Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ગયેલી કમર સીધી થઈ ગઈ, અને રાજાને સંપૂર્ણ રોગમુક્ત બનાવી, કુબ્જ (કુબડા) પાંચથી સુંદર પાંડ્ય બનાવી દીધા. સુંદર પાંચને શરત અનુસાર પોતાનો રોગમુક્ત કરનાર જ્ઞાનસંબંધરને પોતાના ગુરુ બનાવીને પોતે વિધિવત્ શૈવ ધર્મ અંગીકાર કરી લીધો.
સુંદર પાંચને જૈન-ધર્માવલંબીથી શૈવ-ધર્માવલંબી બનાવી લીધા પછી રાજા અને પ્રજાવર્ગના મન પર જ્ઞાનસંબંધરનો પૂરતો પ્રભાવ પડ્યો. જ્ઞાનસંબંધરે પાંડ્યરાજાની મહારાણી અને મહામંત્રી સાથે મંત્રણા કરી જૈન મુનિઓને પોતાના ધર્મની મહાનતા સિદ્ધ કરવાનો પડકાર ફેંક્યો અને પોતાના પક્ષધર રાજસત્તાના બળ પર, છળથી જૈનોની સાથે ચમત્કારિક દ્વન્દ્વ કર્યા. તે ધાર્મિક દ્વન્દ્વોમાં જૈનોને પરાજિત કર્યા. ‘પેરિયપુરાણ’ અને ‘જૈન સંહાર ચરિમ્' આદિ શૈવ સાહિત્યના ઉલ્લેખાનુસાર મદુરામાં ૫૦૦૦ જૈન શ્રમણોને સુંદર પાંચની આજ્ઞાથી ઘાણીમાં પિલાવીને મારી નાખ્યાં.
આ પ્રમાણે જ્ઞાનસંબંધરના નિર્દેશનમાં શૈવોએ જૈન મઠો અને જૈનમંદિરોને નષ્ટ કરવાનું અને જૈન-ધર્માવલંબીઓને બળપૂર્વક ધર્મપરિવર્તન કરાવડાવી શૈવ-ધર્માવલંબી બનાવવાનું શરૂ કર્યું.
બીજી બાજુ અપ્પર નામક ચૈવસંતે પલ્લવરાજ મહેન્દ્રવર્મનને જૈનથી શૈવ - ધર્માવલંબી બનાવીને તેમના સહયોગથી કાંચી નગરમાં જૈનોના સામૂહિક સંહાર, બળજબરીથી સામૂહિક ધર્મપરિવર્તન, મઠ-મંદિર-વસદિ પ્રભૃતિ જૈન ધર્મસ્થાનોના વિધ્વંસન આદિ અત્યાચાર કરવાના શરૂ કર્યા.
આ બધાનું પરિણામ એ આવ્યું કે મોટી સંખ્યામાં જૈનો જીવ બચાવવા માટે મદુરા અને કાંચી નગરમાંથી ભાગીને અન્યત્ર (બીજે) ચાલ્યા ગયા. જે જૈનો પાછળ રહી ગયા તેમનામાંથી મોટા ભાગનાઓને બળજબરીપૂર્વક શૈવ-ધર્માવલંબી બનાવી દેવામાં આવ્યા. અને જે લોકોને ધર્મમાં અતૂટ આસ્થા હતી અને જે પોતાના ધર્મને પ્રાણોથી પણ પ્રિય માનતા હતા, તે જૈનોને આ બંને શૈવસંતોના અનુયાયીઓ દ્વારા મોતને ઘાટ ઉતારી નાખવામાં આવ્યા. વસ્તુતઃ શૈવો દ્વારા જૈનોના સામૂહિક સંહાર એટલા બધા ભીષણ અને હૃદયવિદારક હતા કે, શૈવ સાહિત્યમાં ઉપલબ્ધ આ ઘટનાઓનું વર્ણન, સાચી ઘટનાઓની સામે ફિક્કું લાગે છે.
જૈન ધર્મ પર આ એક એવો પ્રહાર હતો, જેને ધાર્મિક વિપ્લવ કહી શકાય. આ ધાર્મિક વિપ્લવથી તમિલનાડુમાં શતાબ્દીઓથી ઠોસ જામેલા જૈન ધર્મને અપૂરણીય ક્ષતિ થઈ. પેરીયપુરાણ, સ્થલપુરાણ વગેરે જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) 333
૩૭૬ ૧૧૩