Book Title: Jain Mahabharat Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 155
________________ ભૂખણ દિલ્હીના દરબારમાં ગયા. તેમણે કમને પણ ‘કાંઈક’ ગાયું. ત્યારબાદ બાદશાહે જે જોઈએ તે માંગી લેવા જણાવ્યું. ભૂખણે કહ્યું, “બાદશાહ સલામત ! હવે પછી ક્યારેય પણ અમારા જેવા પ્રભુના ભક્તોને તમારી સત્તાના જોરે દરબારમાં કદી બોલાવશો નહીં. અમને આ ફરજ બજાવવામાં અતિશય ત્રાસ થાય છે. ભગવાન સિવાય અમે ક્યાંય મન મૂકીને ગાઈ શકતાં નથી.” (૪) એ જ અકબરે કવિરાજ ગંગને પોતાની ખુશામત કરવા કહ્યું ત્યારે ગંગ કવિ બોલ્યા,‘જિસકો હરિપે વિશ્વાસ નહિ, સો હી આશ કરે અકબર કી.” (૫) આ જ અકબરને માથાનો દુઃખાવો સતત રહેતો હતો ત્યારે તેણે જૈનાચાર્ય હીરસૂરિજી મહારાજને મંત્ર, તંત્ર કે તાવીજ કરી આપવા કહ્યું. તે વખતે તે જૈનાચાર્યે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું, “આ કામ ધર્માચાર્યોનું નથી. અમે તે નહિ કરી શકીએ.” જાનના પણ જોખમો લઈને આવી સ્પષ્ટ ભાષામાં કહી શકનારા કલ્યાણમિત્રોનો આ જગતમાં કારમો દુકાળ વર્તાતો નથી શું ? શકુનિની દુષ્ટ ચાલબાજી પાંડવોને યુદ્ધ વિના જીતી લેવાની અમોઘ યોજના શનિ પાસેથી સાંભળવા માટે દુર્યોધન ચોકશો થઈ ગયો. શકુનિએ કહ્યું,“મારી પાસે દેવતાઈ પાસાં છે. યુધિષ્ઠિરને આપણે જુગાર રમવાનું આમંત્રણ આપીએ. હું તારી બાજુમાં બેસીશ. દેવતાઈ પાસાં મને વશ છે. હું ઈચ્છું તે જ રીતે તે પડવાના છે. એટલે વિજય મેળવવામાં વાર નહિ લાગે. યુધિષ્ઠિર ખૂબ જ મહાન માણસ હોવા છતાં તેની આ નબળી કડી છે કે તેને જુગાર ખૂબ ગમે છે. જો કે તેને જુગા૨ના દાવ રમતાં આવડતા નથી, છતાં તેનો શોખ ભારે જબરો છે. આપણે તેને આમંત્રણ આપ્યું એટલી વાર, એ તરત હર્ષઘેલો બનીને તેનો સ્વીકાર કરી લેશે. બસ, પછી તો દાવ ઉપર દાવ લગાવતા જઈશું. હારેલો યુધિષ્ઠિર બમણા જોરે રમવા માટે ઉત્સુક બનશે અને મૂલ્યવાન વસ્તુઓ દાવમાં મૂકતાં મૂકતાં છેવટે હસ્તિનાપુરનું રાજ પણ હોડમાં મૂકી દેશે. આ દ્યૂતક્રીડામાં આપણા વિજયમાં તારે લગીરે શંકા કરવી નહિ, કેમકે આપણી પાસે દેવતાઈ પાસાં છે. હવે એક જ કામ કરવાનું છે કે ધૃતરાષ્ટ્રને આ વાત સમજાવીને તેમની સંમતિ મેળવવાની અને તેમના દ્વારા યુધિષ્ઠિરને જુગાર રમવા માટેનું આમંત્રણ મોકલવાનું. ધૃતરાષ્ટ્ર આ વાત જલદી માની જાય તે મને લાગતું નથી, કેમકે ગમે તેમ તો ય ‘જુગાર’ નીચ કક્ષાનું-સાત મહાવ્યસનોમાંનું એક-વ્યસન છે. પણ તું તારા પિતાની પાસે આટલી વિધિ કરાવી લે તો બાકીનું બધું મારા શિરે.” નબળી કડી એટલે પતનનું પ્રવેશદ્વાર જ્યારે ક્રિકેટ રમવાની પીચ ઉપર કોઈ ‘સ્પોટ’ (ડાઘ) પડી જાય છે અને ઉસ્તાદ બોલરને તે દેખાઈ જાય છે ત્યારે બરોબર સ્પોટ ઉપર દડો નાંખીને વિકેટો લેવાનું કામ ખૂબ આસાન બની જાય છે. મોટા મોટા માણસોના જીવનની પીચ ઉપર પણ જો કોઈ ડાઘ (કલંક, કુટેવ) હોય તો કર્મરાજ તેનો બરોબર ઉપયોગ કરી લઈને તેમની દાંડી ખેરવી નાંખતો હોય છે. તે માણસનું પતન કરી દેતો હોય છે. જૈન મહાભારત ભાગ-૧

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192