Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 99
________________ -જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો પ્રવાહને ખલેલ પહોંચાડ્યા વગર એમાં સનાતન સત્યોની ગૂંથણી એમની ગદ્યશૈલીનો વિશેષ છે. માતૃત્વના સમર્પણ જેવા અતિશય દુષ્કર લાગતા કથાબીજને પ્રકૃતિ તત્ત્વોની સાક્ષીએ ‘દેવાનંદા’ વાર્તામાં એમણે વિકસિત કર્યું છે. ભગવતી સૂત્ર ભાગ ૩ ના શતક ૯ માં ઉદ્દેશક ૩૩ માં આ કથાનક પ્રાપ્ત થાય છે. ૧૯૪૯ માં પ્રકાશિત થયેલી ‘વીર ધર્મની વાતો' ના બીજા ભાગમાં સમાવિષ્ટ છે વાર્તામાંની ‘દેવાનંદા’ એક વાર્તા છે; જેને ૧૯૮૬ માં શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટે ‘વિમલ ગ્રંથાવલિ : ૨’ પુસ્તિકારૂપે પ્રગટ કરી છે. વિશાળ આકાશની પૂર્વમાં ઉદય પામતા બાલ સૂર્યના પ્રતાપી અવતરણની સાથે સાથે પશ્ચિમમાં આથમણી દિશાએ દૃશ્યમાન થતા શશીનું તારામૈત્રક રચાતાં, કોણ કોનાથી અનુગ્રહિત છે એ રહસ્ય અકબંધ રાખતાં સર્જક ‘દેવાનંદા' વાર્તાના આરંભમાં જ અણસાર આપે છે કે ધરતી પર એવી કેટલીય અગમ્ય ઘટનાઓ ઘટે છે જેનો ભેદ ઉકેલવો અશક્ય છે. વૈશાલી નગરીના શાખાનગર કુંડગ્રામના બ્રાહ્મણવાડાની અને રજપૂતવાસની સૂર્યશશી જેવી શીલવાન, ગુણવાન, સૌંદર્યવાન અને અતિપ્રેમાળ બે સહેલીઓની ઉદાત્તતા તેમજ મહાનતાને સર્જકે અહીં ઓળખાવી છે અને બિરદાવી છે. ચાર વેદ, પાંચ ઈતિહાસને છઠ્ઠા નિઘંટુમાં નિષ્ણાંત, વ્યાકરણ, છંદ, ગણિત, જયોતિષ તથા સર્વનીતિશાસ્ત્રો અને દર્શનશાસ્ત્રોમાં પારંગત એવા પંડિત કોડાલગોત્રીય બ્રાહ્મણ ઋષભદત્તની ભાર્યા દેવાનંદા જૂઈના ફૂલ જેવી સુકોમળ, નમણી અને સુશીલ હતી તો બીજી સૂર્યવંશી, ઈકવાકુ, કાશ્યપગોત્રીય ક્ષત્રિય રાજા સિદ્ધાર્થની રાણી તથા રાજા ચેટકની બહેન ત્રિશલાદેવી, જાસવંતીના પુષ્પસમી તેજસ્વી અને ઓજસ્વી ક્ષત્રિયાણી હતી. આ બંને નારીરત્નોની -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો દેહદૃષ્ટિને એમના વ્યક્તિત્વ અને અંતઃસત્ત્વના વિશેષને ઉજાગર કરતાં સર્જક અહીં સુંદર સંક્ષિપ્ત શબ્દચિત્ર આપ્યું છે. બ્રાહ્મણો અને ક્ષત્રિયો વચ્ચેના વેરઝેર જે સમયે પરાકાષ્ઠાએ હતા અને બંને પોતાને સર્વ વર્ગોમાં શ્રેષ્ઠ સમજતા હોઈ અન્યોન્યના ક્ષેત્રોમાં પગપેસારો કરી વૈમનસ્ય અને કટુતા હદ બહારની વધારી ચૂક્યા હતા. તે સમયે પણ દેવાનંદા અને ત્રિશલાદેવીના સહેલી સંબંધો અકબંધ રહ્યા હતા. સર્જક અહીં નોંધે છે કે “આખું વિશ્વ રણની શુષ્કતા ધારણ કરીને આગની જેમ ભડભડ બળી રહ્યું હતું.” (વિમલ ગ્રંથાવલિ : ૨, પૃ.૫) એક દિવસ પોતાને આવેલા ચૌદ સુંદર સ્વપ્રોની અને ત્યારબાદ પતિ ઋષભદત્ત સાથે થયેલા સંવાદની વાત દેવાનંદા શરમાતા શરમાતાં ત્રિશલાને જણાવે છે કે પોતાને પેટ ધર્મ-ચક્રવર્તી જન્મશે, એ પુરુષશ્રેષ્ઠ થશે, ધર્મનો ઉદ્ધાર કરશે... અમારે જોઈએ... એ મારો જાયો ધર્મને એક ચક્ર કરશે. જો આજથી કહી રાખું છું કે એનું સ્વપ્નબળ એવું સૂચક છે કે વેરીમાં વહાલ કરાવશે, તારા ક્ષત્રિયો પણ એને સન્માનશે, અમારા બ્રાહ્મણો પણ એને પૂજશે. ક્લેશ કંકાસથી ક્ષીણ થયેલી પૃથ્વીની પુણ્યલક્ષ્મીથી એ વૃદ્ધિ કરશે' (પૃ. ૮) આ એકત્વની ભાવનાને પ્રસ્થાપિત કરવા રોજ રોજ લડતા શ્રોત્રિયો અને ક્ષત્રિયો વચ્ચે પ્રેમસેતુ બાંધનાર ધર્મ-ચક્રવર્તીના આગમનના એંધાણ સર્જકે આપ્યા છે. સાંપ્રત સમયમાં સમગ્ર વિશ્વમાં પોતાની સર્વોપરિતાને સિદ્ધ કરવા સતત ખેલાતાં રહેતાં યુદ્ધો તથા સર્વત્ર પ્રવર્તમાન ધાર્મિક ગેરસમજો અને સાંપ્રદાયિક જડતાને તોડનાર આવા એક ધર્મ-ચક્રવર્તીની આજે અનિવાર્યતા છે, જે સ્નેહસેતુ બાંધી માણસને જીવનકલ્યાણનો માર્ગ બતાવી શકે. દેવાનંદાની જેમ ત્રિશલાને પણ સારા દિવસો પસાર થતા હતા. સગર્ભાવસ્થાના છેલ્લા દિવસોમાં દેવાનંદાને પોતાનાં અંગો હળવાં લાગતાં - ૧૯૪. - ૧૯૫

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145