Book Title: Jain Kathanakoma Sadbodhna Spandano
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 137
________________ --જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો લીધેલ છે. હું તેમના દર્શન કરવા જતો હતો. આથી મદનરેખાએ તેને પોતાની મુનિદર્શનની ઇચ્છા પૂરી કરવા કહ્યું. મણિપ્રભે તે માન્ય રાખી. બંને મુનિ પાસે પહોંચે છે. મુનિ ચાર જ્ઞાનધારક હોવાથી બધું જાણી લે છે. તે ઉપદેશ આપે છે કે ભવ્ય જીવો ! પરનારીની અભિલાષા ઝેર સમાન છે. તે સમગ્ર કુળનો નાશ કરે છે. વળી, સ્ત્રીનું શરીર મળમૂત્રની ખાણ છે. જગતના સૌથી ગંદા પદાર્થો તેના શરીરમાં રહેલા છે. ઉપર સુંદર ચામડીથી તેને મઢેલું છે. તેમજ આજે જે પત્ની છે તે કોઈક ભવમાં માતા બને છે અને માતા કોઈક ભવમાં પત્ની બને છે. “નીરખીને નવયૌવના, લેશ ન વિષય નિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન.” - શ્રીમદ્ રાજચંદ્રજી. જે પોતાથી નાની ઉંમરવાળીને પુત્રી, સમાન ઉંમરવાળીને બહેન તથા મોટી ઉંમરવાળીને માતા સમાન ગણે છે તે ભગવાન સમાન છે. મણિપ્રભ પર છવાયેલ વાસનાના પડળ દૂર થઈ જાય છે અને મદનરેખાની માફી માંગે છે. ત્યારબાદ મદનરેખા પોતાના નવજાત શિશુના સમાચાર મુનિ પાસેથી જાણે છે કે મિથિલાપુરીના રાજા પદ્મરથને ત્યાં તે સુખપૂર્વક પહોંચી ગયો છે. આ બાજુ તેના જેઠ મણિરથને રસ્તામાં ખૂબ પશ્ચાત્તાપ થાય છે કે અરે ! આ મેં શું કર્યું? મારી આજ્ઞામાં સદા તત્પર પુત્ર સમાન ભાઈને મેં મારી નાંખ્યો? પુત્રી સમાન મદનરેખા પ્રત્યે મેં ખરાબ નજર કરી ? હવે હું કોઈને મારું મોં નહીં બતાવું. -જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો એમ વિચારીને તે જંગલ તરફ જતો હતો. રસ્તામાં તેનો પગ ભયંકર નાગ પર આવી જવાથી તે નાગે તેને ડંખ માર્યો. ત્યાં વળી પાછા તેના ભાવ બદલાઈ ગયા. તે વિચારવા લાગ્યો કે મેં જે કર્યું છે તે ક્ષત્રિયને યોગ્ય જ કર્યું છે. હું મદનરેખાને પ્રેમ કરું છું. તેને મેળવવા મેં યુગબાહુને મારીને કંઈ ખોટું કર્યું નથી. ચંદ્રયશ વચ્ચે આવશે તો તેના પણ એ જ હાલ કરીશ. આવી દુર્ભાવનામાં મરીને તે નરકમાં ગયો. ચંદ્રયશ સુદર્શનપુરનો રાજા બન્યો. ત્યાં જ દેવ બનેલ યુગબાહુ મુનિના દર્શન માટે આવે છે. વિશેષ પદ પર રહેલ વ્યક્તિ કરતાં નાના પદ પર રહેલ પરંતુ પોતાના ઉપકારી તે પોતાને માટે વિશેષ છે એમ વિચારીને તેણે સૌપ્રથમ મદનરેખાને નમસ્કાર કર્યા, પછી મુનિને નમસ્કાર કર્યા અને પોતાનો પરિચય આપ્યો. મદનરેખાને મુનિ પાસેથી બધો વૃત્તાંત જાણીને ખૂબ વૈરાગ્ય થાય છે. પુત્રને ક્ષેમકુશળ જોઈને સાધ્વીની દીક્ષા લઈશ એમ વિચારીને તે દેવને મિથિલાપુરી લઈ જવા વિનંતી કરે છે. દેવ તેને મિથિલાપુરી લઈ જાય છે. મદનરેખાને એટલો વૈરાગ્ય હોય છે કે દેવના રત્નજડિત અનુપમ વિમાનમાં ક્યાંય નજર પણ કરતી નથી. મિથિલાપુરી પહોંચીને સૌથી પહેલાં તે સુદર્શના નામના સતી સાધ્વીજી પાસે જાય છે. તેમનો ઉપદેશ સાંભળીને તેની હવે પુત્રદર્શનની ઇચ્છા પણ ચાલી જાય છે. કદાચ પુત્રને જોઈને મોહ ઉત્પન્ન થાય તો ? એમ વિચારીને તરત જ ત્યાં જ સુદર્શના સતી પાસે દીક્ષા લે છે અને સુવ્રતા નામ ધારણ કરે છે. મદનરેખાના નવજાત પુત્રને રાજા પમરથ પોતાના મહેલમાં લાવે છે અને પુત્રજન્મનો મહોત્સવ કરે છે ત્યારે બધા રાજાઓ તેમને નમવા લાગ્યા. આથી પુત્રનું નામ નમિરાજ રાખે છે. નમિરાજ યુવાન થતાં પદ્મરથ તેને - ૨૦૧

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145