________________
[ યોગાભ્યાસ
(૧૭) આનયનકી ક્રિયા-જીવ અથવા અજીવના પ્રયોગથી કેઈ વસ્તુ પિતાની પાસે આવે એવી કેશીષ કરવી તે. ' (૧૮) વિદારણકી ક્રિયા–જીવ અથવા અજીવનું છેદન ભેદન કરવું તે.
(૧૯) અનાગિકી ક્રિયા–શૂન્યચિત્તે વસ્તુઓને લેવી. મૂકવી, બેસવું–ઉઠવું, ચાલવું-હાલવું કે ખાવું-પીવું તે.
(૨૦) અનવકાંક્ષા પ્રત્યયકી ક્રિયા–આ લેક અને પર લેક સંબંધી વિરુદ્ધ કાર્યનું આચરણ કરવું તે.
(૨૧) પ્રાયોગિકી ક્રિયા-મન, વચન અને કાયા સંબંધી ખરાબ વિચારમાં પ્રવૃત્તિ કરવી પણ નિવૃત્તિ ન કરવી તે.
(૨૨) સમુદાન કિયા-કઈ એવું કર્મ કરવું કે જેનાથી જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મોને સાથે બંધ થાય તે.
(૨૩) પ્રેમપ્રત્યયિકી કિયા-માયા અને લેભથી જે પ્રક્રિયા થાય તે. | (૨૪) શ્રેષપ્રત્યયિકકી કિયા-ક્રોધ અને માનથી જે ક્રિયા થાય તે.
(૨૫) ઈપથિકી ક્રિયા-પ્રમાદરહિત સાધુઓને તથા કેવલજ્ઞાની ભગવાનને ગમનાગમન કરતાં જે ક્રિયા લાગે છે.
આમાં કેટલીક ક્રિયાઓ સરખા જેવી લાગે છે, પણ તે સરખી નથી.
તાત્પર્ય કે પતંજલિ મુનિએ જે પાંચ યમની ગણના કરી છે, તેને જૈન મહર્ષિએ પાંચ આસવ દ્વારના