________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીતાનો-ત્યાગ
૮૦૫ લક્ષ્મણ, તું કહે છે તે સત્ય છે, લોકસ્થિતિ હમેશાં એવી જ હોય છે. પરંતુ યશસ્વી રાજાઓએ સર્વલોકવિરુદ્ધનો ત્યાગ કરવો જ જોઈએ.'
લક્ષ્મણ સ્તબ્ધ થઈ ગયા. સુગ્રીવ અને બિભીષણ શૂન્યમનસ્ક થઈ ગયા. તેમને સમગ્ર પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો.
લક્ષ્મણના અંગેઅંગમાં રોષ વ્યાપી ગયો. તેઓ આસન પરથી ઊભા થઈ ગયા અને બોલ્યા :
યશ-અપયશનું કોઈ મહત્ત્વ નથી. આપણા યશ ખાતર મહાસતી સીતાજીનો ત્યાગ કરવો, કોઈ રીતે ઉચિત નથી, સર્વથા અનુચિત છે. સીતાના સતીત્વ અંગે જો આપ નિઃશંક છો, તો લોકોની વાતોથી–લોકોએ કરેલા અસત્ય અપવાદથી ભય પામવું શા માટે? આપ અપયશથી મુક્ત થવા, દેવી સીતાનો ત્યાગ કરશો તો એ દેવી સીતાનું શું થશે? એનો આપે વિચાર કર્યો? આપના વિના દેવી સીતા જીવી શકશે? આપ હનુમાનને પૂછો કે દેવરમણ ઉદ્યાનમાં આપના વિના દેવી સીતાની શું પરિસ્થિતિ હતી? એમણે અન્નપાણીનો ત્યાગ કરી દીધો હતો. અતિ આગ્રહથી અંજનાપુત્ર પારણું કરાવ્યું હતું. અપકીર્તિના ભયથી, સતી સીતાનો ત્યાગ કરવો સાવ અનુચિત છે.”
લક્ષ્મણજીનો દેહ ધ્રૂજી રહ્યો હતો. શ્રી રામના મુખ પર વિષાદયુક્ત દૃઢતાની રેખાઓ ઊપસી આવી હતી, લક્ષ્મણજીની વાતનો, તર્કનો પ્રત્યાઘાત આપતાં શ્રી રામ બોલ્યા :
સીતાનો ત્યાગ કરવો મારા માટે અનિવાર્ય છે.” તરત દ્વારપાલને બોલાવીને, સેનાપતિ કૃતાન્તવદનને બોલાવી લાવવા સંદેશ મોકલ્યો. કૃતાન્તવદન આવી પહોંચ્યા. શ્રીરામ-લક્ષ્મણને નમન કરી, ઊભા રહ્યા,
કૃતાન્તવદન, કોઈ અરણ્યમાં સીતાને છોડી દો.'
પરંતુ આપ વિચારો આર્યપુત્ર, સીતાદેવી અત્યારે ગર્ભવતી છે. એવી સ્થિતિમાં...'
ભલે ગર્ભવતી હો, એનો ત્યાગ કરવો જ રહ્યો.” શ્રી રામ આસન પરથી ઊભા થઈ ગયા. લક્ષ્મણજી શ્રીરામના ચરણોમાં પડી ગયા. આંખોમાંથી ચોધાર આંસુ વહાવતા તેઓ બોલ્યા :
મહાસતી સીતાનો ત્યાગ અનુચિત છે, ત્યાગ ન કરો.'
હવે તારે એક શબ્દ પણ બોલવો નહીં. શ્રી રામે મુખ ફેરવી લીધું અને કૃતાત્તવદનને કહ્યું :
For Private And Personal Use Only