Page #1
--------------------------------------------------------------------------
________________
આદિનાથ પુત્ર-મહારાજા કુરુ કુરુવંશ)
હસ્તિ તેના નામથી હસ્તિનાપુર)
સુબ્બારાજ
અસંખ્ય પાટ-(સનત, શાન્તિનાથ, કુન્યુનાથ, અરનાથ વગેરે)
શકુનિ (ગંધાર રાજ)
ગાંધારી વગેરે આઠ કન્યાઓ.
શાન્તનુ જ
ગંગા # સત્યવતી
કાંપિપુરાધીશ
દુપદે
ગાંગેય (ભીષ્મ). ચિત્રાંગદ – વિચિત્રવીર્ય- (ત્રણ પત્નીઓ)
દ્રૌપદી
અંબિકા
બાલિકા
એબ.
પાંડુ ક કુત્તી * માદ્રી
વિદુર * કુમુદ વતી
દેવકરાજની પુત્રી)
ગોકુલાધીશ નંદ * યશોદા
ધૃતરાષ્ટ્ર કે ગાંધારી
CT વગેરે માટે પત્નીઓ દુર્યોધન - ૯૯ પુત્રો અને
દુ:શુલ્યા (જયેદ્રથ–પી )
યુધિષ્ઠિર ભીમ અર્જુન * સુભદ્રા
નકુળ સદેવ
ગુજJી નરેશ જરાસંધ
અભિમન્યુ * ઉત્તરા
યશા
b-icle Pallerol lol
પરીક્ષિત
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈન મહાભારત
મથુરાધીશ યદુ (યદુવંશ)
↓
શૂર
કુશાવર્ત – નરેશ
અન્યકવૃષ્ટિ * સુભદ્રા
↓
સંતાનો
મદ્રરાજાની બેન માદ્રી તે પાંડુની પત્ની
શૌરિ
સમુદ્રવિજય * શિવાદેવી * વસુદેવ * રોહિણી * દેવકી
! નેમિનાથ
કંસના કાકાની પુત્રી)
I
'
બીજા અનેક પુત્રો
કૃષ્ણ સુભદ્રા-(અર્જુન પત્ની)
↓
અભિમન્યુ
* — પતિ-પત્ની ——સંતાનો
1
મથુરાધીશ સુવીર ↓
ભોજવૃધ્ધિ વગેરે
↓
ઉગ્રસેન, દેવક વગેરે કંસ દેવકા
જરાકુમાર કુન્તી (વગેરે દશાર્ટો)
માદ્રી (ચંદિકેશાધિપ) દમઘોષની પત્ની
વિરાટ સુદૃા ભાઈ ઉત્તરકુમાર : બેન ઉત્તરા સુદાનો ભાઈ કીચક
b-lcldpate
Page #3
--------------------------------------------------------------------------
________________
ASH
રોણા
જિન મહાભારત
જ
ભાગ-૧ પ્રકરણ : ૧ થી ૨૬
: પ્રવચનકાર : પં. ચન્દ્રશેખરવિજયજી
=
૧૫૨
=
==ોર. -
= = =
ક્મલ પ્રાશન ટ્રસ્ટ
=
-
:
જૈન મહાભારત ભાગ-૧
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : કમલ પ્રકાશM ટ્રસ્ટ જીવતલાલ પ્રતાપશી સંસ્કૃતિ ભવન ૨૭૭૭, નિશા પોળ, ઝવેરીવાડ, રીલિફ રોડ, અમદાવાદ-૧ ફોન : ૨૫૩૫૫૮૨૩, ૨૫૩૫૬૦૩૩
લેખક-પરિચય : સિદ્ધાન્ત મહોદધિ, સચ્ચારિત્રચૂડામણિ, સ્વ. પૂજ્યપાદ આ. ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા સાહેબના વિનય પૂ.પં.શ્રી ચન્દ્રશેખરવિજ્યજી
આવૃત્તિઃ પ્રથમ સંસ્કરણ દ્વિતીય સંસ્કરણ તૃતીય સંસ્કરણ ચતુર્થ સંસ્કરણ તા. ૧૫--૨૦૦૪
: નકલ : : નકલ: : નકલ : : નકલ :
૩OOO ૩૦૦૦ ૩OOO ૩OOO
મૂલ્ય રૂા. ૫૦/
ટાઈપસેટિંગ : અરિહંત ગ્રાફિક્સ ખાડિયા ચાર રસ્તા, અમદાવાદ
મુદ્રક : ભગવતી ઑફસેટ ૧૫સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-૪
જૈન મહાભારત ભાગ-૧
Page #5
--------------------------------------------------------------------------
________________
*
*
*
પ્રાથકય XXë
65 આ છે; પૂ. સિદ્ધાન્ત મહોદધિ, કર્મશાસ્ત્રના અજોડ વિદ્વાન, સુવિશાલ ગચ્છાધિપતિ, સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના સુવિનીત શિષ્યરત્ન પૂ.પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી ગણિવરે આલેખેલો “જૈન મહાભારત' ઉપરનો કથાત્મક, સમીક્ષાત્મક અને વિવેચનાત્મક અપૂર્વ ગ્રન્થ !
શ્રી જૈનસંઘમાં “જૈન મહાભારત' ઉપર આવો સર્વાગીણ અને સર્વોપયોગી ગ્રન્થ આ સર્વપ્રથમ પ્રકાશિત થાય છે એવું અમે કહીએ તો તે અતિશયોક્તિ નહિ ગણાય. વિ.સં. ૨૦૩૫ની સાલમાં મુંબઈ ચંદનબાળામાં અને વિ.સં. ૨૦૩૬ની સાલમાં નાસિક (મહારાષ્ટ્ર)માં ચાતુર્માસ દરમિયાન પૂજ્ય પંન્યાસશ્રીએ “જૈન મહાભારત” ઉપર હજારોની જનમેદની સમક્ષ દર રવિવારે જાહેર-પ્રવચનો આપ્યા હતા. આ પ્રવચનોએ પ્રજાને ઘેલું લગાડ્યું હતું અને માટે જ પૂ. પંન્યાસશ્રીની મહાભારતના પાત્રોને અનોખી દૃષ્ટિથી ઓળખાવતી અને જીવન જીવવાની કળાના પાઠ પઢાવતી એ અપૂર્વ ધર્મદેશનાઓ સાંભળવા હજારો ભાવુકો દોડ્યા આવતા હતા. ?
મુખ્યતઃ જૈન મહાભારતને જ નજર સમક્ષ રાખીને આ ગ્રન્થરત્નનું આલેખન થયું છે. છતાં અજૈન મહાભારતની પણ કેટલીક ઘટનાઓને અવસરે અવસરે સંસ્પર્શ કરીને તેનું ક્યાંક તુલનાત્મક તો ક્યાંક સમીક્ષાત્મક અને ક્યાંક વૈશિસ્યદર્શક વિવેચન કરવાનું પંન્યાસશ્રી ચૂક્યા નથી. સ્થાને સ્થાને જૈન મહાભારતનું ગરવું ગૌરવ-પ્રતિપાદન પણ એવું અનોખી શૈલીથી કરાયું છે કે છે કે જે વાચકને એક નવીન સમ્યગ્ દષ્ટિ અર્પી જાય છે.
પ્રારંભમાં પૂજયપાદશ્રીએ રામાયણ અને મહાભારતની સરસ સંતુલના કરી છે અને ત્યારબાદ શ્રીકૃષ્ણ, ભીખ, દુર્યોધન, કર્ણ, વિદુર, દ્રોણાચાર્ય, અશ્વત્થામાં અને દ્રૌપદી જેવા મહાભારતના મુખ્ય પાત્રોનું પૂજ્યશ્રીએ કરેલું પાત્રાલેખન તો ખરેખર અભુત અને અનોખું છે. છે. રખે, એ વાંચવાનું ચૂક્તા ! વિશિષ્ટ કોટિની પ્રવચન અને લેખનશક્તિના સ્વામી પંન્યાસશ્રી એક સચોટ સમીક્ષક પણ છે એવી પ્રતીતિ વાચકને થયા વગર નહીં રહે. પાત્રાલેખન બાદ જૈન મહાભારતની મહાકથાનું મનનીય અને મનોહર આલેખન વાચકને હાથમાંથી પુસ્તક છોડવા નહિ દે.
મહાભારતની મહાકથાનો આ મહાગ્રન્થ પૂજ્યપાદશ્રીએ માત્ર પચીસ દિવસના ટૂંકા ગાળામાં, નાસિકના ચાતુર્માસ દરમિયાન સ્વહસ્તે આલેખ્યો છે, જેનો પ્રથમ ભાગ અમે આપના હસ્તકમલમાં મૂકતાં અનેરો આનંદ અનુભવીએ છીએ.
આ ગ્રન્થના વાંચન અને મનનથી આપને એક અનોખી સમજણ પ્રાપ્ત થશે, સજ્જનોની સજ્જનતા અને દુર્જનોની દુર્જનતાની પરાકાષ્ટા જોઈને તેવા સજજ્જન બનવાના અને દુર્જન નહિ બનવાના શુભ સંકલ્પો કરવાનું મન થશે, મનને આનંદ થશે, જીવનને જીવવાનો નવો દૃષ્ટિકોણ પ્રાપ્ત થશે. ટૂંકમાં સવિચાર, સચ્ચાર અને સદાચારના સન્માર્ગ તરફ લઈ જવામાં આ ગ્રન્થ તમારો રાહબર બનશે.
માંડો ત્યારે વાંચવા, મહાભારતની મોંઘી અને મનનીય મહાકથા....
કડક cauca S SS S S પકડ
**ck
*
:
*
:
S
కerator C
o
૮િ૮૮૮૮૮wZc3*
અમદાવાદ તા. ૨૬-૫-૧૯૮૧
લિ. કમલ પ્રકાશન ટ્રસ્ટ
ટ્રસ્ટીમંડળ
ndichందందంగా
જૈન મહાભારત ભાગ-૧
Page #6
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
૧.
૦
૦
૦
૦
0
=
૨.
m
6
6
6
૦
૦
૦
૦
૦
=
દ
ભૂમિકા પ્રવચનઃ ચાર અનુયોગ ધર્મકથાનુયોગ : વિસામો હવામાં ગોળીબાર પ્રેરણાદાન દૃષ્ટાન્ત : વીજળીનો તાર જૈનદૃષ્ટિએ મહાભારતનો સમય: કાળગણના લેખક-પરિચય : (૧) દેવપ્રભસૂરીશ્વરજી (૨) અર્જન-મહાભારત લેખક : વ્યાસમુનિ પિતામહ વ્યાસ રામાયણ અને મહાભારત : બન્નેનો રાગમાંથી જન્મ બે ય માં પુત્રમોહની પ્રધાનતા સંપ અને કુસંપને જણાવતા ગ્રન્થો બે ય બોધપ્રદ બે ય દ્વારા પૂરું થતું દિનચક્ર પુરુષાર્થ અને પ્રારબ્ધના પ્રેરક દર્પ અને કંદર્પની ભયાનકતાનું દર્શન વૈરના અંજામ હિટલરને લખાયેલો પત્ર ભારત-પાક વિભાજન વખતે વાનર-યુગલ સંવાદ ગાંધીજીની વેદના
બન્ને ગ્રન્થનો એક જ બોધ ૪. શ્રીકૃષ્ણ ૫. ભીષ્મ ૬. દુર્યોધન ૭. કર્ણ ૮. વિદુર
દ્રોણાચાર્ય અને અશ્વત્થામા ૧૦. દ્રૌપદી - (પાત્રાલેખન સંપૂર્ણ) ૧૧. મહારાજા શાન્તનુ: (મહાભારતની પૂર્વભૂમિકા)
કૌરવોનો આદ્ય રાજા કુર
શાન્તનુને ગંગાનો મેળાપ જૈન મહાભારત ભાગ-૧
m
6
5
0
=
U
=
m
\
=
૪૯
Page #7
--------------------------------------------------------------------------
________________
8
8
8
8
૭૩ ७४
७४
૭૫
૭૫
*
*
*
શું
છે
૭૮
–
ગંગા દ્વારા પોતાની ઓળખ શાન્તનુની સંમતિ આર્યાવર્તની સન્નારી મહાસતી મદાલસા રાજા સોમચન્દ્ર સીતાનું સત્ત્વ રત્નાવલિનું સત્ત્વ સત્ત્વશાળી હોડીરાણી આજની સ્ત્રી : કામિની કે કામુકી? મહાસતી નાગિલા શાન્તનુ-ગંગાના લગ્ન શિકારાર્થે શાન્તનુ કુટેવો ટાળવા “કૃપા પામો પુનઃ શિકારાર્થે શાન્તનુ ખરાબીનું મૂળ: અનાદિના કુસંસ્કારો ગોશાળાના દ્રોહનું મૂળ તપને હોડમાં મૂકતી સ્વયંપ્રભા સંસ્કાર-જાગરણમાં નિમિત્તોની અસર ગંગાનો પુનઃ વનનિવાસ ગાંગેયની બે ગુણો પર પ્રીતિ ધર્મનું મૂળ : દયા વિવેકાનંદ અબ્રાહમ લિંકન પ્રેમ આપો તો પ્રેમ મળે કબીર : રમણ મહર્ષિ: નરેન્દ્ર રામતીર્થ સત્સંગથી જ સંસ્કારપ્રાપ્તિ માતા ભદ્રા : નંદ મણિયાર ગાંગેયનો પડકાર શાન્તનુ-ગાંગેયનું યુદ્ધ ગાંગેયનો સુંદર પ્રત્યુત્તર
સહુનું ભાવભર્યું મિલન ૧૨. ગાંગેયની અજોડ પિતૃભક્તિઃ
સત્યવતી પર શાન્તનુનો મોહ ગાંગેય અને નાવિકનો સંવાદ દુષ્યન્તને રોકતો બાળક પ્રજા પ્રત્યે પ્રેમાળ રાજા નૌશીર ન્યાયી રાજા અને કાજી
છે
o
o
o
o
૦
V
૦
૦
V
૦
V
૦
V
U
V
U
V
O
V
2
V
2
V
2
V
V
m
V
6
V
જૈન મહાભારત ભાગ-૧
Page #8
--------------------------------------------------------------------------
________________
9 S S $ $ $ $ $ $ $ $ $
૯૮
૧OO ૧૦૧
ગાંગેયની મહાન પ્રતિજ્ઞા પિતૃભક્ત કુણાલઃ રામઃ મહાવીરદેવ ડૉ. ટોડરમલની માતા ભારતની સુંદર કુટુંબ-વ્યવસ્થા ઘરડાઘરોનું મૂળ ઘોડિયાઘર
સત્યવતીના કુળનો ઘટસ્ફોટ ૧૩. વિચિત્રવીર્યની કામવાસના
વિચિત્રવીર્ય માટે રાજકન્યાઓનું અપહરણ ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરનો જન્મ વાસનાની પ્રબળતાથી વિચિત્રવીર્યનું મૃત્યુ આર્યસંસ્કૃતિમાં લગ્ન પણ નિયંત્રણ માટે મા-બાપની ભૂલોની સંતાનો પર અસર વસતિનિયત્રણ બ્રહ્મચર્યથી જ પાંડુનો રાજ્યાભિષેક પાંડુ માટે કુન્તી દેવાનો ઇન્કાર પાંડુ અને કુન્તીનું મિલન અને કર્ણજન્મ ખતરનાક છે કામાવેગ કુન્તીની ભૂલનો ભોગ : કર્ણ કામ-ઘેલછા ભયંકર
પાંડુ સાથે કુન્તીના લગ્ન ૧૪. કૌરવ-પરિવાર
ગર્ભની માતા ઉપર અસર યુધિષ્ઠિરનો જન્મ દુર્યોધન, ભીમ અને અર્જુન વગેરેનો જન્મ દુઃખ-નિવારણનો ઉપાય : ભવિતવ્યતાનો વિચાર દુઃખની દવા તેનો વિચાર જ ન કરવો કિંસવધ : સિંહરથ ઉપર વિજય અપાવતો કંસ કંસ સાથે જીવયશાના લગ્ન વસુદેવનો પૂર્વભવ : વૈયાવચ્ચી નંદિષણ વસુદેવ શૌર્યપુરમાંથી પલાયન સમુદ્રવિજય અને વસુદેવનું મિલન ઉન્માદી જીવયશા અને અઈમુત્તા મુનિ સુજન બનવા પાપભીતિ, પરલોકવૃત્તિ, મોક્ષલક્ષ કેળવો મુનિની મોટી ભૂલે મહા-અનર્થ ધર્મના નામે ઘોર અધર્મ મૃત્યુનો ભય : કારમું દુ:ખ
૧૦૧
૧૦૨
૧૦૩
૧૦૩
૧૦૩ ૧૦૪ ૧૦૭ ૧૦૮ ૧૦૯ ૧૦૯ ૧૧૦ ૧૧૨ ૧૧૩ ૧૧૪ ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૭ ૧૧૮
જૈન મહાભારત ભાગ-૧
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૧૯ ૧૨૧ ૧૨૧ ૧૨૩ ૧૨૪ ૧૨૫ ૧૨૬ ૧૨૭ ૧૨૮
૧૨૮ ૧૨૯
દેવકીપુત્રોના નામે સુભદ્રા-સંતાનોનો વધ દેવકીના સાતમા પુત્ર શ્રીકૃષ્ણનો જન્મ જગતમાં ચાલતી ક્રૂર કલેઆમ કંસ-વધની શ્રીકૃષ્ણની પ્રતિજ્ઞા
જ્યોતિષીની ભવિષ્યવાણી કૃષ્ણ દ્વારા ચાણૂર અને કંસનો વધ દેવકૃત દ્વારિકામાં શ્રીકૃષ્ણાદિનો નિવાસ
પુણ્યોદયનો ધર્મારાધના દ્વારા જ સદુપયોગ ૧૬. ઈર્ષાના ઝેરી બીજ :
દુર્યોધન કૌરવકુળનો નાશક થશે ધર્મ અને સંસ્કૃતિ કાજે વ્યક્તિ આદિનું બલિદાન અનિવાર્ય અનર્થોનું મૂળ : મોહદશા આંતરચક્ષુ ધરાવતા પાંડુ સાચો મિત્ર છે, જે સન્માર્ગે દોરે આજે આવા “વિદુરો કેટલા? વિદુરને ભવિષ્યવાણી પર વિશ્વાસ કૌરવ-બાળોનું પ્રેમાળ જીવન કૌરવ-કુળના નાશનું મૂળ ઈર્ષ્યા ઈર્ષ્યાનાશક પરગુણદર્શન શત્રુને નહિ, શત્રુતાને જ મારો વસિષ્ઠનો ગુણાનુરાગ તિરસ્કાર અવગુણનો, અવગુણીનો નહિ ભીમ પ્રત્યે ઈર્ષારૂં દુર્યોધન કામાદિવિજયમાં પ્રવૃત્તિશીલતા કારણ ધનુર્વિદ્યામાં કર્ણનો પ્રવેશ
જેમ અંતર ઓછું, તેમ ઈર્ષ્યા વધારે ૧૭. એકલવ્યઃ
દ્રોણાચાર્યનું આગમન દ્રોણ પાસે પાંડુ-પુત્રોનું અધ્યયન કર્ણને અર્જુનની ઈર્ષ્યા અર્જુન સાથે એકલવ્યની મુલાકાત આજે પ્રમોદભાવ ક્યાં છે? સર્વોચ્ચ કલા : વૈરાગ્યકલા મહાત્મા સ્થૂલભદ્ર અજોડ ધનુર્ધર : કાનાનો ગુરુ અભ્યાસ દ્વારા સર્વસિદ્ધિ એકલવ્યની અપૂર્વ ગુરુભક્તિ
૧૩) ૧૩૧ ૧૩૧ ૧૩૨ ૧૩૪ ૧૩૪ ૧૩૫ ૧૩૬ ૧૩૬ ૧૩૭ ૧૩૮ ૧૩૮ ૧૩૯ ૧૩૯ ૧૪) ૧૪૧ ૧૪૧ ૧૪૪ ૧૪૪ ૧૪૫ ૧૪૫ ૧૪૬ ૧૪૬ ૧૪૮ ૧૪૯ ૧૫૦
જૈન મહાભારત ભાગ-૧
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૫૩ ૧૫૪ ૧૫૬ ૧૫૭ ૧૫૮ ૧૫૯ ૧૬૦ ૧૬૧ ૧૬૧ ૧૬૩ ૧૬૪ ૧૬૪ ૧૬૫
૧૬૬
૧૬૬ ૧૬૭ ૧૬૭ ૧૬૮
પ્રતિમાની પ્રચંડ તાકાત પ્રતિમાના આલંબને અનેકના ઉદ્ધાર દયા કરતાં ચઢિયાતી કૃતજ્ઞતા પાત્રતાનો વિચાર : સર્વત્ર પ્રધાન પાત્રતાવિચાર ઉપર અનેક દૃષ્ટાન્ત દ્રોણાચાર્યની મહર્ષિ-પરંપરા ચુસ્તતા કાદવમાં કમળ જેવો એકલવ્ય શક્તિઓનું પાચક ચૂર્ણ : દેવગુરુભક્તિ ગુરુ-સમર્પણના દૃષ્ટાન્તો ગુરુદક્ષિણામાં અંગૂઠાનું દાન ભાવનાવિભોર ગુરુની આશિષ અર્જુન પ્રત્યે દ્રોણનો પ્રેમ
નિયતિની વિચિત્રતા ૧૮. કર્ણ કૌન્તય કે રાધેય?
પાંડવોની પરીક્ષા અર્જુન પ્રત્યેનું દ્રોણાચાર્યનું સ્નેહદર્શન : એક ભૂલ અયોગ્ય સ્થાને પ્રશંસા ન કરો કર્ણનું અપૂર્વ કૌશલ કર્ણ પ્રત્યે દુર્યોધનની મૈત્રી કર્ણને કૃપાચાર્યનો સીધો ઘા : તારું કુળ બતાવ કર્ણનો અંગદેશના રાજા તરીકે અભિષેક સ્વાર્થના દાવ ખેલવામાં નિપુણ દુર્યોધન જૈનશાસનનો આચાર્ય એટલે સઘળા દાવપેચનો ખેલાડી સારથિ પિતાને ભેટતો કર્ણ ભીમ દ્વારા કર્ણના મર્મસ્થળે ઘા વૃત્તિનું અસાંકર્ય વર્ણનું અસાંકર્ય બલિદાન સર્વને માટે આવશ્યક સમાજવ્યવસ્થાને નષ્ટ ન કરો સત્ય પણ કડવું ના કહેવાય કર્ણના પિતાનો ખુલાસો ...તો મહાભારતનો ઇતિહાસ જુદો લખાયો હોત ઉદારચરિત, પ્રતિજ્ઞાપાલક કર્ણ કર્ણ અને કુત્તીનો હૃદય-વિદારક સંવાદ કુન્તીના બોલ : “બેટા ! તું તને કૌન્તય કહે માતા-પુત્રનું અનેરું વહાલ કૌન્તય કહેવડાવવા કર્ણનો ઇન્કાર
૧૬૮ ૧૬૯
૧૭)
૧૭)
૭૧
૧૭૩
૧૭૪
૧૭૫
૧૭૮ ૧૭૯ ૧૮૦ ૧૮૩ ૧૮૪ ૧૮૪ ૧૮૫ ૧૮૬ ૧૮૭ ૧૮૮ ૧૮૯
જૈન મહાભારત ભાગ-૧
Page #11
--------------------------------------------------------------------------
________________
કુન્તીની માંગણી : ‘પાંચ પાંડવોને મારીશ નહિ’ કુન્તીની યાચનાનો ચાલાકીપૂર્વક કર્ણ દ્વારા સ્વીકાર આશ્રિતોના અપરાધમાં વડીલો કારણ તપોવનોની વિચારણીય યોજના સ્કૂલ-કૉલેજો દ્વારા સંસ્કારોનું ધોવાણ ૧૯. દ્રૌપદી-સ્વયંવર ઃ
કર્ણ જેવો બાણાવલીય રાધાવેધમાં નિષ્ફળ રાધાવેધ સમી કઠિન જૈન મુનિની સાધના દ્રૌપદી : પાંચેય પાંડવોની પત્ની
૨૦. દ્રૌપદીના પૂર્વભવો ઃ
નાગશ્રી અને ધર્મરુચિ અણગાર ધર્મનું આરંભબિન્દુ ઃ સર્વજીવકરુણા કરુણાની પરાકાષ્ટા દર્શાવતાં દષ્ટાન્તો ધર્મદ્રોહીઓની દયા ન હોય અજયપાળનું કરુણ મોત
આ ઘોર પાપોનો પરચો મળશે જ
ધર્મશ્રદ્ધાને કદી છોડશો નહિ ભ્રમણાઓથી ભવનું ભ્રમણ દુર્ભાગી સુકુમાલિકા
સુખમય પણ સંસાર હેય
આજ્ઞાવિરુદ્ધ આતાપના લેતી સુકુમાલિકા નારીના માથે નિયંત્રણ જોઈએ જ
તો ભયંકર ભાવિ માટે તૈયાર રહો
સુકુમાલિકાનું આત્મઘાતક નિયાણું
અનેક વિષમતાઓનો ઉકેલ : પૂર્વભવો તરફ દષ્ટિપાત
નારદે બતાવેલી વ્યવસ્થા દ્રૌપદી : ખરેખર મહાસતી
૨૧. દિવ્યસભા-દર્શને ભભૂકેલો દાવાનળ ઃ
સ્વપ્રતિજ્ઞાનિષ્ઠ અર્જુન
શ્રેષ્ઠ શું ? રાજાશાહી કે લોકશાહી ? આર્યાવર્તના શ્રેષ્ઠ રાજાઓ અંતે લોકશાહી ‘સુલોકશાહી’ બને યુધિષ્ઠિર અને દુર્યોધનનો રાજ્યાભિષેક અભિમન્યુના જન્મ નિમિત્તે મહોત્સવ દિવ્યસભામાં દુર્યોધનનું વારંવાર અપમાન
ઈર્ષ્યાથી મૃત્યુ-કામી બનેલો દુર્યોધન મિત્ર સદા સન્મિત્રને જ કરજો
જૈન મહાભારત ભાગ-૧
૧૯૦
૧૯૧
૧૯૨
૧૯૩
૧૯૪
૧૯૫
૧૯૫
૧૯૬
૧૯૮
૧૯૯
૧૯૯
૨૦૦
૨૦૧
૨૦૩
૨૦૩
૨૦૪
૨૦૫
૨૦૬
૨૦૭
૨૦૮
૨૦૮
૨૦૯
૨૧૦
૨૧૨
૨૧૩
૨૧૪
૨૧૫
૨૧૬
૨૧૬
૨૧૭
૨૧૮
૨૨૦
૨૨૧
૨૨૧
૨૨૨
૨૨૩
૨૨૫
Page #12
--------------------------------------------------------------------------
________________
નિઃસ્પૃહીઓની અજબ ખુમારી શકુનિની દુષ્ટ ચાલબાજી નબળી કડી એટલે પતનનું પ્રવેશદ્વાર
દુર્યોધન અને શકુનિ ધૃતરાષ્ટ્રના મહેલ તરફ
૨૨. જુગાર અને વસ્ત્રાહરણ :
શકુનિની સિફતભરી વાતો ધૃતરાષ્ટ્રની દુર્યોધનને સાચી સલાહ પુત્રમોહે ધૃતરાષ્ટ્ર નમી પડ્યા વિદુરની સોનેરી સલાહ દુર્યોધનની ચાલમાં ફસાતા યુધિષ્ઠિર
યુધિષ્ઠિરના ‘સ્પોટ’ ઉપર શકુનિનો ઘા આજે તો અનેક ‘યુધિષ્ઠિરો’ પાક્યા છે ધ્રુસકે રડતી દ્રૌપદી
ભીમની ભીષ્મ પ્રતિજ્ઞા
દ્રૌપદીનો સચોટ સવાલ
ભીષ્મ : બંધારણીય સત્યવાદી
દ્રૌપદીનું વસ્ત્રાહરણ : કૌરવ-કુળની કીર્તિની કત્લેઆમ
વિદુરની વીરતાભરી હાકલ
વિકૃત અન્નની મન ઉપર અસર
અન્યાય-કરણની જેમ અન્યાયની ઉપેક્ષા પણ પાપ
વીરતાભરી બે વાતો
અજૈન મહાભારતની કેટલીક વાતો
ધર્મમહાસત્તાનું બળ
વસ્ત્રાહરણ : આવેશની પરાકાષ્ટાનો પ્રસંગ
...છતાં કોઈ દીક્ષા લેતું નથી !
આવેશના પ્રત્યાઘાતરૂપે દીક્ષા લેતા પુણ્યવાનો ...નહિ તો કદાચ... દુર્યોધનના પ્રસ્તાવનો સ્વીકાર
૨૩. વનવાસ માટે પ્રયાણ :
રડતી આંખે પાંડવોને વિદાય યુધિષ્ઠિરનો દુર્યોધનને સંદેશ અનરાધાર રડતાં પ્રજાજનો કામ્યક વનમાં વિશ્રામ શ્રીકૃષ્ણ-યુધિષ્ઠિરનો વાર્તાલાપ
૨૪. વિશ્વાસઘાતી દુર્યોધન ઃ દુર્યોધનની દુષ્ટતાભરી ચાલબાજી વિદુરના દૂત દ્વારા પ્રપંચનું પ્રાગટ્ય
જૈન મહાભારત ભાગ-૧
૨૨૬
૨૨૮
૨૨૯
૨૩૦
૨૩૨
૨૩૨
૨૩૩
૨૩૩
૨૩૪
૨૩૫
૨૩૬
૨૩૭
૨૩૮
૨૩૮
૨૩૮
૨૩૯
૨૪૦
૨૪૦
૨૪૨
૨૪૩
૨૪૩
૨૪૪
૨૪૪
૨૪૫
૨૪૬
૨૪૬
૨૪૭
૨૪૮
૨૪૯
૨૪૯
૨૫૦
૨૫૦
૨૫૦
૨૫૧
૨૫૨
૨૫૨
૨૫૩
Page #13
--------------------------------------------------------------------------
________________
૨૫૪ ૨ ૫૫. ૨૫૫ ૨૫૬ ૨૫૬ ૨૫૭ ૨૫૯ ૨૫૯ ૨૬૧
Ꮺ
*
Ꮺ
* |
Ꮺ
U ર
Ꮺ
=
Ꮺ
0 *
Ꮺ
* 1
Ꮺ
) *
Ꮺ
* ).
સુરંગ દ્વારા પાંડવો પલાયન પાંડવોના બદલે અન્ય સાતના મોત વિશ્વાસઘાતીઓથી ધ્રૂજી ઊઠતી ધરતી કૂતરા કરતાં ય આપણે હેઠ! વિશ્વાસઘાતીઓ દ્વારા નિકંદન ગોરાઓની ક્રૂરતા ધર્મના વાઘા નીચે અધર્મ ધરમની ધજા ધોળાં કપડાં : કાળાં કામ વિશ્વાસ ખાતર જાનફેસાની
ધર્મમાં દાંભિક્તાનું વધુ જોર ૨૫. હિડિંબા રાક્ષસી:
યુધિષ્ઠિરને અપાર પીડા ભીમની કૌટુંબિક ભાવના ભીમની આંખેથી અશ્રુધાર હિડિંબાનું આગમન ભીમ દ્વારા ચાક્ષુષીવિદ્યાનો સ્વીકાર ભીમ દ્વારા હિડિંબ રાક્ષસનો વધ મહાન શું? કર્તવ્ય કે લાગણી ? સ્ત્રીમાં ચરિત્રમ્.... જોજે કાચો ન રહી જાય ! ઇતિહાસના પાને અનેક દૃષ્ટાંતો હિડિંબાની વિશિષ્ટ સેવા દ્રિૌપદીનો સતીત્વ-પ્રભાવ ભીમ અને હેડંબાના લગ્ન જીવદયાપ્રધાન જૈનમુનિનો ઉપદેશ જીવવું ગમે છે તો સહુને જિવાડો આજે સર્વત્ર ઘોર હિંસાનું તાંડવ મારું એક અનુમાન શું જૈનો જાગશે ખરા?
મુનિએ ભાખેલી ભવિષ્યવાણી ૨૬. બકવધ અને દ્વૈતવને પ્રયાણ :
બકનો વધ કરતો ભીમ દ્વૈતવનમાં પ્રવેશ કોકના પુણે સુખ અને શાન્તિ પ્રિયંવદનનું આગમન અને ક્ષેમકુશળ-પૃચ્છા ભીમ-અર્જુનથી ધ્રૂજતો દુર્યોધન નિઃસ્પૃહ અને સત્ત્વશાળીઓથી સહુ ડરે પાંડવોને ચેતવતો પ્રિયંવદન
૨૬૮ ૨૬૯ ૨૭૦ ૨૭૧
૨૭૩
૨૭૪ ૨૭૫ ૨૭૫ ૨૭૬ ૨૭૬ ૨૭૮ ૨૭૯ ૨૮૧ ૨૮૧ ૨૮૩ ૨૮૩ ૨૮૩ ૨૮૪ ૨૮૫ ૨૮૬ ૨૮૭ ૨૮૮
જૈન મહાભારત ભાગ-૧
Page #14
--------------------------------------------------------------------------
________________
-પ્રવચન
ચાર અનુયોગ જૈન શાસ્ત્રકારોએ તમામ શાસ્ત્રગ્રન્થોને ચાર વિભાગમાં વહેંચ્યા
છે, જેને ચાર અનુયોગ કહેવામાં આવે છે. અનુયોગ એટલે વ્યાખ્યાન. તેમના નામો આ પ્રમાણે છે : (૧) દ્રવ્યાનુયોગ (૨) ગણિતાનુયોગ (૩) ચરણકરણાનુયોગ (૪) ધર્મકથાનુયોગ.
સ્થલ દષ્ટિએ જીવ અને જડના બનેલા આ અનાદિકાલીન જગતમાં તેમના પેટાભેદો વિચારતાં કુલ છ દ્રવ્યો છે : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ. - આ છ દ્રવ્યોના સંબંધમાં જે કાંઈ વ્યાખ્યાનો છે તે બધાયને દ્રવ્યાનુયોગ તરીકે ગણવામાં આવ્યા
સૂર્ય, ચન્દ્ર, પૃથ્વી, જીવાત્માઓ, પુગલો વગેરે સંબંધિત જે ગણિત વિચારાયું છે, તે અંગેના તમામ નિરૂપણોને ગણિતાનુયોગ તરીકે ગણવામાં આવે છે.
એકાંતિક અને આત્મત્તિક સુખનો અનુભવ કરાવતી, આત્માના પરમાત્મભાવ સ્વરૂપ મોક્ષભાવને પમાડતી મુનિજીવન અંગેની જે ચરણસિત્તરી અને કરણસિત્તરી (૭૦+૭૦=૧૪૦ ચારિત્ર્યજીવન અંગેની બાબતો) છે તેના નિરૂપક ગ્રન્થોને ચરણકરણાનુયોગ તરીકે ગણવામાં આવ્યા
બાળજીવોને ધર્મશાસ્ત્રોના સિદ્ધાતો ઝટ સમજાઈ જતાં નથી. તેના માટે દૃષ્ટાન્તો (કથાઓ)નું માધ્યમ લેવું જ રહ્યું. આવી અનેક ધર્મકથાઓના નિરૂપક ધર્મગ્રન્થોને ધર્મકથાનુયોગ તરીકે ગણવામાં આવ્યા છે.
ધર્મકથાનુયોગ : વિસામો ધર્મશાસ્ત્રોના ભારેખમ પદાર્થોને સમજાવતી વખતે શ્રોતાઓનું મગજ થાકી ન જાય અને તે પદાર્થોને સરળતાથી સમજી શકે તે માટે વ્યાખ્યાનકાર વચ્ચે વચ્ચે ધર્મકથા રજૂ કરતા હોય છે. આનાથી પદાર્થ સરળતાથી સમજાય છે અને મનને કાંઈક વિસામો પણ મળી જાય છે. વિષયની ફેરબદલી મનને ખૂબ આરામ આપી શકે છે, પછી આરામ લેવા માટે જરૂર પડતી નથી.
હવામાં ગોળીબાર વળી કેટલીક વાતો શ્રોતાઓને ઉદ્દેશીને-સીધી-કહેવામાં આવે તો ક્યારેક તેમને તે વાત વધુ પડતી ભારે અથવા તો પોતાના ઉપર સીધા હુમલા કરતી જણાય છે. આવું બને તો સાચી પણ વાત એની અસરકારકતા ખોઈ બેસે.
આવા સમયે એ વાતને કોઈના દૃષ્ટાન્ત દ્વારા મૂકવી જોઈએ. દા.ત. “દરેક પુત્રે પોતાના વડીલોની સેવા કરવી જોઈએ. જે પુત્રો વડીલોને ત્રાસ આપે છે તે કુપુત્રો છે.” આ વાત સીધેસીધી સાંભળવા માટે કુપુત્ર શ્રોતા તૈયાર હોતો નથી એટલે તેને “કુણિક નામના કુપુત્રની કથા સંભળાવવી જરૂરી છે. તેના દ્વારા તેને સમજાય કે પિતા ઉપર ત્રાસ ગુજારવો એ કેટલું અનુચિત છે !
ધર્મકથા દ્વારા કોઈ વાત જણાવી દેવાની આ રીત વક્તાને ખૂબ જ અનુકૂળ પડે છે. વળી તે
જૈન મહાભારત ભાગ-૧
Page #15
--------------------------------------------------------------------------
________________
રીતે તે કોઈના પણ જીવને દૂભવતા નથી એ બહુ મોટી આનંદની વાત છે.
છાતીમાં ગોળી મારવાને બદલે હવામાં ગોળીબાર કરીને શ્રોતાને ચમકાવવા જેવી આ પદ્ધતિ છે, જે ખૂબ જ અહિંસક હોવાથી અત્યન્ત યોગ્ય છે.
પ્રેરણા-દાન ધર્મકથાઓ સાંભળવાથી શ્રોતાઓને સુંદર જીવન જીવવાની ઘણી બધી પ્રેરણા મળતી હોય છે.
દા.ત. વર્ધમાનકુમારના પિતા અને માતા જુદા જુદા શયનખંડોમાં કાયમ સૂતાં હતા. એટલે જ ત્રિશલાદેવીને જ્યારે મધરાતે ચૌદ સ્વપ્નો આવ્યા ત્યારે તેઓ ઊઠીને સિદ્ધાર્થ રાજાના શયનખંડમાં ગયા અને તેમની સમક્ષ સ્વપ્નવર્ણન કર્યું, વગેરે...
આ પ્રસંગમાંથી માંડવગઢના મ7ીશ્વર પેથડશાના પિતા દેદાશાહને જોરદાર પ્રેરણા મળી અને તેમણે પણ તે વાતનો અમલ શરૂ કરી દીધો.
• મૃત્યુ સમયે એક ધનાઢય શ્રીમંતે પોતાનું એક લાખ રૂપિયાનું નીકળતું લેણું તમામ દેણદારોને બોલાવીને માફ કરી દીધું હતું.
• એક ધર્માત્મા શ્રીમંતે પોતાના શબને બાળવા માટે ઉપયોગમાં લેવાનારા લાકડાં બરોબર પૂંજીને લેવાનું “વીલ'માં લખ્યું હતું.
• સાસરે ગયેલી દીકરીએ પિતાને ઠપકાનો પત્ર લખ્યો કે તેના સાસરામાં દેરાસર જ નથી. પિતાએ પોતાના દસ લાખ રૂપિયા ખર્ચીને ત્યાં શિખરબંધી દેરાસર ઊભું કરી દીધું.
• વિમળમુત્રીએ ગોળ સોનામહોરો જમીન ઉપર પાથરીને આબુના પહાડ ઉપર બ્રાહ્મણો પાસેથી જમીન તો ખરીદી પણ તેને રાતે ઊંઘ ન આવી, કેમકે જેટલી જમીન ઉપર સોનામહોર પાથરવામાં આવે તેટલી જમીન બ્રાહ્મણો આપતા હતા. મત્રીએ વિચાર્યું કે ગોળ સોનામહોરો જમીન ઉપર ગોઠવાય ત્યારે વચ્ચે વચ્ચે થોડીક પણ જગા ખાલી પડી રહે. આ જગા બધું મળીને ઘણી થઈ જાય. આમ ભોળા બ્રાહ્મણો સાથે છેતરપિંડી થઈ કહેવાય.
બીજે દિ મન્ત્રીએ સોનામહોરો ગળાવીને “ચોરસ' પડાવી અને તે પાથરીને તેટલી જમીનની કિંમત ચૂકવી.
• એક ધર્માત્મા ભાઈએ શિક્ષિત અને શ્રીમંત ઘરની કન્યા સાથે વેવિશાળ કર્યા બાદ તેણીને કહ્યું કે, “જયાં સુધી ધર્મગ્રંથોનું અમુક અધ્યયન અને કંઠસ્થીકરણ ન થાય ત્યાં સુધી હું તારી સાથે લગ્ન નહિ
ચાર વર્ષે તે અધ્યયન પૂરું થયું પછી જ લગ્નવિધિ થઈ.
• પોતાના ભાવિ ઘર(સાસરા)માં કોઈ પ્રસંગે જમવા માટે ગયેલી કન્યાએ થાપેલાં છાણાં જોયા. એકાદ તોડ્યું. તેમાં કીડો જોયો. તે ધ્રૂજી ઊઠી, “અનેક જીવોને મારીને શું મારે સંસાર ભોગવવાનો છે? ના, તે નહિ બને !” તેણે સંકલ્પ કર્યો. ઘરે આવીને સંસાર ત્યાગવાનો વિચાર વડીલો સમક્ષ મૂકી દીધો. તેમ જ થયું.
જ્યારે આવા પ્રસંગો શ્રોતાઓ સાંભળતા હોય છે ત્યારે તેમને ખૂબ પ્રેરણા મળે છે. પોતે પણ તેવું કોઈ જીવન જીવવા માટે સંકલ્પ કરે છે, તેનો અમલ પણ કરે છે.
કેટલીક વાર “અવગુણ અંગેનું દૃષ્ટાન્ત સાંભળીને પણ “ગુણ' પામવાની પ્રેરણા મળી જતી હોય છે.
• પૃથ્વીરાજ ચૌહાણની સભામાં એકઠા થયેલા રજપૂત રાજાઓમાંથી કોકે સહજભાવે મૂછે વળ
જૈન મહાભારત ભાગ-૧
Page #16
--------------------------------------------------------------------------
________________
ચડાવ્યો. એ જોઈને બાજુમાં બેઠેલા રાજાને પોતાનું અપમાન જણાયું. તેણે મ્યાનમાંથી તલવાર ખેંચી નાંખી. બે ય લડવા માટે ઊભા થઈ ગયા.
પૃથ્વીરાજે બે ય ને શાન્ત પાડ્યા. • કોઈ પતિ દ્વારા પત્નીને ક્રૂરતાથી ઢિબાતી જોઈને મદાલસાને સંસાર ઉપર વૈરાગ્ય થઈ ગયો.
આવા પ્રસંગોમાં કોઈ સંગઠનની પ્રેરણા આપે છે તો કોઈ સંસારની અસારતાની પ્રેરણા આપે છે. “હું આવી નાનકડી વાતમાં તો ઉશ્કેરાઈ નહિ જ જાઉં.” “મારી પત્ની ઉપર તો હાથ નહિ જ ઉગામે.” વગેરે નિષેધાત્મક પ્રેરણાઓ આવા પ્રસંગોમાંથી મળે છે.
ટૂંકમાં, કથાઓ અને પ્રસંગો શ્રોતાઓને કે વાચકોને જીવન-પરિવર્તનની જબ્બર પ્રેરણા પૂરી પાડતાં દેવીસ્તોત્રો બની જાય છે.
દૃષ્ટાન્ત : વીજળીનો તાર સિદ્ધાન્ત ક્યારેક આકાશેથી પડતી વીજળી જેવો ભારેખમ હોય છે. એને કોઈ તારમાં ઝીલી લેવાય તો જ તે હળવો ફૂલ બની જાય અને તે ધરતી ઉપર પ્રકાશ પાડીને ઉપયોગી બની જાય.
દૃષ્ટાન્ત એ સિદ્ધાન્તની વીજળીને ઝીલી લેતો તાર છે. એના દ્વારા સિદ્ધાન્તનું હાર્દ પ્રકાશી ઊઠે છે. શ્રોતાના જીવનમાં તે પહોંચી જઈને જીવનની ધરતીને પ્રકાશમય બનાવે છે. - રામાયણ, મહાભારત, શ્રીપાળચરિત્ર વગેરે એવી ધર્મકથાઓ છે જેણે લાખો માનવોને જબરદસ્ત પ્રેરણા પૂરી પાડી છે. આ ગ્રન્થોમાં હજારો સિદ્ધાન્તો વણાયેલા છે.
વર્તમાનકાલીન જીવોમાં વિશેષતઃ બુદ્ધિનો, શક્તિનો, સમજણનો હ્રાસ જોવા મળે છે. આ સ્થિતિમાં ધર્મસિદ્ધાન્તોને દષ્ટાન્તો દ્વારા સમજાવવાનું કાર્ય સરળ જણાય છે. ભાવુક આત્માઓ આ કથાઓને ખૂબ રસથી સાંભળે છે પણ તેમને ય ખબર ન પડે તે રીતે નીરસ જણાતા ધર્મસિદ્ધાન્તો મગજમાં સોંસરા ઊતરી જાય છે.
મોક્ષલક્ષી સાચા વક્તાઓ મનોરંજન માટે કે માત્ર સમય પસાર કરવા માટે જ કથાઓ કરતા હોતા નથી. તેની પાછળનો તેમનો એક ઉદ્દેશ નિશ્ચિત હોય છે કે શ્રોતાઓના જીવનનું પરિવર્તન કરવું. તે પરિવર્તન પણ મોક્ષભાવની પ્રાપ્તિ કરાવીને જ જંપે એટલી હદે કરવું.
“મહાભારત' એ ધર્મકથાનો ગ્રંથ છે. અજૈન લેખકોએ મહાભારતને અજૈન દૃષ્ટિએ લખ્યું છે, જ્યારે જૈન લેખકોએ મહાભારતને જૈન દષ્ટિએ નિરૂપ્યું છે. બેશક, જૈન લેખકો પાંડવોને જૈન ધર્મના ચુસ્ત અનુયાયી તરીકે જણાવે છે અને તેથી જ તેમનું સમગ્ર જીવનચરિત્ર જૈન સિદ્ધાંતોને અનુલક્ષીને આલેખાયું છે. જૈન-મહાભારતને અનુલક્ષીને પ્રવચન-માળા યોજી છે.
જૈન મહાભારત ભાગ-૧
Page #17
--------------------------------------------------------------------------
________________
' જૈન દ્રષ્ટિએ મહાભારતનો સમય
કાળગણના જૈન દષ્ટિએ બાર આરાનું એક ચક્ર બને છે. તેને કાળચક્ર કહેવામાં
આવ્યું છે. આ ચક્રના અડધા ભાગને ઉત્સર્પિણી કાળ અને બીજા અડધા ભાગને અવસર્પિણી કાળ કહેવામાં આવે છે. દરેકના છ-છ આરા હોય છે. દરેક ઉત્સર્પિણીનો કે અવસર્પિણીનો કાળ એટલે અસંખ્ય વર્ષ (દશ કોટાકોટિ સાગરોપમ). આ દરેક ઉત્સર્પિણી કે અવસર્પિણીમાં વિશ્વમાત્રનું કલ્યાણ કરવાની અમોઘ શક્તિ ધરાવતા ૨૪-૨૪ તીર્થંકરો થયા કરે છે. અનાદિકાળથી આ રીતે ૨૪-૨૪ તીર્થકરો થતા રહ્યા છે અને ભવિષ્યમાં પણ અનંત કાળમાં થયા જ કરશે.
અત્યારે અવસર્પિણી કાળ ચાલે છે. તેમાં ચોવીસ તીર્થંકરો થઈ ગયા છે. તેમાંના છેલ્લા ચોવીસમા તીર્થંકરપ્રભુ મહાવીરસ્વામીજી થયા. પરંતુ તેમની પૂર્વે બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુ થયા. બોતેર વર્ષનું આયુ ધરાવતા પરમાત્મા મહાવીરદેવ આજથી ૨૫૦૬ વર્ષ પૂર્વે નિર્વાણ પામ્યા છે. તેમની પૂર્વે ત્રેવીસમા પ્રભુ પાર્શ્વનાથ થયા. તેઓનું આયુષ્ય એકસો વર્ષનું હતું. તેમના નિર્વાણ અને પ્રભુ મહાવીરદેવના નિર્વાણ વચ્ચે અઢીસો વર્ષનું અંતર હતું.
પ્રભુ પાર્શ્વનાથની પૂર્વે પરમાત્મા નેમિનાથ થયા. તેમનું આયુષ્ય એક હજાર વર્ષનું હતું. તેમના નિર્વાણ અને પ્રભુ પાર્શ્વનાથના નિર્વાણની વચ્ચે ચોર્યાસી હજાર વર્ષનું અંતર હતું. આજથી –
આમ ૨૫૦૬ + ૨૫૦ + ૮૪000 = ૮૬૭૫૬ વર્ષ પૂર્વે પ્રભુ નેમિનાથનું નિર્વાણ થયું છે એમ કહેવાય.
આ પ્રભુ નેમિનાથનો જીવનકાળ અને શ્રીકૃષ્ણ, પાંડવો અને કૌરવો વગેરેનો જીવનકાળ એ સમકાળ છે. એટલે એમ કહી શકાય કે જૈન દષ્ટિએ મહાભારતની કથા સત્યાસી હજાર વર્ષ પૂર્વેની કથા છે.
અજૈન દષ્ટિએ-પુરાણકારોના મતે દ્વાપર યુગમાં મહાભારતની ઘટના બની છે. પાંડવોએ કૌરવો ઉપર વિજય મેળવીને જે પોતાનો રાજયકાળ શરૂ કર્યો તે વખતે કલિયુગનો આરંભ થઈ ગયો હતો એમ કહેવાય છે. પણ ઐતિહાસિકોની અજૈન દૃષ્ટિએ મહાભારત-કથાનો કાળ તો ઈ.સ. પૂર્વે એક હજાર વર્ષ (આજથી ત્રણ હજાર વર્ષો અગાઉ થયો કહેવામાં આવે છે.
લેખક-પરિચય આપણે જે “જૈન મહાભારતનું નિરૂપણ કરવું છે તે ગ્રન્થનું નામ પાંડવ-ચરિત્ર છે. તેના લેખક માલધારી શ્રીદેવપ્રભસૂરિજી નામના જૈનાચાર્ય છે. તેઓની ગુરુપરંપરા એટલી બધી આત્મકલ્યાણનિષ્ઠ હતી કે તે પરંપરાના મુનિઓ શરીર અને વસ્ત્રોની બાબતમાં ભારે નિઃસ્પૃહ હતા. વસ્ત્રો ખૂબ મેલાં થઈ જાય તો ય તેના પ્રત્યે ઉદાસીન રહેતા હોવાથી લોકોએ તેમને “માલધારી વિશેષણથી બિરદાવ્યા હતા. આ લેખક જૈનાચાર્ય પણ આત્મકલ્યાણમાં જ એકાકાર બનેલી એ ગુરુપરંપરામાં થયા હતા માટે તેમને “મલધારી” કહેવામાં આવ્યા છે.
જૈન ધર્મની એક બહુ મોટી વિશેષતા હતી કે જે તે આત્મા ગ્રન્થલેખન કે વ્યાખ્યાન કરી શકતો નહિ. જેણે ગુરુપરંપરાથી અધ્યયન કર્યું હોય, જેનું જીવન મૂઠી ઊંચેરી અનાસક્તિથી છાઈ ગયું હોય, જેને સુયોગ્ય ગુરુએ ગ્રન્થલેખનાદિ માટે “સુયોગ્ય જાહેર કર્યો હોય તે જ આત્મા કલમ ઉપાડી શકતો
જૈન મહાભારત ભાગ-૧
Page #18
--------------------------------------------------------------------------
________________
કે મોં ખોલીને બોધ વહાવી શકતો.
આવી ચુસ્ત વ્યવસ્થાના કારણે કોઈ પણ આત્મા પોતાનું મનઃકલ્પિત કશુંય એક અક્ષર પણ ઉમેરી શકતો નહિ. એટલી પણ ભૂલ ઘણા મોટા કર્મબંધનો કરનારી અને ઘણા લાંબા કાળ સુધી જીવાત્માને દુર્ગતિઓમાં ભમાવનારી બની જવાના ખ્યાલથી પણ તે ભવભીરુ આત્માઓ ધ્રુજી ઊઠતા.
આથી જ પ્રાચીન જૈન શાસ્ત્રો, જૈન કથાઓ વગેરે કોઈ પણ જાતના પ્રક્ષિપ્ત પાઠોવાળા, મનઘડંત કલ્પનાઓવાળા, અવાસ્તવિક નિરૂપણવાળા જોવા મળતાં નથી !
આના કરતાં સાવ ઊલટી સ્થિતિ કેટલાક અજૈન ગ્રન્થોની છે, જેમાં અજૈન મહાભારત પણ બાકાત રહી શક્યું નથી.
એવી કોઈ પણ ‘વિસંગતિ આ જૈન મહાભારત (પાંડવ-ચરિત્ર)માં ક્યાંય જોવા નહિ મળે. આથી જ જૈન મહાભારતનું શ્રવણ અત્યંત રુચિકર, હૃદયંગમ, વાસ્તવિક અને પ્રેરણાત્મક બની જાય
નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી મહારાજાની પાટ પરંપરામાં થયેલા જૈનાચાર્ય શ્રી દેવપ્રભસૂરિજી મહારાજાએ નરચન્દ્રસૂરિજી નામના ગુરુદેવની પ્રેરણા અને કૃપાનું બળ પામીને જ્ઞાતાધર્મકથા નામનો આગમગ્રન્થ તથા કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલો ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર નામનો ગ્રન્થ (આઠમો સર્ગ) સારી રીતે જોઈને આ પાંડવચરિત્ર લખ્યું છે. વિક્રમ સંવત ૧૨૭૦ની સાલમાં આ ગ્રન્થ રચ્યો છે. આ ગ્રન્થકારે મૃગાવતી ચરિત્ર તથા
નર્ધરાઘવ નામના કાવ્યો પણ લખ્યા છે. જ્ઞાતાધર્મકથા એ જૈન-વાડમયના વર્તમાનકાલીન અગિયાર અંગોમાંનું છઠ્ઠા નંબરનું અંગ-સૂત્ર છે. તેનું મૂળ ગણધર ભગવંતો છે. તેમના જ્ઞાનનું મૂળ પરમાત્મા મહાવીરદેવ છે.
પ્રભુ મહાવીરદેવ ત્રિકાળજ્ઞાની હતા, રાગ અને દ્વેષથી સર્વથા પર હતા. એમનાથી કોઈ પણ સંયોગમાં જૂઠું બોલાઈ જવાની લેશ પણ શક્યતા નથી.
રાગથી, દ્વેષથી કે અજ્ઞાનથી જૂઠું બોલાય છે. જેમનામાં તે ત્રણેય જડમૂળથી નાબૂદ થઈ ગયા છે તેમના વડે એક અક્ષર પણ “ખોટો' બોલાઈ જવાની સંભાવના જ નથી. એટલે જ્યારે ‘પાંડવ મહાકાવ્યની ગંગોત્રીનું મૂળ હિમાલય જેવા પ્રભુ મહાવીરદેવ છે એટલે જ આ મહાકાવ્ય સાંગોપાંગ યથાર્થ છે, વિસંગતિના કલંકથી સર્વથા મુક્ત છે. જૈનાચાર્યોની તીવ્ર ભવભીરુતા અને ઉસૂત્રભીરુતાને લીધે ‘પ્રક્ષિપ્ત’ વિચારોથી સર્વથા મુક્ત છે. વંદન તે જૈનાચાર્ય, પ્રસ્તુત પાંડવ-ચરિત્રના લેખક, દેવપ્રભસૂરિજી મહારાજાને.
અજૈન-મહાભારત લેખક : વ્યાસમુનિ પ્રસંગથી અજૈન મહાભારતના કર્તા વ્યાસ અંગે થોડુંક જાણી લઈએ. કહેવાય છે કે તેઓ પરાશરના પુત્ર હતા. તેમણે ચાર વેદોને ક્રમબદ્ધ કરીને તેનું સંકલન કર્યું હતું. ગણેશની સહાયથી વ્યાસમુનિએ “મહાભારત કથા તૈયાર કરી હતી. તેમના મુખ્ય શિષ્ય વૈશમ્પાયન દ્વારા આ કથા માનવજાતમાં પ્રસારિત થઈ છે. સૌ પ્રથમ આ કથા વૈશમ્પાયન ઋષિએ મહારાજા પરીક્ષિતના પુત્ર જનમેજયને સંભળાવી હતી. આ સમયે પૌરાણિક શ્રીસૂત ત્યાં ઉપસ્થિત હતા. તેઓ આ કથા સાંભળીને ખૂબ પ્રભાવિત થયા. તેમણે તે કથા નૈમિષારણ્યમાં ઋષિ-સભા સમક્ષ સંભળાવી. વસ્તુતઃ સમગ્ર મહાભારતના રચયિતા એકલા વ્યાસ નથી પરંતુ વ્યાસે “જય' લખ્યું, તો વૈશમ્પાયને “ભારત'
જૈન મહાભારત ભાગ-૧
Page #19
--------------------------------------------------------------------------
________________
લખ્યું ને સૌતીએ “મહાભારત' લખ્યું. પરંતુ આમ છતાં મૂળ પટકથા તો વ્યાસ-મુનિની છે એટલે સમગ્ર મહાભારતના રચયિતા તરીકે વ્યાસને ગણવામાં આવ્યા છે.
જાણવા મુજબ વ્યાસ-મુનિને ધૃતરાષ્ટ્રના મરણ બાદ આ કથાનિર્માણ કરતાં ત્રણ વર્ષ લાગ્યા હતા.
એક ખૂબ જ વિચિત્ર લાગે તેવી વાત એ છે કે આ વ્યાસ-મુનિ જ કૌરવો અને પાંડવોના પિતામહ છે.
પિતામહ વ્યાસ આ વિષયમાં એમ કહેવામાં આવ્યું છે કે રાજા શાન્તનુને ગંગા અને સત્યવતી નામની બે પત્નીઓ હતી. તેમાં ગંગાથી ભીષ્મ થયા અને સત્યવતીથી ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય થયા. આ સત્યવતીથી ઋષિસંબંધ દ્વારા વ્યાસ(લેખક)નો જન્મ થયો હતો. ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય બંને રાજકુમારો અપુત્રીઆ મરણ પામ્યા.
વિચિત્રવીર્યને અમ્બિકા અને અમ્બાલિકા નામની બે રાણીઓ હતી. હવે તેમને સંતાન-પ્રાપ્તિ કરાવવી જરૂરી લાગી એટલે ભીખ પોતે બ્રહ્મચારી હોવાથી; તે રાણીઓના સાવ નજીકમાં-જેઠહોવા છતાં તેમણે પોતે નિયોગ દ્વારા સંતાનપ્રાપ્તિ કરવાની સાફ ના પાડી અને વ્યાસ નામના ઉપર્યુક્ત બ્રાહ્મણ દ્વારા અંબિકાથી ધૃતરાષ્ટ્ર અને અંબાલિકાથી પાંડુ નામના બે સંતાનો પેદા કર્યા.
આ વ્યાસ તે જ વ્યાસ-મુનિ. આમ વ્યાસ એ કૌરવો અને પાંડવોના પિતામહ બન્યા.
અજૈન મહાભારતની કલ્પના હજી આગળ વધે છે. તે કહે છે કે ફરી એક વાર વ્યાસ તે બે રાણીઓ પાસે ગયા પણ તેમના બ્રાહ્મણત્વથી અને તેમના વેશાદિથી ડરી ગયેલી તે રાણીઓએ વ્યાસ પાસે જવાને બદલે પોતાની કોઈ દાસી મોકલી આપી. આ દાસી વડે ‘વિદુર” પ્રાપ્ત થયા.
આમ ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરના પિતા તરીકે વ્યાસ છે અને માતા તરીકે પહેલા બેની માતા ક્ષત્રિયાણી છે જ્યારે વિદુરની માતા દાસી છે.
આ જ કારણે વિદુરને રાજ્યાધિકાર પ્રાપ્ત થયો નથી. આવી છે વ્યાસના મહાભારતની કલ્પના.
વિચિત્રવીર્યની બે રાણીઓ-અંબિકા અને અંબાલિકા-એ પોતાના પતિ વિચિત્રવીર્ય દ્વારા સંતાન પ્રાપ્ત કર્યા નથી, તેમ કુન્તી અને માદ્રી નામની બે પત્નીઓએ પોતાના પતિ પાંડુ દ્વારા પાંચ પાંડવો પ્રાપ્ત કર્યા નથી, કેમકે પાંડુ કોઈ ઋષિથી શાપિત હતા એટલે જો તે સંસાર સેવે તો તરત મૃત્યુ પામે તેમ હતું. (અને છેવટે માદ્રી સાથે સુખ ભોગવવાની તીવ્ર વાસનાનો અમલ કરતાં જ પાંડુ મૃત્યુ પામ્યા હતા.) એટલે કુન્તી અને માદ્રીએ દેવતાઓ દ્વારા પાંચ પાંડવ-પુત્રો પ્રાપ્ત કર્યા હતા.
નિયોગની આ બધી અજૈન કલ્પના છે જેમાં ઘણી વિચિત્રતા દેખાય છે. આ વિષયનું જૈનીનિરૂપણ આગળ ઉપર જોવા મળશે, અને ત્યારે જ સમજાશે કે તે કેટલું બધું સંગત છે અને આર્યપરંપરાના ગૌરવને વધારનારું છે.
અજૈન મહાભારતને જૈન મહાભારતના કથા-વસ્તુ સાથે જોતાં ઘણી વિસંગતિઓ જોવા મળે
છે.
જૈન મહાભારત ભાગ-૧
Page #20
--------------------------------------------------------------------------
________________
રામાયણ અને મહાભારત
“મિથ (Myth) વિનાનો માનવી મૂળ વિનાના વૃક્ષ જેવો છે.” (જર્મનચિંતક નિત્યે) ભારતવર્ષના ઇતિહાસ અંગેના ગ્રન્થોમાં સૌથી વધુ પ્રચલિત ગ્રન્થો તે રામાયણ અને મહાભારત. બન્નેય ગ્રન્થો ઉ૫૨ અજૈન લેખકો જેટલું જ પ્રદાન જૈન લેખકોનું પણ છે. સહુ તે તે ચારિત્ર્ય-નાયકો રામ અને કૃષ્ણને પોતાના ધર્મના અનુયાયી માને છે. કેટલો બધો આદર હશે ઉભયમાન્ય આ મહામાનવો પ્રત્યે સહુને !
અજૈન રામાયણોના મૂલસ્ત્રોત વાલ્મીકિ છે તો જૈન રામાયણોના મૂલસ્ત્રોત (‘પઉમચરિયં’ના રચયિતા) વિમલસૂરિજી છે, તેમ અજૈન મહાભારતોનું મૂળ વ્યાસમુનિ છે તો જૈન મહાભારતનું મૂળ ગણધર ભગવંતો છે. (કેમકે ‘મહાભારત’ નામ મૂળ આગમોમાં જોવા મળે છે.)
આ બંને મહાકાય ગ્રંથોમાં કેટલીક આંખે ઊડીને વળગે તેવી વિશિષ્ટતાઓ જોવા મળે છે. બંનેનો રાગમાંથી જન્મ
3
બંને કથાઓનું મૂળ જીવાત્મામાં પડેલો રાગભાવ છે. રાવણના પરસ્ત્રી પ્રત્યેના કામરાગમાંથી રામાયણ રચાયું છે, તો દુર્યોધનના પોતાની જાત ઉપરના તીવ્ર રાગભાવ (અહંકારભાવ)માંથી મહાભારત પેદા થયું છે. સામાન્ય રીતે વિચારતાં આ જગતના બધા સંસારી જીવો દુર્યોધન છે. સહુ
ઓછાવત્તા અંશે પોતાને ચાહતા હોય છે. પ્રિયતમ ધન વગેરેને-શરીરના અંગને ય-ત્યાગીને પોતાને બચાવવાની કોશિશ કોણ કરતું નથી? અકબર-બિરબલની કથાઓમાં હોજમાં નંખાયેલી વાંદરી અને તેના બચ્ચાની કથામાં સ્વરાગની કેવી પરાકાષ્ટા દર્શાવાય છે કે જ્યાં સગી મા પોતાનો જાન બચાવવા માટે સંતાનનો જાન લેવા તૈયાર થઈ ગઈ છે!
બે ય માં પુત્રમોહની પ્રધાનતા રામાયણના મૂળમાં કૈકેયીનો પુત્ર ભરત પ્રત્યેનો કારમો મોહ કારણભૂત બન્યો છે તો મહાભારતમાં ધૃતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધન પ્રત્યેનો કારમો મોહ કારણભૂત બન્યો છે. આ પુત્રમોહમાંથી જ બંને મહાયુદ્ધો જન્મ પામ્યા છે.
સંપ અને કુસંપને જણાવતા ગ્રન્થો જેણે મોક્ષ પામવો હોય તેણે ધર્મ કરવો જ રહ્યો. પણ તે ધર્મ તેને સિદ્ધ થાય જેની પાસે પાયામાં ચાર વસ્તુ હોય : (૧) ચિત્તમાં પ્રસન્નતા, (૨) શરીરે આરોગ્ય, (૩) જીવનમાં શાન્તિ, (૪) કુટુંબે સંપ.
રામાયણ અને મહાભારત ‘કુટુંબે સંપ’ એ પાયાને મજબૂત કરનારા ગ્રન્થો છે. કુટુંબમાં રામ, દશરથ, સીતા, ઊર્મિલા જેવા સભ્યો હોવા જોઈએ એવી હકારાત્મક પ્રેરણા આપવા દ્વારા રામાયણ આ પાયો પ્રબોધે છે. જ્યારે કુટુંબમાં ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, શકુનિ વગેરે જેવા પાત્રો નહિ હોવા જોઈએ એવી નકારાત્મક પ્રેરણા આપવા દ્વારા મહાભારત આ પાયો પ્રબોધે છે.
પહેલો ગ્રન્થ સંપનો મહિમા સમજાવે છે. બીજો ગ્રન્થ કુસંપના કટુ ફળો દર્શાવે છે.
બે ય બોધપ્રદ
બંને ગ્રન્થો જગતના જીવોને અદ્ભુત બોધ આપે છે. હા, બંનેયની બોધ આપવાની ગતિવિધિ સાવ જુદી, લગભગ વિરોધી છે. રામાયણમાં ગુણોના નિરૂપણને પ્રધાન બનાવાયું છે. આદર્શ પિતા,
જૈન મહાભારત ભાગ-૧
Page #21
--------------------------------------------------------------------------
________________
આદર્શ પુત્ર, આદર્શ સાસુ, આદર્શ વહુ વગેરે કેવા હોય ? તેનું ચિતરામણ એટલું બધું બેનમૂન બન્યું છે કે વાચકને પોતાને પણ તેવા ગુણ-વૈભવોથી સંયમી બનવાની લાલચ જાગ્યા વિના રહે નહિ.
જ્યારે મહાભારતની જગતને બોધ દેવાની રીત સાવ ઊલટી છે. આ કથાના ઘણાબધા પાત્રોમાં લુચ્ચાઈ, કપટ, નિર્લજ્જતા, આપબડાશ વગેરે અવગુણો જોવા મળે છે. આ અવગુણોની ક્યાંક તો એટલી બધી ધિક્કારપાત્ર પરાકાષ્ટા જોવા મળે છે કે વાચક મનોમન તરત જ નિર્ણય કરવા લાગી જાય કે, “મારા સંસારમાં-સ્વજનો કે સ્નેહીજનોની સાથે હું આટલો બધો નીચ તો કદાપિ નહિ થાઉં.”
હકીમ લુકમાનનો ગુણવિકાસ જોઈને કોકે તેનું કારણ પૂછ્યું. હકીમે કહ્યું, “બીજાઓના કાતીલ દોષો જોઈને હું ધ્રૂજી ઊઠતો અને સંકલ્પ કરતો કે આવો હું તો કદી નહિ બનું.” દારૂ પીને પત્નીને ઢીબતા પુરુષને જોઈને કોઈ પતિને એમ જરૂર થશે કે, “આ રીતે મારી પત્ની સાથે તો હું કદી નહિ વ.”
આમ બંને મહાગ્રંથોની કથાવસ્તુ ગુણ-દર્શન દ્વારા કે અવગુણ-પ્રદર્શન દ્વારા વાચકને ઉન્નત જીવન જીવવાની પ્રેરણા આપી જાય છે.
એક અપેક્ષાએ એમ કહી શકાય કે કોઈ પણ કાળના સમાજને રામાયણ કરતાં મહાભારતના વાંચન-મનનની ખૂબ વધુ જરૂરિયાત છે. રામાયણમાં કામવાસનારૂપ રાગની ભયંકરતા જણાવીને તેનાથી પાછા હટવાનો સમાજને બોધ આપવામાં આવ્યો છે. પણ ગમે તેવો ય આર્યસમાજ ‘કામ’નું સેવન જાહે૨માં કરવાનું એકદમ અનિચ્છનીય તો ગણે જ છે. આથી આ કામવાસના જાહેર રીતે પ્રકાશમાં વધુ પડતી વકરી શકતી નથી. ગમે તેવો કામાન્ય પણ ઊભી બજારે તેનું પ્રદર્શન કરી શકતો નથી. તેવા પતિ-પત્ની પણ ઘરમાં ઉઘાડે છોગ ગમે તેમ વર્તી શકતાં જ નથી. ના, હજી આટલો ખરાબ કાળ આવ્યો નથી.
પણ આ જ સમાજ ક્રોધની બાબતમાં આ દૃષ્ટિકોણ ધરાવતો નથી. ક્રોધ, અહંકાર, (બીજાઓ પ્રત્યે)ધિક્કાર, તિરસ્કાર... આ ચંડાળ ચોકડી છે. તે સદા સાથે જ જોવા મળે છે.
માણસ જાહેરમાં ઊભી બજારે પણ ક્રોધ કરતો, અહંકાર દાખવતો કે નોકરો, છોકરાઓ કે શિષ્યો વગેરે પ્રત્યે તિરસ્કાર દાખવતો જોવા મળે છે. પતિ અને પત્ની પણ ઘરમાં બાળકોની સામે ઉઘાડે છોગે ક્રોધાદિ કરવામાં જરાય સંકોચ અનુભવતાં નથી.
કોણ જાણે કેમ ! પણ સમાજે કામ જેટલી ખતરનાકતા ક્રોધાદિમાં જોઈ નથી, સ્વીકારી પણ નથી. નહિ તો તેને જાહેરમાં પ્રગટ કરવાની સંમતિ કેમ મળે ?
વસ્તુતઃ કામનો નાશ કરનારાઓ પણ ક્રોધાદિનો નાશ કરી શકતા નથી, એટલે કામ કરતાં ક્રોધાદિ તો ખૂબ જ ભયાનક છે અને છતાં સદા- કાળમાં સમાજે તેને તેટલા ગંભીર ગણ્યા નથી. મહાભારત આ ક્રોધ, અહંકાર, તિરસ્કાર, વૈરવૃત્તિ વગેરેના અતિ વિકરાળ સ્વરૂપો બતાવે છે. આથી જ આ ગ્રન્થના વાંચન-મનનની સવિશેષ જરૂર જણાય છે. આનાથી સમાજને ખબર પડશે કે કામ જેટલો જ ક્રોધ (અહંકાર વગેરે) ખરાબ છે. તે પણ જાહેરમાં સેવી શકાય નહિ. આમ થાય તો કામની જેમ ક્રોધાદિ પણ જાહે૨માં સેવાતાં બંધ થઈ જતાં તેનું ક્ષેત્ર વિશેષ સંકુચિત બની જાય ખરું. તેમ થતાં સમાજના ‘આશ્રિત’ ગણાતા તમામ વર્ગોને વડીલશાહી(ક્રોધ)નો ભોગ બનવામાંથી ઘણી રાહત મળે ખરી.
ભૂતકાળના રાજાઓના રાજમહેલોમાં કામના શયનખંડોની જેમ ક્રોધના ઘરો પણ અલાયદાં જ
જૈન મહાભારત ભાગ-૧
Page #22
--------------------------------------------------------------------------
________________
રાખવામાં આવતા હતા. રાજા, રાણી વગેરે તે ઘરમાં જઈને જ ક્રોધને પ્રગટ કરીને ખાલી કરતા. બે ય દ્વારા પૂર્ણ થતું દિનચક્ર જો આપણે ચોવીસ કલાકના દિવસના બે ભાગ પાડીએ : રાતે બાર વાગ્યાથી સવારે બાર વાગતાં સુધીનો એક ભાગ અને સવારે બાર વાગ્યાથી રાતે બાર વાગતાં સુધીનો બીજો ભાગ : તો રાતે બારના અંધકારથી શરૂ થઈને સવારે બારના પ્રકાશમય દિવસમાં વિરામ પામતા ભાગ સાથે રામાયણની કથાને સરખાવી શકાય, કેમકે આ કથામાં કૈકેયીની વરદાન-યાચના, દશરથને ત્રાસ, રામનો વનવાસ વગેરે ચિત્તને ખૂબ જ ઉદ્વિગ્ન કરી મૂકે તેવી બાબતોથી ખરેખરી કથા શરૂ થાય છે, પણ આગળ વધતાં વધતાં છેલ્લે તો રામરાજ્યની અદ્ભુત સ્થાપના થાય છે. આથી વાચકના મનમાં આનંદ વ્યાપી જાય છે.
જ્યારે મહાભારતની કથામાં આ કાળનું સંપૂર્ણ શીર્ષાસન થઈ જાય છે. અહીં પ્રેમથી રમતા, ભેટતા સો કૌરવો અને પાંચ પાંડવોથી ખરેખરી કથાનો આરંભ થાય છે જેને વાંચતાં વાચકના મનમાં પ્રસન્નતાના ઓઘ ઊછળવા લાગે છે, પણ જેમ જેમ કથા આગળ વધે છે તેમ તેમ આનંદ ઓસરતો જઈને ઉદ્વેગ વધતો જાય છે.
છેલ્લે યુદ્ધમાં લાખો માનવોનો સંહાર, બે ય પક્ષના થઈને ઊગરી ગયેલા માત્ર સાત આત્માઓ વગેરે બાબતો ઉદ્વેગની પરાકાષ્ટા લાવી મૂકે છે. આથી મહાભારતની કથાનો અંત એટલે રાતના બાર વાગ્યાના ડંકા !
રામાયણનો અન્ત સુખદ છે. મહાભારતનો અન્ન અતિ કરુણ છે.
પુરુષાર્થ અને પ્રારબ્ધના પ્રેરક રામાયણની કથા આપણને પુરુષાર્થી બનવાની પ્રેરણા કરે છે. રામચન્દ્રજીએ સીતાજીને રાવણ પાસેથી પાછા મેળવવા માટે પુરુષાર્થનો કેવો જંગ ખેલ્યો હતો ! અને તેમાં કેવી નેત્રદીપક સફળતા હાંસલ કરી હતી !
જ્યારે મહાભારતની કથા કહે છે કે પ્રારબ્ધ (નિયતિ) જ બળવાન છે. ગમે તેટલો પુરુષાર્થ કરો પણ જો તમારી નિયતિ તેથી વિપરીત હશે તો તમે અગમ્ય રીતે પણ પ્રતિકૂળ પરિસ્થિતિ તરફ ઢસડાતા જ જશો. તેમાંથી તમે કોઈ છૂટી શકશો નહિ. ના, શ્રીકૃષ્ણ પણ છૂટી શકે નહિ, બુદ્ધ પણ છૂટી શકે નહિ, પરમાત્મા મહાવીર પણ છૂટી શકે નહિ. તે ત્રણેયની ઉપસ્થિતિમાં જ ઘોર સંહારો ક્યાં નથી થયા !
જાણે કે, ‘કર્મથી વિરુદ્ધ કશું જ થઈ શકતું નથી' તે પાઠ શીખવવા માટે જ મહાભારતની કથાવસ્તુ છે.
આથી જ મહાભારતના લગભગ બધા પાત્રો પ્રચંડ પુરુષાર્થ કરવા છતાં પોતાને ન ગમતી ક્ષિતિજો તરફ અનિચ્છાએ ઢસડાતાં હોય તેવું ચિત્ર વાંચતી વખતે સતત નજર સામે રહ્યા કરે છે. બધા ‘મન’ તરફડતાં હોય, લાચારી અનુભવતાં હોય તેવું દેખાય છે.
‘હે માનવ ! તારા બધા જ યત્નો નિષ્ફળ જવાના છે, કેમકે તારા કર્મો જ બળવાન છે. તે કરે તે જ થાય !' આવો કોઈ બોધ ઠસાવવાનું કાર્ય મહાભારતની કથા સતત કરતી રહે છે. મનુષ્યના તમામ પુરુષાર્થો નિયતિના વંટોળમાં ઊડી જતા અહીં દેખાડાયા છે.
ગ્રામયન્ સર્વભૂતાનિ યંત્રાનિ માયયા જાણે કે માયા (કર્મ) વડે યંત્ર (ચાક) ઉ૫ર ચડાવ્યા હોય તેમ સઘળા ય જીવો (ઘડા) ચક્કર ચક્કર ભમી રહ્યા છે-આ છે મહાભારતની કથાનું
જૈન મહાભારત ભાગ-૧
"
Page #23
--------------------------------------------------------------------------
________________
નિયતિવાક્ય. જીવમાત્ર આ ચક્કરમાં સપડાયો છે. તેમાં રહીને તો તે સંપૂર્ણપણે પરતંત્ર છે. તે કાંઈ જ કરી શકે તેમ નથી.
આવી છે મહાભારત-કથાની રણહાક.
“તમે તમારા કર્મોને ચૂપચાપ ભોગવ્યા કરો. હાડમાંસના બનેલા માનવો ! તમે એ નિયતિની ઉપરવટ થવા માટે ધરાર દૂબળા છો. તમારે તેવું દુ:સાહસ કરવાની બિલકુલ જરૂર નથી. ના, કૃષ્ણ કે ભીષ્મ જેવા પણ આ નિયતિના પેંગડામાંથી પોતાનો પગ બહાર કાઢી શક્યા નથી તો તમે શી વિસાતમાં ! જ્યારે પણ તમારું અણધાર્યું લલાટે આવીને ટીચાય ત્યારે જરા પણ અફસોસ કરજો મા. એક જ વાક્ય મનમાં યાદ કરી લઈને મનનું સમાધાન કરી લેજો, 'Everything is in order.' જે બન્યું જાય છે તે બરોબર જ છે.”
ટૂંકમાં બે ય ગ્રન્થોમાં પુરુષાર્થ જોવા મળે છે છતાં રામાયણના પુરુષાર્થોને સફળતા પ્રાપ્ત થાય છે, જ્યારે મહાભારતના પુરુષાર્થોને નિષ્ફળતા જ મળી છે. રામનું વનગમન, ભરતની રાજ્યઅસ્વીકૃતિ, સીતાની શીલરક્ષા વગેરે પુરુષાર્થો ખૂબ જ સફળ બન્યા. જ્યારે કૃષ્ણની ના-યુદ્ધ માટેની વિષ્ટિ, વિદુરની કૌરવકુળને બચાવી લેવાની ભાવના વગેરે પુરુષાર્થો ધરાર નિષ્ફળ ગયા.
જો કે અજૈન કરતાં જૈન મહાભારતમાં કેટલાક વિધાનોમાં નિયતિના પેંગડામાંથી પગ નીકળી જતો અને પુરુષાર્થના અશ્વ ઉપર સવાર થઈને, તેને એડી મારીને પૂરપાટ દોડાવી દેતો માનવ જોવા મળે છે ખરો. અને તેથી જ નિયતિ કરતાં ક્યારેક પુરુષાર્થ પણ ચડી જાય છે તે મહાસત્ય પ્રકાશિત થતાં જૈન મહાભારત વારંવાર વાચકના હૃદયમાં ઉત્સાહ અને આશાના સંચારની ઝલક પેદા કરી જાય છે ખરું.
દર્પ અને કંદર્પની ભયાનકતાનું દર્શન જ્યારે રામાયણની કથા ભરદરિયે આવે છે ત્યારે ત્યાં ‘કન્દર્પ’ (કામ) નાચતો જોવા મળે છે. એ કન્દર્પ રાવણને વળગે છે અને રાવણ કેટલી હદે પાયમાલ થાય છે ? તે વાત જોવા મળે છે. રાવણ ઠેઠ સુધી આ કંદર્પના સકંજામાંથી નીકળી શક્યો નથી. કંદર્પ તેનો જાન લઈને જ રહે છે.
આ ઉપ૨થી જાણે કે કંદર્પ જગતને બોધ દઈ રહ્યો છે કે, “મારા પડછાયામાં પણ કોઈ આવજો મા ! નહિ તો તેના રાવણ જેવા હાલહવાલ કરી નાંખીશ.”
મહાભારતની કથામાં કંદર્પનું ખાસ કોઈ તોફાન જોવા મળતું નથી. પણ કંદર્પને ય ક્યારેક ટપી જાય તેવું દર્પનું ભયાનક તોફાન મહાભારતની કથા તેના ભરદરિયે જ્યારે આવે છે ત્યારે જોવા મળે
છે.
દર્પ (અભિમાન) જાહે૨માં પણ કરી શકાતી પ્રકૃતિ હોવાથી- ખાનગીમાં જ સેવી શકાય તેવાકન્દર્પ (કામ)થી અતિ વધુ ખતરનાક બની જાય છે. એનો નાશ ખૂબ જ મુશ્કેલ બની રહે છે. અચ્છા અચ્છા કહેવાતા ધર્મીઓને પણ દર્પ વધુ સતાવતો હોય છે.
આથી જ એક કવિએ કહ્યું છે કે, “અહં રે અહં તું જાને મરી, પછી બાકી રહે તે હિર.” પરમાત્મા સાથે વાતો કરવા માટેનો નંબર એ ‘હીરો’ (પોતાના પૂર્ણત્વનું અભિમાન) નંબર નથી, પણ ‘ઝીરો’ નંબર છે.
અન્યત્ર કહ્યું છે કે ‘અહં’ એ મોતનું બીજું નામ છે.
સાચે જ અભિમાની માણસ એના અભિમાનથી રોજ અનેક વાર મરતો જોવા મળે છે. દુર્યોધન જીવતાં તો આ રીતે અનેક વાર મર્યો પણ મરતાં ય કારમા અભિમાન સાથે અને કરુણ કલ્પાન્ત સાથે
જૈન મહાભારત ભાગ-૧
Page #24
--------------------------------------------------------------------------
________________
મર્યો.
જેવી કામવાસનાની ખતરનાકતા રામાયણે બતાવી તેવી કષાયો (ખાસ કરીને અહંકાર)ની ખતરનાકતા મહાભારતે બતાડી છે. એક જ માણસ(દુર્યોધન)નો અહંકાર (કષાય) કેટલી મોટી સંહારક હોનારત સર્જી શકે છે તેનું અતિ કરુણ ચિત્ર એટલે મહાભારતની કથા.
વૈરના અંજામ
અહંકારમાંથી પેદા થાય છે બીજાઓ પ્રત્યે તિરસ્કાર... અને છેલ્લે ધિક્કાર. આ ધિક્કાર-ભાવનામાંથી વૈરની આગ ભભૂકી ઊઠે છે.
વૈરના અંજામ અતિ કરુણ હોય છે. એનું ચિત્રણ જોઈ શકાય નહિ તેટલું ભયાનક હોય છે. મહાભારતની કથા દ્વારા વ્યાસ એક જ વાત સહુના કાનમાં સતત કહી રહ્યા છે : “વેરથી વેર શમે ન કદાપિ, આગથી આગ બુઝાય ના.”
ચીનના ભૂતપૂર્વ વડાપ્રધાન ચાઉ એન લાઈને તેના કટ્ટર વિરોધી સાથે વૈરની એવી ગાંઠ બંધાઈ કે તેણે મૈત્રીના વાઘા નીચે તેને પોતાને ઘેર જમવા બોલાવ્યો અને તે જ વખતે તેના ઘેર સિપાઈઓને મોકલીને કુટુંબના નાનાથી મોટા તમામને ટૂકડે ટૂકડામાં કાપી નંખાવ્યા. જમીને વિદાય પામતાં તે વિરોધીને ઠાવકા મોંએ ચાઉએ કહ્યું, “આજે તમારા ઘરે તમારું અભૂતપૂર્વ રીતે સ્વાગત થશે !”
દુર્યોધનના હૈયે આવી જ ઠંડી ક્રૂરતા હતી ! તેનામાં અને હિટલ૨માં ઘણું બધું સામ્ય જોવા મળે છે. બન્ને ય છેલ્લી ક્ષણ સુધી શત્રુ પ્રત્યે ખુન્નસથી ભરાયેલા રહ્યા અને વૈરની આગથી જલતા જ રહ્યા. બન્નેએ મૃત્યુસમય પર્યન્ત હવામાં બાચકા ભરવા જેવા, યુદ્ધ જીતી લેવાના બેવકૂફીભર્યા પ્રયત્નો કર્યા ! બન્નેને મન માનવસંહાર એ ઘાસ કાપવા જેટલી સામાન્ય બાબત હતી.
હિટલરને લખાયેલો પત્ર
જેને આધુનિક દુર્યોધન કહી શકાય તે હિટલરે વિશ્વવિજેતા બનવાની પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા માટે અતિ ભયાનક ક્રૂરતા આચરી હતી. આખું વિશ્વ ‘ત્રાહિમામ્’ પોકારી ગયું હતું.
એક વખત-એ બીજા વિશ્વયુદ્ધના દિવસો દરમ્યાન-કોઈ શાળાના કિશોરે હિટલર ઉપર એક મનનીય પત્ર લખ્યો હતો. તેમાં તેણે જણાવ્યું હતું કે, “તમે શા માટે લડો છો ? તે જ અમને સમજાતું નથી. તમારા જર્મન લોકોનું જીવનધોરણ ઠીક ઠીક ઊંચું હોવા છતાં તમે કેમ લડો છો? અમેરિકા કરતાં તમે કદાચ અડધા હશો પણ અમારાથી તો તમે ચાર-પાંચ ગણા ઊંચા છો. અમે આટલા નીચે છીએ છતાં તમારી જેમ આખી દુનિયાની ખાનાંખરાબી કરવા માટે ઊભા થયા નથી. અલબત્ત, અમેરિકાની જેમ તમે જર્મન લોકો કદાચ રૂપાની ચમચીથી ખાઈ શકતા નહિ હો પણ તમારી પાસે ગમે તેવી ચમચી તો છે ને ! અમારી પાસે તો ચમચી પણ નથી. અરે ! ક્યારેક તો અમારે ખાવાના ય ફાંફાં હોય છે.
તમારી તકરાર તો નાના છોકરાં જેવી છે. અમેરિકામાં બાર માળના મકાનો તો અમારે પાંચ માળના જ મકાનો કેમ ? પણ ભાઈ ! તમારે તેટલું ય મકાન તો છે ને ? અમારી જેમ તમે ઝૂંપડપટ્ટીના રહેવાસી કે સાવ બેઘર તો નથી ને ?
અમેરિકનોને રોજ પાંચ તોલા માખણ ખાવા મળે છે તો તમને કદાચ અઢી તોલા ખાવા મળતું હશે પણ તેમાં અકળાઈ કેમ ગયા છો ? અમારે તો તેટલું ય માખણ નથી અને છતાં અમે તમારી જેમ કદી લૂંટફાટ કરતા નથી !”
આધુનિક દુર્યોધનને યહૂદીઓ તરફ એટલું બધું તીવ્ર વૈર હતું કે તે કોમને ધ૨તી ઉ૫૨થી સાવ
જૈન મહાભારત ભાગ-૧
૧
Page #25
--------------------------------------------------------------------------
________________
ભૂંસી નાંખવા તેણે દઢ નિર્ણય કર્યો હતો. આ માટે તેણે અનેક કીમિયાઓ કર્યા હતા. તેમાં તેની ગૅસચેમ્બરની યોજના દ્વારા તેણે સાઈઠ લાખ યહૂદીઓને મારી નંખાવ્યા હતા.
તેના કેટલાક હત્યાકાંડો તો એટલા બધા ક્રૂર અને ઘાતકી હતા કે તે ઇતિહાસમાં લોહીના અક્ષરે લખાયા છે.
દરેક દેશમાં તે તે સ્વદેશી વ્યક્તિએ સત્તા હાથમાં લઈને પોતાના જ દેશના લોકો કે જેઓ પોતાના વિરોધી હતા અથવા તો પોતાની સત્તા પચાવી પાડે તેવા જણાતા હતા તે બધાયની-લાખોની સંખ્યામાં દેશદ્રોહી' તરીકેનો તેમની ઉપર આક્ષેપ મૂકીને કતલ કરી નાંખવામાં આવી છે.
આ અતિ ક્રૂર અને અતિ ઘાતકી માણસોની નામાવલિમાં હિટલર, લેનિન, સ્ટેલિન, માઉ સે તુંગ, ઈદી અમીન, યાહ્યાખાન, ઘણા અમેરિકન અને બ્રિટિશ વડાઓ આવી શકે.
આ બધાય આધુનિક દુર્યોધનો કહી શકાય.
સત્તાની કારમી ભૂખમાંથી પેદા થયેલી વૈરની આગ કેટલી ભયાનક હોય છે તે આ ઘાતકી લોકોના કાળા ચરિત્રો જાણવાથી સમજાશે.
ભારત-પાક વિભાજન વખતે હિન્દુસ્તાનનું પણ જ્યારે ભારત અને પાકિસ્તાન તરીકે ઈ.સ. ૧૯૪૭ની સાલમાં વિભાજન થયું ત્યારે ઘણુંખરું સગા ભાઈ-ભાઈની જેમ સેંકડો વર્ષોથી જીવતા હિન્દુ-મુસ્લિમ લોકો વચ્ચે વૈરની કારમી આગ ઝંઝાવાતી પવનની જેમ ફેલાઈ ગઈ હતી. એ વૈરભાવ કેટલો બધો ઉગ્ર હતો તેનું ચિત્રણ ‘ફ્રિડમ એટ મિડનાઈટ' નામના પુસ્તકમાં એક લેખકે કર્યું છે. તેમણે કહ્યું છે કે, “એક માતાની કૂખમાં ગર્ભ તરીકે રહેલાં બે (જોડિયા) બાળકો-પેટમાં જ-એકબીજાના મોં ઉપર નહોરાં ભરીને મોં ફાડી નાંખવાની કોશિશ કરતાં હતા !”
હજારો વર્ષો પૂર્વે ખેલાયેલા કૌરવ-પાંડવ યુદ્ધની ઝાંખી કરાવે તેવા ખતરનાક યુદ્ધો વર્તમાનકાળમાં ખુલ્લી રીતે-શત્રુના નાતે અને ભેદી રીતે-મૈત્રીના લેબાશ નીચે છેલ્લા કેટલાય વર્ષોથી ખેલાઈ રહ્યા છે. માનવજાતે ધરતીને અનેક રીતે અદ્યતન બનાવી દીધી છે. તે આખી માનવ-જાતનું સ્મશાન પણ તેમાંના જ કેટલાક લોકો તૈયાર કરી રહ્યા છે.
સતત શસ્ત્રોત્પાદન કરતી મહાસત્તાઓ એ શસ્ત્રોના વેચાણ માટે બજારો ઊભા કરી રહી છે. તે માટે યુદ્ધ અત્યંત આવશ્યક બની ગયું છે. આથી આ મહાસત્તાઓના બે હેતુ સરે છે : એક કાંકરે બે પક્ષી મરે છે : (૧) ઘરઆંગણે શસ્ત્રોત્પાદન કરતાં હજારો કારખાનાંઓ સતત ચાલુ રહેવાથી પોતાની પ્રજાને કામ મળી જાય છે. આથી ‘બેકારીનો રાક્ષસ ખાસ સતાવતો નથી. (૨) જે અન્ય ધરતીઓ ઉપર યુદ્ધો ખેલાય છે તે ધરતીની તે તે અ-ગૌર પ્રજા લડીને કાં નાશ પામે છે, કાં જીવતી રહીને મોતથી પણ ભૂંડું અને ભયાનક જીવન જીવતી જીવતી અંતે નામશેષ થાય છે. આમ થવાથી એ બધી ખનિજ વગેરેથી સમૃદ્ધ ધરતી એ મહાસત્તાઓના હાથમાં પાકેલાં ફળની જેમ આવીને પડી જવાની છે. પણ આ બે ય લાભ મહાસત્તાઓ કદી પામી શકનાર નથી, કેમકે જ્યાં બીજાઓની ‘હાય મેળવાય છે ત્યાં સુખની સંભાવના હોતી જ નથી. પણ હાલ તો એ બે લાભ પામવાની કારમી ભૂખથી મહાસત્તાઓ આખી ધરાને “ધીકતી ધરામાં ફેરવી ચૂકી છે. આખા ને આખા અનેક રાષ્ટ્રોને અને આખી ને આખી અનેક પ્રજાઓને મોતના મુખ તરફ ધકેલી રહી છે.
આ નીતિથી બીજા વિશ્વયુદ્ધના સંહારને ક્યાંય ટપી જાય તેટલો મોટો સંહાર-બીજા વિશ્વયુદ્ધનો વિરામ થયા બાદ-આજ સુધીમાં ક્યારનો થઈ ગયો છે.
જૈન મહાભારત ભાગ-૧
Page #26
--------------------------------------------------------------------------
________________
લોકો જોષીઓને પૂછે છે કે, “ત્રીજું વિશ્વયુદ્ધ ક્યારથી શરૂ થશે ?”
મને લાગે છે કે તેમણે એમ પૂછવું જોઈએ કે, “ચોથું વિશ્વયુદ્ધ ક્યારથી શરૂ થશે? કેમકે ત્રીજું વિશ્વયુદ્ધ તો અત્યારે જોરમાં ચાલી જ રહ્યું છે.”
ત્રીજા વિશ્વયુદ્ધ તરીકે નહિ જાહેર થયેલા આ ત્રીજા વિશ્વયુદ્ધમાં જ એટલી બધી પાયમાલી થશે કે ચોથું વિશ્વયુદ્ધ કદી લડી શકાશે જ નહિ, છતાં કદાચ જો તે લડાવાનું જ હશે તો માત્ર પથ્થરો અને ઈંટાળાઓથી જ લડાશે.
વિશ્વના આ મહાસંહારની સતત ચાલતી પ્રક્રિયાને લીધે બુદ્ધિજીવી માનવામાં ય હવે કરુણા રહી નથી ! તેઓ આ બધી વાસ્તવિક્તાઓનો સ્વીકાર કરી લઈને ખૂબ જ કઠોર બની ગયા છે. આથી જ તેઓ આ ગંભીર પરિસ્થિતિ વિશે કશું જ વિચારવા ય માંગતા નથી. આ કેટલી બધી દુ:ખદ બાબત કહી શકાય ?
વાનર-યુગલ સંવાદ ઇંગ્લેન્ડની વેલ્સ યુનિવર્સિટીના પ્રાધ્યાપક પાસેથી એક ભાઈએ વર્તમાન સંહારક પરિસ્થિતિ વિશે અને યુદ્ધનો સંભવિત અંજામ શું? તે વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી. પ્રાધ્યાપકે બીજું કાંઈ ન કહેતાં એક નાનકડી કથા કહી.
આફ્રિકાના કોઈ જંગલમાં ઝાડ ઉપર વાનર અને વાનરીનું યુગલ શાન્તિથી બેઠું હતું. એવામાં એકાએક બહુ મોટા-કાન ફાડી નાંખે તેવા ભયાનક ધડાકાઓના અવાજ સંભળાવા લાગ્યા. આથી વાંદરી ધ્રૂજવા લાગી. તેણે પોતાના પતિ વાનરને પૂછ્યું, “શું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું છે? અરેરેરે ! માનવોએ ઊભી કરેલી વિરાટ ઇમારતો, ઔદ્યોગિક વસાહતો, અદ્યતન નગરો, બંધો અને લાખો માઈલોના આસ્ફાલ્ટ રોડ વગેરે બધુંય ખતમ થઈ જશે !” આટલું બોલતાં તેની આંખો આંસુથી છલકાઈ ગઈ. - વાનરે તેને આશ્વાસન દેતાં કહ્યું, “અરે ! પણ રોવાવાળા રડતા નથી અને તું શું કરવા રડે છે? વળી હજી આપણા જંગલને ક્યાં કશુંય થયું છે ?
અને કદાચ આ મૂરખ માનવજાત પોતે જ ઊભું કરેલું પોતે જ ખતમ કરી દેશે અને જાતેય ખતમ થઈ જશે તો ય ચિંતા કરવાની શી જરૂર છે? જયાં સુધી છેલ્લામાં છેલ્લા આપણે બે જ જીવતાં બાકી રહીશું ત્યાં સુધી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે બે આખી માનવજાતને ફરીથી પેદા કરી દઈશું. આ કરોડો નરના પૂર્વજ તો આપણે વાનરો જ છીએ ને ?”
બિચારી વાંદરી ! શું બોલે ?
બુદ્ધિજીવીઓના હૈયે પણ અઘોર સંહારની સંભાવનાઓ પણ કરુણા પેદા કરવાને બદલે કેવી કઠોરતા પેદા કરી ચૂકી છે તે માટે આ દૃષ્ટાંત ખૂબ જ યોગ્ય છે.
વર્તમાનકાલીન માનવોની ક્રૂરતા, વૈરપિપાસા, અ-દૂરદર્શિતા અને ઘાતકી કંગાલિયત જોઈને તો કદાચ જંગલના વાનરો ડાર્વિન પાસે જઈને કહેશે કે, “આટલા બધા નીચ, ક્રૂર અને ઘાતકી અમે વાનરો પૂર્વે ક્યારેય ન હતા. આવા લોકોના પૂર્વજ તરીકે તમે વાનરોને જાહેર કર્યા છે એ અમારી ઉપર થયેલો ઘણો મોટો અન્યાય છે ! અમારી વાનર-જાતિનું આ ખૂબ મોટું અપમાન છે ! આ માનવો અમારી જાતિના કહેવડાવવાને લાયક નથી. ડાર્વિન ! આ બાબતમાં ફેર-વિચાર કરો !”
વિશ્વની આ સંહારલીલા જોઈને અણુશક્તિના સંશોધક આલ્બર્ટ આઈન્સ્ટાઈન પણ ખિન્ન થઈ ગયા હતા. તેમણે એક વાર કોઈ સવાલના જવાબમાં કહ્યું હતું કે, “જો પુનર્જન્મ જેવી કોઈ પ્રક્રિયા
જૈન મહાભારત ભાગ-૧
Page #27
--------------------------------------------------------------------------
________________
કુદરતમાં થતી હોય તો આવતા ભવે હું ‘પ્લમ્બર' થવાનું પસંદ કરું. શાન્તિથી રોટલો કમાઈ લઉં અને શાંતિથી જીવન-ગુજારો કરી લઉં.”
બાઈબલમાં કહ્યું છે કે એક એવો દિવસ આવવો જોઈએ જ્યારે તલવારના દાંતરડાં બની જાય અને ભાલાના હળ થઈ જાય.
આવું મૈત્રીભાવનું પ્રતિપાદન કરતા બાઈબલના જ અનુયાયી ઈસાઈ લોકો, ગોરા લોકો આજે ‘આધુનિક દુર્યોધન’નો પાઠ ભજવી રહ્યા છે; વધુ ખુન્નસથી, વધુ ઘાતકી રીતોથી, વધુ ભયાનકતાથી
હવે જ પેલું બાઈબલનું વાક્ય સમજાય છે કે, ‘મૅન ડઝ નૉટ લિવ બાય બ્રેડ અલોન’-“માણસને જીવન જીવવા માટે માત્ર રોટલીથી જ ચાલતું નથી.’
ગાંધીજીની વેદના
‘અહિંસા’ના શસ્ત્રથી સ્વરાજ લેવા નીકળેલા ગાંધીજીએ ભારત-પાક વિભાજન વખતે જે મોતનું તાંડવ નીરખ્યું, લોહી ટપકતી ત્રણ ત્રણ હજાર લાશોવાળી ટ્રેઈનો જોઈ, ‘મારો, કાપો’ના અવાજોથી ઊભરાઈ ગયેલા ગગનનો સાક્ષાત્કાર કર્યો ત્યારે તેમણે પોતાના આયુષ્યને ટૂંકાવી નાંખી મરી જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમને ‘અહિંસા’ના લેબાશમાં કારમી કત્લેઆમ, હિંસાને પ્રજ્વાળતા ધોળી ટોપીવાળા લોકો જણાતા હતા. અહિંસાનો તેમને કોઈને ખપ નથી તેવી તેમની માન્યતા થવા લાગી હતી. તે વખતે તેમણે ઉચ્ચારેલા શબ્દો આ રહ્યા :
“સત્યાગ્રહની લડત વિશે મેં માની લીધું હતું કે આ લડત કેવળ સત્ય અને અહિંસાના આધાર ઉપર જ ચાલે છે, પણ તેવું ન હતું એમ ઈશ્વર આજે મને બતાવી રહ્યો છે. એટલે જ હવે હું કહું છું કે આપણે જીવવા માટે એટલા વલખાં મારીએ છીએ કે એથી આપણી ભૂલો પણ નથી જોઈ શકતા. આપણી અહિંસા તે અહિંસા નથી પણ આપણી નબળાઈના હથિયાર તરીકે તેનો ઉપયોગ કરાવે છે. એ અહિંસાના નામે ઓળખાતી હિંસા છે અને તેથી જ આજે ચોમેર લોહીની નદીઓ વહી રહી છે.
પરિણામ તો જે આવે તે ખરું પણ એ બધું જોવા કરતાં ઈશ્વર આ બુઢ્ઢાને ઉપાડી લે તો સારું.’ ગાંધીજીના વિચાર ઉપર ટીકાટિપ્પણ કરવાનું ઉપેક્ષીને આપણે એટલું જ અહીં જોવું છે કે હિંસાનું તાંડવ કેવું નગ્ન અને બીભત્સ હોઈ શકે છે ?
સત્તાની કારમી ભૂખમાંથી પ્રગટતી વૈરની આગ પેલા દુર્યોધનમાં કેવી પ્રજ્વળી હશે તે જોવા માટે આધુનિક દુર્યોધનોનું અને તેમણે પ્રવાળેલી વૈરની વ્યાપક આગનું આપણે દર્શન કર્યું છે.
જે સમયમાં સાક્ષાત્ પરમાત્મા મહાવીરદેવ આ ધરતી ઉપર વિદ્યમાન હતા એ જ સમયમાં એમના જ પરમભક્ત મહારાજા ચેડા સાથે મહારાજા શ્રેણિકના પુત્ર કોણિકને નાની વાતે વૈર બંધાયું અને તેમાંથી એવા બે યુદ્ધો ફાટી નીકળ્યા જેમાં એક કરોડ અને એંસી લાખ માનવોનો કચ્ચરઘાણ નીકળી ગયો ! ના, પ્રભુ મહાવીરદેવ કાંઈ જ ન કરી શક્યા. નિશ્ચિત નિયતિ આગળ કોઈનું ય ન ચાલે.
બન્ને ગ્રન્થોનો એક જ બોધ
કામરાગમાંથી સર્જાયેલી રામાયણ અને કષાયભાવોમાંથી સર્જાયેલું મહાભારત-બન્ને કથાઓ આ સંસારની ક્ષણભંગુરતાને અને તમામ સ્તરની સ્વાર્થમયતાને, સંહારમયતાને આપણા કાનમાં
જૈન મહાભારત ભાગ-૧
Page #28
--------------------------------------------------------------------------
________________
કહી જાય છે અને શિખામણ દે છે કે હે આત્મન્ ! આવા સંસારના સુખો ખાતર તું તારું માનવજીવન વેડફી ન નાંખતો. તું તારા જીવનની જે અમૂલખ પળો મળી છે તેનો સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરી લેજે અને આ મોઘેરા માનવજીવનનું સાર્થક્ય કરી લેજે. સર્વસંગનો ત્યાગી બનીને સાચો સાધુ બનજે. અન્ને મોક્ષ પામીને શાશ્વત સુખનો ભોક્તા બનજે. પછી તારે કદાપિ નહિ લેવો પડે જનમ આ ઝેરી સંસારમાં... કદાપિ નહિ મરવું પડે આ વિનાશી સંસારમાં...પછી નહિ દુઃખ, નહિ પાપ, નહિ મનનો તાપ અને નહિ તનનો સંતાપ ! સદાનું સુખ અને સદા શાન્તિ...સદાનું જીવન અને સદાની આત્મરમણતાની મસ્તી.
જૈન લેખકોના રામાયણ અને મહાભારતમાં સંસારત્યાગનો જીવન-વળાંક અતિ સુંદર રીતે નિરૂપાયો છે.
રામાયણમાં રામપક્ષે દશરથ, રામ, ભરત, સીતા, હનુમાન, લક્ષ્મણ અને અંકુશ, સેનાપતિ કૃતાન્તવદન વગેરે હજારો આત્માઓ તથા રાવણપક્ષે વાલી, પટરાણી મંદોદરી, પુત્ર ઇન્દ્રજિત, મેઘવાહન, ભાઈ કુંભકર્ણ વગેરેએ દીક્ષાનો મહામંગલકારી માર્ગ સ્વીકાર્યો હતો.
મહાભારતમાં પણ પાંડુ, કુન્તી, પાંચેય પાંડવો, દ્રૌપદી, વિદુર, ભીષ્મ, બળદેવ, શ્રીકૃષ્ણની રુક્મિણી આદિ આઠ પટરાણીઓ, પ્રદ્યુમ્ન વગેરે રાજકુમારો વગેરેએ અત્તે દીક્ષા લઈને આત્મકલ્યાણ સાધી લીધું છે. તેમાંય કૃષ્ણના પિતરાઈ ભાઈ નેમિનાથ તો તીર્થકર થયા હતા. ના, દશરથનું આઘાતથી અપમૃત્યુ, સીતાનું પૃથ્વીમાં સમાઈ જવું, પાંચ પાંડવોનું હિમાલયમાં વિલીન થઈ જવું વગેરે અજૈન મન્તવ્યો જૈન દૃષ્ટિના લેખનોમાં જોવા મળતાં નથી.
વિશિષ્ટ કોટિના ગૃહસ્થ મહાત્માઓની નજરમાંથી આત્મકલ્યાણનું લક્ષ વેગળું પડતું નથી. તેમને જ્યારે અવસર મળે ત્યારે તે લક્ષને આંબવા માટે તેઓ સજજ બની જાય છે. ભાગવતી પ્રવ્રયા વિના આ આંબી શકાય નહિ એવી તેમની સુસ્પષ્ટ માન્યતા હોય છે. તેમની નજરમાં પણ એવા સેંકડો, હજારો ભાગવતી પ્રવ્રજયાના ધારકો અને સુંદર રીતના આરાધકો સતત આવતા હોય છે. એમના મુખ ઉપરની અપાર પ્રસન્નતાને જોઈને જ ‘અમે ક્યારે આવા અગાર મટીર બનીશું?' એ ભાવના વારંવાર જીવંત બની જતી હોય છે. આથી આવા સગૃહસ્થો બને ત્યાં સુધી તો ભાગવતી પ્રવ્રજ્યાનો સ્વીકાર કરીને આત્મકલ્યાણ આરાધીને જ માનવભવને સફળ કર્યા વિના રહેતા નથી.
જો છેલ્લા-અંગ્રેજોના શાસનકાળના-ત્રણસો વર્ષોમાં રૂપાન્તર પામીને “ઇન્ડિયા” બની ગયેલા ભારતને ફરી ‘ભારત” બનાવવું હોય તો આવા કથાનકોની એકાન્ત મોક્ષલક્ષી વાતોને જનકર્ણ સુધી સર્વત્ર પહોંચાડવી પડશે, અન્યથા “ભારત સાથે ચાલતા “ઇન્ડિયાના (ત્રણ સૈકાના) યુદ્ધમાં ભારતનો થનારો ઘોર પરાજય કોઈ અટકાવી શકશે નહિ.
રાષ્ટ્રપતિના વટહુકમથી માત્ર વીસ વર્ષ માટે આવા ગ્રન્થોનું વાંચન, શ્રવણ, પારાયણ સદંતર સ્થિગિત કરી દેવામાં આવે તો ભારતીય પ્રજાને તેટલા સમયમાં વીસ હજાર વર્ષનું નુકસાન થઈ જાય.
જૈન મહાભારત ભાગ-૧
Page #29
--------------------------------------------------------------------------
________________
શ્રીદૃષ્ણ
મહાભારતની કથાના પરિવોનું કેન્દ્રબિંદુ શ્રીકૃષ્ણ વાસુદેવ બને છે. તેમની ચારે બાજુ બધા પાત્રો કુંડાળે ફરતાં હોય તેવી અછડતી
પ્રતીતિ મન ઉપર થયા વિના રહેતી નથી. શ્રીકૃષ્ણના પિતા વસુદેવ હતા અને માતા દેવકી હતા. કૃષ્ણ વસુદેવના પુત્ર હોવાથી વાસુદેવ કહેવાયા છે. જેમ દરેક ઉત્સર્પિણી-અવસર્પિણીના કાળમાં ચોવીસ તીર્થંકરો થયા છે તેમ નવ વાસુદેવો અને નવ પ્રતિ-વાસુદેવો તથા નવ બળદેવો પણ થતા હોય છે. આ રીતે શ્રીકૃષ્ણ આ અવસર્પિણીના છેલ્લા વાસુદેવ થયા. વાસુદેવના મોટા ભાઈ બળદેવ કહેવાય છે તેથી બલરામ તે છેલ્લા બળદેવ થયા અને જરાસંઘ તે છેલ્લા પ્રતિવાસુદેવ થયા. એવો નિયમ છે કે પ્રતિવાસુદેવે પ્રાપ્ત કરેલી તમામ સંપત્તિ, ધરતી વગેરેને; પ્રતિવાસુદેવને જીતી લઈને વાસુદેવ મેળવી લે છે. આ રીતે ત્રણ ખંડનું સામ્રાજય કે જે જરાસંઘે પ્રાપ્ત કર્યું હતું કે, તેને જીતી લઈને શ્રીકૃષ્ણ મેળવ્યું. આથી તેઓ ત્રણ ખંડના માલિક વાસુદેવ કહેવાયા.
મહાભારતની અજૈન કથાઓમાં શ્રીકૃષ્ણ દ્રૌપદીના સ્વયંવર પ્રસંગથી દેખાયા લાગે છે જ્યારે જૈન કથા પ્રમાણે તો તે પછી અર્જુનની સજારૂપ-બાર વર્ષની તીર્થયાત્રા પૂર્ણ થયા બાદ તે દ્વારિકામાં ગયો ત્યારે તે સુભદ્રા (શ્રીકૃષ્ણની બેન) સાથે લગ્ન થતા શ્રીકૃષ્ણ દેખાયા છે.
શ્રીકૃષ્ણને અજૈન દૃષ્ટિથી ભગવાન તરીકે જોવામાં આવ્યા છે જ્યારે જૈન દૃષ્ટિએ શ્રીકૃષ્ણ નજીકના જ ભવિષ્યમાં થનારા ભગવાન છે. તેઓ આ ભારતવર્ષમાં થનારા આગામી ચોવીસ તીર્થકરોમાં અગિયારમા “અમમ” નામના તીર્થકર ભગવાન થવાના છે. ખેર, એ તો એ આત્માની ભવિષ્યની મહત્તાને જૈનશૈલીથી મૂલવવામાં આવી. પણ તે આત્મા શ્રીકૃષ્ણના સ્વરૂપમાં પણ જૈન દષ્ટિથી ખૂબ જ ઉચ્ચ કક્ષાના આત્મા તરીકે સ્વીકારવામાં આવ્યા છે.
જો કે તેઓ વાસુદેવ હોવાથી રાજ્યપ્રાપ્તિ માટેના સંહારાદિમાં વધુ પડતા લીન થયા હોય, નારીઓમાં વધુ આસક્ત પણ બન્યા હોય, એ બધું સુસંભવિત છે, પરંતુ આ બધો તેમના જીવનનો પૂર્વાર્ધ હતો. તેમના જીવનના ઉત્તરાર્ધમાં-ગમે ત્યારે શ્રીકૃષ્ણ સમ્યગ્દર્શન નામનો આત્માનો અત્યન્ત ઝળહળતો ગુણ પામ્યા છે. આ સમ્યગ્દર્શનના પણ ક્ષયોપશમ, ક્ષાયિક વગેરે પ્રકારો છે. તેમાંના ક્ષાયિક નામના સર્વોત્કૃષ્ટ પ્રકારને તેમણે પ્રાપ્ત કર્યો છે. ક્ષાયિક સમ્યગ્દર્શનનો માલિક બનતો આત્મા સંસારમાં વધુ સમય રહી શકે નહિ. તે તો ભાગવતી પ્રવ્રયા પામવા માટે અતિશય ઉત્કંઠિત હોય, પરંતુ એ અંશમાં, એ જીવન પૂરતા શ્રીકૃષ્ણ દુર્ભાગી નીવડ્યા છે. તેઓ આજીવન મુનિપદ પામી શક્યા નથી.
બેશક, તેમનો તેવો તીવ્ર કર્મોદય જ તેમાં ભાગ ભજવી ગયો છે, પરંતુ તેમનો મુનિભાવ પ્રત્યેનો આદર અતિશય ઉત્કટ હતો, આથીસ્તો તેઓ લગ્ન કરવાની વયમાં આવતી તમામ પુત્રીઓને-કોક અપવાદ સિવાય- મુનિજીવનનો માર્ગ અપાવી શક્યા છે. એટલું જ નહિ પરંતુ તેમણે સમગ્ર દેશમાં જાહેરાત કરાવી હતી કે, “જે કોઈને પણ મુનિજીવન પામવામાં આજીવિકાદિનું કારણ નડતું હશે તે સહુ કારણને શ્રીકૃષ્ણ દૂર કરી આપશે.”
એક વાર તો તેમણે અઢાર હજાર મુનિઓને વંદનવિધિ કરીને કમાલ કરી નાંખી હતી. ગજસુકુમાળ નામના મુનિના હત્યારાના શબ તરફ પણ તેમણે ઘોર તિરસ્કાર વ્યક્ત કર્યો હતો.
જૈન મહાભારત ભાગ-૧
Page #30
--------------------------------------------------------------------------
________________
એમ લાગે છે કે ‘શ્રીકૃષ્ણ'ને ભગવાન તરીકે મહાભારતમાં કલ્પીને અજૈન દૃષ્ટિએ થાપ ખાધી છે. હરિવંશકુળના કૃષ્ણને કે ભાગવતના કૃષ્ણને ‘ભગવાન’ તરીકે નવાજ્યા હોત તો હજી ચાલી જાત, પરંતુ મહાભારતના શ્રીકૃષ્ણને ‘ભગવાન' તરીકે નવાજીને એટલા બધા પ્રશ્નો ઊભા કર્યા છે કે જેને ભગવાનની લીલાના નામે ઉકેલવામાં આવ્યા છે અથવા ભગવાનને બધી વાતમાં ફૂડ, કપટ, જૂઠ આચરવા સુધીની સર્વે સત્તા આપવી પડી છે.
આના કરતાં જૈન દૃષ્ટિના શ્રીકૃષ્ણને ખૂબ જ ઉચિત અને સંપૂર્ણ ન્યાય આપી શકાયો છે એમ લાગે છે. જૈન દૃષ્ટિએ તેમના જીવનના અમુક સમય પછી તેઓ ઉચ્ચ કક્ષાના સદ્ગૃહસ્થ હતા. તેઓ ક્ષાયિક સમ્યગ્દર્શનના સ્વામી હોવાથી અંતરથી અનાસક્ત એવા ગૃહસ્થ-યોગી હતા. તેઓ ધર્માત્મા હતા. આથી જ મરેલી, હડકાયી, ગંધાતી કૂતરીના પણ દાંતની સફેદ પંક્તિની તેઓ અનુમોદના કરી શક્યા હતા. આથી જ પોતાનું મોત લાવનાર જરાકુમારને મૈત્રીના દાવે નસાડી મૂક્યો હતો. આથી જ એક મજૂરની ઈંટો ઊંચકવામાં જાતે મદદગાર બન્યા હતા. પણ તેની સાથોસાથ તેઓ રાજનીતિના પણ ખેલાડી હતા.
ધર્મની ઊંડામાં ઊંડી સૂઝ અને સંવેદનાઓથી ભીનું-ભર્યું તેમનું હૃદય હતું, પરંતુ રાજનીતિની વિલક્ષણ ચાલ ચાલવાની નિષ્ણાતતાથી તેમનું હૃદય અવસરે કઠોર પણ બની શકતું હતું.
ધર્મક્ષેત્ર અને રાજક્ષેત્ર બંને ભિન્ન ભિન્ન ક્ષેત્રો છે. પહેલામાં તમાચો મારનારની સામે બીજો તમાચો ખાવા માટે ગાલ ધરવાની વાત છે; જ્યારે બીજામાં તમાચાનો જવાબ તમાચાથી જ દઈ શકાય તેવું સ્પષ્ટ રીતે માન્ય છે.
જે સમયની રાજનીતિમાં તમાચાનો જવાબ તમાચાથી જ દેવાનો જરૂરી હોય તે સમયમાં બીજો ગાલ ધરીને બીજો તમાચો ખાવાની વાત કરી શકાય નહિ. શ્રીકૃષ્ણ આ બંને નીતિઓના પૂરેપૂરા જાણકાર હતા. ફૂડકપટની સામે સરળતા દાખવી દેવાની ધર્મનીતિને તેમણે રાજનીતિના ક્ષેત્રમાં પેસવા દીધી નથી, બલકે ખૂબ જ સખ્તાઈથી તેઓ તેવા જ દાવ રમીને ફૂડકપટોના ફેંકાયેલા પાસાને નિષ્ફળ બનાવી ચૂક્યા છે.
જે પક્કો રાજનીતિજ્ઞ હોય અને તેની સાથે સાથે ધર્માત્મા હોય તે કેવો હોય ? તે તમારે જાણવું હોય તો મહાભારતના શ્રીકૃષ્ણને જોઈ લો.
ધર્માત્માએ રાજનીતિ રમવી પડે ત્યારે તે બને ત્યાં સુધી યુદ્ધ છેડે જ નહિ, યુદ્ધ ટાળવા માટેના જેટલા ઉપાયો શક્ય હોય તે બધા અજમાવ્યા વિના રહે નહિ. અને છતાંય જો યુદ્ધ છેડાઈ પડે તો કાયાથી કઠોર રીતે યુદ્ધ ખેલવા છતાં મનથી તેની હેયતાનો જપ તો કર્યા જ કરે.
પાંડવો તરફના વિષ્ટિકાર બનીને શ્રીકૃષ્ણ જ્યારે ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનાદિની રાજસભામાં આવ્યા ત્યારે તેમણે ભારે ધીરજ રાખીને તેઓને પાંડવો સાથે સમાધાન કરી લેવા માટે ખૂબ સમજાવ્યા હતા. છેવટે પાંચ પાંડવોને માત્ર પાંચ ગામ આપવા માટે કહીને—આટલાથી હું પાંડવોને સમજાવી દઈશ એમ કહ્યું, કેમકે ગમે તે રીતે યુદ્ધ ટાળવાની જ શ્રીકૃષ્ણની ભાવના હતી. ધર્મરાજ યુધિષ્ઠિરે તો શું પણ ખુદ ભીમે પણ વિષ્ટિકાર તરીકે વિદાય થતા શ્રીકૃષ્ણને યુદ્ધ ટાળવા માટે જ પ્રયત્ન કરવાની આગ્રહપૂર્વક સલાહ આપી હતી.
પણ કમનસીબે દુર્યોધન પાંચ ગામ આપવા સંમત ન થયો. તેણે કહ્યું કે, “એક સોય જેટલી પણ ભૂમિ નહિ મળે. જે મેળવવું હોય તે યુદ્ધના મેદાનમાં મેળવી લઈ શકે છે.”
દુર્યોધનનો આ યુદ્ધજ્વર જોઈને શ્રીકૃષ્ણ સભા છોડી ગયા તો ય યુદ્ધનિવારણનો પ્રયત્ન તો ન
જૈન મહાભારત ભાગ-૧
Page #31
--------------------------------------------------------------------------
________________
જ છોડ્યો. તેમને રથ સુધી વળાવવા આવેલા બીજા બધા પાછા ફર્યા ત્યારે શ્રીકૃષ્ણ કર્ણનો હાથ પકડી લઈને પોતાની સાથે રથમાં બેસાડી દીધો.
તેમના મનમાં એ વાત નિશ્ચિત હતી કે કૌરવોની કિંમત કર્ણના કારણે જ છે. જો તેને ખસેડી લેવાય તો કૌરવો એકડા વિનાના મીંડા બની જાય. આવા શક્તિહીન કૌરવો યુદ્ધ કરવા માટે નાહિંમત બની જશે.
આ માટે કર્ણને ન કહેવા જેવી કેટલીક વાતો કૃષ્ણ કરી, તેને અનેક લાલચો આપી. તે રાધેય નથી પણ કૌન્તય છે, સૂત નથી પણ ક્ષત્રિય છે, પાંડવ છે, યુધિષ્ઠિરથી પણ મોટો હોઈને રાજયનો પ્રથમ અધિકારી છે વગેરે ઘણી રહસ્યભૂત વાતો પણ કરી. કર્ણ પણ આ બધું અચાનક સાંભળીને ચમકી ગયો પણ તો ય કૃષ્ણ તેને કૌરવપક્ષમાંથી બહાર કાઢી શક્યા નહિ, કેમકે કર્ણ અત્યન્ત કૃતજ્ઞા હતો. જે રાધાએ તેને નાનાથી મોટો કર્યો અને જે દુર્યોધને તેને અંગરાજ બનાવ્યો, જિગરી દોસ્ત બનાવ્યો તેમના પ્રત્યે કૃતજ્ઞ બનવાનું તે કર્ણને માટે સ્વપ્ન ય સંભવિત ન હતું. આથી જ ના યુદ્ધની ચાલ રમવામાં કૃષ્ણ બીજી વાર પણ નિષ્ફળ ગયા.
આ બન્ને પ્રસંગોમાં કૃષ્ણની ના યુદ્ધની તીવ્ર ભાવના એકદમ છતી થઈ જતી જોવા મળે છે. પણ સબૂર ! કૃષ્ણ માત્ર ધર્મનીતિજ્ઞ ન હતા, તેઓ રાજનીતિજ્ઞ પણ હતા.
આ બને નીતિઓ કહે છે કે પવિત્ર એવી પ્રજાનું નિકંદન તો ન જ નીકળી જવા દેવું જોઈએ. એની ઉપર દુષ્ટોનું આધિપત્ય બિલકુલ ઇચ્છનીય ન ગણાય. આમ થાય તો પ્રજા પોતાનું પાવિત્ર્ય ખોઈ બેસે, તેથી ધર્મપુરુષાર્થ ખતમ થાય અને અન્ને યોગ્ય આત્માઓની પણ મોક્ષ-પ્રાપ્તિ મુશ્કેલ બની જાય. આ બધું ટકાવી રાખવા માટે પ્રજાને કે સમાજને સારો નેતા કે રાજા મળવો જ જોઈએ.
પોતાની બેન સુભદ્રાના લગ્ન પાંડવોમાંના અર્જુનની સાથે થવાથી શ્રીકૃષ્ણને પાંડવો પ્રત્યે સ્નેહભાવ-ખૂબ સ્નેહભાવ-હોય તે સંભવિત છે, પરંતુ એટલા જ માત્રથી તેમણે પાંડવોને રાજ અપાવવા માટે ભયાનક યુદ્ધ છેડ્યું છે એમ ન કહેવાય. એવો આંધળો સ્નેહભાવ કૃષ્ણમાં કલ્પવો ન જોઈએ,
ખરેખર તો યુદ્ધ છેડીને પાંડવોને રાજ ઉપર લાવવામાં અને કૌરવોને હરાવવામાં શ્રીકૃષ્ણની સમાજની-પ્રજાની ધર્મધારણા જ કારણ હતી. દુષ્ટોને દંડ દેવો, તેમનું જે સ્થાન હોય તે તેમને દેખાડી દેવું અને સજ્જનોની સેવા કરવી, તેમનું જે સ્થાન હોય ત્યાં તેમને બેસાડી દેવા- એ રાજનીતિના પાંચ યજ્ઞોમાંના બે યજ્ઞકાર્યો છે.
હવે જયારે “ના-યુદ્ધ'ની વાત સંભવિત જ ન રહી ત્યારે યુદ્ધ છેડીને રાજનીતિજ્ઞ શ્રીકૃષ્ણ આ બે યજ્ઞો માંડવા એકદમ સજ્જ બની ગયા હતા.
ધૃતરાષ્ટ્રની રાજસભામાંથી જયારે તેઓ પાછા ફર્યા ત્યારે તેમની ચાલથી અને મુખાકૃતિથી આ વાત સહુને સ્પષ્ટ થઈ પણ ગઈ હતી.
હા, કૃષ્ણનું મન કરૂણાથી પણ વધુ કોમળ હતું, યુદ્ધ નહિ જ છેડવા માટે, કારણ કે તે ધર્માત્મા હતા.
પણ જ્યારે વિપક્ષને યુદ્ધ સિવાય બીજું ખાતું જ ન હતું ત્યારે શ્રીકૃષ્ણનું મન કઠોરથી પણ કઠોર બની ગયું હતું, કારણ કે તે રાજનીતિજ્ઞ હતા.
બેશક, આ રાજનીતિમાં ય પ્રજાને દુષ્ટોની એડી નીચે કચડતી બચાવવાની ધર્મનીતિ ગર્ભિત રીતે તો પહેલી જ હતી.
જૈન મહાભારત ભાગ-૧
Page #32
--------------------------------------------------------------------------
________________
ભગવાન કાંઈ કપટની સામે કપટો રમી શકે ? ના, સર્વને-કૌરવ કે પાંડવને-બિલકુલ સમભાવે જોતાં ભગવાનમાં આ બધું શી રીતે સંભવે? વળી જેને ભગવાન ગણ્યા તે પોતાના પરમ મિત્ર અર્જુનની પત્નીના પગ પોતાના ખોળામાં અને સત્યભામાના પગ અર્જુનના ખોળામાં નાંખવા દ્વારા મૈત્રીની ટોચ બતાવતા હશે ? યાદવોની સાથે તેઓ પણ દારૂ પીતા હશે? પાંડવવનને બાળવાનું, હજારો પશુઓનો ક્રૂર રીતે સંહાર કરવાનું કામ ભગવાન કરતા હશે?
જો કે ભગવાનની કારવાઈઓ પણ તે તે સંયોગને લીધે બચાવ કરવા લાયક બની શકે.
ભગવાન શ્રી ઋષભદેવ જ્યારે ગૃહસ્થજીવનમાં હતા ત્યારે તેમણે પણ આર્ય મહાપ્રજાની ધારણા કરવા માટે લગ્નાદિના વ્યવહારો પણ શીખવ્યા જ હતા ને? અને રાજવ્યવસ્થા પણ કરી જ હતી ને ? પરન્તુ તે જ આત્મા જ્યારે ઋષભદેવ ભગવાન બન્યા ત્યારે પરિસ્થિતિ કેટલી બધી પલટાઈ ગઈ! પોતાના પુત્રતુલ્ય નમિ અને વિનમિ રાજયપ્રાપ્તિ માટે તેમની પાસે કેટલોય સમય રહ્યા તો ય પ્રભુએ તેનો કોઈ પ્રતિસાદ ન જ આપ્યો.
ભગવાન તે ભગવાન ! અને સદ્ગુહસ્થ તે સદ્ગુહસ્થ. કૃષ્ણ એ ધર્મક્ષેત્રે વિશિષ્ટ કોટિના ધર્માત્મા હતા તેમ રાજકીય ક્ષેત્રે વિશિષ્ટ કોટિના ખૂબ જ દૂરંદેશી રાજનીતિજ્ઞ હતા, માટે ભીખ કે દ્રોણ જેવા વડીલો અને ગુરુઓની સામે લડતાં અચકાતા, વિષાદપૂર્ણ બનેલા અર્જુનને તેમની સામે લડવા માટે પ્રેરણા કરી. આ વખતે “જેવા સાથે તેવા'ની રાજનીતિનું ગણિત કૃષ્ણ માંડ્યું હતું. વાત પણ સાચી હતી, કેમકે એ કુરુક્ષેત્ર હતું, એ કાંઈ ધર્મક્ષેત્ર ન હતું.
કૃષ્ણના ગણિતના આંકડા આવા હતા : જયારે ભીષ્મ પોતાના પુત્રો સામે અને દ્રોણ પોતાના શિષ્યો સામે જંગે ચડવા જેટલી ક્રૂરતા ધારણ કરે ત્યારે તેઓ વડીલ કે ગુરુ મટી જાય છે. પછી તેમને તે સ્વરૂપના આદરણીય અને અવધ્ય માની શકાય નહિ.
તેમાં ય દ્રોણ તો યુદ્ધકીય વિદ્યાદાન કરનારા હતા. તેમનાથી વળી શસ્ત્રો ઉપાડાય ખરા? છતાં તેમણે આ મર્યાદાનો ભંગ કર્યો તો તેમની સામે શસ્ત્રો શા માટે ન ઉઠાવવા?
અજૈન મહાભારત કરતાં જૈન શૈલી કેવી જુદી પડે છે તે આ પ્રસંગમાં જણાઈ આવે છે. કૃષ્ણ અર્જુનને કહે છે કે, “તું ક્યાં કોઈને મારવાનો છે ? મારનારો કે જિવાડનારો તો હું ભગવાન” છું. તારે તો માત્ર બાણ ફેંકવાના છે.”
જૈનશૈલીમાં કૃષ્ણને આવું ભગવસ્વરૂપ અપાયું નથી. અહીં આ પ્રસંગે કૃષ્ણ અર્જુનને એમ કહ્યું છે કે, “એ પાપીઓ એમના પાપે જ મરવાના છે. તું તો માત્ર નિમિત્ત બનવાનો છે.” અતુ.
જ્યારે યુદ્ધ અનિવાર્ય જ બની ગયું, દુર્યોધનના યુદ્ધજવરને કારણે યુદ્ધ ટાળી ન શકાયું ત્યારે ધર્માત્મા જણાતા કૃષ્ણનું સ્વરૂપ રાજનીતિના ખેલાડીનું બની ગયું અને તે સ્વરૂપ ઠેઠ છેલ્લે સુધી રહ્યું. દુર્યોધન નાસી છૂટીને તળાવમાં જઈ ભરાયો તો ત્યાં તેનો પીછો પકડીને તેને ખતમ કરાવ્યો. તે માટે ભીમ પાસે સાથળ ઉપર ગદા મારી દેવાની અનીતિનો સંકેત પણ કૃષ્ણ જ કર્યો.
એક વાર હાર-જીત ઉપર જ નિર્ણય લેવાનો નક્કી થયો એટલે હવે તે ખાતર જે કાંઈ કરવું પડેફૂડ, કપટ, મૃષાવચન-તે બધું કરી જ છૂટવું; તેમાં દયાને, સંદિગ્ધતાને, મૂંઝવણને સ્થાન કદી ન આપવું એ કૃષ્ણની રાજનીતિ હતી. હા, એ બધી વાતમાં તેના પોતાના સ્વાર્થની ક્યાંય કોઈ વાત ન હતી. માત્ર પ્રજા ઉપરથી દુષ્ટોનું આધિપત્ય હટાવીને સપુરુષોનું આધિપત્ય સ્થાપવાની જ વાત
હતી.
જૈન મહાભારત ભાગ-૧
Page #33
--------------------------------------------------------------------------
________________
કૃષ્ણની આ નિઃસ્પૃહતા જ યુદ્ધની હવામાં પણ એનું ધર્માત્માનું સ્વરૂપ પ્રકાશી આપે છે. બાકી, યુદ્ધ તે યુદ્ધ ! સંહાર તે સંહાર ! કર્મોના બંધનની કથા સિવાય ત્યાં બીજું શું જોવા મળે
મહાભારતમાં વિશેષ રીતે ચમકતું પાત્ર શ્રીકૃષ્ણનું છે, તો વિશેષ રીતે સહુને આદરણીય પાત્ર ભીખનું છે. આ બન્ને વ્યક્તિઓમાં સ્કૂલ દૃષ્ટિએ મોટો વિરોધ દેખાય કે ભીખ સત્યને પકડી રાખે છે તો કૃષ્ણને જૂઠું બોલવામાં જાણે કે જરાય વાંધો લાગતો નથી. ભીખ ન્યાયપ્રિય છે, તો કૃષ્ણ કપટપ્રિય છે.
પણ ખરી હકીકત આ પ્રમાણે નથી. મારી દષ્ટિએ બન્ને સત્યપ્રિય છે અને બન્ને ન્યાયપ્રિય છે. તે બે માં જે ફરક છે તે આ છે.
ભીષ્મનું જે સત્ય છે તે બંધારણીય સત્ય છે. સત્ય એટલે સત્ય. એનો આદર કરવો જ જોઈએ. કોઈ પણ સંયોગમાં અસત્ય તો આચરી શકાય જ નહિ. યુધિષ્ઠિર પણ આવા જ સત્યવાદી છે પરંતુ કૃષ્ણના સમાગમને લીધે તેમણે ભીષ્મના બંધારણીય સત્યને બદલે કેટલીક વાર કૃષ્ણના ઢાળના સત્યને પણ સ્વીકાર્યું છે ખરું.
ભીષ્મનું સત્ય કાંઈક વધુ જડ લાગે છે. તેઓ સત્યને સંયોગાનુકૂળ બનાવવા માંગતા નથી. દ્રૌપદીના વસ્ત્રાહરણ પ્રસંગે તે બન્ને પક્ષને માન્ય હોઈને જે કાંઈ કહે તે ઉભયને માન્ય થાય તેમ હતું, છતાં તેઓ મૌન જ રહ્યા અને દ્રૌપદીની લેવાતી લાજને તેમણે મૌન રહીને જોયા કરી; કશું જ ન કર્યું, કશું જ ન કહ્યું. તેમનો એ વિચાર હતો કે યુધિષ્ઠિરની સંમતિથી દુર્યોધન જુગાર રમ્યો છે. પૂરી સભાનતાથી યુધિષ્ઠિરે છેલ્લે દ્રૌપદીને હોડમાં મૂકી છે. ખરેખર યુધિષ્ઠિર દ્રૌપદીને હારી ગયો છે અને કાયદેસર રીતે હવે દુર્યોધન દ્રૌપદીનો માલિક બન્યો છે તો તે પોતાની માલિકીની ચીજ માટે ગમે તેમ કરી શકે છે. એ વખતે તેને તેમ કરતાં અટકાવી કેમ શકાય ? એ તો અન્યાય જ કહેવાય.
આવી હતી ભીષ્મની ન્યાયની વ્યાખ્યા. તેને બધું કાયદેસર પસંદ છે. આથી જ તેના સત્યની સમજણનો ઢાળ વધુ પડતો જડ બની ગયો જોવા મળે છે.
જ્યારે કૃષ્ણનું સત્ય આવું બંધારણીય ન હોઈને જડ નથી. તેનું સત્ય જૈન પરિભાષા પ્રમાણે અનુબંધ સત્ય છે.
એક વસ્તુ દેખીતી રીતે સારી જણાતી હોય પણ જો તેનું પરિણામ ખરાબ હોય તો તે સ્વરૂપમાં સારી જણાતી વસ્તુને અનુબંધમાં પરિણામ ખરાબ હોઈને જૈન પરિભાષા તેને “અનુબંધ-ખરાબ વસ્તુ કહે છે.
ચૂપચાપ દાણા નીરીને વધુ ને વધુ પંખીઓ ભેગા કરીને તેમને શાન્તિથી ખાવા દેતો પારધી સ્વરૂપે અહિંસક છતાં પરિણામમાં તો મહાહિંસક જ છે. આ પંખીઓને તાળીઓ પાડીને ઉડાડી દેતો કોઈ માણસ સ્વરૂપે હિંસક છતાં પરિણામે અત્યન્ત દયાળુ છે.
શ્રીકૃષ્ણના સત્ય, ન્યાય, નીતિ, દયા વગેરે “અનુબંધ' (પરિણામ)ના વિચાર ઉપર આધારિત છે. એ બધી વાતને અનુબંધના ઢાળમાં જ પાડે છે અને પછી તેના સ્વરૂપનો નિર્ણય લે છે.
શ્રીકૃષ્ણના કૂડ, કપટ પણ અનુબંધના લાભોને હિસાબે જ ગોઠવાયા છે. તેને જયાં ભાવિમાં લાભ દેખાયો અથવા મોટા નુકસાનમાંથી બચાવ દેખાયો ત્યાં તેણે વર્તમાનમાં નુકસાન ભોગવી લેવાનું એકદમ પસંદ કરી લીધું છે.
દુષ્ટોના હાથમાં રાજસત્તાનો દોર આપવામાં અને રાજસત્તાને ખૂબ સારી રીતે સંચાલિત
જૈન મહાભારત ભાગ-૧
Page #34
--------------------------------------------------------------------------
________________
કરનારાઓ હાજર છતાં તેમને વનભેગા કરી દેવામાં કરોડોની સંખ્યાની આર્ય મહાપ્રજાને થનારા ભારે નુકસાનો કૃષ્ણની નજ૨માં આવી ગયા છે અને તેથી જ તેણે છેવટે દુષ્ટોને દંડ દેવા માટેના પગલાં નાછૂટકે પણ પસંદ કર્યા છે.
એવા પગલાં લીધા પછી એના પેટામાં એને જે કાંઈ ફૂડ-કપટ કરવા પડ્યા : યુધિષ્ઠિર પાસે ‘અશ્વત્થામા હતઃ’ એવું જૂઠું બોલાવ્યું, કર્ણને અન્યાયથી અર્જુન દ્વારા મરાવ્યો. (અને તે વખતે યુદ્ધના ન્યાયની વાત કરતા કર્ણને સણસણાવીને કૃષ્ણે સંભળાવ્યું કે નિઃશસ્ત્ર અભિમન્યુને ખતમ કરી નાંખતી વખતે યુદ્ધનો ન્યાય ક્યાં છુપાવી દીધો હતો? એ તો જેવા સાથે તેવા થયે જ છૂટકો.) શિખંડી દ્વારા ભીષ્મને મરાવ્યો. અજૈન મહાભારત અનુસાર મહાપરાક્રમી અર્જુનનો જાન બચાવવા માટે અંધકાર ઊભો કરીને જયદ્રથને અન્યાયથી મરાવ્યો અને ભીમને સંકેત કરીને સાથળ ઉપર ગદા મરાવીને દુર્યોધનને અન્યાયથી મરાવ્યો. (એ પછી દુર્યોધનના કૃષ્ણ તરફના ‘તું જ બધા કાવતરાનો સર્જક છે’ વગેરે શબ્દોને ભારે ઠંડકથી કૃષ્ણે સાંભળ્યા હતા, કેમકે તેનું કાર્ય પૂરું થયું હતું.)
આ બધા અન્યાયોમાં કૃષ્ણને દુષ્ટોનો નાશ કરવારૂપ રાજનીતિનો એક જ ન્યાય...ન્યાય... અને ન્યાય જ દેખાતો હતો.
કૃષ્ણને મન એક જ ન્યાય હતો, એક જ સત્ય હતું, એ જ એની રાજનીતિ હતી કે જગત ઉપ૨ દુષ્ટોનું તો આધિપત્ય ન જ હોવું જોઈએ. એમને દૂર કરવા માટે જે કાંઈ કરવું પડે તે ન્યાય, જે કાંઈ બોલવું પડે તે સત્ય, જે કાંઈ આચરવું પડે તે નીતિ.
રાજનીતિમાં ચાણક્યને ક્યાંય ટપી જાય તેવા કૃષ્ણ હતા. તેમની દૂરંદેશિતા સામાન્ય માણસો સમજી પણ ન શકે એટલી બધી નિગૂઢ હતી.
જૈનશૈલી તો ધર્મક્ષેત્રમાં પણ અનુબંધ-સત્યને, અનુબંધ-ન્યાયને, અનુબંધ-નીતિને જ સત્ય, ન્યાય, નીતિ કહે છે.
જે અહિંસા અનુબંધમાં હિંસામાં પરિણમતી હોય તેવી દેખીતી અહિંસાને ધર્મક્ષેત્રમાં પણ આચરવા લાયક ગણવામાં આવી નથી તો કુરુક્ષેત્રની યુદ્ધનીતિમાં શ્રીકૃષ્ણ અનુબંધના સત્ય, ન્યાય, નીતિ વગેરેનો વિચાર કરીને એ રીતની બાજીઓ ગોઠવે તો તેમાં કશું જ નવાઈ પામવા જેવું નથી.
જૈન ગ્રન્થોમાં એવા તો અઢળક દૃષ્ટાન્તો જોવા મળે છે કે જેમાં દેખીતી રીતે હિંસા, અનીતિ, અસત્ય આચરાતાં હોય છતાં તેઓના અનુબંધમાં અહિંસા વગેરે પડેલી હોવાથી તે હિંસાદિ પણ માન્ય કરાયેલા હોય. આ જ કારણે જૈનધર્મના અનુયાયી ગૃહસ્થો ભગવાન જિનેશ્વરદેવોની પુષ્પ વગેરેવાળી અષ્ટપ્રકારી પૂજા કરે છે. આ જ કારણે જૈન સાધુઓ શાસ્ત્રનીતિ મુજબ પાણીવાળી નદીઓમાં પગ મૂકીને પણ વિહાર કરે છે વગેરે...
જૈનશૈલીના ‘અનુબંધ’ પદાર્થને જાણનારા આત્માઓ કૃષ્ણને જેટલો ન્યાય આપી શકશે તેટલો ન્યાય કદાચ અજૈનો પણ નહિ આપી શકે.
અહીં પ્રસંગતઃ ગાંધીજીને યાદ કરી લીધા વિના ચાલે તેવું નથી.
આ વ્યક્તિનો આત્મા ધાર્મિક બનવા સર્જાયો હશે એમ તેના સત્ય, ન્યાય, મોક્ષલક્ષી પ્રાચીન પરંપરાઓનો પ્રેમ, ઇશ્વરભક્તિ, માનવતા વગેરે ગુણો જોતાં અનુમાન કરી શકાય.
પણ આ વ્યક્તિ રાજકારણમાં આવી ગઈ. એની સામે કૌરવોથી પણ ભૂંડા ધૂર્ત અંગ્રેજો હતા. એમના કાવાદાવાઓના પૂરેપૂરા જાણકાર બનવાની એમને ખૂબ જરૂર હતી. તેમ થયું હોત તો અંગ્રેજોની બધી વ્યૂહરચનાને તેઓ નિષ્ફળ બનાવી શક્યા હોત.
જૈન મહાભારત ભાગ-૧
Page #35
--------------------------------------------------------------------------
________________
પણ ગાંધીજી એ કૌરવોની સામે કૃષ્ણનો રોલ ભજવી ન શક્યા. હા, કૃષ્ણનો રોલ ભજવવા ગયા પણ તેમાં સરિયામ નિષ્ફળ ગયા. એમણે કૃષ્ણનો જ રોલ ભજવવો હોય તો અતિ ભોળા, અતિ સરળ, અતિ નિખાલસ બની શકાય નહિ. માણસોની પસંદગીની નજરમાં જરાય ઊણા ઊતરાય નહિ.
ખેદની વાત છે કે તેઓ કૃષ્ણનું વામણું સ્વરૂપ પણ પામી ન શક્યા અને તેથી જ તેમના નેતૃત્વ નીચે ચાલેલા રાજનીતિના ક્ષેત્રના આંદોલનમાં ભારતીય પ્રજા ભયંકર રીતે પાયમાલ થઈ. તેમના દ્વારા નિમાયેલા ખોટા વારસદારોના હાથે ભારતીય સંસ્કૃતિ બરબાદ થઈ. તેમના ભોળપણના ગેરલાભો ઉઠાવી લેનારા અંગ્રેજો દ્વારા “ભવ્ય ભારત'નું સ્વપ્ન તિતબિતર થઈ ગયું. ખંડિત ભારતનો જન્મ થયો.
જો ગાંધીજી ધર્માત્મા જ બનીને બેસી ગયા હોત, જો તેમણે કૃષ્ણનો રોલ ભજવવાનું અનિચ્છનીય ડહાપણ ન કર્યું હોત તો સ્વરાજ મેળવ્યાથી થયેલી પાયમાલી કરતાં અંગ્રેજ શાસનની પાયમાલી ચોક્કસપણે ઓછી હોત.
ગાંધીજીની રાજકારણી તરીકેની સરિયામ નિષ્ફળતા જોયા પછી તો રાજકારણના દાવપેચો લડવામાં અતિ કુશળ એવા કૃષ્ણ તરફ આ દૃષ્ટિથી ભારે અહોભાવ પેદા થાય છે.
કૃષ્ણને પૂરેપૂરા ઓળખવા હોય તો ગાંધીજીને પૂરેપૂરા સમજવા પડશે. એમની મુખ્યત્વે ભોળપણ-જનિત ભયાનક નિષ્ફળતાઓ બરાબર નજરમાં આવશે ત્યારે જ કૌરવોને સખત પાઠ ભણાવી દેતા કૃષ્ણની કૂડ-કપટભરી જવલંત સફળતાઓને ન્યાય આપી શકાશે.
કેટલા કૃષ્ણોની આજે જરૂર હશે; કૌરવો(અંગ્રેજો : દેશી અને વિદેશી)ને એમનું સ્થાન દેખાડી દેવા માટે ? એ તો ભગવાન જ જાણે.
જો કૃષ્ણ ન હોત તો ગાંધીજી જેવા સરળ, નિખાલસ અને નિઃસ્પૃહી યુધિષ્ઠિર કુરુક્ષેત્રે પોતાનો રણ-રથ લાવી શક્યા હોત કે કેમ તે એક સવાલ છે !
અર્જુન તો કદાચ કૌરવોના કપટથી વાજ આવી જઈને સાધુ બની ગયો હોત ! ભીમ કદાચ મળેલી શરીરની શક્તિઓને તપના માર્ગે વાળી શક્યો હોત ! સહદેવ અને નકુળ અધ્યાત્મમાર્ગે વળી ગયા હોત !
હા, અંતે એમ જ થયું. પણ શરૂમાં જ તે બધું ન બની ગયું તેમાં મુખ્ય કારણ કૃષ્ણ હતા. તેમણે જ આ ક્ષત્રિયવીરોના ક્ષાત્રવટને રણમેદાન તરફ વળાવીને દુષ્ટોના હાથમાં જઈ પડેલી ધરતીને છોડાવી, ભારતની આર્ય મહાપ્રજાને સન્માર્ગે વાળવાની શક્તિ ધરાવતું રાજછત્ર ગોઠવી દીધું, કેમકે તે માનતા હતા : I Rા.
જૈન મહાભારત ભાગ-૧
Page #36
--------------------------------------------------------------------------
________________
ભીષ્મ
ભીષ્મનું પાત્રાલેખન કરવું હોય તો પહેલી વાત એ જ કરવી પડે કે ભીષ્મ એટલે આત્મભોગની પરાકાષ્ટા.
એક ધૂપસળી એવી સળગતી જ ગઈ કે બીજાને સુવાસ આપતી આપતી તે નાશ પામી ગઈ.
આંતરિક જીવનમાં ભીષ્મ અત્યન્ત સારા ધર્માત્મા હતા, બાહ્ય જીવનમાં બીજાઓ માટે પોતાનું બલિદાન આપવામાં એકદમ શૂર હતા. કુરુવંશનો કદાચ આ સૌથી મોટો માણસ હતો.
ધર્માત્મા ભીષ્મ પ્રથમ તો ભીખની આંતરિક બાજુ વિચારીએ.
પિતા શાન્તનુના શિકારના વ્યસનથી ત્રાસી ગયેલી માતા ગંગાએ પુત્ર ભીષ્મને આવા કુસંસ્કારોથી બચાવી લેવા માટે સાસરેથી ચાલતી પકડી. પિયરમાં સગવડતા મેળવીને મા-દીકરો જુદા રહેવા લાગ્યા. માતા ભારે ધર્મપરાયણ હતી. આકાશમાર્ગેથી પસાર થતા ચારણમુનિઓને તે પોતાના મહેલમાં બોલાવતી. એમના દ્વારા તેણે ભીષ્મના જીવનનું ધાર્મિક ઘડતર તૈયાર કરી દીધું. ચારણમુનિઓએ તેને અહિંસા અને બ્રહ્મચર્યની મહત્તા સમજાવી.
ભીખે પોતાના આસપાસના પ્રદેશને અભયારણ્ય બનાવ્યું. કોઈની મજાલ ન હતી કે તે પ્રદેશમાં કોઈ પણ જીવની કોઈ હિંસા કરી શકે.
રોજ અવારનવાર ભીખ આ પ્રદેશમાં ઘોડા ઉપર ચક્કર લગાવતા અને ધ્યાન આપતા.
આમ મુનિતુલ્ય જીવન જીવતી માતા અને માતાતુલ્ય વાત્સલ્ય દાખવતા મુનિઓના સત્સંગે પ્રાપ્ત કરેલો અહિંસાનો મહિમા તો ભીખે તરત જ જીવનસાત્ કરી લીધો. ત્યારબાદ એકદમ આત્મબલિદાન દઈ દેવાના તેના સ્વભાવને લીધે તેને આજીવન બ્રહ્મચર્યવ્રત પણ પ્રાપ્ત થઈ ગયું.
સત્યવતી સાથે લગ્ન કરવાની પિતા શાન્તનુની ઈચ્છા પૂરી કરવામાં પોતાનો રાજ્યાધિકાર અથવા પોતાના ભાવિ પુત્રનો રાજ્યાધિકાર-બે-આડા આવતા હતા. આત્મભોગી ભીષ્મ એ બે ય અધિકારોને પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગી દીધા. એણે કદી રાજા નહિ બનવાની અને લગ્ન નહિ કરવાની પ્રતિજ્ઞા કરીને પિતાનો માર્ગ સાફ કરી આપ્યો.
ભીષ્મ ઉત્કૃષ્ટ કક્ષાના આજીવન બ્રહ્મચારી હતા એ વાત તેમણે યુદ્ધના દસમા દિવસે ઘાયલ થતી વખતે દુર્યોધનને જે શબ્દો કહ્યા હતા તે ઉપરથી સાબિત થાય છે. તેમણે દુર્યોધનને કહ્યું હતું કે, “સ્ત્રી તો મને હંમેશ માટે તણખલા જેવી જ લાગી છે. જગતને આ દૃષ્ટિ મેળવવામાં ઘણી મુશ્કેલી લાગતી હશે પણ જિનધર્મના મર્મોને સમજનારા માટે આ દૃષ્ટિની પ્રાપ્તિ જરાય મુશ્કેલ નથી.”
ભીખે અહિંસા અને બ્રહ્મચર્યને આત્મસાત્ કર્યા અને પિતૃભક્તિનો સર્વોત્કૃષ્ટ દાખલો પૂરો પાડ્યો.
ના, પિતાની જ ઈચ્છા પૂરી કરીને એ જંપ્યા નથી. જ્યાં ને ત્યાં પોતાની જાતનું બલિદાન આપી દેવાનું એમને વ્યસન પડી ગયું હતું એટલે વાત ખૂબ આગળ વધી હતી.
પિતા શાન્તનુના મૃત્યુ બાદ સાવકી માતા સત્યવતીના બે પુત્રો ચિત્રાંગદ અને વિચિત્રવીર્યને તૈયાર કરવાની જવાબદારી તેણે જ ઉપાડી. પણ કમનસીબે ઉછાંછળો ચિત્રાંગદ કોઈ રાજા સાથે નાહકની ઝપાઝપી કરી બેઠો અને તેમાં માર્યો ગયો.
જૈન મહાભારત ભાગ-૧
Page #37
--------------------------------------------------------------------------
________________
હવે વિચિત્રવીર્યના વિકાસમાં ભીષ્મ લાગી પડ્યા. તેમને અંબા, અંબિકા અને અંબાલિકા નામની ત્રણ રાજકન્યાઓ વિચિત્રવીર્ય માટે ખૂબ પસંદ પડી હતી. પણ તેમના સ્વયંવરમાં વિચિત્રવીર્યને આમંત્રણ ન મળવાથી ભીષ્મ તે ત્રણેયનું અપહરણ કરી લાવીને જંપ્યા.
આ ત્રણ રાણીઓ દ્વારા વિચિત્રવીર્યને ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર એમ ત્રણ પુત્રો ક્રમશઃ થયા અને વિચિત્રવીર્ય પણ તીવ્ર કામવાસનાનો ભોગ બનીને મૃત્યુ પામ્યા. (વિચિત્રવીર્ય નિઃસંતાન મર્યો હતો અને વ્યાસમુનિ વગેરે દ્વારા નિયોગથી ત્રણ રાણીઓથી ત્રણ પુત્રો ભીષ્મ મેળવ્યા હતા તે વાત જૈન મહાભારતને માન્ય નથી.)
ચિત્રાંગદ ગયો, વિચિત્રવીર્ય પણ ગયો. ધૃતરાષ્ટ્ર વગેરેને મોટા કરવાની બધી જવાબદારી વળી પાછી ભીષ્મ ઉપર આવી પડી. પણ આ ધૂપસળી સળગતી જ રહી. સળગવું એ એનો સ્વભાવ હતો. એમાં એને કશો ત્રાસ થતો જ નહિ.
જૈન દૃષ્ટિએ ધૃતરાષ્ટ્ર બાહ્ય આંખોથી અંધ ભલે ન હતા પણ જ્ઞાનચક્ષુથી તો અંધ હતા જ. એની આંખો ઉપર પુત્રમોહના પાટા લાગી ગયા હતા.
પાંડુ શારીરિક રીતે ખૂબ નબળા હતા, આથી ધૃતરાષ્ટ્રના સો પુત્રો અને પાંડુના પાંચ પુત્રોને તૈયા૨ ક૨વાની જવાબદારી પણ ભીષ્મના માથે જ આવી. એમાંય પાંડવોના સહજ સુંદર સ્વભાવને કારણે તેમને સંભાળવા કરતાં ય સહજ રીતે તુચ્છ અને ક્ષુદ્ર-સ્વભાવી કૌરવોને તૈયા૨ ક૨વાનું કામ ખૂબ કઠિન હતું. ભીષ્મ તેમની તરફ વિશેષ ધ્યાન આપવા લાગ્યા.
પણ આંબલી તે આંબલી ! મોતીની ખાખનું ખાતર નંખાય અને પંચામૃતનું સિંચન થાય તો ય શું ? તે કાંઈ થોડી જ કેરી પેદા કરી શકે ?
કૌરવોની બાબતમાં આમ જ બન્યું. અને એટલે જ ભીષ્મ ઠેઠ સુધી કૌરવોની સાથે રહ્યા. આ ભીષ્મની સૌથી મોટી-કૃષ્ણની બધી જ બાબતોથી ચડી જાય તેવી -મહામુત્સદ્દીગીરી હતી. કૌરવોને પોતાના કબજે રાખીને પોતાનું ધાર્યું કરાવવા માટે, તેમનાથી કોઈ મોટું થઈ જનારું અહિત અટકાવવા માટે જ ભીષ્મ કૌરવપક્ષે રહ્યા હતા એવું મારું માનવું છે. બેશક, તેમાં તેઓ મહદંશે સફળ ન થયા પણ એ તો નિયતિની વાત થઈ. તેમાં ભીષ્મનો લવલેશ પણ દોષ ન ગણાય.
અજૈન મહાભારતકારોએ આ વાત રજૂ કરવાને બદલે ભીષ્મના મુખે જે કહેવડાવ્યું છે કે, ‘હું તો પૈસાનો દાસ બની જઈને કૌ૨વ પક્ષે બેઠો છું' તે ભીષ્મ જેવા અતિ મહાન આત્માને અતિઘોર અન્યાય કરવા જેવું થયું છે એમ મને લાગે છે.
નૈષ્ઠિક બ્રહ્મચારીની બુદ્ધિ શું પૈસા ખાતર કે કૌરવો તરફથી મળતાં માયાવી માનપાન ખાતર કાટ ખાઈ જાય તેવી પિત્તળ હશે ? ના, જરાય નહિ.
ભીષ્મ કૌરવોના પક્ષે રહીને કૌરવોને કબજામાં રાખવા માંગતા હતા તેવા અનુમાનને અનેક બીનાઓથી પુષ્ટિ મળે છે.
(૧) યુદ્ધ શરૂ થતાં પૂર્વે જ ભીષ્મે યુદ્ધમાં અસંમતિ દર્શાવી હતી.
(૨) પહેલા દસ દિવસના યુદ્ધનું નેતૃત્વ લઈને ભીષ્મ ખરેખર તો યુદ્ધ લડ્યા ન હતા પણ માત્ર દિવસો પસાર કરતા હતા, કદાચ કૌરવોને સત્બુદ્ધિ જાગે અને યુદ્ધ બંધ રાખી દે એવી આશાથી....
આથી જ ભીષ્મની યુદ્ઘકીય નિષ્ક્રિયતાથી વાજ આવી જઈને દુર્યોધન એક દિવસ ભીષ્મની સામે ખૂબ વધારે પડતું, આક્ષેપાત્મક બોલી ગયો હતો.
(૩) દુર્યોધનના કટુતમ કલહ પછી ભીષ્મે યુદ્ધ તો ખેલ્યું પણ પાંડવોને હણવાને બદલે જાતે
જૈન મહાભારત ભાગ-૧
Page #38
--------------------------------------------------------------------------
________________
જ ઘાયલ થઈને પડ્યા. તે પછી પણ અર્જુનની વિશિષ્ટતાઓ આંખેઆંખ દર્શાવીને દુર્યોધનને ભીષ્મે ‘હજી પણ યુદ્ધ બંધ ક૨' એવી સલાહ ભારપૂર્વક આપી હતી.
બેશક, ભીષ્મના પુરુષાર્થ કરતાં પ્રારબ્ધ મૂઠીઊંચેરું આગળ જ રહેતું હતું એટલે એને ઝૂક્યા વિના ભીષ્મનો ઉપાય જ ન રહ્યો.
સમગ્ર રીતે પણ મહાભારતની કથા નિયતિ દ્વારા ઢસડાતાં, તણાતાં, વેરવિખેર થતાં પાત્રોની જ કથા છે. ત્યાં ભીષ્મ ‘બિચારો' શું કરે ?
ભીષ્મનો આત્મભોગ કેટલો બધો જોવા મળે છે ? પિતા ખાતર એણે સંસારસુખ જતું કર્યું, કૌરવોને સમજાવવા ખાતર તેને દુષ્ટોના પક્ષે રહીને લોકોમાંથી યશ ખોયો. લોકો તેનું રહસ્ય ન સમજી શક્યા અને એથી ભીષ્મને અપયશ મળ્યો. અને છેલ્લે પાંડવોને ઘાયલ કરવાને બદલે પોતે જ ઘાયલ થઈને અંતે જાન ખોયો.
ખોવાનું બધુંય ભીષ્મને; સુખ, યશ અને જીવન...તે ય સ્વેચ્છાએ, સહર્ષ. કેટલું આત્મબલિદાન ! કેવો આત્મભોગી આત્મા !
અજૈન મહાભારતકાર ભીષ્મને આવા બધા કારણોસર ખૂબ દુઃખી આત્મા તરીકે જુએ છે. એવા દુઃખો એને જ મળ્યા તેમાં ‘પૂર્વભવનો તે વસિષ્ઠ ઋષિથી શાપિત આત્મા હતો’ તેવું કારણ બતાવે છે.
પણ આ ઘટનાઓ બરોબર લાગતી નથી. ભીષ્મ દુઃખી ન હતો પણ નિષ્ફળ જરૂર હતો, અને તેથી જ તે ‘હાસ્ય’ વિનાનો હતો. તેમ ભીષ્મ ખૂબ ધર્મી હતો તેથી જ તેની નિષ્ફળતાઓને લીધે તે માનસિક રીતે તૂટી પડતો ન હતો, પરંતુ ‘નિયતિ’ને જ નજરમાં રાખીને એ નિષ્ફળતાઓને પચાવી નાંખતો હતો. એના સ્થાને બીજો કોઈ હોત તો તે અઘોર નિષ્ફળતાઓ બદલ આંસુ સારતો હોત. ભીષ્મ કદી આંસુ સારતો ન હતો.
નિષ્ફળ માટે હાસ્ય વિનાનો...
ધર્મી માટે આંસુ વિનાનો...
કેવો અફલાતૂન-બેજોડ-આદમી આ ધરતી ઉપર પેદા થયો હતો !
ભીષ્મનું સમદષ્ટિત્વ કેવું જાજરમાન હશે કે તદ્દન વિરોધી અને વાતે વાતે ઉગ્રતાથી લડી પડતા બન્ને પક્ષોને તે અત્યંત આદરણીય બન્યા હતા !
ભીષ્મની નીતિમત્તા કેટલી જોરદાર કે નિઃશસ્ત્ર, ગરીબ, સ્ત્રી અને નપુંસક સાથે નહિ લડવાની યુદ્ધનીતિને શિખંડી સામે શસ્ત્ર નહિ ઉગામીને, ઘાયલ થઈને પણ પાળી બતાવી. (ભીષ્મથી તરછોડાયેલી (!) અંબા જ બીજા ભવે શિખંડી બનીને ભીષ્મને મારે છે એ બધી વાત જૈન મહાભારતમાં સ્વીકૃત બની નથી.)
ભીષ્મની ધાર્મિકતા કેટલી જીવંત કે યુદ્ધમાં ઘાયલ થઈને ધરતી ઉપર પડ્યા બાદ શરીરમાં લાગેલા બાણોને કાઢ્યા વિના-જેમના તેમ જ રાખીને-દેહ અને આત્મા વચ્ચેના ભેદજ્ઞાનની પોતાનામાં કેટલી માત્રા છે તેનું પારખું છેલ્લા શ્વાસ સુધી કરે છે !
ભીષ્મની સંસારત્યાગની બાળપણની ભાવના કેટલી ઉગ્ર કે યુદ્ધમાં ઘાયલ થયા બાદ મુનિવેશ સ્વીકારીને જીવનનું છેલ્લું વર્ષ અદ્ભુત સાધનામાં વ્યતીત કરે છે, છેલ્લો મહિનો આખો ય નિર્જલ ઉપવાસ કરે છે. છેલ્લી પળોમાં યુધિષ્ઠિર વગેરે ઉપસ્થિત આત્માઓને અંતિમ ધર્મબોધ દેવાપૂર્વક અને તમામ અનુપસ્થિત આત્માઓ સાથે હાર્દિક ક્ષમાપના કરે છે, પરમાત્માનું શરણ લે છે અને
જૈન મહાભારત ભાગ-૧
Page #39
--------------------------------------------------------------------------
________________
અત્યંત સુંદર સમાધિ સાથે પ્રાણ છોડીને બારમા દેવલોકે પહોંચે છે.
આવા હતા મહાન ભીખ ! ધર્માત્મા ભીષ્મ ! આત્મબલિદાન- વ્યસની ભીખ !
હા, નિયતિથી નિષ્ફળ બનાવાયેલા પુરુષાર્થના સ્વામી ! છતાંય અદુ:ખી ! આંસુ વિનાના અને હાસ્ય વિનાના !
પરમ-પિતૃભક્ત ! મહાબ્રહ્મચારી ! જબ્બર અહિંસક ! ગૃહસ્થ ભીખ! કેવા મહાન ! મહામુનિ ! ઉગ્ર તપસ્વી ! અજાતશત્રુ ! દેહાત્મભેદકારક ! સાધક ભીખ ! કેવા વંદનીય ! ના, આવા ભીષ્મના પાત્રાલેખનમાં એમને “હાણા' કલ્પીને કોઈ અન્યાય આચરજો મા !
જૈન મહાભારત ભાગ-૧
Page #40
--------------------------------------------------------------------------
________________
દુર્યોધન
માનવે માનવ તરીકેનું વ્યક્તિત્વ જમાવવું હોય અને જમાવીને વિકસાવવું હોય તો તેણે પોતાના વ્યક્તિત્વની ચારેબાજુ એક
લક્ષ્મણરેખા આંકવી જોઈએ. જો આ રેખા આંકવામાં ન આવે તો તેનામાં પશુત્વ વિકસી ગયા વિના રહે નહિ અને માનવીય વ્યક્તિત્વ હણાયા વિના રહે નહિ.
વાડ વિનાના વેલાનું જીવન કેટલું ?
વ્યક્તિત્વના વિકાસ માટે તેની ચોમેર જે રેખાઓ દોરવાની છે તેનું નામ છે : ચિત્તનું સમતોલપણું.
દુર્યોધને આ સમતોલપણું સરિયામ ગુમાવી દીધું હતું અને ફલતઃ તેના વ્યક્તિત્વની કસુવાવડ થઈ ગઈ હતી. તેના પશુત્વનો ઝપાટાબંધ વિકાસ થઈ ગયો હતો. એટલે જ એમ કહી શકાય કે દુર્યોધન એટલે વ્યક્તિત્વની રેખાઓ (ચિત્તનું સમતોલપણું) ગુમાવી બેઠેલો એક અભાગી માણસ !
મહાભારતનો દુર્યોધન, મિલ્ટનના “પેરેડાઈઝ લૉસ્ટ’ પુસ્તકનો શેતાન અને જર્મનીનો હેર હિટલર-આ ત્રણેયને સમકક્ષ ગણી શકાય.
બીજાના સ્વમાનની કદી ચિંતા ન કરવી, તેનો કદી આદર ન કરવો એ જ શેતાનનું ભીતરી સ્વરૂપ છે.
દુર્યોધન અને હિટલર બન્ને આ કક્ષાના માણસો હતા.
પણ એક વાત નક્કી છે કે કોઈ પણ દુષ્ટ માણસ જન્મથી જ શેતાન હોતો નથી. કેટલાક સંયોગો એને શેતાન બનાવે છે.
ખાસ કરીને જે માણસને કુટુંબ તરફથી કે સમાજ તરફથી પ્રેમ મળતો નથી, જ્યારે ને ત્યારે અપમાન ખમવું પડે છે, તિરસ્કારની ભાષા સાંભળવી પડે છે અથવા વારંવાર ધિક્કાર જોવા મળે છે તેવા માણસમાં “શેતાનનો પ્રવેશ થવામાં બહુ સુગમતા થઈ જાય છે.
પ્રથમ તો અપમાનિત થતો માણસ લઘુતાગ્રંથિ(Inferiority Complex)નો ભોગ બનીને ‘હું એટલે કશું જ નહિ, મારી કોઈને કિંમત નહિ વગેરે વિચારતરંગોનો ભોગ બને છે. હવે જો તેને કેટલાક એવા સાનુકૂળ સંયોગો મળી જાય તો તરત જ આ અપમાનિત દશાની પ્રતિક્રિયારૂપે તેનામાં અહંકારની ગ્રંથિ Superiority Complex) જન્મ પામે છે. જો આ કોપ્લેક્સને ઉત્તેજિત કરતા સંયોગો તેને વધુ ને વધુ સાંપડતા જાય તો એ પ્રતિકૂળ પ્રત્યાઘાતોનો ભોગ બનેલો માણસ અહંકારના ઉન્માદથી ઘેરાઈ જાય છે. તે લગભગ ‘પાગલ’ જેવો થઈ જાય છે. આ પાગલપન તેની પાસે ખૂબ જ મોટી મુર્ખામીભર્યા કાર્યો કરાવી બેસે છે.
બહારના પરિબળો તરફથી ધિક્કારાતો માણસ એટલે કર્ણ. એણે પોતાનામાં “પશુ પેદા કરી દીધો હતો. પણ દુર્યોધને જે વ્યક્તિત્વનો નાશ કર્યો તેમાં તેના ભીતરનું અહંકાર નામનું પરિબળ કામ કરી ગયું. આથી તેણે પોતાનામાં “પશુ પેદા કર્યો.
આથી જ વ્યાસમુનિએ તેને વારંવાર “મૂર્ખ અને ‘પાગલ’ તરીકે જયાં ત્યાં વર્ણવ્યો છે.
ખરેખર દુર્યોધનમાં મહામૂર્ખતા હતી અને અહંકારમાંથી રૂપાન્તરિત થયેલું જોરદાર પાગલપન હતું. આમેય તે અહંકારી તો હતો જ, પરંતુ આ સ્થિતિનું નિર્માણ તેની બાળવયમાં જ પેદા થઈ ગયેલી લઘુતાગ્રંથિની કારમી પીડામાંથી થયું હતું.
જૈન મહાભારત ભાગ-૧
Page #41
--------------------------------------------------------------------------
________________
આમાં શરૂઆતમાં ખાસ કરીને ભીમ નિમિત્ત બની ગયો હતો. તેમના ગદાયુદ્ધોમાં કાયમ ભીમ જ પ્રથમ આવતો હતો. (આથી જ મૃત્યુ સમયે પણ દુર્યોધને ભીમ સાથે ગદાયુદ્ધ ખેલવાનું પસંદ કરીને પોતાની અજેયતા બતાવવાનો મરણિયો પ્રયત્ન કર્યો હશે ?) આમ ભીમની તાકાત અજોડ હતી એટલે કોઈ પણ પ્રકારની રમતમાં ભીમ બધાને હેઠ કરતો એટલું જ નહિ પણ દુર્યોધનને તો તે ખૂબ મારતો, સતાવતો, ચીડવતો વગેરે...
અધૂરામાં પૂરું જે તે વાતોમાં વડીલો, પ્રેક્ષકો કે પ્રજાજનો પાંડવોની જ બે મોંએ પ્રશંસા કરતા હતા. આ વસ્તુ પણ દુર્યોધનના હૈયાને જીવલેણ ફટકા મારતી હતી.
વળી દુર્યોધનનો જન્મ ખૂબ જ કરુણ રીતે થયો. તેણે ગાંધારીના પેટમાં ત્રીસ માસ સુધી રહેવું પડ્યું. તે દરમિયાન ગાંધારીને અતિ ભયાનક સ્વપ્નો આવવાથી તેણે જન્મેલા દુર્યોધનની ખૂબ ઉપેક્ષા કરી. કાકા વિદુરે તો ધૃતરાષ્ટ્રને તે જ વખતે કહ્યું હતું કે, “આ છોકરો કુલાંગાર પાકે તેવું ગાંધારીના દુઃસ્વપ્નોથી જણાય છે, માટે તેને અત્યારે જ મારી નાંખવો જોઈએ.”
કાકા વિદુરના શબ્દોમાં પડેલી આ આગઝાળ બાળ દુર્યોધનને જ્યારે સ્પર્શવા મળી હશે ત્યારે તેના હૃદયના ન જાણે કેટલા ટૂકડા થઈ ગયા હશે ? તેને પોતાના જીવન તરફ કેવી નફરત પેદા થઈ હશે ?
આ બધી પરિસ્થિતિએ તેને પાગલ જેવો કરી નાંખ્યો હોય તો તેમાં શી નવાઈ છે ?
વળી તેને નિષ્ફળતાઓ પણ કેટલી મળી ?
લાક્ષાગૃહના, મલ્લો સાથેના યુદ્ધના, ઝેર આપવાના અનેક કપટોથી ભીમ વગેરેના જાન લેવાના તેના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા!
સ્વયંવરમાં દ્રૌપદીને વરવાના પ્રયત્નો નિષ્ફળ ગયા !
આમાં એને પિતા ધૃતરાષ્ટ્રનો સાથ મળી ગયો. પિતા જ રાજા હતા એ એના માટે ખૂબ જ સાનુકૂળ બાબત હતી. પિતા મૂર્ખ હતા, પુત્રમોહે અંધ પણ હતા એટલે હવે દુર્યોધને તે પરિસ્થિતિનો લાભ ઉઠાવવા માટે કમર કસી.
અને.....એની લઘુતાગ્રંથિની એટલી જોરદાર પ્રતિક્રિયા થઈ કે તેમાંથી અહંતાગ્રંથિ પ્રજ્વળી
ઊઠી.
‘જેનું બાળજીવન બગડ્યું તેનું સમગ્ર જીવન બગડ્યું' એ ઉક્તિ દુર્યોધનમાં એકદમ સ્પષ્ટ રીતે જીવંત બનેલી જોવા મળે છે.
આથી જ વ્યાસમુનિએ દુર્યોધનના મોંમાં શબ્દો મૂક્યા છે; ‘ખાનામિ શ્ર’હું ધર્મ અને અધર્મ કોને કહેવાય તે બરાબર જાણું છું પરંતુ હવે ધર્મ તરફ જઈ શકું તેમ નથી અને અધર્મથી પાછો હટી શકું તેમ નથી.
દુર્યોધન અને કર્ણના પાત્રો તમામ માબાપોને-જો તેમનામાં થોડીક પણ સમજણ કે સાચી વાતને સ્વીકારવાની તૈયારી હોય તો-જાગ્રત કરી દે તેવા છે. માબાપો (વડીલો, ગુરુઓ વગેરે) આશ્રિતોને વાતે વાતે તિરસ્કારતા હોય તેમણે તેના કટુતમ પ્રત્યાઘાતો જાણવા હોય તો આ બે પાત્રોનું રોજ બે મિનિટ ધ્યાન ધરવું જોઈએ.
‘કોઈ કારણે કોઈને છોડી શકાય કિન્તુ કોઈ પણ કારણે કોઈને તરછોડી તો ન જ શકાય.’ આ મહાસત્યને તમામ વર્ગના વડીલોએ જીવનસાત્ કરવું જ પડશે, નહિ તો એમના દ્વારા ઘણા નિર્દોષ કુસુમો અકાળે કચડાઈને ખતમ થઈ જશે.
જૈન મહાભારત ભાગ-૧
Page #42
--------------------------------------------------------------------------
________________
દુર્યોધનના અંતરમાં ‘ધિક્કારની સામે ધિક્કાર'નો જે આતશ પ્રજ્વળી ઊઠ્યો તેણે જ મહાભારતનું સર્જન ક૨વામાં ખૂબ મોટો હિસ્સો નોંધાવ્યો. તેમાં મૂર્ખ અને મોહાન્ય સત્તાધારી પિતાનો સથવારો મળી ગયો.
વાંદરાએ દારૂ પીધો અને કોકે તેને ઠોંસો માર્યો. હવે તે કેટલો પાગલ થાય ?
જુઓ, દુર્યોધનના પાગલપનના અતિદુઃખદ પ્રસંગો :
(૧) કર્ણ સૂતપુત્ર તરીકે પ્રસિદ્ધ હોવા છતાં પાંડવોની સામે તેને ખડો કરી દેવા માટે દુર્યોધને અંગદેશના રાજા તરીકે તેને જાહેર કરી દીધો !
(૨) મામા શકુનિથી પ્રેરાઈને જુગાર દ્વારા પાંડવોને જીતી લેવાની યોજના અમલમાં મૂકવા માટે તે તૈયાર થયો. જો તેમાં પિતા ધૃતરાષ્ટ્ર સંમતિ ન આપે તો આપઘાત કરીને મરી જવાની તૈયારી પણ બતાવી.
(૩) યુધિષ્ઠિરની દિવ્યસભામાં જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળનું દર્શન કરતાં વળી ગયેલા છબરડા બદલ જે હાસ્ય ફેલાયું તેનાથી તે ત્યાં જ આઘાતથી મરું મરું થઈ ગયો. તેના વૈરનો બદલો લેવાનો મનોમન સંકલ્પ કર્યો.
(૪) જુગા૨માં જિતાઈ ગયેલી દ્રૌપદીને નિર્લજ્જ બનીને પોતાની સાથળ બતાવીને તેની ઉપર બેસવા માટે જાહેરમાં આમંત્રણ આપ્યું. હારેલા પાંડવોને લંગોટ સિવાયના બધા કપડાં ઉતારી દેવાની ફરજ પાડી.
(૫) વિષ્ટિકાર તરીકે આવેલા શ્રીકૃષ્ણને એકાએક કેદ કરી લેવાની હિંમત કરવાના મનોરથો
સેવ્યા.
(૬) પાંચ જ ગામો પાંડવોને આપવાની છેલ્લામાં છેલ્લી કૃષ્ણની વાત સામે હુંકાર કરીને દુર્યોધને કહ્યું, “સોંય જેટલી પણ જમીન નહિ આપું.”
(૭) ભીષ્મ જેવા પિતામહને યુદ્ધમાં બરોબર નહિ લડતા હોવાનો આક્ષેપ મૂકીને ઠપકો આપ્યો.
(૮) ગાયો લેવા માટે દ્વૈતવને ગયેલો દુર્યોધન ત્યાં વિદ્યાધરો સાથેની ઝપાઝપીમાં કેદ થઈ ગયો ત્યારે પાંડવો દ્વારા છોડાવાયો એનું એને ખૂબ દુઃખ થયું. તેને લાગ્યું કે, “પાંડવોથી છૂટા થવા કરતાં હું મરી ગયો હોત તો સારું હતું.”
(૯) મરતી વેળાએ પણ બધું જ હારી બેઠો હોવા છતાં અન્યાયી રસ્તે પણ બદલો લેવાના અતિ આવેશમાં આવેલા અશ્વત્થામાને સેનાધિપતિ (સેના વિનાનો) બનાવ્યો અને પાંડવોનો સંહાર કરવા મોકલ્યો. (બિચારો ! જ્યારે અશ્વત્થામાએ પાંડવોના સમજાયેલા પાંચ કાપેલાં માથાં દુર્યોધનને દેખાડ્યા ત્યારે ભારે નિસાસા નાંખતો તે બોલ્યો, “ઓ મૂર્ખ ! આ પાંડવો નથી પણ આ તો પાંડવપુત્રો-પાંચાલોના માથાં છે. હાય ! પાંડવોને તો તું ન જ મારી શક્યો !’’ આ કારમી વેદનામાં જ દુર્યોધન મૃત્યુ પામ્યો.)
આમ મરણપર્યન્ત અહંકારમાંથી પેદા થયેલા પાગલપનમાં દુર્યોધન રિબાતો રહ્યો.
જૈન મહાભારત ભાગ-૧
Page #43
--------------------------------------------------------------------------
________________
કર્ણ
જૈન દૃષ્ટિથી કર્ણ એ કાંઈ કુમારિકા કુન્તીના કુતૂહલજનિત મંત્રજપથી આકર્ષાયેલા સૂર્યદેવતાનો પુત્ર ન હતો, પરંતુ તે કુન્તીના પતિ પાંડુનો જ પુત્ર હતો. વાત એટલી જ હતી કે કુન્તી-પાંડુના લગ્ન થતાં પૂર્વે જ તે બન્નેને જે સ્નેહ થયો તેમાં તેમણે જે મર્યાદા ઓળંગી તેના પરિણામે કુન્તીને કર્ણનો ગર્ભ રહી ગયો, જેને કુન્તીએ હજી પાંડુ સાથે લગ્ન થયા ન હોવાના કારણે-જન્મતાંની સાથે જ નદીના વહેણમાં-પેટીમાં મૂકીને તરતો મૂકી દીધો.
નિયતિના ચક્કરમાં ઘૂમતાં મહાભારતના પાત્રોમાં નિયતિએ સૌથી વધુ કબજો કોઈ ઉપ૨ લીધો હોય તો તે કર્ણ ઉપર.
તે જન્મે ક્ષત્રિય હતો, પાંડવ જ હતો છતાં સૂત તરીકે પંકાયો હતો, પાંડવોથી ધિક્કારાયો હતો. ધનુર્વિદ્યામાં તે અર્જુનનો લગભગ બરોબરિયો કહી શકાય. આથી જ ગદાવિદ્યાને કારણે દુર્યોધન અને ભીમ લડી પડતા હતા તો ધનુર્વિદ્યાને કા૨ણે કર્ણની નજ૨માં માત્ર અર્જુન ખૂંચતો હતો. એને મારવા માટે તે અચૂક તૈયાર હતો. પાંડવોમાં બાકીના ચારેયને અભયવચન આપવાની વાત તે કુન્તીને કરી શક્યો પણ અર્જુન માટે તેણે અભયવચન ન આપ્યું તે ન જ આપ્યું.
સ્પર્ધામાંથી પેદા થયેલી ઈર્ષ્યાનું જ આ પરિણામ હશે ને ?
એમ કહી શકાય કે જો કૌરવપક્ષે કર્ણ ન હોત તો મહાભારતનું યુદ્ધ પણ ન હોત. પાંડવો માટે કૌરવપક્ષે કર્ણ જ ભયરૂપ હતો. આથી જ જ્યારે મદ્રરાજ શલ્ય-જે સહદેવ, નકુળના મામા હતા તેકૌરવપક્ષે જોડાયા તો પણ ભાણિયાઓએ તેમને એક કામ સોંપ્યું કે અવસર મળે ત્યારે તેમણે કર્ણનું યુદ્ધકીય પોરસ તોડવાનું ચૂકવું નહિ.
અને...ખરેખર ! અવસરે જ મદ્રરાજ શલ્યે તે કામ કર્યું અને તેથી જ કર્ણ યુદ્ધમાં મુશ્કેલીમાં મુકાઈ ગયો.
એ પછીનું તેને મારવાનું કામ અર્જુન દ્વારા કૃષ્ણે પૂરું કર્યું. અર્જુનથી પણ ન્યાયી રીતે કર્ણ મરાય તે સંભવિત ન લાગવાથી જ કૃષ્ણે પૈડું કાઢતા નિઃશસ્ત્ર કર્ણ ઉપર-અન્યાયી રીતે-અર્જુન પાસે બાણ છોડાવીને તેને હણ્યો.
તે વખતે કર્ણે ‘આ ધર્મ થતો નથી' એમ કહીને વાંધો તો ઉઠાવ્યો પણ કૃષ્ણે દ્રૌપદીના વસ્ત્રાહરણ વખતે અને નિઃશસ્ત્ર અભિમન્યુ ઉપર કૌરવોના થયેલા મરણાન્ત હુમલા વખતે આચરાયેલા અધર્મની યાદ દેવડાવીને કર્ણને ચૂપ કરી દીધો હતો.
પહેલા દસ દિવસના યુદ્ધમાં ભીષ્મે કર્ણને દૂર રાખ્યો તેમાં પણ આ જ કારણ હોવું જોઈએ. ભીષ્મ જાણતા હતા કે કલાકોમાં જ કર્ણ કેટલો કચ્ચરઘાણ કાઢીને યુદ્ધને ભડકાવી શકે તેમ છે. ભીષ્મને તો યુદ્ધ શાંત કરવું હતું. એટલે જ તેમણે કર્ણને જે તે રીતે પણ દૂર કરી દીધો હોવો જોઈએ.
અનેક ગૂંગળામણો અને ઘણા બધા તિરસ્કારોથી સતતપણે ઘેરાયેલો કોઈ દુર્ભાગી માણસ તમારે જોવો હોય તો તમારે કર્ણને જ નજરમાં લાવવો પડે.
ઘણા સમય સુધી એના મનમાં એક સવાલ ધૂંધવાયા કરતો હતો કે, ‘હું કોણ છું ?’ અને ઘણા સમય સુધી તેને સહુ કહેતા હતા, “તું કોણ છે? તું સૂતપુત્ર છે !'
એટલું જ નહિ પણ તું કોણ ? એ તેને ઓળખાવી દઈને સહુ તેનો તિરસ્કાર કરતા હતા.
જૈન મહાભારત ભાગ-૧
૧
Page #44
--------------------------------------------------------------------------
________________
જ્યારે કૌરવ-પાંડવોની વિદ્યાઓનું કૌશલ બતાવવા માટે દ્રોણ અને કૃપાચાર્યે એક સમારંભ યોજ્યો હતો, જ્યારે ધનુર્વિદ્યામાં સર્વોત્કૃષ્ટ કૌશલ દાખવતા અર્જુન ઉપર પ્રશંસાના પુષ્પોનો વરસાદ થતો હતો ત્યારે જ એકાએક કર્ણ ત્યાં આવી ચડ્યો. પોતાનું ધનુષકૌશલ બતાવવાની ભાવના તેણે વ્યક્ત કરી અને તે જ વખતે કૃપાચાર્યે તેને ‘તું કોણ છે ? સૂતપુત્ર.’ કહીને તિરસ્કાર્યો.
તે સમય દરમિયાન તેના પાલક પિતા અતિરથી ત્યાં આવી ચડ્યા એટલે કર્ણ તેમના પગે
પડ્યો. આ જોઈને ભીમે હાંસી ઉડાવતાં કહ્યું, “લે, હવે તો નક્કી થઈ ગયું ને કે તું સૂતપુત્ર છે, તો ચાબુક ચાબુક. અને ઘોડા હાંક ! અહીં તારું કામ નહિ !”
આ બંને વખતની આઘાતજનક વાણી સાંભળીને કર્ણને એવી તો કળ વળી ગઈ કે તેમાંથી તે ક્યારેય બેઠો થઈ શક્યો નહિ.
આ પછી પણ દ્રૌપદી-સ્વયંવરમાં તે સૂતપુત્ર હોવાથી દ્રૌપદીની તેની તરફની થયેલી તિરસ્કારભરી નજર કર્ણથી છાની ન રહી. તેને ખૂબ લાગી આવ્યું. એમાં વળી પોતે રાધાવેધ સાધી ન શક્યો અને અર્જુને રાધાવેધ સાધ્યો એથી એના અંતરમાં પોતાની ધનુર્વિદ્યાની ઊણપનો અજંપો એવો વ્યાપી ગયો કે તેની નીંદ હરામ થઈ ગઈ.
દ્રૌપદીના વસ્ત્રાહરણ પ્રસંગે કર્ણ જેવો આત્મા દ્રૌપદીની ઠેકડી ઉડાડતાં એમ કહે કે, “પાંચ પતિની સ્ત્રી તો વ્યભિચારિણી કહેવાય, એને વળી રજસ્વલાપણું શું ? અને તેના અંગેની મર્યાદા ય શેની ? ભલે ખેંચાતાં એના વસ્ત્રો ! એમાં કશું ખોટું થતું નથી.” શું આ કર્ણ બોલ્યો હતો ? ના, શબ્દો બોલાયા હતા સ્વયંવર-મંડપમાં દ્રૌપદીની થયેલી તિરસ્કૃત નજરના હૈયે પડેલા કારમા ઘામાંથી. હજી ય એ રુઝાયા ન હતા.
પાંડુ અને કુન્તીના પુત્ર, જ્યેષ્ઠ પાંડવ અને કૌન્તેય એવા કર્ણનું વ્યક્તિત્વ અત્યંત ઉદાત્ત, અત્યંત વિરાટ અને અત્યંત સુંદર જ હશે, પરંતુ નિયતિએ તેને ઘેરી લઈને તેના વ્યક્તિત્વને એટલું બધું ટીપી નાંખ્યું હશે કે કર્ણ પોતાનું અસલી વ્યક્તિત્વ ગુમાવી બેઠેલો, દાઝેલો, તરફડતો આદમી બની ગયો હશે.
અરે ! જે દુર્યોધને ‘શત્રુનો શત્રુ તે મિત્ર' એ ન્યાયે કર્ણને પોતાની મૈત્રી આપી અને અંગદેશનું રાજય આપ્યું, રે ! કર્ણે પણ એને પોતાનું આજીવન દાસત્વતુલ્ય સખ્ય આપી દીધું તે દુર્યોધને પણ તેને અંતરથી તો ‘સૂતપુત્ર' તરીકે જ જોયા કર્યો છે. અને તે ભેદરેખા તો તેણે પણ બીજા અનેક પ્રસંગોમાં જીવતી જ રાખી છે.
સાંભળવા મુજબ કર્ણની સ્ત્રીઓ સૂત જાતિની હતી, તેના પુત્રો પણ સૂત કહેવાયા હતા. શું દુર્યોધને ક્ષત્રિયાણીઓ સાથે તેના લગ્નો નહિ જ કરાવી આપ્યા હોય ને ?
જો આ વાત યથાર્થ હોય તો તે નજીકના નજીક માણસની આ ક્રૂરતા કર્ણને રાત ને દિ’ કેટલી ભયંકર રીતે ખૂંચતી હશે એનું સંવેદન કરવાની તાકાત આપણી મનઃકલ્પનાઓની મર્યાદાની બહાર છે.
આવો હતો કર્ણ....
છતાં એના બે ગુણો ટોચ કક્ષાના હતા : એ અત્યંત કૃતજ્ઞ હતો, એ મહાન દાનેશ્વરી તરીકે પંકાયો હતો. (જુઓ અજૈન મહાભારત) એની કૃતજ્ઞતાનું આબેહૂબ દર્શન બે પ્રસંગોમાં જોવા મળે
છે.
(૧) કૃષ્ણે તેને પાંડવપક્ષે આવી જવા માટે ખૂબ સમજાવ્યો, ખૂબ લાલચો આપી, તે કુન્તીપુત્ર
જૈન મહાભારત ભાગ-૧
Page #45
--------------------------------------------------------------------------
________________
પાંડવ જ છે તે સત્યને પણ પહેલી જ વખત તેની સમક્ષ છતું કર્યું છતાં કર્ણે પાંડવપક્ષે આવી જવાની સાફ ના પાડીને કહ્યું કે, “જ્યારે હું બધાથી ધિક્કારાયો હતો ત્યારે મારો હાથ જે દુર્યોધને ઝાલી લીધો, મને બધી રીતે સંપન્ન કર્યો, એ તો ઠીક પણ આઘાતોથી તરફડીને મરી રહેલા મને જીવતો રાખતી ભરપૂર હૂંફ આપી એ ઉપકારી દુર્યોધનનો ત્યાગ તો હું કદાપિ નહિ કરું. મારા પ્રાણ તેનું જ કાર્ય કરતા રહેશે અને તેનું જ કાર્ય કરતાં કરતાં છૂટશે.”
(૨) જ્યારે કુન્તીએ જાતે કર્ણને કહ્યું કે તે કૌન્તેય છે માટે હવે તેણે પોતાની જાતને રાધેય કહેવાનું છોડી દેવું જોઈએ. વળી તે પાંડવ છે માટે તેણે કૌરવોનો પક્ષ ત્યાગી દેવો જોઈએ. પાંચ પાંડવોમાંથી એકને પણ તેણે ઓછો નહિ કરવો જોઈએ.
ત્યારે કર્ણે કુન્તી પ્રત્યે ધિક્કાર વ્યક્ત કરીને કહ્યું કે તું કેવી ક્રૂર માતા કે જેણે પોતાના નવજાત પુત્રને નદીના પ્રવાહમાં વહેતો મૂકી દીધો! તારા જેવી ક્રૂર માતાના પુત્ર તરીકે ‘કૌન્તેય’ તરીકે જગતમાં કહેવડાવવામાં હું જરાય ગર્વ લઈ શકું નહિ. જે રાધાએ મારું લાલનપાલન કરીને મને જીવાડ્યો, મોટો કર્યો તેના પુત્ર તરીકે ‘રાધેય' તરીકે જ રહીને હું મારી જાતને ખૂબ જ ગૌરવાન્વિત સમજું છું.
બાકી તું મારી જન્મદાત્રી મા છે અને મારી પાસે પહેલી જ વાર યાચના કરવા આવી છે કે, ‘તારે પાંડવો પાંચ જ રહેવા દેવા જોઈએ.' તો તે વાત મને બિલકુલ માન્ય છે. હું તને વચન આપું છું કે, ‘આ ધરતી ઉપર પાંડવો પાંચ જ રહેશે.’ હા, હવે તો હું પણ એક પાંડવ જ છું ને ! એટલે જો હું અર્જુનને મારીશ કે અર્જુન મને મા૨શે તો પણ પાંડવો તો બન્ને પરિસ્થિતિમાં પાંચ જ રહેશે.
અને સાચે જ, આ પ્રતિજ્ઞાનું પાલન કર્ણે બરોબર કર્યું. એક વાર તેના ઝપાટામાં ભીમ એવો આવી ગયો હતો કે તેનો તે જ પળે છૂંદો થઈ જાત, પણ આ વચનને કારણે જ તેને જીવતો જવા
દીધો હતો.
કર્ણની કેવી પ્રતિજ્ઞાબદ્ધતા !
આ પ્રસંગમાં રાધાના ઋણના સ્મરણને કર્ણે કેવું ચિરંજીવ બનાવી દીધું છે ! ખરી માતાને હડસેલી દેવામાં તેણે જરાય સંકોચ કે ખેદ અનુભવ્યો નથી.
શૂરવીરતા, કૃતજ્ઞતા અને વચનબદ્ધતા જેવો જ એક ગુણ વ્યાસમુનિએ તેનામાં જોયો છે. તે છે; અનોખી દાનેશ્વરિતા.
આ અંગે પોતાની જીવાદોરી સમા કુંડલ વગેરે ઇન્દ્રની યાચના સાથે જ તેણે આપી દીધા હતા, આની પાછળ પોતાનું મોત લેવાનું ગંદું રાજકારણ રમાઈ રહ્યું છે તે જાણવા છતાં...
‘જે માંગે તે તેને આપવું જ જોઈએ !' એવો એનો અભિપ્રાય હતો.
નિયતિની કેટલી કઠોરતા છે કે તેણે કુન્તી પાસે ‘કર્ણ પોતાનો પુત્ર છે’ તે વાતનો ઘટસ્ફોટ કર્ણના મૃત્યુ પછી જ કરાવ્યો. આથી જ યુધિષ્ઠિરને આઘાતથી રાડ પાડીને માતા કુન્તીને કહેવું પડ્યું, “પહેલાં જ આ વાત કરવી હતી ને ! તો આવું મોટું યુદ્ધ અને આટલો મોટો નરસંહાર જ ન થાત ! ઓ મા ! તેં આ કેવી મોટી ભૂલ કરી નાંખી !”
જૈન મહાભારત ભાગ-૧
Page #46
--------------------------------------------------------------------------
________________
વિદુર
માંડવ્યઋષિ દ્વારા શાપિત થઈને ધરતી ઉપર જન્મ પામેલો આત્મા તે વિદુર એમ વ્યાસમુનિ કહે છે. અજૈન શૈલીમાં જ્યાં ત્યાં ક્રોધે અંધ
બનેલા ઋષિઓના શાપ જોવા મળે છે. જૈનશૈલીમાં આવા પ્રકારની સ્થિતિ પ્રાયઃ જોવા મળતી નથી.
વિદુર એ વ્યાસમુનિના દાસી સાથેના સંબંધની પેદાશ છે એવું અજૈન મહાભારતનું કથન પણ જૈન મહાભારતની કથાથી સાવ વેગળું છે.
જૈનશૈલીએ તો વિચિત્રવીર્યની જ ત્રણ પત્નીઓ-અંબિકા, અંબાલિકા અને અંબા. એ ત્રણેયના સંતાનો તે ક્રમશઃ ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર. ત્રણેયના પિતા માત્ર વિચિત્રવીર્ય અને ત્રણેયની પત્નીઓ એટલે રાજરાણીઓ ક્રમશઃ ગાંધારી વગેરે આઠ, કુન્તી અને માદ્રી તથા દેવકરાજની પુત્રી
કુમુદ વતી.
આમાં ક્યાંય નિયોગ કરીને પુત્રપ્રાપ્તિની વાત કે વિદુરના દાસી-પુત્રપણાની વાત આવતી નથી. વિદુરની જેમ કર્ણ, યુયુત્સુ, સંજયને પણ વ્યાસમુનિએ સૂતપુત્ર કહેલ છે.
વિદુર સત્તાહીન હતા તેનું કારણ તેના કરતાં તેના મોટા બે ભાઈઓનું-ધૃતરાષ્ટ્ર અને પાંડુનુંદીર્ઘકાળ સુધીનું જીવન હતું.
વિદુરની ઘણી વિશેષતાઓ હતી પણ તેમાં આંખે ઊડીને વળગી પડે તેવી વિશેષતાઓ આ હતી
(૧) તે સત્તાહીન હોઈને અત્યન્ત સ્પષ્ટ અને નીડર વક્તા હતો. તેની આ તાકાત ભીખને ય આંબી ગઈ હતી. દ્રૌપદી-વસ્ત્રાહરણ વખતની પાંડવોની ફજેતી અને કૌરવોની નીચતાને ભીષ્મ અટકાવી ન શક્યા પણ વિદુરે તેને અટકાવી.
પરિસ્થિતિ વધુ પડતી વણસી ત્યારે રાડ નાંખીને વિદુરે જ ધૃતરાષ્ટ્રને કહ્યું હતું કે, “પૂર્વે જે મેં તમને ક
કહ્યું હતું કે દુર્યોધન કુલાંગાર છે, તેને જન્મતાં જ મારી નાંખવો જોઈતો હતો. જુઓ હવે, તે કૌરવકુળને કેવા કેવા કલંકો લગાડી રહ્યો છે. હજી પણ મારી વાત માનો અને આ તમારા અધમ પુત્રને જલાવી દો.” વિદુરના આ શબ્દોએ જ ધૃતરાષ્ટ્રને સક્રિય બનાવ્યા હતા અને તેની સખત આજ્ઞાથી જ દુર્યોધન અને દુઃશાસન અટકી ગયા હતા.
“જેની પાસે કોઈ સત્તા નથી, જેને સત્તાની કોઈ ખેવના પણ નથી એવા નિઃસ્પૃહી માણસની તાકાત સિંહાસને બેઠેલા ચમરબંધી રાજાઓને પણ ધ્રુજાવી શકે છે' એ મહાસત્ય મહાભારતમાં વિદુરનું જ પાત્ર પ્રગટ કરે છે.
(૨) વિદુરની નજરમાં પોતાનો મોટો ભાઈ ધૃતરાષ્ટ્ર હતો. તે તદ્દન મૂર્ખ હતો તે વાતની તેને પાકી ખબર હતી. એમાંય વળી ભત્રીજો દુર્યોધન સાવ નીચ પાક્યો એટલે વિદુરના દયાળુ હૃદયમાં ધૃતરાષ્ટ્ર પ્રત્યેની દયાનો સ્રોત વહેતો રહ્યો. તેને થયું કે, “પોતાની મુખર્જી અને પુત્રના અહંકારના પાગલપનમાં ધૃતરાષ્ટ્ર ખૂબ મોટી ભૂલો કરી બેસશે અને તે ભૂલોના ખોદેલા ખાડામાં પડીને ખૂબ દુ:ખી દુ:ખી થશે. આ ભાઈને કોઈ પણ હિસાબે શક્ય તેટલો વધુ બચાવવો જોઈએ. આ માટે મારે જ-સતત-તેની પાસે રહેવું ઘટે. આ સિવાય બીજો કોઈ ઉપાય જણાતો નથી.”
મોટા ભાઈ તરફના સ્નેહનું કેટલું બધું ઊંચું પવિત્ર વિદુરમાં જોવા મળે છે !
જૈન મહાભારત ભાગ-૧
Page #47
--------------------------------------------------------------------------
________________
અર્જુનને ગીતા દ્વારા કૃષ્ણે આશાઓ આપી. ધૃતરાષ્ટ્રને પોતાની ઊંડી જ્ઞાનસૂઝ દ્વારા વિદુરે નિરાશાઓમાંથી અટકાવ્યો.
(૩) ‘વિદુર’નો અર્થ જ જ્ઞાનવાન થાય છે. ખરેખર વિદુર જ્ઞાની હતો, ખૂબ વ્યવહારકુશળ હતો, ઊંડી સૂઝનો સ્વામી હતો. આથી જ વ્યાસમુનિએ મહાભારતમાં સુભાષિતોરૂપે વિદુર દ્વારા નીતિની ઘણી વાતો કહી છે, જે ‘વિદુરનીતિ’ તરીકે પ્રસિદ્ધ છે.
વિદુર જ્ઞાની હતા પણ સાચા જ્ઞાની હતા. આથી જ તે અપવાદ સિવાય ખૂબ શાંત રહ્યા છે અને ગમે તેવા પ્રસંગોમાં મગજને સમતોલ રાખી શક્યા છે. ચૂપચાપ કામ પતાવી દેવાની તેમની રીત લાક્ષાગૃહના દહનના કાવતરાં વગેરે પ્રસંગોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે.
(૪) રામાયણના વિભીષણ અને મહાભારતના વિદુર-બંને એક રાશિના...એટલે જ બંને પોતાના સ્નેહી રાવણ અને ધૃતરાષ્ટ્રને સાચું કહી દેવામાં જરાય વિલંબ કરતા નહિ. આ બે ય ની સાથે ધૃતરાષ્ટ્રના પુત્ર યુયુત્સુને પણ મૂકી શકાય. તે અસત્યની સામે જંગે ચડી જતાં વાર લગાડતો નહિ.
વિદુરને યુધિષ્ઠિર સાથે ઘણો મેળ જામે તે સહજ છે, કેમકે બન્ને ય ધર્મપ્રિય હતા. આથી એમ કહી શકાય કે તનથી ધૃતરાષ્ટ્રની સાથે રહેનારા વિદુર મનથી તો પાંડવોની સાથે જ રહેતા હતા. વિદુર જાણતા હતા કે દુર્યોધન પાંડવો જેવા સત્પુરુષો પ્રત્યે ઈર્ષ્યાથી ખૂબ જલી રહ્યો છે અને તેમને પતાવી નાંખવા સુધીના છટકાંઓ ગોઠવવામાં જરાય પાછો પડે તેમ નથી. આથી જ પાંડવો પ્રત્યે નિરપેક્ષ સ્નેહ ધરાવતા વિદુર પાંડવોની ખૂબ કાળજી કરતા હતા. એમ કહી શકાય કે વિદુરે પાંડવોના હિતોની બાપની જેમ રક્ષા કરી હતી. જો વિદુર ન હોત તો દુર્યોધન કદાચ પાંડવોને છળપ્રપંચથી મારી નાંખી શક્યો હોત.
ધૃતરાષ્ટ્રને સાચી સલાહ આપવાની વિદુરની રીત એટલી બધી પ્રેમાળ અને નિખાલસ તથા નિરપેક્ષ હતી કે ધૃતરાષ્ટ્ર પણ પુત્રવિરુદ્ધની વિદુરની વાતો પુત્રમોહના અંધાપાને લીધે સાંભળવી ન ગમે તો ય વિદુરને ક્યારેય તરછોડી શકતા ન હતા, છોડી પણ શકતા ન હતા. બલકે વિદુરને મધરાતે પણ બોલાવતા અને પોતાની વ્યથા અને વેદનાઓને વ્યક્ત કરીને તેની સલાહ માંગતા.
વિદુર પણ ધૃતરાષ્ટ્રની આવી માનસિક અપંગતા, વૈચારિક મૂર્ખતા અને પુત્રમોહની અંધતાને લીધે તેના પ્રત્યે ખૂબ દયાર્દ્ર રહેતા અને તેની સાથે જ રહેતા.
દુર્યોધનને દૂર કરી દેવાની આગ્રહભરી રજૂઆતની સામે ધૃતરાષ્ટ્ર જ્યારે લાચારીનો ભાવ બતાવીને કહેતા કે, “વિદુર ! તારી વાત ગમે તેટલી સાચી પણ હોય તો ય શું ? હું તો દુર્યોધનનો બાપ છું. બાપ તે બાપ; એ કદી પુત્રનો હત્યારો-કસાઈ થોડો જ બની શકશે ?”
આ વાક્ય સાંભળીને વિદુર પણ એકદમ શાંત થઈ જતા, કેમકે તેમની પાસે ધૃતરાષ્ટ્રનો દૃષ્ટિકોણ પણ હતો જ. તે દૃષ્ટિકોણથી કઈ દુનિયા દેખાય તે વાત તેઓ બરોબર જાણતા હતા. આથીસ્તો વિદુરનું નામ સાર્થક થયું હતું.
વિદુરના એકાએક સંસારત્યાગનો પ્રસંગ ખૂબ રોમાંચક છે. એક વાર ધૃતરાષ્ટ્રે પોતાના દૂત તરીકે સંજયને યુધિષ્ઠિર પાસે મોકલ્યો અને યુધિષ્ઠિરને રાજ માટે યુદ્ધ નહિ કરવા, છેવટે સદાના વનવાસી બની રહેવા જણાવ્યું ત્યારે યુધિષ્ઠિરે સાફ ઇન્કાર કર્યો વગેરે...
એ બધી વાત લઈને સંજય ધૃતરાષ્ટ્રની પાસે આવ્યો. સંજયે યુદ્ધની પાકી શક્યતા જણાવવા સાથે પાંડવોના બળને જરાય ઓછું નહિ આંકવાની જ્યારે વાત કરી ત્યારે ત્યાં જ બેઠેલા વિદુરે ધૃતરાષ્ટ્રને કહ્યું, “પેલા કુલાંગાર તમારા દુર્યોધનને તમે જીવતો રહેવા દીધો છે તેનું આ પરિણામ છે.”
જૈન મહાભારત ભાગ-૧
Page #48
--------------------------------------------------------------------------
________________
આ વખતે સંજયની વાતો દુર્યોધનને કહેવા માટે અને સમાધાન કરી લેવાનું સમજાવવા માટે ધૃતરાષ્ટ્ર આતુર થયા. તેમણે વિદુરને સાથે લીધા. બંનેએ દુર્યોધનને સમજાવ્યો. વિદુરે સમજાવવાની ખૂબ જ કોશિશ કરી. પણ તે વખતે ય જ્યારે દુર્યોધને તેને કહ્યું કે તેમને દુર્યોધનની તાકાતની કોઈ કલ્પના નથી માટે જ “નાયુદ્ધની નબળી વાતો વારંવાર કરવામાં આવી રહી છે.
દુર્યોધનનો આ અંતિમ નિષ્કર્ષ જાણીને વિદુરે મનોમન નિશ્ચિત કરી લીધું કે યુદ્ધ અનિવાર્ય છે અને કૌરવસંહાર એકદમ નિશ્ચિત છે.
દુર્યોધનની સત્તાલાલસા વગેરે જોઈને વિદુરને સમગ્ર સંસાર ઉપર ભારોભાર નફરત વછૂટી ગઈ. તેઓએ તુરત જ નજીકના ઉદ્યાનમાં વિદ્યમાન વિશ્વકીર્તિ નામના મુનિ પાસે ભાગવતી પ્રવજ્યા સ્વીકારીને આત્મકલ્યાણની વાટ પકડી લીધી.
આવા હતા; સાચા જ્ઞાની, નિઃસ્પૃહી અને પરગજુ, અંતે સંસારત્યાગી, સંયમી બનેલા વિદુર !
જૈન મહાભારત ભાગ-૧
Page #49
--------------------------------------------------------------------------
________________
'દ્રોણાચાર્ય અને અશ્વત્થામા
દ્રોણાચાર્ય અને અશ્વત્થામા : પિતા અને પુત્ર. કહેવાય છે કે કૌરવોના કુલપરંપરાગત શસ્ત્રવિદ્યા-ગુરુ કૃપાચાર્યના દ્રોણ બનેવી થતા
હતા. દ્રોણ જાતિથી બ્રાહ્મણ હતા, ધનુર્વિદ્યાના વિશિષ્ટ કોટિના જાણકાર હતા. બ્રાહ્મણ એટલે શાસ્ત્રોનો ભણાવનારો; રે ! શસ્ત્રોની વિદ્યાને પણ ભણાવનારો. પણ દ્રોણાચાર્યે તો શસ્ત્રવિદ્યા ભણાવતાં શસ્ત્રોને હાથમાં લીધા, ઉગામ્યા, યુદ્ધ ચડ્યા.
યુદ્ધ બ્રાહ્મણ ન ખેલી શકે, એ ક્ષત્રિયનું જ કામ. આવી હતી આર્યપ્રજાની વર્ણવ્યવસ્થા સંચાલિત નીતિ. દ્રોણાચાર્યે તેનો ભંગ કર્યો.
વ્યાસમુનિ એમ કરવાનું કારણ આપે છે.
દ્રોણ અને રાજા દ્રુપદ બાળવયમાં સાથે જ ભણેલા અને તેથી બે જિગરી દોસ્ત હતા. બંનેનો “આજીવન-મિત્ર બની રહેવાનો દઢ સંકલ્પ હતો.
દ્રુપદ રાજા બન્યા પણ દ્રોણ તો દારિદ્રથી વધુ ને વધુ પીડાવા લાગ્યા. એક દિ' તો એવું બન્યું કે બાળક અશ્વત્થામાએ દૂધ માંગ્યું અને પિતા દ્રોણે પાણીમાં લોટ ભેળવીને, તેને દૂધ કહીને અશ્વત્થામાને પીવડાવી દીધું.
સાવ નિર્દોષ બાળક દૂધ પીધાના આનંદથી નાચવા લાગ્યું.
આ જોઈને દ્રોણની આંખોમાંથી દડ દડ દડ આંસુ વહી ગયા. એના દારિદ્રનો ભાર વધુ વસમો થઈ પડ્યો. એના નિવારણ માટે તે દ્રુપદના દરબારમાં ગયા. પણ સત્તાના અહંકારના નશામાં રાચતા દ્રુપદે તેમને આ ભવમાં ક્યારેય ન જોયા હોય તેવો દેખાવ અને તિરસ્કાર કર્યો.
આથી દ્રુપદ સાથે આ બ્રાહ્મણને વૈર બંધાયું. દ્રુપદનો વંશોચ્છેદ કરવાની તેમણે પ્રતિજ્ઞા કરી.
આ પ્રતિજ્ઞા પાર પાડવા માટે તેને રાજ્યાશ્રય લેવાનું જરૂરી હતું. એ માટે તેણે ધૃતરાષ્ટ્રના કૌરવ-પાંડવોને શસ્ત્રવિદ્યા શીખવવાનું કૃપાચાર્ય દ્વારા પ્રવેશ મેળવીને શરૂ કર્યું તેમાં અર્જુન ઉપર તેમની નજર ઠરી.
હવે આ બ્રાહ્મણના મનમાં ધર્મશાસ્ત્રોના પાઠને બદલે યુદ્ધના નારાઓ શરૂ થઈ ગયા.
વ્યાસમુનિ તો કહે છે કે અર્જુન દ્વારા દ્રોણે દ્રુપદનો પરાભવ કરાવીને તેને સારો બોધપાઠ અપાવી દીધો પણ તો ય પેલી ગરીબીના ત્રાસમાંથી ભભૂકી ઊઠેલી વૈરની જે આગ એના રોમેરોમે સળગી હતી તે તો ન જ ઠરી.
મને લાગે છે કે આ જ કારણે પાંડવોના પક્ષે દ્રોણાચાર્ય નહિ રહ્યા હોય. પાંડવોએ દ્રૌપદીને મેળવીને દ્રુપદને પોતાના સસરા બનાવ્યા હતા. હવે દ્રુપદનો વૈરી દ્રોણ પાંડવો સાથે કેમ રહી શકે ?
દ્રૌપદી તો દ્રુપદની જ પુત્રી હતી ને? એ જ કારણે તેના વસ્ત્રાહરણ પ્રસંગે દ્રોણ જેવા આચાર્ય મૌન રહ્યા હોય તે કેમ ન બને?
વૈરનો અગ્નિ તો ભલભલાની બુદ્ધિને ભ્રષ્ટ કરી નાંખે. દ્રુપદને કબજે લેવાનું કામ અર્જુન જેવો વીર ક્ષત્રિય જ કરી શકશે માટે જ તેને સર્વોત્કૃષ્ટ ધનુર્ધર
જૈન મહાભારત ભાગ-૧
Page #50
--------------------------------------------------------------------------
________________
બનાવવાનો તેમનો પ્રયત્ન હશે. એમાં ઓલો ભીલ એકલવ્ય આવી ગયો તો તેને પોતાના કાર્યમાં નકામો જાણીને જ ધનુર્વિદ્યા નહિ શીખવી હોય. અર્જુનથી પણ ગુપ્ત રાખેલી અમોઘ-વિદ્યા સ્વપુત્ર અશ્વત્થામાને ખાનગીમાં શીખવવાનું કામ દ્રોણે કર્યું તેમાં પણ દ્રુપદને ઠીક કરી દેવાની વૈરભાવનાને સફળ બનાવવાની વૃત્તિ જ કામ કરતી નહિ હોય ? અર્જુન કાંઈ સ્વપુત્ર ન હતો, કદાચ કાલે દગો પણ કરે. અશ્વત્થામા તો સ્વપુત્ર જ હતો. તેના દ્વારા દ્રુપદ સાથે બદલો જરૂર વાળી શકાય.
દ્રોણના હૈયે વૈરની આ આગ આટલી તીવ્રતાથી ભભૂકી હોય અને તેથી જ તેણે આ બધી બાજી ગોઠવી હોય તો નવાઈ નહિ.
એકલવ્યના પ્રસંગમાં દ્રોણે જે કર્યું છે તે મને અનુચિત લાગતું નથી. ધનુર્વિદ્યા વગેરે શસ્ત્રવિદ્યાઓ ક્ષત્રિયને જ શીખવાય, બીજાને નહિ. એ આર્યદેશની વ્યવસ્થાજનિત ભેદરેખાઓ હતી.
જેની જેવી કક્ષા. ચાર રોટલી ખાઈ શકનારને ચાર જ રોટલી દેવાય. તેના મિત્રની દસ રોટલી ખાવાની તાકાત હોવાથી તેને દસ રોટલી જ દેવી પડે. પણ આ વખતે કોઈ કહે કે, “પેલાને ચાર જ કેમ આપી ? દસ કેમ નહિ ? આ અસમાનતા ન ચાલે તો તેની વાત બરોબર નથી.
જેની જે શક્તિ તે પ્રમાણે તે બધાને દેવું તેનું જ નામ સમાનતા છે.
સીધા પગવાળાને સીધા બૂટ અપાય, પણ તેથી કાંઈ સમાનતાની વાત આગળ કરીને એમ ન કહેવાય કે વાંકા પગવાળાને પણ સીધા જ બૂટ આપવા જોઈએ.
એકલવ્ય એ ગમે તેમ તો ય અ-ક્ષત્રિય હતો. શસ્ત્રવિદ્યા શીખીને લડવું એ તેનું કામ નહિ. જેમ શાસ્ત્રો ભણવાનું કામ બ્રાહ્મણનું છે, એ કાંઈ ક્ષત્રિયનું કામ નથી.
હા, કદાચ એકલવ્ય અર્જુનથી પણ સવાયો નીકળે, અને તેમ જ થયું. પણ તેથી શું થઈ ગયું ! કાદવમાંથી કમળ પેદા થાય, પણ તે કેટલા? વધુ સંખ્યામાં તો કીડા જ પેદા થાય ને? એટલે એકાદ કમળની યોગ્યતા જોઈને બધા કીડાઓને ઉત્તેજન આપી દેવાની ભૂલ તો ન જ કરાય. એ કરતાં તો બહેતર છે કે કમળને કોરું જ રાખી દેવાય.
આર્યદેશની મોક્ષલક્ષી ચાર પુરુષાર્થની સંસ્કૃતિ સમગ્ર સમાજના હિતને વધુ પ્રાધાન્ય આપનારી છે. એકાદ વ્યક્તિને બાહ્ય નુકસાન થાય તો થવા દઈને પણ સમષ્ટિને લાભ કરી આપતાં મૂલ્યો અને તેવી મર્યાદાઓની તો રક્ષા કરવી જ રહી.
એટલે એકલવ્યને ધનુર્વિદ્યા નહિ શીખવવામાં દ્રોણાચાર્યે કોઈ ભૂલ કરી છે એમ મને કદી લાગતું નથી.
એડવર્ડ આઠમાના ગાદીત્યાગ પાછળ બ્રિટનની રાજાશાહીનું કયું મૂલ્ય કામ કરી ગયું છે તે વિચારવામાં આવશે તો એકલવ્યના પ્રસંગના દ્રોણ અન્યાયી કે પક્ષપાતી નહિ લાગે.
‘હલકું લોહી હવાલદારનું' એ કહેવત ઓછી વિચારણીય નથી હોં! નબળાઓને વધુ પડતી સબળાઈ આપી દેવામાં જોખમોનો કોઈ પાર નથી. એ કહેવાતી કરુણા એ નબળાઓનો સર્વનાશ કરનારી છે.
દ્રોણાચાર્યના પ્રસંગોમાં “એકલવ્ય'ના પ્રસંગમાં કોઈ આશ્ચર્યજનકતા નથી જ. પણ ઘણી બધી આશ્ચર્યજનતા તો ખુદ દ્રોણની વ્યક્તિગત જીવનઘટના વગેરેમાં મને દેખાય છે. દ્રોણાચાર્યના એકલવ્ય'ના પ્રસંગ વખતની વૈચારિક ભૂમિકાના તેણે જ પોતે કેવા ફુરચા ઉડાવી દીધા છે !
તે ખુદ જ અ-ક્ષત્રિય છે છતાં તેણે ક્ષત્રિયની જેમ શસ્ત્રો હાથમાં લીધા ને જંગે ચડ્યા. શું આ
જૈન મહાભારત ભાગ-૧
Page #51
--------------------------------------------------------------------------
________________
કામ તેમનું હતું ?
આ કામ તેમનું ન જ હતું તે વાતની સાબિતી એ છે કે તેઓ યુદ્ધના ન્યાયને પણ વેગળો મૂકીનેતેમના ત્રણ દિવસના સેનાધિપતિપદના યુદ્ધકાળમાં-અર્જુનપુત્ર અભિમન્યુ નિઃશસ્ત્ર હતો ત્યારે તેની ઉપર તૂટી પડીને તેને મારી નાંખવામાં આવ્યો.
ત્રણ દિવસમાં દ્રોણ એટલા બધા ઝનૂને ચડ્યા કે જયદ્રથનો વધ થયાનું વૈર લેવા માટે તેમણે રાત્રે પણ યુદ્ધ ચાલુ રાખ્યું.
દ્રોણમાં ક્ષાત્રવટનું લોહી ન હતું તે જ અહીં કારણ નહિ બન્યું હોય?
વળી અશ્વત્થામા ય ક્યાં ક્ષત્રિય હતો ? તો શા માટે તેના હાથમાં પણ શસ્ત્રો લેવડાવ્યા ? દ્રોણે આ પણ કેટલી મોટી ભૂલ કરી ?
અયોગ્ય વ્યક્તિએ હાથમાં શસ્ત્રો તો લીધા પણ અન્યાય, ક્રૂરતા અને ભયાનક ઘાતકીપણાનો જ આશ્રય લીધો.
દુર્યોધનને ખુશ કરવા જ નહિ પણ પોતાના વારસામાં મળેલી પિતાની વૈરભાવનાને પૂરી કરવા માટે જ અશ્વત્થામા સેના વિનાનો છતાં સેનાધિપતિ બની ગયો. અને રાત્રે જ પાંડવોની છાવણી ઉપર અન્યાયી છાપો માર્યો.
ધૃષ્ટદ્યુમ્ન તો પોતાના પિતાના શત્રુ દ્રુપદનો દીકરો હતો અને પિતાનો શિરચ્છેદ પણ કરનારો હતો, એટલે એનો બદલો લેવા માટે એને ઊંઘમાં જ પગેથી મારી મારીને છૂંદી નાંખ્યો. શિખંડીના પણ એ જ હાલહવાલ કર્યા. શેષ પાંડવો નાસવા ગયા તો તમામને પકડી પકડીને અંધારામાં કાપી નાંખ્યા. જેમને પાંડવો કલ્પીને કાપી નાંખ્યા તે પાંડવોના પાંચ પુત્રો નીકળ્યા.
વ્યાસ કહે છે કે પાંડવો ન મર્યા તેથી રુષ્ટ થઈને ન છોડવા જેવું બ્રહ્મશિર અન્ન તેણે અર્જુનના પુત્ર અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરાના ગર્ભ ઉપર છોડી મૂકવા સુધીની બેહદ ક્રૂરતા આચરી. શસ્ત્રો હાથમાં લેવા માટે અ-ક્ષત્રિય એવા દ્રોણ અને અશ્વત્થામા કેટલા બધા અયોગ્ય હતા તે તેમના જ કાળા કરતૂતોથી જણાઈ આવે છે.
અને કેવી વિચિત્ર વાત છે કે અક્ષત્રિયને (એકલવ્યને) શસ્ત્રવિદ્યા નહિ શીખવવાનો સિદ્ધાન્ત જાણનારો સ્વયં તે સિદ્ધાન્તનો સ્વમાં અને સ્વપુત્રના સંબંધમાં ખુલ્લો ભંગ કરે છે !
કૃષ્ણને દ્રોણાચાર્ય ઉપર જે તિરસ્કાર વછૂટ્યો છે, તેને જીવતો ન રખાય તેવી જે વાત તેના મનમાં ઘૂમતી રહી છે તે ઉપર્યુક્ત કારણોસર જ હોવી જોઈએ.
તેમાં ય યુદ્ધના ત્રણ દિવસના દ્રોણના સેનાધિપતિપદ દરમિયાન અભિમન્યુની નિર્દય રીતની હત્યા થઈ અને રાત્રે પણ યુદ્ધ ચાલુ રખાયું તે જોઈને-દ્રોણાચાર્યનું હદ બહારનું ઝનૂન જોઈને-તેને મારવા માટે ‘ત્થામા હત'ના જૂઠનો આશ્રય લેવાની કૃષ્ણને નાછૂટકે ફરજ પડી છે.
4
દ્રોણાચાર્યના મૃત્યુનો પ્રસંગ ખૂબ બોધક છે. ‘પોતાનો પુત્ર મરાયો’ એવા સમાચાર મળતાંની સાથે જ તેઓ પુત્રમોહને લીધે એટલા બધા લાગણીશીલ બની ગયા કે તેઓ માનસિક રીતે આઘાત ખાઈ ગયા. તેમણે શસ્ત્રોનો ત્યાગ કરી દીધો.
પુત્રમોહની કાતીલ લાગણી પ્રધાન બની અને યુદ્ધમાં વિજય પામવાનું કર્તવ્ય ગૌણ બની ગયું. સાચો માણસ તે છે જે કર્તવ્યની આડે કોઈ પણ પ્રકારની લાગણીઓને આવવા ન દે. જેને લાગણી સતાવતી હોય તે ક્યારે કર્તવ્યભ્રષ્ટ થાય તેનું કોઈ ઠેકાણું નહિ.
જૈન મહાભારત ભાગ-૧
Page #52
--------------------------------------------------------------------------
________________
કૃષ્ણ પણ દ્રોણાચાર્ય જેવાની પુત્રમોહની નબળી કડીને જાણી ગયા હશે. ત્યારે જ તેમણે આ નબળી કડી ઉપર ઘા કરવા માટેનું ત્રાગું કર્યું ને ?
ઘણા મોટા કહેવાતા માણસોમાં એકાદ પણ નબળી કડી હોય તો તેમને કોઈ પણ પ્રકારનું નેતૃત્વ આપી શકાય નહિ. એવી વ્યક્તિ નેતા બને તો ક્યારે કર્તવ્યનું રણ મૂકીને ભાગી જાય, આશ્રિતોને ત્રિશંકુ જેવી લાચાર સ્થિતિમાં મૂકી દે તેનું કોઈ ઠેકાણું નહિ.
ખેર, દ્રોણાચાર્ય પુત્રમોહની લાગણીના અતિરેકનો ભોગ બની ગયા, પરંતુ તે પછીની ક્ષણોમાં તે આંતરિક રીતે એકદમ જાગ્રત બની જઈને પંચ-પરમેષ્ઠીના ધ્યાનમાં લીન બની ગયા હતા અને તેથી સદ્ગતિ પામ્યા હતા આવું જૈન મહાભારતકારે કહ્યું છે.
દ્રોણાચાર્યના પુત્રનું નામ અશ્વત્થામા કેમ પાડવામાં આવ્યું ? તે અંગે વ્યાસમુનિ એમ કહે છે કે તે બાળક જન્મ્યું ત્યારે અશ્વની જેમ જોરથી હણહણ્યું હતું.
જે હોય તે, પરંતુ અશ્વત્થામાએ આ હણહણાટ ઠેઠ સુધી ચાલુ રાખ્યો છે. એ નથી હણહણ્યો તો બિલકુલ નથી હણહણ્યો, પણ જે બે-ચાર વાર તે હણહણ્યો છે તે બધી વખત તે જોરથી ઘોડાની જેમ જ હણહણ્યો છે. તે વખતે તેણે ન્યાય, નીતિ, મર્યાદા કે દયા બધું જ છોડી દીધું છે.
પિતાના મૃત્યુથી તે એટલો બધો ગુસ્સે ભરાયેલો કે તેણે અતિ ભયાનક, મહાસંહારક નારાયણઅસ્ર (આજનો ઍટમબૉમ્બ !) છોડી દીધું.
દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્નને પગેથી છૂંદી છૂંદીને મારી નાંખ્યો.
તેણે જ્યારે છાવણીમાં રાતે કતલ ચલાવી ત્યારે હજારોનો સંહાર કરી નાંખ્યો. સવાર પડ્યું ત્યારે પાંડવ-પક્ષે માત્ર સાતની સંખ્યા જીવતી રહી હતી.
અશ્વત્થામાની આવી અતિ અન્યાયિતા અને ક્રૂર નિર્દયતાને લીધે જ વ્યાસમુનિએ તેને રક્તપિત્તના મહારોગે-સદા માટે-સબડતો, અમર થઈને કાયમ ભીખ માંગતો, તરફડતો, શરીરેથી વહેતી લોહીની ધાર સહુને દેખાડીને ખાવાનું દેવાની આજીજી કરતો અશ્વત્થામા કથાત્તે મૂકી દઈને કરુણાની પરાકાષ્ટા લાવી મૂકી છે. ના, જૈન મહાભારતમાં આવો અશ્વત્થામા સ્વીકારાયો નથી.
જૈન મહાભારત ભાગ-૧
Page #53
--------------------------------------------------------------------------
________________
દ્રૌપદી
દ્રુપદરાજની પુત્રી દ્રૌપદીના સ્વયંવરમાં પાંડવો ગયા ત્યારથી દ્રૌપદીનું પાત્ર મહાભારતના કથા-પટ ઉપર પ્રવેશ કરે છે. એ યજ્ઞમાંથી પેદા થયેલી કન્યા હતી એવું જૈન મહાભારતકાર માનતા નથી. આર્યાવર્તની ‘નારી’ કેવી હોય ? એ જાણવું હોય તો તમારે દ્રૌપદીને નખશિખ ઓળખવી પડે. શીલવતી + આવેશવતી = આર્યનારી. આવું છે આર્યનારીનું ચિત્ર. એનામાં જે આવેશ હોય તે ‘સત્ય’ ખાતરનો હોય, નહિ કે તુચ્છ વાતો ખાતરના આવેશથી તે પીડાતી હોય.
નારીને અબળા કહી છે એનો અર્થ એ નથી કે, “તે બળ વિનાની છે !'
૧૦
એનો અર્થ એ છે કે તેનું અગાધ બળ અવિદ્યમાન - ન દેખાતું – છે. જ્યારે એનું બળ બહાર આવે ત્યારે તે રૌદ્રથી પણ રૌદ્ર બની જવા જેટલી શક્તિ ધરાવતી હોય છે.
દ્રૌપદી આવી જ અબળા હતી. તેના જીવનમાં વસ્ત્રાહરણના પ્રસંગે આવેશને ભડકાવી દીધો હતો. ભરસભામાં પોતાના પાંચ પાંચ પતિઓની, ભીષ્મ જેવા સર્વમાન્ય પિતામહની હાજરીમાં તેની લાજ લૂંટવાના જે નીચ યત્નો થયા અને તે વખતે કહેવાતા સત્યવાદીઓ, ગદાધારીઓ, ધનુર્ધરો અને નૈષ્ઠિક બ્રહ્મચારીઓએ મૂંગા રહીને તમાશો જોતાં હોય તેમ બધું જે જોયા કર્યું તેનાથી દ્રૌપદીના રોમેરોમ સળગી ગયા હતા.
એમ લાગે છે કે આ આવેશની પ્રગટેલી આગ કદી શાંત પડી નથી. સીતાની જેમ જ તે પોતાના પતિઓની સાથે વનમાં ગઈ હતી. ભાઈ ધૃષ્ટદ્યુમ્ન તેને લેવા આવ્યો ત્યારે તેણીએ પાંચ પુત્રો સોંપી દીધા પણ પોતે પિયરમાં ન જ ગઈ.
વનવાસના સમય દરમિયાન તેણે યુધિષ્ઠિરને ખૂબ જ સખત કહી શકાય તેવા આગઝરતા શબ્દોમાં વારંવાર ફટકાર્યા છે. વનમાં પોતાના રાજવંશી પતિઓની પ્રત્યેક પરિસ્થિતિ-ધરતી ઉપર સૂઈ રહેવું, ઝાડની છાલથી અંગ ઢાંકવું, પથ્થરનું ઓશીકું બનાવવું વગેરે વગેરે-જોઈને તેની વ્યથા એકદમ અસહ્ય બની જતી હતી. આવા વખતે ભીમ તેને ખૂબ સાથ આપીને ઉશ્કેરતો.
તે પોતે સુકુમાળ રાજકન્યા હોવા છતાં તેણે વનના દુઃખોની કદી ચિંતા કરી નથી કે ફરિયાદ પણ કરી નથી. હા, યુધિષ્ઠિરને વધુ ઉશ્કેરવા માટે તેવી પણ ફરિયાદ કરી છે ખરી.
પણ યુધિષ્ઠિર એટલે યુધિષ્ઠિર. ‘તેર વર્ષનો સ્વીકારેલો વનવાસ પૂરો થાય નહિ ત્યાં સુધી રાજ મેળવવા માટેનો ઉશ્કેરાટ નકામો છે' તેવી તેની દૃઢ માન્યતા હતી.
અને...યુધિષ્ઠિર ખરેખર તો ધૈર્યસ્થિર નામને લાયક હતો, કેમકે એ બધાયના આવેશાત્મક હુમલાઓને ભારે ધીરજથી સાંભળી લઈને ખાળતો હતો.
દ્રૌપદીના આવેશનો જન્મ ધૃતરાષ્ટ્રના રાજદરબારમાં થયો, વસ્ત્રાહરણના પ્રસંગે થયો. આ આવેશ બેશક પ્રશસ્ત હતો. એ તો ઠીક પરંતુ એ વખતે આ મહા-નારીના મોંમાંથી નીકળી ગયેલા જે શબ્દો વ્યાસમુનિએ ગ્રન્થમાં ઉતારી લીધા છે તે તો ખૂબ જ અદ્ભુત છે. કદાચ મહાભારતનો સર્વોત્કૃષ્ટ બોધપાઠ આ શ્લોકમાં જ પડ્યો હશે.
દ્રૌપદીએ કહ્યું :
न सा सभा यत्र न सन्ति वृद्धाः, न ते वृद्धा ये न वदन्ति धर्मम् ।
-नासो धर्मो यत्र च नास्ति सत्यं, न- तत्सत्यं वच्छलेनानुविद्धम् ॥
જૈન મહાભારત ભાગ-૧
Page #54
--------------------------------------------------------------------------
________________
અર્થ : તે સભા નથી જેમાં વૃદ્ધો નથી. તે વૃદ્ધો નથી જેઓ ‘ધર્મ’ કહેતા નથી. તે ધર્મ નથી જેમાં સત્ય નથી.
તે સત્ય નથી જે કપટથી ખરડાયેલું છે.
તેના વસ્ત્રાહરણ વખતે જે આવેશ ભડકી ઊઠેલો તે પૂરો શાન્ત થાય તે પૂર્વે ફરીથી ભડકે જલવા લાગ્યો, જ્યારે એક વર્ષના ગુપ્તવાસમાં કીચકે સૈરશ્રીના રૂપમાં તેની સાથે છેડતી કરી, તેના અંગને સ્પર્શ કર્યો.
નારી, અને તે પાછી પતિવ્રતા, તે જો આવા અઘટિત પ્રસંગે ન ઉશ્કેરાઈ પડે તો તેના શીલમાં જ શંકા કરવી પડે.
દ્રૌપદીના આવેશમાં તેની ‘વિશુદ્ધિ’ નિમિત્ત બની હશે તેમ કદાચ તેના કારણે પાંડવોને પ્રાપ્ત થયેલા કેટલાક લાભોમાં પેદા થયેલો અહંભાવ પણ નિમિત્ત થયો હોય તો નવાઈ નહિ.
પાંડવોને દ્રુપદ જેવા સસરા મળ્યા, તેમની સેના મળી અને ધૃષ્ટદ્યુમ્ન(દ્રૌપદીનો ભાઈ) જેવો પરાક્રમી યોદ્ધો મળ્યો એટલે જ કૌરવોને-ખાસ કરીને ધૃતરાષ્ટ્રને-પાંડવોના વધી ગયેલા બળનો સ્વીકાર કરીને ખાંડવપ્રસ્થ (ઇન્દ્રપ્રસ્થ)નું રાજ્ય આપવાનું સમાધાન કરવાની ફરજ પડી. નહિ તો આટલી ય વાત કરવા કોઈ તૈયાર ન હતું.
હવે આપણે દ્રૌપદીના સતીત્વ વિષે વિચાર કરીએ.
પહેલી વાત એ છે કે દ્રૌપદીએ માત્ર અર્જુનના ગળે સ્વયંવર-માળા નાંખી પણ કુન્તીએ તેણીને પાંચેય પાંડવોની પત્ની બનવાનું દબાણ કર્યું-જે મળે તે પાંચેએ વહેંચી લેવાનું નક્કી કર્યું હોવાથી (!)-અને દ્રૌપદીએ તે વાત સ્વીકારી લીધી. આ વાત જૈન મહાભારતકારને તો માન્ય નથી પરન્તુ આર્યાવર્ત્તની સાંસ્કૃતિક નીતિને પણ માન્ય નથી.
જે મળે તે વહેંચી લેવાનો. શું સ્ત્રી પણ વહેંચી લેવા સુધીનો અર્થ કદાપિ થઈ શકે ખરો ? વળી કુન્તી જેવી આર્યમાતા આવું દબાણ કદી કરે ખરી ? દ્રૌપદી કદી આવી વાતમાં સંમતિ આપે ખરી ? આ બધી વાતોનો મેળ બેસતો નથી, એટલું જ નહિ પણ આવી વાતોની જો પરંપરા ચાલે તો આર્ય પ્રજામાં કારમો દુરાચાર ફેલાઈ જાય.
જૈન મહાભારતકાર પણ દ્રૌપદીના પાંચ પતિ તો જરૂર માને છે, પરન્તુ તે ય ‘બેક-ગ્રાઉન્ડ’ તેના પૂર્વભવમાં તૈયાર થયેલું છે.
સાધ્વી તરીકેના જીવનમાં તે ઘોર તપ કરતી હતી. ત્યાં તેણે પાંચ પુરુષોથી સેવાતી વેશ્યાને જોઈને તે સ્થિતિ પોતે પણ તપના બળથી પામે તેવો સંકલ્પ (નિયાણું) કર્યો છે અને તેનું જ એ પરિણામ આવ્યું કે જ્યારે તેણીએ અર્જુનના ગળામાં માળા નાંખી ત્યારે તે પાંચેય પાંડવોના ગળામાં માળા દેખાવા લાગી.
ખરેખર વિધિની (કર્મની) આ અતિ વિચિત્ર વક્રતા હતી, પણ તેની સામે બીજું શું થઈ શકે તેમ હતું ? આખી સભા-વિશેષ કરીને પિતા દ્રુપદ વગેરે આશ્ચર્યમૂઢ બની ગયા. ‘પોતાની દીકરીના પાંચ પાંચ પતિ' એ વાત તેમને જરાય ગોઠે તેવી ન હતી, પણ તે જ વખતે આકાશવાણી દ્વારા દેવોએ ‘તેણીના પૂર્વભવનું જ આ પરિણામ છે. એને હવે વધાવી લીધે જ છૂટકો છે’ એમ જણાવીને સહુની મૂંઝવણ દૂર કરી છે.
આમ દ્રૌપદીને પૂર્વભવમાં કરેલી ભૂલના પરિણામે પાંચ પતિઓની પત્ની થવાની ફરજ પડી
જૈન મહાભારત ભાગ-૧
Page #55
--------------------------------------------------------------------------
________________
છે. આવા આકસ્મિક પ્રસંગનું અનુકરણ કદાપિ કરી શકાય નહિ.
હવે સવાલ આવે છે તેના સતીપણાનો !
મને તો લાગે છે કે દ્રૌપદી “સતી’ નહીં પણ “મહાસતી” કહેવાને યોગ્ય છે. લગ્ન બાદ નારદ દ્વારા પરસ્પરના ક્લેશનિવારણ માટે એક એવો નિર્ણય લેવાયેલ કે દ્રૌપદી સાથે એક જ પતિએ રહેવું, ભૂલથી પણ બીજાએ ત્યાં જવું નહિ. આમ રોજ માટે દ્રૌપદીનો કોઈ પણ એક જ પતિ ગણાવો જોઈએ.
નારદની આ વાતનો અર્થ એ થયો કે દ્રૌપદીએ હંમેશ એક સિવાયના ચાર પતિઓને સગા ભાઈ જેવા જ જોવા.
જે પરપુરુષો છે તેમને ‘ભાઈ’ જેવા ગણવા એ તો હજી સહેલ છે, પણ જેમની સાથે સંસાર ભોગવ્યો છે તેમને અમુક અમુક કાળે સગા ભાઈ તુલ્ય જોવા એ વાત કેટલી કઠિન છે એ તો ભુક્તભોગીઓ જ સમજી શકે!
આ દૃષ્ટિથી સીતા વગેરે સતીઓ કરતાં પણ દ્રૌપદીનું કાર્ય અતિશય મુશ્કેલ હતું. પણ તે ય તેણે બરોબર પાર ઉતાર્યું છે માટે તેને સતી જ ન કહેતાં મહાસતી કહેવી એ ઉચિત લાગે છે.
વ્યાસમુનિએ દ્રૌપદીને કર્ણ, કૃષ્ણ તરફ આસક્તિ ધરાવતી ક્યાંક બતાવી છે તે આ મહાસતી ઉપર થયેલો સીતમગાર અન્યાય છે.
અર્જુનના ખોળામાં સત્યભામાના પગ પડે અને કૃષ્ણના ખોળે દ્રૌપદીના પગ પડે અને એ રીતે કૃષ્ણ અને અર્જુન પોતાની ગાઢ મૈત્રીને મૂલવે એ વાત અતિશય હાસ્યાસ્પદ લાગે છે. આર્યદેશની સામાન્ય નારીનું પણ સત્ત્વ આવી મૈત્રી કરવાની પતિની વાતે છંછેડાઈ ગયા વિના ન રહે તો સત્ત્વના લાવારસ જેવી દ્રૌપદી શું આ બધું ચલાવી લે ?
મર્યાદાહીન વળી મૈત્રી શેની ?
આ તો તે દ્રૌપદી છે જેને યુધિષ્ઠિર જુગારમાં હારી ગયા તો તેમને પણ ભરસભામાં તેણે તીખા તમતમતા શબ્દોમાં સવાલ કરીને તેનો જવાબ માંગ્યો છે કે, “તમે જુગારમાં તમારી જાતને હારી ગયા પછી મને હોડમાં મૂકવાનો તમારો અધિકાર જ ક્યાં હતો ?”
આ સવાલનો જવાબ કોઈ આપી શક્યું ન હતું.
જૈન મહાભારત ભાગ-૧
Page #56
--------------------------------------------------------------------------
________________
મહારાજા શાનનું
મહાભારતની પૂર્વભૂમિકા : અસંખ્ય વર્ષો(વીસ કોડાકોડી સાગરોપમ)નું બનેલું એક, એવા
અનંત કાળચક્રો આ ભરતક્ષેત્રમાંથી પસાર થઈ ગયા. દરેક કાળચક્રના ઉત્સર્પિણી અને અવસર્પિણી નામથી બે વિભાગ થાય. જે કાળમાં આયુ, ઊંચાઈ વગેરે વધતાં જાય તેને ઉત્સર્પિણીઓ કાળ કહેવાય છે, જેમાં તે બધા ઘટતાં જાય તે અવસર્પિણી કાળ કહેવાય છે.
અનંત ઉત્સર્પિણીઓ પસાર થઈ ગઈ. અનંત અવસર્પિણીઓ પસાર થઈ ગઈ.
દરેક ઉત્સર્પિણી અને દરેક અવસર્પિણીમાં ચોવીસ તીર્થંકરો થાય, બાર ચક્રવર્તીઓ થાય, નવ બળદેવ, નવ વાસુદેવ અને નવ પ્રતિવાસુદેવ થાય. આ તમામ આત્માઓ એ જ ભવે કે પછીના કોઈ ભવે નિશ્ચિતરૂપે મોક્ષગામી બને છે માટે આ ત્રેસઠ મહાપુરુષો-શલાકાપુરુષો-કહેવાય છે.
હાલ અવસર્પિણી કાળ ચાલે છે. તેના ઉપર્યુક્ત ત્રેસઠેય શલાકાપુરુષો આ ધરતી ઉપર થઈ ગયા.
જૈન મહાભારતની (પાંડવ-ચરિત્ર) કથાના જે પાત્રો છે તેમાંના શ્રીનેમનાથ, બળરામ, શ્રીકૃષ્ણ અને જરાસંઘ ઉપર્યુક્ત ત્રેસઠ શલાકાપુરુષોમાંના છે.
શ્રીનેમનાથ પ્રભુ બાવીસમા તીર્થંકર છે, બળરામ છેલ્લા બળદેવ છે, શ્રીકૃષ્ણ છેલ્લા વાસુદેવ છે અને જરાસંઘ છેલ્લા પ્રતિવાસુદેવ છે.
શ્રીકૃષ્ણની ફોઈ કુન્તીના પાંચ પાંડવો અને કર્ણ પુત્રો છે. શ્રીકૃષ્ણ અને શ્રીમનાથ પ્રભુ બે ભાઈઓ (કાકા કાકાના દીકરાઓ) થાય છે.
શ્રીકૃષ્ણની બેન સુભદ્રા સાથે અર્જુનના લગ્ન થયા હોવાથી અર્જુન અને શ્રીકૃષ્ણ અનુક્રમે સાળા-બનેવી થાય છે. આટલું સમજીને હવે મહાભારતની કથા શરૂ કરીએ.
કૌરવોનો આધ રાજા કુર આ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર પરમાત્મા આદિનાથ.
તેમને એકસો પુત્રો હતા, તેમાં કુરુ નામનો એક પુત્ર હતો. આ કુરના વંશજો તે કૌરવ કહેવાયા. કુરુનો હસ્તી નામે પુત્ર હતો તેના નામથી “હસ્તિનાપુર નગરી થઈ.
મહારાજા કુરુની રાજગાદી ઉપર ઉત્તરોત્તર અસંખ્ય કુટુ-વંશજો આવતા ગયા, તેમાં ત્રણ ચક્રવર્તી તીર્થંકરદેવી શ્રી શાન્તિનાથ, શ્રી કુન્થનાથ અને શ્રી અરનાથ થયા. સનતુ કુમાર અને સુભૂમ નામના બે ચક્રવર્તી રાજાઓ થયા.
શાન્તનુને ગંગાનો મેળાપ આ રીતે અસંખ્ય વંશજો પછી આ કુરુવંશમાં શાન્તનુ નામનો મહાપરાક્રમી રાજા થયો. સર્વ વાતે સારા એ રાજાને શિકારનું ભયાનક વ્યસન લાગુ થયું હતું.
એક વખત શિકાર કરવા માટે તે વનમાં ગયો. ત્યાં કોઈ હરણીની પાછળ પડી જતાં એવા એક પ્રદેશમાં આવી ચડ્યો જ્યાં તેણે વિશાળ મહેલ જોયો. કુતૂહલથી પ્રેરાઈને તે ઠેઠ સાતમા માળે પહોંચી ગયો. ત્યાં લાવણ્યથી નીતરતી એક કન્યાને તેની દાસી સાથે વાતો કરતી જોઈ.
જૈન મહાભારત ભાગ-૧
Page #57
--------------------------------------------------------------------------
________________
કન્યાએ શાન્તનુનું ‘સ્વાગતમ્ !’ કર્યું. શાન્તનુને મોહિત કરી ગયેલી એ કન્યાની ઓળખ શાન્તનુએ માંગી.
ગંગા દ્વારા પોતાની ઓળખ
તેણે કહ્યું, “હું મહારાજ જહ્નની પુત્રી છું. મારું નામ ગંગા છે. લગ્નની વય થઈ જવા છતાં મારું લગ્ન થયું નથી તેનું કારણ મારો સંકલ્પ છે. ‘એ સંકલ્પ એવો છે કે જે રાજકુમાર મારી આજ્ઞામાં રહે તેની સાથે જ મારે લગ્ન કરવું.
રાજન્ ! મારા વડીલો પાસેથી મેં જે સંસ્કારો મેળવ્યા છે, માનવજીવનનું મૂલ્ય જાણ્યું છે, શીલનું ગૌરવ શીખી છું એની રૂએ મેં નક્કી કર્યું છે કે આટલું સુંદર જીવન જે તે પતિને સ્વીકારીને પાયમાલ તો ન જ કરાય. મારે એવો જ પતિ મેળવવો કે જે મારી જિંદગીને બરબાદ ન કરે, તેના જીવનને હું આબાદ કરી શકું. આ બધું ત્યારે જ બની શકે જ્યારે તે મા૨ી વાતોને કબૂલ કરવા માટે હરદમ તૈયાર હોય. આજ સુધી તેવો કોઈ રાજકુમાર મળ્યો નથી.
બીજી બાજુ આકાશગામિની વિદ્યાના બળથી સમયે સમયે આકાશેથી પસાર થતા ચારણમુનિઓને મારે ઘેર પધારવાની વિનંતી હું કરવા લાગી. તેમના સત્સંગથી મને ભગવાન જિનેશ્વરદેવોએ પ્રરૂપેલો ધર્મ જાણવા મળ્યો. તેના સુંદર સિદ્ધાન્તો વગેરેથી આકર્ષાઈને હું જિનધર્મમાં અનુરક્ત બની.
હવે મારા કૌમાર્યને નિર્મળ રીતે પસાર કરવાની ચિંતામાંથી મુક્ત થઈને મેં જિનેશ્વર પરમાત્માની ઉપાસનાને મારું જીવન બનાવી દીધું. જ્યાં ઉપાસના છે ત્યાં જીવનને કલંકિત કરી મૂકતી વાસના ઊભી રહી શકતી નથી.
હા, હવે તો મારે સર્વસંગનો ત્યાગ કરીને ભાગવતી પ્રવ્રજ્યાનો સ્વીકાર કરીને સાધ્વી જ થવું જોઈએ, પરંતુ તે કઠોર જીવન સુધી છલાંગ મારવાની હજી મારામાં હિંમત પેદા થઈ નથી.
કુમાર ! હવે તાજી બનેલી બીના જણાવું.
ગઈ કાલે જ સત્યવાણી નામના નૈમિત્તિકને લઈને મારા લગ્ન અંગે ચિંતાતુર બનેલા પિતાજી અહીં પધાર્યા હતા. નૈમિત્તિકે કહ્યું કે આવતી કાલે જ હસ્તિનાપુરના નરેશ શાન્તનુ અહીં આવશે. તે જ તમારી ગંગાના પતિ થશે.
અને કુમાર ! આજે આપ આવી ચડ્યા. આપ જ શાન્તનુ છો ને ?” શાન્તનુએ હકારમાં માથું ધુણાવ્યું.
શાન્તનુની સંમતિ
શાન્તનુને ગંગાનો સંકલ્પ નડતરભૂત ન હતો, પણ આદરણીય બન્યો હતો. ‘જે સ્ત્રી પોતાનું અને પોતાના પતિનું જીવન નિર્મળ સંસ્કારોથી ભર્યું ભર્યું રાખવાના ઉદ્દેશથી આવો સંકલ્પ કરે તે સ્ત્રી તો કેટલી મહાન કહેવાય ?' શાન્તનુનો આત્મા મનોમન બોલતો હતો.
ના, ગંગાનો સંકલ્પ કાંઈ પતિને પોતાનો ગુલામ બનાવી રાખવા માટે ન જ હતો, એનો સંકલ્પ માત્ર ‘બ્રેક’ રૂપ હતો. પતિની કોઈપણ અવળી ગતિને રોકવા પૂરતો હતો. (ક્રમશઃ પોતાની કૂખે જન્મ લેનારા અષ્ટ વસુ-પોતાના-બાળકોને તેમના જ કહેવાથી ગંગાએ મારી નાંખવાના હતા. તેમાં શાન્તનુ આડો ન આવે તે માટે તેણે આવો સંકલ્પ રજૂ કર્યો હતો એવી વ્યાસ-મહાભારતની ઘટનાને અહીં સ્વીકારવામાં આવી નથી. વળી આ ઘટના પણ ખૂબ જ વિચિત્ર હોઈને વિચાર માંગી લે તેવી નથી શું ?)
જૈન મહાભારત ભાગ-૧
Page #58
--------------------------------------------------------------------------
________________
આર્યાવર્તની સન્નારી પતિ ઉપર બધી વાતે પોતાનું આધિપત્ય જમાવતી સ્ત્રી એ કાંઈ આર્યાવર્તની સન્નારી ન કહેવાય.
આર્યાવર્તની સન્નારી તો પતિપરાયણ હોય, પતિને પગલે પગલું દાબતી હોય, પણ સબૂર ! તેથી કાંઈ તે પતિની ગુલામડી ન હોય, પતિની ખોટી વાતોમાં પણ સંમતિ આપતી ન હોય કે દોરવાતી પણ ન હોય.
મહાસતી મદાલસા મહાસતી મદાલસાએ લગ્ન વખતે જ પોતાના પતિ સાથે શરત કરી હતી કે તેને બાળક થતાં જ તે સંન્યાસ સ્વીકારશે. તેમાં જો તે સંમતિ નહિ આપે તો તે બાળકને સંન્યાસ-ધર્મની તાલીમ આપીને સંન્યાસી બનાવશે. મદાલસાએ તેમ જ કર્યું. છેવટે એક બાળકને તેણે રાજાવિહોણું રાજ ન રહી જાય તે માટે-રાજધર્મની તાલીમ આપી હતી.
રાજા સોમચન્દ્ર પાકટ વય થવા છતાં-પૂર્વજોની પવિત્ર પરંપરા મુજબ- વાનપ્રસ્થાશ્રમને ન સ્વીકારતાં રાજા સોમચન્દ્રને રાણીએ ચેતવ્યા હતા. તેમના માથાનો એક ધોળો વાળ કાઢીને તેમને બતાવ્યો અને કહ્યું : “આ યમરાજાનો દૂત આવ્યો છે. હવે તો જાગો.” અને..વળતે જ દિવસે રાણીની સગર્ભા અવસ્થાને લીધે પણ થોભ્યા વિના બન્નેએ રાજત્યાગ કરી દીધો.
પેલા અરબી સંતની વાત-“ધોળા વાળ જેવો જગતમાં બીજો કોઈ ઉપદેશ મેં સાંભળ્યો નથી.”કેટલી સાચી છે !
સીતાનું સત્ત્વ રામચન્દ્રજીએ લોકવાયકાથી પ્રેરાઈને સીતાજીને વનમાં છોડી મુકાવ્યા. કૃતાન્તવદન સેનાપતિને એ કામગીરી સોંપાઈ. સીતાજીને “સિહનિનાદ' નામના (જયાં વાઘ-સિંહોની ચિચિયારીઓ ચોવીસે કલાક સાંભળવા મળે તેવા) વનમાં મૂકીને કૃતાન્તવદન રથ પાછો વાળતો હતો ત્યારે સીતાજીના અંતરમાં “સત્ત્વ' ખળભળી ઊઠ્યું હતું. તેણે સખ્ત શબ્દોમાં રામચન્દ્રજીને સંદેશ પાઠવ્યો હતો : “મારા કર્મો તો ગમે તેમ કરીને ભોગવી લઈશ, પણ નારીના સતીત્વની પાંચ પાંચ પ્રકારની પરીક્ષા-વિધિ વિદ્યમાન હોવા છતાં તેમ ન કરીને, મને કશું પૂછ્યા વિના, મારી સગર્ભાવસ્થાની પણ દયા ખાધા વિના માત્ર લોકાપવાદના ભયથી વનમાં તગડી મૂકી છે તે નથી તો તમારા કુળને છાજે તેવું કાર્ય કે નથી તો તમારી વિવેકબુદ્ધિને અનુરૂપ કાર્ય !
આર્યપુત્ર ! મને તો ભલે દુષ્ટ લોકોની વાતે વિશ્વાસ મૂકીને તમે તમારા રાજમહેલમાંથી તગડી મૂકી, પરન્તુ હવે એવા જ દુષ્ટ લોકોની વાતો સાંભળીને કોઈ દિ' તમારા હૈયે સ્થિર થયેલા સદ્ધર્મને તો તગડી ન જ મૂકતા.”
આવી હતી આર્યદેશની સન્નારીઓ ! યોગ્ય સમયે પોતાના પતિને પણ યોગ્ય વાત કહેવામાં તેઓ પાછી ન પડે એ જ તેમનું પતિવ્રતાપણું હતું.
રત્નાવલિનું સત્તા જેમણે “રામચરિતમાનસ' નામનું વિશ્વવિખ્યાત કાવ્ય લખ્યું છે તે ગોસ્વામી સંત તુલસીદાસનું ગૃહસ્થજીવન પોતાની પત્ની રત્નાવલિ પ્રત્યેની તીવ્ર કામવાસનાથી ખદબદતું હતું. પણ એકવાર
જૈન મહાભારત ભાગ-૧
Page #59
--------------------------------------------------------------------------
________________
લાગ મળ્યો કે તરત જ રત્નાવલિએ પોતાનો દાવ લગાવી દીધો. તેણે પતિના કામાતુર આત્માને ઢંઢોળ્યો : “ચામડાના મઢેલા મળમૂત્રાદિ ગંદા પદાર્થોથી ભરેલા મારા દેહમાં જેવા પાગલ થયા છો તેવા પાગલ જો રઘુવીરમાં થઈ જાઓ તો હે સ્વામીનાથ ! તમારો જન્મારો સફળ થઈ જાય !” રત્નાવલિના આ શબ્દોએ કામાર્ણ તુલસીને ગોસ્વામી સંત તુલસીદાસ બનાવ્યા.
સત્ત્વશાળી હાડીરાણી હજી તો પરણ્યાની પહેલી રાત ઢળી નથી, એની પૂર્વસંધ્યા જ વ્યાપી છે તેમાં તો હાડી રજપૂતાણીને પરણીને ઘેર લઈ આવેલો પતિ કોઈ દાસીને પકડીને એકાન્તમાં જતો જોવા મળ્યો. હાડીનું રાજપૂત લોહી ગરમ ગરમ થઈ ગયું. મોડી રાતે તેની પાસે આવીને બંધ કરેલાં બારણાં ખખડાવતા રાજકુમારને હાડીએ સુણાવી દીધું: “હવે આ ભવે તો તમારી સાથે સંસારસુખ હું માણી નહિ શકું, પાછા ચાલ્યા જાઓ.”
વર્ષો વીતી ગયા. હાડીએ અણિશુદ્ધ શીલ પાળ્યું. પતિ રાજકુમારનું મૃત્યુ થતાં તેનું માથું ખોળામાં રાખીને ભડભડતી ચિતામાં જીવતી સળગીને સતી થઈ.
આજની સ્ત્રી : કામિની કે કામુકી ? આર્યાવર્તમાં નારી જ ઘર છે, ઘરનું ય ઘર છે. ઘરના બધા સભ્યો-પતિ, બાળકો વગેરે-ના બહારના ઘરને અને આતમના ઘરને સજવાની સંપૂર્ણ જવાબદારી એના શિરે છે. એ જવાબદારી જે અદા કરે તે જ સન્નારી. એને જ “ધર્મપત્ની” કહેવાય, એને જ “કામિની' કહેવાય. એવી જવાબદારી અદા ન કરતી સ્ત્રીને ‘કામુકી” કહેવાય.
અફસોસ ! આજે આપણે નારીના આ આદર્શોને ખોઈ બેઠા, ભૂલી ગયા; એટલું જ નહિ એની હાંસી કરવા લાગ્યા. કમનસીબીની કેવી પરાકાષ્ટા !
જે દેશમાં ભામતીઓ થઈ છે, જેણે ત્રીસ ત્રીસ વર્ષ સુધી લેખનકાર્યમાં મશગૂલ રહેતા પતિ પાસે કામસુખની માંગણી સુદ્ધાં નથી કરી.
મહાસતી નાગિલા જે દેશમાં નાગિલાઓ પેદા થઈ છે, જેને લગ્નના પહેલા જ દિવસે તેને શણગારતી પડતી મૂકીને પતિ ભવદેવ દીક્ષાના માર્ગે ચાલી ગયો, પછી પસ્તાયો અને બાર વર્ષે તેની પાસે સંસારસુખ ભોગવવા તે સાધુ આવ્યો ત્યારે કહ્યું : “હે આત્મન્ ! હવે તમે મારા વર નથી, જગત માત્રના મુનિવર છો. મારા તો આરાધ્ય-દેવ છો. પાછા ફરો. આવી નિર્લજ્જ માંગણી કર્યાનું ગુરુ પાસે જઈને પ્રાયશ્ચિત્ત કરો.
તમે હવે મારા કંથ રહ્યા નથી, મુક્તિ-પંથના સંત બન્યા છો. મારી ચિન્તા ન કરો. દુ:ખે અને પાપે સબડતા વિશ્વના જીવોના તરણતારણહાર બનો. જાઓ, પાછા જાઓ.”
અને તરત જ પશ્ચાત્તાપે બળતાં-જલતાં અંતર સાથે મુનિ ભવદેવ નાગિલાના ગામના સીમાડેથી જ પાછા ફરી ગયા.
આવી મદાલસાઓ, સીતાઓ, રત્નાવલિઓ, ભામતીઓ અને નાગિલાઓની હરોળમાં ઊભી છે ગંગા. એનામાં આવા સંકલ્પનું દૈવત ઝળહળતું હોય તેમાં કશી નવાઈ નથી.
શાન્તનુ-ગંગાના લગ્ન શાન્તનુએ ગંગાનો પ્રસ્તાવ સ્વીકાર્યો તે જ વખતે મહારાજા જનું ત્યાં આવી રહ્યા. પુત્રીથી
જૈન મહાભારત ભાગ-૧
Page #60
--------------------------------------------------------------------------
________________
સઘળી વાત જાણીને ખૂબ પ્રસન્ન થયા.
શુભ મુહૂર્ત લગ્નના ચોઘડિયાં વાગી ગયા.
કેટલોક સમય તો બહુ સારુ ચાલ્યું. ગંગા સગર્ભા થઈ. તેણે પુત્રને જન્મ આપ્યો. ગંગાના નામ ઉપરથી તેનું નામ “ગાંગેય’ રાખવામાં આવ્યું.
શિકારાર્થે શાન્તનુ કોણ જાણે કેમ? એક દિ શાન્તનુની પશુઓનો શિકાર કરવા જવાની વાસના એકદમ સળવળી ઊઠી. ગંગાએ તેને તેમ નહિ કરવા ખૂબ સમજાવ્યા, નિર્દોષ જીવોની હિંસાના પાપના વિપાકો જણાવ્યા, છેલ્લે તો લગ્ન વખતે કબૂલ કરેલા સંકલ્પની યાદ પણ દેવડાવી, પણ અફસોસ ! શાન્તનું ન જ માન્યો. તે મિત્રોના રસાલા સાથે શિકાર કરવા માટે નીકળી ગયો.
બીજી બાજુ સત્ત્વશીલા ગંગા ગાંગેયને લઈને પિયર જતી રહી.
શિકાર કરીને પાછા ફરેલા શાન્તનુને ખૂબ વહાલાં ગંગા અને ગાંગેય જોવા ન મળ્યા. સઘળી વાત જાણીને તેને પોતાના જિદ્દી સ્વભાવ ઉપર ખૂબ ધિક્કાર વછૂટી ગયો. પણ હવે શું થાય? બાજી હાથમાંથી ચાલી ગઈ હતી.
કુટેવો ટાળવા “કૃપા' પામો જીવનમાં પડી ગયેલી કુટેવો ઝટ છૂટતી હોતી નથી. એમાંય વર્તમાનકાળના નિમિત્તોની સાથે પૂર્વજન્મોના તેના કુસંસ્કારો જોર મારતા હોય તેને માટે તો કુટેવોનો પરિત્યાગ એ ધોળે દિ’ આસમાનના તારા તોડવા કરતાં ય વધુ કઠિન છે.
પણ સબૂર ! જો દેવાધિદેવની ભક્તિમાં મન તલ્લીન થાય, જો કોઈ મહાન સદ્ગુરુની કૃપાના અમીનું આત્મા ઉપર છાંટણું થઈ જાય તો જીવનમાં જામ થઈ ગયેલી ગમે તેવી કુટેવ પણ ખતમ થઈ જાય. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી.
પુનઃ શિકારાર્થે શાન્તન બિચારો શાન્તનુ ! પશુઓનો શિકાર કરનારો પોતે જ કુટેવનો શિકાર બની ગયો હતો !
પુત્ર અને પત્નીના વિરહની કાતિલ વ્યથાને શરૂમાં નહિ જીરવી શકતા શાન્તનુની મદદે કાળ દોડી આવ્યો. મહિનાઓ ગયા, વર્ષો જવા લાગ્યા. શાન્તનુની એ વિરહવ્યથા શાન્ત પડી ગઈ. એણે એનું જીવન એની રીતે ગોઠવી લીધું. એમાં એને ગોઠી પણ ગયું. પણ શિકાર કરવા જવાની થયેલી ભૂલની ચોટ એના મન ઉપર એટલી સજજ્જડ લાગી હતી કે ચોવીસ વર્ષ સુધી તો એને એ વ્યસનનું સ્મરણ પણ ન થયું.
પણ વળી એક નિમિત્ત બન્યું અને એણે શિકાર કરવા માટેની તૈયારી કરી. જંગલના કોઈ શિકારીએ શાન્તનુ પાસે આવીને નવું જ મળેલું જંગલ કે જેમાં પુષ્કળ પશુઓ હતા તેનું એવું લલચામણીભર્યું વર્ણન કર્યું કે તેથી શાન્તનુએ બાણોનું ભાથું લઈને તે વન તરફ ઘોડો મારી મૂક્યો.
ખરાબીનું મૂળ ઃ અનાદિના કુસંસ્કારો આત્મામાં અનાદિકાળના કુસંસ્કારોનો દારૂગોળો તો પડેલો જ છે. એમાં નિમિત્તની ચિનગારી ન પડે ત્યાં સુધી જ એ શાન્ત, પણ ચિનગારી પડે અને ભડકો ન થાય એ તો ભગવાન જેવો કહેવાય. ચોર્યાસી ચોવીસી સુધી સ્થૂલભદ્રજીની યશોગાથા ધરતી ઉપર ગવાતી રહેવાની છે તેની પાછળ આ જ કારણ છે.
જૈન મહાભારત ભાગ-૧
Page #61
--------------------------------------------------------------------------
________________
પાપના વિચારો અને પાપના આચરણો વારંવાર તીવ્રતાથી કરવામાં આત્માની અંદર તેનો કુસંસ્કાર જામ થઈ જાય છે. પછી એને ઉખેડવાનું કામ અતિ મુશ્કેલ બની રહે છે.
વર્તમાન જીવનની કોઈ પણ ખરાબીના મૂળ પૂર્વજન્મોમાં જામ કરેલા કુસંસ્કારોમાં પડેલાં હોય છે.
ગોશાળાના દ્રોહનું મૂળ પરમાત્મા મહાવીરદેવને પોતાના ધર્મગુરુ તરીકે સ્વીકારવા છતાં તેમની તરફ ગોશાલકે જે કાતીલ દ્રોહભાવ દર્શાવ્યો છે એ કાંઈ તેના તે જ જન્મની નીપજ નથી. એના ઈશ્વર નામના માણસ તરીકેના પૂર્વજન્મમાં પણ તેણે ધર્મગુરુઓનો દ્રોહ કરવાનું કાર્ય જારી રાખ્યું હતું. એમાંથી તૈયાર થયેલો સંસ્કાર વીર-પ્રભુની સામે પણ ટકરાયો.
તપને હોડમાં મૂકતી સ્વયંપ્રભા પરમાત્મા આદિનાથ અને શ્રેયાંસકુમારના આત્માઓએ પૂર્વના લલિતાંગ અને સ્વયંપ્રભાના-દેવદેવીના-જીવનમાં રાગના જે સંસ્કારોને જામ કર્યા હતા તેના કારણે પછીના ભાવમાં પણ વિરહની વેદનાથી ખૂબ ઝૂર્યા હતા. સ્વયંપ્રભાએ તો અનામિકાના જીવનમાં કરેલા તપને હોડમાં મૂકીને (નિયાણું કરીને) પુનઃ એ જ લલિતાંગ દેવને પતિ તરીકે મેળવ્યો હતો.
સંસ્કાર-જાગરણમાં નિમિત્તોની અસર સારા-નરસા સંસ્કારોનું જેમ જોર હોય છે તેમ તેને અનુકૂળ બનતાં સારા-નરસા નિમિત્તોનું પણ જોર હોય છે. સૂતેલા સંસ્કારોને કે આત્માને જગાડી દેવાની કે ભડકાવી દેવાની તેમનામાં તાકાત હોય છે. - નપાણીઆના કાદવમાં ખૂંપી ગયેલો બ્રાહ્મણ કેમેય જોર મારીને બહાર નીકળી શકતો ન હતો પરંતુ
જ્યારે ત્યાં કામ કરતી કોઈ માતાએ પોતાની પુત્રી ‘લાડુ'ને જોરથી બૂમ મારી. ‘લાડુ” નામ સાંભળીને પેલા બ્રાહ્મણને એટલું બધું જોર આવી ગયું કે તે કાદવમાંથી બહાર નીકળી ગયો.
ઑપરેશન વખતે સુંઘાડેલી દવાથી ઘેનમાં પડેલો દર્દી ઑપરેશન બાદ ત્રીજા દિવસે ય ઘેનમાંથી મુક્ત ન થયો ત્યારે તેના સ્વજનો પાસેથી તેની “ચેઈન-સ્મોકર તરીકેની ખ્યાતિ સાંભળીને સર્જન ડૉક્ટરે તેના નાક પાસે સિગારેટનો ધુમાડો વહેતો મૂક્યો કે તરત જ “સિગારેટ'ની બૂમ મારતો તે દર્દી ભાનમાં આવી ગયો !
કાદવમાં ખૂંચેલા યુદ્ધના ઘરડા હાથીને બહાર કાઢવા માટે તોપ-ગોળાઓનો વરસાદ કરવો પડ્યો હતો. તેના અવાજથી તેનામાં શૂરાતન આવ્યું અને તે સ્વયં બહાર નીકળી ગયો.
શાન્તનુના આત્મામાં સુષુપ્ત પડેલો શિકારનો સંસ્કાર જંગલના શિકારીની લલચામણી વાતોના નિમિત્તે વળી એક વાર ભડકી ઊઠ્યો. શાન્તનુએ સજજ થઈને તે વન તરફ ઘોડો મારી મૂક્યો.
ગંગાનો પુનઃ વનનિવાસ આ બાજુ પિયરમાં ગંગા ગાંગેયને મોટો કરવા લાગી. ગાંગેયના મામા પવનવેગ પણ ગાંગેયની અનેક વિશિષ્ટતાઓ જોઈને સવિશેષ કાળજી કરવા લાગ્યા, તેને યુદ્ધ વગેરેની કળાઓમાં નિષ્ણાત કરવા લાગ્યા. પણ આથી પવનવેગના પુત્રોને ગાંગેય પ્રત્યે ભારે ઈર્ષ્યા જાગી. તેમને પરસ્પર બોલાચાલી, લડાઈ વગેરે થવા લાગતાં ગંગાએ ઘર મૂક્યું અને ભાઈ પવનવેગની મદદથી પુનઃ તે જ વનના રાજમહેલમાં નિવાસ શરૂ કર્યો જયાં તેનું રાજા શાન્તનુ સાથે પાણિગ્રહણ થયું હતું.
ગંગા અને ગાંગેય ત્યાં સુખેથી રહેવા લાગ્યા. જિનભક્તિમાં લીન બનીને બન્ને ધર્મપરાયણ
જૈન મહાભારત ભાગ-૧
Page #62
--------------------------------------------------------------------------
________________
બન્યા. વળી તેમાં ચારણમુનિઓ ગંગાના આમંત્રણથી ત્યાં વારંવાર પધારતા એટલે ગાંગેયને જિનધર્મના તત્ત્વજ્ઞાનથી સંપન્ન કર્યો.
ગાંગેયની બે ગુણો પર પ્રીતિ એમાં ગાંગેયને બે ધર્મો પ્રત્યે બેહદ બહુમાન પેદા થયું : જીવ માત્ર પ્રત્યે દયાભાવ અને બ્રહ્મચર્ય.
દયાનો ગુણ તો એણે આત્મસાત્ કરી લીધો. કોઈનું ય દુઃખ એ જુએ કે એ કંપી ઊઠે, એની આંખે પાણી આવી જાય. એણે પોતાના મહેલની ચારેબાજુના અઠ્ઠાવીસ ગાઉ જેટલા વનને અભયારણ્ય જાહેર કર્યું. એણે તમામ વનવાસીઓને સખ્ત ચેતવણી આપતાં કહ્યું કે, “કોઈએ આ
પ્રદેશમાં કોઈ પણ પ્રકારની હિંસા કરવી નહિ.”
બહારનો પણ કોઈ માણસ આ પ્રદેશમાં જીવહિંસા ન કરી જાય તે માટે ગાંગેય વનમાં અનેક વાર રોન લગાવવા લાગ્યો.
ધર્મનું મૂળ : દયા મહર્ષિઓ કહે છે, “દયા તો નદી છે. તે જો સુકાઈ જાય તો તેના કિનારે ઊગી શકતા તપ, ત્યાગ, વિરાગ વગેરે તમામ છોડવાઓ મુરઝાઈ જાય.”
‘બીજા જીવો પ્રત્યેની દયાના ભાવથી જ ધર્મનો આરંભ થાય છે.' એ વાત ‘ઘામૂર્ત વૈરાગ્યું.... શ્લોકથી શાસ્ત્રકાર પરમર્ષિઓએ જણાવી છે. જેટલું મૂલ્ય પાંડિત્યનું નથી કે તપ, જપ અને વ્રતનું નથી તેટલું મૂલ્ય જીવમાત્ર પ્રત્યેની કરુણાનું છે.
વિવેકાનંદ
પરદેશમાં ધર્મપ્રચાર કરવા જતા સ્વામી વિવેકાનંદની તે અંગેની લાયકાતની તેમની માતાએ પરીક્ષા કરી હતી. તેમણે આપેલી છરી પાછી માંગી તે વખતે વિવેકાનંદે માતા તરફ હેન્ડલ રાખ્યું અને પોતે ધારવાળો લોખંડનો ભાગ પકડ્યો. આથી પ્રસન્ન થઈને માતાએ કહ્યું : “તમે ધર્મપ્રચાર માટે લાયક છો, કેમકે તમે બીજાનો વિચાર કરી શકો છો.”
અબ્રાહમ લિંકન
પાર્લામેન્ટમાં ભાષણ આપવા જતાં અમેરિકન પ્રમુખ અબ્રાહમ લિંકને કાદવમાં ફસાઈને તરફડતા ડુક્કરને જોઈને જાતે કપડાં બગાડીને બહાર કાઢ્યું.
કોઈએ પૂછ્યું, “ડુક્કરનું દુઃખ દૂર કરવા માટે આટલી મહેનત હોય ?”
લિંકને કહ્યું, “ના, ડુક્કરના દુઃખે હું ખૂબ દુ:ખી હતો. ડુક્કરને કાદવમાંથી બહાર કાઢું તો જ મારું દુ:ખ દૂર થાય તેમ હતું એટલે મેં મારું દુઃખ દૂર કરવા માટે જ ડુક્કરને બહાર કાઢ્યું છે.”
પ્રેમ આપો તો પ્રેમ મળે
ભારે મારકણા અને તોફાની સાંઢને માત્ર વહાલથી પંપાળીને આદિવાસી છોકરાએ ‘ગરીબ ગાય’ જેવો બનાવી દીધો.
પાંજરાપોળના તમામ કાર્યકરો ચકિત થઈ ગયા. પેલા છોકરાએ તેમને નાના વાક્યમાં આખા બ્રહ્માંડના વશીકરણની વિદ્યા શીખવી દીધી. તેણે કહ્યું, “પ્રેમ આપીએ એટલે પ્રેમ મળે. એમાં નવાઈ પામવા જેવું કશું નથી.’’
જૈન મહાભારત ભાગ-૧
કબીર : રમણ મહર્ષિ : નરેન્દ્ર : રામતીર્થ
Page #63
--------------------------------------------------------------------------
________________
અનાજ દળતી ઘંટીનો અવાજ જ્યાં સુધી બંધ ન થયો ત્યાં સુધી કબીર અનાજના દાણારૂપી જીવોની પિલામણની કલ્પનાથી ચીસો પાડીને એક વાર રડ્યા હતા.
પોતાના એક પગે લોખંડનો સળિયો મારીને લોહીની સે૨ ઉડાડનારને રમણ મહર્ષિએ બીજો પગ તેની સામે ધરીને કહ્યું, “હજી સંતોષ ન હોય તો આ પગે પણ સળિયો મારો.”
વારંવાર નિર્વિકલ્પ સમાધિનો આનંદ માણતા નરેન્દ્ર ગુરુજીને કહ્યું: “મને કાયમ માટે આ સમાધિ મળે તેવું કરી આપો.”
ઉત્તર મળ્યો : “અનેક જીવો દુ:ખમાં સબડી રહ્યા છે તેમનો ઉદ્ધાર કર. તારે તારા જ સુખનો વિચાર કરવો એ બરોબર નથી.”
ઝાડની છાલ ઉતારતાં તેને કેવી વેદના થઈ હશે તે જોવા માટે રામતીર્થે પોતાના પગની ચામડી કુહાડાના પાનાથી ઉતારી નાંખી હતી.
સત્સંગથી જ સંસ્કારપ્રાપ્તિ ગાંગેયના આત્મામાં જે કરુણા આત્મસાત્ થઈ હતી તેની પાછળ જૈન ચારણમુનિઓથી પ્રાપ્ત શિક્ષણ કારણ હતું.
માતા બનીને મુનિઓ અને મુનિ જેવી બનીને માતાઓ કેટલા બધાનું કલ્યાણ કરી શકતાં હશે એની કલ્પના થઈ શકે તેમ નથી.
જે કુટુંબોના વડીલો પોતાના સંતાનોને સત્સંગમાં રાખે છે એ સંતાનો ખૂબ સારા સંસ્કારી બને છે. એમની કોઈ ચિંતા વડીલોએ કરવી પડતી નથી. કુટુંબને કલંક લાગે તેવા સંસ્કૃતિવિરુદ્ધ આચરણો તેઓ કદી કરતાં નથી.
માતા ભદ્રા : નંદ મણિયાર
માતા ભદ્રા પોતાને ત્યાં અનેક મુનિઓને વસતિ (સ્થળ) આપતી. એમાં જ પાઠ કરતાં એ મુનિઓના નિમિત્તથી એના પુત્ર અયવંતી સુકુમાલને આત્મકલ્યાણની કેડી પ્રાપ્ત થઈ ગઈ. તે શ્રેષ્ઠીપુત્રે સંયમનો માર્ગ સ્વીકાર્યો.
સતત સત્સંગમાં જ રહેતા નંદ મણિયારને થોડોક સમય એ સત્સંગ ન રહ્યો તેમાં તે એવી ભૂલો કરી બેઠો કે મરીને વાવનો દેડકો થયો.
તુલસીદાસે જે કહ્યું છે, “એક ઘડી, આધી ઘડી, આધી મેં ભી આધ, તુલસી સંગત સંતકી, કટે કોટિ અપરાધ” એ ખૂબ યથાર્થ છે.
ગાંગેયનો પડકાર
દયાસભર ગાંગેયે પોતાની સરહદમાં શિકાર કરવા આવેલા શાન્તનુને પડકાર્યો,‘ખબરદાર ! અહીં કોઈ જીવને માર્યો છે તો.’ તેણે કહ્યું, “વનના નિર્દોષ પ્રાણી કે જેઓ મોંમાં ઘાસ પકડે છે તેને મારવામાં ક્ષત્રિયની શી બહાદુરી ? મોંમાં ઘાસ (તણખલું) પકડતા શત્રુને ક્ષત્રિયો અભય આપી દેતા હોય છે. હે રાજન્ ! તમે અહીંથી પાછા વળી જાઓ, નહિ તો મારે તમને દૂર કરવા પડશે.” હજી તો મૂછનો દોરો ય ફૂટ્યો નથી એવા કિશોરની આ નીડરતા જોઈને શાન્તનુ મનોમન રાજી થયો, પણ એના માર્ગમાં કોઈ અવરોધ ઊભો કરે એ સહવાની તેનામાં શક્તિ ન હતી. તેણે ગાંગેય સાથે લડી લેવાનું નક્કી કર્યું.
જૈન મહાભારત ભાગ-૧
Page #64
--------------------------------------------------------------------------
________________
શાન્તનુ-ગાંગેયનું યુદ્ધ કેટલીક બોલાચાલી બાદ બંને એકબીજા સામે તીર ફેંકવા લાગ્યા. થોડી જ વારમાં ગાંગેય શાન્તનુને મહાત કરવા લાગ્યો. એક તીરથી તેનો મુગટ ઉડાવી લીધો, પછી તેની પણછ તોડી નાંખી.
હવે શાન્તનુ ખૂબ ઉશ્કેરાયો. દૂરથી માતા ગંગા પિતાપુત્રના આ યુદ્ધને જોઈ રહી હતી. પરિસ્થિતિ વધુ ગંભીર બનતી જણાતાં છાની રીતે પુત્ર પાસે આવી અને યુદ્ધ નહિ કરવા સમજાવ્યું. પણ નિરપરાધી જીવોને રહેંસી નાંખતા માણસની દયા બિલકુલ નહિ ખાવાની વાત તેણે સાફ શબ્દોમાં માતાને કરી દીધી.
ગાંગેયનો સુંદર પ્રત્યુત્તર છેવટે માતાએ તે પુરુષ તેના પિતા જ છે તેમ જણાવ્યું. આ સાંભળીને થોડીક વાર માટે સ્તબ્ધ થઈ ગયેલો ગાંગેય પુનઃ સ્વસ્થ થઈને માતાને કહેવા લાગ્યો કે, “એ ગમે તે હોય. મારે એમનો મુકાબલો કર્યા વિના છૂટકો જ નથી. નિર્દોષ જીવોને એ મારે તેમાં જીવોને જે દુઃખ પડે તેથી વધુ દુ:ખી હું થઈશ. વળી મારા પિતા આટલા ક્રૂર અને ઘાતકી છે એ જાણીને મને ખૂબ દુઃખ થાય છે. હવે મારે જ તેમને બોધપાઠ આપવો પડશે.”
સહુનું ભાવભર્યું મિલન
પુત્ર ન માન્યો એટલે ગંગા શાન્તનુ પાસે ગઈ. એ યુવાન પોતાનો પુત્ર છે તે જાણીને શાન્તનુએ શસ્ત્રો ફેંકી દીધા. દોડીને પુત્રને ભેટી પડ્યો.
સજળ નયને સહુ મળ્યા. મન ભરીને વાતો કરી. હવે શાન્તનુએ શિકારનું વ્યસન સંપૂર્ણપણે ત્યાગવાનો કોલ આપ્યો. મા-દીકરાને ઘેર આવવા જણાવ્યું.
ગંગાએ કહ્યું, “ગાંગેયને તમે લઈ જાઓ. હું તો હવે જિનભક્તિમાં લીન બની છું. વળી ચારણમુનિઓ પાસેથી સંસારનું સ્વરૂપ અને કર્મના વિપાકો જાણ્યા પછી મને આ સંસારસુખ પામવાનો લેશ પણ રસ રહ્યો નથી. તમે પિતા-પુત્ર સુખી થાઓ અને ધર્મમય જીવન જીવો એટલી જ મારી અભિલાષા છે.’
સીતાજીએ પણ દિવ્ય કર્યા બાદ રામચન્દ્રજીને આવી જ વાત કરી હતી ને ? અયોધ્યા જવાને બદલે તેઓ દીક્ષાના માર્ગ તરફ વળી ગયા હતા.
માતાની ખૂબ સમજાવટથી ગાંગેય-અનિચ્છાએ પણ-પિતા સાથે જવા તૈયાર થયો. બે ય રથમાં બેસીને વિદાય થયા. જ્યાં સુધી ૨થ નજરમાંથી દૂર ન થયો ત્યાં સુધી ગંગાએ ત્યાં જ ઊભા રહીને રથ તરફ દિષ્ટ નાંખ્યા કરી.
જૈન મહાભારત ભાગ-૧
Page #65
--------------------------------------------------------------------------
________________
ગણેયની અજોડ પિતૃભક્તિ
રાજયમાં આવ્યા બાદ શાન્તનુએ ગાંગેયને યુવરાજપદે આરૂઢ કર્યો.
ગાંગેયના અગણિત ગુણોથી પિતા શાન્તનુ તેની ઉપર અતિશય પ્રસન્ન રહેતા હતા. ગાંગેયને કોઈ દુઃખ ન પડી જાય તેની પૂરતી કાળજી કરતા પિતા શાન્તનું ગાંગેયને માતા ગંગાની સ્મૃતિ પણ થવા દેતા નહિ.
સત્યવતી પર શાન્તનુનો મોહ એક દિવસ યમુના નદીના કિનારે ફરતા રાજા શાન્તનુએ હોડી હંકારતી નાવિક કન્યા જોઈ. તેનું નામ સત્યવતી હતું. તેનું સૌંદર્ય રંભાને પણ પરાજિત કરે તેવું હતું. શાન્તનુ તેની ઉપર મોહિત થયા. તેનો પરિચય મેળવીને તેના પિતા નાવિકશ્રેષ્ઠની પાસે સત્યવતીની માંગણી કરી. પણ ચકોર નાવિકે તેનો નિષેધ કરીને રાજાને કહ્યું, “મારી દીકરી તમને આપીને મારે તો તેની જિંદગી પાયમાલ જ કરવાની રહી ને ! ગાંગેય જેવો જેને મહાપરાક્રમી પુત્ર મળ્યો છે એ જ આપની પછી રાજયનો અધિકારી બનશે. મારી દીકરીને પુત્ર થાય તો કાંઈ તેને રાજ થોડું જ મળવાનું? મહાપરાક્રમી ગાંગેય સામે મારો દૌહિત્ર શી વિસાતમાં?”
નાવિકની વાત તદ્દન સાચી લાગતાં શાન્તનું ત્યાંથી વિદાય થયો. પણ તેના મનનો ઉદ્વેગ મુખ ઉપર છતો થઈ ગયો. ગાંગેયને કોઈ ઊંડા છુપાયેલા ઉદ્વેગની ગંધ આવી. મત્રી દ્વારા તેણે તેનું કારણ શોધી કાઢ્યું. તે તરત નાવિક પાસે ગયો.
ગાંગેય અને નાવિકનો સંવાદ તેણે નાવિકને કહ્યું, “તું તારી દીકરી સત્યવતી મારા પિતા વેરે આપ. હું તેને મારી માતા બરોબર માનીશ અને તેના પુત્રને જ હું ભાવી રાજા બનાવીશ. “મારે કદી રાજા થવું નહિ એ મારો તને કોલ છે. નાવિક! તને કુરુવંશના ગૌરવની તો ખબર છે ને? અમે કદી વચનભંગ કરતા નથી હોં ! બોલ, હવે તને કોઈ વાંધો છે ખરો ?”
નાવિકશ્રેષ્ઠ કહ્યું, “કુમાર ! તમારા વચન ઉપર તો મને પૂર્ણ વિશ્વાસ છે, પરંતુ તમારો ભાવી પુત્ર તો રાજ્યનો અધિકારી બનશે ને ? મારી સત્યવતીનો પુત્ર તમારા પુત્રની સામે તો ઊભો ય ન રહી શકે. શું મારી આ વાત આપને વિચારણીય લાગતી નથી? આ લાંબી દષ્ટિનો વિચાર કરીને જ હું મારી દીકરી તમારા પિતાને આપવાની ઈચ્છા રાખતો નથી.”
આર્યાવર્તની રાજાશાહીના રાજાઓ કેવા પ્રેમાળ હશે કે પ્રજાનો અદકેરો માણસ પણ પોતાના મનની વાત પૂરી નીડરતાથી રજૂ કરી શકતો હશે.
દુષ્યન્તને રોકતો બાળક કણ્વઋષિના આશ્રમમાં દાખલ થતાં દુષ્યન્તને આશ્રમના નાનકડા બાળકે અટકાવ્યા હતા અને કહ્યું હતું, “આ આશ્રમમાં ઋષિવરની આજ્ઞા મેળવ્યા વિના પ્રવેશ કરવાનો નાનકડા જંતુને પણ અધિકાર નથી !”
પોતાના પ્રજાજનની આ નીડરતા-નીતરતી વાણી સાંભળીને મહારાજા દુષ્યન્તના રોમેરોમમાંથી આનંદની ઝણઝણાટી પસાર થઈ ગઈ હતી.
કેટલાક રાજાઓ રાજમહેલની બહાર ઘંટ બાંધી રાખતા. જેને ન્યાય જોઈએ તે ઘંટ વગાડતો.
જૈન મહાભારત ભાગ-૧
Page #66
--------------------------------------------------------------------------
________________
કોઈ ગાય પણ ઘંટ વગાડી ગયાની કથા આપણને સાંભળવા મળે છે.
પ્રજા પ્રત્યે પ્રેમાળ રાજા નૌશીર રાજા નૌશીરને જ્યાં નવો મહેલ બનાવવો હતો ત્યાં જ કોઈ ગરીબ રૈયતનું ઝૂંપડું નડતું હતું. રાજાએ તે ડોશીમાને કહ્યું કે જો તમે સંમતિ આપો તો તમારા માટે બીજે ક્યાંક ઝૂંપડું બનાવી દેવાય, ત્યાં તમારે રહેવા જવું. પછી આ ઝૂંપડું પાડી નંખાય.
પણ માજીએ સાફ ના પાડી. રાજાએ જરાય અપ્રસન્ન થયા વિના તે ઝૂંપડાની પાસે જ મહેલ ઊભો કર્યો.
બન્યું એવું કે મહેલનો જે દીવાનખંડ હતો તેની બારીએથી જ ડોશીમાની રસોઈના બળતણનો ધુમાડો આવવા લાગ્યો. તેણે દીવાનખંડની ઉપરની દીવાલ ધીમે ધીમે કાળી કરી નાંખી.
એકવાર રાજાને ત્યાં મહેમાન બનેલા પરદેશી રાજાએ આ જોઈને ઝૂંપડું ઉડાવી દેવાની સલાહ આપી.
રાજાએ જવાબ આપ્યો, “અમે ભારતના રાજાઓ પ્રજાના સુખમાં સુખી છીએ, દુઃખે દુઃખી છીએ.”
ન્યાયી રાજા અને કાજી એક રાજાથી ગુનો થયો. એને કાજીની ન્યાયસભામાં હાજર થવું પડ્યું. તે ખુલ્લી તલવાર લઈને ન્યાયસભામાં આવ્યો. ગુનાને રાજાએ કબૂલ કરી લેતાં કાજીએ રાજાને નાનકડી સજા જાહેર કરી. રાજા કાજીને ભેટી પડ્યો. પછી કાજીએ રાજાને પૂછ્યું કે, “ખુલ્લી તલવાર લઈને તમે અહીં કેમ આવ્યા?”
રાજાએ કહ્યું, “જો તમે મારી શેહમાં આવીને મને સજા કરવાને બદલે માફી આપી હોત તો તમારું ધડ ઉપરથી માથું ઉડાવી દેવા આ તલવાર લઈને હું આવ્યો હતો !”
કેવા હશે ન્યાયી રાજાઓ ! કેવી હશે અભય પ્રજા !
પેલો ઉદેપુરનો વાણિયો ! રખાતની સાથે હાથી ઉપર ફરતા રાજાને જોઈને મોં નીચું કરી દેતાં રાજાએ તેને કારણ પૂછ્યું. તેણે કહ્યું, “આ દશામાં તમને જોવામાં મારે ઉપવાસનું પ્રાયશ્ચિત્ત કરવું પડે તેમ હતું.” રાજાની આંખ ઊઘડી ગઈ.
ગાંગેયની મહાન પ્રતિજ્ઞા નાવિકશ્રેષ્ઠ પોતાના મનની વાત બેધડક રીતે ગાંગેયને કરી. જરાય ખચકાયા વિના ગાંગેયે કહ્યું, “ઓહ ! આ વાત છે એમ ને ? કાંઈ વાંધો નહિ. મારી પાસે એનું પણ સમાધાન છે.
મારી એક પ્રતિજ્ઞા એ છે કે મારે રાજા થવું નહિ અને હવે મારી બીજી પ્રતિજ્ઞા હું એ કરું છું કે મારે કદી લગ્ન કરવું નહિ, નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરવું. હવે તારા મનની શંકાનું સમાધાન થયું ને ? હવે મારા પુત્રને રાજપ્રાપ્તિનો સવાલ જ પેદા થતો નથી ને ? બસ, તો તું તારી પુત્રી સત્યવતીને મારા પિતા વેરે પરણાવ અને તેમની મનઃકામના પૂર્ણ કર. હું તેને મારી મા તુલ્ય માનીશ.
નાવિક ! પિતાની ભક્તિ એ જ મારું સર્વસ્વ છે. એની સામે લગ્નજીવનના કહેવાતાં સુખોનું મારે મન કોઈ મૂલ્ય નથી. વળી મેં કિશોરવયમાં જ બ્રહ્મચર્યનો મહિમા ચારણમુનિવરો પાસેથી સાંભળ્યો છે, ત્યારથી જ મને તેનો ભારે પ્રેમ છે. આજે તું મારો મોટો ઉપકારી નીવડ્યો કે મને તે આજીવન બ્રહ્મચર્ય પાળવાની તક આપી. અહિંસાવ્રતને તો મેં મારું જીવન બનાવ્યું જ હતું. હવે
જૈન મહાભારત ભાગ-૧
Page #67
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મચર્ય પણ મારું જીવન. અને તેની સાથોસાથ પિતૃભક્તિ કરવાનો અમુલખ લાભ. હવે મારે બીજું શું જોઈએ ?
હા, એક વાત હજી રહી જાય છે; એ ચારણમુનિવરોની જેમ સર્વસંગનો ત્યાગ કરવાની. પણ એ ય તક આવશે તો હું છોડવાનો નથી, પણ આજે એ શક્ય લાગતું નથી.”
ગાંગેયનું વાક્ય પૂરું થતાં જ આકાશસ્થ વિદ્યાધરોએ પ્રસન્ન થઈને પુષ્પોની વૃષ્ટિ કરી. તેમણે કહ્યું, “અરે ! અરે ! ભીષ્મ પ્રતિજ્ઞા ! ભીષ્મ પ્રતિજ્ઞા !”
અને એ દિવસથી ગાંગેય ‘ભીષ્મ’ના નામે આ જગતમાં પંકાયા. શાન્તનુ સાથે સત્યવતીના લગ્ન થયા.
પિતૃભક્ત કુણાલ : રામ : મહાવીરદેવ અહીં યાદ આવે છે કુણાલ; જેણે પિતાની જ તેવી આજ્ઞા છે એમ માનીને તાબડતોબ પોતાની બે ય આંખો ફોડી નાંખી.
અહીં યાદ આવે છે રામચન્દ્રજી; જેમણે પિતાને કૈકેયીના ઋણમાંથી મુક્ત કરવા માટે, ભરતને રાજ અપાવવા માટે પોતે વનમાં ચાલ્યા જવાનું પસંદ કર્યું.
અહીં યાદ આવે છે પરમાત્મા મહાવીરદેવ; જેમણે ગર્ભાશયમાં પણ માતાને ત્રાસ ન પડે તે માટે હલનચલન સ્થગિત કરી દીધું.
અ૨૨૨ ! પશ્ચિમનો ઝેરી પવન ફૂંકાયા પછી આ ભારતદેશની પ્રજા ચારેબાજુથી કેવી બેહાલ થઈ રહી છે ! પિતૃભક્તિ જેવા કેટલાય ગુણોના વડલાને આ ઝેરી વંટોળિયાએ ધારાશાયી કરી નાંખ્યા. માતા-પિતાને પગે લાગતાં પણ આજના સંતાનોને ‘શરમ' આવે છે એ કેટલી બધી શરમભરી વાત કહેવાય !
ડો. ટોડરમલની માતા
થોડાક સમય પહેલાં ટૉડરમલ ડૉક્ટરની ઘટના વાંચવામાં આવી. વિખ્યાત ડૉક્ટર બની ગયેલા ટોડરમલને તેમના બા ‘ટોડર ! ટોડર !' કહીને બોલાવે તે ખૂબ જ ખૂંચતું હતું. તેણે બાને તેમ ન સંબોધવા ખૂબ જિદ લીધી ત્યારે પોતાના વાત્સલ્યભાવ ઉપર થયેલા આ ઘાથી છંછેડાયેલી બાએ ટોડરમલને બોધપાઠ આપવાનો નિર્ણય કર્યો. તેણે પોતાની આજ્ઞાઓમાં રહેવાપૂર્વક એક રાત દીકરા પાસે સહશયન માંગ્યું. તેમ થાય તો જ તે ટોડરને ‘ટોડરમલ સાહેબ !' સંબોધવા માટે તૈયાર હતી.
ટોડરમલે એક રાતનું સહશયન કર્યું. રાતે બાર વાગે બાએ ‘ટોડર! પાણી લાવ’ કહ્યું . ભરઊંઘમાં પડેલા ટોડરમલે બબડતાં બબડતાં પાણી આપ્યું ત્યારે માએ કહ્યું, “તું નાનો હતો ત્યારે પાણી માંગતાં મેં કદી કચવાટ નહોતો કર્યો હોં ! અને ભૂખના દુઃખે રોતો હતો ત્યારે ધવડાવવામાં એક સેકન્ડની પણ વાર લગાડી ન હતી.'
થોડુંક પાણી પીને બાએ બાકીનો આખો લોટો પથારીમાં જ ઢોળી નાંખ્યો. ટોડરમલ અકળાઈને કહેવા લાગ્યો, “અ૨૨૨ ! હવે આ ભીનામાં શેં સૂવું ?”
માએ કહ્યું, “તારા મૂતરથી લથપથ પથારીમાં કેટલીય વાર હું તો આરામથી ઊંઘતી હતી ! ત્યારે મને તો કશોય વિચાર આવ્યો નથી !”
આ સાંભળતાં જ ટોડરમલની આંખ ખૂલી ગઈ, ભૂલ સમજાઈ ગઈ. પોતાને ‘ટોડરમલ સાહેબ !' કહીને સંબોધવાનો આગ્રહ સદા માટે છોડી દીધો.
જૈન મહાભારત ભાગ-૧
Page #68
--------------------------------------------------------------------------
________________
ભારતની સુંદર કુટુંબવ્યવસ્થા ભારતદેશની પ્રજાની કેવી સુંદર કૌટુમ્બિક વ્યવસ્થા છે ! અવિભક્ત કુટુંબમાં આજે પણ બા, બાપા તો મળે છે પણ દાદા અને દાદીમા ય મળે છે. તેમને પુત્ર, પુત્રી તો મળે છે પરંતુ પૌત્ર અને પૌત્રીને ય રમાડવાનું સૌભાગ્ય ઘડપણના અમારા જીવનમાં જીવતું રહ્યું છે.
પરદેશોમાં આમાંનું કશું નથી. ત્યાંના ઘરડા લોકોનું “ગોલ્ડન હોમ્સ (ઘરડાઘર) એ આ ધરતી ઉપર આવી પડેલું નરકાગાર છે. કહેવાતું આ “સોનાનું ઘર' પિત્તળ કરતાં ય બદતર હોય છે. ત્યાંનું તમામ બુઢા અને બુટ્ટીઓથી ભરેલું ઘર અત્યન્ત કલેશજનક અને ત્રાસજનક બનેલું હોય છે. તેઓ પોતાના પુત્ર કે પુત્રવધૂને ફોનથી પૌત્ર કે પૌત્રીને તેમની પાસે માત્ર રવિવાર પૂરતું મોકલી દેવા જણાવે તો ટ્યુશન વગેરેના બહાના કાઢીને મોકલવામાં આવતા નથી. અને ત્યારે તે માબાપો કે દાદીમાઓ પોતાના જીવનની વિષમયતા ઉપર ફિટકાર વરસાવવા સાથે ભારતીય લોકોની કૌટુંબિક વ્યવસ્થાને લાખ લાખ ધન્યવાદ આપતાં હોય છે.
આવા ઘરડાંઓ મરવા પડે ત્યારે તેમને શાંતિ કે આનંદ આપવા માટે “હીમ્સ' સંભળાવવા ભાડૂતી માણસોને મોકલતી સંસ્થાઓ હોય છે, જેમાં હાથ પકડીને બેસી રહેવાના પાંચ ડોલરથી માંડીને એક કલાક સુધી “હીમ્સ' સંભળાવવાના વીસ ડોલર સુધીનો ચાર્જ રાખવામાં આવ્યો હોય
ઘરડાઘરોનું મૂળ ઘોડિયાઘર પણ સબૂર ! આવા ઘરડાઘરોની પેદાશનું મૂળ કારણ તો ઘોડિયાઘરો જ બન્યા છે.
જે માબાપો પોતાના બાળકોની માવજત કરવાને બદલે તેમને અખૂટ વાત્સલ્ય આપવાની પળે ઘોડિયાઘરોમાં મોટા કરવા મૂકી દેતાં હોય તે માબાપો બુઢ્ઢા થાય એટલે પેલા સંતાનો તેમને ઘરડાઘરમાં મૂકી દે તેમાં શી નવાઈ છે !
અફસોસ ! ભારતમાં પશ્ચિમનો આ પવન ઝપાટાબંધ આવી રહ્યો છે. અહીં પણ ઘરડાઘરો થવા લાગ્યા છે. અહીં પણ બુટ્ટા કે રોગી માબાપો વગેરેને ઝેર આપીને સદા માટે ‘શાંત કરી દેવાના વિચારો “અનુકમ્પાપ્રેરિત મૃત્યુ'ના નામે જોરશોરથી ફેલાવા લાગ્યા છે.
સંભવ છે કે અહીં પણ ઘોડિયાઘરો અને ઘરડાઘરો મોટી સંખ્યામાં ઊભા થઈ જશે.
હાય ! તે દિવસે શ્રવણ, કુણાલો અને ગાંગેયોને કફનમાંથી બહાર કાઢીને ફરીથી કબરનશીન કરવાની ક્રિયાવિધિ જાહેરમાં થશે.
ગાંગેયની પિતૃભક્તિના આ જવલંત દષ્ટાંતને ગામડે ગામડે ઘૂમીને લોકહૃદયમાં જો જીવંત નહિ રાખવામાં આવે તો પેટમાં મારી નંખાતા બાળકોથી શરૂ થયેલા ભારતના શેતાન યુગની સાઈકલ ઘરડાઘરોમાં મારી નંખાતા માબાપોએ જ પૂરી થઈને રહેશે. એને કોઈ અટકાવી શકશે નહિ.
સત્યવતીના કુળનો ઘટસ્ફોટ જ્યારે ગાંગેયની આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા ઉપર વિદ્યાધરોએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી ત્યારે આનંદવિભોર બની ગયેલા નાવિક શ્રેષ્ઠ આજ સુધી ગુપ્ત રાખેલી વાતને જાહેર કરી કે, “આ સત્યવતી તે મારી દીકરી નથી પરંતુ મને ફરતાં ફરતાં કોઈ વૃક્ષ નીચેથી પ્રાપ્ત થયેલી કન્યા છે. નિઃસંતાન એવો હું તેને લઈ મારા ઘર તરફ જતો હતો ત્યારે આકાશવાણી થઈ. તેમાં જણાવ્યું કે આ કન્યા રત્નાંગ રાજા અને રત્નાવતી રાણીની પુત્રી છે. રાજાના શત્રુરૂપ ખેચરે તેને વિદ્યાબળથી ઉપાડીને અહીં મૂકી દીધી છે. આ કન્યાને ભવિષ્યમાં શાન્તનુ નામનો રાજા પરણશે.”
જૈન મહાભારત ભાગ-૧
Page #69
--------------------------------------------------------------------------
________________
સત્યવતી નાવિક-કન્યા નથી પરંતુ વિશિષ્ટ કુલોત્પન્ન ક્ષત્રિયાણી છે એ જાણીને ગાંગેય, શાન્તનુ વગેરેને વિશેષ આનંદ થયો.
કાળ કાળનું કામ કરે છે. ધર્મધ્યાનમાં જીવન પસાર કરતા મહારાજા શાન્તનું એક દિવસ મૃત્યુ પામ્યા.
જૈન મહાભારત ભાગ-૧
Page #70
--------------------------------------------------------------------------
________________
3
'વિચિત્રવીર્યની કામવાસના
શાન્તનુ દ્વારા સત્યવતીને બે પુત્રો થયા : ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય.
મહારાજા શાન્તનુનું મૃત્યુ થતાં ભીષ્મના માથે આ બે ય બાળકોને મોટા કરીને તૈયાર કરવાની જવાબદારી આવી.
યોગ્ય સમયે મોટા પુત્ર ચિત્રાંગદને રાજા બનાવ્યો. ભીષ્મની ઓથને લીધે ચિત્રાંગદની સામે કોઈ રાજા માથું ઊંચકવાનું સાહસ કરી શકતો નહિ. પણ તેના કમનસીબે એક વાર રાજા નીલાંગદ સાથે તેને ઝપાઝપી થઈ અને ચિત્રાંગદ માર્યો ગયો. પછી રોષાયમાન થયેલા ભીખે નીલાંગદને ખતમ કર્યો અને વિચિત્રવીર્યને રાજા બનાવ્યો.
વિચિત્રવીર્ય માટે રાજકન્યાઓનું અપહરણ યૌવન પામતાં વિચિત્રવીર્યને માટે સુયોગ્ય રાજકન્યાની શોધમાં ભીખે દૂતોને ચારે દિશામાં મોકલ્યા. એક દૂતે આવીને કાશીરાજને ત્યાં મંડાયેલા સ્વયંવરની વાત કરી. અંબિકા, અંબાલિકા અને અંબા-ત્રણેય બેનોના સ્વયંવરમાં અનેક આમત્રિત રાજાઓ આવી રહ્યા હોવાનું તેણે જણાવ્યું. તે કન્યાઓના ઉત્કૃષ્ટ રૂપાદિનું વર્ણન કરીને દૂતે રાજા વિચિત્રવીર્ય માટે તે ખૂબ જ યોગ્ય જણાવી.
પણ વિચિત્રવીર્યને તે સ્વયંવરમાં હાજરી આપવા માટે આમંત્રણ ન હતું. ભીખે આમંત્રણની પરવા ન કરી. તે કાશી ગયો અને ત્રણેય કન્યાઓનું તેણે અપહરણ કર્યું. તેમને ભીખે કહ્યું કે તે હસ્તિનાપુરના રાજા વિચિત્રવીર્ય માટે તેમને લઈ જઈ રહ્યો છે માટે તેમણે જરાય ચિંતા કરવી નહિ.
સ્વયંવરમાં ઉપસ્થિત થયેલા રાજકુમારો ભીષ્મની સામે જંગે ચડ્યા પણ સહુ નિષ્ફળ ગયા. સહુના દેખતાં, સહુની વચ્ચેથી, ગર્જનાઓ કરવાપૂર્વક ભીખ રાજકન્યાઓને લઈ ગયા.
ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરનો જન્મ ભારે ઠાઠપૂર્વક વિચિત્રવીર્યના ત્રણેય કન્યાઓ સાથે લગ્ન કરવામાં આવ્યા. (વ્યાસમહાભારતમાં અંબિકા અને અંબાલિકા સાથે જ વિચિત્રવીર્યના લગ્નની વાત આવે છે, પણ અહીં તો અંબા સાથે પણ વિચિત્રવીર્યનું વિધિપૂર્વક લગ્ન થયાનું જણાવ્યું છે.)
આ ત્રણેય રાણીઓએ એકેકા પુત્રને જન્મ આપ્યો. અંબિકાનો પુત્ર ધૃતરાષ્ટ્ર હતો. અંબાલિકાનો પુત્ર પાંડુ હતો. અંબાનો પુત્ર વિદુર હતો. ધૃતરાષ્ટ્ર જન્મથી જ અંધ હતો અને પાંડુ જન્મથી જ પાંડુ રોગ (એનીમીઆ)થી ગ્રસ્ત હતો.
હા, પૂર્વજન્મોમાં તે બે આત્માઓએ કોઈ પાપ કર્યા હશે તેનું જ આ ફળ હતું. પણ તે તો કર્મની દૃષ્ટિની વાત થઈ. તેમના વર્તમાનકાળમાં આવી પરિસ્થિતિ પેદા કરવામાં કોઈ નિમિત્ત નહિ બન્યું હોય?
વાસનાની પ્રબળતાથી વિચિત્રવીર્યનું મૃત્યુ એનો જવાબ હકારમાં છે. વિચિત્રવીર્યની કામવાસના અતિ તીવ્ર હતી. તે પોતાની ત્રણેય
જૈન મહાભારત ભાગ-૧
Page #71
--------------------------------------------------------------------------
________________
સ્ત્રીઓ સાથે ચોવીસેય કલાક કામાતુર રહેતો હતો. બેશક, માતા સત્યવતીએ અને પિતાતુલ્ય ભીખે તેને આ કામાતુરતાથી પાછા હટી જવાનો જોરદાર બોધ આપ્યો હતો. અને તેનો તેણે અમલ પણ પાછળથી કર્યો હતો. પરંતુ તે દરમિયાન જન્મેલા બે પુત્રો ઉપર તેની તીવ્ર કામવાસના આઘાત કરી ચૂકી હતી. એક અંધ જન્મ્યો, બીજો રોગી નભ્યો.
વાત એટલેથી જ ન અટકી. વિચિત્રવીર્ય પણ પુષ્કળ પ્રમાણમાં શારીરિક બળ ખોઈ બેઠો અને ભરયૌવનમાં જ મૃત્યુ પામી ગયો.
સત્યવતીના પાલક પિતા નાવિકશ્રેષ્ઠના તે અરમાનો કરમાઈ ગયા, “મારી સત્યવતીનો પુત્ર જ મહાન રાજા બને.” અકાળે જ સત્યવતીના બે ય પુત્રો મૃત્યુ પામી ગયા.
આર્યસંસ્કૃતિમાં લગ્ન પણ નિયંત્રણ માટે આથી જ આર્યાવર્તમાં પરિણીત સ્ત્રી-પુરુષોના સંસારસુખ ઉપર પણ મર્યાદાઓ મૂકવામાં આવી છે. પરસ્ત્રી કે પરપુરુષ તો માતપિતા સમાન હોય જ, પણ સ્વપત્ની કે સ્વપતિ સાથે પણ શક્ય તેટલું વધુ બ્રહ્મચર્યનું પાલન જ કરવાનું હોય. શક્ય હોય તો જીવનમાં એક જ વાર સંતાનપ્રાપ્તિ માટે જ સંસારસુખ સેવવાથી આગળ નહિ વધવાની આર્યસંસ્કૃતિની મર્યાદા હતી.
આમ આર્યદેશનું લગ્ન એ ભોગ ભોગવવા માટે ન હતું, પરંતુ વાસનાને કાબૂમાં રાખવા માટે
હતું.
વળી જ્યારે સ્ત્રી સગર્ભા બનતી ત્યારે પોતાના ભાવી સંતાનનું તનનું આરોગ્ય અને મનની પવિત્રતા જળવાઈ રહે તે માટે ગર્ભાવસ્થાથી જ ચિંતા કરતી. તે કદી તેવું કશુંય વર્તન ન કરતી કે તેવા કોઈ વિકારો ન સેવતી જેથી તેના પેટના સંતાનના તન, મનને કોઈ હાનિ થઈ જાય.
મા-બાપની ભૂલોની સંતાનો પર અસર માતા બનનારી સ્ત્રીના વિચારમાત્રની પણ પેટના બાળક ઉપર અસર પડતી હોય છે.
હબસીના ચિત્ર સામે નજર રાખીને પતિ સાથે સૂતેલી સ્ત્રીને જે ગર્ભ રહ્યો તેની ચામડી તે હબસી જેવી જ કાળી આવી. આથી પતિને પોતાની પત્નીના ચારિત્રમાં શંકા પડી. કોર્ટમાં કેસ થયો. જજ જાતે તેમના ઘરે આવ્યા. તેમનો શયનખંડ જોઈને કારણ પકડી પાડ્યું. તેમણે કહ્યું કે, “બાઈ તદન પવિત્ર છે, પણ તે વખતે તેની નજરમાં કાળો હબસી હતો તેનું જ આ પરિણામ છે !” થોડા જ વર્ષો પૂર્વે પરદેશમાં બનેલી આ સત્ય ઘટના છે.
કેટલાક મહિના પહેલાં પરદેશમાં એવું બન્યું કે ચાર હજાર સ્ત્રીઓએ ગર્ભનિરોધક ગોળી લીધી. તે ગોળીની અસરો એટલી બધી નિષ્ફળ અને વિઘાતક નીવડી કે તેમને બાળકો તો થયા જ, પણ તે બધા ખૂબ જ બેડોળ, વિકૃત અંગોપાંગવાળા થયા. અમેરિકન સરકારે તે તમામ બાળકોને મારી નાંખ્યા.
જે સગર્ભા સ્ત્રીએ લગાતાર નવ મહિના સુધી પોતાના ઘરની સામે આવેલા કતલખાનાના કસાઈની પશુવધની ક્રૂર કામગીરી જોવામાં ખૂબ રસ દાખવ્યો તેના જન્મ પામેલા પુત્રે માત્ર દસ વર્ષની વયે નાની વાતના ઝઘડામાં તેના ચાર મિત્રોના ખંજરથી ખૂન કરી નાંખ્યા હતા. માતાના વિચારોની ગર્ભસ્થ બાળક ઉપર કેવી પ્રચંડ અસરકારકતા !
બીજી સગર્ભા સ્ત્રી નવ માસના એ કાળમાં ઘરનો ન મળતો હિસાબ મેળવવાની જ મથામણ કરતી રહી તો તેનો જન્મેલો દીકરો તે દેશની સર્વોચ્ચ ગણિતશાસ્ત્રી બની ગયો !
સંસારસુખ માણતી વખતે ઘોડીની સાથે કોઈ ઘોડો જો થેરકી કરતો રહે તો તેને જોતી રહેલી
જૈન મહાભારત ભાગ-૧
Page #72
--------------------------------------------------------------------------
________________
પેલી ઘોડીનું બચ્ચું સહજ રીતે થે૨કી કરતું થઈ જાય છે !
સિદ્ધરાજ જયસિંહના પિતા કર્ણદેવની મીનળદેવી સાથેના સંબંધ વખતની મનોદશાનું જ એ પરિણામ નહિ હોય કે સિદ્ધરાજ જેવો રાજવી કામાત્તે નીકળ્યો ?
રેસ માટેના ઘોડાની પસંદગી કરતા સોદાગરો તેની સાતમી પેઢી સુધીની પેઢીઓનો પણ ‘રિપોર્ટ’ લેતા હોય છે !
માતાપિતાઓ ! સાવધાન.
તમારા સંતાનોને તમારા કરજ વગેરે દુઃખો આપી ન જશો. એથી પણ વધુ ગંભીર સૂચન એ છે કે ખાનપાન વગેરેમાં બેફામ બનીને રોગિષ્ઠ બનવા દ્વારા તે દર્દી અને કામ-ક્રોધાદિ દોષો તો તેમને વારસામાં ન જ આપી જતા. આ કેવું વડીલપણું કે જે પોતાના પ્રિય સંતાનોને દુઃખો, દર્દો અને કાતીલ દોષો વારસામાં આપી જતું હોય ! આ ખાતર પણ તમારે સહુએ વ્યવસ્થિત જીવન જીવવું રહ્યું.
માબાપોની ભૂલનો ભોગ બાળકો કેવા બને છે એ વાત ધૃતરાષ્ટ્ર અને પાંડુના અંધત્વ અને રોગિત્વ ઉપ૨થી સમજાઈ શકશે.
આથી જ પતિ સાથેની મામૂલી પ્રેમાળ રમત કરતી પત્નીએ એ રમત પોતાનું બાળક જોઈ ગયું છે એવી ખબર પડી જતાં જીભ કચરીને આપઘાત કર્યો હતો. આ સ્ત્રી હતી ચાંપરાજવાળા બહારવટિયાની માતા !
આજે ફૂંકાયેલા પરદેશી પવનના ઝપાટામાં કઈ કન્યાઓ, કયા યુવાનો કે કયા માબાપો નહિ આવ્યા હોય તે મોટો સવાલ થઈ પડ્યો છે. ગર્ભપાત, ગર્ભનિરોધક ગોળીઓ વગેરેનો ઉપયોગ તો ખૂબ સામાન્ય થઈ પડ્યો છે.
વસતિનિયંત્રણ બ્રહ્મચર્યથી જ
પૂર્વે તો સહજ રીતે વધુમાં વધુ સમય બ્રહ્મચર્ય પળાતું હતું એટલે વસતિવધારાનો કોઈ સવાલ જ પેદા થતો ન હતો. આજે પરિસ્થિતિ સાવ ઊલટી થઈ ચૂકી છે. સિનેમા, સહશિક્ષણ, જાતીય સાહિત્યનો ધૂમ પ્રચાર, મુક્તજીવન, સ્વચ્છંદતા, લગ્નની વધતી જતી વયમર્યાદા, ઉદ્ભટ વેષ વગેરેના કારણે બાર વર્ષની કન્યાઓના પણ રોમેરોમ વિકારોથી સળગવા લાગ્યા છે. ચૌદ વર્ષના કિશોરો પાસે ‘સંસાર’નું નખશિખ સ્વરૂપ આવી ગયું હોય છે.
કાચી વય, અપરિપક્વ માનસ, ભડકેલું મન, કુતૂહલ અને અનુકૂળતા, માબાપોની સંપૂર્ણ બેદરકારી વગેરેએ ઊગતી વયના બાળકોના જીવન અકાળે મૂરઝાવી નાંખ્યા છે, યુવાન વયના સ્ત્રીપુરુષોના અંતર વિકારોથી સળગાવી દીધા છે. આમાંથી કેવી પાકશે ભાવી પેઢી ? તેનું કલ્પી જ ન શકાય તેટલું આઘાતજનક ચિત્ર છે.
પાંડુનો રાજ્યાભિષેક
વિચિત્રવીર્યનું મૃત્યુ થતાં ત્રણ પુત્રોમાં જ્યેષ્ઠ ધૃતરાષ્ટ્રનો રાજા તરીકે અભિષેક કરવાનો પ્રસંગ ઉપસ્થિત થયો, પરંતુ જન્મથી અંધ ધૃતરાષ્ટ્રે પોતાની શારીરિક ખામીનો સ્વીકાર કરીને વચલા ભાઈ પાંડુને ‘રાજ કરવાને બધી રીતે યોગ્ય છે' એમ જણાવીને રાજા કરવાનો આગ્રહ જારી રાખતાં ભીષ્મે પાંડુનો રાજ્યાભિષેક કર્યો.
ત્રણેય રાજકુમારોને શસ્ત્રવિદ્યા આદિમાં ભીષ્મે નિષ્ણાત કર્યા. તેઓ યૌવન પામ્યા. ધૃતરાષ્ટ્રનું લગ્ન ગંધારદેશાધિપતિ સુબલરાજની ગાંધારી વગેરે આઠ કન્યાઓ સાથે થયું.
જૈન મહાભારત ભાગ-૧
Page #73
--------------------------------------------------------------------------
________________
કન્યાઓના ભાઈ શકુનિએ સામેથી આવીને ભીષ્મની પાસે આ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. આમ ધૃતરાષ્ટ્રના લગ્નની ચિંતા તો ભીખને ન રહી. પણ જન્મથી જ ફિક્કા (પાંડુ) શરીરવાળા પાંડુ માટે કન્યા ક્યાંથી લાવવી? કોણ એને પતિ તરીકે પસંદ કરશે ? એ સવાલ ભીખને રાત ને દિ’ સતાવતો હતો. - ત્યાં એક દિવસ રસ્તેથી પસાર થતા ભીષ્મ અને પાંડુરાજાએ કોઈ માણસના હાથમાં કોઈ રાજકન્યાનું ચિત્ર જોયું. પાંડુ તો તેને જોઈને મોહિત થઈ ગયો.
પેલા માણસ પાસેથી તેની જાણકારી મળી કે મથુરાના યદુરાજના શૂર નામના પુત્રના બે પુત્રો : શૌરિ અને સુવીર.
શૌરિને અંધકવૃષ્ણિ આદિ પુત્રો છે. અંધકવૃષ્ણિની પત્નીનું નામ સુભદ્રા છે. તેમના “દશાહ નામથી પ્રસિદ્ધ સમુદ્રવિજય, વાસુદેવ વગેરે દસ પુત્રો છે અને કુન્તી તથા માદ્રી નામની બે પુત્રીઓ છે. આ ચિત્ર તે કુન્તીનું છે જે રાજકન્યાએ હાલ યૌવનના ઉંબરે પગ મૂક્યો છે.
આ સમુદ્રવિજય વગેરે શૌર્યપુરના રાજા છે. જે સુવીર છે તેમને ભોજવૃષ્ણિ આદિ પુત્રો છે. ભોજવૃષ્ણિનો પુત્ર ઉગ્રસેન છે. આ ઉગ્રસેન હાલ મથુરાનો રાજા છે.
પેલો આદમી, જેનું નામ કોરક હતું તેણે કહ્યું, “રાજા સમુદ્રવિજયની આજ્ઞાથી જ રાજકુમારી કુન્તીનું ચિત્ર લઈને હું આ તરફ આવ્યો છું. તેના માટે યોગ્ય પતિની શોધ કરવી તે મારું કામ છે.”
પાંડુ માટે કુન્તી દેવાનો ઇન્કાર આ સાંભળીને ભીષ્મને રાજકન્યા કુન્તી પાંડુ માટે ખૂબ યોગ્ય લાગી. પાંડુ પણ તેના પ્રત્યે ખૂબ મોહિત થયો જ હતો. એટલે તેની માતા સત્યવતીની સંમતિ લઈને ભીખે કોરકની સાથે પોતાનો દૂત સમુદ્રવિજય પાસે મોકલીને પાંડુ માટે કુન્તીની માંગણી કરી. દૂતે પાંડુના અગણિત ગુણોનું વર્ણન કર્યું.
પણ પાંડુરોગીને પોતાની કન્યા આપવાનું કયો પિતા પસંદ કરે ? સમુદ્રવિજયે દૂતને જણાવી દીધું કે પાંડુને કુન્તી આપવાની તેની લેશ પણ ઈચ્છા નથી.
પાંડુરાજાના ગુણોનું વર્ણન સાંભળીને મુગ્ધ બની ગયેલી કુન્તી પિતાનો આ જવાબ સાંભળીને બેચેન થઈ ગઈ.
રાજસભામાંથી વિદાય થતાં પાંડુરાજના દૂતે કુન્તી તરફ જોયું. તેનું કરમાઈ ગયેલું સુખ તેની નજરમાંથી બહાર ન રહ્યું.
હસ્તિનાપુર આવીને દૂતે ભીષ્મને અને પાંડુને સમુદ્રવિજયની સ્પષ્ટ અનિચ્છા જણાવી. તે સાંભળીને પાંડુને ખૂબ આઘાત લાગ્યો. તેના પગ નીચેથી ધરતી સરકી જતી જણાઈ. જરાક વારમાં સ્વસ્થ થઈને તેણે દૂતને કુન્તીનો મનોભાવ જણાવવા માટે કહ્યું. - દૂતે પાંડુને કહ્યું, “કુન્તીના મનોભાવને મેં બરોબર પકડ્યો છે. તે આપને જ ઝંખે છે એ વાત હું પૂરા આત્મવિશ્વાસથી આપને જણાવી શકું છું.”
પાંડુ મનોમન બોલ્યો, “તો હવે મારે વિલંબ ન કરવો જોઈએ. તાબડતોબ કુન્તીને મારે મળવું જોઈએ. બાકીની વાત પછીથી વિચારાશે. સત્ત્વશાળી માણસને માટે કશું જ અસાધ્ય હોતું નથી.”
પાંડુ અને કુન્તીનું મિલન અને કર્ણજન્મ તાજેતરમાં જ વિશાલાક્ષ નામના વિદ્યાધરને મદદગાર બનવાથી પાંડુને ઈષ્ટસાધની વીંટી ભેટ મળી હતી. તેના પ્રભાવથી તે એક જ પળમાં ઉદ્યાનમાં ઉપસ્થિત થયો જ્યાં હમણાં જ કુન્તીએ ગળે
જૈન મહાભારત ભાગ-૧
Page #74
--------------------------------------------------------------------------
________________
ડાળીનો ફાંસો લગાવી દીધો હતો.
પાંડુએ દોડીને તે ફાંસો દૂર કર્યો અને કુન્તીને મોતના મુખમાંથી ઉગારી લીધી. એકબીજાનો પરિચય અને વાતો થતી હતી ત્યાં કુન્તીની ધાવમાતા આવી ચડી. તેણે સઘળી બીના જાણીને ત્યાં જ, તે જ સમયે તે બંનેની ગાન્ધર્વવિધિથી લગ્નવિધિ પતાવી દીધી. ધાવમાતા ત્યાંથી ચાલી ગઈ. પાંડુ અને કુન્તીએ યથેચ્છ રીતે સાંસારિક આનંદ માણીને રાત્રિ પસાર કરી.
સવાર પડતાં એ જ પ્રભાવક વીંટીના બળે પાંડુ હસ્તિનાપુરમાં આવી ગયો.
આ બાજુ કુન્તી સગર્ભા થઈ. ધાવમાતાને તેના શારીરિક ફેરફારોથી બધો ખ્યાલ આવી ગયો. પૂરો સમય થતાં કુન્તીએ પુત્રને જન્મ આપ્યો પણ જાહેરમાં લગ્નવિધિ થયા વિના જ પાંડુથી આ પુત્રપ્રાપ્તિ થઈ હતી એટલે તેને રાખી શકાય તેમ ન હોવાથી કુન્તીએ ધાવમાતાને સોંપીને તેનો પરિત્યાગ કરી દેવા માટે જણાવ્યું.
બાળકના કાનમાં મણિમય કુંડલ લગાડવામાં આવ્યા. તેને રત્નની પેટીમાં સારી રીતે ગોઠવીને તે પેટીને નદીના પ્રવાહમાં વહેતી મૂકી દીધી.
ન
પોતાના પેટના સંતાનને આ રીતે ત્યાગતી વખતે કુન્તીના શોકનો કોઈ આરોવારો ન રહ્યો પરંતુ તે નિરુપાય હતી.
આજે તો ગર્ભપાત દ્વારા ગર્ભનો (બાળકનો) નાશ સુદ્ધાં કરી દેવાય છે. શ્રીમંત, શહેરી અને શિક્ષિત વર્ગમાં ગર્ભપાત ‘ફૅશન’ ગણાય છે!
કદાચ કોઈ ગર્ભ એ ઘાતકી દવાના હલ્લા છતાં ઊગરી જશે અને જન્મ લેશે, જ્યારે તેને પોતાના માબાપની તે ક્રૂર ક્રિયાની ખબર પડશે ત્યારે તે પણ વૃદ્ધ થયેલાં તે માબાપોને ‘મર્સીફુલ-ડેથ’ના નામ નીચે મારી જ નાંખશે.
જ્યારે તેને એ વાતની ખબર પડશે કે તેની માતા નોકરી કરતી હતી, નોકરીએ જતી વખતે ઘોડિયાઘરમાં તેને મૂકી દેતી હતી ત્યારે તે પણ બુઠ્ઠાં માબાપોને ઘરડાઘરમાં મૂકી દીધા વિના રહેશે નહિ.
પોતાના શારીરિક લાવણ્યની હાનિની કલ્પનાથી સંતાનને નહિ ધવડાવતી, બેબીફુડ આપતી માને તેની વૃદ્ધાવસ્થામાં દીકરો કે વહુ ચા પણ સરખી રીતે પીવા ન દે તો તેમાં તે બુઠ્ઠી માતાએ અફસોસ કરવાનો કોઈ અર્થ ખરો ?
માબાપોથી તિરસ્કારાયેલાં જન્મી ગયેલાં બાળકો માત્ર ‘કર્ણો' જ નહિ બને પણ હવેના ન્યૂવેવમાં તો ક્રૂર કર્ણો જ બનશે.
ખતરનાક છે કામાવેગ
કામના આવેગો કેટલા બધા ખતરનાક હોય છે ? એકાંત, અનુકૂળતા, અંધકાર વગેરે આ આવેગોને એકદમ ઉત્તેજિત કરી મૂકતા હોય છે. પાંડુ અને કુન્તીના અકાળે ઉન્માદમાં એકાંત, અંધકાર અને અનુકૂળતા મોટો ભાગ ભજવી ગયા.
માણસે પોતાની વાસના ઉપર નિયંત્રણ રાખવું જ રહ્યું. વાસનાના બંધ તૂટે તો ભયંકર હોનારત
સર્જાય.
કુન્તી અને પાંડુએ અધીરા બનીને, આવેગમાં આવીને સંસારસુખ ભોગવવાની જે ભૂલ કરી છે તે કેટલી ગંભીર ભૂલ હતી તે જાણવું હોય તો આપણે તેમના દ્વારા જન્મેલા ‘કર્ણ’ને નજરમાં
જૈન મહાભારત ભાગ-૧
Page #75
--------------------------------------------------------------------------
________________
લાવવો પડશે.
વિધિવત્ જાહેરમાં લગ્ન થતા પહેલાં કર્ણનો કુન્તી દ્વારા જન્મ થયો. આ જન્મ થવામાં કુન્તીના વિધિસર થનારા પતિ પાંડુ જ નિમિત્ત બન્યા હતા. (અજૈન મહાભારતમાં સૂર્યદેવ દ્વારા કુન્તીને કર્ણ પ્રાપ્ત થયો હોવાનું જણાવાયું છે.) આમ છતાં આર્યાવર્તની મર્યાદાનો ભંગ-વિધિવત્ લગ્ન પૂર્વે જ સાંસારિક સુખનો ભોગ કરીને-કર્યો તેણે કર્ણની સ્થિતિ કેટલી બધી ખરાબ કરી નાંખી? ભૂલ કોણે કરી અને સજા કોને થઈ ?
માનવજીવનને સફળ કરવાની ભાવના હોય તો સંતો-દીધી મર્યાદાઓનું કડકપણે દરેકે પાલન કરવું પડશે. પરશુરામે તો તેનું મહત્ત્વ બતાવવા ‘નનો માલિક સૂત્ર જગતને આપ્યું છે. - પેટમાં રહેલું અત્યન્ત મેધાવી બાળક જ્યારે પિતાના વેદપાઠોમાં ભૂલ કાઢવા લાગ્યું ત્યારે પિતાની ભૂલ કાઢવા જેટલી મર્યાદાહીનતા જોઈને ચોંકી ગયેલા પિતાએ તે જ વખતે તેને શાપ આપ્યો હતો, “તું આઠ અંગે વાંકો થઈ જા.” ખરેખર તે બાળક તેવી જ દશામાં જન્યું, જેનું નામ અષ્ટાવક્ર પડ્યું.
લક્ષ્મણરેખા ઓળંગતી સીતાની કેવી દશા થઈ?
સગપણ માટે આવતા છોકરાઓ સાથે માબાપે છૂટ લેવડાવતાં કુલીન દીકરીને શીલભંગ અને પ્રાણત્યાગ સુધી કેવું જવું પડ્યું? નદી મર્યાદા તોડે અને જે નુકસાન થાય તેથી ઘણું મોટું નુકસાન માનવના મર્યાદાભંગથી થાય.
કુન્તીની ભૂલનો ભોગ : કર્ણ કર્ણ ‘સૂતપુત્ર' તરીકે સતત વગોવાતો રહ્યો. એના લગ્ન, એના સંતાનોના લગ્ન વગેરે પણ સૂતકુળોમાં થયા. (વ્યાસ કહે છે) એને જ્યાં ને ત્યાં શસ્ત્રવિદ્યાદિ શીખવામાં અપાત્ર જાહેર કરવામાં આવ્યો. એની ઉપર આવા તિરસ્કારોની એવી એકધારી વર્ષા ચાલી કે એનામાં પાંડવો પ્રત્યે ધિક્કાર પેદા થઈ ગયો. પાંડવોમાં એ જયેષ્ઠ છતાં એને રાજ્યાદિના અધિકારો એમના તરફથી ન મળી શક્યા.
વળી કર્ણ રાધાનો પુત્ર-રાધેય-ગણાયો માટે જ મહાભારતના યુદ્ધનો જન્મ થયો, કેમકે જો કર્ણ કુન્તીનો પુત્ર-કૌન્તય-તરીકે જ પહેલેથી વિખ્યાત થયો હોત તો છ પાંડવોની સામે કર્ણ વિનાના કૌરવો યુદ્ધ ખેલવાની કલ્પના કરી શક્યા ન હોત. આ વાત કર્ણના મૃત્યુ બાદ કુન્તીએ જયારે યુધિષ્ઠિર પાસે ‘કર્ણનું સાચું સ્વરૂપ જણાવ્યું ત્યારે યુધિષ્ઠિરે કુન્તીને ઠપકો આપવારૂપે કરી હતી કે, “મા ! આ વાત પહેલાં કરી હોત તો હું મારા મોટાભાઈની સામે જંગે ચડત જ નહિ. હાય ! આવું ભાઈ- ભાઈ સાથે લડવાનું પાપ મારાથી થઈ ગયું !”
કર્ણના જીવનનો વિકાસ રુંધી નાંખનારું જે તત્ત્વ હતું તે તેના જ માતાપિતાની કામવાસનાની લાગણીનો અતિરેક હતું.
કામ-ઘેલછા ભયંકર કામવાસના જ્યાં સુધી કામવાસનાના સ્વરૂપમાં જ રહે છે ત્યાં સુધી તો હજી ઓછું નુકસાન કરે, પણ જયારે તે ઘેલછાનું રૂપ બને છે ત્યારે તે ભયંકર હોનારત સર્જે છે. રાવણની વાસના ઘેલછા બની તેમાંથી જ “રામાયણ” સર્જાયું ને ?
મોટા શત્રુઓને મહાત કરવાની પ્રચંડ તાકાત ધરાવતો બાજીરાવ પેશ્વા સતારાના શાહુ મહારાજની નર્તકી મસ્તાનીમાં ઘેલો થયો અને એનો અંજામ કેટલો કરુણ આવ્યો? બે ય પ્રેમી પંખીડાં થોડા જ સમયમાં ઝૂરીને મરી ગયા!
જૈન મહાભારત ભાગ-૧
Page #76
--------------------------------------------------------------------------
________________
કેવો કરુણતાથી ઊભરાયો છે આ સંસાર ! કોના અરમાન સીધા ઊતર્યા હશે? આ સંસારમાં..
કુન્તી દ્વારા પાપ તો થઈ ગયું પણ એ પાપ એના મનને રાત ને દિવસ કોરી ખાવા લાગ્યું. બેશક, આ તેની ઘણી મોટી વિશેષતા હતી. ‘પાપ થઈ જવું એ કોના માટે સુલભ નથી ? પરંતુ થયેલા પાપનો ઘા સતત દૂઝતો રહેવો, એનો કારમો પશ્ચાત્તાપ થવો એ કોને માટે દુર્લભ નથી ? - કુન્તીના મુખ ઉપરની આ ગ્લાનિ માતા સુભદ્રાથી અછતી ન રહી. ધાવમાતા પાસેથી સુભદ્રાએ સઘળી વાત જાણી લીધી, કલગૌરવથી વિરુદ્ધ કાર્ય કરી બેઠેલી કુન્તી માટે તેને દુ:ખ થયું. પરંતુ હવે નવી ભૂલો થવા ન પામે તેની કાળજી કરવી જોઈએ એમ તેને લાગ્યું. તેણે વિચાર્યું કે હવે કુન્તીના લગ્ન પાંડુ સાથે કરી દેવાય તો જ સારું ગણાય ! નારીએ સાધ્વી ન જ થવાનું હોય તો સાસરે ગયા વિના તેનો છૂટકો નથી.
પાંડુ સાથે કુન્તીના લગ્ન પાંડુ સિવાય કોઈની પણ સાથે તેનું લગ્ન કરવામાં એક ભવમાં બે પતિ કરવાનું કલંક તેના લમણે લખાય.
સુભદ્રાએ આ વાત તેના પતિ સમુદ્રવિજય રાજાને કરી. વડીલોએ વિચારણા કરીને કુન્તીને હવે પાંડુ સાથે પરણાવવાનો નિર્ણય લઈ લીધો.
અને..કુન્તીને રાજકુમાર ધરણની સાથે હસ્તિનાપુર મોકલવામાં આવી. “જોઈતું હતું ને વૈદ્ય કહ્યું. પાંડુ સાથે કુન્તીના લગ્ન લેવાઈ ગયા. ત્યારબાદ ભીખે દેવકરાજાની પુત્રી કુમુદવતી સાથે વિદુરના લગ્ન લઈ લીધા અને પાંડુ સાથે મદ્રરાજની પુત્રી માદ્રીનું પણ લગ્ન થયું.
ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરનો સ્વપત્નીઓ સાથે સંસારકાળ પસાર થવા લાગ્યો.
ભીષ્મને લાગ્યું કે શાન્તનું પ્રત્યેની, તેમના પુત્રો ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય પ્રત્યેની અને વિચિત્રવીર્યના પુત્રો ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર પ્રત્યેની પોતાની જવાબદારીઓ પૂર્ણ થઈ છે. હવે નિરાંતે ધર્મધ્યાન થઈ શકશે.
પણ...વિધાતાના ગર્ભમાં છુપાયેલી વાતથી ભીખ અજાણ હતા. હજી એમણે ચોથી પેઢીને પણ સંભાળવાની હતી.
જૈન મહાભારત ભાગ-૧
Page #77
--------------------------------------------------------------------------
________________
૧૪
કરવ-પરિવાર
ગર્ભની માતા ઉપર અસર સમય જતાં ગાંધારીને ગર્ભ રહ્યો. હા, એ જ ભાવી દુર્યોધન હતો.
જેમ માતાની ગર્ભકાલીન વૃત્તિ અને પ્રવૃત્તિઓની ગર્ભના તન, મન ઉપર અસર પડે છે તેમ ગર્ભના આત્માના સંસ્કારોની માતાના તન, મન ઉપર અસર પડતી હોય છે.
જેવો ગર્ભનો આત્મા હોય તેવી શારીરિક આરોગ્યતા, અનારોગ્યતા પ્રાપ્ત થાય, તેવી માનસિક વૃત્તિઓ (દોહદ) જાગ્રત થાય.
પરમાત્મા સુમતિનાથનો આત્મા ગર્ભમાં હતો ત્યારે બે સ્ત્રીઓના ઝઘડાનો જે નિકાલ રાજા કરી શક્યો ન હતો તે નિકાલ રાણી કરી શકી હતી. તેમાં તેના ગર્ભનો જ પ્રભાવ કામ કરી ગયો હતો. આથીસ્તો તે તારક આત્માનું “સુમતિ' નામ રાખવામાં આવ્યું હતું.
ગર્ભનો આત્મા દુષ્ટ હોવાથી ગાંધારીની વૃત્તિઓ અનિચ્છનીય રીતે બહેકવા લાગી. તેને દુષ્ટ વિચારો આવવા લાગ્યા. આથી તેના મન ઉપર ઉદ્વેગ રહેવા લાગ્યો.
આ બધું છતાં તેને એક વાતનો ખૂબ આનંદ હતો કે કુન્તીના પહેલાં પોતે “માતા” બનવાની
હતી.
યુધિષ્ઠિરનો જન્મ અમુક સમય બાદ કુન્તીને પણ ગર્ભ રહ્યો. આ ગર્ભનો આત્મા એટલે ભવિષ્યનો યુધિષ્ઠિર.
મહાન આત્માના પ્રભાવે કુન્તીને ખૂબ સારા વિચારો આવવા લાગ્યા. તે ખૂબ સારી ધર્મપ્રવૃત્તિઓમાં વિશેષ સક્રિય થવા લાગી.
ગર્ભકાળ પૂરો થતાં કુન્તીએ યુધિષ્ઠિરને જન્મ આપ્યો. તેના આનંદમાં તેણે નાસિકમાં ચન્દ્રપ્રભસ્વામીનું જિનાલય બનાવ્યું. ત્યાં વારંવાર જઈને તે પરમાત્મભક્તિ કરવા લાગી.
કુન્તી પહેલી માતા બની માટે ગાંધારી ઈર્ષ્યાથી જલવા લાગી. સજ્જન તે, જે બીજાના દુઃખે દુઃખી હોય. દુર્જન તે, જે બીજાના સુખે દુઃખી હોય.
દુર્જન એટલે જવાસો. આખી વનરાજી ખીલી ઊઠે ત્યારે જવાસો નામની વનસ્પતિ કરમાઈ જાય.
ગાંધારીની ઊંડે છુપાયેલી દુર્જનતા ઈષ્યના રૂપમાં પ્રજવળવા લાગી. પ્રથમ માતા બનવાના ગાંધારીના અરમાનના ભુક્કા બોલાઈ ગયા. વળી થોડોક સમય પસાર થતાં કુન્તી ગર્ભવતી થઈ. હવે તે ભીમને જન્મ આપવાની હતી.
દુર્યોધન, ભીમ અને અર્જુન વગેરેનો જન્મ ગાંધારીએ પોતાને પ્રસૂતિ થાય તે માટે ઘણા પ્રયત્નો કર્યા પણ નિષ્ફળ ગયા. તેને ખૂબ ભયાનક અને પાપી વિચારો તો આવતા જ હતા અને એમાં વળી કેમેય પ્રસૂતિ થતી ન હતી.
સામી બાજુએ કુત્તીના બીજા ગર્ભનો કાળ પણ પૂરો થયો હતો. આ વખતે ગાંધારીના ગર્ભના ત્રીસ મહિના પૂરા થયા હતા.
જૈન મહાભારત ભાગ-૧
Page #78
--------------------------------------------------------------------------
________________
એક દિવસ ખૂબ અકળાઈ ગયેલી ગાંધારી જોરજો૨થી પોતાના પેટ ઉપર મુક્કીઓ મારવા લાગી અને એમાં જ તેને પ્રસૂતિ થઈ ગઈ. ખૂબ ગંધ મારતો માંસપિંડ જાણે એકદમ બહાર નીકળી ગયો.
એવા જુગુપ્સનીય માંસપિંડને જ્યારે ગાંધારીએ જોયો ત્યારે તે ચીસ પાડી ઊઠી. તેણે તે પિંડને ફેંકી દેવા જણાવ્યું. પોતાના દુર્ભાગ્યને તે રોવા લાગી. કુલવૃદ્ધાઓએ તેને ખૂબ આશ્વાસન આપ્યું. કુન્તી પ્રત્યે ઈર્ષ્યા નહિ કરવા અને કર્મોની વિચિત્રતાઓ વિચારવા સમજાવ્યું.
કેટલાક વર્ષો પૂર્વે ભારતમાં દીકરી જન્મે તો તે અનિષ્ટ મનાતું તેથી તેને દૂધ ભરેલા વાસણમાં ડુબાડીને (દૂધ પીતી કરીને) મારી નાંખવામાં આવતી. કાલક્રમે બંધ પડેલી આ ક્રૂર પરંપરા આજના બુદ્ધિજીવી લોકોએ ફરી ચાલુ કરી છે. ગર્ભના ત્રણ અઠવાડિયાના સમય સુધીમાં, તૈયાર થયેલા મશીનથી એ વાતની હવે જાણકારી મળી શકે છે કે પેટમાં છોકરો છે કે છોકરી ? ઘણી મોટી સંખ્યાના શ્રીમંતો અને શિક્ષિતોને ‘છોકરી’ પસંદ હોતી નથી !!! (વાહ રે સમાનતાનો નારો) તેથી જો છોકરી જન્મ પામવાની છે તેમ નક્કી થાય તો તરત ગર્ભપાત કરાવી દેવામાં આવે છે.
આ બુદ્ધિજીવીઓ (બુદ્ધિ ઉપર ગમે તેમ જીવનારાઓ !) હવે એવો સૂર પણ કાઢવા લાગ્યા છે કે, “સંતતિનિયમન કરવા કરતાં વૃદ્ધનિયમન કરવું એ જ સારું ગણાશે, કેમકે સંતતિમાં સારી, બુદ્ધિમાન એવી પણ સંતતિ ભારતને મળી શકે, જેની જરૂર પણ છે. જ્યારે વૃદ્ધોની તો જરૂર જ નથી. એટલે તેમને બધાને પતાવી જ દેવા જોઈએ.”
હાય ! આ લોકો તો કાલે એવું ય કહેશે કે નબળાં જ સંતાનોને જન્મ આપી શકે તેવું શારીરિક બંધારણ ધરાવતી નબળી યુવતીઓને પણ પતાવી નાંખવી જોઈએ !
રે ભારત ! તારી સ્વાર્થી, રાક્ષસી પ્રજા !
બાળકોના કે કિશોરોના થતાં અપહરણોની પાછળ તેમને મારી નાંખીને તેમના પ્રત્યેક અંગોનો વેપાર કરીને કમાવાની કોઈ યોજના હોવાની મને પાકી શંકા છે.
જો શરીરના અંગો કીડની, આંખ, હૃદય, લોહી, માંસ વગેરેની નિકાસ કરીને હૂંડિયામણ કમાવાની મોટી શક્યતા આજની સ૨કા૨ નજ૨માં લાવશે તો કદાચ ‘મીટ-કાઉ’ (માંસ માટે ઉછેરાતી ગાય)ની જેમ ‘મીટ-ચીલ્ડ્રન્સ’ (માંસ, લોહી, હાડકાં, કીડની, આંખો વગેરે માટે)ની યોજના પણ વિચારાય ખરી. એ પછી ગર્ભપાત બંધ કરાવીને આ સરકાર ‘વધુ બાળકો પેદા કરો અને અમને સોંપી દો'નું સૂત્ર પણ પ્રસારિત કરે.
નિધર્મી, સ્વાર્થી અને અર્થાન્ય સ૨કા૨ આવું ન કરે એમ માનવાને કોઈ જ કારણ નથી. આવા લોકોના ક્રૂર કાર્યો જોઈને તો કદાચ બાઈબલનો ‘શેતાન’ પણ શરમથી માથું નીચું નાંખી દે.
‘ગર્ભપાત નહિ કરવો જોઈએ’ એ મુદ્દા ઉપર વિશ્વમાંથી આમંત્રિત ચોસઠ ફાધરો, બિશપો વગેરેનું વોટિંગ પોપે કરાવ્યું તો ‘ચાર વિરુદ્ધ સાઠ’ એ રીતે મતદાન થયું. તે ઉપર પોપે જાહેર કર્યું કે ભલે સાઠ મહાનુભાવો ગર્ભપાતની તરફેણ કરતા હોય પણ મારો એ સ્પષ્ટ અભિપ્રાય છે કે બાઈબલ ગર્ભપાતની વિરુદ્ધમાં છે. માટે હું મારો ‘વીટો’ વાપરીને જાહેર કરું છું કે મારા કરોડો અનુયાયીઓએ કદી ગર્ભપાત કરાવવો નહિ.
વિશ્વમાં ખ્રિસ્તીઓ વધુ સંતાનો પેદા કરે, મુસ્લિમો ‘આપણે પાંચ અને આપણા પચ્ચીસ’નો નારો લગાવે. બૌદ્ધો, દલિત પેંથરો લાખોની સંખ્યામાં વર્ષોવર્ષ વધતા જાય તે વખતે ગર્ભપાતાદિ દ્વારા હિન્દુ-પ્રજા ઘટતી જઈને ભારતમાં જ લઘુમતીમાં મુકાઈ જાય, અંતે વિશ્વના તખ્તા ઉપરથી નામશેષ થઈ જાય તેવી યોજનાનો ભોગ તે હિન્દુઓ જ બની રહ્યા છે. કેવી કમનસીબી !
જૈન મહાભારત ભાગ-૧
Page #79
--------------------------------------------------------------------------
________________
જે ભારતમાં દૂધ અને પૂત (પ્રિય સંતાન) વેચવામાં ય પાપ ગણાતું ત્યાં ગર્ભપાત કરાવનારને સરકાર તરફથી “ઇનામ અપાય છે !
કોઈ સંયોગમાં વધુ સંતાનની અનુકૂળતા ન હોય તો ય ગર્ભપાતાદિ ન જ કરાવાય. તે માટે શાસ્ત્રાનુસારી બ્રહ્મચર્યનું જ પાલન કરવું રહ્યું, નહિ તો અન્ય ઉપાયોથી જે વસતિ-ઘટાડો કરાશે તે વસતિ-ભવાડામાં રૂપાન્તરિત થઈને રહેશે.
પંદર મિનિટમાં માથું ઉતારી નાંખતી દવા પણ ન જ ખવાય જો તેના રિ-ઍકશન રૂપે (એક ટકો પણ) હેમરેજ થઈને મૃત્યુ પામવાની કોઈ શક્યતા ત્યાં ધરબાયેલી હોય. સીતા અને રાક્ષસીઓ વચ્ચે થયેલા સંવાદોમાંથી આ જ હકીકત પ્રગટ થાય છે.
ભારતની સન્નારીઓ ! કદી ગર્ભપાત કરાવશો નહિ. એમ કરાવીને ય તમે સુખી નહિ થઈ શકો. તમારા બાળકને તમે જ મારી નાંખ્યું છે એ અતિ કડવું સત્ય તમારી નજરમાં જ્યારે જ્યારે આવશે ત્યારે તમારું માતૃહૃદય એવું વલોવાશે કે કદાચ તમે તે પાપ ઉપર આત્મહત્યા કરી દેવા સુધીના અઘટિત વિચારો કરી બેસશો.
હાય ! વડીલો તરફથી ગર્ભપાત, ઘોડિયાઘર, બેબીફુડ ! સંતાનો તરફથી તેના વળતા ફટકારૂપે ઘરડાઘર (ગોલ્ડન-હોમ્સ) અને મર્સીફુલ-ડેથ ! હવે ચાલો, મૂળ વાત ઉપર આવીએ.
વૃદ્ધાઓએ તે માંસપિંડ જેવા ગર્ભની કાળજી કરવાનું શરૂ કર્યું. ઘીથી લથપથ કરેલાં રૂના પોતાં મૂકી મૂકીને સૌ પ્રથમ તો માંસપિંડને દુર્ગધમુક્ત કર્યો. ત્યાર પછી તેને પૂરી કાળજીથી ઉછેરતાં ટૂંક સમયમાં જ સ્પષ્ટ બાળકરૂપે તેનું સ્વરૂપ દેખાવા લાગ્યું. આથી ગાંધારીને ખૂબ શાન્તિ થઈ. આ પુત્રનું નામ દુર્યોધન રાખવામાં આવ્યું.
દુર્યોધનના જન્મ પછી માત્ર ત્રણ પ્રહર બાદ કુન્તીએ ભીમને જન્મ આપ્યો. જન્મતાંની સાથે થોડા જ સમયમાં એણે એવા અનેક સંકેતો આપીને ભીમ તરીકેનું પોતાનું નામ વારંવાર સાર્થક જણાવ્યું હતું.
બે મહારાણીઓના બે પુત્રોનો ભારે મોટો જન્મ મહોત્સવ માંડ્યો.
કાળ જતાં કુન્તીએ ઇન્દ્રના સ્વપ્નમાં દર્શન કર્યા બાદ અર્જુનને જન્મ આપ્યો, આથી જ તે ‘ઇન્દ્રપુત્ર” પણ કહેવાયો છે. માદ્રીએ સહદેવ અને નકુળના યુગલને જન્મ આપ્યો અને ગાંધારીએ દુઃશાસન વગેરે નવાણું પુત્રોને જન્મ આપ્યો.
દુઃખ-નિવારણનો ઉપાય ઃ ભવિતવ્યતાનો વિચાર ગાંધારી પોતાના દુઃખોથી જેટલી દુઃખી થઈ ગઈ હતી તેથી વધુ તો કુન્તીના સુખે દુઃખી થઈ હતી.
બીજાના સુખોમાં દુઃખી તો ન જ થવું જોઈએ પણ પોતાના દુ:ખોમાં ય કર્મની પરિણતિનો વિચાર કરીને દુઃખી ન થતાં સમાધિમાં રહેવું જોઈએ.
જે કાંઈ બને છે તે બધું જ્ઞાનીઓએ પહેલેથી જે દીઠું છે તે જ બને છે. એમની નજરમાં જે ‘નિશ્ચિત’ છે તેમાં લેશમાત્ર પણ ફેરફારને કોઈ અવકાશ નથી. તો જ્યારે જે કાંઈ બને ત્યારે એમ શા માટે વિચારીને ચિત્તનું સમાધાન ન કરી લેવું કે, “જે બનવાનું નિશ્ચિત હતું તે જ બન્યું છે. નવુંએકાએક-કશું જ બન્યું નથી.'
અંગ્રેજીમાં એક વાક્ય છે Everything is in order-બધું જ બરોબર ચાલી રહ્યું જૈન મહાભારત ભાગ-૧
Page #80
--------------------------------------------------------------------------
________________
દુઃખોની પળોમાં આવો ભવિતવ્યતાનો વિચાર કરવામાં આવે તો કેટલી બધી ચિત્તશાન્તિ બની રહે !
એકસાથે સોળ વર્ષના પોતાના બે ય દીકરાને તળાવમાં ડૂબી જવાથી ખોઈ બેસતી મહાશ્રાવિકાએ જ્યારે તે બે ય બાલુડાઓના મૃતકો જોયા ત્યારે કપાળે આંગળી લગાડીને તરત તેણે સમાધાન કરી લીધું કે, “અમારી લેતીદેતી પૂરી થઈ ગઈ ! આ બધી નસીબની વાત છે ! હશે, જે બનવાનું જ હોય તેણે કોણ મિથ્યા કરી શક્યું છે ?”
એ પળો એવી હતી કે માતા આઘાતથી પ્રાણ ખોઈ બેસે, પણ એ જ પળોને માતાએ તત્ત્વચિંતન દ્વારા એવી ફેરવી નાંખી કે તેમાં ચિત્તનું સમાધાન કરી લઈને વિષયસુખો પ્રત્યે તે વિરક્ત બની ગઈ.
દુઃખની દવા ? તેનો વિચાર જ ન કરવો તીર્થંકરદેવોના તારક આત્માઓને પણ જો કર્મો છોડતા નથી તો આપણા જેવા ઉપર તે ત્રાટકે તેમાં શી નવાઈ છે ?
વળી દુઃખે આટલું બધું રોવાનું શું ? આપણા એ દુ:ખ કરતાં તો ઘણા વધુ દુઃખી જીવો આ જગતમાં કેટલાય પડ્યા છે ! જરાક એમની તરફ તો નજર કરીએ. આપણું દુઃખ વિસાતમાં નહિ લાગે.
દુઃખ આવે એટલે દુઃખી થવું જ પડે એવો કોઈ નિયમ નથી. આવી પડેલા દુઃખનો જે બહુ વિચાર કરે, માથે ભાર લે, ભડકી જાય તે જ દુઃખી થાય. જે દુઃખનો ભાર માથે લેતો નથી તે દુઃખી થતો નથી.
જિતઃ સુરક પદ્ ૪ જાનુરા -દુઃખની આ જ દવા છે કે તેનો વિચાર જ કરવો નહિ.
એકના એક જુવાનજોધ દીકરાનું મૃત્યુ થયું. તેના શબને સ્મશાનમાં બાળીને પાછા ફરેલા ધર્માત્મા પિતાએ પોતાના ગુરુદેવના પ્રશ્ન-ક્યાં ગયા હતા? આજે વ્યાખ્યાનમાં કેમ ગેરહાજર?”-ના જવાબમાં પૂરી સાહજિકતાથી કહ્યું, “ગુરુદેવ ! મહેમાન આવ્યો હતો તેને વળાવવા ગયો'તો !”
માત્ર ધર્મક્રિયાઓ કરે તે ખરો ધર્મી નથી. ખરો ધર્મી તે છે જે સુખના સમયમાં જરાય છકી જતો નથી અને દુઃખના સમયમાં જરાય ડગી જતો નથી.
જૈન મહાભારત ભાગ-૧
Page #81
--------------------------------------------------------------------------
________________
૧૫
ઇસવધ
યુધિષ્ઠિરનો જન્મ થતાં પૂર્વે તો કુન્તીના પિયર શૌર્યપુરમાં કેટલીય આસમાની સુલતાનીઓ થઈ ગઈ.
કૃષ્ણનો જન્મ થઈ ગયો. કંસનો વધ પણ થઈ ગયો. ચાલો, આપણે “શૌર્યપુર” જઈએ. મથુરાના મહારાજા યદુ થઈ ગયા. તેમનો વંશ તે યદુવંશ કહેવાય. તે વંશજો યાદવો કહેવાયા.
યદુનો શૂર નામે પુત્ર હતો. તેના બે પુત્રો હતા : શૌરિ અને સુવીર. શૌરિના પુત્ર અન્ધકવૃષ્ણિ હતા. તેઓ શૌર્યપુરના મહારાજા હતા. અન્ધકવૃષ્ણિ અને મહારાણી સુભદ્રાના દસ પુત્રો સમુદ્રવિજય, વસુદેવાદિ-જેઓ દશાઈ નામે પ્રસિદ્ધ થયા-અને કુન્તી, માદ્રી બે દીકરીઓ હતી.
સુવીર મથુરાનો રાજા હતો. તેને ભોજવૃષ્ણિ વગેરે પુત્રો હતા. ભોજવૃષ્ણિના પુત્ર ઉગ્રસેન, દેવક વગેરે હતા. ઉગ્રસેનનો પુત્ર કંસ હતો, દેવકની પુત્રી દેવકી હતી.
મહારાજા અન્ધકવૃષ્ણિએ સંસારથી વિરક્ત થઈને દીક્ષા લીધી. સમુદ્રવિજય રાજા થયા. નાના ભાઈ વસુદેવનું પૂર્વજન્મની વિશિષ્ટ ધર્મારાધનાઓના પુણ્યને કારણે પ્રજામાં ભારે માન હતું.
સિંહરથ ઉપર વિજય અપાવતો કંસ વસુદેવનો સુભદ્ર નામનો વણિક-મિત્ર.
સુભદ્રને કંસ નામનો એક પુત્ર. તે ભારે તોફાની હોવાથી સુભદ્રને લાગ્યું કે તેની આ શક્તિનો ઉપયોગ યુદ્ધના સૈનિક તરીકે વધુ સારો થઈ શકશે.
સુભદ્ર પોતાના મિત્ર વસુદેવને કંસ સોંપ્યો. યુદ્ધની તાલીમ લઈને કંસ ભારે પરાક્રમી બન્યો. વસુદેવના તેની ઉપર ચાર હાથ રહેતા. તેમની ઓથથી કંસ ચાહે તે રીતે-સ્વચ્છંદતાથી-નગરજનો સાથે વર્તાવ કરતો.
એક દિવસ મહારાજા સમુદ્રવિજયની પાસે રાજગૃહીના નરેશ જરાસંઘ તરફથી દૂત આવ્યો. તેણે કહ્યું, “રાજન્ ! અમારા મહારાજા જરાસંધે ઘણા બધા રાજાઓને પોતાના કાબૂમાં લીધા છે. પરન્તુ સિંહપુરનો રાજા સિંહરથ તેમને બિલકુલ ગાંઠતો નથી તો તેને જીવતો બાંધી લાવવાની મહારાજા સાહેબની ઇચ્છા છે. આપ તે માટે યત્ન કરો એમ મહારાજા જરાસંઘ જણાવે છે. હું મોટું સૈન્ય લઈને અહીં આવ્યો છું.”
જરાસંઘની આ ભાવનાને પૂર્ણ કરવા માટે સમુદ્રવિજય તૈયાર થતા હતા, પરન્તુ લઘુબંધુ વસુદેવે તેમને રોકીને પોતે નેતૃત્વ લીધું.
કંસને સાથે લઈને તેઓ સિંહરથ સામે યુદ્ધ ચડ્યા. યુદ્ધમાં કંસે ઘણું ભારે પરાક્રમ દાખવ્યું. તે ન હોત તો સિંહરથને જીવતા પકડવાનું કામ વસુદેવ માટે લગભગ અશક્ય બની ગયું હોત.
કંસ સાથે જીવયશાના લ
સિંહરથને લઈને સહુ શૌર્યપુરમાં આવ્યા. સમુદ્રવિજય, વસુદેવ અને કંસ વગેરે સિંહરથને લઈને રાજગૃહ તરફ જવા નીકળ્યા. રસ્તામાં ક્રૌષ્ટ્રકી નામનો નૈમિત્તિક મળ્યો. તેણે કહ્યું કે, “રાજા સિંહરથને જીવતો પકડી લાવનારને મહારાજા જરાસંઘ પોતાની પુત્રી જીવયશા આપવાના છે, તેમજ અનેક ભેટો આપનાર છે. પણ આ જીવયશા પિતૃકુલ અને શ્વસુરકુલની ઘાતક કન્યા છે.
જૈન મહાભારત ભાગ-૧
Page #82
--------------------------------------------------------------------------
________________
તમે કાંઈ પણ કરતાં ખૂબ વિચાર કરજો.”
ક્રૌષ્ટ્રકીની આ વાત સાંભળીને વસુદેવે જીવયશા, સિહરથને પકડવામાં ખૂબ મદદગાર બનેલા કંસને બઝાડી દેવાની યોજના વિચારી, જેને સમુદ્રવિજયે સંમતિ આપી.
પણ સવાલ એ હતો કે શું જરાસંઘ પોતાની દીકરી વણિપુત્ર કંસને આપવાનું કબૂલ કરશે?
કંસના યુદ્ધકીય વિશિષ્ટ પરાક્રમો જોઈને સહુને તેના વણિકકુળના જન્મની શંકા હતી. સમુદ્રવિજયે તેના પિતા સુભદ્રને બોલાવીને સાચી હકીકત જણાવવા કહ્યું.
સુભદ્રે કહ્યું, “આ છોકરો ખરેખર તો મારો નથી. એક વાર શૌચ માટે યમુનાતીરે હું ગયો હતો ત્યાં મને પાણીના પ્રવાહમાં તરતી આવતી કાંસાની પેટી મળી. તેમાંથી આ બાળક નીકળ્યું. તેની આંગળીએ પહેરાવેલી વીંટીમાં ‘ઉગ્રસેન” લખ્યું હતું. તેની બાજુમાં પડેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ બાળક મથુરાધીશ ઉગ્રસેન અને મહારાણી ધારિણીનું સંતાન છે. માતાને તેની ગર્ભાવસ્થામાં પતિનું માંસ ખાવાનો ક્રૂર દોહદ થવાથી બાળક પિતૃરી થશે” એવી કલ્પના કરીને માતા ધારિણીએ તેને પેટીમાં મૂકીને નદીના પ્રવાહમાં ભાગ્યભરોસે મૂકી દીધેલ છે.
આ બાળક કાંસાની પેટીમાંથી મળ્યું માટે મેં તેનું નામ કંસ રાખ્યું છે.”
સુભદ્રની સઘળી વાત વસુદેવે જરાસંઘ પાસે રજૂ કરીને, સિંહરથને પકડવામાં કંસનો જ મોટો હિસ્સો જણાવીને જીવ શાના લગ્ન કંસની સાથે કરાવી દીધા !
વસુદેવ મનોમન બોલ્યા, “હાશ ! ટાઢે પાણીએ ખસ ગઈ !”
પોતાને નદીના પાણીમાં વહેતો મૂકી દીધા બદલ કંસને પિતા ઉગ્રસેન તરફ ભારે રોષ પેદા થયો હતો. તેણે સસરા જરાસંઘની મદદ લઈને મથુરા સામે યુદ્ધ કરીને પિતા ઉગ્રસેનને કેદ કરીને જેલમાં પૂરી દીધા. પણ તો ય ઉગ્રસેન આનંદમાં હતા, પુત્રના હાથે થયેલા પોતાના પરાજયથીસ્તો.
કહ્યું છે કે : સર્વજલિન રાછા પુરા પરાજય-“બધેથી વિજય ઇચ્છવો પણ ગુરુએ શિષ્ય પાસેથી અને પિતાએ પુત્ર પાસેથી પરાજય ઇચ્છવો.”
હવે કંસ મથુરાધીશ બન્યો. પાલક પિતા સુભદ્રને શૌર્યપુરથી બોલાવી લઈને કંસ તેમની સેવા કરવા લાગ્યો.
વસુદેવનો પૂર્વભવ : વૈયાવચ્ચી નંદિષણ આ બાજુ શૌર્યપુરમાં યુવરાજ વસુદેવ નગરમાં સ્વચ્છંદપણે ફરતા હતા. પૂર્વભવમાં તેઓ નંદિષેણ નામના મુનિ હતા. અતિ ઘોર તપસ્વી હોવા સાથે તેઓ તમામ મુનિઓની ખૂબ જ ઉત્કૃષ્ટ સેવા-ચાકરી કરનારા હતા. એમણે દીર્ઘકાળ સુધી સંયમજીવનનું પાલન કરીને અઢળક પુણ્યકર્મ બાંધ્યું હતું.
પણ જીવનની છેલ્લી પળોમાં તેઓ ચૂકી ગયા.
વાત એમ બની કે નંદિપેણ જ્યારે ગૃહસ્થ હતો ત્યારે બાળવયે જ માબાપ મૃત્યુ પામ્યા હોવાથી મામાને ત્યાં મોટો થયો. યૌવન પામતાં તેણે મામાને લગ્ન કરાવી આપવાની વાત કરી, પણ આ ભાઈ નંદિષણ શરીરની આકૃતિથી એટલો બધો બેડોળ હતો કે જેનો જગતમાં જોટો ન જડે. એને પરણે કોણ ? છતાં મામાએ પોતાની મોટી દીકરી પરણાવવાની કબૂલાત કરી. પરંતુ આ વાત જાણતાં મોટી દીકરીએ આપઘાત કરવાની ધમકી આપી. મામાએ નાની દીકરીની વાત કરી તો તે જાણીને તેણે પણ પિતાને તેવી જ ધમકી આપી.
જૈન મહાભારત ભાગ-૧
Page #83
--------------------------------------------------------------------------
________________
આ જાણીને નંદિષણને ખૂબ આઘાત લાગ્યો. તે આપઘાત કરીને જીવનનો અન્ત લાવી દેવા માટે ઘરમાંથી ચાલી નીકળ્યો. કોઈ પહાડ ઉપર ચડ્યો, પણ તેના સદ્નસીબે ત્યાં મહામુનિ મળી ગયા. તેમના ઉપદેશથી તેણે દીક્ષા લીધી. જઘન્યથી છઠ્ઠને પારણે છઠ્ઠનું તપ શરૂ કર્યું. ‘અપૂર્વ વૈયાવચ્ચી' તરીકેની તે નંદિષેણ મુનિ ખ્યાતિ પામ્યા. દેવપરીક્ષામાં ય ઉત્તીર્ણ થઈ ગયા.
પરંતુ સુદીર્ઘ નિર્મળતમ સંયમજીવનના છેડે થાપ ખાઈ ગયા. મોટો તરવૈયો ખાબોચિયામાં ડૂબી ગયો. ભૂતકાળ યાદ આવી ગયો ! આત્મા ખળભળી ઊઠ્યો.
જ્યારે તેમણે અંતિમ અનશન કર્યું હતું, જ્યારે મુનિઓ સુંદર આરાધના કરાવી રહ્યા હતા, જ્યારે મંત્રાધિરાજનું શ્રવણ થઈ રહ્યું હતું ત્યારે એકાએક ગૃહસ્થજીવનના ભૂતકાળ ઉપર પડેલી વિસ્મરણની ધૂળ ખંખેરાઈ અને ભૂતકાળ યાદ આવ્યો, મામાની દીકરીઓની આપઘાતની ધમકી યાદ આવી.
મુનિએ વિચાર્યું, “હા, મારા કુરૂપના કારણે જ તે બધી ઘટનાઓ બની હતી. તો બસ, આ જીવનમાં તપ વગેરે કરીને અઢળક પુણ્ય પેદા કર્યું જ છે તો તેનો બદલો માંગી લઉં કે આવતા ભવે મને એવું રૂપ મળે કે સેંકડો નારીઓ મારા રૂપની પાછળ પાગલ બને.”
હાય ! મહામુનિએ આ શું કરી નાંખ્યું !
હાથી વેચીને ગધેડો ખરીદ્યો !
સંયમનું બાવનાચંદનનું વન જલાવી દઈને રાખ મેળવી ! આ ભૂતપૂર્વ નંદિષેણ મુનિ તે જ વસુદેવ !
વસુદેવ શૌર્યપુરમાંથી પલાયન
નગરમાં એ યથેચ્છ રીતે ફરતા અને તે વખતે નગરની સેંકડો નારીઓ ઘરકામ મૂકીને તેમને જોવા માટે દોડતી. ઘર ઘરના પુરુષો આ પરિસ્થિતિથી ચોંકી ઊઠ્યા. તેમણે મહારાજા સમુદ્રવિજયને ફરિયાદ કરીને વસુદેવના નગરવિહાર ઉપર પ્રતિબંધ મૂકી દેવાની વિનંતી કરી.
અને...તેમ જ થયું. મોટા ભાઈએ નાના ભાઈ વસુદેવને કહ્યું કે, “બહાર બહુ ફરવાથી તું શારીરિક રીતે દુર્બળ થઈ ગયો છે માટે હવે ઘરમાં જ રહે અને મલ્લકુસ્તી વગેરે દાવો ખેલીને સશક્ત થા.”
વસુદેવને આ વાતની પાછળ પડેલી ગંધ ન આવી. ખરેખર તો વસુદેવ નજરકેદ થઈ ગયા. એક વાર તેણે કોઈ દાસીને જરાક હેરાન કરી એટલે છંછેડાઈને તેણે કહ્યું, “હજીય તમે સીધા થયા નથી ? તમારા મોટાભાઈએ તમને નજરકેદ કરીને શું કર્યું ?”
આ સાંભળીને વસુદેવ ચમક્યા. દાસી પાસેથી વિગતવાર વાત જાણી ત્યારે ‘આ રીતે નજરકેદનું જીવન જીવવાનો શો અર્થ ?’ એમ વિચારીને વસુદેવ નગરમાંથી ચાલી નીકળ્યા. જતી વખતે ચિઠ્ઠી મૂકી, જેમાં લખ્યું હતું કે, “તમારો વસુદેવ ચિતામાં બળી મર્યો છે.”
આ ચિઠ્ઠી વાંચીને મહારાજા સમુદ્રવિજયને ખૂબ આઘાત લાગ્યો. માતા સુભદ્રા તો ઝૂરવા લાગી. અંતે પુત્રવિરહનો આઘાત ન જીરવાતાં મૃત્યુ પામી ગઈ.
આખા નગરમાં હાહાકાર મચી ગયો. પણ કાળને પસાર થતાં કેટલી વાર લાગે છે ! વર્ષોના વહાણાં વાઈ ગયા.
એકવાર કોઈ નૈમિત્તિક પાસે સમુદ્રવિજયે વસુદેવના જીવન સંબંધમાં પ્રશ્ન મૂક્યો. ઉત્તરમાં
જૈન મહાભારત ભાગ-૧
Page #84
--------------------------------------------------------------------------
________________
નૈમિત્તિકે કહ્યું કે, “વસુદેવ નિશ્ચિતપણે જીવતા છે.” આ સાંભળીને કુટુંબીજનોને ખૂબ આશ્વાસન મળ્યું.
સમુદ્રવિજય અને વસુદેવનું મિલન એકવાર રોહિણી નામની રાજકન્યાના સ્વયંવરમાં સમુદ્રવિજય ગયા હતા. ત્યાં છૂપા વેષે વસુદેવ પણ આવ્યા હતા. ત્યાં જે ઘટના બની તેમાં બે ભાઈઓનો ભેટો થયો. બંને ખૂબ પ્રેમથી ભેટ્યા. સમુદ્રવિજયે વસુદેવને ઘરે આવવા જણાવ્યું. તેણે કહ્યું કે, “મેં અનેક કન્યાઓ સાથે લગ્ન કર્યા છે. તે બધીયને લઈને હું આવીશ. હાલ આપ શૌર્યપુર પધારો.”
એક દિવસ તમામ સ્ત્રીઓ સાથે વિમાનમાં બેસીને વસુદેવ શૌર્યપુરમાં આવી ગયા. ભારે ઉલ્લાસથી રાજાએ તેમનો નગરપ્રવેશ કરાવ્યો.
હવે બે ભાઈઓ સુખચેનથી દિવસો પસાર કરી રહ્યા હતા.
એક દિવસ વસુદેવનો ભૂતપૂર્વ મિત્ર મથુરાધીશ કંસ શૌર્યપુર આવ્યો. પોતાના ઉપકારી વસુદેવની આગતાસ્વાગતા કરવાના શુભ હેતુથી તેમને મથુરા લઈ ગયો. ત્યાં કંસે પોતાના કાકા દેવકરાજની દીકરી અતિ રૂપવતી દેવકીના લગ્ન વસુદેવની સાથે કરાવ્યા.
ઉન્માદી જીવયશા અને અઇમુત્તા મુનિ આ લગ્નપ્રસંગ ચાલતો હતો તે વખતે કંસના સંસારીપણે ભાઈ-અતિમુક્તક મુનિ (અઈમુત્તા મુનિ) ગોચરી વહોરવા માટે આવી ચડ્યા. આ સમયે આનંદવિભોર બનેલી જીવયશાએ પુષ્કળ દારૂ પીધો હતો. તેના ઉન્માદમાં તે પાગલ જેવી બની ગઈ હતી. તે સ્થિતિમાં જીવયશા તેમની તરફ દોડી અને તેમને કહેવા લાગી, “ચાલો, દિયર ! આપણે બે નાચીએ. બહુ મજા આવશે.” આટલું કહીને જીવયશા મુનિને ગળે વળગી પડી અને પછી તેમને ખેંચવા લાગી.
મુનિ માટે આ સ્થિતિ અત્યંત અસહ્ય હતી. ઝાટકો મારીને તેમણે પોતાની જાતને છોડાવી લીધી.
મુનિ મહાજ્ઞાની હતા. તેમણે જ્ઞાનબળે કહ્યું : “ઓ જીવયશા ! તું જેના લગ્નમહોત્સવ નિમિત્તે આનંદવિભોર બની છે એ વસુદેવ અને દેવકીનો સાતમો પુત્ર તો તારા પતિ કંસની હત્યા કરનારો બનવાનો છે !” મુનિના આ વચનો સાંભળતાં જ જીવયશા હેબતાઈ ગઈ ! તેનો નશો એકદમ ઊતરી ગયો.
સુજન બનવા પાપભીતિ, પરલોકવૃત્તિ, મોક્ષલક્ષ કેળવો કેવો છે આ સંસાર ! નારી પણ દારૂપાન કરીને પાગલ બને, ઉન્માદમાં ચકચૂર બને ! હા, જયાં મોક્ષનું લક્ષ નહિ હોય, જયાં પરલોક સુધારવાની વૃત્તિ નહિ હોય, જયાં પાપોનો ડર નહિ હોય તે તમામ માણસો-નર કે નારી-ના જીવન સાતેય વ્યસનોથી ખદબદવા લાગે તેમાં કશી નવાઈ નથી.
માણસને સહજ રીતે “સુજન બનાવવા માટે પાપભીતિ, પરલોકવૃત્તિ અને મોક્ષનું લક્ષ કેળવવા સિવાય બીજો કોઈ રસ્તો જણાતો નથી. વર્તમાનકાળમાં આ ત્રણેય ગુણોને પશ્ચિમના ઝંઝાવાતી પવનમાં સાફ કરી દેવામાં આવ્યા છે. એનું પરિણામ અતિ ભયાનક આવ્યું છે.
રાજકારણમાં અન્યાય, અનીતિ, લાંચરુશ્વત, જૂઠ, વિશ્વાસઘાત કે સત્તાની કારમી લાલસા શા કારણે છે?
યુવાનોમાં અબ્રહ્મની વાસનાઓના પૂર તેની બધી ભયજનક સપાટીઓ કેમ વટાવી ગયા છે ?
જૈન મહાભારત ભાગ-૧
Page #85
--------------------------------------------------------------------------
________________
યુવતીઓએ ઝપાટાબંધ લજ્જાને અને શીલને કેમ તિલાંજલિ આપી છે ?
જૈન કે બ્રાહ્મણ વગેરે જેવા ઉચ્ચ ગણાતાં કુળોમાં મોટી સંખ્યામાં જીવયશાઓ કેમ પાકી છે ? ‘ફાઈવ સ્ટાર’ વગેરે અદ્યતન કક્ષાની હોટેલોની ખાનગી રૂમો ઉચ્ચકુળના નબીરાઓ દ્વારા મોટા પ્રમાણમાં કેમ ‘બુક’ થવા લાગી છે ?
સારા ઘરના કહેવાતાં સંતાનો ‘નોન-વેજ' કેમ બન્યા છે ? શરાબી કેમ થયા છે ? સેક્સી કેમ બન્યા છે ?
બધા સવાલનો એક જ જવાબ છે કે પાપભીતિ વગેરે પૂર્વોક્ત ગુણ-ત્રિપુટીનો કરવામાં આવેલો
નાશ.
પુણ્યના ઉદયકાળનો પણ એકવાર અંત આવવાનો છે.
બાંધેલાં પાપો એકવાર ભોગવ્યા વિના કોઈનો ય છૂટકો નથી.
આ બે વાત સહુએ બરોબર સમજી લેવી જોઈએ અને પુણ્યના ઉદયકાળમાં છકી જવાને બદલે સ્વસ્થ રહીને ધર્મધ્યાનમાં ખૂબ ઓતપ્રોત રહેવું જોઈએ.
જે વડીલો આવું જીવન નહિ સ્વીકારે તે વડીલો પોતે તો પાયમાલ થશે જ, પણ મોડર્ન પદ્ધતિનું જીવન જીવવાના સંસ્કારો સંતાનોને દઈને તેમના જીવનની પણ પાયમાલી કરશે.
મુનિની મોટી ભૂલે મહા-અનર્થ જીવયશા ઉન્માર્ગે ચડી હતી. પણ અફસોસ ! પેલા અતિમુક્ત મુનિ પણ કેવા ભાવાવેશમાં આવી ગયા ? અને કંસહત્યાની (ભાવી) આગાહી કરી નાંખી ? શું આ રીતે કહી દેવું એ મુનિ માટે ઉચિત ખરું ? ના, નહિ જ.
ભિક્ષા લેવા નીકળેલા મુનિએ આવી માથાકૂટોમાં કદી પડવું ન જોઈએ. પણ જે બની ગયું તે બની ગયું. કોઈ નિશ્ચિત ભવિતવ્યતાએ જ આવા મહામુનિ પાસે એવું બોલાવી દીધું, જેના પ્રત્યાઘાતો ખૂબ જાલીમ આવ્યા.
પેલા મુનિ યાદ આવે છે, જેમને સ્ત્રીએ પૂછ્યું કે, “બાર વર્ષથી પરદેશ ગયેલા મારા પતિ ઘરે ક્યારે આવશે ?’
મુનિથી કહેવાઈ ગયું, “આજે જ સાંજે.”
પતિને વહાલથી વધાવવા માટે સોળ શણગાર સજીને નારી તૈયાર થઈ. પતિ આવ્યો પણ પત્નીના શણગાર સજવા પાછળ તેના શીલમાં શંકા પડી ગઈ. પત્નીએ સઘળો ખુલાસો કર્યો ત્યારે તે મુનિના જ્ઞાનબળની કસોટી કરવા માટે મુનિ પાસે જઈને સવાલ કર્યો કે, “મારી સગર્ભા ઘોડીના પેટમાં શું છે ?”
મુનિએ કહ્યું, “બે બચ્ચાં.”
આ વિધાનની સત્યતા નક્કી કરવા માટે ઘરે જતાંવેંત તે પુરુષે ઘોડીનું પેટ તલવારના ઝાટકે ચીરી નાંખ્યું. ત્રણ જીવો ખતમ થઈ ગયા.
‘આ હિંસામાં પોતે નિમિત્ત બની છે’ એ જાણીને આઘાતથી પેલી બાઈએ ફાંસો ખાધો અને તે પછી મુનિએ અનશન કરીને જીવનનો અંત આણ્યો.
ઉતાવળે બોલી જવાની મુનિની ભૂલનું પરિણામ; પાંચ હત્યા.
જીવયશા પાસેથી કંસે પોતાના મરણની આગાહી જાણી. તેને ભારે વિહ્વળતા પેદા થઈ. બીજા જ દિવસે તેણે વસુદેવ પાસેથી ખાતરી મેળવી લીધી કે તે તેના સાતેય સંતાનોને
જૈન મહાભારત ભાગ-૧
Page #86
--------------------------------------------------------------------------
________________
લાલનપાલન કરવા માટે કંસને સોંપશે.
અરે ! લાલનપાલન માટે કે ખૂન માટે ?
ધર્મના નામે ઘોર અધર્મ
ધર્મના વાઘામાં કેવો અધર્મ !
અપેક્ષાએ એમ કહી શકાય કે અધર્મનું આચરણ કરવામાં ધર્મનો આડંબર જેટલો સફળ નીવડે છે તેટલું બીજું કોઈ સફળ થતું નથી.
ધર્મના વાધામાં આચરાતો અધર્મ જ્યારે પકડાઈ જાય છે ત્યારે ધર્મ પ્રત્યે નફરત થતાં જરાય વાર લાગતી નથી. આજની નવી પેઢીમાં અધર્મનો વ્યાપ થવામાં આ પણ એક કારણ હોઈ શકે.
કેટલાક વડીલો ખૂબ ધર્મ કરતા હોય અને એ ધાર્મિકતાના દેખાવ નીચે જ પોતાના વેપા૨
રોજગાર વગેરેમાં ન કરવા જેવા કામ કરી લેતા હોય. એ જાણીને નવી પેઢીના સંતાનોના હૈયેથી ધિક્કારની સેર વછૂટી જાય છે. તેમને ધર્મ તરફ જ ધિક્કાર પેદા થઈ જાય છે. ખરેખર તો તેમને તેવી વ્યક્તિઓ પ્રત્યે નફરત થવી જોઈએ પરન્તુ તેવો વિવેક તેમનામાં હોતો નથી. કદાચ તેવી વિવેકબુદ્ધિ હોય તો પણ તેનો ઉપયોગ તેઓ કરવા માંગતા નથી, કેમકે તેમના ભોગરસોના પોષણમાં દાન, શીલ, તપ, સંયમ વગેરે ધર્મો જ આડા આવતા હોવાથી.
આમેય તેઓ ધર્મને ચાહતા હોતા તો નથી જ, એમાં વળી ધાર્મિક દેખાતા વડીલોની ભીતરી દુનિયા તેમની નજરમાં આવી જાય પછી પૂછવું જ શું ! તેઓ બધો દોષ ધર્મ ઉપર નાંખી દઈને જાહેર કરે છે કે, “આવા ધર્મીઓ કરતાં તો અમે ધરમ નહિ કરનારા ઘણા સારા છીએ.”
તપસ્વિની માતાનો ક્રોધ જોઈને ક્રોધને જ તિરસ્કારવો જોઈએ કે તેના તપને ધિક્કારી દેવાય ? ધર્મિષ્ઠ પિતાની વેપારમાં કાતીલ અનીતિ જોવા મળે ત્યારે તે અનીતિ જ વખોડવાલાયક છે કે તેમનો ધર્મ ?
આ તો માખીને ઉડાડવાને બદલે રાજાને જ મારી નાંખવા જેવું થયું. ખુલ્લી તલવાર લઈને સૂતેલા રાજા પાસે બેઠેલા અબૂઝ છોકરાએ તલવારથી માખી ઉડાડવા છતાં વારંવાર રાજાની છાતી ઉપર બેસવા લાગી એટલે ગુસ્સે ભરાઈને તે છોકરાએ માખી ઉપર તલવાર ઝીંકી. માખી ઊડી ગઈ અને રાજા કપાઈ ગયો.
આવું જ કંઈક આજની નવી પેઢી કરી રહી નથી શું ?
બાળકોના લાલન-પાલનના સુંવાળા નામે કંસે વસુદેવ પાસેથી દેવકીના પહેલાં સાત સંતાનો આપવાનું વચન મેળવી લીધું. બિચારા ભોળા વસુદેવ !
મૃત્યુનો ભય ઃ કારમું દુઃખ
મોતનો ભય કેવો કાતીલ હોય છે !
જેણે એશિયાની ધરતી ઉપર જ એશિયનોને પરસ્પર લડાવી મારીને ખતમ કરી દેવાની ક્રૂર યોજના જાહેર કરી હતી તે ડલેસને જ્યારે કૅન્સર થયું ત્યારે સાવ ‘બિચારો’ બની ગયો હતો. કૅન્સર મટાડનારને એક લાખ ડૉલરના ઇનામની જાહેરાત કરી હતી.
રૂપગર્વિતા મેરેલિન મનરો પોતાના જીવનના ચોથા જ દસકામાંથી હજી તો પસાર થતી હતી ત્યાં તેણે ગાલ ઉપરની ચામડીમાં સહેજ કરચલી વળેલી જોઈ અને તે તેમાં મૃત્યુના ઓળા દેખવા લાગી. તેને આઘાત લાગી ગયો !
હિન્દુસ્તાનની ધરતી ઉપર ધસી આવીને આંધળી લૂંટો ચલાવી ચૂકેલા મહમદને જ્યારે મોત
જૈન મહાભારત ભાગ-૧
Page #87
--------------------------------------------------------------------------
________________
દેખાયું ત્યારે તે લગભગ પાગલ થઈ ગયો હતો. રોજ અબજો રૂપિયાનું ધન મેદાનમાં ગોઠવાવતો, હરમમાંથી રૂપસુંદરીઓને બહાર લાવતો અને તે બધા તરફ બે હાથ લાંબો કરીને વાચા ગુમાવી બેઠેલો તે પાગલ માત્ર સંકેતમાં કહેતો કે, “શું આ બધું મારે હવે છોડી જવાનું છે ? યા ખુદા... યા ખુદા..!”
લાખો યહૂદી વગેરેને ઘાતકી રીતે મોતને ઘાટ ઉતારી દેતો હિટલર પોતે મરી ન જાય તે માટે અસલ પોતાના જેવા અનેક હિટલરોની સાથે ફરતો. પોતાની આગળ-પાછળની મોટરોમાં નકલી હિટલરોને રાખતો. શયનખંડની પત્ની બનીને પોતાનું ખૂન કરી બેસે તો ? એ ભયથી તેણે દસ વર્ષની પ્રેયસી સાથે પણ લગ્ન તો ન જ કર્યું. જયારે તેને તેનું મોત નજીકમાં નક્કી જણાયું ત્યારે બાર કલાક પૂર્વે જ તે પ્રેયસી ઇવા સાથે પરણ્યો. ' અરે ઈસુ ખ્રિસ્ત પણ ક્રોસ ઉપર લટકતાં એકદમ બેચેન બની ગયેલા. તેમણે કહ્યું, “હે પ્રભુ ! તું આ શું કરે છે ? તું તારા જ પુત્રને સજા ફટકારે છે ? જેવી તારી મરજી !”
ક્યારેય મરવું ન પડે તે માટે ગાયકવાડનરેશ રોજ સવાસો રૂપિયાનું ઇજેક્શન લેતા હતા. અને તો ય સાંભળવા મુજબ છેલ્લે છેલ્લે ભયંકર દુર્ગધ વછૂટતા શરીરે રિબાઈ રિબાઈને, એક ખંડમાં એકલા પડી રહીને મર્યા.
મરવાનો ભય જૈનને હોય નહિ. જૈન તે, જેને જનમવાનો ભય સતત રહેતો હોય.
માટે જ ગૂર્જરેશ્વર કુમારપાળ સામે ગોઠવાયેલું પડ્યુંત્ર સફળ થયું ત્યારે આનંદથી ગૂર્જરેશ્વર બોલી ઊઠ્યા હતા, “અરોન Mા સન્ હું મોત માટે ય સપ્રેમ તૈયાર છું.”
દેવકી-પુત્રોના નામે સુભદ્રા-સંતાનોનો વધ દેવકીને ક્રમશઃ છ પુત્રો થયા. કંસે તેમને લઈ લીધા અને મારી નાંખ્યા. વસુદેવને આ વાતની કશી ખબર ન પડી પરંતુ ગમે તે રીતે પ્રજાજનોમાં આ વાત ફેલાઈ ગઈ હતી. અંતે વસુદેવ અને દેવકીના કાને આ વાત આવી. બન્નેને ભારે આઘાત લાગ્યો.
ના, ખરેખર તો દેવકીના છ યે પુત્રો સુરક્ષિત હતા. તો કંસે કોને મારી નાંખ્યા ? એનો જવાબ આ રહ્યો.
ભદ્રિલપુર નગરમાં રહેતા નાગશ્રેષ્ઠીની પત્ની સુલસાએ કુમારિકા અવસ્થામાં જ કોઈ નૈમિત્તિક પાસેથી જાણેલું કે તે ભવિષ્યમાં મરેલાં જન્મનારા સંતાનો જ પામશે. આથી તેણીએ હરિર્ઝેગમેષી નામના દેવની આરાધના કરી. દેવે તેને કહ્યું કે, “તારા નસીબમાં મરેલાં જ સંતાનોની પ્રસૂતિ છે. તેને હું મિથ્યા કરી શકું તેમ નથી. પરંતુ હું એક કામ કરી શકું તેમ છું. - હાલમાં દેવકીના પુત્રોને કંસ મારી નાંખવાના સંકલ્પવાળો બન્યો છે. દેવકી પ્રથમ પુત્રની પ્રસૂતિ કરવાની તૈયારીમાં છે. તારી પણ તે જ સ્થિતિ છે. મારા દૈવી પ્રભાવથી આમ તમે બંને ગર્ભના સરખા કાળની સ્થિતિમાં જ રહો અને ભવિષ્યમાં પણ તમારા બંનેની આવી સરખી જ સ્થિતિ છ પ્રસૂતિ સુધી રહે તેમ હું કરીશ. તારા મરેલાં જન્મનારા બાળકોને જન્મતાંની સાથે જ દેવકી પાસે મૂકી દઈને દેવકીના બાળકોને જન્મતાંની સાથે તારી પાસે મૂકી દઈશ. આમ તું છ બાળકોને રમાડતી માતા જરૂર બની શકીશ. વળી આની સામે કેસ દ્વારા દેવકીના છ બાળકોની થનારી સંભવિત હત્યાનું પણ નિવારણ થશે.”
જૈન મહાભારત ભાગ-૧
Page #88
--------------------------------------------------------------------------
________________
હરિર્ઝેગોષીએ તેમ જ કર્યું. દેવકી પાસે મુકાઈ જતાં મરેલાં બાળકોને મારી નાંખવાની ચેષ્ટા કરતો કંસ ભ્રમમાં જ રહી ગયો.
આ હકીકતની દેવકી કે વસુદેવને પણ તે વખતે ખબર ન પડી. એની જાણ મહાભારતના યુદ્ધ પછી ઘણા સમય બાદ પરમાત્મા નેમિનાથસ્વામીજી પાસેથી દેવકીને થઈ હતી.
પૂર્વભવમાં દેવકીના આત્માએ પોતાની શોક્યના સાત રત્નોની ચોરી કરી હતી. તેમાંથી તેણે એક જ રત્ન શોક્યને પાછું આપ્યું હતું. આ કારણે એ આત્માને દેવકીના ભાવમાં પોતાના જ છે પુત્રોને લાલનપાલન કરવા ન મળ્યું અને એક જ કુષ્ણની આરાધના દ્વારા દેવકૃપાથી મળેલ ગજસુકુમાળને તે રમાડી શકી, જેણે પણ ભરયૌવનમાં દીક્ષા લઈને મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. હવે મૂળ કથા ઉપર આવીએ.
દેવકીના સાતમા પુત્ર શ્રીકૃષ્ણનો જન્મ દેવકીને પુનઃ સાતમો ગર્ભ રહ્યો. તે વખતે તેને સાત મહાસ્વપ્નો આવ્યા. સ્વપ્નો જાણીને વસુદેવે કહ્યું કે આ બાળક અર્ધભરતેશ્વર થશે.
દેવકીએ કહ્યું કે હવે આ બાળક તે કદી પણ કંસને આપવા દેશે નહિ. છતાં જો તેમ કરવાની ફરજ પડશે તો તે આપઘાત કરીને મૃત્યુ પામશે.
વસુદેવે કહ્યું, “આપણા છ યે સંતાનોની કંસે હત્યા કરી છે એ જાણ્યા પછી તો હું પણ આ મહાપુણ્યશાળી સંતાન તેને કેમ આપું? એ કદાપિ નહિ બને. તું એકદમ નિશ્ચિત થઈ જા. મથુરાના ગોકુળનો રાજા નંદ મારો ખાસ મિત્ર છે. હું જાતે આ બાળકને તેની પાસે મૂકી આવીશ.”
અને. શ્રાવણ વદ આઠમના દિવસે દેવકીએ મહાપુણ્યવાન પુત્રને જન્મ આપ્યો. દેવકીનું આ સાતમું સંતાન હતું એટલે તેને મેળવી લેવા માટે કંસે જન્મ થતાં પહેલાં જ મહેલની ચારે બાજુ સખ્ત ચોકીપહેરો ગોઠવી દીધો હતો. પરંતુ આ સંતાનના આત્માના પૂર્વભવના મિત્ર દેવોએ પોતાના દિવ્યબળથી ચોકીદારોને ઘસઘસાટ ઊંઘાડી દીધા. વસુદેવ જાતે તે બાળકને લઈને ત્યાંથી નીકળી ગયા. બાળકના જ પુણ્યપ્રભાવે વસુદેવ યમુના નદીને પાર કરી ગયા. ગોકુળમાં પહોંચીને નંદ અને યશોદાને તે બાળક સોંપી દીધું. યોગાનુયોગ તે જ વખતે યશોદાએ બાળકીને જન્મ આપ્યો હતો. તેને લઈને વસુદેવ પાછા ફર્યા. દેવકીની બાજુમાં તે બાળકી મૂકી દીધી.
જગતમાં ચાલતી ક્રૂર કલ્લેઆમ બાળકીના રુદનથી ચોકીદારો જાગી ગયા. તેમણે કંસને પુત્રી- જન્મના સમાચાર આપ્યા. કંસે ત્યાં આવીને કન્યાને જોતાં વિચાર કર્યો કે, “મોટા મર્દ રાજાઓ મારા ચરણો ચૂમે છે ત્યાં આ સાતમું કન્યાસંતાન મારી હત્યા કરે એ વાતમાં શા માલ છે? પેલા મુનિ સાવ બુદ્ધિભ્રષ્ટ હોવા જોઈએ જેણે આ સંતાન દ્વારા મારી હત્યાની આગાહી કરી હતી.”
કંસે તે કન્યાને મારી નાંખવાને બદલે તેનું નાક કાપી લીધું અને તે કન્યા દેવકીને પાછી સોંપી દીધી.
કંસ કેટલો ક્રૂર હશે કે એણે તાજા જન્મેલાં જીવતાં દેખાતાં બાળકોને રહેંસી નાંખ્યા ! શું આટલી બધી ક્રૂરતા માનવમાં હોઈ શકે ખરી ? રે! ક્રૂરતાની શું વાત કરું ! જેના વ્હાલા પુત્રનું એક હડકાયા કૂતરાના કરડવાથી મૃત્યુ થઈ ગયું તેના ક્રોધમાં પરદેશી
જૈન મહાભારત ભાગ-૧
Page #89
--------------------------------------------------------------------------
________________
પિતાએ કરેલા વીલમાં પચાસ હજાર ડૉલરના વ્યાજમાંથી પુત્રના જન્મદિવસે કૂતરા ખરીદીને “શૂટ’ કરવાની જોગવાઈ કરી !
દિલ્હીના નગરમાર્ગે ફરનારી પોતાની શોભા માટે નાદિરશાહે હિન્દુઓના દસ હજાર માસૂમ બાળકોને મારી નંખાવીને તેમના માથાંઓ ઠેર ઠેર તોરણોમાં લટકાવ્યા.
હિટલરના માઈલાઈના હત્યાકાંડો, ધવડાવતી વેળા જ કાપી નાંખેલાં માતાઓના સ્તનો અને નારીઓ ઉપર ગુજારેલા ઉપરાઉપરી દસથી પંદર નરરાક્ષસોના બલાત્કારો, ગોરા અમેરિકનોના વિયેટનામની પ્રજા ઉપરના કાળાં કરતતો, યુગાન્ડાના ઈદી અમીન દ્વારા તે જ દેશના લાખો માણસોની ચલાવેલી નિર્દય કતલો, કાંપુચિયાના સરમુખત્યારની દેશના પચાસ લાખ લોકોની કારમી હત્યા, પાકિસ્તાનના યાહ્યાખાનની પોતાના જ જાતભાઈ ત્રીસ લાખ મુસ્લિમોની બંગલાવિભાજન વખતની કતલ, અકબરનું (મેવાડમાં) કે સમ્રાટ અશોકનું (કલિંગમાં) યુદ્ધના સમયોનું ક્રૂર અને અમાનુષ પાગલપન તથા પૂર્વકાલીન ક્ષત્રિય રાજવીઓની પશુઓના શિકારની ખુન્નસભરી મસ્તી વગેરે વગેરે ક્રૂરતાઓને અહીં નોંધતાં ય કંપારી છૂટી જાય છે. ' અરે સુધરેલાં અને ધાર્મિક કહેવાતાં કુટુંબોમાં મોજશોખમાં અવરોધ(!)રૂપ થતાં હોવાથી બાળકોને ગર્ભમાં જ મારી નાંખવાની જે પિશાચ-લીલા નારીઓમાં ચાલી પડી છે તે ય કેટલી ઘાતકી દશા છે !
હાય! શેતાન પણ માસૂમ બાળકોના ગર્ભમાં જ માતા વડે (કે ડાકણ વડે ?) કરી દેવાતા કકડેકકડા જોઈને કદાચ શરમાઈ જતો હશે ! તે મનોમન બોલતો હશે કે આટલો નીચ’ તો હું ક્યારેય બની શક્યો નથી.
દર વર્ષે માત્ર ભારતમાં ચાલીસ લાખ ગર્ભહત્યા થાય છે !
અને પેલું વડીલોની માવજતના ત્રાસમાંથી છૂટવા માટે વડીલોને જ જીવનમાંથી છૂટા કરી દેનારું અનુકમ્પાપ્રેરિત (!) મૃત્યુ ! હાય, ઉપકારી માબાપોને ય મારી નાંખવા સુધીની સુધરેલી (!) ક્રૂરતા !
હવે જ્યાં માબાપો અને સંતાનોને મારી નંખાતા હોય ત્યાં કતલખાનાનાં ઢોરો, દરિયાની માછલીઓ કે મરઘીના બચ્ચાંઓને જિવાડવાની વાત તો સાંભળવાની ય કોની તૈયારી હોય !
કંસ-વધની શ્રીકૃષ્ણની પ્રતિજ્ઞા ગોકુળરાજ નંદે વર્ષે કાળો હોવાથી દેવકીપુત્રનું “કૃષ્ણ” નામ પાડ્યું.
જેમ જેમ કૃષ્ણ મોટો થતો ગયો તેમ તેમ તેના પરાક્રમો વધતા ગયા, સહુને તેનું આકર્ષણ વધતું ગયું. અને ગોકુળની ગોપીઓ તો ઘેલી બનવા લાગી. કૃષ્ણની હાજરીમાં જ તેમના પ્રાણ હૈયે ધબકતા રહેતા. તે ગેરહાજર થતો કે સહુ સૂનમૂન થઈ જતા.
કૃષ્ણના વધતા જતા પરાક્રમાદિની ફેલાતી કીર્તિ સાંભળીને વસુદેવને ચિંતા થઈ કે રખે કંસ એનું કાટલું કાઢી નાંખે ! આથી તેમણે કૃષ્ણના સાવકા મોટાભાઈ બળદેવને કૃષ્ણની રક્ષા કાજે ગોકુળ મોકલી આપ્યો. બળદેવની અનેક વિશેષતાઓને લીધે કૃષ્ણને તેની સાથે ભારે મૈત્રી જામી.
બળદેવ યુદ્ધાદિની અનેક વિદ્યાઓમાં પ્રવીણ હતો એટલે તેણે કૃષ્ણને ઘણી સારી તાલીમ આપી. આમ બળદેવ કૃષ્ણના વિદ્યાગુરુ બનીને પણ ખૂબ આદરણીય બન્યા.
આ દરમિયાન એક એવો પ્રસંગ આવી પડ્યો જેના નિમિત્તે બળદેવે કૃષ્ણને તેનું કૂળ, તેના સાચા માતપિતા અને પોતાનું તેની સાથેનું ઓરમાન) ભાઈ તરીકેનું સગપણ વગેરે જણાવ્યા.
જૈન મહાભારત ભાગ-૧
Page #90
--------------------------------------------------------------------------
________________
આ બધું કહેવા સાથે કંસે મારી નાંખેલા છ ભાઈઓની વાત અને તેનાથી દૂર રાખવા માટે જ ગોકુળમાં તેનો નિવાસ વગેરે વાતો પણ કરી.
આ બધું સાંભળીને કૃષ્ણ તો ખૂબ ચકિત થઈ ગયો. એને ઘાતકી કંસ ઉપર ભારે રોષ ચડ્યો. તે જ વખતે કૃષ્ણ કંસનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી.
જ્યોતિષીની ભવિષ્યવાણી આ બાજુ સમુદ્રવિજય રાજાની મહારાણી શિવાદેવીએ શ્રાવણ સુદ પાંચમના દિવસે બાવીસમા ભાવી તીર્થકર શ્રીનેમનાથ પ્રભુને જન્મ આપ્યો.
એ કૃપાલુના આત્માના જન્મ નિમિત્તે મહોત્સવ મંડાયો. તેમાં ઉપસ્થિત થયેલા અનેક રાજવીઓમાં કંસ પણ એક હતો.
દેવકીના સાતમા સંતાન તરીકે જાણીને જે કન્યાનું નાક કાપી લીધું હતું તે કન્યાને તેણે જોઈ. વળી તેને પેલા મુનિના શબ્દો યાદ આવ્યા, “દેવકીનું સાતમું સંતાન તારી હત્યા કરશે.”
જોષીએ કહ્યું, “રાજન્ ! દેવકીનું સાતમું સંતાન પુત્ર છે અને તે ચોક્કસપણે આ ધરતી ઉપર ક્યાંક જીવે છે. તેનું સ્થળ હું જાણી શકતો નથી પરંતુ તે સંતાન અતિશય પરાક્રમી છે. એટલે કેટલીક પરીક્ષાઓ દ્વારા તમે એને જાણી શકો ખરા.
મારો ખ્યાલ એવો છે કે આપનો અરિષ્ટ નામનો જે મહાબલિષ્ઠ બળદ છે અને કેશી નામનો જે અતિ તોફાની ઘોડો છે તેને આપ છૂટા મૂકી દો. તેમને જે હણે કે કબજામાં લે તેને આપ આપના હત્યારા તરીકે નક્કી સમજી લેજો .
આપની પાસે સારંગ નામનું ધનુષ્ય છે તેને જે ચડાવે અથવા માતંગ અને પદ્મોત્તર નામના બે હાથીઓને જે મારી શકે અથવા કાલીય નામના નાગનું જે દમન કરે તે આપના ભાવી હત્યારા સિવાય બીજું કોઈ નહિ હોય.”
જોષીની વાત સાંભળીને કંસે ક્રમશઃ બધા ટૂચકા કર્યા અને કૃષ્ણ તથા બલરામ તે તમામ પ્રસંગોમાં વિજય પામતા ગયા,
બળદેવ પાસેથી કૃષ્ણ કંસનો સઘળો ભૂતકાળ જાણી લીધો હતો એટલે કંસને સખ્ત સજા કરવા માટે તેના હાથ સળવળતા હતા.
કૃષ્ણ દ્વારા ચાણૂર અને કંસનો વધા એક વાર તે બંને અનેક મિત્રો સાથે મથુરા ગયા. કંસને તે વાતની ખબર પડતાં તેમની સામે પક્વોત્તર અને માતંગ નામના બે હાથીઓ છોડી મૂક્યા પણ બે ભાઈઓએ તે બે ય હાથીઓને ખતમ કર્યા.
ત્યારબાદ તેમણે કંસની રાજસભામાં પ્રવેશ કર્યો. યથાસ્થાને તેઓ બેઠા. કંસની નજરમાં કૃષ્ણ આવી ગયો. તેને અતિશય ક્રોધ ચડ્યો. મહારાજા સમુદ્રવિજય વગેરેએ કૃષ્ણને જોયો. કૃષ્ણનું અપાર સૌંદર્ય જોઈને સહુની આંખો ઠરી ગઈ. સહુ ખૂબ પ્રસન્નતા અનુભવવા લાગ્યા. અનેકોને કૃષ્ણદર્શને પોતાનો જન્મારો સફળ થતો જણાયો.
કંસે ઊભા થઈને કહ્યું, “આ તે કૃષ્ણ છે જેના માટે આગાહી થઈ ચૂકી છે કે તે મારી હત્યા કરવાનો છે. આ વાતથી તેના પિતા વસુદેવ પૂરા જાણકાર છે છતાં તેમણે તેને ગુપ્ત રીતે જીવતો કેમ રાખ્યો છે તે મને સમજાતું નથી. પણ હવે હું જોઈ લઈશ. મારા ચાણૂર અને મુષ્ટિક નામના
જૈન મહાભારત ભાગ-૧
Page #91
--------------------------------------------------------------------------
________________
બે મલ્લો જ તેને પૂરો કરી દેવા માટે સમર્થ છે. તેણે તેમની સાથે મલ્લકુસ્તી કરવી પડશે.”
કૃષ્ણ અને બળદેવ તરત ઊભા થયા. ધરતી ધ્રુજાવતા આવતા બે ય મલ્લોનો તેમણે મુકાબલો કર્યો. બે ય મલ્લને પૂરા કરી નાંખ્યા.
ત્યારબાદ કૃષ્ણ કંસ તરફ વળ્યો. સિંહાસન પાસે પહોંચતાં સુધીમાં તો કંસને ઘણું કહી નાંખ્યું. સિંહાસન પાસે જતાંવેત તેણે કંસના મુગટ ઉપર જોરથી લાત મારીને મુગટ ઉડાવી દીધો. પછી કંસના વાળ પકડીને તેને ધરતી ઉપર પટકી નાંખ્યો. તેની છાતીમાં જોરથી લાત મારતાંની સાથે જ કિંસના પ્રાણ નીકળી ગયા.
બહુ જ થોડીવારમાં બધું બની ગયું. કંસે અગમચેતી વાપરીને પોતાના સસરા જરાસંઘનું જે સૈન્ય તૈયાર રાખ્યું હતું તે આ પરિસ્થિતિ ઉદ્ભવતાં ધસી આવ્યું પણ મહારાજા સમુદ્રવિજયના સજ્જ સૈન્ય તેનો પૂરી તાકાતથી મુકાબલો કરીને ભગાડી મૂક્યું. કૃષ્ણ કંસના શબને ઊંચકીને સભામંડપની બહાર ફેંકી દીધું.
દેવકૃત દ્વારિકામાં શ્રીકૃષ્ણાદિનો નિવાસ મથુરાના રાજા તરીકે કંસના પિતા ઉગ્રસેનને પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા.
સારંગ ધનુષ્ય ઉપાડવા દ્વારા કૃષ્ણને જે સ્વયંવરા સત્યભામા વરી ચૂકી હતી તેના હવે વિધિવત્ લગ્ન થયા.
પતિના મૃત્યુથી અકળાઈ જઈને જીવયશા પિતા જરાસંઘ પાસે ગઈ. તેને સઘળી વાત કરીને ખૂબ ઉશ્કેર્યો. બેશક, જરાસંઘ મહાબલિષ્ઠ રાજા હતો એટલે તેની સામે બેદરકાર રહેવું કોઈને માટે યોગ્ય ન હતું એટલે રાજા ઉગ્રસેને યાદવોનું વિરાટ સંગઠન ઊભું કર્યું.
જરાસંઘ જેવા અતિ પ્રબળ રાજા સામે હવે યુદ્ધ જવું કે નહિ તે અંગે યાદવાગ્રણીઓએ પોતાના બહુશ્રુત જોષી ક્રૌષ્ટ્રકીની સલાહ લીધી.
તેણે કહ્યું : “તમારા કૃષ્ણ અને બળદેવના હાથે જ જરાસંઘનો નાશ થનાર છે પણ તે સમયને હજી ઘણી વાર છે. હાલ તમે યુદ્ધ કરવાનું સાહસ ન કરો. એ કરતાં જરાસંઘના ભયથી મુક્ત થવા માટે પશ્ચિમ દિશાના સમુદ્રકિનારાના ક્ષેત્ર ઉપર નગરી વસાવીને રહો. ત્યાં સત્યભામા બે પુત્રોને જન્મ આપશે.”
જોષીની વાતનો સ્વીકાર કરીને મહારાજા સમુદ્રવિજય યાદવોનો મોટો રસાલો લઈને ત્યાં ગયા. અટ્ટમનું તપ કરીને કૃષ્ણ દેવ-સહાય મેળવી. દેવે રાતોરાત ઉત્તમ સ્થળમાં દ્વારિકા નગરી ઊભી કરી. તેણે કૃષ્ણને પાંચજન્ય શંખ અને કૌસ્તુભ મણિ આપ્યો. કાર્ય પૂરું કરીને દેવ વિદાય થયો.
દ્વારિકામાં યાદવો આનંદથી રહેવા લાગ્યા. કેટલોક સમય પસાર થયો ત્યાં હસ્તિનાપુરથી આવેલા દૂત મહારાજા સમુદ્રવિજયને તેમની બેન કુન્તીને પ્રથમ પુત્રના જન્મની વાતની વધામણી આપી. કુન્તીને આપવાની ઘણી ભેટો સાથે મહારાજાએ દૂતને હસ્તિનાપુર વિદાય કર્યો.
પુણ્યોદયનો ધર્મારાધના દ્વારા સદુપયોગ જેની પાસે પુણ્યનો પ્રબળ ઉદય છે તેને રાતોરાત આખી નગરી ઊભી થાય છે અને તે કામ પણ દેવ આવીને કરી જાય છે. જેની પાસે પુષ્ય નથી એ બિચારો ઢોર પુરુષાર્થ કરીને તૂટી જાય તો એકાદ ખોરડું પણ ઊભું કરી શકે નહિ.
જૈન મહાભારત ભાગ-૧
Page #92
--------------------------------------------------------------------------
________________
પુણ્યનો ઉદયકાળ સાંસારિક ભોગો માટે જેમ ખૂબ અનુકૂળ ગણાય છે તેમ આત્મકલ્યાણની આરાધનામાં પણ સહાયક બની શકે છે.
પુણ્યના ઉદયમાં જ સદ્ગુરુ, સારું આરોગ્ય વગેરે મળે ને ? તે મળે તો જ સુંદ૨ ધર્મધ્યાન થઈ શકે ને ? માટે પુણ્યોદયના સમયને સંસારના ભોગસુખો ખાતર વેડફી ન નાંખતાં ધર્મધ્યાનમાં
એકરસ બનીને તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરી લેવો જોઈએ.
જૈન મહાભારત ભાગ-૧
Page #93
--------------------------------------------------------------------------
________________
૧૬
ઈર્ષ્યાના ઝેરી બીજ
એક દિવસની વાત છે.
ભીષ્મ વગેરેની ઉપસ્થિતિમાં ધૃતરાષ્ટ્ર જોષીઓને બોલાવ્યા. પોતાના અને પાંડુના પુત્રોમાં રાજા કોણ બનશે ? તે સવાલ પૂછ્યો. જોષીઓએ કહ્યું, “તમામ પુત્રોમાં જે જ્યેષ્ઠ છે તે યુધિષ્ઠિર રાજા થશે અને તે સર્વશ્રેષ્ઠ રાજા તરીકેની ખ્યાતિ પામશે.”
ફરી ધૃતરાષ્ટ્રે સવાલ કર્યો, “મારો જ્યેષ્ઠ પુત્ર દુર્યોધન રાજા થશે ખરો ?”
દુર્યોધન કૌરવકુળનો નાશક થશે
આ સવાલ પૂછ્યો કે આસપાસથી અમંગળના સૂચક રુદન વગેરેના અવાજો આવવા લાગ્યા. આકાશમાં ધૂળની ડમરી ઊડવા લાગી. આવા બધા અમંગળોને વિશિષ્ટ કોટિનો સંકેત સમજીને મહાજ્ઞાની જોષીઓએ જે કડવી વાત કહેવી હતી તે વાત ધૃતરાષ્ટ્ર તરફ જોઈને ન કહેતાં વિદુરને કહેવાની શરૂ કરી.
તેમણે કહ્યું, “દુર્યોધન પ્રજાજનોમાં ‘મહાન રાજા' તરીકેની ખ્યાતિ તો એકવાર જરૂર પામશે, પરન્તુ તેના નિમિત્તે કૌરવકુળનો અને લાખો માનવોનો સંહાર થઈ જશે.’’
આ સાંભળીને ઉપસ્થિત ભીષ્મ વગેરે તમામ વડીલો ધ્રૂજી ઊઠ્યા.
એ સમયે વિદુરે ધૃતરાષ્ટ્રને કહ્યું, “મોટાભાઈ ! જો દુર્યોધન કુળઘાતક જ પાકવાનો હોય તો બહેતર છે કે આજે જ તેનો નાશ કરી દેવામાં આવે. એકના જીવન માટે લાખોનો નાશ કરવા કરતાં લાખોના જીવન ખાતર અને કૌરવકુળની રક્ષા ખાતર એકને ખતમ કરવો પડે તેમાં કશો વાંધો લેવો ન જોઈએ.’’
ધ
અને સંસ્કૃતિ
કાજે વ્યકિત આદિનુ બલિદાન અનિવાર્ય વિદુરની વાત ખૂબ જ વિચારણીય હતી. જે મહાન હોય તેની રક્ષા ખાતર બીજાઓએ પોતાનું બલિદાન આપવું પણ પડે.
પુણ્યવાન વ્યક્તિ ખાતર અનેક લોકો પોતાનું બલિદાન આપે, પરન્તુ એ પુણ્યવાન વ્યક્તિ કરતાં ય રાષ્ટ્ર ઘણું મહાન છે. તેવા રાષ્ટ્રની રક્ષા ખાતર તે પુણ્યવાન વ્યક્તિઓએ પણ બલિદાન દેવું પડે. કેટલાય બત્રીસલક્ષણા યુવાનોએ દેશ ખાતર પોતાના જાન કુરબાન કર્યા નથી ?
પણ દેશ કરતાં ય તેની પ્રજા મહાન છે. પ્રજાના સુખશાન્તિનો ભોગ લઈને દેશ (ધરતી)ને આબાદ કરવાની ભૂલ કદી ન થાય. (આજે તો આમ જ થઈ રહ્યું નથી ?) નગરો, મકાનો, વૈભવો તદ્દન સાદા હોય તે ચાલે પરન્તુ પ્રજાને પૂરા સુખચેનથી જીવવાનું તો મળવું જ જોઈએ.
પણ પ્રજા કરતાં ય તેને જિવાડતી એકાન્તે મોક્ષલક્ષી સંસ્કૃતિ ખૂબ મહાન છે. સંસ્કૃતિની રક્ષા કરવા માટે ચાહે તેટલું વધારે બલિદાન પ્રજાજનો આપે તો તે તદ્દન યોગ્ય છે. દયા, નીતિ, સદાચાર વગેરે સંસ્કૃતિને ખતમ કરીને પ્રજા જો જીવવા માંગતી હોય તો તેને અનાર્ય પ્રજા જ કહેવી જોઈએ. અને સંસ્કૃતિ કરતાં ય ધર્મ (ધર્મક્રિયાઓ) મહાન છે.
વાનરને ન૨ બનાવે તે સંસ્કૃતિ છે. નરને નારાયણ બનાવે તે ધર્મ છે.
જૈન મહાભારત ભાગ-૧
Page #94
--------------------------------------------------------------------------
________________
ધર્મના બળ વિના સંસ્કૃતિ ટકી શકતી નથી. સાચી માનવતા તેના જ હૈયે જોવા મળશે જેના હૈયે ધર્મ હશે. ધર્મરક્ષા ખાતર સંસ્કૃતિનું પણ બલિદાન આપી શકાય ખરું.
આજે આ વિષયમાં અવળી ગંગા વહી રહી છે. ધર્મનો ભોગ લઈને સંસ્કૃતિનો મહિમા વધારાઈ રહ્યો છે, સંસ્કૃતિનો ભોગ લઈને પ્રજાને જિવાડાઈ રહી છે, પ્રજાનો ભોગ લઈને દેશને આબાદ બનાવાઈ રહ્યો છે, દેશને ગીરવે મૂકીને પુણ્યવાનું વ્યક્તિઓ (સત્તાધારી વગેરે) માલેતુજાર બની રહી છે.
અનર્થોનું મૂળ : મોહદશા એ દુર્યોધન પિતા ધૃતરાષ્ટ્ર માટે ગમે તેટલો વહાલો હોઈને મોટું મહત્ત્વ ધરાવતો હશે પણ કૌરવકુળની મહાનતા પાસે એની વ્યક્તિગત મહાનતાની શી કિંમત? આથી જ કૌરવકુળની અને લાખો જાનની રક્ષા ખાતર દુર્યોધનના જીવનને ગૌણ ગણી લેવાની ખૂબ જ કડવી સલાહ વિદુરે ધૃતરાષ્ટ્રને આપવી પડી.
કોની ખાતર કોણ ગૌણ ? કોના માટે કોનું બલિદાન?
આ સવાલો મોટા મોટા માનવોને મૂંઝવણમાં મૂકી ચૂક્યા છે. એમનામાં પડેલી કોઈ ને કોઈ મોહદશાને લીધે જ આ ખૂબ જ સરળ સવાલ એમના માટે ભારે મૂંઝવણભર્યો બની ગયો છે.
મોટા મોટા રુસ્તમો પણ જેઓ પત્નીના, પુત્રના કે ભાઈ વગેરેના મોહમાં લપેટાયા તે બધા ય આ સીધા-સાદા સવાલને ઉકેલી ન શક્યા અને તેથી જ ભારતીય પ્રજાને ઘણી મોટી મુશ્કેલીમાં આ રુસ્તમોએ વારંવાર મૂકી દીધી છે.
મહાભારતના યુદ્ધમાં પણ પુત્રમોહે ફસડાઈ પડતા દ્રોણાચાર્યનો શસ્ત્રસંન્યાસ, દ્રોણ-ભીષ્મ પ્રત્યે વડીલ તરીકેના તીવ્ર અનુરાગે અર્જુનનો શસ્ત્રો હાથમાં લેવામાં વિષાદ, ભાણેજોના મોહે મદ્રરાજ શલ્યની અણીના સમયે કર્ણનું પોરસ તોડવાની કબૂલાત વગેરે અનેક બાબતો એવી જોવા મળે છે.
શું રામાયણના મૂળમાં કૈકેયીનો પુત્રમોહ, રાવણનો પરસ્ત્રી-મોહ વગેરે ન હતો? શું આ બધા મોટા માણસો એટલું પણ ન સમજી શક્યા કે આ મોહદશા ન રાખવી જોઈએ? તેનાથી ઘણાં મોટા અહિતો થવાની શક્યતા છે ?
બુદ્ધિમાન માણસો પણ કોઈ ને કોઈ આગ્રહને જયારે હઠાગ્રહમાં ફેરવે છે ત્યારે તેમની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જતી હોય છે.
આંતરચક્ષુ ધરાવતા પાંડુ વિદુરનો પ્રસ્તાવ રાજનીતિના ફલક ઉપર ખૂબ જ વાજબી હોવા છતાં ધૃતરાષ્ટ્રને તે પ્રસ્તાવ માન્ય ન રહ્યો, કેમકે તેને પુત્રમોહ ખૂબ પીડતો હતો.
તે વખતે પાંડુએ વિદુરની વાતનો સખ્ત વિરોધ કર્યો. તેણે કહ્યું, “દુર્યોધન જ રાજા થવાને અધિકારી છે, મારો યુધિષ્ઠિર કદાપિ નહિ, કેમકે ગર્ભકાળની અપેક્ષાએ તો દુર્યોધન જ જયેષ્ઠ છે. વળી જોષીઓની વાત ઉપર આટલો બધો મદાર મૂકી દઈને જો વર્તમાનનું સર્જન કરવામાં આવશે તો “રાજનું કામ કદી થઈ શકશે નહિ, રાજાઓ ભાગ્યને જ સલામ કરશે અને સ્વયં પાંગળા બની જશે. વળી આ જોષીઓ કંઈ ત્રિકાળજ્ઞાની થોડા જ છે કે તેમની વાત ઉપર આંધળો વિશ્વાસ મૂકી દેવાય? માટે હું વિદુરની વાતમાં બિલકુલ સંમત થતો નથી.”
જૈન મહાભારત ભાગ-૧
Page #95
--------------------------------------------------------------------------
________________
કદાચ પાંડુ મનમાં તો વિદુ૨-પક્ષે હશે તો ય તેમની ભૂમિકા જ એવી હતી કે તેમનાથી વિદુરપક્ષે ઊભા રહી શકાય નહિ. જો તેઓ તેમ કરે તો તેમનો પણ યુધિષ્ઠિરને રાજા બનાવવાનો પુત્રમોહ જાહેર થાય.
વસ્તુતઃ પાંડુ ધૃતરાષ્ટ્ર જેટલા મોહાન્ધ હતા પણ નહિ. ધૃતરાષ્ટ્રનો આંખનો અંધાપો એ એમના આંતરચક્ષુના અંધાપાનો જ સૂચક હતો. પાંડુના આંતરચક્ષુ ખૂબ તેજ હતા.
પણ વિદુરની ભૂમિકા પાંડુ કરતાં સાવ જુદી હતી. પોતે સૌથી નાનો ભાઈ હતો. પોતાના સંતાનોને ભવિષ્યમાં રાજા બનવાનો નંબર લાગવાનો સવાલ ઝટ પેદા થઈ શકે તેમ ન હતો. દુર્યોધન જન્મે યુધિષ્ઠિર કરતાં દ્વિતીય હતો પણ ગર્ભે તો તેના કરતાં પ્રથમ હતો એટલે પાંડુને જ આવું ભાષ્ય વાંચવાની ફરજ પડી, વિદુરને આવો સવાલ ન હતો. વળી વિદુર અત્યન્ત સ્પષ્ટવક્તા હતો.
સાચો મિત્ર તે, જે સન્માર્ગે દોરે
જેને ‘પોતાનો’ ગણવામાં આવતો હોય તેને અવસરે સાચી સલાહ ન આપવી એ તો મૈત્રીના લેબાશ નીચે શત્રુતાનું જ કામ કહેવાય.
સારા માણસો ચા-પાણીના મિત્ર હોતા નથી. તેઓ સાચી સલાહ દેવાના નાતે કલ્યાણમિત્ર હોય છે.
આજે તો વિદુરોની કારમી અછત વર્તાય છે. જાણે કે સહુ એકબીજાના ચમચાઓ ! કોઈને સાચી વાત કહેવાની હિંમત નહિ; અરે, ઈચ્છા પણ નહિ. ‘મારે, આપણે શું !' આ શબ્દો જ સઘળા કહેવાતા મિત્રોના અંતરમાં ઘૂંટાતા હોય છે.
“જે થવું હોય તે થઈ જાય, પણ મારા હિતૈષીને, મિત્રને કે વડીલને અવસર મળતાં જ સાચી વાત કહ્યા વિના હું રહેવાનો નથી.” એવા માણસો આ જમાનામાં કેટલા ?
ભિખારીમાંથી અબજોપતિ બનેલા એક આદમીએ સાચું જ કહ્યું હતું કે, “અબજોપતિ બનવામાં મોટી એક ચીજ ગુમાવી દીધી છે. તે છે; મને સાચી વાત કહેનારો મિત્ર.”
બહુ
આજે આવા ‘વિદુરો' કેટલા ? આજનો કાળ સ્વાર્થસાધુઓનો છે. જો કોઈને સાચો મિત્ર-વિદુર મળ્યો હોય તો તે ખૂબ જ બડભાગી આદમી ગણાય. આવા માણસે બધું ખોઈ નાંખવું પડે તો ખોઈ નાંખવું પણ પોતાના ‘વિદુર’ને કદી ખોવો નહિ.
તાજેતરમાં જ એક કડકા ભાઈને પચાસ હજાર રૂપિયાની લાંચ મળતી હતી. સઘળા મિત્રોએ તે લાંચ લઈને પોતાનું જીવન વ્યવસ્થિત બનાવી લેવાની આ તક જવા ન દેવાની સલાહ આપી. પણ તેનો જે સાચો મિત્ર હતો તેણે સ્પષ્ટ કહ્યું કે, “દોસ્ત ! તને ખાવાનું ન મળતું હોય તો તું તારું પેટ ફોડી નાંખજે પણ લાંચ લઈને જીવતો રહેવાનું પસંદ કરીશ નહિ.”
અને એની સલાહને માન્ય કરીને ચાલનાર તે માણસ આજે બધી રીતે સુખી છે.
માછલી ખાવાના શોખીન રાજા પાસે ધર્મગ્રન્થ વાંચતા પુરોહિતની ગેરહાજરીમાં તેનો દીકરો વાંચવા ગયો. વાંચનમાં ‘તિલભર મછલી ખાયકે કરે કોટિ ગૌદાન, કાશી કરવટ લે ચલે તો ભી નરકનિદાન’ એવું વાંચવામાં આવ્યું. દીકરાએ તો એનો જે સ્પષ્ટ અર્થ હતો તે કરી દીધો એટલે રાજા ઉશ્કેરાઈ ગયો. પછી પુરોહિતે આવીને બાજી સુધારી લીધી. તેણે કહ્યું, “એ પંક્તિનો અર્થ એવો છે
જૈન મહાભારત ભાગ-૧
Page #96
--------------------------------------------------------------------------
________________
કે માત્ર તિલભર-જરાક જ-માછલી ખાવામાં આવે તો નક્કી નરક થાય પણ આપ મહારાજા સાહેબ તો ખૂબ ખાઓ છો માટે આપને તો સ્વર્ગ જ મળે !” રાજા ખુશ થઈ ગયો. નોકરી ચાલુ રહી ગઈ.
જે કુટુંબમાં, જ્ઞાતિમાં, સંઘમાં, જે વડીલો કે ગુરુઓના વર્તુળમાં આવા પેટભરા ખુશામતખોરો વસતા હશે અને પોતાના દાળરોટી કાઢતા હશે તે બધા ય પોતાના સર્વનાશને નોતરું દેવા સિવાય બીજું શું કરતા ગણાય ?
પેલો રાજા સમુદ્રતટે ખુરશી નંખાવીને બેઠો હતો. એકાએક ભરતીના પાણી તેના પગને અડી ગયા. તે વખતે આસપાસ ઊભેલા ચમચાઓ બોલી ઊઠ્યા, “અરે, પાણી અહીં સુધી આવી ગયું ! ઠીક છે, બાકી મહારાજાધિરાજની આણ સચરાચર સૃષ્ટિ ઉપર વ્યાપક છે. તેઓ આ સમુદ્રને આજ્ઞા કરે કે “દૂર રહે તો જરૂર તેમ જ થાય !”
રાજાની ભાટાઈ કરીને પણ પૈસા લાવવાનો પત્નીએ અતિ આગ્રહ કરતાં મંડનમિશ્ર પંડિત ઘરેથી નીકળ્યો. રસ્તામાં નદી આવી. નાવિકે પૈસા માંગ્યા. તેણે કહ્યું, “રાજાની ખુશામત કરવાથી જે મળશે તેમાંથી પાછા ફરતાં હું તને ભાડું આપીશ.”
નાવિકે તેને નામ પૂછ્યું. તેણે પોતાનું નામ જણાવ્યું : “પંડિત મંડનમિશ્ર.”
અને નાવિક બરાડી ઊઠ્યો. તેણે કહ્યું, “મંડનમિશ્રના નામે ચરી ખાવાનું હવે બંધ કરીશ? તું મંડન મિશ્ર છે? રે, મંડનમિશ્ર તો ગરીબીના કારણે ઝેર ખાઈને જિંદગીનો અંત આણે પણ કોઈની ભાટાઈ કરીને જીવવાનું પળ માટે ય પસંદ ન કરે. રવાના થા રવાના !” અંતે મંડનમિશ્રને પોતાની જાતનું ભાન થયું. ખરેખર તે ઘર તરફ પાછો વળી ગયો !
વિદુરને ભવિષ્યવાણી પર વિશ્વાસ વિદુરને વિશ્વાસ હતો જોષીઓના અગાધ જ્ઞાન ઉપર. વળી તે જ વખતે કુદરતે પણ અમંગળના સંકેતો કરીને અગમ ભાવીની એંધાણી આપી હતી. દુર્યોધનની ગર્ભાવસ્થાના કાળમાં માતાને ભાવીની એંધાણી આપી હતી. દુર્યોધનની ગર્ભાવસ્થાના કાળમાં માતાને આવેલા દુષ્ટ દોહદો પણ દુર્યોધનની કુળકલંકિતતાની ગવાહી પૂરતાં હતા. એટલે જ વિદુરે ખૂબ જ સ્પષ્ટ ભાષામાં ધૃતરાષ્ટ્રને આ વાત કરી દીધી હતી.
પાંડુની વાતો “પાંડુ' (ફિક્કી) હતી. વિદુરની વાતો ચારેબાજુના દષ્ટિપાતપૂર્વકની હોઈને ‘વિદુર’ હતી.
ગમે તેમ હોય, નિશ્ચિત ભાવીને કોઈ મિથ્યા કરી શક્યું નથી. દુર્યોધન દ્વારા થનારો કુલનાશ નિશ્ચિત હતો. એથીસ્તો વિદુરની સલાહને ધૃતરાષ્ટ્ર અવગણી ને ?
કૌરવ-બાળોનું પ્રેમાળ જીવન ખેર, આ વાત વડીલો વચ્ચેની હતી.
એકસો ને પાંચ કુરુવંશી પુત્રો કૌરવો તો હજી બાળ હતા. એમને આ કથા સાથે કોઈ નિસ્બત ન હતી. સહુ ભારે પ્રેમથી રહેતા હતા, રમતા હતા, સાથે ખાતાપીતા હતા.
હંમેશ બધા ય સત્યવતી દાદી, ભીષ્મ પિતામહ, ધૃતરાષ્ટ્ર, ગાંધારી, પાંડુ, કુન્તી, વિદુર અને કુમુદવતીના પગમાં પડીને તેમના આશિષ મેળવતા હતા.
ક્યાંય કશો ભેદભાવ દેખાતો ન હતો. યુધિષ્ઠિરને તો દુર્યોધન ઉપર એટલો બધો પ્રેમ હતો,
જૈન મહાભારત ભાગ-૧
Page #97
--------------------------------------------------------------------------
________________
જેટલો પોતાના સગા ભાઈઓ ઉપર પણ ન હતો.
આટલું બધું સુંદર પારસ્પરિક સ્નેહથી એકરસ બની ગયેલું કૌરવોનું કૌટુમ્બિક જીવન હતું.
ગાંધારી સો પુત્રો પાછળ વિશેષ ધ્યાન આપતી હતી, જ્યારે કુન્તી પાંચેય પાંડુપુત્રો પ્રત્યે વિશેષ ધ્યાન આપતી હતી. ના, આમાં ભેદભાવ ન હતો પરંતુ ભેદ જરૂર હતો. કિન્તુ તે ભેદ પણ વ્યવસ્થાજનિત હતો, પક્ષપાતજનિત નહિ.
ગાંધારીનું માનસ આ લોકની બધી વિશિષ્ટતાઓ સંતાનોમાં પેદા કરવા તરફ વધુ ઢળેલું રહેતું, જયારે કુન્તીનું માનસ સંતાનોને ધર્મનિષ્ઠ બનાવવા તરફ ઝૂકેલું હતું. પાંડવો અત્યંત ધર્મપરાયણ હતા તેનો યશ તેમની માતા કુન્તીને જ મળે છે.
કૌરવ-કુળના નાશનું મૂળ ઃ ઈષ્ય આવા સ્નેહથી ભર્યાભર્યા કૌરવોના કુટુંબમાં એવું તે શું બની ગયું કે તે તણખામાંથી કુરુક્ષેત્રના મહાયુદ્ધનો ભડકો પ્રજવળી ઊઠ્યો ? તણખાની આ કથા ખૂબ જાણવા જેવી છે. ઘણાં કુટુંબોના ગ્નેહભર્યા જીવનને આ તણખો જ તિતબિતર કરી નાંખતો હોય છે.
એ તણખાનું નામ છે; ઈર્ષ્યા.
દુર્યોધન અને ભીમ અનેક વાર અથડાઈ પડવા લાગ્યા. ભીમની પ્રચંડ શારીરિક તાકાત સામે દુર્યોધન ટકી શકતો ન હતો. એ તો ઠીક, પરંતુ પોતાની નાદાનિયતતાને કારણે વિજય પામ્યા બાદ ભીમ દુર્યોધનની ખૂબ મશ્કરી પણ કરવા લાગ્યો. એને રમતમાં લઈને મારીપીટીને હેરાન પણ કરવા લાગ્યો.
આ બધી ભીમની બાળસુલભ રમતો હતી.
પણ દુર્યોધને જોયું કે બાકીના ચાર પાંડવો ભીમના વિજયમાં ગાંડા ઘેલા બની જાય છે, ભીમને પુષ્કળ થાબડવા લાગે છે.
આ ભેદ ન હતો પણ ભેદભાવ હતો. વય વધે તેમ સંસારી માણસમાં સામાન્ય રીતે મારું, મારું અને તારું, તારુંવૃત્તિ જન્મ પામે છે. આવી વૃત્તિઓનો સળવળાટ શરૂ થઈ ગયો હતો, એથી દુર્યોધનમાં પાંડવો પ્રત્યે ઈર્ષ્યા પેદા થઈ.
આજ સુધી એકસો ને પાંચ-બધા ય કૌરવ કહેવાતા હતા. હવે એકસો કૌરવ ગણાયા અને પાંચ પાંડવો ગણાયા.
ભેદ પડી ગયો, ભેદભાવ જન્મી ગયો. ભીમની શક્તિના અજીર્ણના પ્રત્યાઘાતરૂપે દુર્યોધનમાં ઈર્ષ્યા ભડકી ઊઠી. આ તણખાએ ભવિષ્યમાં મહાસંહારક ભડકાનું કેવું રૂપ પકડ્યું તે આપણે પછી
જોઈશું.
ઈષ્યનાશક પરગુણદર્શન ઈર્ષ્યાને ખતમ કરવાની તાકાત માત્ર પરગુણદર્શનમાં છે. જેને અનેક ખામીઓ (અવગુણો) વચ્ચે પણ પડેલી કોક ખૂબી (ગુણ) જોવાની કળા સિદ્ધ થાય છે તે જ આત્મા બીજાના કોઈ પણ પ્રકારના વિકાસની ઈર્ષ્યા કરતો નથી.
પોતાના દોષોની નિંદા અને બીજાના ગુણોની યથાયોગ્ય અનુમોદના કે પ્રશંસા જેના જીવનમાં નથી એ આત્મા ધર્મના માર્ગે પહેલું ડગ મૂકવાને પણ લાયક નથી.
પોતાના જાતભાઈઓ પ્રત્યે ઈર્ષ્યાથી ભસવાને કારણે જ કૂતરા જેવું વફાદાર પ્રાણી લોકોથી હ હટું નથી કરાતું?
જૈન મહાભારત ભાગ-૧
Page #98
--------------------------------------------------------------------------
________________
પોતાની શોક્યોને પોતે જ પ્રભુભક્તિ શીખવી અને તે શોક્યો તેમાં ખૂબ આગળ વધી ગઈ ત્યારે પોતે જ તેમના તરફ ઈર્ષ્યા કરવા લાગી એ કુન્તલા રાણી મરીને કૂતરી થયાના સમાચાર જૈન શાસ્ત્રજ્ઞોએ આપણને આપ્યા છે.
પોતાના જ શિષ્યની વિદ્વત્તા ઉપર ઈર્ષ્યા કરતાં નયશીલસૂરિ નામના જૈનાચાર્ય મૃત્યુ પામીને સાપ થયા છે.
જેમ પ્રકાશના સદ્ભાવમાં અંધકાર ન જ ઊભો રહી શકે તેમ ગુણાનુરાગના સદ્ભાવમાં ઈર્ષ્યા ન જ ઊભી રહી શકે.
બેશક, ગુણી બની જવું હજી સહેલ છે પરંતુ ગુણાનુરાગી બનવું એ ખૂબ મુશ્કેલ છે. પણ ઈર્ષ્યાના કાળા પાપને જીવનમાં નહિ પ્રવેશવા દેવા માટે ગુણાનુરાગી બન્યા વિના કોઈ જ ઉપાય નથી.
શત્રુને નહિ, શત્રુતાને જ મારો
પોતાના સગા ભાઈના વિકાસમાં બળતા જલતા નાના ભાઈએ તેની કારકિર્દી ખતમ કરવા માટે ઘણા નિષ્ફળ પ્રયત્નો કર્યા. છેવટે મરતી વખતે તેણે પોતાના પુત્રોને કહ્યું, “મારા શબના કટકા કરીને તમારા કાકાના કંપાઉન્ડમાં દાટી દઈને તેની ઉપર મારું ખૂન કર્યાનો પોલીસ કેસ દાખલ કરજો . આથી તેને ફાંસીની સજા થશે. હું જ્યાં હોઈશ ત્યાં મને ખૂબ આનંદ થશે.”
આ રીતે ભાઈ-શત્રુને મારવાની વાત કરીને પિતા મૃત્યુ પામ્યા. પણ દીકરાઓએ તો કાકા સાથે એટલો મીઠો સંબંધ બાંધ્યો કે તેમણે શત્રુતાને જ મારી નાંખી. અને એ રીતે ‘શત્રુ’ મરી પણ ગયો. પિતાજીની ઈચ્છા પૂર્ણ થઈ.
શાસ્ત્રમાં પંકપ્રિય કુંભારનું કથાનક આવે છે. તે કોઈના પણ ઉત્કર્ષને, વૈભવને કે આનંદપ્રમોદને જોઈ શકતો નહિ. ગામમાં એવું કાંઈ પણ જોવા મળે કે તરત તે છાતી-માથું જોરથી કુટતો, ક્યારેક ભીંત સાથે પણ માથું અફાળી દેતો.
‘આમાં ક્યારેક બાપના જાનનું જોખમ થઈ જશે' એમ વિચારીને દીકરાઓએ જંગલમાં ઘ૨ બનાવીને તેને ત્યાં જ રહેવાની ફરજ પાડી.
પણ ત્યાં ય એક દિવસ તેની નજરમાં જુવાન રાણી સાથે આનંદ કરતો નગરનો રાજા આવી ગયો. તે ઈર્ષ્યાથી જલવા લાગ્યો. દોડ્યો, પથ્થરની શિલા સાથે માથું પછાડ્યું. તત્કાળ મૃત્યુ પામી ગયો.
વસિષ્ઠનો ગુણાનુરાગ
બ્રહ્મર્ષિ ગણાતા વસિષ્ઠ ઋષિના ગુણાનુરાગની વાત જાણવા જેવી છે. તેઓ રાજર્ષિ વિશ્વામિત્રને પોતાના ઉત્તરાધિકારી તરીકે બ્રહ્મર્ષિપદ આપતા ન હતા, કેમકે વિશ્વામિત્ર તે પદ માટે ખૂબ જ ઉત્સુક હતા. હા, વિશ્વામિત્રની બ્રહ્મર્ષિપદ માટેની આ જ અપાત્રતા હતી કે તે પદ માટે તે પોતાને ખૂબ જ પાત્ર માનતા હતા.
અંતે પદ માટે અધીરા થયેલા વિશ્વામિત્ર વસિષ્ઠનું ખૂન કરવા માટે ખંજર લઈને પૂર્ણિમાની રાતે કુટિરથી નીકળ્યા. વસિષ્ઠની કુટિરે પહોંચ્યા. ત્યાં ઋષિ અને પત્ની અરુંધતી બહારની ઓસરીમાં સૂતાં હતા અને નિર્દોષ વાતો કરતાં હતા.
અરુંધતીએ પૂછ્યું કે, “હે ઋષિવર ! પૂર્ણિમાની આ ચાંદની તો જુઓ, કેટલી સુંદર છે ! એની સુંદરતાને કોની સાથે આપણે સરખાવી શકીએ ?’
જૈન મહાભારત ભાગ-૧
Page #99
--------------------------------------------------------------------------
________________
ઋષિએ કહ્યું, “વિશ્વામિત્રના તપની સાથે. જેવું સુંદર એ રાજર્ષિનું તપ છે તેવી સુંદર આ ચાંદની છે.”
આ શબ્દો સાંભળતાં જ વિશ્વામિત્રની આંખો ઊઘડી ગઈ. ખંજર પડી ગયું. દોડી જઈને બ્રહ્મર્ષિના પગમાં પડીને અપરાધની માફી માંગી. પોતાની ભયંકર નાલાયકીનું વર્ણન કર્યું.
એ જ વખતે બ્રહ્મર્ષિએ તે રાજર્ષિને બ્રહ્મર્ષિપદ ઉપર આરૂઢ કર્યા. તેમણે કહ્યું કે, “હું એ પળની જ રાહ જોતો હતો કે જેમાં તમે આ પદ માટેની તમારી અપાત્રતા હાર્દિક રીતે જણાવો. જે પદ માટે પોતાને અપાત્ર માને છે તે જ તે પદ માટે પાત્ર છે.” પોતાની સાથે દુશ્મનાવટ કરતા વિશ્વામિત્ર ઉપર પણ વસિષ્ઠ ઋષિનો કેવો ગુણાનુરાગભાવ !
તિરસ્કાર અવગુણનો, અવગુણીનો નહિ જૈન શાસ્ત્રકારો કહે છે કે, “તમે કોઈ વ્યક્તિના તે તે અવગુણ પ્રત્યે જ તિરસ્કાર વ્યક્ત કરો, પણ અવગુણી વ્યક્તિ પ્રત્યે તો ક્યારેય તિરસ્કાર કરશો નહિ. તેમ કરવાથી તો તે વ્યક્તિમાં રહેલા ગુણોનો ય તિરસ્કાર થઈ જશે.”
જેનામાં જે ખરાબ છે તે ખરાબ જ છે. પણ તેનામાં જે સારું છે તેને તો સારું કહેવું જ પડશે, પછી તે વ્યક્તિ ગમે તે હોય.
કેટલાય દિવસથી ગંધાઈ ઊઠેલી, મરેલી કૂતરીના દૂધ જેવા સફેદ દાંત જોઈને કૃષ્ણ કહ્યું, “અહો ! કેટલી સુંદર દંતપંક્તિ છે !”
ભીમ પ્રત્યે ઈષ્યક્ત દુર્યોધન દુર્યોધનના અંતરમાં પાંડવો પ્રત્યેની ઈર્ષ્યાનો તણખો પડી તો ગયો પણ તે વધુ ને વધુ પ્રદીપ્ત થવા લાગ્યો.
વાત એટલી હદે પહોંચી ગઈ કે ભીમને તો મારી જ નાંખવા સુધીના મનોરથો દુર્યોધન સેવવા લાગ્યો. એટલું જ નહિ પરંતુ તેણે તેવા કેટલાય પ્રયત્નો પણ કરી જોયા, પરન્તુ ભીમના સદ્દનસીબે તે તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા.
ચકોર વિદુરની નજરમાં આ વાત આવી ગઈ. તેમણે વિચાર્યું કે બે છોકરાઓને કોઈ કામમાં લગાડી દેવા જોઈએ, નહિ તો “નવરો બેઠો નખ્ખોદ વાળે' એ ન્યાયથી ઉશૃંખલ બની જશે અને પરસ્પરનો ભાઈચારો સાવ ગુમાવી બેસશે.
વિદુરે વડીલ ભીખને કાને આ વાત નાંખી. બધાયને વિદ્યાભ્યાસ કરાવવાનું નક્કી કરવામાં આવ્યું અને તાબડતોબ કૃપાચાર્ય પાસે વિદ્યાભ્યાસ શરૂ પણ કરાવી દેવામાં આવ્યો. તેમની પાસે સહુ ધનુર્વિદ્યા વગેરે શીખવા લાગ્યા.
કામાદિવિજયમાં પ્રવૃત્તિશીલતા કારણ નવરો માણસ ઈર્ષ્યા કે ક્રોધ બહુ કરે તેમ કામી પણ બહુ બને. જેને માથે ખૂબ કામ રહે છે અને તે કામમાં પણ જેની માનસિક પ્રસન્નતા ખૂબ રહેતી હોય છે તેને ક્રોધ આવતો નથી, તેમ કામવાસનાથી પ્રાપ્ત થતા આનંદની જરૂર પણ રહેતી નથી.
ચિત્તપ્રસન્નતાના આનંદ આગળ કામાનંદ, ભોગાનંદ વગેરે તમામ હેઠ છે. એની જરૂર તેને જ પડે જેને ચિત્તપ્રસન્નતાના આનંદની ઝલક સ્પર્શવા મળી નથી.
સંસારત્યાગીઓ આ જ કારણે કામવિજેતા, ક્રોધવિજેતા કે મોહવિજેતા બની શકે છે ને ! આ વિજય અતિ મુશ્કેલ હોવા છતાં અનોખી ચિત્તપ્રસન્નતાને હાંસલ કરવા દ્વારા તેઓ સાવ સહેલ બનાવી
જૈન મહાભારત ભાગ-૧
Page #100
--------------------------------------------------------------------------
________________
દે છે.
વિદુરે બુદ્ધિ લડાવીને કૌરવ-પાંડવોને કામે લગાડી દીધા.
ધનુર્વિધામાં કર્ણનો પ્રવેશ ધનુર્વિદ્યાનું શિક્ષણ લેતા કૌરવ-પાંડવોમાં એક દિવસ એક નંબરનો વધારો થયો. એ યુવાનનું નામ હતું; કર્ણ. ત્યાં નજદીકમાં જ રહેતા અતિરથી નામના સારથિનો તે પુત્ર હતો.
પરિસ્થિતિ એવી બની કે અર્જુન અને કર્ણ ધનુર્વિદ્યામાં સહુથી આગળ નીકળી ગયા. બન્ને પરસ્પર બરોબરિયા જણાતા હતા. બેમાં કોણ શ્રેષ્ઠ ? તે કહી શકાય તેમ ન હતું.
પણ તો ય બે વચ્ચે ખટરાગ ન હતો કે સ્પર્ધા ન હતી, ઈર્ષ્યા પણ ન હતી. આનું કારણ બે વ્યક્તિઓ વચ્ચેનું મોટું અંતર હતું. ક્યાં ક્ષત્રિય અર્જુન અને ક્યાં સૂતપુત્ર કર્ણ !
જેમ અંતર ઓછુંતેમ ઈષ્ય વધારે જેમ અંતર ઓછું તેમ સ્પર્ધા, ઈર્ષ્યા વગેરેની સંભાવના વધુ.
જૈનો બ્રાહ્મણો સાથે જેટલા ઝઘડી પડશે તેથી વધુ જૈનો સાથે ઝઘડી પડશે, કેમકે જૈનો બ્રાહ્મણો કરતાં જૈનોની વધુ નજીક છે.
જે “પોતાના” લાગે ત્યાં સ્પર્ધા અને ઈર્ષ્યા પેદા થવાની પૂરી શક્યતા રહે.
કવિઓએ કલ્પના કરી છે કે લોખંડ ઉપર લોખંડનો હથોડો ઝીંકાય છે ત્યારે લોખંડ ખૂબ અવાજ કરે છે. અને સોના ઉપર લોખંડનો હથોડો ટિપાય છે ત્યારે સોનું જરાય અવાજ કરતું નથી. એનું કારણ એ છે કે લોખંડને પોતાનો જાતભાઈ લોખંડ ટીપે એ સહન થતું નથી, જયારે સોનાને માટે લોખંડ એ જાતભાઈ નથી એટલે તેને ટીપાવામાં વાંધો જણાતો નથી. - જો કોઈ સંસ્થા રાજકારણમાં રસ લે તો તે સંસ્થા તરફ રાજકારણીઓ કરડી નજરથી જોશે. પણ જો કોઈ સંસ્થા રાજકારણથી સાવ અલિપ્ત રહેતી હોય તો તે સંસ્થા ચાહે તેટલી વધુ ને વધુ મજબૂત થતી જાય તો પણ રાજકારણી લોકો તેને જરાય કનડશે નહિ.
અર્જુન અને કર્ણનું સ્પર્ધારહિત સખ્ય થવામાં “અંતર’ એ જ મુખ્ય કારણ હતું.
જૈન મહાભારત ભાગ-૧
Page #101
--------------------------------------------------------------------------
________________
GE
S
એડલથ
એક દિવસ કૌરવો દડાથી રમતા હતા ત્યાં દડો દૂર જઈને ઊંડાઅતાગ-કૂવામાં પડી ગયો. બધા કૌરવો કૂવે પહોંચ્યા. સહુએ દડો કેમ
બહાર કાઢવો તે માટે ઘણી બુદ્ધિ લડાવી પણ કશું વળ્યું નહિ. આ વિમાસણ ચાલતી હતી તે જ વખતે એક યુવાનને સાથે લઈને કોઈ વૃદ્ધ જેવો જણાતો પુરુષ કૂવા પાસે આવી ચડ્યો. એણે દડો બહાર કાઢી આપવાનું જણાવીને કૂવાના પાણીમાં તરતા દડા પર તાકીને બાણ છોડ્યું. તે બાણના પાછળના ભાગની સાથે બીજું બાણ છોડ્યું. એમ કરતાં કરતાં છેલ્લું બાણ તે પુરુષ સુધી આવી ગયું. બાણની આખી હારમાળાને ખેંચીને તેણે દડો બહાર કાઢી આપ્યો.
દ્રોણાચાર્યનું આગમન આ જોઈને તમામ કૌરવો સ્તબ્ધ થઈ ગયા. તેમણે તે આગન્તુકોને કહ્યું, “તમે અમારા ગુરુજી પાસે ચાલો. આવા મહાન ધનુર્ધરોને મળીને અમારા ગુરુજીને ખૂબ આનંદ થશે.”
તેમને લઈને કૌરવો ગુરુજી કૃપાચાર્યની કુટિર તરફ ચાલવા લાગ્યા. થોડેક દૂરથી જ કૃપાચાર્યે તે આગન્તુકોને જોયા. જોતાંની સાથે જ “સ્વાગતમ્” “સ્વાગતમ્” જોરથી બૂમ પાડીને કૃપાચાર્ય બોલ્યા.
હા, તેઓ તેમના ગાઢ પરિચિત હતા. સહુ મળ્યા, ભેટ્યા. શિષ્યોએ ગુરુજીને તેમની ઓળખ પૂછી. ગુરુજીએ કહ્યું, “આ વિશ્વના અજોડ ધનુર્વિદ્યાધર દ્રોણાચાર્યજી છે અને આ તેમના યુવાન પુત્ર અશ્વત્થામા છે. વસો ! તમારા કોઈ અદ્ભુત પુણ્ય જ તમને એમના દર્શન મળી ગયા.”
સહુ તેમના પગે પડ્યા. દ્રોણાચાર્યે સહુને આશિષ આપી.
કોણ હતા આ દ્રોણાચાર્ય? વ્યાસના કથન પ્રમાણે તેઓ બાળવયમાં બાળ રાજકુમાર દ્રુપદના જિગરજાન દોસ્ત હતા. એ હતા બ્રાહ્મણ અને પેલા હતા ક્ષત્રિય.
કાલાન્તરે દ્રુપદ રાજા થયા. દ્રોણ એવા જ ગરીબ રહ્યા. જયારે તેને ખાવાનો ય પ્રશ્ન આવી પડ્યો અને જ્યારે બાળક અશ્વત્થામાને દૂધ પણ પીવડાવવાની શક્તિ ખતમ થઈ ત્યારે પત્નીએ દ્રુપદ પાસેથી એક ગાય માંગી લાવવાનું દબાણ કર્યું.
અને દ્રોણ રાજા દ્રુપદ પાસે ગયા. હૈયે ઊછળતા મૈત્રીભાવના ઓઘથી દ્રોણે દ્રુપદને જોતાં જ દોટ મૂકી. ભેટી પડવાનો પ્રયત્ન કર્યો. પણ કાશ ! દ્રુપદને એક નાચીજ દેખાતો બ્રાહ્મણ ભેટે તે રાજા તરીકે પસંદ ન હતું. નફરતના ભાવ સાથે તેણે દ્રોણને સત્તાવાહી અવાજ સાથે દૂર જ ઊભા રાખી દીધા. દ્વારપાળને ખખડાવી નાંખ્યો કે તેણે આવા લેભાગુ બ્રાહ્મણને રાજસભામાં પ્રવેશવા કેમ દીધો
દ્રોણે દોસ્તીની યાદ દેવડાવી પણ તે નિષ્ફળ ગઈ. “બ્રાહ્મણ અને ક્ષત્રિય રાજા વચ્ચે વળી દોસ્તી કેવી ને વાત કેવી ! હા, દુધાળી ગાય જોઈતી હોય તો દોસ્તીના નાતે નહિ પણ ગરીબ બ્રાહ્મણની યાચનાના નાતે જરૂર મળી શકશે.” આ હતો દ્રુપદના અંતરનો ધિક્કારમિશ્રિત હુંકાર.
આથી દ્રોણ ક્રોધથી નખશીખ સળગી ઊઠ્યા. “હવે રાજા બનીને જ આવીશ અને તારી સાન ઠેકાણે લાવીશ.” એમ કહીને ક્રોધાયમાન દ્રોણ રાજસભા છોડીને ચાલી ગયા. | પિતા ભરદ્વાજ ઋષિના અગ્નિવેષ આશ્રમનું ઉત્તરાધિકારીપણું લેવાને બદલે ક્ષત્રિયોના
જૈન મહાભારત ભાગ-૧
Page #102
--------------------------------------------------------------------------
________________
‘ટ્યુટર’ બન્યા, રાજવૈભવોમાં આસક્ત બન્યા.
કૂવાના દડાના પ્રસંગથી કૌરવ-પાંડવો મળ્યા. અર્જુનની વિશિષ્ટ પ્રતિભા જોઈને, ‘પોતાના મનનો વૈરભાવપૂર્ણ સંકલ્પ તે જ પાર ઉતારી શકશે' એમ સમજીને તેના તરફ વિશેષ લક્ષ આપ્યું. એક દિવસ પાંડવોએ ગુરુ દ્રોણને ગુરુદક્ષિણા માંગવાનો આગ્રહ કર્યો. દ્રોણે કહ્યું, “જીવનની એક જ મહત્ત્વાકાંક્ષા છે કે દ્રુપદને હરાવું. તમે ગુરુદક્ષિણા રૂપે દ્રુપદનો પરાજય કરો.”
પાંડવોએ દ્રુપદને હરાવ્યો. દ્રોણાચાર્યે રાજનો કબજો લઈને અડધું રાજ પોતાની પાસે રાખ્યું. અડધું દ્રુપદને દાનમાં આપ્યું. આમ વૈરનો બદલો વાળ્યો.
વૈરની આ આગને શાન્ત કરવાને બદલે આ બ્રાહ્મણે પોતાનું જ્ઞાન વેચ્યું, ક્ષત્રિયોની ગુલામી સ્વીકારી.
બીજી બાજુ દ્રુપદનો ઘોર પરાજય થયો તેથી ભારે ક્રોધમાં દ્રુપદના દિવસો પસાર થતા હતા. આ સમયમાં જ દ્રુપદ દ્વારા રાણીના પેટે દ્રૌપદીનો ગર્ભ રહ્યો. ક્રોધની કાતીલ ક્ષણોમાં જે ગર્ભ રહ્યો
તેના આત્મામાં ક્રોધના સંસ્કાર પ્રજ્વલિત થાય તેમાં શી નવાઈ !
મહાસતી હોવા છતાં દ્રૌપદીનું સમગ્ર જીવન ક્રોધના આવેશોથી સળગતું રહ્યું છે તેની પાછળ તેના પિતાએ વારસામાં તેને આપેલો ક્રોધ જ હશે કે બીજું કોઈ !
આમ એક બાજુ દ્રૌપદીનું જીવન ક્રોધથી સળગતું રહ્યું તો બીજી બાજુ દ્રોણનું જીવન એ જ ક્રોધને લીધે લગભગ માર્ગભ્રષ્ટ અને મર્યાદાભ્રષ્ટ બન્યું, અહંકાર અને આસક્તિના ઝેરથી બરબાદ થયું.
એક વિદ્યાવ્યાસંગી બ્રાહ્મણ ! કેટલી હદે અધઃપતન પામી ગયો.
ક્યાં પેલા સાંદીપનિ આશ્રમમાં બાળજીવન પસાર કરતા કૃષ્ણ અને સુદામાનું આજીવન સખ્ય ! અને ક્યાં આ દ્રુપદ-દ્રોણનું અહંકાર અને ક્રોધપ્રેરિત કાતીલ સખ્ય (યુદ્ધ) !
માતાપિતાઓ ! સાવધાન બનીને ફરી સાંભળો કે અજાણપણે, ઊંઘમાં ય તમારા સંતાનોના જીવન ઊભા ને ઊભા વિષેલાં બની જાય તેવા દોષો તેમને વારસામાં આપવાનું અધમ કાર્ય કદી કરશો નહિ.
ચાલો, હવે મૂળ કથા ઉપર આવીએ.
કૃપાચાર્યે ભીષ્મ પિતામહને દ્રોણાચાર્યના આગમનની વાત કરી. તેની સાથે જણાવ્યું કે, “તેઓ ધનુર્વિદ્યાના નિષ્ણાત છે. એમની બરોબરી કરે એવો કોઈ બીજો ધનુર્ધર ધરતી ઉપર હસ્તી ધરાવતો નથી. કૌરવોને ધનુર્વિદ્યા શીખવવા માટે તમે એમને અહીં જ રોકી દો.”
કૃપાચાર્યની વાત સાંભળીને ભીષ્મે દ્રોણાચાર્યને તે મુજબ વિનંતી કરી. દ્રોણાચાર્યે તેનો સ્વીકાર
કર્યો.
દ્રોણ પાસે પાંડુ-પુત્રોનું અધ્યયન ધનુર્વિદ્યાનો અભ્યાસ ચાલ્યો. જોતજોતામાં અર્જુન સહુથી મોખરે દેખાવા લાગ્યો. દ્રોણાચાર્યે તેના તરફ વિશેષ ધ્યાન આપવાનું શરૂ કર્યું. ગુરુ-શિષ્યને પરસ્પર એટલો બધો સ્નેહ બંધાયો કે બન્ને એકબીજાને વધુ પ્રસન્ન કરવાની સ્પર્ધા કરવા લાગ્યા. પોતાની સઘળી વિદ્યા ગ્રહણ કરવાની અર્જુનની પાત્રતા જોઈને દ્રોણાચાર્યે તેને ‘અદ્વિતીય ધનુર્ધર’ બનાવવાનો નિર્ણય કરી લીધો. એક દિવસ તેમણે અર્જુનને જણાવી પણ દીધું કે,“હું તને વિશ્વનો અજોડ ધનુર્ધર બનાવીશ.”
અપાત્રને વિદ્યા દેવામાં પાપ.
જૈન મહાભારત ભાગ-૧
Page #103
--------------------------------------------------------------------------
________________
પાત્રને વિદ્યા-દાનમાં જરાક પણ કચાશ રાખવામાં પાપ.
મહાન બનવું હજી સહેલ છે, પણ પોતાની પાછળ મહાન બને તેવું પાત્ર મળવું ખૂબ મુશ્કેલ છે. અને જો તેવું કોઈ પાત્ર મળી જાય તો તે પુણ્યની પરાકાષ્ટાનું સૂચક છે.
મહાનની પાછળ “મહાન' નીકળનારા શિષ્યો ખૂબ જ ઓછા હોય છે. આથી જ “દીવા પાછળ અંધારું' કહેવત પડી હશે ને ?
કર્ણને અર્જુનની ઈર્ષ્યા દ્રોણાચાર્યને પોતાનાથી પણ સવાયો ધનુર્ધર બને તેવો અર્જુન મળી જતાં આનંદનો પાર ન હતો. એમણે પોતાની સઘળી શક્તિ તેની પાછળ નિચોવી નાંખવાનો સંકલ્પ અમલમાં મૂકી દીધો હતો. અર્જુનની વિદ્યાગ્રાહ્યતા કરતાં ય ગુરુભક્તિની પરાકાષ્ટાથી જ દ્રોણાચાર્ય તેને તૈયાર કરવા માટે અત્યન્ત ઉત્સાહિત બન્યા હતા.
અને... અર્જુન ખરેખર બેજોડ ધનુર્ધર બની ગયો.
પણ પોતાની વિશેષતાના જરાય ઓછા આંક ન મૂકતા કર્ણના અંતરમાં અર્જુન પ્રત્યે ઈર્ષ્યા ભભૂકી ઊઠી. દ્રોણાચાર્ય કર્ણ પ્રત્યે એટલું સારું ધ્યાન આપતા પણ ન હતા.
આ ઈષ્યની સમાનતા ઉપર કર્ણ અને દુર્યોધનની મૈત્રી જામી ગઈ. શત્રુનો શત્રુ તે મિત્ર.
અર્જુન સાથે એકલવ્યની મુલાકાત એક દિવસની વાત છે. વિદ્યાદાનની છુટ્ટીના કારણે અર્જુન પુષ્પકરંડક નામના વનમાં ફરવા નીકળી ગયો. એક જગ્યાએ તેણે એવો કૂતરો જોયો જેના મોંમાં બાણ ભરી દેવામાં આવ્યા હતા.
અર્જુને વિચાર કર્યો કે, “ભસીને ત્રાસ દેતાં કૂતરાને આ રીતે બાણો ફેંકીને કોણે ચૂપ કરી દીધો હશે? આ તો અજબગજબની ધનુકલા કહેવાય. તે આવો ધનુર્ધર આ વનમાં વળી કોણ હશે ?'
થોડેક આગળ વધતાં તેણે એક યુવાનને જોયો. તેના હાથમાં ધનુષ વગેરે હોવાથી તેણે અનુમાન કરી લીધું કે પેલા કૂતરાને ચૂપ કરી દેનાર આ જ વ્યક્તિ છે. તેની પાસે જઈને અર્જુને તેની ઓળખ પૂછી. તેના વિદ્યાગુરુનું નામ પૂછ્યું. તે યુવાને કહ્યું, “હું પલ્લીપતિ હિરણ્યધનુષનો પુત્ર છું. મારું નામ એકલવ્ય છે. મારા ગુરુ મહાન દ્રોણાચાર્ય છે, જેઓ વિશ્વના અજોડ ધનુર્ધર અર્જુનના ગુરુદેવ છે.”
આ શબ્દો સાંભળતાં જ અર્જુન વિલખો પડી ગયો. સીધો નિવાસસ્થાને જઈ ગુરુદેવ દ્રોણાચાર્યને પૂછવા લાગ્યો કે, “આપે તો મારા કરતાં ક્યાંય ચડિયાતો આપનો એક શિષ્ય તૈયાર કર્યો છે, તો આપે મને “અજોડ ધનુર્ધર બનાવવાનું જે વચન આપ્યું હતું તેનો શો અર્થ ?”
અર્જુને એકલવ્યની સઘળી વાત કરી. અર્જુનના મોં ઉપર ભારે ઉદાસીનતા છાઈ ગઈ હતી, એકલવ્ય પોતાનાથી સવાયો ધનુર્ધર બન્યો છે તેની કલ્પનાથીસ્તો.
આજે પ્રમોદભાવ ક્યાં છે ? કેવા છે મોટા મોટા માનવના ય મન ! એને કોઈનો ઉત્કર્ષ પણ ગમતો નથી. કર્ણ અને દુર્યોધનને અર્જુનની ઈર્ષ્યા થાય છે અને અર્જુનને એકલવ્યની ઈર્ષ્યા થાય છે !
શું આ સ્થળે પ્રમોદ ન જ થઈ શકે? બીજાઓના ઉત્કર્ષને જોઈને શું આનંદ પામી શકાય જ નહિ? અર્જુન જેવાની પણ આવી હીન મનઃસ્થિતિ થઈ શકે ?
જૈન મહાભારત ભાગ-૧
Page #104
--------------------------------------------------------------------------
________________
આનું જ નામ સંસાર ! જૈન શાસ્ત્રજ્ઞોએ માનવને પ્રાયઃ માની-અભિમાની કહ્યો છે તે કેટલું યથાર્થ છે !
જ્યાં અહંકાર ત્યાં બીજા પ્રત્યે તિરસ્કાર અને ઈર્ષ્યા તો હોય જ.
આ ઉપરથી એમ લાગે છે કે બીજાઓનો ઉત્કર્ષ જોઈને જેના શરીરના રોમરોમમાં આનંદ વ્યાપી જતો હોય તે આત્મા નિશ્ચિતપણે ટૂંકા સમયમાં મોક્ષગામી હોય.
જોવા તો મળે છે ટોળેટોળાં આ ધરતી ઉપર સ્વોત્કર્ષવાદીઓના, પરાપકર્ષકામીઓના.
અર્જુન એકલવ્યની ધનુર્વિદ્યા સિદ્ધિ જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો. ‘આવી ટોચની ધનુર્ધારિતા પણ જગતમાં હોઈ શકે છે, અને તે પણ જંગલના ભીલ ગણાતા તુચ્છ આદમીમાં !” એ વાત એના માટે અત્યંત આશ્ચર્યકારક બની ગઈ હતી.
સર્વોચ્ચ કલા : વૈરાગ્યકલા વૈરાગ્યકલ્પલતા ગ્રન્થમાં મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ કહ્યું છે કે જગતમાં જ્ઞાનરૂપી ચન્દ્રની અનેક કળાઓના પ્રકાશના ચમકારા જોવા મળે છે, પરંતુ એ બધી કળામાં સર્વોત્કૃષ્ટ કલા કોઈ હોય તો તે વૈરાગ્યકલા છે કે જે સંસાર(રાગાદિ ભાવો)ના માથા ઉપર પોતાનો પગ રાખીને જ ઊભી રહે છે. ( મifકાં ત રાજનાં કચ) વંદન તે વૈરાગ્યકલાના ઉપાસકોને ! સ્વામીઓને !
મહાત્મા સ્થૂલભદ્ર જ્યારે રાજા નંદે પોતાને ત્યાં મહેમાન થયેલ રથકાર નામના માણસને રાત્રિનો સાંસારિક આનંદ માણવા રૂપકોશાને આંગણે મોકલ્યો હતો ત્યારે સંધ્યા ઢળી રહી હતી. રાજાની નોકરી કરતી રૂપકોશાને રાજાજ્ઞા માન્ય કર્યા વિના છૂટકો ન હતો, પરંતુ હવે તે મહાત્મા સ્થૂલભદ્રજી દ્વારા જીવનપરિવર્તન પામેલી સ્ત્રી બની હતી. તેને આ વિષયવાસનાનો સંસાર જરાય ગોઠતો ન હતો. એટલે જ બને ત્યાં સુધી તો આવા કેટલાય રથકારોને બોધ દઈને તેણે ટાળ્યા હતા.
આ રથકાર જરા વિચિત્ર હતો. બંને સંધ્યાના સમયે ઉદ્યાનમાં બેઠા. રૂપકોશાને રીઝવવા માટે રથકારે પોતાનું એવું કૌશલ બતાવ્યું જેમાં દૂર રહેલા આંબાની કેરીઓની ડાળને તીર મારીને, તે તીરના પાછળના પીંછા ઉપર બીજું તીર મારીને, એમ કરતાં તીરની આખી હાર બનાવીને છેલ્લે તીર પોતાના હાથ પાસે જ ગોઠવી મૂક્યું. પછી આખી હાર ભારે કાબેલિયતથી એવી ખેંચી કે કેરી લચેલી તે ડાળી તૂટીને ઢસડાતી રથકાર પાસે આવી ગઈ.
બેશક, આ અદ્ભુત કળા હતી પણ રૂપકોશાના મોની કરચલીએ પણ તે બદલ સ્મિત ન કર્યું.
રથકાર તેને કાંઈક પૂછવા જાય છે ત્યાં રૂપકોશા ઊભી થઈ. તેણે પોતાની નૃત્યકળા બતાવી, જેમાં સરસવના લીસા દાણાઓના ઢગલા ઉપર કમળ ગોઠવીને, કમળમાં સોંય ખોસીને તે સોય ઉપર ઊભા રહીને તેણે નૃત્ય કરી બતાડ્યું.
આ કળા જોઈને રથકાર મોંમાં આંગળાં નાંખી ગયો. તેણે કહ્યું, “તારી નૃત્યકલા પાસે મારી ધનુકલા કોઈ વિસાતમાં નથી !”
તે વખતે કોશાએ કહ્યું, “કલા તો એક માત્ર સ્થૂલભદ્રજીની ! કલાકાર તો એ જ આ જગતના ! બાકી હું અને તમે તો મફતની સસ્તી કીર્તિ ખાનારા કલાકારો છીએ !”
આમ કહીને તેણે સ્થૂલભદ્રજીનો ઇતિહાસ રથકારને જણાવ્યો.
જૈન મહાભારત ભાગ-૧
Page #105
--------------------------------------------------------------------------
________________
“બાર બાર વર્ષ લગી મન મૂકીને અમે બંનેએ કામસુખોનું સેવન કર્યું. પણ એક દિ' એ આત્મા મહાત્મા બની ગયા. મારે જ ઘેર ચાતુર્માસ કરવા આવ્યા. તેમને મારી સોડમાં લેવા માટે મેં તમામ પ્રયત્નો કરી નાંખ્યા, પણ એની આંખની એકાદ પાંપણમાં ય વિકાર એક ક્ષણ માટે ય પેદા ન થયો. અરે ! હું તેમને પાડી ન શકી, પણ તેમણે જ મને વૈરાગણ બનાવી દીધી. બોધ દઈને વારાંગના મટાડીને વીરાંગના બનાવી દીધી ! કામના ઘરમાં પેસીને જેણે કામરાજનું ખૂન કર્યું ! ઓ રથકાર! કલા તો એ એક જ છે, વિરાગની ! કલાકારો તો માત્ર વિરાગીઓ ! હું અને તું તો તેમની પાસે ભાજીમૂળા બરોબર !” રથકારની કામવાસના શાંત પડી ગઈ. તે ત્યાંથી ચાલ્યો ગયો.
અજોડ ધનુર્ધર : કાનાનો ગુરુ મને પેલો પોતાને “અપૂર્વ ધનુર્ધર માનનારો ધનુર્ધર યાદ આવે છે. તેને પોતાની ધનુર્ધારિતાનો પુષ્કળ કેફ ચડ્યો હતો. જ્યાં જાય ત્યાં ધનુર્ધરને શોધે અને તેને હરાવીને “ગોલ્ડ-મેડલ મેળવે.
એક વાર કોઈ નગરમાં તે જઈ ચડ્યો. લોકોએ તેને કહ્યું, “અમારા ગામમાં એક કાનો ભરવાડ છે તે જબરો ધનુર્ધર છે. હાલ ગામના સીમાડે ગાડર ચરાવતો હશે.”
ધનુર્ધર કાના પાસે પહોંચી ગયો. તેણે ધનુર્વિદ્યા બતાવવા જણાવ્યું. કાનાએ કહ્યું, “ભાઈ, તારી વિદ્યા તું દેખાડ, પછી હું બતાવીશ. મારે કાંઈ પણછ કે બાણની નિશાન તાકવા માટે કશી જરૂર નથી. મારે તો આ કડિયાળી ડાંગથી જ નિશાન લેવાનું.”
ધનુર્ધર કોઈ વૃક્ષની ઊંચી ડાળીએ લટકેલા ફળ તરફ તીર તાકીને છોડ્યું. જેવું તીર છૂટ્યું કે કાનાએ એ છૂટેલા તીર ઉપર સીધી ડાંગ છોડી. ડાંગે અધવચમાં જ તીરના બે ટૂકડા કરી નાંખ્યા.
ધનુર્ધર તો આ જોઈને કાનાને ગુરુ માની બેઠો. ત્રણ વર્ષ સુધી એની પાસે રહીને વિદ્યા શીખ્યો. એક દિતેણે ગુરુને પૂછ્યું કે, “હવે હું અજોડ ધનુર્ધર બની ગયો કહેવાઉં?”
હસીને કાનાએ કહ્યું, “અજોડ ધનુર્ધર બનવા માટે તો હજી તારે મારા એકસો વીસ વર્ષના ગુરુને જીતવા પડે. ચાલ, એ ડોસા પાસે તને લઈ જઉં. અહીંથી છ ગાઉ દૂર તે રહે છે.”
બન્ને ત્યાં ગયા. ચેલાએ ગુરુને આવવાનું પ્રયોજન જણાવ્યું. નાસ્તા- પાણી કરીને ત્રણેય નજીકના પહાડ ઉપર ચડ્યા. પછી તે બે ય ને ત્યાં જ ઊભા રાખીને પહાડના સૌથી ઊંચા શિખર ઉપર ડોસો ચડ્યો.
શિખરની ધાર ઉપર એક એવી શિલા હતી જે અડધી ધારની પહાડ બાજુએ હતી તો અડધી ખીણ બાજુ લટકતી જણાતી હતી. એ ભાગ ઉપર ડોસો એક પગે ઊભો રહ્યો. જરાક ચૂકે તો સીધો ખીણમાં પડે.
આ દશ્ય જોઈને પેલા ધનુર્ધરની છાતીના ધબકારા એકદમ વધી ગયા. તેણે કાનાને કહ્યું, “તારા ગુરુને નીચે ઉતારી દે. એ ક્યાંક ખીણમાં ગબડી પડશે.”
કાનાએ કહ્યું, “ભાઈ ! હજી ધનુર્વિદ્યા તો તે ક્યાં જોઈ ! તે તો હવે તને જોવા મળશે.”
આટલું કહીને કાનાએ બૂમ પાડીને ગુરુજીને કહ્યું, “પણ આમ નટની જેમ ઊભા રહેવાથી શું ! અમે નકળા જોવા નથી આવ્યા. અમારે ધનુર્વિદ્યા જોવી છે. તમારી સામેના શિખર ઉપર જે ઝાડ છે તેના ફળો તોડી પાડો જોઉં !”
અને... એ સાંભળતાં વેંત ડોસાએ પોતાની આંખો એ ફળો ઉપર એવી ધારદાર રીતે કેન્દ્રિત કરી કે તમામ ફળો ધરતી ઉપર તૂટી પડ્યા.
જૈન મહાભારત ભાગ-૧
Page #106
--------------------------------------------------------------------------
________________
નહિ પણછ, નહિ બાણ..... આ શું? પેલા ધનુર્ધરનું “અજોડ ધનુર્ધર બનવાનું ગુમાન ઓગળીને સાફ થઈ ગયું.
અભ્યાસ દ્વારા સર્વસિદ્ધિ અભ્યાસથી શું સિદ્ધ થઈ શકતું નથી ! પેલી રાણીએ તાજી જન્મેલી ભેંસને ઊંચકીને સાત માળના મહેલની અગાસીએ લઈ જવાનું શરૂ કર્યું તો ધીમે ધીમે તે મોટી જાડી લઠ્ઠ ભેંસ બની તો ય તેને તે રાણી ઉપાડીને લઈ જઈ શકી.
માણસ પોતાનું લક્ષ્ય નક્કી કરે અને તેમાં પૂરેપૂરો એકાકાર બને -કેન્દ્રિત બને-તો કોઈ પણ સિદ્ધિને તે પામી શકે. કોઈ ગુનાસર પકડાયેલા માણસને રાજાએ એવી સજા કરી કે તેણે પોતાના તલવાર-
નિષ્ણાત સૈનિક સાથે તલવારથી લડવું. જો તે જીતે તો સજા માફ અને જો હારે તો તલવારથી જ તેને મોતની સજા.
પેલા ગુનેગારને તલવાર પકડતાં ય આવડતી ન હતી. પણ જયારે તેના લક્ષમાં મોત આવી ગયું ત્યારે તેણે પોતાની સઘળી શક્તિને એવી કેન્દ્રિત કરી કે તે અભુત રીતે તલવાર ફેરવવા લાગ્યો અને તેમાં જીતી પણ ગયો. તેની સજા માફ થઈ ગઈ.
જે ઉપાસના દીર્ઘકાળ સુધી, ખાડો પાડ્યા વિના અને પૂરા ઉલ્લસિત ભાવથી કરવામાં આવે તે સફળતાને વરે જ. આ વાત પતંજલિ ઋષિએ યોગસૂત્રમાં જણાવી છે. (સારી ત્રિ-ત્તિसत्कारसेवितो दृढभूमिः)
રામકૃષ્ણ પરમહંસે પોતાના ગુરુ તોતાપુરીને પૂછ્યું, “આપ જેવાએ રોજ માળા ફેરવવાની શી જરૂર ?”
ઉત્તર મળ્યો, “સામે પડેલું વાસણ જો. કેવું ચકચક થાય છે? કેમ? એટલા જ માટે કે તે રોજ મજાય છે. જે રોજ મંજાય તે કદી ગંદું ન થાય. હવે સમજી ગયો ?” રામકૃષ્ણ આદરભાવથી ગુરુજીને નમન કરીને તેમની વાતમાં સંમતિ દર્શાવી.
એકલવ્યની અપૂર્વ ગુરુભક્તિ અર્જુન કરતાં ય એકલવ્ય જો આગળ વધ્યો હોય તો તેમાં તેની સખ્ત મહેનત કામ કરી ગઈ છે. ના, સષ્ઠ મહેનતથી પણ આવી સિદ્ધિ મળતી નથી. સિદ્ધિ મેળવી આપે છે; વિનયભાવ : નિરભિમાનિતા.
એકલવ્યે પોતાની જાતનું વિલોપન કરીને ગુરુને જ સર્વસ્વ માન્યા હતા. સત્યો બે પ્રકારના હોય છે : ૧. વાસ્તવિક, ૨. કાલ્પનિક. વાસ્તવિક સત્યને obj ecti ve reality કહેવાય. કાલ્પનિક સત્યને i deal reality કહેવાય.
વાસ્તવિક સત્યમાં જેટલી અસરકારકતા હોય છે તેટલી જ-ક્યારેક તેથી પણ વધુ-અસરકારકતા કાલ્પનિક સત્યમાં પણ હોય છે.
ભૂત વાસ્તવિક હોય કે કાલ્પનિક, બન્નેય સામા માણસના મૃત્યુમાં સરખા નિમિત્ત બની શકે
ઘાસની ગંજીના દેડકાએ જ ડંખ દીધો પણ છતાં તે ડંખ ઝેરી સાપે જ મને દીધો છે' એવી
જૈન મહાભારત ભાગ-૧
Page #107
--------------------------------------------------------------------------
________________
કલ્પના કરનાર માણસને ખરેખર ઝેર ચડ્યું અને તે મરી ગયો.
દેવ અને ગુરુ-બન્ને-આપણા ઉપકારક તત્ત્વો છે. તેઓ વાસ્તવિક રૂપમાં આપણી સમક્ષ ન હોય તો તેમને આપણી કલ્પનાના રંગે ચીતરીને નજર સામે લાવીએ, તેમની સાથે વાતો કરીએ, મીઠો ઠપકો પણ દઈએ (‘મુજ સરીખા મેવાસીને અથવા ઓલંભડે મત ખીજો' પદોમાં દીધો છે તેવો) તો ય વાંધો નહિ. i deal r eal i t y સ્વરૂપ દેવ કે ગુરુ વગેરે સાથે આપણે કદાચ બેફામપણે વર્તી શકીએ. હવે ભલે આપણી સામે obj ect i ve real i t y ન પણ હોય તો ય શું ? જે સિદ્ધિ તેનાથી મળે તે જ સિદ્ધિ i deal real i t y થી પણ મળે જ છે ને ? અર્જુન પાસે obj ect i ve real i t y સ્વરૂપ સાક્ષાત્ દ્રોણ હતા, જ્યારે એકલવ્ય પાસે i deal_r eal i t y સ્વરૂપ દ્રોણ હતા. બન્નેય અજોડ ધનુર્ધર બન્યા, અરે ! અર્જુનથી સવાયો એકલવ્ય નીકળ્યો.
આ વિચારમાંથી કેટલું સુંદર આશ્વાસન ફલિત થાય છે ! ભલે આજે સાક્ષાત્ પરમાત્મા ન હોય પણ તેની i deal real i ty હોય તો પછી ગમે તે પળે, ગમે તે ક્ષેત્રમાં આપણે તેને મેળવી જ શકીએ છીએ. આવો ઈશ્વર-સાક્ષાત્કાર એ જ સાચો ઈશ્વર-સાક્ષાત્કાર છે. મન પડે ત્યારે-આંખ મીંચતાંની સાથે જ-તે પરમપિતાનો સાક્ષાત્કાર થાય. બીજી જ પળથી વાર્તાલાપ શરૂ થાય અને તે જ પળથી અશુભ કર્મોનો મહાધ્વંસ શરૂ થઈ જાય.
આપણે તો આવા જ ભગવાનથી કામ. ઓલા, obj ect i ve r eal i t yના ભગવાનમાં તો આટલી બધી સગવડ ક્યાંથી મળે ?
હવે કહો, હલાહલ કલિયુગમાં ય સતયુગનું અવતરણ જરાય મુશ્કેલ છે ખરું ?
ભક્તો ! ભગવાનની રીસ કે રીઝની ફિકર ન કરો. તમારો ભાવ જ ભગવાન છે. તે પ્રાપ્ત થયા બાદ અષ્ટ મહાસિદ્ધિઓ તમારા ચરણે આવીને આળોટવાની છે. એટલે obj ecti ve real i t y સ્વરૂપ સહજ રીતે તારણહાર ભગવાનની કૃપા ઊતરવાની. ફિકર જ કરો મા !
જ્યારે અર્જુને એકલવ્યની અજોડ ધનુર્ધારિતાની દ્રોણાચાર્યને વાત કરી ત્યારે આશ્ચર્યથી સ્તબ્ધ બની ગયેલા દ્રોણાચાર્ય અર્જુનને લઈને તાબડતોબ એકલવ્ય પાસે જવા નીકળ્યા.
કોઈ મોટા વડલાની ઓથ લઈને બે ય ઊભા રહ્યા. ત્યાંથી તેમને એકલવ્ય બરોબર દેખાતો હતો. તેની પાસે તીરકામઠું હતું. તે વખતે તે એકલો અભ્યાસ કરતો હતો. તે એકલો જ બોલ્યા કરતો હતો, “ગુરુજી! હવે શું કરું ? આમ કરું ? આ રીતે ધનુષ પકડું ? આ પ્રમાણે લક્ષ્ય તરફ તીર તાકું ? આપ જ કહો. આપ મારું સર્વસ્વ છો. વન્દે દ્રોણું મહાગુરુમ્ વગેરે..”
દ્રોણ અને અર્જુન તો આ દશ્ય જોઈને, એ શબ્દ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. અર્જુને કટાક્ષમાં દ્રોણાચાર્યને ધીમા અવાજે કહ્યું, “જુઓ, આપ જ એના ગુરુ છો ને ? આપના એ શિષ્યને મારા કરતાં ય સવાયો બનાવ્યો નથી શું ? ચાલો, આપણે ત્યાં જઈએ. પછી આપને જ બધી ખબર પડી જશે.”
બન્ને એકલવ્યની પાસે ગયા. એકલવ્યે જોતાંવેંત દોટ મૂકી. “ગુરુદેવ ! ગુરુદેવ ! મારું સર્વસ્વ
! મારા પ્રાણ ! મારા પ્રાણદ ! પધારો... પધારો...” કહેતો ચરણોમાં આળોટી ગયો.
દ્રોણાચાર્યે તેને નામઠામ વગેરે પૂછ્યા. પછી ધનુર્વિદ્યાની કેટલીક ખૂબ ભારે ગણી શકાય તેવી કસોટીઓ કરી. એકલવ્ય તમામ કસોટીમાં પૂરેપૂરો પાર ઊતરી ગયો.
આશ્ચર્યથી સ્તબ્ધ બનેલા દ્રોણાચાર્યે એકલવ્યને પૂછ્યું, “વત્સ ! આ વિદ્યા તું ક્યાંથી શીખ્યો ? તારા ગુરુ કોણ ?”
જૈન મહાભારત ભાગ-૧
Page #108
--------------------------------------------------------------------------
________________
ખડખડાટ હસી પડીને એકલવ્ય બોલ્યો, “પ્યારા ગુરુદેવ ! આપ જ મારા ગુરુ છો છતાં આવું કેમ પૂછો છો ? આપ જ મને જ્ઞાન આપો છો, પ્રેરણા અને બળ આપો છો. ક્યારેક નિરાશ થઈ જાઉં ત્યારે આપ જ માત્ર ચક્ષુથી મારી ઉપર સ્નેહ છલકાવી દઈને મને બળ આપો છો અને છતાં કેમ પૂછો છો કે તારા ગુરુ કોણ છે? જેવા આ અર્જુનદેવના આપ ગુરુ તેવા મારા પણ આપ જ ગુરુ છો ને ?”
અર્જુન દ્રોણાચાર્યની સામે વેધક નજર નાંખીને પૂછતો હતો કે, “ગુરુદેવ ! હવે જવાબ આપો કે આપ તેના ગુરુ છો કે નહિ ?”
દ્રોણાચાર્યે એકલવ્યને કહ્યું, “ભાઈ ! ધનુર્વિદ્યાનું શિક્ષણ મેં શી રીતે તને આપ્યું? તે હજી મને સમજાતું નથી.”
તે વખતે એકલવ્ય બાજુના જ વૃક્ષ તરફ આંગળી કરીને દ્રોણાચાર્યની પોતે બનાવેલી માટીની પ્રતિમા દેખાડીને કહ્યું, “કહો, ગુરુદેવ ! આ આપ નથી ? આપની જ પાસેથી હું પ્રેરણા, જ્ઞાન, ઉલ્લાસ મેળવીને હું વિદ્યોપાર્જન કરી રહ્યો છું. હવે મારી વાત સમજાઈ ગઈ ને ?”
પ્રતિમાની પ્રચંડ તાકાત માત્ર પ્રતિમાનું આલંબન લઈને એકલવ્ય સવાયો અર્જુન બની ગયો હતો એ સત્ય કટુ લાગતું હોય તો ય હવે દ્રોણાચાર્ય અને અર્જુનને માન્યા વિના છૂટકો ન હતો.
ના, એ સાક્ષાત્ દ્રોણ ન હતા, પણ સાથોસાથ એ પથ્થર પણ ન હતો. એ દ્રોણાચાર્યની પ્રતિમા હતી. જૈનો જેને સ્થાપનાનિક્ષેપ કહે છે તે હતો.
જેને એ નિક્ષેપમાં જે દેખાય છે તેવો બની જાય. પથ્થર દેખાય તે પથ્થર બને. ભગવાન દેખાય તે ભગવાન બને.
પ્રતિમાએ આપણી ઉપર કશું જ કરવાનું હોતું નથી. ભગવાને કે ગુરુને ય આપણી ઉપર કશું કરવાનું નથી. એમનું આલંબન લઈને આપણે જ તેમના પ્રત્યે દાસભાવ કેળવવાનો છે.
એ આપણો ભાવ જ આપણા હૈયે બિરાજમાન થયેલો ભગવાન છે. એની હાજરી માત્રથી અનંત કર્મોના ભુક્કા નીકળી જાય છે. ના, “આલંબન લીધા વિના એ ભાવ જાગવો મુશ્કેલ છે. આકર્ષક નારીને જોતાં જો વાસનાના ભાવો ભડકે બળતા હોય; અન્યથા નહિ, તો તે તમામ વ્યક્તિઓને મારે કહેવું છે કે તમે જો સારું આલંબન લેશો તો તમારા હૈયે ટનબંધ શુભ ભાવોની પેદાશ થયા વિના રહેવાની નથી.
અશુભ આલંબને-નિમિત્તે જો અશુભ ભાવોનું જાગરણ, અન્યથા નહિ, તો શુભ આલંબનેનિમિત્તે શુભ ભાવોનું જાગરણ શા માટે નહિ ? આલંબન વિના જ શુભ ભાવો શી રીતે જાગી શકે
સબૂર ! જેને આલંબન વિના પણ શુભ ભાવો જાગ્રત થતા હોય તેણે સંસાર ત્યાગીને સાધુ બની જવું રહ્યું. અમુક કક્ષા પછી ત્યાં આલંબનની પણ જરૂર રહેવાની નથી. સહજ રીતે જ એ ખસી જવાનું છે.
દ્રોણાચાર્યને ક્યાં કશોય ભાવ હતો એકલવ્ય ઉપર...છતાં પણ એકલવ્ય સવાયો અર્જુન એટલા માટે બન્યો કે એકલવ્યને દ્રોણાચાર્ય ઉપર અસીમ બહુમાનભાવ હતો. આવો ભાવ પ્રતિમાનું આલંબન લઈને જ જગાડી શક્યો હતો.
જૈન મહાભારત ભાગ-૧
Page #109
--------------------------------------------------------------------------
________________
એકટ્રેસનું ચિત્ર જોઈને વિકારભાવ કેટલી ઝડપથી જાગી શકે છે ! તો સંતનું ચિત્ર ખૂબ ઝડપથી શુભ ભાવોને કેમ જગાડી ન દે ?
પ્રતિમાને જડ કહીને જો તેનું આલંબન લેવાનો ઈન્કાર કરી દેવામાં આવશે તો નામ જપવા માટેની માળા અને નામ બે ય જડ છે તે ય છોડવા પડશે, અને જ્ઞાન મેળવવા માટેનું શાસ્ત્ર અને તેના અક્ષરોની આકૃતિ (એક પ્રકારની પ્રતિમાઓ) પણ જડ છે તે ય છોડવા પડશે.
પ્રતિમાના આલંબને અનેકના ઉદ્ધાર મંત્રીશ્વર પેથડની કારમી ધનમૂર્છા પ્રતિમાના દર્શનમાત્રથી ખતમ થઈ ગઈ હતી ! ‘આ ભગવાન સર્વસંગના ત્યાગી, વર્ષીદાન કરીને ધનને છૂટે હાથે ઉડાવી દેનારા અને હું ધનનો કીડો ! હાય !' આ વિચાર એ પ્રતિમાના આલંબને જ આવ્યો હતો. કમાલ કરી છે ને પ્રતિમાએ !
અને પોતાના પ્રતિસ્પર્ધી તાનસેનનું ખૂન કરવાના સોગંદ બૈજુને આપીને બાપ મર્યો હતો. પણ તાનસેનનું ખૂન કરવાની તક સતત શોધતા ફરતા બૈજુની નજરમાં એક દિ' એક મંદિરની પ્રતિમા આવી ગઈ ! એના ખૂનના ભાવ ખતમ થઈ ગયા ! એ હેવાન મટીને ભગવાનમય બની ગયો ! એણે શત્રુને મારી તો નાંખ્યો જ પણ શત્રુતા મારવા દ્વારા, પ્રાણ લેવા દ્વારા નહિ.
જો પ્રતિમા ન હોય તો આ શુભ ભાવો શેં જાગત ! તાનસેન અને બૈજુ પરસ્પર ભેટી પડ્યા એ સ્નેહભાવની ઉત્કૃષ્ટ પળ ક્યાંથી જન્મ પામત !
‘ઝેરનો પ્યાલો પીવડાવી દેતા રાણા પ્રત્યે તને કેમ કોઈ દિ’ દ્વેષ આવતો નથી ?’ કોઈકે મીરાંને સવાલ કર્યો. તેણે સામે ગોઠવેલી ગિરધરની પ્રતિમા બતાવીને કહ્યું, “હું આનામાં એવી પાગલ થઈ છું કે મને તે દ્વેષ કરવાનો પણ સમય મળતો નથી !”
પોતાની બાળકીને અક્કાએ ટોટો પીસીને મારી નાંખી તેનો આઘાત માતા રામદુલારી જીરવી શકતી ન હતી. એ દરમિયાન એને મંદિર મળ્યું, ભગવાન મળ્યા. એમનામાં એ તદાકાર બનવા લાગી. એની એવી ઉત્કૃષ્ટ ક્ષણોએ એ પહોંચી કે બાળકીના મોતના આઘાતના સતત દૂઝતા ઘા પૂરેપૂરા રુઝાઈ ગયા.
કાલીની પ્રતિમામાં સાક્ષાત્ ‘જગદંબા’નું દર્શન કરતા રામકૃષ્ણ લગ્નની પહેલી જ રાતથી પોતાની પત્નીમાં ‘જગદંબા'ના દર્શન કરવાની સિદ્ધિને વર્યા હતા. મરતાં સુધી એમણે એ આલંબન ત્યાગ્યું નથી.
પરમાત્મા મહાવીરદેવ હાથ ઊંચો કરીને ચંડકૌશિકને કહી રહ્યા છે, ‘બુઝ બુઝ ચંડકોસીઆ !' એ ચિત્ર જોઈને એક ભાઈએ પરમાત્મા મહાવીરદેવના ચરણે પોતાનું જીવન અર્પી દીધું ! તેમની ભક્તિમાં તે તલ્લીન બની ગયા ! ચિત્રની આવી તાકાત !
હા, વ્યક્તિની ગેરહાજરીમાં વ્યક્તિના વિરહથી ઝૂરતી નારી પતિના ફોટા (પ્રતિમા) સિવાય ક્યાંથી બળ મેળવે ?
પંડિત ધનપાળ, પંડિત સિદ્ધસેન, હાસા-પ્રહાસાનો દેવાત્મા ઢોલિયો વગેરે અગણિત આત્માઓ માત્ર પ્રતિમાના દર્શને જીવનના ‘ટર્નિંગ પોઈન્ટ'ને હાંસલ કરી શક્યા હતા.
જેને જે ગુરુએ તાર્યો તેના માટે તે ગુરુ ભગવાન જ કહેવાય.
જેને જે પ્રતિમાએ તાર્યો તેના માટે તે પ્રતિમા ભગવાન જ કહેવાય.
આથીસ્તો પરમાત્માના વિરહકાળમાં પરમાત્માનું સ્મરણ કરાવતી, જાતનું શોધન કરાવતી, નિર્મળ ભાવોનું ગંજાવર ઉત્પાદન કરતી પ્રતિમાની પ્રતિષ્ઠા કરીને લાખો અને કરોડો રૂપિયાના
જૈન મહાભારત ભાગ-૧
Page #110
--------------------------------------------------------------------------
________________
મંદિરોના નિર્માણ થાય છે.
શું જૈન કે શું અજૈન? અરે ! ક્રોસ દ્વારા કરોડો ઈસાઈઓ અને મસ્જિદના પથ્થર દ્વારા કરોડો મુસ્લિમો પણ પ્રતિમાનું પૂજન કરે જ છે.
દેવચન્દ્રજી મહારાજે સાચું જ કહ્યું છે કે, “હે પ્રભુ ! હું વિરહકાયર છું. તારી પ્રતિમા સામે બેસીને તને ગાયા વિના મને કોઈ રીતે શાંતિ મળે તેમ નથી.”
સમગ્ર જગત ઉપર જેનો ઉપકાર છાઈ ગયો છે એવા પરમાત્માની પાછળ કોઈ પોતાનું વિપુલ ધન કે જીવન-સર્વસ્વ પણ કુરબાન કરે તો તેમાં નવાઈ શી છે ?
દયા કરતાં ચડિયાતી કૃતજ્ઞતા ગરીબ તે ગરીબ છે. પિતા તે પિતા છે. ભગવાન તે ભગવાન છે. બે વચ્ચે આભગાભનું અંતર છે. એક ઉપર ઉપકાર કરવાનો છે, બીજાનો ઉપકાર થઈ ચૂક્યો છે. એક સાથે દયા-ભાવથી સંબંધ જોડાયેલો છે, બીજા સાથે કૃતજ્ઞતાભાવથી સંબંધ જોડાયેલો છે.
દયા કરતાં કૃતજ્ઞતા બેશક ચડિયાતી છે. ગરીબને દસ પૈસા અપાય તો બાપાને દસ હજાર રૂપિયા પણ દીકરો આપે. બે માં સમાનતા છે જ નહિ, હતી પણ નહિ અને જોવાય પણ નહિ.
ભગવાન એ બાપાના પણ બાપા છે, બાની પણ બા છે. એના પ્રત્યે ટોચકક્ષાનો અભાવ હોય, એના અંગે મોટો ધનત્યાગ હોય તો તેમાં નવાઈ પામવા જેવું કશું નથી.
આથી જ જુવાનવયમાં જ મરણપથારીએ સૂતેલા ગૂર્જરેશ્વર કુમારપાળના સુપુત્ર નૃપસિંહની આંખે આંસુ આવી ગયા હતા. તે વખતે ત્યાં જ બિરાજમાન કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિજી મહારાજાએ આંસુનું કારણ પૂછતાં નૃપસિંહે કહ્યું, “મારા પિતા કેવા કૃપણ કે તેમણે મંદિરો ઘણાં બનાવ્યા પણ બધા પાષાણના ! મારી એવી ભાવના હતી કે મોટો થઈને હું જે મંદિરો બનાવીશ તે બધા સોનાની દીવાલોના જ બનાવીશ. પણ ગુરુદેવ ! મોત નજીક આવી ગયું છે એટલે મારી ભાવના મારા મનમાં રહી ગઈ તે બદલ મારી આંખમાં આંસુ આવી ગયા.”
આ સાંભળીને સૂરિજીની આંખે પણ ઝળઝળિયાં આવી ગયા.
એકલવ્યની “સવાયા અર્જુન તરીકેની સિદ્ધિના મૂળમાં એકલવ્યને ગુરુ પ્રત્યેનો ભારે મોટો બહુમાનભાવ હતો. પરન્તુ એ ભાવ લાવવામાં દ્રોણાચાર્યની પ્રતિમાનું આલંબને જ કામ કરી ગયું હતું.
એકવાર એકલવ્ય દ્રોણાચાર્યની પાસે ધનુર્વિદ્યા શીખવા ગયો હતો પરંતુ તે જાતનો ભીલ હોઈને તેની તે વિદ્યા શીખવાની તેનામાં પાત્રતા ન હતી. માટે દ્રોણાચાર્યે તેને વિદ્યાભ્યાસ કરાવવાનો નિષેધ કર્યો હતો. આ પછી એકલવ્યે તેમને ગુરુ તરીકે હૈયે સ્થાપીને, તેમની પ્રતિમા બનાવીને વિદ્યાભ્યાસમાં પરાકાષ્ટા પ્રાપ્ત કરી હતી.
પાત્રતાનો વિચાર : સર્વત્ર પ્રધાન કેટલાકને આ ઘટનામાં દ્રોણાચાર્યનો હળાહળ અન્યાય દેખાય છે, પણ વસ્તુસ્થિતિ તેવી નથી.
જેની જે લાયકાત હોય તે પ્રમાણે જ તેને તે વસ્તુ આપી શકાય. આ જ જાય છે. એથી વિરુદ્ધ બધાને બધું આપવાના નારા લગાવતો સમાનતાનો વિચાર એ જ હળાહળ અન્યાય છે.
જેમના પગ સીધા છે તેમને તેવા જ બૂટ અપાય, પણ જેમના પગ વાંકા છે તેમને તો તેમના માપના વાંકા બૂટ જ આપવા પડે. એમાં કોઈ અસમાનતા જુએ તો તે મૂર્ખશેખર કહેવાય.
જેની જેટલી રોટલી ખાવાની ગુંજાઈશ તેટલી જ રોટલી તેને આપવી તે જ જાય.
જૈન મહાભારત ભાગ-૧
Page #111
--------------------------------------------------------------------------
________________
બે રોટલી ખાનાર અને બાર રોટલી ખાનાર-એ-મહેમાન થયા. કોઈ સમાનતાવાદીએ બે અને બારનો સરવાળો કરીને ચૌદ રોટલી ગણી, પછી બન્નેયને સરખી સાત સાત રોટલી આપી.
કહો, આ સમાનતા-પ્રદર્શન તે ન્યાય છે કે અન્યાય ?
સાવ નીચી કક્ષાના માણસના હાથમાં વધુ પડતું ધન મૂકી દો, જુઓ પછી શું થાય? તેને તે ધન પચશે નહિ. દારૂ અને દુરાચારના માર્ગે ચાલી ગયા વિના તે રહેશે નહિ.
વધુ ધનથી વધુ સારો ધંધો કરીને સરકારના અર્થતંત્રને સદ્ધર કરી આપતા વેપારી-વર્ગ પાસેથી ધન આંચકી લેતા કાયદાઓ કરો, તેનું પરિણામ એ જ આવશે કે વેપારીઓ ધંધો છોડી દેશે, તેમની દક્ષ બુદ્ધિ કટાઈ જશે, પરિણામે સરકારનું અર્થતંત્ર નબળું પડી જશે. પ્રજાને ઘણું નુકસાન થશે.
પાત્રતાનો વિચાર ક્યાં નથી ? શું વડાપ્રધાનની ખુરસી ઉપર ભારતનો કોઈ પણ પ્રજાજન બેરોકટોક બેસી શકે છે ખરો ? શું રેસકોર્સની ઘોડા-દોડમાં ખચ્ચર જેવા ઘોડાઓને પણ દોડાવાય છે ખરા ? શું દેશના ચાવીરૂપ સ્થળોમાં અભણોને ગોઠવવામાં આવે છે ખરા?
વર્તમાનકાલીન ભારતનું રાજતંત્ર જે રીતે સમાનતાના નાદે ચડ્યું છે તે જોતાં એમ લાગે છે કે આ દેશ નબળા લોકોના હાથમાં જઈને પાયમાલ થઈને રહેશે.
પાત્રતા-વિચાર ઉપર અનેક દૃષ્ટાન્તો પરમાત્મા મહાવીરદેવે ચંડકૌશિક નાગને બોધ આપ્યો પણ દેવાત્મા સંગમને એક અક્ષરનો ય બોધ ન આપ્યો. આવો ભેદ શા માટે? એકમાં બોધ પામવાની પાત્રતા હતી, બીજામાં તે પાત્રતા ન હતી માટેસ્તો !
સાંભળ્યું છે કે પરશુરામ પાસે બ્રાહ્મણરૂપે વિદ્યા મેળવવા આવેલો કર્ણ ક્ષત્રિય છે એવી તેની સહનશક્તિ ઉપરથી જયારે પરશુરામને ખબર પડી ત્યારે તેમણે શાપ આપીને કાઢી મૂક્યો. તે માનતા હતા કે શાસ્ત્ર-વિદ્યાભ્યાસ એ ક્ષત્રિયનું કાર્ય નથી. જેનું જે કામ, તે જ તેણે કરવાનું. | વનરાજ ચાવડાને શીલગુણસૂરિજી સાધુ બનાવવા માંગતા હતા. પણ મંદિરમાં ઉંદરો નૈવેદ્ય ન ખાઈ જાય તે માટે ત્યાં ગોઠવેલા વનરાજે ઉંદરોને ભગાડવાને બદલે મારી નાંખવાનો પ્રયત્ન કર્યો ત્યારે સૂરિજીને લાગ્યું કે આ માણસ ક્ષત્રિય રાજા થવાની પાત્રતા ધરાવે છે, આનામાં સાધુ થવાની પાત્રતા નથી.
સ્વામી વિવેકાનંદને રામકૃષ્ણ અવારનવાર નિર્વિકલ્પ સમાધિનો રસ ચખાડતા હતા. તે જોઈને જિદ કરીને માથુરબાબુએ તે રસ ચખાડવા માટે રામકૃષ્ણને ખૂબ આગ્રહ કર્યો. લાચાર બનીને, કમને રામકૃષ્ણ માથુરબાબુના માથે હાથ મૂકીને સમાધિ ચડાવી દીધી.
થોડી જ વારમાં માથુરબાબુ ચીસો પાડીને કહેવા લાગ્યા, “મારે આવી નિર્વિકલ્પ અને નિર્વિકાર અવસ્થા ન ખપે. મારે તો બૈરાંછોકરાં છે. હું તો સંસારી માણસ છું વગેરે.”
રામકૃષ્ણ તેને સમાધિથી મુક્ત કરીને કહ્યું, “માથુર ! આ તારું કામ જ ન હતું છતાં તે જિદ કરી તો જોયું ને કેવું પરિણામ આવ્યું?”
માથુરબાબુએ રામકૃષ્ણની ક્ષમા માંગી.
કહેવાય છે કે ભર્તુહરિને સંન્યાસી થવું હતું ત્યારે તેના ગુરુએ તેની આકરી પરીક્ષા કરી હતી. ઉકરડાના ચીંથરાંઓની લંગોટી બનાવીને પહેરવા કહ્યું હતું. પિંગલા પાસે જઈને ભિક્ષા માંગવા કહ્યું હતું. ભર્તુહરિ તમામ કસોટીમાંથી ઉત્તીર્ણ થયા ત્યારે જ ગુરુએ સંન્યાસ આપ્યો.
જૈન મહાભારત ભાગ-૧
Page #112
--------------------------------------------------------------------------
________________
એક સંન્યાસી કોઈને પણ પોતાનો શિષ્ય કરે ત્યારે અચાનક તેની જીભ ઉપર સાકરનો પાઉડર મુકાવે, મો બંધ કરાવે, બે મિનિટ બાદ તેવા જ સ્વરૂપમાં તે પાઉડર અકબંધ પાછો માંગે. જો કોઈ મુમુક્ષુ તેમ કરી શકે તો જ તેને પોતાનો શિષ્ય બનાવે. તે માનતા હતા કે સાધુ થવાની પાત્રતા તેનામાં જ છે જે રસના ઉપર ભારે કાબૂ ધરાવે છે.
દ્રોણાચાર્યની મહર્ષિ-પરંપરાચુસ્તતા દ્રોણાચાર્યને કેટલાક ક્ષત્રિયોમાં જ ધનુર્વિદ્યાની પાત્રતા જણાતી હતી. ‘ભીલ એ માટે યોગ્ય નહિ' એમ તેઓ માનતા હતા. જો કે પોતાની આ માન્યતાની વિરુદ્ધ પણ તેઓ બીજા પ્રસંગોમાં ગયા છે, પણ તેથી કાંઈ તેમની પાત્રતાવિચાર ખોટો સાબિત થઈ શકે નહિ.)
એ વાત કબૂલ છે કે કોઈ અપવાદરૂપ પાત્રતા પણ જોવા મળી શકે છે, છતાં તે પ્રમાણે અમલ કરવો એ વાજબી નથી, કેમકે તેથી અનુકરણ થવા લાગે, અને તેમ થતાં અપાત્રને પણ વસ્તુ આપી દેવાનું બને. એ વખતે પાત્ર દ્વારા જે લાભો થાય તેના કરતાં લાખોગણાં નુકસાનો તે અપાત્રો કરી બેસે. આ આપત્તિમાંથી બચવા માટે અપવાદરૂપ કિસ્સામાં મક્કમ રહીને મૂળભૂત પરંપરાને વળગી રહેવું એ જ ઓછામાં ઓછા નુકસાનનો વિકલ્પ લાગે છે.
ક્ષત્રિયોમાં ય કેટલાક અપાત્ર હોઈ શકે. આથી શિવાજીએ પોતાના જ દીકરા શંભાજીને કુપાત્ર જાણીને સદા માટે ઉપેક્ષ્યો હતો અને ભીલોમાં ય કોઈ પાત્ર-કદાચ એકલવ્ય જ-હોઈ શકે, પરંતુ તેથી લલચાઈ જઈને મૂળભૂત સિદ્ધાન્તને ગૌણ કરી ન શકાય.
આ હતી દ્રોણાચાર્યની મહર્ષિપરંપરાથી પ્રાપ્ત થયેલી વિદ્યાશૈલી.
તેમાં તેમને “અન્યાયી” કહેવા તે જ અન્યાય છે. સમાનતાના વિચારનો અતિરેક આવો અન્યાય કરાવી દેતો હોય છે. અસ્તુ. હવે મૂળ વાત ઉપર આવીએ.
કાદવમાં કમળ જેવો એકલવ્ય આ વિચારને કારણે જ દ્રોણાચાર્ય એકલવ્યને આ વિદ્યામાં આગળ વધતો રોકવા ઈચ્છતા હતા. ના, “અર્જુન જ અજોડ ધનુર્ધર બને એ વિચાર તેમના હૈયે પ્રધાન ન હતો. બેશક, ગૌણરૂપે તે વિચાર પણ એના પ્રત્યેના વધુ પડતા સ્નેહને કારણે હોઈ શકે, પરંતુ મુખ્ય તો પાત્રાપાત્ર-વિચાર હતો અને તે માટે જ તેમણે ન છૂટકે, હૈયું ખુબ જ કઠિન કરીને પોતાની ફરજ બજાવવી પડી.
તેમણે એકલવ્યને કહ્યું કે, “વત્સ ! જો તું મને જ ગુરુ માનતો હોય તો તારે મને ગુરુદક્ષિણા તો આપવી જોઈએ ને ?”
આ સાંભળીને હર્ષથી પાગલ જેવા બની ગયેલા એકલવ્યે કહ્યું, “જરૂર જરૂર... ગુરુદેવ ! આપ કહો તે આપી દઉં. કહો, ગુરુદેવ ! મારું માથું કાપીને આપી દઉં ?”
એકલવ્યનું આ સમર્પણ જોઈને દ્રોણાચાર્ય સ્તબ્ધ થઈ ગયા. તેમને લાગ્યું કે કદાચ હું એકલવ્યને અંગૂઠો માંગી લઈને ધનુર્વિદ્યાના વિષયમાં સવાયો અર્જુન નહિ બનવા દઉં પરંતુ ગુરુ-સમર્પણના વિષયમાં તો તેને સવાયો અર્જુન બનતો કોઈ પણ ઉપાયે હું રોકી શકું તેમ નથી.
કાદવમાં કીડા જ પેદા થતાં નથી, કમળ પણ તેમાં જ પેદા થાય છે. ભીલ જેવા આદમીમાં ગુરુ પ્રત્યેનો ત્યાં સુધીનો સમર્પણભાવ કે જેમાં માથું કાપીને આપી દેવામાં કોઈ હિચકિચાટ નહિ તે ઉચ્ચ કુળોના લોહીમાં પણ બધે જોવા ન મળે.
શક્તિઓનું પાચક ચૂર્ણ : દેવગુરુભક્તિ જૈન મહાભારત ભાગ-૧
Page #113
--------------------------------------------------------------------------
________________
શક્તિઓ તો સ્વપુરુષાર્થે પણ પેદા થઈ શકે છે, પરંતુ તે પ્રાયઃ મારક બને છે, જીવનનું અધઃપતન કરે છે. પ્રાપ્ત થયેલી શક્તિને પચાવવી જોઈએ. એના પાચકચૂર્ણનું નામ છે; દેવગુરુની ભક્તિ .
ભક્તિથી અહંકાર સમૂળ નષ્ટ થાય છે. શક્તિઓ આ અહંકાર દ્વારા જ જીવનનું અધઃપતન કરી શકતી હોય છે.
અપેક્ષાએ એમ કહી શકાય કે દેવ કરતાં ય ગુરુ પ્રત્યેની ભક્તિ સવિશેષ હોવી જરૂરી છે. છેવટે દેવભક્તિ જેટલી જ પરાભક્તિ ગુરુ પ્રત્યે હોવી જોઈએ.
ભક્તિ એટલે જ પુરુષાર્થની મહત્તા ઉપર ચોકડી. હું કશું જ કરતો નથી, બધું ‘તે જ કરે છે.” આવો હાર્દિક વિચાર ભક્તિનું મૂર્ત સ્વરૂપ છે.
સ્વપુરુષાર્થે-બાવડાના બળે કાંઈ ગંગા પાર ઊતરાય ? એ તો એના પ્રવાહમાં “શૂન્ય' બની જઈને-હાથ, પગ બધું નિષ્ક્રિય કરી દઈને પાણીની સપાટી ઉપર સીધા સૂઈ જવું પડે, બધું જ “એને’ સમર્પણ કરી દેવું પડે. નથી અહીં હાંફ કે નથી અહીં થાક. છે માત્ર સિદ્ધિ... આવી સિદ્ધિ આપે છે; દેવગુરુ પ્રત્યેનો સમર્પણભાવ.
ગુરુ-સમર્પણના દૃષ્ટાંતો કોઈ શિષ્યને કમરની એક નસ બીજી નસ ઉપર ચડી ગઈ હતી. માલિસ વગેરેથી ફાયદો ન થયો ત્યારે ગુરુએ તેને જંગલના કોઈ રાફડામાં રહેતા સાપને બહાર બોલાવીને મોં ખોલાવીને તેના દાંત ગણી આવવા કહ્યું. “સાપને તે દાંત હોય?' એવો સવાલ પૂછ્યા વિના સમર્પિત શિષ્ય જંગલ તરફ રવાના થયો. કાંકરીનો પ્રયોગ કરતાં સાપ બહાર આવ્યો. ક્રોધે ભરાયો. તરાપ મારવા પૂર્વેની ફેણ ડોલાવવા લાગ્યો. શિષ્ય હાથ લાંબો કરીને તેને મોં ખોલવાનો સંકેત કર્યો. અને....
સાપે જોરથી ફૂંફાડો માર્યો. તેના અચાનક ફૂંફાડાથી ભયભીત થઈ ગયેલા શિષ્યના શરીરને કમર ઉપર એવો જોરથી આંચકો લાગ્યો કે તેની નસ સીધી થઈ ગઈ.
એ જ વખતે ખાનગીથી પાછળ આવીને ઊભેલા ગુરુએ શિષ્યને બૂમ પાડીને પોતાની પાસે બોલાવી લીધો. શિષ્યમાં આવું ગુરુ-સમર્પણ હોવું જોઈએ
કહેવાય છે કે દયાનંદ સરસ્વતીને તેમના ગુરુ વિરજાનંદ કેટલીકવાર ઢોર-માર મારતા હતા. પણ તે વખતે દયાનંદ એટલું જ કહેતા, “ગુરુદેવ ! મને જડને મારવામાં આપને કેટલો બધો શ્રમ લેવો પડે છે !”
અજાણી નદી પાર ઊતરવામાં જાનનું જોખમ જોઈને ગુરુ એરિસ્ટોટલની ના છતાં સિકંદરે ઝંપલાવી દીધું. તે પછી સિકંદરે ગુરુજીને પણ નદી પાર ઊતરી જવા કહ્યું.
સિકંદરે પોતાનો જાન જોખમમાં કેમ મૂક્યો એવું ગુરુજીએ પૂછતાં તેણે કહ્યું કે, “ગુરુદેવ ! આપ જો પહેલાં નદીમાં ઝંપલાવત અને તેમાં જો આપનો જાન ચાલ્યો જાત તો આ જીવતો રહી ગયેલો સિકંદર નવા એકાદ પણ એરિસ્ટોટલને પેદા કરી ન શકત. અને હું નદીમાં પહેલાં ઝંપલાવીને જો મારી જાન ગુમાવત તો મારા ગુરુ એરિસ્ટોટલ મારા જેવા દસ સિકંદરોને પેદા કરી શકત. હવે કહો, મેં શું ખોટું કર્યું છે ?”
કહેવાતા અનાર્યદેશના માણસોમાં પણ પોતાના ગુરુ પ્રત્યે કેટલો ઊંચો સદ્ભાવ હોય છે !
જૈન મહાભારત ભાગ-૧
Page #114
--------------------------------------------------------------------------
________________
કર્ણના ખોળામાં માથું મૂકીને મીઠી નીંદર માણતા ગુરુ પરશુરામ ! એ વખતે કર્ણની સાથળમાં વીંછી પેસીને અતિ કાતીલ ડંખ મારવા લાગ્યો. લોહીની ધાર ચાલી. પણ પ્યારા ગુરુદેવની નીંદરમાં લેશ પણ ખલેલ પહોંચે નહિ તે માટે કર્ણ સહેજ પણ પગ ખસેડ્યો નહિ અને ઉપરાઉપરી ડંખની આગઝાળ વેદના સહ્યા જ કરી. (વ્યાસ-મહાભારત)
ગૂર્જરેશ્વર કુમારપાળ, છત્રપતિ શિવાજી, સમ્રાટ અશોક, મહારાજા સંપ્રતિ વગેરે ગુરુતત્ત્વના બહુમાની હતા, માટે જ તેઓના જીવન લોકહૃદયમાં અમર થયા.
પણ પેલો ફ્રાન્સનો માંધાતા નેપોલિયન સેંટ હેલીના ટાપુમાં સડી ગયો. હિટલર ગોળી ખાઈને મરી ગયો. બીજા વિશ્વયુદ્ધનો વિજેતા ચર્ચિલ બેભાન અવસ્થામાં રિબાઈને મરી ગયો ! કેમ? કારણ કે તેમની પાસે ગુરુતત્ત્વ ન હતું.
હજી કોઈ સંયોગમાં-પોતાના ગુરુની કોઈ મોટી ખામી જણાવાના કારણે-“ગુરુ”નો ત્યાગ કરી શકાય, પણ જે સદાનું નિર્મળ ગુરુતત્ત્વ છે તેનો તો કદાપિ ત્યાગ થઈ શકે નહિ.
ગુરુદક્ષિણામાં અંગૂઠાનું દાન એકલવ્યે ગુરુદક્ષિણામાં દ્રોણાચાર્યને માથું કાપી આપવા કહ્યું પણ દ્રોણાચાર્યે માત્ર ડાબા હાથનો અંગૂઠો માંગ્યો. એથી એકલવ્ય “અજોડ બાણાવળી બનતો અટકી જતો હતો. એક પળનો ય વિચાર કર્યા વિના એકલવ્યે પોતાનો અંગૂઠો કાપીને આપી દીધો !
ખેર, આ સજા વધુ પડતી હતી એમ લાગે છે. જો એકલવ્ય દ્રોણાચાર્યને સમર્પિત વ્યક્તિ હતી તો હવે આ વિદ્યામાં આગળ નહિ વધવાનું માત્ર વચન લઈને પણ કામ થઈ શકતું હતું. એક સમર્પિત માણસનો અંગૂઠો કાપી લેવાની સજા એ કીડી ઉપર કટક લઈ જવા જેટલી વધારે પડતી ગણાય.
ખરેખર તો એકલવ્ય માથું કાપી આપીને જીવન પૂર્ણ કરવામાં જે ગુમાવ્યું હોત તેના કરતાં જીવતા રહીને, વિદ્યાહીન-શા બની જઈને અંગૂઠો કાપી આપવા દ્વારા ઘણું બધું ગુમાવ્યું હતું.
એકલવ્યની આ કપરી સજામાં દ્રોણાચાર્ય ભલે મહાભારતની વિવાદાસ્પદ વ્યક્તિ બન્યા, પરંતુ એકલવ્ય તો ખરેખર વિશિષ્ટ કોટિનો આત્મબલિદાની તરીકે પંકાઈ ગયો અને લોકહૃદયમાં અનોખી લાગણી પેદા કરીને અમર થઈ ગયો.
આથી એ જ વખતે આકાશમાંથી દેવોએ એકલવ્ય ઉપર પુષ્પોની વર્ષા કરીને તેનું ભારે સન્માન કર્યું.
ભાવનાવિભોર ગુરુની આશિષ આ પુષ્પવર્ષાનું દશ્ય જોઈને દ્રોણાચાર્ય મનોમંથન કરવા લાગ્યા. તેમણે લજ્જાથી માથું નીચે નાંખી દીધું. એકલવ્યને ભારે આદરભાવથી ભેટી પડ્યા અને તેને કહ્યું, “હે વત્સ ! મારે મારી કપરી ફરજ બજાવવી પડી છે પણ તે તો ખૂબ જ દુષ્કર કામ કર્યું છે. હું તને અંતઃકરણથી આશિષ દેતાં કહું છું કે તું અંગૂઠાની મદદ વિના આંગળીઓથી પણ ધનુષ ઉપર બાણ ચડાવીને લક્ષ્ય તરફ ફેંકશે તો પણ કદી નિષ્ફળ નહીં જાય.”
શાબાશ એકલવ્ય ! તે અંગૂઠો ગુમાવ્યો પણ તને ગુરુના હૈયે સ્થાન મળી ગયું.
શિષ્યના હૈયે ગુરુ બિરાજમાન થાય તે કરતાં ય ગુરુના હૈયે શિષ્ય પ્રવેશ કરી જાય એમાં શિષ્યની ઘણી મોટી પુણ્યાઈ કહેવાય એમ જૈન શાસ્ત્રજ્ઞો કહે છે.
બપ્પભટ્ટી નામના શિષ્ય પોતાના ગુરુની પ્રસન્નતા પામવા માટે સૂરિપદપ્રદાન સમયે માત્ર સોળ
જૈન મહાભારત ભાગ-૧
Page #115
--------------------------------------------------------------------------
________________
વર્ષની વયે જીવનભર માટે દૂધ, દહીં, ઘી, ગળપણ વગેરે છ વસ્તુઓનો સપૂચો ત્યાગ કરી દીધો હતો.
ગુરુની આજ્ઞાને પાળવા માટે રામચન્દ્રસૂરિજીએ ધગધગતી લોખંડની પાટ ઉપર સૂઈ જઈને મોતને વધાવી લીધું હતું.
શાસ્ત્રાજ્ઞાઓ અને ગુર્વાજ્ઞાઓ તો પ્રાણના સાટે પણ પાળવી જોઈએ. એમાં ગુમાવવાનું ખૂબ થોડું છે, કમાવાનું પુષ્કળ વધુ છે.
અર્જુન પ્રત્યે દ્રોણનો પ્રેમ ઘર તરફ પાછા ફરતી વખતે રસ્તામાં અર્જુને દ્રોણાચાર્યને સવાલ કર્યો કે આવા મહાન ગુરુભક્ત તરફ આપનો વર્તાવ આવો-અનિચ્છનીય કક્ષાનો –શા માટે ?
દ્રોણાચાર્યે કહ્યું, “તારી ખાતર. તને અજોડ બાણાવળી બનાવવાના મારા સંકલ્પની રક્ષા કરવા
કાજે."
દ્રોણાચાર્યે અર્જુનને પોતાના જવાબનો સ્થૂલ પૂર્વાર્ધ જ કહ્યો લાગે છે, પરંતુ સૂક્ષ્મ ઉત્તરાર્ધસાંસ્કૃતિક વ્યવસ્થાનો-કહ્યો જણાતો નથી. જો કે આપણે પણ ઉત્તરાર્ધનું અનુમાન જ કર્યું છે, કેમકે તેવું પણ કારણ સંભવી શકે છે. અસ્તુ.
ગુરુનો આ ઉત્તર સાંભળીને અર્જુન સજજડ થઈ ગયો. પોતાની ઉપર ગુરુની કેટલી કૃપા છે તેનું આજે જ તેને ખરું ભાન થયું. તેને લાગ્યું કે આવા વાત્સલ્યવિભોર ગુરુદેવ માટે તો હું મારા પ્રાણ આપી દઉં તો ય ઓછું કહેવાય. અહો ! મારા વિકાસ માટે એમની કેટલી કાળજી ! અર્જુનમાં પડેલો કૃતજ્ઞતાભાવ એકદમ ખીલી ઊઠ્યો.
નિયતિની વિચિત્રતા અહા ! વિધિની એ જ વક્રતા કહેવી કે શું કહેવું? આ જ અર્જુનને દ્રોણાચાર્યની સામે લડવું પડ્યું. એમના શિરચ્છેદ માટે બધા જ પ્રયત્નો કરવા પડ્યા.
આથી જ મહાભારતની કથા કરુણાભરપૂર બની જાય છે, વિષાદજનક બની જાય છે.
આ નિયતિ નથી તો બીજું શું છે? કે જે મહાભારતના પાત્રોને જ્યાં જવાની તેમની બિલકુલ ઈચ્છા નથી ત્યાં ઢસડીને લઈ જાય છે, તે તે કામો કરવાની ફરજ પાડે છે !
જૈન મહાભારત ભાગ-૧
Page #116
--------------------------------------------------------------------------
________________
G
,
'ડર્ણ: ડૉય છે રાધેય ?
પાંડવોની પરીક્ષા પાંડવોની શસ્ત્રવિદ્યાના અભ્યાસનો કેટલોક સમય ગયા બાદ
દ્રોણાચાર્ય અને કૃપાચાર્યે તેમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. આ પરીક્ષા જાહેરમાં લેવી જેથી પ્રજાજનોને પણ પોતાના યુવરાજો અને કુમારોના કાંડાનો કસબ જોવા મળે એમ પણ બંને ગુરુઓએ વિચાર્યું.
એ રીતે ભવ્ય રંગભૂમિનું નિર્માણ કરવામાં આવ્યું. અનેક રાજાઓ, મહામાત્યો, નગરશેઠો, પંડિતો વગેરેને આમંત્રણ મોકલવામાં આવ્યા.
ગુરુ જે કલા-કૌશલ દર્શાવવાનું કહે તે સહુ વિદ્યાવ્યાસંગી કુમારો દેખાડવા લાગ્યા.
કેટલાક સમય બાદ ગુરુઓએ દુર્યોધન અને ભીમને ગદાયુદ્ધ ખેલવાનો આદેશ કર્યો. બન્નેએ ગદાયુદ્ધની ખૂબ સારી તાલીમ લીધી હતી. બન્ને લગભગ બરોબરિયા નિષ્ણાત હતા. ગદાના એવા અટપટા દાવો બન્ને ખેલવા લાગ્યા કે સઘળા પ્રેક્ષકો જોઈને સ્તબ્ધ થઈ ગયા. ઘણા સમય સુધી ગદાબાજી ચાલી. હાર-જીતનો નિર્ણય થઈ ન શક્યો, કેમકે બન્ને એકબીજાના દાવનો ખૂબ સારી રીતે જવાબ વાળતા હતા. છેવટે બે ય ને ગદા મૂકી દેવાનો ગુરુજીએ આદેશ કર્યો.
ત્યારબાદ રંગભૂમિ ઉપર આવીને દ્રોણાચાર્યે પ્રેક્ષકગણને કહ્યું, “જેના માટે મેં મારી જાત નિચોવી નાંખી છે, જેની ગુરુભક્તિને કારણે મને અસીમ પ્રેમ છે, મારી નજરમાં જે બાણાવળીઓમાં અજોડ છે તે અર્જુન હવે પોતાનું તીરંદાજપણાનું કૌશલ આપ સહુની સમક્ષ દાખવશે.”
અને ભારે ઉલ્લસિત મુખ સાથે અર્જુન રંગભૂમિમાં આવીને ઊભો રહી ગયો. તે વખતે પ્રેક્ષકોએ પણ તેને વધાવી લેતો જોરથી જયઘોષ કર્યો.
અર્જુન પ્રત્યેનું દ્રોણાચાર્યનું સ્નેહદર્શન : એક ભૂલ અહીં દ્રોણાચાર્યની થોડી ગરબડ થઈ ગઈ એમ કહી શકાય. હા, કદાચ એ અજાણપણાની જ ભૂલ હતી, પરંતુ ભૂલ થઈ ગઈ એમ તો ચોક્કસ લાગે છે.
અર્જુન ઉપર તેમને ગમે તેટલો સ્નેહ હોય, અર્જુન પણ તેવા સ્નેહને ખરેખર પાત્ર હોય તો પણ જાહેરમાં આ રીતે સ્નેહદર્શન દ્રોણાચાર્યે કરવું જોઈતું ન હતું. પોતાને અધિક અથવા સમોવડિયા માનનાર વ્યક્તિને ઈર્ષ્યા પેદા કરવામાં આ નીતિ નિમિત્ત બની જવાની શક્યતા રહે છે.
પરમાત્મા મહાવીરદેવના સાધનાકાળના સમય દરમિયાન તેમના અનુપમ ધર્યની દેવેન્દ્ર દેવસભામાં મુક્ત-મને પ્રશંસા કરી. સંગમ નામના દેવથી તે ખમાયું નહિ. તેણે પરમાત્માને લાગટ છ માસ સુધી અતિ ભયાનક સ્થિતિમાં મૂકી દીધા.
અયોગ્ય સ્થાને પ્રશંસા ન કરો પોતાના ઉપકારી જનોની પ્રશંસા કરતાં તો માણસે ખૂબ જ વિચાર કરવો જોઈએ. જો કોઈ માણસથી તે પ્રશંસા ન ખમાઈ તો કદાચ તે ઉપકારીજનને જાનના જોખમ સુધી પણ તે મૂકી દે.
જેમ કોઈની પણ નિંદા કરવી ન જોઈએ તેમ વર્તમાનકાળમાં તો જીવિત ઉપકારી જનોની કે હિતૈષી જનોની જાહેરમાં પ્રશંસા પણ બને ત્યાં સુધી નહિ કરવી જોઈએ.
વડીલ તરફથી અજાણપણામાં પણ જો પોતાના આશ્રિતો, સંતાનો કે શિષ્યોમાં પોતાનો પક્ષપાત થઈ રહ્યો છે એવું સહેજ પણ જાણવા મળે તો તેની ખૂબ જ માઠી અને વિઘાતક અસર એ
જૈન મહાભારત ભાગ-૧
Page #117
--------------------------------------------------------------------------
________________
વર્ગમાં પેદા થાય છે. આથી તેમનો વડીલોના સમભાવમાંથી પેદા થતો, આશ્રિતોના ઉલ્લાસથી થતો વિકાસ રૂંધાઈ જવા પામે છે.
બેશક, ક્યારેક ખરેખર પ્રશંસા કરવાનો સંયોગ હોય ત્યારે જો આશ્રિત વર્ગ ઈર્ષાળુ બને તો તે બિલકુલ ઉચિત ન ગણાય. આવા સમયે બીજો કોઈ રસ્તો નહિ.
ખૂબ જ યોગ્ય રીતે, પ્રશંસા કરવાના સમયે કેટલાકના ભયથી પ્રશંસા ન કરવી તે પણ દોષ
સ્થૂલભદ્રજીના રૂપકોશાને ત્યાં થયેલા ચાતુર્માસની સાધના બદલ ગુરુએ જે પ્રશંસા કરી તે અત્યંત સમુચિત હતી. એવા વખતે પણ સિંહગુફાવાસી મુનિને તેનો વિપરીત પ્રત્યાઘાત પડ્યો તેનો કોઈ ઉપાય નહિ.
ટૂંકમાં, આ વિષયમાં અમુક વખતે પ્રશંસા કરવી કે નહિ? તેનો નિર્ણય લેવામાં વડીલવર્ગે બુદ્ધિનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ.
રંગભૂમિ ઉપર આવીને અર્જુને પોતાનું બાણાવળી તરીકેનું કૌશલ દાખવ્યું. ખરેખર એ અનોખું હતું, અવર્ણનીય હતું. એના પ્રત્યેક દાવને જોઈને પ્રેક્ષકો સ્તબ્ધ બની જતા. જયારે અર્જુને પોતાની કળાનું કૌશલ-દર્શન પૂરું કર્યું ત્યારે પ્રેક્ષકોએ હર્ષની ચિચિયારીઓ પાડીને તેને વધાવ્યો.
કર્ણનું અપૂર્વ કૌશલ અને એ જ વખતે રંગભૂમિ ઉપર કર્ણ પ્રવેશ કર્યો. તેના મોં ઉપર કારમો અહંકાર જણાતો હતો. તે પગ પછાડતો ત્યાં આવ્યો હતો. તેણે અર્જુનને કહ્યું, “ઓ પાર્થ ! તારા કૌશલને લોકોએ વધાવી લીધું એટલે અભિમાનમાં ન આવી જઈશ. તારા કરતાં ય વધુ સારી બાણવિદ્યાની કુશળતા હું બતાવી શકું છું.”
આમ કહીને અર્જુનના કરેલા તમામ પ્રયોગો તેણે એટલી બધી વિશિષ્ટતાઓ સાથે કરી બતાવ્યા કે સમસ્ત પ્રેક્ષકસભાને લાગ્યું કે કર્ણ પાસે અર્જુન કશી વિસાતમાં નથી.
ક પોતાનું કૌશલ-દર્શન પૂરું કર્યું કે પ્રેક્ષકોએ હર્ષની લાગણી વ્યક્ત કરીને કર્ણને પણ અર્જુનની જેમ વધાવી લીધો.
કર્ણ પ્રત્યે દુર્યોધનને મૈત્રી એ વખતે પાંડવો પ્રત્યે ઈર્ષ્યાથી જલતો દુર્યોધન પોતાના આસન ઉપરથી ઊઠીને દોડ્યો અને કર્ણને એકદમ વહાલથી ભેટી પડ્યો. તેણે કહ્યું, “હે કર્ણ ! તેં કમાલ કરી નાંખી છે. તારા જેવું વીરત્વ પાંડવોમાં બિંદુ જેટલું ય નથી. બાણાવળી તરીકે તું જ અજોડ છે. અર્જુન તારી પાસે કોઈ વિસાતમાં નથી.
ઓ કર્ણ ! હું તારી અગણિત વિશિષ્ટતાઓ ઉપર અત્યંત પ્રસન્ન થઈ ગયો છું. બોલ, તારે શું જોઈએ છે? મારી લક્ષ્મી, મારા પ્રાણ, મારું રાજય... માંગે તે આપી દઉં.”
દુર્યોધનના આ શબ્દોથી કર્ણના રોમરોમમાં પ્રસન્નતા વ્યાપી ગઈ. તેની કળાની ખૂબ સારી રીતે કદર થઈ છે એમ તેને લાગ્યું. તેણે દુર્યોધનને કહ્યું, “દુર્યોધન ! મારે કશું જોઈતું નથી. આપણી બે વચ્ચે બનેલી મૈત્રી શાશ્વત બની રહે એટલી જ મારી ઈચ્છા છે. એ સાથે મારે ઘણા વખતથી અર્જુન સાથે એકવાર લડી લેવું છે. મારી ઈચ્છા તું પૂરી કરી આપ.”
કર્ણને કૃપાચાર્યનો સીધો ઘા : તારું કુળ બતાવ આ શબ્દો સાંભળતાં જ અર્જન ત્યાં ધસી આવ્યો. તેણે તરત જ કર્ણ સાથે લડવા માટેનું આહ્વાન
જૈન મહાભારત ભાગ-૧
Page #118
--------------------------------------------------------------------------
________________
કર્યું અને બે ય સામસામાં આવી ગયા, જોરજોરથી હુંકારા કરવા લાગ્યા, પગ પછાડવા લાગ્યા. કેટલાક અર્જુન પક્ષે હતા, કેટલાક કર્ણ પક્ષે હતા. સહુ તેમનું દ્વન્દ્ર યુદ્ધ જોવા માટે ઉત્સુક બની ગયા.
એ વખતનું દશ્ય જોઈને કુન્તી આઘાતથી બેભાન થઈને જમીન ઉપર પડી ગઈ. વિદુર તેની સેવામાં લાગી ગયા.
લડાઈના કટુ પરિણામોની શક્યતા વિચારતાં પાંડુનું મુખ ફિક્કુ પડી ગયું. કૃપાચાર્યું તે જોઈને મનોમન દ્વન્દ્ર યુદ્ધ ટાળવાનો નિર્ણય કરી લીધો. તે પોતાના સ્થાનેથી ઊઠીને કર્ણની પાસે આવ્યા. કૃપાચાર્યે કર્ણને કહ્યું, “તારે અર્જુન સાથે દ્વન્દ્ર ખેલવું જ હોય તો તારી જાત તારે જણાવવી પડશે તારા માતાપિતા તારે જાહેર કરવા પડશે. અમને આ બાબતમાં કેટલીક પાકી શંકાઓ છે.”
આ સાંભળતાંવેંત દુર્યોધન પગથી માથા સુધી સળગી ગયો. તેણે ખૂબ જ કઠોર ભાષામાં કહ્યું, “માણસના કુળ અને માતાપિતા વિશે પૂછતાં શરમ આવવી જોઈએ. માણસ કુળાદિથી મહાન છે કે તેના શૌર્ય વગેરેથી? અત્યારે જ કર્ણ અર્જુન સાથે દ્વન્દ ખેલીને પોતાનું શૌર્ય બતાવી આપશે.”
કર્ણનો અંગદેશના રાજા તરીકે અભિષેક દુર્યોધને કર્ણની સામે નજર કરી. એ વખતે અસહ્ય આઘાતથી ભીતરમાં કણસતા કર્ણની દયનીય મુખાકૃતિ જોઈને દુર્યોધન સમસમી ઊઠ્યો. કૃપાચાર્ય દ્વારા નાના માણસોની ક્રૂર કતલ ચલાવાઈ છે એવો તેને આભાસ થયો.
કર્ણના મોં ઉપર ઊભરાઈ ઊઠેલી, “પોતે સૂતપુત્ર છે એવા ખ્યાલમાંથી પેદા થયેલી લઘુતાગ્રંથિની લાગણીઓ સ્પષ્ટ વંચાતી હતી. દુર્યોધનથી એ ન ખમાયું. એણે પગ પછાડીને મોટેથી બૂમો પાડતાં કહ્યું કે, “તમને કુલવાન અને જાતિવાન માણસોના મનમાં જ એવી રાઈ હોય કે અર્જુન રાજા સિવાય કોઈની સાથે યુદ્ધ ખેલતો નથી તો આ હમણાં જ હું કર્ણને અંગદેશના રાજા તરીકે અભિષિક્ત કરું છું.”
આટલું કહીને તત્કાળ પુરોહિતાદિને બોલાવીને, કર્ણને સુવર્ણના સિંહાસન ઉપર બેસાડીને દુર્યોધને અંગદેશના રાજા તરીકેની અભિષેક- વિધિ કરી લીધી.
એક સારથિપુત્ર એકાએક અંગરાજ બને એ કલ્પનામાં ન આવે તેવી ઘટના હતી. ખુદ કર્ણ પણ તે ઘટના સ્વપ્ન છે કે સત્ય ? તેને જાણવા માટે પોતાને ચૂંટી ખણતો હતો.
સ્વાર્થના દાવ ખેલવામાં નિપુણ દુર્યોધન કર્ણની અંગરાજ તરીકેની દુર્યોધને પ્રતિષ્ઠા કરતાં કર્ણ દુર્યોધન પ્રત્યે અત્યંત ઋણાર્ન બની ગયો. કર્ષે દુર્યોધનને પૂછ્યું, “હું આનો બદલો શો વાળીશ ?” દુર્યોધને કહ્યું, “અરે ! મૈત્રીનો મને કોલ આપીને..”
કણે કહ્યું, “અરે મૈત્રીનો જ કોલ ! ના, ના, દુર્યોધન ! તું કહે તો તારી ખાતર ગમે તે પળે મારા પ્રાણ પણ આપી દેવાનો હું તને આ પળે કોલ આપું છું. મારું આ વચન કદાપિ ભગ્ન બનશે નહિ તેની તું ખાતરી રાખજે.”
એ પછી જિગરી બનેલા બે ય મિત્રો એકબીજાને ભેટી પડ્યા.
દુર્યોધન એના સ્વાર્થના દાવ રમતો હતો. પાંડવોની સામે એને કોઈ મોટા બળિયાની જરૂર હતી. તેને કર્ણમાં એ બળ દેખાયું. “કર્ણથી જ પોતાની ઇષ્ટસિદ્ધિ થાય તેમ છે એ વાત એણે પોતાની ખૂબ ચકોર બુદ્ધિથી બહુ જલદી પકડી લીધી. એ પછી એણે એક જ કામ કરવાનું હતું કે
જૈન મહાભારત ભાગ-૧
Page #119
--------------------------------------------------------------------------
________________
ચાહે તેટલું મૂલ્ય ચૂકવવું પડે તો તેમ કરીને પણ કર્ણને પોતાનો કરી લેવો. આ દૃષ્ટિથી જ તેણે સારથિપુત્રને અંગદેશનો રાજા બનાવી દીધો, તે પણ ખૂબ ઝડપથી.
આવા કામમાં વિલંબ પણ આત્મઘાતક બની જાય એમ સમજીને દુર્યોધને ખૂબ જ ઝડપથી સઘળી વિધિ પતાવી દીધી.
પોતાના સ્વાર્થ ખાતર આમ કરવું જોઈએ કે નહિ એ એક વાત છે. બાકી દુર્યોધન પાસે કાર્યસિદ્ધિ પામવા માટે જરૂરી બધી જ બુદ્ધિ હતી એ આ પ્રસંગમાં સ્પષ્ટ જણાઈ આવે છે.
એ દીર્ઘદષ્ટા, ત્વરિત નિર્ણયશક્તિનો માલિક, ઝડપથી કામનો નિકાલ કરનાર, ભોગ આપવામાં વિચાર નહિ કરનાર વગેરે ખૂબ જ મોટા ગુણો ધરાવતો હતો એ આ ઘટનામાં સ્પષ્ટ જણાય છે.
કાર્યકરોમાં આવા ગુણો હોવા એ જરૂરી છે. જેમને યોગ્ય સમયે દાવ વિચારતાં, દાવ રમતાં અને દાવ જીતી લેતાં ન આવડે તે કોઈ પણ ક્ષેત્રનો કાર્યકર થવા માટે અપાત્ર ગણાય.
જૈનશાસનનો આચાર્ય એટલે સઘળા દાવપેચનો ખેલાડી જૈન શાસ્ત્રજ્ઞોએ જૈનધર્મ-સંસ્થાના નેતાના સ્થાને બિરાજતા આચાર્યો આવા અનેક ગુણોથી વિભૂષિત હોવાનું એકદમ આવશ્યક જણાવ્યું છે. આવા ગુણોથી સંપન્ન આત્માને તેમણે “ગીતાર્થ કહ્યો છે.
શાસ્ત્રોના અર્થો અને રહસ્યોને જેમણે પીને પચાવી નાંખ્યા હોય તે ગીતાર્થ કહેવાય. ક્યાં ? ક્યારે? કેવી રીતે? કેટલી વારમાં? ક્યું કામ કરી લેવું જોઈએ એની બધી આવડત આ ગીતાર્થમાં હોય.
જૈનશાસન એ વિશ્વશાસન છે. એને વિશ્વના સર્વ જીવો, માનવોની સર્વ પ્રજાઓનું સાચું હિત અને સાચો વિકાસ હાંસલ કરવાની કામગીરી કરવાની છે. આ ઘણું મોટું વૈશ્વિક રાજકારણ છે.
રાજકારણમાં તો વ્યુહરચનાઓ હોય જ, ચાલાકીઓ પણ રમવાની હોય જ, સામ વગેરે ચારેય નીતિઓનો આશ્રય યથાયોગ્ય રીતે લેવો જ પડે.
ક્યારેક એ આગેકૂચ કરીને વિજય મેળવવા કોશિષ કરે તો ક્યારેક પીછેહઠ કરીને પણ... ક્યારેક નમી જઈને કામ કરી લે તો ક્યારેક અક્કડ રહીને પણ.
જૈનશાસનનો આચાર્ય એટલે રાજકારણના બધા જ દાવોનો ખેલાડી, બધી જ વ્યુહરચનાનો જાણકાર...
એ ગેરી સોબર્સ જેવો ! કયા દડાને કઈ બાજુ ફટકારવો એનો નિર્ણય કરવાની સેકંડના સો માં ભાગ જેટલા સમયમાં એની શક્તિ !
એ વેપારી જેવો ! બધી ચાલાકીઓનો સ્વામી !
એ ગવૈયા જેવો ! પોતાનું ગળું (હિત) જરાય બગાડ્યા વિના લોકોને પ્રેમ, પ્રસન્નતા, ભ્રાતૃત્વ આપતો ઉસ્તાદ ! - ભૂતકાળમાં પોતાની ઠાઠડી કઢાવીને કામ કરી લેતા પાદલિપ્તસૂરિજી, ઓઘો બાળીને શાસનહીલના અટકાવતા મુનિવર, સંઘમાં એકતા કરવાની રમત રમેલા રત્નપ્રભસૂરિજી, વાદમાં ટાબોટા લઈને નાચતા વૃદ્ધ વાદિદેવસૂરિ, મીનળદેવીને સ્ત્રીમુક્તિની વાત સમજાવી દેતા હેમચન્દ્રસૂરિજી, મહમદ તઘલખ જેવાને કાબૂમાં લેવાના સફળ દાવપેચ લડતા જૈનાચાર્ય વગેરે
જૈન મહાભારત ભાગ-૧
Page #120
--------------------------------------------------------------------------
________________
વગેરે બનેલા પ્રસંગો જોઈશું તો ખ્યાલ આવશે કે આર્ય પ્રજા, આર્ય સંસ્કૃતિ અને ધર્મની રક્ષા ખાતર ધર્મનેતાઓ કેવા અચ્છા રાજકારણી (ગીતાર્થ) બનીને દાવો ખેલતા હતા.
આવા ધુરંધર ગીતાર્થોના સતત પડખાં સેવતા જૈન ગૃહસ્થો પણ ધર્મરક્ષા ખાતર તે તે દાવો ૨મી શક્યા છે, જેમાં ગંગામા, શાન્તિદાસ શેઠ, બહાદુરસિંહજી, લાલભાઈ શેઠ, રામલો બારોટ વગેરેને ગણી શકાય.
ના, પોતાના અંગત સ્વાર્થ સાધી લેવા ખાતર આ રીતે બુદ્ધિની ચાલાકીનો કદી ઉપયોગ ન થાય. પણ અનેક આત્માઓની, સંસ્કૃતિ કે ધર્મની રક્ષા કરવા ખાતર તો ચાલાક બનવું જ જોઈએ, ઉસ્તાદ થવું જ જોઈએ. એ ઉસ્તાદીને જ ગીતાર્થતા કહેવામાં આવી છે.
દુર્યોધન આવો જ જબરો ઉસ્તાદ હતો. બેશક, એના દાવમાં મલિનતા હતી, સ્વાર્થની બૂ હતી. બેશક, વૈરની ભાવના હતી માટે ત્યાજ્ય કક્ષાની હતી.
ખૂબ જ યોગ્ય સમયે દાવ ૨મવો એમાં જ વિશેષતા છે. સમયની જરાક પણ જો આઘીપાછી થાય તો દાવ નિષ્ફળ જતો રહે. એવા અસમયજ્ઞને રોદણાં રડવા સિવાય નસીબમાં કશું બાકી ન રહે.
સહેજ ચાલવા લાગેલી કે હજી સ્ટેશન ઉપર આવી રહેલી ગાડીમાં ચડવાનો કદી પ્રયત્ન ન થાય. એ તો જે સમયે ગાડી બિલકુલ ઊભી હોય તે જ સમયને ગાડી ચડવા માટે સાધી લેવો પડે. જરાકની સરતચૂક વિનાશ વેરે.
પૂરા પંદર ફૂટની છલાંગે જ વાનરને કેરીની ડાળ મળતી હોય તો તેણે પૂરા પંદર ફૂટના જો૨વાળી જ છલાંગ મારવી પડે. તેમાં પોણા પંદર ફૂટના બળવાળી છલાંગ મારે તો કેરી તો ન મળે પણ ધરતી ઉપર એવું પછડાવાનું મળે કે હાડકાં ખોખરાં થઈ જાય.
મોટા માણસોએ કાર્યનો આરંભ પૂરી સમજણથી, દેશકાળના પૂરા ભાનથી, જાતની શક્તિની મર્યાદાના પૂરા ખ્યાલથી જ કરવો જોઈએ. તેઓ નિષ્ફળ જાય તે પ્રાયઃ બનવું ન જોઈએ. આ માટે તેમનું ગણિત ખૂબ જ ચોક્કસ હોવું જોઈએ.
સારથિ પિતાને ભેટતો કર્ણ
દુર્યોધનને પાંડવો સામે ઊભો રહી શકે તેવો જોરદાર માણસ મળી ગયો તેમાં દુર્યોધનની બુદ્ધિની પૂરી કાબેલિયત જોવા મળે છે.
હવે કર્ણ અંગરાજ બન્યો હતો એટલે તેની સાથે લડવા માટે અર્જુન સજ્જ બની ગયો. બન્ને જણની મુખાકૃતિ એટલી બધી ક્રોધાવિષ્ટ હતી કે લડવા દ્વારા પરિસ્થિતિ કેટલી હદે બગડી જશે તેની કલ્પના કરવાનું મુશ્કેલ ન હતું.
બે ય મહારથીઓનો મુકાબલો નિવારવાનું કામ ખૂબ મુશ્કેલ હતું.
એ વખતે જ ‘પોતાનો પુત્ર અંગરાજ બન્યો છે’ એવા સમાચાર જાણીને આનંદવિભોર બની ગયેલા કર્ણના પિતા અતિથી કર્ણને વધાવવા માટે રંગભૂમિ ઉપર દોડતા આવી પહોંચ્યા. પિતાને જોતાંવેંત અર્જુનનું લક્ષ પડતું મૂકીને કર્ણ તેમના પગે પડી ગયો. અતિરથીએ તેને વહાલભર્યા આશીર્વાદ આપ્યા. બે ય પિતાપુત્ર ભેટી પડ્યા.
આ વખતે ભીમ જબરી ભૂલ કરી બેઠો. ઉછાંછળાપણું કેટલું ઘાતક નીવડે છે તેનું આ જોરદાર દૃષ્ટાન્ત છે.
જૈન મહાભારત ભાગ-૧
ભીમ દ્વારા કર્ણના મર્મસ્થળે ઘા
૧
Page #121
--------------------------------------------------------------------------
________________
ભીમે કર્ણને કહ્યું, “અલ્યા કર્ણ ! આ તારા પિતા ઉપરથી જ અમને સ્પષ્ટ સમજાયું છે કે તું રથના સારથિનો પુત્ર છે. તો હવે ક્ષત્રિયની જેમ અર્જુનની સાથે લડવાનું પડતું મૂક. આ તારું કામ જ નથી. તારું કામ તો હાથમાં ચાબૂક પકડીને ઘોડા હંકારવાનું. જા ભાઈ, હજી પાછો જા.'
ભરસભામાં એકવાર તો કૃપાચાર્યે કુલપૃચ્છા કરીને કર્ણના મર્મ- સ્થળે ઘા માર્યો હતો, ત્યાં વળી ભીમે કર્ણને આ વાગ્બાણથી ઘાયલ કર્યો.
કર્ણની સ્થિતિ ખૂબ જ વિષમ બની ગઈ. અંગદેશના રાજવી થયાનો આનંદ એક જ પળમાં ઓસરી ગયો. એને મનમાં થયું કે જો ધરતી માર્ગ દે તો હમણાં જ ધરતીમાં સોંસરો ઊતરી જાઉં. આ ‘સારથિપુત્ર’ તરીકેના ટોણાં-મહેણાં હંમેશ તો શેં જી૨વાશે ! આ મહેણાંની કડવાશ કરતાં મોત જરૂર ઓછું કડવું હોવું જોઈએ !
પણ સબૂર ! મરવું ય ધારીએ એટલું ક્યાં સહેલું હોય છે ! ક્યારેક તો મરવા માટેનું પણ ભાગ્ય જોઈતું હોય છે.
‘સારથિનો પુત્ર ચાબૂક લઈને ઘોડા જ હંકારે !' એવા ભીમના વચનની પાછળ ભીમનો માત્ર માનસિક ઉન્માદ જ કારણભૂત ન હતો, પરંતુ આ દેશની કેટલીક પાયાની વ્યવસ્થાઓ પણ કારણભૂત હતી.
આર્ય મહાપ્રજા સુખચેનથી જીવી શકે અને અન્તે મુક્તિ પામી શકે તે લક્ષથી જ આર્ય પુરુષોએ પ્રજાકીય વ્યવસ્થાઓ અને મર્યાદાઓ નક્કી કરેલી છે. તેને તોડીને કોઈકને-કેટલીક વ્યક્તિઓને ક્યારેક કોક લાભ થતો દેખાય તો પણ સમષ્ટિને નિશ્ચિત નુકસાન થવાના કારણે તેવા દેખીતા લાભો જતા કરી દેવાનો તેમનો સ્પષ્ટ આદેશ છે.
આપણે અહીં પાયાના વર્ણ-અસાંકર્યના અને વૃત્તિ-અસાંકર્યના બે સિદ્ધાન્તોને વિચારીએ. (૧) વૃત્તિનું અસાંકર્ય વણકરોનો સમાજ, કુંભારોનો સમાજ, પટેલોનો સમાજ, વણિકોનો સમાજ... એમ અનેક સમાજો હોય છે. દરેક સમાજનો પોતાનો આગેવાન હોય છે.
આ સમાજો જીવન જીવવા માટે બે વસ્તુઓને જરૂરી માને છે ઃ ભૂખ દૂર કરવા માટે ભોજનની જરૂર અને વાસના-શાન્તિ માટે કુટુંબની જરૂર. ભોજન અને કુટુંબ (Hunger and family) બન્નેય બાબતો એવી છે કે તેની ખાતર માનવ ઘણા મોટા અનર્થો અને ઉલ્કાપાતો સર્જી શકે છે.
આવી સ્થિતિનું સર્જન ન થાય તે માટે ભોજનનું નિયંત્રણ અર્થપુરુષાર્થથી અને કુટુંબનું નિયંત્રણ કામપુરુષાર્થથી કરવામાં આવ્યું.
અર્થ જો અનર્થનું મૂળ ન બને તો તે અર્થને ‘અર્થપુરુષાર્થ’ કહેવાય. કામને ‘કામપુરુષાર્થ’ કહેવાય.
કામ જો દુરાચારનું મૂળ ન બને તો જ
સમાજના દરેક ઘરના દરેક માણસને ભોજન મળી રહે અને તેની વાસનામાંથી કોઈ પણ સામાજિક અહિતનું સર્જન ન થઈ જાય તે અત્યંત આવશ્યક તકેદારી મનાતી હતી. આ બે ય બાબતો અનર્થનું મૂળ છતાં તેને અનર્થનું મૂળ બનવા ન દેવું એ સ્થિતિનું સર્જન કરવામાં સમાજોના હિતચિંતકોએ પોતાની બધી જ બુદ્ધિ વાપરી નાંખીને વૃત્તિ (વેપાર) અને વર્ણનો અસાંકર્યનો સિદ્ધાન્ત સમાજને લાગુ કર્યો.
કોઈએ કોઈના વેપા૨માં દાખલ થવું નહિ તે વૃત્તિ-અસાંકર્ય. કોઈએ કોઈ વર્ણનો ભેળસેળ કરવો નહિ તે વર્ણ-અસાંકર્ય.
જૈન મહાભારત ભાગ-૧
Page #122
--------------------------------------------------------------------------
________________
વંશવારસામાં જે ધંધો પરંપરાથી ચાલ્યો આવતો હોય તે જ ધંધા ઉપર દીકરાએ બેસી જવાના નિયમને લીધે કોઈને કદી બેકારીનો પ્રશ્ન જ જાગ્યો ન હતો. વળી તે ધંધો જીવનભર કરતા હતા તેથી તેમના લોહીવીર્યમાં જ તે ધંધાની હથોટીના સંસ્કાર સંક્રાન્ત થઈ જતા. એથી પુત્રોના બીજમાં જ એ ધંધાના સંસ્કારો ઊતરી જવાથી એ ધંધા માટે ભણવા જવાની કદી જરૂર જ પડતી નહિ. તપોવનમાં જોડાતા વિદ્યાર્થીને અક્ષરજ્ઞાન મળતું અને વધારામાં બાપીકા ધંધાના જ્ઞાનવાળા અનુભવી વાનપ્રસ્થાશ્રમી પાસેથી બાપીકા ધંધાનું થોડુંક અનુભવ-જ્ઞાન મળ્યું ન મળ્યું ત્યાં તો એ ધંધામાં એ વિદ્યાર્થી નિષ્ણાત બની જતો, કેમકે બીજમાં એ જ ધંધાની સંસ્કૃતિ જીવંત પડી હતી.
વળી કોઈના ધંધામાં કોઈથી પણ પ્રવેશ થઈ શકતો નહિ. જો કદાચ કોઈ તેમ કરે તો તેને દેહાંત દંડ સુધીની સજાની જોગવાઈ રહેતી.
આજે તો સમાન હક્કના નફ્ફટ ન્યાયે મોચીના ધંધામાં ય વણિક પ્રવેશી શકે છે, વણિકબુદ્ધિથી જ એ ધંધામાં લાખો રૂપિયા કમાઈ જાય છે. એથી પેલા બિચારા મોચીનો દાટ વળી જાય છે. આ સત્ય સમાન હક્કના નશાવાદી લુચ્ચા માણસોને વિચારવું જ નથી !
આમ વૃત્તિનું અસાંકર્ય એ ભોજનના પ્રશ્નને ઉકેલી નાંખનારો મોટામાં મોટો સામાજિક કીમિયો બની ગયો હતો.
જો આ વૃત્તિ-અસાંકર્યની પુનઃપ્રતિષ્ઠા થાય તો બેકારી, મોંઘવારી અને કૃત્રિમ ગરીબી ત્રણેય પ્રશ્નો ઊકલી જાય.
બાપીકા ધંધે સહુ બેસી જતાં બેકાર કોણ રહે ? જેને ધંધો મળ્યો છે તેને ગરીબી ક્યાંથી હોય ? બધા ય આ રીતે કામે લાગે તો જીવન- જરૂરની ચીજોનું ઉત્પાદન વધતાં અને માંગ વધતાં મોંઘવારી પણ ન ૨હે.
પરન્તુ હવે તો ભારતની પ્રજાનો સંપૂર્ણ નાશ કરવા માટે જ જાણે કે કોઈ ઘાતકી માણસોની ટોળકીએ બાપીકા ધંધાઓ છોડાવી દેવાનું કાવતરું ગોઠવ્યું છે. નિશાળો અને શહેરોના પાશ્ચિમા પદ્ધતિના ધંધાઓના પ્રલોભનમાં સહુને તાણવામાં આવ્યા છે. ભારતના ભોળા ગ્રામજનોને ભણતરના બહાને નિશાળે મોકલાતા કરાયા. જીવન જીવવા માટે તદ્દન નકામું શિક્ષણ આપીને એમની જિંદગી બરબાદ કરાઈ. ભણેલાને વધુ કમાવાની ઈચ્છા જાગતાં એણે શહે૨ ભણી નજર કરી, ત્યાં ધમધમતા ઉદ્યોગો જોયા અને તરત જ એણે ગામડામાંથી શહેર તરફ દોટ કાઢી. એમાં જેને નોકરી મળી ગઈ એ બેકાર ન કહેવાયો. પણ જેને નોકરી ન મળી એ બાપીકા ધંધામાંથી છૂટી ગયેલો અને નોકરી વિનાનો-વચ્ચે લટકતો-બિચારો બેકાર ગણાયો.
ભણતર પશ્ચિમનું !
ઉદ્યોગ પશ્ચિમના !
શહેરીકરણ પશ્ચિમી ઢબનું !
એક ઉદ્યોગ શહેરમાં નંખાય એટલે એક હજાર ગ્રામજનો તેમાં દાખલ થવા તૈયાર થાય.
બાપીકો ધંધો ત્યાગે....
શહેર પ્રતિ દોટ મૂકે
એકસોને નોકરી મળે....
નવસો (બે ય બાજુથી) રખડી પડે....
એ નવસો બેકારો માટે વળી નવો ઉદ્યોગ નંખાય. એ સાથે જ બીજા દસ હજાર ગ્રામજનો તેમાં
જૈન મહાભારત ભાગ-૧
Page #123
--------------------------------------------------------------------------
________________
દાખલ થવા તૈયાર થાય.
બાપીકો ધંધો ત્યાગે. શહેર ભણી દોટ મૂકે.... એક હજારને નોકરી મળે.. નવ હજાર (બે ય બાજુથી) રખડી પડે. વળી બે ઉદ્યોગ નંખાયા ! અગિયાર હજાર ગ્રામજનોએ દોટ કાઢી! અગિયારસોને નોકરી મળી. બાકીના ૯૯૦૦ બેકાર થયા. વળી નવો રાક્ષસી ઉદ્યોગ ! અને વળી હજારો-લાખો નવા બેકાર! બેકારીનું આ વિષચક્ર એકધારું રાક્ષસી વેગથી ચાલતું જ રહે છે.
બેકારીને દૂર કરવાના ઉપાય તરીકે કમનસીબે “ઉદ્યોગ’ અને ‘વધુ ઉત્પાદન’ જ દેખાય છે, ફલતઃ બેકારી વધતી જાય છે.
ઉદ્યોગ ! બેકારીનો પિતા ! એ જ બેકારીનો સંહારક મનાયો ! આ ગણિત કેટલું ખતરનાક નીવડશે એ તો ભાવિ જ કહેશે.
ભારતીય સમાજોને ક્યારેય બેકારીનો પ્રશ્ન સ્પર્યો જ ન હતો એનું મુખ્ય કારણ વૃત્તિ-અસાંકર્ય હતું.
કેવા અર્થનિષ્ણાત હશે એ મનુસ્મૃતિના રચયિતા મનુ મહારાજ ! કે જેણે વૃત્તિ-અસાર્થના સિદ્ધાન્તને પાયાનો સિદ્ધાન્ત ગણાવીને ભોજનના સંભવિત અનર્થોનો જન્મ જ થવા દીધો નહિ.
આજના અર્થનિષ્ણાતો (!) આ વાતને કદી પણ સમજી શકે ખરા? જો ના, તો ધૂળ પડી એ ડિગ્રીના ભણતરમાં ! મૅકૉલે પદ્ધતિના શૈક્ષણિક ઢાંચામાં !
સમાજને શાન્તિથી જીવવા ય ન દે અને મોજથી મરવા ય ન દે એવા અર્થનિષ્ણાતોની કિંમત નિર્જીવ ડિગ્રીઓના પૂંછડાથી કેમ આંકી શકાય?
(૨) વર્ણનું અસાંકર્ય એકબીજાના વર્ષમાં એકબીજાએ પ્રવેશ ન કરવો એ વર્ણનું અસાંકર્ય છે.
જો વર્ણનું સાકર્ષ થાય તો બાપીકા ધંધાઓના વારસાગત સંસ્કારોનું બીજગત બંધારણ તૂટી જાય, શીલ વગેરેના તે તે વર્ણોના નિયમોનું નિયમન તૂટી જાય, પ્રજા દુરાચારી પાકવા લાગે.
પિંડગત જે જે સંસ્કારો હોય છે તેની જો જાળવણી થાય તો શિક્ષણાદિના સંસ્કારની લગીરે જરૂર રહેતી નથી.
સદાચારી માતાપિતાનું સંતાન સામાન્યતઃ સદાચારી જ નીકળે. દુરાચારી વડીલોનું સંતાન સામાન્યતઃ દુરાચારી જ નીકળે.
વર્ણનું અસાંકર્ય બીજગત શુદ્ધિઓનું જતન કરવામાં અત્યંત મદદગાર બનતું; એથી જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણોની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આમાં ક્યાંય વર્ણનું સાંકર્ય થઈ શકતું નહિ એટલે ક્ષત્રિયોના પુત્રો પૂરી ક્ષાત્રવટવાળા જ પાકતા અને દેશના સીમાડાઓની રક્ષા કરતા.
બ્રાહ્મણના પુત્રો પ્રજાના સંસ્કાર-પ્રસારનો ધર્મ સહજ રીતે બીજમાં જ પામી જતા અને એ રીતે અધ્યયનમાં ઓતપ્રોત રહેતા.
જૈન મહાભારત ભાગ-૧
Page #124
--------------------------------------------------------------------------
________________
વણિકના પુત્રોને બીજમાં જ વેપાર કરવાનું કૌશલ મળી જતું એટલે દેશના વેપાર-ધંધાઓને ખૂબ જીવંત અને અત્યંત સમૃદ્ધ બનાવતા.
તેમજ શૂદ્રોના પુત્રો શેષ કાર્યો બજાવતા અને પોતાની રોટી મેળવી લેતા.
અહીં ક્યાંય ભેદભાવ હતો જ નહિ. બેશક ‘ભેદ જરૂર હતો, પરંતુ તે ભેદ વ્યવસ્થા પૂરતો હતો. આજે પણ વ્યવસ્થાઓ માટે “ભેદ અનિવાર્ય મનાય જ છે. નિશાળોમાં વર્ગો એ શું ભેદ નથી ? મજૂર- મંડળોમાં વર્ગો નથી ? રાજા-પ્રજાનો ભેદ જીવંત નથી ? વડાપ્રધાન, પંતપ્રધાન, સીનિયર પ્રધાન, નાયબ પ્રધાન, ઓફિસર, ક્લાર્ક, કારકુન, પટાવાળો... એ બધા ભેદોથી વિશ્વ આખું ધમધમતું નથી ?
સ્ત્રી અને પુરુષમાં ભેદ છે જ, અને તે સદા રહેશે. સાધુ અને સંસારીમાં ભેદ છે જ, અને તે સદા રહેશે. ભેદ છતાં ભેદભાવ ન હોવો જોઈએ એ અત્યંત માન્ય છે.
પ્રજાના હજારો સમાજોને જિવાડતી વર્ણભેદની વ્યવસ્થામાં ભેદભાવ તો ક્યારેય ન જ હતો, ધિક્કાર-તિરસ્કારની વાત કદી ન હતી.
એ બધું તો ગોરા લોકોએ પ્રજાને પરસ્પર લડાવી મારવા માટે પ્રચારેલું હડહડતું જૂઠ હતું. પણ કમનસીબે ભારતની ભોળી પ્રજા એના છલમાં ફસાણી ! હવે એના કટુતમ ફળો એને જ ખાવાના આવ્યા છે !
બલિદાન સર્વને માટે આવશ્યક શૂદ્રોની સાફસૂફીના કામની વાત ભેદભાવ તરીકે ગણાય છે. ઓહ! આ લોકો “શૂદ્ર કોણ? તે ય હજી સમજ્યા નથી.
વળી જો સાફસૂફીના કાર્ય દ્વારા અપાતા બલિદાનને કારણે તેમના પ્રત્યે ભેદભાવ દર્શાવ્યો હોવાની વાત થતી હોય તો તે પણ પ્રજાને અવળે રસ્તે દોરવતી રજૂઆત છે, કેમકે આર્યપ્રજામાં કોના માથે બલિદાન'નું કાર્ય નથી એ જ પ્રશ્ન છે.
ક્ષત્રિયોને તોપના મોંએ ચડી જઈને ય સળગતા રાષ્ટ્રના સીમાડાઓની રક્ષા કરવાના કર્તવ્યમાં બલિદાન કેવું ખીચોખીચ ભર્યું છે એ તો જુઓ ?
બ્રાહ્મણોને માથે નંખાયેલી સંસ્કૃતિના પ્રાથમિક અધ્યયનાદિની જવાબદારીમાં કેટલા ભોગવૈભવોને તિલાંજલિ દેવારૂપ બલિદાન પડેલું છે એ તો જુઓ ?
ભેજાનું દહીં કરીને ધનપ્રાપ્તિ કરવાની અને રાષ્ટ્રના હિત માટે જ્યારે જરૂર પડે ત્યારે એ ધનના ભંડારો રાજકોષમાં ઠાલવી દેવાની વૈશ્યોની નૈતિક ફરજમાં શું બલિદાનનું દર્શન જ થતું નથી?
કોને માથે બલિદાનની જવાબદારી નથી? રે ! સ્ત્રીએ શીલરક્ષા કાજે બલિદાન દેવાનું છે તો પુરુષે સમસ્ત કૌટુંબિક સંસાર સાંસ્કૃતિક રીતે નભાવવા પાછળ કેટલો શક્તિવ્યય કરવો પડે છે.
સ્ત્રી તો હજી ઘરની રાણી છે ! અને પુરુષ? બિચારો મજૂર ! આખો દિ' ઢોર-મજૂરી કરે ત્યારે કમાય !
સમાજવ્યવસ્થાને નષ્ટ ન કરો જેનાતેના પક્ષે બેસી જઈને જેનાતેના દુ:ખોની વાતો કરનારા કહેવાતા બુદ્ધિજીવી હિતૈષીઓએ ભારતીય સમાજવ્યવસ્થાને હતપ્રત કરી નાંખી છે. એથી બધા જ લોભલાલચે ફસાઈને જૈન મહાભારત ભાગ-૧
Page #125
--------------------------------------------------------------------------
________________
પોતપોતાના સ્થાનથી ભ્રષ્ટ થઈને દુઃખી જ થયા છે.
બિચારો હરિજન ! હાથશાળનો બાપીકો ઉદ્યોગ ગુમાવીને મરવા પડ્યો છે ! છતાં કેટલાક હજારને જ ક્યાંક નોકરી અપાવ્યાની વાતો રજૂ કરીને કહેવાતા સમાજ-હિતચિંતકો સમસ્ત ભારતીય પ્રજાને અવળે રસ્તે દોરવી રહ્યા છે.
બિચારી સ્ત્રી ! એના સ્વાતંત્ર્યની વાતો કરીને અનેકોની ગુલામ દશામાં પેલા કહેવાતા એના હિતચિંતકોએ મૂકી છે ! એના શીલના ફુરચા ઊડ્યા ! એના જીવનની ચિંતા એના જ માથે આવી
બિચારો સાધુ ! એને જમાનાવાદી બનાવીને સ્થાનભ્રષ્ટ કર્યો. એણે શાસ્ત્રચુસ્તતા ગુમાવી. પ્રચારક બન્યો, પ્રસિદ્ધિ પામ્યો... હાય, અંતે પતિત થયો ! પેલા કંગાળ હિતચિંતકોએ એનું આ કલ્યાણ કર્યું !
જે ગોરાઓએ ભારતીય પ્રજાની અસાંકર્યની આ આર્યવ્યવસ્થાને તિતબિતર કરી નાંખી છે તેમને તો આજે ય તેમના રાજવંશી બીજમાં ભેળસેળ કરવી લગીરે પરવડતી નથી. આ જ કારણે આઠમા એડવર્ડની પાસે એ પ્રજાએ ગાદીત્યાગ નહોતો કરાવ્યો? તાજેતરમાં જ સાઉદી અરેબિયાના મુસ્લિમ રાજાએ પોતાની શાહજાદીને દુરાચાર સેવવા બદલ જાહેરમાં મારી નંખાવી છે. ભૂતકાળમાં મહારાણા પ્રતાપે રાજા માનસિંહ સાથેના બધા સંબંધો તોડી નાંખ્યા હતા, કેમકે તેણે પોતાની દીકરીના લગ્ન અકબર વગેરે મુસ્લિમોની સાથે કર્યા હતા. આ બોલાચાલીમાંથી જ હલદીઘાટીનું યાદગાર યુદ્ધ સર્જાયું હતું.
હવે જ્યારે પાછા ન ફરી શકાય એ રીતે પરિસ્થિતિ પલટાઈ છે ત્યારે નિસાસો નાંખવા સાથે લખવું પડે છે કે હવે કોઈ માતા વીરપ્રસૂતા કે સંતપ્રસૂતા બનશે કે કેમ તે સવાલ છે.
જૂઠા ગોકીરા મચાવીને કેટલાક નવા જમાનાના શિક્ષિતોની ટોળકીએ સામાજિક હિતોને નષ્ટ કર્યા છે. એ લોકો કદી પણ માફીને પાત્ર નથી. પણ જ્યાં સુધી પ્રજાની અસ્મિતા જાગ્રત નહિ થાય ત્યાં સુધી આ બધી વાતો કરવાનું કામ એ પાગલનું કામ છે. અસ્તુ.
વૃત્તિનું અને વર્ણનું અસાંકર્ય એ સામાજિક કક્ષાનો ઉત્તમ ધર્મ હતો. અને ધર્મની પ્રધાનતાને કારણે જ સમાજ ખૂબ શાન્તિથી જીવી શકતો, મોજથી (સમાધિથી) મરી શકતો, સદ્ગતિ પામતો અને અંતે મુક્તિ પામીને ભવફેરા મિટાવી શકતો.
આમ બધા ય હિતોના મૂળમાં સમાજમાં ઉપરોક્ત અસાંકર્યુ હતું.
ચાર વર્ણોમાં સાંકર્ય પેદા ન થવા દઈને રક્તશુદ્ધિને કાયમ રાખવામાં આર્યાવર્તના ઋષિઓની બહુ મોટી સુવ્યવસ્થા હતી. આ રીતે જ સુસંસ્કારો એકધારા ચાલ્યા આવતા. તેથી જ બેકારી અને બીમારીની સંભાવના જ ન હતી.
આજે તો આ સંસ્કારોને ખતમ કરી દેવા માટે રક્તમાં સાંકર્ય પેદા કરાય છે. આંતરજ્ઞાતીય, આંતરજાતીય, આંતરરાષ્ટ્રીય અને આંતરખંડીય લગ્નો કરાવવા માટે ભારત સરકાર પુષ્કળ પ્રકારની લાલચો જાહેર કરે છે.
કાચી વયના બાળકો અને કિશોરોને સહશિક્ષણ આપીને નાની વયથી જ તેમના લોહીમાં અશુભ વિચારોનું આધાન કરે છે.
જૈન મહાભારત ભાગ-૧
Page #126
--------------------------------------------------------------------------
________________
ભૂતકાળમાં તો પ્રાણીહત્યા પણ ભયંકર મનાતી. પણ તે પછી તેને ક્યાંય ટપી જાય તેવીગર્ભપાત-બાળહત્યા તથા પત્નીને મારપીટ, મર્સીફુલ ડેથના નામ નીચે વૃદ્ધ માતપિતાદિના તથા રોગીઓના મોત વગેરે મહાહત્યાઓ (મહામારીઓ) શરૂ થઈ.
આ મહામારીને પણ ક્યાંય ટપી જાય તેવી ત્રીજી મોટી મહામારી હવે શરૂ થઈ છે. એ છે; પ્રાચીન પરંપરાના આર્યાવર્નના ઉત્તમોત્તમ વિચારોની હત્યા. ન્યાય, નીતિ, દયા, પરાર્થ, કરૂણા વગેરે જ સર્વદા સર્વથા સારા છે એ વિચારને હવે મારી નાંખવામાં આવેલ છે. કાયદેસરના અન્યાય, ચોરી, ભેળસેળ, સ્વાર્થ, દારૂખાનાં, જુગાર, શિકાર વગેરે તમામ યોગ્ય છે એવા વિચારો જોરશોરથી ફેલાઈ રહ્યા છે.
સીતાજીનો શીલ-વિચાર, જગડૂશાહનો દાન-વિચાર, ભામાશાહનો રાષ્ટ્ર-વિચાર વગેરેની વગર ખંજરે ખૂનરેજી બોલાઈ છે. - હવે પૂજાય છે; અમિતાભના સેક્સી વિચારો, ગાવસ્કરના રમત-વિચારો, નેતાઓના સ્વાર્થવિચારો.
પૂર્વજોના ગૌરવવંતા સર્વથા પ્રજા-હિતકર વિચારોની હત્યા એ પશુહત્યા અને બાળહત્યાથી પણ અતિ ભયાનક હત્યા છે.
કશું જ નક્કર કામ, નક્કર પરિવર્તન શક્ય ન જ હોય તો બધા સંતોએ અને સર્જનોએ છેવટે પૂર્વજોના હિતકર વિચારોને સર્વત્ર પ્રસારતા રહેવું જોઈએ. શું સાચું છે ? શું ખોટું છે ? તે સતત સહુ સર્વત્ર કહ્યા જ કરે. આ કામ માટે કોઈ રાજકીય પક્ષ સ્થાપવાની, રાજરમત રમવાની, પૈસાની કશી જરૂર નથી. વિચારોના બિયારણને તો આપણે જીવતું રાખીએ જ, જેથી ભવિષ્યમાં પ્રજાના સાહસ અને શૌર્યનો વરસાદ પડતાં જ આ બિયારણ ઊગી નીકળશે.
પણ વિચારોની હત્યા કરતાં ય સૌથી ભયંકર ચોથા નંબરની એક હત્યા વર્તમાનકાલીન ‘ઇન્ડિયામાં વ્યવસ્થિત રીતે ઠંડે કલેજે કરાઈ રહી છે. તે છે; શુભ સંસ્કારોની હત્યા.
શિક્ષણની ધારદાર છરી દ્વારા આ હત્યા બેફામપણે કરાઈ રહી છે. પ્રજાહિતકર વિચારો હણાઈ જાય છતાં જો સુસંસ્કારો જીવંત રહી જાય તો ય બાજી સુધારી શકાય. પણ હવે તો સુવિચારોની જેમ સુસંસ્કારોને પણ લોહીમાંથી જ ખતમ કરાઈ રહ્યા છે. હાય ! જો આ રીતે સુસંસ્કારોની મહામારી (મહાહિંસા) થઈ તો ભારતીય પ્રજાને ઉગારી લેવા માટે કોઈ જ રસ્તો શેષ રહેતો નથી.
આપણે આ ચાર મહામારી (મહાહિંસા)ને ઉત્તરોત્તર વધુ રૌદ્ર તરીકે સ્વીકારીએ અને તે મહામારીઓને નિવારવા કમર કસીએ.
સહુ પશુહત્યા અને બાળાદિની હત્યા નિવારે. સંતો અને સર્જનો વિચારોની હત્યાને અટકાવે.
સંતો અને માતાઓ નવી પેઢીના જન્મોજન્મના ચાલ્યા આવતા સુસંસ્કારોની હત્યાને અટકાવવા યુદ્ધના ધોરણે કામે લાગે,
વર્ણના અસાંર્યની પાછળ આ છેલ્લી મહામારીને અટકાવવાની જ સંતોની ભાવના હતી. કાશ ! આજે તો સસંસ્કારોને લોહીના કણ-કણમાંથી અને આતમના પ્રદેશ-પ્રદેશમાંથી ખતમ કર માટેનો ફાંસલો બરોબર ભીડાઈને ભીંસાઈ રહ્યો છે ! હાય, હવે શું થશે આ આર્ય-મહાપ્રજાનું ?
બીજી બાજુથી સુવિચારોની હત્યા કરતી કસાઈખાના જેવી શિક્ષણ-સંસ્થાઓ પાંચસો માણસોની વસતિના લાખો ગામડાંઓ સુધી પહોંચી ગઈ છે ! કોણ બચી શકશે બાળ, આ શિક્ષણથી ?
જૈન મહાભારત ભાગ-૧
Page #127
--------------------------------------------------------------------------
________________
વિચારોની અને સંસ્કારોની મહામારી સામે પેલી પ્રાણીઓની અને પેટના બાળકોની મહામારી તો ખૂબ જ વામણી લાગે છે !
સત્ય પણ કડવું ના કહેવાય. ખેર, ભીમની વાત સાચી હોવા છતાં ઉશ્કેરાટભરી હોવાથી તે સ્વીકાર્ય તો ન બની શકી પરન્તુ કર્ણને પુષ્કળ ત્રાસ કરનારી બની.
સોનાની લગડી ગમે તેવી સારી હોય પણ ધગધગતી ગરમ કરીને કોઈને ન જ અપાય. પાણી સ્વભાવે નિર્મળ છે, પણ તેમાં ધૂળ નાંખ્યા પછી તે પીવા માટે લાયક રહેતું નથી. સત્ય પણ કડવું ન હોવું જોઈએ. ક્રોધ, લોભ, ભય કે હાસ્યથી પ્રેરાઈને બોલાયેલા સત્યને જૈન શાસ્ત્રજ્ઞોએ “અસત્ય કહ્યું છે. ભીમના સત્યમાં મશ્કરી હતી. એ પાણી હવે ડહોળાઈ ગયું હતું. કર્ણ તેને પી શકે તેમ ન હતો.
કર્ણના પિતાનો ખુલાસો પણ આ વખતે કર્ણના પિતા આગળ આવ્યા. તેમણે કહ્યું, “આ કર્ણના કુળ માટે કોઈ શંકા કરજો મા ! ખરેખર તો તે મારો પુત્ર નથી. હું તેનો માત્ર પાલક પિતા છું. તેના શૌર્ય વગેરે ઉપરથી તમે સહુ શું એટલું અનુમાન નથી કરી શકતા કે તે સારથિપુત્ર તો ન જ હોઈ શકે ?
હવે શાન્તિથી સહુ કથા સાંભળો.
એક દિવસ હું નદીતીરે ગયો હતો. ત્યાં મેં તરતી આવતી પેટી જોઈ. પાણીમાંથી બહાર કાઢીને મેં ખોલી. તેમાં બાળક હતું. તેના કાને સુંદર કુંડલ લગાડેલાં હતા. મેં તે બાળક મારી પત્ની રાધાને સોંપ્યું. અમે નિઃસંતાન હતા. એમાં વળી રાધાને પૂર્વની રાતે સ્વપ્ન આવ્યું હતું, જેમાં સૂર્યદેવે દર્શન આપીને રાધાને કહ્યું કે, “કાલે મહાપરાક્રમી પુત્રની પ્રાપ્તિ થશે.” આથી એ બાળકને અમારા પુત્ર તરીકે જ અમે રાખી લીધું. સૂર્યદેવના સંકેતપૂર્વક આ બાળક અમને મળ્યું હતું માટે અમે તેને સૂર્યપુત્ર કહેતા હતા. તેને કાન નીચે હાથ રાખીને સૂવાની ટેવ હતી એટલે કર્ણ પણ કહેતા હતા. - હવે તમે સમજી શક્યા હશો કે આ કર્ણ એ સારથિપુત્ર તો નથી જ. તેના પરાક્રમાદિથી તમારે તેને કોઈ ક્ષત્રિયાણીના જ પુત્ર તરીકે ગણવો જોઈએ. આ તો “કોયલ કાગડીને ત્યાં ઊછરી જેવો ન્યાય બની ગયો છે.”
.તો મહાભારતનો ઈતિહાસ જુદો લખાયો હોત અતિરથી સારથિના આ શબ્દો સાંભળીને તમામ સભાજનો વિસ્મય પામ્યા. પણ ત્યાં બેઠેલી કુન્તી તો આનંદવિભોર બની ગઈ. તેને ખ્યાલ આવી ગયો કે તે કર્ણની માતા તે પોતે જ છે. તેણે જ આ રીતે કાનમાં કુંડલ નાંખીને તેને પેટીમાં મૂકીને પાણીના પ્રવાહમાં મૂકી દીધો હતો.
તે મનોમન બોલી, “અહો ! કેવી હું ધન્ય માતા ! જેને કર્ણ અને અર્જુન જેવા બે બે અજોડ બાણાવલિ પુત્રો મળ્યા છે.
પણ સબૂર ! હાલ તો પાંચ પાંડવોની સમક્ષ મારે આ ઘટસ્ફોટ કરવો નથી કે કર્ણ તમારો સગો સૌથી મોટો ભાઈ છે. અવસર આવશે ત્યારે જ વાત.”
અને રાધેયમાંથી કૌન્તય બની જવાની આવી પડેલી ધન્ય પળ કર્ણના નસીબમાંથી પાછી હટી ગઈ; હા, કુન્તીના મનોમન બબડાટના કારણે જ...
જો કર્ણ તે વખતે “કૌન્તય જાહેર થઈ ગયો હોત તો ?
જૈન મહાભારત ભાગ-૧
Page #128
--------------------------------------------------------------------------
________________
તો મહાભારતનો ઇતિહાસ સાવ ન્યારો હોત. તેના પાને પાને વૈરની આગના ભડકા જોવાને બદલે કદાચ પ્રેમ અને વાત્સલ્યના પાણીના ઊછળતા ફુવારાઓ જોવા મળત.
પણ આ તો ‘જો’ અને ‘તો’ની ભાષામાં શેખચલ્લીના તરંગો જેવી વાતો થઈ. શો એનો અર્થ? અત્યારે તો અર્થ એટલો જ નક્કી છે કે કર્ણ ‘કૌન્તેય’ બનવાની પળો પાસે આવીને ય કૌન્તેય બનતો અટકી ગયો. એ ‘રાધેય’ જ રહ્યો.
બારણે આવીને ઊભેલી તકને કુન્તીએ ખોઈ નાંખી તેના દુષ્પરિણામ તેણે જ ભોગવવા પડ્યા. એક વાર તો એવી ઘડી આવીને ઊભી કે તે જાતે કર્ણને કહેવા ગઈ કે, “બેટા ! તું કૌન્તેય છે, તું તને રાધેય કહેવાનું છોડી દે.” પણ તે વખતે ખૂબ મોડું થઈ ગયું હતું.
આ આખો પ્રસંગ પ્રસ્તુત પાંડવ-ચરિત્રમાં ન હોવા છતાં માતા અને પુત્રના ખૂબ જ હૃદયંગમ મનોભાવોને પ્રગટ કરતો હોવાથી માત્ર તે મનોભાવોને સ્પર્શવા માટે મારી ભાષામાં અહીં રજૂ કરવાની લાલચ હું રોકી શકતો નથી.
ઉદારચરિત, પ્રતિજ્ઞાપાલક કર્ણ
કહેવાય છે કે કર્ણ હંમેશ મધ્યાહ્ન કાળે ગંગાના તટ ઉપર જઈને સૂર્યદેવની પૂજા કરતો હતો. એની પ્રતિજ્ઞા હતી કે એ પૂજા થઈ રહ્યા બાદ સૌ પ્રથમ જે યાચક તેની પાસે જે કાંઈ પણ માંગે તેપોતાના પ્રાણસુદ્ધાં-તેને આપી દેવા.
આવી પ્રતિજ્ઞાને જ ‘છાટકું’ બનાવીને તેનો ગેરલાભ અર્જુનના પક્ષકાર બનેલા ઈન્દ્રે ઉઠાવી લીધો હતો. એ વખતે કર્ણના પક્ષકાર સૂર્યદેવે કર્ણને એ છાટકાની ભાવી યોજનાથી ચેતવ્યો હતો છતાં કર્ણે તેમને પણ પોતાની પ્રતિજ્ઞાનું અફ૨પણું સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું.
તેણે સૂર્યદેવને કહ્યું હતું કે,“મારા પ્રાણ કરતાં ય મારી પ્રતિજ્ઞાનું મૂલ્ય મારે મન ઘણું મોટું છે. પ્રાણ જાય તો પણ પ્રતિજ્ઞાપાલકનો યશ જીવંત રહી શકે છે.”
થોડા સમય બાદ ઈન્દ્ર બ્રાહ્મણવેષે આવ્યા અને સૂર્યપૂજન કરી ચૂકેલા કર્ણની પાસે પ્રથમ યાચક તરીકે ઊભા રહ્યા. કર્ણે જાણી લીધું અને કહી પણ દીધું કે તે બ્રાહ્મણના રૂપમાં આવેલો અર્જુનભક્ત ઈન્દ્ર છે.
કર્ણની અજેયતા તેના કુંડલોને આભારી હતી. તે કુંડલો મેળવી લેવાય તો કર્ણની ઘણી તાકાત તૂટી જાય. બ્રાહ્મણરૂપે ઈન્દ્રે એ કુંડલો માંગ્યા. એક પણ પળ ગુમાવ્યા વિના કર્ણે ‘પોતાના મોતને માંગનારી આ કુંડલ-માંગણી છે' એમ જાણવા છતાં ય અને ઈન્દ્રને સ્પષ્ટ ભાષામાં તે વાત કરવા છતાં ય તે કુંડલો ઈન્દ્રને આપી દીધા હતા.
આવો હતો ઉદારચરિત, પ્રતિજ્ઞાપાલક કર્ણ. આ જ વાતોનો લાભ ઉઠાવવા માટે એક વાર માતા કુન્તીએ પણ પ્રયત્ન કર્યો.
કર્ણ અને કુન્તીનો હૃદયવિદારક સંવાદ મધ્યાહ્નના સમયે ગંગાતટે સૂર્યપૂજન કરી રહેલા કર્ણ પાસે કુન્તી પહોંચી ગઈ. હા, તે ‘પ્રથમ’ યાચિકા હતી એટલે તેની જે માંગણી હોય તે પ્રતિજ્ઞાબદ્ધ કર્ણે પૂરી પાડવાની હતી.
બે હાથ ઊંચા કરીને, સૂર્યની સામે દૃષ્ટિ રાખીને ઊભેલો કર્ણ સૂર્યદેવનો જપ કરતો હતો. આસપાસનું બધું ભાન ભૂલ્યો હતો.
સૂર્યનો તાપ પોતાને ન લાગે તે માટે કુન્નીએ કર્ણનું જ રેતીમાં પડેલું ઉત્તરીય વસ્ત્ર મોં આગળ
જૈન મહાભારત ભાગ-૧
Page #129
--------------------------------------------------------------------------
________________
આડું કરીને પોતાના મુખ ઉપર છાંયડો કરી લીધો.
જ્યારે કર્ણની ઉપાસના પૂરી થઈ ત્યારે પાસે બેઠેલી સ્ત્રીને જોઈને તેની સુકુમારિતાનો ખ્યાલ કરી લીધો.
કર્ણ તેને કહ્યું, “હે દેવી ! સૂર્યોપાસના કર્યા બાદ હું યથેચ્છ દાન આપું છું. કહો, આપને શું જોઈએ છે? મારું નામ રાધેય છે તે તમે જાણતાં તો હશો જ.” - કુન્તીએ કહ્યું, “હું તારી સાથે મન મૂકીને કેટલીક વાતો કરવા આવી છું. મારે તને પહેલી વાત એ કરવી છે કે તું “રાધેય નથી.”
કણે કહ્યું, “એ વાતની તો મારા પિતા પાસેથી મને જાણ થઈ ગઈ છે. મને મારી જન્મદાત્રી કોઈ માતાએ કોઈ અજ્ઞાત કારણસર પેટીમાં મૂકીને નદીમાં તરતો-ભાગ્યના ભરોસે-મૂકી દીધો હતો તે પણ હું હવે જાણું છું. પણ દેવી ! એ વાત તમે શા માટે કરો છો ?”
“બેટા !” આટલું બોલતાં જ કુન્તીના ગળે ડૂમો ભરાયો. આજે પોતાના દીકરાને પોતે પાછો મેળવ્યો હતો, એને “બેટા !' કહેવાનું સદ્ભાગ્ય એ માતાને મળ્યું હતું, એની હર્ષભરી યાદે ગળે ડૂમો ભરાયો હતો.
આ સંબોધન સાંભળતાં જ કર્ણ ચમકી ગયો. એના અંગોમાંથી વિચિત્ર લાગણીની ધ્રુજારી પસાર થઈ ગઈ.
થોડા જ સમય પૂર્વે શ્રીકૃષ્ણ કર્ણને કહ્યું હતું કે, “તે જયેષ્ઠ પાંડવ છે, કુન્તી અને પાંડુનો જ પુત્ર છે.” એ વાતનું કર્ણને સ્મરણ થયું. તેણે અનુમાન કર્યું કે પોતાની સામે ઉપસ્થિત રહેલી સ્ત્રી તે બીજું કોઈ નથી પણ જન્મદાત્રી માતા કુન્તી જ છે.
કુન્તીના બોલ : “બેટાતું તને કૌન્તય કહે.' આ અનુમાન કરતાં જ કર્ણની આકૃતિ ફરી ગઈ. તે સૂર્યોપાસક મટી જઈને નાનો બાળ બની ગયો. એના રોમરોમ માતાનો પ્યાર મેળવવા માટે બૂમો પાડવા લાગ્યા.
તે વખતે કુન્તી ફરી બોલવા લાગી, “બેટા ! કહેવાતા “રાધેય'ની પાપિણી, અભાગણી જન્મદાત્રી જનેતા તે હું જ કુન્તી છું. મેં જ મારું પાપ છુપાવવા માટે તને તારા ભાગ્યના ભરોસે છોડી દીધો હતો. અરે ! મારી નિષ્ફરતા ! ક્રૂરતા ! નીચતા. બેટા ! મારા આ અપરાધની મને ક્ષમા કર. અને તું તારી જાતને હવેથી રાધેય ન કહેતાં “કૌન્તય” કહે. તું તારી જાતને જયારે “રાધેય' કહે છે ત્યારે મારા સાડા ત્રણ ક્રોડ રૂંવાડાંમાં એકસાથે વીંછીઓએ મારેલા કાતીલ ઠંખ કરતાં પણ વધુ વેદના થાય છે. બેટા ! મારાથી એ રાધેય શબ્દ સાંભળી શકાતો નથી. તું એક વાર તો હમણાં જ તારી જાતને “કૌન્તય' કહે. ઓ બેટા ! હમણાં જ બોલ. મારો આનંદ અંતરિક્ષોને આંબી જશે. હા, પુત્રને પોતાની મા મળશે, માતાને પોતાનો દીકરો મળશે. બેટા ! એક વાર બોલ, “હું કૌત્તેય છું.”
પણ કોણ જાણે કેમ ? કર્ણના હોઠ એ શબ્દો બોલવા માટે હિંમત કરતા નથી. જન્મદાત્રી માતાનું દર્શન પામેલો કર્ણ એનું વહાલ પામવા માટે અત્યન્ત ઉત્સુક બન્યો છે છતાં પોતાને “કૌન્તય' કહેવડાવવા માટે એનું અંતર આનાકાની કરે છે.
માતા-પુત્રનું અનેરું વહાલ કર્ષે માતાને કહ્યું, “મા ! તું અત્યારે આવી બધી વાત ન કર. મને તારું વહાલ દે. તારાથી દેવાય તેટલું છે. મને ખરી માનું વહાલ કદી મળ્યું નથી. આજે જ એ મળી રહ્યું છે. ઓ મા ! મને તારા ખોળે બેસવા દે ! મને તને આલિંગવા દે ! બસ, ધરાઈ ધરાઈને.
જૈન મહાભારત ભાગ-૧
Page #130
--------------------------------------------------------------------------
________________
હા, માને ભેટવાની અને વહાલ કરવાની મારા જીવનની આ પહેલી જ...
અને.. ખચકાતે ખચકાતે કર્ણ બાકીનું વાક્ય બોલ્યો, “છેલ્લી પળો છે. હું આ પળોનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવા માંગું છું. હાલ મારે રાધેય કે કૌન્તયની કોઈ ચર્ચા કરવી નથી. મા...! મા..! મને તારી સાથે ધરાઈને વહાલ કરવા દે.
મા ! હવે વાણી બંધ કર. વહાલને જ બોલવા દે... વાતો પછી, હમણાં માત્ર વહાલ ! મોંઘેરું વહાલ ! પહેલું અને છેલ્લે વહાલ ! મા ! તું હાલ કશું ન બોલ... મને પ્રેમ કર.”
અને... વાણી બંધ થઈ ગઈ ! માતા અને પુત્રના એ વહાલનું દર્શન કરીને પવન પણ સ્થિર થઈ ગયો ! નદીના વહેણ પણ જાણે સ્તબ્ધ થઈ ગયા !
એ સ્થિતિમાં કેટલોક સમય પસાર થઈ ગયો ! કર્ણને લાગતું હતું કે પોતાના જીવનની સર્વોત્કૃષ્ટ પળોમાંથી એ પસાર થઈ રહ્યો હતો. આ સિવાય એને જાણે બીજું કશુંય જોઈતું ન હતું.
પણ કુન્તીએ એ આનંદની ધારા તોડી. એના હૈયે સ્વાર્થ હતો, એના સ્વાર્થમાં મેલ હતો, એના મેલમાં બૂ હતી. એ મા તરીકે જેટલી અનુભૂતિ કરી શકી તેથી ઘણી વધુ અનુભૂતિ પુત્ર તરીકે કરવામાં કર્ણ સફળ થયો. કુન્તીએ કહ્યું, “બેટા ! હવે તું તારી જાતને રાધેય કહેવાનું છોડી દે. તું તને “કૌન્તય' કહે.”
કૌન્તય કહેવડાવવા કર્ણનો ઈન્કાર કણે કહ્યું, “મા ! આ વાત રજૂ કરવામાં તું ઘણી મોડી પડી છે. વળી હું મારી જાતને કૌન્તય શા માટે કહું? જે કુન્તીએ મા મટીને ડાકણ બનવા જેવું અકાર્ય કર્યું, મને જન્મતાંની સાથે પાણીમાં નાંખી દીધો, એવી કુન્તીના પુત્ર તરીકે મારી જાતને સંબોધવામાં હું ખૂબ હીણપત અનુભવું છું.
મા તો મારી રાધા, જેને માટે હું પરાયો હતો છતાં મને એના જીવન કરતાં ય વહાલો ગણ્યો. મારા સુખ ખાતર એણે એના સુખ, શાન્તિ અને આરામને ગૌણ ગણ્યા. એવી મહામાતા રાધાના પુત્ર તરીકે જગતમાં પંકાવામાં જ હું મારું પરમ સદ્ભાગ્ય માનું છું. તું આ આગ્રહ છોડી દે. મને તારા જેવી માતા તરફ સભાવ તો નથી જ થતો બલકે ધિક્કાર પેદા થાય છે.
મારા ભાગ્ય મને યારી ન આપી હોત તો તે મને પાણીમાં ડુબાડી દીધો હોત ને ? કોનો વાંક ? કોને સજા ? ના, એ તો નહિ જ બને. હું રાધેય જ છું, રાધેય જ કહેવડાવીશ, રાધેય કહેવડાવવામાં જ ગૌરવ અનુભવીશ. ડાકણનો પાઠ ભજવતી ક્ષત્રિયાણીના પુત્ર તરીકે પંકાવા કરતાં માતાનો પ્રેમ દેતી સૂતીના પુત્ર તરીકે પંકાવામાં જ હું ગૌરવ માનું છું. મને નથી ખપતા એ આર્યદેવના વર્ણવ્યવસ્થાના પાઠો, જો તેમાં કોઈ અપવાદ સ્વીકારાયો ન હોય તો.”
કર્ણના આ શબ્દો કુન્તી માટે આગઝાળ બન્યા. પણ કુન્તી લાચાર હતી. પોતે જ કરેલી ભયાનક ભૂલનો બચાવ કરવા જેટલી દુષ્ટતા આચરવાની હિંમત તેના સ્વભાવમાં જ ન હતી. માથું નીચે રાખીને તે પોતાનો અપરાધ કબૂલતી બેસી રહી.
ફરી વ્યાપેલી નીરવતાનો ભંગ કરીને ક કહ્યું, “મા! તું અહીં કેમ આવી છે? તારે શું જોઈએ છે ? તે મને કહે.”
કુન્તીએ કહ્યું, “બેટા ! ઘરે ચાલ. પાંડવોના જયેષ્ઠ બંધુ તરીકેનું જીવન શરૂ કર. યુધિષ્ઠિર પણ તારી સેવામાં સમુત્સુક બનશે.”
કર્ષે કહ્યું, “એ તો કદાપિ સંભવિત નથી. મેં મારું સર્વસ્વ-મારા પ્રાણસુદ્ધાં-દુર્યોધનને સમર્પિત
જૈન મહાભારત ભાગ-૧
Page #131
--------------------------------------------------------------------------
________________
કરી દીધા છે. જ્યારે સહુએ મને તરછોડ્યો છે, સૂતપુત્ર કહીને ધિક્કાર્યો છે ત્યારે એ માણસે મારો હાથ પકડ્યો છે અને અંગરાજ બનાવ્યો છે.”
જરાક થોભીને કર્ણ ફરી બોલ્યો, “ના, હું કૃતઘ્ન નથી. મને મારી ઉપર ચડેલા ઋણની બરોબર ખબર છે.
માટે જ હું રાધાનું ઋણ ફેડવા માટે રાધેય જ રહીશ, કૌજોય કદાપિ નહિ.
માટે જ હું દુર્યોધનનું ઋણ ફેડવા માટે મરણપર્યન્ત તેની સાથે જ રહીશ, પાંડવો સાથે કદાપિ નહિ. આ ભવમાં તો નહિ જ. તેઓ મારા સગા લઘુબંધુઓ થતા હોય તો પણ નહિ.
કૃતન માણસ પશુથી પણ ભૂંડો છે. પછી તે કૌન્તય બને કે જ્યેષ્ઠ પાંડવ બને.”
આ શબ્દો સાંભળતાં જ આઘાતથી બેવડી વળી ગયેલી કુન્તીના મોં ઉપરની તીવ્ર વેદના જોઈને સ્વભાવે દયાર્દ્ર ગણાતો કર્ણ હચમચી ઊઠ્યો. માતાને ફરી આલિંગન દઈને તેણે કહ્યું, “મા ! તું દુઃખી ન થા. મારે મારી ફરજો બજાવ્યા વિના છૂટકો નથી. હવે તું જે માંગવું હોય તે માંગી લે. તું કાંઈક માંગવા આવી છે એમ મને લાગે છે.”
કુન્તીની માંગણી : પાંચ પાંડવોને મારીશ નહિ! કુન્તીએ કહ્યું, “હા બેટા ! મારી એક જ માંગણી છે કે જો ભવિષ્યમાં યુદ્ધ વગેરે કાંઈ પણ થાય તો તું પાંડવોને હણીશ નહિ.”
કુન્તીનો એ પાકો ખ્યાલ હતો કે તેના પાંચ પાંડવોને હણવાની કર્ણ સિવાય કોઈનામાં તાકાત નથી.
કર્ષે આ વખતે જોઈ લીધું કે કુન્તીને પાંચ કેટલા વહાલા છે? અને પોતે કેટલો વહાલો છે?
હવે કર્ણને કુત્તીના આગમન પાછળની ચાલનો ખ્યાલ આવી ગયો. કર્ણ માત્ર શારીરિક રીતે બળવાન ન હતો, બુદ્ધિમાં ય એ એટલો જ બળવાન હતો.
બીજી બાજુ અર્જુન એનો કટ્ટર પ્રતિસ્પર્ધી હતો. એને ખતમ કર્યા વિના એ જંપીને બેસે તે શક્ય જ ન હતું. ભલે તે સગો ભાઈ હોય, પણ તે તો આજે જાહેર થયેલી વાત... આ પૂર્વે ભૂતકાળમાં તો તે બે સમોવડિયા બનીને કયારના પ્રતિસ્પર્ધી બની ગયા હતા. એ કલેશ અને સંકલેશની નદીના પાણી એટલા બધા વહી ગયા હતા કે આજે ‘ભાઈ’ તરીકે જાહેર થતા અર્જુન ખાતર તે પાણી પાછા વળી શકે તેમ ન હતા.
એક બાજુ અર્જુનને મારવાની અથવા તો જાતે મરવાની તીવ્ર ભાવના! બીજી બાજુ સૂર્યોપાસના પછી થયેલી યાચનાનો ઇન્કાર કરવામાં તૂટી જતી પ્રતિજ્ઞા ! કર્ણના માથે ધર્મસંકટ આવ્યું. પણ તેણે જરાક વારમાં વચલો રસ્તો શોધી કાઢીને માતાના સ્ત્રીસહજ ભોળપણનો લાભ ઉઠાવી લેવા માટે જબરો દાવ લગાવી દીધો અને તેમાં તે જીતી પણ ગયો.
કુન્તીની યાચનાનો ચાલાકીપૂર્વક કર્ણ દ્વારા સ્વીકાર તેણે માને કહ્યું, “તું આ ધરતી ઉપર પાંચ પાંડવોને અભય આપવાની મારી પાસે માંગણી કરે છે ને? જા, મને તે વાત કબૂલ છે કે આ ધરતી ઉપર પાંડવો પાંચ રહેશે જ. તેમને હું ચાર નહિ કરું બસ.”
કુન્તીને આ વાક્યનો મર્મ ન સમજાયો. તેણે સ્પષ્ટીકરણ માંગ્યું ત્યારે કર્ણે કહ્યું, “હવે તારે મન પાંડવો કુલ છ થયા છે ને ? હવે તો હું ય પાંડવ જ છું ને? તો મારા હાથે જ અર્જુન મરશે-મારે તેને તો મારવો જ છે-તો મારા સમેત પાંડવો પાંચ જ રહેશે અને કદાચ તેને મારવા જતાં હું જ મરીશ
જૈન મહાભારત ભાગ-૧
Page #132
--------------------------------------------------------------------------
________________
તો ય પાંડવો તો પાંચ જ રહેશે. જા મા ! જા, તારી માંગણી “પાંડવો પાંચ રહેવા જોઈએ તે મને કબૂલ છે.”
બિચારી કુન્તી ! વીલે મોંએ ચાલી ગઈ. હા, અર્જુન સિવાયના પાંડવો માટે અભયનું વચન મેળવીને.
આ કોલ આપવાના કારણે જ એક વાર યુદ્ધમાં કણે મોતના સપાટામાં આવી ગયેલા ભીમને જીવતો જવા દીધો હતો.
આવો હતો કર્ણ દાનેશ્વરી ! કૃતજ્ઞ ! પ્રતિજ્ઞાપાલક ! બુદ્ધિમાનું !
કર્ણના હૈયામાં કેટલી બધી ઋક્ષતા અને નઠોરતા આવી ગઈ છે તે વાત મા-દીકરા વચ્ચે થયેલા ઉપર્યુક્ત સંવાદમાંથી સ્પષ્ટ સમજાય છે.
આ હાર્દિક સ્થિતિ પેદા થવામાં કેટલાક સંયોગો કારણ બની ગયા છે. કર્ણને આવો કઠોર તે પ્રસંગોએ બનાવી દીધો છે.
પરશુરામે તેના વિદ્યાભ્યાસના સમયમાં શાપ આપ્યો (વ્યાસ-મહાભારત), કૃપાચાર્યે કુળ પૂછ્યું, ભીમે ચાબૂક પકડવાની સલાહ આપી, દ્રૌપદી-સ્વયંવરમાં દ્રૌપદીએ તેની તરફ મોં બગાડ્યું. આ બધી ઘટનાઓથી કર્ણમાં હીનભાવ પેદા થયો.
આશ્રિતોના અપરાધમાં વડીલો કારણ કર્ણનું પાત્ર જ્યાં સુધી મહાભારતમાં વંચાશે ત્યાં સુધી તે વડીલશાહીને વટથી ભોગવતા વડીલો-માબાપો, મોટાભાઈઓ, શિક્ષકો અને ગુરુઓ વગેરેને સતત કાનમાં કહેતું રહેશે કે, “તમારા આશ્રિતોને તમે વાતે વાતે તિરસ્કારી ન નાંખો. એમને હડધૂત ન કરો, સ્વમાનને કઠોર શબ્દોથી ઘાયલ ન કરો. નાનાઓને પણ યથાયોગ્ય માન આપો, વાત્સલ્ય તો ભરપૂર આપો અને ધાક માત્ર દેખાવ પૂરતી રાખો.”
કર્ણનું પાત્ર એ બાળશિક્ષણ કેવી રીતે આપવું જોઈએ તે અંગેનું અત્યન્ત પ્રેરક પાત્ર છે.
સહુથી તિરસ્કારાયો કર્ણ, માટે જ તે હૈયાનો ઋક્ષ અને વાણીનો કઠોર બની ગયો, નહિ તો અનેક વિશિષ્ટ ગુણો ધરાવતો કર્ણ ભરસભામાં રજ:સ્વલા દ્રૌપદીની “એ તો વેશ્યા છે. એને વળી લાજ કેવી ?” એવા ક્રૂર શબ્દોથી કદી મશ્કરી કરે ખરો ?
વડીલોની બાળકો વગેરે આશ્રિતોને ઉછેરવાની અણઆવડતના કારણે જ નેવું ટકા આશ્રિત વર્ગ વિકૃત પદ્ધતિના સ્વભાવનો ભોગ બની જતો હોય છે.
પોતાની અણઆવડતથી બગડેલાં બાળકો વગેરેને વળી પાછા એમની ભૂલો બદલ ધિક્કારે છે તે જ વડીલો. આ તે કેવી નાદીરશાહી !
મેં એવા બાળકો જોયા છે જેમણે બાળવયમાં ભયથી મુતરાવી દેવા સુધીની સખત મારપીટ થવાના કારણે પોતાની હિંમત ગુમાવી દીધી છે. અરે ! એમના શબ્દો પણ ધ્રૂજતાં બોલાતા સાંભળ્યા
હૈયામાં પેસી જતી ભયગ્રન્થિની ભેંકાર ફડક વર્ષો સુધી ગભરાટમાં રાખી મૂકતી હોય છે.
એક વાર પડી ગયેલા ખરાબ સંસ્કારો કે કુટેવોને મોટી ઉંમરે કાઢવાનું કામ ખૂબ મુશ્કેલ બની જાય છે. ઘણું કરીને તો એ દોષો નીકળતા જ નથી, સિવાય દેવગુરુની કૃપા.
આવા લોકો પોતાની નબળી કડીનો હાર્દિક એકરાર કરતાં એક જ વાત કરે છે, “બધી ખબર છે,
જૈન મહાભારત ભાગ-૧
Page #133
--------------------------------------------------------------------------
________________
શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ ? પણ હવે વાત વણસી ગઈ છે. શારીરિક ઘડતર કે માનસિક બગાડના કારણોસર ખોટું જાણવા છતાં તે છૂટે તેમ નથી, સાચું છતાં હવે તે આચરી શકાય તેમ નથી.” બધા ય વ્યાસમુનિના પેલા વિખ્યાત વાક્યના પ્રવક્તા બને છે : “ ખાનામિ ધર્મ ન = પ્રવૃત્તિ: जानाम्यधर्म न च मे निवृत्तिः”
તપોવનોની વિચારણીય યોજના
આ ઉપરથી વિચાર આવે છે કે જો બગડેલા કિશોરો અને કુમારોને સુધારવાનું કામ બહુ મુશ્કેલ હોય તો સાવ નાના નિર્દોષ અને પવિત્ર બાળકોને તેમની આઠ, નવ વર્ષની ઉંમરથી જ સંસ્કારોનું સિંચન કરવા પાછળ જ બધો પુરુષાર્થ આદરાય તો શું ખોટું ? ઠેર ઠેર તપોવનો ઊભા કરીને તેમાં આઠ વર્ષના બાળકોને દાખલ કરીને સોળ વર્ષની વય સુધી સંસ્કારપ્રદાન કરવું. સ્કૂલનું શિક્ષણ પણ વિદ્વાન શિક્ષકો રાખીને ત્યાં જ આપવું, જેથી સ્કૂલમાં મોકલવા જતાં કુસંગ-જનિત દોષો પેદા થવાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય. સોળ વર્ષની વયે સીધી બારમા ધોરણની પરીક્ષા અપાવીને, તેમાં સારી રીતે ઉત્તીર્ણ કરાવીને ઘરે વિદાય આપવી.
એ આઠેય વર્ષમાં ધર્મ અંગેનું તમામ શિક્ષણ-તત્ત્વજ્ઞાન અને અનુષ્ઠાન સંબંધિત-એટલું ઠોસ અપાઈ જાય કે એ સંસ્કારો સમગ્ર જીવન પર્યન્ત ટકી જાય. એ બાળકો ઘરે ગયા બાદ કૉલેજમાં જાય તો પણ અપવાદ સિવાયના બધા ય પોતે બગડવાને બદલે બીજાઓને સુધારવા જેટલું કાર્ય હાંસલ કરી દે.
કર્ણનું પાત્ર આપણા કર્ણમાં આવા કોઈ તપોવન જેવા આયોજનમાં શક્તિનો ઉપયોગ કરવાની પ્રેરણા કરી જતું હોય તેમ લાગે છે.
સ્કૂલ, કોલેજો દ્વારા સંસ્કારોનું ધોવાણ આજે ઘરમાં અથવા ધર્મસ્થાનોમાં સંસ્કારી માબાપો કે ધર્મગુરુઓ બાળકોને ખૂબ સારો બોધ આપે તો પણ તેઓને સ્કૂલ, કૉલેજોમાં જવાનું થતાં એ બધો જ બોધ ધોવાઈને સાફ થઈ જાય છે.
વલોણું કરતી બાઈ એક બાજુથી જેટલું દોરડું ખેંચે તેટલું-બધું-બીજી બાજુથી ચાલ્યું જાય. સરવાળે તેના હાથમાં કશું ન રહે. તેના જેવું પ્રસ્તુતમાં બને છે.
અમદાવાદ શહેર બાંધીને અહમદશાહે તેને ફરતો કિલ્લો બાંધવાનું કામ શરૂ કર્યું. પણ જેટલો કિલ્લો દિવસે ચણાય તે બધો ય રાતે ગમે તે કારણસર પડી જાય.
બાદશાહ ખૂબ મુંઝાયો. કોકે નગર બહાર આવેલા મંદિરમાં રહેતા માણેકબાવાની સલાહ લેવાનું કહ્યું. બાદશાહ તે બાવા પાસે ગયો.
બાવાએ કહ્યું, “આ મારું જ કામ છે. તું કિલ્લો ચણાવે છે ત્યારે હું આ સાળ ઉપર સાદડી બનાવું છું, પણ જેવી તે રાતે ઉકેલવા માંડું છું તેમ તારો દિવસે ચણાયેલો કિલ્લો પણ ઉકલી જાય છે. જો તું કોઈ પણ રીતે મારું નામ અમર કરે તો જ હું તને વિઘન નહિ કરું.”
બાદશાહ અહમદશાહે મુખ્ય ચોકને માણેકચોક નામ આપ્યું ત્યારે જ કિલ્લાનું ચણતરકામ નિર્વિઘ્ને પૂરું થયું.
આવી બાળ-જીવનની સાદડી માબાપો કે ધર્મગુરુઓ તેને વાળે છે, પણ સ્કૂલ, કૉલેજોમાં થતો કુસંગ તેને પૂરેપૂરી ઉતારી નાંખે છે.
જૈન મહાભારત ભાગ-૧
Page #134
--------------------------------------------------------------------------
________________
કામ્પિત્ય નગરનો રાજા દ્રુપદ. તેનો પુત્ર ધૃષ્ટદ્યુમ્ન અને પુત્રી દ્રૌપદી.
લગ્નને યોગ્ય વય થતાં દ્રૌપદીએ પિતાને જણાવ્યું કે, “જે રાધાવેધ સાથે તેની જ સાથે હું લગ્ન કરીશ.”
પિતાએ સ્વયંવર-મંડપ તૈયાર કરાવ્યો. દેશદેશના રાજકુમારોને આમંત્રણ પાઠવવા સાથે રાધાવેધની શરત જણાવવા માટે દૂતો મોકલવામાં આવ્યા.
એક દૂત મહારાજા પાંડુ પાસે આવી ગયો.
પાંડુ પોતાના કુમારોને અને તમામ કૌરવોને લઈને સ્વયંવરમાં ભાગ લેવા માટે કામ્પિત્યપુર ગયા.
કર્ણ જેવો બાણાવલી ય રાધાવેધમાં નિષ્ફળ અનેક રાજકુમારોએ રાધાવેધ સાધીને અત્યંત રૂપલાવણ્યવતી દ્રૌપદીને પ્રાપ્ત કરવા માટે મનોરથો સેવ્યા, પણ રાધાવ ધ સાધવામાં સહુ નિષ્ફળ ગયા. જરાસંઘ, શિશુપાલ પણ નિષ્ફળ ગયા.
ત્યાં અંગરાજ કર્ણ પણ ઉપસ્થિત થયો હતો. તે પણ ધનુષ લઈને રાધાવેધ સાધવા માટે પોતાના સ્થાનેથી આગળ વધ્યો. દાસી પાસેથી એની ઓળખ મેળવીને દ્રૌપદીએ એની તરફ જોઈને મોં બગાડ્યું.
ગમે તે થયું, પણ અજોડ બાણાવલી તરીકે પંકાયેલો કર્ણ પણ રાધાવેધ સાધવામાં નિષ્ફળ ગયો. એ તો ધનુષને જોઈને જ પાછો હટી ગયો. આથી દ્રૌપદીના મોં ઉપર આનંદ વ્યાપી ગયો. આ હકીકત કર્ણની ચકોર નજરની બહાર ન રહી શકી.
અહો ! કર્ણ જેવો મહાન બાણાવલી પણ રાધાવેધ સાધી ન શક્યો. ખરેખર રાધાવેધ ખૂબ જ કઠિન હોય છે.
એક ઊંચા સ્તંભ ઉપર સ્ત્રી (રાધા)ની પૂતળી મુકાય છે. તે ગોળ ગોળ ફરતી રહે છે. તેની નીચે સવળાં અને અવળાં ફરતાં બે ચક્રો ગોઠવાય છે. એ બે ય ચક્રો સતત ફરતાં રહે છે. સાધક તે સ્તંભ પાસે માથું નીચું રાખીને ઊભો રહે છે. જમીન ઉપર રહેલા તેલના કુંડમાં તે બે ફરતાં ચક્રો અને તેની ઉપરની ફરતી પૂતળી પ્રતિબિંબ રૂપે દેખાય છે. સાધકે તે પ્રતિબિંબને ડાબી આંખેથી જોઈને પૂતળીની તરફ તીરનું નિશાન લેવાનું હોય છે. પૂતળીની આંખ તીરથી વીંધી નાંખવાની હોય
કર્ણ જેવા મહારથીઓ પણ નિષ્ફળ જાય તો તેમાં નવાઈ પામવા જેવું કશું નહિ.
રાધાવેધસમી કઠિન જૈન મુનિની સાધના જૈન શાસ્ત્રકારોએ આ રાધાવેધ સાધવા જેવી સંસારત્યાગી મુનિઓની જીવનસાધના જણાવી
સતત-રાત ને દિવસ-અપ્રમત્તપણે પાંચ મહાવ્રતો અને તેની રક્ષા માટેના સેંકડો વ્રતોનો ભાર ઉપાડીને સમગ્ર જીવન જીવવું એ મુનિજીવન !
જે જીવનમાં દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ સતત પલટાતાં રહે તો ય ચિત્તનો સંવેગ અને વિરાગનો ભાવ કદી પણ પલટાય નહિ, એમાં મંદીનો વાયરો કદી વાય નહિ એનું નામ મુનિજીવન !
જૈન મહાભારત ભાગ-૧
Page #135
--------------------------------------------------------------------------
________________
ઘરબાર, કુટુંબ, અરે ! શરીરની પણ મમતા સુદ્ધાંને જ્યાં સદા માટે ત્યાગી દેવાની છે એવું છે મુનિજીવન !
સતત અપ્રમત્તપણે આ જીવનમાં ટકી રહેવું, તે ય દિનરાત વિકસતી જતી ચિત્તની પ્રસન્નતા સાથે... એ જ મુનિજીવન છે.
આ સાધના કંઈ બે-પાંચ વર્ષ માટે હોતી નથી. એ હોય છે; જ્યાં લગી દેહમાં શ્વાસ ચાલતો રહે છે ત્યાં સુધી. છેલ્લા શ્વાસમાં પણ એ મુનિભાવ જેનો ઘૂંટાતો રહે એનું નામ છે મુનિજીવન
જ્યાં માન-સન્માન ગલગલિયાં ન કરી શકે અને ચપ્પના ઘા ઉર્ફ કે અરે ન બોલાવી શકે એવું હોય છે, મુનિજીવન !
આવા તો અગણિત મુનિવરો થઈ ગયા.
રાધાવેધની સાધના આ સર્વવિરતિની સાધના પાસે શી વિસાતમાં ? માટેdો આનંદઘનજી મહારાજાએ કહ્યું છે કે, “ધાર તરવારની સોહીલી, દોહીલી ચૌદમા જિનતણી ચરણ (મુનિજીવન) સેવા.'
આથી જ ખૂબ મોટા પથ્થરો ઊંચકીને જતા મજૂરે સામેથી આવતા મુનિઓને જોયા કે તરત તેણે પથ્થરો ખભેથી ઉતારીને દૂર મૂક્યા, તેમને વંદનાદિ કર્યા.
આમ થતાં તે મજૂરના વિરોધીઓએ રાજાને ફરિયાદ કરી કે, “એક પણ પળ બગાડ્યા વિના તે મજૂરને તમે કામ સોંપ્યું હતું પણ તેણે તો સાધુઓને વંદનાદિ કરવામાં કેટલો બધો સમય બગાડી નાંખ્યો !”
રાજાએ મજૂરને બોલાવીને આમ કરવાનું કારણ પૂછ્યું.
મજૂરે કહ્યું, “જગતમાં મારા જેવો પુષ્કળ ભાર ઊંચકનારો પહેલવાન કોઈ નથી, પણ મારાથી ય વધુ પહેલવાન આ જગતમાં માત્ર આ મુનિઓ છે. મને તો પાંચ પથ્થરોનો ભાર નીચે મૂકીને આરામ કરવાની પણ છૂટ છે. મારે અમુક જ કલાકો સુધી ભાર ઊંચકવાનો હોય છે. જયારે આ મુનિઓએ પોતાના ખભે જે પાંચ મહાવ્રતરૂપી પથ્થરોનો ભાર ઊંચક્યો છે અને રાતે પણ તેઓ બાજુ ઉપર મૂકી શકતા નથી. એમને આરામ કરવાનો એવો સમય જ નથી જ્યારે આ ભાર બાજુ ઉપર મૂકીને તેઓ આરામ કરી શકે.
રાજન્ ! આવા મુનિઓની જો હું વંદના કરીને કદર ન કરું તો મારી માણસાઈ શું ગણાય?” રાજાને આ વાત સાંભળીને મનનું સમાધાન થયું.
જેમને સંસારમાં ફરી ફરીને જન્મ લેવાની અને સુખો ભોગવવાની બીક લાગી ગઈ છે એવા જ આત્માઓ મુનિ બનીને મુનિજીવનની સાધનાઓમાં અપ્રમત્તપણે એકાકાર બને છે. એ સાધનાની પાસે રાધાવેધની સાધના તો સાવ વામણી ગણાય.
દ્રૌપદી : પાંચેય પાંડવોની પત્ની છેલ્લે અર્જુને રાધાવેધ સાધ્યો. સભામાં જે પાંડવપક્ષી રાજકુમારો હતા તેમણે જયઘોષ કર્યો. દુર્યોધનપક્ષી રાજકુમારોના મોં વિલખાં પડી ગયા. કુન્તીને અપાર આનંદ થઈ ગયો.
જ્યારે અર્જુને રાધાવેધ સાધ્યો ત્યારે દ્રૌપદીના મનમાં એકલા અર્જુનની નહિ પરતુ પાંચેય પાંડવોની પત્ની બનવાની ઈચ્છા જાગી. પણ પાંચેયના ગળામાં તો વરમાળા કેમ નંખાય ? એથી
જૈન મહાભારત ભાગ-૧
Page #136
--------------------------------------------------------------------------
________________
લોકો શું બોલે? એ ભયથી તેણે માત્ર અર્જુનના ગળામાં વરમાળા નાંખી.
પણ અહો ! આ શું થયું ? વરમાળા માત્ર અર્જુનના ગળામાં નાંખવા છતાં તે બાકીના ચારેય પાંડવોના ગળામાં પડેલી દેખાઈ. આ પરિસ્થિતિથી ચારેબાજુ હોહા મચી ગઈ. તે વખતે આકાશવાણી થઈ. તેમાં અવાજ થયો કે, “જે થયું છે તે બરાબર થયું છે. કોઈ કશી ચિંતા કરશો નહિ.”
પણ દ્રુપદરાજા પોતાની દીકરીને પાંચ પતિઓની પત્ની કરીને જગતમાં હાંસીનું પાત્ર બનવા માંગતા ન હોવાથી તેમણે સખત વાંધો ઉઠાવ્યો. જ્યારે કુન્તીને મનમાં આનંદ થઈ ગયો. તે મનોમન બોલી, “ચાલો, સારું થયું. મારે એકસરખી પાંચ વહુઓ લાવવી હતી તે ચિંતા હવે મટી
ગઈ.”
આ જ વખતે આકાશમાં વિચરવાની શક્તિ ધરાવતા કોઈ જ્ઞાની મુનિ તે સ્વયંવર-મંડપમાં પધાર્યા.
સહુએ તેમને વંદનાદિ કર્યા. તેમના શ્રીમુખે સહુએ ધર્મશ્રવણ કર્યું. ત્યાર બાદ દ્રૌપદી અંગે ઊભી થયેલી વિચિત્ર પરિસ્થિતિ અંગે મહારાજા દ્રુપદે સવાલ કર્યો.
જ્ઞાની મુનિવરે કહ્યું કે, “આ વિચિત્ર ઘટનાની સાથે દ્રૌપદીના આત્માનો પૂર્વભવનો સંબંધ છે. હું તમને તેનો પૂર્વભવ જણાવું છું તે તમે સહુ શાન્તચિત્તે સાંભળો.”
જૈન મહાભારત ભાગ-૧
Page #137
--------------------------------------------------------------------------
________________
દ્રૌપદીના પૂર્વભવો
નાગશ્રી અને ધર્મરૂચિ અણગાર ચંપા નામની નગરી હતી. તેમાં ત્રણ બ્રાહ્મણો રહેતા હતા :
સોમદેવ, સોમભૂતિ અને સોમદત્ત. ત્રણેયની પત્નીઓના નામ અનુક્રમે નાગશ્રી, ભૂતશ્રી અને યક્ષશ્રી હતા. તેઓ ખૂબ સુખી હતા, તેથી વધુ તેમનો પરસ્પરનો સ્નેહભાવ હતો. તેઓ હંમેશ વારાફરતી એક ભાઈને ત્યાં સાથે બેસીને ભોજન કરતા.
એક વખત નાગશ્રીને ત્યાં ભોજનનો વારો હતો. તેણે રસોઈમાં અનેક શાક બનાવ્યા, તેમાં ભૂલથી કડવી તુંબડીનું શાક બનાવી દીધું. જ્યારે તેણે ચાખ્યું ત્યારે જ તેને ખબર પડી. તે ખાવાને લાયક ન લાગ્યું પણ ઘી, મસાલો વગેરે નાંખીને તૈયાર કરેલું તે શાક ફેંકી દેતાં તેનો જીવ ન ચાલ્યો. એટલે કોઈ ભિખારીને આપી દેવાનો નિર્ણય કરીને નવું શાક તૈયાર કરી દીધું. સહુ સારી રીતે જમ્યા અને વિદાય થયા.
તે વખતે નજીકના ઉદ્યાનમાં મહાજ્ઞાની ધર્મઘોષ નામના જૈનાચાર્ય શિષ્યો સાથે આવીને રોકાયા હતા. તેમના ધર્મરુચિ નામના શિષ્યને તે દિવસે માસક્ષમણ(ત્રીસ ઉપવાસ)નું પારણું હતું. ભિક્ષાર્થે ફરતાં તે ઘોર તપસ્વી મુનિવર નાગશ્રીના ઘરે આવ્યા. નાગશ્રીએ કડવું ઝેર થઈ ગયેલું તુંબડીનું શાક તેમના પાત્રમાં નાંખી દીધું. મુનિવરે પોતાના ગુરુને તે ભિક્ષા બતાડી ત્યારે શાકની ગંધથી તેમણે શિષ્યને તે શાક ઝેરી બની ગયાનું જણાવીને નિર્જીવ ભૂમિએ તેનું વિસર્જન કરવાનું (પરઠવી દેવાનું) જણાવ્યું.
ગુરુની આજ્ઞાનો અમલ કરવા માટે ધર્મરુચિ અણગાર નીકળ્યા. રસ્તામાં તે શાકના ઘીના ટીપાં પડી ગયા. તરત ત્યાં કીડીઓ આવી. જે તેને અડી તે મરી ગઈ.
આ જોઈને કરુણાસભર શિષ્ય ક્રૂજી ઊઠ્યા. તેમણે વિચાર્યું કે, “ગમે તેટલી કાળજી કરીને હું આ શાકનું (રેતી વગેરેમાં) વિસર્જન કરું તો ય જો આ રીતે કીડીઓ ચોંટે તો કેટલા બધા જીવોની હિંસા થઈ જાય. રે ! આના કરતાં તો હું એકલો જ આ શાક આરોગીને મોતને ન ભેટી લઉં?”
અને ખરેખર મુનિએ તેમ જ કર્યું. શાક આરોગીને તેઓ સમાધિસ્થ બની ગયા, તેમના પ્રાણ નીકળી ગયા. તેઓ સર્વાર્થસિદ્ધ નામના પાંચમાં અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. મુનિવરની કેવી અગાધ કરુણા !
ધર્મનું આરંભબિંદુ ઃ સર્વજીવકરુણા ધર્મનો આરંભ બીજાનો વિચાર કરવાથી થાય છે. ધર્મની સિદ્ધિ પોતાની મોક્ષપ્રાપ્તિથી પૂર્ણ થાય છે.
જેઓ પ્રત્યેક વાતે બીજાનો વિચાર પ્રધાનપણે કરતા નથી તેઓ વસ્તુતઃ ધર્મી નથી, કદાચ ધર્મી હોય તો ધર્મથી પતન પામ્યા વિના રહેવાના નથી.
જીવમાત્ર પ્રત્યેની કરુણા; ના, માત્ર કરુણા નહિ પરંતુ જીવમાત્ર પ્રત્યે-એની ભીતરમાં પડેલા શિવસ્વરૂપના દર્શનથી-બહુમાનભાવ-Reverance for life-હોય તો જ ધર્મ અને સ્વરૂપને પકડી શકે.
ધર્મના પ્રકાશક તારક તીર્થંકરદેવોના તમામ આત્માઓના તેમના છેલ્લેથી ત્રીજા ભવમાં-સવિ જીવ કરું શાસનરસી-મારું ચાલે તો હું સર્વ જીવોને સઘળાં દુઃખોમાંથી અને સઘળાં પાપોમાંથી સદા
જૈન મહાભારત ભાગ-૧
Page #138
--------------------------------------------------------------------------
________________
માટે છોડાવી દઉં એવી મહા-કરુણાભાવના પેદા થાય છે. આથી જ તેઓનો આત્મા છેલ્લા ભવમાં તીર્થકર થાય છે.
જો જિન આવા હોય તો જૈનો તેવા જ હોવા જોઈએ ને ?
જો ભગવાન આવા હોય તો ભગવાન થવાની ઈચ્છા ધરાવતા તમામ ઈન્સાન આવા હોવા જોઈએ ને ?
ધર્મી અને હૈયાનો કઠોર ! એ વાત અત્યંત વિરોધી છે. ખરો ધર્મી હૈયાનો કઠોર હોઈ શકે જ નહિ.
હૈયામાં કરુણાની ભીનાશ અને મગજમાં પ્રસન્નતાની ઠંડક જેની પાસે ન હોય તેવા કઠોર અને ક્રોધીને ધર્મીજન શી રીતે કહી શકાય ?
કરુણાની પરાકાષ્ટા દર્શાવતાં દૃષ્ટાન્તો (૧) જ્યારે અગ્નિકાપુત્ર નામના જૈનાચાર્યની પોતાની જ સંસારી સ્ત્રી વ્યન્તરી દેવી થઈને, એ જૈનાચાર્ય નાવડી દ્વારા નદી પાર કરતા હતા ત્યારે તેમની ઉપર વૈરભાવથી ત્રાટકી અને તેમના પેટમાં ત્રિશૂલ હુલાવી દઈને તેમને ઊંચક્યા. એ વખતે નદીના પાણીમાં તેમના લોહીની ધાર પડવા લાગી, માંસના કટકા ય પડવા લાગ્યા. તે વખતે તે જોઈને જૈનાચાર્ય પોતાનું મરણાન્ત દુ:ખ તો સાવ વિસરી ગયા પણ તેમને એ વાતનું ભારે દુઃખ થવા લાગ્યું કે, “મારા મરતાં મારા લોહી વગેરેથી પાણીના અસંખ્ય જીવો મરી રહ્યા છે ! બિચારા, નિર્દોષ જીવોનો કચ્ચરઘાણ બોલાવવામાં હું કેવો નિમિત્ત બની ગયો છું !”
અહીં કરુણાની કેવી પરાકાષ્ટા જોવા મળે છે !
(૨) રાજાની આજ્ઞાથી અંધક નામના મુનિના શરીરની તમામ ચામડી ઉતરડી નાંખવા માટે આવેલા મારાંઓને મુનિએ કહ્યું, “ભાઈ ! તમે લોકો મારા ખૂબ ઉપકારી છો કે મારા અનંત કર્મોનો તમે ક્ષય કરી આપશો. તમે કહો તે રીતે ઊભો રહું. તમારું કામ કરવામાં તમને જરાય તકલીફ પડવી જોઈએ નહિ.”
(૩) પરમાત્મા મહાવીરદેવને લાગટ છ માસ સુધી કારમો ત્રાસ દઈને પાછા ફરતાં સંગમક નામના દેવની પીઠ જોઈને પ્રભુની આંખોમાં એ વિચારે આંસુ આવી ગયા હતા કે, “આ આત્માએ મારા તો ઘણાં કર્મોનો ક્ષય કરી આપીને મારું તો ખૂબ સરસ કામ કરી આપ્યું, પણ હવે એનું બિચારાનું શું થશે? અરેરે ! મારા ઉપકારી બનેલા તેની ઉપર હું કશો જ ઉપકાર કરી શક્યો નહિ
(૪) લૂખી રોટલીની થપ્પી મોંમાં ઉપાડીને ભાગતા કૂતરાને પેલા સંન્યાસી બૂમો પાડીને કહેવા લાગ્યા, “ઓ ભગવાન ! આવું શું કરો છો? ઘી ચોપડ્યા વિનાની રોટલી તમે ખાઓ તેમાં મારી શી આબરૂ? ઊભા રહો હું ઘી ચોપડી દઉં.”
આમ કહીને ઘીની વાઢી લઈને સંન્યાસી તે કૂતરાની પાછળ દોડ્યા. કૂતરો ય ઊભો રહી ગયો. પ્રત્યેક રોટલીને ઘી ચોપડીને સંન્યાસીએ તેને ભારે વહાલથી બધી રોટલી ખવડાવી દીધી !
(૫) પેલા મહર્ષિએ પોતાના જ આશ્રમમાં માલનું પોટલું બાંધીને લઈ જવાની તૈયારી કરતા ચોરોને જોયા. તેમને પોટલું ઊંચકાવવામાં તે મહર્ષિએ જ મદદગાર બનવાની તૈયારી બતાવી ત્યારે ચોરો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.
(૬) પેલો સંત ? તેને ચકલાંઓથી ખેતરનું રક્ષણ કરવાનું કામ સોંપાયું. તે ખેતરે ગયો.
જૈન મહાભારત ભાગ-૧
Page #139
--------------------------------------------------------------------------
________________
ચકલાંઓ વગેરે પંખીઓને ઉડાડી મૂકતાં તેનો જીવ ન ચાલ્યો. તેણે બધા પંખીઓને મોલની મિજબાની ઉડાડવાની રજા આપી દીધી. તે પંખીઓને મજા માણતાં જોઈને તેણે ગાયું, “રામકી ચીડિયા, રામકા ખેત; ખા લો ચીડિયા, ભર ભર પેટ.”
(૭) પોતાના પગના ગૂમડાની રસીમાં ખદબદતી જીવાતોને ઊછળીને જમીન ઉપર પડી જતી જોઈને બાવો કહેવા લાગ્યો, “અલી, નીચે શું પડો છો ? ત્યાં તો મરી જશો. આ ગૂમડામાં જ પડી રહો. લો, ફરી તમને ગૂમડામાં મૂકી દઉં.” આમ કહીને જીવાતોને ગૂમડામાં મૂકવા લાગ્યો. કોઈ ભક્ત આ દશ્ય જોયું. તે વૈદરાજને મલમપટ્ટો કરવા લઈ આવ્યો. બાવાજીએ તેમને રવાના કરી દીધા. તેમણે કહ્યું, “મારું ગૂમડું મટાડવા જતાં કેટલી બધી જીવાતોનું ભોજન જતું રહેશે? ના, એવું કાંઈ કરવું નથી !”
(૮) કેન્સરથી પીડાતા સંતને કોકે પૂછ્યું, ‘તમે આનંદમાં છો?” સંતે કહ્યું, “આનંદ કેમ ન હોય ? ક્રોડો જીવાતો મારી ગાંઠમાંથી પોતાનું ભોજન પામી રહી છે. મોટું સદાવ્રત ખૂલ્યું છે. કેટલી મજા
ધર્મરુચિ નામના મુનિએ બીજા જીવોને બચાવવા માટે કડવી તુંબડીનું શાક આરોગી જઈને પોતાનું જે બલિદાન આપ્યું છે તે કેટલાક ધર્મી કહેવાતા સ્વાર્થસાધુ વર્ગને માટે બોધપાઠરૂપ છે.
જયારે ગુરુદેવ ધર્મઘોષસૂરિજીને આ કરુણ ઘટનાના સમાચાર મળ્યા ત્યારે તેઓ અત્યંત દુ:ખી થયા. તેમણે જ્ઞાનબળથી જાણી લીધું કે તે અકાર્ય નાગશ્રીએ કર્યું છે. બ્રાહ્મણોને ભેગા કરીને તેમણે આ વાત કરી, એટલું જ નહિ પણ પોતાના સાધુઓને આસપાસના ગામોમાં મોકલીને સર્વત્ર નાગશ્રીને જાહેર કરાવી. નાગશ્રીના પતિ સોમદેવને આ વાત જાણીને પારાવાર દુઃખ થયું . તેણે નાગશ્રીને સખત ઠપકો આપી ઘરમાંથી કાઢી મૂકી.
ધર્મદ્રોહીઓની દયા ન હોય ધર્મદ્રોહીની તે વળી દયા હોય ? એવી દયા અતિ દયા છે. તે યોગ્ય નથી. અતિ મૈત્રી, અતિ તપ, અતિ વાચાળતા, અતિ દાન વગેરે ક્યારેક ભારે મુશ્કેલીમાં મૂકી દેનારા બની જાય.
ધર્મદ્રોહીઓને જાહેર કરવા જોઈએ. તેમને યોગ્ય સજા પણ કરવી જોઈએ, આથી ધર્મદ્રોહની પરંપરા અટકે.
ગજસુકુમાલ નામના મુનિના હત્યારા સોમિલનું શ્રીકૃષ્ણની ભયંકર સજાના ભયથી જ હાડ બેસી જતાં મોત થઈ ગયું. પણ તેના મડદા ઉપર શ્રીકૃષ્ણ દયા ન આણી. તેને મરેલાં કૂતરાની જેમ બંધાવીને ઘસડતાં ઘસડતાં ગામ બહાર કઢાવ્યું. જે જમીન ઉપર તે શબ ઘસડાયું ત્યાં દૂધ વગેરે દ્વારા શુદ્ધિ કરાવી.
કાલકસૂરિજીને સાધ્વીજીનું અપહરણ કરનારા ગર્દભિલ્લ રાજાને સખત ઠપકો આપવા માટે શકરાજ દ્વારા યુદ્ધ લાવવું પડ્યું. ગર્દભિલ્લને હરાવ્યો અને જંગલ-ભેગો કરી દીધો. ગર્ભભિલ્લને જેર કરવા માટે કાલકસૂરિજીએ બહુ સપ્ત ભાષામાં સંકલ્પ કર્યો હતો.
આવું જ નમુચિ માટે વિષ્ણુકુમાર મુનિએ કરવું પડ્યું હતું.
જે સર્વને જિવાડે છે એવા ધર્મ કે એના કોઈ પણ એક અંગને કેમ મરવા દેવાય, નબળું પડવા દેવાય, એનું ગૌરવ ખંડિત થવા દેવાય? એની નબળાઈમાં ય અનેકોનું મોત છે. એના જીવનમાં જ અનેકોનું જીવન છે.
અજયપાળનું કરુણ મોત
જૈન મહાભારત ભાગ-૧
Page #140
--------------------------------------------------------------------------
________________
કેટલીક વાર તો ધર્મદ્રોહીને એનું પાપ જ ફાડી નાંખતું હોય છે. આવા પ્રસંગો જોવા મળે ત્યારે એમ લાગે કે પાપીઓને શું મારવા'તા? એમના પાપો જ એમને મારતાં હોય છે.
અજયપાળ આ સત્યનો પુરાવો છે.
ગૂર્જરેશ્વર કુમારપાળના શાસનકાળ પછી ત્રણ વર્ષ સુધી અજયપાળે રાજ કર્યું. ત્રણ વર્ષમાં તો તેણે સમગ્ર જૈનધર્મ ઉપર કાળો કેર વર્તાવી દીધો. સહુ જૈન અગ્રણીઓ ત્રાહિમામ્ પોકારી ગયા. એણે કેટલાય મંદિરોને ધારાશાયી કર્યા, મૂર્તિઓના ભંજન કર્યા, સાધુઓને તેની ધાકથી ભૂગર્ભમાં ચાલ્યા જવાની ફરજ પાડી.
પણ એક દિ તેને એકાએક કૂતરાને મોતે માર્યો. ઘાંઘો અને વૈજલી નામના સગા ભાઈઓબે ચોકીદારો-ની માતા સાથેના વ્યભિચારમાં તે પકડાઈ ગયો. ઘાંઘા અને વૈજલીએ એક વાર ઉદ્યાનમાં એકલા બેઠેલા અજયપાળ ઉપર હુમલો કર્યો. અંગરક્ષકો થોડી ઝપાઝપી કરીને ભાગી ગયા. અજયપાળ ઘાયલ થઈને લોહીથી લથપથ થઈ ગયો.
વૈજલી વગેરે ભાગી ગયા. પાણીની કારમી તરસ લાગતાં લથડતે પગલે તે નજીકના ઘર તરફ જવા લાગ્યો. ત્યાં પગ લથડતા ખાળમાં પડી ગયો. અવાજ થતાં તે ઘરનો માણસ બહાર આવ્યો. તેને ભ્રમથી ખાળમાં કૂતરું દેખાયું. મોટો પથ્થર ઊંચકીને તેની ઉપર ફેંક્યો. અજયપાળની ખોપરી ફાટી ગઈ. કેટલીક વારે રિબાઈને ત્યાં જ મર્યો.
જ્યારે ધર્મદ્રોહી કલ્કીને કોઈ પાઠ શીખવી નહિ શકે ત્યારે દેવરાજ ઈન્દ્ર બ્રાહ્મણરૂપે આવીને તેના ભરાયેલા પાપના ઘડાને સજા ફટકારી દેશે. ધર્મનો દ્રોહ એ સામાન્ય પાપ નથી. એ પોકાર્યા વિના રહેતું નથી.
આ ઘોર પાપોનો પરચો મળશે જ વર્તમાનકાળમાં ભારતમાં કે વિશ્વમાં જે બેફામ રીતે સરકારી રાહે અતિ ઘોર હિંસાનું તાંડવ જામ્યું છે, દુરાચારના બધા જ માર્ગોને ખુલ્લા મૂકી દેવાયા છે અને “સેક્યુલરિઝમ'ના નામે આસ્તિકતાને કબરનશીન કરાવાઈ રહી છે તેના અતિ ક પરિણામો આવ્યા વિના રહેનાર નથી.
જ્યાં આ ત્રણેય પાપો વધુ જોરમાં હશે તેઓ ધર્મમહાસત્તાના રોષનો પહેલો ભોગ બનશે, તે પછી બીજાઓનો વારો આવશે.
સવાલ માત્ર સમયનો છે. કદાચ વધુ મોટી સજાનો રાતોરાત અમલ કરી દેવા માટે હજી વધુ પાપો થવા દેવાની એ મહાસત્તા રાહ જોઈ રહી હોય. - પરદેશોને આ સર્વનાશની આપત્તિમાંથી ઉગારવાનું લગભગ અસંભવિત જણાય છે, જ્યારે આટલા બધા પાપોની વચમાં પણ ભારતીય પ્રજાનો નાનકડો પણ ધાર્મિક વર્ગ જે કાંઈ સારું ધર્મધ્યાન-તપ, જપ, ભક્તિ, વ્રત, પૂજાપાઠ વગેરે-કરે છે તેને કારણે તેનો સર્વનાશ થતો અટકી જશે એમ ચોક્કસ અનુમાન થાય છે. એટલું જ નહિ પણ જે મહા-તાંડવને ધાર્મિક નેતાઓ અટકાવી શકતા નથી તેને ઉપરોક્ત પ્રજાકીય પૂજાપાઠ વગેરેનું બળ એકાએક શાંત કરી દેશે અને નવા ધાર્મિક યુગનો આરંભ કરીને જ રહેશે.
બત્રીસ બત્રીસ વર્ષના વહાણાં વહી ગયા તો ય લોકશાહી પદ્ધતિ ભારતમાં સ્થિર થતી જ નથી, બલકે છેલ્લા ડચકાં લેતી હોય તેમ લાગે છે. એના કારણમાં ય મને તો આ લોકશાહીના નેજા નીચે ચલાવાયેલી અતિ ઘોર હિંસાઓ, ફેલાવાયેલા દુરાચારો અને પોષવામાં આવેલી નાસ્તિકતાઓના પાપો જ દેખાય છે.
જૈન મહાભારત ભાગ-૧
Page #141
--------------------------------------------------------------------------
________________
કાળને કાળનું કામ કરવા દો. માણસ “અહીં ખૂબ જ વામણો છે.
ધર્મશ્રદ્ધાને કદી છોડશો નહિ સહુએ વિધિવત્ અને વિશુદ્ધ મોક્ષલક્ષી ધર્મધ્યાનમાં લાગી પડવું જોઈએ. હવે તો ધર્મ એ જ રાજકારણ.
આ ધર્મ થોડો પણ હોય તો ય તેની તાકાત વિરાટ છે. રાઈનો નાનકડો પણ દાણો પણ મોંમાં ચમચમતો હોય છે. નાનકડી પણ કાંકરી ઘડાને ફોડી નાંખે છે. નાની પણ ચિનગારી હજારો ટન રૂની ગંજીને સળગાવી નાંખતી હોય છે.
ધર્મમાં અવિહડ શ્રદ્ધા ધરાવતા વર્ગની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા હચમચી ઊઠે તેટલું નાસ્તિતા-તરફી પુણ્ય વગેરેનું જોર આજે વધી રહેલું જોવા મળે છે. પણ સબૂર ! આ પલટો રાતોરાત; રે ! ક્ષણોમાં લાવી દેવાની ધર્મમહાસત્તાના બળોમાં તાકાત છે. સવાલ માત્ર સમયનો છે. સહુએ ધીરજ રાખીને પોતાની ધર્મશ્રદ્ધાને જરા પણ હચમચાવી દેવી ન જોઈએ.
પેલું વાક્ય મને યાદ આવે છે, “ભગવાન ! (ધર્મ મહાસત્તા) તેરે રાજ મેં દેર છે. (અંધેર નહિ.)”
ફરી એક વાર જણાવવાનું દિલ થાય છે કે ધર્મપ્રેમી લોકોએ હાલ કોઈ માથાકૂટમાં પડ્યા વિના કોઈ બાહ્ય-સામાજિક કે રાજકીય પ્રવૃત્તિથી વેગળા જ રહેવું જોઈએ અને એકાન્ત મોક્ષલક્ષી ધર્મક્રિયાઓમાં વધુ ને વધુ તન્મય બનવું જોઈએ.
જે વ્યક્તિ આવું જીવન જીવશે તે જ જીવનમાં સુખ અને શાન્તિ પામી શકશે.
જે કુટુંબમાં આવું જીવન સહુ જીવતા હશે તે કુટુંબ જ સુખ, શાન્તિ અને સંપના દર્શન કરી શકશે.
બાકીના તમામને આજનો “ચુ-વેવનો ઝંઝાવાતી મહાપ્રલય સમો મહાકાળ ભરખીને જ રહેશે. એમાંથી કોઈ ઊગરી શકે તેમ નથી.
નાગશ્રીનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. એ ગમે ત્યાં રખડીને પોતાનું જીવન પૂરું કરવા લાગી. એને સોળ ભયાનક રોગો પેદા થયા. નારકની ગતિ જેવી કારમી પીડાનો તે ભોગ બની ગઈ.
રિબાઈને મૃત્યુ પામેલી નાગશ્રી દરેક નરકમાં બે બે વાર ઉત્પન્ન થઈ. પૃથ્વી, જલ, અગ્નિ વગેરેમાં પણ તેણે અગણિત વાર જન્મો લીધા. આવો તો પુષ્કળ કાળ પસાર થઈ ગયો.
ભ્રમણાઓથી ભવનું ભ્રમણ કેવો છે આ સંસાર ! જયાં સુખ ક્ષણનું છે. પાપ મણનું છે. પરિણામે દુઃખ ટનનું છે.
શું ભોગવાય આ સંસારના વિષયસુખો ! એની આસક્તિથી અનેક પાપો થાય. એ પ્રત્યેક પાપ અનેક દુઃખો લાવીને ઝીંકે.
તો, એ ક્ષણના વિષયસુખની લાલચ છોડી દેવી તે જ સારું નહિ?
જૈન મહાભારત ભાગ-૧
Page #142
--------------------------------------------------------------------------
________________
હા, જે જ્ઞાની છે તે આ જ નિર્ણય લે છે અને આતમના અંદરના આનંદને તે સદા અનુભવતો રહે છે.
પણ સંસારના રસિયા જીવોને આ આનંદની ગંધ પણ હોતી નથી. એટલે વિનાશી, તુચ્છ, પાપકારક, દુ:ખજનક, જીવહિંસક, અહિતકારક એવા પણ સંસારના વિષયસુખોનો રસ માણવાની ભૂલ કરી બેસે છે.
આવી ભૂલો-ભ્રમણાઓને લીધે જ દરેક જીવ અનંતકાળ સુધી સંસારમાં ભ્રમણ કરતો જ રહે છે.
દુર્ગતિઓમાં ઘણું ભટક્યા પછી જે કાંઈ પુણ્ય બંધાઈ ગયું તેના કારણે નાગશ્રીનો જીવ ચંપાનગરીમાં આવેલા દંપતી-સાગરદત્ત અને સુભદ્રાની પુત્રી સુકુમાલિકા રૂપે અવતર્યો.
દુર્ભાગી સુકુમાલિકા સાચે જ એનું રૂપ અને લાવણ્ય અજોડ હતું. સ્વર્ગની અપ્સરા આ ધરતી ઉપર ઊતરી હોય એવો એનો તેજવૈભવ હતો. માતાપિતાને પણ તે ખૂબ જ વહાલી હતી. દીકરીને સાસરે વળાવીને તેના વિયોગનું દુઃખ આ માબાપ સહી શકે તેમ ન હતા. એટલે તેમણે જે ઘરજમાઈ અને તેની સાથે જ સુકુમાલિકાનું લગ્ન કરવાનો નિર્ણય કર્યો.
અને એ શરત પ્રમાણે એક દિવસ એ જ નગરના શ્રેષ્ઠીપુત્ર સાગરની સાથે તેણીના લગ્ન થઈ ગયા.
પહેલી જ રાતે તેમના દંપતી-જીવનમાં આગ લાગી ગઈ !
સુકુમાલિકાના દેહસ્પર્શ બાદ સાગરના આખા શરીરમાં ભયાનક દાહ પેદા થઈ ગયો ! તે રાતે જ બીજા ખંડમાં સૂવા ચાલ્યો ગયો. સવારે ઘરે જઈને પિતાને સઘળી વાત કરી. વેવાઈએ વેવાઈને વાત જણાવી. ભવિતવ્યતાનો વિચાર કરીને સહુ ચૂપ રહ્યા.
સાગરે સુકુમાલિકાનો ત્યાગ કર્યો.
સુકુમાલિકાના પિતા ભારે મૂંઝવણમાં આવી ગયા. તેમણે કોઈ ભિખારીને સ્નાનાદિ કરાવીને, વસ્ત્ર અને અલંકારોથી વિભૂષિત કરીને સુકુમાલિકાની સાથે ગોઠવી દીધો.
કાશ ! એ રાતે પણ એ જ દશા બની ! ભિખારી ભાગી ગયો.
હવે બાજી ખતમ થઈ ગઈ હતી. સુકુમાલિકાના ‘પરમ દુર્ભાગ્યના ઉદય સિવાય બીજું કાંઈ જ કોઈ વિચારી શકે તેમ રહ્યું ન હતું.
સુખમય પણ સંસાર હેય અઢળક પુણ્યોના ઉદયમાં એકાદો પાપનો ઉદય બધા પુણ્યોના સુખને કેવા હતા ન હતા કરી નાંખે છે !
તો એવો તો કોણ આ સંસારમાં પુણ્યવાન છે જેને કોઈ પણ બાબતમાં પાપનો ઉદય હોય જ નહિ ! રે, છેવટમાં છેવટ મૃત્યુ દ્વારા તે તમામ પુણ્યોનો એકીસાથે અંત તો આવે જ છે ને !
માટે જ આ સંસાર સુખમય મળે તો ય અસાર છે. એનું સુખ એ એવું ગુલાબ છે જેની સુગંધ માણવા જતાં એકાદ કાંટો તો અચૂક ગાલે ભોંકાઈને લોહી કાઢી નાંખે છે.
તીવ્ર પાપોદયોને નિષ્ફળ કરવા માટે વડીલોએ સુકુમાલિકાને દાનાદિ ધર્મોનું સેવન કરવા કહ્યું. તેણી પણ ધર્મકાર્યમાં ઓતપ્રોત થવા લાગી.
આજ્ઞાવિરુદ્ધ આતાપના લેતી સુકુમાલિકા
જૈન મહાભારત ભાગ-૧
Page #143
--------------------------------------------------------------------------
________________
એક વખત તે જૈન સાધ્વીજીઓના પરિચયમાં આવી. તેમનો સત્સંગ કરતાં તેને દીક્ષા લેવાની ભાવના જાગી. માતાપિતાએ આશીર્વાદ આપવા સાથે દીક્ષા આપી.
સુકુમાલિકાએ સાધ્વીજીવનમાં ઘોર તપ શરૂ કર્યું. દુષ્કર્મોને ઝટ બાળવા માટે તપ જેવો પ્રચંડ દાવાનળ જગતમાં બીજો કોઈ નથી.
સુકુમાલિકા સાધ્વી ‘મહા-તપસ્વિની’ તરીકે સર્વત્ર પંકાયા.
પણ જુઓ તો નિષ્ઠુરતા કર્મરાજની ! એક દિવસ મહાભયંકર ભાવીને પેદા કરનારા બીજ સુકુમાલિકાના જીવનમાં પડી ગયા.
શું થયું એ સાધ્વીને ? શું કરવા તેણે આવી ભૂલ કરી નાંખી ? કોઈ આવા સવાલ પૂછશો મા... જ્યારે એવા તીવ્ર કર્મોનો ઉદય થાય છે ત્યારે ક્ષણ પહેલાંનો પુણ્યાત્મા પાપાત્મા બની જતો જોવા મળે છે.
પણ સબૂર ! આમ બધું કર્મના માથે દોષારોપણ કર્યું પણ નહિ ચાલે. આત્માના આ ભવના કે પરભવના અવળા ખેલાઈ ગયેલા પુરુષાર્થો પણ તેમાં મુખ્ય ભાગ ભજવે છે.
પૂર્વભવની આ નાગશ્રી હતી. એ ભવમાં એણે એક મહાતપસ્વી મુનિનો જાન લેવા સુધીનું કુકર્મ કર્યું હતું. આથી જ એણે જે કર્મો બાંધ્યા તે આ ભવની સુકુમાલિકા સાધ્વીના-મહાતપસ્વીનાભાવ પ્રાણ લેવા ધસી આવ્યા છે.
એક દિવસ સુકુમાલિકા સાધ્વીએ પોતાના વડીલો પાસે મુનિઓની જેમ એકાંતમાં-વન, ઉદ્યાન, પર્વત વગેરે સ્થળે-સૂર્યની સામે ઊભા રહીને આતાપના લેવાનો તપ કરવાની રજા માંગી. પણ નારી માટે આવા એકાંતવાસપૂર્વકનું તપ યોગ્ય નથી એવા શાસ્ત્રવચનનો આધાર લઈને તેમ કરવાની રજા ન આપી.
પણ ‘ઘો મરવા પડે ત્યારે વાઘરીવાડે જાય' એ ન્યાયે સુકુમાલિકા સાધ્વી જીદમાં આવી ગયા. ગુરુઓની અવજ્ઞા કરીને, બેફામપણે શાસ્રવિચાર સામે દલીલબાજી કરીને તે સ્વચ્છંદપણે આતાપના લેવા માટે ચાલી નીકળ્યા.
નારીના માથે નિયંત્રણ જોઈએ જ આર્યાવર્તમાં ‘નારી’ને નારાયણી કહી છે. તેને ઝવેરાતનું પણ ઝવેરાત કહ્યું છે. આવી અતિ મૂલ્યવાન એ વસ્તુ છે માટે જ તેની ચારે બાજુ મર્યાદાઓ (નિયંત્રણો) મૂકવામાં આવી છે.
એ એવું તત્ત્વ છે જે મર્યાદાઓમાં જ સચવાઈ રહે. એના માટે મૂકવામાં આવેલી તમામ મર્યાદાઓની પાછળ એનું ભારેથી ભારે મૂલ્યાંકન છે, પણ આ વાત આજનો બુદ્ધિજીવી વર્ગ સમજી શક્યો નથી. રે ! ખુદ નારીઓ પણ પોતાના મૂલ્યાંકનને સમજવામાં નિષ્ફળ ગઈ છે અને તેથી જ તે બધા ય મર્યાદાઓ કે નિયન્ત્રણોને તોડી-ફોડી નાંખવાની ઝુંબેશમાં જોડાયા છે.
આમાં પુરુષને પાપો કરવાની ફાવટ આવી છે.
આમાં નારીએ આપઘાત કર્યો છે. પણ અત્યારે તો ‘નારી, પુરુષ-સમોવડી’નો નાદ એ આપઘાતમાં વપરાતું ઝેરી શસ્ત્ર છે. સ્વચ્છંદતાનો અને કામુકતાનો એવો પવન વાયો છે કે સાચી વાત કોઈ સાંભળવા ય તૈયાર નથી. શાણા માણસો ચૂપચાપ બેસીને પરમાત્માને જ ‘બધું ઠીક કરી દેવાની’ પ્રાર્થના કરે એ જ ઉચિત લાગે છે.
નેપોલિયન જેવા પરદેશીએ પણ પોતાના શાસનકાળમાં ઘરના બાથરૂમોમાં ગોઠવાયેલાં જૈન મહાભારત ભાગ-૧
Page #144
--------------------------------------------------------------------------
________________
નારીના તમામ બીભત્સ ચિત્રોને દૂર કરાવીને નારી-સન્માન મેળવવા માટે પુરુષોને જણાવ્યું હતું.
હિટલર જેવો ઘાતકી માણસ પણ નારીના ગૌરવને અને ઘરકામ, બાળઉછેર તથા પતિસેવારૂપ ત્રણ કર્તવ્યોને બરોબર સમજ્યો હતો. એથી જ તમામ નોકરી કરતી નારીઓને તેમના ઘરમાં પાછા વળી જવાની ફરજ પાડી હતી.
પરશુરામે કેવું સુંદર સ્ત્ર પ્રસારિત કર્યું છે : “કાર્ય આર્યાવર્તની મહર્ષિપ્રણીત તમામ મર્યાદાઓને મારા નમસ્કાર થાઓ.”
આ દેશમાં નમુંજવા જેવી નર્તકીઓ પણ વેશ્યા બની નથી.
આ દેશમાં પદ્મિની જેવી નારીઓ રાજાધિરાજોના પ્રેમ પામવાને બદલે “હર હર મહાદેવ...' કરતી હોમકુંડોમાં બળી મરી છે.
આ દેશમાં રૂપકોશા જેવી વેશ્યાઓ પણ બ્રહ્મચર્યના વ્રતને મર્યાદિતરૂપે પાળવા લાગી હતી.
આ દેશમાં પત્નીઓ પણ પોતાના પતિ સાથે ય ખૂબ મર્યાદામાં જ રહેતી હતી, સદા તેમની સાથે સૂતી ન હતી. - આ દેશની ભામતીઓ ત્રીસ ત્રીસ વર્ષ સુધી લગાતાર પતિસેવા કરતી રહી છે અને એક તરફ પણ ઉચ્ચાર્યો નથી.
..તો ભયંકર ભાવિ માટે તૈયાર રહો ‘આ મર્યાદાઓ નારીના જીવનને કચડી નાંખે છે, ગોંધી રાખે છે !” એવા ગોકીરા મચાવીને તેને બધી મર્યાદાઓમાંથી મુક્ત કરી છે. પણ એ પુરુષો ! ખામોશ ! તમારા સમજણ વિનાના આ પગલાને લીધે જ અનેક નારીઓના જીવન શીલથી ચૂંથાઈ ગયા છે, શરીરથી ધોવાઈ ગયા છે, પુરુષો દ્વારા થતા ભૂગર્ભ-બલાત્કારો દ્વારા બરબાદ થઈ ચૂક્યા છે.
બાગપતના બલાત્કારો આકાશમાંથી એકાએક ઊતરી પડ્યા નથી !
આદિવાસી નારીઓ ઉપર સમૂહમાં થતા ઉપરાછાપરી બલાત્કારોના સમાચારો પેપરોમાં અકસ્માતે છપાયા નથી !
હજી તો આ સર્વનાશના પવનની માત્ર શરૂઆત છે.
જો હજી નહિ ચેતવામાં આવે, ચેતીને જાતીયતાનો ઉશ્કેરાટ પેદા કરતાં તમામ સિનેમા, સહશિક્ષણ, ગર્ભપાત-વ્યવસ્થા, છૂટાછેડાની છૂટ, ગંદા વાંચન, ઉભટ વેષ વગેરેને વટહુકમ દ્વારા રાતોરાત પ્રતિબંધિત નહિ કરવામાં આવે તો અતિ ભયાનક પરિસ્થિતિને જોવા માટે ભારતીય પ્રજાએ તૈયાર રહેવું પડશે.
મને તો લાગે છે કે ભલે તે બર્બર પ્રકારની સજા હોઈને વધુ પડતી સખ્ત સજા કહેવાતી હોય પણ ઈસ્લામના કેટલાક દેશોમાં દારૂ અને વ્યભિચાર ઉપર જે અતિ સખ્ત નિયંત્રણ મૂકવાના આદેશો અમલમાં મુકાઈ રહ્યા છે તેની પાછળ નારી-સન્માનની ભાવના જ છે અને તે તો ખૂબ જ આદરણીય છે.
પરન્તુ ના, હવે વાત જ એટલી આગળ વધી ગઈ છે કે એ નિયત્રણો મૂકનાર દેશનેતાઓને જ ફાંસીને માંચડે ચડાવી દેવામાં આવશે કે ખુરસી ઉપરથી ગબડાવી દેવામાં આવશે. - નશીલા બની ચૂકેલા જગતમાં નશાબંધી લાવનારો સત્તાની ખુરસી ઉપર અઢી વર્ષથી વધુ ન ટકી શકે હોં ! જૈન મહાભારત ભાગ-૧
Page #145
--------------------------------------------------------------------------
________________
સિનેમામાં ચુંબન વગેરેના દશ્યો ઉપર સેન્સરશિપ લાવનાર પ્રધાનને ઘરભેગા થયા વિના છૂટકો જ ન રહે.
ગયો... ગયો તે કાળ, બલિદાનનો ! ખુમારીનો ! નિઃસ્પૃહતાનો! આજે તો માનવોમાંથી ‘નારી’ (શીલ) ખતમ થઈ છે અને ધરતીમાંથી ‘પશુઓ’ ખલાસ થવા આવ્યા છે. હવે ભારત પાસે આધ્યાત્મિક અને ભૌતિક સમૃદ્ધિના દિવાસ્વપ્નો જોવાનું જ નસીબ બાકી રહ્યું છે !
સુકુમાલિકાનું આત્મઘાતક નિયાણું સુકુમાલિકા સાધ્વી સ્વચ્છંદતાનો ભોગ બની. વળી આતાપનાનો તપ કરવામાં તેને ગુરુના આશિષ પણ મળ્યા નહિ... આ બે ય બાબતોએ તેનું સાધ્વીજીવન પાયમાલ કરી નાંખ્યું.
સૂર્યની આતાપના લેતાં તે સાધ્વીજીએ નજીકના સ્થળમાં જ એક દિવસ એકાએક પાંચ પુરુષોથી સેવાતી વેશ્યા જોઈ.
અને તેના રોમેરોમમાં કામવાસના પ્રજ્વળી ઊઠી. તેનું મન બોલી ઊઠ્યું, “અરે ! મેં સંયમ લીધું ! હવે મને આવું સુખ તો નહિ જ મળે ને ? હાય ! કેવી અભાગણી !
પણ સબૂર ! મેં તપ કેટલું બધું કર્યું છે. બસ, તેના પુણ્યના બદલામાં મને આવતા ભવમાં એવો નારીનો અવતાર મળો, જેમાં મને સોહામણા પાંચ પતિ મળે !”
એક જ ક્ષણમાં ‘તપસ્વી’ આત્મા ‘કામાન્ય' બની ગયો. તે આત્માએ સંયમરત્ન વેચી નાંખીને કામવાસનાના કાંકરા મેળવ્યા.
મૃત્યુ પામીને સાધ્વીનો આત્મા સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં દેવી થયો. ત્યાંથી ચ્યવીને દ્રૌપદીરૂપે જન્મ પામ્યો.
જૈન શાસ્ત્રજ્ઞોએ આવી સોદાબાજીને ‘નિદાન’ કહેલ છે.
ધર્મ સાથે અર્થકામની સોદાબાજી કદી થઈ શકે નહિ. જે સોદાબાજીનો વિષય બને તે વેપાર કહેવાય, ધંધો કહેવાય, ધર્મ ન જ કહેવાય.
આ છે દ્રૌપદીના પૂર્વભવોની કાળી કથા ! એ આત્માએ જે ભૂલ કરી છે તેનો જ ભોગ એ આત્મા બન્યો છે.
અહીં ચારણમુનિના શ્રીમુખે કહેવાયેલી દ્રૌપદીના પૂર્વભવોની કથા પૂરી થાય છે. સ્વયંવરમાં અર્જુનને વરમાળા નાંખતી વખતે દ્રૌપદીને પાંચેય પાંડવોને પોતાના પતિ બનાવવાનો જે કાળો અનાર્ય વિચાર આવી ગયો હતો તેના મૂળમાં તેણે જ કંડારેલું ‘પાંચ પતિની સંગત માણતી કામિની’ તરીકેનું દુઃસ્વપ્ન જ કારણભૂત બન્યું છે.
અનેક વિષમતાઓનો ઉકેલ : પૂર્વભવો તરફ દ્રષ્ટિપાત
જૈન શાસ્ત્રકારો કહે છે કે ચાલુ ભવની ઘણી બધી વિષમ સમસ્યાઓના ઉકેલો પૂર્વભવો તરફ નજર કરવાથી જ મળતા હોય છે.
આ ભવમાં પાણીથી ગભરાયા કરતાં બાળકના આત્માના પૂર્વભવમાં એવી કોઈ ઘટના બની હોવી જ જોઈએ, જેમાં એ આત્માને પાણીમાં ડુબાડી દેવા દ્વારા મરણ પામવું પડ્યું હોય.
લિફ્ટમાં ઊતરતાં ભય પામતો બાળકનો આત્મા પૂર્વભવમાં મોટા મકાનની અગાસી ઉપ૨થી ધરતી ઉપર પટકાઈ પડ્યો હોવો જોઈએ.
જાતભાઈઓ ઉ૫૨ ઈર્ષ્યા કરતો આત્મા પૂર્વભવમાં કૂતરાના ખોળિયે રહીને જ એ સંસ્કારોને
જૈન મહાભારત ભાગ-૧
Page #146
--------------------------------------------------------------------------
________________
તૈયા૨ કરી ચૂક્યો હોય.
સદાય અક્કડ રહેતો જીવ પૂર્વભવમાં તાડનું ઝાડ હોય. ખૂબ ક્રોધે ભરાતો આદમી પૂર્વભવનો સાપ પણ હોય.
સાધ્વીના જીવનમાં, આતાપનાના તપના દિવસોમાં સુકુમાલિકાના આત્માએ જે થાપ ખાધી તેનું કેટલું કટૂ પરિણામ આવીને ઊભું ? પિતા દ્રુપદ પણ ગભરાઈ ગયા. સહુ વિસ્મિત થઈ ગયા. શું કરવું ? કોઈને ન સમજાયું. આકાશવાણી થઈ પણ તો ય કોઈની ય વળી ગયેલી કળ ઊતરી નહિ. અંતે ચારણમુનિવરે ફોડ પાડ્યો ત્યારે સહુના દિલ હેઠાં બેઠા. પાંચ પતિની પત્ની તરીકે સહુએ દ્રૌપદીને સ્વીકારી.
સાધ્વીજીવનમાં કરેલી ભૂલમાંથી ભારતદેશમાં કેવો અકલ્પ્ય ઇતિહાસ સર્જાઈ ગયો ! પાંચ પતિઓવાળી પત્ની !
રે ! પાંચ પત્નીઓવાળો પતિ કે એથી પણ ઘણી પત્નીઓવાળો પતિ તો સહુએ સાંભળ્યો હશે પણ આ ઊંધી વાત તો ભારતના ઇતિહાસમાં પહેલી જ હશે, કદાચ છેલ્લી પણ હશે.
સુકુમાલિકા સાધ્વીની નાનકડી (માનસિક) ભૂલ ! એનું કેટલું ભયંકર પરિણામ !
નાગશ્રી તરીકેના ભવની એક ભયાનક ભૂલ ! એ મૂળમાંથી કેવું મોટું ઝાડ ઊગી નીકળ્યું કે સુકુમાલિકાના ભવમાં સાધ્વી બની તો ય સીધી ન ચાલી શકી !
અને અંતે દ્રૌપદી બની તો અભૂતપૂર્વ ઘટનાનો ભોગ બની ગઈ !
મહાભારતની આખી કથામાં કેટલાક અતિ રોમાંચક પ્રસંગો છે, જેમાં એકલવ્યનો અંગૂઠાના બલિદાનનો પ્રસંગ, દ્રૌપદીના પાંચ પતિનો પ્રસંગ પણ ગણી શકાય.
દ્રૌપદીને પાંચ પતિ કેમ થયા ? તે સવાલના જવાબમાં વ્યાસમુનિએ જે જણાવ્યું છે કે,‘પાંચ ભાઈઓને જે મળે તે બધાએ સરખે હિસ્સે વહેંચી લેવું’ એવા માતા કુન્તીએ ઘડી આપેલા કાયદાના કારણે દ્રૌપદી પણ પાંચ વચ્ચે વહેંચાઈ છે’ તે ખૂબ વિચિત્ર જણાય છે. દરેક કાયદાને તેની મર્યાદા તો હોય ને ? વહેંચણીની સમાનતાના નિયમમાં કાંઈ સ્ત્રીની વહેંચણી કરવા જેવી અનાર્ય-કક્ષાની વાત કદી લઈ શકાય ખરી ?
લગ્ન બાદ પાંડવો દ્રૌપદીને લઈને સપરિવાર હસ્તિનાપુર પાછા ફર્યા.
નારદે બતાવેલી વ્યવસ્થા
એક દિવસ ત્યાં નારદ આવી ચડ્યા.
સમયે સમયે નારદ થતા હોય છે. દરેક ઉત્સર્પિણી કે અવસર્પિણીના કાળમાં નવ નવ નારદ થાય છે. આ નારદો કુતૂહલપ્રિય હોય છે. એકબીજાને અથડાવી મારવાની વૃત્તિ પણ ક્યારેક સતેજ બની જતી હોય છે. પરન્તુ આવા અવગુણોની વચમાં તેમનામાં એક બહુ મોટો ગુણ હોય છે કે તેઓ નિર્મળ શીલનું પાલન કરતા હોય છે. એના બળે જ નવે ય ના૨દો તે જ ભવમાં મુક્તિના પરમપદને પામ્યા છે.
નારદજીએ પાંડવોને અને દ્રૌપદીને ભેગા કરીને કહ્યું કે, “બે પુરુષ વચ્ચે પણ એક સ્ત્રીનું હોવું તે ભારે કલેશનું કારણ છે. તમે પાંચ પુરુષો છો અને તમારી વચ્ચે એક જ સ્ત્રીના કા૨ણે પરસ્પર કલેશ પેદા ન થાય ?’”
નારદે જ તે વ્યવસ્થા બતાવી કે,“દ્રૌપદી પાસે એક જ વ્યક્તિએ વારાફરતી રહેવું. એકના વારામાં બીજાએ ભૂલથી પણ ન જવું. જો તેમ થઈ જાય તો તેણે બાર વર્ષનો તીર્થયાત્રા વગેરે રૂપ
જૈન મહાભારત ભાગ-૧
Page #147
--------------------------------------------------------------------------
________________
ઘરવાસ-ત્યાગ કરી દેવો.”
પાંડવોએ આ વાત કબૂલ કરી. નારદજી ચાલ્યા ગયા અને આ વ્યવસ્થા સારી રીતે ચાલવા લાગી.
પાંડવોને તો તેમાં કાંઈ વિશેષ ભોગ આપવાનો ન હતો. હા, ભૂલથી પણ પોતાના વારા વિનાના સમયમાં દ્રૌપદીના મહેલમાં ન જઈ ચડાય તેની કાળજી રાખવાની હતી. પણ આ કાંઈ બહુ મહેનતનું કામ ન હતું.
દ્રૌપદી : ખરેખર મહાસતી ખરેખરી કસોટી તો દ્રૌપદીની હતી. એ વખતે જેનો વારો હોય તે વખતે તે પુરુષ સિવાયના બાકીના ચારેય પતિઓને તેણે ભાઈ-બરોબર સમજવાના હતા. તે સમયમાં તેના મનમાં તેમાંના કોઈને પણ ‘પતિ' રૂપે તેણે પ્રવેશ થવા દેવાનો ન હતો.
પરપુરુષને ભાઈ-બરોબર ગણવા એ કરતાં ય પોતાના પતિઓને ભાઈ-બરોબર ગણવા-તે ય અમુક સમય પૂરતા-તે સાધના અતિ કઠિન છે. જેની સાથે ગઈ કાલે ભોગો ભોગવ્યા છે તેને આજે માડીજાયા ભાઈ તુલ્ય જોવો એ કાંઈ સામાન્ય કોટિની વાત નથી.
આથી જ દ્રૌપદીને સતી ન કહેવી જોઈએ પણ “મહાસતી' જ કહેવી જોઈએ. સીતાજી વગેરેએ પરપુરુષોને ‘ભાઈ’ ગણ્યા હતા.
દ્રૌપદી સ્વપતિઓને પણ નારદ-વ્યવસ્થા મુજબ ‘ભાઈ’ બરોબર ગણી શકી હતી. અને તે પણ સદા માટેની એક જ વ્યવસ્થા હોત તો હજી સરળ હતી. આ તો ‘ભાઈ-બરોબર’ ગણવાની વ્યવસ્થા પણ સતત પરિવર્તનશીલ હતી.
પાંચ પતિઓની પત્ની દ્રૌપદી કુલટા કે વેશ્યા કહેવાને તો લાયક નથી જ, પરંતુ સતી કહેવાને ય લાયક નથી. મારી દૃષ્ટિએ તો તેને “મહાસતી' જ કહેવી ઘટે.
જૈન મહાભારત ભાગ-૧
Page #148
--------------------------------------------------------------------------
________________
૨૧
દિવ્યસભા-દર્શને ભભૂકેલો દાવાનળ
એક દિવસની વાત છે.
દ્રૌપદીની સાથે યુધિષ્ઠિરને રહેવાનો વારો હતો.
એ દિવસે કેટલાક ચોરોએ નગરના માણસોની ગાયોની ચોરી
કરી. તેની ફરિયાદ લઈને લોકો અર્જુન પાસે આવ્યા.
રૈયતના દુઃખમાં જે દુઃખી તેનું નામ રાજા.
અર્જુન તરત તેમની સાથે જઈને ગાયો છોડાવી આવવા માટે તૈયાર થઈ ગયો. તેનું ધનુષ વગેરે દ્રૌપદીના મહેલમાં હતા. ઉતાવળમાં તેને ખ્યાલ ન રહ્યો કે યુધિષ્ઠિરના વારામાં તેણે ભૂલથી પણ જવાનું નથી. મહેલમાં જઈને ધનુષ લઈને તે ચોરોની પાછળ પડ્યો.
અર્જુનને જોતાંવેંત ચોરો ભાગી છૂટ્યા.
અર્જુને બધી ગાયો પાછી વાળી દઈને તેના માલિકોને સુપરત કરી.
સ્વપ્રતિજ્ઞાનિષ્ઠ અર્જુન
આ કાર્ય પત્યા પછી એકાએક અર્જુનને ખ્યાલ આવ્યો કે દ્રૌપદીના મહેલમાં જવાની બહુ મોટી ભૂલ તે કરી બેઠો છે. આ ભૂલની સજા બાર વર્ષનો ગૃહત્યાગ હતી. તેણે તે સજા ભોગવવા માટેની
તૈયારીઓ કરી લીધી.
તે જ દિવસે તેણે ગૃહત્યાગ કર્યો. તે વખતે તેના વડીલોએ તેમ નહિ કરવા માટે ખૂબ સમજાવ્યો. સહુએ એક જ વાત કરી કે પ્રતિજ્ઞાભંગ કરવાના આશયથી પ્રતિજ્ઞાભંગ કરાયો નથી. વળી કોઈનું સારું કામ કરવાના ઉદ્દેશથી જ મહેલમાં જવાનું બન્યું છે, નહિ કે કામવાસનાદિથી પ્રેરાઈને. માટે દેખીતો પ્રતિજ્ઞાભંગ હોય પણ પરમાર્થથી તે પ્રતિજ્ઞાભંગ છે જ નહિ.
અર્જુનની સાથે તમામ વડીલો, તમામ સ્વજનો અને સ્નેહીજનો ગામ-બહાર આવ્યા, પરંતુ અર્જુન બારવર્ષીય ગૃહત્યાગના પોતાના નિર્ણયમાં અચલ રહ્યો.
જ્યારે અર્જુને સહુને પ્રણામ કરીને, વડીલોના પગમાં પડીને વિદાય લીધી ત્યારે કેટલાક છાતીફાટ રુદન કરતા હતા. કેટલાક એકાએક બની ગયેલી આ ઘટનાથી સૂનમૂન અને અવાચક બની ગયા હતા. માતા કુન્તી વારંવાર બેભાન થઈ જતાં હતા.
શાન્ત અને સ્વસ્થ હતા, એક માત્ર યુધિષ્ઠિર ! સત્યની રક્ષાના એ પ્રખર પક્ષકાર હતા. અર્જુન એ જ કરી રહ્યો હતો એટલે એમને મન તો સત્યની રક્ષાના મહાન આદર્શના છોડવાંઓને અત્યારે પાણીના સિંચનથી નવું બળ મળી રહ્યાનો સંતોષ હતો.
શ્રેષ્ઠ શું ? રાજાશાહી કે લોકશાહી ? આર્યાવર્ત્તના શ્રેષ્ઠ કક્ષાના રાજાઓ કેવા હોય ? તેનું અર્જુન અવ્વલ દષ્ટાન્ત છે. આ આર્યાવર્ત્તની રાજાશાહી પરમાત્મા આદિનાથથી શરૂ થઈ અને અસંખ્ય વર્ષો સુધી ચાલુ રહી. તેમાં બહુ મોટી સંખ્યાના રાજાઓ શ્રેષ્ઠ કક્ષાના થયા, કનિષ્ઠ પણ થયા કિન્તુ ઘણા થોડા પ્રમાણમાં.
જૈન મહાભારત ભાગ-૧
રાજાશાહી વંશવારસાગત હતી તેથી તેના ઘણા લાભો હતા. પ્રામાણિકતા, પ્રજાપ્રેમ, કરુણા, પરાર્થરસિકતા, નિઃસ્પૃહતા વગેરે ગુણો લોહીમાં સીધા ઊતરી આવતા. ભારતની પ્રજાએ
Page #149
--------------------------------------------------------------------------
________________
લોકશાહીને ક્યારેય પસંદ કરી નથી અને ભવિષ્યમાં તેને ફેંકી દીધા વિના રહેશે નહિ તેવું પણ લાગે છે, કેમકે તેના અનુભવો ખૂબ જ કડવા રહ્યા છે. ઉપર્યુક્ત કક્ષાના લોહીના અભાવે લોકશાહીમાં પ્રજાનું નેતૃત્વ લેતા માણસો નેતા બનવાના શ્રેષ્ઠ કક્ષાના ગુણો ઘણુંખરું ધરાવતા હોતા નથી. તેમના લોહી પ્રમાણે તેમનામાં સ્વાર્થ, સત્તાભૂખ, વાસના, પક્ષપાતપણું, લાંચ-રુશ્વતખોરી વગેરે દોષો જ પ્રસરેલા જોવા મળે છે.
વર્તમાનકાળમાં ફરીથી વડાપ્રધાન તરીકે ઇન્દિરા પછી રાજીવ ગાંધીની પસંદગી કરીને લોકોએ આડકતરી રીતે રાજાશાહીની જ પસંદગી કરી છે એમ મારું માનવું છે. ઇન્દિરાબેન સ્વયં રાજાશાહીની રીતે (આજની ભાષામાં સરમુખત્યારની રીતે વર્તવાનો સ્વભાવ ધરાવતાં હતા. લોકોને આવા સ્વભાવથી કામ થાય તેવું લાગેલું છે. ખેર, રાજીવ પાસે પણ તેવું રાજાશાહીનું બીજ તો નથી જ, અને તેથી તેઓ પણ ઘણી મોટી ભૂલો કરી શકે છે જેના ખરાબ પરિણામો પ્રજા ભોગવશે.
બેશક, રાજાશાહીમાં ય ખરાબ રાજાઓ સત્તા ઉપર આવી શકે છે, પરંતુ લોકશાહીના ખરાબ માણસો કરતાં તો તેમના ટકા અતિ ઓછા હતા.
અર્જુન વિશિષ્ટ કોટિનો રાજવંશી આદમી હતો. સહુએ જાત- જાતના સમાધાન કર્યા તો પણ તે મક્કમ રહ્યો અને “પ્રતિજ્ઞાભંગ પોતે કરશે તો પ્રજા શું નહિ કરે !” એ વિચારે “પ્રાણ જાય અરુ બચન ન જાઈ એ ભાવનાથી સહુને છોડીને એકલો વિદાય થઈ ગયો.
આર્યાવર્તના શ્રેષ્ઠ રાજાઓ જ્યારે રાજવંશી લોહીની ઉચ્ચતાનો વિચાર થઈ રહ્યો છે ત્યારે મારી નજરમાંથી અનેક વિશિષ્ટ કોટિના રાજાઓ પસાર થવા લાગે છે.
પેલા યોગરાજ ! સમુદ્રકિનારે લાંગરેલા પરદેશી વહાણોનો માલ રાજકુમારોએ લૂંટી લીધો ! હા, પ્રજાની આબાદીમાં જ એ રકમ વાપરવાનો એમનો ઉદ્દેશ હતો પણ તો ય પિતા યોગરાજને આઘાત લાગ્યો. વળતે દિ' ચિતા સળગાવીને બળી મર્યા ! પુત્રોના પાપનું પિતાએ પ્રાયશ્ચિત્ત કર્યું.
પેલા ઇડરનરેશ ! ગામની દીકરી ઉપર બળાત્કાર કરી ચૂકેલા યુવરાજને રાજસભામાં ખડો કરીને કહ્યું, “કાં ઝેરનો આ પ્યાલો તું પી લે, કાં મારે પીવો પડશે.”
યુવરાજ ઝેરનો પ્યાલો પીને ત્યાં જ ઢળી પડ્યો.
છત્રપતિ શિવાજી ! દુરાચારી શંભાજીને પોતાના જીવનકાળ દરમ્યાન જેલમાં પૂરી રાખ્યો. પ્રજાના અગ્રણીઓના આગ્રહને લીધે જ માત્ર મૃત્યુ સમયે મિલન થવા દીધું.
પેલા કાશીનરેશ ! પોતાનું માથું લાવનારને કોશલનરેશ પાંચ હજાર રૂપિયા આપતો હતો એ જાણીને એ નરેશ કાશીમાં જ ભિખારીરૂપે ભટકતા કોઈ અતિ દુ:ખી પ્રજાજનને લઈને કોશલનરેશ પાસે ગયા અને કહ્યું, “આ દુઃખિયારાને રકમ આપી દો અને મારું માથું કાપી લો.”
કોશલનરેશ રડી પડ્યા. કાશી છોડીને કોશલ ચાલ્યા ગયા.
સમ્રાટ ચન્દ્રગુપ્ત ! બારવર્ષીય દુષ્કાળના સમયમાં તેનું શાસન ! પોતાના પણ ભોજનમાંથી ગુપ્ત રીતે કોઈ ભોજનની ચોરી કરવા લાગ્યું. સમ્રાટ અધભૂખ્યા રહેવા લાગ્યા. શરીર સુકાઈ ગયું. એ તો ચાણક્ય પરિસ્થિતિ પકડી પાડી.
અરે, જૂનાગઢના મુસ્લિમ નવાબ ! વજીરે ગિરના જંગલના એક મણ લાકડાદીઠ એક પૈસાનો
જૈન મહાભારત ભાગ-૧
Page #150
--------------------------------------------------------------------------
________________
પ્રજા ઉપર કર નાંખવાનું સૂચન કર્યું. નવાબ ગરમ થઈને બોલ્યા, “મેં રૈયતકો દઉં કે ઉનસે લઉં ?” મેવાડી સિંહ મહારાણા પ્રતાપ ! અકબરને અંત સમય સુધી ન ઝૂક્યા તે ન જ ઝૂક્યા.
ગોંડલનરેશ ભગવતસિંહજી ! બીજાની મદદ માટે કેટલીય વાર લાકડાના ભારાવાળી બાઈએ ઊભા રહેવું પડે છે તે એક વાર તેમણે જોયું. તેણે ઠેર ઠેર પથ્થરના ઊંચા ચોરસાઓ બનાવી દીધા
!
સિદ્ધરાજ જયસિંહ ! પ્રજા માટે રાજ તરફથી તળાવ બની રહ્યું હતું. તેમાં કોઈ શેઠને લાભ લેવો હતો. તેણે ખાનગીમાં કોષાધ્યક્ષને ત્રણ લાખ સોનામહોરો તળાવ-બાંધકામ ખાતે આપી દીધી. પણ ચકોર રાજાએ વાત પકડી પાડીને તેને બોલાવીને તેની રકમ પરત કરતાં કહ્યું, “ભાઈ ! પ્રજાના કામ રાજા જ કરે. એ લાભ તો મારે જ લેવાનો હોય.”
પાલનપુરના નવાબસાહેબ પોતાના જ્યેષ્ઠ પુત્ર સાથે ભોજન કરતા હતા. તે વખતે ગામનું મહાજન આવ્યું. તેમની સાથે વાતો ચાલતી હતી ત્યાં રસોઈયાને બૂમ મારીને યુવરાજે કહ્યું, “મચ્છી લાવ.”
અને... તરત જ નવાબે તેને એક તમાચો લગાવી દીધો. તેમણે કહ્યું, “મહાજન બેઠું છે ! મચ્છી માંગતાં શરમ નથી આવતી !”
સમ્રાટ વિક્રમાદિત્યને ખબર પડી કે તેમના નગરનો એક બ્રાહ્મણ એટલા માટે ખૂબ ગરીબ છે કે તેના ઘરમાં દરિદ્રનારાયણની પ્રતિમા છે. સમ્રાટે આદેશ કરીને પ્રતિમા પોતાના મહેલમાં મંગાવીને રાખી લીધી ! પરિણામની લગીરે પરવા કર્યા વિના !
રાજા વીરધવળ મૃત્યુ પામ્યા ત્યારે આઘાત ખાઈ ગયેલા અનેક માણસો તેની ચિતામાં કૂદી પડીને મોતને ભેટ્યા હતા.
આવા તો કેટલાય દષ્ટાન્તો છે, જેમાં રાજવંશી બીજમાં પડેલી પ્રજાપાલકતા, પરદુઃખભંજનતા, દયા, નિઃસ્પૃહતા, શીલ વગેરેના આદર્શ પ્રસંગો જોવા મળે.
અંતે લોકશાહી ‘સુ-લોકશાહી' બને
અંગ્રેજોને આ રાજાશાહી ખતમ કરવી હતી એટલે તેમણે ભેદી નીતિઓ અમલમાં મૂકી. રાજકુમારોને પરદેશી યુનિવર્સિટીઓમાં શિક્ષણ અપાવ્યું અને તેની સાથે તેમને વિલાસપ્રિય બનાવ્યા પછી પ્રજાજનો સમક્ષ રજૂ કર્યા. રાજાશાહીને ‘ખરાબ’ તરીકે ચિતરાવી. ભોળી ભારતીય પ્રજાએ ઉશ્કેરાઈને તેને ઉખેડી નાંખી.
ભારતની રાજાશાહીનું અસલ સ્વરૂપ જોવું હોય તો અંગ્રેજોએ ભ્રષ્ટ કરેલી છેલ્લા સાડા ત્રણસો વર્ષની રાજાશાહીમાં નહિ જોવા મળે. તે માટે એ પૂર્વના કાળની રાજાશાહી તરફ જ નજર નાંખવી પડશે. હા, ઘઉંમાં કાંકરા તો જડી આવે પણ ઘણા ઘઉંમાં થોડાક કાંકરા હોય તો બધા ઘઉં કાંઈ ફેંકી ન દેવાય.
આજની લોકશાહી તો ઘણાં કાંકરામાં ઘઉં જેવા માણસોની છે, છતાં ય જો તે સાચવવા જેવી લાગતી હોય તો ઘણા ઘઉંમાં થોડાક કાંકરા જેવી રાજાશાહી વધુ સાચવવા જેવી ન લાગે શું ?
જો કે હવે તો વાત એટલી વણસી ગઈ છે કે રાજાશાહીનો વિચાર કરવો ય મુશ્કેલ બન્યો છે. હવે તો લોકશાહી જ સુ-લોકશાહી બને તો ય ઘણું એમ લાગે છે. પણ તે માટે ય ધર્મ વિના તો નહિ જ ચાલે. લોકશાહીમાં ‘સુ'નું તત્ત્વ ધર્મથી જ દાખલ થઈ શકશે.
જૈન મહાભારત ભાગ-૧
Page #151
--------------------------------------------------------------------------
________________
યુધિષ્ઠિર અને દુર્યોધનનો રાજ્યાભિષેક અર્જુને બાર વર્ષ સુધી તીર્થયાત્રાઓ કરી, વિદ્યાસિદ્ધિઓ વગેરે પ્રાપ્ત કર્યા.
છેલ્લે વિમાન દ્વારા તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રા કરીને તે દ્વારકા આવ્યો. શ્રીકૃષ્ણ તેનો ભારે આદર કર્યો. પોતાની બેન સુભદ્રાના તેની સાથે લગ્ન લીધા.
તે વખતે મહારાજા પાંડુનો અર્જુનને જલદી આવી જવાનો સંદેશ લઈને દૂત આવ્યો. તેમણે પોતાની વૃદ્ધાવસ્થા નજદીકમાં હોઈને યુધિષ્ઠિરને હસ્તિનાપુરનું રાજ સોંપીને દીક્ષા લેવાની ભાવના પણ દૂત દ્વારા જણાવી.
પિતાના સંદેશને લીધે અર્જુન ટૂંક સમયમાં હસ્તિનાપુર આવી ગયો. ધૃતરાષ્ટ્ર, ભીખ વગેરે તમામ વડીલોની સંમતિપૂર્વક યુધિષ્ઠિરનો હસ્તિનાપુર-નરેશ તરીકે અને દુર્યોધનનો ઇન્દ્રપ્રસ્થના નરેશ તરીકે રાજ્યાભિષેક મહોત્સવ થયો.
મહારાજા પાંડુએ પોતાના ધોળા થતા વાળ દેખાડીને સઘળાં કુટુંબીજનોની સમક્ષ જગતની અસારતાનું વર્ણન કરીને મૃત્યુની અનિવાર્યતા અને દુર્ગતિના ભયાનક સ્વરૂપોનું ધ્યાન કર્યું.
પણ કુટુંબીજનોએ મહારાજા પાંડુને દીક્ષા લેવામાં થોડોક વધુ સમય થોભી જવાનો આગ્રહ કર્યો, જે તેમણે લાચાર બનીને સ્વીકાર કરવો પડ્યો. યોગ્ય દિવસે ધૃતરાષ્ટ્ર, ગાંધારી વગેરેને લઈને દુર્યોધન ઇન્દ્રપ્રસ્થ તરફ વિદાય થયો.
યુધિષ્ઠિરના વિવેકભરપૂર અને પ્રેમાળ સ્વભાવને લીધે ભીખ, દ્રોણાચાર્ય અને વિદુર વગેરે તેની સાથે હસ્તિનાપુરમાં જ રહ્યા.
અભિમન્યુના જન્મ નિમિત્તે મહોત્સવ ત્યાર પછી યુધિષ્ઠિરને દિગ્વિજેતા બનવાની ભાવના થઈ. ચારેય ભાઈઓને ચાર દિશામાં તેણે મોકલ્યા. તેઓ દિગ્વિજય કરીને પાછા આવી ગયા.
દિગ્વિજયની મહાયાત્રાનો હસ્તિનાપુરમાં જબરદસ્ત મહોત્સવ થયો. એ વખતે અર્જુનની પત્ની સુભદ્રાએ અભિમન્યુને જન્મ આપ્યો.
આ જન્મ નિમિત્તે યુધિષ્ઠિરે જિનભક્તિ મહોત્સવ કર્યો. ત્યાર બાદ મૂળનાયક શ્રી શાન્તિનાથ ભગવંત સહિત અતિ ભવ્ય નૂતન જિનાલયનું નિર્માણ કરાવ્યું. કાર્ય પૂર્ણ થતાં પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયો.
મહાપ્રભાવક બુદ્ધિસાગરસૂરીશ્વરજી નામના જૈનાચાર્યના શુભ હસ્તે અને શુભ પળે એ જિનાલયમાં શાન્તિનાથ ભગવંત આદિના જિનબિંબોની પ્રતિષ્ઠા-વિધિ થઈ.
દસ દિવસના આ પ્રતિષ્ઠા-મહોત્સવમાં પધારવા માટે યુધિષ્ઠિરે અનેક રાજાઓને આમંત્રણ આપ્યું હતું, જેનો સ્વીકાર કરીને શ્રીકૃષ્ણ, દુર્યોધન વગેરે પણ ઉપસ્થિત થયા હતા.
ખૂબ ભવ્ય રીતે પ્રતિષ્ઠા-મહોત્સવની ઉજવણી થઈ ગઈ. અનેક રાજાઓ સ્વસ્થાને વિદાય થયા.
ખૂબ આગ્રહ કરીને યુધિષ્ઠિરે દુર્યોધનને વધુ સમય રોકાવા કહ્યું. ભીતરમાં ઈર્ષ્યાથી જલતો દુર્યોધન શકુનિ સાથે હસ્તિનાપુરમાં રોકાઈ ગયો. રમણીય ઉદ્યાનો વગેરેમાં ફરવા લાગ્યો.
દિવ્યસભામાં દુર્યોધનનું વારંવાર અપમાન એક દિવસ તેણે પાંડવો વગેરે સહિત દિવ્યસભામાં પ્રવેશ કર્યો. આ દિવ્યસભા ખરેખર દિવ્યસભા હતી. એની પ્રત્યેક વસ્તુ-દીવાલ, છત, પડદા વગેરેની રચના કોઈ અદ્ભુત, અકથ્ય અને વર્ણનાતીત હતી.
જૈન મહાભારત ભાગ-૧
Page #152
--------------------------------------------------------------------------
________________
દુર્યોધન તે દિવ્યસભામાં ફરવા નીકળ્યો. એક જગ્યાએ ધ૨તી ઉ૫૨ એવી રીતે નીલમણિઓ જડવામાં આવ્યા હતા કે દુર્યોધનને ત્યાં પુષ્કળ પાણી દેખાયું. આથી વસ્ત્રો ઊંચા કરીને ત્યાં જવા કે લાગ્યો. આ જોઈને પાંડવો હસવા લાગ્યા.
વળી આગળ વધતાં આવી ફજેતી થઈ. ત્યાં ખરેખર તો પાણીનો હોજ હતો પણ દુર્યોધનને સીધી સપાટ ધરતીનો ભ્રમ થયો. ત્યાં ચાલવા જતાં તે હોજમાં પડી ગયો. તે વખતે ભીમ મોટેથી હસી પડ્યો. યુધિષ્ઠિરે ગંભીર રહીને દુર્યોધનના વસ્ત્રો બદલાવી નાંખ્યા. ભીમના હાસ્યથી દુર્યોધન ખૂબ ઉશ્કેરાઈ ગયો પણ મનમાં સમસમીને જ તે ચૂપ રહી ગયો.
વળી આગળ વધતાં તેને જે ધરતી સપાટ જણાઈ તે ખાડાવાળી હતી. દુર્યોધન ત્યાં પડી ગયો. વળી આગળ વધતાં ભીંત વિનાની દેખાતી જગ્યાએ ચાલવા જતાં ભીંત સાથે માથું અથડાઈ
ગયું.
વળી આગળ વધતાં ‘બારણું છે’ એવા ભ્રમથી જવા જતાં ભીંત નીકળતાં માથું ટિચાયું. આથી બીજી વાર બારણું ખરેખર આવ્યું તો ય તેમાંથી પસાર થવાનું માંડી વાળીને મૂઢની જેમ ત્યાં જ ઊભો રહી ગયો.
આવું વારંવાર બન્યું અને વારંવાર ભીમ, અર્જુન વગેરે હસવા લાગ્યા. આથી દુર્યોધન ખૂબ જ અકળાઈ ગયો. તેના મનને શાન્ત રાખવા માટે યુધિષ્ઠિરે ઠીક ઠીક પ્રયત્નો કર્યા.
કેટલાક દિવસો બાદ દુર્યોધન અને શકુનિ ઇન્દ્રપ્રસ્થ તરફ વિદાય થયા. તેઓ ઇન્દ્રપ્રસ્થ પહોંચી ગયા. પણ હવે ઇન્દ્રપ્રસ્થમાં તેને જરાય ગોઠતું ન હતું. કોઈની સાથે વાત કરવામાં પણ તેને ઉત્સાહ થતો ન હતો.
ભીમ અને દ્રૌપદીની સ્વભાવગત કેવી હીનતા કે તેમણે દુર્યોધનની હાંસી કરી ! તેને અપમાનિત કર્યો ! એને કટ્ટર દુશ્મન બનાવી મૂક્યો !
મોટા માણસોના આ હલકાં જીવન ન જાણે કેટલાને કચડી નાંખતા હશે !
ઈર્ષ્યાથી મૃત્યુ-કામી બનેલો દુર્યોધન
એક દિવસ તેના મામા શકુનિએ બેચેનીનું કારણ પૂછ્યું.
અને... દુર્યોધનના અંતરમાં સતત જલી રહેલો ઈર્ષ્યાનો ભારેલો અગ્નિ એકદમ ભભૂકીને બહાર નીકળી ગયો. “મામા ! પાંડવો મારા ભાઈઓ છે છતાં મને તેમના પ્રત્યે શત્રુભાવ જ રહ્યા કરે છે. તેમની ચડતી જોઈને મારું અંતર બળીને ખાખ થઈ જાય છે. એમનું પુણ્ય દૈનંદિન વૃદ્ધિ જ પામતું જાય છે, જ્યારે અમારા તો કોઈ ભાવ પણ પૂછતું નથી. હું એમના ઉત્કર્ષને જોઈ શકું તેમ નથી. મારે હવે મોતને ભેટવા સિવાય બીજો કોઈ ઉપાય બાકી રહ્યો નથી. મામા ! પિતાજીને મારી આ વાત તમે જણાવી દેજો.”
શકુનિએ દુર્યોધનને ખૂબ સમજાવ્યો. પાંડવો પ્રત્યે ઈર્ષ્યા કરવાને બદલે પ્રમોદ ધા૨ણ ક૨વા માટે તેણે ઘણી ઘણી વાતો કરી.
આગળ વધીને શકુનિએ કહ્યું કે,“તું પણ ક્યાં તેમનાથી કમ છે ? તારા નવ્વાણું પુત્રો પાંચ પાંડવોને દરિયામાં ડુબાડી દે તેટલા સમર્થ છે. તારી પાસે કર્ણ જેવો વીર યોદ્ધો છે. દુઃશાસનના પરાક્રમની ગાથાઓ તો દેવો પણ ગાય છે. હું ય તારી સાથે છું. પછી આવી લઘુતાગ્રન્થિની પીડાથી તું શા માટે નિષ્કારણ હેરાન થાય છે ?’
જૈન મહાભારત ભાગ-૧
Page #153
--------------------------------------------------------------------------
________________
દુર્યોધને કહ્યું, “જો એમ જ હોય તો મામા ! આપણે પાંડવોને શા માટે યુદ્ધ કરીને જીતી ન લેવા જોઈએ ? ચાલો, આપણે યુદ્ધ કરીએ.”
શકુનિએ કહ્યું, “ઓ દુર્યોધન ! શું આ તું સભાન અવસ્થામાં બોલી રહ્યો છે ? તું પાંડવોને
જીતવાની વાત કરે છે ? અરે ! ઇન્દ્ર પણ તેમને જીતી શકે નહિ તેટલા તેઓ શક્તિશાળી છે. વળી કૃષ્ણ અને દ્રુપદ જેવા મહાપરાક્રમી રાજાઓ તેમના પક્ષે છે.”
દુર્યોધને કહ્યું,“મામા ! જો તેઓ જિતાય તેમ ન હોય તો મારાથી હવે જિવાય તેમ પણ નથી જ. તમે પિતાજીને જણાવી દો કે હું ટૂંક સમયમાં પ્રાણત્યાગ કરીને જ રહીશ.”
દુર્યોધનના આ વિચારવાયુને જોઈને શકુનિને એક વિચાર સૂઝ્યો. ગમે તેમ તો ય તે તેનો મામો થતો હતો. સગાવાદથી સદા અછૂત રહેનારા આ જગતમાં ખૂબ જ જૂજ હોય છે. શનિ જાણતો હતો કે દુર્યોધનનો ઈર્ષ્યાવર ખતરનાક છે છતાં મામા-ભાણેજના સગપણને કારણે તે ખરાબ કામની સલાહ દેવા માટે તૈયાર થઈ ગયો.
માનવમનની આ નબળાઈ છે કે તે હંમેશ પોતાનું જ ખેંચે છે.
સિંહ ઉપર સવાર થયેલા માણસનું ચિત્ર કોઈએ સિંહને બતાવ્યું. સિંહે કહ્યું, “આ ચિત્ર માણસે બનાવ્યું છે એટલે આવું જ બનાવાય. બાકી જો સિંહે બનાવ્યું હોત તો ચોક્કસ ચિત્રમાં માણસ ઉપર સિંહ દેખાડ્યો હોત !’’
તેણે દુર્યોધનને કહ્યું કે,“યુદ્ધના મેદાનમાં તો પાંડવોને જીતી શકાય તેવી સ્થિતિ જ નથી, પરન્તુ યુધિષ્ઠિરની એક નબળી કડી હું જાણું છું. જો તેનો આપણે બરોબર ઉપયોગ કરી લઈએ તો બીજી રીતે પાંડવોને આપણે જીતી શકીશું.”
દુર્યોધન આ સાંભળીને ખૂબ જ આનંદમાં આવી ગયો. તેની બીજી રીત જાણવાની ઉત્સુકતા એકદમ વધી ગઈ.
મિત્ર સદા સન્મિત્રને જ કરજો
શકુનિ કેટલો દુષ્ટ માણસ હશે ? એ કેવો હિતશત્રુ હશે કે એણે દુર્યોધનને એવો શીશામાં ઉતારી નાંખ્યો જેમાંથી સમગ્ર કૌરવપક્ષનો સંહાર થઈ ગયો !
મિત્રો કરવા તો ખૂબ જ ચકાસીને કરવા. એમાં જરાય અધીરા થવું નહિ, કેમકે મિત્રોનો સંગ અને પુસ્તકોના વાંચન ઉપર જીવનના ઘડતરનો ઘણો મોટો મદાર હોય છે.
જેવા મિત્રો અને પુસ્તકો તેવું જીવન.
સારા મિત્રો ન જ મળે તો મિત્ર વિનાના રહેવું સારું, પરંતુ જેને તેને મિત્ર કરીને જીવન જીવવું નકામું.
મિત્ર તેને જ કરી શકાય જે કમસેકમ સિનેમા ન જોતો હોય, ગંદુ સાહિત્ય વાંચતો ન હોય અને ધર્મપ્રેમી હોય.
આવા મિત્રો હોય તો આપણને ય સારું જીવન જીવવાની પ્રેરણા કરે. ખોટા માર્ગે ચડ્યા હોય તો તમને તમાચો મારીને પણ પાછા ઠેકાણે લાવે.
પેલા ચા-પાણીના, તમારા ખિસ્સાં ખાલી કરાવીને બધી મોજ માણતા તમારા ચમચા જેવા મિત્રોની શી કિંમત ? એવાઓથી તો સદા બાર ગાઉ છેટા રહેવું સારું.
રજવાડાનો કોઈ રાજકુમાર તેના મિત્રની સાથે ફરવા નીકળ્યો હતો. રસ્તામાં સામેથી ચાલી
જૈન મહાભારત ભાગ-૧
Page #154
--------------------------------------------------------------------------
________________
આવતી રૂપવતી પનિહારીને રાજકુમારે જોઈ. તેના નાકના લટકણિયાનું મોતી હોઠ ઉપર સરસ રીતે ઝૂલી રહ્યું હતું. તે જોઈને રાજકુમાર બોલી ઊઠ્યો, “ધિસુત મોતી બાલા વદન પેં શોભાસે ઝુલંત.’
અને... બીજી જ પળે તેના મિત્રે તેને સંભળાવી દઈને સચેત કરી દીધો, “જૈસી ભુજા સિકંદરી, પંથી મના કરંત.”
જ્યાં મોટો ભય હતો તે સ્થળે દરિયામાં સિકંદર બાદશાહે હાથ જેવું લાંબું લાકડું ગોઠવાવ્યું હતું. તે ‘રેડ સિગ્નલ’ નું કામ કરતું હતું. પવનથી સતત આમતેમ હાલ્યા કરતું, જાણે કે સિકંદરીભુજા મુસાફરોને કહી રહી હતી કે, “આ બાજુ કોઈ આવજો મા ! અહીં મોટું વમળ છે. તમે માર્યા જશો.”
કુમારિકાના લટકણિયાનું ઝૂલતું મોતી યુવાનોને કહી રહ્યું હતું કે, “નારીના આ લસલસતા રૂપના વમળ પાસે - અહીં - કોઈ આવજો મા, નહિ તો માર્યા જશો.’’
આ વાક્ય સાંભળીને રાજકુમારની કામવાસના શાન્ત થઈ ગઈ.
નિઃસ્પૃહીઓની અજબ ખુમારી સંસારની તુચ્છ ચીજો માટે જે લલચાઈ પડે છે તેઓ જ તેવી ચીજોનો ભોગ પામવા માટે કોઈના મિત્ર બનીને તેની ખુશામતખોરી કર્યા કરે છે. જેને સાંસારિક ચીજ લાખ રૂપિયાની હોય તો પણ લલચાવી જ શકતી નથી તેને કોઈના મિત્ર બન્યા પછી તેના ચમચા બનવાનું કાળું પાપ કરવું પડતું નથી.
પૌદ્ગલિક પદાર્થોથી જે સાવ નિઃસ્પૃહ છે તેની તાકાત કોઈ અજબગજબની હોય છે. દેવોના રાજા પણ એવા માણસોની નિર્ભીકતાથી ડરતો હોય છે.
(૧) ગ્રીક ફિલસૂફ ડેમોસ્થિનિસને રાજગુરુ બનવાનું શાહી આમંત્રણ મળ્યું હતું પણ તેણે તેનો અસ્વીકાર કરી દીધો હતો. ત્યારબાદ જે માણસ રાજગુરુપદે નિયુક્ત થયો તે ડેમોસ્થિનિસને ઠપકો આપવા માટે તેની પાસે આવ્યો. તે વખતે ડેમોસ્ફિનિસ ઘરના વાસણ માંજતો હતો. પેલા નૂતન રાજગુરુએ એ દૃશ્ય જોઈને વ્યંગમાં કહ્યું, “ડેમોસ્થિનિસ! રાજાની ખુશામત કરતાં થોડુંક પણ તમને આવડ્યું હોત તો આ વાસણો માંજવાનો તમારો સમય ન આવત.”
વળતા વાક્યે ડેમોસ્થિનિસે સણસણતો જવાબ આપ્યો, “ભાઈ ! તને વાસણો માંજતાં જો આવડ્યા હોત તો આ નશ્વર અને માટીપગા રાજાની ખુશામત કરવાનું પાપ કરવાના દિવસો તારા જોવાના ના આવત.”
(૨) ધર્માન્ધ બાદશાહ ઔરંગઝેબે ભાઈ દારાને તો મારી નાંખ્યો, પણ તે પછી તેના તરફી માણસોને પણ તે ખૂબ ત્રાસ આપતો.
દારાનો એક ખાસ મિત્ર સરમદશાહ. તેને ખતમ કરવા માટે બાદશાહે રાજસભામાં બોલાવ્યો. સરમદશાહ દિગંબર રહેતો હતો. તે નિમિત્તે પકડી લઈને ઔરંગઝેબે તેને કહ્યું,“ઓ નિર્લજ્જ ! ભિખારી ! બાદશાહની સામે નગ્ન ઊભો રહેતાં તને શરમ નથી આવતી ?”
ગંભી૨ વદને સરમદશાહે કહ્યું, “બાદશાહ ! પોતાના ભાઈઓના પણ જેણે જાન લઈને લોહીથી હાથ ખરડ્યા હોય તેને વસ્ત્રો પહે૨વાની જરૂર છે, મારે નહિ.”
આવું બેધડક સુણાવી દેવાની તાકાત કેટલા માણસોમાં હશે ?
(૩) બાદશાહ અકબરે કવિ ભૂખણની પ્રભુભક્તિમાં લયલીનતાની ખ્યાતિ સાંભળીને વારંવાર રાજદરબારમાં આવવાનું આમંત્રણ મોકલ્યું. છેવટે ન છૂટકે, મિત્રોના ભારે દબાણને વશ થઈને
જૈન મહાભારત ભાગ-૧
Page #155
--------------------------------------------------------------------------
________________
ભૂખણ દિલ્હીના દરબારમાં ગયા. તેમણે કમને પણ ‘કાંઈક’ ગાયું.
ત્યારબાદ બાદશાહે જે જોઈએ તે માંગી લેવા જણાવ્યું. ભૂખણે કહ્યું, “બાદશાહ સલામત ! હવે પછી ક્યારેય પણ અમારા જેવા પ્રભુના ભક્તોને તમારી સત્તાના જોરે દરબારમાં કદી બોલાવશો નહીં. અમને આ ફરજ બજાવવામાં અતિશય ત્રાસ થાય છે. ભગવાન સિવાય અમે ક્યાંય મન મૂકીને ગાઈ શકતાં નથી.”
(૪) એ જ અકબરે કવિરાજ ગંગને પોતાની ખુશામત કરવા કહ્યું ત્યારે ગંગ કવિ બોલ્યા,‘જિસકો હરિપે વિશ્વાસ નહિ, સો હી આશ કરે અકબર કી.”
(૫) આ જ અકબરને માથાનો દુઃખાવો સતત રહેતો હતો ત્યારે તેણે જૈનાચાર્ય હીરસૂરિજી મહારાજને મંત્ર, તંત્ર કે તાવીજ કરી આપવા કહ્યું. તે વખતે તે જૈનાચાર્યે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું, “આ કામ ધર્માચાર્યોનું નથી. અમે તે નહિ કરી શકીએ.”
જાનના પણ જોખમો લઈને આવી સ્પષ્ટ ભાષામાં કહી શકનારા કલ્યાણમિત્રોનો આ જગતમાં કારમો દુકાળ વર્તાતો નથી શું ?
શકુનિની દુષ્ટ ચાલબાજી પાંડવોને યુદ્ધ વિના જીતી લેવાની અમોઘ યોજના શનિ પાસેથી સાંભળવા માટે દુર્યોધન ચોકશો થઈ ગયો.
શકુનિએ કહ્યું,“મારી પાસે દેવતાઈ પાસાં છે. યુધિષ્ઠિરને આપણે જુગાર રમવાનું આમંત્રણ આપીએ. હું તારી બાજુમાં બેસીશ. દેવતાઈ પાસાં મને વશ છે. હું ઈચ્છું તે જ રીતે તે પડવાના છે. એટલે વિજય મેળવવામાં વાર નહિ લાગે.
યુધિષ્ઠિર ખૂબ જ મહાન માણસ હોવા છતાં તેની આ નબળી કડી છે કે તેને જુગાર ખૂબ ગમે છે. જો કે તેને જુગા૨ના દાવ રમતાં આવડતા નથી, છતાં તેનો શોખ ભારે જબરો છે. આપણે તેને આમંત્રણ આપ્યું એટલી વાર, એ તરત હર્ષઘેલો બનીને તેનો સ્વીકાર કરી લેશે. બસ, પછી તો દાવ ઉપર દાવ લગાવતા જઈશું. હારેલો યુધિષ્ઠિર બમણા જોરે રમવા માટે ઉત્સુક બનશે અને મૂલ્યવાન વસ્તુઓ દાવમાં મૂકતાં મૂકતાં છેવટે હસ્તિનાપુરનું રાજ પણ હોડમાં મૂકી દેશે. આ દ્યૂતક્રીડામાં આપણા વિજયમાં તારે લગીરે શંકા કરવી નહિ, કેમકે આપણી પાસે દેવતાઈ પાસાં છે. હવે એક જ કામ કરવાનું છે કે ધૃતરાષ્ટ્રને આ વાત સમજાવીને તેમની સંમતિ મેળવવાની અને તેમના દ્વારા યુધિષ્ઠિરને જુગાર રમવા માટેનું આમંત્રણ મોકલવાનું. ધૃતરાષ્ટ્ર આ વાત જલદી માની જાય તે મને લાગતું નથી, કેમકે ગમે તેમ તો ય ‘જુગાર’ નીચ કક્ષાનું-સાત મહાવ્યસનોમાંનું એક-વ્યસન છે. પણ તું તારા પિતાની પાસે આટલી વિધિ કરાવી લે તો બાકીનું બધું મારા શિરે.”
નબળી કડી એટલે પતનનું પ્રવેશદ્વાર
જ્યારે ક્રિકેટ રમવાની પીચ ઉપર કોઈ ‘સ્પોટ’ (ડાઘ) પડી જાય છે અને ઉસ્તાદ બોલરને તે દેખાઈ જાય છે ત્યારે બરોબર સ્પોટ ઉપર દડો નાંખીને વિકેટો લેવાનું કામ ખૂબ આસાન બની જાય
છે.
મોટા મોટા માણસોના જીવનની પીચ ઉપર પણ જો કોઈ ડાઘ (કલંક, કુટેવ) હોય તો કર્મરાજ તેનો બરોબર ઉપયોગ કરી લઈને તેમની દાંડી ખેરવી નાંખતો હોય છે. તે માણસનું પતન કરી દેતો હોય છે.
જૈન મહાભારત ભાગ-૧
Page #156
--------------------------------------------------------------------------
________________
જેને અત્યંત વહાલી પત્ની હતી અને જેની પાસેથી પ્રેમ મેળવીને જ યુદ્ધમાં જે ઉપરાછાપરી વિજય-વાવટા ફરકાવી શક્યો હતો તે અફસરની આ નબળી કડી શત્રુઓએ જાણી લઈને તે સ્પોટ દ્વારા તેને ઘોર પરાજય આપ્યો.
ચાલતા યુદ્ધમાં તેને સમાચાર મોકલવામાં આવ્યા કે, “તેની તે વહાલી પત્ની છાવણીમાં કોઈના પ્રેમમાં પડેલી છે.”
આ સાંભળતાં જ તે અફસરનું યુદ્ધકીય પોરસ ખતમ થઈ ગયું. તરત તે પીછેહઠ કરતો પકડાઈ ગયો.
સિફ્ફીડ નામના કોઈ જર્મને દેવતાઓની સાધના કરીને પ્રસન્ન થયેલા તેમની પાસે વરદાન માંગ્યું કે, “તળાવમાંથી નાહીને બહાર નીકળેલા મારા શરીર ઉપર જ્યાં પાણી છે તે બધો ભાગ અવધ્ય, અદાહ્ય, અછેદ્ય બની રહો.”
દુર્ભાગ્યે પીઠમાં એક જગ્યાએ લીલું પાંદડું ચોંટેલું હતું. ત્યાં પાણી બિલકુલ ન હતું. દેવતાઓએ ‘તથાસ્તુ' કહીને વિદાય લીધી. હવે સિમ્ફીડની મારફાડ પુષ્કળ વધી ગઈ. તેણે ચારેબાજુ કાળો કેર વર્તાવી દીધો.
તેને કબજે લેવા માટે પ્રજાજનોએ સાધના કરીને દેવતાઓને પ્રસન્ન કરીને ઉપાય પૂછ્યો. તેમણે સઘળી વાત કરી દીધી. પેલા લીલા પાંદડાં જેટલા શરીરના પીઠ-ભાગ અંગે પણ વાત કરી દીધી.
કોઈ બહાદુર માણસે સિીડને પડકાર્યો અને પીઠના તે જ ભાગ ઉપર ઘા કરીને ખતમ કરી નાંખ્યો.
જીવનની કોઈ પણ નબળી કડી એટલે પતનનું પ્રવેશદ્વાર. સિંહગુફાવાસી મુનિ, સંભૂતિ મુનિ, અષાઢાભૂતિ મુનિ, ફૂલવાલક મુનિ, રાવણ વગેરે “નારી” અંગેની કૂણી લાગણીની નબળી કડીનો આબાદ ભોગ બની ગયા હતા.
કંડરિક, મંગુ આચાર્ય વગેરે રસના અંગેની નબળી કડીનો શિકાર બની ગયા હતા.
રામચન્દ્રજી જેવા પણ લોકાપવાદના ભયની નબળી કડીનો ભોગ બની ગયા હતા. તેથી જ તેમણે સીતાજીને વનમાં મોકલી આપ્યા હતા. - કલકત્તાનો હાવરાપુલ અખંડિત હતો. માત્ર વચ્ચે એક જ સાંધો (ફલ્ડમ) હતો. આ સાંધાની જો કોઈ શત્રુને ખબર પડી જાય તો ત્યાં જ બોમ્બ નાંખીને પુલના ટૂકડા કરી દઈને બધો લશ્કર અંગેનો વાહન-વ્યવહાર છિન્નભિન્ન કરી શકે.
આથી તે વખતના અંગ્રેજોએ તે ફક્કમના જાણકાર ઈજનેરને “શૂટ’ કરીને મારી નાંખ્યો હતો, જેથી તેના ફૂટી જવાનો સવાલ જ પેદા ન થાય.
દુર્યોધન અને શકુનિ ધૃતરાષ્ટ્રના મહેલ તરફ જેમ યુધિષ્ઠિર જુગારની નબળી કડીનો ભોગ બન્યો હતો તેમ ધૃતરાષ્ટ્ર પુત્રમોહની નબળી કડીનો કાતીલ શિકાર બન્યો હતો. એથી જ એ અંદરથી પણ અંધ હતો. બહારના અંધાપા કરતાં ય ભીતરનો અંધાપો વધુ ખતરનાક નીવડ્યો હતો.
અહીં મને ગૌતમ બુદ્ધ યાદ આવે છે.
તે જયારે શ્રાવસ્તીમાં હતા ત્યારે રાત્રિના સમયે તેમનો સંસારી પુત્ર રાહુલ મળવા આવ્યો. બુદ્ધ કહ્યું, “અત્યારે નહિ મળાય. હાલ તો જયાં જગા મળે ત્યાં સૂઈ જા. સવારે વાત.”
જૈન મહાભારત ભાગ-૧
Page #157
--------------------------------------------------------------------------
________________
રાહુલનો છેલ્લો નંબર લાગ્યો. તે જ્યાં હતો ત્યાં તેની લગોલગ ઉકરડો હતો !
પરમાત્મા મહાવીરદેવની સંસારી પુત્રી અને જમાલિ મુનિની સંસારી પત્ની પ્રિયદર્શના સાધ્વી થઈ હતી. જ્યારે તેના પિતા અને પતિ વચ્ચે મતભેદ થયો ત્યારે આ સાધ્વી પતિના પક્ષે ગઈ. સાક્ષાત્ પરમાત્મા-પિતા-મહાવીરદેવના પક્ષે તે ન ગઈ !
શું સ્નેહરાગ કરતાં ય કામરાગ ખૂબ ડિયાતો હશે ? કેવી મિથ્યાત્વની તીવ્રતા ! પ્રિયદર્શના જેવી પ્રભુ-પુત્રીની પણ આ દશા તો બિચારા ધૃતરાષ્ટ્રની શી વાત ?
રે ! પ્રભુ વીરનો જ આત્મા ! ત્રીજા ભવનો મરીચિ ! શરીરમોહે હજી ચારિત્ર નબળું પાડ્યું હતું પણ સમ્યક્ત્વ તો સાબૂત હતું. તે ય શિષ્ય(પુત્ર)મોહે ગુમાવી બેઠા.
દુર્યોધને મામાને કહ્યું, “પિતાજીને સમજાવવાનું કામ મારા એકલાથી સફળતા પામે તેમ નથી. તમે મારી સાથે ચાલો. આપણે બંને મળીને આ વાત સમજાવીએ.”
અને બંને મામા-ભાણેજ ધૃતરાષ્ટ્રના રાજમહેલમાં જવા નીકળ્યા.
દિવ્યસભાના દર્શનમાં હૈયે ભભૂકી ઊઠેલી હુતાશણીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ પકડી લીધું હતું, શકુનિ મામાની શિખામણની આહુતિઓના પ્રક્ષેપથીસ્તો.
જૈન મહાભારત ભાગ-૧
Page #158
--------------------------------------------------------------------------
________________
૨૨
જ્ગાર અને વસ્ત્રાહરણ
પોતાની પાસે શનિ સાથે આવી બેઠેલા, જોરથી શ્વાસ લેતા દુર્યોધનને જોઈને ધૃતરાષ્ટ્રે તેની બેચેનીનું કારણ પૂછ્યું. ધૃતરાષ્ટ્ર કહ્યું,“બધી વાતે તું સુખી છતાં તું બેચેન શાથી ?”
દુર્યોધને કહ્યું,“મારી બેચેનીનું કારણ પાંડવોનો ઉત્કર્ષ છે. મારાથી તે જોઈ શકાતો નથી. હસ્તિનાપુરમાં મેં જોયું કે રાજાઓ યુધિષ્ઠિરની કૃપા મેળવવા માટે ઘેલા બન્યા હતા. તેના ચરણોને સ્પર્શવા માટે પડાપડી કરતા હતા. તેના સ્નેહને પામીને પોતાના જીવનની કૃતકૃત્યતા અનુભવતા હતા. આ બધું મારાથી જોઈ શકાતું નથી. મારા રોમરોમ સળગી રહ્યા છે. રાત ને દિ' મને ચેન પડતું નથી. ઇન્દ્રપ્રસ્થના સિંહાસન ઉપર બેસતાં ય મને એકીસાથે સો સો લોખંડી સોંયા ભોંકાય છે
આ સાંભળતાં જ ધૃતરાષ્ટ્રે બરાડીને કહ્યું, “ઓ મૂર્ખ ! તું આમ ઇર્ષ્યાથી જલે છે ? અરે ! પાંડવોના ઉત્કર્ષ પ્રત્યે પ્રમોદ ધારણ કર. તું તે સજ્જન છે કે દુર્જન તે જ મને સમજાતું નથી !” શકુનિની સિફતભરી વાતો
તે વખતે દુર્યોધનની સહાયમાં શકુનિએ કહ્યું,“ધૃતરાષ્ટ્ર ! તમે પૂરી વાત સાંભળ્યા પછી જે કહેવું હોય તે કહો. વાત એમ છે કે પાંડવોના ઉત્કર્ષને લીધે દુર્યોધન બેચેન થયો છે એમ નથી, કિન્તુ એમના ઉત્કર્ષના અજીર્ણના જે પ્રત્યાઘાતો આવ્યા છે તેથી દુર્યોધન બેચેન થઈ ગયો છે.”
આમ કહીને શકુનિએ દિવ્યસભાના દર્શને નીકળેલા દુર્યોધનની ભીમ, અર્જુન વગેરે પાંડવો દ્વારા જે ફજેતી થઈ તેનું મરીમસાલા ભભરાવીને એવું તો વર્ણન કર્યું કે ધૃતરાષ્ટ્ર તો તે સાંભળીને થીજી જ
ગયા.
ધૃતરાષ્ટ્રની દુર્યોધનને સાચી સલાહ
વખતે દુર્યોધને કહ્યું, “પિતાજી ! હવે મારી વાત બરોબર સાંભળી લો કે કાં મારે પાંડવોને જીતીને તેમના મગજનો તોર ઉતારવો પડશે, કાં ઝેર ખાઈને આપઘાત કરવો પડશે. આપ મને કયો વિકલ્પ પસંદ કરવાની સલાહ આપો છો તે કહો.”
દુર્યોધનના આ શબ્દો સાંભળીને ધૃતરાષ્ટ્રે કહ્યું, “શું હું તારા મોતને ઈચ્છું છું ? પણ પાંડવોને જીતવા માટે હું તને સંમતિ પણ આપી શકતો નથી. એ પાંડવોને યુદ્ધમાં જીતી શકે તેવો કોઈ ભડનો દીકરો હજી સુધી તો આ ધરતી ઉપર માતાએ પેદા કર્યો નથી ! વળી તેમની સાથે યુદ્ધ કરવાની વાતમાં હું સંમતિ આપું તો મારી કેટલી અપકીર્તિ થાય ? લોકો કહેશે ધૃતરાષ્ટ્રે ભાઈઓ-ભાઈઓને લડાવ્યા. બેટા ! મહેરબાની કરીને તું આ જીદ છોડી દે. તારી શક્તિ બહારનું આ જીવલેણ સાહસ છે હોં ! હાથે કરીને તું મોતને નોતરી રહ્યો છે અને મને અપકીર્તિનું કલંક અપાવી રહ્યો છે !” પુત્રમોહે ધૃતરાષ્ટ્ર નમી પડ્યા
થોડોક સમય પસાર થવા દઈને શકુનિ બોલ્યો, “રાજન્ ! તમારી વાત તદ્દન સાચી છે કે પાંડવો યુદ્ધના મેદાનમાં તો હરિંગજ જીતી શકાય તેમ નથી. પણ મારી પાસે તેમને જીતવાનો બીજો ઉપાય છે.” આમ કહીને શકુનિએ જુગાર અને દેવતાઈ પાસાંની સઘળી વાત કરી.
તે પછી તરત દુર્યોધને કહ્યું, “પિતાજી ! તમે મામાની વાતમાં તો સંમતિ આપો. અમે આ રીતે તો પાંડવોનું સર્વસ્વ મેળવી લઈશું. બોલો, હવે તમને શો વાંધો છે ?”
જૈન મહાભારત ભાગ-૧
Page #159
--------------------------------------------------------------------------
________________
ધૃતરાષ્ટ્ર કહ્યું, “ભલે, પણ હું તારા કાકા વિદુરને પૂછ્યા વિના સંમતિ નહિ આપી શકું. મને તેની સલાહમાં ખૂબ વિશ્વાસ છે. તે ઘણી વાર ખૂબ સાચી સલાહ આપતો હોય છે. હાલ તે હસ્તિનાપુર છે. હું તેને બોલાવીને તેની સાથે આ અંગે વાતચીત કરી લઉં પછી વાત.”
દુર્યોધનને લાગ્યું કે પાછી બાજી હાથમાંથી સરી રહી છે. તેને ખબર હતી કે વિદુર-કાકા જુગાર રમવાની સાફ ના પાડશે. એટલું જ નહિ પણ તેના માટે ખૂબ સખ્ત શબ્દોમાં જેમતેમ બોલીને જ રહેશે. એટલે દુર્યોધને આપઘાતની ધમકીના ધડાકા સાથે ધૃતરાષ્ટ્રને કહ્યું, “પિતાજી ! તમારે કાકા વિદુરની આજ્ઞામાં રહેવું છે તો ભલે તેમ કરો. તમે બે ભાઈઓ આ ધરતી ઉપર મોજ કરજો. પણ મારી છેલ્લી વાત સાંભળી લો કે જો મારી વાતમાં તમે સંમતિ નહિ આપો તો હું આપઘાત કરીને જ રહીશ. કાં આપઘાત કરીશ, કાં જીતીશ... સિવાય કોઈ વાત નહિ.”
દુર્યોધનને ખબર હતી કે પિતાજીને તેની ઉપર કેવો આંધળો મોહ છે ! પિતાજીની આ નબળી કડી-સ્પોટ-ઉપર જ તેણે ઘા કરી દીધો અને તેમાં તેને પૂરી સફળતા મળી ગઈ.
દુર્યોધનની આપઘાતની ધમકી સાંભળતાં જ ધૃતરાષ્ટ્ર ખળભળી ઊઠ્યો. એણે પુત્રના મસ્તક ઉપર વહાલથી હાથ ફેરવતાં કહ્યું, “બેટા ! આમ અકળાઈ ન જા. હું તારી ઈચ્છાને પૂર્ણ કરવા માટે જરૂર કોશિષ કરીશ.”
પિતાના આશ્વાસનયુક્ત શબ્દો સાંભળીને દુર્યોધન અને શકુનિ વિદાય થયા. બન્ને એકબીજાની સામે જોઈને મોં મલકાવતા કહી રહ્યા હતા, “પાસા પોબાર પડ્યા.”
આ બાજુ વિદુરને બોલાવવા માટે ધૃતરાષ્ટ્ર દૂતને હસ્તિનાપુર રવાના કર્યો. બીજી બાજુ હસ્તિનાપુરની દિવ્યસભાને ક્યાંય ટપી જાય તેવી દિવ્યસભાનું નિર્માણકાર્ય રાત ને દિ' ચાલવા લાગ્યું. જોતજોતામાં દિવ્યસભા તૈયાર થઈ ગઈ.
વિદુરની સોનેરી સલાહ એક દિવસ હસ્તિનાપુરથી રથ આવી ઊભો. રથમાંથી વિદુર ઊતર્યા. ધૃતરાષ્ટ્ર પાસે જઈને પ્રણામ કર્યા.
સ્નાનાદિ વિધિ પતાવીને બન્ને ભાઈઓ ખાનગીમાં વાતચીત કરવા બેઠા.
જેવી ધૃતરાષ્ટ્ર દુર્યોધનની મેલી મુરાદવાળી સઘળી વાત પૂરી કરી કે વિદુર આવેશમાં આવીને બોલ્યા, “મોટાભાઈ ! મેં તમને પહેલેથી જ ચેતવ્યા છે પણ તમે પુત્રમોહને આધીન થઈને મારી વાતની અવગણના કરી છે. ‘દુર્યોધન કૌરવકુળનો ક્ષય કરનાર થશે” એ જોષીઓની આગાહી, એના જન્મસમયના અમાંગલિક સંકેતો વગેરેને હજી યાદ કરો અને કુળક્ષયીનો નાશ કરો.
પેલો નળ જેવો મહાન રાજા જુગારના પાપે કેવો પાયમાલ થઈ ગયો તે સાંભળો.”
આમ કહીને વિદુરે નળ-દમયંતીનું આખું આખ્યાન કર્યું. ત્યારબાદ વિદુર બોલ્યા, “મોટાભાઈ ! હવે શું કરવું એ તમારે વિચારવાનું છે. મારી તો તમને એક જ સલાહ છે કે તમે તમારી વગનો પૂરેપૂરો ઉપયોગ કરીને જુગારનું કપટ અટકાવજો. વિશેષતઃ તો નાના મોંએ હું આપને શું કહું ? વળી મારી છેલ્લી એક વાત સાંભળી લો કે કદાચ કૌરવો જુગાર રમીને યુધિષ્ઠિર પાસેથી બધું જીતી લેશે તો ય ભીમ અને અર્જુન જેવા મહારથીઓ કૌરવો સાથે લડાઈ કરીને પાછું મેળવ્યા વિના રહેવાના નથી. એ વખતે કૌરવોની કીર્તિને ચાર ચાર કલંક લાગીને રહેશે.”
પરન્તુ આપઘાત કરવાની દુર્યોધનની ધમકીથી ધ્રૂજી ઊઠેલા, પુત્રમોહે અંધ એવા ધૃતરાષ્ટ્ર ઉપર વિદુરના વચનોની અસર ન થઈ.
જૈન મહાભારત ભાગ-૧
Page #160
--------------------------------------------------------------------------
________________
દુર્યોધનની ચાલમાં ફસાતા યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્ર જયદ્રથ (ધૃતરાષ્ટ્રની દીકરી દુઃશલ્યાનો પતિ)ને યુધિષ્ઠિર પાસે મોકલ્યો. તેણે કહેવડાવ્યું કે, “દુર્યોધને ખૂબ સુંદર દિવ્યસભા બનાવી છે તો તે જોવા માટે તમે સહુ ઇન્દ્રપ્રસ્થ આવો.”
યુધિષ્ઠિર પોતાના ભાઈઓ તથા દ્રૌપદીની સાથે એ આમત્રણનો સ્વીકાર કરીને ઇન્દ્રપ્રસ્થ ગયો. ઘણા દિવસો સુધી યુધિષ્ઠિર દુર્યોધનને ત્યાં રહેવાથી ભીષ્મ, દ્રોણાચાર્ય વગેરે તેના સ્નેહથી ખેંચાઈને ઇન્દ્રપ્રસ્થ આવી ગયા.
એક દિવસ યુધિષ્ઠિરાદિને નવી દિવ્યસભા સહિત ઇન્દ્રપ્રસ્થ નગરી બતાવવા માટે દુર્યોધન લઈ ગયો. સભાની વિશેષતાઓ જોતાં તેઓ આગળ વધતા હતા ત્યાં એક જગ્યાએ કેટલાક લોકો ધૂત રમતા હતા. તેમણે યુધિષ્ઠિરને ધૂત રમવા માટે બેસવાનો આગ્રહ કર્યો.
આ વખતે યુધિષ્ઠિર તેની નબળી કડીનો ભોગ બની ગયો. તે દુર્યોધન સાથે જુગાર રમવા બેઠો.
શરૂમાં નાની વસ્તુઓ હોડમાં મુકાતાં છેવટે વસ્ત્રો, આભૂષણો, ખજાનો, રે ! પોતાના તાબાની પૃથ્વી પણ હોડમાં મુકાઈ. “જો દુર્યોધન પૃથ્વી જીતે તો બાર વર્ષ સુધી તેના કબજે રહે' તેમ નક્કી થયું. ત્યારબાદ યુધિષ્ઠિરને સોંપી દેવાની કબૂલાત થઈ.
યુધિષ્ઠિર પૃથ્વી પણ હારી ગયો. પછી તો “હાર્યો જુગારી બમણું રમે' એ ન્યાયે પોતાના ભાઈઓને ક્રમશઃ હોડમાં મૂક્યા. છેલ્લે પોતાની જાતને પણ મૂકી. તે બધુંય હારી ગયો.
હવે યુધિષ્ઠિરને ભાન આવ્યું. તેને ભારે અફસોસ થયો. તે વખતે શકુનિએ તેને દ્રૌપદીને હોડમાં મૂકીને બધું જીતી લેવાની એક બાજી ખેલવા સલાહ આપી.
આ જાણીને આસપાસના લોકોના મોંમાંથી ચીસ નીકળી ગઈ. સહુ બોલ્યા, “અરે ! આ શું થઈ રહ્યું છે? યુધિષ્ઠિરની બુદ્ધિ આટલી બધી ભ્રષ્ટ કેમ થઈ છે? હાય ! વિનાશકાળે વિપરીત બુદ્ધિ !?'
પણ યુધિષ્ઠિરે તો દ્રૌપદીને ય હોડમાં મૂકી અને તેને પણ હારી ગયો. પરિસ્થિતિ ખૂબ ગંભીર બની ગઈ !
યુધિષ્ઠિરના “સ્પોટ' ઉપર શકુનિનો ઘા કહેવાય છે કે યુધિષ્ઠિર જુગાર રમવાની જયારે ના કહેતો હતો ત્યારે શકુનિએ તેના અહંકારના ભાગ ઉપર ઘા મારીને તેને છંછેડ્યો હતો. શકુનિએ તેને કહ્યું કે, “યુધિષ્ઠિર ! જો તને એવો ભય હોય કે ચોપાટના આ મેદાનમાં (જુગારમાં) હું હારી જાઉં તો ? તો ભલે, જુગાર ન ખેલતો, બાકી યુદ્ધનું મેદાન કે ચોપાટનું મેદાન બે ય સરખા છે. પહેલું ઉત્તમ છે અને બીજું હીન છે એમ ન કહી શકાય. પહેલામાં શરીરનું બળ અજમાવવાનું છે તો બીજામાં બુદ્ધિનું બળ.
છતાં તને પરાજયની બીક લાગતી હોય તો તારી ઈચ્છા.” (ચરિતે વિદ્યારે પર્વ .
યુધિષ્ઠિરને શકુનિના આ કટાક્ષમાં પોતાનું સ્વમાન ઘવાતું લાગ્યું અને તે જુગાર રમવા માટે સજ્જ બની ગયો.
રમતની અધવચમાં બાજી બગડતી ચાલી ત્યારે ભીષ્મ પિતામહે રમત બંધ કરી દેવા માટે યુધિષ્ઠિરને બહુ સમજાવ્યો હતો પણ “ભાન ભૂલેલો” યુધિષ્ઠિર કોઈના કાબૂમાં રહ્યો ન હતો.
આજે તો અનેક “યુધિષ્ઠિરો' પાક્યા છે હાય ! પોતાના સર્વસ્વ સહિત પોતાની જાતને પણ હારી જનારો યુધિષ્ઠિર પૂર્વે તો એક જ
જૈન મહાભારત ભાગ-૧
Page #161
--------------------------------------------------------------------------
________________
થયો. આજે જ્યાં જુઓ ત્યાં બધા યુધિષ્ઠિરો જ દેખાય છે, જેઓ પોતાની જાતને ખોઈ બેઠા છે.
હિંસા, દુરાચાર અને નાસ્તિકતાનું આજે કેવું તાંડવ ચાલ્યું છે? કોને ઊંચી કોમ કહેવી? કોને ખાનદાન કહેવો ? એ જાણે સવાલ થઈ પડ્યો છે. દારૂનો દૈત્ય ચારેબાજુ જોર મારતો ધખી રહ્યો છે, તો દુરાચારના ઘોડાપૂરો ચોફેર ફરી વળીને મોટા રૂસ્તમ જેવા વડલાઓને પણ ધરતી ઉપર ઢાળી રહ્યા છે.
મોક્ષનું લક્ષ અને ધર્મનો પક્ષ આર્ય પ્રજામાંથી ખોવાઈ જતાં આ બરબાદી સર્જાઈ છે. હવે એ લક્ષ અને પક્ષ શું પ્રજાના હૈયે પાછા સ્થાપિત કરવા તે મોટો સવાલ થઈ પડ્યો છે. લગભગ અશક્ય બની ગયેલી આ બીના લાગે છે.
દેવી પરિબળોનો સહકાર મળ્યા વિના માનવજાતે ગુમાવેલો “માણસ” પાછો લાવવાનું મને તો શક્ય જણાતું નથી. | દુર્યોધન, શકુનિ, કર્ણ, દુઃશાસન વગેરે ખૂબ આનંદમાં આવી ગયા. તે આનંદના અતિરેકમાં તેઓ ભાન ભૂલીને અઘટિત બનાવો સર્જવા લાગ્યા.
દુર્યોધને પાંડવોને કહ્યું, “તમારા મૂલ્યવાન કપડાં અને આભૂષણો ઉતારી નાંખો અને જીર્ણ વસ્ત્રો પહેરી લો.”
પાંડવોએ તેમ જ કર્યું. એ દૃશ્ય જોઈને અનેક લોકો ચીસ નાંખીને ધરતી ઉપર પટકાઈ જઈને બેભાન થઈ ગયા. દુર્યોધને દુઃશાસનને કહ્યું, “દ્રૌપદીને અહીં બોલાવી લાવ.”
ધ્રુસકે રડતી દ્રોપદી દુ:શાસન દ્રૌપદીને બોલાવવા ગયો. તે રજ:સ્વલા હતી, એથી જ એકવસ્ત્રી હતી. આથી જાહેરમાં આવવાની અને વડીલજનો સામે ઊભા રહેવાની તેણે સાફ ના પાડી.
ઉશ્કેરાયેલા દુઃશાસને તેને ચોટલેથી પકડી અને જોરથી ખેંચીને તે સભામાં લઈ આવ્યો.
દ્રૌપદી જોરથી રડતી હતી. “કોઈ મારી લાજ બચાવો’ એમ ચીસો પાડીને બોલતી હતી. તે વખતનું દશ્ય એટલું બધું કરુણ બની ગયું કે ભીષ્મ પોતાના મોં ઉપર બે હાથ દાબી દીધા ! પાંડવો માં નીચું નાંખી દઈને ઊભા રહી ગયા.
તે વખતે દ્રૌપદી પ્રત્યે નિર્ભય બની દુર્યોધને તેને કહ્યું, “તું હારી ગઈ છે. હવે તું મારી છે. આવ, આપણે મોજ કરશું. જો, આ મારી જાંઘ ઉપર બેસ.” આમ કહીને તે દુષ્ટ માણસે જાંઘ ઉપરથી વસ્ત્ર દૂર ખસેડ્યું.
આ વખતે ઉપસ્થિત લોકોમાં હાહાકાર વ્યાપી ગયો. અનેક લોકો ચક્કર ખાઈને ધરતી ઉપર ઢળી પડ્યા. દ્રિૌપદીએ પિયરના સ્વજનોને યાદ કર્યા કે જો તેઓ હોત તો મારી આ દશા ન થાત.
ભીમની ભીષ્મ પ્રતિજ્ઞા આ શબ્દો સાંભળીને ભીમ અત્યન્ત ઉશ્કેરાયો. તેણે ત્યાં જ પ્રતિજ્ઞા લીધી કે, “દ્રૌપદીના ચોટલાને ઝાલનારાનો તે હાથ હું તોડીને જ જંપીશ અને દુર્યોધનની તે જાંઘ ઉપર ગદા મારીને ધરતીને રક્તરંગી કરીને જ રહીશ. જો આમ ન કરું તો હું ક્ષત્રિયાણી કુન્તીના પેટે જન્મેલો ભીમ
જૈન મહાભારત ભાગ-૧
Page #162
--------------------------------------------------------------------------
________________
દ્રોપદીનો સચોટ સવાલ દ્રૌપદીએ દુર્યોધનાદિને ઉદ્દેશીને એક જબરદસ્ત સવાલ કર્યો હતો કે, “મારા પતિએ પોતાને હારી ગયા બાદ મને હોડમાં મૂકી હતી કે પહેલાં ? જો પોતે હારી ગયા બાદ મને હોડમાં મૂકી હોય તો પોતાને જ હારી ગયેલો માણસ બીજાની ઉપર ક્યાં માલિકી ધરાવે છે, જેથી તેને હોડમાં મૂકી શકે ?”
પણ આ સવાલનો ઉત્તર કોઈએ આપ્યો ન હતો. જગતના લોકોને પણ આ વાત કેવી લાગુ પડે છે ?
જે માણસો “માનવતા” પણ ધરાવતા નથી, આથી જેમણે પોતાના જ ગુણો ઉપરનો પોતાનો અધિકાર ગુમાવીને જેઓ જીવન હારી ગયા છે, એવા અનેક દોષોથી ભરપૂર લોકોવાલીઓ,ગુરુજનો વગેરેને બીજાઓ ઉપર પોતાનો અધિકાર હોય તે રીતે વર્તવાનો શો અધિકાર હોઈ શકે ? જેની જાત કાબૂમાં નથી એ પરાયાને શી રીતે કાબૂમાં રાખી શકે ?
જ્યારે દ્રૌપદીએ દુઃશાસનને કહ્યું કે “રજસ્વલા છું, આ સ્થિતિમાં તારાથી મને અડાય નહિ ત્યારે કર્ણ બોલ્યો હતો કે, “બસ, બસ. તારે વળી આવી મર્યાદા શેની? તું તો પાંચ પતિઓની સંગિની ! વેશ્યા ! વ્યભિચારિણી !”
ભીખ : બંધારણીય સત્યવાદી સવાલ એ થાય છે કે ભીખ જેવા પિતામહ-ઉભયપક્ષને શિરોમાન્ય વ્યક્તિએ શા માટે દરમિયાનગીરી કરીને વાતને વણસતી અટકાવી નહિ? તે જો સન્માનપૂર્વક દ્રૌપદીને લઈ જવાની વાત દુર્યોધનને કરત તો વાત તેણે માની જ હોત. તો કેમ ભીખે પોતાનો “વીટો વાપર્યો નહિ? માત્ર મોં ઢાંકી દેવાથી શું થાય !
એનો ઉત્તર એ છે કે ભીષ્મ સત્યના પક્ષમાં ઊભા રહેતા હતા. એમને દુર્યોધનના પક્ષમાં સત્ય દેખાયું હતું. એમણે એ વિચાર કર્યો લાગે છે કે દ્રૌપદીને યુધિષ્ઠિરે જાતે પોતાની સભાન અવસ્થામાં હોડમાં મૂકી છે. યુધિષ્ઠિર તેને ખરેખર હારી ગયો છે. તે પોતે પણ કાન પકડીને તે વાત કબૂલે છે. હવે એક વસ્તુને હારી ગયા પછી તેની સાથે ગમે તેવો વર્તાવ કરવાનો તેના નવા માલિકને અધિકાર છે. એમાં વચ્ચે શી રીતે પડાય ?
દ્રૌપદીએ જે સવાલ કર્યો તેનો ઉત્તર તેમણે એવો વિચાર્યું હશે કે યુધિષ્ઠિર પોતાને હારી ગયો એટલે તે દુર્યોધનનો દાસ બની ગયો, પણ તેથી શું તે દ્રૌપદીની ઉપરની માલિકી થોડો ખોઈ બેઠો હતો ? શું દાસને પોતાની પત્ની હોતી નથી ?
આમ ભીષ્મની નજરમાં કાયદો હતો. બધું કાયદેસર કરવાની વાત હતી અને વસ્ત્રાહરણ વગેરે કાયદેસર રીતે જ થયા હતા.
ટૂંકમાં, ભીષ્મ બંધારણીય-કાયદેસર-સત્યના સમર્થક હતા. પછી તે કાયદેસરતા ભલે ગમે તેટલી જડ હોય, પૂર્વાપરના સંબંધ વિનાની હોય, પરંપરયા પરિણામમાં નુકસાન કરનારી હોય કે બીજી ઘણી ગેરકાયદે પ્રવૃત્તિઓને જન્મ દેવામાં નિમિત્ત બનતી હોય.
દ્રૌપદીનું વસ્ત્રાહરણ : કૌરવ-કુળની કીર્તિની કલ્લે આમ
દ્રૌપદીની ચિચિયારી અને લજ્જા નહિ લૂંટવાની વિનંતી પણ દુર્યોધનના હૈયાને સ્પર્શી નહિ. તેણે દુઃશાસનને કહ્યું, “તેનું તે એક વસ્ત્ર પણ ઉતારી લો અને જીર્ણ વસ્ત્ર પહેરાવીને દાસીઓની સાથે રહેવા માટે મોકલી આપો.”
જૈન મહાભારત ભાગ-૧
Page #163
--------------------------------------------------------------------------
________________
નિર્લજ્જ અને નફ્ફટ બનેલા દુઃશાસને દ્રૌપદીનું વસ્ત્ર ખેંચીને ઉતારી નાંખવાનો પ્રયત્ન કર્યો. પણ જેમ જેમ તે ખેચતો ગયો તેમ તેમ ઉત્તરોત્તર વધુ ને વધુ સુંદર વસ્ત્ર દ્રૌપદીના શરીર ઉપર લપેટાવા લાગ્યું. તે સ્થળના ક્ષેત્રદેવતાઓ તેની મદદે આવી ગયા હતા. એક બાજુ વસ્ત્રનો ઢગલો થતો ગયો, બીજી બાજુ દ્રૌપદીની લાજ સલામત રહી ગઈ.
કૌરવકુળની કીર્તિની ચાલેલી આ કલેઆમ જોઈને વિદુરથી ન રહેવાયું. જે કામ ભીખ ન કરી શક્યા તે કામ વિદુરે કર્યું. તેમણે આગઝરતા શબ્દોમાં ધૃતરાષ્ટ્રના ઊધડા લીધા ! દુર્યોધનની નીચતાને છતી કરી ! હજી પણ તે કુળકલંકીને મારી નાંખવા માટે ધૃતરાષ્ટ્રને ઊંચા અવાજે પ્રેરણા કરી.
વિદુરની વીરતાભરી હાકલ વિદુર એટલે જોખીને બોલનારો માણસ ! તદ્દન સાચું કહેનારો આદમી ! શાન્તિથી વાત કરવાના સ્વભાવવાળો સજજન !
તેની આ ઉગ્ર માનસિક સ્થિતિ જોઈને, મુખ ઉપરની લાલચોળ મુદ્રા જોઈને, મોટી બૂમો સાંભળીને સહુ ક્રૂજી ઊઠ્યા. ધૃતરાષ્ટ્ર પણ હવે અકળાયા : ખરેખર તો વિદુરના હાકોટાથી ગભરાઈ ગયા.
હવે તેણે પોતાનો “વીટો વાપર્યો. તેણે દુર્યોધનને કહ્યું, “ઓ નાલાયક ! હવે તારા કુકર્મોને બંધ કર, હમણાં જ બંધ કર, નહિ તો મારે જ તલવારથી માથું ઉડાવી દઈને તને મારી નાંખવો પડશે. આ તું શું કરવા બેઠો છે? ઓ, કુળકલંકી ! છોડી દે, દ્રૌપદીને !”
પિતાની સિંહગર્જના સાંભળી દુર્યોધને દુઃશાસનને આદેશ કર્યો કે, “દ્રૌપદીને છોડી દે.” દુઃશાસને તરત દ્રૌપદીને છોડી દીધી. કૌરવકુળના નબીરાઓ વચ્ચે જે બીના બની તેણે કૌરવકુળને કલંકિત કર્યું.
હલકી કોમના કહેવાતા માણસોમાં પણ જે પ્રકારની તકરાર ન થાય અથવા જે પ્રકારની બોલાચાલી ન થાય તેવી તકરાર અને તેવી હલકી બોલાચાલી ખાનદાન ગણાતા આ ક્ષત્રિયો કરી બેઠા ! કોઈને કશું ભાન ન રહ્યું.
સિવાય વિદુર, બધા ય આ કાળ-ચોઘડિયાની કાળી પળના પ્રવાહમાં તણાઈ ગયા !
યુધિષ્ઠિર જુગારની નબળી કડીનો ભોગ બન્યો. ભીષ્મ સત્યના અતિરેકમાં મૂંગા રહીને થાપ ખાઈ ગયા. ધૃતરાષ્ટ્ર પુત્રમોહે અંધ બન્યા. જો આ સ્થળે વિદુર ન હોત તો હજી પણ કેટલી કરુણ ઘટના બનત!
આ તો દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું. આજે તો નારીનું વસ્ત્રાહરણ થઈ રહ્યું છે. પેલું તો રૂનું વસ્ત્ર હતું. આ તો શીલનું વસ્ત્ર છે.
નારી પુરુષ સમોવડી’ એ નીતિને વ્યવહારમાં મૂકવા જતાં હવે ઘણી બધી નારીઓના વસ્ત્રાહરણ શરૂ થયા. નારી તો પુરુષ કરતાં ખૂબ ઊંચી હતી જ. તેને “નારાયણી' કહેવામાં આવી છે. તેને “ઝવેરાતોનું ઝવેરાત’ કહેવાયું છે. તે જ “ઘર” છે એમ જણાવાયું છે. એક હજાર પિતા જેટલી એક માતાની-સંતાનના સંસ્કરણની-તાકાત વર્ણવાઈ છે. જયાં તેના માન-સન્માન સચવાય તે ધરતી ઉપર દેવો આવીને આનંદવિભોર બનીને રાસડા લેતા એમ કહેવાયું છે.
પુરુષને નથી તો “નારાયણ' કહેવાય કે નથી તો ઝવેરાતોને પહેરવા જેટલો સુપાત્ર કહેવાયો,
જૈન મહાભારત ભાગ-૧
Page #164
--------------------------------------------------------------------------
________________
નથી તો હજા૨ માતા જેટલી તેની તાકાત વર્ણવાઈ.
કાશ ! નારીને પુરુષ-સમોવડી કરવા જતાં નારીનું ઊર્ધ્વમૂલ્યન નથી થયું, અવમૂલ્યન થયું છે.
આજની ‘નારી’ એટલે પુરુષોના હવસની ભોગ્યા ! લાચાર ! નોકરી કાજે શીલ વેચતી ! સહુના મહેણાં ખાતી ! માતા છતાં વાત્સલ્યવિહોણી ! ગૃહિણી છતાં ઘરવિહોણી ! પત્ની છતાં પતિવિહોણી !
દ્રૌપદી-એક-ના વસ્ત્રાહરણે મહાભારત તો નારી-અનેકાનેક-ના વસ્ત્રાહરણે શું ? આ સવાલ હવે કોઈ પૂછશો જ મા !
મેકોલે શિક્ષણમાં નારીને વકીલ, ડૉકટર, પ્રોફેસર, ટાઇપિસ્ટ વગેરે બનાવવાની સવલત કરાઈ છે, પણ તે તમામ (લગભગ) ‘માતા’ બનવાની છે તો તેના અંગે કોઈ લક્ષ પણ રાખવામાં આવ્યું નથી.
ભારત-દેશની સમૃદ્ધિના મૂળભૂત ત્રણ તત્ત્વો-સંત, ગાય (પશુ) અને નારી-માંથી ‘નારી’ને સાચી માતા તરીકે હેતુપૂર્વક મારી નાંખવામાં આવી છે, ગાય ડચકાં લઈ રહી છે, સંત માંદો પડી ગયો છે.
વિકૃત અન્નની મન ઉપર અસર
કોઈ કહે છે ભીષ્મે એ દિવસે દુષ્ટ એવા દુર્યોધનના ઘરનું ભોજન કર્યું હતું માટે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી.
હા, એવું પણ બની શકે ખરું. ‘જેવું અન્ન તેવું મન' એ આર્યદેશની સુપ્રસિદ્ધ આર્ય-ઉક્તિ છે. લિપ્સિગની મહત્ત્વની લડાઈમાં નેપોલિયન હારી ગયો હતો. તેમાં તેણે વ્યૂહરચનામાં થાપ ખાધી હતી. તેનું કારણ તે દિવસે તેણે ડુંગળી ખાધી હતી તે હતું.
રોમ ભડકે બળે અને તેનો રાજાધિરાજ ફિડલ વગાડતો રહે એ કેવી તેની બુદ્ધિભ્રષ્ટતા ! એની પાછળ એ કારણ હતું કે તે હંમેશ બપોરથી શરૂ કરીને કલાકો સુધી ખા ખા કરતો હતો.
કહેવાય છે કે ગાંધીજી વધુ પ્રમાણમાં લસણ ખાતા હતા. આથી જ કેટલાક ખૂબ ગંભીર રાષ્ટ્રીય પ્રશ્નોનો ઉકેલ મેળવવામાં થાપ ખાઈ જતા હતા.
ગમે તેમ હોય, ભીષ્મ પિતામહના જીવનનું આ ઘણું મોટું કલંક બની ગયું.
અન્યાય-કરણની જેમ અન્યાયની ઉપેક્ષા પણ પાપ અન્યાય કરવો એ જેમ પાપ છે તેમ તેને નિવારવાની શક્તિ હોવા છતાં અન્યાયને જોયા કરવો તે પણ મોટું પાપ છે.
સીતાજીને ઉઠાવીને લઈ જતા રાવણ ઉપર જટાયુ નામનું પક્ષી તૂટી પડ્યું, રાવણ સામે ખૂબ ઝઝૂમ્યું અને અંતે રાવણની કટારીથી કપાઈ જઈને લોહીથી લથપથ અવસ્થામાં ધરતી ઉપર તૂટી પડીને મૃત્યુ પામ્યું.
અજૈન-રામાયણમાં આ પ્રસંગ આવે છે. આસપાસના એકઠા થઈ ગયેલાં વનવાસીઓએ મૃત્યુ પામવાની તૈયારીવાળા છતાં સ્વસ્થ જટાયુને સવાલ કર્યો હતો, “આવા બળિયા સાથે બળ માપ્યા વિના તમે કેમ લડી પડ્યા? અંતે તો તમારું મોત જ આવ્યું ને ?”
જટાયુએ કહ્યું, “મારાથી એ અધર્મ જોઈ શકાયો નહિ.”
જટાયુ જેવા પશુ-યોનિના જીવ જેટલી પણ ભૂમિકા ભીષ્મ ભજવી ન શક્યા એ ઓછા દુઃખની
જૈન મહાભારત ભાગ-૧
Page #165
--------------------------------------------------------------------------
________________
વાત ન ગણાય.
વીરતાભરી બે વાતો (૧) રાજા તરફથી થતા અન્યાયોની સામે નગરની એક સ્ત્રી પડી. તેણે ક્રમશઃ પોતાના છયે દીકરાઓને એ અન્યાય સામેની લડતમાં હોમી નાંખ્યા હતા.
છેવટે તે સ્ત્રી પોતે રાજદરબારમાં ગઈ. ત્યાં બેઠેલા રાજના ખુશામતખોરો તે બાઈની મૂર્ખાઈ પર ગણગણાટ કરતા હતા તે દશ્ય જોઈને તે બાઈ બોલી, “ઓ કાયરો ! તમારે ઘેર તમારી માતાઓ શરમથી ખૂણે ભરાઈને આંસુ પાડી રહી છે. તે કહે છે કે અમારા સંતાનો શિયાણીને ધાવેલાં નીકળ્યા. પેલી બાઈના સંતાનો તો વાઘણના ધાવેલાં નીકળ્યા.”
(૨) પરશુરામના ગુરુએ હાથે કરીને પોતાની જાતની બદબોઈ થાય તેવો વર્તાવ શિષ્યો સામે કર્યો ત્યારે માત્ર પરશુરામ જ તે વર્તાવને સહી ન શકવાથી ગુરુની સામે થઈ ગયા હતા. આથી ગુરુએ તેમને જ પોતાના ખરા શિષ્ય તરીકે સ્વીકાર્યા હતા.
અજૈન મહાભારતની કેટલીક વાર્તા અજૈન મહાભારતમાં એવો ઉલ્લેખ આવે છે કે મૃત્યુ-પથારી ઉપર સૂતેલા ભીખે દ્રૌપદીને તેના વસ્ત્રાહરણ વખતે મૂંગા રહી જવાના કારણમાં તે દિવસે પોતે દુષ્ટ દુર્યોધનનું ભોજન કર્યાની વાત કરીને ભૂલનો એકરાર કર્યો હતો.
જૈન મહાભારતકાર કહે છે કે ક્ષેત્રદેવતાના પ્રભાવે દ્રૌપદીના શરીર ઉપર વસ્ત્ર લપેટાતું ગયું હતું. અજૈન મહાભારતમાં શ્રીકૃષ્ણ આ લજજારક્ષાનું કાર્ય કર્યાનું જણાવવામાં આવ્યું છે. કહે છે કે એ વખતે કૃષ્ણ બહારથી ત્યાં અંતરીક્ષમાં આવી ગયા હતા. પહેલાં તો દ્રૌપદીએ પોતાના પતિઓનું વારાફરતી શરણ લીધું. તેમાં નિષ્ફળતા મળવાનો ભય લાગતાં પોતાનો પાલવ પોતાના દાંતમાં ભરાવવા રૂપે દાંતનું શરણ લીધું. તે વખતે અંતરીક્ષસ્થ શ્રીકૃષ્ણ વિચારવા લાગ્યા કે હજી પણ દ્રૌપદી મારું શરણ લેતી નથી. ખેર, તો મારે ય તેની મદદે જવાની જરૂર પણ શી છે?
જ્યારે દાંત વચ્ચે ભરાયેલો પાલવ ખેંચાતાંની સાથે ફાટ્યો ત્યારે... ત્યારે હવે શું કરવું? કોનું શરણ લેવું ? એ વિચારતાં દ્રૌપદીને શ્રીકૃષ્ણ યાદ આવી ગયા અને તેણીએ જોરથી ત્રણ વાર બૂમ પાડીને કહ્યું, “ જાવ મન અને તરત આકાશમાંથી વસ્ત્ર ઉતારીને તેના અંગે લપેટાતું ચાલ્યું.
જાણે કે શ્રીકૃષ્ણ કહી રહ્યા હતા કે, “જે મારું શરણ લે છે તેને જ હું શરણ આપું છું.”
ખેર, અહીં આપણે જે તે પ્રસંગની સત્યાસત્યતામાં ઊતરવું નથી. આપણે એટલું જ સમજવાનું છે કે સાચને આંચ આવતી નથી.
ધર્મમહાસત્તાનું બળ જ્યારે બધેથી મહાસતી દ્રૌપદી અસહાય બની ત્યારે કોકે જરૂર સહાય કરી છે અને તે સહાય કરનાર છે ધર્મમહાસત્તા ! ધર્મનું સૂક્ષ્મ બળ! પછી તેને તમે અધિષ્ઠાયક દેવ કહો કે શ્રીકૃષ્ણ કહો કે બીજું પણ કાંઈ કહો.
દ્રૌપદીના સતીત્વના સૂક્ષ્મ બળોએ જ આ કાર્ય કર્યું છે એટલી વાત એકદમ ચોક્કસ છે.
મનોરમાએ કાયોત્સર્ગનું સૂક્ષ્મબળ પેદા કર્યું કે તરત તેના પતિ સુદર્શનની શૂળીનું સિંહાસન બની ગયું ! નિરપરાધી પતિને શૂળીએ ચડાવવા તૈયાર થયેલો રાજા લોહીની ઊલટી કરતો ધરતી ઉપર પટકાઈ પડ્યો.
જૈન મહાભારત ભાગ-૧
Page #166
--------------------------------------------------------------------------
________________
મયણાસુંદરીએ પરમાત્મભક્તિનું સૂક્ષ્મબળ પેદા કર્યું તેના પરિણામે દેવાત્માઓ તેની ઉપર પ્રસન્ન થયા. અંતે તેના પતિનો કોઢ નષ્ટ પણ થઈ ગયો.
જ્યાં ક્યાંય પણ પ્રભુભક્તિ, આત્મશુદ્ધિ કે જીવમૈત્રી હશે ત્યાં સૂક્ષ્મબળની જંગી પેદાશ હશે. તે ભક્ત, શુદ્ધ કે મિત્ર આત્મા બ્રહ્માંડમાં કયો ચમત્કાર ન સર્જી શકે તે જ એક સવાલ છે.
ધર્મમહાસત્તા એનું કામ કરે જ છે, એનું કામ પૂરેપૂરું કરે છે. માત્ર વાત એટલી છે કે આપણી સમયની અધીરાઈને કારણે એનો સમયગાળો આપણને વધુ લાંબો જણાતો હોય છે.
પેલા અંગ્રેજ ચિન્તકે સાચું કહ્યું છે કે, “ઈશ્વરની ચક્કી ચાલે છે ધીમી, પરંતુ પાસે છે તો પૂરેપૂરું.”
વસ્ત્રાહરણ : આવેશની પરાકાષ્ટાનો પ્રસંગ આપણે પૂર્વે જ વિચાર્યું હતું કે મહાભારતની કથા એ આવેશો કેટલા ખતરનાક નીવડે છે તેનું ભયાનક સ્વરૂપ રજૂ કરતી કથા છે. દ્રૌપદીના વસ્ત્રાહરણનો પ્રસંગ આવેશની પરાકાષ્ટારૂપ છે. આ વખતે કેટલા બધા આત્માઓની ઉત્તમતા, ખાનદાની કે સત્ત્વની કેવી કસોટી થઈ ગઈ અને લગભગ એ તમામ બિરાદરો કેવા ભુંડી રીતે “નાપાસ થઈ ગયા; દુર્યોધન, દુઃશાસન, કર્ણ, શકુનિ, ભીખ, દ્રોણાચાર્ય, ધૃતરાષ્ટ્ર, ભીમ, યુધિષ્ઠિર ! કોણ બાકી રહ્યું? સિવાય વિદુર !
સાચે જ આ પ્રસંગ જાણ્યા પછી દરેક માણસે પોતાના આવેશને કાબૂમાં લઈ લેવો જોઈએ. કોનો નાનકડો પણ આવેશ ક્યારે દુર્યોધન બનાવી દેશે તે સમજી નહિ શકાય. કલ્પી નહિ શકાય તેટલી ઝડપથી આવેશની જવાળાઓ જીવન-વિકાસને કે ખાનદાનીના ઉપવનને ભરડો લઈને ભડથું કરી નાંખતી હોય છે !
..છતાં કોઈ દીક્ષા લેતું નથી ! અહીં એક વાત નજરમાં ચડી આવે છે કે આવેશના પ્રત્યાઘાત રૂપે કોઈ સારા માર્ગ તરફ મહાપ્રયાણ-ભાગવતી દીક્ષાનો સ્વીકાર અહીં ક્યાંય જોવા મળ્યો નહિ.
સામાન્ય રીતે જૈન કથાપ્રસંગોમાં આવેશનો અંત ભાગવતી પ્રવ્રજ્યાના સ્વીકારમાં રૂપાંતરિત બની જતો હોય તેવું જોવા મળે છે.
આવેશના પ્રત્યાઘાતરૂપે દીક્ષા લેતાં પુણ્યવાનો (૧) બાહુબલિએ નાના ભાઈ ભરતની ખોપરીના ચૂરા કરી નાંખવા માટે તેના માથે મૂઠી ઉગામવા સુધીનો આવેશ તો કર્યો, પરંતુ એકાએક તેણે પોતાની ગતિ બદલી નાંખી. એ જ ઉગામેલી મૂઠી બાહુબલિએ પોતાના માથા ઉપર લઈ લીધી, વાળનો લોચ કર્યો અને દીક્ષાના માર્ગે મહાપ્રયાણ કર્યું !
(ર) રૂપના ગર્વની પરાકાષ્ટાએ પહોંચેલા સનતકુમાર ચક્રવર્તીએ “મહાપ્રયાણના માર્ગે ડગ માંડી દીધા !
(૩) પોતાના સંસારી અઠ્ઠાણું પુત્રોના દિમાગમાં મોટાભાઈ ભરતે “આવેશ પેદા કર્યો. સહુ સંસારી પિતા પરમાત્મા આદિનાથ પાસે ગયા. પિતા અને પરમપિતાએ તેમના આવેશને મહાપ્રયાણનો માર્ગ દેખાડી દીધો !
પાણી ઠંડું છે. ઊકળીને તે ગરમ થાય છે, પણ પરાકાષ્ટાએ પહોંચીને તે વરાળ બની જાય છે.
આવેશની પરાકાષ્ટામાં તો સંસારીજન સંસાર ત્યાગી મહાપ્રયાણનો યાત્રી જ બની જવો જોઈએ.
જૈન મહાભારત ભાગ-૧
Page #167
--------------------------------------------------------------------------
________________
(૪) વાલી રાજાએ આવેશમાં આવીને રાવણને બગલમાં લઈને પૃથ્વીને પ્રદક્ષિણા લગાવી, પરંતુ છેવટે તો વિજેતા વાલી મહાપ્રયાણના પંથે જ ચાલ્યા.
(૫) સીતાજીને પોતાના શીલની શુદ્ધિ કરી દેખાડવાનો આવેશ તો આવ્યો, અગ્નિપરીક્ષામાં બેસી ગયા અને ઉત્તીર્ણ પણ થઈ ગયા, કિન્તુ અંતે... મહાપ્રયાણ !
આવી છે; જૈનધર્મના અનુયાયીઓની “ક્રીડ’-નીતિરીતિ.
પણ કેવી કમાલ કે દ્રૌપદીના વસ્ત્રાહરણના અતિ આઘાતજનક પ્રસંગને આંખોઆંખ જોયા પછી, મુર્ખાઈ, મોહાધીનતા, સત્તાલાલસા, ઇર્ષ્યા-અદેખાઈનું નગ્ન તાંડવ નિહાળવા છતાં તેમાંનો એકાદ ધર્માત્મા પણ મહાપ્રયાણના માર્ગે સંચર્યો નહિ.
...નહિ તો કદાચ... સાચે જ મહાભારતની કથા અન્તમાં તો કરુણ છે જ, પણ અહીં મધ્યમાં ય કરુણરસથી છલકાયેલી છે.
નહિ તો કદાચ, સત્ત્વશાળી ભીમ જાંઘ ઉપર ગદા મારીને તેના લોહીથી ધરતીને રક્તવર્ણી બનાવવાની પ્રતિજ્ઞા કરવાને બદલે પાંચ મહાવ્રતોની પ્રતિજ્ઞાના માર્ગે ચાલી નીકળ્યો હોત !
નહિ તો કદાચ, કૌરવ-પાંડવોના કલહને જોતાં કર્ણ દ્રૌપદી માટે હીના શબ્દો બોલવાને બદલે પરમાત્માના નામનો જાપ કરતો સભામાંથી નીકળી ગયો હોત !
નહિ તો કદાચ, ભીષ્મ અને યુધિષ્ઠિર સત્યને પકડી રાખવાને બદલે સંસારત્યાગના મહાસત્યને આંબી ચૂક્યા હોત !
નહિ તો કદાચ, વિદુરે તે જ સભામાં પંચમુષ્ટિક લોચ કરીને સહુને ધર્મલાભ આપતાંની સાથે જ આ કરુણ હોનારત અટકાવી દીધી હોત !
કાશ ! નિયતિના ઢસડાયેલાં મહાભારત-કથાના પાત્રો “બિચારા' હતા, કાંઈક “વામણાં જણાતાં હતા.
નહિ તો આટલી બધી કરુણતાસભર, દિલની ધડકન બંધ કરી દે અને દિમાગના ચક્રોની ગતિ સ્થિગિત કરી દે તેવી કલંકિત ઘટના ઘટત ખરી ?
દુર્યોધનના પ્રસ્તાવનો સ્વીકાર વિદુરે આ ઘટનાની કરુણતાને પૂર્ણવિરામ આપ્યું. જિતાયેલી પૃથ્વીને બાર વર્ષ સુધી દુર્યોધન ભોગવે અને તેટલો સમય પાંડવો વનવાસ સેવે. એ પછી પાંડવોને પુનઃ હસ્તિનાપુરનું રાજ માનભેર અપાય. એ રીતે નિશ્ચય કરીને આ ઝઘડાનું સમાધાન કરવાનો તેણે પ્રસ્તાવ મૂક્યો. ભીષ્મ પિતામહ વગેરેની સાથે મસલત કરીને તે પ્રસ્તાવ પાંડવોએ માન્ય કર્યો.
પણ દુર્યોધને બાર વર્ષ ઉપરાંત એક વર્ષનો ગુપ્તવાસ, તેમાંય જો પાંડવો પ્રગટ થઈ જાય તો પુનઃ બાર વર્ષનો વનવાસ-એ પ્રમાણે ઉમેરો કરવાનું આગ્રહપૂર્વક જણાવ્યું, જેનો પણ પાંડવોએ સ્વીકાર કર્યો.
તે પછી પાંડવોને તેમના વસ્ત્રો પરત કરવામાં આવ્યા.
દ્રૌપદીની સાથે પાંડવો ઇન્દ્રપ્રસ્થથી નીકળ્યા. વનવાસ પૂર્વે માતપિતાને પ્રણામ કરવા માટે તેઓ હસ્તિનાપુર તરફ વિદાય થયા. તેમની સાથે ભીષ્મ, દ્રોણાચાર્ય, ધૃતરાષ્ટ્ર વગેરે હતા.
જૈન મહાભારત ભાગ-૧
Page #168
--------------------------------------------------------------------------
________________
'વનવાસ માટે પ્રયાણ
હસ્તિનાપુરમાં માતપિતાને સારી રીતે મળીને પાંડવોએ શસ્ત્રો લઈને વનવાસ માટે પ્રયાણ કર્યું.
પ્રયાણ વખતે ભીષ્મ, દ્રોણાચાર્ય, ધૃતરાષ્ટ્ર, પાંડુ, વિદુર, સત્યવતી, કુન્તી, માદ્રી, દ્રૌપદી વગેરે સાથે ચાલ્યા. હજારો પ્રજાજનો પણ સાથે ચાલતા હતા. પાછા વળવા કોઈ તૈયાર ન હતું. લોકો બે-મોંએ દુર્યોધન ઉપર ધિક્કાર વરસાવતા ચાલી રહ્યા હતા.
આ પાપીને એના પાપનું ફળ મળ્યા વિના રહેવાનું નથી.” એવી વાણી સહુ કોઈના હોઠે ૨મતી હતી.
રડતી આંખે પાંડવોને વિદાય તમામ વડીલોની આંખમાં આંસુ હતા. સહુ રડતી આંખે આશિષ દેતા હતા, પણ પછી પાછા વળી જવાને બદલે પ્રમાણમાં આગળ વધતા હતા. છેવટે ખૂબ આગ્રહપૂર્વક વડીલોને પાછા ફરી જવાની યુધિષ્ઠિરે વિનંતી કરી ત્યારે તેનું પરિણામ આવ્યું.
દાદી સત્યવતી વારંવાર બેભાન થઈ જતી હતી. તેને યુધિષ્ઠિરે ખૂબ આશ્વાસન આપ્યું. દ્રોણાચાર્ય તથા કૃપાચાર્ય-બન્ને વિદ્યાગુરુઓને પગે લાગીને વિદાય લીધી.
ભીખે વિદાયવેળા હિતશિક્ષા આપી. તેમણે કહ્યું કે, “સાત વ્યસનો, કામ-ક્રોધ વગેરે છે આંતર દોષો અને અજ્ઞાન તથા જૂઠ એ પંદર ચોર છે. તેમાં તું એક જુગાર નામના ચોરને આધીન થયો છે. હવે આ વ્યસન સદા માટે છોડી દેજે.”
યુધિષ્ઠિરે પગે લાગીને પિતામહની વાતનો સ્વીકાર કર્યો. વિદાય પામતાં પિતામહની આંખોમાંથી દડ દડ આંસુ ચાલી જતાં હતા.
યુધિષ્ઠિરનો દુર્યોધનને સંદેશ ધૃતરાષ્ટ્ર સાવ સૂનમૂન હતા. તેમને વિદાય આપતી વખતે યુધિષ્ઠિરે દુર્યોધન ઉપર સંદેશો મોકલાવ્યો, જેમાં કુળયશને હંમેશ પ્રધાનપણે મહત્ત્વ આપવાની વાત રજૂ કરી.
પોતાના પુત્રની દુષ્ટતા ઉપર ફિટકાર વરસાવતા ધૃતરાષ્ટ્ર તે સંદેશ સાંભળીને કશું બોલ્યા વિના વિદાય થયા. - વિદુરને વિદાય આપતી વખતે યુધિષ્ઠિરે માતાપિતાને પોતાની સાથે રાખવાની ભાવના દર્શાવી. વિદુરે પિતા પાંડુ અને તેમની સેવામાં માદ્રીને હસ્તિનાપુરમાં જ રાખવાની સલાહ આપી. કુન્તી અને દ્રૌપદીને સાથે લઈ જવાની રજા આપી. આથી તે બન્ને ખૂબ રાજી થયા.
પાંડુ અનિચ્છાએ પણ હસ્તિનાપુરમાં રહેવા તૈયાર થયા. માદ્રીએ પોતાના પુત્રો નકુળ, સહદેવને વનમાં બા, મોટાભાઈઓ તથા ભાભીની ખૂબ સેવા કરવાની ખાસ ભલામણ કરી.
અનરાધાર રડતાં પ્રજાજનો વડીલો પાછા ફર્યા. પાંચ પાંડવો, કુન્તી માતા અને દ્રૌપદી વન તરફ આગળ વધ્યા. પણ હજી હજારો પ્રજાજનો પાછા ફરતાં નથી. તેમની આંખોમાંથી અનરાધાર આંસુ ચાલ્યા જાય છે. તેઓ પોતાને સાવ “અનાથ' બની ગયેલા અનુભવતા હોય એમ યુધિષ્ઠિરને તેમના મુખ ઉપરથી લાગ્યું.
યુધિષ્ઠિરને વનવાસનું જેટલું દુઃખ ન થયું તેટલું દુ:ખ પ્રજાજનોની અનાથતા, દુર્યોધન તરફથી તેમને થનારી યાતનાઓ વગેરે કલ્પનાથી થયું. તેને પોતાની જાત ઉપર ફિટકાર વરસી ગયો.
જૈન મહાભારત ભાગ-૧
Page #169
--------------------------------------------------------------------------
________________
કામ્યક વનમાં વિશ્રામ રસ્તામાં કામ્યક વન આવ્યું. વિશ્રાન્તિની જરૂર હતી એટલે ત્યાં પાંચ દિવસનો પડાવ નાંખ્યો. ચીસો પાડતા આવેલા કીમ્મર નામના રાક્ષસને ભીમે ગદાથી પૂરો કરી નાંખ્યો. દ્રૌપદીએ રસોઈ બનાવીને લોકોને તથા વડીલો વગેરેને જમાડ્યા.
બીજે દિ’ ત્યાં દ્રૌપદીનો ભાઈ ધૃષ્ટદ્યુમ્ન આવ્યો. તેણે દુર્યોધનનો નાશ કરીને રાજ પાછું લેવાની વાત મૂકી, જેનો યુધિષ્ઠિરે અસ્વીકાર કર્યો. દ્રૌપદીને ઘરે લઈ જવા માટે પ્રસ્તાવ મૂક્યો પણ દ્રૌપદીએ સાફ ના પાડીને કહ્યું,“મારે તો મારા પતિઓની સાથે વનમાં પણ મહેલની મજા છે.”
પછી ધૃષ્ટદ્યુમ્ન દ્રૌપદીની સંમતિપૂર્વક પોતાના પાંચ નાના ભાણિયાઓને લઈને ચાલ્યો ગયો. શ્રીકૃષ્ણ-યુધિષ્ઠિરનો વાર્તાલાપ
વળતે દિ' ત્યાં શ્રીકૃષ્ણ આવ્યા. બની ગયેલી વસ્ત્રાહરણ પ્રસંગની બીના ઉપર તેમણે સખ્ત પ્રતિભાવ આપ્યો. ‘જો તેઓ ત્યાં હાજર હોત તો આવું કદી ન બનવા દેત’ તેમ જણાવ્યું. ‘દ્રૌપદી ઉપર ગુજારાયેલા એ અત્યાચારનો બદલો લીધા વિના હું રહેનાર નથી પણ હાલ તેઓ કાંઈ જ કરી શકે તેમ નથી, કેમકે યુધિષ્ઠિરનું જડતાભર્યું સત્ય આડું આવી રહ્યું છે' એમ શ્રીકૃષ્ણે કહ્યું.
યુધિષ્ઠિરે બા૨વર્ષી વનવાસ પૂર્ણ થયા બાદ જ કાંઈ પણ પગલું લેવાની શ્રીકૃષ્ણને આગ્રહભરી વિનંતી કરી. ‘મારા હાથે જો સત્ય ખતમ કરાશે તો પ્રજાજનો કયું અસત્ય આચરતાં અટકશે ?’ એવો સવાલ કરીને શ્રીકૃષ્ણને તેમણે ચૂપ કર્યા.
કામ્યક વનમાં વિરામના પાંચ દિવસો પૂરા થયા. સહુએ પ્રયાણ શરૂ કર્યું. શ્રીકૃષ્ણ પણ તેમની સાથે જોડાયા. ચાલતા ચાલતા તેઓ નાસિક આવ્યા. ત્યાં ચન્દ્રપ્રભસ્વામીજીની માણેકની પ્રતિમાની ખૂબ ભાવથી સહુએ પૂજા કરી. પરમાત્માની ભક્તિમાં સહુને એટલો બધો આનંદ આવી ગયો થોડા દિવસો નાસિકમાં જ રહી ગયા અને પ્રભુભક્તિમાં લીન થયા.
જૈન મહાભારત ભાગ-૧
Page #170
--------------------------------------------------------------------------
________________
'વિશ્વાસઘાતી દુર્યોધન
દુર્યોધનની દુષ્ટતાભરી ચાલબાજી એક દિવસ યુધિષ્ઠિરની પાસે દુર્યોધનનો દૂત પુરોચન આવ્યો.
દુર્યોધને આપેલો સંદેશો આ પ્રમાણે કહ્યો. “હે યુધિષ્ઠિર ! તું ખરેખર ખૂબ મહાન છે અને હું અધમથી પણ અધમ છું. મેં જુગારની લાલચમાં તને ખેંચીને તારું સત્યાનાશ કાઢ્યું. ભરસભામાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ કરીને કૌરવકુળને કાળું કલંક લગાડ્યું. તમને બધાને વનવાસ અપાવ્યો. મારી આ બધી ભયંકર ભૂલોની તું મને માફી આપ. મારા આ પાપોના ઘા રાત-દિ' દૂષ્ક્રયા કરે છે. આથી મને ખૂબ પશ્ચાત્તાપ થાય છે.
તું બધું ભૂલી જા અને પુનઃ તમે બધા હસ્તિનાપુરમાં આવી જાઓ. આપણે સહુ હળીમળીને સાથે રહીશું. યુધિષ્ઠિર ! હવે તું જ રાજાધિરાજ અને હું તારો દાસાનુદાસ ! કૃપા કરીને મારી ખાતર તમે તુરત પાછા આવી જવાનું રાખો.”
દુર્યોધનનો આ સંદેશ સાંભળીને શ્રીકૃષ્ણ વગેરે ખૂબ ખૂબ રાજી થયા. યોગ્ય અવસરે સહુ હસ્તિનાપુર તરફ વિદાય થયા.
હસ્તિનાપુરનું એક પરું હતું, તેનું નામ વારણાવત. ત્યાં દુર્યોધન દ્વારા નવા જ બનાવાયેલા રાજમહેલમાં પાંડવો અને શ્રીકૃષ્ણ વગેરેએ નિવાસ કર્યો.
આ મહેલ તમામ ભોગસામગ્રીથી પરિપૂર્ણ બનાવવામાં આવ્યો હતો, છતાં ય જે કોઈ વસ્તુની જરૂર પડે તે તમામ દુર્યોધન પહોંચાડતો હતો.
પાંડવોના પુનરાગમનની વાત જાણીને આખું હસ્તિનાપુર હર્ષઘેલું બન્યું હતું. અનેક રાજાઓ યુધિષ્ઠિરને મળવા આવવા લાગ્યા. આગન્તુક રાજાઓની પણ દુર્યોધને અપૂર્વ સેવાચાકરી કરી.
પાંડવોને સ્થિર થયેલા અને સુખી થયેલા જોઈને કૃષ્ણ દ્વારકા તરફ વિદાય થયા. બેન સુભદ્રા ઘણા વખતથી માતાને મળવા ચાહતી હતી એટલે તેને સાથે લઈ ગયા.
વિદુરના દૂત દ્વારા પ્રપંચનું પ્રાગટ્ય એક દિવસ વિદુરે મોકલેલો દૂત પ્રિયંવદન ત્યાં આવ્યો. તેણે પાંડવોને એકઠા કરીને ખૂબ ખાનગીમાં બેસીને વિદુરનો સંદેશ આપ્યો, જે આ પ્રમાણે હતો.
હે પાંડવો ! તમારી આગતાસ્વાગતા કરતા પુરોહિત પુરોચનમાં તમે જરાય વિશ્વાસ મૂકશો નહિ. એ નરાધમ છે. દુર્યોધને તમને બાળી નાંખવાનું કામ તેને સોંપ્યું છે. મેં મારા કાનોકાન દુર્યોધન દ્વારા પુરોચનને સોંપાયેલી આ કામગીરીની વિગતો સાંભળી છે. તમે જે ભવ્ય દેખાતા રાજમહેલમાં ઊતર્યા છો તે શણ, ઘાસ અને તેલનો જ બનાવાયેલો છે. એને સળગી જતાં પળની ય વાર નહિ લાગે. આ માસની કૃષ્ણ ચતુર્દશીએ મહેલ જલાવી દેવાની દુર્યોધને પુરોચનને આજ્ઞા કરી છે.”
દૂત દ્વારા વિદુરનો સંદેશ સાંભળીને તે વચનોની સત્યતાની ખાતરી કરી લેવા યુધિષ્ઠિરે દીવાલને જરાક ખોદી. સાચે જ તેમાં શણ અને ઘાસ જ ભરેલું હતું.
યુધિષ્ઠિરે માતા તથા પાંડવોનો મત માંગ્યો કે હવે શું કરવું? ભીમ તો એટલો બધો આવેશમાં આવી ગયો હતો કે તેણે મોટાભાઈને કહ્યું કે, “હમણાં જ
જૈન મહાભારત ભાગ-૧
Page #171
--------------------------------------------------------------------------
________________
મને રજા આપો. હું મારી ગદાથી દુર્યોધનના ચૂરેચૂરા કરી નાંખું. હવે આ દુશ્મનને વધુ સમય જીવતો રાખવામાં ગમે ત્યારે આપણું મોત થઈ જશે.”
શેષ તમામ પાંડવોએ ભીમની વાતમાં સંમતિ દર્શાવી, પણ યુધિષ્ઠિરે કહ્યું, “એમ કરવાથી મારા સત્યને હાનિ પહોંચશે, માટે તેવું કાંઈ જ થઈ શકે નહિ. આપણે સહુ હવે સાવધાન થઈને રહો.” મોટાભાઈની ઈચ્છાવિરુદ્ધ વર્તવાની કોઈની હિંમત ન હતી. ભીમ વગેરે સમસમીને ચૂપ રહ્યા. સુરંગ દ્વારા પાંડવો પલાયન આગળ વધતાં પ્રિયંવદને કહ્યું, “તમારા કાકા વિદુરે મારી સાથે શુનક નામનો સુરંગ ખોદનારો માણસ મોકલ્યો છે. તે આજ રાતથી સુરંગ ખોદવાનું કામ ક૨શે. દિવસે તે નગ૨માં ફરતો દેખાશે અને રાતે આ કામ કરશે. તમે લોકો આ સુરંગ દ્વારા અવસરે ભાગી જવાનું રાખજો.”
પ્રિયંવદન વિદાય થયો.
સુરંગનું ખોદકામ ભીમની શય્યા નીચેથી શરૂ થયું. ઝપાટાબંધ સુરંગ ખોદાઈ ગઈ. ભીમ સતત ધ્યાન રાખવા લાગ્યો. કેવી રીતે સુરંગ દ્વારા ચાલી જવું તેની તાલીમ પણ કુન્તી અને દ્રૌપદીને તેણે આપી. સુરંગના બીજા છેડાના દ્વારની આસપાસના પ્રદેશમાં ભીમ ઘોડેસવાર બની નિરીક્ષણ કરતો રહ્યો.
કુન્તીને દીન-દુ:ખીઓને ભોજન આપવું ખૂબ ગમતું હતું. અહીં પણ તેણે પ્રવૃત્તિ ચાલુ રાખી.
કૃષ્ણ-ચતુર્દશી આવી. એ દિવસે પાંચ પુત્રો અને એક પૂત્રવધુને લઈને કોઈ ગરીબ બાઈ ત્યાં આવી ચડી. કુન્તીએ તેમને આદ૨પૂર્વક ભોજન કરાવ્યું. તેમણે ત્યાં જ રાતવાસો કર્યો. થાકેલાં સહુ પથારીમાં પડતાંની સાથે ઘસઘસાટ ઊંઘી ગયા.
રાત પડી. ભીમ સિવાયના તમામ સુરંગમાં પ્રવેશી ગયા. ભીમ સુરંગના પ્રવેશદ્વારે ગદા લઈને ઊભો રહ્યો.
આ બાજુ પુરોચને એકાએક મહેલને આગ લગાડી. ભીમે તેને આંખોઆંખ આગ લગાડતો જોયો. એકદમ ક્રોધે ભરાઈ ભીમ પુરોચન તરફ દોડ્યો. તેને પકડીને એક જ મૂઠીના પ્રહારથી મારી નાંખ્યો. તેના શબને આગમાં નાંખી દઈને ભીમ સુરંગ વાટે ચાલી નીકળીને સહુની ભેગો થઈ ગયો. બધા ઝપાટાબંધ ચાલીને સુરંગમાંથી બહાર આવી ગયા.
પાંડવોના બદલે અન્ય સાતના મોત હસ્તિનાપુરની પ્રજામાં મહેલને આગ લાગ્યાના સમાચારો વાયુની જેમ પ્રસરી ગયા. પ્રજાજનોને તેમાં દુર્યોધનના કાવતરાની ગંધ આવી ગઈ. સહુ દુર્યોધનની અધમતા ઉપર ફિટકાર
વરસાવવા લાગ્યા.
પાંડવોને એ વાતનો ખ્યાલ હતો કે પેલા ગરીબ સાત માણસો- જેઓ પોતાની જ જેમ પાંચ પુરુષો અને બે સ્ત્રીઓ રૂપે સાત હતા તેઓ-આગમાં બળી ગયા છે. તેમને ઊંઘમાંથી જગાડીને સુરંગ વાટે ઉતાવળમાં ભગાડી ન શકાયા તે બદલ પાંડવોને અફસોસ થયો.
તેમણે વિચાર્યું કે તે સાત બળી ગયેલાં મડદાંને જોઈને સહુને, ખાસ કરીને દુર્યોધનને એવી પાકી ખાતરી થઈ જશે કે પાંડવો, કુન્તી અને દ્રૌપદી ખરેખર બળી ગયા છે. આથી દુર્યોધન તેમનો પીછો પકડવાનું છોડી દેશે. આ કલ્પનાથી યુધિષ્ઠિરને મનમાં ખૂબ શાન્તિ વળી ગઈ. તેને થયું કે હવે બાર વર્ષનો વનવાસકાળ ખૂબ શાન્તિથી પસાર કરી શકાશે.
જૈન મહાભારત ભાગ-૧
Page #172
--------------------------------------------------------------------------
________________
વિશ્વાસઘાતીઓથી ધ્રૂજી ઊઠતી ધરતી દુર્યોધન કેટલો જબરો વિશ્વાસઘાત આચરી ગયો ! આવો વિશ્વાસઘાત કરવા માટે તેણે મૈત્રીનું કેવું નાટક રચ્યું ! કેટલી મીઠી અને કેવી નમ્ર ભાષામાં પોતાની ભૂલોનો એકરાર કર્યો ! રે, તેની આ ચાલ કેટલી બધી સફાઈભરી હતી કે શ્રીકૃષ્ણ જેવા રાજકારણના જબરદસ્ત ખેલાડી પણ તેની પાછળનો ભેદ પકડી ન શક્યા.
વિશ્વાસઘાતને સામાન્ય કોટિનું પાપ સમજવાની ભૂલ રખે કોઈ કરી બેસતા !
એક જગ્યાએ કહ્યું છે કે, “પૃથ્વી કહે છે કે મને મોટા મેરુ જેવા પર્વતોનો કે સ્વયંભૂરમણ જેવા સાગરોનો કદી ભાર લાગ્યો નથી. મને બે જ વસ્તુનો ભાર લાગે છે. તે છે; કૃતજ્ઞી માણસ અને વિશ્વાસઘાત કરતો માણસ! જ્યારે એ બે નો ભાર વધી જાય છે ત્યારે હું ધ્રૂજી ગયા વિના રહી શકતી નથી.”
સમગ્ર વિશ્વના દેશોમાં જાપાનમાં સૌથી વધુ હારાકીરી-આપઘાત થાય છે તેનું કારણ એ છે કે ત્યાંની પ્રજા વિશ્વાસઘાતને ખૂબ જ ભયંકર કોટિનું પાપ માને છે. આ પાપ જેનાથી થઈ જાય છે તે બધા બીજા દિવસનો સૂરજ ઊગતો જોવા ઈચ્છતા નથી. તે પૂર્વે જ તેઓ ઝેરી દવા વગેરે ખાઈ લેવા દ્વારા પોતાના જીવનનો અંત આણી દેતા હોય છે.
કૂતરા કરતાં ય આપણે હેઠ ? અરે, બુદ્ધિનો સાવ જડ આરબ કે પશુઓની દુનિયાનો કૂતરો પણ કેટલો વિશ્વાસુ હોય છે ! તો સર્જન કોટિના ગણાતા શાહુકારો વગેરે વિશ્વાસઘાતી હોઈ શકે ખરા? પણ કેટલીક વાર તો તેઓમાંના કેટલાકોને વિશ્વાસઘાત એ તો ડાબા હાથની રમત જેવું એકદમ સરળ કામ બની ગયું હોય છે.
‘વાતે વાતે વિશ્વાસઘાત' એ આજના જમાનાની ખૂબ જ સામાન્ય બાબત બની ચૂકી છે. ખૂબ સારા ગણાતા ધર્મ, ક્રિયાના કરનારાઓ પણ ધંધા વગેરેમાં ખૂબ સહજ રીતે, હૃદયના જરાક પણ થડકાર વિના વારંવાર વિશ્વાસઘાત કરી દેતા હોય છે. મને પેલું જુલિયસ સીઝરનું વિશ્વવિખ્યાત વાક્ય યાદ આવે છે, “યુ ટૂ બ્રુટસ !”
વિશ્વાસઘાતી દ્વારા નિકંદન આ દેશની અંદર અંગ્રેજોનો પ્રવેશ બાદશાહ બાબર દ્વારા થયો. તેમાં ય રાણા સંગ જેવા અજેય રાજવીના મંત્રી શિલાદિત્યે રાણા સંગનો જે વિશ્વાસઘાત કરીને બાબરના પક્ષે કામ કર્યું તે જ ભારતમાં અંગ્રેજોના પ્રવેશનું મુખ્ય દ્વાર હતું. જો શિલાદિત્યે રાણા સંગનો વિશ્વાસઘાત કર્યો ન હોત તો બાબર ભારતમાં પગદંડો જમાવી શક્યો ન હોત, તો અંગ્રેજો ભારતમાં બાબર દ્વારા પ્રવેશી શક્યા ન હોત.
ગુરુ ગોવિંદસિંહ જેવા બહાદુર રાષ્ટ્રભક્તનું મોત તેના જ માણસોએ વિશ્વાસઘાતના ખંજરથી કર્યું છે.
શ્રીપાળ જેવા પુણ્યાત્માને વિશ્વાસઘાત દ્વારા જ ધવળ શેઠ ખૂબ મુશ્કેલીમાં મૂકી શક્યો છે.
શિવાજીને ખતમ કરવા માટે અફઝલખાને પણ વિશ્વાસઘાતનું જ ખંજર ઊઠાવ્યું હતું. જો કે તે નિષ્ફળ ગયો હતો.)
સાઈઠ લાખ યહૂદીઓનું નિકંદન કાઢવા માટે વિશ્વાસઘાતના જ ગેસ-ચેમ્બરો હિટલરે ઊભા કર્યા હતા.
જૈન મહાભારત ભાગ-૧
Page #173
--------------------------------------------------------------------------
________________
અંગ્રેજો ભારતના તમામ ક્ષેત્રોના નિષ્ણાતોને સામ, દામ, દંડ, ભેદ-નીતિથી ખતમ કરી રહ્યા હતા. તેમને ખબર પડી કે ભારતમાં મન્ત્રવિદ્યાના વિષયમાં જબરદસ્ત નિષ્ણાત માણસો હજી જીવતા છે. આ તમામ લોકોને તેમણે કપટથી શોધી કાઢ્યા અને કપટથી જ મારી નાંખ્યા.
આ રહી તે કરુણ ઘટના !
ગોરાઓની ક્રૂરતા
જ્યારે ગોરાઓનું આ દેશ ઉપર સીધું શાસન ચાલતું હતું તે સમયની આ વાત છે. ન જાણે
કેટલીય વાર લોહીખરડ્યા હાથે એ લોકો કલંકિત થયા હશે.
યુરોપના દેશો બીજા વિશ્વયુદ્ધની આગમાં હોમાઈ ગયા હતા. અંગ્રેજોને વિરાટ સૈન્યબળ જોઈતું હતું. હિન્દુસ્તાનના હજારો સૈનિકોને યુદ્ધમાં લઈ જવામાં આવ્યા.
યુદ્ધના એ વિરાટ ખંડના એક ખૂણામાં એક ઘટના બની ગઈ. નાનકડા માનવના હૈયામાં છૂંદાતા દર્દની એ કથા હતી.
વાત એમ બની કે એક હિન્દુસ્તાની સૈનિક ઉપર એની માતાનો પત્ર આવ્યો, જેમાં તેણે લખેલું કે,“મારી શારીરિક સ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે. પ્રભુકૃપાએ બધું સારું થઈ જશે. તું ચિંતા કરીશ નહિ.”
આ શબ્દો વાંચીને એ જવાનને માતાના દર્શન કરવાની ઉત્કટ તાલાવેલી જાગી. કાગળ બાજુ ઉપર મૂકીને સીધો પોતાના ચીફ સાહેબ પાસે ગયો. એણે સઘળી વાત કરીને થોડા માસ માટે સ્વદેશ જવાની રજા માંગી. પણ કમનસીબે રજા ન મળી. માતાના દર્શન માટે તલપતો જવાન બેચેન બની ગયો. દિવસો જતાં માની યાદ વધુ સતાવતી ચાલી.
સૈનિકોમાં બીજા અનેક હિન્દુસ્તાની સૈનિકો હતા, તેમાં એક પંડિતજી પણ હતા. આત્મવિદ્યાઓના એ જાણકાર હતા. પંડિતજી પેલા જવાનને બેચેન જોઈને એના હમદર્દ બન્યા. સઘળી બીના જાણી લીધી.
પંડિતે સૈનિક જવાનને કહ્યું,“તું ચિંતા ન કર. અહીં બેઠા બેઠા જ હું તને તારી માના દર્શન કરાવી આપીશ.'
અને ખરેખર એક અરીસો સામે ગોઠવીને મંત્રજપ દ્વારા તેણે અરીસામાં માંદગીના બિછાને પડેલી માને દેખાડી. જવાનને ખૂબ સંતોષ થઈ ગયો. એ આનંદિવભોર બની ગયો.
બેચેન જવાનને હવે પ્રફુલ્લિત જોઈને ચીફ ગોરા સાહેબે તેને કારણ પૂછ્યું. જવાને સઘળી સાચી વાત કરી. આ સાંભળીને ગોરો સાહેબ ચમકી ગયો. એણે એ જ રીતે પેલા પંડિત-સૈનિકને બોલાવીને સઘળી વાત કરી. છેલ્લે પેલા મનના કપટી ગોરાએ તેને પૂછ્યું,“આવી જાતની અધ્યાત્મવિદ્યાઓના જાણકારો હિન્દુસ્તાનમાં કેટલા હશે ? તમે મને તેમના નામ-ઠામ આપો તો એક દિવસ એ બધાયનો સન્માન-સમારંભ દિલ્હીમાં ગોઠવવાની યોજના વાઈસરૉયની પાસે મૂકું.
ભોળા ભાવે તે પંડિત-સૈનિકે છત્રીસ નામ આપ્યા. યુદ્ધ પૂરું થયા બાદ દિલ્હીમાં તે તમામને સન્માન કરવાના નામે આમંત્રણ આપવામાં આવ્યું.
સહુ યથાસમયે આવી ગયા. સન્માન-સભા યોજવામાં આવી. દરેકે પોતાની ચમત્કારિક શક્તિનું ધ્યાન કર્યું, તેના પ્રયોગ પણ કરી બતાવ્યા. છેલ્લે ભાવભીના સન્માનરૂપે દરેકને બક્ષિસો વગેરેની નવાજેશ કરવામાં આવી. સંધ્યા થતાં તે દરેકને નદીની સહેલગાહે લઈ જવાની ગોઠવણ થઈ.
જૈન મહાભારત ભાગ-૧
Page #174
--------------------------------------------------------------------------
________________
મંત્રવિદ્યાના જાણકારોને એવી તો કોઈ કલ્પના પણ નહોતી કે આ ગોરાઓ કૂડ-કપટથી ભરેલા છે, આજે તેમનો મોતનો દિવસ છે વગેરે.. એટલે ખૂબ ખુશખુશાલ બનીને સહુ નદીતટે આવી ગયા.
સહેલાણીઓને હોડીમાં ગોઠવી દેવામાં આવ્યા. કલાક સુધી નદીના પટ ઉપર મોજ કરીને જ્યારે તેઓ પાછા ફરે છે તે જ વખતે તે હોડી ઊંધી વળી ગઈ. માશક્તિના સાધકો તમામ નદીના અગાધ જળમાં ડૂબી ગયા. થોડી જ વારમાં એમની લાશો નદીપટ ઉપર તરવા લાગી.
અસાધારણ પ્રતિભા ધરાવતી છત્રીસ વ્યક્તિઓને યોજનાપૂર્વક મોતને ઘાટ ઉતારી દેવામાં આવી.
એ ગોરાઓને ઈસુએ કહેલા શબ્દો નહિ જ સંભળાતા હોય? “કોઈ તને તમાચો મારે ત્યારે તું તેને બીજો ગાલ ધરજે.” હાય ક્રૂરતા ! અગૌર અને અ-ઈસાઈ તમામનો નાશ કરવાના સંકલ્પ સાથે નાચતી ડાકણ !
ધર્મના વાઘા નીચે અધર્મ વિશ્વાસમાં લઈને જ વિશ્વાસઘાતનું પાપ થઈ શકે છે. આ ઉપરથી એમ કહી શકાય કે ધર્મના વાઘા નીચે અધર્મ વધુ સારી રીતે આચરી શકાય. જેણે ખૂબ મોટા પાપ કરવા હોય તેણે ધર્મી કે સજ્જન તરીકેનો અથવા સારા સામાજિક કાર્યકર તરીકેનો ખૂબ મોટો દેખાવ કરવો જ પડે.
અપ્રામાણિક માણસોની દુકાને પાટિયું તો એ જ જોવા મળે કે, “પ્રામાણિકતા અમારો મુદ્રાલેખ
ભેળસેળિયાઓની દુકાને પાટિયું તો એ જ લાગેલું વાંચવા મળે છે, “અહીં શુદ્ધ માલ મળે છે.” લૂંટ ચલાવનારાઓની દુકાને “ગ્રાન્ડ સેલની યોજનાના આકર્ષક પાટિયાં લગાવવા જ પડે.
નકલી માલના વેપારીઓને ધૂમ કમાણી કરવા માટે ‘નકલી માલથી સાવધાન રહેજો'- એ પાટિયું લગાડવું જ પડે.
એક ચિન્તકે સાચું કહ્યું છે કે, “નરકનો પંથ સુંવાળા ગુલાબોથી છાયેલો છે.” મને પેલા વાઘેરોની કથા અહીં યાદ આવે છે. તે અહીં રજૂ કરું છું.
ધરમની ધજા દરિયાકાંઠે એક નગર હતું. વૈભવી જીવનની મોજ માણતા ઘણા શેઠિયાઓ ત્યાં વસ્યા હતા. એમાં એક શેઠની વાત સાવ નોખી-અનોખી હતી. એમના જીવનવ્યવહારમાં ઉચિત વૈભવ જરૂર હતો પણ એની સાથે દીન-દુઃખિતોના એ હમદર્દ હતા. કોડીબંધ સદાવ્રતો એમણે ઠેર ઠેર ખુલ્લા મૂક્યા હતા. આસપાસના સો કોસમાં કોઈ દિ' કોઈ માણસ ભૂખ્યો રહી જાય એ વાત શેઠને મન આઘાતસમી હતી.
અબોલ પ્રાણીઓ માટે પણ એમણે ઘણી પાંજરાપોળો બંધાવી હતી. ગામમાં પરબોનો પણ પાર ન હતો. મંદિરોની ધજાઓ ચારેબાજુ ફરફરતી દેખાતી હતી. આ બધો ય પ્રભાવ આ શેઠનો હતો. એમનું નામ હતું; ધવલ.
એક વાર એમને વિચાર આવ્યો કે આ બધું તો મેં કર્યું, પરંતુ જેમનું સમસ્ત જીવન સાગરની ગોદમાં જ રમી રહ્યું છે એ દરિયાલાલોનું શું? સેંકડો વહાણો આવે છે અને જાય છે. નાંખુદાઓ પોતાના પરિવાર સાથે જ રહે છે અને વહાણને જ પોતાનું ઘર બનાવે છે. આ લોકોને ક્યારેક
જૈન મહાભારત ભાગ-૧
Page #175
--------------------------------------------------------------------------
________________
અન્નની જરૂર ન પડે? ઘઉં, જુવાર, બાજરી, તેલ, મરચું એકાએક ખૂટી પડે તો ક્યાં લેવા જાય? અને... એકાએક તાવ, ઊલટી વગેરે રોગો થાય તો દવા પણ ક્યાંથી લાવે ?
આમના માટે પણ મારે કાંઈક સગવડ અવશ્ય કરવી જોઈએ. ધરતી ઉપર તો ઠીકઠીક સગવડો ઊભી કરી પણ સાગરના પટે ય મારે કાંઈક કરવું જોઈએ.
થોડા જ દિવસમાં ધવલ શેઠે સાગરના નીર ઉપર બે વહાણ તરતાં મૂકી દીધા. એકમાં અનાજ ભર્યું અને બીજામાં વિવિધ ઔષધિઓ. બે ય વહાણોની ઉપર સફેદ ધજા ફરકાવી. દૂર દૂરથી એ ધજા સહુને દેખાય અને જરૂરિયાતવાળા વહાણો એ તરફ દોડી આવે અને પોતાની જરૂરત પૂરી કરે.
ધીમે ધીમે આ સગવડ વધુ ને વધુ ઉપકારક થતી ચાલી. એ ધજાને લોકો “ધરમની ધજા” કહેવા લાગ્યો.
પરન્તુ સારું બધુંય સમસુતર ચાલે તો આ યુગને કળિયુગ શેનો કહેવાય?
એ જ દરિયામાં કેટલાક વાઘેર જાતિના લોકો ચાંચિયાગીરી કરતા. લોકોના વહાણો લૂંટી લઈને જ જીવનગુજારો કરવાની નીતિ એમને વારસામાં મળી હતી.
એક વાર વાઘેરોએ એકઠા થઈને નિર્ણય કર્યો કે આપણે ધવલ શેઠના એ બે ય વહાણ લૂંટી લેવા. આપણે વળી ધરમ શો? આપણે જો કોઈ ધરમ હોય તો આ એક જ ધરમ, લૂંટી ખાવાનો.”
મધરાતના સમયે ધવલ શેઠના બે ય વહાણો લૂંટાઈ ગયા. પેલી ધરમની ધજા પણ લૂંટાઈ. વાઘેરોએ માલસામાન વહેંચી ખાધો પણ પેલી ધજા સહિયારી રાખી. આબાદ એવી ને એવી રીતે એ ધજાને પોતાના વહાણોની મધ્યમાં ચડાવી દીધી.
હવે બિચારા ભોળા કબૂતર જેવા દરિયાલાલો, સાગરખેડૂઓ.... આ ધજા દેખીને ભૂતકાળની રીત મુજબ વાઘેરોના વહાણ પાસે પહોંચતા કે ઝટ વાઘેરો એમને ઘેરી લેતા અને લૂંટી લેતા.
ધરમની ધજાની ખ્યાતિ તો દેશવિદેશોના સાગરખેડૂઓમાં પ્રસરી હતી. સેંકડો માઈલોના સાગર-પ્રવાસમાં આ ધરમની ધજાનું એક જ એવું સ્થાન હતું. એટલે પરદેશી વહાણો પણ વાઘેરોના પ્રપંચમાં ફસાયા.
આમ ધરમની ધજાને નામે કેટલાયના નિકંદન નીકળી ગયા. જુલિયસ સીઝરના વધુમાં તેના વિશ્વાસુ બ્રુટસનો જ દગો કારણ હતો ને ?
નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે, “ધરતી બધાનો-સમંદરો અને મોટા દૈત પહાડોનો પણ ભાર ખમી શકે છે, પણ જ્યારે વિશ્વાસઘાતીઓ અને કૃતન લોકો વધી જાય છે ત્યારે તેમનો ભાર નહિ ખમાવાથી તે કંપી ઊઠે છે.”
ધોળા કપડાં : કાળા કામ સમાજવાદ, ગરીબી હટાવો, ધર્મનિરપેક્ષતા, લોકશાહી... આ બધા નામો પેલી ધરમની ધજાની છેલ્લામાં છેલ્લી “સ્ટોપ પ્રેસ આવૃત્તિ રૂપ નથી શું?
સમાજવાદના નામ નીચે જ મૂડીવાદનું પોષણ ! ગરીબી હટાવવાના નારા નીચે જ ગરીબોનું નિકંદન ! ધર્મનિરપેક્ષતાના નામ નીચે લઘુમતી ધર્મોનું સત્યાનાશ ! લોકશાહીના નામ નીચે ટોળાશાહી કે સામૂહિક ગુંડાશાહીનો જ વિકાસ !
કોઈ રાજાને આરોગ્ય-પ્રાપ્તિ માટે એક માણસે હંસનું લોહી રોજ એક વાટકી પીવાની સલાહ આપી. રાજાએ હંસોને મારવા માટે સરોવર ઉપર માણસોને મોકલ્યા. બે દિવસ માણસો ગયા પણ જૈન મહાભારત ભાગ-૧
Page #176
--------------------------------------------------------------------------
________________
તેમને જોઈને જ હંસલાઓ ઊડીને ભાગી ગયા.
ત્રીજા દિવસે સંન્યાસીનો ભગવો વેષ પહેરીને તે માણસો ત્યાં આવ્યા. બિચારા હંસલા ! ખાવાનું મળશે તેમ જાણીને ઊડવાને બદલે પાસે આવ્યા. બિછાવાયેલી જાળમાં બધા હંસલા આબાદ ફસાઈ ગયા !
જે ભગવો વેષ સ્વર્ગ દઇ શકે એ જ ભગવો વેષ નરકના દ્વારે પહોંચાડવામાં નિમિત્ત બની જાય ! કેવું આશ્ચર્ય !
ગમે તે હોય, પણ એ વાત તો લાગે છે કે તિલકો, ત્રિપુંડો, માળાઓ, ધોળાં કપડાંઓ વગેરેની નીચે અધર્માચરણનો ખૂબ મોટો તડાકો બોલાવી શકાય છે. પોતાની જાતને ખુલ્લંખુલ્લા લુચ્ચી, હરામખોર, અપ્રામાણિક, નાસ્તિક, ડાકુ વગેરે જાહે૨ ક૨વાથી આવો તડાકો કદી બોલાવી શકાય નહિ.
વિશ્વાસ ખાતર જાનફેસાની
દુનિયામાં બધા જ માણસો વિશ્વાસઘાતી હોય છે એવું નથી. વિશ્વાસ આપ્યા પછી જાનની પણ પરવા કર્યા વિના એ વિશ્વાસને જીવંત રાખનારા અનેક માણસો પણ આ ધરતી ઉપર થયા છે. જો આમ ન હોત તો આ ધરતી ક્યારની કંપી ઊઠી હોત અને આખા વિશ્વને પોતાના પેટમાં પધરાવી દીધું હોત !
જ્યારે અરવલ્લીના પહાડોમાં મહારાણા પ્રતાપ ભટકતા હતા ત્યારે તેમની સાથે રઘુપતિસિંહ નામનો વફાદાર સૈનિક હતો. તેને એકાએક તેનો પુત્ર ઘરે ખૂબ માંદો હોવાના સમાચાર મળતાં પ્રતાપની રજા લઈને છેલ્લા દર્શન માટે ઘરે જવા નીકળ્યો. રસ્તામાં ચિતોડના કિલ્લા પાસે જ તેને મુસ્લિમ સૈનિકોએ પકડ્યો. તેણે સૈનિકોને કહ્યું,“હું તમારી સમક્ષ જાતે હાજર થઈ જઈશ.” સૈનિકોએ તેને જવા દીધો.
પછી ખરેખર રઘુપતિસિંહે આપેલા વચનનો અમલ કર્યો. સૈનિકોએ તેને પૂછ્યું, “તને તારા મોતનો ડર નથી લાગતો.”
રઘુપતિસિંહે જવાબ આપ્યો, “એથી વધુ ડર મને વિશ્વાસઘાતનો લાગે છે.”
દરેક માણસે આટલો તો આજે જ દૃઢ સંકલ્પ કરી લેવો જોઈએ કે, “હું આપેલા વિશ્વાસનો કદી ઘાત કરીશ નહિ. એ ખાતર મારે જે કાંઈ વેઠવું પડશે તે બધું વેઠી લઈશ; રે ! જાન પણ આપી દેવા માટે તૈયાર રહીશ.”
યાદ રાખો કે છૂટાછેડા એ પતિ કે પત્નીના વિશ્વાસઘાતનું જ સુધરેલું નામ છે !
પાટલી બદલવી એ મતદાતાઓના વિશ્વાસઘાતનું સુધરેલું સ્વરૂપ છે.
ધાર્મિક ખાતામાં જમા થયેલાં નાણાં માનવતાદિના કાર્યોમાં વાપરવા તે દાતાઓના વિશ્વાસઘાતનું નગ્ન તાંડવ છે !
ના, ક્યાંય કોઈ પણ ક્ષેત્રમાં કદી કોઈ વિશ્વાસઘાત કરશો નહિ.
ખાસ કરીને ધાર્મિક ગણાતા માણસોએ તો આ વાતને ખૂબ જ ગંભીરપણે વિચારવી જોઈએ અને કશાય હિચકિચાટ વિના અમલમાં મૂકી દેવી જોઈએ. જો તેઓ વિશ્વાસઘાતનું પાપ આચર્યા કરશે તો જે નવી પેઢી નાસ્તિકતાના જીવન તરફ જઈ રહી છે તેનો વેગ ખૂબ જ વધી જશે.
ધર્મ જો વાસ્તવિક નહિ હોય તો તેમાં દાંભિકતા આવ્યા વિના રહેનાર નથી.
જૈન મહાભારત ભાગ-૧
Page #177
--------------------------------------------------------------------------
________________
ધર્મમાં દાંભિકતાનું વધુ જોર એક વાર અચાનક લક્ષ્મી અને સરસ્વતી ભેગા થઈ ગયા. તેઓ કાંઈક વાતો કરે છે ત્યાં તો ચારિત્રકુમાર પણ ત્યાં આવી ચડ્યો. ત્રણેય જણાંએ ઘણી વાતો કરી.
તેમાં એક અજબની વાત કરી. લક્ષ્મીએ સરસ્વતીને સવાલ કર્યો કે, “તારું સ્થાન આ વિશ્વમાં ક્યાં આગળ હોય છે?” સરસ્વતીએ કહ્યું, “મારું સ્થાન વિદ્વાનો, પંડિતો, જ્ઞાનીઓને ત્યાં હોય છે.”
આ જ સવાલ હવે સરસ્વતીએ લક્ષ્મીને પૂછ્યો. લક્ષ્મીએ જવાબ દેતાં કહ્યું કે, “મારું સ્થાન તો ધનવાનોને ઘેર જ હોય છે.”
ત્યારબાદ બંને બેનોએ ચારિત્ર્યકુમારને પણ આ જ સવાલ કર્યો.
ચારિત્ર્યકુમારે કહ્યું કે, “આમ જુઓ તો તમારી જેમ મારું કોઈ ચોક્કસ સ્થાન તો નથી. હું તો ગમે તે સ્થાને રહી શકું છું અને તમને મળી શકું છું. પરંતુ મારી એક ખાનગી વાત તમે હંમેશ ધ્યાનમાં રાખજો કે જે લોકો ધાર્મિકતાનો આંચળો ઓઢીને આ જગતમાં ફરતા હોય છે તે લોકોને તો મારો પડછાયો પણ જોવો ગમતો હોતો નથી !” - દુર્યોધન વિશ્વાસઘાતની કેટલી ભયાનક રમત રમી ગયો? પાંડવો એમના પ્રચંડ પુણ્યથી જ ઊગરી ગયા.
વિદુર ધૃતરાષ્ટ્ર તથા દુર્યોધનની સાથે રહીને પણ તેના કાવાદાવાના ફેંકાયેલા પાસાને કેવા નિષ્ફળ બનાવી ગયા !
જૈન મહાભારત ભાગ-૧
Page #178
--------------------------------------------------------------------------
________________
૨૫
હિડિંબા રાક્ષસી
વનનો પ્રવાસ શરૂ થયો. જેણે કદી ખાડા-ટેકરાં, કાંટા-કાંકરા જોયા નથી તેવા રાજવંશી આત્માઓ જીર્ણ વસ્ત્રો પહેરીને વનમાં
ચાલ્યા જતા હતા. પુરુષની વાત સમજાય છે. સ્ત્રીની વાત જુદી છે.
કુન્તી અને દ્રૌપદીને પ્રયાણ ખૂબ મુશ્કેલ પડવા લાગ્યું. ખુલ્લા પગે ચાલતાં તેમને પુષ્કળ કાંટા, કાંકરા વાગવા લાગ્યા. બન્નેના પગોમાંથી લોહીની ધાર છૂટવા લાગી.
લંગડાતે અને લથડતે પગે બહુ મુશ્કેલીથી બે ય સ્ત્રીઓ ચાલતી હતી ત્યાં અચાનક થોડે થોડે અંતરે કુન્તી અને દ્રૌપદી અતિશય થાકના કારણે ચક્કર આવતાં ધરતી ઉપર પડીને બેભાન થઈ ગયા.
યુધિષ્ઠિરને અપાર પીડા માતા અને પત્ની બન્નેની આ દુર્દશા જોઈને યુધિષ્ઠિરને ખૂબ આઘાત લાગ્યો. એક હતી પાંચ પુત્રોની માતા. બીજી હતી પાંચ પતિઓની પત્ની. બન્નેના એ પુત્રો, એ પતિઓ ત્યાં હાજર હતા છતાં બન્ને નારીઓ દુઃખની આગમાં શેકાતી હતી.
આ વિચારથી યુધિષ્ઠિર પોતાની જાતને જ આ બધી બાબતનું મૂળ કારણ તરીકે ગણીને ધિક્કારવા લાગ્યો. તેને લાગ્યું કે તેણે જુગાર રમીને આ બન્ને સ્ત્રીઓની દશા ખૂબ જ ખરાબ કરી નાંખી છે.
યુધિષ્ઠિર જેવો મર્દ રડવા લાગ્યો. પોતે વન-સંબંધિત દુ:ખોથી ખૂબ પીડાતો હતો છતાં એ પીડાનું તેને લેશ પણ દુઃખ ન હતું જેટલું દુઃખ પોતે અબળા એવી નારીઓને દુઃખી કરવામાં નિમિત્ત બની ગયો તેનું હતું.
ભીમની કૌટુંબિક ભાવના ભીમે માતા અને પત્નીને જલોપચાર વગેરે કરીને ભાનમાં લાવીને પોતાના એક બાજુના ખભા ઉપર ઊંચકી લીધા. પણ આગળ વધતાં સહદેવ અને નકુળને અને પછી અર્જુન અને યુધિષ્ઠિરને પણ ભીમે બીજા ખભા ઉપર અને પીઠ પાછળ ઉપાડી લીધા.
ભીમની તાકાત જબરી હતી, પરંતુ તેથી ય વધુ જબરી ભીમની કૌટુમ્બિક સ્નેહભાવના હતી. પોતાના ભાઈઓ, માતાપિતા કે પત્ની ખાતર તે શરીરનું બધું જ કૌવત ખતમ કરી નાંખવા માટે સદા તૈયાર હતો.
રાત પડતાં વિસામો કરીને બીજે દિ' સવારે અર્જુન જે ફળ વગેરે એકઠાં કરી લાવ્યો તેની દ્રૌપદીએ રસોઈ તૈયાર કરી. બધા જમ્યા.
પુનઃ બપોરે પ્રયાણ શરૂ થયું. ઘણું ચાલ્યા બાદ બધાયને ખૂબ તરસ લાગી. ભીમ ક્યાંકથી પાણી લઈ આવ્યો. સહુએ પીધું.
સંધ્યા ઢળી અને સહુએ કોઈ ભયાનક વનમાં પ્રવેશ કર્યો અને ત્યાં જ પ્રયાણ બંધ કરીને રાતવાસો કર્યો. બધા પરમેષ્ઠી ભગવંતોનું ધ્યાન ધરતા હતા. રાત જામી જતાં ભીમ પાણીની શોધમાં નીકળ્યો. બે ગાઉ જેટલું દૂર ગયો ત્યાં સરોવર મળી ગયું. પાંદડાના પડિયા બનાવીને, તેમાં પાણી ભરીને તે પાછો ફર્યો.
જૈન મહાભારત ભાગ-૧
Page #179
--------------------------------------------------------------------------
________________
ભીમની આંખેથી અશ્રુધાર
તે વખતે તમામ ભાઈભાંડુઓને ધરતી ઉપર ઘસઘસાટ સૂતેલાં જોયા. ચાંદનીના પ્રકાશમાં સહુને તે જોતો જ રહ્યો. થાક્યાંપાક્યાં ચત્તાપાટ સૂતેલાં સ્વજનોને જોઈને ભીમ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો. “મારા જીવતાં મારા ભાઈઓની આ દશા ! આ મારો મોટો ભાઈ યુધિષ્ઠિર ચત્તોપાટ ધરતી ઉપર પડેલો છે ! ન મળે પાથરણું કે ન મળે ઓશીકું! આ મારો ભાઈ અર્જુન ! સહદેવ ! નકુળ
!
અને... માતા કુન્તીની આ જિંદગી ! એને અમે એની પાછલી જિંદગીમાં હેરાન કરી નાંખી ! ઓ ભીમ ! તારા જીવતાં આ બધાની આ સ્થિતિ !” મનોમન બોલતા ભીમની આંખમાંથી દડદડ આંસુ ચાલી જવા લાગ્યા. તેઓ બધા કેટલી બધી દયનીય દશામાં આવી ગયા હતા તેનું હૂબહૂ ભાન ભીમને આજે થયું.
કાળમીંઢ પાણાને મુક્કી મારીને ચૂરા કરી નાંખનાર ભીમના હૈયાના આજે ચૂરેચૂરા થઈ ગયા
હતા !
હિડિંબાનું આગમન
એ જ વખતે એક યુવાન સ્ત્રી ભીમ પાસે આવીને ઊભી રહી. થોડેક દૂરથી તે આવતી હતી ત્યારે તેનું ભયાનક સ્વરૂપ ભીમે જોયું હતું, અને જ્યાં તે સાવ નજીકમાં આવી ગઈ ત્યારે તેનું લાવણ્યથી નીતરતું મનોહર કુમારિકાનું સ્વરૂપ તેણે જોયું.
ભીમે તેની ઓળખ માંગી અને બે રૂપ ધારણ કરવાનું કારણ પૂછ્યું. તે સ્ત્રીએ કહ્યું, “મારું નામ હિડિંબા છે. આ હિડિંબ નામનું વિકરાળ વન છે. અહીં હિડિંબ નામનો મારો ભાઈ રાક્ષસ વસે છે. હું તેની નાની કુમારિકા બેન છું.
અમારા મહેલમાં એકાએક મારા ભાઈને માણસના શરીરની ગંધ આવવા લાગી. તેને ખૂબ ભૂખ પણ લાગી હતી. એટલે તેણે મને માણસોને મારીને લાવવા કહ્યું. હું અહીં આવી. મેં દૂરથી જ આ સૂતેલાં માણસોને જોયા એટલે મને વિચાર થયો કે આમને બધાયને મારીને ભાઈને હું સોંપીશ
એટલે આજે ધરાઈને તે ખાશે.
પણ નજીક આવતાં મેં તમને જોયા. તમારું અદ્ભુત રૂપ જોઈને હું સ્તબ્ધ થઈ ગઈ. મારામાં કામવાસના પ્રદીપ્ત થઈ. મેં તરત સોહામણી કુમારિકાનું સ્વરૂપ લઈ લીધું. હવે તમે આ નિશાચરીને
તમારી સહચરી બનાવો એટલી જ મારી નમ્ર પ્રાર્થના છે. આમ થશે તો મારો ભાઈ પણ તમને કોઈને સતાવશે નહિ.”
ભીમ દ્વારા ચાક્ષુષીવિધાનો સ્વીકાર ભીમે કહ્યું,“સુંદરી ! તું આ બધાય સૂતેલા પુરુષોને જે જુએ છે તે મારા ભાઈઓ છે. આ જ્યેષ્ઠ બંધુ યુધિષ્ઠિર છે. તેમને પૂછ્યા વિના મારાથી કશું થઈ ન શકે. વળી આ જે સ્ત્રી સૂતી છે તે અમારા પાંચેય વચ્ચે એક પત્ની છે. તેનાથી જ અમે બધા એટલા સુખી અને સંતોષી છીએ કે હવે બીજાની ઈચ્છા પણ થતી નથી. જેને રત્ન મળ્યું છે તેને કોડીની શી જરૂર ?”
હિડિંબાએ કહ્યું, “એ તમારી ઈચ્છાની વાત છે. પણ મારી વાત સાંભળી લો કે હું આજીવન તમારી દાસી બની ચૂકી છું. તમે ત્યાગશો તો ય હું તમને ત્યાગી શકવાની નથી. તમારા ધ્યાનમાં જ હું જીવન વ્યતીત કરીશ. મારી પાસે ચાક્ષુસીવિદ્યા છે એ તમે સ્વીકારો. એનાથી અંધકારમાં પ્રકાશ થઈ જશે.”
જૈન મહાભારત ભાગ-૧
Page #180
--------------------------------------------------------------------------
________________
ભીમે તે વિદ્યાનો સ્વીકાર કર્યો. તેણે તેનો પ્રયોગ કરી જોયો. ચારે બાજુ પ્રકાશ થઈ ગયો. ભીમ આશ્ચર્યચકિત થઈ ગયો.
ભીમ દ્વારા હિડિંબ રાક્ષસનો વધ એ જ સમયે હિડિંબ રાક્ષસ ત્યાં આવી ચડ્યો. ઘણો સમય થયો તો પણ બેન પાછી ન ફરી એટલે હિડિંબ અકળાયો હતો. એમાં વળી ભૂખનું દુઃખ તો પહેલેથી જ હતું અને અહીં પાછી હિડિંબાને કુમારિકાની લાવણ્યમયી અવસ્થામાં ભીમ સાથે કામુક ભાવથી વાત કરતી જોઈ. અંધકારમાં થયેલા પ્રકાશને જોઈને તેણે ચાક્ષુષીવિદ્યાનો પ્રયોગ થયાનું પણ જાણી લીધું. તેને ખ્યાલ આવી ગયો કે બહેને પોતાના માશુકને એ વિદ્યા ભેટ કરી દીધી છે.
આ બધી વાતોથી હિડિંબ ક્રોધથી લાલપીળો થઈ ગયો. તેણે હિડિંબાને કહ્યું, “તું દગાબાજ છે, કુલટા છે. હું હમણાં જ તને મારીને ખાઈ જઈશ. ત્યાર પછી બીજાઓને મારીશ.”
ભાઈની ઘણી મોટી ત્રાડથી હિડિંબા થરથર કંપવા લાગી. પરંતુ ભીમે હિડિંબને પડકારીને પોતાની સામે ઉશ્કેરી મૂકીને લડવાનું શરૂ કર્યું. અતિ રૌદ્રરૂપે લડાઈ ચાલી. ભીમ પણ વારંવાર મહાત થવા લાગ્યો. પણ છેવટે ભીમે હિડિંબ રાક્ષસને મારી નાંખ્યો.
લડાઈ દરમ્યાન હિડિંબે ખૂબ મોટેથી ચિચિયારીઓ પાડી હતી તેથી કુન્તી વગેરે જાગી ગયા હતા. કુન્તીએ હિડિંબા પાસેથી સઘળી માહિતી મેળવી લીધી.
લડાઈથી થાકી ગયેલા અને ધૂળથી રગદોળાયેલા ભીમની સઘળા ભાઈઓએ સેવા કરી. દ્રૌપદીએ ખૂબ સ્નેહ દર્શાવ્યો. માતાએ તેના પરાક્રમના ગુણ ગાયા.
કામ કરનારા માણસને બીજું શું જોઈએ, જો તેના કામની કદર થઈ જાય તો !
આજે એવો ઇર્ષાદિનો વાયરો ચાલ્યો છે કે રૂપિયા આપી દેવા સહેલા પડે છે પણ કદરના બે શબ્દો બોલવા ખૂબ જ ભારે પડી જાય છે. અવસરે જે વડીલો પોતાના માણસોએ કરેલા સારા કામની કદર કરી શકતા નથી તે વડીલો સારા માણસોને ઝટ ખોઈ નાંખતા હોય છે.
કોણ સમજાવશે કદરદાનીના કામણ આ વડીલવર્ગને ! ભીમનું તો એટલું બધું બહુમાન થયું કે ભીમ એકદમ જલદી સ્વસ્થ થઈ ગયો.
આ પ્રસંગમાં એક ઘટના ખૂબ મહત્ત્વની છે : કષાયના આવેશમાં આવેલી નારી કેવી કામાર્સ બની ગઈ ! સોપેલાં કાર્યને પણ તેણે અવગણી નાંખ્યું. (જો કે એ કાર્ય જ અવગણવા જેવું હતું.)
મહાન શું ? કર્તવ્ય કે લાગણી ? સવાલ થાય છે કે કર્તવ્ય મહાન છે કે લાગણી મહાન છે? અને જેને જે પ્રકારની લાગણી જાગે તેણે તે લાગણીઓને એવી રીતે કદી વશ થઈ શકાય ખરું કે જેમાં તેનું કર્તવ્ય ગૌણ બની જાય ? અથવા મર્યાદાઓ તૂટી જાય ?
કોઈ ડૉક્ટર રાત્રે ઘસઘસાટ ઊંઘી રહ્યો છે. તે વખતે કોઈનો ફોન આવે છે. તેને ત્યાં કોઈ સ્વજનની સ્થિતિ “સીરિયસ બની ગયાનું તે જણાવે છે. એ સમયે ડૉક્ટર શું કરે? કર્તવ્ય બજાવે કે ઊંઘવાની ખૂબ ઈચ્છા છે માટે તેને પૂર્ણ કરવામાં કર્તવ્યનો નાશ કરે ?
કર્તવ્યનાશ એ ખૂબ મોટું અનુચિત ગણાય.
આર્યાવર્તનો દરેક માણસ પોતાના કર્તવ્યને જો બરોબર સમજી લે અને લાગણીઓના અતિરેકમાં તણાવાનું બંધ કરી દે તો આ આર્યાવર્તની પ્રજાની આજે જ કાયાપલટ થઈ જાય.
જૈન મહાભારત ભાગ-૧
Page #181
--------------------------------------------------------------------------
________________
પછી તો આર્ય-મર્યાદાઓને જ નજરમાં રાખવી પડે. તેને આધારિત પોતાના કર્તવ્યને દરેકે વિચારવું પડે. તે કર્તવ્યને ગૌણ બનાવવા માટે પ્રેરણા કરતી કોઈ પણ પ્રકારની વિષયની કે કષાયની લાગણીને તેણે શાન્ત કરી જ દેવી પડે.
પછી કોઈ લાગણીના અતિરેકમાં તણાઈને લાંચ લે જ નહિ, દારૂ પીએ જ નહિ, વિશ્વાસઘાત કરે જ નહિ, છૂટાછેડા લે નહિ, ગર્ભપાત કરાવે નહિ, પરસ્ત્રીગમનાદિ કરે નહિ.
કર્તવ્ય પ્રત્યેની સમજણ સુષુપ્ત હોવાના કારણે અને લાગણીઓનો એકદમ-એકાએક અતિરેક થઈ જવાના કારણે જ આ બધા પાપો સેવાઈ રહ્યા છે.
જો આમ જ ચાલશે, જો સહુ પોતાની લાગણીઓને જ છુટ્ટો દોર આપશે તો મને લાગે છે કે પચાસ લાખ લશ્કરી સૈનિકો દ્વારા પ્રજાને ઘેરી લઈને કે પ્રજા સામે ખુલ્લી બંદૂકની નળી તાકીને પણ ભારતીય સરકાર અનિષ્ટોને નાબૂદ તો નહિ કરી શકે પણ લેશ માત્ર ઘટાડી ય નહિ શકે. એ કૂદકે ને ભૂસકે ચોગરદમ વધતા જશે, ભયની બધી સપાટીઓને ક્યાંય આગળ મૂકી દેશે.
સ્ત્રીમાં ચરિત્રમ.... એમાં ય નર કરતાં નારીની લાગણીના અતિરેકો કોઈ પણ કાળમાં થોડાક વધુ જ હોય છે. પુરુષને ક્રોધ કે કામ ભલે કદાચ જલદી જાગશે પરંતુ તેને શમી જતાં ય વાર નહિ લાગે. નારીને ભલે કદાચ તે જલદી નહિ જાગે પણ જાગ્યા પછી તે જલદી શાન્ત પણ નહિ પડે. વળી નારી પાસે પોતાની આગવી સૂઝવાળી માયાવૃત્તિ ખૂબ તીવ્ર હોય છે. એના બળથી એ પોતાના દોષોને ખૂબ સફાઈથી સતત સેવતી હોય છે. આથી જ મહર્ષિઓએ “ali રિન્ન પુસહ્ય મળ્યું, ન બનતિ તો મનુષ્ય કહ્યું છે ને !
નારીના ડંખ અત્યંત કાતીલ હોય છે. તે જલદી વીફરે નહિ અને વીફરે તો ભૂખી વાઘણ કરતાં ય વધુ ભયાનક બન્યા વિના રહે નહિ.
ગુજરાતના ચોટીલા પાસેના ગામનો અતિ કરુણતાસભર પ્રસંગ ટાંકીને આ હકીકત હું બરોબર સમજાવી શકીશ.
જોજે કાચો રહી ન જાય ! પરંપરાથી વંશવારસામાં એકધારા ચાલ્યા આવતાં આર્યસંસ્કૃતિના ગૌરવો એ ગામના વૃદ્ધો અને વૃદ્ધાઓમાં ઝળહળતાં જણાતા હતા.
પણ જમાનાનો પવન રેડિયો, નિશાળો અને છાપાં-ચોપાનિયાં દ્વારા ત્યાં પણ વાઈ ગયો હતો. નવી પેઢીના માસૂમ બાળકોને જમાનાવાદની આ આગે પોતાના ભરડામાં લઈ લીધા હતા.
એ ગામની એક કન્યાની વાત છે. રામુ એનું નામ. રામુ મોટી થઈ. કૉલેજમાં દાખલ થઈ. નજીકના કોઈ શહેરની કૉલેજમાં જવા માટે એ “અપ-ડાઉન' કરતી.
બિચારા જૂનવાણી માતા-પિતા ! દીકરીના બાહ્ય આડંબરમાં અંજાયા ! એની જ્ઞાન-વિજ્ઞાનની વાતોમાં મોહાયા ! ગામ આખામાં પોતાની દીકરીના વખાણ કરતાં થાકતાં નહિ.
એક દિવસ સમાચાર મળ્યા કે રામુ કોકના ઘેર જઈને બેસી ગઈ છે. એ હતો દરજીનો દીકરો : સહાધ્યાયી. રોજિદા પરિચયમાંથી પ્રણય જાગ્યો અને ઘર મંડાયું.
દીકરીના માતાપિતાના આઘાતનો કોઈ આરોવારો ન હતો, પણ જમાનાના જાણકારોએ એમને જમાનો” ઓળખાવીને આશ્વાસન અપાવ્યું.
દરજીનો દીકરો બાજુના જ ગામમાં રહેતો હતો. ભારે સંસ્કારી, માતાપિતાનો પરમ ભક્ત,
જૈન મહાભારત ભાગ-૧
Page #182
--------------------------------------------------------------------------
________________
જાણે કે આધુનિક શ્રવણ.
થોડાક દિવસ તો સીધું ચાલ્યું. પણ એક વખત વાતો કરતાં રામુએ પ્રસ્તાવ મૂક્યો કે, “મને આવા ગામડામાં ગમતું નથી. વળી સાસુ-સસરાની મજૂરણ થવા હું અહીં આવી નથી. માટે આપણે આ ગામ છોડીને મોટા શહેરમાં જતાં રહીએ.”
ધડ કરતોકને દરજીએ જવાબ દીધો, “એ કદાપિ નહિ બને. પિતા મારે મન ભગવાન છે અને માતા ભગવતી. એમની સેવા એ તો મારું આજીવન વ્રત છે.”
રામુ સમજી ગઈ કે એની દાળ કોઈ પણ હિસાબે ગળે તેમ નથી. એને જોઈતા'તા શહેરના વિલાસ, શહેરના નવયુવાન સાથીઓનો સંગ, મુક્ત-જીવન, સહ-જીવન, બે-રોકટોક જીવન ! આમાનું કશુંય આ અલ્લડ યુવતીને સ્વપ્ન ય જડે તેમ ન હતું.
જમાનાના ઝેરી પવનની આ ગુલામડીએ મનોમન સઘળું પ્લાનિંગ કરી લીધું.
વળતે દિવસે એ પિયર ગઈ. એના નાના ભાઈ છગનને એણે રડતી આંખે સઘળી વાતો કરીને છેવટે કહ્યું, “વીરા મને કોઈ પણ રીતે તું આ કારાવાસમાંથી ઉગાર.”
ખૂબ વિચાર કરતાં પતિનું કાટલું કાઢી નાંખવાનો નિર્ણય લેવાયો. બીજે જ દિવસે છગન બનેવી પાસે ગયો. એને ઘેર આવવા અને બેનને લઈ જવા જણાવ્યું. પણ બનેવીએ કહ્યું, “તારી બેન હાલ ભલે પિયરમાં રહે. પાછા આવવાની શી ઉતાવળ છે ?'
પણ તો ય પરાણે દરજીને છગન ઘેર લાવ્યો.
દૂધપાક-પૂરીનું જમણ થયું. રાત પડી. વાતો કરતાં કરતાં સહુ સૂઈ ગયા. મધરાત થઈ. રામુ અને છગન, ભાઈ-બેન ઊઠ્યા. વિષકટોરો તૈયાર કરીને દરજી પાસે આવ્યા. ભરઊંઘમાંથી એને જગાડ્યો.
છગને કહ્યું, “આ ગ્લાસ પી લો.” દરજીએ કહ્યું, “પણ છે શું એ તો કહો? મારે કશું પીવું નથી. મને કેમ ઊઠાડ્યો ?”
છગને કહ્યું, “ગ્લાસ પીવો જ પડશે. તને તારું મોત બોલાવી રહ્યું છે. મારી બેનનું જીવન તેં ભાંગી નાંખ્યું છે. મા-બાપના ભગત સાથે મારી બેનને હું બાંધી રાખવા માંગતો નથી. જો આ ઝેરનો પ્યાલો છે. તારે પીવો જ પડશે.”
આટલું કહીને છગને દરજીની બોચી પકડી લીધી. બેન મદદ કરવા દોડી આવી. બન્નેએ ભેગા મળીને ઝેર પાઈ દીધું.
ચીસ નાંખતો દરજી ધરતી પર પટકાઈ પડ્યો. હજી એ છેલ્લા ભાનમાં હતો ત્યાં બેને પોતાના ભાઈને કહ્યું, “એને પૂરો જ કરી નાંખજે, જોજે કાચો રહી ન જાય.”
સવારના ચાર વાગ્યા હતા. ગાડામાં દરજીને નાંખીને સાત કિલોમીટર દૂર આવેલા કોક ગામના પાદરે એને નાંખી દીધો.
સન્નસીબે ત્યાં જ નાનું દવાખાનું હતું. ડૉક્ટરનો પટાવાળો ત્યારે વહેલો આવીને દવાખાનું સાફ કરતો હતો ત્યાં તેની નજર દરજી ઉપર પડી. તેની નજીક ગયો. જીવ જણાતાં ડૉક્ટરને બોલાવી
લાવ્યો.
ઉપચાર કરતાં દરજી થોડોક ભાનમાં આવ્યો. તેનું ‘ડાઇંગ ડેકલેરેશન” તૈયાર થયું. તેમાં તેના છેલ્લા ત્રુટક શબ્દો હતા, “મારી પત્નીએ તેના ભાઈને કહ્યું જોજે કાચો ન રહી જાય.”
જૈન મહાભારત ભાગ-૧
Page #183
--------------------------------------------------------------------------
________________
અને બીજી જ પળે દરજીએ પ્રાણ છોડી દીધા !
ઈતિહાસના પાને અનેક દૃષ્ટાન્તો મહારાજા પ્રદેશીની રાણી સૂર્યકાન્તા, રાજર્ષિ ભર્તૃહરિની પત્ની પિંગલા, સમરાદિત્ય ચરિત્રની પેટાકથામાં આવતી જિનદાસ શ્રાવકની કુલટા પત્ની, રામાયણની ખલનાયિકા શૂર્પણખા અને રાવણના શત્રુ વરુણરાજની પત્ની, યશોધર રાજાની પત્ની નયનાવલી વગેરે નારીચરિત્રના અઢળક દષ્ટાન્તો જોવા મળે છે.
બનાસકાંઠા જિલ્લાની એક બાઈને પતિએ જ પચાસ હજારનો દાગીનો બનાવી આપ્યો. એક વાર પતિ ધંધાની મુશ્કેલીમાં આવી ગયો. રકમ મેળવવા માટે ગીરવે મૂકવા દાગીના સ્ત્રી પાસેથી માંગ્યા, પણ સુવર્ણના મોહમાં પાગલ બનેલી તે સ્ત્રીએ ન જ આપ્યા. પતિ વહેલી સવારે આપઘાત કરવાની વાત કરીને ઘરમાંથી નીકળી ગયો. એ વાતને ત્રીસ વર્ષ થઈ ગયા છે. હજી પતિનો પત્તો નથી. કોઈ તે બાઈને કહે છે કે,“તું વૈધવ્ય સ્વીકાર અને તારા ઠાઠ-ઠઠારા અને ઉદ્ધત વેષાદિના નખરાં બંધ કરે.''
તો બાઈ આજે પણ જવાબ આપતાં કહે છે કે, “મારા ધણીનું મડદું મને દેખાડો પછી જ તમારી વાત હું વિચારીશ.”
હિડિંબા રાક્ષસી હતી એનો અર્થ એ નથી કે તે ક્રૂર અને ઘાતકી હતી. તેના કુળપરંપરાના સંસ્કાર તેવા જરૂર હતા પણ તે હતી તો આપણા જેવી જ બાઈ. માત્ર તે રાક્ષસ નામના કુળમાં (રાવણની જેમ) જન્મી હતી માટે રાક્ષસી કહેવાઈ હતી.
એટલે તેની પાસે પણ સારા સંસ્કારોની અપેક્ષા તો જરૂર રાખી શકાય, પણ જ્યાં સત્સંગ ન હોય ત્યાં આવી અપેક્ષા ઝાંઝવાના જળ જેવી જ ગણાય. ક્ષણ પહેલાં મારવા આવેલી ખૂની સ્ત્રી, ક્ષણ પછી કામાત્ત બનેલી કામુકા, તે પછી ચાક્ષુષીવિદ્યા આપીને કામ કઢાવવા મથતી વાણિયણ અને તે પછી ભાઈના મોતમાં રાજી સ્વાર્થસંગિની હિડિંબા !
કેટકેટલા તેના રૂપો પલટાતાં જાય છે ! અસ્તુ.
હિડિંબાની વિશિષ્ટ સેવા
હિડિંબા હવે પાંડવોની સાથે રહેવા લાગી. કુન્તી, દ્રૌપદીની તો તેણે એવી ચાકરી કરી કે તેમના મન ટૂંક સમયમાં જ તેણે જીતી લીધા.
સેવા જેવો જગતમાં કોઈ વશીકરણ-મન્ત્ર નથી.
હવે હિડિંબા જ કુન્તી અને દ્રૌપદીને પોતાના ખભે ઊંચકી લઈને પ્રયાણ કરતી. વળી તે પોતાની વિશિષ્ટ શક્તિના લીધે આકાશમાં અદ્ધર ચાલતી.
એક દિવસની વાત છે. પ્રયાણમાં કુન્તીને સખત તરસ લાગી. તેમાં તે ચક્કર ખાઈને બેભાન થઈ ગઈ. ભીમ અને અર્જુન જુદી જુદી દિશાઓમાં પાણી લેવા ગયા પણ બન્ને નિષ્ફળ ગયા. વીલે મોએ બે ય પાછા આવ્યા. પાણી ક્યાંય ન મળ્યું.
આ પરિસ્થિતિ યુધિષ્ઠિર માટે અસહ્ય બની ગઈ. મા બેભાન પડી હતી અને પાણી મળ્યું ન હતું. યુધિષ્ઠિરને સખત આઘાત લાગ્યો. તે મોટેથી પોક મૂકીને રડવા લાગ્યો.
ઓ હસ્તિનાપુરના રાજાધિરાજ ! તારી આ દશા !
ઓ પાંચ પુત્રોની મા કુન્તી ! તું પાણી વિના ટળવળે !
જૈન મહાભારત ભાગ-૧
Page #184
--------------------------------------------------------------------------
________________
ઓ મહાપરાક્રમી ભીમ અને અર્જુન ! તમને ય પાણી ન મળે ! કેવા છે કર્મો ! મોટા રુસ્તમને ય છોડતાં નથી ! કાચાપોચાની તો આ કર્મો શી વલે કરે ?
એ જ વખતે સૂકા પાંદડાના પડિયામાં પાણી ભરીને એકાએક હિડિંબા આવી. તેણે કુન્તીને સ્વસ્થ કરી.
દ્રૌપદીનો સતીત્વ-પ્રભાવ સહુ આગળ વધ્યા. દિવસ દરમિયાન શક્ય તેટલો વધુ પંથ કાપવા લાગ્યા અને રાત્રિના સમયે આરામ કરતા રહ્યા.
એક વાર અચાનક દ્રૌપદી વિખૂટી પડી ગઈ હતી. એવામાં સામે સિંહ ધસી આવ્યો. “મારા જયેષ્ઠ પતિ જો પૂરા સત્યવાદી હોય તો તે સિંહ ! તું ચાલ્યો જા.” આટલું દ્રૌપદીએ કહેતાં જ સિંહ ચાલ્યો ગયો હતો.
વળી ભયાનક સાપ ધસી આવ્યો ત્યારે “જો મેં મારા પાંચ પતિ સિવાય મનથી પણ કોઈની પ્રત્યે કામની પ્રીતિ કેળવી ન હોય તો તે સાપ! તું ચાલ્યો જા.” આટલું કહેતાં સાપ પણ ચાલ્યો ગયો હતો.
બાદ હિડિંબાએ તેને પોતાની પીઠ ઉપર બેસાડીને પાંડવો પાસે લાવી મૂકી હતી.
હિડિંબાને પોતાની ઉપર ઉપકારોની હેલી કરી રહેલી જોઈને કૃતજ્ઞ એવા પાંડવો અને કુન્તી અસ્વસ્થ થઈને હિડિંબાને કહેવા લાગ્યા, “ઓ હિડિંબા ! તું અમારા માટે કેટલું કરે છે ? આ ઉપકારોનો બદલો અમારે શી રીતે વાળી આપવો? જેઓ ઉપકારોનો બદલો વાળ્યા વિના મરે તે દુર્જન કહેવાય. તેની તો દુર્ગતિ થાય.”
ભીમ અને હિડિંબાના લગ્ન હિડિંબાએ કુન્તીને પગે લાગીને કહ્યું, “મા! જો તમે બધા ખરેખર મારી ઉપર પ્રસન્ન થયા હો તો મારી જે ભાવના છે કે આપના બીજા ક્રમના પુત્ર તે મારા સ્વામીનાથ થાય તે પૂર્ણ કરો.” તક જોઈને હિડિંબાએ વાત મૂકી દીધી. - કુન્તીએ બધા સાથે મસલત કરી. ભીમે તેમ કરવાની આનાકાની કરી પરંતુ માતાની ઈચ્છા આગળ તેણે નમતું મૂક્યું. ભીમ સાથે હિડિંબાના લગ્ન લેવાઈ ગયા. કેટલાક સમય બાદ હિડિંબા ગર્ભવતી થઈ.
પ્રયાણ કરતાં કરતાં એક દિવસ સહુ એકચક્રી નામની નગરીની બહારના ઉદ્યાનમાં આવ્યા. તેમણે ત્યાં કોઈ જ્ઞાની મુનિવરને શ્રોતાઓ સમક્ષ બોધ આપતા જોયા. પાંડવો ત્યાં દેશના સાંભળવા બેસી ગયા.
મુનિવરે “જીવદયા' ઉપર હૃદયને હચમચાવી નાંખે તેવો બોધ આપ્યો.
આ બોધની હિડિંબા જેવી માંસાહાર કરતી રાક્ષસીને પણ ખૂબ અસર થઈ. તેના હૈયા ઉપર એવી ચોટ લાગી ગઈ કે તે જ વખતે તેણે નિરપરાધી જીવોની હિંસા નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી.
જીવદયાપ્રધાન જૈનમુનિનો ઉપદેશ આર્યાવર્ત જીવદયાપ્રધાન જ છે.
અહિંસાના પાલન અને વર્ધન માટે જ સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ નામના બાકીના ચાર વ્રતો છે.
અહિંસા એ વેલો છે, તો શેષ વ્રતો તેની વાડ છે.
જૈન મહાભારત ભાગ-૧
Page #185
--------------------------------------------------------------------------
________________
જૈનમુનિઓ જીવદયાનો ઉપદેશ પ્રધાનપણે આપતા હોય છે. એમનું પોતાનું જીવન જીવદયામય હોય છે. જૈનધર્મની જીવદયાની પ્રધાનતાને લીધે જ આજે પણ આર્યાવર્તના-ખાસ કરીને ગુજરાતની ભૂમિના-વાયુમંડળમાં જીવદયાનો ભાવ ગૂંજન કરી રહેલો જોવા મળે છે.
ગુર્જરેશ્વર કુમારપાળે કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યજીની પ્રેરણા અને કૃપાથી પોતાના અઢારેય દેશમાં જીવહિંસાનો-જૂ જેવા સૂક્ષ્મ જીવની હિંસાનો પણ-સખત પ્રતિબંધ મૂક્યો હતો.
અરે ! જૈનાચાર્ય હીરસૂરિજી મહારાજા અને તેમના શિષ્યોની પ્રેરણાથી મુસ્લિમ માંસાહારી બાદશાહ અકબરે પોતે ચકલીના જીભનું અતિપ્રિય માંસ સુદ્ધાં તમામ માંસાહારનો તથા શિકારનો ત્યાગ કરવા સાથે સમગ્ર દેશમાં વર્ષ દરમિયાન બધું મળીને છ મહિનાનું અમારિપ્રવર્તન કર્યું હતું.
જીવવું ગમે છે તો સહુને જિવાડો જો આપણને સુખ પ્રિય છે અને દુ:ખ અપ્રિય છે તો નાનામાં નાના કીટને પણ તેમ જ છે. તો આપણા સુખાદિ ખાતર તેને કોઈ પણ પ્રકારથી દુઃખી કરવાનો આપણને લેશ પણ અધિકાર નથી.
માણસ બીજાને જિવાડે. મારે તે કાંઈ માણસ કહેવાય ?
સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવની પણ દયા કેળવવી જોઈએ. કોઈનો પણ નાશ કરીને પોતાનું ભૌતિક સુખી જીવન જીવવું એ “માણસ માટે તો સારી વાત નથી જ. અગણિત જીવોની કબર ચણીને, તેની ઉપર બેસીને મોજ કરવી એ ક્રૂરતાનું પ્રદર્શન નથી શું ?
જીવદયાના ગુણના વ્યાપક પ્રસારના કારણે જ સવારે ઊઠીને જંગલમાં સંડાસ જતો ઘરનો વડીલ પોતાની સાથે સાકરમિશ્રિત લોટનું પડીકું લઈ જતો, જ્યાં કીડિયારાં હોય ત્યાં એ લોટ વેરતો.
મોટો દીકરો ચબૂતરે દાણા નીરતો. ઘરની સ્ત્રી રસોઈ કરતાં પહેલો રોટલો કૂતરા માટે બનાવતી. પુત્રવધૂ ઢોરોને ઘાસ નાંખતી. મહાજન પાંજરાપોળ ચલાવતું. તેમાં કોઈ પણ ભેદભાવ વિના તમામ લૂલાં, લંગડાં, રોગી, વસૂકી ગયેલાં, ઘરડાં પશુઓને સાચવી લેવામાં આવતાં, તેમની પૂરી માવજત થતી. ના, એ માત્ર ગૌશાળા ન હતી કે જેમાં માત્ર ગાય-ભેંસના દૂધનો ધંધો કરીને કમાણી કરવાનો પાપી વિચાર પ્રવેશ્યો હોય.
ભૂતકાળમાં જીવદયાનો કેવો મહિમા હતો તે જણાવું.
પાંચ મિત્રો હતા. કોઈ મહાતપસ્વી જૈનમુનિને કોઢના જંતુઓથી પીડાતા જોયા. મુનિ નિર્મમ હતા. દેહની એમને કોઈ પરવા ન હતી. પણ એમને સેવાનો લાભ લેવાની ભાવના થઈ.
મિત્રોમાં એક વૈદ્ય હતો. એક શ્રીમંત પણ હતો. આ દર્દના ઉપશમ માટે લાખ સોનામહોરની રત્નકંબલની જરૂર હતી. મહાકિંમતી લક્ષપાક તૈલ પણ આવશ્યક હતું.
બધું મેળવી લેવામાં આવ્યું.
જંતુઓને મારી નાંખવામાં આજની ક્રૂર એલોપથીને કશું ઝાઝું ન જોઈએ. પણ આ તો આર્યાવર્તનું મહાદયાના સિદ્ધાન્ત ઉપર ઊભેલું આયુર્વેદ હતું. બને ત્યાં સુધી લેશ પણ હિંસામાં એ માનતું ન હતું.
સહુ મુનિવર પાસે આવ્યા. પ્રથમ તો લક્ષપાક તૈલનું માલિશ કર્યું. તેની અપાર ઠંડકથી ચામડીના કીડાઓ બહાર તરી આવ્યા. તેમને રત્નકંબલ ઢાંકીને તેમાં લઈ લેવામાં આવ્યા. કોઈ તાજી મરેલી ગાયના મૃતક ઉપર તે કંબલ મૂકી. તેમાં બધા કીડા મૃતકમાં ઊતરી ગયા. આ રીતે સાત વખત વિધિ કરી. ક્રમશઃ સાતેય ધાતુમાંથી તમામ કીડા નીકળ્યા. સહુ મૃતકનાં ઊતરીને પોતાનો ખોરાક મેળવીને તેમાં મોજ માણતા રહ્યા.
જૈન મહાભારત ભાગ-૧
Page #186
--------------------------------------------------------------------------
________________
મુનિ સંપૂર્ણપણે નીરોગી થઈ ગયા.
કેવી અદ્ભુત જીવદયા ! કીડાને પણ મરવા દેવાના નહિ ! ગાય પણ મારીને લાવવાની નહિ ! કીડા જીવતા રહી જાય તે માટે મૂલ્યવાન દ્રવ્યોનો ઉપયોગ કરવામાં કોઈને હિચકિચાટ નહિ. ક્યાં આજનું મચ્છર, ઉંદર, દેડકાં, વાંદરાં, માછલાં, ઢોર મારવાનું હિંસક તાંડવભર્યું વાયુમંડળ ! અને ક્યાં એ અહિંસક વાયુમંડળ!
આજે સર્વત્ર ઘોર હિંસાનું તાંડવ આજની પરિસ્થિતિ સાવ ઊંધી થઈ ગઈ છે. જીવહિંસાનું તો ચોફેર તાંડવ ચાલ્યું છે. નાના બાળકોને નિશાળોમાં ઈંડામાં પ્રોટીન, માછલીમાં વિટામિનને બધા પ્રકારના અનાજ અને દૂધથી ચિડયાતા (આ વાત સાવ જુઠ્ઠી છે) દર્શાવીને તેનો વધુમાં વધુ ઉપયોગ કરવાનું શીખવાઈ રહ્યું
છે.
સાતમા, આઠમા ધોરણથી જ માનવ-શરીરની રચના જાણવા માટે દેડકાંઓ અને વાંદાઓને બાળકો પાસે ચિરાવીને તેની ઉપર અભ્યાસ (!) કરાવાય છે.
મ્યુનિસિપાલિટીઓ માખી, વાંદા, કૂતરા વગેરેના ઉપદ્રવ(!)નો નાશ કરવા માટે એ દરેકદીઠ પાંચથી માંડીને દસ રૂ. સુધીના ઈનામોની જાહેરાત કરવા લાગી છે.
ગામના સરપંચોએ ખેડૂતોને મરઘાં-બતકાં ઉછેરીને ઈંડાનું ઉત્પાદન પુષ્કળ વધારી દેવાની હાકલ કરી છે. બેંકોએ લોન આપવા માટે તેને અગ્રતાક્રમમાં મૂકેલ છે. એના પરિણામે વાર્ષિક એક ક્રોડ ઈંડાની થતી પેદાશ વાર્ષિક ત્રણ અબજનો આંક વટાવી ગઈ છે. રેડિયો ઉપર ઈંડાને ‘રામ-લાડુ’ અને તેના રસને ‘રામ-હલવા’નું નામ આપીને પોતાની અનાર્યતાની પરાકાષ્ટા દાખવી દીધી છે. ગામની મ્યુનિસિપાલિટીઓએ ભૂંડ ઉછેરવાનો ધીકતી કમાણી કરાવી આપતો ધંધો શરૂ કર્યો
છે.
તાલુકા, જિલ્લાના પ્રમુખોની સાથે મળીને રાજ્ય સરકારોએ દરિયાઈ ખેતી (!) નામ આપીને ક્રોડો ટન માછલાંઓનું ઉત્પાદન શરૂ કર્યું છે.
કેન્દ્ર સરકારે સાપ, વાંદરા, દેડકાં, માછલાં, ગાય, ઘેટાંબકરાં વગેરે તમામના અંગોના માંસ, હાડકાં, ચરબી વગેરેની ધૂમ નિકાસ કરીને ક્રોડો રૂપિયાનું હૂંડિયામણ કમાઈ લેવાની અદમ્ય લાગણીને બેહદ બહેકાવીને નિર્દોષ અને અબોલ પ્રાણીઓની દુનિયા ઉપર કાળો કેર મચાવી દીધો છે !
ઓ જ્યાં ને ત્યાં ચૂંટણીમાં મત દેવા દોડી જનારાઓ ! તમારા મતનું જ આ બધું પાપ છે એ તમે ન ભૂલશો ! આવા જે લોકો હોય તેને તમારો મત હવે મહેરબાની કરી ન દેશો !
આ લોકોની હિંસા આટલેથી જ અટકી નથી. પશુઓ ઉપરથી હવે તે લોકો માણસો ઉ૫૨
આવ્યા છે.
દર વર્ષે માતાના પેટમાં ઊછરતાં નિર્દોષ અને માસૂમ એવા પચાસ લાખ બાળકોને ડૉક્ટરો દ્વારા પેટમાં જ કકડેકકડા કરીને મારી નાંખવામાં આવે છે. હાય ! માતાઓ તેમાં રાજી થાય છે, તેમના પાપ છુપાયાં તે બદલ કે મોજશોખ અકબંધ રહી જવા બદલ...
માબાપોએ બાળકોને મારવાનું શરૂ કર્યું. હવે જન્મીને મોટા થયેલા શિક્ષિત બાળકોએ માબાપોની ઘરડાઘર (Golden-Homes) દ્વારા ‘અનુકંપાપ્રેરિત દયા’ના સુંવાળા નામ નીચે કતલ કરવાની યોજના અમલમાં મૂકી છે.
બાળકો ઘોડિયાઘરે ! વાત્સલ્યવિહોણાં !
જૈન મહાભારત ભાગ-૧
Page #187
--------------------------------------------------------------------------
________________
માબાપો ઘરડાઘરે ! હૂંફવિહોણાં !
મારું એક અનુમાન
હૃષ્ટપુષ્ટ ઢોરોને છ માસમાં નબળાં, વસૂકેલાં જાહેર કરીને પાછલે બારણેથી કતલખાને ૨વાના કરતી ડેરીઓ, વિષભરપૂર દવાઓ દ્વારા અઢળક માનવોને મોતને ઘાટ ઉતારતી હોસ્પિટલો, શિક્ષણના નામ નીચે આર્યાવર્ત્તની બાળ-પ્રજાને આર્ય-સંસ્કારોથી સદૈવ છેટા રાખવાની સાવધાની રાખતી સ્કૂલ-કૉલેજો એ શું આજના યુગના ‘મોડર્ન’ નામ નીચેના ખૂબ જ ભયાનક સ્થળો બની ગયા નથી ?
કાશ ! છતાં ભોળી ભારતીય પ્રજાને એમાં જ સુખ, શાન્તિ, આબાદી દેખાય છે ! એમાં જ રોજી, રોટી, જીવન જણાય છે !
હવે તો ભગવાન ઉપ૨થી ઊતરે ને ‘કાંઈક’ થાય તો થાય.
મને તો લાગે છે કે હવે નબળા બાંધાની ગરીબીમાં સબડતી, રોગે ફસાયેલી તમામ નારીઓ માટે, મજબૂત બાંધાના સંતાનોને આપવાની લાયકાત નહિ ધરાવતી હોવાને કારણે કદાચ મોતને ઘાટ ઉતારી દેવાની ઘરડાઘર જેવી કોઈ યોજના ઘડાય અને તેનો રાષ્ટ્રવ્યાપી ‘માસ્ટર-પ્લાન' રાષ્ટ્ર અને પ્રજાના હિત(!)ની એક માત્ર શુભ(!) દૃષ્ટિએ ટૂંક સમયમાં ઘડાય તો તેમાં જરાય નવાઈ પામવા જેવું નહિ રહે.
મને લાગે છે કે હવે ગર્ભપાત બંધ કરવાનો હુકમ બહાર પાડીને વધુ બાળકો પેદા કરવાની યુદ્ધના ધોરણે કાર્યવાહી શરૂ થાય તો પણ નવાઈ નહિ. જન્મેલાં પચાસ લાખ કે પાંચ કરોડ બાળકોને તેમના માતાપિતાઓ ન સંભાળવા ઈચ્છતા હોય તો સરકાર તેમને ઊંચા મૂલે ખરીદી લે, તેમને બાળ-ફાર્મોમાં પૌષ્ટિક ખોરાક ખવડાવીને તગડાં કરે અને પછી તેમને મારીને આંખ, કીડની, લોહી, હાડકાં વગેરેની પરદેશોમાં નિકાસ કરે.
અહો ! અબજો રૂપિયાનું હૂંડિયામણ મળે ! એ વખતે કદાચ આ સરકાર આજ સુધીમાં ક્રોડો બાળકોના કાયદેસર ગર્ભપાત કરીને અબજો રૂપિયાનું હૂંડિયામણ પામતી ચૂકી ગઈ તે બદલ અફસોસના આંસુ પણ સારે !
ના, આજનો સ્વાર્થાન્ધ, પૈસાન્ધ, વિલાસાન્ધ બુદ્ધિજીવી વર્ગ ‘પોતાના' સિવાય કોઈને જીવવા નહિ દે. કોંગ્રેસવાળાઓ કદાચ બીજી બધી પાર્ટીવાળા ભારતીયજનોને ‘દેશના ગદ્દારો' કહીને લેનિન, માઓ, હિટલર કે ઈદી અમીનની જેમ તેમની કતલ કરી નાંખશે.
રે ! આ તો સીધી કત્લેઆમની હિંસા જણાવી. પણ આડકતરી-અણદેખીતી-ચાલતી વધુ ક્રૂર કત્લેઆમ બતાવું.
ઘઉં અને મગફળીના સઘન વાવેતરની ઝુંબેશ શા માટે ચાલે છે જાણો છો ? તે બે ય નો પાક લેવામાં પશુ માટેનું ચરિયાણ મળતું જ નથી. આમ ચરિયાણના અભાવે ક્રોડો પશુઓ સહજ રીતે તેના માલિકો દ્વારા કતલખાને ચાલ્યા જાય.
ડાલડા, સોયાબીન, પામ-ઓઈલ, ટોન્ડ દૂધ, સત્ત્વહીન ખોરાક, દારૂબંધી, નસબંધી, ઝેરી દવાઓ તથા અનારોગ્યકારક પીણાંઓ દ્વારા ભારતીય પ્રજાના આરોગ્યને સાવ તોડી પાડવાની પાછળ આખી ભારતીય પ્રજાનું એકીસાથે સ્મશાન તૈયાર કરવાની યોજના પડી નથી શું ?
આ સિનેમા, ટી.વી., કેબ્રે, જાતીય શિક્ષણ, સહશિક્ષણ, મુક્ત સહચાર, નારીપુરુષસમોવડીવાદ, ગંદા વાંચન વગેરે દ્વારા રોમેરોમમાં જાતીય વાસનાઓ ભડકાવી મારીને ભારતીય યુવાનો અને યુવતીઓની શારીરિક શક્તિઓને ધોઈ નાંખીને તેમના જીવન અકાળે ખતમ
જૈન મહાભારત ભાગ-૧
Page #188
--------------------------------------------------------------------------
________________
કરી નાંખવાની મેલી મુરાદ નથી પડી શું ?
ના, આ અતિ ઘોર હિંસાનું પાપ નહિ છોડે. તેના પ્રેરક ભેદી માણસો (ગોરાઓ ! પરદેશીઓ !)નો તે પહેલો ભાગ લેશે; તેમનો સર્વનાશ કરશે, ભારતના મહાનાશ... આ તો મારું કાલ્પનિક ગણિત છે, માત્ર અનુમાન છે.
શું જૈનો જાગશે ખરા ? જૈનો ! જાગો.' કહીને વિનોબાએ એક પુસ્તકમાં સિંહગર્જના કરી છે.
ચીનમાં બે પક્ષના માણસોની લડાઈમાં જે પક્ષ હારી જાય છે તેના તમામ માણસોને જીવતાં કાપી નાંખીને, તેમના કાચા માંસ ઉપર ગોળ ચોપડીને વિજેતા પક્ષ આખા ગામને આમન્ત્રીને આ ‘મિષ્ટાન્ન'ની મિજબાની ઉડાવે છે.
આવા દૃષ્ટાન્તો આપીને વિનોબાએ હૈયાની વેદનાને વાચા આપીને જણાવ્યું છે કે, “મને લાગે છે કે વિશ્વમાં ચાલતા હિંસાના નગ્ન તાંડવને જો કોઈ નાથશે તો તે માત્ર જૈનો ! તેમના નેતાઓ ! સાધુ-સંતો ! નહિ તો કોઈ નહિ.” શું જૈનો જાગશે ખરા?
મુનિએ ભાખેલી ભવિષ્યવાણી હિડિંબા જેવી રાક્ષસીનો માંસાહાર-ત્યાગ અને નિરપરાધી જીવોની હિંસાના ત્યાગસ્વરૂપ જીવનપરિવર્તન લાવી મૂકનાર એક સદ્ગુરુનો સમાગમ હતો.
સત્સંગની તો કાંઈ વાત જ ન્યારી છે. ધર્મમાર્ગનું પ્રવેશદ્વાર સત્સંગ જ છે. જેણે સુંદર જીવન જીવવું હોય તેણે સત્સંગ-સંત પુરુષોનો સંગ, તેમના પુસ્તકોનો સંગ-અવશ્ય કરવો જોઈએ.
કુન્તીએ તે જ્ઞાની મુનિને ભાવિ પૂછ્યું. તેમણે કહ્યું કે, “કેટલાક સમય બાદ તમે આપત્તિમુક્ત થશો. યુધિષ્ઠિર ઘણો મોટો ધર્મપ્રભાવક રાજા થશે. છેવટે તમારા પાંચેય પાંડવો મોક્ષ પામશે.” - ત્યારબાદ મુનિએ વિહાર કર્યો. યુધિષ્ઠિરે હિડિંબા સગર્ભા હોવાથી ગર્ભના લાલનપાલન માટે અને ભાઈની સંપત્તિની રક્ષા કાજે ઘરે જવાનું કહ્યું. તેને કહ્યું કે, “અમે તને યાદ કરીએ ત્યારે તું આવી જજે.”
સહુને પ્રણામ કરીને હિડિંબા ઘરે ગઈ. ઘરમાં રહીને તે જિનભક્તિમાં લીન બનીને દિવસો પસાર કરવા લાગી.
હિડિંબા રાક્ષસી હોવા છતાં સર્જનો-સંતોના સંગે તેનું અદ્ભુત જીવન-પરિવર્તન થયું. સાસુ વગેરેની અનુપમ સેવાથી તેણે સહુના દિલ જીતી લીધા.
આર્યદેશની પ્રજાનું કૌટુમ્બિક જીવન સુખભરપૂર હતું તેનું કારણ ઘરની “નારી હતી. નારી સહુને સ્નેહ દેતી તેનું મૂળ કારણ “રસોડું હતું. તે સહુને-પતિ, સાસુ, સસરા, બાળકોને-મનભાવતાં ભોજન ભારે પ્રેમથી બનાવીને એવા જમાડતી કે સહુના સ્નેહનું તે પાત્ર બની જતી. આવો સ્નેહ હોવાથી સ્વાર્થની ગંધનું તો સ્વપ્ન પણ કોઈને ન આવતું. નારીનો સ્નેહ પામતાં પતિનો થાક ઊતરી જતો, બાળકોનું જીવન-ગુલાબ અત્યન્ત વિકસિત બની જતું, સાસુ-સસરાના આશીર્વાદ ચોવીસ કલાક વરસતા. આખું ઘર આનંદથી ભર્યું ભર્યું રહેતું.
કાશ ! હવે “રસોડું જવા બેઠું છે એટલે “નારી’ પણ જશે, તેનો સ્નેહ જશે, સહુના શીલ જશે, આશિષ પણ જશે. ઊભરાશે સર્વત્ર સ્વાર્થ અને દગાની મારામારીઓ ! ક્યારે પાછું આવશે તે રસોડું
જૈન મહાભારત ભાગ-૧
Page #189
--------------------------------------------------------------------------
________________
'બઝવધ અને દ્વૈતવને પ્રયાણ
- હવે પાંડવોએ બ્રાહ્મણનો વેષ લઈને એકચક્રી નગરીમાં પ્રવેશ કર્યો. ત્યાં દેવશર્મા નામના ગરીબ બ્રાહ્મણે તેમને અતિથિસત્કારરૂપે ઘરે રાખ્યા. કુન્તીને અને બ્રાહ્મણ-પત્નીને ભારે જબરી મૈત્રી થઈ ગઈ.
બકનો વધ કરતો ભીમ તે નગરીમાં બક નામના રાક્ષસનો ભારે ત્રાસ હતો. તેમાંથી મુક્ત થવા માટે ગામલોકોએ તેની માંગણી મુજબ રોજ એક માણસનો ભક્ષ આપવાનું કબૂલ કર્યું હતું. એક દિવસ દેવશર્માના ઘરનો વારો આવ્યો. દેવશર્માની પત્ની કરુણ કલ્પાન્ત કરવા લાગી. ઘરનો દરેક સ્વજન પોતે જ મરવા જવાની વાત કરીને બીજાઓની રક્ષા કરવાનો આગ્રહી હતો.
આ ધમાલની પાંડવોને જાણ થઈ. ભીમે બક રાક્ષસને મારવાનું બીડું ઝડપ્યું અને તે દિવસના વારામાં તે બક રાક્ષસની પાસે ગયો. બે વચ્ચે ભયંકર તુમુલ યુદ્ધ થયું. અંતે ભીમે બક રાક્ષસને મારી નાંખ્યો.
દ્વૈતવનમાં પ્રવેશ આથી સમસ્ત એકચક્રી નગરીના પ્રજાજનોમાં આનંદ આનંદ વ્યાપી ગયો. પાંડવોને મોટી ધૂમધામપૂર્વક નગરીમાં ફેરવીને રાજા પોતાને મહેલ લઈ ગયો.
વાતચીત દરમ્યાન રાજા અને પ્રજાજનોને ખ્યાલ આવી ગયો કે આ તે વીર પાંડવો સિવાય બીજું કોઈ નથી. આથી સહુ સવિશેષ આનંદમાં આવી ગયા.
ઘણાં દિવસો સુધી રાજાની મહેમાનગીરી માણ્યા બાદ યુધિષ્ઠિરને વિચાર આવ્યો કે, “બકરાક્ષસના વધના સમાચાર જ્યારે પણ દુર્યોધનને મળશે ત્યારે તે વિચાર કરશે કે પાંડવોએ જ આ રાક્ષસ-વધ કર્યો હોવો જોઈએ ! આથી તે અમને હેરાન કરવાના કીમિયા શોધશે. આમ થાય તે પહેલાં અહીંથી ચાલ્યા જવું એ જ હિતાવહ છે. લોકો પણ અમને પાંડવ તરીકે જાણી તો ગયા જ છે.”
અને... સહુ રાતોરાત રાજાના મહેલમાંથી વિદાય થઈ ગયા. પુનઃપ્રયાણ શરૂ થયું. હિડિંબાએ ભીમને આપેલી ચાક્ષુષીવિદ્યા ખૂબ ઉપયોગી બની રહી હતી.
ભીમ અનેક રૂપે આગળ વધતો હતો. જરૂર પડે ત્યારે નોકર, જરૂર પડે ત્યારે રસોઈયો અને જરૂર પડે તો સહુનો મિત્ર પણ બની જતો હતો.
એક દિવસ તેઓ વૈતવનમાં પ્રવેશ્યા. વનના જે વિભાગમાં ફળ, ફૂલ વગેરેથી લચી પડેલાં ઘણાં વૃક્ષો હતા તેની ઝાડીમાં તેઓએ જગા સાફ કરીને કુટિર બનાવીને નિવાસ કર્યો.
કોકના પુણ્ય સુખ અને શાન્તિ પોતાના પુત્રને કોઈ મોટી આપત્તિ ન આવી જાય તે માટે માતા કુન્તીએ પરમેષ્ઠી-મત્રનો જાપ શરૂ કર્યો. દિવસે દિવસે તે વધુ ને વધુ લીન થતી ગઈ. ઘણી વાર કલાકો સુધી કુન્તી એક જ પલાંઠીએ જાપ કરતી અને તેમાં તલ્લીન થઈને આખું જગત ભૂલી જતી.
સંભવ છે કે કુન્તીનો આ ધર્મ જ સહુને રક્ષતો હોય. ઘરમાં એકાદ પણ પુણ્યાત્મા આવી જાય, પછી તે પુત્રવધૂ હોય કે જન્મ પામેલી નાની બાળકી
જૈન મહાભારત ભાગ-૧
Page #190
--------------------------------------------------------------------------
________________
હોય કે ના હોય, તેના પગલે કુટુમ્બમાં સુખ અને શાન્તિ આવતા હોય છે. ગઈકાલની તમામ મુશ્કેલીઓ એ કુટુંબમાંથી ઝપાટાબંધ નષ્ટ થવા લાગે છે અને ત્યારે સહુ એકી અવાજે એમ કબૂલતા હોય છે કે અમુક વ્યક્તિના ધર્મપુણ્યથી જ આ સુખદ પરિવર્તન આવ્યું છે.
પાંડવો પરસ્પર એટલા બધા આનંદથી રહેતા હતા કે હસ્તિનાપુરના રાજવૈભવનો આનંદ પણ તેમને અત્યારે હઠ લાગતો હતો.
એક દિવસ સહુ ભેગા બેઠા હતા
યુધિષ્ઠિરના માથે સહદેવે ગામઠી છત્ર ધારણ કર્યું હતું, નકુળ ગામઠી પંખો વીંઝતો હતો, ભીમ ચરણ દબાવતો હતો, અર્જુન નેતરની સોટી લઈને ઊભો હતો, દ્રૌપદી કુન્તીના પગ દબાવતી હતી.
પ્રિયંવદનનું આગમન અને ક્ષેમકુશળ-પૃચ્છા એ વખતે દૂરથી કોઈ માણસને આવતો જોઈને અર્જુને બૂમ મારીને કહ્યું, “અરે ! આ તો કાકા વિદુરનો દૂત પ્રિયંવદન ! અહીં ક્યાંથી આવી ચડ્યો !”
ઘણા વખત પછી સ્વજન જેવા પ્રિયંવદનનું મિલન પામીને બધા ખૂબ આનંદમાં આવી ગયા.
યુધિષ્ઠિરે વહાલથી ભેટીને તેને પોતાની પાસે બેસાડ્યો. પછી પ્રિયંવદનને તમામ સ્વજનોનાદુર્યોધન સુદ્ધાંના-ક્ષેમકુશળ પૂછ્યા.
પ્રિયંવદને કહ્યું, “બધા તો આનંદમાં છે પરંતુ થોડાક દિવસથી દુર્યોધનનો આનંદ ખતમ થઈ ગયો છે. હવે તો એ માત્ર શરીરથી જીવી રહ્યો છે.”
યુધિષ્ઠિરે દુર્યોધનની એવી પરિસ્થિતિ સર્જાવાનું કારણ પૂછતાં પ્રિયંવદને આ પ્રમાણે માંડીને વાત કરી :
“રાજન્ ! તમે સહુ પેલા લાક્ષાગૃહમાં બળી મર્યા છો એ વાતથી હસ્તિનાપુરના તમામ લોકોએ કાળમીંઢ પાણાને ય પિગળાવી નાંખે તેવું કરુણ કલ્પાન્ત કર્યું. મને તો ખાતરી હતી કે તમે બળી મર્યા નથી, પરન્તુ સુરંગ વાટે ચાલી ગયા છો. પણ જ્યારે પુરુષોના પાંચ અને બાઈઓના બે એમ કુલ સાત બળી ગયેલાં મોં વગેરેવાળા મૃતકો પ્રાપ્ત થયા ત્યારે હું જોવા ગયો. મને લાગ્યું કે આ તમે જ સાતેય બળી ગયા છો, પણ મોં બળી ગયા હોવાથી ઓળખી શકાતાં નહોતા.
મારા આઘાતનો કોઈ આરોવારો ન રહ્યો. મેં આ બધી વાત ભીખ, દ્રોણાચાર્ય, વિદુર વગેરેને કરી. સહુ બેભાન થઈ ગયા, પછી તાર સ્વરે રડવા લાગ્યા. હા, દુર્યોધન પણ રડતો દેખાયો, પણ મને જણાયું કે તે નાટક જ કરતો હતો. અંદરથી તેના આનંદનો કોઈ સુમાર ન હતો.
દિવસો પસાર થઈ ગયા. મહિનાઓ પણ પસાર થવા લાગ્યા. ભીષ્મ, દ્રોણાચાર્ય વગેરે આપ સહુ મૃત્યુ પામી ગયા છો એમ સમજીને દુર્યોધનની નિશ્રા સ્વીકારી લઈને સ્થિર થઈ ગયા.
ત્યાં થોડા દિવસ પહેલાં જ એકચક્રા નગરી તરફથી આવેલા આપણા કોઈ દૂતે સમાચાર આપ્યા કે આપ સહુ જીવિત છો. ભીમસેને બક રાક્ષસનો વધ કર્યો છે અને પાંડવો તરીકે જાહેર થઈ જતાં એકચક્રાના લોકો હર્ષઘેલા બની ગયા છે. નગરીના રાજાએ આપની ખૂબ મહેમાનગીરી કરી છે અને પછી આપ દ્વૈતવન તરફ વિદાય થયા છો.
આ સમાચારો સાંભળતાં જ દુર્યોધનનું મુખ કાળુંમેંશ થઈ ગયું. બાકીના તમામ માટે આનંદનો મહોત્સવ મંડાયો. કાકા વિદુરે મને કહ્યું કે, “તું તરત દ્વૈતવન તરફ જા અને પાંડવોને રૂબરૂ મળીને તેમનું ક્ષેમકુશળ જાણીને પાછો આવ.”
જૈન મહાભારત ભાગ-૧
Page #191
--------------------------------------------------------------------------
________________
આ કારણે મારે અહીં આવવાનું થયું છે.
ભીમ-અર્જુનથી ધ્રૂજતો દુર્યોધના દૂતની સઘળી વાત સાંભળ્યા પછી યુધિષ્ઠિરે દૂતને પૂછ્યું, “રાજનો કારભાર કેવો ચાલે છે? દુર્યોધન પ્રજાજનોનું સારી રીતે લાલનપાલન કરે છે ખરો ? પિતામહ, પિતાજી વગેરેની સેવા કેવી કરે છે ?”
પ્રિયંવદને કહ્યું, “આ બધી બાબતમાં દુર્યોધને કમાલ કરી છે. વડીલોની તે એવી સેવા કરે છે કે તેણે બધાયના દિલ જીતી લીધા છે. પ્રજાના લાલનપાલનની તો શી વાત કરું? ટૂંકમાં હું એટલું જ કહીશ કે દુર્યોધનની અદ્ભુત પ્રજાપાલકતાના કારણે પ્રજાજનો આપને પણ વીસરી જવા લાગ્યા
પણ એક વાત કરી દઉં કે બહારથી દુર્યોધન ગમે તેટલો વટ મારતો હોય પણ ભીતરમાં તે ખૂબ જ ભયભીત હોય તેમ લાગે છે. રાજસભામાં જ્યારે ક્યારે પણ કોઈ પ્રસંગે ભીમ કે અર્જુનનું નામ નીકળી જાય છે ત્યારે તેનું મોં એકદમ ઉદાસ થઈ જાય છે, તેના પગ ધ્રૂજવા લાગી જાય છે. રાતે પણ ક્યારેક સ્વપ્નાવસ્થામાં ચીસ પાડીને બોલે છે : “એ... ઓલો... ભીમ આવ્યો !'
એ વખતે ભાનુમતી રાણી તેને આશ્વાસન આપીને પુનઃ ઊંઘાડી દે છે. એટલે મને ચોક્કસ લાગે છે કે દુર્યોધન ખૂબ ભયભીત અવસ્થામાં દિવસો પસાર કરી રહ્યો છે.
નિઃસ્પૃહ અને સત્ત્વશાળીઓથી સહુ ડરે અજૈન લોકોના શાસ્ત્રોમાં કહ્યું છે કે પોતાનું સિંહાસન કોઈ તપસ્વી સર કરી બેસશે તે ભયથી ઇન્દ્ર ધ્રૂજતો હોય છે. એ તપસ્વીના તપનું પતન કરી દેવા માટે તે અપ્સરાઓને તેમની પાસે મોકલતો હોય છે.
જયારે સુદર્શનને રાણી અભયા ઉપર બળાત્કાર ગુજાર્યાના આક્ષેપને લીધે વધસ્તંભ તરફ લઈ જવામાં આવતો હતો ત્યારે નગરનો રાજા ભયથી કાંપતો હતો. તેને લાગતું હતું કે તેની વિરુદ્ધમાં આખી પ્રજા વીફરી જશે. આથી જ પ્રજાને શાન્ત રાખવા માટે રાજા તરફથી વારંવાર જાહેરાત થતી હતી કે, “શેઠ સુદર્શનમાં બળાત્કારનું પાપ કદી સંભવી શકતું નથી, પરંતુ તેમને પૂછવા છતાં તે મૌન જ રહે છે એટલે નાછૂટકે રાજાને સજા કરવી પડી છે.”
સીતાજીના દિવ્ય-તેજથી લંકાનો રાજા રાવણ ધ્રૂજતો હતો. અપહરણ કરીને તેને લંકામાં લાવી દીધી પણ બલાત્કાર કરવા માટે તેની નજીક ફરકી શકતો ન હતો. - ટોલ્સ્ટોયની ભારે લોકપ્રિયતાને લીધે રશિયન રાજા ઝાર તેનાથી ગભરાતો હતો. ટોલ્સ્ટોય ઝારશાહીના અત્યાચારો વિરુદ્ધમાં સખત ઝાટકણી કાઢતા હતા. છતાં એવા બીજાઓને મોતને ઘાટ ઉતારી દેતો રાજા તેમનો વાળ પણ વાંકો કરી શકતો ન હતો.
જયપ્રકાશ નારાયણ જેવા નિઃશસ્ત્રથી લાખોનું સશસ્ત્ર સૈન્ય ધરાવતાં ભારતના વડાપ્રધાન ઇન્દિરાબેન ગભરાઈ ગયા હતા. અને જયપ્રકાશ જેવા શસ્ત્રહીન આદમીને જેલમાં પૂરવાની ફરજ પડી હતી.
વિશિષ્ટ કોટિના પ્રભુભક્તોથી રાજાઓ ડરતા હતા એવું ભારતના ઇતિહાસની તવારીખ બોલે
હસ્તિનાપુરનો રાજાધિરાજ દુર્યોધન વનના વૃક્ષોના છાલિયાના કપડાં બનાવીને પહેરનાર, ધરતીના સૂનાર, ફળ-ફૂલોથી પેટ ભરનાર, નિઃશસ્ત્ર પાંડવોથી રાત ને દિ’ બીતો હતો.
જૈન મહાભારત ભાગ-૧
Page #192
--------------------------------------------------------------------------
________________ પાંડવોને ચેતવતો પ્રિયંવદન પ્રિયંવદને કહ્યું, “હવે હું સૌથી મહત્ત્વની વાત કરું છું તે સાંભળો. તમે બધા જીવિત છો એવી જાણકારીથી ગભરાઈ ગયેલ દુર્યોધનની મદદે શકુનિ આવ્યો છે. તેણે તેને જોરદાર આશ્વાસન આપવા પૂર્વક તમને ફસાવવાનો એક લૂહ રચી આપ્યો છે. શકુનિએ દુર્યોધનને કહ્યું છે કે તમે મોટી સેના સાથે દ્વૈતવનમાં ગોકુળો જોવાના બહાને જાઓ. ત્યાં તમને જોઈને જ ક્રોધે ભરાઈને ભીમ, અર્જુન લડવા આવશે. તમે તમારા વિરાટ સૈન્યના બળે તે બે ય ને ખતમ કરી નાંખજો. આ બે ના મોત પછી યુધિષ્ઠિર વગેરે જીવતા મૂઆ બરોબર છે. દુર્યોધને શકુનિની સલાહને માન્ય કરી છે અને ટૂંકા સમયમાં તેની યોજના અમલમાં મૂકશે. કાકા વિદુરે ખાસ તો વાત પહોંચાડવા માટે મને તમારી પાસે મોકલ્યો છે. હવે તમે સહુ સાવધાન થઈને રહેજો.” આટલું કહીને પ્રિયંવદન વિદાય થયો. પ્રથમ ભાગ સંપૂર્ણ જૈન મહાભારત ભાગ-૧