Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 11
________________ એવા વિભાગના નવસંસ્કરણરૂપે, સ્વતંત્રપણે સંપાદન-સંશોધન અને તુલનાત્મક અધ્યયન થાય એવી દૃષ્ટિ આ પ્રવૃત્તિ પાછળ રહેલી છે, કારણ કે જેન ભંડારેમાં સચવાયેલું સાહિત્ય તથા શિલ્પાદિ કલાકૃતિઓની સામગ્રી અત્યંત વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. ' આવી ભૂમિકા છતાં જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થતા બધા લેખે પ્રગટ કરવા યોગ્ય જ છે એમ કહી શકાય નહીં. પ્રારંભમાં પ્રોત્સાહન આપવાની દૃષ્ટિથી પણ લેખને આવકારવામાં આવ્યા હોય એવું પણ બન્યું છે ખરું. વિદ્વાન અને જિજ્ઞાસુઓ આ નિમિત્ત નિકટ આવે અને પરસ્પર સંબંધ બંધાતાં ભવિષ્યમાં એનું સુપરિણામ આવે એવી સૂઝ પણ યેજ કોએ દાખવી હેય. આમ છતાં એવા પ્રયત્નોના પરિણામે કાળની દૃષ્ટિએ કાયમ ટકી શકે એવું કામ પણ આ સમારોહમાં રજૂ થયેલા લેખ દ્વારા વત્તેઓછે અંશે અવશ્ય થયું છે. આ ગ્રંથમાં સમારેહના લેખમાંથી પસંદગી કરવા માટે કેટલીક બાબતો લક્ષમાં લેવી પડી છે. પાંચેય જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલા લેખે પૈકી કેટલાક લે અતિ વિસ્તૃત છે, તો કેટલાક લેખ અતિ સંક્ષિપ્ત–માત્ર નેધરૂપે જ જોવા મળ્યા છે. કોઈ કેટલાક વિષય ઉપર એક કરતાં વધુ લેખો છે. કેટલાક લેખે લેખકે પાસે જ રહી ગયા હોય અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય પાસે એની નકલ ઉપલબ્ધ ન હોય એવું યે બન્યું છે. સમારોહ બાદ કોઈ કોઈ લેખકોએ પોતાના લેખની નકલ પાછી મંગાવી લીધી હેાય એવું પણ બન્યું છે. બધા પ્રમુખ અને વિભાગીય પ્રમુખનાં વ્યાખ્યા ઉપલબ્ધ નથી, કેટલાકે મોખિક વક્તવ્ય રજૂ કર્યું હતું. આ સંપાદનમાં એક લેખકની એક જ કૃતિ લેવાની મર્યાદા સંપાદકોએ સ્વીકારી છે. પ્રમુખ કે વિભાગીય પ્રમુખ તરીકે અપાયેલા વ્યાખ્યાનને તદુપરાંત સ્થાન આપવામાં આવ્યું છે. પૃષ્ઠસંખ્યા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 413