Book Title: Jain Ramayana Part 3
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
Catalog link: https://jainqq.org/explore/008901/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈG[ રામાયણ ભાગ-૩ 'વિવેચનકાર : આચાર્યશ્રી વિજયભદ્રગુપ્તસૂરીશ્વરજી For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ ભાગ- 3 इस अन्य मास कार्य पूर्ण होते ही निस्त समयावधि में शीश पाने की रुपा रे. जिससे अन्न मनोरम स. લેખક શ્રી પ્રિયદર્શન [આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્તસૂરીશ્વરજી મ.] For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુનઃ સંપાદન જ્ઞાનતીર્થ - કોબા ષષ્ઠ આવૃત્તિ કારતક વદ-૧૩, વિ.સં. ૨૦૬૫, ૨૫ નવેમ્બર ૨૦૦૮ મૂલ્ય ત્રણભાગના : રૂ. ૪૬૫.૦૦ : પાકુ પેઠું ત્રણ ભાગના : રૂ. ૧૯૫.૦૦ : કાચુ પુંઠું અાર્થિક સૌજન્ય શેઠ શ્રી નિરંજન નરોત્તમભાઈના સ્મરણાર્થે હ. શેઠ શ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવાર પ્રકાશક શ્રી મહાવીર જૈન આરાઘના કેન્દ્ર આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર કોબા, તા.જિ.ગાંધીનગર - ૩૮૨૦૦૭ ફોન નં. (૦૭૯) ૨૩૨૭૬૨૦૪, ૨૩૨૭૬૨૫૨ email : gyanmandir@kobatirth.org website : www.kobatirth.org 2મુદ્રક નવપ્રભાત પ્રિન્ટર્સ, અમદાવાદ ફોન નં. ૯૮રપપ૯૮૮૫૫ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पूज्य आचार्य भगवंत श्री विजयभद्रगुप्तसूरीश्वरजी श्रावण शुक्ला १२, वि.सं. १९८९ के दिन पुदगाम महेसाणा (गुजरात) में मणीभाई एवं हीराबहन के कुलदीपक के रूप में जन्मे मूलचन्दभाई, जुही की कली की भांति खिलतीखुलती जवानी में १८ बरस की उम्र में वि.सं. २००७, महावद ५ के दिन राणपुर (सौराष्ट्र) में आचार्य श्रीमद् विजयप्रेमसूरीश्वरजी महाराजा के करमकमलों द्वारा दीक्षित होकर पू. भुवनभानुसूरीश्वरजी के शिष्य बने. मुनि श्री भद्रगुप्तविजयजी की दीक्षाजीवन के प्रारंभ काल से ही अध्ययन अध्यापन की सुदीर्घ यात्रा प्रारंभ हो चुकी थी.४५ आगमों के सटीक अध्ययनोपरांत दार्शनिक, भारतीय एवं पाश्चात्य तत्वज्ञान, काव्य-साहित्य वगैरह के 'मिलस्टोन' पार करती हुई वह यात्रा सर्जनात्मक क्षितिज की तरफ मुड़ गई. 'महापंथनो यात्री' से २० साल की उम्र में शुरु हुई लेखनयात्रा अंत समय तक अथक एवं अनवरत चली. तरह-तरह का मौलिक साहित्य, तत्वज्ञान, विवेचना, दीर्घ कथाएँ, लघु कथाएँ, काव्यगीत, पत्रों के जरिये स्वच्छ व स्वस्थ मार्गदर्शन परक साहित्य सर्जन द्वारा उनका जीवन सफर दिन-ब-दिन भरापूरा बना रहता था. प्रेमभरा हँसमुख स्वभाव, प्रसन्न व मृदु आंतर-बाह्य व्यक्तित्व एवं बहुजन-हिताय बहुजन-सुखाय प्रवृत्तियाँ उनके जीवन के महत्त्वपूर्ण अंगरूप थी. संघ-शासन विशेष करके युवा पीढ़ी, तरुण पीढ़ी एवं शिशु-संसार के जीवन निर्माण की प्रकिया में उन्हें रूचि थी... और इसी से उन्हें संतुष्टि मिलती थी. प्रवचन, वार्तालाप, संस्कार शिबिर, जाप-ध्यान, अनुष्ठान एवं परमात्म भक्ति के विशिष्ट आयोजनों के माध्यम से उनका सहिष्णु व्यक्तित्व भी उतना ही उन्नत एवं उज्ज्वल बना रहा. पूज्यश्री जानने योग्य व्यक्तित्व व महसूस करने योग्य अस्तित्व से सराबोर थे. कोल्हापुर में ता. ४-५-१९८७ के दिन गुरुदेव ने उन्हें आचार्य पद से विभूषित किया.जीवन के अंत समय में लम्बे अरसे तक वे अनेक व्याधियों का सामना करते हुए और ऐसे में भी सतत साहित्य सर्जन करते हुए दिनांक १९-११-१९९९ को श्यामल, अहमदाबाद में कालधर्म को प्राप्त हुए. For Private And Personal use only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - + ++ : ' ' પ્રકાશીય પૂજ્ય આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્તસૂરિજી મહારાજ (શ્રી પ્રિયદર્શન) દ્વારા લિખિત અને વિશ્વકલ્યાણ પ્રકાશન મહેસાણાથી પ્રકાશિત સાહિત્ય જૈન સમાજમાં જ નહીં પરન્તુ જૈનેતર લોકોમાં પણ ખૂબ જ ઉત્સુકતા સાથે વંચાતું લોકપ્રિય સાહિત્ય છે. - પૂજ્યશ્રી ૧૯ નવેમ્બર ૧૯૯૯ના રોજ અમદાવાદમાં કાળધર્મ પામ્યા પછી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટનું વિસર્જન કરી તેઓશ્રીના પ્રકાશનોનું પુનઃપ્રકાશન બંધ કરવાના નિર્ણયની વાત સાંભળીને અમારા ટ્રસ્ટીઓને ભાવના થઈ કે પૂજ્ય આચાર્યશ્રીનું ઉત્કૃષ્ટ સાહિત્ય જનસમુદાયને હમેંશા મળતું રહે તે માટે કંઈક કરવું જોઈએ એ આશય સાથે વિશ્વકલ્યાણ પ્રકાશનના ટ્રસ્ટઅંડળને આ વાત પૂજ્ય રાષ્ટ્રસંત આચાર્ય શ્રી પધસાગરસૂરિજીની સંમતિ પૂર્વક જણાવી. બંને પૂજ્ય આચાર્યોની પરસ્પરની મૈત્રી ઘનિષ્ઠ હતી. અંતિમ દિવસોમાં દિવંગત આચાર્યશ્રીએ રાષ્ટ્રસંત આચાર્યશ્રીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પૂજ્યશ્રીએ આ કાર્ય માટે વ્યક્તિ, વ્યક્તિત્વ અને કૃતિત્વના આધારે પોતાની સંમતિ પ્રેરકબળ રુપે આપી. તેઓશ્રીના આશીર્વાદ પામીને કોબાતીર્થના દ્રસ્ટીઓએ આ કાર્યને આગળ ધપાવવા વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટની પાસે પ્રસ્તાવ મુક્યો. વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પણ કોબા તીર્થના ટ્રસ્ટીઓની દિવંગત આચાર્યશ્રી પ્રિયદર્શનના પ્રચાર-પ્રસારની ઉત્કૃષ્ટ ભાવનાને ધ્યાનમાં લઈ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર-કોબાતીર્થને પોતાના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પુસ્તકોના પુનઃપ્રકાશનના બધાજ અધિકારો સહર્ષ સોંપી દીધા. તે પછી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર સંસ્થાના શ્રુતસરિતા (જૈન બુકસ્ટોલ)ના માધ્યમથી શ્રી પ્રિયદર્શનના લોકપ્રિય પુસ્તકોનું વિતરણ જાહેર જનતાના હિતમાં ચાલુ કર્યું. શ્રીપ્રિયદર્શનના અનુપલબ્ધ સાહિત્યના પુન:પ્રકાશન કરવાની શૃંખલામાં પ્રસ્તુત શ્રી જૈન રામાયણ ગ્રંથને પુન:પ્રકાશિત કરીને વાચકોને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. શેઠ શ્રી સંવેગભાઈ લાલભાઈના સૌજન્યથી આ પ્રકાશન માટે શેઠ શ્રી નિરંજન નરોત્તમભાઈના સ્મરણાર્થે હ. શેઠ શ્રી નરોત્તમભાઈ લાલભાઈ | પરિવાર તરફથી જે ઉદાર આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે એ બદલ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમો સમગ્ર શેઠશ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવારના ઋણી છીએ તથા તેઓની હાર્દિક અનુમોદના કરીએ છીએ. આશા છે કે ભવિષ્યમાં પણ તેઓશ્રી તરફથી આવો જ ઉદાર સહયોગ મળતો રહેશે. આ આવૃત્તિનું પ્રૂફરિડીંગ કરી આપનાર શ્રી જગદીશભાઈ પ્રજાપતિ, શૈલેષભાઈ શાહ તથા ફાઈનલ પ્રફ કરી આપવામાં સંસ્થાના પંડિતવર્ય શ્રી મનોજભાઈ જેન, આશિષભાઈ શાહનો તથા આ પુસ્તકના સુંદર કમ્પોઝીંગ તથા સેટીંગ કરી આપવા બદલ સંસ્થાના કપ્યુટર વિભાગમાં કાર્યરત શ્રી કેતનભાઈ શાહ તથા શ્રી સંજયભાઈ ગુર્જરનો અમે હૃદય પૂર્વક આભાર માનીએ છીએ. આપને અમારો નમ્ર અનુરોધ છે કે તમારા મિત્રો અને સ્વજનોમાં આ પ્રેરણાદાયી સાહિત્યની પ્રભાવના કરો, શ્રુતજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે અપાયેલું નાનકડું યોગદાન આપને લાભદાયક થશે. અન્ત, નવા કલેવર તથા સજ્જ સાથેનું પ્રસ્તુત પુસ્તક આપની જીવનયાત્રાનો માર્ગ પ્રશસ્ત કરવામાં નિમિત્ત બને અને વિષમતાઓમાં સમરસતાનો લાભ કરાવે એવી શુભ કામનાઓ સાથે. પુનઃ પ્રકાશન વખતે ગ્રંથકારશ્રીના આશય તથા જિનાજ્ઞા વિરુદ્ધની કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો મિચ્છામિ દુક્કડમ્. સુજ્ઞોને ધ્યાન આકૃષ્ટ કરવા વિનંતી. ટ્રસ્ટીગણ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર * * * For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આઘાગ્રંથ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર Acharya Shri Kailassagarsuri Gyanmandir મૂળ ગ્રન્થકાર કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવ હેમચન્દ્રસૂરીશ્વરજી લેખક ન્યાયવિશારદ પૂજ્ય આચાર્યદેવશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી ‘શ્રી પ્રિયદર્શન’ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કૌdઘમ વાલ્મિકી રામાયણ અને તુલસીકૃત રામાયણ' વગેરે રામાયણોમાં જે વાર્તા આપણને વાંચવા નથી મળતી તેવી સત્ય અને વાસ્તવિક વાતો ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર' ગ્રંથમાં આપણને વાંચવા મળે છે. રાવણના જન્મથી માંડીને યૌવનકાળ પર્વતની અનેક અજાણી વાતો, રાક્ષસદ્વીપ અને વાનરદ્વીપની અનેક રોમાંચક ઘટનાઓ; હનુમાનનાં માતા અંજનાસુંદરીનું ભાવપૂર્ણ ચરિત્ર... આ બધું અન્યત્ર અપ્રાપ્ય, જૈન રામાયણ ગ્રંથોમાં વિસ્તારથી જાણવા મળે છે. શ્રી રામના પૂર્વજોનો ભવ્ય ઇતિહાસ, મહારાજા દશરથનો મગધવિજય અને વનવાસની અનેક ઘટનાઓ. બીજી રામાયણમાં ક્યાં વાંચવા મળે છે? અલબત્ત, વીરદેવ” અને “અંજલિનાં પાત્રો આ રામાયણમાં કાલ્પનિક લીધેલાં છે, પરંતુ મગધ-વિજય મહારાજા દશરથે કરેલો, એ તદન સત્ય વાત છે. રામાયણનાં વિવિધ પાત્રો અને ભવ્ય આદર્શો માનવના જીવનનાં તમામ ક્ષેત્રોને સ્પર્શે છે. મનુષ્ય પોતાના જીવનને ઉન્નત, ભવ્ય અને નિર્મળ બનાવવાના સંકલ્પથી જો રામાયણનું અધ્યયન કરે, તો એને રામાયણ બધું જ પુરું પાડી શકે એમ છે. શૌર્ય, ધૈર્ય, ત્યાગ, તપશ્ચર્યા, કર્તવ્યપાલન, શીલરક્ષા, સદાચાર ઇત્યાદિ માનવોચિત અનેક સદ્ગુણોને મેળવવા, રક્ષવા અને વૃદ્ધિગત કરવા માટે રામાયણનો ગ્રંથ અદ્ભુત આલંબન બની શકે છે. આજે મનુષ્યને તત્ત્વગ્રંથો, ઉપદેશગ્રંથ કે ફિલોસોફીના ગ્રંથો કરતાં કથાગ્રંથો વાંચવા વધુ પ્રિય છે. વૃદ્ધિ-યુવાન-બાલ સહુને કથાઓ વાંચવી ગમે છે, જેવી કથા તેવા ભાવ વાંચકના મનમાં પ્રગટે છે, તેવા વિચારો બને છે અને દઢ થાય છે. અધમ પાપવૃત્તિઓને ઉત્તેજનારી, For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કોરી કલ્પનાઓ પર આધારિત અને માનવજીવનનાં ઉચ્ચતમ મૂલ્યોનો નાશ કરનારી હજારો કથાઓ... છપાઈને પુસ્તકોમાં પ્રકાશિત થાય છે... ઘરઘરમાં એ પુસ્તકો પહોંચી રહ્યાં છે ને રસપૂર્વક વંચાઈ રહ્યાં છે... એના દુગ્ધભાવો આજે વિલાસ, સ્વચ્છંદતા, ઉદ્ધતાઇ, દુરાચારવ્યભિચાર, અનીતિ-અન્યાય... હિસા, માયા-કપટ... વગેરે રૂપે વ્યક્તિના જીવનમાં, સામાજીક જીવનમાં અને રાષ્ટ્રીય જીવનમાં પ્રત્યક્ષ જોવા મળે છે. રામાયણની મહાકથા એવી મહાકથા છે કે એને વાંચનારા મનુષ્ય પર એના સુંદર પ્રભાવ પડ્યા વિના ન રહે. ત્યાગ-વૈરાગ્ય, શીલસદાચાર, ન્યાય-નીતિ, અહિંસા-સત્ય-અચૌર્ય-બ્રહ્મચર્ય ઇત્યાદિ ગુણોની છાયા પડ્યા વિના ન રહે. કોઈ ઉપદેશ વિના, સીધી જ સળંગ કથા લખી છે. એ મહાકથાનાં પાત્રો જ બોલે છે. એમને જે કહેવું છે તે જ કહેવા દીધું છે! વાંચનારાંઓની રસવૃત્તિ અંત સુધી જાગ્રત રહે અને તે તે પ્રસંગ અને ઘટાની વાચક મૂલવણી કરી શકે, એ રીતે લખવાનો પ્રયત્ન કર્યો છે. આ પરમપવિત્ર મહાકથાના વાંચનની સહુ જીવોને સન્મતિ પ્રાપ્ત થાઓ, મોટામાર્ગ પ્રાપ્ત થાઓ એવી મંગલ અભિલાષા સાથે વિરમું વિ.સં.૨૦૪૬ શ્રાવણ. - પ્રિયદર્શન For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૧૭ 1 2 2 ..... ૩૫ ૪૩ ૬૫૧ ............... ૬૫૯ ................ .... ૬૬૭ .................... ५८८ ............ ૦ Y .......... અનુક્રમણિકા ૭૩, બિભીષણ ૭૪. સીતાના સમાચાર મળ્યા .... ૭૫. લંકા સાથે લગ્ન .. ૭૬. ૨૧ ઉપવાસનું પારણું ......... ૭૭. હનુમાનનું પરાક્રમ .................... ૭૮. લંકા-પ્રયાણ ........................ ૭૯. ભીષણ યુદ્ધ ....................... ૮૦. એક રાત, અનેક વાત .... ૮૧. લંકા-પરિષદ ......... ૮૨. બહુરૂપિણી વિદ્યા ..... ૮૩. રાવણવધ .. ૮૪. સીતા મિલન............... ૮૫. લંકામાં છ વર્ષ ૮૬અયોધ્યાના રાજમહેલમાં.... ૮૭, લંકામાં છેલ્લી રાત ... ૮૮. સ્વજન-સંયોગ........................... ૮૯, ભરત-વૈરાગ્ય .... ૯૦. રાગ અને વૈરાગ્ય ... ૯૧. ભરતનો પૂર્વભવ................ ૯૨. ભરત ચારિત્ર ના પંથે ...................... ૯૩. શત્રુનનો મથુરા વિજય..., ૯૪. શત્રુઘ્નનો પૂર્વભવ............. ૯૫, બલદેવ-વાસુદેવ .... ૯૬. ઈર્ષાની આગ.... ૯૭, મહાસતી કલંકિત.. ૯૮. સીતાનો - ત્યાર ........ ૯૯. “સિંહનિનાદ’ વનમાં ............ ૧૦૦. શ્રીરામનો કલ્પાંત............ ૧૦૧. લવ અને કુશ .................... ૬૯૭ ૭૦૫ .......... ૭૧૪ ............. ............ ૭૨૯ ............... .. ૭૩૫ .... ૪૩ ........... .. ૭૫૦ ૭૫૫ ......... ................ ૭૬૪ ............... ૩૬૯ ............ ૦ ૦ ૭૮૦ .............. .......... ૭૮૬ ૭૮૯ ........... ......... ૮ ૩ ............. .... ૮૦૮ ............ .............. ૮૧૭ - - - - - - - - - - - - - - , , , , , , , , , , , , , , For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૦૨. કુમારોનાં લગ્ન ૧૦૩. દિગ્વિજય . ૧૦૪. અોધ્યાના માર્ગે ૧૦૫. વિષાદ અને હર્ષ ૧૦૬. લવ-કુશ અયોધ્યામાં, ૧૦૭. અગ્નિ-પરીક્ષા ૧૦૮. સીતાજી ચારિત્રપંથે www.kobatirth.org ૧૦૯. કેવલજ્ઞાનીની પાસે ૧૧૦. શ્રી રામ અને સુગ્રીવના પૂર્વભવ ૧૧૧. સીતાજીનો પૂર્વભવ ૧૧૨. લક્ષ્મણજી વગેરેના પૂર્વભવ. ૧૧૩. કંચનપુરના સ્વયંવરમાં ૧૧૪. ભામંડલનું મૃત્યુ ૧૧૫. હનુમાનજીનું નિર્વાણ ૧૧૬. લક્ષ્મણજીનું મૃત્યુ. ૧૧૭. લવ-કુશનું નિર્વાણ ૧૧૮. સ્નેહ-ઉન્માદ.. ૧૧૯. શ્રીરામ-પ્રતિબોધ ૧૨૦. શ્રી ૨ામ ત્યાગપંથે ૧૨૧. રાજા પ્રતિનન્દિને પ્રતિબોધ ૧૨૨. સીતેન્દ્ર ૧૨૩. શ્રી રામ નિર્વાણ For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૨૩ ૮૨૯ ૮૩૫ ૮૪૧ ૮૪૬ ૮૫૧ ૮૫૬ ૮૬૪ ૮૬૮ ૮૭૫ ૮૮૧ ૮૮૬ ૮૯૪ ૮૯૮ ૯૦૬ ૯૧૧ ૯૧૭ ૯૨૨ ૯૨૯ ૯૪૦ ૯૪૬ ૯૫૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક છ3. બિભીષણ : રાવણના અંતઃપુરમાં ચંદ્રનખાના રુદને સહુને ગમગીન બનાવ્યા હતા. પુત્ર સુંદની સાથે ચંદ્રનના પાતાળલંકાથી લંકા ભાગી આવી હતી. રાવણને જોતાં જ ચંદ્રનખા તેના ગળે વળગી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ‘ભાઈ, હું હણાઈ ગઈ. દુષ્ટ દેવે મારું સર્વસ્વ લૂંટી લીધું. પુત્ર મરાયો, પતિ હણાયો, બે દેવર પણ યમરાજને ત્યાં ગયા. ચૌદ હજાર સુભટો પણ રણમાં રોળાઈ ગયા! રાવણ સ્તબ્ધ બની ચંદ્રનખાની વાત સાંભળી રહ્યો. સહોદર, અભિમાની અને વિશ્વવિજેતા એવો તું જીવતો છે અને તારી આ બહેન રસ્તાની રઝળતી ભિખારણ બની ગઈ. પાતલલંકા પણ ગઈ. એક પુત્ર અને બીજો મારો જીવ લઈ તારા શરણે આવી છું. મારી રક્ષા કર, હું ક્યાં રહું?” ચંદ્ર, ખરેખર તારા પર દુઃખના ડુંગરો તૂટી પડ્યા, પરંતુ બહેન, તું અહીં સુખેથી રહે, તારા પતિ અને પુત્રોને હણનારને હું અલ્પ સમયમાં જ હણી નાખીશ.” રાવણે પોતાના દુપટ્ટાથી ચંદ્રનખાનાં આંસુ લૂછી નાખ્યાં અને તેને ખૂબ આશ્વાસન આપ્યું. ચંદ્રનખાને રહેવા માટે રાવણે એક મહેલ આપ્યો અને રાવણ પોતાના વાસગૃહમાં આવ્યો. * રાવણના ચિત્તમાં મોટી ઊથલપાથલ મચી ગઈ હતી. એક બાજુ સીતાનો મોહ, સીતાનું રૂપ, સીતાનો સહવાસ રાવણને અકળાવી રહ્યાં હતાં. સીતાના મોહથી તે મૂઢ બની ગયો હતો. સીતાનું રૂપ તેને દિવસ અને રાત સતાવી રહ્યું હતું. સીતાનો સહવાસ મેળવવાની તીવ્ર ઝંખનાએ રાવણને હતબુદ્ધિ બનાવી દીધો હતો. મંદોદરીએ વાસગૃહમાં પ્રવેશ કર્યો. તેણે લંકાપતિની દીનહીન સ્થિતિ જોઈ. તેણે ક્યારેય પોતાના સ્વામીને આવો અસ્વસ્થ જોયો ન હતો. તે રાવણની પાસે જઈ ઊભી રહી. પતિના નિર્શષ્ટ જેવા શરીરની પીઠ પર હાથ ફેરવતી મંદોદરી બોલી : “નાથ, આજે આટલી બધી ઉદાસીનતા શાથી?” રાવણ મૌન રહ્યો. તેની For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૮ જૈન રામાયણ આંખો બંધ હતી. બે હાથ વચ્ચે મસ્તક નમાવી તે શૂન્યતામાં પ્રવેશી રહ્યો હતો. મંદોદરીએ તેને હચમચાવ્યો. ‘લંકાપતિને એવી કઈ ચિંતા સતાવી રહી છે?’ રાવણે આંખ ખોલી, પણ ઊંચી ન કરી શક્યો, તેણે કહ્યું. ‘દેવી, શું કહું? વૈદેહીનો વિરહ અસહ્ય બની ગયો છે. મારાં ગાત્ર શિથિલ બની રહ્યાં છે, હું બોલી શકું એમ નથી કે મારી આંખ ખોલી તને જોઈ શકું એમ પણ નથી. મારા મનમાં મને સીતા... સીતા...’ રાવણે આંખો બંધ કરી દીધી અને તે પલંગમાં ફસડાઈ પડ્યો. મંદોદરી રાવણની વ્યથા જાણતી હતી, પરંતુ કામની આવી વિટંબણામાં રાવણ ફસાશે, તેની કલ્પના તેને ન હતી. તે ચૂપચાપ ત્યાં ઊભી રહી. રાવણ મંદોદરીનો હાથ પકડી, પાગલની જેમ બોલી ઊઠ્યો. ‘તું મને જીવિત ઇચ્છે છે મંદોદરી? તો તું માન મૂકીને વૈદેહી પાસે જા, અને તેને સમજાવ. તે મને ચાહે, મને તેનો ચિર-સહવાસ પ્રાપ્ત થાય. તું આટલું મારું કામ નહીં કરે? તું મારા માટે આટલો ભોગ નહીં આપે?’ મંદોદરી વિચારમાં પડી. ‘દેવી, તું જાણે છે કે મેં ગુરુસાક્ષીએ નિયમ લીધો છે કે પરનારી, કે જે મને ચાહતી ન હોય, તેના પર હું ક્યારેય બળાત્કાર નહીં કરું.' બસ, આ નિયમ મારી આડે આવે છે, પણ હું એ નિયમનું પાલન કરીશ જ. હું વૈદેહી પર બળાત્કાર કરવા નથી માંગતો.' મંદોદરી કુલીન હતી. પતિની પીડાથી તે પીડાઈ રહી હતી. તેણે પતિ માટે વૈદેહીને સમજાવવાનું કાર્ય સ્વીકાર્યું અને ત્યાંથી સીધી જ દેવરમણ ઉદ્યાનમાં આવી. મંદોદરીના ગયા પછી રાવણને કંઈક આશા દેખાઈ. પરંતુ તેનું અંતઃકરણ સાક્ષી પૂરતું ન હતું. તેનું અંતઃકરણ તો કહેતું હતું, વૈદેહી નહીં જ માને! ખેર, મંદોદરી શું સમાચાર લઈ આવે છે, તેની રાહ જોતો, તે વાસગૃહમાં આંટા મારવા લાગ્યો. દેવ૨મણ ઉદ્યાનને રાવણે સ્વર્ગનું નંદનવન બનાવી દીધું હતું. અનેક સ્ત્રીપરિચારિકાઓ સીતાની સેવામાં મૂકવામાં આવી હતી ઉઘાનનાં દ્વારો પર સશસ્ત્ર સુભટો ગોઠવવામાં આવ્યા હતા. મંદોદરીનો રથ ઉદ્યાનના દ્વારે આવ્યો, દ્વાર૨ક્ષકોએ મસ્તક નમાવી માન આપ્યું. પરિચારિકાઓએ ‘દેવી મંદોદરીનો For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બિભીષણ ૩૧૯ જય હો' કહી અભિવાદન કર્યું. મંદોદરી રથમાંથી ઊતરી, અશોકવૃક્ષની નીચે જ્યાં સિતાજીનો નિવાસ હતો, ત્યાં આવી. પરિચારિકાએ મંદોદરીની ઓળખાણ કરાવી. મંદોદરી જમીન પર સીતાની સન્મુખ બેઠી અને ક્ષણભર વિસામો લઈ બોલી : વૈદેહી, હું એક પ્રાર્થના કરવા આવી છું.” સીતાએ ઉત્તરમાં માત્ર મંદોદરી સામે જોયું. હું તારી દાસી બનવા તૈયાર છું, જો તું મારી એક વાત માને તો.' સીતાએ કોઈ જવાબ ન આપ્યો. તું જાણે છે કે હું દશાનનની પટરાણી છું. હું મારું સ્વમાન ત્યજીને, તને વિનવવા આવી છું... વૈદેહી, તું લંકાપતિના હૃદયમાં વસી ગઈ છે, તારા વિના દિશાનન દીન-હીન બની ગયા છે. તેઓ તારાં ચરણે પોતાનું સર્વસ્વ અર્પણ કરવા તૈયાર છે. હું તેમની વાત માની જા. ખરેખર તું ધન્ય છે. વિશ્વસેવ્ય મારો સ્વામી તારાં ચરણોમાં આળોટવા અધીર બન્યો છે. માટે તું તપસ્વી રામની આશા હવે ત્યજી દે. તપસ્વી રામ કરતાં ઘણું વધારે સુખ તને દશાનન આપશે. એ જંગલમાં રખડતા...” બસ કર,’ સીતાજીએ પોતાને બે હાથ કાન પર દઈ દીધા. તેમનું મુખ રોષથી લાલ-લાલ થઈ ગયું, તેમનો શ્વાસ જોશભેર ચાલવા લાગ્યો. ક્યાં શિયાળિયા જેવો તારો પતિ અને ક્યાં સિંહ જેવા શ્રી રામ! ક્યાં કાગડા જેવો તારો સ્વામી અને ક્યાં હંસ જેવા રામ. તું બસ કર. તમે દંપતી, સરખે સરખી જોડી મળી છે, પરસ્ત્રી સાથે ક્રીડા કરવા ઉત્સુક તારા પતિની દૂતી થઈ, તું આવી છે? જા, ચાલી જા અહીંથી, તારું મુખ જોવામાં પણ પાપ લાગે છે, તો પછી બોલાવવાની તો વાત જ ક્યાં? તું મારા દૃષ્ટિપથમાંથી દૂર થા.” સીતાએ પોતાનું મુખ ફેરવી લીધું. “મંદોદરી પાછી ન આવી, શું થયું હશે?” રાવણ અધીર બની દેવરમણ ઉદ્યાનમાં આવી પહોંચ્યો. મંદોદરી અને સીતાનો વાર્તાલાપ સાંભળી, તેની આશાઓ પર પાણી ફરી વળતાં દેખાયાં. તેણે સીતાને કહ્યું : સીતે! કોપ ન કર, મંદોદરી તારી દાસી છે! તું લંકાની અને લંકાપતિ દશાનનના હૃદયની સામ્રાજ્ઞી છો. હું પણ તારાં ચરણોનો દાસ છું. દેવી જાનકી, મારા પર દયા કરો. આ માણસને તું દૃષ્ટિથી જો તો ખરી. તારા વિના હું For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ જૈન રામાયણ કેટલો દુઃખી છું તારી પ્રેમપૂર્ણ દૃષ્ટિનો હું અભિલાષી છું. તારા સુખદ સ્પર્શનો હું અધીર છું.” રાવણ પોતાનાં ચૂંટણી પર બેસી ગયો. મહાસતી સીતાએ પોતાનું મુખ ફેરવી, સિંહણ જેવી ત્રાડ પાડી કહ્યું : રે દુષ્ટ, કતાંતકાળની ક્રૂર દૃષ્ટિ તારા પર પડી જ છે. જ્યારથી તે રામપત્નીનું હરણ કર્યું છે, ત્યારથી ભીષણ કાળના ઓળા તારી ચારેકોર પથરાઈ ગયા છે. ધિક્કાર હો તારી આશાને કાળસદૃશ શ્રીરામ અને લક્ષ્મણની સામે તું કેટલું જીવવાનો છે?' વૈદેહી પ્રિયે, તું આવાં વચન ન બોલ, હું તને ખૂબ ચાહું છું, મને બીજી કોઈ પરવા નથી, ભય નથી. બસ, તું મારા અંતઃપુરમાં આવી જા. મારા હૃદય પર તારું એકછત્રી સામ્રાજ્ય સ્થાપી દે. મારા માટે તે સ્વર્ગ બનશે, મારા માટે તે નંદનવન બનશે.” સીતાજીએ કઠોર શબ્દોમાં રાવણને ધુતકારી કાઢ્યો, છતાં રાવણ વાસનાના વંટોળમાં એવો તો અટવાઈ ગયો હતો કે તે રાગના પ્રલાપ કરતો જ રહ્યો વામાવરથા વનીયરલી' - કામપરવશતા ખરેખર બળવાન હોય છે. સૂર્ય અસ્ત થયો. રાવણ રાગ અને રોષથી આંધળો બન્યો. પ્રાર્થના, કાલાવાલા અને દીનતા કરવા છતાં સીતાએ તેનો અસ્વીકાર કર્યો ત્યારે રાવણ ક્રોધથી ધમધમી ઊઠ્યો. તેણે સીતાને ભયભીત કરી, વશ કરવાનો વિચાર કર્યો. રાવણ અનેક વિદ્યાઓનો જાણકાર હતો. ઘોર અંધકાર છવાઈ ગયો. નિશાએ ભયાનક રૂપ ધારણ કર્યું. થોડી ક્ષણો પહેલાંનું નંદનવન જેવું દેવરમણ ઉદ્યાન ભયંકર દાનવોનું ક્રીડાસ્થળ બની ગયું. પિશાચો નાચવા લાગ્યા. પ્રેત અને વેતાલો અટ્ટહાસ્ય કરવા લાગ્યા. ભૂતો દોડવા લાગ્યાં. કાળા સર્પો અને ભીમકાય વાઘ-સિંહથી ઉદ્યાન ભરાવા માંડ્યું. પરંતુ મહાસતી અસહાય ન હતાં. તેમણે શ્રી નવકાર-મંત્રનું ધ્યાન લગાવ્યું. કોઈ ભય નહીં, થડકારો નહીં, કોઈ દીનતા કે વિવશતા નહીં! રાવણે ઉપદ્રવો ચાલુ રાખ્યા. સીતાજીએ ધીરતાથી ને સ્વસ્થતાથી શ્રી નમસ્કાર મહામંત્રનું ધ્યાન ચાલુ રાખ્યું. રાવણનો દાવ નિષ્ફળ ગયો. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બિભીષણ ૯૨૧ રાવણે લીલા સંકેલી લીધી. પરંતુ બીજી બાજુ રાવણની આ લીલાએ ઉદ્યાનની પરિચારિકાઓને ભયભીત કરી મૂકી. ઘણી પરિચારિકાઓને સીતાજી પ્રત્યે સહાનુભૂતિ હતી. રાવણે જ્યારે ઉપદ્રવોથી સીતાજીને ડરાવીને વશ કરવાનો પ્રયોગ આરંભ્યો ત્યારે કેટલીક પરિચારિકાઓ ઉદ્યાનમાંથી ભાગી ગઈ હતી, એક પરિચારિકાએ વિચાર્યું : બિચારી અસહાય સીતા પર લંકાપતિ કેવો કાળો કેર વર્તાવે છે? એના અંતઃપુરમાં સ્ત્રીઓનો કોઈ પાર નથી, છતાં આ પવિત્ર મહાસતીને કેવી ફસાવી છે? શું મહારાજા બિભીષણ આ વાત નહીં જાણતા હોય? આ રાક્ષસકુળમાં એકમાત્ર બિભીષણ જ ન્યાયી અને પવિત્ર પુરુષ છે. મારે તેમને સમાચાર આપવા જોઈએ.” પરિચારિકા મહારાજા બિભીષણના રાજમહેલે પહોંચી. બિભીષણ મહેલની અટ્ટાલિકામાં ઊભા. લંકાની રાત્રિશોભા જતાં હતાં. પરિચારિકાને ગભરાયેલી અને દોડતી આવતી જોઈ, બિભીષણ સ્વયં નીચે ઊતરી આવ્યાં. પરિચારિકાએ પ્રણામ કર્યા. મહારાજા,” પરિચારિકાએ આસપાસ ભયભીત દૃષ્ટિથી જોયું. બિભીષણે કહ્યું : તું નિર્ભય છે, જે કહેવું હોય તે કહે.” મહારાજા, દેવરમણ ઉદ્યાનનો કાંડ આપનાથી પરિચિત હશે?” નહીં, હું કંઈ જ જાણતો નથી.” મહારાજા દશાનન એક પવિત્ર સ્ત્રીનું અપહરણ કરી લાવ્યાં છે. તેને વશ કરવા મહાદેવી મંદોદરી પણ આજે દિવસના છેલ્લા પ્રહરમાં આવેલાં, પરંતુ તે સ્ત્રી ઘણી જ દૃઢ અને નિર્ભય છે. મહારાજાની માગણીને એવા તો કઠોર શબ્દોમાં ધુતકારી કાઢી કે. તું શું કહે છે?' બિભીષણ સીતા-અપહરણથી માંડી આજદિન સુધી સાવ અણજાણ જ હતા. રાવણની અંગત બાબતોમાં એ માથું મારતા જ નહીં. એ સ્ત્રીનું નામ?” “એનું નામ છે વૈદેહી સીતા.” એના પતિનું નામ?” એ સ્ત્રી બસ, આખો દિવસ શ્રી રામ... શ્રી રામ... કર્યા કરે છે. એટલે એના પતિનું નામ “શ્રી રામ હોવું જોઈએ. રાજન, આજે સૂર્યાસ્ત થયા પછી, For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ ૩૨૨ તો દેવરમણ ઉદ્યાન ભૂત-પ્રેત અને પિશાચોની ક્રીડાભૂમિ બની ગઈ છે. તે સતી સ્ત્રીને ડરાવીને, વશ કરવા, મહારાજા દશાનને કાળો કેર વર્તાવ્યો છે.’ ‘સારું તું જા. હું હવે એ અંગે સુયોગ્ય કરીશ.’ પરિચારિકા ત્યાંથી સડસડાટ ચાલી ગઈ. ક્ષણભર બિભીષણ ત્યાંનો ત્યાં ઊભો રહી ગયો. બિભીષણનું મન વિહ્વળ બની ગયું. રાક્ષસકુળમાં આવું અપકૃત્ય આ પૂર્વે કોઈએ કર્યું ન હતું. આવા કૃત્યથી બિભીષણને ઘણો ખેદ, ઉદ્વેગ અને ચિંતા થઈ. તેણે રૂબરૂમાં જ સીતાજીને મળવાનું નક્કી કર્યું. તેને ઊંઘ ન આવી. આખી રાત એણે વિચારોમાં વિતાવી. પ્રભાત થયું. બિભીષણ રથમાં બેસી દેવરમણ ઉદ્યાનમાં આવી પહોંચ્યો. દશમુખ રાવણ ત્યાં જ બેઠેલો હતો. બિભીષણ સીતાજી પાસે આવ્યો અને એક બાજુ બેસી, તેણે સીતાજીને પૂછ્યું : ‘ભદ્રે, હું પરસ્ત્રીસહોદર બિભીષણ છું. તું મને કહે કે તું કોણ છે? ક્યાંથી આવી છે? તું કોની પત્ની છે? તારો પરિચય મને આપ.’ સીતાજીએ બિભીષણનાં લાગણીભર્યાં વચનો સાંભળ્યાં. તેમને લાગ્યું કે ‘આ મધ્યસ્થ પુરુષ છે.' તેમણે નીચી નજરે બિભીષણને કહ્યું. ‘ભાઈ, હું મિથિલાના રાજા જનકની પુત્રી છું. ભામંડલની બહેન છું. શ્રી રામ મારા પતિ છે. મહારાજા દશરથની પુત્રવધૂ છું. પતિ અને દેવર લક્ષ્મણની સાથે હું દંડકારણ્યમાં આવી હતી. મારા દેવર લક્ષ્મણ એક દિવસ ફરતા ફરતા દંડકારણ્યમાં એક વાંસની જાળ પાસે પહોંચ્યા. તેમણે ત્યાં આકાશમાં ભટકતા ખડગને જોયું. કુતૂહલથી તેમણે ખડગને પોતાના હાથમાં લીધું, ખડગને ઘુમાવી વાંસની જાળ પર ઘા કર્યા. એ વાંસની જાળમાં રહેલા કોઈ સાધકનું માથું કપાઈ ગયું. મારા દેવરને ખબર પડી કે ખડગ લોહીથી ખરડાઈ ગયું હતું. તેમણે વિચાર્યું : ‘ : ‘કોઈ નિરપરાધી મનુષ્ય મારા હાથે મરાયો.' તેમને ઘણું દુઃખ થયું. તેઓ પોતાના અગ્રજ પાસે આવ્યા અને બનેલી ઘટના કહી સંભળાવી. ત્યાં એ ખડગ-સાધકની કોઈ ઉત્તર-સાધિકા સ્ત્રી મારા દેવરના પગલે પગલે રોષથી ધમધમતી, જ્યાં અમે હતા ત્યાં આવી પહોંચી. પરંતુ તે સ્ત્રીએ જ્યાં મારા પતિનું અદ્ભુત રૂપ જોયું. તે કામપરવશ થઈ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બિભીષણ ફ૨૩ ગઈ. તેનો રોષ જતો રહ્યો. તેણે મારા પતિ પાસે ભોગ-પ્રાર્થના કરી. મારા પતિએ તેની પ્રાર્થનાનો અનાદર કર્યો. તેથી તે રોષથી ચાલી ગઈ. પરંતુ થોડા સમયમાં તો દંડકારણ્ય સુભટોથી ઊભરાવા લાગ્યું. મારા અજોડ પરાક્રમી દેવર એ રાક્ષસ સુભટો સામે યુદ્ધ કરવા ગયા, આ બાજુ આ દુષ્ટ (રાવણ સામે આંગળી ચીંધી) કપટ કરી, મારી પાસે રહેલા મારા સ્વામીને દૂર કર્યા. અને મને વિમાનમાં નાંખી અહીં લઈ આવ્યો. ખરેખર, એણે પોતાના વધ માટે, વિનાશ માટે જ આ કૃત્ય કર્યું છે.' - બિભીષણની સામે સાવ સત્ય વિગતો આવી ગઈ. તેણે તત્કાળ નિર્ણય કર્યો કે “આ કૃત્ય સારું નથી થયું. આમાં રાવણનો જ દોષ છે.' બિભીષણે રાવણ સામે જોયું. બે હાથ જોડી, મસ્તક નમાવી, રાવણને પ્રણામ કર્યા અને કહ્યું : સ્વામિન, આપણા કુલને દૂષિત કરનારું આ કૃત્ય તમે કર્યું છે. મારી આપને નમ્ર પ્રાર્થના છે કે હજુ જ્યાં સુધી આપણો વિનાશ કરવા, શ્રીરામ લક્ષ્મણ સાથે અહીં નથી આવ્યા, ત્યાં સુધીમાં સીતાને એમની પાસે મૂકી આવો. એ જ હવે બગડેલી વાતને સુધારી લેવાનો માર્ગ છે.' બિભીષણનાં હિતકારી વચનો સાંભળવાની રાવણની તૈયારી જ ક્યાં હતી? ક્રોધથી તે રાતોપીળો થઈ ગયો. કાયર, શું બોલે છે તું? મારા પરાક્રમને તું ભૂલી ગયો? મારી પ્રાર્થનાને માન્ય કરી, સીતા મારી ભાર્યા બનશે. જો રામ-લક્ષમણ આવશે તો તેમનો વધ કરીશ, તારા જેવા ભીરુની સલાહ મારે નથી જોઈતી.' ભાઈ, તે જ્ઞાની પુરુષનું વચન યાદ આવે છે? જરા યાદ કરો. ભાન ન ભૂલો. એ જ્ઞાની ભગવંતે કહ્યું હતું, “રામપત્ની સીતાના કારણે રાક્ષસકુળનો ક્ષય થશે, વિનાશ થશે. વડીલ બંધુ! હું તમારા પ્રત્યે અનન્ય શ્રદ્ધા અને પ્રેમ ધરાવનારો બંધુ છું. તમે મારી વાત માનો. મેં દશરથનો વધ કર્યો હતો. એ જીવિત કેવી રીતે રહી ગયો? જ્ઞાનીનાં વચનને મિથ્યા કરવા હું અયોધ્યા ગયો હતો. તે યાદ છે? ત્યાં શયનગૃહમાં સૂતેલા દશરથનો વધ કરી હું લંકા આવ્યો. હું એમ માનીને નિશ્ચિત હતો કે દશરથનો વધ થઈ ગયો. હવે રામ જન્મશે જ નહીં. પરંતુ મારી ધારણા ખોટી પડી. દશરથને બદલે કોઈ બીજાનો જ વધ થઈ ગયો. દશરથ જીવિત રહ્યો. મહારાજા, જે બનવાનું નિશ્ચિત હોય છે, તે બને જ છે. તે અન્યથા થતું નથી. છતાં તમને પ્રાર્થના કરું છું કે આપણા કુળનો ક્ષય થતો અટકાવવા, સીતાને તમે છોડી દે.” For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ ૨૪ રાવણે બિભીષણની વાત સાંભળી ન સાંભળી કરી તેને અવગણી નાખી. બિભીષણ જોતો રહ્યો અને રાવણે સીતાજીને પુષ્પક વિમાનમાં ઉપાડીને નાંખ્યાં અને પુષ્પક વિમાનને વિશાળ લંકા ઉપર ઉડાડવા માંડ્યું, ‘સીતે, જો આ મારી લંકા.’ રાવણે પુષ્પક વિમાનને થોડું નીચે લીધું અને સીતાજીને લંકાદર્શન કરાવી, પોતાના વૈભવ અને વિભૂતિથી આંજી નાંખી, વશ કરવાનો પાસો નાંખવા માંડ્યો. પ્રિયે, જો આ ક્રીડાશેલો છે. અહીં ક્રીડા કરવા માટે દેવો પણ લલચાય છે. મારી સાથે આ ક્રીડાશૈલો ઉપર તું દેવોને દુર્લભ સુખ પામીશ. આ પર્વતોમાંથી વહી જતાં ઝરણાં જોયાં? એનાં મીઠાં પાણી અમૃતને પણ ભુલાવી દે છે. આ ઉદ્યાનોની દુનિયા જો! અહીં લંકાની પ્રજા જીવનની સફળતા સમજે છે. આ જે રત્નો મઢેલા અને રંગ-બેરંગી વેલોથી વીંટળાયેલા મંડપો દેખાય છે તે રતિવેશ્મ છે. અહીં યુવાન હૈયાં ભેટે છે. હે હંસગામિની' તું મારી પ્રાર્થના માની જા અને રતિવેશ્મના વૈભવવિલાસ અને માદકતાનો આસ્વાદ લે.' કામાવેશના આ પ્રલાપોની અસર સીતાજી પર જરાય ન થઈ! રાવણ ઉન્મત્ત બનીને, કામાવેશની તીવ્રતા અનુભવતો સીતાજીને રીઝવવા લાખ લાખ ઉપાયો કરે છે. સીતાજી શ્રી રામચરણોનું સ્મરણ કરતી, અપૂર્વ ધૈર્યને ધારણ કરતી, જરાય વિચલિત થતી નથી. લંકાનાં બધાં જ સુરમ્ય સ્થાનો બતાવીને, રાવણે પુષ્પક વિમાનને દેવમણ ઉદ્યાનમાં ઉતાર્યું. સીતાજીને ત્યાં મૂકી, રાવણ પોતાના મહેલમાં ગયો. રાવણનું મન ખિન્ન થઈ ગયું. પરંતુ તે ધારતો હતો કે ‘સીતાની હઠ ક્યાં સુધી ટકવાની છે? આજે નહીં તો કાલે, બે-ચાર દિવસ કે બે-ચાર મહિના પછી પણ એને માન્યે જ છૂટકો! હું એને મનાવી જ લઈશ. હું તેને ખાતર મારું માન મૂકી દેવા તૈયાર છું, તેને ખાતર સર્વસ્વ ખોવા તૈયાર છું.’ રાવણને બીજું કંઈ સૂઝતું નથી. ક્યાંથી સૂઝે? પ્રબળ કામવાસનાથી ઘેરાયેલા પામર પ્રાણીને બીજું કંઈ જ ન સૂઝે, એ સ્વાભાવિક છે. બિભીષણ રાવણના દુષ્ટકૃત્ય તરફ ધૂંધવાઈ ગયો. તેના દેખતાં જ સીતાજીને પુષ્પક વિમાનમાં બેસાડી, તેને લંકાદર્શન માટે લઈ ગયો. બિભીષણને આથી સખત આંચકો લાગ્યો. તે ઉદ્યાનમાંથી પોતાના મહેલે આવ્યો. તેણે મનોમન નિર્ણય કર્યો કે ‘મારે આ સતી સ્ત્રીને બચાવી લેવી જોઈએ. એ માટે મારે તાત્કાલિક પ્રયત્નો આદરી દેવા જોઈએ. વડીલ બંધુને સલાહ આપવાનો કોઈ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બિભીષણ ૬૫ અર્થ નથી. એ એવી કામપરવશ સ્થિતિમાં મુકાયેલા છે કે જે સ્થિતિમાં હિતઅહિત, ઉચિત-અનુચિતનો નિર્ણય કરી જ ન શકે, માટે અમાત્ય-વર્ગને બોલાવી, એ વર્ગને આ પરિસ્થિતિથી જ્ઞાત કરવો જોઈએ અને એમની સલાહ લેવી જોઈએ. પછી આગામી કાર્યક્રમ યોજવો જોઈએ. બિભીષણના ભવ્ય મહાલયમાં લંકાનું મંત્રીમંડળ એકત્ર થયું. બિભીષણ આવી રીતે મંત્રીમંડળને ભેગું કરતા ન હતા. વળી આ મંત્રણાને ગુપ્ત રાખવાના પણ પ્રબંધ થયેલા હતા. બિભીષણના મુખ પર છવાયેલી ગંભીરતા, ઉદાસીનતા અને ઝીણી વ્યથા મંત્રીઓ વાંચી શકતા હતા. બિભીષણે કહ્યું : ‘હે રાક્ષસકુળનું હિત ચાહનારા મંત્રીશ્વરો, આજે એક મહત્ત્વપૂર્ણ પરિસ્થિતિથી જ્ઞાત ક૨વા મેં તમને બોલાવ્યા છે. તમે રાક્ષસકુળના ગૌરવવંત ઈતિહાસને જાણો છો. બનેલી ધટના હું પછી કહીશ. એ પૂર્વે હું આપને પૂછું છું કે કામ, ક્રોધ, લોભ, મત્સર વગેરે અંતરંગ શત્રુઓ ભૂતની જેમ ભયંકર છે. એમાંનું એક પણ ભૂત કોઈ પ્રમાદીને વળગે તો શું કરે?' 'વિનાશ!' અંતરંગ શત્રુઓમાં એક કામવાસના પણ સર્વનાશ કરવા શક્તિમાન છે. તેમાંય પરનારીની અભિલાષા? તમે કદાચ જાણતા હશો. મેં ગઈ કાલે જ જાણ્યું કે મહારાજા દશમુખ, એક પરસ્ત્રીને અપહરણ કરી લાવ્યા છે. શ્રી રામની એ ધર્મપત્ની છે, મહાન સતી છે. આ સ્ત્રી નિમિત્તે સ્વર્ગસમાન લંકા સંકટના સાગરમાં ડૂબી જશે. લંકાનો અધિપતિ પરાક્રમી હોવા છતાં, શ્રી રામ-લક્ષ્મણથી બચી શકશે નહીં.’ અમાત્યો વિચારમાં પડી ગયા. મહામાત્ય બોલ્યા : ‘સ્વામિન્, આ વિષયમાં અમે શું સલાહ આપીએ? આપ દીર્ઘદ્રષ્ટા, ગંભીર અને લંકાનું હિત ચાહનાર છો. અમે તો નામના જ મંત્રી છીએ. આપ આ વિકટ પરિસ્થિતિમાંથી કોઈ માર્ગ કાઢો.' ‘શું કરવું? લંકાપતિ કામ૫૨વશ છે, એમને કોઈ સલાહ આપવી, તે વ્યર્થ છે. મિથ્યાદષ્ટિને જિનેશ્વરનો ધર્મ નથી સમજાતો. ખેર, મને સમાચાર મળ્યા કે શ્રીરામની પાસે સુગ્રીવ, હનુમાન, વિરાધ વગેરે રાજાઓ ભેગા થયા છે. સીતાની શોધ થઈ રહી છે. ન્યાયી મહાત્માઓનો પક્ષ કોણ ન લે? શ્રી રામલક્ષ્મણ સાચે જ મહાન છે. એક લક્ષ્મણે દંડકારણ્યમાં ખર વિદ્યાધરનો ચૌદ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૨.૩ જેન રામાયણ હજાર સુભટો સાથે ઘાત કર્યો! ખરેખર, મને તો લાગે છે કે સીતાના નિમિત્તે રાક્ષસકુળનો સર્વનાશ થશે.' નહીં સ્વામિનું, આપ કોઈ ઉપાય કરો અને લંકાની રક્ષા માટે સુયોગ્ય પ્રબંધ કરો.” તમારી વાત ઠીક છે, પરંતુ શસ્ત્ર, અસ્ત્ર, યંત્ર કે મંત્ર દ્વારા કરેલું રક્ષણ પવિત્રતા અને ચારિત્ર્યની આગળ ટકી શકતું નથી. શ્રી રામની પાસે પવિત્રતા છે, ન્યાય છે, ચારિત્ર્ય છે. તેમની સતી સ્ત્રીનું મહાન સતીત્વ શ્રીરામનું અભેદ કવચ છે, રાક્ષસ સુભટો એ દુર્ભેદ્ય કવચને ભેદી શકશે નહીં, “જે બનવાકાળ હશે તે તો બનવાનું જ છે રાજન' પરંતુ મનુષ્ય પોતાના શક્ય પ્રયત્નો તો કરવા જ જોઈએ ને? લંકાપતિને કોણ સમજાવવા સમર્થ છે? જ્યાં આપ જેવા મહાત્મા પુરુષની હિતકારી વાત પણ તેમણે તિરસ્કારી કાઢી, તો પછી તેમની ઇચ્છાવિરુદ્ધ સલાહ આપવાની, નૈતિક હિંમત બીજા કોનામાં છે? પણ જો લંકાપતિ નહીં સમજે, પોતાની જીદ નહીં ત્યજે, તો લંકા સ્મશાનભૂમિ બનશે. આજનું નંદનવન કાલે ગીધડાંથી ચૂંથાતાં મડદાંઓથી ગંધાઈ ઊઠશે.” બિભીષણે એક મોટો નિસાસો નાંખ્યો. મંત્રીવર્ગને નગરની સુરક્ષાના યોગ્ય આદેશો આપી, બિભીષણ ચિન્તાના સાગરમાં ડૂબી ગયો. ૦ ૦ ૦ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Sી ૭૪. સીતાના સમાચાર મળ્યા દિવસો પર દિવસો વીતવા લાગ્યા. સુગ્રીવ શ્રી રામને આપેલા વચન ભૂલી, તારા-રાણીના સંગે રંગરાગમાં ડૂળ્યો. કિષ્કિબ્ધિના ઉદ્યાનમાં, શ્રી રામ અને લક્ષ્મણ સીતાજીના વિરહમાં, સીતાજીના કુશળસંવાદની પ્રતીક્ષામાં, દુઃખપૂર્ણ દિવસો પસાર કરતા હતા. સુગ્રીવે સીતા-પરિશોધ કરવા માટે આપેલી હૈયાધારણ હવે અસહ્ય બનતી જતી હતી. લક્ષ્મણજીએ કિષ્કિન્વિના રાજમહેલને ધ્રુજાવી દીધો. લક્ષ્મણજીએ ત્રાડ પાડી અને સુગ્રીવના રંગરાગના રંગ પળવારમાં ઊડી ગયા. તે લક્ષ્મણજીનાં ચરણોમાં પડી ગયો. પોતે આપેલા વચનનું અને સીતા-પરિશોધનું કાર્ય અવિલંબ શરૂ કરી દેવા. ખાતરી આપી. શરમ અને લજ્જાથી નમી પડતો, સુગ્રીવ ઉદ્યાનમાં શ્રી રામ પાસે ગયો. તેણે ભક્તિથી શ્રી રામને વંદના કરી. સુગ્રીવે સૈન્યના નાયકોને બોલાવ્યા. સેનાનાયકોએ પ્રણામ કરી, સેવાકાર્યની પૃચ્છા કરી. “મારા પરાક્રમી સેનાપતિઓ, એક મહાન કાર્ય આપણે શરૂ કરવાનું છે. એ કાર્ય પૂર્ણ કરીને જ વિરામ કરવાનો છે. સર્વત્ર કોઈ પ્રકારની સ્કૂલના વિના મૈથિલીના સમાચાર મેળવો. હું પણ મૈથિલીને શોધવા આજે જ પ્રયાણ કરું છું.” ચારેય દિશામાં હજારો વિદ્યાધર સુભટો મૈથિલીની શોધમાં નીકળી પડ્યા. દ્વિીપો, નદીઓ પહાડો અને નગરોમાં પ્રચ્છન્ન અને પ્રગટ શોધ ચાલુ થઈ. સીતા-હરણના દુ:ખદ સમાચાર કર્ણોપકર્ણ સાંભળી, ભામંડલ પણ શ્રીરામને શોધતો શોધતો વાનરદ્વીપ પર આવી પહોંચ્યો. શ્રી રામને જોતાં જ ભામંડલ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. ભામંડલની સાથે આવેલું સૈન્ય ઉદાસીન બની ગયું. લક્ષ્મણજીએ ભામંડલને સાંત્વના આપી અને સીતાજીને મેળવીને જ જંપવાનો દઢ સંકલ્પ જાહેર કર્યો. ભામંડલ હજુ શાંત થાય ત્યાં વિરોધ પણ પાતાલ લંકાથી હજારો શૂરવીર સુભટોને સાથે લઈ રામ-સેવામાં ઉપસ્થિત થયો. સુગ્રીવે આગંતુક રાજાઓનો સત્કાર કર્યો અને તેમની સર્વ પ્રકારે સંભાળ લેવાનું કાર્ય વાલીપુત્ર ચંદ્રરશ્મિને સોંપ્યું. સુગ્રીવ સ્વયે સીતાપરિશોધમાં નીકળી પડયો. જે માર્ગે રાવણ સીતાનું અપહરણ કરીને ભાગ્યો હતો, એ જ માર્ગે સુગ્રીવ પોતાના આકાશયાનને હંકારતો આગળ વધી રહ્યો હતો. ત્યાં “કબૂદ્વીપ' For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફ૨૮ જૈન રામાયણ આવી લાગ્યો. આકાશયાનને દ્વીપના એક એકાંત ભાગમાં મૂકી, વાનરેશ્વર કબૂદીપની ધરતી પર આગળ વધ્યો. દૂર તેણે એક પુરુષને બેઠેલો જોયો. તે એકલો હતો. સુગ્રીવને આશ્ચર્ય થયું. તે ઝડપથી આગળ વધ્યો. તેણે નજીક પહોંચીને જોયું. “ઓહો, આ તો રત્નજટી વિદ્યાધર! રત્નજીટીને સુગ્રીવ ઓળખતો હતો. કારણ કે રત્નજટીનાં સત્કાર્યોએ વિદ્યાધર દુનિયામાં રત્નજટીને “ઉચ્ચ આત્મા' તરીકે પ્રસિદ્ધ કર્યો હતો. પરોપકારનું તો તેને વ્યસન જ હતું. એ વ્યસનમાં રત્નજી જરૂર પડે, પોતાનું સર્વસ્વ હોડમાં મૂકી દેતો. રત્નજદી મહાસતીને રાવણના ક્રુર હાથમાંથી મુક્ત કરાવવા જતાં રાવણના હાથે પાંગળો અને વિદ્યાહીન બની આ કંબૂદ્વીપ પર પડેલો હતો. તેણે સુગ્રીવને પોતાના તરફ આવતો જોયો. દુઃખ, આપત્તિ અને વેદનાઓમાં ઘેરાયેલા મનુષ્યને પ્રાય: જેવા વિચાર આવે છે, તેવા વિચાર રત્નજીને આવી ગયા. તે વિચારે છે : શું દશમુખે જ મારા વધ માટે આ વાનરેશ્વરને મોકલ્યો હશે? મહાન ઓજસ્વી દશમુખે પૂર્વે મારી વિદ્યાઓ હરી લીધી. હવે આ હરીશ્વર સુગ્રીવ મારા પ્રાણ હરી લેશે. શું મારે મારા પ્રાણોથી પણ હાથ ધોવા પડશે? કોઈ ચિતા નહીં. એક સતીની રક્ષા કરવા જતાં આવતું મૃત્યુ પણ મારે માટે મહોત્સવરૂપ છે.' અરે રત્નજી, શું વિચાર-નિદ્રામાં પડ્યો શું? તું અભ્યસ્થાન પણ કરતો નથી? શું આકાશયાનમાં વિચરતો નથી? તું આળસુ થઈને કેમ પડ્યો છે?' સુગ્રીવે આવીને રત્નજીને વિચારતંદ્રામાંથી જગાડ્યો. રત્નજટી ઊભો થઈ ગયો અને વાનરદ્વીપના અધિપતિને બે કર જોડી વંદના કરી. કંબુદ્વિપના એ રણપ્રદેશમાં, કે જ્યાં રત્નજટી વિદ્યાધર વિદ્યાહીન થઈ તૂટી પડ્યો હતો; તે પ્રદેશના એક વિભાગમાં સુગ્રીવ અને રત્નજી જઈને બેઠા. દુ:ખિયારા રત્નજીએ પોતાની અવદશા વર્ણવતાં કહ્યું : “પરાક્રમી રાજન, મારી વર્તમાન સ્થિતિ કેવી રીતે નિર્માઈ, તે ખરેખર આપ જેવા શક્તિશાળી અને પવિત્ર પુરુષે સાંભળવા જેવી છે. દિવસો પૂર્વે હું આકાશમાર્ગે જતો હતો, ત્યાં મારા કાને કોઈ સ્ત્રીના કારમા રુદનનો અવાજ આવ્યો. મેં ચારે બાજુ જોયું તો લંકાપતિનું પુષ્પક વિમાન તીવ્ર ગતિથી લંકાની For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સીતાના સમાચાર મળ્યા ૨૯ દિશામાં ઊડી રહ્યું હતું. તે વખતે વિમાનમાંથી એક પ્રકારનો અવાજ આવતો હતો. હું લંકાના માર્ગ વચ્ચે જઈને ઊભો. અવાજ સ્પષ્ટ આવવા લાગ્યો. “હા રામ.. વત્સ લક્ષ્મણ... હા ભાઈ ભામંડલ.' વિમાન આવી લાગ્યું. મેં મારું ખડગ ખેંચી કાઢી દશમુખને પડકાર્યો. દેવી સીતાને બચાવવા, મેં યુદ્ધ માટે દશમુખને આહ્વાન આપ્યું. પણ વિદ્યાપતિ દશમુખે મારી આકાશગામિની વિદ્યા જ હરી લીધી! હું આ કબૂદ્વીપ પર પટકાઈ પડ્યો અને લંકાપતિ રામની પત્નીને લઈ, લંકા તરફ ઊપડી ગયો. બસ, ત્યારનો હું આ કંબૂદ્વીપ પર પડ્યો છું, હવે આપ મા ઉદ્ધાર કરો.” સુગ્રીવ રત્નજીને ભેટી પડ્યો. રત્નજી, હું જેની શોધ કરવા માટે આકાશપાતાળ એક કરી રહ્યો છું, એની શોધ તમે મને કરી આપી! મારું કામ પાર પડી ગયું. ચાલો મારી સાથે, હું તમને શ્રી રામનાં ચરણોમાં લઈ જાઉં. તમારા સમાચારથી શ્રી રામ આનંદવિભોર થઈ જશે. ચાલો, હવે વિલંબ કર્યા વિના મારા આકાશયાનમાં બેસી જાઓ. ૦ ૦ ૦. વાનરેશ્વરે અને રત્નજીએ શ્રીરામનાં ચરણે વંદન કરી. “કૃપાનિધિ, આપના આશીર્વાદથી દેવી મૈથિલીના સમાચાર મળી ગયા. હે!” શ્રી રામ પાષાણના આસનેથી ઊભા થઈ ગયા અને વાનરેશ્વરના બે હાથ પકડી લઈ પૂછયું : કહો, કહો, જલદી કહો, મૈથિલી ક્યાં છે? કોણ નરાધમ દેવીનું અપહરણ કરી ગયો?' કૃપાવંત, એ સઘળો વૃત્તાંત આપશ્રીને મિત્ર રત્નજટી નિવેદન કરશે.' રત્નજર સામે દૃષ્ટિ કરી, વાનરેશ્વર શ્રી રામનાં ચરણોમાં બેસી ગયા. રત્નજટીએ શ્રીરામનો ચરણસ્પર્શ કરી, સર્વ વૃત્તાંત નિવેદન કર્યો. લક્ષ્મણજીએ પણ રત્નજીની વાત ખૂબ એકાગ્રતાથી સાંભળી. વીર પુરુષ, તેં લંકાપતિ સાથે બાથ ભીડી, મોટું સાહસ કર્યું. “હા, દેવી ખૂબ કલ્પાંત કરતી હતી?” મહાત્મા, દેવીનું કરુણ કલ્પાંત વનનાં પશુ-પંખીઓને પણ ગમગીન બનાવી દેતું હતું. મારાથી દેવીનું દુઃખ સહ્યું ન ગયું. મેં ખડગ લઈ લંકાપતિ પર આક્રમણ કરી દીધું, એવું વિચારીને મારા પ્રાણ ભલે જાય.' For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફિ૩૦ જૈન રામાયણ “ધન્ય. રત્નજટી! તું સાહસિક, દયાર્દ અને પરોપકારી પુરુષ છે. ભલે એ દુષ્ટ રાવણે તારી વિદ્યા કરી લીધી, હું એની સર્વ વિદ્યાઓ હરી લઈ, યમસદનમાં પહોંચાડી દઈશ. રત્નજી! મૈથિલી વારંવાર મારું નામ લઈ, પોકારતી હતી? શું કહું કૃપાનાથ? દેવીની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં, “હા રામ, હા વત્સ લક્ષ્મણ, હા ભ્રાતા ભામંડલ' બસ, આ સિવાય દેવીને કંઈ યાદ જ ન હતું. નરાધમ રાવણના પથ્થર હૃદય પર એની કોઈ અસર ન હતી.” રત્નજીનો વૃત્તાંત સાંભળી.. શોક, ઉદ્વેગ, રોષ અને આનંદની મિશ્રા લાગણીઓથી ઊભરાઈ ગયા. વારંવાર સીતાનો વૃત્તાંત પૂછી, પોતાના હૃદયને તૃપ્ત કરવા મથવા લાગ્યા. સુરસંગીતનગરના અધિપતિ રત્નજીને પોતાની પાસે બેસાડી વાત્સલ્ય અને હેતથી પંપાળવા લાગ્યા. લક્ષ્મણજી, સુગ્રીવ, ભામંડલ, વિરાધ, નલ-નીલ વગેરે વીરપુરુષો રત્નજીનો વૃત્તાંત સાંભળી, શ્રીરામના આદેશની પ્રતીક્ષા કરવા લાગ્યા. સુગ્રીવરાજ!' આજ્ઞા પ્રદાન કરો.” વાનરેશ્વરે ઊભા થઈ, મસ્તક નમાવી, અંજલિ જોડી. “અહીંથી લંકા કેટલી દૂર છે?' લંકા દૂર હો કે આસન હો, તેથી શું? વિશ્વવિજેતા રાવણ સમક્ષ આપણે સહુ તૃણસમાન છીએ.” પરાક્રમી રાજેશ્વર, જય-પરાજયનો મનમાં સહેજે વિચાર કર્યા વિના, તમે માત્ર સાક્ષીરૂપ બની, અમને માત્ર લંકા બતાવો; રાવણને બતાવો, એનું પરાક્રમ , વીરતા અને વિશ્વવિજેતાપણું તરત જાણવા મળશે, સૌમિત્રીનાં તીર એની પરીક્ષા કરી લેશે.' શ્રી રામે સ્વસ્થતાપૂર્વક પ્રત્યુત્તર આપ્યો. શ્રી રામના વક્તવ્યનું અનુસંધાન કરતા લક્ષ્મણજી બોલ્યા : કોણ છે રંકરાવણ? શ્વાનની જેમ છલ કરીને જે મૈથિલીનું અપહરણ કરી ગયો, તેના પરાક્રમનાં તમે ગીત ગાઓ છો? એક ક્ષત્રિયના આચારધર્મને અનુસરી, હું એનો અવશ્ય શિરચ્છેદ કરીશ. તમે સહુ દૃષ્ટા બનીને મારું યુદ્ધનાટક જોજો.’ શાંત ચિત્તે સર્વ વૃત્તાંત સાંભળી રહેલ વયોવૃદ્ધ જાંબવાન બોલ્યા : “પૂજ્ય પુરુષ, આપની વાત યથાર્થ છે, એમાં જરાય સંદેહ નથી. પરંતુ એક સત્ય વાત, મારે કહેવી જોઈએ. એક સમયે જ્ઞાની પુરુષ અનન્તવીર્ય મુનિએ રાવણનું ભવિષ્ય પ્રકાશિત કરતાં કહ્યું હતું : જે મહાપુરુષ “કોટિશિલા” For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સીતાના સમાચાર મળ્યા ૩૩૧ પોતાના બાહુબળથી ઉપાડશે તે રાવણનો વધ કરશે.” માટે મારી ઇચ્છા છે કે આર્યપુત્ર લક્ષ્મણને ત્યાં લઈ જવા અને તેઓ “કોટિશિલા ઉપાડે.” એવમસ્તુ' લક્ષ્મણજીએ જાંબવાનની વાત સ્વીકારી લીધી. આકાશયાન તૈયાર કરવામાં આવ્યું. લક્ષ્મણજી, ભામંડલ, જાંબવાન, વિરાધ, નલ-નીલ વગેરે આકાશયાનમાં આરૂઢ થયા. યાન ઊપડ્યું. અલ્પ સમયમાં સહુ કોટિશિલા પાસે પહોંચી ગયા. જામ્બવાને કહ્યું : આ કોટિશિલા' છે. એ લક્ષ્મણજી ઉપાડે એટલે આપણને રાવણવધની ખાતરી થઈ જાય.' લક્ષ્મણજી આગળ વધ્યા. બે બાહુ લંબાવ્યા અને કોટિશિલા ઊંચકાઈ! એક લતાની જેમ લક્ષ્મણજીએ કોટિશિલાને ઊંચી કરી. દેવોએ દિવ્યધ્વનિ કર્યો. જાંબવાન વગેરે વીરોએ જયજયકાર કર્યો. સહુને પ્રતીતિ થઈ ગઈ કે “લક્ષ્મણજીના હાથે રાવણનો વધ નિશ્ચિત છે.” સહુ આકાશયાનમાં ગોઠવાયા. ખૂબ આશા, શ્રદ્ધા અને ઉમંગ સાથે કિષ્ક્રિશ્વિનગરના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. કાર્યની સફળતાનો સંદેશ શ્રી રામને આપવામાં આવ્યો. શ્રી રામ લક્ષ્મણજીને ભેટી પડ્યા. વત્સ, હવે રાવણનો વધ નિશ્ચિત છે. યુદ્ધ વિના મુક્તિ નહિ થાય.” કૃપાનાથ, એ વાતમાં હવે જરાય સંદેહને સ્થાન નથી; પરંતુ નીતિમાન પુરુષોના કર્તવ્ય અનુસાર પ્રથમ આપણે દુશમન પાસે દૂત મોકલવો જોઈએ. દૂત દ્વારા આપણી સંદેશો દમનને મળે. જો એ સમજી જાય અને મૈથિલીને બહુમાનપૂર્વક સોંપી દે તો યુદ્ધની પણ આવશ્યકતા ઊભી ન થાય” વાનરદ્વીપના વૃદ્ધ ફૂટનીતિશે પ્રસ્તાવ મૂક્યો. ભામંડલે કહ્યું “અભિમાની રાવણ દૂતની વાત સાંભળી, સન્મતિ પામે એ આશા વ્યર્થ છે.” એ પણ સત્ય છે, પરંતુ નીતિનું પાલન કરવું જોઈએ. દૂત દ્વારા પ્રશ્ન ઉકેલવાની તક ઊભી રાખવી જોઈએ. દૂત દ્વારા રાવણ નહીં જ માને, એ વાત સ્વીકારીને જ દૂત મોકલવાનો છે!' લંકાના અધિપતિએ નીતિ જાળવી હોત તો આપણે નીતિ જાળવવાના નૈતિક બંધનમાં આવત; પણ જ્યારે તેણે નીતિનો નાશ કર્યો છે, પછી આપણે શા માટે નીતિ પકડી રાખવી?' For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૩૨ જૈન રામાયણ રાજેશ્વર, જેવી રીતે દુર્જન પોતાની દુર્જનતા ત્યજતો નથી, તેવી રીતે સજજને પોતાની સજ્જનતા ન છોડવી જોઈએ. આપણે નીતિ શા માટે છોડી દેવી? જો એને સમાચાર મળશે, કદાચ એને સદ્બુદ્ધિ પ્રાપ્ત થાય તો યુદ્ધનો દાવાનળ અટકી જાય. ઘોર હિંસા થતી અટકી જાય.' ભામંડલને વૃદ્ધ કૂટનીતિજ્ઞની વાત કંઈક ગમી. પરંતુ હવે જ્યારે સીતાની ભાળ મળી છે ત્યારે આવા શિષ્ટાચારોમાં સમય વ્યતીત કરવો, તે એને સીતાના હિતની વિરુદ્ધ કાર્ય લાગ્યું. ભામંડલ સમજતો હતો કે લંકામાં સીતાની શું સ્થિતિ સર્જાઈ હશે? હવે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સતા-મુક્તિ માટે જ સીધો પ્રયત્ન કરવા, તેણે શ્રી રામને નિવેદન કર્યું. - “હે પરાક્રમી, દૂત મોકલવાનો શિષ્ટાચાર પાળવો હોય તો ભલે પાળો, પરંતુ આવી બધી વિધિઓ આ પ્રસંગે મને મૈથિલીના હિતમાં લાગતી નથી. હવે એકએક ક્ષણનો વિલંબ મને અનુચિત લાગે છે.” ભામંડલે શ્રીરામને સ્પષ્ટ ભાષામાં પોતાનું મંતવ્ય કહી દીધું. સુગ્રીવે ભામંડલના ખભે હાથ દઈ કહ્યું. રાજન, તમારી વાત યથાર્થ છે. હું પણ સીતામુક્તિમાં જરાય વિલંબ ઇચ્છતો નથી. એટલે સર્વ પ્રથમ આપણે એવા જ વીર પુરુષને મોકલીએ કે જે લંકાના ધર્માત્મા બિભીષણને મળે. રાક્ષસકુળમાં એ જ એક નીતિમાન પુરુષ છે. એ સીતા મુક્તિ માટે રાવણને સમજાવશે અને જો રાવણ વાત નહીં માને તો એ અવશ્ય શ્રીરામનાં ચરણોમાં આવી જશે. એટલું જ નહીં, આપણે એવા વીર પુરુષને લંકામાં મોકલીએ જે રાવણને ચમત્કાર પણ બતાવી દે અને સીતાજીને પણ લઈ આવે! હા, સીતાજી માની જાય તો.” ભામંડલે સુગ્રીવની વાત સ્વીકારી. તો હું જ લંકામાં જાઉં.” ભામંડલે પ્રસ્તાવ મૂક્યો. લંકામાં આપનું કામ નહીં. લંકામાં પ્રવેશ કરવો એ પણ એક મોટું સાહસ છે. એ કાર્ય અનુભવીનું છે. આ કાર્ય માટે મારી દૃષ્ટિ વીર હનુમાન પર ઠરે છે. હનુમાનજીને રાવણનો પરિચય છે. લંકાની પ્રવેશ-રીત પણ તે જાણે છે.” સુગ્રીવે “શ્રીભૂતિ' ને બોલાવી, હનુપુર જવા આજ્ઞા કરી. શ્રીભૂતિ આકાશયાનમાં બેસી હનુપુર તરફ ઊપડી ગયા. શ્રીભૂતિએ હનુપુર પહોંચી, હનુમાનજીને સુગ્રીવનો સંદેશ આપ્યો અને મૌખિક સમાચાર પણ આપ્યા. તરત જ હનુમાનજી તૈયાર થઈ ગયા. શ્રીભૂતિની સાથે આકાશયાનમાં બેસી, કિષ્કિન્વિના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. હનુમાનજીએ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સીતાના સમાચાર મળ્યા ૬૩૩ શ્રીરામનાં ચરણોમાં વંદના કરી. સુગ્રીવે હનુમાનને પોતાના આસન પર બેસાડી, શ્રીરામને હનુમાનજીનો પરિચય આપ્યો. કૃપાવંત, આ જ પવનંજયપુત્ર હનુમાન. હનુમાનજીનાં વિનય અને વીરતા, હનુમાનજીનાં ન્યાય અને નીતિ, ખરેખર અદ્દભુત અને અપૂર્વ છે. આપણા એ પરમ મિત્ર છે. સર્વ વિદ્યાધરોમાં કોઈ હનુમાનની તુલના કરી શકે તેમ નથી, માટે હે આર્યપુત્ર, સીતાના સુખસમાચાર લાવવા માટે, આપ હનુમાનજીને આજ્ઞા પ્રદાન કરો. તેમને સોંપેલા કાર્યમાં હમેશાં સફળતા જ મળે છે.” શ્રી રામ હનુમાનજીના તેજસ્વી મુખને નિહાળી રહ્યા. હનુમાનજીની સુદૃઢ કાયા અને અંગઅંગમાંથી નીતરતા શૌર્ય-પરાક્રમને જોઈ રહ્યા. શ્રી રામના હૃદયમાં નવયુવાન હનુમાન તરફ સ્નેહ પ્રગટ્યો. લક્ષ્મણજી પણ હનુમાનને એકીટસે જોઈ રહ્યા હતા. સુગ્રીવે આપેલો પરિચય તેમને અધૂરો લાગ્યો, “આ કોઈ અદ્વિતીય પુરુષ છે, વીરતાની સાક્ષાત્ મૂર્તિ છે, વિનય અને કર્તવ્યપાલનની દૃઢતા એમનામાં છલોછલ ભરેલી છે.” હનુમાનજી બોલ્યા : દશરથનંદન, કપીશ્વર સુગ્રીવ સ્નેહથી આ પ્રમાણે મારી પ્રશંસા કરે છે. મારા જેવા તો અનેક વીર સુભટો વાનર-દ્વીપ પર અસ્તિત્વ ધરાવે છે. ગર્વ, ગવાક્ષ, ગવય, શરભ, ગંધમાદન, નીલ, નલ, અંગદ, જાંબવાન વગેરે વીરોની કીર્તિ વિદ્યાધર દુનિયામાં ફેલાયેલી છે. બીજા પણ અનેક કપિવીરો છે. હું પણ તેઓમાંનો જ એક છું. આપશ્રીની કાર્યની સિદ્ધિ માટે અમે સહુ તત્પર છીએ. આપ આજ્ઞા કરો, રાક્ષસદ્વીપ સહિત લંકાને અહીં ઉપાડી લાવું? ભાઈઓ સહિત દશમુખને બાંધી લાવું? અથવા સહકુટુંબ દશમુખનો ત્યાં જ વધ કરી; દેવી જાનકીને કુશળતાપૂર્વક અહીં લઈ આવું? આપની આજ્ઞા અનુસાર કાર્ય અવશ્ય સિદ્ધ થશે.” વીરપુરુષ, આ બધી વાત તમારામાં સંભવે છે. તમારા માટે કંઈ અશકય નથી. કોઈપણ ઉપદ્રવ વિના, જાનકીને તમે અહીં લઈ આવી શકો તેમ છો, પરંતુ અત્યારે તેમ કરવાની જરૂર નથી. તમે જાઓ, અને લંકામાં સીતાની શોધ કરો. સીતાને ક્યાં રાખવામાં આવી છે? સીતા કેવી પરિસ્થિતિમાં રહેલી છે? હા, આ મારી વીંટી તમે જાનકીને આપજો, એથી તેને વિશ્વાસ થશે કે તમે મારા તરફથી જ લંકામાં આવેલા છે, વળી અહીં આવતાં સીતાના મસ્તકનો મુગટ લેતા આવશો.' For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉ૩૪ જૈન રામાયણ હનુમાન, દેવીને મારો સંદેશો કહેજો. રામ તારા વિયોગથી અતિ દુઃખી છે, તારા વિયોગની અસહ્ય પીડાનો ભાર સહવા હવે તેમનું હૃદય શક્તિમાન નથી. જીવન શુષ્ક અને નિપ્રાણ બની ગયું છે. બસ, દિવસ-રાત તારા ધ્યાનમાં રામ સમય વિતાવે છે. પ્રિય હનુમાન! તમે કહેજો કે અમાસની અંધારી રાત જેવું રામનું જીવન બની ગયું છે. આનંદ, ખુશી અને પ્રસન્નતા નાશ પામી ગયાં છે. અયોધ્યાનો ત્યાગ કરતાં, વનનાં કષ્ટ સહતાં એવું કંઈ ન હતું. તારા માથે કેવી આપત્તિ આવી પડી? કપટી રાવણ તને ઉપાડી ગયો. તું કેટલું રડી છે? રત્નજીટીએ તારા કણ કલ્પાંતનો વૃત્તાંત કહ્યો, એ સાંભળીને હૈયું ધ્રુજી ગયું. દેવી, હવે વિલંબ નહીં થાય, અનુજ લક્ષ્મણ લંકાના મેદાન પર જ એ દુષ્ટ રાવણનો વધ કરશે, તે તું નજરે જોઈશ. હવે તારા દુઃખના દિવસો વધુ નથી. તું ચિન્તા ન કરીશ. રામ અને લક્ષ્મણ અલ્પ દિવસોમાં જ લંકાના કિલ્લાને નષ્ટભષ્ટ કરી, તને બંધનમુક્ત કરશે.' શ્રી રામ હનુમાનને ભેટી પડ્યા. હનુમાનજી શ્રીરામનાં ચરણોમાં નમી પડ્યા. નાથ, આપનો સંદેશ દેવીને પહોંચી જશે. હું આપની આજ્ઞાનું પાલન કરી, પાછો ન આવું ત્યાં સુધી આપ અહીં જ સ્થિરતા કરવા કૃપા કરશોજી.” ૦ ૦ ૦ For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૫. લંકા સાથે લગ્ન કરી હનુમાનજીનું વિમાન આકાશમાર્ગે લંકાની દિશામાં ઊપડ્યું. વૈતાદ્ય પર્વતનાં અનેક નગરો પર થઈને વિમાન આગળ વધી રહ્યું હતું. હનુમાનજી પ્રકૃતિના સર્જનને નિહાળતા અનેક વિચારો કરતાં. યોજનાઓ અને સફળતાની કેડીઓ ઘડતા હતા. આ મહેન્દ્રપુર છે!” વિમાનવાહકે હનુમાનજીને વિરાટ નિદ્રાથી જગાડ્યા. મહેન્દ્રપુર? મારું મોસાળ.” વિમાન નીચે ઉતારો. મહેન્દ્રપુરના બહિર્ભાગમાં વિમાન ઉતારવામાં આવ્યું. “આ એ જ મહેન્દ્રપુર છે. જ્યાંથી એક દિવસ મારી જનેતાને રોતી-કકળતી કાઢી મૂકવામાં આવી હતી. રાજા મહેન્દ્રને મારી માતાનું મુખ પણ જોવામાં પાપ લાગી જતું હતું. કેવા કૂર, અધમ અને...' હનુમાનજીનું મુખ રોષથી ધમધમી ઊઠ્યું. ક્રોધાવેશથી કંપી ઊઠ્યા. “મારી નિરપરાધી મહાસતી માતાને દુઃખ-ત્રાસ આપનારા મહેન્દ્રને અને એના પુત્ર પ્રસન્નકીર્તિને આજે મળીને જ આગળ વધું!” હનુમાનજીએ યુદ્ધની નોબતો બજાવી. યુદ્ધનાં નગારાં ધણધણી ઉઠ્યાં. મહેન્દ્રપુરની પ્રજા, સંરક્ષકો, સૈનિકો, રાજા સહુ ભય, આશ્ચર્ય અને રોષથી દોડાદોડ કરવા લાગ્યાં. બ્રહ્માંડમાં જાણે વિસ્ફોટ થયો. ધરા ધ્રુજી ઊઠી. રાજા મહેન્દ્ર સૈન્યને સજ્જ થવા આદેશ કર્યો. પ્રસન્નકીર્તિ રથારુઢ થઈ નગરની બહાર દોડી આવ્યો, મહેન્દ્રનગરનું પાદર યુદ્ધક્ષેત્ર બની ગયું. હનુમાનજીએ પ્રસન્નકીર્તિને તિરસ્કારથી ઉશ્કેર્યો. બંને વીરો સામસામે આવી ગયા. શસ્ત્રો અને અસ્ત્રોના પ્રહારો થવા લાગ્યા. ખરેખર યુદ્ધ જામી ગયું હનુમાનજીને ખેદ થયો. “આ મેં શું આદર્યું? શા માટે નીકળ્યો છું, ને વચ્ચે શું કરી બેઠો? હવે આરંભેલા કાર્યને પૂર્ણ કરીને જ જંપવું જોઈએ.” એક ક્ષણ . એક પ્રહર. For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 585 જૈન રામાયણ પ્રસન્નકીર્તિનો રથ તૂટી પડ્યો, તેનો સારથિ મરાયો, તેનાં શસ્ત્રો છેદાઈ ગયાં. હનુમાનજી ધસ્યા. તેમણે પ્રસન્નકીર્તિને પકડી લીધો. રાજા મહેન્દ્રનો વૃદ્ધ દેહ પુત્ર-પરાજયથી કંપી ઊઠ્યો. Acharya Shri Kailassagarsuri Gyanmandir વૃદ્ધ મહેન્દ્ર શસ્ત્રો લીધાં અને અંજનાપુત્રની સામે રણે ચડ્યા. હનુમાનજીએ ‘દાદા' સાથે યુદ્ધ કરવાનું માંડી વાળી, બુદ્ધિકૌશલ્યથી શસ્ત્રસહિત મહેન્દ્ર રાજાને પકડી લીધા. યુદ્ધ પૂર્ણ થયું. પરાજિત મહેન્દ્ર અને પ્રસન્નકીર્તિ મહેન્દ્રપુરીની રાજસભામાં નતમસ્તક બનીને ઊભા રહ્યાં. હનુમાનજી ઊભા થયા. મહેન્દ્રને નતમસ્તક બની, બે કર જોડી હનુમાનજીએ વંદના કરી કહ્યું : રાજન, તમે મને ઓળખ્યો નથી. હું તમારો દોહિત્ર અંજના-પુત્ર હનુમાન છું. શ્રી રામની આજ્ઞાથી હું લંકા જાઉં છું. લંકાપતિ મહાસતી સીતાનું અપહરણ કરી ગયો છે. મારે મહાસતીની શોધ કરી, સુખશાતા પૂછી, રાવણને સમજાવીને સીતાજીને બંધનમુક્ત કરવાનું કાર્ય કરવાનું છે. લંકા જતાં વચ્ચે તમારું આ નગર આવ્યું, ત્યાં મારી માતાને તમે કરેલો અન્યાય મને યાદ આવી ગયો. મારા અંગે અંગમાં રોષ ભભૂક્યો અને હું યુદ્ધ કરી બેઠો. આપ મારો અપરાધ ક્ષમા કરો. હવે હું શ્રી રામના કાર્ય માટે જઈશ અને તમે શ્રી રામ પાસે કિષ્ક્રિન્થિનગરમાં પહોંચી જાઓ.' રાજા મહેન્દ્ર હનુમાનજીની વાત સાંભળી ગદ્ગદ્ થઈ ગયા. તેઓ હનુમાનજીને ભેટી પડ્યા. ‘પુત્ર, પહેલાં અનેક મનુષ્યનાં મુખે તને સાંભળ્યો હતો. તારા પરાક્રમની કીર્તિ સાંભળીને જ રાજી થતો હતો અને આજે હે વીર, તને પ્રત્યક્ષ જોયો! ખરેખર લોકો તારી પ્રશંસા કરતાં થાકતા નથી, તે સાચું જ છે, યથાર્થ છે, એમાં જરાયે અતિશયોક્તિ નથી. બેટા, તું શ્રીરામના મહત્ત્વપૂર્ણ કામે જઈ રહ્યો છે. તું જા. ‘પન્થાનઃ સન્તુ તે શિવાઃ' તારા કાર્યને પૂર્ણ કરી, તું જલ્દી શ્રી રામ-ચરણમાં આવી પહોંચજે. હું સૈન્ય સહિત તે પૂજ્યનાં ચરણમાં જાઉં છું.' રાજા મહેન્દ્ર કિષ્કિન્ધાના માર્ગે વળ્યા. હનુમાનજી આકાશમાર્ગે આગળ વધ્યા. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લંકા સાથે લગ્ન ૯૩૭ દધિમુખ દ્વીપ આગના ભડકાઓથી ભરખાયેલો એક દ્વીપ. હનુમાનજીએ વિમાનમાંથી નીચે જોયું. ભડકે બળતા દ્વીપની મધ્યમાં હનુમાનજીએ એક દૃશ્ય જોયું અને તેમનું કાળજું કંપી ઊઠડ્યું. બે મહામુનિ કાઉસ્સગ્ગ ધ્યાને ઊભા હતા. તેમની સામે ત્રણ કુમારિકાઓ ધ્યાનસ્થ બેઠેલી હતી. તેમની ચારેકોર આગ હતી. એક ક્ષણનો ય વિલંબ કર્યા વિના, હનુમાનજીએ વિદ્યાશક્તિથી સમુદ્રજલ લાવી, દધિમુખ દ્વીપ પર વરસાવ્યું. જાણે ઘનઘોર વાદળો વરસી પડ્યાં. જોતજોતામાં આગ બુઝાઈ ગઈ. હનુમાનજીનું કરુણાભર્યું હૃદય પ્રસન્ન થયું. Vરંતુ વિનાશિની વUTI’ કરુણામાંથી પરદુઃખનો વિનાશ કરવાનું કાર્ય થાય. એ કાર્ય સફળ થાય એટલે કરુણાવંતને પ્રસન્નતા થાય. નિષ્ફર મનુષ્ય બીજાનું દુઃખ જોઈ, બીજાને દુઃખ આપી પ્રસન્ન થાય. કરુણાવંત બીજાનું દુઃખ દૂર કરીને પ્રસન્ન થાય છે. ત્રણ કુમારિકાઓને વિદ્યાસિદ્ધ થઈ. મહામુનિઓને ત્રણ પ્રદક્ષિણા દઈ, શ્રી હનુમાનજીને કહ્યું : હે પરમાહિતુ! તમે ઉપસર્ગથી મહામુનિઓની રક્ષા કરી અને અમને પણ આગથી બચાવી લીધાં. તમારી સહાયથી જરાય કાલક્ષેપ વિના, વિદ્યાઓ સિદ્ધ થઈ. તમે સાચે જ પરોપકારી છો.” ‘તમે કોણ છો?' હનુમાનજીએ પૂછ્યું. હે મહાપુરુષ, અમારો પરિચય સાંભળો.” “આ દધિમુખ નગરના રાજા છે ગંધર્વરાજ. તેમની પટરાણી છે કુસુમમાલા. અમે એમની કન્યાઓ છીએ. અમે યૌવનમાં આવી, ત્યારે અનેક વિદ્યાધર કુમારોએ પિતાજી પાસે અમારી માંગણી કરી. તેમાં એક વિદ્યાધર. તેનું નામ અંગારક! ખરેખર અંગારો જ! અમારા માટે તેણે ખૂબ ધમપછાડા કર્યા. તે ઉન્માદી બની ગયો. પરંતુ પિતાજીએ એને ધુતકારી કાઢ્યો. બીજા વિદ્યાધરોની માંગણી પણ ન સ્વીકારી. એક વખતે, કોઈ હિતકારી મહામુનિ અમારા નગરમાં પધાર્યા. પિતાજીએ ભાવભક્તિ કરી પૂછ્યું કે મારી પુત્રીઓનો ભર્તા કોણ થશે? For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૩૮ જૈન રામાયણ મુનિ જ્ઞાની હતા. ભૂત-ભાવિ વર્તમાનને જાણી શકતા હતા તેમણે કહ્યું : “જે વ્યક્તિ “સાહસગતિ' વિદ્યાધરનો વધ કરશે તે તારી કન્યાઓનો પતિ થશે.' પિતાજીએ સાહસગતિનો વધ કરનાર પરાક્રમી પુરુષનું અન્વેષણ કરાવ્યું, પરંતુ કંઈ જ સમાચાર ન મળ્યા. હવે વિદ્યાશક્તિ વિના તેની ભાળ મળે એમ ન લાગવાથી અમે જ વિદ્યાસિદ્ધિ માટે નિર્ધાર કર્યો અને આ મહામુનિ ભગવંતોની સામે જ વિઘાસિદ્ધિ કરવા બેસી ગયાં! જ્યારે પેલા અંગારક વિદ્યાધરે જાણ્યું કે અમે વિદ્યાસિદ્ધિ માટે બેઠાં છીએ ત્યારે તેણે અમારા કાર્યમાં વિન નાખવા માટે દાવાનલ પેટાવ્યો! હે નિષ્કારણ બંધુ! તમે એની ધારણા ધૂળ ભેગી કરી લીધી. દાવાનલ તમે બુઝાવી નાંખ્યો. છ મહિને સિદ્ધ થનારી એ “મનોગામિની વિદ્યા' અમને ક્ષણવારમાં સિદ્ધ થઈ!' ત્રણેય કન્યાઓ હનુમાનજીને પુનઃ નમન કરી ઊભી રહી. “સાહસગતિનો વધ કરનાર મારા સ્વામી શ્રી રામ છે! હું તેમના જ કામે લંકા જઈ રહ્યો છું. રામપત્ની સતી સીતા, કે જેનું રાવણ અપહરણ કરી ગયો છે, હું તેમની ભાળ કાઢવા જાઉં છું. જો તેનામાં સદ્બુદ્ધિ જાગશે અને સીતાને પાછી સોંપી દેશે તો સારું છે, નહીંતર શ્રીરામ અને તેમના અનુજ શ્રી લક્ષ્મણ કરોડો વિદ્યાધરોનું સૈન્ય લઈ, લંકા પર આક્રમણ કરશે, લંકા અને રાવણનો સર્વનાશ થશે. સીતાજીની મુક્તિ માટે જે કંઈ કરવું પડશે, તે કરીને સીતાજીને મુક્ત કરીશું. ધન્ય વીરપુરુષ! અમે જેમના માટે તલસીએ છીએ, એ જ મહાપુરુષ શ્રી રામના આપ અંગત અને વિશ્વાસપાત્ર સુભટ છો, એ જાણીને અમારા આનંદની અવધિ નથી. હવે અમારી એક વિનતી છે : આપ નગરમાં પધારો. અમારા પિતા ગંધર્વરાજ આપનું સ્વાગત કરી, તેમની પુત્રીઓને પ્રાણદાન, વિદ્યા દાન કરનાર પરોપકારી પુરુષનું આતિથ્ય કરી પ્રસન્ન થશે.” તમારી વિનંતી યોગ્ય છે, પણ મારા કાર્યમાં વિલંબ થાય તે...' “અમે આપના કાર્યમાં જરાય વિલંબ નહીં થવા દઈએ. હવે જે કાર્ય માટે આપ નીકળ્યા છો, તે કાર્ય અમારું પણ છે ને! શ્રી રામનું કામએ અમારું પણ કામ! ત્રણેય કન્યાઓ સાથે હનુમાનજી દધિમુખ નગરીમાં ગયા. રાજા ગંધર્વરાજે ત્રણેય કન્યાઓને કોઈ અજાણ્યા પુરુષ સાથે આવતી જોઈ, વિચારમાં પડી ગયા. પણ ત્યાં જ કન્યાઓએ આવી પિતાચરણે વંદના કરી, હનુમાનજીની For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લંકા સાથે લગ્ન ૬૩૯ ઓળખાણ આપી. ગંધર્વરાજ હનુમાનજીને ભેટી પડ્યા. અતિથિ સત્કાર કરી, ગંધર્વરાજે કહ્યું : હે અંજનાપુત્ર, તમે લંકા પધારો અમે સૈન્ય સાથે શ્રી રામની સેવામાં જઈએ છીએ.' 0 0 0. હનુમાનજીએ લંકાની વાટ પકડી. આ લંકા આવી.” આકાશયાનના સંચાલકે આનંદ વ્યક્ત કર્યો. ‘આપણા આકાશયાનને લંકાની બહાર ગુપ્ત સ્થાનમાં ઉતારો.” હનુમાનજીએ લંકા જોયેલી હતી. લંકાનાં પ્રવેશદ્વારો, લંકાની સંરક્ષણ-વ્યવસ્થા, સૈન્યનાં ગુપ્તસ્થાનો વગેરેનું તેમને સચોટ જ્ઞાન હતું. પરંતુ બિભીષણે મંત્રીવર્ગ સાથે સીતાજી અંગે ચર્ચા-વિચારણા કર્યા પછી, લંકાની સુરક્ષાનો સુદઢ પ્રબંધ કર્યો હતો. લંકાની ચારે બાજુ “આશાલિકા' વિદ્યા સુરક્ષા કરી હતી. આશાલિકા વિદ્યા! કરાલ કાળની ઘોર નિશા! ભલભલા ચમરબંધીઓનાં પણ પાણી ઉતારી નાંખે. હનુમાનજીએ ‘આશાલિકાને જોઈ. તેમણે ગદા હાથમાં લીધી; પ્રવેશદ્વાર તરફ આગળ વધ્યા. ઊભો રહે કપિ!” આશાલિકાએ ગર્જના કરી અને વિકરાળ રૂપ ધારણ કરી, આખા ને આખા હનુમાનને ગળી જવા તે હનુમાનજીની આગળ આવી. વિદ્યાશક્તિમાં આ ચમત્કાર સર્જવાની શક્તિ હોય છે. દુનિયાને હેરત પમાડી દે તેવું મહાવિજ્ઞાન તેમની પાસે હોય છે. આવી દિવ્યશક્તિઓ આત્મામાં અનંત ભરેલી હોય છે. એને પ્રગટ કરવાની કળા જોઈએ! હનુમાનજી તો તૈયાર જ હતા. મુખ પહોળું કરીને ધસી આવેલી આશાલિકાના મુખમાં હનુમાનજીએ ઝડપથી પ્રવેશ કરી દીધો! આશાલિકા ખુશ થઈ ગઈ. પણ તેની ખુશી લાંબી ટકી નહીં. હનુમાનજીના ગદા પ્રહારોએ તેની શક્તિને હણી નાંખી. શક્તિનો નાશ કરીને હનુમાનજીએ આશાલિકાને ચીરી નાંખી. ગદા સાથે હનુમાનજી બહાર નીકળ્યા. બસ, હવે તેમનો માર્ગ સરળ હતો. આશાલિકાએ બનાવેલા કિલ્લાને તેમણે વિદ્યાશક્તિથી તોડી નાંખ્યો. માટીના ચપણિયાની જેમ કિલ્લો તૂટી પડ્યો. કિલ્લાનો રક્ષક રાક્ષસ સુભટ વજમુખ દોડી આવ્યો. તેણે તીક્ષ્ણ ખડગ સાથે હનુમાનજી પર હુમલો કરી દીધો. For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૦ જૈન રામાયણ યુદ્ધકુશળ હનુમાનજીએ આવા ખડગના હુમલાઓ ઘણાય મારી હઠાવેલા હતા. તેમણે વજમુખના ખડગવાળા હાથને પોતાના એક હાથે પકડી રાખ્યો. અને બીજા હાથે ગદાનો એક ફટકો મારી, વજમુખના માથાને વધેરી નાંખ્યું. કાર્યસિદ્ધિ માટે કૃતસંકલ્પ મનુષ્ય કાર્યસિદ્ધિના માર્ગમાં આવતાં વિદ્ગોને, જોશ અને ઝડપથી વિખેરી નાંખી, આગળ વધતો જાય છે, તે અકળાતો નથી, બેસી જતો નથી. વજમુખ હણાયો. વજમુખની વીર પુત્રી લંકાસુંદરી. લંકામાં જેમ લંકાસુંદરીના રૂપની બોલબાલા હતી તેમ તેના વિદ્યાબળની પણ મુક્તકંઠે પ્રશંસા થતી હતી. લંકાસુંદરીને “પોતાની' કરી લેવા અનેક રાક્ષસસુભટો અને કૂટનીતિજ્ઞો તલસતા હતા. પરંતુ હજુ સુધી કોઈ લંકાસુંદરીને પ્રાપ્ત કરી શક્યા ન હતા. સંસારમાં મનુષ્ય જે ચાહે તે મેળવી શકે ખરા? છતાં ચાહેલી વ્યક્તિ કે વસ્તુ ન મળતાં મનુષ્ય પોતાની જાતને દુ:ખી માને છે! લંકાસુંદરી પિતૃવધના સમાચાર મળતાં શોકથી વ્યાકુળ બની ગઈ. “પિતૃવધ કોણે કર્યો?' એ જાણવા અધીર બની ગઈ. પોતાની પ્રિય તીક્ષણ કટારી લઈ, લંકાસુંદરી મહેલની બહાર દોડી આવી. તેણે જોયું. અને સ્તબ્ધ બની ગઈ. વજમુખનું લોહી નીતરતું મડદું જમીન પર પડ્યું હતું અને એક વીરપુરૂષ રાક્ષસસુભટોને યમલોકમાં પહોંચાડી રહ્યો હતો. લંકાસુંદરીએ વિદ્યાશક્તિનું જીવંતસ્વરૂપ ધારણ કર્યું. આકાશની જાણે વિદ્યુત! ઊછળી ઊછળીને તેણે હનુમાન પર પ્રહારો કરવા માંડ્યા. ક્ષણવારમાં હનુમાનજી આ અચાનકના આક્રમણથી બેબાકળા બની ગયા, પરંતુ તેમણે તરત પોતાની જાતને સંભાળી લઈ, વળતું આક્રમણ કરી દીધું. પરંતુ “સામે સ્ત્રી છે,” એવું વિચારને તેમણે યુદ્ધ કરવા માંડ્યું. લંકાસુંદરીએ આવાં ધીંગાણાં ઘણાં જોયેલા અને કરેલાં, પરંતુ હનુમાનજીની યુદ્ધકુશળતા, ચપળતા અને છટા જોઈને લંકાસુંદરી સ્તબ્ધ બની ગઈ. હનુમાનજીએ લંકાસુંદરીનાં તમામ અસ્ત્રોને છેદી નાંખ્યાં. વિદ્યાશક્તિને પરાજિત કરી દીધી. અદ્યાપિ અપરાજિત લંકાસુંદરી પરાજિત બની. હનુમાનજીની શક્તિએ તેને પરાજિત કરી, “આ કોણ હશે?” લંકાસુંદરીએ હનુમાનજી તરફ દૃષ્ટિ કરી. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લંકા સાથે લગ્ન ૬૪૧ ગદાધારી હનુમાનજીના રૂપવાન શરીર પર તેની દૃષ્ટિ ફરી વળી. બળ, બુદ્ધિ અને વિદ્યા ઉપરાંત હનુમાનના મોહક વ્યક્તિત્વે લંકાસુંદરીને આકષ. એ જ વ્યક્તિ તરફ તે આકર્ષાઈ, જેણે થોડી ક્ષણો પૂર્વે એના પિતાનો વધ કર્યો હતો! પિતાનું મડદું હજુ મહેલના પ્રાંગણમાં પડ્યું હતું. પિતા તરફના સ્નેહથી પિતૃવધ કરનાર તરફ દ્વેષ જાગ્યો. પિતૃવધ કરનારના રૂપ-બળ તરફના આકર્ષણથી તેના તરફ રાગ થયો! જેના તરફ દ્વેષથી કટારી લઈ, કૂદી પડી હતી, તેના તરફ રાગથી નમી પડી! લજ્જાથી ઝૂકી પડી, તેના અંગે અંગે અનંગ વ્યાપી ગયો. અનંગના આવેશથી તેનું શરીર કંપવા લાગ્યું. “વીરપુરુષ, મને ક્ષમા કરેં.” તને અભય છે.” “મેં અવિચારી સાહસ કર્યું.' અવિચારી નહીં પણ વિચારપૂર્વક.' કેવી રીતે?' “પોતાના પિતાના વધ કરનાર ઉપર ક્રોધ આવે તે સ્વાભાવિક છે. વધ કરનારનો વધ કરવાનું મન થાય તે પણ સ્વાભાવિક છે!' મેં તમારું પરાક્રમ નહોતું વિચાર્યું.' પરાક્રમ વિચારવાથી ન સમજાય! સંગ્રામથી જ સમજાય.' પણ.” ‘તમે મારો વધ ન કરી શક્યાં તેનો અફસોસ થાય છે?' ના.” “તો?” આનંદ થાય છે.' આનંદ” “હા જી! તમારો મારાથી વધ થઈ ગયો હોત તો મને પસ્તાવો થાત.' “ના, વધ કરી શક્યાં હોત તો હર્ષ થાત પણ વધ ન કરી શકવાથી, હવે આનંદ થાય છે!' “સાચી વાત. પણ હવે મારી એક પ્રાર્થના છે.' “બોલો’ For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જૈન રામાયણ ૩૪૨ ‘મારા પિતાને એક જ્ઞાની પુરુષે કહેલું : ‘તારો વધ કરનાર પુરુષ તારી પુત્રીનો ભર્તા હશે.’ ‘હું.’ ‘હવે મને પરણી, મને સુખી કરો.' ‘મને પતિ બનાવીને તું સુખી થઈશ?' Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘અવશ્ય, સકલ વિશ્વમાં આપના સમાન કોઈ વીર નથી, આપને પતિ બનાવીને જગતની સર્વ સ્ત્રીઓમાં હું અતિ ગર્વવંતી બનીશ!' ‘પણ મારા પરિચય વિના મને પરણીને પાછળથી પસ્તાવો નહીં થાય ને?’ ‘આપનો પરિચય થઈ ગયો! આપનું પરાક્રમ, આપની મુખાકૃતિ, આપની વાણી, આ બધાએ કંઈ ઓછો પરિચય આપ્યો છે?' હનુમાનજીએ લંકાસુંદરીને લગ્નની અનુમતિ આપી. લંકાસુંદરીએ સર્વપ્રથમ પોતાના પિતાના મૃતદેહની અંતિમ વિધિ કરાવી, સ્નાનાદિથી નિવૃત્ત થઈ, હનુમાનજીને પોતાના મહેલમાં લઈ જઈ, સંધ્યાનું ભોજન કર્યું. હનુમાનજીએ ગાંધર્વ વિધિથી લંકાસુંદરી સાથે લગ્ન કર્યું. લંકાસુંદરી હનુમાન સાથે લગ્ન કરી, પરમ કૃતાર્થતા અનુભવવા લાગી. હનુમાનજી લંકાસુંદરીને પ્રાપ્ત કરી, લંકા ઉપર પોતાનો પ્રથમ વિજય સમજી, પોતાના સ્વામીના કાર્યની સિદ્ધિનાં એંધાણ સમજવા લાગ્યા. હનુમાન લંકાસુંદરી સાથે મહેલની અટ્ટાલિકામાં ઊભા ઊભા લંકાનું અવલોકન કરતા હતા, ત્યાં પશ્ચિમ દિશામાં સૂર્ય અસ્ત થયું. For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * ૭૬. ૨૧ ઉપવાસનું પારણું અંજનાનંદને નિ:શંક બની લંકાસુંદરી સાથે યામિની વિતાવી. પ્રભાતે લંકાસુંદરીને પૂછી, હનુમાન લંકામાં પ્રવેશ્યા. લંકામાં જો કોઈ પ્રાજ્ઞ પુરુષ હતો તો તે બિભીષણ હતો. હનુમાનજીએ બિભીષણની મુલાકાતથી કાર્યનો પ્રારંભ કરવા વિચાર્યું. બિભીષણ નીતિજ્ઞ અને ન્યાયી રાજપુત્ર હતો. તેને સીતાનું અપહરણ નહીં જ ગમ્યું હોય અને આ વિષયમાં તેણે કંઈ ને કંઈ વિચાર્યું હશે. આ વાત હનુમાનજીએ વિચારી હતી. હનુમાનજી ઇચ્છતા હતા કે બિભીષણના પ્રયત્નોથી સીતા-મુક્તિ થઈ જતી હોય તો યુદ્ધની જ્વાળામાં કરોડો પ્રાણોની આહુતિ આપવાની ન ૨હે. હનુમાનજી લંકાના રાજમહેલોથી પરિચિત હતા. બિભીષણનો મહેલ તેમણે જોયેલો હતો. નિર્ભય હનુમાન બિભીષણના દ્વારે જઈ ઊભા. દ્વારપાલને પોતાની મુદ્રિકા આપી. મુદ્રિકા લઈ દ્વારપાળ બિભીષણ પાસે પહોંચ્યો. બિભીષણે પવનંજયપુત્રનું આગમન જાણી, આનંદ વ્યક્ત કર્યો અને સ્વયં દ્વારે આવી, હનુમાનનું સ્વાગત કર્યું. મંત્રણાગૃહમાં પ્રવેશી, હનુમાનને ભદ્રાસન પર બેસવાનો ઇશારો કરી, બિભીષણે પૂછ્યું : ‘કહો, હનુમાન કુશળ છો ને?’ ‘રાજન, કુશળતા હોત તો અહીં અત્યારે આવવાનું પ્રયોજન ન હતું.' ‘કહો, શું પ્રયોજન છે?’ ‘હે ન્યાયનિષ્ઠ રાજન, રામપત્ની સીતાનું અપહરણ થયું છે અને દશમુખ રાવણ, અપહરણ કરનાર છે. સીતાને લંકાના દેવ૨મણ ઉદ્યાનમાં રાખવામાં આવ્યાં છે. આપ દશમુખના લઘુભ્રાતા છો. આવું અપકૃત્ય કરતાં દશમુખને, આપે રોકવા જોઈએ. ન્યાયવિરુદ્ધ કાર્ય પ્રત્યે આપ ઉદાસીન કેમ છો?' ‘હનુમાન, તમારી વાત સત્ય છે, સીતાને મુક્ત કરવા મેં પૂર્વે અગ્રજને સમજાવ્યા હતા. પુનઃ આગ્રહપૂર્વક તેમને સમજાવવા હું પ્રયત્ન કરીશ.' ‘પ્રયત્ન અત્યારે જ કરવો જરૂરી છે. હું આ કાર્ય માટે જ, શ્રી રામની આજ્ઞાથી અહીં આવ્યો છું.' ‘અવશ્ય, હું તમારી વાતમાં સંમત છું. સીતા શ્રી રામને સોંપી જ દેવી જોઈએ, એ ન્યાય છે. હું આ ન્યાયની રક્ષા કરવા મોટા ભાઈને પ્રાર્થના કરીશ, પછી શું પરિણામ આવે છે, તેના પર વિચારીશ, For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७४४ જૈન રામાયણ હનુમાનજીને બિભીષણની વાતથી સંતોષ થયો. બિભીષણને નમસ્કાર કરી, હનુમાનજી સીધા જ દેવરમણ ઉદ્યાને પહોંચ્યા. વૈદેહીથી અધિષ્ઠિત દેવરમણ ઉદ્યાન. મહાદેવી હતી છતાં મંદિર પ્લાન હતું. પવિત્રતા હતી પણ પ્રસન્નતા ન હતી. જીવન હતું પણ સ્મશાન જેવું સૂમસામ હતું. અશોકવૃક્ષની છાયામાં સીતાજી બેઠેલાં હતાં. કપોલ પર કેશકલાપ લૂખો ફરફરી રહ્યો હતો; સતત અશ્રુધારાથી ધરતી ભીંજાયેલી હતી. હિમાર્ત પદ્મિનીની જેમ સતીનું મુખકમલ પ્રમ્લાન બનેલું હતું અને પ્રથમ ઇન્દુકલાની જેમ સીતાજીનું શરીર અત્યંત કૃશ બની ગયેલું હતું. ઉષ્ણ નિશ્વાસ અને સતત સંતાપથી સતીના અધર સુકાઈ ગયા હતા. અને બસ, નિઃસ્પન્ડ યોગિનીની જેમ “રામ.. રામ..રામ.” નું નામ જપી રહી હતી. તેનાં વસ્ત્ર મલિન બની ગયાં હતાં, પણ તેને વસ્ત્રની કે વધુની ક્યાં પડી હતી? હનુમાને વૈદેહીનું દર્શન કર્યું. તેઓ વૈદેહીના આંતરિક જીવનવૈભવને વંદી રહ્યા, “અહો, સીતા ખરેખર મહાસતી છે. આનું દર્શન મનુષ્યને પાવન કરી દે, તે નિશ્ચિત છે. સીતાના વિરહમાં રામ કલ્પાંત કરે, તે યુક્ત જ છે. રૂપવતી અને શીલવતી નારીનો વિરહ કયા પુરુષને શોકાકુળ ન કરે ? રામ જેવા રામ, પિતાના વચન ખાતર રાજપાટ ત્યજી દઈ વનવગડે નીકળી પડનાર રામ, માતા-પિતા ભાઈ, સર્વનો સંગ ત્યજીને, નિર્મોહી જેવા બનીને, જીવન જીવનાર રામ, એક સ્ત્રીના વિરહમાં આટલું બધું કલ્પાંત કેમ કરે છે? આ પ્રશ્ન ક્યારનો હનુમાનને સતાવતો હતો-એ પ્રશનનું સમાધાન આજે સીતા-દર્શનથી થઈ ગયું. સાથે જ શ્રી રામની વિરહવ્યથા કોઈ વિષયવાસનાને સંતોષનારી હાડમાંસની રૂપસુંદરી પાછળ ન હતી, પણ શીલવતી-રૂપવતી, પતિનિષ્ઠ ધર્મપત્ની પાછળ હતી. વીર હનુમાનની વિચારધારા આગળ વહી રહી હતી. પ્રતાપથી અને એના ઘોર પાપથી. હા, બિભીષણની સલાહ માની જાય તો રાવણ બચી જાય, બહુમાનપૂર્વક સીતાજીને પાછાં સોંપી દે તો શ્રીરામ રાવણને શિક્ષા નહીં કરે, પણ ઘમંડી રાવણ એમ માની જાય એવો ક્યાં છે? બિભીષણને તે ધિક્કારશે. હું ઓળખું છું તેને. ખેર, હવે અમાસની ઘોર અંધારી રાતમાં વીજળીનો ચમકારો થાય અને પ્રકાશ રેલાઈ જાય, તેમ સીતાજીને આનંદથી ભરી દઉં!' હનુમાને અશોક વૃક્ષ ઉપર બેસીને, શ્રી રામની વીંટી સીતાજીના ખોળામાં નાંખી! સીતાજી ચમકી ઊઠ્યાં. For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ ઉપવાસનું પારણું ઉ૪૫ આ શું? તેમણે ઝટ વીંટી હાથમાં લીધી, ધારી ધારીને જોવા માંડી. મુખ પર મલકાટ અને નયનોમાં તેજ આવી ગયું. “આ તો મારા રામની મુદ્રિકા.” તેમણે મુદ્રિકાને છાતી સરખી દબાવી દીધી. હનુમાન સીતાની પ્રસન્નતાથી ગદ્ગદ્ થઈ ગયા. તેમની આંખો હર્ષાશ્રુથી ભરાઈ ગઈ. સીતાજીની સેવામાં રહેલી ત્રિજટાએ આજે પહેલી જ વાર સીતાના મુખ પર પ્રસન્નતા જોઈ. તે રાવણ પાસે દોડીગઈ. મહારાજ, આજે સીતા પ્રસન્ન છે. તેના ચહેરા પર ક્યારે ય ન જોયેલી પ્રસન્નતા ઊછળી રહી છે.” એમ? બહુ સરસ.” ત્રિજટાને રાવણે ગળામાંથી કિંમતી હાર કાઢીને ભેટ આપ્યો. રાવણ મંદોદરી પાસે દોડી ગયો. અંતઃપુરમાં પ્રવેશતાં જ રાવણે બૂમ પાડી. “મંદોદરી.” “સ્વામીનાથ.” મંદોદરી સફાળી પલંગમાંથી બેઠી થઈ ગઈ. પરિચારિકાઓ દૂર ખસીને ઊભી રહી. રાવણ મંદોદરીના પીંક પર બેસી ગયો.” ‘અચાનક આગમન.” ‘પ્રિયે, મારું ભાગ્ય અનુકૂળ બન્યું છે. મારી આશાઓ ફળી રહી છે.” એમ જ હો નાથ.!” ત્રિજટાએ હમણાં જ આવીને શુભોદંત આપ્યા કે દેવી સીતા આજે પ્રસન્ન છે. તેના મુખ પરથી ગ્લાનિ દૂર થઈ ગઈ છે, વિષાદ દૂર થયો છે, તે આનંદી બની છે. મને લાગે છે કે હવે તે રામને ભૂલી ગઈ છે. ક્યાં સુધી એ ધીરતા રાખે? એણે વિચાર્યું હશે કે “હવે રામની આશા રાખવી વ્યર્થ છે. એ હવે અહીં ક્યાંથી આવશે? જ્યારે અહીં લંકાપતિ મારી પાછળ પાગલ બની ગયો છે, તો તેની ઇચ્છા પૂર્ણ કરી સુખી બનું. સ્ત્રી કેટલી ધીરજ રાખી શકે? મેં તેની આગળ આજીજી કરવામાં પણ કસર નથી રાખી. એ પણ મનુષ્ય છે અને તેથી મારી લાગણીઓ આખરે તે સમજી ખરી. “સ્વામી, અમે સ્ત્રીઓ ખરેખર પુરુષના પ્રેમ વિના જીવી ન શકીએ. પુરુષ વિનાની પ્રેયસી ખરે ખર ઝૂરી ઝૂરીને જીવે છે ને અંતે મૃત્યુશરણ થાય છે. સીતા પણ એક સ્ત્રી છે ને! રામના પ્રેમને વિસરવા આટલા દિવસો બસ હતાં. For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફિ૪૩ જૈન રામાયણ વળી આ વિશ્વમાં કઈ સ્ત્રી એવી અભાગી હશે કે જેને આપ ચાહો છતાં એ આપને ન ચાહે? શુરવીર અને રૂપવાન એવા લંકાપતિ તરફ સીતા ઊંડે ઊંડે અનુરાગી તો હશે જ, એ તો સ્ત્રીની ગત સ્ત્રી જ જાણે! અમારો અનુરાગ જલ્દી કોઈ ન જાણી શકે. અંતઃકરણથી જેના તરફ અમે અનુરાગી હોઈએ, બહારથી એના તરફ રોષ બતાવીએ અને હૃદયથી જેના તરફ વેષ હોય, બહારથી અનુરાગ બતાવીએ! એટલે મને પણ એમ સમજાય છે કે હવે એ આપને ચાહે છે.” “સાચું છે દેવી, હવે એ લંકાપતિ સાથે રમણે ચઢે, એ માટેનો માર્ગ તું બાંધી આપ; સત્વર તું જા અને એને સમજાવ.” જેવી મારા હૃદયનાથની આજ્ઞા.' મંદોદરીએ રાવણનું દૂતીપણું સ્વીકાર્યું અને દેવરમણ ઉદ્યાનમાં જવા તૈયાર થઈ. રાવણ પ્રસન્નચિત્તે પોતાના પ્રાસાદમાં આવ્યો અને મંદોદરીની રાહ જોતો બેઠો. રંક રાવણ! સીતાના આકર્ષણમાં અંજાઈ ગયેલો રાવણ, ત્રિજટાના સમાચારને સત્ય માની લે છે! સીતાના સ્મિતનો કેવો અર્થ કરી બેઠો! જ્યાં જેની મતિ હોય છે, ત્યાં તે અર્થને ખેંચી જાય છે. સીતાના સ્મિતે, સીતાની પ્રસન્નતાએ રાવણને ઊંધા માર્ગે દોર્યો. રાવણે એના પર આશાના મહેલો બાંધી દીધા! તેના મને સીતા માટે નવી રંગીન દુનિયા સર્જી દીધી. અને હવે એ દુનિયામાં સીતા પ્રવેશે, તેની રાહ જોતો પાગલ રાવણ એ રંગીન દુનિયાના દ્વારે બેઠો! મંદોદરી! મતિમંદ મંદોદરી. અંધ અતિરાગમાં રાચનારી રાક્ષસ વંશની પંરપરાનો ઉજ્વલ ઇતિહાસ ભૂલીને, એ ઇતિહાસ પંરપરાનો અંત લાવી આપનારા કાર્યનું દૂતીપણું કરવા ઊપડી. ગમે તે રીતે પતિનું પ્રિય કરવું, આવા એકાંગી અશુભ સિદ્ધાંતને વરી ચૂકેલી, મંદોદરી પતિના કાર્યને ન્યાય-નીતિના ત્રાજવે તોલવાનું જાણતી ન હતી. અપહરણ કરીને ઉઠાવી લાવેલી સીતા કે જે સતી રાવણનો પડછાયો પણ નથી ચાહતી, એવું જાણવા છતાં પણ તે લંકાના સમ્રાટને વિવેક શીખવવાનું ભૂલી ગઈ. તેને તેવું સૂઝયું જ નહીં! એ સાચું કદાચ સમજતી હશે, પણ અપ્રિય સત્ય પતિને કહેવું તેણે પસંદ નહીં કર્યું હોય. ગમે તે હો, તેણે લંકા માટે, લંકાની પ્રજા માટે, રાક્ષસ વંશ માટે કે લંકાના સમ્રાટ માટે શુભ ન ચિંતવ્યું. બલકે રાક્ષસવંશની ત્યાગપ્રધાન સંસ્કૃતિના વિનાશના કાર્યમાં સાથ આપ્યો, સહયોગ આપ્યો. For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૪૭ ૨૧ ઉપવાસનું પારણું મંદોદરીનો રથ દેવરમણ ઉદ્યાનના દ્વારે આવી ઊભો. ત્રિજટા દોડી ગઈ, મંદોદરીનો હાથ પકડી કહેવા લાગી. મહાદેવી, આજે સીતાને શું થઈ ગયું છે? આજે એનું મુખ મલકી રહ્યું છે, હૈયું નાચી રહ્યું છે, એ દુઃખ, વેદના, સંતાપ બધું જ વીસરી ગઈ છે. મને લાગે છે કે આજે આપની વાત એના ગળે ઊતરી જશે અને લંકાપતિની આશા ફળશે.' ચાલ, હું એ માટે જ આવી છું.” ત્રિજટાએ દોડી જઈને સીતાજીને સમાચાર આપ્યા : “સીતા! મહાદેવી સ્વયં અહીં પધારી રહ્યાં છે.” સીતાજીએ મુદ્રિકાને પોતાના કટિ-પ્રદેશે સંતાડી દીધી અને પોતાના તરફ આવતી મંદોદરીને જોઈ રહ્યાં. મંદોદરી આવીને સીતાજી પાસે બેસી ગઈ. ત્રિજટાને આસન પણ ન પાથરવા દીધું. ત્રિજટા દૂર એક વૃક્ષ પાસે જઈ ઊભી રહી. મંદોદરીએ વાતનો પ્રારંભ કર્યો. સતા, તું અહીં આવી છો ત્યારથી માંડીને આજે જ તારા મુખ પર હું કંઈક સ્વસ્થતા જોઉં છું. મને આજે ઘણો સંતોષ થયો છે.' મંદોદરી ક્ષણવાર મૌન રહી, સીતાજીના મુખ ઉપરના ભાવો વાંચી રહી, બીજી બાજુ, અશોકવૃક્ષની ઘટામાં છુપાયેલા હનુમાન મંદોદરીના મુખભાવ અને વચનભાવ માપી રહ્યા હતા. ત્રિજટાને સીતા-મંદોદરીના વાર્તાલાપનું શું પરિણામ આવે છે એમાં જ રસ હતો. ખરેખર! લંકાના સમ્રાટ અદ્વિતીય ઐશ્વર્ય અને અપ્રતિમ સૌન્દર્ય ધરાવે છે,' તેણે સીતાજીના મુખ પર હાથ ફેરવતાં કહ્યું : “ત્રણ ભુવનમાં અદ્ભુત રૂપ અને અનુપમ લાવણ્ય મારી સીતા ધરાવે છે! ભલે, અજ્ઞાન દેવે તમારા બેનો સુયોગ્ય સંબંધ ન બાંધ્યો. સંપ્રતિ એ સંબંધ બંધાઓ. લંકાના નર-નારીઓ મહોત્સવ ઊજવશે, દેવો પ્રશંસાનાં પુષ્પો વરસાવશે. જાનકી! માની જા, તું સંમતિ આપ. બસ, હું અને બીજી રાણીઓ તારી આજ્ઞાને માથે ચડાવીશું. તું રાક્ષસદ્વીપની માનનીય સામ્રાજ્ઞી બનીશ.' મંદોદરીનો એક-એક શબ્દ તાતા તીરની જેમ સીતાના હૃદયને વાગતો હતો. સીતાએ આજે એવાં જ વળતાં તીર વરસાવવાનો નિર્ણય કરી દીધો. પુનઃ મંદોદરી આવું સાહસ કરવા આવે જ નહીં. પાપી તારા દુર્મુખ પતિની દૂતી બનીને અહીં આવી છો? તારું મુખ જોવું, એ પણ નરકગામી બનાવનારું છે. તે સમજી લે કે હું શ્રીરામની પાસે જ છું. લક્ષ્મણ હમણાં અહીં આવ્યા સમજ, જેવી રીતે ખર વગેરેનો વધ થયો તે રીતે For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૮ જેને રામાયણ તારા પતિ વગેરેનો વધ થશે અને લંકા રોળાઈ જશે. પાષિષ્ઠ, તું હવે એક અક્ષર પણ મારી પાસે બોલીશ નહીં અને તારું કાળું મુખ મને બતાવીશ નહીં.” સીતાની આંખમાંથી અંગારા વરસી રહ્યા અને વાણીમાંથી લાવા કરવા લાગ્યો. મંદોદરી સ્તબ્ધ બની ગઈ, ધ્રુજી ઊઠી. તે વધુ પ્રહારો સહવા શક્તિમાન ન હતી. ત્યાંથી ઊભી થઈ તે ચાલી નીકળી. તેને સમજ ન પડી. તો પછી સીતા પ્રસન્ન કેમ હતી? ત્રિજટાએ આપેલા સમાચાર શું ખોટા હતા? ના, લંકાપતિ સાથે રમત રમવી તે કાળસર્પ સાથે રમત રમવા જેવી હોય છે. ત્રિજટાએ પ્રસન્નતા જોઈ જ હશે. તો શું એ પ્રસન્નતા થવાનું બીજું કોઈ કારણ હશે?' ત્રિજટા વિલખી પડી ગઈ હતી. તે ધીમે પગલે મંદોદરીની પાછળ આવતી હતી. બીજી પરિચારિકાઓ અને ઉદ્યાનરક્ષકો ઉદ્યાનની બહાર પટરાણી પાસે ભેગાં થઈ ગયાં. મંદોદરીએ સહુના મુખે સાંભળ્યું કે સીતા આજે પ્રસન્નવદના છે!' તો પોતાની સાથે આવો દુર્વ્યવહાર કેમ કર્યો? એ પ્રશ્ન મંદોદરીને અકળાવી દીધી. પરંતુ એણે મનોમન સમાધાન કર્યું. “મારે આ જંજાળમાં શા માટે પડવું? સીતાને વશ કરવી સરળ નથી. લંકાપતિને જેમ યોગ્ય લાગે તેમ કરે. હવે હું સીતાને સમજાવવા નહીં આવું.” ભોજનનો સમય થઈ ગયો હતો. પરિચારિકાઓ અને ધારરક્ષકો ભોજન માટે ચાલ્યાં ગયાં. દેવરમણ ઉદ્યાનમાં સીતાજીને પ્રગટ રૂપે મળવાનો હનુમાનને સુઅવસર મળી ગયો. હનુમાન અશોકવૃક્ષથી નીચે ઊતરી આવ્યા અને સીતા-સન્મુખ નતમસ્તકે પ્રણામ કરી, ઊભા રહ્યા. અચાનક અજાણ્યા પુરુષને પોતાની સામે આવીને ઊભેલો જોઈ, સીતાજીએ તરત પોતાનાં વસ્ત્ર ઠીક કરી લીધાં. તે પૂર્વે હનુમાન બોલ્યા : દેવી, લક્ષ્મણ સાથે શ્રી રામ જય પામો! આપના કુશળ સમાચાર જાણવા, શ્રી રામની આજ્ઞાથી હું અહીં આવ્યો છું. હું ત્યાં જઈશ, સમાચાર આપીશ એટલે શ્રી રામ શત્રુવધ માટે અહીં અવિલંબ આવશે. મેં જ આપના ઉલ્લંગમાં શ્રી રામની નિશાનીરૂપ મુદ્રિકા નાંખી હતી.” હનુમાને પુનઃ અંજલિ મસ્તકે લગાડી વંદના કરી. સીતાની આંખો અશ્રુથી ભીની થઈ ગઈ. હૈયું ગદ્ગદ્ થઈ ગયું. તેમણે પૂછયું. “વત્સ, તું કોણ છે? દુર્લધ્ય સમુદ્ર તે કેવી રીતે પાર કર્યો? મારા પ્રાણનાથ For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ ઉપવાસનું પારણું કુશળતો છે ને? સૌમિત્રીની સાથે તેં એમને ક્યાં જોયા? કેવી રીતે તેઓ કાળ નિર્ગમન કરે છે? માતા, હું પવનંજયપુત્ર હનુમાન છું, મારી જનનીનું નામ અંજના, વિઘાશક્તિથી અને વ્યોમયાનથી સમુદ્રને ઓળંગી હું અહીં આવ્યો છું. સમસ્ત વાનરદ્વીપના અધિપતિ મહારાજા સુગ્રીવ શ્રી રામના ચરણોમાં સેવા કરે છે, લક્ષ્મણ સાથે શ્રી રામ વાનરદ્વીપની રાજધાની કિષ્ક્રિબ્ધિમાં, ઉદ્યાનમાં વૃક્ષ નીચે વાસ કરીને રહ્યા છે. દેવી, શ્રીરામ આપના વિયોગથી દિનરાત સંતપ્ત છે. જેમ દાવાનળ પર્વતને બાળે, તેમ તેમનો સંતાપ સમગ્ર વાનરદ્વીપને ચિંતાતુર બનાવી રહ્યો છે અને લક્ષ્મણજી તો મા વગરના વાછરડાની જેમ તરફડી રહ્યા છે. - નિરંતર ચારેય દિશામાં જોતા, તેઓ ક્ષણ માટે પણ સુખ અનુભવતા નથી. દિવસ અને રાત તેઓ મૌન રહે છે. તેમના સંતપ્ત હૃદયને સ્નેહીઓનાં આશ્વાસન શાંતિ આપી શકતાં નથી. દેવી, જેમ જેમ વિદ્યાધર દુનિયાના રાજા-મહારાજાઓને સમાચાર મળે છે તેમ તેમ તેઓ શ્રી રામની સેવામાં ઉપસ્થિત થાય છે. આપના ભ્રાતા ભામંડલ પણ કિષ્ક્રિબ્ધિ આવી ગયા છે. પાતાલલકાના અધિપતિ વિરાધ અંગરક્ષક બનીને ઊભો છે. રાજા મહેન્દ્ર અને પ્રસન્નકીર્તિ શત્રવધ માટે થનગની રહ્યા છે; કિષ્કિબ્ધિનું ઉદ્યાન એક વિરાટ રાજસભા બની ગયું છે. સહુ શ્રી રામલક્ષ્મણની ચરણ-સેવામાં તત્પર છે. મહારાજા સુગ્રીવે આપના કુશળ સમાચાર મેળવવા સર્વ દિશામાં તપાસ કરાવી. ખુદ સુગ્રીવે જ ભાળ મેળવી કે રાવણ આપનું અપહરણ કરી ગયો છે. અહીં આવીને આપને શ્રીરામના સમાચાર આપવાનું કાર્ય મહારાજા સુગ્રીવની ભલામણથી, શ્રી રામે મને સોંપ્યું. આપને મારા પર વિશ્વાસ થાય, તે માટે તેમની મુદ્રિકા આપી અને કહ્યું છે કે “આવે ત્યારે દેવીનો મુગટ લેતો આવજે!' માટે મને આપનો મુગટ આપો, હું શ્રી રામને તે આપીશ, તેમને મારા કાર્યની સફળતાની પ્રતીતિ થશે અને મુગટ જોઈને પ્રત્યક્ષ આપને મળ્યાનો આનંદ અનુભવશે.' સીતાજીની આંખોમાંથી અશ્રનો પ્રવાહ વહી રહ્યો હતો. તેમણે તરત માથાનો મુગટ હનુમાનને આપ્યો, અને કહ્યું : “આ મારો મુગટ લઈને વત્સ, તું ત્વરાથી ચાલ્યો જા. જો અધિક સમય For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉ૫o જૈન રામાયણ અહીં ઊભો રહીશ તો ઉપદ્રવ થશે. એ દુષ્ટ રાવણને તારા આગમનની ખબર મળતાં જ અહીં દોડી આવશે. માતા! તમે ચિંતા ન કરો, હું એ વાતનો પછી જવાબ આપું છું. હવે આ ભોજન પડ્યું છે તે કરી લો. એકવીસ દિવસના ઉપવાસનું પારણું કરો. મારી આ પ્રાર્થના છે. આપ ભોજન કરો, પછી જ હું અહીંથી જઈશ.” હનુમાનના આગ્રહથી અને શ્રી રામના ઉદન્તથી પ્રસન્ન થઈ સતાજીએ દેવરમણ ઉદ્યાનમાં એકવીસ દિવસના ઉપવાસનું પારણું કર્યું. હનુમાન ત્યાં જ ઊભા રહ્યા. સીતાજી ભોજન કરતાં હતાં અને હનુમાન કહેતા હતા ? માતા, તમે મારી માતા છો. વાત્સલ્યથી પ્રેરાઈને તમે મને અહીંથી જલ્દી જવાનું કહો છો. તમને ભય લાગે છે ખરું ને? રાવણના સુભટો મને પકડીને મારો વધ કરશે, એમ માનો છો ને? માતા, હું શ્રી રામ લક્ષ્મણનો દૂત છું! ત્રણેય જગતને પરાજિત કરવાની, મારી તાકાત છે. ભલેને રાંકડો રાવણ એના સૈન્ય સાથે મારી સામે આવે, હું એ સહુને પહોંચી વળે એમ છું.” માતા! આપ અનુમતિ આપો, મારા સ્કંધ ઉપર આપને બેસાડી શ્રી રામ પાસે લઈ જાઉં. સૈન્યસહિત રાવણ જોતો રહી જાય, ધોળે દિવસે લંકામાંથી હું આપને લઈ જાઉં! ચોર રાવણ તો વનવગડામાંથી રામ-લક્ષ્મણની નજર ચુકાવી, આપને ઉપાડી લાવ્યો પણ હું સૌને દેખતાં તમને લઈ જાઉં. સીતાજીના મુખ પર સંતોષ, આનંદ અને હર્ષ ઊભરાયો “વત્સ! તારા માટે તું કહે છે તે સર્વ શક્ય છે. તું રામ-લક્ષ્મણનો દૂત છે! વત્સ પરંતુ હું તારા સ્કંધ પર નહીં બેસું. પરપુરુષનો સ્પર્શ પણ હું નહીં કરું. તું જઈને આર્યપુત્રને સર્વ સમાચાર આપજે, પછી જે ઉચિત હશે તે આર્યપુત્ર કરશે. તેં તારું કર્તવ્ય જરાય ક્ષતિ વિના પૂર્ણ કર્યું છે. ખરેખર જ તું પરાક્રમી, સન્નિષ્ઠ રામ-સેવક છે. હવે મારું દુઃખ ગયું. તું જા. હું હવે શ્રી રામ-લક્ષમણ સાથે તારી રાહ જોતી અહીં બેઠી છું.' 0 0 0. For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૭. હનુમાનનું પરાક્રમ હું જાઉ છું, પરંતુ રાક્ષસોને મારા પરાક્રમની ચપળતા બતાવતો જઈશ. પોતાને વિશ્વવિજેતા માનતો રાવણ, બીજાના પરાક્રમને ગણકારતો નથી, ભલે આજે શ્રી રામના સેવકના પરાક્રમને એ જાણે!' હનુમાને સીતાજી સામે અનુજ્ઞા-પ્રાર્થના કરી. સીતાજીએ સંમતિ આપી. હનુમાને નમન કર્યું અને ધરાને કંપાવતા તેઓ ઉદ્યાનમાં દોડી ગયા. હનુમાને દેવરમણ ઉદ્યાનમાં ભંગલીલા ખેલવા માંડી. અશોકવૃક્ષોને તોડવા માંડ્યાં. બકુલવૃક્ષો ઉખેડી નાંખ્યાં. સહકારે વૃક્ષો નષ્ટ કર્યા. ચંપકવૃક્ષોનો ઘાણ કાઢી નાંખ્યો. મંદાર અને કદલી વૃક્ષોનો વિનાશ કર્યો. વૃક્ષો તૂટવાનો અને પડવાનો અવાજ દ્વારરક્ષકોએ સાંભળ્યો. ઉદ્યાનના ચારે દ્વારોના રક્ષકો શસ્ત્રો સાથે દોડી આવ્યા. દેવરમણનો કચ્ચરઘાણ કાઢતા, હનુમાનને હણવા, હાથમાં મુગર લઈ, તેઓ હનુમાનને પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યા. હનુમાને તો એ જ તોતિંગ વૃક્ષોને શસ્ત્ર બનાવ્યાં! સર્વમરૂં વત્નીયા બલવાન પુરુષો માટે બધું જ શસ્ત્રરૂપ હોય છે! એક એક પ્રકારે એક એક દ્વારરક્ષકને યમલોક પહોંચાડતા, હનુમાને હાહાકાર મચાવી દીધો. એક નિશાચર સૈનિક રાવણ પાસે દોડ્યો. રાવણ ઉદ્વિગ્ન હતો, કેમકે મંદોદરીએ સીતાના પ્રહારો અક્ષરશઃ રાવણને કહી દીધા હતા. રાવણને સીતાની પ્રસન્નતાનું રહસ્ય સમજાતું ન હતું. તો પછી સીતા શા માટે આજે પ્રસન્ન હતી? શું એ હજુ મને ચાહતી નથી?” પ્રહરીએ આવીને, રાવણની વિચારધારામાં ભંગાણ પાડ્યું. મહારાજા, દેવરમણ ઉદ્યાનમાં ભયંકર તોડફોડ થઈ રહી છે. કોઈ બળવાન વિદ્યાધરકુમારે ઉદ્યાનનો નાશ કરવા માંડ્યો છે. મારા સિવાય બીજા રક્ષકોને પણ મારી નાંખ્યા છે.' અક્ષકુમારને બોલાવો.” દેવરમાણમાં વિદ્યાધરકુમાર? કોણ હશે એ? લંકામાં એ કેવી રીતે આવી ગયો? લંકાનો અભેદ્ય દુર્ગ એણે કેવી રીતે ઓળંગ્યો? દેવરમણ ઉદ્યાનમાં કેમ ગયો? શું એ રામનો કોઈ અનુચર હશે? શું એ સીતાને મળ્યો હશે? આજ્ઞા નિવેદન કરો, પિતાજી.” અક્ષકુમારે દશમુખને વંદન કરી કહ્યું. For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૫૨. જૈન રામાયણ ‘દેવરમણ ઉદ્યાનમાં સૈનિકોને લઈને જા. ત્યાં કોઈ દુષ્ટ વિદ્યાધરકુમાર ઘૂસી ગયો છે અને તેણે મોટો ઉત્પાત મચાવ્યો છે. તેને જીવતો કે મરેલો લઈ આવ.” જેવી આજ્ઞા.' અક્ષકુમાર પ્રણામ કરી, સૈનિકો સાથે ઉદ્યાન તરફ ત્વરાથી ચાલ્યો. સૈનિકોએ ઉદ્યાનને ઘેરી લીધું અને અક્ષકુમાર ઉદ્યાનમાં પ્રવેશી, હનુમાન સામે દોડ્યો. હનુમાને અક્ષકુમારને પડકાર્યો. ભલે આવ્યો! ભોજનના પ્રારંભે ફળ જોઈએ ને?” મોટી ગર્જનાઓ ન કર. કપિ હમણાં તું હતો ન હતો થઈ જઈશ.” અક્ષકુમારે તીરોની વર્ષા વરસાવવા માંડી. હનુમાને પ્રતિપક્ષી તીરો વરસાવી, અક્ષકુમારને મૂંઝવી દીધો. અક્ષકુમારે મરણિયા થઈ, એક પછી એક તીણ શસ્ત્રોથી લડવા માંડ્યું. હનુમાનજીએ પણ, સાવધાનીથી મુકાબલો કરવા માંડ્યો. ધીમે ધીમે લડીને, હનુમાને અક્ષકુમારને ઉદ્યાનમાં જ વધેરી નાંખ્યો. રાવણનો પુત્ર અક્ષકુમાર મરાયો. લંકામાં કોલાહલ મચી ગયો. ઉદ્યાનના એક સુરક્ષિત વિભાગમાં રહેલાં, સીતાજી ધ્રૂજી ઊઠ્યાં. હનુમાનના અમંગલની શંકાએ તેમને અકળાવ્યા! જેના પર પ્રેમ, હેત અને વાત્સલ્ય હોય છે, તેના અમંગલની શંકા જલ્દી પેદા થાય છે. રાવણે પુત્રવધના સમાચાર જાણ્યા. તેનું હૃદય વેરની આગથી સળગી ઊઠ્યું. તેણે તરત ઇન્દ્રજિતને બોલાવીને આજ્ઞા કરી : “ઇન્દ્રજિત, તું જલ્દી જ અને એ અધમ વાનરકુમારને બાંધીને લઈ આવ.” ઇન્દ્રજીત માટે આ આફત અણધારી હતી. તેની બુદ્ધિમાં વાત ઊતરતી ન હતી કે એક કપિ-સૈનિક લંકામાં કેવી રીતે ઘૂસી ગયો? આખી વાતનું રહસ્ય લંકામાં ત્રણ જ વ્યક્તિ જાણતા હતા. એક બિભીષણ, બીજી સીતા અને ત્રીજી લંકાસુંદરી. દેવરમણ ઉદ્યાનમાં તોફાન મચાવનાર હનુમાન છે,” આ વાત હજુ રાવણના જાણવામાં આવી ન હતી. ઇન્દ્રજિતે ઉદ્યાનમાં પહોંચી જોયું તો સામે હનુમાન! ઇન્દ્રજિત હનુમાનને સારી રીતે ઓળખતો હતો. વરુણ સાથેના યુદ્ધમાં હનુમાનના પરાક્રમને એણે પ્રત્યક્ષ જોયેલું હતું, પરંતુ અત્યારે ભ્રાતૃવધથી ધૂંધવાયેલો ઇન્દ્રજિત, પૂર્વપરિચયની મધુરતા માણવા તૈયાર ન હતો. તેણે હનુમાનને કહ્યું : “અરે વાનર, તું ઊભો રહે. અક્ષકુમારના લોહીથી ખરડાયેલી, ભૂમિ પર તારા લોહીનો છંટકાવ કરીને હું જંપીશ.” For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હનુમાનનું પરાક્રમ બંને મહાબાહુ વીરો વચ્ચે કલ્પાંત જેવું દારુણ યુદ્ધ ખેલાવા માંડ્યું. લંકાના રાજમાર્ગો, ગલીઓ અને મહેલો જાગી ગયા. લંકાના કિલ્લાની બહાર તો યુદ્ધ ખેલાયાં હતાં. લંકાના મધ્યભાગમાં ખેલાતું યુદ્ધ, એક અકસ્માત હતો! એક જ વ્યક્તિ સમગ્ર રાક્ષસવીરોની તાકાત માપી રહી હતી એ એક સાહસ હતું! હનુમાનને યુદ્ધ નહોતું કરવું, એમને તો રાક્ષસવીરોના પરાક્રમને લજવીને, શ્રીરામના એક એક સુભટની તાકાતનો પરિચય આપીને, કિષ્ક્રિબ્ધિના રસ્તે પડવું હતું. આ તો એમના માટે એક છમકલું હતું, બે ઘડીની મોજ હતી, સીતાજીને પ્રસન્ન કરવાનો એક ખેલ હતો. જેટલાં શસ્ત્રો ઇન્દ્રજિતે હનુમાન પર અજમાવ્યાં; હનુમાને એનાથી અનેકગણાં શસ્ત્રોથી ઇન્દ્રજિતને પરેશાન કર્યો. ઇન્દ્રજિતના સૈનિકોમાંથી કોઈ બીજીવાર હનુમાન પર પ્રહાર કરવા બચતું જ ન હતું! સૈનિકો અને શસ્ત્રોની સામગ્રી ખૂટી પડતાં, ઇન્દ્રજિત વિમાસણમાં પડી ગયો. ત્યાં સામેથી હનુમાનનું અટ્ટહાસ્ય પડઘા પાડી ઊઠ્યું. ઇન્દ્રજિત! આ તો શ્રીરામના એક જ સુભટ સામેનો સંગ્રામ છે. તો આવા લાખો-કરોડો સુભટોનો સામનો કેવી રીતે કરીશ? વિનાશલીલામાંથી ઊગરી જવું હોય તો તારા પિતાને સમજાવ, સીતાજી શ્રી રામને સોંપી આવે!” ઇન્દ્રજિતે પોતાનું છેલ્લું અસ્ત્ર સંભાળ્યું. તેણે નાગપાશાસ્ત્ર હનુમાન પર છોડ્યું. પગથી માથા સુધી હનુમાન દૃઢ નાગપાશથી બંધાઈ ગયા. ઇન્દ્રજિતના મુખ પર વિજયનો ગર્વ ઊછળી આવ્યો. હનુમાને એ ગર્વને ટકવા દીધો. નાગપાશને એક જ અંગમરોડથી તોડી નાંખી, મુક્ત બનવા હનુમાન સમર્થ હતા, પરંતુ હનુમાને નાગપાશને શરીર શક્તિથી તોડવાનો પ્રયોગ લંકાની રાજસભામાં કરવાનું વિચારી, તરત તો ઇન્દ્રજિતને બેઆબરૂ થતો બચાવી લીધો. ઘણી ઘણી મહેનતના અંતે, ઘણી ખુવારી વહોર્યા પછી પણ મેળવેલો વિજય, તે ય સાચો નહીં, દગાથી ભરેલો! ઇન્દ્રજિત જેવા અપ્રતિમ યોદ્ધાને રાજી કરી દે છે! હનુમાનને લઈ, ઇન્દ્રજિત રાવણ પાસે આવી પહોંચ્યો. અનેક રાક્ષસ સુભટો હનુમાનને કુતૂહલથી, ભયથી, રોષથી જોઈ રહ્યા હતા. હનુમાનને રાવણ સામે ઊભા રાખવામાં આવ્યા. રાવણનો રોષ સમાતો ન હતો. તે બરાડી ઊઠ્યો. “અરે દુર્બુદ્ધિ. આ તેં શું કર્યું? આ જન્મ તું મારો સેવક અને તેં કોનો આશ્રય લીધો? બે ટંક પૂરું ખાવા પણ જેમને નથી મળતું, વન વન જે ભટકે છે, જંગલનાં ફળ ખાઈને જે જીવે છે, મલિન દેહ અને વસ્ત્રો, જંગલના For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ જૈન રામાયણ ભીલ જેવા એ ભાઈઓ તારા પર પ્રસન્ન થઈ તને શું આપશે? મને જાણવા મળ્યું છે કે તું એમના કહેવાથી અહીં આવ્યો છે. અહીં આવીને તેં શું સાર કાઢ્યો? તારા પ્રાણ તે હોડમાં મૂકી દીધા, ખરેખર એ તારા સ્વામી દક્ષ છે! ધૂર્ત છે. તને અહીં મોકલીને પારકે હાથે અંગારા ઉપડાવ્યા! ખેર, હું તને મારો શ્રેષ્ઠ સેવક માનતો હતો. આજે, તું બીજાનો દૂત થઈને મારી પાસે આવ્યો છે. માટે તું અવધ્ય છે, માત્ર તને થોડી શિક્ષા કરીને છોડી દઈશ. પણ દુર્મતિ, તેં સાચે જ ખોટું સાહસ કર્યું છે.' હનુમાને રાવણની વાત સાંભળી લીધી, તેમના અંગે આગ લાગી ગઈ. તેમણે ઉગ્ર ભાષામાં રાવણની ખબર લઈ નાખી, “અરે દશમુખ, હું જ્યારે તારો સેવક હતો? તું ક્યારથી મારો સ્વામી બની ગયો? તને આવું બોલતાં શરમ નથી આવતી? નિર્લજ્જ, ભૂલી જાય છે એ યુદ્ધનો પ્રસંગ? જ્યારે વરુણરાજે તારા બનેવી ખર વિદ્યાધરને પકડીને કારાગારની હવા ખવડાવી હતી ત્યારે તારી મિત્રતાથી, મારા પિતાએ વરુણરાજ પાસેથી ખરને મુક્ત કર્યો હતો. અને એ જ વરુણના પુત્રો સાથેના યુદ્ધમાં જ્યારે એ રાજીવ સંજીવે તને ધોળા દિવસે આકાશના તારા દેખાડ્યા હતા ત્યારે તેં મને સહાય માટે બોલાવ્યો હતો, યાદ છે એ દિવસો? વરુણના દારુણ પુત્રોના હાથે કિરુણ હાલતે મરતાં, તને કોણે બચાવ્યો હતો? એ બધું તું આજે ભૂલી જાય છે અને તું મને તારો સેવક કહેવાનું સાહસ કરે છે? મારા સ્વામી બનવું છે? નરાધમ, હવે તું સહાયને યોગ્ય નથી; તું મહાપાપી છે, પરસ્ત્રીનું હરણ કરનાર એવા તારી સાથે બોલવું પણ મારા માટે પાપ ગણાય છે. તારા પરિવારમાં મને કોઈ એવો પરાક્રમી, શુરવીર દેખાતો નથી કે જે તારી રક્ષા કરે. એક સૌમિત્રીથી પણ બચવું તારા માટે અશક્ય છે. મોટાભાઈ શ્રીરામ તો દૂર રહ્યા! તારું પાપ ખૂબ ભરાયું છે. હવે તારું આવી બન્યું છે. રાવણ સળગી ઊઠ્યો. હનુમાને મૂકેલા અંગારાએ તેને સળગાવી મૂક્યો. રાવણના જીવનમાં આ પહેલો જ પ્રસંગ હતો કે તેની સામે કોઈ કાનના કીડા ખેરવી નાંખે તેવું સંભળાવે. રાવણ સહી ન શક્યો, તે સિંહાસન ઉપર પગ પછાડતો, ઊભો થઈ ગયો. દાંતથી હોઠ ચાવતો, ભ્રકુટિ ભીષણ કરી તે બોલ્યો : નાદાન, તેં મને અકારણ તારો શત્રુ બનાવ્યો, માટે હવે તું મરવાનો જ થયો છે. તારા પર વૈરાગી બનવાનો કોઈ અર્થ નથી. તું દૂત છે, તારી હત્યા કરવી હજી મને ઉચિત લાગતી નથી, પણ હું For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હનુમાનનું પરાક્રમ ઉપપ આજ્ઞા કરું છું કે તને ગર્દભ ઉપર બેસાડી, આગળ ઢોલ વગડાવી, લંકાની ગલી-ગલીમાં ફેરવી, લંકાની બહાર તગડી મૂકવો.” હજુ રાવણ આગળ કંઈ બોલે ત્યાં જ વીર હનુમાને નાગપાશને તોડી ફોડી નાંખ્યો. નલિનીના નાળથી હાથીને બાંધવામાં આવે તો હાથી ક્યાં સુધી એ બંધન રાખે? વીજળીના ચમકારાની ઝડપથી હનુમાન ઊછળ્યા. એક લાત મારી તેમણે રાવણને પછાડી દીધો, બીજી લાત મારી તેના મુગટના ચૂરા બોલાવી દીધા અને એ જ ઝડપથી હનુમાન રાજમહાલયમાંથી બહાર નીકળી પડ્યા. લંકાનો વિનાશ કરતા તેઓ લંકાની બહાર નીકળી ગયા. પકડો મારો... પકડો.” ના પોકારો ગાજી ઊઠડ્યા. પણ એ કૃતાન્તકાળની પાસે કોણ જાય? એક જ ઝાટકે નાગપાશને તોડી નાંખી, એક જાદુગરની અદાથી રાવણને ભૂમિ પર પટકી દઈ, તેના મુગટના ચૂરા કરી નાંખી અદૃશ્ય થઈ જનાર હનુમાનને ઇન્દ્રજિત જોતો જ ઊભો રહી ગયો. તે સ્તબ્ધ બની ગયો. અક્ષકુમારનું મૃત્યુ અને રાવણનું હડહડતું અપમાન. હનુમાનનું આ ઘોર સાહસ ઇન્દ્રજિત માટે એક પ્રશનચિહ્ન બની ગયું. રાવણના આક્રોશ અને ધમપછાડા વ્યર્થ હતા. એક રાતમાં શ્રી રામનો એક સુભટ શું કરી શકે છે, એ વિચારે રાવણને તો નહીં, ઇન્દ્રજિતને પણ હલબલાવી દીધો. રાવણના હૃદયમાં એક પરિવર્તન થયું. સીતાના વિચારોમાં મૂઢ બનેલું એનું ચિત્ત, હવે વેરનો બદલો લેવા તરફ વળ્યું. રાવણ અભિમાનની પ્રત્યક્ષ મૂર્તિ સમાન હતો. હનુમાને કરેલું ઘોર અપમાન રાવણ માટે મૃત્યુ કરતાં પણ વધારે હતું. બિભીષણ હનુમાનની લંકાની પ્રવૃત્તિની પૂરેપૂરી જાણકારી મેળવી રહ્યો હતો. દેવરમણમાં ખેલાયેલા યુદ્ધમાં થયેલી ખુવારી અને સમ્રાટના મહેલમાં સમ્રાટનું થયેલું ઘોર અપમાન તથા લંકાની ભાંગફોડ – આ બધું જ તેણે જાણ્યું હતું. “શા માટે આ બધું થયું?' આ પ્રશ્નના ઉત્તરમાં “એક લંકાપતિની જીદ ખાતર!” આ જવાબ મળતો હતો, કેવી રીતે એ જીદ છોડાવવી એનો કોઈ ઉપાય બિભીષણ પાસે ન હતો. પણ “જીદ ન છોડે તો શું થાય?' એનો જવાબ ખૂબ સ્પષ્ટ હતો. “લંકાનો વિનાશ. રાક્ષસ વંશનો અંત.” બિભીષણનું અંતઃકરણ રડી પડતું હતું. મિથ્યાભિમાની રાવણની અનાચારી, For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ ૭પ૭ અત્યાચારી અને પાશવી વૃત્તિ-પ્રવૃત્તિઓ તરફ એનું હૃદય કકળી ઊઠ્યું હતું. રાવણની આસપાસ વીંટળાઈ રહેનારા ખુશામતખોરો તરફ બિભીષણને ભારે ઘૃણા હતી, પરંતુ ઘૃણાની કોઈ અસર તે ખુશામતખોરો પર થતી ન હતી, કારણ કે લંકાપતિના તેમના પર ચાર હાથ હતા! પવિત્ર બિભીષણની વાતો કરતાં તે ખુશામત કરનારાઓની વાત ૫૨ રાવણ વધુ વિશ્વાસ કરતો હતો. બિભીષણને આ પરિસ્થિતિનો અંત ઘણો દુઃખદ અને સર્વવિનાશમાં દેખાતો હતો. આમ બિભીષણ ભવિષ્યને અંધકારમય, દુ:ખપૂર્ણ અને સર્વવિનાશમાં જોતો હતો. દેવરમણ ઉદ્યાનમાં બેઠેલાં સીતાજી ભવિષ્યને પ્રકાશમય, સુખપૂર્ણ અને નૂતન સર્જનમાં જોતાં હતાં. હનુમાનના આગમને સીતાજીની સર્વ નિરાશાઓને ખંખેરી નાંખી હતી. સીતાજીની કલ્પનાસૃષ્ટિમાં આશાઓનાં ધાડેધાડાં ઊતરી પડ્યાં હતાં. ‘શ્રીરામ અને લક્ષ્મણ આવશે, ધોર સંગ્રામમાં રાવણ હણાશે. શ્રી રામ મારા પ્રાણનાથ, આવીને મને અયોધ્યા લઈ જશે!' આ સર્જનના માળખામાં અનેક અવાંતર આકારો તેઓ બાંધી રહ્યાં હતાં. હવે તેઓ રોજ ભોજન કરતાં હતાં. પંચપરમેષ્ઠીના ધ્યાનમાં એકાગ્ર બનતાં હતાં અને મુખ ઉપર પ્રસન્નતા ધારણ કરતાં હતાં. હનુમાન સીતાજીના મુગટની મૂડી કમાઈને હનુમાને કિષ્કિન્ધિ તરફ આકાશમાર્ગે પ્રયાણ આદર્યું, પણ જતાં જતાં તેમની નૂતન ધર્મપત્ની લંકાસુંદરીને મળતા ગયા હતા. લંકાસુંદરીને પુનઃ અવિલંબ લંકા આવવાનું આશ્વાસન આપી, તેઓ નીકળ્યા હતા. માર્ગમાં ક્યાંય રોકાયા વિના, ક્યાંય તોફાન મચાવ્યા વિના, સીધા કિષ્મિન્ધિ પહોંચવાનું હતું. જ્યારે હનુમાનનું આકાશયાન કિષ્કિન્ધિ ઉપર ચકરાવા લેતું આવી પહોંચ્યું હશે ત્યારે શ્રી રામ, લક્ષ્મણ અને ભામંડલ વગેરેના મનની શું સ્થિતિ થઈ હશે, તેનું વર્ણન કોઈ પ્રાચીન ગ્રંથમાં મળતું નથી! શ્રી રામ! કિષ્મિન્ધિનગરના ભવ્ય ઉદ્યાનમાં શોકાકુળ રામ! મા વગરના વાછરડા જેવો વલવલાટ કરતા લક્ષ્મણ હનુમાનજીની સહુ રાહ જોઈ રહ્યાં હતાં. લંકામાં સીતાજીને મળી તેમનો For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હનુમાનનું પરાક્રમ ઉપ૭ મુગટ લઈ પાછા આવવાનું હતું. સુગ્રીવ વગેરે આ કાર્યને કપરું સમજતા હતા. તેમની સમજણ અર્થહીને ન હતી. રાવણ અને તેની લંકાથી, સુગ્રીવ આદિ રાજાઓ સુપરિચિત હતા. હનુમાનનું આકાશયાન જ્યારે કિષ્ક્રિબ્ધિના ઉદ્યાનમાં ઊતર્યું ત્યારે લક્ષ્મણજી બોલી ઊઠ્યા “હનુમાન આવી ગયા!” શ્રી રામ ઊભા થઈ ગયા. દોડતા આવતા હનુમાનની સામે શ્રી રામ દોડ્યા, તેને ભેટી પડ્યા. હનુમાને શ્રી રામનાં ચરણે નમન કરી, સીતાજીએ આપેલો મુગટ બે હાથે બહુમાનપૂર્વક રામને આપ્યો. રામ મુગટને જોતાં જ, છાતીસરસો ચાંપી, આંખો બંધ કરી, બે મિનિટ મૌન રહી ગયા. જાણે સાક્ષાત્ સીતાનું મિલન થયું હોય તેવો અવર્ણનીય આનંદ રામે અનુભવ્યો. સહુ વૃક્ષોની ઘટામાં બેઠાં. હનુમાન શ્રી રામનાં ચરણોમાં બેસી ગયા. કહો, સીતા કુશળ છે ને?” નાથ સીતા કેવી રીતે કશળ હોય? આપના વિના પાણી વિનાની માછલીની જેમ તરફડે છે અને નિરંતર રામનામ જપ્યા કરે છે.” તમે મારી મુદ્રિકા આપી ત્યારે...?' “મેં અદશ્ય રહીને દેવીના ઉત્સંગમાં મુદ્રિકાને નાખી હતી. મુદ્રિકાને જોતાં જ દેવી આશ્ચર્યમાં પડી ગયાં. ચારેકોર જુએ, પરંતુ કોઈ દેખાયું નહીં. વારંવાર વીંટીને હાથમાં લઈ, છાતીએ લગાવતાં, દેવી અવર્ણનીય આનંદ અનુભવવા લાગ્યાં! “પછી?” “પછી તો ત્યાં લંકાની પટરાણી મંદોદરી આવી, રાવણની દલાલી કરવા! આહા, દેવીએ પટરાણીને શું વાણી સંભળાવી છે? મંદોદરી વિલખી પડીને ગઈ. પછી હું દેવીની સામે ગયો, નમન કર્યું અને આપનો સંદેશો આપ્યો. “પછી શું બન્યું?” મેં દેવનો મુગટ માગ્યો. દેવીએ આપ્યો. હા, એકવીસ દિવસથી દેવીએ ભોજન જ નહીં કરેલું.” શું એકવીસ દિવસના ઉપવાસ? “હા જી, જ્યાં સુધી આપના સમાચાર ન મળે ત્યાં સુધી અન્નનો ત્યાગ કરી For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૬૫૮ દીધેલો. મેં આગ્રહ કરીને પારણું કરાવ્યું.’ Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ ત્યાં સુધીમાં રાવણને તમારી કોઈ ખબર જ ન મળી? ‘નહીં, હું લંકામાં પ્રવેશીને લંકાસુંદરીને પરણ્યો, પછી બિભીષણને મળ્યો. ત્યારબાદ દેવીના ઉદ્યાનમાં ગયો!’ હનુમાનજીએ લંકાસુંદરી સાથેના લગ્નનું પ્રકરણ કહ્યું. સહુ પ્રસન્ન થઈ ગયાં. બિભીષણ સાથેની વાતચીતથી સહુ પ્રભાવિત થયાં અને જ્યારે હનુમાનજીએ અક્ષકુમારનો વધ, ઇન્દ્રજિત સાથે યુદ્ધ, નાગપાશનું બંધન, રાવણ સાથે મુલાકાત, ગરમાગરમ ચર્ચા અને અંતે રાવણના મુગટને લાત મારી, તોડી નાંખવાનું સાહસ, આ બધું સાંભળ્યું, ત્યારે લક્ષ્મણજીની છાતી ગજગજ ફૂલવા લાગી. તેઓ હનુમાનને ભેટી પડ્યા અને ખૂબ ધન્યવાદ આપ્યા. શ્રી રામે કહ્યું : ‘હનુમાન, તમે સાચે જ મહાન પરાક્રમી, સન્નિષ્ઠાવાન અને કર્તવ્યપરાયણ મિત્ર છો. તમારા જવાથી દેવી વૈદેહીને કેટલી શાંતિ મળી! કેટલી આશા બંધાણી! દુષ્ટ રાવણને પણ ખ્યાલ આવી ગયો કે યુદ્ધમાં કોનો સામનો કરવાનો છે?' સુગ્રીવ હનુમાનને નગરમાં લઈ ગયા. સ્નાન, ભોજન આદિ કરાવી, હનુમાનને થોડો સમય વિશ્રામ કરવાનું કહી, સુગ્રીવ ઉદ્યાનમાં આવ્યા. લક્ષ્મણજીએ કહ્યું : For Private And Personal Use Only ‘સુગ્રીવરાજ, હવે અવિલંબ લંકાપ્રયાણની તૈયારી કરવી જોઈએ.' ‘જેવી આશા.’ સુગ્રીવે લક્ષ્મણજીની આજ્ઞા વધાવી લીધી. એ જ સંધ્યાએ કિકેિન્ધિના ઉદ્યાનમાં વિદ્યાધર રાજાઓની વિચાર-પરિષદ મળી અને લંકાપ્રયાણની પૂર્વતૈયારી અંગે વિચાર-વિમર્શ થયો. સૈન્યની સર્વ જવાબદારી સુગ્રીવને સોંપવામાં આવી. મહેન્દ્ર, વિરાધ, ભામંડલ વગેરે રાજાઓએ પોતાની રાજધાનીઓમાં અંગત માણસોને મોકલી, સૈન્ય બોલાવી લીધું. કિષ્કિંન્ધિનગર યુદ્ધની તડામાર તૈયારીઓમાં દિન-રાત મચી પડ્યું. Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org * ૭૮. લંકા-પ્રયાણ Acharya Shri Kailassagarsuri Gyanmandir યુદ્ધની પ્રચંડ તૈયારીઓ થવા લાગી. કિષ્લેિન્ધિનો આસપાસનો પ્રદેશ આકાશયાન, હાથી, ઘોડા, ૨થ વગેરે લાખો વાહનોથી વ્યાપ્ત બની ગયો. લાખો સુભટો અને કરોડો શસ્ત્રો ઠલવાવા લાગ્યાં. વાહનો ઠલવાવા લાગ્યાં. વાહનો, શસ્ત્રો અને સુભટોની વ્યવસ્થા ચંદ્રરશ્મિ કરી રહ્યો હતો. સુગ્રીવ, ભામંડલ, પ્રસન્નકીર્તિ, વિરાધ અને હનુમાન યુદ્ધ પ્રયાણનો માર્ગ, યુદ્ધની વ્યૂહરચના અને યુદ્ધના પ્રકારોનો વિચાર-વિમર્શ કરી રહ્યા હતા. નલ-નીલ, જાંબવાન અને અંગદ વગેરે સુભટોની વચ્ચે ફરી યુદ્ધનો જુસ્સો પ્રગટાવી રહ્યા હતા અને શા માટે આપણે યુદ્ધ માટે પ્રયાણ કરીએ છીએ, એ સમજાવી રહ્યા હતા. જ્યારે શ્રી રામ અને લક્ષ્મણ સમગ્ર પરિસ્થિતિનું ગંભીર અધ્યયન કરી, સુગ્રીવ વગેરેને સુયોગ્ય સૂચનો આપી રહ્યા હતા. અલ્પ દિવસોમાં સમગ્ર તૈયારી થઈ ગઈ, ચન્દ્રરશ્મિએ યુદ્ધપ્રયાણ કરવા માટે શ્રીરામને વિનંતી કરી. એક પ્રભાતે લાખો હૈયાં યુદ્ધ-ભેરીને નાદે નાચી ઊઠ્યાં. તારા રાણીએ શ્રી રામ-લક્ષ્મણને તિલક કર્યાં, અક્ષતથી વધાવ્યા અને તેઓની આરતી ઉતારી. રાજ-પુરોહિતે શુભ લગ્ન પ્રયાણનો આદેશ આપ્યો અને પ્રયાણ આરંભાયું. સમગ્ર સૈન્યને અવકાશયાનમાં ગોઠવી દેવામાં આવ્યું હતું. હજારો વિરાટકાય અવકાશયાનોમાં સુભટો, રથો, હાથી, ઘોડા અને શસ્ત્રો ખડકાયાં હતાં. અગ્રભાગે હનુમાનનું વિમાન ગતિ કરી રહ્યું હતું. હનુમાનની સાથે નલ-નીલ અને જાંબવાન ગોઠવાયા હતા. તેમની પાછળ ભામંડલનું શણગારેલું વિમાન ઊંડી રહ્યું હતું. ભામંડલના પડખે રાજા મહેન્દ્ર અને પ્રસન્નકીર્તિ બેઠા હતા. ત્યારબાદ સુભટોથી ભરેલ એક હજાર આકાશયાનો ઊડી રહ્યાં હતાં. બરાબર તે કાફલાની પાછળ જ ચંદ્રરશ્મિનું ચંદ્રાકાર વિમાન ગતિશીલ હતું. એની પાછળ બીજાં એક એક હજાર વિમાન શસ્ત્રોના ભંડાર લઈને ઊડી રહ્યાં હતાં. એ પછી વિરાધનું નાનકડું વિમાન ચોકી કરતું ઊડી રહ્યું હતું. એ વિમાનમાંથી થોડા અંતરે બે હજાર વિમાનો હાથી, ઘોડા અને રથ લઈને ઊડતાં હતાં. For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ ત્યાર પછી એક ભવ્ય દેદીપ્યમાન વિમાન શ્રી રામ-લક્ષ્મણને લઈ ઊડતું હતું. તેમની પાછળ ચુનંદા એક લાખ સુભટોને લઈ એક હજાર વિમાનોનું નેતૃત્વ કરતો સુગ્રીવ ઊડી રહ્યો હતો. સહુની પાછળ સો વિમાનો સૈન્યના પરિચારકોના કાફલાને લઈને ઊડી આવતાં હતાં. સહુને જેમ યુદ્ધનો જુસ્સો હતો તેમ લંકા જોવાનો પણ તલસાટ હતો. જ્યારે હનુમાનજીનો તો માર્ગમાં આવતા રાજાઓને પરાજિત કરી, સૈન્યમાં તેમની પણ ભરતી કરવાનો સંકલ્પ હતો. સૈન્ય સમુદ્ર ઉપરથી પસાર થઈ રહ્યું હતું. આ સમુદ્રના અધિપતિ હતા રાજા સેતુ અને સમુદ્ર. સમુદ્રની મધ્યમાં વિલંધર પર્વત ઉપર વેલંધર-નગરમાં તેમની રાજધાની હતી. તેમણે આ વિરાટ સૈન્યને આકાશમાર્ગે જતું જોયું. તરત જ તેમણે યુદ્ધની ભેરી વગડાવી અને સૈન્યના અગ્રભાગે યુદ્ધ ચાલુ કરી દીધું. અગ્રભાગે હનુમાન હતા. એ કદાચ એ રાજાઓ જાણતા નહીં હોય કે જાણવા છતાં ઉપેક્ષા કરી હશે! હનુમાને પડકાર ઝીલી લીધો, પણ સાથે બેઠેલા નલ અને નીલે હનુમાનને રોકીને કહ્યું : તમારું કામ લંકાના સીમાડે છે, અહીં અમે કામ પતાવીએ!” અવકાશમાં જ યુદ્ધ જામી પડ્યું. સમુદ્ર અને તેની સામે નલ અને નીલ જામી પડયા. હજુ સૈન્ય યુદ્ધ આરંભે એ પૂર્વે તો નવે સમુદ્રને બાંધી લીધો અને નીલે સેતુને બાંધ્યો! હનમાને કહ્યું : આ પહેલી પ્રસાદી શ્રી રામના ચરણે ધરી આવો!” બંને રાજાઓને લઈ નલ-નીલ શ્રી રામ-લક્ષ્મણના વિમાન પાસે આવ્યા. આ બે ઉદ્ધત રાજાઓએ આપણા સૈન્યના અગ્રભાગે યુદ્ધ કરી, આપણી ગતિ રોકી હતી. તેમને અમે આપની સામે ઉપસ્થિત કર્યા છે.” બંને રાજાઓ શ્રી રામનાં ચરણોમાં નમી પડ્યા. શરણાગતિ સ્વીકારી. શ્રી રામે બંને રાજાઓને બંધનમુક્ત કર્યા અને તેમનું રાજ્ય તેમને પાછું આપ્યું. મહાન પુરુષો શત્રુ પણ જ્યારે પરાભૂત બનીને નમી પડે છે, ત્યારે તેમના પર કૃપાળુ બને છે. રાજા સમુદ્ર વિનંતી કરી. “કૃપાનાથ, આજની રાત વેલંધરપુરમાં પધારો. કાલે પ્રભાતે પ્રયાણ કરશો.” શ્રી રામે રાજા સમુદ્રની વિનંતી માન્ય કરીનલ-નીલ સાથે હનુમાનને સંદેશ મોકલ્યો કે “સૈન્યને નીચે ઉતારો'. For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૬૧ લંકા-પ્રયાણ વેલંધર પર્વત સૈન્યથી છવાઈ ગયો. શ્રી રામને સપરિવાર રાજમહેલમાં લઈ જઈ, સમુદ્ર પ્રાર્થના કરી : કૃપાળુ, મારી ત્રણ રૂપાભિરામ કન્યાઓ સાથે પાણિગ્રહણ કરી મને કૃતાર્થ કરો.' શ્રી રામની આજ્ઞાથી લક્ષ્મણજી સાથે ત્રણ કન્યાઓનું લગ્ન કરવામાં આવ્યું. પ્રયાણની પ્રથમ રાત્રિ ત્યાં વિતાવી. બીજા દિવસે પ્રભાતે સૈન્ય આગળ વધ્યું. રાજા સમુદ્ર અને સેતુ પણ પોતાના સૈન્ય સાથે યુદ્ધપ્રમાણમાં જોડાયા. બંને રાજાઓને હનુમાનના વિમાનમાં સ્થાન આપવામાં આવ્યું. રાજા સમુદ્ર હનુમાનને કહ્યું : આગળ સવેલાદ્રિ ઉપર સુવેલ નામનો પરાક્રમી રાજા છે, જો એને જીતી લેવામાં આવે તો આપણને ઉપયોગી બનશે.” હનુમાને સૂચન વધાવી લીધું. વિમાનો સુવેલાદ્રિ ઉપર આવ્યો કે તરત હનુમાને યુદ્ધની ભેરી વગડાવી. રાજા સુલે પડકાર ઝીલ્યો. હજારો સુભટો સાથે તેણે આકાશમાં જ સખત હુમલો કર્યો. ભામંડલે પોતાના વિમાનને હનુમાનના વિમાન પાસે લઈ જઈ કહ્યું : સુવેલને હું સમજી લઈશ!' ભલે,” હનુમાને સંમતિ આપી. ભામંડલ અને સુવેલ વચ્ચે ઘોર સંગ્રામ ખેલાવા માંડ્યો. સુવેલના સુભટોને નલ-નીલે ભગાડી મૂક્યા. ભામંડલે સુવેલને અલ્પ સમયમાં જ યુદ્ધકેદી બનાવી લીધો. રાજા સવેલને પણ શ્રીરામ પાસે લઈ જવામાં આવ્યો. તેણે શરણાગતિ સ્વીકારી. એક રાત્રિ સુવેલાદ્રિ પર વિતાવી આગળ પ્રયાણ કરવામાં આવ્યું. હનુમાને શ્રી રામને કહ્યું : અહીંથી આગળ હંસદ્વીપ આવે છે, ત્યાંથી લંકા નજીક છે; માટે આપણે હિંસદ્વિીપના રાજા હંસરથને જીતી હંસદીપ ઉપર જ સૈન્યનો પડાવ નાંખીએ, બૃહની દૃષ્ટિએ જગા અગત્યની છે.” સુગ્રીવે હનુમાનની વાતમાં સંમતિ આપી. શ્રી રામે હંસદ્વિીપ ઉપર રહેવાની અનુમતિ આપી. સૈન્ય હંસદ્વિીપ તરફ ઊપડ્યું. હંસરથને સમાચાર મળી ગયા હતા. તેણે યુદ્ધની તૈયારી કરી જ રાખી હતી. હનુમાને નલ અને નીલને હંસરથ પાસે મોકલ્યા. વિના યુદ્ધ હંસરથ જો શરણે આવી જાય તો યુદ્ધ ટાળી શકાય. નલ-નીલની સમજૂતીથી હંસરથ શ્રી રામના શરણે આવ્યો અને For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ બહુમાનપૂર્વક રામ-લક્ષ્મણને નગરમાં લઈ ગયો. હંસદ્વીપ પર સૈન્યનો વ્યવસ્થિત પડાવ નાખવામાં આવ્યો. ચારે બાજુ સખત સુરક્ષા કરી દેવામાં આવી. સુરક્ષાનો ભાર ચંદ્રરાશિમ અને નલ-નીલને સોંપવામાં આવ્યો. શ્રી રામ અને લક્ષ્મણ વિશાળ સૈન્ય સાથે હંસીપ સુધી આવી ગયાના સમાચાર રાવણને મળી ગયા. લંકાની શેરીએ શેરીએ રામસૈન્યની વિવિધ વાતો પૂરજોશમાં ચાલવા લાગી. લંકામાં ભારે ખળભળાટ મચી ગયો. રાવણે તરત યુદ્ધ-પરિષદ બોલાવી. કુંભકર્ણ, બિભીષણ ઇન્દ્રજિત, હસ્ત, પ્રહસ્ત, મારીચ, સારણ વગેરે પરાક્રમી વીરો સાથે વિચાર-વિમર્શ કર્યો. મારીએ કહ્યું : શ્રીરામના સૈન્યમાં અનેક વિદ્યાધર રાજાઓ જોડાયા છે. વાનરદ્વીપનો અધિપતિ સુગ્રીવ, વાલીપુત્ર ચંદ્રરશ્મિ, પાતાલલંકાનો રાજા વિરાધ, મહેન્દ્રપુરના વયોવૃદ્ધ રાજા મહેન્દ્ર, ભામંડલ, રાજા સમુદ્ર અને સેતુ, વગેરે ઉપરાંત વીર હનુમાન, નલ-નીલ વગેરે હજારો-લાખો સુભટો સાથે શ્રી રામ હંસદ્વિીપ પર બેઠા છે. આ નિવેદન કરવાનું મારું પ્રયોજન આપણી તૈયારીઓ છે! આપણે ખૂબ ચોકસાઈપૂર્વક તૈયારીઓ કરવી જોઈએ.' મારીચની વાત સાંભળી દશમુખે કહ્યું : યુદ્ધની ભેરીઓ વગડાવો. એક એક રાક્ષસ સુભટ એક એક વાનરોનો કવળ કરી જશે. મારો એક એક વીરસેનાની રામની સેનાનો સંહાર કરવા શક્તિમાન છે. તમે સહુ અવિલંબ યુદ્ધની તૈયારી કરો.” બધી વાતો શાંતચિત્તે સાંભળી રહેલો બિભીષણ ઊભો થયો અને નમન કરી કહ્યું : રાક્ષસવંશભૂષણ! કૃપા કરો. મારાં બે વચન સાંભળી, એના પર ગંભીર વિચાર કરો, એવી મારી પ્રાર્થના છે. | સર્વ પ્રથમ તો એ વિચારો કે પરસ્ત્રીનું અપહરણ કરવાનું જે પગલું ભરવામાં આવ્યું છે, તે શું વિચારપૂર્વક કરવામાં આવ્યું છે? શું તે આ લોક અને પરલોકમાં વિનાશ કરનારું કૃત્ય નથી? શું આ કૃત્યથી આપણું કુળ કલંકિત થયું? સાચે જ, આ કૃત્યથી મને ઘણું દુઃખ થયું છે. શરમથી મારું મસ્તક નથી ઝૂકી જાય છે. અસંખ્ય વર્ષના રાક્ષસવંશના ઇતિહાસમાં આવું શરમજનક કૃત્ય કોઈએ કર્યું નથી. ખેર, હજુ કંઈ બગડી ગયું નથી. પોતાની પત્નીને લેવા શ્રી રામ આવી રહ્યા છે. તેમને તેમની પત્ની સોંપી દેવાનું આતિથ્ય કરો, એમાં For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લંકા-પ્રયાણ ફિફ૩ આપણી અપકીર્તિ થઈ જવાની નથી કે આપણા પરાક્રમને કલંક લાગી જવાનું નથી, હા એથી ભૂલ સુધરી જશે અને શ્રીરામ-લક્ષ્મણ સાથે આપણી મિત્રતા બંધાશે. જો તમે જીદ કરીને સીતાને બહુમાનપૂર્વક પાછી નહીં સોપો તો રામ યેનકેન પ્રકારેણ સીતા મેળવીને જ રહેશે. એટલું જ નહિ સમગ્ર કુળનો નાશ કરશે. તમે અને તમારા પક્ષકારો સહુ યુદ્ધની આગમાં હોમાઈ જશ, ભલે મારીચ-સારણ વગેરે તમને સાચી સલાહ ન આપે. હું તમારો અનુજ બંધુ છું, તેથી મારે તમને સાચી સલાહ આપવી જ રહી. ભલે તમને કદાચ એ ન ગમે. જો મારી વાત ગમતી હોય તો યુદ્ધનો વિચાર પડતો મૂકો અને રામ-લક્ષ્મણનું આતિથ્ય કરવાની તૈયારી કરો. નહીંતર? રામ-લક્ષ્મણના ચરણોનો દાસ બની રહેલા હનુમાનનું પરાક્રમ જોયું.? ને અનુભવ્યો એનો સાહસિક પુરુષાર્થ? મોટાભાઈ, આમ કહીને હું તમારા પરાક્રમની અપકીર્તિ નથી કરતો, પરંતુ એક સનાતન સત્ય સમજાવું છું કે અંતિમ વિજય બળનો નથી થતો. સત્ય અને ન્યાયનો થાય છે, એ ન ભૂલશો કે સત્ય અને ન્યાય તમારા પક્ષે નથી. ઇંદ્રની સંપત્તિ અને વૈભવ કરતાં તમારી સંપત્તિ અને વૈભવ અધિક છે. એક પરસ્ત્રીના કારણે શા માટે એ બધું હારી જાઓ છો?' રાવણ ઉત્તેજનાથી બધું સાંભળી રહ્યો હતો. ઇન્દ્રજિત ઊછળી પડયો. તમે જન્મથી જ ભીરુ છો. તમે જ સર્વકુળનો નાશ નોતર્યો છે. પિતાજી પર પ્રહારો કરી, તમે બતાવી રહ્યા છો કે તમે પિતાજીના ભાઈ નથી. દશમુખ જેવા સમ્રાટનો અનુજ આવી ભીરુતા બતાવે? વિદ્યાધરેંદ્ર ઇંદ્રના જે વિજેતા છે અને સર્વસંપત્તિના જે નેતા છે, એવા પિતાજી માટે તમે કેવી હીન કલ્પનાઓ કરી રહ્યા છો? તમારે શરમાઈ જવું જોઈએ. તમને આજ સુધી પિતાતુલ્ય સમજતો ને માનતો આવ્યો છું એટલે કહેતાં જિલ્લા અચકાય છે. બાકી કહું છું કે તમે જ કુળના સંહારક છો, પહેલાં તમે જ પિતાને જૂઠું બોલીને ઠગ્યા હતા. દશરથનો વધ કરવાની, લંકાની રાજસભામાં પ્રતિજ્ઞા કરીને ગયા હતા ને? વધ કર્યા વિના પાછા આવ્યા ને પિતાજીને કહ્યું : “હું વધ કરી આવ્યો છું. કેવી વંચના.! કેવો દંભ? હવે એ દશરથપુત્રને તમે બચાવવા નીકળ્યા છો, ખરું ને? એ ભૂચરોનો ભય બતાવો છો. તમને જરાય શરમ નથી આવતી? તમારી સમક્ષ ગુપ્ત મંત્રણા કરવી, તે પણ ઉચિત નથી.' રાવણ તરફ ફરીને ઇંદ્રજિતે કહ્યું : પિતાજી એમને મંત્રણામાંથી બહાર કરો.” For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७७४ જૈન રામાયણ બિભીષણનાં નેત્ર ક્રોધથી લાલ થઈ ગયાં. તે બોલ્યો : શત્રુના પક્ષે હું નથી પણ પુત્રરૂપે તું શત્રુ જન્મ્યો છે. તે કુળનો નાશ કરી રહ્યો છે. મહાન ઐશ્વર્ય અને સુંદરીના મોહમાં અંધ બનેલા, તારા પિતાનો પક્ષ કરીને તું શું કુળનાશ નથી કરી રહ્યો? મૂઢ, હજુ તને ધાવણના દાંત છે, તું શું સમજે છે?” બિભીષણ રાવણ તરફ ફરીને બોલ્યો : “રાજન, આ પુત્રથી અને તમારા દુશ્ચરિત્રથી સર્વનાશ થશે, અવિલંબ પતન થશે.” અભિમાની રાવણ બિભીષણનાં તીણ વામ્બાણો સહન ન કરી શક્યો. તેના ક્રોધે માઝા મૂકી દીધી. ભીષણ ખડગ લઈ તે બિભીષણ તરફ ધસ્યો. બિભીષણે ભીષણરૂપ ધારણ કર્યું. પાસેનો પાષાણતંભ ઉખેડી નાંખી, સ્તંભને ઉપાડી રાવણ સામે દોડ્યો. બે મદોન્મત્ત હાથીઓ એકબીજાનો વધ કરવા તૈયાર થયા. પરંતુ તરત જ કુંભકર્ણ અને ઇંદ્રિજત વચ્ચે પડ્યા. કુંભકર્ણ બિભીષણને પકડી એના આવાસમાં લઈ ગયો. ઇન્દ્રજિત રાવણને તેના નિવાસે લઈ ગયો. લંકાના પતનની આ આગાહી હતી. ગૃહલેશે પતનનાં એંધાણ આપ્યાં. બિભીષણની ન્યાયનિષ્ઠા રાવણને ન ગમી. રાવણનું અવિચારીપણું બિભીષણને ન રચ્યું. બિભીષણ રાવણના પ્રખર પ્રતાપમાં ન અંજાયો. તેણે શ્રી રામ સામે યુદ્ધ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. રાવણે બિભીષણને હુકમ કરી : મારી નગરી છોડી ચાલ્યો જા. પોતાના જ આશ્રય પર અંગારો ફેંકનાર મારે ન જોઈએ.” - બિભીષણ માટે હવે બીજો કોઈ વિકલ્પ ન હતો. લંકાના સામ્રાજ્ય પર બિભીષણનો પણ અધિકાર હતો. પણ તેણે ન્યાય, નીતિ અને નિષ્ઠાની ખાતર સર્વસ્વનો ત્યાગ કરવાનું સ્વીકાર્યું. બિભીષણને કોણ સમજાવવા જાય? ઇંદ્રજિત અને મેઘવાહન તો રાવણના જ પક્ષે બેઠેલા હતા. જ્યારે મારિચ વગેરે સામંતો અને મંત્રીઓ બિભીષણની વાતનો હૃદયથી સ્વીકાર કરતા હતા, પરંતુ રાવણને ત્યજી દેવાનું તેમનું મનોબળ ન હતું. બિભીષણે લંકાનો ત્યાગ કર્યો. For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લંકા-પ્રયાણ ૯૬૫ લંકાની પ્રજાને જયારે રાજકુળના આંતરિક ક્લેશની ખબર પડી. ત્યારે પ્રજાની સહાનુભૂતિ બિભીષણ તરફ ઢળી, પણ રાવણનો વિરોધ કરી, નાશ વહોરવા કોણ તૈયાર થાય? ભૌતિક વૈભવમાં રાચવામાં ટેવાયેલી પ્રજા, સત્ય ખાતર બધું જતું કરવા તૈયાર ન હતી. બિભીષણે શ્રી રામના સાંનિધ્યમાં જવાનો સંકલ્પ કરી, હંસદીપની દિશા પકડી. હસદ્વીપમાં લંકાના રાજકુળના કલહનો વૃત્તાંત ચરપુરુષો દ્વારા પહોંચી ગયો હતો. પરંતુ બિભીષણ શ્રી રામ પાસે આવશે તેનો ખ્યાલ કોઈને નહોતો આવ્યો. આકાશમાર્ગે બિભીષણ હંસદ્ધિપ પર આવી પહોંચ્યો. બીજી બાજુ લંકામાંથી બિભીષણના ગયા પછી, લંકાના સૈન્યમાં ખળભળાટ મચી ગયો. સૈન્યના વિભાગ પડી ગયા. બિભીષણની પવિત્ર છાયા અને દીર્ઘદૃષ્ટિની સૈન્ય પર ઘેરી અસર પડતી હતી. “બિભીષણ લંકાપતિને છોડી, લંકાની બહાર ચાલ્યા ગયા છે,' એ સમાચાર મળતાં જ સૈન્યની પ્રથમ કક્ષાની ત્રીસ અક્ષૌહિણી સેના (જેમ વર્તમાનમાં ડિવિઝન કહેવાય છે) બિભીષણનો પક્ષ લઈ, લંકાની બહાર નીકળી ગઈ અને બિભીષણના આદેશની પ્રતીક્ષા કરતી ઊભી રહી. અચાનક બિભીષણને હંસદ્વીપ પર જોઈને, સુગ્રીવ વગેરે ચમકી ગયા. સુગ્રીવે ભામંડલને કહ્યું : હું આ રાક્ષસકુળથી સુપરિચિત છું. ભૂત-ડાકણ પર હજુ વિશ્વાસ મુકાય, આ લોકો પર નહીં.” તેઓ શ્રી રામ પાસે ત્વરાથી પહોંચ્યા. ત્યાં હનુમાન, મહેન્દ્ર, નલ-નીલ વગેરે હાજર હતા. ત્યાં દ્વારપાલે પ્રવેશ કરીને, શ્રી રામને પ્રણામ કર્યા અને સંદેશો આપતાં કહ્યું : “દશરથનંદનની સેવામાં બિભીષણ ઉપસ્થિત થવા દ્વારા બહાર ઊભા , આપની અનુજ્ઞા હોય તો તેઓ અંદર આવે.” શ્રીરામે સુગ્રીવ તરફ જોયું. સુગ્રીવે કહ્યું : સ્વામિન્, રાક્ષસોની પ્રકૃતિ જન્મથી જ માયાવી હોય છે. ક્ષુદ્ર હોય છે. છતાં બિભીષણ આવ્યા છે, તે ભલે આવે. જેવા પડશે તેવા દેવાશે!” ત્યાં એક વયોવૃદ્ધ અનુભવી વિશાળ નામનો વિદ્યાધર ઉપસ્થિત હતો, જે લંકાના રાજકુલને, તેમાં ય બિભીષણને સારી રીતે ઓળખતો હતો. તેણે શ્રી રામને પ્રણામ કરીને, વિનયપૂર્વક કહ્યું : For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ નાથ, મહારાજા સુગ્રીવે કહ્યું, તે સમગ્ર રાક્ષસકુળના માટે છે. તેમાં બિભીષણ અપવાદરૂપ છે. બિભીષણ સાચે જ મહાત્મા છે. ધાર્મિક વૃત્તિના છે અને ન્યાયનિષ્ઠ છે. સમગ્ર રાક્ષસકુળમાં આ એક જ પુરુષ સત્યના આગ્રહી અને ન્યાય ખાતર સર્વસ્વનો ત્યાગ કરનાર મહાપુરુષ છે. લંકાની છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિથી હું જ્ઞાત છું. ગઈકાલે જ લંકામાં રાવણ અને બિભીષણ વચ્ચે ભયંકર કલહ થયો હતો. બિભીષણે સીતાને બહુમાનપૂર્વક આપને સોંપી દઈ, લંકામાં આપનું આતિથ્ય કરવાની સલાહ આપી, તેમાંથી આ કલહ પેદા થયો. છેવટે રાવણે બિભીષણને લંકા ત્યજી, ચાલ્યા જવા હુકમ કર્યો. અને બિભીષણ આપની સેવામાં ઉપસ્થિત થવા અહીં આવ્યા છે. છેલ્લા સમાચાર મુજબ લંકાની સેનામાંથી ત્રીસ અક્ષૌહિણી સેના બિભીષણની પાછળ, લંકાની બહાર નીકળી, બિભીષણના આદેશને અનુસરવા ઊભી છે, માટે આપ નિઃશંક બની બિભીષણને બોલાવો, તેવી મારી વિનંતી છે.” વિશાળની વાત સાંભળી શ્રી રામને પ્રતીતિ થઈ. તેમણે દ્વારપાલને કહ્યું : એ ધર્માત્મા બિભીષણને સન્માનપૂર્વક લઈ આવો.” બિભીષણે પ્રવેશ કરી, શ્રી રામનાં ચરણોમાં મસ્તક મૂકી વંદના કરી. શ્રી રામે તરત બિભીષણના બાહુ પકડી, બિભીષણને ઊભા કર્યા અને ભેટી પડ્યા. બિભીષણે કહ્યું : હે દશરથનંદન, અન્યાયના ઉન્માર્ગે ચઢેલા, મારા અગ્રજનો ત્યાગ કરી, તમારી પાસે આવ્યો છું. આપ મને આપનો ભક્ત સમજો. સુગ્રીવને જેમ આપ આજ્ઞા કરો છો, તેમ મને આજ્ઞા ફરમાવો.” - શ્રી રામ બિભીષણની નમ્રતા, સભ્ય ભાષા અને સૌમ્ય મુખાકૃતિ પર પ્રસન્ન થઈ ગયા. તેમણે કહ્યું : હે ધર્માત્મા! તમારી સત્યપ્રિયતા અને ન્યાયનિષ્ઠાની પ્રશંસા મેં સાંભળેલી, આજે તમે એની કસોટીમાં ઉત્તીર્ણ થયા છો. હું પ્રસન્ન થયો છું. આજે જ તમને લંકાનું સામ્રાજ્ય આપું છું. આજથી લંકાના અધિપતિ તમે! સુગ્રીવ, હનુમાન અને ભામંડલની ત્રિપુટી બિભીષણને લઈ ભોજન કટિરમાં ગઈ. યુદ્ધભૂત અંગે તેઓએ વાર્તાલાપ આરંભ્યો. શ્રી રામ અને લક્ષ્મણ ભોજનાદિથી નિવૃત્ત થઈ, વાર્તાલાપમાં જોડાયા. For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૯. ભીષણ યુદ્ધ : RSET પ્રથમ દિવસ (પ્રથમ દિવસના યુદ્ધનું સુકાન નલ-નીલની બાંધવ બેલડીને શ્રી રામ સોંપે રાવણ હસ્ત-પ્રહસ્ત નામના વીર રાક્ષસ સેનાપતિઓને પ્રથમ દિવસના યુદ્ધનું સંચાલન સોંપે છે. પરાક્રમી નલ હસ્ત-રાક્ષસનો વધ કરે છે, ત્યારે પ્રહસ્ત નીલના હાથે યમલોક પહોંચે છે. હનુમાન અને પ્રસન્નકીર્તિ રણશૂરા બની રાક્ષસ-સૈન્યની ભારે ખુવારી કરે છે, ત્યારે છેલ્લા પ્રહરમાં રાક્ષસસૈન્ય રામ-સૈન્યમાં હાહાકાર ફેલાવી દે છે અને સૂર્ય અસ્ત થાય છે.] હિંસદ્વીપ પર આઠ દિવસ થયા. આઠ દિવસમાં સુગ્રીવ, હનુમાન તથા ભામંડલે યુદ્ધની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો. બિભીષણ, સુગ્રીવ વગેરેના બુદ્ધિચાતુર્યને જોઈ પ્રસન્ન થઈ ગયો. સુગ્રીવે શ્રી રામને કહ્યું : બધી જ તૈયારીઓ થઈ ચૂકી છે, હવે આપણે લંકાનાં દ્વાર ખખડાવવાં જોઈએ.' પ્રયાણ આરંભી દો.' શ્રી રામે આજ્ઞા કરી. યુદ્ધની ભેરીઓ વાગી ઊઠી. લાખો સૈનિકોના જયનાદે લંકાને ધ્રુજાવી દીધી. અલ્પ સમયમાં જ લંકાના સીમાડે વીસ યોજન ભૂમિમાં શ્રી રામની સેનાએ ઉતરાણ કર્યું. એક યુદ્ધનગર જ જાણે વસી ગયું. ચંદ્રરશ્મિએ વીસ યોજનમાં પથરાયેલા સૈન્યની ચારે બાજુ સુરક્ષા ઊભી કરી દીધી. કોઈ પણ રાક્ષસ ચરપુરુષ યુદ્ધ-શિબિરમાં ઘૂસી ન શકે, તેવું મજબૂત સંરક્ષણ ગોઠવી, સુગ્રીવને કહ્યું : સૈન્ય-શિબિરના સંરક્ષણની જરૂરી પ્રબંધ થઈ ગયો છે. આપ નિશ્ચિત બની, હવે યુદ્ધના મેદાન પર સૈન્યને ઉતારી શકો છો સુગ્રીવ, હનુમાન અને ભામંડલ પોત-પોતાના રથમાં આરૂઢ થયા હતા. સુગ્રીવે શ્રી રામને કહ્યું : હવે આપણે યુદ્ધમેદાને જવાની તૈયારી કરીએ. સૂર્યોદય થવામાં માત્ર એક For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ ઘટિકા બાકી છે. આજના પ્રથમ દિવસના યુદ્ધનું સુકાન કોને સોંપવું ઉચિત છે? જેમ તમને ઉચિત લાગે તેમ કરો.” મારી પોતાની ધારણા મુજબ આજના યુદ્ધનું સુકાન નલ અને નીલને સોંપીએ. એ બાંધવ-બેલડીના પરાક્રમથી રાક્ષસો ત્રાસ પોકારી જશે.' “ભલે, એ વીર બંધુઓને સોંપો.” તરત નલ અને નીલને બોલાવવામાં આવ્યા. શ્રી રામે એ વીર બંધુઓને સેનાપતિપદ આપી, તેમને આશીર્વાદ આપ્યા. વીરપુરુષ, તમે મારા સૈન્યના શણગાર છો. આજે તમારા પરાક્રમથી રાક્ષસોમાં કાળો કેર વર્તાવી દો.” ‘આપની કૃપાથી અમને સોંપવામાં આવેલી જવાબદારી અને પૂર્ણ કરીશું.” સૈન્ય યુદ્ધભૂમિ પર ગોઠવાઈ ગયું. સુગ્રીવે જાહેર કર્યું : પ્યારા સુભટો, આજના યુદ્ધના આપણા સેનાપતિ નલ અને નીલ છે, તેમની આજ્ઞા અને માર્ગદર્શન અનુસાર આપણે યુદ્ધ ખેલી રાક્ષસોનો સંહાર કરીશું. સેનાપતિ નલ-નીલનો જય હો!” સૈન્ય બ્રહ્માંડ વિસ્ફોટ કરતો જયધ્વનિ કર્યો. નલ-નીલે તરત જ બૃહ ગોઠવી દીધો. શ્રી રામ, લક્ષ્મણ, સુગ્રીવ અને ભામંડલને આજે માત્ર દૃષ્ટા બનીને જ યુદ્ધ જોવા વિનંતી કરી. હનુમાનજીને એક લાખ સૈનિકો સાથે ઉત્તર દિશાથી યુદ્ધ આપવા આજ્ઞા કરી, મહેન્દ્ર અને પ્રસનકીર્તિને એક લાખ સુભટો સાથે દક્ષિણ મોરચો સંભાળવા મોકલ્યા. બે લાખ સૈનિકોનું નેતૃત્વ આપી, વિરાધને રાક્ષસસૈન્યની સામે જ ખડો કરી દીધો અને વિરાધથી થોડા અંતરે નલ અને નીલ શસ્ત્રસજ્જ બની રથારૂઢ થઈ ઊભા. બાકીના લાખો સૈનિકોને આજ છાવણીમાં વિશ્રામ માટે જ રાખ્યા હતા. યુદ્ધપ્રયાણની તૈયારીઓથી લંકા ધમધમી ઊઠી હતી. ઈન્દ્રના રથને પણ શરમાવે તેવા રથમાં દશમુખ રાવણ શસ્ત્રો સજી આરૂઢ થયો હતો. ભાનુકણે રથનું સારથિપણું સંભાળ્યું હતું. રાવણની બે બાજુ ઇન્દ્રજિત અને મેઘવાહનના રથો આવી ઊભા. રાવણના પૃષ્ઠ ભાગે મહાકાય કુંભકર્ણ એની ગદા સાથે રથમાં બેસી આવી પહોંચ્યો. શુક્ર, સારણ, મારીચ, મય, સુંદ વગેરે રાક્ષસવીરોના રથ પણ ધરતી ધ્રુજાવતા રાવણની આસપાસ આવીને ગોઠવાઈ ગયા. લાખો રાક્ષસ સુભટોથી યુદ્ધમેદાન For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીષણ યુદ્ધ ઉકલ છવાઈ ગયું. દશમુખે આજના યુદ્ધનું સેનાપતિ પદ હસ્ત અને પ્રહસ્તને સોંપ્યું. હસ્તપ્રહસ્તે શ્રી રામના સૈન્યની સામે કુશળતાપૂર્વક વ્યુહ રચી દીધો. સામે જ બે લાખ સુભટો સાથે ઊભેલા વિરાધ સામે હસ્ત-પ્રહતે એક લાખ રાક્ષસ સુભટો સાથે સુંદને ખડો કર્યો. ઉત્તરમાં એક લાખ સુભટો સાથે સ્વયંભૂને ગોઠવ્યો. ઉત્તરમાં ચુનંદા બે લાખ સુભટ સાથે સારણને રવાના કર્યો. ઉદયાચલે સહસ્ત્રકિરણની પધરામણી થઈ અને રામ-રાવણનાં સૈન્યો વચ્ચે ઘમસાણ યુદ્ધ જામ્યું. બન્ને સૈન્યો નિશ્ચિત વિજય માટે મેદાને પડ્યાં. કોઈને પોતાના પરાજયની શંકા ન હતી. શસ્ત્રોના પ્રહાર થવા લાગ્યા. વાહનો પરસ્પર અથડાવા લાગ્યાં. કોઈ વિજયના હુંકારા કરવા લાગ્યા તો કોઈ મૃત્યુની ચીસ નાંખવા લાગ્યા. એક પ્રહર વીતતાં તો હજારો સુભટોની લાશો ઢળી પડી. હજારો હાથી-ઘોડા છેલ્લા શ્વાસ લેતા, યુદ્ધ મેદાનમાં તરફડવા લાગ્યા. બન્ને પક્ષમાં કોઈને વિજયનાં એંધાણ ન દેખાયાં. બીજા પ્રહરનો પ્રારંભ થતાં, નલ-નીલે બીજા બે લાખ સુભટોને સીધો ઘસારો કરી, રાક્ષસ-સૈન્યનો કચ્ચરઘાણ કાઢવા આદેશ કર્યો. બે લાખ નવા-તાજા વાનર સુભટો સાથે વિરાધ મરણિયો બનીને રાક્ષસસૈન્ય પર તૂટી પડ્યો. ઘડી બે-ઘડી સમયમાં રાક્ષસસૈન્ય હાહાકાર કરતું, પાછળ હટી ગયું. વાનર સૈન્ય આનંદની કિકિયારીઓ કરી. હસ્ત-પ્રહસ્તે રાક્ષસસૈન્યને પાછળ હટતું જોઈ, તરત પોતાના રથ રાક્ષસસૈન્યના અગ્ર ભાગે લીધા. હસ્ત-પ્રહસ્તને અગ્રભાગે આવતા જોઈ, નલ અને નીલે પોતાના રથ એમની સામે અથડાવી દીધાં. નલે હસ્તને યુદ્ધ માટે પડકાર્યો. નીલે પ્રહસના રથ પર ગદાનો પ્રહાર કરી, પોતાના તરફ આકર્મો. ઉત્તરમાં હનુમાનજીએ સારણને અને એના બે લાખ સુભટોને ત્રાસ ત્રાસ પોકારાવી દીધો. હનુમાનજીના એક લાખ સુભટોએ રણશુરા બનીને રાક્ષસસૈન્યની ખુવારી બોલાવી દીધી. હનુમાનજીએ બીજા પ્રહરના અંતે સારણનો રથ તોડી નાખ્યો. સારણે બીજો રથ લીધો. હનુમાનજીએ રથના અશ્વને યમલોક પહોંચાડ્યા; સારણ ત્રીજા રથનો આશ્રય લેવા જાય તે પૂર્વે હનુમાનજીના તીરે સારણની છાતી ચીરી નાંખી. સારણ મરાતાં રાક્ષસસૈન્ય હતવીર્ય બની, યુદ્ધભૂમિ પરથી ભાગવા માંડ્યું. દક્ષિણમાં પ્રસન્નકીર્તિ અને સ્વયંભૂનો સંગ્રામ દેવો માટે પણ દર્શનીય બની ગયો હતો. યુવાન પ્રસન્ન કીર્તિ વૃદ્ધત્વ પામી ચૂકેલા, સ્વયંભૂને હંફાવી રહ્યો હતો, પરંતુ સ્વયંભૂ અનુભવી રણવીર સેનાપતિ હતો. તેણે પ્રસન્નકીર્તિને ઘેરી For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉ૭૦ જૈન રામાયણ લીધો. પ્રસન્ન કીર્તિના એક લાખ સુભટોમાંથી અડધા તો ખપી ગયા હતા. અડધા સૈન્ય પ્રસન્નકીર્તિને ઘેરાયેલો જોઈ, રાક્ષસસૈન્ય પર પ્રચંડ ધસારો કરી દઈ, સ્વયંભૂને ચિંતામાં મૂકી દીધો. પણ એ ગાંજ્યો જાય એવો ન હતો. તેણે પ્રસન્નકીર્તિને જીવતો પકડી લેવા વ્યુહ રચ્યો. પ્રસન્નકીર્તિ અને સ્વયંભૂના રથો સામસામા આવી ગયા હતા. પ્રસન્નકીર્તિએ તીરોનો એકધારો મારો ચલાવી સ્વયંભૂને ઢાંકી દીધો. સ્વયંભૂએ ગદાનો પ્રહાર કરી, પ્રસન્નકીર્તિના રથનાં ચક્રો તોડી નાંખ્યાં; એ જ સમયે પ્રસન્નકીર્તિ ઊછળ્યો અને સ્વયંભૂના રથમાં જઈ એક જ ગદાપ્રહારે સ્વયંભૂનું મસ્તક ફોડી નાંખ્યું. રાક્ષસ સૈન્યમાં હાહાકાર મચી ગયો. વાનરસૈન્ય હર્ષથી નાચી ઊઠ્યું. નલ અને હસ્તનું યુદ્ધ તથા નીલ અને પ્રહસ્તનું યુદ્ધ ત્રીજો પ્રહર વિતાવી રહ્યું હતું. ક્ષણમાં નલનો પરાજય અને હસ્તનો વિજય તો ક્ષણમાં હસ્તનો પરાજય અને નલનો વિજય દેખાતો હતો. તીરોની સામસામી રમઝટ અને ગદાઓના પ્રચંડ પ્રહારો, ત્રિશૂળનો દાવો અને ખડગના ખેલ, શસ્ત્રોની અભૂતપૂર્વ હરીફાઈ ચાલી. નીલ અને પ્રહસ્ત વચ્ચે પણ એવો જ દારુણ સંગ્રામ જામ્યો હતો. કોઈ એકબીજાને મચક આપતા ન હતા. કા હું નહીં, કા તું નહીં કરતા નલે હસ્તના રથના ફુરચા ઉડાડી દીધા. ખેલાડી હસ્તે તરત જ બીજો રથ પકડીને નલનો મુગટ ઉડાડી દઈ, તેના રથના અશ્વોને ભૂશરણ કરી દીધા. નલે કાળકૃતાંતનું સ્વરૂપ ધારણ કર્યું. તે કાળમુખ ખડગને લઈ, હસ્તના રથ પર કૂદી પડ્યો અને ખડગના એક ઝટકે હસ્તના શિરને કાપી નાંખ્યું. એ જ સમયે નીલે પણ પ્રહસ્તની સાથે છેલ્લી લડાઈ લડી લેવા માંડી. પ્રહસ્તના રથની ચારેબાજુ પોતાના રથને પવનવેગે ઘુમાવતા, નીલે પ્રહસ્ત પર તીરોનો મારો ચલાવ્યો. પ્રતિપક્ષી તીરોથી પ્રહસ્ત પોતાની રક્ષા કરતો હતો, ત્યાં અચાનક જ નીલે નિશાન તાકીને, પ્રહસ્તના વક્ષસ્થળ પર ત્રિશૂળ માર્યું, ત્રિશૂળ પ્રહસ્તનું વક્ષસ્થળ ચીરી નાંખ્યું. પ્રહસ્ત મરાયો. હસ્ત અને પ્રહસ્તનો વધ રાક્ષસસૈન્ય માટે કારમો ઘા હતો. વાનરસૈન્ય (વાનરદ્વીપના સૈન્ય) વિજયનાં વાજિંત્રો વગાડ્યાં અને રાક્ષસસૈન્યની ભારે હાંસી ઉડાવી. નલ અને નીલને વાનર સુભટો માથે ઊંચકીને, શ્રીરામ પાસે લઈ ગયા. શ્રીરામે નલ-નીલને ખૂબ ધન્યવાદ આપ્યા. ત્યાં હનુમાન અને પ્રસન્નકીર્તિ પણ આવી પહોંચ્યા. શ્રી રામે એ બંને વીરોને પોતાના બાહુમાં જકડી લઈ કહ્યું. તમે સહુ તો મારા સૈન્યનાં કિંમતી રત્નો છો. તમે અવશ્ય વિજય મેળવશો.” For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીષણ યુદ્ધ ઉ૭૧ ત્યાં તો વાનર સૈન્યમાંથી કારમી ચીસો ઊઠી! હસ્ત- પ્રસ્તના વધથી વિફરેલા રાક્ષસ સુભટોએ છેલ્લા પ્રહરમાં ક્રૂરતાથી વાનરસૈન્યને કાપવા માંડયું હતું. મારીચ, જવર, ઉદ્દામ, વિપ્ન, સિહજઘન વગેરે રાક્ષસ સેનાપતિઓ એકસાથે તૂટી પડયા હતા. લાખો રાક્ષસ સુભટો મરણિયા બની, રામ સૈન્યની કતલ કરી રહ્યા હતા. જોતજોતામાં હજારો હર્ષઘેલા વાનર સૈનિકો કપાઈ ગયા. હનુમાન અને પ્રસન્નકીર્તિ પુનઃ યુદ્ધાગ્રે જવા તૈયાર થયા, પણ સુગ્રીવે તેમને રોક્યા. ત્યાં સંતાપ, નંદન, દુરિત, વિપ્ન, પ્રથિત વગેરે પરાક્રમી સુભટોના રથ યુદ્ધભૂમિને ચીરતા, યુદ્ધના અગ્રભાગે પહોંચી ગયા અને રાક્ષસસૈન્યના ધસમસતા. પ્રવાહને ખાળીને ઊભા. સૂર્ય અસ્તાચલ તરફ ઢળી રહ્યો હતો. પશ્ચિમ દિશા લાલ બનતી જતી હતી, યુદ્ધ પણ લાલ બની રહ્યું હતું. હસ્ત-પ્રહસ્તના વધનો બદલો લેવા મારીચ મહાકાળ બનીને તૂટી પડ્યો હતો. મારીચને સંતાપે હંફાવવા માંડ્યો. સંતાપ સુગ્રીવના પરાક્રમી સેનાપતિઓની હરોળનો એક સેનાપતિ હતો. પરંતુ મારીચને એ લાંબા સમય સુધી હંફાવી ન શક્યો. મારીચે સંતાપના રથને તોડી નાખ્યો અને સંતાપને તીરોથી વીંધી નાખ્યો. સંતાપને મરાયો જાણી, નંદન-સેનાપતિએ વર-રાક્ષસ સેનાપતિને ચલોકે પહોંચાડી દીધો. ઉદ્દામ અને વિદ્ગ-વાનરનું યુદ્ધ પણ ખરેખરું જામ્યું હતું. વિખે ઉદામના રથને તોડી નાંખ્યો, ઉદ્દામના રથની ધજાને ચીરી નાંખી, તેના ધનુષ્યને તોડી નાંખ્યું. ઉદ્દામ હેરાન થઈ ગયો. તે બીજા રથમાં આરૂઢ થયો અને વિષ્મ પર તૂટી પડ્યો. ખડગના ઉપરા છાપરી ત્રણ પ્રહાર કરી, વિપ્નના શરીરના ટુકડા કરી નાંખ્યા. પ્રસન્નકીર્તિના પરાક્રમી સેનાપતિ દુરિતે લંકાના યશસ્વી સુભટ શુક રાક્ષસને યમસદનમાં પહોંચાડ્યો. એ જ સમયે સિંહજઘન-રાક્ષસે પ્રથિત નામના વાનરસેનાપતિનો વધ કર્યો અને સૂર્ય અડધો ડૂબી ગયો. યુદ્ધ તરત થંભી ગયું. સૈન્યો પોતપોતાની છાવણીમાં પાછા ફર્યા. યુદ્ધનું મેદાન ભયજનક બની ગયું હતું. એક બાજુ સ્નાન, ભોજનાદિથી નિવૃત્ત થઈ સુભટો વિશ્રામ કરવા લાગ્યા. બીજી બાજુ મશાલોના પ્રકાશના સહારે પોતપોતાના સુભટોના મૃત ફ્લેવરોને ઓળખી, કાવડમાં મૃતકોને ભરી-ભરી, તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવતો હતો. For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ કર પ્રથમ દિવસના યુદ્ધમાં શ્રી રામના સૈન્યની ખુવારી રાવણના સૈન્ય કરતાં ઓછી થઈ હતી, સંતાપ, વિઘ્ન, પ્રથિત વગેરે વીર સેનાપતિઓ માર્યા ગયા હતા. રાવણના સૈન્યમાં હસ્ત-પ્રહસ્તનો વધુ, એક મોટી હાનિ થઈ હતી. તદુપરાંત જ્વર, શુક, સ્વયંભૂ વગેરે અનેક પ્રથમ પંક્તિના સેનાપતિઓ માર્યા ગયા હતા. સૈન્યની પણ ભારે ખુવારી થઈ હતી. સુગ્રીવે શ્રી રામને કહ્યું : ‘સ્વામિન્, આજે થયેલી રાક્ષસ સેનાની ખુવારીથી રાવણ અવશ્ય રોષથી ધમધમશે. બીજા દિવસનું યુદ્ધ જરૂ૨ દેવોને પણ ધ્રુજાવનારું બનશે. કાલે તે યુદ્ધમાં ઇન્દ્રજીત અને મેઘવાહન વગેરે દુર્જય વીરોને ઉતારશે.' ‘ભલે એ ઇન્દ્રજિતને ઉતારે કે સ્વયં રાવણ ઊતરે, હું યુદ્ધાગ્રે રહીશ.’ ‘એ નહીં બને. જ્યાં સુધી લક્ષ્મણ છે, ત્યાં સુધી આર્યપુત્રને કષ્ટ ઉઠાવવાનું હોય જ નહીં. લક્ષ્મણનું એક એક તીર શત્રુનાં હૃદય વીંધી નાંખશે .' લક્ષ્મણજી બોલી ઊઠ્યા, સુગ્રીવે નમન કરીને કહ્યું : આપે યુદ્ધ આપવાનું જ છે, પણ કાલે નહીં. કાલે તો વીર હનુમાન રાક્ષસોને રાડ પડાવશે. આવતી કાલના યુદ્ધમાં સેનાપતિ હનુમાન હશે.' ‘મારા પર મહાન કૃપા કરી,' હનુમાને પ્રણામ કરી, સુગ્રીવનો પ્રસ્તાવ વધાવી લીધો. બીજા દિવસનું યુદ્ધ તીવ્ર રસાકસીવાળું બનશે. કાલે મને યુદ્ધાગ્રે રાખી એ અન્યાયી અને ઘમંડી દશમુખને શિક્ષા કરવાનો અવસર મળે તો..’ બિભીષણે શ્રીરામને વિનંતી કરી. ‘લંકેશ, તમે તો છો જ. જ્યારે તમને તમારી આવશ્યકતા દેખાય ત્યારે તમે ગમે તે સમયે યુદ્ધમાં અગ્રભાગ સંભાળી શકો છો.’ ‘મહાન કૃપા કરી. ' ત્યારબાદ સુગ્રીવની શિબિરમાં સુગ્રીવ, હનુમાન અને ભામંડલ ભેગા થયા. શ્રી રામે બિભીષણને પોતાની જ શિબિરમાં શયન કરવાનો આગ્રહ કરી, મોડી રાત સુધી બિભીષણ સાથે વાતો કરી, લક્ષ્મણજીએ અંગદને સાથે લઈ, યુદ્ધની છાવણીની ચારેકોર એક પ્રદક્ષિણા કરી, છાવણીનું નિરીક્ષણ કર્યું અને આવીને શ્રીરામની શિબિરના હારે ઊભા રહી ગયા. ત્યારે નલ-નીલ અને પ્રસન્નકીર્તિ પ્રથમ દિવસના યુદ્ધની કમકમાટીભરી રોમાંચક વાતો કરતા, સૈનિકોને ઉત્સાહિત કરતા હતા. For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીષણ યુદ્ધ ઉ૭૩ દશમુખની છાવણીમાં ઇન્દ્રજિત, મેઘવાહન, મારીચ, કુંભકર્ણ વગેરે વીરો સાથે રાવણ ગંભીર મંત્રણાઓ કરી રહ્યો હતો. તે ઉત્તેજિત હતો. નલ-નીલના હાથે હસ્ત-પ્રહસ્ત જેવા વીરોનો વધ રાવણ માટે અસહ્ય હતો. લાખો રાક્ષસ સુભટોનો સંહાર તેના હૃદયને પીડી રહ્યો હતો. તેમની મંત્રણા ચાલતી હતી ત્યાં ચરપુરુષ સાથે વજદરે પ્રવેશ કર્યો. રાવણને નમન કરી, તેણે કહ્યું : આ ચરપુરુષ સમાચાર લાવ્યો છે કે આવતીકાલે શત્રુસૈન્યનું સેનાપતિપણું હનુમાન સંભાળશે.” ભલે કાલે હનુમાન આવે કે ખુદ રામ-લક્ષ્મણ આવે, કાલે હું શત્રુસૈન્યનો સંહાર કરીશ.' કુંભકર્ણ બરાડી ઊઠ્યો. આવતી કાલે રાક્ષસ સૈન્યનું સેનાપતિપદ કોને સોંપવાનું છે?' ઇન્દ્રજિતે પૂછ્યું. વજોદર સંભાળે.” અહોભાગ્ય મારાં, વજોદરે રાવણનાં ચરણોમાં મસ્તક નમાવી, આદેશ ઝીલી લીધો. લંકાના સૈન્યમાં વજોદર સિંહ ગણાતો. તેનું બળ અને તેની બુદ્ધિ, તેની યુદ્ધકુશળતા અને વ્યુહાત્મક દૃષ્ટિ હંમેશાં રાક્ષસસૈન્યને વિજય અપાવતાં હતાં. રાવણે વજોદરની પસંદગી સુયોગ્ય કરી હતી. વજોદર સૈન્ય છાવણીનું નિરીક્ષણ કરી, બીજા દિવસના યુદ્ધનો યૂહ રચતો નિદ્રાધીન થયો. બીજો દિવસ [શ્રી રામે બીજા દિવસના યુદ્ધનાં સૂત્ર વીર હનુમાનને સોંપ્યાં, જ્યારે રાવણે તેના પ્રચંડ શક્તિશાળી સુભટ વજોદરને સેનાનું નેતૃત્વ સોંપ્યું છે. નલ અને નીલ ઘવાય છે, ત્યારે હનુમાન પડકાર ફેંકે છે. વજોદર અને હનુમાનનો ભીષણ સંગ્રામ ખેલાય છે. હનુમાન વજોદરનો શિરચ્છેદ કરી, રાક્ષસસૈન્યમાં કમકમાટી ફેલાવી દે છે. બીજી બાજુ ઇન્દ્રજિત અને ચન્દ્રરશ્મિ યુદ્ધને ચગાવે છે. હનુમાન રાવણપુત્ર જંબૂમાલીને વધેરી નાંખી, રાવણને રાડ પડાવી દે છે. ત્યાં કુંભકર્ણ યુદ્ધમાં પ્રવેશે છે! પણ સુગ્રીવ કુંભકર્ણને ટીપી નાંખે છે. કુંભકર્ણ હનુમાનને બગલમાં દબાવે છે અને ઇન્દ્રજિત-મેઘવાહનની બાંધવબેલડી સુગ્રીવ-ભામંડલને “નાગપાશથી જકડીને, યુદ્ધ પર કાબૂ જમાવે છે. ત્યાં For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક૭૪ જૈન રામાયણ અંગદ” હનુમાનને મુક્ત કરે છે! બિભીષણને જોતાં જ ઇન્દ્રજિત-મેઘવાહન પલાયન થઈ જાય છે અને શ્રી રામ પાસે “મહાલોચન' દેવ આવે છે.' અરુણોદય થતાં જ બંને સૈન્યો સામસામાં ગોઠવાઈ ગયાં. આજે સૈન્યના મધ્ય ભાગે રાવણ હાથી પર આરૂઢ થઈને ઊભો હતો. યમ કરતાં અધિક ભીષણ અને બિહામણા રાવણની આંખમાંથી આગની જવાળાઓ નીકળતી હતી. તેની વાણી એક એક રાક્ષસસુભટને, શત્રુ-સૈન્યને પીસી નાખવા ઉત્તેજિત કરતી હતી. આજે દક્ષિણ અને ઉત્તરમાં ઇન્દ્રજિત-મેઘવાહન લાખો સુભટો સાથે શત્રુસૈન્યને રહેંસી નાખવા ઊભા હતા. વજોદર બે લાખ સુભટોને લઈ શત્રુ પર તૂટી પડવા, ઉદયાચલ તરફ મીટ માંડીને ઊભો હતો. કુંભકર્ણનો રથ પણ સૂર્યોદયની તૈયારી હતી ત્યારે રાવણની થોડે દૂર આવીને ગોઠવાઈ ગયો હતો. હનુમાને આજના ભીષણયુદ્ધની કલ્પના કરીને જ વ્યુહ રચ્યો હતો. સૈન્યના મધ્યભાગે શ્રીરામ-લક્ષ્મણ તથા બિભીષણના રથ ગોઠવાયા હતા. દક્ષિણ અને ઉત્તરમાં ચન્દ્રરશ્મિ અને વિરાધને મોકલી, હનુમાન નિશ્ચિત બન્યા હતા. જ્યારે પ્રસન્નકીર્તિ, નલ તથા નીલને સૈન્યના અગ્રભાગે ગોઠવી કિલ્લો મજબૂત બનાવ્યો હતો. ભામંડલના રથને પોતાના રથ સાથે જ રાખ્યો હતો. સુગ્રીવને શ્રી રામની પાછળ પથરાયેલી વિશાળ સેનાની મધ્યમાં રાખ્યા હતા. સૂર્યોદય થયો અને યુદ્ધનાં નગારાં વાગી ઊઠ્યાં. વજોદરે એક સાથે પાંચ લાખ રાક્ષસ સુભટોને, શત્રુસૈન્ય પર ધસારો કરવા આદેશ આપ્યો. રાક્ષસોનું સૈન્ય રામના સૈન્ય પર તૂટી પડ્યું. સર્વ દિશાઓમાંથી એક સામટો ધસારો થયો. ઘાસની જેમ રામસૈન્ય કપાવા લાગ્યું. રાક્ષસ-સુભટો રામસૈન્યમાં ઘૂસી ગયા ને ઘોર યુદ્ધ કરવા લાગ્યા. બે ઘડીમાં જ રામસૈન્યની આગળની હરોળ ભેદાઈ ગઈ. નલ અને નીલ ઘવાયા, તરત તેમને રથમાં નાંખી, પ્રસન્નકાર્તિ શિબિરમાં લઈ ગયો. પોતાના સૈન્યની પ્રથમ હરોળ ભેરાઈ ગયેલી જોઈ, તરત હનુમાને પોતાના રથને આગળ લીધો. સુગ્રીવે બે લાખ સુભટો સાથે આવી, પુનઃ પ્રથમ હરોળ મજબૂત બનાવી લીધી. હનુમાનજીએ બ્રહ્માંડ ફોડી નાખે તેવો ધનુષ્ય-ટેકાર કર્યો અને તીરોની વર્ષા વરસાવી. ક્ષણભર રાક્ષસસૈન્યને રસ્તબ્ધ કરી નાખ્યું. હનુમાનને અગ્રભાગે જોઈ, વયોવૃદ્ધ સેનાની માલી સામે જ દોડી આવ્યો. હનુમાને માલીને For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીષણ યુદ્ધ ૬૭૫ આવતાંની સાથે જ તેના રથને તોડી નાખ્યો. તેના એક એક શસ્ત્રને છેદી નાંખ્યું. વિર્યશાલી માલી નિસ્તેજ થઈ ગયો. હનુમાને કહ્યું : “ઘરડા રાક્ષસ, ચાલ્યો જા અહીંથી. તારા જેવા વૃદ્ધની હત્યા કરવી, મને ઉચિત લાગતી નથી.' ત્યાં વજોદરન રથ દોડી આવ્યો. તે ગર્જી ઊઠ્યો : ‘ઓ પાપી, મરવાનો થયો છે? આવ, મારી સાથે યુદ્ધ કર, હનુમાને ગર્જતા વજોદરને તરીના મારાથી ઢાંકી દીધો. વજોદરે વળતો પ્રહાર કરી, હનુમાનને તીરોથી આચ્છાદિત કરી દીધા. હનુમાને પોતાના રથને વજોદરના રથની ચારે બાજુ ઘુમાવવા સારથિને કહી, સતત તીરોનો મારો ચાલુ રાખ્યો. વજોદરે એક એક તીરને વ્યર્થ બનાવી દીધું! આજુબાજુ યુદ્ધ કરતા સુભટો થંભી ગયા. બે વીરોનું યુદ્ધ જોવા લાગ્યા. ક્ષણમાં હનુમાનનો વધ તો ક્ષણમાં વજોદરના વધની શંકાઓ થવા લાગી. ધીરે ધીરે હનુમાને પોતાના રથને વજોદરની રથની નિકટમાં લેવા માંડ્યો. જ્યાં ખૂબ નિકટતા થઈ કે હનુમાને ગદા લઈ વજોદરના રથનો ચૂરો બોલાવી દીધો. વજોદર રથની બહાર કૂદી પડી, ગદા લઈ દોડી આવ્યો. બંને વચ્ચે ઘોર ગદા-યુદ્ધ જામ્યું. વજોદરે એક ઘા કરી હનુમાનની ગદાને દૂર ફંગોળી દીધી, એ જ ક્ષણે હનુમાને ખડગનો ઘા કરી વજોદરના હાથને કાપી નાંખ્યો. વજોદર એક હાથમાં ખડગ લઈને લડવા લાગ્યો, પણ તે થાકી ગયો હતો. હનુમાને દાવ લઈ, વજોદરનું શિર છેદી નાંખ્યું. રાવણના સૈન્યમાં હાહાકાર મચી ગયો. વજોદરના વધના સમાચારે રાવણને રોપાયમાન કરી દીધો. રાવણની બાજુમાં જ રહેલો તેનો પુત્ર જંબૂમાલી, હનુમાનની સામે આવી પહોંચ્યો. હનુમાનનું ખડગ વજોદરના લોહીથી ખરડાયેલું હતું. ત્યાં જંબૂમાલીએ, યુદ્ધનું આહ્વાન આપ્યું. હનુમાને કહ્યું : “અરે જંબૂમાલી તું ક્યાં આવ્યો? તું તો લંકાના ઉદ્યાનોમાં રમણીઓ સાથે ક્રીડા કર!” ઓ ઉદ્ધત, હમણાં તો હું તારી સાથે ક્રીડા કરીને તૃપ્ત થઈશ, તારું શિર કાપી, તેને મારા ગળામાં પહેરી લંકાની રમણીઓને પ્રસન્ન કરીશ.' એ વાક્ય પૂરું કરે એ પહેલાં તો હનુમાને ધનુષ્ય પરથી તીર છોડી, જંબુમાલીનું યુદ્ધ આહ્વાન સ્વીકારી લીધું. જેબૂમાલી તાજો જ યુદ્ધ કરી રહ્યો હતો. તેણે પૂરજોશમાં તીર ફેંકવા માંડ્યાં. હનુમાનજી તેના એક એક તીરને નિષ્ફળ બનાવતા હતા. For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ દક્ષિણમાં ઇન્દ્રજિત અને વાલીપત્ર ચંદ્રરશ્મિનો સંગ્રામ જામ્યો હતો. તો ઉત્તરમાં મેઘવાહન અને વિરાધનું યુદ્ધ ભીષણ બન્યું હતું. ચન્દ્રરશ્મિએ આજે ધોળે દિવસે ઇન્દ્રજિતને આકાશના તારા બતાવ્યા હતા. ચરશ્મિ આજે ઇન્દ્રજિતની હસ્તી મિટાવી દેત, પણ એને સમાચાર મળ્યા કે વિરાધ સંકટમાં છે. તેથી તેણે રથને ઉત્તરમાં મારી મૂક્યો. મેઘવાહને વિરાધને ઘેરી લીધો હતો. છતાં સિંહની જેમ વિરાધ મેઘવાહનને યુદ્ધ આપી રહ્યો હતો. ચન્દ્રરશ્મિનો રથ વિરાધની પડખે આવી ગયો. ચન્દ્રરાશિમએ ત્રિશૂલનો એક ઘા મેઘવાહન પર કર્યો. મેઘવાહન નીચો નમી ગયો. ત્રિશૂળ એના મુગટને ભેદીને ચાલ્યું ગયું. એ જ સમયે ચન્દ્રરશ્મિએ મુગરનો એક પ્રહાર કરી, મેઘવાહનનો રથ તોડી નાખ્યો; મેઘવાહને તરત બીજો રથ લીધો. બંને વચ્ચે તુમુલ યુદ્ધ જામી ગયું. ત્યાં રાક્ષસસૈન્યમાં બૂમ પડી ગઈ. “જંબુમાલી હણાયો.” ભાઈના વધના સમાચાર સાંભળી મેઘવાહને પોતાનો રથ એ દિશામાં મારી મૂક્યો. હનુમાને જંબૂમાલીને પણ યમલોક પહોંચાડી, રાવણના કાળજે તીર માર્યું હતું. રાવણે કુંભકર્ણની સામે જોયું કે તરત કુંભકર્ણનો પ્રચંડકાય રથ યુદ્ધના અગ્રભાગ તરફ દોડ્યો. કુંભકર્ણને આવતો જોઈ, હતાશ બની ગયેલું લંકાનું સૈન્ય પુનઃ સજ્જ બની, શત્રુસૈન્ય પર ધસી ગયું. કુંભક રથ છોડી દીધો અને તે શત્રુસૈન્યમાં દોડ્યો. કોઈને લાત મારીને ચિરનિદ્રામાં સુવાડ્યા, કોઈને મુષ્ટિ પ્રહારથી ચીરી નાંખ્યા, તો બે શત્રુઓને સામસામા ભટકાવીને મારવા લાગ્યો. જાણે કલ્પાંતકાળનો સમુદ્ર ઘૂઘવી રહ્યો હોય અને તે જેમ વિનાશ કરે, તેમ વિનાશ કરતો કુંભકર્ણ રામસૈન્યમાં હાહાકાર વર્તાવવા લાગ્યો. કુંભકર્ણની યુદ્ધની રીતિ-નીતિથી જાણકાર સુગ્રીવ તરત કુંભકર્ણનો માર્ગ રોકીને ઊભો. બીજી બાજુ ભામંડલે કુંભકર્ણ પર શસ્ત્રોનો મારો ચલાવ્યો. દધિમુખ, મહેન્દ્ર, કુમુદ, અંગદ વગેરેએ કુંભકર્ણને ઘેરી લઈ, તીક્ષ્ણ શસ્ત્રોથી તેને જર્જરિત કરવા લાગ્યા. કુંભકર્ણ ક્ષણવાર મૂંઝાઈ ગયો પણ તરત તેણે સમગ્ર શત્રુસૈન્ય પર “પ્રસ્થાપના અસ્ત્રનો ઉપયોગ કર્યો. રામસૈન્ય ઘેરી નિદ્રા લેતું, યુદ્ધભૂમિ પર લેટી ગયું! પણ તરત સુગ્રીવે ‘પ્રબોધિની' મહાવિદ્યાનું સ્મરણ કર્યું, સૈન્ય તરત નિદ્રાના બંધનમાંથી મુક્ત થયું અને શસ્ત્રો લઈ “ક્યાં છે એ દુષ્ટ કુંભકર્ણ?' કહેતું કુંભકર્ણ પર તૂટી પડ્યું. કુંભકર્ણ રથારૂઢ થઈ, તીરોની વર્ષા વરસાવતો, ઝઝૂમી રહ્યો હતો. સુગ્રીવે પોતાનો રથ કુંભકર્ણના રથ સાથે અથડાવ્યો, અને For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીષણ યુદ્ધ ૩૭૭ એક જ ગદાના પ્રહારે રથના ફુરચા ઉડાવી દીધા. બીજી ગદાએ સારથિનો પ્રાણ લીધો અને કુંભકર્ણને જમીન પર ઊતરવું પડ્યું. તે પોતાની મોટી ગદા લઈ સુગ્રીવ તરફ ધસ્યો. એક જ પ્રહારે સુગ્રીવનો રથ ચૂરેચૂરા થઈ ગયો. સુગ્રીવ આકાશમાં ઊડ્યો. એક વમયી શિલા વિકર્વી કુંભકર્ણ પર પટકી દીધી. કુંભકર્ણ તૈયાર જ ઊભો હતો. તેણે વજશિલાને સદ્ગુરુના પ્રહારથી ચૂરી નાંખી. સુગ્રીવે "તડિતું દંડ’ અસ્ત્ર છોડ્યું. તડ... તડ તડ... તણખલા વેરતો કાલસર્પની જીભની જેમ લપકારા મારતો તડિતુ દંડ કુંભકર્ણ તરફ ધસ્યો. કુંભકર્ણે તડિતું દંડને તોડી નાંખવા જેટલાં ફેંકાય તેટલાં શસ્ત્ર ફેંક્યાં, પણ બધાં જ વ્યર્થ ગયાં. તડિતું દંડે કુંભકર્ણની ભયંકર કાયાને ટીપી નાખી. કુંભકર્ણ ભૂમિ પર પટકાઈ પડ્યો અને મૂચ્છિત થઈ ગયો! કુંભકર્ણની જગભયંકર કાયા ભૂમિ પર ઢળી પડે અને રાવણ ઝાલ્યો રહે? તેની ભ્રકુટી ભીષણ થઈ ગઈ. તે ગર્જી ઊઠ્યો : “હું સ્વયં હવે શત્રુસૈન્યનો સંહાર કરીશ.' ઇન્દ્રજિતે નમન કરીને કહ્યું : “હે સ્વામિન, યુદ્ધમાં આપની સામે યમ, કુબેર, વરુણ કે ઇન્દ્ર પણ નથી ટકી શક્યા, તો આ વાંદરાઓની તો શું વિસાત? માટે, આપ અહીં જ રહો, મારા રોષથી ધમધમી રહેલા બાહુઓ એ શત્રુઓને પીસી નાંખશે. ઇન્દ્રજિત! માનનો પર્વત! શસ્ત્રોની હોળી રમતો ઇન્દ્રજિત શત્રુસૈન્યમાં ઘુસી ગયો. માર-માર કરતો તેનો રથ જ્યાં કુંભકર્ણની પહાડકાયા પડી હતી ત્યાં આવ્યો. તેની પાછળ જ મેઘવાહનનો રથ આવી લાગ્યો. શસ્ત્રોનો એકધારો મારો કરતા, બંને ભાઈઓ ગર્જના કરે છે. “અરે વાનરો, તમે ઊભા રહો, યુદ્ધ નહીં કરનારને અમે મારતા નથી. અમે રાવણના પુત્ર ઇન્દ્રજિત અને મેઘવાહન છીએ. પણ ક્યાં છે એ હનુમાન? ક્યાં છે સુગ્રીવ? અરે, એમનું શું કામ છે? પેલા રામ-લક્ષ્મણ ક્યાં છે?' તરત સુગ્રીવે એમનું અભિમાન ઓગાળતાં કહ્યું : “અરે અભિમાની ઇન્દ્રજિત! એ રામ-સૌમિત્રીનો સ્વાદ તો પછી ચાખજે, પહેલાં મારું આતિથ્ય અનુભવી લે.' ઇન્દ્રજિત અને સુગ્રીવનો ખૂનખાર જંગ For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ ૯૭૮ જામી પડ્યો. મેઘવાહનને ભામંડલે પડકાર્યો. તે વરો પ્રાણની પરવા કર્યા વિના યુદ્ધ કરવા લાગ્યા. હનુમાન મંછિત કુંભકર્ણની ચારે બાજુ ફરતા રક્ષા કરવા લાગ્યા. ઇન્દદ્રજીત અને સુગ્રીવ, મેઘવાહન અને ભામંડલ! ચારેય જાણે દિગ્ગજ! ચારેય સમુદ્રો! તેમના યુદ્ધથી ધરતી ધ્રુજી ઊઠી. સમુદ્ર ખળભળી ઊઠ્યો. જે શસ્ત્રો હતાં, તે બધાં અજમાવી જોયાં. જેટલાં અસ્ત્ર હતાં, બધાં વાપરી જોયાં. ઇન્દ્રજીત સુગ્રીવનો કે મેઘવાહન ભામંડલનો વધ તો ન કરી શક્યા, હંફાવી પણ ન શક્યા. બંને ભાઈઓને તેમની આબરૂ ભયમાં લાગી. સુગ્રીવ કોઈ વિદ્યાશક્તિનો પ્રયોગ કરે તે પૂર્વે જ બંને ભાઈઓએ સુગ્રીવ - ભામંડલ પર નાગપાશ શસ્ત્ર છોડ્યું. સુગ્રીવ-ભામંડલ નાગપાશથી એવા બંધાઈ ગયા કે શ્વાસ લેવો પણ તેમના માટે મુશ્કેલ પડે. એ જ સમયે કુંભકર્ણની મૂચ્છ દૂર થઈ. તે ભાનમાં આવ્યો. તેણે પોતાની પાસે ઊભેલા હનુમાનને જોયા. સૂતાં સૂતાં જ તેણે હનુમાન પર ગદાનો પ્રહાર કર્યો. હનુમાન મૂચ્છ ખાઈને જમીન પર પટકાઈ પડ્યા. ઝટ કુંભકર્ણો હનુમાનને પોતાની બગલમાં દબાવી લીધા. રામસૈન્યમાં હાહાકાર વ્યાપી ગયો. સુગ્રીવ અને ભામંડલ નાગપાશના બંધનમાં પડ્યા અને હનુમાનને કુંભક બગલમાં દબાવી લીધા. આ તકનો લાભ લઈ રાવણના સૈન્ય એક સામટો ધસારો કરી રામસૈન્યનો સંહાર કરવા માંડ્યો. ત્રીજો પ્રહર પૂર્ણ થયો હતો. ધસી આવેલા રાક્ષસો પર ચંદ્રરશ્મિ અને વિરાધ બે લાખ સુભટો સાથે તૂટી પડ્યા અને ઘાસની જેમ રાક્ષસ સુભટોને કાપવા માંડ્યા. તેમની સાથે પ્રસન્નકીર્તિ બીજા એક લાખ સુભટો લઈને જોડાયા. રાવણને લેવાના દેવા પડી ગયા. બીજી બાજુ શ્રીરામ-લક્ષ્મણ પાસે જઈ બિભીષણે કહ્યું : સ્વામિન, હું બે દિવસના યુદ્ધમાં જોઉં છું કે સુગ્રીવ અને ભામંડલ આપણા સૈન્યની બે આંખો જેવા છે. ઇન્દ્રજિત અને મેઘવાહને નાગપાશથી તે બંનેને બાંધ્યા છે. જો તેમને લંકામાં લઈ જશે તો તેમને છોડાવવા અશક્ય બની જશે. માટે હું સુગ્રીવ અને ભામંડલને છોડાવી લાવું. વળી તે શ્રેષ્ઠ પુરુષ! કુંભકર્ણના For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીષણ યુદ્ધ . ફ9૯ વજ જેવા હાથમાં સપડાયેલા હનુમાનને પણ લંકામાં ન લઈ જાય ત્યાં સુધીમાં છોડાવી લેવા જોઈએ.” બિભીષણે તરત પોતાના રથને ઇંદ્રજિત-મેઘવાહન સામે ખડકી દીધો. બિભીષણની ચારે બાજુ તેની ત્રીસ અક્ષૌહિણી સેના ખડકાઈ ગઈ. ઇન્દ્રજિત-મેઘવાહન માટે મોટી સમસ્યા ઊભી થઈ ગઈ! તે વિચારમાં પડી ગયા: “આ તો પિતાતુલ્ય બિભીષણ સ્વયે આપણી સામે આવી ઊભા. એમની સાથે આપણાથી યુદ્ધ કેમ થાય? એમની આંખો નીચે આપણે નાનાથી મોટા થયા. એમણે જ આપણને યુદ્ધકળા શીખવી, હવે એમની સામે લડવાનું? માટે અહીંથી છૂટવું એ જ એક ઉપાય છે. પૂજ્યથી ડરવામાં શરમ પણ શાની! ઇન્દ્રજિત-મેઘવાહનના રથોએ દિશા બદલી. તેમણે લંકા તરફ રથ હંકારી મૂક્યા, પણ નાગપાશથી બાંધેલા સુગ્રીવ-ભામંડલને રથમાં ઉપાડી જવાનું, તેઓ ભૂલી ગયા હતા! કદાચ ન ભૂલી ગયા હોત તો બિભીષણ તેમને ભાગી જવા પણ ન દેતા કુંભકર્ણ હનુમાનને બગલમાં દબાવી, સુગ્રીવના સૈન્યને કચડી રહ્યો હતો. શ્રી રામ-લક્ષ્મણ હનુમાનને મુક્ત કરવા વિચાર કરે છે, ત્યાં તો યુદ્ધકોવિંદ અંગદ કુંભકર્ણ તરફ દોડી ગયો. સુગ્રીવના સૈન્યમાં અંગદ સર્વશ્રેષ્ઠ યુદ્ધકૌશલ્ય ધરાવતો હતો. તે બળ કરતાં બુદ્ધિથી વધુ યુદ્ધ કરતો હતો. તેણે કુંભકર્ણની ચારેય બાજુ ઘુમીને યુદ્ધ કરવા માંડ્યું. ઘડીકમાં તે કુંભકર્ણની ખૂબ નિકટમાં પહોંચી જઈ, કુંભકર્ણને લલચાવતો, ઘડીકમાં દૂર જઈ, શસ્ત્રો ફેંકીને તેને હેરાન કરી નાંખતો. બે-ત્રણ વાર આ પ્રમાણે કરતાં એકવાર કુંભકર્ણ અંગદને પકડવા પોતાનો હાથ એકદમ લાંબો કરી દીધો કે બગલમાંથી હનુમાનજી વીજળીની ત્વરાથી કૂદીને નીકળી ગયા. બસ, હવે હનુમાન હાથમાં આવે શાના! અંગદ અને હનુમાને પ્રબળ વેગથી કુંભકર્ણને ટીપવા માંડ્યો. બીજી બાજુ, સુગ્રીવ-ભામંડલને નાગપાશથી કેમ મુક્ત કરવા, તે પ્રશ્ન મહત્ત્વનો બની ગયો. શ્રી રામે “મહાલોચન' દેવનું ધ્યાન ધર્યું. મહાલોચન દેવે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. “શ્રીરામ પોતાને યાદ કરે છે,” એ જણાતાં જ દેવ પોતે યુદ્ધભૂમિ પર આવ્યા. શ્રી રામને પ્રણામ કરીને પૂછ્યું : કહો, આપનો શો પ્રત્યપ્રકાર કરું? મેં આપેલું વચન મને યાદ છે,' રામે પરિસ્થિતિ કહી. દેવે ત્યાં શ્રીરામને સિહનિનાદ' નામની વિદ્યા આપી. મુશળ અને હળ નામનાં બે શસ્ત્ર આપ્યાં અને રથ આપ્યો. For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬િ૮૦ જૈન રામાયણ લક્ષ્મણજીને “ગાડી” વિદ્યા આપી. રથ આપ્યો અને શત્રુનો નાશ કરનારી વિદ્યુત-વદના વિદ્યા' આપી. લક્ષ્મણજી તરત ગરુડના વાહન પર આરૂઢ થયા. ગરુડને જોતાં જ સુગ્રીવભામંડલને વીંટળાઈને રહેલા સર્પો ભાગી ગયા! રામ સૈન્યમાં જયજયકાર થઈ ગયો. સૂર્ય અસ્ત થઈ ગયો. યુદ્ધ થંભી ગયું. સૈન્યો પોતપોતાની છાવણીમાં પહોંચી ગયાં, સ્નાન-ભોજનાદિથી નિવૃત્ત થઈ, સહુ બીજા દિવસના યુદ્ધનાં પરાક્રમો યાદ કરવા લાગ્યા. શ્રી રામની છાવણીમાં આજે ભારે ઉત્તેજના હતી, જ્યારે રાવણની છાવણીમાં ભારે નિરાશા છવાઈ ગઈ હતી. વજોદર અને જંબૂમાલીના વધ, ઇન્દ્રજિત અને મેઘવાહનનું યુદ્ધભૂમિ પરથી ભાગી જવું, કુંભકર્ણનું મૂચ્છિત થઈ જવું અને હાથમાં આવેલા હનુમાનનું ભાગી છૂટવું, લાખો રાક્ષસ સુભટોનો સંહાર. રાવણ શોક ને રોપથી વિહ્વળ બની ગયો હતો. ઇન્દ્રજિત, મેઘવાહન, કુંભકર્ણ, મારીચ, સિંહજઘન, ઘટોદર, કુંભ વગેરે રાક્ષસ સૈન્યના ઉચ્ચ કક્ષાના સુભટો રાવણની આસપાસ ગોઠવાઈ ગયા હતા. રાવણે ઉચ્ચ સ્વરે કહ્યું : તમારા સહુના વિશ્વાસે મેં બે દિવસના યુદ્ધમાં ખૂબ ગુમાવ્યું. હવે હું જ યુદ્ધમાં ઊતરીશ. કાલે હું શત્રુસૈન્યનો રામ-સૌમિત્રી સાથે વધ કરીશ.' સહુ સાંભળી રહ્યા. એ સુગ્રીવ, હનુમાન, ભામંડલ વગેરે તો મારી સામે આવે એટલી જ વાર છે. પેલો બિભીષણ, કુલાંગાર. એ પણ જો સામે આવ્યો તો કાલે મારા હાથે એની પણ.” રાવણે રાત્રે જ ત્રીજા દિવસનો યૂહ રચી, સહુ સેનાપતિઓને યોગ્ય સૂચનો આપી વિદાય કર્યા. ભલે રાવણે ત્રીજા દિવસના યુદ્ધમાં શત્રુસૈન્યનો અને રામ-સૌમિત્રીનો સંહાર કરવાની પ્રતિજ્ઞા કરી, પરંતુ તેનું મન શંકાશીલ હતું. બે દિવસના યુદ્ધમાં તેણે શ્રીરામ-સૈન્યનું યુદ્ધકૌશલ્ય જોયું હતું. સુગ્રીવ, ભામંડલ અને હનુમાનનાં પરાક્રમ જોયાં હતાં. નલ-નીલ અને અંગદની યુદ્ધ-ચપળતા જોઈ હતી. પ્રસન્નકીર્તિ વિરાધ અને ચંદ્રરશ્મિની નિર્ભય-નિરાશંક સાહસિકતા નીરખી હતી. બીજી બાજુ સીતાના વિચારો પણ તેને વ્યાકુળ કરી રહ્યા હતા. “શત્રુ પર વિજય મેળવ્યા For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૧ ભીષણ યુદ્ધ પછી પણ સીતા ન માની તો? એ આપઘાત કરશે તો?’ એનું મન બેહોશ થઈ ગયું. તેને કાંઈ જ સૂઝયું નહીં. શ્રીરામ-લક્ષ્મણ પાસે સુગ્રીવ, હનુમાન, ભામંડલ વગેરે ભેગા થયા. બીજા દિવસના યુદ્ધમાં એક રાવણ સિવાય રાક્ષસસૈન્યના તમામ મહાન સેનાપતિઓની શક્તિ શ્રીરામે માપી લીધી હતી. તેમણે કહ્યું : ‘મારા પ્રિય વીરો, આજનું યુદ્ધ તમે દેવ-દાનવોની પણ પ્રશંસા પામે તેવું ખેલ્યું છે. કુંભકર્ણ અને ઇન્દ્રજિત-મેઘવાહન સાથેનું યુદ્ધ સાચે જ મહાન યુદ્ધ હતું. એ રાક્ષસકુમારોનું યુદ્ધકૌશલ જોયું, આવતીકાલે તેમાંથી કોઈ પાછું લંકામાં નહીં જઈ શકે! પરંતુ કાલે સ્વયં રાવણ યુદ્ધમાં ઊતરશે.' બિભીષણ બોલ્યા : ‘કૃપાનાથ આપનું અનુમાન સત્ય છે. કાલે રાવણ જરૂ૨ યુદ્ધ ખેલશે; મારી આપને વિનંતી છે કે કાલે મને જ રાવણ સાથે યુદ્ધ ખેલી લેવા દો.' ‘લંકાપતિ! ભલે કાલે સર્વ પ્રથમ રાવણ સાથે તમે યુદ્ધ કરો પરંતુ કાલે એક રાવણ સિવાય, કુંભકર્ણ, ઇન્દ્રજિત વગેરે જીવતા કે મરેલા પકડાવવા જોઈએ. પછી માત્ર રાવણનો જ વિચાર બાકી રહેશે.' ‘આપની ઇચ્છા પૂર્ણ થશે.' સુગ્રીવે શ્રીરામને ઉત્સાહિત કર્યા. મોડી રાત સુધી ચર્ચા-વિચારણા કર્યા પછી, સહુ પોતપોતાની શિબિરમાં ચાલ્યા હતા. ત્રીજો દિવસ [ત્રીજા દિવસનું યુદ્ધ એટલે બંને પક્ષે ભારે ખુવારી, નિરાશા અને પરાજયની આશંકા! રાવણ સ્વયં યુદ્ધમાં ઊતરે છે. બિભીષણ સામે આવીને પ્રતિબોધ આપે છે, પણ તે પ્રતિબોધ રાવણને છંછેડે છે. બે ભાઈ વચ્ચે તુમુલ યુદ્ધ જામે છે. ત્યાં લક્ષ્મણજીએ ઇન્દ્રજિતને નાગપાશથી બાંધી તંબુ ભેગો કરી દીધો. શ્રી રામે કુંભકર્ણની પણ એ દશા કરી. ચન્દ્રરશ્મિએ મેઘવાહનને બાંધી લીધો. રાવણે આ સાંભળ્યું અને તેણે બિભીષણ પર ‘અમોવિજયા' મહાશક્તિનો પ્રહાર કર્યો. મિત્રવત્સલ લક્ષ્મણજીએ બિભીષણને બચાવવા, એ પ્રહારને પોતાના પર લઈ લીધો. તેમની છાતી ચીરાઈ ગઈ. લક્ષ્મણજી ઢળી પડ્યા. રોષથી સળગી ગયેલા રામે રાવણના પાંચ રથ તોડી નાંખ્યા. રાવણ લંકામાં ભાગ્યો. રામ લક્ષ્મણજીને ભૂમિ પર અચેતન પડેલા જોઈ, મૂચ્છિત થઈ ગયા અને સૂર્ય અસ્ત થયો.! For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૨ જૈન રામાયણ યુદ્ધમેદાન ૫૨ બંને સૈન્ય સામસામાં ગોઠવાઈ ગયાં. સૂર્યોદયને થોડી જ વાર હતી. સુગ્રીવ, ભામંડલ અને હનુમાને આજે અદ્ભુત વ્યૂહરચના કરી હતી. તેઓ જાણતા હતા કે આજે સ્વયં રાવણ યુદ્ધમાં ઊતરશે, ઊતરશે એટલું જ નહિ, પરંતુ યમરાજ બની, તે રામસૈન્ય પર તૂટી પડશે. બિભીષણે સુગ્રીવને કહી રાખ્યું હતું કે, ‘તમે, ભામંડલ અને હનુમાન વગેરે આજે યુદ્ધના પ્રારંભમાં જ રાક્ષસ-સૈન્ય પર હુમલો કરી દેજો. જ્યારે રાવણ ધસી આવશે ત્યારે હું એનું અભિમાન ઓગાળીશ કપીશ્વર! આજે બે ભાઈઓનું યુદ્ધ ખેલાશે.’ હનુમાને પોતાનો રથ સુગ્રીવની પાસે લેતાં કહ્યું. ‘હા, આજે બિભીષણ રાવણને જરૂર હંફાવશે.' પરંતુ, આપણે શું જોયા જ કરવાનું? શ્રી લક્ષ્મણજી પણ આજે રોકાશે નહીં, તેઓ રાવણની રાહ જ જોઈ રહ્યા છે.’ ‘સાચી વાત છે. શ્રી રામ પણ મને કહેતા હતા કે રાવણ મેદાનમાં આવે એટલી જ વાર.' બે સેનાપતિનો વાર્તાલાપ એકદમ અટકી ગયો. સૂર્યોદય થયો અને બંને સૈન્યો શસ્ત્રો લઈ ભેટી પડ્યાં અને ખૂનખાર જંગ જામી ગયો. ઇન્દ્રજિત અને મેઘવાહને પ્રારંભિક યુદ્ધમાં જ રામસૈન્યમાં હાહાકાર મચાવી દીધો. પોતાના સૈન્યને પાછું હટતું જોઈ સુગ્રીવ, હનુમાન અને ભામંડલ મરણિયા બની, રાક્ષસસૈન્યમાં ઘૂસી ગયા અને ઘાસ કાપે તેમ રાક્ષસ સુભટોને કાપવા માંડયા. ત્રિપુટીને રાક્ષસસૈન્યમાં હાહાકાર મચાવતી જોઈ, ચંદ્રરશ્મિ, નલ-નીલ અને વિરાધ પણ ઉત્સાહિત થયા અને તેમણે ઇન્દ્રજિત-મેઘવાહનને ઘેરી લીધા. રાક્ષસકુમારો સાથે યુદ્ધનો રંગ જામી ગયો. ઇન્દ્રજિત છંછેડાયેલા સિંહની જેમ યુદ્ધ ખેલી રહ્યો હતો. ચંદ્રરશ્મિએ આજે પોતાનું યુદ્ધકૌશલ બતાવવા માંડવું હતું. રાક્ષસોના મૂંઝવણમાં મુકાઈ ગઈ. ઇંદ્રજિત-મેધવાહન વિનાની સેના સુગ્રીવત્રિપુટીના સંહારથી ત્રાસી ગઈ અને પાછળ હટવા લાગી. રાવણે આ દૃશ્ય જોયું. તરત એ મહાગ્રંથમાં આરૂઢ થઈ, યુદ્ધના અગ્ર ભાગે દોડી આવ્યો. શસ્ત્રોનો એક સરખો મારો ચલાવતા રાવણની સામે કોઈ ટકી ન શક્યું. રામસૈન્ય ક્ષણભર સ્તબ્ધ બની ગયું. પણ જ્યાં રાવણને યુદ્ધ ખેલતો જોઈ, શ્રી રામે પોતાના રથને ગતિ આપી, પરંતુ બિભીષણે રામને અટકાવ્યા. ‘આપ અહીં જ રહો. હું દશમુખને ભેટીશ!' બિભીષણે પોતાના રથને For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીષણ યુદ્ધ ૬૮૩ રાવણના રથની સામે ઊભો કરી દીધો, તેણે ધનુષ્યનો ટંકાર કરી રાવણના કાન ખોલી નાંખ્યા. રાવણ બિભીષણને જોઈ બોલ્યો : ‘ઓ બિભીષણ, તું કોના શરણે ગયો છે? જે તને મારા કાળમુખમાં હોમવા માગે છે તેના શરણે? છટ્. સિંહની આગળ છાગને ફેંકવાનું કામ રામે કર્યું છે. તને મારી સામે મોકલીને રામે પોતાની રક્ષા કરવાનું ડહાપણ વાપર્યું છે. રાવણનો સ્વર કંઈક મૃદુ થયો. તેણે આગળ બોલતાં કહ્યું : ‘વત્સ, તું મારો ભાઈ છે, નાનો ભાઈ. મને હજુ તારા પર વાત્સલ્ય છે, માટે તું મારા માર્ગમાં આડો ન આવ. આજે હું રામ-લક્ષ્મણને સૈન્યસહિત સ્વર્ગમાં મોકલીશ. તું શા માટે એમાં સંખ્યાનો વધારો કરે છે? તું પુનઃ મારી પાસે આવી જા. હજું તારું સ્થાન મારી પાસે છે. તારી રક્ષા કરવા હજુ હું તૈયાર છું. તું સમજી જા.’ બિભીષણે કહ્યું : ‘અગ્રજ ! હું તમારું સ્વાગત કરું છું. હું અહીં તમારી સામે કેવી રીતે આવ્યો છું, તે તમે જાણો છો? યમરાજ જેવા રામ સ્વયં તમારી સામે આવતા હતા, તેમને બહાનું બતાવી રોક્યા અને હું આવ્યો. શા માટે? તમે હજુ પણ બોધ પામો. તમને સત્ય માર્ગ બતાવવા, હું આવ્યો છું. યુદ્ધ કરવાનું બહાનું છે... મારી વાત માનો અને સીતાને હજુ છોડી દો. હે દશમુખ, હું તમારો ભાઈ છું, હું તમારું અહિત ચાહતો નથી, મૃત્યુના ભયથી કે રાજ્યના લોભથી હું રામના શરણે ગયો નથી, પરંતુ અપકીર્તિના ભયથી ગયો છું. માટે સીતાને મુક્ત કરી, અપકીર્તિ દૂર કરો, બસ. પછી શ્રીરામને ત્યજી, હું તમારી પાસે આવી જવા તૈયાર છું.' રાવણ રોષથી સળગી ઊઠ્યો. તે બૂમ પાડીને બોલ્યો : ‘અરે કાયર, બુદ્ધિહીન બિભીષણ, શું તું મને ભય બતાવે છે? ભ્રાતૃહત્યાના ભયથી તને એ દિવસે જવા દીધો હતો પણ આજે હવે તારું મૃત્યુ તને પોકારે છે.’ રાવણે ધનુષ્યનો ટંકાર કર્યો. ‘અરે પરસ્ત્રીલંપટ, મેં પણ એ દિવસે ભ્રાતૃહત્યાના જ ભયથી તને મોતના કૂવામાં ધક્કો નહોતો માર્યો. આજે તું ભાઈ નથી.' બિભીષણે ધનુષ્યનો ભીષણ ટંકાર કર્યો. બે ભાઈઓનું અતિ ભીષણ યુદ્ધ જામ્યું. ઇન્દ્રજિત, મેઘવાહન, કુંભકર્ણ વગેરે રાક્ષસવીરો ભય, શંકા અને રોષથી દોડી આવ્યા. પરંતુ એ વીરો રાવણના પડખે For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५८४ જૈન રામાયણ પહોંચે એ પૂર્વે જ શ્રીરામે કુંભકર્ણને અટકાવ્યો. લક્ષ્મણજીએ ઇન્દ્રજીતને પડકાર્યો. નીલે સિંહજઘનનો માર્ગ રોક્યો. ઘટોદરને દુર્મર્ષે લલકાર્યો. મેઘવાહનને ચંદ્રરશ્મિએ છટકવા ન દીધો. વિપ્ન રાક્ષસને ભામંડલે રોકી રાખ્યો. કોઈ જ વીર બાકી ન રહ્યો. સહુ એ ઘોર યુદ્ધના ભાગીદાર બન્યા. ઇન્દ્રજિત અને લક્ષ્મણજીનું યુદ્ધ ક્ષણભર દેવોનાં હૃદયને પણ થરથરાવે તેવું જામી પડ્યું. ઇન્દ્રજિત રાવણની પાસે જવા તલપાપડ થઈ રહ્યો હતો ત્યાં તો માર્ગમાં લક્ષ્મણજીએ એને આંતર્યો અને તે છંછેડાયો. તેણે લક્ષ્મણજી ઉપર તામસ' અસ્ત્ર મૂક્યું. આગ ઓકતું તામસાસ્ત્ર લક્ષ્મણજી તરફ આવ્યું કે તરત લક્ષ્મણજીએ એનું પ્રતિપક્ષી તપન'અસ્ત્ર છોડ્યું. માર્ગમાં જ બે અસ્ત્ર અથડાયાં અને નાશ પામ્યાં. એક પળનો પણ વિલંબ કર્યા વિના લક્ષ્મણજીએ ઇન્દ્રજિત ઉપર “નાગપાશ’ અસ્ત્ર છોડ્યું. ઇન્દ્રજિત ભૂમિ પર પછડાઈ પડ્યો. વિરાધે ઇન્દ્રજિતને ઉપાડી, રથમાં નાંખ્યો અને લક્ષ્મણજીની આજ્ઞાથી શિબિરમાં ઊપડી ગયો. | વિઘ્ન રાક્ષસનો વધ કરી, ભામંડલ શ્રી રામ પાસે પહોંચી ગયો. શ્રી રામ અને કુંભકર્ણનું યુદ્ધ રાક્ષસસૈન્યને પ્રથમ વાર જ જોવા મળ્યું હતું. પહડકાય કુંભકર્ણ જ્યારે શ્રી રામનાં તીણ તીરોથી વીંધાઈને ચીસ પાડતો ત્યારે રાક્ષસ સૈન્યમાં કમકમાટી વ્યાપી જતી. હતી કુંભકર્ણ હાંફી ગયો ત્યાં સુધી શ્રી રામે શસ્ત્રોનો મારો ચલાવ્યો. જ્યારે ઇન્દ્રજિત જીવતો પકડાઈ ગયો ત્યારે શ્રી રામે પણ કુંભકર્ણને જીવતો જ પકડી લેવા ‘નાગપાશ’ અસ્ત્ર છોડ્યું. કુંભકર્ણ નાગપાશથી બંધાઈને ધબાંગ કરતો ભૂમિ પર ગબડી પડ્યો. રાક્ષસસૈન્ય હતોત્સાહ બની ગયું. તત્કાળ રામની આજ્ઞાથી ભામંડલ કુંભકર્ણને રથમાં નાંખી, શિબિરમાં ચાલ્યો ગયો. મેઘવાહનને ચન્દ્રરશ્મિએ થકવી નાખ્યો હતો છતાં મેઘવાહન વિફરેલા વાઘની જેમ તોફાની યુદ્ધ ખેલી રહ્યો હતો. ચંદ્રરશ્મિએ વાલીને યાદ કરાવે તેવું પરાક્રમ બતાવવા માંડ્યું હતું. તે ઊછળ્યો, મેઘવાહનના રથમાં જઈ, કૂદી પડી મેઘવાહનને શસ્ત્રહીન કરી, સિંહ જેમ બકરાને ઉપાડી જાય તેમ મેઘવાહનને બગલમાં દબાવી, શિબિરમાં કેદ કરી દીધો. - શ્રી રામ, લક્ષ્મણ, સુગ્રીવ અને હનુમાન બિભીષણની પડખે પહોંચ્યા. બિભીષણ રાવણને રાય મચક આપતો ન હતો. રાવણે જ્યારે જોયું કે બિભીષણની આસપાસ રામ-લક્ષ્મણ વગેરે આવી પહોંચ્યા ત્યારે તેણે જલ્દી For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીષણ યુદ્ધ ૬૮૫ બિભીષણનો વધ કરવા “શૂળ' ફેંક્યું. તરત લક્ષ્મણજીએ તીક્ષા શસ્ત્રોથી માર્ગમાં જ શૂળના ટુકડા કરી નાંખ્યા. રાવણે ધરણેન્ડે આપેલી “અમોધવિજયા' મહાશક્તિનો પ્રયોગ કર્યો. અમોધવિજયા મહાશક્તિ ધફ. ધ. ધ.. કરતી. તડૂ... ... ... નાદ કરતી સંહારલીલા ખેલતી મહાશક્તિ બિભીષણ તરફ ધસી. કોઈ એ મહાશક્તિને જોવા પણ સમર્થ ન હતું. સહુ દૂર હટી ગયા. શ્રી રામે આ ગંભીર પરિસ્થિતિ જોઈ. ક્ષણભર તેઓ સ્તબ્ધ બની ગયા. “શું કરવું? બિભીષણ હમણાં હતો ન હતો થઈ જશે.” તેઓ બોલી ઊઠ્યા. લક્ષ્મણ, ધિક્કાર હો આપણને. શરણાગત બિભીષણની આપણે રક્ષા કરી શકતા નથી, ધિક્કાર હો.” શ્રી રામનાં વચનો કાને પડતાં જ મિત્રવત્સલ લક્ષ્મણજી બિભીષણની આગળ જઈને ઊભા. ગરુડસ્થ લક્ષ્મણજીને બિભીષણની આગળ જોઈને રાવણ બોલ્યો : તારા પર શક્તિ નથી મૂકી. શા માટે બીજાના મોતે તું મરવા આવ્યો છે? અરે હા, તું મર, મારે તારો જ વધ કરવો છે. આ તો નાહક રાંકડો બિભીષણ મારી સામે ઊભો છે.' તરત રાવણે “અમોઘવિજયા, મહાશક્તિનું નિશાન બદલ્યું. મહાશક્તિ લક્ષ્મણજી તરફ ધસી. મહાશક્તિને અશક્ત કરવા લક્ષ્મણજીએ, સુગ્રીવે, હનુમાન, ભામંડલે અને વિરાધે ઘણાં વલખાં માર્યો. પણ વ્યર્થ. મહાશક્તિએ લક્ષ્મણજીની છાતી પર ભયંકર પ્રહાર કર્યો. લક્ષ્મણજીની છાતી ચિરાઈ ગઈ. ધમ્ કરતા લક્ષ્મણજી ભૂમિ પર પટકાઈ પડ્યા. સૈન્યમાં હાહાકાર વ્યાપી ગયો. શ્રી રામ ક્રોધથી સળગી ઊઠ્યા. રાવણનો વધ કરવા, સિંહરથ પર ચડી, તેમણે રાવણ સામે યુદ્ધ આરંભ્ય. રથના સિંહોએ ક્ષણવારમાં રાવણના રથને તોડી નાખ્યો. રાવણે તરત બીજ રથ લીધો. તે પણ તૂટ્યો. પાંચ-પાંચ વાર રાવણના રથ તૂટ્યા, રાવણ ભયભીત થઈ ગયો. તેણે વિચાર્યું-ભ્રાતૃસ્નેહથી રામ સ્વયં મરી જશે, એની સાથે શા માટે યુદ્ધ કરવું?' તરત રાવણે રથને લંકા તરફ હંકાર્યો. રાવણ ભાગી ગયા પછી, રામ પાછા ફર્યા અને જ્યાં લક્ષ્મણજી ઘાયલ થઈને પડ્યા હતા ત્યાં આવ્યા. લક્ષ્મણજીને બેભાન જોઈ, શ્રી રામ મૂચ્છિત થઈ, ભૂમિ પર ઢળી પડ્યા. સુગ્રીવ આદિ રાજાઓ ચિંતિત થઈ ગયા. તરત શીતલ ચંદનનાં વિલેપન કર્યા. શીતલ જલનો છંટકાવ કર્યો. શીતલ વાયુ પ્રવાહિત કર્યો, મૂચ્છ દૂર થતાં For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ ૭૮૭ જ, શ્રી રામ લક્ષ્મણજીને આલિંગન દઈ, ઊંચે સ્વરે રડી પડ્યા. ‘વત્સ, તને શું થયું? તને શું દુઃખ છે તે કહે. તું મૌન કેમ છે? મારી સાથે મૌન? હું તારો અગ્રજ છું. ભલે ન બોલ, સંજ્ઞાથી તો મને કહે. તું નહીં બોલે? જો આ સુગ્રીવ, ભામંડલ, હનુમાન તારા મુખ સામે જોઈ રહ્યા છે, હે પ્રિયદર્શન! તું આંખ ખોલીને તો જો. શું તને આંખ ખોલીને જોતાં પણ લજ્જા આવે છે? હા, હા, દુષ્ટ રાવણ જીવતો લંકામાં ભાગી ગયો. એ વાતની લજ્જા છે ને? ના, તું એક વાર આંખો ખોલ, હું તારું પ્રિય કરીશ. જો આ હું ચાલ્યો. દુરાત્મા રાવણને જીવતો કે મરેલો લઈ આવું છું.' શ્રી રામે ધનુષ્યનો ટંકાર કર્યો અને લંકા તરફ દોડ્યા. તરત સુગ્રીવે શ્રી રામના ચરણો પકડ્યાં અને કહ્યું : ‘હે સ્વામિનુ, આ રાત્રિ છે. નિશાચર રાવણ લંકામાં ચાલ્યો ગયો છે. આ અમારા સ્વામી લક્ષ્મણ શક્તિપ્રહારથી આહત છે, મૂચ્છિત છે, ધૈર્ય ધારણ કરો. દુષ્ટ રાવણ હવે મરાયો જ સમજો. અત્યારે સર્વ પ્રથમ સૌમિત્રીની મૂર્છા દૂર કરવાનો જ પ્રયત્ન કરવો જ જોઈએ.' શ્રી રામની આંખમાંથી આંસુ વહી રહ્યાં હતાં. સુગ્રીવની વાત સાંભળી શ્રી રામ બોલ્યા : ‘કપીશ્વર, ભાર્યાનું અપહરણ થયું ને ભ્રાતાનું પ્રાણહરણ થયું, છતાં આ રામ હજુ જીવે છે! આશ્ચર્ય! રામનું હૃદય કેમ વિદીર્ણ થઈ જતું નથી? મિત્રો, સુગ્રીવ, હનુમાન, ભામંડલ, નલ, અંગદ અને સર્વે વિદ્યાધરો. હું તમને કહું છું, તમે તમારા ગૃહે જાઓ. મિત્ર બિભીષણ, તને હું કૃતાર્થ કરી શક્યો નથી, તને મેં લંકાનું રાજ્ય આપવાનું વચન આપેલું છે, હજુ તે પૂર્ણ કરી શક્યો નથી. મને તેનું ઘણું દુઃખ છે. જે દુઃખ પ્રિયતમાના અપહરણથી નથી થયું કે સૌમિત્રીના વધથી નથી થયું, તે દુઃખ મને આ વચનનું પાલન નહીં કરવાથી થયું છે. પરંતુ હે બંધુ! કાલે પ્રભાતે તું તારા અગ્રજને ને મારા અરિને લક્ષ્મણના માર્ગે જતો જોઈશ. હું તેનો વધ કરીશ, તને કૃતાર્થ કરીશ, અને પછી? મારા લક્ષ્મણના દેહને ઉત્સંગમાં લઈ, અગ્નિ-પ્રવેશ કરીશ.' શ્રી રામ લક્ષ્મણના વક્ષસ્થળ પર માથું મૂકી, રડવા લાગ્યા. બિભીષણે શ્રી રામના બે હાથ પકડી પોતાના ઉત્તરીય વસ્ત્રથી રામનાં આંસુ લૂછતાં કહ્યું : ‘હે પ્રભુ, આપનો વિષાદ વિરાટ સેનાને રડાવી રહ્યો છે, આપનું રુદન અમારાં ગાત્રોને શિથિલ કરી રહ્યું છે. હે નરશ્રેષ્ઠ, આપ ધૈર્ય ધારણ કરો. લક્ષ્મણજીનું મૃત્યુ થયું નથી. અમોવિજયા મહાશક્તિએ લક્ષ્મણજીના દેહમાં પ્રવેશ કરેલો છે. આ શક્તિથી આહત થયેલો મનુષ્ય એક રાત્રિ જીવે છે. આ For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીષણ યુદ્ધ ૩૮૭ સૂર્યોદય થયા પછી, આપણા હાથમાં કોઈ પ્રયત્ન નહીં રહે. માટે હજુ સંપૂર્ણ નિશા-કાળ આપની પાસે છે, ત્યાં સુધી મંત્ર, તંત્રાદિ કોઈ પણ ઉપાય યોજી, લક્ષ્મણજીને મહાશક્તિના પ્રભાવથી મુક્ત કરવા જોઈએ. ‘શું લક્ષ્મણ પુનર્જીવન પામશે?' ‘અવશ્ય નાથ!’ 'તો એ પ્રયત્ન કરો.' તરત બિભીષણે રામ-લક્ષ્મણની ચારેય બાજુ વિદ્યાશક્તિથી સાત કિલ્લા બનાવી દીધા. ચાર દ્વાર બનાવ્યાં અને ચોકસાઈભરી સંરક્ષણ-વ્યવસ્થા કરી દીધી. બિભીષણ રાવણના છલ-કપટથી જ્ઞાત હતો. રાત્રિના અંધકારમાં રાવણ શું ન કરે, તે કલ્પી શકાય એમ ન હતું. માટે બિભીષણે એવી વ્યવસ્થા ગોઠવી કે એક પક્ષી પણ રામ-લક્ષ્મણ પાસે ફરકી ન શકે. પૂર્વ દિશામાં સાત દ્વારો પર સુગ્રીવ, હનુમાન, કુંદતાર, દધિમુખ, ગવાક્ષ અને ગવયની ચોકી મૂકવામાં આવી. પશ્ચિમનાં સાત દ્વારો પર નીલ, સમરવીર, દુર્દર, મન્મથ, જય, વિજય અને સંભવને ગોઠવ્યા. ઉત્તરમાં અંગદ, કૂર્મ, મહેન્દ્ર, વિહંગમ, સુષેણ અને ચન્દ્રરશ્મિ ઊભા રહ્યા. દક્ષિણમાં ભામંડલ, વિરાધ, ગજ, ભુવનજિત, નલ, મૈન્દ્ર અને બિભીષણ ઊભા રહ્યા. શ્રીરામ, લક્ષ્મણજીના પુનર્જીવન માટે વિચારમાં ગરકાવ થઈ ગયા. તેમને કંઈ સૂઝ્યું નહી. બીજી બાજુ બિભીષણ, સુગ્રીવ અને ભામંડલ ભેગા થયા અને શું કરવું એનો ગંભીર વિચાર-વિનિમય કરવા લાગ્યા, પરંતુ તેમને કોઈ ઉપાય ન દેખાયો. ધરણેન્દ્રે આપેલી ‘અર્માધવિજયા' મહાશક્તિનું નિવારણ કરવાની શક્તિ ભારતમાં કોઈની પાસે ન દેખાઈ. બીજી બાજુ, જો પ્રભાત પૂર્વે લક્ષ્મણજી પુનર્જીવન ન પામે તો શ્રીરામના જીવનનો પ્રશ્ન ઊભો થતો હતો. લક્ષ્મણજી ઉપ૨ શ્રીરામનો સ્નેહ સહુજનવિદિત હતો. રાત્રિનો પ્રથમ પ્રહર અર્ધો વીતી ચૂક્યો હતો. એક એક પળ વીતતી હતી અને બિભીષણ-સુગ્રીવ વગેરેની વ્યાકુળતા વધતી હતી. ‘શું કરવું?’ આ પ્રને સહુને મૂઢ બનાવી દીધા હતા. For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વક ૮0. એક શd, અનેક વાd : રાત કેવી બિહામણી એ વિભાવરી હતી? લક્ષ્મણજી મૂચ્છિત હતા. શ્રી રામ ચિંતિત અને હતાશ હતા. દશમુખ રાવણ શોકાકુળ, વિસ્વળ અને વ્યગ્રચિત્ત હતો. સહુ ત્રણ દિવસના ઘોરભયંકર યુદ્ધના ભૂતકાળને યાદ કરતા કંપી ઊઠયા હતાભાવિની કલ્પના અસ્પષ્ટ અને ધૂંધળી હતી. એક રાક્ષસ પરિચારિકા ત્વરાથી દોડતી, દેવરમણ ઉદ્યાનમાં પહોંચી. તે પરિચારિકા સીતાને ચાહતી હતી. તેણે સીતાને સમાચાર આપ્યા. સીતા, આજના યુદ્ધમાં લક્ષ્મણજી હણાયા છે. શ્રી રામ લક્ષ્મણના નિષ્માણ દેહને ઉત્સંગમાં લઈને બેઠા છે. સાંભળ્યું છે કે રામ પણ પ્રભાતે પ્રાણ... સીતાના શ્વાસ અદ્ધર થઈ ગયા. તે ઊભાં થઈ ગયાં અને પેલી પરિચારિકાના બે ખભા પકડી, તેને પૂછ્યું : શું તું સાચું કહે છે? અજેય લક્ષ્મણ હણાયા?' દેવી, મેં રાજમહાલયમાં વાત સાંભળી છે. લંકાની ગલી ગલીમાં વાત થઈ રહી છે.” સીતા માટે તો આ સમાચાર અસહ્ય હતા. તેમને મૂર્છા આવી ગઈ. ઉદ્યાનની ધરતી પર તેમનો દેહ ઢળી પડ્યો. આજુબાજુની પરિચારિકાઓ દોડી આવી. શીતોપચાર કરવામાં આવ્યો. સીતાની મૂર્છા દૂર થઈ પણ કરુણ વિલાપથી સીતાએ રાક્ષસણીઓનાં ક્રૂર હૃદય પણ ભીંજવી નાખ્યાં. સીતાજી ખૂબ રડ્યાં અને અંતે તેઓ બોલ્યાં : હા વત્સ લક્ષ્મણ, આર્યપુત્રને એકાકી છોડી, તું ક્યાં ચાલ્યો ગયો? તારા વિના તારા અગ્રજ એક મુહૂર્ત પણ જીવી શકવા સમર્થ નથી. ધિક્કાર છે મને, હું મંદભાગ્યા છું, કે મારા જેવી અભાગણીના નિમિત્તે સ્વામી અને દેવરનું આવું અશુભ થયું. શું કરું? ક્યાં જાઉં? હે વસુંધરા, મારા પર કૃપા કર, મને માર્ગ આપ કે જેથી હું તારામાં સમાઈ જાઉં. અથવા હે હૃદય, તેં ટુકડા થઈ જા, કારણ કે હું જીવવા ચાહતી નથી. હું સ્વામી અને દેવર વિના જીવી શકતી નથી.” ચોધાર આંસુ અને અસંખ્ય ડૂસકાં.... સીતાના કરુણ કલ્પાંતે લંકાની એ રાત્રિને અભિશાપિત કરી. પરિચારિકાઓના સમૂહમાં એક વિદ્યાધરી પાસે “અવલોકિની વિદ્યા' હતી. For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૯ એક રાત, અનેક વાત એ વિદ્યા દ્વારા એ ભવિષ્યના ભેદ જાણી શકતી. સીતાના હૃદય પ્રકંપક રુદને એ વિદ્યાધરીના હૃદયને સહાનુભૂતિથી છલકાવી દીધું. તે તરત ઉદ્યાનના એક એકાંત ભાગમાં પહોંચી. તે પદ્માસન લગાવીને બેસી ગઈ અને અવલોકિની વિદ્યાનું સ્મરણ કર્યું. વિદ્યાદેવી તરત ઉપસ્થિત થઈ. વિદ્યાધરીએ પૂછ્યું : હે વિદ્યાદેવી, રામ-રાવણના યુદ્ધમાં કોનો વિજય થશે? લક્ષ્મણ મૃત્યુ પામશે કે જીવશે? સીતાનું શું થશે?” “હે ભદ્ર! આ યુદ્ધમાં શ્રી રામનો જ વિજય થશે. કાલે પ્રભાત પૂર્વે લક્ષ્મણ પરથી મહાશક્તિનો પ્રભાવ દૂર થશે અને રામ, લક્ષ્મણ સહિત અહીં આવી, સીતાને પ્રસન્ન કરશે.' અવલોકિની વિદ્યા અદશ્ય થઈ ગઈ. વિદ્યાધરી દોડતી, સીતાજી પાસે આવી. વિદ્યાદેવીએ ભાખેલું ભવિષ્ય કહ્યું. સતાજીને શાંતિ થઈ. હજુ રાત્રિનો પ્રથમ પ્રહર જ ચાલી રહ્યો હતો. સીતાજી સૂર્યોદયની પ્રતીક્ષા કરતાં, મનમાં લક્ષ્મણજીનું નવજીવન ઝંખતાં દેવરમણ ઉદ્યાનમાં સમય વ્યતીત કરવા લાગ્યાં. અને રાવણ? “આજે લમણ મરાયો!” એ વિચાર તેને હર્ષઘેલો બનાવતો હતો. જ્યારે કુંભકર્ણ, ઇન્દ્રજિત, મેઘવાહન વગેરે શત્રુશિબિરમાં બંધનગ્રસ્ત છે,' એ વિચાર તેને શોકાકુળ બનાવતો હતો. લંકાનો શ્વેત સંગેમરમરનો રાજપ્રાસાદ, તેની રત્નજડિત છત અને ભૂમિ-ભાગ રાવણને આશ્વાસન આપી શકતાં ન હતાં. હા વત્સ કુંભકર્ણ, તું મારો જ બીજો આત્મા છે. હે ઈન્દ્રજિત, મેઘવાહન, તમે બંને મારી ભુજાઓ છો. વત્સ જંબૂમાલી, તું મને મૂકીને ચાલ્યો ગયો? મારો પરિવાર છિન્નભિન્ન થઈ ગયો.' રાવણ વારંવાર મૂચ્છિત થવા લાગ્યો. કરુણ સ્વરે રડી પડ્યો, લંકાપતિ મેદાન્ત રાવણ! ઇન્દ્ર, કુબેર અને યમ જેવાને વશ કરનાર વિશ્વવિજેતા રાવણ અસહાય બની, એ રાત્રિએ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો, ત્યારે લંકા ઘોર અશાન્તિમાં ડૂબી ગઈ હતી. રાવણનાં આંસુઓથી ભીંજાયેલા મુખને સાફ કરનાર, ત્યાં કોઈ હાજર ન હતું. ઉદ્વેગ, સંતાપ અને અંજપામાં આળોટતો રાવણ અસંખ્ય વિકલ્પોમાં ગોથાં ખાઈ રહ્યો હતો. શ્રી રામની વ્યાકુળતા પણ ઘણી વધી રહી હતી. લક્ષ્મણને મહાશક્તિની અસરમાંથી મુક્ત કરવાનો કોઈ ઉપાય જડતો ન હતો. સહુ ચિંતાના મહાસાગરમાં ડૂબકીઓ ખાઈ રહ્યા હતા. For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુeo, જૈન રામાયણ ત્યાં પૂર્વ દિશાના દ્વારે, જ્યાં ભામંડલ શસ્ત્રસજ્જ બની ઊભો હતો, ત્યાંથી એક વિદ્યાધર આવ્યો. તેણે ભામંડલને મસ્તક નમાવ્યું, બે હાથ જોડી તેણે કહ્યું : “હે રાજન, જો તમે શ્રી લક્ષ્મણના આપ્તજન છો તો મને શ્રી રામચરણે લઈ જાઓ. લક્ષ્મણને જીવાડવાનો એક ઉપાય લઈ આવ્યો છું.” તું કોણ છે? “તમારો હિતસ્વી છું. મારો બીજો પરિચય પછી આપીશ. અત્યારે એક ક્ષણનો પણ દુરુપયોગ ન કરો.' ભામંડલે આગંતુક વિદ્યાધરને મજબૂત પકડ્યો અને શ્રી રામ પાસે લઈ આવ્યો. વિદ્યાધરે શ્રી રામને નમન કરી પરિચય આપતાં કહ્યું : હે દશરથનંદન, હું સંગીતપુરનગરનો રાજકુમાર પ્રતિચંદ્ર છું. પિતાનું નામ શશિમંડલ અને માતાનું નામ સુપ્રભા. એક દિવસની વાત છે. હું મારી પ્રિયતમા સાથે ગગનવિહાર કરવા નીકળ્યો. હતો માર્ગમાં “સહસ્ત્રવિજય” નામના વિદ્યાધરે અમને જોયા. એનું અમારી સાથે જૂનું વેર હતું. અમારી વચ્ચે યુદ્ધ જામ્યું. તેણે મને “ચંડરવા' શક્તિથી આહત કર્યો. હું જમીન પર પછડાઈ પડ્યો. ભાગ્યયોગે હું જે ભૂમિ પર પટાયો - તે ભૂમિ હતી, સાકેતપુરની. હજુ મને પછડાટની કળ વળી ન હતી. હું શક્તિપ્રહારની અપાર વેદના અનુભવતો હતો ત્યાં આપના લઘુભ્રાતા ભરતે મને જોયો. તેઓ દોડી આવ્યા, દયાસાગર ભરતે તરત મારા માટે ચમત્કારી “ગંગાજલ' મંગાવી, મારા પર છાંટ્યું. મારા શરીરમાંથી “ચંડરવા' શક્તિ નીકળી ગઈ. હું જાગ્રત થયો. વિસ્મિત ચિત્તે મેં મહારાજા ભરતને એ ચમત્કારી ગંગાજલનો મહિમા પૂછ્યો. ભરતે મને એનો મહિમા આ રીતે બતાવ્યો, હું એમના જ શબ્દોમાં એ મહિમા કહી બતાવું છું, તે આપ સાંભળો : ગજપુરથી “વિંધ્યનામનો સાર્થવાહ અહીં આવ્યો હતો. માર્ગમાં તેનો એક બળદ અશક્ત બની ગયો. અતિભાર વહન કરવાથી તેનાં ગાત્ર શિથિલ થઈ ગયાં. તેને અહીં જ પડતો મૂકી, વિધ્ય સાર્થવાહ ચાલ્યો ગયો. નિષ્ફર નગરવાસીઓ ભૂમિ પર પડેલા બળદના માથે પગ દઈને ચાલવા લાગ્યા. બળદ અતિ ત્રાસથી રીબાઈને મૃત્યુ પામ્યો, પરંતુ મૃત્યુ સમયે તેનામાં કોઈ શુભ ભાવ આવી ગયો. મરીને તે વાયુકુમાર દેવ થયો. અવધિજ્ઞાનથી તેણે પોતાનું પૂર્વજીવન જોયું. કૂર નગરવાસીઓએ કરેલી ઘોર કર્થના તેણે જોઈ. તે રોષે ભરાયો. તેણે આખા For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક રાત, અનેક વાત ૬૯૧ નગરમાં રોગો ફેલાવ્યા, નગર જ નહીં, મારા સમગ્ર દેશમાં રોગો ફેલાવ્યા. પરંતુ એમાં એક માત્ર મારા મામા દ્રોણમેઘ રાજાનો દેશ અને એમનું કુટુંબ બચી ગયું. આ વાત મારા જાણવામાં આવી ત્યારે મને આશ્ચર્ય થયું. હું મામાને ઘેર ગયો. મેં મામાને પૂછ્યું. સમગ્ર દેશ જ્યારે અનેક રોગથી પીડાઈ રહ્યો છે, ત્યારે આપ અને આપનું જનપદ કેવી રીતે બચી ગયા?' મામાએ કહ્યું : “ભરત, રાણી પ્રિયંકરા પૂર્વે વ્યાધિથી ઘેરાઈ ગઈ હતી. પરંતુ જ્યારે તે ગર્ભવતી બની ત્યારથી તે નીરોગી બની ગઈ. પુત્રીનો જન્મ થયો પછી સમગ્ર પરિવાર રોગમુક્ત બન્યો. તેનું નામ “વિશલ્યા' રાખવામાં આવ્યું. વિશલ્યા જેનો સ્પર્શ કરે તે નીરોગી બની જાય! બસ, મારો સમગ્ર દેશ વિશલ્યાના કરસ્પર્શથી અને તેના સ્નાનજલથી નીરોગી બન્યો. એક વાર “સત્યભૂશરણ” નામના મહામુનિને મેં વિશલ્યાના પ્રભાવની પાછળ છુપાયેલા રહસ્યને જાણવા પૂછયું : પ્રભો, વિશલ્યાના પ્રભાવનું શું કારણ છે?' રાજન, પૂર્વભવની તપશ્ચર્યાનું આ ફળ છે. તેના સ્નાનજળથી મનુષ્યોના ઘા રૂઝાશે, શલ્ય દૂર થશે. વ્યાધિનો ઉપશમ થશે અને એના પતિ લક્ષ્મણ થશે!' | મુનિવચનથી અને મારા અનુભવથી આ રીતે મેં વિશલ્યાના સ્નાનજલના પ્રભાવનો નિર્ણય કર્યો. આ પ્રમાણે દ્રોણમેશે કહીને, વિશલ્યાનું સ્નાનજલ મને પણ આપ્યું. તેનાથી મારા દેશના વ્યાધિગ્રસ્ત મનુષ્યો પણ નીરોગી બન્યા. અને આજે તમારા પર પણ એ પાણીનો ઉપયોગ કરતાં જ તમારું શલ્ય દૂર થયું.' શક્તિપ્રહારની અસર દૂર થઈ અને પુનર્જીવન પ્રાપ્ત થયું.” આગંતુક વિદ્યાધરની વાત શ્રી રામ, ભામંડલ અને બિભીષણ રસપૂર્વક સાંભળતા હતા. વિદ્યાધરે કહ્યું : ભરતે મારા પર કરેલા પ્રયોગથી મને દઢ શ્રદ્ધા થઈ છે કે વિશલ્યાનું સ્નાનજલ સાચે જ મહાનું પ્રભાવશાળી છે. માટે આ પ્રભાત થવા પૂર્વે આર્ય લક્ષ્મણ માટે એ સ્નાનજલ અહીં લાવવું જોઈએ. ત્વરા કરો, વિલંબ કર્યા વિના ભરત પાસેથી એ સ્નાનજલ લઈ આવો.” રાત્રિનો પ્રથમ પ્રહર પૂર્ણ થવા આવ્યો હતો. લંકાથી અયોધ્યા જવાનું, સ્નાનજલ લઈને પાછા લંકા આવવાનું શ્રી રામે ભામંડલ સામે જોયું ત્યાં For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૯૨ જૈન રામાયણ હનુમાન અને અંગદ પણ આવી પહોંચ્યા. ચંદ્રરમિ, નલ-નીલ પણ ઉપસ્થિત થયા. શ્રી રામે કહ્યું. ભામંડલ! તમે હનુમાન તથા અંગદને લઈ તરત અયોધ્યા જાઓ. ભરતને વાત કરી, વિશલ્યાનું સ્નાન-વારિ લઈ, પ્રભાત પૂર્વે અહીં ઉપસ્થિત થાઓ.” ભામંડલ વિચારમાં પડી ગયો, એ કંઈ બોલે તે પૂર્વે જ બિભીષણે કહ્યું : ચિંતા ન કરો. ભામંડલ, મારી પાસે પવનગતિ વિમાન છે. એ તમે લઈ જાઓ. પવનની ગતિએ ઊડે છે. તમે સમય જાળવી શકશો.' શ્રી રામને નમન કરી, ભામંડલ, હનુમાન અને અંગદ વિમાનમાં બેસી ગયા. વિમાન અયોધ્યાની દિશામાં અદશ્ય થઈ ગયું. શ્રી રામ, બિભીષણ અને ચંદ્રરશ્મિ વગેરે પ્રસન્ન થઈ ગયા. વિદ્યાધરકુમાર પ્રતિચંદ્રને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા લાગ્યા. રામાયણના એ મહાન યુદ્ધમાં પ્રતિચંદ્રને કેમ મહત્ત્વપૂર્ણ સ્થાન નથી અપાયું, એ એક ગંભીર પ્રશ્ન છે. લક્ષ્મણજીનો પ્રાણ બચાવનાર, પ્રતિચંદ્રકુમાર યુદ્ધ વિજય પછી પણ કોઈ સુયોગ્ય પુરસ્કાર પામતો હોય તેવું રામાયણકારે જણાવ્યું નથી. ભારતે પ્રતિચંદ્રને પુનર્જીવન આપી ઉપકાર કર્યો હતો. જાણે એ ઉપકારનો કૃતજ્ઞભાવે બદલો ચૂકવતો હોય તેમ તેણે લક્ષ્મણજીને પુનર્જીવન આપ્યું! વિમાન અયોધ્યા પહોંચ્યું. રાત્રીનો દ્વિતીય પ્રહર પૂર્ણ થવાની તૈયારીમાં હતો. અયોધ્યાના રાજમહેલની અગાસીમાં નિદ્રાધીન ભરતને જોઈ, તેને જાગ્રત કરવા માટે અંગદે ગીત લલકાર્યું. રાજકાર્યમાં પણ રાજાને સાવધાનીથી જાગ્રત કરવાની નીતિ અંગદ જાણતો હતો. ભામંડલ અને હનુમાને પણ ગીતના સૂરોમાં પોતાના સૂર મિલાવ્યા. “મધ્યરાત્રિએ ગીત?” ભરતની નિદ્રા ઊડી ગઈ અને ત્યાં સામે જ બે હાથ જોડી, મસ્તક નમાવી ઊભેલા ભામંડલને જોયો. ભરતે તરત ભામંડલને ઓળખી લીધો. બાજુમાં ઊભેલા હનુમાનને પણ ઓળખી લીધા. તેને અંગદનો પરિચય ન હતો. ભામંડલે પરિચય આપ્યો. ભરતે પૂછયું. કહો, અત્યારે કેમ પધાર્યા?” વિશલ્યાનું સ્નાનજળ લેવા.' પ્રયોજન?' For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક રાત, અનેક વાત ૬૯૩ ‘લક્ષ્મણજી રાવણની મહાશક્તિથી આહત થયા છે, પ્રભાત થાય તે પૂર્વે કોઈ પણ ઉપાયે એ મહાક્તિને ભગાડવી જોઈએ, અન્યથા પ્રાણનો.’ ‘પરંતુ....’ ભરત મૂંઝવણ અનુભવવા લાગ્યો. શું?' ‘મારી પાસે જરાય સ્નાનજલ રહ્યું નથી અને વિશલ્યા છે કૌતુકમંગલ નગરે,’ ‘કોઈ ચિંતાનું પ્રયોજન નથી. અમારી પાસે પવનવેગી વિમાન છે. કૌતુકમંગલ પહોંચવું એટલે અર્ધ ઘટિકાનું કામ!’ ભરતને વિમાનમાં બેસાડી દીધો. ભામંડલે વિમાનમાં ભરતને લંકાના યુદ્ધનો ચિતાર આપી દીધો. લક્ષ્મણજીની સર્જાયેલી આકસ્મિક ભયાનક સ્થિતિએ ભરતને શોકાકુળ બનાવી દીધો. ‘પરંતુ વિશલ્યાના સ્નાનજલથી લક્ષ્મણજી અવશ્ય પુનર્જીવન પામશે,' આ વિચારથી તેને આશ્વાસન મળ્યું. ભરતે કહ્યું : ‘હું લંકા આવું? અોધ્યાના લાખો શૂરવીર સુભટોને યુદ્ધમાં ઉતારું તો કાલે જ લંકાનું પતન થાય.’ રાજેશ્વર, આપ નિશ્ચિંત રહો, આપને લંકા પધારવાની જરાયે આવશ્યકતા નથી. લક્ષ્મણજી શક્તિપ્રહારની મૂર્છામાંથી જાગ્રત થાય એટલી જ વાર છે! કાલનું યુદ્ધ રાવણના માટે અપશુકનિયાળ નીવડશે. બીજું, અમારી પાસે હજુ લાખો પરાક્રમી સુભટોનું સૈન્ય છે જે લંકાની લક્ષ્મી પામવા થનગની રહ્યું છે. આપ અયોધ્યામાં જ રહી, અયોધ્યાના વિશાળ રાજ્યને સંભાળો અને માતાઓને આશ્વાસનરૂપ બનો, એ જ સુયોગ્ય છે.' ભામંડલની વાત સાંભળી, ભરત મૌન રહ્યો. ત્યાં કૌતુકમંગલ નગર આવી ગયું. રાજા દ્રોણમેઘના રાજમહેલની અગાસીમાં જ વિમાનને ઉતારવામાં આવ્યું. ભામંડલ આદિને વિમાનમાં જ બેસવાનું કહી, ભરત રાજા દ્રોણમેઘ પાસે ગયા. દ્રોણમેઘને નિદ્રામાંથી જગાડી, ભરતે ભામંડલ, હનુમાન તથા અંગદના આગમનની વાત કરી. દ્રોણમેઘ તરત ભરતની સાથે ભામંડલ પાસે આવ્યો; નમન કરી, સહુને લઈ રાજમહેલમાં આવ્યો. ભરતે કહ્યું : ‘રાજન, અત્યારે સમય ઘણો જ અલ્પ છે. પ્રભાત પૂર્વે વિશલ્યાએ લંકાની શિબિરમાં પહોંચી જવું જોઈએ. લક્ષ્મણજીના જીવન-મરણનો પ્રશ્ન છે.’ ‘ભરત, હું પ્રસન્નતાથી વિશલ્યા આપું છું. વિશલ્યા મનથી લક્ષ્મણજીને વરી ચૂકી છે. જ્ઞાની ગુરુદેવનું પણ એ ભવિષ્ય કથન છે. પરંતુ એક હજાર સખીઓ સાથે વિશલ્યા લક્ષ્મણને વરશે... એ વાત તમારે...’ For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५८४ જૈન રામાયણ | ‘અવશ્ય રાજન! યુદ્ધ પૂર્ણ થતાં જ લંકામાં વિશલ્યાનો લક્ષ્મણજી સાથે લગ્નોત્સવ ઊજવીશું.” અંગદે ખાતરી આપી. તરત દ્રોણમેઘે વિશલ્યાને બોલાવી. પૂર્વભવની તપસ્વિની વિશલ્યાના પુણ્યપ્રભાવથી ભામંડલ આદિ પ્રભાવિત થયા. વિશલ્યાને ભામંડલ આદિની સાથે લંકા જવાની દ્રોણમેઘે આજ્ઞા કરી. વિશલ્યાને રોમાંચ થયો. તેનું હૃદય પ્રસન્ન થયું. તે અવિલંબ તૈયાર થઈ. એક હજાર સખીઓને અત્યારે જગાડીને, સાથે લેવાનો સમય ન હતો. પાછળથી તેમને લંકા મોકલવાનું કહી, વિશલ્યા વાયુયાનમાં બેસી ગઈ. ભામંડલે દ્રોણમેઘનો અતિ આભાર માની, વિમાનને અયોધ્યા પ્રતિ હંકારી મૂક્યું, કારણ કે ભરતને અયોધ્યા મૂકીને તેમણે લંકા જવાનું હતું. તૃતીય પ્રહરની અંતિમ ઘટિકા વ્યતીત થઈ રહી હતી. પવનવેગી જાજ્વલ્યમાન વિમાન લંકા તરફ ધસી રહ્યું હતું. વિમાનને ભામંડલે ઘણી ઊંચાઈએ લીધું. તેને એક ભય હતો : “કદાચ રાવણને આ વાતની ખબર પડે, ને માર્ગમાં જ કોઈ વિન ઊભું કરી દે.' શુભ કાર્યમાં વિપ્નની આશંકા થતી હોય છે. બિભીષણ, સુગ્રીવ વગેરે અયોધ્યાની દિશામાં આતુરનયને, ઉસુક હૃદયે જોઈ રહ્યા હતા. અનેક શુભ-અશુભ વિકલ્પોમાં અટવાતા, શ્રી રામ વારંવાર સુગ્રીવને પૂછતા હતા : “ભામંડલ આદિ આવી ગયા?' સુગ્રીવ શ્રી રામને વૈર્ય બંધાવતો હમણાં જ આવી જશે.” કહીને અયોધ્યાની દિશામાં આકાશને જોતો ઊભો રહેતો. ચોથો પ્રહર. એક ઘટિકા વીતી ગઈ. ત્યાં પૂર્વ દિશામાં ઝબકારો થયો. સુગ્રીવ, બિભીષણને ફાળ પડી. શું સૂર્યોદય થઈ ગયો? ત્યાં જ તેમનો ભ્રમ ભાંગી પડ્યો. વિશલ્યાને લઈ આવતું વિમાન દ્રત ગતિથી આવી રહ્યું હતું. બિભીષણે હર્ષધ્વનિ કર્યો. સુગ્રીવ દોડીને શ્રી રામ પાસે પહોંચી ગયો. તે બોલી ઊઠ્યો : વિશલ્યા આવી ગઈ, દેવ!' શ્રી રામ ઊભા થઈ ગયા. વિમાન સીધું જ લક્ષ્મણજી પાસે ઉતાર્યું. ક્ષણનો ય વિલંબ કર્યા વિના વિશલ્યા વિમાનમાંથી કૂદી પડી. ભૂમિ પર ચત્તાપાટ For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક રાત, અનેક વાત પડેલા પોતાના પ્રાણવલ્લભને જોઈને ક્ષણભર વિશલ્યા ધ્રુજી ગઈ. પરંતુ બીજી જ ક્ષણે પંચપરમેષ્ઠી ભગવંતનું સ્મરણ કરી, લક્ષ્મણજી પાસે બેસી, તેમના વિદારાયેલા વક્ષસ્થલને કરસ્પર્શ કર્યો. ચારે બાજુ શસ્ત્રસજજ બની, બિભીષણ, સુગ્રીવ, ભામંડલ, હનુમાન, ચંદ્રરશ્મિ, : અંગદ વગેરે ગોઠવાઈ ગયા હતા. વિશલ્યાના કરસ્પર્શે ચમત્કાર સર્જી દીધો. અમો વિજ્યા” મહાશક્તિ ધ્રૂજી ઊઠી. લક્ષ્મણજીના દેહને ત્યજી દેવાનું અનિવાર્ય બન્યું. તે મહાશક્તિ એક દેવી હતી. તે લક્ષ્મણજીના દેહમાંથી નીકળીને આકાશમાર્ગે ભાગી. પણ જેવી તે નીકળીને આકાશમાં ભાગી કે હનુમાનજીએ કૂદકો મારી, તેને પકડી. હનુમાનના હાથમાં સપડાયેલી, મહાશક્તિ મુક્ત થવા તરફડિયાં મારવા લાગી. તે કરગરી પડી. હનુમાન, મને છોડ. મારો કોઈ દોષ નથી. હું પ્રજ્ઞપ્તિની ભગિની છું. ધરણેન્દ્ર અને રાવણને સોંપી છે. હું શું કરું? વિશલ્યાના પૂર્વજન્મની ઉગ્ર તપશ્ચર્યાના અસહ્ય પ્રતાપને સહન કરી શકવા હું સમર્થ નથી માટે હું જાઉં છું. મને મુક્ત કર.” હનુમાને મહાશક્તિને મુક્ત કરી. લજ્જાથી નમી પડેલી, મહાશક્તિ અદશ્ય થઈ ગઈ. વિશલ્યા લક્ષ્મણજીનાં દર્શનથી જ રોમાંચિત થઈ ગઈ હતી. મહાશક્તિ નીકળી જતાં પુન: વિશલ્યાએ લમણાજીના દેહે પોતાનો કોમળ કરસ્પર્શ કરવા માંડ્યો. ગોશીપચંદન લાવો.' વિશલ્યાએ ભામંડલને કહ્યું. તરત ગોશીષચંદન ઘસીને, લાવવામાં આવ્યું. રત્નના ભાજનમાં ચંદન લઈ, વિશલ્યાએ લક્ષ્મણજીના દેહ વિલેપન કરવા માંડ્યું. મહાશક્તિએ કરેલો ઘા રુઝાવા માંડ્યો અને દેહમાં ચૈતન્ય ધમકવા માંડ્યું. આંખોની પાંપણો ફરફરવા લાગી. ફિકકું પડી ગયેલું મુખ લાલ થવા માંડ્યું. બીજી બાજુ ભામંડલે પવનવેગી વાયુયાનને લઈ, અંગદને કૌતુકમંગલ મોકલીને, વિશલ્યાની એક હજાર સખીઓને બોલાવી લીધી, શ્રીરામનાં નયનમાંથી હર્ષનાં ચોધાર આંસુ વરસી રહ્યાં હતાં. તેઓ ઊભા ઊભા લક્ષ્મણજી સામે અનિમેષ નયને જોઈ રહ્યા હતા. તેમનું હૃદય વિશલ્યા For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૭ જૈન રામાયણ પર હેતના ફુવારા વરસાવી રહ્યું. સુગ્રીવ આદિનાં મન હર્ષવિભોર બની ગયાં હતાં. પૂર્વ દિશા લાલ-લાલ બની ગઈ. સૂર્યના આગમનની એંધાણીઓ થઈ રહી અને લક્ષ્મણજીએ આંખો ખોલી. તેમણે વિશલ્યાને જોઈ. વિશલ્યાનાં નયન હર્ષનાં અશ્રુથી છલોછલ ભરાઈ ગયાં. તેનું મુખ લાલઘૂમ થઈ ગયું. લક્ષ્મણજી આળસ મરડીને ઊભા થયા. તેઓ શ્રી રામને ભેટી પડ્યા. સુગ્રીવે જયધ્વનિથી યુદ્ધભૂમિને ગજવી દીધી. સૈન્ય નાચવા લાગ્યું. સર્વત્ર આનંદ... આનંદ વર્તાઈ ગયો. સૂર્યોદય થયો. પણ આજે યુદ્ધ માટે રાવણ લંકાની બહાર નીકળ્યો જ નહીં. ભામંડલે શ્રી રામને નમન કરી કહ્યું : ‘હે કૃપાનિધિ, રાજા દ્રોણમેઘે આપણા પર અનંત ઉપકાર કર્યા છે. દેવી વિશલ્યાએ માત્ર લક્ષ્મણજીને જ નહીં, અમને સહુને નવજીવન આપ્યું છે. મહાદેવી સીતાના સૌભાગ્યને અખંડિત રાખ્યું છે. એક મહત્ત્વની વાત હવે મારે પ્રકાશિત કરવી જોઈએ. દેવી વિશલ્યા એક સહસ્ર સખીઓ સાથે લક્ષ્મણજીને વરી ચૂકી છે. રાજા દ્રોણમેઘે લક્ષ્મણજી સાથે વિશલ્યાનું લગ્ન કરવાનું કહ્યું છે. અમે એ વચનથી બંધાઈને આવ્યા છીએ.' શ્રી રામ પ્રફુલ્લિત થઈ ગયા. ‘હું સૌમિત્રીને આજ્ઞા કરું છું, તે વિશલ્યાસહિત એક સહસ્ર કન્યાઓનું પાણિગ્રહણ કરે.’ લક્ષ્મણજીએ મૌન રહી, પોતાની અનુમતિ આપી. યુદ્ધની છાવણી લગ્નમહોત્સવની ધામધૂમથી ગાજી ઊઠી. લગ્નની શરણાઈઓ બજી ઊઠી. વિદ્યાધર રાજાઓએ ભવ્ય મહોત્સવ ઊજવ્યો અને વિશલ્યાનું, એક હજાર કન્યાઓ સાથે લક્ષ્મણજીએ પાણિગ્રહણ કર્યું. લંકામાં લક્ષ્મણજીના પુનઃ જીવનના સમાચાર ફેલાઈ ગયા. પેલી અવલોકિની વિદ્યાધરીએ સીતાજીને આ શુભ સમાચાર પહોંચાડ્યા. સીતાજીએ ત્યારે કેવો હર્ષ અનુભવ્યો હશે? For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર ૮૧. લંકા-પરિષદ રાક્ષસેશ્વરે ચોથા દિવસે યુદ્ધ સ્થગિત રાખી, લંકાના વિચક્ષણ દીર્ઘદ્રષ્ટા મંત્રીશ્વરોની એક પરિષદ બોલાવી. પોતાનું જ મનમાન્યું કરવાની કુટેવવાળો, રાવણ કોઈની હિતકારી સલાહ સાંભળવા રાજી ન હતો. એવી સલાહ આપવા આવેલા બિભીષણનો તે વધ કરવા ધસ્યો હતો અને પોતાના દક્ષિણ કર સમા ભ્રાતાને ગુમાવી બેઠો હતો. તે એ પણ જાણતો હતો કે મંત્રીમંડળ એને શું સલાહ આપશે! પરંતુ તેના એક પછી એક દાવ નિષ્ફળ ગયા. તે ઘણું ગુમાવી બેઠો હતો. એક પરસ્ત્રી સીતાની ખાતર તેણે લાખો સુભટોનાં લોહી રેડ્યાં. કુંભકર્ણ, ઇન્દ્રજિત, મેઘવાહન જેવા ભ્રાતા અને પુત્રોને શત્રુની છાવણીમાં બંધનગ્રસ્ત બનાવ્યા. અનેક પરાક્રમી પુત્રોના શત્રુના હાથે વધ થતા જોયા છતાં એ પરસ્ત્રી હજુ તેનું મુખ જોવા પણ રાજી ન હતી. તેના પડછાયાના સ્પર્શને પણ તે પાપ સમજતી હતી. રાવણ એ જાણતો હતો. પણ શું કરે ? સીતાના સંભોગની કલ્પના તેના મનને બેહોશ બનાવી દેતી હતી. તે સર્વસ્વના ભોગે પણ સીતાને મેળવવા ચાહતો હતો. બધું લુટાઈ જાય, એક સીતા રહે તો પણ તેને મંજૂર હતું. આ કામવિડંબનાથી પીડાતા રાવણે, મંત્રીમંડળની પરિષદ બોલાવી. તેમની બુદ્ધિથી પોતાના મનોરથો સફળ બનાવવા વિચાર કર્યો. એક પછી એક મહામંત્રી લંકાની રાજસભામાં આવવા લાગ્યા. પણ તેમને આજે લંકાનો આ સુવર્ણ પ્રાસાદ ઝાંખો લાગ્યો, પ્રાસાદની સોપાનપંક્તિઓ નિસ્તેજ ભાસી, રત્નજડિત ભૂમિભાગ પર રક્તનાં બિંદુઓ છંટાયેલાં હોય તેવો ભાસ થયો. રાજમહેલના પરિચારિકો, સુભટો, દાસ-દાસીઓ-સહુનાં મુખ પર ઉદાસીનતા, ઘોર નિરાશા છવાયેલી હતી. રત્નદીપકોથી ઝગમગાટ કરતી, રાજસભામાં પોતપોતાના આસને આવી, મંત્રીઓ બેસવા લાગ્યા. સહુ આવી ગયા હતા અને રાક્ષસેશ્વરના આગમનની પ્રતીક્ષા કરી રહ્યા હતા. અર્ધઘટિકા પર્યત પ્રતીક્ષા કરી. સહુ મૌન હતા, ત્યાં રાક્ષસેશ્વરના આગમનની સૂચના આપવામાં આવી. લંકાપતિ, પોતાના પૂર્ણ ઐશ્વર્ય સહિત રાજસભામાં પ્રવેશ્યો. મંત્રીમંડળે ઊભા થઈ, અભિવાદન કર્યું. રત્ન, સુવર્ણ અને મણિ-મુક્તાથી ખચિત રાજસિંહાસન પર આરૂઢ થઈ લંકાપતિએ પોતાના મંત્રીમંડળ ઉપર એક વેધક દૃષ્ટિ ફેંકી જોઈ. અપૂર્વ બુદ્ધિવૈભવશાળી મંત્રીઓ લંકાપતિની મુખમુદ્રાનું અધ્યયન કરતા, મૌન બેઠા. For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૯૮ જેન રામાયણ લંકાપતિએ આજે પોતાના ઐશ્વર્યને ધારણ કરવામાં કોઈ કચાશ નહોતી રાખી, પરંતુ આજે એ મુક્ત હાસ્ય વેરતા, શત્રુઓની હસી નાંખતો અને પોતાના ભુજબળ પર વિશ્વાસ ધરાવતો રાવણ નહોતો દેખાતો! આજે તેના મુખ પર ગંભીરતા હતી. એના માથે જાણે હિમાદ્રિનો ભાર હતો. આજે જાણે, શત્રુઓ હસી નાંખતા હોય તેવો હતપ્રભ છતાં બનાવટી પ્રભાવ ઊભો કરતો, એ દેખાતો હતો. આજે તેને પોતાને પોતાના ભુજબળ પરનો વિશ્વાસ ન હોય, એ કોઈની સહાય ઝંખતો હોય એવો છતાં ઉપરછલ્લી બેપરવાઈ બતાવતો એ દષ્ટિગોચર થતો હતો. એની દૃષ્ટિમાં વિકાર દ્વારા સર્જાતા વિનાશનું દર્શન થતું હતું. રાજસભાનું મૌન તોડતાં રાક્ષસેશ્વર બોલ્યો : “લંકાના વફાદર મંત્રીશ્વરો! આજે મારે તમારી વિચક્ષણ બુદ્ધિનો પ્રકાશ જોઈએ છે.” અમારું સર્વસ્વ રાક્ષસેશ્વરનું છે.' મહામંત્રીએ ઊભા થઈ, નમન કર્યું અને સમર્પણની ભાવના અભિવ્યક્ત કરી. અભિનંદન! અભિનંદન! પ્રિય મંત્રીશ્વરો, તમારી સૂક્ષ્મ પ્રજ્ઞા અને વિચક્ષણ રાજનીતિએ લંકાના રાજ્યને સાર્વભૌમ રાજ્યસત્તા સ્થાપી છે. તમે અનેક વાર આપત્તિમાં માર્ગદર્શન આપી, આપત્તિને સંપત્તિમાં ફેરવી નાખી છે. ઘોર નિરાશામાં આશાના રત્નદીપ પ્રગટાવી, પ્રકાશ પાથર્યો છે. લંકાની રાજસત્તાના તમે આધારસ્તંભ છો.” રાવણ બે ક્ષણ મૌન રહ્યો. ત્યાર બાદ મૂળ વાત પર આવતાં, તેણે કહ્યું : તમે સહુ ત્રણ દિવસના યુદ્ધની ફલશ્રુતિ જાણો છો કે આપણે શું ગુમાવ્યું છે ને શત્રુપક્ષે કેટલી હાનિ થઈ છે. ખેર, યુદ્ધમાં બંને પક્ષે હાનિ થતી જ હોય છે. એની મને ગ્લાનિ નથી, પરંતુ મને ઘોર ગ્લાનિ છે, ભ્રાતા કુંભકર્ણને ગુમાવ્યાની, શત્રુ તેને નાગપાશથી બાંધીને ઉપાડી ગયા છે. પ્રિય ઇન્દ્રજિત અને મારા આત્માથી અભિન્ન મેઘવાહનને પણ દુષ્ટ રામે બંધનગ્રસ્ત બનાવ્યો છે. હવે તેમને માટે કેવી રીતે મુક્ત કરવા? હા, ગઈ કાલે જ્યારે મારી અમોધ વિજયા” મહાશક્તિએ લક્ષ્મણની છાતી ચીરી નાંખી, તેને યુદ્ધક્ષેત્રે પછાડી દીધો, ત્યારે મેં ચોકકસ ધાર્યું હતું કે આજે પ્રભાત થતાં જ લક્ષ્મણ મૃત્યુ પામશે. લક્ષ્મણના વિરહને સહન નહીં કરતાં રામ પણ એની પાછળ સ્વર્ગે જશે. એ મૃત્યુ પામતાં વાનરદ્વીપનું સૈન્ય અને બીજા વિદ્યાધર રાજાઓ તરત ભાગી છૂટશે અને મારા બંધુઓ, પુત્રો વગેરે મુક્ત થઈ, અહીં આવી જશે. For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લંકા-પરિષદ ફ૯૯ પરંતુ હાય દુર્ભાગ્ય! લક્ષ્મણ જીવી ગયો, એ સમાચાર અને પ્રભાતકાળે જ મળી ગયા. હવે શું કરવું? કુંભકર્ણાદિને કેવી રીતે છોડાવવા? માર્ગ બતાવો મારા પ્રિય મંત્રીશ્વરો.” રાજસભા વિચારમાં ગરકાવ થઈ ગઈ. ત્યાં મહામંત્રીએ ઊભા થઈ કહ્યું : “રાક્ષસેશ્વરે ઉપસ્થિત કરેલ પ્રશ્નનું એક જ સમાધાન અમને સૂઝે છે, કુંભકર્ણ આદિને શ્રી રામ પાસેથી મુક્ત કરવા માટે સર્વ પ્રથમ આપે રામપ્રિયા સીતાને મુક્ત કરવી જોઈએ. હા, આપની ઇચ્છાથી વિપરીત આ સલાહ છે, છતાં રાક્ષસકુળને સર્વનાશમાંથી ઉગારી લેવા માટે અપ્રિય પણ સાચી સલાહ આપવી, અમારું એક કર્તવ્ય સમજીએ છીએ. હે વિશ્વવિજયી સમ્રાટ' આપણે કેટલું બધું ગુમાવ્યું છે? જે વીર યુદ્ધના અગ્નિમાં હોમાઈ ગયા, તે તો પાછા મળવાના નથી. હસ્ત-પ્રહસ્ત અને મહોદર જેવા સેનાપતિઓ હણાઈ ગયા. કોઈ રાજકુમારો માર્યા ગયા, લાખો સુભટોના મૃતદેહોથી લંકાનાં પાદર ગંધાઈ ઊઠ્યાં. અરે, એની પણ ચિંતા નહીં, સત્યની રક્ષા ખાતર, સંસ્કૃતિની રક્ષા ખાતર, આ બધું કરવું પડે તો કરવું જોઈએ. પણ રાજેશ્વર! આપ જ વિચારો, સત્ય આપણા પક્ષે છે? સંસ્કૃતિની રક્ષા આપણા પક્ષે છે? ના, જરાય નહીં. માટે ઘોર સંહારને રોકવો જોઈએ. રાક્ષસકુળની ભવ્ય સંસ્કૃતિના ઈતિહાસને કલંકિત બનતો રોકવો જોઈએ. તે માટે સીતાને બહુમાનપૂર્વક રામને સમર્પિત કરી દેવી, એ જ એક ઉપાય મને સૂઝે છે. બીજા મંત્રીઓ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકે છે.” મહામંત્રીનો વૃદ્ધ દેહ ધ્રુજતો હતો. તેઓ બોલતાં બોલતાં થાકી જતા હતા. તેઓ બેસી ગયા. રાજસભા પુનઃ શાંત થઈ ગઈ. રાવણ ભૂમિ તરફ દૃષ્ટિ રાખી, વિચારમાં ડૂબી ગયો. ધીરે ધીરે રાજસભા પર દષ્ટિ ફેરવી તે બોલ્યો : મહામંત્રીએ સૂચવેલો ઉપાય તો મને બિભીષણ યુદ્ધ પૂર્વે જ્યારે હનુમાન આવી ગયો હતો ત્યારે સૂચવ્યો હતો. પણ એ ઉપાય શક્ય નથી. મારે શક્ય ઉપાય જોઈએ છે. જો સીતાને જ પાછી સોંપી દેવાની હોત તો હું આ ઘોર સંગ્રામ શા માટે ખેલત? અને હા, જો મને મારા પરાજયની શંકા હોય તો હજુ હું તમારા સૂચવેલા માર્ગે જાઉં, પણ મને મારા પરાજયની જરાય શંકા નથી. મને ચિંતા છે એકમાત્ર કુંભકર્ણ આદિની! એમને મુક્ત કરવા માટે કોઈ ઉપાય..?' એવો ઉપાય અમારી પાસે નથી. સીતાને મુક્ત કર્યા વિના કુંભકર્ણ આદિ કોઈ મુક્ત નહીં થઈ શકે. For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭00 જૈન રામાયણ રામ અને લક્ષ્મણ હવે શું કબજે આવેલા શત્રુઓને એમ છોડી દેશે! એ પણ રાજનીતિમાં નિપુણ રાજકુમારી છે. વળી સત્યની ખાતર તેઓ લડી રહ્યા છે. રાવણ બોલી ઊઠ્યો : એક સ્ત્રીની ખાતર આવું ઘોર યુદ્ધ કરી, હિંસાનાં તાંડવ નૃત્ય કરવાં એ સત્ય! એ સંસ્કૃતિ!' એટલા જ તેજ સ્વરે અને મક્કમતાથી મહામંત્રી બોલ્યા : એક પરસ્ત્રીની ખાતર, આવું ઘોર યુદ્ધ કરી, હિંસાનું તાંડવ નૃત્ય કરવું એ સત્ય? એ સંસ્કૃતિ? ઓ મારા લંકાના નાથ, આજે તમે શું બોલો છો? આ યુદ્ધ સીતા ખાતર રામ-લક્ષ્મણ નથી લડતા, પરંતુ એક સ્ત્રીના શીલની રક્ષા ખાતર, યુદ્ધ લડી રહ્યા છે. પરસ્ત્રીનું શીલ ન લૂંટાય' આ સંસ્કૃતિ છે. તમે એ સંસ્કૃતિનો ધ્વંસ કરવા તૈયાર થયા છો, એની સામે આ યુદ્ધ છે. સંસ્કૃતિની રક્ષા આગળ હિંસા ગૌણ બની જાય છે. પરંતુ આજે તમારી બુદ્ધિ વિપરીત બની ગઈ છે. તમે રાક્ષસવંશનો સંહાર કરવા તૈયાર થઈ ગયા છો.” વયોવૃદ્ધ મંત્રીની વાણીએ લંકાની રાજસભામાં ઉત્તેજના ફેલાવી દીધી. રાક્ષસેશ્વર મહામંત્રીના તીખા શબ્દોથી સળગી ઊઠ્યો : મહામંત્રી, રાજનીતિમાં સંસ્કૃતિનું કેટલું સ્થાન છે? સંસ્કૃતિ માનવ માટે છે. માનવ સંસ્કૃતિ માટે નથી. હું સીતાને ચાહું છું. રામે સીતાનો મોહ જતો કરી દેવો જોઈએ, એના બદલામાં..” સાવ અશોભનીય બોલો છો રાજેશ્વર! શું રાજનીતિ છે અને શું સંસ્કૃતિ છે, એના પાઠ મેં તમારા વડીલોને ભણાવ્યા છે. જે રાજનીતિ સંસ્કૃતિનું રક્ષણ ન કરે, તે રાજનીતિ ફેંકી દેવા જેવી હોય છે. જે સંસ્કૃતિના માધ્યમથી મનુષ્ય પોતાના સદાચારો સરળતાથી પાળી શકે અને પોતાના આત્માનું ઊંકરણ કરી શકે, તે સંસ્કૃતિ રાજનીતિને આધીન નથી. રામપત્ની પર મોહિત થઈ, તેનું અપહરણ કરી લાવવાનો, તમને શું અધિકાર હતો? હું લંકાના મહામંત્રી તરીકે આજે જાહેર કરું છું કે તમે લંકાની પ્રાચીન ભવ્ય સંસ્કૃતિનો ભંગ કર્યો છે.” રાવણના કાળજે તીક્ષ્ણ તીર ભોંકાયું. તે કંઈ ન બોલ્યો. જો તે મહામંત્રી સામે અસભ્ય બોલે તો, તો સમગ્ર લંકાની જનતા તેનાથી ફરી બેસે અને For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લંકા-પરિષદ ૭૦૧ ગૃહક્લેશમાં જ તેનો વિનાશ થઈ જાય. તેણે ગમ ખાધી. પોતાના ચિત્તને થોડી કળ વળી, પછી તે બોલ્યો : મંત્રીશ્વરો, મને એક યોજના સૂઝે છે, તે હું તમને કહું. હું એક ચતુર દૂતને રામ પાસે મોકલું, મારો સંદેશો લઈને એ જાય.’ ‘શું સંદેશો મોકલશો? કોની સાથે મોકલશો?’ મંત્રીઓ બોલી ઊઠ્યા. 'હું સામંતને દૂત તરીકે મોકલવા પસંદ કરું છું.’ ‘બરાબર છે.’ 'હું એના દ્વારા મારો સંદેશો રામને મોકલીશ. શામ, દામ, દંડ અને ભેદથી સામંત મારો સંદેશો કહેશે.’ ‘શું એમાં અંતે સીતાને સોંપી દેવાનો પ્રસ્તાવ પણ છે? મંત્રીશ્વરે પૂછ્યું. ‘ના, એ વાત બની શકે એમ જ નથી. સીતાનું પ્રત્યર્પણ હું કરી શકું એમ નથી.' ‘તો આપના સંદેશાનું કોઈ સુખદ પરિણામ નહીં આવે.’ ‘ભલે’ રાવણે તરત સામન્તને બોલાવ્યો. રામને આપવાનો સંદેશ તેને સમજાવી, રવાના કર્યો. સામન્તના ગયા પછી રાવણે સભાને કહ્યું. ‘સામન્ત શું પ્રત્યુત્તર લઈને આવે છે, તેનાથી તમે જ્ઞાત થઈને જશો.’ મંત્રીઓ ત્યાં જ બેઠા. રાક્ષસેશ્વર પણ ત્યાં જ બેઠો. સામંત તરત શ્રીરામની છાવણી પ્રતિ રવાના થયો. સામન્તનું વ્યક્તિત્વ ઘણું જ આકર્ષક હતું. તેણે લંકાપતિના ઘણા અગત્યના સંદેશાઓ ભારતવર્ષના રાજરાજેશ્વરોએ પહોંચાડ્યા હતા, તે ધાર્યો પ્રત્યુત્તર લઈને આવતો હતો. તેની વાણીમાં જેમ મધુરતા હતી તેમ ધીરતા હતી અને સંયમ હતો. તે દેશ-કાળની ઊંડી સૂઝ ધરાવતો હતો. આજે તેના માથે જે સંદેશ લઈ જવાનું કાર્ય આવ્યું હતું, તે તેના માટે ભારે મૂંઝવણભર્યું હતું, એટલું જ નહીં, જોખમી પણ હતું. રાક્ષસેશ્વરની આજ્ઞાને શિરોધાર્ય કર્યા વિના, એના માટે બીજો કોઈ માર્ગ ન હતો. તેણે શ્રી રામ અને લક્ષ્મણ માટે ઘણી વાતો સાંભળી હતી. તે અંતઃકરણથી તેમનો અનુરાગી પણ બન્યો હતો. આજે તેમનાં દર્શન કરવાની તક મળવાથી તેને આનંદ હતો, પરંતુ જે સંદેશ આપવાનો હતો, તેનાથી તે બેચેન પણ હતો! For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૦૨ જેન રામાયણ તે છાવણીના મુખ્ય દ્વારે આવી પહોંચ્યો. તેણે દ્વારરક્ષકને પોતાની મુદ્રિકા આપી અને શ્રી રામ પાસે જવાની ઇચ્છા વ્યક્ત કરી. સામંતને ત્યાં જ ઊભો રાખી, લારરક્ષક શ્રી રામ પાસે પહોંચ્યો, પ્રણામ કરી, તેણે મુદ્રિકા શ્રીરામને બતાવી અને આગંતુકની ઇચ્છા જણાવી. ‘ભલે એને આવવા દો.' દ્વારરક્ષક નમન કરી ચાલ્યો ગયો. શ્રી રામે લક્ષ્મણજી સામે જોઈ કહ્યું : રાવણનો સંદેશો લઈ દૂત આવે છે,” લક્ષ્મણજીએ શ્રી રામ સામે જોયું અને મૌન રહ્યા. દ્વારરક્ષકે સામત સાથે પ્રવેશ કર્યો. શ્રી રામને પ્રણામ કરી તેણે કહ્યું : રાક્ષસેશ્વરે આપને સંદેશ આપવા, મને મોકલ્યો છે.' તું સંદેશ આપી શકે છે.' સામત્તે ગળું સાફ કર્યું અને તેની લાક્ષણિક શૈલીમાં સંદેશની પ્રસ્તાવના કરી : રાક્ષસેશ્વર આ ભીષણ સંગ્રામથી વિરામ ચાહે છે. જો આપ માની જાઓ તો આ ઘોર હિંસા બંધ થઈ જાય. લંકાપતિએ બે ઇચ્છા વ્યક્ત કરી છે. રાક્ષસેશ્વરની ઇચ્છા નહીં હોય, મહેચ્છા હશે!” શ્રી રામ હસતાં હસતાં સુગ્રીવ સામે જોઈ બોલ્યા. રાક્ષસેશ્વરે કહેવરાવ્યું છે કે કુંભકર્ણ, ઇન્દ્રજિત, મેઘવાહન વગેરે તેમના બંધુઓ-પુત્રોને મુક્ત કરવામાં આવે.' બીજી મહેચ્છા?' સુગ્રીવ બોલી ઊઠ્યો. બીજી ઇચ્છા... સીતા લંકાપતિને સોંપી દેવામાં આવે.” સામંતના બીજા પ્રસ્તાવે શ્રીરામને છંછેડ્યા. લક્ષ્મણજી રોષથી ધમધમી ઊઠ્યા, સુગ્રીવ સામંત તરફ ધસી ગયો. ત્યાં સામંતે તરત વાત આગળ વધારી. લંકાપતિ એના બદલામાં પોતાનું અધું રાજ્ય આપવા બંધાય છે. ત્રણ હજાર વિદ્યાધર કન્યાઓ આપવા તૈયાર છે, એનો સ્વીકાર કરી સંતુષ્ટ થાઓ.” અરે દૂત, તારા રાજાને કહેજે કે રામ તારું અધું રાજ્ય જ લઈને, સંતુષ્ટ નહીં થાય. તારો વધ કરીને, સંપૂર્ણ રાજ્ય લેશે. ત્રણ હજાર કન્યાઓની રામને જરૂર નથી, એને તો માત્ર સીતા જ જોઈએ છે.” ‘હ દશરથનંદન! લંકાપતિની વાત માની જાઓ. તમારું જીવન પણ...' For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૦૩ લંકા-પરિષદ વાચાળ દૂત, તારા લંકાપતિને કહેજે કે રામને રાજ્ય જોઈતું નથી. વિશાળ અંતઃપુરનું કોઈ પ્રયોજન નથી. જો એ પરસ્ત્રીલંપટને એના ભાઈઓ અને પુત્રો પાછા જોઈતા હોય તો જાનકીને બહુમાનપૂર્વક મારી પાસે મોકલી આપે. બાકી બીજો વાણીવિલાસ કરવાની આવશ્યકતા નથી. કોનો સર્વનાશ થશે, તે તો હવે રાવણ યુદ્ધમાં ઊતરે એ જ દિવસે નિર્ણત થઈ જશે.' “હે રામ, એક સ્ત્રીની ખાતર પોતાના પ્રાણને હોડમાં મૂકવા, તે તમને ઉચિત નથી. ઠીક છે, રાવણના પ્રહારથી મૃતપ્રાય: બનેલા લક્ષ્મણ એક વાર જીવી ગયા. પણ હવે એ કેવી રીતે જીવશે? તમે અને આ વાનરો કેવી રીતે જીવ બચાવી શકશો? એક રાવણ જ સ્વયં સકલ વિશ્વનો નાશ કરવા સમર્થ છે, માટે એમના પ્રભાવ પર તમે ગંભીર વિચાર કરો.” લક્ષ્મણજીનો પુણ્યપ્રકોપ પ્રગટ્યો : “અરે દુષ્ટ દૂત, હજુ સ્વશક્તિને-પરશક્તિને તું નથી જાણતો. ત્રણ દિવસના યુદ્ધમાં તેણે અમારી શક્તિ અનુભવી નથી? ભાઈઓ મરાયા અને પકડાયા, પુત્રોના વધ થયા અને પકડાયા. એક અંતઃપુરની સ્ત્રીઓ સિવાય એના પરિવારમાં કોણ બચ્યું છે? છતાં પોતાના પરાક્રમની બિરુદાવલિ ગાતો ફરે છે? ધિક્કાર છે એને અને તને, એવા અધમ રાજાનો સંદેશો લઈ તું આવ્યો છે. આ તારી ધૃષ્ટતા છે. ફળ-ફૂલ અને ડાળ-પાંદડાથી રહિત વૃક્ષ જેવો રાવણ એકાકી પડી ગયો છે, એ અમારી સામે હવે કેટલું ઝઝૂમે છે, તે જોજે. જા, શીધ્ર જા, તારા રાજાને કહેજે કે યુદ્ધ માટે તૈયાર થાય, મારી ભુજાઓ એનો વધ કરવા સજ્જ છે.” લક્ષ્મણજીના પ્રત્યુત્તરનો ઉત્તર આપવા જતા સામંતની અંગદે ગળચી પકડી, બહાર ધક્કો માયો અને કાઢી મૂક્યો. સામંત હતપ્રભ બની, લંકાની મંત્રી પરિષદમાં આવી પહોંચ્યો. તેને જોતાં જ રાવણ રામનો પ્રત્યુત્તર સમજી ગયો. સામંત શ્રી રામ અને લક્ષ્મણે કહેલી વાતો અક્ષરશઃ કહી દીધી. રાવણ ઉદ્વિગ્ન ચિત્તે, બધું સાંભળી રહ્યો. હવે શું કરવું? તેને કંઈ સૂઝયું નહીં. મંત્રીઓને તેણે પૂછ્યું : કહો, સંપ્રતિ શું કરવું?' જીવનમાં ક્યારેય નહીં જોયેલી દીનતા આજે લંકાપતિના મુખ પર દેખાઈ. મંત્રીઓનાં હૃદય પણ ગ્લાનિથી ભરાઈ ગયાં. “રાક્ષસેશ્વર, શાંત થાઓ. શાંતિનો માર્ગ વિચારો. યુદ્ધના માર્ગે શાન્તિ નથી. રાક્ષસ કુળનો આટલો ભીષણ સંહાર થયા પછી પણ તમે નહીં વિચારો? For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૦૪ જૈન રામાયણ સીતાનું પ્રત્યર્પણ કરવા સિવાય આ સર્વ વિનાશમાંથી ઊગરી જવાનો બીજો કોઈ માર્ગ નથી, માટે ના ન કહેશો! સીતાનું પ્રત્યર્પણ કરવાનો નિષેધ વિચારીને, જે જે પગલું ભર્યું તેનું ભીષણ પરિણામ જોયું - અનુભવ્યું. હવે અન્વયનું ફળ જુઓ. સર્વ કાર્યોની અન્વય-વ્યતિરેક ઉભયથી પરીક્ષા કરવી જોઈએ, એકાંગી બનીને નહીં. બસ, એક પ્રસ્તાવ મૂકી જુઓ : સીતાના પ્રત્યર્પણનો! જુઓ એનું શું પરિણામ આવે છે. હજુ ઇન્દ્રજિત અને મેઘવાહન જીવે છે. બીજા અનેક રાજકુમારો ભલે કેદ પકડાયા, પણ તેમનો વધ નથી થયો. જુઓ, તે સહુ તમને પુનઃ ભેટે છે કે નહિ? લંકાની અવશિષ્ટ સંપત્તિનો શા માટે વિનાશ કરવા વિચારો છો? બહુમાનપૂર્વક સીતાને, શ્રી રામ પાસે મોકલીને, આપત્તિનાં વાદળો વિખેરી નાંખો.” વૃદ્ધ મંત્રીની મંગળવાણી હતબુદ્ધિ લંકાપતિ સાંભળી રહ્યો, પણ તેના અમંગળ ભાવિએ તેને પ્રતિકૂળ માર્ગે વાળ્યો હતો. તેને કોઈ અસર ન થઈ. હા, સીતાને પાછી સુપ્રત કરવાની વાતને તેને તીક્ષ્ણ તીરના ઘા જેવી લાગી. તેણે પરિષદૂનું વિસર્જન કર્યું. તે એકાંત મંત્રણાગૃહમાં જઈ આંટા મારવા લાગ્યો. લંકાનો સરમુખત્યાર વિનાશ તરફ દોટ મૂકી રહ્યો હતો. ૦ ૦ ૦ For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ૮૨. બહુરૂપિણી વિદ્યા સીતાનું પ્રત્યર્પણ કરી કુંભકર્ણાદિને મુક્ત કરાવું? એ ઇન્દ્રજિત અને મેઘવાહન, મારી બે ભુજાઓ છે, મારે તેમને ગમે તે ભોગે મુક્ત કરવા જોઈએ. બીજા કોઈ ઉપાયથી રામ માને એમ નથી. તેને સીતા જ જોઈએ છે અને મારે? મારે પણ સીતા જ જોઈએ છે! સીતા સિવાય હવે મને જીવનમાં કોઈ રસ નથી. સીતાને પ્રાપ્ત કરવા યુદ્ધ વિના કોઈ માર્ગ નથી. હવે મારે સ્વયં યુદ્ધ કરવાનું છે. મારા સૈન્યમાં હવે મારી બરાબરી કરી શકે, એવું કોઈ રહ્યું છે? સર્વનાશ.” રાવણ પોતાના શયનખંડમાં સ્વગત બોલે છે. ખંડમાં ક્યારેક આંટા મારે છે તો ક્યારેક પલંગમાં પડખાં ફેરવે છે. રામના સૈન્યમાં હજુ લગભગ બધા જ જીવતા છે. એ રામ-લક્ષ્મણ જીવતા છે, પેલા હનુમાન, સુગ્રીવ અને અંગદ વગેરે જીવતા છે. ભામંડલ, પ્રસન્નકીર્તિ અને ચંદ્રરશ્મિ જીવતા છે. હા, ભલે એ જીવતા રહ્યા, પરંતુ હક્કે તે જીવી નહીં શકે. પરંતુ એ મને નથી સમજાતું કે “અમોઘવિજ્યા” જેવી મહાશક્તિનો પ્રહાર થવાં છતાં લક્ષ્મણ કેવી રીતે જીવતો રહ્યો?' બાકી રામ-લક્ષ્મણ મરાયા એટલે પેલા વાનરો અને વિદ્યાધરો તો ભાગી ગયા સમજો, નહીં ભાગે તો અહીં જ જમીનમાં તેમના મૃતદેહો દટાશે અને મારી પાસે છેલ્લું શસ્ત્ર સુદર્શન ચક્ર તો છે જ! એ ચક્ર છોડું એટલે લક્ષ્મણનો શિરચ્છેદ! પરંતુ માત્ર એ ચક્ર પર વિશ્વાસ રાખીને હવે યુદ્ધ ન કરાય. “બહુરૂપિણી વિદ્યાની સાધના કરવી પડશે. એ વિદ્યાથી એક રાવણના અસંખ્ય રાવણ સર્જાશે! જ્યાં શત્રુઓ જોશે ત્યાં રાવણ દેખાશે અને “સાચો રાવણ કોણ?' એનો નિર્ણય નહીં કરી શકે. બસ, ત્યાં સુધીમાં હું લક્ષ્મણનો વધ કરી નાખીશ.” તે પ્રસન્ન થઈ નાચી ઊઠ્યો. તરત તે મંદોદરીના મહેલ તરફ દોડ્યો. હવે સુખદુઃખની સાથી એક માત્ર મંદોદરી હતી. પરંતુ યુદ્ધમાં એક પછી એક લંકાના વીરોના વધ, બંધન વગેરે સાંભળતી ગઈ તેમ તેમ મંદોદરી ચિંતાતુર બનતી ગઈ હતી. તેમાં જે દિવસે કુંભકર્ણ, ઇન્દ્રજિત આદિ કેદ પકડાયા, તે દિવસે તો તેણે ભોજનનો પણ ત્યાગ કરી દીધો હતો. મંદોદરી સાચે જ એક વિલક્ષણ સ્ત્રી હતી. એક બાજુ તેણે પોતાના ખુદના ચારિત્રનું ઉચ્ચતમ નિર્માણ કર્યું હતું, તો બીજી બાજુ રાવણ માટે સીતાને સમજાવવા ગઈ હતી! કોઈ દિવસે તેણે રાવણને સીતાના ત્યાગ માટે કહ્યું ન હતું. ઉપરથી જો For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૦૬ જૈન રામાયણ સીતા માની જાય અને રાવણના અંતઃપુરને શોભાવે તો પોતાનું પટરાણીપદ સીતાને આપી દેવાની તૈયારી બતાવી હતી! પોતાની જાત તરફ જોવાની દૃષ્ટિ અને પતિને જોવાની દૃષ્ટિ, બંને દૃષ્ટિ ભિન્ન હતી. મંદોદરીએ પોતાના મનમાં રાવણ સિવાય કોઈ પુરુષની અભિલાષા કરી ન હતી. તેણે પોતાનું સર્વસ્વ રાવણને સમર્પિત કરી દીધું હતું. તે રાવણમાં જ તૃપ્ત હતી, જ્યારે રાવણ માત્ર મંદોદરીમાં તૃપ્ત ન હતો. હજારો સ્ત્રીઓને તેણે અંતઃપુરમાં રાખી હતી. તેનાથી પણ તેને તૃપ્તિ ન થઈ અને સીતાનું અપહરણ કરી લાવ્યો છતાં મંદોદરીને રાવણ સામે ફરિયાદ ન હતી. આંતરિક સંતાપ પણ ન હતો. કેવી એ ગજબ સ્ત્રી! રાવણ મંદોદરીને સમજતો હતો એટલે તે વારંવાર મંદોદરી પાસે દોડી જતો, એની સલાહ લેતો, સાંત્વના મેળવતો અને તેના સ્નેહમાં ડૂબી જતો. આજે પણ એ જ રીતે રાવણ મંદોદરી પાસે દોડી આવ્યો હતો, પણ મંદોદરીનું મુખ પ્લાન હતું. તેના દેહમાં જાણે ચેતના ન હતી. તેણે રાવણનું સ્વાગત કર્યું, પણ રાવણ સામે ન જોયું. તે તીવ્ર આંતરવ્યથા અનુભવી રહી હતી. રાવણ એ વ્યથાનું કારણ સમજતો હતો. પુત્રવિરહથી પીડાતી, માતાની વ્યથા એ ન સમજી શકે, એવો બુદ્ધિહીન એ ન હતો. મંદા.” રાવણે મંદોદરીનું ધ્યાન દોરવા પ્રયત્ન કર્યો. મંદોદરીએ રાવણ સામે જોયું. “તારી વેદના જાણું છું. ઇન્દ્રજિત અને મેઘવાહનને મુક્ત કરવા માટે હું આકાશ-પાતાળ એક કરીશ.” રાવણ મંદોદરીને આશ્વાસન આપવા લાગ્યો, પણ મંદોદરી પર તેની કોઈ અસર થતી ન દેખાઈ. તે પતિ સામે જોઈ રહી. “હું બહુરૂપિણી વિદ્યા સાધવા ચાહું છું. એ વિદ્યા સિદ્ધ થતાં જ હું લક્ષ્મણનો વધ કરીશ અને મારા પુત્રો, બંધુઓ, સ્નેહીઓને મુક્ત કરીશ અને સીતા...' રાવણ મંદોદરીને પ્રસન્ન કરવા બોલતો જતો હતો, પણ મંદોદરીના મુખ પર સ્મિતની રેખા પણ ઊપસી આવી નહીં. જાણે એ સતી સ્ત્રીએ લંકાનું, લંકાપતિનું અને રાક્ષસવંશનું ભાવિ જોઈ લીધું હોય! સાધના કરવા માટે ગૃહચૈત્યમાં બેસીશ. તારે ઉત્તર સાધકનું કાર્ય કરવું પડશે. બોલ, કરીશ ને? “જેવી આપની આજ્ઞા ' મંદોદરીએ ટૂંકો ઉત્તર આપ્યો. For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બહુરૂપિણી વિદ્યા ૭૦૭ આ સાધના ગુપ્ત રીતે કરવાની છે. શત્રુને જાણ ન થાય તે રીતે, એટલે તારે ખૂબ સાવધાની રાખવાની છે.” એ રીતે જ થશે.” મંદોદરીએ લંકાપતિ સાથે ભોજન કર્યું. લંકાપતિએ મંદોદરીને આવશ્યક સર્વ સૂચનો આપી દીધાં અને સ્નાનાદિથી નિવૃત્ત થઈ, પૂજનનાં વસ્ત્રો પરિધાન કરી, રાવણ શ્રી શાન્તિનાથ ભગવંતના ગૃહચૈત્ય તરફ ચાલ્યો. મંદોદરી પણ પૂજનની સામગ્રીના થાળ લઈ, પતિનું અનુસરણ કરતી, ગૃહચૈત્યમાં આવી. ભગવંતનાં દર્શન કરતાં, રાવણનાં તન-મન પ્રફુલ્લિત થઈ ગયાં. ભક્તિથી તેના મુખ પર હર્ષ છવાઈ ગયો. ગોશીષચંદનથી અને દિવ્ય સુગંધી પુષ્પોથી રાવણે શ્રી શાન્તિનાથ ભગવાનનું પૂજન કર્યું. દ્રવ્યપૂજા કર્યા પછી તેણે ભાવપૂજા શરૂ કરી. રત્નશિલા પર તેણે પદ્માસન લગાવ્યું. આંખો બંધ કરી, કલ્પનાસૃષ્ટિમાંથી એક શાન્તિનાથ ભગવંત સિવાય સમગ્ર સૃષ્ટિને બહાર ફેંકી દીધી. એક જ શાન્તિનાથ ભગવંતમાં તેણે એકાગ્રતા સાધી. યોગી રાવણ પરમયોગીમાં લીનતા અનુભવી રહ્યો. તેના અંગેઅંગમાં રોમાંચ થઈ આવ્યો. તેણે ભાવપૂર્ણ સ્વરે સ્તુતિનો આરંભ કર્યો : જય જગરક્ષક શાંતિજિનેશ્વર! તુમ ચરણ હો વંદન જય દેવાધિદેવ જગતના, | દર્શનથી શુભ સંવેદન. શાન્તિનાથ! ભવસાગરતારક! ભગવન! ઉરનું એ મંથન. સર્વ અર્થ સિદ્ધમંત્ર નામ તુમ નમોનમઃ” નું હો ગુંજન...૧ હે પરમેશ્વર! અષ્ટ પ્રકારી પૂજા જે તુજ કરતા અણિમાદિ સિદ્ધિને તેઓ વિના વિલંબે વરતા. ધન્ય બને તે નયનો, For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨૮ જૈન રામાયણ તારાં દર્શન નિત નિત કરતાં ધન્ય ધન્ય તે હૃદય કમળને જ્યાં જિન! આપ વિચરતા...૨ હે જિનવર! તુજ પાદ-સ્પર્શથી માનવ નિર્મળ બનતો. પારસસ્પર્શે લોહ સુવર્ણ ચમત્કાર જિમ બનતો. હે પ્રભો! તુજ ચરણકમળમાં પ્રણામ નિત કરવાથી મમ ભાલે શૃંગાર તિલક હો; ભવે ભવે હો એ સાથી ૩ ચંદન-પુષ્પો-ફળો ચઢાવ્યાં તુમ ચરણે જિનરાય રાજ્ય સંપદાની વૃદ્ધિ હો સદૈવ તુમ દર્શન ભાવ્યાં. જગવિભો હે ભગવાન! મારી એ જ પ્રાર્થના પુનઃ પુનઃ ભવે ભવે મળજો. તુમ ભક્તિ કરું વિનંતી પુનઃ પુનઃ...૪ લંકાપતિએ અક્ષમાળા હાથમાં લીધી અને વિદ્યાસાધના શરૂ કરી. મંદોદરીએ ગૃહચૈત્યના દ્વારે ઊભેલા સેનાપતિ યમદંડને કહ્યું : “લંકામાં ઢંઢેરો પિટાવી દો કે સર્વ લંકાવાસી મનુષ્યો આજથી આઠ દિવસ જિનધર્મની આરાધનામાં લીન રહે. કોઈ હિંસા ન કરે, ચોરી ન કરે, અબ્રહ્મનું સેવન ન કરે, વેપાર કે આરંભ, સમારંભ ન કરે. જે કોઈ આ આજ્ઞાનું ઉલ્લંઘન કરશે તેને રાજદંડ આપવામાં આવશે, તેનો વધ થશે.” યમદંડે મંદોદરીની આજ્ઞા શિરોધાર્ય કરી અને લંકામાં ઘોષણા કરાવી દીધી. નગરવાસીઓએ અણધારી આવી ઘોષણા સંભાળી, આશ્ચર્ય અનુભવ્યું. For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બહુરૂપિણી વિદ્યા ૭૦૯ ભય, ત્રાસ અને વિનાશથી અકળાયેલી પ્રજાને આ ઘોષણાથી આનંદ થયો. વિનાશમાંથી ઊગરી જવાની આશા બંધાઈ. સહુ ધર્મકરણીમાં મગ્ન બન્યા. જિનમંદિરોમાં મહોત્સવો મંડાયા. જાણે સમગ્ર વાતાવરણ જ બદલાઈ ગયું. શ્રી રામના ચરપુરુષો કે જેઓ લંકામાં ગુપ્ત માહિતી મેળવવા ફરી રહ્યા હતા તેમણે આ ઘોષણા સાંભળી. તેમના આશ્ચર્યની સીમા ન રહી. “આવી ઘોષણા આવા યુદ્ધના સમયે શાથી? શું રાવણ હતાશ થઈ, ધર્મના શરણે ગયો? તેમણે આ ઘોષણાનું કારણ શોધવા માંડ્યું અને કારણ શોધી પણ કાઢ્યું. તેઓ તરત પોતાના અંધાવારમાં પહોંચી ગયા અને સુગ્રીવને ગુપ્ત માહિતી આપી. સુગ્રીવ ચોંકી ઊઠ્યો. ચરપુરુષોને રવાના કરી, સુગ્રીવ તરત શ્રી રામની શિબિરમાં પહોંચ્યો. શ્રી રામ લક્ષ્મણજી, બિભીષણ, ભામંડલ, અંગદ વગેરે સાથે વાર્તા-વિનિમય કરી રહ્યા હતા. સુગ્રીવને આવકારતાં શ્રી રામે પોતાની પાસે બેસાડી પૂછ્યું. ‘કહો વાનરેશ્વર, શું નવીનતા છે?” દેવ, લંકામાં થયેલી ઘોષણા સાંભળી? ના, શું ઘોષણા કરવામાં આવી?' “સહુ નગરવાસીઓએ આઠ દિવસ જૈનધર્મપરાયણ બની, હિંસા આદિ પાપોથી વિરમવું. જે કોઈ આજ્ઞાનો ભંગ કરશે તેનો વધ થશે.” પ્રયોજન?” પ્રયોજન ઘણું જ ચોંકાવનારું છે, પ્રજાનો જુસ્સો ટકી રહે અને બીજી બાજુ લંકાપતિ “બહુરૂપિણી વિદ્યા સિદ્ધ કરી લે!' તો શું લંકાપતિ વિદ્યાસાધના કરવા બેઠો છે?” 'જી, હા” શ્રી રામ મૌન રહ્યા અને વિચારમાં પડી ગયા. પછી તેઓ બોલ્યા : “તો હવે આઠ દિવસ યુદ્ધવિરામ રહેવાનો.' પછી ભીષણ સંગ્રામ ખેલાવાનો! બહુરૂપિણી વિદ્યા જો લંકાપતિએ સિદ્ધ કરી લીધી, તો આપણો વિજય સંશયમાં છે.” સુગ્રીવે ચિંતાતુર વદને કહ્યું. “તો પછી?” For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૧0 જૈન રામાયણ એ બહુરૂપિણી વિદ્યા સિદ્ધ કરે, એ પૂર્વે જ એનો નિગ્રહ કરવો જોઈએ.” સુગ્રીવે માર્ગ બતાવ્યો. શ્રી રામના મુખ પર સ્મિત રમી ગયું. તેઓ બોલ્યા : વાનરેશ્વર, વિદ્યા-સાધના માટે બેઠેલા શાન્ત અને ધર્મપરાયણ દશાનનનો કેવી રીતે નિગ્રહ કરાય? હું તેના જેવો છળકપટ કરનાર નથી. ચિંતા ન કરો. ભલે એ બહુરૂપિણી વિદ્યા સિદ્ધ કરી લે કે બીજી વિદ્યાઓ સિદ્ધ કરી લે. હવે જે દિવસે તે મેદાનમાં આવશે, ત્યારે પાછો નહીં જઈ શકે.” સુગ્રીવ મૌન રહ્યો. પરંતુ આ મંત્રણા-ખંડમાં બેઠેલો અંગદ સેનાપતિ ત્યાંથી બહાર નીકળી આવ્યો. તેને સુગ્રીવની વાત ઘણી ગંભીર લાગી. શ્રી રામની વાત નીતિની દૃષ્ટિએ તેને સુયોગ્ય લાગી. પરંતુ મહામાયાવી રાવણની સામે નીતિથી જ વર્તવું, તેને યોગ્ય ન લાગ્યું. તેણે પોતાના વફાદાર વીસ-પચીસ ચુનંદા સુભટોને સાથે લીધા અને રાત્રિના અંધકારમાં તે અદૃશ્ય થઈ ગયો. શ્રી રામ-લક્ષ્મણ કે સુગ્રીવ આદિ કોઈને ય કલ્પના ન હતી કે અંગદ એક મોટું સાહસ ખેડવા લંકામાં પ્રવેશ્યો છે! ચરપુરુષો દ્વારા અંગદે જાણ્યું હતું કે રાવણે ગૃહચૈત્યની આસપાસ સૈનિકોને ગોઠવ્યા નથી, એટલે તે પોતાના સાથીદારો સાથે આકાશમાર્ગે સીધો ગૃહચૈત્યના પ્રાંગણમાં આવી પહોંચ્યો. ગૃહચૈત્યમાં ડોકિયું કરી જોતાં અંગદે ધ્યાનસ્થ રાવણને જોયો. શ્રી શાન્તિનાથ ભગવાનની નયનરમ્ય પ્રતિમાની સામે એક રત્નશિલા પર બેસી, રાવણ વિદ્યાસિદ્ધિ કરી રહ્યો હતો. અંગદને સુગ્રીવે કહેલી વાત સ્મૃતિમાં આવી ગઈ. “જો આ વિદ્યાસિદ્ધિ કરી લે તો આપણો વિજય સંશયમાં!' તે ધ્રુજી ઊઠ્યો. મનોમન તેણે નિશ્ચય કર્યો કે કોઈ પણ ભોગે રાવણને ધ્યાનભ્રષ્ટ કરવો અને વિદ્યાસિદ્ધિ ન થવા દેવી. અંગદે અને તેના સુભટોએ વિવિધ ઉપસર્ગ કરવા માંડ્યા. પરંતુ ધ્યાનલીન રાવણે જરાય વિચલિત ન થયો. તે તેના જપમાં અસ્મલિત ગતિએ આગળ વધતો હતો. રોજ રાત્રે આ પ્રમાણે ઉપસર્ગ કરવાનું કામ અંગદે ચાલુ રાખ્યું, પરંતુ એમાં અંગદ ફાવ્યો નહીં. સાતમી રાત્રે અંગદે એક ભયંકર વિચાર કર્યો. ઘણા ઉપસર્ગ કરવા છતાં જ્યારે રાવણ જરાય વિચલિત ન થયો ત્યારે અંગદે રાવણને કહ્યું : હે રાવણ, તેં આ શું પાખંડ આદર્યું છે? જ્યારે પરાજયથી બચાવનાર, For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બહુરૂપિણી વિદ્યા ૭૧૧ રામ-લક્ષ્મણનાં તો તીરોથી બચાવનાર કોઈ ન મળ્યું, ત્યારે તું આ ધતિંગ લઈને બેઠો છે? તે મારા સ્વામી શ્રી રામની પત્ની સતી સીતાનું અપહરણ શ્રી રામની ગેરહાજરીમાં કર્યું હતું, જ્યારે આજે જો હું તારી પત્ની મંદોદરીનું અપહરણ તારા દેખતાં જ કરું છું.” રોષથી સગળતો અંગદ મંદોદરીને રોતી-કકળતી, કરુણ સ્વરે વિલાપ કરતી, ચોટલાથી ઘસડતો લઈ આવ્યો. મંદોદરી અચાનક આવી પડેલી આપત્તિથી ડઘાઈ જ ગઈ હતી. લંકાના લાખો સુભટો જે રાજમહેલની દિન-રાત રક્ષા કરે, તે રાજમહેલમાંથી લંકાની પટરાણીને ઉપાડી લાવવી, તેનો ચોટલો પકડી ઘસડી જવી તે કેવું ઘર સાહસ? ગૃહચૈત્યમાં આવીને અંગદે મંદોદરીને રાવણ સામે પટકી અને રાવણને કહ્યું, “જો તારી આ પત્નીનું અપહરણ કરી જાઉં છું, તારા દેખતાં.' છતાં ધ્યાનમાં એકાગ્ર બનેલો રાવણ જાણે કંઈ જ જોતો નથી, કંઈ જ સાંભળતો નથી. એ તો જાપમાં લીન છે! રાવણના પૈર્યો હદ કરી! રાવણની સત્ત્વશીલતાએ વિદ્યાદેવીને અવકાશમાં ઉપસ્થિત કરી દીધી. આકાશ પ્રકાશિત થયું. વિદ્યાદેવીએ મધુર ધ્વનિ કર્યો. તે બોલી “હે રાવણ, હું તને સિદ્ધ થઈ છું. હું શું કરું, તે મને કહે, સકલ વિશ્વને તારે વશ કરી દઉં. એ રામ લક્ષ્મણ શી વિસાતમાં છે?' રાવણે કહ્યું : “હે વિદ્યાદેવી, તું બધું જ કરી શકે એમ છે. હું જ્યારે યાદ કરું ત્યારે ઉપસ્થિત થજે. હમણાં તું તારા સ્થાને જઈ શકે છે.' વિદ્યાદેવી અંતર્ધાન થઈ ગઈ. અંગદ આદિ સુભટો પણ પવનવેગે પોતાની છાવણીમાં ભાગી ગયા, ત્યાં ગૃહચૈત્યના એક ભાગમાં પડેલી મંદોદરીને જોઈ. તેણે મંદોદરીની દુર્દશા જોઈને પૂછ્યું : પ્રિયે, આવી કદર્થના કોણે કરી?” મંદોદરીએ અંગદના આગમનની વાત કરી, રાવણ રોષથી સળગી ઊઠ્યો. તેણે ભયંકર ગર્જના કરીને વેરનો બદલો લેવા પ્રતિજ્ઞા કરી. મંદોદરીએ કહ્યું : સ્વામીનાથ, આપને વિદ્યાસિદ્ધિ થઈ ગઈ છે. હવે આપના મનોરથો સફળ થશે. હવે આપ સ્નાન-ભોજન કરી સ્વસ્થ બનો, મંદોદરી રાવણને લઈ, રાજમહેલમાં આવી. રાવણે સ્નાન કર્યું. મંદોદરીએ ભોજન તૈયાર કરાવ્યું. બંનેએ ભોજન કર્યું. ભોજન કરતાં રાવણે મંદોદરીને કહ્યું : For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૧૨ જૈન રામાયણ ‘પ્રિયે, એ દુષ્ટ અંગદે તારો કેશકલાપ પકડી તને ઘસડી છે. હું એનો બદલો લઈશ. તેના સ્વામી રામ-લક્ષ્મણનો વધ કરીને. એ જો સીતા નહીં માને તો, તેનો ચોટલો પકડીને આ મહેલમાં ઘસડી લાવીશ. બળાત્કારે તેનો સંભોગ કરીશ.' મંદોદરી સ્તબ્ધ બની ગઈ. રાવણ હાથ-મોં ધોઈ સીધો જ દેવરમણ ઉદ્યાન તરફ રવાના થયો. એ જ અશોક વૃક્ષની છાયામાં સીતાજી બેઠાં હતાં. આઠ દિવસથી યુદ્ધ બંધ છે એ તેઓ જાણતાં હતાં. રાવણ કોઈ સાધના કરવા બેઠો છે, એ વાત પણ કર્ણોપકર્ણ તેમણે સાંભળી હતી. પરંતુ તેઓ ચોક્કસ માહિતી મેળવી શક્યાં ન હતાં. “ક્યારે હું બંધનથી મુક્ત થઈશ ?” એ વિચાર હવે તેમને વધુ સતાવતો હતો. તેઓ વિચારતંદ્રામાં હતાં ત્યાં રાવણના આગમનની આગાહી થઈ. પરિચારિકાઓ દોડાદોડી કરવા લાગી. સીતા!' રાવણનો સત્તાવાહી સૂર તેના કાને અથડાયો. જો હું તને આજે છેલ્લીવાર સમજાવવા આવ્યો છું. આજ સુધી મેં કાકલૂદી, વિનંતી કરવામાં કઈ બાકી રાખ્યું નથી. તારાં ચરણોની ધૂળમાં હું આળોટ્યો છું, છતાં તું મારી વાત માનતી નથી. પણ હવે તારે મારી વાત માન્યા વિના છૂટકો નથી. કાલે રામ-લક્ષ્મણ સાથે અંતિમ યુદ્ધ ખેલાશે. હું કાલે ચક્રરત્નથી લક્ષ્મણનો વધ કરીશ. રામ, લક્ષ્મણની પાછળ જ મરી જશે. યુદ્ધમાંથી નિવૃત્ત થઈ, હું સીધો જ અહીં આવીશ અને તારા ભોગની પ્રાર્થના કરીશ. જો તું સ્વેચ્છાથી સ્વાધીન થઈ જઈશ તો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. જો સ્વેચ્છાથી સ્વાધીન નહીં થાય તો ભલે મારી પ્રતિજ્ઞાનો ભંગ થાય, એનાં પાપની ચિંતા કે ભય રાખ્યા વિના બળાત્કારે પણ હું તારી લાવણ્યમયી કાયાને ભેટીશ અને મારી ભોગની ભૂખ સંતોષીશ. રાવણની હળાહળ ઝેર જેવી વાણી સાંભળતાં જ સીતાજી મૂચ્છિત થઈ, જમીન પર ઢળી પડ્યાં. પરિચારિકાઓ પૂતળાની જેમ ઊભી જોતી રહી. રાવણની આંખમાંથી રોષના અંગારા વરસી રહ્યા હતા. - નિસર્ગના શીતલ વાયુએ અને પંખીઓએ પાંખોમાં ભરી ભરી લાવેલાં શીતળ પાણીએ સીતાજીની મૂચ્છ દૂર કરી. તેઓ કરુણ સ્વરે રડી પડ્યાં. પરંતુ એક સિંહણની જેમ ગર્જના કરી તેઓ બોલ્યાં : હે દુષ્ટ રાવણ, તું પણ સાંભળી લે, જો રામ-લક્ષ્મણનો વધ થશે, તો હું અનશન કરીશ. આ મારી પ્રતિજ્ઞા છે, જ્યાં સુધી આ દેહમાં આત્મા છે, તું For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બહુરૂપિણી વિદ્યા ૭૧૩ એને સ્પર્શ કરી અભડાવી શકીશ નહીં. હા, આત્મા વિનાના આ સીતાના ક્લેવરને ભલે ગીધડાંની જેમ ચૂંથજે.' રાવણ દિંગ થઈ ગયો. રામ પ્રત્યે આવો રાગ? સાચે જ રામ પ્રત્યે સીતાનો રાગ અવિહડ છે, સ્વભાવભૂત છે. આ સીતા પર મારો રાગ પથ્થર પર પંકજ ઉગાડવા જેવો મિથ્યા છે. મેં ગંભીર ભૂલ કરી, એ રાગને પરવશ બની, મેં લંકાને હોડમાં મૂકી દીધી. ભ્રાતા બિભીષણની વાત અવગણી, તેનો મેં તિરસ્કાર કર્યો. મેં મારા કુલને કલંકિત કર્યું, મેં ઉચિત ન કર્યું, પણ હવે વિષાદ કરવાથી શું વિશેષ છે? હા, જો હમણાં જ હું સીતાને રામ પાસે પહોંચાડું તો મારી અપકીર્તિ થાય. લોકો કહેશે- “રામથી ભયભીત થઈ, રાવણે સીતા પાછી સોંપી દીધી.” ના, હું રામ-લક્ષ્મણને બાંધીને અહીં લાવીશ, અહીં લાવીને તેમની સીતા તેમને સોંપીશ. તે જ ઉચિત છે અને યશ આપનાર છે.” સીતાને પાછી સોંપવાનો વિચાર આજે પ્રથમવાર જ રાવણને આવ્યો હતો. સીતા ઉપરનો રાગ તો ઓસરી જ ગયો હતો. દેવરમણ ઉદ્યાનમાંથી પાછો આવ્યો, બીજા દિવસના યુદ્ધની તૈયારીઓ કરવા સેનાપતિને આજ્ઞા કરી દીધી અને રાવણ મંદોદરીના શયનગૃહમાં ચાલ્યો ગયો. મંદોદરીને તેણે પોતાનો મનોભાવ કહી દીધો. સતા પરના સ્નેહનું વિસર્જન કરી દીધું અને સીતા પાછી સોંપી દેવાનું પણ કહ્યું. મંદોદરીને આનંદ થયો. તેને આજે લંકાપતિ પર સ્નેહ ઉલ્લસ્યો. લંકાના એ શ્રેષ્ઠ દંપતીએ પોતાની અંતિમ યામિની ઊજવી. ૦ ૦ ૦ For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૩. રાવણવધ બ્રાહ્મ મુહૂર્ત રાવણ શયનત્યાગ કરી, શયનગૃહની બહાર આવ્યો. સુવર્ણખચિત રાજમહેલના નગરાવલોકનઝરૂખામાં જઈ તે ઊભો. તેણે વિશાળ, સમૃદ્ધ અને સૌન્દર્યશાળી લંકાનું દર્શન કર્યું. લંકાના ગગનચુંબી પ્રાસાદો, નંદનવન સમા ઉદ્યાનો, કામદેવની ક્રીડા માટેનાં વિલાસગૃહો અને માનવોને તેમનું અંતિમ ધ્યેય બતાવનારાં ભવ્ય મંદિરો, આ બધું રાવણે પોતાનાં-તન-મન-ધન સીંચીને સર્યું હતું. રાવણ આજે પોતાના સર્જનનું અંતિમ દર્શન કરતો હતો! પણ રાવણ નહોતો જાણતો કે આજનું એનું નગરાવલોકન અંતિમ હતું. તેને પોતાના પરાજયની, પોતાના વધની કલ્પના પણ સ્પર્શી ન હતી. એક હજાર વિઘાઓની અને બહુરૂપિણી વિદ્યાની સિદ્ધિએ મૃત્યુની કલ્પનાને અવકાશ જ નહોતો આપ્યો. એ બધાં કરતાં ય ચઢિયાતું ‘પ્રતિવાસુદેવ'નું “સુદર્શન ચક્ર તેની પાસે હતું. તેની કલ્પના હતી રામ-લક્ષ્મણના વધની, પરંતુ તે કલ્પના પણ કાલે દેવરમણ ઉદ્યાનમાં તેણે ભૂંસી નાંખી હતી. તેણે રામ-લક્ષ્મણને જીવતા પકડીને, લંકામાં લઈ આવીને, તેમને સીતા પાછી સોંપી દેવાની કલ્પના કરી હતી. પોતાની પર સાવ વિરક્ત સીતા ઉપરનો સ્નેહ ઓસરી ગયો હતો. સ્નાન-ભોજનાદિથી નિવૃત્ત થઈ, તેણે યુદ્ધનાં શસ્ત્ર સજવા માંડ્યાં. આજે ભારે યુદ્ધ-તૈયારીઓ થઈ રહી હતી. સૈન્ય યુદ્ધના મોરચે ગોઠવાઈ રહ્યું હતું. લંકાની સર્વ શક્તિને આજે રાવણે હોડમાં ઉતારી હતી. આજે તેણે અંતિમ નિર્ણય કરી લેવાનો હતો. સેંકડો રણશુરા સુભટોથી વીંટળાઈને રાવણે પ્રયાણની તૈયારી કરી, મંદોદરીએ લંકાપતિના લલાટે કંકુનું તિલક કર્યું, અક્ષત અને મોતીથી વધાવ્યો. ત્યાં જ થાળમાંથી કંકાવટી જમીન પર પડી ગઈ. પરંતુ રાવણે એના તરફ કોઈ લક્ષ આપ્યું નહીં, તે રથારૂઢ થયો, રથને ગતિ આપવાની આજ્ઞા કરી, ત્યાં જ પુરોહિત બોલ્યા : રાજેશ્વર, ત્વરા ન કરો, હજુ શુભ શકુન થતા નથી, બલકે અશુભ શુકન થઈ રહ્યા છે.” પુરોહિતજી, શુકન-અપશુકનની વાતોને હું ગણકારતો નથી. પરાક્રમીને શુકન-અપશુકન શું? રથને આગળ વધારો.” લંકાપતિ, દિશાઓ ધૂંધળી છે. પક્ષીઓ વરસ સ્વર કરી રહ્યાં છે, માનવ For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાવણવધ ૧૫ સ્ત્રીઓના રુદન સ્વર સંભળાઈ રહ્યા છે. આવા વાતાવરણમાં પ્રયાણ કરવું ઉચિત નથી.’ ‘મારે એ બધું શુકન-શાસ્ત્ર નથી સાંભળવું, રથ હંકારો.’ લંકાપતિએ રાડ પાડી. સારથિએ રથને દોડાવી મૂક્યો. રાજપુરોહિતે મંદોદરી સામે જોઈ, ઊંડો નિસાસો નાંખ્યો. મંદોદરીના હૃદયમાં ફાળ પડી ગઈ. તેનું દક્ષિણચક્ષુ સ્ફુરાયમાન થવા લાગ્યું. તે ધ્રુજી ઊઠી. રાજપુરોહિતે કહ્યું : ‘મહાદેવી, હવે બીજો વિચાર ન કરો. ભવિતવ્યતા જ ભાન ભુલાવે છે. આજના યુદ્ધનું પરિણામ સારું નહિ આવે, પરંતુ શું થાય? આપ ધર્મધ્યાનમાં મન સ્થિર કરો. લંકાપતિનું શુભ ચિંતવો.’ બીજી રાણીઓ સાથે મંદોદરી રાજમહેલમાં ચાલી ગઈ. સ્નાનથી શરીરશુદ્ધિ કરી, તે ગૃહચૈત્યમાં ભગવાન શાંતિનાથના પૂજન માટે ચાલી ગઈ. અરુણોદય થઈ ગયો હતો. બન્ને પક્ષે સૈન્યો શસ્ત્રસજ્જ બની ખડાં થઈ ગયાં હતાં. રાવણનો ૨થ યુદ્ધના મેદાન પર આવી પહોંચતાં, રાક્ષસસૈન્યે ગગનભેદી આનંદ-ધ્વનિ કર્યો. રામસૈન્યમાં આજે ગજબ ઉત્સાહ અને તરવરાટ દેખાતો હતો. સૈન્યના અગ્રભાગે રોષથી ધમધમતા લક્ષ્મણજી ઊભા હતા. તેમની પાસે જ શ્રી રામ ‘હળ' શસ્ત્ર લઈને ઊભા હતા. સૈન્યના એક ભાગે હનુમાન, ભામંડલ અને અંગદ હતા. બીજા છેડે સુગ્રીવ, નલ અને પ્રસન્નકીર્તિ હતા. બિભીષણે લક્ષ્મણજીની નજીક સ્થાન લીધું હતું. સહુ સૂર્યોદયની રાહ જોતા હતા, ત્યાં જ પૂર્વદિશા લાલ થઈ ગઈ અને સહસ્રરશ્મિ ક્ષિતિજની બહાર આવ્યા. સૂર્યોદય થયો. ઘોર યુદ્ધ આરંભાયું. લક્ષ્મણજીએ પહેલું જ તીર રાવણ તરફ છોડ્યું અને રાવણના કુંડલમાંથી તે પસાર થઈ ગયું. લક્ષ્મણજીએ તીરોની વર્ષા વરસાવી રાવણને ઢાંકી દીધો. રાવણ લક્ષ્મણજીનું પરાક્રમ જોઈ દિંગ થઈ ગયો. તેણે લક્ષ્મણજી સામે કમર કસીને યુદ્ધ ખેલવા માંડ્યું. બીજી બાજુ યમદંડ સેનાપતિ વીર બનીને ઝઝૂમી રહ્યો હતો. સુગ્રીવ, નલનીલ અને પ્રસન્નકીર્તિની સામે બાથ ભીડી હતી. જોતજોતામાં તેણે નલ-નીલને ઘાયલ કરી, પ્રસન્નકીર્તિને હંફાવવા માંડ્યો. સુગ્રીવે પ્રસન્નકીર્તિને સંજ્ઞા કરી. પ્રસન્નકીર્તિ નલ-નીલને રથમાં નાંખી છાવણીમાં લઈ ગયો. For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૧૬ જૈન રામાયણ સુગ્રીવે યમદંડને પડકાર્યો. દેવોને પણ દર્શનીય યુદ્ધ ખેલાવા માંડ્યું. ક્ષણમાં ઇન્દ્રજિતના પરાક્રમને યાદ કરાવી જાય અને ક્ષણમાં કુંભકર્ણની સ્મૃતિ કરાવી જાય તેવું યુદ્ધ યમદંડ ખેલી રહ્યો હતો. સુગ્રીવ આશ્ચર્યચકિત થઈ ગયો પણ સુગ્રીવે યમદંડની સાથે વધુ સમય યુદ્ધ ન ખેલ્યું. ગદાયુદ્ધમાં સુગ્રીવે યમદંડને યમલોકમાં પહોંચાડી દીધો. યુદ્ધના મધ્ય ભાગમાં લક્ષ્મણજી અને રાવણનું જ યુદ્ધ જામ્યું હતું. બાકી સહુ દૃષ્ટા બની ગયા હતા! જાણે જય-પરાજયનો નિર્ણય એ બે જ કરી લેવાના હોય! રાવણે “બહુરૂપિણી વિદ્યા” નું સ્મરણ કર્યું. તરત અસંખ્ય રાવણ પ્રગટ થયા! ભીષણ રૂપધારી અસંખ્ય રાવણોને જોઈ ઉપર-નીચે, આજુ-બાજુ રાવણને ઊભરાયેલા જોઈ લક્ષ્મણજી ચિંતામાં પડી ગયા. રાવણે પોતાનાં અસંખ્ય રૂપોથી લક્ષ્મણજી સામે લડવા માંડ્યું. “મૂળ રાવણ કોણ? એ ઓળખી શકાય એમ ન હતું. લક્ષ્મણજીએ ચારે બાજુ તીરોનો મારો ચલાવી કેટલાંય રૂપોને નષ્ટ કરી દીધાં. લક્ષ્મણજીએ આજે પોતાનું અજબ પૌરૂષ બતાવવા માંડ્યું હતું. અસંખ્ય રાવણો સામે એકલા લક્ષ્મણજી ઝઝૂમી રહ્યા હતા અને એક-એક તીરથી એકએક રાવણને ભૂશરણ કરતા હતા. રાવણે લક્ષ્મણજીનું તાંડવ નૃત્ય જોયું. તે દિમૂઢ થઈ ગયો. લક્ષ્મણજીના આવા પરાક્રમની ક્યારેય રાવણે કલ્પના કરી ન હતી. “બહુરૂપિણી વિદ્યાની શક્તિ પણ જ્યારે લક્ષ્મણજીનો પરાભવ ન કરી શકી, ત્યારે રાવણે અંતે પોતાનું અંતિમ શસ્ત્ર ચક્રરત્ન યાદ કર્યું. તેજોમય ચક્રરત્ન! શત્રુનો અચૂક વધ કરનારું અપૂર્વ શસ્ત્ર! રાવણે હજુ સુધી ક્યારે ય આ શસ્ત્રનો ઉપયોગ કર્યો ન હતો. એનો ઉપયોગ કરવાનો અવસર જ નહોતો આવ્યો. આજે લક્ષ્મણજીનો પરાજય કરવાના પ્રયત્નમાં જ્યાં એનાં સર્વ શસ્ત્ર, અસ્ત્ર, વિદ્યા-મંત્ર વગેરે બધું જ નિષ્ફળ ગયું ત્યારે ચક્રરત્નને યાદ કર્યું. યાદ કરતાં જ જાજ્વલ્યમાન ચક્ર રાવણના દક્ષિણ હાથમાં આવી લાગ્યું. રાવણે ચક્રને આકાશમાં ખૂબ ઘુમાવી લક્ષ્મણજી પર છોડ્યું. પરંતુ રાવણની ધારણા ધૂળમાં મળી ગઈ. ચકે લક્ષ્મણજીની ચારે બાજુ પ્રદક્ષિણા દીધી અને લક્ષ્મણજીના જમણા હાથમાં આવીને સ્થિર થયું. For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૧૭ રાવણવધ રાવણના મુખ પર વિષાદ છવાઈ ગયો. તે વિચારે છે : મુનિની ભવિષ્યવાણી સાચી થઈ, બિભીષણ વગેરેનાં વચનો સાચાં પડ્યાં! કેવી ભવિતવ્યતા?” વિષાદમાં ડૂબેલા લંકાપતિને ઉદ્દેશીને બિભીષણ બોલ્યો : હે ભ્રાતા, હું પુનઃ કહું છું : હજુ પણ જો જીવવાની ઇચ્છા હોય તો વૈદેહીને સોંપી દો. દુરાગ્રહ ત્યજી દો, અન્યથા વિનાશ.” બિભીષણનાં વચનોએ રાવણને ક્રોધી બનાવ્યો : “ઓ દુષ્ટમતિ! ચક્ર ગયું તેથી શું? ચક્રસહિત શત્રુને મારા એક જ મુષ્ટિપ્રહારથી હણીશ.” રાવણ આગળ બોલે એ પૂર્વે જ લક્ષ્મણજીએ ચક્રને ઘુમાવીને લંકાપતિ પર છોડ્યું. ચક્રે રાક્ષસેશ્વરની છાતીને ચીરી નાંખી. રાક્ષસેશ્વરનો દેહ ભૂમિ પર પટકાઈ ગયો. વૈશાખ વદ એકાદશીનો એ દિવસ હતો. સૂર્ય અસ્તાચળે પહોંચ્યો હતો. રાક્ષસેશ્વરનો વધ થયો અને તેનો આત્મા ચોથી નરકમાં ચાલ્યો ગયો. 3 દેવોએ લક્ષ્મણજી પર પુષ્પવૃષ્ટિ કરી. “જય જય'નો દિવ્ય ધ્વનિ થયો. રામસૈન્ય હર્ષોન્માદથી તાંડવ-નૃત્ય કર્યું. હર્ષની કિકિયારીઓથી આકાશને ગજાવી મૂક્યું. રાક્ષસસૈન્યમાં હાહાકાર મચી ગયો. સુભટો ઊભા રહી ગયા, તેમની આંખો આંસુઓથી ભીંજાઈ ગઈ. ત્યાં સુવર્ણમય ઉત્તેગ રથ પર ઊભા રહી, બિભીષણે રાવણસૈન્યને સંબોધન હે લંકાના વીર સુભટો, તમે નિઃશંક બની, શ્રી રામ-લક્ષ્મણનું શરણ સ્વીકારો. હવે એ જ આપણા શરણ્ય છે. માટે અવિલંબ એમની કૃપાને પાત્ર બનો.” લાખો સુભટો શ્રી રામ-લક્ષ્મણ તરફ વળ્યા. તેમણે મસ્તક નમાવી, તેમનાં ચરણોમાં શસ્ત્ર મૂકી દીધાં. લક્ષ્મણજી બિભીષણ પાસે ઊભા રહી બોલ્યા : મારા પ્રિય સુભટો, આજે યુદ્ધનો અંત આવ્યો છે. તમે વફાદારીપૂર્વક યુદ્ધ કર્યું છે, શૂરવીરતાથી તમે ઝઝૂમ્યા છો, તમારું હું કુશળ ચાહું છું.” For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૧૮ જૈન રામાયણ સુભટોએ શ્રી રામ, લક્ષ્મણનો જય પોકાર્યો. બિભીષણ રાક્ષસેશ્વરના મૃતદેહ ત૨ફ જોઈ રહ્યો હતો. તેની આંખો સજલ બની ગઈ. તેનું હૃદય ભાતૃવિરહથી વ્યાકુળ બની ગયું. તે ૨થ પરથી નીચે કૂદી પડયો અને જ્યાં રાક્ષસેશ્વરનો દેહ પડ્યો હતો ત્યાં દોડી ગયો. ‘હે ભ્રાતા.. કે ભ્રાતા...' કરતો બિભીષણ રાવણના દેહ પાસે બેસી ગયો. તે કરુણ વિલાપ કરવા લાગ્યો. લંકામાં રાક્ષસેશ્વરના વધના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતા. અંતઃપુરમાં આ દુ:ખદાયી સમાચાર પહોંચતાં જ કાળો કલ્પાંત શરૂ થયો. મંદોદરી આદિ રાણીઓ ત્વરિત ગતિએ યુદ્ધમેદાન પર આવી પહોંચી. પ્રાણ વિનાના પ્રાણનાથના લોહીથી ખરડાયેલા દેહને જોઈ, મંદોદરી ‘હા પ્રાણનાથ’ કરતી ઢળી પડી. અનેક રાણીઓ, પરિચારિકાઓ મૂર્છિત થઈ ગઈ. લંકાના લાખો નર-નારીઓ લંકાપતિનો વધ થયો, જાણી દુ:ખથી ગદ્દગદ્ બની ગયાં અને પોતાના લોકપ્રિય રાજાનાં અંતિમ દર્શન કરવા મેદાન પર દોડી આવ્યાં. યુદ્ધનું કઠોર મેદાન શોક-વિલાપ અને આક્રંદથી કરુણ બની ગયું. શ્રી રામલક્ષ્મણ, સુગ્રીવ, ભામંડલ, હનુમાન, નલ-નીલ, અંગદ વગેરે લાખો સુભટો શોકમગ્ન બની ઊભા હતા. મૌનપણે તેઓ બિભીષણ, મંદોદરી વગેરેના દુઃખમાં સહાનુભૂતિ વ્યક્ત કરતા હતા. બિભીષણ હીબકી હીંબકીને રડી રહ્યો હતો. તે પોતાની કમરેથી છુરિકા કાઢી, પોતાની છાતી ચીરી નાંખવા તત્પર થયો. તરત શ્રી રામે બિભીષણનો હાથ પકડ્યો. રિકા છીનવી લીધી અને એના માથે હેતભર્યો હાથ મૂકી આશ્વાસન આપ્યું. શ્રી રામે લંકાના રાજપરિવારને ઉદ્દેશીને કહ્યું : ‘આ એ દશમુખ રાક્ષસેશ્વર છે કે જેનું પરાક્રમ દેવલોકમાં પ્રશંસાયેલું છે. એણે વીરગતિ પ્રાપ્ત કરી છે, માટે તે કીર્તિનું પાત્ર બન્યો છે. તેનાં યુદ્ધકૌશલ, પ્રજાપ્રિયતા વગેરે અનેક ગુણો વર્ષો સુધી પ્રજાના મુખે ગવાતા રહેશે; માટે તેની પાછળ શોક ન કરો, કલ્પાંત ન કરો, તેનું ઉત્તરકાર્ય કરી નિવૃત્ત થાઓ.' સુગ્રીવ સામે જોઈ શ્રી ૨ામે આજ્ઞા કરી : ‘વાનરેશ્વર જાઓ. કુંભકર્ણ, ઇન્દ્રજિત, મેઘવાહન વગેરે યુદ્ધકેદીઓને બહુમાનપૂર્વક મુક્ત કરો અને અહીં લઈ આવો. ‘જેવી આશા.’ સુગ્રીવે પ્રણામ કર્યા અને કારાવાસ તરફ ચાલ્યો. For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાવણવધ ૭૧૯ લંકાના મંત્રી-વર્ગે રાવણના અગ્નિદાહ માટેની તૈયારીઓ કરી. ગોશીષચંદનની ચિતા રચાવી. કપૂર, અગરુ વગેરે સુગંધી દ્રવ્યો એકઠાં કર્યો. ત્યાં સુગ્રીવ કુંભકર્ણ આદિને બંધનમુક્ત કરીને આવી પહોંચ્યો. કુંભકર્ણ રાવણના મૃતદેહને જોઈ રડી પડ્યો. ઇન્દ્રજિત અને મેઘવાહન રાવણના મૃતદેહને વળગી પડી, કરુણ કલ્પાંત કરવા લાગ્યા. શ્રી રામે કુંભકર્ણના ખભે હાથ દઈ કહ્યું : હે વીરપુરુષ, એક પરાક્રમીને છાજે તેવું વીર મૃત્યુ પામનાર રાક્ષસેશ્વર પાછળ શોક ન કરો. ઉત્તરકાર્યની તેયારી કરો.” ઇન્દ્રજિત-મેઘવાહનને શ્રી રામે ઊભા કર્યા અને પોતાના બાહુપાશમાં લઈ વાત્સલ્યથી ભીંજવી નાંખ્યા. તેમણે કહ્યું : “હે વત્સ, તમે શોક ન કરો, આકંદ ન કરો. રાક્ષસેશ્વર રાવણે પરાક્રમથી સ્વર્ગને જમીન પર ઉતાર્યું છે. એ સ્વર્ગને મૂકી એ ચાલ્યા ગયા છે. એ સ્વર્ગ તમારું છે. પિતાના પરાક્રમને તમે વરેલા છો. તમારા જીવમાં સુખશાંતિ અને સમૃદ્ધિ તમે પ્રાપ્ત કરશો.” શ્રી રામે પોતાના ઉત્તરીય વસ્ત્રથી ઇન્દ્રજિત-મેઘવાહનનાં આંસુ લૂછયાં. ચિતા તૈયાર થઈ ગઈ હતી. રાવણના દેહને સુગંધીજલથી સ્નાન કરાવી, શ્રેષ્ઠ વસ્ત્રો પહેરાવી, ચિતા પર પધરાવવામાં આવ્યો. પુરોહિતે પવિત્ર શ્લોકોનું ઉચ્ચારણ કરવા માંડ્યું. ઇન્દ્રજિત ચિતામાં અગ્નિ પેટાવ્યો. મંદોદરીએ કારમી ચીસ નાખી, તે જમીન પર પટકાઈ પડી. ચારે બાજુ રુદનનો હૃદય કંપાવનારો ધ્વનિ ઊઠ્યો. લાખો સુભર્ગો, લાખો પ્રજાજનો, હજારો સ્નેહીજનો અને અંતઃપુરની હજારો રાણીઓ-સહુની આંખોમાંથી આંસુની ધારા, સહુના મુખ પર દુઃખ, આર્કદ અને ગ્લાનિ હતાં. અગ્નિની જ્વાલાઓ ઊંચે ચઢવા લાગી. ત્રણ ભુવનને આક્રાન્ત કરનાર, બાહુબળ, મંત્રબળ, વિદ્યાબળથી વિશ્વ પર આધિપત્ય સ્થાપનાર, રાક્ષસવંશની સંસ્કૃતિને લંકાથી માંડીને ત્રણેય ખંડમાં વિસ્તારનાર, એ ઐતિહાસિક યુગપુરુષનો દેહ જ્વાલાઓમાં ભસ્મ થઈ ગયો. - શ્રી રામ પરિવારસહિત પાસરોવરમાં સ્નાન કરવા ચાલ્યા. સ્નાન કરી, પાસરોવરના નીરમાં અશ્રુજલનું સંમિશ્રણ કરી, રાવણને જલાંજલિ આપી કુંભકર્ણ, બિભીષણ, ઇન્દ્રજિત, મેઘવાહન, મંદોદરી વગેરેએ પણ પદ્મસરોવરમાં સ્નાન કર્યું અને શ્રી રામ પાસે સહુ એકત્ર થયાં. For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨૦ જૈન રામાયણ શ્રી રામે લંકાના રાજપરિવારને સૌમ્યદૃષ્ટિથી અને સુધારસમય વાણીથી ઉબોધન કર્યું : હે વીરપુરુષો, તમે પૂર્વવતું તમારું રાજ્ય કરો. પ્રજાનું ક્ષેમકુશળ કરો. અમારે તમારી સંપત્તિનું કોઈ પ્રયોજન નથી. તમારું હું કુશળ ચાહું છું. શ્રી રામનાં સહાનુભૂતિભય વચન સાંભળી, કુંભકર્ણાદિની આંખમાં આંસુ ઊભરાઈ આવ્યાં. લંકાના રાજ્યપરિવારે અને મંત્રીઓએ શ્રી રામના ઉદ્દબોધનથી આશ્ચર્ય અનુભવ્યું. સહુ ગદ્ થઈ ગયા. ઇન્દ્રજિત બોલ્યો : “હે પરાક્રમી પવિત્ર પુરુષ, હવે અમારે વિશાળ રાજ્યનું શું પ્રયોજન છે? હવે રાજ, સત્તા, વૈભવ અને ઇન્દ્રિયોના સુખોથી સર્યું. કોઈ જ પ્રયોજન નથી એ બધાનું. પિતાજીનો વધ અને લંકાનું પતન, એણે અમને સમ્યગ્દષ્ટિ આપી છે. અત્યાર સુધી જે વિનાશી હતું તેને અવિનાશી માન્યું હતું. જે ક્ષણિક હતું તેને શાશ્વત માન્યું હતું. જે દગાખોર હતું તેને વિશ્વાસપાત્ર માન્યું હતું પણ હવે એ માન્યતાઓ અસત્ય સિદ્ધ થઈ ગઈ છે. શેષ જીવન હવે એ વિનાશી, ક્ષણિક અને અવિશ્વસનીય સાંસારિક સુખોના ઉપભોગમાં વ્યતીત નથી કરવું. શેષ જીવન મોક્ષમાર્ગની મંગળમયી આરાધનામાં વ્યતીત કરીશું. ચારિત્ર સ્વીકારી, આત્મનિષ્ઠ બની, કર્મોનો ક્ષય કરવા પુરુષાર્થ કરીશું.' શ્રી રામ અને લક્ષ્મણજી ઈન્દ્રજિતનાં વિવેકપૂર્ણ વચનો સાંભળી, આશ્ચર્યચકિત થઈ ગયા. તેમના હૃદયમાં ઇન્દ્રજિત પ્રત્યે અપૂર્વ વાત્સલ્યભાવ પ્રગટ્યો. ઇન્દ્રજિત, તું શું બોલે છે? તું સંસારત્યાગ કરીશ? શા માટે? લંકાનું રાજ્ય અમારે જોઈતું નથી, તમે સહુ રાજ્ય ભોગવો અને પ્રસન્ન રહો.” શ્રી રામે ગદ્ગદ્ સ્વરે કહ્યું. હે પૂજ્ય, આપ લંકાના રાજ્ય ઉપરથી આપના અધિકારો ઉઠાવી લો છો, એ આપની ઉત્તમતા છે, પરંતુ જે લંકાના સામ્રાજ્ય પિતાના વધનું પારિતોષિક આપ્યું, તે સામ્રાજ્ય હવે નિષ્કલંક નથી રહ્યું. હવે તો જે નિષ્કલંક છે, શાશ્વત્ છે, તે મોક્ષ સામ્રાજ્ય જ મેળવી લેવા, પ્રયત્ન કરવો ઉચિત લાગે છે.' પણ તેથી શું તમારી અપકીર્તિ નહીં થાય? લોકો કહેશે કે “યુદ્ધમાં પરાજિત થયા એટલે સાધુ બની ગયા! ભલે તમારે ચારિત્ર લેવું હોય તો જીવનની ઉત્તરાવસ્થામાં લેજો, પરંતુ અત્યારે.” - “હે મહાવીર! હવે અમારે અપકીર્તિથી શા માટે ડરવું જોઈએ? પરસ્ત્રીના અપહરણથી અમારી અપકીર્તિ શું નથી થઈ? શું સાધુ બનવાથી, એનાથી વધુ For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાવણવધ ૭૨૧ અપકીર્તિ થશે? હું તો એમ સમજું છું કે પિતાજીએ આચરેલા પરસ્ત્રી-અપહરણના પાપનું પ્રાયશ્ચિત્ત કરવા અમારે ચારિત્ર સ્વીકારવું જોઈએ.” શ્રી રામ મૌન રહ્યા. ઇન્દ્રજિતના કથન પર તેઓ ગહન વિચારમાં પડી ગયા. બીજી બાજુ કુંભકર્ણ, ઇન્દ્રજિત, મેઘવાહન અને મંદોદરી આદિ પરસ્પર વિચાર-વિમર્શમાં પરોવાયાં, જ્યારે લંકાની પ્રજા રાક્ષસેશ્વરના વધથી વ્યાકુળ બની ગઈ હતી. ૦ 0 ૦ For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -- -- - - - - - - ૮૪. સીતા મિલન : લંકાના યુદ્ધમેદાનમાં હજુ લંકાપતિ રાવણના દેહની રાખ ઠરી પણ ન હતી, મંદોદરી વગેરેનાં આંસુ હજુ સુકાયાં પણ ન હતાં, નગરજનોનો કલ્પાંતધ્વનિ હજુ શમ્યો ન હતો, ત્યાં લંકાના કુસુમાયુધ ઉદ્યાનમાં દેવલોકના હજારો દેવ ઊતરી આવ્યા હતા અને મહોત્સવનાં ઢોલ બજાવી રહ્યા હતા! મહામુનિ અપ્રમેયબલને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેણે મહોત્સવ મનાવવા દેવો આવ્યા હતા. લંકાની શેરીઓમાં તે જ્ઞાનોત્સવનો ધ્વનિ સંભળાવા લાગ્યો હતો. પ્રભાતે શ્રીરામને આ સમાચાર મળ્યા. રામ-લક્ષ્મણ, કુંભકર્ણાદિ રાક્ષસ પરિવાર સાથે કુસુમાયુધ ઉદ્યાન તરફ ચાલ્યા. સહુનાં હૃદય ઉદ્વિગ્ન હતાં, સંતપ્ત હતાં. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે મહામુનિ સુવર્ણકમલ પર આરૂઢ થઈ, ધર્મદેશના આપતા હતા. તેમને વંદના કરી, શ્રીરામ વગેરે બેસી ગયા. કેવળજ્ઞાનની પ્રશમરસ રેલાવતી ધર્મદેશનાએ દેવોનાં દિલ પ્રફુલ્લિત કર્યા. માનવોનાં મન પ્રસન્ન કર્યા. ધર્મોપદેશ પૂર્ણ થયો. ઇન્દ્રજિત અને મેઘવાહન ઊભા થયા. મહામુનિને વંદન કરી તેમણે કહ્યું : હે વિભો, અમે આ સંસારવાસથી વિરક્ત બન્યા છીએ. પરંતુ અમારા પૂર્વભવો જાણવાની અમને જિજ્ઞાસા છે. આપ ત્રિકાલજ્ઞાની છો. સર્વ જીવોના સર્વ ભવો આપને પ્રત્યક્ષ છે. આપ કૃપા કરીને અમારા પૂર્વભવોનું વર્ણન કરશો તો અમારા વૈરાગ્યમાં વૃદ્ધિ થશે.' સભામાં શાંતિ છવાઈ ગઈ. દેવો પણ લંકાપતિના પ્રાણપ્રિય પુત્રોના પ્રશ્નોના પ્રત્યુત્તર સાંભળવા આતુર બન્યા. મહામુનિએ. કહ્યું : કૌશામ્બી નગરી હતી. તેમાં બે ભાઈઓ વસતા હતા. દરિદ્રતાએ તેમને ઘેરી લીધા હતા. એકનું નામ હતું પ્રથમ અને બીજાનું નામ હતું પશ્ચિમ. એક દિવસ કૌશામ્બીમાં ભવદત્ત મહામુનિ પધાર્યા. સહુ નગરજનો મહામુનિની દેશના સાંભળવા ગયા. ધર્મદેશના સાંભળી તેઓને ધનની દરિદ્રતાનું ભાન થઈ ગયું. વિષયોની તૃષ્ણા શાન્ત થઈ ગઈ. તેમણે મહામુનિનાં ચરણોમાં સંસારનો ત્યાગ કર્યો અને સાધુ બની ગયા.” સાધુ બની, બંને ભાઈઓ પૃથ્વીતલ પર વિહરવા લાગ્યા. તપ-ત્યાગ અને જ્ઞાન-ધ્યાનથી આત્માને ઉજ્જવળ બનાવવા લાગ્યા. એક દિવસ તેઓ કૌશામ્બીમાં પધાર્યા. કૌશામ્બી ત્યારે વસંત-મહોત્સવના રમણે ચઢી હતી. રંગ-રાગ અને For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સીતા મિલન ૭૨૩ વિલાસમાં પ્રજા ડૂબી ગઈ હતી. બંધુ-મુનિ ઉદ્યાનની કુટિરમાં બિરાજ્યા હતા. રાજા નંદિઘોષ મહારાણી ઇન્દુમુખી સાથે એ જ ઉદ્યાનમાં આવ્યો. રાજારાણી પણ વસંત-ઉત્સવના આનંદમાં મગ્ન બન્યાં હતાં. તેમની કીડા મુનિ પશ્ચિમના દૃષ્ટિપથમાં આવી. પશ્ચિમમુનિના મનને એ ક્રીડાએ આપ્યું. “એવી ક્રિીડા કરવાનું સૌભાગ્ય મને પણ મળે તો?' મુનિનું મન ગડમથલમાં પડી ગયું. પશ્ચિમમુનિએ વિચાર્યું : મુનિજીવનમાં તો આવું સુખ ભોગવી શકું નહિ. મુનિજીવનનો ત્યાગ કરીને ગૃહસ્થ બની જાઉં તો પણ મને આવો રાજવૈભવ ક્યાંથી મળે? આવી રાણી ક્યાંથી મળે? હા, શાસ્ત્રોમાં મને જાણવા મળ્યું છે કે તપશ્ચર્યાના બળથી બીજા ભવમાં એવું સુખ મળે છે! પણ તે માટે સંકલ્પ કરવો પડે. તપશ્ચર્યાનો સોદો કરવો પડે! કોઈ વાંધો નહીં, હું મારી સમગ્ર તપશ્ચર્યાના ફળરૂપે એવો સંકલ્પ કરું કે મરીને આ જ રાજા રાણીનો પુત્ર બનું! બસ, પછી ભોગ-વિલાસ અને આનંદ-પ્રમોદની કોઈ સીમા નહિ રહે!' પશ્ચિમમુનિને આ વિચાર જી ગયો. એક દિવસ એમણે પોતાના ભાઈ મુનિ પ્રથમની સમક્ષ પોતાની ઇચ્છા પ્રદર્શિત કરી દીધી. તીવ્ર ઇચ્છા પ્રગટ થયા વિના રહેતી નથી. પ્રથમમુનિએ પશ્ચિમમુનિને કહ્યું : હે મુનિવર, તમે આ શું વાત કરો છો? સંસારના આ ભોગવિલાસની ખાતર તમે સાધુજીવનની મહાનું સાધનાને હોડમાં મૂકવા ચાહો છો? કર્મક્ષય કરવાની સાધનાને તમે ભોગવિલાસ પ્રાપ્ત કરવાનું સાધન બનાવો છો? ભાઈ... ભાઈ... આ તમને ક્યાંથી સૂઝયું? જ્ઞાની ભગવંતોએ જે ભોગવિલાસને ભવભ્રમણનું કારણ બતાવ્યું છે, તેની સ્પૃહા તમને કેમ જાગી ગઈ?' પશ્ચિમમુનિની દૃષ્ટિ જમીન પર સ્થિર હતી. તેમના મુખ પર પોતાના સંકલ્પની દઢતા હતી. પ્રથમમુનિએ ખૂબ વાત્સલ્યપૂર્ણ શબ્દોમાં કહ્યું : ‘તમે જે ભોગવિલાસ તરફ આકર્ષાયા છો તે ભંગવિલાસનું સુખ તમને તમારી તપશ્ચર્યાના ફળરૂપે મળી પણ જશે. પરંતુ એ કેટલા કાળ સુધી તમારી પાસે રહેશે? શું એ સુખ સર્વ કાળ તમારી પાસે રહેશે? ના, સંસારનાં તમામ સુખો ક્ષણિક છે, અનિત્ય છે, ક્લેશયુક્ત છે, એ સુખોના ભોગનું પરિણામ દુર્ગતિ છે. તમે શા માટે જાણીબૂઝીને ભડભડતી ભોગની આગમાં કૂદી પડવા તૈયાર થઈ ગયા છો? મારી વાત માનો, તમે મારા બંધુ છો, મહાન પવિત્ર સાધુજીવન જીવી રહ્યા છો. આ તમારો ત્યાગ, તમારી તપશ્ચર્યા, એના પર પાણી ન વાળો.' For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨૪ જૈન રામાયણ પશ્ચિમમુનિએ કહ્યું : “તમે કહો છો તે સત્ય છે, પરંતુ મને સમજાતું નથી કે હું કેમ એ સુખો તરફ આકર્ષાઈ રહ્યો છું? મેં જ્યારથી રાજા-રાણીની ક્રીડા જોઈ છે ત્યારથી એનું આકર્ષણ જામ્યું છે.' પ્રથમમુનિએ કહ્યું : “ભલે એ નિમિત્તે તમારા મનમાં વિક્ષોભ પેદા કરી દીધો. પરંતુ આપણે જ્ઞાનબળે એ વિક્ષોભને દૂર કરી શકીએ. વિષય કષાયનાં દમન કરવાનું આપણું જીવન છે. ચંચળ ચિત્તવૃત્તિઓનું દમન કર્યે જ છૂટકો છે. અનાદિકાલીન વિષય-કષાયની વૃત્તિઓ પર આપણે વિજય મેળવવાનો છે. તે માટે જ આપણે સાધુ બન્યા છીએ. સાધુજીવન એટલે દુષ્ટવૃત્તિઓ સાથે લડી લેવાનું જીવન. હા, ક્યારેક દુષ્ટવૃત્તિઓ આપણા પર પ્રહાર કરી જાય, પરંતુ તેટલા માત્રથી આપણે તેની શરણાગતિ ન સ્વીકારી લેવી જોઈએ. પુનઃ પુનઃ એ વૃત્તિઓ પર હુમલા કરી, તેમને જર્જરિત કરી દેવી જોઈએ. ભાઈ! તમે ડરો નહીં, હું તમારી સાથે છું.” - પશ્ચિમમુનિના મુખ પર કંઈક લજ્જા, વિક્ષોભ અને ઉદ્વેગની રેખાઓ ખેંચાઈ. તેમની દૃષ્ટિમાં ચંચળતા હતી. મોક્ષસુખ અને ભોગસુખ વચ્ચે તેમનું મન ઝોલાં ખાઈ રહ્યું હતું. પ્રથમમુનિનાં વચનો તેમના અંતઃકરણ સુધી પહોંચી શકતાં ન હતાં, મોક્ષસુખની કલ્પના લુપ્ત થઈ ગઈ હતી. સંસારનાં સુખોએ તેમને જકડી લીધા હતા. પ્રથમમુનિએ અન્ય મુનિઓને પશ્ચિમમુનિના સંકલ્પની જાણ કરી. મુનિસમુદાયમાં ખળભળાટ મચી ગયો. પશ્ચિમમુનિની ચારેય બાજુ મુનિઓ આવીને બેસી ગયા. પશ્ચિમમુનિના સંકલ્પને દૂર કરવા તેઓ સમજાવવા લાગ્યા. પશ્ચિમમુનિ મૌનપણે સહુની વાતો સાંભળી રહ્યા. જ્યારે સહુ સમજાવીને મૌન થઈ ગયા ત્યારે પશ્ચિમમુનિએ કહ્યું : હે મુનિવરો, તમે મને સંસારસુખનું નિયાણું કરવા ના પાડો છો. તમારી વાત હું સમજી શકું છું. સંસારને અસાર સમજીને હું સાધુ બન્યો છું પરંતુ જીવના અધ્યવસાયો પરિવર્તનશીલ છે. મારા મનમાં જે સંસારસુખની આકાંક્ષા જાગ્રત થઈ છે, એનું શમન કરવાની મારી શક્તિ નથી. મારો સંકલ્પ અવિચલ છે, આપ મને ક્ષમા કરો.' પશ્ચિમમુનિ ત્યાંથી ચાલ્યા ગયા. આયુષ્ય પૂર્ણ થયું. મરીને એ જ રાજા-રાણીને ઘેર પુત્રરૂપે ઉત્પન્ન થયા. નામ રતિવર્ધન રાખવામાં આવ્યું. રતિવર્ધન યૌવનવયમાં આવતાં માતાપિતાએ તેને પરણાવ્યો. અનેક રૂપરમણીઓના સંગે ભોગસુખ ભોગવતો જીવન વ્યતીત કરવા લાગ્યો. For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સીતા મિલન ૭૨૫ પ્રથમમુનિ કાળધર્મ પામી, પાંચમા દેવલોકમાં દેવ થયા. દેવને જન્મથી જ અવધિજ્ઞાન હોય છે. પ્રથમમુનિના જીવે અવધિજ્ઞાનમાં પોતાના પૂર્વજન્મના ભાઈ પશ્ચિમમુનિને રતિવર્ધન રાજા રૂપે જોયા, પ્રથમમુનિના હૃદયમાં પશ્ચિમમુનિ પ્રત્યેનો ભ્રાતૃસ્નેહ અખંડ હતો. ભલે પશ્ચિમમુનિએ પ્રથમમુનિની શિખામણ અવગણીને નિયાણું કર્યું હતું છતાં પ્રથમમુનિનો સ્નેહ ભગ્ન થયો ન હતો. એ સ્નેહે દેવભવમાં તરત તપાસ કરાવરાવી કે “ભાઈ પશ્ચિમમુનિ ક્યાં છે?' જ્યારે રતિવર્ધનને સંસારસુખમાં ડૂબી ગયેલો જોયો ત્યારે દેવે વિચાર્યું : “જો આ રીતે જ ભોગસુખમાં ગરકાવ થઈને મરશે તો અવશ્ય દુર્ગતિમાં જશે. એને આત્મભાન કરાવું.' જો કે દેવો પણ ભોગસુખમાં લીન હોય છે, પરંતુ જે મનુષ્ય જીવનમાં સંયમ જીવન જીવીને દેવ બને છે, તેનો આત્મા દેવલોકનાં દિવ્યસુખોની વચ્ચે પણ જાગ્રત રહે છે અને દિવ્યસુખોના ઉપભોગમાં ખોવાઈ જતો નથી. દેવે મુનિનું રૂપ બનાવ્યું. રતિવર્ધનરાજાની સભામાં આવ્યા. રાજાએ ઊભા થઈ, મુનિનો સત્કાર કર્યો અને યોગ્ય આસને બિરાજિત કરી, પોતે મુનિનાં ચરણમાં બેસી ગયો. મુનિરૂપધારી દેવે રતિવર્ધનને ધર્મોપદેશ આપ્યો. સાથે તેનો પશ્ચિમમુનિનો પૂર્વભવ પણ બતાવ્યો. પ્રથમમુનિના જીવ તરીકે પોતાની ઓળખાણ કરાવી. આ બધું સાંભળતાં સાંભળતાં રતિવર્ધનને પોતાના પૂર્વભવનું સ્મરણ થઈ ગયું. દેવના આનંદની સીમા ન રહી. તેણે કહ્યું : હે બંધુ! હજું કંઈ બગડી ગયું નથી. જાગ્યા ત્યારથી સવાર! આ મનુષ્યલોકના ગંદાં, બીભત્સ અને ક્ષણિક સુખોથી સર્યું. આ સુખોનો ત્યાગ કરી, સંયમ સ્વીકારી, ભવોની પરંપરા સુધારો.” રતિવર્ધનનું મન ભોગસુખોથી નિવૃત્ત બન્યું. તેણે પોતાની માતા ઇન્દુમુખીને વાત કરી. ઇન્દુમુખી પુત્રની વાત સાંભળી આશ્ચર્ય અનુભવી રહી. રતિવર્ધને જ્યારે ચારિત્ર ગ્રહણ કરવાની વાત કરી ત્યારે ઇન્દુમુખી ઉદ્વિગ્ન બની ગઈ. પરંતુ રતિવર્ધને જ્યારે પોતાના પૂર્વભવની વાત કરી ત્યારે ઇન્દુમુખીએ પ્રસન્નતાથી અનુજ્ઞા આપી. રતિવર્ધને ચારિત્ર સ્વીકાર્યું. કાળધર્મ પામી, પાંચમાં દેવલોકે ગયો. For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ ૭૨૩ બંને ભાઈઓ પાંચમાં દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં વિબુદ્ધનગરમાં અવતર્યા. બંને રાજ કુમાર બન્યા. યુવાન વયમાં ચારિત્ર સ્વીકારી, કાળધર્મ પામી બારમા દેવલોકમાં ગયા. બારમા દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી, તે બંને ભાઈઓ લંકામાં પ્રતિવાસુદેવ રાવણના મહેલમાં પુત્રરૂપે અવતર્યા. તે એકનું નામ ઇન્દ્રજિત અને બીજાનું નામ મેઘવાહન. ઇન્દ્રજિત અને મેઘવાહન પોતાના પૂર્વભવોનો વૃત્તાંત સાંભળી, વૈરાગ્યવાસિત બન્યા. સાથે સાથે એ પણ જાણવા મળ્યું કે રતિવર્ધનના ભવમાં જે માતા ઇન્દુમુખી હતી તે જ મંદોદરી છે, ત્યારે રાક્ષસ-પરિવારમાં આશ્ચર્ય ફેલાયું. ઇન્દ્રજિત અને મેઘવાહને ચારિત્ર ગ્રહણ કરવાનો, પોતાનો સંકલ્પ ઘોષિત કર્યો. કુંભકર્ણે પણ ચારિત્ર સ્વીકારવાની ઘોષણા કરી. મંદોદરી વગેરે લંકાની રાણીઓએ પણ ચારિત્ર લેવાનો સંકલ્પ જાહેર કર્યો. રાક્ષસ પરિવારની આ જાહેરાતે લંકામાં આનંદ અને શોકની મિશ્ર લાગણીઓ ફેલાવી. લોકપ્રિય લંકાપતિ રાવણના અવસાનથી લંકાની પ્રજા વ્યથિત હતી, ત્યાં કુંભકર્ણ અને ઇન્દ્રજિત-મેઘવાહન તે પ્રજા માટે એક મોટું આશ્વાસન હતા. અપ્રમેયબલ મહામુનિની પર્ષદામાં ઉપસ્થિત હજારો સ્ત્રી-પુરુષોએ કુંભકર્ણ વગેરેને આંસુભરી આંખે વિનંતી કરીને, તેમને ચારિત્ર ન લેવા સમજાવ્યા, પરંતુ તેઓ દૃઢ સંકલ્પ કરનારા હતા. તેમનું હૃદય હવે સંસારના કોઈ સુખ માટે તલપતું ન હતું. સંસારના કોઈ સુખ માટે તેમને કામના ન હતી, પછી તેઓ શા માટે સંસારમાં રહે? થોડા સમય પૂર્વે બાહ્ય શત્રુઓ સામે ઝઝૂમતા રાક્ષસવંશના પરાક્રમી કુમા૨ો થોડા સમય પછી આંતરશત્રુઓ સામે ઝઝૂમનારા મુનિવરો બની ગયા! ગઈ કાલ સુધી લંકાના અપ્રતિમ રાજમહાલયોના અંતઃપુરમાં રંગ-રાગ-લીન બની, રાવણને રીઝવનારી સન્નારીઓ આજે ત્યાગ વિરાગમાં લીન બની, પરમાત્માને રીઝવનારી આર્યાઓ બની ગઈ. હૃદયનું પરિવર્તન કયા પ્રસંગે અને કેવા સંયોગોમાં થઈ જાય છે તે છદ્મસ્થ ન સમજી શકે. કાલનો પાપી આજે ધર્માત્મા બની શકે છે અને આજનો ધર્માત્મા કાલે પાપી બની શકે છે. શ્રી રામે નૂતન મુનિવરોનાં ચરણે વંદના કરી. શ્રી લક્ષ્મણજી, સુગ્રીવ, બિભીષણ ઇત્યાદિએ પણ વંદના કરી. બિભીષણે શ્રીરામને પ્રણામ કરી કહ્યું. For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સીતા મિલન ૭૨૭ હે પુરુષશ્રેષ્ઠ, હવે આપ લંકામાં પ્રવેશ કરી દેવી સીતાના મનને પ્રસન્ન કરો.” બિભીષણે લંકાના રાજમાર્ગો શણગાર્યા. લંકાની પ્રજા શ્રી રામ અને લક્ષ્મણને નીરખવા રાજમાર્ગો પર ગોઠવાઈ ગઈ. “ભુવનાલંકાર' હાથી પર શ્રીરામલક્ષ્મણ આરૂઢ થયા. તેમની પાછળ બિભીષણ અને સુગ્રીવના બે હાથી ગોઠવાયા. ત્યારબાદ હનુમાન, પ્રસન્નકીર્તિ, નલ અને નીલના ચાર રથોની પંક્તિ ગોઠવાઈ. તે પછી બીજા અનેક વાનરવીરો રથારૂઢ બની, અશ્વારૂઢ બની, ગોઠવાઈ ગયા. લંકાની પ્રજાનાં નેત્ર રામ-લક્ષ્મણ અને લાખો વાનરવીરોને જોવા ઉત્સુક હતાં. પરંતુ એ પ્રજાનાં હૃદય સંતપ્ત હતાં. આજે તેમનો પ્રિય રાજા દશમુખ કે પટરાણી મંદોદરી, યુવરાજ ઇન્દ્રજિત અને પરાક્રમી મેઘવાહન કોઈ ન હતું. રાજમહાલય સૂમસામ હતો. હર્ષ-શોકની મિશ્ર લાગણીઓ અનુભવતી, લંકાની જનતા રાજમાર્ગો પર ઊભરાઈ હતી. વિદ્યાધરોએ દિવ્ય વાજિંત્રોના નાદથી લંકાના શોકાકુલ વાતાવરણને બદલવા માંડ્યું. કિન્નરીઓનો સમૂહ-નૃત્યો થવા લાગ્યાં. શ્રી રામનો લંકા પ્રવેશ આરંભાયો. શ્રી રામને લંકાના રાજમહાલયોમાં નહોતું જવું. એમને જવું હતું મહાસતી સીતા પાસે, જે દિનરાત “રામ રામ' નો જાપ જપી રહી હતી. જેણે મનમાંય શ્રી રામ વિના કોઈ પુરુષની અભિલાષા કરી ન હતી અને જે મહાસતીના સતીત્વની રક્ષા ખાતર, શ્રીરામે ભીષણ રણસંગ્રામ ખેલ્યો હતો. સીતાજી “પુષ્પગિરિના શિખરે એક રમણીય ઉદ્યાનમાં રહીને, શ્રી રામની પ્રતીક્ષા કરી રહ્યાં હતાં. શ્રીરામ હનુમાને વર્ણવેલી સીતાને જોવા ઉત્સુક હતા. - શ્રીરામ પુષ્પગિરિ પાસે આવ્યા. હાથી પરથી નીચે ઊતરી ગયા. લક્ષ્મણાદિ સર્વે શ્રીરામને અનુસર્યા. સહુ પુષ્પગિરિ પર ચઢવા લાગ્યા. પુષ્પગિરિના શિખરે, ઉદ્યાનના દ્વારે, સીતાજી આવીને ઊભાં હતાં. શ્રી રામે સીતાજીને દૂરથી જોયાં. તેઓ એક ક્ષણ થંભી ગયા. “જેવું વર્ણન હનુમાને કર્યું હતું તેવી જ સીતા દૃષ્ટિપથમાં આવી રહી છે, અને શ્રી રામ વેગથી સીતાજી તરફ દોડ્યા. એ દંપતીના મિલનનું વર્ણન કોઈ મહાકવિઓએ કર્યું હોત તો? શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ આ પ્રસંગને માત્ર એક શ્લોકમાં વર્ણવ્યો છે. તા મુસ્લિપ્ય નિજસંગે દ્વિતીયમિવ જીવિતમ્ તદેવ જીવિતમ્મન્યો ધારયામાસ રાઘવઃ || સીતાજીને ઉપાડીને શ્રીરામે પોતાના ઉત્સંગમાં ધારણ કરી. જાણે પોતાનું બીજું જીવન જ હોય એમ માનીને!” For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨૮ જૈન રામાયણ ચિરકાલીન વિયોગ પછી, થતા સંયોગનું સંવેદન જો કે વચનાતીત હોય છે, છતાં તે સંવેદનને વચનનો વિષય બનાવવા કવિઓએ ક્યાં પ્રયત્ન નથી કર્યો? એ સમયે મહાસતી સીતાના મનના ભાવો કેવા હશે? શ્રી રામના મનની કેવી સ્થિતિ હશે? ત્યાં ઉપસ્થિત દર્શકોના મનના કેવા ભાવ હશે? શ્રી રામના મનની કેવી સ્થિતિ હશે? ત્યાં ઉપસ્થિત દર્શકોના મનના કેવા ભાવો હશે? સિદ્ધ ગંધર્વાદિએ આકાશવાણી કરી : “ઇયે મહાસતી સીતા જયતુ” આ મહાસતી સીતા જય પામો.' લક્ષ્મણજીની આંખમાંથી આંસુઓની ધારા વહી રહી હતી. સીતાજીનાં ચરણોમાં લક્ષ્મણજીએ પોતાનું મસ્તક મૂકી, આંસુઓથી સીતાજીનાં ચરણોનું પ્રક્ષાલન કરવા માંડ્યું. હે તાત્, ચિરંજીવ, ચિરનન્દ, મારી તને સદૈવ આશિષ છે.” એમ કહેતાં સીતાજીએ લક્ષ્મણજીના માથે હેત વરસાવ્યાં. ભામંડલે સીતાજીને નમસ્કાર કર્યા. સીતાજીએ પ્રસન્નતાપૂર્વક ભામંડલને આશિષ આપી, જાણે મુનિવચન! ત્યારબાદ કપિરાજ સુગ્રીવે મસ્તક નમાવી કહ્યું : “હું સુગ્રીવ મહાસતીને પ્રણામ કરું છું.” બિભીષણે નતમસ્તક બની કહ્યું “હું રાવણાનુજ બિભીષણ, દેવી સીતાને વંદન કરું છું.” સીતાજી મધુર ધ્વનિથી દરેકને આશીર્વચન આપતાં જાય છે. હનુમાન, અંગદ, નલ-નીલ, પ્રસન્નીિર્તિ વગેરે આવતા ગયા અને પોતાનું નામ બતાવતા વંદન કરતા ગયા. પૂર્ણિમાના શશાંક સાથે જેમ કુમુદિની શોભે તેમ શ્રી રામ સાથે સીતા શોભવા લાગ્યાં. બિભીષણે શ્રી રામને પ્રણામ કરી કહ્યું : “કૃપાનાથ, લંકાના રાજમહાલયને દેવી સીતા સાથે પાવન કરો.” શ્રી રામ સીતા સાથે ભવનાલંકાર હાથી પર આરૂઢ થયા. વિદ્યાધરોએ શ્રી રામનો જય પોકાર્યો. હર્ષનાદોથી લંકા ગાજી ઊઠી. ભવનાલંકાર હાથીની આગળ રથારૂઢ બનીને બિભીષણ માર્ગદર્શન કરાવી રહ્યા હતા. જ્યારે સુગ્રીવાદિ વાનરવીરો શ્રી રામની પાછળ પાછળ આવી રહ્યા હતા. For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૫. લંકામાં છ વર્ષ અને સીતાજી સાથે શ્રી રામે લંકાપતિના દિવ્ય આવાસમાં પ્રવેશ કર્યો. સીધા જ તેઓ આવાસ-અન્તર્ગત શ્રી શાન્તિનાથ ભગવંતના ચૈત્યમાં ગયા. શાન્તિચૈત્ય વિશાળ હતું. એક હજાર મણિ મઢેલા સ્તંભો પર એ ચૈત્ય ઊભેલું હતું. શિલ્પકલાનો એ અભુત નમૂનો હતો. શ્રીરામ, લક્ષ્મણજી અને સીતાજી પ્રસન્ન થઈ ગયાં. સીતાજીએ પ્રભુપૂજનની ભાવના વ્યક્ત કરી. બિભીષણે તરત પૂજનસામગ્રી મંગાવી લીધી. બીજી બાજુ શ્રી રામ વગેરે સ્નાનાદિથી નિવૃત્ત થઈ, વિશુદ્ધ કિંમતી વસ્ત્રોથી સજ્જ થઈને આવી ગયા. અતિ ભક્તિપૂર્ણ હૃદયથી ત્રણેયએ પૂજા કરી. બિભીષણે કહ્યું : કૃપાનાથ, સેવકના આવાસમાં પણ જિનચૈત્ય છે. ત્યાં પણ જિનપૂજન કરવાથી આપનું મન આલ્લાદિત થશે.” સુગ્રીવ વગેરે રાજાઓ, સેનાપતિઓ, રાજકુમારો આદિ સાથે શ્રી રામ બિભીષણના મહેલે પધાર્યા. બિભીષણનો મહેલ પણ રાવણના મહેલની સ્પર્ધા કરે તેવો સુશોભિત અને વિશાળ હતો. શ્રી રામે પરિવાર સહિત જિનચૈત્યમાં પૂજન કર્યું અને ત્યારબાદ ભોજનાદિથી નિવૃત્ત થયા. શ્રી રામસૈન્યના દરેક રાજાઓ, રાજકુમારો અને સેનાપતિઓ આજે બિભીષણના અતિથિ હતા. સહુ ભોજનાદિથી નિવૃત્ત થયા. શરીરનો ખેદ દૂર થયો, ત્યારે બિભીષણે પોતાના વિશાળ સભાભવનમાં સહુને એકત્રિત કર્યા. રત્નસિંહાસન પર શ્રી રામને આરૂઢ કરી, બિભીષણ શ્રી રામચરણની પાસે એક આસન પર બેઠા. સહુ આવી ગયા પછી બિભીષણે અંજલિ જોડી, શ્રી રામને વિનંતી કરી : હે ઉત્તમ પુરુષ! આ અર્ધ-ભારતનો વૈભવ, રત્નોના ઢગલા, સોનાનો વિશાળ ભંડાર, લાખો હાથી અને ઘોડા અને આ સંપૂર્ણ રાક્ષસ-દ્વીપ આપ સ્વીકારો; સર્વસ્વના સ્વામી આપ છો, હું તો આપનો એક સેવક છું. આપ For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ જૈન રામાયણ આજ્ઞા પ્રદાન કરો. સંપ્રતિ જ આપનો લંકાના સિંહાસને રાજ્યાભિષેક કરીએ, આપ લંકાને પવિત્ર કરો, મારા પર કૃપા કરો, મારી ઇચ્છા પૂર્ણ કરી, મને અનુગૃહિત કરો.” શ્રી રામ બોલ્યા : “હે મહાત્મનું! શું તમે ભૂલી ગયા કે મેં તમને પૂર્વે જ લંકાનું રાજ્ય આપેલું છે! તમારી મારા પ્રત્યેની અપાર ભક્તિ અને અવિહડ સ્નેહ તમને એ ભુલાવી દે, પણ હું આપેલું વચન કેમ ભૂલી શકું?' શ્રી રામે સુગ્રીવને સંકેત કર્યો. રાજ્યાભિષેકની સામગ્રી તત્કાળ સુગ્રીવે ઉપસ્થિત કરી અને તત્કાળ લંકાના રાજ્ય પર શ્રી રામે બિભીષણનો અભિષેક કર્યો. સભાએ લંકાપતિ બિભીષણનો જય પોકાય. લંકાની પ્રજાને ત્યારે પ્રતીતિ થઈ કે શ્રી રામ-લક્ષમણ રાજ્યના લોભથી નથી લડ્યા, પરંતુ સીતાની ખાતર લડ્યા છે. શ્રી રામ, લક્ષ્મણની રાજ્ય પ્રત્યેની નિઃસ્પૃહતાએ લંકાની પ્રજાને મોહી લીધી. શ્રી રામે પરિવાર સહિત રાવણના આવાસમાં નિવાસ કર્યો. બિભીષણે રાજ્યની ધુરા ધારણ કરી, વ્યવસ્થાતંત્ર સંભાળી લીધું. શ્રી રામે સુગ્રીવને કહ્યું : અમે અયોધ્યાથી વનવાસમાં નીકળ્યા પછી અનેક સ્થળે અનેક રાજકમારીઓ સાથે પાણિગ્રહણ કરવાનું વચન આપતા આવ્યા છીએ. હું ઇચ્છું છું કે તે તે વિદ્યાધરો, દૂતો દ્વારા આજ્ઞાપન કરી, રાજકુમારીઓને અહીં બોલાવી, તેમની સાથે પાણિગ્રહણ કરી વચનનું પાલન કરવું જોઈએ.” શ્રી રામની આજ્ઞાથી સુગ્રીવે વિદ્યાધર-દૂતોને શ્રી રામનો સંદેશો આપીને, આકાશયાનમાં રવાના કર્યા. સિહોદર વગેરે રાજાઓનાં નામ તેમને સૂચિત કર્યા હતાં. વિદ્યાધર દૂતો એ પ્રમાણે રાજાઓ અને રાજ કન્યાઓને લઈ લંકા આવી ગયા, શ્રીરામ-લક્ષ્મણે વિધિપૂર્વક તે રાજ કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. નર-નારીઓએ મહોત્સવ મનાવ્યો. યથેચ્છ ભોગસુખ ભોગવતા શ્રી રામ-લક્ષ્મણે લંકામાં છ વર્ષ વિતાવ્યાં. સુખના દિવસો વ્યતીત થતાં વાર લાગતી નથી, લંકા શ્રી રામ માટે અયોધ્યા *વાલ્મિકીકૃત રામાયણમાં અને તુલસીકૃત રામાયણમાં શ્રીરામને એક જ પત્ની હતી, એમ કહેવાયું છે. શ્રી હેમચન્દ્રસૂરિકૃત રામાયણમાં રામને અનેક પત્ની હોવાનું પ્રતિપાદન છે. For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લંકામાં છ વર્ષ ૭૩૧ બની ગઈ હતી. તેઓને અયોધ્યા પણ યાદ આવતી ન હતી, પરંતુ અયોધ્યાને શ્રી રામ-લક્ષ્મણ અને સીતા ક્ષણે ક્ષણે યાદ આવતા હતાં! બિભીષણ, સુગ્રીવ વગેરે શ્રી રામની સેવામાં તત્પર હતા. ઇન્દ્રજિત અને મેઘવાહન ચારિત્ર લઈ, કર્મોના સામે યુદ્ધ ખેલી રહ્યા હતા. ભલે તેઓ રામ-લક્ષ્મણના હાથે પરાજિત થયા, પરંતુ કર્મોના સામે તેઓ પરાજિત ન થયા. અનંત-અનંત કર્મોનો ક્ષય કરી, તેઓ વીતરાગ સર્વજ્ઞ બન્યા. વિંધ્ય પ્રદેશમાં તેમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું. ત્યારથી એ પ્રદેશ “મેઘરથ' તીર્થરૂપે પ્રસિદ્ધ થયો. એ તપોભૂમિના સ્પર્શે અનેક પતિતોના ઉદ્ધાર થયા. નારદજી! પૃથ્વી પર નિરંતર પરિભ્રમણ કરનાર એ આજીવન બ્રહ્મચારી દેવર્ષિ એક દિવસ અયોધ્યાને આંગણે પધાર્યા. તેઓ સીધા જ રાજમહેલે પહોંચ્યા. તેમને અયોધ્યા અને અયોધ્યાવાસીઓ પ્રફુલ્લિત ન લાગ્યા. રાજમહેલ ગમગીન લાગ્યો. જ્યારે તેઓ કૌશલ્યા અને સુમિત્રા પાસે પહોંચ્યા ત્યારે નારદજીનું મન દુઃખી બની ગયું. કારણ કે કૌશલ્યા અને સુમિત્રા શોકાકુળ હતાં. તેમની આંખો આંસુભીની હતી. તેમનાં શરીર સુકાયેલાં હતાં. નારદજીનો ઉચિત સત્કાર કરી, તેમને બેસવા માટે આસન આપ્યું. નારદજીએ પ્રશ્ન કર્યો : “હે ભક્તિશાલિની! તમે વિમનસ્ક કેમ છો!” કૌશલ્યાએ કહ્યું : હે દેવર્ષિ, મારા પુત્ર રામ, લક્ષ્મણ, પુત્રવધૂ સીતા સાથે વનમાં ગયા ત્યાં સીતાનું અપહરણ થયું. રાવણ સીતાને લંકા લઈ ગયો. રામ-લક્ષ્મણ લંકા ગયા. રાવણ સાથે યુદ્ધ થયું, રાવણે લક્ષમણ પર શક્તિ પ્રહાર કર્યો. એનું નિવારણ કરવા “વિશલ્યા ને ત્યાં લઈ જવામાં આવી. બસ, અહીં સુધી જાણવામાં આવ્યું છે. મારો પુત્ર લક્ષ્મણ જીવે છે કે નહીં? સીતાનું શું થયું? કહેતાં કહેતાં “હા વત્સ લક્ષ્મણ..” કરતી કૌશલ્યા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. સુમિત્રા પણ ડૂસકાં ભરવા લાગી. નારદજીની આંખો પણ ભીની થઈ ગઈ. રાજમાતાઓનું દુઃખ તેમનાથી જોયું ન ગયું. તેમણે કહ્યું હે સુશીલે! તમે ધેય ઘારણ કરો, શાંતિથી અહીં રહો. હું જાઉં છું અને તમારા પુત્રોને હું લઈ આવું છું.' For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૩૨ જેન રામાયણ નારદજીએ અવિલંબ આકાશમાર્ગે પ્રયાણ કર્યું. લોકો પાસેથી જાણી લીધું કે રામ-લક્ષ્મણ લંકામાં વસે છે. તેઓ અલ્પ સમયમાં લંકાના દ્વારે આવી પહોંચ્યા. શ્રી રામ નારદજીને જોતાં ઊભા થઈ ગયા અને રામે સામે આવી, ઉચિત સત્કાર કરી પૂછ્યું. “દેવર્ષિ! અહીં કેમ પધારવાનું થયું?” - નારદજી કંઈ ન બોલ્યા. તેઓ શ્રી રામ-લક્ષ્મણ અને સીતા સામે જોઈ રહ્યા. તેમના મનમાં રોષ ઊભરાઈ રહ્યો હતો. છતાં તે રોષને મુખ પર આવવા દેતા ન હતા. તેમને વિચાર આવ્યો, આપની જનની “મારા પુત્ર.. મારા પુત્ર.” કરતી આંસુઓ વહાવી રહી છે. નથી સુખે ભોજન કરતી કે નથી શાન્તિથી નિદ્રા લેતી. જ્યારે આ પુત્રોના મુખ પર માતૃવિરહના દુઃખનું નિશાન પણ નથી! કેવો આ સંસાર છે!” શ્રી રામે પુનઃ પ્રશ્ન કર્યો. “શું વિચારમાં પડી ગયા... દેવર્ષિ? મારા યોગ્ય.” નારદજીએ કહ્યું, “હું અયોધ્યાથી આવું છું. દુઃખી અયોધ્યાનું વર્ણન કરી શકતો નથી, પરંતુ દુઃખ, શોક અને આકંદથી મૃત્યુની સમીપ પહોંચેલી તમારી જનનીઓ કૌશલ્યા અને સુમિત્રાને જ્યારે હું મળ્યો ત્યારે મારા જીવનમાં ક્યારેય ન અનુભવેલી વેદના મને થઈ આવી. તમને પ્રતિવાસુદેવની લંકામાં બિભીષણ, સુગ્રીવ જેવા સમ્રાટોની ભક્તિમાં માતાઓ ભુલાઈ જાય તે સહજ છે.' નારદજી અખ્ખલિત ગતિએ બોલ્યા જતા હતા અને શ્રી રામ-લક્ષ્મણ અવાફ બની સાંભળ્યું જતા હતા. સીતાજીની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી. ‘તમે અહીં સુખભોગમાં એવા ડૂબી ગયા છો કે ક્યાં દિન ઊગે છે ને આથમે છે તેનો ખ્યાલ નથી આવતો, જ્યારે એ કૌશલ્યા અને સુમિત્રાની એક એક ક્ષણ વર્ષ સમાન વીતી રહી છે.” “હા વત્સ રામ... હા વત્સ લક્ષ્મણ.. હા વસે સીતા. કહી કરુણ રુદન કરતી, એ માતાઓને મેં જોઈ ત્યારે મારું હૃદય દ્રવી ઊડ્યું અને હું દોડતો ભાગતો અહીં આવી પહોંચ્યો.' - શ્રી રામ કકળી ઊઠ્યા, ગદ્ગદ્ સ્વરે, આંસુભરી આંખે તેઓ બોલ્યા : “હે દેવર્ષિ, બસ કરો, સાંભળ્યું જતું નથી એ માતાઓનું દુ:ખ. એક દિવસનીય વિલંબ કર્યા વિના, અમે અયોધ્યા તરફ પ્રયાણ કરીએ છીએ.” લક્ષ્મણ! બિભીષણને બોલાવો.' બિભીષણ આવી પહોંચ્યા. નતમસ્તકે બિભીષણે પૂછ્યું. સેવક યોગ્ય આદેશ પ્રદાન કરો.” For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લંકામાં છ વર્ષ ૭૩૩ રાજનું, જીવનમાં ન થવી જોઈએ એવી ભૂલ થઈ ગઈ છે. માતાનું દુઃખ ભૂલીને તમારી ભક્તિમાં મોહિત થઈને અમે અહીં છ-છ-વર્ષ વિતાવી દીધાં. આજે પ્રયાણ કરવું જોઈએ.' બિભીષણની આંખો આંસુથી છલકાઈ ગઈ. રામ વિનાની લંકાની કલ્પના પણ બિભીષણને રડાવી રહી હતી. “કૃપાનાથ....' બિભીષણ બોલી શક્યા નહીં. રાજે શ્વર, અમારા વિરહના દુઃખથી, અમારી માતાઓ મૃત્યુ સન્મુખ ન થાય ત્યાં સુધી અમારે ત્યાં પહોંચી જવું જોઈએ. અમને અનુમતિ આપો.' બિભીષણ વિચારમાં પડી ગયો. હે નાથ, આપ હવે માત્ર સોળ દિવસ વધુ રોકાઈ જાઓ, સોળ દિવસમાં હું લંકાના શિલ્પીઓને અયોધ્યા મોકલી અયોધ્યાને અનુપમ નગરી બનાવી દઉં. મારી આટલી પ્રાર્થના સ્વીકારો.” શ્રી રામે નારદજી સામે જોયું. નારદજીએ કહ્યું. ભલે આપ આજથી સોળમા દિવસે અયોધ્યા પધારો. હું આજે અયોધ્યા જઈને, આપના આગમનરૂપ મહોત્સવના સમાચાર આપની માતાઓને અને અયોધ્યાપતિ ભરતને આપીશ. તેમનો શોક દૂર થશે.” નારદજીનું બિભીષણે ભાવભક્તિપૂર્વક આતિથ્ય કર્યું અને નારદજી અયોધ્યા તરફ ઊપડ્યા. સાથે જ હજારો શિલ્પીઓને આકાશયાનમાં બિભીષણે અયોધ્યા રવાના કર્યા. લંકામાં વાયુવેગે વાત ફેલાઈ ગઈ કે આજથી સોળમે દિવસે શ્રી રામ સપરિવાર અયોધ્યા ચાલ્યા જશે. લંકાના એક એક સ્ત્રી-પુરૂષ આ સમાચારથી વ્યાકુળ થઈ ગયા. ટોળેટોળાં બિભીષણના રાજમહેલ પાસે ઊભરાવા લાગ્યાં. રડતી આંખે સહુ કહેવા લાગ્યાં, “હે લંકાપતિ, શ્રી રામને અયોધ્યા ન જવા દો. તમે અમારા સહુ તરફથી શ્રી રામને વિનંતી કરો. પ્રજાની વિનંતી આંસુ નીતરતી આંખે અને ભારે હૈયે સાંભળી, બિભીષણ પ્રજાને કંઈ પ્રત્યુત્તર આપી ન શક્યા. પ્રજાએ શ્રી રામના મહાલય આગળ જઈ પ્રાર્થના કરી, શ્રી રામે પ્રજા સામે જોયું. સૌ ચોધાર આંસુએ રડી રહ્યાં હતાં. “લંકા છોડીને ન જશો, અયોધ્યા ન જશો.' For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૩૪. જૈન રામાયણ શ્રી રામે કહ્યું : “પ્યારા લંકાવાસીઓ! અમે અહીં છ વર્ષ રહ્યાં, અમને છ ક્ષણ જ લાગી છે, જ્યારે અમારી માતાઓ માટે છ ક્ષણ છ વર્ષ જેટલી બની ગઈ છે. એ ઉપકારી જનનીઓ અને લધુભ્રાતા ભરત, અમારા વિરહથી વ્યાકુળ બની ગયાં છે. માટે તમે સહુ અમને અનુમતિ આપો. લંકા, લંકાપતિ બિભીષણ અને લંકાના પ્યારા પ્રજાજનો ક્યારેય નહીં ભુલાય.” સોળ દિવસોને વીતતાં કેટલીક વાર લાગે! અયોધ્યાથી શિલ્પીઓ પાછા આવી ગયા. બિભીષણે પુષ્પક વિમાનને સજાવવા આજ્ઞા કરી. પુષ્પકવિમાનમાં અનેક રત્નો અને કિંમતી વસ્તુઓ બિભીષણે છુપાવીને મૂકી દીધી. 0 0 0 For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ના ૮. અયોધ્યાના રાજમહેલમાં , જ્યારથી લંકાના શિલ્પીઓ, કલાકારો અને ચિત્રકારો અયોધ્યામાં આવ્યા હતા ત્યારથી અયોધ્યાના રાજમહેલો, રાજમાર્ગો, ઉદ્યાનો નવી રોનકમાં બદલાઈ રહ્યાં હતાં, ત્યારથી અયોધ્યાની પ્રજા જાણી ગઈ હતી કે તેમના પ્રાણપ્યારા રામ-લક્ષ્મણ અને સીતા અયોધ્યા આવી રહ્યાં છે. પ્રજા જાણતી હતી કે લંકાપતિ રાવણ સીતાને ઉપાડી ગયો હતો અને શ્રીરામ-લક્ષ્મણે ભીષણ યુદ્ધ કરી, રાવણનો વધ કરી, સીતાને પ્રાપ્ત કરી છે. એટલે પ્રજાનો ઉલ્લાસ અને હર્ષ નિઃસીમ હતો. લોકોને શ્રી રામનાં દર્શન કરવાં હતાં એટલું જ નહીં પરંતુ શ્રી રામના મુખે વનવાસની રોમાંચક વાતો સાંભળવી હતી! લંકાના વિપુલ વૈભવોનો આંખે દેખ્યો અહેવાલ જાણવો હતો. દશમુખ રાવણ સાથેના ઘોર યુદ્ધની રસભરી વાતો સાંભળવી હતી. શ્રી રામ પુષ્પક વિમાનમાં આવવાના છે.' આવા સમાચારે પણ અયોધ્યાવાસીઓમાં ભારે કુતૂહલ પેદા કર્યું હતું. પુષ્પક વિમાનની અવનવી વાતો તો લોકોએ સાંભળી હતી. હવે તેમને એ પુષ્પક વિમાન સગી આંખે જોવા મળવાનું હતું, તેને તેમને ઘણો આનંદ હતો. નગરની સ્ત્રીઓ સીતાને મળવા કેટલી બધી આતુર હતી! એ કમલ કોમલ પતિવ્રતા સન્નારીને હૈયાના હેતથી વધાવવા નગરની સ્ત્રીઓ પૂર્વતૈયારીઓ કરવા લાગી ગઈ હતી. કૌશલ્યા અને સુમિત્રાએ મહેલમાં રહેવા છતાં વનવાસી જીવન જીવ્યું હતું. મહારાજા દશરથે ચારિત્ર્ય લઈ લીધું હતું. કૌશલ્યા દિન-રાત રામ-લક્ષ્મણસીતાના વિચારોમાં ખોવાયેલાં રહેતાં, કલાકોના કલાકો સુધી વિચારનિદ્રામાં ડૂબી જતાં, પતિ-વિરહ, પુત્ર-વિરહ અને પુત્રવધૂના વિરહથી-કૌશલ્યાના કેશોમાં વૃદ્ધત્વ આવી ગયું હતું. તેમના મુખ પર અકાળે વૃદ્ધાવસ્થા છવાઈ ગઈ હતી. જોકે સુમિત્રાનું સાંનિધ્ય એમને જીવવાનું જોમ આપ્યા કરતું હતું. પણ એ જીવનમાં રસ ન હતો, ઉલ્લાસ ન હતો. જીવવા માટે જીવવાનું હતું. ભરત! ભરત તો આમેય સંસારથી વિરક્ત હતા. એમને રાજ્ય તો શું, સંસાર જ જોઈતો ન હતો. તેઓ રાજા હોવા છતાં રાજર્ષિ હતા. અનાસક્ત ભાવે ને એક માત્ર કર્તવ્ય ખાતર અયોધ્યામાં રહેતા હતા. જ્યારે આર્યપુત્ર અયોધ્યા આવે અને હું કર્તવ્યથી મુક્ત બની, મોક્ષમાર્ગની For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 566 જૈન રામાયણ આરાધના માટે પર્વતોની ગુફાઓમાં દોડ્યો જાઉં.' એમને નિરંતર લાગતું કે ‘મને એ ગુફાઓ બોલાવી રહી છે, મને એ જંગલો પોકારી રહ્યાં છે. મારે પિતાજીના માર્ગે જવું છે.' ભરતે પોતાના જીવનને ત્યાગમય બનાવ્યું હતું. પોતાની દૃષ્ટિને વૈરાગી બનાવી હતી, જ્યારથી શ્રી રામના આગમનના સમાચાર મળ્યા હતા, ત્યારથી ભરતને આનંદ થયો હતો, પણ એ આનંદ ભ્રાતૃમિલનનો જેટલો ન હતો તેટલો પોતાનો ચારિત્રમાર્ગે સરળ થવાનો હતો. રોજ ભરત કૌશલ્યા અને સુમિત્રાનાં દર્શન કરવા જાય છે. રોજ બંને માતાઓ શ્રી રામના આગમનના સમાચાર પૂછે છે. ભરત શક્ય એટલા બધા જ સમાચાર આપે છે, પરંતુ આજે તો જ્યારે ભરત કૌશલ્યા પાસે ગયા, કૌશલ્યાએ હેતથી ભરતને નવરાવી દીધા. ભરતના માથે પ્રેમાળ હાથ ફેરવતી કૌશલ્યા બોલી : Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘બેટા, આવતી કાલે જ રામ આવે છે ને?' ‘હા, મા, આવતી કાલે સૂર્યોદયથી ચાર ઘટિકા વ્યતીત થતાં આર્યપુત્ર... ‘બેટા, તે રાવણના વિમાનમાં આવશે?’ ‘હા, રાવણના પુષ્પક વિમાનમાં આવશે.’ ‘લક્ષ્મણ અને સીતા, હા, બેટા સીતાને હું કેટલાં વર્ષે જોઈશ.' કૌશલ્યાની આંખો સજળ બની ગઈ. ‘અને માતા, આર્યપુત્ર આપનાં દર્શન કેટલાં વર્ષે ક૨શે? લક્ષ્મણ તો આવતાં જ આપનાં ચરણોનું આંસુઓથી પ્રક્ષાલન ક૨શે મા!' ‘હા બેટા, મારો લક્ષ્મણ તો લક્ષ્મણ જ છે. એ બોલે ત્યારે તો બસ... પણ એનાથી કોઈનું દુઃખ જોયું ન જાય.' એટલામાં સુમિત્રા અને કૈકેયીએ પણ કૌશલ્યાના શયનગૃહમાં પ્રવેશ કર્યો. બેટા ભરત! કાલે જ રામ, લક્ષ્મણ અને સીતા સાથે આવી રહ્યાના સમાચાર મહામંત્રીએ આપ્યા.’ ‘હા સમાચાર સાચા છે,' કૈકેયીને ભરતે ઉત્તરે આપ્યો. કૌશલ્યા સ્મૃતિના ભાવપ્રવાહમાં વહી રહ્યાં હતાં. ‘ભરત! સારું થયું લક્ષ્મણ સાથે ગયો તે, નહિતર પેલો રાવણ મારી સીતાને ઉપાડી ગયો હતો ત્યારે રામનું શું થાત? એ એકલો.' ‘અને મા, રાવણનો યુદ્ધના મેદાન ઉપર વધ પણ લક્ષ્મણજીએ કર્યો હતો ને?' For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અયોધ્યાના રાજમહેલમાં ૭૩૭ ‘અરે મારો લક્ષ્મણ તો રાવણનો છું, ઇન્દ્રનો પણ વધ કરે એવો વીર છે. હું તો તેને જન્મથી જાણું છું ને!’ ત્રણેય મહારાણીઓના મુખ પર આનંદ છવાઈ ગયો. શત્રુઘ્નની માતા બહાર ગઈ હતી તે પણ આવી ગઈ. તેની પાછળ શત્રુઘ્ન આવી પહોંચ્યો. શત્રુઘ્નને પોતાની પાસે બેસાડતાં ભરતે કહ્યું : ‘ભાઈ, કાલે આર્યપુત્ર પધારશે. આવાસગૃહો તૈયાર થઈ ગયાં? ‘હું આવાસગૃહોની સજાવટ કરાવીને જ અહીં આવ્યો છું.’ ‘નગરમાં આર્યપુત્રની પધરામણીનો પટહ વગડાવવા મહામંત્રીને સૂચન આપો.’ ‘મહામંત્રીએ સૂચન કરીને પટહ વગડાવવો ચાલુ કરી દીધો છે. નગરવાસીઓનો હર્ષ હિલોળે ચઢ્યો છે. આખું નગર શણગારાઈ ગયું છે. એક એક ઘર રંગાઈ ગયું છે ને રાજમાર્ગો, ગલીઓ બધું જ સ્વચ્છ બન્યું છે.’ ભરતે શત્રુઘ્નની વાત સાંભળી, ખુશી વ્યક્ત કરી. વળી કંઈક યાદ આવ્યું! ‘શત્રુઘ્ન, આર્યપુત્રની સાથે લંકાપતિ બિભીષણ, વાનરપતિ સુગ્રીવ વગેરે આવવાના છે, માટે અતિથિગણ માટે મહેલોની વ્યવસ્થા થઈ ગઈ? ‘એ કામ મેં મહામંત્રીને સોંપ્યું છે અને લંકાના શિલ્પીઓએ જે નવાં રાજભવનો સર્જ્યો છે ત્યાં જ અતિથિગણનું આતિથ્ય થશે.' ‘એ, બિભીષણ કોણ છે?' કૌશલ્યાએ પૂછ્યું. ‘રાવણનો નાનો ભાઈ. પણ મા ખરેખર તે મહાત્મા છે હોં! જ્યારે રાવણ દેવી સીતાજીને ઉપાડી ગયો હતો ત્યારે બિભીષણે જ પહેલો વિરોધ કર્યો હતો અને રાવણ ન માનતાં, પોતાની સેના સાથે એ શ્રી રામના પક્ષે આવી ગયો હતો...' ‘બહુ ભલો માણસ કહેવાય.' કૌશલ્યાએ કહ્યું. ‘બીજા જે સુગ્રીવ સાથે આવે છે તેમણે તો આર્યપુત્રની જે સેવા-ભક્તિ કરી છે કે જેની આપણે પ્રશંસા કરીએ એટલી ઓછી! સીતાજીની શોધ પણ એમણે જ કરી હતી.' ‘વળી, પુત્ર, તું પેલા હનુમાનની વાત કરતો હતો તે અંજનાનો પુત્ર, એ આવવાનો છે?’ કૈકેયીએ વાર્તાલાપમાં ભાગ લેતાં પૂછ્યું. ‘હનુમાન તો હનુમાન છે મા! મોટા ભાગે તો તેઓ અહીં આવવા જ જોઈએ. એના બેજોડ પરાક્રમે તો રાવણને ધ્રુજાવી દીધો હતો,’ For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૩૮ જૈન રામાયણ “એ બધી વાતો તો રામ-લક્ષ્મણ અને સીતાને મુખે સાંભળવાની મજા આવશે!” સુમિત્રા બોલી. ના રે, રામ બધી વાતો નહીં કરે, વાતો લક્ષ્મણના મુખે સાંભળીશું! કૌશલ્યાએ કહ્યું. બીજી એક વાત કહું મા?' ભરતે કૌશલ્યા સામે જોઈને પૂછ્યું. કહે ને જલ્દી!' ‘દેવી સીતા ઉપરાંત અમારી બીજી પણ ભાભીઓ આવવાની છે કાલે!” “હું?' ચારેય માતાઓ હર્ષ અને આશ્ચર્યથી બોલી ઊઠી. હા જી! વનવાસમાં જ્યાં જ્યાં આર્યપુત્ર પધાર્યા ત્યાં ત્યાં અનેક રાજ કન્યાઓ સાથે લક્ષ્મણજીએ પાણિગ્રહણ કર્યું અને આર્યપુત્રને પણ પાણીગ્રહણ કરવું પડ્યું! આ વાત તો તેં અમને ક્યારેય ન કરી?” સુમિત્રાએ કહ્યું. “એ ન કરે! એને તો સ્ત્રીઓ નાગણો જ દેખાય છે, વૈરાગી છે મારો પુત્ર!' કૌશલ્યાએ ભરતના માથે ટપલી મારતાં કહ્યું. ભરત મૌન રહ્યા પણ કૈકેયેથી ન રહેવાયું. જ્યારથી મહારાજાએ ચારિત્ર લીધું છે, ભરતને બસ ચારિત્રની જ રઢ લાગી છે. ભોગવિલાસને તુચ્છ ગણે છે. રંગરાગનો છાંટો ય લાગવા દેતો નથી. જ્યારે સમય મળે છે ત્યારે બસ, પરમાત્માના ધ્યાનમાં લીન! ક્યારેક મહેલના ઝરૂખે ઊભો ઊભો, નીલા આકાશ સામે જોતો, વિચારમાં ગરકાવ! ક્યારેક મધ્યરાત્રિએ જોઉં તો પલંગ ખાલી હોય અને ભૂમિ પર પદ્માસન લગાવીને ધ્યાનમાં ખોવાયેલ હોય. જો કે હું એને કંઈ જ કહેતી નથી, એના દિલને દુઃખી કરવા માંગતી નથી. પરંતુ મને એમ લાગે છે, એ એના પિતાના માર્ગે.” કેકેયીનો કંઠ ભરાઈ ગયો, આંખો આંસુભીની થઈ ગઈ. “પણ બેટા, હવે હું તારા માર્ગમાં આડે નહીં આવું; હું તારા વલોવાતા, ચારિત્ર વિના તરફડતા હૃદયની વાણી સાંભળી શકું છું.” કિકેયીએ સાડીના પાલવથી પોતાનું મુખ ઢાંકી દીધું. કૌશલ્યા ભરતની પીઠ પર પોતાનો પ્રેમાળ હાથ ફેરવતી બોલી : બેટા ભરત! જાઓ અને કાલની તૈયારીઓ કરો' ભરતની સાથે શત્રુઘ્ન પણ ત્યાંથી ગયા. કૈકેયી રડી રહી હતી. કૌશલ્યાએ કૈકેયીને પ્રેમાર્ટ શબ્દોમાં કહ્યું. For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અયોધ્યાના રાજમહેલમાં કેકેથી, શા માટે રડે છે? ભારતની વાતોથી રડે છે? બહેન, ભારતની ભવ્યતા જ જુદી છે. એ મહેલમાં વસતો યોગી જ છે! એના ઉપર આપણને રાગ છે, પરંતુ એને આપણા ઉપર રાગ નથી. આપણે જે ભૌતિક પદાર્થોમાં સુખ માનીએ છીએ, એને એ પદાર્થોમાં સુખ દેખાતું નથી. એ તો એમાં દુઃખનાં દર્શન કરે છે. આપણને મોક્ષ મેળવવાની તીવ્ર ઝંખના નથી. એને મોક્ષ વિના શાંતિ નથી, સ્વસ્થતા નથી. તે છતાં તેના પિતાના વચન ખાતર તે આટલો સમય રહ્યો અને રાજ્ય સંભાળ્યું.” કૈકેયી જમીન તરફ દૃષ્ટિ કરીને કૌશલ્યાની વાત સાંભળી રહી હતી. ભરતના આંતર-બાહ્ય વ્યક્તિત્ત્વ વિશે તેણે અનેકવાર વિચાર્યું હતું. તેની સાથે ઘણીવાર વાતો પણ કરી હતી. સંસાર અને સંસારત્યાગની ચર્ચાઓ કરી હતી. આજે કૌશલ્યાના મુખે ભરતના મનની વાતો એણે પહેલી જ વાર સાંભળી. કૈકેયીને કૌશલ્યાના શબ્દોમાં ભારત પ્રત્યેનું વાત્સલ્ય દેખાયું. ભારતના મનને ઓળખવાની પ્રેરણા દેખાઈ, ભરતના માર્ગમાં હવે વિપ્ન નહીં કરવાની, આડકતરી સુચના દેખાઈ, તેણે કૌશલ્યાના મુખ તરફ જોયું. કૌશલ્યા વાતાયનની બહાર છવાયેલા, નીલા આકાશ સામે જોઈ રહ્યાં હતાં. કૈકેયી કૌશલ્યાના કરમાયેલા અને શણગારવિહોણા મુખ તરફ જોઈ રહી. વર્ષોથી પતિ વિના, પુત્ર વિના ને પુત્રવધૂ વિના જીવન જીવનારી કૌશલ્યાએ કેવી રીતે પોતાનું મન મનાવ્યું હશે? કેવી રીતે પોતાના પુત્ર સ્નેહને સંઘરી રાખ્યો હશે? કેકેયી વિચારે ચઢી ત્યાં કૌશલ્યાએ કૈકેયીને કહ્યું : મેં ભરતમાં રામનાં દર્શન કર્યા છે! ભારતમાં મેં લક્ષ્મણ જોયો છે, મેં ભરતમાં જ મારા સ્નેહની તૃપ્તિ અનુભવી છે, એટલે ભરત મને કેટલો પ્રિય છે એ તું સમજી શકે છે.' કેકેયીને જાણે પોતાના વિચારો અને પ્રશ્નોનું સમાધાન મળી ગયું. “કૌશલ્યા મારા ભારતમાં રામને જોઈ શકે તેમ હું રામમાં ભારતને જોઈ શકું!” ભરત હવે રોક્યો નહીં રોકાય, ચારિત્રમાર્ગે ચાલ્યો જશે આ વાત કિકેયી સમજી શકી હતી. શ્રી રામ અયોધ્યા આવે એટલી જ રાહ ભરત જોઈ રહ્યો હતો. પણ, આટલાં વર્ષે આવતા રામમાં મારા પ્રત્યે આદર રહ્યો હશે? કારણ કે વનવાસ જવામાં નિમિત્ત તો હું જ બની હતી ને? હા, રામ એવી કોઈ ગાંઠ વાળે એવા નથી, પરંતુ લક્ષ્મણનો ક્રોધ એટલે.” કેકેયી ધ્રુજી ગઈ. “લક્ષ્મણે મારા માટે રામને વાત નહીં કરી હોય? અને જો રામ મારા પ્રત્યે For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १४० જૈન રામાયણ અનાદરવાળા બન્યા હોય તો હું રામમાં ભારતનાં દર્શન કેવી રીતે કરી શકું? મારા ભરતને તો કૌશલ્યા ઉપર કેટલો ભક્તિભાવ છે? અને સીતા? એ કોમલાંગી પુત્રવધૂને મારા નિમિત્તે જ વન-વન ભટકવું પડ્યું ને? એને મારા પ્રત્યે સદૂભાવ કેવી રીતે ટક્યો હશે? કેકેયી વિચારોના વમળમાં અટવાઈ પડી. પરંતુ ત્યાં તો નગરમાંથી રાજમાન્ય પરિવારોનાં ઘરની સ્ત્રીઓ આવી પહોંચી અને કૌશલ્યાને નમસ્કાર કર્યા. કૌશલ્યાએ તેમનું ઉચિત સ્વાગત કર્યું. મહાદેવી! આવતી કાલે શ્રી રામચન્દ્રજી, લક્ષ્મણજી અને દેવી સીતા સાથે પધારી રહ્યા છે, આખા નગરમાં હર્ષ ઊભરાયો છે. અયોધ્યામાં એક એક ઘર શણગારાયું છે ને લાખો સ્ત્રી-પક્ષો પ્રાણપ્યારા રામનું સ્વાગત કરવા થનગની રહ્યા છે.' કૌશલ્યા હર્ષથી પુલકિત થઈ ગયાં. નગરશ્રેષ્ઠીની પત્નીએ કહ્યું, “મહાદેવી! કેટલાં વર્ષે શ્રીરામનું દર્શન કરીશું? હું તો જ્યારે આપનાં દર્શન કરું કે આપનો વિચાર કરું ત્યારે શ્રી રામની સ્મૃતિ આવી જ જાય છે.” ‘પણ મને તો ક્ષણે ક્ષણે રામની સ્મૃતિ થઈ આવે છે,' કૌશલ્યાની આંખો ભીની થઈ ગઈ. હવે તો કાલે જ પુત્રદર્શનથી આપ ધન્ય બની જશો! બહેન, કેટલાં વર્ષોનાં વહાણાં વાયાં! મારી સીતાને કેવાં કષ્ટ પડ્યાં? સંસારમાં સુખ છે જ ક્યાં? જુઓને, હું મહેલમાં રહેવા છતાંય ક્યાં સુખી છું?' કૌશલ્યાએ દીર્ઘશ્વાસ લીધો. મહાદેવી! આવતી કાલે શ્રીરામ-લક્ષ્મણજી અને સીતાને જોશો એટલે બધું જ દુઃખ વિસરાઈ જશે.” તમારી વાત સાચી છે.” એટલામાં પરિચારિકાએ આવીને, ભોજન માટે નિમંત્રણ કર્યું. અયોધ્યાની રાણીઓ ભોજન માટે ચાલી ગઈ અને મળવા આવેલી નાગરિક સ્ત્રીઓએ વિદાય લીધી. કૌશલ્યા અને સુમિત્રા આજે હર્ષવિભોર છે. સુપ્રભા પણ ખૂબ પ્રસન્ન છે, જ્યારે કેકેયીની સ્થિતિ વિચિત્ર છે. તેની એક આંખમાં આંનદ છે તો બીજી આંખમાં વિષાદ છે. શ્રીરામને એ અંતરના સ્નેહથી ચાલે છે. એમને રામ પ્રત્યે For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અયોધ્યાના રાજમહેલમાં ૭૪૧ ધૃણા નથી, તિરસ્કાર નથી. રામ પ્રત્યે તેમને વાત્સલ્ય છે, પરંતુ ભારત વિરહની કલ્પના તેમને અસ્વસ્થ બનાવે છે. ભરત પ્રત્યેનો અપાર સ્નેહ... ભરત પ્રત્યેનું અતિવાત્સલ્ય તેમને દુઃખી કરી રહ્યું છે. ભરતને... એના વ્યક્તિત્વને એ ઓળખે છે. એ સંસારમાં રહે જ નહીં, એ વાત પણ જાણે છે. શ્રી રામ અયોધ્યામાં પગ મૂકશે અને ભરત અયોધ્યાનો ત્યાગ કરશે! આ વિચાર કેકેયીને ધ્રુજાવી દે છે. હવે ભરતને સંસારમાં પકડી રાખવા માટે કૈકેયી પાસે બીજો કોઈ ઉપાય નથી. હા, શ્રીરામના કહેવાથી ભરત રોકાઈ જાય ને જલ્દી. સંસારત્યાગ ન કરે તે બની શકે! કૈકેયીને કંઈક રાહત થઈ. એની મુખમુદ્રા પર ચમક આવી. “હું રામને કહીશ, તે જરૂર ભરતને રોકશે, અને મારો ભરત રામને પિતાતુલ્ય ગણે છે! અરે, પિતાથી પણ અધિક માને છે. એટલે રામનું વચન એ જરૂર માનશે!” કૈકેયીને ઉપાયની સફળતા સમજાઈ. તે ભોજનથી નિવૃત્ત થઈ, સીધી ભરત પાસે પહોંચી ગઈ. બેટા, બધી તૈયારીઓ થઈ ગઈ? આ લંકાના શિલ્પીઓએ તો અયોધ્યાની કાયાપલટ જ કરી દીધી! હા માતાજી સ્વાગતની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. બાકી આર્યપુત્રના સ્વાગત માટે હું શું તૈયારીઓ કરી શકું? જેટલું કરું એટલું અધૂરું જ લાગે છે. કાલે આર્યપુત્રનાં દર્શન કરી કૃતાર્થ થઈશ.” ભરત દૂર દૂર લંકાની દિશામાં દૃષ્ટિ નાખતાં બોલ્યા. ભરત! મારા નિમિત્તે મારા રામને કેટલું કષ્ટ પડ્યું? શું રામ મને ક્ષમા આપશે? રામના ગુણો તો અગણ્ય છે, હું ક્ષમા માંગીશ.” ભરત કેકેયીની વાત સાંભળી રહ્યા. કંઈ ન બોલ્યા. તેમને મન આ વાતનું કોઈ મહત્ત્વ ન હતું. “પ્રભાતે કયા સમયે વિમાન આવશે?” કેકેયીએ વાત બદલી. લગભગ એક પ્રહર વીત્યા પછી.” વિમાન ક્યાં ઊતરશે?' પૂર્વ દિશાના દરવાજા બહાર. ત્યાં વિમાનને ઊતરવાની બધી જ સગવડો કરવામાં આવી છે.” મહામંત્રી ભરતને મળવા ખંડમાં પ્રવેશ્યા, કૈકેયીને પ્રણામ કર્યા, પછી ભરતને પ્રણામ કર્યા અને પોતાના આસને ગોઠવાયા. For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪૨ જેન રામાયણ “મહારાજા! અયોધ્યા અને અયોધ્યાની આસપાસના ગામોના આનંદની અવધિ નથી. જાણે હર્ષનું પૂર આવ્યું છે. હું હમણાં જ પૂર્વ દિશાના દરવાજેથી આવું છું. પ્રજાજનો આર્યપુત્ર પ્રત્યેનો અપાર સ્નેહ જુદી જુદી રીતે અભિવ્યક્ત કરી રહ્યાં છે. તે એમનું સ્વાગત કરવા ભિન્ન ભિન્ન પ્રકારો અપનાવી રહ્યાં છે.' મહામંત્રીનો વૃદ્ધ દેહ થાકેલો હતો. બે ક્ષણ વિશ્રામ લઈ, તેઓએ કહ્યું : આવતી કાલનો દિવસ અયોધ્યાના ઇતિહાસમાં અમર દિવસ બની રહેશે, -મહારાજા, આજે બસ એક જ મહાપુરુષની ગેરહાજરી મને સતાવે છે. જો મહારાજા દશરથ હોત તો!' મહામંત્રીની આંખો સજળ બની ગઈ. મહામંત્રીજી, આવતીકાલે આર્યપુત્રની સાથે લંકાપતિ મહાત્મા બિભીષણ, હનુમાનજી, સુગ્રીવ વગેરે મહાપુરુષો પણ અહીં પધારશે. તેઓનું યથોચિત્ સ્વાગત અને આતિથ્ય કરવાનો પ્રબંધ કરો.' રાજેશ્વર! પ્રબંધ થઈ ગયો છે. આ મોંઘેરા મહેમાનો અયોધ્યાના આતિથ્યથી ચોક્કસ પ્રસન્ન થશે.” બીજી કેટલીક મહત્ત્વની વિચારણા કરીને, મહામંત્રી વિદાય થયા. કેકેથી પણ પોતાના મહેલે ગયાં. કૌશલ્યા શ્રી રામ-લક્ષ્મણજીના અંતઃપુરની વ્યવસ્થા, શણગાર, સગવડતાઓ વગેરે પોતાની જાત-દેખરેખ નીચે તૈયાર કરાવી રહ્યાં હતાં. ભિન્ન ભિન્ન દેશની રાજકન્યાઓ અયોધ્યાની રાણીઓ બનીને આવી રહી હતી. કૌશલ્યા અને સુમિત્રા “રાજમાતાઓ બનવાની હતી તેનો તેમને પણ હર્ષ હતો. મધ્યરાત્રિ સુધી કોઈને નીંદ આવી ન હતી. અયોધ્યા આનંદોત્સવમાં મહાલી રહી હતી. ૦ ૦ ૦ For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૭. લંકામાં છેલ્લી રાત - આર્યપુત્ર, કાલે પ્રભાતે આપણે અયોધ્યા પહોંચી જઈશું ને?' હા દેવી, કાલે માતા અપરાજિતાનાં પુણ્યદર્શન થશે! અયોધ્યાની પ્રજા આપનાં દર્શન માટે કેટલી ઉત્સુક હશે! ચારેય માતાઓ અને ભરત.!” સીતાજીનો સ્વર ભાવભીનો બની ગયો. ભરત? હા એની દશા તો પાણી વિનાની માછલી જેવી થઈ છે. ભરત સાચે જ ઉત્તમ પુરુષ છે.” શ્રી રામે લંકા ઉપર દૃષ્ટિ દોડાવી. લંકા સૂઈ ગઈ હતી. માત્ર રાજમહાલયો અને હવેલીઓ દીપકોની રોશનીમાં ઝળહળી રહ્યાં હતાં. પહેરેગીરોનો પગરવ અને ક્યારેક શ્વાનોનો અવાજ... એ સિવાય સંપૂર્ણ શાંતિ હતી. મધ્યરાત્રિનો સમય છે. દેવી સીતાને નિદ્રા નથી આવતી. શ્રી રામ પણ અલ્પ નિદ્રામાં છે. સીતાજીએ દીપકની જ્યોતને તેજસ્વી કરી. તેઓ શ્રી રામના શયનકક્ષમાં પ્રવેશ કરે છે અને શ્રી રામ જાગી જાય છે. લંકામાં આ છેલ્લી રાત છે. આવતીકાલે લંકાને છોડી, અયોધ્યા પહોંચી જવાનું છે! સીતાજીની સામે અયોધ્યાનાં ભિન્ન ભિન્ન ચિત્રો આવી રહ્યાં છે. ભૂતકાળના અનેક પ્રસંગોની સ્મૃતિ ઊભરાઈ રહી છે, તેઓ શ્રી રામની પાસે આવી બેસી ને ગયાં. નારદજી કહેતા હતા કે માતા અપરાજિતા સુમિત્રા સારાં વસ્ત્ર પહેરતાં નથી, હસતાં નથી કે કોઈને મળતાં નથી. દિનરાત રડ્યા કરે છે.' સીતાજીનું કોમળ હૃદય રડી પડ્યું. માતા કૈકેયી માટે પણ નારદજી એમ જ કહેતા હતા. કેકેયીને આપણા ઉપર ઘણું જ વાત્સલ્ય છે. એમને ખ્યાલ જ નહીં કે ભારત રાજ્ય નહીં સ્વીકારે અને એ માટે આપણે અયોધ્યાનો ત્યાગ કરીશું! જો એવો ખ્યાલ હોત તો એ ભરત માટે રાજ્ય માંગત જ નહીં! ખેર, હવે તો એ બધું ભૂતકાળનું સ્વપ્ન બની ગયું. કાલે પુનઃ એ સ્વજનોનું મિલન થશે!” શ્રી રામે સીતાજીની સામે જોયું. સીતાજીના મુખ પર પ્રસન્નતા હતી. શ્રી રામે કહ્યું : દેવી! ચારેય માતાઓ અને ભરત-શત્રુન અત્યારે અયોધ્યાના રાજમહેલોમાં જાગતાં હશે! તેઓ પણ આપણા વિચારોમાં ખોવાયેલાં હશે.” “હા, આપણા વનવાસની વાતો જાણવાની પણ જિજ્ઞાસા હશે ને!' For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७४४ જૈન રામાયણ એના કરતાંય વધુ આપણા મિલનની ઉત્કંઠા!” સત્ય છે, આર્યપુત્ર!” જ્યારથી મહાત્મા બિભીષણે શિલ્પીઓ અયોધ્યા મોકલ્યા છે અને નારદજીએ જઈને આપણા સમાચાર આપ્યા છે ત્યારથી અયોધ્યામાં આપણી જ વાતો થતી હશે!” “પ્રજાને આનંદ. હર્ષ કેટલો હશે!' સાથે સાથે બિભીષણ, સુગ્રીવ, ભામંડલ વગેરેને જોવાની પ્રજાને હોંશ હશે!' સીતાજીનું મન અયોધ્યાની યાત્રાએ ઊપડી ગયું. ભૂતકાળની સ્મૃતિઓ મનુષ્યને આકર્ષે છે, મનુષ્યને તેમાં ખેંચાઈ જવું પણ ગમે છે. માણસ પોતાના દુઃખમય ભૂતકાળને પણ યાદ કરતો હોય છે. એ ભૂતકાળ જ્યારે વર્તમાનકાળ હતો ત્યારે એ દુ:ખ ત્રાસથી પીડાતો હતો. આજે તેને યાદ કરવામાં કંઈક મધુરતાનો અનુભવ થાય છે! એવી જ રીતે સુખદાયી ભૂતકાળની સ્મૃતિ દુઃખમય વર્તમાનકાળમાં કરતો મનુષ્ય, એ સ્મૃતિમાંથી કાંઈક આશ્વાસન મેળવતો હોય છે, પરંતુ એ આશ્વાસન ક્ષણિક હોય છે. દીર્ઘકાલીન તો હોય છે નિસાસા અને દીનતા! નારદજીએ અયોધ્યામાં જઈને, માતાઓને એ વાત પણ કરી હશે ને કે વનવાસમાં” તમારી પુત્રવધૂઓમાં ઉમેરો થયો છે!' સીતાજીના મોં પર લાલિમા છવાઈ ગઈ, રામના મુખ પર સ્મિત ફરકી ગયું.' સાચે જ અપરાજિતા અને સુમિત્રા, વિશલ્યા વગેરેને જોઈને પ્રસન્ન થઈ જશે!' સીતાજીએ કહ્યું. શ્રી રામ મૌન રહ્યા, મૌન સંમતિ આપી! પરંતુ દેવી! માતાઓ અને બીજાં તમને રાવણ ઉપાડી ગયો એ વાત તમને પૂછશે! લંકાનું વર્ણન પૂછશે! વનવાસનાં દુઃખો પૂછશે.” રાવણ યુદ્ધમાં કેવી રીતે મર્યો... એ વાત આપને પણ માતાજી પૂછશે!” મને તો પ્રાયઃ નહીં પૂછે, પરંતુ લક્ષ્મણને જરૂર પૂછશે. એટલું જ શા માટે, વનવાસની દરેક વાત જાણવાની એમને ઉત્કંઠા હશે!” સીતાજીએ વાતાયનની બહાર દૃષ્ટિ નાંખી. શ્રી રામ આંખો બંધ કરી, વિચારમાં લીન થઈ ગયા. સીતાજીના મનમાં એક પ્રશ્ન ઘોળાઈ રહ્યો હતો. “પૂછું કે ન પૂછું!” આ દ્વિધામાં પૂછી શકતાં ન હતાં. For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લંકામાં છેલ્લી રાત ૭૪૫ જ્યારે સીતાજી શ્રી રામ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં હતાં ત્યારે તે જાણતાં જ હતાં કે હું અયોધ્યાની ભાવિ મહારાણી બનવા જઈ રહી છું.” પરંતુ તેઓ રામપત્ની જ બની રહ્યાં. મહારાણી બનવાની આશા તો વચગાળામાં અદૃશ્ય બની ગઈ હતી. પરંતુ રાવણના વધ પછી, લંકામાં છેલ્લા કેટલાક સમયથી સીતાને આ વિચાર પણ ક્યારેક આવી જતો હતો. “અયોધ્યા ગયા પછી શ્રી રામનો રાજ્યાભિષેક થશે? તો ભરત રાજ્ય છોડી દેશે? હા, ભરતને તો ત્યારે પણ રાજ્ય ક્યાં જોઈતું હતું? અરે, લંકાવિજય પછી બિભીષણ ક્યાં રાજા થવા માંગતા હતા? એ તો આર્યપુત્રે જ એમને રાજ્યાભિષેક કરાવ્યો. શ્રી રામ રાજા થવા ચાહતા જ નથી શું? સીતાજીને આ શંકા છે. શ્રી રામે આંખો ખોલી સીતાજી સામે જોયું. પૂછવું છે કંઈ! પૂછો?” શ્રી રામ બોલ્યા. હું તો આપની નિઃસ્પૃહતાનો વિચાર કરતી હતી!' “એટલે? આપને રાજા બનવાની કામના જ નથી!” એવું કોણે કહ્યું?” કહે કોણ? આપનું જીવન જ બતાવે છે ને! ભરતને રાજા ક્યાં બનવું હતું? આપે જ રાજા બનાવ્યા ને! આ બિભીષણ પણ આપને જ રાજા બનાવવા નહોતા ચાહતા? આપે જ ના પાડી અને એમનો રાજ્યાભિષેક કર્યો. સાચી વાત કહી, દેવી! તમને પણ ગમ્યું ને?” જે આર્યપુત્રની ઇચ્છા. મને ન ગમવાનું છે શું? મારે તો આપની છાયા જોઈએ. મારી પાસે સ્વર્ગ છે! પરંતુ આપ કેવા નિઃસ્પૃહ છો! દેવી! રાજા બનીને શું વિશેષ છે? ભલે બિભીષણ કે ભરત રાજાઓ છે, આપણે એમને એમ કહીએ તેમ તેઓ કરવા તૈયાર નથી? રાજા બનીને કરવાનું તો છે પ્રજાનું પાલન ને? પ્રજાના હિતનો જ વિચાર કરવાનો છે. એ કામ રાજા બન્યા વિના પણ થઈ શકે છે. નારદજી કહેતા હતા કે ભરતથી અયોધ્યા રાજ્યની પ્રજા સંતુષ્ટ છે. ભરત પ્રજાના હિતનું કામ કરે છે. સ્વયં નિષ્કામ છે, આવો રાજા હોય પછી આપણે રાજા થવાની શી જરૂર?” સીતાજી સાંભળી જ રહ્યાં! એમની શંકા હવે શંકા ન રહી, પરંતુ સાચી હકીકત બની ગઈ. એમને ચોક્કસ સમજાઈ ગયું કે આર્યપુત્ર અયોધ્યા ગયા પછી પણ રાજા બનવાના નથી! For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ ૭૪૬ પરંતુ આ સીતાજી હતાં, ઉચ્ચ આદર્શોની જીવંત પ્રતિમા! મહારાણીપદની સ્પૃહા એમને સતાવે એમ ન હતી. શ્રી રામના ઉચ્ચ આદર્શો સાંભળીને એમનું મન પ્રસન્ન બની ગયું. ‘આપના ઉચ્ચ આદર્શને હું નમસ્કાર કરું છું. પરંતુ શું આપ અયોધ્યા પધારો પછી ભરત રાજા બન્યા રહેશે ખરા? અરે, એમને રાજા બનાવવા માટે તો આપે વનવાસ માગી લીધો?' ‘તમારી શંકા ઉચિત છે. પરંતુ હું ભરતને સમજાવી દઈશ! પછી જેવા ભાવિભાવ!' ‘સત્ય છે નાથ! આપની આજ્ઞા ભરત ક્યારે ય ન ઉથાપે. ભરતને આપના પ્રત્યે અનન્ય અનુરાગ છે, પરંતુ અનુરાગમાંથી બે વાતો જન્મે છે! એ જ અનુરાગથી પ્રેરાઈને તે આપને રાજા બનાવવા ચાહે અને એ જ અનુરાગથી અનિચ્છાએ પણ આપની આજ્ઞા શિરોધાર્ય કરે!' સીતાજીએ આજે મન ખોલી નાંખ્યું હતું. આજે એમને ખુલ્લા હૃદયે વાત કરવાનો પણ સારો અવસર હતો. અયોધ્યા ગયા પછી તો ઘણાં બંધનો હતાં. રાત્રિ ઘણી વીતી ગઈ હતી. શ્રી રામનો વિનય કરી, સીતાજી પોતાના ખંડમાં ગયાં. સીતાજીના વિચારો, ઉત્કંઠાઓ, અભિલાષાઓ કરતાં વિશલ્યાના વિચારો, ઉત્કંઠાઓ, અભિલાષાઓ જુદા જ પ્રકારનાં હતાં. પરંતુ જેમ સીતાજીને લંકાની એ છેલ્લી રાત નિદ્રાવિહોણી બની ગઈ હતી તેમ વિશલ્યાને પણ નિદ્રા આવી ન હતી. વિશલ્યા પણ લક્ષ્મણજી પાસે પહોંચી ગઈ હતી. લક્ષ્મણજી પણ જાગ્રત અવસ્થામાં સૂતેલા હતા. વિશલ્યાએ જ્યાં લક્ષ્મણજીના શયનકક્ષમાં પ્રવેશ કર્યો, ત્યાં લક્ષ્મણજી બેઠા થઈ ગયા. વિશલ્યા દીપકને તેજ કરી, યોગ્ય આસને બેઠી. ‘આજે જાણે નિદ્રા જ નથી આવતી! વિશલ્યાએ અહીં આવવાનું પ્રયોજન આડકતરી રીતે બતાવ્યું. ‘મને પણ આજે એવું જ છે!' લક્ષ્મણજીએ કહ્યું. આપને તો આજે અયોધ્યાના જ વિચારો આવતા હશે નહીં?' ‘સાચી વાત છે. માતાઓના વિચાર, ભરતનો વિચાર, પિતાજીના વિચાર, અનેક વિચારો!' મને પણ એવી જ જિજ્ઞાસાઓ રહ્યા કરે છે! જો કે કાલે જ અયોધ્યા For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લંકામાં છેલ્લી રાત ૭૪૭ પહોંચવાનું છે, તે છતાં ય એમ થયું કે આપની પાસે આવીને જિજ્ઞાસા સંતોષે!” “શું માતા સુમિત્રા અને અપરાજિતા દેવી સીતા જેવી જ પ્રેમાળ અને ઉદારહૃદયી છે?' હા, એ માતાઓનું વાત્સલ્ય, ઉદારતા, અને સ્નેહ અવર્ણનીય છે. એમ તો કેયી અને સુપ્રભા પણ તમને ખૂબ ચાહશે.' “સ્ત્રીના માટે માત્ર પતિનો જ પ્રેમ પર્યાપ્ત નથી હોતો. તેણે જે પરિવારની વચ્ચે રહેવાનું, જીવવાનું હોય છે, એ પરિવારના એક એક સભ્યનો સ્નેહ અપેક્ષિત હોય છે. તેમાં ય સાસુઓનો પ્રેમ જે પુત્રવધૂઓને પ્રાપ્ત થાય છે, તે પુત્રવધૂઓ ઘરમાં સ્વર્ગ જેવું સુખ અનુભવે છે. જો કે પતિનો સ્નેહ અને પતિની વફાદારી તો જોઈએ જ.' વિશલ્યાને હવે અયોધ્યાના વિશાળ પરિવારમાં જવાનું હતું. સાસુઓ, જેઠાણી, દેરાણીઓ, દિયરો.. આ બધાની સાથે તેણે સુમેળ સાધવાનો હતો. વિશલ્યાની એ માટેની જિજ્ઞાસાઓ સ્વાભાવિક હતી. દેવી સીતા તરફથી તો તે સંપૂર્ણ સંતુષ્ટ હતી. સીતામાં તેણે જેઠાણીપણું ક્યારેય જોયું ન હતું. માતૃત્વનાં જ દર્શન કર્યા હતાં. લક્ષ્મણજીના કહેવાથી એના મનને આશ્વાસન મળ્યું કે તેની ચારેય સાસુઓમાં પણ એવું જ વાત્સલ્ય છે. તેને સંતોષ થયો. બીજી જિજ્ઞાસા એની એ હતી “શું' લક્ષ્મણજી હંમેશાં રાજપદવીથી દૂર રહેશે? અયોધ્યાના સિંહાસને અત્યારે ભરત છે. શ્રી રામ ત્યાં પધાર્યા પછી રાજા શ્રી રામ બનશે. લક્ષ્મણજીનું શું? પરંતુ આ અંગે લક્ષ્મણજીને કેવી રીતે પૂછવું એ સમસ્યા હતી. છતાં વિશલ્યા બુદ્ધિમાન હતી. તેણે પૂછ્યું : નાથ, અત્યારે તો અયોધ્યામાં રાજ્ય ભરત સંભાળી રહ્યા છે ને?' “હા!' ત્યાં આપણાં પહોંચ્યા પછી ભારત એક ક્ષણ માટે પણ રાજસિંહાસને નહીં બેસે, ખરું ને?' “સાચી વાત છે! “તો આર્યપુત્ર જ રાજા બનશે!” અત્યારથી શું કહી શકું? આર્યપુત્ર ભરતને જ આગ્રહ કરશે.” ‘છતાં ભરત ન માન્યા તો?' તો આર્યપુત્રે જ રાજસિંહાસન શોભાવવું પડશે.” For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪૮ જૈન રામાયણ તો... પછી આપ.?' વિશલ્યા સંકોચાઈ. “હું” હું હંમેશાં આર્યપુત્રનો ચરણસેવક જ રહેવા ચાહું છું. એમની સેવા, એમની આજ્ઞાનું પાલન એ જ મારું જીવન છે.' લક્ષ્મણજીએ વિશલ્યાની સામે જોયું. ક્ષણવાર મૌન રહી, વિશલ્યાના મનોભાવ જાણી, લક્ષ્મણજીએ કહ્યું : મારા જીવનનો મેં બીજો કોઈ આદર્શ ઘડ્યો નથી. મારી અને આપણી બધી ચિંતા આર્યપુત્ર કરે છે, પછી આપણે શા માટે વિચારવું? મને રાજા બનવાની ઇચ્છા કે વિચાર, હજુ સુધી જાગ્યો નથી. હું પ્રસન્ન છું. તારે પણ એ જ રીતે પ્રસન્ન રહેવાનું છે. કોઈ પણ બીજી આકાંક્ષામાં ખેંચાઈને, અશાંત ન બનીશ.” લક્ષ્મણજીની પ્રસન્નતાનું મૂળ આ નિરાકાંક્ષદશા હતું. તેથી જ તેઓ શ્રીરામના આજ્ઞાકારી અને વિનયકારી બની શક્યા હતા. રાજ્યસત્તાની ભૂખ જો તેમને જાગી હોત તો? રામ-લક્ષ્મણની જોડી અખંડ ન રહી શકી હોત. વ્યક્તિગત સુખની તમન્ના હોત તો શ્રી રામ અને સીતા પ્રત્યેનાં કર્તવ્ય તેઓ ન બજાવી શક્યા હોત. મનુષ્ય જ્યારે પોતાના જ સુખદુઃખનો વિચારક બની જાય છે ત્યારે પરિવારથી નિરપેક્ષ બની જાય છે, સમાજથી નિરપેક્ષ બની જાય છે, ધર્મથી અને રાષ્ટ્રથી નિરપેક્ષ બની, એક માત્ર પોતાના સ્વાર્થમાં લીન બની જાય છે. તે સમાજ, પરિવાર, ધર્મ અને રાષ્ટ્ર માટે ખતરનાક બની જાય છે. લક્ષ્મણજીએ પોતાના અંગત સુખો માટે કે અંગત દુઃખો માટે ક્યારેય ફરિયાદ કરી ન હતી, માટે તેઓ પ્રસન્ન હતા. વિશલ્યાને પણ તેમણે પોતાનો આદર્શ સમજાવ્યો. બીજાંનાં સુખ માટે દુ:ખ સહી લેવાનું જ્ઞાન એમણે એવું પચાવેલું હતું કે તેમને એ દુઃખમાં પણ ક્યારેય અશાંતિ થઈ ન હતી. વનવાસમાં, લંકામાં સર્વત્ર તેઓ કર્તવ્યપરાયણ રહ્યા હતા. લક્ષ્મણજીની આ પ્રસન્નતા અને કર્તવ્યનિષ્ઠામાં એક મહાન તત્ત્વ કામ કરતું હતું. શ્રી રામ અને સીતાનું અનન્ય વાત્સલ્ય, પરમ વિશ્વાસ અને અદ્ભુત પ્રેમ! જે વખતે લક્ષ્મણજી યુદ્ધમાં મૂચ્છિત થઈ ગયા હતા, રાવણની અમોધવિયા શક્તિથી લક્ષ્મણજી બેહોશ બની ગયા હતા ત્યારે શ્રી રામનો કલ્પાંત, ધમપછાડા અને લક્ષ્મણજી સાથે બળી મરવાનો સંકલ્પ, આ બધું પાછળથી જ્યારે લક્ષ્મણજીએ જાણ્યું હશે ત્યારે શ્રી રામ પ્રત્યેના એમના સ્નેહમાં કેવી ભરતી આવી હશે? આ બધું લક્ષ્મણજીએ વિશલ્યાને નહીં કહ્યું હોય? ત્યારે વિશલ્યા લક્ષ્મણજીના વિચારો સાથે સહમત નહીં થઈ ગઈ હોય? For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લંકામાં છેલ્લી રાત ૭૪૯ વિશલ્યાના મનનું સમાધાન થઈ ગયું. રાત્રિનો છેલ્લો પ્રહર હતો. પ્રભાત થતાં જ પ્રયાણ કરવાનું હતું. લંકાના રાજ-મહાલયમાં ચોથા પ્રહ૨ના ડંકાઓ વાગ્યા. પ્રયાણના દિવસનું પ્રભાત ઊગ્યું. આખી લંકા પોતાના પ્રાણપ્યારા અતિથિને વિદાય આપવા રાજ-મહેલની આગળ ઊમટી. પુષ્પક વિમાન તૈયાર હતું. પરિવારસહિત શ્રી રામ-લક્ષ્મણ અને સીતા પુષ્પક વિમાનમાં આરૂઢ થયાં. શ્રી રામ, લક્ષ્મણજી અને સીતાજીના જયના પોકારોથી આકાશમંડલ ગાજી ઊઠ્યું અને પુષ્પકવિમાને અયોધ્યાનો માર્ગ પકડ્યો. સીતાજીના મુખ પર ત્યારે યુદ્ધ પછીની મુક્તિનો કેટલો આનંદ, ઉલ્લાસ અને ઉમંગ ઊભરાયો હશે, તેનું વર્ણન ગ્રંથોમાં મળતું નથી. તે વર્ણનનો વિષય જ નથી ને! For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ૮૮. સ્વજન-સંયોગ સંયોગ પછી વિરહની વ્યથા! વિરહ પછી સંયોગની કથા.!! હા, વર્ષોના વિરહ પછી આજે સંયોગ થવાનો છે. ભાઈઓનો ભાઈઓ સાથે, પુત્રોનો માતા સાથે અને પ્રજાનો પ્રિય રાજા સાથે! સંયોગની કલ્પનામાં પણ રોમાંચ હોય છે એવો અકથનીય રોમાંચ માત્ર ભરત, શત્રુઘ્ન કે કૌશલ્યાસુમિત્રા જ અનુભવતાં હતાં એમ નહીં, અયોધ્યા તરફ તીવ્ર ગતિથી આવી રહેલા પુષ્પક વિમાનમાં આરૂઢ થયેલાં શ્રીરામ, લક્ષ્મણજી અને દેવી સીતા પણ અનુભવી રહ્યાં હતાં. અરે, કકયી પણ આંતર-આનંદની અનુભૂતિ કરી રહી હતી. અયોધ્યાની પ્રજાએ અયોધ્યાના એક એક માર્ગને, મકાનને અને મહેલોને શણગાર્યા હતાં. આજન્મ માતૃભક્ત રહેલા શ્રી રામ અને લક્ષ્મણનાં હૃદય માતૃદર્શન અને માતૃસ્પર્શ માટે કેવા આતુર હશે, એની કલ્પના માતૃભક્ત પુત્ર સિવાય કોણ કરી શકે? આજન્મ માતૃભક્ત રહેલા ભરતના હૃદયનાં સ્પંદનોનું સંવેદન કોણ કરી શકે? કહો કે આજે અયોધ્યાના પ્રાણ ધબકતા હતા. આનંદ મૂર્તિમંત બની, અયોધ્યાની ગલી-ગલીમાં ઉત્સવ ઘેલો બની, રમણે ચડ્યો હતો. લાખો પ્રજાજનો અયોધ્યાના બાહ્યપ્રદેશમાં ઊભરાયાં હતાં. ભરત અને શત્રુઘ્ન હાથી પર આરૂઢ થઈ, પુષ્પક વિમાનમાં આગમનની દિશામાં આગળ વધી રહ્યા હતા. રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓ પણ ભરત-શત્રુનનું અનુસરણ કરી રહ્યા હતા. ત્યાં સૂર્યોદય થયો. આકાશમાર્ગ પક્ષીઓના કલરવથી મુખરિત બન્યો. સહુની નજર આકાશ તરફ મંડાયેલી હતી. જે વિમાનની દંતકથાઓ લોકોએ સાંભળી હતી, તે પુષ્પક વિમાન આજે સગી આંખે જોવાની તીવ્ર ઉત્કંઠા પ્રજાજનોને હતી. ત્યાં જ ક્ષિતિજ પર એક ટપકું દેખાયું. ગતિ કરતું એ ટપકું, મોટું થતું જતું હતું. થોડી જ ક્ષણોમાં એ ટપકું વિમાન બની ગયું! અયોધ્યા તરફ જ તે આવી રહ્યું હતું. પ્રજાએ શ્રી રામના જયજયકારથી આકાશને ગજાવવા માંડ્યું. પુષ્પક વિમાન જેમ જેમ નિકટ આવતું ગયું તેમ તેમ તેની ઊંચાઈ ઘટતી ગઈ. વિમાનમાંથી સીતાજી અયોધ્યાના બાહ્યભાગમાં ઊમટેલા માનવમહેરામણને For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વજન-સંયોગ ૭૫૧ જોઈને બોલી ઊઠ્યાં; “આર્યપુત્ર! અયોધ્યાની પ્રજા તો જુઓ, આપણા સ્વાગત માટે હાથ ઊંચા કરી નાચી રહી છે! સહુથી આગળ હાથી ઉપર ભરત અને શત્રુઘ્ન જ દેખાય છે!. સીતાજીનાં નયન હર્ષનાં આંસુથી ભીનાં થયાં હતાં. હાથી ઊભો રહી ગયો હતો અને ભરત-શત્રુઘ્ન નીચે ઊતરી રહ્યા હતા. શ્રી રામે આજ્ઞા કરી : | ‘વિમાનને હાથી પાસે નીચે ઉતારો.” વિમાનચાલકે આજ્ઞા શિરોધાર્ય કરી, વિમાન નીચે ઉતાર્યું. હજારો સૈનિકોએ ચારેબાજુ ઘેરો ઘાલી દીધો. લોકોની અપાર ભીડના ધસારાને વશ રાખવાનો હતો. વિમાન નીચે ઊતરતાં જ શ્રી રામ અને લક્ષ્મણ છલાંગ મારી, નીચે ઊતરી ગયા. ભારત અને શત્રુગ્ન દોડતા જઈને, શ્રીરામનાં ચરણોમાં પડી ગયા. તેઓની આંખોમાંથી હર્ષનાં આંસુઓની ધારાઓ વહી રહી. શ્રીરામે ભરતને ઉઠાડીને પોતાના બાહુપાશમાં જકડી લીધો, વારંવાર એના મસ્તકે ચુંબન કરતા, શ્રી રામે પોતાના ઉત્તરીય વસ્ત્રથી ભરતની આંખો લૂછી. પગમાં આળોટતા શત્રુઘ્નને, શ્રીરામે મહામહેનતે ઊભો કર્યો અને સ્નેહ-પાશમાં જકડીને વાત્સલ્યથી નવરાવી દીધો. ત્યારબાદ ભરત-શત્રુઘ્ન લક્ષ્મણજીના ચરણે નમન કર્યું. લક્ષ્મણે બંને અનુજોને પોતાના બાહુઓમાં સમાવી લઈ, આલિંગન આપ્યાં. કોઈ કંઈ બોલી શક્યું નહી. મૌનની ભાષામાં મિલન થયું. મૌનની ભાષામાં સ્વાગત થયું. ચારેબાજુ ઊભરાયેલો માનવસમૂહ રાજકુમારોના મિલનથી, હર્ષવિભોર થઈ ગયો. સીતાજીએ સાડીનાં પાલવથી હર્ષાશ્રુ લૂક્યાં. - શ્રી રામ ત્રણ ભાઈઓની સાથે પુષ્પક વિમાનમાં આરૂઢ થયા. તેમણે વિમાનચાલકને ત્વરાથી અયોધ્યાપ્રવેશ માટે આજ્ઞા કરી. આકાશમાર્ગે અને ભૂમિમાર્ગે વાજિંત્રોના નાદ ગુંજી ઊઠ્યા. પુષ્પકે અયોધ્યામાં પ્રવેશ કર્યો. શ્રી રામ, લક્ષ્મણ અને સીતાએ વર્ષો પછી અયોધ્યા જોઈ. એ નગરીએ નવો શણગાર સજ્યો હતો, નવા રૂપે-રંગે, એ નગરીએ શ્રીરામનું સ્વાગત કર્યું. લંકાના શિલ્પીઓ અને કલાકારોએ અયોધ્યાને અભિનવ રૂપ આપ્યું હતું. | વિશાળ રાજમાર્ગો ઉપર અને ઊંચા મહાલયોની અટ્ટાલિકાઓમાં હજારો સ્ત્રીઓ હર્ષઘેલી બની, શ્રીરામને પુષ્પ અને અક્ષતથી વધાવતી હતી. નિર્નિમેષ દૃષ્ટિથી, ઉત્કંઠાભરેલા મનથી અને પ્રશંસાભરી વાણીથી શ્રીરામનું સ્વાગત કરતી હતી. શ્રી રામ, લક્ષ્મણ અને સીતા પ્રસન્નવદને પ્રજાજનોનું સ્વાગત ઝીલતાં હતાં. For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ ૭૫૨ પરંતુ તેમનું મન તો માતૃદર્શન માટે આતુર હતું! તેમની માતાઓ પુત્રદર્શન માટે ખૂબ આતુર હતી. આતુરતા પછીનું મિલન કેવું રોમાંચક હોય છે! કેવું આહ્લાદક હોય છે! કેવું તૃપ્તિકારી હોય છે! રાજ્યમહાલયના વિશાળ પ્રાંગણમાં પુષ્પક વિમાન ઊતર્યું. શ્રીરામ ત્રણેય ભાઈઓ સાથે ને સીતાજી સાથે અપરાજિતાના મહેલ તરફ ઝડપથી ચાલ્યા. અપરાજિતાના મહેલમાં પ્રવેશતાં જ શ્રીરામ અને લક્ષ્મણ માતાનાં ચરણોમાં ઢળી પડ્યા. અપરાજિતાએ બંને પુત્રોના માથે હાથ મૂકી, ખૂબખૂબ આશીર્વાદ આપ્યા. શ્રી રામે અપરાજિતા જનેતાના મુખ સામે જોયું. માતાનું મુખ અકાળે વૃદ્ધ બની ગયું હતું. તેના શરીર પર ન હતા અલંકાર કે ન હતાં કિંમતી વસ્ત્રો, એક મહાન રાજમાતાના શરીર પર ન હતો વૈભવ કે ન હતું રૂપ-સૌન્દર્ય, આંખોમાં ઉદાસીનતા છવાયેલી હતી અને વાણીમાં આર્દ્રતા ભરેલી હતી. શ્રી રામે વારંવાર માતાના ચરણે મસ્તક મૂકી, માતાનાં ચરણ આંસુથી પખાળી દીધાં. ત્યારબાદ સુમિત્રા, કૈકેયી અને સુપ્રભાનાં ચરણે નમસ્કાર કરી, માતાઓના આશીર્વાદ લીધા. ચારેય ભાઈઓ અપરાજિતાની સામે બેસી ગયા. ત્યાર પછી સીતા, વિશલ્યા વગેરે પુત્રવધૂઓએ અપરાજિતા, સુમિત્રા વગેરે સાસુઓનાં ચરણે નમસ્કાર કર્યા. અપરાજિતાએ તો સીતા અને વિશલ્યાને પોતાના બાહુપાશમાં જકડી લઈ, ખૂબ આલિંગન આપ્યાં, પુનઃપુનઃ આશીર્વાદ આપ્યા. વિશલ્યા વગેરે લક્ષ્મણજીની પત્ની માટે તો અયોધ્યા અને અયોધ્યાનો રાજપરિવાર નવો નવો જ હતો. અયોધ્યાના વૈભવે, રાજપરિવારની ભવ્ય અસ્મિતાએ અને નગરજનોના ઉષ્માભર્યા સ્વાગતે એમના હૃદયને આનંદ અને ગૌરવથી ભરી દીધું હતું. તેમાંય સાસુઓના વાત્સલ્યે, અપાર સ્નેહે તેમના સમગ્ર વ્યક્તિત્વને પ્રભાવિત કરી દીધું હતું. જો કે લક્ષ્મણ સુમિત્રાના પુત્ર હતા પરંતુ અપરાજિતા (કૌશલ્યા)ને લક્ષ્મણ ઉપર અપાર વાત્સલ્ય હતું. શ્રી રામ જો અપરાજિતાની જમણી આંખ હતા તો લક્ષ્મણ ડાબી આંખ હતા. પુત્રવધૂઓ સુમિત્રા, કૈકેયી ને સુપ્રભાના સાંનિધ્યમાં જઈને બેઠી, ત્યારે અપરાજિતાના પડખામાં જઈને લક્ષ્મણજી લપાયા. અપરાજિતાનો હાથ પોતાના હાથમાં લઈ, અપરાજિતાની આંખોમાં પોતાની આંખો મેળવીને, લક્ષ્મણજી માની સામે જોઈ રહ્યા. ‘મા!’ ‘વત્સ.’ લક્ષ્મણે પોતાનું મુખ માતાના ઉત્સંગમાં છુપાવી દીધું ને રડી પડ્યા. For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વજન-સંયોગ ૫૩ અપરાજિતાની આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી. અપરાજિતાના બંને હાથ લક્ષ્મણના માથા પર ફરી રહ્યા હતા. વિલાયેલા વદને અને આંસુ નીતરતી આંખે લક્ષ્મણે અપરાજિતા સામે જોયું અને બોલ્યા : મા, તારી આ સ્થિતિ? અકાળે વૃદ્ધ બની ગઈ છો તું.” વત્સ, હવે તને જોઈને મને પુનઃ યૌવન આવશે. તેને જોઈને જ મારું મન તો પ્રફુલ્લિત થઈ ગયું છે. જાણે તું આજે જ જન્મ્યો હોય અને મને જે સ્નેહ ઊભરાય તેવો સ્નેહ મારા હૃદયમાં ઊભરાયો છે!” અપરાજિતાએ લક્ષ્મણને આલિંગનોથી ભીજવી નાંખ્યા. માતા, તેં તો અમારા વિરહમાં કેટલી બધી વ્યથિત થઈન, તારા શરીરને સૂકવી નાખ્યું? જ્યારે અમે તો જાણે તને ભૂલી જ ગયાં હતાં. લક્ષ્મણજી ડૂસકાં ભરતા રડી પડ્યા. પુત્ર, વનવાસનાં કષ્ટો, વનવનમાં ભટકવું, શું ખાવાનું ને શું પીવાનું, ક્યાં સૂવાનું? રામ અને સીતા આ કષ્ટો તારી પરિચર્યાથી જ સહી શક્યાં, ત્યારે હું તો આ મહેલોમાં બેઠી રહી છું. મને વત્સ, અહીં શાં દુઃખ હતાં?” અપરાજિતાએ સાડીના પાલવથી લક્ષ્મણજીનું મુખ સ્વચ્છ કર્યું. મા, સાચું કહું? મને તો જંગલોમાં પણ પિતાજીનો કે તારો વિરહ સાલ્યો નથી. આર્યપુત્ર પુત્રની જેમ મારું લાલન કર્યું છે કે દેવી સીતા, એ તો તું જ હતી! મને સદેવ દેવી સીતામાં તારાં દર્શન થયાં હતાં! લક્ષ્મણજીના આ શબ્દોથી સીતા સુમિત્રાના ખોળામાં છુપાઈ ગયાં. સુમિત્રાએ સીતાને છાતી સરસી ચાંપી, પુનઃ પુનઃ આલિંગન આપ્યાં. માતા, અમારી થોડીક અસાવધાનીએ, દેવી સીતાને કેવા સંકટમાં મૂકી દીધાં? પરંતુ તારા આશીર્વાદથી શત્રુઓનો સાગર તરીને, આર્યપુત્ર સપરિવાર અહીં આવી ગયા! બીજી બાજુ સીતા સુમિત્રાના કાનમાં કહી રહ્યાં હતાં : “આર્યપુત્રને અને વત્સ લક્ષ્મણને મારા નિમિત્તે મરણાંત કષ્ટ સહવાં પડ્યાં. હું સાથે ન ગઈ હોત તો..” સુમિત્રાએ એના મુખ પર હાથ મૂકી કહ્યું : “એવું ન બોલ બેટી! વત્સ રામ અને લક્ષ્મણ તો વિશ્વમાં અપરાજેય છે! તારા માટે પ્રાણ પણ આપી દે! એ તો એમનું કર્તવ્ય છે.” મહામંત્રીએ શ્રી રામને નિવેદન કર્યું ? For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૫૪ જેન રામાયણ મહારાજ કુમાર! રાજમહાલયના મેદાનમાં અયોધ્યાની પ્રજા આપની પ્રતીક્ષા કરતી ઊભી છે. આપ મહાલયની અટ્ટાલિકામાં ઉપસ્થિત થઈ, પ્રજાને દર્શન આપો.' શ્રી રામ માતાને નમસ્કાર કરી બહાર નીકળ્યા. પાછળ ભરત પણ ઊભા થયા અને શ્રીરામની સાથે જ બહાર આવ્યા. મેદાનમાં ઊભેલી પ્રજાની અપાર ભીડે શ્રીરામનો જય પોકાર્યો. કોઈએ બે હાથ ઊંચા કરીને, કોઈએ મસ્તક નમાવીને શ્રીરામનું અભિવાદન કર્યું. શ્રીરામે પ્રજાને પ્રણામ કર્યા અને પ્રજા ત્યાંથી વિખરાઈ. ત્યાંથી શ્રીરામ ભરત સાથે પાછા માતૃસદનમાં આવ્યા. અપરાજિતા લક્ષ્મણ, સીતા, વિશલ્યા સાથે ખૂબ પ્રસન્ન ચિત્તે વાતો કરી રહ્યાં હતાં. શ્રી રામ અને ભરતને જોઈ સુમિત્રાએ કહ્યું : આજે ચારેય ભાઈઓએ સાથે બેસીને ચારેય માતાઓએ પણ સાથે ભોજન કરવાનું છે.” સુમિત્રાનો પ્રસ્તાવ સહુએ સ્વીકારી લીધો. શ્રીરામના મુખ પર ક્ષણિક ગ્લાનિ તરી આવી. શત્રુઘ્ન તે જોઈ ગયા. શત્રુઘ્ન પૂછી પણ લીધું : આર્ય પુત્ર! આપને કંઈ ગ્લાનિ ઉપજાવનારો વિચાર આવી ગયો, નહીં?' હા, શત્રુનુ! આજે અહીં પિતાજી નથી. પિતાજીની સ્મૃતિએ મને...' શ્રી રામનું હૃદય ગદ્ગદ્ થઈ ગયું. આંખો ભીની થઈ ગઈ. એની સાથે અપરાજિતા વગેરે સહુનાં મુખ પર ઉદાસીનતા છવાઈ ગઈ. શ્રી રામના વનગમન પછી તરત જ શ્રી દશરથે સંસારનો ત્યાગ કર્યો હતો, ચારિત્ર સ્વીકારી લીધું હતું. હૃદયને વશ કરી અપરાજિતા બોલ્યાં : “ચાલ, હવે આપણે નિત્યક્રમથી પરવારી ભોજન કરી લઈએ.” ૦ ૦ ૦ For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir S૮c. oભરત-વૈરાગ્ય , અયોધ્યાનાં મંદિરોમાં મહોત્સવનાં મંડાણ થયાં. વિહારો અને ઉદ્યાનો પ્રજાજનોનાં આનંદ-પ્રમોદથી હસી ઊઠ્યાં. અયોધ્યાના વિશાળ સામ્રાજ્યના અનેક ગામ-નગરોના અધિકારીઓ, મહાજનો શ્રીરામનાં દર્શને આવી રહ્યાં હતાં. નગરની અનેક સ્ત્રીઓ સીતાજીનાં દર્શન કરવા આવી રહી હતી. સહુનાં મન આનંદવિભોર હતાં, પરંતુ એક વ્યક્તિ સાવ નિરાળી હતી. તેનું મન સાવ નિર્લિપ્ત હતું. તેનું ચિંતન, મનન કોઈ નવી જ સૃષ્ટિમાં થઈ રહ્યું હતું. તે જાણે આ બધું વિરક્તભાવે જોઈ રહ્યો હતો. તે કર્તવ્યો બધાં જ બજાવતો હતો, પરંતુ તેને કર્તુત્વનું અભિમાન ન હતું. એ હતા ભરત!! અયોધ્યાના મહારાજા! શ્રી રામના લડકવાયા ભ્રાતા! શ્રી રામના આગમનને બે દિવસ થયા હતા. બીજા દિવસની સંધ્યા ઢળી ગઈ હતી. ભરત એમના મહેલની અટ્ટાલિકામાં ઊભા હતા. એમની આંખો બંધ હતી, અનંત આકાશ તરફ એમની આંતરદૃષ્ટિ મંડાઈ હતી. પરમ સત્ય, પરમતત્ત્વની પ્રાપ્તિ માટે એમનો અંતરાત્મા તલસી રહ્યો હતો. તેઓ સુખાસન પર બેઠા અને ગંભીર વિચારોમાં ગરકાવ થયા. મહેલમાં દીપકો પ્રગટ્યા. દાસીએ આવી નમન કરી નિવેદન કર્યું : “મહારાજાનો જય હો, મહામંત્રી આપનાં દર્શન ચાહે છે.” “મહામંત્રી ભલે આવે.’ ભરતજીએ દાસી સામે જોયા વિના શબ્દોચ્ચાર કર્યો. અયોધ્યાના વયોવૃદ્ધ મંત્રીએ મહેલની અટ્ટાલિકામાં પ્રવેશ કર્યો. દાસીએ મહામંત્રીને બેસવા આસન પાથર્યું. મહામંત્રીએ ભરતને નમસ્કાર કર્યા અને બેઠા. બે ક્ષણ વિસામો લઈ મહામંત્રીએ કહ્યું : મહારાજા, સમગ્ર અયોધ્યા મહોત્સવમાં મહાલી રહી છે. આનંદની અવધિ નથી.” ભારતે મહામંત્રી સામે જોયું. મહામંત્રીની તેજસ્વી આંખોમાં ભરતે ભરપૂર હર્ષ જોયો. “સાચી વાત છે મહામંત્રીજી, આર્યપુત્રના આગમનથી પ્રજાના હર્ષની સીમા નથી.” રાજમાતાઓના મહેલો ઘણાં વર્ષે.... આ બે દિવસથી ધમધમી રહ્યા છે! For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ ૭૫૩ રાજમાતાઓનાં પ્રફુલ્લિત વદન જોઈ, મારા મનને કેટલી બધી નિરાંત થઈ! હું એ માતાઓની વેદના જોઈ શકતો ન હતો.’ ‘માતાઓને નવું જીવન મળ્યું છે, મહામંત્રી અને મારો તો સાવ ભાર જ ઊતરી ગયો છે. એક વાત કહું મહામંત્રી?’ ‘અવશ્ય, કહો મહારાજા!' બસ, હવેથી તમારે મને ‘મહારાજા’ નું સંબોધન ન કરવું. આપણા સહુના મહારાજા આર્યપુત્ર છે, હું તો તેમનો ચરણ-સેવક છું.’ મહામંત્રી મૌન રહ્યા. ક્ષણવાર ભરતના શબ્દોએ, તેમના હૃદયને આર્દ્ર કરી દીધું. તેમનું હૃદય ભરતની નિર્લેપ વૃત્તિ અને સાત્ત્વિક પ્રકૃતિ પર ઓવારી ગયું. ‘ધન્ય છે અયોધ્યાનું રાજકુળ! ધન્ય છે રાજકુમારને!' ‘વિચારમાં પડી ગયા, મહામંત્રી? વિચારવાનું છે જ નહીં. તાતતુલ્ય આર્યપુત્ર અયોધ્યામાં છે. હવે હું રાજા નથી. કાલે પ્રભાતથી તમારે રાજ્યસંબંધી સમગ્ર વ્યવહાર આર્યપુત્ર સાથે જ કરવાનો.' ‘સાચી વાત છે આપની, પરંતુ સંપ્રતિ શ્રી રામ કેટલા બધા વ્યસ્ત છે? દર્શનાર્થીઓની કેટલી ભીડ હોય છે? માંડ ભોજન પણ કરી શકે છે, ત્યાં હું...' ‘ભલે, હમણાં હું રાજ્યનું કાર્ય સંભાળીશ પરંતુ ‘રાજા' તરીકે નહીં, આર્યપુત્રના અનુચર તરીકે. મને આર્યપુત્ર આજ્ઞા કરશે તેમ હું કરીશ, પરંતુ....’ ભરતના મુખ પર ગ્લાનિ આવી ગઈ. શબ્દો ગળગળા થઈ ગયા. મહામંત્રી ચોંકી ઊઠયા. ‘મહારાજા! વિશાદ શાને?’ ભરતની આંખો બંધ થઈ ગઈ હતી. મુખ પર વેદના ઊપસી આવી હતી. વૃદ્ધ મહામંત્રીએ ઊભા થઈ, ભરતના હાથ પોતાના હાથમાં લઈ લીધા. ભરતના હાથ ગરમ હતા. વાત્સલ્યભર્યા વૃદ્ધ હાથ ભરતના સુકોમળ હાથને પંપાળી રહ્યા. ‘આપનો વિષાદ મારાથી નહીં જોવાય, મારા નાથ,' મહામંત્રીની આંખો સજલ બની ગઈ. સ્વર કંપી ઊઠ્યો. ભરતે આંખો ખોલી, આકાશ તરફ જોયું, જોયા જ કર્યું. મહામંત્રી ઊભા જ રહ્યા. ‘આપ બેસો' ભરત બોલ્યા. મહામંત્રી પુનઃ આસન પર બેઠા. ભરતે મહામંત્રી સામે જોયું. ‘હવે હું આ સંસારનાં બંધનોમાં, સુખનાં બંધનોમાં નહીં રહી શકું. મને For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભરત-વૈરાગ્ય ૭૫૭ પિતાજીનો સાદ સંભળાય છે. મહામંત્રી, હું પિતા પાસે દોડી જઈશ, એમના પાવન પંથે ચાલ્યો જઈશ.' મહામંત્રીની આંખોમાંથી આંસુ ટપકી રહ્યાં હતાં. વૃદ્ધ ચહેરા પર વિષાદ ઘેરાઈ ગયો. ભરત ઉપર એક રાજા તરીકે જ નહીં, પરંતુ મહારાજા દશરથના ગુણવાન અને લાડકવાયા પુત્ર તરીકે મહામંત્રીને અપાર સ્નેહ હતો. ભરતની વિરક્ત દશા તેઓ જાણતા હતા. ભરત રાજસિંહાસને બેઠેલા યોગી હતા. મહેલમાં ૨હેલ ત્યાગી હતા, એ વાત મહામંત્રી સારી રીતે જાણતા હતા, પરંતુ શ્રીરામના વનગમન પછી ભરતે ક્યારેય સંસારત્યાગની વાત ઉચ્ચારી ન હતી. આજે અચાનક ભરતે એ વાત કહી દીધી તેથી મહામંત્રીને આંચકો લાગ્યો. ‘મારા પ્રિય રાજન, મારી એક વિનંતી સ્વીકારશો? કૃપા કરી હમણાં આ વાત શ્રી રામને આપ ન કરશો. આપ જાણો છો શ્રી રામના હૃદયને. કોઈને ય આ વાત ન કરશો. પ્રજાનો આનંદ-ઉત્સવ તૂટી પડશે ને રુદનની રીસો સંભળાશે.’ ભરત મૌન રહ્યા. એમને તત્કાળ ક્યાં કોઈને ય વાત કરવી હતી? પરંતુ જ્યાં હૃદય મળેલાં હોય છે ત્યાં હૃદય છૂપું રહી શકતું નથી. મહામંત્રી પ્રત્યે ભરતને શ્રદ્ધા અને વિશ્વાસ કરતાં ય પિતૃવત્ સ્નેહ હતો. એમની સમક્ષ ભરત પોતાના મનોભાવ ગોપાવી ન શક્યા. ‘ભલે, તમારી વાત સ્વીકારું છું પરંતુ એ વાત નિશ્ચિત છે કે જ્યારે હું આર્યપુત્રને વાત કરીશ ત્યારે તેમને દુઃખ તો થવાનું જ છે. રાગ છે ને! રાગ દુ:ખી કરે છે જીવને, રાગનાં બંધનો જ આત્માને સંસારમાં ભટકાવે છે. મને હવે સંસારમાં કોઈ પદાર્થ પ્રત્યે, કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ નથી. હવે શા માટે મારે સંસારમાં રહેવું? આર્યપુત્રની આજ્ઞા ખાતર જ હું આટલાં વર્ષો સુધી રહ્યો, અન્યથા પિતાજીની સાથે જ હું સંસારત્યાગ કરી, અણગાર બની, પરમબ્રહ્મનો આનંદ ન લૂંટત?' ભરતની હૃદયવ્યથા મહામંત્રી નીચી દૃષ્ટિ રાખી, સાંભળી રહ્યા હતા, બે દિવસમાં હજુ ભરત, શ્રીરામ કે લક્ષ્મણજી સાથે શાંતિથી બેઠા ન હતા. બેસવાનો સમય જ ક્યાં હતો? લોકોનો પ્રચંડ ધસારો હતો. શ્રીરામ એમાં વ્યસ્ત હતા, જ્યારે લક્ષ્મણજી અપરાજિતા, સુમિત્રા વગેરે માતૃવર્ગને વનવાસનાં સંસ્મરણો કહેવામાં અને લંકાના યુદ્ધનાં વર્ણનો સંભળાવવામાં વ્યસ્ત હતા. શ્રી રામ અને લક્ષ્મણજીને કલ્પના પણ ન હતી કે ભરતનું મન સંસારત્યાગની For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૫૮ જૈન રામાયણ દિશામાં તીવ્રતા અનુભવી રહ્યું છે! એક જ વ્યક્તિ ભરતના મનોભાવને પામી રહી હતી અને તે હતી કેકેયી પુત્રના વિચારોથી તે સુપરિચિત હતી, પરંતુ એ મૌન હતી. એનો અંતરાત્મા પણ અધ્યાત્મ તરફ ઝૂકી ગયેલો હતો. રાત્રિનો પ્રથમ પ્રહર પૂર્ણ થયો. ભરત બોલ્યા : મહામંત્રીજી, આપ પધા, સમય થઈ ગયો છે.” આપ પણ હવે વિશ્રામ લો, છેલ્લા કેટલાય દિવસોથી આપ વ્યસ્ત છો.' વિશ્રામ! ઘણા ભવોથી, અનંત ભવોથી વિશ્રામ ક્યાં છે? ચાર ગતિમાં આત્માના પરિભ્રમણનો વિચાર કરું છું, ત્યારે હું કંપી ઊઠું છું. મને થાક અનુભવાય છે અને વિશ્રામ માટે મોક્ષમાં જવા હું તલસી ઊઠું છું. મોક્ષ સિવાય વિશ્રામ છે જ નહીં.' ભરત અટક્યા. મહામંત્રી ગંભીર વિચારમાં પડી ગયા હતા. ત્યાં દોડતી દોડતી પરિચારિકા આવી અને કહ્યું : મહારાજા, આર્યપુત્ર સ્વયં અહીં પધારી રહ્યા છે.' ભરત સહસા ઊભા થઈ ગયા અને આવાસગૃહની બહાર દોડી ગયા. મહામંત્રી પણ ઊભા થઈ સામે ગયા. શ્રી રામ આવાસગૃહના દ્વારે આવી ગયા હતા. ભરતે તેમનાં ચરણોમાં મસ્તક ઢાળી દીધું. મહામંત્રીએ નતમસ્તક બની પ્રણામ કર્યા. ભરતને ચરણોમાંથી ઊભા કરી, શ્રીરામે આવાસગૃહમાં પ્રવેશ કર્યો. મહામંત્રીએ પ્રણામ કરી, જવાની અનુજ્ઞા લીધી. શ્રી રામ પર્યક પર બેઠા. ભરત ભૂમિતલ પર બેસી ગયા. અત્યારે અહીં પધારવાનું કષ્ટ?' આજે સંપૂર્ણ દિવસ તને જોયો જ નહીં એટલે ચાલ્યો આવ્યો.” સંદેશ મોકલ્યો હોત તો સેવક હાજર થઈ જાત ને.” એમાં સમય વધુ જાત ને શ્રી રામના બંને હાથ ભરતના માથે ફરી રહ્યા હતા. હાથમાંથી અપાર સ્નેહ વરસી રહ્યો હતો. ‘ભરત, તું કુશળ છે ને? તારું શરીર સ્વસ્થ છે ને?” આપનાં દર્શન થયાં, આપનાં ચરણોનો સ્પર્શ મળ્યો એટલે બધી અકુશળતા ટળી ગઈ, અસ્વસ્થતા ચાલી ગઈ. For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭પ૯ ભરત-વૈરાગ્ય પ્રજાના મુખે તારા ગુણો સાભળી, મારું હૃદય ગદ્ગદ્ થઈ ગયું. તેં પ્રજાનો અપાર સ્નેહ પ્રાપ્ત કર્યો છે, ભરત!” ભગવાન અરિહંતની કપા, નિગ્રંથ સાધુપુરુષોની કપા, ચારિત્રવંત પિતાજીની કૃપા, આપની કૃપા, બધો પ્રભાવ કૃપાનો છે. મારામાં કોઈ યોગ્યતા નથી.' શ્રી રામ મૌન રહ્યા. તેમનું હૃદય ભરતના શબ્દોથી ગળગળું થઈ ગયું. “હે તાતતુલ્ય! પિતાજીના વચન ખાતર આપે જ વનવાસનાં કષ્ટો સહ્યાં અને રાવણ સાથે યુદ્ધ કર્યું. ભામંડલના જે મુખે મેં અલ્પ વાતો સાંભળી હતી, તેથી મારું મન ઘણું ક્ષુબ્ધ હતું. હું અહીં અયોધ્યાના મહેલોમાં મહાલું અને આપ જંગલોમાં..' - ભરત રુદન ન રોકી શક્યા. શ્રી રામે ભરતના મુખને પોતાના ઉસંગમાં દાબી દીધું અને પ્રેમભર્યા શબ્દોમાં બોલ્યા : ભરત, તું મહેલોમાં હતો જ ક્યાં? તું તો અમારી સાથે જ હતો. તારી આ કાયા મહેલોમાં હતી. એ પણ મેં રાખી હતી!' બંને ભાઈઓ મૌન રહ્યા. મૌનની ભાષામાં જ વાતો કરી! હે પૂજ્ય, હવે હું બંધનમુક્ત થાઉં છું, રાજ્યનો ભાર...' એવું ન બોલ ભરત, તારે જ રાજા બન્યા રહેવાનું છે.” એ કદાપિ ન બની શકે. હું તો આપનાં ચરણોનો સેવક જ બની રહીશ. હવે મને આપ બંધનમુક્ત કરો.' તું જુએ છે ને કે અત્યારે હું અને લક્ષ્મણ કેવા ઘેરાયેલા રહીએ છીએ? તું છે એ જ હું છું ને એ જ લક્ષ્મણ છે માટે આ વિષયમાં બોલીશ જ નહીં.' રાત્રિનો બીજો પ્રહર પૂર્ણ થયો હતો. ભરત શ્રી રામને એમના મહેલ સુધી પહોંચાડી આવ્યા. શયનગૃહમાં આવી પર્યકમાં લંબાવ્યું પણ નિદ્રા આજે વેરણ બની હતી! ૦ ૦ ૦ For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir G૦. કાગ અને વૈરાગ્ય અને મહોત્સવો પૂર્ણ થઈ ગયા હતા. દર્શનાર્થીઓનો પ્રવાહ મંદ થઈ ગયો હતો. પ્રજા એના નિત્ય વ્યવસાયમાં પ્રવૃત્તિશીલ થઈ ગઈ હતી. ભરતનું મન હવે શ્રી રામ સમક્ષ પોતાનો નિર્ણય જાહેર કરવા તત્પર બની ગયું હતું. અને એક દિવસ ભરત શ્રી રામ સમક્ષ પહોંચી જ ગયા. શ્રીરામ લક્ષ્મણજી સાથે બેઠા હતા. વાર્તાલાપ ચાલી રહ્યો હતો. ત્યાં ભરત આવી પહોંચ્યા. “આવ ભરત, અમે તારી જ વાત કરી રહ્યા હતા. તારા રાજ્યકાળમાં પ્રજાએ કેટલી ઉન્નતિ સાધી છે!' આર્યપુત્રનું કથન સાવ સત્ય છે, ભરત! મંત્રીવર્ગ અને મહાજન તારી કુશળતાની મુક્તમને પ્રશંસા કરે છે. લક્ષમણજીએ શ્રી રામની વાતને પુષ્ટી કરી આપી. પરંતુ ભરત? તેમની દષ્ટિ જમીન પર મંડાણી હતી. તેઓ કંઈ ન બોલ્યા. ભરત, તારું સ્વાથ્ય કુશળ છે ને? તારા મુખ પર કંઇક ગ્લાનિ..' “હે પૂજ્ય, આ શરીરનું સ્વાએ ચંચળ છે અને હર્ષ-વિષાદ એ તો ધંધો છે. હું આ સમગ્ર વિશ્વને જોઉં છું, ત્યારે સમગ્ર વિશ્વ મને સ્વપ્નવતું ભાસે છે.” શ્રીરામ અને લક્ષ્મણ ભારતના મુખ સામે જોઈ રહ્યા. ભરતના શબ્દોનો મર્મ એ પામી શક્યા. ભરત બોલ્યા : “હે આર્યપુત્ર, એ દિવસે. જ્યારે આપણને સહુને પિતાજીએ બોલાવીને પોતાની સંસારત્યાગની વાત કહી હતી, ત્યારે જ મેં પણ મારી સંસાર-ત્યાગની ભાવના વ્યક્ત કરી હતી. પરંતુ દુર્ભાગ્ય મારું કે હું પિતાજીની સાથે એ ત્યાગ ન કરી શક્યો. આપની આજ્ઞા મારા માટે અલંધ્ય હતી. આપની આજ્ઞાથી જ હું આટલાં વર્ષો સુધી આ મહેલોમાં બંધાયેલો રહ્યો, આ રાજસિંહાસને બેસી રહ્યો. મેં આપની આજ્ઞાનું પાલન કર્યું છે. હવે હું આ બંધનોમાં અકળાયેલો છું, મારું મન, મારો અંતરાત્મા નિબંધન થવા તીવ્ર ઝંખના કરે છે.' શ્રી રામ આંખો બંધ કરી, ભરતના શબ્દો સાભંળી રહ્યા હતા. લક્ષ્મણજી ખૂબ ગંભીરતાથી ભરતને સાંભળી રહ્યા હતા. ભરતે શ્રી રામનાં ચરણોમાં મસ્તક મૂકી દીધું અને બોલ્યા. હે પૂજ્ય, મને અનુજ્ઞા આપો. હું અણગાર બનું, મુનિ બનું, રાજપાટનો ત્યાગ કરી, વન-જંગલોમાં રહી, આત્મધ્યાન કરું. મને અનુજ્ઞા આપો. રાજ્યની For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાગ અને વૈરાગ્ય ૭૬૧ જવાબદારીમાંથી મને મુક્ત કરો. આપ અહીં પધારી જ ગયા છો તેથી હવે મારું મન એક ક્ષણ પણ વિલંબ કરવા તૈયાર નથી. મને આ સંસાર પર જરાય રાગ નથી, છે તો માત્ર ઉદ્વેગ છે, અજંપો છે, અશાન્તિ છે, માટે મને મુક્ત કિરો.” શ્રી રામની બંધ આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી. તેમનું હૃદય વ્યથિત થઈ ગયું. તેમણે ભારતના મસ્તકે પોતાના બંને હાથ મૂકી ગદ્ગદ્ર સ્વરે કહ્યું : “વત્સ, તું આવું કેમ બોલે છે? અમે તારા સ્નેહથી તો અહીં આવ્યા છીએ. તું જ રાજ્ય કર. સંસાર-ત્યાગની વાત ન કર.” લક્ષ્મણજીનું હૃદય ભરાઈ આવ્યું હતું. એક શબ્દ પણ તેઓ બોલી શકતા ન હતા. શ્રીરામના શબ્દોની ભરત પર જરાય અસર ન થઈ; તેઓએ કહ્યું : આર્યપુત્ર, મેં મારા અંતરની કામના આપની સમક્ષ વ્યક્ત કરી છે. આપ પિતાજીના સ્થાને છો, આપની અનુજ્ઞા લેવી જોઈએ. આપ હવે મારા માર્ગમાં વિપ્ન નહીં બનો. એવી મારી આપને અંત:કરણની પ્રાર્થના છે.' ભરત, તું વિચાર કર. તું અમને, રાજ્યને, પ્રજાને છોડી ચાલ્યો જાય તો તારા વિરહની ઘોર વ્યથા હું કેવી રીતે સહી શકીશ? આ લક્ષ્મણ, માતાઓ અને પ્રજા કેવી રીતે સહશે? એમના કલ્પાંતની કલ્પના કર, ન જઈશ, મારા વહાલા બંધુ, ન જઈશ. તું અમારી સાથે જ રહે અને પૂર્વવતું મારી આજ્ઞાનું પાલન કર.” મેં વર્ષોથી વિચારો કર્યા છે. ખૂબ ગંભીરતાથી વિચાર્યું છે, જન્મજન્માંતરોને વિચાર્યા છે, ભાવિના અનંતકાળને વિચાર્યો છે. હવે હું આપની આજ્ઞા પાળવા શક્તિમાન નથી. મને ક્ષમા કરો. હું પરમાત્માના ચીંધેલા અને પિતાજીએ આચરેલા માર્ગે જઈશ.” ‘તું આગ્રહ ન કર, ભરત, રાજ્ય કરવાની તારી ઇચ્છા નથી, તો ભલે રાજ્ય અને સંભાળીશું. પરંતુ તે અમારો ત્યાગ ન કર.” ભરતે વિચાર્યું : “આર્યપુત્ર અનુજ્ઞા નહીં આપે,' તેમણે ઊભા થઈ, શ્રીરામને નમન કર્યું, લક્ષ્મણજીને નમન કર્યું અને ત્યાંથી ચાલ્યા, પરંતુ તત્કાળ લક્ષ્મણજી ઊભા થયા અને ભરતને પોતાના બાહુપાશમાં જકડી લીધો. ભરત હું તને નહીં જવા દઉં, લક્ષ્મણજીની કઠોર આંખો આંસુથી ભીંજાઈ ગઈ હતી. ત્રણેય ભાઈઓની વાર્તા દ્વારે ઊભેલી પરિચારિકાઓ સાંભળી રહી હતી. For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૬૨ જૈન રામાયણ ભરતના સંસારત્યાગના નિર્ણયને સાંભળી, પરિચારિકાઓ વ્યથિત થઈ, સીતાજી પાસે દોડી ગઈ. સીતા, વિશલ્યા આદિ રાણીઓ આવાસગૃહમાં હતી. દેવી, મહારાજા ભરતે સંસારત્યાગ કરવા નિશ્ચય કર્યો છે, પરિચારિકાઓ રડી પડી. સીતાજી અને વિશલ્યા વગેરે સ્તબ્ધ થઈ ગયાં. શું તું સત્ય કહે છે ? ભરતજી ચારિત્ર લેવા તત્પર બની ગયા છે?' ઉત્સુકતા, વ્યગ્રતા અને વ્યથાથી સીતાજી કંપી ઊઠ્યાં. “હા મહાદેવી, તેઓ તો ચાલ્યા પણ જતા હતા, પરંતુ લક્ષ્મણજીએ પકડી લીધા છે. આર્યપુત્ર ચોધાર આંસુએ રડી રહ્યા છે. લક્ષ્મણજીની આંખો..” સીતાજી, વિશલ્યા અને બીજી રાણીઓ જરાય વિલંબ કર્યા વિના ત્યાંથી દોડી અને જ્યાં શ્રીરામ, લક્ષ્મણજી અને ભરત હતા ત્યાં આવી પહોંચી. શ્રીરામ અને લક્ષ્મણ એક બાજુ ઊભા રહી ગયા. રાણીઓએ ભરતને ઘેરી લીધા. ભરતજીની એ ભાભીઓએ ભરતનો ચારિત્ર લેવાનો આગ્રહ ભુલાવી દેવાનો નિર્ણય કર્યો. દેવરજી! તમારે ચારિત્ર લેવું હોય તો ભલે લેજો, પણ અમારી એક વાત તો તમારે માનવી જ પડશે. માનશો ને?' વિશલ્યાએ ભરતને પૂછયું. પરંતુ ભરત તો મૌન! એમણે તો વિશલ્યાની સામે પણ ન જોયું. “ભલે તમે મૌન રહો, પરંતુ અમે અહીંથી જવાના નથી. અમારી વાત તમારે માનવી પડશે. એકવાર અમારી સાથે જલક્રીડા કરો! શું અમને એટલો પણ આનંદ નહીં આપો?' વિશલ્યાએ ભરતના બે હાથ પકડી, ભરતને ઢંઢોળ્યા! ભરતના મુખ પર સ્મિત ચમકી ગયું! ભાભીઓએ એ સ્મિતમાં ભારતની સ્વીકૃતિ માની અને પોતાનો વિજય!” વિરક્ત ભરતજીને જલક્રીડા કરવા ભાભીઓએ સરોવરમાં ઊતાર્યા! શ્રીરામ અને લક્ષ્મણજીએ નિરાંત અનુભવી: “હવે ભરત થોડા દિવસ તો અવશ્ય સંયમની વાત ભૂલી જશે.' પરંતુ જે ભરત વર્ષો સુધી રાજ્ય કરવા છતાં વિરક્ત રહી શક્યા, તે ભરત ઘડીબેઘડીના જલક્રીડામાં રાગી બની શકે ખરા? વિશલ્યા વગેરેએ અતિ હર્ષથી ભારતની સાથે જલક્રીડા કરી, ભરતના વૈરાગ્યને ભૂંસી નાખવા એક એક સ્ત્રીકળા અજમાવી. જલક્રીડા સંપૂર્ણ થઈ. ભરતજી સરોવરને તીરે આવીને ઊભા. એવા જ નિર્લેપ! એવા જ વિરક્ત, ભાભીઓની કોઈ કળા કારગત ન નીવડી. For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાગ અને વૈરાગ્ય ૭૬૩ પરંતુ એ સમયે રાજમહાલયમાં એક મોટો અકસ્માત થયો. શ્રીરામનો માનીતો ને પ્રિય હાથી ‘ભુવનાલંકાર' કે જેને શ્રીરામ લંકાથી સાથે લાવેલા હતા, તેણે આલાનસ્તંભ ઉખેડી નાંખ્યો અને ભારે ઉપદ્રવ મચાવ્યો! મદોન્મત્ત બનેલો ‘ભુવનાલંકાર’ તોડ-ફોડ કરતો સરોવરતીરે આવી પહોંચ્યો. સરોવરના કિનારે ભરત ઊભા હતા. ‘ભુવનાલંકાર' ને તેમણે જોયો. ‘ભુવનાલંકારે ’ ભરતને જોયા! ચાર આંખો મળી. હાથી ઊભો રહી ગયો. એક પગલું પણ તે આગળ ન ભરી શક્યો. તેનો મદ ઓગળી ગયો, તે શાંત અને સ્વસ્થ બની ગયો! ‘ભુવનાલંકાર આલાન-સ્તંભ તોડીને ભાગ્યો છે.’ આ સમાચાર શ્રીરામલક્ષ્મણજીને મળતાં, સુભટો સાથે બંને હાથીની પાછળ દોડી આવ્યા, પરંતુ સરોવ૨-તીરે ભરત અને હાથીને સામસામા જોતા જોયા ને હાથીને શાંત થયેલો જોયો. તેઓ સ્તબ્ધ બની ગયા. તેમને સમજાયું નહીં કે ‘ભરતને જોતાં જ હાથી કેમ શાંત થઈ ગયો?’ મહાવતો ‘ભુવનાલંકાર' ને આલાનસ્તંભે લઈ ગયા અને બાંધી દીધો. શ્રીરામ-લક્ષ્મણજી અને ભરત અંતઃપુર સાથે મહેલમાં પાછા આવ્યા. સમગ્ર અયોધ્યામાં બે વાતો પ્રસરી ગઈ : ૧. ભરતજી સંસારત્યાગ કરવા તત્પર થયા છે. ૨. ભરતજીને જોતાં જ ઉન્માદી ભુવનાલંકાર હાથી શાંત થઈ ગયો! મહેલમાં આવતાં જ એક શુભ સમાચાર ઉઘાનપાલકે આપ્યા અને ભરતજીના આનંદની સીમા ન રહી. For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ ૯૧. ભરતનો પૂર્વભવ પર મહારાજા, ઉદ્યાનમાં એક પરમજ્ઞાની મુનીશ્વર પધાર્યા છે.” ઉદ્યાનપાલકે આવીને સમાચાર આપ્યા. શ્રી રામે ઉદ્યાનપાલકને પ્રીતિદાન આપ્યું અને સમગ્ર પરિવાર સાથે શ્રી રામ-લક્ષ્મણજી અને ભરત મહામુનિને વંદન કરવા ઉદ્યાનમાં પધાર્યા. કેવળજ્ઞાની દેશભૂષણ મુનીશ્વર અને કુલભૂષણ મુનીશ્વરને જોતાં જ સહુને અપૂર્વ રોમાંચ થયો. ભાવપૂર્વક વંદના કરી. વિનયપૂર્વક સહુ મુનિચરણોમાં બેઠાં. શ્રી રામે પ્રશ્ન કર્યો : “હે જ્ઞાની મુનીવર! એક પ્રશ્ન પૂછવાની જિજ્ઞાસા છે. આપ આજ્ઞા પ્રદાન કરો તો પૂછું.” પૂછી શકો છો.” દેશભૂષણ મુનિએ પ્રત્યુત્તર આપ્યો. પ્રભો, મારો હાથી ભુવનાલંકાર મદોન્મત્ત બની વિનાશ કરી રહ્યો હતો, અને મારા અનુજ ભરતને જોતાં જ શાન્ત કેમ થઈ ગયો? શું એ બંનેના પૂર્વજન્મના એવા સંબંધ છે?' કેવળજ્ઞાની ભગવંત દેશભૂષણે શ્રીરામની જિજ્ઞાસા સંતોષવાનો પ્રારંભ કર્યો. “ભગવાન ઋષભદેવે જ્યારે સંસારત્યાગ કર્યો હતો ત્યારે ભગવંતની સાથે બીજા ચાર હજાર રાજાઓએ પણ સંસાર ત્યજી દીધો હતો અને ભગવાનની પાછળ પાછળ વિચરતા હતા. ભગવાને મૌન ધાર્યું હતું. પ્રજાને દાન આપવાનું જ્ઞાન ન હતું. કારણ કે કોઈ દાન લેનાર જ ન હતું! ભગવાન જ પ્રથમ ભિક્ષુ હતા, એ પણ પોતાના રાજા! એક વર્ષ સુધી ભગવાન ઋષભને ભિક્ષા ન મળી, પરંતુ ભગવાનને એનો ખેદ ન હતો. પેલા ચાર હજાર રાજાઓ જેમણે પ્રભુની સાથે સંસારત્યાગ કર્યો હતો તેઓ અકળાયા. પ્રભુને છોડી, તેઓ ગંગાનદીના કિનારે જંગલોમાં પહોંચી ગયા. ત્યાં રહી ગયા. વન્ય ફળાદિનો આહાર કરતા અને ઋષભદેવના નામનું રટણ કરતા, કાલ પસાર કરવા લાગ્યા. એ ચારસો રાજર્ષિઓમાં બે રાજકુમારો હતા, ચન્દ્રોદય અને સૂરોદય. વનવાસી જીવન જીવતા તે બંને મૃત્યુ પામ્યા. જીવન પછી મૃત્યુ અને મૃત્યુ પછી જીવન. સંસારની આ ઘટમાળ ચાલ્યા જ કરે છે! ચન્દ્રોદયને મૃત્યુ પછી For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભરતનો પૂર્વભવ ૭૬૫ ગજપુરમાં નવું જીવન મળ્યું. રાજા હરિમતિ અને રાણી ચન્દ્રલેખાનો એ પુત્ર થયો, નામ મળ્યું કુલકર! પેલો બીજો રાજકુમાર સૂરોદય પણ એ જ ગજપુરમાં જન્મ્યો. વિશ્વભૂતિ અને અગ્નિકુંડના બ્રાહ્મણ-પરિવારમાં જન્મ થયો. તેનું નામ પડ્યું શ્રુતિરતિ. રાજકુમાર રાજા બન્યો અને બ્રાહ્મણપુત્ર પુરોહિત બન્યો. બંને વચ્ચે પ્રીતિ જામી. પૂર્વજન્મના સંસ્કારો હતા ને પ્રીતિના! એક દિવસ રાજા કુલંકર તાપસીના આશ્રમે જતા હતા. માર્ગમાં એક અવધિજ્ઞાની મુનિ અભિનંદન મળ્યા. તેમણે રાજાને કહ્યું : હે રાજન! પંચાગ્નિ તપ તપતા એ તાપસના આશ્રમમાં કે જ્યાં તું જાય છે, ત્યાં બાળવા માટે જે લાકડાં લાવવામાં આવ્યાં છે, તેમાં એક મોટું લાકડું છે. તે લાકડામાં એક મોટો સર્પ છે. તે તારા પિતામહ ક્ષેમંકરનો જ જીવ છે! માટે એ લાકડાને ચિરાવીને, એ બિચારા સર્પની રક્ષા કરવી જોઈએ.” પવિત્ર મુનીશ્વરની વાણી સાંભળી, રાજા વિહ્વળ બની ગયો. ત્વરિત ગતિથી આશ્રમમાં પહોંચ્યો. ત્યાં બાળવા માટેનાં લાકડાં પડેલા જોયાં. પાસે જ પંચાગ્નિ તપ તપતા તપસ્વીને જોયો. તેણે હજુ પેલા મોટા લાકડાને આગમાં નાખ્યું ન હતું; આશ્રમના અન્ય તાપસોએ રાજાનું સ્વાગત કર્યું. રાજાએ તરત જ એ તાપસોને પેલું મોટું લાકડું કાળજીપૂર્વક ચીરીને અંદર રહેલા સર્પને બહાર કાઢવા કહ્યું. તાપસ વિસ્મિત થઈ ગયા! તરત એ લાકડાને ચીરવામાં આવ્યું તેમાંથી એક મોટો સર્પ નીકળ્યો! આ પ્રસંગની ગંભીર અસર રાજા કુલકર પર પડી. “પોતાના પિતામહ સર્પને જો દયાળુ મુનિ ભગવંત ન બચાવત તો શું થાત? મુનીશ્વરનું કેવું અભુત જ્ઞાન અને પેલા અજ્ઞાન તપસ્વીનું કેવું અજ્ઞાન કષ્ટ?” રાજાનું મન સંસારના ભોગસુખોથી વિરક્ત બની ગયું. એ અભિનંદન મુનિના સંપર્કમાં આવ્યા અને સંસારનો ત્યાગ કરી, સાધુ જીવન સ્વીકારવા તત્પર બન્યા. શ્રુતિરતિને કુલકર રાજાને વૈરાગ્ય થયાનું અને શ્રમણ બનવાનું જાણવા મળ્યું. એણે રાજાને કહ્યું : “રાજન, આ ઉમરમાં ચારિત્ર લેવાનું ન હોય. વળી આ ધર્મ-આમ્નાય પણ વૈદિક નથી. શા માટે ઉતાવળ કરે છે? તે છતાં ય જો તારે શ્રમણ બનવું જ હોય તો વૃદ્ધાવસ્થામાં બનજે. શ્રુતિરતિની સલાહે રાજાના ઉત્સાહને તોડી નાંખ્યો. “શું કરવું હવે? આ વિચારમાં રાજા ખોવાઈ ગયો.' બીજી બાજુ એક વિષાદપૂર્ણ ઘટના બની હતી. રાજાની રાણી શ્રીદામાં For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૬ જૈન રામાયણ નગરના એક રાજમાન્ય પુરોહિત સાથે જાતીય સંબંધમાં આવી હતી. “રાજા સંસાર ત્યજીને શ્રમણ બને છે.” આ સમાચારથી રાણી અને એનો પ્રેમી પ્રસન્ન થયાં હતાં. પરંતુ રાજા રોકાઈ ગયો. અને શ્રીદામાને શંકા પડી : “રાજા મારો વ્યભિચાર જાણી ગયો લાગે છે! તેણે એના પ્રેમીને વાત કરી. “રજા આપણું પાપ જાણી ગયા લાગે છે. એ આપણને હણશે. માટે જો તું કહે તો હું જ એને...” “રાણીએ રાજાને ઝેર આપ્યું અને રાજા મૃત્યુ પામ્યો. થોડા સમય પછી શ્રુતિરતિ પણ મૃત્યુ પામ્યો. બંને મિત્રો ચિરકાળ ભવમાં ભટક્યા. રાજગૃહમાં કપિલ બ્રાહ્મણને ઘેર સાવિત્રી બ્રાહ્મણીની કુક્ષિએ એ બે મિત્રો, જોડિયા ભાઈ તરીકે જન્મ્યા. એકનું નામ વિનોદ અને બીજાનું નામ રમણ. કાળક્રમે બંને તરુણ થયા. રમણ વેદાધ્યયન કરવા માટે દેશાંતર ગયો. કેટલાંક વર્ષો પછી અધ્યયન પૂર્ણ કરી, રમણ પાછો રાજગૃહ આવ્યો, પરંતુ ગામના દ્વારે આવ્યો ત્યાં રાત પડી ગઈ હતી એટલે તે ગામમાં ન ગયો. ગામ બહાર એક યક્ષમંદિરમાં સૂઈ ગયો. રમણનો ભાઈ વિનોદ. વિનોદની પત્નીનું નામ શાખા શાખા દત્ત નામના બ્રાહ્મણ સાથે જાતીય સંબંધમાં હતી. અવારનવાર તેઓ પૂર્વસંકેત મુજબ આ યક્ષમંદિરમાં આવતાં. આ રાતે પણ પૂર્વસંકેત મુજબ શાખા યક્ષમંદિરમાં આવી. જ્યારે શાખા ઘરની બહાર નીકળી હતી ત્યારે વિનોદ જાગી ગયો હતો અને તલવાર લઈ, એની પાછળ થઈ ગયો હતો. યક્ષમંદિરમાં આવીને, શાખાએ રમણને પોતાનો પ્રેમી દત્ત સમજીને જગાડ્યો! દત્ત તો ત્યાં આવ્યો જ ન હતો. અંધકાર હતો તેથી રમણને કંઈ સમજાયું નહીં. એ શાખાના બાહુપાશમાં જકડાઈ ગયો. ત્યાં જ ધુંધવાયેલા વિનોદે રમણ ઉપર તલવારનો ઘા કરી દીધો. રમણ મરાયો. પણ રમણની છૂરીથી શાખાએ ત્યાં જ વિનોદની છાતી ચીરી નાંખી અને તે કુલટા ત્યાંથી જંગલમાં ભાગી છૂટી. વિનોદ અને રમણ મર્યા, અનેક યોનિમાં જન્મ્યા ને મર્યા. | વિનોદ અનેક ભવો પછી પુનઃ મનુષ્યભવ પામ્યો. શ્રેષ્ઠીપુત્ર તરીકે જન્મ્યો. તેનું નામ “ધન.” પેલો રમણ અનેક ભવોમાં ભટકતો ભટકતો શ્રેષ્ઠીપુત્ર ધનના ઘેર જ જમ્યો! તેનું નામ “ભૂષણ' પાડવામાં આવ્યું. ધન પાસે ધનના ઢગલા હતા. ભૂષણ એકનો એક પુત્ર હતો. ખૂબ લાડકોડમાં ઊછર્યો. પિતાનો પુત્ર ઉપર ખૂબ રાગ અને પુત્રને પિતા ઉપર અત્યંત સ્નેહ, For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભરતનો પૂર્વભવ ૭૬૭ ધનશ્રેષ્ઠીએ પોતાના પુત્ર માટે બત્રીસ શ્રેષ્ઠી કન્યાઓ પસંદ કરી. ભૂષણે બત્રીસ કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. વિશાળ મહેલની અગાસીમાં પત્નીઓ સાથે ક્રીડા કરતો ભૂષણ ત્યાં જ નિદ્રાધીન થયો હતો. રાત્રિનો ચોથો પ્રહર ચાલી રહ્યો હતો, ત્યાં ભૂષણની નિદ્રા ઊડી ગઈ, દૂર પૂર્વદિશામાં મહોત્સવનો આનંદધ્વનિ ઊછળી રહ્યો હતો. શ્રીધર મહામુનિને કેવળજ્ઞાન થયું હતું, તેનો મહોત્સવ કરવા દેવલોકના દેવો. નીચે ઊતરી પડ્યા હતા. ભૂષણે પોતાની પત્નીઓને જગાડી અને મહામુનિના કેવળજ્ઞાન મહોત્સવમાં ભાગ લેવા ચાલ્યો. ઉચ્ચ મનોરથો સાથે ઉદ્યાન તરફ જતા ભૂષણને માર્ગમાં જ એક ભયંકર સર્પે ડંખ દીધો. યુવાન ભૂષણ ઢળી પડ્યો. તેનું પ્રાણપંખેરું ઊડી ગયું. સ્ત્રીઓ કરુણ કલ્પાંત કરવા લાગી. નોકરો ધનશ્રેષ્ઠીને બોલાવી લાવ્યા. ધનશ્રેષ્ઠી તો પુત્રને નિચેષ્ટ જોઈને છાતી ફાટ રૂદન કરતાં પૃથ્વી પર ઢળી પડ્યા, માંત્રિકો આવ્યા અને તાંત્રિકો આવ્યા, પરંતુ ભૂષણ સજીવન ન જ થઈ શક્યો. જેનું મૃત્યુ સુધર્યું, મરતાં શુભ ભાવ રહ્યા, તેની સદ્ગતિ થાય. ભૂષણ રત્નપુર નગરમાં અચલ ચક્રવર્તીની રાણી હરિણીની કુક્ષિએ જમ્યો, તેનું નામ ‘પ્રિયદર્શન' રાખવામાં આવ્યું. પ્રિયદર્શન સહુને પ્રિય થઈ પડ્યો. પરંતુ પ્રિયદર્શનને આ સંસારના કોઈ વૈભવો પ્રિય ન લાગે! એને તો ધર્મ જ ગમે. જ્યારે તે યૌવનમાં આવ્યો ત્યારે તેણે ચારિત્ર લેવાની પોતાની ભાવના પિતા સામે વ્યક્ત કરી. ચક્રવતી અચલને પ્રિયદર્શન ઉપર ખૂબ સ્નેહ હતો. તેણે પ્રિયદર્શનને ચારિત્ર તો ન લેવા દીધું પરંતુ ત્રણ હજાર કન્યાઓ સાથે એનું લગ્ન કર્યું? પ્રિયદર્શને લગ્ન તો કર્યું પરંતુ તેનો આત્મા જાગ્રત હતો. ૬૪ હજાર વર્ષ પર્યત ગૃહવાસમાં પણ તેણે બાહ્ય - આંતર તપશ્ચર્યા કરી અને સમાધિમૃત્યુને ભેટી, એ બ્રહ્મદેવલોકમાં દેવ થયો. પેલો ધનશ્રેષ્ઠી (ભૂષણના પિતા) પુત્રના અકાળમૃત્યુથી, વર્ષો સુધી વિલાપ કરતો, મરીને તે અનેક ભવોમાં ભટક્યો. એમ કરતાં તે પોતનપુર નગરમાં બ્રાહ્મણપુત્રનો ભવ પામ્યો. તેનું નામ મૃદુમતિ. મૃદુમતિ યૌવનમાં ઉદ્ધત બન્યો. એના પિતાએ એને ઘેરથી કાઢી મૂક્યો. તે દૂર દેશમાં પહોંચી ગયો. સર્વકલાઓમાં નિપુણ બની ગયો! એક નંબરનો ધૂર્તિ બન્યો! કેટલાંક વર્ષો પછી પાછો ઘેર આવ્યો. મૃદુમતિ પોતનપુરનો અજેય જુગારી બની ગયો. થોડા દિવસોમાં તેણે અઢળક ધન કમાઈ લીધું. પરંતુ જેમ જેમ એ ધન કમાતો ગયો, પોતનપુરની For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૬૮ જૈન સમાયણ પ્રસિદ્ધ વેશ્યા વસંતસેનાના મોહપાશમાં બંધાતો ગયો. વર્ષો સુધી વસંતસેના સાથે મનમાન્યા ભોગ ભોગવ્યા. એક દિવસ તેનો સૂતેલો આત્મા જાગ્યો. તેને આત્માનો વિચાર આવ્યો, પરલોકનો વિચાર આવ્યો. સાપ જેમ કાંચળીનો ત્યાગ કરે, મૃદુમતિએ ભોગસુખોનો ત્યાગ કર્યો. તે શ્રમણ બન્યો. શ્રમણ જીવનનું પાલન કરી, સમાધિમૃત્યુ પામી, એ બ્રહ્મદેવલોકમાં દેવ થયો. બ્રહ્મદેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી, એ વૈતાઢચપર્વત ઉપર હાથી થયો! હે રામ, એ જ તમારો આ ભુવનાલંકાર! - પ્રિયદર્શનનો જીવ બ્રહ્મદેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી, તમારો ભાઈ ભરત બન્યો!' કેવળજ્ઞાની દેશભુષણ મુનીશ્વરે શ્રીરામની જિજ્ઞાસા સંતોષી. તેની પરમ તૃપ્તિ તો ભરતજીને થઈ! પોતાના જન્મજન્માંતરોનો આ ઇતિહાસ સાંભળી ભરતનો વૈરાગી આત્મા ઊછળી પડ્યો. દેશભુષણ મુનીશ્વરનાં ચરણોમાં ઢળી પડી, ભરતે અશ્રુઓ વહાવ્યાં. “હે ભગવંત! હવે મારો ઉદ્ધાર કરો, મારે હવે પુનઃ જન્મ નથી લેવો. મારે ભવોમાં નથી ભટકવું.” શ્રી રામની આંખો ભીની થઈ ગઈ. સીતાજી, વિશલ્યા વગેરેએ બોર બોર જેવડાં આંસુ પાડ્યાં. શ્રી રામ ભરતને ભેટી પડ્યા અને ગદ્ગદ્ સ્વરે બોલ્યા: વત્સ ભરત! હવે હું તારા માર્ગમાં વિઘ્ન નહીં કરું, તારા વૈરાગી આત્માને રાગના બંધનોમાં જકડી, દુઃખી નહીં કરું. હું કેવળજ્ઞાની ભગવંતને પ્રાર્થના કરું છું કે તેઓ તારા ચારિત્ર મહોત્સવ પર્યત અહીં સ્થિરતા કરે.' દેશભૂષણ મહામુનિને વિનંતી કરી, શ્રીરામ પરિવાર સાથે રાજમહેલે પધાર્યા. શ્રીરામ ભરતની સાથે સીધા જ અપરાજિતાના મહેલે ગયા. અપરાજિતાના ચરણે નમસ્કાર કરી, શ્રીરામે ભરતનો ચારિત્ર લેવાનો નિર્ણય જણાવ્યો. અપરાજિતાએ ભરતના માથે આંસુ વહાવ્યાં. “વત્સ, તને હું કેવી રીતે ચારિત્રની અનુમતિ આપું? પરંતુ મારા મોહના કારણે તારા આત્માની મુક્તિમાં અંતરાય નહીં કરું. તારું કલ્યાણ થાઓ વત્સ! અપરાજિતા રડી પડ્યાં. શ્રી રામ પણ ત્યાં રુદનને રોકી શક્યા નહીં. ત્યાં જ કૈકેયી, સુમિત્રા, સુપ્રભા વગેરે આવી ગયાં. ભરતનો ચારિત્ર-ગ્રહણનો નિર્ણય સહુએ જાણી લીધો હતો અને શ્રીરામની સંમતિ પણ સહુએ જાણી હતી જ. ૦ ૦ ૦ For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૐ ૯૨. ભરત ચારિત્ર ના પંથે શ્રી રામે મહામંત્રીને બોલાવીને, ભરતનો ચારિત્ર મહોત્સવ ઊજવવાની સૂચનાઓ આપી દીધી હતી. બિભીષણ, સુગ્રીવ, વિરાધ, ભામંડલ, નીલ, રત્નટી અને હનુમાન આદિને ભરતના ચારિત્ર-મહોત્સવમાં આવવાનાં આમંત્રણો પાઠવી દીધાં હતાં. વનવાસ દરમિયાન સ્નેહી-સ્વજન બનેલા અનેક રાજાઓ અને શ્રેષ્ઠીઓને પણ નિમંત્રણ મોકલવામાં આવ્યાં. નિશાનો અંધકાર છવાયો હતો. માનવસર્જિત દીપકોનો પ્રકાશ પથરાયો હતો. જેમ અયોધ્યાની પ્રજા આજે જલદી નિદ્રાધીન થતી ન હતી તેમ અયોધ્યાનો રાજપરિવાર પણ રાત્રિના બીજા પ્રહર સુધી જાગતો હતો. રાજમાતા કૈકેયીના મહેલમાં રત્નદીપકોનો પ્રકાશ પથરાયેલો હતો. કૈકેયી પલંગ પર બેઠી હતી. સામે જ એક સિહાસન પર અયોધ્યાપતિ રાજા ભરત બેઠા હતા. માતા પુત્રનો વાર્તાલાપ એક પ્રહરથી ચાલી રહ્યો હતો. શ્રી રામ અને અપરાજિતાની અનુજ્ઞા મેળવ્યા પછી. ભરતજીએ માતાની આજ્ઞા મેળવવી, અનિવાર્ય હતી. કૈકેયીના મુખ ઉપર વિષાદ અને આનંદની મિશ્ર લાગણીઓ ઊપસી આવતી હતી. તે ભરતની વાતો સ્વસ્થતાથી, ગંભીરતાથી સાંભળતી હતી. ભરત પ્રત્યેના અપાર વાત્સલ્યથી, તે ક્યારેક વિહ્વળતા પણ અનુભવતી હતી. ‘ભરત, તું ચારિત્ર લઈશ તો હું પણ ચારિત્ર લઈશ.' કૈકેયીએ કોઈ ન કલ્પી શકે તેવી જાહેરાત કરી. કૈકેયી પલંગ ઉપર ટટ્ટાર બેસી, ગંભીર સ્વરમાં બોલી. ‘તું ચારિત્ર લઈશ? સત્ય?' ભરત સિંહાસન પરથી ઊભા થઈ, માતાની સામે આવી ઊભા. એમના મુખ પર વિસ્મય અને આનંદની મિશ્ર લાગણીઓ ઊપસી આવી હતી. ‘હા, ભરત હું સાચે જ ચારિત્ર લઈશ. તું જ કહે, તું ચારિત્ર લે પછી મારા જીવનમાં શું રહે છે? તને મેં ત્યારે, જ્યારે તારા પૂજ્ય પિતાની સાથે તું ચારિત્ર લેવા તૈયાર થયો હતો, મેં શા માટે રોકી રાખ્યો હતો? તારા વિના આ મહેલો મારે મન સ્મશાન જ છે. તારા વિના હવે મારે સંસારને શું કરવો છે? હું તારી સાથે જ ચારિત્ર લઈશ, સર્વ બંધનો બાહ્ય-આંતર સર્વ બંધનોથી મુક્ત બની, અવ્યય-પદને પ્રાપ્ત કરીશ.' ભરત કૈકેયીનો નિર્ણય, એ નિર્ણયની પાછળનાં કારણો અને નિર્ણય પછીના For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ જીવનના સંકલ્પને સાંભળી રહ્યા હતા. કેકેયી પલંગથી નીચે ઊતરી, મહેલના ઝરૂખામાં જઈ ઊભી રહી. ભરત કેકેયીની પાછળ જઈને, માતાની બાજુમાં ઊભા રહ્યા. આકાશ સ્વચ્છ હતું, અસંખ્ય તારાઓ ટમટમી રહ્યા હતા. કેકેયીએ ભરત સામે જોયું. તારા પિતાજી, આ અનંત આકાશની ક્ષિતિજો ઓળંગી, સાત રાજલોક ઉપર સિદ્ધશિલા પર પહોંચી ગયા. ન હવે એમને જન્મ-મરણના ફેરા કે ન આધિ, વ્યાધિ કે ઉપાધિ! એમનો આત્મા પરમજ્યોતિમાં જ્યોતિર્મય બની ગયો. આ જ પરમ ધ્યેય છે. અંતિમ લક્ષ છે.' “વત્સ...' ભરતના મસ્તકે હાથ મૂકી કેકેયી બોલી : હું જાણું છું કે મેં તને સંસારમાં જકડી રાખીને, તારા આત્માને દુઃખી કર્યો છે. મેં મારા મોહથી તને રોક્યો હતો. જો એ વખતે મારો આત્મા જાગી ગયો હોત તો તારા માર્ગમાં હું વિન તો ન કરત. બલકે હું પોતે જ તારા પિતા અને તારી સાથે ચારિત્ર લેવા તત્પર બની ગઈ હોત. પરંતુ એ દુર્ભાગ્ય હતું. હું એ પણ સમજું છું કે શ્રી રામ વનવાસમાં ગયા, તું રાજા બન્યો, ત્યારથી અત્યાર સુધી તારા મનમાં મારા પ્રત્યે ઉદાસીનતા રહી છે. તેં એક આદર્શ પુત્ર તરીકે મારો વિનય કર્યો છે, મારી આજ્ઞા માની છે, પરંતુ તારું હૃદય ક્યારેય... ખેર, હવે તું પ્રસન્ન થા. તારાં બંધનો તોડ, તારા નિમિત્તે મારા પણ બંધનો તૂટી જશે, એટલું જ નહીં અયોધ્યાની પ્રજા પણ મારા આ નિર્ણયને જાણશે ત્યારે? મારું કલંક ધોવાઈ જશે. શ્રી રામના વનવાસમાં ખરેખર તો હું જ નિમિત્ત બની હતી ને? એથી પ્રજાને કેવું ઘોર દુઃખ થયું હતું?” કેકેયીનું મનોમંથન ચાલતું જ રહ્યું. ત્રીજો પ્રહર ચાલી રહ્યો હતો, પરંતુ નિદ્રા આજે કૈકેયીના આવાસમાં પ્રવેશી જ ન હતી. ભરત કૈકેયીના મંથનને સાંભળતા જ રહ્યા. તેમના મનને હર્ષ થયો. માતા પણ ચારિત્રનો માર્ગ લઈ, આત્મશ્રેય સાધે, એથી વૈરાગી પુત્રને કેમ હર્ષ ન થાય? “માતા, તેં ચારિત્ર લેવાનો નિર્ણય કર્યો તેથી મને આ@ાદ થયો છે. તારો નિર્ણય ઉચિત છે. મને તારા પ્રત્યે સ્નેહ છે, શ્રદ્ધા છે. તારા આ નિર્ણયથી કાલે અયોધ્યામાં આશ્ચર્ય સાથે તારા ઉપર અભિનંદનોની વર્ષા થશે.' ભરતે માતાનાં ચરણે નમસ્કાર કર્યા અને પોતાના મહેલમાં ગયા. કેકથી ત્રીજા પ્રહરના અંતે નિદ્રાધીન થઈ. અયોધ્યાની આણ સ્વીકારેલા રાજાઓ, મિત્ર રાજાઓ અને સ્નેહીજનો, For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૭ ભરત ચરિત્રના પંથે જેમને જેમને ભારતના ચારિત્ર-સ્વીકારની વાત જાણવા મળી, તેઓ અયોધ્યા આવવા રવાના થઈ ગયા. રાજાઓના રથો, હાથી, ઘોડા અયોધ્યામાં આવી પહોંચ્યા. અનેક શ્રેષ્ઠીઓ અને સાર્થવાહો પણ આવવા લાગ્યા. અયોધ્યાનાં સેંકડો જિનમંદિરોમાં ઉત્સવ મંડાયા હતા. મહારાજા ભરત સવારથી સંધ્યા સુધી ગરીબો, અનાથોને દાન આપતા હતા. અયોધ્યાના રાજમાર્ગો શણગારવામાં આવ્યા હતા. માતા કૈકેયીનો નિર્ણય બીજા જ દિવસે ભરતે શ્રી રામને જણાવ્યો. શ્રીરામ સ્તબ્ધ થઈ ગયા. “શું કહે છે ભરત? માતા કૈકેયી પણ ચારિત્ર લેશે?” “સત્ય છે આર્યપુત્ર, માતાનો દ્રઢ નિર્ણય છે.” શ્રી રામ શીધ્ર કૈકેયીના મહેલે પહોંચ્યા. કૈકેયીના ચરણે નમસ્કાર કરી, સિંહાસન પર બેઠા. “માતા, ભરતે મને કહ્યું કે તું પણ ચારિત્ર લેવાનો નિર્ણય કરી બેઠી છે?” શ્રી રામે કિકેયીને સીધો જ પ્રશ્ન પૂછુયો. કૈકેયીના મુખ પર સ્મિત ફરકી ગયું. તેણે શ્રીરામ સામે જોયું અને કહ્યું : “વત્સ, ભરતે કહી તે વાત સાચી છે. મેં ચારિત્ર સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. રાત્રે જ મેં ભરતને મારા હૃદયગત ભાવો જણાવ્યા.' આમ અચાનક નિર્ણય કરવાનું કારણ..?” વત્સ, આ નિર્ણય મેં અચાનક નથી કર્યો, જાહેર અવશ્ય અચાનક કર્યો છે. બાકી મારું મન તો એ નિર્ણય કરી જ બેઠું હતું કે ભરત સંસારત્યાગ કરે, એની સાથે મારે પણ સંસાર ત્યાગ કરવો. સાચે જ હવે મને આ સંસારનાં સુખોની કોઈ જ સ્પૃહા નથી રહી, કોઈ રાગ નથી રહ્યો કે કોઈ કામના નથી રહી. તારા પિતાજીના માર્ગે જ જવામાં મારા અને ભરતના આત્માનું શ્રેય છે.” શ્રી રામ કૈકેયીનાં ઉપશમ-રસનીતરતાં વચનો સાંભળે છે. તેમની આંખો આંસુ-ભીની થઈ ગઈ છે, “કૈકેયી ચારિત્ર લેશે, ભરત ચારિત્ર લેશે,' શ્રીરામને સ્નેહીનો વિરહ પીડા આપી રહ્યો. રામની આંખમાં આંસુ જોઈ, કૈકેયીએ પોતાના પાલવથી રામની આંખો લૂછી નાંખી. રામના માથે વાત્સલ્યપૂર્ણ હાથ ફેરવતી કેકેયી બોલી : વત્સ, તારી માતૃભક્તિએ વિશ્વને એક મહાન આદર્શ આપ્યો છે. સાચું કહું તો મેં તને કાંઈજ સુખ આપ્યું નથી. અરે, દુઃખ જ આપ્યું છે, કષ્ટ આપ્યું છે,” નહીં... નહીં માતા, એમ ન બોલ, મારી કલ્પનામાં પણ નથી કે તે મને દુઃખ For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૭૨ જૈન રામાયણ આપ્યું હોય, તું એવું ન બોલીશ.” એ જ તારી અદ્ભુત માતૃભક્તિ છે. તેં તારા સુખદુઃખની ક્યારેય પરવા નથી કરી. તારા સ્વાર્થને ક્યારેય જોયો નથી. વત્સ તારું કલ્યાણ હો, તારું મંગલ હો.' શ્રી રામે કૈકયીનાં ચરણોમાં નમસ્કાર કર્યા અને ત્યાંથી પોતાના મહેલમાં આવ્યા. શ્રી રામના મુખ પર ગંભીરતા અને અવ્યક્ત વેદના હતી. માતા અને ભાઈના સંસારત્યાગના નિર્ણયે શ્રીરામને વિહ્વળ કર્યા હતા. સીતાજીનું મન પણ વિષુબ્ધ હતું. દેવર ભરત પર સીતાજીને વાત્સલ્ય હતું. સીતાજીએ શ્રીરામનું સ્વાગત કર્યું, પરંતુ ખિન્ન વદને ન કાંઈ શ્રીરામ બોલ્યા કે ન કાંઈ સીતાજી બોલ્યાં. મૌન રીતે ભોજન કર્યું. વિશ્રામ લીધો, ન લીધો અને શ્રીરામ માતા અપરાજિતા પાસે પહોંચ્યા. અપરાજિતાને કયીના નિર્ણયની જાણ થઈ જ ગઈ હતી. તેઓ કૈકેયી પાસે જઈ આવ્યાં હતાં. કેકેયીનો નિર્ણય પાકો હતો. નગરમાં પણ વાત વહેતી થઈ ગઈ હતી. વત્સ, હું હમણાં જ કૈકેયી પાસેથી આવું છું. એણે સંસાર-ત્યાગનો નિર્ણય લઈ જ લીધો છે. ધન્ય છે એના સત્ત્વને.” માતા, તે જોજે આવો કોઈ નિર્ણય લેતી. મારું હૃદય સ્નેહીના વિરહથી વ્યથિત થાય છે. સાચું કહું?' વનવાસમાં જતાં ભરત અને કૈકેયીનો વિરહ જેટલો મને વ્યથિત નહોતો કરી શક્યો, એનાથી આજે હું કેટલો બધો વ્યથિત છું કે મને સ્વસ્થતા નથી.' જે માર્ગ માતા-પુત્ર લઈ રહ્યાં છે તે માર્ચ મહાન છે રામ! અપૂર્વ સત્ત્વ વિના એ માર્ગે જવાય એવું નથી. તારા પિતાજીએ ચારિત્રમાર્ગનો સ્વીકાર કરીને આપણા સહુ માટે એ માર્ગ આદર્શરૂપે સ્થાપ્યો છે. એ માર્ગે જ આત્માનું કલ્યાણ છે. સંસારમાં શું છે? સંસારનાં સુખો ક્ષણિક છે, દુ:ખદાયી છે. ભગવાન મુનિસુવ્રતસ્વામીએ ચીંધેલો મોક્ષમાર્ગ જ પરમ સુખનો માર્ગ છે. કૈકેયી અને ભરતે સાચે ભવ્ય પુરુષાર્થ કર્યો છે.' શ્રી રામ અપરાજિતાની સામે અનિમેષ દૃષ્ટિએ જોઈ રહ્યા હતા. અપરાજિતાની જ્ઞાનપૂર્ણ મધુરવાણી સાંભળી રહ્યા હતા. શ્રીરામ કંઈ જ બોલ્યાં નહીં. મૌન રીતે માતાની વાતોનો સ્વીકાર કરી લીધો. ત્યાં સુમિત્રાએ પ્રવેશ કર્યો અને અપરાજિતા તથા રામ તરફ જોઈ બોલ્યા : એક નવા સમાચાર આપું? કૌશલ્યા પાસે બેસતાં સુમિત્રાએ કહ્યું. શું” કૌશલ્યાએ ઉત્સુકતાથી પૂછ્યું. રામે સુમિત્રા સામે જોયું. For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભરત ચરિત્રના પંથે અયોધ્યાના મિત્રરાજાઓ અને આજ્ઞાંકિત રાજાઓ ભરત પાસે ગયા હતા. ભરતે તેમની સાથે કેવી વાતો કરી તે તો જાણી શકી નથી, પરંતુ એ એક હજાર રાજાઓએ પણ ભારતની સાથે જ ચારિત્ર લેવાનો નિર્ણય કર્યો છે!” તું શું કહે છે સુમિત્રા? કોણે કહ્યું તને?' અપરાજિતા ઊભાં થઈ ગયાં. સુમિત્રાનો હાથ પકડી લઈ, ખૂબ આશ્ચર્ય વ્યક્ત કર્યું. મને લક્ષ્મણે હમણાં જ કહ્યું! “તો તો સાચું! ક્યાં છે લક્ષ્મણ?' એ તો, વિશ્રામગૃહમાં જઈને આંખો બંધ કરીને પડ્યો છે. અને મને કહે; આ બધાંને શું થઈ ગયું છે? કેમ આ બધાં ચારિત્ર લે છે? જેમને જેમાં સુખ લાગ્યું તે ખરું!” સાચી વાત છે લક્ષ્મણની. જેમને આ સંસારમાં સુખ ન દેખાય તે શા માટે સંસારમાં રહે? આપણને સંસારમાં સુખ દેખાય છે ને? પણ આશ્ચર્ય કહેવાય કે એક હજાર રાજાઓ પણ ભારતની સાથે જ ચારિત્ર લે છે!” શ્રી રામ બોલ્યા : “સાચી વાત છે ભરત પ્રત્યેના સ્નેહની. એ રાજાઓ સાથે ભરતે જે સ્નેહપૂર્ણ સંબંધો રાખેલા છે, જે નિઃસ્પૃહતાપૂર્વક પ્રજાનું પાલન કર્યું છે, તેનો આ પ્રભાવ છે. વળી પૂર્વભવોના પણ સ્નેહસંબંધો કામ કરે છે ને!' રાજમાતા કૈકેયી, અયોધ્યાપતિ ભરત અને બીજા એક હજાર રાજાઓના સંસારત્યાગની ઘોષણાએ માત્ર અયોધ્યામાં જ નહીં, સારા ભારતવર્ષમાં પડઘો પાડી દીધો. લાખો સ્ત્રી-પુરુષો અયોધ્યામાં આવી પહોંચ્યાં. બિભીષણ, સુગ્રીવ, હનુમાન, નલ-નીલ વગેરે પણ અયોધ્યામાં આવી પહોંચ્યા. અયોધ્યાની ગલીગલીમાં અને માનવોની જીભે-જીભે ત્યાગ, વૈરાગ્ય અને ચારિત્રની પ્રશંસાઓ, ચારિત્ર લેનારના ગુણગાન અને અયોધ્યાના રાજપરિવારની વિશેષતાઓ ગવાઈ રહી હતી. પ્રભુભક્તિના મહોત્સવ, ગરીબોને દાન અને સાધર્મિકોની ભક્તિ, અયોધ્યાની પ્રજા માટે અને લાખો મહેમાનો માટે ભોજનગૃહો ખૂલી ગયાં હતાં. ધર્મરંગની જાણે હોળી ખેલાઈ રહી હોય તેવું વિરલ વાતાવરણ અયોધ્યામાં જામી ગયું હતું. મહામુનીશ્વર દેશભૂષણજી અયોધ્યાના ઉદ્યાનમાં બિરાજ્યા હતા. અયોધ્યાપતિના ચારિત્ર મહોત્સવમાં તેઓ મહાન આકર્ષણ હતા. ભરતજી વારંવાર ગુરુચરણોમાં જઈ, જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. ચારિત્ર સ્વીકારવાનો દિવસ આવી ગયો. For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૭૪ જેન રામાયણ કૈકયી, ભરત અને હજાર રાજાઓના રથ શણગારાઈ ગયા. ભરત શ્રીરામના બાહુપાશમાં જકડાઈ ગયા હતા. રામની આંખો ચોધાર આંસુ વહાવતી ભરતના મસ્તકને ભીંજવી રહી હતી. બાજુમાં સીતાજી હાથમાં રત્નજડિત થાળમાં કુમકુમ અને શ્રીફળ લઈ ઊભાં હતાં. આંખોમાંથી બોર બોર જેવડાં આંસુ પડતાં અને ડૂસકાં લેતાં વિશલ્યાના ખભે માથું ઢાળી દેતાં હતાં. અચાનક ભરતને કોઈ સ્મૃતિ થઈ આવી. તેમના મુખ પર ચમક આવી, શ્રીરામને કહ્યું : “આર્યપુત્ર, ભુવનાલંકારને મળીને આવું!” શ્રીરામ સાથે ભરત હસ્તી શાળામાં આવ્યા. ભુવનાલંકારે ભરતજીને જોતાં જ સૂંઢ ઊંચી કરી! એને પણ પૂર્વભવનું સ્મરણ થઈ ગયું હતું. ભરતજીએ કહ્યું : “ભુવનાલંકાર, આજે હું વૈરાગ્યના માર્ગે જઈશ, કર્મોનાં બંધનો તોડી, પરમપદ પામીશ, તું પણ, અરે, તું ચારિત્ર ન લઈ શકે પરંતુ તપ કરી શકે, ત્યાગ કરી શકે...” ભુવનાલંકારે મસ્તક ઝુકાવી, સૂંઢ હલાવી ભરતજીની વાતનો સ્વીકાર કર્યો, ભરતજીએ ભવનાલંકારના મસ્તકે હાથ મૂક્યો. શ્રીરામ સાથે ભરતજી મહેલમાં આવ્યા. સીતાજીએ ભરતજીને તિલક કર્યું અને ભરતજી મહેલની બહાર આવ્યા. લાખો પ્રજાજનોએ “મહારાજા ભરતનો જય હો! રાજર્ષિનો જય હો!' ની ગગભેદી જય પોકારી. ભરતની પાછળ કૈકેયી બહાર આવી. પ્રજાજનોએ કેકેયીને જયધ્વનિથી વધાવી લીધી. ભવ્ય વરઘોડો નિકળ્યો. - ઉદ્યાનમાં વરઘોડો આવ્યો. મુનીશ્વર દેશભૂષણજીએ કૈકેયી, ભરત અને હજાર રાજાઓને ચારિત્ર આપ્યું. મુનીશ્વરે દેશના આપી અને પર્ષદા પૂર્ણ થઈ. શ્રીરામે પરિવાર સાથે રાજર્ષિઓને વંદના કરી અને નગરમાં પાછા આવ્યા. મુનીશ્વરે ત્યાંથી વિહાર કર્યો. ભરતજીએ ચારિત્રનું પાલન કર્યું. કર્મોનો ક્ષય કર્યો અને મોક્ષે ગયા. કૈકેયી પણ મોક્ષે ગઈ. રાજાઓએ પણ સદ્દગતિ અને પરમગતિ પ્રાપ્ત કરી. ભુવનાલંકારે અંતે અનશન કર્યું અને પાંચમા દેવલોકે દેવ થયો. 0 0 For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir L S G3. શત્રુળનો મથુરા વિજય શ્રી રામના મહેલનો સભાખંડ ખીચોખીચ ભરાયો છે. શ્રી રામની પાસે જ એક બાજુ લક્ષ્મણજી અને શત્રુઘ્ન બેઠા છે. બીજી બાજુ બિભીષણ, સુગ્રીવ, હનુમાન આદિ સિહાસનો પર આરૂઢ થયા છે. ભામંડલ આદિ રાજાઓ પણ પોતપોતાના આસને બિરાજમાન થયા છે. વિદ્યાધર રાજાઓ જે દીક્ષા મહોત્સવમાં આવેલા, તેઓ પણ સભાખંડમાં શોભતા હતા. અયોધ્યાનો મંત્રીવર્ગ, મહાજન આદિ પણ ઉપસ્થિત હતા. સહુએ શ્રી રામને પ્રાર્થના કરી કે ભરતે દીક્ષા લીધી હોવાથી, અયોધ્યાના ખાલી પડેલા સિંહાસને શ્રી રામ આરૂઢ થાય. શ્રી રામે કહ્યું: આ લક્ષ્મણ વાસુદેવ છે, રાજસિંહાસને એનો અભિષેક કરો.” સહુએ શ્રી રામનો આદેશ સ્વીકાર્યો અને શીધ્રાતિશીધ્ર ભવ્ય રાજ્યાભિષેકની તૈયારીઓ પ્રારંભી દીધી. સાથે સાથે શ્રી રામનો “બલદેવ' તરીકે અભિષેક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. શુભ દિવસે અને શુભ મુહૂર્તે. શ્રી લક્ષ્મણજીને ભરતક્ષેત્રના “વાસુદેવ' તરીકે હજારો રાજાઓએ અને લાખો પ્રજાજનોએ રાજ્યાભિષેક કર્યો. શ્રી રામનો બલદેવ' તરીકે અભિષેક કરવામાં આવ્યો. ભરતક્ષેત્રના આ આઠમા બલદેવ-વાસુદેવ હતા. બીજા દિવસે શ્રીરામ-લક્ષ્મણના સાનિધ્યમાં વિશાળ સભાનું આયોજન થયું. શ્રીરામે હિતકારી રાજનીતિ જાહેર કરી. પ્રજાએ એ રાજનીતિને આદર્શ રાજનીતિ તરીકે સ્વીકારી, સાથે જ ભિન્ન ભિન્ન રાજ્યોની વહેંચણી પણ કરી દીધી. રાક્ષસદ્વીપના અધિપતિ બિભીષણ જાહેર થયા. વાનરદ્વીપના રાજા સુગ્રીવ ઘોષિત થયા. વિરાધને પાતાલલકાનું રાજ્ય, નીલને ઋક્ષપુરનું રાજ્ય, હનુમાનને શ્રીપુરનું રાજ્ય, પ્રતિસૂર્યને હનુપુરનું રાજ્ય, રત્નજટીને દેવોપગીતનગરનું રાજ્ય અને ભામંડલને વૈતાઢય પર્વત ઉપરના રથનૂપુરનગરનું રાજ્ય આપવામાં આવ્યું. બીજાં રાજ્ય પણ બીજા સુયોગ્ય વીરપુરુષોને આપવામાં આવ્યાં. શ્રી રામે પાસે બેઠેલા શત્રુઘ્ન સામે જોયું. સ્નેહ અને વાત્સલ્યથી છલકતી વાણીમાં શ્રી રામ બોલ્યા : વત્સ શત્રુઘ્ન!” શત્રુન સિંહાસનેથી ઊભા થઈ, શ્રીરામને પ્રણામ કરી, પાસે આવીને ઊભા. શ્રી રામ શત્રુનના માથે હાથ ફેરવતા બોલ્યાં : For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ “શત્રુઘ્ન' તને કયો દેશ-પ્રદેશ ગમે છે? કહે, તું માગે તે દેશ-પ્રદેશ તને આપું.” શત્રુઘ્ન વિચારમાં પડી ગયા. શ્રી રામે પુનઃ પૂછયું : કેમ? બોલ, તને કયો દેશ આપું?' શત્રુઘ્ન બોલ્યા : “મથુરાનું રાજ્ય.” મથુરા? શત્રુઘ્ન, મથુરા દુઃસાધ્યા છે, એ તું જાણે છે? મથુરાના રાજા મધુ પાસે શૂળ નામનું અસ્ત્ર છે. પૂર્વભવના એના મિત્ર અમરેન્દ્ર એને આપેલું છે. એ અસ્ત્રની ખૂબી એ છે કે એ જે શત્રુસૈન્ય તરફ “શૂળ' ફેંકે છે તે શત્રુસૈન્યનો સંહાર કરીને જ પાછું આવે છે!” શ્રી રામે લક્ષ્મણજી સામે જોયું. લક્ષ્મણજી ગંભીરતાથી વિચારી રહ્યા હતા. મધુ રાજ્યાભિષેક-મહોત્સવમાં પણ આવ્યો ન હતો. અયોધ્યાની આણ સ્વીકારવા તૈયાર ન હતો. શ્રી રામની ઇચ્છા મધુને છંછેડવાની ન હતી, પરંતુ શત્રુને મથુરાના રાજ્યની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે શ્રીરામ ગંભીર વિચારમાં પડી ગયા. શત્રુન બોલ્યા : “હ આર્યપુત્ર, હું કોનો ભ્રાતા છું? જેમણે રાક્ષસદ્વીપ પર વિજય મેળવ્યો અને લંકાપતિ જેવાને રણમાં રોળ્યો છે એવા શ્રી રામલક્ષ્મણનો હું ભ્રાતા છું. યુદ્ધમાં શત્રુની કોણ રક્ષા કરનાર છે? આપ કૃપા કરીને મને-મથુરાનું રાજ્ય આપો. હું મધુનો પ્રતિકાર કરીશ.” શત્રુઘ્નનો અતિ આગ્રહ જોઈને શ્રી રામે એને મધ સાથે યુદ્ધ કરવાની સંમતિ આપી. સાથે જ તેને યુદ્ધનીતિ પણ સમજાવી, અપરાજિત એવાં ધનુષ-બાણ આપ્યાં અને યુદ્ધ-વિશારદ સેનાપતિ કૃતાન્તવદનની સહાય આપી. શત્રુને લક્ષ્મણજીના ચરણે પ્રણામ કરી, આશીર્વાદ માગ્યા. લક્ષ્મણજીએ એને “શિલિલેખ, “અગ્નિમુખ” અને “અવાવર્ત' નામનાં ધનુષ-બાણ આપ્યાં અને આશીર્વાદ આપતાં કહ્યું : “વત્સ, તું વિજયી બનજે.' રાજસભાનું વિસર્જન થયા પછી, શત્રુઘ્ન માતાઓ પાસે ગયા. માતાઓએ શત્રુઘ્નને આશીર્વાદ આપ્યા. શત્રુઘ્ન મથુરા-વિજય કરવા થનગની ઊઠ્યા. એમના જીવનનું આ પ્રથમ મહાયુદ્ધ હતું. મધુ જેવા સમર્થ રાજા સામે સંગ્રામ ખેલવાનો હતો. યુદ્ધની પૂર્વતૈયારીઓ સંપૂર્ણ થઈ. સેનાપતિ કૃતાન્તવદને શત્રુઘ્ન સાથે બેસીને, યુદ્ધની સમગ્ર વ્યુહરચના ઘડી. યુદ્ધપ્રયાણનો મંગલ દિવસ પણ નક્કી થયો. આ બધું એટલું ઝડપી અને ગુપ્ત થયું કે મથુરાને જરા પણ ગંધ ન આવી. For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૭. શત્રુશ્નનો મથુરા વિજય મંગલ મુહૂર્ત શત્રને અયોધ્યાથી પ્રયાણ કર્યું. નિરંતર પ્રયાણ કરતા, તેઓ મથુરા પાસે વહેતી નદીના કિનારે પહોંચી ગયા અને કિનારે જ સૈન્યની છાવણી નાંખી. ગુપ્તચરો તો ક્યારના ય મથુરામાં પહોંચી ગયા હતા અને ગુપ્ત માહિતી મેળવી રહ્યા હતા. રાત્રિનો સમય હતો. ગુપ્તચરોએ આવીને શત્રુઘ્નને સમાચાર આપ્યા. મહારાજા, મથુરાની પૂર્વ દિશામાં કુબેર-ઉદ્યાન આવેલું છે. મધુ એની રાણી જયંતીની સાથે આજે ઉદ્યાનમાં ગયો છે. અત્યારે અમે કુબેર-ઉદ્યાનમાંથી જ આવ્યા છીએ. મધુ જયંતીની સાથે ક્રીડાસક્ત છે.” એનું પેલું “શૂળ' એની સાથે છે?' ના જી, શૂળ અસ્ત્રાગારમાં મૂકીને જ ઉદ્યાનક્રીડા કરવા ગયો છે.” ઘણું સુંદર! આજની રાત જ નિર્ણાયક બની જશે.' ગુપ્તચરોને વિદાય કરી, શત્રુઘ્ન તરત કૃતાન્તવદન સેનાપતિને બોલાવ્યો. સેનાપતિજી, અત્યારે જ સૈન્યને ખૂબ જ ગુપ્તતાથી મથુરામાં પ્રવેશ કરવાની આજ્ઞા આપો અને પૂર્વ દિશાના દ્વારે અપૂર્વ વ્યુહરચના કરો. ત્યાં આજે પહેલું ને છેલ્લું યુદ્ધ ખેલી લેવાનું છે. શત્રુઘ્ન છલ-યુદ્ધ કરી લેવા ચાહતો હતો. જ્યારે મધૂ પાસે “શૂળ ન હોય તે સમયે જ મધુને પરાજિત કરી શકે એમ હતો. સૈન્ય નદી પાર કરીને, સામે કિનારે પહોંચવા લાગ્યું. પશ્ચાદૂભૂમિમાં કૃતાન્તવદનને રાખી, શત્રુઘ્ન સ્વયં સૈન્યનું નેતૃત્વ કરી, નગરના પૂર્વ દ્વારે પહોંચી ગયા. નગરના પ્રવેશદ્વારે જ યુદ્ધ આપવું હતું. દ્વારપાલોને જીવતા જ પકડી લેવામાં આવ્યા. નગરની શાંતિમાં જરાય વિઘ્ન કર્યા વિના અયોધ્યાના સૈનિકો મધુની રાહ જોવા લાગ્યા. રાત્રિનો બીજો પ્રહર પૂર્ણ થવા આવ્યો હતો. ગુપ્તચરોના કથનાનુસાર મધુ બીજા પ્રહરના અંતે નગરમાં પાછો વળવાનો હતો. અલ્પ સમયમાં જ ઉદ્યાન માર્ગે થોડા જ ઘોડેસ્વારો સાથે એક ભવ્ય રથ દેખાવા લાગ્યો. રાત્રિની નરવ શાંતિમાં રથના ચક્રો સાથે જોડાયેલી ઘૂઘરીઓનો ઘમકાર મધુના આગમનના સ્પષ્ટ સૂચનો આપતો હતો. માર્ગની બન્ને બાજુ અયોધ્યાના સૈનિકો વૃક્ષોની આડમાં છુપાયેલા હતા. મધુની સવારીના અગ્રે મધુનો પુત્ર લવણ હતો. લવણે તાજો જ યૌવન-પ્રવેશ કરેલો હતો. તે સાહસભર્યો વીર યુવાન હતો. શસ્ત્રસજ્જ બનેલો લવણ ઘોડેસ્વાર હતો. એની પાછળ બીજા ચાર ઘોડેસ્વાર હતા અને પછી મધુનો રથ હતો. આવા છલયુદ્ધની For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ ૭૭૮ કલ્પના જ ન હતી! એ તો મહારાણી જયન્તી સાથે આનંદ-પ્રમોદ કરતો આવી રહ્યો હતો. જ્યાં લવણે પ્રવેશદ્વારમાં પ્રવેશ કર્યો, શત્રુઘ્ને એને પડકાર્યો, સૈનિકોએ મધુના સાલાને ઘેરી લીધો. કૃતાન્તવદને રથની પાછળના બે ઘોડેસ્વારોને યમલોકે પહોંચાડ્યા; શત્રુઘ્ને લવણને યમલોકે પહોંચાડ્યો. મધુ આ અચાનક આવી પડેલ આપત્તિથી સ્તબ્ધ થઈ ગયો, પરંતુ બીજી જ ક્ષણે જ્યાં લવણ-વધ જોયો ત્યાં એ રથની બહાર કૂદી પડ્યો. તેણે ધનુષ્યનો ટંકાર કરી શત્રુઘ્નને યુદ્ધ માટે લલકાર્યો. બંને પરાક્રમી અને વીર છે - બંનેને જ લડી લેવાનું છે. સૈન્ય ઊભું જ રહ્યું. શત્રુઘ્ન અને મધુ પોતપોતાનાં શસ્ત્ર અને અસ્ત્ર અજમાવે છે. એકબીજાનાં અસ્ત્રોને તોડે છે. બંને વચ્ચે એક પ્રહરપર્યંત તુમુલ યુદ્ધ જામ્યું. કોઈ કોઈને મચક આપતું નથી. શત્રુઘ્ન સમુદ્રાવર્ત ધનુષ્યને યાદ કર્યું. દેવોથી અધિષ્ઠિત ધનુષ્ય એના હાથમાં આવી ગયું. ‘અગ્નિમુખ' અને ‘શિલિમુખ’ તીરોને યાદ કરતાં એ તીરો પણ હાજર થઈ ગયાં. શત્રુઘ્ને સમુદ્રાવર્ત ધનુષ્યનો ટંકાર કર્યો. મથુરાની પ્રજા સફાળી જાગી પડી. ધનુષ્ય પર અગ્નિમુખ તીર ચઢાવી મધુ તરફ છોડવું, મધુ વીંધાયો અને એનો વજ્ર જેવો દેહ જમીન પર તૂટી પડ્યો. રાણી જયંતી રથમાંથી કૂદી પડી અને મધુના ઘાયલ દેહને વળગી પડી, ચોધાર આંસુએ રડવા લાગી. કૃતાન્તવદન સેનાપતિએ સૈનિકો સાથે રાણીને રક્ષણ આપ્યું. મૃત્યુના આરે ઊભેલો મધુ મનમાં વિચારે છે : ‘અસ્ત્રશાળામાંથી ‘શૂળ' મારી પાસે આવ્યું નહીં. હું શત્રુઘ્નને મારી ન શક્યો, ન આ શત્રુ પર હું વિજય મેળવી શક્યો, ન આંતરશત્રુઓ પર વિજય મેળવી શક્યો, મધુ આત્મચિંતન તરફ વળ્યો. શત્રુઘ્ન પરની રબુદ્ધિ ટળી જતાં તે વિચારવા લાગ્યો; ‘મેં આ જીવનમાં જિનેન્દ્રને ન પૂછ્યા, જિનચૈત્યોનું નિર્માણ ન કર્યું, જિન અણગારની ભક્તિ ન કરી, તેથી મારો જન્મ વિફળ ગયો. અરિહંત... અરિહંત...’ એનો કંઠ શોષાવા લાગ્યો. એક સૈનિક પાણી લઈ આવ્યો. તેના હોઠને ભીના કર્યા. એણે જલપાન કરવાની ના પાડી. એણે આત્મસાક્ષીએ ચારિત્ર સ્વીકાર્યું. સર્વજીવોને ખમાવ્યા અને શ્રી નમસ્કાર મહામંત્રનું ધ્યાન આરંભ્યું. For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુદનનો મથુરા વિજય ૭૭૯ પંચ પરમેષ્ઠી-ધ્યાનમાં જ એનો આત્મા આ નશ્વરદેહને છોડી ગયો. તે દેવલોકનો વાસી બન્યો. ત્રીજા દેવલોકમાં તે મહાન ઋદ્ધિમાન દેવ થયો. રાણી જયંતીના કલ્પાંતની સીમા ન રહી. ત્યાં તેને કોણ આશ્વાસન આપનાર હતું? શત્રુઘ્નનું દિલ દ્રવિત થઈ ગયું. દેવોએ મધુના દેહ પર પુષ્પવૃષ્ટિ કરી અને ઘોષણા કરી : “મધુ દેવ જય પામો.' મધુના મૃતદેહને સન્માનપૂર્વક મથુરામાં લઈ જવામાં આવ્યો. યોગ્ય સન્માન સાથે મધુના મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. જયંતી રાણીને એની ઇચ્છાનુસાર માતૃગૃહે મોકલવામાં આવી. મધુનું “શૂળ' શસ્ત્ર! એ તો સાક્ષાત દેવ જ હતો! દેવરૂપે શુળ અમરેન્દ્ર પાસે પહોંચ્યું. ચમરેન્દ્રને મધુના વધના સમાચાર મળ્યા. “શ્રી રામ-લક્ષ્મણના અનુજ શત્રુષ્ણ છલકપટથી મધુનો વધ કર્યો.” આ સમાચારથી અમરેન્દ્રના રોષની સીમા ન રહી. ચમરેન્દ્ર સ્વયં શત્રુઘ્નનો વધ કરવા ચાલ્યા. ત્યાં વેણદારી દેવે પૂછયું : ક્યાં પધારો છો દેવ?” "મિત્ર મધુનો વધ કરનારનો વધ કરવા.” અરે ધરણેન્દ્ર પાસેથી રાવણને જે શક્તિ મળી હતી તે પણ અર્ધચક્રવર્તી એવા લક્ષ્મણનો વધ ન કરી શકી, શક્તિ પરાજિત થઈ. અને રાવણ જેવો રાવણ જેના હાથે મરાયો, એવા શ્રી લક્ષ્મણની સમક્ષ મધુ શી વિસાતમાં? શ્રી લક્ષ્મણના આદેશથી જ શત્રુષ્ણ મધુનો વધ કર્યો છે.' અરે ગરુડપતિ! જે શક્તિ ઉપર લમણે વિજય મેળવ્યો હતો તે કન્યા વિશલ્યાનો પ્રભાવ હતો. એ વખતે તે બ્રહ્મચારિણી હતી. અત્યારે તે લમણની પત્ની બની છે. તેનો પ્રભાવ ચાલ્યો ગયો છે. હું શત્રુઘ્નને નહીં છોડું.” ચમરેન્દ્ર રોષથી ધમધમતો મથુરામાં ઊતર્યો. ત્યાં તેણે પ્રજાને સુખરૂપ જોઈ. શત્રુનના રાજ્યને, રાજ્યની પ્રજાને તેણે રોગગ્રસ્ત કરવાનો સંકલ્પ કર્યો. તેણે પ્રજામાં વિવિધ રોગોના ઉપદ્રવ શરૂ કર્યા. શત્રુઘ્ન મુંઝાયા. કુલદેવતાની ઉપાસના કરી, કુલદેવતાએ સત્ય પ્રકાશિત કર્યું. “આ ચમરેન્દ્રનો ઉત્પાત છે!' શત્રુઘ્ન મૂંઝવણમાં માર્ગદર્શન મેળવવા અયોધ્યા ઊપડ્યા. શ્રીરામ-લક્ષમણ સમક્ષ સમસ્ત વૃત્તાંત નિવેદન કર્યો. સહુ વિચારમાં પડી ગયા. ૦ ૦ ૦ For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir c૪. ગુખનો પૂર્વભવી શત્રુઘ્ન જે સમયે અયોધ્યા પહોંચ્યા એ સમયે મહામુનીશ્વર દેશભૂષણ અને કુલભૂષણ પણ વિચરતા વિચરતા અયોધ્યા પધાર્યા હતા. વનપાલકે મુનીશ્વરના આગમનનું નિવેદન કર્યું. શ્રીરામ, લક્ષ્મણજી અને શત્રુદ્ધ ત્રણેય ભાઈઓ મુનીશ્વરોને વંદના કરવા ઉદ્યાનમાં પહોંચ્યા. વંદનવિધિ પૂર્ણ કરી, સુખ-શાતા પૂછીને શ્રીરામ બોલ્યા. હે ભગવંત, આ શત્રુદ્ધ મથુરા માટે આટલો આગ્રહી કેમ છે? મથુરાનું આટલું બધું આકર્ષણ કેમ?' દેશભૂષણ મુનિએ શ્રીરામના પ્રશ્નનું સમાધાન કરતાં કહ્યું : “શત્રુઘ્નના જીવનો મથુરા સાથે જન્મ-જન્માંતરોનો સંબંધ છે, પછી એને મથુરાનું આકર્ષણ કેમ ન હોય? જુઓ, એક ભવમાં શત્રુઘ્ન શ્રીધર નામનો રૂપવાન યુવાન હતો. મથુરામાં એના જેવું રૂપ બીજાનું નહીં. શ્રીધરને સાધુઓ પ્રત્યે ભક્તિ ઘણી! એક દિવસ શ્રીધર રાજમાર્ગેથી જતો હતો, રાજમહેલના ઝરૂખામાં બેઠેલી રાણી લલિતાએ શ્રીધરને જોયો! રાણીને શ્રીધર ગમી ગયો. ઇશારાથી રાણીએ શ્રીધરને મહેલમાં બોલાવ્યો. દાસીને મોકલીને ગુપ્ત માર્ગેથી શ્રીધરને મહેલમાં બોલાવી લીધો. લલિતા અને શ્રીધર ભાન ભૂલીને વિષયભોગમાં લીન બન્યાં. ત્યાં અચાનક રાજા મહેલમાં આવી પહોંચ્યો. રાણી ગભરાઈ ગઈ અને તે શયનકક્ષમાંથી બહાર દોડી આવી, રાજાને ભેટી પડી, જાણે ખૂબ ગભરાઈ ગઈ હોય તેવો ઢોંગ કરીને બોલી : મારા શયનકક્ષામાં કોઈ ચોર ઘૂસી ગયો છે.” રાજાએ શ્રીધરને પકડ્યો; ત્યાં જ કોટવાલને બોલાવીને આજ્ઞા કરી : આ દુષ્ટને વધસ્થાને લઈ જઈ વધ કરો.' કોટવાલ શ્રીધરને લઈ વધસ્થાને ગયો. શ્રીધર સંસારની, સ્ત્રી જાતિની લીલા જોઈને, મૃત્યુથી પણ હવે ડરતો ન હતો. પરંતુ વધસ્થાન પાસેથી એક મહામુનિ પસાર થતા હતા. એમનું નામ હતું કલ્યાણમુનિ. તેઓ શ્રીધરને જાણતા હતા, એની સાધુભક્તિ પણ જાણતા હતા. મહામુનિએ કોટવાલને શ્રીધરને મુક્ત કરવાની પ્રેરણા આપી. કોટવાલે રાજાને જાણ કરી. મુનિવરની પ્રેરણાથી રાજાએ શ્રીધરને મુક્ત કર્યો. શ્રીધરે ચારિત્ર લીધું. તપશ્ચર્યા તપી, તે દેવલોક ગયો. For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુઘ્નનો પૂર્વભવ દેવલોકેથી પુનઃ મથુરામાં જન્મ પામ્યો! મથુરાના રાજા ચંદ્રભદ્ર હતા. તેમની પટરાણી હતી કાંચનપ્રભા. શ્રીધરનો જીવ કાંચનપ્રભાની કુક્ષિએ જન્મ્યો, એનું નામ ‘અચલ’ રાખવામાં આવ્યું. રાજા ચંદ્રભદ્રને અચલ ખૂબ પ્યારો હતો. ૭૮૧ રાજાને કંચનપ્રભા સિવાય બીજી પણ રાણીઓ હતી. બીજી રાણીઓના પણ આઠ રાજકુમારો હતા. તેમાં મુખ્ય હતો ભાનુપ્રભ. એ કુમા૨ોને ચિંતા થઈ! પિતાજી અવશ્ય રાજ્ય અચલને જ આપશે. એના પર પિતાજીને અતિ સ્નેહ છે. માટે ગમે તે ઉપાયથી અચલનો કાંટો દૂર કરવો જોઈએ.' આ આઠે ય કુમારોએ અચલનો વધ કરવાની યોજના બનાવી. પરંતુ રાજ્યના મંત્રીને તેમની યોજનાનો ખ્યાલ આવી ગયો. મંત્રીએ અચલને સાવધાન કરી દીધો. અચલ રાત્રિના સમયે મથુરાથી ભાગ્યો અને જંગલોમાં દોડવા લાગ્યો. પગ ખુલ્લા અને રાત્રિનો અંધકાર! એક મોટા તીક્ષ્ણ કાંટાએ અચલના પગને વીંધી નાંખ્યો, અચલ ઘોર વેદના અનુભવવા લાગ્યો. તે રડી પડ્યો, ત્યાં અરુણોદય થયો. એ અરણ્યમાંથી એક યુવાન માથે લાકડાનો ભારો ઉપાડીને જતો હતો. તેણે રોતા અચલને જોયો. તે યુવાન અચલ પાસે આવ્યો. લાકડાનો ભારો નીચે નાંખી એણે અચલના પગમાંથી કાંટો કાઢી નાંખ્યો. અચલે તેને પૂછ્યું : ‘ભાઈ, તું કોણ છે?’ ‘હું શ્રાવસ્તી નગરીનો વાસી છું. પિતાએ મને ઘરેથી નિષ્કાસિત કર્યો છે. મારું નામ છે અંક. લાકડા વેચીને આજીવિકા ચલાવું છું.’ ‘મિત્ર! તેં મારા પર મોટો ઉપકાર કર્યો છે. તું જ્યારે સાંભળે કે મથુરાનો રાજા અચલ બન્યો છે ત્યારે તું મથુરા આવજે. હું તારા ઉપકારને નહીં ભૂલું.’ અચલ અંકની સાથે કૌશામ્બી નગરીમાં આવ્યો. કૌશામ્બીમાં પરિભ્રમણ કરતાં એ ‘સિંહ’ નામના કાચાર્યના આશ્રમમાં પહોંચ્યો. કલાચાર્ય પાસે કૌશામ્બીના રાજા ઇન્દ્રદત્ત ધનુષ્યકળાનો અભ્યાસ કરતા હતા. અચલે કલાચાર્યને પ્રણામ કરીને કહ્યું : For Private And Personal Use Only ‘હે કૃપાવંત, જો આપ આજ્ઞા આપો, તો હું પણ મારી ધનુષ્ય-કળા બતાવું.' કલાચાર્યે અચલને આજ્ઞા આપી, અચલે પોતાની ધનુષ્ય-કળાથી સિંહ અને ઇન્દ્રદત્ત રાજાને પ્રભાવિત કર્યા. ઇન્દ્રદત્તે અચલનો પરિચય સાધ્યો અને પોતાની પુત્રી અચલ સાથે પરણાવી. Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮૨ જૈન રામાયણ ઇન્દ્રદત્તના સહયોગથી અચલે વિશાળ સૈન્ય તૈયાર કર્યું અને અંગદેશ પર વિજય મેળવ્યો. ત્યારબાદ તેણે સૈન્ય સાથે મથુરા તરફ પ્રયાણ કર્યું. મથુરાની બહાર ભાનુપ્રભ વગેરે રાજકુમારો સાથે યુદ્ધ કરી, આઠેય કુમારોને બંદી બનાવ્યા. રાજા ચંદ્રભ મંત્રીઓને અચલ પાસે મોકલી, સંધિ માટે સંદેશ મોકલ્યો. અચલે મંત્રીઓને પોતાનો પરિચય આપ્યો. મંત્રીઓ પ્રસન્ન થઈ ગયા. તેઓએ જઈને રાજાને નિવેદન કર્યું. મહારાજા આ કોઈ શત્રુ રાજા નથી. આ તો આપણા પ્રાણથી ય પ્યારા રાજ કુમાર અચલ છે!” રાજા ચન્દ્રભદ્ર અતિ પ્રસન્ન થયા. અચલનો ભવ્ય નગરપ્રવેશ કરાવ્યો અને મથુરાના રાજસિંહાસને એનો અભિષેક કર્યો. સાથે જ ભાનુપ્રભ વગેરે કુમારોને દેશનિકાલની સજા કરી. પરંતુ અચલે તેમની રક્ષા કરી. પોતાના ગુપ્ત સહયોગી તરીકે સ્થાપ્યા. એક દિવસ અચલે પેલા શ્રાવસ્તીમાં અંકને જોયો! સૈનિકો એને મારતા હતા. અચલે અંકને પોતાની પાસે બોલાવીને બચાવી લીધો. પોતાની ઓળખાણ આપી એને પૂછ્યું : કહે, તારે શું જોઈએ છે?' મને મારે ગામ જવા દો!” અંકે કહ્યું. તને હું શ્રાવસ્તીનું રાજ્ય આપું છું!” મંત્રીને બોલાવી આવશ્યક સુચનાઓ આપીને એક સાથે શ્રાવસ્તી જવા સૂચવ્યું અને શ્રાવસ્તીમાં અંકનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. અચલ અને અંકની દઢ મૈત્રી જામી. એક દિવસ એક મહાન આચાર્ય સમુદ્રાચાર્ય મુનિ પરિવાર સાથે મથુરામાં પધાર્યા. તેમની ધર્મદેશના સાંભળી અચલને વૈરાગ્ય થયો. શ્રાવસ્તીથી અંકને બોલાવી બંને મિત્રોએ સમુદ્રાચાર્ય પાસે ચારિત્ર લીધું. ચારિત્રનું પાલન કરી બંને મિત્રો બ્રહ્મદેવલોકમાં દેવ થયા, ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને અચલનો જીવ શત્રુઘ્ન થયો અને અંકનો જીવ કૃતાન્તવદન સેનાપતિ થયો! હે રાઘવ! શત્રુઘ્નને મથુરાનું આકર્ષણ આ કારણે છે! દેશભૂષણ મુનિએ શત્રુગ્નના પૂર્વજન્મોની આ રીતે હારમાળા બતાવી દીધી. શ્રી રામ-લક્ષ્મણ અને શત્રુઘ્નને સંતોષ થયો. શત્રુઘ્ન મુનીશ્વરને વંદના કરી પૂછયું : For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શત્રુદનનો પૂર્વભવ ૭૮૩ ‘પ્રભો! મથુરામાં ચમરેન્દ્ર જે રોગ ફેલાવ્યો છે તેનું શમન કેવી રીતે થશે?' ‘હે દશરથનંદન! સપ્તર્ષિના પ્રભાવે એ રોગોનું શમન થશે અને અલ્પ સમયમાં તને શુભ સમાચાર મળશે, પછી તું મથુરા જઈ શકીશ.' Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુઘ્નને આનંદ થયો. ત્રણેય ભાઈઓ રાજમહેલમાં આવ્યા. શત્રુઘ્ને કૌશલ્યા, સુમિત્રા તથા સુપ્રભાને મથુરાવિજયનો વૃત્તાંત સંભળાવ્યો અને ચમરેન્દ્ર ફેલાવેલા રોગની પણ વાત કરી, માતાઓએ શત્રુઘ્નને મથુરા નહીં જવા માટે કહ્યું. શત્રુઘ્ને અયોધ્યામાં નિવાસ કર્યો, પ્રભાપુર નગર. શ્રીનંદન રાજા અને ધારિણી રાણી. રાણીએ ક્રમશઃ સાત પુત્રને જન્મ આપ્યો. એ રાજકુમારોનાં નામ હતાં, સુરનન્દ, શ્રીનન્દ, શ્રીતિલક, સર્વસુંદર, જયંત, અમર અને જયમિત્ર. જ્યારે આઠમો પુત્ર જન્મ્યો, એક મહિનાનો થયો, રાજા શ્રીનંદને સાતે પુત્રો સાથે ચારિત્ર લીધું. ‘પ્રીતિકર' નામના મહામુનિનાં ચરણોમાં આરાધના કરીને રાજા શ્રીનંદન મોક્ષે ગયા. સાત રાજકુમાર મુનિવરોએ તપશ્ચર્યાના પ્રભાવે ‘જંઘાચારણ-લબ્ધિ’ પ્રાપ્ત કરી, હવે તેઓ આકાશમાર્ગે જ ગમનાગમન કરવા લાગ્યા. સાતેય મુનિવરો વિહરતા મથુરા પધાર્યા. વર્ષાકાળ હતો તેથી મથુરા પાસેના પહાડની ગુફામાં સાતેય મુનિવરોએ નિવાસ કર્યો. ક્યારેક બે ઉપવાસ તો ક્યારેક ત્રણ ઉપવાસ! ક્યારેક આઠ ઉપવાસ તો ક્યારેક મહિનાના ઉપવાસ સાતેય મુનિવરો તપશ્ચર્યા કરે અને આકાશમાર્ગે દૂર દેશમાં જઈને પારણું કરે! પારણું કરીને પાછા મથુરાની પર્વતગુફામાં આવી જાય. આ મુનિવરોના તપઃપ્રભાવથી મથુરાની પ્રજા રોગમુક્ત થઈ ગઈ! ચમરેન્દ્રનો પ્રભાવ ઓગળી ગયો. મુનિવરોનો પ્રભાવ ફેલાઈ ગયો. દેવ ઉપર માનવે વિજય મેળવ્યો! એક દિવસ સાતે ય મુનિવરો તપશ્ચર્યાનું પારણું કરવા અયોધ્યા પહોંચ્યા. તેઓએ અયોધ્યામાં અર્હદૂદત્ત શેઠની હવેલીમાં ભિક્ષા માટે પ્રવેશ કર્યો. અર્હદત્ત શેઠ વર્ષાકાળમાં આવી ચઢેલા મુનિવરોને જોઈ વિચારમાં પડી ગયા, ‘વર્ષાકાળમાં વિહાર કરીને આવનારા આ મુનિ કેવા!! આ મુનિ અહીંના તો નથી જ. જરૂર વૈષધારી પાખંડી જ લાગે છે. તેમને પૂછી લઉં, ના રે ના, આવા પાખંડીઓ For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮૪ જૈન રામાયણ સાથે વાત કરવાથી સર્યું.’ શેઠ વિચાર કરતા રહ્યા અને શેઠની પુત્રવધૂએ મુનિઓને ભિક્ષા આપી. મુનિવરો અયોધ્યામાં વર્ષાકાળ વ્યતીત કરતા “ઘુતિ નામના આચાર્યના ઉપાશ્રયે ગયા. મુનિવરોને જોતાં જ ઘુતિ આચાર્ય ઊભા થયા અને ભાવપૂર્વક વંદના કરી તેઓને આસન પ્રદાન કર્યું. મુનિવરોએ ત્યાં પારણું કર્યું. આચાર્યના શિષ્યોએ મુનિવરોને વંદના ન કરી! “વર્ષાકાળમાં વિહાર કરનાર તે સાધુ કહેવાય? આપણા આચાર્ય પણ કેવા કે આવાઓનું બહુમાન કરે. તેમને વંદન કરે!” સાધુઓ અવજ્ઞાપૂર્વક એ મુનિઓ તરફ જોઈ રહ્યા. પારણું કરીને એ મુનિવરોએ આચાર્ય દ્યુતિને કહ્યું. “અમે મથુરાથી આવ્યા છીએ અને પાછા મથુરા જઈએ છીએ.” મુનિવરો આકાશ-માર્ગે મથુરા પહોંચી ગયા. આચાર્ય દ્યુતિએ પોતાના સાધુઓને કહ્યું : “આ તો જંઘાચારણ મહામુનિ હતા. આકાશમાર્ગે જ ગમનાગમન કરનારા! અનેક લબ્ધિઓ ધરનારા અને મહાન તપસ્વી મુનિવર છે!” સાધુઓના પશ્ચાત્તાપની સીમા ન રહી, તેઓ બોલી ઊઠ્યા : ગુરુદેવ, અમે અજ્ઞાનીઓએ તો એમને વંદના પણ ન કરી. ઉપરથી અવજ્ઞા કરીને પાપકર્મ બાંધ્યાં. સાધુઓ પશ્ચાતાપ કરવા લાગ્યા ત્યાં અદ્દત્ત શેઠ પણ ત્યાં આવી પહોંચ્યા. તેમણે ઘુતિ આચાર્યને કહ્યું : ‘ગુરુદેવ! ચોમાસામાં પણ સાધુવેશધારી પાખંડીઓ ફરવા માંડ્યા છે.” અરે અહંદૂદત્ત, એમ બોલીને મહા મુનીશ્વરોની નિંદા ન કર. એ પાખંડી મુનીશ્વરો ન હતા. પરંતુ જંઘાચારણ મહાન મુનીશ્વરો હતા. મથુરાથી આકાશમાર્ગે અહીં પારણું કરવા આવ્યા હતા અને પાછા તેઓ મથુરા પધાર્યા છે.” શું કહો છો ભગવંત? એ જંઘાચારણ મુનિવરો હતા? મારું તો ભાગ્ય ફૂટી ગયું, મેં તો તેમનો તિરસ્કાર કર્યો, એમના માટે ખોટી કલ્પનાઓ કરી. પ્રભુ મારું શું થશે?' શેઠને ઘોર પશ્ચાત્તાપ થયો. તેણે પૂછ્યું : ભગવંત, મેં કરેલી આશાતના નિવારવાનો ઉપાય બતાવો.' મથુરા જઈને એ મુનિવરો પાસે ક્ષમાયાચના કરી આવવી જોઈએ.” અહંદૂદત્ત શેઠ કાર્તિક સુદી સાતમના દિવસે મથુરા ગયા. મથુરાના ભવ્ય જિનમંદિરોમાં પૂજન કરી શેઠ સપ્તર્ષિઓ પાસે પહોંચ્યા. For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુઘ્નનો પૂર્વભવ ૭૮૫ હે મુનિ ભગવંતો, હું અભાગી અયોધ્યાથી આવું છું. આપ પારણા પ્રસંગે મારા ઘેર પધારેલા ત્યારે મેં આપનો તિરસ્કાર કરેલો, આપના માટે મનમાં ઘણી ખોટી કલ્પનાઓ કરેલી, પછીથી મને અયોધ્યામાં બિરાજતા આચાર્યદેવ ઘુતિ પાસેથી આપનો પરિચય મળ્યો. મેં ઘોર પાપ બાંધ્યું છે. પ્રભુ, મને ક્ષમા આપી પાપ-મુક્ત કરો.' સપ્તર્ષિએ શેઠને આશ્વાસન આપ્યું. શેઠ અયોધ્યા ચાલ્યા ગયા. સપ્તર્ષિના પુણ્યપ્રભાવે મથુરા રોગમુક્ત બની ગઈ છે.” આ સમાચાર મળતાં જ શત્રુઘ્ન મથુરા આવી ગયા અને સીધા સપ્તર્ષિના ચરણે વંદન કરવા ગયા. એણે પોતાને ત્યાં ભિક્ષા માટે વિનંતી કરી પરંતુ, “રાજપિંડ અમને ન ખપે.' એમ કહી સપ્તર્ષિએ ના પાડી. ત્યારે શત્રુધ્ધે કહ્યું : “આપ મારા પરમ ઉપકારી છો, આપના પ્રભાવથી મારો દેશ નિરુપદ્રવ થયો છે, આપ અહીં લોકોના હિત માટે રોકાઓ.” પરંતુ મુનિઓ ન રોકાયા. શત્રુઘ્નને કહ્યું : “ઘેર ઘેર જિનપ્રતિમા સ્થાપન કર, જેથી આ નગરમાં કોઈ વ્યાધિ નહીં થાય.” આટલું કહીં મુનિવરો આકાશમાર્ગે ચાલ્યા ગયા. શત્રુઘ્ન મથુરાના પહાડની ચારેય દિશાઓમાં સપ્તર્ષિઓની રત્નમય પ્રતિમાઓ સ્થાપી. For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ ૯૫. બલદેવ-વાસુદેવ WED વૈતાઢ્ય પર્વતની દક્ષિણશ્રેણિ. રત્નપુર નગર અને તેનો રત્નરથ રાજા. રાજાની ચન્દ્રમુખી રાણીએ પુત્રીને જન્મ આપ્યો, તેનું નામ મનોરમા. મનોરમાનું રૂપ અદ્દભુત હતું. જ્યારે તે યૌવનમાં આવી ત્યારે રાજાને ચિંતા થઈ. ‘મનોરમાને યોગ્ય કુમાર કોણ? કોની સાથે મનોરમાને પરણાવવી?' રાજા રત્નરથ મંત્રીની સાથે મંત્રણા કરતા હતા ત્યાં નારદજી જઈ ચડ્યા. રાજાની મૂંઝવણનો ઉકેલ કાઢતાં નારદજી બોલ્યા : ‘મનોરમા માટે સુયોગ્ય વર હોય તો તે વાસુદેવ લક્ષ્મણ છે.' આ વાત મનોરમાના કાને ગઈ. તે પિતાની પાસે દોડી આવી. તેણે નારદજીને જોયા. તે રોષથી ધમધમી ઊઠી. લક્ષ્મણજીના ગોત્ર સાથે મનોરમાના ગોત્રનું પરંપરાગત વેર હતું. તેણે નોકરોને ઇશારાથી કહ્યું : ‘આ કોઈ બનાવટી દુષ્ટ પુરુષ છે, એને કૂટી નાખો.' નારદજીએ ઇશારો જોયો. નોકરો મારવા ઊભા થાય એ પહેલાં તો નારદજી મહેલની બહાર નીકળી ગયા અને આકાશમાર્ગે ઊડી ગયા! નારદજીને મનોરમા પર ગુસ્સો આવ્યો. એમણે મનોમન નિર્ણય કર્યો કે ‘મનોરમાને લક્ષ્મણ સાથે જ પરણાવું!' નારદજીએ આકાશમાર્ગે અયોધ્યાની દિશા પકડી અને સીધા અયોધ્યા પહોંચી ગયા. અયોધ્યાના ઉદ્યાનમાં પહોંચી, નારદજીએ મનોરમાનું આબેહૂબ ચિત્ર દોર્યું. ચિત્ર લઈને લક્ષ્મણજી પાસે પહોંચ્યા. લક્ષ્મણજીને ચિત્ર બતાવ્યું અને કહ્યું : એ કન્યાનું કેવું અભિમાન ને કેવું સાહસ!! આપનું નામ સાંભળતાં જ એની ભ્રૂકૂટી ચઢી ગઈ અને મને પીટી નાંખવા સેવકોને ઇશારો કર્યો! આ કન્યાનું ગર્વખંડન તો કરવું જ રહ્યું.' લક્ષ્મણજી મનોરમાનું ચિત્ર એકાગ્રતાથી જોઈ રહ્યા હતા. મનોરમા પ્રત્યે અનુરાગ પેદા થયો. મનોરમાનું પાણિગ્રહણ ક૨વાનો નિર્ણય કરી, તેમણે નારદજીને કહ્યું : ‘દેવર્ષિ! મનોરમા લક્ષ્મણના અંતઃપુરને શોભાવશે, આપ નિશ્ચિંત રહો.' નારદજી ખુશ થયા અને વિદાય લીધી! લક્ષ્મણજી પહોંચ્યા સીધા શ્રી રામ પાસે. નારદજીનો વૃત્તાંત કહી સંભળાવ્યો અને સાથે જ પોતાનો નિર્ણય પણ જણાવી દીધો. શ્રી રામે સંમતિ આપી. લક્ષ્મણજીએ સેનાપતિને સૈન્ય તૈયાર કરવાની આજ્ઞા આપી. For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બલદેવ-વાસુદેવ ૭૮૭ પ્રશસ્ત મુહૂર્તે શ્રીરામ સાથે લક્ષ્મણજીએ અવકાશયાનોમાં વૈતાઢચપર્વત તરફ પ્રયાણ ક્યું. રત્નપુરનગર અયોધ્યાના સૈન્યથી ઘેરાઈ ગયું. લક્ષ્મણજીએ રત્નરથને સંદેશ મોકલ્યો. વાસુદેવ લક્ષ્મણ તમારી કન્યા મનોરમા સાથે પાણિગ્રહણ કરવા ચાહે છે. જો તમે માની જાઓ તો યુદ્ધ કરવું નથી, નહીંતર યુદ્ધ અનિવાર્ય છે.” રાજા રત્નારથે લક્ષ્મણના સંદેશને અવગણ્યો ને લક્ષ્મણજી સામે યુદ્ધે ચડ્યા, પરંતુ એ યુદ્ધ એક દિવસ કે એક પ્રહર પણ ન ચાલ્યું. લક્ષ્મણજીએ જોતજોતામાં રત્નરથ પર વિજય મેળવી, રત્નરથને બંદી બનાવી લીધા. લક્ષ્મણજીએ નગરમાં વિજય પ્રવેશ કર્યો. રાજા રત્નરથને બંધનમુક્ત કરી, સન્માનપૂર્વક લક્ષ્મણજીએ કહ્યું : “રાજન તમે મનોરમાને તમારી સમક્ષ બોલાવો, જો એની ઇચ્છા મારી સાથે પાણિગ્રહણ કરવાની થશે તો જ હું પાણિગ્રહણ કરીશ.” રાજા રત્નરશે લક્ષ્મણજીને પ્રથમવાર જ જોયા! લક્ષ્મણજીનું અનુપમ રૂપ અને અપૂર્વ યુદ્ધકૌશલ જોઈને એમણે મનોમન નિર્ણય કરી જ લીધો હતો કે મનોરમા લક્ષ્મણજીને જ યોગ્ય છે!' મનોરમાને બોલાવવામાં આવી. લજ્જા કે સંકોચથી તેણે આવીને શ્રી રામને પ્રણામ કર્યા. લક્ષ્મણજીને જોતાં જ એણે રોમાંચ અનુભવ્યો. રત્નાથે કહ્યું : “બેટી, આ શ્રી લક્ષ્મણ છે. હું ચાહું છું કે તારું એ પાણિગ્રહણ કરે.' મનોરમાએ ખૂબ સંકોચ સાથે કહ્યું : “જેવી પિતાજીની આજ્ઞા. હું એમને જોતાં જ મનથી વરી ચૂકી છું.' : રાજમહેલમાં આનંદ છવાઈ ગયો. રત્નરથે શ્રી રામને પ્રાર્થના કરી : “હે મહાપુરુષ, આપ મારા પર કૃપા કરી, મારી બીજી પુત્રી શ્રીદામાનું પાણિગ્રહણ કરી, મને કૃતાર્થ કરો. શ્રી રામે મૌનપણે રાજાની પ્રાર્થના સ્વીકારી. રત્નપુરનગર લગ્નોત્સવથી હર્ષવિભોર બની ગયું. થોડા જ સમય પૂર્વે, યુદ્ધની ભયાનકતાથી ફફડી રહેલું, નગર નૂતન વર્ષથી નાચી ઊઠ્ય, નગરના હજારો સ્ત્રી-પુરુષો શ્રીરામ-લક્ષ્મણનાં દર્શન કરવા ઊમટી પડ્યાં. નગરની સ્ત્રીઓ શ્રીદામા અને મનોરમાને લાખ-લાખ અભિનંદન આપવા લાગી : ધન્ય છો તમે, આવા વર તમને મળ્યા!” ખૂબ ધામધૂમથી લગ્નોત્સવ ઊજવાઈ ગયો. અહીં વૈતાઢય પર આવ્યા છીએ તો વૈતાઢચ પર વિજય મેળવતા જ જઈએ.' એમ વિચારી શ્રીરામ-લક્ષ્મણે વૈતાઢયના દક્ષિણ વિભાગમાં યુદ્ધપાત્રા કરી, વિજયમાળા પહેરી અને શ્રીદામા-મનોરમા સાથે અયોધ્યા પાછા વળ્યા. લક્ષ્મણજી “વાસુદેવ' હતા. For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮૮ જૈન રામાયણ વાસુદેવને એનું પુણ્ય ભોગવવું જ પડે ને પાપ બાંધવું પડે! આ પ્રકૃતિનો નિયમ છે. શાશ્વતુ અને સજ્જડ! કોઈનો બનાવેલો આ નિયમ નથી. પુણ્યના ઉદયથી મળતાં સુખો બે પ્રકારનાં હોય છે: (૧) સુખ ભોગવો અને પુણ્ય બાંધો. (૨) સુખ ભોગવો અને પાપ બાંધો! વાસુદેવને પ્રબળ પુણ્યના ઉદયથી સુખ મળે. વાસુદેવ તે ભોગવે અને પાપો બાંધે! દુનિયાને તો એનું સુખ જ દેખાય! સુખના ઉપભોગથી બંધાતું પાપ દુનિયાને ન દેખાય! એ તો કેવળજ્ઞાની જુએ. લક્ષ્મણજીને ૧૬ હજાર રાણી હતી. તેમાં આઠ પટરાણીઓ હતી. “વિશલ્યાનું સ્થાન પ્રથમ હતું. તે સિવાય રૂપવતી, વનમાલા, કલ્યાણમાલિકા, રત્નમાલિકા, જિતપદ્મા, અભયવતી અને મનોરમાં હતી. આ આઠેય પટરાણીઓને એક એક પુત્રની પ્રાપ્તિ થઈ. વિશલ્યાનો શ્રીધર, રૂપવતીનો પૃથ્વીતિલક, વનમાલાનો અર્જુન, જિતપમાન શ્રીકેશી, કલ્યાણમાલાનો મંગલ, મનોરમાનો સુપાર્શ્વકીર્તિ, રતિમાલાનો વિમલ, અભયવતીનો સત્યકીર્તિ. આ આઠ રાણીઓ સિવાયની રાણીઓને પણ સંતાન હતાં. બધા થઈને ૨૫૦ પુત્રો હતા. શ્રી રામ! શ્રી રામ હતા “બળદેવ.” એ પણ મહાન પુણ્યના સ્વામી હતા. એમને પણ પુણ્યના ઉદયથી સુખ ભોગવવાં જ પડે. એમનાં સુખ જુદાં! એમની સુખ ભોગવવાની રીત જુદી! એ સુખ ભોગવે પણ એવું પાપ ન બાંધે કે જે પાપ ભવમાં ભટકાવે! જે પાપના ઉદય ભોગવવા ન પડે! “શ્રી રામને ચાર રાણી હતી. સીતાજી, પ્રભાવતી, રતિનિભા અને શ્રીદામા. શ્રી રામને મન સીતા પ્રાણથી પણ અધિક પ્રિય હતાં. બીજી રાણીઓને પણ શ્રીરામ સ્નેહ આપતા હતા, પરંતુ તે છતાંય ય સીતાજીને મળતા પ્રેમે બીજી રાણીઓમાં ઈર્ષ્યા તો પ્રગટાવી જ હતી. આ પણ સંસારની એક ખાસિયત છે! * रामस्यासन् महादेवव्यश्चतस्त्रस्तत्र मैथिली। प्राभावती रतिनभा श्रीदामा तु चतुर्थिका ।।२५६ ।।। - ત્રિષ્ટિશા ના વાપુરુષવરિત્ર [પર્વ-૭, સર્ગ-૮] For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir c9. ઈર્ષાની આગ સીતાજીએ ઋતુસ્નાન કરેલું હતું. નિશાના અંતિમ પ્રહરમાં તેમણે એક સ્વપ્ન જોયું. બે અષ્ટાપદ વિમાનમાંથી ચવ્યાં અને પોતાના મુખમાં પ્રવેશ્યાં. સીતાજીએ શ્રીરામને સ્વપ્નની વાત કરી. શ્રી રામે કહ્યું : તું બે વીર પુત્રોની માતા થઈશ, પરંતુ અષ્ટાપદોનું વિમાનમાંથી અવન થવું, મારા મનને આનંદિત કરતું નથી.” સીતાજી બોલ્યાં : “ધર્મના પ્રભાવે અને આપના પ્રભાવે હે નાથ, બધું સારું શુભ થશે!' સીતાજીએ ગર્ભ ધારણ કર્યો હતો; ખૂબ કાળજીપૂર્વક ગર્ભનું પાલન કરતાં હતાં. આમેય શ્રી રામને સીતા પ્રાણથી પણ અધિક પ્રિય હતાં. ગર્ભવતી સીતા તેથી પણ અધિક પ્રિય બની ગયાં. સીતાને રામનો પ્રેમ તો અખૂટ મળ્યો પરંતુ બીજી રાણીઓનો પ્રેમ સુકાઈ ગયો! તેમને એમ લાગવા માંડ્યું કે અમારા રામને એકલી સીતાએ જકડી લીધા છે, સીતાની પાછળ જ રામ ઘેલા બન્યા છે. ત્રણેય રાણી ભેગી થાય છે અને જુદી જુદી યોજના વિચારે છે, રામને સીતાથી વિખૂટા પાડવાની! તો જ એમને રામ મળે ને? આ છે સંસાર! બીજાના સુખને તોડીને પોતાનું સુખ બનાવવું બીજાને દુઃખી કરીને પોતાની જાતને સુખી બનાવવી! બીજી રાણીઓને રામના પ્રેમનું સુખ ઓછું પડતું હતું. “સીતાને અમારા કરતાં વધુ સુખ, પતિનો વધુ પ્રેમ કેમ મળે?” આ ઈર્ષ્યા સતાવતી હતી. સીતાના સુખને ઝૂંટવીને પણ એમને સુખ મેળવવું હતું. તે રાણીઓ સીતા સાથે હસીને બોલતી હતી પણ એમનું હૃદય હસતું ન હતું. તે રાણીઓ સીતાની પ્રશંસા કરતી હતી પરંતુ એમનું હૃદય બળતું હતું. સરળ સીતા! શ્રીરામના અપાર સ્નેહ-સાગરમાં ડૂબી ગયેલાં સીતાને પોતાની શોર્મ રાણીઓનાં મનમાં દુઃખ ક્યાંથી દેખાય!! એ રાણીઓને પણ પોતાના જેવી જ સુખી તે જતાં હતાં. એટલું જ નહીં, પરંતુ પોતાની બહેન કરતાં પણ અધિક સ્નેહ આપતાં હતાં. તેમને એ “બહેનોની કપટ-લીલાની કલ્પના પણ આવે એમ ન હતું. “હવે મારા ભાગ્યમાં દુ:ખ નથી.' જાણે આવી જ કલ્પના કરીને જીવન જીવતાં હોય, એવી એમના મનની સ્થિતિ હતી. શ્રી રામ સીતાજીને લઈ ઉદ્યાનમાં ગયા હતા. For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૦ જૈન રામાયણ રાણી પ્રભાવતીના મહેલમાં રતિનિભા અને શ્રીદામાં પહોંચી. આજે શ્રીદામા એક અસરકારક યોજના લઈને આવી હતી. પ્રભાવતીએ રતિનિભા અને શ્રીદામાને આવકાર આપ્યો. શ્રીદામા બોલી : સમય વિતતો ન હર્તા અને સમાચાર મળ્યા કે પ્રાણનાથ તો એમની પ્રાણપ્રિયા સાથે ઉદ્યાનમાં પધાર્યા છે, એટલે મનમાં થયું કે તમારા મહેલે જઈ આવું. રસ્તામાં રતિનિભા પણ મળી ગયાં.” તમારું સ્વાગત હો, મને આનંદ થયો, તમારા સાંન્નિધ્યમાં સમય પણ સારો પસાર થાય છે.' પ્રભાવતીએ ઔચિત્ય પ્રદર્શિત કર્યું. શ્રીદામાં પ્રભાવતીની દૃષ્ટિમાં છવાયેલી ઉદાસીનતા વાંચતી હતી. રતિનિભા વાતાયનમાંથી નગર તરફ જોઈ રહી હતી. થોડી ક્ષણો મૌનમાં પસાર થઈ, ત્યાં પરિચારિકા ખાદ્ય અને પેય પદાર્થો લઈને ખંડમાં પ્રવેશી. ત્રણેયે એને ન્યાય આપવાનો શરૂ કર્યો. પરિચારિકા ચાલી ગઈ. ખરેખર ભાગ્યશાળી તે મૈથિલી છે હોં!' શ્રીદામાએ વાત મૂકી. સ્વામીનાથ મૈથિલી વિના એક ક્ષણ પણ ન રહી શકે!' રતિનિભાએ શ્રીદામા સામે જોઈ સ્મિત કર્યું. એ સ્મિતમાં કડવાશભર્યો કટાક્ષ હતો. શ્રીદામા તરત બોલી, “હવે એ પરિસ્થિતિ બદલવી પડશે. શું સીતા જ રાણી છે? આપણે નથી? આપણે એ જ વિચારવું છે કે પતિદેવનો સ્નેહ સીતા પરથી કેમ ઓછો થાય!' શ્રીદામાએ પ્રભાવતી સામે જોયું. પ્રભાવતીની દૃષ્ટિ જમીન સાથે જડાઈ હતી. તેના મુખ પર ગંભીરતા અને ખિન્નતા હતી. શ્રીદામાની વાત તે સાંભળતી હતી, પરંતુ એ વાતોમાં એને જાણે રુચિ ન હોય તેમ લાગતું હતું. રતિનિભાએ વાતને લંબાવવા કહ્યું : શ્રીદામાં, તમને કોઈ ઉપાય સૂઝે છે ખરો કે જેથી મૈથિલી પર પતિદેવનો નેહ ઓછો થાય?' “હા, મને એક ઉપાય સૂઝયો છે!” શું?” રતિનિભાની ઉત્કંઠા વધી ગઈ. પ્રભાવતીએ પણ શ્રીદામા સામે જોયું. એની દૃષ્ટિમાં શ્રીદામાની યોજના જાણવાની જિજ્ઞાસા દેખાઈ. શ્રીદામાએ ઊભા થઈને ખંડનાં કારો બંધ કર્યા અને ખૂબ ધીમા સ્વરે તેણે પોતાની યોજના પ્રભાવતી અને રતિનિભાને સમજાવી. રતિનિભા તો પ્રસન્ન થઈ ગઈ.પ્રભાવતી મૌન રહી. પરંતુ શ્રીદામાએ પ્રભાવતીની પૂર્ણ સંમતિ મળે તો જ યોજનાનો For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૯૧ ઈર્ષાની આગ અમલ કરવાનું કહ્યું. પ્રભાવતીએ પોતાની સંમતિ આપી અને શ્રીદામાં ત્યાંથી પોતાના મહેલે જવા નીકળી ગઈ, સીતાજીનો મહેલ. મધ્યાહ્નો સમય. સીતાજી પર્યકમાં બેઠાં હતાં. પશ્ચિમ અને દક્ષિણની વાતાયનોમાંથી ખુશનુમા હવા વહી રહી હતી. અયોધ્યાની સ્વરકિન્નરી નગરવધૂ સીતાજીના મનને ગીત-સંગીતમાં લીન કરી હતી. ત્યાં શયનખંડમાં પ્રભાવતી, રતિનિભા અને શ્રીદામાએ પ્રવેશ કર્યો. સીતાજીએ ત્રણેયને આવકાર આપ્યો અને પરિચારિકાએ પલંગ પાસે જ ત્રણ સુખાસનો ગોઠવી દીધાં. ત્રણેય રાણીઓ સુખાસનો પર ગોઠવાઈ ગઈ. શ્રીદામાએ નગરવધૂ સામે જોઈ, ઇશારાથી સૂચવ્યું કે તે તેનો કાર્યક્રમ ચાલુ રાખે, પરંતુ સીતાજીએ કહ્યું : અલ, હવે કાલે આવજે.' શોક્ય રાણીઓ સામે જોઈ, સીતાજીએ કહ્યું : બે કલાકથી સાંભળું છું. હવે આપણે વાત કરીશું. તેને જવા દો.નગરવધૂએ પ્રણામ કરી વિદાય લીધી. પ્રભાવતીએ સીતાજીને પૂછયું : તમને કુશળ છે ને?” ધર્મના પ્રભાવે ને સ્વામીનાથની કૃપાથી કુશળતા છે.' સીતાએ પ્રત્યુત્તર આપ્યો. મહાદેવી, આપના ભાગ્યની અવધિ નથી,' રતિનિભા બોલી. ‘ભાગ્ય નિયત પણ નથી ને! ક્યારે સદ્ભાગ્ય તો ક્યારેક દુર્ભાગ્ય!' “સાચી વાત છે મહાદેવની. જુઓને, કે જંગલમાંથી રાવણ તમને ઉપાડી જ ગયો હતો.” શ્રીદામાએ રતિનિભાની સામે જોયું અને સીતાજીના ભૂતકાલીન જીવનની દુર્ઘટના પ્રત્યે સહાનુભૂતિ બતાવવાનો પ્રયાસ કર્યો. ‘પણ મહાદેવી, એક વાત કહું? જો ખોટું ન લગાડો તો.”રતિનિભા બોલી. બોલોને! વિનોદમાં વળી ખોટું શું લગાડવાનું હોય? સીતાજી ટટ્ટાર બેસતાં બોલ્યાં. ‘વારુ, વનવાસ એ દુર્ભાગ્ય, રાવણ ઉપાડી ગયો એ દુર્ભાગ્ય, પણ એ વનવાસમાં જે જોવા-જાણવા મળ્યું, જે ભવ્ય લંકા જોવા મળી, દશમુખ રાવણ જોવા મળ્યો, એ તો સદ્ભાગ્ય ખરુંને?” હસતાં મુખડે રતિનિભા બોલી. બહેન, મારે મન એ બધું તુચ્છ હતું, મને એ બધું જોવા જાણવાના બહુ કોડ પણ ન હતા. મારે મન તો આર્યપુત્રનું સાંનિધ્ય જ મોટો ભાગ્યોદય હતો! For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ જેન રામાયણ પરંતુ તમે રાવણને જોયો તો હશે ને!' શ્રીદામા લાડભર્યા શબ્દોમાં બોલી. ના રે, મને એ પાપીનું મુખ જોવું પણ ન ગમે. હા, એ રોજ દેવરમણ ઉદ્યાનમાં આવીને દૂર ઊભો રહેતો એટલે એના પગના પંજા જરૂર દેખાતા હતા.” એમ? એના પગના પંજા કેવા હતા, મહાદેવી શ્રીદામા અને પ્રભાવતીએ પૂછ્યું. એમાં શું જોવાનું છે?' સીતાજીએ ઉદાસીનતા બતાવી. હા મહાદેવી, અમારી ખૂબ ઉત્કંઠા છે, એમને ચીતરીને બતાવો.” શ્રીદામાએ આગ્રહ કર્યો. પણ હું કેવી રીતે ચીતરું?” આપને તો સુંદર ચિત્રલેખન આવડે છે, ચીતરીને બતાવો.” રતિનિભાએ સીતાજીનો હાથ પકડીને આગ્રહ કર્યો. સરળ સીતાજીને કપટની કલ્પના શાની આવે? રાણીઓના આગ્રહને વશ થઈ, સીતાજીએ ભૂતકાલીન સ્મૃતિને ઉકેલીને દશમુખ રાવણના પંજા આલેખી દીધા! બહુ સુંદર, બહુ સુંદર!” શ્રીદામા અને રતિનિભા આનંદથી નાચી ક્યાં, પ્રભાવતીએ પણ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી. રાવણના પંજાઓથી અંકિત વસ્ત્રને શ્રીદામાએ પોતાની પાસે રાખી લીધું! શોક્ય રાણીઓની પ્રસન્નતાથી સીતાજી પણ પ્રસન્ન થયાં. શોક્ય રાણીઓને સંતોષ આપ્યાનો તેમણે આનંદ અનુભવ્યો. શોક્ય રાણીઓએ પોતાની યોજના પાર પાડ્યાનો આનંદ અનુભવ્યો! સીતાને ઠગી લીધાનો આનંદ અનુભવ્યો. એક બીજાને સંતોષવાનો આનંદ અનુભવે છે. બીજા બીજાને ઠગી લેવાનો આનંદ અનુભવે છે! પરિચારિકાએ ખંડમાં પ્રવેશ કરી કહ્યું : “માતાજી, અપરાજિતા મહાદેવને યાદ કરે છે.” જા કહે, હું આવી જ રહી છું.” શોક્ય રાણીઓ તરફ જોઈ સતાજી બોલ્યાં : પુનઃ પધારજો અહીં!” અવશ્ય, મહાદેવના સાન્નિધ્યમાં અતિ પ્રસન્નતા અનુભવાય છે!' શ્રીદામાએ For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈર્ષાની આગ ૭૯૩ ઠાવકા મોઢે કહાં અને ઝડપથી તે બહાર નીકળી ગઈ. એની પાછળ રતિનિભા અને પ્રભાવતી પણ ચાલી ગઈ. સીતાજી અપરાજિતાના મહેલે જવા નીકળ્યાં. ત્રણેય રાણીઓ પ્રભાવતીના મહેલમાં ભેગી થઈ. શ્રીદામા પ્રભાવતીના ગળે વીંટળાઈ ગઈ. તેના આનંદની સીમા ન હતી! આપણી યોજના સફળ!' મહાદેવી કેટલાં સરળ! પ્રભાવતી બોલી.' એ તો આપણે પાસો જ એવો ફેંક્યો કે ફસાઈ જ જાય!' રતિનિભા બોલી. હવે આપણે ત્રણેય એ મળીને સ્વામીનાથ આગળ વાત મૂકવાની છે, એવી રીતે કે મૈથિલી ઉપરનો એમનો સ્નેહ ઓગળી જ જાય!” શ્રીદામાએ કહ્યું. સાચી વાત છે!' પ્રભાવતી બોલી. કેટલીક વિચારણા કરી, ત્રણેય રાણીઓ શ્રી રામ પાસે પહોંચી. અમારી એક વાત માનશો?' “એક જ શા માટે ? અનેક!” અમે ખોટું નથી કહેતાં, તદ્દન સત્ય.” મેં ક્યાં કહ્યું કે તમે ખોટું બોલશો.” ના, પણ તમને અમારા પર પ્રેમ જ ક્યાં છે?' પ્રેમ છે, છતાં જો નથી તો એ મારે કેવી રીતે સમજાવવું?” શ્રી રામ પ્રભાવતીના મહેલે પધાર્યા હતા. ત્યાં રતિનિભા અને શ્રીદામા પણ પહોંચી ગઈ હતી. શ્રી રામ સાથે પ્રભાવતીની ઉપર મુજબ વર્તાલાપ થયો, ત્યાં શ્રીદામાએ વાર્તાલાપમાં પ્રવેશ કર્યો. “હે સ્વામીનાથ, ભલે અમે તમને એટલી પ્રિય ન હોઈએ પણ અમને તો તમે અંતરથી પ્રિય છો, એટલે તમારું અહિત અમારાથી...,' શ્રીદામાની આંખો ભરાઈ આવી, તે બોલી ન શકી. આપનું અહિત થતું હોય તો તો અમારે કહેવું જોઈએ ને?' રતિનિભાએ વાક્ય પૂરું કર્યું. ‘તમે કહી શકો છો. હું સાંભળીશ.” ‘તો જુઓ આ, શ્રીદામાએ દશમુખ રાવણના પંજાનું ચિત્ર બતાવ્યું. શ્રીરામ ચિત્ર જોઈ રહ્યા. તેમણે પૂછ્યું : “આ કોના પંજા છે ને આમાં શું રહસ્ય સમાયેલું છે?' For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૯૪ જૈન રામાયણ “આ દશમુખ રાવણના પંજા છે અને મૈથિલીએ ચીતરેલા છે!” શ્રીદામા બોલી. મૈથિલી! આપની પ્રાણપ્રિય, નિરંતર રાવણનું સ્મરણ કરે છે, તેને જ નાથ માને છે. આવી સ્ત્રી આપનું...' રતિનિભા ઉપાલંભના સૂરે બોલી. શ્રી રામે રતિનિભા સામે જોઈ, શ્રીદામા સામે જોયું અને ઊભા થઈ, મહેલના ઝરૂખે ઊભા. વિચારમાં પડી ગયા. બસ, હવે આપણે કંઈ જ બોલવાનું નહીં? અમે જે વાતો કરી, તે હવામાં જ ઊડી ગઈ?' તમારી વાત મેં સાંભળી લીધી. હું વિચારીશ' શ્રી રામ પ્રભાવતીના મહેલમાંથી નીકળીને સીધા સીતાના મહેલમાં ગયા. ત્રણેય રાણીઓ એકબીજા સામે જોઈ રહી! જોયું ને? મેં નહોતું કહ્યું કે સ્વામીનાથ સાંભળી લેશે! પરિણામ કંઈ જ નહીં!' શ્રીદામાના મુખ પર રોષ તરવરી રહ્યો. પરંતુ હું નહીં છોડું. જો આપણા કહેવાથી તેઓ કાને નહીં ધરે તો બીજો ઉપાય કરીશ.” શ્રીદામાં પોતાના મહેલે જવા તૈયાર થઈ. રતિનિભા પણ રવાના થઈ, પ્રભાવતીનું મન કંપી ઊઠ્યું. શા માટે આ બધું કરવાનું? સુખ તો ભાગ્ય મુજબ મળે છે! કોણ આ શ્રીદામાને સમજાવે?' સ્વગત બોલતી, પ્રભાવતી પલંગમાં પાસાં ઘસવા લાગી. પ્રિય, તને કુશળ છે ને?” ધર્મના પ્રભાવે ને આપના પ્રભાવે.' શ્રી રામ મૈથિલીના મહેલમાં આવી સ્વસ્થ બન્યા. પ્રભાવતીના મહેલમાં તેમનું મન ઘણું અસ્વસ્થ બની ગયું હતું. તેમના ઉદાર અને ઉદાત્ત હૃદયને ગંદી અને મલિન વાત જરાય ગમતી ન હતી. એ રાણીઓના માનસને જાણતા હતા. એમને કરેલી વાતની શ્રીરામ ઉપર જરાય અસર થઈ ન હતી. હા, સીતા ઉપર એમનો સ્નેહ દ્વિગુણ થઈ ગયો! તેમણે સીતાજીને કહ્યું : પ્રિયે, વસંતની આલ્હાદક ઋતુ આવી છે, ચાલો આપણે મહેન્દ્ર-ઉદ્યાનમાં જઈએ.” નાથ, મને દેવાધિદેવના પૂજનનો મનરથ થયો છે. ઉદ્યાનમાં વિવિધ સુગંધી-પુષ્પોથી હું પૂજન કરવા ચાહું છું, મારા આ મનોરથને પૂર્ણ કરો.' શ્રી રામે એ જ સમયે સેવકોને આજ્ઞા કરી. બીજા દિવસે પ્રભાતે વિવિધ પ્રકારનાં સુગંધી પુષ્પોથી ભરેલા રત્નજડિત થાળ સાથે દેવી સીતાએ દેવાધિદેવનું For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈર્ષાની આગ ૭૯૫ ભાવપૂર્વક પૂજન કર્યું. પૂજનવિધિ પૂર્ણ થયા પછી, શ્રીરામ સીતા સાથે પરિવાર સહિત મહેન્દ્ર-ઉદ્યાનમાં જવા નીકળ્યા. અયોધ્યાની પ્રજા વસંત ઉત્સવ ઊજવી રહી હતી. એ વસંત ઉત્સવમાં કેવળ ઇન્દ્રિયોનાં વિષયોની ક્રીડા ન હતી. એ વસંતઉત્સવનું કેન્દ્ર હતું વીતરાગ પરમાત્માની ભક્તિ! શ્રી રામે અયોધ્યાને ઉત્સવમાં લીન જોઈ. બીજી બાજુ સીતાજી બોલી ઊઠ્યાં : “નાથ, મારી દક્ષિણ ચક્ષુ સ્કુરાયમાન થાય છે.” એ શુભ ન કહેવાય...' શ્રી રામ સીતા સામે જોઈને બોલ્યા. “તો શું હજુ દુષ્ટ ભાગ્ય મારા રાક્ષસદ્વીપ-નિવાસથી સંતુષ્ટ થયું નથી? આપના વિયોગમાંથી પેદા થતા દુઃખથી પણ વધુ દારુણ દુઃખ શું એ આપશે? દક્ષિણ-નયન નહીંતર હુરે શાનું?” સીતાજીનું મુખ ચિંતાથી પ્લાન થઈ ગયું. તેમની ભયભીત આંખો શ્રી રામ તરફ મંડાઈ. “દેવી” ખેદ ન કરો, સુખ અને દુઃખ કર્માધીન છે, એ અવશ્ય ભોગવવાં જ પડે છે. જો અશુભ કર્મ ઉદયમાં આવવાનું હશે તો કોણ રોકી શકશે?” મારું મન અસ્વસ્થતા અનુભવે છે.' તમે મહેલમાં જાઓ, પરમાત્માનું પૂજન કરો. સુપાત્ર દાન આપો. આપત્તિમાં ધર્મ જ શરણ આપે છે. ધર્મ જ રક્ષા કરે છે. સીતાજી પરિચારિકા સાથે રથમાં બેસી, પોતાના મહેલમાં આવ્યાં. પોતાના મન ઉપર સંયમ રાખી, તેમણે પરમાત્માપૂજન કર્યું અને દાન આપવા માંડ્યું. ભાવિ ભય સામે એમણે આધ્યાત્મિક માર્ગે ઝઝૂમવા માંડ્યું. ‘કયું દુ:ખ આવી પડશે?' એનો કોઈ જ અણસાર મળતો નથી! શ્રીદામા અને રતિનિભાએ ધ્યાન આપવા માંડ્યું હતું કે શ્રી રામ સીતા પ્રત્યે પૂર્વવત્ સ્નેહથી વર્તે છે કે કંઈ પરિવર્તન આવે છે. પરંતુ વસંતઉત્સવમાં સીતા સાથે જ્યારે શ્રી રામ મહેન્દ્ર ઉદ્યાને ગયા ત્યારે શ્રીદામાની આંખો પહોળી થઈ ગઈ. આંખોમાંથી આગના ભડકા નીકળવા લાગ્યા! એણે બે હાથ ઘસ્યા, દાંત કચકચાવ્યા અને પગ પછાડ્યા. શ્રીદામા રતિનિભાના મહેલે ગઈ. રતિનિભા પણ એવી જ અસ્વસ્થ હતી. For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૯૭ જૈન રામાયણ જોયું તેં?' વસંતઉત્સવ માણવા સ્વામીનાથ સીતાને લઈને ઊપડ્યા! એમના મનમાંથી સીતા દૂર થાય એમ નથી.” સાચી વાત છે શ્રીદામા, હવે બીજી જ કોઈ ઉપાય કરવો પડશે. આપણા કથન ઉપર સ્વામીનાથ કંઈ જ વિશ્વાસ મૂકતા નથી.' હવે હું પણ જોઉં છું. તારે એક કામ કરવું પડશે.' તું કહીશ તેમ કરીશ.” તારે, પ્રભાવતીએ અને મારે આપણે ત્રણેયએ આપણા મહેલોની દાસીઓ જુએ અને સાંભળે એ રીતે રાવણના પંજાની ચર્ચા કરવાની! દાસીઓના મોઢેથી વાત નગરમાં ફેલાવવાની. રાજમહેલમાં તો ફેલાશે જ. નગરમાં આવી વાત જલ્દી ફેલાઈ જશે. એ વાત ખૂબ જ દૃઢ બનીને આર્યપુત્રને કાને આવશે, ત્યારે તેઓ ધ્યાન આપશે!' રતિનિભા પહેલાં તો શ્રીદામાની વાતથી ભય પામી પરંતુ પછી ખુશ થઈ ગઈ. “આ યોજના જો ઊંધી વળે ને પકડાઈ જવાય તો?' આ કલ્પનાથી તે ભય પામી પરંતુ શ્રીદામાએ કહ્યું કે “આ તો લોકવાયકા થઈ જવાની. કાવતરા જેવું કંઈ રહેશે નહીં. તેથી પ્રસન્ન થઈને એ જ પ્રમાણે કામ ચાલુ કરવા સંમત થઈ. બંને પહોંચી પ્રભાવતી પાસે. પ્રભાવતીને બધી વાત સમજાવી. તેને પણ સંમત કરી લીધી. પ્રભાવતીના મહેલથી જ યોજનાનો પ્રારંભ કરી દીધો! રાણીઓની વાતથી દાસીઓ ચોંકી ઊઠી. “મૈથિલી રાવણના પગના પંજાનું ચિત્ર દોરે, રાવણનું ધ્યાન ધરે?' દાસીવર્ગમાં ચર્ચાઓ થવા લાગી. શ્રીદામા અને રતિનિભાની દાસીઓએ પણ વાત જાણી. માન્યામાં ન આવે એવી વાત જ્યારે સીતાના હાથના દોરેલા ચિત્રને, રાવણના પંજાના ચિત્રને જુએ છે ત્યારે માનવા તૈયાર થઈ જાય છે. વાત અયોધ્યાની હવામાં ફેલાઈ ગઈ. ઘર-ઘરમાં ચોર-ચોતરે ને બજારમાં મૈથિલીના ચારિત્ર માટે શંકાનું વાતાવરણ બની ગયું. જ્યારે મૈથિલીને આ વાતની ગંધ પણ નથી પહોંચી! વિધિની જ વિચિત્રતા કહેવાય ને! ૦ ૦ ૦ For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭. મહાસતી કલંકિતા : ગઈ કાલ સુધી જેના ગુણ ગાવાથી પ્રજા થાકતી ન હતી, ગઈ કાલ સુધી જેના સતીત્વની પ્રતીતિથી જે સીતાને સાક્ષાત્ દેવી માની લઈ, પ્રજા માનતાઓ માનતી હતી, ગઈકાલ સુધી જેનાં દર્શન કરવા માત્રથી પાપ ધોવાઈ જવાનું જે પ્રજા માનતી હતી, તે સીતા માટે આજે અયોધ્યામાં કેવી ચર્ચા ફેલાઈ રહી હતી? સીતાને રાવણ લંકા ઉપાડી જાય, આટલા દિવસો સુધી એને લંકામાં રાખે છતાં સીતાના શીલને તે અખંડિત રહેવા દે ખરો? “અને કહે છે કે રાવણનું રૂપ પણ અનુપમ હતું. ભલભલી સ્ત્રીઓ તેનાથી આકર્ષાઈ જાય.' એના અંતઃપુરમાં હજારો રાણીઓ હતી.' એ પણ દરેક સ્ત્રી પોતાની ઇચ્છાથી રાવણને વરેલી, એવું રાવણમાં આકર્ષણ હતું.” તો પછી સીતા પણ આકર્ષાઈ જાય એમાં નવાઈ ન કહેવાય.” “સ્ત્રી-ચારિત્ર ગહન હોય છે.' પરંતુ એમાં આપણે સીતાને અપવાદરૂપ માનતા હતા.” એ જ વાત છે ને, મોટા માણસોની મોટી વાતો!” ‘પણ આ તો ખરું કહેવાય હોં! રાવણ મરી ગયો છતાં સીતા એને ભૂલી નથી!' એનું નામ જ પ્રીત ને! એ તો આપણા શ્રી રામ આટલાં યુદ્ધ કરીને, સીતાને લઈ આવ્યા, નહીંતર સીતાને ત્યાં શું દુ:ખ હતું? ‘પણ આ તો અયોધ્યાના કુલને કલંક લગાડવું, કહેવાય ને?' કહેવાય જ તો, પણ સમજે છે કોણ? શું શ્રી રામને આ વાતની ખબર જ નહીં હોય?' “એમને ખ્યાલ નહીં જ હોય, નહીંતર શ્રી રામ એટલે મર્યાદા પુરુષોત્તમ છે.' “તો એમના ખ્યાલ ઉપર વાત લાવવી જ જોઈએ.' કોણ લાવે?’ ગામનું મહાજન. For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૯૮ જેન રામાયણ એ પહેલાં બધી વાત પાકી જાણી લેવી જોઈએ. માત્ર સાંભળેલી વાતો પર...” “વાત પાકી જ છે. જોનારે નજરે જોયું છે કે સીતાએ રાવણના પગ ચીતર્યા છે. જો રાવણ પર પ્રેમ ન હોય તો એના પગ શા માટે ચીતરે? આનાથી વધીને તે વળી કયું પ્રમાણ જોઈએ? પણ આપણે સીતાને આવી નહોતી ધારી હ.” અરે એ તો સ્ત્રીનો ભવ જ એવો.” પણ આવી કુલટા સ્ત્રી? શ્રી રામની પત્ની થઈને આવું કર્યું? “શું કરે બીજું? વનવાસમાં કુટાવા કરતાં લંકાના વૈભવો શું ખોટા હતા? એમાંય પ્રતિવાસુદેવ જેવો રાવણ જેવો પ્રેમી મળ્યા પછી પૂછવાનું જ શું!' અયોધ્યાની પ્રજા જ જાણે બદલાઈ ગઈ હતી. શ્રીદામ, રતિનિભા અને પ્રભાવતીની કૂટયોજના પાર પડી રહી હતી. સીતાના ચારિત્ર્ય પર કાજળથી ય કાળું કલંક લગાડવામાં શોક્ય રાણીઓ સફળ થઈ હતી. નગરના વાતાવરણને જાણીને, એ રાણીઓ નાચી ઊઠતી હતી. સીતાને કલંકિત કરવા પાછળ એમને સુખના સાગર ઊભરાતા લાગતા હતા. “લંકિત સીતા ઉપરથી મન ઊતરી જશે, પછી રામ અમારા થઈ જશે.' આ કલ્પનાના નશામાં દોડી રહી હતી. નગરમાં જ્યારે સીતાજી માટે અમર્યાદ બોલાવા માંડ્યું, નગરના મહાજનને વિમાસણ થઈ ગઈ. રાજધાનીના એ મહત્તર પુરુષો ભેગા થયા. વિજય શ્રેષ્ઠી સૂરદેવ, મધુમાન, પિંગલ, શૂલધર, કાપ્યપ, કાલ અને ક્ષેમ આ આઠ આગેવાનો વિજયશ્રેષ્ઠીની હવેલીમાં ભેગા થયા. સૌનાં મન ખિન્ન હતાં. મુખ પર ઉદાસીનતા છવાયેલી હતી. સહુ ભેગા થવાનું પ્રયોજન જાણતા હતા. વાતની ગંભીરતા સમજતા હતા. કર્તવ્યની કઠોરતા અનુભવતા હતા. વિજયશ્રેષ્ઠીએ મૌન તોડ્યું. હે નગર-મહત્તરો, સમગ્ર નગરમાં છેલ્લા દિવસોમાં જે ચર્ચા થઈ રહી છે, એનાથી આપણે પરિચિત છીએ. આ વાતનું નિરાકરણ કરવું જોઈએ. તે માટે આપણે શ્રી રામચન્દ્રજીને મળવું જોઈએ. તેઓશ્રીની સમક્ષ પ્રજાજનોની ચર્ચા મૂકવી જોઈએ. પછી તેઓશ્રીને જેમ યોગ્ય લાગે તે કરે, આપણું કર્તવ્ય આપણે બજાવવું જોઈએ.’ સહુ વિજયશ્રેષ્ઠીની વાત સાંભળી રહ્યા. સહુનાં મસ્તક ઝૂકી ગયાં હતાં. ત્યાં ક્ષેમમહત્તરે વિજયશ્રેષ્ઠી સામે જોયું. કહો ક્ષેમ, તમારો અભિપ્રાય પ્રકાશિત કરો.' For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાસતી કલંકિત! ૭૯૯ ‘હું શું કહું શ્રેષ્ઠીવર્ય? અયોધ્યાનો આ કેવો પાપોદય જાગ્યો છે, એ જ મને સમજાતું નથી. દેવી સીતા માટે, આવી મલિનતાભરી વાત કરતાં લોકોની જીભ કપાઈ જતી કેમ નથી? મને જરાય આ વાત જચતી નથી.’ ‘અમને પણ ચતી નથી.' બાકીના મહત્તરો એક સાથે બોલી ઊઠ્યા. ‘તો, જે વાત આપણને સત્યથી દૂર લાગે છે, તે વાત શ્રી રામચંદ્રજી સમક્ષ લઈ જવાનું શું પ્રયોજન?’ ‘નગરના વાતાવરણથી તેઓશ્રીને પરિચિત રાખવાનું કર્તવ્ય આપણા માથે છે, એટલું જ પ્રયોજન!' વિજયશ્રેષ્ઠીએ પ્રત્યુત્તર આપ્યો. માત્ર વાતાવરણ જણાવવામાં વાંધો નહીં, પરંતુ નગર-ચર્ચામાં આપણે સંમત નથી, એ વાત સ્પષ્ટ કરવી જોઈએ.’ સત્ય છે. આપણે તો શ્રી રામચંદ્રજીને વાતાવરણ જણાવી, આ ચર્ચાનો સત્વરે અંત લાવવા પ્રાર્થના કરીશું.' ‘તો પછી અત્યારે જ આપણે જઈએ.' સૂરદેવ બોલ્યા. આઠેય નગર-મહત્તરો શ્રી રામ પાસે જવા નીકળ્યા. શ્રી રામચંદ્રજી સમક્ષ વાત પ્રસ્તુત કરવાની જવાબારી વિજયશ્રેષ્ઠીને સોંપવામાં આવી હતી. વિજયશ્રેષ્ઠીનું મન અસ્વસ્થતા અનુભવતું હતું. એ જાણતા હતા કે જેમની સમક્ષ જેમના અંગે વાત કરવાની છે તેમના પ્રત્યે શ્રીરામનો કેવો અવિહડ રાગ છે! સીતાજી માટેની વાત શ્રી રામ સમક્ષ કરવી એટલે? જે સીતાજી માટે શ્રી રામે લંકાપતિ સાથે ઘોર સંગ્રામ કર્યો, અનેક કષ્ટ સહ્યાં, એ સીતા માટે, આવી દુષ્ટ વાત કરવાનું પરિણામ શું આવે? વિજય અકથ્ય વેદનાનો ભાર માથે ઉપાડી, રાજમહેલનાં સોપાન ચઢવા લાગ્યા. દ્વારપાલને કહ્યું : મહારાજાને નિવદેન કર્યો કે નગ૨-મહત્તરો આપના દર્શને આવ્યા છે.' દ્વારપાલે શ્રી રામને નિવેદન કર્યું. શ્રી રામની સંમતિ લઈ, દ્વારપાલે નગરમહત્તરાને શ્રી રામના મહેલમાં જવાની અનુમતિ આપી. નગર-મહત્તરો શ્રી રામની સમક્ષ પહોંચ્યા, નમન કરી, ભૂમિ પર બેસી ગયા. ‘કહો નગર-મહત્તરો! શા માટે પધાર્યા છો?' શ્રી રામે વાત્સલ્યભર્યા શબ્દોમાં પૂછ્યું. પરંતુ આઠેય મહત્તરોનાં મસ્તક નમી ગયાં હતાં અને કંપી રહ્યાં હતાં, શ્રી રામચન્દ્રજીનું રાતેજ તેમને આંજી રહ્યું હતું. શ્રી રામચન્દ્રજીએ પુનઃ ક્યું : For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ ૮૦૦ નગર મહત્તરો! તમને અભય છે. તમે શા માટે ક્ષોભ અનુભવો છો? મને વિશ્વાસ છે તમારા પર, કે તમે એકાંતે મારા હિતકારી છો. તમે નિઃશંક બનીને વાત કરો.” - શ્રી રામે મહત્તરોને આશ્વસ્ત કર્યા. વિજયશ્રેષ્ઠીને હવે બોલવા માટે હામ મળી. પોતાની સમગ્ર બુદ્ધિને ભેગી કરી અને તેમણે શ્રી રામે સામે જોયું. શેષ સાતેય મહત્તરો વિજયશ્રેષ્ઠી સામે જોઈ રહ્યા હતા. શ્રી રામે પણ વિજયશ્રેષ્ઠી સામે મીટ માંડી. “સ્વામિન્, જે નિવેદન કરવા જેવું હોય તે ન કરીએ તો સ્વામીનો દ્રોહ કર્યો ગણાય અને જો કરીએ છીએ તો આપનાથી સાંભળી શકાય એવું નથી. હે નાથ, સમસ્ત અયોધ્યામાં દેવી મૈથિલી માટે પ્રવાદ ફેલાઈ ગયો છે. અલબત્ત દેવી મૈથિલી માટે તે ઘટતો નથી. પરંતુ યુક્તિથી તે ઘટે છે, માટે તે શ્રદ્ધેય બને છે. રાવણે જાનકીનું અપહરણ શા માટે કર્યું હતું? જાનકી સાથે રમણ કરવા! એકલાં જાનકીને તે લંકા લઈ ગયો અને દીર્ઘ સમય જાનકીને ત્યાં રાખ્યાં. અમે એમ કહેવા નથી ચાહતા કે જાનકી રાવણ પ્રત્યે રાગી હતાં, ભલે એ વિરક્ત રહ્યાં હોય, પરંતુ સમજાવટથી કે બલાત્કારથી રાવણે એમના શીલનો ભંગ કર્યો હોવો જોઈએ. કારણ કે રાવણની સ્ત્રી-લોલુપતા જગપ્રસિદ્ધ હતી.' “હે દશરથનંદન! પ્રજા આ પ્રમાણે બોલી રહી છે, મેં તો તેનો અનુવાદ કર્યો છે, લોકોની ચર્ચા આપની સમક્ષ મૂકી છે. જ્યારે અમે નગરમાં આ ચર્ચા સાંભળી, અમે સ્તબ્ધ બની ગયા, વાતો કરનારાઓ પ્રત્યે ઘોર તિરસ્કાર પેદા થયો, પરંતુ ચારેકોર જ્યારે આ વાતો ચકરાવો લેવા માંડી ત્યારે અમે નગરમહત્તરો ભેગા થયા અને આપની સમક્ષ વાત રજૂ કરી.” હા, આ પ્રવાદ છે અને પ્રાય:પ્રવાદી લોકનિર્મિતાઃ' વાતો લોકોમાંથી થતી હોય છે, પરંતુ આ પ્રવાદ યુક્તિયુક્ત છે. આપે સહન શા માટે કરવો જોઈએ? જન્મથી આજસુધી મેળવેલી કીર્તિને શા માટે કલંકિત કરવી જોઈએ? આ દેવી સીતા અંગેનો પ્રવાદ સહી લઈને આપ કીર્તિને કલંકિત ન કરશો. હે દેવ, અમે આપને વિશેષ શું કહીએ?' વિજય શ્રેષ્ઠીને જે કહેવું હતું તે કહી દીધું, એકધારું કહી દીધું. અન્ય મહત્તરો કંપી રહ્યા હતા. શ્રી રામના ઘરની આવી વાત કરવાનું સાહસ શું પરિણામ લાવે એ કલ્પનાથી ધ્રૂજી રહ્યા હતા. વિજયની વાતો શ્રી રામે ધ્યાનપૂર્વક સાંભળી. જેમ જેમ તેઓ સાંભળતા ગયા, દુઃખના ભારથી દબાતા ગયા. “સીતા For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાસતી કલંકિત! ૮૦૧ પર આવું કલંક!’ ‘અવશ્ય લોકદૃષ્ટિમાં સીતા કલંકિત બની ચૂકી છે.' આ વિચારોએ એમના હૃદયને અસહ્ય વેદના આપી, તે છતાં ધૈર્ય ધારણ કરી, તેમણે નગર-મહત્તરોને પ્રત્યુત્તર આપ્યો : હે નગર-મહત્તરો, તમે જે વાત કરી, તે સારું કર્યું. હું તમારી ઉપેક્ષા કરનારો નથી; તેમ તમે પણ મારી ઉપેક્ષા કેમ કરો? ભક્તજનો ઉપેક્ષાવાળા નથી હોતા, તમે અવશ્ય માનજો કે માત્ર એક સ્ત્રીને ખાતર હું અપયશને સહન નહીં કરું.' શ્રી રામે નગર-મહત્તરોને સંતોષ આપ્યો. કલ્પનાતીત સંતોષ લઈને મહત્તરો ત્યાંથી વિદાય થયા. કલ્પનાતીત દુઃખથી શ્રી રામ વ્યથિત થયા. શ્રી રામની સામે બે વિકલ્પ હતા. કાં તેઓ સીતાની ખાતર અપયશ સહન કરે, કાં તેઓ યશની ખાતર સીતાનો વિરહ સહન કરે! શ્રી રામને પિતાના વચન ખાતર વનવાસ સ્વીકારતાં જે દુ:ખ નહોતું થયું તેવું અભૂતપૂર્વ દુઃખ આજે તેઓ અનુભવી રહ્યા. સીતાની વિરહની, સીતા વિનાના જીવનની કલ્પના પણ તેમને શૂન્ય બનાવી રહી હતી. સીતા ઉપર આવેલા કલંકથી પોતાની જાતને મુક્ત ક૨વા, પોતાની જાતને કલંકથી બચાવી લેવા, સીતાના ત્યાગ વિના બીજો કોઈ વિકલ્પ તેમને દેખાતો નથી, પરંતુ સીતાના ત્યાગની કલ્પના કરતાં જ તેમનું હૃદય દ્રવિત થઈ જાય છે. ‘તો શું અપયશ સહન કરી લેવો? ‘દુનિયાને જે બોલવું હોય તે બોલે.’ અને મન મનાવી લઈ, અપયશની ચિંતા ત્યજી દેવી? પરંતુ એક સીતા માટે સમગ્ર રાજપરિવારના યશને ધક્કો પહોંચાડવો?' શ્રી રામ દિશાશૂન્ય બની ગયા. એમના મુખ પર ચિંતાઓ ઘેરાઈ ગઈ. દિવસભર અકથ્ય વેદના સહતા, શ્રી રામે રાત્રિના સમયે સ્વયં નગરચર્યા સાંભળવાનો નિર્ણય કર્યો. સંધ્યાના રંગો વિલીન થઈ ગયા. અંધકાર ફેલાઈ ગયો. શ્રી રામે વેશપરિવર્તન કર્યું અને એકલા જ નગરમાં નીકળી પડ્યા. જ્યાં જ્યાં બે-ચાર સ્ત્રી કે પુરુષો ભેગા થઈને વાતો કરતા હતા ત્યાંથી પસાર થવા લાગ્યા. એ લોકોની વાતો સાંભળવા લાગ્યા. એ જ વાતો, એ જ ચર્ચા ડગલે ને પગલે શ્રી રામ સાંભળવા લાગ્યા. રાવણ સીતાને એની લંકામાં લઈ ગયો, સીતાને ત્યાં રાખી, રામ સીતાને લઈ આવ્યા. સીતાને તેઓ સતી માને છે. પરંતુ રાવણે સીતાનો ઉપભોગ કેમ For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦૨ જૈન રામાયણ ન કર્યો હોય? રાવણ સીતાને છોડે? આ વિચાર રામે કર્યો જ નહીં. રાગી મનુષ્ય દોષ જોતો જ નથી. રામને સીતામાં દોષ ન જ દેખાય.' શ્રી રામનું મસ્તક ઘૂમવા લાગ્યું. હૃદયમાં વેદના ભરીને, શ્રી રામ પાછા મહેલે આવ્યા અને પલંગમાં પછડાઈ પડ્યા. વિચારોનું તુમુલ યુદ્ધ ચાલ્યું. ચારે બાજુ અંધકાર દેખાય છે; શું કરવું..? શું ન કરવું..? એક બાજુ પ્રાણથી ય અધિક પ્રિય સીતા અને બીજી બાજુ રાજપરિવારનો નિર્મળ યશ, કોનો ત્યાગ કરવો? કોને બચાવી લેવું? કર્મોનો વિચિત્ર ઉદય ક્યારે આવે ને ક્યારે જીવનને અંધકારમય બનાવી. દે તે કોણ કહી શકે? એવાં કર્મોથી બંધાયેલા જીવો, સંસારમાં આવી ઘોર વેદનાઓ અનુભવતા, ચારેય ગતિમાં ભટકી રહ્યા છે. ધિક્કાર હો એવાં કર્મોને! - શ્રી રામની નિદ્રા ઊડી ગઈ છે. તેમણે આખી રાત અકથ્ય વેદનામાં વિતાવી. For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૧ ૯૮. સીતાનો - ત્યાગ , શું આ મારી ભ્રમણા તો નહીં હોય? નગરમહત્તરોના મુખે શ્રવણ કરેલી વાતો, મારા મન અને મસ્તકમાં ધૂમરાઈ રહી છે. નગરચર્યામાં મને મારા મનનો જ પડઘો તો નહીં સંભળાયો હોય? મારા અતિ વિશ્વાસપાત્ર ગુપ્તચરોને નગરમાં મોકલી લોકચર્ચાઓ જાણું? હા, મારે નિર્ણય કરવો જ જોઈએ!” - શ્રી રામે સ્વગત વિચાર કર્યો. ગુપ્તચરોને બોલાવી, નગરચર્ચાની માહિતી મેળવી લાવવા આજ્ઞા કરી. ગુપ્તચરો ચાલ્યા ગયા. શ્રી રામ પોતાના શયનકક્ષમાં અસ્તવ્યસ્ત મનોદશામાં આંટા મારી રહ્યા હતા ત્યાં દ્વારપાલે નમન કરી નિવેદન કર્યું : “મહારાજનો જય હો.' શ્રી રામે દ્વારપાલ સામે જોયું. દ્વારપાલે કહ્યું : ‘વાનરદ્વીપના અધિપતિ મહારાજા સુગ્રીવ અને રાક્ષસદ્વીપના અધિપતિ મહારાજા બિભીષણ આપનાં દર્શન ચાહે છે.' એમને બહુમાનપૂર્વક લઈ આવ.” દ્વારપાલ નમન કરી ગયો ને તરત જ બંને રાજેશ્વરોને લઈ, આવી પહોંચ્યો. સુગ્રીવ અને બિભીષણે શ્રી રામને પ્રણામ કરી, આસન લીધું. શ્રી રામે ઔપચારિક કુશલવાર્તાની વિધિ પતાવી. કુશાગ્રબુદ્ધિવાળા સુગ્રીવે શ્રી રામની અન્યમનસ્કતા પરખી લીધી. બિભીષણે પણ શ્રીરામની મનઃસ્થિતિનું અનુમાન કર્યું. પરંતુ તેઓ તેનું કારણ જાણતા હતા. સુગ્રીવે શ્રી રામની આવી જ વ્યથા એક સમયે અનુભવી હતી કે જ્યારે રાવણ સીતાને ઉપાડી ગયો હતો ને ચારેબાજુ તપાસ કરવા છતાં સીતાજીની શોધ થઈ શકી ન હતી અને શ્રી રામ સુગ્રીવની સહાયથી સુગ્રીવની નગરીમાં આવ્યા હતા, ત્યારે સીતા વિનાના શ્રી રામની વ્યાકુળતા સુગ્રીવે જોઈ હતી. બીજીવાર લંકાના યુદ્ધમાં જ્યારે રાવણની “અમોઘવિજયા વિદ્યાએ લક્ષ્મણજીને પટકી દીધા હતા અને લક્ષ્મણજીએ સુધબુધ ખોઈ નાંખી હતી. સુગ્રીવ અને બિભીષણ સામે બેઠા હતા, છતાં શ્રી રામ આકાશ તરફ જોઈ રહ્યા હતા, સીતાના વિચારોમાં ખોવાઈ ગયા હતા. બીજી બાજુ લક્ષ્મણજીને લોકચર્ચાની કંઈક ગંધ આવી ગઈ. નગર મહત્તરો શ્રી રામ પાસે આવી ગયા અને પછી શ્રી રામચંદ્રજી ખિન્ન થઈ ગયા છે. આ વાત પણ લક્ષ્મણજીના કાને આવી ગઈ. તેઓ ત્વરિત ગતિએ શ્રી રામના મહેલમાં આવી પહોંચ્યા. સીધા જ શયનકક્ષમાં પ્રવેશ કરી, શ્રીરામના ચરણે વંદના કરી. For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦૪ જૈન રામાયણ શ્રી રામ તો એમના વિચારોમાં ખોવાયેલા હતા : “મેં જે સીતા માટે રાક્ષસકુલનો ક્ષય કર્યો, રૌદ્ર યુદ્ધ કર્યું, અરેરે, એ સીતાના માટે આ શું આવી પડ્યું? હું જાણું છું, સીતા મહાસતી છે. રાવણ સ્ત્રીલોલુપ હતો પણ મારું કુળ નિષ્કલંક છે. હા, આ રામે શું કરવું જોઈએ? હું કેવી વિકટ સ્થિતિમાં મુકાઈ ગયો?” ત્યાં ગુપ્તચરોએ પ્રવેશ કર્યો. શ્રી રામ અને લક્ષ્મણજીને નમન કરી, તેમણે નિવેદન કર્યું : “મહારાજા, અયોધ્યાની ગલી-ગલીમાં, ચોરે ને ચોતરે બસ એક જ ચર્ચા છે, “સીતાજી પવિત્ર, નિષ્કલંક ન હોઈ શકે. રાવણને ત્યાં દીર્ઘ સમય રહેલાં, સીતાજીને રાવણની લોલુપતા છોડે?” હે નાથ, પ્રજા જાતજાતની વાત કરી રહી છે.' ગુપ્તચરોની વાત સાંભળી, લક્ષ્મણજી રોષથી ધમધમી ઊઠ્યા : દેવી સીતા મહાસતી છે, કોઈ ચોક્કસ કારણોથી આ દોષ ઉપજાવી કાઢવામાં આવેલો છે, ભલે જેમને નિંદા કરવી હોય તે કરે, એ નિંદકોનો યમરાજ આ લક્ષ્મણ બેઠો છે. લક્ષ્મણ સહન નહીં કરે.” લક્ષ્મણજીના શબ્દોથી ગુપ્તચરો ધ્રુજી ઊઠ્યા. શ્રી રામ બોલ્યા : લક્ષ્મણ, આ પૂર્વે નગર-મહત્તરો મારી પાસે આવ્યા હતા. તેમણે મને સીતા અંગે નગરમાં ફેલાયેલા પ્રવાદની વાત કરી હતી. ત્યાર પછી મેં સ્વયં નગર-ચર્ચાનું શ્રવણ કર્યું અને ત્યારબાદ મેં ગુપ્તચરોને પુનઃ નગર-ચર્ચાની માહિતી મેળવવાનો આદેશ કર્યો હતો. એટલે આ ચરપુરુષોએ તો માત્ર લોકચર્ચાનો અનુવાદ જ કર્યો છે.” ભલે, પરંતુ આપ એ વાતોને ધ્યાનમાં ન લેશો.” ધ્યાન પર લીધા વિના ચાલે જ નહીં. સીતાનો મેં લંકા જઈને સ્વીકાર કર્યો, એ જ આ પ્રવાદનું મૂળ કારણ છે. હવે તું સીતાના ત્યાગમાં વિઘ્ન કરીને પુનઃ અપવાદનું કારણ ન બન.” સીતાજીના ત્યાગની વાતથી લક્ષ્મણજી વિહ્વળ થઈ ગયા; તે બોલ્યા : હે આર્યપુત્ર, લોકોની વાતોથી દોરવાઈને દેવી સીતાનો ત્યાગ ન કરો. લોકોનું મોં બાંધી શકાતું નથી. ગમે તે પ્રકારે દેવી સીતાને કલંકિત કરવામાં આવી છે, પણ સીતાજી પૂર્ણ નિર્દોષ છે. લોકો હમેશાં રાજપરિવારના દોષ જોતા હોય છે. રાજપરિવારને કલંકિત કરતા હોય છે. ભલે એવા લોકોને શિક્ષા ન કરો, પરંતુ એમની ઉપેક્ષા કરવી જોઈએ. એ લોકોની વાતો ધ્યાન પર લઈ કોઈ પગલું ન ભરવું જોઈએ.” For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સીતાનો-ત્યાગ ૮૦૫ લક્ષ્મણ, તું કહે છે તે સત્ય છે, લોકસ્થિતિ હમેશાં એવી જ હોય છે. પરંતુ યશસ્વી રાજાઓએ સર્વલોકવિરુદ્ધનો ત્યાગ કરવો જ જોઈએ.' લક્ષ્મણ સ્તબ્ધ થઈ ગયા. સુગ્રીવ અને બિભીષણ શૂન્યમનસ્ક થઈ ગયા. તેમને સમગ્ર પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો. લક્ષ્મણના અંગેઅંગમાં રોષ વ્યાપી ગયો. તેઓ આસન પરથી ઊભા થઈ ગયા અને બોલ્યા : યશ-અપયશનું કોઈ મહત્ત્વ નથી. આપણા યશ ખાતર મહાસતી સીતાજીનો ત્યાગ કરવો, કોઈ રીતે ઉચિત નથી, સર્વથા અનુચિત છે. સીતાના સતીત્વ અંગે જો આપ નિઃશંક છો, તો લોકોની વાતોથી–લોકોએ કરેલા અસત્ય અપવાદથી ભય પામવું શા માટે? આપ અપયશથી મુક્ત થવા, દેવી સીતાનો ત્યાગ કરશો તો એ દેવી સીતાનું શું થશે? એનો આપે વિચાર કર્યો? આપના વિના દેવી સીતા જીવી શકશે? આપ હનુમાનને પૂછો કે દેવરમણ ઉદ્યાનમાં આપના વિના દેવી સીતાની શું પરિસ્થિતિ હતી? એમણે અન્નપાણીનો ત્યાગ કરી દીધો હતો. અતિ આગ્રહથી અંજનાપુત્ર પારણું કરાવ્યું હતું. અપકીર્તિના ભયથી, સતી સીતાનો ત્યાગ કરવો સાવ અનુચિત છે.” લક્ષ્મણજીનો દેહ ધ્રૂજી રહ્યો હતો. શ્રી રામના મુખ પર વિષાદયુક્ત દૃઢતાની રેખાઓ ઊપસી આવી હતી, લક્ષ્મણજીની વાતનો, તર્કનો પ્રત્યાઘાત આપતાં શ્રી રામ બોલ્યા : સીતાનો ત્યાગ કરવો મારા માટે અનિવાર્ય છે.” તરત દ્વારપાલને બોલાવીને, સેનાપતિ કૃતાન્તવદનને બોલાવી લાવવા સંદેશ મોકલ્યો. કૃતાન્તવદન આવી પહોંચ્યા. શ્રીરામ-લક્ષ્મણને નમન કરી, ઊભા રહ્યા, કૃતાન્તવદન, કોઈ અરણ્યમાં સીતાને છોડી દો.' પરંતુ આપ વિચારો આર્યપુત્ર, સીતાદેવી અત્યારે ગર્ભવતી છે. એવી સ્થિતિમાં...' ભલે ગર્ભવતી હો, એનો ત્યાગ કરવો જ રહ્યો.” શ્રી રામ આસન પરથી ઊભા થઈ ગયા. લક્ષ્મણજી શ્રીરામના ચરણોમાં પડી ગયા. આંખોમાંથી ચોધાર આંસુ વહાવતા તેઓ બોલ્યા : મહાસતી સીતાનો ત્યાગ અનુચિત છે, ત્યાગ ન કરો.' હવે તારે એક શબ્દ પણ બોલવો નહીં. શ્રી રામે મુખ ફેરવી લીધું અને કૃતાત્તવદનને કહ્યું : For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦૬ જેન રામાયણ સેનાપતિ, દેવી સીતાને સમેતશિખરની યાત્રાનો દોહદ છે, માટે સમેતશિખરની યાત્રાના બહાને તું એને લઈ જજે ને ત્યજી દેજે.” લક્ષ્મણજી આસું વહાવતા ત્યાંથી પોતાના મહેલમાં ચાલ્યા ગયા. શ્રીરામની મર્યાદાના બંધને લક્ષ્મણજીને નિરૂપાય બનાવી દીધા હતા. લક્ષમણજી વાસુદેવ હતા. સત્તા અને શક્તિના માલિક હતા. પરંતુ શ્રી રામની ઉપરવટ થઈને, મહાસતી સીતાની રક્ષા કરી શક્યા નહીં. સીતાજી પ્રત્યેની નિર્મળ ભક્તિથી લક્ષ્મણજી વ્યાકુળતા, વેદના અને વ્યથાથી ઘેરાઈ ગયા, પરંતુ તેઓ કંઈ પણ કરી શક્યા નહીં. શ્રી રામની આજ્ઞા તેમના માટે અલંધ્ય હતી. સેનાપતિ કૃતાન્તવદન! એ ગમે તેમ તો ય રાજ્યનો સેવક હતો. મહાસતીને બિહામણા વનમાં ત્યજી આવવાનું કામ તેણે કરવાનું હતું. તે શત્રુઓ માટે યમરાજ હતો, મિત્રો માટે નહીં. મહાસતી પ્રત્યે એના હૃદયમાં અનહદ શ્રદ્ધા હતી, પરંતુ શ્રી રામ સામે બચાવ કરવો વ્યર્થ લાગ્યો. “જ્યાં લક્ષ્મણજીને શ્રી રામે અવગણી નાંખ્યા ત્યાં મારું શું ઊપજે ?” સેનાપતિનું હૃદય વેદનાથી ભરાઈ ગયું. હૃદયમાં વ્યથા અને આંખોમાં આંસુ લઈ, કૃતાંતવદન સીતાજીના મહેલે પહોંચ્યા, રથને મહેલના દ્વારે સ્થાપી, તેઓ સીતાજીના આવાસમાં પહોંચ્યા. પરિચારિકાએ સીતાજીને સેનાપતિના આગમનનું સૂચન કર્યું. સીતાજી સ્વસ્થ બન્યાં અને સેનાપતિએ પ્રવેશ કર્યો. સીતાજીને નમન કરી નિવેદન કર્યું : શ્રી રામચંદ્રજીની સેવકને આજ્ઞા છે કે મહાદેવીની યાત્રા-મનોરથ પૂર્ણ કરવો. આપશ્રીની ઇચ્છા સમેતશિખર તીર્થની યાત્રા કરવાની છે, તો આપ પધારો. રથ નીચે જ તૈયાર છે.' કૃતાન્તવદને હૃદયને દૃઢ કરી, નીચી દૃષ્ટિએ બોલી નાંખ્યું. સીતાજી શ્રી રામનો આદેશ સાંભળી પ્રસન્ન થઈ ગયાં. ઘણા સમયથી તેમને સમેતશિખરની યાત્રાનો દોહદ પ્રગટ્યો હતો. તેમણે શ્રી રામને દોહદ જણાવ્યો પણ હતો. પણ આજે એ મનોરથ પૂર્ણ થવાની આશા જન્મી! સીતાજીને બીજી કોઈ તૈયારી કરવાની હતી જ નહીં. તેઓ તરત વસ્ત્રપરિવર્તન કરી, રાજમહેલનાં સોપાન ઊતરવા લાગ્યાં. તેઓ ક્યાં જાણતાં હતાં કે એમના પ્રાણપ્રિય શ્રી રામ આજે એમની સાથે કપટ કરી રહ્યા હતા? તેઓ ક્યાં જાણતાં કે એમને તીર્થયાત્રાએ નહીં, પરંતુ વનયાત્રાએ લઈ જવામાં આવી રહ્યાં હતાં? તેઓ ક્યાં જાણતાં હતાં કે આજે અયોધ્યાના મહેલનાં પગથિયાં તેઓ સદા માટે ઊતરી રહ્યાં હતાં? For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦૭ સીતાનો-ત્યાગ - સીતાજી! સીતાજીએ સતીત્વની રક્ષા માટે, લંકાપતિની સામે અપાર દૃઢતા અને મેરુવન નિશ્ચલતા દાખવી હતી. તે જ સીતાજીના મહાસતીત્વમાં અયોધ્યાની પ્રજાએ અવિશ્વાસ પોકાર્યો! જે સીતાજીના મહાસતીત્વનો જયઘોષ દેવલોકના દેવોએ પોકારેલો તે શ્રી રામે સાંભળેલો. તે સીતાજીના સતીત્વમાં પ્રજાએ કરેલી શંકાથી પ્રેરાઈને, શ્રી રામે સીતાના વિશ્વાસનો લાભ લઈ, તેમનો ત્યાગ કર્યો. હા, સીતા-ત્યાગ કરવામાં શ્રી રામને અપાર દુઃખ હતું. સીતાના વિરહની વેદનાનો દાવાનલ સળગ્યો હતો, પરંતુ શું થાય? જ્યાં પાપકર્મોનો ઉદય થાય ત્યાં આવી ન ધારેલી ઘટનાઓ બને જ, ત્યાં ન કલ્પેલાં દુઃખો ધસી આવે. અકાળે આપત્તિનાં ઘનઘોર વાદળ ચઢી આવે. ૦ ૦ ૦ For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વક ૯૯. ‘રિહનિનાદ વનમાં અને સીતાજી એટલે સરળતાની મૂર્તિ. ન કોઈ શંકા કે ન કોઈ અવિશ્વાસ. સરળ પ્રકૃતિના માનવને પ્રાયઃ સ્નેહીજનો-પરિજનોની પ્રવૃત્તિમાં શંકા જાગતી નથી અવિશ્વાસ થતો નથી. સીતાજીને સેનાપતિના કથનમાં કોઈ શંકા ન જાગી! અપશુકનો પણ થયા અને અશુભ નિમિત્તો પણ થયાં. સીતાજી નિઃશંક બની રથમાં આરૂઢ થયાં. રથની ચારે બાજુ પડદા પડી ગયા ને વનવેગી ઘોડાઓ દૂર દૂર સીતાજીને ખેંચી ગયા. સીતાજીએ સેનાપતિને એટલું પણ ન પૂછ્યું કે : આર્યપુત્ર પાછળ જ રથમાં આવે છે ને? અન્ય પરિજનોને લઈ કોણ આવે છે? હજુ પાછળ બીજા રથોના આવાગમનનો ધ્વનિ કેમ સંભળાતો નથી?' ગંગાનદીના તટ પર રથ આવીને ઊભો. તટ પર તરાપો તૈયાર હતો. રથને તરાપા પર ચઢાવી, કૃતાંતવદને ગંગા પાર કરી રથને ઉતારી લીધો અને સિંહનિનાદ નામના વનમાં પ્રવેશ કર્યો. વનમાં મધ્યભાગે રથને ઊભા રાખી, કૃતાંતવદન નીચે ઊતર્યો. તેના મુખ પર ગ્લાનિ હતી, આંખો આંસુઓથી ભરાયેલી હતી. શરીર કંપી રહ્યું હતું. સીતાજીએ કૃતાંતવદનને જોયો. તેમણે પૂછ્યું : ‘સેનાપતિ, રથ કેમ ઊભો રાખ્યો?” સેનાપતિની દૃષ્ટિ જમીન પર જકડાઈ હતી. સીતાજીએ એની આંખમાંથી ટપકતાં આંસુ જોઈ ચિંતિત સ્વરે પૂછ્યું : અરે કૃતાંતવદન, આંખોમાંથી આંસુ શા માટે? આ સમયે શોક શા માટે? શું માર્ગ ભુલાયો છે? કોઈ ભય છે? સીતાજીએ એકી શ્વાસે પૂછી નાંખ્યું. કૃતાંતવદનને હવે પ્રત્યુત્તર આપ્યા વિના ચાલે એમ ન હતું. તેણે કહ્યું : દેવી, શું કહું? જે કહેવા જેવું નથી, જે બોલવા જેવું નથી. ન કરવા જેવું મારે કરવું પડ્યું છે, કારણ કે સેવક છું. સેવકને ન કરવા જેવું ઘોર અકાર્ય પણ કરવું પડે છે.' હું કંઈ સમજી શકતી નથી, સેનાપતિ, સ્પષ્ટ શબ્દોમાં કહો.” સીતાજીની વિહ્વળતા વધતી હતી. અપયશના ભયથી શ્રી રામે આપનો ત્યાગ કર્યો છે, દેવી.” શાનો અપયશ? શા માટે ત્યાગ?' લોકોએ આપને માટે વાર્તા પ્રસારી છે “સીતા રાવણથી દૂષિત છે, એવી For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 'સિંહનિનાદ' વનમાં ૮૦૯ સીતાનો રામે સ્વીકાર કર્યો. જ્યારે ચરપુરુષોએ નગરચર્ચા સાંભળીને, શ્રી રામને કહી અને શ્રી રામે જ્યારે આપનો ત્યાગ કરી દેવાની વાત કરી ત્યારે લક્ષ્મણજીએ વિરોધ કર્યો, શ્રી રામને ઘણા સમજાવ્યા, પરંતુ શ્રી રામ ન માન્યા. લક્ષ્મણજી રુદન કરતા પોતેના મહેલે પહોંચ્યા. શ્રી રામે આપને આ ભીષણ વનમાં છોડી આવવાનો આદેશ મારા જેવા પાપીને કર્યો. આ ભીષણ વન જે સાક્ષાત્ મૃત્યુનું જ દ્વાર છે, તેમાં દેવી આપ માત્ર આપના જ સતીત્વના પ્રભાવે જીવી શકશો.” કૃતાંતવદનનું વજહૃદય ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યું. સીતાજી મૂર્શિત થઈ, રથમાંથી જમીન પર ઢળી પડ્યાં. સીતાજીના મૂચ્છિત દેહને જોઈ મહાસતીના પ્રાણ ઊડી ગયા...” એવી કલ્પના કૃતાંતવદનને આવી. તેણે હૈયાફાટ રુદન કર્યું. “અરેરે, હું કેવો પાપી! કેવું દારુણ પાપ મારા હાથે કરવાનું આવ્યું! મહાસતીનું મૃત્યુ.” તે હતબુદ્ધિહતપ્રભ થઈ, જમીન પર આળોટી પડ્યો. ભયંકર “સિંહનિનાદ' વનમાં પશુઓ સ્તબ્ધ થઈ ગયાં. જાણે વન રડી પડ્યું. રથના અશ્વો વિહ્વળ થઈ ગયા. ભારતની એ મહાસતી, શ્રી રામની અર્ધાગિની, અયોધ્યાની મહારાણી, આજે ભીષણ વનમાં મૂછિત થઈને, જમીન પર પડી હતી. રણમેદાન પર લાખો સુભટોને રોળી નાંખનારો સેનાપતિ અસહાય નિઃસહાય બની પોકે પોકે રડી રહ્યો હતો. સંસારની આ ઘટનાને જોનાર કોણ સંસારને ચાહે? કોણ સંસારનાં સુખોને ચાહે? આ જ તો સંસારની ભીષણતા છે! એ ક્યારે ક્રૂર બનીને, જીવ પર તૂટી પડે, કંઈ નિશ્ચિત નહીં. સિંહનિનાદ વનનો વાયુ સીતાજીની વહારે દોડી આવ્યો. વનનાં પંખીઓ પોતાની પાંખોમાં શીતલ પાણી ભરી લાવ્યાં. સીતાજીની મૂચ્છ દૂર થઈ. તેમણે ચારેબાજુ જોયું. હે રામ...' કરતાં સીતાજી પુનઃ મૂછિત થઈ ગયાં, પરંતુ કૃતાંતવદનને એટલું આશ્વાસન મળ્યું કે “સતાજી જીવંત છે!' વળી મૂચ્છ દૂર થઈ. સીતાજીએ કૃતાંતવદન સાર્મ જોઈ પૂછયું : અહીંથી અયોધ્યા કેટલી દૂર છે? શ્રી રામ ક્યાં છે?' દેવી, અયોધ્યા દૂર હો કે નજીક હો, પૂછવાથી શું? શ્રી રામને યાદ કરવાનું શું પ્રયોજન? ઉગ્ર આજ્ઞા કરનારા શ્રી રામ પાસે જવાની કલ્પના પણ ત્યજી દો.’ શું શ્રી રામ અને સર્વથા ત્યજી દીધી છે?” For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૧૦. જૈન રામાયણ હા દેવી, આપનો શ્રી રામે સર્વથા ત્યાગ કર્યો છે, અન્યથા આવા ભીષણ વનમાં શા માટે? સેનાપતિ રડી પડ્યો. સીતાજીના મુખ પર ગંભીરતા છવાઈ. તેમણે કંઈક વિચાર કર્યો અને સેનાપતિને કહ્યું : હે ભદ્ર! ભલે આર્યપુત્રે મારો ત્યાગ કર્યો પરંતુ તેઓ પ્રત્યે મારા હૃદયમાં શ્રદ્ધા છે, ભક્તિ છે. તું આર્યપુત્રને મારો આટલો સંદેશ આપજે. એમને કહેજે કે આપને લોકનિંદાનો ભય લાગ્યો, અપકીર્તિનો ભય લાગ્યો, તો આપે મારી પરીક્ષા કેમ ન કરી? આપ મારી પરીક્ષા કરીને, લોકોની શંકા દૂર કરી શક્યા હોત, જ્યાં શંકા હોય ત્યાં “દિવ્ય” કરી શકાય છે, પરંતુ આપે આમ ન કર્યું. હા મારાં અશુભ કર્મ આ ભીષણ વનમાં હું ભોગવીશ. મારું ભાગ્ય પરવાર્યું છે, અભાગિની છું, પરંતુ આપે શું આપના વિવેકને અનુરૂપ આ પગલું ભર્યું? આપ વિશ્વના શ્રેષ્ઠ પુરુષ છો. આપને વિશ્વ વિવેકી સમજે છે, હું પણ વિવેકી સમજુ છું. આ આપનું પગલું વિવેકને અનુરૂપ નથી, આપ આપના કુલને કલંકથી બચાવી લેવા તત્પર થયા અને મારો ત્યાગ કર્યો! શું આપના ઉજ્વળ કુળને માટે પણ, એક અકલંક, અનપરાધિની સ્ત્રીનો આવા ભીષણ વનમાં ત્યાગ કરાવી દેવો ઉચિત છે? શું આપ સ્વય મારા સતીત્વમાં નિઃશંક ન હતા? વત્સ લક્ષ્મણને મારા નિર્મલ ચારિત્રમાં શ્રદ્ધા ન હતી? શું લોક-અપવાદથી બચવાનો બીજો કોઈ ઉપાય જ ન હતો? ભલે મારા પૂર્વકૃત પાપોના ઉદયે આવેલાં દુઃખો હું ભોગવીશ, કારણ કે સંસાર જ દુઃખમય છે. પરંતુ અધમ પુરુષોના કહેવાથી, જેમ આપે મારો ત્યાગ કર્યો તેમ મિથ્યાષ્ટિ જીવોના કહેવાથી જિનભાષિત ધર્મનો ત્યાગ ન કરશો.' આટલું બોલતાં બોલતાં સીતાજીનો કંઠ ભરાઈ ગયો. આંખો આંસુઓથી ઊભરાઈ ગઈ. મૂચ્છિત થઈને તેઓ જમીન પર ઢળી પડયાં. કૃતાંતવદન “હા દેવી.” બોલતો મોટા સ્વરે રડી પડ્યો. અશ્વોની આંખો સજલ બની ગઈ. થોડી ક્ષણો વિતી. મૂછ દૂર થઈ ને સીતાજીએ આંખો ખોલી, તેઓ ઊભાં થઈ કૃતાંતવદનને કહેવા લાગ્યાં : ' મારા વિના શ્રી રામ કેવી રીતે જીવશે? અરે, હું જીવિત છતાં એમના માટે મૃત્યુ પામેલી છું. હે વત્સ, શ્રીરામનું કલ્યાણ , લક્ષ્મણને મારા આશીર્વાદ કહેજે અને હે વત્સ, શિવાસ્તેિ સન્તપન્થાનો. . તું શ્રી રામ પાસે જા.' કૃતાંતવદન વિધિની ક્રૂરતાનો વિચાર કરે છે. મહાસતી સીતા અને મહામના For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 'સિંહનિનાદ’ વનમાં ૮૧૧ શ્રીરામ દંપતીના છિન્નભિન્ન થયેલા જીવન પર આંસુ વહાવે છે, પથ્થરની એક શિલાના સહારે આંખો બંધ કરીને બેઠેલાં સીતાજીને જુએ છે. વારંવાર એ મહાસતીને પ્રણિપાત કરે છે. રથના અશ્વો પાસે જઈ, અશ્વોની પીઠ પર હાથ ફેરવે છે. અશ્વો પગ પછાડે છે, મુખે હલાવી, અયોધ્યા તરફ વળવાની ના પાડે છે. કતાંતવદન જંગલની ચારેબાજુ દૃષ્ટિ નાંખે છે. આ જંગલમાં આ મહાસતીને રહેવાનું? કોના સહારે? શું આ નરી ક્રૂરતા નથી? સેનાપતિ, હતબુદ્ધિ થઈ, રથમાં બેસી જાય છે અને રથને અયોધ્યાના માર્ગે હકારી મૂકે છે. જ્યાં સુધી સીતાજીનાં દર્શન થયાં ત્યાં સુધી એણે સીતાજી તરફ જોયા જ ૦ ૦ ૦ For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ ૧૦0. શ્રીરામનો કલ્પાંતર બિહામણું જંગલ! બિહામણા જંગલમાં કમલ કોમલ સીતાજી ભયભીત બની ભટકી રહ્યાં છે. નથી ત્યાં કોઈ રાજમાર્ગ કે નથી ત્યાં કોઈ પગદંડી. ત્યાં પથરાયેલા છે કાંટા અને ઝાંખરાં. સીતાજી પોતાના આત્માની જ નિંદા કરી રહ્યાં છે. “મારા જ જીવે પૂર્વભવોમાં ભૂલીને જે પાપ આચર્યો છે, તે પાપ આજે ઉદયમાં આવ્યાં છે. તે મારે ભોગવવાં જ જોઈએ.” કર્મનો સિદ્ધાંત સીતાજીને ક્ષણિક આશ્વાસન આપે છે. પુનઃ સીતાજીનું હૈયું ભરાઈ આવે છે, તેઓ રડી પડે છે, ઠોકરો ખાઈને, નીચે પડી જાય છે. જંગલમાં એ ચાલતાં જાય છે. રડવું, પડવું અને ચાલતા જવું. “ક્યાં જઈ રહી છું?' એ સીતાજી જાણતાં નથી. જ્યારે ભોજન મળશે?” એ વિચારે નથી. “ક્યાં આશ્રય મળશે? એની ચિંતા નથી. એ ચાલતાં જ જાય છે. ત્યાં જંગલમાં એક વિશાળ મેદાન હતું. મેદાનમાં સેંકડો સૈનિકોનો પડાવ હતો. સીતાજીએ સૈનિકોને જોયા. ક્ષણભર તે ધ્રુજી ઊઠ્યાં. પરંતુ એમને મન મૃત્યુ અને જીવન સમાન હતાં. નહોતો એમને મૃત્યુનો ભય કે નહોતો જીવનનો મોહ! તેઓ સ્વસ્થ બનીને, આંખો બંધ કરીને, શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં ઊભાં રહી ગયાં. સૈનિકોની દૃષ્ટિ સીતાજી તરફ ગઈ. સૈનિકો સ્તબ્ધ થઈ ગયા. ભયભીત બની ગયા. દિવ્યરૂપ! અપૂર્વ તેજ! “શું આ કોઈ વનદેવી છે?' સૈનિકો પરસ્પર વાતો કરવા લાગ્યા. સીતાજીને ધારી ધારીને જોવા લાગ્યા. આપણે મહારાજને નિવેદન કરીએ.' આમ વિચારી સૈનિકો એમના રાજા તરફ દોડ્યા. સીતાજીનું ધૈર્ય તૂટી ગયું. તેઓ રડી પડ્યાં. જમીન પર બેસી ગયાં. તેમના કરુણ રુદને વનને દ્રવિત કરી દીધું. રુદનનો અવાજ રાજાના કાને પડ્યો. રાજા સ્વરના જાણકાર હતા. પોતાના તંબૂમાં બેઠા બેઠા એમણે નિર્ણય કર્યો : “આ ધ્વનિ કોઈ ગર્ભવતી મહાસતીનો છે.” તરત જ રાજા For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીરામનો કલ્પાંત ૮૧૩ સીતાની પાસે પહોંચ્યો. તે કરુણાવંત હતો, પરંતુ સીતાજી શંકાથી કંપી ઊઠ્યાં. તરત જ પોતાના શરીર પરથી આભૂષણ ઉતારીને રાજાની સામે ધરી દીધાં. “હે ભગિની! તું જરા પણ ભય ન રાખીશ. આ આભૂષણ તારાં જ છે ને તારાં જ અંગે એ રહેશે. હે ભગિની, તું કોણ છે? અહીં આ વનમાં તારો ત્યાગ કોણે કર્યો? કોણ એવો અતિ નિર્દય પુરુષ છે કે જેણે મહાસતીને અહીં ત્યજી દીધી? તે કહે, નિઃસંદેહ બનીને કહે. તારું કષ્ટ મારાથી જોયું જતું નથી, મારું હૃદય દુ:ખી છે.” રાજાએ કરુણાભર્યા સ્વરે સીતાજીને કહ્યું : સીતાજીની દૃષ્ટિ જમીન પર જડાઈ ગઈ છે. તેઓને રાજાના સ્વરમાં નિર્મળતા અને નિષ્કપટતા સંભળાય છે. તેમનું ભારે હૃદય કંઈક હળવાશ અનુભવે છે. ત્યાં રાજાના મંત્રી સુમતિએ સીતાજીને સંબોધીને કહ્યું : “હે મહાસતી, આ મહારાજા વજજંઘ છે. પિતા ગજવાહન અને માતા બંધુદેવીના સુપુત્ર છે. પુંડરીકનગરીના વિશાળ રાજ્યના અધિપતિ છે. તેઓ અહંત ધર્મના ઉપાસક છે, મહાન સત્ત્વશીલ છે અને પરનારીસહોદર છે. તેઓ હાથીઓને પકડવા આ જંગલમાં સૈન્ય સાથે આવ્યા હતા. હાથીઓને લઈને, હવે પાછા વળી રહ્યા હતા ત્યાં તારા રુદનનો સ્વર સાંભળી, તારા દુઃખથી દુઃખી થઈ તેઓ અહીં આવ્યા છે, માટે તે નિર્ભય બની તારું દુઃખ કહે.” મહામંત્રી સુમતિએ મહારાજા વજજંઘનો પરિચય આપ્યો. સીતાજીને રાજામંત્રી પર વિશ્વાસ બેઠો. તેમણે પોતાનો જ્યાં પરિચય આપ્યો, ત્યાં રાજા અને મંત્રી સ્તબ્ધ બની ગયા. “આ શ્રી રામનાં અર્ધાગિની દેવી સીતા છે. આ જાણીને રાજા, મંત્રી સીતાજીને વંદી રહ્યા. મહાસતીના દર્શનથી ઉલ્લસિત થયા, પરંતુ જ્યાં સીતાજીએ પોતાની કરુણકથા સંભળાવી, ત્યાં રાજા ને મંત્રી, ચોધાર આંસુ પડી રહ્યા. સીતાજી રોતાં જાય છે, બોલતાં જાય છે ને રડાવતાં જાય છે. મહારાજા વજજંઘે સીતાજીને કહ્યું : “હે મહાદેવી, તું મારી “ધર્મભગિની' છે. એક ધર્મને આચરનારા સર્વે પરસ્પર બંધુજન છે. તું મને ભામંડલ માન અને ભાઈના ઘરને પાવન કર. સ્ત્રીઓના માટે પતિગૃહ પછી ભ્રાતૃગૃહ જ આશ્રય હોય છે. વળી તું ચિંતા ન કરીશ. શ્રી રામે લોકોના કહેવાથી તારો ત્યાગ કર્યો છે. એમણે સ્વયં ત્યાગ નથી કર્યો. એમને તો અત્યારે ઘોર પશ્ચાત્તાપ થતો હશે અને તારી જેમ જ તેઓ દુઃખી હશે. તેઓ અલ્પ સમયમાં જ તારી શોધ કરવા નીકળી પડશે. તારા વિરહથી વ્યાકુળ દશરથનંદન, ચક્રવાકી વિનાના ચક્રવાકની જેમ વેદના For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ ૨૧૪ અનુભવી રહ્યા હશે. હે મહાસતી, તું નિશ્ચિત અને નિર્ભય બનીને, પુંડરીકનગરીમાં ચાલ, મારા ભાગ્યોદયથી જ આ ભીષણ વનમાં મને તારા જેવી ભગિની મળી ગઈ.’ વજંઘ રાજાનાં વચનોએ સીતાજીના વ્યથિત હૃદયને અપૂર્વ આશ્વાસન આપ્યું. તેણે ગર્ભસ્થ જીવોના હિત માટે પણ પુંડરીકનગરીમાં જવાનું હિતાવહ માન્યું. તેમણે સંમતિ આપતાં, તરત જ શિબિકા તૈયાર કરવામાં આવી. સીતાજીને બહુમાનપૂર્વક શિબિકામાં આરૂઢ કરવામાં આવ્યાં. રાજા વજંઘે પુંડરીકનગરી તરફ પ્રયાણ આરંભી દીધું. સેનાપતિ કૃતાંતવદન અયોધ્યા પહોંચ્યા. શ્રી રામને પ્રણામ કરી કહ્યું : ‘હે દેવ, ‘સિંહનિનાદ' નામના વનમાં મેં દેવી સીતાનો ત્યાગ કર્યો છે. ત્યાગ કરીને, સીધો અહીં આવ્યો છું. દેવી સીતા વારંવાર મૂચ્છિત થઈ જતાં હતાં અને વારંવાર ચેતના પ્રાપ્ત કરતાં હતાં. જેમતેમ કરીને ધૈર્ય ધારણ કરીને, તેમણે આ પ્રમાણે સંદેશ આપ્યો છે : કયા નીતિશાસ્ત્રમાં કે કયા દેશમાં આવો આચાર છે કે એક પક્ષે કરેલા દોષારોપણથી બીજા પક્ષને સાંભળ્યા વિના શિક્ષા કરવી? સદૈવ વિચાર-વિવેકસંપન્ન એવા આપે આ કાર્ય અવિચારી કર્યું છે. એમાં દોષ મારા દુર્ભાગ્યનો છે. આપ સદૈવ નિર્દોષ છો. પરંતુ હે નાથ, હે જેવી રીતે ખલ-પુરુષોએ કરેલા પ્રવાદથી નિર્દોષ એવી પણ મારો ત્યાગ કર્યો તેવી રીતે મિથ્યાદષ્ટિઓની વાણીથી આર્દતધર્મનો ત્યાગ ન કરશો.' આ પ્રમાણે સંદેશ આપી, દેવી સીતા મૂચ્છિત થઈને, ધરણીતલ પર ઢળી પડ્યાં હતાં. વનના શીતલ પવનથી મૂર્છા દૂર થતાં ઊભા થઈને, તેઓ કરુણ સ્વરે વિલાપી ઊઠ્યાં હતાં કે ‘મારા વિના રામ કેવી રીતે જીવી શકશે? હા... હા... હું હણાઈ ગઈ.' કૃતાંતવદનની વાત સાંભળતા જ શ્રી રામ મૂર્છિત થઈને, જમીન પર ઢળી પડ્યા. મહેલમાં હાહાકાર મચી ગયો. લક્ષ્મણજી દોડતા આવી પહોંચ્યા. તરત જ શીતલ ચંદનનું શ્રી રામના શરીરે લેપન કર્યું અને શીતલ પાણીનો છંટકાવ કર્યો. થોડા સમયે શ્રી રામની મૂર્છા દૂર થઈ અને તેઓ કરુણ સ્વરે રડી પડ્યા. ગદ્ગદ્ સ્વરે તેઓ બોલ્યા : ‘ક્યાં છે એ મહાસતી સીતા? કૃતાંતવદન તું એને ક્યાં ત્યજી આવ્યો? અહો, મેં દુષ્ટ લોકોનાં વચન સાંભળીને, એ મહાસતીનો ત્યાગ કરી દીધો, સદા માટે એને ત્યજી દીધી. મેં ઘણું અવિચારી કૃત્ય કર્યું. એ ભીષણ વનમાં For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીરામનો કલ્પાંત ૮૧૫ સીતાનું શું થયું હશે?” શ્રી રામ લક્ષમણજીના ખોળામાં મસ્તક મૂકી રડી પડ્યા. લક્ષ્મણજીએ કહ્યું : હે પ્રભો, મહાસતી પોતાના શીલના પ્રભાવે હજુ એ વનમાં જ હશે. હજુ સમય વીત્યો નથી. આપ સ્વયં એ વનમાં પધારો. દેવી સીતાની શોધ કરીને, અહીં લઈ આવો, વિલંબ ન કરો, અન્યથા આપના વિરહથી વ્યથિત એ મહાસતી મૃત્યુને ભેટશે...' “શું એ ભયંકર વનમાં હજુ સીતા જીવિત હશે?” અવશ્ય, એમનાં શીલના પ્રભાવી “તો હું અત્યારે જ જાઉં છું.' શ્રી રામ ઊભા થયા. લક્ષ્મણજી સાથે તૈયાર થયા. સેનાપતિ અને બિભીષણ વગેરે પણ તૈયાર થયા. પુષ્પક વિમાનમાં બેસી તેમણે “સિંહનિનાદ' વનનો માર્ગ લીધો. પુષ્પક વિમાન સિંહનિનાદ વન ઉપર આવી પહોંચ્યું. જે સ્થળે સેનાપતિએ સીતાજીનો ત્યાગ કર્યો હતો, એ સ્થળે વિમાનને ઉતારવામાં આવ્યું. વિમાનમાંથી શ્રી રામ-લક્ષ્મણ વગેરે ઊતરી પડ્યા. ચારેય બાજુ શોધ ચાલુ કરી. શ્રી રામ હે સીતા... હે સીતા..” કરતા ચારેય બાજુ ભટકવા લાગ્યા. લક્ષ્મણ ઊંચાં વૃક્ષો પર ચઢી, ચારે બાજુ જોવા લાગ્યા. કૃતાંતવદન જંગલનાં કોતરો અને ઝાડીઓમાં પહોંચી જોવા લાગ્યો. બિભીષણ શ્રી રામની પાછળ પાછળ જઈ રહ્યા હતા. પ્રતિસ્થલ, પ્રતિજલ અને પ્રતિશિલ ખૂંદી વળ્યા. પ્રતિવૃક્ષ જોઈ વળ્યા પણ સીતાજી ન મળ્યાં. નિરાશા, હતાશાને અનુભવતા, દુઃખના ભારથી તૂટી પડેલા શ્રી રામ જમીન પર બેસી પડ્યા, લક્ષમણજી. બિભીષણ વગેરે પણ અતિ દુઃખિત હૃદયે, શ્રી રામની પાસે આવીને બેસી ગયા. શ્રી રામે કહ્યું : આવા ભયંકર જંગલમાં જાનકી કેવી રીતે જીવિત રહી શકે? અવશ્ય વાઘ, સિંહ કે બીજું કોઈ પશુ સીતાને ભસ્થ બનાવી ગયું. સીતાના મૃત્યુની કલ્પનાએ શ્રી રામના હૃદયને ભાંગી નાંખ્યું, તે છતાંય પુનઃ પુનઃ સીતાને શોધવા તેઓ ચારેય બાજુ ભટકવા લાગ્યા. જંગલમાં પથરા પર, ઘાસ પર સીતાજીનાં પદચિહ્ન પણ ક્યાંથી મળે? રામનું મન કિંકર્તવ્યમૂઢ બની ગયું. For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૧૬ જેન રામાયણ હે પ્રભો, સમગ્ર વન જોઈ વળ્યા, સીતાજી ન મળ્યાં, હવે અહીં રોકાવાથી શું વિશેષ છે? બિભીષણે શ્રી રામને કહ્યું : હા, સત્ય છે. હવે આ જીવનનું કોઈ પ્રયોજન નથી. સીતા વિનાનું જીવન જીવવાથી શું વિશેષ છે?' શ્રી રામની આંખો આંસુઓથી ભરાતી હતી અને છલકાતી હતી. સંધ્યા થઈ ગઈ હતી. સહુ પુષ્પક વિમાનમાં ગોઠવાઈ ગયા અને અયોધ્યામાં પાછા આવ્યા. અયોધ્યાના મહેલો તેજવિહોણા થઈ ગયા હતા. સહુના મુખ પર ગ્લાનિ, ઉદ્વેગ અને દુ:ખ ઊભરાઈ આવ્યાં હતાં. બીજા દિવસે શ્રી રામે સીતાનું પ્રેતકાર્ય (મૃત્યુ પછીની ક્રિયા) કર્યું. શ્રી રામને સમગ્ર વિશ્વ શૂન્ય ભાસે છે. સર્વત્ર એમને સીતા, સીતા, દેખાય છે. શ્રી રામનો સમગ્ર જીવનપ્રવાહ બદલાઈ ગયો. તેઓ વિરક્તદશામાં જીવવા લાગ્યા. 0 0 0 For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૧. લવ અને કુશ રે મહાસતી સીતાજી પુંડરીકપુર પહોંચ્યાં. તેમને પુંડરીકપુરમાં બીજી મિથિલાનાં દર્શન થયાં. રાજા વિજજંઘમાં ભ્રાતા ભામંડલનાં દર્શન થયાં. રાજાએ સીતાજીને નિવાસ માટે એક સુંદર મહેલ આપ્યો. પરિચારિકાઓ આપી અને સીતાજીને કોઈ વાતે ઓછું ન આવે એવી સર્વ વ્યવસ્થા કરી. સીતાજીને રાજાએ કહ્યું : “હે મહાસતી, તું અહીં નિઃશંક બનીને રહે, આ તારા બાંધવનું ઘર છે. અહીં તું કોઈ વાતે ખેદ ન અનુભવીશ. અલ્પ સમયમાં તારું સર્વ દુઃખ દૂર થઈ જશે.” સીતાજીએ રાજાને પ્રણામ કર્યા અને રાજા ગયા. સીતાજી ધર્મપરાયણ બનીને ગર્ભનું પાલન કરતાં કાળનિર્ગમન કરવા લાગ્યાં. કાળક્રમે સીતાજીએ પુત્રયુગલને જન્મ આપ્યો. પરિચારિકાએ તરત રાજા વજજંઘને સમાચાર આપ્યા. રાજાએ રાજકુમારોનો જન્મ મહોત્સવ નગરમાં ઊજવ્યો. પોતાને પુત્રપ્રાપ્તિ થઈ હોય અને મહોત્સવ ઊજવે એના કરતાં પણ વિશેષ ઉલ્લાસથી રાજાએ સીતાના પુત્રજન્મનો મહોત્સવ ઊજવ્યો. તેણે ખૂબ પ્રસન્ન થઈને વાચકોને દાન આપ્યાં. સીતાજીને પણ લાગ્યું કે “અયોધ્યામાં પણ આનાથી વિશેષ ઉત્સવ ન થાત!' એમનું હૃદય પ્રફુલ્લિત બન્યું. જ્યારે સીતાજીએ બે પુત્રોને જોયા, એમનું મન નાચી ઊઠડ્યું. એવું રૂપ! એવું જ લાવણ્ય! પુત્રોનાં નામ પાડવાનો દિવસ આવ્યો. રાજા વજર્જધે નગરમાં બીજો મહોત્સવ ઘોષિત કર્યો. પ્રથમ પુત્રનું નામ “અનંગલવણ' અને બીજા પુત્રનું નામ “મદનાંકુશ” રાખવામાં આવ્યું. રાજા વજજંઘે એમના લાલન-પાલન માટે ધાત્રીઓ રોકી. બાલઉદ્યાન બનાવ્યું. ક્રમશઃ બંને કુમાર મોટા થવા લાગ્યા. સહજ ચપળતા અને સ્વાભાવિક ગુણોથી શોભતા કુમારોએ સીતાજીના હૃદયને પ્રસન્નતાથી ભરી દીધું. સીતાજીનાં વર્ષો હવે દિવસોની જેમ પસાર થવા લાગ્યાં. બંને કુમારો તરુણ અવસ્થાને દ્વારે આવી ઊભા. સીતાજીને લાગ્યું : “હવે આ કુમારોને કલાઓનું શિક્ષણ આપવું જોઈએ. એમના મુખ પર પ્રતિભા છે, બાહુઓમાં બળ છે અને આત્મામાં ઉત્સાહ છે. સીતાજી એવા સુયોગ્ય કલાચાર્યની શોધમાં હતાં ત્યાં એક દિવસ સીતાજીના દ્વારે એક સિદ્ધ-પુરુષ ભિક્ષાર્થે આવી ઊભો. એનું નામ સિદ્ધાર્થ હતું. For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૧૮. જૈન રામાયણ સિદ્ધાર્થ અણુવ્રતી હતો. અનેક વિદ્યાઓનો અને કલાઓનો સ્વામી હતો. દિવસની ત્રણેય સંધ્યાઓ તે મેરુ પર્વતનાં ચૈત્યોને જુહારવામાં ગાળતો. આકાશમાર્ગે જ આવાગમન કરતો. તેનામાં જેમ વિદ્યાબળ અને કલા હતાં, તેવી રીતે તેનામાં સહજ નમ્રતા, નિઃસ્પૃહતા અને પરોપકારપરાયણતા હતી. સીતાજીએ સિદ્ધાર્થને જોયો, આદર આપ્યો. બહુમાનપૂર્વક આસન આપીને પૂછયું : આપનો પરિચય આપવા કૃપા કરશો? આપની કુશળતા ચાહું છું.” સિદ્ધાર્થે પોતાનો પરિચય આપ્યો. સીતાજી પ્રસન્ન થયાં. સિદ્ધાર્થે સીતાજીનો પરિચય પૂછુયો. સીતાજીએ પોતાનો પરચિય આપ્યો અને પુત્ર જન્મ સુધીનો વૃત્તાંત કહી સંભળાવ્યો. સિદ્ધાર્થની સમક્ષ એમણે હૃદય ખોલ્યું. સિદ્ધાર્થે કહ્યું : “હે મહાસતી, શા માટે વૃથા સંતાપ કરો છો? લવ અને કુશ જેવા જેમના પુત્રો છે, એમણે સંતાપ કરવાની શી જરૂર છે? તમારા બંને પુત્રો પ્રશસ્ત લક્ષણને ધારણ કરનારા છે. તેઓ રામ-લક્ષ્મણની જ જોડી છે! અલ્પ સમયમાં જ તેઓ તમારા મનોરથ પૂર્ણ કરશે.” સિદ્ધાર્થ અષ્ટાંગ નિમિત્તનો પારગામી હતો. લવ-કુશને જોતાં જ એમનું ઉજ્જવળ ભવિષ્ય એની સામે તરવરવા માંડ્યું હતું. સિદ્ધાર્થે લવ-કુશના તેજસ્વી ભવિષ્યનો ચિતાર આપ્યો. સીતાજીને અપૂર્વ આશ્વાસન મળ્યું. તેમણે કહ્યું : હે કલાનિધિ સિદ્ધપુરુષ, તમે જો આ બાળકોને ચાહો છો, એમના ભવિષ્યને ઉજ્વલ બનાવવા ચાહો છો તો તમે અહીં જ રહો અને આ બાળકોને શિક્ષણ આપો.” દેવી, મેં મારો પરિચય તમને પ્રથમ જ આપ્યો છે. હું એક સ્થળે રહેતો નથી, આકાશમાર્ગે આવાગમન કરતો અહર્નિશ જિનચૈત્યોની યાત્રા કરું છું. મારાથી અહીં કેમ રહી શકાય? ભલે અત્યાર સુધી તમે તીર્થયાત્રાઓ જ કરી છે. તમારી પાસે જે કળાઓ છે, સિદ્ધિઓ છે, જ્ઞાન છે, તે શું તમે કોઈને નહીં આપો? એનો વારસો કોઈને નહીં આપો? જો આ બાળકો તમને સુપાત્ર દેખાતા હોય તો તમે એમને તમારા વારસદાર બનાવો. મારા જીવનનું જે કોઈ આશ્વાસન હોય તો માત્ર આ બાળકો છે. એ સિવાય સમગ્ર વિશ્વ મારા માટે અંધકારપૂર્ણ છે.” હે મહાસતી, તમારું કથન હૃદયસ્પર્શી છે, પરંતુ એક સ્થળે રહેવા માટે મારું મન !' For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લવ અને કુશ 819 ‘તમારે તમારા મનને સમજાવવું જ પડશે, તમારી આ ભાગ્યહીન ધર્મભગિની માટે અને આ કોમળ બાળકો માટે...” સીતાજીનો સ્વર ગદ્ગદ્ બની ગયો. “સિદ્ધાર્થ વિચારમાં પડી ગયો. શ્રી રામની આ ધર્મપત્ની, સંકટો, આપત્તિઓના મારાથી જીવનનો ઉલ્લાસ ખોઈ બેઠેલી, એક મહાસતી... મારા અહીં રહેવાથી તેના જીવનમાં જો ઉલ્લાસ પ્રગટતો હોય તો મારે રોકાઈ જવું જોઈએ.” સિદ્ધાર્થને સીતાજી પ્રત્યે સહાનુભૂતિ પ્રગટી. હે સિદ્ધાર્થ, તમારે અહીં રહેવું જ પડશે. હું મહારાજા વજજંઘને પણ સમાચાર મોકલું છું. તેઓ પણ તમને આગ્રહ કરશે.” મહાસતી, હું તમારા આગ્રહને ટાળી શકતો નથી, અહીં રહીશ, સીતાજી પ્રસન્ન થઈ ગયાં. તેમણે રાજા વજજંઘને સિદ્ધાર્થ અંગે વાત કરી. વજજંઘ પણ પ્રસન્ન થયા. સિદ્ધાર્થ જેવા સિદ્ધપુરુષ લવ-કુશને કલાચાર્ય મળે તો અવશ્ય લવ-કુશ સર્વકળાઓમાં પારગામી થાય. તેમણે સિદ્ધાર્થને કહ્યું : “હે મહાપુરુષ, સાચે જ સુપાત્ર છે. એવા સુપાત્રમાં તમારું જ્ઞાન પડશે, તે અવશ્ય સફળ બનશે.' રાજન, મહાસતીના અતિ આગ્રહને અવગણવાની મારી શક્તિ નથી.” સત્ય છે, સિદ્ધાર્થ, એ સાક્ષાત્ ધર્મમૂર્તિ છે.' એના બંને બાળકો અસાધારણ લક્ષણો ધરાવે છે. બીજા રામ-લક્ષ્મણ છે!” રામનાં સંતાનો એવાં જ હોય ને!' રામને પણ પરાજિત કરે તેવાં!” ‘આપની કલાઓ પ્રાપ્ત કરનારાઓ માટે એ પણ અશક્ય નથી.” “હું દેવી સીતાના મનોરથ પૂર્ણ કરીશ.” “આપનું વચન સિદ્ધવચન હોય છે.' “ભગવાન જિનેશ્વરદેવનો અચિંત્ય પ્રભાવ છે!” રાજા વજબંઘે સિદ્ધાર્થને રમણીય નિવાસસ્થાન આપ્યું. સુંદર પુષ્પવાટિકાથી ઘેરાયેલું નિવાસસ્થાન, જાણે એક આશ્રમ જોઈ લો! સિદ્ધાર્થને પણ નિવાસસ્થાન ગમી ગયું. પ્રશસ્ત દિવસ અને મુહૂર્ત સિદ્ધાર્થે લવ-કુશનું કલાધ્યયન શરૂ કર્યું. લવકુશમાં જન્મજાત વિનયગુણ હતો. બંને બાંધવો વિનયી, વિવેકી અને વડીલજનો For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 820 જૈન રામાયણ પ્રત્યે આદર ધરાવનાર હતા. મૃદુ સ્વભાવ અને તીક્ષણ બુદ્ધિથી તેમણે સિદ્ધાર્થન સ્નેહ સંપાદન કરી લીધો. સિદ્ધાર્થને પણ લવ-કુશ પ્રત્યે ખૂબ સ્નેહ જાગ્રત થયો. ગુરુનો સ્નેહ અને શિષ્યનો વિનય ભેગા થાય% પછી કઈ સિદ્ધિ પ્રાપ્ત ન થાય? લવ અને કુશની વિનમ્રતાએ સિદ્ધાર્થના હૃદયને હરી લીધું. સિદ્ધાર્થે ક્રમશઃ પોતાની કળાઓ, સિદ્ધિઓ અને જ્ઞાન બંને કુમારોને આપવા માંડ્યું. વર્ષોની સાધના હતી! ગજબ હૈર્ય અને અપૂર્વ પ્રગતિ આવશ્યક હતાં. ઉતાવળ, કંટાળો કે ઉદ્વેગને સ્થાન આપે પાલવે એમ ન હતું. બંને કુમારોએ તરુણ અવસ્થામાંથી યુવાવસ્થામાં પ્રવેશ કર્યો. શસ્ત્રકળામાં અને શાસ્ત્રકળામાં પારંગત બન્યા. સ્વર્ગનો દેવ પણ આ કુમારો સમક્ષ હાંફી જાય તેવા દુર્ઘર્ષ યોદ્ધાઓ બની ગયા. સીતાજી ક્યારેક કુમારોના યુદ્ધ કૌશલને જુએ છે! ક્યારેક એમની શાસ્ત્રચર્ચા સાંભળે છે. એમનું હૃદય પ્રસન્ન થઈ જાય છે. યુવાન પુત્રો તરફથી પણ સીતાજીને સ્નેહ, ભક્તિ અને આદર મળે છે, વિનય અને બહુમાન મળે છે. લવ-કુશમાં યૌવનસુલભ ઉદ્ધતાઈએ પ્રવેશ કર્યો ન હતો. સુર્યના પ્રકાશથી પણ ન ભેદી શકાય એવો મોહવાસનાનો અંધકાર એમના પર છવાયો ન હતો. કર્તવ્ય-વિમુખતા અને વિવેક-ભ્રષ્ટતાએ તેઓની આસપાસ ભરડો લીધો નહોતો. રાજા વજજંઘ લવ-કુશના વિકસતા વ્યક્તિત્વને જોતા હતા. તેમના મનમાં અનેક વિચારો લવ-કુશ અંગે આવતા હતા. એક દિવસ મહારાજાએ સીતાજી સમક્ષ પોતાના મનની વાત મૂકી. દેવી, હવે લવ-કુશ યૌવનમાં આવ્યા છે અને અનેક કળાઓમાં પારંગત બન્યા છે.' “સિદ્ધાર્થના અવિરત પરિશ્રમનું તે પરિણામ છે.' બંને બાળકોએ ખંતથી ને ઉત્સાહથી કલાધ્યયન કર્યું છે અને કરે છે.' આપની કાળજી કેટલી બધી છે! હું તો રાજ્યના કામકાજમાંથી ઊંચો નથી આવતો, શું કાળજી રાખું?' કાળજી તમારી છે. પહેલાં ગુરુ તમે છો, સાચી માતા છો.' “હું તો નિમિત્ત માત્ર છું. બાળકોનું પુણ્ય જ પ્રબળ છે.” એમના પ્રબળ પુણ્યોદયથી આકર્ષાઈને, મેં એક વિચાર કર્યો છે.” For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લવ અને કુશ 821 ‘નિઃસંકોચ કહો.” શશિચુલાનો વિવાહ લવ સાથે કરવાની મારી ઇચ્છા છે.” સીતાજી વજજંઘના પ્રસ્તાવથી વિચારમાં પડી ગયાં. શશિચૂલા વજજંઘની પુત્રી હતી. સુયોગ્ય હતી. અવારનવાર શશિચૂલા સીતાજીના પરિચયમાં આવતી હતી. રૂપ અને ગુણનો એનામાં સુભગ સંયોગ થયેલો હતો. પરંતુ અત્યારે લવનો વિવાહ કરવો કે નહીં, એ વિચારથી સીતાજી મૌન રહ્યાં. દેવી, કેમ મૌન રહ્યાં? પ્રસ્તાવ ન ગમ્યો?' વજબંઘે પૂછ્યું. “મારે શો વિચાર કરવાનો છે? આપે જ વિચાર કરવાનો છે અને જેમ યોગ્ય લાગે તેમ કરવાનું છે, આપના હૃદયે એ બાળકોનું હિત વસેલું છે.” શશિચૂલા અને બીજી બત્રીસ કન્યાઓ સાથે લવનો વિવાહ કરીએ.” વજ જંઘે સીતાજીની સંમતિ લઈ લીધી. એમનું હૃદય પ્રફુલ્લિત થઈ ગયું. ત્યાંથી તેઓ સીધા જ મહારાણી લક્ષ્મીવતી પાસે ગયા. લક્ષ્મીવતીને પોતાની ભાવના જણાવી. લક્ષ્મીવતી પ્રસન્ન થઈ ગઈ. લવ જેવો સુયોગ્ય કુમાર બીજે શોધ્યો જડે એમ ન હતો. શશિચૂલાને પણ વાત જાણવા મળી. તેનું હૃદય આનંદથી ભરાઈ ગયું. વર્ષોથી તે લવને જોતી હતી. લવ પ્રત્યે એનું આકર્ષણ વધતું જ હતું. બીજી બાજુ સીતાજીએ લવને પોતાની પાસે બેસાડીને, રાજા વજજંઘની વાતથી પરિચિત કર્યો. લવ લજ્જાથી શરમાઈ ગયો. તેણે કહ્યું : માતા, જે તને ગમે તે મને ગમે. આવી વાતમાં મને પૂછવાનું ન હોય.' “વત્સ, હું જાણું છું કે તું મારી આજ્ઞા ન ઉથાપે. પરંતુ વિવાહ જેવી વાતમાં તને વાત કરવી જોઈએ. મહારાજા વજજંઘના પ્રસ્તાવને જો કે મેં સ્વીકારી જ લીધો છે, કારણ કે તેઓના આપણા પર અનહદ ઉપકાર છે. વળી તેમનો પ્રસ્તાવ પણ ઉચિત લાગ્યો, શશિચૂલા સુયોગ્ય કુમારી છે.'' ત્યાં સિદ્ધાર્થ આવી પહોંચ્યા. લવે ઊભા થઈ અભિવાદન કર્યું. સીતાજીએ પ્રણામ કર્યા. લવે સિદ્ધાર્થને આસન પ્રદાન કર્યું. સિદ્ધાર્થે આશીર્વાદ આપ્યા. સીતાજીએ સિદ્ધાર્થને ઉદ્દેશીને કહ્યું : હે મહાપુરુષ, મહારાજા વજજંઘે લવનો વિવાહ નક્કી કર્યો છે! રાજ કુમારી શશિચૂલા સાથે.” દેવી, મહારાજાનો નિર્ણય સુયોગ્ય છે. શશિચૂલા લવ માટે સુયોગ્ય કુમારી છે.' For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 822 જૈન રામાયણ સીતાજી વિચારમાં ખોવાઈ ગયાં હતાં. લવ જમીન પર દષ્ટિ સ્થાપીને બેઠો હતો. દેવી, આપ શું વિચારમાં પડી ગયાં?' દેવર્ષિ, વિચાર શું કરું? મનમાં વિચારો આવ્યા જ કરે છે. લવના વિવાહમાં એના પિતાજી નહીં હોય, લક્ષ્મણ નહીં હોય,' સીતાજીની આંખો ભીની થઈ ગઈ હતી. દેવી, તમે એ વિચારીને ત્યજી દો. લવ-કુશને એમના પિતાજીનું મિલન સ્વાભાવિક જ થશે. હવે બહુ સમય નથી! હમણાં તો લવનો વિવાહ-મહોત્સવ ઊજવાઈ જવા દો.” ત્યાં સિદ્ધાર્થને મહારાજા વજજંઘનું તેડું આવ્યું. સિદ્ધાર્થ ઊભા થયા. સીતાજીએ ઊભા થઈ અભિવાદન કર્યું. લવ મહેલના દ્વાર સુધી વળાવવા ગયો. સિદ્ધાર્થે લવ સામે વાત્સલ્યભરી દૃષ્ટિ કરી. લવ શરમાઈ ગયો. મહારાજાએ સિદ્ધાર્થનું સ્વાગત કર્યું. વિવાહ અંગે વાર્તાલાપ કર્યો. વિવાહમહોત્સવનો દિવસ નક્કી કર્યો. દિવસ આવી લાગતાં મહોત્સવ મંડાયો. ભવ્ય ધામધૂમથી શશિચૂલા અને બીજી બત્રીસ કન્યાઓનું લવે પાણિગ્રહણ કર્યું. પુત્રવધૂઓએ સીતાજીના ચરણે વંદના કરી. 0 0 0 For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 102. કુમાણોનાં લગ્ન માં લવનો લગ્નોત્સવ થઈ ગયા પછી મહારાજા વજજંઘે કુશ માટે કુલીન કન્યાની પરિશોધ શરૂ કરી. તેમની દૃષ્ટિમાં પૃથ્વીપુર આવ્યું. મંત્રીઓને પૃથ્વીપુર મોકલી, ત્યાંના નરેશ પશુની પુત્રી કનકમાલિકાની માંગણી કરી. પરંતુ રાજા પૃથુએ માંગણી ન સ્વીકારી! એમ કહીને ન સ્વીકારી કે જેનો વંશ ન જાણતા હોઈએ એને પોતાની પુત્રી કેવી રીતે અપાય?” જ્યારે મંત્રીઓએ રાજા વજજંઘને આ વાત કહી, રાજાને રોષ આવ્યો. જ્યારે લવ-કુશને સમાચાર મળ્યા, ત્યારે તેઓ રોષથી ધમધમી ગયા. વજજંઘે યુદ્ધની ઘોષણા કરી. રાજા પૃથુ પણ યુદ્ધ માટે તૈયાર હતા. લવ અને કુશને યુદ્ધમાં નહીં જવા સમજાવવામાં આવ્યા. પરંતુ એ વીર કુમારો રોકાય શાના? એમણે વજજંઘને કહ્યું : હે જ્યેષ્ઠ, પૃથને અમારા વંશનો પરિચય આપવા અમને જ જવા દો. અમારા વંશનો પરિચય યુદ્ધના મેદાન પર જ અમે આપીશ! બંને કુમારોનો દઢ આગ્રહ જોઈ, સીતાજીએ વિજયતિલક કર્યું અને રાજા વજજંઘની સાથે યુદ્ધ પ્રયાણ કર્યું. રાજા પૃથુનું સૈન્ય પણ પૃથ્વીપુરનગરના બાહ્યપ્રદેશમાં સજ્જ બનીને ઊભું હતું. બંને સૈન્યો વચ્ચે તુમુલ યુદ્ધ જામી પડવું. પૃથુના સૈન્ય વજજંઘના સૈન્યને બે પ્રહરમાં જ પરાજિત કરી દીધું. સૈનિકો ચારેય દિશામાં નાસભાગ કરવા લાગ્યા, લવ-કુશે આ દશ્ય જોયું. અત્યાર સુધી બંને કુમારો યુદ્ધ નિહાળી રહ્યા હતા. સૈન્યનો પરાજય જોઈ, બંને કુમારોએ યુદ્ધમાં ઝંપલાવ્યું. અપૂર્વ યુદ્ધકૌશલ અને અદ્ભુત વીરતાથી, તેમણે સૈન્યમાં ચૈતન્યસંચાર કર્યો. નાસભાગ કરતા સૈનિકો અટકી ગયા અને કુમારોની યુદ્ધપ્રવીણતા પર મુગ્ધ બની ગયા. લવ-કુશે પરાજયને વિજયમાં પલટી નાંખ્યો. રાજા પૃથુ ભાગવા લાગ્યા. લવ-કુશે પૃથુ સામે વિજયી-સ્મિત કરતાં કહ્યું : રાજન! અમારા કુલ-વંશ તો જાણતા નથી તો યુદ્ધમાંથી કેમ ભાગવા માંડ્યું? તમે તો પ્રસિદ્ધ કુલ-વંશવાળા છો!' રાજા પૃથુ ઊભા રહી ગયા. લવ-કુશની સામે, નતમસ્તકે ઊભા રહી તેમણે કહ્યું : For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 824 જૈન રામાયણ આપના આ અદ્ભુત પરાક્રમથી જ આપનો વંશ મેં જાણી લીધો. મહારાજા વજજંઘે કુશ માટે મારી કન્યાની માગણી, સાચે જ મારા હિત માટે કરી હતી, એમ મને લાગે છે. આવો વર શોધ્યો પણ ન જડે! હું મારી કન્યા કનકમાલિકા કુશને આપું છું!' ત્યાં મહારાજા વજજંઘનો રથ આવી પહોંચ્યો. લવ અને કુશ રથમાંથી ઊતરી, વજજંઘને નમસ્કાર કરી ઊભા. વજકંધે બંને કુમારોને પોતાના બાહુપાશમાં લઈ સ્નેહ વરસાવ્યો. “હે વીરકુમારો, તમે આજે દેવોને પણ ઈર્ષ્યા કરાવે તેવી સંગ્રામ કર્યો છે. તમારા માતાપિતાના કુળને ઉજ્જવલ બનાવ્યું છે! ત્યાં પૃથુરાજા પાસે આવ્યા. તેમણે મહારાજા વજજંઘને પ્રણામ કરીને કહ્યું : હે મહારાજા, આપ મારો અવિનય ક્ષમા કરો. બંને કુમારોની અપૂર્વ વીરતાથી, મેં એમના વંશને જાયા છે. પુત્રી કનકમાલિકી હું વીરકુમાર કુશને આપું છું.' રાજન્! તમને ધન્યવાદ છે, પરાજય પછી પણ આપને બુદ્ધિની પ્રાપ્તિ થઈ.” રાજા પૃથુએ કનકમાલિકાનો વિવાહ-ઉત્સવ માંડ્યો. મહારાજા વજજંઘે અનેક રાજા મહારાજાઓને નિમંત્રણ મોકલ્યાં. રાજા પૃથુએ પણ આમંત્રણ પાઠવ્યાં. ભવ્ય આડંબરપૂર્વક કુશે કનકમાલિકાનું પાણિગ્રહણ કર્યું. લગ્નોત્સવ થયા પછી મહારાજા વજજંઘની અધ્યક્ષતામાં રાજસભા ભરાઈ. ત્યાં આકાશમાર્ગે નારદજી રાજસભામાં આવી પહોંચ્યા! “પધારો, પધારો દેવર્ષિ મહારાજા વજજંઘે સિંહાસન ઉપરથી ઊભા થઈ સ્વાગત કર્યું. કુશલ હો રાજન!” નારદજીએ આશીર્વચન ઉચ્ચાર્યા. નારજીને બેસવા માટે આસન આપવામાં આવ્યું. રાજાઓએ અને રાજકુમારોએ દેવર્ષિનું અભિવાદન દેવર્ષિ, આપ અહીં પધાર્યા છો તો આ રાજાઓની એક જિજ્ઞાસાને સંતોષવા કૃપા કરો.' રાજા વજજંઘે નારદજી સોમે સૂચક દૃષ્ટિ કરતાં કહ્યું. વજજંઘની બાજુમાં જ રાજકુમારો લવ અને કુશ બેઠા હતા. તેમણે પણ નારદજીનું અભિવાદન કર્યું હતું અને નારદજીએ બંનેના મસ્તકે હાથ મૂકી, આશીર્વાદ આપ્યા હતા. લવ-કુશ પ્રથમ વાર જ નારદજીનાં દર્શન કરતા હતા. નારદજી અંગે સિદ્ધાર્થ For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુમારોનાં લગ્ન 825 પાસેથી પરિચય અવશ્ય તેમને મળ્યો હતો. તેઓ નારદજી સામે ધારી ધારીને જોતા હતા. નારદજીએ પણ બે-ચાર વાર કુમારી સામે જોઈ લીધું હતું. કહી રાજન, આ રાજાઓની શી જિજ્ઞાસા છે?' નારદજીએ પૂછ્યું. દેવર્ષિ, આ આપની સમક્ષ બેઠેલા બે કમારો લવ અને કુશના વંશને જાણવો છે! આપ આપના શ્રીમુખે એમનો પરિચય આપવા કૃપા કરો.” નારદજીના મુખ પર સ્મિત રમવા લાગ્યું. તેમણે રાજા પૃથુ અને બીજાઓ તરફ વેધક દૃષ્ટિપાત કર્યો. લવ-કુશ સામે જોયું. દૃષ્ટિ મળી અને નારદજી પ્રસન્નતાથી છલકાઈ ગયા. બે ક્ષણમાં સ્વસ્થ બનીને તેમણે વક્તવ્ય ચાલુ કર્યું : આ વિરકુમારોના વંશનો પરિચય જોઈએ છે? આશ્ચર્ય! આ સુપુત્રોના. વંશને કોણ નથી જાણતું? ભગવાન ઋષભદેવ જ વંશના ઉત્પત્તિ-કંદ છે! એમના વંશમાં થયેલા ભરત આદિ ચક્રવર્તીઓને કોણ નથી જાણતું? આ કુમારોના પિતા શ્રીરામચંદ્રજીને કોણ નથી ઓળખતું?” હું? શું આ કુમારો શ્રીરામના સુપુત્રો છે?” રાજા પૃથુ અને બીજા રાજાઓ આશ્ચર્યથી, હર્ષથી, આનંદથી નાચી ઊઠ્યા. ‘હા, રાજેશ્વરો! આ કુમારો શ્રીરામના સુપુત્રો છે. શ્રીલક્ષ્મણ એમના કાકા છે. શ્રીરામ-લક્ષ્મણ કે જેઓ આ કાળના બળદેવ-વાસુદેવ છે, જેમણે લંકાપતિ રાવણને રણમાં રોળ્યો અને સમગ્ર વિદ્યાધર વિશ્વને ઝુકાવી દીધું! જ્યારે આ બંને કુમારો ગર્ભસ્થ હતા ત્યારે શ્રીરામે સીતાજીનો ત્યાગ કરી દીધો હતો. સીતાજી માટે પ્રજામાં પ્રવાદ બોલાતો હતો. જો કે એ એક પયંત્ર જ હતું પરંતુ શ્રીરામે લોકોના કહેવાથી સીતાજીને જંગલમાં ત્યજી દીધાં.” લવની દૃષ્ટિ નીચી હતી. કુશની દૃષ્ટિ નારદજી ઉપર મંડાયેલી હતી, કુશના મુખ ઉપર રોષયુક્ત હાસ્ય ઊપસી આવ્યું. તેણે કહ્યું : દેવર્ષિ, શ્રીરામે ઉચિત ન કર્યું. માતા વૈદેહીનો દારુણ વનમાં ત્યાગ કરી દેવો, એ એમના જેવા માટે સાવ અનુચિત કહેવાય. અપવાદ, નિંદા વગેરેનું નિરાકરણ કરવાના બીજા ઘણા ઉપાયો તેઓ કરી શક્યા હોત. વિદ્વાનું અને વિવેકી એવા શ્રીરામે અયોગ્ય પગલું ભર્યું.' કુમાર, તમારી વાત સત્ય છે. પરંતુ જે બનવાનું હતું તે બની ગયું છે. મહાપુરુષો ભૂલ કરતા હોય છે ત્યારે તેમને કોણ સમજાવી શકે છે? તમારા કાકા લહમણજીએ શ્રીરામને ઘણા સમજાવ્યા હતા, પરંતુ તેઓ ન સમજ્યા. ર્માતિરરશી!” For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 826 જૈન રામાયણ બ્રહ્મર્ષિ, પોતાના યશની રક્ષા કરવા માટે એક મહાસતીના જીવનને નષ્ટ કરી દેવું તે શું ન્યાય છે? અમે જાણીએ છીએ કે પિતાજીએ પોતાના યશની રક્ષા માટે જ અમારી જનનીને વન્ય પશુઓ સામે ફેંકી દીધી હતી, પરંતુ “ધર્મો રક્ષતિ રક્ષિત' ધર્મની રક્ષા કરનારની રક્ષા ધર્મ કરે છે. અમારી માતાના સતીત્વે જ માતાની રક્ષા કરી, અમારી રક્ષા કરી ને એ ભીષણ ‘સિંહનિનાદ” વનમાં મહારાજા વજજંઘ જેવા પરનારીસહોદર મહામના મહાપુરુષ મળી ગયા અને સુયોગ્ય આશ્રય મળી ગયો, અન્યથા શું થાત, એનો વિચાર પણ ધ્રુજાવી દે છે.” કુશે પોતાનું હૃદય ખોલી નાખ્યું. નારદજીએ કુશની વાત ધ્યાનપૂર્વક શ્રવણ કરી, ત્યાં લવ બોલી ઊઠ્યો : બ્રહ્મર્ષિ, આપ એ કહો કે એ નગર અહીંથી કેટલું દૂર છે કે જ્યાં અમારા તાત એમના અનુજ લક્ષ્મણ સાથે બિરાજે છે?' “વત્સ! વિશ્વશ્રેષ્ઠ એવા તાત અયોધ્યામાં બિરાજે છે. અહીંથી એ પ્રસિદ્ધ નગર એકસો આઠ યોજન દૂર છે. નારદજીએ લવ સામે દૃષ્ટિ કરી. લવના મુખ પર ગંભીરતા છવાયેલી હતી. નારદજી લવના હૃદયને સમજવા પ્રયત્ન કરવા લાગ્યા. એમને લાગ્યું કે લવનું હૃદય માત્ર અયોધ્યા જવા જ નથી ઇચ્છતું, પરંતુ વૈદેહીને થયેલા અન્યાયનો પ્રતિકાર ઝંખે છે. માતા પ્રત્યે ક્રૂર વર્તાવ કરનાર પિતા પ્રત્યે એના હૃદયમાં રોષ છે. રાજસભાનું વિસર્જન થયું. સહુનાં મન, તેમાંય કનકમાલાનું મન નાચી ઊઠ્યું. કનકમાલાની માતાની પ્રસન્નતાની હદ ન રહી. નગરની સેંકડો સ્ત્રીઓએ આવીને, કનકમાલાને અભિનંદન આપ્યા. હું શ્રી રામની પુત્રવધૂ બની છું!' આ વિચારે કનકમાલાના ગૌરવમાં અપૂર્વ વૃદ્ધિ કરી. લવ અને કુશ ભોજનાદિથી નિવૃત્ત થઈ, મહારાજા વજજંઘ પાસે પહોંચ્યા. બંને કુમારોને વાત્સલ્યથી પાસે બેસાડીને મહારાજાએ વાર્તા-વિનોદ કર્યો. વાતવાતમાં અવસર શોધી, લવે વજજંઘને કહ્યું : “હે તાતપાદ, અમે અયોધ્યા જવા ઇચ્છીએ છીએ. શ્રીરામ-લક્ષ્મણનાં દર્શન કરીએ!” લવે કુશ સામે જોઈ, કુશની પણ સંમતિ મેળવી લીધી. વત્સ, તમારે જવાનું જ છે. હું પણ ચાહું છું કે તમે તમારા વિશ્વવિજયી પિતાનાં દર્શન કરો, પરંતુ..વજજંઘ અચકાઈ ગયા. કેમ આપ બોલ્યા નહીં?' કુશે આગ્રહ કર્યો. વજબંઘના મુખ પર દુઃખ, For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુમારોનાં લગ્ન વેદના અને રોષની સંયુક્ત લાગણીઓ તણાઈ આવી. તેમણે લવની દૃષ્ટિમાં દૃષ્ટિ પરોવીને કહ્યું : “કુમારો, અયોધ્યા જવાનું છે પણ એક શરણાગત તરીકે નહીં, સમોવડિયા તરીકે. તે માટે હજુ આપણે કેટલાક દેશો પર વિજય મેળવવો પડશે. એક વિરાટ શક્તિ જાગ્રત કરવી પડશે અને પછી અયોધ્યા તરફ..' સત્ય, સત્ય, પિતાજી, આપનું વક્તવ્ય યથાર્થ છે. લવ-કુશ બોલી ઊઠ્યા. રાજા વજજેઘ! રાજા પૃથુ! અને લવ-કુશ! બે રાજાઓ અને એમના બે જમાઈ એમ ચારની સભાનું આયોજન થયું. મહારાજા પૃથુના મહેલના સભાખંડમાં ચારેય મહાપુરુષો ભેગા થયા. મહારાજા વજજંઘના મનમાં એક ભવ્ય કલ્પના હતી. આજે એ કલ્પનાને સાકાર બનાવવાની યોજના ઘડવાની હતી. મહારાજા પૃથુના ગળે એ કલ્પના અને એને સાકાર બનાવવાની યોજના ઉતારવાની હતી. લવ અને કુશને એના માટે ઉત્કંઠિત કરવાના હતા. મહારાજા વજજંઘે પૃથુ સામેના સંગ્રામમાં લવ-કુશના અદ્વિતીય પરાક્રમને માણ્યું હતું. પુણ્યપ્રભાવના સૂર્યને પૂર્ણરૂપે પ્રકાશતો જોયો હતો. તેમણે લવ-કુશ દ્વારા જ પોતાની ભવ્ય કલ્પનાને સાકાર બનાવવાનો નિર્ણય કર્યો હતો. હા, એમાં એમનો કોઈ સ્વાર્થ ન હતો. એ તો લવ-કુશના જ ઉત્કર્ષને ચાહતા હતા. વળી રાજા પૃથુ જેવા સ્વજન મળી ગયા હતા તેથી વજજંઘના ઉત્સાહમાં અભિવૃદ્ધિ થઈ હતી. તેમણે કહ્યું : “હે કુમારો, આપણે અહીંથી જ વિજયયાત્રા આરંભવી જોઈએ. તમે પ્રાપ્ત કરેલી કળાઓ, જ્ઞાન અને વિજ્ઞાનનો પ્રયોગ કરી, દેશ-વિદેશ પર વિજય મેળવવો જોઈએ. નિષ્ક્રિય બનીને બેસી રહેવાથી જ્ઞાન-વિજ્ઞાનનો પ્રકાશ મંદ પડી જાય છે. તમારી સાથે વિજયયાત્રામાં હું અને મહારાજા પૃથુ પણ જોડાઈશું.” મહારાજા પૃથુ બોલ્યા : “મહારાજાનું કથન સત્ય છે. વિજયયાત્રામાં હું સાથે જ રહીશ. દિગંતવ્યાપી યશ-કીર્તિ પ્રાપ્ત કરી, કુમારો વિજયમાળા પહેરે, તેવી મારી કામના છે.” લવે કહ્યું : “આપ બંને પૂજ્ય સ્થાને છો. વિજયયાત્રા માટે અમે પણ ઉત્સાહી છીએ. આપ વિજયયાત્રાનો ક્રમ ઇત્યાદિ નક્કી કરો. પ્રશસ્ત દિવસે પ્રસ્થાન કરીએ પરંતુ...' લવે કુશ સામે સૂચક દૃષ્ટિ કરી. For Private And Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 828. જૈન રામાયણ માતાજી તો પુંડરીકપુર છે. તેમની અનુજ્ઞા પ્રાપ્ત કરવી જોઈએ.” કુશે કહ્યું. વજર્જશે તેમને સમજાવ્યું કે તેઓ ઘોડેસ્વારને પુંડરીકપુર મોકલીને, વૈદેહીને બધો જ વૃત્તાંત મોકલશે અને મહાસતીની અનુજ્ઞા પ્રાપ્ત કરશે, મહારાજા વજજંઘ અને પૃથુ વિજયયાત્રાનો કાર્યક્રમ જાણીને પ્રસન્ન થઈ ગયા. મહાસતી સીતાજીના આશીર્વાદ આવી ગયા. વિજયયાત્રાનું મુહૂર્ત પણ નીકળી ગયું. પૂર્વતૈયારીઓ પણ થઈ ગઈ. 0 0 0 For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક 103. દિગ્વિજય અને મહારાજા વજજંઘ અને મહારાજા પૃથુએ પોતાનાં સૈન્યો સુવ્યવસ્થિત કર્યા અને શુભ મુહૂર્ત વિજય પ્રસ્થાન કર્યું. લવ અને કુશના ઉત્સાહની સીમા ન રહી. માર્ગમાં જે જે નાનાં-મોટાં રાજ્યો આવ્યાં, તેમને સરળતાથી સ્વાધીન કર્યાં. કેટલાક રાજાઓ સ્વયે શરણે આવ્યા. શરણાગત રાજાઓને તેમનાં સૈન્ય સાથે લવ-કુશે પોતાની સાથે વિજયયાત્રામાં સમ્મિલિત કર્યા. લોકપુરનગર આવ્યું. લોકપુરનો રાજા કુબેરકાંત અજેય ગણાતો હતો, પરાક્રમી ગણાતો હતો. લવ-કુશે કુબેરકાંત પાસે દૂત મોકલ્યો. શરણે આવી જવા સૂચન કર્યું. પણ કુબેરકાંત અમ શરણાગતિ સ્વીકારે શાનો? યુદ્ધે ચડ્યો. લવ-કુશે એક જ પ્રહરના યુદ્ધમાં કુબેરકાંતને પરાજિત કરી, લોકપુર પર પોતાની આણ પ્રવર્તાવી. કુબેર કાંતે લવ-કુશના અપૂર્વ પરાક્રમને જોયું, તે મુગ્ધ થઈ ગયો. લવ-કુશે કુબેરકાંતને સાથે લીધું. લંપાકિદેશના એક કર્ણ રાજાને પરાજિત કર્યો. વિજયસ્થલી ભ્રાતૃશત રાજાને જીતી લીધું. આગળ વધ્યા અને પવિત્ર ગંગા સામે દેખાઈ. ગંગાની પેલે પાર ઉત્તુંગ હિમાલયના ધવલ શિખરો દૃષ્ટિપથમાં આવ્યાં. લવકુશે ગંગાતટે રાજાઓ સાથે મંત્રણા કરી. ગંગાની પેલે પારના દેશો અંગે માહિતી મેળવી. વિજયયાત્રા ગંગાના પેલે પારના દેશો સુધી લંબાવવાનો નિર્ણય કર્યો. સૈન્યને આદેશ અપાયો. તરાપાઓ તૈયાર થવા લાગ્યા અને થોડા જ દિવસોમાં વિશાળ સૈન્ય ગંગા નદી ઊતરીને સામે કિનારે પહોંચી ગયું. કલાસની ઉત્તર દિશામાં પ્રયાણ આરંભાયું. સ, કુંતલ, કાવાબુ, નદી, નન્દન, સિંહલ વગેરે દેશો પર વિજયધ્વજ ફરકાવીને લવ-કુશે સિંધુ નદી પાર કરી. સિન્ધના સામે પારના આર્યદેશો અને અનાર્યદેશને જીતી લીધા અને પુંડરીકપુર તરફ પ્રયાણ આરંભી દીધું. લવ-કુશ રાજાઓના પણ રાજા બની ગયા. એક વિશાળ સામ્રાજ્યના સ્વામી બની, તેઓ પુંડરીકપુર આવતા હતા. માતા જાનકી કેટલી પ્રસન્ન થશે તેની કલ્પના પણ બંને ભ્રાતાઓને હર્ષથી ગદ્ગદ્ કરી દેતી હતી. મહારાજા વજજંઘે દૂતને પુંડરીકપુર મોકલી, મંત્રીવર્ગને સંદેશ પહોંચાડી દીધો. મહાસતી સીતાને પણ વૃત્તાંત મળ્યો. સીતાજી પોતાના પ્રાણપ્યારા For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 830 જૈન રામાયણ પુત્રોને જોવા ઉત્કંઠિત બની ગયાં. મંત્રીઓએ સમગ્ર નગરને શણગારી દીધું. નગરજનોએ ઉત્સવનું વાતાવરણ સર્જી દીધું. અનેક રાજ-રાજેશ્વરો સાથે, અપૂર્વ વિજયયાત્રા પૂર્ણ કરીને, આવી રહેલા લવ અને કુશનું ભવ્ય સ્વાગત કરવા, લાખો દેશવાસીઓ પુંડરીકપુર એકઠા થયા. મંત્રીવર્ગે અભુત નગર-પ્રવેશનું આયોજન કર્યું હતું. સહુથી અગ્રસ્થાને ગગનચુંબી વિજયધ્વજ શ્વેત અશ્વો વહી રહ્યા હતા. ત્યાર પછી વિવિધ વાદ્યોને બજાવતું વાદકવૃંદ સુંદર વેશભૂષામાં સજજ બનીને ચાલતું હતું. એમની પાછળ એકસો આઠ શણગારેલા હાથીઓ બે બેની પંક્તિમાં ચાલી રહ્યા હતા. ત્યારબાદ નૃત્યકારોનું વૃંદ ચાલતું હતું અને તેમની પાછળ એક વિશાળ રથમાં મહારાજા વજકંધ આરૂઢ થયેલા હતા. તેમની પાછળ એક અત્યંત સુશોભિત રથમાં લવ અને કુશ બિરાજિત થયેલા હતા. ત્યાર બાદ મહારાજા પૃથુનો રથ હતો. એમની ચાર ચાર પંક્તિમાં અન્ય આજ્ઞાંકિત રાજાઓ હતા. રાજાઓની પાછળ સૈન્યના વિજેતા પરાક્રમી સેનાપતિઓ અશ્વારોહી બનીને, પ્રસન્ન મુદ્રામાં ચાલી રહ્યા હતા. સૌથી પાછળ હજારો વિજય ઘેલા સૈનિકો અપૂર્વ હર્ષથી શસ્ત્રસજ્જ બનીને નગરના રાજમાર્ગોને ધમધમાવી રહ્યા હતા. નગરના અગ્રગણ્ય પુરુષોએ મહારાજા વજજંઘનું અને કુમારો લવ-કુશનું સ્નેહભીનું સ્વાગત કર્યું. રાજમાર્ગો પર લાખો સ્ત્રી-પુરુષોએ અક્ષત, પુષ્પ અને ગુલાલની વૃષ્ટિ કરી, સ્વાગત કર્યું. “અહો! ધન્ય છે મહારાજા વજજંઘને, કે જેમના આવા દિગ્વિજયી ભાણેજ લવ-કુશ છે! ધન્ય છે દેવી સીતાને, જેણે આવા દેવકુમારોને જન્મ આપ્યો!' ઠેરઠેર લોકોના મુખેથી પ્રશંસાનાં પુષ્પો ખરવા લાગ્યાં. સ્થળે સ્થળે કુમારોના નામનો જયધ્વનિ થવા લાગ્યો. પુંડરીકપુર હર્ષઘેલું બની ગયું હતું. લવ અને કુશનો પુણ્યોદય સોળે કળાયે ખીલી ઊઠ્યો હતો. રાજપરિવારમાં આનંદ-આનંદ છવાઈ ગયો હતો. આ બધું જોઈ સાંભળીને, સીતાજી નિઃસીમ આનંદમાં ડૂબી ગયાં હતાં. ત્યાં સ્વાગતરાજસભામાંથી નિવૃત્ત થઈ, લવ-કુશ આવીને સીતાજીનાં ચરણોમાં મસ્તક મૂકી દીધાં, ત્યારે સીતાજીએ બંને પુત્રોના મસ્તકે હર્ષના આંસુઓથી અભિષેક કર્યો અને વારંવાર આલિંગન આપવા લાગ્યાં. મારા પ્રિય પુત્રો, તમે રામ-લક્ષ્મણ સમાન બનો!” બંને પુત્રોને માથે હાથ મૂકી સીતાજીએ આશીર્વાદ આપ્યા. “વિશ્વપાવની માતા, તારા આશીર્વાદથી અમે રામ-લક્ષમણની તુલ્ય જ નહીં, For Private And Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 831 દિગ્વિજય રામ-લક્ષ્મણના પણ વિજેતા બનીશું!' લવે સીતાજીની દૃષ્ટિમાં દૃષ્ટિ મિલાવીને કહ્યું. ત્યાં કલાચાર્યસિદ્ધાર્થ આવી પહોંચ્યા. બંને કુમારોએ ઊભા થઈ, સિદ્ધાર્થનું સ્વાગત કર્યું અને બેસવા આસન આપ્યું. સિદ્ધાર્થે બંને શિષ્યોને આશીર્વાદ આપ્યા અને કહ્યું : પ્રિય કુમારો, હવે તમે કુમાર નથી રહ્યા, રાજેશ્વર બન્યા છો, ભવ્ય વિજય કરીને આવ્યા છો, પરંતુ હું તો તમને કુમાર જ કહીશ. તમે ધન્ય બન્યા છો ને અમને સહુને ધન્ય બનાવી દીધાં છે. અપૂર્વ વિજય મેળવીને, તમે શ્વેતકીર્તિ ઉપાર્જન કરી છે.” ગુરુદેવ, એ આપનો પ્રભાવ છે. આ જનનીના આશીર્વાદનું અને મામા વજેઘના અદ્દભુત વાત્સલ્યનું ફળ છે.” કુશે કૃતજ્ઞતા વ્યક્ત કરી. ત્યાં દ્વારપાલે આવીને, નમન કરી નિવેદન કર્યું : માતાજી, મહારાજા વજજંઘ અને મહારાજા પૃથુ આપના દર્શને પધાર્યા છે.” તરત જ લવ-કુશ અને સિદ્ધાર્થ મહેલના દ્વારે ગયા. બંને રાજાઓનું સ્વાગત કરી, મહેલમાં લઈ આવ્યા. રાજાઓએ સીતાજીને અભિનંદન કર્યું. સીતાજીએ પ્રતિવંદન કરી તેઓને સુયોગ્ય આસને આરૂઢ કર્યા. “સીતે!' વજજંઘ બોલ્યા. આ છે મહારાજા પૃથુ, તેમની પુત્રી તારી પુત્રવધુ છે!' કનકમાલિકા સીતાજીની પાછળ આવીને ઊભી રહી હતી. તેણે તરત સીતાજીનાં ચરણે પ્રણામ કર્યા. આ મદનકુશની ધર્મપત્ની બની છે. વજંઘે વધુ સ્પષ્ટતા કરી, સીતાજીએ પુત્રવધૂને આશીર્વાદ આપ્યા. તેમના હૃદયમાં સંતોષ થયો. ખરેખર મહાસતીજી, આપે પુત્રરત્નોને જન્મ આપ્યો છે. તેઓ બીજા રામલક્ષ્મણ જ છે. વિજયયાત્રામાં આ બે મહાપુરુષોના ગુણો અને પરાક્રમ મેં પ્રત્યક્ષ નિહાળ્યાં. મારું હૃદય હર્ષથી ગદ્ગદ્ થઈ ગયું છે. મારો પુણ્યોદય કે મને આવા જમાઈ મળ્યા.' મહારાજા પૃથુએ કહ્યું. તેમની આંખો હર્ષાશ્રુથી ભીની થઈ ગઈ હતી. મહારાજા વજજંઘ પણ આંખો લૂછી રહ્યા હતા. રાજન, એ બધો પ્રભાવ શ્રી અરિહંત ભગવંતનો છે. મહારાજા વજજંઘ જેવા ધર્મબંધુનો છે ને મહર્ષિ સિદ્ધાર્થ જેવા કલાચાર્યનો છે.' સીતાજીએ હર્ષથી ગદ્ગદ્ બનેલા સ્વરે કહ્યું. For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 832 જૈન રામાયણ અને અમારી આ મહાસતી જનનીનો છે.' લવ-કુશ એક સાથે બોલી ઊઠ્યા. મહારાજા વજકંધે લવને કાનમાં વાત કરી. “અન્ય રાજાઓ મહાસતીનાં દર્શન કરવા ચાહે છે. તેઓને બોલાવું? લવ સીતાજી પાસે ગયો ને સીતાજીના બે હાથને પોતાના હાથમાં લઈ કહ્યું : “મા, અમે જે રાજાઓને જીતી આવ્યા છીએ તે રાજાઓ અમારી સતી-માતાનાં દર્શન ચાહે છે, તેઓ આવી રહ્યા છે.' લવે વજજંઘને સંકેત કર્યો, તરત જ મહેલના અન્ય ખંડમાં બેઠેલા રાજાઓને બોલાવવામાં આવ્યા. સહુએ મહાસતીનાં દર્શન ક્ય. સીતાજીએ સહુને આશીર્વાદ આપ્યા અને પોતાના ખંડમાં ચાલ્યાં ગયાં. પુત્રવધૂઓ પણ સીતાજીના ખંડમાં ચાલી ગઈ. સીતાજીના જીવનમાં આ બીજો હર્ષનો દિવસ હતો. પહેલો દિવસ હતો લંકાથી અયોધ્યા આવ્યાં હતાં તે અને આ બીજો દિવસ! આ દિવસે સીતાજી સ્વયં સાસુ છે! પુત્રવધૂઓને કોઈ કષ્ટ ન પડે, કોઈ અસુવિધા ન થાય એ માટે સીતાજીએ ખૂબ કાળજી લેવા માંડી. પુત્રવધૂઓને સીતાજી તરફથી અતિ સ્નેહ અને વાત્સલ્ય મળવા લાગ્યાં. એ સ્નેહ ને વાત્સલ્ય પ્રેમ બનીને લવ-કુશને મળવા લાગ્યો! સીતાજીના અંધકારમય બની ગયેલા જીવનમાં પુન:પ્રકાશ રેલાઈ ગયો. એક નવી જ પરિવાર-સૃષ્ટિમાં એ વિચરવા લાગ્યાં. પુત્રો અને પુત્રવધૂઓ તરફથી તેમને સ્નેહ, આદર અને સન્માન મળતાં હતાં, મહારાજા વજજંઘ તરફથી તેમને માન-સન્માન અને નિર્મળ સ્નેહ મળતાં હતાં. જીવન એટલે તડકો ને છાંયડો! જીવન એટલે વિષ અને અમૃત! પરંતુ છાંયડો થોડો સમય, વધુ સમય તો બળબળતા તડકા જ! અમૃત ઘણું થોડું, બાકી તો હલાહલ ઝેરના જ પ્યાલા! આવા જીવન પર રાગ શા કરવા અને સ્નેહ શા ધરવા? જીવનમુક્ત બનવું એ સાચું છે. આત્મરમણતામાં જ પરમ શાંતિનો-પરમાનન્દનો અનુભવ થાય છે. દિવસો વીત્યા, મહિનાઓ વીત્યા. રંગ-રાગ અને ભોગવિલાસમાં સમય ક્યાં પસાર થઈ જાય તે ખબર પણ પડે નહીં. એક દિવસ સીતાજી સિદ્ધાર્થને કહેતાં હતાં : “મારા લવ-કુશ સાક્ષાત રામ-લક્ષ્મણ છે!” આ શબ્દો કુશે સાંભળ્યા. તેને શ્રી રામ યાદ આવ્યા “મારી નિર્દોષ માતાને લોકોના કહેવા માત્રથી જંગલમાં ત્યજી દીધી,' આ વિકલ્પ જાગ્યો. વિકલ્પ સાથે જ રોષ જાગ્યો. કુશ ત્વરાથી લવ પાસે પહોંચ્યો. For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિગ્વિજય 833 ‘લવ, અયોધ્યા ક્યારે જવું છે?' લવ કુશ સામે જોઈ મૌન રહ્યો. ‘રામ અને લક્ષ્મણને જોવા નથી મળવું નથી?” કુશના સ્વરમાં રોષ હતો. આપણે મામાને મળીએ.' લવ બોલ્યો. ચાલો અત્યારે જ.” કુશ લવને લઈ મહારાજા વજજંઘ પાસે પહોંચ્યો. વજર્જઘને પ્રણામ કરી, બંને ભાઈઓ વિનયપૂર્વક બેઠા. ઔપચારિક વાતો થઈ ગયા પછી લવ બોલ્યો : મામા, આપે પૂર્વે અમને અયોધ્યા જવાની સંમતિ આપી હતી, યાદ છે?' હા, મેં સંમતિ આપી હતી.' “તો અમને આજ્ઞા આપો. મહારાજા પૃથને સંદેશ મોકલો. લંપાક, રૂસ, કાલામ્બુ, કુત્તલ વગેરે દેશના રાજાઓને યુદ્ધપ્રયાણ માટે આજ્ઞા કરો. યુદ્ધપ્રયાણનાં વાઘ વગડાવો. અમે અમારી માતાને અન્યાય કરનારનું પરાક્રમ તો જોઈએ.' મહારાજા વજજંઘે કહ્યું : “કુમારો, તમે તમારી માતાની અનુમતિ મેળવો. મેં તો અનુમતિ આપેલી જ છે.' આપ સાથે જ ચાલો. માતાની સંમતિ મેળવવી જોઈએ, લવે કહ્યું. બંને કુમારો અને મહારાજા વજજંઘ દેવી સીતાના મહેલે આવ્યા. સીતાજીએ મહારાજાનું સ્વાગત કર્યું. મહારાજાએ કહ્યું : “દેવી, કુમારો અયોધ્યા જવાનું કહે છે.” “ના, એમ જ નહીં, વિશાળ સૈન્યની સાથે જવું છે, પિતાજીનું પરાક્રમ જોવું છે.' કુશ જરા રોષભર્યા સ્વરે બોલી ઊઠ્યો. સીતાજીની આંખો આંસુભીની થઈ ગઈ. તેઓ બોલી ઊઠ્યાં : નહીં. કુમારો! તમે યુદ્ધનો વિચાર ન કરો. પિતાજી સાથે યુદ્ધ કરાય જ નહીં. તમને આવી અનર્થકારી ઇચ્છા કેમ થઈ? તમારાં કેવા કર્મો જાગ્યાં?” સીતાજીનો સ્વર ગદ્ગદ્ થઈ ગયો. તેઓ આગળ બોલ્યાં : ‘તમારા પિતા અને કાકા દેવા માટે પણ જૅય છે. જેમણે રાવણ જેવા રૈલોક્યવીરને પણ હણ્યો છે, તેમની સાથે યુદ્ધ? ના, ના, હું સંમતિ નહીં જ આપું.” માતા, તે તારા કુમારોનું પરાક્રમ ક્યાં જોયું છે? રાક્ષસપતિ રાવણનો વધ કરનાર પિતાજી અને કાકા લક્ષ્મણજી સામે પણ તારા કુમારોને પરાક્રમ બતાવવા દે.” નહીં, નહીં વત્સ, તમે જો રામ-લક્ષ્મણનાં દર્શન કરવાની ઉત્કંઠા ધરાવો For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 834. જૈન રામાયણ છો તો તમે વિનીત બનીને જ જાઓ. “પૂન્ય ફિ નિચોડતિ' પૂજ્ય પુરુષો સમક્ષ વિનય જ શોભે.” વિનય? કોનો? શ્રીરામનો વિનય થાય જ કેવી રીતે? શત્રનો વિનય? જેણે અમારી માતાને અન્યાય કર્યો છે, તે અમારા શત્રુ છે, પછી ભલે તે પિતા હોય, કાકા હોય, કોઈ પણ હોય. એનો અમે વિનય કેવી રીતે કરીશું? એ નહીં જ બને.” કુશ ગર્જી ઊઠ્યો. ના, ના મારા પ્રિય પુત્રો, તમારા પિતાજીનો કોઈ દોષ જ નથી. જ્યાં મારાં જ કર્મ વાંકાં હોય ત્યાં એ શું કરે?” સીતાજીની આંખોમાંથી આંસુ વહી રહ્યાં. તો શું અમે ત્યાં જઈને એમ કહીશું કે “અમે તમારા પુત્રો છીએ?' આવું કહીને, ત્યાં જઈને ઊભા રહેવું, તે તેમના માટે પણ લજ્જાસ્પદ બનશે! માટે માતા, તું અમને રોક નહીં. યુદ્ધનું આહ્વાન જ પરાક્રમ એવા અમારા પિતાજીને આનંદદાયી લાગશે! એ જ બંને પક્ષની કીર્તિને વધારનારું બનશે! તું ચિંતા ન કર.' લવે માતાના મનનું સમાધાન કરવા પ્રયત્ન કર્યો. સીતાજીનું મન જરાય માનવા તૈયાર ન હતું. “પુત્રો પિતા સામે યુદ્ધે ચડે? કદાચ અનર્થ થઈ જાય તો?” સીતાજીનું હૃદય ઘોર વ્યથા અનુભવવા લાગ્યું. લવ અને કુશે સીતાજીને પ્રણામ કર્યા અને ઝડપથી તેઓ મહેલનાં પગથિયાં ઊતરી ગયા. સીતાજી “લવ-કુશ..., લવ-કુશ...,' બોલતાં મૂચ્છિત થઈ ગયાં. તરત જ પુત્રવધૂઓએ શીતોપચાર કર્યા. મૂચ્છ દૂર થઈ. મહારાજા વજજંઘે સીતાજીને આશ્વાસન આપતાં કહ્યું : દેવી, તું ચિંતા ન કરીશ. હું અને મહારાજા પૃથુ યુદ્ધમાં સાથે જ જઈશું. તારા લાડકવાયાઓને જરાય આંચ નહીં આવવા દઈએ. હવે કુમારોને રોકી શકાય એમ નથી.' મહારાજા પૃથુ પુંડરીકપુર આવી ગયા હતા. અન્ય રાજાઓને અયોધ્યા તરફ યુદ્ધપ્રયાણનો આદેશ આપવામાં આવ્યો. કુતૂહલ, વિસ્મય અને ભયથી અનેક રાજાઓ લવ-કુશ સામે જોઈ રહ્યા. યુદ્ધની ભેરીઓ બજી ઊઠી. હજારો રાજાઓ અને લાખો સૈનિકો સાથે લવ-કુશે અયોધ્યા તરફ પ્રસ્થાન કર્યું. 0 0 0 For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪. અયોધ્યાના માર્ગે નારદજી પર્યટન કરતા કરતા પહોંચ્યા રથનૂપુર નગરમાં. મહારાજા ભામંડલે નારદજીનું યથોચિત સ્વાગત કર્યું અને કુશળપૃચ્છા કરી. “દેવર્ષિ, હમણાં કઈ બાજુથી પધારવાનું થયું? કોઈ આશ્ચર્યકારી ઘટના? ભામંડલે પૂછ્યું. ભામંડલ, આર્યભૂમિમાં પર્યટન ચાલ્યા કરે છે. એવી કોઈ આશ્ચર્યકારી ઘટના તો સંપ્રતિ જોઈ નથી, પરંતુ પૃથ્વીપુર નગરમાં તારા બે ભાણેજોએ મહારાજા પૃથુની બુદ્ધિ ઠેકાણે લાવી દીધી' નારદજીના મુખ પર હાસ્ય ફરી વળ્યું. મારા ભાણોજ? પૃથ્વીપુર નગરમાં? રાજા પૃથુની બુદ્ધિ? દેવર્ષિ, કંઈ સમજાયું નહીં' ભામંડલની ઉત્કંઠા વધી ગઈ. હા, તારા બે ભાણેજ! દેવી સીતાજીના સુપુત્રો લવ અને કુશ! શું તું જાણતો નથી કે દેવી સીતાજીની શ્રી રામચંદ્રજીએ લોકનિંદાથી ડરીને, જંગલમાં ત્યાગ કર્યો હતો? તે પછી પુંડરીકપુરના રાજા વજજંઘ દેવીને ધર્મભગિની માનીને પોતાના નગરમાં લઈ આવ્યા. દેવી ગર્ભવતી હતાં, પુંડરીકપુરમાં તેમણે બે પુત્રોને જન્મ આપ્યો. મોટા પુત્ર લવ સાથે તો વજજંઘે પોતાની કન્યાનું પાણિગ્રહણ કરાવ્યું અને કુશ માટે પૃથ્વીપુરના રાજા પૃથુની કન્યાની યાચના કરી. પરંતુ પૃથુએ કહ્યું : જે કુમારનો વંશ કે કુળ ન જાણતા હોઈએ એને કન્યા કેમ અપાય?' તેથી વજજંઘ રોષે ભરાયા, યુદ્ધ ચડ્યા. યુદ્ધમાં લવ-કુશે અપૂર્વ પરાક્રમ બતાવ્યું ને રાજા પૃથુને પરાજિત કર્યા. પૃથએ પોતાની કન્યા કુશને પરણાવી. પછી રાજસભા ભરાયેલી ત્યાં હું અચાનક જઈ ચડ્યો! પછી મેં જ લવ-કુશના વંશનો પરિચય રાજસભાને આપેલો ત્યારે બધા જ અત્યંત પ્રસન્ન થઈ ગયા હતા.' ભામંડલ નારદજીની વાત સાંભળીને, સ્તબ્ધ થઈ ગયા. કારણ કે તેઓ આ બધી વાત જાણતા જ ન હતા! તેમનું હૃદય શોક, ઉદ્વેગ અને સંતાપથી ભરાઈ ગયું. દેવર્ષિ, આપે આ બધું શું કહ્યું? સર્વથા સત્ય?' ભામંડલ, મને આશ્ચર્ય થાય છે કે તું વર્ષોથી દેવી સીતાજીને મળ્યો જ નથી? જા પુંડરીકપુર નગરમાં, તને સીતાજી મળશે, ત્યાં તને મારી વાતની સત્યતા સમજાશે.” For Private And Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 57 જૈન રામાયણ ‘ભામંડલ જરાય વિલંબ કર્યા વિના વિમાનમાં બેસી પુંડરીકપુર આવ્યા. નારદજી પણ સાથે જ પુંડરીકપુર આવ્યા. તેઓ સીધા જ મહારાજા વજંધના મહેલે પહોંચ્યા, પરંતુ ત્યાંથી સમાચાર મળ્યા કે મહારાજા તો યુદ્ધયાત્રામાં છે, એટલે તેઓ સીતાજીના મહેલે આવ્યા. પરિચારિકા મહેલના દ્વારે ઊભી હતી. ભામંડલે કહ્યું. Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘જા દેવી સીતાને કહે કે ભામંડલ આવ્યો છે.' પરિચારિકા ત્વરિત ગતિથી સીતાજી પાસે પહોંચી ગઈ. સીતાજી પલંગમાં સૂતેલાં હતાં. આસપાસ પુત્રવધૂઓ બેઠેલી હતી. ‘મહાદેવીજી, બહાર એક તેજસ્વી રાજપુરુષ આવ્યા છે. તેઓ પોતાનું નામ ‘ભામંડલ' બતાવે છે અને આપને મળવા ચાહે છે.' ‘ભામંડલ? ભ્રાતા... ભામંડલ, આજે અહીં?’ સીતાજી સફાળાં ઊભા થઈ ગયાં. પુત્રવધૂઓને કહ્યું : ‘ભામંડલ મારા ભાઈ છે!' તેઓ ત્વરિત ગતિએ મહેલના દ્વારે આવ્યાં. ભામંડલને જોતાં જ સીતાજીની આંખો આંસુથી છલકાઈ ગઈ. ભામંડલે સીતાજીને ચરણે પ્રણામ કર્યા, સીતાજીએ નારદજીનું સ્વાગત કર્યું અને બંનેને મહેલમાં લઈ આવી યોગ્ય આસન આપી, બેસાડ્યા. સ્નાનભોજનાદિથી નિવૃત્ત થઈ ભામંડલે સીતાજીને પૂછ્યું : ‘દેવી, લવ-કુશ ક્યાં છે?' ‘અયોધ્યા’ ‘શા માટે? કોની સાથે?' ‘એમના પિતાજી અને કાકાને મળવા ગયા છે. લાખો સુભટોની સાથે ગયા છે,’ સીતાજીનો સ્વર ગદ્ગદ્ થઈ ગયો. ‘એટલે?’ ભામંડલને અશુભની આશંકા થઈ. ‘ભાઈ, તારા ભાણેજોનું બળ-પરાક્રમ અદ્ભુત છે. તેઓને આર્યપુત્ર પ્રત્યે રોષ ભભૂક્યો છે. પિતાની સામે પુત્રો યુદ્ધે ચડશે! જો કે મહારાજા વજંઘ અને મહારાજા પૃથુ સાથે ગયા છે. તેઓ કોઈ અનર્થ નહીં થવા દે, પરંતુ આર્યપુત્ર અને લક્ષ્મણને તું જાણે છે. વળી તેઓ ક્યાં જાણે છે કે ‘આ કુમારો કોના છે!' કદાચ કંઈ અનર્થ... સીતાજી મુક્ત મને રડી પડ્યાં, ભામંડલે આશ્વાસન આપ્યું. રડતાં રડતાં સીતાજીએ પોતાનો સર્વવૃત્તાંત કહી સંભળાવ્યો. ભામંડલનું હૃદય દ્રવી ગયું. તેમણે કહ્યું : For Private And Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અયોધ્યાના માર્ગે ૮૩૭. સીતે, શ્રી રામે ઉતાવળમાં એક અકાર્ય તો કર્યું. હવે પુત્રવધૂનું બીજું અકાર્ય ન કરી બેસે તે માટે તું ઊભી થા, જરાય વિલંબ કર્યા વિના આપણે યુદ્ધ છાવણીમાં જઈએ.” નારદજી બોલ્યા : “ભામંડલનું કથન યથાર્થ છે. તમારે બંનેએ અત્યારે જવું ઉચિત છે. તમે જાઓ, હું અવસરે ત્યાં આવી પહોંચીશ. નારદજી ત્યાંથી રવાના થયા. સીતાજી તૈયાર થયાં. પુત્રવધૂઓને આવશ્યક સૂચનાઓ આપીને, સીતાજી ભામંડલના વિમાનમાં આરૂઢ થયાં. ભામંડલે વિમાનને આકાશમાં ઊંચે ચઢાવ્યું. અયોધ્યાના બહિર્ભાગમાં લવ અને કુશનાં વિશાળ સૈન્યની છાવણી પડી હતી. લાખો સુભટો, લાખો હાથી, ઘોડા અને રથો સાથે છાવણી એક વિશાળ નગર જેવી લાગતી હતી. ભામંડલે વિમાનને લવ-કુશની છાવણીમાં જ ઉતાર્યું. અચાનક આકાશમાંથી વિમાનને ઊતરતું જોતાં જ સૈનિકો સતર્ક બની ગયા. શસ્ત્રસજ્જ બનીને દોડી આવ્યા. જેવું વિમાન ભૂમિ પર ઊતર્યું, તેવું સૈનિકોએ તેને ઘેરી લીધું. લવ અને કુશને વૃત્તાંત મળતાં બંને દોડી આવ્યા. જ્યાં તેમણે વિમાનમાં સીતાજીને જોયાં. તરત જ શસ્ત્ર ત્યજી દઈ, ચરણે નમસ્કાર કર્યા. સીતાજીએ ત્યાં જ ભામંડલનો પરિચય આપ્યો : વત્સો, આ તમારા મામા છે' કુમારોએ ભામંડલના ચરણે પ્રણામ કર્યા. સૈનિકોએ પણ લવ-કુશનું અનુકરણ કર્યું. સીતાજી અને ભામંડલને લઈ, લવ-કુશ પોતાના નિવાસસ્થાને આવ્યા. નિવાસમાં પ્રવેશતાં જ ભામંડલે લવ-કુશને પોતાના બાહુપાશમાં જકડી લીધા અને વારંવાર બંને ભાણેજના મસ્તકે આલિંગન આપી, વાત્સલ્ય વરસાવ્યું. સ્નેહભીના, વાત્સલ્ય નીતરતા શબ્દોમાં ભામંડલે સીતાજીને કહ્યું : સીતે, તું સાચે જ પર્યાશાલિની છે. પૂર્વે તું વીરપત્ની તો હતી જ, આજે તું વીરમાતા છે અને મારી તું ભગિની છે!' ત્યાર પછી લવ-કુશ સામે જોઈ, ભામંડલ બોલ્યા : “હે પ્રિય કુમારો! તમને જોઈને હું અતિ હર્ષાન્વિત થયો છું. તમે વિર પુત્રો છો અને વીર છો, પરંતુ તમે શ્રી રામ અને લક્ષ્મણજીની સામે યુદ્ધ ન ચડો. તમે જાણતા નથી, એ બે પરમ પરાક્રમીઓની શક્તિ હું જાણું છું. મેં તો રાવણ સાથેના યુદ્ધમાં એમની રણચાતુરી ને વિરતા પ્રત્યક્ષ જોયાં છે. રાવણ જેવો રાવણ માર્યો ગયો. તમે ઉતાવળમાં જ યુદ્ધનો નિર્ણય કર્યો લાગે છે. For Private And Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૩૮ જૈન રામાયણ ‘સ્નેહ ભીરુતા લાવે છે, આપ અમારા પ્રત્યેના સ્નેહથી પ્રેરાઈને બોલી રહ્યા છે. પૂર્વે આપની આ ભગિની અને અમારી જનની પણ આ પ્રમાણે જ કહેતી હતી, પરંતુ હવે યુદ્ધ ત્યજીને, એ શત્ર જેવા પિતાની શરણાગતિ સ્વીકારવી એ એમના માટે પણ લજ્જાસ્પદ બનશે!' લવે ભામંડલને કહ્યું. એક બાજુ નારદજીનું ભામંડલ પાસે જવું, ભામંડલનું સીતાજી પાસે આવવું. સીતાજીને લઈ ભામંડલનું લવ-કુશની સૈન્ય-શિબિરમાં આવવું, આ બધું થતું હતું, ત્યારે બીજી બાજુ અયોધ્યામાં આશ્ચર્ય, કુતૂહલ અને રોષ પેદા થઈ રહ્યો હતો. જ્યારે લવ-કુશના વિશાળ સૈન્ય અયોધ્યાને ચારેય દિશાઓથી ઘેરી લીધી અને સમાચાર શ્રીરામ-લક્ષ્મણ પાસે પહોંચ્યા ત્યારે તેઓની કલ્પનામાં “આવો કોણ મોટો શત્રુ પાક્યો,' તે ન જ સમજાયું! બંનેને વિસ્મય થયું. બંનેને રોષ આવ્યો. ગુપ્તચરોને મોકલ્યા. વૃત્તાંત સાંભળીને આવ્યા, નિવેદન કર્યું : મહારાજા! લાખો સુભટોના સૈન્ય અયોધ્યાને ઘેરી લીધી છે. આવા વિશાળ સૈન્યના અધિપતિ બે કુમાર છે, લવ અને કુશ! લોકો તેમને લવ-કુશના હુલામણા નામથી બોલાવે છે. આ સૈન્યમાં દશેક હજાર રાજાઓ આ બે કુમારની સેવા કરે છે!” ગુપ્તચરોના વૃત્તાંતથી શ્રીરામ-લક્ષ્મણ તર્ક-વિતર્કમાં પડી ગયા. “કોણ હશે એ લવ અને અંકુશ? આ શત્રુનું નામ પણ સાંભળ્યું નથી!” ત્યાં લમણજી ગર્જી ઊડ્યા. ભલે ગમે તે હોય, એ પતંગિયાઓ આર્યપુત્રની પરાક્રમ-આગમાં પડીને ભસ્મ થઈ જશે. યુદ્ધની તૈયારી કરો.' સેનાપતિ કૃતાંતવદનને લક્ષ્મણે આજ્ઞા કરી. આ મહાપુરુષો જાણતા નથી કે તેઓ કોની સામે યુદ્ધ કરવા જવાના છે! એ પણ જાણતા નથી કે દેવી સીતાજી અયોધ્યાના સીમાડામાં એક સૈન્ય-શિબિરમાં બેઠેલાં છે! અયોધ્યામાં યુદ્ધ-ભેરી બજી ઊઠી. લાખો સુભટો યુદ્ધ માટે તત્પર થયા. સુગ્રીવ અને બિભીષણ પણ અયોધ્યામાં હતા. શ્રી રામ-લક્ષ્મણ સાથે તેઓ પણ યુદ્ધસજ્જ બનીને ચાલ્યા. અયોધ્યાના દરવાજા ખોલી નાંખવામાં આવ્યા. રામસૈન્ય હર્ષનાદો કરતું બહાર નીકળ્યું. બંને સૈન્યો સામસામાં ગોઠવાયાં. For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અયોધ્યાના માર્ગે ૮૩૯ આદેશ મળતાં જ યુદ્ધનો પ્રારંભ થઈ ગયો. સુગ્રીવ, બિભીષણ વગેરે વિદ્યાધરો આકાશમાર્ગે યુદ્ધ કરવા લાગ્યા. ભૂમિસેનાનો વિનાશ કરવા લાગ્યા. લવ-કુશના સૈન્યમાં આકાશમાર્ગે યુદ્ધ કરનારા વિદ્યાધરો ન હતા. ત્યાં ભામંડલે વિચાર્યું : “સુગ્રીવ વગેરે વિદ્યાધરી અવશ્ય લવ-કુશની ભૂમિ સેનાનો નાશ કરશે, માટે મારે યુદ્ધમાં પ્રવેશવું પડશે. સીતાજીને છાવણીમાં રાખીને, ભામંડલે આકાશમાર્ગે લવ-કુશના પક્ષે યુદ્ધ આરંભી દીધું. ઘનઘોર યુદ્ધ જામ્યું. લવના રથના સારથિ મહારાજા વજજંઘ હતા. કુશના રથના સારથિ પૃથુ મહારાજા હતા. લવે વજજંઘને કહ્યું “પ્રથમ મને રામસૈન્યની મધ્યે લઈ જાઓ.’ વજવંધે લવના રથને રામસૈન્યમાં દોડાવ્યો. લવની જ પાછળ કુશનો રથ દોડી આવ્યો. બંને ભાઈઓએ તીરવર્ષોથી રામસૈન્યમાં હાહાકાર વર્તાવી દીધો. સુગ્રીવે ભામંડલને જોયા અને તેમને આશ્ચર્ય થયું. “રામ ભક્ત ભામંડલ શત્રુપક્ષે કેમ?' સુગ્રીવ ભામંડલ પાસે પહોંચી ગયો. ભામંડલને પૂછ્યું : ‘ભામંડલ, આ બે તેજસ્વી કુમારો કોણ છે? શ્રી રામના પુત્રો!' “હે? સત્ય?' “સાવ સત્ય. દેવી સીતા પણ છાવણીમાં જ છે! “એમ? સુગ્રીવના આનંદની અવધિ ન રહી. સુગ્રીવ બિભીષણ પાસે પહોંચી ગયો. બિભીષણને વાત કરી, બંને રાજાઓ યુદ્ધમેદાન ત્યજીને, ભામંડલને લઈ લવ-કુશની છાવણીમાં પહોંચ્યા, જ્યાં દેવી સીતાજી હતાં! બંને રાજાઓએ હર્ષથી રોમાંચિત શરીરે સીતાજીને નમસ્કાર કર્યા અને સીતાજીની સામે ભૂમિ પર બેસી ગયા. ભામંડલ, લવ-કુશ કુશળ તો છે ને?' સીતાજીએ ઉત્કંઠાથી પૂછ્યું. “ઉશ્કેરાયેલા સિંહની જેમ તેઓ રામસૈન્ય પર તૂટી પડ્યા છે, રામસૈન્યમાં હાહાકાર વર્તાવી દીધો છે..” શ્રી રામને એમનો પરિચય..” “ના, પરિચય આપવો નથી, કુમારોનું પરાક્રમ જ પરિચય આપશે!' સુગ્રીવે કહ્યું. પરંતુ જો લક્ષ્મણજી..” For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८४० જેને રામાયણ સામે પણ લક્ષ્મણજી જ છે દેવી! ચિંતા ન કરો!” સુગ્રીવે સીતાજીને હૈયાધારણા આપતાં કહ્યું. સુગ્રીવ, ભામંડલ અને બિભીષણ યુદ્ધના પ્રેક્ષક બની ગયા. લવ અને કુશની યુદ્ધકુશળતા, પરાક્રમ અને અદમ્ય યુદ્ધોત્સાહ જઈ સ્તબ્ધ થઈ ગયા. - શ્રી રામ સૈન્યમાં હાહાકાર વર્તાઈ ગયો. સૈનિકો ચારે દિશામાં ભાગવા લાગ્યા. લવ અને કુશના રથો હવે શ્રી રામ અને લક્ષ્મણજીની દિશામાં દોડવા લાગ્યા. ૦ ૦ ૦ For Private And Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૫. વિષાદ અને હર્ષ શ્રી રામ-લક્ષ્મણે લવ-કુશને જોયા. શ્રી રામ અને લક્ષ્મણજીના રથ સાથે જ હતા. લવ-કુશને એકીટસે જોઈ રહેલા, શ્રી રામે લક્ષ્મણજીને કહ્યું : “લક્ષ્મણ, આ સુંદર કુમારો, આપણા શત્રુઓ કોણ છે? સાચું કહું તો મારું મન સ્વાભાવિક રીતે જ તેમને ચાહવા લાગ્યું છે. કેવું મનોહર રૂપ છે બંનેનું! એમ થાય છે કે કૂદીને એમના રથમાં જઈને ભેટી પડું! એમની સાથે યુદ્ધ કેવી રીતે થાય?' શ્રી રામ લક્ષ્મણને કહી રહ્યા છે ત્યાં તો લવનો રથ સામે આવી ઊભો રહ્યો. કુશનો રથ લક્ષ્મણજીની સામે આવીને ઊભો રહ્યો. બંને કુમારોએ પોતાના પિતાને અને કાકાને નજરે નિહાળ્યા. તેઓનું હૃદય આનંદિત થયું. લવે શિષ્ટ ભાષામાં શ્રી રામને કહ્યું હે અજયપુરુષ! રાવણ જેવા રાવણને પણ રણમાં રોળી નાંખનાર પરાક્રમી પુરુષ, ધણા સમયથી તમને જોવાની ઇચ્છા આજે ફળી છે, વીરયુદ્ધની મારી કામના આજે ફળી છે. રાવણ સાથેના યુદ્ધમાં પણ તમારી “વીરયુદ્ધની કામના સફળ નહીં થઈ હોય તે હું પૂર્ણ કરીશ અને તમે મારી ઇચ્છા પૂર્ણ કરશો.” લવના વચનો સાંભળતાં જ શ્રીરામ-લક્ષ્મણે ધનુષ્યટંકાર કરી, રણમેદાન ધ્રુજાવી દીધું. એની સામે લવ અને કુશે પણ ધરણી ધ્રુજાવતો ધનુષ્ય ટંકાર કર્યો. શ્રી રામના રથનું સંચાલન કૃતાન્તવદન કરતો હતો. તેમની સામે લવના રથનું સંચાલન મહારાજા વજજંઘ કરી રહ્યા હતા. લક્ષ્મણજીનો રથ વિરાધ હાંકતો હતો. કુશના રથના સારથિ મહારાજા પૃથુ બન્યા હતા. બંને પક્ષે પઢ, અનુભવી અને યુદ્ધવિશારદ સારથિઓ હતા. શ્રી રામ અને લવનું ભીષણ યુદ્ધ જામ્યું. ચારેય દિશામાં રથો ઘૂમતા હતા અને રણવીરો ચપળતાથી શસ્ત્રો ફેંકી, એકબીજાને પરાજિત કરવા પ્રયત્ન કરતા હતા. લવ જાણતો હતો કે “સામે પિતાજી છે!' શ્રી રામ જાણતા ન હતા કે “સામે મારો જ પુત્ર છે! લવ સંભાળીને યુદ્ધ કરતો હતો. શ્રી રામ શત્રુને વીંધી નાખવા તલપાપડ બન્યા હતા. બીજી બાજુ લક્ષ્મણજીને કુશ હંફાવી રહ્યો હતો. વિરાધ અને પૃથુ રથ-સંચાલનમાં વિશારદ હતા. કુશ પોતાની તમામ કલાને પ્રદર્શિત કરતો, દેવોને પણ દર્શનીય યુદ્ધ કરી રહ્યો હતો. અનેક શસ્ત્રોથી શ્રી રામે યુદ્ધ કર્યું, પરંતુ તેઓ માત્ર રક્ષણાત્મક યુદ્ધ કરતા For Private And Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૪૨ જૈન રામાયણ હતા. હૃદયમાં શત્રુનાશ કરવાનો ઉત્સાહ ન હતો, ઉલ્લાસ ન હતો. તેમણે કૃતાન્તવદનને કહ્યું. કૃતાન્ત, મારા રથને બાજુમાં લઈ લે.” કૃતાન્તવદને રથને લવના રથથી દૂર લીધો. લવની સામે અયોધ્યાના સૈનિકોએ યુદ્ધ કરવા માંડ્યું. શ્રી રામે કૃતાન્તવદનને કહ્યું : આમ યુદ્ધ ક્યાં સુધી લંબાવવું? તું રથને શત્રુના રથ સાથે ભિડાવી દે, હું ક્ષણવારમાં શત્રુને જીવતો જ પકડી લઉં.” મહારાજ, અશ્વો થાકી ગયા છે. શત્રુએ અશ્વોને જર્જરિત કરી દીધા છે, તેઓના અંગે અંગમાં તીરો પ્રવેશી ગયાં છે. તેઓને કશાથી (ચાબુક) મારવા છતાં આગળ વધતા નથી. અરે, આ રથ પણ શત્રુના શસ્ત્રોથી ભાગી જવા જેવો થઈ ગયો છે અને આ મારા બંને બાહુઓ આપ જુઓ. તે અશ્વોની લગામ પણ પકડી શકવા શક્તિમાન નથી અને ચાબુક પણ વીંઝી શકાતો નથી. મહારાજા, શત્રુ તરુણ છે તે ખરું, પરંતુ પરાક્રમમાં વરુણને પણ પરાજિત કરે તેવો છે. “કૃતાન્તવદન, મારા હાથમાં પણ ધનુષ્ય જાણે સરી રહ્યું છે, બહુ શિથિલ પડી ગયા છે. આ વજાવર્ત ધનુષ્ય તો આ શત્રુ સામે કામ જ કરતું નથી! આ મૂશલરત્ન' પણ માત્ર ગાત્રને ખંજાળવા પૂરતું જ કામનું રહ્યું છે કે જેની શક્તિ શત્રુઓનો સમૂલ નાશ કરવાની છે! બીજું મારું પ્રસિદ્ધ “હલરત્ન' નામનું શસ્ત્ર, જેને જોતાં જ ભલભલા શત્રુઓ દૂર ભાગી જાય, એ માત્ર જમીન ખેડવા જેવું હળ બની ગયું છે. મને સમજાતું નથી કે સદૈવ યક્ષદેવોથી અધિષ્ઠિત આ મારાં શસ્ત્રો ને અસ્ત્રો, શત્રુઓની સંહારલીલા સર્જનારાં, આજે એમની આ અવસ્થા કેમ થઈ ગઈ છે?' શ્રી રામના મુખ પર વિષાદ પથરાયો હતો. કૃતાન્તવદન કિંકર્તવ્યમૂઢ બનીને લવનું યુદ્ધચાતુર્ય જોઈ રહ્યો હતો. શ્રી રામ પણ વારંવાર લવ સામે જોતા હતા. તેઓ બોલ્યા : “સારથિ આ તરુણને જોઉં છું, મને એ શત્રુ જ નથી ભાસતો! મારું મન એના પ્રત્યે આકર્ષાઈ જાય છે. શસ્ત્રો ત્યજી દઈ, એની પાસે જઈ, એને ભેટી લઉં? શું કરું? કેવી એમની સુકોમળ કાયા છે? મુખ કેવું લાલલાલ બની ગયું છે?” શ્રી રામ લવ સામે જોઈ રહ્યા. જેવી દશા શ્રી રામની લવ સામે થઈ તેવી જ દશા કુશની સામે લક્ષ્મણજીની થઈ! તેમનાં વાસુદેવનાં શસ્ત્રો અને અસ્ત્રો કુશની સામે નિષ્ફળ ગયાં! લક્ષ્મણજી For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८४ વિષાદ અને હર્ષ કુશ સામે ક્ષણભર વિસ્મયભરી આંખે જોઈ રહ્યા, ત્યાં કુશે લક્ષ્મણજી પર તીરઘાત કરી દીધો, લક્ષ્મણજી મૂચ્છિત થઈને રથમાં ઢળી પડ્યા. વિરાધ ભયભીત બની ગયો. તેણે લક્ષ્મણજીના રથને અયોધ્યા તરફ હંકારી મૂક્યો. - શ્રી રામનું ધ્યાન એ બાજુ હતું જ નહીં. શ્રી રામ તો લવ તરફ જ એકાગ્ર હતા. લક્ષ્મણજીનો રથ અયોધ્યાના દરવાજે પહોંચ્યો, ત્યાં લક્ષ્મણજીની મૂચ્છ દૂર થઈ. તેમણે ચારેય તરફ જોયું તો ન મળે યુદ્ધમેદાન કે ન મળે શત્રુ એવો કુશ! તેમણે વિરાધને બૂમ પાડી : વિરાધ, આપણે ક્યાં છીએ? શત્રુ ક્યાં છે? તું મને ક્યાં લઈ જાય છે?' “મહારાજા, શત્રુના તીરઘાતથી આપ મૂચ્છિત થઈ ગયા, શત્રુ આપને બંધનગ્રસ્ત કરે એ પૂર્વે, આપને સુરક્ષિત સ્થળે લઈ જવા મેં..” અરે વિરાધ, તેં અતિ અયોગ્ય પગલું ભર્યું. શ્રી રામનો હું ભ્રાતા અને મહારાજા દશરથનો હું પુત્ર. રણમાંથી ભાગવા જેવું અનુચિત કાર્ય? તું જલ્દી મારા રથને પાછો વાળ, યુદ્ધમેદાન પર લઈ ચાલ. ક્યાં છે શત્રુ? હું હવે એક ક્ષણનો ય વિલંબ કર્યા વિના શત્રનો શિરચ્છેદ કરીશ. આ મારું ચક્રરત્ન અલ્પષણોમાં જ શત્રુનો સંહાર કરશે, મારો રથ પાછો વાળ!” લક્ષ્મણજીએ ગર્જના કરી. વિરાધ ધ્રૂજી ઊઠ્યો. તેણે રથને પાછો વાળ્યો. પરંતુ એના મનમાં ભય, શંકા અને ચિંતા હતાં. શત્રનું અદ્ભુત પરાક્રમ એણે જોયું હતું. લક્ષ્મણજી જેવાને તીરઘાતથી મૂચ્છિત કરી દેનાર, આવો બીજો પરાક્રમી શત્રુ તેણે જોયો ન હતો. પરંતુ લક્ષ્મણજીની આજ્ઞા આગળ બીજો કોઈ વિકલ્પ ટકી શકે એમ ન હતો. વિરાધે વિરોધ ન કર્યો. તેણે યુદ્ધભૂમિ પર રથને વાળ્યો. યુદ્ધભૂમિમાં પ્રવેશતાં જ લમણજી રોષથી ભભૂકી ઊઠ્યા : ઊભો રહે દુષ્ટ શત્રુ, તું ક્યાં જાય છે? હમણાં જ ચક્રરત્નથી તારો નાશ કરું છું!” લક્ષ્મણજીએ ચક્રને આકાશમાં ઘુમાવ્યું, જાણે બીજો જ સૂર્ય ઘુમાવીને તેમણે કુશ ઉપર ચક્રને ફેંક્યું. લવ અને કુશે આવતા ચક્રરત્નને તોડી નાંખવા અનેક શસ્ત્ર પ્રહારો કર્યા, પરંતુ તેમના પ્રયત્ન નિષ્ફળ ગયા. ચક્ર આવ્યું. અંકુશને પ્રદક્ષિણા દીધી! અને? લક્ષ્મણજીના હાથમાં પાછું પહોંચી ગયું! જ્યાંથી આવ્યું હતું ત્યાં જ પાછું! For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८४४ જૈન રામાયણ લક્ષ્મણજી રોષથી સળગી ગયા; તેમણે પુનઃ ચક્રરત્ન આકાશમાં ઘુમાવ્યું અને પૂર્ણ શક્તિથી કુશ ઉપર ફેંક્યું. પરંતુ એ તો ચક્રરત્ન હતું! દેવોથી અધિષ્ઠિત હતું! ચક્રરત્નનો એ અબાધિત નિયમ હતો કે સમાનગોત્રીય પુરુષ ઉપર ચક્ર પ્રહાર ન કરે. કુશ લક્ષ્મણજીનો સમાનગોત્રીય પુરુષ હતો. ચક્ર એના પર પ્રહાર ન કરે, પરંતુ ચારે બાજુ પ્રદક્ષિણા આપી બહુમાન કરે! આ તરુણ શત્રુઓ પર તો ચક્રરત્ન પણ કામ કરતું નથી! સેનામાં ખળભળાટ થઈ ગયો. શ્રી રામ લક્ષ્મણજી પાસે દોડી આવ્યા. ચક્રરત્ન લક્ષ્મણજીના હાથમાં નિષ્ફળ પડ્યું હતું. લક્ષ્મણજી વિષાદમગ્ન થઈ ગયા હતા. “આર્યપુત્ર, સમજાતું નથી આજે શું થવા બેઠું છે? બે વખત ચક્રરત્ન નિષ્ફળ ગયું. સર્વ શસ્ત્ર અને સર્વ અસ્ત્ર તો આ દુશ્મનોનું કંઈ જ બગાડી શકે એમ નથી.” લક્ષ્મણ, શું આ ભારતમાં નવા તો બલદેવ-વાસુદેવ પેદા નથી થયા? આ શત્રુઓ કોઈ અજબ છે, આવા શત્રુઓ ક્યાંય જોયા નથી.” યુદ્ધ થોભાવી દેવું જોઈએ. નિરર્થક માનવસંહાર શા માટે? શ્રી રામના મુખ પર વિષાદ અને ગ્લાનિ છવાઈ ગયાં. તેઓ શુન્યમનસ્ક બનીને લક્ષ્મણજી સામે જોઈ રહ્યા. બીજી બાજુ લવ અને કુશ હર્ષથી નાચી ઊઠ્યા. ત્યાં આકાશમાર્ગે દેવર્ષિ નારદ અને કલાચાર્ય સિદ્ધાર્થ યુદ્ધક્ષેત્રમાં ઊતરી આવ્યા. શ્રી રામ અને લક્ષ્મણજીને પ્રણામ કર્યા. લવ અને કુશે સિદ્ધાર્થના સંકેતાનુસાર યુદ્ધ થોભાવી દીધું. સહુનું ધ્યાન નારદજી અને સિદ્ધાર્થ તરફ દોરાયું. ત્યાં મુખ પર સ્મિત સાથે નારદજી બોલ્યા : હે દશરથનંદન! હર્ષના સ્થાને વિષાદ કેમ? આનંદના સ્થાને શોક શા માટે? પુત્રોથી પરાજય તો વંશને ઉજ્વલ કરનાર હોય છે! હે મહાપુરુષ! આ બે કુમાર મહાસતી સીતાના લાડકવાયા પુત્ર લવ અને કુશ છે! યુદ્ધ તો બહાનું છે, તેઓ તમારા દર્શન માટે જ આવેલા છે. હે સુમિત્રાનંદન, આ શત્રુઓ નથી! માટે તો તમારું ચક્રરત્ન નિષ્ફળ ગયું! પૂર્વે પણ ભરત ચક્રવર્તીનું ચક્રરત્ન બાહુબલી ઉપર નિષ્ફળ ગયું હતું, માટે વિષાદ ન કરો. લવ પર ચક્રરત્ન કેવી રીતે કામ કરે?” નારદજીની વાત સાંભળીને, શ્રી રામ અને લક્ષ્મણજી સ્તબ્ધ થઈ ગયા. તેઓ રથની નીચે ઊતરી ગયા અને શ્રી રામે નારદજીને પૂછયું : For Private And Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષાદ અને હર્ષ . _૮૪૫ દેવર્ષિ! શું વૈદેહી જીવંત છે? ક્યાં છે?” "હે દશરથકુલશણગાર! દેવી વૈદેહી જીવંત છે!” નારદજીએ મહાસતી સીતાના જંગલમાં કરાયેલા ત્યાગથી માંડીને લવ-કુશનો જન્મ, લગ્ન, દિગ્વિજય... ઇત્યાદિ સર્વવૃત્તાંત કહી સંભળાવ્યો. કલાચાર્ય સિદ્ધાર્થનો પરિચય આપ્યો. શ્રી રામ વિસ્મય, લજ્જા, ખેદ અને હર્ષની સંયુક્ત લાગણીઓથી મુચ્છિત થઈ ગયા. લક્ષ્મણજી, વિરાધ, કૃતાન્તવદન વગેરેએ તરત જ શીતલ જલચંદનાદિના ઉપચારો કર્યા; મૂચ્છ દૂર થતાં જ શ્રી રામ ઊભા થયા. તેમણે દૂર રથારૂઢ ઊભેલા લવ-કુશને જોયા. શ્રી રામની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. લક્ષ્મણજીની આંખો પણ આંસુભીની થઈ ગઈ. શસ્ત્રો રથમાંથી ફેંક્યાં અને શ્રી રામ અને લક્ષ્મણ ગતિથી લવ-કુશ તરફ ચાલ્યા. એ અરસામાં શત્રુઘ્ન પણ યુદ્ધભૂમિ પર આવી ગયા હતા. કુશ, પિતા અને પિતૃત્વ આપણી પાસે આવી રહ્યા છે. આપણે સામે જઈએ.' તરત જ બંને ભાઈઓ રથની નીચે ઊતરી અને શ્રી રામ-લક્ષ્મણ તરફ દોડ્યા, તેમણે શસ્ત્રો દૂર ફેંકી દીધાં. બંને કુમારોએ શ્રી રામનાં ચરણોમાં મસ્તક મૂકી દીધાં. ત્યાર પછી લક્ષ્મણજીનાં ચરણોમાં મસ્તકસ્પર્શ કર્યો. શ્રી રામ ભૂમિ પર જ બેસી ગયા. લવ અને કુશને પોતાના ઉત્સંગમાં લીધા. વારંવાર કુમારોના મસ્તકે આલિંગન આપતા શ્રી રામ મોટા સ્વરે રડી પડ્યા. શોક અને સ્નેહની મિશ્ર લાગણીઓએ શ્રી રામના હૃદયને દ્રવિત કરી દીધું. ચારેય બાજુ રાજાઓ, સેનાપતિઓ અને સુભટો બેસી ગયા હતા. મહારાજા વજજંઘ અને મહારાજા પૃથુ પાસે જ બેઠા હતા. સહુની આંખો આંસુભીની થઈ ગઈ. બંને કુમારોને લક્ષ્મણજીએ પોતાના ઉલ્લંગમાં લીધા. બાહુપાશમાં જકડ્યા અને મસ્તકે વારંવાર આલિંગન આપ્યાં. લક્ષ્મણનું વજહૃદય રડી પડ્યું હતું. લવ અને કુશની આંખો પણ આદ્ર બની ગઈ હતી. શત્રુષ્ણ પોતાના બાહુ પ્રસારીને, કુમારોને પોતાની પાસે લીધા. સ્નેહથી નવરાવી દીધા. યુદ્ધભૂમિ સ્નેહમિલનની ભૂમિ બની ગઈ. પિતા-પુત્રના મિલનના સમાચાર દેવી સીતાજી પાસે પહોંચી ગયા! For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧09. લવ-કુશ અયોધ્યામાં . પુત્રોનું પરાક્રમ જોયું. પિતા-પુત્રોનું મિલન જોયું તેથી સીતાજી પ્રસન્ન થયાં અને શીઘ વિમાન દ્વારા પુંડરીકપુર ચાલ્યાં ગયાં. સુગ્રીવ, બિભીષણ અને ભામંડલ યુદ્ધક્ષેત્ર પર આવ્યા કે જ્યાં પિતા-પુત્રોના સંગમનો મહોત્સવ મંડાયો હતો. બીજા પણ રાજાઓ ત્યાં ભેગા થઈ ગયા હતા. સહુ અભૂતપૂર્વ આનંદમાં ગરકાવ થઈ ગયા હતા. - ભામંડલે મહારાજા વજજંઘનો પરિચય આપતાં કહ્યું : “હે દશરથનંદન! આ છે મહારાજા વજંઘ! કે જેમણે મહાસતી સીતાને આશ્રય આપ્યો! અને શ્રી રામનંદન લવને પોતાની કન્યા પરણાવી.' વજઘ, તમે મારે મન ભામંડલ સમાન છો. પરમ ઉપકારી છો. મારા પુત્રને જન્મથી માંડી આજદિનપર્યત મોટા કર્યા. તમારા ઉપકારને હું ક્યારેય ભૂલી નહીં શકું.” હે જગદ્ગદ્ય મહાપુરુષ, એમાં ઉપકાર શાનો? એક કર્તવ્ય હતું ને મેં કર્તવ્યપાલન કર્યું છે. એથી અધિક કંઈ જ નહીં. ત્યારબાદ મહારાજાએ શ્રી રામને પૃથુનો પણ પરિચય આપ્યો. શ્રી રામ પોતાના બંને વેવાઈઓ સાથે ભેટ્યા અને અયોધ્યાનું આતિથ્ય સ્વીકારવા વિનંતી કરી. શ્રી નારદજી અને સિદ્ધાર્થને પણ અયોધ્યા પાવન કરવા આગ્રહ કર્યો. સુગ્રીવે લવ-કુશને સંકેતથી સમજાવી દીધું કે “સીતાજી પુંડરીકપુર ચાલ્યાં ગયાં છે.' લવ-કુશ નિશ્ચિત બન્યા. પુષ્પકવિમાન આવી પહોંચ્યું. શ્રી રામ-લક્ષ્મણ અને શત્રુઘ્નની સાથે લવ અને કુશ વિમાનમાં આરૂઢ થયા. તેમની જ પાછળ મહારાજા વજર્જઘ, પૃથ, બિભીષણ, સુગ્રીવ વગેરે બેસી ગયા. તે સિવાય અયોધ્યાનો સમગ્ર રાજપરિવાર પુષ્પકમાં ગોઠવાઈ ગયો. ખેચરોએ વાજિંત્રોના નાદથી આકાશને ગજવી દીધું. ધીમી ગતિથી પુષ્પાકવિમાન અયોધ્યાના રાજમાર્ગો ઉપરથી પસાર થવા લાગ્યું. હજારો સ્ત્રી-પુરુષો લવ અને કુશને જઈ પ્રસન્ન થવા લાગ્યા. શ્રી રામના જયધ્વનિ સાથે લવ-કુશના નામનો પણ જયધ્વનિ ગુંજવા લાગ્યો. ક્યારેક મહાસતી સીતાના નામનો પણ જયધ્વનિ સંભળાવા લાગ્યો. લવ અને કુશ પ્રથમવાર જ અયોધ્યા જઈ રહ્યા હતા. તેમને વારંવાર માતા સીતા યાદ આવતી હતી. શ્રી રામ વારંવાર કુમારોને સ્નેહાલિંગન આપતા હતા. રાજમહેલે આવ્યા પછી શ્રી રામે મંત્રીમંડલને આજ્ઞા કરી; For Private And Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લવ-કુશ અયોધ્યામાં ૮૪૭ સમગ્ર રાજ્યમાં મહાન ઉત્સવ મંડાવો. સર્વમંદિરોમાં પૂજન રચાવો. દીનહીન યાચકોને દાન આપો. કારાવાસમાંથી બંદીજનોને મુક્ત કરો.' મંત્રીમંડલે શ્રી રામની આજ્ઞા શિરોધાર્ય કરી અને અયોધ્યાના વિશાળ રાજ્યમાં મહોત્સવો મંડાયા. શ્રી રામના મહેલમાં જ લવ અને કુશને ઉતારવામાં આવ્યા. હજારો નાગરિકો સીતાજીના બે પરાક્રમી પુત્રરત્નોને જોવા, સત્કારવા અને અભિનંદવા આવવા લાગ્યા. શ્રી રામનો મહેલ વર્ષો પછી પુનઃ ચેતનવંતો બન્યો. જ્યારથી સીતાજીનો શ્રી રામે ત્યાગ કર્યો હતો ત્યારથી શ્રીરામનો મહેલ શૂન્યવત્ બની ગયો હતો. આજે લવ અને કુશને લક્ષ્મણજીની સાથે ભોજન કરવાનું હતું. બંને રાજકુમારોને લક્ષ્મણજી પોતાના મહેલે લઈ આવ્યા હતા. લક્ષ્મણજીની હજારો રાણીઓનું અંતઃપુર લવ-કુશનું સ્વાગત કરવા, તેમને લાડ લડાવવા અધીરું બન્યું હતું. લક્ષ્મણજીએ આ પ્રસંગે વાનરદ્વીપના અધિપતિ સુગ્રીવને પોતાના મહેલે ભોજન માટે નિમંત્રણ પાઠવ્યું હતું. સાથે બિભીષણ, હનુમાન, અંગદ, ભામંડલ ઇત્યાદિ ગાઢસ્નેહી વર્ગને પણ ભોજન માટે આમંત્ર્યા હતા. લક્ષમણજીના આમંત્રણને સ્વીકારી સહુ ત્યાં આવ્યા. ભોજન પૂર્વે તો લવ-કુશની બાંધવબેલડી લક્ષ્મણજીના અંતઃપુરના રાણીઓના લાડ-કોડમાંથી જ મુક્ત ન થઈ, ભોજનનો સમય થતાં લક્ષ્મણજી લવ-કુશને લઈ આવ્યા. સુગ્રીવ આદિ રાજાઓએ લવ-કુશનું વીરોચિત સ્વાગત કર્યું. દેવી સીતાજીના પુત્રો તરીકે સ્નેહાલિંગન આપ્યાં. વિદ્યાધરોએ દિવ્ય વાજિંત્રોના નાદ કર્યા. અને ભોજન પ્રારંભ થયો. સહુએ અતિ હર્ષથી, આનંદથી અને ઉમંગથી ભોજન કર્યું. પરંતુ સુગ્રીવના મુખ પર હર્ષ ન હતો. સુગ્રીવ ગંભીરતાથી ભોજન કરતા હતા. વારંવાર તેમની દૃષ્ટિ લવ-કુશ તરફ જતી હતી. ભામંડલ સુગ્રીવના મુખ પરની રેખાઓ વાંચવા પ્રયત્ન કરી રહ્યા હતા, જ્યારે લવ-કુશ તો સ્નેહસાગરમાં ડૂબકીઓ મારતા, આ નવી દુનિયામાં લીન થઈ ગયા હતા. ભોજનવિધિ પૂર્ણ થયા પછી, સહુ લક્ષ્મણજીના વિશાળ મંત્રણાગૃહમાં પ્રવેશ્યા. વિશાળ સિંહાસન પર લક્ષ્મણજી લવ-કુશ સાથે આરૂઢ થયા. તેમની આસપાસ ગોઠવાયેલાં સિંહાસનો પર બિભીષણ, સુગ્રીવ આદિ રાજા, મહારાજાઓ આરૂઢ થયા. લક્ષ્મણજીએ આમંત્રિત મહેમાનોને ઉદ્દેશીને કહ્યું: પ્રિય મિત્રો, આજે તમે મારા નિમંત્રણથી મારે દ્વારે પધાર્યા તેથી મને ઘણો હર્ષ થયો છે. આજનો ભોજનસમારંભ મેં મારા પ્રિય કુમારો લવ-કુશના For Private And Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८४८ જૈન રામાયણ આગમનના ઉપલક્ષ્યમાં યોજ્યો છે. તમે સહુએ અહીં પધારીને, મારા આનંદમાં વૃદ્ધિ કરી છે.' થોડી ક્ષણો મૌનમાં વીતી. મહારાજા સુગ્રીવે લક્ષ્મણજી સામે જોયું. લક્ષ્મણજીની મૌન સ્વીકૃતિ લઈ, સુગ્રીવે કહ્યું : મહારાજા સુમિત્રાનંદનનો જય હો. અમે સહુ તો આપના સદૈવના સાથી છીએ. અમે આપના હાર્દિક સ્નેહથી આકર્ષાઈને આવ્યા છીએ. મહાસતી સીતાજીના બે સુપુત્રો લવણ અને અંકુશના પુન:પુન: દર્શન કરવાથી હૃદય તૃપ્તિ અનુભવે છે. એમનાં દર્શન કરું છું ને મહાદેવી સ્મૃતિપટ પર આવે છે. જ્યાં સુધી મહાદેવી અયોધ્યામાં ન પધારે ત્યાં સુધી હૃદય દુઃખી બન્યું રહેશે.” સુગ્રીવે આંસુભીની બનેલી આંખોને ઉત્તરીયવસ્ત્રથી સાફ કરી અને ગળગળા સ્વરે પુનઃ સુગ્રીવ બોલ્યા : જ્યારે યુદ્ધભૂમિ પર આ કુમારોના પક્ષે ભામંડલને યુદ્ધ કરતા જોયા તેથી મને આશ્ચર્ય થયું અને એમને પૂછ્યું ત્યારે મહાન આશ્ચર્ય અનુભવ્યું! એ સમયે લવણ-અંકુશની છાવણીમાં બિરાજેલાં દેવી સીતાજીનાં મેં દર્શન કર્યા. એ પાવન મૂર્તિનાં દર્શન કરી, હર્ષ અને વિષાદ અનુભવ્યો. મહારાજા બિભીષણ પણ સાથે હતા. જ્યારથી શ્રી રામ દ્વારા ત્યજાયેલાં મહાસતી, હૃદય પર વેદનાના પાષાણ મૂકીને જીવી રહ્યાં છે, ત્યારથી આ બે કુમારોનાં દર્શન જ એમનું જીવન છે. માટે તે અયોધ્યાપતિ, મારી આપને વિનંતી છે કે દેવી સીતાજીને અયોધ્યા લઈ આવવાં જોઈએ. તે માટે શ્રી રામચંદ્રજીને સમજાવવા જોઈએ, અન્યથા આ કુમારોને મહાસતીજી પાસે મોકલી દેવા જોઈએ. પતિ અને પુત્રો વિના સીતાજી જીવી નહીં શકે.” સુગ્રીવ સિંહાસન પર બેસી ગયા, પરંતુ એમની વાણીએ સહુનાં હૃદય હલાવી દીધાં, લવ અને કુશ તો રડી જ પડ્યા. ભામંડલ અને બિભીષણની આંખોમાંથી આંસુઓ વહી રહ્યાં. હનુમાનજી ઉદ્વિગ્ન થઈ બોલી ઊઠ્યા : આ બધું શું બની ગયું, કેવી રીતે બની ગયું તેની મને તો ઘણા સમયે જાણ થઈ. જે થયું છે તે ખૂબ જ અયોગ્ય થયું છે. દેવી સીતાજીને તત્કાળ અયોધ્યા લઈ આવવાં જોઈએ. અયોધ્યાપતિ મને આજ્ઞા કરે તો હું લઈ આવું. મહારાજા સુગ્રીવનું કથન સાવ સત્ય છે. પતિ અને પુત્રો વિના મહાસતી જીવી નહીં શકે.” લક્ષ્મણજી વિચારમાં પડી ગયા. એમને એ દિવસ યાદ આવી ગયો, જે દિવસે શ્રી રામે સીતાજીના ત્યાગનો નિર્ણય કર્યો હતો. લક્ષ્મણજીએ તેનો સ્પષ્ટ વિરોધ કર્યો હતો. શ્રી રામના ચરણોમાં પડીને, આંખોમાંથી આંસુ વહાવીને, For Private And Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લવ-કુશ અયોધ્યામાં ૮૪૯ સીતાજીનો ત્યાગ નહીં કરવા તેમને વીનવ્યા હતા. છતાં શ્રી રામ પોતાના નિર્ણયને વળગી રહ્યા હતા. લક્ષ્મણજીને એ પ્રસંગની સ્મૃતિ સાથે રોષ આવી ગયો, પરંતુ તરત જ બીજો પ્રસંગ સ્મૃતિપટ પર આવી ગયો. સીતાજીનો જંગલમાં ત્યાગ કરીને આવેલા કૃતાંતવદને જ્યારે સીતાજીનો સંદેશ શ્રી રામને કહી સંભળાવ્યો હતો ત્યારે શ્રી રામ મૂર્છિત થઈને ઢળી પડ્યા હતા અને કરુણ આક્રંદ કરતા સીતાજીને પાછાં લઈ આવવા જંગલમાં દોડી ગયા હતા. આ દૃશ્ય આંખ સામે આવતાં લક્ષ્મણજીનો રોષ દૂર થયો. તેમણે સુગ્રીવ સામે જોયું, હનુમાનજી સામે જોયું અને બોલ્યા : ‘હે કપીશ્વર અને હનુમાન, તમારું કથન સત્ય છે. જગવંદનીય દેવી સીતાજીને પુનઃ અયોધ્યામાં લઈ આવવાં જોઈએ કપીશ્વર. તમે તો સાક્ષી છો કે મેં આર્યપુત્રને સીતાજીનો ત્યાગ કરતા સમયે પણ નિષેધ કર્યો હતો, પરંતુ આર્યપુત્રે નિર્ણય ન બદલ્યો. આપણે સહુ હવે પુનઃ પ્રાર્થના કરીએ. મને એમ લાગે છે કે આર્યપુત્ર માની જશે.' જો પિતાજી નહીં માને તો અમે પુંડરીકપુર પાછા ચાલ્યા જઈશું, એ વાત પણ આપ પિતાજીને જણાવી દેજો.' લવે લક્ષ્મણજીનો હાથ પકડી કહી દીધું. લક્ષ્મણજીએ લવના મસ્તકે હાથ ફેરવી કહ્યું : ‘વત્સ, આર્યપુત્રને હું અવશ્ય કહીશ. માતૃભક્ત પુત્રનું આ જ કર્તવ્ય હોય.’ લક્ષ્મણજીએ ભામંડલ સામે જોઈ કહ્યું : ‘આપણે આર્યપુત્રને ક્યારે મળીશું?’ ભામંડલે લક્ષ્મણજી સામે જોયું, તેમના મુખ પર રૂક્ષ સ્મિત ફરકી ગયું. તેમણે કહ્યું : ‘આર્યપુત્રને આપ કહો ત્યારે મળીએ, પણ મળવાનો કોઈ વિશેષ અર્થ છે? જ્યારે શ્રી ના૨દજીએ યુદ્ધભૂમિ પર પુત્રોનો પરિચય કરાવ્યો, સીતાજી જીવતાં છે ને પુંડરીકપુરમાં છે.' એમ કહ્યું હતું ત્યારે પણ, ‘સીતાને પુંડરીકપુરથી લઈ આવો અને પુત્રો સાથે જ અયોધ્યામાં તેમનો પ્રવેશ કરાવો,' એમ ન બોલ્યા. એ શ્રી રામ પાસે જવાનો હું કોઈ વિશેષ અર્થ જોતો નથી.’ ભામંડલની વાત સાંભળીને, સહુ વિચારમાં પડી ગયા. ભામંડલનું કથન સત્ય હતું. કુમારોના નગરપ્રવેશ-સમયે શ્રી રામે સીતાજીની સ્મૃતિ પણ કરી ન હતી. તેમણે સીતાજીનો કુશળ વૃત્તાંત પણ પૂછ્યો ન હતો. એટલે શ્રી રામ સીતાજીને અયોધ્યા લઈ આવવાની વાતમાં સંમત થાય કે નહીં, એ માટે ભામંડલની શંકા સહુને વાજબી લાગી. For Private And Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૫૦ જૈન રામાયણ મામાજી, માની લો કે પિતાજી સંમત નહીં થાય, તો ચિંતા શા માટે? અમે માતા પાસે ચાલ્યા જઈશ! માતાને કોઈ વાતે ઓછું નહીં આવવા દઈએ.” કુશ બોલ્યો. “તો આપણે આવતી કાલે જ મળીએ.’ લક્ષ્મણજીએ સુગ્રીવને કહ્યું. આપશ્રી જ વાત કરશો તો ઠીક રહેશે.” “ના, આપણે સહુ સાથે જ આર્યપુત્રને પ્રાર્થના કરીશું, માટે તમારે સહુએ આવવાનું છે.” પરંતુ અમારું પ્રયોજન નથી,” લવ-કુશ બોલ્યા. સત્ય છે. કુમારોએ અમારી સાથે આવવાનું નથી.' સહુ પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. લવ અને કુશ પોતાના નિવાસે પહોંચ્યા. બંને લક્ષ્મણજીના મહેલમાં થયેલી ચર્ચાના વિચારમાં ચઢી ગયા હતા. માતા પ્રત્યે કાકા લક્ષ્મણજીથી માંડી સહુ રાજા-મહારાજાઓની શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણથી બંને ભાઈઓ પ્રભાવિત થયા હતા. સુગ્રીવના હૃદયસ્પર્શી વક્તવ્યથી તેમનું મન ગદ્ગદ્ થઈ ગયું હતું, પરંતુ શ્રી રામ કબૂલ થશે કે કેમ, એની શંકા હતી. ‘જો પિતાજી કાલે સંમત ન થાય તો?” કશે લવનો નિર્ણય જાણવા પૂછયું. એવી શંકા શા માટે કરવી? પિતાજી સંમત થઈ જશે એમ મને લાગે છે, લવે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો. હા, માતાનો ત્યાગ કર્યો પછી પાછળથી પિતાજી જંગલમાં શોધ કરવા ગયા હતા. તેઓ માતાને પાછી લઈ આવવાના સંકલ્પથી જ ગયા હતા, માટે હવે ના તો નહીં જ કહે.” કુશ બોલ્યો. છતાંય આપણો નિર્ણય છે કે માતાજીને અહીં લાવવામાં નહીં આવે તો આપણે અહીંથી ચાલ્યા જઈશું,' કુશે છેલ્લો ઉપાય પણ પુનઃ જાહેર કર્યો. રાત ઘણી વીતી ગઈ હતી. બંને ભાઈઓ નિદ્રાધીન થયા. એમને ક્યાં ખબર હતી કે ભાવિમાં શું છુપાયેલું છે? ૦ ૦ ૦ For Private And Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ ૧૦૭. અંડળ-પરીક્ષા , શ્રી લક્ષ્મણજીના મહેલે બિભીષણ, સુગ્રીવ, હનુમાન, ભામંડલ, અંગદ આદિ રાજાઓ જઈ પહોંચ્યા. લક્ષ્મણજીએ સહુનું સ્વાગત કર્યું. ત્યાંથી સહુ સાથે શ્રી રામના મહેલે પહોંચ્યા. - શ્રી રામને પ્રણામ કરી, સહુ ઉચિત આસને બેઠા. કુશલપૃચ્છાનો ઔપચારિક વિધિ પતી ગયા પછી લક્ષ્મણજીએ સ્વસ્થતાથી શ્રી રામને કહ્યું : આર્યપુત્રને અમારા સહુની એક પ્રાર્થના છે કે મહાદેવી સીતાજી પુંડરીકપુરમાં રહેલાં છે. આપના વિરહથી વ્યાકુળ અને લવ-કુશ વિના સંતપ્ત મહાદેવીને શીધ્ર અહીં લાવવાં જોઈએ. અન્યથા મહાદેવીનું જીવન ભયમાં છે. પતિ અને પુત્ર વિના તેઓ જીવી નહીં શકે. માટે જો આપ આજ્ઞા આપો તો અમે આજે જ તેમને અહીં લઈ આવીએ.” લક્ષ્મણજીએ જે કહેવાનું હતું તે સ્પષ્ટતાથી અને સ્વસ્થતાથી કહી દીધું. ત્યારબાદ સુગ્રીવ ઊભા થયા અને શ્રી રામને નમન કરી બોલ્યા : હે મહાપુરુષ, મહાદેવીને બહુમાનપૂર્વક અયોધ્યા લઈ આવવાં જોઈએ. આપના વિરહથી તેઓ સંતપ્ત છે, વળી હવે પ્રજામાં પણ તેઓ માટે પ્રવાદ બોલાતો નથી. તેઓશ્રી પરમ વિશુદ્ધ મહાસતી છે, એ વાત નિઃશંક છે.' દેવોએ પણ મહાદેવીની મહાસતી તરીકે ઉદ્ઘોષણા કરી હતી. હનુમાનજી બોલી ઊઠ્યા. મહારાજા, લવણ અને અંકુશ પણ હવે આપની પાસે આવ્યા છે કે જે બે કુમારોના સહારે મહાદેવી કંઈક શાતા અનુભવતાં હતાં, સુગ્રીવ બોલ્યા. શ્રી રામના મુખ પર ગંભીરતા છવાયેલી હતી. દૃષ્ટિ જમીન પર મંડાયેલી હતી. લક્ષ્મણજી, સુગ્રીવ વગેરેની વાત તેઓ સાંભળતા હતા, વિચારતા હતા. તેઓએ સુગ્રીવની સામે જોયું અને ખૂબ દૃઢતાસૂચક સ્વરે બોલ્યા. કપીશ્વર, જાનકીને કેવી રીતે અયોધ્યા લાવી શકાય?' શ્રી રામ ક્ષણભર મૌન રહ્યા. સહુના જીવ અધ્ધર થઈ ગયા. શ્રી રામ આગળ વધ્યા : જાનકી ઉપર પ્રજાએ મૂકેલું કલંક ક્યાં દૂર થયું છે? હા, કલંક સાચું નથી, અસત્ય છે. પરંતુ અસત્ય એવો પણ લોકાપવાદ અંતરાય છે. ભારે અંતરાય છે. હું માનું છું કે જાનકી સતી છે; એનું ચારિત્ર નિષ્કલંક છે, એ જાણે છે કે તે નિર્મળ છે.' - શ્રી રામ પુનઃ વિચારમાં પડી ગયા. લક્ષ્મણજી અસ્વસ્થ બની ગયા. સુગ્રીવ વગેરે ચિંતામગ્ન થઈ ગયા. લક્ષ્મણજીએ કહ્યું : For Private And Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ ૮૫૨ ‘અમે સહુ આ વાત સાંભળવા આવ્યા નથી. એની એ લોકાપવાદની વાત જો કરવાની હોય તો અમે ચાલ્યા જઈએ. કુમારો લવ અને કુશ પણ મહાદેવી પાસે ચાલ્યા જશે, આજે પણ હું કહું છું કે જે કોઈ દેવી સીતા માટે અપવાદ બોલશે તેનો હું શિરચ્છેદ કરીશ. હવે હું સહન નહીં કરી શકું.' ‘લક્ષ્મણ, શું હું જાનકીને નથી ચાહતો? જાનકી વિનાનું મારું જીવન સ્મશાનવત્ બની ગયું છે, એ તારાથી અજાણ છે? જાનકીના વિરહની વ્યથા તો હું જ જાણું છું, પરંતુ હવે હું જાનકીને એ રીતે અયોધ્યામાં લાવવા ચાહું છું કે પ્રજાના એક પણ માણસને પાછળથી કંઈપણ બોલવાનું ન રહે. માટે વિશુદ્ધિની કસોટીમાંથી જાનકી પસાર થાય, પ્રજા કસોટી જુએ અને પછી તે અયોધ્યામાં પ્રવેશે. જે મન-વચન-કાયાની વિશુદ્ધ છે એવી જાનકીને કસોટીમાં ભય પામવાનું નથી.' ‘આપ કેવી કસોટી કરવા ચાહો છો?' લક્ષ્મણજીએ પૂછ્યું. ‘એ નિર્ણય પછી કરીશું.’ ‘તો દેવી સીતાને અમે લઈ આવીએ?' ‘પહેલાં અયોધ્યાની બહાર વિશાળ મંચ બંધાવો. મંડપો બંધાવો, જેમાં હજારો પ્રજાજનો બેસી શકે, અનેક રાજાઓ બેસી શકે. હું ત્યાં જઈશ. પછી તમે જાનકીને લઈ આવો.' ‘પછી ત્યાં આપ મહાદેવીની દિવ્ય કસોટી કરશો?” ‘હા.' જેવી આપની ઇચ્છા અને આજ્ઞા.’ શ્રી રામને પ્રણામ કરી લક્ષ્મણજી, બિભીષણ, સુગ્રીવ વગેરે લક્ષ્મણજીના આવાસે આવ્યા. હર્ષ અને વિષાદની મિશ્ર લાગણીઓ અનુભવતા રાજાઓ ભવિષ્યની કલ્પનામાં ડૂબી ગયા હતા. લક્ષ્મણજી મહેલમાં આવતાં જ લવ-કુશે પૂછ્યું: પિતાજી સંમત થઈ ગયા ને?’ ‘સંમત થયા પરંતુ તેઓ મહાદેવીના સતીત્વની કસોટી કરી પ્રજા સમક્ષ નિષ્કલંક સિદ્ધ કરીને, પછી નગર પ્રવેશ કરાવશે!' ‘ભલેને કસોટી કરે! અમારી માતા અકલંક છે,' નિર્દોષભાવે લવ-કુશ બોલ્યા. લક્ષ્મણજીએ બંને કુમારોને ઉત્સંગમાં લઈ, મસ્તકે સ્નેહાલિંગન આપ્યું. કપીશ્વર સુગ્રીવે પ્રવેશ કર્યો, લક્ષ્મણજીને પ્રણામ કરી નિવેદન કર્યું : મેં મંત્રીવર્ગને સૂચના આપી દીધી છે. નગરની બહાર વિશાળ મંડપ For Private And Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અગ્નિ-પરીક્ષા ૮૫૩ બંધાઈ જશે. વિશાળ મંચની શ્રેણી પણ બંધાઈ જશે, જેથી પ્રજાજનો ઊંચે બેસીને પણ જોઈ શકે.” અને હવે તમે પુંડરીકપુર જવાની તૈયારી કરો.” જેવી આપની આજ્ઞા. આવતી કાલે પ્રભાતે જઈશ.” પુષ્પક વિમાન લઈને જજો. મહાદેવીને મારા તરફથી પણ પુનઃપુનઃ પ્રાર્થના કરીને, અયોધ્યા પધારવા કહેશો. કહેજો કે આપનો બાળ લક્ષ્મણ આપનાં દિર્શન માટે આતુર છે.” “અવશ્ય કહીશ મહારાજા! મહાદેવીને લીધા વિના પાછો નહીં આવું.” કપીશ્વર, માતાને અમારા બંનેની યાદ આપજો, પ્રણામ કહેજો અને અવશ્ય માતાને લઈને આવજો. અમે સાથે આવીએ?' કુશ બોલ્યો. ‘તમારો કુશલ-વૃત્તાંત મહાદેવીને નિવેદન કરીશ પરંતુ તમારે સાથે આવવાની જરૂર નથી, તમારા આવવાથી કદાચ.. ના ના, અમારો આગ્રહ નથી. આપ આપની યોજનાનુસાર કાર્ય કરો, એ જ ઉચિત છે,” લવે સુગ્રીવની મૂંઝવણ ટાળી. પુષ્પક વિમાન પુંડરીકપુર તરફ ઊડ્યું. સુગ્રીવના મનમાં અનેક તર્ક-વિતર્ક ઊઠી રહ્યા હતા. “શું મહાદેવી અયોધ્યા આવવા રાજી થશે? એમના મન પર પડેલો શ્રી રામે કરેલા ત્યાગનો ઘા રુઝાઈ ગયો હશે? એમનું મન શ્રી રામ પ્રત્યે વિરક્ત તો નહીં બની ગયું હોય? પરંતુ ભલેને શ્રી રામ પ્રત્યે તેઓ વિરક્ત બન્યાં હોય, લવ અને કુશ પ્રત્યે તો એમનો સ્નેહ અપરંપાર છે. એમના માટે પણ તેઓ આવશે! પણ ના, કુમારોને તો તેઓ પુંડરીકપુર પણ બોલાવી લે! ના, ના. હું એમને એવી રીતે સમજાવીશ કે તેઓ આવવા તૈયાર થઈ જશે. હા, મારે વાત તો સ્પષ્ટ કરવી જ પડશે કે “શ્રી રામ આપની પાસે “દિવ્ય” કરાવવાના છે!” એમને પાછળથી એમ ન થાય કે સુગ્રીવ મારી સાથે છળ રમી ગયો.' પરંતુ મહાસતીને “દિવ્યનો ભય જ નહીં લાગે.” પુંડરીકપુર આવી ગયું, પુષ્પક વિમાનને નીચે ઉતારવામાં આવ્યું. પરિચારિકા સાથે પોતાના આગમનના સમાચાર મોકલ્યા. સીતાજીએ દ્વારે આવીને કપીશ્વરનું સ્વાગત કર્યું. સુગ્રીવે સીતાજીને પ્રણામ કર્યા. સીતાજીએ સુગ્રીવનો યથોચિત આદર-સત્કાર કર્યો. સ્નાન-ભોજનાદિથી નિવૃત્ત થયા પછી સુગ્રીવે અવસર જોઈ સીતાજી સમક્ષ વાત મૂકી. For Private And Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૫૪ જૈન રામાયણ મહાદેવી, હું શ્રી રામની આજ્ઞાથી અહીં આપની પાસે આવ્યો છું. આપના માટે શ્રી રામે પુષ્પક વિમાન મોકલ્યું છે. આપ પુષ્પક વિમાનને શોભાવો અને અયોધ્યા પધારો. શ્રી લક્ષ્મણજી આપનાં દર્શન માટે આતુર છે. કુમારો લવ અને કુશ પણ આપની નિરંતર સ્મૃતિ કરી રહ્યા છે.” “કપીથર, તમે ભલે અહીં આવ્યા, પરંતુ હું બ્રોધ્યા કેવી રીતે આવું? હજુ એ ભયાનક દૃશ્ય ભુલાતું નથી. “સિંહનિનાદ” જેવા ભયંકર જંગલમાં સગર્ભા એવી મારો ત્યાગ કરી દીધો હતો, એનું દુ:ખ હજુ પણ શમ્યું નથી, ત્યાં વળી નવા દુઃખ માટે આર્યપુત્ર પાસે આવું? અયોધ્યા આવવાનું હવે આ જીવનમાં કોઈ પ્રયોજન નથી..” સીતાજીનો સ્વર કંપી રહ્યો હતો. હૃદયનું દુ:ખ શબ્દો દ્વારા હળવું બની રહ્યું હતું. સુગ્રીવ ખૂબ સહાનુભૂતિપૂર્વક સાંભળી રહ્યા હતા. પુનઃ પ્રણામ કરીને, તેઓ બોલ્યા : મહાદેવી આપનું કથન સત્ય છે. આપના દુઃખની કલ્પના મને પણ કંપાવી જાય છે. આપે અભુત સહનશક્તિથી દુઃખનો પ્રતિકાર શાંતિથી કર્યો છે, પરંતુ હવે દુઃખોનો અંત આવી ગયો છે. શ્રી રામ અને લક્ષ્મણ અનેક રાજાઓ સાથે, મંત્રીમંડળ સાથે અને હજારો પ્રજાજનો સાથે અયોધ્યાની બહાર સિંહાસન પર બેઠા છે. સહુ આપની રાહ જોઈ રહ્યા છે. શ્રી રામચંદ્રજી ઇચ્છે છે કે મહાદેવી "દિવ્ય' કરીને પોતાના શીલની વિશુદ્ધિ પ્રજાને સમજાવે. માટે મહાદેવી કૃપા કરીને અવશ્ય અયોધ્યા પધારો.” ‘કપીશ્વર, શુદ્ધિની પરીક્ષા માટે હું તત્પર જ છું. ભલે, હું અયોધ્યા આવીશ.' સીતાજીએ સ્વીકૃતિ આપી. સુગ્રીવ પ્રસન્ન થઈ ગયા. મહારાજા વજજંઘને સંદેશ મોકલ્યો. મહારાજા આવી ગયા. સીતાજીએ મહારાજાને અયોધ્યા જવાનો પોતાનો નિર્ણય જણાવ્યો. મહારાજા વજજંઘની આંખો ભીની થઈ ગઈ. દેવી, મને હર્ષ પણ થાય છે અને દુઃખ પણ થાય છે. પ્રિય બહેન એના ઘેર જાય, એ હું સમજું છું. તું સુખી થા, પણ આ તારા ધર્મના ભાઈને ક્યારેક યાદ કરજે. અહીં મારાથી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજે.' વજજંઘ રડી પડ્યા. સીતાજી રડી પડ્યાં, સુગ્રીવનું હૃદય ભરાઈ આવ્યું. “હે ધર્મભ્રાતા! આપના ઉપકારો હું જન્મ-જન્માંતર નહીં ભૂલી શકે. આપ પિતા, ભ્રાતા, માતા બન્યા છો. આપને મેં અને કુમારોએ ઘણું કષ્ટ આપ્યું છે. આપે અમારા સુખ માટે શું નથી કર્યું? હે અકારણબંધુ, આપના અપાર વાત્સલ્યથી અને નિઃસ્વાર્થ સ્નેહથી, જીવનમાં આવી પડેલા ઘોર કષ્ટને સહવા For Private And Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અગ્નિ-પરીક્ષા ૮૫૫ હું શક્તિમાન બની છું. આવું દુઃખ સંસારમાં કોઈ સ્ત્રીએ ન ભોગવવું પડે, એવી પરમાત્માને પ્રાર્થના કરું છું.” સીતાજીની આંખોમાંથી આંસુઓ વહી રહ્યાં. મહારાજા વજજંઘે રૂંધાતા સ્વરે કહ્યું : “હે ભદ્ર, તું જ્યારથી પુંડરીકપુરમાં આવી છે, ત્યારથી મારું, મારા પરિવારનું અને સમગ્ર પ્રજાનું સુખ વધ્યું છે, આનંદ વધ્યો છે. તું અહીંથી જાય છે એ વાત દુઃખદાયી છે, પરંતુ બહેન ભાઈને ઘેર સદા કેવી રીતે રહી શકે? મહારાજાએ શીધ્ર સમગ્ર નગરમાં સીતાજીના અયોધ્યાગમનના સમાચાર આપ્યા. પ્રજાજનો સમાચાર મળતાં જ સીતાજીના મહેલ પાસે દોડી આવવા લાગ્યા. સીતાજીએ પુત્રવધુઓને સાથે ચાલવા માટે તૈયારી કરવા સૂચવ્યું અને સ્વયં મહેલના ઝરૂખે જઈ, પ્રજાજનોનું અભિવાદન ઝીલવા લાગ્યાં. હજારો સ્ત્રી-પુરુષોની આંખો આંસુભીની થઈ ગઈ હતી. હવે સીતાજી સદા માટે અયોધ્યા જાય છે. લવ-કુશ એમના પિતાજી પાસે પહોંચી ગયા છે. હવે સીતાજી પુંડરીકપુરમાં નહીં રહે,” પરસ્પર આવી વાતો કરવા લાગ્યા. મહાદેવી! હવે આપણે ત્વરા કરવી જોઈએ.” સુગ્રીવે બે હાથ જોડી, નમન કરી, વિનમ્ર ભાષામાં કહ્યું : સીતાજીએ બે હાથ જોડી પ્રજાને નમસ્કાર કર્યા અને ઝરૂખામાંથી મહેલમાં આવ્યાં. પુત્રવધૂઓ તૈયાર થઈ ગઈ હતી. મહારાજા વજજંઘના કહેવાથી સીતાજી વજજંઘના અંતઃપુરમાં પણ ગયાં અને રાણીઓને મળી આવ્યાં. સીતાજી શણગારેલા પુષ્પક વિમાનમાં આરૂઢ થયાં. તેમની પાછળ પુત્રવધૂઓ ચઢી ગઈ અને સહુથી છેલ્લે મહારાજા સુગ્રીવ બેસી ગયા. મહાસતી સીતાજીનો જય હો!” પ્રજાજનોએ જયધ્વનિ કર્યો. મહારાજાએ બંને હાથ જોડી સહુને વિદાય આપી. મહારાજાએ વિદાય તો આપી પરંતુ તેઓ ભાવિના ભેદ ક્યાં જાણતા હતા!!! સીતાજીને આ છેલ્લી વિદાય, છેલ્લાં દર્શન કરી રહ્યા હતા, એ તેઓ ક્યાં જાણતા હતા!! અરે, સ્વયં સીતાજીને એ જ્ઞાન ક્યાં હતું કે તેઓ હવે અયોધ્યામાં પ્રવેશ નથી કરવાનાં! વિમાને ગતિ પકડી. અયોધ્યાની દિશામાં સુગ્રીવે પુષ્પક વિમાનને વાળ્યું. અયોધ્યાનાં હજારો સ્ત્રી-પુરુષ સીતાજીની રાહ જોઈ રહ્યાં હતાં. For Private And Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨ ૧૦૮. સીતાજી ચારિત્રપંથે تمع Acharya Shri Kailassagarsuri Gyanmandir અયોધ્યાનો બાહ્યપ્રદેશ! માહેન્દ્રોદય ઉદ્યાન! ભવ્ય વિશાળ મંડપો બંધાયા છે. વિવિધ કુસુમોનાં તોરણ બંધાયાં છે. સેંકડાં રાજાઓ અને હજારો પ્રજાજનો બેઠેલા છે. આતુર નયને પુષ્પક વિમાનની રાહ જોવાઈ રહી છે. સહુની દૃષ્ટિ ક્ષિતિજ પર મંડાયેલી છે. મધ્યાહ્નનો સમય પૂર્ણ થયો છે ને સૂર્ય પશ્ચિમ દિશા તરફ ઢળી રહ્યો છે. ત્યાં આકાશની ક્ષિતિજ પર પુષ્પક વિમાન દેખાયું. પ્રજાજનો ઊભા થઈ ગયા. રાજાઓ ઊંચા થઈને જોવા લાગ્યા. તીવ્ર ગતિથી આવતા પુષ્પક વિમાને અલ્પ ક્ષણોમાં જ અયોધ્યાની હદમાં પ્રવેશ કર્યો. અયોધ્યાને અંતરિક્ષમાં જ ત્રણ પ્રદક્ષિણા આપીને, સુગ્રીવે વિમાનને માહેન્દ્રોદય ઉદ્યાનમાં ઉતાર્યું. જ કુમારિકાઓએ અક્ષતાદિથી સીતાજીને વધાવ્યાં. સીતાજી પુષ્પક વિમાનમાંથી નીચે ઊતર્યાં, પાછળ પુત્રવધૂઓ ઊતરી અને છેલ્લે કપીશ્વર સુગ્રીવ ઊતર્યા. તરત જ લક્ષ્મણજી સિંહાસન પરથી ઊઠીને દોડી આવ્યા. તેમણે સીતાજીનાં ચરણે ભાવપૂર્વક પ્રણામ કર્યા. બીજા રાજાઓ પણ લક્ષ્મણજીને અનુસર્યા. સીતાજીને સિંહાસન પર આરૂઢ કરવામાં આવ્યાં. પુત્રવધૂઓને લઈ, ભામંડલ અયોધ્યામાં ચાલ્યા ગયા. લવ અને કુશ અયોધ્યામાં હતા. ભામંડલ, સુગ્રીવ, બિભીષણ, હનુમાન, અંગદ વગેરે અનેક રાજા-મહારાજાઓ સહિત લક્ષ્મણજીએ નમ્રતાથી ભક્તિથી સીતાજીને કહ્યું : ‘મહાદેવી, આપની અયોધ્યામાં આપના મહેલમાં પ્રવેશ કરો અને આ ધરતીને પાવન કરો તેવી અમારી આપને આગ્રહપૂર્ણ પ્રાર્થના છે.' વત્સ! અયોધ્યામાં પ્રવેશ કરીશ, પરંતુ એ પૂર્વે મને શુદ્ધ થવા દે. જ્યાં સુધી મારા પર ચઢેલું લંક દૂર ન થાય ત્યાં સુધી હું નગરમાં પ્રવેશ નહીં કરું.' લક્ષ્મણજીએ સીતાજીને પુનઃ વંદના કરી અને શ્રી રામ પાસે પહોંચી સીતાજીના સંકલ્પની જાણ કરી. શ્રી રામ તો એ ચાહતા હતા જ. તેઓ સીતાજી પાસે પહોંચ્યા. સીતાજી સિંહાસન પરથી ઊભાં થયાં. શ્રી રામના મુખ પર ગંભીરતા છવાયેલી હતી. એ ગંભીરતાનું હાર્દ હતું ન્યાયની નિષ્ઠુરતા. એમને સીતાજી પ્રત્યેનો રાગ અત્યારે ભાગી ગયો હતો. For Private And Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સીતાજી ચારિત્રપંથે ૮૫૭ સીતા તરફની કોઈપણ કોમળ લાગણી શ્રી રામના હૃદયમાં ન હતી. તેમની દૃષ્ટિ જમીન ઉપર હતી. તેમણે કહ્યું : વૈદેહી, રાવણના ઘરમાં રહેવા છતાં રાવણે તારું શીલ ખંડિત ન કર્યું હોય તો અહીં ઉપસ્થિત સર્વ લોકોની સમક્ષ, તારી શુદ્ધિ માટે આ દિવ્ય કર.” સીતાજીના મુખ પર સ્મિત આવી ગયું. એ સ્મિત હૃદયના ઉલ્લાસનું ન હતું, પરંતુ હૃદયની અપાર વ્યથાનું હતું. એ સ્મિત દ્વારા શ્રી રામના ‘દિવ્ય” કરવાના આદેશનો નિર્ભયતાથી સ્વીકાર કરવા તૈયાર થયાં હતાં. તેમના હૃદયમાં વર્ષોથી, જ્યારથી શ્રી રામે ત્યાગ કર્યો હતો ત્યારથી, શ્રી રામને કહેવા માટે હૃદય તલસતું હતું. તે કહેવા તેમણે મુખ ઊંચું કર્યું, દૃષ્ટિ તીવ્ર થઈ અને વચન નીકળ્યું : ઓહો! આર્યપુત્ર, આપના જેવા બીજા કોઈ વિદ્વાન આ પૃથ્વી પર નથી! મારો દોષ જાણ્યા વિના, હું દોષિત છું કે નિર્દોષ, એનો નિર્ણય કર્યા વિના ભયંકર જંગલમાં મારો ત્યાગ કયો! ધન્ય છે આપને! હે કાકુસ્થ! પહેલાં દંડ કરીને, આજે હવે તમે મારી પરીક્ષા લેવા તત્પર થયા છો. વાહ ધન્ય છે તમને, સાચે જ તમે વિચક્ષણ છો, ચિંતા ન કરશો. હું પરીક્ષા આપવા તૈયાર છું.' શ્રી રામના મુખ પર લજ્જા, ખેદ અને ગ્લાનિની રેખાઓ ઊપસી આવી. તેઓ બોલ્યા : જાનકી! હું જાણું છું, માનું છું કે તમારો દોષ નથી. લોકોએ જે અપવાદ તમારા માટે પેદા કર્યો છે તે દૂર કરવા માટે હું પરીક્ષા લેવા ચાહું છું.” કોણ ના કહે છે? પાંચ પ્રકારનાં દિવ્ય કરવાનું હું સ્વીકારું છું. તમે કહો તો ભડભડતી આગમાં પ્રવેશ કરું. તમે કહો તો અભિમંત્રિત ચોખા ખાઈ જાઉં. તમે કહો તો ત્રાજવે બેસું. તમે કહો તો ગરમ-ગરમ સીસું પી જાઉં. તમે કહો તો જીભ પર તલવાર ચલાવી દઉં! શું ચાહો છો તે કહો. તમારી અયોધ્યાની પ્રજાને પૂછી જુઓ. એ જ સમયે આકાશમાં રહેલા નારદજી અને સિદ્ધાર્થ બોલી ઊઠ્યા : નહીં, નહીં, હે રાઘવ, સીતા સતી છે, મહાસતી છે. અમે નિશ્ચયપૂર્વક કહીએ છીએ. એ મહાસતી છે. બીજા કોઈ વિકલ્પ કરશો નહીં.” ત્યાં ઉપસ્થિત અયોધ્યાવાસી લોકો પણ બોલી ઊઠ્યા : હે દશરથનંદન, સીતાજી મહાસતી છે. એમની પાસે દિવ્ય ન કરાવશો. અમે માનીએ છીએ કે તેઓ અવશ્ય મહાસતી છે.” For Private And Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ ૮૫૮ લોકોમાં હાહાકાર વર્તાઈ ગયો. સહુ શ્રી રામને વીનવવા લાગ્યા. સીતાજીએ પાંચ દિવ્ય કરવાના કરેલા પડકારે સહુનાં હૃદય કંપાવી દીધાં. પરંતુ શ્રી રામ દૃઢતાથી બોલ્યા : ‘હે પ્રજાજનો, તમને કોઈ મર્યાદા નથી, તમારા વચનની કોઈ મર્યાદા નથી. તમે લોકોએ જ પૂર્વે કલ્પેલા કલંકથી, જાનકી કલંકિત કરાઈ હતી. આજે તમે કહો છો કે ‘સીતા મહાસતી છે!' પહેલાં તે દોષિત કેવી રીતે હતી અને અત્યારે મહાસતી કેવી રીતે? ‘રાવણના ઘેર રહેલી સીતા શુદ્ધ ન હોય' એમ કહેનારા પણ તમે જ હતા ને? ‘પરસ્ત્રીલંપટ રાવણે સીતાના શીલને અખંડિત રાખ્યું જ ન હોય,' એમ ચોરે-ચોતરે તમે જ વાત કરતા હતા ને? આજે તમે કેવી રીતે રહ્યા છો કે ‘સીતા મહાસતી છે?' પુનઃ તમે કહેશો કે ‘સીતા કલંકિત છે!’ તમને કોણ રોકી શકશે? તમને નિર્ણય થઈ જાય, પુનઃ ક્યારેય શંકા ન જાગે માટે સીતા ભલે ‘દિવ્ય’ કરે. સીતા પોતાના સતીત્વની પ્રતીતિ કરાવવા ભડભડતી આગમાં પ્રવેશ કરશે.’ ‘નહીં, નહીં મહારાજા,' પ્રજાજનો ચિત્કાર કરી ઊઠ્યા. ‘સીતા દિવ્ય કરશે જ, તમારા કહેવાથી જ. તમારા ક્લ્પનાજન્ય દોષારોપણથી જ જાનકીનો મેં ત્યાગ કર્યો. આજે તમારા મનમાં જાનકીના સતીત્વની પ્રતીતિ થાય તે માટે એ દિવ્ય કરશે, આગમાં પ્રવેશ કરશે..’ અયોધ્યાની ગલી-ગલીમાં સીતાજીની દિવ્ય કરવાની પ્રતિજ્ઞાના સમાચાર ફેલાઈ ગયા. ‘સીતાજી કાલે ભડભડતી આગમાં પ્રવેશ કરશે.' આ વાત સાંભળી સહુ નગરજનોનાં હૃદય કંપવા લાગ્યાં. શ્રી રામે આજ્ઞા કરી : ‘ત્રણસો હાથ લાંબો-પહોળો ખાડો ખોદવામાં આવે. બે પુરુષની ઊંચાઈ જેટલો ઊંડો ખોદવામાં આવે. એ ખાડાને ચંદનનાં લાકડાંથી ભરવામાં આવે!’ સીતાજીને માહેન્દ્રોદય ઉદ્યાનમાં જ રમણીય કુટિરમાં રાખવામાં આવ્યાં. શ્રી રામ, લક્ષ્મણજી, શત્રુઘ્ન, લવ-કુશ અને સુગ્રીવ-ભામંડલાદિ, માહેન્દ્રોદયમાં જ રોકાયા. શ્રી રામનું મન ઉદ્વેગથી ભરેલું હતું. લક્ષ્મણજી ભારે મનોમંથનમાં પડી ગયા હતા. લવ-કુશ ‘અમારી માતા મહાસતી છે, એની પ્રતીતિ અોધ્યાવાસીઓને થઈ જશે' એ કલ્પનાની મધુરતા અનુભવતા હતા. સુગ્રીવહનુમાનાદિ લંકાના એ ભીષણ યુદ્ધનાં સંસ્મરણોમાં ખોવાયા હતા.. ‘જે સીતાજી માટે આપણે ભીષણ યુદ્ધ કર્યું તે જ સીતાજી કાલે આપણા સહુના દેખતાં જ આગમાં પ્રવેશ કરશે!! કેવી સંસારની ભીષણતા?’ For Private And Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સીતાજી ચારિત્રપશે. ૮૫૯ | માહેન્દ્રોદય ઉદ્યાનમાં જ્યારે સીતાજીના “દિવ્ય માટે ખાઈ ખોદાઈ રહી છે ત્યારે એ જ અયોધ્યાની બીજી દિશામાં એક મહામુનિ, રાક્ષસીના ઉપદ્રવોને અપૂર્વ ધૈર્યથી સહન કરતા કર્મક્ષય કરી રહ્યા છે! વાત આ પ્રમાણે હતી : વૈતાઢ્ય પર્વતના ઉત્તર વિભાગના રાજા હરિવિક્રમને-જયભૂષણ નામનો કુમાર હતો. જ્યારે જયભૂષણ યૌવનમાં આવ્યો, ત્યારે તેના પિતાએ આઠસો કન્યાઓ સાથે કુમારનું પાણિગ્રહણ કરાવ્યું. એક દિવસ જયભૂષણે પોતાની એક પત્ની કિરણમંડલાને, પોતાના મામાના પુત્ર હમશિખ સાથે શયનસુખ માણતી જોઈ અને રોષ આવ્યો, વૈરાગ્ય થયો. રોષમાં તેણે કિરણમંડલાને કાઢી મૂકી અને વૈરાગ્યથી તેણે સંસારનો ત્યાગ કરી દીક્ષા લીધી. કિરણમંડલાએ જયભૂષણ તરફ વેરની ગાંઠ બાંધી. તે મૃત્યુ પામી અને રાક્ષસી થઈ, જયભૂષણ મુનિ વિચરતા વિચરતા અપૂર્વ આત્મસાધના કરતા, અયોધ્યાના બાહ્ય પ્રદેશમાં પધાર્યા. પ્રમાદ નહીં, આરામ નહીં, નિરંતર ધ્યાન અને કાયોત્સર્ગ. પરબ્રહ્મમાં જ લીનતા!” મહામુનિએ વિશિષ્ટ ધ્યાન આરંભ્ય. પેલી રાક્ષસી મહામુનિને શોધતી ત્યાં આવી પહોંચી. પૂર્વજન્મનું વૈર હતું તેથી તેણે મહામુનિ ઉપર ઉપસર્ગ આરંભ્યા. ઉપસર્ગોમાં પણ જે સમતા જાળવે, ધ્યાન અખંડ જાળવે તેને “કેવળજ્ઞાન” પ્રગટે! મહામુનિ જયભૂષણને કેવળજ્ઞાન પ્રગટ્યું! ઇન્દ્ર અવધિજ્ઞાનથી જોયું. દેવો સાથે, કેવળજ્ઞાનનો મહોત્સવ ઊજવવા ઇન્દ્ર અયોધ્યા દોડી આવ્યા. દેવોએ અયોધ્યાના મહેન્દ્રોદય ઉદ્યાનમાં તૈયાર થતી અગ્નિ ખાઈ જોઈ, તેનો વૃત્તાંત જાણ્યો, દેવોએ ઇન્દ્રને નિવેદન કર્યું : હે દેવરાજ ઇન્દ્ર, લોકોએ મૂકેલા જૂઠા કલંકથી પોતાની શુદ્ધિની પ્રતીતિ માટે સીતા અગ્નિમાં પ્રવેશ કરશે.' ઇન્દ્ર તરત સેનાપતિને આજ્ઞા કરી : ‘તમે દેવી સીતાનું સાંનિધ્ય કરો. એ મહાસતી છે. હું મહર્ષિના કેવળજ્ઞાનનો મહોત્સવ કરીશ.” ઇન્દ્ર મહર્ષિના કેવળજ્ઞાનનો ભવ્ય મહોત્સવ રચ્યો. કેવળજ્ઞાની મહર્ષિએ સુવર્ણમય કમળ પર આરૂઢ થઈ, દિવ્ય દેશના આપી. ઇન્દ્ર અપૂર્વ આનંદ અનુભવ્યો. For Private And Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૬O જૈન રામાયણ ઇન્દ્રનો સેનાધિપતિ દેવો સહિત સીતાજીની રક્ષા માટે, તત્પર બનીને આકાશમાં અદૃશ્ય થઈને ઊભો હતો. રાત વીતી ગઈ ને પ્રભાત થયું. ખાઈ ચંદનનાં લાકડાંથી ભરી દેવામાં આવી હતી. મંચ ઉપર શ્રી રામલક્ષ્મણ લવ-કુશ સહિત અનેક રાજાઓ આરૂઢ થયા હતા, ચારેબાજુ બાંધેલા માંચડાઓ ઉપર હજારો નગરવાસીઓ બેસી ગયા હતા. અવકાશમાં દેવર્ષિ નારદ અને સિદ્ધાર્થ પણ ઉપસ્થિત હતા. શ્રી રામે સેવકોને આજ્ઞા કરી : “અગ્નિ સળગાવો.” સેવકોએ ચારેબાજુથી ખાઈમાં ભરેલાં ચંદનનાં લાકડાં સળગાવ્યાં. જ્વાલાઓ નીકળવા લાગી. સીતાજી એક અલગ મંચ ઉપર ધ્યાનમગ્ન બનીને બેઠાં હતાં. પરમેષ્ઠીનમસ્કારના ધ્યાનમાં લીન હતાં. શ્રી રામ સીતાજી તરફ અને ખાઈમાંથી નીકળતી વાલાઓ તરફ જોતા હતા. શ્રી રામના હૃદયમાં કંપારી પેદા થઈ ગઈ. તેમને વિચાર આવ્યો. “અહો! મેં આ કેવી વિષમ, અતિવિષમ પરિસ્થિતિ ઉપસ્થિત કરી દીધી? આ મૈથિલી મહાસતી છે. શંકા વિના તે અગ્નિમાં પ્રવેશ કરશે અને જેમ દેવની ગતિ વિચિત્ર હોય છે તેમ દિવ્યની ગતિ પણ વિષમ જ હોય છે. ક્યારેક સાચો માણસ પણ માર્યો જાય, કદાચ સીતા..' શ્રી રામનું હૃદય ચીસ પાડી ઊઠ્યું. તેમને પોતાની જાત પર ધિક્કાર છૂટ્યો. વળી વિચારો આગળ વધ્યા, તેમનો સીતા પ્રત્યેનો રાગ પુન: જાગ્રત થયો. “આ વૈદેહી છે કે જેણે મારી પાછળ વનવાસમાં ભટકવાનું પસંદ કર્યું હતું. હું તેને એક્લી મૂકીને ગયો હતો અને રાવણ તેને ઉપાડી ગયો હતો. મારા જ વાંકે તેનું અપહરણ થયું હતું. ત્યાર પછી લોકોના અપયશથી બચવા મેં એ મહાસતીનો ત્યાગ કરી દીધો હતો. અને આજે પુનઃ હું જ તેને અગ્નિમાં, ભડભડતી આગમાં ફેંકવા તૈયાર થઈ ગયો છું.' શ્રી રામનું મન આ મંથન કરી રહ્યું હતું ત્યાં સીતાજી પોતાના સ્થાનેથી ઊભાં થઈ અગ્નિ-ખાઈ પાસે પહોંચી ગયાં હતાં. તેમણે શ્વેતવસ્ત્ર ધારણ કર્યા હતાં. મુખ પર પૂર્ણ સ્વસ્થતા હતી. હૃદયમાં સતીત્વની દઢતા હતી અને અદ્દભુત નિર્ભયતા હતી. ભીષણ અગ્નિજ્વાલાઓની સામે નિર્ભય સીતાજી આંખો બંધ કરીને ઊભાં. પરમાત્મા અરિહંતનું ધ્યાન કર્યું. For Private And Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સીતાજી ચારિત્રપંથે ૮૬૧ ચારેબાજુનો કોલાહલ શાંત થઈ ગયો. સહુના જીવ અધ્ધર થઈ ગયા. ત્યાં મહાસતી સીતાજીનો મેઘગંભીર ધ્વનિ સંભળાયો : હે ચાર દિશાના લોકપાલો! અને લોકો! સાંભળો, જો મેં રામ સિવાય મનથી પણ બીજા પુરુષની અભિલાષા કરી હોય તો આ અગ્નિ અને પ્રજાળી દે! અને જો મેં રામ સિવાય બીજા કોઈ પણ પુરુષની અભિલાષા નથી કરી તો અગ્નિ પાણી થઈ જાઓ! શીતલ થઈ જાઓ! નમસ્કાર મહામંત્રનું સ્મરણ કર્યું. અને તેમણે અગ્નિમાં છલાંગ મારી. પરંતુ સીતાજી છલાંગ મારે એ પૂર્વે જ ક્ષણોમાં જ દેવરાજ ઇન્દ્રના સેનાપતિએ આગ બુઝાવી દીધી હતી. જ્યાં સીતાજીએ છલાંગ મારી ત્યાં ખાઈ પાણીથી છલકાઈ ગઈ.! નિર્મળ જલથી ભરપૂર સુશોભિત સરોવરમાં એક વિશાળ કમલ ઊપસી આવ્યું. એ દેવનિર્મિત હતું. કમળ પર સીતાજી આરૂઢ થયાં. જાણે સાક્ષાત્ લક્ષ્મીદેવી! ચારેબાજુ આનંદ આનંદ છવાઈ ગયો, “મહાસતી સીતાનો જય હો” એવા પોકારો થવા લાગ્યા, પરંતુ સરોવરનાં પાણી ઊછળવાં લાગ્યાં! જેમ સમુદ્રમાં ભરતી આવે તેમ સરોવરમાં ભરતી આવી... ચારેબાજુ પાણી ધસવા લાગ્યાં. ભયંકર અવાજો થવા લાગ્યા. પાણી ઊંચા બાંધેલા મંચ સુધી પહોંચી ગયાં. સહુને ડૂબી જવાનો ભય લાગ્યો. વિદ્યાધરો તો આકાશમાં ઊંડીને ઊભા રહ્યા. પણ બિચારા માનવો શું કરે? તેમણે મહાદેવી સીતાજીને પોકાર કર્યા : “હે મહાસતી સીતા, અમારી રક્ષા કરો, અમને બચાવો.” સીતાજી ધ્યાનમગ્ન હતાં. લોકોનો આર્તનાદ સાંભળી, તેમણે આંખો ખોલી, લોકોની ભયગ્રસ્ત સ્થિતિ જોઈ, શ્રી રામ-લક્ષ્મણ ભયભ્રાન્ત બની ગયા હતા. સીતાજીએ પાણી ઉપર હાથ મૂક્યો તો પાણી પાછાં વળી ગયાં. દેવોએ સીતાજીની ઇચ્છા મુજબ પાણી પાછાં વાળ્યાં. સરોવર શાંત બની ગયું. તે અનેક કમલોથી સુશોભિત બની ગયું. અવકાશમાં નારદ, સિદ્ધાર્થ વગેરે નાચી ઊઠ્યા. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. “અહો શીલ! અહો શીલા સીતાજીના શીલનો અપૂર્વ પ્રભાવ!” દેવોએ દિવ્યધ્વનિ કર્યો. લોકોએ આકાશને જયધ્વનિથી ભરી દીધું. For Private And Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮ર જૈન રામાયણ સહુથી વિશેષ આનંદ અનુભવ્યો લવ અને કુશે! તેમની આંખો હર્ષનાં આંસુઓથી છલકાઈ ગઈ. તેઓનું હૃદય ગદ્ગદ્ થઈ ગયું. બંને ભાઈઓએ એક બીજા સામે જોયું. તેઓ ઊભા થયા અને સરોવરમાં કૂદી પડ્યા.. તરતા તરતા માતા સીતા પાસે પહોંચી ગયા. સીતાજીએ બંને પુત્રોના મસ્તકે હાથ પ્રસાર્યા, ઉસંગમાં લઈ સ્નેહ વરસાવ્યો. સીતાજીની બંને બાજુ લવ-કુશ બેસી ગયા. ઊંચા મંચ પર બેઠેલાં સ્ત્રી-પુરુષોએ આ અદ્દભુત દૃશ્ય નિહાળ્યું. બે પુત્રો સાથે સીતાજી ખૂબ શોભી રહ્યાં હતાં. શ્રી રામ અને લક્ષ્મણ પણ આ દુર્લભ દશ્ય જોઈ, હર્ષથી-ગદ્ગદ્ થઈ ગયા. દેવોએ સીતાજી પાસે પહોંચવા સુધીનો માર્ગ કર્યો અને અવકાશમાં સીતાજીના સતીત્વનો જયજયકાર કરતા, મહાસતીને પુનઃ પુનઃ નમસ્કાર કરતા, સ્વસ્થાને ચાલ્યા ગયા. લક્ષ્મણજી, શત્રુઘ્ન, ભામંડલ, સુગ્રીવાદિ પણ શ્રી રામને અનુસર્યા. સીતાજી પાસે જઈ સહુએ નમસ્કાર કર્યા. સીતાજીના સતીત્વને ભક્તિભાવથી અંજલિ આપી, શ્રી રામનું હૃદય પશ્ચાત્તાપથી વ્યાકુળ હતું અને લજ્જાથી તેઓ સીતાજી સામે જોવા પણ શક્તિમાન ન હતા. શ્રી રામનાં નેત્ર સ્નેહયુક્ત હતાં છતાં વેદનાથી ભરપૂર હતાં, તેઓ બોલ્યા: દેવી, નગરવાસી લોકો સ્વભાવથી જ અસદુદોષની ઉભાવના કરનારા હોય છે. મેં તેમના કહેવામાં આવી જઈ તારો ત્યાગ કર્યો અને ભયંકર પશુઓથી ભરેલા ગાઢ અરણ્યમાં.. હે દેવી, તું તારા સતીત્વના પ્રભાવથી જ જીવંત રહી. હે વૈદેહી, તેં ઘણું સહન કર્યું છે, મેં તને ઘણું કષ્ટ આપ્યું છે. બાકી હતું તે “દિવ્ય' કરાવ્યો. તારું પરમ વિશુદ્ધ સતીત્વ લોકોની સમક્ષ પ્રગટ થયું. દેવોએ સાંનિધ્ય કર્યું. હે મૈથિલી! મને ક્ષમા કરી દે, હું મારા સર્વ અપરાધોની ક્ષમા ચાહું છું. આવ, આ પુષ્પક વિમાનમાં આરૂઢ થા. અયોધ્યામાં ચાલ અને પૂર્વે જે રીતે મારા તન મન-નયનને સુખ અને પ્રસન્નતા આપતી હતી તે જ રીતે પુનઃ મને સુખ આપ, પ્રસન્નતા આપ..' શ્રી રામના શબ્દોએ સહુનાં નયનો સજલ કરી દીધાં. પરંતુ સીતાજીના મુખ પર ગંભીરતા વધતી ગઈ. તેમનું મન કોઈ દઢ સંકલ્પ કરી રહ્યું હતું. તેમનું હૃદય સંસાર સુખોથી અલિપ્ત બનવા તલસી રહ્યું હતું. હે આર્યપુત્ર! આપનો કોઈ દોષ નથી, લોકોનો પણ દોષ નથી! બીજા કોઈનો ય દોષ નથી. દોષ છે મારાં જ પૂર્વકૃત કર્મો. મેં પૂર્વનાં જીવનમાં, For Private And Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સીતાજી ચારિત્રપંથે ૮૬૩ પૂર્વભવોમાં એવાં પાપ કર્યા હશે કે જે પાપોથી કર્મ બંધાયાં હશે. આ ભવમાં તે ઉદય આવ્યાં, મારાં પાપકર્મ ઉદયમાં આવે ત્યારે આપના જેવા મહાન પુરુષના હાથે પણ મને દુઃખ જ મળે, એમાં આપનો દોષ ન કહેવાય. પરંતુ એ કર્મોનો, આઠેય પ્રકારનાં કર્મોનો ક્ષય, નાશ કરવાનો મેં સંકલ્પ કરી લીધો. હવે હું પુનઃ પસ્તાવા નથી ચાહતી. પુણ્યકર્મના ભરોસે, વિશ્વાસે રહેવા નથી ચાહતી. જ્યારે આપ મને લંકાથી લઈ આવ્યા ત્યારે હું પુણ્યકર્મના વિશ્વાસે રહી. અંતે મને એ કર્મોએ જ દગો દીધો. આ સંસાર જ એવો છે. જ્યાં સુધી ચાર ગતિમય સંસારમાં જીવ ભટકે છે ત્યાં સુધી કર્મો એને સતાવે જ છે. માટે હવે હું એ કર્મોનો જ ક્ષય કરનારી પવિત્ર પ્રવ્રજ્યા.. ચારિત્ર સ્વીકારીશ .. સંસારનો ત્યાગ કરીશ. મેં હૃદયથી સંકલ્પ કરી લીધો છે.” સીતાજી કમલ પરથી નીચે ઊતર્યા. પોતાના હાથે જ માથાના વાળનું લુચન કરીને વાન શ્રી રામને સોંપ્યા. શ્રી રામ સ્તબ્ધ બની, કિંકર્તવ્યમૂઢ બની દૃશ્ય જોઈ રહ્યા. લવ અને કુશ માતાના અણધાર્યા સંકલ્પથી ડઘાઈ ગયા. કોઈને કિંઈ સૂઝતું નથી. - શ્રી રામ મૂછિત થઈ, જમીન પર ઢળી પડ્યા. તેમની મૂચ્છ દૂર થાય તે પૂર્વે જ સીતાજી ત્યાંથી જ્યાં કેવળજ્ઞાની મુનીશ્વર જયંભૂષણ હતા ત્યાં પહોંચી ગયાં. મહામુનિને પ્રાર્થના કરી : “મને ચારિત્ર આપી, આ ભવસાગરથી તારો.” મહામુનિએ સીતાજીને ચારિત્ર આપ્યું. સીતાજી સાધ્વી બની ગયાં. મહામુનિએ સુપ્રભા’ નામના શ્રેષ્ઠ સાધ્વીજીને સોંપ્યાં. સીતાજીએ પોતાનું શેષ જીવન તપશ્ચર્યાના ચરણે ધરી દીધું. તે જ્ઞાન-ધ્યાન ને મૌન સાથે વિવિધ દુષ્કર તપશ્ચર્યાથી કર્મોનો નાશ કરવા માંડ્યો. શ્રીરામની મૂર્છા દૂર કરવા લક્ષ્મણજી આદિ સર્વે રોકાઈ ગયા હતા. લવ અને કુશે માતા સાધ્વીને અશુપૂર્ણ નયને વંદના કરી. ૦ ૦ ૦ For Private And Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૯.કેવલજ્ઞાનીની પાસે હૃદયેશ્વરી દેવી સીતાએ એકાએક સંસારત્યાગનો નિર્ણય જાહેર કર્યો. મસ્તકના કેશનો લોચ કર્યો. તેમણે વાળ શ્રી રામચન્દ્રજીના ખોળામાં ફેંક્યા અને કેવળજ્ઞાની મહામુનિ જયભૂષણ પાસે જઈ ચારિત્ર અંગીકાર કર્યું. શ્રી ૨ામ મૂર્છિત થઈ ઢળી પડ્યા. ઘટના સામાન્ય ન હતી, અસામાન્ય, અસાધારણ હતી. કોઈને કલ્પના ન હતી કે સીતાજી આવો ગજબ નિર્ણય કરશે. શ્રી રામ સહિત અયોધ્યાની સમગ્ર પ્રજાને પોતાના નિષ્કલંક ચારિત્રની પ્રતીતિ કરાવ્યા પછી સીતાજીનું મન આ સંસારવાસનાં તમામ સુખોથી નિર્લેપ થઈ ગયું. તેમના હૃદયમાં સંસારના કોઈ પાત્ર પ્રત્યે રાગ રહ્યો નહિ, દ્વેષ રહ્યો નહિ. રાગ ન હોય પછી દ્વેષ થાય જ ક્યાંથી? શ્રી રામ મૂર્છિત થઈ ગયા. લક્ષ્મણજી વગેરે શ્રી રામની મૂર્છા દૂર કરવાના ઉપાયો કરવા લાગ્યા. જ્યારે સુગ્રીવ, ભામંડલ વગેરે સીતાજીની પાછળ ચાલ્યા. સીતાજીએ કેવળજ્ઞાની ભગવંત જયભૂષણ પાસે વિધિપૂર્વક ચારિત્ર સ્વીકાર્યું. સુગ્રીવ, ભામંડલ વગેરેએ સીતાજીને વંદના કરી અને પાછા આવ્યા. શ્રી રામ મૂર્છા દૂર થતાં જ બોલી ઊઠ્યા : ‘દેવી સીતા ક્યાં છે?' તેમની અધીર આંખોએ ચારે બાજુ જોયું. ચારે બાજુ તો ભૂચર અને ખેચર વીંટળાઈ વળેલા હતા. કોઈએ જવાબ ન આપ્યો. સહુની આંખો આંસુભીની થઈ ગઈ હતી. શ્રી રામની આંખોમાં વિહ્વળતા છવાઈ ગઈ. મુખ પર રોષ આવી ગયો. તેઓએ રાડ પાડી : ‘હે વિદ્યાધરો, હે માનવો, જો તમારે મરવું ન હોય તો તમે જલ્દી મારી પ્રિયા સીતાને બતાવો. ભલે એનું મસ્તક કેશ વિનાનું હોય, મને તે બતાવો.' પરંતુ કોણ બોલે? મૌન! કોઈ જ જવાબ આપતું નથી. શ્રી રામે ચારે બાજુ જોયું. પાસે જ બેઠેલા લક્ષ્મણજી સામે જોયું. લક્ષ્મણજીની આંખોમાંથી આંસુ ટપકી રહ્યાં હતાં. શ્રી રામે લક્ષ્મણજીના બે હાથ પકડીને કહ્યું : ‘વત્સ! વત્સ લક્ષ્મણ, મારું ધનુષ્ય લાવ, મારાં તીર લાવ, આ સહુ કેવાં ઉદાસીન બેઠાં છે? મારા દુ:ખની જ્યારે સીમા નથી ત્યારે આ લોકોને જાણે મારી કંઈ પડી જ નથી.' શ્રી રામે ધનુષ્ય ઉપાડશું. લક્ષ્મણજીએ શ્રી રામનાં ચરણોમાં મસ્તક ઢાળી દઈ નમન કરી કહ્યું. For Private And Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેવલજ્ઞાનીની પાસે ૮૭૫ આર્યપુત્ર, આર્યપુત્ર આપ શું કરો છો? આ લોકો તો આપના સેવકો છે, આપના આજ્ઞાકારી વિનમ્ર સેવકો છે. આપ દેવી સીતા માટે પૂછો છો? જેવી રીતે આપે ન્યાયનિષ્ઠાથી, દોષના ભયથી, દેવી સીતાનો ત્યાગ કર્યો હતો તેવી રીતે આત્મનિષ્ઠાથી, ભવભ્રમણના ભયથી, દેવી સીતાએ સર્વનો ત્યાગ કરી દીધો. સર્વ સુખો, સમગ્ર સંસાર ત્યજી દીધો. આપની સમક્ષ જ દેવીએ કેશલુંચન કર્યું અને મહામુનીશ્વર જયભૂષણ પાસે જઈ વિધિપૂર્વક ચારિત્ર સ્વીકારી લીધું છે. સુગ્રીવ અને ભામંડલ ત્યાં જઈને આવ્યા. એ જયભૂષણ મુનીશ્વરને હમણાં જ કેવળજ્ઞાન પ્રગટયું છે. માટે એ કેવળજ્ઞાનનો મહોત્સવ આપે પણ કરવો જોઈએ અને ત્યાં જ એ મહાસતી મહાવ્રત ધારીને બેઠાં છે! જેવી રીતે નારીજગતને એમણે પવિત્ર સતીત્વનો માર્ગ બતાવ્યો તેવી રીતે હવે તેઓ મોક્ષમાર્ગને બતાવી રહ્યાં છે.' શ્રી રામ એકીટસે લક્ષ્મણજી સામે જોઈ રહ્યા હતા. લક્ષ્મણજીની વાણી એમને જચી ગઈ. તેઓ સ્વસ્થ બન્યા. આવેશ, વિહ્વળતા, વ્યાકુળતા શમી ગયાં. લક્ષ્મણજીના શબ્દો એમના કાનમાં ગુંજતા હતા : ‘ભવના ભયથી દેવી સીતાએ સર્વત્યાગ કરી દીધો.’ તેઓ મનોમન વિચારી રહ્યા : ‘સીતાએ સર્વત્યાગ કર્યો.' મારો પણ ત્યાગ કર્યો. સાવ સ્વાભાવિક છે. મેં અપકીર્તિના ભયથી એનો ત્યાગ કરી દીધો હતો. હું જાણતો હતો કે એ મહાસતી છે, છતાં મેં તેનો ત્યાગ કર્યો હતો. વર્ષો વીતી ગયાં. તેના હૃદયમાં હવે મારા પ્રત્યે રાગ ક્યાંથી હોય? તેના જીવનમાં હું જ સર્વસ્વ હતો. તેણે સર્વસ્વનો ત્યાગ કરી દીધો. તેણે ઉચિત જ કર્યું. તે સ્વાભાવિક જ હતું.' તેમણે લક્ષ્મણજી સામે જોયું અને બોલ્યા . ‘સારું કર્યું, સીતાએ કેવળજ્ઞાની પાસે ચારિત્ર સ્વીકાર્યું તે..’ અમે ત્યાં જઈ આવ્યા, આર્યપુત્ર!' સુગ્રીવે કહ્યું. ‘કેટલે દૂર છે તેઓ?' ‘નજીક જ છે. થોડા સમય પૂર્વે જ એ મહામુનીશ્વરને કેવળજ્ઞાન પ્રગટ થયું છે. દેવોએ કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો છે. સીતાજીએ વિધિપૂર્વક ચારિત્ર અંગીકાર કર્યું છે. અમે વંદન કરીને આવ્યા ’ ‘તો હું પણ ત્યાં ચાલુ છું.' શ્રી રામ બોલ્યા. શ્રી રામ સ્વસ્થ બન્યા તેથી પરિવારને ખૂબ આનંદ થયો. લક્ષ્મણજીએ કેવળજ્ઞાની ભગવંત પાસે જવાની તૈયારીઓ કરી દીધી. શ્રી રામ રથારૂઢ થયા. લક્ષ્મણજી શ્રી રામ પાસે બેસી ગયા અને વિશાળ પરિવાર સાથે સહુ ઉદ્યાન તરફ ચાલ્યા. For Private And Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૭૭ જૈન રામાયણ ઉદ્યાનમાં આવીને, શ્રી રામે લક્ષ્મણજી સહિત કેવળજ્ઞાની ભગવંતને ભાવપૂર્વક વંદના કરી. કેવળજ્ઞાનીની ઉપદેશગંગા વહેતી હતી. શ્રી રામ પરિવાર સાથે દેશના સાંભળવા બેસી ગયા. ચારેબાજુ ત્યાગ અને વૈરાગ્યનું વાતાવરણ જામેલું હતું. શ્રી રામ, લક્ષ્મણજી અને સમગ્ર રાજપરિવારનાં હૃદય સીતાજીના સર્વત્યાગથી ગદ્ગદ્ બનેલાં હતાં. તેમનાં મન પણ અંતર્મુખ બનેલાં હતાં. તેઓ માનવજીવનનું મૂલ્યાંકન કરી રહ્યાં હતાં. સંસારનાં વૈયિક સુખોથી તેઓ અત્યારે વિમુખ જેવા બની ગયા હતા. સીતાજીના ત્યાગે સહુની ભોગવાસનાઓ પર સખત પ્રહાર કરી દીધો હતો. મહામુનીશ્વરની દેશના સંસારની ચાર ગતિ, એનાં સુખ-દુઃખ અને એનાં કારણો બતાવી રહી હતી. સુખ અને દુઃખના સ્વાભાવિક ચક્રને બતાવી રહી હતી. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ, સંસારમાં સુખ કાયમી નહીં અને દુ:ખ કાયમી નહિ. કાયમી સુખ કેવળજ્ઞાનીએ મોક્ષમાં બતાવ્યું. એ મોક્ષ મેળવવા તેમણે ધર્મનો માર્ગ બતાવ્યો. કર્મના અનંત બંધનો તોડવા માટે અહિંસા, સંયમ અને તપનો પુરુષાર્થ બતાવ્યો. એ પુરુષાર્થ ‘ભવ્ય' આત્મા જ કરી શકે એ સિદ્ધાંત સમજાવ્યો, અભવ્ય આત્મા મોક્ષનો પુરુષાર્થ ન કરી શકે એ વાત સમજાવી. દેશના પૂર્ણ થઈ. શ્રી રામે વિનયપૂર્વક કેવળજ્ઞાનીને પૂછ્યું : ‘હે પ્રભો! મારા પર કૃપા કરીને, મને બતાવો કે મારો આત્મા ‘ભવ્ય’ છે કે ‘અભવ્ય?’ ‘તમે ‘ભવ્ય’ જ છો. એટલું નહિ, આ જ જીવનમાં કેવળજ્ઞાની બની, મોક્ષે જશો.’ કેવળજ્ઞાની ભગવંતે શ્રી રામના ભવિષ્યને સ્પષ્ટ કર્યું. સભામાં બેઠેલા સહુ મનોમન શ્રી રામને વંદી રહ્યા. શ્રી રામે પુનઃ પ્રશ્ન કર્યો. ‘ભગવંત, મોક્ષ તો ચારિત્રથી જ મળે. ચારિત્ર એટલે સર્વત્યાગ! હું સર્વત્યાગ કરી શકું એમ નથી. બધું જ ત્યજી શકું, પરંતુ લક્ષ્મણનો ત્યાગ કરી શકવા સમર્થ નથી.’ કેવળજ્ઞાની ભગવંતે કહ્યું : ‘હે રામચન્દ્ર! જન્મજન્માંતરમાં બાંધેલાં કર્મોના ઉદયથી સુખ-દુઃખ આવે છે, અને તે જીવને ભોગવવાં પડે છે. તમે ‘બલદેવ'નું પુણ્ય લઈને આવ્યા છો, એટલે ‘બલદેવ’ની સંપત્તિ તમારે ભોગવવી જ પડશે. અલબત, કેટલાંક કર્મ For Private And Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૧૭ કેવલજ્ઞાનીની પાસે એવાં હોય છે કે જેને પ્રગટ રીતે ભોગવવા પડે. લક્ષ્મણ જેવા ભાઈનું સુખ તમારે ભોગવવાનું છે, કારણ કે નિકાચિત કર્મોના ઉદય ભોગવવા જ પડે છે. અમુક કર્મોના ઉદય ભોગવાઈ ગયા, તમે સર્વત્યાગનો વિચાર નહિ કરી શકો. પરંતુ જ્યારે એ કર્મો ભોગવાઈ જશે ત્યારે તમે સ્વતઃ ત્યાગ કરી દેશો, ચારિત્ર સ્વીકારશો અને મોક્ષ પ્રાપ્ત કરશો.” “પરંતુ હે પ્રભો, મારું વર્તમાન જીવન, ભૂતકાળનું જીવન. એ બધું જોઉં છું ત્યારે મને એમ લાગે છે કે હું સર્વત્યાગનો માર્ગ નહિ લઈ શકું.' સત્ય છે તમારી વાત, જ્યારે સૂર્ય ઉપર ઘનઘોર વાદળ છવાયેલાં હોય ત્યારે સૂર્યના પ્રકાશની કલ્પના પણ કરવી મુશ્કેલ હોય. અત્યારે તમારા આત્મા પર ઘનઘોર કર્મોનાં વાદળ છવાયેલાં છે. એ વાદળ વિખરાઈ જશે અને તમારો આત્મા જ્ઞાનપ્રકાશથી ઝળહળી ઊઠશે. આ જ ભવમાં તમારાં સર્વ કર્મોનો અંત આવી જવાનો છે! અનંત અનંતકાળનાં કર્મો આ ભવમાં જ નાશ પામી જશે. તમે મોક્ષગામી છો.' કેવળજ્ઞાની ભગવંતની વાણીથી શ્રી રામને અપૂર્વ આનંદ થયો. શ્રી રામે કેવળજ્ઞાનીને પુન: વંદના કરી અને જ્યાં દેવી સીતા ચારિત્ર અંગીકાર કરીને બિરાજ્યાં હતાં ત્યાં ગયા. આર્યા સીતા નીચી દૃષ્ટિએ ધ્યાનમાં લીન હતાં, શ્રી રામે હાથ જોડી, મસ્તક નમાવી વંદના કરી અને પરિવાર સાથે ત્યાંથી પાછા વળ્યા. સમગ્ર અયોધ્યામાં સીતાજીના સર્વત્યાગની વાતો થઈ રહી હતી. સ્ત્રીપુરુષોનો સતત પ્રવાહ ઉદ્યાન તરફ વહી રહ્યો હતો. અયોધ્યાની મહારાણીને સાધ્વી વેશમાં જોઈ સહુનાં મસ્તક ઝૂકી જતાં હતાં. અયોધ્યાના રાજપરિવારમાં સર્વત્યાગની પરંપરા હતી. ભગવાન ઋષભદેવથી માંડીને એ એ પરંપરા ચાલી રહી હતી, પરંતુ સીતાજીના સર્વત્યાગે અયોધ્યાના જ રાજ્યમાં નહિ, વિદ્યાધરોની દુનિયામાં પણ આશ્ચર્ય ફેલાવી દીધું હતું. “જે સીતા માટે શ્રી રામે લંકાપતિ રાવણનો વધ કર્યો એ સીતાએ રામનો, સર્વસ્વનો ત્યાગ કરી દીધો?' શ્રી રામને સીતાના સર્વત્યાગના વિચારમાં ને પોતાના ભવિષ્યના વિચારોમાં એ રાતે નિદ્રા ન આવી. ૦ ૦ ૦ For Private And Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક ૧૧૦. શ્રી રામ અને સુગ્રીવના પૂર્વભવ કેવળજ્ઞાની શ્રી જયભૂષણની દેશનાએ અયોધ્યાની પ્રજાને ધર્મરંગે રંગી દીધી. હજારો સ્ત્રી-પુરુષો કલાકોના કલાકો સુધી મહામુનિની દેશના સાંભળી આત્મજ્ઞાન પ્રાપ્ત કરતાં હતાં. બીજે દિવસે પણ શ્રી રામ આદિ દેશના શ્રવણ કરવા ઉદ્યાનમાં પહોંચ્યા. દેશના પૂર્ણ થયા પછી બિભીષણે મસ્તકે અંજલિ જોડી, કેવળજ્ઞાની ભગવંતને પ્રશ્ન કર્યો : “હે ભગવંત! આપે દેશનામાં કહ્યું કે આ સંસારમાં સર્વસંબંધો કોઈ ને કોઈ કર્મોને આધારે બંધાતા હોય છે. સ્નેહના સંબંધો પણ કર્મથી હોય છે અને દ્વેષના સંબંધો પણ કર્મથી હોય છે, તો મને જાણવાની જિજ્ઞાસા પ્રગટી છે કે : (૧) રાવણે સીતાનું અપહરણ કર્યું, એની પાછળ કેવું કર્મ કામ કરતું હતું? (૨) લક્ષ્મણે યુદ્ધમાં રાવણનો વધ કર્યો, એની પાછળ કયું કર્મ હતું? (૩) સુગ્રીવ, ભામંડલ આ લવ-કુશ અને હું અમે સહુ શ્રી રામ પ્રત્યે અત્યંત અનુરાગી છીએ, એની પાછળ કયું કર્મ કામ કરી રહ્યું છે? એ કર્મ અમે ક્યારે અને કેવી રીતે બાંધેલું? આપ ત્રિકાલજ્ઞાની છો. કોઈ ભૂતભાવિની વાત આપનાથી અજાણ નથી, સર્વ જીવોના સર્વકાળના સર્વે પર્યાયો આપ જાણો છો. આપ મારા પર કૃપા કરીને, આ ભૂતકાળના ભેદ ખોલી આપો.' બિભીષણના પ્રશને સભામાં રસવૃત્તિ જાગ્રત કરી. શ્રી રામ, લક્ષ્મણજી, સુગ્રીવ, લવ-કુશ વગેરે તો ખૂબ ઉત્કંઠિત થઈ ગયા. કેવળજ્ઞાની વીતરાગ જયભૂષણ મુનીશ્વરના મુખે પોતાના જન્મજન્માંતરના ભૂતકાળને જાણવામાં સહજ સ્વભાવિક વૃત્તિ જાગે જ. આમે ય મનુષ્યમાં ભૂતકાળ જાણવાની વૃત્તિ રહેલી જ હોય છે. કેવળજ્ઞાની શ્રી જયભૂષણે બિભીષણની જિજ્ઞાસા સંતોષવા માટે, ભૂતકાળને વાચા આપી : અસંખ્ય વર્ષ પૂર્વનો કાળ હતો. આ જ ભરતક્ષેત્ર હતું. તેમાં ક્ષેમપુર નામનું નગર હતું. ક્ષેમપુરમાં નયદત્ત નામના શેઠ રહેતા હતા. તેમની પત્નીનું નામ સુનન્દા હતું. તેમને બે પુત્ર હતા. એકનું નામ ધનદત્ત અને બીજાનું નામ વસુદત્ત. | નયદત્ત શેઠના પાડોશમાં યાજ્ઞવજ્ય નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેની સાથે ધનદત્ત અને વસુદત્તની મિત્રતા હતી. For Private And Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીરામ અને સુગ્રીવના પૂર્વભવ ૮૬૯ એ જ ક્ષેમપુર નગરમાં સાગરદત્ત નામના બીજા શેઠ રહેતા હતા. તેમની પત્નીનું નામ હતું રત્નપ્રભા. તેમને એક પુત્ર અને એક પુત્રી હતાં. પુત્રનું નામ ગુણધર અને પુત્રીનું નામ ગુણવતી. ગુણવતી જ્યારે યૌવનમાં આવી, રૂપ અને ગુણથી તેની શોભા વધી ગઈ. સાગરદત્ત શ્રેષ્ઠીએ ગુણવતી માટે સુયોગ્ય વરની શોધ કરવા માંડી. તેમની દૃષ્ટિમાં નયદત્ત શેઠનો પુત્ર ધનદત્ત સુયોગ્ય લાગ્યો. તેમણે નયદત્તની સમીક્ષા વાત મૂકી. નયદત્તે સાગરદત્તની વાત વધાવી લીધી. ધનદત્તની સાથે ગુણવતીનું સગપણ થઈ ગયું. બીજી બાજુ નવી જ ઘટના બની. ગુણવતીની માતા રત્નપ્રભાની પાસે એ જ નગરના ધનાઢ્ય શ્રીકાન્ત શ્રેષ્ઠીએ ગુણવતીની માગણી કરી અને જો ગુણવતી મળે તો લાખો સોનામહોરો રત્નપ્રભાને આપવાની વાત કરી. રત્નપ્રભાને શ્રીકાંતની સોનામહોરોએ લલચાવી દીધી. રત્નપ્રભાએ શ્રીકાન્તની માગણી સ્વીકારી લીધી! સાગરદત્તને આ ઘટનાની જરા પણ ગંધ ન આવી, પરંતુ ધનદત્તના મિત્ર યાજ્ઞવક્યને ગંધ આવી ગઈ! કારણ કે તે શ્રીકાન્ત શ્રેષ્ઠીના પાડોશમાં રહેતો હતો. એ જાણતો હતો કે ગુણાવતીનું સગપણ તેના મિત્ર ધનદત્ત સાથે થઈ ગયું છે, બીજી બાજુ રત્નપ્રભાએ શ્રીકાન્ત શેઠ સાથે ગુણવતીનો સોદો કરી દીધો, એ જાણીને તેને આશ્ચર્ય થયું. ધનદત્ત સાથે વિશ્વાસઘાત થયેલો જોઈ તેનું મિત્ર-હૃદય રોષે ભરાયું. તેણે પોતાના મિત્રને વાત કરી. ધનદત્ત, ગુણવતી તને નહીં મળે.” કેમ?” ધનદત્ત આશ્ચર્ય પામ્યો. ગુણવતી ખાનગીમાં શ્રીકાન્તને અપાઈ ગઈ છે! શ્રીકાન્ત ગુણવતીની માતાને ધનથી ભરી દીધી છે!” “શું કહે છે તું? આવો વિશ્વાસઘાત?' ધનદત્તનો ભાઈ વસુદત રોષથી સળગી ઊઠ્યો. ચોખ્ખો વિશ્વાસઘાત છે.' યાજ્ઞવધે રોષ અને ચિંતાથી કહ્યું : હું એ નહીં બનવા દઉં. ગુણવતી શ્રીકાન્તને નહીં પરણી શકે. હું શ્રીકાન્તને જ યમલોક પહોંચાડી દઈશ.' વસુદત્તે કહ્યું. ત્રણેય મિત્રો કેટલીક વાતો કરીને છૂટા પડ્યા. વસુદરે શ્રીકાન્તનો વધ કરવાની યોજના વિચારી લીધી. રાત્રિના સમયે જ્યારે શ્રીકાન્ત નગરની બહાર યક્ષના મંદિરેથી પાછો આવતો હતો, ત્યારે રસ્તામાં જ વસુદત્ત તલવારથી એના પર તૂટી પડ્યો. શ્રીકાન્ત પણ For Private And Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૭૦ જૈન રામાયણ તલવાર સાથે હતો. વસુદત્તના પ્રહારથી શ્રીકાન્ત ત્યાં જ મરાયો, પરંતુ મરતાં મરતાં તેણે વસુદત્ત પર પણ તલવારનો પ્રહાર કરી દીધો હતો. વસુદત્ત પણ તરફડતો ત્યાં જ મર્યો. એક સ્ત્રીને ખાતર, વસુદત્ત શ્રીકાંત એકબીજાથી મરાયા! મનુષ્યજીવન આ રીતે હારી ગયા. મરીને જંગલમાં આ બંને હરણ થયા. ગુણવતીની માતાને જ્યારે આ સમાચાર મળ્યા, ત્યારે તે બેબાકળી થઈ ગઈ. સાગરદત્તે રત્નપ્રભાને ખૂબ ઠપકો આપ્યો. ગુણવતી તો પોતાને માટે બનેલી આ ભયંકર ઘટનાથી ખૂબ વ્યાકુળ બની ગઈ. તેણે આપઘાત કર્યો. મરીને તે એ જ જંગલમાં હરણી થઈ! પેલા બે હરણોએ આ હરણીને જોઈ! બંને હરણ (મગ) હરણી માટે જંગલમાં લડવા લાગ્યાં. વાસના લઈને મર્યા હતા ને! ગુણવતીમાં બંનેની વાસના હતી. શ્રીકાંત તેને પોતાની પત્ની બનાવવાની વાસના લઈને મર્યો હતો. વસુદત્ત “ગુણવતી શ્રીકાંતની પત્ની ન બને-' એ વાસનામાં મર્યો હતો. એ વાસના પશુના ભાવમાં પણ જાગ્રત થઈ! હરણી બનેલી ગુણવતીને જોઈ બંને લડવા માંડ્યા, મર્યા અને ભવોમાં ભટકવા લાગ્યા. ધનદત્ત! એ તો પાગલ જ બની ગયો. વસુદત્તના મૃત્યુથી અને ગુણવતીના આપઘાતથી તે અતિવ્યાકુળ બની ગયો હતો. તે ઘર, ગામ ત્યજી જંગલોમાં ભટકવા લાગ્યો. એક દિવસ તેને કંઈ જ ભોજન ન મળ્યું. ભૂખથી તે વ્યાકુળ બનેલો હતો. ભોજન શોધતો શોધતો તે રાત્રિના સમયે એક વન-ઉદ્યાનની પાસે પહોંચ્યો. ત્યાં તેણે કેટલાક સાધુપુરુષોને જોયા. તેને તો ખાવાની ઇચ્છા હતી. તેણે સાધુઓને કહ્યું : “હે સાધુઓ, મને ભોજન આપો.” “હે ભદ્ર, અમે જૈન સાધુ છીએ. આ તો રાત્રિ છે. દિવસે પણ અમે ભોજનનો સંગ્રહ રાખતા નથી તો રાતે અમારી પાસે ભોજન હોય જ ક્યાંથી? તારે પણ રાત્રે ભોજન ન કરવું જોઈએ. અરે, પાણી પણ રાત્રે ન પીવું જોઈએ. રાત્રે ભોજન-પાણીમાં અનેક જીવો પડે છે, તે જોઈ શકાતા નથી.” સાધુઓમાંથી એક સાધુએ વાત્સલ્યભર્યા શબ્દોમાં ધનદત્તને બોધ આપ્યો. “પણ મને તીવ્ર ભૂખ લાગી છે.” “સાચી વાત છે. ભૂખ તેં અત્યાર સુધી સહન કરી છે, તો હવે રાત્રિનો શેષ ભાગ પણ સહન કરી લે. સંસારમાં જીવ દુઃખ કેટલાં સહે છે? માટે શાંતિથી For Private And Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીરામ અને સુગ્રીવના પૂર્વભવ ૮૭૧ સહન કર. ધર્મનું શરણ લે, ધર્મ તારી રક્ષા કરશે.' ધનદત્તને મુનિની વાણીથી શાંતિ મળી. એ ત્યાં જ રહ્યો. પ્રભાતે મુનિએ એને શ્રાવકધર્મ સમજાવ્યો. ધનદત્તે શ્રાવકધર્મ સ્વીકાર્યો. શ્રાવકધર્મનું પાલન કરી, તે પહેલા સૌધર્મ દેવલોકમાં દેવ થયો. મુનિ ભગવંતોના પરિચયથી તેના ચિત્તમાંથી ગુણવતીનો રાગ અને શ્રીકાંત ઉપરનો દ્વેષ નીકળી ગયો હતો. તેનું ચિત્ત સમતાવાળું બન્યું હતું, તેથી એ દેવલોકમાં ગયો અને અસંખ્ય વર્ષ ત્યાં સુખ ભોગવ્યું. સંસારની કેવી વિચિત્રતા છે! જેની સાથે વિશ્વાસઘાત થયો હતો એ ધનદત્ત ભવભ્રમણની ભીષણતાથી બચી ગયો અને વસુદત્ત ભવભ્રમણમાં ફસાઈ ગયો! ધનદત્ત દેવલોકનાં સુખોમાં રમે છે. વસુદત્ત તિર્યંચ યોનિ અને નરક યોનિનાં ઘોર દુઃખ અનુભવે છે. દેવલોકમાં ધનદત્તનું આયુષ્ય પૂર્ણ થયું. તેને ત્યાંથી ચ્યવન થયું. મહાપુર નગરમાં તે પારુચિ નામનો શ્રેષ્ઠીપુત્ર બન્યો. એવા પરિવારમાં તે જન્મ્યો કે જ્યાં માતા-પિતા ધર્મરંગે રંગાયેલાં હતાં. જન્મથી જ તેને ધર્મના સંસ્કારો મળ્યા. દયા-કરુણા તો તેના પ્રાણ હતાં, કોઈપણ જીવનું દુઃખ જોઈ, તે તેનું દુઃખ દૂર કરવા તત્પર રહેતો. પદ્મરુચિ યૌવનમાં આવ્યો પરંતુ યૌવનના ઉન્માદથી અને સ્વચ્છંદતાથી તે મુક્ત હતો. એક દિવસ ઘોડા પર બેસીને તે પોતાના ગોકુલ તરફ જતો હતો; માર્ગમાં તેણે એક ઘરડા બળદને છેલ્લા શ્વાસ લેતો પડેલો જોયો. પદ્મરુચિના હૃદયમાં દયા આવી ગઈ. તે ઘોડા પરથી નીચે ઊતર્યો. બળદની પાસે જઈ તેના કાનમાં તેણે “શ્રી નમસ્કાર-મહામંત્ર સંભળાવ્યો.” નમસ્કાર-મહામંત્રના અક્ષરો બળદના કાનમાં ગયા! ભલે બળદ મહામંત્રના અર્થને ન સમજ્યો, ભલે મહામંત્રના પ્રભાવનું અને જ્ઞાન ન હતું, પરંતુ મહામંત્રના અક્ષરોનો જ અદ્ભુત પ્રભાવ છે! તેનું મૃત્યુ થયું. મરીને એ જ નગરના રાજાને ત્યાં તે પુત્રરૂપે જન્મ્યો. પારુચિ બળદને મૃત્યુ પામેલો જોઈ, એના અગ્નિસંસ્કારની વ્યવસ્થા કરી પોતાને સ્થાને ચાલ્યો ગયો. વર્ષો વીતી ગયાં અને આ ઘટના પણ વિસારે પડી ગઈ. રાજ કુમારનું નામ “વૃષભધ્વજ પાડવામાં આવ્યું હતું. વૃષભધ્વજ યૌવનમાં આવ્યો. ઘોડેસવાર બનીને તેને ભ્રમણ કરવાનો શોખ હતો. એક વખત કુમાર પેલી જગાએ જઈ ચઢ્યો કે જે જગાએ, પૂર્વભવમાં તે બળદ તરીકે મૃત્યુ પામ્યો હતો! For Private And Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૭૨ જેન રામાયણ તે જગ્યાને, ક્ષેત્રને જોતાં તેને પૂર્વભવનું સ્મરણ થઈ આવ્યું! ક્ષેત્રનો પણ કેવો પ્રભાવ છે. રાજકુમાર ઘોડા પરથી નીચે ઊતરી પડ્યો, બળદના ભવનું, એ અંતિમ ક્ષણોનું ચિત્ર તેની કલ્પનાસૃષ્ટિમાં તરવરવા માંડ્યું. “એ હું વૃદ્ધ બીમાર બળદ, અંતિમ શ્વાસ લેતો હતો, ત્યાં એક ઘોડેસવાર આવ્યો. તે નીચે ઊતર્યો. તેણે મારી પાસે આવી, મારા કાનમાં નમસ્કારમંત્ર સંભળાવ્યો, તે પુરુષની મુખાકૃતિ તેની સમક્ષ ઉપસ્થિત થઈ. કેવો સોહામણો યુવાન હતો.! કેવો દયાળુ અને સૌમ્ય હતો! પૂર્વભવની સ્મૃતિએ એને વિહ્વળ કરી દીધો. પશુમાંથી માનવ બનાવનાર એ ઉપકારી મહાપુરુષની મુખાકૃતિ અને આકર્ષી રહી હતી. એ પુરુષ આ નગરમાં જ હશે? પરંતુ આવા મોટા નગરમાં મારે એને ક્યાં ક્યાં શોધવો? પરંતુ કોઈ પણ ઉપાયે મારે એને શોધી કાઢવો તો પડશે જ!” એણે એક ઉપાય શોધી કાઢ્યો. જે સ્થળે બળદ તરીકેના ભવમાં એનું મૃત્યુ થયું હતું ત્યાં તેણે જિનમંદિર બંધાવ્યું. મંદિરની એક ભીંત ઉપર એણે ચિત્રાલેખન કરાવ્યું. એ જ પ્રસંગનું ચિત્ર આબેહૂબ! મરવા પડેલો બળદ, બાજુમાં શણગારેલો ઘોડો ઊભો છે અને બળદના કાનમાં એક કૃપાળુ પુરુષ નવકારમંત્ર સંભળાવે છે!' મંદિરના રક્ષકોને સૂચના આપી : “આ ચિત્ર જોઈને જે પુરુષ બોલી ઊઠે ! “આ તો મારી જ જીવન ઘટના છે. મેં જ આ રીતે બળદને નવકારમંત્ર સંભળાવ્યો હતો! એ પુરુષ કોણ છે, એ પૂછીને મને સમાચાર આપવા.” દિવસો વિતવા લાગ્યા. રાજકુમાર એ ઉપકારી પુરુષને મળવા આતર બનતો જતો હતો. ત્યાં એક દિવસે એની આશા ફળી. પારુચિ એક દિવસે એ જિનમંદિરે દર્શન માટે ગયો. પ્રભુદર્શન કર્યા પછી એણે ભીંત પર બળદનું ચિત્ર જોયું. એને આશ્ચર્ય થયું : “આ તો મારા જ જીવનનો પ્રસંગ છે! મેં જ આ બળદને શ્રી નવકારમંત્ર સંભળાવ્યો હતો. આ ચિત્રમાં જાણે હું જ સ્વયં નવકારમંત્ર સંભળાવું છું! આ ચિત્ર કોણે બનાવરાવ્યું હશે?' મંદિરના રક્ષકોએ પધરુચિને મંદિરમાં જ રોકાવાની પ્રાર્થના કરી અને શીધ્ર રાજકુમાર વૃષભધ્વજને બોલાવી લાવ્યા. રાજકુમારે પદ્મચિને જોયો. પરિચિત મુખાકૃતિ લાગી. પારુચિને પૂછ્યું : “તમે આ ચિત્ર અંગે શું જાણો છો?” રાજકુમાર, આ મરતા બળદને મેં જ નવકારમંત્ર સંભળાવ્યો હતો! કોણે આ પ્રસંગ અહીં ચિત્રમાં બનાવરાવ્યો?' પદ્મરુચિએ ચિત્ર સામે જોયા પછી, For Private And Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીરામ અને સુગ્રીવના પૂર્વભવ ૮૭૩ રાજકુમાર સામે કુતૂહલથી જોયું. રાજકુમારે પારુચિને નમન કર્યું અને કહ્યું. હે મહાપુરુષ! આ વૃદ્ધ બળદ એ જ હું રાજપુત્ર વૃષભધ્વજા આપે સંભળાવેલ શ્રી નમસ્કાર-મહામંત્રના અચિંત્ય પ્રભાવથી હું આ માનવજીવન પામ્યો અને પશુમાંથી માનવ બન્યો! જો આપે મારા પર દયા કરીને, શ્રી નવકારમંત્ર ના સંભળાવ્યો હોત તો હું આજે કેવી પશયોનિમાં હોત?' પારુચિ તો આ રાજકુમારની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયો! એના હૃદયમાં આનંદ થઈ ગયો. રાજ કુમારે કહ્યું : હે શ્રેષ્ઠીનંદન! તમે જ મારા ગુરુ છો, મારા સ્વામી છો, મારા આરાધ્ય દેવ છો. તમને શોધી કાઢવા માટે જ મેં આ મંદિર બનાવરાવ્યું અને આ ચિત્ર બનાવરાવ્યું! આ ભૂમિ પર હું અચાનક આવી ચડ્યો હતો અને મને પૂર્વભવનું સ્મરણ થઈ ગયું હતું. હવે હું તમારા વિના એક ક્ષણ પણ રહી શકીશ નહીં. આ મારું વિશાળ રાજ્ય તમે સ્વીકારો અને ભોગવો. જે કંઈ મારું છે એ બધું જ તમારું છે.” રાજકુમાર પારુચિને ભેટી પડ્યો. પદ્મરુચિએ સ્નેહસભર શબ્દોમાં કહ્યું : કુમાર, શ્રી નમસ્કાર મહામંત્રનો જ આ અચિંત્ય પ્રભાવ છે. તમે આજથી મારા પરમ પ્રિય મિત્ર છો. મારા હૃદયથી હું તમને ચાહીશ.” વૃષભધ્વજ અને પારુચિને મિત્રતા બંધાઈ. ગાઢ સ્નેહ થયો. પદ્મરુચિએ વૃષભધ્વજને પણ બારવ્રતધારી શ્રાવક બનાવ્યો. દીર્ધકાળપર્યત શ્રાવકજીવન પાળીને બંને મિત્રો મૃત્યુ પામ્યા. મરીને તેઓ બીજા દેવલોકમાં દેવ થયા. પદ્મરુચિનો જીવ બીજા દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને, વૈતાઢય પર્વત પર નન્દાવર્તનગરમાં નયનાનન્દ નામનો રાજકુમાર થયો. તેણે દીર્ધકાળ રાજ્ય ભોગવીને ચારિત્ર લીધું. ચારિત્રની આરાધના કરીને, કાળધર્મ પામ્યો. મહેન્દ્ર દેવલોકમાં દેવ થયો. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહક્ષેત્રમાં માપુરીમાં શ્રીચન્દ્ર નામના રાજકુમાર થયા. તેઓ ક્રમશઃ રાજા બન્યા. તેમણે દીર્ઘકાળ રાજ્ય કર્યું, પછી સમાધિગુપ્ત નામના મહર્ષિ પાસે દીક્ષા લીધી. ચારિત્રની આરાધના કરી. બ્રહ્મદેવલોકમાં દેવ થયા. તેમનું દેવલોકમાંથી ચ્યવન થયું. અને અયોધ્યામાં મહારાજા દશરથના ઘરમાં પુત્ર થયા. તે જ આ શ્રી રામ!” For Private And Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८७४ જૈન રામાયણ બિભીષણ, સુગ્રીવ, લવ-કુશ વગેરે એકરસથી જયભૂષણ મહામુનિને સાંભળી રહ્યા હતા. શ્રી રામના પૂર્વભવોને જાણી, સહુ ગદ્ગદ્ થઈ ગયા. બિભીષણે પૂછયું : “પદ્મરૂચિનો જીવ એ તો શ્રી રામચન્દ્રજી થયા, પરંતુ વૃષભધ્વજ કુમારનું શું થયું?' એ કુમાર ક્રમશઃ બીજા ભવો કરીને આ સુગ્રીવ બન્યો છે!' સુગ્રીવને શ્રી રામ પ્રત્યે આટલો દૃઢ અનુરાગ કેમ છે, એનું કારણ સમજાઈ ગયું! પરંતુ પેલી ગુણવતીનું શું થયું? પેલા વસુદત્તનું અને શ્રીકાન્તનું શું થયું?' ૦ ૦ ૦ For Private And Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - ૧૧૧. સીતાજીનો પૂર્વભવી પેલા શ્રીકાન્તનું શું થયું પ્રભો? બિભીષણે જયભૂષણ મહામુનિને પ્રશન પૂછ્યા. મહામુનિએ કહ્યું. ‘બિભીષણ! એ શ્રીકાન્ત ઘણા ભવોમાં ભટક્યો. તેના કેટલાક છેલ્લા ભવો બતાવું છું. મૃણાલકંદ' નામના નગરમાં રાજા શંભુને હેમવતી નામની રાણી હતી. એ હેમવતીને કૂખે શ્રીકાન્તનો જીવ આવ્યો. એનું નામ વજકંઠ રાખવામાં આવ્યું. પેલો વસુદત્તનો જીવ પણ અનેક યોનિઓમાં ભટકતો ભટકતો આ જ નગરમાં આવી પહોંચ્યો! રાજા શંભુના પુરોહિતનું નામ હતું વિજય અને એની પત્નીનું નામ હતું રત્નચૂડા. રત્નચૂડાની કુક્ષિએ વસુદત્તનો જીવ આવ્યો, તેનું નામ શ્રીભૂતિ.” પેલી ગુણવતી? એ શ્રીભૂતિની પત્ની સરસ્વતીની કૂખે પુત્રી થઈને અવતરી! મૃણાલકંદ નગરમાં પુન: ત્રણેયના જીવ-શ્રીકાંત, વસુદત્ત અને ગુણવતીના જીવ ભેગા થઈ જ ગયા! અસંખ્ય વપથી એમનાં પરસ્પરનાં વેર ચાલ્યાં આવે છે. કેવી વિટંબણાઓ છે? જીવ જો આ વિટંબણાઓને સમજે તો શું ક્યારેય કોઈની સાથે વેર બાંધે ખરા? ગુણવતીનો જીવ વેગવતી. વેગવતી જ્યારે યૌવનમાં આવી ત્યારે ઉન્માદથી ફરવા લાગી. હું રાજપુરોહિતની પુત્રી છું! રૂપવાન છું! ધનવાન છું! આ ઘમંડથી તે ઉદ્ધત બની ગઈ હતી. એક દિવસ નગરના ઉદ્યાનમાં એણે એક મહામુનિને ધ્યાનસ્થદશામાં ઊભેલા જોયા. અનેક ભાવિક સ્ત્રી-પુરુષો એમને વંદન કરતાં હતાં. વેગવતીને મુનિનો ઉપહાસ કરવાનું મન થયું! તે એ મુનિની પાસે આવી અને લોકોને કહેવા લાગી : અરે ભોળા લોકો, તમે આ સાધુને વંદન કરો છો? અરે, આ સાધુને તો મેં એક સ્ત્રી સાથે કામક્રીડા કરતો જોયો છે. એ સ્ત્રીને બીજે સ્થળે મોકલી દઈ, આ અહીં ઊભો છે. તમે એને કેમ વંદના કરો છો?' રાજપુરોહિતની પુત્રી કહે, પછી શું બાકી રહે? વંદન કરનારા જ મુનિરાજને તાડન કરવા લાગ્યા! પ્રશંસા કરનારા જ કલંકની ઘોષણા કરવા લાગ્યા! વેગવતીને મજા પડી ગઈ! “મારો, મારો, આ મુનિ નથી, આ તો ઢોંગી છે. તે અબ્રહ્મ સેવનારો દુરાચારી છે,” લોકો બૂમો પાડતા જાય છે ને મુનિરાજ પર પ્રહારો કરતા જાય છે. For Private And Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ ૮૭૬ છે ને આ સંસાર? મહામુનિનો છે કોઈ ગુનો? મહામુનિએ વેગવતીને બોલાવી નથી, સતાવી નથી કે ડરાવી નથી. મહામુનિ અખંડ બ્રહ્મચારી અને મહાન આત્મસાધક છે, છતાંય વેગવતીએ પોતાના ઉન્માદમાં, બે ઘડી મોજ આવે તે માટે મુનિ પર કલંક ચઢાવ્યું! તેણે મુનિ ઉપર ઉપદ્રવ કરાવરાવ્યો, ધન-સત્તા અને યૌવનના ઉન્માદમાં એ ભાન ભૂલી ગઈ કે મારી આ ચેષ્ટાનાં ફળ મારે જ્યારે ભોગવવાં પડશે ત્યારે કેવાં દારુણ દુ:ખ આવશે? આ જ જીવની અજ્ઞાનદશા છે ને! એ જે પ્રવૃત્તિ કરે છે, એના ફળનો વિચાર-એના વિપાકનો વિચાર-એ કરતો નથી. જ્ઞાનશૂન્ય જીવ આ રીતે કર્મો બાંધે છે ને ચોર્યાશી લાખ યોનિમાં ભટક્યા કરે છે. વેગવતીએ ભાન ભૂલીને મહામુનિને પજવવા માંડ્યા. મહામુનિનું નામ હતું સુદર્શન. તેમણે દૃઢ પ્રતિજ્ઞા કરી : ‘જ્યાં સુધી હું નિષ્કલંક ઘોષિત નહીં થાઉં ત્યાં સુધી હું અહીંથી એક તસુ પણ હલીશ નહીં. ધ્યાન ચાલુ જ રાખીશ.’ દેવો પણ એ મહાપુરુષને ચરણે નમે છે કે જેનું મન ધર્મમાં રમતું હોય છે. મહામુનિ પર મનુષ્યોએ ઉપદ્રવ કર્યો. ક્ષેત્રદેવતાથી સહન ન થયું. ક્ષેત્રદેવે અવધિજ્ઞાનથી સર્વ વૃત્તાંત જાણી લીધો અને ‘આ સર્વ અનર્થનું મૂળ વેગવતી છે' એ જાણી વેગવતીને એણે શિક્ષા કરી. એનું ગોરું ને રૂપાળું મુખડું કોલસા જેવું કાળું બનાવી દીધું! ચામડીનો રંગ જ બદલાઈ ગયો! અચાનક જ! લોકો વેગવતીના બદલાયેલા મુખને જોઈને ગભરાઈ ગયા અને બોલી ઊઠ્યા : ‘વેગવતી, તારું મુખ એકદમ કાળું કેમ થઈ ગયું?’ ‘હૈં? મારું મુખ કાળું? ના, ના,' વેગવતી ગભરાઈ ગઈ. ‘ખરેખર, સાવ કાળું, શું થયું?' લોકોએ કહ્યું. આ વાત વાયુવેગે નગરમાં ફેલાઈ ગઈ. વેગવતીના પિતા શ્રીભૂતિને ખબર પડી. એ દોડી આવ્યો. વેગવતીના કાળા મુખને જોઈ શ્રીભૂતિ કમકમી ઊઠ્યો.. લોકોએ સમગ્ર વૃત્તાંત શ્રીભૂતિને કહ્યો. ‘વેગવતીના કહેવાથી જ મહામુનિ પર ઉપદ્રવ થયો.' આ જાણીને શ્રીભૂતિ વેગવતી પર રોષથી ધમધમી ઊઠ્યો. ‘અરે દુષ્ટા, તેં આ શું કર્યું? આવા મહામુનિ પર સાવ ખોટું આળ ચઢાવ્યું? મહામુનિને કલંકિત કર્યા. તેં જરાય વિચાર ન કર્યો? જો તારા પાપનું ફળ તત્કાળ તને મળ્યું. તારું મુખ તો જો, કેવું કાજળ કાજળ જેવું શ્યામ થઈ ગયું છે?' શ્રીધર રોષથી બોલી ઊઠ્યો. For Private And Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સીતાજીની પૂર્વભવ “પિતાજી, મારી ભૂલ થઈ ગઈ. મહામુનિ સાવ નિર્દોષ છે. મેં પાપિણીએ એમના પર ખોટું જ કલંક લગાડ્યું. એમના પર ઘોર ઉપસર્ગ કર્યા.' વેગવતી રડી પડી. હમણાં ને હમણાં એ મહામુનિની ક્ષમા માંગ.મહામુનિ નિષ્કલંક છે, એમ જાહેર કર. તારા આ ઘોર પાપનું પ્રાયશ્ચિત કર. અન્યથા મારા ઘરમાં તારે આવવાનું નથી.” શ્રીધરે રોતી વેગવતીને એના પાપનું ભાન કરાવ્યું. વેગવતી તરત જ જ્યાં મહામુનિ ઊભા હતા ત્યાં ગઈ અને ત્યાં ઊભેલા સેંકડો લોકો સાંભળે એ રીતે બોલી : “હે ભગવંત, આપ સર્વથા નિર્દોષ છો, નિષ્કલંક છો. મેં દુષ્ટાએ આપના પર ખોટું જ કલંક મૂક્યું છે. રૂપ, સત્તા અને યૌવનના ઉન્માદમાં છકી જઈને મેં અવિચારી કૃત્ય કર્યું છે. હું અજ્ઞાની છું, પાપી છું. હે માનિધિ, મને ક્ષમા કરો. મને પાપમુક્ત કરો. આપ ખરેખર મહામુનિ છો, મહાન તપસ્વી છો.' વેગવતીએ ગદ્ગદ્ કંઠે આંખોમાં આંસુ ભરીને ક્ષમાયાચના કરી. મહામુનિએ ધ્યાન પૂર્ણ કરીને, વેગવતીને “ધર્મલાભ'ની આશિષ આપી. જેમણે જેમણે મહામુનિ સાથે દુષ્ટ વ્યવહાર કર્યો હતો તેમણે તેમણે મહામુનિનાં ચરણોમાં પડી ક્ષમા માંગી અને પુનઃ મહામુનિના ગુણ ગાવા લાગ્યા. આવી છે દુનિયા! એને નિંદા કરતાંય વાર નહીં ને પ્રશંસા કરતાંય વાર નહીં! એને રીઝતાં વાર નહીં ને ખીજતાં વાર નહીં! એટલે મહામુનિઓ દુનિયાની પ્રશંસાથી રાજી થતા નથી અને નિદાથી નારાજ થતા નથી. એ તો હંમેશા સમભાવમાં રહે છે. આત્મભાવમાં રમણતા કરે છે. દુનિયા સદેવ બાહ્ય દૃષ્ટિથી જોનારી હોય છે. બાહ્ય દૃષ્ટિથી જ નિર્ણયો કરનારી હોય છે. એવી અજ્ઞાની દુનિયાની ભિન્નભિન્ન ચેષ્ટાઓને આધારે જ્ઞાની મુનિવરો હર્ષ-શોક કરતા નથી. વેગવતીએ સુદર્શન મહામુનિ પાસે આહતધર્મ સ્વીકાર્યો. તે શ્રાવિકા બની. મહામુનિના ઉપદેશથી એનામાં સ્થિરતા આવી, ઉન્માદ ગયો અને વિવેક પ્રગટ્યો. મહામુનિએ પણ હૃદયમાં કોઈ ડંખ રાખ્યા વિના, વેગવતીના આત્માના કલ્યાણ માટે, એને ધર્મોપદેશ આપ્યો. મહામુનિનાં હૃદય સદેવ સરળ અને ઉદાર હોય છે. વેગવતી શ્રાવિકા બની પરંતુ એના પર એક ભારે સંકટ આવ્યું. વેગવતીના રૂપ-યૌવને નગરના ઘણા યુવાનોને આકર્ષ્યા હતા, પરંતુ એક For Private And Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૭૮ જૈન રામાયણ દિવસ એ રાજકુમાર વજ્રકંઠની નજરમાં આવી ગઈ. વજ્રકંઠ વેગવતીને જોતાં જ કામાતુર બની ગયો. તેણે પોતાની પાસે ઊભેલા પ્રતિહારીને પૂછ્યું: ‘આ કન્યા કોની છે?’ ‘મહારાજા, રાજપુરોહિત શ્રીભૂતિની આ કન્યા છે. એનું નામ વેગવતી છે.' પ્રતિહારીએ રાજ કુમારની આંખોને ઓળખવા પ્રયત્ન કર્યો અને મનમાં હસ્યો. વજકંઠને આખી રાત નિદ્રા ન આવી. વેગવતીના વિચારોમાં એ વિહ્વળ બની ગયો. એની કલ્પનાસૃષ્ટિમાં વેગવતીની સૌન્દર્યમયી દેહયષ્ટિ જડાઈ ગઈ હતી, તેને મેળવવા અને ભોગવવા તે અધીર બની ગયો હતો. પોતાના પુરોહિતની જ કન્યા હતી એટલે એને મેળવવી સરળ હતી. બીજે દિવસે રાજકુમારે શ્રીભૂતિને પોતાના આવાસમાં બોલાવ્યો. ‘શ્રીભૂતિ! માગું તે આપીશ?’ ‘મહારાજકુમાર! મારી પાસે આપને આપવા જેવું શું છે? જે છે તે આપનું જ આપેલું છે ને!' શ્રીભૂતિએ સરળ હૃદયથી જવાબ આપ્યો. એને રાજકુમારના આશયની ગંધ પણ નહોતી આવી. ‘શ્રીભૂતિ, તું ખરેખર મારો પ્રીતિપાત્ર પુરોહિત છે. મને શ્રદ્ધા છે કે હું માગીશ તે તું મને આપશે જ. હું તારી પુત્રી વેગવતીને માગું છું! હું એને મારી રાણી બનાવવા ચાહું છું. કહે, તું આપીશને?' શ્રીભૂતિ તો સ્તબ્ધ થઈ ગયો. એને કલ્પના પણ ન હતી કે રાજકુમાર વેગવતીની માગણી કરશે. એ મૂંઝવણમાં પડી ગયો. એણે કહ્યું : ‘મહારાજ કુમાર, હું અત્યારે આનો જવાબ નહીં આપી શકું. મારે વેગવતીને અને એની માતાને પૂછવું પડશે.’ ‘તું પૂછીને મને તરત જ જવાબ આપ. મારે બીજો જવાબ જોઈતો નથી. એ સમજજે કે તારે મને વેગવતી આપવી જ પડશે. જા, પૂછીને તરત જવાબ આપી જા.' શ્રીભૂતિએ નમન, કમને નમન કર્યું અને મહેલની બહાર નીકળી ગયો. એના મનમાં રાજકુમાર પર ભયંકર રોષ ઊભરાયો, ચિંતા પણ થઈ. વ્યગ્ર ચિત્તે એ ઘેર પહોંચ્યો. પિતાને ઉદાસ જોઈ વેગવતીએ શ્રીભૂતિને પૂછ્યું : ‘પિતાજી, આજે કેમ ઉદાસ દેખાઓ છો?' ‘બેટી, જ્યાં રાજકુમારની દૃષ્ટિ બગડે ત્યાં બીજું શું થાય?' For Private And Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સીતાજીનો પૂર્વભવ ૮૭૯ “રાજકુમારનું રૂઠવાનું કારણ? વેગવતીએ ચિત્તાથી પૂછયું. શ્રીભૂતિ વેગવતીની રૂપવાન કાયા તરફ જોઈ રહ્યો. એના શ્રાવિકાના જીવન તરફ જોઈ રહ્યો. વેગવતીએ પુનઃ પૂછ્યું : “પિતાજી, કહોને રાજકુમાર આપના પર શા માટે નારાજ થયા?' એને વેગવતી જોઈએ છે!” હું?” વેગવતીની આંખો પહોળી થઈ ગઈ. તેણે રાજકુમારને અનેક વાર જોયો હતો. ભારે શરીરના અને મિથ્યા દર્શનમાં રાચતા રાજકુમારને પરણવાની કલ્પનાથી પણ એ કંપી ઊઠી. પિતાજી, આપે શું કહ્યું?’ મારી બેટીને અને એની માતાને પૂછીને જવાબ આપીશ. “પિતાજી, આપ ના પાડી દેજો. હું એને પરણવા નથી ચાહતી.” બેટી, હું જ એ મિથ્યાત્વી સાથે તને પરણાવવા તૈયાર નથી, પરંતુ..” શું પિતાજી; કહો.” રાજકુમારે તારી માગણી નથી કરી, આજ્ઞા કરી છે. જીદ છે રાજાની.' એટલે?” કોઈ પણ રીતે એ તને પરણવા ચાહે છે!” વેગવતી ગભરાઈ ગઈ. તે શ્રીભૂતિનાં ચરણો પકડી બેસી ગઈ. એની આંખોમાં ભય તરવરવા લાગ્યો. બેટી, ભય ન પામ, મને એક જ ઉપાય દેખાય છે કે આપણે આ નગર છોડી ચાલ્યા જઈએ. કોઈ બીજા જ રાજ્યમાં આશ્રય લઈએ.' ‘તો એમ કરીએ. હું તૈયાર છું.' વેગવતીએ શ્રીભૂતિના ઉપાયને સ્વીકારી લીધો. શ્રીભૂતિ રાજકુમાર પાસે પહોંચ્યો. કુમારે તરત જ પૂછ્યું : કહે શ્રીભૂતિ, વેગવતીને તું લઈને આવ્યો?” આંખોમાં વિષયવાસનાના નશા સાથે કુમારે શ્રીભૂતિને પૂછ્યું. કુમારની નફટાઈભરી વાત સાંભળી, શ્રીભૂતિ રોષથી ધમધમી ઊઠડ્યો. એ જવાબ આપે તે પૂર્વે કુમારે શ્રીભૂતિના બે ખભા હચમચાવીને પૂછ્યું. મારે વેગવતી આજે જ જોઈએ, જા, અત્યારે જ એને લઈ આવ. તને જોઈએ એટલું ધન આપીશ.' શ્રીભૂતિથી હવે સહન ન થયું. રોષ હૃદયમાં ન રહી શક્યો. તેણે ઘબાંગ કરતા બે મુક્કા વજકંઠના મોં પર મારી દીધા. વજકંઠના મુખમાંથી લોહીની ધારા તૂટી પડી. છંછેડાયેલા સિંહની જેમ કુમાર For Private And Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८८० જૈન રામાયણ શ્રીભૂતિ તરફ ધસ્યો. શ્રીભૂતિ પાસે શસ્ત્ર ન હતું. શંભુએ દોડતા શ્રીભૂતિ પર તલવારનો પ્રહાર કર્યો. શ્રીભૂતિની ગરદન કપાઈ ગઈ. કપાયેલા શ્રીભૂતિને ત્યાં જ પડતો મૂકીને કુમાર ઘોડા પર બેસી શ્રીભૂતિને ઘેર પહોંચ્યો. શ્રીભૂતિના ઘરમાં એકલી વેગવતી જ હતી. વેગવતીની માતા બહાર ગયેલી હતી. ઘોડાને બહાર મૂકી, કુમાર ઘરમાં દાખલ થઈ ગયો. ‘વેગવતી... વેગવતી...’ તેણે સત્તાવાહી સૂરે બૂમ પાડી. ઉપરને માળે બેઠેલી વેગવતી અપરિચિત અવાજ સાંભળી ચમકી ગઈ. તે નીચે આવી. તેણે કુમારને સામે ઊભેલો જોયો. તેની મોટી આંખોમાં તીવ્ર વાસનાની ભૂખ હતી. વેગવતી થરથર ધ્રૂજવા લાગી, તેની આંખો ભયથી પહોળી થઈ ગઈ. કુમાર બે હાથ પહોળા કરી, વેગવતીને પોતાના બાહુપાશમાં જકડી લેવા આગળ ધસ્યો. વેગવતીએ ચીસ પાડી : ‘ઓ પિતાજી...’ કુમાર એની ચીસ સાંભળીને હસ્યો અને બોલ્યો : ‘અરે, છોકરી, તારો બાપ તો યમલોકમાં પહોંચી ગયો. તને તો હું મારા સ્વર્ગલોકમાં વસાવીશ. આવ, મારી ઇચ્છાને પૂર્ણ કર.’ વેગવતી ભયથી ભાગી. ઉપરને મજલે ચઢી ગઈ. પરંતુ એ દરવાજો બંધ કરે એ પૂર્વે જ કુમાર એની પાછળ પહોંચી ગયો. મજલાનો દરવાજો બંધ કર્યો અને વેગવતીને પકડી. વેગવતીએ હાહાકાર કરવા માંડ્યો; કાલાવાલા કરવા માંડ્યા : 'મને, છોડી દો, તો તમારી બહેન...’ કુમારે એક હાથ એના મુખ પર દાબી દીધો અને બીજા હાથથી એના શરીર પર અધિકાર કરી લીધો, વેગવતી નિરુપાય બની ગઈ. કુમારે નિર્લજ્જ બનીને, વેગવતીના શીલનો ભંગ કર્યો. તે વેગવતીને ભોગવીને જ જંપ્યો. વેગવતીનું અંતઃકરણ કકળી ઊઠ્યું. તેણે વજકંઠને અભિશાપ આપ્યો : ‘હે દુષ્ટ, તેં અસહાય એવા મારા શીલનું ખંડન કર્યું. ભવાંતરમાં હું તારા વધનું નિમિત્ત બનીશ.' કુમા૨ વજ્રકંઠ ગભરાયો. તેણે વેગવતીને છોડી દીધી. વેગવતીને પિતા વિનાનું જીવન અકારું લાગ્યું. માતા તો આપઘાત કરી ચૂકી હતી, વેગવતીએ ‘હરિકાન્ત' નામનાં સાધ્વીજી પાસે જઈ ચારિત્ર અંગીકાર કર્યું. ચારિત્ર પાળી, આયુષ્ય પૂર્ણ કરી વેગવતી બ્રહ્મદેવલોકમાં ગઈ. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી તે જનકસુતા સીતા થઈ! જયભૂષણ મહામુનિએ સીતાજીના પૂર્વભવો પરથી પડદો ઊંચક્યો! For Private And Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૨. લક્ષ્મણજી વગેરેની પૂર્વભવ કરી કેવળજ્ઞાની ભગવંત શ્રી જયંભૂષણની અમૃતમય વાણી વહી રહી હતી. શ્રીરામ લક્ષ્મણજી, બિભીષણ-સુગ્રીવ-લવ-કુશ વગેરે એ પવિત્ર વાણીપ્રવાહમાં સ્નાન કરી રહ્યા હતા અને પરમાનંદ અનુભવી રહ્યા હતા. સીતાજીના પૂર્વભવો પરથી પડદો ઊંચકાયો, તેની સાથે રાવણના પૂર્વભવોનો સામાન્ય ઇશારો તો મળી જ ગયો હતો. બિભીષણે પૂછ્યું. ‘ભગવંત, એ રાજકુમાર વજકંઠનું શું થયું? વજકંઠને અનેક તિર્યંચ યોનિના ભવોમાં અને નરકમાં ભટકવું પડ્યું. એમ કરતાં વળી તેને મનુષ્યભવ મળ્યો. તે બ્રાહ્મણપુત્ર પ્રભાસ થયો. જ્યારે તે યૌવનમાં આવ્યો ત્યારે તેણે એક દિવસ શ્રી વિજયસેન નામના મહાન ઋષિને જોયા. પ્રભાસનો કોઈક પુણ્યોદય જાગ્યો. તેણે વિજયસેન મુનિનો પરિચય કર્યો. તે ધર્મ સમજ્યો અને સંસાર ત્યજી સાધુ બની ગયો. વજકંઠના ભવ પછીના લગભગ બધા જ ભવ દુર્ગતિના! ત્યારપછીનો એટલે વર્ષો પછીનો ભવ બ્રાહ્મણનો! ત્યાં મુનિપરિચય થાય છે ને દીક્ષા લે છે! કેવી છે આ કર્મોની વિચિત્રતા? એક દિવસ આ પ્રભાસમુનિએ એક અદ્ભુત દૃશ્ય જોયું : વિદ્યાધર રાજા કનકપ્રભ સમેતશૈલની યાત્રા માટે જતો હતો. ઇંદ્ર જેવા વૈભવથી શોભતા કનકપ્રભને જોઈને, પ્રભાસમુનિના હૃદયમાં પડેલી ભૌતિક સુખોની વાસના સળવળી ઊઠી. ત્યાગીને રાગીનો વૈભવ વહાલો લાગ્યો! તપસ્વીને રાજેશ્વરના ભોગો પ્રિય લાગ્યા! પ્રભાસમુનિએ દીક્ષા લઈને ખૂબ તપ કર્યું હતું, ઘણા જ પરીષહો સહન કર્યા હતા, જ્ઞાન પણ મેળવ્યું હતું. તે જાણતા હતા કે “આ તપશ્ચર્યા ઇચ્છિત ફળ આપી શકે છે. તેમને કનકપ્રભ રાજાનો ભોગ-વૈભવ ગમી ગયો. તેમણે મનમાં દઢ સંકલ્પ કર્યો : “આ તપશ્ચર્યાના ફળથી હું આવા કનકપ્રભ રાજા જેવાં બલઐશ્વર્યને પ્રાપ્ત કરનારો થાઉં!” આયુષ્ય પૂર્ણ થયું. તેઓ મરીને ત્રીજા દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્રીજા દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને, વજકંઠનો જીવ (શ્રીકાન્તનો જીવ) હે બિભીષણ, તારો મોટો ભાઈ રાવણ થયો!' પ્રભો! મારો વૃત્તાંત' બિભીષણની ઉત્સુકતા વધી ગઈ. For Private And Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ ૮૮૨ ધનદત્ત-વસુદત્તનો મિત્ર જ યાજ્ઞવક્ય બ્રાહ્મણ હતો, તે અનેક ભવોમાં ભ્રમણ કરતો તું બિભીષણ થયો છે!” પ્રભો, પેલો શ્રીભૂતિ, જે વજકંઠથી હણાયો હતો, તે મરીને ક્યાં ગયો?” બિભીષણે પૂછ્યું. “એ શ્રીભૂતિ, મરતી વખતે તેણે શ્રી નવકારનું સ્મરણ કર્યું હતું, તેથી દેવલોકમાં ગયો. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને સુપ્રતિષ્ઠપુરમાં ‘પુનર્વસુ' નામની વિદ્યાધર થયો. પુનર્વસ એક દિવસ પુંડરીક વિજયમાં પહોંચ્યો. પુંડરીક વિજયનો વિજય એટલે પ્રદેશ) અધિપતિ હતો ત્રિભુવનાનન્દ, ત્રિભુવનાનન્દની કન્યા હતી અનંગસુંદરી. અનંગસુંદરી નગરની બહાર ઉદ્યાનમાં સખીઓ સાથે ક્રિીડા કરતી હતી. તે જ ઉદ્યાનમાં પુનર્વસુ ગયેલો હતો. તેણે અનંગસુંદરીને જોઈ. તેનું અભુત રૂપ જોઈને, અનંગસુંદરી પર પુનર્વસુ મોહિત થઈ ગયો. પુનર્વસુ પણ જાણે બીજો કામદેવ જ હતો. અનંગસુંદરીએ પુનર્વસને જોઈ લીધો. બંનેની નજર મળી. દૃષ્ટિથી સંકેત થયો અને દૃષ્ટિથી જ એકબીજા સાથે બંધાઈ ગયાં! પુનર્વસએ અનંગસુંદરીનું અપહરણ કરી, જવાની તક શોધવા માંડી. અનંગસુંદરી પણ શીધ્રાતિશીધ્ર પુનર્વસુના સ્નેહમધુર સાંનિધ્યની ઝંખના કરવા લાગી, પણ એક ચક્રવતી પિતાની તે પુત્રી હતી. તેનું અપહરણ કરી જવું, એ સામાન્ય કામ ન હતું. પરંતુ પુનર્વસુ સાહસવીર હતો. એક દિવસ તેણે અનંગસુંદરીનું અપહરણ કર્યું. વિમાનમાં અનંગસુંદરીને લઈ તે ભાગ્યો. પરંતુ ત્રિભુવનાનન્દ ખબર મળતાં જ વિદ્યાધરોનું સૈન્ય પાછળ મોકલ્યું. આકાશમાં જ મુકાબલો થઈ ગયો. એકલો પુનર્વસુ અનેક વિદ્યાધર સૈનિકો સાથે ઝઝૂમવા લાગ્યો. પરંતુ ત્યાં એક દુર્ઘટના બની ગઈ. અનંગસુંદરી વિમાનમાંથી નીચે પડી ગઈ. તે એક એવી વૃક્ષઘટામાં પડી કે ન તો તે પુનર્વસુને હાથ આવી કે ન ત્રિભુવનાનન્દને હાથ આવી. પરંતુ પુનર્વસુ ઘેર ન ગયો. તેણે દીક્ષા લીધી. તપ કર્યું. પરંતુ શા માટે? અનંગસુંદરી માટે! કાળધર્મ પામી તે દેવલોકમાં ગર્યા, ત્યાંથી ચ્યવીને એ લક્ષ્મણ થયો છે!” લક્ષ્મણજીના પૂર્વભવને બતાવીને, કેવળજ્ઞાની મહાત્મા આગળ વધે છે. લક્ષ્મણજી પોતાના પૂર્વભવ સાંભળીને આશ્ચર્ય અનુભવે છે. પુનર્વસુના ભવમાં અનંગસુંદરી સાથે થયેલા પ્રણયની વાતે લક્ષ્મણજીને વિચારમાં મૂકી દીધા. તેમણે પૂછ્યું : “હે મહર્ષિ, એ અનંગસુંદરીનું શું થયું? For Private And Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લક્ષ્મણજી વગેરેના પૂર્વભવ ૮૮૩ એ વિમાનમાંથી નીચે પડી. એક વૃક્ષઘટામાં પડી. પડતાં જ એ બેભાન થઈ ગઈ. જંગલના શીતલ પવનથી જ્યારે તેની મૂચ્છ ઊતરી ત્યારે તેને ભાન આવ્યું. જ્યારે તેણે પોતાની જાતને વૃક્ષોની ઘટામાં જોઈ ત્યારે તે રડી પડી. પુનર્વસુ... પુનર્વસુની બૂમો પાડવા લાગી. પણ પુનર્વસુ તો બીજા જ ભવમાં અનંગસુંદરી મેળવવા દીક્ષા લઈ ચૂક્યો હતો! જંગલમાં એકલી અનંગસુંદરી ફરવા લાગી. તે સુયોગ્ય સ્થળે રહી ગઈ અને તેણે તપશ્ચર્યાનો માર્ગ લીધો. એના મનમાં પુનર્વસુ જ હતો. તપશ્ચર્યાથી તેની કાયાનાં લોહી-માંસ સુકાઈ ગયાં, તેનું કાયિક સૌન્દર્ય વિલાઈ ગયું. તેની માનસિક વૃત્તિઓમાં પણ પરિવર્તન આવી ગયું. એક દિવસ સંધ્યા સમયે અનંગસુંદરી ઝરણાને કિનારે એક પથ્થર પર બેઠી હતી. તેણે અનશન' કરી લીધું હતું. તેણે ખાવાનું અને પીવાનું સદંતર ત્યજી દીધું હતું. તે આંખો બંધ કરીને, પરમાત્માના ધ્યાનમાં લીન બની હતી, ત્યાં એક ભયંકર અજગર આવી પહોંચ્યો. અનંગસુંદરી તો પરમાત્મ-ધ્યાનમાં લીન હતી. તેને શી ખબર કે યમદૂત આવી પહોંચ્યો છે? અજગરે તેનું ભયંકર ડાચું ફાડ્યું. પથ્થરની શિલા પર અનંગસુંદરીના પગ લટકતા હતા. અજગરે પગથી સુંદરીને ગળવા માંડી. સુંદરીને દેહની મમતા જ ક્યાં હતી? પછી એને દુ:ખ કે વેદના ક્યાંથી હોય? અજગર અનંગસુંદરીને ગળી ગયો! સુંદરી ધર્મ ધ્યાનમાં લીન રહી. તેનો આત્મા બીજા દેવલોકમાં દેવી બન્યો. દેહ પર જેને મમત્વ હોય તેને જ દેહના દુઃખમાં અસમાધિ થાય. તે શારીરિક વેદનામાં આર્તધ્યાન થાય. તપશ્ચર્યા દેહનું મમત્વ તોડવા માટે કરવાની છે, જેથી દેહ પર જ્યારે આપત્તિ આવે ત્યારે દુઃખ ન થાય, અસમાધિ ન થાય. મૃત્યુ સમયે, અજગર જ્યારે જીવતી ગળી જાય ત્યારે ધર્મધ્યાનમાં લીન રહેવું કે નિર્મમ ભાવ પ્રભો, એ અનંગસુંદરી દેવલોકમાં દેવી થઈ. ત્યાંથી ચ્યવીને એ ક્યાં જન્મી છે?' બિભીષણે પોતાની જિજ્ઞાસા વચ્ચે જ પ્રગટ કરી દીધી. ‘બિભીષણ, એ જ તો આ વિશલ્યા છે! લક્ષ્મણની પટરાણી!” સભામાં બેઠેલી વિશલ્યાએ લક્ષ્મણજી સાથેના પૂર્વભવના પ્રણયસંબંધને જ્યારે જાણ્યો ત્યારે તે રોમાંચિત થઈ ગઈ. તેણે ક્ષણભર લક્ષ્મણજી તરફ જોઈ લીધું અને શરમાઈ ગઈ. For Private And Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८८४ જૈન રામાયણ બિભીષણની બાજુમાં જ ભામંડલ બેઠા હતા. ભામંડલનો પૂર્વવૃત્તાન્ત જાણવાની જિજ્ઞાસાથી બિભીષણે કેવળજ્ઞાની ભગવંતને પૂછ્યું હે નાથ, ભામંડલના પૂર્વભવ પર પ્રકાશ પાડશો?' બિભીષણ, ભામંડલનો પૂર્વભવ જાણે છે! પૂર્વ જ્ઞાની ભગવંત પાસેથી એણે પોતાનો પૂર્વભવ જાણેલો છે. છતાં તેને કહ્યું : ગુણવતીના ભાવમાં ભામંડલ એનો ભાઈ ગુણધર હતો. અનેક ભવોમાં ભટકતાં ભટકતાં એ રાજકુમાર કંડલમંડિત થયો હતો. ત્યાં દીર્ઘકાળ શ્રાવકજીવન જીવીને મૃત્યુ પામ્યો, અને તે સીતાના ભ્રાતા ભામંડલ રાજા થયા!” આપે ભામંડલનો વૃત્તાન્ત અતિ સંક્ષેપમાં કહ્યો.' બિભીષણ બોલી ઊઠ્યા. “લંકાપતિ, મારો વૃત્તાન્ત હું જ આપને કહીશ!” ભામંડલે બિભીષણના કાનમાં કહ્યું. હે હિતકારી મુનીશ્વર, આપે મારા પર પરમ કૃપા કરી છે. જન્મજન્માન્તરના ભેદ આપ સિવાય કોણ ખોલી શકે? પ્રભો, આ લવણ અને અંકુશના પૂર્વજન્મ અંગે કહેવા કૃપા કરશો?' બિભીષણની આગળ જ લવણ અને અંકુશ બેઠા હતા. એમને આજે કેવળજ્ઞાનીની દેશના સાંભળવામાં ખૂબ આનંદ આવી રહ્યું હતો. જ્યારે બિભીષણે એમને માટે પ્રશ્ન પૂછયો, ત્યારે એ અતિપ્રસન્ન થઈ ગયા. એકબીજાએ સામે જોઈને પરસ્પર પ્રસન્નતા વ્યક્ત કરી. બિભીષણે બંનેના મસ્તકે હાથ મૂક્યા. મહાનુભાવ! સાંભળો, કાકન્વીનગરી હતી. તેમાં વામદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો, તેની શ્યામલા નામની પત્ની હતી. તેને બે પુત્રો હતા : વસુનન્દ અને સુનન્દ. એક દિવસ ઘરમાં આ બે ભાઈઓ જ હતા, ત્યાં એક મહામુનિ ભિક્ષા માટે આવી ચડ્યા. મુનિને એ દિવસે એક મહિનાના ઉપવાસનું પારણું હતું. વસુનન્દ અને સુનન્દ ખૂબ ભક્તિથી મહામુનિનું સ્વાગત કર્યું. અને ઉત્તમ દ્રવ્યો વહોરાવ્યાં. દાનધર્મનો કેવો દિવ્ય પ્રભાવ! બંને ભાઈઓ આયુષ્ય પૂર્ણ કરીને યુગલિક માનવો થયા. ખૂબ જ સરળ ભદ્રિક અને મંદકષાયી! ત્યાંથી મૃત્યુ થયું અને તેઓ પ્રથમ દેવલોકમાં દેવ થયા. દેવભવનું આયુષ્ય પૂર્ણ થયું અને પુન: કાકન્દીનગરીમાં તેઓ રાજકુમાર થયા. રાજા રતિવર્ધન અને રાણી સુદર્શનાના એ પ્રિયંકર અને શુભંકર નામના અતિપ્રિય કુમારો થયા. ક્રમશઃ બંને ભાઈઓ રાજા થયા. દીર્ધકાળ રાજ્ય પાળીને ચારિત્ર સ્વીકાર્યું. For Private And Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લક્ષ્મણજી વગેરેના પૂર્વભવ ૮૮૫ ચારિત્ર પાળીને રૈવેયક દેવલોકમાં દેવ થયા અને ત્યાંથી આવીને આ લવણ-અંકુશ થયા!' લવ-કુશ પ્રસન્ન થઈ ગયા. તેમની દૃષ્ટિ એમના કલાગુરુ સિદ્ધાર્થ પર ગઈ. તેમણે કેવળજ્ઞાની ભગવંતને પૂછ્યું. પ્રભો, અમારા કલાગુરુ સિદ્ધાર્થનો અમારા પર આટલો પ્રેમ શાથી છે!' ‘કુમાર! એ તમારી પૂર્વભવની માતા છે. જ્યારે તમે પ્રિયંકર અને શુભંકર રાજપુત્રો હતા ત્યારે એ તમારી માતા સુદર્શના હતી! તમારા પ્રત્યે અપાર વાત્સલ્ય હતું. તેણે વચ્ચે અનેક ભવ કર્યા અને એ સિદ્ધાર્થ થઈ છે!” કેવળજ્ઞાની ભગવંતની દેશના સાંભળીને પર્ષદામાં બેઠેલા અનેક જીવોના હૃદયમાં સંવેગ જાગ્યો અને સંસાર પર વૈરાગ્ય થઈ ગયો. “આવો છે આ સંસાર? જનમજનમના કેવા ચિત્રવિચિત્ર સંબંધો? આવા સંસારનો ત્યાગ કરીને, ચારિત્ર સ્વીકારીને, આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવીએ.' સેનાપતિ કૃતાન્તવદન તો હર્ષવિભોર થઈ ગયો. તેની આંખોમાંથી હર્ષનાં આંસુ વહી રહ્યાં, તે ઊભો થયો અને કેવળજ્ઞાનીને વંદન કરી બોલ્યો : હે નાથ! મારા પર દયા કરો, આપની અમૃતથી પણ અધિક મીઠી વાણી સાંભળીને, મારું મન સંસારનાં સુખોથી વિરક્ત બન્યું છે. મને ચારિત્ર આપી, મારો આ ભવસાગરથી ઉદ્ધાર કરો.” કૃતાન્તવદન, તમારો મનોરથ શુભ છે, પવિત્ર છે. તમે તમારા શુભ મનોરથને સફળ કરો.” કૃતાન્તવદને મુનિવરને ભાવપૂર્વક વંદના કરી. બીજા નગરજનોએ વ્રત-નિયમો ધારણ કર્યા. શ્રીરામ વગેરે ઊભા થયા. કેવળજ્ઞાનીને પુનઃ પુનઃ વંદના કરીને, જ્યાં આર્યા સીતા હતાં ત્યાં ગયા. આર્યા સીતા એમના સ્વાધ્યાય-ધ્યાનમાં લીન હતાં. શ્રીરામ આર્યા સીતાને જોઈ વિચારે છે : “અહ, કમલકોમલ અંગવાળી, આ મારી પ્રાણપ્રિયા સીતા કેવી રીતે ટાઢ-તડકાનાં કષ્ટ સહન કરશે? આ સંયમભાર જે સહુથી મોટો ભાર છે, એ કેવી રીતે ઉપાડી શકશે? અરે, હું તો હૃદયથી પણ ઉપાડી શકું, પરંતુ હા, આ એ સીતા છે કે જેના સતીત્વને રાવણ પણ ભાંગી ન શક્યો એવી આ સીતા, લીધેલી પ્રતિજ્ઞાને પ્રાણને ભોગે પણ પાળનારી છે.' શ્રી રામે વંદના કરી લક્ષ્મણજી અને બીજા રાજાઓએ શ્રદ્ધાથી નિર્મલ બનેલા હૈયેથી વંદના કરી. સાંભળેલા પૂર્વભવોને યાદ કરતાં કરતાં સહુ અયોધ્યામાં પાછાં વળ્યાં! For Private And Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક ૧૧૩. કંથનપુરના સ્વયંવરમાં સંસારનો પ્રવાહ અખ્ખલિત ગતિથી વચ્ચે જાય છે. અનંત અનંત જીવો આ પ્રવાહમાં વધે જાય છે. બહુ થોડા જીવો એ પ્રવાહમાંથી બહાર નીકળે છે ને મુક્તિ પ્રાપ્ત કરે છે. સંસારપ્રવાહના જીવો એમને જુએ છે, જોનારાઓમાં કોઈ હસે છે! કોઈ રડે છે. થોડો સમય તેની ચર્ચા કરે છે અને પછી ભૂલી જાય છે. પુનઃ એ પ્રવાહમાં મગ્ન થઈ જાય છે. સીતાજી અને સેનાપતિ કૃતાન્તવદને ચારિત્ર લીધું, સંસારપ્રવાહથી કંઈક અળગાં થયાં, અયોધ્યામાં એની ચર્ચા થઈ. કોઈએ અભિનંદન આપ્યાં, કોઈએ ત્યાગની પ્રશંસા કરી. કોઈ રડ્યા અને કોઈએ કોઈના કાનમાં કહ્યું પણ ખરું દીક્ષા ન લે તો શું કરે! રામે દુઃખ ઓછાં આપ્યાં હતાં?' સારા કાર્યની પણ બધા પ્રશંસા ન કરે, એ આ સંસારની રીત છે. ખરાબ કામની બધા નિંદા કરે, એ આ દુનિયાની રીત છે. આ સંસાર આમ જ ચાલ્યા કરે છે. દિવસો વીત્યા. અયોધ્યાના રાજમહેલમાં હવે માત્ર સીતાજીની સ્મૃતિ જ શેષ રહી હતી. કૃતાંતવદન મુનિ તો સંયમ આરાધી દેવલોકવાસી થયા હતા. સીતાજીએ પણ ઘોર તપશ્ચર્યા તપવા માંડી હતી. સાઠ વર્ષો એ તપમાં વીતી ગયાં હતાં. શ્રીરામચન્દ્રજી, લક્ષ્મણજી, લવ-કુશ વગેરે અયોધ્યાના વિશાળ રાજ્યને સુવ્યવસ્થિત કરી, પ્રજાનું યોગક્ષેમ કરવામાં નિરત હતા. તેઓ ત્રણ ખંડના વિશાળ રાજ્યનું પાલન કરી રહ્યા હતા. અલબતુ, સીતાજીની દીક્ષા પછી શ્રીરામ રાજ્યની ખટપટોથી મુક્ત થયા હતા. લવ અને કુશ, લક્ષ્મણજીના પૂર્ણ સહયોગી બન્યા હતા. બીજી બાજુ લક્ષ્મણજીને પણ પુત્રરત્નોની પ્રાપ્તિ થઈ હતી. જ્યેષ્ઠ પુત્રનું નામ હતું શ્રીધર. શ્રીધર વગેરે જ્યારે યૌવનમાં આવ્યા, ત્યારે લક્ષ્મણજીએ સુયોગ્ય રાજકન્યાઓ સાથે એમનું પાણિગ્રહણ કરાવ્યું. લવ અને કુશ, શ્રીધર વગેરે સાથે ખૂબ જ સ્નેહથી વ્યવહાર કરતા હતા. પરંતુ શ્રીધર વગેરેને લવ-કુશ તરફ આંતરિક ઈર્ષા ક્યારેક સતાવતી હતી. - લક્ષ્મણજીનો લવ-કુશ પ્રત્યેનો સ્નેહ, શ્રીધર વગેરેની ઈર્ષ્યાનું પ્રબળ નિમિત્ત બન્યો હતો. “અમારા પિતાજી અમારા કરતાં વધારે લવ-કુશને કેમ ચાલે?' આ વૃત્તિએ લક્ષ્મણપુત્રોને ઈર્ષાળુ બનાવ્યા હતા. તેઓ લવ-કુશ પ્રત્યે બાહ્યવ્યવહાર For Private And Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કંચનપુરના સ્વયંવરમાં તો વિનયપૂર્વક જ કરતા હતા, પરંતુ હૃદયમાં પ્રેમ ન હતો, સ્નેહ ન હતો. વૈિતાઢચ પર્વત. કાંચનપુર નગર. વિદ્યાધરપતિ રાજી કનકરથને બે પુત્રી હતી. એકનું નામ મન્દાકિની, બીજાનું નામ ચન્દ્રમુખી. બંને કન્યાઓ ગુણવતી અને રૂપવતી હતી. રાજા કનકરથે તેમને માટે સુયોગ્ય વરની તપાસ કરાવી, પરંતુ તેમને નિરાશા સાંપડી, એક દિવસ બંને પુત્રીઓને બોલાવીને રાજાએ કહ્યું : બેટી તમારા બંને માટે હું કેટલો ચિંતાતુર છું તે તમે જાણો છો?' “પિતાજી અમારા માટે આપ શાને ચિંતાતુર?' મન્દાકિનીએ પૂછયું. તમારા બંને માટે સુયોગ્ય રાજકુમારોની શોધ કરી રહ્યો છું, પરંતુ મળતા નથી. કોઈનામાં રૂપ છે, તો ગુણ નથી! કોઈનામાં ગુણ છે તો રૂપ નથી. કોઈનામાં રૂપ છે, ગુણ છે, તો પરાક્રમ નથી. કોઈ પરાક્રમી છે તો ખાનદાની નથી. હું તમને જોઉં છું. મેં કેટલી કાળજીથી તમને ઘડી છે? જેના તેના હાથમાં તમને સોંપી દેવાનું સાહસ ન કરી શકું.” વૃદ્ધ પિતાએ બંને પુત્રીના મસ્તકે વાત્સલ્યભર્યા હાથે પ્રસાર્યા. નેહ, ચિંતા અને વ્યથાના ભાવોથી રાજાની આંખો ભરાયેલી હતી. મન્દાકિનીએ આંખોના ભાવ વાંચી લીધા. તેના પિતૃભક્ત હૃદયને દુઃખ થયું. બે ક્ષણ મન્દાકિનીએ વિચારી લીધું. કંઈક! તરત પિતાના હાથ પકડીને કહ્યું: “પિતાજી આપે જ અમને ભાગ્ય પર ભરોસો રાખવાનું નહોતું કહ્યું?' કહ્યું હતું! તો મને એક વિચાર આવે છે.' શ?' આપ અમારા બંનેનો સ્વયંવર રચો, સ્વયંવરમાં ભૂચર-ખેચર સર્વે રાજાઓને નિમંત્રણ આપો. અમે જ ત્યાં વરી લઈશું! અમારા ભાગ્ય મુજબ અમને પતિ મળશે, આપ બીજી કોઈ ચિંતા ન કરો.” મન્ટાકિનીની વાત ચન્દ્રમુખીને પણ ગમી ગઈ. રાજા કનકરથે મન્દાકિનીની For Private And Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૮૮ જૈન રામાયણ વાત સ્વીકારી. બંને પુત્રીઓને વિદાય કરી. રાજાએ તરત મહામંત્રીને બોલાવીને સ્વયંવર માટેની વાત કરી : “મારી ચિંતાનો જલ્દી અંત આવી જાય અને પુત્રીઓ એમના ઘેર જાય. બસ પછી હું નિવૃત્ત થઈશ. મારે પણ પછી આત્મહિતમાં પ્રવૃત્ત થવું છે.' મહારાજા, સ્વયંવરનો વિચાર બરાબર છે, યોગ્ય છે. એ માટેની જરૂરી કાર્યવાહી હું આરંભી દઉં છું.' મહામંત્રી રાજાને પ્રણામ કરી વિદાય થયા. રાજાનું મન હળવું બની ગયું. ૦ ૦ ૦ અયોધ્યાનો ભવ્ય દરબાર આજે ભરચક ભરાયો હતો. રાજસિંહાસન પર શ્રીરામ અને લક્ષ્મણજી આરૂઢ થયા હતા. લવ-કુશ અને શ્રીધર વગેરે રાજકુમારો પણ ક્રમશ: સિંહાસન પર બેસી ગયા હતા, ત્યાં દ્વારપાલે આવીને, નમન કરીને નિવેદન કર્યું : મહારાજાનો જય હો, કાર પર વિદ્યાધરપતિ મહારાજા કનકરથનો દૂત આવીને ઊભો છે. આપશ્રીનાં દર્શન કરવા ચાહે છે.' આવવા દો દૂતને.' દ્વારપાલ નમન કરીને ચાલ્યો ગયો અને અલ્પ સમયમાં જ રાજા કનકરથના દૂતે રાજસભામાં પ્રવેશ કર્યો. અયોધ્યાની રમણીયતા અને ભવ્યતાથી દૂત પ્રભાવિત થયો હતો. રાજદરબારની ઝાકઝમાળ અને દિવ્યતા જોઈને એ સ્તબ્ધ બની ગયો. તેણે આવીને શ્રીરામ અને લક્ષ્મણને નમન કર્યું અને નિર્દિષ્ટ આસન પર એણે સ્થાન ગ્રહણ કર્યું. કહો, મહારાજા કનકરથ કુશળ છેને?” શ્રીરામે પૂછ્યું. હે ઉત્તમ પુરુષ! મહારાજા કનકરથે આપની કુશળતા ચાહી છે અને એક વિશિષ્ટ પ્રયોજનથી મને અહીં મોકલ્યો છે.' “કહો, મહારાજાનો શો સંદેશ છે? “હે શ્રેષ્ઠ પુરુષ! અમારા મહારાજાને બે પુત્રી છે : મદાકિની અને ચન્દ્રમુખી, મહારાજાએ એ બંને રાજકુમારીનો સ્વયંવર રચ્યો છે. સ્વયંવરમાં ભૂચર અને ખેચર સર્વે રાજાઓને નિમંત્રણ પાઠવ્યાં છે. આપને કહેવરાવ્યું છે કે આપ અને લક્ષ્મણજી સવે રાજકુમારો સાથે અવશ્ય સ્વયંવરમાં પધારશો.' દૂતની વાત સાંભળીને, શ્રીરામે લક્ષ્મણજી સામે જોયું અને દૂતને કહ્યું : સ્વયંવરમાં રાજકુમારોને મોકલીશ. અમારું શું પ્રયોજન છે?' For Private And Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કંચનપુરના સ્વયંવરમાં ૮૮૯ “મહારાજા!” અમારા રાજા આપની મિત્રતા ચાહે છે, આ નિમિત્તે આપ તેમના મહેમાન બનો અને મિત્રતા બાંધો એવી એમની કામના છે.” શ્રીરામે લક્ષ્મણજી સામે જોઈ, લક્ષ્મણજીની ઇચ્છા જાણીને દૂતને સ્વીકૃતિ આપી, વિદાય કર્યો. લક્ષ્મણજીએ લવ-કુશ, શ્રીધર વગેરે કુમારને કંચનપુર સ્વયંવરમાં જવા માટે તૈયાર થવા આદેશ કર્યો. લક્ષ્મણજીના અઢીસો પુત્ર હતા. તે સર્વેને તૈયાર થવાની આજ્ઞા મળી. નિર્ણાત દિવસે પુષ્પક વિમાનમાં આરૂઢ થઈ શ્રીરામ, લક્ષ્મણજી અને સર્વે રાજકુમારો વૈતાઢ્ય પર્વત પર કાંચનપુર જવા ઊપડી ગયા. ૦ ૦ ૦ કાંચનપુરમાં અનેક વિદ્યાધર રાજાઓ ને રાજકુમારો આવી પહોંચ્યા હતા; અનેક ભૂચર રાજાઓ ને રાજકુમારો આવી ગયા હતા. મહારાજા કનકરશે સહુનું સ્વાગતપૂર્વક બહુમાન કર્યું હતું. સ્વયંવર મંડપની ભવ્ય રચના કરવામાં આવી હતી. મન્દાકિની અને ચન્દ્રમુખીના આનંદની અવધિ ન રહી. રોજરોજ નવા નવા આવતા જતા રાજાઓ અને રાજકુમારો અંગેની વિસ્તૃત માહિતી દાસીઓ પાસેથી એમને મળતી હતી. ક્યારેક હાસ્યરસ રેલાઈ જતો તો ક્યારેક તેઓ ગંભીર બનીને સાંભળતી. ક્યારેક રોમાંચ અનુભવતી તો ક્યારેક ઉત્સુકતાનો અનુભવ કરતી. જ્યારે કાંચનપુરમાં પુષ્પક વિમાન ઊતરી આવ્યું અને શ્રીરામલક્ષ્મણ રાજકુમારો સાથે ઊતર્યા, મહારાજા કનકરશે સ્વાગત કર્યું ત્યારે રાજકુમારીઓની દાસી ત્યાં હાજર જ હતી. દાસીએ શ્રીરામ-લક્ષ્મણ અને રાજકુમારોને જોયા જ કર્યા! દોડીને સીધી પહોંચી મન્દાકિની પાસે. દેવી! અયોધ્યાના રાજકુમારો આવી ગયા છે.” “ઘણાય દેશના રાજકુમાર આવ્યા છે.” ‘પણ આ તો ગજબ જ છે. આવું રૂપ-લાવણ્ય મને તો કોઈનામાં ય દેખાતું નથી, અદ્ભુત છે.” દાસીએ બંને રાજકુમારીની સમક્ષ અયોધ્યાના રાજકુમારોની પ્રશંસા કરી. હવે બે દિવસ જ આડે છે ને! સ્વયંવરમંડપમાં એમને જોઈશું એમનાં પરાક્રમ, યુદ્ધ કૌશલ્ય વગેરેની કીર્તિ તો સાંભળેલી છે. ખાનદાની તો શ્રેષ્ઠ છે. એક જ વસ્તુ મહત્ત્વની છે!” For Private And Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૯૦ જૈન રામાયણ એ શું? ‘સહજ આકર્ષણ! જો પરસ્પર હાર્દિક ખેંચાણ ન અનુભવાય તો, લગ્નજીવન નિષ્ફળ જાય.' એવા આકર્ષણની કેવી રીતે ખબર પડે?' દાસીને જાણે લગ્નજીવનનું રહસ્ય જાણવા મળ્યું!” રોમરાજી વિકસ્વર થઈ જાય-પ્રથમ જ દર્શને! હૃદય હર્ષનો અતિરેક અનુભવે.” મન્દાકિનીએ દાસીના કાનમાં કહ્યું અને તે શરમાઈ ગઈ દાસી હસી પડી ને ચાલી ગઈ. મન્દાકિની અને ચન્દ્રમુખી અયોધ્યાના રાજકુમારોના વિચારમાં રમવા લાગી. બીજા રાજાઓની વાતો, પ્રશંસાઓ એમની પાસે થવા લાગી. સ્વયંવરનો દિવસ આવી પહોંચ્યો હતો. વિદ્યાધર દુનિયાનાં સિદ્ધહસ્ત કારીગરોએ સ્વયંવરમંડપની રચના કરી હતી. અજોડ સજાવટ અને અદ્વિતીય શોભા! રાજા કનકરથના આનંદની સીમા રહી ન હતી. સ્વયંવરનો દિવસ આવી ગયો. બંને રાજકુમારીઓને એમની કુશળ સખીઓએ વસ્ત્ર અને અલંકારોથી શણગારી. જ્યારે તેઓ શણગાર સજીને, અરીસા સામે આવી ત્યારે તેઓ પોતાને ઓળખી ન શકી! સ્વયંવરમાં આવેલા રાજાઓ અને રાજકુમારો પણ શ્રેષ્ઠ શણગાર સજીને મંડપમાં આવવા લાગ્યા હતા. તેમને માટે નિયત કરેલા સ્થાને તેઓ આવી આવીને, પોતાના દમામ સાથે બેસી જતા હતા. શ્રીરામચન્દ્રજી અને લક્ષ્મણજીએ, કુમારોને સ્વયંવર મંડપમાં મોકલ્યા. તેઓ સ્વયં ન ગયા. એમને જવાનું જ ન હતું, તેઓ તો રાજા કનકરથના આગ્રહથી જ આવ્યા હતા. લવ-કુશ અને શ્રીધર વગેરે કુમારો પણ સ્વયંવર મંડપમાં પહોંચી ગયા અને યથાસ્થાને ગોઠવાઈ ગયા. સ્વયંવરમંડપ રાજાઓ ને રાજકુમારોથી ભરાઈ ગયો. સ્વયંવરની કાર્યવાહી શરૂ કરતાં, કાંચનપુરના મહામંત્રીએ નિવેદન છ્યું : પધારેલા માનનીય મહારાજાઓ અને રાજકુમારો, અમને અત્યંત આનંદ થાય છે કે અમારા આમંત્રણનો સ્વીકાર કરી, આપ અમારા નગરમાં પધાર્યા છે. અમારા મહારાજા કનકરથની ઇચ્છાનુસાર, તેઓની બે રાજકુમારી મદાકિની અને ચન્દ્રમુખીના સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું છે. બંને રાજકુમારી હમણાં સ્વયંવરમંડપમાં આવશે, તેમની ઇચ્છા મુજબ તેઓ ગમે તે બેના ગળામાં વરમાળા પહેરાવશે. આપ મોટી For Private And Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૯૧ કંચનપુરના સ્વયંવરમાં સંખ્યામાં છો. બે સિવાય બીજા બધાને નિરાશ થવું પડશે. પરંતુ આપ સુજ્ઞ છો, સ્વયંવરની આ જ પદ્ધતિ હોય છે.’ અલ્પ સમયમાં જ બંને રાજકુમારીઓએ મંડપમાં પ્રવેશ કર્યો. આવીને મહારાજા કનકથને પ્રણામ કર્યા. રાજાએ આશીર્વાદ આપ્યા અને વરમાળા પહેરાવવાનો આદેશ આપ્યો. કુલવૃદ્ધા, બંને રાજકુમારીઓની આગળ થઈ અને જે રાજા કે કુમાર સામે જઈને રાજકુમારી ઊભી રહે, તેમનો પરિચય આપવા માંડ્યો. રાજકુમારીઓ આગળ ચાલે એટલે કુલવૃદ્ધા આગળ ચાલે. અનેક રાજાઓને, રાજકુમારોને નિરાશ કરતી બંને કન્યાઓ લવ અને કુશ સામે આવીને ઊભી રહી. કુલવૃદ્ધાએ પરિચય આપવા માંડ્યો, પરંતુ લવકુશને જોતાં જ બંને કન્યાઓ રોમાંચિત થઈ ગઈ! મન્દાકિનીએ લવના ગળામાં વરમાળા પહેરાવી દીધી અને ચન્દ્રમુખીએ કુશના ગળામાં વરમાળા પહેરાવી દીધી! ‘શ્રી રામપુત્ર લવણ-અંકુશનો જય હો!' જયધ્વનિથી મંડપ ગાજી ઊઠ્યો, મહારાજા કનકરથ વગેરેના આનંદની અવિધ ન રહી. આનંદ આનંદ છવાઈ ગયો. પરંતુ લક્ષ્મણજીના અઢીસો કુમારો તરત જ મંડપ છોડીને ચાલ્યા ગયા. પોતાને ઉતારે પહોંચી ગયા, રોષથી તેઓ સળગી ઊઠ્યા હતા. તેમને પોતાનું ઘોર અપમાન લાગ્યું. બંને કન્યાઓને મેળવવા તેઓ લવ-કુશ સામે લડી લેવા તૈયાર થઈ ગયા. જ્યારે તેઓ રોષથી સ્વયંવરમંડપ ત્યજીને ચાલ્યા ગયા ત્યારે લવ-કુશના ગુપ્તચરો એમની પાછળ પહોંચી ગયા હતા. કુમારોની પ્રતિક્રિયા જાણીને, તરત તેમણે આવીને લવ-કુશને કહ્યું: ‘મહારાજકુમાર, શ્રીધર વગેરે અપમાનથી રોષે ભરાયા છે!' ‘એમનું અપમાન કોણે કર્યું?' લવ-કુશે આશ્ચર્યથી પૂછ્યું. બે રાજકુમારીઓએ! એમણે આપ બંનેના ગળામાં વરમાળા પહેરાવી, તેમાં તેમને અપમાન લાગ્યું છે અને તેઓ આપની સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા છે.’ લવ-કુશ વિચારમાં પડી ગયા. લવે કુશ સામે જોયું. લવ બોલ્યા : ‘શ્રીધર વગેરેને રોષ કરવાનું કોઈ પ્રયોજન નથી, છતાં તેઓ આપણા પર રોષે ભરાયા છે. તે આપણા ભાઈઓ છે, તેથી અવધ્ય છે. તેમના પર શસ્ત્ર For Private And Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાગ્યા ૮૯૨ જૈન રામાયણ ચાલે જ નહીં અને આપણે ક્યાં જુદા છીએ? જેમ આપણા બન્ને તાતમાં ભેદ નથી, તો એમના પુત્રો વચ્ચે પણ ભેદ નથી. તો એમના પુત્રો વચ્ચે પણ ભેદ ન જ હોઈ શકે.” સત્ય છે જ્યેષ્ઠ ભ્રાતા, એ આપણા બંધુ છે. એમના પર શસ્ત્ર ન જ ઉપાડાય, એમને સમજાવવા પ્રયત્ન કરવો જોઈએ.” શ્રીધરના ગુપ્તચરોએ લવ-કુશનો વાર્તાલાપ સાંભળ્યો. તેઓ દંગ થઈ ગયા. લવ-કુશની ઉદાત્ત ભાવનાઓ જાણી તેઓ શ્રીધર પાસે દોડી ગયા. શ્રીધર વગેરે તો શસ્ત્ર સજીને, લડી લેવાના જોશમાં હતા. ગુપ્તચરોએ આવીને, એ અઢીસો કુમારોને લવ-કુશનો વાર્તાલાપ કહી સંભળાવ્યો. શ્રીધર વિસ્મય પામી ગયો. શું કહો છો? લવ-કુશના હૃદયમાં અમારા પ્રત્યે આ પ્રેમ છે? અહો, ક્યાં એ ઉત્તમ કુમારો અને ક્યાં અમારી અધમ વૃત્તિઓ..' શ્રીધરે શસ્ત્રો ફેંકી દીધાં. અઢીસો ય કુમારોએ શસ્ત્રોનો ત્યાગ કર્યો. લડવાનો જુસ્સો ઊતરી ગયો. પશ્ચાત્તાપ કરવા લાગ્યા. “અહો આ સંસાર કેવો છે? ભાઈઓ સાથે લડી લેવાનો અધમ વિચાર કર્યો. ક્યાં અમારા બંને તાતપાદનો સ્નેહ અને ક્યાં અમારી ઈર્ષ્યા! આ બધી કર્મોની વિટંબણા છે. કર્મો જ નાચ નચાવે છે. માટે હવે કર્મોનો જ નાશ કરવાનો પુરુષાર્થ કરી લઈએ.” શ્રીધરે પોતાના ભાઈઓને સંસારનો ત્યાગ કરી, આત્મકલ્યાણ સાધવાનો પોતાનો નિર્ણય જણાવ્યો. સહુ સંમત થઈ ગયા. તેઓ જ્યાં લવ-કુશ હતા ત્યાં આવ્યા. લક્ષ્મણજીના અઢીસો ય પુત્રો લવ-કુશના ચરણે પડી ગયા. ગદ્ગદ્ સ્વરે ક્ષમાયાચના કરી. હવે શ્રીધરને પોતાના બાહુપાશમાં જકડી લીધો. સ્નેહની વર્ષા કરી. “અમે અધમ છીએ, આપ ઉત્તમ છો, અમને ક્ષમા કરો કુમાર, શ્રીધર રડી પડ્યો. શ્રીધર, એમ ન બોલ. મનુષ્યના જીવનમાં આવી ભૂલો થઈ જતી હોય છે, પરંતુ અમારા હૃદયમાં તારા પ્રત્યે પૂર્ણ વાત્સલ્ય છે. તમે નિર્ભય રહો, નિશ્ચિત રહો.' “કુમાર, હવે તો પૂર્ણ નિર્ભય બનવા પરમાત્મા જિનેશ્વરદેવના બતાવેલા ચારિત્રમાર્ગે જવાનો અને સંકલ્પ કર્યો છે. આ સંસાર જ એવો છે જ્યાં માનવ For Private And Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૯૩ કંચનપુરના સ્વયંવરમાં ભાન ભૂલી જાય અને ન કરવાનાં કામો કરી બેસે. વિષયોની સ્પૃહામાંથી જ કષાયો પેદા થાય છે. માટે વિષયોની સ્પૃહા જ ત્યજી દેવી જોઈએ. અમે નિર્ણય કર્યો છે કે તાતપાદની અનુજ્ઞા લઈ ચારિત્ર સ્વીકારવું, કર્મોની સામે લડી લેવું અને આત્માના સ્વરૂપને પ્રાપ્ત કરી, અવિકારી સ્થિતિ પ્રાપ્ત કરવી.” લવ અને કુશની આંખોમાં આંસુ ઊભરાયાં. ગદ્ગદ્ સ્વરે લવ બોલ્યા : હે ઉત્તમ પુરુષ, ધન્ય છે તમને. સર્વત્યાગના વીર માર્ગે ચાલવા તમે તત્પર બન્યા છો. અમે તમારી માનસિક અશાન્તિમાં નિમિત્ત બન્યા. અમને ક્ષમા કરજો, અમને પણ આ અસાર સંસારમાંથી મુક્ત કરવાની કૃપા કરજો.” અઢીસો કુમારો જ્યાં શ્રીરામ અને લક્ષ્મણજી હતા ત્યાં પહોંચ્યા. કુમારોએ બંને તાતને પ્રણામ કર્યા. શ્રીરામ-લક્ષ્મણજીને કુમારોમાં થયેલ સંઘર્ષની ખબર જ ન હતી. તેઓને તો લવ-કુશ વરમાળાના અધિકારી બન્યા, એનો આનંદ હતો. કુમારોએ બનેલી ઘટના વૈરાગ્યભર્યા શબ્દોમાં કહી સંભળાવી. શ્રીધરે. શ્રીરામનાં ચરણોમાં મસ્તક મૂકીને કહ્યું : હે તાતપાદ, હવે અમારું મન આ સંસારના કોઈ પણ સુખોમાં રાચી શકે એમ નથી. અમારું મન ચારિત્રની સાધનામાં શાન્તિ પામશે, માટે અમારા પર કૃપા કરો અમને અનુમતિ આપો.' શ્રીરામ અઢીસો રાજકુમારોને જોઈ રહ્યા. એક બાજુ લવ-કુશ સ્વયંવરમાં બે રાજકુમારીને વરે છે. બીજી બાજુ શ્રીધર વગેરે રાજકુમારો ચારિત્રના માર્ગે જવા તત્પર થાય છે! શ્રીરામે લક્ષ્મણજી સામે જોયું. લક્ષ્મણજીની દૃષ્ટિ ભૂમિ પર જડાઈ ગઈ હતી. શ્રી રામ બોલ્યા : લક્ષ્મણ!” જી!' લક્ષ્મણજીએ સફાળા શ્રીરામ સામે જોયું. શ્રીરામે ઇશારાથી અઢીસો રાજકુમારોને જવાબ આપવાનું સૂચવ્યું. લક્ષ્મણજીએ કહ્યું : આપને જેમ ઉચિત લાગે તેમ કરવા કૃપા કરો,' શ્રી રામે અઢીસો કુમારોને ચારિત્રની અનુમતિ આપી. શ્રી મહાબલ મુનીશ્વરનાં ચરણોમાં લક્ષ્મણજીના અઢીસો કુમારોએ ચારિત્ર લીધું. 0 0 0 For Private And Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪. ભામંsલનું મૃત્યુ કેટલાક દિવસથી ભામંડલ અયોધ્યામાં આવેલા હતા. શ્રીરામ અને લક્ષ્મણજીનાં દર્શન કર્યા વિના એમને ક્યાંથી ચેન પડે? લવ અને કુશને જોયા વિના એમને ક્યાંથી જંપ વળે? એક દિવસ બંને ભાણેજ સાથે ભામંડલ મહેલની અટ્ટાલિકામાં બેઠા હતા. ભામંડલ લંકાના યુદ્ધની રોમાંચક વાતો યાદ કરી રહ્યા હતા. “મામા, માતા સાધ્વીજીનાં ઘણા સમયથી દર્શન કર્યા નથી. આપણે જઈએ દર્શન કરવા? ક્યાં હશે અત્યારે તેઓ?' ‘હા, મારી પણ ખૂબ ઇચ્છા છે માટે આપણે જઈએ, કુશે સમર્થન કર્યું. ભામંડલ બંને રાજકુમારોનાં મુખ જોઈ રહ્યા. કુમારોની આંખો દૂર દૂર જંગલોમાં વિરાગી બનીને, નિર્મમ બનીને વિચરતાં સીતાજીને જોઈ રહી હતી. હૃદયનો સ્નેહ મુખ પર ઊપસી આવ્યો હતો. અવશ્ય, હું પણ તમારી સાથે આવીશ. મને પણ દર્શન કરવાની ઘણી જ ઉત્કંઠા છે. તમે આજે ઉચિત વાત કરી. વૈતાઢય ઉપર ગયા પછી ભૂલી જવાત અથવા પ્રમાદ થઈ જાત.” ભામંડલે કુમારો સામે જોઈ, દૂર ક્ષિતિજ પર દૃષ્ટિ સ્થાપી. તેમના મનમાં એક વિચાર સ્ફર્યો. એ વિચાર પ્રશ્નરૂપ હતો : “સીતાએ ચારિત્ર લીધું, એમને શ્રીરામ પ્રત્યે વિરક્તભાવ આવે તે તો સ્વાભાવિક હતું, પરંતુ એ આ કુમારોના સ્નેહને કેમ કરીને છોડી શક્યાં? એક ક્ષણ પણ કુમારને પોતાથી દૂર નહીં રાખનારાં, સીતાજી સદા માટે કેવી રીતે દૂર ચાલ્યાં ગયાં? શું એમને કુમારોની સ્મૃતિ નહીં આવતી હોય?” ભામંડલને વિચારોમાં ચઢેલા જોઈ લવ બોલ્યા : મામાજી, શું વિચારમાં પડી ગયા?” ભામંડલની વિચારધારા તૂટી. તેમણે લવ સામે જોયું. લવની પ્રશ્નસૂચક દૃષ્ટિ જોઈ. કાંઈ નહીં, તમે તૈયારી કરો. આપણે જઈએ.' પણ ક્યાં? સાધ્વીજી અત્યારે ક્યાં હશે?” “તપાસ કરી લઈશું. તમે તૈયાર તો થાઓ' લવ-કુશ તૈયારી કરવા ચાલ્યા ગયા. ભામંડલ ત્યાંથી શ્રીરામ પાસે પહોંચ્યા. શ્રીરામને વાત કરી. શ્રીરામે પુષ્પક વિમાન લઈ જવાનું કહ્યું. લવ-કુશને એમના પરિવારને સાથે લઈ જવાનું સૂચન મોકલ્યું. બીજી બાજુ સીતાજી ક્યાં વિચરે છે તેના સમાચાર નગર શ્રેષ્ઠી પાસેથી મેળવ્યા. તેઓ મિથિલાની આસપાસના પ્રદેશમાં વિચરે છે, તેવા સમાચાર મળ્યા. ભામંડલ, લવ-કુશ અને એમના પરિવારની સાથે પુષ્પક વિમાનમાં બેસી For Private And Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભામંડલનું મૃત્યુ ? ૮૯૫ મિથિલા તરફ ઊપડ્યા. અલ્પ સમયમાં જ પુષ્પક મિથિલામાં આવી પહોંચ્યું. મિથિલામાં તપાસ કરતાં સીતાજીનું ચોક્કસ સ્થાન મળી ગયું. વિમાનને ઉપાડ્યું અને તેઓ નિશ્ચિત સ્થળે જઈ પહોંચ્યાં. એક સુંદર ઉદ્યાનમાં અનેક આર્યાઓ સાથે સીતાજી સ્વાધ્યાય-ધ્યાનમાં લીન હતાં. ભામંડલ અને લવ-કુશે પરિવાર સાથે આર્યા સીતાજીને વંદન કર્યા. સીતાજીએ ધર્મલાભના આશીર્વાદ આપ્યા. સહુ વિનયપૂર્વક સીતાજીની સમક્ષ બેસી ગયાં, સુખશાતા પૂછી અને સીતાજીની કૃશ થઈ ગયેલા દેહને જોઈ લવ બોલી ઊઠ્યો : “હે પૂજ્ય, આપના દેહમાં કોઈ વ્યાધિ છે? કોઈ પીડા? આટલી બધી કૃશતા!” ભાગ્યશાળી! દેહને તપશ્ચર્યાથી તપાવ્યા વિના આત્મા પુષ્ટ થતો નથી. દેહ અને ઇન્દ્રિયોને દમવી પડે. આત્માનું શાશ્વત સુખ મેળવવા દેહ-ઇન્દ્રિયોનાં નાશવંત સુખો ત્યજી દેવાં પડે.” સીતાજીએ લવની શંકાનું સમાધાન કરતાં કહ્યું. ‘દેહ તો મોક્ષમાર્ગની આરાધનાનું સાધન છે ને? એને તો જાળવવો જોઈએ ‘લવ, મોક્ષમાર્ગની આરાધનામાં હનું મમત્વ બાધક છે. દેહનું, ઇન્દ્રિયોનું મમત્વ જ જીવને વિષય-કષાયમાં ફસાવે છે. દેહનું મમત્વ તોડવા માટે તપશ્ચર્યાનો જ માર્ગ શ્રેષ્ઠ છે. શરીર ભોગનું સાધન ન રહે, એ યોગનું સાધન બને એ માટે તપશ્ચર્યા કરવી જ રહી.” આપે સંયમ સ્વીકારીને ઘણો ત્યાગ કર્યો છે, હવે આપને શા માટે આવી ઘોર તપશ્ચર્યા કરવી પડે ?' વત્સ! ઘરવાસ ત્યજી અણગાર અવસ્થા આવી એટલે સ્વજન-પરિજન, વૈભવ-સંપત્તિ, વગેરેનું મમત્વ ગયું પરંતુ શરીર તો સાથે જ છે ને? એનું પણ મમત્વ ત્યજી દેવાનું છે. શરીરનું મમત્વ ન જાય તો આ જીવનમાં પણ વિષયકષાયની પીડા રહ્યા કરે, શરીરનો રાગ જવો જ જોઈએ.” આર્યા સીતાનાં વચન સાંભળી લવ-કુશના ભાવુક આત્મા પ્રસન્ન થઈ ગયા. તેમને સીતાજીનું તપોમય જીવન ગમી ગયું. સીતાજીએ આત્મહિતનો ઉપદેશ આપ્યો. સર્વે આર્યાઓને વંદન કરી સુખશાતા પૂછી, તેઓ વિમાનમાં ગોઠવાઈ ગયા અને અયોધ્યામાં પાછા આવી ગયા. અયોધ્યા આવતાં જ ભામંડલ વગેરે શ્રીરામ પાસે ગયા. ૦ ૦ ૦ For Private And Personal Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૯૬ જેને રામાયણ શ્રીરામે સીતાજીની સુખશાતા પૂછી. ભામંડલે કહ્યું : “હે પૂજ્ય, આર્યા સીતાએ ઘોર તપશ્ચર્યાથી દેહનું દમન કર્યું છે. મોક્ષમાર્ગની આરાધનામાં નિરત છે. કેવું એમનું પ્રસન્ન, નિર્વિકાર જીવન છે! કોઈ વિષયોની સ્પૃહા નહીં, કોઈ કષાયોની કાલિમા નહીં. સાચે જ સીતાએ માનવજીવન સફળ બનાવ્યું.” ભામંડલની આંખો હર્ષના આંસુથી છલકાઈ ગઈ. શ્રીરામ ભામંડલના શબ્દોમાં ખોવાઈ ગયા. એમની કલ્પનાસૃષ્ટિમાં સીતાજીની મૂર્તિ તરવરી રહી. “હે આર્યપુત્ર, સાચે જ મારું મન પણ આવા નિગ્રંથ જીવન તરફ આકર્ષાય છે. આ માનવજીવન તો જ સફળ બને.” શ્રીરામ ભામંડલ સામે જોઈ રહ્યા. કંઈ બોલ્યા નહીં. ભામંડલ ત્યાંથી ઊઠીને, લવ-કુશને મહેલે આવ્યા. ભોજનાદિથી નિવૃત્ત થઈને, ભામંડલ બંને ભાણેજની પાસે બેઠા. એમના ચિત્તમાં ભારે ગડમથલ ચાલી રહી હતી. બસ, મારી એક ઇચ્છા પૂર્ણ થઈ જાય, પછી ચારિત્ર લઈ નિષ્પાપ જીવન વ્યતીત કરું.' લવની સામે જોઈ ભામંડલ બોલ્યા. “કઈ ઇચ્છા?' લવે પૂછ્યું. “મારી ઇચ્છા છે કે વૈતાઢય પર્વતની ઉત્તરશ્રેણિ અને દક્ષિણશ્રેણિ પર વિજય મેળવું. સમગ્ર વિદ્યાધર દુનિયા પર એકચક્રી રાજ્ય સ્થાપિત કરું, પછી ચારિત્ર લઉં!” “આપના માટે અશક્ય નથી, આપ આપના મનોરથ પૂર્ણ કરી શકો. બિભીષણ, સુગ્રીવ અને હનુમાન જેવા મિત્રો છે. બંને તાત અને અમે બંને ભાણેજ આપની સાથે જ છીએ. આપ તો વિજયયાત્રાનું મુહૂર્ત જ કઢાવો મામા!” લવે ભામંડલની ઇચ્છાને પ્રોત્સાહન આપ્યું. ભામંડલ લવની વાત સાંભળી ઉત્સાહિત થયા. તેમણે પોતાનો અંદાજ વ્યક્ત કર્યો : ‘લવ, વૈતાઢ્ય - પર્વત પર આમેય એવા પરાક્રમી રાજાઓ થોડા જ છે. મોટા ભાગના તો અત્યારે રંગરાગમાં ડૂબેલા છે. બહુ સરળતાથી વિજય મેળવી શકાય એમ છે. બિભીષણ વગેરે મિત્ર રાજાઓ અને શ્રીરામ-લક્ષ્મણજી સાથે હોય પછી વિજયની શંકા જ શાની?' ભામંડલ વૈતાઢચ પર્વત પર એકચક્રી સામ્રાજ્ય સ્થાપવાની યોજના વિચારવા લાગ્યા. તેમણે લક્ષ્મણજીને પણ વાત કરી. અચાનક અયોધ્યા આવી પહોંચેલા સુગ્રીવને પણ વાત કરી. સહુએ ભામંડલને સહયોગ આપવાનું વચન આપ્યું. ભામંડલ પ્રસન્ન થયા. થોડાક દિવસ રોકાઈને તેઓ રથનૂપુર નગરે જવા તૈયાર થયા. પોતાના વિમાનમાં તેઓ રથનુપુર આવી ગયા. પોતાના મંત્રીમંડળને For Private And Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભામંડલનું મૃત્યુ બોલાવી ગુપ્ત મંત્રણાઓ કરી. મંત્રીમંડળ પણ વૈતાદ્ય-વિજયની યોજનામાં સંમત થઈ ગયું. દિવસો વીતે છે. ભામંડલનું મન વૈતાઢચ વિજયની યોજનામાં ગૂંથાયું છે. એક દિવસ ભામંડલ મહેલની અગાસીમાં ઊભા હતા. એકલા જ ઊભા ઊભા આકાશના રંગો નિહાળતા હતા. તેમની કલ્પનાસૃષ્ટિમાં આર્યા સીતાજી આવ્યાં : કેવું અદ્ભુત જીવન! આત્માના કલ્યાણનું જીવન, હું પણ એવું જીવન ચાહું છું. પરંતુ એક વાર હું સમગ્ર વૈતાદ્યનો સ્વામી બનું, સર્વત્ર યથેચ્છા વિચરી શકું, પછી શ્રમણ બનું. શ્રમણ બનીને ઘોર તપશ્ચર્યા કરી, ઇન્દ્રિયોનું દમન કરીશ. દિવસોના દિવસો સુધી ધ્યાનસ્થ દશામાં રહીશ. કષાયોનું શમન કરીશ. કર્મનાં બંધનોથી મુક્ત થવા સતત પુરુષાર્થ કરીશ. મારી કામનાઓ પૂર્ણ થશે.' આ વિચારોમાં ભામંડલ લીન હતા ત્યાં જ એક ભયંકર અકસ્માત થયો. આકાશમાંથી વિદ્યુત (વીજળી) ભામંડલ પર તૂટી પડી. ભામંડલનો દેહ પટકાઈ પડ્યો. મહેલ ધણધણી ઊઠ્યો. ભામંડલનું પ્રાણપંખેરું ઊડી ગયું. દ્વારે ઊભેલા સૈનિકો ધસી આવ્યા. પરંતુ તેઓ શું કરી શકે? મહેલમાં સમાચાર ફરી વળ્યા. અંતઃપુર દોડી આવ્યું. મંત્રીમંડળ આવી પહોંચ્યું. નગરમાં જેમ જેમ વાત ફેલાઈ, તેમ તેમ લાખો સ્ત્રીપુરુષો શોકસાગરમાં ડૂબી ગયા. જરાય વિલંબ કર્યા વિના સમાચાર અયોધ્યા પહોંચાડવામાં આવ્યા. ભામંડલનું મૃત્યુ? વિદ્યુત્પાતથી?' શ્રીરામ, લક્ષ્મણજી, લવ-કુશ વગેરે સ્તબ્ધ થઈ ગયા. તરત જ પુષ્પક વિમાનમાં બેસી સહુ રથનૂપુર નગરમાં આવી પહોંચ્યા. ભામંડલના પ્રાણવિહોણા દેહને જોઈ, સહુની આંખો આંસુભીની થઈ ગઈ. વૈતાઢ્ય પર્વતના અનેક રાજાઓ પણ ઉપસ્થિત થઈ ગયા હતા. બિભીષણ, સુગ્રીવ અને હનુમાન પણ આવી પહોંચ્યા. રામાયણકાળનો એક દીપક બુઝાઈ ગયો હતો. ભામંડલના દેહનો અંતિમવિધિ કરવામાં આવ્યો. એમનો આત્મા “દેવકુરુ' નામના પ્રદેશમાં યુગલિક માનવ બન્યો. એ દેવકુરુનો પ્રદેશ જ એ હોય છે કે ત્યાં રાગ-દ્વેષનાં તોફાન નહીં, કોઈ ઝઘડા નહીં, કષાયની તીવ્રતા નહીં. યુગલિક મનુષ્યો મરીને દેવલોકમાં જ જાય. ભામંડલનો આત્મા એવો યુગલિક મનુષ્ય બન્યો. For Private And Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૫. હનુમાનજીનું નિર્વાણ દિન યુદ્ધો બંધ થઈ ગયાં હતાં. ભારતમાં પ્રજા નિર્ભયતાથી જીવન જીવી રહી હતી. રાજાઓ પ્રજાનાં સુખશાંતિ માટે પ્રયત્ન કરી રહ્યા હતા. ધર્મગુરુઓ ધર્મનો ઉપદેશ આપી, પ્રજાને મોક્ષમાર્ગ બતાવી રહ્યા હતા. રાજતંત્ર ધર્મના સિદ્ધાંતોને અનુકૂળ વર્તી રહ્યું હતું. ભૌતિક આબાદીની સાથે પ્રજાની આધ્યાત્મિક ઉન્નતિ થઈ રહી હતી. મહારાજા ભરત અને સીતાજીના ત્યાગે તત્કાલીન ભારત પર ત્યાગની ઘેરી છાયા પાથરી હતી. લાખો નિર્ચન્થ સાધુપુરુષો ભારતભૂમિ પર વિચરી રહ્યા હતા. ત્યાગપ્રધાન ભવ્ય સંસ્કૃતિમાં પ્રજા ઊછરી રહી હતી. હનુપુરના વિશાળ રાજ્યને હનુમાનજી સંભાળી રહ્યા હતા, અવારનવાર તેઓ સમેતશિખર, મેરુ વગેરે તીર્થોની યાત્રા કરી આત્માની પ્રસન્નતા મેળવતા હતા. ભામંડલના અણધાર્યા મૃત્યુએ હનુમાનજીને વિશેષ અન્તર્મુખ બનાવ્યા હતા. ક્યારેક ક્યારેક તેઓ અનંત ભૂતકાળના વિચારમાં ઊતરી જતા હતા. ક્યારેક તેઓ અનંત ભવિષ્યની ચિંતામાં ડૂબી જતા હતા. જ્યારે જ્યારે જ્ઞાની મહાત્માપુરુષોનાં દર્શન થતાં, ત્યારે તેઓ ઉપદેશ સાંભળવા બેસી જતા. જિનોક્ત તત્ત્વોના શ્રવણમાં લીન બની જતા. તીર્થભૂમિઓમાં દિવસોના દિવસો વિતાવતા, પરમાત્માના પૂજનમાં તેઓ એકાકાર બની જતા. હનુમાનજીનું આ આધ્યાત્મિક પરિવર્તન હતું. ખૂનખાર યુદ્ધો ખેલનાર હનુમાનજી આત્મનિષ્ઠ બનતા જતા હતા. એક દિવસ તેઓ મેરુપર્વત પર યાત્રાર્થે ગયા. મેરુપર્વત પર આવેલાં જિનમંદિરો અને જિનમૂર્તિઓનાં દર્શન-વંદન-પૂજન કરી, તેઓ પાછા વળી રહ્યા હતા. તેમણે અસ્ત થતા સૂર્યને જોયો. તેમણે વિમાનને થોભાવી દીધું અને સૂર્યને જોઈ જ રહ્યા. તે દર્શન માત્ર દર્શન ન હતું, તે દર્શનમાં હનુમાનજીનું ચિંતન ભળ્યું. આ એ જ સૂર્ય છે કે જે પ્રભાતે ઊગ્યો હતો અને અત્યારે તે અસ્ત થઈ રહ્યો છે. શું આ એમ નથી સૂચવતો કે “ રમશાશ્વત” બધું જ અશાશ્વત છે, અસ્થિર છે, ચંચળ છે? ભોગસુખો નાશવંત છે. આ રાજ્ય, આ વૈભવ, અરે આ શરીર પણ નાશવંત છે. સંસારમાં જે કંઈ દેખાય છે તે બધું જ ક્ષણિક છે. કાંઈ જ કાયમ ટકનારું નથી. નાશવંત ઉપરનો રાગ મિથ્યા છે. નાશવંત ઉપરનો ઠેષ મિથ્યા છે. આ વિશ્વ પરિવર્તનશીલ છે, મનુષ્યના ભાવો પરિવર્તનશીલ છે. For Private And Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હનુમાનજીનું નિર્વાણ ૯૯ બધું જ પરિવર્તનશીલ! ખરેખર, જિનેશ્વર ભગવંતે આ વિશ્વનું સ્વરૂપ યથાર્થ બતાવેલું છે. આ સૂર્યનો અસ્ત, એનું જ પ્રતીક છે. રોજ એ ઊગે છે અને રોજ અસ્ત પામે છે; રોજ એ મનુષ્યોને વિશ્વની વિનશ્વર સ્થિતિનું ભાન કરાવે છે. આજે મને સત્ય સમજાયું: હવે શા માટે, કોને માટે મારું રાજ્ય ચલાવવાં? શા માટે સંસારમાં રહેવું? ભોગ સુખોથી સર્યું, ઇન્દ્રિયોનાં સુખોથી સર્યું, હવે તો અણગાર બનું, નિગ્રંથ બનું, અરણ્યોમાં ધ્યાનસ્થ બનીને, આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરું.' સૂર્ય અસ્ત થઈ ગર્યો હતો. અંધકાર પથરાવા માંડ્યો હતો. હનુમાનજી વિમાનને ગતિ આપી, હનુપુર આવી ગયા. મહેલમાં પહોંચ્યા. રાણી લંકાકુમારીએ સ્વાગત કર્યું. વસ્ત્રપરિવર્તન કરી, હનુમાનજીએ વિશ્રામ લીધો. લંકાકુમારી ભદ્રાસન પર બેસી ગયાં. હનુમાનજીએ રાણી સામે જોયું. રાણીએ કહ્યું. ‘નાથ, તીર્થયાત્રા સુખપૂર્વક થઈ?' ‘હા દેવી, આજે અપૂર્વ તીર્થયાત્રા થઈ. આજે તીર્થે તરવાની પ્રેરણા આપી. જે તારે તે તીર્થ! આ ભવસાગરને તરવાની પ્રબળ પ્રેરણા લઈને આવ્યો છું.' હનુમાનજીએ રાણીના પ્રત્યુત્તરની અપેક્ષાથી રાણી સામે જોયું. ‘સ્વામીનાથ, આપનું વચન યથાર્થ છે. ભવસાગરને તર્યા વિના મોક્ષસુખ ન જ મળે.' હનુમાનજી જેવા પ્રત્યુત્તરની આશા રાખતા હતા તેવો જ પ્રત્યુત્તર મળ્યો. ‘રાજકુમારનો રાજ્યાભિષેક હવે હું સંસારવાસ ત્યજી ચારિત્ર અંગીકાર કરીને કરીશ.'. લંકાકુમા૨ી હનુમાનજી સામે જોઈ રહી. ઝાંખા દીપકને તેજ કર્યો. હનુમાનજીના મુખ પર એણે વૈરાગ્યની ચમક જોઈ. એકાએક સંસારત્યાગના નિર્ણયને સાંભળીને,લંકાકુમા૨ી વિચારમાં પડી ગઈ. જો કે છેલ્લાં વર્ષોમાં હનુમાનજીનું આધ્યાત્મિક પરિવર્તન તે જોઈ રહી હતી. સંસારનાં સુખોમાં ઉદાસીનતા અને ધર્મધ્યાનમાં તલ્લીનતા એણે જોઈ હતી. તેણે આત્મસાક્ષીએ વિચાર્યું અને બોલી. ‘નાથ, જે આપનો નિર્ણય તે મારો નિર્ણય, હું પણ આપની સાથે સંસારત્યાગ કરીશ.' લંકારાણીએ પોતાનો નિર્ણય જાહેર કર્યો. હનુમાનજીના મુખ પર પ્રસન્નતા છવાઈ. For Private And Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯oo જૈન રામાયણ તે જ ઉચિત છે દેવી, શાશ્વત સુખ મેળવવા સંસારનાં અસ્થિર ચંચળ સુખોનો ત્યાગ કરવો જ રહ્યો.” લંકારાણી પોતાના શયનકક્ષમાં ગયાં. હનુમાનજી પંચપરમેષ્ઠીનું ધ્યાન કરતા કરતા નિદ્રાધીન થયા. બીજે દિવસે પ્રભાતે નિત્યકર્મથી નિવૃત્ત થઈ હનુમાનજીએ મહામંત્રીને બોલાવ્યા, મહામંત્રીને તેમણે પોતાનો નિર્ણય જણાવ્યો અને રાજકુમારના રાજ્યાભિષેકની તૈયારીઓ કરવા સુચના આપી. સાથે સાથે પોતાના મિત્રરાજાઓને અને આજ્ઞાંકિત રાજાઓને પણ સમાચાર પાઠવીને, પોતાના સંસારત્યાગના નિર્ણયની જાણ કરી. અંતઃપુરમાં અને હનુપુરમાં વાત વાયુવેગે પ્રસરી ગઈ. “લંકારાણી પણ હનુમાનજી સાથે ચારિત્ર લેવાનાં છે,” એ વાત પણ પ્રસરી ગઈ. અંતઃપુરની રાણીઓ હનુમાનજી પાસે આવી. તેમણે પણ ચારિત્રને માર્ગે ચાલવાની ઇચ્છા વ્યક્ત કરી. જેમ જેમ બીજા રાજાઓને સમાચાર મળતા ગયા તેમ તેમ તે હનુપુર આવવા લાગ્યા. સાડા સાતસો રાજાઓ હનુપુરમાં આવી પહોંચ્યા. શુભ દિવસે રાજકુમારનો રાજ્યાભિષેક કરી દેવામાં આવ્યો. એ અરસામાં નજીકમાં વિચરતા આચાર્ય ભગવંત ધર્મરત્નસૂરિ પણ હનુપુર પધારી ગયા. બીજી બાજુ સાધ્વીજી લક્ષ્મીવતીજી પણ શિષ્યાઓના વિશાળ પરિવાર સાથે હનુપુરમાં આવી ગયાં. વિદ્યાધરીની દુનિયામાં હનુમાનજીના સંસારત્યાગના સમાચારે ભારે ઉત્તેજના પેદા કરી દીધી. સહુનાં મસ્તક એ મહાન પરાક્રમી રાજાને ચરણે નમી પડ્યાં. લાખો વિદ્યાધરો દીક્ષા મહોત્સવમાં ભાગ લેવા હનુપુરમાં આવી પહોંચ્યા. હનુમાનજી પરિવાર સાથે ધર્મરત્નસૂરિજીનાં દર્શનવંદને ઉદ્યાનમાં પહોંચ્યા. વિધિપૂર્વક વંદના કરીને, આચાર્યદેવની સમક્ષ વિનયપૂર્વક બેઠા. આચાર્યદેવે ધર્મલાભ'ના આશીર્વાદ આપ્યા. હનુમાનજીએ અંજલિ જોડી કહ્યું : હે કૃપાનાથ, આ સંસારનાં વિષયસુખોથી મારું મન નિવૃત્ત થયું છે. આત્માનું શાશ્વત સુખ મેળવવા હું ઉત્કંઠિત થયો છું. અસ્ત થતા સૂર્યને જોઈ મારો અંતરાત્મા જાગી ગયો છે. મને ચારિત્રરત્ન આપી, મારો આ ભવસાગરથી ઉદ્ધાર કરો.” વિનય-નમ્રતા અને સંવેગ-વૈરાગ્યભરી વાણીમાં હનુમાનજીએ આચાર્યદેવને પ્રાર્થના કરી. આચાર્યદેવ બોલ્યા : “હે મહાનુભાવ! તમારી ભાવના ઉચિત છે, તમારો નિર્ણય પ્રશસ્ત છે. માનવજીવન મોક્ષપ્રાપ્તિના For Private And Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હનુમાનજીનું નિર્વાણ ૯૦૧ પુરુષાર્થ માટેનું જીવન છે. તેમ તમારી ભાવનાને સફળ બનાવો, એ જ મારી કામના છે.’ હનુમાનજીનો હર્ષોલ્લાસ વધી ગયો. તેઓ પુનઃ પુનઃ ગુરુદેવને વંદના કરી નગરમાં આવ્યા. નગરમાં સર્વ મંદિરોમાં મહોત્સવો ઊજવવાની આજ્ઞા કરી. સર્વે રાજકેદીઓને બંધનમુક્ત કર્યા. બીજી બાજુ એક મહત્ત્વપૂર્ણ ગંભીર ઘટના બની. દીક્ષા મહોત્સવ-પ્રસંગે આવેલા સાડાસાતસો રાજાઓ ભેગા થયા. સહુનાં મન રાગ અને ત્યાગના વિચારમાં અટવાયાં હતાં. હનુમાનજીના સંસારત્યાગના નિર્ણય રાજાઓના રાગને હચમચાવી મૂક્યા હતા. શું જીવનમાં ત્યાગ કર્યા વિના મુક્તિ ન મળે? મન પવિત્ર રાખવાથી ન ચાલે? અનેક પ્રશ્નો થતા હતા. સાડાસાતસો રાજાઓ હનુમાનજી પાસે પહોંચ્યા. હનુમાનજીએ સર્વેનું ઉચિત સન્માન કર્યું. રાજાઓને લઈ હનુમાનજી મહેલના ઉદ્યાને ગયા. ત્યાં વૃક્ષોની ઘટાઓ નીચે સ્વચ્છ ભૂમિ પર સહુ બેઠા. સર્વે ૨ાજાઓનાં મુખ પર ગંભીરતા છવાયેલી હતી. સહુનાં હૃદય હનુમાનજી પ્રત્યે અનુરાગવાળાં હતાં. હનુમાનજીએ જ વાર્તાનો પ્રારંભ કર્યો : ‘કહો, કુશળ છો ને?’ ‘આપનાં દર્શનથી અમે સહુ કુશળ છીએ, પ્રસન્ન છીએ, પરંતુ અમારા સહુના મનમાં કેટલાક પ્રશ્નો છે, મૂંઝવણો છે. એ આપશ્રી દૂર કરી શકો એમ જ છો.’ ‘કો મારા મિત્રો, તમારા પ્રશ્નો પ્રગટ કરો. તમને મારા અલ્પજ્ઞાન અનુસાર ઉત્તર આપીશ.' મહેન્દ્રપુરના રાજા શ્વેતકીર્તિએ પૂછ્યું : ‘મહારાજા, મોક્ષ છે અને મોક્ષ મેળવવા પુરુષાર્થ કરવો જોઈએ, એ વાત અમે માનીએ છીએ, પરંતુ એ મોક્ષ--અવસ્થા મેળવવા માટે શું સંસારનો ત્યાગ કરવો જ પડે?' ‘શ્વેતકીર્તિ, હું સંસારનો ત્યાગ કરતો નથી, સંસારમાં હું રહી જ શકું એમ નથી! ત્યાગ કરવાનું તત્ત્વ નથી, ત્યાગ સ્વાભાવિક જ થઈ જતો હોય છે. જેમાં મન ન માને તેને ત્યજી જ દેતું હોય છે. મને આત્માના શુદ્ધ સ્વરૂપની એટલી તીવ્ર અભિલાષા છે કે હું સંસારમાં રહી શકતો નથી. મને અરણ્ય પોકારે છે, મને એકાંત પોકારે છે. પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ સિવાય મને કંઈ જ હવે ગમતું નથી.’ For Private And Personal Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૦૨ જૈન રામાયણ મહારાજા, આપનું કથન સત્ય છે, સંસાર પ્રત્યે અણગમો, એ શું દ્વેષ નથી? રાગ-દ્વેષથી મુક્ત થવાનો પુરુષાર્થ અણગમો, એ શું ષ નથી? રાગદ્વેષથી મુક્ત થવાના પુરુષાર્થમાં આ અણગમો બાધક ન બને?” મહાનુભાવ! સંસાર ત્યાજ્ય છે, હેય છે, જે પદાર્થ જેવો હોય તે પદાર્થ પ્રત્યે તેવો ભાવ જાગે, તેમાં દોષ નથી. હેય પ્રત્યે હેય ભાવ અને ઉપાદેય પ્રત્યે ઉપાદેય ભાવ હોવો જોઈએ. એમ કરતાં આત્માને સમત્વની પ્રાપ્તિ થાય, સમત્વથી સિદ્ધિ પ્રાપ્ત થાય.' રાજાઓને હનુમાનજીનાં વચનોથી ખૂબ તૃપ્તિ થતી જાય છે, એમનાં મનનું સમાધાન થતું જાય છે. તેમનો આંતર-ઉત્સાહ વધતો જાય છે. શ્વેતકીર્તિ બોલી ઊઠ્યા : “હે મહાપુરુષ, હું પણ આપની સાથે જ ચારિત્ર સ્વીકારીશ.” સભામાં ઉપસ્થિત રાજાઓ બોલી ઊઠ્યા : ‘અમે પણ આપની સાથે ચારિત્ર સ્વીકારીશું. અમે પણ સંસારત્યાગ કરીશું. માનવજીવનના મહાન કર્તવ્યને અદા કરીશું. “ધન્ય છે તમને સહુને, તમે સહુ ચારિત્રપંથે ચાલશો, તમે મુક્તિનો પુરુષાર્થ કરશો તો તેનાથી તમારું આત્મ-કલ્યાણ તો સધાશે જ, પ્રજાને પણ ત્યાગનો ઉચ્ચતમ્ આદર્શ પ્રાપ્ત થશે.” હનુમાનજીએ સાડા-સાતસો રાજાઓના સંકલ્પને વધાવ્યો, અનુમોદના કરી. શ્વેતકીર્તિએ ઊભા થઈ વિનયપૂર્વક કહ્યું : હે કૃપાનાથ! જ્યારે અમે સહુ-સાડા સાતસ રાજાઓ આપની સાથે ચારિત્ર લઈએ તો અમારે અમારા રાજ્યોમાં સૂચના તો આપવી જોઈએ ને? રાજપરિવારોને પણ સૂચના કરવી જોઈએ ને? મંત્રીવર્ગને સૂચના કરીને રાજકુમારોના રાજ્યાભિષેક પણ કરવા પડે ને? માટે આપ કૃપા કરીને થોડા દિવસ લંબાવો, જેથી સહુનો માર્ગ નિર્વિઘ્ન બને.' હનુમાનજીને રાજા શ્વેતકીર્તિની વાત ઉચિત લાગી. તેમણે એક સપ્તાહનો સમય આપ્યો. સભા વિસર્જિત થઈ. દરેક રાજાએ પોતપોતાના દૂતોને પોતપોતાના રાજ્યમાં રવાના કરી, સૂચના-સંદેશા મોકલી આપ્યાં. સાડા સાતસો રાજ્યમાં સમાચાર વાયુવેગે પહોંચી ગયા, “હનુમાનજી સાથે સાડા સાતસો રાજાઓ ચારિત્રને માર્ગે-ત્યાગને માર્ગે જાય છે.' લાખો સ્ત્રી-પુરુષો હનુપુર આવવા For Private And Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હનુમાનજીનું નિર્વાણ ૯૦૩ નીકળી પડ્યાં. દરેક રાજાનો રાજપરિવાર રથોમાં અને અશ્વો પર આરૂઢ થઈ, હનુપુર આવવા લાગ્યો. આચાર્ય ભગવંત ધર્મરત્નસૂરિજીને પણ હનુમાનજીએ સાડા સાતસો રાજાઓના સંસારત્યાગના સંકલ્પની જાણ કરી. આચાર્ય ભગવંતે અનુમતિ આપી અને વધુ સમય રોકવાનું પણ સ્વીકાર્યું. થોડા જ દિવસોમાં સાડા-સાતસો રાજાઓના પરિવાર હનુપુરમાં આવી ગયા. દરેક રાજાએ પોતાના પરિવારને સંસારત્યાગનો નિર્ણય સમજાવ્યો. પરિણામ એ આવ્યું કે દરેક રાજાની રાણી પણ ચારિત્ર લેવા તત્પર થઈ ગઈ! કેવા એ પરિવાર! કેવા એ પતિ-પત્નીના સંબંધ! ભોગમાં સાથે તેમ ત્યાગમાં પણ સાથે! કેવી એ ભોગોમાં અનાસક્તિ! કેવો એ ધન્ય કાળ અને કેવાં એ રાજા-રાણી! સાડા-સાતસો રાણી ચારિત્ર લેવા તત્પર બની ગઈ : “અમારા સ્વામીનાથ ત્યાગને પંથે જાય તો અમારે પણ ત્યાગને જ પંથે જવાનું. અમારે સંસારવાસ ન જોઈએ.’ પુરુષની સાથે સ્ત્રીની હોડ ત્યાગમાં, ભોગમાં નહીં! કેવો નિર્મળ સ્નેહ અને કેવું અદ્ભુત સમર્પણ! જીવન જીવવાનો સાચો આનંદ આવા સંબંધોમાં અને આવા આદર્શોમાં જ સમાયેલો છે. સાડા-સાતસો રાજ્યમાં સમાચાર ફેલાઈ ગયા : “રાજાઓની સાથે રાણીઓ પણ સંસારત્યાગ કરી, ચારિત્રના મહાન પંથે ચાલવા તત્પર બની ગઈ છે!' રાજ્યોમાં આનંદઆનંદ છવાઈ ગયો. પ્રજાએ રાજા-રાણીઓને કરોડો અભિનંદન આપ્યાં. પરમાત્મા જિનેશ્વરદેવના શાસનની ભૂરિભૂરિ પ્રશંસા કરી. દક્ષા મહોત્સવનાં ભવ્ય મંડાણ થઈ ગયાં. હનુપુરનગરને ઇન્દ્રપુરી બનાવી દેવામાં આવી. બાહ્ય ભૂમિભાગ પર સેંકડો નવાં નગર ઊભાં કરી દેવામાં આવ્યાં. વિદ્યાધરોએ બાર-બાર યોજનના વિસ્તારમાં ભવ્ય મહેલો ઊભા કરી દીધા. ત્યાગી રાજા-મહારાજાઓના સન્માન માટે પ્રજામાં અપૂર્વ ઉત્સાહ જાગ્યો. લાખો પ્રજાજનો રાજારાણીઓનાં દર્શન કરવા ઊમટી પડ્યા. તેઓ તેમનાં દર્શન કરીને ધન્ય બનવા લાગ્યાં. દીક્ષાનો દિવસ આવી લાગ્યો. હનુપુરના ભવ્ય રાજમહેલથી દીક્ષાનો વરઘોડો ચઢ્યો, સાડા-સાતસો રથમાં રાજાઓ રાણીઓ સાથે આરૂઢ થયા. વિદ્યાધરોએ દિવ્ય વાજિંત્રોના સૂરોથી આકાશમંડળને ભરી દીધું. હસ્તીસેના, અશ્વસેના અને ભૂમિસેના વરઘોડામાં શામિલ થઈ. વિદ્યાધરો સેંકડો વિમાનોમાં બેસી આકાશમાર્ગે ચાલવા લાગ્યા. For Private And Personal Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૦૪ જૈન રામાયણ નિરંતર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. વરઘોડો નગરના બાહ્ય-ઉદ્યાનમાં આવી પહોંચ્યો. ભગવાન મુનિસુવ્રત સ્વામીનો જય હો!” આચાર્ય ધર્મરત્નસૂરિનો જય હો!” જયનાદથી ઉદ્યાન ગુંજી ઊઠ્યું. હનુમાનજી લંકારાણી સાથે રથમાંથી ઊતરી, આચાર્યદેવની પાસે પહોંચ્યા. વંદના કરી વિનયપૂર્વક યથાસ્થાને ઊભા રહ્યા. ક્રમશઃ દરેક રાજારાણી રથમાંથી ઊતરીને દીક્ષામંડપમાં આવવા લાગ્યાં. આચાર્યદેવે શુભ સમયે ચારિત્રમદાનની ક્રિયા આરંભી દીધી. સાડા-સાતસો રાજાઓ અને સાડા-સાતસો રાણીઓ ચારિત્રી બન્યાં. કેશલેચન કરીને કષાયોનું લંચન કરવાના સંકલ્પવાળાં બન્યાં. હનુપુરનગરની ભૂમિ ત્યાગી મહાપુરુષોના મહાભિનિષ્ક્રમણથી પાવન-પાવન બની ગઈ. સાડા-સાતસો આયંઓને પ્રવ્રજિત કરી, આર્યા લક્ષ્મીવતીજીએ હનુપુરથી પ્રયાણ કર્યું. સાડા-સાતસો નૂતન મુનિવરોને લઈ આચાર્યદેવ ધર્મરત્નસૂરિએ પણ હનુપુરથી પ્રસ્થાન કર્યું. રાજાઓ અણગાર બની ગયા. રાણીઓ આર્યા બની ગઈ. દુનિયા સ્તબ્ધ બની ગઈ! હનુમાનજીએ કર્મોનો ક્ષય કરી નિર્વાણ પ્રાપ્ત કર્યું. જ્યારે અયોધ્યામાં શ્રીરામને હનુમાનજી પ્રવ્રજિત બન્યાના સમાચાર મળ્યા ત્યારે શ્રીરામ ઊંડા વિચારમાં પડી ગયા. હનુમાને શા માટે ચારિત્ર લીધું? શા માટે સંસારના વિપુલ સુખોનો ત્યાગ કર્યો? એને શાનું દુઃખ હતું? સુખ-વૈભવ અને સંપત્તિનો ત્યાગ કરી, કષ્ટમય ચારિત્ર એણે શા માટે સ્વીકાર્યું? ખરેખર, હનુમાને બરાબર ન કર્યું.” શ્રીરામે કેવું વિચાર્યું!!! એ જ ભવમાં નિર્વાણ પામનારા એ મહાપુરુષને પણ કર્મની વિટંબણા કેવી? ભરતજી અને સીતાજીએ ચારિત્ર લીધેલું છે, કૃતાંતવદને ચારિત્ર લીધેલું છે, એ પ્રસંગો શ્રીરામે જોયા છે છતાં આજે હનુમાનજી માટે તેઓ કેવો વિચાર કરે છે!! દેવલોકનો સૌધર્મ-ઇન્દ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે. શ્રીરામને જુએ છે. શ્રીરામના વિચારો જાણે છે. તે સ્તબ્ધ થઈ જાય છે : “ચરમ-શરીરી શ્રીરામ ચારિત્રધર્મને હસી કાઢે છે? આ જ જીવનમાં તેઓ સ્વયં ચારિત્રી બનવાના છે! For Private And Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હનુમાનજીનું નિર્વાણ ૯૦૫ ચારિત્રની ઉપાસના કરીને કર્મોનો નાશ કરવાના છે. આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવાના છે એવા, શ્રીરામ આજે હનુમાનજીએ લીધેલા ચારિત્રને હસી કાઢે છે! અહો, કર્મની કેવી ઘોર વિટંબણા છે! પરંતુ એ કર્મો કયા સ્વરૂપે એમને મૂંઝવી રહ્યાં છે? હા, જાણયું. શ્રીરામ અને લક્ષ્મણજીનો ગાઢ સ્નેહ, એ સ્નેહનું બંધન જ એમને સંસાર પ્રત્યે નિર્વેદ નથી જાગવા દેતું! કેવા એ બે ભાઈઓનો સ્નેહ છે! વિશ્વમાં અન્યત્ર દુર્લભ!' સૌધર્મેન્દ્રને વિચારમાં પડી ગયેલા જોઈ, સભામાં બેઠેલા દેવોએ પ્રશ્ન કર્યો: હે દેવરાજ! આપ ગંભીર વિચારમાં ડૂબી ગયા. એવો ક્યો વિચાર આવ્યો? “હે સૌધર્મવાસી દેવો! મેં અવધિજ્ઞાનથી શ્રીરામને જોયા, તેમના વિચારો જાણ્યા, હનુમાનજીએ ચારિત્ર લીધું એ શ્રીરામને ન ગમ્યું!” એમ કેમ? શ્રીરામને સંસાર પ્રત્યે વૈરાગ્ય થવામાં ભાતૃસ્નેહ બાધક બન્યો છે. શ્રીરામ અને લક્ષ્મણજીનો સ્નેહ અદ્વિતીય અને અદ્ભુત છે. એ સ્નેહ શ્રીરામને ભવનિર્વેદ નહીં થવા દે!' આવો અદ્દભુત સ્નેહ!” દેવો વિસ્મય પામી ગયા. સભામાં બેઠેલા દેવોમાંથી બે દેવોના મનમાં કૌતુક જાગ્યું. તેમને સ્નેહની પરીક્ષા કરવાની ઇચ્છા થઈ. તેમણે ઇન્દ્રને વાત ન કરી. મનમાં જ નિર્ણય કર્યો. સ્નેહની પરીક્ષા! કેવી ઘેલછા! કેવું સાહસ! બીજાઓના જીવનમાં હસ્તક્ષેપ! ૦ ૦ ૦ For Private And Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર ૧૧૧. લક્ષ્મણજીનું મૃત્યુ સ્નેહની પરીક્ષા! સ્નેહની પરીક્ષા સ્નેહીને નથી કરવી, સ્નેહની પરીક્ષા ત્રીજી જ વ્યક્તિને કરવી છે. સ્નેહ માટે સ્નેહીની પરીક્ષા નથી કરવી. બે સ્નેહી વચ્ચે કેવો પ્રેમ છે, એવી જિજ્ઞાસાને સંતોષવા પરીક્ષા કરવી છે. એક સ્નેહીના વિરહમાં બીજો સ્નેહી કેવું દુઃખ અનુભવે છે, એના આધારે સ્નેહની માત્રાનું માપ નીકળે છે. સ્નેહ આંખોથી જોઈ શકાતો નથી, કાનથી સાંભળી શકાતો નથી, નાકથી સ્થી શકાતો નથી કે જીભથી ચાખી શકાતો નથી. સ્નેહ હૃદયનું એક સંવેદન છે. બીજાના હૃદયનાં સંવેદન કેવી રીતે જોઈ શકાય? પરંતુ એ સંવેદનની પ્રક્રિયાઓ શરીર પર ક્યારેક જોઈ શકાય છે. બે દેવોએ શ્રીરામ-લક્ષ્મણ વચ્ચે સ્નેહનાં પારખાં કરવાની યોજના ઘડી કાઢી, તેમણે પોતાની યોજનાનું કેન્દ્ર લક્ષ્મણજીના મહેલને બનાવ્યું. લક્ષ્મણજીના સ્નેહની પ્રતિક્રિયાઓ જોવાનો નિર્ણય કર્યો. તેઓ અયોધ્યામાં આવ્યા. દેવો હતા ને! દેવીશક્તિ એમની પાસે હતી. પોતાની ઇચ્છાઓ અને કલ્પનાઓને તેઓ પ્રતિભાસિત કરી શકતા હતા. તેમણે ઇન્દ્રજાળ રચી. લક્ષ્મણજી પોતાના મહેલમાં બેઠા હતા. સિંહાસન પર બેસી અંત:પુર સાથે વાર્તા વિનોદ કરતા હતા ત્યાં તેમને કાને રુદનના સ્વરો અથડાયા. એ કંઈ વિચારે એ પૂર્વે તો તેમણે અંતઃપુરની હજારો રાણીઓને રુદન કરતી જોઈ. રાણીઓના માથાના વાળ વીખરાયેલા હતા. આંખોમાંથી ચોધાર આંસુ વહી રહેલાં હતાં. છાતી પર પ્રહાર કરતી, ‘હા રામ... હા પા... હા રામ, આ શું થયું? આવું અકાળ મૃત્યુ! હવે આ વિશ્વનું શું થશે..' આ પ્રમાણે વિલાપ કરી રહી હતી. આખા મહેલમાં રોકકળ મચી ગઈ હતી. વાતાવરણ અતિ ગંભીર બની ગયું હતું. લમણજી સ્તબ્ધ બની ગયા. તેમની આંખો પહોળી થઈ ગઈ. તેઓ બોલી ઊઠ્યા : શું મારા પ્રાણપ્રિય ભ્રાતાનું મૃત્યુ થયું? મારા જીવનનો આધાર મૃત્યુ પામ્યા? દુષ્ટ કૃતાન્ત આ શું કર્યું? મને અંધારામાં રાખી, એ યમરાજ આર્યપુત્રને ઉપાડી ગયો?’ લક્ષ્મણજી આગળ બોલી ન શક્યા, કાંઈ વિચાર ન કરી શક્યા અને For Private And Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લક્ષ્મણજીનું મૃત્યુ ૯૦૭ એમનું હૃદય બંધ પડી ગયું. પ્રાણપંખેરું ઊડી ગયું. સિંહાસન પર જ મૃત્યુ પામ્યા. પરમ સ્નેહી એવા શ્રીરામના મૃત્યુના આભાસે લક્ષ્મણજીના પ્રાણ હરી લીધા. કર્મોનો કેવો દારુણ વિપાક? કોણ એ વિપાકને-પરિણામને ખાળી શક્યું છે? દેવોએ લક્ષ્મણજીને મૃત્યુ પામેલા જોયા અને તેઓ ધ્રુજી ઊઠ્યા. બેબાકળા બની ગયા. તેઓ વિષાદગ્રસ્ત બની એકબીજા સામે જોવા લાગ્યા. અહો, આ આપણે શું કર્યું? વિશ્વનો આધાર, ભારતનો પ્રાણ આપણે હરી લીધો. અરેરે! આ શું કરી બેઠા! સ્નેહનાં આવાં પારખાં હોય ખરાં? કેવું અવિચારી કૃત્ય કર્યું? ખરેખર, દેવરાજ ઇન્દ્રનાં વચનોમાં જ વિશ્વાસ રાખ્યો હોત તો આવું ન બનત. અથવા સ્નેહના પારખાં કરવાનો બીજો કોઈ ઉપાય કર્યો હોત તો વિશ્વના આવા શ્રેષ્ઠ પુરુષનું મૃત્યુ ન થયું હોત. લક્ષ્મણજીના મૃત્યુના સમાચાર શ્રીરામને મળશે ત્યારે શું થશે? શું લક્ષ્મણજીના મૃત્યુના આઘાતને શ્રીરામ સહન કરી શકશે? શ્રી રામનો લક્ષ્મણજી ઉપર અત્યંત સ્નેહ છે. લક્ષ્મણજીનું મૃત્યુ શ્રીરામના.” દેવો વિહ્વળ બની ગયા. બીજી દુર્ઘટનાના બનાવની કલ્પનાથી થરથર ધ્રુજી ઊઠ્યા. સ્નેહની પરીક્ષા થઈ ગઈ. પણ પરિણામ શું આવ્યું? “રામ-લક્ષ્મણનો પ્રેમ અદ્વિતીય છે, એનો નિર્ણય થઈ ગયો. પરંતુ પરિણામ શું? દેવોને આવી પરીક્ષા લેવાની શી જરૂર હતી? એવા અખતરા કરવાના હોય? બીજા જીવોના જીવનમાં, પરિણામનો વિચાર કર્યા વિના, જો હસ્તક્ષેપ કરવામાં આવે તો આવા અનર્થ સર્જાતા હોય છે. હૃદયમાં અપાર વેદના, આંખો દીનતાપૂર્ણ વિવશતા અને થઈ ગયેલા પાપનો ઘોર પશ્ચાત્તાપ લઈ, દેવો દેવલોક તરફ ચાલ્યા ગયા. રચેલી ઇન્દ્રજાળ સમેટાઈ ગઈ. ઇન્દ્રજાળ સર્જેલી ભયંકર હોનારત રહી ગઈ. સિહાસન ઉપર નિષ્ટ દશામાં, નિષ્ઠાણ લક્ષ્મણજીને જ્યારે અંતઃપુરની સ્ત્રીઓએ જોયા ત્યારે રાણીઓ ચીસ પાડી ઊઠી. “હે સ્વામીનાથ, શું થયું આપને? આપ આમ કેમ બેઠા છો?' રાણીઓએ લક્ષ્મણજીના દેહને સ્પર્શ કરી જોયો. પ્રાણ વિનાના દેહને સ્પર્શ કરે કે એ દેહને હચમચાવે, શું કરવાનું? રાણીઓનું હૈયાફાટ રુદન અયોધ્યાની ગલીઓમાં પડઘા પાડવા માંડ્યું. ત્વરિત ગતિએ મૃત્યુના સમાચાર રાજમહેલોમાં અને અયોધ્યામાં પહોંચી ગયા. શ્રી રામ, રાણીઓના રુદનને સાંભળીને તરત દોડી આવ્યા. વિશલ્યાનો કરુણ વિલાપ જોઈ રામચન્દ્ર બોલી ઊઠ્યા. For Private And Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૦૮. જૈન રામાયણ “અરે, અકાળે અમંગળ? શા માટે? હું જીવંત છું અને આ અનુજ લક્ષ્મણ જીવિત છે, પછી તમારે રોવાનું શા માટે?' સિંહાસન પર નિચ્ચેષ્ટ પડેલા લક્ષ્મણજીના દેહને જોઈ શ્રીરામ બોલી ઊઠ્યા : ભાઈ, લમણ તને શું થયું છે? શો રોગ છે? તું બોલતો કેમ નથી? વ્યાધિનું નિવારણ ઔષધ છે. હું ઔષધોપચાર કરાવું છું.' રાણીઓ સામે જોઈને શ્રીરામે કહ્યું : ‘તમે રડો નહીં. મારા લઘુબંધુને કોઈ રોગ છે, હમણાં અયોધ્યાના શ્રેષ્ઠ વૈદ્યો આવશે અને ચિકિત્સા કરશે.' સમગ્ર મંત્રીમંડલ મહેલમાં આવી પહોંચ્યું હતું. મહામંત્રી તો સમજી જ ગયા હતા કે “લક્ષ્મણજી મૃત્યુ પામ્યા છે. પરંતુ શ્રીરામને પોતાનો નિર્ણય તેઓ જણાવી શકે એમ ન હતા, શ્રીરામ “લક્ષ્મણ મૃત્યુ પામે” એ માને એમ જ ન હતા, પરંતુ મહામંત્રીએ વિમાન દ્વારા બિભીષણ, સુગ્રીવ વગેરેને તરત બોલાવી લીધા હતા. શત્રુઘ્ન શ્રીરામની પાસે આવીને બેસી ગયા હતા. શત્રુષ્ણને ખ્યાલ આવી ગયો હતો કે “લક્ષમણજી મૃત્યુ પામ્યા છે. હવે વૈદ્યો કંઈ જ કરી શકે એમ નથી. પરંતુ શ્રીરામને સમજાવી શકાય એમ ન હતું. જો કે શત્રુઘ્ન, વિશલ્યા વગેરે રાણીઓ અને મંત્રીમંડળ “લક્ષ્મણજી મૃત્યુ પામ્યા' એ વાત જાણી ગયાં. પરંતુ લક્ષ્મણજીનું મૃત્યુ કેવી રીતે થયું, એ જાણી ન શક્યાં. કેવી રીતે જાણે? એ જાણનાર બે દેવો હતા ને એક લક્ષ્મણ હતા! પરંતુ લક્ષ્મણજીના મૃત્યુના એ દિવસે કોને નહોતા રડાવ્યા? એ અભાગી દિવસે કોની આંખો આંસુભીની નહોતી થઈ? અયોધ્યાનાં લાખો સ્ત્રી-પુરુષો રાજમહેલની સમક્ષ લક્ષ્મણજીનાં અંતિમ દર્શન કરવા ભેગાં થયાં હતાં. વિમાનોમાં હજારો-લાખો વિદ્યાધરો અયોધ્યામાં આવી રહ્યા હતા. આકાશ વિમાનોથી છવાઈ ગયું હતું. વિદ્યાધર રાજાઓ લક્ષ્મણજીના મહેલમાં આવી ચૂપચાપ બેસી જતા હતા. સહુને ખ્યાલ આવી ગયો કે, “શ્રીરામ હજુ લક્ષ્મણજીને મૃત્યુ પામેલા માનતા નથી.” દેશ-વિદેશમાં, માનવ ને વિદ્યાધરોની દુનિયામાં લક્ષ્મણજીના મૃત્યુના સમાચાર હાહાકાર વર્તાવી દીધો. શ્રીરામ લક્ષ્મણજીના સિંહાસન પર બેસી ગયા હતા. લક્ષ્મણજીને માથે હાથ ફેરવતાં બોલતા હતા : 'વત્સ! તને શું થઈ ગયું? આ કેવો વ્યાધિ આવી ગયો? તું બોલી પણ શકતો નથી?' મહામંત્રી સામે જોઈ શ્રીરામ તીવ્ર સ્વરથી બોલી ઊંડ્યા : For Private And Personal Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૦૯ લક્ષ્મણજીનું મૃત્યુ હજુ વૈદ્યો કેમ ન આવ્યા?' મહારાજા, તેઓ ત્વરિત ગતિએ ઔષધો લઈને આવી રહ્યા છે.' મહામંત્રી જવાબ આપે છે તે સાથે જ વૈદ્યોએ મહેલમાં પ્રવેશ કર્યો. મહેલમાં આવીને શ્રીરામને પ્રણામ કર્યા. શ્રીરામ સિંહાસન પરથી ઊભા થઈ ગયા અને વૈદ્યોના હાથ પકડીને બોલ્યા : “હે વૈદ્યરાજો, તમે જુઓ, મારા અનુજને શું થઈ ગયું છે? એ બોલતો નથી, ચાલતો નથી, તમે જલ્દી ઉપચાર કરો.” વૈદ્યોએ લક્ષ્મણજીના દેહને જોયો, મુખને જોયું. તરત તેમના મનમાં નિર્ણય થઈ ગયો કે લક્ષ્મણજી મૃત્યુ પામ્યા છે, પરંતુ એ નિર્ણય તરત જાહેર કરવામાં મોટું જોખમ હતું. તેમણે લક્ષ્મણજીની નાડી તપાસવા માંડી, આંખો તપાસી, પેટ તપાસ્ય અને ઔષધિ કાઢીને એમને મસ્તકે, પગે અને છાતી પર ઘસવા માંડી. મહારાજા, અમે અમારાથી બધા જ ઉપાયો શરૂ કરીએ છીએ.” વૈદ્યોએ શ્રીરામને આશ્વાસન આપ્યું. ઉપચારની પ્રક્રિયા ચાર ઘડી સુધી ચાલુ રહી, પરંતુ નિષ્ફળ. જો કોઈ ઔષધિ મૃત્યુ પામેલાને પણ જીવિત કરતી હોય તો તો કોણ મૃત્યુ પામે? વૈદ્યોના મુખ પર નિરાશા તરવરી ઊઠી. શ્રીરામ સામે દિન મુખે જઈ વૈદ્ય બોલ્યા : “મહારાજા, છેલ્લામાં છેલ્લા ઉપચારો પણ નિષ્ફળ નીવડ્યા છે.' શ્રીરામે મહામંત્રી સામે જોયું ને બોલ્યા : મહામંત્રી, નગર શ્રેષ્ઠ માંત્રિકો, તાંત્રિકો અને જ્યોતિષીઓને બોલાવો. તરત જ મહામંત્રી ઊભા થયા અને સેવકોને મોકલી માંત્રિકો, તાંત્રિકો અને જ્યોતિષીઓને બોલાવી તેડાવ્યા. માંત્રિકોએ આવતાં જ પોતાના મૃત્યંજયી મંત્રોના પ્રયોગ આરંભી દીધા. ખ્યાતિપ્રાપ્ત માંત્રિકોએ વિશ્વાસ સાથે પ્રયોગ કરવા માંડ્યા. એક ઘડી, બે ઘડી, ત્રણ ઘડી, સમય વીતતો જાય છે, પરન્તુ મંત્રોની કોઈ જ અસર લક્ષ્મણજીના દેહ પર જણાઈ નહિ. માંત્રિકોએ હાથ ધોઈ નાંખ્યા. તાંત્રિકોએ પોતાના પ્રયોગ શરૂ કર્યા. શ્રી રામનું ધર્ય ઘટતું જતું હતું. તાંત્રિકોને તેમણે કહ્યું : “જોજો, પ્રયોગ બરોબર કરજો. પ્રયોગ નિષ્ફળ ન જાય. જો તમે સફળ થશો તો તમને એક રાજ્ય બક્ષિસ આપીશ.” કૌશલ્યા, સુમિત્રા અને સુપ્રભા પણ આવી પહોંચ્યાં હતાં. સહુના મનમાં For Private And Personal Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૧0 જૈન રામાયણ એમ હતું કે “જો કોઈ પ્રયોગ સફળ થઈ જાય તો.' અધ્ધર શ્વાસે સહુ તાંત્રિક પ્રયોગોને જોઈ રહ્યા હતા, પરંતુ બે ઘડીને અંતે તાંત્રિકો પણ દૂર ખસી ગયા. શ્રીરામ ચીસ પાડી ઊઠ્યા. અરે તાંત્રિકો, શું તમે પણ ભ્રાતા લક્ષ્મણજીના વ્યાધિને દૂર ન કરી શક્યા? ક્યાં ગઈ તમારી તંત્રવિદ્યા? ક્યાં ગઈ તમારી કુશળતા?' શ્રીરામે જ્યોતિષીઓ તરફ જોયું ને બોલી ઊઠ્યા : અરે જ્યોતિષીઓ, તમે કહો. ભ્રાતા લક્ષ્મણને શું થઈ ગયું છે?' જ્યોતિષીઓ મૌન રહ્યા. શ્રીરામની સામે પણ જોવાનું તેમનામાં સામર્થ્ય ન હતું. મહામંત્રીએ શ્રીરામને ચરણવંદના કરી અને બોલ્યા : હે કૃપાવંત, સર્વ માંત્રિકો, તાંત્રિકો અને જ્યોતિષીઓ નિષ્ફળ ગયા છે. મહારાજા લક્ષ્મણજીના વ્યાધિને કોઈ મિટાવી શકે એમ નથી.' શ્રીરામ મૂછિત થઈ ગયા. કૌશલ્યા, સુમિત્રા અને સુપ્રભા પણ “હે વત્સ... હે પુત્ર...' કરતી કરુણ રુદન કરવા લાગી. અંતપુરના આકંદની કોઈ સીમા ન રહી. બિભીષણ, સુગ્રીવ અને શત્રુઘ્ન આંખમાંથી આંસુ વહાવતાં શ્રીરામની મૂર્છા દૂર કરવાના ઉપાયો કરવા લાગ્યા. શ્રીરામની મૂચ્છ દૂર થઈ. તેમણે લક્ષ્મણજીના દેહને જોયો. લક્ષ્મણજીના વક્ષઃસ્થલ પર મસ્તક મૂકી શ્રીરામ મોટા સ્વરે રડી પડ્યા. શ્રીરામના રાદને રાજમહેલના પથ્થરોને પણ રડાવી મૂક્યા. શ્રીરામને કોણ શાન્ત રાખે? કોઈની પાસે બોલવાની શક્તિ ન હતી, શબ્દ ન હતા. કોણ કોને શાન્ત રાખે? બહાર ગયેલા લવ અને કુશ પણ અયોધ્યામાં આવી ગયા હતા. તેઓ દોડતા લક્ષ્મણજીના મહેલમાં પહોંચ્યા. પહોંચતાં જ બંને ભાઈઓ સ્તબ્ધ થઈ ગયા. રુદન, દન. અને રુદન, શ્રીરામ રડે, કૌશલ્યા ને સુમિત્રા-સુપ્રભા રડે, બિભીષણ ને સુગ્રીવ રડે, આવેલ સેંકડો હજારો રાજા-મહારાજાઓ રડે. લવ-કુશે લક્ષ્મણજીના નિચેષ્ટ દેહને જોયો. તેઓ પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. લક્ષ્મણજીના દેહને આલિંગન આપતાં “હે તાત, અમને મૂકીને ક્યાં ચાલ્યા ગયા? અમે નિરાધાર બની ગયા. આપના વિના અમારું જીવન શૂન્ય થઈ ગયું.” આ પ્રમાણે વિલાપ કરવા લાગ્યા. મહેલો રડતા હતા, રસ્તાઓ રડતા હતા, એકએક ઘર રડતું હતું. સમગ્ર બ્રહ્માંડ જાણે શોકાર્વતમય બની ગયું હતું. શોકમાં બધું જ શૂન્ય ભાસતું હતું. For Private And Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ ૧૧૭. લવ-કુશનું નિર્વાણ મોહનાં કેવાં કારમાં બંધન છે! મહિનો જીવ પર કેવો ગજબ પ્રભાવ છે! લક્ષ્મણજી સાચે જ મૃત્યુ પામેલા હોવા છતાં શ્રીરામચન્દ્રજી એમને મૃત્યુ પામેલા માનવા તૈયાર નથી! “લામણજી મૃત્યુ પામ્યા છે.” એમ બોલનારા તેમને ગમતા નથી. લક્ષ્મણજી મરે જ નહીં!' આ જ કલ્પનામાં શ્રીરામ રમ્યા કરે છે. ભ્રાતૃસ્નેહના ગાઢ મોહનાં ઘનઘોર વાદળો છવાઈ ગયાં છે. સમગ્ર અયોધ્યા પર શોકની મેઘશ્યામલ છાયા છવાઈ ગઈ છે. ભારતવર્ષના જુદા જુદા ભાગોમાંથી આવેલા રાજા-મહારાજાઓ અને વિદ્યાધર દુનિયાના સમ્રાટો શ્રી લક્ષ્મણજીના અકાળ મૃત્યુથી તો દુખી હતા, પણ શ્રીરામની મતિ-વિહ્વળતાથી તેઓ અત્યંત અસ્વસ્થ બની ગયા હતા. શ્રી લક્ષ્મણજીનો અગ્નિસંસ્કાર પણ થઈ શકે એમ ન હતો. શ્રીરામ એક ક્ષણ પણ લક્ષ્મણજીના દેથી અળગા જ થતા નથી, “મારો લક્ષ્મણ જીવે છે, એ મરે જ નહીં.’ આ નિશ્ચય સાથે શ્રીરામ સહુની સાથે વાત રહ્યા છે. એક દિવસ વીત્યો. બે દિવસ વીત્યા. નથી કોઈ સ્નાન કરતું કે નથી કોઈ ભોજન કરતું નથી કોઈ પૂજાપાઠ કરતું કે નથી કોઈ દુકાન ખોલતું. અયોધ્યાની શેરીઓ અને રાજમાર્ગો નિસ્તેજ અને નીરવ બની ગયા છે. શેરીનાં કૂતરાંઓ પણ ભૂખ્યા પેટે ટૂંટિયું વાળીને પડી રહ્યાં છે. શત્રુન અને લવ-કુશ ચિંતિત છે. બિભીષણ અને સુગ્રીવ વ્યગ્ર છે. કૌશલ્યા, સુમિત્રા અને સુપ્રભા ચિંતિત છે. શ્રીરામ ક્યાં સુધી લક્ષ્મણજીના મૃતદેહને પકડી રાખશે? ક્યારે માનશે કે “લક્ષ્મણજી મૃત્યુ પામ્યા છે?' એમને કોણ સમજાવે?' અત્યારે તેઓ કોઈનું પણ સાંભળવા તૈયાર નથી! લક્ષ્મણજી કરતાં વિશ્વમાં કોઈ વધુ પ્રિય હોય તો એનું માને ને? એમને મન વિશ્વમાં લક્ષ્મણજીથી કોઈ અધિક પ્રિય ન હતું! પછી આ કોનું સાંભળે? હા, માતા સુમિત્રાનું પણ શ્રીરામ અત્યારે કંઈ સાંભળવા તૈયાર નથી. લક્ષ્મણજીના મૃતદેહને પકડીને બેઠેલા, શ્રીરામની આસપાસ બિભીષણ For Private And Personal Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૧૨ જૈન રામાયણ વગેરે રાજાઓ શૂન્યમનસ્ક થઈને નીચી દૃષ્ટિએ બેઠા છે. શ્રીરામ લક્ષ્મણજીના દેહને વારંવાર આલિંગન આપતા એની સાથે વાતો કરે છે! ૦ ૦ ૦ એક મનુષ્યનો મોહ બીજા મનુષ્યને નિર્મોહી બનાવે છે! એક મનુષ્યનો રાગ બીજા મનુષ્યને વૈરાગી બનાવે છે! જોઈએ વિશ્વને, વિશ્વની ઘટનાઓને જોવાની જ્ઞાનદૃષ્ટિ! જોઈએ સંસારમાં બનતી ચિત્રવિચિત્ર ઘટનાઓને મૂલવવાની તત્ત્વદૃષ્ટિ! શ્રીરામની મોહદશા લવ અને કુશને વિચાર કરતા કરી દે છે! શ્રીરામની રાગદશા એમના લાડકવાયાઓને વિરાગી બનાવે છે! લક્ષ્મણજીનું મૃત્યુ અને શ્રીરામનો વ્યામોહ લવ-કુશના હૃદય પર ચોટ કરી ગયાં. બંને ભાઈઓ પોતાના મહેલમાં આવ્યા. બંનેના મુખ પર ઘેરો વિષાદ છવાયો હતો. રાજમહેલો, રાણીઓ કે વૈભવ... એમના મન પરથી ઊતરી ગયાં હતાં. સંસારનાં સુખોનું રજમાત્ર આકર્ષણ રહ્યું ન હતું. લવ કુશની સામે જુએ છે. કુશ વિચારોમાં ગરકાવ થઈ ગયો છે. લવ કુશના ખભા પર હાથ મૂકીને બોલ્યા : કુશ, આ સંસારની કેવી કરુણતા છે? સાચે જ માતાજીએ સંસારનો ત્યાગ કર્યો ને ચારિત્રના માર્ગે ચાલ્યાં ગયાં, તે યોગ્ય જ કર્યું.. વ્યાધિ અને મૃત્યુને રોકી શકવા કોઈ સમર્થ નથી. તાત લક્ષ્મણજી ચાલ્યા ગયા, અકસ્માતે ચાલ્યા ગયા. કોઈ રોગ નહિ, કોઈ વ્યાધિ નહિ, ક્ષણ વારમાં પ્રાણપંખેરું ઊડી ગયું. મહેલો, અંતઃપુર અને રાજ્ય અહીં પડ્યાં રહ્યાં અને એનું સર્જન કરનાર ચાલ્યો ગયો. પિતાજી, અત્યંત સ્નેહાળ પિતાજીને પણ એ છોડી ગયા. એમના વિનાના મહેલો, એમના વિનાની અયોધ્યા, કેવી સૂની સૂની અને નીરસ ભાસે છે!' લવની આંખો આંસુભીની બની ગઈ. કુશ રડી પડ્યો. કશ, રડ નહિ. રુદન કરવાથી હવે શું? ભગવાન મુનિસુવ્રત સંસારના સ્વરૂપને યથાર્થ બતાવેલું છે. જન્મ પછી મૃત્યુ હોય જ! જન્મેલા માટે મૃત્યુ સ્વાભાવિક છે. પણ આપણે રાગદશામાં આ તત્ત્વ સમજતા નથી. મૃત્યુ દુઃખી નથી કરતું, રાગ દુઃખી કરે છે. પિતાજી કેટલા વ્યાકુળ છે? કેટલા દુઃખી છે? કોણ દુઃખી કરે છે? રાગ! કુશ! પિતાજીને આજે દુનિયા ભગવાન સમાન માને જ છે. એ પિતાજી પણ ભ્રાતૃવિરહનું ઘોર દુઃખ અનુભવી રહ્યા છે. કર્મોની કેવી ઘોર વિટંબણાં છે?' For Private And Personal Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લવ-કુશનું નિર્વાણ ૯૧૩ લવ કુશની સામે જોઈ રહ્યો. કુશ લવની દૃષ્ટિમાં દષ્ટિ મિલાવીને, લવના હૃદયગત ભાવોને વાંચી રહ્યો હતો. કુશે લવની વાત એકાગ્રતાથી સાંભળી. તેણે કહ્યું : “મોટાભાઈ, આપની વાત સાચી છે. જેમ મૃત્યુ અનિવાર્ય છે, તેમ મૃત્યુ પછી જન્મવાનું પણ ખરું ને? આ પુનઃ પુનઃ જન્મ અને પુનઃ પુનઃ મરણ ક્યાં સુધી? ફરીથી જન્મ જ ન લેવો પડે તેવો મહાન પુરુષાર્થ આ જીવનમાં કરી લેવો જોઈએ. મૃત્યુ ક્યારે આવી જાય, કોણ જાણે છે? જો આત્માને વિશુદ્ધિ કર્યા વિના મૃત્યુ આવી ગયું તો?” કુશના મુખ પર ગંભીરતા છવાયેલી હતી. રુદનથી તેની આંખો સૂજી ગઈ હતી. એક એક શબ્દ એના નાભિપ્રદેશથી ઊઠતો હતો. લવ કુશની આંખોમાં ભવનિર્વેદ જુએ છે. કુશના શબ્દોમાં ધર્મપુરુષાર્થની હાક સાંભળે છે. જ્યારે ચારે બાજુ લક્ષ્મણજીના મૃત્યુનો વિષાદ છવાયેલો છે, શોક, આઝંદ અને વિલાપના ધ્વનિથી અયોધ્યાનું વાયુમંડલ પણ આર્દ્ર બની ગયેલું છે, ત્યારે શ્રીરામના બે કુમારો લવ અને કુશ જન્મ, જીવન અને મૃત્યુના હૃદયસ્પર્શી ચિંતનમાં ડૂબી ગયા છે. “જેમ અચાનક મૃત્યુ લક્ષ્મણજીને ભરખી ગયું, તેમ અમને પણ કેમ ન ભરખી જાય? અને પરલોકની કોઈ જ તૈયારી વિના પરલોકમાં ક્યાં જવાનું થાય? પુનઃ ગર્ભાવાસમાં પુરાવાનું? પુનઃ જન્મ અને પુનઃ મૃત્યુ? કોઈપણ સમયે મૃત્યુ આવી શકે છે તો સતત જાગ્રત રહી ધર્મપુરુષાર્થ કરી લેવો જોઈએ.” એ દિવસોમાં નિદ્રા ચાલી ગઈ હતી. કોણ અયોધ્યાવાસી સૂતો હતો? કોણ નિદ્રાધીન થયો હતો? લવ અને કુશે સતત ત્રણ રાત જાગીને વિતાવી હતી. આજે ત્રીજી રાત હતી. બંને રાજકુમારોનું અંતઃપુર માતા સુમિત્રાની સેવામાં ઉપસ્થિત હતું, એટલે કુમાર મહેલમાં એકલા જ હતા. એમના આત્મચિંતનમાં એ એકાંત સહાયક બન્યું હતું. ‘કુશ, મને તો એક ક્ષણનો પણ વિલંબ કરવો રુચતો નથી. સંસારનો ત્યાગ કરી ચારિત્રનો સ્વીકાર કરી, આત્માની વિશુદ્ધિ માટે પુરુષાર્થ આરંભી દઈએ.” સત્ય છે, મારું મન પણ આ સંસારથી ઉદ્વિગ્ન બની ગયું છે. માતાજીના માર્ગે ચાલ્યા જઈએ. આત્માની પૂર્ણતા પ્રાપ્ત કરી જન્મ-મરણને મિટાવી દઈએ.” કુશે પોતાના હૃદયગત ભાવો વ્યક્ત કરી દીધા. પરંતુ તેના મુખ પર ચિતાની રેખાઓ ઊપસી આવી. For Private And Personal Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ ૯૧૪ ‘મોટાભાઈ, શું આપણને તાતપાદ અનુમતિ આપશે, આ સંયોગોમાં?' ‘અનુમતિ? આ સંયોગોમાં તાતપાદ અનુમતિ ન જ આપે. પરંતુ એની ખાતર સંસારમાં રહેવાય પણ નહીં.' લવના પ્રત્યુત્તરથી કુશ વિચારમાં પડી ગયો. લવે કુશનું સમાધાન કરવા પુનઃ કહ્યું : ‘મોક્ષમાર્ગની આરાધના કરવી છે, આત્માનું કલ્યાણ કરવું છે. સમય કટોકટીનો છે. એ વખતે બીજા વિચારો ન જ કરાય. સ્નેહાધીન પિતાજી આપણને અનુમતિ ન જ આપે. અરે, જ્યારે ભ્રાતૃવિરહનું દુ:ખ શમી જશે, પિતાજી સ્વસ્થ બનશે ત્યારે તેઓ સ્વયં પણ સંસારમાં નહીં રહે! લક્ષ્મણજી વિનાનો સંસાર તેમને અકારો લાગશે!' લવે શ્રી રામચંદ્રજીના ભાવિ તરફ નિર્દેશ કર્યો તે તેનું અનુમાન હતું, અનુમાનમાં સત્ય છુપાયેલું હતું. લક્ષ્મણજીનો સંયોગ જ ચારિત્રમાં બાધક હતો. લક્ષ્મણજીના મૃતદેહ પરથી રાગ દૂર થતાં શ્રીરામ સંસારત્યાગ કરે તો નવાઈ નહીં. લક્ષ્મણજી વિનાના મહેલો એમને જરાય ગમે નહીં; આ વાત લવ સારી રીતે સમજતો હતો. એના મનમાં એક નવો વિચાર આવ્યો. ‘અને કુશ માની લે કે પિતાજીએ અનુમતિ ન આપી, તો શું આપણે સંસારમાં રહેવાનું? રહી શકીશું? તું વિચાર કર. આપણે પિતાજીનો અનાદર કરી રહ્યા નથી . અનાદર થાય જ કેવી રીતે? તેમના જેવા મહાપુરુષ પ્રત્યે અનાદર થઈ જ ન શકે. અત્યારે તેમના હૃદયની જે સ્થિતિ છે, એ સ્થિતિમાં એમની પાસેથી અનુમતિ મેળવવી અશક્ય છે, માટે માત્ર નિવેદન કરીને જાણ કરીને આપણે નીકળી જઈએ..’ કુશ પલંગમાંથી ઊઠીને, મહેલના ઝરૂખામાં ગયો. લવ પણ એની પાછળ જ ઝરૂખામાં ગયો. હમેશાં આ ઝરૂખો અયોધ્યાની રમણીયતા, મોહકતા ૫૨ છવાયેલા શોકના ઘેરા અંધકાર બતાવે છે, ઉદાસીનતા બતાવે છે અને સંસારની નિર્ગુણતા બતાવે છે! લવ અને કુશ મૌન છે. પણ મન મૌન નથી. બંનેની દૃષ્ટિ અયોધ્યા ૫૨ મંડાઈ છે, પરંતુ તેઓ સ્થૂલ નથી જોતા, તેઓ સૂક્ષ્મને શોધે છે. થોડોક સમય વીત્યો. લવે કુશના ખભે હાથ મૂક્યો અને બોલ્યો : ‘આ અંધકાર કરતાં પણ ઘેરો અંધકાર અંતરાત્મામાં છવાયેલો છે! અજ્ઞાનનો અંધકાર! અજ્ઞાનના અંધકારમાં જીવ આ વિશ્વની યથાર્થ સ્થિતિને જોઈ શકતો For Private And Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લિવ-કુશનું નિર્વાણ ૯૧૫ નથી, ત્યાજ્ય પર રાગ કરે છે ને ઉપાદેય તરફ દ્વેષ કરે છે. આપણે આત્મામાં જ્ઞાનનો પ્રકાશ પાથરીએ.” કુશ સાંભળી રહ્યો. આજે તેને લવની વાણી ખૂબ પ્રિય લાગી રહી હતી. લવ જાણે હૃદય ખોલીને બોલી રહ્યો હતો. તેનામાં જનમજનમની ત્યાગવૈરાગ્યની ભાવના જાગી ઊઠી હતી. સંસારનું કોઈ તત્ત્વ તે બે ભાઈઓને અવરોધક બની શકે એમ ન હતું. અલબત્ત, તેમને પણ રાણીઓ હતી. બધું ‘સ્વપ્નવત્' સમજી લીધું હતું. એ બધું બંધનરૂપ ન હતું, અવરોધરૂપ ન હતું. ત્રીજી રાત વીતી ગઈ. શ્રીરામ ખાતા નથી, પીતા નથી, સ્નાન નથી કરતા. લક્ષ્મણજીના મૃતદેહને છોડીને જરા પણ દૂર નથી જતા. કૌશલ્યા વગેરે રાજમાતાઓ ચિંતાતુર બની ગઈ, બિભીષણ વગેરે રાજા ચિંતામગ્ન થઈ ગયા. ‘શું કરશું? શ્રીરામને કેવી રીતે સમજાવવા?' એ એક કોયડો બની ગયો. કોઈને કંઈ સૂઝતું નથી. બિભીષણ અને સુગ્રીવ અતિ વ્યગ્ર બન્યા હતા. એમના શિરે મોટી જવાબદારી હતી. શ્રીરામને તેઓ ખૂબ જ ચાહતા હતા. જન્મજન્માંતરના સંબંધો હતા ને! વળી એ બંનેને ધ્યાન છે કે લંકાના યુદ્ધમાં જ્યારે રાવણની ‘અમોઘવિજયાના આઘાતથી લક્ષ્મણજી બેભાન બની ઢળી પડ્યા હતા. તે રાતે શ્રીરામે કેવો કલ્પાંત કર્યો હતો! એ તો સારું થયું કે વિશલ્યા ત્યાં આવી પહોંચી અને લક્ષ્મણજીને નવજીવન મળી ગયું. નહીંતર શ્રીરામે તો લક્ષ્મણજીની સાથે બળી મરવાનું જ નક્કી કર્યું હતું. બિભીષણ અને સુગ્રીવને એ ચિંતા થઈ ગઈ કે શ્રીરામ કંઈ અઘટિત તો નહીં કરી બેસે ને? રાગથી વ્યાકુળ મનુષ્ય શું નથી કરી બેસતો? સહુ રાજા-મહારાજાઓ શ્રીરામને વીંટળાઈ બેઠા હતા. શ્રીરામ લક્ષ્મણજીના મૃતદેહને લઈને બેઠા હતા. ત્યાં લવ અને કુશે પ્રવેશ કર્યો. શ્રીરામ પાસે આવીને, ચરણોમાં નમસ્કાર કરી સામે બેસી ગયા. લવે ખૂબ જ વિનમ્ર શબ્દોમાં કહ્યું : હે તાતપાદ, અમે એક પ્રાર્થના કરવા આવ્યા છીએ. લઘુ તાતના આકસ્મિક મૃત્યુથી, અમારા હૃદય પર અતિ ઉગ્ર આઘાત થયો છે. અમે આ સંસારવાસથી અત્યંત ભયભીત બન્યા છીએ. મૃત્યુ અકસ્માત આવી પડે છે. માટે દરેક મનુષ્ય પરલોક માટે જ જાગ્રત બનીને જીવવું જોઈએ.' લવના બોલ્યા પછી કુશ બોલ્યો : For Private And Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૧૬ જૈન રામાયણ “તાતપાદ, અમને અનુમતિ આપો, અમે સંસારનો ત્યાગ કરી, માતાજીના માર્ગે, ચારિત્રના માર્ગે જઈશું. લઘુતાતના વિરહમાં એક ક્ષણ પણ હવે આ સંસારમાં અમે રહી શકીએ એમ નથી. અમારું મન અત્યંત ઉદ્વિગ્ન બની ગયેલું છે.” બને ઊભા થયા. શ્રીરામને નમન કર્યું. મહેલ છોડી, અયોધ્યા છોડી તે બાંધવબેલડી દૂર દૂર ચાલી ગઈ, નિર્મમ બનીને, નિર્મોહી બનીને. એક વન વન-ઉઘાનમાં અમૃતઘોષ મુનીશ્વર મળી ગયા. તેઓએ ચારિત્ર લીધું. અંતરાત્મા બનીને, સાધના કરી, કાળક્રમે કર્મક્ષય કરી નિર્વાણ પામ્યા. ૦ ૦ ૦ For Private And Personal Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮. રખેહ-ઉન્માદા શ્રીરામ મૂચ્છિત થઈ ગયા, બિભીષણ વગેરે રાજાઓ સ્તબ્ધ થઈ ગયા. કૌશલ્યા, સુમિત્રા વગેરે રાજમાતાઓ બેબાકળી થઈ ગઈ. લવણ ને અંકુશનું અંતઃપુર અને પુત્રો આશ્ચર્યમાં પડી ગયા : “આ શું? અચાનક ચારિત્ર નિર્ણય?” આંખોમાં આંસુ અને હૃદયમાં વેદના સાથે વિવશ બની સહુ બેસી રહ્યા. કોઈએ આ પ્રમાણે વિચાર્યું : “આવા શોકમય વાતાવરણમાં શ્રીરામની અતિવ્યગ્ર સ્થિતિમાં, પિતાનો ત્યાગ કરીને દીક્ષા લેવાય? લવ-કુશે આમ નહોતું કરવું જોઈતું.” કોઈએ આ પ્રમાણે વિચાર્યું : “કેવો અદભુત ત્યાગ? આનું નામ સાચો વૈિરાગ્ય. લક્ષ્મણજીના મૃત્યુને, એ બે કુમારોએ જ્ઞાન દૃષ્ટિથી જોયું. જીવનની ક્ષણભંગુરતાને જાણીને ક્ષણવારમાં તેઓ સંસારને ત્યજીને ચાલી નીકળ્યા! ધન્ય હો સીતાજીના સુપુત્રોને! કેવા નિર્મમ અને કેવા વિરક્ત!' લક્ષ્મણજીનું અકાળ મૃત્યુ અને તરત લવ-કુશ રાજકુમારોની દીક્ષા, અયોધ્યાની પ્રજા “આ શું બની રહ્યું છે?' એ સમજી શકતી નથી. શ્રીરામના વ્યામોહથી પ્રજા અસ્વસ્થ બની ગઈ છે. મંત્રીમંડળ હતપ્રભ બનીને એક પછી એક બનતા પ્રસંગોને જોઈ રહ્યું છે. કોણ કોને આશ્વાસન આપે? કોણ કોની પાસે હૃદયનાં દુઃખ ઠાલવે? સર્વે દુઃખી હતાં. અયોધ્યાના રાજપરિવારની બદલાતી પરિસ્થિતિમાં સહુ ચિંતિત હતા. કેવો છે આ સંસાર! વિશ્વવંદનીય શ્રીરામના પરિવારના દિવસો પણ એકસરખા પસાર નથી થયા! સ્થિર બનીને શ્રીરામના જીવનના એક એક પ્રસંગ પર દૃષ્ટિપાત તો કરો. સુખ અને દુઃખનાં કંઇ એમના જીવન પર કેવાં વીંટળાઈ વાયાં હતાં? શ્રીરામની મૂચ્છ દૂર થઈ અને તેમનો વિલાપ ચાલુ થયો : હે બંધુ, આજે શું મેં તારું અપમાન કર્યું છે? તે અકસ્માતું આવું મોન કેમ ધારણ કર્યું છે? તું બોલતો નથી. આવી રીતે સર્વથા મૌન ધાર્યું છે, માટે પુત્રો લવ અને કુશ પણ મને ત્યજીને ચાલ્યા ગયા. જ્યારે તું હજુ પણ બોલતો નથી. હું બધાથી તરછોડાયો છું. તું પણ મને કેમ તરછોડી રહ્યો છો? એક ઉન્મત્ત મનુષ્યની જેમ શ્રીરામ પ્રલાપ કરવા લાગ્યા. સહુને ચિંતા વધી For Private And Personal Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ ૯૧૮ ગઈ. ‘શ્રીરામનું શું થશે? તેઓ શું કરી બેસશે?' બિભીષણ, શત્રુઘ્ન, સુગ્રીવ વગેરે રાજમાતા કૌશલ્યા પાસે ભેગા થયાં. કૌશલ્યા વૃદ્ધાવસ્થાથી ઘેરાઈ ગયાં હતાં. એક વખતની એ અયોધ્યાની મહારાણીએ એના જીવનમાં હૃદયને આંચકા આપે તેવા કેટલા પ્રસંગો જોયા હતા? શ્રી રામ, લક્ષ્મણ અને સીતા વનવાસમાં ગયાં. મહારાજા દશરથે ચારિત્ર લીધું, ત્યાર પછી ભરતે ચારિત્ર લીધું. સીતાજીનો શ્રી રામે જંગલમાં ત્યાગ કરાવી દીધો, સીતાજી સંસાર ત્યજીને સંયમમાર્ગે ચાલ્યાં ગયાં. લક્ષ્મણજીનું અકસ્માત મૃત્યુ ને લવ-કુશ ઘરવાસ ત્યજી અણગાર બની ગયા, અને શ્રી રામ ઉન્મત્ત જેવા અસ્વસ્થ બની ગયા. કહેવાય એ રાજરાણી! રાજમાતા! પરંતુ સુખ કેટલું? શાન્તિ કેટલી? ચિત્તની પ્રસન્નતા કેટલી? દુનિયા એને સુખી સમજે! પુણ્યશાલિની માને! પરંતુ એના હૃદયની સ્થિતિ કેવી? એક પછી એક સ્વજનોના વિરહની વેદના સહી સહીને કૌશલ્યા જલ્દી વૃદ્ધા બની ગયાં હતાં. બિભીષણ વગેરેએ આજે કૌશલ્યાના વૃદ્ધત્વને જોયું. તેમની આંખો સજળ બની ગઈ. થોડો સમય સહુ મૌન રહ્યા. હૃદયને કંઈક સ્વસ્થ બનાવીને બિભીષણ બોલ્યા. ‘માતાજી, શ્રી રામચંદ્રજીને સમજાવવા જોઈએ. એમની સ્થિતિ દિનપ્રતિદિન બગડતી જાય છે, લક્ષ્મણજી મૃત્યુ પામ્યા છે. આ વાત એમના ગળે ઉતારવી જ જોઈએ.’ કૌશલ્યાએ બિભીષણના વિષાદભર્યા મુખ સામે જોયું. શ્રી રામ પ્રત્યેનો અપાર સ્નેહ બિભીષણને દુઃખી કરી રહ્યો હતો. કૌશલ્યા ક્ષીણ સ્વરે બોલ્યાં : ‘વત્સ, તારી વાત સાચી છે. રામની વિકલતા મને ચિંતા કરાવે છે. એને કોણ સમજાવે? અસ્વસ્થ રામને સમજાવવો કઠિન છે છતાં તમે જ ભેગા થઈને સમજાવો. ભાગ્ય હોય તો સમજી જશે.’ કૌશલ્યાએ વસ્ત્રના આંચલથી આંખો લૂછી. ‘માતાજી, આપ ન સમજાવો?' સુગ્રીવ બોલ્યા. ‘હું? બેટા, મારા મુખમાંથી તો શબ્દો જ સુકાઈ ગયા છે. હું વત્સ રામ પાસે જાઉં છું, એને જોઉં છું. વત્સ લક્ષ્મણના મૃતદેહને જોઉં છું, મારું હૈયું ભાંગી પડે છે.’ કૌશલ્યાનો સ્વર ગદ્ગદ્ થઈ ગયો. બિભીષણે સુગ્રીવ અને શત્રુઘ્ન સામે જોયું. કંઈક વિચાર્યું ને બોલ્યા. ‘આપણે જ ભેગા મળીને શ્રીરામને પ્રાર્થના કરીએ. એમને સમજાવવા For Private And Personal Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્નેહ-ઉન્માદ ૯૧૯ પ્રયત્ન કરીએ.’ સુગ્રીવ અને શત્રુઘ્ને માથું હલાવી સંમતિ આપી; પરંતુ પરિણામ વિશે એમના મનમાં વિશેષ આશા ન હતી. રાગની વિહ્વળતા ને દ્વેષની પ્રબળતામાં કોઈને સમજાવી શકાતા નથી. એ સમયે મનુષ્ય સમજવાની સ્થિતિમાં જ હોતો નથી. તે છતાં બિભીષણ, સુગ્રીવ અને શત્રુઘ્ને પ્રયત્ન કરવાનો નિર્ણય કર્યો. આ પણ જાણે મનુષ્યનો સ્વભાવ છે! જાણવા છતાં કે ‘આ સમજાવ્યો સમજે એમ નથી’ છતાં એને સમજાવવાના પ્રયત્ન મનુષ્ય કરે છે! આ એક રાગની વિવશતા નથી શું! ‘ત્રિપુટી શ્રી રામ પાસે આવી. શ્રી રામ લક્ષ્મણજીના મૃતદેહને પોતાના બે હાથથી પંપાળી રહ્યા હતા. તેમણે બિભીષણ વગેરેની સામે જોયું. શ્રી રામની આંખોમાં નરી કરુણતા ભરી હતી; દીનતા ને વિવશતા ભરી હતી. તેઓ યુદ્ધના મેદાન પર રાવણ જેવા શત્રુને યમલોક પહોંચાડી શકતા ભાઈ જેવા ભાઈ લક્ષ્મણને જિવાડી શકતા નથી! આ શું વિવશતા નથી? ‘મહારાજા, આપ ધૈર્ય ધારણ કરો. આપ ધીર પુરુષોમાં પણ ધીર છો.. આપ વીરપુરુષોમાં પણ વીર છો. પ્રભો, અમને લજ્જા આવે છે આપની આ અધીરતા જોઈને. હે મહાપુરુષ, હવે લક્ષ્મણજીના મૃતદેહનો આપ ત્યાગ કરો. એની ઉત્તરક્રિયા કરવી જોઈએ. આપ સમજો કે લક્ષ્મણજી મૃત્યુ પામ્યા છે.' બિભીષણે ગદ્ગદ્ સ્વરે, આંખોમાં આંસુ સાથે શ્રીરામને પ્રાર્થના કરી. પરંતુ ‘લક્ષ્મણજી મૃત્યુ પામ્યા છે.’ આ શબ્દો સાંભળીને શ્રી રામ ૨ોષથી ધમધમી ઊઠ્યા. તેમના હોઠ કંપી ઊઠ્યા. આંખો લાલ થઈ ગઈ : ‘મારો ભ્રાતા જીવે છે. આ તમે શું બોલો છો? અરે દુષ્ટ, મારો આ ભ્રાતા તો દીર્ઘાયુ છે. મૃતકાર્ય જો ક૨વું હોય તો તમે બધા તમારા ભાઈઓ, સ્નેહીઓ સાથે બળી મરો. મારો ભાઈ મૃત્યુ નથી પામ્યો.' લક્ષ્મણજી તરફ ફરીને શ્રી રામ બોલ્યા : ‘હે ભ્રાતા! વત્સ લક્ષ્મણ, તું જલ્દી બોલ. તું મને કેમ કકળાવે છે? જો આ બધા દુર્જનો આવી પહોંચ્યા છે. અથવા શું તું આ દુષ્ટોની સમક્ષ બોલવા નથી ચાહતો? ખલપુરુષો પર શાને રોષ કરવો?’ બિભીષણ, સુગ્રીવ અને શત્રુઘ્ન જમીન પર દૃષ્ટિ સ્થાપીને, શ્રી રામની અસંગત વાતો સાંભળી રહ્યા. તેમના હૃદયમાં અપાર દુ:ખ થયું.. શ્રી રામચંદ્રજી તો લક્ષ્મણજીના મૃતદેહને ખભે ઉપાડી બીજા મહેલમાં ચાલ્યા ગયા. બિભીષણ, સુગ્રીવ, અને શત્રુઘ્ન નિરાશ થઈ ગયા પ્રયત્ન સફળ ન થયો. For Private And Personal Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ ૯૨૦ ત્રણેયે શત્રુઘ્નના મહેલમાં આવ્યા. મંત્રીમંડળને પણ ત્યાં બોલાવ્યું. નગરના અગ્રગણ્ય નાગરિકોને પણ બોલાવ્યા, સહુ આવ્યા. સહુના મુખ પર ઉદ્વેગ, ગ્લાનિ અને સંતાપ છવાયેલાં હતાં તેમજ લક્ષ્મણજીના મૃત્યુના દુઃખનો આધાત તો હતો જ. શ્રી રામના વ્યામોહનો આઘાત એમાં ઉમેરાયો હતો. રાજ્યવ્યવસ્થા પણ શિથિલ પડતી જતી હતી. દિવસો ૫૨ દિવસો વીતતા જતા હતા. કોઈનું મન રાજકાજમાં લાગતું ન હતું. મંત્રીમંડળ અને નાગરિકોને ઉદ્દેશીને શત્રુઘ્ન બોલ્યા. ‘આર્યપુત્રને સમજાવવા અમે ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ તેઓ ‘સૌમિત્રી મૃત્યુ પામ્યા છે,' આ વાત તેઓ માનતા જ નથી. કંઈ સૂઝ પડતી નથી. કોઈ જ માર્ગ દેખાતો નથી. શું કરવું? જ્યાં સુધી આર્યપુત્ર સૌમિત્રીના મૃતદેહને સોંપે નહીં ત્યાં સુધી ઉત્તરક્રિયા પણ કેવી રીતે કરવી?’ ‘આપની વાત સત્ય છે. શ્રી રામચંદ્રજીનો સૌમિત્રી પ્રત્યેનો અવિહડ રાગ દુર્નિવાર્ય છે. તેઓ એક ક્ષણ પણ સૌમિત્રી વિના રહી શકતા નથી.’ મહામંત્રીએ શત્રુઘ્નની વાતમાં સંમતિ બતાવતાં કહ્યું. ‘સમગ્ર નગરમાં શોકમય વાતાવરણ છવાયું છે. સહુના હૃદયમાં શ્રી રામચંદ્રજી પ્રત્યે, સમગ્ર રાજપરિવાર પ્રત્યે સહાનુભૂતિ છે. આપના દુઃખે પ્રજા દુઃખી છે..' નગરશ્રેષ્ઠીએ સહાનુભૂતિ વ્યક્ત કરી. હવે શ્રી રામચન્દ્રજીને સમજાવવાનો પ્રયત્ન કરવો વ્યર્થ છે. હવે તો સ્વાભાવિક રીતે જ તેઓ સમજે અને લક્ષ્મણજીના મૃત્યુનો સ્વીકાર કરે, એ જ બરાબર છે ત્યાં સુધી આપણે ધૈર્ય ધારણ કરવું જોઈએ,' બિભીષણે મહામંત્રી સામે જોઈને કહ્યું. ‘એ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી.' સુગ્રીવે પોતાનો મત દર્શાવ્યો. શું કરી શકાય? મનુષ્યનો પ્રયત્ન ક્યાં સુધી ચાલે? છેવટે તો દરેક જીવનાં પોતાનાં જ કર્મ નિર્ણાયક બનતાં હોય છે. તેમાં કોઈ પરિવર્તન કરી શકતું જ નથી. સર્વે પ્રયત્ન કરી લીધા પછી જીવની ભવિતવ્યતાના ભરોસે છોડી દેવું જોઈએ, તો જ મનનું સમાધાન થાય. બિભીષણ, સુગ્રીવ અને શત્રુઘ્ન જેવાં મહારથી સમ્રાટો શ્રી રામના વિષયમાં નિષ્ક્રિય અને કિંકર્તવ્યમૂઢ થઈને બેસી રહ્યા અને શ્રી રામ લક્ષ્મણજીના મૃતદેહને ઉપાડી બીજા મહેલમાં ચાલ્યા ગયા. તેઓ લક્ષ્મણજીને જીવંત જ માની રહ્યા છે અને એવો જ વ્યવહાર લક્ષ્મણજીના મૃતદેહ સાથે કરી રહ્યા છે. સ્નેહનો ઉન્માદ! For Private And Personal Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્નેહ-ઉન્માદ ૯૨૧ શ્રી રામનો સ્નેહ-ઉન્માદ હતો. લક્ષ્મણજીના મૃતદેહને શ્રી રામ સ્નાનગૃહમાં લઈ જાય છે અને સ્નાન કરાવે છે. ત્યાર પછી પોતાને હાથે વિવિધ સુગંધી વિલેપનોથી વિલેપન કરે છે. દિવ્ય રસભરપૂર ભોજનના થાળ મંગાવીને, એની સમક્ષ મૂકે છે! ક્યારેક ‘એ પ્રિય દેહને પોતાના ઉત્સંગમાં લઈ, એના મસ્તકે વારંવાર આલિંગન આપે છે. પલંગમાં એને સુવાડીને એને સુંદર વસ્ત્ર ઓઢાડે છે. ક્યારેક એની સાથે વાર્તાલાપ કરે છે. પ્રશ્ન પોતે પૂછે છે અને ઉત્તર પણ પોતે જ આપે છે! ક્યારેક એ દેહનું સ્વયં મર્દન કરે છે. દૂર રહીને બિભીષણ, સુગ્રીવ, શત્રુઘ્ન વગેરે શ્રી રામની આ ઉન્માદભરી ક્રિયાઓ જુએ છે. ક્યારેક આંખો આંસુઓથી છલકાઈ જાય છે. ક્યારેક અદ્ભુત ભાતૃસ્નેહ જોઈ હર્ષથી મલકાઈ જાય છે... ક્યારેક ચિંતાઓથી વ્યાકુળ બની જાય છે. ‘ક્યાં સુધી શ્રી રામ આમ કરશે?' આ વિચારથી અસ્વસ્થ બની જાય છે. આવી સ્થિતિમાં મૂકીને કોઈ રાજા અયોધ્યાથી પોતાના દેશમાં જવા રાજી નથી. બિભીષણ અોધ્યામાં રોકાયા છે. સુગ્રીવ અયોધ્યામાં રોકાયા છે. શત્રુઘ્ન મથુરા ગયા નથી, જ્યારે શ્રી રામના અનન્ય ભક્ત હનુમાનજી તો ચારિત્રને પંથે વિચરી રહ્યા છે. ભામંડલનું અકસ્માત મૃત્યુ થઈ ગયું છે. દિવસો વીત્યા. મહિનાઓ વીત્યા. છ છ મહિના વીતી ગયા. ભારતને ખૂણે ખૂણે શ્રી રામના સ્નેહોન્માદથી વાત ફેલાઈ ગઈ. વિદ્યાધરોની દુનિયામાં પણ વાત પહોંચી ગઈ. જેને જેને સમાચાર મળ્યા, તેઓ તરત અયોધ્યા આવવા લાગ્યા. ચરમ શરીરી શ્રી રામ! તેમનો સ્નેહોન્માદ જોઈને કોને આશ્ચર્ય ન થાય! પરંતુ દુનિયા ક્યાં જાણતી હતી કે બળદેવ અને વાસુદેવનો સ્નેહ આવો જ ગાઢ હોય છે. એ ગાઢ સ્નેહ મૃત્યુ પછી પણ છ મહિના સુધી ચાલતો હોય છે! ચ૨મ શરીરી એવા આત્માને પણ મોહ કેવો નચાવી જાય છે! પરંતુ તેટલા માત્રથી તેઓનું નિર્વાણ અટકી જતું નથી. આ પણ શ્રી રામના જીવનની એક કરુણ ઘટના હતી. એ સ્થિતિ ભોગવવાનું નિર્માણ જ હતું! For Private And Personal Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૯. શ્રીરામ-પ્રતિબોઘ સંસાર!! સંસાર અસાર છે. તે સાચું જ છે. એકની વિવશતાનો લાભ બીજ ઉઠાવે! એકની વિકલતાનો લાભ બીજો ઉઠાવે! શ્રી રામની વિવશતા અને વિકલતાનો લાભ ઉઠાવી લેવા રાક્ષસવંશના કેટલાક રાજાઓ સળવળી ઊઠ્યા. કેટલાક વિદ્યાધર રાજાઓ તેમની સાથે ભળી ગયા. “અત્યારે અયોધ્યા અનાથ જેવી છે! લક્ષ્મણનું મૃત્યુ થયું છે. લવ-કુશ ચારિત્રને માર્ગે છે અને શ્રી રામ ઉન્મત બની ગયા છે. આવી સ્થિતિમાં અયોધ્યા પર આક્રમણ કરી અયોધ્યાનું રાજ્ય પ્રાપ્ત કરી લેવું.” અજાતશત્રુ બનેલા શ્રી રામના શત્રુઓ ફૂટી નીકળ્યા! સંસારમાં કોણ કાયમ માટે અજાતશત્રુ રહી શકે? જ્યાં સુધી મનુષ્ય બળવાન હોય ત્યાં સુધી શત્રુઓ શત્રુતા વ્યક્ત ન કરે એટલું જ! જ્યાં મનુષ્ય નિર્બળ બન્યો ત્યાં જ મિત્રતાનો દેખાવ કરનારાઓ શત્રુ બનીને સામે આવી જાય. રાવણપુત્ર ઇન્દ્રજિતના પુત્રો અને સુંદરાક્ષસના પુત્રોએ શ્રીરામનો વધ કરવા અને અયોધ્યામાં રાજય મેળવવા સૈન્ય તૈયાર કર્યું. બીજા પણ વિદ્યાધર રાજાઓ ભેગા મળ્યા. વિદ્યાધરોને અયોધ્યા પહોંચવામાં કેટલી વાર? જોતજોતામાં જ અયોધ્યા ઘેરાઈ ગઈ. કોઈ અયોધ્યાવાસીને કલ્પના ન હતી કે “આવા સમયે અયોધ્યા પર આક્રમણ થાય!” પરંતુ સંસાર નામ જ એવું કે જ્યાં કલ્પનાતીત બન્યા કરે. અચાનક શત્રુસૈન્યનાં ધાડાં ઊતરી પડેલાં જોઈ, દ્વારક્ષકોએ અયોધ્યાના દરવાજા બંધ કરી દીધા અને કિલ્લા પર અયોધ્યાનું સૈન્ય ગોઠવાઈ ગયું. નગરરક્ષકો દોડતા મહેલમાં આવ્યા. શત્રુઘ્ન નિત્યકર્મથી પરવારીને બેઠા હતા. બિભીષણ અને સુગ્રીવ પણ આવી પહોંચ્યા હતા. નગરરક્ષકોએ પ્રવેશ કરીને ત્રણેય રાજાઓને પ્રણામ કર્યા અને નિવેદન કર્યું : મહારાજા, આજે રાત્રિના છેલ્લા પ્રહરમાં શત્રુસૈન્ય ઊતરી પડ્યું છે અને અયોધ્યા ઘેરાઈ ગઈ છે. અમે નગરના દરવાજા બંધ કરી દીધા છે ને કિલ્લા પર સૈનિકો ગોઠવી દીધા છે. એ સમાચાર હજુ મેળવી શકાયા નથી કે શત્રુઓ કોણ છે?' ત્રણેય રાજાઓ સ્તબ્ધ થઈ ગયા. શત્રુઘ્ન બોલી ઊઠ્યા : For Private And Personal Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીરામ-પ્રતિબોધ ૯૨૩ અત્યારે આક્રમણ? અજાતશત્રુ શ્રી રામના દુશમનો કોણ પાક્યા? જાઓ સૈન્ય તૈયાર કરો અને શત્રુઓની ભાળ મેળવો.” નગરરક્ષકો પુનઃ પ્રણામ કરી વિદાય થયા. શત્રુઘ્ન બિભીષણ અને સુગ્રીવ સામે જોયું. બંને રાજાઓ વ્યગ્ર હતા. કોણ હશે શત્રુઓ? અયોધ્યાના રાજપરિવારની દુ:ખદ પરિસ્થિતિનો લાભ ઉઠાવવા સારો અવસર શોધ્યો! પણ એમને ધ્યાન નથી કે અયોધ્યા હજુ અનાથ નથી બન્યું.” શત્રુન રોષથી ધમધમી ઊઠ્યા. એ જાણતા નહીં હોય કે મહારાજા બિભીષણ અયોધ્યામાં છે અને સુગ્રીવ શ્રી રામની ચરણસેવામાં છે. વિચાર્યા વિનાનું સાહસ કર્યું છે.' સુગ્રીવ બોલી ઊઠ્યા. બિભીષણ કંઈક વિચારમાં પડી ગયા. શત્રુને પૂછયું. લંકાપતિ, આપ શા વિચારમાં પડી ગયા?” “રાજનું, આ એક એવો પ્રસંગ ઊભો થયો છે, જેનો આપણે લાભ ઉઠાવી લઈએ!” શ્રી રામચંદ્રજીને સ્વસ્થ કરવાનો! મને એમ સમજાય છે કે આપણે તેઓને આક્રમણની વાત કરીએ. તેઓનું સ્નેહનું બંધન તૂટી જશે. યુદ્ધ માટે સજ્જ બની શત્રુઓ પર તૂટી પડશે.' બિભીષર્ણ સચોટ ઉપાય સુચવ્યો. લંકાપતિ, આપની યોજના યથાર્થ છે. આપણે તેમની પાસે જઈએ અને નિવેદન કરીએ.” શત્રુને બિભીષણની યોજના વધાવી લીધી. ત્રણેય રાજાઓ ઊભા થયા, ત્યાં જ ત્વરિત ગતિએ મહામંત્રી આવી પહોંચ્યા. તેઓ હાંફી રહ્યા હતા. રાજાઓ પુન: બેસી ગયા. મહામંત્રી પણ બેઠા. શ્રમ દૂર કરીને બોલ્યા : “હે નરેશ્વરો, અયોધ્યાનું શું થવા બેઠું છે? શત્રુઓએ અયોધ્યા ઘેરી લીધી છે, પ્રજામાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે, કાંઈ સમજાતું નથી, ભય, ચિંતા અને વ્યથાથી મહામંત્રીનો વૃદ્ધ દેહ ધ્રૂજી રહ્યો હતો. ‘મહામંત્રીજી, અમને સમાચાર મળ્યા છે. તમે ચિંતા ન કરો. અમે ત્રણત્રણ રાજાઓ અયોધ્યામાં છીએ પછી પ્રજાને ભય શાનો? તમારે ચિંતા શાની? અમે હમણાં જ ઉપાય કરીએ છીએ. તમે પ્રજાને નિર્ભય કરો.' શત્રુઘ્ન મહામંત્રીને હિંમત આપી વિદાય કર્યા અને ત્રણેય નરેશ્વરી શ્રી રામના મહેલમાં પહોંચ્યા. શ્રી રામ તો સ્નેહોન્માદમાં ઉન્મત્ત હતા. For Private And Personal Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૨૪ જૈન રામાયણ રાજાઓએ જઈને શ્રીરામને પ્રણામ કર્યા અને વિનયપૂર્વક બેઠા. શત્રુઘ્ન નમ્રતાપૂર્વક વાત મૂકી : હે તાતતુલ્ય આર્યપુત્ર, અમે એક ગંભીર વાત કરવા આવ્યા છીએ.” કહો શી વાત છે? મારા આ બંધુ લક્ષ્મણનો વ્યાધિ નિવારનાર કોઈ વૈદ્ય આવ્યો છે?' હે મહાપુરુષ, વૈદ્ય નથી આવ્યા, શત્રુઓ ચઢી આવ્યા છે. અયોધ્યા ચારે બાજુથી ઘેરાઈ ગઈ છે. નગરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. પ્રજા ભયથી વ્યાકુળ છે.” શત્રુઘ્ન ચિંતાતુર મુખે ગંભીર સ્વરે વાત કરી. શ્રી રામ બોલી ઊઠ્યા : “અરે! એ દુષ્ટોને ખબર નથી કે રામ અયોધ્યામાં છે? ભલે ભ્રાતા લક્ષ્મણ વ્યાધિથી મૂછિત છે, પરંતુ આ રામ તો જાગ્રત છે. મારો રથ તૈયાર કરો. મારું વજાવર્ત ધનુષ્ય રથમાં મૂકો, હું યુદ્ધના મેદાનમાં જઈશ, અને શત્રુઓનો સંહાર કરીશ.” શ્રી રામ ઊભા થઈ ગયા. લક્ષ્મણજીના મૃતદેહ સામે જોઈ બોલ્યા : વત્સ લક્ષ્મણ, તું હવે તો બોલ, જો આ મુદ્ર દુશ્મનો છિદ્ર જોઈને ચઢી આવ્યા. તું હજુ મૌન નહીં છોડે? ભલે, હું તને યુદ્ધના મેદાન પર લઈ જઈશ!” ત્યાં ભીષણ યુદ્ધના ટંકાર થશે એટલે તું જાગી ઊઠશે! શ્રી રામે લક્ષ્મણજીને ખભે ઉપાડી લીધા અને મહેલની નીચે ઊતરી ગયા. શ્રી રામનો રથ તૈયાર જ હતો. રામચંદ્રજી રથમાં બેઠા અને લક્ષ્મણજીના મૃતદેહને પોતાના ખોળામાં લીધો. વજાવર્ત ધનુષ્ય એમના રથમાં મૂકવામાં આવ્યું અને સુગ્રીવે રથનું સારથિપણું લીધું. શ્રી રામના રથની એક બાજુ શત્રુનનો રથ અને બીજી બાજુ બિભીષણનો રથ ચાલ્યો. પાછળ હજારો અશ્વારોહી સૈનિકોએ પ્રયાણ કર્યું. અયોધ્યાવાસીઓએ મહેલમાંથી, મકાનોમાંથી શ્રી રામ પર પુષ્પવૃષ્ટિ કરવા માંડી. શ્રી રામના ઉલ્લંગમાં લક્ષ્મણજીના મૃતદેહને જોઈ પ્રજાની આંખો સજળ બની ગઈ. રથ નગરના મુખ્ય દ્વારે આવી પહોંચ્યા. દ્વારરક્ષકોને શ્રી રામે આજ્ઞા કરી : દરવાજા ખોલી નાંખો,” દ્વાર ખૂલી ગયાં. રથ તીવ્ર ગતિથી નગરની For Private And Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીરામ-પ્રતિબોધ ૯૨૫ બહાર નીકળી ગયા અને પાછળ હજારો અશ્વારોહી સૈનિકો પણ મેદાન તરફ ધસી ગયા. શત્રુ રાજાઓએ શ્રી રામ વગેરેના રથ જોયા. તેઓ યુદ્ધસજ્જ થઈને જ ઊભા હતા. ત્યાં શ્રી રામે ‘વજાવર્ત ધનુષ્યનો ટંકાર કરી, બ્રહ્માંડને સ્તબ્ધ કરી દીધું. મહેન્દ્ર દેવલોકમાં દેવ થયેલા જટાયુએ “અવધિજ્ઞાનથી જોયું કે “શ્રી રામ શું કરી રહ્યા છે?' અને એણે શ્રી રામને યુદ્ધના મેદાન પર જોયા. લક્ષ્મણજીના મૃતદેહને ખોળામાં લઈ જાવર્ત ધનુષ્યને ટંકાર કરતા રામને જોયા! તરત જ દેવોની સાથે જટાયુદેવ પૃથ્વી પર ઉતરી આવ્યો અને દેવો પૃથ્વી પર આવે એટલે? એમના દિવ્ય દેહોની અપૂર્વ પ્રભા અને અદભુત પ્રતાપ જોઈ શત્રુરાજાઓ ચકિત થઈ ગયા. દેવોએ જઈને, શ્રીરામને પ્રણામ કર્યા અને કહ્યું : હે દશરથનંદન! આપ નગરમાં પધારો. દુશ્મન રાજાઓનો અમે વધ કરીશું.” ત્યાં બિભીષણ અને શત્રુઘ્ન પણ રથમાંથી ઊતરીને શ્રી રામ પાસે આવી પહોંચ્યા. શત્રુરાજાઓએ બિભીષણને જોયા અને લજજાથી શરમાઈ ગયા! ઇન્દ્રજિતના પુત્રોએ કાકા બિભીષણને જોતાં જ પોતાનાં મુખ સંતાડવા માંડ્યાં. એમને ખબર ન હતી કે હજુ દેવલોકના દેવો શ્રી રામનું સાંનિધ્ય કરે છે!' એ પણ નહોતા જાણતા કે “કાકા બિભીષણ શ્રી રામની સેવામાં છે અને સુગ્રીવ શ્રી રામના સારથિ બનીને સામે આવશે!” શત્રુરાજાઓએ સૈન્યને યુદ્ધનું મેદાન ત્યજી જવાની આજ્ઞા કરી અને રાજાઓ પણ વિમાનમાં બેસીને ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ એમનાં મન વિચારશીલ બની ગયાં; આત્મનિરીક્ષણ કરતાં થઈ ગયાં. આ અમે શું કર્યું? કોની સામે યુદ્ધ? શા માટે યુદ્ધ? અમે વિચાર જ ન કર્યો કે હજુ લક્ષ્મણજીના મૃતદેહની ઉત્તરક્રિયા પણ નથી થઈ અને આક્રમણ? શ્રી રામની ઉન્મત્તદશાનો લાભ ઉઠાવી લેવાની હીન ભાવના? કેવી અમારી અધમતા? અરે, કાકા બિભીષણનો પણ વિચાર ન કર્યો? શ્રી રામની આવી સ્થિતિમાં કાકા એમને ક્ષણ વાર પણ છોડે નહીં, તેઓ અયોધ્યામાં જ હોય, પરંતુ અમે એ વિચાર જ ન કર્યો. અહો, આ સંસાર જ આવો છે. તૃષ્ણાઓ અને વાસનાઓ જ્યાં જીવને નિરંતર સતાવ્યા કરે, રાગ અને દ્વેષની હોળીઓ હૃદયમાં સળગ્યા કરે અને આપણે માટે કાકા બિભીષણે કેવા અભિપ્રાય બાંધ્યા હશે? એમને For Private And Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ ૯૨૭ હવે આપણે આપણું મુખ બતાવી નહીં શકીએ. અહો, આપણે કેવું હીન મૃત્ય કરી બેઠા?’ ઇંદ્રજિતના પુત્રો અને સુંદના પુત્રો ઘેર ન ગયા. તેમણે માર્ગમાં જ એક મહામુનિને જોયા. ‘અતિવેગ' નામના એ મહામુનિ પાસે જઈને ચારિત્ર સ્વીકારી લીધું અને શ્રમણ બની ગયા. કેવું આશ્ચર્યકારી પરિવર્તન ‘કેવા પશ્ચાત્તાપ અને કેવું પાપ-પ્રાયશ્ચિત્ત! ગયા હતા અયોધ્યા પર વિજય મેળવવા અને શ્રી રામનો વધ કરવા! દેવોનું આગમન જોયું ને કાકા બિભીષણને જોયા. બસ, યુદ્ધ યુદ્ધને ઠેકાણે રહ્યું અને પાછા વળી ગયા ઘેર પણ ન પહોંચ્યા અને ચારિત્રી બની ગયા! શ્રી રામે ૨થ પાછો વાળ્યો, પરંતુ તેઓ મહેલમાં ન ગયા, નગરના બાહ્ય ઉદ્યાનમાં તેઓ પહોંચ્યા. તેમને ઉઘાન ગમી ગયું. ઉદ્યાનમાં પણ મહેલ હતો, તેઓ ત્યાં રોકાઈ ગયા. જટાયુદેવે લક્ષ્મણજીના મૃતદેહને જોયો. શ્રી રામનો સ્નેહોન્માદ જોયો. દેવે શ્રી રામને પ્રતિબોધવાનો નિર્ણય કર્યો. પૂર્વભવનો સ્નેહ હતો ને! શ્રી રામનું માનસિક દુઃખ જોઈ, જટાયુદેવને પણ દુઃખ થયું. બિભીષણ, સુગ્રીવ અને શત્રુઘ્ને પણ પ્રાર્થના કરી કે ગમે તેમ કરીને પણ શ્રી રામનો મોહોન્માદ દૂર કરો. જટાયુદેવે સહુને આશ્વાસન આપ્યું અને પોતાના પ્રયત્નો આરંભી દીધા. એક દિવસ શ્રી રામ ઉદ્યાનમાં આવેલા જલકુંડ પાસે બેસી, લક્ષ્મણજીના મૃતદેહને સ્નાન કરાવતા હતા, ત્યાં જટાયુએ એક મોટા પથ્થર પર ખાતર નાંખ્યું અને એમાં પદ્મિની વાવી! શ્રી રામે આ દૃશ્ય જોયું ને બોલ્યા : ‘અરે મૂર્ખ! આ શું કરે છે! પથ્થર પર તે પંકજ ઊગે ખરાં? શા માટે પ્રયત્ન કરે છે?’ 1 ' જટાયુએ એ કામ છોડી બીજું કામ શરૂ કર્યું! યંત્રમાં રેતી નાખી પીસવા માંડી! શ્રી રામ ચિડાયા ને બોલ્યા! ‘તું તો મૂર્ખાઓનો સ૨દાર લાગે છે! રેતી પીસીને તે તેલ કાઢી શકાય ખરું? તારો પ્રયત્ન નિષ્ફળ છે.' જટાયુએ એ કામ પડતું મૂક્યું ને ત્રીજું કામ શરૂ કર્યું! સુકાયેલા વૃક્ષ ઉપર પાણી સીંચવા માંડ્યું. શ્રી રામને ગુસ્સો આવ્યો ને બોલી ઊઠ્યા : For Private And Personal Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીરામ-પ્રતિબોધ ૯૨૭ ‘તને શું કહેવું? તારામાં બુદ્ધિ નથી. સુકાયેલા વૃક્ષ પર પાણી સિંચવાથી તને ફળ નહીં મળે! સાંબેલું વાવવાથી એના પર ફળ આવે મૂર્ખ?” જટાયુએ એ કામ પણ છોડી દીધું! અને શ્રી રામ પાસે જઈને સ્મિત કરીને કહ્યું : ‘તમે આટલું બધું જાણો છો તો આ મૃતદેહને ખભે ઉપાડીને કેમ ફરો છો? આ અજ્ઞાનતા નથી? ત્યજી દો આ મૃતદેહને.' જટાયુની વાત સાંભળતાં જ શ્રી રામે આંખો ફાડી અને લક્ષ્મણજીના દેહને પોતાના બાહુપાશમાં જકડી લઈ, પુનઃ પુનઃ આલિંગન આપી, જટાયુને ધધડાવ્યો : અરે દુષ્ટ, આ શું અમંગલ બોલે છે? મારી સામેથી ચાલ્યો જા, દૂર.’ જટાયુદેવ નિરાશ થયો, પરંતુ દેવની સહાય દેવ આવ્યો! કૃતાન્તવદન ચારિત્ર પાળીને દેવલોકમાં દેવ થયો હતો. તેણે અધિજ્ઞાનથી શ્રી રામને જોયા. જટાયુએ કરેલા પ્રતિબોધના ઉપાયો જોયા. કૃતાન્તવદનદેવ જરાય વિલંબ કર્યા વિના ત્યાં આવી ગયો. જટાયુને મળીને પરામર્શ કર્યો. કૃતાન્તવદને મનુષ્યરૂપ ધારણ કર્યું. તે ખભા પર મરી ગયેલી સ્ત્રીના મૃતદેહને નાંખી રોતો કકળતો બગીચામાં ભટકવા લાગ્યો. શ્રી રામ પણ લક્ષ્મણજીના મૃતદેહને ખભે લઈ બગીચામાં ફરી રહ્યા હતા! એકને ખભે ભાઈનો મૃતદેહ હતો. બીજાને ખભે સ્ત્રીનો મૃતદેહ હતો! શ્રી રામે એને જોયો ને બોલ્યા : ‘અરે યાત્રિક, શું તું ઉન્મત્ત બની ગયો? મરી ગયેલી સ્ત્રીને ખભે લઈને ફરે છે? જો જો, તારી સ્ત્રી જીવંત નથી, મરી ગયેલી છે.’ ‘અરે તું શું અપમંગલ બોલે છે? આ તો મારી પ્રાણપ્રિય પ્રેયસી છે. તું શા માટે આ મૃતદેહને ખભે લઈને ફરે છે? તું મારી પત્નીને મરેલી જાણી શકે છે, તો તું તારા ખભે રહેલા મૃતદેહને જાણી શકતો નથી?' ‘શું મારા ખભે મૃતદેહ છે?' ‘હા, જો તારા ખભે મૃતદેહ છે!' દેવે પોતાના ખભેથી સ્ત્રીનો મૃતદેહ ઉતારીને નીચે મૂક્યો અને શ્રી રામની સમક્ષ આવી, પોતાનું સ્વરૂપ પ્રગટ કરી કહ્યું : ‘હું, કૃતાન્તવદન, સંયમ આરાધીને દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયો છું અને આ છે જટાયુદેવ!' For Private And Personal Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન રામાયણ “તો શું તમે કહો છો તે સત્ય છે! મારો ભ્રાતા નથી જીવતો?' હા જી, લક્ષ્મણ મૃત્યુ પામ્યા છે!” શ્રી રામે લક્ષમણજીના દેહને નીચે મૂકી દીધો. બિભીષણ, સુગ્રીવ, શત્રુઘ્ન વગેરે આવી પહોંચ્યા. લક્ષ્મણજીના દેહનો બહુમાનપૂર્વક અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. પછી દેવો દેવલોકમાં ચાલ્યા ગયા. ૦ ૦ ૦ For Private And Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦. શ્રી રામ ન્યાગપંથે જ શ્રી રામનો સ્નેહોન્માદ શમી ગયો. લક્ષ્મણજીના મૃત દેહનો અગ્નિસંસ્કાર થઈ ગયો. સહુનાં મન શાન્ત થયાં. ઉદ્વેગ શમી ગયો. બિભીષણ વગેરેએ નિરાંતનો શ્વાસ લીધો. પરંતુ શ્રી રામની અંતઃકરણની સ્થિતિ જુદી જ બની. તેમનો સ્નેહોન્માદ તો. શમી ગયો, સ્નેહ પણ શમી ગયો! સમગ્ર સંસાર પરથી સ્નેહ ઓસરી ગયો. સંસાર એમને શૂન્ય ભાસ્યો. તેમનું મન અંતર્મુખ બની ગયું. તેમની જ્ઞાનદૃષ્ટિ ખૂલી ગઈ. તેમણે પોતાના આત્મા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. જાણે તેમણે આત્માનો પોકાર સાંભળ્યો : “મને કર્મનાં બંધનોથી મુક્ત કર! મને શુદ્ધ કર.” જ્યાં સુધી આત્મા કર્મોનાં બંધનમાં બંધાયેલો છે ત્યાં સુધી જ અજ્ઞાન, મોહ, સુખ, દુઃખ વગેરે જંજાળ છે. કર્મો એ કોઈ કલ્પના નથી, પરંતુ પુદ્ગલપરમાણુઓ છે. જીવની મન-વચન-કાયાની પ્રવૃત્તિથી એ કર્મપરમાણુઓ આત્મા સાથે જોડાય છે. મુખ્યત્વે એ કર્મોના આઠ પ્રકાર છે : (૧) જ્ઞાનાવરણ (૨) દર્શનાવરણ (૩) મોહનીય (૪) અંતરાય (૫) નામ (૬) ગોત્ર (૭) આયુષ્ય (૮) વેદનીય! આ કર્મ જીવ પાસે ક્રોધ-માન-માયા-લોભ કરાવે છે, મિથ્યા માન્યતાઓ કરાવે છે, હસાવે છે ને રડાવે છે, ખુશી અનુભવાવડાવે છે અને નાખુશી કરાવે છે, ભય પેદા કરે છે ને જુગુપ્સા કરાવે છે. કામવાસનાઓ પણ આ કર્મને આભારી છે. એટલે કર્મોનાં બંધનો તોડવાનો પુરુષાર્થ મોહનીય કર્મને તોડવાથી શરૂ કરવો પડે. એ કર્મ ઢીલું પડ્યું એટલે બીજાં કર્મો તો ઢીલા પચાં જ સમજો! મોહનીય કર્મ તોડી શકાય છે, તેનો નાશ કરી શકાય છે. એના માટે સમ્યજ્ઞાનનો, સમ્યગ્દર્શનનો અને સમ્મચારિત્રનો પુરુષાર્થ કરવો પડે. એ પુરુષાર્થ કરવા માટે સાનુકૂળ વાતાવરણ જોઈએ. તે માટે સંસારવાસનો ત્યાગ કરી, ચારિત્રનો માર્ગ સ્વીકારવો અનિવાર્ય હોય છે. ચારિત્રીજીવનમાં કર્મબંધનો તોડવાનો ધરખમ પુરુષાર્થ આદરી શકાય છે. શ્રી રામે ચારિત્રીજીવન જીવવાનો સંકલ્પ કર્યો. સંસારના સર્વસુખોની કામનાઓ વિરામ પામી જાય એટલે આ પવિત્ર ભાવના સહજ રીતે જ જાગી જાય. શ્રી રામે શત્રુનને બોલાવ્યો. શત્રુઘ્ન આવીને શ્રી રામનાં ચરણે પ્રણામ કર્યા. શ્રી રામે શત્રુઘ્નને પોતાની પાસે બેસાડી, એના માથે હાથ ફેરવી, પ્રેમભર્યા શબ્દોમાં કહ્યું : For Private And Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૩૦ જેન રામાયણ “વત્સ, હું સંસારવાસથી નિવૃત્ત થવા ચાહું છું માટે અયોધ્યાના રાજસિંહાસને હું તારો રાજ્યાભિષેક કરવા ચાહું છું.' શત્રુન શ્રી રામની વાત સાંભળીને, સ્તબ્ધ બની ગયા. વિચારમાં પડી ગયા. શત્રુઘ્ન, શા વિચારમાં પડી ગયો? મહામંત્રીને બોલાવીને તારા રાજ્યાભિષેકની વાત કરું છું અને તારે મારી વાત સ્વીકારવી જોઈએ,” શ્રી રામે શત્રુઘ્ન સામે જોઈને કહ્યું. શત્રુઘ્નની આંખો આંસુભીની થઈ ગઈ હતી. તેણે નીચી દૃષ્ટિ રાખીને કહ્યું : હે તાત, હું પણ આપણા ચરણોમાં જ રહીશ, આપની સાથે જ ચારિત્ર લઈશ. મને પણ આ સંસાર પ્રત્યે ઉદ્વેગ થયો છે.' શ્રી રામ શત્રુઘ્નનો સામો પ્રસ્તાવ સાંભળી વિચારમાં પડી ગયા. “સાચી વાત છે શત્રુઘ્નની. ભરતે ચારિત્ર લીધું, લક્ષ્મણનું મૃત્યુ થયું, હું ચારિત્ર લઈશ, પછી શત્રુષ્ણને આ મહેલો સ્મશાન જેવા જ લાગે. એનું મન માને જ નહીં. વળી, એના આત્માના કલ્યાણ-માર્ગે હું શા માટે આડે આવું?” શ્રી રામ ખૂબ જ સહાનુભૂતિથી વિચારવા લાગ્યા. વત્સ, તારો સંકલ્પ શ્રેષ્ઠ છે, પરંતુ રાજ્યસિંહાસનનો પણ વિચાર કરવો જોઈએ ને?' હે તાત! રાજ્યસિંહાસને લવણના પુત્ર અનંગદેવનો અભિષેક કરવો જોઈએ. એ સુયોગ્ય રાજકુમાર છે. પ્રજાનો પ્રીતિપાત્ર છે. મને તો આપનાં ચરણોમાં જ ચારિત્રની આરાધના કરી લેવા દો.' બંને ભાઈઓનો વાર્તાલાપ ચાલતો હતો ત્યાં બિભીષણ અને સુગ્રીવે પ્રવેશ કર્યો. શ્રી રામે બંનેને આવકાર આપ્યો. બંને રાજાઓ શ્રી રામની સામે ભૂમિ પર બેસી ગયા. રામના ચરણે પ્રણામ કર્યા. આપને કુશળતા છે ને?” બિભીષણે શ્રી રામને કુશળતા પૂછી. લંકાપતિ આ સંસારમાં ક્યાં કોઈની કુશળતા સ્થાયી છે? ક્ષણમાં સુખ ને ક્ષણમાં દુ:ખ, ક્ષણમાં આનંદ ને ક્ષણમાં વિષાદ, આ દ્વન્દ્રોમાં જ અથડાવાનું. જ્યાં સુધી કર્મોનાં બંધન છે ત્યાં સુધી કુશળતા કેવી? માટે મેં ચારિત્રને માર્ગે જવાનો સંકલ્પ કર્યો છે.' બિભીષણ અને સુગ્રીવ શ્રી રામની વાત સાંભળી સ્તબ્ધ બની ગયા. લક્ષ્મણજીના દેહનો અગ્નિસંસ્કાર થયા પછી તેઓ પ્રથમવાર શ્રી રામનાં દર્શન કરી રહ્યા હતા અને તેમણે શ્રી રામના ચારિત્ર સ્વીકારવાનો સંકલ્પ સાંભળ્યો. બંને રાજાઓ વિચારમાં પડી ગયા. For Private And Personal Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીરામ ત્યાગપંથે ૯૩૧ ‘હું પણ તાતની સાથે ચારિત્ર લઈશ.' શત્રુઘ્ન લંકાપતિ સામે જોઈ બોલ્યા.’ ‘હૈં? આપ પણ....' ‘હા, તાતપાદનાં ચરણોમાં ચારિત્રની આરાધના કરીશ. તાતપાદની આજ્ઞા મને મળી ગઈ છે.’ શત્રુઘ્ને હૃદયના ઉમળકાથી વાત કરી દીધી. બિભીષણે સુગ્રીવ સામે જોયું. સુગ્રીવની આંખોમાં વેદના હતી, વિચારો હતા. તેણે શ્રી રામ સામે જોયું, અંજલિ જોડી બોલ્યા : ‘હે કૃપાનાથ, હું આપના પવિત્ર સંકલ્પને વધાવું છું, પરંતુ મારું મન અસ્વસ્થ બની ગયું છે..' ‘શાથી?’ ‘અયોધ્યાની પ્રજાનો વિચાર મારા મનને વિહ્વળ બનાવી દે છે. અલ્પ સમયમાં એ પ્રજાએ કેટલા આઘાત સહન કર્યા છે? અયોધ્યાના વિશાળ રાજ્યની પ્રજા આપને માત્ર રાજા તરીકે નથી ચાહતી, એમના હ્રદય તરીકે આપને ચાહે છે. લક્ષ્મણજી પ્રત્યે એમનો સ્નેહ કેવો હતો? એમનું મૃત્યુ થયું, લવ અને કુશે આત્મહિત સાધ્યું, આપ અને શત્રુઘ્ન ચારિત્રને માર્ગે જશો, એ પ્રજાનું કલ્પાંત,' સુગ્રીવની આંખો ભીની થઈ ગઈ. એનો સ્વર ગદ્ગદ્ થઈ ગયો. ‘સુગ્રીવ, આ સંસારનો સ્વભાવ છે, સંયોગ અને વિયોગ! સંયોગમાં જે સુખ અનુભવે તે વિયોગમાં દુઃખી થાય જ. લક્ષ્મણના વિયોગમાં હું કેવો દુ:ખી થયો? સીતાના વિયોગમાં મેં કેવું કલ્પાંત કર્યું હતું? પ્રજા મારા નિર્ણયને હૃદયથી વધાવશે. એમને અનંગદેવ રાજા સુખ દેશે, પરંતુ ત્યાગપ્રધાન સંસ્કૃતિને વરેલી પ્રજા મળશે.’ સુગ્રીવે આંખનાં આંસુ લૂછ્યાં. શ્રી રામની ચંદનથી પણ શીતલ વાણી સાંભળીને એના હૃદયને શાંતિ થઈ. શ્રી રામનું અંતઃકરણ પુનઃ બોલી ઊઠ્યું : ‘સુગ્રીવ, જ્યારે અનંત કાળ તરફ જોઉં છું ત્યારે જ આ સંસારના પરિવર્તનના સ્વભાવને સમજી શકાય છે. કંઈજ સ્થિર નહિ, બધું જ પરિવર્તનશીલ! રૂપ અને રંગ, વૈભવ અને સંપત્તિ, ક્ષેત્ર અને કાળ, સુખ અને દુઃખ, બધું જ પરિવર્તનશીલ છે. રાજાઓ બદલાઈ જાય છે, પ્રજા બદલાઈ જાય છે, નગર બદલાઈ જાય છે અને જંગલો બદલાઈ જાય છે! આ વિશ્વ જ પરિવર્તનશીલ છે. કોના પર રાગ કરવો અને કોના પર દ્વેષ કરવો!' For Private And Personal Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૩૨ જૈન રામાયણ શ્રી રામની તત્ત્વવાણીએ બિભીષણ, સુગ્રીવ અને શત્રુઘ્નને રસતરબોળ કરી દીધા. તેમનો અંતરાત્મા જાગી ઊઠ્યો. આપની વાણી સત્ય છે. પરિવર્તનશીલ પદાર્થો પર જ રાગ-દ્વેષ ચાલે છે. જીવ એથી જ સુખ અને દુઃખ અનુભવે છે.' બિભીષણે શ્રી રામના કથનને બિરદાવ્યું. શ્રી રામે બિભીષણના મુખ સામે જોયું. બિભીષણના મુખ પર નવી જ ચમક આવી હતી. શ્રી રામ બોલ્યા : લંકાપતિ, જ્યારે એ રાગ-દ્વેષની મંદતા થાય ત્યારે જ આત્મભાન થાય. આત્માનું ભાન થયા પછી સંસાર ગમે જ નહીં, સંસારનાં સુખો ગમે જ નહીં તો પછી શા માટે સંસારમાં રહેવું? સુખોનો ત્યાગ કરીને, આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનો જ પુરુષાર્થ કરી લેવો જોઈએ. પ્રજા તરફનાં કર્તવ્યો બજાવી લીધાં, હવે મોક્ષપુરુષાર્થ આદરવો જોઈએ, એક વખત આત્માને કર્મોનાં બંધનોથી મુક્ત કરી દીધો એટલે બસ, પછી પુન: બંધાવાનું નહીં. દ્વન્દ્રોમાં ફસાવાનું નહિ અને જન્મ-મૃત્યુના ચક્રમાં પિસાવાનું નહિ. આજે મને સમજાય છે કે સીતાએ, ભરતે અને હનુમાને, કૃતાંતવદને અને બીજા રાજાઓએ મોક્ષપુરુષાર્થ આરંભ્યો, તે ઉચિત જ કર્યું છે. તે સૌએ માનવજીવનને સફળ બનાવ્યું. હા, માનવજીવન વિના કોઈ એવું જીવન નથી કે જે જીવનમાં મોક્ષપુરુષાર્થ કરી શકાય.” શ્રી રામનાં આ વચનોથી શત્રુઘ્નનો વૈરાગ્યભાવ વધુ પુષ્ટ થયો. સાથે સાથે બિભીષણ અને સુગ્રીવનાં અંતઃકરણ પણ વિરક્ત બન્યાં. બિભીષણે કહ્યું : હે મહાપુરુષ, હું પણ આપની સાથે જ ચારિત્ર લઈશ. આપનાં ચરણોમાં મોક્ષપુરુષાર્થ આરંભીશ.” હું પણ એ જ નિર્ણય કરું છું. હું આપની સાથે જ ચારિત્ર લઈશ.” સુગ્રીવ બોલી ઊઠ્યા. શ્રીરામના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ; તેઓ બોલ્યા : ‘તમે બંને નરેશ્વરોએ યોગ્ય નિર્ણય કર્યો છે.' હે તાતપાદ અનંગદેવના રાજ્યાભિષેક માટે.” શત્રુબે યાદ કરાવ્યું. હા મહામંત્રીજીને બોલાવો, એમને આવશ્યક સૂચનાઓ આપી દઉં, રાજ્યાભિષેકનો દિવસ નક્કી કરી દે, એટલે પછી આપણો માર્ગ સરળ થઈ જાય.' શત્રુને તરત જ મહામંત્રીને બોલાવી લાવવા પ્રતિહારીને મોકલ્યો; બીજી For Private And Personal Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીરામ ત્યાગપંથે ૯૩૩ બાજુ પાતાલલંકાથી વિરાધ પણ આવી પહોંચ્યો! વિરાધે આવીને શ્રી રામને પ્રણામ કર્યા. બિભીષણ, સુગ્રીવ અને શત્રુઘ્નનો પણ વિનય કર્યો અને યથોચિત આસને બેસી ગયો. વિરાધે શ્રીરામની કુશળતા ચાહી. શ્રીરામે વિરાધનાં સુખદુઃખ પૂછુયાં. ત્યાં મહામંત્રી આવી ગયા. મહામંત્રીના વૃદ્ધ દેહે શ્રીરામને પ્રણામ કર્યા. શ્રીરામે મહામંત્રીને પોતાની પાસે બેસાડ્યા. મહામંત્રીનો શ્રમ દૂર થયો, તેઓ બોલ્યા : કૃપાનાથ! હું આપનાં દર્શનને જ આવતો હતો, ત્યાં મારી સ્મૃતિ કરી...' મહામંત્રીજી, મેં સંસારત્યાગ કરી ચારિત્ર લેવાનો સંકલ્પ કર્યો છે. મેં મારો સંકલ્પ શત્રુનને જણાવ્યો, તો એ પણ મારી સાથે ચારિત્ર લેવા તત્પર થયો છે, સાથે લંકાપતિ બિભીષણ અને સુગ્રીવ પણ ચારિત્ર લેવાની દઢ ભાવનાવાળા બન્યા છે, એટલે અયોધ્યાના રાજસિંહાસને અનંગદેવનો રાજ્યાભિષેક કરવાનો મેં નિર્ણય કર્યો છે. તે માટે યોગ્ય દિવસ અને મુહૂર્ત વગેરે નક્કી કરી લેવા તમને બોલાવ્યા છે.” મહામંત્રી શ્રી રામ સામે જોઈ રહ્યા. તેમનો વૃદ્ધ દેહ ધ્રુજી ઊઠ્યો. હે કૃપાનાથ! આપ શું કહો છો! લક્ષ્મણજી ચાલ્યા ગયા. લવ-કુશ ચાલ્યા ગયા. આપ પણ શું... અમને અનાથ મૂકીને ચાલ્યા જશો?' મહામંત્રીની આંખો આંસુથી છલકાઈ ગઈ.' મહારાજા, મહારાજા દશરથના સમયથી હું અયોધ્યાના રાજપરિવારના સુખદુઃખનો સાક્ષી છું. મેં આ રાજપરિવારની ભવ્ય ઉન્નત સ્થિતિ જોઈ છે, અને આજે? આપ અને શત્રુઘ્ન બંને ચારિત્રના પંથે સિધાવો, પછી? હું અયોધ્યામાં નહીં રહી શકું અને આ વૃદ્ધહે ચારિત્ર પણ કેવી રીતે ગ્રહણ કરું? ચાલ્યો જઈશ કોઈ ગ્રામપ્રદેશમાં.' મહામંત્રીનો સ્વર ગદ્ગદ્ થઈ ગયો. તેઓ રડી પડ્યા. થોડી ક્ષણો માટે મન પથરાયું. શ્રી રામ ધીરગંભીર વાણીમાં બોલ્યા : મહામંત્રીજી! આપના હૃદયની વેદના હું સમજું છું, પરંતુ અયોધ્યાના રાજપરિવારની વંશ-પરંપરા આપ જાણો છો. મોક્ષપુરુષાર્થ માટે અયોધ્યાના રાજાઓએ ગૃહવાસનો ત્યાગ કર્યો છે. માનવજીવનના મહાન કર્તવ્ય તરીકે પણ ગૃહવાસ ત્યજી ચારિત્રમાર્ગે જવું ઉચિત છે. બાકી સંયોગ પછી વિયોગનું દુઃખ તો છે જ. મારું મન હવે મોક્ષપુરુષાર્થને જ ઝંખે છે, એ સિવાય હવે કોઈ પુરુષાર્થની કામના નથી. સંસારવાસમાં ઘણો કાળ વીત્યો. અરે, અનંત ભવો થઈ ગયા. હવે ક્યાં સુધી ચાર ગતિમાં ભટકવાનું? હવે તો નિર્વાણ જ પ્રાપ્ત For Private And Personal Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૩૪ જૈન રામાયણ કરવું છે. જન્મ અને મૃત્યુની ઘટમાળને મિટાવી દેવી છે. અયોધ્યાની પ્રજાને અનંગદેવ જેવો સુશીલ અને પરાક્રમી રાજા મળશે. પ્રજા દુઃખી નહીં થાય, માટે એના રાજ્યાભિષેકની તૈયારી કરો, જેથી અમારો માર્ગ સરળ બને અને જલ્દીથી અમે ચારિત્ર સ્વીકારીએ.” મહામંત્રીએ શ્રી રામની આજ્ઞા નતમસ્તક બની સ્વીકારી. તેઓ શ્રી રામના મહેલમાંથી નીકળી રથમાં બેઠા અને પોતાના મહેલે જવા રવાના થયા, મહામંત્રી સંસારની અપરંપાર લીલાનો વિચાર કરી રહ્યા. ગઈ કાલ સુધી જેમના રાગની કોઈ સીમા નહોતી, લક્ષ્મણજીના મૃતદેહને છ-છ મહિના સુધી ન છોડનારા શ્રીરામ આજે વૈરાગ્યથી ભરપૂર બની સંસારત્યાગની વાત કરે છે! હનુમાનજીની દીક્ષા પર હસનારા રામ આજે સ્વયે દીક્ષા લેવા તત્પર થયા છે! અલબત્ત અયોધ્યાના રાજસિંહાસને આવનારા તમામ રાજાઓએ ચારિત્ર સ્વીકાર્યું છે. એ પરંપરા લક્ષ્મણજી ન નિભાવી શક્યા. પરંતુ શ્રી રામ એ પરંપરા નિભાવવા જ નહીં, પરંતુ આત્મલક્ષી બનીને, મોક્ષસુખની તીવ્ર કામનાથી ચારિત્ર લેવા તત્પર બન્યા છે. મહામંત્રીએ રાજપુરોહિતને બોલાવી, રાજ્યાભિષેકનો શુભ દિવસ નક્કી કર્યો : બીજી બાજુ બિભીષણ, સુગ્રીવ અને વિરાધે શ્રી રામને પ્રણામ કરી નિવેદન કર્યું : હે ઉપકારી મહાપુરુષ! અમે અમારી રાજધાનીઓમાં જઈને પુત્રોના રાજ્યાભિષેક કરી આવીએ અને અમારા સંકલ્પની પણ જાણ કરી આવીએ, જેથી જેમને ચારિત્રના માર્ગે ચાલવું હોય તેઓ પણ તત્પર બની શકે.” તમારી વાત સાચી છે; તમે જાઓ અને તમારાં રાજ્યોમાં સર્વત્ર જાણ કરી કે રામ ચારિત્રને માર્ગે જાય છે, જેમને ચારિત્ર લેવું હોય તેઓ અયોધ્યા આવે!” આવી ઉદ્ધોષણા કરાવી દો. શત્રુઘ્ન, તું પણ અયોધ્યાના અને મથુરાના વિશાળ રાજ્યમાં આ પ્રમાણે ઘોષણા કરાવી દે. ‘આપની આજ્ઞા શિરોધાર્ય કરીએ છીએ, મસ્તક નમાવી બિભીષણ વગેરે રાજાઓએ અનુજ્ઞા લીધી અને પોતપોતાનાં વિમાનોમાં બેસી રાજધાનીઓમાં પહોંચી ગયા. શત્રુઘ્ન અયોધ્યા અને મથુરાના રાજ્યોમાં ઉદ્ઘોષણા કરવા રાજપુરુષોને ૨વાના કરી દીધા. અયોધ્યામાં તો બીજે જ દિવસે પ્રજાને સમાચાર મળી ગયા For Private And Personal Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીરામ ત્યાગપંથે ૯૩૫ કે શ્રી રામ અને શત્રુઘ્ન, બિભીષણ, સુગ્રીવ, વિરાધ વગેરે નરેશ્વરોની સાથે ચારિત્ર માર્ગે જવાના છે.” નગરનું મહાજન તુરત જ શ્રી રામના ચરણે ઉપસ્થિત થયું. શ્રી રામે નગરના મહાજનને આવકાર્યું. નગરશ્રેષ્ઠીએ વિનયપૂર્વક મસ્તકે અંજલિ જોડી કહ્યું : મહારાજા, અમે સાંભળ્યું છે કે આપ અને શ્રી શત્રુદન ચારિત્રને માર્ગે જવા ઉજમાળ બન્યા છો? સત્ય છે શ્રેષ્ઠી! હવે એ જ એક શ્રેષ્ઠ પુરુષાર્થ બાકી રહ્યો છે. એ કરીને આ જીવન સફળ કરીએ. રાજસિંહાસને અનંગદેવનો અભિષેક કરવાનો છે.' “પરંતુ પ્રજા પર કૃપા કરીને થોડો વિલંબ કરો. હજુ તો ગઈ કાલે જ પ્રજા એક મોટા દુ:ખમાંથી મુક્ત થઈ છે અને આજે ?' “વિલંબ કેવી રીતે કરું? હવે એક ક્ષણ પણ સંસારવાસમાં ગમતું નથી. આત્માનો પ્રબળ પોકાર શરૂ થયો છે. આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાની તીવ્ર ઇચ્છા જાગી ગઈ છે. ત્યાગને માર્ગે જતાં અમને પ્રજાહૃદયનાં અભિનંદન આપો. સંયોગ-વિયોગ એ તો આ સંસારની સ્વાભાવિક સ્થિતિ છે. સંસારમાં પ્રિયજનના સંયોગ થાય છે, સ્નેહ બંધાય છે, રાગ થઈ જાય છે, એ સંયોગ કદાપિ ન તૂટે તેવી ઇચ્છાઓ કરાય છે. પરંતુ સંયોગ પર મનુષ્યનું આધિપત્ય નથી, મનુષ્યની ઇચ્છાનુસાર સંયોગ-વિયોગ થતા નથી, એની પાછળ સંચાલક તત્ત્વ છે કર્મ! જેણે સંયોગમાં સ્નેહ અને રાગ કર્યા તેને વિયોગમાં દુઃખ અનુભવવું પડે!' શ્રીરામ નગરશ્રેષ્ઠીઓને પ્રત્યુત્તર આપી રહ્યા હતા. નગરશ્રેષ્ઠીઓ આજે પ્રથમ વાર જ શ્રીરામને મુખે વૈરાગ્યવાણી સાંભળી રહ્યા હતા. શ્રેષ્ઠીઓના હૃદયમાં અજવાળું પથરાયું. પરમપ્રિય શ્રીરામનાં વચનો ખૂબ પ્રિય લાગ્યાં. લંકાપતિ બિભીષણ, વાનરેશ્વર સુગ્રીવ વગેરે અનેક રાજાઓ મારી સાથે ચારિત્રનો માર્ગ અંગીકાર કરશે.” પ્રભો! મારી એક નમ્ર વિનંતી છે.' શ્રાવક અર્હદાસે કહ્યું. કહો.' “ભગવંત મુનિસુવ્રતસ્વામીના શાસનની પરંપરામાં અત્યારે શ્રી “સુવ્રત' નામના મહામુનિ અયોધ્યાનાં ઉપનગરોમાં વિચરે છે. તેઓ મહાન સંયમી, વિશિષ્ટ જ્ઞાની અને અપૂર્વ કરુણાને ધરાવનારા મુનીશ્વરની પાસે ચારિત્ર અંગીકાર કરો તો આપને અતિ પ્રસન્નતા થશે.' For Private And Personal Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૩૬ જૈન રામાયણ હે અહિંદાસ! તમે શુભ સમાચાર આપ્યા. તમે જાઓ અને મુનીશ્વરને પ્રાર્થના કરી, હમણાં અહીં જ સ્થિરતા કરાવો. હું પણ બિભીષણ વગેરે આવી જતાં, મુનીશ્વરનાં દર્શન કરીશ.” નગરશ્રેષ્ઠીઓએ શ્રીરામનાં ચરણે પુન: વંદના કરી, અનુજ્ઞા લીધી અને વિદાય થયા. શ્રીરામ પોતાના નિત્યકર્મથી પરવાર્યા; દીર્ઘ સમયની શારીરિક અસ્વસ્થતાને કારણે તેઓ શયનકક્ષામાં જઈને એક પ્રહર સૂઈ ગયા. અયોધ્યાનું અને અયોધ્યાના રાજમહેલોનું વાતાવરણ બદલાઈ ગયું હતું. લવણપુત્ર અનંગદેવને તેના રાજ્યાભિષેકના અને શ્રીરામ-શત્રુઘ્નની દીક્ષાના સમાચાર મળી ગયા હતા. અનંગદેવ શ્રી રામને મહેલે આવ્યો. શ્રીરામ હજુ નિદ્રામાં હતા એટલે તે મહેલની અટ્ટાલિકામાં જઈ ઊભો. અનંગદેવે તરુણ અવસ્થામાંથી યુવાવસ્થામાં તાજો જ પ્રવેશ કર્યો હતો. તે ઓછા-બોલો છતાં પ્રસન્નમુખ યુવાન હતો. તેનામાં લવનું લાવણ્ય હતું અને અનેક લાક્ષણિકતાઓ હતી. તેણે લક્ષ્મણજીને મુખે લંકાના યુદ્ધની પરાક્રમગાથાઓ સાંભળી હતી. લવને મુખે, લવ-કુશે શ્રી રામ-લક્ષ્મણ સામે કરેલા યુદ્ધની વીરતાભરી વાતો સાંભળી હતી. સીતાજીની અગ્નિપરીક્ષાનો પ્રસંગ સાંભળ્યો હતો. ત્યાર પછી લક્ષ્મણજીનું મૃત્યુ તેણે પ્રત્યક્ષ જોયું હતું. એ જ પ્રસંગથી વૈરાગી બનીને ચારિત્રને માર્ગે ચાલ્યા ગયેલા લવ અને કુશને જોયા હતા. એના ચિત્તમાં ચારિત્રમાર્ગનું ઉચ્ચ મૂલ્યાંકન થયેલું હતું. મહારાજા દશરથના રાજપરિવારમાં એણે લાડભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. શ્રી રામે નિદ્રાત્યાગ કર્યો. અનંગદેવે શ્રીરામનાં ચરણોમાં વંદના કરી. શ્રી રામે અનંગદેવને પોતાની પાસે બેસાડી આશીર્વાદ આપ્યા. શ્રી રામે જલપાન કર્યું, અને સ્વસ્થ થયા. “વત્સ! તું કુશળ છે ને?” ‘આપની પરમ કૃપાથી, તાતપાદ!” તને મહામંત્રીએ કહ્યું હશે કે તારો રાજ્યાભિષેક કરવાનો છે.' “અને આપ લઘુભ્રાતાની સાથે અમારો ત્યાગ કરી, ચારિત્રપંથે જવાના છો,” અનંગદેવે શ્રી રામની દૃષ્ટિમાં દૃષ્ટિ પરોવીને કહ્યું. અનંગ! તું જાણે છે ને કે વત્સ લક્ષ્મણ વિના મારો સંસાર શૂન્ય છે. મારા આત્માની પરમ શાન્તિ માટે ચારિત્ર વિના બીજો કોઈ માર્ગ નથી. મને હવે મહેલો કરતાં જંગલોમાં વધુ શાંતિ મળશે. હવે ઇન્દ્રિયોનાં વિષયસુખ નથી For Private And Personal Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીરામ ત્યાગપંથે " ૯૩૭ જોઈતાં. હવે જોઈએ છે આત્માની અનંત શાંતિ! વત્સ! હવે અયોધ્યાની પ્રજાનું તારે જતન કરવાનું છે. પ્રજાના દુઃખ દૂર કરવા સતત તારે જાગ્રત રહેવાનું છે.' અનંગદેવ શ્રી રામની વાણી સાંભળી રહ્યો. શ્રી રામનો ચારિત્રનિર્ણય એને ઉચિત લાગ્યો. અયોધ્યામાં રાજસિંહાસન અને એની જવાબદારીઓ કઠિન લાગી, છતાં રાજ્યાભિષેક નિશ્ચિત હતો, એ અનંગદેવ જાણતો હતો. મહામંત્રીએ રાજ્યાભિષેકની સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી અને શ્રી રામને નિવેદન પણ કરી દીધું. બીજી બાજુ લંકાથી બિભીષણ પરિવાર સાથે અયોધ્યા આવી ગયા. સુગ્રીવ પણ રાજ્યવ્યવસ્થા ગોઠવીને, અંતેપુર સાથે આવી પહોંચ્યા. વિરાધ અને બીજા અનેક રાજાઓ, શ્રીરામ સાથે ચારિત્ર લેવા અયોધ્યામાં આવી ગયા. અયોધ્યાના વિશાળ રાજ્યમાં અનેક આજ્ઞાંકિત રાજાઓ હતા. તેઓ, મિત્રરાજાઓ અને વિદ્યાધર રાજાઓથી અયોધ્યાના મહેલો ભરાઈ ગયા. અયોધ્યાના બાહ્યપ્રદેશમાં પણ એક વિશાળ નગર ઊભું કરવામાં આવ્યું. શુભ દિવસે, પ્રશસ્ત મુહૂર્ત, ખૂબ ભવ્યતાથી અનંગદેવનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. મહારાજા અનંગદેવની આજ્ઞા સમગ્ર પ્રવર્તાવવામાં આવી. અયોધ્યાના બાહ્ય ઉદ્યાનમાં મુનીશ્વર સુવ્રત પધારી ગયા હતા. અયોધ્યામાં દીક્ષા મહોત્સવ મંડાઈ ગયો હતો. ત્યાં દૂર દૂરથી હજારો સ્ત્રીપુરુષોનો પ્રવાહ અયોધ્યામાં વહી રહ્યો હતો. દેશવ્યાપી પ્રવાસે ગયેલા રાજપુરુષોએ શ્રીરામનાં ચરણોમાં આવીને નિવેદન કર્યું : “હે શ્રેષ્ઠ પુરુષ! આકાશયાનમાં અમે લગભગ એક હજાર નગરોમાં જઈ આવ્યા. અમે તે તે નગરોના રાજાઓને આપનો સંદેશ આપ્યો. જ્યાં જ્યાં આ સંદેશ આપ્યો, ત્યાં ત્યાં સહુ આશ્ચર્યચકિત થઈ ગયા. “શ્રીરામ ચારિત્રને મા જાય છે? રાજાઓ અને રાજકુમારો... અરે, અંતઃપુરની રાણીઓ પણ આશ્ચર્ય પામી ગઈ. એટલું જ નહિ પરંતુ તેઓ બોલવા લાગ્યા : ‘રામ જેવા રામ જો સંસારનો ત્યાગ કરી, ચારિત્રને માર્ગે જતા હોય તો પછી આપણે પણ શા માટે સંસારમાં રહેવું? સંસારનાં ઘણાં સુખ ભોગવ્યાં. એમાં ક્યાંય તૃપ્તિ થાય જ નહિ. અંતરાત્માના સુખમાં જ સાચી તૃપ્તિ મળે.' તેમણે પણ ચારિત્ર લેવાનો નિર્ણય કર્યો છે, તેમની રાણીઓએ પણ ચારિત્ર લેવાનો સંકલ્પ જાહેર કર્યો છે. તેઓ સર્વે આજ-કાલમાં અયોધ્યા આવી જશે અને આપની સાથે ચારિત્રનો સ્વીકાર કરશે. તે રાજાઓએ પોતપોતાના સ્નેહી અને મિત્ર રાજાઓને સંદેશા મોકલીને ત્યાગમાર્ગે ચાલવાનો પોતાનો સંકલ્પ જણાવ્યો છે; એટલે અમને For Private And Personal Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૩૮ જૈન રામાયણ લાગે છે કે હજારો રાજાઓ ને રાણીઓ આપની સાથે જ સંસારનો ત્યાગ કરશે!” શ્રી રામ દૂતોની વાત સાંભળી હર્ષવિભોર બની ગયા. તેઓ બોલ્યા : ‘તમે અભુત સમાચાર લાવ્યા છો...' પ્રીતિદાન આપીને, તેઓને વિદાય કર્યા. મહામંત્રીએ શ્રી રામચંદ્રજી પાસે આવી નિવેદન કર્યું : ‘મહારાજાનો જય હો, ખૂબ જ હર્ષ થાય તેવા સમાચાર છે. શ્રીમતી નામનાં તપસ્વિની સાધ્વી અનેક સાધ્વીઓ સાથે પરિવરેલાં, અયોધ્યામાં પધાર્યા છે, જાણે સર્વવિરતિ જ મૂર્તિમંત બનીને આવી છે!' ઘણું જ સરસ! મહામંત્રીજી, તે આર્યાઓને રહેવા વગેરેની વ્યવસ્થા થઈ ગઈ હશે?' હા જી, તેઓ સર્વે કુશળ છે.' સમગ્ર ભારત વર્ષ એ દિવસોમાં કેવી અપૂર્વ ત્યાગભાવનાથી ધબકતું હશે? જ્યાં રાજાઓ અને રાણીઓ જ સંસારના સુખ-વૈભવનો ત્યાગ કરીને જતાં હોય, જીવનની ઉત્તરાવસ્થા ચારિત્રજીવનમાં વિતાવીને, તપોમય જીવન જીવતાં હોય, ત્યાં પ્રજાની ત્યાગભાવના કેવી ઝળહળતી હશે! શ્રી રામ, શત્રુઘ્ન, બિભીષણ, સુગ્રીવ, વિરાધ વગેરે હજારો રાજાઓએ અને રાણીઓએ વર્ષીદાન આપ્યાં, જીવોની દરિદ્રતા દૂર કરી, ધનધાન્યાદિથી પરિપૂર્ણ કર્યા. સોળ હજાર રાજાઓ! સાડત્રીસ હજાર રાણીઓ અને શ્રેષ્ઠ સ્ત્રીઓ! દીક્ષાનો મહોત્સવ કેવો મંડાયો હશે! દેવલોકના દેવોએ સતત પુષ્પવૃષ્ટિ કરી અને એ હજારો રાજાઓ અને હજારો રાણીઓનો દીક્ષાનો વરઘોડો નીકળ્યો. બીજા પણ પ્રજાજનો ચારિત્ર લેવા ઉજમાળ બન્યા. પ્રશસ્ત મુહૂર્તે, સુવ્રત મુનીશ્વરે, શ્રી રામચન્દ્રજી આદિ સોળ હજાર રાજાઓને ચારિત્ર આપ્યું. સાડત્રીસ હજાર સ્ત્રીઓને ચારિત્ર આપ્યું. આર્યા “શ્રીમતી” એ સાડત્રીસ હજાર નૂતન આર્યાઓને પોતાના શ્રમણસંઘમાં પ્રવેશ આપ્યો. દિક્ષા મહોત્સવ ઊજવાઈ ગયો. For Private And Personal Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીરામ ત્યાગપંથે ૯૩૯ અયોધ્યાપતિ રાજા અનંગદેવે આંસુભરી આંખે મહામુનિ રામભદ્રજી આદિને વિદાય આપી. મહામુનિ શ્રી સવ્રતે અયોધ્યાથી વિહાર કર્યો. સાધ્વીજી શ્રીમતીજીએ પણ અયોધ્યાથી વિહાર કર્યો. અયોધ્યા જાણે ખાલી થઈ ગઈ. અયોધ્યાના રાજમહેલમાં જાણે સૂનકાર વ્યાપી ગયો. વાર્તા-વિનોદ, ગીત નૃત્ય, આનંદ-ઉત્સવ, બધું સ્થગિત થઈ ગયું. રામ વિનાની અયોધ્યાની કલ્પના થઈ શકે ખરી? ૦ ૦ ૦ For Private And Personal Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ૧૨૧. રાજા પ્રતિબંન્દિને પ્રતિબોધ : જીવન-પરિવર્તન! અંતરાત્માના સુખની પરિશોધનું જીવન! બાહ્ય જગતનાં સુખોનો ત્યાગ કરી, આત્માના અનંત આંતરસુખને મેળવવાનો પુરુષાર્થ કરવાનું જીવન. શ્રીરામે આવું જીવન સ્વીકાર્યું. કોઈ જીવની હિંસા કરવાની નહિ, અસત્ય બોલવાનું નહિ, ચોરી કરવાની નહિ, અબ્રહ્મનું સેવન કરવાનું નહિ, પરિગ્રહ રાખવાનો નહિ! મન, વચન કાયાથી આ કરવાનું નહિ, કરાવવાનું નહિ કે અનુમોદવાનું નહિ! પછી અશાન્તિ ક્યાંથી થાય? સંતાપ ક્યાંથી હોય? પ્રમાદ ક્યાંથી થાય? કેવું સ્વસ્થ ને અપ્રમત્ત જીવન નીચી દૃષ્ટિએ ચાલવાનું વિચારીને બોલવાનું, ભિક્ષાવૃતિથી જીવનનિર્વાહ કરવાનો, દરેક પ્રવૃત્તિમાં જીવરક્ષાનું ધ્યાન રાખવાનું. આ બધું સહજ સ્વાભાવિક થાય. કોઈ ભાર નહિ, દબાણ નહિ કે કંટાળો નહિ. શ્રી રામચન્દ્રજીએ ગરુચરણે જીવન સમર્પણ કર્યું. દેહનાં મમત્વ ઉતાર્યા અને તપશ્ચર્યા આદરી. મનને જ્ઞાનોપાસનામાં પરોવ્યું અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માંડ્યું. તીવ્ર બુદ્ધિથી શ્રુતજ્ઞાન ગ્રહણ કરવા માંડ્યું. બદ્ધિ પર જે આવરણ હોય તેમ તેનો જેમ જેમ નાશ થતો જાય તેમ તેમ બુદ્ધિ વિકસતી જાય. વિકસેલી બુદ્ધિ જ્ઞાનોપાર્જનમાં સહાયક બને. સાઠ વર્ષ સુધી ગુરુદેવનાં ચરણોમાં રહી રામભદ્ર મુનીવરે વિશિષ્ટ જ્ઞાન સંપાદન કર્યું. જ્ઞાન તપથી તેમણે અદ્ભુત આત્મશક્તિ પ્રાપ્ત કરી. બાહ્ય ભયો, ઉપદ્રવ અને કષ્ટો સામે નિર્ભય બન્યા. દિવસોના દિવસો સુધી ઉપવાસ કરીને તેમણે ભૂખ પર વિજય મેળવ્યો, તૃષા પર વિજય મેળવ્યો. કડકડતી ઠંડીમાં ધ્યાનસ્થ રહીને તેમણે શરીરને કહ્યું. ધોમધખતા તાપમાં વિહાર કરીને શરીરને સહનશીલ બનાવ્યું. વન્ય પશુઓથી નિર્ભય બન્યા. ઉચ્ચકોટિની આત્મસાધના કરવા માટે તન અને મનને આ રીતે તૈયાર કરવાં જ પડે. એક દિવસ રામભદ્ર મહામુનિએ ગુરુદેવનાં ચરણોમાં વંદના કરી, નિવેદન કર્યું : હે કૃપાવંત! જો આપની આજ્ઞા હોય તો હું એકાકીપણે જંગલોમાં, પહાડોમાં For Private And Personal Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજા પ્રતિન્ટિને પ્રતિબોધ ૯૪૧ વિચરું અને આત્માની પૂર્ણતા મેળવવા પુરુષાર્થ કરું.' હે મુનિવર! તમારા માટે તે શક્ય છે. તમે એ પુરુષાર્થ માટે ઊજમાળ બનો,” ગુરુદેવે આશીર્વાદ આપ્યા. શ્રી રામભદ્ર મુનિએ પુનઃ પુનઃ ગુરુચરણોમાં વંદના કરી. સર્વ મુનિવરો સાથે ક્ષમાપના કરી અને એ મહાપુરુષ અરણ્યની વાટે નીકળી પડયા. ઘોર અટવી! કાંટા અને કાંકરાનો પંથ! રામભદ્ર મહામુનિ નિર્ભયતાથી ચાલ્યા જાય છે. આત્માની જ પૂર્ણતાના એક લક્ષથી તેઓ ચાલ્યા જાય છે. બીજી કોઈ કામનાઓ નથી, ઇચ્છાઓ નથી, અભિલાષાઓ નથી. તેઓ એક પર્વતની તળેટીમાં પહોંચ્યા. પર્વતની એક ગુફામાં પ્રવેશ કર્યો. એક સ્વચ્છ પાષાણશિલા પર ધ્યાનસ્થ બનીને ઊભા. એ ધ્યાન હતું ધર્મધ્યાનનું! જિનેશ્વરની આજ્ઞાઓનો વિચાર, રાગ-દ્વેષથી બંધાતાં કર્મોના ઉદયનો વિચાર, સકલ વિશ્વની રચનાનો વિચાર અને મિથ્યાત્વ, અવિરતિ કષાય વગેરેનાં કટું પરિણામોનો વિચાર તેઓ કરતા હતા. પ્રહર પછી પ્રહર વીતતા હતા. રાત જામતી જતી હતી. શ્રીરામભદ્ર મહામુનિનું ધ્યાન પણ જામતું જતું હતું. મધ્યરાત્રિને સમયે મહામુનિને “અવધિજ્ઞાન' પ્રગટી ગયું. એ “અવધિજ્ઞાનના પ્રકાશમાં સકલ વિશ્વને,' “ચૌદ રાજલોક”ને પ્રત્યક્ષ નિહાળ્યાં! અવધિજ્ઞાન! કોઈ ઇન્દ્રિયની સહાય નહીં કે મનની સહાય નહિ! આત્મા જ સ્વયં સકલ વિશ્વને જુએ! પ્રત્યક્ષ જુએ! ધ્યાનના પ્રબળ અગ્નિમાં, “અવધિજ્ઞાન' ઉપરનું એ આવરણ બળી ગયું અને જ્ઞાનનો પ્રકાશ ઝળહળી ઊઠ્યો! શ્રી રામભદ્ર મહામુનિ અવધિજ્ઞાની મહર્ષિ બની ગયા. જ્ઞાનના પ્રકાશમાં એ મહામુનિએ લક્ષ્મણજીના જીવને જોયો, પરંતુ ક્યાં? નરકમાં! ત્યાં તો શ્રી રામે પોતાના અને લક્ષ્મણજીના પૂર્વભવોની હારમાળા જોઈ! અવધિજ્ઞાન પ્રકાશમાં ભૂતકાળના ભવો અને ભવિષ્યકાળના ભવો જોઈ શકાય, શ્રી રામભદ્ર મુનિ વિચારે છે : ‘પૂર્વેના એક ભવમાં હું ધનદત્ત હતો અને લક્ષ્મણ મારો નાનો ભાઈ વસુદત્ત હતો. ત્યાં એ ભવમાં પણ તેનું મૃત્યુ એવી જ રીતે થયું. કોઈ ધર્મ વિના જ જીવન પૂર્ણ થયું હતું. આ ભવમાં પણ એ કંઈ જ આત્મસાધના કર્યા વિના... ગયો, કુમાર અવસ્થામાં, ત્યાર પછી કલાધ્યાનમાં, દિગવિજયમાં, રાજ્યવ્યવસ્થામાં For Private And Personal Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૪૨ જૈન રામાયણ એમ બાર હજાર વર્ષનું એનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું. બિચારા દેવોનો શો દોષ? સંસારી જીવનોને આવા જ કર્મવિપાક ભોગવવાના હોય છે. દેવો તો સ્નેહની પરીક્ષા કરવા આવ્યા હતા અને લમણનું મૃત્યુ થઈ ગયું. તે નરકમાં ચાલ્યો ગયો.” શ્રી રામભદ્ર મહામુનિનો વૈરાગ્ય તીવ્ર થયો. જ્ઞાનદૃષ્ટિ ખૂલી ગયા પછી સંસારની ઘટનાઓનું અવલોકન થાય તે, વૈરાગ્યને વધારનારું થાય છે. કર્મોના દારુણ વિપાકો જોઈને, હૃદય સંસાર પ્રત્યે સાવ નિર્ભય થઈ જાય છે. “અહો, આ સંસારનું આવું દારુણ સ્વરૂપ છે? વાસુદેવ જેવાને પણ નરકમાં પછાડી દે? તો પછી આ સંસારના સુખોથી શું? સંસારના વૈભવ અને વિલાસોથી શું? સર્યું આવા સંસારથી મુક્ત થવાનો જ પુરુષાર્થ કરું..” મહામુનિનો અંતરાત્મા આત્માની મુક્તિ માટે દઢ સંકલ્પવાળો બની ગયો. તે તપ અને સમાધિમાં લીન બની ગયો. જંગલોમાં, ગિરિ-ગુફામાં તેમણે તપ આદર્યું. બે-બે ઉપવાસના પારણે તપ શરૂ કર્યું. તેમણે દિનરાત સમાધિમાં રહેવા માંડ્યું. તેઓ પારણાના દિવસે ભિક્ષા માટે નગરમાં જવા લાગ્યા. છઠ તપ (બે ઉપવાસ) ના પારણે ભિક્ષા માટે રામભદ્ર મહામુનિ “સ્વજનસ્થલ નગરમાં આવ્યા. શ્રી રામભદ્ર મહામુનિ! જાણે ચન્દ્ર પૃથ્વી પર ઊતરી આવ્યો! અભુત રૂપ અને અપાર સૌમ્યતા! અદ્વિતીય આકર્ષણ અને ગજબ પુણ્યપ્રક શ્રી રામભદ્ર મહામુનિને નગરમાં પધારેલા જોઈ, નગરવાસીઓ હર્ષથી નાચી ઊઠ્યા. હજારો સ્ત્રી-પુરુષો સામે આવ્યાં. તેઓ સૌ મહામુનિની સ્તુતિ-પ્રાર્થના કરીને, આનંદોત્સવ મનાવવા લાગ્યાં. પોતપોતાના ઘરના દ્વારે, ભિન્નભિન્ન વાનગીઓથી ભરપૂર ભોજનના થાળ લઈ, નગરજનો ઊભા રહ્યા. નગરજનોનો હર્ષોન્માદ એવો હતો કે હાથીઓએ આલાનખંભ ઊખેડી નાંખીને નાચવા માંડ્યું! અશ્વોએ ઊંચા કાન કરીને હણહણાટ કરવા માંડ્યાં. સ્પન્દનસ્થલ નગરની ગલગલીમાં હર્ષ રમણે ચડ્યો. શ્રી રામભદ્ર મહામુનિને આવી ભિક્ષા ક્યાં જોઈતી હતી? તેઓ તો દરેક ઘરના For Private And Personal Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજા પ્રતિદિને પ્રતિબોધ ૯૪૩ દ્વારેથી પાછા વળે છે, ભિક્ષા લેતા નથી. આગળ ને આગળ વધતા જાય છે. તેમને તો વધેલી-ઘટેલી અને ફેંકી દેવા જેવી ભિક્ષા જોઈતી હતી. આવી ભિક્ષા કોણ આપે? મહામુનિ ભિક્ષા લેતા નથી. મુનીશ્વર રાજમહેલના દ્વારે જઈ ઊભા. રાજા પ્રતિનન્ટિએ હર્ષથી મુનીશ્વરને વંદના કરી. રાજાને ત્યાં ભોજનસમય વ્યતીત થઈ ગયો હતો. વધેલા-ઘટેલો આહાર પડ્યો હતો. રાજાએ શ્રી રામભદ્ર મહામુનિને આહાર વહોરાવ્યો અને મહામુનિએ તે વહોર્યો. દેવો પણ અવધિજ્ઞાનથી, ચન્દનલની આ ઘટના જોઈ રહ્યા હતા. મહામુનિને પારણું થયું કે તેમણે દિવ્ય ધનવૃષ્ટિ કરી. રાજા પ્રતિદિને ત્યાં મહામુનિનું પારણું થયેલું જાણી, પ્રાને ખૂબ આનંદ થયો. મહામુનિને નગરમાં રોકવા માટે રાજાએ અને પ્રજાએ અતિ આગ્રહ કર્યો પરંતુ મહામુનિ નગરમાં શાના રોકાય? એમનું મન નગરમાં કેમ ઠરે? તેઓ ના રોકાયા... તેમણે જંગલની વાટ પકડી. વાટે ચાલતાં તેમને વિચાર આવ્યો : “મારા નગરમાં જવાથી નગરમાં કેવો કોલાહલ મચી ગયો?” કેટલા સંઘટ્ટ પણ થયા? લોકોનો કેવો ધસારો?’ તેમણે શુદ્ધ બુદ્ધિથી આ પ્રમાણે અભિગ્રહ ધારણ કર્યો, પ્રતિજ્ઞા કરી : “આ જંગલમાં જ જો ભિક્ષા સમયે ભિક્ષા મળશે તો જ હું પારણું કરીશ, નહિતર તપ ચાલુ રાખીશ, નગરમાં નહીં જાઉં.' શરીર પર કેવો નિરપેક્ષ ભાવ! તીવ્ર વૈરાગ્ય મનુષ્યને શરીર પ્રત્યે પણ નિરપેક્ષ બનાવે છે. શ્રી રામભદ્ર મહામુનિ નગરના હજારો ભક્તજનોની ભક્તિથી પણ દૂર રહેવાનો સંકલ્પ કરે છે. ભક્તોની ભીડ એમના અંતરાત્માને ડંખે છે, જ્યાં જીવનું લક્ષ “આત્મા' ઉપર કેન્દ્રિત થઈ જાય છે, એને બધું અસાર ભાસે છે. મહામુનિને તો પોતાના આત્માને અનંત કર્મોનાં બંધનોમાંથી મુક્ત કરવો છે. અનંત જ્ઞાન અને વીતરાગતા પ્રાપ્ત કરવી છે. જંગલમાં એમણે ધ્યાન લગાવ્યું. સર્વ વિચારોથી મુક્ત બની તેઓ એક પરબ્રહ્મના ધ્યાનમાં લીન થઈ ગયા. શરીર ઉપરથી પણ મમત્વ ઉતારી નાખ્યા પછી ચિત્તમાં કોઈ વિક્ષેપ રહે નહીં. એક દિવસની વાત છે. For Private And Personal Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૪૪ જેન રામાયણ ચન્દનસ્થલ નગરનો રાજા પ્રતિન્દિ સૈન્ય સાથે બહાર નીકળ્યો. રાજા જે અશ્વ પર આરૂઢ થયો હતો તે અશ્વ વિપરીત રીતે શિક્ષિત થયેલો હતો. રાજાને એણે બીજા માર્ગે વાળ્યો. જેમ જેમ રાજા એને ઊભો રાખવા પ્રયત્ન કરે તેમ તેમ તે તીવ્ર ગતિથી દોડે! માર્ગમાં “નન્દનપુણ્ય' નામનું સરોવર આવ્યું. સરોવરને કિનારે દોડતો અશ્વ એક સ્થળે કાદવમાં ખૂંપી ગયો. રાજા પ્રતિન્દિ મૂંઝાયો. ત્યાં એની પાછળ સૈન્ય આવી પહોંચ્યું. સૈનિકોએ અશ્વને અને રાજાને કાદવમાંથી ઉગારી લીધા. રાજાએ સૈનિકોને કહ્યું : આ સરોવરના કિનારે શિબિર નાંખો અને અહીં જ ભોજન બનાવો. ભોજન કરીને પછી અહીંથી આગળ વધીશું.” સૈનિકોએ પડાવ નાંખ્યો અને ભોજનની તૈયારીઓ કરવા માંડી. રાજા પ્રતિન્દિએ સરોવરમાં સ્નાન કર્યું. અને વિશ્રામ લીધો. ભોજન તૈયાર થઈ જતાં સપરિવાર રાજાએ ભોજન કર્યું. રાજાને ક્યાં ખબર હતી કે આ એ જ જંગલ હતું કે જે જંગલમાં શ્રી રામભદ્ર મહામુનિ રહેલા હતા! એ મુનીશ્વરની સાધનાથી આ જંગલ પવિત્ર બનેલું હતું! એ દિવસે મહામુનિને પારણું કરવાનું હતું. જ્ઞાન-દૃષ્ટિથી મહામુનિએ જંગલમાં રાજાના આગમનને જાયું હતું. તેઓ ભિક્ષાર્થે સરોવર કિનારે પધાર્યા. પ્રતિનિએિ મહામુનિને જોયા. તેને અંગેઅંગ રોમાંચિત થઈ ગયું. તે ઊભો થયો અને તેણે મહામુનિને નમન કરી તેમનું સ્વાગત કર્યું. “કૃપાવંત, ભિક્ષા ગ્રહણ કરી, મને અનુગૃહીત કરો.” રાજાએ મહામુનિને ભિક્ષા માટે વિનંતી કરી. બધાએ ભોજન કરી લીધું હતું એટલે જે ભોજન વધેલું હતું, તેમાંથી જ ભિક્ષા આપવાની હતી. મુનિરાજને પણ એવી જ ભિક્ષા ખપતી હતી. જેવી મુનિવરે ભિક્ષા લીધી તેવી જ આકાશમાંથી દેવોએ રનવૃષ્ટિ કરી. રત્નો સરોવરને કિનારે વેરાયેલા જોઈ સૈનિકો સ્તબ્ધ બની ગયા. રાજા પ્રતિનિન્ટિએ સૈનિકોને કહ્યું : આ શ્રી રામભદ્ર મહામુનિનો પુયપ્રભાવ છે. દેવો પણ તેમનાં ચરણકમલની સેવા કરે છે, માટે તેમનાં દર્શન કરી પાવન થાઓ.” સૈનિકોએ મહામુનિનાં ચરણે વંદના કરી. પ્રતિદિએ મહામુનિને પ્રાર્થના કરી : “હે કૃપાવંત મુનીશ્વર! અમે ધર્મ જાણતા નથી. અમને ધર્મોપદેશ આપવા For Private And Personal Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજા પ્રતિનન્દ્રિને પ્રતિબોધ ૯૪૫ કૃપા કરો.' સરોવરને કિનારે, એક સ્થળે પડેલી સ્વચ્છ પાષાણશિલા ઉપર શ્રીરામભદ્ર મહામુનિ બિરાજમાન થયા. રાજા પ્રતિનન્દ્રિ અને પરિવાર મહામુનિની સામે ભૂમિપ્રદેશ પર બેસી ગયો. મહામુનિએ ધીર-ગંભીર ધ્વનિમાં ધર્મોપદેશ આરંભ્યો. હે રાજન! ધર્મનો આરંભ શ્રદ્ધાથી થાય છે. પરમાત્મા ઉપર, સદ્ગુરુઓ ઉપર અને સદ્ધર્મ ઉપર શ્રદ્ધા ધારણ કરવી જોઈએ. રાગ-દ્વેષથી રહિત, સર્વજ્ઞ વીતરાગ આત્મા, એ જ પરમાત્મા કહેવાય. રાગ-દ્વેષ પર વિજય મેળવવા પ્રયત્ન કરનારા, મહાવ્રતધારી અને જિનાજ્ઞા મુજબ જીવન જીવનારા સદ્ગુરુ કહેવાય. જિનભાષિત દયામૂલકધર્મ કહેવાય. આ ત્રણેય તત્ત્વો પર અવિચલ શ્રદ્ધા સ્થાપિત કરવી જોઈએ. ‘હે નરેશ! ગૃહસ્થજીવનમાં તમે બાર વ્રત ધારણ કરી શકો. (૧) કોઈપણ નિરપરાધી ત્રસ્ત જીવને મા૨વો નહીં. સ્થાવર જીવોની પણ જેમ બને તેમ વધુ દયા પાળવી. (૨) અસત્ય બોલવું નહીં. (૩) ચોરી કરવી નહીં. (૪) સ્વસ્ત્રીમાં સંતોષ રાખવો, પરસ્ત્રીનો ત્યાગ કરવો. (૫) સ્થાવર-જંગમ પરિગ્રહ (વૈભવસંપત્તિ)નું પરિમાણ કરવું. (૬) ચાર દિશાઓમાં અને ઉપર નીચે અમુક યોજનાથી વધારે દૂર જવું નહીં. (૭) ભોગ-ઉપભોગની વસ્તુઓની મર્યાદા બાંધવી. (૮) અનર્થદંડના ધંધા ક૨વા નહીં. અર્થાત્ બિનજરૂરી કે અનાવશ્યક કાર્ય કરવાં નહીં. (૯) સામાયિક (૪૮ મિનિટ) વ્રત કરવું. (૧૦) લીધેલાં વ્રતોને યાદ કરી જવા માટે મહિને કે વર્ષે એકાદ દિવસ દસ સામાયિક કરીને સમતા ભાવે રહેવું. (૧૧) પૌષધ વ્રત કરવું અર્થાત્ ઉપવાસ કરીને, શરીરની શોભા કર્યા વિના, બ્રહ્મચર્યવ્રતની ધારણા કરી, આરંભ-સમારંભનો ત્યાગ કરી, પર્વ દિવસોમાં રહેવું. (૧૨) અતિથિ એવા સાધુપુરુષોને ભિક્ષા આપીને પછી ભોજન કરવું.' શ્રી રામભદ્ર મહર્ષિએ પ્રતિનન્દિ રાજાને બાર વ્રતો, એના અતિચારો, સાવધાનીઓ વગેરે વિસ્તારથી સમજાવ્યાં. રાજાને ખૂબ હર્ષ થયો. રાજાએ મહામુનિ પાસે બાર વ્રત ધારણ કર્યાં. મહામુનિની મોક્ષમાર્ગની દેશના સાંભળી, રાજા અને સૈનિકો આનંદિત થઈ ગયા. રાજાએ પુનઃ પુનઃ મહામુનિને ચરણે વંદના કરી. રામભદ્ર મહામુનિએ સૌને ‘ધર્મલાભ’ ના આશીર્વાદ આપ્યા. મહામુનિ જંગલમાં ચાલ્યા ગયા. રાજા પોતાના સૈન્ય સાથે ઘર તરફ રવાના થયો. For Private And Personal Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨. સીતેન્દ્ર પર શ્રી રામભદ્ર મહામુનિએ એ જ વનમાં સ્થિરતા કરી. વનમાં પશુઓ મહામુનિની ચારેબાજુ ટોળે વળે છે. મહામુનિ સામે ટગરટગર જોયા કરે છે. વનની અધિષ્ઠાયિકા દેવીઓ પ્રગટ થાય છે અને મહામુનિની સ્તુતિ-પ્રાર્થના કરે છે. મહામુનિ તો તેમની સાધનામાં લીન છે. ક્યારેક મહિનાના ઉપવાસ. ક્યારેક બે મહિનાના ઉપવાસ. ક્યારેક ત્રણ મહિનાના ઉપવાસ તો ક્યારેક ચાર મહિનાના સળંગ ઉપવાસ કરી, મહામુનિ ઘોર તપ કરતા હતા. તેમને તો જલ્દી જલ્દી કર્મનાં બંધનો તોડવાં હતાં. તપશ્ચર્યા કરીને, તેઓ બેસી રહેતા ન હતા. પરંતુ તેઓ ભિન્નભિન્ન આસનો લગાવીને, ધ્યાનમાં લીન રહેતા હતા. ક્યારેક “પર્યકાસન, કરતા તો ક્યારેક ઉત્કટિક આસને ધ્યાન ધરતા. ક્યારેક એક પગે ઊભા રહી, બંને હાથ ઊંચા રાખી, સૂર્ય સામે દૃષ્ટિ લગાવીને, ધ્યાન કરતા. તેઓ ક્યારેક માત્ર અંગૂઠા પર ઊભા રહેતા, ક્યારેક પગની એડી પર ઊભા રહેતા. જુદાંજુદાં આસનો દ્વારા તેમણે તન-મનની પ્રવૃત્તિ પર વિજય મેળવ્યો. તપ અને ધ્યાન દ્વારા તેમણે કર્મનાં કઠોર બંધનો તોડવા માંડ્યાં. ઘણો સમય વનમાં વિતાવી, તેમણે કોટિશિલા' નામની શિલા તરફ વિહાર કર્યો. જે કોટિશિલાને પૂર્વે લક્ષ્મણજીએ ઉપાડીને, વિદ્યાધરોને પ્રતીતિ કરાવી હતી કે તેઓ “વાસુદેવ' છે.! શ્રીરામભદ્ર મહામુનિએ “કોટિશિલા પર આસન જમાવ્યું. નિરપેક્ષ વૃતિ! બાહ્ય ભાવો તરફ સંપૂર્ણ ઉદાસીનતા, સંસાર અને મોક્ષ, કોઈ ઇચ્છા નહીં. રાગ નહીં અને દ્વેષ નહીં. તેઓ ધર્માધ્યાનની ઉચ્ચતમ્ સપાટી પર પહોંચ્યા. અને “શુક્લધ્યાન'નો પ્રારંભ થઈ ગયો! પૃથક્વ-વિતર્કસવિચાર' ધ્યાન ચાલુ થઈ ગયું. આત્માથી માંડી પરમાણુ સુધીના પદાર્થોનું ચિંતન. તેના વાચક શબ્દોનું ચિંતન અને મનવચન-કાયાના યોગનું ચિંતન. ચૌદ પૂર્વના શ્રુતજ્ઞાનનું ચિંતન! સ્વ-શુદ્ધ આત્માનુભૂત ભાવનાના આલંબનથી અન્તર્જલ્પ ચાલુ થયો. એક અર્થ પરથી બીજા અર્થ પર, એક શબ્દ પરથી બીજા શબ્દ પર અને એક યોગથી For Private And Personal Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સીતેન્દ્ર ૯૪૭ બીજા યોગ પર વિચારણા ચાલુ થઈ. એક દ્રવ્ય પરથી બીજા દ્રવ્ય ૫૨, એક ગુણ ઉ૫૨થી બીજા ગુણ ઉપર અને એક પર્યાય ઉપરથી બીજા પર્યાય પર સંક્રમણ થવા માંડ્યું. જ્યારે શ્રીરામભદ્ર મહામુનિ તીવ્ર વેગથી આત્માનાં શુદ્ધ સ્વરૂપ તરફ ધસી રહ્યા હતા ત્યારે બારમા દેવલોકમાં એક અવનવી જ ઘટના બની રહી હતી. સીતાજી! સીતાજીએ ચારિત્રજીવનનું વિશુદ્ધ પાલન કર્યું હતું અને આયુષ્ય પૂર્ણ કરી, બારમા દેવલોકમાં દેવેન્દ્ર બન્યાં હતાં! દેવેન્દ્ર સીતેન્દ્ર! દેવોને ‘અવધિજ્ઞાન' હોય. ‘અવધિજ્ઞાન'થી દેવો દેવલોકમાં બેઠાં બેઠાં પણ આ મનુષ્યલોકને જોઈ શકે. એ માટે તેમણે જ્ઞાનનો ઉપયોગ કરવો પડે. સીતેન્દ્રને અચાનક રામ સ્મૃતિમાં આવ્યા. ‘રામ શું કરતા હશે? કઈ સ્થિતિમાં હશે?' તેમની જિજ્ઞાસા પ્રગટી. તેમણે તરત જ અવધિજ્ઞાનનો ઉપયોગ કર્યો. સીતેન્દ્ર પ્રત્યક્ષ શ્રીરામ જોયા, પરંતુ અયોધ્યાના મહેલમાં નહીં, જંગલમાં કોટિશિલા પર આરૂઢ થયેલા! ધ્યાનસ્થ દશામાં અપૂર્વ આત્માનન્દના રસાસ્વાદ કરતા! સીતેન્દ્ર ચોંકી ઊઠ્યા : સ્વગત બોલી ઊઠ્યા : ‘મારા રામ! તેમણે પણ ચારિત્ર લીધું! ઓહો લક્ષ્મણજીનું મૃત્યુ થઈ ગયું છે, પ્યારા લવકુશ ચારિત્રને માર્ગે ચાલ્યા ગયા. શ્રીરામે શત્રુઘ્ન સાથે ચારિત્ર લીધું. બહુ સરસ. જીવન ધન્ય બની ગયું!' સીતેન્દ્ર અયોધ્યામાં બની ગયેલી ઘટના જોઈ. ત્યાર પછી શ્રીરામ ઉપરનો રાગ સળવળી ઊઠ્યો. એ રાગના પડેલા સંસ્કારો નાબૂદ થયા ન હતા; રામને જોતાં જ એ સંસ્કારો જાગ્રત થયા. સીતેન્દ્ર વિચારે છે : ‘શ્રીરામે ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં પ્રવેશ કર્યો છે. જો એમાં આગળ વધી જાય તો તેઓ કેવળજ્ઞાની બની જાય, વીતરાગ બનીને મોક્ષમાં ચાલ્યા જાય. પછી એમનો સંયોગ ન મળે.' શ્રીરામના કાયમી વિયોગની કલ્પનાથી સીતેન્દ્ર ધ્રૂજી ગયા. શ્રીરામ અહીં આવે, મારા મિત્ર દેવ બને, એમનો ચિરસહવાસ મળે.’ પણ એ માટે મારે એમના શુક્લધ્યાનનો ભંગ કરવો જોઈએ. શુક્લધ્યાન અટકાવવું જોઈએ.' કેવી છે રાગદશા!! કેવી છે મોહદશા! સીતાજીએ ચારિત્ર લીધું હતું, ચારિત્રજીવનનું પાલન કર્યું હતું, સંસારની For Private And Personal Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૪૮ જેન રામાયણ માયામમતાનો ત્યાગ કર્યો હતો. જ્ઞાન-ધ્યાન અને તપની આરાધના કરી હતી. પરંતુ શ્રીરામ પ્રત્યેનો રાગ યથાવત્ રહ્યો હતો! તેમની ચારિત્રની ઉપાસના રામ-રાગને મિટાવી શકી ન હતી. જીવનનું અને દેહનું પરિવર્તન થયા પછી પણ એ રાગને મિટાવી શકી ન હતી. જીવનનું અને દેહનું પરિવર્તન થયા પછી પણ એ રાગ આત્માને વળગી રહ્યો હતો. આનું નામ રાગની પ્રબળતા! આનું નામ મોહની વિટંબણા! સીતેન્દ્ર શ્રીરામભદ્ર મહામુનિને ધ્યાનભ્રષ્ટ કરવાનો નિર્ણય કરે છે. અનુકૂળ ઉપસર્ગો કરીને, મહામુનિને વિચલિત કરવાનો નિર્ધાર કરે છે. અનેક દેવો સાથે સીતેન્દ્ર “કોટિશિલા' પાસે આવે છે. તેઓ શ્રીરામચન્દ્રજીને ધ્યાનમગ્ન દશામાં જુએ છે. ચારે બાજુ વેરાન ઉજ્જડ પ્રદેશને જુએ છે. તેમને પ્રદેશ ન ગમ્યો. દેવેન્દ્ર છે! એની પાસે અદ્ભુત શક્તિઓ છે. માઘ માસ હતો. સીતેન્દ્ર “કોટિશિલાના જંગલને ક્ષણોમાં ઉઘાન બનાવી દીધી તેમાં તેમણે નંદનવન સર્જી દીધું અને તેમાં વસંતઋતુની માદકતા ભરી દીધી. કોયલીનાં વૃન્દ મૂંજન કરવા લાગ્યાં. વિવિધરંગી ભ્રમરો મધુર ગુંજારવ કરવા લાગ્યા. જૂઈ, બકુલ અને ચંપકનાં પુષ્પો ખીલી ઊઠ્યાં. મલયાચલનો સુગંધી વાયુ વાવા લાગ્યો. કામદેવ જાણે પૃથ્વી પર ઊતરી આવ્યો! સીતેન્દ્ર રૂપપરિવર્તન કર્યું. સોળશૃંગાર સજેલી નવયૌવના સીતાનું રૂપ ધારણ કર્યું. આબેહુબ સીતા! જાણે મિથિલાના સ્વયંવર-મંડપમાં ઊભેલી સીતા ન હોય! બીજા દેવોએ પણ માનવ-કન્યાનાં રૂપ ધારણ કર્યા. એ કન્યાઓ સાથે રૂમઝૂમ કરતી સીતા કોટિશિલા પર આવી. ધ્યાનસ્થ રામને નમન કરી, તેણે પ્રાર્થના કરી હે પ્રાણનાથ! પ્રિયતમ! નયન ખોલો. જુઓ તમારી હૃદયેશ્વરી સીતા તમારી સામે ઊભી છે. સ્વામીનાથ! જુઓ, તમારા વિરહથી વ્યાકુળ, વિહ્વળ આ સીતાનો તમે સ્વીકાર કરો. ત્યારે મેં ભૂલ કરી હતી. આપનો ત્યાગ કરી, અભિમાનમાં આપને અવગણી, મેં ચારિત્ર લીધું હતું. પાછળથી મને ઘણો પશ્ચાત્તાપ થયો હતો. આપની સ્મૃતિમાં હું ઝૂરતી હતી. આંખોમાંથી આંસુ વહાવતી હતી. આજે હું આપની પાસે આવી છું. જુઓ, આ અનેક વિદ્યાધરકન્યાઓ સાથે આપને વીનવું છું, હે નાથ! કૃપા કરો. અમારો સ્વીકાર કરી, અમને સનાથ કરો. . For Private And Personal Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સીતેન્દ્ર ૯૪૯ આ વિદ્યાધર કન્યાઓએ મને કહ્યું : “તું દીક્ષા ત્યજી દે અને રામની રાણી બની જા. અમે તારા આદેશથી રામની પત્નીઓ બનીશું.” હે સ્વામીનાથ, મેં આ કન્યાઓના કહેવાથી દીક્ષા ત્યજી દીધી અને હું આપનાં ચરણોમાં આવી છું. હે પ્રાણેશ્વર, અમારી સામે જુઓ. આપની સતા પૂર્વવતુ આપના બાહુપાશમાં સમાઈ જવા તલસે છે. ભૂલી જાઓ સ્વામી મારો એ અપરાધ, આપનું કરેલું અપમાન અને આ દાસીને આપની ચરણસેવામાં સ્વીકારી લો.” શ્રી રામભદ્ર મહામુનિ પર સીતેન્દ્રનાં વચનોની કોઈ અસર ન થઈ. એ તો શુક્લધ્યાનની ધારામાં વહી રહ્યા હતા. ક્ષણે ક્ષણે અનંત કર્મોનો ક્ષય કરી રહ્યા હતા. ધ્યાનનો અગ્નિ પ્રગટે પછી શું બાકી રહે? સીતેન્દ્ર વિદ્યાધર કન્યાઓ (બનાવટી) સાથે એ કોટિશિલા પર નૃત્ય આરંભ્ય. દેવલોકના દેવીનું (બનાવટી દેવીઓનું) નૃત્ય એટલે પૂછવું જ શું! નૃત્ય સાથે ગીત અને સંગીતની રમઝટ જામી ગઈ. એ ગીત-સંગીત અને નૃત્યની અસર જંગલનાં પશુપક્ષીઓ પર થઈ. ટોળે વળી, તેઓ એકીટસે નાટારંભ જોઈ રહ્યાં અને ડોલી ઊઠ્યાં. પરંતુ શ્રીરામભદ્ર મહામુનિ પર નથી એ નૃત્યની અસર કે નથી એ ગીતસંગીતની અસર! અસર ક્યાંથી થાય? એ નૃત્યને આંખો જુએ અને મન વિચારે તો ને? એ ગીત-સંગીતને કાન સાંભળે અને મને વિચાર કરે તો ને? મહામુનિની ઇન્દ્રિયો અને મન તો ધ્યાનમાં જોડાઈ ગયાં હતાં. ઇન્દ્રિયો અને મનને ધ્યાનમાં જોડી દેવામાં આવે તો બાહ્ય દુનિયાના પ્રસંગો કોઈ અસર ન કરી શકે. મહામુનિએ ઇન્દ્રિયો અને મનના સહારે ધર્મધ્યાન કરીને, આત્માથી જ આત્માનું ધ્યાન આપું. શુક્લધ્યાનમાં આત્મા જ આત્માને ધ્યાવે છે! મન અને ઇન્દ્રિયો ત્યાં નિષ્ક્રિય બની જાય છે. સીતેન્દ્ર તો પોતાની તમામ શક્તિ અજમાવીને ગીત નૃત્ય કર્યું જાય છે. દિવસ પૂર્ણ થાય છે ને રાત્રિનો પ્રારંભ થાય છે. પ્રથમ પ્રહર, દ્વિતીય પ્રહર, જેમ રાત જામતી જાય છે તેમ તેમ નૃત્ય જામતું જાય છે. ગીત-સંગીત તીવ્ર બનતાં જાય છે. ત્રીજા પ્રહરનો પ્રારંભ થઈ ગયો અને પૂર્ણ પણ થઈ ગયો. ચોથા પ્રહરનો પ્રારંભ થયો. શ્રી રામભદ્ર મહામુનિએ “શુક્લધ્યાન'ના બીજા પ્રકારમાં પ્રવેશ કરી ધ્યાનાનલમાં ઘાતકર્મનો ક્ષય કરી નાખ્યો. શ્રી રામભદ્ર મહામુનિને કેવળજ્ઞાન પ્રગટી ગયું. For Private And Personal Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી રામ વીતરાગ બન્યા. ન રાગ, ન દ્વેષ, ન મોહ, શ્રી રામ સર્વજ્ઞ બન્યા. ૨ ૧૨૩. શ્રી રામ નિર્વાણ Acharya Shri Kailassagarsuri Gyanmandir કોઈ પણ જાતનું અજ્ઞાન નહીં. એમને સકલ વિશ્વ પ્રત્યક્ષ! ભૂતકાળ પ્રત્યક્ષ, ભવિષ્યકાળ પ્રત્યક્ષ અને વર્તમાન પ્રત્યક્ષ! આત્માના જ્ઞાનનો પ્રકાશ પ્રગટી ગયો. સર્વજ્ઞતા આવે એટલે વીતરાગતા સહજ બની જાય. અજ્ઞાનતા છે ત્યાં સુધી જ રાગ અને દ્વેષનાં દ્વન્દ્વ હોય છે. આત્મા સર્વજ્ઞ બન્યો, વીતરાગ બન્યો એટલે જન્મ મટ્યો! ફ૨ીથી જન્મવાનું નહીં, દેહ ધારણ જ નહીં કરવાનો. સર્વજ્ઞ આત્માનું નિર્વાણ થાય. નિર્વાણ થયા પછી જન્મ ન થાય. આત્મા જન્મ-મૃત્યુમાંથી પૂર્ણતયા મુક્ત થાય. એનું જ નામ મોક્ષ. માઘ માસ. શુક્લ બારસની એ રાત્રિ હતી. રાત્રિના અંતિમ પ્રહરમાં શ્રી રામભદ્ર મહામુનિ સર્વજ્ઞ વીતરાગ બન્યા. સીતેન્દ્રે અવધિજ્ઞાનથી જોઈ લીધું કે ‘શ્રી રામ કેવળજ્ઞાની બની ગયા હતા. શુક્લધ્યાનની સિદ્ધિ થઈ ગઈ.' તેમણે તરત જ બધી માયાજાળ સંકેલી લીધી. સ્વયં સીતાનું રૂપ સંહારી લઈ ઇન્દ્રરૂપે પ્રગટ થયા. દેવલોકથી બીજા દેવો પણ ઊતરી આવ્યા. સીતેન્દ્રનો મોહ ઊતરી ગયો. ભક્તિભાવ જાગ્રત થયો. સીતેન્દ્ર દેવોની સાથે ત્યાં વિધિપૂર્વક મહોત્સવ કર્યો. દેવોએ નૃત્ય કર્યાં; ગીતગાન કર્યાં; શ્રી રામભદ્ર મહામુનિની સ્તુતિ કરી. સુવર્ણનું દિવ્ય કમલ બનાવ્યું. અત્યંત મુલાયમ અને મનોહર. કેવળજ્ઞાની એના પર આરૂઢ થયા. બે બાજુએ દેવો ઊભા રહીને ચામર ઢોળવા માંડવા. દિવ્ય છત્ર ધારણ કરીને દેવો ઊભા રહ્યા. ફોટિશિલાનો પ્રદેશ દેવોની પર્ષદાથી શોભી ઊઠ્યો. કેવળજ્ઞાની ભગવંત શ્રી રામચન્દ્રે ચંદનથી પણ શીતલ વાણી વહાવી. દેશનાનો પ્રારંભ કર્યો : પર્ષદા હતી માત્ર દેવોની! ત્યાં માનવ સ્ત્રી-પરુષો ન હતા. હા, એ જંગલનાં For Private And Personal Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીરામ નિર્વાણ સ્પ૧ પશુઓ અને પક્ષીઓ જરૂર ત્યાં હતાં. એ કેવળજ્ઞાની ભગવંતને ચાહતાં હતાં. હિંસક પશુઓ પણ હિંસાવૃત્તિને ત્યજી એકઠાં થયાં હતાં. સર્વજ્ઞ વિતરાગ શ્રી રામનો ઉપદેશ સાંભળી, દેવોનાં મન ઉલ્લસિત થયાં. તેમનાં સમ્યગ્દર્શન વિશેષ નિર્મળ થયાં. ઉપદેશ પૂર્ણ થયો. સીતેન્દ્ર ઊભા થયા અને ગદ્ગદ્ સ્વરે ક્ષમાયાચના કરતાં બોલ્યા : પ્રભો, મને ક્ષમા કરો. આપના પ્રત્યેના રાગથી, સ્નેહથી પ્રેરાઈને મેં ધ્યાનભંગ કરવા, આપના ઉપર ઉપદ્રવ કર્યો. આપ દેવલોકમાં મારા મિત્રદેવ બન, એ માટે વિચલિત કરવા પ્રયત્ન કર્યા. મારો અપરાધ માફ કરો.” હે સીતેન્દ્ર મોહવશ જીવ શું નથી કરતો? તમે મોહવશ બનીને ઉપદ્રવ કર્યા. પણ તે મારા માટે ઉપકારી બન્યા!” પ્રભો! હવે કૃપા કરીને બતાવો કે લક્ષ્મણ મૃત્યુ પામીને કઈ ગતિમાં ગયા છે અને રાવણ મરીને કઈ ગતિમાં ગયો છે?” હે સીતેન્દ્ર, જીવોની ગતિ કર્માધીન હોય છે. લક્ષ્મણ અને રાવણ બંને ચોથી નરકમાં છે.” કેવળજ્ઞાની ભગવંતે કહ્યું. સીતેન્દ્રના મુખ પર ગ્લાનિ છવાઈ ગઈ. ‘પ્રભો, નરકમાંથી નીકળ્યા પછી એમનું ભાવિ શું છે?' સીતેન્દ્ર બીજો પ્રશ્ન પૂછયો. સીતેન્દ્ર, નરકનું આયુષ્ય પૂર્ણ કરીને લક્ષ્મણ અને રાવણ પૂર્વ-મહાવિદેહ ક્ષેત્રમાં વિજયાવતી નગરમાં જન્મશે. સુનન્દ અને રોહિણીના તેઓ પુત્ર થશે. લક્ષ્મણનું નામ સુદર્શન અને રાવણનું નામ જિનદાસ હશે. ત્યાં બંને અહંત ધર્મની આરાધના કરશે અને સૌધર્મ દેવલોકમાં જશે. દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી, વિજયાપુરીમાં તેઓ બંને જન્મશે, શ્રાવક બનશે. શ્રાવક જીવન જીવીને હરિવર્ષ ક્ષેત્રમાં મનુષ્ય બનશે. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને તેઓ બંને દેવલોકમાં જશે. દેવલોકનું પણ આયુષ્ય પૂર્ણ થશે અને વિજયાપુરીમાં “જયકાન્ત' અને જયપ્રભ' નામના કુમારો થશે. જ્યારે તે કુમારો યૌવનમાં આવશે, જિનોક્ત સંયમધર્મનું પાલન કરશે, ચારિત્ર પાળી, મૃત્યુ પામી “લાન્તક' નામના દેવલોકમાં ઉત્પન્ન થશે. For Private And Personal Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્પર જૈન રામાયણ હે સીતેન્દ્ર! એ સમયે તું બારમા દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી અને આ જ ભારતમાં “સર્વરત્નમતિ' નામનો ચક્રવર્તી બનીશ! અને તે રાવણ અને લક્ષ્મણના જીવ ‘લાન્તક” દેવલોકમાંથી ચ્યવીને તારા પુત્રો બનશે!' પ્રભો, આપ શું કહો છો? લક્ષ્મણ અને રાવણ મારા પુત્રો થશે?” હા સીતેન્દ્ર! આ સંસારમાં બધા જ સંબંધો પરિવર્તનશીલ છે. કોઈ સંબંધ કાયમી ટકે નહીં. રાવણના જીવનું નામ તું ‘ઇન્દ્રાયુધ” રાખીશ અને લક્ષ્મણના જીવનું નામ “મેઘરથ” રાખીશ! સીતેન્દ્ર દ્વારા એ બંને પુત્રો જ્યારે યૌવનમાં આવશે, ત્યારે ભોગસુખોથી વિરક્ત બનશે. ચક્રવર્તી પિતાના સુખ વૈભવોનો ત્યાગ કરી, એ બંને કુમાર ચારિત્ર લેશે! તું પણ ચારિત્ર લઈને, ચારિત્રનું ઉત્કૃષ્ટ પાલન કરી, અનુત્તર દેવલોકમાં “વૈજયન્ત' વિમાનમાં ઉત્પન્ન થઈશ! રાવણનો જીવ ઇન્દ્રાયુધ સારા પવિત્ર ત્રણ ભવ કરશે અને એ ભવોમાં તીર્થકર નામકર્મ બાંધશે! જ્યારે એ છેલ્લા ભવમાં “તીર્થકર' બનશે ત્યારે તું વિજયન્ત' દેવલોકમાંથી વીને, મનુષ્યભવ પ્રાપ્ત કરીશ અને એ જ તીર્થકર (રાવણનો જીવ) નાં ચરણોમાં ચારિત્ર લઈશ! તું એમનો “ગણધર' બનીશ! આયુષ્યનું બંધન તૂટી જશે અને તમે બંને મોક્ષમાં જશો!” પ્રભો, લક્ષ્મણનું શું થશે?' સીતેન્દ્રની ઉત્કંઠા ખૂબ વધી ગઈ હતી. સીતેન્દ્રી લક્ષ્મણનો જીવ મેઘરથ સારા ભવો કરતો પૂર્વ-મહાવિદેહમાં રત્નચિત્રા' નામની નગરીમાં ચક્રવર્તી બનશે. ચક્રવર્તીના ભોગો ભોગવશે. તે અંતે ચારિત્ર લેશે “તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરશે અને તીર્થકર બનીને મોક્ષમાં જશે!” પ્રભો! રાવણ અને લક્ષ્મણનું ભવિષ્ય તો ઉજ્વલ છે. તેઓ ઉત્તમ આત્માઓ છે, પરંતુ અત્યારે તો તેઓ નરકની ઘોર વેદનાઓ સહે છે ને?' સીતેન્દ્ર! એ ભોગવ્યા વિના છૂટકો જ નથી. તીવ્રરાગદ્વેષથી બાંધેલાં કર્મ ભોગવ્યા વિના ચાલે જ નહીં.' સીતેન્દ્ર વિચારમાં પડી ગયા. તેઓ પોતાના મનમાં વિચારે છે : “હું નરકાવાસમાં જાઉં અને એમને દુઃખથી ઉગારી લઉં. એમને નરકમાંથી ઉપાડીને, કોઈ સારા સ્થળે મૂકી દઉં! કરુણાથી આર્દ્ર બનેલા, સીતેન્દ્ર શ્રી રામભદ્ર મહામુનિનાં ચરણોમાં વંદના કરી અને વિદાય લીધી. બીજા દેવોએ પણ શ્રીરામનાં ચરણોમાં વંદના કરી અને સ્વસ્થાને ચાલ્યા ગયા. શ્રીરામભદ્ર મહામુનિએ ત્યાંથી વિહાર કર્યો. For Private And Personal Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીરામ નિર્વાણ ૯૫૩ સીતેન્દ્ર! તેના હૃદયમાં લક્ષ્મણને નરકનાં દુઃખોથી બચાવવાની કરુણા તો જાગી, પરંતુ સાથે સાથે રાવણને પણ બચાવી લેવાની દયા જાગી! સીતેન્દ્ર રાવણના ભૂતકાળને ભૂલી જાય છે અને શ્રીરામભદ્ર મહામુનિએ બતાવેલા એના ઉજ્વલ ભવિષ્યને જુએ છે! “ભવિષ્યમાં રાવણ તીર્થંકર બનનાર છે. અરે! ભાવિનો મારો પુત્ર પણ તે બનનાર છે!” સીતેન્દ્રા બારમા દેવલોકનો ઇન્દ્ર છે. એની પાસે અદ્દભુત દેવી શક્તિઓ છે. તેને મનુષ્યલોક, મધ્યલોકની નીચે અધોલોકમાં જવામાં વાર કેટલી! સીતેન્દ્ર ચોથી નરકમાં જઈને ઊભા પહેલા નરકની નીચે બીજી નરક, બીજા નરકની નીચે ત્રીજા નરક અને ત્રીજી નરકની નીચે ચોથી નરકમાં! કેવી ભયંકર વિકરાળ એ ભૂમિ! કાપાકાપી અને મારામારી સિવાય કંઈ નહીં! કપાઈ જાય છતાં મરે નહીં! પુનઃ સંધાઈ જાય! બળી જાય છતાં મરે નહીં. પુનઃ અંગોપાંગ જોડાઈ જાય! છેદાય, ભેદાય, છતાં મરે નહીં. મૃત્યુને ચાહે, છતાં મૃત્યુ મળે નહીં ત્યાં તો જેટલો કાળ આયુષ્યનો બાંધીને આવ્યો હોય, તેટલો કાળ વિતાવવો જ પડે! નરક એટલે નરક. એ કોઈ કલ્પના નથી. “નરક' એક ચોક્કસ સ્થાન છે. જ્યાં એવા જીવોને જવું પડે છે કે જેઓ ઘોર પાપ આચરે છે. જે પાપોની સજા કરવાની ટેવ કે માનવની શક્તિ નથી. એ સજા તેણે નરકમાં ભોગવવી જ પડે છે. સીતેન્દ્ર ચોથા નરકમાં રાવણને જોયો. શંબૂકને જોયો અને લક્ષ્મણને પણ જોયા! રાવણ અને શબૂક બંને લક્ષ્મણની સાથે લડી રહ્યા હતા. ઘોર યુદ્ધ જામેલું સીતેન્દ્ર જોયું. સિંહ વગેરેનાં વિવિધ રૂપ કરીને તેઓ યુદ્ધ કરી રહ્યા હતા. ત્યાં “પરમાધાર્મિક'ના ક્રૂર અસુરો એમને કહી રહ્યા હતા : અરે, આ રીતે લડવામાં તમને જોઈએ તેવું દુ:ખ નહીં મળે.”પરમાધાર્મિકોએ કહ્યું. રાવણ-શંબૂક અને લક્ષ્મણના મુખમાંથી તીવ્ર ચીસ નીકળી પડી. બળવા માંડ્યા. અંગો બળી-ઝળી ગયાં. ત્યાંથી તેમને કાઢીને એ વિકૃત આકૃતિવાળા અસરએ ત્રણેયને ગરમ-ગરમ તેલમાં ફેંકી દીધા અને દુઃખો આપવાની પરંપરા ચાલી. ભયંકર દુ:ખ, ઘોર વેદના અને દર્દભરી ચીસો. સીતેન્દ્ર તે જોઈ ન શક્યા, તેઓ કમકમી ઊઠ્યા. તરત જ તેમણે અસુરોને કહ્યું : For Private And Personal Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૫૪ જૈન રામાયણ - “અરે અસુરદેવો, શું તમે આ શ્રેષ્ઠ પુરુષોને ઓળખતા નથી? દૂર હટો. છોડી દો આ મહાપુરુષોને.” ઝળહળ જ્યોતિથી દેદીપ્યમાન સીતેન્દ્રના પુણ્યપ્રતાપથી પરમાધામી અસુરો અંજાઈ ગયા. રાવણ, શંબૂક અને લક્ષ્મણ સીતેન્દ્રની સામે જોઈ રહ્યા. “કોણ આ ઉપકારી દેવ હશે?' તેઓ તર્ક-વિતર્કમાં પડી ગયા. ત્યાં જ સીતેન્દ્ર રાવણ અને શંબૂકને ઉદ્દેશીને કહ્યું : ‘તમે હવે તો સમજ? હે રાવણ, હે શંબૂક! તમે પૂર્વભવમાં રાવણ અને શબૂકના ભાવમાં ઘોર પાપ ક્ય માટે અહીં જન્મ્યા. અહીં પણ પૂર્વભવનું વૈર યાદ કરીને લડો છો?' સીતેન્દ્ર પરસ્પર લડતા રાવણ-લક્ષ્મણને યુદ્ધથી વાય. તેમનું યુદ્ધ સ્થગિત થયું. સીતેન્દ્ર રાવણ અને લક્ષ્મણ સામે જોયું અને એમને પ્રતિબોધ કરવા, પરસ્પરના વેરનો અંત લાવવા માટે જે પ્રમાણે કેવળજ્ઞાની શ્રી રામભદ્ર મહામુનિએ ભવિષ્યના ભવો બતાવ્યા હતા, તે બધો જ વૃત્તાંત તે ત્રણેયને કહી સંભળાવ્યો. રાવણ અને લક્ષ્મણ સીતેન્દ્રનો ઉપદેશ સાંભળીને બોલી ઊઠ્યા. હે કૃપાનિધિ આપે ઘણું સારું કર્યું. આપ અહીં આવ્યા, અમને ઉપદેશ આપ્યો. આપના ઉપદેશથી અમારાં સર્વ દુઃખો ભુલાઈ ગયાં, પરંતુ પૂર્વભવોમાં ક્રૂર ક કરીને આવેલા એવા અમારા દીર્ઘકાળનો નરકાવાસને કોણ મિટાવી શકે? એ તો અમારે ભોગવવાનું જ રહ્યું.” આ સાંભળીને કરુણાપૂર્ણ સીતેન્દ્ર બોલી ઊઠ્યા : હું તમને ત્રણેયને અહીંથી ઉઠાવીને દેવલોકમાં લઈ જઈશ.' એમ કહીને સીતેન્દ્ર એ ત્રણેયને પોતાના હાથમાં ઉપાડ્યા. પરંતુ આ તો નરકના જીવોનાં શરીર! જેવાં શરીર હાથમાં પકડ્યાં તેવાં પારાની જેમ કણ-કણ થઈને હાથમાંથી સરકી ગયાં! પુનઃ તેમનાં અંગોપાંગ જોડાઈ ગયાં. સીતેન્દ્રએ ફરીથી શરીરને ઉઠાવ્યાં, પણ એ જ સ્થિતિ, કણ-કણ થઈને જમીન પર સરકી પડ્યાં. સીતેન્દ્ર તેઓને વારંવાર ઉપાડવાનો પ્રયત્ન કર્યો, પણ નિષ્ફળ! ત્યાં લક્ષ્મણજીના જીવે કહ્યું : “હે કૃપાળુ, તમે અમને જેમ જેમ ઉપાડવા પ્રયત્ન કરો છો, તેમ અમને ખૂબ જ દુઃખ થાય છે, માટે અમને છોડી દો અને દેવલોકમાં ચાલ્યા જાઓ.’ For Private And Personal Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીરામ નિર્વાણ ૯૫૫ સીતેન્દ્ર વિચાર્યું “આમને નરકનાં દુઃખોથી બચાવવા કોઈ સમર્થ નથી. બાંધેલાં કર્મ ભોગવ્યા વિના તેમનો છૂટકો જ નથી.” દુઃખી હૃદયે સીતેન્દ્ર ત્યાંથી નીકળીને, જ્યાં શ્રીરામ હતા ત્યાં આવ્યા. શ્રી રામભદ્ર મહામુનિને વંદના કરી, સીતેન્દ્ર નન્દીશ્વરદ્વીપ પર ચાલ્યા ગયા. રસ્તામાં “દેવકરુ” પ્રદેશ આવ્યો! સીતેન્દ્રને યાદ આવ્યું ‘ભાઈ ભામંડલનો જીવ અહીં ઉત્પન્ન થયો છે.” તરત જ સીતેન્દ્ર ભામંડલના જીવને મળી, તેને ધર્મોપદેશ આપી, પ્રતિબોધ કર્યો. પૂર્વભવનો સ્નેહ હતો ને! નન્દીશ્વરદ્વીપ પર રહેલી શાશ્વત જિન પ્રતિમાઓનાં દર્શન-પૂજન કરી, સીતેન્દ્ર અશ્રુત દેવલોકમાં ચાલ્યા ગયા. શ્રી રામભદ્ર મહામુનિ કેવળજ્ઞાની બનીને આ પૃથ્વી પર પચ્ચીસ વર્ષ વિચર્યા. અનેક જીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને, શેષ કર્મોનો ક્ષય કરી મોક્ષમાં પધાર્યા.. તેમણે અજર, અમર, અવિચલ અને શાશ્વત આત્મસુખ પ્રાપ્ત કરી લીધું. સંપૂર્ણ 0 0 0 For Private And Personal Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आचार्य श्री कैलाससापारसूरि ज्ञानमंदिर कोबा तीर्थ Acharya Sri Kailasasagarsuri Gyanmandir Sri Mahavir Jain Aradhana Kendra Koba Tirth. Gandhinagar-382 007 (Guj) INDIA Web site : www.kobatirth.org E-mail: gyanmandir @kobatirth.org BUJAL GRAPHICS: 9376125757 For Private And Personal use only