________________
૩૨૨
જન તત્ત્વ પ્રકાશ (૮) “ઈથી પરિષહ”—કઈ પાપિણી સ્ત્રી વિષય ભોગવવા માટે કહે અગર તે હાવભાવ કટાક્ષ કરી મન ખેંચવાની ચેષ્ટાઓ કરે તે પણ પોતાના મનને લગામમાં રાખે.
શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે, समाइ पेहाई परिव्ययंतो । सिया मगो निस्सरइ बहिद्धा ॥ न सा महं नो वि अहं पितिसे । इच्चेव ताओ विणएज्ज रागं ॥
અર્થ–સ્ત્રી વગેરે જોઈને કદી સાધુનું મન સંયમથી ખસી ભ્રમિત થઈ જાય તો એવો વિચાર કરે કે આ સ્ત્રી મારી નથી, તેમ હું એને નથી. એ પ્રમાણે વિચાર કરી તેના પરનો સ્નેહ-રાગ નિવારવો. એમ છતાં મન શાંતિ ન પામે તે,
आयावयाही चय सोगमलं । कामे कमाहि कमियं खु दुक्खं ॥ छिंदाहि दोसं विणएज्ज रागं । एवं सुहि होहिसि संपराओ ॥५॥
અર્થ–શરીરનું સુકમાળપણું છોડી સૂર્યની આતાપના લેવી, ઊણેદરી વગેરે બાર પ્રકારનું તપ કરવું, આહાર ઓછો કરે, ભૂખ સહન કરવી. એ પ્રમાણે કરવાથી શબ્દાદિક કામગ અને તેનાથી ઉત્પન્ન થતા રાગદ્વેષ દૂર રહેશે અને આત્માને સુખ પ્રાપ્ત થશે. | (૯) “ચરિયા પરિષહ”—એક જગાએ રહેવાથી પ્રેમરૂપી બંધનમાં ફસાઈ જવાય છે. માટે સાધુએ ગામાનુગામે વિચરવું જોઈએ. ૮ મહિનામાં આઠ વિહાર અને ચોમાસામાં એક એમ કુલ નવ કલ્પી વિહાર તે કરવા જ જોઈએ. વૃદ્ધ, રોગી અને તપસ્વી હોય તેને તથા તેમની સેવા કરનારને તેમ જ જ્ઞાનના અભ્યાસ નિમિત્તે રહેવામાં હરકત નહીં.
(૧૦) “નેસહિયા પરિષહ”—ચાલતાં ચાલતાં સાધુને રસ્તામાં વિશ્રામ લેવા સારુ એક ઠેકાણે બેસવું પડે, એવે પ્રસંગે સારીનરસી જમીન મળે તો રાગદ્વેષ ન કરે.
(૧૧) “સેજજા પરિષહ”—કઈ જગાએ એક રાત અને કઈ જગાએ ચાતુર્માસાદિક, અધિક કાળ રહેવું પડે, ત્યાં મનની રુચિ પ્રમાણે