Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
વધ્યો ત્યારે પુલકેશિન દ્વિતીયએ પોતાની વિશાળ સેના લઈને હર્ષવર્ધનની આગળ વધતી સેનાઓને રોકી. નર્મદા તટ પર હર્ષવર્ધન અને ચાલુક્યરાજ પુલકેશિન દ્વિતીયની સેનાઓ વચ્ચે નિર્ણાયક યુદ્ધ થયું. ઘણા સંઘર્ષ પશ્ચાત્ હર્ષવર્ધનનો પરાજય થયો. - હર્ષ રાજસિંહાસન પર આરૂઢ થતાં પહેલાં જ અનેક મુસીબતોથી ઘેરાયેલો હતો. પરંતુ તેણે ધર્મ અને સાહસની સાથે ભારતમાં એક સાર્વભૌમ સત્તાસંપન્ન કેન્દ્રીય રાજ્યની સ્થાપના માટે આજીવન સંઘર્ષ કર્યો. પ્રતિકૂળ પરિસ્થિતિઓ હોવા છતાં પણ પોતાના ધ્યેયથી ક્યારેય વિચલિત થયો નહિ. તે સંપૂર્ણ ભારતને એક સશક્ત શાસનસૂત્રના રૂપમાં ગૂંથી તો ન શક્યો, પરંતુ એ એક પ્રસ્તુટ સત્ય છે કે તેણે ઉત્તર ભારતમાં એક સશક્ત રાજાના રૂપમાં લગભગ ત્રણ દાયકાથી વધારે સમય સુધી શાસન કર્યું હતું. રણકુશળતા, સાહસ, સાહિત્યસેવા અને શાલીનતા જેવા ઉત્કૃષ્ટ ગુણોના કારણે તે ભારતના ઇતિહાસમાં અમર થઈ ગયો. ખરેખરમાં તે એક મહાન શાસક હતો.
હર્ષ જે રીતે તલવાર ચલાવવામાં નિપુણ હતો એવી જ રીતે લેખનકલા અને સાહિત્યસર્જનમાં પણ તે નિષ્ણાત હતો. બાણ અને મયૂર જેવા ઉચ્ચ કોટિના કવિઓ, જેમને ભારતમાં અગ્રગણ્ય કવિઓ માનવામાં આવ્યા છે, તેઓ હર્ષની રાજસભામાં ઉપસ્થિત હતા. સ્વયં હર્ષે રત્નાવલી', “પ્રિયદર્શિકા' અને “નાગાનંદ' જેવા ઉચ્ચ કોટિનાં નાટકોની રચના કરી. આ ત્રણે નાટક તે સમયમાં ખૂબ જ લોકપ્રિય હતાં. નૃત્ય અને સંગીતની સાથે, ઠેર-ઠેર આ નાટકો અભિનય સાથે ભજવવામાં આવતાં હતાં. હર્ષનો કોઈ ઉત્તરાધિકારી ન હોવાના કારણે પુષ્પભૂતિ વંશના શક્તિશાળી સામ્રાજ્યનો તેના મૃત્યુની સાથે અંત આવ્યો.
૧૨૦ [969696969696969696962 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)