________________
મહારાજની વિરાગ-વાણી સાંભળવી જ રહી, જેઓશ્રી વિરાગ-નીતરતી આ સમાદિત્ય મહા કથાના પ્રવચનકાર છે!
વિરાગને વહાવતી વાણીના ઉદ્દગાતા તરીકે પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજ્યભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા જૈન સંઘમાં ખૂબ જ જાણતા-માણીતા છે. સંયમ, સરસ્વતી ને સહનશીલતાની ત્રિવેણીએ ઊભતાં એઓશ્રીનાં જીવનકવન અનેકને માટે પ્રેરણાનું પાથેય પૂરાં પાડે એવા વિશિષ્ટ છે.
કથાપાત્રોના માધ્યમે, સંસારના હૂબહૂ-સ્વરૂપની સચોટ સમજણ આપતી પૂ. આચાર્યદેવશ્રીની ધર્મવાણી કેટલી બધી હૃદયંગમ હોય છે, એની ઝાંખી એના શ્રેતા ઉપરાંત એઓશ્રીના પ્રવચનને પ્રતિ–સપ્તાહે રજૂ કરતા દિવ્ય-દર્શન'ના વાચક–વર્ગને પણ થઈ શકે ! રંગરાગના અંધકારથી ભીષણ ભાસતા ભીતરમાં, વિરાગની ચિરાગ પેટાવવી હોય તે, એઓશ્રીની વાણીમાં ઝબૂકતી
ત્યાગતને એકવાર પણ સ્પર્શ પામ રહ્યો. પછી ભીષણ ભાસતાં ભીતરમાં ભવ્યતાનું દિવ્ય-દર્શન લાપતા વાર નહિ લાગે!
પૂ. આચાર્યદેવશ્રીનું જીવન અનેક રીતે અનેખું છે. એક સફળ સાહિત્યસર્જકના સ્વરૂપમાં, એક ઊંડા ઉપદેશક રૂપે, એક અનેખા અપ્રમાદી તરીકે, એક તેજસ્વી તપસ્વી અને એક કુશળ કાર્યજક તરીકે પણ એઓશ્રીના પુણ્ય