________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
કથાસાગર
પ્રેમલા કપડાં ભલે કનકધ્વજે ચંદ્રકુમારનાં પહેર્યા હતાં પણ આ ચંદ્રકુમાર નથી જ તે તેને ઓળખતાં જરાપણ વાર ન લાગી. એટલે તેણે તેને ઉપર પ્રમાણે તિરસ્કાર.
કનકધ્વજ બે “પ્રિયે! આવું શું બેલે છે? લગ્નને શું એટલે બધે ઉન્માદ છે કે ઘડીમાં પરણેલા પતિને પણ તમે વિસરી ગયાં ?'
આમ બેલી કનકધ્વજ સીધે પલંગ ઉપર બેઠે એટલે એકદમ પ્રેમલા પલંગ ઉપરથી ઉતરી દૂર ઉભી રહી.
પલંગ ઉપર બેઠેલ કનકદેવજ હસતે હસતે બે કેમ દૂર ભાગે છે? આપણું ઉત્તમ જેવું દૈવે મેળવ્યું છે તેને સુખથી સફળ કરીએ. હું સિંહલને રાજપુત્ર અને તું સોરઠની રાજપુત્રી. તારે તારા પિતાને ત્યાં કે મારે ત્યાં શું કમીના છે? દેવિ ! પ્રથમ રાત્રેજ રીસાઓ તે કેમ કામ આવે?
કનકધ્વજ ઉભે થઈ હાથ પકડવા ગયે ત્યાં રાજકુમારી બેલી “છેટે ઉભું રહે. તારામાં એવું શું રૂપ નીતરી જતું હતું કે તને ભોંયરામાં રાખે હશે? તારા આખા શરીરે તે કોઢ છે. પરણનાર મારો પતિ તું નથી.”
ત્યાં તો ધાવમાતા કપિલા આવી. અને બેલી “વહુ આમ શરમાઈ દૂર શું ઉભાં છે? તમને ભ્રમ થયે કે શું ? પરણે પુરો કલાક થયો નથી ને વરને કહે છે કે આ મારે વર નહિ. આ તે રાજાને પડાવ.. બીજું અહિં પેસવાની કોણ હિંમત કરે ?”
પ્રેમલા બોલી “ડોશી વિચારીને બેલે. તમે લાકડે માંકડું વળગાડવાને ધંધે લઈ બેઠાં લાગે છે. એમ વળગી પડે દહાડે નહિ વળે સમજ્યાં ?'
For Private And Personal Use Only