાની ભગવંતોએ મુખ્યત્વે જીવનાં છ લક્ષણો કહ્યા છે. આમ તો જીવના અનંતા લક્ષણો હોય. છે. તેમાંથી જુદા જુદા પ્રકારે શાસ્ત્રોમાં અનેક લક્ષણો આપેલા છે તેમાંથી અહીં છ લક્ષણો કહેલા છે. Page 30 of 78 Page #31 -------------------------------------------------------------------------- ________________ (૧) જ્ઞાન (૨) દર્શન (3) ચારિત્ર (૪) તપ (૫) વીર્ય અને (૬) ઉપયોગ. લક્ષણ એટલે જેના વડે જીવ ઓળખાય અને એ જીવ સિવાય બીજામાં એ ઘટે નહિ એવા સ્વરૂપની જે વ્યાખ્યા તે લક્ષણ કહેવાય છે. આવી વ્યાખ્યાવાળા લક્ષણો ઘણાં છે. (૧) જ્ઞાન લક્ષણ :- આત્માનો જ્ઞાન એ ગુણ છે. અભેદરૂપે છે. એટલે જ્યાં જ્ઞાન છે ત્યાં આત્મા છે અને જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાન છે. એ રીતે રહેલ હોવાથી અભેદ કહેવાય છે. એ જ્ઞાન ગુણ આત્માની સાથે ક્ષાયિકભાવ રૂપે રહેલો છે. એ કોઇ કાળે આત્માથી જુદો પડતો નથી. દરેક આત્મામાં ક્ષાયિક ભાવે કેવલજ્ઞાન રહેલું હોય છે. તે કેવલજ્ઞાન બહારથી પેદા કરવાનું નથી. જગતમાં રહેલા સઘળાય જીવોમાં એટલે કે ભવ્ય જીવો હોય કે અભવ્ય જીવો હોય તે દરેકના આત્મામાં કેવલજ્ઞાન સત્તારૂપે રહેલું હોય જ છે. માત્ર એટલો જ છે કે સંસારી જીવોનું એ કેવલજ્ઞાન કર્મ પુદ્ગલોથી દબાયેલું હોય છે. જ્યારે સિધ્ધનાં જીવોનું અને તેરમાં ચૌદમાં ગુણસ્થાનકે રહેલા જીવોનું એ જ્ઞાન પ્રગટ થયેલું હોય છે. એ જીવોએ પુરૂષાર્થ કરી કેવલજ્ઞાન પેદા કરેલું છે. આપણને પુણ્યોદયથી એ કેવળજ્ઞાન પેદા કરવાની સામગ્રી જરૂર મળેલી છે. એ સામગ્રીનો પુરૂષાર્થ કરવામાં આવે તો આ ભવમાં કેવલજ્ઞાન પેદા ન થાય પણ અહીંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ મલે. શ્રી સીમંધર સ્વામી આદિ ભગવાન મલે અને પુરૂષાર્થ કરતાં કેવલજ્ઞાન પ્રાપ્ત થઇ શકે એટલું જલ્દી પ્રાપ્ત કરવું હોય તો સામગ્રી છે જ પણ તે જલ્દી પેદા થાય એવો કોઇ પુરૂષાર્થ છે ? અરે તેનું લક્ષ્ય પણ છે ? શાથી ? કહો કે હજી જ્ઞાન પ્રત્યે રૂચિ ભાવે જોઇએ એટલો નથી ! અત્યારે આપણું જ્ઞાન ક્ષયોપશમાં ભાવનું છે. ક્ષાયિક ભાવે જ્ઞાન એક જ કેવલજ્ઞાન હોય છે. જ્યારે ક્ષયોપશમ ભાવે જ્ઞાન ચાર હોય છે. (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (3) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન, તેમાંથી અવધિજ્ઞાન અને મન:પર્યવ જ્ઞાના અત્યારે આપણી પાસે નથી પણ મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન છે. તે પણ કોઇવાર ક્ષયોપશમ મંદ કોટીનો હોય તો ઓછું થઇ જાય. કોઇવાર કોઇ પદાર્થની જાણકારી માટે ક્ષયોપશમ ભાવ વિશેષ હોયતો જ્ઞાન વધારે પણ હોય એમ ઓછું વઘુ થયા જ કરે છે. ઘણીવાર એ જ્ઞાનનો ક્ષયોપશમભાવ ઓછો થતાં થતાં એટલો બધો ઓછો થઇ જાય છે કે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું એટલેકે અક્ષરના અનંતમા ભાગ જેટલું થઇ જાય છે. એનાથી ઓછું કદી થતું નથી કારણકે જો ઓછું થઇ જાય તો જીવ જીવરૂપે ન રહે પણ અજીવ અચેતન બની જાય એવું કોઇ કાળે બનતું નથી. આ અક્ષરના અનંતમા ભાગ જેટલો ક્ષયોપશમ ભાવ જ્ઞાનનો નિગોદમાં રહેલા જીવોને હોય છે અને ઉત્કૃષ્ટ જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થાય તો પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકના ઉદય કાળમાં સાડાનવપુર્વ સુધીનું જ્ઞાન પ્રાપ્ત થઇ શકે છે. આથી વધારે મિથ્યાત્વના ઉદયકાળમાં થતું નથી. અને સર્વવિરતિ આદિ ગુણસ્થાનકે ઉત્કૃષ્ટથી ચૌદપૂર્વનું જ્ઞાન અને એથી અધિક જ્ઞાન ક્ષયોપશમ ભાવે પેદા થાય છે અને શ્રુતકેવલી રૂપે પણ જીવ બની શકે છે અને ત્યાંથી નિકાચીત કર્મના ઉદયથી તે ગુણસ્થાનકથી પતન પામીને અક્ષરના અનંતમાં ભાગ જેટલા ક્ષયોપશમ ભાવને પણ જીવા પ્રાપ્ત થઇ શકે છે. આવી રીતે સંખ્યાતીવાર સુધી ચોદપૂર્વના ક્ષયોપશમને પામીને પતન પામી નિગોદ સુધી અક્ષરના અનંતમાં ભાગ સુધીના ક્ષયોપશમ ભાવ ને સંખ્યાતી વાર પામ્યા એવા દાખલાઓય છે. તેમાં ભુવનભાનું કેવલી ચરિત્ર આવે છે. વિચારો સમકીત પામી-પુરૂષાર્થ કરી સર્વવિરતિ પામી જ્ઞાનના ક્ષયોપશમથી અભ્યાસ કરી ચોદપૂર્વ ભણ્યા અને પડ્યા પાછા નિગોદમાં ગયા. પાછા બહાર આવ્યા પુરૂષાર્થ કરી સમકીત પામી સર્વવિરતિ પામી ચૌદપૂર્વ ભણ્યા પાછા પડ્યા એમ અસંખ્યાતી કે સંખ્યાતી વાર સુધી બની શક્યું ! એક સુખના રાગે-પ્રમાદના કારણે ચૌદપૂર્વી પણ પતન પામી નિગોદ સુધી જાય તો આ અનુકૂળ પદાર્થોનો રાગ કેટલો ભયંકર છે એમ લાગે છે ખરું? જો ચોદપૂર્વીઓ સાવધ ન રહે તો તેમની આ. સ્થિતિ થાય તો આપણે શી રીતે અને કેટલી સાવચેતી રાખીને જીવવું પડે ? બોલો અનુકૂળ પદાર્થોમાં રાગ ન થઇ જાય તેને માટે સાવચેતી કેટલી ? એમાં સાવધ છીએને ? આત્મામાં રહેલું ક્ષયોપશમ ભાવે જ્ઞાન પુરૂષાર્થ કરાવીને કેવલજ્ઞાનની પ્રાપ્તિ બધા જ જીવોને કરાવે Page 31 of 18 Page #32 -------------------------------------------------------------------------- ________________ એવો નિયમ નથી. જેને એ કેવલજ્ઞાન પેદા કરવાની જિજ્ઞાસા જાગે તે દરેક આત્માને કેવલજ્ઞાન જરૂર પેદા થાય. સામાન્ય રીતે દરેક જીવના અસંખ્યાતા આત્મપ્રદેશોમાંથી આઠ આત્મપ્રદેશો કે જે એક આકાશ પ્રદેશ ઉપર એક આત્મ પ્રદેશ એમ આઠ આકાશ પ્રદેશ ઉપર આઠ આત્મ પ્રદેશો જે રહેલા હોય છે તે રૂચક પ્રદેશ કહેવાય છે. તે આઠ પ્રદેશો ગાયના આંચળના આકારે ઉંધા છત્તા રૂપે રહેલા હોય છે તે દરેક રૂચક પ્રદેશ કેવલજ્ઞાનથી યુક્ત હોય છે. એટલે એ આઠ પ્રદેશો સિધ્ધ પરમાત્માની જેમ સંકલ કર્મ રજથી રહિત સદા માટે હોય છે તે આત્મ પ્રદેશો ઉપર રાગાદિ પરિણામની કલુષિતતા હોતી નથી માટે નવા યુગલો કર્મ રજ રૂપે ચોંટતા નથી. એવી રીતે રહેલા હોય છે બાકીના અસંખ્ય આત્મપ્રદેશો એક એક જીવના હોય છે તે એક એક આકાશ પ્રદેશ ઉપર અસંખ્યાતા-અસંખ્યાતા આત્મ પ્રદેશો રૂપે રહેલા હોય છે. તે પ્રદેશોમાં રાગાદિ પરિણામની ચીકાસ હોવાથી કમરક રૂપે પુદ્ગલો રહેલા છે અને નવા પુદ્ગલો આવી કર્મ રજ રૂપે ચોંટે છે. અને એ કર્મરજના પ્રતાપે કેવલજ્ઞાન દબાતું જાય છે. પાંચ જ્ઞાનોમાં ક્ષાયિક ભાવના જ્ઞાનમાં એક વિશિષ્ટતા એ છે કે સંપૂર્ણ કર્નરજ જ્ઞાનના આવરણની નાશ ન પામે ત્યાં સુધી તે પેદા થાય નહિ. જ્યારે બાકીના ચારજ્ઞાન એવા છે કે એની કમર આત્મા ઉપર રહેલી હોવા છતાં એ કર્મ રજનો રસ ઓછો થાય તો જ્ઞાન ક્ષયોપશમ ભાવે પેદા થતું જાય. જ્યારે કેવલજ્ઞાનમાં એમ બનતું નથી. અભવ્ય જીવોના આત્મામાં આઠ રૂચક પ્રદેશ રૂપે કેવલજ્ઞાન પેદા થયેલું હોવા છતાં એ જીવોને કેવલજ્ઞાન મેળવવાનું અને પ્રગટ કરવાનું મન જ થતું નથી કારણકે આ જીવોને આત્મિક સુખ પેદા કરી સંપૂર્ણપણે આત્મિક સુખ પેદા કરી સુખી થાઉં એવી વિચારણા પણ આવતી જ નથી. માટે આ જીવોને સદાને માટે ક્ષયોપશમ ભાવે જ્ઞાન હોય છે પણ ક્ષાયિક ભાવનું જ્ઞાન કદી પેદા થઇ શકતું નથી. ક્ષયોપશમ ભાવે જ્ઞાન રહે છે તે જઘન્યથી અક્ષરના અનંતમા ભાગ જેટલું હોય છે અને ઉત્કૃષ્ટથી પ્રાપ્ત કરી શકે તો સાડા નવ પૂર્વ સુધીના જ્ઞાનને પામી શકે છે પણ એથી આગળના જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થતો નથી. ક્ષયોપશમભાવ એટલે ઉદયમાં મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાન નાં કર્મરજના એટલે એ જ્ઞાનાવરણીય રૂપે રહેલા પુદ્ગલો (ઉદયમાં) આવીને ક્ષય થાય છે અને બાકીના સત્તામાં રહેલા પુદ્ગલો ઉપશમ રૂપે રહેલા હોય છે. તે ક્ષયોપશમ ભાવ કહેવાય છે. આ જ્ઞાનાવરણીય કર્મના પુદ્ગલોમાંથી પણ જે અલ્પ રસવાળા પુગલો ઉદયમાં આવે તે જીવના જ્ઞાનનાં ક્ષયોપશમ ભાવને વધારે છે અને તેજ જ્ઞાનાવરણીયના પુગલો. જ્યારે અધિક રસવાળા રૂપે થઇને ઉદયમાં આવે તો તે જ્ઞાનનો ઉદય ભાવ પેદા કરે છે એટલેકે ક્ષયોપશમાં ભાવ જ્ઞાનને આવરણ કરે છે. જેમકે કોઇવાર એકનું એક સ્તવન બોલતાં બોલતાં બે ગાથા આવડે ત્રીજી ગાથા ન આવડે ચોથી આવડે પણ ત્રીજી ગાથાનું પદ જ યાદ ન આવે એવું બને તે વખતે જ્ઞાનાવરણીય કર્મના અધિક રસવાળા પુદ્ગલો ઉદયમાં આવ્યા માટે યાદ ન આવે. થોડોક કાળ પસાર થાય અને વિચારણા કરે તો તે ત્રીજી ગાથા યાદ આવી જાય તો સમજવું તે વખતે જ્ઞાનાવરણીય કર્મના અલ્પ રસવાળા પુગલોનો ઉદય ચાલુ થયો માટે યાદ આવ્યું. એવી જ રીતે કોઇ વ્યક્તિનો સારામાં સારો પરિચય હોય અને નામ પણ સારી રીતે યાદ હોય પણ જ્યારે કોઇ પૂછે કે ફ્લાણી વ્યક્તિ કોણ છે ? તેમનું નામ શું છે ? તો તે વખતે જવાબ આપવા માટે યાદ ગમે તેટલું કરે તો પણ યાદ ન આવે એવું પણ બને છે તો સમજવું કે તે વખતે જ્ઞાનાવરણીય કર્મના પુગલો અધિક રસવાળા ઉધ્યમાં ચાલે છે અને એ પૂછનાર વ્યક્તિ જાય અને થોડેક દૂર નીકળી ગઇ હોય ત્યાં યાદ આવે કે તેમનું નામ આ હતું આવ્યક્તિ છે માટે તે વખતે જ્ઞાનાવરણીય અભ્યરસ વાળા પુદગલો ઉદયમાં આવ્યા છે એમ કહેવાય છે માટે કહીએ છીએ કે હૈયે છે અને હોઠે નથી તેનો અર્થ આ થાય છે. આ બધું જ બન્યા કરે છે તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવની વિચિત્રતાના કારણે બને છે. માટે જ જ્ઞાની ભગવંતો કહે છે કે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ વધારવો હોય-વધારીને Page 32 of 78 Page #33 -------------------------------------------------------------------------- ________________ સ્થિર કરવો હોય અને એ જ્ઞાનનાં સંસ્કાર દ્રઢ કરવાં હોય તો શ્રુતજ્ઞાન રૂપે વાંચના-પૃચ્છના અને પરાવર્તના વારંવાર કર્યા કરવું પડે જે ભણ્યા હોઇએ તેને વારંવાર સ્વાધ્યાય કરી પરાવર્તન કર્યા કરીએ તો તેનાથી મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ભાવ વધે છે. શ્રુતજ્ઞાન ભણતાં શ્રુતજ્ઞાન એટલે કે સૂત્ર ભણતાં હોઇએ તે આવડે અને તે સૂત્રને કે અર્થને વારંવાર પરાવર્તન કરતાં કરતાં મતિજ્ઞાનનો ક્ષયોપશમ ભાવ વધે છે. જેમકે નવકાર મંત્ર જ્યારે ભણ્યા ત્યારે તેને બોલતા બોલતા યાદ કરીને આ પદ પછી આ પદ છે એમ યાદ કરીને બોલીએ તે શ્રુતજ્ઞાન કહેવાય છે. તે જ નવકારમંત્રને બોલતા બોલતા તે પદ પછી આ પદ આવે એમ યાદ કરવું ન પડે અને ક્રમસર પદો બોલાયાજ કરે એવી રીતે સંસ્કાર દ્રઢ થયેલા હોય તે મતિજ્ઞાનથી નવકાર બોલાય છે. એમ ગણાય છે. આ રીતે દરેક સૂત્રમાં અને અર્થની વિચારણામાં સમજવું આ કારણે જ શ્રુતજ્ઞાન કરતાં મતિજ્ઞાનનો ક્ષયોપશમ ભાવ વધે તો અનંત ગુણ અધિક રીતે વધી શકે છે. આથી જ જ્ઞાની ભગવંતો એક એક સૂત્રના અનંતા અર્થો થાય છે એમ કહે છે. માટે જેમ પૈસો વતા. વતા પૈસો વધે એમ જે વ્યવહારમાં કહેવાય છે. એમ જ્ઞાનને માટે પણ એમ જ કહ્યું છે. જ્ઞાનને તમે જેટલું વો પરાવર્તન કર્યા કરો તેમ તેમ તમારો જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ મતિજ્ઞાન રૂપે વધ્યા જ કરે છે. માટે જ્ઞાનને માટે વ્યવહારમાં કહેવાય છે કે જ્ઞાન આપે જ્ઞાન વધે એ જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ બારમાં ગુણસ્થાનક સુધી હોય છે. પહેલા ગુણસ્થાનકે મિથ્યાત્વના ઉદયકાળમાં એ જ્ઞાન ગુણ અજ્ઞાન રૂપે કામ કરે છે. કારણકે એ જ્ઞાન છોડવા લાયક પદાર્થોમાં ગ્રહણ કરવા લાયકની બુદ્ધિ પેદા કરાવે છે અને ગ્રહણ કરવા લાયક પદાર્થોમાં છોડવા લાયકની બુદ્ધિ પેદા કરાવે છે માટે તે અજ્ઞાન રૂપે જ્ઞાન ગણાય છે. આજે આપણો જ્ઞાન ગુણ અજ્ઞાન રૂપે કામ કરતો નથી ને એ રોજ તપાસવાનું છે. જ્ઞાની ભગવંતોએ ઘર આદિ-ધન આદિ પદાર્થો છોડવા લાયક રૂપે કહ્યા છે. તે ઘર-ધન આદિ પદાર્થો ગ્રહણ કરવા લાયક રૂપે લાગતા નથી ને ? નથી છૂટતા એ વાત બરાબર પણ રાખવા લાયક નથી જ છોડવા લાયક જ છે મારાથી નથી છૂટતા માટે મારે રાખવા પડે છે એ ભાવ ખરો ને ? તો તમારું જ્ઞાન અજ્ઞાન રૂપે નથી એમ કહેવાય. પણ ઘર-ધન આદિ સંસારમાં બેઠા છીએ માટે ન રાખીએ તો શું કરીએ ? એ તો રાખવા જ જોઇએ. ડગલે ને પગલે ધન વગર જીવાતું નથી માટે જરૂરી છે. એમ માનીને રાખે તો તે વખતે જેટલો જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ હોય તે અજ્ઞાન રૂપે કામ કરે છે એમ કહેવાય. માટે પહેલા ગુણસ્થાનકમાં રહેલા જીવને ઘર-ધન આદિ નીતિથી મલતાં હોય તો પણ રાખવા જેવાં નથી. તાકાત આવે તો છોડી દેવા જ છે. આ ભાવ રાખીને રાખતો હોય તો તેનું જ્ઞાન જ્ઞાનરૂપે કામ કરે છે તે આત્મિક ગુણોને જરૂર પેદા કરાવશે એમ કહેવાય. ભગવાનનું દર્શન-પૂજન-સેવા ભક્તિ કે જે કોઇ ધર્મના અનુષ્ઠાનનું સેવન આ ભાવ પેદા કરવા માટે અને પેદા થેયલો હોય તો તે ભાવને સ્થિર કરી આત્મિક ગુણને પેદા કરવા માટે છે તો જ ભગવાનની ભક્તિથી આત્મામાં જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ સમ્યગજ્ઞાન રૂપે વધતો જાય અને એ ક્ષયોપશમ વધતાં વધતાં જીવો એ ભક્તિ દ્વારા કેવલજ્ઞાનની પ્રાપ્તિ એટલે પોતાના ક્ષાયિક ભાવે રહેલા જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. એ ક્ષાયિક ભાવે જ્ઞાન પેદા કરવા માટે સૌથી પહેલા મિથ્યાજ્ઞાનને સમ્યગજ્ઞાન બનાવવું પડે તેમાં સ્થિરતા લાવી ક્ષયોપશમ સમકીતની પ્રાપ્તિ કરવી પડે. (મિથ્યાત્વ મોહનીય-મિશ્રમોહનીય-અનંતાનુબંધિ ચાર કષાયો એ છ પ્રકૃતિઓનો ઉપશમ થયેલો હોય અને સભ્યત્વ મોહનીયનાં પુદ્ગલો ઉદયમાં આવીને ક્ષય પામતા હોય એ ક્ષયોપશમ સમકીત કહેવાય છે.) એ ક્ષયોપશમ સમકીત જીવને વધારેમાં વધારે કાળ રહે તો છાસઠ સાગરોપમ કાળ સુધી રહે છે. જો એટલા કાળમાં જીવ ચોથા આરામાં જન્મ પામી તીર્થકરના કાળમાં જન્મ પામી મનુષ્યપણું પામે, આઠ વરસની ઉપરની ઉંમર હોય અને પહેલું સંઘયણ પ્રાપ્ત થયું હોય તો પુરૂષાર્થ કરીને જીવ ક્ષાયિક સંમકીતની. પ્રાપ્તિ કરી શકે છે. એ ક્ષાયિક સમકીત એટલે સમ્યકત્વ મોહનીય-મિથ્યાત્વ મોહનીય-મિશ્ર મોહનીય અનંતાનુબંધિ ચાર કષાયો એ સાતે પ્રકૃતિના સઘળા પુદ્ગલોનો નાશ થાય ત્યારે થાય છે. એ ક્ષાયિક Page 33 of 78 Page #34 -------------------------------------------------------------------------- ________________ સમકીત જીવને પેદા થાય તો ત્રીજા કે ચોથા ભવે વધારેમાં વધારે એટલા ભવે મોક્ષે જાય જ એટલે કેવલજ્ઞાન પામે જ. માટે આપણને જ્ઞાન ગુણ જે છે તે પેદા કરવા સ્થિર કરવા મનુષ્ય જન્મ હાથમાંથી જાય નહિ તેની કાળજી રાખવાની. જો ચાલ્યો ગયો તો સમ્યજ્ઞાનને બદલે અજ્ઞાન વધી જશે માટે અત્યારે વધારેમાં વધારે મળેલી સામગ્રીથી આપણે શું ઉપયોગ કરવાનો કે સમકીત પામવું છે ક્ષયોપશમ સમકીતા પામ્યા વગર મરવું જ નથી. આ સંકલ્પ કરીને ધર્મ આરાધના કરવાની છે એટલું લક્ષ્ય રાખવાનું છે. આત્માને જાણવાની જિજ્ઞાસા વિશેષ રીતે પેદા થતી જાય તે જ્ઞાન ગુણ કહેલો છે. (સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગઃ | એ વાત આવે છે એ અપેક્ષાએ અહીં દર્શન એટલે શ્રધ્ધા એ આત્માના ગુણ તરીકે-લક્ષણ તરીકે લોધેલ છે. કારણકે આત્માના લક્ષણમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ-વીર્ય અને ઉપયોગ એ કહ્યા છે તેમાં ઉપયોગમાં જ્ઞાન-દર્શન બન્ને આવી શકે છે એટલેકે વિશેષ ઉપયોગ (બોધ) તે જ્ઞાન અને સામાન્ય ઉપયોગ (બોધ) તે દર્શન. જ્યારે શ્રધ્ધા કોઇમાં આવતી નથી. જો દર્શન ગુણને સામાન્ય બોધ રૂપે લઇએ તો શ્રધ્ધા એ આત્માનું લક્ષણ હોવા છતાં આવી શકતું નથી માટે અહીં દર્શન એટલે શ્રધ્ધા અર્થ લઇને વર્ણન કરેલ છે. દર્શન એટલે સામાન્ય બોધ રૂપે વર્ણન પણ લઇ શકાય છે. પરંતુ દર્શન એટલે શ્રધ્ધા એ વર્ણન કર્યા પછી સામાન્ય બોધ રૂપે વર્ણન કરેલ (૨) દર્શન ગુણ - દર્શન એટલે શ્રધ્ધા તે પણ આત્માનો ગુણ છે. શ્રધ્ધા આત્મામાં એટલે જીવને જ પેદા થાય છે. જગતમાં છ પ્રકારના દ્રવ્યો છે. અર્થાત જગત છ દ્રવ્યોથી ભરેલું છે. (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) પુદ્ગલાસ્તિકાય (૫) કાલ અને (૬) જીવાસ્તિકાય. તેમાંથી. પહેલા પાંચ દ્રવ્યોમાં શ્રધ્ધા રહેલી હોતી નથી. શ્રધ્ધા રહે તો જીવાસ્તિકાયમાં જ. કારણકે બાકીના પાંચ દ્રવ્યો અચેતન રૂપ હોવાથી તેમાં શ્રધ્ધા જેવી ચીજ જ નથી. માટે શ્રધ્ધા રૂપી ગુણ જીવ સિવાય કશામાં જ નથી. આથી શ્રધ્ધા એ આત્માના લક્ષણ રૂપે ગુણ કહેવાય છે. જીવોને શ્રધ્ધા બે પ્રકારની હોય છે. (૧) સમ્યકશ્રધ્ધા અને અસમ્યક (મિથ્યા) શ્રધ્ધા. અસમ્યકશ્રધ્ધા મિથ્યાત્વના ઉદયકાળમાં જીવોને હોય છે કે જે શ્રધ્ધાના પ્રતાપે હેય એટલે છોડવાલાયક પદાર્થોમાં ગ્રહણ કરવા લાયકની શ્રધ્ધા પેદા કરાવે અને ગ્રહણ કરવાલાયક પદાર્થોમાં છોડવા લાયકની શ્રધ્ધા પેદા કરાવે છે તે અસભ્યશ્રધ્ધા કહેવાય છે. આ શ્રધ્ધાના પ્રતાપે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીનાં જીવો જગતને વિષે અનંતોકાળ દુઃખ ભોગવે છે. જીવો જો અનંતકાળથી દુ:ખી થતાં હોય તો આ શ્રધ્ધાના બળેથી છે. આટલા વર્ષોથી ધર્મની આરાધના કરીએ છીએ તેમાં આપણી હેય પદાર્થોમાં ઉપાદેય રૂપે શ્રધ્ધા છે, ઉપાદેયમાં હેય રૂપે શ્રધ્ધા છેકે કાંઇ ફ્રફર છે ? જો એની એજ શ્રધ્ધા હોય અને હેયમાં હેય રૂપે અને ઉપાદેયમાં ઉપાદેય રૂપે આંશિક પણ શ્રધ્ધા ન થાય તો સમજવું કે ધર્મથી સમ્યગ્દર્શન પેદા થશે નહિ અને જન્મ મરણનો અંત થશે નહિ. સભ્યશ્રધ્ધા - છોડવા લાયક પદાર્થોમાં છોડવા લાયકની બુદ્ધિ અને ગ્રહણ કરવા લાયકમાં ગ્રહણ કરવા લાયકની બુદ્ધિ. આ સમ્યકશ્રધ્ધા પહેલા ગુણસ્થાનકથી જીવને પેદા થતી જાય છે. પહેલા ગુણસ્થાનકે પણ આ શ્રધ્ધાને પેદા નહિ થવા દેવામાં જવાબદાર ગ્રંથી છે. ગ્રંથી એટલે અનુકૂળ પદાર્થો પ્રત્યેનો ગાઢ રાગ અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યેનો ગાઢ દ્વેષ. આ ગ્રંથીના પ્રતાપે જીવને સમ્યકશ્રધ્ધા પેદા થતી નથી. એ અનુકૂળ પદાર્થો પ્રત્યે આપણને રાગ છે ને ? માટેજ આપણે રાખીએ છીએ-સંગ્રહ કરીએ છીએ કે જ્યારે જોઇએ ત્યારે એ પદાર્થો મને સુખ આપશે આજે એ સુખની જરૂર નથી. ભવિષ્યમાં એ સુખની જરૂર પડશે તો એ પદાર્થ સુખ આપશે એમ માનીને સાચવીએ છીએ ને ? એજ આપણો રાગ કહેવાય છે. એને જ જ્ઞાની ભગવંતો અસભ્યશ્રધ્ધા કહે છે. છોડવા લાયક પદાર્થોમાં છોડવા લાયકની Page 34 of 78 Page #35 -------------------------------------------------------------------------- ________________ અંતરથી શ્રધ્ધા પેદા થાય એવો પુરૂષાર્થ ચાલુ છે ? આત્મીક ગુણને પેદા કરનારી શ્રધ્ધા આપણા અંતરમાં કેટલી ? દર્શન ગુણ સમ્યગ્રૂપે કામ કરે છે કે અસમ્યગ્રૂપે કામ કરે છે ? જેવી રીતે જ્ઞાન ગુણ આપણો નથી આરાધના કરતાં કરતાં એમ જે જણાય છે તેમ દર્શન ગુણ પણ વાસ્તવિક રૂપે નથી ને ? દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરતાં કરતાં કોઇવાર આનંદ આવે છે. સંતોષની અનુભૂતિ થાય છે પણ ખરેખર એમાં એટલે મોહમાં આપણે ફ્સાઇ ગયેલા છીએ કારણકે દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરતાં આપણી સાચી શ્રધ્ધા કેટલી છે ? જે આંશિક અનુભૂતિ થાય છે તેનાથી હેય પદાર્થમાં હેયબુદ્ધિ ઉપાદેય પદાર્થમાં ઉપાદેય બુધ્ધિ આંશિક રૂપે થાય છે ખરી ? તો એ આંશિક અનુભૂતિ જરૂર સમ્યગ્દર્શન પેદા કરાવશે. પુણ્ય પુરૂં થશે એટલે અહીંથી જવાનું છે તે જાણીએ છોએ આ બધી ચીજો અહીંની અહીં જ રહેવાની છે એમ સમજવા છતાં પણ આપણામાં સાચી શ્રધ્ધા એ પદાર્થો પ્રત્યેની છે. એ સાચી શ્રધ્ધા છે એમ સમજવાનું કે માનવાનું નહિ કારણ કે આ પદાર્થો નાશવંત છે. કાયમ સુખ આપવાની તાકાત વાળા નથી આજે સુખ આપે છે અને કાલે દુઃખપણ આપે એમ જાણવા છતાં મોહના ઉદયના કારણે આપદાર્થો મને કામ લાગશે બે ચાર મહિને પણ જરૂર પડશે તો કામ લાગશે એટલો વિશ્વાસ અને શ્રધ્ધા રહે છે ને તે અસમ્યગ્દર્શન રૂપ શ્રધ્ધા ગણાય છે. અનુત્તરવાસી દેવોને જે સુખ પર પદાર્થોનું છે તેના કરતાં જીવના આત્મપ્રદેશોમાં આઠ આત્મ પ્રદેશોમાં જે સુખ છે તે આઠમાંથી એક આત્મપ્રદેશ ઉપર જે સુખ છે તે દેવો કરતાં અનંતગણું ચઢીયાતું છે. આથી શું નક્કી થાય છે કે સુખ રાગમાં નથી પણ વિરાગમાં છે. મમતામાં નથી મમતાના ત્યાગમાં એટલે સમતામાં છે. જે જીવો સુખના પદાર્થોમાં રાગથી સુખની અનુભૂતિ કરે છે. તે વાસ્તવિક રીતે એ સુખનો અનુભૂતિ નથી પણ દુઃખની અનુભૂતિ છે. કારણ અહીં પણ દુ:ખની અનુભૂતિ થાય છે અને ભવાંતરમાં પણ દુઃખની અનુભૂતિ થાય છે. કારણ કે રાગના પદાર્થોમાં સતત ભય રહેલો હોય છે. એજ દુઃખની અનુભૂતિ કહેલી છે. જ્યારે વિરાગમાં કોઇ ભય નથી સદા માટે અભયનું સુખ અને તેની અનુભૂતિ ચાલુને ચાલુ જ હોય છે. આ શ્રધ્ધામાં જરાય ઘટાડો કરવાનો નહિ એ સભ્યશ્રધ્ધા ઘણી જ ઉંચી કોટિની છે. એ શ્રધ્ધા પેદા કરવા માટે જ પુરૂષાર્થ કરવાનો છે. એકેન્દ્રિયપણાથી જીવ પરિગ્રહ સંજ્ઞાના કારણે સંગ્રહ કરવાની વૃત્તિનો સંસ્કાર સાથે લઇને આવેલો હોય છે માટે જગતના સઘળા જીવોની સંગ્રહ કરવાની વૃત્તિ તો ચાલુ જ છે અને એ સંગ્રહ કરેલા પદાર્થોના સંસ્કાર રાગના કારણે એવા દ્રઢ બને છે કે એક ભવથી બીજા ભવમાં બીજાથી ત્રીજા ભવમાં એમ ભવોભવ સુધી ચાલુ જ રહે છે એ સંજ્ઞાના સંસ્કારને તોડવા માટે તેનો નાશ કરવા માટે જ જગતમાં જૈન શાસનની આરાધના કહેલી છે માટે જ જ્ઞાની ભગવંતો કહે છે. સમ્યક્શ્રધ્ધા એટલે વિરાગભાવ-અસમ્યક્શ્રધ્ધા એટલે રાગ ભાવ. માટે જ જીવ સંપૂર્ણ રાગ ભાવનો નાશ કરે ત્યારે જ સંપૂર્ણ શ્રધ્ધા પેદા થાય તે ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ વગર થાય નહિ એ ક્ષાયિક સમકીત પેદા થાય તો મનુષ્ય ભવમાં આઠ વરસની ઉંમર પછી તીર્થંકર એટલે કેવલીના કાળમાં અને પહેલા સંઘયણના કાળમાં થાય. બાકી ક્ષયોપશમ સમકીતના કાળમાં પર પદાર્થોમાં રાગની મંદતા, રાગની સંયમતાનો અનુભવ થઇ શકે છે એ અનુભવ કરવા માટે જ હેય પદાર્થમાં હેયની બુધ્ધિ અને ઉપાદેય પદાર્થમાં ઉપાદેય બુધ્ધિ આવે તોજ રાગની મંદતા અને રાગની સંયમતા નો આંશિક અનુભવ થાય આ અનુભવ પહેલાં ગુણસ્થાનકે અપુનબંધકમાં રહેલા મિત્રાદ્રષ્ટિવાળા જીવોને થાય છે. તોજ એ જીવ પોતાની ગ્રંથીને ઓળખીને ગ્રંથી ઉપર ગુસ્સો વધારતાં તેને ભેદવા માટેનો પુરૂષાર્થ કરી શકે છે અને ભેદી શકે છે. તોજ એ જીવ ક્ષયોપશમ સમકીતનીપ્રાપ્તિ કરી શકે છે. ભગવાનની અંગરચના એ અનુભૂતિ માટે જ કરવાની છે. કારણકે શ્રી તીર્થંકર પરમાત્માના આત્માઓ છેલ્લા ભવે સંસારમાં રહે છે તે વધારેમાં વધારે ત્ર્યાશી લાખ પૂર્વ વર્ષ સુધી રહે છે તે વિરાગ ભાવ Page 35 of 78 Page #36 -------------------------------------------------------------------------- ________________ જાળવીને અને ઉત્તરોત્તર વિરાગ ભાવ વધારતાં વધારતાં રહે છે. રાજ્ય ગાદી ચલાવે છે તો પણ તે વિરાગ ભાવથી. માટે ભગવાનની અંગ રચના (આંગી)એ માટે કરવાની છે કે આટલા સુંદર રાગના પદાર્થોમાં આનાથી અધિક રાગના પદાર્થોમાં આ આત્મા બેઠેલો છે. તો પણ તેઓને અંતરમાં કોઇ પદાર્થ પ્રત્યે મારાપણાની બુદ્ધિ પેદા થતી નથી અને રાગપણ થતો નથી. કેવો ઉચિ કોટિનો વિરાગ જાળવીને બેઠેલા છે. તો એમના દર્શન કરતાં કરતાં એટલે આંગીના દર્શનમાં એ વિરાગી આત્માના દર્શન કરતાં એનું ચિંતવન કરતાં આપણામાં પણ આંશિક વિરાગ ભાવ પેદા થાય એ માટે કરવાનાં છે પણ આંગી બહુ સારી છે એ માટે કરવાના નથી એ વિરાગ રૂપે શ્રધ્ધાનો જે ગુણ પ્રગટ થયેલો છે તેવા જ ગુણનો અંશ આપણને પેદા થાય-એની અનુભૂતિ થાય અને ટક્યો રહે એ માટે દર્શન કરવાના છે. આ કારણથી વારંવાર અંગરચના કરવાનું વિધાન કહેલું છે. માટે આપણું ચિત્ત મિથ્યાત્વમાં અચલ રહેલું છે. તે ચલ કરવાનું છે. પાંચમા આરામાં જન્મેલા. જીવોનો મોક્ષ થતો નથી કારણકે એ જીવોમાં ગુણો રહેલા હોય છે કે જે ગુણો ચોથા આરામાં જન્મેલા જીવોમાં હોતા નથી માટે તેઓ મોક્ષ જાય છે. પાંચમાં આરામાં જન્મેલા જીવોમાં ગુણો જે કહેલા છે તે ગુણો પૈકી પહેલો ગુણ સેવક જન વત્સલતા ગુણ કહેલો છે. અહીં સેવક જન તરીકે રાગ દ્વેષ ક્રોધ-માન-માયા-લોભ-કામ આદિ સેવકજન કહેલા છે અને તેનું વાત્સલ્ય એટલું બધું હોય છે કે જેના ણે એના વગર એ રહી શકતો જ નથી એને ખોટું ન લાગી જાય તેની કાળજી રાખીને જીવે છે. બીજો ગુણ અચલ ચિત્તતા કહેલો છે. મિથ્યાત્વમાં અચલ ચિત્તવાળા હોય છે. મિથ્યાત્વમાંથી બુદ્ધિ ચલાયમાન ના થઇ જાય તેની એ સતત કાળજી રાખે છે માટે મોક્ષ થતો નથી જ્યારે ચોથા આરામાં જીવો આવા ગુણવાળા. હોતા નથી. માટે તેઓ જલ્દી મોક્ષે જાય છે. માટે આપણે આત્માને સાવચેત બનાવી દર્શન ગુણ ક્ષયોપશમ ભાવપેદા થઇ શકે એવી સામગ્રી. મળેલી છે તો તે પ્રયત્ન જરૂર કરવો જોઇએ કે જેથી સમ્યકુશ્રધ્ધા પેદા થાય અને ટકે. આત્માના લક્ષણને વિષે બીજું સામાન્ય બોધરૂપ દર્શન નામનું લક્ષણ અનાદિ કાળથી જગતને વિષે જીવો અનાદિકર્મના સંયોગવાળા હોય છે એ અનાદિ કર્મના સંયોગથી અત્યંતર સંસાર રાગાદિનો અને બાહ્ય સંસાર જન્મ મરણનો અનાદિ કાળથી ચાલ્યા કરે છે એમાં જ્ઞાન અને દર્શનનો ઉપયોગ જીવોને અનાદિ કાળથી ચાલ્યા કરે છે. એક અંતર્મુહૂર્ત જ્ઞાનનો ઉપયોગ એટલે વિશેષ બોધ (જ્ઞાન) રૂપે અને એક અંતર્મુહૂર્ત દર્શનનો ઉપયોગ એટલે સામાન્ય બોધ (જ્ઞાન) રૂપે ચાલ્યા જ કરે છે. એ દર્શનનો ઉપયોગ જીવ જ્યારે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે ત્યારે એના ક્ષયોપશમભાવની વૃદ્ધિ થાય છે. વ્યવહાર રાશિના એકેન્દ્રિયપણામાં એ જીવને દર્શન ઉપયોગના ક્ષયોપશમ ભાવથી આહાર સંજ્ઞા-ભય સંજ્ઞા-મેથુન સંજ્ઞા-પરિગ્રહ સંજ્ઞા સતેજ થતી જાય છે એટલે થોડો એ સંજ્ઞાઓનો ઉઘાડ વધતો જાય છે. એ સંજ્ઞાઓના ઉઘાડથી જીવ સામાન્ય ઉપયોગ રૂપ દર્શનથી મોહરાજાને સતેજ કરતો જાય છે એટલે રાગાદિ પરિણામને તીવ્ર બનાવતો જાય છે. આ રીતે જીવ સામાન્ય ઉપયોગ રૂપ જ્ઞાનથી એકેન્દ્રિયપણામાં સ્પર્શના ઇન્દ્રિયથી આહારના પુદ્ગલો ગ્રહણ કરતો હતો અને રાગાદિ પરિણામ કરતો હતો. એવી રીતે બેઇન્દ્રિય જીવ રસના ઇન્દ્રિયથી આહારના પુગલો ગ્રહણ કરતાં સ્વાદની પારખા કરી સારું લાગે તો ગ્રહણ કરે અને જીભને પસંદ ન પડે તો ગ્રહણ ન કરે એ લક્ષણ (ગુણ) સંસ્કારને પેદા કરી મજબુત કરે છે. તે ઇન્દ્રિય જીવ ધ્રાણેન્દ્રિયથી આહારના પુદ્ગલો સારા અનુકૂળ સ્વાદવાળા હોવા છતાં ગંધ ને પસંદ ન લાગે તો તે પુદ્ગલોનો આહાર કરતો નથી એ ગંધને પારખીને પ્રધાન પણે જીવન જીવનારો હોય છે. ચઉરીન્દ્રિય જીવો આંખથી પુદ્ગલને જોવાની શક્તિ મળેલી હોવાથી પુદ્ગલોમાં રહેલા વર્ણને Page 36 of 78 Page #37 -------------------------------------------------------------------------- ________________ જોઇને (લાલ, પીળા, લીલા, કાળા, સફ્ટ) જે વર્ણ પસંદ પડે-ગમે તેને જ ગ્રહણ કરે છે. બીજા પુગલોને નહિ. આ લક્ષણ આ ઇન્દ્રિયથી પેદા થાય છે અને એજ રીતે શ્રવણેન્દ્રિયથી શબ્દ સાંભળવામાં સારા શબ્દો સાંભળવા મલે તોજ ગમે નહિ તો નહિ. ઇત્યાદિ આ એક એક ઇન્દ્રિયોના ગુણોને પ્રાપ્ત કરતો-એને સાચવતો જીવ આ સામાન્ય ઉપયોગ રૂપ દર્શનથી એટલે દર્શન ગુણથી જીવ પોતાનો દુ:ખમય સંસાર વધારતો જાય છે એ સામાન્ય બોધરૂપ ગુણ જ્યારે જીવ સમજણના ઘરમાં આવે ત્યારે એને આ ગુણોની. ઓળખાણ પેદા થતી જાય છે અને એ ઓળખાણ થતાં પોતાને લાગે છે કે મેં આ સામાન્ય બોધથી રાગાદિ પરિણામ વધારીને મારા આત્માને કેટલો દુ:ખી કર્યો. દુ:ખમાં કેટલો કાળ મેં પસાર કર્યો. હવે મારા આત્માને દુ:ખી કરવો નથી. આવા વિચારથી આ સામાન્ય બોધ જે રાગાદિ પરિણામ વધારવામાં સહાયભૂત થતો હતો એના બદલે જે પદાર્થોમાં રાગાદિ કરવાથી રાગાદિનો નાશ થાય એવો પ્રયત્ન કરવા માટે ઇચ્છા કરતો જાય છે અને એ સામાન્ય બોધનો ઉપયોગ કરતો જાય છે એના કારણે જીવ ક્ષયોપશમ ભાવે સામાન્ય બોધને આત્મિક ગુણ ખીલવવા માટે ઉપયોગ કરતો જાય છે એમ કહેવાય. એમ કરતાં કરતાં જ્યારે જીવને સંપૂર્ણ મોહનીય કર્મનો ક્ષય થશે ત્યારે એ સામાન્ય ઉપયોગથી જીવને ક્ષાયિક ચારિત્રની પ્રાપ્તિ થશે એ ક્ષાયિક ચારિત્રની પ્રાપ્તિથી જીવો જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય એ કર્મોનો સંપૂર્ણ ક્ષય કરીને પોતાના આત્મામાં રહેલ કેવલ દર્શન ગુણને પેદા કરે છે. એ પેદા થયા પછી એક સમયે કેવલજ્ઞાન બીજા સમયે કેવલ દર્શન એમ સમયે સમયે જીવને સાદિ અનંતકાળ સુધી એ જ્ઞાન-દર્શના બદલાયા જ કરે છે. એ દર્શન ઉપયોગ એટલે દર્શન ગુણ આત્માનો કહેવાય છે. જ્યાં સુધી જીવ કેવલજ્ઞાન ન પામે ત્યાં સુધી એ જીવ છદ્મસ્થ કહેવાય છે એ છસ્થપણામાં જીવો ને એક અંતર્મુહૂર્ત વિશેષ બોધરૂપ જ્ઞાન ઉપયોગ અને સામાન્ય બોધરૂપ દર્શન ઉપયોગ ચાલ્યા કરે છે. પહેલા કોઇપણ પદાર્થનું જ્ઞાન કરવું હોય તો આ જીવોને એ પદાર્થનો સૌથી પહેલા સામાન્ય બોધ પેદા થાય છે પછી એક અંતર્મુહૂર્ત પછી વિશેષ બોધ થાય છે જ્યારે ઘાતી કર્મોનો ક્ષય થતાં જીવને પહેલા વિશેષ બોધરૂપ કેવલજ્ઞાન થાય છે અને સમય પછી સામાન્ય બોધ રૂપ કેવલ દર્શન થાય છે. ' છદ્મસ્થ જીવોને કોઇ લબ્ધિ પેદા થવાની હોય એટલે લબ્ધિ પેદા થાય તો તે વિશેષ બોધના. ઉપયોગમાં એટલે જ્ઞાનના ઉપોયગમાં થાય છે. અહીં લબ્ધિ એટલે આત્મિક ગુણ તરફ જવાનો, એ તરફ આત્માને લઇ જવાનો જે પરિણામ પેદા થાય તે લબ્ધિ કહેવાય છે, પણ અઠ્ઠાવીસ લબ્ધિમાંથી કોઇ લબ્ધિ અહીં લબ્ધિ રૂપે ગ્રહણ કરવાની નથી. આથી જીવ અપુનર્બધક દશાના પરિણામને પામે તે જ્ઞાનના ઉપયોગમાં જ પામી શકે છે પણ દર્શનના ઉપયોગમાં નહિ એમ ઉત્તરોત્તર પરિણામમાં જાણવું. ચારિત્રગુણ ચારિત્ર એટલે સ્થિરતા. સ્થિરતા ગુણને પણ આત્માની સાથે અભેદ રૂપે કહેલો છે માટે તે આત્માનું લક્ષણ ગણાય છે. જગતમાં રહેલા જીવોને સ્થિરતા વગર કોઇ પ્રવૃત્તિ થઇ શકતી નથી. ભલે પછી તે હેય પદાર્થોમાં સ્થિરતા રાખીને પ્રવૃત્તિ કરતો હોય કે ઉપાદેય પદાર્થમાં સ્થિરતા રાખીને કરતો હોય પણ સ્થિરતા તો. જોઇએ જ. એ સ્થિરતા વગર કોઇ જીવી શકતું નથી આથી જ એ આત્માનો ગુણ છે અને અભેદ રૂપે કહેલો છે. આજે આપણે પણ જે કાંઇ પ્રવૃત્તિઓ કરીએ છીએ તેમાં હેય પદાર્થોની પ્રવૃત્તિમાં જેટલી સ્થિરતા રહેલી હોય છે તેટલી કે એથી અધિક સ્થિરતા ઉપાદેય પદાર્થોની પ્રવૃત્તિમાં છે ? લગભગ નથી. સંસારની ઘર આદિની પ્રવૃત્તિઓની સ્થિરતા એ હેય પ્રવૃત્તિની સ્થિરતા ગણાય છે અને દેવ, ગુરૂ, ધર્મની Page 37 of 78 Page #38 -------------------------------------------------------------------------- ________________ આરાધનાનાં અનુષ્ઠાનોની જે ક્રિયાઓ તે ઉપાદેયની સ્થિરતાવાળી ગણાય છે. હેય પદાર્થોમાં સ્થિરતા અનાદિકાળથી જીવ સાથે લઇને તો હોય છે. એક ભવમાંથી બીજા ભવમાં અને ભવોભવમાં સુખની શોધની પ્રવૃત્તિ સ્થિરતા પૂર્વકની ચાલ્યા જ કરે છે. જ્યારે દેવ, ગુરૂ, ધર્મની પ્રવૃત્તિ કરતાં કરતાં સ્થિરતા પુરૂષાર્થથી પેદા કરવાની છે. દેવ, ગુરૂ, ધર્મની પ્રવૃત્તિ પુરૂષાર્થ રૂપે ચાલુ છે પણ તેમાં સ્થિરતા વધતી જાય છે એવી અનુભૂતિ થાય છે ખરી ? જ્યાં સુધી આત્મામાં મિથ્યાત્વનો ઉદય હોય છે ત્યાં સુધી ઉપાદેય પદાર્થોની પ્રવૃત્તિમાં સ્થિરતા આવતી જ નથી. આથી જ એ ક્રિયાઓનો પ્રવૃત્તિ અનંતીવાર અનંતા ભવને આશ્રયીને કરી પણ સ્થિરતા લાવવાના ધ્યેયથી બની નથી. આથી જ કુટુંબ-ધના આદિ પદાર્થોમાં જેટલી સ્થિરતા છે એટલી સ્થિરતા દેવ, ગુરૂ, ધર્મમાં દેખાતી નથી. આનું મુખ્ય કારણ એ પણ જણાય છે કે કલ્યાણકારી એટલે આત્માને કલ્યાણ કરનારી પ્રવૃત્તિઓ જ્ઞાનીઓએ જે કહી છે તે કલ્યાણકારી માનીએ છીએ ખરા ? આપણને કલ્યાણકારી લાગે છે ખરી ? જો એ ક્રિયાઓ કલ્યાણકારી માનીને કરીએ તો જરૂર તે પ્રવૃત્તિમાં સ્થિરતા આવે અને મને સ્થિરતા હવે પેદા થાય છે એવી પ્રતિતી પણ જરૂર થાય. માટે જ્ઞાની ભગવંતો કહે છે કે જ્ઞાન એ શ્રધ્ધાને લાવનારૂં અને આવ્યું હોય તો શ્રધ્ધાની મજબૂતાઇ કરાવનારૂં છે તેમ ક્રિયા એ સ્થિરતાને લાવનારી છે. જેટલી ક્રિયા વિશેષ રીતે કરતો જાય તેમ તેમ સ્થિરતા પેદા થતી જ જાય. એકલું જ્ઞાન મેળવી ધ્યાનમાં બેસી જવાથી સ્થિરતા આવતી જ નથી હું તો ધ્યાન કરીશ પણ ક્રિયા નહિ કરું એમ કહી ધ્યાનમાં બેસી જાય તેને જ્ઞાનીઓએ મિથ્યાદ્રષ્ટિ જીવો કહ્યા છે. એ પોતાનું કલ્યાણ કરી શકે નહિ અને અનેકનું પણ કલ્યાણ કરી શકે નહિ માટે જ્ઞાનીઓએ જ્ઞાન અને ક્રિયા બન્નેથી મોક્ષ કહ્યો છે. ક્રિયાની આરાધનામાં જેટલું મન સ્થિર થતું જાય એટલો મોક્ષ નજીક થતો જાય પણ ક્યારે ? કલ્યાણકારો આ જ પ્રવૃત્તિ છે. આના સિવાયની પ્રવૃત્તિ કલ્યાણકારી નથી જ આવી પ્રતિતી રૂપ સ્થિરતા પેદા થયેલી હોય તો. માટે કલ્યાણકારી માર્ગમાં સ્થિરતાની જરૂર છે. એ સ્થિરતાથી જ હેય પદાર્થોની સ્થિરતાને તોડવાની છે. ઉપાદેય પદાર્થોમાં સ્થિર બુદ્ધિ પેદા કરવા માટે વારંવાર ક્રિયા કરવાનું વિધાન કહ્યું છે એક બે વાર ક્રિયા કરવાથી સ્થિરતા આવતી નથી. વારંવાર ક્રિયાઓનાં સંસ્કાર પડતાં જાય અને સ્થિરતા કેટલી વધે છે તે જોતાં જઇએ તો જ હેય પદાર્થોની સ્થિરતા જરૂર તૂટે-તે સંસ્કારો. નાશ પામે. આથી જ જ્ઞાનીઓ કહે છે કે સ્થિરતા લાવવાનો રસ્તો ક્રિયા છે. ધ્યાતા-ધ્યેય અને ધ્યાન સ્વરૂપે તન, મન, ધ્યાન લગાય એમ કહ્યું છે. એ ત્રણેનો એકાકાર પરિણામ પેદા થાય તે સમાપત્તિ ભાવ કહેવાય. છે. સંસારમાં જીવોને સમાપતિ ભાવ ચાલુ જ છે. ધ્યાતા = પોતે. ધ્યાન = હેય પદાર્થોમાં ઉપાદેય બુદ્ધિનું અને તેની વૃત્તિનું ધ્યેય = તે પદાર્થને પ્રાપ્ત કરવા માટેની ક્રિયા આ સમાપત્તિ ભાવ ચાલુ જ છે. સંસારી સઘળા ય જીવો આ રીતે જ પ્રવૃત્તિ કર્યા કરે છે. જેને જેવી શક્તિ પણ આ ભાવ તો ખરો ને ? ચારિત્ર એટલે ક્રિયા અને દર્શન = શ્રધ્ધા. જે પદાર્થોમાં શ્રધ્ધા ન હોય તો તે પદાર્થોને મેળવવાની ક્રિયા કરે ? અને શ્રધ્ધા. હોય તો મેળવવાનો મેળવેલાને જાળવવાની અને સાચવવાની ક્રિયા કરવાનું ચાલુ જ હોય છે ને ! તે ધ્યાન માટે શરૂઆતથી ધ્યાનમાં બેસાય નહિ. પહેલા ધર્મની ક્રિયા કરવાની. તે ધર્મના જ્ઞાનનો અભ્યાસ કરવાનો અને તેનો સ્વાધ્યાય કરીને દ્રઢ કરવાનું અને તેમાં મનની સ્થિરતા રાખવા માટે વારંવાર ક્રિયા કર્યા કરવાની પછી આગળ વધીને જે જે અનુષ્ઠાનોમાં સ્થિરતા આવતી હોય તે પ્રમાણે તે તે ક્રિયામાં ધ્યાના સ્થિર કરવાનું કહ્યું છે માટે જૈન શાસનમાં મંદિરે જવાની ક્રિયાથી શરૂ કરીને ચારિત્ર સુધીની બધી જ ક્રિયાને ધ્યાન રૂપે કહેલી છે. જે જીવોને જે ક્રિયામાં સમાધિ વિશેષ રહેતી હોય-સ્થિરતા વિશેષ રહેતી હોય તેમાં વિશેષ ટાઇમ માટે પણ બીજી ક્રિયાઓ પોતાના જીવનમાંથી છોડે નહિ એટલે ત્યાગ ન કરે. જગતમાં સઘળાંય જીવોને અવિરતિ રૂપ ચારિત્ર હોય છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીનાં જીવને આ ચારિત્ર ઉદય રૂપે (અવિરતિ ચારિત્ર) ચાલુ જ રહે છે એકથી ચાર ગુણસ્થાનક સુધી એનો ઉદય હોય છે Page 38 of 78 Page #39 -------------------------------------------------------------------------- ________________ અને પાંચમાં ગુણસ્થાનકમાં પણતેનો થોડો ઘણો ઉધ્ય ચાલુ રહે છે. છઠ્ઠા ગુણસ્થાનકમાં આ અવિરતિ ચારિત્રનો ઉદય હોતો નથી. પહેલા ગુણસ્થાનકે રહેલો જીવ અપુનબંધક દશાના પરિણામ પેદા કરીને દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરતાં કરતાં તેમાં સ્થિરતા મેળવવા માટેની જે પ્રવૃત્તિઓ કરે છે તે ક્રિયાઓને સદ્યારિત્ર કહેવાય છે. આત્મિક ગુણો પેદા કરવાના હેતુથી જીવ ધર્મની જે કોઇ પ્રવૃત્તિ કરે છે તેમાં સ્થિરતા પેદા થવાની જ અને તેજ આત્માનો ચારિત્ર ગુણ છે એમ જ્ઞાનીઓ કહે છે સિધ્ધિગતિમાં તે સ્થિરતા રૂપ ગુણ સંપૂર્ણ અને કાયમનો છે જ્યારે પહેલા ગુણસ્થાનકે તેના અંશ રૂપે સ્થિરતા રૂપ ગુણ હોય છે. આ આત્મિક ગુણનો આંશિક આસ્વાદ જે પેદા થાય છે તેમાં એટલી બધી શક્તિ અને તાકાત હોય છે કે એની અપેક્ષાએ દુનિયાના ઉંચામાં ઉંચી કોટિના પદાર્થોને વિષે સુખનો આસ્વાદ કાંઇ જ નથી, બિંદુ માત્ર પણ હોતો નથી. એવો આસ્વાદ એ આત્મિક સુખની અનુભૂતિના આસ્વાદમાં રહેલો છે. આવા આસ્વાદની અનુભૂતિના પ્રતાપે જીવને અનુકૂળ પદાર્થોનો રાગ ઓળખાઇ જાય છે અને તેની ઓળખ થતાં. તે પદાર્થોમાં જે સુખની બુધ્ધિ હતી તે નાશ પામતી જાય છે. આવી અનુભૂતિ જ્યાં સુધી પેદા થાય નહિ ત્યાં સુધી જીવને મોક્ષની રૂચિ-મોક્ષની ઇરછા મોક્ષનો અભિલાષ અંતરથી પેદા થાય નહિ અને એ ઇચ્છા કે અભિલાષ પેદા કરવાનું મન ન થાય અને ધર્મક્રિયાઓ જીવનમાં ચાલુ હોય અને તેમાં આનંદની અનુભૂતિ થાય તે અનુભૂતિ મોહના ઘરની ગણાય છે કારણ કે અવિરતિ ચારિત્રના ઉદયે એ ક્રિયા કરતાં કરતાં આંશિક આનંદ મોહરાજા પણ કરાવી શકે છે માટે તે અનુભવ કરવાનો નથી પણ સંડ્યારિત્ર રૂપે જે આસ્વાદ કહ્યો છે તેનો અનુભવ કરવાનો છે આ અનુભવ થાય તોજ મિથ્યાત્વની મંદતા થઇ કહેવાય એને જ ક્ષયોપશમ ભાવે ધર્મ પ્રાપ્ત કરવા માટેનું બીજ શરૂ થયું એમ કહેવાય છે. આ બીજ પેદા કરોને તેમાં સ્થિરતા કેળવવાનો પ્રયત્ન કરવો એજ ચારિત્ર ગુણ કહેવાય છે અને એ પ્રયત્ન કરતાં કરતાં જ્યારે સંપૂર્ણ પ્રયત્નપૂર્ણ થાય ત્યારે સંપૂર્ણ આત્મિક સ્વરૂપ પ્રગટ થાય છે. તે સંપૂર્ણ ચારિત્રની પ્રાપ્તિ કહેવાય છે. (૪) તપ એ પણ આત્માનું લક્ષણ છે. ઇચ્છા નિરોધ રૂપ તપ એ તપ કહ્યો છે. ઇચ્છાઓના અભાવનું સુખ તેજ તપનું સુખ-એ આત્માનું જ સુખ છે. આપણે જે નવકારશી-પોરસિ-સાઢપોરસિ-પરિમુઢ બેસણું-એકાસણું-આયંબિલ-ઉપવાસ-છઠ્ઠ આદિ જે તપ કરીએ છીએ તે તપ નહિ એ તપ આપણે જે કરીએ છીએ તેનાથી તો ઇચ્છાઓ પોષાય છે. અનુકૂળતાઓને સાચવીને આપણે એ તપ કરીએ છીએ માટે તે તપ કહેવાય નહિ. ભલે નવકારશી કરતો. હોય પણ તે નવકારશીના તપથી ખાવા પીવાના પદાર્થોની ઇચ્છાઓનો સંયમ થતો હોય તો તે નવકારશીને તપ કહેવાય છે. જો ઉપવાસાદિ કરવા છતાં ઇચ્છાઓનો સંયમ થતો ન હોય તો તે તપ કહેવાતો નથી. માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે જીવનમાં એક લાખ આયંબિલ કરે અને પારણામાં બે કલાક સ્વાદ કરે તો એક લાખ આંયિબલથી જે પુણ્ય બંધાયું હોય તેનાથી વિશેષ પાપબંધ પણ થાય એવી જ રીતે જીવનમાં દશા ઉપવાસ કરે-અટ્ટાઇ કરે અને પારણામાં પાંચ મિનિટ સ્વાદ કરે તો દશ ઉપવાસ કે અઠ્ઠાઇથી બંધાતા પુણ્ય કરતાં પાપ બંધ વિશેષ થાય છે. આના ઉપરથી વિચાર કરો કે રસનેન્દ્રિય કેટલી ભયંકર કોટિની છે. એટલેજ જ્ઞાનીઓ કહે છે કે પાંચ ઇન્દ્રિયોમાં રસનેન્દ્રિય પ્રધાન છે જો રસનેન્દ્રિય કાબુમાં આવેતો બાકીની ઇન્દ્રિયો સહજ રીતે કાબુમાં આવવા લાગે. તપનો અભ્યાસ પાડતાં પાડતાં જીવ વારંવાર તપ કરે પણ એની સાથે બીજી ઇન્દ્રિયોનો સંયમ થતો ન દેખાય અને ઘોડાપૂરની જેમ વિષયોમાં જોડાતી હોય તો તે કરેલો તપ એ સમ્યફતપ નથી ઇચ્છાઓનો નિરોધ જે તપથી થતો દેખાય તે જ ખરેખર તપ છે એ ઇરછાનિરોધના સુખની અનુભૂતિથી જીવોને કોઇપણ અનુકૂળ પદાર્થોના સુખનો ઇરછા થતી નથી ઠીક છે મળ્યું છે ખાઇ લ્યો-ભોગવી લ્યો એ વિચાર હોય છે પણ Page 39 of 78 Page #40 -------------------------------------------------------------------------- ________________ તે પદાર્થોની ઇચ્છાઓ થતી નથી કારણકે અનુકૂળ પદાર્થોમાં જે સુખ અનુભૂતિ છે એ પદાર્થોની જે ઇચ્છાઓ છે એ એવી છે કે કોઇ એક પદાર્થની ઇચ્છા થઇ પુણ્યોદયથી એ પદાર્થ મલી ગયો એટલે એનાથી ચઢીયાતા પદાર્થની ઇચ્છા થવાની જ. એ પદાર્થ મલે એટલે એનાથી ચઢીયાતા પદાર્થની ઇરછા થવાની જ. આ પરંપરા ચાલ્યા જ કરતી હોય છે એના કારણે મળેલા કે મેળવેલા પદાર્થને પણ તેનાથી સારા પદાર્થની ઇચ્છાઓથી તે ભોગવી શકાતા નથી અને ભોગવતા પણ તે પદાર્થમાં જીવને સુખની અનુભૂતિ થતી નથી. દુનિયાના અનુકૂળ પદાર્થોમાં એ સ્વભાવ રહેલો છે માટે જ્ઞાની ભગવંતો એ પદાર્થોને દુ:ખરૂપ-દુ:ખ ફ્લક અને દુઃખાનુબંધિ કહે છે. એ પદાર્થ સુખ આપનારો થતો નથી જ્યારે ઇચ્છાઓનો અભાવ થવા માંડે એ સુખની અનુભૂતિ જીવને થાય એટલે જે પદાર્થ મલે તે પદાર્થની અધિકપણાની તેમજ એનાથી સારાપણાના. પદાર્થની ઇચ્છા થતી નથી અને એથી જ મળેલા પદાર્થને તેમાં જે પ્રમાણે સુખ રહેલું હોય તે સુખની અનુભૂતિથી ભોગવી શકે છે એ આ સંસારમાં રહીને પણ જીવ અનુભૂતિ કરી શકે છે તો આટલી આંશિક અનુભૂતિથી પદાર્થની ઇચ્છાના અભાવ રૂપ સુખ અનુભવાય તો જ્યાં સદા માટે ઇચ્છાનિરોધ એટલે ઇરછાનો અભાવ જ હોય એમનું સુખ કેવું હશે ? એ અનુભવ કેવો હશે ? એ વિચાર થઇ શકે છે એ જે સુખ એ સુખને જ્ઞાનીઓ મોક્ષનું-આત્માનું સુખ કહે છે. એ સુખ આપણા અત્મામાં જ રહેલું છે. માટે જ જ્ઞાનીઓએ ઇચ્છાઓને જ દુ:ખનું મૂલ કહેલું છે. જેટલી પર પદાર્થની ઇચ્છાઓ વધારે એટલો જીવ દુ:ખી વધારે માટે જૈન શાસનમાં ત્યાગની પ્રધાનતા કહી નથી વૈરાગ્યપૂર્વકના ત્યાગની પ્રધાનતા કહેલી છે. બાહ્ય પદાર્થોનો-પરિગ્રહનો ત્યાગ કરવો એ ત્યાગ કહેવાય છે પણ તે પદાર્થોનો ત્યાગ ન થાય તો પણ ઇચ્છાઓનો સંયમ કરવો અને પછી ત્યાગ કરવો એવા ત્યાગની કિંમત છે એકલા ત્યાગની નહિ . માટે જૈન શાસનના મુનિ એટલે ઇચ્છાના ત્યાગપૂર્વક એટલે ઇચ્છાઓના સંયમ પૂર્વક બાહ્ય પરિગ્રહના ત્યાગી કહેવાય છે એટલે મુનિઓ જે છે તે બાહ્ય અત્યંતર પરિગ્રહના ત્યાગી ગણાય છે. બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરી અત્યંતર પરિગ્રહનો ત્યાગ કરવાનો અભ્યાસ કરતો જાય. જ્યારે શ્રાવકોને એટલે બાહ્ય પરિગ્રહનો ત્યાગ ઇચ્છાના નિરોધના હેતુથી કરતાં જવાનો છે. માટે જ્ઞાનીઓએ ઇચ્છાનિરોધ રૂપ તપ એ આત્માનો ગુણ છે એમ કહેલ છે. તે પામવા માટે જ દેવ, ગુરૂ, ધર્મની આરાધના કહેલી છે. (૫) વીર્ય નામનું લક્ષણ અનાદિ કાળથી જીવ અનાદિ કર્મના સંયોગથી પરાધીન પણે જીવે છે માટે જ્યાં જ્યાં મરણ પામી. જ્યાં જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં ત્યાંથી પુદ્ગલોનો આહાર કરી તેમાંથી શક્તિઓને પેદા કરી કરીને જીવી રહેલો છે પણ એને પોતાના આત્માની વીર્ય શક્તિ શું છે તે જાણવાની-જાણીને મેળવવાની ઇરછા જ પેદા થતી નથી માટે પુગલના સંયોગવાળી શક્તિને જ પોતાની શક્તિ છે એમ માનીને પોતે જીવી રહેલો હોય છે. જ્યારે વીર્યંતરાય કર્મનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે જ જીવને અનંત વીર્ય નામની શક્તિ પેદા થાય છે. એ શક્તિ ત્યારે જ પેદા થાય છે કે મોહનીય કર્મનો સંપૂર્ણ નાશ થાય એટલે ક્ષાયિક ચારિત્ર રૂપ આત્મરમણતાની સ્થિરતા રૂપ ગુણ પેદા થાય પછી જ જીવ સંપૂર્ણ વીઆંતરાયનો ક્ષય કરી શકે છે અને પછી જ જીવને અનંતવીર્ય શક્તિ પેદા થાય છે. વીર્યંતરાયના ક્ષયોપશમ ભાવથી આત્મામાં રહેલી જે વીર્ય શક્તિ છે તે પુદગલોના સંયોગથી થોડી ઘણી અનુભવાય છે પણ સ્વતંત્રપણે અનુભવાતી નથી. પુદગલોમાં જે શક્તિ રહેલી છે તેના કરતાં આત્માના અસંખ્ય પ્રદેશોમાંથી એક પ્રદેશમાં પણ અનંતગણી અધિક વીર્ય શક્તિ રહેલી હોય છે. શ્રી તીર્થંકર પરમાત્માઓને વીઆંતરાયના ક્ષયોપશમ ભાવથી છેલ્લે ભવે પુદ્ગલના સંયોગથી જે શક્તિપદા થાય છે એવી શક્તિ જગતમાં બીજા કોઇપણ જીવોમાં હોતી નથી કેજે શક્તિથી એક અંગૂઠો Page 40 of 78 Page #41 -------------------------------------------------------------------------- ________________ માત્ર દબાવવાથી આખું વિશ્વ એટલે બ્રહ્માંડ ડોલાયમાન થઇ જાય છે. મેરૂપર્વત ઉપર જન્માભિષેક વખતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ ઇન્દ્રની શંકાને દૂર કરવા માટે એક અંગૂઠો દબાવ્યો તેમાં તો અચલા શાશ્વત ગમે તેવા વાયરાનો ઝંઝાવાત આવે તો પણ ડોલાયમાન ન થાય એ મેરૂ પર્વત ડોલાયમાન થઇ ગયો. જગતમાં પહાડો ડોલવા લાગ્યા વૃક્ષો પડવા લાગ્યા ઇન્દ્ર મહારાજા વિચાર કરવા લાગ્યા કે આવા સારા સમયે આ શું બન્યું ? પણ ઉપયોગ મુકીને જોયું તો લાગ્યું કે મારી ભૂલ થયેલી છે. ભગવાન પાસે માફી માગી ત્યારે બસ્થિર થયું. તો એક અંગૂઠામાં આટલી શક્તિ રહેલી છે. એવી જ રીતે વાલી મુનિ અષ્ટાપદ પર્વત ઉપર કાઉસ્સગ ધ્યાને રહેલા છે તે વખતે વીર્યંતરાયના ક્ષયોપશમ ભાવથી એમને જે શક્તિ પેદા થઇ છે એ કેવી હતી ખબર છે ? રાવણ જ્યારે પોતાના વિમાનમાં બેસીને વા નીકળ્યો છે અને અષ્ટાપદ પર્વત ઉપરથી પસાર થાય છે તે વખતે તેનું વિમાન સ્થંભીત થાય છે એટલે વિમાન નીચે ઉતારીને જૂએ છે કોને થંભીત કર્યું. તેમાં આ વાલી મુનિ દેખાણાં એટલે રાવણને ગુસ્સો ચડ્યો છે કે આ મહાત્માને તીર્થ સાથે ઉપાડી સમુદ્રમાં ફ્રી દઉં એ વિચારથી નીચે ઉતરી જમીનની અંદર પેસી આખો અષ્ટાપદ પર્વત ઉપાડે છે તે વખતે મહાત્માએ જોયું કે આ તીર્થનો નાશ થશે માટે કાઉસ્સગપારી જમીન ઉપર એક અંગૂઠો દબાવે છે તેના કારણે જમીન નીચે બેસવા માંડી તેમાં રાવણ સપડાઇ ગયો છે નીકળી શકતો નથી નીકળવાની બૂમો મારે છે અને પોતાની ભૂલ સમજાતાં મિચ્છામિ દુક્કડું આપે છે. ત્યારે વાલી મુનિ અંગૂઠો લઇ લે છે. અધ્ધર કરે છે અને રાવણ નીકળે છે આથી વિચારો કેટલી શક્તિ વીર્યની પેદા થયેલી છે પણ તેનો ઉપયોગ શેને માટે કરે છે ? પોતાના કર્મોને ખપાવવા માટે. આજે આપણને મળેલી શક્તિનો શું ઉપયોગ કરી રહ્યા છીએ એ વિચારો ! એવી જ રીતે ચરમ શરીરી એવો અંજના સતીનો પુત્ર હનુમાન જન્મતાની સાથે જે વીર્યંતરાયના ક્ષયોપશમ ભાવથી શક્તિ લઇને આવ્યો છે કે જે પોતાની માતા તેમના ભાઇની સાથે વિમાનમાં બેસીને પુત્રને ખોળામાં લઇને ભાઇને ત્યાં જાય છે ત્યાં વિમાન આકાશમાં ઉડતાં ચાલે છે અને હનુમાન હાથમાંથી પડ્યો અને બહાર નીકળીને કોઇ પહાડ ઉપર પછડાયો તો તેની શક્તિથી પહાડના ટૂકડા થઇ ગયા પણ હનુમાનને કાંઇ થયું નથી. એતો ઉપરથી હસે છે. આ બધી શક્તિઓ પુદ્ગલના. સંયોગથી વીર્યંતરાય કર્મના ક્ષયોપશમ ભાવથી પેદા થાય છે તો કર્મના સંયોગ વગરની શક્તિ કેટલી હશે. અને કેવી ઉંચી કોટિની હશે એનો ખ્યાલ આવે છે ? આ બધા જીવો આવી શક્તિનો ઉપયોગ કરીને પોતાના કર્મોનો નાશ કરતા હતા. જ્યારે આજના જીવોને જો આવી શક્તિઓ પેદા થાય તો શું કરે ? માટે એ શક્તિ મલી નથી એજ સારું છે ને ! આજે જે વીર્યંતરાયના ક્ષયોપશમથી શક્તિ મળેલી છે તેનો દેવ, ગુરૂ, ધર્મની બાબતમાં વધારે ઉપયોગ થાય છે કે સંસારીક કાર્યોમાં તેનો ઉપયોગ વધારે થાય છે. મળેલી શક્તિનો જેટલો સંસારી કાર્યોમાં ઉપયોગ કરીએ છીએ તે દુરૂપયોગ કહેવાય છે અને એ દુરૂપયોગથી જીવો એવું કર્મ ઉપાર્જન કરતાં જાય છે કે મર્યા પછી આટલી પણ શક્તિ મળશે નહિ અને દેવ, ગુરૂ, ધર્મમાં જેટલો ઉપયોગ કરતો જાય તે સદુપયોગ કહેવાય છે એ સદુપયોગથી ભવાંતરમાં આના કરતાં વધારે શક્તિ પેદા થતી જાય એવું કર્મ બંધાતું જાય છે. આપણે શું કરવું છે ? અને શું કરી રહ્યા છીએ ? માટે પુગલના સંયોગની પરતંત્રતા દૂર કરવા ભાવના હોય તો આત્માની સ્વતંત્રદશાને ઓળખવી પડશે એ ઓળખવા માટે જ મળેલી શક્તિનો ઉપયોગ શેમાં કરવાનો છે ? એ જાણો છો ? અનાદિકાળથી જીવા અનુકૂળ પદાર્થોમાં ગાઢરાગ વાળો બનેલો છે અને પ્રતિકૂળ પદાર્થોમાં ગાઢ દ્વેષ વાળો બનેલો છે એને ઓળખીને એ ગાઢ રાગનો નાશ કરવામાં અને ગાઢ દ્વેષનો નાશ કરવામાં ઉપયોગ કરવાનો કહેલો છે. એ શક્તિનો ઉપયોગ દેવ,ગુરૂ, ધર્મની આરાધનાના અનુષ્ઠાનોની ક્રિયા કરતાં કરતાં આપણો અનુકૂળ પદાર્થો પ્રત્યેનો રાગ કેટલો ઘટતો જાય છે અને દેવ, ગુરૂ, ધર્મ પ્રત્યે કેટલો રાગ વધતો જાય છે એ જોતાં જવાનું કારણ જ્યાં સુધી પોતાની ગ્રંથી ઓળખવાની ઇચ્છા પેદા ન થાય ત્યાં સુધી આત્મદર્શનનાં સુખની Page 41 of 78 Page #42 -------------------------------------------------------------------------- ________________ ઝાંખી પણ થાય નહિ. આજે ઘણાં કહે છે કે અમોને ધ્યાન કરતાં કરતાં આંશિક આત્મદર્શનની અનુભૂતિ થાય છે. પ્રકાશ પ્રકાશ જેવું દેખાય છે તો જ્ઞાનીઓ કહે છે કે એ આત્મદર્શન નથી જગતમાં એવા ઘણાં પુદગલો પ્રકાશવાળા રહેલા છે કે જે આપણે ચક્ષથી જોઇ શકતા નથી. એવા પુગલોને તે ધ્યાનના માધ્યમથી-મનની સ્થિરતાથી દેખી શકે. આત્માતો અરૂપી છે તેનું સુખ પણ અનંતવીર્ય રૂપે અરૂપી છે એ કોઇ દિ' દેખી શકાય નહિ માટે એવા પુગલોના દર્શનને આત્મદર્શન થયું-આત્માને જોયો કેવા પ્રકારનો છે એ ખબર પડી એમ જે માનવું તે મિથ્યાજ્ઞાન રૂપે બની શકે છે. બાકી આત્માને આત્મપ્રદેશોને કેવલજ્ઞાનો સિવાય કોઇ જોઇ શકતું નથી. આ કાળમાં કેવલ જ્ઞાન છે નહિ માટે તે દેખાય નહિ. પણ એ આત્મદર્શનની. આંશિક અનુભૂતિ જરૂર થઇ શકે છે તે અનુભૂતિ ધ્યાનથી થતી નથી પણ ગ્રંથીભેદથી થઇ શકે છે. અનાદિ કાળથી ભટકતો એવો જીવ અનુકૂળ પદાર્થોમાં સુખની શોધ કર્યા કરે છે અને આ સુખ સર્વસ્વ રૂપે એજ છે. એવી એની દ્રઢ માન્યતા છે એ માન્યતાના પ્રતાપે જેમ જેમ પુણ્યના ઉદયથી અનુકૂળા સામગ્રી મલતી જાય છે તેમ તેનો રાગ ગાઢ થતો જાય છે પણ એને ખબર નથી કે દુનિયામાં આનાથી ચઢીયાતું સુખ છે અને તે મારી પાસે મારા આત્મામાં જ રહેલું છે. અનુકૂળ પદાર્થોન સુખ ઇચ્છા મુજબનું મલ્યા પછી બીજી અનેક ઇચ્છાઓ સુખની પેદા કરાવે છે માટે એ સુખને જ્ઞાનીઓ દુ:ખરૂપે કહે છે. જ્યારે આત્મામાં રહેલું સુખ એવા પ્રકારનું છે કે જેની આંશિક અનુભૂતિ પેદા થાય એટલે દુનિયાનું સુખ એની આગળ કાંઇ જ નથી એવી એને અનુભૂતિ થાય છે અને એ સુખની અનુભૂતિથી સુખની ઇચ્છા એજ દુ:ખ કરનાર દુ:ખની પરંપરા વધારનાર છે એમ એને લાગે છે. એ પોતાના આત્મામાં રહેલી ગ્રંથીની ઓળખ કહેવાય છે. એ રીતે ઓળખ થવા માંડે અને દેવ, ગુરૂ, ધર્મની આરાધના થતી જાય તો ભગવાન જે સુખની અનુભૂતિ કરે છે તે મેળવવાની ઇચ્છા થાય. આ સુખને મેળવવાની ઇચ્છા થવી એને જ જ્ઞાનીઓ મોક્ષની. ઇચ્છા મોક્ષનો અભિલાષ કહે છે. આ મોક્ષનો અભિલાષ પેદા થાય એવી દશાના પરિણામ આવે તેને અપુનર્ધધક દશાના પરિણામ કહે છે. એ પરિણામના પ્રતાપે એ ઇચ્છા મુજબ સુખની અનુભૂતિ કરવા માટે જ્યાં જ્યાં એ સુખ, કેવી રીતે મેળવાય-અનુભૂતિ કરી શકાય એનું જ્યાં જ્ઞાન મલતું હોય તે જ્ઞાન મેળવવા. માટે જવાની ઇચ્છા થાય તે ઇરછા યોગ કહેવાય છે. એ જ્ઞાન મેળવતાં દુનિયામાં જ્યારે જ્યારે કામકાજ કરતાં નવરાશનો ટાઇમ મલે એટલે તે જ્ઞાનના વિચારો ને વારંવાર યાદ કર્યા કરે એનાથી અંતરમાં નવી નવી ભાવનાઓ રૂપે વિચારો આવ્યા કરે એ વિચારો ગુરૂપાસે જઇ પ્રગટ કરે. ગુરૂ ભગવંત કહે ભાઇ તમોને જે વિચારો આવે છે એજ વિચારોને જ્ઞાની ભગવંતોએ શાસ્ત્રોમાં લખ્યા છે એટલે એ સાંભળીને એ જીવને અંતરમાં થાય શાસ્ત્રોમાં એજ મારી વાતો આવે છે ? જ્ઞાનીઓ પહેલેથી જાણતા હતા ! અને જ્ઞાનીઓએ એ વાતોને શાસ્ત્રોમાં લખીને અમારા પ્રત્યે કેટલો ઉપકાર કરેલો છે. એવી વિચારણા કરતાં કરતાં શાસ્ત્ર પ્રત્યે બહુમાન અને આદરભાવ પેદા થાય અને પછી જીવ દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરતાં મન, વચન, કાયાનું સામર્થ્ય પેદા કરીને એ ગ્રંથી પ્રત્યે ગુસ્સો વધારતાં વધારતાં એને ભદવા માટેનો પ્રયત્ન કરતો જાય છે. એ સામર્થ્ય યોગ કહેવાય છે. જેમ જેમ જીવ સામર્થ્યથી ગ્રંથી પ્રત્યે ગુસ્સો વધારતો જાય છે. તેમ તેમ જીવ અનુકૂળ પદાર્થોથી નિર્ભય બનતો જાય છે. એટલે હવે ભય રહિત થતો અભય રીતે જીવન જીવવાની શક્તિ પેદા કરતો જાય છે. એ રીતે જીવન જીવતાં હવે ખેદ રહિત પણે દેવ, ગુરૂ, ધર્મની પ્રવૃત્તિ કરતો જાય છે અને પોતાના દોષોને ઓળખીને દૂર કરવા પ્રયત્ન કરતો જાય છે. બીજાના દોષો દેખાય તો તેના પ્રત્યે કરૂણા ભાવ પેદા કરતો જાય છે. આ રીતે અભય. અખેદ અને અન્વેષને પેદા કરતો મૈત્રી-પ્રમોદ-કારણ્ય અને માધ્યસ્થ ભાવ પેદા કરતો ગ્રંથી પ્રત્યે ગુસ્સો અત્યંત વધારતો જાય છે. એ ગુસ્સો વધારતાં વધારતાં જ્યારે અનંતાનુબંધિ અનંતાનુબંધિ જેવો ક્રોધ પેદા થાય છે ત્યારે જીવ ચરમયથાપ્રવૃત્તકરણને પામે છે. જ્યાં એનો પરિણામ (તપ્ત લોહ પદ ધૃતિ સમીજી પેહલી પાપ પ્રવૃત્તિ) એટલે કે સંસારની સાવધ વ્યાપારવાળી પ્રવૃત્તિ એના વિચારો તપાવેલા લોઢા ઉપર ચાલવા જેવી ભાસે છે. આવો પરિણામ સ્થિર થાય Page 42 of 78 Page #43 -------------------------------------------------------------------------- ________________ પછી જ અપૂર્વકરણ નામનો અધ્યવસાય પેદા થાય છે. એટલે કે અત્યાર, સુધીમાં કોઇવાર પેદા થયેલો. નથી એવો અપૂર્વ આનંદ રૂપે અધ્યવસાય પેદા થાય છે કે જે અધ્યવસાયને જ્ઞાનીઓએ તીક્ષ્ણ કુઠારા (કુહાડા) જેવો વ્હેલો છે. એવો અધ્યવસાય થાય ત્યારે જ ગ્રંથીભેદ થાય છે. આ ગ્રંથીભેદ અતાત્વિક યોગના સામર્થ્યથી પેદા થાય છે અને ત્યાર પછી એક અંતર્મુહુર્તે અનિવૃત્તિકરણ અધ્યવસાય પેદા થાય અને એનું અંતર્મુહુર્ત પૂર્ણ થાય પછીજ જીવને ઉપશમ સમકીતની પ્રાપ્તિ થાય છે. એ ઉપશમ સમકીતની. પ્રાપ્તિના કાળમાં એટલે એના અંતરમાં એવો અત્યંત આનંદ પૂર્વકનો અનુભવ થાય છે કે જે આનંદને કેવલજ્ઞાની ભગવંતો પણ વચનથી વર્ણવી શકતા નથી એટલે એનું વર્ણન થઇ ન શકે એવો આનંદ થાય છે. માટે મળેલી વીર્ય શક્તિનો આ રીતે ઉપયોગ કરવામાં આવે તોજ જીવ અનંત વીર્યને વહેલી તકે પ્રાપ્ત કરી. શકે. ગ્રંથીભેદ જે સમયે થાય છે તે સમયથી ક્ષયોપશમ ભાવે ધર્મની પ્રાપ્તિ થાય છે. એ જીવ જ્યારે આઠમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી તાત્વિક સામર્થ્ય યોગને પામી ક્ષયોપશમ ભાવના. ધર્મનો નાશ કરવા પ્રયત્ન કરે અને કેવલજ્ઞાન પામી ક્ષાયિક ભાવે ધર્મ ન પામે ત્યાં સુધી એનો પુરૂષાર્થ ચાલુ હોય છે. માટે અનંતવીર્યની શક્તિ તેરમાં ગુણસ્થાનકે પ્રાપ્ત થાય. તેરમાના અંતે જીવ સૂક્ષ્મ મન-વચન-કાય યોગને રૂંધી બાદર, મન, વચન, કાય યોગને રૂંધે ત્યારે જીવ ચૌદમાં ગુણસ્થાનકે શેલેશી કરણ નામના અધ્યવસાયને પ્રાપ્ત કરે છે અને પોતાના આત્મ પ્રદેશોને ૨૩ ભાગમાં સ્થિર કરીને સકલ કર્મથી રહિત થઇને સિદ્ધિ ગતિને પામે છે. અનંત વીર્ય નામનો ગુણ અરૂપી હોય છે જેને જોવાની તાકાત કેવલી ભગવંતોની જ હોય છે. આપણે અનુભવી શકીએ યોપશમ ભાવે પણ દેખી શકતા નથી. માટે ક્ષયોપશમ ભાવે સમકીતની પ્રાપ્તિથી જીવ એ આત્મ સુખને અનુભવે તેના પરિણામે સંસારનું અનુકૂળ પદાર્થવાળું સુખ મનુષ્યપણાનું કે દેવતાઇપણાનું તે દુ:ખરૂપ લાગે-તુચ્છ લાગે એ એના વર્તનમાં પણ જણાય એટલે દેખાય તો જ સમકીત કહેવાય. માટે આચાર્ય ભગવંત હરિભદ્રસૂરી મહારાજાએ કહ્યું છે કે સમકીતી જીવ સંસારમાં વસે ખરો પણ રમે નહિ. રમણતા આવે તો સમકીતમાં અતિચાર લાગે અગર સમકીત જાય માટે આ ભવમાં મળેલા મન, વચન, કાયાના વીર્યના વ્યાપારથી ઉપયોગ કરવા જેવો લાગે તો સમ્યક્ત્વ એટલે સમકીત પામવા માટે કરવાનો છે. તોજ દેવ, ગુરૂ, ધર્મનો જે આરાધના રૂપે પુરૂષાર્થ કરીએ છીએ તે લેખે થાય. ઉપયોગ એ પણ લક્ષણ છે. ઉપયોગ એ જીવનું લક્ષણ છે. કારણ કે જ્ઞાનગુણ એટલે વિશેષ બોધ. પદાર્થોને વિશેષ રીતે જાણવા તે જ્ઞાન ગુણ કહેવાય અને પદાર્થોને સામાન્ય રીતે (રૂપે) જાણવા તે દર્શન ગુણ કહેવાય. આ બન્ને ગુણો આત્માની સાથે અભેદ રૂપે રહેલા છે. આત્માથી કોઇ કાલે ભિન્ન રૂપે હોતા નથી. અનાદિ કાળથી અવ્યવહાર રાશીમાં જીવ રહેલો હતો તો પણ ત્યાં અક્ષરના અનંતમા ભાગ રૂપે જ્ઞાન અને દર્શન એક એક અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ચાલુ જ હતા. ત્યાં પણ જીવને જ્ઞાનનો અભાવ નહોતો. જો ત્યાં એટલું પણ જ્ઞાન ન હોત- દર્શન ન હોત તો જીવ અજીવ થઇ જાત પણ એવું બનતું નથી. આથી જ એ જ્ઞાન-દર્શન ગુણ આત્માની સાથે અભેદ રૂપે રહેલા હોય છે. એથી એ એક એક અંતર્મુહુર્ત અંતમૂહુર્તે ચાલ્યા કરે છે એ ઉપયોગ કહેવાય છે. આથી એ ઉપયોગ એ જીવનું લક્ષણ છે. અને આ ઉપયોગ ક્ષયોપશમ ભાવે બારમાં ગુણસ્થાનકના અંત સમય સુધી જ્યાં સુધી જીવને ક્ષયોપશમ ભાવે જ્ઞાન હોય છે ત્યાં સુધી ચાલુ જ હાય છે. જ્યારે જીવને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય એટલે ક્ષયોપશમ ભાવના જ્ઞાનનો નાશ થાય છે. અને ક્ષાયિક ભાવે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એ ક્ષાયિક ભાવના જ્ઞાનમાં હવે ઉપયોગ મુકવાની જરૂર રહેતી નથી. એ ઉપયોગ સતત ચાલ્યા જ કરે છે. જેમ ઘડીયાળમાં લોલક સતત ચાલ્યા કરે એની જેમ ચાલ્યા જ કરે છે. માત્ર વિશેષતા એટલી જ હોય છે કે છમસ્થ જીવને એ ઉપયોગ અંતર્મુહુર્ત-અંતર્મુહુર્તે ચાલતો હતો. તે હવે સમયે Page 43 of 78 Page #44 -------------------------------------------------------------------------- ________________ સમયે ચાલે છે. પહેલે સમયે જ્ઞાન બીજા સમયે દર્શન એમ સતત ઉપયોગ ચાલ્યા જ કરે છે. એ ઉપયોગ ક્ષાયિક ભાવે જ્ઞાન પેદા થયા પછી સાદિ અનંત કાલ સુધી ચાલ્યા જ કરવાનો એટલે જીવ જ્યારે સકલ કર્મથી રહિત થઇ સિધ્ધિ ગતિમાં જશે તો પણ ત્યાં એ જ્ઞાન દર્શનનો સમય સમયનો ઉપયોગ ચાલુ જ રહેશે. એટલે અનંત કાલનો ઉપયોગ કહેવાય છે. છદ્મસ્થ જીવોને ક્ષયોપશમ ભાવે જે જ્ઞાન રહેલું હોય છે તે એક અંતર્મુહૂર્તથી અધિક જ્ઞાનનો ઉપયોગ ટકતો નથી. એટલે રહેતું નથી. એવી જ રીતે દર્શનનો ઉપયોગ પણ એક અંતર્મુહૂર્ત જ રહે છે. આથી વ્યંજનાવગ્રહ-અર્થાવગ્રહ અને ઇહા સુધીનું જ્ઞાન તે દર્શન ઉપયોગ વાળું ગણાય છે અને અપાય એટલે જે પદાર્થનો નિશ્ચય પેદા થાય તે નિશ્ચયવાળું જ્ઞાન તે જ્ઞાનના ઉપયોગ રૂપે ગણાય છે. આથી છદ્મસ્થ જીવને કોઇપણ પદાર્થનું જ્ઞાન કરવું હોય તો પહેલા તે પદાર્થનું સામાન્ય રૂપે જ્ઞાન થાય એટલે પહેલા દર્શન ઉપયોગ થાય પછી વિશેષ જ્ઞાન પેદા થાય એટલે જ્ઞાનનો ઉપયોગ પેદા થાય. જ્ઞાનાવરણીય કર્મનો ઉદય જોરદાર રસવાળો હોય તો જીવો વિશેષ જ્ઞાન પેદા કરી શકતા નથો એવું પણ બને છે માટે જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા કરવા માટે જ્ઞાનને ભણવાનો-ભણેલાં જ્ઞાનને વારંવાર પરાવર્તન કરવાનો પુરૂષાર્થ કરવો જ પડે તો જ જ્ઞાનનો ક્ષયોપશમ થાય. ક્રિયા વગરનું જ્ઞાન નકામું કહેલું છે. એવી જ રીતે જ્ઞાન વગરની ક્રિયા પણ નકામી કહેલી છે. જ્ઞાન અને ક્રિયા બન્ને સાથે હોય તો જ તે મુક્તિના ફ્ળને આપી શકે. માટે કહ્યું છે કે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યારિત્ર આ ત્રણે ભેગા થાય તો જ તે મોક્ષમાર્ગ કહેલો છે. જ્યારે આજે મોટે ભાગે જૈન સંઘોમાંથી સમ્યજ્ઞાન ઉડી ગયેલું દેખાય છે. દર્શનની-પૂજાની ક્રિયા એ સમ્યગ્દર્શનનું કારણ છે એ ચાલુ છે. સામાયિક-પ્રતિક્રમણ એ સમ્યક્ચારિત્રની ક્રિયા છે. એ ચાલુ છે પણ સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવા માટે રોજનો ટાઇમ કેટલો નીકળે છે ? એ વિચારવાનું કે નહિ ? માટે આજે દેવ,ગુરૂ, ધર્મની આરાધના મોક્ષમાર્ગ રૂપે થાય છે કે નહિ એ રોજ વિચારવાનું ચાલુ કર્યું છે ? જો ક્રિયા મોક્ષ માર્ગ રૂપે થતી ન હોય તો મોક્ષની રૂચિકે અભિલાષ ક્યાંથી પેદા થાય અને પેદા થયેલો ટકે શેનાથી એ પણ ખાસ વિચારવા લાયક છે. માટે જેમ દર્શન અને ચારિત્રની ક્રિયા જીવનમાં ચાલુ છે તેમ જ્ઞાનને માટે જુનું જે ભણેલા હોય તેને પુનરાવર્તન કરવાનું અને નવું ભણવાનું. એ માટ જ્ઞાનની ધગશ પેદા કરવી પડશે. એકેન્દ્રિય જીવોથી અસન્ની પંચેન્દ્રિય સુધીનાં જીવોને તો એક એક અંતર્મુહૂર્તે જ્ઞાન અને દર્શનનો ઉપયોગ ચાલુ જ છે અને તે ઉપયોગ એ જીવોને કર્મબંધના કારણમાં ઉપયોગી થતો જાય છે. જેમ જેમ જ્ઞાન-દર્શનનો ક્ષયોપશમ ભાવ વધે તેમ તેમ તે જીવોને કર્મબંધ વિશેષ વિશેષ થતો જ જાય છે. કારણકે એ જીવોને સમજણ પેદા થાય એવી તાકાત નથી. જ્યારે આપણામાં તે સમજણ પેદા થઇ શકે એવી તાકાત છે માટે આપણો જ્ઞાન-દર્શનનો ઉપયોગ કર્મબંધના કારણ રૂપ ન બને અને કર્મનિર્જરામાં ઉપયોગી કેમ થાય એ પ્રયત્ન કરવાનો છે બોલો એ પ્રયત્ન ચાલુ છે ને ? મોટા ભાગના સન્ની પંચેન્દ્રિય જીવોને પોતાના આત્મામાં રહેલું મિથ્યાત્વ એ ઓળખવાનું મન થતું નથી માટે એ જીવોને જ્ઞાન દર્શનનો ઉપયોગ કર્મ બંધનું કારણ થતું જાય છે. આપણને ઉપયોગ ચાલુ છે તે કર્મબંધમાં વિશેષ ઉપયોગી થાય છે કે કર્મ નિર્જરામાં ઉપયોગી થાય છે ? નવકાર મંત્ર ગણીએ છીએ ને ? નવકાર શા માટે ગણીએ છીએ પાપના ઉદયથી આવેલા દુ:ખમાં સમાધિ રહે. સમતા ભાવ ટક્યો રહે એ માટે ગણીએ છીએ કે દુઃખના નાશ માટે ગણીએ છીએ ? જો દુઃખના નાશ માટે નવકાર ગણાતો હોય તો સમજવાનું કે એ ગણાતો નવકાર કર્મબંધના કારણ માટે થાય છે અને જો સમાધિ અને સમતા Page 44 of 78 Page #45 -------------------------------------------------------------------------- ________________ ભાવ માટે ગણતા હોઇએ તો સમજવાનું કે નિર્જરા માટે ગણાય છે. એવી જ રીતે પુણ્યના ઉદયથી મળેલું સુખ છોડવાની તાકાત આવે એ માટે નવકાર મંત્ર ગણવાનો છે. કારણકે નવકારમાં જે પંચ પરમેષ્ઠિઓને નમસ્કાર કરીએ છીએ તેઓએ પુણ્યથી મળેલી સામગ્રી સ્વેચ્છાએ છોડી દીધેલી છે અને ઉભા કરીને કષ્ટ વેઠવા નીકળ્યા છે તો તેમને નમસ્કાર કરતાં છોડેલી ચીજ માગીએ-મળેલી ટકી રહે અને જીવું ત્યાં સુધી કાયમ રહે એ માટે નવકાર ગણીએ તો તેનાથી શું થાય ? એ ઉચિત છે કે અનુચિત ? તેનાંથી કર્મબંધ થાય કે કર્મ નિર્જરા થાય ? આ સાંભળીને નવકાર ગણવાનો છોડવાનો નથી. વધારે ગણાય એનો પ્રયત્ન કરવાનો પણ તે ગણતાં ધ્યેય બદલવાની જરૂર છે. જો નવકાર કર્મબંધ થાય એ રીતે ગણશો તો ભવાંતરમાં જલ્દી નવકાર ગણવાનો ન મલે એવો કર્મબંધ થશે અને કદાચ સંખ્યાતા કાળ-અસંખ્યાતા કાળ કે અનંતા કાળ સુધી નવકાર મળશે નહિ એવું પણ બનશે માટે સાવચેત થઇ જાવ. જ્ઞાનીઓ કહે છે કે સંસારીક સાવધ પ્રવૃત્તિઓ કરતાં સફ્ળતા મલે એવી ભાવનાથી નવકારમંત્ર ગણવામાં આવે તો એ અસમ્યક્ નવકાર ગણેલો ગણાય છે. કારણકે તેનાથી કર્મબંધનું કારણ થાય છે અને એ સાવધ પ્રવૃત્તિના વ્યાપારથી છૂટવા માટે નવકારમંત્ર ગણવામાં આવે સંસારમાં જન્મ મરણની પરંપરા નાશ કરવા માટે નવકાર મંત્ર ગણવામાં આવે તો તે સમ્યગ્ નવકાર મંત્ર ગણેલો ગણાય છે કારણકે તેનાથી કર્મ નિર્જરા થાય છે. આથી તિ એ થાય છે કે સમ્યક્ નવકાર ગણાતો એ કહેવાય છે. સુખની સામગ્રીમાં લીન ન બનાવે લીનતા તોડાવે અને દુ:ખની સામગ્રીમાં દીન ન થવા દે દીનતાનો નાશ કરે તે સમ્યગ્ નવકાર કહેવાય છે. તો આ માટે પ્રયત્ન કરી આપણો જ્ઞાન દર્શનનો જે ઉપયોગ ચાલે છે એને કર્મબંધના હેતુનો નાશ કરી કર્મ નિર્જરામાં ઉપયોગી થાય એવી રીતે પ્રયત્ન કરશું તોજ આપણો ઉપયોગ સાદિ અનંતકાળ વાળા જલ્દી બની શકશે. આ શ્રુતે જીવતત્વ પૂર્ણ થયું Page 45 of 78 Page #46 -------------------------------------------------------------------------- ________________ નવતત્વમાં બીજા તત્વ રૂપે અજીવતત્વ છે. અજીવ એટલે અચેતન પદાર્થ જે પદાર્થોમાં ચેતના ના હોય એવા પદાર્થોને જ્ઞાનિઓએ અજીવ તત્વ રૂપે કહ્યા છે. અચેતન પદાર્થો જગતમાં અનેક પ્રકારના હોય છે તે દરેક પદાર્થોમાંથી પુદ્ગલ દ્રવ્ય સિવાય બીજા કોઇ પણ પદાર્થોને જોવાની અને જાણવાની શક્તિ આપણી પાસે નથી. માત્ર એ તો કેવલજ્ઞાની પાસે જ હોય છે. જગતમાં છ પ્રકારના દ્રવ્યો હોય છે. તેમાંથી એક જીવાસ્તિકાય દ્રવ્ય છોડીને બાકીના પાંચ દ્રવ્યો ધર્માસ્તિકાય. અધર્માસ્તિકાય. આકાશાસ્તિકાય પગલાસ્તિકાય અને કાળદ્રવ્ય આ અજીવ રૂપે હોય છે. - આ પાંચ દ્રવ્યમાંથી કાલદ્રવ્ય જગતમાં દરેક જગ્યાએ નથી એ માત્ર મનુષ્યલોકમાં જ હોય છે. જ્યારે તે કાલ દ્રવ્ય સિવાયના બાકીના ચાર દ્રવ્યો અને જીવાસ્તિકાય નામનું પાંચમું દ્રવ્ય આ પાંચ દ્રવ્યો. જેટલા આકાશ પ્રદેશોને વિષે રહેલા હોય છે એને જ જ્ઞાનીઓ લોક કહે છે. એટલે કે લોકની આકૃતિ પગ પહોળા કરીને કેડ ઉપર હાથ રાખીને ઉભેલા મનુષ્ય જેવી હોય છે. એ આકૃતિવાળા આકાશ પ્રદેશોને વિષે જ જે પાંચ દ્રવ્યો રહેલા હોય છે તેને લોક કહેવાય છે. આટલા ભાગના આકાશ પ્રદેશોને લોકાકાસ્તિકાય પ્રદેશો રૂપે કહેવાય છે. આ સિવાયના આકાશાસ્તિકાયના પ્રદેશો બીજા અનંતા રહેલા હોય છે. પણ ત્યાં માત્ર આકાશના પ્રદેશો સિવાય બીજા કોઇ દ્રવ્ય રહેલા ન હોવાથી અલોકાકાસ્તિકાય રૂપે કહેવાય છે. એટલે આના કારણે લોક અને અલોક એમ બે ભેદો આકાશાસ્તિકાયના થાય છે. ૧. ધર્માસ્તિષય દ્રવ્યનું વર્ણન આત્મ કલ્યાણ કરવામાં ધર્મ જ ઉપયોગી થાય છે. અધર્મ ઉપયોગી થતો નથી. આથી જીવતત્વનું પોતાનું શુધ્ધ સ્વરૂપ આંશિક પણ પેદા કરવું હોય-એની અનુભૂતિ કરવી હોય તો તે ધર્મથી થાય છે. ધર્મના સ્વરૂપથી પેદા થાય છે. જેમ જેમ જીવ ધર્મના સ્વરૂપને જેટલો સારી રીતે જાણે અને એની વિચારણા કરે એનાથી જીવને પોતાને પોતાના શુધ્ધ સ્વરૂપની સમજણ પડતી જાય છે. અને આંશિક એનો અનુભવ કરતો. જાય છે. માટે અહીંયા અજીવ તત્વમાં જ્ઞાની ભગવંતોએ ધર્મ શબ્દથી જ શરૂઆત કરેલી હોવાથી ધર્માસ્તિકાય દ્રવ્યને પહેલું કહેલું છે. જીવ અધર્મથી છૂટે અને એ અધર્મ કયો કયો કેટલા કેટલા પ્રકારનો હોય છે એ જાણે અને જાણીને શક્તિ મુજબ તેના સંસર્ગથી એટલે સંયોગથી છૂટવાનો પ્રયત્ન કરવા માટે ધર્મ જ ઉપયોગી થાય છે માટે તેનું પહેલું વર્ણન છે. લોકની આકૃતિની જેમ આ ધર્માસ્તિકાય દ્રવ્યની આકૃતિ છે. લોકના અસંખ્યાતા આકાશ પ્રદેશો છે તેમ ધર્માસ્તિકાયના પણ અસંખ્યાતા પ્રદેશો હોય છે. એ પ્રદેશો પોતાની આકૃતિ રૂપે એ આકારમાં ક્ય કરે છે પણ તે પ્રદેશો ઓછા થતાંય નથી અને વધતાં નથી શાશ્વત રૂપે જેટલી સંખ્યા છે એટલી કાયમ રહે છે. આ ધર્માસ્તિકાય રૂપે આખું દ્રવ્ય આ કારણથી એક જ છે. અને આ આખું ય દ્રવ્ય અરૂપી રૂપે હોય છે. એ દ્રવ્યનાં પ્રદેશોને એક કેવલજ્ઞાની સિવાય કોઇ જોઇ શકતા જ નથી. મન:પર્યવજ્ઞાની-અવધિજ્ઞાની કે શ્રત કેવલી ગણાતાં ચોદ પૂર્વધરો એવા શ્રુતજ્ઞાનીઓ પણ એ પ્રદેશોને કે એ ધર્માસ્તિકાય દ્રવ્યને જોઇ શકતા નથી. આ દ્રવ્ય જગતમાં અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાનું છે તેનો નાશ કદી થવાનો નથી. જીવ અને પુગલો એક સ્થાનથી બીજા સ્થાને દોડા દોડ કરે છે તે ગમન કરવામાં આ ધર્માસ્તિકાય સહાય રૂપે બને છે એ એમનો ગુણ છે. અચેતન રૂપે રહેલા યુગલો પણ સતત દોડ દોડ કર્યા Page 46 of 78 Page #47 -------------------------------------------------------------------------- ________________ જ કરે છે. એ દોડાદોડમાં પણ આ ધર્માસ્તિકાય ગતિરૂપે સહાયક બને છે. જગતમાં ત્રસ જીવોને ત્રણ નામ કર્મના ઉદયથી ગતિકરવાની શક્તિ મળે છે. પણ તેમાં ધર્માસ્તિકાયની સહાયથી તે ગતિ કરી શકે છે. આથી એક સ્થાને જીવ સ્થિર રૂપે બેસી શકતો નથી. હલન, ચલન સતત ચાલુ જ હોય છે. જ્ઞાનીઓ કહે છે કે અસ્થિરતાથી બેસવાથી મનની ચંચળતા વધે છે પણ મનની સ્થિરતા પ્રાપ્ત થતી નથી. શરીરની સ્થિરતા જેટલી વધારે પ્રમાણમાં થાય તેટલી મનની સ્થિરતા જલ્દીથી વિશેષ રીતે પ્રાપ્ત થઇ શકે છે. જીવ અને પુદ્ગલ સ્થિરતાપૂર્વક ગતિ કરે છે. તે ધર્માસ્તિકાયની સહાયથી જ. ચૌદ રાજલોકમાં કોઇ એવી જગ્યા ખાલી નથી કે જ્યાં આ દ્રવ્ય રહેલું ન હોય. ચાલતા ચાલતા ચક્કર આવે અને પડી જવાય તે કર્મના દોષને કારણે બને છે. તેમાં ધર્માસ્તિકાયનો દોષ નથી. આ ધર્માસ્તિકાયના ત્રણ ભેદ છે. (૧) સ્કંધ (૨) દેશ અને (3) પ્રદેશ. (૧) સ્કંધ -અસંખ્યાત પ્રદેશના સમુદાય રૂપે લોકની આકૃતિ જેવું જે આખું એક દ્રવ્ય છે તે સ્કંધના ભેદ રૂપે કહેવાય છે. દાખલા તરીકે અનેક અણુઓ મળીને એક આખો પદાર્થ થાય તે અખંડ રૂપે બનેલો પદાર્થ તે સ્કંધ કહેવાય. અખંડપથ્થર-અખંડ મોતી-અખંડ આખો લાડવો વગેરેની જેમ. (૨) દેશ :- અખંડ પદાર્થને છૂટો પાડ્યા વગર તેના અમુક અમુક વિભાગોની કલ્પના કરવી. એટલે એવા એક એક ભાગની કલ્પના કરીને વિચારણા કરવી તે દેશ કહેવાય છે. એટલે ધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશોમાંથી કેટલાક સમુદાય રૂપે પ્રદેશોનો વિભાગ કલ્પવો તે વિભાગને દેશ રૂપે કહેવાય છે. તે બીજો દેશરૂપે ભેદ છે. આવા દેશ રૂપે એ દ્રવ્યમાંથી છૂટા પાડ્યા વગરનાં અસંખ્યાતા ભેદો થઇ શકે છે. (૩) પ્રદેશ :- ધર્માસ્તિકાયના અસંખ્યાતા પ્રદેશો જે રહેલા છે તેમાંનો એક પ્રદેશ છૂટો પાડ્યા વગર કલ્પના કરીને તે પ્રદેશ કે જે કેવલજ્ઞાની પણ જેના એકના બે ભાગ ન કરી શકે એવો જે અંશ રૂપે. રહેલો હોય તે પ્રદેશ કહેવાય છે. તેનાથી નાનામાં નાનો વિભાગ હવે કોઇ નથી એવો જે સૂક્ષ્મ વિભાગ રૂપ અંશ તે પ્રદેશ કહેવાય. આ રીતે ભેદ પાડવાનું પ્રયોજન શા માટે ? તો જ્ઞાનીઓ કહે છે કે જગતમાં જીવ અને પુદ્ગલો ઠાંસી. ઠાંસીને જે રહેલા છે તે દેશ વિભાગમાં કેટલા હોય છે તથા પ્રદેશ રૂપ વિભાગમાં કેટલાં રહેલા હોય છે. તેની વિચારણમાં ઉપયોગી થાય છે માટે આ ત્રણ ભેદો પાડેલા છે. ધર્માસ્તિકાય દ્રવ્યથી એક હોય છે. ક્ષેત્રથી ચોદરાજ લોક પ્રમાણ છે. કાલથી અનાદિ અનંત કાળ રૂપે છે. ભાવથી-વર્ણનથી-ગંધનથી-રસનથી અને સ્પર્શનથી અરૂપી છે. ૨. અધર્માસ્તિકય વર્ણન અધર્માસ્તિકાય નામનું આખું એક જ દ્રવ્ય છે અને તે પણ લોક વ્યાપી છે. એટલે કે લોકાકાસ્તિકાયની આકૃતિની જેમ એની આકૃતિ છે અને સ્વતંત્ર દ્રવ્ય છે. તેના અસંખ્યાતા પ્રદેશો હોય છે. આ દ્રવ્યજીવ અને પુગલને સ્થિતિ કરવામાં એટલે સ્થિર રહેવામાં સહાયભૂત થાય છે. આપણે ગતિ કરતાં કરતાં જ્યાં જ્યાં ઉભા રહીએ છીએ બેસી શકીએ છીએ તે આ દ્રવ્યની સહાયથી. આ અધર્માસ્તિકાયના પણ ત્રણ ભેદ છે. (૧) સ્કંધ (૨) દેશ અને (૩) પ્રદેશ, (૧) સ્કંધ :-ચૌદ રાજલોક વ્યાપી અસંખ્યાતા પ્રદેશોના સમુદાય રૂપે રહેલું જે દ્રવ્ય કેજે જીવા અને પુગલોને સ્થિતિ કરવામાં સહાયભૂત થાય છે એ આખુંય દ્રવ્ય સ્કંધ રૂપે ગણાય છે. Page 47 of 78 Page #48 -------------------------------------------------------------------------- ________________ (૨) દેશ :- એ સ્કંધ રૂપે રહેલા દ્રવ્યને છુટું પાડ્યા વગર તેના અમુક અમુક ભાગોની કલ્પના કરવી ૦| રાજ પ્રમાણ ૦|| રાજ પ્રમાણ-એક રાજ પ્રમાણ એવા એવા વિભાગોની છૂટા પાડ્યા વિના કલ્પના કરી વિચારણા કરવી તે દેશ કહેવાય. (૩) પ્રદેશ :- અધર્માસ્તિકાયના અસંખ્યાતા પ્રદેશો જે હોય છે તેમાંથી છૂટો પાડ્યા વગર નાનામાં નાના અંશ રૂપે કે જે અંશના વિભાગને કેવલ જ્ઞાની પણ બે ભાગ કરી ન શકે એવા ભાગની કલ્પના કરવી તેપ્રદેશ કહેવાય છે. આ દેશ અને પ્રદેશ રૂપે જે કલ્પનાઓ કરાય છે તે જગતમાં રહેલા જીવ અને પગલોની વિચારણાઓ કરવા માટે કરાય છે. બાકી આની કોઇ જરૂરત લાગતી નથી. દા.ત. અધોલોકમાં સાતમી નારકો જે રહેલી છે તે સાતમી નારકીના મધ્યભાગ રૂપે અધર્માસ્તિકાય દ્રવ્યની કલ્પના કરીને એમાં વિચાર કરવાનો કે એ વિભાગમાં ચોદ જીવ ભેદોમાંથી કેટલા. જીવ ભેદો હોય છે ? પાંચસો બેસઠ જીવ ભેદોમાંથી કેટલા જીવભેદો હોય છે ? પુગલો કેટલા કેટલા હોય છે ? તેમાં ગ્રહણ કરવા લાયક પુગલોની વર્ગણાઓ કેટલી કેટલી હોય છે ? ઇત્યાદિ રૂપે વિચારણા કરવાની. એવી જ રીતે સાતમી નારકીના નીચેના ભાગમાં લોકાકાસ્તિકાયના પ્રદેશો અસંખ્યાતા રહેલા હોય છે. તેની સાથે સાથે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયના પ્રદેશો પણ રહેલા હોય છે. તેમાંના એક પ્રદેશ ઉપર પાંચસો ત્રેસઠ જીવભેદમાંથી કેટલા જીવ ભેદો હોય ? કેટલા પુદગલો હોય ઇત્યાદિ ચૌદ રાજલોકના કોઇપણ પ્રદેશની કલ્પના કરીને વિચારણા કરવાની હોય છે એ માટે ઉપયોગી થાય છે. આવી વિચારણાઓ મનની એકાગ્રતા વગર જીવ કરી શકતો નથી અને આ વિચારણા કરતાં કરતાં મનની એકાગ્રતા પણ સુંદર રીતે જીવને પ્રાપ્ત થઇ શકે છે અને એ વિચારણા કરતાં કરતાં જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પેદા થાય તો એમાં એમ પણ વિચારણા આવે કે આવા દેશના ટુડાના વિભાગમાં અને પ્રદેશમાં કેટલી વાર એની સ્પર્શના મેં કરી ત્યાં સ્થિર કેટલો કાળ રહી આવ્યો એ પણ વિચારણા થઇ શકે છે. આનાથી બંધાયેલા અશુભ કર્મોની થોકની થોક નિર્જરા થાય છે તેમાં ચારેય ઘાતી કર્મોની નિર્જરા વિશેષ રીતે થઇ શકે છે. એ માટે ઉપયોગી બને છે. આ અધર્માસ્તિકાયના પ્રદેશો અરૂપી હોવાથી. કેવલજ્ઞાની સિવાય કોઇ જોઇ શકતું નથી. સ્થિર રહેવામાં અનુભવાય ખરૂં પણ કોણ સ્થિર રાખે છે એ જોઇ શકાતું નથી. આ અધર્માસ્તિકાય દ્રવ્ય થકી એક દ્રવ્ય છે. ક્ષેત્ર થકી-ચૌદ રાજલોક પ્રમાણ છે. કાળા થકી-અનાદિ અનંત કાળ હોય છે. એટલે કોઇ કાળે આ દ્રવ્ય નહોતું એમ નહિ અને કોઇ કાળે નહિ હોય એમ નથી. માટે અનાદિ અનંત કાળ રૂપે કહેવાય છે અને ભાવ થકી વર્ણ નથી-વર્ણનથો-ગંધ નથી-રસનથી-સ્પર્શનથી માટે રૂપી નથી પણ અરૂપી છે. આક્રશાસ્તિકાયનું વર્ણન આકાશ જગ્યા આપવાનું કામ કરે છે. જીવ અને પગલોને જગ્યા આપવાનું કામ આ દ્રવ્ય કરે છે. ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોને રહેવા માટે જગ્યા આપવાનું કામ આ દ્રવ્ય કરે છે માટે આકાશાસ્તિકાય કહેવાય છે. આ આકાશાસ્તિકાય દ્રવ્ય બે પ્રકારનું છે. (૧) લોકાકાસ્તિકાય રૂપે અને (૨) અલોકાકાસ્તિકાય રૂપે. આખાય સંપૂર્ણ જગતને વિષે આકાશાસ્તિકાયનો પોલાણરૂપે એક આખો મોટો ગોળો રહેલો હોય છે તે ગોળાના બરાબર મધ્ય ભાગમાં લોકની આકૃતિ જેવો એક ભાગ જે રહેલો હોય છે તે લોકાકાસ્તિકાય કહેવાય છે. લોકની આકૃતિ જેવો આકાશાસ્તિકાયનો જે ભાગ હોય છે તેટલા જ ભાગમાં ધર્માસ્તિકાયના અસંખ્યાતા પ્રદેશો, અંધર્માસ્તિકાયના અસંખ્યાતા પ્રદેશો આકાશાસ્તિકાયના અસંખ્યાતા. પ્રદેશો અનંતાડનંતા પુદ્ગલો એટલે પુદ્ગલાસ્તિકાય રૂપે અનંતા દ્રવ્યો-જીવાસ્તિકાય રૂપે અનંતા દ્રવ્યો. Page 48 of 78 Page #49 -------------------------------------------------------------------------- ________________ રહેલા હોય છે. પણ આટલા ભાગ સિવાયમાં બહારના ભાગમાં રહેલા ન હોવાથી આટલા ભાગને જ લોક કહેવાય છે અને એટલા આકાશ પ્રદેશોને લોકાકાસ્તિકાયના પ્રદેશો કહેવાય છે આના સિવાયના આ આકૃતિ સિવાયના ભાગમાં માત્ર એક આકાશાસ્તિકાયના જપ્રદેશો રહેલા હોય છે તે લોકની આકતિની ચારે બાજુ રહેલા હોય છે અને તે સંપૂર્ણ આખા ગોળામાં રહેલા હોય છે તે અલોકાકાસ્તિકાય રૂપે કહેવાય છે. એ અલોકમાં એટલે લોક સિવાયના બહારના ભાગમાં આખાય ગોળામાં આકાશાસ્તિકાયના અનંતા પ્રદેશો રહેલા હોય છે. આથી અલોકાકાશના અનંતા પ્રદેશો ગણાય છે. આથી અલોકમાં સ્થિર રાખવાવાળું કે ગતિ કરાવનારૂં કોઇ દ્રવ્ય નથી આથી કોઇપણ દ્રવ્ય જીવ કે પુદ્ગલ ઉર્ધ્વલોકમાં જાય તો જતાં જતાં લોકના છેડે અગ્રભાગે અટકી જાય છે કારણકે ત્યાંથી બહાર જવાનું છે નહિ છતાં કદાચ માનો કે જાય તો ક્યાં જાય ? ત્યાં લોકાકાશ છે નહિ અને જાય તો બહાર જઇને અલોકમાં ફ્ક્ત જ કરવાનું. એવું બનતું નથી આથી જે જીવો સલ કર્મોથી રહિત થાય તે જીવો લોકના અગ્રભાગે અટકી જ જાય છે. માટે લોકના અગ્રભાગે એ સિધ્ધ પરમાત્માના જીવો એક સરખા હોય છે અને પછી તેઓની જેવી અવગાહના હોય એ અવગાહના રૂપે લાંબા ટૂંકા નાના-મોટા નીચેના ભાગમાં હોય છે. જેમ દા.ત. શ્રી ઋષભદેવ ભગવાનનો આત્મા પાંચસો ધનુષની કાયાવાળો હતો તે નિર્વાણ પામતી વખતે ૨/૩ ભાગમાં આત્મપ્રદેશો ઘન રૂપે થયેલા હોય છે માટે ૩૩૩ ધનુષથી કાંઇ અધિક તે આત્માની અવગાહના સિદ્ધિરૂપે હોય છે. જ્યારે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાની સાત હાથની કાયા હતી માટે તેના ૨/૩ ભાગ જેટલી અવગાહનામાં તેમના આત્મપ્રદેશો ઘનરૂપે હોય છે. છતાં લોકના અગ્રભાગે બન્ને સરખા હોય છે. એજ રીતે સંસારી જીવો પણ લોકાગ્રે રહેલા હોય છે. તેઓની તો અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી જ અવગાહના હોય છે. આથી નક્કી થયું કે જ્યાં પાંચ અસ્તિકાય રહેલા હોય તે લોકાકાશ કહેવાય અને જ્યાં એક આકાશાસ્તિકાય જ હોય તે અલોકાકાશ કહેવાય છે. લોકાકાશના જે આકાશ પ્રદેશો-ધર્માસ્તિકાયના જે આકાશ પ્રદેશો અને અધર્માસ્તિકાયના જેટલા આકાશ પ્રદેશો એ ત્રણેના એક સરખા જ હોય છે તેવી જ રીતે એક જીવના આત્મ પ્રદેશો પણ અસંખ્યાતા હોય છે. એક નિગોદમાં અનંતા જીવો રહેલા હોય છે. તે દરેક જીવનાં અસંખ્યાતા અસંખ્યાતા આત્મપ્રદેશો પણ ભિન્ન ભિન્ન રૂપે હોય છે. આથી જીવ અને પુદ્ગલો સંકોચ પામી પામીને અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી અવગાહનામાં અનંતા અનંતા રહી શકે છે. માટે જીવ અને પુદ્ગલ સંકોચ અને વિકાસ પામવાના સ્વભાવવાળા હોય છે. જીવ વિસ્તાર પામે તો ચૌદ રાજલોક વ્યાપી પણ થઇ શકે છે. કેવલજ્ઞાની ભગવંતો જ્યારે કેવલી સમુદ્ઘાત કરે ત્યારે ચોથા સમયે લોકવ્યાપી થઇ શકે છે એટલે એક એક આકાશ પ્રદેશ ઉપર એક એક આત્મ પ્રદેશ મુકી શકે છે. આકાશાસ્તિકાયનો ગુણ જગ્યા આપવાનો છે. આ આકાશાસ્તિકાયના (લોકાકાશના) ત્રણ ભેદો હોય છે. (૧) સ્કંધ (૨) દેશ અને (૩) પ્રદેશ. (૧) સ્કંધ :-લોકાકાશ રૂપે રહેલા આકાશાસ્તિકાયના પ્રદેશો તે એક દ્રવ્ય રૂપે છે માટે તે સ્કંધ રૂપે ગણાય છે. (૨) દેશ :- એ લોકાકાસ્તિકાયના કોઇ ભાગની એટલે વિભાગની કલ્પના કરવી ત દેશરૂપે ગણાય છે અને (3) પ્રદેશ :- તે લોકાકાસ્તિકાયથી છૂટો પાડ્યા વગર નાનામાં નાના અંશની જે કલ્પના કરવી કે જે કેવલી ભગવંતો પણ જેના એકના બે ભાગ કરી ન શકે તે પ્રદેશ કહેવાય છે. આ રીતે સ્કંધ-દેશ-પ્રદેશની કલ્પના કરવાની જરૂર શી ? Page 49 of 78 Page #50 -------------------------------------------------------------------------- ________________ એ કલ્પના જગતમાં રહેલા પદાર્થોની ચિંતવના કરતાં કરતાં એકાગ્રતા પામવા અને ધ્યાન યોગની સ્થિરતા પામવા માટે કરવાની છે. શ્રમણ ભગવાન મહાવીર મહારાજા એ છેલ્લા ભવમાં સંયમનો સ્વીકાર કરીને એક પગલા પરમાણુની સાડા બાર વરસ સુધી ચિંતવના કરી કરીને પોતાના કર્મોને ખપાવ્યા છે કે તેમાં જેટલા પરિષહો કે ઉપસર્ગો આવ્યા તે બધા વેક્યા પણ પૂગલના ચિંતનથી મન જરાય બીજે ગયું નથી અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી. ચૌદ રાજલોક ચિત્રમાં જે રીતે બતાવાય છે એ રીતનો નથી તે ચારે બાજુથી ગોળાકારે એ રીતે હોય છે. ચિત્રમાં એ ગોળાકાર રૂપે બતાવી શકાય નહિ માટે એક બાજુનો ભાગ દોરી બતાવાય છે બાકી આખો લોક ગોળાકારે હોય છે. માટે તેની આકૃતિ સરાવ સંપુટ જેવી થાય છે. એક કોડીયું નીચે ઉંધુ રાખવું તેના ઉપર એક કોડીયું છતું મુકીને તેના ઉપર ત્રીજું કોડીયું ઉંધું મુકવું એ જેવો આકાર થાય એવો લોકનો થાય છે માટે અધોલોકમાં નીચે સાતરાજ પહોળો ઓછો થતાં થતાં મધ્યમાં એક રાજ પહોળો પાછો ઉપર વિસ્તાર પામતો પામતો વચમાં પાંચ રાજ પહોળો અને છેવટ ઉપર એક રાજ પહોળો થાય. આ રીતેનો એનો આકાર થાય છે. આ વર્ણન કેવલજ્ઞાની ભગવંતોએ પોતાના જ્ઞાનથી જે રીતે જોયું છે એ રીતે વર્ણન કરેલું છે માટે અલોકમાં આકાશાસ્તિકાયનો છેડો એઓ જોતા નથી માટે અનંતા પ્રદેશો છે એમ કહ્યા છે. લોકનો ભાગ, પૂર્ણ થાય ત્યાં લોકના પ્રદેશો ચરમ રૂપે કહેવાય છે અને અલોકનો પ્રદેશ ત્યાંથી શરૂ થાય છે માટે તે અચરમ રૂપે કહેવાય છે. આ રીતે લોકની વિચારણાથી જીવને ધર્મધ્યાન અને શુક્લધ્યાન પેદા થતાં જાય છે. અને એ ધ્યાનમાં બંધાયેલા સત્તામાં રહેલા અશુભ કર્મો થોકના થોક નાશ પામતાં જાય છે. કારણકે આ પદાર્થોનું જેટલું ચિંતન કરીને કાળ પસાર કરે એટલા કાળ સુધી રાગાદિ પરિણામ સંયમ રૂપે બનતાં ધીમે ધીમે નાશ પામતા જાય છે. - અનાદિકાળથી આપણને રાગવાળા અને દ્વેષવાળા પદાર્થોના ચિંતનની પ્રત્યક્ષ અનુભૂતિ છે જ્યારે ધર્મ પ્રવૃત્તિ કરવા છતાંય આવા પદાર્થોના ચિંતનની અને એની વિચારણાની અનુભૂતિ નથી એ અનુભૂતિ પેદા કરવા માટેનો પ્રયત્ન પણ કરતા નથી માટે એ પદાર્થોનું આવી રીતે ચિંતન કરતા નથી અને રસ પણ પડતો નથીઆવા પદાર્થોની પ્રત્યક્ષ અનુભૂતિ થાય તો રસ પડે. રસ પડે તો ચિંતન કરવાનું મન થાય. આવું ચિંતન જીવ કરતો બને તો તેને આંશિક અપુનર્બધક દશાની અનુભૂતિ થાય. આ ભવમાં એ અનુભૂતિ કરવીજ છે ને ? તો પ્રયત્ન કરવો પડશે લોકાકાસ્તિકાયના પ્રદેશોને પણ વર્ણ નથી ગંધા નથી-રસ નથી અને સ્પર્શ નથી માટે એ અરૂપી છે. દ્રવ્યથકી આકાશાસ્તિકાય દ્રવ્ય એકજ છે. ક્ષેત્રથકી લોક-અલોક પ્રમાણ છે. કાલથકી અનાદિ અનંત છે એટલે અનાદિ કાલથી છે અને સુદામાટે એટલે અનંત કાળ સુધી રહેવાનું છે. ભાવથકી વર્ણ નથી, ગંધ નથી, રસ નથી અને સ્પર્શ નથી અનંતપ્રદેશી હોય છે. આ રીતે ધર્માસ્તિકાયના - ૩ ભેદ. અધર્માસ્તિકાયના ૩ ભેદ અને આકાશાસ્તિકાયના ૩ ભેદ એમા ૯ ભેદ થયા. આકાશાસ્તિકાય વર્ણન પૂર્ણ. પગલાસ્તિષયનું વર્ણન Page 50 of 78 Page #51 -------------------------------------------------------------------------- ________________ ચૌદ રાજલોક રૂપ જગતને વિષે પુદ્ગલો ઠાંસી ઠાંસીને ભરેલા છે. આ પુદ્ગલો હંમેશા રૂપી હોય છે. રૂપી એટલે વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ આ ચારથી સદા માટે યુક્ત હોય છે. એટલે આ દ્રવ્ય વર્ણાદિથી રહિત હોતું નથી. તેના ચાર ભેદ છે. (૧) સ્કંધ, (૨) દેશ, (૩) પ્રદેશ, (૪) પરમાણુ. જગતમાં પુદ્ગલના સ્કંધો અનંતા રહેલા હોય છે. એક એક છૂટા પરમાણુઓ અનંતા રહેલા હોય છે પણ તે સ્કંધ ગણાતા નથી. (૧) પુદ્ગલાસ્તિકાયનો સ્કંધ :- જ્યારે બે પરમાણુ ભેગા મળીને એટલે બે પરમાણુઓના સંયોગથી જે દ્રવ્ય બને તે સ્કંધ રૂપે ગણાય છે. એ રીતે જગતમાં બે પરમાણુઓથી બનેલા સ્કંધો અનંતા હોય છે. ત્રણ પરમાણુઓના બનેલા સ્કંધો અનંતા હોય છે એવી જ રીતે એક એક પરમાણુ અધિક કરતાં જઇએ તો એક એકના અનંતા અનંતા સ્કંધો રહેલા હોય છે તેમ સંખ્યાતા પરમાણુઓનાં અનંતા સ્કંધો હોય છે. અસંખ્યાતા પરમાણુઓનાં અનંતા સ્કંધો હોય છે અને અનંતા પરમાણુઓનાં પણ અનંતા અનંતા સ્કંધો જગતમાં રહેલા હોય છે આથી પુદ્ગલ સ્કંધો અનંતા કહેવાય છે. (૨) પુદ્ગલાસ્તિકાયનો દેશ ઃ- પુદ્ગલના સ્કંધ રૂપે રહેલું જે દ્રવ્ય આંખેથી જોઇએ છીએ તેમાંના કોઇપણ દ્રવ્યને તેમાંથી છૂટું પાડ્યા વગર જે જે ભાગની કલ્પનાઓ કરવી તે દેશ કહેવાય છે. જ્યારે એ દેશનો ટુકડો જુદો પડે ત્યારે તે બીજો સ્કંધ બન્યો કહેવાય છે. (૩) પુદ્ગલાસ્તિકાય પ્રદેશ :- એક ધ રૂપે રહેલું જે પુદ્ગલ તે પુદ્ગલ છુટુ પાડ્યા વગર તેનો નાનામાં નાનો અંશ કે જેના કેવલી ભગવંતો પણ એકના બે ભાગ કરી ન શકે એવા ભાગની કલ્પના કરવી તે અંશ (પ્રદેશ) કહેવાય છે. (૪) પુદ્ગલાસ્તિકાયનો પરમાણુ :- જ્યારે એ સ્કંધમાં રહેલો નાનામાં નાનો અંશ છુટો પડે ત્યાર તે પરમાણુ રૂપે ચોથો ભેદ ગણાય છે. એટલે કે પ્રદેશ રૂપે રહેલો જે ભાગ એ સ્કંધમાંથી છૂટો પડે એટલે પરમાણુ કહેવાય છે. આ રીતે પુદ્ગલાસ્તિકાયના ચાર ભેદો થાય છે. આપણે જગતમાં જે કોઇ પદાર્થો જોઇએ છીએ પછી તે ચેતન રૂપે એટલે સજીવ હોય કે અચેતન રૂપે અજીવ હોય તા પણ તે પુદ્ગલોના સ્કંધોને જ જોઇ શકીએ છીએ પુદ્ગલ સ્કંધો સિવાય આપણે બીજા કોઇ પદાર્થોને જોઇ શકતા નથી કારણ કે જે દ્રવ્યમાં વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ રહેલા હોય છે તે જ દેખાય છે માટે રૂપી દ્રવ્યો જોતાં હોવાથી તે પુદ્ગલ રૂપે જ હોય છે. અરૂપી પદાર્થોને જોવાની શક્તિ નથી તેવી જ રીતે જગતમાં જેટલા પુદ્ગલો છે તે બધાય પુદ્ગલોને આપણે જોઇ શકતા નથી કારણકે જગતમાં અનંતાનંત એટલા બધા સ્કંધો પુદ્ગલોના હોય છે કે તે બધાય જોવાની તાકાત આપણી નથી. એવી જ રીતે અનંતાનંત પરમાણુઓ જગતમાં રૂપી રૂપે રહેલા છે છતાંય ચર્મચક્ષુથી જોઇ શકાતા નથી. બે પરમાણુઓના બનેલા અનંતા સ્કંધો પણ જોઇ શકાતા નથી. ત્રણ પરમાણુના બનેલા સ્કંધોને પણ જોઇ શકાતા નથી. યાવત્ સંખ્યાતા પરમાણુઓના બનેલા-અનંતા સ્કંધોને જોઇ શકાતા નથી. અસંખ્યાતા પરમાણુઓના બનેલા અનંતા પરમાણુઓના બનેલા સ્કંધો પણ જોઇ શકાતા નથી. એવી રીતે અનંતા પરમાણુઓના સમુદાયથી બનેલા અનંતા સ્કંધોને પણ જોઇ શકાતા નથી. અનંતા પરમાણુઓના બનેલા સ્કંધોમાંથી જોઇ શકાય એવા અનંતા પરમાણુઓનાં સ્કંધો બનેલા હોય તેજ જોઇ શકાય છે. બધાય જોઇ શકાતા નથી. વિજ્ઞાનીઓ જેને અણુબોંબ કહે છે. તેઓ જેને અણુ કહે છે તે જૈન શાસનની દ્રષ્ટિએ અનંતા પરમાણુઓના સમુદાય રૂપે બનેલા અનંતાસ્કંધોનો સમુદાય ભેગો થયેલો છે માટે તે અનંત પરમાણુઓના સ્કંધ રૂપે ગણાય છે કારણ કે અણુ પરમાણુને જોવાની શક્તિ આપણી નથી. વિશિષ્ટ અવધિજ્ઞાનીઓ અને કેવલજ્ઞાનીઓજ જોઇ શકે છે. આથી નક્કી થાય છે કે કાંઇ આપણે જગતમાં જોઇએ છીએ તે પુદ્ગલોનાં સ્કંધો સિવાય કાંઇ જોઇ Page 51 of 78 Page #52 -------------------------------------------------------------------------- ________________ શકતા જ નથી. કેવલજ્ઞાની ભગવંતોએ પોતાના જ્ઞાનથી એવી રીતે જ જોયું છે કે જેમ પુદ્ગલોનો સમુદાયા વધારે તેમ તેમ તે સુક્ષ્મ રૂપે બનતા જાય છે એટલે ધનરૂપે બનતા જાય છે માટે લોને રહેવાની જગ્યા ઓછી જોઇએ છીએ. જેમ લોખંડના લાંબા સળીયાને તપાવી તપાવી ટીપી ટીપીને ઘન કરવામાં આવે અને ગોળ કરવામાં આવે તો તે સળીયાના બધા પગલો તે લોખંડના ગોળ ટુકડામાં આવી જાય છે અને તે લોખંડના ગોળાને જગ્યા ઓછી જોઇએ છે. સળીયાની અપેક્ષાએ વિચારીએ તો એ વાત બેસે છે. આના કારણેજ એક એક આકાશ પ્રદેશ ઉપર સંખ્યાતા પરમાણુઓના અનંતા સ્કંધો-અસંખ્યાતા પરમાણુઓના અનંતા સ્કંધો અને અનંતા પરમાણુઓના અનંતા સ્કંધો રહી શકે છે. જો આ રીતે સ્કંધો રહી શકતા ન હોય તો લોકના અસંખ્યાતા પ્રદેશો છે અને પુગલના સ્કંધો અનંતા હોય છે તો અનંતી ચીજ અસંખ્યાત પ્રદેશમાં શી રીતે રહી શકે એ પ્રશ્ન થાય ? પરંતુ જ્ઞાનીએ પોતાના જ્ઞાનથી એક એક આકાશ પ્રદેશ ઉપર અનંતા અનંતા. પુગલોના અનંતા સ્કંધો રહેલા જોયા છે માટે તેનું નિરૂપણ કરેલું છે. આપણું શરીર સ્થલ દારિક પુદ્ગલોનું બનેલું છે માટે તે સ્થલ ગણાય છે અને તેને રહેવા માટે જગ્યા વધારે જોઇએ છે. જ્યારે નારકી દેવ વગેરેનાં શરીરો આપણા શરીરની અપેક્ષાએ સૂક્ષ્મ પુદગલોનાં બનેલા છે માટે તે શરીરોને રહેવા માટે જગ્યા ઓછી જોઇએ છે તેમ છતાં તે શરીરમાં પૂગલો આપણા કરતાં અધિક હોય છે. કોઇકાળે પુગલોનો નાશ થતો નથી. પણ સ્કંધરૂપે થયેલા પુગલો જે સ્કંધમાં હોય તેમાંથી છૂટા પડીને બીજા સ્કંધમાં દાખલ થાય. બીજા સ્કંધવાળા પુદ્ગલો કોઇ બીજા સ્કંધમાં જાય એમ દરેક સ્કંધોમાંથી સમયે સમયે અનંતા અનંતા પુદ્ગલો છૂટા પડતા જાય છે અને નવા અંદર દાખલ થતાં જાય છે. અને કેટલાક સ્કંધોના પુગલો સાવ સદંતર છૂટા પડીને પરમાણુરૂપે પણ થઇ શકે છે અને પરમાણુરૂપે રહેલા યુગલો સ્કંધ રૂપે પણ બની શકે છે. આ રીતની પ્રક્રિયા સમયે સમયે જગતમાં ચાલુને ચાલુજ હોય છે. માટે જ્ઞાની ભગવંતો કહે છે કે એકને એક સ્કંધમાં જેટલા પુદ્ગલો છે તેમાંના કોઇક વધારેમાં વધારે કાળ સુધી તે સ્કંધમાંને સ્કંધમાં રહે તો અસંખ્યાત કાળ સુધી રહી શકે છે. અસંખ્યાતકાળ એટલે પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ સમજવો. એટલા કાળ સુધી રહી શકે પછી અવશ્ય વિખૂટા પડે જ છે. આથી જગતમાં જેટલી શાશ્વતી ચીજો કહેલી છે તે આકૃતિથી શાશ્વતી સમજવી. પુદ્ગલ આશ્રયી અશાશ્વતી. જ હોય છે જેમકે જગતમાં અસંખ્યાતા દ્વીપ અને સમુદ્રો જે રહેલા છે તે શાશ્વત રૂપે કહેવાય છે તે આકૃતિને આશ્રયીને. પણ તેમાંથી સમયે સમયે અનંતા પુદ્ગલો નીકળે છે અને પ્રવેશે છે એવી જ રીતે દેવલોકના વિમાનોમાં જેટલી શાશ્વતી પ્રતિમાઓ છે-શાશ્વતા અલંકારો છે-શાશ્વતી વાવડીઓ છે-કલ્પવૃક્ષ જેવા સુંદર રમણીય ઝાડો વગેરે ચીજો છે તે દરેક આકૃતિથી શાશ્વતી હોય છે. તે પ્રતિમાઓ વગેરેમાંથી સમયે સમયે અનંતાપુગલો નીકળે છે અને નવા દાખલ થાય છે. માત્ર વિશેષતા એટલી કે એ બધામાં નવા પગલો દાખલ થાય છે તે તેવાને તેવા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા હોય છે માટે આપણન તે આકૃતિ અને દ્રવ્ય એવાને એવા જ સ્વરૂપવાળું લાગે છે માટે અશાશ્વત પદાર્થો માટે પણ દુનિયામાં કહેવાય છે કે જે નવું દ્રવ્યા બનીને તૈયાર થઇને આવ્યું ત્યારથી તેમાં સમયે સમયે અનંતા પુદ્ગલો નીકળતા જાય છે અને પ્રવેશ કરતાં જાય છે. માટે તે વખતથી જ જુનું થવા માંડ્યું પણ આપણને જ્યારે તેમાં કાંઇક ાર થાય એમ દેખાય, કઢોણા રૂપે દ્રવ્ય દેખાય ત્યારે જૂનું લાગે છે બાકી વાસ્તવિક તો જે વખતે જે દ્રવ્ય તૈયાર થાય ત્યારથી જ તે દ્રવ્ય જનું થવા માંડે છે. આથી જ જ્ઞાનીઓ જણાવે છે જે રૂપી પદાર્થ આંખેથી જોઇએ એ એવો જ છે એમ નિશ્ચય રૂપે કોઇ કાળે બોલાય નહિ, નહિતો મૃષાવાદનો દોષ લાગે છે. આથી કેટલીક વાર જોયેલી ચીજ પણ ખોટી ઠરી જાય છે. એક તો બધા રૂપી પદાર્થો જોઇ શકાતા નથી. જોઇએ તેમાં પણ તેના સંપૂર્ણ સ્વરૂપે જોઇ શકતા નથી તો. Page 52 of 78 Page #53 -------------------------------------------------------------------------- ________________ પછી તે જોયેલા રૂપી પદાર્થોમાં રાગાદિ પરિણામ કરવાનું શું પ્રયોજન ? અ રૂપી પદાર્થોના રાગાદિ પરિણામ મમત્વ ભાવના કારણે જીવો પોતાનો, જન્મ મરણ આદિદુ:ખ રૂપ સંસાર વધારતા જાય છે તો આપણે સંસાર વધારવો છે કે ઘટાડવો છે એ રોજ વિચાર કરવાનો છે. જો એ વિચાર કરતાં રહીશું તો જ ભગવાન આપણને ગમશે દેવ, ગુરૂ અને ધર્મની પ્રવૃત્તિ એકાગ્રચિત્તે કરવાની સ્થિરતા આવશે અને એના પ્રતાપે જ જગતમાં રહેલા યુગલોનો સ્વભાવ કેવો હોય છે તેની વિશેષ ઓળખાણ થશે અને તોજ આત્મગુણના દર્શનનું ઉત્થાન થશે. આપણે જગતમાં રહેલા બધા જ રૂપી પદાર્થો જોઇ શકીએ એવો નિયમ નથી એટલે કે દારિક શરીરો પણ બધા જ દેખી શકીએ એવી તાકાત નથી કારણ કે બાદર અપર્યાપ્તા કે પર્યાપ્તા પૃથ્વીકાય આદિ એક જીવના શરીરને પણ જોવાની શક્તિ આપણામાં નથી. તે અસંખ્યાતા શરીરો ભેગા થાય ત્યારેજ જોઇ શકાય છે. મતિજ્ઞાની જીવો-ધૂતજ્ઞાની જીવો-વિશિષ્ટ શ્રુતજ્ઞાની જીવો કે સામાન્ય અવધિજ્ઞાની જીવો પણ એ દારીક શરીર ને જોઇ શકતા નથી. વિશિષ્ટ અવધિજ્ઞાની હોય તેજ તે શરીરને જોઇ શકે છે. એવી જ રીતે આઠ ગ્રહણ યોગ્ય અને આઠ અગ્રહણ યોગ્ય વર્ગણાઓનાં પુદ્ગલો જગતમાં હોય છે તે દરેક જે ગ્રહણ યોગ્ય વર્ગણાના પુગલો છે તે એક એક વર્ગણાઓ કરતાં સૂક્ષ્મ-સૂક્ષ્મતર પુદગલો હોય છે તેમાંની છેલ્લી કાર્મણ ગ્રહણ યોગ્ય વર્ગણાના પુગલો હોય છે તે પુગલોને વિશિષ્ટ અવધિજ્ઞાની મનુષ્યો જ જોઇ શકે છે. દેવલોકના નવમા ગ્રેવેયક સુધીનાં દેવોને અવધિજ્ઞાન હોય છે છતાં તે અવધિજ્ઞાનથી પણ કાર્પણ વર્ગણાના પુદ્ગલોને જોઇ શકતા નથી. અનુત્તરવાસી દેવતાઓ અવધિજ્ઞાનના બળે તે કામણ વર્ગણાના પુદ્ગલોને જોઇ શકે છે. આથી અવધિજ્ઞાનનો ક્ષયોપશમ ભાવ પણ વિચિત્ર પ્રકારનો હોય છે અને આથી જ તેનાં અસંખ્યાતા ભેદો થાય છે. મન: પર્યવજ્ઞાન અને અવધિજ્ઞાન શ્રુતજ્ઞાનની આગળ બચ્ચા જેવા હોય છે કારણકે મન:પર્યવજ્ઞાન પેદા થાય તો સન્ની જીવોનાં મનોવર્ગણાના પગલાને જોઇ શકે પણ જાણવા માટે શ્રુતજ્ઞાનનો ક્ષયોપશમાં ભાવ પણ જોઇએ છે એવી જ રીતે અવધિજ્ઞાનથી જગતમાં રહેલા રૂપી પુદ્ગલોના ઢગલાને દેખી શકે છે. પણ એ ઢગલા કઇ વર્ગણાના પગલોના છે તે શ્રુતજ્ઞાનના ક્ષયોપશમ વગર ખબર પડે નહિ માટે એમ કહેવાય છે કે શ્રુતજ્ઞાનની આગળ મનઃ પર્યવજ્ઞાન અને અવધિજ્ઞાન બચ્ચા જેવું છે. કોની જેમ ? જેમ જગતમાં ડોક્ટરની ડીગરી વાળા જીવો અનેક હોય છે તેઓને શરીરના બધા અંગોપાંગ આદિનું જ્ઞાન હોય છે છતાં ચામડીના સ્પેશ્યાલીસ્ટ-આંખના સ્પેશીયાલીસ્ટ-કાનના સ્પેશીયાલીસ્ટ ઇત્યાદિ હોય છે. તેનું કારણ એ છે કે એ એ વિષયમાં તે ડોક્ટરોએ વિશેષ રીતે અભ્યાસ કર્યો છે માટે તેમાં તેઓ વધારે ઉંડા ઉતર્યા છે તેથી તેઓને તે તે બાબતનું જ્ઞાન વિશેષ હોય છે. તેવી જ રીતે અવધિજ્ઞાની અને મનઃ પર્યવજ્ઞાની માટે જાણવું. આથી જ્ઞાની ભગવંતો કહે છે કે સામાન્ય શ્રુતજ્ઞાની જીવોને પણ અવધિજ્ઞાન પેદા થઇ શકે છે. મન:પર્યવજ્ઞાન પણ પેદા થઇ શકે છે. મધ્યમ શ્રુત જ્ઞાનીને પણ થાય અને વિશિષ્ટ શ્રુતજ્ઞાનીને પણ અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાન પેદા થઇ શકે છે. પણ કેવલજ્ઞાન પામવા માટે અવધિજ્ઞાન કે મન:પર્યવજ્ઞાન જોઇએ જ એવો નિયમ નહિ. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન એ બે જ્ઞાનવાળો જીવ પણ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. મતિ-શ્રુત-અવધિ એ. ત્રણ જ્ઞાનવાળા જીવો પણ કેવલજ્ઞાન પામી શકે છે. મતિ-શ્રુત-મન:પર્યવ એ ત્રણ જ્ઞાનવાળા જીવો પણ કેવલજ્ઞાન પામી શકે છે અને મતિ-મૃત-અવધિ અને મન:પર્યવ એ ચાર જ્ઞાનવાળા પણ કેવલજ્ઞાન પામી શકે છે. અગ્રહણ યોગ્ય વર્ગણાઓ કરતાં ગ્રહણ યોગ્ય વર્ગણાઓના પુદ્ગલો હંમેશા સૂક્ષ્મ જ હોય છે. એ Page 53 of 18 Page #54 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્મતાને સમજાવવા માટે જ વચમાં વચમાં અગ્રહણ યોગ્ય વર્ગણાઓ કહેલી છે. જૈન શાસનમાં ગણતરી રૂપે ગણી શકાય એવી સંખ્યા ૧૯૪ના આંક જેટલી હોય અથવા મતાંતરે ૨૫૦ના આંક જેટલી સંખ્યા હોય છે. એના ઉપરની સંખ્યાને પછી ગણી શકાતી નથી અને આ ૧૯૪ આદિ સંખ્યાન જાણવા માટે જ્ઞાની ભગવંતોએ શબ્દોના નામ આપીને જણાવેલ છે તે આ પ્રમાણે. ૮૪ લાખ વરસ = ૧ પૂર્વાગ કહેવાય છે. ૮૪ લાખ X ૮૪ લાખ = ૧ પૂર્વ કહેવાય છે. એટલે ૧ પૂર્વાગX૧ પૂર્વાગ = ૧ પૂર્વ થાય. ૧ પૂર્વX ૮૪ લાખ = ૧ ટિતાંગા ૧ ત્રુટિતાંગ X ૮૪ લાખ = ૧ ત્રુટિત ૧ ત્રુટિત X ૮૪ લાખ = અડડાંગ ૧ અડડાંગX ૮૪ લાખ = અડગ ૧ અડડX ૮૪ લાખ = અવવાંગા ૧ અવવાંગX ૮૪ લાખ = અવવા ૧ અવવX૮૪ લાખ = દુહુકાંગા ૧ ૯હુકાંગX ૮૪ લાખ = હહુક ૧ હુકમ ૮૪ લાખ = ઉત્પલાંગ ૧ ઉત્પલાંગX૮૪ લાખ = ઉત્પલ ૧ ઉત્પલ X૮૪ લાખ = પમાંગ. ૧ પમાંગA૮૪ લાખ = પદ્મ ૧ પદ્મX ૮૪ લાખ = નલીનાંગા ૧ નલીનાંગX ૮૪ લાખ = નલીના ૧ નલીન X ૮૪ લાખ = નિકુરાંગ ૧ નિકુરાંગX૮૪ લાખ = નિકુર ૧ નિકુર X ૮૪ લાખ = અયુતાંગ ૧ અયુતાંગ X ૮૪ લાખ = અયુત ૧ અયુત X ૮૪ લાખ = નયુતાંગ ૧ નયુતાંગX ૮૪ લાખ = નયુત ૧ નયુત X ૮૪ લાખ = પ્રયુતાંગ ૧ પ્રયુતાંગX ૮૪ લાખ = પ્રયુતા ૧ પ્રયુત X ૮૪ લાખ = ચૂલીતાંગા ૧ ચલીતાંગX૮૪ લાખ = ચૂલીતા ૧ ચૂલીત X ૮૪ લાખ = શીર્ષ પહેલી કાંગ ૧ શીર્ષ પહેલી કાંગX૮૪ લાખ = શીર્ષ પહેલીકા આ ૫૪ આંકની સંખ્યામાં ૧૪૦ મીંડા જોડવાના આથી ૧૯૪ની સંખ્યાનો આંક આવે છે. Page 54 of 78 Page #55 -------------------------------------------------------------------------- ________________ મતાંતરે ૭૦ આંકની સંખ્યા થાય તેમાં ૧૮૦ મીંડા ઉપર ઉમેરવા એટલે ૨૫૦ની સંખ્યાનો આંક આવે છે. આ આંક ગણતરી રૂપે ઉત્કૃષ્ટ સંખ્યા રૂપે ગણાય છે. આનાથી અધિક સંખ્યાનો આંક જગતમાં કોઇ કાળે કોઇ ઉત્કૃષ્ટ રૂપે કરી શકવાના નથી. બાકી સંખ્યાતામાંથી અસંખ્યાતા અને અનંતાનું વર્ણન જાણવા માટે કેવલજ્ઞાનીઓએ જે પ્રક્રિયા કહેલી છે. તેમાં ઉત્કૃષ્ટ સંખ્યાતા રૂપે આના કરતાં કઇ ગણી સંખ્યા વધી શકે છે. સંખ્યાતા- અસંખ્યાતાદિનું વર્ણન સંખ્યાતાના ત્રણ ભેદ છે. (૧) જઘન્ય સંખ્યાતુ (૨) મધ્યમ સંખ્યાતુ (૩) ઉત્કૃષ્ટ સંખ્યાતું. અસંખ્યાતાના ૯ ભેદો હોય છે. (૧) જઘન્યપરિત્ત અસખ્યાતું (૨) મધ્યમ પરિત્ત અસંખ્યાતું. (૩) ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાતું (૪) જઘન્ય યુક્ત અસંખ્યાત (૫) મધ્યમ યુક્ત અસંખ્યાતુ (૬) ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાતુ (૭) જઘન્ય અસંખ્ય અસંખ્યાતું. (૮) મધ્યમ અસંખ્ય અસંખ્યાત (૯) ઉત્કૃષ્ટ અસંખ્ય અસંખ્યાતુ અનંતાના નવ ભેદો હોય છે. (૧) જઘન્ય પરિત્ત અનંતુ (૨) મધ્યમ પરિત્ત અનંત. (૩) ઉત્કૃષ્ટ પરિત્ત અનંતુ (૪) જઘન્ય યુક્ત અનંતુ (૫) મધ્યમ યુક્ત અનંત (૬) ઉત્કૃષ્ટ યુક્ત અનંતુ (૭) જઘન્ય અનંત અનંત (૮) મધ્યમ અનંત અનંતુ (૯) ઉત્કૃષ્ટ અનંત અનંતુ આ રીતે કુલ ૩ + ૯ + ૬ = ૨૧ ભેદો થાય છે. જઘન્ય સંખ્યાતા રૂપે જ્ઞાનીઓએ ૨ ની સંખ્યાનો આંક કહેલો છે કારણકે બેનાં અડધા રૂપે એક ની. સંખ્યા થઇ શકે છે જ્યારે એકના અડધા રૂપે અડધો થાય એ સંખ્યા રૂપે ન હોવાથી એકના આંકને જઘન્ય સંખ્યા રૂપે કહેલી નથી. બેની સંખ્યાથી એક એક સંખ્યા અધિક કરતાં ઉત્કૃષ્ટ સંખ્યા જે આવે તેમાંથી એક ન્યૂન કરતાં જેટલી સંખ્યાઓ થાય તે બધા આંક મધ્યમ સંખ્યા રૂપે ગણાય છે. દા.ત. અસત્ કલ્પનાથી ૩ થી શરૂ કરી ૧૦૦ની સંખ્યા ઉત્કૃષ્ટ હોય તો ૯૯ સુધીની સંખ્યાનો. આંક એ બધી સંખ્યાઓ મધ્યમ રૂપે ગણાય છે. Page 55 of 78 Page #56 -------------------------------------------------------------------------- ________________ ઉત્કૃષ્ટ સંખ્યાનું વર્ણન જંબુદ્વીપના માપ જેવડા એટલે એક લાખ યોજન લાંબા-પહોળા અને એક હજાર યોજન ઉંડા એવા ચાર પ્યાલા બનાવવાના કે જેઓનાં નામ (૧) અવસ્થિત પ્યાલો (૨) શલાકા પ્યાલો (૩) પ્રતિ શલાકાપ્યાલો (૪) મહાશલાકા પ્યાલો. - આ ચાર પ્યાલામાંથી પહેલો અવસ્થિત પ્યાલો સરસવના દાણાઓથી સંપૂર્ણ શીખા સાથે ભરવો કે જેથી તેમાં હવે બીજો કોઇ દાણો આવી શકે નહિ. આ રીતે સંપૂર્ણ પ્યાલો ભર્યા પછી કોઇ દેવને બોલાવવાનો અને પ્યાલો હાથમાં રખાવીને તેમાંનો એક દાણો એક દ્વીપમાં અને એક દાણો એક સમુદ્રમાં નાંખતા જવો આ રીતે એક એક દ્વીપ અને એક એક સમુદ્રમાં ક્રમસર દાણાઓને નાંખતા જવા જ્યાં જે દ્વીપ કે સમુદ્રમાં છેલ્લો દાણો નખાય તે દ્વીપ કે સમુદ્ર જેટલા માપનો હોયતેટલા માપવાળો નવો પ્યાલો બનાવવાનો આ પ્યાલાનું નામ અનવસ્થિત પ્યાલો કહેવાય છે. આ પ્યાલાને બનાવી પાછા ફ્રીથી નવા સરસવના દાણાઓ લઇને ભરવો અને શિખા સાથે ભરવો ત્યાર પછી એ પ્યાલાને ત્યાંથી ઉપાડીને એટલે કે જે છેલ્લો દાણો અવસ્થિત પ્યાલાનો જે દ્વીપ સમુદ્રમાં નાખેલો હતો તેનાથી આગળના દ્વીપ સમુદ્રને વિષે ક્રમસર એક એક દાણો એક દ્વીપ અને એક સમુદ્રને વિષે નાખતા જવો અને અનવસ્થિત પ્યાલો આખો ખાલી કરવો આ રીતે કરતાં જે દ્વીપ અને સમુદ્રમાં આ અનવસ્થિત પ્યાલાનો છેલ્લો દાણો પડે તે દ્વીપ સમુદ્રના માપ જેટલો મોટો બીજો અનવસ્થિત પ્યાલો બનાવવો અને તેને નવા સરસવના દાણાઓથી શિખા સાથે ભરવો હવે જે પહેલો અનવસ્થિત પ્યાલો ખાલી થયો એ જાણવા માટે સાક્ષી રૂપે નવો દાણો એક લઇ બીજા શલાકા નામના પ્યાલામાં નાંખવો આથી શું થયું ? પ્રતિશલાકા. મહાશલાકા પ્યાલા ખાલી છે. શલાકામાં એક દાણો છે અને અનવસ્થિત પ્યાલો (બીજો) ભરેલો છે. હવે ભરેલા અનવસ્થિત પ્યાલાને ઉપાડીને આગળના દ્વીપ અને સમુદ્રને વિષે એક એક દાણો. નાંખી નાંખીને ખાલી કરવો જ્યાં જે દ્વીપ સમુદ્રને વિષે છેલ્લો દાણો નખાય તે માપનો ત્રીજો અનવસ્થિત પ્યાલો બનાવી સરસવથી ભરીને રાખી મૂકવો અને નવો બીજો દાણો લઇ શલાકામાં નાંખવો. આ રીતે શલાકામાં બે દાણા થયા. હવે અનવસ્થિત જે ભરેલો છે તેને ઉપાડીને આગળના દ્વીપ સમુદ્રને વિષે એક એક દાણો નાંખી પ્યાલો ખાલી કરવો. જ્યાં ખાલી થાય ત્યાં નવો અનવસ્થિત પ્યાલો બનાવી શિખા સાથે ભરવો અને ત્રીજો દાણો શલાકામાં નાંખવો. આ રીતે અનવસ્થિત પ્યાલા નવા નવા બનાવી સરસવોથી ભરી ભરી ખાલી કરી કરીને એક એક દાણો શલાકા પ્યાલામાં નાંખી નાંખીને આખોય શલાકા પ્યાલો. શિખા સાથે સંપૂર્ણ ભરવો જ્યાં તે સંપૂર્ણ ભરાઇ જાયતે વખતે અનવસ્થિત પ્યાલો ખાલી છે. શલાકા ભરેલો છે. એ શલાકા પ્યાલાને ઉપાડીને આગળના દ્વીપ અને સમુદ્રમાં એક એક દાણો નાંખી ખાલી કરવો અને જ્યાં ખાલી થાય ત્યાં તે માપનો નવો અનવસ્થિત પ્યાલો બનાવી સરસવથી શીખા સાથે ભરવો આમાં કેટલાક આચાર્યો કહે છે કે શલાકા પ્યાલો સંપૂર્ણ જ્યાં ભરાયો તે વખતે જે અનવસ્થિત ખાલી થયેલો છે તે દ્વીપ અને સમુદ્રના માપનો પ્યાલો બનાવી સરસવથી સંપૂર્ણ ભરવો આ રીતે મતાંતર છે. જ્યાં શલાકાપ્યાલો ખાલી થયો હોય તે જાણ માટે એક નવો દાણો પ્રતિશલાકામાં નાંખવો એટલે એમ થાય કે અનવસ્થિત ભરેલો છે. શલાકા ખાલી છે. પ્રતિશલાકામાં એક દાણો છે. આ રીતે શલાકા પ્યાલો જ્યાં ખાલી થયેલો હોય તે દ્વીપ અને સમુદ્ર પછીના દ્વીપ સમુદ્રને વિષે અનવસ્થિત પ્યાલા નાં દાણા ક્રમસર નાંખી ખાલી કરવો જ્યાં ખાલી થાય ત્યાં સાક્ષી રૂપે એક દાણો શલાકા પ્યાલામાં નાંખવો અને નવો અનવસ્થિત પ્યાલો બનાવી સરસવથી ભરી આગળના દ્વીપ સમુદ્રને વિષે એક એક દાણો નાંખી ખાલી કરી જ્યાં ખાલી થાય ત્યાં બીજો અનવસ્થિત બનાવવો. સરસવથી ભરવો અને બીજો દાણો શલાકા પ્યાલામાં નાંખવો આ રીતે ફ્રીથી બીજી વાર અનવસ્થિતથી શલાકા પ્યાલો સંપૂર્ણ ભરવો અને આ વખતે બીજો નવો Page 56 of 78 Page #57 -------------------------------------------------------------------------- ________________ દાણો પ્રતિશલાકા પ્યાલામાં નાંખવો આથી શું નિષ્કર્ષ થયું કે- મહાશલાકા પ્યાલો ખાલી છે. પ્રતિશલાકા પ્યાલામાં બે દાણા છે. શલાકા પ્યાલો ખાલી છે અને અનવસ્થિત પ્યાલો ભરેલો છે. અનવસ્થિત પ્યાલાને ઉપાડીને આગળના દ્વીપ સમુદ્રમાં એક એક દાણો નાંખીને ખાલી કરવો અને એક નવો દાણો શલાકામાં નાંખવો આ રીતે અનવસ્થિત પ્યાલા નવા બનાવી બનાવીને શલાકા ભરવો શલાકા ભરાઇ જાય એટલે અનવસ્થિત આખો ભરેલો રાખવો. શલાકા ઉપાડવો ખાલી કરવો એક દાણો પ્રતિશલાકા પ્યાલામાં નાંખવો. આ રીતે અનવસ્થિત પ્યાલાઓ નવા બનાવી બનાવીને ખાલી કરી કરીને શલાકા પ્યાલો ભરવો અનવસ્થિત શલાકા ભરી ભરી ખાલી કરો કરીને પ્રતિશલાકા પ્યાલો ભરવો અને પ્રતિશલાકા પ્યાલો ભરાઇ જાય એટલે તે ખાલી કરી કરીને મહાશલાકામાં એક દાણો નાંખવો. આ રીતે અનવસ્થિત શલાકા પ્રતિશલાકા પ્યાલાઓ દ્વારા મહાશલાકા સંપૂર્ણ શીખા સાથે ભરવો મહાશલાકા પ્યાલો ભરાઇ જાય એટલે અનવસ્થિત શલાકા ભરી ભરી ખાલી કરી કરીને પ્રતિશલાકા પ્યાલો શીખા સાથે સંપૂર્ણ ભરવો એ સંપૂર્ણ ભરાઇ જાય એટલે અનવસ્થિત પ્યાલા નવા બનાવી બનાવી ખાલી કરી કરી એક એક દાણો શલાકામાં નાંખી નાંખીને આખો શલાકા પ્યાલો શીખા સાથે ભરવો જ્યારે સંપૂર્ણ શલાકા પ્યાલો ભરાઇ જાય તે વખતે છેલ્લો દાણો જે દ્વીપ સમુદ્રમાં નાંખવામાં આવેલો છે તે દ્વીપ સમુદ્ર જેટલો મોટા માપવાળો હજાર યોજન ઉંડો અને પહોળો અનવસ્થિત પ્યાલો બનાવી એને સંપૂર્ણ શીખા સાથે સરસવથી ભરવો આ રીતે જ્યારે ચારેય પ્યાલા સંપૂર્ણ ભરાઇ જાય એટલે તે ચારે પ્યાલાના સરસવના દાણા ખાલી કરીને એક ઢગલો કરવો અને એ ઢગલામાં અત્યાર સુધી જેટલા દ્વીપ સમુદ્રોમાં દાણા નાંખેલા છે તે બધા દાણા પાછા લાવી ભેગા કરી આ ઢગલામાં નાંખવાના આ રીતે ઢગલાના દાણાની જેટલી સંખ્યા થાય તે પહેલું જઘન્ય પત્તિ અસંખ્યાતુ કહેવાય છે. તેમાંથી એક દાણો ઓછો કરીએ એટલે ઉત્કૃષ્ટ સંખ્યાતુ બને છે. જૈન શાસનની દ્રષ્ટિથી ઉત્કૃષ્ટ સંખ્યા રૂપી છેલ્લામાં છેલ્લી આ સંખ્યા ગણાય છે. તે ઉત્કૃષ્ટ સંખ્યામાંથી એક દાણો ઓછો કરીએ એટલે મધ્યમ સંખ્યાનો છેલ્લો આંક થાય છે. આના ઉપરથી વિચાર કરો કે આજના વૈજ્ઞાનિકો ગમે તેટલો પ્રયત્ન કરે યંત્રોની શોધો કરે તો પણ તે આ સંખ્યાના આંક સુધી પહોંચી શકે એમ લાગે છે ખરૂં ? અને જે શિર્ષપહેલીકાના આંકની સંખ્યા કહેલી છે ત્યાં સુધી પણ પહોંચે એમ લાગે છે ખરૂં ? તો પછી આ યંત્રો અનેક જીવોની હિંસાઓ કરી કરીને મહારંભનાં સાધનો રૂપે ઉભા કરી રહ્યા છે તે વખાણવા લાયક ખરા ? આ કોમ્પ્યુટરો વગેરે સાધનોએ તો જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયોપશમનો નાશ કર્યો છે. આજે છોકરાઓને ગણિતના આંક આવડતાં નથી એ શું સુચવે છે ? ગુણાકાર-ભાગાકાર સામાન્ય પણે કરવા હોય તો એ રમકડું લઇને બેસી જાય છે એ શું સુચવે છે માટે કેટલા સાવચેત બનવાનું છે ? હવે જઘન્ય પરિત્ત અસંખ્યાતામાં એટલે પહેલા અસંખ્યાતામાં જેટલા દાણાની સંખ્યા છે. એટલા દાણાવાળા એટલા એટલા ઢગલા કરવા, એનો પરસ્પર ગુણાકાર કરવો ગુણાકાર કરતાં કરતાં જે છેલ્લી સંખ્યા આવે તે ચોથું જઘન્ય યુક્ત અસંખ્યાતુ કહેવાય છે. આ રીતે ઢગલાઓ કરી કરીને ગુણાકાર કરવો તે રાશી અભ્યાસ કહેવાય છે. આ ચોથા અસંખ્યાતાની જેટલી સંખ્યા થાય છે એટલા એક આવલિકાના સમયોની સંખ્યા થાય છે. એવી બસોને છપ્પન આવલિકાના સમયો જેટલું જઘન્ય આયુષ્ય નિગોદના જીવોનું હોય છે. આ આયુષ્યને એક અંતર્મુહૂર્તના આયુષ્ય રૂપે ગણાય છે. આવા આયુષ્યવાળા જીવો આપણા એક શ્વાસોચ્છવાસમાં અઢારવાર જન્મ અને સત્તરવાર મરણ કર્યા કરે છે. આના ઉપરથી વિચારો કે એક સમય એટલે કેટલો સૂક્ષ્મમાં સૂક્ષ્મ કાળ થયો. એ ચોથું જે જઘન્ય યુક્ત અસંખ્યાતું છે તેમાંથી એક દાણો ઓછો કરીએ એટલે ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાતું ત્રીજું આવે છે. એ ત્રીજા અસંખ્યાતામાંથી એક દાણો ઓછો કરીએ તા મધ્યમ પરિત્તઅસંખ્યાતુ રૂપે બીજા અસંખ્યાતાનો છેલ્લો આંક આવે છે અને જઘન્ય પરિત્ત અસંખ્યાતામાં એક દાણો ઉમેરીએ ત્યાંથી Page 57 of 78 Page #58 -------------------------------------------------------------------------- ________________ મધ્યમ પરિત્ત અસંખ્યાતું બીજું શરૂ થાય છે. હવે ચોથુ જઘન્ય યુક્ત અસંખ્યાતુ જે છે તેમાં જેટલા સરસવના દાણા રહેલા છે એટલા જ દાણાવાળા એટલા એટલા ઢગલા કરવા અને તે એક એક ઢગલાઓને પરસ્પર ગુણાકાર કરવો એ ગુણાકાર કરતાં છેલ્લી જે સંખ્યા આવે તે જઘન્ય અસંખ્યાત અસંખ્યાત રૂપે સાતમું અસંખ્યાતું આવે છે. તે સાતમા અસંખ્યાતામાંથી એક દાણો ઓછો કરીએ એટલે છઠ્ઠું ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાતું આવે છે અને એમાંથી એક દાણો ઓછો કરીએ એટલે પાંચમું મધ્યમ યુક્ત અસંખ્યાતાની છેલ્લી સંખ્યાનો આંક આવે છે. ચોથા અસંખ્યાતામાં એક ઉમેરીએ એટલે મધ્યમ યુક્ત પાંચમાં અસંખ્યાતાની શરૂઆત થાય છે. હવે સાતમાં અસંખ્યાતામાં જેટલી સંખ્યા છે એટલી જ સંખ્યાવાળા એટલા એટલા જ ઢગલા કરવા તે ઢગલાઓનો પરસ્પર ગુણાકાર કરવો એ ગુણાકાર કરતાં જે છેલ્લી સંખ્યા આવે તે પહેલું પરિત જઘન્ય અનંતુ કહેવાય. આ જઘન્ય પરિત્ત અનંતામાંથી એક દાણો ઓછો કરીએ એટલે નવમું ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતું આવે અને તેમાંથી એક દાણો ઓછો કરીએ એટલે આઠમું મધ્યમ અસંખ્યાત અસંખ્યાતાની છેલ્લી સંખ્યા આવે છે. સાતમું જઘન્ય અસંખ્યાત અસંખ્યાતુ જે છે તેમાં એક ઉમેરીએ એટલે મધ્યમાં અસંખ્યાત અસંખ્યાતાની શરૂઆત થાય છે. હવે પહેલું જઘન્ય પરિત્ત અનંતુ જે આવ્યું તેમાં જેટલા દાણાની સંખ્યા છે. એટલા જ દાણાવાળા. એટલા એટલા ઢગલા કરવા અને પરસ્પર ગુણાકાર કરવો એ ગુણાકારનો છેલ્લો જે આંક આવે તે ચોથું જઘન્ય યુક્ત અનંતુ આવે છે. આ સંખ્યામાંથી એક દાણો ઓછો કરીએ એટલે ત્રીજું ઉત્કૃષ્ટ પરિત્ત અનંતુ પ્રાપ્ત થાય છે અને એ ત્રીજા અનંતમાંથી એક દાણો ઓછો કરીએ એટલે બીજા મધ્યમ પરિત્ત અનંતાની છેલ્લી સંખ્યા આવે છે. પહેલું અનંતુ જઘન્ય પરિત્ત અનંત જે છે તેમાં એક દાણો અધિક કરીએ એટલે મધ્યમ પરિત્ત અનંતાની એટલે બીજા અનંતાની શરૂઆત થાય છે. આ ચોથા અનંતાની સંખ્યા જેટલા અભવ્ય જીવો જગતને વિષે સદા માટે રહેલા હોય છે. એટલે કે અભવ્ય જીવોની સંખ્યા આ ચોથા અનંતાની સંખ્યા જેટલી હોય છે. હવે ચોથું જે જઘન્ય યુક્ત અનંતુ છે તેમાં જેટલા દાણાની સંખ્યા હોય છે. એટલા જ દાણાવાળા. એટલા એટલા ઢગલા કરવા અને તેને પરસ્પર ગુણાકાર કરવો એ ગુણાકાર કરતાં જે છેલ્લી સંખ્યાનો આંક આવે તે સાતમું જઘન્ય અનંતાનંતુ આવે છે. આ સાતમા અનંતામાંથી એક દાણો ઓછો કરીએ એટલે છટ્ટા ઉત્કૃષ્ટ યુક્ત અનંતાનો આંક આવે છે અને તેમાંથી એક દાણો ઓછો કરીએ એટલે પાંચમાં મધ્યમ યુક્ત અનંતાનો છેલ્લો આંક આવે છે તથા જઘન્ય યુક્ત જે ચોથું અનંતું છે તેમાં એક ઉમેરીએ એટલે મધ્યમ યુક્ત અનંતુ પાંચમું શરૂ થાય છે. હવે જે જઘન્ય અનંતાનંતુ જે સાતમું આવ્યું છે તેમાં એક ઉમેરીએ એટલે આઠમું મધ્યમ અનંતાનંતુ શરૂ થાય છે. આ અનંતુ કોઇ કાળે પૂર્ણ થતું નથી એટલે નવમું અનંતુ કોઇ કાળે પ્રાપ્ત થતું નથી માટે આ આઠમા અનંતે બાવીશ ચીજો રહેલી હોય છે. (૧) અભવ્ય જીવો ચોથા અનંતાની સંખ્યા જેટલા હોય છે. (૨) અભવ્ય જીવોથી અનંતગુણા અધિક અને પાંચમે અનંતે રહેલા જગતમાં સમ્યકત્વથી પડેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે સદા માટે રહેલા જીવો હોય છે. (૩) સમ્યકત્વથી પડેલા જીવો કરતાં અનંત ગુણા અધિક સિધ્ધ પરમાત્માના જીવો હોય છે છતાંય એ જીવો પણ પાંચમાં અનંતે સદા માટે રહેલા હોય છે. (૪) જગતમાં રહેલા સઘળાય ભવ્ય જીવો આઠમા અનંતાની સંખ્યા જેટલા હોય છે. અરે એક નિગોદમાં અસંખ્યાતા શરીરો હોય છે. એવા અસંખ્યાતા શરીરમાંથી એક શરીરમાં Page 58 of 78 Page #59 -------------------------------------------------------------------------- ________________ અનંતા જીવો રહેલા હોય છે તેમાં જે ભવ્ય જીવો રહેલા હોય છે તે પણ સદા માટે આઠમા અનંતાની સંખ્યા જેટલા હોય છે. વિચાર કરો કે આપણે કેટલા પુણ્યશાળી છીએ કે આ બધામાંથી બહાર આવી ગયા છીએ અને ધર્મ સામગ્રી સંપન્ન મનુષ્ય જન્મને પામ્યા છીએ. હવે શું કરવું એજ વિચાર કરવાનો છે. આ રીતે સંખ્યાતાના ત્રણ ભેદો અસંખ્યાતાના નવ ભેદો અને અનંતાના નવ ભેદોનું વર્ણન કર્યું. આ એટલા માટે કર્યું કે પુદ્ગલાસ્તિકાયનાં જે પુદ્ગલો આપણે જોઇ શકીએ છીએ કે ગ્રહણ કરીએ છીએ તે અભવ્ય જીવો કરતાં અનંત ગુણા અધિક પુદ્ગલો (પરમાણુઓ) વાળા સ્કંધોને ગ્રહણ કરીએ છીએ એ જાણવા માટે કરેલ છે. આ બધું વર્ણન એટલે કયા કયા અસંખ્યાતામાં કયા કયા જીવો અને કયા કયા અનંતામાં કયા કયા જીવો આવેલા છે તે દ્રષ્ટિવાદનામના બારમાં અંગમાં વિસ્તારથી આપેલ છે તે દ્રષ્ટિવાદ નામનું અંગ આજે વિધમાન નથી. વિચ્છેદ થઇ ગયેલ છે. એ દ્રષ્ટિવાદ નામના અંગને ભણવા માટે પાંચમા આરામાં શ્રી ભદ્રબાહુ સ્વામીજીના વખતમાં શ્રી સ્થૂલભદ્રજી આદિ પાંચસો સાધુઓ ગયેલા હતા તે વખતે શ્રી ભદ્રબાહુ સ્વામીજી પ્રાણાયામ યોગની સાધના. કરતા હતા માટે વધુ ટાઇમ ભણાવવાનો આપી શકતા નહોતા અને જ્યારે પ્રાણાયામ યોગની સાધના પૂર્ણ થઇ કે પછી રોજ પાંચસો સાધુઓને એકવીશ કલાક સુધી વાંચના આપતા હતા તેમાંથી ૪૯૯ સાધુઓ અઘરૂં છે આપણને યાદ રહે એવું નથી. એમ કહીને વિહાર કરી ગયા અને એક સ્કુલભદ્રજી મુનિજ રહ્યા. તો તે વખતે એમનો જ્ઞાનનો ક્ષયોપશમભાવ કેવો હશે કે રોજ એકવીશ કલાક વાંચના લઇને બધું જ જ્ઞાના કંઠસ્થ એટલે મોટે રાખી શકતા હતા એમાં દશપૂર્વો અર્થ સાથે ભણ્યા અને બાકીના ચાર પૂર્વે મૂલરૂપે ભણ્યા આ રીતે છેલ્લા ચોદપૂર્વી શ્રી સ્થૂલભદ્રજી થયા. આ પાંચમા આરામાં જીવનો, જ્ઞાનનો જે યોપશમ ભાવ હતો તેની અપેક્ષાએ અત્યારે આપણો ક્ષયોપશમ ભાવ કેટલો ? હમણાં સો વર્ષ પૂર્વે શ્રી આત્મારામજી મ. નો રોજની ત્રણસો ગાથા ગોખી શકે એવો ક્ષયોપશમ ભાવ હતો અને તે ગોખેલું બધું બરાબર યાદ રહેતું હતું. એ અપેક્ષાએ આજ એકતો આપણો ક્ષયોપશમ ભાવ ઓછો તેમાં ભણવાની અને જાણવાની મહેનતેય ઓછી તથા જ્ઞાન પ્રત્યે રૂચિભાવ પણ લગભગ નહિ તો ક્ષયોપશમ ભાવ પેદા ક્યાંથી થાય ? આજે લગભગ જ્ઞાન પ્રત્યે અરૂચિ અને ઉપેક્ષાભાવ વધારે જોવામાં આવે છે. જ્ઞાની ભગવંતો કહે છે કે રોજ નવું નવું ભણવાની-જાણવાની જિજ્ઞાસા-પેદા થાય અને મહેનત કરે તો તેનાથી જીવ તીર્થકર નામ કર્મ બાંધે છે. રોજ નવું નવું ગોખતાં અથવા એકની એક ગાથા છ મહિના સુધી ગોખતાં તે ગાથા છ મહિને આવડે તો પણ રોજ ગોખવું જ જોઇએ એ જો ન ગોખે અને ન ભણે તો જ્ઞાનાવરણીય કર્મ ગાઢ બંધાય છે માટે આ બાબતમાં બહુ જ વિચાર કરવાનો છે બરાબર છે ને ! આનાથી એ ફલિતાર્થ થાય છે કે ચર્મચક્ષુથી જે નાનામાં નાનું પુદ્ગલ આપણે જોઇએ છીએ એક રેતીનું કણ તે પણ અનંતા પરમાણુઓના સમુદાયથી બનેલું હોય છે. એવી જ રીતે કપડું જે બને છે તેમાં આડાને ઉભા દોરા જે નાંખવામાં આવે છે તે દોરાને એકને બહાર કાઢીએ તે દોરાને મસળીને તેનાં છૂટા પુગલો કરી તેમાંનું નાનામાં નાનું પુગલ આંખે જે જોઇ શકીએ છીએ તે પણ અનંતા પરમાણુઓના સમુદાય રૂપે બનેલો સ્કંધ હોય છે માટે દેખી શકાય છે. આથી વિચારો કે પરમાણુ કેટલો સૂક્ષ્મ રૂપે રહેલો હોય છે. જે આપણે પોતે જોઇ શકીએ નહિ. ચૌદપૂર્વી અને અવધિજ્ઞાનીઓ પણ જે જોઇ શકે નહિ તે વળી આપણને દેખાય ? એક વિશિષ્ટ અવધિજ્ઞાનીઓ કે કેવલજ્ઞાનીઓજ જોઇ શકે છે માટે દેખાતા પુદ્ગલોમાં કેટલા બધા પરમાણુઓ રહેલા હોય છે એજ વિચારવાનું ! હવે એનો વિચાર કરીએ કે કપડું જે તૈયાર થાય છે તે હિંસા વગર થતું જ નથી કેટલી હિંસા Page 59 of 18 Page #60 -------------------------------------------------------------------------- ________________ થાય ત્યારે કપડું બને. એ કપડું ગમ્યું-તેના વખાણ કર્યા કેટલું સરસ છે, સુવાળું છે. તેના કારણે તે બનવામાં જેટલા જીવોની હિંસા થઇ તે બધી જ રાગના કારણે લાગ્યા જ કરે છે. એવી જ રીતે જે કપડું ના ગમે અને એના પ્રત્યે દ્વેષ થાય તો પણ તે જેટલા જીવોની હિંસાથી બન્યું તે હિંસા દ્વેષના કારણે લાગ્યાજ કરે માટે જ્ઞાની ભગવંતો કહે છે કે પુગલના સંયોગ વગર આપણે જીવી શકીએ એ તાકાત નથી તો તેમાં રાગ દ્વેષ ન થાય તેની કાળજી રાખીને અભ્યાસ પાડીને એવી રીતે જીવવાનો પ્રયત્ન કરવો જોઇએ. એ રીતે જીવન જીવતા જગતમાં સમકીતી જીવો હોય છે તથા સમકીત પામવાની પૂર્વભૂમિકામાં રહેલા જીવો પણ હોય છે શ્રી તીર્થંકર પરમાત્માના આત્માઓ છેલ્લે ભવે સંસારમાં જેટલા વર્ષો સુધી રહે છે. તેઓ એ રીતે જ જીવન જીવી રહેલા હોય છે કે રાગાદિની સામગ્રીમાં બેઠેલા હોવા છતાં તેઓને કોઇપણા પદાર્થ પ્રત્યે રાગ તરીકે મારાપણાની બુદ્ધિ હોતી નથી. માત્ર અવિરતિનો ઉદય નિકાચીત રૂપે બંધાઇ ગયેલો છે તે ભોગવીને નાશ કરવા માટે જ એટલો કાળ બેઠેલા હોય છે. તેમના આપણે સેવક ગણાઇએ છીએ તો એ પુદગલોમાં રાગાદિ પરિણામ ન થાય એ રીતે જરૂર મારે જીવન જીવવું જ જોઇએ. એવો અભ્યાસ પાડવા માટેનો પ્રયત્ન કરવો જ જોઇએ. એવો વિચાર પણ આવે છે ખરો ? એ માટે જ આ પુગલના સંયોગને જાણવાનો છે. અગ્રહણ યોગ્ય અને ગ્રહણ યોગ્ય વર્ગણાઓના પુદ્ગલોનું વર્ણન (૭) (૧) ઓદારિક અગ્રહણ યોગ્ય વર્ગણાઓ. (૨) દારિક ગ્રહણ યોગ્ય વર્ગણાઓ. (૩) વેક્રીય અગ્રહણ યોગ્ય વર્ગણાઓ. (૪) વૈક્રીય ગ્રહણ યોગ્ય વર્ગણાઓ. (૫). આહારક અગ્રહણ યોગ્ય વર્ગણાઓ. (૬) આહારક ગ્રહણ યોગ્ય વર્ગણાઓ. તેજસ અગ્રહણ યોગ્ય વર્ગણાઓ (૮) તેજસ ગ્રહણ યોગ્ય વર્ગણાઓ. (૯) શ્વાસોચ્છવાસ અગ્રહણ યોગ્ય વર્ગણાઓ (૧૦) શ્વાસોચ્છવાસ ગ્રહણ યોગ્ય વર્ગણાઓ (૧૧) ભાષા અગ્રહણ યોગ્ય વર્ગણાઓ (૧૨) ભાષા ગ્રહણ યોગ્ય વર્ગણાઓ. (૧૩) મન અગ્રહણ યોગ્ય વર્ગણાઓ. (૧૪) મન ગ્રહણ યોગ્ય વર્ગણાઓ. (૧૫) કાર્પણ અગ્રહણ યોગ્ય વર્ગણાઓ (૧૬) કામણ ગ્રહણ યોગ્ય વર્ગણાઓ. (૧) ઔદારિક અગ્રહણ યોગ્ય વર્ગણાઓ : ચોદરાજ લોક રૂપ જગતમાં જે છૂટા છૂટા પરમાણુઓ રહેલા છે તેમાંથી બે પરમાણુઓની બનેલી. અનંતી વર્ગણાઓ હોય છે. ત્રણ પરમાણુઓની, ચાર પરમાણુઓની, સંખ્યાતા પરમાણુઓની, અસંખ્યાતા પરમાણુઓની યાવત અનંતા પરમાણુઓની બનેલી અનંતી અવંતી વર્ગણાઓ ઓદારીક શરીરને વિષે અગ્રહણ યોગ્ય વર્ગણાઓ રૂપે હોય છે. ક્યાં સુધીની ? તો કહે છે કે અભવ્યથી અનંત ગુણ અથવા Page 60 of 78 Page #61 -------------------------------------------------------------------------- ________________ સિધ્ધથી અનંતમાં ભાગ જેટલા પરમાણુઓથી અધિક વાળી વર્ગણાઓ ન થાય ત્યાં સુધીની અગ્રહણયોગ્ય. જાણવી. આ બધી અગ્રહણ યોગ્ય વર્ગણાઓ જગતમાં અનંતી હોય છે પણ તે ઓદારીક શરીરવાળા જીવોને ઉપયોગી થઇ શકતી નથી. માટે અગ્રહણયોગ્ય ગણાય છે. (૨) ઔદારિક ગ્રહણ યોગ્ય વર્ગણાઓ : દારિક અગ્રહણ યોગ્ય વર્ગણાઓના જે પુગલો હોય છે તે જ્યારે અભવ્યથી અનંત ગુણ અધિક અથવા સિધ્ધથી અનંતમાં ભાગ જેટલા પરમાણુઓની વર્ગણાઓનાં સ્કંધો શરૂ થાય ત્યારથી ગ્રહણ યોગ્ય બને છે એટલે કે દારિક અંગ્રહણ યોગ્યની છેલ્લી વર્ગણામાં એક પરમાણુ ઉમેરાય અને જે વર્ગણા. બને તે ગ્રહણ યોગ્ય વર્ગણા શરૂ થાય છે. આ ગ્રહણ યોગ્ય વર્ગણાઓ એક એક પરમાણુઓથી અધિક કરતાં કરતાં પહેલી ગ્રહણ યોગ્ય જે વર્ગણા હોય છે. તેમાં જેટલા પરમાણુઓ રહેલા હોય છે તેના અનંતમાં ભાગ જેટલા પરમાણુઓ સુધી એક એક પરમાણુ અધિક સુધી જેટલી વર્ગણાઓ થાય તે બધી ગ્રહણ યોગ્ય એટલે ઓદારિક ગ્રહણ યોગ્ય વર્ગણાઓ થાય છે. એ છેલ્લી ઉત્કૃષ્ટ વર્ગણા કહેવાય છે. અસત કલ્પનાથી ૧૦૦૦ (એક હજાર) પરમાણુઓ સુધીની વર્ગણાઓ દારિક અગ્રહણ યોગ વર્ગણાઓ હતી તે એક હજાર પછી એક પરમાણુ અધિકવાળી એક હજાર એકથી અગ્યારસો પરમાણુઓ સુધીની જે વર્ગણાઓ થાય તે બધી ક્રમસર ગ્રહણયોગ્ય વર્ગણાઓ રૂપે કહેવાય છે. " આ ઓદારિક શરીરને માટે ઓછા પરમાણુઓવાળી વર્ગણાઓ જેમ ન ચાલે તેમ જેટલી. ગ્રહણયોગ્ય હોય એનાથી અધિક પરમાણુઓ વાળી વર્ગણાઓ પણ ચાલે નહિ કારણ કે ઓછા પરમાણુઓ. વાળી વર્ગણાઓમાં પરમાણુઓ ઘટે છે માટે ન ચાલે એવી જ રીતે જેટલા જોઇએ તેનાથી પરમાણુઓ અધિક થઇ જતા એ સ્થલ રૂપે બને છે માટે તે પણ ચાલે નહિ અને સૂક્ષ્મરૂપે પણ બની જાય છે માટે અયોગ્ય કીધી. (૩) વૈક્રીય અગ્રહણ યોગ્ય વર્ગણાઓ : દારિક ગ્રહણ યોગ્ય જે વર્ગણાઓ હોય છે તેમાં એક પરમાણુ અધિકથી શરૂ કરીને એક એક પરમાણુથી યાવત અનંતા પરમાણુઓ અધિકવાળી વર્ગણાઓ વક્રીય શરીરને માટે અગ્રહણ યોગ્ય રૂપે ગણાય છે અને તે દારિકને માટે પણ અગ્રહણ યોગ્ય રૂપે ગણાય છે. એટલે કે અસત કલ્પનાથી દારિક ગ્રહણ યોગ્ય ૧૧૦૦ પરમાણુ સુધી ગ્રહણ યોગ્ય હતી તેમાં એક પરમાણુ અધિક થતાં ૧૧૦૧ થી ૨૧૦૦ સુધીની જેટલી વર્ગણાઓ થાય તે વક્રીય અગ્રહણ યોગ્ય વર્ગણાઓ રૂપે બને છે તે વક્રીય શરીરવાળા ગ્રહણ કરી શકતા નથી. (૪) વૈક્રીય ગ્રહણયોગ્ય વર્ગણાઓ : વક્રીય અગ્રહણ યોગ્ય વર્ગણાઓની જે છેલ્લી વર્ગણા આવે તેમાં એક પરમાણુ અધિક વાળી વર્ગણા. શરૂ થાય તે વક્રીય ગ્રહણ યોગ્ય વર્ગણાની પેહલી વર્ગણા કહેવાય છે એટલે અહીંથી ગ્રહણ માટે યોગ્ય થાય છે. આ પહેલી વર્ગણામાં જેટલા પરમાણુઓ હોય છે. તેના અનંતમા ભાગ જેટલા પરમાણુઓની સંખ્યા સુધી એક એક પરમાણઓ અધિક કરતાં છેલ્લી જે વર્ગણા થાય તે વક્રીય ગ્રહણ યોગ્ય વર્ગણાની છેલ્લી વર્ગણા કહેવાય છે. અસત્ કલ્પનાથી ૨૧૦૧ પરમાણુઓની બનેલી જે વર્ગણા થાય તે વૈક્રીય ગ્રહણ યોગ્યની પહેલી વર્ગણા ગણાય તેમાં એક એક પરમાણુ અધિક કરતાં કરતાં ૨૨૦૦ પરમાણુઓ સુધીની જે વર્ગમાં આવે તે વક્રીય ગ્રહણ યોગ્ય વર્ગણાની ઉત્કૃષ્ટ વર્ગણા કહેવાય છે. (૫) આહારક અંગ્રહણયોગ્ય વર્ગણાઓ : વક્રીય ગ્રહણ યોગ્ય વર્ગણાથી એક પરમાણું અધિક વર્ગણાથી શરૂ કરીને ક્રમસર અનંતા પરમાણુઓ અધિક વાળી જે વર્ગણાઓ થાયતે આહારક અંગ્રહણયોગ્ય વર્ગણાઓ કહેવાય છે. આ આહારકને માટે અંગ્રહણ યોગ્ય છે. તેમ વૈક્રીયને માટે પણ અગ્રહણયોગ્ય છે. અસત્ કલ્પનાથી ૨૨૦૧ Page 61 of 78 Page #62 -------------------------------------------------------------------------- ________________ પરમાણુઓથી શરૂ કરીને ૩૨૦૦ પરમાણુઓ સુધીની જેટલી વર્ગણાઓ થાય તે બધી જ આહારક અંગ્રહણ યોગ્ય રૂપે ગણાય છે. (૬) આહારક ગ્રહણ યોગ્ય વર્ગણાઓ : આહારક અગ્રહણ યોગ્ય જે છેલ્લી વર્ગણા હોય છે તેમાં એક પરમાણુ અધિક એટલે અભવ્યથી અનંતગુણ પરમાણુ વાળી વર્ગણા બને તે આહારક ગ્રહણ યોગ્ય વર્ગણાની પહેલી વર્ગણા ગણાય છે. તેમાં જેટલા પરમાણુઓ રહેલા હોય છે તેના અનંતમાં ભાગ જેટલા પરમાણુઓ સુધી અધિક કરતાં કરતાં જઇએ એટલે આહારક ગ્રહણ યોગ્ય વર્ગણાની છેલ્લી વર્ગણા થાય છે. અસંકલ્પનાથી ૩૨૦૧ વર્ગણાથી આહારક ગ્રહણયોગ્યની શરૂઆત થાય અને 3300 વર્ગણાઓ સુધીની ગ્રહણ યોગ્ય રૂપે બને છે પછીની અગ્રહણ યોગ્ય થાય છે. (૭) તૈજસ શરીર અગ્રહણ યોગ્ય વર્ગણાઓ : આહારક ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદગલોથી એક પરમાણું અધિક વાળી વર્ગણાઓની શરૂઆત કરતાં અનંતા પરમાણુઓ અધિક સુધીની બધી જ વર્ગણાઓ તેજસ અગ્રહણ યોગ્ય વર્ગણા રૂપે ગણાય છે. અસત્ કલ્પનાથી ૩૩૦૧ પરમાણુઓથી ૪૩૦૦ પરમાણુઓ સુધીની વર્ગણાઓ તેજસ અંગ્રહણ યોગ્ય ગણાય છે. (૮) તૈજસ ગ્રહણ યોગ્ય વર્ગણાઓ : તેજસ અગ્રહણ યોગ્ય છેલ્લી જે વર્ગણા હોય છે તેમાં એક પરમાણુ અધિક કરીએ એટલે તેજસ શરીર ગ્રહણ યોગ્ય વર્ગણાની પહેલી વર્ગણા ગણાય છે. આ પહેલી વર્ગણામાં જેટલા પરમાણુઓ રહેલા હોય છે તેના અનંતમા ભાગ જેટલા પરમાણુઓની સંખ્યા જેટલા એક એક પરમાણુ અધિક અધિક કરતાં જેટલી વર્ગણાઓ થાય તે તેજસ ગ્રહણયોગ્ય વર્ગણાઓ ગણાય છે. અસત કલ્પનાથી ૪૩૦૧ વર્ગણાથી શરૂ કરીને ૪૪૦૦ સુધીની જેટલી વર્ગણાઓ થાય તે તેજસ ગ્રહણ યોગ્ય વર્ગણાઓ ગણાય છે. (૯) શ્વાસોચ્છવાસ અગ્રહણયોગ્ય વર્ગણાઓ : તેજસ ગ્રહણ યોગ્યની જે છેલ્લી વર્ગણા આવે તેમાં એક પરમાણુ અધિક કરીએ એટલે શ્વાસોચ્છવાસ અગ્રહણ યોગ્ય વર્ગણાની શરૂઆત થાય છે. આ રીતે એક એક પરમાણુ અધિકવાળી. અનંતી વર્ગણાઓ હોય છે. જે શ્વાસોચ્છવાસને અગ્રહણ યોગ્ય રૂપે હોય છે અને તેજસ શરીરને પણ અગ્રહણ યોગ્ય રૂપે હોય છે. અસત્ કલ્પનાથી ૪૪૦૧ પરમાણુથી શરૂ કરીને પ૪૦૦ સુધીની જે વર્ગણાઓ. થાય તે અગ્રહણ યોગ્ય બને છે. આપણે દારિક વર્ગણાના પુદગલોને ગ્રહણ કરીએ છીએ તેમજ આહાર-પાણી વગેરેનાં દારિક પુદ્ગલોનો આહાર કરીએ છીએ એ આહારને પચાવવા માટે તૈજસ વર્ગણાનાં પુગલોને પણ ગ્રહણ કરીએ છીએ એ જે પ્રમાણે પુદ્ગલો લેવાય તે પ્રમાણે આહારનું પાચન થાય છે. જો ખાધેલા ખોરાકને પચાવવા માટે જેટલા તેજસના પુગલો લઇએ તે પ્રમાણે આહાર પચે એટલે કે જો અધિક પગલો ગ્રહણ થાય તો ખાધેલા ખોરાકનો ગેસ થાય-આક્રો ચઢે, સોજા આવે એ પ્રમાણે થયા કરે અને જો ઓછા પગલો ગ્રહણ થાય તો ખાધેલા ખોરાકના પગલો પાચન થવાને બદલે ભરાવો થાય અને કાંઇક બીજી વિકૃતિ પેદા થાય તેના કારણે શરીર તૂટે-આળસ ચઢે-ઉન્માદ પેદા થાય ઇત્યાદિ વિકૃતિ બન્યા કરે છે. આ તેજસનાં પુદ્ગલો રૂપી હોવા છતાં આપણે જોઇ શકતા નથી. વિશિષ્ટ અવધિજ્ઞાનીઓ અને કેવલી ભગવંતો જોઇ શકે છે. આપણને ન દેખાય માટે અરૂપી પગલો છે એમ માનવાનું નહિ. ઘણી એવી ચીજો જોઇ શકતા નથી છતાંય બીજાએ જોયેલી જરૂર આપણે માનીએ છીએ અને સ્વીકારીએ છીએ. જેમ દા.ત. ઝેરખાય એ મરી જાય એ આપણે જોયેલું છે ? અનુભવેલું છે ? છતાંય લોકો કહે છે. એટલે માનીએ છીએ તેમ અહીં પણ કેવલજ્ઞાની ભગવંતોએ પોતાના જ્ઞાનથી જોયેલી ચીજો કહેલી છે એટલે માનવામાં કાંઇ વાંધો આવે ? Page 62 of 78 Page #63 -------------------------------------------------------------------------- ________________ (૧૦) શ્વાસોચ્છવાસ ગ્રહણ યોગ્ય વર્ગણાઓ : શ્વાસોચ્છવાસ અગ્રહણ યોગ્ય વર્ગણાની જે છેલ્લી વર્ગણા આવે તેમાં એક પરમાણું અધિક કરીએ અને જે વર્ગણા થાય તે શ્વાસોચ્છવાસ ગ્રહણ યોગ્ય પહેલી વર્ગણા બને છે અને તે વર્ગણામાં જેટલા પરમાણુઓ હોય છે તેના અનંતમાં ભાગ જેટલા પરમાણુઓ સુધી અધિક કરતાં જઇએ તે શ્વાસોચ્છવાસા ગ્રહણ યોગ્યની છેલ્લી વર્ગણા આવે છે. અસત કલ્પનાથી પ૪૦૧ પરમાણુથી શરૂ કરીને જે વર્ગણા બને અને પ૫૦૦ સુધીની જેટલી વર્ગણાઓ થાય તે શ્વાસોચ્છવાસ ગ્રહણ યોગ્ય વર્ગણાઓ કહેવાય છે. આ પુગલો ને લેવાની શક્તિ શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી એકેન્દ્રિય જીવોથી પંચેન્દ્રિય સુધીનાં સઘળાંય જીવો. ગ્રહણ કરીને શ્વાસ રૂપે પરિણાવી નિ:શ્વાસરૂપે વિસર્જન કરવાની શક્તિ પેદા કરીને જીવી રહેલા હોય છે. તેમાં જો પુદ્ગલો જોઇએ એના કરતાં અધિક પ્રમાણમાં ગ્રહણ થઇ જાય તો થોડું કામ કરતાં થોડું ચાલતા એકદમ શ્વાસ ચઢી જાય છે કારણકે લેવાની શક્તિ છે પરિણાવવાની એટલે શ્વાસ રૂપે બનાવવાની શક્તિા છે પણ નિ:શ્વાસ રૂપે છોડવાની જલ્દી તાકાત નથી હોતી માટે શ્વાસ ચઢી જાય છે અને ઘણીવાર જો ઓછા પુગલો ગ્રહણ થાય તો શ્વાસ રોકાઇ જાય છે. એટલે લીધેલા પગલો એકદમ તરત શ્વાસ-નિ:શ્વાસ રૂપે કરવાની શક્તિ ઓછી છે માટે શ્વાસ મંદ પડી જાય છે. આ બધુ આપણા જીવનમાં પ્રેક્ટીકલ છે. અનુભવીએ પણ છીએ પછી પુદ્ગલની ગોળી નાંખીએ અથવા પંપ વડે હવા જવા દઇએ એટલે એ પુદ્ગલો સરખા બને માટે જે જીવો ઓક્સીજન ઉપર રહેલા હોય છે તેઓ એ દારિક વર્ગણાના પૂગલોથી શક્તિ આછી થયેલી તે સમતુલ રૂપે બને તેના કારણે શ્વાસોચ્છવાસના અને પુદ્ગલોને લઇ શ્વાસ નિઃશ્વાસ રૂપે પરિણાવીને જીવતા હોય છે એમ કહેવાય છે. આથી નિશ્ચિત થાય છે કે પુદ્ગલોની સહાય વગર આપણે જીવી શકીએ એમ છે જ નહિ કેટલી. પરતંત્રતાથી જીવીએ છીએ ? પણ લાગે છે ખરું ? (૧૧) ભાષા અગ્રહણ યોગ્ય વર્ગણાઓ : શ્વાસોચ્છવાસ ગ્રહણ યોગ્ય વર્ગણાની જે છેલ્લી વર્ગણા હોય છે. તેમાં એક પરમાણુ અધિકથી શરૂ કરી જે વર્ગણા થાય તે ભાષા અગ્રહણ યોગ્ય વર્ગણાની પહેલી વર્ગણા ગણાય છે અને એવા ક્રમસર એક એક પરમાણુ અધિકથી અનંતા પરમાણુઓ અધિક સુધીની જેટલી વર્ગણાઓ થાય તે બધી ભાષા અગ્રહણ યોગ્ય વર્ગણાઓ કહેવાય છે. અસત કલ્પનાથી પ૫૦૧ વર્ગણાથી શરૂ કરીને ૬૫૦૦ સુધીની જેટલી વર્ગણાઓ થાય એ બધી ભાષા અગ્રહણ યોગ્ય વર્ગણાઓ કહેવાય છે. તેમજ શ્વાસોચ્છવાસને પણ અગ્રહણયોગ્ય ગણાય છે. ભાષામાં પુદ્ગલો ઓછા પડે છે શ્વાસોચ્છવાસમાં પુગલો અધિક થાય છે. (૧૨) ભાષા ગ્રહણ યોગ્ય વર્ગણાઓ : ભાષા અગ્રહણ યોગ્ય વર્ગણાઓની જે છેલ્લી વર્ગણા હોય છે તેમાં એક પરમાણુ અધિક વાળી જે વર્ગણા શરૂ થાય તે ભાષા ગ્રહણ યોગ્ય વર્ગણાની પહેલી વર્ગણા કહેવાય છે. એ પહેલી વર્ગણામાં જેટલા પરમાણુઓ હોય છે તેના અનંતમા ભાગ જેટલા ક્રમસર પરમાણુ અધિક વાળી ગણાઓ તે બધી જ ભાષા. ગ્રહણ યોગ્ય વર્ગણાઓ કહેવાય છે. અસત કલ્પનાથી ૬૫૦૧ પરમાણુ વાળી જે વર્ગણા શરૂ થાય તે ભાષા. ગ્રહણ યોગ્ય વર્ગણા પેહલી કહેવાય છે પછી ક્રમસર ૬૫૦૨, ૬૫૦૩ યાવત ૬૬૦૦ સુધીની જે વર્ગણાઓ થાય તે બધી ભાષા ગ્રહણ યોગ્ય વર્ગણાઓ કહેવાય છે. આપણે જે જે ભાષા બોલીએ છીએ તે દરેક ભાષા બોલતા પહેલા આ ભાષા વર્ગણાના પુગલોને ગ્રહણ કરીને ભાષારૂપે પરિણમાવીને પછી જ બોલીએ છીએ અને બોલતી વખતે તે પૂગલોને વિસર્જન કરીએ છીએ. આ ભાષા વર્ગણાના પુદ્ગલો જે ગ્રહણ કરી તેમાંથી એક અક્ષર બનાવીએ તેની સાથે બીજો અક્ષર બનાવી જોડીએ એમ જે શબ્દ બનાવીએ તેમાં અસંખ્યાતા સમય પસાર થાય ત્યારે એ બને છે અને સારા Page 63 of 18 Page #64 -------------------------------------------------------------------------- ________________ પરિણમાવી વિસર્જન કરવામાં પણ અસંખ્યાતા સમયો પસાર થાય છે. પેરેલીસીસ એટલે લક્વા વાળા દર્દી ને તેનું અંગ ખોટું થઇ ગયેલું હોય છે તે બોલી શકતો નથી તેના કારણે એ જીવને ભાષા પર્યાપ્તિ થયેલી હોય છે તેથી ભાષા વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરી તેને પરિણમાવે છે એટલે શબ્દો રૂપે એ વર્ગણાના પુદ્ગલોને બનાવે પણ વાચા બંધ હોવાથી તે છોડવાની એટલે વિસર્જન કરવાની શક્તિ ન હોવાથી તે પુદ્ગલો અથડાય છે અને અંદરને અંદર પછી વિસર્જન પામે છે. એનાથી બીજાને જે જણાવવું હોય તે જણાવી શકતો નથી માટે એ લકવા વાળો જીવ અંતરમાં તેની વિશેષ પીડાને પામે છે એટલે કે કોઇને ન સમજાય એટલે ગુસ્સામાં ને ગુસ્સામાં પોતે વિશેષ અકળાયા કરે છે. બીજાઓ પ્રત્યે ગુસ્સાનો ભાવ બતાવવા પ્રયત્ન કરે તો પણ બીજા ન સમજે આથી પોતે સમજેલો ન હોવાથી એ ગુસ્સામાં ને ગુસ્સામાં ચીકણા કર્મો બાંધતો જાય છે અને તે વખતે આયુષ્યનો બંધ પડે તો દુર્ગતિનું આયુષ્ય બાંધી સંસારની રખડપટ્ટીમાં ચાલ્યો જાય છે. જો તે વખતે નવકાર બોલીએ તો પણ પોતાના મનની વાત કોઇ જાણતું નથી, સાંભળતું નથી તેના કારણે અંતર કષાયવાળું હોવાથી નવકારમાં પણ ચિત્ત રહેતું નથી. આવું પણ બને માટે જ જ્ઞાનીઓ કહે છે કે આવી અસાધ્ય દર્દવાળી અવસ્થા આવે એ પહેલા સારા ભાવથી ધર્મ કરેલો હોય અને એ સંસ્કાર જો બરાબર પડેલા હોય તોજ તે વખતે આત્મા પોતાની સમાધિ જાળવી શકે અને શરીરની શક્તિ જેમ જેમ ઓછી થતી જાય તેમ તેમ એ જીવો પોતાનું શેષ જીવન સમાધિપૂર્વક વીતાવી શકશે એટલે પૂર્ણ કરી શકશે. માટે રોજ ધર્મ કરતાં કરતાં જ્યારે જ્યારે પાપના ઉદયથી દુઃખ આવે તો તેમાં સમતા રાખવાનો પ્રયત્ન કર્યો હશે તો જ છેલ્લે સમતાભાવ પ્રાપ્ત થઇ શકશે. અને તોજ નવકાર સાંભળતાં તેમાં મનની સ્થિરતા અને એકાગ્રતા જાળવી શકાશે. આ ભાષા વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરવાની શક્તિ બેઇન્દ્રિય જીવોથી શરૂ થાય છે. (૧૩) મન અગ્રહણ યોગ્ય વર્ગણાઓ : ભાષા ગ્રહણ યોગ્ય વર્ગણાઓની જે છેલ્લી વર્ગણા હોય છે તેમાં એક પરમાણુ અધિક વાળી વર્ગણાથી જે વર્ગણા શરૂ થાય તે મન અગ્રહણ યોગ્યની પેહલી વર્ગણા કહેવાય છે. એવી એક એક પરમાણુથી અધિક કરતાં કરતાં અનંતા પરમાણુઓ અધિક વાળી જેટલી વર્ગણાઓ થાય તે બધી જ મન અગ્રહણ યોગ્ય વર્ગણાઓ કહેવાય છે. અસત્ કલ્પનાથી ૬૬૦૧ પરમાણુવાળી વર્ગણાથી શરૂ કરીને ૭૬૦૦ પરમાણુઓ સુધીની જેટલી વર્ગણાઓ થાય તે મન અગ્રહણ યોગ્ય વર્ગણાઓ કહેવાય છે. એટલે આ ભાષા તથા મન બન્ને માટે અગ્રહણ યોગ્ય બને છે. (૧૪) મન ગ્રહણ યોગ્ય વર્ગણાઓ : મન અગ્રહણ યોગ્યની જે છેલ્લી વર્ગણા હોય છે. તેમાં એક પરમાણુ અધિક કરીએ એટલે મન ગ્રહણ યોગ્ય વર્ગણાની પહેલી વર્ગણા થાય છે તેમાં જેટલા પરમાણુઓ રહેલા હોય છે તેના અનંતમા ભાગ જેટલા પરમાણુઓ સુધીની ક્રમસર જે વર્ગણાઓ થાય તે બધી મન ગ્રહણ યોગ્ય વર્ગણાઓ કહેવાય છે. આ મન વર્ગણાના પુદ્ગલોને સન્ની પર્યાપ્તા ચારે ગતિના જીવો ગ્રહણ કરી મનના વિચાર રૂપે પરિણમાવી અને વિસર્જન કરતાં જાય છે. નારકીના જીવો-પંચેન્દ્રિય તિર્યંચના જીવો-મનુષ્યના જીવો અને દેવના જીવો ગ્રહણ કરે છે. એ મન રૂપે પરિણામ પામેલા પુદ્ગલો જે વિસર્જન કરાય છે તે એવાને એવા વિચાર રૂપે અસંખ્યાત કાળ સુધી જગતમાં રહી શકે છે. પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સુધી એ પુદ્ગલો એ રૂપે રહી શકે છે પછી તે છૂટા પડીને વિખરાઇ જાય છે માટે આજે જે વૈજ્ઞાનિકોએ પુદ્ગલ પકડવાના સાધનો બનાવ્યા છે તે આવા પુદ્ગલો જગતમાં રહેલા હોય છે તેને પકડી શકે છે અને એ જ વિચાર અને ભાષા રૂપે બોલાયેલા કોણ બોલ્યું છે તે એનાથી જાણી શકાય છે. એ બધા સાધનો ઘોર હિંસાઓ કરી કરીને બનાવેલા હોવાથી એના વખાણ આપણે કરતાં નથી અને એનો ઉપયોગ કરતાં નથી. રેડિયો, ટેલીવીઝન વગેરે સાધનોથી આ પુદ્ગલો પકડી શકાય છે. જૈન Page 64 of 78 Page #65 -------------------------------------------------------------------------- ________________ શાસન માટે જ છે અને એથી જ કહે છે કે જે સ્થાને સ્ત્રીઓ બેઠેલી હોય ત્યાં પુરૂષોને બે ઘડી સુધી એટલે ૪૮ મિનિટ બેસવાનો નિષેધ કરે છે અને પુરૂષો જે સ્થાને બેઠલા હોય ત્યાં નવ કલાક સુધી બેસવાનો નિષેધ છે કારણકે એ સ્થાનથી જ્યારે એ જીવો ઉઠે છે ત્યાં પોતાના શરીરના પુદગલો છોડીને મુકીને જાય છે અને એ પુદ્ગલો એટલા કાળ સુધી ત્યાં રહી શકે છે માટે તેના જે વિચારો ચાલતા હોય તેવા વિચારા તે બેસનારના અંતરમાં પેદા થઇ શકે છે માટે નિષેધ છે. અને આથીજ આજના વૈજ્ઞાનિકોએ એવા સાધના શોધ્યા છે કે એ સ્થાનનો ફોટો પાડીને ધોઇ સાફ કરીને જુએ તો જે વ્યક્તિ બેઠેલી હોય તેની આછી રૂપ રેખા ઉપશી આવે છે. આ બધુ જ દુનિયામાં બની શકે છે અને આજે એ આવા મારકણા સાધનોથી પ્રત્યક્ષ અનુભવાય છે. (૧૫) કાર્પણ અગ્રહણ યોગ્ય વર્ગણાઓ : મન ગ્રહણ યોગ્ય વર્ગણાઓની જે છેલ્લી વર્ગણા હોય છે તેમાં એક પરમાણુ અધિક વાળી જે વર્ગણા શરૂ થાય તે કાર્પણ અંગ્રહણ યોગ્ય વર્ગણા કહેવાય છે. એમ ક્રમસર એક એક પરમાણુ અધિક કરતાં કરતાં પરમાણુ અધિક સુધી આ કાર્પણ અગ્રહણ યોગ્ય વર્ગણા થાય છે. અસત કલ્પનાથી ૭૭૦૧ પરમાણુવાળી વર્ગણાથી ૮૭૦૦ પરમાણુઓ અધિક સુધીની જેટલી વર્ગણાઓ થાય તે કાર્પણ અગ્રહણ યોગ્ય વર્ગણાઓ કહેવાય છે. આ મનને પણ અગ્રહણ યોગ્ય બને છે કારણ કે પરમાણુ અધિક થયેલા છે અને કામણ ગ્રહણ માટે જે પરમાણઓ જોઇએ તે ઓછા પડે છે માટે કાર્મણ માટે અગ્રહણ યોગ્ય ગણાય છે. (૧૬) કાર્મણ ગ્રહણયોગ્ય વર્ગણાઓ : કામણ અગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલોની જે છેલ્લી વર્ગણા આવે છે તેમાં એક પરમાણુ અધિકવાળી જે વર્ગણાની શરૂઆત થાય તે કાર્મણ ગ્રહણ યોગ્ય વર્ગણાની પહેલી વર્ગણા ગણાય છે. આ વર્ગણામાં જેટલા પરમાણુઓ હોય છે તેના અનંતમાં ભાગ સુધીની જેટલી સંખ્યા થાય એટલા પરમાણુઓ. અધિકવાળી આ કામણ ગ્રહણ યોગ્યની છેલ્લી વર્ગણા થાય છે. અસત્ કલ્પનાથી ૮૭૦૧ પરમાણુઓ વાળી વર્ગણાથી શરૂ કરીને ૮૮૦૦ પરમાણુઓ સુધીની જેટલી વર્ગણાઓ થાય તે કાર્મણ ગ્રહણ યોગ્ય વર્ગણા કહેવાય છે. આ વર્ગણાઓના પુગલો જગતમાં રહેલા એકેન્દ્રિયથી સન્નીપંચેન્દ્રિય સુધીના તેરમાં ગુણસ્થાનક સુધીમાં રહેલા જીવો સમયે સમયે ગ્રહણ કરીને દૂધ અને પાણીની જેમ આત્માની સાથે એક મેક કરે છે અને સાતકર્મ રૂપે-આઠ કર્મ રૂપે-છ કર્મરૂપે કે એક કર્મરૂપે આ પુગલોને પરિણામ પમાડતા જાય છે. જ્યારે જીવ તેરમાં ગુણસ્થાનકના અંતે યોગ નિરોધ કરીને અયોગી પણાને પામશે એટલે આ પુગલોને ગ્રહણ કરવાનું બંધ થશે એટલે કર્મરૂપે પરિણમાવવાનું પણ અટકશે. - આ રીતે પગલાસ્તિકાયના વર્ણનમાં આપણે કયા કયા પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવી કેટલા. બધા પરતંત્રપણે આપણે જીવી રહ્યા છીએ એ ખ્યાલ આવે એ માટે પુગલોની વર્ગણાઓનું વર્ણન કરેલ છે. (૧) એકેન્દ્રિય જીવો આઠ ગ્રહણયોગ્ય વર્ગણાઓ માંથી ૧- દારિક, ૨- તેજસ, 3શ્વાસોચ્છવાસ અને ૪- કાશ્મણ વર્ગણાઓના પુદ્ગલોને સમયે સમયે ગ્રહણ કરી કરીને પોતાનું જેટલું આયુષ્ય હાય ત્યાં સુધી જીવન જીવ્યા કરે છે એટલે કે આ જીવો આ ચાર વર્ગણાઓના પુદ્ગલોની પરતંત્રતાથી જીવન જીવી રહેલા હોય છે. તેમાં કેટલાક વાયુકાય જીવો તથા સ્વભાવથી એટલે પોતાની સ્વેચ્છાથી નહિ પણ સ્વાભાવિક રીતે વૈક્રીય વર્ગણાના પુગલોને ગ્રહણ કરી વૈક્રીય શરીર પણ બનાવી શકે છે તે પણ શરીર પોતાના જેટલું જ બનાવી શકે છે પણ મોટું વિસ્તારવાળું બનાવી શકતા નથી. વા વંટોળ વાતો હોય-ભમરીઓ વાયુહોય-પવન જોરમાં નીકળ્યો હોય તે વખતે આ વૈક્રીય શરીરવાળા જીવો વધારે હોય છે એમ મનાય છે. (૨) બેઇન્દ્રિયના જીવો જગતમાં રહેલા આઠ વર્ગણાઓના પુદ્ગલોમાંથી (૧) દારિક, (૨) Page 65 of 78 Page #66 -------------------------------------------------------------------------- ________________ તૈજસ, (૩) શ્વાસોચ્છવાસ, (૪) ભાષા અને (૫) કાર્મણ વર્ગણાઓના પુદ્ગલોને સમયે સમયે ગ્રહણ કરીને પોતાનું જીવન જીવી રહેલા હોય છે એટલે આ જીવો પાંચ વર્ગણાઓના પુદ્ગલોથી પરતંત્ર હોય છે. (૩) તેઇન્દ્રિય જીવો ગ્રહણ યોગ્ય આઠ વર્ગણાઓના પુદ્ગલોમાંથી (૧) ઔદારિક, (૨) તૈજસ, (૩) શ્વાસોચ્છવાસ, (૪) ભાષા અને (૫) કાર્મણ વર્ગણાઓના પુદ્ગલોને સમયે સમયે ગ્રહણ કરીને પરતંત્રતાથી પોતાનું જીવન જીવી રહેલા હોય છે. (૪) ચઉરીન્દ્રિય જીવો ગ્રહણ યોગ્ય આઠ વર્ગણાઓમાંથી પાંચ વર્ગણાના (૧) ઔદારિક, (૨) તૈજસ, (૩) શ્વાસોચ્છવાસ, (૪) ભાષા અને (૫) કાર્મણ વર્ગણાઓના પુદ્ગલોને સમયે સમયે ગ્રહણ કરીને પરતંત્રતાથી પોતાનું જીવન જીવી રહેલા હોય છે. (૫) અસન્ની પંચેન્દ્રિય જીવો આઠ ગ્રહણ યોગ્ય વર્ગણાઓમાંથી (૧) ઔદારિક, (૨) તૈજસ, (૩) શ્વાસોચ્છવાસ, (૪) ભાષા અને (૫) કાર્મણ વર્ગણાઓના પુદ્ગલોને સમયે સમયે ગ્રહણ કરી કરીને પરિણામ પમાડી પમાડીને તે પુદ્ગલો પ્રત્યે રાગાદિ પરિણામ કરતા કરતા પરતંત્રતાથી પોતાનું જેટલું આયુષ્ય હોય તે પ્રમાણે જીવન જીવતા હોય છે અને આ પુદ્ગલની પરતંત્રતાથી આટલા પ્રકારના જીવો સમજણ વગરના રાગાદિ પરિણામ પુદ્ગલોમાં કરી કરી દુઃખમય સંસારનો વૃધ્ધિ એટલે સંખ્યાત-અસંખ્યાત કે અનંતા કાળ સુધી રખડપટ્ટીના દુ:ખને ઉપાર્જન કરતાં જાય છે. (૬) નારકીના જીવો ગ્રહણ યોગ્ય આઠ વર્ગણાઓમાંથી (૧) વૈક્રીય, (૨) તૈજસ, (૩) શ્વાસોચ્છવાસ, (૪) ભાષા, (૫) મન અને (૬) કાર્મણ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને પરતંત્રતાથી પોતાનું જીવન જીવી રહેલા હોય છે. (૭) પંચેન્દ્રિય તિર્યંચના જીવો ગ્રહણ યોગ્ય આઠ વર્ગણાઓમાંથી છ વર્ગણાઓના (૧) ઔદારિક, (૨) તૈજસ, (૩) શ્વાસોચ્છવાસ, (૪) ભાષા, (૫) મન અને (૬) કાર્મણ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને પરતંત્રતાથી પોતાનું જીવન જીવી રહેલા હોય છે. કેટલાક પંચેન્દ્રિય તિર્યંચો આ છ વર્ગણાના પુદ્ગલો ઉપરાંત વૈક્રીય લબ્ધિને પેદા કરીને વૈક્રીય વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરી વૈક્રીય શરીર બનાવે છે તેનાથી પણ પોતાનું જીવન જીવી રહેલા હોય છે. જગતમાં વૈક્રીય શરીર પંચેન્દ્રિય તિર્યંચો સદા માટે નિયમા રહેલા હોય છે. કોઇ કાળે વિરહકાલ હોતો નથી. અસંખ્યાતા પંચેન્દ્રિય તિર્યંચો વૈક્રીય શરીરવાળા હોય છે. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચોને તપશ્ચર્યાથી વૈક્રીય લબ્ધિ પ્રાપ્ત થઇ શકે છે. અઢીદ્વીપની બહારના ભાગમાં આવા જીવો વર્તમાનમાં પણ અસંખ્યાતા વિધમાન હોય છે. (૮) મનુષ્યોના જીવો મોટા ભાગના મનુષ્યો ગ્રહણ યોગ્ય આઠ વર્ગણાઓમાંથો (૧) ઔદારિક, (૨) તૈજસ, (૩) શ્વાસોચ્છવાસ, (૪) ભાષા, (૫) મન અને (૬) કાર્યણ એમ છ વર્ગણાઓના પુદ્ગલોને સમયે સમયે ગ્રહણ કરતાં કરતાં તેમાં રાગાદિ પરિણામો પેદા કરીને પરતંત્રતાથી પોતાનું જીવન જીવતા હોય છે. જ્યાં સુધી આયુષ્ય હોય ત્યાં સુધી આ રીતે જીવે છે. કેટલાક મનુષ્યો વૈક્રીય લબ્ધિ પેદા કરીને વૈક્રીય શરીર બનાવી સાત વર્ગણાઓના પુદ્ગલોને ગ્રહણ કરીને જીવન જીવતા હોય છે. મનુષ્યોમાં વૈક્રીય લબ્ધિ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા જીવોને પેદા થાય છે. હાલ આ દક્ષિણ ભારતમાં આપણે જ્યાં આરાધના કરીએ છીએ ત્યાં આ લબ્ધિ પેદા થઇ શકતી નથી પણ ભરત ક્ષેત્રના બે ભાગ કરનાર વૈતાઢ્ય પર્વત ઉપર વિધાધર મનુષ્યોની શ્રેણિઓ રહેલી છે તે મનુષ્યોને વૈક્રીય લબ્ધિ પ્રાપ્ત થઇ શકે છે. પંદર કર્મભૂમિમાં સંખ્યાત વર્ષના આયુષ્યવાળા જીવોને આ લબ્ધિ પેદા થાય છે અને તેનાથી વૈક્રીય શરીર બનાવી શકે છે. - કેટલાક ચૌદ પૂર્વધર મુનિઓ આહારક લબ્ધિ પ્રાપ્ત કરીને આહારક વર્ગણાના પુદ્ગલોથી આહારક શરીર બનાવી શકે છે. આ રીતે મનુષ્યગતિને વર્ષ આઠે વર્ગણાઓની પરતંત્રતાથી મનુષ્યો જીવન Page 66 of 78 Page #67 -------------------------------------------------------------------------- ________________ જીવી રહેલા હોય છે. (૯) દેવગતિના જીવો - આ જીવો ગ્રહણ યોગ્ય આઠ વર્ગણાઓમાંથી (૧) વક્રીય, (૨) તેજસ, (૩) શ્વાસોચ્છવાસ, (૪) ભાષા, (૫) મન અને (૬) કાર્પણ વર્ગણાના પગલોને સમયે સમયે ગ્રહણ કરતાં કરતાં રાગાદિ પરિણામ કરીને પોતાનો સંસાર વધારી રહેલા હોય છે. આ રીતે જગતના દરેક જીવો પુદ્ગલોની પરતંત્રતાથી જીવન જીવી રહ્યા છે માટે એ પરતંત્રતા હાલ છૂટે એવી નથી એટલે જ જ્ઞાનીઓ કહે છે કે મનુષ્ય જન્મમાં એ પુદ્ગલોની ઓળખ કરીને તેનાથી સાવચેત બનીને જેટલા સંસ્કાર મજબૂત થાય એ રીતે જીવન જીવાય તો જ પુદ્ગલોની પરતંત્રતાથી જરૂર છૂટી શકાય ખરેખરો પ્રયત્ન એ કરવા જેવો છે. આ રીતે ગ્રહણ યોગ્ય અને અગ્રહણયોગ્ય આઠ આઠ વર્ગણાના પુદગલો જે રહેલા હોય છે તે સિવાયના બીજી દશ વર્ગણાઓના પુદ્ગલો પણ રહેલા હોય છે તે આપણે ગ્રહણ કરતા નથી. એ પુદ્ગલો ઉપયોગમાં આવતા નથી. છેલ્લી વર્ગણાના પુગલો અચિત્ત મહાત્કંધ નામની વર્ગણાના હોય છે. એ પુગલો એક સાથે મેરૂ પર્વતની ટોચેથી સમગ્ર લોકને વિષે એટલે ચૌદ રાજલોકમાં વિખરાઇ જાય છે અને તે જ્યારે છૂટા પડે છે ત્યારે તે પુદ્ગલોથી ઘણાં જીવોની હિંસા થાય છે. એ હિંસાથી બચવા માટે ચૈત્ર માસમાં સુદ-૧૧-૧૨-૧૩ અથવા ૧૨-૧૩-૧૪ અથવા ૧૩-૧૪-૧૫ એમ ત્રણ દિવસ સાંજના પ્રતિક્રમણ પછી સાધા સાધ્વી ભગવંતો અચિત્ત રજ ઉઠ્ઠાવણીયે નો ચાર લોગસ્સનો કાઉસ્સગ કરે છે કે જેથી જે ક્ષેત્રમાં આરાધના કરે છે ત્યાં તેનાથી જે જીવોની હિંસા થતી હોય તેનો દોષ ન લાગે માટે કરે છે. આ કાઉસ્સગ કદાચ કોઇવાર રહી ગયો હોય તો ત્યારથી બારમાસ સુધી તે સાધુ સાધ્વી. ભગવંતોને જે આગમ ભણવાના-વાંચવાના હોય છે તે વાંચી શકતા કે ભણી શકતા નથી તથા તે આગમોના યોગો દ્વહનની ક્રિયા પણ કરી શકતા નથી. આગળ વધીને મુખ્ય સાધુ ભગવંતને તે કાઉસ્સગ રહી ગયો હોય તો તેઓ પર્યુષણમાં શ્રી કલ્પસૂત્રનું-બારસા સૂત્રનું વાંચન કરી શકતા નથી. આ મર્યાદા લગભગ દરેક સમુદાયમાં ચાલુ છે. આ રીતે ચૌદ રાજલોકના અસંખ્યાતા આકાશ પ્રદેશો જે હોય છે તે દરેક એક એક આકાશ પ્રદેશ ઉપર આઠ ગ્રહણ યોગ્ય અને આઠ અગ્રહણ યોગ્ય વર્ગણાઓનાં પુગલો ઠાંસી ઠાંસીને ભરેલા રહેલા છે. એવી જ રીતે દરેક આકાશ પ્રદેશ ઉપર અનંતા અનંતા જીવો પણ રહેલા છે એ દરેક જીવોનાં એટલે એક એક જીવના અસંખ્યાતા-અસંખ્યાતા આત્મ પ્રદશો એક એક આકાશ પ્રદેશ ઉપર રહેલા હોય છે. અને એ અસંખ્યાતા આત્મ પ્રદેશો તે આકાશ પ્રદેશ ઉપર રહેલા યુગલોને જ ગ્રહણ કરે છે પણ તેની બાજુના આકાશ પ્રદેશ ઉપર રહેલા પુદ્ગલોને ગ્રહણ કરતાં નથી માટે કહેવાય છે કે જીવો અનંતર રહેલા પુદ્ગલોને ગ્રહણ કરે છે પણ પરંપર રહેલા યુગલોને ગ્રહણ કરતા નથી. આજે જે અણુબોંબ-બૉબ વગેરે બને છે અને એ પદાર્થોમાં જે શક્તિ પેદા થાય છે તે ઓદારિક ગ્રહણ યોગ્ય વર્ગણાના પુદ્ગલોની શક્તિ રૂપે ગણાય છે. આ બનાવવાની શક્તિ શીખ્યા પણ તેની વારણ શક્તિને શીખ્યા નહિ માટે આજે અનેક જીવોનો સંહાર એનાથી થઇ રહ્યો છે. જ્યારે આગળના કાળમાં પગલોમાંથી જે કોઇ શક્તિ પેદા કરતા તેની સાથે જ તેની વારણ શક્તિ પેદા કરી શકતા હતા એ વારણા શક્તિ એ પદાર્થોમાંથી જ પેદા થઇ શકે છે. એવી જ રીતે તેજસ વર્ગણાના પગલોમાંથી તેજો વેશ્યાની લબ્ધિ પેદા થાય છે અને તેના વારણ માટે શીત લેશ્યા પણ એમાંથી જ પેદા થઇ શકે છે. ગોશાલાનો જીવ ભગવાન મહાવીર પાસે તેજો વેશ્યા કઇ રીતે પ્રાપ્ત થાય તે પૂછીને શીખ્યો અને છ મહિના તપ કરીને તેજો વેશ્યા પ્રાપ્ત કરી અને ભગવાન ઉપર તેજો વેશ્યા છોડી છે તોય ભગવાને સમભાવે વેઠી લીધું. આપણો મુદ્દો એ છે કે પુદ્ગલોમા કેટલી શક્તિ રહેલી છે તેવિચારો. Page 67 of 78 Page #68 -------------------------------------------------------------------------- ________________ કેટલાક દારિક પુગલોને ઘસી ઘસીને એકદમ સુંદર કોમળ સ્પર્શવાળા બનાવી પ્રતિબિંબ પડે એવા બનાવી શકાય છે તથા પ્રકાશ પ્રકાશ ફ્લાય એવા પણ બનાવી શકાય છે માટે કોઇ વિચાર આદિ કરતાં એકાગ્રતા પેદા થઇ જાય તો આવા પ્રકાશવાળા પુદગલોની અનભૂતિ પણ જીવોને થઇ શકે છે. એટલા માત્રથી એ આત્મદર્શન થયું એમ માનવું બરાબર નથી કારણકે આત્મ પરિણામનો અધ્યવસાય અરૂપી હોય છે એ અરૂપી પદાર્થને કેવલજ્ઞાની સિવાય કોઇ જોઇ શકતું નથી માટે તે પ્રકાશ જેવું દેખાય તે કોઇ પણ પ્રકારના દારિક પુદ્ગલોનું દર્શન હોઇ શકે છે એથી મુંઝાવાનું નહિ. જેમ એક બીજા પુદ્ગલોના મિશ્રણથી ઘસી ઘસીને ચક ચકીત યુગલો બને છે એવી જ રીતે આત્મા ઉપર અનાદિ કાળથી જે કર્મો વળગેલા છે તેને ઘસી ઘસીને આત્મ પરિણામ નિર્બળ છે તેને શુધ્ધ બનાવીએ તો ધીરે ધીરે કર્મો નાશ પામતાં જાય અને જ્યારે સંપૂર્ણ કર્મની રજકણો નાશ પામે એટલે આત્મા પોતાનું સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પેદા કરી ટિક જેવો નિર્મળ બની શકે છે. વૈક્રીય લબ્ધિ અત્યારે આપણે જે ક્ષેત્રમાં આરાધના કરી રહ્યા છીએ ત્યાં નથી પણ આ ભરતક્ષેત્રના. બે ભાગ કરનાર વૈતાઢય પર્વત ઉપર રહેલા મનુષ્યોને આ લબ્ધિ પેદા થઇ શકે છે અને એ લબ્ધિના બળે. જગતમાં જેટલા શાશ્વત તીર્થો છે અશાશ્વત તીર્થો છે ત્યાં દર્શન-વંદન-પૂજન કરવા માટે ઉપયોગ કરે છે માટે જ્ઞાની ભગવંતો કહે છે કે મનુષ્ય લોકને વિષે વૈક્રીય શરીરવાળા મનુષ્યો સદા માટે રહેલા હોય છે. કોઇ કાલે આ શરીરનો વિરહકાલ હોતો નથી. અત્યારે ક્ષેત્રમંતરમા આ લબ્ધિઓ હોય તેનો નિષેધ નથી. જેટલા લોકાકાશના આકાશ પ્રદેશો હોય છે એટલા જ ધર્માસ્તિકાયના પ્રદેશો-અધર્માસ્તિકાયના પ્રદેશો અને એટલા જ એક જીવના આત્મપ્રદેશો હોય છે. જ્યારે કેવલી ભગવંતોનું પોતાનું આયુષ્ય છ મહિનાથી અધિક હોય અને કેવલી સમુદ્યાત કરે છે ત્યારે ચોથા સમયે લોક વ્યાપી પોતાના આત્મપ્રદેશો કરી શકે છે. અત્યારે પણ મહાવિદેહ ક્ષેત્રમાં કોઇ કેવલી ભગવંતો કેવલી સમુદ્યાત કરતાં હોય તો તેમના આત્મપ્રદેશ આપણા આત્મપ્રદેશો જે આકાશપ્રદેશ ઉપર રહેલા છે ત્યાં પણ તે સાથે જ હોઇ શકે છે પણ આપણને તેનો અનુભવ થતો નથી. આથી વિચાર એ કરવાનો છે કે એક જીવના ચૌદરાજલોક જેટલા આકાશપ્રદેશ જેટલા આત્મપ્રદેશો હોવા છતાં એ જીવો પોતાના આત્મપ્રદેશોને સંકોચ કરીને અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા આકાશ પ્રદેશની જગ્યામાં એ આત્મપ્રદેશોને રાખી શકે છે. એટલું જ નહિ એજ આકાશ પ્રદેશ ઉપર અનંતા જીવોના અસંખ્યાતા અસંખ્યાતા આત્મપ્રદેશો રહેલા હોય છે તોય એક બીજા ભેગા થઇ શકતા નથી. બધા જ સ્વતંત્ર જુદા રહી શકે છે. જગતમાં રહેલા દરેક જીવો હંમેશા અસંખ્યાત પ્રદેશના અવગાઢમાં એટલે એટલી જગ્યામાં રહી શકે છે માટે એમ કહેવાય છે કે એ જીવોની અસંખ્યાત પ્રદેશવાળી અવગાહના હોય છે છતાં એક આકાશ પ્રદેશ ઉપર એક આત્મપ્રદેશ રેહતો નથી પણ એક આકાશ પ્રદેશ ઉપર અસંખ્યાતા અસંખ્યાતા આત્મપ્રદેશો નિયમા હોય છે તોજ તે આત્મપ્રદેશો એટલી અવગાઢમાં રહી શકે છે. માત્ર એટલું વિશેષ છે કે દરેક જીવના આઠ આત્મપ્રદેશો જે સંપૂર્ણ કેવલજ્ઞાનથી યુક્ત હોય છે તે આઠ પ્રદેશો એક એક આકાશ પ્રદેશ ઉપર સ્વતંત્ર રીતે રહેલા હોય છે. જઘન્યથી બે હાથની કાયાવાળા જીવો મોક્ષે જઇ શકે છે અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષની કાયાવાળા જીવો મોક્ષે જઇ શકે છે. જ્યારે શ્રી તીર્થંકર પરમાત્માના આત્માઓ જઘન્યથી સાત હાથની કાયાવાળા મોક્ષે જાય છે અને ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષની કાયાવાળા મોક્ષે જાય છે. એક શરીરની અવગાહનામાં અનંતા જીવો રહે છે એમ જ્ઞાની ભગવંતો કહે છે તે એક એક જીવના બધાજ આત્મપ્રદેશોની અપેક્ષાએ નહિ પણ એક જીવના તે આકાશ પ્રદેશ ઉપર થોડા આત્મપ્રદેશો હોય. Page 68 of 78 Page #69 -------------------------------------------------------------------------- ________________ બીજા જીવના થોડા આત્મપ્રદેશો હોય ત્રીજા જીવના થોડા આત્મપ્રદેશો હોય એમ યાવત્ અનંતા જીવના થોડા થોડા આત્મપ્રદેશો હોય છે તે અપેક્ષાએ એક આકાશ પ્રદેશ ઉપર અનંતા જીવો રહેલા છે એમ કહેવાય છે. કારણ કે દરેક જીવ હંમેશા અસંખ્યાત પ્રદેશની અવગાહના વગર રહી શકતો નથી. દા.ત. એક જીવના ૧૦૦ આત્મ પ્રદેશો અસત્ કલ્પનાથી કલ્પીએ તો જ્યારે સો આકાશ પ્રદેશ ઉપર સો આત્મપ્રદેશો એટલે એક એક આત્મપ્રદેશ રહેલો હોય ત્યારે તે લોકવ્યાપી જીવ થયો એમ કહેવાય છે પણ એ જીવના એક આકાશપ્રદેશ ઉપર દશ આત્મપ્રદેશ છે, બીજા જીવના દશ આત્મપ્રદેશ છે, ત્રીજા જીવના દશ આત્મપ્રદેશ છે એમ અનંતા જીવના દશ દશ આત્મપ્રદેશો છે માટે ત આકાશપ્રદેશ ઉપર અનંતા જીવો રહેલા છે એમ કહેવાય છે. એ જીવના એ દશ દશ આત્મપ્રદેશો એ આકાશ પ્રદેશ ઉપર જે આહાર મલે તે એક સાથે કરે છે. શ્વાસોચ્છવાસ પણ એક સાથે લે છે પણ દરેક આત્મપ્રદેશો દરેક જીવો પોત પોતાના કર્મના ઉદય પ્રમાણે, રાગાદિ પરિણામ પ્રમાણે કર્મબંધ કરતાં હોય છે અને આ અનંતા જીવોમાંથી અનંતમા ભાગ જેટલા જીવો સમયે સમયે ચ્યવન પામે છે. અને નવા ઉત્પન્ન થયા કરે છે. હંમેશા દરેક જીવોને જન્મ કરતાં મરણની વેદના આઠગણી અધિક હોય છે તે મરતી વખતે શરીર નબળું પડી જાય. બીજા રોગાદિ પેદા થયેલા હોય તેની વેદના એટલી અધિક હોય છે અમ જાણવું. નિરોગી શરીરવાળા જીવને તે વેદના વેઠવાની તાકાત હોવાથી વેદના ઓછી લાગે અને રોગીષ્ટ શરીરવાળા જીવને શક્તિ ન હોવાથી તે વેદના અધિક લાગે છે. જેમ આત્મપ્રદેશો વિસ્તાર પામે તેમ રહેવા જગ્યા વધારે જોઇએ અને જેમ આત્મપ્રદેશો સંકોચ પામેલા હોય તો રહેવા જગ્યા ઓછી જોઇએ. આ નિયમ હોવાથી આ બધું ઘટી શકે છે. આથી એક નિગોદમાં અનંતા જીવો સદા માટે હોય છે એમ કહેવાય છે. પુદ્ગલના ૫૩૦ ભેદો થાય છે તેનું વર્ણન જગતમાં રહેલા દરેક પુદ્ગલો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તેમજ સંસ્થાન એટલે કોઇને કોઇ આકૃતિથી હંમેશા યુક્ત હોય છે માટે તેના ૫૩૦ ભેદો ઘટી શકે છે. વર્ણ પાંચ હોય છે : કાળો, લીલો (નીલો), લાલ, પીળો, સફેદ. ગંધ બે હોય છે : સુગંધ અને દુર્ગંધ. રસ પાંચ હોય છે : કડવો, તીખો, તૂરો, ખાટો અને મીઠો. સ્પર્શ આઠ હોય છે : (૧) ગુરૂ (ભારે) સ્પર્શ, (૨) લઘુ (હલકો) સ્પર્શ, (૩) શીત (ઠંડો) સ્પર્શ, (૪) ઉષ્ણ (ગરમ) સ્પર્શ, (૫) મૃદુ ( કોમળ) સ્પર્શ, (૬) કર્કશ (ખરબચડો) સ્પર્શ, (૭) સ્નિગ્ધ (ચીકણો) સ્પર્શ, (૮) રૂક્ષ (લુખો) સ્પર્શ. સંસ્થાન પાંચ હોય છે : (૧) ગોળ આકૃતિ, (૨) વલયાકાર આકૃતિ, (૩) ત્રિકોણ આકૃતિ, (૪) ચોરસ આકૃતિ, (૫) લંબ એટલ લાંબી આકૃતિ. આ રીતે ૫ + ૨ + ૫ + ૮ + ૫ = ૨૫ ભેદો થાય છે. આ પચ્ચીશ ભેદોનાં ૫૩૦ ભેદો થાય છે. જેમકે એક કાળો વર્ણ લઇએ તો તે કાળો વર્ણ બે ગંધથી Page 69 of 78 Page #70 -------------------------------------------------------------------------- ________________ યુક્ત હોય છે એટલે કેટલાક કાળા પુદ્ગલો સુગંધવાળા હોય. કેટલાક કાળા પુદ્ગલો દુર્ગધવાળા હોય. માટે એ બેનો સરવાળો કરવાનો હોય છે. એવી જ રીતે એ કાળા વર્ણના પગલો તીખા રસવાળા, કડવા રસવાળા, તૂરા રસવાળા, ખાટા રસવાળા અને મીઠા રસવાળા હોય છે માટે પાંચે ઉમેરવાના હોય છે. એવી જ રીતે એ કાળો વર્ણ આઠ સ્પર્શમાંથી કોઇને કોઇ સ્પર્શવાળો પણ હોય છે માટે આઠે ઉમેરવાના હોય છે. અને એવી જ રીતે એ કાળો વર્ણ પાંચ સંસ્થાનમાંથી કોઇને કોઇ સંસ્થાનવાળો પણ હોય છે. આથી પાંચ ઉમેરવાના હોય છે. આ રીતે એક કાળા વર્ણના ૨૦ ભેદો થાય છે. ૨ + ૫ + ૮ + ૫ = ૨૦ ભેદો થાય છે. એજ રીતે નીલવર્ણના - ૨૦, રક્ત વર્ણના- ૨૦, પીત વર્ણના - ૨૦ અને શ્વેત વર્ણના પણ ૨૦ થઇને કુલ ૧૦૦ ભેદો વર્ણના થાય છે. 1 ગંધના ૪૬ ભેદો થાય તે આ પ્રમાણે. સુગંધના પગલો પાંચ વર્ણવાળા, પાંચ રસવાળા, આઠ સ્પર્શવાળા અને પાંચ આકૃતિવાળા એમ ૨૩ ભેદો થાય છે અને ૨૩ દુર્ગધના થઇને ૪૬ ભેદો ગંધના થાય છે. પાંચ રસના – ૧૦૦ ભેદો થાય છે. કડવો રસ પાંચ વર્ણવાળો - ૨ ગંધવાળો, આઠ સ્પર્શવાળો અને પાંચ સંસ્થાનવાળો હોય છે માટે ૨૦ ભેદ થાય છે. આ રીતે બાકીના ચાર રસના વીશ-વીશ ભેદ ગણતાં કુલ ૧૦૦ ભેદો થાય છે. સ્પર્શના કુલ ૧૮૪ ભેદો થાય. ગુરૂસ્પર્શનાં પ-વર્ણ-૨ ગંધ--૫ રસ-પ અને કોઇપણ એટલે ગુરૂસ્પર્શના પ્રતિપક્ષી સ્પર્શ સિવાયના બાકીના ૬ સ્પર્શ અને પાંચ સંસ્થાન એમ કુલ ૨૩ ભેદ થાય છે. એમ બાકીના 9 સ્પર્શના ૨૩-૨૩ ગણતાં ૨૩ X ૮ = ૧૮૪ ભેદ થાય. પાંચ સંસ્થાનનાં ૧૦૦ ભેદો થાય છે. કોઇપણ સંસ્થાન. ૫ વર્ણ-૨ ગંધ-૫ રસ-૮ સ્પર્શવાળું હોય છે. માટે ૨૦ ભેદ થાય. આથી ૫ X ૨૦ = ૧૦૦ ભેદો થાય છે. આ રીતે કુલ. ૧૦૦ + ૪૬ + ૧૦૦ + ૧૮૪ + ૧૦૦ = ૧૩૦ ભેદો પુદ્ગલના થાય છે. સંસાર વધારવામાં આ પાંચસો ત્રીશ ભેદોમાંથી કોઇને કોઇ ભેદોને વિષે જીવ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ આદિ કરતો કરતો સંખ્યાનો કાળ-અસંખ્યાતો કાળ કે અનંતો કાળ વધારતો જાય છે. અને આ રીતે જ આ પુગલોના સંયોગથી સંસાર ચાલ્યા જ કરે છે. આ પુગલોનો રાગ, દ્વેષ વગેરે કણાનુબંધ રૂપે જીવને એક જન્મમાંથી બીજા જન્મ રૂપે ચાલ્યા જ કરે છે માટે કેટલીક વાર કોઇ સારા પુગલો જોવામાં આવે તો પણ દ્વેષનો બદણાનુબંધ ચાલતો હોય તો તે પુદ્ગલો ગમતાં નથી રૂચિ થતી નથી. અરૂચિ અને દ્વેષ ઉત્પન્ન કરે છે. એવી જ રીતે જે પુદ્ગલો જોવાલાયક ન હોય તો પણ તે પુદ્ગલ પદાર્થ પ્રત્યે જીવને રાગનો વટણાનુબંધ ચાલતો હોય તો તે પુદ્ગલ પદાર્થ ગમી જાય છે. અનેક જોનારા ન કહે તો પણ, તે ગમી જાય છે. રૂચિ પેદા થાય છે અને તેનું મમત્વ વધતું જાય છે. બ્રેનો મોટે ભાગે સોનું જૂએ-સોનાના દાગીના જુએ એટલે ગાંડા ગાંડા થઇ જાય છે. પણ ખબર નથી કે આ બધું મુકીને જવાનું છે. અત્યાર સુધી અનંતા શરીરો મુકીને આવેલા છીએ એમાં કેટલાક રાગથી મુકેલા હોય છે. કેટલાક દ્વેષથી મુકેલા હોય છે. જો શરીર રોગીષ્ટ હોય તો તેને મુક્તા દ્વેષ બુદ્ધિ થાય છે અને જે શરીર રોગ વગર મુકેલા હોય તે રાગથી મુકેલા હોય છે એમ કહેવાય છે. આથી પુગલ પદાર્થને વિષે રાગાદિ પરિણામથી નિર્લેપ રીતે જીવાય તેની ખાસ કાળજી રાખવાની છે. જેટલી નિર્લેપતા વધે એટલે આત્માનું કલ્યાણ સારી રીતે થઇ શકે અને જે અણાનુબંધ રાગાદિના થયેલા છે તે તૂટતાં જાય અને નાશ પામે આથી કહેવાય છે કે ભગવાનના દર્શન પાંચ મિનિટ પણ એકાગ્રચિત્તે કરવામાં આવે તો તેનામાં તાકાત છે કે ત્રણાનુબંધ તોડીને ચોવીસ કલાકના રાગાદિ Page 70 of 78 Page #71 -------------------------------------------------------------------------- ________________ પરિણામથી નિર્લેપ બનાવી શકે એ માટે આ ક્રિયાઓ ખાસ જરૂરી કહેલી છે. | દર્શન-પૂજન-સામાયિક-પ્રતિક્રમણ-તપ વગેરે અનુષ્ઠાનો વારંવાર કરવાનું વિધાન આ માટે જ જ્ઞાનીઓએ કહેલું છે. એક મિનિટ પણ જો મનની સ્થિરતા પેદા થઇ જાય તો સંખ્યાતા અસંખ્યાતા કે અનંતા ભવોના અનુબંધને તોડી શકે છે. પ્રસન્નચન્દ્રરાજર્ષિ એક દિકરાના પુદ્ગલના મોહના કારણે શુક્લધ્યાનમાંથી સીધા રોદ્રધ્યાની બન્યા અને સાતમી નારકીમાં જવા લાયક કર્મ ઉપાર્જન કરી રહ્યા છે અને જ્યાં માથે મુકુટ લેવા જતાં લોચવાળું માથું જોયું કે તરત જ સાવધ થઇ ગયા અને પાછા શુક્લ ધ્યાનમાં ચઢી ગયા કે જેથી સર્વાર્થ સિધ્ધ વિમાન અને ક્ષણવારમાં કેવલજ્ઞાન પામ્યા. એવી જ રીતે મરૂદેવા માતાના જીવે પોતાના દીકરા 8ષભના રાગના કારણે એક હજાર વરસ સુધી રોઇ રોઇને આંખો ગુમાવી છે. પણ જ્યાં ઋષબદેવ ભગવાનને કેવલજ્ઞાન થયું વિચરતાં ત્યાં ગામ બહાર પધાર્યા એટલે ભરત મહારાજા માને કહે છે ચાલો તમારા દીકરાના દર્શન કરાવું એમ કહી હાથીની અંબાડી ઉપર બેસાડી સમવસરણમાં લઇ જાય છે. ત્યાં સમવસરણ જોતાં દુંદુભિના શબ્દો એટલે અવાજ સાંભવતા અને ભગવાનની વાણીના શબ્દો સાંભવતા દીકરાનો રાગ તૂટ્યો વિરાગ ભાવ પેદા થયો. સમ્યકત્વ થયું. સર્વવિરતિ આવી અપ્રમત્ત ભાવ પેદા થયો ક્ષપકશ્રેણિ માંડી મોહનો નાશ કરી વીતરાગદશાને પામી બાકીના ત્રણ ઘાતી કર્મોનો નાશ કરી કેવલજ્ઞાન પામ્યા અને આયુષ્ય અલ્પ હોવાથી એક અંતર્મુહૂર્તમાં બાકીના ચાર અઘાતી કર્મોનો નાશ કરીને આયુષ્ય પૂર્ણ કરી મોક્ષે પણ પહોંચી ગયા એક હજાર વરસના રાગાદિ પરિણામથી જે કર્મો બાંધ્યા તે એક અંતર્મુહૂર્તમાં પણ તોડીને નાશ કર્યા. આ રીતે કર્મો જલ્દી નાશ પામી શકે છે. આમાં શું કામ કરે છે ? એક જ મિનિટનું સમ્યફ ધ્યાન આટલું કામ કરે છે. માટે જો જન્મ મરણના ફ્રા ટાળવા હોય તો આ રીતે અવશ્ય પ્રયત્ન કરવો જ પડશે એ પ્રયત્ન કરવા માટે સૌથી પહેલા રાગાદિ પરિણામને ઓળખવા પડશે. ઓળખી ને તેની મિત્રતા નાશ કરીને દુશ્મન રૂપે માનવા પડશે અને તે પુદ્ગલોનો સંયોગ છોડવા જેવો જ છે એવો દ્રઢ નિશ્ચય કરવો પડશે. તોજ જીવ મોક્ષમાર્ગમાં દાખલ થઇ આગળ વધી શકશે અને તેથી જ ભગવાનનું શાસન શું છે એ ઓળખાશે અને શાસન પ્રત્યે બહુમાન અને આદર ભાવ વધશે તોજ કલ્યાણ સાધી શકાશે તે આ રીતે સો પ્રયત્ન કરી કલ્યાણ સાધો એ અભિલાષા. કાળ દ્રવ્યનું વર્ણન કાળદ્રવ્ય માત્ર મનુષ્ય લોકમાં જ હોય છે. સમય, અસંખ્યાતા સમય, ઘડી, મુહૂર્ત, બે ઘડી આ બધો. જે વ્યવહાર કાળ તે મનુષ્ય લોકમાં જ હોય છે. દેવલોક વગેરેમાં હોતો નથી. તિરસ્કૃલોકમાં પણ બધે કાળા હોતો નથી. તિરસ્કૃલોકમાં માત્ર મનુષ્ય લોકમાંજ એટલે અઢી દ્વીપમાં અથવા પીસ્તાલીશ લાખ યોજનમાંજ હોય છે. એ કાળ દ્રવ્યથી ચૌદ રાજલોકમાં રહેલા જીવોના આયુષ્યની ગણના કરી શકાય છે. એટલે કે મનુષ્ય લોકના કાળની અપેક્ષાએ દેવલોક નરક તિર્યંચ આદિ જીવોનાં આયુષ્યની ગણના થઇ શકે છે. અઢી દ્વીપ અને બે સમુદ્રોને વિષે થઇને ૧૩૨ સૂર્યો અને ૧૩૨ ચન્દ્રો ફ્રી રહ્યા છે તે એક બાજુના ભાગમાં ૬૬ સૂર્યો અને તેની સામેના ભાગમાં ૬૬ સૂર્યો એમ તથા ૬૬ ચન્દ્રો એક બાજુ અને બીજી બાજુ ૬૬ ચન્દ્રો એમ ૧૩૨ મેરૂપર્વતની પ્રદક્ષિણા રૂપે ર્યા કરે છે અને એનાથી રાત્રિ આદિ બન્યા કરે છે. જ્યારે મનુષ્યલોકની બહારના ભાગમાં અસંખ્યાતા સૂર્યો અને અસંખ્યાતા ચન્દ્રો રહેલા છે તે સ્થિર રૂપે રહેલા હોય છે. એટલે જ્યાં સૂર્ય હોય ત્યાં તેનો જેટલો પ્રકાશ પડતો હોય ત્યાં સુધી પ્રકાશ રહે બાકી બીજે અંધારૂ હોય છે. દેવલોકમાં એટલે વૈમાનિક દેવલોકના પાંચમા દેવલોક સુધી અંધકાર રહેલો હોય છે કારણ કે તિષ્ણુલોકમાં તેરમો રૂચક દ્વીપ અને સમુદ્ર આવેલા છે તે રૂચક સમુદ્રમાંથી તેમસ્કાય નામના પુદ્ગલો Page 71 of 18 Page #72 -------------------------------------------------------------------------- ________________ નીકળે છે અને ઉર્ધ્વલોકમાં પાંચમા દેવલોક સુધી જાય છે અને ત્યાંથી અથડાઇને પાછા તાં તે પુગલો મનુષ્યલોકને વિષે પણ પ્રસરે છે આના કારણે મનુષ્ય લોકમાં સાધુ સાધ્વીઓને તથા પૌષધમાં રહેલા શ્રાવક અને શ્રાવિકાઓને કામળીનો કાળ હોય છે કે જે શીયાળામાં એટલે કારતક સુદ - ૧૫ થી ફાગણ સુદ- ૧૪ સુધી સૂર્યોદયથી ચાર ઘડી અને સૂર્યાસ્ત પહેલા ચાર ઘડી કાળ હય છે. ફાગણ સુદ - ૧૫ થી અસાડ સુદ - ૧૪ સુધી સૂર્યોદયથી બે ઘડી અને સૂર્યાસ્ત પહેલા બે ઘડીથી કામળી કાળ શરૂ થાય છે. એવી જ રીતે અસાડ સુદ - ૧૫ થી કારતક સુદ - ૧૪ સુધી સૂર્યોદય પછી છ ઘડી અને સૂર્યાસ્ત પહેલા છ ઘડીથી કામળીનો કાળ શરૂ થાય છે એમ સમજવું. આટલા કાળ પછી એ તમસ્કાયના જીવો અચિત્ત થઇ જાય છે માટે તે કામળીના કાળમાં બહાર જવાનો વખત આવે તો કામળી ઓઢીને ન છૂટકે જવાનું વિધાન છે. કારણ કે તે કાળમાં તે તમસ્કાયના પુગલો સચિત્ત હોય છે આથી તે ટાઇમે તે જીવોની હિંસા ન થાય અને કામળી ઉપર તે જીવો પડે તો બચી જાય મરણ ન પામે માટે જ્ઞાની ભગવંતોએ કામળીનો કાળ કહેલો છે. આથી જૈન શાસનમાં ખુલ્લામાં એટલે છાપરા વગર ઉપર બાંધ્યા વગર બેસાય નહિ અને સુવાયા નહિ અને રસોઇ વગેરે થાય નહિ તેમજ જમાય પણ નહિ અને પાણી પણ વપરાય નહિ આ જીવોની હિંસાનો દોષ લાગે છે. અહીંનો સૂર્ય અસ્ત થતો હોય ત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં આ સૂર્ય ઉદય રૂપે દેખાય છે અને મહાવિદેહમાં અસ્ત થતો હોય ત્યારે અહીં ઉધ્ય રૂપે દેખાય છે. સૂર્યને વાનાં ૧૮૩ માંડલા હોય છે એ સૂર્યના વિમાનને વાના ચાર ક્ષેત્ર કહેવાય છે. એ માંડલાની બહાર સૂર્ય તો નથી જ્યારે છેલ્લા માંડલામાંથી સૂર્ય અંદરના માંડલામાં જતો હોય ત્યારે દિવસ નાનો થતો જાય અને રાત્રિ મોટી થતી જાય છે અને અંદરના માંડલામાંથી સૂર્ય બહાર આવતો હોય ત્યારે દિવસ મોટો થતો જાય અને રાત્રિ નાની થતી. જાય છે. આથી ઉતરાયણ અને દક્ષિણાયણ એમ બે વિભાગ વરસના થાય છે. આ કારણથી દિવસ અને રાત્રિ થયા કરે છે. વર્તના કાળ એક સમય રૂપે હોય છે. જે સમય આવ્યો તે ગયો ફ્રીથી તે સમય આવવાનો નથી તે ચૌદ રાજલોકમાં સદા માટે એ નિયમ હોય છે. એક સમય કાળ એટલે કેટલો કાળ ? કોઇ એક નિરોગી જુવાન માણસ જીર્ણ થયેલા કપડાને બે ભાગ કરવા એટલે ાડવા માટે મહેનત કર તો કેટલો કાળ બે ભાગ કરતાં થાય ? તે કપડાનાં એક તંતુ એટલે તારથી બીજો તાર તૂટતાં અસંખ્યાતા સમયો થાય છે તેનો જે અસંખ્યાતમો ભાગ તે એક સમય કહેવાય છે. એજ રીતે કોઇ જુવાન નિરોગી માણસ કમળના સો પાંદડા ઉપરા ઉપરી મુકીને તીક્ષ્ણ ભાલો લઇને તેને ભેદવાનો પ્રયત્ન કરે તો તે સો પત્તા ને એક સાથે ભેદતાં કેટલો કાળ લાગે ? કાંઇ નહિ, તો જ્ઞાનીઓ કહે છે કે એ એક પાંદડામાંથી ભાલાની અણી પસાર થતાં બીજા પાંદડામાં પ્રવેશ કરે તેમાં અસંખ્યાતા સમયો લાગે છે તે અસંખ્યાતા સમયનો અસંખ્યાતમો ભાગ તે એક સમય કહેવાય છે. એક આવલિકાના સમયો અસંખ્યાતા થાય છે એમ જે કહ્યું છે તે ચોથા અસંખ્યાતા જેટલા સમયો ગણાય છે એવી ૨૫૬ આવલિકાના સમય જેટલું નાનામાં નાનું આયુષ્ય એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તિર્યંચા, સુધીનાં જીવોનું તથા મનુષ્યોનું આયુષ્ય હોય છે. એક ચપટી વગાડતાં અસંખ્યાતા સમય પસાર થઇ જાય છે. આવા નાના આયુષ્યવાળા ભવને ક્ષુલ્લક ભવ પણ કહેવાય છે. મનુષ્યના એક શ્વાસોચ્છવાસ કાળમાં સાડા સત્તર ભવો કરે છે તે ભવ એક એક ૨૫૬ આવલિકા કાળ પ્રમાણ હોય છે. ૨૪ મિનિટ = ૧ ઘડી Page 72 of 78 Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૮ મિનિટ ૧ કલાક એક પ્રહર ૪ પ્રહર ૧૨ કલાક ૨૪ કલાક ૬૦ કી ૧ દિવસ ૬ રાત્રિ ૧૫ દિવસ ૩૦ દિવસ ૨ મહિના = ૬ મહિના ૬ મહિના ૧૨ મહિના = = ૪ પ્રહર ૧ અહારાત્રિ ૧ અહોરાત્ર ૪ પ્રહર ૪ પ્રહર એટલે ૩૦ ઘડીનો દિવસ તથા ૩૦ દીની રાત્રિ એમ ૬૦ ઘડી એક આખા દિવસમાં પસાર થાય છે. દિવસ મોટો હોય તો રાત્રિ નાની અને રાત્રિ મોટી હોય તો દિવસ નાનો એમ ક્રમવાર સમજવું. ૭ દિવસ એક સપ્તાહ (અઠવાડીયું) એક પખવાડીયું ૧ માસ. ૧ મહિનો = = = ૨ ઘડી ૨ થી = ૩ કલાક ૩૦ ઘડી = = = = ૫ વરસ અસંખ્યાતા વરસ ૧ યોજન ૧ ગાઉં દસ કોટાકોરી પોપમ = ૫ ફ્લાંગ ૮ કિલોમીટર ૧તુ ૧ અયન. દક્ષિણાયન ૧ અયન ઉત્તરાયન ૧ વરસ ૧ યુગ ૧ પલ્યોપમ ૪ ગાઉ ૨ માઇલ ૧ સાગરોપમ. ૧ માઇલ પાંચ માઇલ પલ્યોપમ - સાગરોપમનું વર્ણન એક હજાર યોજન લાંબો, પહોળો અને ઉંડો એક પ્યાલો બનાવવો એ પ્યાલમાં યુગલિક ક્ષેત્રને વિષે એટલે ૩૦ અકર્મભૂમિને વિષે તથા ૫૬ અંતર દ્વીપને વિષે સાત દિવસમાં જેટલા યુગલિયા મનુષ્યો ઉત્પન્ન થયેલ હોય તેઓના માથાના વાળ કાપીને લાવવાના તે એક એક વાળના અસંખ્યાતા અસંખ્યાતા ટૂકડા કરવાના અને તે ટૂકડાઓથી પ્યાલો ભરવાનો. એ પ્યાલો એવી રીતે ઠાંસી ઠાંસીને ભરવાનો કે તેમાં જરાય જગ્યા રહે નહિ એ પ્યાલો સંપૂર્ણ ભરાઇ જાય ત્યારે તેમાં રહેલા વાળો પાણીથી ભીંજાય નહિ, અગ્નિથી બળે નહિ તથા ચર્તીનું આખું સૈન્ય તેના ઉપરથી પસાર થાય તો જરાય હલાય નહિ એ રીતે પ્યાલો સંપૂર્ણ ભરવાનો હોય છે. અહીં યુગલિયા મનુષ્યોના વાળ લેવાના એટલા માટે કહેલા છે કે એમના વાળ જેટલા મોટા હોય છે. એવા બીજા કોઇ મનુષ્યના વાળ મોટા હોતા નથી. એ જીવો જન્મ્યા પછી ૪૯ દિવસમાં જ પોતાની જેટલી કાયા થવાની હોય તેટલી કાયા બની જાય છે એટલે કે એક ગાઉ યાવત ત્રણ ગાઉની કાયા થઇ જાય છે. એ ૪૯-૬૪ કે ૬ દિવસ સુધી એ જીવોનો વ્યવહાર ભાઇ વ્હેન રૂપે હોય અને પછી પતિ પત્ની રૂપે વ્યવહાર Page 73 of 78 Page #74 -------------------------------------------------------------------------- ________________ થઇ જાય છે. એ જીવો છેલ્લે યુગલિયાને જન્મ આપે એટલે પોતાના આયુષ્યના મોટાભાગે છ માસ કે એથી ઓછો કાળ રહે ત્યારે જન્મ આપે છે. હવે જ્યારે સંપૂર્ણ પ્યાલો જે ભરાયેલો હોય છે તેમાંથી સો-સો વરસે એક એક વાળનો ટુકડો કાઢવાનો હોય છે. એ રીતે કાઢતા કાઢતા જેટલા વર્ષે પ્યાલો ખાલી થાય તેટલા વર્ષોને એક પલ્યોપમ કાળ કહેવાય છે. આવા દશ કોટાકોટી પલ્યોપમ કાળ બરાબર એક સાગરોપમ કાળ કહેવાય છે. અહીંયા પાંચ-પચ્ચીશ-પચાસ-સો વરસના અનુકૂળતામાં લ્હેર કરવાથી પ્રતિકૂળતામાં નારાજગી કરીને દ્વેષ કરવાથી જો નરકમાં ચાલ્યા ગયા તો જઘન્યથી દશ હજાર વરસ સુધી દુઃખની સજા અને વધારેમાં વધારે ત્રણ સાગરોપમ કાળ એટલે ૩૦ કોટાકોટી પલ્યોપમ કાળ સુધીની સજા થાય. વિચારી જુઓ કેટલી મોટી સજા છે ખ્યાલ આવે છે ? જગતમાં રહેલા જીવોનાં આયુષ્યની માપણી આ પલ્યોપમ અને સાગરોપમના માપથી કરવાની હોય છે. જો કદાચ નરકમાં ન ગયા અને નિગોદમાં ચાલ્યા ગયા તો વિચાર જો કે વહેલા નીકળવાના ચાન્સ મલશે નહિ અસંખ્યાત કાળ કે અનંતા કાળે નીકળાશે ખબર છે તે કાળ કેટલો થાય ? ૧૦ કોટાકોટી સાગરોપમ = ૧ ઉત્તરપિણી ૧૦ કોટાકોટી સાગરોપમ = ૧ અવસરપિણી ૨૦ કોટાકોટી સાગરોપમ = ૧ કાળચક્ર આવી અસંખ્યાતી ઉત્સરપીણી અને અસંખ્યાતી અવસરપીણી કાળ થાય એટલે અસંખ્યાતા કાલચક્ર અને અનંતા કાળમાં અનંતા કાળ ચક્ર પસાર થાય. આ ઉપરથી વિચારો કે અત્યાર સુધી અનંતો કાળ પસાર કરીને આવ્યા તે આટલો કાળ થયો હજી પણ જો અનુકૂળ પદાર્થોમાં સાવધ ન રહ્યા એટલે રાગાદિ પરિણામથી નિર્લેપ થવા પ્રયત્ન ન કર્યો તો હજી અનંતો કાળ કદાચ રખડવા જવું પડે એમ પણ બને. માટે મળેલી સામગ્રી આટલી સુંદર છે તેનો ઉપયોગ એવો કરીએ કે જેથી રખડપટ્ટીમાં જવું ન પડે. (૧) બાદર ઉધ્ધાર પલ્યોપમ (૨) સૂક્ષ્મ ઉધ્ધાર પલ્યોપમ (૩) બાદર અધ્ધા પલ્યોપમ (૪) સૂક્ષ્મ અધ્ધા પલ્યોપમ (૫) બાદર ક્ષેત્ર પલ્યોપમ (૬) સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ આજ રીતે સાગરોપમના પણ ભેદો થાય છે. બાદર પલ્યોપમ અને સાગરોપમ સૂક્ષ્મને સમજવા માટે છે. અઢી સૂક્ષ્મ ઉધ્ધાર પલ્યોપમના કાળનાં જેટલા સમયો થાય એટલે કે ૨૫ કોટાકોટી ઉધ્ધાર પલ્યોપમનાં જેટલા સમયો થાય એટલા દ્વોપ અને સમુદ્રો જગતમાં હોય છે એટલે કે જગતમાં જેટલા જેટલા સારા નામવાળા પદાર્થો હોય છે તે દરેક નામવાળા અસંખ્યાતા અસંખ્યાતા દ્વીપો તેમજ અસંખ્યાતા અસંખ્યાતા સમુદ્રો સદા માટે રહેલા હોય છે. જેમકે તિર્હાલોકની મધ્યમાં બરાબર જંબુદ્વીપ આવેલો છે. એ જંબૂ નામના બીજા દ્વીપો જગતમાં અસંખ્યાતા હોય છે એમ દરેક નામ માટે સમજી લેવું. સૂક્ષ્મ અધ્ધા પલ્યોપમ અને સાગરોપમની કર્મની બંધાતી સ્થિતિ આયુષ્ય વગેરે જાણવામાં ઉપયોગી થાય છે અને સૂક્ષ્મ ક્ષેત્ર કે બાદર ક્ષેત્ર પલ્યોપમ અને સાગરોપમથી જગતમાં અસંખ્યાતી ચીજો કે જીવો જે રહેલા હોય છે તે કેટલા કેટલા હોય છે તેના માપની સંખ્યા માટે ઉપયોગી થાય છે. જીવ આયુષ્યનો બંધ કરે તો વધારેમાં વધારે ૩૩ સાગરોપમનું અને કર્મની સ્થિતિ વધારેમાં વધારે Page 74 of 78 Page #75 -------------------------------------------------------------------------- ________________ બાંધે તો સીત્તેર કોટાકોટી સાગરોપમની બાંધી શકે છે. આ ઉત્કૃષ્ટ સ્થિતિ સન્ની પર્યાપ્તા ચારે ગતિના જીવો બાંધી શકે છે પણ અસન્ની જીવો આવી ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ કદી કરતા જ નથી. આવી ઉત્કૃષ્ટ સ્થિતિ મનની શક્તિ જે મળેલી છે તેના દુરૂપયોગથી જ પેદા થાય છે. માટે કહેવાય છે કે મનુષ્ય ધારે તો એ મનની શક્તિનો એવો ઉપયોગ કરતો થાય કે જેથી પોતાની સંપૂર્ણ આત્મશક્તિ પેદા કરી શકે છે. માટે જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે જીવોનું મન જ બંધનું કારણ થઇ શકે અને મુક્તિનું કારણ થઇ શકે છે. આથી અધ્ધા પલ્યોપમ અને સાગરોપમથી આયુષ્યસ્થિતિ કાળ અને કાય સ્થિતિનો બંધ તથા કર્મોની સ્થિતિ બાંધી શકાય છે એટલે મપાય છે એ આ માપવામાં ઉપયોગી થાય છે. મનુષ્ય અને તિયંચનું આયુષ્ય ત્રણ પલ્યોપમનું હોય છે. દેવતા અને નારકીનું ૩૩ સાગરોપમનું હોય છે. પાંચ દેવકુરૂક્ષેત્ર. પાંચ ઉત્તર કુરૂ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો ૩ પલ્યોપમ સુધી જીવી શકે છે તથા અવસરપીણી કાળમાં પાંચ ભરત અને પાંચ ઐરવત ક્ષેત્રને વિષે પહેલો આરો ચાર કોટાકોટી સાગરોપમનો હોય છે તેમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો ૩ પલ્યોપમ સુધી પોતાના આયુષ્ય મુજબ જીવી શકે છે. પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વક્રોડ વરસનું હોય છે જ્યારે ત્યાં ઉત્પન્ન થયેલા તીર્થંકરોનું સદા માટે ૮૪ લાખ પૂર્વ વર્ષ સુધીનું આયુષ્ય હોય છે. જ્યારે પાંચ ભરત અને પાંચ ઐરવત ક્ષેત્રને વિષે અવસરપીણી કાળમાં ઉત્પન્ન થયેલા ત્રીજા આરાના છેડે ઉત્પન્ન થયેલા પહેલા તીર્થંકર પરમાત્માનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વ વર્ષ હોય છે અને ઉત્તરપિણી કાળમાં ચોવીશમા જે તીર્થંકર થાય તેઓનું ૮૪ લાખ પૂર્વ વર્ષનું આયુષ્ય હોય છે અને અવસરપિણીકાળમાં ચોવીશમાં છેલ્લા તીર્થંકરનું અને ઉત્તરપિણીકાળના પહેલા તીર્થંકરનું ૭૨ વરસનું આયુષ્ય હોય છે. આ બધુ નિયત એટલે શાશ્વત રૂપે સદા કાળ માટે આ રીતે જ ચાલ્યા કરે છે એમ સમજવાનું આમાં કોઇ ફેરફાર થતો નથી. આવી રીતે મોટાભાગના બધાય જીવો અનંતા પુદ્ગલ પરાવર્ત કાળચક્ર પસાર કરીને આવેલા છે એટલે મનુષ્યપણું પામેલા હોય છે. એક કાલચક્રમાં એટલે વીશ કોટાકોટી સાગરોપમ કાળમાં બે ચોવીશીઓ આવે એટલે માત્ર બે કોટાકોટી સાગરોપમ કાળ સુધી જ ધર્મ પાંચ ભરત અને પાંચ ઐરવત ક્ષેત્રોમાં હોય છે. બાકીનો અઢાર કોટાકોટો સાગરોપમ જેટલો કાળ મોટે ભાગે યુગલિક કાળ હોય છે. અવસરપિણી કાળનું વર્ણન આ કાળના છ આરા હોય છે. તેમાં પહેલો આરો સુષમ-સુષમ નામનો હોય છે અને તે ૪ કોટાકોટી સાગરોપમ વાળો હોય છે. એ કાળમાં ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા મનુષ્યો ત્રણ ગાઉની કાયાવાળા મનુષ્યો યુગલીક રૂપે ઉત્પન્ન થયેલા કલ્પવૃક્ષથી જીવનારા હોય છે. આ આરાના કાળનું વર્ણન દેવકુરૂ ઉત્તરકુરૂ ક્ષેત્ર જેવું હોય છે. બીજો આરો સુષમા નામનો યુગલિક કાળ હોય છે. કલ્પવૃક્ષથી જીવનારા મનુષ્યો હોય છે. બે પલ્યોપમના આયુષ્યવાળા બે ગાઉની કાયાવાળા હોય છે. આ આરાનો કાળ ૩ સાગરોપમનો હોય છે. આ આરાનું વર્ણન મહાહિમવંત ક્ષેત્રની જેમ હોય છે. ત્રીજો આરો સુષમા દુષમા નામનો બે સાગરોપમ કાળ વાળો હોય છે. શરૂઆતમાં મનુષ્યો અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા એટલે એક પલ્યોપમના આયુષ્યવાળા હોય છે. યુગલિક કાળ હોય છે. કલ્પવૃક્ષથી જીવનારા હોય છે અને હિમવંત ક્ષેત્રની જેમ બધુ વર્ણન હોય છે. પાછળથી છેલ્લે જ્યારથી કુલકરોની ઉત્પત્તિ થાય છે ત્યારથી મનુષ્યો સંખ્યાત વર્ષના આયુષ્યવાળા ઉત્પન્ન થાય છે. કલ્પવૃક્ષનો પ્રભાવ ઓછો થતો જાય છે માટે મનુષ્યોને ભૂખ લાગે તો ઉગેલા ધાન્ય અનાજ હોય તે કાચે કાચા ખાય છે. જ્યારે પાચન ન થાય ત્યારે અંદરોઅંદર લડવા માંડે છે તેમાં હકાર બોલે Page 75 of 78 Page #76 -------------------------------------------------------------------------- ________________ એટલે શાંત થાય છે. એવી રીતે કુલ સાત કુલકરો થાય છે. તેમાં સાતમાં કુલકર નાભિ કુલકર થાય છે. એ નાભિકુલકરના ત્યાં પહેલા તીર્થકર શ્રી કષભદેવ ભગવાનનું ચ્યવન થયું અને જન્મ થયો છે તે વખતે જીલ્લા નાભિકુલકરનું પૂર્વક્રોડ વરસનું આયુષ્ય છે. મેરૂદેવા માતાનું પણ એટલું જ આયુષ્ય છે. ભગવાન શ્રી આદિનાથના જન્મ પછી તેઓ બાર લાખ પૂર્વ કુમારાવસ્થામાં રહે છે. વીશલાખંપૂર્વ વર્ષે રાજા બને છે અને સાંજના ગામ બહાર વા માટે હાથી ઉપર બેસી જાય છે ત્યાં ગામના દરવાજા બહાર થોડે દૂર બે પર્વતો અથડાવવાથી અગ્નિ પેદા થાય છે ત્યારથી બાદર અગ્નિકાયની શરૂઆત થાય છે અને તે બાદરા અગ્નિકાય જીવોનો પાંચમા આરાના છેડા સુધી ઉત્પત્તિ નાશ ચાલુ રહેશે. ત્રેસઠ લાખ પૂર્વ વર્ષ સુધી રાજગાદી ભોગવે અને ત્યાશી લાખ પૂર્વ કાળ પૂર્ણ થાય એટલે સંયમ લે છે. એક હજાર વર્ષ સુધી છમસ્થા પર્યાય પાળીને કેવલજ્ઞાનને પામે છે. ધર્મ તીર્થની સ્થાપના કરે છે અને ત્રીજા આરાના ૮૯ પખવાડીયા બાકી રહે ત્યારે પહેલા તીર્થકર નિર્વાણ પામે છે. એ ૮૯ પખવાડીયા પછી ચોથો આરો શરૂ થાય છે તે એક કોટાકોટી સાગરોપમમાં ૪૨ હજાર વર્ષ ન્યૂન સુધીનો હોય છે તે ચોથા આરામાં બાકીના ૨૩ તીર્થંકરો બાકીના ચક્રવર્તીઓ, બળદેવો, વાસુદેવો, પ્રતિવાસુદેવો વગેરે ઉત્પન્ન થાય છે. ચોથા આરાના ત્રણ વરસ અને સાડા આઠ મહિના બાકી રહે ત્યારે ચોવીસમા તીર્થંકર નિર્વાણ પામે છે અને પછી ત્રણ વરસ અને સાડા આઠ મહિને ચોથો આરો પર્ણ થાય છે અને પછી એકવીશ હજારનો પાંચમો આરો શરૂ થાય છે તે પાંચમા આરાના છેડા સુધી ચોવીશમાં. ભગવાનનું શાસન રહેશે. તે શાસનનો થોડો કાળ ઉધોત થતો દેખાશે. થોડો કાળ ઉધોત મંદ થતો દેખાશે એમ ચડતી પડતી થતાં થતાં એકવીશ હજાર વર્ષ સુધી શાસન રહેશે એ પાંચમા આરાના વીશ વર્ષ બાકી રહેશે એટલે એક પુણ્યાત્માનો જન્મ થશે જે ક્ષાયિક સમ્યક્ત્વ લઇને આવશે તે આત્મા બાર વરસ સંસારમાં રહેશે પછી સંયમનો સ્વીકાર કરશે. ૧૬ વર્ષની ઉંમરે આચાર્ય થશે અને વીસ વરસે કાળધર્મ પામીને દેવલોકમાં જશે એટલે પાંચમો આરો પૂર્ણ થશે. ત્યાર પછી એકવીશ હજાર વરસનો છઠ્ઠો આરો શરૂ થશે તે છઠ્ઠા આરામાં મકાનો વગેરે કશું રહેશે નહિ. ચારે બાજુ બધે જ પાણી પાણી થઇ જશે અર્થાત પાણી ભરાઇ જશે. મનુષ્યો જે હશે તેમને ઉપાડીને વેતાદ્ય પર્વતની ગુફાઓનાં બીલમાં દેવતાઓ મુકી દેશે. એ કાળમાં ગરમી એટલી સપ્ત પડશે કે તે બીલોમાંથી દિવસના મનુષ્યો બહાર નીકળી શકશે નહિ. સાંજના સૂર્યાસ્ત થયા પછી બહાર નીકળશે. પગની પાની ભીંજાય એટલું પાણી ખાબોચીયા રૂપે રહેશે. એ કાદવમાં રહેલા માછલાઓને કાઢીને એનો આહાર કરશે. એ જીવોનાં શરીરની ઉંચાઇ બે હાથની રહેશે. આયુષ્ય વીશ વર્ષનું અને ઓછુ થતાં દશા વરસનું રહેશે. છ વરસની છોકરી પ્રસવ કરશે એટલે બાળકને જન્મ આપશે. મેથુનનું પાપ પણ તિર્યંચોની. જેમ રહેશે. પાણીની તરસ છિપાવવા માટે કાદવના ચોસલા ચૂસી ચૂસને તરસ છીપાવશે. ઉત્સરપિણી કાળમાં અવસરપીણી કરતાં ઉંધા ક્રમથી આરાની શરૂઆત થશે પહેલો આરો ૨૧ હજાર વર્ષનો, બીજો એકવીશ હજાર વર્ષનો, ત્રીજો આરો એક કોટાકોટીમાં ૪૨ હજાર વર્ષ ન્યૂન, ચોથો આરો બે કોટાકોટી સાગરોપમનો, પાંચમો આરો ૩ કોટાકોટી સાગરોપમનો અને છઠ્ઠો આરો ૪ કોટાકોટી સાગરોપમનો હોય છે. આથી એમ કહેવાય છે કે ૧૮ કોટાકોટી સાગરોપમ કાળ યુગલિક રૂપે હોય છે. પુદ્ગલ પરાવર્તનું સ્વરૂપ આઠ પ્રકારના પૂગલ પરાવર્તી હોય છે. (૧) બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવતી (૨) સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત (૩) બાદર ક્ષેત્ર પુદગલ પરાવર્તી Page 76 of 78 Page #77 -------------------------------------------------------------------------- ________________ (૪) સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત (૫) બાદર કાળ પુગલ પરાવતી (૬) સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્ત (૭) બાદર ભાવ પુદ્ગલ પરાવતી (૮) સૂક્ષ્મ ભાવ પુગલ પરાવર્ત આ આઠમાં જે ચાર બાદરના ભેદો છે તે સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્તને સમજવા માટે છે. (૧) બાદર દ્રવ્ય પુગલ પરાવર્ત : જગતમાં જેટલી ગ્રહણ યોગ્ય વર્ગણાઓ છે તે વર્ગણાઓના પગલોને ક્રમ વિના કોઇ આત્મા ભોગવી ભોગવીને છોડે તેમાં જેટલો કાળ પસાર થાય તે બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત કહેવાય છે. (૨) સૂક્ષ્મદ્રવ્ય પુગલ પરાવર્ત : કોઇ જીવ જગતમાં ગ્રહણ યોગ્ય આઠ વર્ગણાઓ છે તેમાંથી આહારક શરીર વર્ગણા સિવાયની સાત વર્ગણાના પુગલોને ક્રમસર ગ્રહણ કરી કરીને ભોગવે તેમાં જેટલો કાળ પસાર થાય તે કાળને સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત કાળ કહેવાય છે. કેટલાક આચાર્યો કોઇપણ એક વર્ગણાના પુગલોને ક્રમસર ગ્રહણ કરી કરીને ભોગવે તેને સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્તકાળ કહે છે. દા.ત. દારિક ગ્રહણ યોગ્ય વર્ગણાના પગલોને પાંચ નંબરની સંખ્યાથી શરૂ કર્યા તેમાં પ-૬ ઇત્યાદિ ક્રમસર આવ તે ગણાય તેમાં વચમાં ૨૫, ૫૦, ૧૦૦ વગેરે ગ્રહણ કરે તે ગણતરીમાં લેવા નહિ વચમાં દેવલોક કે નરકમાં જાય ત્યાં વક્રીય વર્ગણાના પગલો ગ્રહણ કરે તે ગણાય નહિ જ્યારે મનુષ્ય કે તિર્યંચ થઇને પ-૬ વર્ગણા પછી સાતમી વર્ગણાના પુદ્ગલો ગ્રહણ થાય તેજ ગણતરીમાં લેવાય આવી રીતે આખી આદારિક વર્ગણાના બધા પુગલોને ગ્રહણ કરી ભોગવે તેટલા કાળને સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્તી કાળ કહેવાય છે. આ રીતે ભોગવતાં અનંતી ઉત્સરપિણી અને અનંતી અવસરપિણીકાળ પસાર થાય છે. (૩) બાદર ક્ષેત્ર પુગલ પરાવર્તન : ચૌદ રાજલોક જગતને વિષે જેટલા આકાશ પ્રદેશો છે તે દરેક આકાશ પ્રદેશોને મરણથી ક્રમ વિના સ્પર્શ કરી ભોગવે તેમાં જેટલો કાળ થાય તે બાદર ક્ષેત્ર પુગલ પરાવર્ત કાળ કહેવાય છે. (૪) સૂક્ષ્મ ક્ષેત્ર પુગલ પરાવર્ત કાળ : ચૌદ રાજલોકના આકાશ પ્રદેશોને ક્રમસર મરણથી સ્પર્શ કરીને ભોગવતાં જેટલો કાળ થાય એટલે કે કોઇ નિયત આકાશ પ્રદેશ ઉપર મરણ પામી પછી તેના પછીના સિવાયના બાકીના ગમે તે આકાશ પ્રદેશ ઉપર મરણ પામે તો તે ગણતરીમાં આવતા નથી પણ જ્યારે જે આકાશ પ્રદેશે મરણ પામ્યા પછી તેની બાજુના આકાશ પ્રદેશ ઉપર મરણ પામે તે ગણતરીમાં લેવાય એવી રીતે ક્રમસર ચૌદ રાજલોકના સઘળાય આકાશ પ્રદેશને મરણથી સ્પર્શ કરી ભગવે તેમાં જેટલો કાળ થાય તે સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત કાળા કહેવાય છે. આમાં અનંતી ઉત્સરપિણી અને અનંતી અવસરપિણી જેટલો કાળ થાય છે. (૫) બાદર કાળ મુગલ પરાવર્ત કાળ : પાંચ ભરત અને પાંચ એરવત ક્ષેત્રને વિષે ઉત્સરપિણી અને અવસરપિણી કાળ હોય છે તેના જેટલા સમયો થાય તે કાળને ક્રમ વિના મરણથી ભોગવીને સ્પર્શ કરે તે બાદર કાળ પુગલ પરાવર્ત કાળ કહેવાય (૬) સૂક્ષ્મ કાળ પુગલ પરાવર્ત : ઉત્સરપિણી અને અવસરપિણી કાળના સમયોને ક્રમસર મરણથી સ્પર્શ કરી ભોગવે એટલે કે અવસરપિણીના જે સમયે કાળ કરે પછી તે સિવાયના ગમે તેટલા સમયોમાં મરણ પામે તો તે ગણતરી કરાય નહિ તેના પછીના સમયે મરણ પામે તે ગણતરીમાં આવે એટલે એકવાર જે સમયે મરણ પામ્યો ત્યાર Page 77 of 78 Page #78 -------------------------------------------------------------------------- ________________ પછી તેના પછીનો સમય મેળવતા અવસરપિણીનો બધો કાળ પસાર થાય ઉત્સરપિણીનો બધો કાળ પસાર થાય અને ક્રીથી અવસરપિણીનો કાળ આવે અને એના પછીના સમયે મરણ પામે તો જ ગણતરીમાં આવે. જો ન થાય તો ફ્રીથી એટલો કાળ જવા દેવો પડે. આ રીતે કરતાં અવસરપિણી ઉત્સરપિણીના બધા સમયોને મરણથી સ્પર્શ કરી ભોગવે ત્યારે સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવ્રત થાય છે. (9) બાદર ભાવ પૂગલ પરાવર્ત : રસબંધના જેટલા અધ્યવસાયો હોય છે તે સઘળાને ક્રમ વિના મરણ વડે ભોગવે તે બાદર ભાવા પુગલ પરાવર્ત કહેવાય છે. (8) સૂક્ષ્મ ભાવ પુદ્ગલ પરાવર્ત : રસબંધના જઘન્ય અધ્યવસાય સ્થાને મરણ પામે પછી બીજા ગમે તેટલા સ્થાનોમાં મરણ પામે તે ગણતરીમાં આવે નહિ પણ જ્યારે જઘન્ય પછીના રસબંધના અધ્યવસાય સ્થાન ઉપર મરણ પામે તે ગણતરીમાં ગણાય આવી રીતે સઘળાય રસબંધના સ્થાનોને મરણથી સ્પર્શ કરે તેમાં જેટલો કાળ થાય તે કાળને સૂક્ષ્મ ભાવે પુદ્ગલ પરાવર્તકાળ કહેવાય છે. આ દરેકમાં બાદરના કાળ કરતાં સૂક્ષ્મનો કાળ અનંત ગુણો અધિક હોય છે. આત્માને દુ:ખી ન કરવો હોય અને સુખી કરવો હોય તો ગયેલો કાળ ફ્રી આવતો નથી એમ વિચારણા કરીને આત્માને સ્થિર કરવો પુદ્ગલ પ્રત્યે જેટલો નિર્લેપ રહેવાનો પ્રયત્ન કરતાં કરતાં નિર્લેપતા. પેદા કરીએ તો સંસારમાં આપણો કેટલો કાળ છે તે આપણને ખબર પડે છે અને એ પુદ્ગલોમાં રાગાદિ પરિણામ કરી કરીને જીવવાથી સંસારનો કાળ વધતો જાય છે. માટે આપણે શું કરવું એ આપણી જાતે વિચારવાનું છે. આપણે મિત્ર બનવું છે કે આત્માના દુશ્મન બનવું છે ? જો મિત્ર બનીને જીવવું હોય તો નિર્લેપતા કરીને જીવવું પડશે અને જો દુશ્મન બનવું હોય તો. રાગાદિ કરીને જે રીતે જીવીએ છીએ તે બરાબર છે. ભલે સંસાર વધે બરાબર ને ? જ્યારે કર્મ બંધ કરીએ છીએ ત્યારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એમ પાંચ પ્રકારે ભોગવવા. લાયક નિશ્ચિત થઇ જાય છે. એ રીતે જ એ કર્મનો ભોગવટો થયા કરે છે. આયુષ્ય બાંધતા જે આયુષ્યના. કાળમાં એ કર્મ કેટલા ભોગવાશે એ પણ નક્કી થતું જાય છે. આથી પુદ્ગલ પરાવર્તકાળમાં ક્રવા ન જવું હોય તો ઘર, પેઢી, કુટુંબ, પરિવાર, પૈસા ટકામાં નિર્લેપતા કરવા માંડો જેટલું ઉદાસીન ભાવે એમાં રહીએ એટલો કાળ જરૂર ઓછો થતો જાય અને મોક્ષનો કાળ નજીક થતો જાય માટે ઉદાસીનતા ભાવે કેળવવાનો પ્રયત્ન કરી સંસાર ઓછો થાય એવી રીતે જીવન જીવી મુક્તિપદને જલ્દી પામો એ એક અભિલાષા. મા તે જીવતત્વ પૂર્ણ થયું Page 78 of 78