________________
૭૯૨
જૈન તત્વ પ્રકાશ
આ પ્રમાણે બારમા વ્રતના અતિચારેના સેવનથી દુખત્પત્તિ થાય છે. એમ જાણી સુજ્ઞ જને એવાં કામથી આત્માને બચાવશે અને સુપાત્ર દાનને યથોચિત લાભ પ્રાપ્ત કરશે તે અહીં પણ યશ, સુખ, સંપત્તિને ભક્તા બનશે અને પરલોકમાં દેવાદિકને પૂજનિક બનશે અને કદાચિત્ ઉત્કૃષ્ટ રસ આવી જશે તે તીર્થકર ગોત્ર બાંધી ત્રીજે ભવે તીર્થકર થઈ સર્વ જગતને પૂજનિક બની જશે અને મોક્ષ પ્રાપ્ત કરી લેશે.
કેટલાક નામધારી મહાત્મા અને શ્રાવક એવા છે કે, જે પોતે દાન આપવા–અપાવવા સમર્થ હોવા છતાં પણ પક્ષપાત, દ્વેષ અથવા લેભને વશ પડી તેિ દાન આપતા નથી અને બીજા આપતા હોય તે તેમને અટકાવે છે. પિતાના સંપ્રદાય સિવાય બીજાને મિથ્યાત્વી, પાખંડી, ભગવાનના ચેર, આદિ મિથ્યા કલંક ચડાવે છે.
બીજાને દેવામાં સમકિતને નાશ થાય અને નરકગામી થવાય એવું કહી ભ્રમમાં ફસાવે છે. પિતાના સિવાય બીજાને દાન આપવાનાં પચ્ચખાણ પણ કરાવે છે. | ભેળા ભક્તો એવા પાખંડીઓના મિથ્યા ઉપદેશને સત્ય માની તેને સ્વીકાર કરે છે અને તેઓ ત્યાગી, વૈરાગી, જિનાજ્ઞામાં વર્તતા સુસાધુઓના ષી બની જાય છે. અને બાવા, જેગી, ફકીર અને બ્રાહ્મ
૩ “અભયદાન–સાત પ્રકારના ભયથી ભયભીત બનેલા જીવોને અભય કરવા અને મરણોન્મુખ પ્રાણીને મૃત્યુથી બચાવવા વસ્તુ આપે તે અભયદાન.
૪ “કારુણ્યદાન’–સ્વજનાદિના મૃત્યુ બાદ અભ્યાગતાદિને આપે તે. ૫ “લજ્જાદાન'–કોઈની શરમમાં આવી કંઇક દાન કરે છે. ૬ “ગૌરવદાન–અભિમાનમાં આવીને કંઈક આપે તે. ૭ “અધર્મદાન’–વેશ્યા આદિ કુકર્મ કરનારને આપે છે. ૮ “ધર્મદાન’–સાધુ શ્રાવકને ફાસુક આહારાદિ આપે તે.
૯ “કરિષ્યતિદાન”—આણે મારા ઉપર ઉપકાર કર્યો છે માટે તેને કંઈક આપવું જોઈએ એવા વિચારથી આપે તે.
૧૦ ‘કતદાન–આ માણસે મારા ઉપર ઘણા ઉપકાર કર્યા છે. આ ભાવનાથી પ્રેરાઇને દાન દેવાય છે તે.