________________
જૈન શાસનના ચમકતા હીરાઓ D ૧૯૫
| શ્રી શુભંકર
:
પૃથ્વીપુર નામના નગરમાં શુભંકર નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને ધર્મનો મર્મ જાણનારી જૈન મતિ ગુણવંતી નામે ભાર્યા હતી. આ બ્રાહ્મણ વિદ્યાભ્યાસ કરવા પરદેશ ગયો ત્યાં તેણે ચાર વેદ, અઢાર પુરાણ, વ્યાકરણ, અલંકાર, ન્યાય, સાહિત્ય, કોશ વગેરે ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. પછી સ્થાને સ્થાને અનેક વિદ્વાનોને વાદમાં જીતીને જયવંતો થતો થતો તે પોતાના ઘેર આવ્યો. ત્યાં પણ તે પોતાના શાસ્ત્રજ્ઞાનનો આડંબર સર્વ લોકને દેખાવા લાગ્યો. તે જોઈ તેની જૈન ધર્મી ભાર્યાએ વિચાર્યું કે, આ મારો પતિ મિથ્યાત્વીઓના એકાંતવાદી શાસ્ત્રો ભણેલો છે; પરંતુ સ્વાદ માર્ગને નહીં જાણનાર મનુષ્ય વસ્તુનું યથાયોગ્ય વિવેચન જાણતો નથી, માટે હું તેને કંઈક પૂછું." એમ ધારી તેણે પોતાના પતિને પૂછ્યું કે, હે સ્વામી ! સર્વ પાપનો બાપ કોણ?" બ્રાહ્મણે કહ્યું કે - હે પ્રિયા ! હું શાસ્ત્રમાં જોઈને કહીશ." પછી તે જેટલાં શાસ્ત્ર ભણ્યો હતો તે સર્વ તેણે જોયાં, પણ તેમાંથી પાપનો બાપ ક્યાંય નીકળ્યો નહીં. તેથી તેણે ખેદ પામીને સ્ત્રીને કહ્યું કે, “હે પ્રિયા ! તારા પ્રશ્નનો જવાબ તો કોઈ શાસ્ત્રમાંથી નીકળતો નથી, પણ તે આ પ્રશ્ન ક્યાંથી સાંભળ્યો ?" તે બોલી કે, મેં રસ્તે જતાં કોઈ જૈન મુનિના મુખથી સાંભળ્યું હતું કે, સર્વ પાપનો એક પિતા છે તેથી હું તમને તેનું નામ પૂછું છું." વિઝ બોલ્યો કે, હું તે સાધુ પાસે જઈને પૂછું અને સંદેહ રહિત થાઉં." પછી તે વિપ્ર જૈન સાધુ પાસે જઈને બેઠો અને સંસ્કૃત ભાષામાં કેટલાક પ્રશ્નો કર્યા; તેના યથાસ્થિત ઉત્તર મળ્યાથી તે બહુ ખુશી થયો. પછી તેણે પૂછ્યું કે, હે સ્વામી ! પાપના બાપનું નામ કહો." ગુરુએ કહ્યું કે, સંધ્યા સમયે તમે અહીં આવજો. તે વખતે તેનું નામ કહીશ." એટલે બ્રાહ્મણ પોતાના ઘેર ગયો.
ગુરુએ વિચાર્યું કે, “જરૂર આ બ્રાહ્મણને પ્રતિબોધ કરવા માટે તેની ભાર્યાએ મોકલ્યો લાગે છે, માટે કોઈ પણ ઉપાયથી તેને પ્રતિબોધ પમાડું." એમ ધારીને એક શ્રદ્ધાળુ શ્રાવકને ગુરુએ કહ્યું કે, તમારા ઘેરથી બે અમૂલ્ય રત્નો લાવીને મને આપો, મારે તેનું એક વ્યક્તિને પ્રતિબોધવા માટે કામ છે; અને બીજું, કોઈ ચાંડાળ પાસે એક ગધેડાનું મડદું ઉપડાવીને આ ઉપાશ્રયથી સો હાથ દૂર કોઈ એકાંત જગ્યાએ મુકાવો." શ્રાવકે બંને કામ શીઘ કરી દીધાં. પછી સંધ્યા સમય થતાં પેલો બ્રાહ્મણ ગુરુ પાસે આવ્યો. એટલે ગુરુએ તેને એકાંતમાં કહ્યું