Book Title: Jain Dharm Ane Natak
Author(s): Kirtiyashvijay
Publisher: Navinchandra Khimji Mota

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે વખતે તેમનાં હૃદયમાં જરાપણ ન હતી કુતુહલવૃત્તિ કે ન હતી મનોરંજનની વૃત્તિ, તેમને કોઈને ખુશ નહોતા કરવા કે કેઈને આકર્ષણ પેદા નહોતુ કરવું. તેમને નૃત્ય નાટકથી પસા પણ પેદા નહતા કરવા કે માન સન્માન પણ નહેાતા મેળવવા, એમને તો કેવળ સમર્પણ ભાવ અને ભક્તિભાવને સંતોષ્યાનું સુખ મેળવવું હતું. આ ઉપરથી સ્પષ્ટ સમજાય એવું છે કે નૃત્ય નાટક એ ભક્તિનું અંગ અવશ્ય છે પણ તે નૃત્ય નાટકનો આશ્રય તે જ લઈ શકે કે જેના હદયમાં ભગવંત પ્રત્યે-ભગવંતની આજ્ઞા પ્રત્યે પૂર્ણ ભકિત ભાવ અને સમર્પણ ભાવ હોય. જે પોતાની શક્તિ અને સામગ્રીને ભગવચરણોમાં સમર્પિત કરી હોય, જેને તેથી પણ સંતોષ થતો ના હોય તેવા સુયોગ્ય આત્માએ નૃત્ય નાટક કરી શકે, અને તે પણ ભગવંતની સન્મુખ અને પિતાના ભકિતભાવ-સમર્પણ ભાવને વ્યકત ક્રર્યાનો આનંદ મેળવવા માટે જ. પરંતુ જનસમુદાય સન્મુખ મનોરંજન માટે, પૈસા કમાવવા માટે કે માન સન્માન મેળવવા માટે નહિ. વળી દેવ–દેવેન્દ્રાદિકે આ નૃત્ય-નાટકરે લોકોને બોધ આપવા અને સમજાવવા માટે પણ નહોતા કર્યા કારણ કે–તે માનતા હતા કે લોકોને બોધ આપવાની, ઉપદેશ આપવાની અને માર્ગદર્શન આપવાની યેગ્યતા અમારામાં નથી. અમારામાં જ્ઞાન કેટલું ? એ યેગ્યતા તો પરમતારક શ્રી તીર્થંકર પરમાત્મામાં, તેઓ શ્રીના ગણધર–દેવમાં તેમની પાટે આવેલા આચાર્યોમાં અને એ આચાર્યોની આજ્ઞામાં રહેલ ગીતાર્થ ગુરૂદેવમાં હોય છે. કારણ કે ઉપદેશ આપવો તે ભૌયા કે ભાટનું કામ નથી, અગીતાર્થ એવા સુસાધુઓનું પણ કામ નથી પરંતુ ગીતાર્થ ગુરૂભગવંતનું છે. આથી ઉપદેશ કે બાધ એ નૃત્ય નાટકના માધ્યમથી કદી ન આપી શકાય એ વાત સમજાય તેવી છે. આ નૃત્ય-નાટક પ્રવૃત્તિની પુષ્ટિ કરવા રાવણ અને મંદદરીનું દષ્ટાંત અપાય છે. પણ આવા પૂર્વ પુરૂષનાં દાખલા આપનાર મહાનુભાવો કેમ વિચાર નહિ કરી શકતા હોય કે–તે પૂર્વ પુરૂષોનાં દષ્ટાંતો દરેક બાબતમાં લેવા તે હિતકર નથી. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32