Book Title: Jain Darshanma Kelavani Vichar
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 62
________________ જૈનદર્શનમાં કેળવણી વિચાર ધર્મમાં અઢળક અને અમૂલ્ય એવું કથાસાહિત્ય હોવા છતાં ખ્રિસ્તી ધર્મને વાર્તાકથન દ્વારા જે લાભ મળે છે, તેનો લાભ આપણને મળતો નથી. આપણે ત્યાં જૈન ધર્મવિષયક અનેક વેબસાઈટો ઉપલબ્ધ છે. જૈન સ્પિરિટ, જૈન વર્લ્ડ, જિનવાણી, જૈન ગ્રંથ, અહિંસા, શાકાહાર, જૈન યુનિવર્સિટી, જૈન મંદિરો, જૈન તીર્થસ્થાનો, જૈન ડિરેક્ટરી, લગ્નવિષયક માહિતી, આગમો, જૈન સ્થાપત્યો, જૈન સમાચારો, દરેક જગ્યાના જૈન સમાજ વિશે – આવી અનેક વેબસાઈટો જોવા મળે છે. કેટલાક ધર્મગુરુઓ વેબ-સેવી હોય છે. તેમની વેબસાઈટ, બ્લોગ, ટ્વિટર અને ફેસબુક જોવા મળે છે. જૈન ધર્મના શિક્ષણમાં સૌ પ્રથમ તો પરિભાષાની મુશ્કેલી રહેવાની. આવાં માધ્યમોમાં તેની સ્પષ્ટતા કરવી જરૂરી છે. આમ થાય તો જ જૈનેતર લોકો તેનું યોગ્ય અર્થઘટન કરી શકે અને યોગ્ય સંદર્ભમાં સમજી શકે. ધર્મના શિક્ષણ અને અન્ય પ્રકારના શિક્ષણમાં મહત્ત્વનો ભેદ છે. ધર્મના શિક્ષણમાં જે શાસ્ત્રો છે તેમાં ભૂલો ન ચાલે. જયારે અન્ય કોર્સમાં થોડી ભૂલો હોય તો વિદ્યાર્થી સુધારીને વાંચી લે છે. આ બધાં માધ્યમોને કારણે ધર્મનો વ્યાપ ઘણો વધ્યો છે, પણ ઊંડાણ વધ્યું છે ખરું? માનવી ટ્રેનિંગથી ટેકનોલોજી તો શીખી જાય છે, પરંતુ તેની સાથે નૈતિકતાના પાઠ ટેકનોલોજી શીખવતી નથી. ધર્મમાં ‘ભાવ' નું વિશેષ મહત્ત્વ છે. ભગવાનની પૂજા કરવા ઊભો રહેલો ભક્ત ત્યાંના વાતાવરણથી અને તે સ્થળના શુભ ભાવોથી આંદોલિત થશે. તે વાત વર્ચ્યુઅલ પૂજામાં નહીં આવે. સોમનાથ મંદિર કે અંબાજી માના દર્શન અને આરતી ઘરે બેઠા થઈ શકે છે, પરંતુ તે સ્થળે જે ભક્તિભાવનું વાતાવરણ સર્જાય છે તેની અનુભૂતિ નહીં થાય. જૈનદર્શનમાં કેળવણી વિચાર આજે ટેલિવિઝન પર ધાર્મિક ચેનલોનું પૂર આવ્યું છે ત્યારે વિચાર એ કરવાનો રહે કે આ ચેનલો જૈન ધર્મની ભવ્ય અને સમૃદ્ધ ધાર્મિક પરંપરાને પ્રગટ કરે છે કે પછી ફિલ્મ, હાસ્ય, સ્પોર્ટ્સ અને ફેશનનું ટેલિવિઝનમાં વ્યવસાયીકરણ થયું છે એવું ધાર્મિક ચેનલોનું વ્યવસાયીકરણ થઈ રહ્યું છે? જૈન ધર્મની સાચી ઓળખ આ ચેનલ આપે છે ? ભારત પર પાશ્ચાત્ય સંસ્કૃતિનું પ્રબળ આક્રમણ થઈ રહ્યું છે, ત્યારે આ ચેનલ એનો સામનો કરવા માટે દર્શકોને સજજ કરે તેવી છે? આપણી પાસે આગમ ગ્રંથો અને વિપુલ સાહિત્ય છે. ભાગ્યે જ કોઈ બીજા સમાજ જૈન સમાજની જેમ જ્ઞાનભંડારોમાં પોતાનો સાહિત્યિક વારસો સાચવ્યો છે, પણ આવા તત્ત્વજ્ઞાન-સમૃદ્ધ અથવા તો જીવનઘડતર કરે તેવા મૂલ્યવાન ગ્રંથોની ઝાંખી આ ચેનલ કરાવે છે ખરી? ટેલિવિઝન દ્વારા આપણા દીવાનખંડમાં આપણી ભાવનાઓ અને મૂલ્યોનો નાશ કરનાર દૈત્ય આવીને બેઠો છે એવી કાગારોળ ઘણાએ મચાવી છે. આ સમયે જૈન ધર્મની ચેનલ દ્વારા આપણાં મૂલ્યો ઉજાગર કરે અને મૂળભૂત સંસ્કારો દૃઢ કરે એવા કાર્યક્રમો પ્રસારિત થાય છે ખરા? આ પ્રશ્નો વિશે વિચારીએ ત્યારે ચિત્તમાં નિરાશા જાગે છે. આનું કારણ એ છે કે ચેનલ પર ધાર્મિક પ્રવચન પ્રસારિત કરવા માટે ચૅનલના સંચાલકને સારી એવી રકમ આપવી પડે છે. સામાન્ય રીતે કલાકના કાર્યક્રમના પ્રસારણ માટે સમયની ફાળવણી મુજબ પચાસ હજારથી એક લાખ રૂપિયાની રકમ લેવાય છે. આથી જે સંત અથવા તો એમની સંસ્થા કે એમના અનુયાયી આ રકમ ચૂકવી શકે, એ જ વ્યક્તિ ચેનલ પર પ્રવચનને પાત્ર બને છે. રકમ પ્રમાણે કાર્યક્રમનો સમય ફાળવવામાં આવે છે. ઓછી રકમ આપનારને વહેલી સવારે ૪ કે ૫ વાગ્યે કાર્યક્રમ મળે અને વધુ રકમ આપનારને સવારે ૮.૩0 ની ૧૨૦ + ૧૨૧

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70