Book Title: Jain Shasanna Chamakta Hira
Author(s): Varjivandas Vadilal Shah
Publisher: Varjivandas Vadilal Shah

View full book text
Previous | Next

Page 352
________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૩૨૧ ત્યાં અનેક સુર-અસુર અને વિદ્યાધરોએ તેમને વંદના કરી. ગૌતમ ગણધરે તેમને યોગ્ય દેશના આપી. પ્રસંગોપાત તેમણે જણાવ્યું કે, સાધુઓ શરીરે શિથિલ થઈ ગયા હોય છે, અને તેઓ ગ્લાનિ પામી જવાથી જીવસત્તા વડે જતા ધૃજતા ચાલે એવા થઈ જાય છે. તેમનાં આવાં વચન સાંભળી, વૈશ્રવણ (કબેર) તેમના શરીરની સ્થૂળતા જોઈ તે વચન તેમનામાં જ અઘટિત જાણી, જરા હસ્યો. તે વખતે મન:પર્યવજ્ઞાની ઇંદ્રભૂતિ તેના મનનો ભાવ જાણી બોલ્યા કે, મુનિપણામાં કાંઈ શરીરની કૃશતાનું પ્રમાણ નથી. પણ શુભધ્યાનપણે આત્માનો નિગ્રહ કરવો તે પ્રમાણ છે. તે વાતના સમર્થનમાં તેમણે શ્રી પુંડરીક અને કંડરીકનું ચરિત્ર સંભળાવી તેમનો સંશય દૂર ર્યો. આ પ્રમાણે ગૌતમ સ્વામીએ કહેલું પુંડરીક-કંડરીકનું અધ્યયન પાસે બેઠેલા વૈશ્રવણ દેવે એકનિષ્ઠાથી શ્રવણ કર્યું અને તેણે સમક્તિ પ્રાપ્ત કર્યું." આ પ્રમાણે દેશના આપી બાકીની રાત્રી ત્યાં જ પસાર કરી ગૌતમ સ્વામી પ્રાત:કાળે તે પર્વત ઉપરથી ઉતરવા લાગ્યા, એટલે રાહ જોઈ રહેલા પેલા તાપસીના જોવામાં આવ્યા. તાપસોએ તેમની પાસે આવી હાથ જોડીને કહ્યું કે, હું તપોનિધિ મહાત્મા ! અમે તમારા શિષ્યો થઈએ અને તમે અમારા ગુરુ થાઓ.” ગૌતમ સ્વામી બોલ્યા કે, “સર્વજ્ઞ પરમેશ્વર મહાવીર પ્રભુ છે તે જ તમારા ગુરુ થાઓ.” પછી તેઓએ ઘણો જ આગ્રહ કર્યો એટલે ગૌતમે તેઓને ત્યાં જ દીક્ષા આપી. દેવતાઓએ તરત જ તેઓને યતિલિંગ આપ્યું. પછી તેઓ ગૌતમ સ્વામીની પાછળ પાછળ પ્રભુ મહાવીર પાસે જવા માટે ચાલવા લાગ્યા. માર્ગમાં કોઈ ગામ આવતાં ભિક્ષાનો સમય થયો એટલે ગૌતમ ગણધરે તાપસ મુનિઓને પૂછયું કે, તમારા માટે પારણું કરવા માટે શું ઈષ્ટ વસ્તુ લાવું ?” તેમણે કહ્યું કે, પાયસ લાવજો” ગૌતમ સ્વામી પોતાના ઉદરનું પોષણ થાય એટલી ખીર એક પાત્રમાં લાવ્યા. પછી ઈંદ્રભૂતિ યાને ગૌતમ સ્વામી બોલ્યા કે, હે મહર્ષિઓ ! સૌ બેસી જાઓ અને પાયસાનથી સર્વે પારણું કરો." એટલે એટલા પાયસાનથી શું થશે?" એમ સર્વના મનમાં આવ્યું. તથાપિ આપણા ગુરુની આજ્ઞા આપણે માનવી જોઈએ." એવું વિચારી બધા એક સાથે બેસી ગયા. પછી ઈંદ્રભૂતિએ અક્ષણ મહાનસ લબ્ધિ વડે તે સર્વને પેટ ભરીને પારણાં કરાવ્યાં અને તેમને વિસ્મય પમાડીને તેઓ પોતે આહાર કરવા બેઠા. જ્યારે તાપસી ભોજન કરવા બેઠા હતા ત્યારે આપણા પૂરા ભાગ્યયોગથી શ્રી વીર પરમાત્મા જગદ્ગુરુ આપણને ધર્મ ગુરુ તરીકે પ્રાપ્ત થયા છે, તેમ જ પિતા જેવા

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356