Page #1
--------------------------------------------------------------------------
________________
જેમ
દર્શનમાં
કેળવણી વિશાર
ગુણવંત બરવાળિયા
5
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
સંપાદન :ગુણવંત બરવાળિયા
પ્રકાશક :અહંમ સ્પીરીચ્યુંઅલ સેંટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ અને
લિટરરી રિસર્ચ સેંટર ૨, મેવાડ, પાટનવાલા એસ્ટેટ, લાલબહાદુર શાસ્ત્રી માર્ગ,
ઘાટકોપર (વે), મુંબઈ - ૪૦૦૦૮૬.
ફોન નં. ૦૨૨-૪૨૧૫૩૫૪૫
Page #3
--------------------------------------------------------------------------
________________
Jain Darshanma Kelvani Vichar
Edited by: Gunvant Barvalia Feb. 2017 Courtesy: Shri Khimjibhai Chhadva
અર્પણ
જૈનદર્શનમાં કેળવણી વિચાર (જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૧૫ ના પ્રાપ્ત શોધપત્રોનો સંચય) સંપાદન: ગુણવંત બરવાળિયા
જેમણે વર્ષો સુધી જૈન સાહિત્ય સમારોહનું સફળ
મૂલ્ય : રૂા. ૧૦૦/
આયોજન કર્યું, જ્ઞાનસત્રોમાં ચિંતનસભર શોધપત્રો પ્રસ્તુત
કરવાનો સમ્યક્ પુરુષાર્થ કર્યો, એવા પ્રબુદ્ધજીવન’ ના વિદ્વાન તંત્રી ડૉ. ધનવંતભાઈ શાહની પાવન સ્મૃતિને
પ્રકાશક: અહંમ સ્પીરીચ્યુંઅલ સેંટર સંચાલિત SKPG જેન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેંટર, ઘાટકોપર, મુંબઈ. ફોન નં. ૦૨૨-૪ર૧૫૩૫૪૫ gunvant.barvalia@gmail.com
વિનમ્ર ભાવે .......
મુદ્રણ વ્યવસ્થા: સસ્તુ પુસ્તક ભંડાર, અમદાવાદ.
Page #4
--------------------------------------------------------------------------
________________
નિવેદન
અહમ સ્પીરીચ્યુંઅલ સેંટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેંટર આયોજિત, ડૉ. રતનબેન ખીમજીભાઈ છાડવા પ્રેરિત, પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈના પ્રમુખસ્થાને અમદાવાદ ગુજરાત વિશ્વકોશ ભવનમાં તા. ૧૮ અને ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૮ માં જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૧૫ યોજાઈ રહ્યું છે.
વિદ્વાનો દ્વારા સત્રમાં પ્રસ્તુત થનાર “જેનદર્શનમાં કેળવણી વિચાર” વિષયક શોધપત્રો અને નિબંધોને ગ્રંથસ્થ કરી આપની સમક્ષ મૂકતાં આનંદ અનુભવું છું. ૨૦૧૬ જૂનમાં અમરેલી ખાતે યોજાયેલ જેન સાહિત્ય જ્ઞાનસત્ર ૧૪ માં પ્રસ્તુત થયેલ કેળવણી અંગેના લેખો પણ આમાં સમાવિષ્ટ કર્યા છે. જ્ઞાનસત્રનો બીજો વિષય “વિનયધર્મી પરના શોધપત્રો અલગ ગ્રંથો દ્વારા પ્રગટ કરેલ છે.
જૈનધર્મમાં શિક્ષણ અને કેળવણીને એક અલગ જ દેષ્ટિબિંદુથી જોવામાં આવે છે. આ લેખોમાં શિક્ષણના અલગ અલગ પાસાઓને ઉજાગર કરવામાં આવ્યા છે.
વિદ્વાનોએ શોધપત્રો પાઠવ્યા છે અને પ્રસ્તુતિ માટે ઉપસ્થિત રહેવાની સંમતિ દર્શાવી છે. તે માટે તેઓનો આભાર માનું છું.
સંપાદનકાર્યમાં મારા ધર્મપત્ની ડૉ. મધુબહેનનો સહયોગ મળ્યો છે.
જ્ઞાનસત્રના આયોજન કાર્યમાં ખીમજીભાઈ છાડવા, ડૉ. નલિનીબહેન દેસાઈ તથા પ્રકાશભાઈ શાહનો પુરુષાર્થ અનુમોદનીય
જૈનદર્શનમાં કેળવણી વિચાર -
અનુક્રમણિકા ક્રમ વિષય
લેખકનું નામ ૧. જૈનદર્શનમાં કેળવણી વિચાર ડૉ. રતનબેન છાડવા ૭ ૨. જૈન શિક્ષણ દ્વારા ધર્મમૂલ્યો મિતેશભાઈ શાહ ૩. વર્તમાનમાં અસરકારક જૈનશિક્ષણની ડૉ. છાયાબેન શાહ
પદ્ધતિઓ ૪. જૈન ધર્મમાં કેળવણીનું મહત્ત્વ પ્રદીપકુમાર ટોલીયા ૨૯ ૫. જૈનદર્શનમાં શિક્ષણ કેળવણીના માર્ગે ડૉ. સેજલ શાહ ૬. આદર્શ પાઠશાળા
સ્મિતા પિનાકીન શાહ ૪૬ ૭. કેળવણીમાં માનવીય મૂલ્યો અને ગુણવંત બરવાળિયા
નૈતિક શિક્ષણ ૮. જૈન શિક્ષણ અને બાળમાનસ ડૉ. ભાનુબેન સત્રા ૯. જૈન ધર્મમાં શિક્ષણ અંગેની વિચારણા જિતેન્દ્ર કામદાર ૧૦. મૂક્તિ અપાવે તે જ વિદ્યા ચેતન ચંદુલાલ શાહ ૧૧. જૈન ધર્મ અને શિક્ષણમાં તેનું અવગાહન સુધાબેન ખંઢેરિયા ૧૨. સાંપ્રત સમયમાં જૈન ધર્મના શિક્ષણની પારુલબેન ગાંધી
રૂપરેખા ૧૩. જૈન શિક્ષણ સંસ્કારિત શિક્ષણ ખીમજીભાઈ છાડવા ૯૦ ૧૪. જૈન ધર્મમાં કેળવણીની વિચારણા ભારતી દીપક મહેતા ૯૩ ૧૫. જૈન ધર્મ સંદર્ભે તપોવન ગુરુકુળ મિતેશભાઈ શાહ ૧૦૩
શિક્ષણ પદ્ધતિ ૧૬. સમૂહ માધ્યમો અને જૈન ધર્મનું શિક્ષણ ડૉ. પ્રીતિ શાહ ૧૭. જૈન શિક્ષણ : એક વિશ્લેષણ સુરેશભાઈ પંચમીયા ૧૧૮ ૧૮. સુવ્રતી, દીક્ષાર્થી વિ. ને જૈન શિક્ષણ ડૉ. મધુબહેન બરવાળિયા ૧૨૨ ૧૯. એક વિશિષ્ટ જૈન શિક્ષણ પદ્ધતિ શૈલેષી અજમેરા ૧૨૫
૧૦૯
જાન્યુ. ૨૦૧૦
ગુણવંત બરવાળિયા
Page #5
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફ્લિોસોફિક્લ એન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર, મુંબઈ - ઘાટકોપર
સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મહારાજસાહેબની શ્રુતપ્રભાવના વિશિષ્ટ હતી. શાસ્ત્રગ્રંથોનું પરિશીલન, તાડપત્રીય ગ્રંથોનો સંગ્રહ અને જાળવણી, શાસ્ત્રભંડારો અને પાઠશાળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું.
આ સંદભમાં પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મયોગિની પૂ. લલિતબાઈ મ.સ. નાં વિદ્વાન પૂ. ડૉ. તરુલતાજીની પ્રેરણાથી સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણગુરુ જન્મશતાબ્દી સમિતિ, મુબંઈના સહયોગથી ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજ્યશ્રીની જન્મશતાબ્દી પ્રસંગે સંસ્થાએ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફી એન્ડ લિટરરી રિસર્ચ સેન્ટરની સ્થાપના કરી છે. સેન્ટરનો ઉદ્દેશ આ પ્રમાણે છે :
• જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું. • સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મનાં સાહિત્યનું પ્રકાશન કરવું.
• જૈન ધર્મનાં તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજૂઆત કરવી.
• પ્રાચીન હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ કરવી.
• જૈન ધર્મને કેન્દ્રમાં રાખી માનવધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો.
• જૈન સાહિત્યમાં અધ્યયન અને સંશોધન માટે Workshop કાર્ય-શાળાનું આયોજન કરવું.
• જૈન સાહિત્ય જ્ઞાનસત્રનું આયોજન કરવું.
• વિદ્વાનો અને સંતોનાં પ્રવચનોનું આયોજન કરવું.
ધર્મ અને સંસ્કારનો વિકાસ અને સંવર્ધન થાય તેવી શિબિર અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવું, સંસ્કારલક્ષી, સત્ત્વલક્ષી અને શિષ્ટ સાહિત્યનું પ્રકાશન કરવું. • અભ્યાસ નિબંધ વાંચન (Paper Reading), લિપિ-વાંચન અને પ્રાચીન જૈન ગ્રંથો (OldJain Manuscript) નું વાંચન.
* જૈન ધર્મ પર સંશોધન M.A., Ph.D., M.Phill કરનારાં જિજ્ઞાસુ, શ્રાવક, સંતસતીજીઓને સહયોગ અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન.
• જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પ, સ્થાપત્યના ફોટાઓ વગેરે સી.ડી. તૈયાર કરાવવી.
• દેશ-વિદેશનમાં જૈન ધર્મ પર પરિસંવાદ, પ્રવચન - આયોજન, ઈન્ટરનેટ પર ‘વેબસાઈટ’ દ્વારા જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્ય વિષયક માહિતીનો પ્રચાર કરવો. સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ આપના સહયોગની અપેક્ષા સાથે જૈન ફિલોસોફિકલ એન્ડ ટ્રસ્ટી અને માનદ્ સંયોજક લિટરરી રિસર્ચ સેન્ટર, અર્હમ સ્પીરીચ્યુલ સેન્ટર
ગુણવંત બરવાળિયા
મો. ૦૯૮૨૦૨૧૫૫૪૨
E-mail:gunvant.bharvalia@gmail.com
જૈનદર્શનમાં કેળવણી વિચાર જૈનદર્શનમાં કેળવણી વિચાર
ડૉ. રતનબહેન ખીમજી છાડવા
ચીની ભાષામાં એક કહેવત છે કે – જો એક વર્ષનો વિચાર કરવો હોય તો દાણા વાવો, જો દાયકાનો વિચાર કરવો હોય તો વૃક્ષ વાવો અને જો સદીનો વિચાર કરવો હોય તો શિક્ષણ આપો – કેળવણી આપો.’
ખેતરમાં ઊગેલ કપાસ સીધેસીધું આપણી મર્યાદા જાળવવાનું કામ કરી શકતો નથી, તેમ જ ઠંડીથી પણ એ આપણને રક્ષણ આપી શકતો નથી. પરંતુ જ્યારે વણકર દોરારૂપે ફેરવી કાપડનું રૂપ આપે છે, ત્યારે તે આપણા કામમાં આવે છે. આપણું જીવન પણ પેલા ખેતરમાં ઊગેલા કપાસ જેવું છે. એમાંથી આપણને કાપડ બનાવવું પડે છે. કાપડ બનાવવાનું કામ કેળવણીરૂપે શિક્ષણ કરે છે. એ જ આપણને અને સમાજને ઉપયોગી બનાવે છે. એટલે જ જીવન માટે ખોરાક જેટલો અનિવાર્ય છે, તેટલું જ મહત્ત્વ કેળવણીનું છે. મનુષ્યની સુષુપ્તશક્તિને જગાડનાર કેળવણી જ છે. કેળવણીનું આખરી અને સાચું લક્ષ્ય તો માનવને સાચો માનવ બનાવવાનું જ છે.
કેળવણીનો ઉદ્ભવઃ
કેળવણી ‘ક’ નો ઉદ્ભવ કેવી રીતે થયો તે જાણવું પણ જરૂરી છે. જૈન સંસ્કૃતિ આદિ સંસ્કૃતિ ગણાય છે. તેના આદ્યસ્થાપક વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ હતા. તેમણે લોકોને પ્રથમ કેળવણીરૂપે અસિ, મિસ અને કૃષિનું જ્ઞાન આપ્યું. ‘અસિ’ એટલે શસ્ત્રનું જ્ઞાન, ‘મિસ’ એટલે લેખનકળાનું જ્ઞાન તેમજ ‘કૃષિ’ એટલે ખેતીવાડીનું જ્ઞાન. તેમણે પોતાની પુત્રી બ્રાહ્મીને લિપિજ્ઞાન આપ્યું અને સુંદરીને અંકજ્ઞાન આપ્યું. સાથે-સાથે સ્ત્રીઓ
Page #6
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર માટે ચોસઠ કળાઓ અને પુરુષો માટે બોતેર કળાઓનું જ્ઞાન વિકસાવ્યું. આમ, બાહ્મી-સુંદરી કલા, શિલ્પ અને અંકગણિતની પ્રવર્તિકા બની. અબજો વર્ષ પહેલાં આ જ્ઞાનની ગંગોત્રી પ્રથમ ઋષભદેવથી શરૂ થઈ અને આજે એ વીસમી સદીમાં આવતાં-આવતાં વટવૃક્ષ બની ફૂલીફાલી છે. કેળવણીની પ્રાચીન પદ્ધતિઃ
પ્રાચીનયુગમાં આજના યુગની જેમ ખર્ચીલી કેળવણી ન હતી. ત્યારે આજની માફક ન તો ફી આપવી પડતી હતી, કે ન તો પુસ્તકોનો ભાર ઉપાડવો પડતો હતો. કુદરતના ખોળે નદીના તટે આવેલ આશ્રમમાં – ગુરુકુળમાં વિદ્યાર્થીઓ ભણતા. નાના-મોટા દરેક વિદ્યાર્થીઓને ગુરુ સમાનભાવે ભણાવતા, પછી ભલે એ વિદ્યાર્થી કોઈ રાજાનો પુત્ર હોય કે શ્રેષ્ઠીપુત્ર કે પછી ગરીબનો પુત્ર હોય, ગુરુ બધા પ્રત્યે સમભાવ રાખતા; તેમ વિદ્યાર્થીઓ પણ ગુરુ પ્રત્યે પ્રગાઢશ્રદ્ધા ધરાવતા. ગુરુકુળમાં વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે શ્રમ અને સ્વાવલંબનના પાઠ પણ ભણતા તેમજ આધ્યાત્મિક જ્ઞાન સહેજે મળી રહેતું. આમ, બૌદ્ધિકજ્ઞાન સાથે-સાથે શારીરિક, નૈતિક અને ધાર્મિક જ્ઞાન પણ મળતું. તેથી તેમનો સર્વાગી વિકાસ થતો હતો, જેથી તેમનામાં સુસંસ્કારોનું ઘડતર થતું. કેળવણીની અર્વાચીન પદ્ધતિઃ
સમયના વહેણ વહેતાં ગયાં તેમ-તેમ કેળવણી પદ્ધતિમાં પણ ફેરફાર થવા લાગ્યા. ગુરુકુળના સ્થાને પ્રાથમિક શાળાઓ આવી ગઈ અને વિવિધ ક્ષેત્રમાં ઉચ્ચશિક્ષણ માટે વિદ્યાલયોની સ્થાપના થઈ. કેળવણીના પ્રાચીન આદર્શમાં વધતા જતા વિકાસમાં એવી રીતે ફેરફાર થવા લાગ્યો કે નિત્યનો ગુરુ-શિષ્યનો સંસર્ગ ઘટવા લાગ્યો. ભારતીય સંસ્કૃતિની છાયા ધીરે-ધીરે ઝાંખી
જૈનદર્શનમાં કેળવણી વિચાર થવા લાગી અને પાશ્ચાત્ય શિક્ષણનો પ્રભાવ પડ્યો. આજનું શિક્ષણ માણસને વકીલ, ડૉક્ટર, શિક્ષક વગેરે બનાવે છે, પણ દુઃખની વાત એ છે કે તે માણસને માણસ બનાવી શકતું નથી. આજની કેળવણી મનુષ્યને ફક્ત પેટપૂર્તિ સુધી જ સીમિત બનાવી દે છે. વધુમાં વધુ પૈસા એકઠા કરવા અને વૈભવ-વિલાસમાં વૃદ્ધિ કરવી એ જ એકમાત્ર જીવનનો ઉદ્દેશ્ય બની ગયો છે. કેળવણીનો ધ્યેય પણ આ જ બની ગયો છે. આજનો વિદ્યાર્થી વિચારે છે કે – ‘તે જ કેળવણી ઉત્તમ છે, જે સારામાં સારો અર્થોપાર્જન કરાવે.' પૈસાનું આકર્ષણ જ્ઞાનમાં ઊંડા ઊતરવા દેતું નથી, એટલે જ આજનો કેળવાયેલો વર્ગ થોડા પૈસા મેળવી લે છે, પણ માનસિક શાંતિ પામી શક્તો નથી.
વર્તમાન શિક્ષણ પરીક્ષાલક્ષી છે, જીવનલક્ષી નથી. પરીક્ષામાં ઉત્તીર્ણ થવું એ જ જાણે શિક્ષણનું આખરી ધ્યેય છે. જેના કારણે શિક્ષણ વિદ્યાર્થીના જીવનમાં ઊંડે ઊતરતું નથી, સંસ્કારોનું સિંચન થતું નથી. એટલે જ શૈક્ષણિક પરીક્ષાઓમાં ઊંચા ગુણાંક સાથે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ પણ જગત અને જીવનની પાઠશાળામાં નિષ્ફળ પુરવાર થાય છે. વળી, ઉચ્ચશિક્ષણ પણ મોટે ભાગે બેકારો અને સામાન્ય કારકુનો સર્જે છે. એ હકીક્ત શિક્ષણના આખા માળખાનો પાયાનો કચાશનો બોલતો પુરાવો છે. શિક્ષણ પૂરું કર્યા પછી કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે' એ વિચારે આજનો વિદ્યાર્થી ઊંડી હતાશામાં ડૂબી જાય છે. અંધકારમય ભાવિ એ આજના વિદ્યાર્થીની સૌથી ગંભીર સમસ્યા છે.
વિદ્યાર્થીની આ સમસ્યાઓનો ઉકેલ વિદ્યાર્થીના હાથમાં નથી, પરંતુ સમાજ અને સરકારના હાથમાં છે. આપણી સમગ્ર શિક્ષણ-વ્યવસ્થા વધુ સધ્ધર અને સ્થિર બને, વિદ્યાર્થીઓનો સર્વાગી વિકાસ થાય એવી શિક્ષણપ્રણાલી જૈનદર્શનમાં જોવા મળે છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
‘જૈનદર્શન’ ની મૂલ્યપરક કેળવણી :
વર્તમાન યુગમાં મનુષ્યને પ્રતિદિન અનેક વિષમતાઓનો સામનો કરવો પડે છે. એના જીવનમાં અનેક વિકટ પરિસ્થિતિઓ પણ આવ્યા જ કરે છે. જે મનુષ્યના મગજમાં નિરંતર તણાવ (સ્ટ્રેસ) પેદા કરે છે. મનુષ્યમાં આ તણાવને સહન કરવાની શક્તિ નથી. આવી પરિસ્થિતિમાં શું એ સંભવ છે કે શિક્ષણ એને મદદ કરી શકશે ? જવાબ ‘ના’ માં જ હશે એટલા માટે આજના શિક્ષણ સાથે એવું શિક્ષણ જોડવું જોઈએ કે – જેનાથી મનુષ્યમાં મનોબળ વિકસિત થાય. સહિષ્ણુતા વધે, માનસિક સંતુલન બની રહે અને ચિંતનમાં વિધાયક દૃષ્ટિ તેમજ સમ્યક્દષ્ટિ હોય.
શિક્ષણ પ્રત્યેક ક્ષેત્રના વિકાસનો આધાર છે. સંતુલિત શિક્ષાપ્રણાલી એટલે કે વ્યક્તિનો સર્વાંગીય વિકાસ. જેમાં વ્યક્તિના ચાર પાસાનો જેમ કે – ‘શારીરિક, માનસિક, બૌદ્ધિક અને ભાવાત્મક સંતુલિતરૂપમાં વિકાસ થાય.' આજના શિક્ષણમાં આ ચાર પાસામાંથી બે જ પર ધ્યાન આપવામાં આવે છે – તે છે શારીરિક અને બૌદ્ધિક વિકાસ બાકીના બે પાસા ઉપેક્ષિત છે. આજે શારીરિક વિકાસ ખૂબ થયો છે અને બૌદ્ધિક-વિકાસ પણ પ્રતિદિન આગળ ને આગળ વધી રહ્યો છે પરંતુ માનસિક અને ભાવાત્મક વિકાસ સંપૂર્ણપણે થતો નથી. એટલે જ શિક્ષણપદ્ધતિનો આ અસંતુલન દૂર કરવાની જરૂર છે; કારણ કે આ અસંતુલન પોતાનો પ્રભાવ લગભગ બધાં જ ક્ષેત્રો જેમ કે – ચિકિત્સા, પ્રશાસનિક, રાજનૈતિક, ઔદ્યોગિક, ન્યાયતંત્ર વગેરેમાં દેખાડી રહ્યો છે.
આપણે અપેક્ષા કરીએ છીએ કે - ‘શિક્ષણથી સારી પેઢીનું નિર્માણ થાય. સ્વસ્થ અને સારો સમાજ બને.’ શિક્ષણશાસ્ત્રી પણ એ જ ઇચ્છે છે કે
આજનો વિદ્યાર્થી સુસંસ્કારી બને, સારો નાગરિક બને, પરંતુ આ ધારણા સફળ થતી નથી; કારણ કે આજની શિક્ષણપદ્ધતિનો માર્ગ સાચો નથી. સાથે-સાથે
૧૦
જૈનદર્શનમાં કેળવણી વિચાર
દરેકના મોઢે પણ સાંભળવા મળે છે કે ‘આજની શિક્ષણપદ્ધતિ' અપૂર્ણ અને અપર્યાપ્ત છે. જૈનદર્શનના જીવનવિજ્ઞાનના પરિપેક્ષ્યમાં આજના શિક્ષણમાં ક્યાં-ક્યાં ત્રુટિઓ છે તેનું સ્પષ્ટતાથી વિવરણ કરવામાં આવ્યું છે. જેમ કે – પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઃ
૧.
પ્રત્યેક વ્યક્તિના જીવનમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિનું સંતુલન હોવું જરૂરી છે. જ્યાં આ સંતુલન બગડે છે, ત્યાં સમસ્યાઓ ઊભી થાય છે. જેમ કે – ફક્ત પ્રવૃત્તિ માણસને પાગલપણાની તરફ લઈ જાય છે, જ્યારે ફક્ત નિવૃત્તિ માણસને નકામો બનાવી દે છે. એટલે જ સક્રિયતા અને નિષ્ક્રિયતાનું સંતુલન હોવું જરૂરી છે.
૨.
જીવનની ઉપેક્ષા:
મનુષ્ય પોતાની ભૌતિકક્રિયાઓ જેવી કે ખાવું, પીવું, સંપત્તિ વગેરે જીવનજરૂરિયાતો પૂરી કરવામાં સહાયક થવાવાળું શિક્ષણ પ્રાપ્ત કરે છે અને એ જ શિક્ષિત કહેવાય છે. આ બધી જ વાતો શિક્ષણની સીમામાં આવી ગઈ છે, પરંતુ સ્વયંના વિષયમાં પણ જાણવું જરૂરી છે. પોતાના જીવનનું મૂલ્ય શું છે ? એવી ધારણા સામાજિક શિક્ષણમાં થઈ નથી.
૩.
મન અને પ્રાણશક્તિની ઉપેક્ષા
આજની શિક્ષણપદ્ધતિમાં બૌદ્ધિકવિકાસને જ શિક્ષણનું અંગ માનવામાં આવ્યું છે. પરંતુ મનને શિક્ષણનો વિષય બનાવ્યો નથી. આજના શિક્ષણથી બુદ્ધિ ભલે તેજ થઈ છે, પરંતુ વિકૃતિઓને, દોષોને દૂર કરી શકાતા નથી. મનની ચંચળતાના કારણે જ આ વિકૃતિઓ ઉત્પન્ન થાય છે. જેના કારણે મનુષ્યમાં સંસ્કારિતા આવતી નથી. મનને પ્રશિક્ષિત કર્યા વગર વિકારો દૂર થશે નહિ. પરંતુ આજના શિક્ષણમાં બધા જ વિષયો આવે છે, પરંતુ મનને પ્રશિક્ષિત કરવાનો કોઈ ઉપક્રમ આવ્યો નથી. એવી જ રીતે પ્રાણશક્તિના વિષયમાં પણ
૧૧
Page #8
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
કોઈ ચિંતન કરવામાં આવ્યું નથી. કોઈપણ વિદ્યાર્થી જાણતો નથી કે તેની અંદર અસીમ શક્તિઓ છુપાયેલી છે. જે એવા સમયે કામ આવે છે કે જ્યારે શરીરની શક્તિ કામ ન આવે, અર્થાત્ કમજોર વ્યક્તિ પણ પ્રાણશક્તિના આધારે બળવાન વ્યક્તિથી વધારે કામ કરી શકે છે. આજનો વિદ્યાર્થી પ્રાણશક્તિથી અજાણ હોવાથી તેને એના પર ભરોસો નથી; કારણ કે આજના શિક્ષણમાં પ્રાણશક્તિનું કોઈ પ્રશિક્ષણ આપવામાં આવતું નથી.
૪.
પ્રાણશક્તિનું અસંરક્ષણ
ચિત્તની જેટલી ચંચળતા, અસંતુલન એટલી વિષમતા. જેના કારણે પ્રાણશક્તિનો વ્યય પણ વધુ થશે. આજે હિંસા-અહિંસા, પરિગ્રહ-અપરિગ્રહ, બ્રહ્મચર્ય-અબ્રહ્મચર્ય વગેરેની ચર્ચા વધારે થાય છે; પણ એનું મૂળ કારણ પ્રાણશક્તિનું સંરક્ષણ એ વાત આજે ભુલાઈ ગઈ. પ્રાણશક્તિના સંવર્ધન માટે જરૂર છે સમભાવની અર્થાત્ પ્રિય-અપ્રિય, અનુકૂળ-પ્રતિકૂળ વગેરે દરેક પરિસ્થિતિમાં મનનું સંતુલન બગડે નહિ, સમભાવ રહે. સમતાથી જ પ્રાણશક્તિનું સંવર્ધન થાય છે. પ્રાણશક્તિના અભાવમાં ધ્યાન સાધના તેમજ બીજી શક્તિઓ પણ વિકસી શક્તી નથી, માટે પ્રાણશક્તિનું રક્ષણ પણ જરૂરી છે.
૫.
અસંતુલનનું દુષ્પરિણામ :
આજે વ્યક્તિ ભણીને વૈજ્ઞાનિક, ડૉક્ટર, વકીલ વગેરે બની જાય છે; તેમ છતાં તે ઝગડા કરે છે, ઈર્ષા કરે છે, નિંદા કરે છે. અરે ! આત્મહત્યા કરવા પણ તૈયાર થઈ જાય છે; કારણ કે આજનું શિક્ષણ તેને અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિમાં કેમ જીવવું તે શીખવી શકતું નથી. આજની શિક્ષાનો ઉદ્દેશ્ય ફક્ત બૌદ્ધિક પ્રશ્નોનો સમાધાન કરવાનું હોય છે, શાંતિ નહિ.
૬.
સહિષ્ણુતાઃ
આજના શિક્ષણમાં સહિષ્ણુતાના વિકાસ સંબંધિત સામગ્રીનો અભાવ જોવા મળે છે. જે કષ્ટ સહન કરે છે, દરેક પરિસ્થિતિનો સામનો કરે છે તે જ
૧૨
જૈનદર્શનમાં કેળવણી વિચાર
સહિષ્ણુતાનો વિકાસ કરી શકે છે. જેટલી પણ વિદ્યાઓની શાખાઓ છે, તે બધી ભણો છતાં પણ તેનાથી સહિષ્ણુતાની શક્તિ જાગૃત કરી શકાતી નથી. જ્ઞાતાથી અજ્ઞાત :
૭.
આજે શિક્ષણમાં દુનિયાભરની જાણકારી પ્રાપ્ત થાય છે, પરંતુ સ્વયંની શક્તિ વિશે તે અજાણ રહે છે. વાસ્તવમાં સ્વયંમાં છુપાયેલી શક્તિની ઉપેક્ષા કરવામાં આવી છે.
૮.
અનુશાસનનો અભાવ
આજના વિદ્યાર્થીમાં અનુશાસનનો અભાવ જોવા મળે છે; કારણ કે અનુશાસન બૌદ્ધિકતાનો વિષય નથી. અને શિક્ષણ બુદ્ધિના દાયરામાં જ બંધાયેલ છે. તેથી વ્યક્તિ ઇચ્છે તો પણ અનુશાસન સુધી પહોંચી શકતી નથી. બુદ્ધિનું પરિણામઃ
૯.
આશ્ચર્યની વાત એ છે કે આજનો ભણેલગણેલ આદમી પણ સ્મગલિંગ (ચોરી) કરતાં જરા પણ અચકાતો નથી, લાંચ લેતા પણ તે શરમાતો નથી; કારણ કે એમાં બુદ્ધિનો વિકાસ થયેલ હોવાથી બુદ્ધિ તેને તર્ક કરતાં શીખવાડે છે. અને જે તર્ક શીખે છે તે પોતાનું ઘર ભરે છે અને બીજાને દગો આપવો તેના માટે સાહિજક હોય છે.
ઉપર્યુક્ત આ બધી જ ત્રુટિઓ આજની શિક્ષણપદ્ધિતમાં જોવા મળે છે, અને એનું સમાધાન પણ ‘જૈનદર્શન’ ના જીવનવિજ્ઞાનની અંતર્ગત મૂલ્યપરક શિક્ષાનું વર્ગીકરણ કરી સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે જેમ કે – મૂલ્યપરક શિક્ષા અને તેનું વર્ગીકરણ :
(૧) સામાજિક મૂલ્ય : કર્તવ્યનિષ્ઠા, સ્વાવલંબન (શ્રમ).
(૨)
(૩)
બૌદ્ધિક-આધ્યાત્મિક મૂલ્ય: સત્ય, સમન્વય, નિરપેક્ષતા, માનવીય એકતા. માનસિક મૂલ્ય : માનસિક સંતુલન, ધૈર્ય.
૧૩
Page #9
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
(૫)
આઇ
નૈતિક મૂલ્ય : પ્રામાણિકતા, કરુણા, સહઅસ્તિત્વ. આધ્યાત્મિક મૂલ્ય : અનાસક્તિ, સહિષ્ણુતા, મૃદુતા, અભય અને આત્માનુશાસન.
આ પાંચ વર્ગોનાં સોળ મૂલ્યો (ગુણો) નો વિકાસ કરવો એ જ ‘જૈનદર્શન' નું ધ્યેય છે. સામાજિક અને નૈતિકતાની દૃષ્ટિથી પણ એનો વિકાસ થવો જરૂરી છે; ત્યારે જ વિદ્યાર્થી સાચી કેળવણી મેળવી શકે છે. તેવી જ રીતે અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય કરવો પણ એટલો જ જરૂરી છે. અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વયઃ
ફક્ત આધ્યાત્મિક વ્યક્તિ કે ફક્ત વૈજ્ઞાનિક વ્યક્તિત્વ લાભદાયી બની શકતું નથી. પરંતુ બંનેથી સંયુક્ત વ્યક્તિત્વ વધારે લાભદાયી બની શકે છે. જેમ કે - એક વૈજ્ઞાનિકને પિનિયલના શારીરિક ફંક્શનની ખબર છે, પરંતુ તેના પર ધ્યાન-એકાગ્રતા કરીને ક્રોધ શાંત કરી શકાય છે એ વાતની ખબર હોતી નથી. પરંતુ એમાં આધ્યાત્મિક મૂલ્યપરક શિક્ષાનું જ્ઞાન એમાં જોડાય, તો ચોક્કસ ભાવપરિવર્તન થઈ શકે છે અને એનાથી વ્યવહાર અવશ્ય બદલાવી શકાય છે.
ગુણોનો વિકાસ બે પદ્ધતિ દ્વારા થઈ શકે છે – વ્યવહાર દ્વારા ભાવ બદલાવી શકાય છે, અથવા તો તે ભાવ દ્વારા વ્યવહાર બદલાવી શકાય છે. વિજ્ઞાન બંનેને જોડતી કડીરૂપ છે. ભાવ દ્વારા રસાયણ બદલાય છે અને રસાયણ દ્વારા વ્યવહાર બદલાય છે. આમ સિદ્ધાંત અને પ્રયોગના સમન્વયથી વિદ્યાર્થીઓમાં પરિવર્તન લાવી શકાય છે. આદતો બદલાવી શકાય છે. ભાવપરિવર્તન માટે અનુપ્રેક્ષાના પ્રયોગ અને વ્યવહાર પરિવર્તન માટે વ્યાવહારિક-પ્રયોગ કરવાથી કેળવણીનું ક્ષેત્ર વધુ તેજસ્વી બનશે, અને સારા વ્યક્તિત્વનું નિર્માણ થશે. સત્ય એ છે કે – વિજ્ઞાનનો ઈતિહાસ ૮૦૦ વર્ષ પુરાણો છે, જયારે આધ્યાત્મિકનો ઈતિહાસ અબજો વર્ષ પુરાણો છે. તેમ છતાં
જૈનદર્શનમાં કેળવણી વિચાર બંનેનું અધ્યયન અને અધ્યાપન આવશ્યક જ નહિ પણ અનિવાર્ય છે. અધ્યાત્મ અને વિજ્ઞાનના સમન્વયથી જ એક અભિનવ સંસ્કૃતિનો અભ્યદય થઈ શકશે.
આજે “જૈનદર્શન' ની આ પ્રાચીન પણ અભિનવ મૂલ્યપરક કેળવણી ઉપર ચિંતન જરૂર થયું છે, અને કોઈ-કોઈ વિશ્વવિદ્યાલયમાં આ કેળવણીને પાઠ્યક્રમના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવી છે. આ પાઠ્યક્રમ નાત-જાતના કોઈ ભેદભાવ વગર બધા માટે ખુલ્લો મૂકી ભારતીય શિક્ષાજગતમાં એક સ્તુત્ય કાર્ય કરવામાં આવ્યું છે.
‘જૈનદર્શન' માં નારી કેળવણી ઉપર પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવ્યું છે, કેમ કે – કેળવણીની પ્રવર્તિકા જ બ્રાહ્મી અને સુંદરી હતી કે - જેઓ ચોસઠ કલામાં નિપુણ હતી. વૈદિકયુગમાં પણ સ્ત્રી-કેળવણીનો ઉચિત અવકાશ હતો. લોપામુદ્રા, મૈત્રેયી, ગાર્ગી જેવી અનેક વિદૂષીઓ એ સમયના પ્રચલિત નારીકેળવણીના ઉત્તમ ઉદાહરણો છે. રામાયણકાળમાં સ્ત્રીઓ માટે ચાર પ્રકારની શિક્ષાનું વિધાન હતું – નાનપણમાં જ એમને આયુધસંચાલન, રથચાલન વગેરે વિદ્યાઓ શીખવવામાં આવતી. પ્રાથમિક ચિકિત્સાનો પણ અભ્યાસ કરાવવામાં આવતો હતો. આમ, જૈન-સંસ્કૃતિમાં જેટલું યોગદાન પુરુષોનું રહ્યું છે, એટલું યોગદાન નારીઓનું હતું. પરંતુ વિદેશી આક્રમણો થતાં ધીમે-ધીમે પરિસ્થિતિમાં બદલાવ આવવા લાગ્યો, તેમ છતાં સ્ત્રીકેળવણીનું મહત્ત્વ જળવાઈ રહ્યું અને આજે આધુનિક યુગમાં પ્રવેશતાં સ્ત્રીએ પુરુષ સમોવડીનું પદ પણ પ્રાપ્ત કરી લીધું છે. આમ, સ્ત્રીકેળવણીનો વિકાસક્રમ સદા પરિવર્તનશીલ રહ્યો છે અને પરિવર્તન એ જ જીવનનું પરાક્રમ છે. આવી રીતે આજની શિક્ષણપદ્ધતિમાં પણ પરિવર્તન આવે અને વિદ્યાર્થીઓનો સર્વાગી વિકાસ થાય એ જ જીવનનો શાશ્વત વૈભવ છે.
(લેખિકા “જૈનપ્રકાશ' ના તંત્રી છે. શ્રાવક કવિ ઋષભદાસના રાસ પર સંશોધન કરી પી.એચ.ડી. કરેલ છે અને જૈનશિક્ષણમાં ખૂબ જ રસ ધરાવે છે.)
૧૪
૧૫
Page #10
--------------------------------------------------------------------------
________________
જેનદર્શનમાં કેળવણી વિચાર જેનશિક્ષણ દ્વારા ધર્મમૂલ્યો
મિતેશભાઈ એ. શાહ
પ્રવર્તમાન પરિસ્થિતિ “કોઈએ મને પૂછ્યું કે ૨૧ મી સદી કેવી હશે ? તો મેં જણાવ્યું કે ટીયરગેસ વિના માણસ કદાચ આંસુ નહિ પાડી શકે અને લાફિંગ ગેસ વિના માણસ હસી નહિ શકે.” પૂ. આચાર્યશ્રી રત્નસુંદરસૂરીશ્વરજી મ.સા. ના ઉપરોક્ત વિધાનમાં સંવેદના ગુમાવી રહેલા આજના માનવી પર કટાક્ષ કર્યો છે.
આપણા દેશમાં પશ્ચિમી સંસ્કૃતિના વાયરા વાઈ રહ્યા છે. ભૌતિકવાદની ભીષણ ભીડમાં આજનો માનવી ભીંસાઈ રહ્યો છે. ભારતીય સંસ્કૃતિનો આજે હાસ થઈ રહ્યો છે. માનવ આજે ફેશન તથા વ્યસનનો ગુલામ બની રહ્યો છે. ટી.વી., વીડિયો, ચેનલોના દુરુપયોગે આજે ભારતીય સંસ્કૃતિના લીરેલીરા ઉડાડી દીધા છે. મિસ ઈન્ડિયાની સ્પર્ધાઓ, પોપસંગીત, ઉદ્ભટ (કઢંગી) વેશભૂષા, નારીની અર્ધનગ્ન તસવીરો, ક્લબો, કતલખાનાની વધતી જતી સંખ્યા, ફાઈવ સ્ટાર હોટેલો – આ બધી બાબતો આપણે પશ્ચિમી સંસ્કૃતિથી રંગાઈને આપણી સંસ્કૃતિની ભારે અવહેલના કરી છે તેમ સૂચવે છે. આપણા જીવનમાં જડ પદાર્થોનું સામ્રાજય છવાઈ ગયું છે. આવા વાતાવરણમાં આજે ‘ધર્મ' ને ધતિંગ અને “મોક્ષ' ને ગપ્પાષ્ટક માનવામાં આવે છે ! દુનિયામાં ઘણા મનુષ્યો નાસ્તિક છે. તેઓ તો જે દેખાય તેને જ સત્ય માને છે. ધર્મ, આલોક, પરલોક, પરમાત્મા, પાપ-પુણ્ય જેવી બાબતોમાં તેઓ જરા પણ શ્રદ્ધા ધરાવતા નથી.
થોડાક લોકો જે ધર્મમાં શ્રદ્ધા ધરાવે છે તેઓ શુષ્કજ્ઞાન કે ક્રિયાજડત્વમાં રાચે છે, પરંતુ ધર્મનો તેમના જીવન સાથે કોઈ સંબંધ હોતો નથી. ધર્મ એ
જૈનદર્શનમાં કેળવણી વિચાર દેરાસરમાં, ઉપાશ્રયમાં કે એવા ધાર્મિક સ્થળે કરવાની વસ્તુ છે તેમ આપણે માનીએ છીએ, પણ તેનો જીવનમાં પ્રાયોગિક ધોરણે અમલ કરતા નથી. ધર્મસ્થાનકોમાં જઈને ધાર્મિક ક્રિયાઓ કરનારા દુકાનમાં ઘરાકને છેતરે છે, ખોટો માલ આપે છે, ભેળસેળ કરે છે, કાળાબજાર કરે છે, ઈન્કમટેક્ષની ચોરી કરે છે, પોતાના હાથ નીચે કામ કરતા માણસોનું શોષણ કરે છે – તેમને પૂરતો પગાર આપવામાં આવતો નથી, નોકરી કરતો હોય તો તેમાં કામચોરી કરે છે, ઈર્ષા, અદેખાઈને કારણે બીજાને હેરાન કરવામાં પાછું વાળીને જોતો નથી. શું ધર્મ કરનારનું જીવન આવું હોય? ખરેખર તો તેઓ ધર્મને ખરા અર્થમાં સમજ્યા જ નથી. ધર્મ એટલે જીવન જીવવાની કળા. આપણે જીવન અને ધર્મને અલગ પાડી દીધાં છે ! ઉપાશ્રયના વ્યક્તિત્વ અને દુકાન પરના વ્યક્તિત્વમાં આસમાનજમીનનો ફેર પડી જાય છે !
ખરેખર તો આપણું જીવન જ ધર્મમય હોવું જોઈએ. આપણી વર્તણૂક, રહેણીકરણી, ભાષા, પોશાક વગેરે જોઈને બીજાને લાગવું જોઈએ કે આણે ખરેખર ધર્મને જીવનમાં ઉતાર્યો છે. જેમ ફૂલમાં સર્વત્ર સુવાસ વ્યાપેલ હોય છે તેમ આપણા જીવનમાં ધર્મની સુવાસ વ્યાપેલી હોવી જોઈએ. ધર્મ અને મૂલ્યો તાણાવાણાની જેમ જીવનમાં વણાઈ જવા જોઈએ. ધર્મ અને જીવનને જુદાં પાડવાના નથી. ક્ષમા, વિનય, સરળતા, સાદગી, સંતોષ, સેવા, પરોપકાર જેવા સગુણોની સુવાસથી જીવનરૂપી બગીચો મહેકે તો જાણવું કે ધર્મની પ્રાપ્તિ થઈ છે.
પ્રવર્તમાન વિષમ પરિસ્થિતિમાં સમાજમાં ધર્મના મૂલ્યોને પ્રસ્થાપિત કરવાનું કાર્ય વિકટ છે, છતાં પ્રયત્નસાધ્ય છે. સમાજના શ્રીમંત અને ધીમંત લોકો સહકારથી કાર્ય કરે તો જૈનશિક્ષણ દ્વારા સમાજમાં ધર્મમૂલ્યો પ્રસ્થાપિત
- ૧૬ -
૧૦
Page #11
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
થઈ શકે છે. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજી ‘શ્રી મોક્ષમાળા' અંતર્ગત શિક્ષાપાઠ ૯૯ ‘સમાજની અગત્ય' માં જણાવે છે, “સર્વજ્ઞ ભગવાનનું કહેલું ગુપ્ત તત્ત્વ પ્રમાદસ્થિતિમાં આવી પડ્યું છે, તેને પ્રકાશિત કરવા તથા પૂર્વાચાર્યોના ગૂંથેલા મહાન શાસ્ત્રો એકત્ર કરવા, પડેલા ગચ્છના મતમતાંતરને ટાળવા તેમજ ધર્મવિદ્યાને પ્રફુલ્લિત કરવા એક મહાન સમાજ સદાચરણી શ્રીમંત અને ધીમંત બન્નેએ મળીને સ્થાપન કરવાની અવશ્ય છે એમ દર્શાવું છું. પવિત્ર સ્યાદ્વાદમતનું ઢંકાયેલું તત્ત્વ પ્રસિદ્ધિમાં આણવા જ્યાં સુધી પ્રયોજન નથી, ત્યાં સુધી શાસનની ઉન્નતિ પણ નથી. લક્ષ્મી, કીર્તિ અને અધિકાર સંસારી કળાકૌશલ્યથી મળે છે, પરંતુ આ ધર્મકળાકૌશલ્યથી તો સર્વ સિદ્ધિ સાંપડશે. હું ઇચ્છું છું કે તે નૃત્યની સિદ્ધિ થઈ જૈનાંતર્ગચ્છ મતભેદ ટળો, સત્ય વસ્તુ ઉપર મનુષ્યમંડળનું લક્ષ આવો; અને મમત્વ જાઓ.''
આજની શિક્ષણપદ્ધતિ અને જૈનશિક્ષણનું પ્રયોજન
સત્ય છે કે આજે માનવીએ ભૌતિકજગતના સંબંધમાં સૂક્ષ્મતમ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, પરંતુ દુર્ભાગ્ય છે કે શિક્ષણ અને શોધના વિવિધ ઉપક્રમોના માધ્યમથી આપણે સભ્ય, સુસંસ્કૃત તથા શાંતિપ્રિય માનવસમાજની રચના કરી શક્યા નથી. આજનું શિક્ષણ બાહ્ય જગત સંબંધી જાણકારી તો પ્રદાન કરે છે, પરંતુ જીવનના ઉચ્ચ મૂલ્યોને પ્રસ્થાપિત કરવામાં ઊણું ઊતર્યું છે. આજે શિક્ષણના માધ્યમથી આપણે વિદ્યાર્થીઓને માહિતીના ખજાનાથી તો ભરી દઈએ છીએ, પરંતુ જીવનના ઉદ્દેશ તથા જીવનમૂલ્યોના સંદર્ભમાં કોઈ માહિતી આપતા નથી. આજે સમાજમાં જે સ્વાર્થપરાયણતા, સંઘર્ષ અને હિંસાના તાંડવ ખેલાઈ રહ્યા છે તેનું કારણ મૂલ્યહીન-દિશાહીન શિક્ષણ છે. આજનું શિક્ષણ વ્યક્તિત્વનિર્માણમાં પાછું પડ્યું છે. શિક્ષણક્ષેત્રમાં અરાજકતા અને દિશાહીનતા જોવા
૧૮
જૈનદર્શનમાં કેળવણી વિચાર
મળે છે. ડીગ્રી અને રોજગારલક્ષી શિક્ષણ બની ગયું છે. વર્તમાન સામાજિક સંઘર્ષ અને તનાવનું કારણ વ્યક્તિનો જીવનનો ઉદ્દેશ, મૂલ્યો સંબંધી અજ્ઞાન અથવા ગલત દૃષ્ટિકોણ છે. સ્વાર્થપરક ભૌતિકવાદી જીવનદૃષ્ટિ માનવદુઃખોનું મૂળ છે. ધર્મનિરપેક્ષતાના નામે આજે દેશમાં શિક્ષણના ક્ષેત્રે નીતિ અને ચરિત્રનિર્માણને પણ બહિષ્કૃત કરવામાં આવ્યા છે. ‘સા વિદ્યા યા વિમુવત્તયે’ સૂત્ર તો બોલીએ છીએ, પરંતુ શિક્ષણનો તેની સાથે કોઈ સંબંધ રહ્યો નથી.
ખરેખર તો શિક્ષણમાં આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોને વિશેષ સ્થાન હોવું જોઈએ. જૈન શિક્ષણ દ્વારા વ્યક્તિમાં નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનો વિકાસ થઈ શકે છે. કારણ કે વીતરાગ વાણી તીર્થંકર દ્વારા પ્રરૂપિત થયેલ છે અને આચાર્ય પરંપરા દ્વારા તે આપણા સુધી પહોંચી છે. જૈન શિક્ષણ માનવીના સાચા વ્યક્તિત્વનું નિર્માણ કરી શકે છે, વ્યક્તિને માનસિક તનાવથી દૂર કરે છે, શારીરિક સ્વાસ્થ્ય સંપ્રાપ્ત કરાવે છે. વ્યક્તિમાં સમતા, અનાસક્તિ, સહિષ્ણુતા, કર્તવ્યપરાયણતા જેવા ગુણોનો વિકાસ કરી સ્વાર્થપરાયણતા પર અંકુશ લાવે છે, માનવીય મૂલ્યોનો વિકાસ કરે છે, ઉત્તમ ચારિત્રનું નિર્માણ કરે છે, નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યો સંસ્થાપિત કરે છે.
શિક્ષણને માનવીય મૂલ્યો, ચરિત્રનિર્માણ અને સંસ્કાર સાથે જોડવામાં નહિ આવે તો વિદ્યાલયરૂપી કારખાનામાંથી સાક્ષર નહિ, પણ રાક્ષસો પેદા થશે.
साक्षरा विपरीता एव भवन्ति राक्षसाः ।
સાક્ષર લોકોની હૃદયહીનતા ગાંધીજીને પણ ખૂંચતી હતી. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને કહ્યું છે કે ચોપડીઓ મગજમાં ભરવી એનું નામ વિદ્યા નથી, ચોપડીઓના જ્ઞાનને મગજમાં ઉતારી જીવનમાં મૂકવું એ જ સાચી વિદ્યા છે.
૧૯
Page #12
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
જૈનવિદ્યા સમસ્ત વિદ્યાઓમાં ઉત્તમ છે. આ વિદ્યાની સમ્યફ આરાધનાથી સમસ્ત દુઃખોથી મુક્તિ મળે છે. આત્માના શુદ્ધ સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે તેને જ જૈન આચાર્યો સાચી વિદ્યા કહે છે. આત્મસંતોષ અને આત્માનંદ એ જૈનશિક્ષણનું પ્રયોજન છે. જૈન શિક્ષણ દુઃખોના સ્વરૂપને સમજાવે છે, દુઃખોના કારણોનું વિશ્લેષણ કરી દુઃખોના નિરાકરણના ઉપાયો બતાવી સર્વ દુઃખોથી મુક્તિ અપાવે છે. જૈનશિક્ષણનું પ્રયોજન ચિત્તવૃત્તિઓ અને આચારની વિશુદ્ધિ છે અને તે દ્વારા ‘૩માત્માનં વિદ્ધિ' આત્માના સાચા સ્વરૂપને જાણી તેનો સાક્ષાત્કાર કરવાનો છે. સૂત્રકૃતાંગ સૂત્રમાં કહ્યું છે, “વિજ્ઞાચર vમોવ ” અર્થાત્ વિદ્યા અને આચરણથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે શ્રુતની આરાધનાથી જીવ અજ્ઞાનનો ક્ષય કરે છે અને સંક્લેશને પ્રાપ્ત થતો
નથી.
જૈનદર્શનમાં કેળવણી વિચાર ‘ાયપરલેનીય સુત્ત માં ત્રણ પ્રકારના આચાર્યોનો ઉલ્લેખ છે – (૧) શિલ્પાચાર્યનું કાર્ય અર્થ પુરુષાર્થ સંબંધી શિક્ષણ આપવાનું હતું (૨) કલાચાર્યનું કાર્ય ભાષા, લિપિ, ગણિતના શિક્ષણ સાથે કામ પુરુષાર્થની શિક્ષા આપવાનું હતું. (૩) ધર્માચાર્યનું કાર્ય માત્ર ધર્મ અને મોક્ષ પુરુષાર્થ સંબંધી હતું. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજી જણાવે છે, “જૈન જેવું એકે પૂર્ણ અને પવિત્ર દર્શન નથી; વીતરાગ જેવો એક્ક દેવ નથી, તરીને અનંત દુ:ખથી પાર પામવું હોય તો એ સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પવૃક્ષને સેવો.”
મહાપુણ્યના ઉદયથી જૈનધર્મ પ્રાપ્ત થયો છે તો આપણે પ્રથમ તો જૈનધર્મનું ઊંડું અધ્યયન કરી આપણામાં ધર્મમૂલ્યો પ્રસ્થાપિત કરીએ અને સમાજમાં પણ જૈનશિક્ષણ દ્વારા ધર્મમૂલ્યોનો પ્રચાર કરીએ.
જૈનશિક્ષણ દ્વારા ધર્મમૂલ્યોને પ્રસ્થાપિત કરવાના ઉપાયો (૧) નૈતિકતા અને સદાચારનું આચરણ આપણે સ્વયં કરવું. આપણા ઉપદેશ
કરતાં આચરણનો સમાજ પર વિશેષ પ્રભાવ પડે છે. વિચાર, વાણી અને વર્તનમાં જે વ્યક્ત થાય એ વ્યક્તિ. Athought without action like a body without a soul. ઘરમાં સંસ્કારપ્રેરક વાતાવરણ ઊભું કરવું. આપણા આચરણની બાળકો પર અસર થાય છે તે યાદ રાખવું. કારણ કે બાળકો અનુકરણશીલ હોય છે. ઘરમાં ક્લેશ, કંકાસ ન થાય તેની તકેદારી રાખવી. ઘરના બધા
સભ્યોએ ભેગા થઈ ધર્મચર્ચા કરવી, ભગવાનની આરતી કરવી. (૩) જૈન કથાઓના માધ્યમથી સમાજમાં ધર્મમૂલ્યોનો પ્રચાર-પ્રસાર થઈ શકે
છે. કારણ કે કથા સામાન્ય રીતે માનવીને રુચિકર હોય છે.
વ્યક્તિ ક્રોધ, માન, માયા, લોભ વગેરેથી દૂષિત ચિત્તવૃત્તિઓ પર અંકુશ રાખે તે જૈનશિક્ષણનો ઉદ્દેશ છે. જૈનશિક્ષણનો હેતુ વ્યક્તિને વાસના અને વિકારોથી મુક્ત કરાવવાનો છે. જૈનાગમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં શિક્ષાપ્રાપ્તિમાં બાધક પાંચ કારણો બતાવ્યાં છે – (૧) અભિમાન, (૨) ક્રોધ, (૩) પ્રમાદ, (૪) આળસ, (૫) રોગ. તે સિવાય આઠ કારણોનો પણ ઉલ્લેખ છે કે જેને આપણે શિક્ષા પ્રાપ્ત કરવાના સાધક તત્ત્વ કહી શકીએ – (૧) જે અધિક હસી-મજાક ન કરે, (૨) પોતાની વાસનાઓ પર નિયંત્રણ રાખતો હોય, (૩) કોઈની ગુપ્ત વાત પ્રગટ ન કરતો હોય, (૪) જે આચારહીન ન હોય, (૫) જે દૂષિત આચારથી યુક્ત ન હોય, (૬) જે રસલોલુપ ન હોય, (૭) જે ક્રોધ કરતો ન હોય, (૮) જે સત્યમાં અનુરક્ત હોય. આ પરથી ફલિત થાય છે કે જૈનધર્મમાં શિક્ષણનો સંબંધ ચારિત્રિક મૂલ્યોથી છે.
૨૦
૨૧
Page #13
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર (૪) ભૌતિક સમૃદ્ધિની તીવ્ર લાલસાને કારણે આજે આપણી પાઠશાળાઓ
પડી ભાંગી છે, પરિણામે બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થતું નથી. બાળકોને આપણે ટ્યૂશન ક્લાસ, કોમ્યુટર અને ડાન્સિગ ક્લાસમાં તો મોકલીએ છીએ, પણ પાઠશાળામાં મોકલતા નથી. આ મનોવૃત્તિ બદલવાની જરૂર છે. સર્વત્ર પાઠશાળાઓના નિર્માણ અને પ્રચારપ્રસારની સમાજમાં તાતી જરૂરિયાત છે. પાઠશાળાના સર્વાગી વિકાસની
આવશ્યકતા છે. (૫) દરેક વિસ્તારોમાં સ્વાધ્યાયમંડળની સ્થાપના કરવી. વિદ્વાનો અને પંડિતોને
બોલાવીને જૈનશિક્ષણ આપવાની વ્યવસ્થા કરી શકાય. જૈન વિદ્વાનો અને પંડિતોની આજીવિકા સારી રીતે ચાલે તે તકેદારી જૈન સંઘોએ રાખવી જોઈએ. સમયે સમયે જૈન વિદ્વાનો તથા પંડિતોનો આદર
સન્માન કરવું જોઈએ. (૭) જૈન આગમોના અધ્યયનની – સ્વાધ્યાયની ટેવ પાડવી જોઈએ. સારા
પુસ્તકો માનવીના મિત્રો છે. આગમપ્રેમી સૌથી સુખી હોય છે. સંતસમાગમ કરવો, સંતોના પવિત્ર આભામંડળની આપણા પર અસર થાય છે અને ધીરે ધીરે ધર્મમૂલ્યો અને સદ્દગુણોનો આપણામાં વિકાસ
થાય છે. (૯) ધર્મમાં રુચિ ધરાવતા મનુષ્યોનો સંગ કરવો, તેઓની સાથે ધર્મચર્ચા
કરવી તો ‘સંગ તેવો રંગ’ કહેવત અનુસાર આપણામાં પણ ધર્મમૂલ્યોનો
વિકાસ થશે. (૧૦) વિદ્વાનો અને પંડિતો વિદેશમાં જઈ જૈનશિક્ષણ દ્વારા વિદેશમાં વસતાં
લોકોમાં ધર્મમૂલ્યોનો વિકાસ કરી શકે.
- જૈનદર્શનમાં કેળવણી વિચાર (૧૧) મહાપુરુષોના જીવનના પ્રસંગો ઘણા પ્રેરણાદાયક હોય છે. આ
પ્રસંગોમાંથી બોધ લઈ, તેના પ્રચાર-પ્રસાર દ્વારા ધર્મમૂલ્યો વિકસાવી 21614. Lives of great men all remind us, we can make
our lives sublime. (૧૨)ધર્મની વૈજ્ઞાનિક સમજણ આપવી. દા.ત. રાત્રિભોજનથી થતાં શારીરિક,
માનસિક અને આધ્યાત્મિક નુક્સાનને સમજાવવા. એવી રીતે ઉકાળેલું પાણી પીવું, ક્રોધ ન કરવો, હોટેલમાં ખાવાથી થતા નુક્સાનો, સંયમ
તપનું મહત્ત્વ વગેરે બાબતોની વૈજ્ઞાનિક સમજણ આપવી. (૧૩)નોકરી-ધંધામાં પ્રામાણિકતા રાખવી, આરંભ-પરિગ્રહનું અલ્પત્વ કરવું,
ઈન્દ્રિયોના વિષયમાં લુબ્ધ ન થવું, કષાયો ઘટાડવાં, પાંચ પાપો (હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ) નો ત્યાગ વગેરે બાબતો સમજાવીને લોકોમાં
ધર્મમૂલ્યોનો પ્રચાર થઈ શકે. (૧૪) જૈનશિક્ષણના કાર્યમાં રહીએ સદા વ્યસ્ત વ્યસ્ત,
એના જેવું બીજું કોઈ કાર્ય નથી મસ્ત મસ્ત; અંતરના આશિષ મળે જો ગુરુ ભગવંતોના, જ્ઞાનનો સૂરજ થવાનો નથી અસ્ત અસ્ત.
(અમદાવાદ સ્થિત જૈનધર્મના અભ્યાસુમિતેશભાઈ ‘દિવ્યધ્વનિ'ના તંત્રી છે. તેમના લેખો સામયિકો અને વર્તમાનપત્રોમાં અવારનવાર પ્રસિદ્ધ થાય છે.)
- ૨૩
Page #14
--------------------------------------------------------------------------
________________
- જૈનદર્શનમાં કેળવણી વિચાર -
વર્તમાનમાં અસરકારક જેનશિક્ષણ માટેની પદ્ધતિઓ
ડિૉ. છાયા શાહ
અસરકારક પદ્ધતિઓ વિશે વિચારતા પહેલાં ‘જૈનશિક્ષણ' ની વ્યાખ્યા વિચારવી ઉચિત ગણાશે.
દરેક ચોવીસીમાં તીર્થંકર પ્રભુ સર્વકર્મનો ક્ષય કરી મુક્તાત્મા બને છે. તેમને લોકાલોક પ્રકાશક એવું ‘કેવળજ્ઞાન’ ઉત્પન્ન થાય છે. આ જ્ઞાનના પ્રકાશમાં તેઓ ત્રણે લોકનું સ્વરૂપ, પદ્રવ્યની કાર્યપદ્ધતિ, નવતત્ત્વોનું નિરૂપણ (હાથમાં રહેલા આમળાની જેમ) જોઈ શકે છે. સત્યની પ્રતીતિ કરે છે. લોકોના આત્મહિત માટે પ્રભુ પોતાની માલકોષ રાગની વાણી વડે આ બધું દેશના દ્વારા સૂત્ર રૂપે સંબોધે છે. પ્રચંડ પ્રજ્ઞાના સ્વામી એવા ગણધર ભગવંતો પ્રભુની દેશના અર્થરૂપે ગૂંથી દ્વાદશાંગીની રચના કરે છે તે અંગપ્રવિષ્ટ આગમ. ત્યાર પછી ઘટતા બુદ્ધિબળ અને આયુષ્ય જોઈ શુદ્ધબુદ્ધિ આચાર્યો તેના પર યુક્તિ-નિયુક્તિ, ભાષ્ય, ચૂ વગેરે ગ્રંથોની રચના કરે છે તે અંગબાહ્ય આગમો. આમ, તીર્થંકર પ્રભુથી પ્રવાહિત થઈને આપણા સુધી પહોંચેલું જ્ઞાન એટલે ‘જૈનશિક્ષણ’, એમાં કેટલાંક ગણધર ભગવંતોએ રચેલા સૂત્રો છે, કેટલાંક આગમોમાંથી ઉચ્ચરેલા સૂત્રો છે, તો કેટલાંક મંત્રસરભર સૂત્રો છે. આ બતાવે છે કે સત્યની પ્રતીતિ કરાવનાર આ જૈન શિક્ષણ કેટલું ગહન છે, કેટલું અર્થગંભીર છે.
તેથી આ શિક્ષણને અસરકારક બનાવવા માટે પહેલી આવશ્યક્તા એ છે કે તે ગુરુગમ્ય હોવું જોઈએ. ગુરુ પાસેથી જ પ્રાપ્ત કરેલું હોવું જોઈએ. ગુરુ દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન શિષ્યમાં વિનય પ્રગટ કરે છે અને ગુરુ શિષ્યની પાત્રતાને માપી તે પ્રમાણે જ્ઞાન આપે છે.
જૈનદર્શનમાં કેળવણી વિચાર આથી શિક્ષણને અસરકારક બનાવવા બીજી આવશ્યકતા આપોઆપ ઊભી થઈ કે આવું સમૃદ્ધ જ્ઞાન આપનાર ગુરુ સંપૂર્ણપણે સફળ અને સબળ હોવા જોઈએ. જ્ઞાનસમૃદ્ધ હોવા જોઈએ. આખો દિવસ નોકરી કરે ને સાંજે આવી એક કલાક પાઠશાળા ભણાવી દે તેવા ગુરુ શિક્ષણને અસરકારક ન જ બનાવી શકે. મેં જેમના જીવન પર થીસીસ લખેલ છે તે પંડિતવર્ય પ્રભુદાસભાઈ મહેસાણામાં ‘યશોવિજયજી પાઠશાળા' માં ભણ્યા હતા ને ભણાવતા હતા. તે સ્થળની હું મુલાકાત લેવા ગઈ હતી. ત્યાં ભણતા વિદ્યાર્થીઓને જોઈ એમ લાગે કે જાણે જ્ઞાનનો ભેખ લીધો છે. ઊઠે ત્યારથી સાંજ સુધી બધી જ પ્રવૃત્તિઓ જ્ઞાન મેળવવા માટેની. જ્ઞાનપ્રાપ્તિને સંપૂર્ણ સમર્પણ. દુનિયાદારીથી દૂર આવી રીતે પાંચ-છ વર્ષ ભણીને જયારે તે બહાર નીકળે ત્યારે કાં તો દીક્ષા લે કાં તો એક ઉચ્ચ કક્ષાના પંડિત બને. આવા પંડિતો જો જૈનશિક્ષણ આપે તો તે આપોઆપ અસરકારક બની જાય. વાલકેશ્વર (મુંબઈમાં) આવા બે પંડિતવર્યો શ્રી મુક્તિભાઈ અને શ્રી પ્રવીણભાઈ ભણાવે છે. ત્યાં સામે ચાલીને મોટી સંખ્યામાં સુખી ઘરની બેનો આવે છે. રોજ ચાર કલાક પાઠશાળા ધમધમતી રહે છે. મારી દીકરી પાયલે પંડિતવર્ય ધીરજભાઈને તેના ઘરે આમંચ્યા હતા ત્યારે આ પાઠશાળાની બહેનો સાંભળવા આવી હતી. B.M.W. ચલાવતી આ બહેનોએ જૈનધર્મના વિવિધ સિદ્ધાંતો પર ધીરૂભાઈને જે સવાલો પૂછડ્યા તે જોઈને ધીરૂભાઈ પણ આશ્ચર્ય પામી ગયા. તેમને કહેવું પડ્યું કે, “લક્ષ્મી અને સરસ્વતીનું મિલન પહેલીવાર જોયું.’ આ બન્ને પંડિતવર્યોને આભારી હતું. જો સંઘ આવા પંડિતોના જીવનનિર્વાહની જવાબદારી ઉપાડી લે તો પંડિતો પોતાની સઘળી શક્તિનો ઉપયોગ ભણાવવામાં કરે.
| પ્રભુદાસભાઈ વિશે શોધનિબંધ લખતી વખતે મેં તેમના હાથ નીચે ભણેલા વિદ્વાનો સાથે મિટીંગ કરી, તેમાંથી એક પંડિતવર્ષે મને કહ્યું કે પ્રભુદાસભાઈ
૨૫
Page #15
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર અમને પાંચમો કર્મગ્રંથ (અત્યંત કઠિન) ભણાવતા ત્યારે આંખો ઘેરાઈ ના જાય માટે ઊભા ઊભા ભણાવતા. આમ છતાંય તે એટલું રસપ્રદ હતું કે અમે જમવાનું પણ ભૂલી જતા. માટે જૈન શિક્ષણ અસરકારક બનાવવા આવા પંડિતોની આવશ્યકતા છે. ત્રીજી વાત એ પણ છે કે કોઈપણ વસ્તુને અસ૨કા૨ક બનાવવી હોય તો એનું માળખું આકર્ષક હોવું જોઈએ. ધાર્મિક શિક્ષણ આપતી પાઠશાળાઓ એટલે ઉપાશ્રય કે દેરાસરના પ્રાંગણમાં એક નાનો અંધારિયો રૂમ આપી દીધો હોય. પૂરી ચોખ્ખાઈ પણ ન હોય, લખવા માટેની પણ વ્યવસ્થા ન હોય. આવું કેમ ? આ માટે ત્રણ-ચાર રૂમ વાળી નાની જગ્યા હોય, સાથે લાઈબ્રેરી હોય. વળી, સવારે ૧૨ થી સાંજ સુધી ધમધમતી હોય. જુદા જુદા વર્ગમાં સુજ્ઞ પંડિતો જુદા જુદા વિષય લેતા હોય. પ્રશ્નોત્તરી ચાલતી હોય. આવું વાતાવરણ હોય તો તે દરેકને આકર્ષે. વળી, ક્યારેક સૂત્રો ભણાવવા નવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. પંડિતવર્ય જીતુભાઈની આજ્ઞાથી મેં અમદાવાદ ઓપેરા ઉપાશ્રય પાઠશાળામાં આ પ્રયોગ કર્યો. મને દર મંગળવાર મળ્યો. શ્રાવકના જ પહેલા પાંચ વ્રતો લીધા ને સિદ્ધાંત મૂક્યો ‘અસત્ય બોલવું જોઈએ નહીં.' પછી એ વિષે વાર્તાઓ કહી. અસત્ય બોલવાના નુક્સાનો અને સત્ય બોલવાના ફાયદા જણાવ્યા. પછી કહ્યું કે આ આખું વીક તમારે અસત્ય નહીં બોલવાનો પ્રયોગ કરવાનો છે. આવતા મંગળવારે તમારે જ તમારા અનુભવો કહેવાના છે. મારા આશ્ચર્યની વચ્ચે વિદ્યાર્થીઓ અસત્ય બોલ્યા નહીં અને તેથી શું ફાયદા થયા તે સ્વાનુભવો કહ્યાં. આ રીતે દરેક મંગળવારે નવો સિદ્ધાંત ને પછી તેના અમલની વાતો. પછી તો વિદ્યાર્થીઓ મંગળવારની રાહ જોવા લાગ્યા ને સાથે તેમના માતા-પિતા પણ સાંભળવા આવવા લાગ્યા. આમ (ચોથી) શિક્ષણ આપવાની પદ્ધતિ બદલીએ તો જરૂર તે અસરકારક બને છે.
પાંચમી વિચારણા એ છે કે પંડિતવર્યોને આપણા ઘરે ટ્યુશન આપવા બોલાવીએ તો પણ ઘરના બાળકો, વડીલો ભણી શકે છે.
૨૬
જૈનદર્શનમાં કેળવણી વિચાર
ધાર્મિક શિક્ષણને અસરકારક બનાવવા માટેછઠ્ઠી વાત સામૂહિક પ્રવૃત્તિઓ બહુ અગત્યનો ભાગ ભજવે છે. હું નાની હતી ત્યારે મુંબઈમાં ‘ધાર્મિક શિક્ષણ સંસ્થા’ ના ઉપક્રમે સમગ્ર મુંબઈમાં વકતૃત્વ સ્પર્ધા યોજાતી. નાના અને મોટા બે ગ્રુપ બનાવાતા. અમારી સ્પર્ધામાં પૂ. રમણભાઈ અને અન્ય વિદ્વાનો જજ તરીકે આવતા. આ એવી સુંદર પ્રવૃત્તિ હતી કે ધર્મના વિષયો વિસ્તૃત રીતે વિચારાતા, બોલાતા. અંતે આ પ્રવૃત્તિના પરિણામ રૂપે જૈન સમાજને ઉત્તમ વક્તા મળ્યા કે
જેમણે દેશ-પરદેશમાં જૈન શિક્ષણનો ફેલાવો કર્યો.
થોડા સમય પહેલા મારા પતિદેવ પ્રવીણભાઈ શાહે જૈન નાટકોની સ્પર્ધા યોજી. કૉલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. જંબુકુમારના નાટકમાં જંબુકુમાર બનેલો ૨૨ વર્ષનો યુવાન લગ્નની રાત્રિએ જ ૮ પત્નીઓને જે રીતે સંસારની અસારતા સમજાવતો હતો. તે જોઈ આપણા રૂંવાડા ખડા થઈ જાય. આવી રીતે જુદા જુદા ઐતિહાસિક પાત્રો, ધર્મના સિદ્ધાંતોને ભજવી બતાવી તેની પ્રભાવના કરતા હતા.
શિબિરો પણ શિક્ષણ આપનાર સામૂહિક પ્રવૃત્તિ છે. આજથી ૫૦ વર્ષ પહેલાં મારા પિતાશ્રી સ્વ. કેશવલાલ મોહનલાલ શાહે પ્રથમ શિબિરનો આરંભ અચળગઢમાં પૂ. ભુવનભાનુસૂરીશ્વરજીના સાન્નિધ્યમાં કર્યો હતો. વિદ્યાર્થીઓ સમગ્ર દિવસ દરમ્યાન વિવિધ વિષયો પર ધર્મનો અભ્યાસ કરતા, ભક્તિ કરતા. મહિના સુધી ચાલનાર આ શિબિરે સુંદર પરિણામ આપ્યું. અનેક વિદ્યાર્થીઓને જ્ઞાનના અભ્યાસુ બનાવ્યા, જેમાંથી એક ‘રત્નસુંદર’ પાક્યા.
આપણે શરૂ કરેલ આ સેમિનારો પણ ધાર્મિક શિક્ષણને અસરકારક બનાવનાર બળ છે. જુદા જુદા વિષયોના નિષ્ણાંત વિદ્વાનો મહેનત કરી નિબંધ લખીને લાવે. જાણે કે જ્ઞાનના ખજાનાની લહાણી થાય. એ નિબંધોના સમૂહને પુસ્તકરૂપે ગુણવંતભાઈ બહાર પાડે છે તેની બહુ મોટી અસર પડે છે.
૨૦
Page #16
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર વર્તમાન સમયમાં કેટલાક બુદ્ધિજીવીઓ ધાર્મિક શિક્ષણને અસરકારક બનાવવા સૂત્રોનું અંગ્રેજીમાં ભાષાંતર નો પ્રયત્ન કરે છે :ભાષાંતર કરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં લેવી. :(૧) સૂત્રો ગણધર ભગવંતોના મુખેથી બોલાય છે. અરિહંત પરમાત્માએ
પ્રરૂપેલા છે. આ સૂત્રોના શબ્દોમાં તેમની સાત્ત્વિકતા, પવિત્રતા સમાયેલી છે; જે ભાષાંતર થવાથી વિલીન થઈ જાય છે. અંગ્રેજીમાં લખાયેલ સૂત્રો
સત્ત્વ ગુમાવી દે છે. (૨) સૂત્રો સ્વર અને વ્યંજનોના બનેલા છે. આ સ્વર અને વ્યંજન સામાન્ય
નથી.દરેકમાં અલભ્ય શક્તિ સમાયેલી છે. દા.ત. વ્યાકરણ શાસ્ત્રીઓએ પુરવાર કર્યું છે, “૨' અગ્નિબીજ છે. ૧OOOવાર ‘૨' બોલવાથી શરીરનું તાપમાન ૧ ડિગ્રી સેલ્સયસ વધી જાય છે, ‘ઈ’ વારંવાર બોલવાથી હર્ષની લાગણી પેદા થાય છે. ‘લા’ બોલવાથી પેઢુમાં કંપ ઉપજે છે. આમ, દરેકમાં પોતાની શક્તિ છે. અંગ્રેજીમાં ભાષાંતર કરવા જતા ‘૨' નો
આર (R) બની જતાં એ નિષ્ણાણ બની જાય છે. (૩) મહાપુરુષોએ કેટલાંક સૂત્રોમાં ગૂઢ મંત્રો છુપાવ્યા છે, જે ભાષાંતર થવાથી
વિલીન થઈ જાય છે. (૪) સૂત્રોમાં સંધિ હોય છે. દા.ત. ‘ચઉવિહાર' = ચઉવિ + આહાર. આવી
સંધિઓનું શું થશે. જોડાક્ષરોના અર્થ સમજાશે જ નહીં. છેદ, પ્રાસ, સમાસ
બધું જ નષ્ટ થઈ જશે. (૫) અંગ્રેજીમાં “A” એ જ છે. “અ’ કે ‘આ’ છે જ નહીં. નવકારનું ભાષાંતર
થતાં નવો અરિહંતાણું થશે – બોલશે. ભાષાંતર કરતાં ૩ પ્રકારના શ, ષ, સ ને કેવી રીતે જુદા પાડશે? જ, ઝ ને કેવી રીતે બદલશો?
જૈનદર્શનમાં કેળવણી વિચાર (૬) છેલ્લે ભાષાંતર કરતા એનું મૂળભૂત તત્ત્વ ન બદલાઈ જાય છે. અર્થનો
અનર્થ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
જો શિક્ષણને અસરકારક બનાવવું હોય તો દરેક બાળકને સમજણો થાય કે તરત તેને ક, ખ, ગ, ..... નો આખો કક્કો ફરજિયાત શીખવાડી દો. તે બધું વાંચી શકશે. પૂ. રમણભાઈ કહેતા, “પ્યાસો પાણી પાસે જાય, પાણી પ્યાસા પાસે ન આવે.”
ઉપસંહાર :- ધાર્મિક શિક્ષણ માત્ર ધર્મ સાથે સંકળાયેલું નથી. એ જીવન સાથે પણ સંકળાયેલું છે. તે જીવન જીવવાની કળા શીખવે છે. કષાયોને કાબૂમાં રાખી સ્વસ્થતા બક્ષે છે. તે અધમ પ્રવૃત્તિઓ અટકાવી સજ્જનતા શીખવે છે. તે ઊર્ધ્વગામી બનાવે છે. તેથી દરેક જૈન માતા-પિતાએ તેમના સંતાનને વ્યવહારિક શિક્ષણ સાથે ધાર્મિક શિક્ષણ પણ આપવું જ જોઈએ. આપણું સંતાન પૂર્વભવમાં પુણ્ય કરીને આપણા ઘરે જન્મ લીધો. શાસન પામ્યો, સામગ્રી પામ્યો, તો હવે તેને ઉર્ધ્વગામી બનાવવો તે દરેક માતા-પિતાની ફરજ બની જાય છે. બાળકોમાં ધાર્મિક શિક્ષણ પ્રત્યે બાળપણથી જ રસ કેળવવો જોઈએ. પૂ. ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. કહેતા કે મનુષ્ય જન્મ પામી સવળો પુરુષાર્થ જ કરવો જોઈએ. ધાર્મિક શિક્ષણ એ સવળો પુરુષાર્થ છે. જો આ બાબત- હકીકત સંઘમાં વ્યાપક બને તો આપોઆપ ધાર્મિક શિક્ષણ અસરકારક બને. ઘેર ઘેર ધર્મના સિદ્ધાંતોની ચર્ચા થાય, સૂત્રો ભણવા મંડાય, અનુષ્ઠાનો થાય, તપ થાય ને જૈનશાસન જયવંતુ બને.
(અમદાવાદ સ્થિત જૈન ધર્મના અભ્યાસુ છાયાબહેન પંડિત પ્રભુદાસ પારેખના જીવન અને સાહિત્ય પર સંશોધન કરી પી.એચ.ડી. કરેલ છે. તેઓશ્રી જૈન શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ રસ ધરાવે છે.)
- ૨૯
Page #17
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
જૈન ધર્મમાં કેળવણીનું મહત્ત્વ પ્રદીપકુમાર એ. ટોલીયા
અર્થ :- “કેળવણી એટલે સુસંસ્કાર”
પ્રકાર :- (૧) ધાર્મિક સંસ્કાર
(૨) જ્ઞાયિક સંસ્કાર
(૩) વ્યવસાયિક સંસ્કાર
(૪) વ્યવહારિક સંસ્કાર
(૫) વંશીય સંસ્કાર
સાંસારિક પ્રક્રિયામાં ધર્મ – અર્થ – કામ – મોક્ષ ને પ્રવધાન અપાયું છે. આ પ્રક્રિયાને જો સુઆયોજિત રીતે વણીને જીવન જીવાય તો તે કેળવણીપ્રદ કહેવાય છે. તે નસીબ મુજબ જે રીતે થતું હોય તેમ જીવે તો તે અણધડ જીવનમાં લેખાય છે. તો આપણે વિષયને સ્પર્શીને કેળવણીપ્રદત્તાને અહીં સ્થાન અપાયું છે.
હિન્દુ – જૈન – બૌદ્ધ – મુસ્લિમ – શીખ કે ઈસાઈ ધર્મના પંથ મુજબ, તેમના ધર્મગુરુ – મૌલવીઓ મુજબ કેળવણીને રજૂ કરાય છે. પરંતુ આપણે અત્રે જૈન ધર્મમાં કઈ રીતે, કેવી રીતે કેળવણીનું મહત્ત્વ અપાયું છે તે જોવાનું રહ્યું.
જૈન ધર્મ એટલે અનેકાંતવાદનો ધર્મ, ત્યાગનો ધર્મ, તપનો ધર્મ, જ્ઞાનદર્શન-ચારિત્ર્ય ને તપને પીછાણવાનો ધર્મ. અનાદિ આ ધર્મમાં ચોવીસ – ચોવીસ તીર્થંકરો ને તેમના ગણધરો થયા છે, થાય છે ને થતા રહેશે. તેના દ્વારા જે લોકાલોક, પરલોક ને અધોલોકની વિસ્તૃતી અપાણી છે, તે જોતાં જ્ઞાન –
30
જૈનદર્શનમાં કેળવણી વિચાર
કેવળી – કેવળજ્ઞાનનું મહત્ત્વ સમજાયું છે. કાળ-કાળની વ્યાખ્યા ને કાળની ક્રૂરતાને પણ ઉત્સર્પિણી ને અવસર્પિણી કાળના ક્રમો રજૂ કરીને આરાઓમાં રજૂ કરી છે.
આ કાળના છેલ્લા તીર્થંકર મહાવીર પ્રભુએ સંઘની સ્થાપના કરી ને જે પાયો નાંખ્યા છે તે જ જૈન ધર્મની કેળવણીની સીડી દર્શાવે છે. પ્રભુના સાધુ એ જ ગણધરપદ પામે છે ને પ્રભુના સાધ્વીઓ તેનું વિસ્તૃતીકરણ કરે છે. સાધુસાધ્વી દ્વારા પ્રભુ પાસેથી કેવળજ્ઞાન અવસ્થાનું સંપૂર્ણ માહિતીજ્ઞાન, લેખો, પ્રતો – પુસ્તકોનું પ્રવચનો દ્વારા સંઘના ત્રીજાને ચોથા સભ્ય શ્રાવક ને શ્રાવિકાને અપાય છે ને કેળવણીની ગાડી આગળ ચાલે છે.
શ્રાવક-શ્રાવિકા જો સુયોગ્ય રીતે ધર્મને સમજ્યા હશે તો તે પોતાના પરિવારમાં યોગ્ય સુસંસ્કારો ફેલાવી શકશે. એ ધોરણે સંઘોના સહયોગથી કેળવણીની શુભ શરૂઆત પરિવારમાં થાય છે. ગર્ભના સંસ્કારોથી જૈનકુળે જન્મેલ બાળકને પેટગૃહે તો ખૂબ ધર્મ સાંભળ્યો, પરંતુ જન્મ થતાં જ ‘નમસ્કાર મહામંત્ર’ નો સાદ કાનગૃહે સંભળાવાય છે કે જેનાથી જન્મોજન્મના આગલા ભવોની તેની સ્મૃતિ તાજી થતી રહે ને પોતે જીવ ક્યાં પધાર્યા છે તેની અનુભૂતિને જાણી શકે.
ગણધરોએ પ્રરૂપેલી કેળવણીની નીતિ મુજબ જૈન ધર્મમાં જૈનશાળા કે પાઠશાળાનું ખૂબજ મહત્ત્વ અપાયું છે. અનેક જાતના જિનભગવંતોના ભક્તોના જીવનચરિત્રોથી માંડી નમસ્કાર મંત્રનો અર્થ, શાશ્વતો મંત્ર, પાપ-પુણ્યની વ્યાખ્યા ને પ્રતિક્રમણ જેવી પાયાની ઓળખ બાલમાનસમાં છવાઈ જાય તેવી રીતે પીરસવામાં આવે છે. જે માટે સાધુ-સાધ્વીને પણ પંડિતો પાસે અભ્યાસ કરાવાય છે ને પાઠશાળાના સાહેબોને પણ સુવ્યવસ્થિત અભ્યાસુને જ શૈક્ષણિક કામગીરી
૩૧
Page #18
--------------------------------------------------------------------------
________________
- જેનદર્શનમાં કેળવણી વિચાર સોંપાય છે. આર્થિક મૂલ્ય કરતા તેમની ધર્મની કામગીરીને અહીં વિશેષ મહત્ત્વ અપાયું છે. સંસ્કૃત – પ્રાકૃત કે અર્ધમાગ્બી ભાષામાં જૈન ધર્મનું શિક્ષણ પુરાણી – નવી પ્રતોને આધારે પ્રાદેશિક ભાષામાં અનુવાદો કરીને પીરસાય છે. જૈન શાળામાં તૈયાર થયેલો જૈન બાળક જીવનમાં એટલો ઘડાયેલો જોવા મળે છે કે ખરા-ખોટાની, પાપ-પુણ્યની, હિંસા-અહિંસાની ઓળખ મેળવી પોતાની એક આગવી છાપ ઊભી કરે છે. એટલે તો આજે પ્રભુના ૨૫૪૩ વર્ષે પણ જૈન ધર્મને, જૈનત્વને લોકો એક સુનજરથી જોવે છે. ભગવાન આદિનાથે પણ અસિકૃષિ-મસિનું મહત્ત્વ સમજાવી આયોજનબદ્ધ જીવન જીવવાની કળા તે સમયે શીખવાડી હતી. ભૂલ-ભૂલનું પ્રાયશ્ચિત્તને પુણ્યનું ઉપાર્જન જીવોની સદ્ગતિને જે રીતે લોકો સમક્ષ મૂકીને જોતાં કેળવણી તો ત્યારથી જ આલેખાયેલી જોવા મળે છે. તો પછી આજનો જૈન – જૈન ધમ ને જૈનીઝમ થિયરી કેળવણીથી રસપ્રદ લદાયેલી જ હોય તેમાં શંકાને સ્થાન નથી.
એક ગુરુવર્યના કથન મુજબ જૈનધર્મમાં પાયાથી જ એવી કેળવણી મળે છે કે બાળક આપોઆપ જીવનના ધાર્મિક - જ્ઞાયિક- વ્યવસાયિક - વ્યવહારિક ને વંશીય સંસ્કારોથી સુસજ્જ બની જાય છે. તેના માટે જીવનઘડતરના અલગ અલગ તબક્કા છે જ નહિ. કારણ કે સંસ્કારના ઘડતર માટે પાઠશાળાઓ તો છે જ, પરંતુ જે ગુરુવર્યો મારફત શિબિરો દ્વારા જે સંસ્કારો અપાય છે તે જ મુખ્ય કેળવણીનું પાયાનું ચણતર છે. આ તકે એ પણ કહેવું જરૂરી છે તે જૈનધર્મમાં શિબિરો ‘આબાલવૃદ્ધ ને વરેલી છે. દરેક માટે અલગ અલગ શિબિરો યોજાતી જ હોય છે.
દાખલાના સાન્નિધ્યે જતાઃસ્થાનકવાસી સંપ્રદાયનાડુંગરસિંહજી ગુરુવરની પાસે જ બિરાજેલ લવજી આચાર્ય મુનિને તેના પટ્ટશિષ્ય કાંતિ ઋષિજી અને તેના શિષ્ય શ્રી જિતેન્દ્ર મુનિ
- ૩૨
જૈનદર્શનમાં કેળવણી વિચાર ‘નિજ' ની સંવત ૧૯૯૭ નવેમ્બરની ખંભાત (ગુજરાત) મુકામેની બાલશિબિર અને તેની પ્રગટ થયેલી પુસ્તિકાની પ્રથમ ૨૦OO ત્યારબાદ ૧૯૯૮ મે માસમાં ૩COO પ્રતો ત્યારબાદ એપ્રિલ ૧૯૯૯ માં તૃતીય આવૃત્તિએ ૩OO0 પ્રતો, ત્યારબાદ ચતુર્થ આવૃત્તિએ જુલાઈ ૨૦OO માં ૫OOO પ્રતો જે રીતે પ્રકાશિત થઈ તે જોતાં એ બુક મેળવવાની તાલાવેલી જાણીને બુકની પ્રાપ્તિથી જાણ્યું કે એ અમૂલ્ય વસ્તુ તો ‘કેળવણીની પારાશીશી’ સાબિત થઈ. સાધુ ભગવંતો દ્વારા સરળ ભાષામાં પ્રતિજ્ઞાપત્રથી શરૂ થઈ સ્તવનો ૧૦૦ સુધીની શૃંખલાએ ખરેખર અમોને ધન્ય બનાવી દીધા. એ પુસ્તકનું નામ છે,
“શિબિરના માધ્યમે સંસ્કારનું ઘડતર”
લેખક : શ્રી જિતેન્દ્ર મુનિ ‘નિજ' પ્રાપ્તિ સ્થાન : ખંભાત, અમદાવાદ, મુંબઈ મારા જીવને તો લાગ્યું કે આપણા નસીબે કદાચિત્ થોકડા, આગમો, પ્રતો, વ્યાખ્યાનો, પ્રત્યાખ્યાનો કે સાધુ-સાધ્વીનું સાન્નિધ્ય ન મળે તો ગભરાવાની જરૂર નથી. આપણા જીવને જો આ એક બુક મળી જાય, આપણા બાળકને જો આ બુક મળી જાય, આપણા ભાઈને, પુત્રને, મા-બાપને જો આ બુક મળી જાય તો અહોભાગ્ય ગણાય. કારણ જે રીતે બાલસહજ સંસ્કાર કેળવણીની જે રજૂઆત થઈ છે તે ખરેખર જ્ઞાનના ઓજસ પાથર્યા વિના રહેતી નથી. સામાયિકના શુદ્ધ ભાવે આ વાંચન જરૂર જૈન દર્શન પ્રગટ કરે છે. બુકની કેળવણીની વિસ્તૃતિ કરતાં શરૂઆતમાં જ ગુરુ ભગવંત જૈની તરીકેની પ્રતિજ્ઞા લેવડાવે છે. ત્યારબાદ આપણા ચોવીસ તીર્થકરોના નામ, વીસ વિહરમાન તીર્થકરોના નામ, સોળ સતીના નામ, નવ તત્ત્વના નામ, આઠ કર્મના નામ, છ કાયના નામ, દેવગુરુ ધર્મ, નમસ્કાર મંત્રમાં દેવગુરુનું સ્થાન, માળા, જય
- ૩૩
-
Page #19
--------------------------------------------------------------------------
________________
- જૈનદર્શનમાં કેળવણી વિચાર જિનેન્દ્ર, મુહપતિ, પાપના પગથિયા, કંદમૂળના, ગેરલાભ, દસ બોલ, અસાતનાથી બચવાના ઉપાયો, પાંચ અભિગમ, શ્રાવક-શ્રાવિકાની ઓળખાણ, ગુરુદેવો સમક્ષની ભાષા, પ્રભુ મહાવીરનો પરિવાર, પર્વો, ધાર્મિક ઉપકરણો, ન બોલવાના ગુણ, ગુરુવંદન, વંદણાના લાભ, બારાખડી, ૧૬ બોલ, જીવનમાં કરવાનું કાર્ય થી માંડી પ્રભુનો સમીપ પહોંચવાના સ્તવનોની શૃંખલા આપી ૧૦૦ ની અનુક્રમણિકા પૂરી કરી છે. ઉપરોક્ત શીર્ષકો તો ૧ થી ૩૦ જ હતા. સો સુધી શું શું મળશે તેની તો કલ્પના જ કરવી રહી..
બસ આ જ બતાવે છે કે એક જૈનીને ઘડવા માટે જૈનશાળા-પાઠશાળા ને શિબિર જ મહત્ત્વની છે. બીજા કોઈ માધ્યમની જરૂર નથી. જૈન ધર્મની તમામ કેળવણી આમાં મળી જાય છે અને તેમાં જ તેનું સંપૂર્ણ મહત્ત્વ - વિચાર સમાઈ જાય છે.
કોઈ અન્ય ધર્મના માધ્યમો, ગુરુઓ, દૃષ્ટાંતો ને શિલાલેખોની કોઈ જરૂર નથી. જૈનધર્મનો પોતાનો જ અદ્વિતીય વારસો છે કે જેની કિંમત આંકી શકાય તેમ નથી. જૈનોને મળેલો નવકાર મંત્ર “અજર અમર' છે, તે જ તેનો પાયો છે. કોઈ શક્તિ તેને પરાસ્ત કરી શકશે નહીં. છાની રીતે પ્રકાશિત કરતા ભૂતપૂર્વ વૈજ્ઞાનિકો જૈન આગમો મુજબ જ વાત કરતા હતા, પરંતુ હવે ખુલ્લેઆમ જૈનધર્મના સિદ્ધાંતો, નમસ્કાર મંત્ર (શાશ્વતો મંત્ર) ને જૈની આગમોને સ્વીકારે છે. અબજો વર્ષ પહેલાં શું હતું, હાલ શું છે ને હવે શું થશે તે બધું જૈનદર્શનમાં આવી જાય છે. તેથી તમામ દેશની સરકારો પણ જૈનીઝમ થિયરીને સર્વોચ્ચ સ્થાન આપ્યું છે. કંઈક છે નહિ, બધું જ છે, તેવું બોલાતું થયું છે. બીજા માટે જીવતા જૈન જીવો અહિંસાના પૂજારી ગણાય છે. “આપી જાણે’ તેવા ટાઈટલથી નવાજાયા છે. દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પણ વૈષ્ણવ વણિક હતા. આજાનબાહુના અધિકારીઓ આજ કારણે રાષ્ટ્રપિતાનું બિરુદ પામ્યા હતા.
- ૩૪
જૈનદર્શનમાં કેળવણી વિચાર ભૂતકાળમાં ડોકિયું કરીએ તો પ્રભુ આદિનાથના ભૂપતિ ખેડૂતો જૈનધર્મ જ પાળતા ને જૈની કહેવાતા. ભગવાનની જ કેળવણી પામેલા. ઉત્તરોત્તર રાજાશાહીના પ્રધાનિક પદ જૈન વણિકોને જ સોંપાતું. વર્તમાન સરકારના અનેક ઉચ્ચ સ્થાનોએ જૈનોને બુદ્ધિદાયક ખાતાઓ જ સોંપાય છે. ધર્મમાં પણ જૈન ધર્મ મહાન ગણાય છે. એક કે અનેક વ્યાપારમાં સાહસિક જૈનોનું ઘણું જ પ્રદાન છે. અરે... કમાવામાં તો શ્રેષ્ઠ પણ દાની તરીકે પણ જૈનો જ પ્રખ્યાત છે. ઐતિહાસિક અમર પાત્રોમાં પણ દાનવીરો ને શૂરવીર જૈનોનું આદાન-પ્રદાન છે. અન્ય ધર્મ કરતાં જૈનોનો ધર્મ ત્યાગનો ને સીધો મોક્ષ પામવાનો માર્ગ બતાવનારો છે. કારણ માત્ર વણિકોને જ પ્રાધાન્ય નથી. કારણ તમામ તીર્થંકરો ક્ષત્રિય જ હતા. હાલ દીક્ષા ગ્રહણ કરતા સાધુ-સાધ્વીઓમાં પણ અજૈનો છે. અરે... વેપારીવર્ગ તેના વાર્ષિક ચોપડે પણ શ્રી ગણેશાય નમઃ બાદ અભયકુમારની બુદ્ધિ (જૈનની) હોજો લખે છે. કહે છે કે લક્ષ્મીદેવી પણ જૈનોની આરાધનાએ વધારે વરસે છે. સંક્ષિપ્તમાં લખીએ કે વિસ્તારથી પણ એ મહત્ત્વનું છે કે જૈનધર્મમાં મળતું શિક્ષણ ને કેળવણી એક અજોડતાને વરેલી છે કે જે કોઈ જૈનધર્મની કેળવણી અને ધર્મ સ્વીકારે તેનો બેડો પાર થયા વિના રહેતો નથી.
પંચમકાળ કઠિન છે” સૌ જાણે છે. પળેપળ મુશ્કેલી ને કાંટાળી જણાય છે. આવક સામે જાવક વધારે છે. સત્ય સામે અસત્ય વધારે જોર કરી રહ્યું છે. હિંસાની તો એ જ હારમાળા જોવાય છે. ધર્મ કે કર્મની કોઈને બીક નથી કે કોઈને પડી નથી. અરે... યુવાનોને ફાસ્ટ જિંદગીમાં મોતનો પણ ભય નથી. ખોટું, ખુરશી ને ખડકધારી ને જ બધા સ્પર્શતા જણાય છે. તો આ તકે એટલું તો જરૂર કહેવાશે....
- ૩૫ -
Page #20
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
જૈન ધર્મ, જૈનીઝમ, જૈનકુળ, જૈનગૃહ, જૈનત્વ, જૈન ગુરુ, જૈન કેળવણીને
જે પામી ગયો, તે આ સંસારને જરૂર
પાર કરીને મોક્ષ સુખ વહેલો પામશે તે નિઃશંક છે.
જૈન ધર્મની કેળવણી એટલી ઉચ્ચ કક્ષાની છે કે તેમાં વર્ગવિગ્રહ કે રાજકારણને પ્રવેશનો કોઈ ચાન્સ નથી; અને એ માટે જવાબદાર છે ‘Let Go’ ની થિયરી. જે જીતે તેણે જતું જ કર્યું હોય તેમ જ માનવું. ભગવાન મહાવીરના સંતાનોના શાસનમાં ચૂંટાયેલા પ્રમુખથી શાસન ચાલે છે ને સંઘ, સંઘપતિની આજ્ઞાને શિરોમાન્ય ગણે છે અને એ પણ ત્યાં સુધી કે સાધુ-સાધ્વી પણ સંઘપતિની આજ્ઞાને અનુસરે છે. પ્રત્યેક સંઘના સંઘાડાના પ્રમુખ તેની લાયકાત ને ધર્મની મર્યાદાને સમજીને ચાલે છે. તેની સરતચૂકથી તે પદ પરથી આપોઆપ દૂર થઈ જાય છે.
અન્ય ધર્મના મંદિરોમાં ધરાતો પ્રસાદ ધરનારા ને ભાવિકો બધા પ્રસાદ સ્વરૂપે લઈ શકે છે. જ્યારે જૈનધર્મ પ્રભુને, પૂજાથી ધરાયેલા ફૂલ-ફળ કે પ્રસાદ માત્ર પૂજારી-ગરીબોને જ અપાય છે. જે એક એવી કેળવણી છે કે યેનકેન પ્રકારે ગરીબોને દાન મળતું રહે.
સારા-માઠા પ્રસંગે પાઠશાળાના બાળકોને શિક્ષકોને ભોજન કરાવવું, ગીફ્ટ આપવી કે જેથી ધર્મ પ્રત્યેનો તેનો રાગ ને નિષ્ઠા જળવાઈ રહે.
પ્રભુની ભક્તિ કરનારાને અનુમોદના સ્વરૂપે પ્રભાવના કરવી તે પણ ધર્મને પ્રોત્સાહકરૂપ આયોજન છે.
શિબિરો યોજીને સમગ્ર ખર્ચ ઉઠાવવો. ઉછામણી દીક્ષાની હોય કે કાળધર્મ પામેલાની હોય, સહુ કોઈ ઉમંગભેર ભાગ લઈ શકે છે.
39
જૈનદર્શનમાં કેળવણી વિચાર
રાષ્ટ્રીય આપત્તિના સમયે દાનસહાય મોકલાવીને સમાજના નબળા વર્ગોને રાહતરૂપ અન્ન-વસ્ત્રરૂપ માસિક સહાય અપાય છે.
અભ્યાસ કરતાં બાળકો-યુવાનોને તેમજ વિદેશ જતા અભ્યાસુને પણ સ્કોલરશીપ અપાય છે.
સમાજના ધાર્મિક કે આર્થિક સમાચારો ને માસિક ગ્રંથોને માસિક પત્રો – બુકો દ્વારા માહિતગાર કરાય છે. સાધુ-સંતો ક્યાં બિરાજે છે, ક્યાં ચાતુર્માસ છે. તિથિ પંચાંગો, વાર્ષિક વિનામૂલ્યે બહાર પડાય છે. શાસ્ત્રો-આગમોને સરળ ભાષામાં રજૂ કરીને જ્ઞાનનો ફેલાવો કરાય છે.
વર્ષમાં બે-ચાર-છ સંઘો ને સાધર્મિક ભક્તિ યોજાય છે. સંમેલનો યોજાય છે, ક્ષતિઓ શોધીને દૂર કરાય છે. સમાજના શ્રેષ્ઠીઓના સન્માન કરાય છે. સંસ્થાઓની કાર્યશક્તિને બિરદાવાય છે. બાલાશ્રમો, મંડળો, વૃદ્ધાશ્રમોનું સંચાલન કરાય છે.
વર્તમાન શિબિર, અમરેલી મુકામે યોજાઈને જે જૈનધર્મના વિચારની આપ-લે થઈ રહી છે તે પ્રત્યક્ષ જૈનદર્શનનો દાખલો છે. તો ચાલો આપણી ધર્મ પ્રત્યેની ફરજોને વધારે જાગ્રત કરીને સૌનું કલ્યાણ કરીએ.
(જૈનદર્શનના અભ્યાસુ રાજકોટ સ્થિત પ્રદીપભાઈના સૌને ગમે તે સચ્ચાઈ’ તથા ‘લાગ્નિક સમસ્યા’ પુસ્તકો પ્રગટ થયા છે. તેઓ જૈન સેમિનારોમાં અવારનવાર ભાગ લે છે.)
Page #21
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
જૈન દર્શનમાં શિક્ષણ : કેળવણી તરફના માર્ગે
| ડૉ. સેજલ શાહ
કેળવણી’ શબ્દનો અર્થ જોડણીકોશ અનુસાર શિક્ષણ, તાલીમ સાથે ખિલવણી વગેરે થાય છે. સાચી કેળવણી મનુષ્યને જીવનના વિશાળ પરિપ્રેક્ષ્યમાં ઝંપલાવવા માટે તૈયાર થાય છે. શિક્ષણ વ્યક્તિ, સમષ્ટિ અને સૃષ્ટિને આવરીને મનુષ્યને તૈયાર કરે છે. Russeh writes “Children are not the means but the purpose. Educators must love children more than the nation or the church. What is required of the educators and what the children should acquire is Knowledge dominated by love." The problem of bullying that is a major problem nowadays cannot occur if the children are taught Knowledge dominated by love as Russell processes.’ પ્રખ્યાત વિજ્ઞાની અને ગણિતશાસ્ત્રી બન્ડ રસેલે લખ્યું છે, “બાળકો એ સાધન નથી, પરંતુ હેતુ – ધ્યેય છે. શિક્ષણવિદ્દએ દેશ અને ધાર્મિક સંસ્થાનો કરતાં વધુ કોને ચાહવા જોઈએ. શિક્ષણવિદ્દનો પ્રેમ અને જ્ઞાન પણ પ્રેમ દ્વારા પ્રાપ્ત થાય તે જરૂરી છે, તેમ જો થાય તો મોટા ભાગના પ્રશ્નો દૂર થઈ જાય.”
આખી શિક્ષણ-વ્યવસ્થામાં પ્રેમભરેલી તાલીમનું માધ્યમ ઉમેરવામાં આવવું જોઈએ. માહિતી અને જ્ઞાન વચ્ચેનો ભેદ સમજી ઠાંસી-ઠાંસીને માહિતી ભરેલું શિક્ષણ નહિ પરંતુ આંતરિક ખિલવણીના માર્ગે દોરનારું શિક્ષણ હોવું જોઈએ. મનુષ્યના સર્વાગી વિકાસની દૃષ્ટિએ શિક્ષણના સિદ્ધાંત સ્થાપિત થવા જોઈએ. ભારતદેશ પાસે એક સમયે પાઠશાળાની પરંપરા હતી. બાળકો વનમાં જઈ ગુરુ પાસે રહેતા અને જ્ઞાન મેળવતા. આ જ્ઞાન સમગ્ર જીવનને આવરી
- ૩૮
જૈનદર્શનમાં કેળવણી વિચાર લેતું. પાકશાસ્ત્ર, શારીરિક મહેનત, હથિયારની તાલીમ વગેરે જેવી અનેક બાબતો આમાં સમાવિષ્ટ રહેતી. પ્રજાના એક ચોક્કસ વર્ગ માટે આ વ્યવસ્થા હતી. અન્ય પ્રજાજનો ધાર્મિક સંસ્થાનોમાં તાલીમ મેળવતા. આપણે જાણીએ છીએ કે શિક્ષણમાં કુટુંબ, ધાર્મિક સંસ્થાન, સ્કૂલ, રાજકીય સંસ્થાન અને વ્યાપારી સત્તા મહત્ત્વનો ભાગ ભજવે છે. વૈદિકના સમયથી શિક્ષણવ્યવસ્થા કાર્યરત છે. જૈનસાહિત્યમાં અનેક ઉદાહરણો મળે છે, જેમાં જૈનકુટુંબમાં જ શિક્ષણની લેવાની પ્રવૃત્તિ મળે છે. બાળકોને નાનપણથી જ પાઠશાળામાં ભણવાની તાલીમ જૈનબાળકોને મળે છે અને બીજી તરફ જૈન સાધુ-સાધ્વી રોજ ત્રણ કલાક જેટલો સમય સ્વાધ્યાયમાં ગાળે છે. આમ, સંસારી અને સાધુ બંને માટે શિક્ષણ આવશ્યક છે. એક તરફ શિક્ષણ અંગે ગહન વિચાર કરનાર અનેક ચિંતકો આ દેશમાં થઈ ગયા. બીજી તરફ ધર્મમાં પણ શિક્ષણને આગવું માહાભ્ય પ્રાપ્ત થયું છે, છતાં આપણે અંગ્રેજ મૅકોલેનીએ આપેલી શિક્ષણ વ્યવસ્થાના ભાગ બની બેઠા છીએ, કારણ અંગ્રેજો જે ખોખું આપણે ત્યાં મૂકી ગયા તેનો આધાર આપણે છોડી શક્યા નહિ. જેમ તેમણે બાંધેલાં સ્ટ્રક્વર આપણને છોડી શક્યા નહિ તેમજ તેમણે આપેલી વ્યવસ્થામાં પણ આપણે જકડાઈ ગયા હતા. ભારતીય પરંપરામાં ધર્મ માત્ર ક્રિયાઓ પૂરતો મર્યાદિત નથી પરંતુ જીવનદર્શનનો પણ એ ભાગ બને છે. જૈનદર્શનમાં કેળવણી અંગે બહુ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે, જે અંગે આજના સંદર્ભમાં ચર્ચા થવી જરૂરી છે. કોઈ દેશની રાષ્ટ્રીય શિક્ષણપ્રથાના મૂળમાં જોઈએ તો અમુક શ્રદ્ધા, અમુક દૃષ્ટિ અને તેને અનુરૂપ પ્રયોજન ને ઉદ્દેશ રહેલાં હોય છે. શિક્ષણ- પ્રથા તે ઉપરથી ખીલે છે ને પોતાનો ઘાટ પકડે છે. પાયાની કેળવણી આત્મવિકાસ માટે છે. જૈનદર્શને એ પ્રત્યે પૂરતું ધ્યાન આપ્યું
Page #22
--------------------------------------------------------------------------
________________
- જૈનદર્શનમાં કેળવણી વિચાર જૈન ધર્મમાં કેળવણીનું માહાત્મ પહેલેથી જ હતું. સ્વાધ્યાયને મહત્ત્વ આપનાર અને તાત્ત્વિક ચર્ચા કરવામાં આ ધર્મ કદી પાછળ પડ્યો નથી. એક તરફ ધાર્મિક શિક્ષણ આપતી પાઠશાળા અને બીજી તરફ સાધુઓ દ્વારા થતો ધર્મનો પ્રચાર, પરંતુ શિક્ષણ એટલે માત્ર ધર્મ એટલું જ નહિ, પરંતુ એથી વધુ જીવનલક્ષી હોય અને જીવનને યોગ્ય આકાર આપનારું હોય અને સક્ષમ સમાજ રચી શકે તેવું હોય, એ દૃષ્ટિકોણ વિચારાયો છે. જૈનચરિત્રોના ગ્રંથોમાં જોઈ શકાય છે કે તીર્થકરને નાનપણમાં કેળવણી અપાય છે. તીર્થકર અજિતકુમારને કળા અને શબ્દશાસ્ત્ર વગેરે વિશે જ્ઞાન અપાતું. દરેક તીર્થકરોને જ્ઞાન અને કૌશલ આપવાની વાત ચરિત્રોમાં આવે છે. તીર્થંકર જન્મથી ત્રણ જ્ઞાનવાળા હોય જ છે. એથી આ પ્રક્રિયાનો લાભ તેમની આજુબાજુનાં કુટુંબીજનોને મળે છે, જેમ કે – અજિતકુમારને જ્ઞાન હોવાથી સગરકુમાર ઉપાધ્યાય પાસે અધ્યયન એ કરે છે અને પોતાના સંશયો અજિતકુમારને પૂછી અંધકાર દૂર કરે છે. મોટાભાગે દરેક ઉત્તમ આત્માના જન્મ પછી મહોત્સવ સાથે ઉપાધ્યાય પાસે અધ્યયન કરાવવાનો આરંભ કરાવાય છે. ઉપાધ્યાય પાસે શબ્દશાસ્ત્ર, સાહિત્યશાસ્ત્ર, કળા, ન્યાય વગેરે વિશે અભ્યાસ કરે છે. તીર્થંકર પ્રભુ ક્ષત્રિય હોવાને કારણે અસ્ત્ર-શસોનો અભ્યાસ પણ કરે છે. ત્રિષષ્ઠિ શલાકા પુરુષમાં આપણે જોઈ શકીએ છીએ કે તીર્થકર ભગવાનના અધ્યયનની વાત આવે છે. અભ્યાસનું વર્ણન જોઈએ તો ખ્યાલ આવે કે અધ્યયન અંગે કેટલી ઊંડી સમજ એ સમયે પણ હતી. ઔષધિ, રસ, વીર્ય અને તેના વિપાક સંબંધી જ્ઞાનના દીપક સમાન અષ્ટાંગ આયુર્વેદનું અધ્યયન કર્યું, વાઘશાસ્ત્ર ગ્રહણ કર્યું, વાહનવિધિ, ચિકિત્સા, અશ્વલક્ષણ, શસ્ત્ર, ધનુર્વેદ વગેરેનું અધ્યયન કર્યું. અધ્યયનનું ક્ષેત્ર વિશાળ અને અનેક પ્રકારનાં કૌશલથી સભર જોવા મળે છે.
જૈનદર્શનમાં કેળવણી વિચાર અભ્યાસ ઉપરાંત બૌદ્ધિક પુરુષો માટે જ્ઞાનપ્રશ્નો ઉત્તરના રૂપે પણ ઉપલબ્ધ હોય છે. આગળ વર્ણન આવે છે કે – ‘પોતાના મનના સંશયો દૂર કરવા માટે સાગરકુમાર અજિત સ્વામીને પૂછે છે અને અજિતકુમાર મતિ, શ્રુતિ અને અવધિજ્ઞાન વડે તેના સંદેહને સૂર્યનાં કિરણોથી અંધકારની જેમ તત્કાળ છેદી નાખે છે. સગરકુમારને કળામાં જે કાંઈ ન્યૂન હતું તે અજિતકુમારે શિખવ્યું.” તેવા પુરુષને તેવા જ શિક્ષક હોય છે. આપણે એમ વિચારી શકીએ કે જે તીર્થંકર છે તે તો સર્વકાળથી પરિચિત છે તેમને આ જ્ઞાનની શું જરૂર ! પરંતુ એક મનુષ્યના જીવનમાં આ કાળનું મહત્ત્વ સાબિત કરતી વખતે જૈનદર્શન પોતાના ભગવાનને પણ મનુષ્યરૂપમાં શિક્ષણ આપવાનું ચૂકતા નથી. આ વિચાર જ એટલો મોટો છે કે આપણને અનુભૂતિ થાય છે કે – ‘શિક્ષણને જૈનદર્શને આગવું સ્થાન આપ્યું છે.” જૈનોના મહાપર્વ પર્યુષણની ઉજવણી વખતે પણ અધ્યયનનો મહિમા જોવા મળે છે. પર્યુષણ મહાપર્વમાં મોટાભાગે પાંચમા દિવસે અર્થાત્ ભાદરવા સુદ-એકમના દિવસે મહાવીર જન્મ કલ્યાણક ઉજવવામાં આવે છે, ત્યાર પછીના દિવસે ભગવાનને સ્કૂલમાં બેસાડવામાં આવે છે અને એ નિમિત્તે જ્ઞાનની પૂજા કરાય છે. આ પ્રતીકાત્મક ઉત્સવ આપણી અંદર એ વિચારને રોપી દે છે કે તીર્થકરને સ્કૂલે જવાનું હોય તો આપણે કેમ ન જઈએ ?
કોઈ એક પ્રથા માત્ર ઉપદેશ દ્વારા જ નહિ, પરંતુ અમલમાં મૂકીને જ ચલણી બનાવાનો આ ચીલો જૈન ધર્મની મહત્તા સ્થાપે છે. આ પરંપરા આજકાલની નથી, પરંતુ વર્ષો જૂની છે. આપણે એક તરફ જોઈ શકીએ છીએ કે – તીર્થંકરના ઉદાહરણ દ્વારા જ શિક્ષિત થવું કે સ્કૂલે જવું એવો સંદેશ મળે છે, તો બીજી તરફ કેટલાક ગ્રંથો પણ શિક્ષણનું મહત્ત્વ સમજી એ વિશે એમાં લખાયું છે. ‘સમણસુત્ત’ માં શિક્ષણનું મહત્ત્વ અને એ અંગેની વિચારણા કરાઈ છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
મનુષ્યને સંપૂર્ણ બનાવવા અને એના વ્યક્તિગત વિકાસ માટે ધર્મનું શાસ્ત્ર સજાગ છે જ. આ ગ્રંથમાં શિક્ષણના સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પક્ષને ઉજાગર કરાયા છે. કોઈ ગ્રંથ માત્ર શિક્ષણ પર હોય એવી શક્યતા ઓછી હોઈ શકે. પરંતુ એ ગ્રંથમાં શિક્ષણનું મહત્ત્વ સ્થાપ્યું હોય એવું જરૂરી બને. અહીં જે દર્શનની ચાર શાખાઓ કહી છે તે શિક્ષણવિદોને પ્રભાવિત કરે તેવી છે. અહીં તત્ત્વમીમાંસાની શિક્ષા પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ, જ્ઞાનમીમાંસાથી પાઠ્યક્રમ અને પાઠ્યવિધિ નક્કી થાય છે. મૂલ્યમીમાંસાના આધાર પર ગુરુશિષ્યની આચારસંહિતા અને અનુશાસન અંગેનો નિર્ણય થાય. અને તર્કશાસ્ત્રના ઉપયોગથી પાઠ્યક્રમ નિર્ધારિત થાય છે. આમ “સમણસુત્ત' માં શિક્ષાનાં વિવિધ અંગો અર્થાતુ શિક્ષાનું સ્વરૂપ, શિક્ષાનો ઉદ્દેશ્ય, શિષ્યની આચાર- સંહિતા, ગુરુનું સ્વરૂપ, પાઠ્યવિષય, પાઠ્યવિધિઓ વગેરે વિશે વિપુલ સામગ્રી મળે છે. આ ગ્રંથમાં જ્ઞાન, શિક્ષા, વિદ્યા અને અધ્યયન વગેરે શબ્દોનો પ્રયોગ સમાનાર્થી રૂપે કરાયો છે. શિક્ષા પ્રાપ્ત કરવાની યોગ્યતા એ જ પ્રાપ્ત કરે છે જેને વિનય વરેલો હોય. અહીં જે બહુ જ મહત્ત્વની અને આજના સંદર્ભમાં લાગુ પાડી શકાય એવી એ વાત કરી છે કે – “જે પ્રકારની શિક્ષા છે જેમાં એક તો ગુરુમુખે સાંભળીને ગ્રહણ કરાય છે અને બીજી અભ્યાસને આચરણમાં ઉતારીને જે પ્રાપ્ત થાય છે. આજે પ્રાયોગિક શિક્ષણનું મહત્ત્વ વધી રહ્યું છે, પુસ્તકના જ્ઞાનને અનુભવમાં રૂપાંતરિત કરે એની જરૂર છે. વ્યાસપીઠ પર બિરાજમાન ગુરુ સુધી પહોંચવું એટલે અંદરના રજભર્યા અજ્ઞાનને દૂર કરી આંતરિક પ્રકાશ પ્રાપ્ત કરવો. આવો હેતુ જો શિક્ષાનો ન હોય તો શિક્ષા કઈ રીતે ઉપયોગી કહી શકાય ? જંગલમાં રહેતા મોગલી અને શહેરમાં રહેતા મોગલી વચ્ચે જો પાયાનો ભેદ હોય તો તે છે કે એકને શિક્ષણનું અજવાળું પ્રાપ્ત થયું છે, તેથી તે ઉન્નતિના માર્ગે
જૈનદર્શનમાં કેળવણી વિચાર સરળતાથી પહોંચી શકે અને અન્ય જેને હજી બે ભેદને સમજવાની તક પ્રાપ્ત નથી થઈ તો તે કઈ રીતે પોતાની અવસ્થા સમજી શકશે. આપણે એક વાત બહુ સ્પષ્ટપણે સમજી લેવી જોઈએ કે મનુષ્યનું ધ્યેય આંતરિક વિકાસ હોય કે ભૌતિક વિકાસ, પરંતુ તેને તે મંજિલ સુધી એ જ લઈ જઈ શકશે, જેની અંદર સમજણ અને જ્ઞાનનો સુમેળ થયો હશે. જૈનદર્શન આ જ્ઞાનનો મહિમા સમજે છે. તેણે અનેક પ્રકારની કુશળતા અને જ્ઞાનને શિક્ષણનો ભાગ બનાવ્યા છે.
ગ્રંથોમાં અને જીવનચરિત્રોમાં આ શિક્ષણનું મહત્ત્વ આડકતરી કે સીધી રીતે સામેલ કરાયું જ છે. પોતાના ઈશ્વરને સ્કૂલે મૂકવાની ચેષ્ટા કરતો પામર મનુષ્ય એટલે દર્શાવ્યો છે કે જેમ તીર્થંકરપ્રભુ જે સર્વજ્ઞાનને પામેલ છે, તે પણ જો અધ્યયન કરે તો મનુષ્ય તારી શું વિસાત? અધ્યયન અને સ્વાધ્યાય જ મનુષ્યને સંસ્કૃત માનવી બનાવશે, એ વાત અનેક વાર કહેવાઈ છે. જે ગ્રંથ જૈનદર્શનના સાર સમો છે તેમાં પણ શિક્ષણને બાકાત નથી રાખ્યું. જેમાં શિક્ષણના ઉદ્દેશ્ય પણ આવે છે, જે માત્ર ભૌતિક ઉપલબ્ધિ નહિ પરંતુ આંતરિક ઉપલબ્ધિ દર્શાવે છે. એમાં આવે છે કે જ્ઞાન જ ચિત્તને એકાગ્ર કરે છે, જીવનમાં ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે. હવે આ વિધાનને આપણે અભિધા અને લક્ષણો બંને સંદર્ભમાં લઈ શકીએ કે જે માત્ર બાહ્ય આનંદ ઝંખે છે. તેને જ્ઞાન દ્વારા સારી નોકરી, પગાર વગેરે પ્રાપ્ત થાય છે અને જે આંતરિક આનંદ ઝંખે છે તે જ્ઞાન દ્વારા અંધકારને ઓળખી દૂર કરી શકે છે. શિક્ષણ મનુષ્યને આદર્શ નાગરિક બનાવે છે, આળસ ખંખેરી કાર્યશીલ બનાવે છે, શારીરિક વિકાસ સધાય છે અને ઈન્દ્રિયો પણ શિક્ષિત બને છે અર્થાત સાચું જોવાની, યોગ્ય સમજવાની દૃષ્ટિ પ્રાપ્ત થાય છે.
-
૪૩
-
Page #24
--------------------------------------------------------------------------
________________
જેનદર્શનમાં કેળવણી વિચાર સમણસુત્ત’ ગ્રંથ ગુરુના સ્વરૂપ વિશે પણ સ્પષ્ટતા કરે છે. સાચા ગુરુની શોધને મહત્ત્વ મધ્યકાલીન કવિ અખાએ આપ્યું હતું અને મધ્યકાલીન પરંપરામાં ગુરુ વિશે અનેક પદો પણ લખ્યાં છે. જો ગુરુ યોગ્ય મળે તો શિષ્ય જીવન તરી જાય, અન્યથા માર્ગમાં અટવાઈ જાય. અહીં બે બાબત સમજવાની જરૂર છે – એક ગુરુનું મહત્ત્વ અને ગુરુની યોગ્યતા. જૈનપરંપરામાં ગુરુને આચાર્ય, ઉપાધ્યાય વગેરે પદવી અપાય છે અને તેમની પાસેથી જ્ઞાન મેળવે છે. તીર્થકરોને ભણાવવા માટે ઉપાધ્યાય ઘરે આવતા, સમકાલીન જૈનસંતાનો પાઠશાળામાં ભણવા મંદિર જાય છે, જ્યાં તેમને માત્ર ધાર્મિકજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ બેની વચ્ચેનો એક માર્ગ સ્વાધ્યાય છે; જયાં કુતૂહલતાને આધારે શિષ્ય ગુરુ પાસે જઈ પોતાની શંકાનું નિવારણ કરે, પરંતુ આ બધી રીતો હજી સર્વાગપૂર્ણ નથી લાગતી. ‘સમણસુત્ત’ માં ગુરુની જે વિશેષતા કહી છે, તેને આધારે આપણી સર્વાગપૂર્ણ શિક્ષા અંગેની મહેચ્છા પૂર્ણ થાય છે. ગુરુ સમતાવાન, નિષ્પરિગ્રહી, નિર્મમત્વ, નિઃસંગ, સ્વપરહિતકારી વક્તા અને ભોગો પ્રત્યે ઉદાસીન હોવો જોઈએ. એક તરફ ગુરુ માટેની વિશેષતા કહ્યા બાદ શિષ્ય માટેની આવશ્યક બાબતો કહે છે કે શિસ્તબદ્ધ હોય, સેવા કરનાર હોય, અજ્ઞાનીઓથી દૂર રહે અર્થાત્ સાચી સંગતમાં રહે, આજે દરેક માબાપ સતત એ ચિંતા કરતાં જ હોય છે કે – ‘એના બાળકના મિત્રો કોણ છે? સાચી સંગતમાં છે કે નહિ?”
શિષ્ય ચિંતન-મનન કરનાર હોવો જોઈએ, આહાર અને નિદ્રા જે શરીર સાથે જોડાયેલી બાબત છે, જે સ્વાથ્ય અનુકૂળ રાખે છે, તે અંગે પણ વિચારાયું છે. હવે આજે આપણે મધ્યાહ્ન ભોજનની વ્યવસ્થા જોઈએ છીએ; જેમાં આર્થિક પરિસ્થિતિને કારણે સ્કૂલમાં જ ભોજન અપાય છે અને જેથી બાળકો સ્કૂલ તરફ આકર્ષાય, એવો ઉદ્દેશ્ય પણ રહ્યો છે. પરંતુ આજે જે
જૈનદર્શનમાં કેળવણી વિચાર જરૂરિયાતના ભાગરૂપે અપાઈ રહ્યું છે, તે એક સમયે સ્વાથ્ય સંદર્ભોથી વિચારતું હતું અને તેમાં એ કાર્યની ગરિમા હતી, જે આજે હોત તો એમાં ભ્રષ્ટાચારના પ્રશ્નો ન નડત. શિષ્યની લાક્ષણિકતાઓ વિશે વાત કરતી વખતે ઉત્તમ જ્ઞાન મેળવવાનું પાત્ર શિષ્ય બને તેવી જ અપેક્ષા છે. ખ્રિસ્તી ધર્મમાં જે ‘કન્વેસ' ની પરંપરા છે, તેમ અહીં પણ કહેવાયું છે કે – ‘પોતાના ગુરુ પાસે પોતાના દોષો કબૂલ કરવા જોઈએ.’ અને એથી એક પગલું આગળ વધી જૈનદર્શન એ ગુના માટે આલોચના લેવાનું કહે છે, જેનું કારણ એ છે કે ફરી એ રસ્તે જવાય નહિ. તો આજના સમય જેવી પરિસ્થિતિ થઈ જાય કે “સોરી’ કહી વિસરી જાઓ, ફરી “સોરી' કહી ભૂલો કરતાં રહો. શિક્ષણનો ઉદ્દેશ્ય જે મનુષ્યને આંતરિક રીતે નિર્મળ બનાવવાનો છે, તે હેતુ અહીં પાર પડે છે. ડિગ્રીના થોથાં લઈ બહાર પડતાં અનેકોની વચ્ચે આંતરિક ઉજાશ શોધવો અઘરો થઈ પડ્યો છે. બુદ્ધિના શિક્ષણનો વિચાર કરતાં એક ભ્રામક ખ્યાલ દૂર કરવો જરૂરી છે. આજે આપણે ત્યાં મોટેભાગે એમ માનીને ચલાય છે કે – ‘બાળકના મગજમાં જેટલી માહિતી ઠાંસીએ તેટલું તે વધુ પ્રશિક્ષિત થયું. આપણી પરીક્ષાઓ પણ જાણે કે સ્મરણશક્તિની કસોટી લેવાની હોય એવી જ હોય છે અને પાઠ્યક્રમ પણ એવો ગોઠવાય છે કે જેને લીધે બાળકો પોતાની પીઠ પર પુસ્તકો અને નોટબુકોનો ભાર ઉપાડતાં થાય છે.” સહેજે પર્વતારોહક શ્રમિકોની યાદ આપે તેવા.
અંગ્રેજોના સમયમાં ચાલતું હતું તે મેકોલેને તો એવું જ શિક્ષણ ખપતું હતું કે – “જેમાં એના વિદ્યાર્થીઓનાં મગજમાં ઠાંસી-ઠાંસીને માહિતી ભરી હોય.’ ગાંધીજીએ નયી તાલીમ અંગેના જે વિચારો વ્યક્ત કર્યા, તેમાં એમ કહ્યું કે – ‘બાળકનું શરીર, તેની બુદ્ધિ અને તેના આત્માનો જેમાં વિકાસ થાય તે જ સાચું શિક્ષણ.” ડૉ. ઝાકીર હુસેને બુનિયાદી તાલીમ અંગે જે યોજના ઘડી,
- ૪૫
Page #25
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
તેમાં ઉદ્યોગ, સમાજ અને પ્રકૃતિને શિક્ષણનાં માધ્યમો માન્યાં. વિનોબાજીએ એક નયી તાલીમ સંમેલનમાં યોગ, સહયોગ અને ઉદ્યોગ એવા શબ્દપ્રયોગ કર્યા. આ તમામ મહાનુભાવોના વિચારોમાં આપણને એકસરખો પ્રવાહ જોવા મળશે. આપણે આપણા સમગ્ર શિક્ષણનો વિચાર આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરીએ. જૈનદર્શનમાં હવે ‘સમણસુત્ત’ ગ્રંથની દૃષ્ટિએ વિચાર કરો તો સમજાશે કે – ‘આ બુનિયાદી તાલીમ કે કેળવણીની વાત આપણે ત્યાં થઈ ગઈ છે, પરંતુ આપણે અંગ્રેજોએ આપેલા વારસામાંથી મુક્ત થવામાં નબળા પડીએ છીએ. આ ગ્રંથમાં આગમજ્ઞાન, સૃષ્ટિજ્ઞાન, ભૂગોળ, પ્રાણીશાસ્ત્ર, તત્ત્વમીમાંસા, જ્ઞાનમીમાંસા, નીતિશાસ્ત્ર, વ્યાકરણ, સ્વાસ્થ્યવિજ્ઞાન અને મનોવિજ્ઞાન જેવા અનેક વિષયોના શિક્ષણ પર ભાર મુકાયો છે. શિક્ષાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ તરફ હોવો જોઈએ, અને તે અંગે જૈનદર્શન જાગૃત હતું. નીતિ, રીતિ અને પ્રમાણનો સમન્વય એમાં સધાતો હતો. જેને કેળવણી કહી શકાય એ
અર્થનું એ જ્ઞાન હતું. પરંતુ આજે આ દર્શન ‘ધાર્મિક’ શબ્દના આવરણ હેઠળ નકારવામાં આવે છે, આનો હાર્દ પકડવાને બદલે આપણને મશીનમાંથી તૈયાર થતાં એકસરખા ચેતનાવિહીન ઉત્પાદનમાં રસ છે. જેથી માત્ર સમાજવ્યવસ્થા જ નહિ, દેશ પર પણ અવળી અસર પડવાની સંભાવના તૈયાર થતાં એકસરખા ચેતનાવિહીન ઉપ્તાદનમાં રસ છે. જેથી માત્ર સમાજવ્યવસ્થા જ નહિ, દેશ પર પણ અવળી અસર પડવાની સંભાવના છે. શિક્ષણને કેળવણીમાં ફેરવવાનો આ સમય છે, ઉપલબ્ધ માહિતીના અપાર ઢગલા વચ્ચેથી ખપની માહિતી મેળવવી, એ મેળવતાં શીખવું અને એ વચ્ચેનો ભેદ કરવો એ જ મોટું કામ છે. નારાયણ દેસાઈએ કહ્યું છે તે મુજબ – “આત્માનો વિકાસ એ કોઈ પાઠ્યપુસ્તક કે ઉપદેશથી કરી શકાશે નહિ. આત્માનો વિકાસ તો શિક્ષકના ચારિત્ર્ય પરથી જ
જૈનદર્શનમાં કેળવણી વિચાર
થઈ શકશે.’’ અને તેથી શિક્ષકે આ બાબતમાં પાઠ્યપુસ્તકોનો આધાર શોધવાને બદલે આત્મશોધનનો જ પ્રયાસ કરવો રહ્યો. આ બાબત આપણે બહારથી નહિ, આપણા મૂળમાંથી મળશે. આપણી પરંપરાથી મળશે. ધર્મનો સંબંધ મનુષ્યના જીવતાં જીવન સાથે સીધો છે, માટે એના દાર્શનિક ગ્રંથોમાં જે લખ્યું છે તેને આપણે વાંચતાં અને સમજતાં શીખી ગયા હોત તો આજે જે સહુથી મહત્ત્વનો સ્તંભ છે તે અંગે આપણે ચર્ચા ન કરતા હોત. આપણે તો આપણા જ સ્તંભને અવગણી આપણી જાતને પોકળ બનાવી. અન્યનાં આકર્ષણમાં આપણા મૂળ સિદ્ધાંતને ભૂલી ગયા. જૈનદર્શન એ માત્ર ધર્મદર્શન નથી, પરંતુ એ જીવનદર્શન છે, એટલું સમજ્યા પછી મોટાભાગના પ્રશ્નો આપોઆપ ઉકેલાઈ જશે. આ પ્રકારની શિક્ષણ અંગેની વિચારણા અન્ય ધર્મમાંથી પણ હશે જ અને મૂળ સુધી સ્પર્શનારી હશે, હવે એ અંગે ચર્ચા થાય અને ધર્મનો એ રીતે સ્વીકાર કરતાં શીખીએ, એ સમય આવી ગયો છે. અંતે નારાયણ દેસાઈના શિક્ષણ અંગેના લેખમાં વાંચેલો એક પ્રસંગ મૂકી વાત પૂરી કરું છું.
દુનિયાના સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ પર બે વ્યક્તિઓ એકસાથે ચઢી, બંનેએ નક્કી કર્યું હતું કે – ‘અમારામાંથી કોઈ પહેલો અને બીજો નહિ, બંને સાથે.’ એ ખૂબ ડહાપણભરેલો નિર્ણય હતો, નહિ તો આ સ્પર્ધાત્મક દુનિયામાં હિલેરી અને તેનસિંગ વચ્ચે પણ લોકો સ્પર્ધા ખડી કરત ! પણ આ બંને વ્યક્તિઓએ પોતપોતાની મનોભાવનાઓ તે દિવસે જે રીતે પ્રદર્શિત કરી, તે પ્રકૃતિ અને મનુષ્યના સંબંધો વિશે બે વલણો દેખાડી આપે છે, એ ભૂલવું જોઈએ નહિ. હિલેરીએ માઉન્ટ એવરેસ્ટ પર ઝંડો ફરકાવ્યો. તેનસિંગે એવરેસ્ટની ચપટીક માટી ઉપાડી પોતાના મસ્તક પર ચઢાવી. આપણે એ નક્કી કરવાનો સમય આવી પહોંચ્યો છે કે મનુષ્ય પ્રકૃતિના સ્વામી બનવું છે કે સંતાન?’
४७
Page #26
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર આદર્શ પાઠશાળા મિતા પિનાકિન શાહ
જૈનદર્શનમાં કેળવણી વિચાર થોડા દિવસ પહેલાં છાપામાં આવ્યું હતું કે – ‘બારમાની પરીક્ષા ખૂબ સારા માર્કસ સાથે પાસ કરનાર વિદ્યાર્થી એન્જિનિયરિંગ કૉલેજમાં ઘણી વાર સારું નથી કરી શકતો; કારણ મોટાભાગના વિદ્યાર્થીઓને ગોખીને પાસ થવાની આદત પડી ગઈ હતી પરંતુ શીખવાની બાબતમાં તેઓ પાછળ પડતા હતા. કેળવણી એ શિક્ષણ માટે સાચો શબ્દ છે. જૈનદર્શને સર્વાગપૂર્ણ શિક્ષણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. એ માટે તાલીમ, નૈતિકતા, મૂલ્યો આધારિત શિક્ષણની જરૂરિયાત પર ભાર મુકાયો છે, જેને જૈનચિંતનમાં વણી લેવાયું છે. હવે આ સમયે આ ચિંતનને કોઈ પૂર્વગ્રહ વગર હવે સ્વીકારવાનો સમય આવી ગયો છે !'
(ડૉ. સેજલ શાહ ‘મણિબહેન નાણાવટી વિમેન્સ કૉલેજ' ના ગુજરાતી ભાષાના અધ્યાપક અને વિભાગાધ્યક્ષ છે. “પ્રબુદ્ધજીવનના તંત્રી છે. એમણે બે પુસ્તકો લખ્યાં છે. - ‘મુઠ્ઠી ભીતરની આઝાદી’ અને ‘આંતરકૃતિત્વ અને ગુજરાતી કવિતામાં તેનો વિનિયોગ' ઉપરાંત ગુજરાતી પદ્યવિમર્શ ફાગુ, બારમાસીનું સંપાદનકાર્ય કર્યું છે.)
જિનશાસનના સર્વ અંગોના વિકાસના મૂળમાં પાઠશાળા એક અગત્યનું અંગ છે. એમાં કરાવવામાં આવતો અભ્યાસ તેમજ શીખવાડવામાં આવતા ધાર્મિક આચાર-વિચાર માનવજીવનના બાગને મહેકાવવામાં ઉત્તમ કામ કરે છે. પુષ્યનું સૌંદર્ય અને સુવાસ આખા બાગને સુવાસમય કરી શકે છે, તેવી રીતે બાળપણમાં સસંગરૂપી ધર્મનું બીજ રોપવામાં આવે તો તે જીવનપુષ્પ જયારે ખીલે ત્યારે સમગ્ર વાતાવરણને અનંત આત્મસુખની અનુભૂતિ કરાવે છે. પાઠશાળામાં અપાતા શિક્ષણથી બાળકને સર્બોધ મળે છે. સોધથી તેનામાં સવિવેકનો વિકાસ થાય છે અને સદ્વિવેકના વિકાસથી સદ્વર્તનનો પ્રાદુર્ભાવ થાય છે અને “આપ ભલા તો જગ ભલા’ ની દૃષ્ટિથી આદર્શ સમાજ રચાય છે.
વર્તમાન સમયમાં પલટાયેલી જીવનપદ્ધતિ તેમજ શિક્ષણપદ્ધતિના લીધે પાઠશાળામાં જઈને ધાર્મિક અભ્યાસ કરવાની આપણી ઉત્તમ પ્રાચીન પ્રણાલીને મોટું નુક્સાન પહોંચ્યું છે. શાળા-કૉલેજ અભ્યાસમાં જ મોટા ભાગનો સમય વિતાવતા બાળકો પાઠશાળામાં જઈને ધાર્મિક અભ્યાસ કરવાનો સમય ફાળવી શકતા નથી. પરિણામે જન્મ જૈન હોવા છતાં જૈન અભ્યાસના અભાવે જૈનદર્શનના આત્મહિતકર અમૂલ્ય તત્ત્વજ્ઞાનથી વંચિત રહે છે અને તેનાથી ધાર્મિક આચારોના મહામૂલ્યવાન વારસાને ગુમાવી બેસે છે અને દુર્ગતિમાં પડે છે. જૈન ધર્મના તાત્ત્વિક અભ્યાસ અને આચારોથી વંચિત રહેનારા બાળકો આવતીકાલે મોટા થઈને સંઘનું સુકાન કેવી રીતે સંભાળશે ? તેનો વિચાર કરવો ખૂબ જ જરૂરી છે.
૪૮
-
Page #27
--------------------------------------------------------------------------
________________
જેનદર્શનમાં કેળવણી વિચાર વર્તમાનકાળમાં ચાલતા સહશિક્ષણ, ટી.વી., સિનેમા, મોબાઈલના વર્ચસ્વમાં આજના બાળકો એટલા તો પ્રભાવિત થઈ ગયા છે કે તેમને આ બધા વગર જરાય ચાલતું નથી. આવા વિષમકાળમાં પણ આપણા ગુરુદેવો બાળકના મનમાં ધાર્મિક સંસ્કાર રેડવાના અથાગ પ્રયત્નો કરી રહ્યા છે અને રાત્રિભોજન, અભક્ષ્ય ભોજન, ટી.વી., સિનેમા, કુસંગ વગેરે દૂષણોથી પાછા વાળી શકવામાં સફળ પણ રહ્યા છે.
શ્રી જિનશાસનની આરાધના માટે તથા ચૈત્યવંદન, ગુરુવંદન, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ આદિ અનુષ્ઠાન કરવા માટે તેમજ તેના સ્વરૂપને સમજવા માટે સૂત્રો એક અનિવાર્ય અંગ છે. એ સૂત્રો જો અશુદ્ધ હોય તો તેના અર્થ પણ યથાર્થ થઈ શકે નહીં, એના કારણે આરાધના, વિધિ અને સ્વરૂપમાં પણ વિકૃતિ આવે છે. સૂત્રોના ઉચ્ચારણની શુદ્ધિના વિષયમાં કરવામાં આવતા પ્રયત્નોને વેગ મળે, સમજ વધે અને જાગૃતિ આવે એવા આશયથી પાઠશાળામાં જવાનું છે. પાઠશાળામાં ભણનાર વિદ્યાર્થીઓ અને ભણાવનાર શિક્ષક શુદ્ધ ઉચ્ચારણપૂર્વક પ્રતિક્રમણ, ચૈત્યવંદન, સ્તુતિઓ, ગાથાઓ કરવાનો અને કરાવવાનો આગ્રહ રાખે તે જાગૃતિ ખાસ લાવવાની છે.
આપણી માતૃભાષા આપણને જન્મથી જ આત્મસાત્ થયેલી હોય છે. એટલે એ શીખવા બાળકને બહુ મહેનતની જરૂર નથી. પણ આપણા પંચ પ્રતિક્રમણના મોટાભાગના સૂત્રો પ્રાકૃત ભાષામાં છે. બહુ થોડા સૂત્રો સંસ્કૃત ભાષામાં છે. એના જોડાક્ષરોનું ઉચ્ચાર કરવાનું કામ ક્યારેક પંડિતો માટે પણ કઠણ થઈ પડતું હોય છે. માટે ‘પાયચ્છિત્ત', “કાઉસ્સગ’, ‘પચ્ચખામિ', જવણિર્જ ચ ભે’, ‘સમદિદ્ધિ' જેવા શબ્દોની એક યાદી બનાવી સૂત્રો કંઠસ્થ કરાવવાની સાથે બાળકો પાસે તે યાદીવાળા શબ્દો પણ શુદ્ધ ઉચ્ચારણપૂર્વક
જૈનદર્શનમાં કેળવણી વિચાર અલગ ગોખાવવા જોઈએ. ઉચ્ચારણ શુદ્ધિની અવગણના ના કરીએ. અશુદ્ધ ઉચ્ચારણ પ્રત્યે મનમાં ખટકો રાખીએ. ઉતાવળથી ગોખવામાં પાર વગરની અશુદ્ધિઓ આવે છે. તે આપણી બેદરકારી છે. એ બેદરકારીને ટાળવાનો સંકલ્પ કરીએ. શાંતિથી એક દિવસમાં અમુક જ ગાથા ગોખવાથી અશુદ્ધિ આવતી નથી. ઉંમર વધે છતાં પણ ભૂલાતું નથી. આપણે ભલે દરરોજ પ્રતિક્રમણ ના કરીએ પણ જ્યારે જ્ઞાનપંચમી – મૌન એકાદશી – સંવત્સરી જેવા મોટા પર્વના દિવસોમાં પ્રતિક્રમણ કરીએ ત્યારે શુદ્ધ ઉચ્ચાર અને મધુરપણે બોલીએ તો બધા જ શાંતિથી સાંભળે અને મનમાં સારો ભાવ પણ જાગે. માટે ઉચ્ચારશુદ્ધિ પરત્વે ખાસ ધ્યાન રાખવાનું છે.
બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવાની જવાબદારી વાલીઓની છે. છતાં પણ મોટાભાગના વાલીઓ પોતાના બાળકોને પાઠશાળામાં નિયમિત ભણવા મોકલવા પૂરતો પણ સહયોગ આપતા નથી. સંઘ યથાશક્તિ પ્રયત્નો કરે છે. પણ સંઘનું આયોજન એકબીજાના સહકાર વગર વ્યવસ્થિત ચાલી શકતું નથી. પાઠશાળાનું સંચાલન આર્થિક સહયોગ વગર શક્ય નથી. એટલે સંઘના શ્રીમંત મોવડીઓએ આર્થિક સહાય કરવામાં પોતાનું પરમ કર્તવ્ય સમજવું જોઈએ. બાળકોનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે નાની નાની ભેટ દા.ત. પુસ્તિકા, પેન્સિલ, નોટ વગેરે પ્રભાવના રૂપે આપવાથી ઘણો લાભ થાય છે. આપણી પાઠશાળા કેવી હોવી જોઈએ ? તો જેમ મોટરને ચાર પૈડા છે અને તે ચારેય પૈડાનું મહત્ત્વ સરખું છે તેવી રીતે પાઠશાળાના પણ ચાર મહત્ત્વના અંગ છે, જેના દ્વારા ધ્યેય સિદ્ધ થાય છે : ૧. બાળકો
૨. બાળકોના મા-બાપ ૩. વિદ્યાગુરુઓ (જ્ઞાનદાતા) ૪. પાઠશાળાના કાર્યવાહકો
- ૫૧
Page #28
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
જૈનદર્શનમાં કેળવણી વિચાર પાઠશાળાના સંચાલનમાં આ ચારેય અંગનું સરખું મહત્ત્વ છે. આ ચારેય અંગોની ફરજ આ પ્રમાણે છે.
બાળકોએ વિચારવું જોઈએ કે આપણને માનવભવ મળ્યો છે – જિનશાસન મળ્યું છે – સાચા દેવ-ગુરુ અને ધર્મ મળ્યા છે તે બધું જ મારા આત્મકલ્યાણ માટે મળ્યું છે, માટે મારા આત્માના કલ્યાણ માટે ધર્મનું આચરણ કરવું જોઈએ. જેમ શાળાનું ઘરકામ કરવા માટે સમય કાઢું છું તેવી રીતે થોડો સમય પણ કાઢી દેવદર્શન, સ્વાધ્યાય વગેરે કરવા જોઈએ.
જે મા-બાપ જિનશાસનને પામેલા છે, સદ્ગુરુને માન આપનારા છે – જિનેશ્વર ભગવાને ચીધેલા માર્ગને અનુસરે છે – તેઓ આદર્શ મા-બાપ છે. બાળકને ધર્મના સંસ્કાર આપવા માટે સક્ષમ છે. શુભ પ્રસંગે પણ ધર્મન ભૂલતા નથી. વિદ્યાગુરુઓને ભૂલતા નથી, અને પ્રસંગોપાત પાઠશાળાઓમાં દાન આપે છે. તે મા-બાપ ધનના વારસા સાથે ધર્મનો અમૂલ્ય વારસો પણ બાળકોને આપતા જાય છે.
વિદ્યાગુરુ, જ્ઞાનદાતાની ફરજ પણ વિદ્યાર્થીઓ પ્રત્યે પ્રેમભાવ રાખવાની છે. તેઓ પોતે પણ શ્રેષ્ઠ આચરણવાળા હોવા જોઈએ અને બાળકોને રસ પડે તેવી દષ્ટાંત કથાઓ દ્વારા દર્શન અને જ્ઞાન-ચારિત્રનું એવું શિક્ષણ આપે છે બાળકમાં ધર્મના સંસ્કાર- બીજ ઊંડા રોપાઈ જાય. તેમને તેમના કામનું યોગ્ય વળતર મળવું જોઈએ. તે જોવાનું કામ પાઠશાળાના કાર્યવાહકોનું છે.
પાઠશાળાના કાર્યવાહકોનું જીવન પણ હેય-ઉપાદેયના વિવેકવાળું, ધર્મપરાયણ, સાદું, સંતોષી અને સદાચારી હોવું જોઈએ. પાઠશાળાની મુલાકાત લેનાર કાર્યવાહકે બાળકોમાં પ્રોત્સાહન વધે, જાગૃતિ વધે એવી રીતે કદર કરીને બક્ષિસ આપવી જોઈએ. શિક્ષકોની પણ કદર કરવી જોઈએ.
- પર
ગમે તેવો રોગી માણસ શક્ય હોય ત્યાં સુધી શુદ્ધ દવા અને વિશુદ્ધ હવાની મદદથી પોતાના દુર્બળ દેહને તંદુરસ્ત કરવાનો પ્રયત્ન કરે છે તેવી રીતે વિવેકી અને ધર્મપ્રેમી પુણ્યાત્માઓએ પણ જાતજાતની આકર્ષક યોજનાઓ રજૂ કરીને બાળકો અને માબાપોનું સમ્યકજ્ઞાન પ્રત્યે આકર્ષણ વધારી પાઠશાળાની હાલત સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ.
પાઠશાળા સંબંધી થોડો વિવેક જાળવવો પણ ખૂબજ અગત્યનું છે. પાઠશાળામાં ક્યારે પણ સ્નાન કર્યા વગર, મેલા અથવા મર્યાદા રહિત વસ્ત્રો પહેરીને જવાય નહીં. હાથપગ ધોઈ, શુદ્ધ વસ્ત્રો પહેરી, વાળ વ્યવસ્થિપણે ઓળીને જ પાઠશાળાએ જવું. મોડા ક્યારેય ના જવું. હંમેશાં સમયસર જવું અને વર્ગ પૂરો થાય ત્યારે શિક્ષકને પ્રણામ કરીને જ બહાર નીકળવું. વર્ગમાં વાતો કરવી નહીં, તેમજ ખાવું કે પીવું નહીં. ધ્યાન રાખીને ભણવું. શિક્ષક સામે બોલવું નહીં. એકબીજાને ‘તમે' કહીને આદરથી બોલાવવા, જેથી પરસ્પર પ્રેમભાવ રહેશે. શક્ય હોય ત્યાં સુધી પાઠશાળાનો સમય દિવસ દરમિયાન રાખવો. સૂર્યાસ્ત પછીનો હોય તો ખાદ્ય પદાર્થની પ્રભાવના કરવી નહીં. બાળકને લાલચ થાય એવું કરવું નહીં.
ધર્મનો આધાર જ્ઞાન છે. માટે ધર્મજ્ઞાનને વધુમાં વધુ મહત્ત્વ આપીએ અને શ્રીમંતોને પ્રેરણા આપીએ કે તેમની સંપત્તિનો ઉપયોગ ધર્મજ્ઞાનના પ્રચારમાં, સ્વાધ્યાયપીઠ જેવી સંસ્થાઓમાં અને પાઠશાળાઓમાં કરે. પાઠશાળાઓ જિનશાસનને જયવંતુ બનાવે છે. આજના વિષમકાળમાં તેની ખૂબ જરૂર છે. જૈનોને પોતાના ધર્મસિદ્ધાંતોની જાણકારી મળે-ગતિશીલ જીવન સાથે તાણમુક્ત લોકો જૈન ધર્મને અનુસરીને શાંતિમય સહઅસ્તિત્વ, ચિંતામુક્ત જીવન અને સર્વાગ વિકાસનો રાહ ચીંધે. અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતના સિદ્ધાંતોને
૫૩
Page #29
--------------------------------------------------------------------------
________________
– જૈનદર્શનમાં કેળવણી વિચાર
કેળવણીમાં માનવીય મૂલ્યો અને નૈતિક શિક્ષણ
ગુણવંત બરવાળિયા
જૈનદર્શનમાં કેળવણી વિચાર સાચા અર્થમાં અપનાવે અને સમગ્ર સમાજનું કલ્યાણ થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી.
પાઠશાળામાં ભણવા આવતા બાળકો સારી રીતે ભણીગણીને તૈયાર થાય, જિનશાસનનું ઊંડું તત્ત્વજ્ઞાન મેળવે, તેના દ્વારા સ્વ-પર કલ્યાણ કરે અને જિનશાસનને દીપાવે એ જ અભ્યર્થના !
(અમદાવાદ સ્થિત જૈનદર્શનના અભ્યાસુ સ્મિતાબહેને એમ.એ. સુધી અભ્યાસ કર્યો છે અને તેમના અનુવાદ અને સંપાદનના ચાર પુસ્તકો પ્રગટ થયા
ભારતીય સંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિના પુરસ્કર્તાઓએ હંમેશાં કેળવણીમાં માનવીય મૂલ્યો અને શિક્ષણમાં નૈતિકતા પર ભાર મૂક્યો છે.
પ્રતિભાબીજની માવજત કરનારાં પરિબળોમાં શિક્ષણનું સ્થાન પ્રથમ હરોળમાં છે. શિક્ષણ જીવનના પ્રત્યેક ક્ષેત્રને સ્પર્શતો વિષય છે. શિક્ષણ અને સંસ્કાર એકબીજાના પર્યાય છે, માટે જ બાળકના ગર્ભસંસ્કાર સાથે જ શિક્ષણની પ્રક્રિયા શરૂ થાય છે.
શ્રીરામ, મહાવીર, હનુમાન, અભિમન્યુ, શિવાજી જેવી વિશ્વની મહાન પ્રતિભાઓને ગર્ભમાં જ શિક્ષણ અને સંસ્કાર મળ્યા હતા.
પોતાના આચાર, વિચાર અને વિહાર દ્વારા માતા પોતાના બાળકને ગર્ભમાં શિક્ષણ-સંસ્કાર આપે છે. બાળકના જન્મ પછી તેની શૈશવ અવસ્થામાં પણ માં બાળકને સતત શિક્ષણ આપતી પવિત્ર વિદ્યાલય છે.
બાળક થોડું મોટું થતાં મા પોતાના જ સ્તરની વ્યક્તિને બાળકને શિક્ષણ આપવા માટે શોધે છે અને આ માના સ્તરની વ્યક્તિ તે “માસ્તર' છે.
બાળકના ભીતરના ખજાનાનાં જાણતલ અને તેને શોધવા માટે પ્રેરનાર પ્રેરકબળ માસ્તર છે.
ભગવાન ઋષભદેવે ખેતી, ઓજારો, હથિયારો અને અગ્નિનો ઉપયોગ જેવી પાયાની કેળવણી આ માનવજાતિને આપી અને તેમની બે પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરીએ લિપિ અને ૬૪ કળાઓ શીખવી.
-
૫૪
-
૫૫
-
Page #30
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
ભારતવર્ષની પ્રાચીન શિક્ષણપદ્ધતિમાં ડોકિયું કરીશું તો જણાશે કે એ સમયમાં ઋષિકુળ, ગુરુકુળ, તપોવન જેવા આશ્રમોમાં ઋષિઓ બાળકોને જીવનોપયોગી વિવિધ પ્રકારની વિદ્યાઓનું શિક્ષણ આપતા.
ક્રમેક્રમે શિક્ષણની ક્ષિતિજનો વિસ્તાર થયો. વિદ્યાલયો અને મહાવિદ્યાલયો સ્થપાયા. ભારતવર્ષમાં તક્ષશિલા અને નાલંદા જેવી વિશ્વવિદ્યાલયો પણ બની.
મુક્તિ અપાવે તે જ સાચી વિદ્યા છે. સાચી કેળવણી તો બાળકોની અંદર રહેલું હીર પ્રગટાવવામાં રહેલી છે. કેળવણીનું ખરું કામ વ્યક્તિમાં રહેલ બીજભૂત વ્યક્તિત્વને પ્રગટ કરવાનું છે.
શિક્ષણ અને કેળવણીની સામાન્ય સમજ એવી હોય છે કે ધાર્મિક શિક્ષણ આપવાથી પુત્રીના વેવિશાળ અને સગાઈ સમયે સામા પક્ષને લાગશે કે દીકરી ધર્મનું આટલું ભણી છે તો તે સંસ્કારી અને ધાર્મિક હશે જ.
“મારા બાળકને મારે એવું શિક્ષણ આપવું છે કે તેને મોટી અને ઊંચી ડિગ્રી મળે અને એ ડિગ્રી પણ એવી હોય કે સમાજમાં માન મોભો તો મળે, ખૂબજ શ્રીમંત કુટુંબની રૂપાળી કન્યા મળે કે શ્રીમંત કુટુંબનો મુરતિયો મળી જાય. ખૂબ જ સારી, ઊંચા પગારવાળી નોકરી મળે અથવા તે ડિગ્રી દ્વારા પોતાનો વ્યવસાય કરી ખૂબ ઊંચી કમાણી કરી શકે.” શિક્ષણ કે કેળવણી પાસે આપણી આ જ અપેક્ષા છે.
શિક્ષણ, વિદ્યા કે કેળવણી માત્ર પૈસા કમાવવાનું સાધન નથી. શિક્ષણ જીવનલક્ષી હોય તો જ જીવન ઉન્નત બને. શિક્ષણ અને સંસ્કાર એક સિક્કાની બે બાજુ છે તે ભૂલવું ન જોઈએ. કેળવણીનું અંતિમ ધ્યેય તો જ્ઞાનમાંથી શાણપણ સુધી લઈ જવાનું છે. જે શિક્ષણમાં નીતિ અને ધર્મના સંસ્કાર અભિપ્રેત હોય તે કેળવણી જ કલ્યાણકારી બની શકે.
૫૬
જૈનદર્શનમાં કેળવણી વિચાર
કોઈ એક વ્યક્તિ વિજ્ઞાનક્ષેત્રની ઊંચી કેળવણી પ્રાપ્ત કરી વિનાશકારી બૉમ્બ બનાવવાની શોધ કરે. એ શોધ વેચી કરોડો રૂપિયા રળે અને લાખો માનવસંહારનો નિમિત્ત બને.
કરોડો રૂપિયા દ્વારા એ ગાડી, બંગલો અને સંપત્તિની હારમાળા ઊભી કરી દે. પોતે મેળવેલ શિક્ષણ કે વિદ્યાના ઉપયોગ-દુરુપયોગ દ્વારા એ ભવ્ય જીવનશૈલી પામે અને પોતે એને વિદ્યાની ભવ્યતા પણ કહેશે. બીજી વ્યક્તિ તબીબીવિજ્ઞાનમાં શોધ કરી બીજાના જીવન બચાવવાનું કાર્ય કરે છે. ગરીબ દર્દીની ફી લીધા વગર દવા પણ કરે છે. ઓછા પૈસા કમાવાથી સાદી જીવનશૈલી છે, આપણે આને વિદ્યાની દિવ્યતા કહીશું.
શાળામાં ભણતા ત્યારે ગણિતના શિક્ષક અમને દાખલો શીખવાડતા. ગામડેથી એક વેપારી પોતાની દુકાન માટે ખરીદી કરવા આવ્યો. તેણે પોતાની દુકાન માટે બસો નેવું રૂપિયાના માલની ખરીદી કરી, ત્યાંથી એક બળદગાડીવાળો પોતાના ગામ તરફ ગાડામાં લાવેલ માલ ખાલી કરી જતો હતો. તેણે કહ્યું કે મારે માલ સાથે ગામડે જવું છે. તો તારા ગાડામાં લઈ જા. સાંજ થવા આવી છે. જો તું હમણાં જ લઈ જાત તો તને રૂપિયા દસ આપીશ. બળદગાડીવાળાએ ‘હા’ પાડી ને બધા ગામડે પહોંચ્યા. બે દિવસમાં પેલા વેપારીએ બધો જ માલ
વેચ્યો અને વેચાણના રૂપિયા સાડા ચારસો આવ્યા. તો વેપારીને આ વેચાણમાં કેટલા ટકા વળતર મળ્યું તેવો પ્રશ્ન સાહેબે અમને પૂછ્યો. વિદ્યાર્થીએ આંગળી ઊંચી કરી જવાબ આપ્યો કે સાહેબ, એકસો પચાસ રૂપિયા મળ્યા. એટલે પચાસ ટકા નફો થયો.
અમારા ગણિતના શિક્ષક શેઠ સાહેબ આક્રોશ સાથે કહેતા કે આ નફો નહીં પણ નફાખોરી કહેવાય. પાઠ્યપુસ્તક બનાવવાવાળાએ દાખલામાં વાજબી
૫૭
Page #31
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
નફાનું ઉદાહરણ આપવું જોઈએ. તમે મોટા થઈને વેપાર કરો ત્યારે ધ્યાન રાખજો. ધંધામાં વાજબી નફો લેજો, પણ નફાખોરી કરતા નહીં. અહીં શિક્ષણમાં માનવીય મૂલ્યો અને નૈતિકતાની વાત અભિપ્રેત છે.
જૈન શાસ્ત્રકાર પરામર્શીઓ હંમેશાં એવા શિક્ષણની હિમાયત કરે છે કે જેમાં માનવીય મૂલ્યો અને નૈતિકતાને સ્થાન હોય. શોષણ અને પરિગ્રહમાં આસક્તિ હિંસામાં પરિણમે છે. એવા શિક્ષણના પાઠમાં આદર્શ કેળવણીનું ઉપનિષદ અભિપ્રેત છે.
સંસ્કાર કે વિવેકબુદ્ધિવિહીન શિક્ષણ, વિદ્યા કે કેળવણી ન બની શકે. લૂખું શિક્ષણ વિવેકહીન ભવ્યતાનું પ્રદર્શન કરી શકે, પરંતુ સંસ્કાર અને વિવેકસહ પ્રાપ્ત કરેલ શિક્ષણ પવિત્ર વિદ્યા કે કેળવણી બની દિવ્યતાનું દર્શન કરાવી શકે. દિવ્યતાનું દર્શન કરાવનાર વિદ્યાર્થી પર શ્રુતદેવતા કે મા સરસ્વતીના આશીર્વાદ જ હોય.
આધુનિક શિક્ષણે સંસ્કારહીન સાક્ષરને જન્મ આપ્યો છે, જેની રાક્ષસી તાકાત અનેક વિકૃતિઓથી ખદબદે છે.
શિક્ષણની સમગ્ર પ્રક્રિયામાં શિક્ષણવિદો, વિદ્વાનો, સારસ્વતો અને શિક્ષકોનું પવિત્ર અને અગ્રસ્થાન છે.
સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્યના શિક્ષણ દ્વારા જ આવતી પેઢીમાં માનવીય મૂલ્યો અને નૈતિકતાને પ્રસ્થાપિત કરી શકાશે. માટે જ જૈનોની પાઠશાળામાં બાળકને નાનપણથી જ વિનય, વિવેક, સ્વચ્છતા અને જયણા (જતના) ના પાઠ શીખવવામાં આવે છે.
સમાજશાસ્ત્ર એવી રીતે ભણાવાય કે એ સમાજનો હિતચિંતક બની જાય. ભગવાન મહાવીરનું અર્થશાસ્ત્ર નિરાળું છે. અહીં માત્ર આર્થિક વિકાસ
૫૮
જૈનદર્શનમાં કેળવણી વિચાર
નથી જોવાતો, હિંસા, શોષણ અને અનીતિના માર્ગે આર્થિક વિકાસ ખપતો નથી. અહિંસા, શોષણમુક્ત પદ્ધતિ અને નીમિમત્તાની જાળવણી સાથે જો આર્થિક વિકાસ થાય તો જ તે કલ્યાણકારી છે. જૈન ધર્મ આર્થિક વિકાસને સમાજોત્થાનના સંદર્ભે મૂલવે છે અને ન્યાયસંપન્ન આજીવિકા મેળવવાના શિક્ષણની હિમાયત કરે છે. તેને માનવીય મૂલ્યો કે નીતિમત્તાને ભોગે ઉદ્યોગધંધા કે મૂડીનો વિકાસ ખપતો નથી.
આપણે સૌ જાણીએ છીએ કે યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજી જ્યારે ઝવેરાતનો ધંધો કરતા હતા ત્યારે એક વ્યક્તિ સાથેના કાયદેસર ધંધાના કરાર (કોન્ટ્રાક્ટ) નું પાલન કરાવે તો તેમને જંગી નફો મળે તેમ હતું, પરંતુ એમ કરતાં સામેવાળી વ્યક્તિની મૂંઝવણ વધે અને તેના જીવનું પણ જોખમ થાય. ત્યારે શ્રીમદ્ભુ એ કોન્ટ્રાક્ટ ફાડી નાખી રદ કરે છે. અહીં આર્થિક કરતાં માનવીય મૂલ્યોને પ્રાધાન્ય અપાયું છે.
મહાત્મા ગાંધીજીએ તો ‘નૈતિક મનુષ્યનું નિર્માણ એ કેળવણીનો પરિપાક છે’ એમ કહીને નોંધ્યું કે – ‘મનની કેળવણીને હૃદયની કેળવણીને વશ વર્તવું જોઈએ.’ ગાંધીજી કિંમતી આભૂષણો, ભૌતિક સંપત્તિ, રાજકીય સત્તા તથા કોરી તનિષ્ઠા કરતાં પ્રેમાળ હૃદયને વધારે મૂલ્યવાન ગણે છે. હૃદયની કેળવણીમાં માણસની ભાવનાઓ અને આવેગોનું સંસ્કરણ, પ્રેમ, સમભાવ અને ભ્રાતૃભાવ જેવી લાગણીઓ જાગૃત થાય છે. હૃદયની આ કેળવણી એટલે ગાંધીજીની દૃષ્ટિએ ચારિત્ર્યની ખિલવણી. ગાંધીજીએ ફિનિક્સ આશ્રમમાં કહેલું કે – ‘મેં હૃદયની કેળવણી એટલે ચારિત્ર્યની ખિલવણીને હંમેશાં પ્રાધાન્ય આપ્યું છે. ચારિત્ર્યને મેં બાળકોની કેળવણીમાં પાયારૂપ માનેલું. પાયો પાકો થાય તો પછી બીજું તો બાળકો આપબળે મેળવી લે.’ ‘ખરી કેળવણી’ નામના ગ્રંથમાં
૫૯
Page #32
--------------------------------------------------------------------------
________________
- જૈનદર્શનમાં કેળવણી વિચાર -
જેન શિક્ષણ અને બાળમાનસ
ડૉ. ભાનુબેન જે. શાહ (બા)
જૈનદર્શનમાં કેળવણી વિચાર ચારિત્ર્ય-નિર્માણને માટે તેઓ ધર્મ અને નીતિને આધ્યાત્મિકતા સાથે જોડતાં કહે છે કે – ‘હિંદુસ્તાને જો આધ્યાત્મિક દેવાળું કાઢવું ન હોય તો તેનાં મૂલ્યો અને ધાર્મિક કેળવણી આપવાનું દુન્યવી કેળવણી આપવા જેટલું જ આવશ્યક ગણવું જોઈએ.’ આમ ધર્મ, સંસ્કૃતિ અને અધ્યાત્મભાવ સુધી ગાંધીજીએ નૈતિકશિક્ષણની સંકલ્પનાની ક્ષિતિજને વિસ્તારી છે.
જૈનશાસનનો ચતુર્વિધ સંઘ શિક્ષણના સર્વ અંગોની તરફ લક્ષ આપે છે. પાઠશાળાઓના ધાર્મિક શિક્ષણના શિક્ષકો – જ્ઞાનદાતાઓ, ઉપાધ્યાય, ભગવંતો પાસેથી અને શાસ્ત્ર સ્વાધ્યાય દ્વારા શિક્ષણનું સર્વાગી અધ્યયન કરી શીખવે છે. કારણ કે વ્યવહારિક શિક્ષણ તો આ ભવમાં સુખ-સદાચારને સંપન્નતા આપે પણ ધર્મનું શિક્ષણ ભવ પરંપરા સુધારે છે. જ્ઞાનદાતા વર્તનથી બાળકોમાં રહેલી સુખ ચેતનાને દિવ્યશક્તિને જગાડી શકે છે, જેથી ચેતનાની ખેતી કરવાનું પવિત્ર કાર્ય એમના શિરે છે, તે સંપન્ન કરીશ.
(ગુણવંતભાઈએ સી.એ. સુધી અભ્યાસ કર્યો છે. તેઓ શૈક્ષણિક, ધાર્મિક અને આરોગ્યને લગતી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેમના લખેલા અને સંપાદિત થયેલા ૬૦પુસ્તકો પ્રગટ થયા છે. જ્ઞાનસત્રોના આયોજનમાં રસ લે છે.)
શિક્ષણ એટલે કેળવણી. શિક્ષણના આદ્ય સંસ્થાપક આ અપસર્પિણી કાળના પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ ભગવાન છે. તેમણે પોતાની પુત્રી બ્રાહ્મીને અક્ષરજ્ઞાન અને બીજી પુત્રી સુંદરીને ગણિતનું જ્ઞાન આપ્યું.
શિક્ષણના બે પ્રકાર છે – (૧) લૌકિક શિક્ષણ (૨) લોકોત્તર શિક્ષણ. લૌકિક શિક્ષણમાં ડીગ્રીને પ્રધાનતા અપાય છે. આ શિક્ષણ શાળા અને કૉલેજોમાંથી પ્રાપ્ત થાય છે. આ શિક્ષણમાં માનવતાના કે નૈતિકતાના ગુણોની વિકાસની ગુંજાઈશ નિશ્ચિતપણે ન કહી શકાય કારણ કે ભૌતિક શિક્ષણે મોટા ઈજનેરો, તબીબો, વૈજ્ઞાનિકો, સેનાપતિઓ, વકીલો, ન્યાયાધીશો અને ઊંચી ડીગ્રીધારીઓ અનેક પેદા કર્યા છે પરંતુ છાશવારે સમાચારપત્રોમાં તેમના કૌભાંડો વાંચવા મળતા હોય છે. ધાર્મિક્તા અને નીતિમત્તાના અભાવમાં તેઓ માનવજાતિ સાથે ચેડા કરી શેતાનના શિષ્યોની પેઠે વર્તે છે. ખરેખર ! ધર્મ વિનાના અર્થ અને કામ ઉન્મત્ત આખલા સમાન છે. અનાર્યતાના વિષ પાનાર છે.
લોકોત્તર શિક્ષણ એટલે એવી કેળવણી જે શરીર, મન અને આત્મામાં રહેલા સર્વશ્રેષ્ઠ તત્ત્વોને બહાર આણે. એટલે જ પૂર્વાચાર્યો કહે છે – સા વિધા યા વિમુવારે મુક્તિ અપાવે એ જ વિદ્યા. આવી વિદ્યા માનવીય ચેતનાનું ઐશ્વર્ય છે; જીવનયાત્રામાં આવતી પ્રતિકૂળતા - અનુકૂળતામાં સામ્યભાવ રાખી રમ્ય વિસામારૂપ બને છે. આ વિદ્યા મોક્ષની સાર્થકતાની દ્યોતક છે.
જેમણે રાગ-દ્વેષથી સંપૂર્ણ છુટકારો મેળવ્યો છે તેવા “જિન” નો ધર્મ એટલે ‘જૈન ધર્મ.’ જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન એ લોકોત્તર શિક્ષણ છે. પ્રથમ માનવ,
૬૦
-
૬૧
Page #33
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
ત્યાર પછી મહામાનવ અને અંતે અતિમાનવ બનાવી ભવસમુદ્રથી પાર ઉતારે છે. જૈન શિક્ષણ સંસ્કારોનું કારખાનું છે.
ભારતીય કુટુંબમાં બાળક કેન્દ્રસ્થાને છે. એનામાં સારા સંસ્કારોનું સિંચન કરવાનું સતત ચિંતન ઘરનો વડીલવર્ગ કરતો હોય છે. બાળક ખૂબ જ પ્રભાવક્ષમ હોય છે. તે જે જુએ તે શીખે છે. શૈશવકાળ એવો પડાવ છે કે જેમાં આગામી કાળનું ભાવિ ધરબાયેલું છે. એક આદર્શ નાગરિક બનવાની ભૂમિકા હોવાથી શૈશવકાળનું મહત્ત્વ અદકેરું છે. શૈશવ એટલે જેનામાં દુનિયાની અટપટી રીતોની હોશિયારી આવી નથી તે. જેવા સંસ્કારોનું બીજારોપણ થશે તે પ્રમાણે વટવૃક્ષ બની પાંગરશે. આપણા વડીલો પણ બોલચાલમાં કહેતા હોય છે કે - ‘પાકે ઘડે કાંઠા ન ચડે.’ પાકટ ઉંમરે કોઈ વાત જલ્દીથી સ્વીકારાતી નથી.
આમ, શૈશવકાળ એ કુમળા છોડ સમાન છે. તેને જેમ વાળો તેમ વળે. જૈન શિક્ષણમાં સૌપ્રથમ સોપાન વિનય છે. નાનાને સ્નેહ અને મોટાનો વિનય. જેમાંથી શીખવા મળે છે પ્રેમનું અમૃત! જે જીવનના ઘડતરમાં ખૂબ ઉપયોગી થઈ પડે છે.
જૈન શિક્ષણનું માળખું અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહની સાથે ક્ષમા, દયા, વિનય, સંતોષ, સાદગીથી રચાયું છે.
જૈન ધર્મના પ્રત્યેક વિધિવિધાનમાં જીવદયાનો ભાવ અભિપ્રેત છે. શ્રાવકના પાંચ અણુવ્રત, સાધુના પાંચ મહાવ્રત, સમિતિ-ગુપ્તિના પાલનમાં અહિંસા સર્વોપરી છે. જૈન ધર્મની અહિંસા માત્ર ત્રસ અને સ્થાવર જીવોની રક્ષા પૂરતી સીમિત નથી. એનાથી આગળ વધી મન, વચન અને કાયાથી પણ કોઈ જીવની હિંસા ન કરવી એટલી વ્યાપકપણે વિસ્તરેલી છે. જૈન શિક્ષણના પાયામાં અહિંસા અપ્રતિમ છે. જે અહિંસક ભાવો ભણી દોરી જાય છે.
કર
જૈનદર્શનમાં કેળવણી વિચાર
જૈન શિક્ષણ જૈન પાઠશાળાઓમાં, ગુરુકુળોમાં જ અપાય છે. અહિંસાના સર્વોત્તમ પાઠ ભણેલા બાળકની સંવેદના એટલી સૂક્ષ્મ કક્ષાએ પહોંચેલી હોય છે કે કોઈ છોડ પરથી પાંદડું તોડવામાં તેને ક્રૂરતા જણાય છે. પાણીના અનાવશ્યક વેડફાટથી તે ધ્રુજી ઊઠે છે. પર્વતિથિના દિવસોમાં અસ્નાન અને લીલોતરી ન ખાવાના પ્રત્યાખ્યાન કરી જીવોને અભયદાન આપે છે. ધર્મરુચિ અણગાર અને બાળમુનિ અઈવંતાની કથાઓ તેના હૃદયપટલને કોમળ બનાવી તેમાં વસુધૈવ અનુજમ્ ની ભાવના જન્માવે છે. અરે ! મરીને પણ બીજાને જીવાડે છે. તેની સંવેદના આથમ્યા વગરના સૂર્યોદય જેવી હોય છે.
સમગ્ર સૃષ્ટિના પ્રાણીઓ સાથે જ્ઞાત્મવત્ સર્વ ભૂતેષુ નું ભારોભાર મનોવલણ દેશદ્રોહ, આતંકવાદ, દુશ્મનાવટ, ભ્રષ્ટાચાર કે દાણચોરી જેવા પતનના પગથારે કઈ રીતે વળી શકે ? એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોને જેણે સ્વજન માન્યા છે તેનું અહિત કરવાનો તેને સ્વપ્નમાં પણ ખ્યાલ આવતો નથી. હા, કદાચ મિત્રોના સંગથી અવળે માર્ગે જાય તો પણ તેનું સુંવાળું મન ડંખે છે. આવો વ્યક્તિ સમય આવે સારા મિત્રો કે સત્સંગથી અવશ્ય સુધરી જાય છે. એ મોટો થઈ દુકાને બેસે પણ દુકાન દેરાસર બની જાય છે. કોઈને છેતરવામાં રહેલી હિંસા કરનારને લોહી ન દેખાય એમ બને પણ છેતરપિંડી
છૂટી જાય છે. આ છે બાળમાનસમાં રોપાયેલ અને અમલમાં મૂકાયેલા અહિંસાનું ફળ ! વમળોની વચ્ચે તેની નૈયા ભલે હાલકડોલક થાય, પરંતુ સંસ્કારોનું પોત ચીરાતું નથી.
બાળપણમાં સત્યવાદી હરિશ્ચંદ્રની કથા સાંભળી હોય કે નાટક જોયું હોય તો એનો જબરદસ્ત પ્રભાવ બાળમાનસ ઉપર પડે છે. સત્યના રસ્તે ચાલતાં રાજા હરિશ્ચંદ્ર જેવી કસોટીમાંથી તેમણે પસાર થવું પડે તેવાં સપનાં
93
Page #34
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
આવે છે. બાળપણના આ સંસ્કાર જ ગાંધીજીને સત્યનો પૂજારી બનાવે છે. આવું બાળક ખરાબ મિત્રોના સહવાસથી માંસાહાર, ધૂમ્રપાન આદિ કુટેવોની લતે ચઢે અને તેના ખર્ચને પહોંચી વળવા સોનાના ઘરેણાંમાંથી કડલી ચોરે છે. ચોરી કર્યા પછી કોઈ સત્ય ન બોલે તે પહેલાં જ સત્યના બીજ રોપાઈ ગયાં હોય છે. બચપણમાં રોપાયેલાં બીજ નાબૂદ થતાં નથી. તે વખતે પડેલા સંસ્કારોના બીજા વિકલ્પ હોતા નથી માટે જ ચોરી કર્યા પછી પણ સાચું બોલવાનો માર્ગ અપનાવે છે. ચિઠ્ઠી લખી દોષ જાહેર કરી સજાની માંગણી કરે છે. ચિઠ્ઠી પિતાજીને આપી તેમની સામે બેસે છે. પિતાજી ચિઠ્ઠી વાંચે છે. આંખમાંથી મોતીનાં બિંદુ ટપકે છે. એ મોતીનાં પ્રેમબાણે બાળક વિંધાય છે. પોતાની ભૂલનો એકરાર કરી શુદ્ધ થાય છે. રાજા હરિશ્ચંદ્રની કથાથી ‘સત્યમેવ ગયતે” ની શ્રદ્ધા નિશ્ચલ બને છે. ‘સત્ય એ જ ઈશ્વર છે;’ એવા સંસ્કારો દઢ બને છે.
આજની તરો-તાજ પેઢીનો ઝાઝેરો સંબંધ ડિજિટલ ટેકનોલોજી સાથે છે. ‘ખુલ જા સીમ સીમ’ ની જેમ મોબાઈલનું અમુક બટન દબાવતાં ઘણું બધું હાથવગું થઈ જાય છે. આજે ભૌતિક શિક્ષણના ક્ષેત્રે ટેકનોલોજીએ હરણફાળ ભરી છે. આખું વિશ્વ ડિજિટલની પૂરેપૂરી પહોંચમાં કેદ થઈ ગયું છે. હૉસ્પિટલો, દર્દીની તપાસ, સર્જરી, દવાઓ, ટિકિટો વગેરેમાં ઇચ્છે તે પ્રમાણેની માહિતી મળી જાય છે. દરેક ઉપયોગી વસ્તુનો વધુ પડતો વપરાશ વિનાશક છે. મોબાઈલ અને લેપટોપના કારણે સ્વાસ્થ્ય સામે સંકટો ઊભા થયાં છે, તે સુવિદિત છે. તેમાં પણ માનસિક અને ભાવનાત્મક સંકટો વધુ ભયાનક છે. અવકાશના સમયમાં બાળકો ગેમ રમે છે. બાળકોના રમતનું વિશ્વ બદલાઈ ગયું છે; જેમાંથી મોટાભાગની ગેમ હિંસક ભાવ જન્માવનારી હોય છે. ઉંમર વધવાની સાથે ચેટીંગ થાય અને રમતનું સ્થાન અશ્લીલ સાહિત્ય લે છે; જે તેના મન
*
જૈનદર્શનમાં કેળવણી વિચાર
ઉપર ઘાતક અસર કરે છે. ભોગવાદની આ વૃત્તિ પર કાબૂ મેળવવો દુષ્કર છે.
ઘરના વડીલો ત્રીજી આંખ દેખાડે તો અળખામણા થઈ પડે છે. શીલ અને સંવેદનાનું અચ્યુત્તમ થઈ રહ્યું છે.
જૈન શાળામાં બ્રહ્મચર્યના સંસ્કારો ઘૂંટાયા હોય, સત્સંગ થયો હોય તો આ ગંભીર પ્રશ્ન સહેજે ઉકેલાય છે. બ્રહ્મચારી નેમ-રાજુલ, વિજય શેઠવિજયા શેઠાણી, સ્થૂલિભદ્ર જેવી વિરલ વિભૂતિઓના કથાનકો બ્રહ્મત્વની અખિલાઈને પ્રગટ કરવામાં સક્ષમ છે. આત્મા સ્વયં બ્રહ્મ સ્વરૂપ છે. તેમાં રમણતા કરવી એ જ સાચું બ્રહ્મચર્ય છે. વળી, એક વખત અબ્રહ્મનું સેવન કરવાથી ૨ થી ૯ લાખ સંશી જીવોની ઘાત કરે છે. પર્વતિથિમાં બ્રહ્મચર્યનું મહત્ત્વ, ‘પરપુરુષ ભાઈ-પિતા સમાન અને પરસ્ત્રી માતા-બહેન સમાન છે’ – આવા સંસ્કારોથી અવદાત થયેલ બાળક રઘવાયો બની અનૈતિક આચરણ કરતાં કે લીલુંછમ જીવન સંકેલી લેતાં અચકાય છે. કારણ કે તેની પાસે સદાચારના સંસ્કારોની મિલકત છે. આવો માનવ મોટો થઈ ભ્રૂણહત્યા, શીલખંડન, કન્યાવિક્રય, નાની નાની બાબતોમાં લગ્નવિચ્છેદ જેવા અકૃત્યો કે અટકચાળાની દુર્વેધતાથી છેટું રહે છે. સત્ત્વશીલ ચારિત્ર્યનું નિર્માણ થાય છે. આવો માનવ પોતાની આસપાસના વર્તુળને સદાચારી બનાવી સ્વચ્છ સમાજનું નિર્માણ કરે છે.
અનીતિથી પૈસો ભેગો કરવો, લાંચ-રુશ્વત આપી અન્યનું કાસળ કાઢી નાખવું, બીજાની સંપત્તિને હડપ કરવી, ગરીબો ઉપર રોફ જમાવી તેમની માલિકીની વસ્તુઓ પડાવી લેવી એ સંગ્રહવૃત્તિ - પરિગ્રહ છે. જૈન અને રાજયોગ પરંપરામાં વસ્તુઓ ઉપરાંત પરંપરાગત ખોટી માન્યતાઓ, ટેવો, ગમો-અણગમો વગેરેમાંથી મુક્ત થવું એ અપરિગ્રહ છે. અતિ તૃષ્ણા, લાલસા,
૫
Page #35
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર મમત્વભાવ એ પરિગ્રહ છે. ગીધ જ્યારે મરેલી ભેંસ ઉપર બેસીને ઉજાણી કરે છે ત્યારે પાંખો પ્રસારીને એવી રીતે ચાંચ મારે છે કે બીજું પ્રાણી કે પક્ષી તેમાં ભાગ ન પડાવે.
તાજેતરમાં રાષ્ટ્રમાંથી સંગ્રહવૃત્તિ અને ઘૂષણખોરીની ઘેલછાને ડામવા અને સમવિભાજન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી અભિયાન ચલાવ્યું છે. દેશના નેતાઓ ગેરકાનૂની રૂપિયા સંગ્રહી કરચોરી તો કરી જ રહ્યા છે તે ઉપરાંત દેશને વધુ કંગાળ બનાવી રહ્યા છે.
જૈન શિક્ષણમાં પરિગ્રહ એ નરકનું નેશનલ હાઈવે લેખાયું છે. થોડા કાળની મજા અને અસંખ્યાત કાળની સજા ! જૈન શાસ્ત્રોમાં પુણિયા શ્રાવકનું દૃષ્ટાંત અપરિગ્રહની મિશાલ છે. ભગવાન મહાવીરના સમયમાં થયેલા આનંદ આદિ દસ શ્રાવકો બાર વ્રતધારી હતા. તેમાં પાંચમું અપરિગ્રહ વ્રત છે. ખપપૂરતું રાખી બાકીના પ્રત્યાખ્યાન કરવાથી પદાર્થની અછત વર્તાતી નથી. ઉપરોક્ત દૃષ્ટાંતો સ્વચ્છ કમાણી, દાન અને સાદગીની ખુમારી પ્રગટાવી ગરીબ-તવંગરના ભેદો નષ્ટ કરે છે. આવા સંસ્કારોથી પરિવૃત્ત બાળમાનસ યૌવનવયમાં ‘ન્યાયસંપન્ન વૈભવ’ તરફ તેનો ઝોક વધુ હશે. ભ્રષ્ટાચારમાં સંડોવણી કે કૌભાંડોના સણકા કરતાં તેના સંસ્કારો તેને રોકશે. પ્રામાણિકતાનું જતન કરી ઉમદા નાગરિક તરીકેની અમીટ છાપ પાડશે.
જૈન શિક્ષણ સમતાને અગ્રસ્થાને મૂકે છે. અનુકૂળતા કે પ્રતિકૂળતા, સુખ કે દુઃખ એ જીવનની વણથંભી ઘટમાળ છે. અનુકૂળતામાં પોરસ કે અભિમાન નહીં અને પ્રતિકૂળતામાં હતાશા કે નિરાશા ન કરતાં મધ્યસ્થતા રાખવી એ જ સમતા છે. ભગવાન મહાવીરે સાધનાકાળમાં ઉપસર્ગો અને પરિષદો સમભાવે સહન કર્યા ત્યારે કેવળજ્ઞાન રૂપી સિદ્ધિ તેમને હાંસલ થઈ છે. જે સમતા રાખે છે તે ખાટી જાય છે. વળી, ભરતી અને ઓટ, ચંદ્રની
- ૬૬
જૈનદર્શનમાં કેળવણી વિચાર કળામાં વધઘટ, સૂર્યનો ઉદય અને અસ્ત પ્રાકૃતિક તત્ત્વોમાં પણ દૃષ્ટિગોચર થાય છે. એ જ જણાવે છે કે પરિસ્થિતિ પરિવર્તનશીલ છે. રાજા હોય કે રંક સૌને કર્માનુસાર સુખ-દુ:ખનું વેદન કરવું જ પડે છે. આધ્યાત્મિકતાનું અદ્ભુત અનુપાન કરનાર બાળક જિંદગીના ધારદાર નિર્ણાયક પોતીકી ઘટનાના પ્રસંગે પોતાના રોમેરોમને બદલી નાંખે છે. જીવલેણ રોગો કે શોકોની થપાટો તેને લાચાર બનાવી શકતી નથી. તે સફળતા-નિષ્ફળતા, ચઢાવ-ઉતારના વાવાઝોડાના પ્રસંગે અન્ય પ્રત્યે ઈર્ષાળુ, સ્વાર્થી કે સંકુચિત અભિગમ રાખવાને બદલે તટસ્થ રહે છે. અન્યના માઠા પ્રસંગે તેને હૂંફ આપે છે. આવા ઉમદા માનસને લોકસમૂહ દેવત્વની દૃષ્ટિએ નિહાળે છે.
જૈન શિક્ષણ મન, વચન અને કાયાના યોગનું નિયંત્રણ સ્વીકારે છે કારણકે યોગોનું નિયંત્રણ હશે તો સ્વયં ઠરશે અને અન્યને ઠારશે. વાણીના સંયમ માટે જ ભાષાસમિતિ અને વચનગુપ્તિનું નિરૂપણ થયું છે. જીભ એ કડવાશનો કૂપો ઠાલવવાનું સ્થળ નથી. જીભને વિવેકનો સ્વાદ પારખવાની તાલીમ જૈન શાળામાં આપવામાં આવે છે. બોલવાના પ્રત્યેક પ્રસંગે સત્ય, હિત, મીત અને પ્રિય વચન બોલવાથી સંબંધોના ગુણાકાર થાય છે. ક્રોધવશઅહંકારથી દાહક વાણીથી દુશ્મનાવટ પાંગરે છે. સંબંધોની બાદબાકી થાય છે. સંપ અને સુમેળ જોખમાય છે. “આંધળાના જાયા આંધળા’ - દ્રૌપદીના આ કઠોર વેણથી મહાભારતના શ્રીગણેશ મંડાયા. જૈનશાળામાં જનારો બાળક લાભ-નુક્સાનને જાણી ઉચિત વાણી ઉચ્ચરી, પ્રેમ અને સ્નેહની વેલને નવપલ્લવિત કરે છે. તે જાણે છે કે તલવારનો ઘા થતાં પાટો બાંધી તેનો ઈલાજ થઈ શકે છે પરંતુ જીભના ઘાની રતીભર દવા ઉપલબ્ધ નથી. સુથાર પણ બે વાર માપ્યા પછી જ લાકડું વહેરે છે, તેમ સંસ્કારી બાળક અસભ્ય, નકામો બકવાટ કરતો નથી. આવા કબીરવડ જેવા વિશાળ દિલના વ્યક્તિને
go
Page #36
--------------------------------------------------------------------------
________________
જેનદર્શનમાં કેળવણી વિચાર સૌ કોઈ આવકારે છે. બીજી બાજુ વર્તણૂંકમાં સેકેરીન જેવી કડવાશ છોડનારા ‘બોન્સાઈ’ વૃક્ષ જેવા સ્વકેન્દ્રી, ગણતરીબાજ અને તેજોદ્વેષી સાબિત થાય છે.
જૈન શિક્ષણ ક્ષમાપનાને અગ્રસ્થાન આપે છે. સંવત્સરી પર્વ એ ક્ષમાપના પર્વ છે.
'खामेमि सब्वे जीवा, सब्बे जीवावि खमंतु मे;
मित्तीमे सबभूएसु वैरं मज्झं न केणइ ।' આ પદોમાં સર્વ જીવ સાથે મૈત્રીભાવનું પ્રસરણ છે. જે બાળકના રગેરગમાં, હૃદયના ધબકારામાં મૈત્રીભાવ વણાયેલો હોય તેનો આ લોકમાં કોઈ શત્રુ ન હોઈ શકે. નાના હંમેશાં મોટાનો મલાજો સાચવે, વિનય કરે તે સ્વાભાવિક છે પરંતુ મોટા પણ નાનાની ઈજ્જત કરે એવું શિક્ષણ માત્ર જૈન શિક્ષણ જ આપી શકે. તેની પ્રમાણતા ગૌતમસ્વામીના દૃષ્ટાંતમાં પુરવાર થાય છે.
ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય, પ્રથમ ગણધર, ૧૪OOO સાધુઓના અગ્રેસર, આજીવન છઠ્ઠના તપસ્વી અણગાર એવા ગૌતમસ્વામી દ્વારા આનંદ શ્રાવકને તપલબ્ધિથી ઉત્પન્ન થયેલ અવધિજ્ઞાન સંબંધી શંકા થતાં પ્રભુ મહાવીર દ્વારા તેનું નિરાકરણ કર્યું. ગૌતમસ્વામીને પોતાની ભૂલ સમજાણી. તેઓ પારણું કરવા ન રોકાયા પરંતુ પ્રથમ ક્ષમાપના લેવા આનંદ શ્રાવક પાસે પહોંચ્યા.
આવી કથાઓ ગળથુથીમાં જ સાંભળવા મળી હોય ત્યાં હઠાગ્રહ, કદાગ્રહ કટ્ટરતા ન હોય પરંતુ સરળતા, ક્ષમા અને ભૂલોના સ્વીકારની ઉદાત્ત ભાવના જરૂર હોય.
આમ, જૈનશિક્ષણમાં ધર્માતર નથી પરંતુ સ્વનું રૂપાંતરણ છે. બહેતર મનુષ્ય બનવાની ચાવી છે. અહિંસા, પ્રમાણિકતા, લેવડદેવડની શુદ્ધિ, સ્વચ્છ કમાણી, ગંદો નફો, ધાર્મિક કટ્ટરતા અને કષાયોની તીવ્રતા ન હોય તે જ
જૈનદર્શનમાં કેળવણી વિચાર સાચો જૈન છે. તેનામાં જ જૈનશિક્ષણનું પરિણમન થયું ગણાય. જૈન શિક્ષણ સાચા મનુષ્યત્વની સંપ્રાપ્તિ કરાવે છે. આ જેવું તેવું શિક્ષણ નથી. આપણી મેકોલો શિક્ષણની પદ્ધતિ કરતાં જૈન શિક્ષણની પ્રતિષ્ઠા ઘણી ઊંચી છે. જે શિક્ષણ ઉત્તરોત્તર શુદ્ધ, સાત્ત્વિક, મધુમય અને પ્રેમમયની અખિલાઈને પ્રગટ કરવામાં સમર્થ છે તે જ સાચું શિક્ષણ છે. જૈન શિક્ષણ તેમાં ખરું ઉતરે છે. આ સંસ્કારો તેને સાચો શ્રાવક કે સાચો શ્રમણ બનાવે છે.
પૂ. શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે ગામેગામ ‘લુક એન્ડ લર્ન' ના નામે પાઠશાળાઓ શરૂ કરી છે તેમજ સંસ્કારવર્ધક મેગેઝીન દ્વારા સુંદર તત્ત્વજ્ઞાન, કથાઓ, સંસ્કારો, પર્વતિથિઓનું સુરેખ શિક્ષણ અપાય છે, જે બાળમાનસના ઘડતરમાં મહત્ત્વનું યોગદાન છે.
શ્રી ઠાણાંગસૂત્ર અનુસાર માતા-પિતા, શેઠ અને ગુરુનો અનહદ ઉપકાર આપણા ઉપર છે. તેમના ઉપકારનો બદલો આપણે કદી ન વાળી શકીએ. શિબિરોના માધ્યમે આજે સંત-સતીજીઓ બાળમાનસનું ઘડતર કરી રહ્યા છે. ભગવાન મહાવીરે ગર્ભાવસ્થામાં માતાનો કેવો વિનય કર્યો તેની કથાઓ સાંભળી બાળકો વિનયવાન બને છે. યુવાનવયે જેણે પોતાને સહકાર આપ્યો તે શેઠનો ઉપકાર કદી ચૂકતા નથી. ક્યારેક તો એવું બને છે કે એ નોકર જ શેઠના કપરા કાળમાં ઉપયોગી બને છે. વળી, ગુરુ તો આ ભવ અને પરભવ બન્ને સુધારે છે. આવા સંસ્કારોથી રંગાયેલો દેઢ શ્રદ્ધાનંત આત્મા હૃદયમાંથી કૃતજ્ઞતા ભૂંસી નાંખે છે. નાનામાં નાના ઉપકારો પ્રતિ સભાન રહે છે.
આમ, ગુણવત્તાની દૃષ્ટિએ જૈનશિક્ષણ ચડિયાતું છે.
(જૈન દર્શનના વિદ્વાન ડૉ. ભાનુબેન શાહ (સત્રા) એ શ્રાવક કવિ ઋષભદાસના સુમિત્ર રાજશ્રી રાસ પર સંશોધન કરી પી.એચ.ડી. કરેલ છે. તેઓને હસ્તપ્રત સંશોધન કાર્યમાં ઘણો જ રસ છે.)
૬૯
- ૬૮
Page #37
--------------------------------------------------------------------------
________________
- જૈનદર્શનમાં કેળવણી વિચાર –
જૈન ધર્મમાં શિક્ષણ અંગેની વિચારણા
જિતેન્દ્ર કામદાર
જૈનદર્શન એ જ્ઞાનનો વિશાળ મહાસાગર છે. તીર્થકર ભગવંતોએ આપેલી દેશનાઓ, ગણધરોએ વહેવડાવેલી જ્ઞાનગંગા. પ્રસિદ્ધિ જૈનાચાર્યોએ રચેલા શાસ્ત્રો, ગ્રંથો, વર્તમાનમાં વિચરતા સાધુસંતો દ્વારા કરાયેલી સાધના અને સ્વાસ્થનું દોહન તેમજ વિદ્વાનોએ પોતાની વાણી દ્વારા સામાન્ય જન સુધી આ જ્ઞાનગંગા પહોંચાડવાનું જે ભગીરથ કાર્ય કર્યું તેનું શ્રેય ઉપરોક્ત સૌ જ્ઞાનીજનોને જાય છે.
મનુષ્યોના સામાજિક કે આધ્યાત્મિક જીવનના એવા કોઈ વિષયો નથી કે જેની છણાવટ જૈનદર્શનમાં થયેલી ન હોય, એવા કોઈ પ્રશ્નો નથી કે જેનો ઉકેલ જૈનદર્શનમાં ન હોય.
કેળવણીનો વિષય એ પણ જ્ઞાનનો, શિક્ષણનો વિશાળ ખજાનો છે. તીર્થકર ભગવંતો અને આચાર્યોએ સાધુજીવન અને શ્રાવકજીવનના ઉત્કર્ષ માટે, વિકાસ માટે ઘણું બધું માર્ગદર્શન આપ્યું છે. કોઈપણ જીવ જ્ઞાની, પંડિત, વિદ્વાન હોય કે સામાન્ય સમજણ ધરાવતા અલ્પમતિ જીવો હોય - સૌ પોતપોતાની ક્ષમતા પ્રમાણે તેમાંથી જ્ઞાનકેળવણી – શિક્ષણ મેળવી શકે છે.
જૈનધર્મના દરેક ફિરકાઓને સર્વમાન્ય ગ્રંથ ‘તત્ત્વાર્થ સૂત્ર’ ના પ્રથમ અધ્યાયમાં એક સૂત્ર આપેલું છે - સીન જ્ઞાનવારિત્રાળ મોસમf; I સમ્યગુ દર્શન, સમ્યફ જ્ઞાન અને સમ્યફ ચારિત્ર એ મોક્ષમાર્ગ છે. વિશાળ અર્થઘટન ધરાવતા આ સૂત્રનો સાદો સીધો અર્થ આટલો જ છે –
સમ્યકજ્ઞાન એટલે સમજણનું પરિવર્તન.
જૈનદર્શનમાં કેળવણી વિચાર સમ્યદર્શન એટલે ભાવના અને રુચિઓનું પરિવર્તન. સમ્યક્રચારિત્ર એટલે આચરણનું પરિવર્તન.
આપણી સમજણમાંથી ભ્રમણાઓ દૂર થાય, જીવ અને જગત વિષે સાચું જ્ઞાન મળે તે માટે જીવનમાં સમજણનું પરિવર્તન કરવું તે જ્ઞાન.
આપણા જીવન માટે જે હિતકારી છે તેવી આપણી ફરજ અને કર્તવ્ય પ્રત્યે રુચિ વધારવી, શ્રદ્ધા ધરાવવી તે દર્શન.
સંસારની જવાબદારીઓ નિભાવતા નિભાવતા જરૂરી લાગે તેવું આચરણમાં પરિવર્તન કરવું તે ચારિત્ર,
બસ, તત્ત્વાર્થસૂત્રના આ સૂત્રની સરળ સમજૂતી એ જ જૈનધર્મની પાયાની કેળવણી છે.
આ રીતે જૈનદર્શન એક વિરાટ દર્શન છે. તેમાં કેળવણી વિષે પ્રચૂર માત્રામાં શાસ્ત્રો, ગ્રંથો અને સાહિત્ય રચાયેલાં છે.
આજનો યુગ ભૌતિક વિકાસ અને વિજ્ઞાનનો યુગ છે. બાળકોને કે યુવાનોને માત્ર વડીલોના આદેશથી કે સાધુસંતોના ઉપદેશથી ધર્મ તરફ વાળવા સરળ નથી. બાળકોને જૈનશાળામાં જૈનશિક્ષણ પ્રત્યે રુચિ જાગે તે માટે વૈજ્ઞાનિક કે ઈલેક્ટ્રીક ઉપકરણોનો ઉપયોગ કરી, સુંદર પુસ્તકો કે દેશ્યશ્રાવ્ય કાર્યક્રમો વડે તેમનામાં ધર્મસંસ્કારોનું સિંચન કરવું જરૂરી છે.
યુવાનોને વિદ્યાલયોમાં ધર્મના સંસ્કારી વાતાવરણ વચ્ચે રહીને ઈન્ટરનેટ, કમ્યુટરના માધ્યમથી અદ્યતન કેળવણી મળી શકે તેવો પ્રબંધ થવો જોઈએ. સમાજને માત્ર જૈન પંડિતો સાથે ડોક્ટર્સ, વકીલ, ઈજનેરોની પણ જરૂર રહે છે. તે જ રીતે વિદ્યાર્થીના જીવનના પાયામાં ધાર્મિક સંસ્કારોનું
Page #38
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર સિંચન ન થયું હોય તો આધુનિક શૈક્ષણિક સાધનો વડે મેળવેલી કેળવણી એ ઉપરછલ્લી બની રહેશે. માત્ર વિદ્યાર્થીઓના શિક્ષણ માટે જ નહીં, સાધુસાધ્વી અને દીક્ષાર્થીઓના અધ્યયનમાં પણ નવી દ્રષ્ટિ અપનાવવી પડશે. પરંપરાગત ગ્રંથોના અધ્યયન માત્રથી સંતોષ માની ન લેવાય.
શિક્ષણ એટલે માત્ર ધર્મ એટલું જ નહિ, પરંતુ એથી વધુ જીવનલક્ષી હોય અને જીવનને યોગ્ય આકાર આપવા સાથે વિકાસ કરાવનાર હોય.
જૈનધર્મ અંગેનું શિક્ષણ, શાળા-કૉલેજમાં અપાતું શિક્ષણ કે વ્યવસાયલક્ષી માર્ગદર્શન વરિષ્ઠ અને અનુભવી નાગરિકો આપતા હોય છે, પરંતુ પોતાને માટે પણ કંઈક નવું શિક્ષણ કે કેળવણી મેળવવાની જરૂર છે કે કેમ? તે માટે તેમણે ક્યારેય કંઈ વિચાર્યું છે ખરું?
સા વિઘા યા વિમુવત્તયે સાચી વિઘા જ્ઞાન કે કેળવણી તેને જ કહી શકાય કે જે જીવનની વિષમતા ઓછી કરે. જીવન સ્વસ્થ અને પવિત્ર બનાવે. આજના યુગનું માત્ર ભૌતિક શિક્ષણ મેળવેલો માનવી જયારે વ્યવસાયિક પ્રવૃત્તિથી નિવૃત્ત થાય ત્યારે પોતાના જીવનની ઉત્તરાવસ્થામાં માત્ર ભોગવિલાસ અને સુખસગવડો વચ્ચે રહીને જીવન પૂરું કરે છે. કોઈ સાધના, સ્વાધ્યાય, સત્સંગ કે સેવાના ગુણો વિકસાવ્યા ન હોય તો પાછલી જિંદગીમાં તે સમજી શકતો નથી કે હવે ખરેખર મારે કરવા જેવું શું છે !
કેટલાક શાણા અને સમજુ નાગરિકોએ નિવૃત્તિમાં કરવા યોગ્ય પ્રવૃતિની યોગ્ય વ્યવસ્થા ગોઠવી લીધી હોય છે. ધર્મ અને અધ્યાત્મ રુચિ ધરાવનારા શ્રાવકો પોતાની દિનચર્યામાં સામયિક પ્રતિક્રમણ – તપ - વ્યાખ્યાનશ્રવણ દેવદર્શન મંત્રજાપ – સ્વાધ્યાય - ધ્યાનની ક્રિયાને ગોઠવી લેતા હોય છે. તો
જૈનદર્શનમાં કેળવણી વિચાર કેટલાક નાગરિકો નિઃસ્વાર્થ સમાજસેવા, વાંચન-લેખન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને તેનું આયોજન, સાત્ત્વિક મનોરંજન, સુગમ યાત્રા પ્રવાસ વિગેરેથી પોતાના નિવૃત્તજીવનને ભર્યુંભર્યું બનાવતા હોય છે, તેમજ પોતાને મળેલ અનુભવજ્ઞાનનો લાભ સમાજમાં અન્યોને પણ આપતા રહે છે.
પરંતુ આ બધું ત્યારે જ શક્ય બને જ્યારે લોકો પોતાની શારીરિક તંદુરસ્તી અને માનસિક સ્વાથ્ય સારું ધરાવતા હોય. મોટા ભાગે પ૫-૬૦૬૫ વર્ષની વય વટાવ્યા બાદ શરીર વ્યાધિઓથી ઘેરાયેલું હોય, સ્મૃતિશક્તિ, શ્રવણશક્તિ, દષ્ટિ ક્ષીણ થયેલી હોય ત્યારે જીવન બોજીલું લાગે છે. જોશ અને ઉત્સાહ ઠંડા પડી જાય છે. શરીરના અંગો – ઉપાંગો જકડાયેલા હોય, ગાત્રો શિથિલ થઈ ગયા હોય, ઈન્દ્રિયો પર નિયંત્રણ ન હોય, માનસિક સમતુલા જળવાતી ન હોય ત્યારે જીવનમાં લાચારી, પરવશતા અનુભવાય છે.
આવી સ્થિતિની હજી શરૂઆત થાય ત્યાર પહેલા વ્યક્તિએ સાવધાન થઈ શારીરિક વ્યાયામ અને યોગસાધના અંગે જાગૃત થવાની ખાસ જરૂર છે. યોગ્ય જાણકાર અને અનુભવી સાધક પાસે વિદ્યાર્થી જેવા બની વિવિધ આસનો અને પ્રાણાયામ શીખી લેવા અને રોજની દિનચર્યામાં તેને અવશ્ય સ્થાન આપવું જોઈએ. શરીર, શ્વાસ, ઈન્દ્રિયો અને મનને રોજેરોજ આ સાધના વડે કેળવવા પડશે. જીવનના ઉત્તરાર્ધમાંથી પસાર થતા દરેક નાગરિકે પોતાના જીવનના અંતિમ દિવસોમાં પરવશ કે પથારીવશ ન થવું હોય તો રોજેરોજ અવશ્ય કરવા જેવી આ યોગસાધના અપનાવવી પડશે. આ દૈનિક સાધનાને તમે કેળવણી કહો, વિદ્યા કહો કે સ્વધર્મ કહો, પરંતુ વ્યક્તિના જીવનને યોગ્ય આકાર આપનાર, તેનો વિકાસ કરનાર જીવનલક્ષી શિક્ષણ એટલે તંદુરસ્ત જીવન અને યોગસાધના છે.
•
@ 3
Page #39
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
વર્તમાન સમયમાં મારા નિવૃત્ત જીવનમાં રોજેરોજ નિયમિત હું યોગસાધના કરાવું પણ છું. આગળ ઉપર મેં વયસ્ક નાગરિકો માટે રોજેરોજ કરવા જેવી ક્રિયાઓમાં યોગસાધનાને જે મહત્ત્વ આપ્યું છે તે માત્ર કોરા સલાહસૂચન નથી, પરંતુ મારા જીવનના અનુભવનો નિચોડ છે. હવે મારા જીવનનો ઉત્તરાર્ધ અને નિવૃત્તિકાળ તીથલ જેવા પ્રકૃતિની ગોદમાં વસેલા નાનકડા ગામમાં આનંદપૂર્ણ, શાંતિમય અને પ્રસન્નતાભર્યો વિતે છે. આપ સૌનું જીવન પણ તંદુરસ્ત સાધનામય બને અને જીવનને પૂરેપૂરું માણો એવી શુભેચ્છા. બાકી કુદરત જેવું કોઈ વિદ્યાલય નથી. જીવન જેવું કોઈ પુસ્તક નથી અને કેળવણી કે વિદ્યાનો કોઈ અંત નથી.
(જૈન દર્શનના અભ્યાસુ જિતેન્દ્રભાઈ કામદાર જૈન સાહિત્ય સત્રોમાં ભાગ લે છે. યોગના પ્રશિક્ષણનું માનદ કાર્ય કરે છે. શાંતિનિકેતન સાધના કેન્દ્ર, તીથલ સાથે સંકળાયેલા છે.)
જૈનદર્શનમાં કેળવણી વિચાર
મુક્તિ અપાવે તે જ વિધા ચેતન ચંદુલાલ શાહ
“સા વિદ્યા યા વિમુક્તયે” વિદ્યા, કેળવણી તે જ કે જે મુક્તિ તરફ લઈ જાય. જૈનદર્શન એ વિશ્વમાં પ્રસરેલી અનેકવિધ સંસ્કૃતિઓ અને ધર્મપરંપરાઓમાં સર્વશ્રેષ્ઠ અને અજોડ છે. તે અંગે કોઈ મતભેદ કે મતાંતર નથી. જૈનદર્શનમાં કેળવણી વિચારનો મુખ્ય સિદ્ધાંત અધ્યાત્મ પ્રાપ્ત કરવાનો અને મિથ્યાત્વ દૂર કરવા અંગે છે. માનવીય જીવન જીવવાની શ્રેષ્ઠ કળા પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ રાજમાર્ગ એટલે જૈનદર્શનમાં કેળવણીનો વિચાર અને પદ્ધતિ. જૈનદર્શનમાં કેળવણીના વિચારની પદ્ધતિ મુખ્યત્વે ચાર રીતે જોવા મળે છે અને આ પદ્ધતિ હજારો વર્ષોથી એક પરંપરા રૂપે આજે પણ યથાવત રીતે તેનું અસરકારક તત્ત્વ ધારણ કરી એક સુન્ન અને શિક્ષિત સમાજ વ્યવસ્થાને પોષણ આપતી રહી છે. અનેક ભવભ્રમણ દરમ્યાન આ જીવ, આત્માએ જે જ્ઞાનનું વહન કર્યું છે, તે આ વર્તમાન ભવમાં યોગ્ય રીતે ઉજાગર થાય અને મુક્તિમાર્ગના સાધક આત્માના જ્ઞાનસંપુટને ઉઘાડતી ચાવી એટલે જ જૈનદર્શનમાં કેળવણી વિચારપદ્ધતિ.
જૈનદર્શનમાં કેળવણીના પાયાના ચાર કાર્યક્ષેત્ર મુખ્યત્વે આ પ્રમાણે
છે :
(૧) બાલ્યકાળ અને કિશોર અવસ્થામાં બાળકો અને બાલિકાઓને ઉત્તમ ચારિત્ર ઘડતર સાથે આવશ્યક સૂત્રો અને જૈનદર્શનના પ્રાથમિક અવગાહન માટે ઉત્તમ શિક્ષકો અને શિક્ષિકાઓ દ્વારા પાઠશાળામાં નિયમિત અભ્યાસ. જેના લાભો અંગે વિગતે જોઈશું.
to૫
Page #40
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
(૨) જૈનદર્શનમાં કેળવણી વિચારનું દ્વિતીય પદ એટલે શેષ કાળ અને ચાતુર્માસ દરમ્યાન ઉપસ્થિત આચાર્ય ભગવતો, સાધુ ભગવંતો અને સાધ્વીજીઓ, મહાસતીજીઓ દ્વારા અપાતા પ્રવચનો; જે ધર્મજ્ઞાન શ્રુત-શ્રવણ અને સત્સંગનું કેળવણી અર્પતું, સુદૃઢ સમાજનું ઘડતર કરતું અમોધ સાધન છે, માધ્યમ છે.
(૩) જૈનદર્શનમાં કેળવણી વિચારનું અનોખું અને ચિરકાલીન માધ્યમ એટલે જ્ઞાન ભંડારો. જૈનદર્શનમાં કેળવણીનું અતિપ્રાચીન અને ચિરકાલ સુધી આ ધર્મશાસનને ટકાવનાર કોઈ માધ્યમ હોય તો તે પૂર્વાચાર્યો અને અનેક વિદ્વાનોએ રચેલા પ્રાચીન, અર્વાચીન અને વર્તમાનમાં રચાયેલ જૈનદર્શન સાહિત્યના ગ્રંથાલયો છે. જૈનદર્શનમાં પ્રાથમિક જ્ઞાન મેળવ્યા બાદ સતત અને સતત સાહિત્ય સ્વાધ્યાયની સાધુ, સાધ્વીજી, શ્રાવક અને શ્રાવિકા માટે અતિઆવશ્યક પરંપરા રહી છે. વિશ્વના દરેક ધર્મપરંપરામાં કેળવણી એ ધર્મગુરુઓ માટે પ્રાથમિક કર્તવ્ય રહ્યું છે. શિલ્પ, સ્થાપત્ય, ગ્રંથ, સાહિત્ય અને પ્રવચન-વ્યાખ્યાન એ દરેક સંસ્કૃતિ અને ધર્મને ટકાવનારા પાયાના તત્ત્વો રહ્યા છે. આજે પણ અત્યંત આધુનિક વ્યવહારિક શિક્ષણની ભરમાળ વચ્ચે પણ વિશ્વની અગ્રિમ ધર્મ પરંપરાઓ જેમકે ખ્રિસ્તી, મુસ્લિમ, બૌદ્ધ, જરથોષ્ટ્ર, યહુદી, તાઓ કે અન્ય નાના નાના ધર્મ સમુદાયો પોતાના બાળકોને ધર્મના પ્રાથમિક સંસ્કાર, રીત-રિવાજ અને ઐતિહાસિક પરંપરાનું જ્ઞાન અને સંસ્કાર ખૂબજ ચીવટપૂર્વક ફરજિયાત સ્વરૂપે આપે છે. પોતાના ધર્મસ્થાન, ધર્મગુરુ, ધર્મગ્રંથ અને ધરોહર પ્રત્યે માન અને પ્રેમ બાળપણથી જ તેના મન-હૃદયમાં પ્રગટાવે છે.
७५
જૈનદર્શનમાં કેળવણી વિચાર
જૈનદર્શનમાં કેળવણી વિચાર સર્વશ્રેષ્ઠ રહ્યા છે. પ્રથમ તીર્થંકર
આદિનાથ પ્રભુએ શરૂ કરેલ આ કેળવણી પંરપરા ચરમ તીર્થંકર મહાવીર સ્વામીના કાળમાં ભાષા, લિપિ, આચાર અને વિચારથી સમૃદ્ધતા પામી અને તેઓએ સમોવસરણના સ્વરૂપે, દેશના સ્વરૂપે જીવમાત્રને સમજાય અને જીવમાત્રને કલ્યાણરૂપ થાય તે રીતે આ ધર્મકેળવણીની પરંપરાનો મજબૂત સ્તંભ રચ્યો, જે આજ પર્યંત તેઓએ પ્રરૂપેલ સ્વરૂપે આચાર્ય ભગવંતો, સાધુભગવંતો, સાધ્વીજી ભગવંતો અને વિદ્વાન શ્રાવક શ્રાવિકાઓ દ્વારા અસ્ખલિતપણે અખંડ છે.
ચરમ તીર્થંકર મહાવીર સ્વામી બાદ ગણધર ભગવંતોએ સુધર્મા સ્વામીજીની અગ્રિમતા - સ્થાપના કરી અને મહાતેજસ્વી જ્ઞાની આચાર્ય ભગવંતોની પરંપરા રચી, જે ચિરકાળથી ચાલુ છે અને ચાલુ રહેશે. ઉચ્ચ પ્રકારની વંશીય શ્રૃંખલા Genetical Chain ધરાવતા આ ધર્મસામ્રાજ્યમાં સતત ને સતત જૈનદર્શન કેળવણીને પ્રાધાન્ય આપતું આવ્યું છે. જોગથી શુદ્ધ થયેલ નૂતન સાધુ-સાધ્વીજીને ખૂબજ ખેવના અને ખંતથી ધર્મઅભ્યાસ કરાવવામાં આવે છે અને કેળવણી વિચારને પ્રાધાન્ય આપતો આ જૈનદર્શન ધરોહર આજે પણ વિશ્વમાં શ્રેષ્ઠ અને સર્વોત્તમ છે.
સમોવસરણમાં દેશના રૂપે પ્રરૂપેલ શ્રેષ્ઠ સમાજ રચનાના ધર્મ સંસ્કારોની પરંપરા એ તીર્થંકર ભગવંતો દ્વારા પોતે પ્રાપ્ત કરેલ કેવળજ્ઞાનનો વિશ્વને જે
લાભ અપાયો તે અદ્ભુત જ્ઞાનકોષને ગણધર ભગવંતોએ આગમગ્રંથો દ્વારા લિપિત કર્યા અને અનેક મેઘાવી યુવાચાર્યોએ તે આગમોના ઉધ્ધાર કરી આપણા સુધી પહોંચાડ્યા. આ પણ જૈનદર્શનમાં કેળવણીનો સર્વોત્તમ વિચાર છે, જે વિશ્વમાં અજોડ છે.
66
Page #41
--------------------------------------------------------------------------
________________
જેનદર્શનમાં કેળવણી વિચાર પૂર્વાચાયએ જૈનદર્શન પરંપરામાં આગમ ગ્રંથો અને તીર્થંકર ભગવંતોની આજ્ઞાઓનું વહન અને પ્રસારણ કરતાં ઉત્કૃષ્ટ પરિશ્રમથી વ્યાખ્યાનો, અનુષ્ઠાનો, તત્ત્વચર્ચાઓ દ્વારા પરંપરા એ દરેક યુગમાં સુદી સમાજરચનાના ઘડતર માટે પોતાના જીવનનો મહત્તમ ભાગ વિલીન કર્યો. આ સમાજઘડતર અને કેળવણી એ પોતાનું મુખ્ય કર્તવ્ય-ધ્યેય રાખીને વારંવાર આ જૈનદર્શન પરંપરાને નવપલ્લવિત કરી અને આ કેળવણી પ્રક્રિયા આજે પણ નિરંતર દેશ્યમાન થઈ રહી છે. ધન્ય ધન્ય આ મહાન પરંપરા ! “આચાર્યા જિનશાસન્નોનતિકરા.”
જયાં સુધી સૂર્ય, ચંદ્ર આકાશમાં પોતાની કાંતિથી પ્રકાશે, જ્યાં સુધી સ્થાવર જૈનતીર્થો અને ચૈત્યો સહિત આ ભૂમિ ધર્મથી ઉજ્જવળ રહે, જંગમતીર્થ સમાન ઉપાશ્રયો, જ્ઞાનભંડારો, આચાર્ય ભગવંતો અને સાધુ-સાધ્વીજી ભગવંતો ધર્મતત્ત્વથી સભર, જૈનદર્શનમાં વિશ્વમાં અજોડ અનેકાંતવાદ અને સ્યાદ્વાદથી સભર શ્રી વીરપ્રભુની વાણી વિલાસ કરે છે, ત્યાં સુધી ચિરકાળ સુધી આ વિશ્વની શ્રેષ્ઠ કેળવણી પરંપરા આ ધરાને પાપના તાપમાં શાતા આપતી રહેશે જ, આ યુગમાં ધર્મપરંપરાની કેળવણી અને વ્યવહારિક કેળવણી એ સમાજનું અગત્યનું અવિભાજય અંગ ગણાય છે. બાળકો અને બાલિકાઓને બન્ને પ્રકારે કેળવણી પ્રાપ્ત થાય તે વ્યવસ્થા જોવાનું અને જાળવવાનું કર્તવ્ય એ સમાજનું પ્રાથમિક કર્તવ્ય જણાય છે, જે માટે આંખ આડા કાન કરી શકાય નહીં, જરા પણ ગાફેલ રહી શકાય નહીં. છેલ્લા ૧૦ વર્ષ દરમ્યાન કન્યા કેળવણીની સૌથી વધુ ખેવના જૈન સમાજોએ અદ્ભુત રીતે પાર પાડી છે. લઘુમતી સંખ્યા ધરાવતા જૈન સમાજમાં સ્ત્રી સાક્ષરતા સૌથી વધુ છે. તેનું કારણ જૈનદર્શનમાં કેળવણીનો વિચાર એ વિશ્વમાં સૌથી વધુ પુષ્ય અને પ્રમાણિક રહ્યો છે.
જૈનદર્શનમાં કેળવણી વિચાર પાઠશાળા, શિબિર, મેળાવડા અને અનેકવિધ કાર્યક્રમો દ્વારા કન્યાકેળવણી વિચારથી સ્ત્રીઓને આત્મસન્માન અપાતું. અરે, વ્યવહારિક પૂછપરછમાં પણ ધાર્મિક અભ્યાસ એ પ્રથમ લાયકાત ગણાતી, જે આપણા કોઈથી અજાણ નથી.
થોડા જ વર્ષો પહેલાં વ્યવહારિક ભણતર એ ભાર વગરનું ભણતર હતું; બાળપણ અને કિશોર અવસ્થામાં સાહજિક રીતે ભણતર પ્રાપ્ત થતું. સાથે સાથે ધાર્મિક ભણતર પણ પ્રાપ્ત થતું અને યુવાનીમાં પ્રવેશ્યા બાદ કારકીર્દિની શરૂઆત થતાં વાસ્તવિક જીવનમાં પ્રવેશ થતો અને યોગ્ય રીતે, ક્ષમતા પ્રમાણે જીવનની ગોઠવણ થઈ જતી. આ વાસ્તવિકતાનો આજના વર્તમાન સમયમાં જાણે છેદ જ ઉડી ગયો છે.
આજે વર્તમાન સમયમાં બાળક જન્મે અને બે-અઢી વર્ષનું થાય ત્યારથી જ તેના ઉછેર અને વિકાસને ખૂબજ ગંભીરતાથી લઈ અને તાણભર્યું તથા હરીફાઈ યુક્ત વાતાવરણ સર્જવામાં આવી રહ્યું છે. યુવાન માતાપિતાને બાળકના ઉછેર અને પાશ્ચાત્ય શૈલીના શિક્ષણ માટે ખૂબજ વિકટ સંઘર્ષ કરવો પડે છે. કેળવણીના નામે અઢળક સમય અને નાણાંનો વ્યય કરવો પડે છે; ખૂબજ માનસિક તાણનો અનુભવ કરવો પડે છે અને સરવાળે જીવનના નૈતિક મૂલ્યોને વિસરીને આધુનિકતા અને પશ્ચિમી શૈલીના ભણતરના ભાર નીચે દબાવું પડે છે. સ્કૂલ, ટ્યુશન અને અન્ય ક્લાસીસની દોડધામ વચ્ચે તથા અન્યો સાથેની ગુણાંકની સરખામણી ઉપરાંત રિઝર્વેશન પદ્ધતિ સામે પોતાના બાળકને યોગ્ય શાખામાં પ્રવેશ કરાવવા Hard earned money નો ભોગ ઉપરાંત લૉન લઈ દેવું કરવાની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આમાં મેકોલેએ વર્ષો પહેલાં જે ઉદ્દેશથી સંસ્કૃત ભાષાને લુપ્ત કરવા આયોજન કર્યું
Page #42
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
હતું તે સફળ થયું જણાય છે. બ્રિટિશ હકુમત દરમ્યાન શિક્ષણનીતિમાં હકારાત્મક બીજતત્ત્વ નાખવા સંસ્કૃત અને અન્ય પ્રાચીન ભાષાઓ ન ભણાવવાની કુટિલનીતિ દાખલ કરી, સંસ્કૃત અને સાંસ્કૃતિક ભાષાઓની ધરોહર આમજનતા માટે મહત્ત્વહીન થઈ જાય, એ દૃષ્ટિએ સમગ્ર પ્રાચીન સંસ્કૃત સાહિત્ય અને પ્રાચીન અન્ય ભાષાઓનું સાહિત્ય ને કર્મકાંડી સાહિત્યનું નામ આપી એલોપેથી અને એન્જીનિયરીંગને પૂજ્ય બનાવવાની અને સામાજિક તથા આર્થિક વ્યવસ્થાની અનિવાર્યતા માની લેવામાં આવી છે. આ ધૂર્ત ઉપક્રમોને આપણે અંગ્રેજીની કૃતજ્ઞ ઉપલબ્ધિ માની લીધાનું સત્ય સ્વીકારી જ લેવું પડે તેમ છે; હવે બચ્ચું કુચ્યું કેમ બચાવવું, જાળવવું એ જ પ્રાણપ્રશ્ન છે. ખૂબજ ચિંતાનો વિષય છે.
અધૂરામાં પૂરું પંચમહાવ્રતધારી સાધુ-સાધ્વીજીને અવગણીને, અધૂરા જ્ઞાન અને અળવીતરાં આચારધારી પંડિતોએ નવી પેઢીને આકર્ષવા અને પોતાના તરફ વાળવા કંઈક અખાડા ખોલી નાખ્યા છે, જે ઘણું જ દુઃખદાયક અને શરમજનક છે. સમાજે તેની ગંભીર નોંધ લેવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. આગમવાણીના ધર્મપ્રસાર સિવાયનું બધું જ મિથ્યાત્વ હાનિકારક સાબિત થઈ શકે છે. પરંતુ નવશિક્ષણ પ્રાપ્ત કરેલ યુવક-યુવતીઓને તો તેમને ગમે તેવું અને તેમને insulation, social protaction પૂરું પાડે તેવા spiritual કેળવણીકારની જરૂરિયાત છે. ધર્મપરંપરા, ધર્મ અનુશાસન, ધર્મ ધરોહરનું અનુકરણ આ કંઈ તેમને ખપે નહીં. મુક્ત, સ્વતંત્ર અને સ્વૈચ્છિક ધર્મ કેળવણીના તેઓ સંમતિપૂરક છે. જૈનદર્શનમાં કેળવણી વિચારની મૂળભૂત પદ્ધતિએ શૈશવકાળના ભાર વગરના ભણતર સાથે સાથે નિયમિત રીતે ૪ વર્ષથી ૧૫ વર્ષની વય દરમિયાન પાઠશાળાનું જ્ઞાન, ત્યારબાદ કિશોર અવસ્થામાં ગુરુ
..
જૈનદર્શનમાં કેળવણી વિચાર
ભગવંતો દ્વારા આયોજિત શિબિરો, યાત્રાધામોમાં ચારિત્ર ઘડતર શિબિરો, વેંકૈશન દરમ્યાન ખાસ પ્રકારની કેળવણી શિબિર, જ્ઞાન અભ્યાસ, કથાશ્રવણ, તત્ત્વ જાણકારી, તપ, વ્રત, જાપ દ્વારા ચારિત્રઘડતર. યુવા અવસ્થામાં ગંભીર તત્ત્વજ્ઞાન વિષયક વ્યાખ્યાનો અને પ્રવચનોના આયોજન, ક્રમબદ્ધ રીતે પ્રાચીન સાહિત્ય ગ્રંથોનું નિયમિત વાંચન, વયસ્ક અવસ્થામાં તત્ત્વચિંતન, વાંચન, લેખન અને જ્ઞાનક્ષેત્રમાં પોતાનું અનુદાન અને પ્રૌઢ તથા વૃદ્ધાવસ્થામાં યથાશક્તિ વાંચન, શ્રવણ દ્વારા ધર્મતત્ત્વોનું ચિત્તપ્રદેશમાં રમણ એ સાચા શ્રાવકની જીવનશૈલીનું ઉજળું પાસું રહેતું.
જૈનદર્શનમાં કેળવણી વિચારમાં પાઠશાળામાં જવાથી થતા લાભોનું એક વિસ્તૃત સ્વરૂપ આપણે જોઈ લઈએ. પાઠશાળામાં અભ્યાસ કરવાથી જૈનદર્શનમાં કેળવણી વિચારનો મુખ્ય આધારસ્તંભ એ વિદ્વાન શ્રાવક-શ્રાવિકા, પ્રાધ્યાપકો દ્વારા પાઠશાળામાં અપાતું જ્ઞાન છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, માગધી, અર્ધમાગધી, દેવનાગરી, મારવાડી, ગુજરાતી, મરાઠી તેમજ ભારતભરની અન્ય ભાષાઓમાં રચાયેલ શાસ્ત્ર સાહિત્યનો અભ્યાસ અને આસ્વાદ પ્રાપ્ત થાય છે. જૈનદર્શનના આવશ્યક સૂત્રો, આવશ્યક ક્રિયાઓની પદ્ધતિનું જ્ઞાન, જૈન ભૂગોળ, ગણિત, ઈતિહાસ કથાઓનું શ્રવણ-વાંચન, સજ્જાઈ, સ્તુતિ, રાસ, અનુષ્ઠાન પદ્ધતિઓ, વ્યાખ્યાન, ચરિત્ર, આગમટીકાઓ તથા અન્ય અનેક વિષયોનું તલસ્પર્શી જ્ઞાન પાઠશાળામાં પ્રાપ્ત થાય છે. પાઠશાળાના વાતાવરણનું અનુશાસન અને વૈભવ અનેરા હોય છે. પાઠશાળામાં અભ્યાસ કરવાથી બુદ્ધિ-વિચારોનું મજબૂત ઘડતર થાય છે. શ્રાવકોના શિષ્ટાચારનો પાયો નંખાય છે. મનમાં શુભભાવોનું રોપણ અને સિંચન થાય છે. અનુભવી અને અનુશાસનપ્રિય શિક્ષકો દ્વારા જ્ઞાનનો ખજાનો પ્રાપ્ત થાય
૮૧
Page #43
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
છે. સદ્વ્યવહાર અને સવૃત્તિ જન્માવવાનું વાતાવરણ પ્રાપ્ત થાય છે. પાઠશાળામાં શિક્ષકો દ્વારા જીવનની સાચી દિશા પ્રાપ્ત થાય છે અને દેશનું જ્ઞાન થાય છે. દેશ-સમાજ-કુટુંબ અને પરિવાર પ્રત્યે પ્રેમભાવના જાગવાના પાઠ ભણવા મળે છે. માનવતા, સહનશીલતા અને સંવેદનશીલતાનું ભાન પાઠશાળા કરાવે છે. પરાધીનતા, પરવશતા અને ભયભીતતાથી મુક્ત કરાવતો સદાચાર એ પાઠશાળાની કેળવણીનો પ્રાણ છે; પ્રાપ્તિ છે. સ્વસ્થ મનસ્થિતિ અને પ્રસન્નતા ધારણ કરવાની ચાવીઓ પાઠશાળાના માધ્યમથી જ પ્રાપ્ત થાય છે. યોગ્ય રીતે સંપત્તિનું સર્જન અને સંપત્તિ દ્વારા સુકૃત કાર્યોનું જ્ઞાન પાઠશાળામાં જ કેળવણીથી પ્રાપ્ત થાય છે. પાઠશાળામાં કેળવણી પ્રાપ્ત કરવાથી સત્કાર્યો અને પુણ્યધર્મના ભાવો અનાયસે જ પ્રાપ્ત થાય છે. સંસ્કારિતા, શાલીનતા, સુંદરતા અને સદાચારિતાના ભાવોનું આરોપણ પાઠશાળામાં જ થાય છે. પાઠશાળામાં કેળવણી મેળવેલ બાળક-બાલિકાનું વિધર્મી પ્રત્યેનું ખેંચાણ કે આકર્ષણ નહીંવત્ હોય છે; ‘લપસી જવાનું જોખમ' ઘટી જાય છે. પોતાના શાસનનો વૈભવ જોયો હોય તે અન્યોથી આકર્ષાય નહીં તે સ્વાભાવિક છે. સદ્ગુણો, સુબુદ્ધિ અને સાચા નિર્ણયો લેવાનું સામર્થ્ય પાઠશાળામાં ભણવાથી પ્રાપ્ત થાય છે. નિરર્થક વહી જતાં સમય, શક્તિ અને સંપત્તિ બચાવવાનું જ્ઞાન પાઠશાળામાંથી પ્રાપ્ત થાય છે. સાચી સ્વાધીનતા આત્મ સન્માન અને સ્વતંત્રતાના પાઠ પાઠશાળામાંથી શીખવા મળે છે. જૈન ધર્મ દર્શનની સંસ્કૃતિ, ઈતિહાસ, ગૌરવ અને મહત્તા વિષયે પાઠશાળામાંથી જ્ઞાન મળે છે. જડ પ્રત્યેનો રાગ અને ચેતન પ્રત્યેનો દ્વેષ મિથ્યાત્વ છે તે જ્ઞાન સર્વ પ્રથમ પાઠશાળામાંથી જ પ્રાપ્ત થાય છે. પાઠશાળામાં જવાથી અજ્ઞાનતા, મૂર્ખતા, જડતા, દુરાગ્રહાદિ દોષોનું નિવારણ થાય છે અને સદ્ગુણો પ્રગટે છે. જૈનદર્શનમાં કેળવણીનો
જૈનદર્શનમાં કેળવણી વિચાર વિચાર કરવાથી, પાઠશાળાના માધ્યમથી જ્ઞાન ઉપાસના, ધ્યાન ક્રિયા, તપગુણ અને ત્યાગભરી સાત્ત્વિક વૃત્તિઓ જાગૃત થાય છે. પાઠશાળામાં જવાથી અધ્યાત્મનો આસ્વાદ અને આત્મજ્ઞાનની ભૂખ જાગે છે; અંતરની નિર્મળતા અને ચિત્તની વિશુદ્ધિમાં વૃદ્ધિ થાય છે. પાઠશાળામાં જ્ઞાનદશા, યોગદશા અને ભાવદશાનો બોધ અપાય છે. પાઠશાળાનું જ્ઞાન સર્વકર્મબંધનના આવરણોથી મુક્ત થવાની બુદ્ધિ જગાડે છે; વિરતિભાવમાં વૃદ્ધિનું કારણ બને છે. પાઠશાળામાં પ્રાપ્ત થયેલ મિત્રસંબંધો આજીવન કલ્યાણમિત્રો બની રહે છે અને દરેક પરિસ્થિતિમાં એકબીજા માટે અનુકંપિત રહે છે. આ સર્વે અનુભૂતિ થયેલ બાબતો છે.
માનવીય જીવનની શ્રેષ્ઠ શિલ્પશાળા એટલે જૈનધર્મદર્શનમાં કેળવણી વિચારનો પાયાનો આધારસ્તંભ એવી પાઠશાળા.
અનેક પૂર્વાચાર્યો અને શ્રેષ્ઠ શ્રાવક-શ્રાવિકા અને અનેક સાધુ-સાધ્વી ભગવંતોના હૃદયમાં વિરતિ-પ્રવજ્યા ધારણા કરવાના ભાવોની જન્મભૂમિ એટલે પાઠશાળા.
(ભાવનગર સ્થિત ચેતનભાઈ જૈન દર્શનના અભ્યાસુ છે. જૈન સાહિત્ય જ્ઞાનસત્રોમાં અવાર નવાર શોધપત્રો પ્રસ્તુત કરે છે. ભાવનગર જૈન આત્માનંદ સભા ગ્રંથાલયના સંચાલન સાથે સંકળાયેલા છે.)
૮૩
Page #44
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
જૈનધર્મને શિક્ષણમાં તેનું અવગાહન સુધાબહેન ખંઢેરિયા
ધાર્મિક શિક્ષણ જરૂરી છે; પણ પુસ્તકો કે વાંચન દ્વારા શક્ય નથી. શિક્ષકો ધાર્મિક જીવન જીવીને જ શિક્ષણ આપી શકે.
ધાર્મિક શિક્ષણ એટલે સંપ્રદાયનું શિક્ષણ નહિ, ધર્મમય જીવન જેમાં જીવનના મૂળભૂત પાયાના સિદ્ધાંતો જ સર્વકાલીન છે, તેનો જીવનમાં વિનિયોગ કરવો તે.
જ્યાં સુધી ધર્મમય જીવન ન હોય, વાણી-વર્તન તન-મન આત્મા દ્વારા સુસંગત ન હોય તેવા જીવનનો પ્રભાવ પડે. શિક્ષક શિખવે જુદું, માને જુદું, બોલે જુદું ને વર્તનમાં જુદું વલણ હોય તે માત્ર વાણીનો બગાડ જ છે, તો પ્રભાવક ન બને.
માનવજાતિના વિકાસમાં બધાં ધર્મોએ દરેક સમયે સમયે ફાળો આપ્યો છે તેથી મારો ધર્મ શ્રેષ્ઠ, અન્ય ઉતરતા’ તેવો ભાવ ઉપયોગી થતો નથી અને ધર્મ સમભાવમાંથી સહિષ્ણુતા પ્રગટે છે. કારણ કે પ્રેમ, કરુણા, માનવતા, સત્ય, સંયમ, નેકી જેવાં પાયાના સનાતન સત્યોનો બધાં જ ધર્મમાં સ્વીકાર છે. માત્ર દરેક ધર્મ કોઈ એક વસ્તુ પર વધુ પ્રાધાન્ય આપે છે, કોઈ બીજા ઉ૫૨. આ વસ્તુ સમજાવી પડશે. શિક્ષણનો હેતુ વાંચન, ગણન, લેખન અને મનન જ માત્ર નથી, શિક્ષણ તો કેળવણી છે કે જેમાં વર્તન દ્વારા વ્યક્તિનું પરિવર્તન કરવાનું છે. એવી વ્યક્તિ જ સમભાવી, સહિષ્ણુ, સત્યપંથી અને સંયમિત જીવન જીવી શકે એટલે કે ઉત્ક્રાંતિ દ્વારા જેમ મનુષ્યમાંથી પશુત્વ ઘટતું ગયું ને
*
જૈનદર્શનમાં કેળવણી વિચાર
માનવી અને આજના પૂર્ણમાનવમાં રૂપાંતર થતું ગયું. તેવી જ શિક્ષણ દ્વારા તેની બુદ્ધિને સતેજ કરવી, સમજણ કેળવે અને જે શીખે તે જીવનમાં આચરે તે મૂળભૂત શિક્ષણનું કાર્ય છે.
એક સામાન્ય બાળકમાંથી ક્રમશઃ પરિપક્વ બુદ્ધિમાન, સશક્ત ને સંસ્કૃત માણસનું સર્જન શિક્ષણનું કર્તવ્ય છે.
મૂળભૂત હેતુ ચારિત્ર્યનિર્માણ કરવું ને સરિત્રવાન વ્યક્તિની સમાજને, રાષ્ટ્રને અને વિશ્વને ભેટ આપવી એ શિક્ષણનું મહત્ત્વનું કાર્ય હોવું જોઈએ.
શારીરિક, માનસિક, સાંવેગિક ને આધ્યાત્મિક રીતે તેને સુયોજિત વિકાસ કરવો જેથી એક સમતોલ વ્યક્તિ બની શકે.
દરેક વસ્તુને જુએ, સાંભળે, પરખે અને તેને અપનાવે તેવી તાલીમ શિક્ષણ આપે છે. બીજી રીતે તેને શીખવાની પ્રક્રિયા શીખવાડે છે.
આજનું વાતાવરણ જુદું છે. માત્ર ધનોપાર્જન સુખ-સગવડો ને પદપ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટેની કેળવણી થઈ રહી છે.
સ્પર્ધા, હુંસાતુંસી, નિજસ્વાર્થ યેન કેન પ્રકારે લક્ષ્ય હાંસલ કરવું તે હોશિયારી ગણાય છે. પરિણામે વ્યક્તિમાં ખામી, ઊણપ રહે છે. એક અધૂરા, વિરોધી માણસનું સર્જન થાય છે; જે કુટુંબ, સમાજ, રાષ્ટ્ર કે વિશ્વ માટે નકારાત્મક બની રહે છે. આક્રમકતા, તનાવ, અશાંતિ સ્વાભાવિક બને છે. જે છે તે સાંપ્રત સમાજમાં બધા સમજે છે, પરંતુ ઉપાય મળતો નથી. SYSTEM બદલી શકાતી નથી. બહારથી કરેલા કાનૂનો, પ્રતિબંધો, નિયમો, આકર્ષક પ્રભાવક લાલચ કે ઈનામ પણ અસરકારક નથી બની શકતા કારણ કે જેમ ઈમારતમાં પાયાની મજબૂતાઈ જ ઈમારતને જાળવે છે તેમ જીવનના પાયાના મૂલ્યો શિક્ષણ
૫
Page #45
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર દ્વારા સુચારુ રીતે વ્યવહારિક રૂપે અપાતા થશે. વિદ્યાર્થીમાં તે દૃઢ થશે અને આચરણમાં આવે ત્યારે જ ઉપયોગી મનુષ્યનું નિર્માણ થઈ શકશે.
ટૂંકમાં, માનવ ઘડતરમાં શિક્ષણનું કેળવણીનું શાળીય શિક્ષણ મહત્ત્વનું
પહેલું સોપાન :- માતા, પિતા, કુટુંબ. બીજું સોપાન :- શાળા, શિક્ષક, પર્યાવરણ. ત્રીજું સોપાન :- ધર્મ, ધર્મના વડાનું સમાજમાં પ્રદાન.
ચારિત્રનિર્માણ કેળવણીનો મૂળભૂત હેતુ છે. માનવીને સાચો, સારો માનવી બનાવવાનો છે; પછી ભલે ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, શિક્ષક, સૈનિક કે વેપારી બને. આ ઘડતર જૈન ધર્મનું શિક્ષણ કઈ રીતે ક્યાં ઉપયોગી થઈ શકે તે વિચારવું રહ્યું. જૈનધર્મમાં પાયાના સિદ્ધાંતો સત્ય, અહિંસા, ચોરી ન કરવી (અસ્તેય) વણ જોતું ન સંઘરવું (અપરિગ્રહ), બ્રહ્મચર્ય, સંયમ ને શિસ્ત, જાતે મહેનત એટલે પુરુષાર્થી બનવું, દરેક પ્રત્યે કરુણા-સંવેદના. આ દરેક મૂલ્યો જીવનમાં પાયાના છે, જે દરેક માનવી માટે આવશ્યક છે. એક માનવીના માનવ બનવા માટેના નૈતિક મૂલ્યો સમગ્ર માનવજાત માટે ઉપયોગી છે. વિશ્વશાંતિ માટે અમૂલ્ય છે. શાંતિ, સ્થિરતા ને સલામતી ત્યારે જ મળશે. મહાત્મા ગાંધીએ હરિશ્ચંદ્ર નાટકમાંથી સત્યના પાઠ શીખ્યા. અહિંસાના પાઠ વ્યક્તિગત જીવનમાં જ નહિ, સમગ્ર સામૂહિક જીવનમાં તેને વણીને - આચરીને એક ક્રાંતિ સર્જી. જગતને સત્યાગ્રહ અને અહિંસાના શસ્ત્ર દ્વારા એક નવી કેડી, નવો સંદેશ આપ્યો તે આ શિક્ષણની સફળતા છે.
બાળમંદિરથી પ્રાથમિક, માધ્યમિક ને કૉલેજ જીવનમાં બાળકના ક્રમિક વિકાસ સાથે આ પાયાના મૂલ્યોનું શિક્ષણ મળતું રહેશે તો જ અરાજકતા, યુદ્ધો,
૮૬
જૈનદર્શનમાં કેળવણી વિચાર અશાંતિ કે અન્યાય, અસમાનતા જેવા દૂષણો દૂર થઈ શકશે. પૃથ્વી માનવજાત માટે જીવવા જેવી રહી શકશે.
આ વાત સમજીને તેનો સમાવશે કરી શકાય. બાળપણમાં શીખેલી રૂઢ થયેલી બાબતો, આદતો, ટેવો, વિચારો વ્યક્તિના જીવનમાં લાંબાગાળા સુધી અસરકારક બને છે. નાનપણમાં શીખેલા આંકના પાડા મોઢે બોલતા, પાકા કરતા જેમ તદ્દન પાકા થઈ જાય છે, બચપણમાં ગાયેલી કવિતા વૃદ્ધ થાય ત્યાં સુધી સ્મરણમાં રહે છે, તેમ પાયાના મૂલ્યોના દેઢીકરણથી વ્યક્તિના જીવનમાં તે ખીલે છે, અનુસરાય છે. જેવું બીજ વાવીએ તેનું સંવર્ધન કરીએ તેવું વૃક્ષ ખીલે ને
તેવા જ ફળ પ્રાપ્ત થાય. એ કુદરતના નિયમનું અહીં અવલંબન જરૂરી છે. આજ વાવેલા સારા સંસ્કાર બીજ વિચારોનું વાવેતર મોટી ઉંમરે સુફલ પામે છે. બાળક જેમ દાખલો ગણે ને પછી તાળો મેળવે, તેમ શીખેલું - સમજેલું જીવનના પ્રવાહોમાં તોળીને, અનુભવીને, તારવેલું નવનીત અપનાવે તેમ શિક્ષણ દ્વારા એક સારા, સાચા, સંસ્કારી મનુષ્યના નિર્માણ માટે મૂલ્યોનું જતન કરવું પડે.
(ધોળસ્થિત જૈનદર્શનના અભ્યાસુ સુધાબહેન એમ.ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધોળ (જામનગર) ના સંચાલકમંડળમાં સેક્રેટરી તરીકે સેવા આપે છે.)
Page #46
--------------------------------------------------------------------------
________________
- જૈનદર્શનમાં કેળવણી વિચાર સાંપ્રત સમયમાં જેન ધર્મના શિક્ષણની રૂપરેખા
પારૂલબેન ભરતકુમાર ગાંધી
પ્રાસ્તાવિક:
કોઈ વ્યક્તિ અન્ય ધર્મ સ્વીકારે તો તે પરિવર્તન બધાને નજરમાં આવે છે. પરંતુ આજકાલ એક અન્ય પરિવર્તન ચાલી રહ્યું છે – સંસ્કૃતિ પરિવર્તન. આ પરિવર્તન એવું છે કે જે બીજાને તો નથી સમજાતું, પરંતુ વ્યક્તિને ખુદને પણ જલ્દી ખ્યાલ નથી આવતો કે હું ક્યાં જઈ રહ્યો છું. દાવાનળની જેમ ફેલાઈ રહેલા સંસ્કૃતિ પરિવર્તનના વિકૃત અને જાલિમ દૂષણને રોકવું હોય તો એક જ ઉપાય છે અને તે છે – જૈનશાળાનો વિકાસ. આ સાથે જૈન ધર્મની વૈજ્ઞાનિકતા અને વર્તમાને રહેલી તેની ઉપયોગિતાનો પ્રભાવક રીતે દેશ અને દુનિયામાં પ્રચાર-પ્રસાર કરવો પણ અત્યંત જરૂરી છે.
શીલ - સદાચાર - સંસ્કૃતિ અને સંસ્કારો આ તમામ ઉત્તમ પરિબળો સામે આજે શાસકો, શિક્ષણશાસ્ત્રીઓ અને પ્રચાર માધ્યમોએ જાણે રણશિંગુ ફૂંક્યું છે. શીલમંદિર, સંસ્કાર મંદિર અને સદાચારમંદિરને ધ્વસ્ત કરવા તેઓએ હોડ ભરી છે, જેથી ધર્મના મૂળ સંસ્કારો ધીમે ધીમે લુપ્ત થતા જવાના. આવા સમયમાં જો જૈન ધર્મને તેની લાક્ષણિકતાઓ સાથે બચાવી લેવી હોય તો એક જ ઉપાય છે કે બાળકો અને યુવાનોમાં સંસ્કાર - સંસ્કૃતિ - સદાચારનું એવી રીત દેઢીકરણ થાય કે પશ્ચિમી સંસ્કૃતિનું ગમે તેવું જોરદાર વાવાઝોડું ફૂંકાય તો પણ તેને ઊની આંચ પણ ન આવે. જૈન ધર્મ આચારપ્રધાન ધર્મ છે. આચારની પ્રભાવકતા હોય તે જ પોતાનું સામર્થ્ય પુરવાર કરી શકે છે. આપણા ધર્મનો ઉજજવળ ભૂતકાળ જોઈએ તો ખ્યાલ આવશે કે સેંકડો રાજાઓએ આ ધર્મના સિદ્ધાંતોથી અભિભૂત થઈ આ ધર્મને રાજયાશ્રય આપ્યો હતો. એવા અનેક
જૈનદર્શનમાં કેળવણી વિચાર સાધુ - સાધ્વીજીઓ થયા કે જેમના આચારથી પ્રભાવિત થઈ લાખો લોકોએ જૈન ધર્મ સ્વીકાર્યો હતો. જૈન ધર્મની પ્રભાવક્તા જાળવી રાખવા વર્તમાને તેનો યોગ્ય રીતે પ્રચાર-પ્રસાર થાય એટલું જ જરૂરી નથી. એ પણ જરૂરી છે કે આચારે ધર્મ છે તે જળવાઈ રહે. પ્રચારકો એવા હોવા જોઈએ કે જેમનું જીવન પણ આદર્શ સાધુ-સાધ્વી-શ્રાવક કે શ્રાવિકાનું હોય. માત્ર દંભ અને વાતો નહિ, ધર્મનો આભૂષણ તરીકે ઉપયોગ નહિ તેમ જ તેનો મુખવટો પણ નહિ. જે વાસ્તવિકતા છે તે જ લોકોના રોમ-રોમમાં વણાઈ જવી જોઈએ. સાંપ્રત સમયમાં જૈન ધર્મના શિક્ષણની રૂપરેખા:
આજકાલ લોકોમાં ધાર્મિકતા ઓછી થતી જાય છે. જયારે ધર્મી દેખાવાનો દંભ અને ક્રિયાઓ વધતા જાય છે, ત્યારે જૈન ધર્મના પાયાના શિક્ષણનો અભ્યાસક્રમ તૈયાર કરી બાળકોમાં, યુવાનોમાં, મહિલાઓમાં તેનો પ્રચાર-પ્રસાર કરવો જોઈએ. આ માટે પ્રથમ તો જૈનશાળાઓ, યુવકમંડળો, મહિલામંડળો, કન્યામંડળો વગેરેની સ્થાપના કરે તેમાં આ અભ્યાસક્રમ શીખવાડવો જોઈએ. અભ્યાસક્રમ નક્કી કરતી વખતે કેટલીક નીચેની બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ કારણ તો જ જૈન ધર્મ મૂળ સ્વરૂપમાં ટકી
રહેશે.
(૧) સામાયિક અને પ્રતિક્રમણ એ બંને આવશ્યક છે. તે દરેકે શીખવા જ જોઈએ. જેવી રીતે જીવન જીવવા માટે ખોરાક, પાણી, હવા જરૂરી છે તેના વગર ચાલી જ ન શકે તેવી રીતે શ્રાવક-શ્રાવિકાને ધર્મમાર્ગમાં આગળ વધવા માટે સામાયિક-પ્રતિક્રમણ પાયારૂપ છે, તેના વગર ચાલી જ ન શકે. દરેક જૈન ગમે તે ફિરકાનો હોય, સામાયિક-પ્રતિક્રમણ તેણે શીખી જ લેવા જોઈએ. તો જ તેનું મહાવીરના શાસનમાં આસન જમાવી શકાય. (૨) સામાયિક અને પ્રતિક્રમણ આવશ્યક હોવાથી શીખવા જરૂરી છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર વળી તેનું મહત્ત્વ ખૂબ વધારે છે. ઉભયકાળ પ્રતિક્રમણ જો શુદ્ધ રીતે ભાવથી કરવામાં આવે તો જીવ તીર્થંકર નામ-ગોત્ર કર્મનું ઉપાર્જન કરી શકે છે. સામાયિક અને પ્રતિક્રમણ બંનેનું મહત્ત્વ કેટલું છે તે યોગ્ય રીતે લોકો સમક્ષ મૂકાય તો આ બંને પાયાની ક્રિયાઓ કરવાવાળાની સંખ્યા વધે જ. આજે જાહેર કાર્યક્રમોમાં શુદ્ધ સામાયિક કે પ્રતિક્રમણ કરવા મુશ્કેલ થતા જાય છે. આ બાબત પર દુર્લક્ષ સેવાય છે, જેની દૂરગામી ગંભીર અસરો આપણા ભવિષ્યને અંધકારમય બનાવશે. (૩) શ્રી વીતરાગદેવ ત્રિકાળજ્ઞાની હતા. તેમણે જે સિદ્ધાંતોની પ્રરૂપણા કરી તે ભવ્ય જીવોને મોક્ષમાર્ગે આગળ વધારે છે. તત્ત્વનું જાણપણું, શુભાશુભ કર્મમાં ફળ, કર્મફળ ભોગવવાના સ્થળો, સુખ-દુ:ખ વગેરે શાથી મળે છે – આ બધી બાબતો આગમોમાં સૂમરૂપે વર્ણવેલ છે, પરંતુ એ સિદ્ધાંતોને વાંચનાર અને સમજનાર ઘણા ઓછા હોવાથી વિશિષ્ટ જ્ઞાનીજનો સિદ્ધાંતમાંથી ભવ્ય જીવોના ઉદ્ધાર માટે કરુણા અને ઉપકારબુદ્ધિથી અર્થરૂપે પ્રકરણો રચ્યા છે, જે શ્લોક - થોકડાના નામથી ઓળખાય છે. આ થોકડાઓનો અભ્યાસક્રમમાં વયજૂથ અનુસાર સમાવેશ કરવો જોઈએ. છ કાય, છ આરા, નવતત્ત્વ, કર્મપ્રકૃતિ, વેશ્યાસ્વરૂપ, ગતાગત, ચાર ગતિનું સ્વરૂપ વગેરે બાબતો યોગ્ય રીતે શીખે તો વ્યક્તિ અધ્યાત્મમાર્ગે અવશ્ય આગળ વધી શકે. (૪) આ બધો અભ્યાસક્રમ જે અભ્યાસમાં આવરી લેવાય તેનું જ્ઞાન માત્ર ને માત્ર શીખવા પૂરતું જ ન હોવું જોઈએ. જીવનમાં તે આત્મસાત્ થાય તે પણ એટલું જ જરૂરી છે. જૈન ધર્મ એ આચારપ્રધાન ધર્મ છે તે વાત દરેકના હૃદય સોંસરવી ઉતરી જાય અને એ પ્રમાણે વર્તન થાય તે આજના યુગની માંગ છે. (૫) બાળકો, યુવાન, યુવતીઓમાં કુટુંબ, સમાજ, દેશપ્રેમ વધે તે માટે એવા સંકલ્પો કરાવવા જોઈએ કે તેઓ કદી સગા ભાઈ-બહેનો પર કોર્ટ કેસ
- જૈનદર્શનમાં કેળવણી વિચાર નહીં કરે, માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં નહિ મૂકે,ગર્ભપાત પોતે કરશે નહીં અને કરવાની પ્રેરણા આપશે નહીં. એ માટે તે દરેકનું જીવનમાં કેવું અને કેટલું મહત્ત્વ છે તે બાબત પર પ્રકાશ પાડવો જોઈએ. (૬) સંગીત એ આત્માનો પ્રાણ છે. સંગીત દ્વારા અનેક રોગો મટાડી શકાય છે. એવો એક-બે નહીં, પણ સેંકડો લોકોને અનુભવ છે. જૈન ધર્મના અનેક સ્ત્રોતો, સ્તુતિઓ, છંદો, મંત્રો, સ્તવનો, ચોવીસીઓ વગેરે છે, જે સુંદર રાગ અને આલાપથી ગાઈ શકાય છે. આજે માનસિક તાણ, આધિવ્યાધિ-ઉપાધિઓ દિવસે દિવસે વધતી જાય છે ત્યારે નવકાર, લોગસ્સ, પુચ્છિસુર્ણ, ભક્તામર, કલ્યાણમંદિર, આનંદઘનજીના પદો, ચોવીસીઓ વગેરેને યોગ્ય રાગમાં ગાઈ શકાય તેવી તાલીમ આપવી જોઈએ. જૈનધર્મની આ અદ્ભુત રચનાઓને જુદા જુદા ઢાળો, દેશીઓ, રાગોમાં ગાવાથી તેનો ભૌતિક લાભ તો મળશે જ, સાથે સાથે આધિભૌતિક લાભ મળશે કે જે આત્માને પરમાત્મા બનાવી દેશે. (૭) જૈન ધર્મનું પાયાનું જ્ઞાન જેમ કે ૬૪ શલાકા પુરુષો, શ્રાવકો, સતીઓ, છ દ્રવ્ય, પાપના પગથિયા, ઉપકરણોનું મહત્ત્વ, દેવ-ગુરુ-ધર્મ વિષેનું સંપૂર્ણ જ્ઞાન, દસ બોલ દુર્લભ, જ્ઞાનપ્રાપ્તિના ઉપાય, જ્ઞાન આશાતનાથી બચવાના ઉપાયો, અભિગમ, મનોરથ, આપણા પર્વો, વંદનાનું મહત્ત્વ, ૧૨ પ્રકારના તપ, શ્રાવકના ૧૨ વ્રત, લોક-અલોકનું સ્વરૂપ, પાંચ ગતિ, પર્યાપ્તિ, પ્રાણ, સંજ્ઞાનું સ્વરૂપ વગેરે બધી બાબતોનું સમજણ સાથે વિસ્તૃત જ્ઞાન આપવું જોઈએ. (૮) જૈન આગમો એ જ્ઞાનનો અગાધ સાગર છે, જેના પેટાળમાં અનેક મોતીઓનો ખજાનો ભરેલો છે. ખગોળ, ભૂગોળ, રસાયણ વિજ્ઞાન, જીવવિજ્ઞાન, જયોતિષ વિજ્ઞાન, યોગ, ધ્યાન, ગણિત, ન્યાય વગેરે બધી જ બાબતોનું ઊંડાણથી જ્ઞાન મેળવવું હોય તેઓ જે તે આગમના અભ્યાસ દ્વારા
-
૯૦ -
-
૯૧
Page #48
--------------------------------------------------------------------------
________________
- જૈનદર્શનમાં કેળવણી વિચાર આવું જ્ઞાન મેળવી શકે છે. આ આગમોનું સંશોધન કરીને તેમાંની જનહિતની, લોકોપયોગી બાબતોને દેશ-દુનિયા સમક્ષ આચારવંત બની મૂકી શકાય છે. તેની વર્તમાને ઉપયોગિતા સાબિત કરાવીને જ યોગ્ય પ્રચાર-પ્રસાર થઈ શકશે. (૯) અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ મહાવીર સ્વામીના પાંચ મહત્ત્વના સિદ્ધાંતો છે. વિશ્વની મોટાભાગની સમસ્યાઓનું સમાધાન આ પાંચ સિદ્ધાંતોના આચરણમાં નિહિત છે. આ પાંચમાંથી માત્ર એક જ સિદ્ધાંતનો સહારો લઈ મહાત્મા ગાંધીએ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવી સાર્વભૌમત્વ અપાવ્યું. આવા આ મહાન સિદ્ધાંતોની વર્તમાને ઉપયોગિતા કેવી રીતે છે, કઈ રીતે તેના દ્વારા સમસ્યાઓના સમાધાન મેળવી શકાય તે બાબતોને ખાસ વણી લેવી જરૂરી છે. (૧૦) સંસ્કૃત - પ્રાકૃત - અર્ધમાગધી એ ત્રણ ભાષા એવી છે કે જેમાં જૈનધર્મનું મોટાભાગનું સાહિત્ય રચાયેલું છે. મધ્યકાલીન યુગનું જૈન સાહિત્ય એ ભારતીય સાહિત્ય જગતમાં સંપૂર્ણપણે છવાઈ ગયેલું છે. એ સાહિત્યને બાદ કરો તો ભારતીય સાહિત્ય જગતમાં કશું જ નથી. એમ પણ કહીએ તો અતિશયોક્તિ નહિ ગણાય. આવા આ સાહિત્યની લાખો હસ્તપ્રતો ભંડારોમાં સચવાયેલી પડી છે. તે હસ્તપ્રતો ઉકેલનારા સંશોધકોની વર્તમાને ઘણી ખોટ છે. જૈનશાળામાં, યુવાનોમાં, મહિલામંડળોમાં આ ત્રણે ભાષાનું જ્ઞાન યોગ્ય રીતે મળે તેવી વ્યવસ્થા કરવાથી એક મહત્ત્વની દિશામાં આગળ વધી શકાશે. આ તાલીમ પામેલા લોકોને યોગ્ય વળતર આપી હસ્તપ્રત સંશોધનની દિશામાં સારી રીતે આગળ વધી શકાશે, જેનાથી એક અતિ મહત્ત્વના કાર્યને વેગ મળશે. (૧૧) આજે આમ જુઓ તો માનવી સંવેદના-કરુણા વગરનો થતો જાય છે. ટીવીમાં હજારો લોકો મરી ગયાના સમાચાર જોતો જોતો તે મજેથી બત્રીસ
જૈનદર્શનમાં કેળવણી વિચાર જાતના ભોજન આરોગી શકે છે. આ પ્રકારની સંવેદનહીનતા માનવીને ક્યાંયનો નહિ રહેવા દે, કરુણા-અનુકંપા-સંવેદનાના ગુણને કેળવવા પાંજરાપોળ, વૃદ્ધાશ્રમો, માનસિક વિકલાંગના આશ્રમો જેવા સ્થળોની મુલાકાતે બાળકોને, યુવાનોને, મહિલાઓને લઈ જઈ તેમની સેવા-સુશ્રુષા કરી શકે તેવા કાર્યક્રમો ગોઠવવા જોઈએ, જેનાથી ભાવાત્મક વિકાસ સાધી શકાય છે. (૧૨) જૈન ધર્મનો ઈતિહાસ પણ બાળકોના-મહિલાઓના અભ્યાસક્રમમાં લેવાની ખૂબ જરૂરિયાત છે. જૈન ધર્મનો ભવ્ય ભૂતકાળ, તેમના શુદ્ધધર્મી ચાર જંગમ તીર્થો વિશેની વિશેષ જાણકારી હશે તો વર્તમાને પણ લોકોમાં તેવા સદ્દગુણો ખીલશે. ધર્મના મૂળ તત્ત્વો જળવાશે. (૧૩) જૈન ધર્મમાં ઘણા પર્વો ઉજવવામાં આવે છે જેમકે પર્યુષણપર્વ, આયંબિલ ઓળી, ગુરુપૂર્ણિમા, મહાવીર જયંતિ, મહાવીર નિર્વાણદિન, જ્ઞાનપંચમી, વગેરે. જૈન ધર્મના આ પર્વો લોકોત્તર પર્વો છે. અન્ય લૌકિક પર્વોથી જુદા છે. તે અલગ કઈ રીતે છે ? શા માટે છે ? તેનું મહત્ત્વ શું છે ? આ બધી બાબતોનું જ્ઞાન અભ્યાસક્રમમાં આવરી લેવાની ખૂબ જરૂર છે. દીપાવલી જેવા પર્વનું મહત્ત્વ એક જૈન માટે અલગ જ હોય એ અનુભૂતિ જૈનોને થવી જરૂરી છે તો જ જૈન ધર્મની વિશિષ્ટતા ઉજાગર થઈ શકશે. (૧૪) વ્યસનમુક્તિનું શિક્ષણ પણ અભ્યાસક્રમમાં આવરી લેવાની જરૂર છે. દિવસે દિવસે પાશ્ચાત્યનું આંધળું અનુકરણ થતું જાય છે, તેમ તેમ માંસાહાર, દારૂ, પાન-માવા, ગુટકા વગેરે પ્રત્યે લોકોની સૂગ ઓછી થતી જાય છે. ઘણી વખતે તો દારૂ વગેરેને status symbol માની ઘણા લોકો તેના રવાડે ચડી જાય છે. વ્યસનથી કેવી બરબાદી થાય છે તેની યોગ્ય સમજણ અભ્યાસક્રમોમાં આવરી લેવી જરૂરી. (૧૫) વર્તમાને જો કોઈ ચિંતાજનક અને સાથે ચિંતનાત્મક પણ બન્યો હોય
- ૯૩
Page #49
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
તો એ પ્રશ્ન છે ટી.વી., ઈન્ટરનેટ, મોબાઈલ વગેરેનો દુરુપયોગ અને તેના વગર ચાલે જ નહિ તેવી માનસિકતા. આ બાબત ભલે આજે મુલ્લક અને નગણ્ય લાગતી હોય પરંતુ આ એક એવો તણખો જે ભવિષ્યમાં દાવાનળનું સ્વરૂપ લઈ સમગ્ર સમાજને નડતરરૂપ બનશે. અત્યારથી જ આના તરફ લાલબત્તી ધરી તે જીવનને કઈ રીતે પાયમાલ કરી દેશે તેનું જ્ઞાન દેવું જરૂરી. (૧૬) પૃથ્વી, પ્રાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ - આ પાંચ કુદરતી સંપત્તિ જેને જૈન ધર્મ પાંચ સ્થાવર તરીકે ઓળખે છે તેનો દુરુપયોગ દિવસે દિવસે વધતો જાય છે. ચોવીસ કલાક આ છકાયના જીવોની હિંસા કોઈને કોઈ સ્વરૂપે થતી જ હોય છે. કુદરતી સંપત્તિનો બેફામ દુરુપયોગ પ્રદૂષણ વધારે છે. તેને કારણે પર્યાવરણને જે નુક્સાન થાય છે તે અકલ્પનીય છે. મોટાભાગના જૈનો પણ આમાં સામેલ છે. અરે ! હવે તો ચારે જંગમ તીર્થો પણ એક યા બીજી રીતે તેના ભાગીદાર બનતા જાય છે. આ બાબત તરફ ધ્યાન આપી યોગ્ય પગલા લેવાની વર્તમાને ખૂબજ જરૂરિયાત છે. આરંભ-સમારંભ ઘટશે તો જ પાંચ સ્થાવરની દયા પળાશે એ વાત સમજવાની જરૂર છે.
ઉપસંહાર ઃ
સાંપ્રત સમયમાં જૈન ધર્મના શિક્ષણમાં કેવી કેવી બાબતો આવરી લેવી જોઈએ તે વિષે ઉપર વિષયાનુસાર વિગતે ચર્ચા કરી છે. આજે ઘણી જૈનશાળાઓ, મહિલામંડળો, શિબિરો વગેરે યોજાતા હોય છે અને તેમાં જૈનધર્મના પાયાના અભ્યાસક્રમને આવરી લેવાયો હોય છે, પરંતુ ખેદની વાત એ છે તે તેમાં ભાવનાત્મકતા અને આચારવંતતાને પ્રાધાન્ય નથી અપાતું. આને કારણે જૈન ધર્મનો જે પ્રભાવ પડવો જોઈએ તે પડતો નથી.
આજે જે રીતે આધુનિકતાના અંચળા હેઠળ ધર્મના મૂળ તત્ત્વને ભૂલાતું
e
જૈનદર્શનમાં કેળવણી વિચાર
જાય છે અથવા તેના તરફ આંખ આડા કાન થાય છે તેનાથી જૈન ધર્મને ઘણું નુક્સાન થાય છે. ક્યારેક તો એવા વિચારો આવે છે કે જે રીતે આપણે ધર્મને સગવડિયો બનાવી દીધો છે તે જોતાં ઉપાશ્રયોનું સ્વરૂપ આખું બદલાઈ જશે. નજીકના ભવિષ્યમાં જ ટાઉનહૉલ જેવા ઉપાશ્રયો જોવા મળશે તો તેમાં નવાઈ નહિ હોય. એવા ઉપાશ્રયમાં સામાયિકના ઉપકરણો પહેરીને સામાયિક - પ્રતિક્રમણ કે પૌષધ કરતાં શ્રાવક-શ્રાવિકાઓ તો ક્યાંથી જોવા મળશે ?
આજે અનેક પરીક્ષાઓ શ્રેણીઓની, જૈનશાળાઓની વગેરે લેવાય છે. તેના અભ્યાસક્રમો તૈયાર થયેલા જ છે. આ અભ્યાસક્રમો જેટલા મગજમાં ઉતરે એના કરતાં જીવનમાં ઉતરે તે વધારે જરૂરી છે. જૈનશાળામાં છકાયના સ્વરૂપનો અભ્યાસ કરનાર ઘેર જઈને પાંચ સ્થાવરના ઉપયોગમાં યત્ના રાખતો થવો જ જોઈએ. આ જ શિક્ષણની સાચી ફલશ્રુતિ છે. એવું શિક્ષણ એ જ ભવની ભાવટ ભાંગી નાખનારું બની રહેશે. આમ, અભ્યાસક્રમ તૈયાર કરવામાં ઉપરની સઘળી બાબતોનું ધ્યાન રાખવું પડશે. એવો અભ્યાસક્રમ જ જીવને શિવ બનાવવામાં ઉપયોગી થશે.
(જૈનદર્શનના અભ્યાસુ રાજકોટ સ્થિત પારૂલબેન જૈનશાળા અને જૈન શિક્ષણ સાથે સંકળાયેલા છે. એમણે ચાર પુસ્તકોનું સર્જન સંપાદન કરેલ છે. તેમના નિબંધને મુંબઈ પત્રકાર સંઘનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.)
૯૫
Page #50
--------------------------------------------------------------------------
________________
- જૈનદર્શનમાં કેળવણી વિચાર
જેન શિક્ષણ - સંસ્કારિત શિક્ષણ
શ્રી ખીમજી મણશી છાડવા હાલના સમયમાં શિક્ષણને ઍકેડેમિક એટલે કે ફક્ત કમાવાના સાધનરૂપ બનાવી દેવામાં આવ્યું છે, જેનાથી ફક્ત બૌદ્ધિક જ વિકાસ થઈ રહ્યો છે; માનસિક બિલકુલ નહીં. પરિણામે ઉચ્ચ શિક્ષણ મેળવેલ વ્યક્તિઓ સતત તાણ અનુભવતા હોય છે અને રસ વગરનું જીવન વિતાવતા હોય છે. આ ઉપરથી ફલિત થાય છે કે હાલની શિક્ષણ પ્રથામાં કંઈક ખૂટે છે. આ કંઈક એટલે સંસ્કારલક્ષી શિક્ષણ. પ્રાચીન સમયમાં ગુરુકુળમાં જે શિક્ષણ આપવામાં આવતું હતું તે સંસ્કાર સાથે કૌશલ્ય વિકસાવવારૂપ હતું, જે હાલ શક્ય નથી. માટે હાલની શાળા | કૉલેજની પુરવણીરૂપે પાઠશાળાઓ વિકસાવવાની જરૂર છે, જે બાળકો | યુવાનોમાં સંસ્કારોનું પણ સિંચન કરે.
પાઠશાળાનું શિક્ષણ સ્વાભાવિકપણે જ ધાર્મિક હોવાનું. ધર્મ જ માણસને સંસ્કારી બનાવી શકે છે. તેમાં પણ જૈનદર્શન માણસને જીવન જીવવાની ખરી કળા શીખવે છે. જૈનદર્શન આહાર, વિહાર, આચાર, વિચાર વગેરે જીવનના અનેકવિધ પાસાઓથી સમૃદ્ધ છે. જૈનદર્શનમાં બાળ, યુવાન, પ્રૌઢને ઉપયોગી સાહિત્ય પુષ્કળ પ્રમાણમાં છે. ફક્ત જરૂર છે યોગ્ય સમયે, યોગ્ય રીતે આધુનિક સાધનોના સહારે વિવિધતાભર્યું જૈન શિક્ષણ અપાવું જોઈએ.
પ્રથમ તો બાળકમાં જૈન ધર્મનું સિંચન નાનપણથી જ તેના માતાપિતાએ કરવું જોઈએ, જે માટે માતા-પિતાને જૈનધર્મનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ. જે પાઠશાળા દ્વારા તેમને આપી શકાય.
બાળકમાં જૈનત્વનું બીજ વવાય પછીની જવાબદારી જૈન શાળાની બની જાય છે. જૈનત્વના સંવર્ધન માટે બાળકને જૈનશાળા | પાઠશાળામાં લાવવાની જરૂર છે. કુતૂહલવશ બાળકો કેવી રીતે જૈનશાળા તરફ આકર્ષાય તે સમજવું બહુ જરૂરી છે. પ્રભાવના વર્ષોથી આકર્ષક રહી છે, પણ હાલના જમાનામાં તે અપૂરતી
જૈનદર્શનમાં કેળવણી વિચાર છે. બાળકને આકર્ષવા માટે નવા નવા પુષ્કળ ગેઝેટ્સ ચારે બાજુ વિકસી રહ્યા છે. પરિણામે આ ઈલેક્ટ્રોનીક્સના યુગમાં જૈનશાળામાં એવા સાધનો વસાવવા પડશે. વ્યવહારિકતામાં બાળકોને ખેંચતા અન્ય આકર્ષણો જેવા કે ચિત્રકળા, નૃત્યકળા, સંગીત વગેરેના વર્ગોને જૈનશાળાએ પણ અપનાવવા પડશે. આજથી પચ્ચીસેક વર્ષ પહેલાં અપાતું જૈનશાળાનું શિક્ષણ હાલ બિલકુલ શુષ્ક લાગવાનું, જે આપણે બરાબર સમજવું જોઈએ. એટલે આધુનિકતા લાવવાની ખાસ જરૂર છે.
હવે તો દેશ્ય-શ્રાવ્યનો જમાનો છે. એ દ્વારા બાળકની ગ્રહણશક્તિ વિકાસ પામે છે. જૈનદર્શનના પાયાના સિદ્ધાંતો વિનય-વિવેક, સત્ય, અહિંસા, સંયમ, શિષ્ટાચાર વગેરે બાળકમાં નાનપણથી રોપાવા જોઈએ અને ક્રમે ક્રમે તેમાં વિકાસ થવો જોઈએ. જે કામ જૈનશાળાઓ સારી રીતે કરી શકે, તેવા સંસાધનો તો વસાવવા જ જોઈએ, પણ જ્ઞાનદાતા પણ પ્રશિક્ષિત હોવા જોઈએ. તેઓ સતત પરિવર્તનશીલ હોવા જોઈએ. કારણ આ ફાસ્ટ બદલતા જમાના સાથે તાલ મેળવતાં મેળવતાં નિતનવી ટેકનિકથી જૈનશાળાને ધબકતી રાખવી પડશે.
પ્રાથમિક શાળાના બાળકોને જૈનત્વના સંસ્કાર રેડવામાં આવ્યા પછી માધ્યમિક શાળાના બાળકોમાં સંસ્કાર દેઢ કરવા જોઈએ એટલે તે પ્રમાણે પાઠશાળા પ્રશિક્ષણ આપવું જઈએ. ધર્મક્રિયાને પ્રેક્ટિકલ જ્ઞાન સાથે જોડવી જોઈએ. આ વયના નવયુવાનોને વિજ્ઞાનના એંગલ સાથે જૈન થિયરી વ્યવસ્થિત સમજાવવી જોઈએ. જૈન આગમમાં આજના શિક્ષણના બધા વિષયો સમાવિષ્ટ છે, જે પ્રકાશિત કરવા જોઈએ. શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી માટે જૈન ધર્મની વિવિધ ક્રિયાઓની જેમકે ખમાસણા, કાઉસગ્ગ ધ્યાન, ખાનપાન સંયમ, વિવિધ આસનો વગેરેની છણાવટ સાથે સમજણ આપવી જોઈએ.
માધ્યમિક શિક્ષણ વય પછીનો કૉલેજકાળ શરૂ થાય છે, જેમાં યુવાનો મુક્ત વિહાર કરવા લાગતા હોય છે ત્યારે તેઓ લપસે નહિ એ હેતુ બરાબર સમજી જૈન ધર્મ - મર્મરૂપ લાલબત્તી સતત તેમના મગજ સાથે ઝબક્યા કરવી જોઈએ. જેના માટે વિશિષ્ટ શિબિરોનું આયોજન થવું જોઈએ.
- ૯૬
Page #51
--------------------------------------------------------------------------
________________
- જૈનદર્શનમાં કેળવણી વિચાર જૈનધર્મમાં કેળવણીની વિચારણા
| ભારતી દીપક મહેતા |
જૈનદર્શનમાં કેળવણી વિચાર કૉલેજકાળ પછી યુવાનો સંસારમાં ગોઠવાવા લાગે છે. આ તબક્કો એટલા માટે મહત્ત્વનો છે કે તેઓ બાળકો અને વડીલો માટે કડીરૂપ બનતા હોય છે. વડીલો પ્રત્યેનો વિવેક જળવાઈ રહેવો જોઈએ અને સંસારમાં પદાર્પણ કરતા વંશને વારસો આપવાનો છે. પોતાની સંતતિમાં જૈનત્વના બીજ રોપવાના હોય છે, જે સંતોના સાન્નિધ્ય દ્વારા મેળવી શકાય છે. આ એવો તબક્કો છે જયારે અભિમાન-ઘમંડ-પોતાપણું જોર કરતા હોય છે અને એવા વખતે સંયમસન્માનના પાઠ ભણાવવાની જરૂર છે. પાઠશાળામાં આ કડી ખૂટે છે. સામાન્ય રીતે દેવદર્શન, સંતસતીજી સન્માન, સમાજસેવા વગેરે પ્રવૃત્તિઓ સુપેરે સમજી અપનાવવામાં આવે તો સંસારી અવસ્થા આનંદિત બની જાય, અવિવેક કે ક્લેશના દરવાજા જ ન ખૂલે.
પછીની અવસ્થા જડ સંસ્કારોની છે. પરિવર્તનને પારખી ન શકનારા આ અવસ્થામાં અળખામણા થવા લાગે છે. માટે આધેડ વયનાઓએ સંયમિત ક્રિયાકાંડ અને સાધુ-સંતના વૈયાવચ્ચમાં જ રચ્યાપચ્યા રહેવું જોઈએ એવું મારું માનવું છે. હાલના દુષ્કર સમયમાં સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ ખૂબ જરૂરી છે. શહેરીકરણમાં સાધુતા ટકાવવા ઉત્તમ શ્રાવક-શ્રાવિકાઓ જ સહાયરૂપ થઈ શકે છે અને સાધુ-સંત-સતીજીઓ જ જૈનધર્મને જીવંત રાખવામાં મહત્ત્વનો ફાળો આપી રહ્યા છે. સંપૂર્ણ જીવજગત માટે તેઓ જ આશીર્વાદરૂપ છે. સ્વાધ્યાય-સાધના દ્વારા તેઓ વાત્સલ્ય વરસાવતા હોય છે. તેમના થકી પ્રેમકરુણાના ઝરણા વહેતા રહે છે.
આ વિશ્લેષણ પરથી ફલિત થાય છે કે પાઠશાળા ફક્ત નાના બાળકો પૂરતી મર્યાદિત ન કરતાં વિવિધ વયના તબક્કા પ્રમાણે પ્રશિક્ષણ વિકસાવતાં જવું જોઈએ અને મનુષ્યભવ સાર્થક કરાવવો જોઈએ.
(જૈનદર્શનના અભ્યાસુ ખીમજીભાઈ તારદેવ જૈન સંઘ તથા મુંબઈ મહાસંઘના ટ્રસ્ટી છે અને મહાસંઘ સંચાલિત છાડવા ધાર્મિક શિક્ષણ બોર્ડના પ્રેરિત દાતા છે.)
- ૯૮ -
। न हि ज्ञानेन सदृशम् पवित्रम् इह विद्यते ।
આ સંસારમાં જ્ઞાન સમ પવિત્ર કોઈ અન્ય બાબત નથી. એ સર્વવિદિત છે કે કોઈપણ બાળક આનંદ, કુતૂહલ અને વિસ્મયનું વિશ્વ લઈ જન્મે છે અને જો તેમાં સુસંસ્કાર તથા સમ્યક જ્ઞાન ભળે તો જ ભાવિમાં અનેકોનો આદર્શ તથા મોક્ષમાર્ગનો વાહક બની શકે. આવતી પેઢીનાં બાળકોનાં સંસ્કારમૂળને દેઢ કરવા તથા ધર્મનાં પરાપૂર્વ મૂળીયાનું સિંચન કરવા અનોખી પદ્ધતિએ જ્ઞાનદાન કરી કેળવવા સજજ છે જૈન ધર્મ.
જિનભક્તિ એવં જીવમૈત્રીની બે માત્રા સાથે બનેલા જૈન શબ્દનું મૂળ છે – જન. જન-જન ઉપરાંત પ્રત્યેક જીવ કર્મ થકી મુક્તિ પામી સિદ્ધગતિ મેળવે તેવા ધ્યેય સાથે રચાયેલો છે જૈન ધર્મ, જે કોઈ સંપ્રદાય નથી. It is a way of life. જૈન દર્શન એ જીવન દર્શન છે.
.... અને “કેળવણી’ શબ્દનો વિચાર કરીએ તો “જે કેળવે તે કેળવણી.' ભગવદ્ગોમંડળ કહે છે તેમ કેળવણી એટલે શારીરિક, બૌદ્ધિક, નૈતિક અને ધાર્મિક પ્રકારે તાલીમ, વાંચન, લેખન-પઠન-પાઠન વગેરે. પૂર્વે તો લશ્કરી કૌશલ્ય, સાદું ગણિત અને ગાયન-વાદનને પણ કેળવણીના અંગો મનાતા. ટૂંકમાં કેળવણી એટલે ભણતરવિદ્યાથી થતી માનવની આંતર-બાહ્ય ખિલવણી. કેળવણીમાં અભ્યાસ આવે અને અભ્યાસમાં સમાવિષ્ટ હોય છે ચિંતન-મનનધ્યાનપૂર્વક અનેક વિષયોનાં દઢ સંસ્કાર પણ.
મહાભારતના સમયમાં એ દઢ સંસ્કાર મેળવવા નગર બહારના આશ્રમોની કુટિરોમાં રહી શ્રેષ્ઠીઓનાં સંતાનો કેળવણી પામવા જતા. ત્યારે
Page #52
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
પુરુષોની ૬૪ અને સ્ત્રીની ૭૨ કળા શીખવાની કેળવણી અપાતી. તે હુન્નર અને કસબ શીખીને વર્ષો પછી જ્યારે બાળકો યુવાન થઈને સ્વગૃહે પરત ફરતા ત્યારે તે કેળવણીથી ખીલેલ સમજણ શક્તિ, સામર્થ્ય, વિદ્યાનું તેજ અને તનની કાંતિ ઈત્યાદિમાં સૂક્ષ્મ અને સ્થૂલ રીતે કેટલી વૃદ્ધિ થઈ તે પણ કસોટી દ્વારા મપાતા. કૌતુક અને નવાઈ વચ્ચે ઉત્તમ એવી ગુરુકુળની તે ઋષિ પરંપરા કાળક્રમે વિલીન થતી ગઈ અને વિદ્વાન પંડિતો સમીપ જઈ કેળવણી પામવાનું શરૂ થયું. આચાર-વિચાર, રીતભાત, ચારિત્ર્ય ઘડતર ઉપરાંત અન્ય અનેક વિષયોની સર્વ વિદ્યા શીખવા માટેનો બોધ ગ્રહણ કરી, શિક્ષિત થઈ, જ્ઞાનદાન સ્વીકારી એ બાળકો સમાજમાં એક આદર્શ નાગરિક બની જીવનનિર્વાહ કરવા પ્રવૃત્ત થતા.
તે કાળે તે સમયે આ જંબુદ્વીપના ભરતક્ષેત્રે, અવસર્પિણીકાળનાં સુષમદુષમા નામના ચોથા આરાનાં ૭૨ વર્ષ ને સાડા આઠ મહિના બાકી રહ્યા ત્યારે આજથી ૨૬૧૪ વર્ષ પૂર્વે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ક્ષત્રિયકુંડ (બિહાર) નાં રાજા સિદ્ધાર્થનાં ત્રિશલારાણીની કુક્ષીએ જૈનોનાં ચોવીસમા તીર્થંકર શ્રી વર્ધમાન મહાવીરનો પ્રાદુર્ભાવ થયો. સાંપ્રતકાળે જેઓનું શાસન ચાલે છે તેવા આ અંતિમ તીર્થંકર શ્રી વર્ધમાનકુમાર જ્યારે આઠ વર્ષના થયા ત્યારે ઉત્સવ અને ઉલ્લાસસહિત, શુભમુહૂર્તે વસ્ત્રાભૂષણથી સજ્જ કરી, વાજિંત્રોનાં સૂરો સાથે સૈન્યથી પરિવરેલા એવા તેઓને પંડિતોને ત્યાં ભણવા-કેળવવા મોકલાયા.
શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ ૪૫ આગમોનાં ચાર છેદસૂત્ર માંહેના બૃહદ્કલ્પના શ્રી કલ્પસૂત્રમાં લખ્યું છે અને હર્મન જેકોબીએ પણ અંગ્રેજીમાં જેનો ખૂબ સુંદર અનુવાદ કર્યો છે તે પ્રમાણે આગળ વાત એમ છે કે : દેવલોકમાંથી શક્રેન્દ્રએ આ દૃશ્ય જોયું ને જન્મથી જ મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનઅવધિજ્ઞાન એમ ત્રણ જ્ઞાનના ધારક એવા પ્રભુનો અવિનય ન થઈ જાય એમ
૧૦૦
જૈનદર્શનમાં કેળવણી વિચાર
વિચારીને ઈન્દ્ર મહારાજા સ્વયં એક બ્રાહ્મણનું રૂપ ધારણ કરી એ પાઠશાળામાં પધાર્યા. આંબા ઉપર તોરણ બાંધવા જેવી કે સરસ્વતી દેવીને જ ભણાવવા જેવી આ વાતને સૌ સમક્ષ પ્રકાશિત કરવા ઈન્દ્રએ તો ન્યાયશાસ્ત્ર અને વ્યાકરણને લગતાં જે કઠિનતમ પ્રશ્નો આ પંડિતોનાં મનને પણ મુંઝવતા હતા તે જ પ્રશ્નો અવધિજ્ઞાનથી જાણી લઈને યોગ્ય આસને આરૂઢ થયેલા વર્ધમાનકુમારને પૂછ્યા. સૌનાં આશ્ચર્ય વચ્ચે સ્પષ્ટ સ્વરે ફક્ત ૮ વર્ષનાં વર્ધમાનકુમારે તે સર્વ પ્રશ્નોનાં સચોટ ઉત્તરો આપ્યા, તે જ આજે જૈનેન્દ્ર વ્યાકરણ’ તરીકે ઉપલબ્ધ છે.’ આમ, કલ્પસૂત્રની આ વાત પ્રમાણે તો તે કાળે, તે સમયે કેળવણી શરૂ
કરવાની વય હતી ૮ વર્ષ.
એક વાર પરમ સત્યની અનુભૂતિ કરી લેનાર આત્મા માટે પ્રાચીન મહર્ષિઓએ પોતાની પરિભાષામાં ‘સ્રોતાપન્ન' શબ્દ વાપર્યો છે. મુક્તિનાં સ્રોતમાં-પ્રવાહમાં પહોંચી ગયેલ આત્મા. ‘સ્રોતાપન્ન’ હતા શ્રમણ ભગવાન મહાવીર પણ. અનુક્રમે ૪૨ વર્ષની વયે તેઓએ પરમ મંગલ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી સમોવસરણની દેશનામાં કહ્યું કે : “જે પુદ્ગલ છે... જે પર છે, તેમાં ‘હું’ અને ‘મારું’ એવી બુદ્ધિ કરી હર્ષ-શોક કરવા એ અવિદ્યા છે ને તેથી ભવનું બીજ છે. માટે મુમુક્ષુઓએ તેના તરફ અનાસક્તિ કેળવવી અને પોતાના આત્માને જાણવો તે જ ખરી વિદ્યા છે.'
આ જ કેળવણીનો મંગલ પ્રારંભ છે. આપણે અને તિર્યંચો ખોરાક લઈએ છીએ, પ્રજોત્પત્તિ કરીએ છીએ, હરીએ-ફરીએ છીએ.. ફરક છે તો ફક્ત સભાનતાનો, સજાગતાનો. પરિણામની સાચી ઓળખનો. દુર્લભ મનુષ્યભવ વ્યવહારિક જ્ઞાન મેળવી ફક્ત આજીવિકા કમાવામાં વેડફાઈ ન જાય તે માટે બહુશ્રુત વિદ્વાનો પાસેથી ઔચિત્યપૂર્વક મુક્તિપથનો માર્ગ જાણીને અનુસરવાની કેળવણી આપે છે જૈન ધર્મ. જીવનનાં પ્રથમ વીસ વર્ષ સંસ્થાઓમાં જઈ અંતે તેનું પ્રમાણપત્ર મેળવવું તે જ છે શું સાચી કેળવણી ?
• ૧૦૧
Page #53
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
હવે પંડિતો પણ ઓછા થતા દેખાય છે અને પંચમકાળને આધીન એવી ગેરસમજ પણ પ્રવર્તે છે કે ભણશે તો જ સારું કમાશું, ત્યારે જૈન શાસ્રો તો પરાપૂર્વથી કહેતા આવ્યા છે કે લક્ષ્મી તો માત્ર પુણ્યથી જ મળે છે અને પુરુષાર્થ તો કરવો પડે છે ધર્મ કરવા માટે. આજે સમાજમાં વિપરીત દેશ્ય દર્શાય છે. કેવું અજીબ લાગે જ્યારે વિચાર આવે કે ૮૪ લાખ જીવયોનિમાં માત્ર એક માનવ જ ધન કમાવાનો પુરુષાર્થ કરે છે ! અન્ય કોઈ જીવ ક્યારેય ભૂખને કારણે મરણને શરણ થતો નથી અને માનવનું પેટ તો ક્યારેય ભરાતું નથી ! તેથી જ હવે તાતી જરૂર છે એવા જૈન વિદ્યાકેન્દ્રો વધુ ને વધુ સ્થપાય કે જેમાં ભાષા, ઈતિહાસ, ભૂગોળ, ગણિત, વિજ્ઞાન કે કમ્પ્યૂટર જેવા વિષયો સાથે-સાથે ભણાવાય, સંસ્કારરક્ષણ સહિતનું મૂલ્યશિક્ષણ, તથા ઘડાય જ્યાં જીવનના અંતિમ ધ્યેય વિષયક અધ્યાત્મના સુશિક્ષણની ગતિવિધિ.
શા માટે આપણે વાતાનુકૂલિત ઓરડામાં, મા-પિતાની શીતળ છાયામાં, ઉત્તમ રહેણીકરણી સાથે, ઉચ્ચ સુખ-સગવડતા તથા અભ્યાસ વગેરે પ્રાપ્ત કરી શક્યા છીએ ? આપણા જ ઘર કે સોસાયટી સમીપ ફૂટપાથ ઉપર નભતા અનેક પરિવારો અને આપણામાં આખરે ફેર શું છે ? જૈન ધર્માનુસાર ચાલતા વિદ્યાકેન્દ્રોમાં જો પ્રથમ દિવસે જ પૂછાય આવા પ્રશ્નો તો તે થકી વિદ્યાનાં અર્થીઓ વળી શકે કર્મના સિદ્ધાંત ઉપર. જૈન શાસનમાં જીવ થકી થતા આઠે કર્મની એટલી તો વિશદ ને વિસ્તૃત છણાવટ કરાયેલી છે કે બાળકમાં બાલ્યવયથી જ કર્મબંધનાં મુખ્ય પાંચ કારણો રૂપ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગ દૂર થતાં જન્મમરણનાં મૂળ બીજ જ નાશ પામી શકે ને કર્મ માટે પંડિત વીરવિજયજીએ જે કહ્યું છે તે સમજી શકે :
બંધ સમયે ચિત્ત ચેતીએ, ઉદયે શો સંતાપ ? શોક વધે સંતાપથી.... શોક નરકની છાપ !
* ૧૦૨
જૈનદર્શનમાં કેળવણી વિચાર
વળી કર્મમુક્તિનો ઉપાય છે સંવર અને નિર્જરા. એમ આ વિદ્યાકેન્દ્રોમાં સમજાવાય તો સાથે-સાથે સારા કર્મ માટે કઈ રીતે પુણ્યના નવ પ્રકારોમાંથી પુણ્ય વધારતા જવું અને પાપના ૧૮ સ્થાનકોથી ચેતતા રહેવું એની કેળવણી મળતાં રોજ-બરોજનું જીવન મંગળ અને કલ્યાણનાં આવાસ રૂપ બની શકે. આત્મસાક્ષાત્કારનાં ચતુરંગ માર્ગરૂપ આચારમાં અહિંસા, વિચારમાં અનેકાંત, વ્યવહારમાં અપરિગ્રહ ને હૃદયમાં ક્ષમાપના ધારણ કરી શકે. જૈનદર્શનની
આ પાયાની કેળવણી સામે હાલ ભણાવાતા વિષયો ખૂબજ છીછરા લાગે છે. | નારૂં ન મમ | Being nobody - going nowhere. કંઈ થવું નથી અને ક્યાંય જવું નથી.
આ સંદેશ એકવીસમી સદીના બાળકોને ખૂબ વિચિત્ર લાગે. Ambition, comparison અને competition ના આ સમયમાં જૈન ધર્મ કેળવી શકે છે વર્તમાનમાં જીવવાની કળા. આ માટે યોગ-ધ્યાન-કાયોત્સર્ગ-સમાધિની સાધના કેળવવી જરૂરી છે. બૃહત્સંહિતાના રચયિતા શ્રી વરાહમિહિરનાં બંધુ, ઉવસગ્ગહરં સ્રોતનાં રચયિતા અંતિમ પૂર્વધર આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામી પણ મહાપ્રાણ ધ્યાન સાધવા ૧૨ વર્ષ નેપાળ દેશમાં ગયેલા તેવો ઈતિહાસ મળે છે.
ભૌતિક જગતની બહિર્મુખતા અને રાગ-દ્વેષ જેવા કષાયોની પક્કડ કઈ રીતે ઢીલી પાડવી તેની કેળવણી આપે છે જૈન ધર્મ. આર્ત્ત કે રૌદ્રધ્યાનનો પરિત્યાગ કરીને કઈ રીતે ધર્મધ્યાન અને શુક્લધ્યાનને આરાધીને મોક્ષ પમાય તેનો પંથ દર્શાવે છે જૈન ધર્મ. ચાર પ્રકારની ઔત્પાતિકા, વૈનયિકા, કાર્મિકા અને પારિણામિકા બુદ્ધિ કઈ રીતે કેળવવી અને આત્મકેળવણી અર્થે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા પ્રકારની ચાર સુમતિ કઈ રીતે પ્રગટાવવી તે કેળવે છે જૈન ધર્મ. મહાપાપકારી કે હિંસામયી વર્તન કે વ્યવસાય કરવા છોડી દઈને
૧૦૩
Page #54
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર નિર્દોષ વ્યવહારમાં વ્યસ્ત રહેવું, નિંદા કરવી તો પોતાના અવગુણોની જ કરવી, સ્થાવરનિકાયનાં પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, અગ્નિકાય, વનસ્પતિકાયના જીવો કે બેઈન્દ્રિયોમાંથી, જયાં ‘નયUTI રૂવ ઇમ્પો' કે “જયણા એ જ ધર્મ' નું રહસ્ય સમજાઈ શકે છે. વળી પરિસરમાં જ દેરાસર, ઉપાશ્રય, આયંબિલ શાળાદિ હોવાથી શ્રમણ ભગવંતોની ઉપસ્થિતિ શક્ય બને છે ને જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ સમા મૂલ્યવાન નવતત્ત્વોની સમજણ પણ બાળજીવો પામી શકે છે.
૭૨ લાખ નાડીઓ આપણા સ્થૂળ શરીરમાં છે અને એમાંથી ૭૨OOO નાડીઓ મુખ્ય છે. તેમાંયે અતિમુખ્ય છે ૧૦ નાડી અને તેની અંદર પણ ઈડા, પિંગળા અને સુષુણ્ણા નાડીઓને પ્રાણાયામ દ્વારા સાધવાથી એકાગ્ર થઈ દેહ મહાકારણમાં પ્રવેશે ત્યારે ‘સમાધિ’ અવસ્થામાં જીવનના મૂળ ઉદ્દેશ્યનો રહસ્યસ્ફોટ અને વિશિષ્ટ આત્મશક્તિઓનું પરિફોટન શક્ય બને છે. સ્થૂળ શરીર, પ્રાણશરીર, કારણશરીરનો તફાવત અને કારણ શરીરમાં રહેલ પંચેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયોનું રહસ્ય શ્રમણોની નિશ્રામાં કે પંડિતોની ઉપસ્થિતિમાં સમજાઈ શકે છે. આ દરેક પામવા માટે કઈ રીતે આહારશુદ્ધિ, વિહારશુદ્ધિ, વિચારશુદ્ધિ અને ભાવનાશુદ્ધિ આવશ્યક છે તેની સમજ પણ કેળવે છે જૈન ધર્મ.
- ધન, પદ, પ્રતિષ્ઠા અને યશમાં જ જીવન માનનાર માટે મૃત્યુ જરૂર ગભરાટ પેદા કરી શકે, પરંતુ તેની પારના, પોતાની અંદરનાં, અંતરનાં, અલખનાં સ્વયંનો સાક્ષાત્કાર કરી લેનાર સમક્ષ તો મૃત્યુ સ્વયં પરાજિત થાય છે. મૃત્યુને જીતવાની કળાનું જ્ઞાન, જીવનવીણા અઝંકૃત પડી ન રહે તેનું જ્ઞાન, ‘અમૃતસ્ય પુત્રઃ’ સમ જીવનના અમૃતને પામવાનું જ્ઞાન અને અંદરની અહાલેક સંભળાય પછી પામવા મળતી સંપદાનું જ્ઞાન પણ પીરસાયું છે જૈન આગમોમાં.
– જૈનદર્શનમાં કેળવણી વિચાર જંગમ તીર્થસ્વરૂપ ૪૫ આગમોને ચાર અનુયોગમાં વિભાજિત કરવામાં આવ્યા છે તે મુજબઃ આત્માને લગતી વાતો જે શ્રી કેવળી ભગવંતોએ કહી અને ગણધર ભગવંતોએ ગૂંથી તેને મુનિઓએ સાચવીને દ્રવ્યાનુયોગ વિભાગમાં મૂકી. આચાર-વિચારને લગતી વાતો સમાવિષ્ટ થઈ ચરણકરણાનુયોગ વિભાગમાં. બ્રહ્માંડનું ને કાળચક્ર આદિનું ગણિત સમજવા મળે છે ગણિતાનુયોગમાં સંમિલિત આગમોમાંથી ને પ્રાંત અદ્દભુત ઉપદેશરસ ધરાવતી કથાઓ સહિતનાં આગમોને મુકાયા ધર્મકથાનુયોગમાં. ત્યાગ-વૈરાગ્ય અને અપરિગ્રહને સમજાવતી એક પ્રાચીન કથા જૈન શાસ્ત્રોમાં નજરે પડે છે. અમરાવતીના સૌથી ધનિક વડીલનું મૃત્યુ થતાં તેના પુત્ર સુમેદએ પિતાનાં અંતિમ સંસ્કાર કર્યા. પરિવારજનોની વિદાય બાદ પેઢીનાં વૃદ્ધ મુનીમ સુમેદ સમક્ષ વ્યવસાયો – માલમિલકત – મકાનોમાં કરેલ આજ સુધીનાં રોકાણોનો હિસાબ મૂકીને કહ્યું, “પેઢીનાં આ હિસાબ ઉપરાંત નીચે ભોંયરામાં આપ પધારો. તિજોરીની ચાવી હવે હું આપને સોંપી દઉં અને આપના પિતા જે ભાર મને સોંપી ગયા છે તે તમોને સોંપીને હળવો બનું.” બધી ખાતાવહીઓ જોવાથી સુમેદને ખ્યાલ આવ્યો કે પોતે હવે કરોડોની સંપત્તિનો માલિક છે. ભોંયરામાં જઈને વળી ખબર પડી કે તિજોરીઓમાં ભરેલા બહુમૂલ્ય રત્નોએ તો તેને અબજોની સંપત્તિનો માલિક બનાવેલ છે. આનંદ ને વિસ્મયની જગ્યાએ સુમેદનાં મુખ ઉપરનાં હળવા અશ્રુ, રહસ્યમય મૌન ને વ્યગ્રતાની રેખાઓ જોઈ મુનીમજી બોલ્યા, “આપની આંખોમાં અશ્રુઓ તગતગે છે. મને તો સમજાતું નથી કે આપ કેમ વેદનામયી અને વ્યાકુળ છો? અત્યારે તો આપ આ પૃથ્વીના અત્યંત ધનિક લોકોમાંના એક છો. આપના પૂર્વજોની સંપદાના એકમાત્ર માલિક ! આ સંપત્તિને દરેક પેઢી વધારતી ગઈ છે. આપ તે છતાં પ્રસન્ન કેમ નથી ?”
ક ૧૦૪
- ૧૦૫
Page #55
--------------------------------------------------------------------------
________________
- જૈનદર્શનમાં કેળવણી વિચાર સુમેદે હ્યું : “મારા દાદાના દાદા કે દાદા કે પિતાજી મૃત્યુ પામ્યા ત્યારે તેમાંથી કોઈ આ સંપત્તિને સાથે લઈ જઈ શક્યા નથી. હવે હું એમ ઇચ્છું છું કે મારા મૃત્યુ પછી આ બધી સંપત્તિઓ મારી સાથે આવે. અહીં બધું પડ્યું રહે તેનો શો અર્થ છે? આ સંપત્તિ હું કે મારો પુત્ર કે તેનો પુત્ર પણ જો સાથે લઈ જઈ શકવાના ન હોય તો સંપત્તિની આ વાત હું આજે અહીં જ સમાપ્ત કરવા ઇચ્છું છું.” મુનીમજીએ કહ્યું : “મૃત્યુ પછી આને સાથે લઈ જવી તે તો કઈ રીતે સંભવી જ શકે?” કૃતનિશ્ચયી થઈ સુમેદ ભોંયરામાંથી ઉપર આવ્યો અને તેને અનુસર્યા મુનીમજી. સુમેરે તો તે જ દિવસે પોતાની સમગ્ર સંપત્તિ દાન કરી દીધી. સંપત્તિ સાથે લઈ જવાની આ જ હતી એક યુક્તિ... કે પ્રગટી અંતરમાં એક ક્રાંતિ અને બાહ્ય જગતની સંપત્તિના ત્યાગ પછી તે જ ક્ષણે અંતરમાંથી ઊગી પ્રશાંતિ, ધર્મકથાનુયોગ દ્વારા આમ આડકતરી રીતે અપરિગ્રહની કેળવણીનો વિચાર ગૂંથેલો છે જૈન ધર્મએ જ.
તે એ પણ શીખવે છે કે : મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવે જીવન જીવાય તો આતંકવાદને નાથી શકાય.... કારણ કે પછી ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષ્યા, અહંકાર વગેરે નિષેધાત્મક લાગણીઓને નિત્ય જીવનની સામાચારીમાં સ્થાન જ ન મળે. દેવ, ગુરુ અને ધર્મની તત્વત્રથી સૌને જીવન જીવવાની એવી તો કેળવણી આપે કે એ પછી પોતાના જીવનમાં દર્શન, જ્ઞાન ને ચારિત્ર્યની રત્નત્રયી ઝગમગાટ કર્યા વિણ અછતી રહે જ નહીં. સહસ્ત્રલક્ષ જીવોનાં માર્ગદર્શક અને જીવન પરિવર્તક પૂજય પ્રભાવકો શ્રી હરિભદ્રસૂરીશ્વરજી, પાદલિપ્તાચાર્ય, સ્કંદીલાચાર્ય કે પછી વૃદ્ધવાદીસૂરીજીનાં શિષ્ય શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી- દરેકના ધર્મપુરુષાર્થ ને ઉપદેશ એ જ હતા કે ૧૪ ગુણસ્થાનકો પાર કરી સિદ્ધિ પામવી. પછી તો.... ૨૬ વર્ आचरति श्रेष्ठः, लोकः तद् अनुवर्तते ।
જૈનદર્શનમાં કેળવણી વિચાર શાલિભદ્રજી કે જંબુસ્વામી સમાન ત્યાગ, શ્રી કુમારપાળ રાજાની ગુરુભક્તિ, પુણિયા શ્રાવક સમી સાધર્મિક ભક્તિ, શ્રીપાળ-મયણા જેવું સિદ્ધચક્ર ધ્યાન, સુલસા શ્રાવિકા જેવી સમ્યક શ્રદ્ધા, પેથડ શાહ જેવી પ્રભુભક્તિ, જગડુ શાહ સમું દાન, જીરમ શેઠ સમી ભાવના, ધર્મરુચિ અણગાર જેવી દયા, આચાર્ય હીરસૂરીશ્વરજી જેવું અમારિ પ્રવર્તન, ભામાશા સમી રાષ્ટ્રભક્તિ, મહામહોપાધ્યાય યશોવિજયજી જેવી શ્રુતપાસના, સંપ્રતિ મહારાજા જેવી જિનભક્તિ, પેથડ શાહ સમી તીર્થરક્ષા અને અનુપમાદેવી સમો લક્ષ્મીનો સદુપયોગ આપણામાં કેમ ન આવે - તે પ્રશ્ન થાય ત્યારે વિચાર આવે કે ૧૪ રાજલોકમાં ‘આત્મા અનાદિ તથા મોક્ષગામી છે' એ સંદેશો આપનાર જૈન ધર્મ જો મહાપુણ્યોદયે પ્રાપ્ત થયો છે તો આત્મગુણ વિઘાતક પુદ્ગલોને દૂર કરવાની કેળવણી પણ એ લોકોત્તર ધર્મ જ આપી શકે. એ પ્રાપ્ત કરવા માટે કોઈ ઉંમર-દેશ-કાળ-સંપ્રદાય-જાતિ નડતા નથી. આટલા શ્રેષ્ઠ ધર્મને જે રીતે જન-જન સમક્ષ મૂકાવો જોઈએ તે માટે પાયાથી જ કેળવણી આપવા દરેક નગરમાં તપોવન સમા પંડિતોના આશ્રયો અને જૈન વિદ્યાકેન્દ્રો ખૂલવા જ રહ્યાં, જેથી સિદ્ધગતિ તરફની આપણા સૌની યાત્રા બને સાર્થ.
સમંતભદ્રજીએ ‘રત્નકરંડ શ્રાવકાચાર' માં કે પછી પ્રાકૃત ‘યોગસાર' ગ્રંથના ૫૩ ક્રમાંકના દોહામાં લખાયું છે તેમ : ‘જે શાસ્ત્રજ્ઞ હોય પણ એને આત્માનો અનુભવ ન થયો હોય તો એ અજ્ઞાની છે. એને નિર્વાણ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે ?’ હા, તે માટે આવશ્યક છે આગમાનુસાર સુયોગ્ય ધર્મ-અર્થકામ ને મોક્ષપુરુષાર્થ. તેની કેળવણીના મૂળમાં સમતા છે. મારે બન્ને રિવોટિં પર્વ | આર્યપુરુષોએ સમભાવને જ ધર્મ કહ્યો છે.
+ ૧૦૬
૧oo.
Page #56
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
આધુનિક સમય સાથે કદમ મિલાવી જૈન સાહિત્યનાં પ્રસાર માટે આવા વિદ્યાકેન્દ્રોમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ માટે જરૂરી સહયોગ મળવો પણ એટલો જ જરૂરી છે. શ્રમણોનાં સૂચન અને માર્ગદર્શનથી જો શ્રાવકો આપણી પ્રાચીન હસ્તપ્રતો અને ગ્રંથભંડારોમાં રહેલ ગ્રંથોની જાળવણી કરવા તેનું ડિજિટલાઈઝેશન કરાવે તો મોટું પ્રદાન થયું ગણાય. પૂર્વે ઈ.સ. ૪૫૩ માં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણનાં અધ્યક્ષસ્થાને જે “વલ્લભીવાચના' કે મથુરાની ‘માધુરીવાચના' થયેલી તે સમયે જૈન શાસ્ત્રોને લિપિબદ્ધ કરીને તેની પ્રતિલિપિઓ દેશના વિવિધ ભાગોમાં મોકલાવાયેલ. આરબોનાં આક્રમણ પછી વલ્લભીપુરમાં બચેલી હસ્તપ્રતોની નકલ કરીને સિદ્ધપુર પાટણ રાજા સિદ્ધરાજ જયસિંહે ઈ.સ. ૧૦૯૪ થી ૧૧૪૩ નાં ગાળામાં ઉત્કૃષ્ઠ ગોઠવણ કરેલી. વળી તેમણે લહિયાઓ પાસે ‘સિદ્ધહેમ શબ્દાનુશાસનમ્' નામે વ્યાકરણની પણ સવા લાખ નકલો તૈયાર કરાવીને ઠેર-ઠેર મોકલાવેલ.
વળી, બારમી સદીમાં કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્યજીની નિશ્રામાં તો મહાવિદ્વાન પંડિતોની દેખરેખ હેઠળ સતત ગ્રંથરચના થતી. એક મોટા સ્થાનમાં રાખેલ ખડિયો એટલે લિપ્યાસન કે મસિપાત્રમાંની શાહીની પડનાળમાંથી શાહી વાપરીને કલમ એટલે વર્ણતિરક કે લેખિની અને આંકવાની માપપટ્ટી એટલે કે ફાંટિયાની મદદથી ૩OO લહિયાઓ એકસરખા અક્ષરે તે ગ્રંથોની નકલ ઉતારી ‘કંબિકા’ નામના બે લાકડાના પાટિયાનાં આવરણ વચ્ચે જાળવીને મૂકતા. આજે ડિજિટલાઈઝેશનથી ગ્રંથો-પ્રતો ને પુનઃ રચવાસાચવવા-મોકલવાની ચિંતા રહે ખરી ?
હવે હસ્તપ્રતોનું સમાર્જન અને સંવર્ધન ઘણું જ સહેલું બન્યું છે - કમ્યુટરની કમાલથી. આવતી પેઢી માટે હવે સંસ્કાર કેળવણી આપવા બંધ
જૈનદર્શનમાં કેળવણી વિચાર પડી રહેલા ગ્રંથભંડારો કરતા કપ્યુટરમાંથી તત્ત્વપ્રસાર કરવો સહેલ નથી બન્યો શું ? આજની નૂતન પેઢી જયારે ગ્રંથો કે પુસ્તકોને હાથમાં લેવા તૈયાર નથી અને કયૂટર એક્સેસ કરવા ખૂબ જ તત્પર છે એવા સમયે તેઓમાં મૂલ્યો સીંચવા ને આપણા પ્રાચીન વારસાને સંભાળવા શ્રુતપ્રસારનાં નૂતન માગને સ્વીકારવા આવશ્યક થઈ પડ્યા છે. સુવુ ફ્રિ વહુના ?
સર્વજનહિતાય – સર્વજનસુખાય – સર્વજનમુક્તાય છે જૈન ધર્મ, બિનસાંપ્રદાયિક, સમષ્ટિનું કલ્યાણ ઇચ્છનાર, વિશ્વમૈત્રીની ભાવના જેની આધારશિલારૂપ છે તેવા જૈન ધર્મની કેળવણીને સાચી રીતે વિસ્તૃત કરવી તે આપણું કર્તવ્ય છે અને યુવાનોનો આજનો shoutછે. તો ઘર્મ- તતો : /
મણિકાંચન યોગ છે આ શિક્ષણ – સંસ્કરણનો; ખીલી શકે જયાં આત્મધર્મનાં સાચા પ્રતિનિધિઓ. (રાજકોટ સ્થિત જૈન દર્શનના અભ્યાસુ ભારતીબહેનના ચાર પુસ્તકો પ્રગટ થયા છે. તેમાં પારસમણિ ગ્રંથ જૈનશ્રુતસંપદાને સમૃદ્ધ કરે છે. તેઓ પ્રોફેશનલ ડીઝાઈનલ ટીમનું નેતૃત્વ કરે છે.)
- ૧૦૮ -
૧૦૯
Page #57
--------------------------------------------------------------------------
________________
- જૈનદર્શનમાં કેળવણી વિચાર -
( જૈનધર્મ સંદર્ભમાં તપોવન ગુરુકુળ શિક્ષણપદ્ધતિ
( મિતેશભાઈ એ. શાહ
“ભારતીય અસ્મિતાને પુનઃ ધમધમતી કરવા માટે અને પ્રજાના મોં ઉપર લાલી ચમકાવવા માટે માત્ર બે તપોવનો જ નહિ, પરંતુ દરેક જિલ્લામાં એક તપોવન મૉડેલ ઊભું કરવું જોઈએ. અનેક જૈન-અજૈન સંતોએ આ રીતના તપોવન મૉડેલના પ્રેરક બનવું પડશે. તેની સાથે સાથે ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમી શ્રીમંત ગૃહસ્થોએ જગડુશાઓ કે ભામાશાઓ બનવું પડશે. તેમણે ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રના રખોપાઓને તૈયાર કરનારી સંસ્થાઓ તરફ દાનનો પ્રવાહ અવિરતપણે વહેતો કરવો પડશે.” - ઉપરોક્ત વિધાન તપોવન શૈલીની શિક્ષણ પદ્ધતિની પ્રાચીન પરંપરાને પુનઃ ઉજાગર કરી, ગુજરાતની પ્રજા પર ઉપકારોની વર્ષા કરનાર પૂજ્ય પંન્યાસ શ્રી ચંદ્રશેખર વિજયજી મ.સા. નું છે.
નવી પેઢીમાં દેશરક્ષા, સંસ્કૃતિરક્ષા અને ધર્મરક્ષાની ભાવના જાગૃત થાય અને તેમનામાં સુસંસ્કારોનું સિંચન થાય તે હેતુથી પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા.ની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ સને ૧૯૮૩ માં નવસારી મુકામે તપોવન સંસ્કારધામ તથા સને ૧૯૯૪ માં અમિયાપુર (સાબરમતીથી આશરે ૫ કિ.મી. દૂર) મુકામે તપોવન સંસ્કારપીઠની સ્થાપના કરવામાં આવી.
મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજીએ ૧૬ વર્ષની વયે “મોક્ષમાળા’ નામનો ગ્રંથ લખ્યો હતો. ગ્રંથના પ્રારંભે તેઓશ્રી જણાવે છે, “આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનો મુખ્ય હેતુ ઉછરતા બાળયુવાનો અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે તે ભ્રષ્ટતા અટકાવવાનો
જૈનદર્શનમાં કેળવણી વિચાર પણ છે.” તેઓશ્રીના આ વિધાન પરથી સ્પષ્ટ થાય છે કે આત્મકલ્યાણ સાધવા માટે વિવેક-વિનય આદિ સગુણોનું સિંચન કરે તેવી વિદ્યાની આવશ્યકતા છે. અને આવી અપરા વિદ્યા સદ્દગુરુના સાન્નિધ્યમાં તપોવન કે એવા આશ્રમોમાં સંપ્રાપ્ત થઈ શકે છે.
તપોવન શિક્ષણ પદ્ધતિ એ ભારતની પ્રાચીન કાળથી ચાલી આવતી ભવ્ય પરંપરા છે. તક્ષશિલા અને નાલંદા વિદ્યાપીઠમાં હજારો દેશ-વિદેશના વિદ્યાર્થીઓ ગુરુના સાન્નિધ્યમાં રહીને સંસ્કારલક્ષી વિદ્યા સંપ્રાપ્ત કરતા હતા. શ્રીકૃષ્ણ સાંદિપનિ ઋષિના આશ્રમમાં રહીને કેળવણી પ્રાપ્ત કરી હતી, તો શ્રી રામે વશિષ્ઠ ઋષિના સાન્નિધ્યમાં, પાંડવોએ ગુરુ દ્રોણાચાર્યના આશ્રયે રહીને વિદ્યાભ્યાસ સંપન્ન કર્યો હતો. વેદાંત પદ્ધતિમાં માનવજીવનને ચાર વિભાગોમાં વહેંચીને ચાર આશ્રમની વાત કરી છે; જેમાં પ્રથમના બ્રહ્મચર્યાશ્રમમાં ગુરુના સાન્નિધ્યમાં આશ્રમમાં રહીને વિદ્યાઉપાર્જનની વાત સામેલ છે.
જંગલમાં -તપોવનમાં શિષ્ય સદ્ગુરુના સાન્નિધ્યમાં રહેતો, જેને કારણે વિદ્યાર્થીના સમુચ્ચય વ્યક્તિત્વનો વિકાસ થતો. જૈનધર્મમાં પણ પ્રાચીન કાળથી તપોવન ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ ચાલી આવી છે. જૈન ધર્મના મહાન આચાર્ય અપ્રમત્ત યોગીશ્વર શ્રી કુંદકુંદાચાર્યે માત્ર ૧૦વર્ષની વયે પોતાનું જીવન ગુરુચરણે સમર્પિત કર્યું હતું. પ્રાચીન કાળમાં જૈન આચાર્યો પોતાના શિષ્યો સાથે જંગલમાં રહેતા અને ગુરુમુખેથી ૧૨ અંગ ૧૪ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરતા. આપણી સંસ્કૃતિમાં ગુરુ-શિષ્ય પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવી છે. આવા સદ્ગુરુના ઉપકારનો અપૂર્વ મહિમાગાન કરતાં શ્રીમદ્ રાજચંદ્રજી “શ્રી આત્મસિદ્ધિ’ માં જણાવે છે,
“જે સદ્દગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન.”
૧૧૦
* ૧૧૧
Page #58
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
તપોવન શિક્ષણપદ્ધતિમાં ગુરુ-શિષ્ય સાથે રહેતા હોવાથી ગુરુ શિષ્યમાં રહેલા દોષદર્શન કરાવી તેનાથી છોડાવે છે, તેનામાં સદ્ગુણો સંસ્થાપિત કરે છે. જીવનના સર્વાંગી વિકાસ માટે આવા સદ્ગુરુની પ્રેરણા અને માર્ગદર્શન અત્યંત આવશ્યક છે. સદ્ગુરુની શરણાગતિ સ્વીકારવાથી વિષય-કષાય, સ્વચ્છંદ આદિ દોષો અલ્પ પ્રયાસે નાશ પામે છે. સદ્ગુરુ મોક્ષમાર્ગના અનુપમ ભોમિયા છે.
ગુરુકુળમાં રહેતા વિદ્યાર્થીઓના અહંભાવ અને મમત્વભાવ પર સદ્ગુરુ ઘા કરે છે, વિશાળ દૃષ્ટિ આપે છે અને અધ્યાત્મરૂપી ગગનમાં ઊડવા માટે જ્ઞાન-વૈરાગ્ય રૂપી બે પાંખો આપે છે. સદ્ગુરુ કાષ્ઠ સ્વરૂપ હોય છે કે જેઓ પોતે પણ સંસારસાગરથી તરે છે અને સાચા શિષ્યોને તારવામાં નિમિત્ત બને છે. આધ્યાત્મિક વિકાસ માટે તો પ્રત્યક્ષ સદ્ગુરુનું અવલંબન અતિ આવશ્યક છે. સદ્ગુરુનું વ્યક્તિત્વ ચેતનાસભર હોય છે. તેઓના સમગ્ર વ્યક્તિત્વમાંથી પવિત્રતાના સ્પંદનો નીકળતા હોય છે, જેની અસર તેઓના સંપર્કમાં આવનાર પર થતી હોય છે. તેઓનું પવિત્ર આભામંડળ (AURA) શિષ્યના જીવનવિકાસ માટે સહજ સહાયભૂત થાય છે. સદ્ગુરુ આત્માનું સ્વરૂપ સમજાવીને શિષ્યને સદ્ધર્મમાં સંસ્થાપિત કરે છે અને અંતે પરમપદની પ્રાપ્તિ કરાવે છે.
“ગુરુ બિન જ્ઞાન ન ઊપજે, ગુરુ બિન મિટે ન ભેદ; ગુરુ બિન સંશય ના મિટે, જય જય જય ગુરુદેવ.”
જેઓએ પોતાના જીવનમાં વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી છે અને તેને કારણે જેમનું નામ ઈતિહાસમાં અમર બન્યું છે તેની પાછળ તેઓએ લીધેલ શ્રી ગુરુનું શરણ અને તેમની કૃપાપ્રસાદી છે. શ્રી ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ શ્રુતકેવળી ભદ્રબાહુ સ્વામી, કુમારપાળ રાજાના ગુરુ શ્રી હેમચંદ્રાચાર્ય, શિવાજીના ગુરુ સ્વામી રામદાસ, સિકંદરના ગુરુ એરિસ્ટોટલ હતા.
* ૧૧૨
જૈનદર્શનમાં કેળવણી વિચાર
નારિત વિદ્યા સમું ચક્ષુ | પણ ભારતીય પરંપરામાં સાચી વિદ્યા કોને કહી છે ? સા વિદ્યા યા વિમુક્તયે । – મુક્તિ અપાવે તે સાચી વિદ્યા. આવી વિદ્યા કેવી છે ?
મળે છે.
“न चोरहार्यं न च राजहार्यं न भातृभाज्यं न च भारकारी । व्यये कृते वर्धते एव नित्यम् विद्याधनं सर्व धनं प्रधानम् ॥” ‘શ્રી સાર સમુચ્ચય’ ગ્રંથમાં માનવજીવનનો સાર જણાવતા કહ્યું છે, सृजन्मनः फलं सारं यदेतद् ज्ञानसेवनम् ।
अनिगूहित वीर्यस्य संयमस्य च धारणम् ॥
વિદ્યા, ધન અને શક્તિનો સદુપયોગ કરવાની કળા ગુરુકુળમાંથી શીખવા
विद्या विवादाय धनं मदाय शक्तिः परेषां परिपीडनाय । खल्वस्य साधोर्विपरीतमेतत् ज्ञानाय दानाय च रक्षणाय ॥ વર્તમાન શિક્ષણપદ્ધતિમાં તપોવન શિક્ષણપદ્ધતિની અત્યંત આવશ્યકતા છે. વર્તમાન શિક્ષણપદ્ધતિમાં વિદ્યાર્થીનું લક્ષ્ય સંસ્કારપ્રાપ્તિનું ન રહેતા માત્ર ડિગ્રી કે નોકરી પ્રાપ્ત કરવાનું રહે છે; જેને કારણે વ્યક્તિગત, કૌટુંબિક અને સામાજિક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. તેન ચક્તેન મુંઝીયા: । નો આપણો મૂળ આદર્શ આજે જોવા મળતો નથી. ફેશન અને વ્યસનનો શિકાર બનતા વિદ્યાર્થીજીવન નષ્ટ પામે છે. આજે સમાજમાં કહેવાતા સાક્ષરોએ અનીતિ, ભ્રષ્ટાચાર આદિ દ્વારા દેશને નુક્સાન પહોંચાડ્યું છે. ‘સાક્ષરા વિપરીતા વ મત્તિ રાક્ષસા: ।' આમ બનવાનું કારણ સુસંસ્કારવિહીન કેળવણી છે. આજનું શિક્ષણ વિદ્યાર્થીઓને ઉત્તમ નાગરિક બનાવીને તેનો સર્વાંગી વિકાસ સાધવામાં નિષ્ફળ રહ્યું છે. એટલે જ આજે પ્રાચીન ગુરુકુળ પદ્ધતિની અતિ આવશ્યકતા છે. પરદુ:ખ પ્રત્યે સહિષ્ણુ બનવા અંગેની કેળવણી, ઉત્તમ મનુષ્ય બનવાની કેળવણી તપોવન-ગુરુકુળ પદ્ધતિ સુચારુ આપી શકે.
૧૧૩
Page #59
--------------------------------------------------------------------------
________________
જેનદર્શનમાં કેળવણી વિચાર 'उत्तमानां स्वभावोऽयं परदुःखासहिष्णुता ।' વિનય, વિવેક, ક્ષમા, કરુણા, સરળતા, સંતોષ જેવા અનેકવિધ સદ્ગુણોનો વિકાસ તપોવન શિક્ષણ પદ્ધતિ દ્વારા થઈ શકે છે. ચીલાચાલુ શિક્ષણપદ્ધતિ વિદ્યાર્થીઓમાં વિવેક જગાવી શકતી નથી અને વિવેમષ્ટાના” भवति विनिपातः शतमुखः।
આજનું શિક્ષણ માહિતીપ્રધાન છે. તપોવન શિક્ષણ પદ્ધતિ દ્વારા Information + Knowledge+ Wisdom + Self-relization 34 all શકાય છે. ચોપડીઓના જ્ઞાનને મગજમાં ઉતારી જીવનમાં પ્રયોગ કરવાની કળા તપોવન પદ્ધતિ શીખવાડે છે. AThought without action is like a body without soul. ગુરુકુળ પદ્ધતિમાં ગુરુ પોતાના વર્તનથી શિષ્યોને ભણાવે એટલે તેની શિષ્યો પર ભારે અસર થાય છે. વિદ્યાર્થીઓમાં ગુણો – સંસ્કારોસુટેવોની ખિલવણી થાય છે અને કેળવણીનો હેતુ સાકાર થાય છે. વિદ્યાર્થી પોતાના મન પર કાબૂ રાખતા શીખે છે. માત્મવત્ સર્વભૂતેષુ : પરત સ પશ્યત: અને ત્મિન: પ્રતિવનન પરેષાં ન સમાયરેલૂ - આવા પાઠ વિદ્યાર્થીને ગુરુકુળમાં શીખવા મળે છે.
વર્તમાનમાં જે વૃદ્ધાશ્રમોની સમસ્યા છે તે તપોવન – ગુરુકુળ પદ્ધતિથી તેનો ઉકેલ આવી શકે છે. કારણ કે તપોવન-ગુરુકુળમાં શીખવવામાં આવે છે –
"सर्वतीर्थमयी माता सर्व देवमय: पिता।
मातरं पितर तस्मात् सर्व यत्नेन पूजयेत् ।।" ન્યાયમાર્ગથી ચલિત ન થવાનું બળ ગુરુકુળમાંથી મળે છે. તપોવનમાં કેવા ગુરુ હોય છે?
મુખ મલતું જેનું સદા, હોય જ્ઞાન નીતરતું રે,
એવા ગુરુની સન્મુખ, શિષ્યનું શીશ સદા નમતું.” વર્તમાનમાં ગુરુને શિક્ષક પણ કહે છે. આદર્શ શિક્ષકમાં કેવા ગુણો હોવા જોઈએ?
- ૧૧૪ -
- જૈનદર્શનમાં કેળવણી વિચાર T-Tactpul-વ્યવહારકુશળ E-Efficient-કાર્યક્ષમ A-Adorable - આદરણીય C-Courteous - Carell H-Honest - પ્રામાણિક E-Exemplary-અનુકરણીય R- Resourceful - El-1046
તપોવન ગુરુકુળ પદ્ધતિને સ્વીકારવાથી વિદ્યાર્થી ધાર્મિક વૃત્તિનો બને છે. ગુરુના મુખે સંસ્કારપ્રેરક વાર્તાઓ સાંભળીને બાળકોને ટી.વી.નું સહજ વિસ્મરણ થઈ જાય છે. સત્સંગનો સેતુ નિરંતર રહેતો હોવાથી બાળકોમાં સહેજે ધાર્મિક સંસ્કારોનું બીજારોપણ થાય છે. વિદ્યાર્થીની વકતૃત્વ શક્તિનો વિકાસ થાય છે, પ્રભુભક્તિમાં લીન બને છે, માતા-પિતાના ઉપકારો જાણી કૃતજ્ઞતાનો ગુણ વિકસે છે. ગરીબો, અબોલ પશુઓ, વનસ્પતિ પ્રત્યે હૃદયની સંવેદનાઓ જાગૃત થાય છે, સ્વાશ્રયનો ગુણ કેળવાય છે, ફેશન અને વ્યસનોથી મુક્ત રહી દેશ, સંસ્કૃતિ અને ધર્મની રક્ષા માટે તે જાગૃત બને છે, સહજતાથી સંસ્કારોનું સિંચન થાય છે, રાષ્ટ્રદાઝ, સંસ્કૃતિદાઝ અને ધર્મની ખુમારી પેદા થાય છે, વિવિધ ઉજવાતા ઉત્સવોને કારણે વિદ્યાર્થીનું મન સદા પ્રફુલ્લિત રહે છે, વિદ્યાર્થીઓનું ભણતર સાથે જીવન ઘડતર થાય છે, શુદ્ધ પર્યાવરણ અને કુદરતી સૌંદર્ય માણવાનો લાભ મળે છે, સાત્ત્વિક આહારથી તન અને મન સ્વસ્થ રહે છે, વિવિધ કળાઓમાં પારંગત થાય છે, ગુરુનું વિશાળ જ્ઞાન જોઈને વાંચનભૂખ જાગે છે, આપોઆપ સંયમ કેળવાય છે.
આમ, તપોવન | ગુરુકુળમાં શિક્ષણ લેવાથી વિદ્યાર્થીઓનો સર્વતોમુખી વિકાસ થાય છે. જો બાળકનું સાચું હિત ઇચ્છતા હોય તો દરેક મા-બાપે પોતાના સંતાનને તપોવન | ગુરુકુળમાં ભણવા મૂકવો જોઈએ. આજના યુગમાં તપોવન એ જ તરણોપાય છે.
(અમદાવાદ સ્થિત જૈનધર્મના અભ્યાસુમિતેશભાઈ ‘દિવ્યધ્વનિ'ના તંત્રી છે. તેમના લેખો સામયિકો અને વર્તમાનપત્રોમાં અવારનવાર પ્રસિદ્ધ થાય છે.)
* ૧૧૫
Page #60
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર ( સમૂહ-માધ્યમો અને જૈન ધર્મનું શિક્ષણ
પ્રીતિ શાહ
માનવજાતિના ઈતિહાસમાં સતત ચાલી આવતી અવિરત ક્રાંતિ અને પરિવર્તનશીલતા માનવજીવનની દશા, દિશા અને દૃષ્ટિને ધરમૂળથી પલટી નાખે છે. એક સમયે કઠપૂતળીનો ખેલ, ભવાઈ જેવાં પરંપરાગત માધ્યમો લોકસમૂહની સામાજિક, નૈતિક અને ભાવનાત્મક આવશ્યકતાઓને તૃપ્ત કરતાં હતાં. એમાં સૌપ્રથમ પરિવર્તન ત્યારે આવ્યું કે જયારે પુસ્તકો પ્રકાશિત થવા લાગ્યા. સમૂહ-માધ્યમની ક્રાંતિનો પ્રારંભ ૧૫ મી સદીમાં છાપકામની શોધ થઈ ત્યારથી થયો અને હજી અવિરત ચાલુ છે. તેનાથી મધ્યયુગની દીવાલો તૂટી અને સમાજમાં જ્ઞાનનો પ્રસાર થયો. આમાં એક પછી એક નવાં માધ્યમોનો પ્રવેશ થયો અને જ્ઞાનની નવી-નવી ક્ષિતિજો ઊઘડતી ગઈ. ટેક્નોલોજીની હરણફાળને કારણે નવી અવનવી પરિસ્થિતિઓનું સર્જન થતું ગયું. નાનાં ચોપાનિયાંમાંથી અખબારો અને પુસ્તકો સુધી પ્રગતિ થઈ.
મુદ્રણ-માધ્યમ પછી સમૂહ-માધ્યમોનો બીજો પ્રકાર છે વીજાણુમાધ્યમોનો. જેમાં ફિલ્મ, રેડિયો, ટેલિવિઝન અને ઈન્ટરનેટ વગેરેનો સમાવેશ થાય છે. આ દરેક સમૂહ-માધ્યમ પરસ્પર સાથે સંકળાયેલાં છે. વ્યક્તિ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં સરળતાથી ગતિ કરી શકે છે. વળી આ માધ્યમોનો સમન્વય પણ થતો જોવા મળે છે. વીસમી સદી સમૂહ-માધ્યમોની બની રહી તો ૨૧ મી સદીમાં સોશિયલ મીડિયાં છવાઈ ગયું.
વીસમી સદીના પરોઢ પૂર્વે ફિલ્મને યાંત્રિક રમકડું' ગણવામાં આવેલી, તો ટેલિવિઝનને ‘ઈડિયટ બૉક્સ' તરીકે નવાજવામાં આવ્યું. અત્યારે ઈન્ટરનેટના
જૈનદર્શનમાં કેળવણી વિચાર દુરુપયોગ અંગે કાગારોળ મચાવીએ પણ સમાજના પ્રત્યેક પાસાને અસર કરનાર ઈન્ટરનેટ વિનાની જિંદગીની કલ્પના કરવી મુશ્કેલ છે. આપણા જીવનની પ્રત્યેક ક્રિયા-પ્રક્રિયા, આવશ્યકતાઓ, વ્યવસ્થા, આર્થિક વ્યવહારો એ બધા પર ઈન્ટરનેટનું પ્રભુત્વ વધતું જાય છે. ૨૦મી સદીએ એક નવી પેઢીને ‘ટી.વી. જનરેશન” ની ભેટ આપી તો ૨૧ મી સદીએ નેટ જનરેશન' ની !
આજનો માનવી માહિતી અને ટેકનોલોજીના સુપર હાઈ-વેનો નાગરિક બની ગયો છે. કાનમાં સેલફોન, ટેબલ પર કયૂટર અને ડ્રોઈંગરૂમમાં ટેલિવિઝન - ચોવીસે કલાક મીડિયા સાથે જોડાયેલો છે. એનાથી આગળ આજે તો ઈન્ટરનેટ, કેમેરા, રેડિયો, ટી.વી. - બધું સેલફોનમાં ઉપલબ્ધ છે. પહેલાં ફોન સાથે વાયર જોડાયેલો રહેતો, આજે ફોન સાથે આપણે જોડાયેલા રહીએ છીએ. આજની પેઢી એના અનેક ઉપયોગોને જાણે છે અને પોતપોતાની રીતે મોબાઈલ પરિભાષિત કરે છે. ટેકનોલોજીએ માહિતી અને જ્ઞાનના બધા દરવાજા ખોલી આપ્યા છે – આ બધાથી માનવી શક્તિ છે કે આ બધાંનું શું કરવું ? પ્રત્યેક વ્યક્તિ પોતાની આવડત પ્રમાણે આ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. જેના મનમાં જે આવે તેનો પ્રયોગ કરે છે અને શીખે છે.
આજે સોશિયલ મીડિયાએ અન્ય માધ્યમો પર પણ પ્રબળ પ્રભાવ પાડ્યો છે. પત્રકારત્વની ઘણી માન્યતાઓને તોડી નાખી છે. રેડિયો અને ફિલ્મનું સ્વરૂપ બદલાતું જાય છે. નાગરિક સભ્યતા, સમાજ અને કુટુંબની વ્યવસ્થા પર પણ અસર કરી છે. નવા માધ્યમની વ્યાપક અને ઊંડી અસર લોકો પર જોવા મળે છે. કોઈપણ વિષયના પક્ષમાં કે વિપક્ષમાં જનમત બનાવવો, જનમતને પ્રભાવિત કરવો અને કોઈ પક્ષની તરફેણમાં કે વિરુદ્ધમાં લઈ જવો – એ માટે આ મહત્ત્વપૂર્ણ સાધન છે. પુસ્તક, સામયિક, રેડિયો, ફિલ્મ કે ટેલિવિઝન
૧૧૬
+ ૧૧૦
Page #61
--------------------------------------------------------------------------
________________
જેનદર્શનમાં કેળવણી વિચાર એકમાર્ગી છે, જ્યારે આ માધ્યમ ઈન્ટરેક્ટિવ છે. એક સાથે એક જ સંદેશો અગણિત લોકો સુધી પહોંચાડવાનું કામ માત્ર આ માધ્યમો જ કરી શકે છે અને પ્રતિભાવ મેળવી શકે છે.
બીજો એક મહત્ત્વનો મુદ્દો એ છે કે અત્યાર સુધીનાં માધ્યમો જેવાં કે મુદ્રણ માધ્યમ, ફિલ્મ, રેડિયો, ટેલિવિઝન પર કોઈ વ્યક્તિ કે સરકારનો અંકુશ હતો, જ્યારે આજે સોશિયલ મીડિયા નિરંકુશ બન્યું છે. આ માધ્યમમાં દરેક વ્યક્તિને અભિવ્યક્તિની પૂરી મોકળાશ છે. અભિવ્યક્તિની આ આઝાદી બધાને સમાન રીતે મળી છે અને સ્થળ કે સમયનું બંધન પણ નથી. આપણે સહુ ગ્લોબલ વિલેજમાં રહીએ છીએ, જેમાં અલગ અલગ રાષ્ટ્રોની સીમા લોપાતી જાય છે. આજે નેટવર્ક દ્વારા એક “સાયબર વિશ્વ' બની રહેલું છે. એની અસર દુનિયાના રાષ્ટ્રોની દૈનિક પરિસ્થિતિઓ પર પડી રહી છે. ફેસબુક એ વિશ્વનાં રાષ્ટ્રો ઉપરનું એક વૈશ્વિક રાષ્ટ્ર બની ચૂક્યું છે.
પ્રત્યાયનની નવી પ્રક્રિયાથી નવાં ધાર્મિક સંગઠન કે વ્યવસ્થા અસ્તિત્વમાં આવ્યાં છે. ઈન્ટરનેટ પર ધર્મ અને અધ્યાત્મ એ નવી ઊભરી રહેલી વૈશ્વિક ઘટના છે. ડિજિટલ યુગમાં એક નવો વર્ગ ઊભો થઈ રહ્યો છે; જે સીધેસીધો ધર્મ સંસ્થાન સાથે જોડાયેલો નથી, પણ સોશિયલ મીડિયાનાં જુદાં જુદાં પાસાંઓ સાથે જોડાયેલો છે. તે લોકો પોતાની જાતને કોઈપણ ધર્મ કે સંપ્રદાયના બંધન વગર અભિવ્યક્ત કરે છે. ઘણા યુવાનો જુદી જુદી એપ દ્વારા જોડાય છે, તો બીજી બાજુ ટ્વિટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પોતાના વિચારોની અભિવ્યક્તિ કરે છે. વ્યક્તિ આ માધ્યમ પર કંઈપણ કહે અથવા વીડિયો મૂકે એટલે સમાન વિચાર ધરાવતા કે અનુભવ ધરાવતા બહુ મોટા સમૂહ સાથે તે જોડાઈ જાય છે. ધાર્મિક કે આધ્યાત્મિક અનુભવોની આપ-લે કરી શકે છે. આજના યુવાનો
જૈનદર્શનમાં કેળવણી વિચાર રેડિયો કે ટેલિવિઝનનો ઉપયોગ કરતા નથી, પરંતુ સ્માર્ટફોન, આઈપેડ, આઈપોડ અને કિંડલ જેવાં સાધનો દ્વારા એકબીજા સાથે જોડાયેલા રહે છે. પરંપરાગત ધર્મ અને અત્યારના લોકોને જોડનારું આ માધ્યમ છે.
આ પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં આજે આપણે જૈન ધર્મના શિક્ષણની વાત કરવાની છે. ભારતીય સંસ્કૃતિમાં આશ્રમમાં રહીને વિદ્યાભ્યાસ કરવાની અને ગુરુ-શિષ્યની પરંપરા હતી. શાળા-કૉલેજો સ્થપાતાં તે સંબંધ શિક્ષકવિદ્યાર્થીના સંબંધમાં પરિવર્તન પામ્યો. ગઈકાલ સુધી શિક્ષક પાસે જે હતું, તે વિદ્યાર્થી પાસે નહોતું. આજે એવું છે કે શિક્ષક પાસે જે માહિતી છે, એ જ માહિતી વિદ્યાર્થીને ઉપલબ્ધ છે. વળી એ વિદ્યાર્થી બીજા માહિતીસ્ત્રોતો દ્વારા ઘણું શીખતો હોય છે. આ રીતે પ્રત્યેક વિદ્યાર્થીની પાસે પોતાનો જ્ઞાનસંચય છે. જૈન પાઠશાળામાં અપાતું શિક્ષણ એક આત્મીય સંબંધ સ્થાપી આપે છે તો ઈન્ટરનેટ દ્વારા અપાતું શિક્ષણ વ્યાપકતા અર્પે છે. પહેલાં ધર્મને માટે વ્યાખ્યાનમાં જવું પડતું. આજે એમાં પરિવર્તન આવ્યું છે. એ વ્યાખ્યાન ઓનલાઈન મુકાતાં વિશ્વના કોઈપણ ખૂણે વસતો માનવી તે જ ક્ષણ વ્યાખ્યાન સાંભળી શકે છે. કોઈ મોટા અને મહત્ત્વના કાર્યક્રમોનો સાક્ષાત્ અનુભવ થાય છે.
જૈનશિક્ષણનો વિચાર કરીએ ત્યારે પ્રશ્ન એ થાય કે ધર્મનું શિક્ષણ એટલે શું? તેમાં મૂલ્યો અને કર્મકાંડ મહત્ત્વના બની રહે છે. મૂલ્યથી જ વ્યક્તિનો આત્મા ધબકતો હોય છે. તો આવાં મૂલ્યો માનવીમાં કઈ રીતે રોપી શકાય? મંત્રો અને તેના અર્થ આપીને, પ્રસંગો દર્શાવીને, ધાર્મિક ભાવનાનું વાતાવરણ સર્જીને, વ્યાખ્યાન આપીને ધર્મના સિદ્ધાંતોનું શિક્ષણ આપી શકાય. આ બધાં વચ્ચે એક વાત યાદ રાખવી જોઈએ કે જૈન ધર્મમાં કેટલાક નિષેધો છે. તીર્થકર બતાવી ન શકાય. સાધુઓને જીવંત વ્યક્તિ દ્વારા ન બતાવી શકાય. એટલે જૈન
+ ૧૧૮ -
૧૧૯
Page #62
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર ધર્મમાં અઢળક અને અમૂલ્ય એવું કથાસાહિત્ય હોવા છતાં ખ્રિસ્તી ધર્મને વાર્તાકથન દ્વારા જે લાભ મળે છે, તેનો લાભ આપણને મળતો નથી. આપણે ત્યાં જૈન ધર્મવિષયક અનેક વેબસાઈટો ઉપલબ્ધ છે. જૈન સ્પિરિટ, જૈન વર્લ્ડ, જિનવાણી, જૈન ગ્રંથ, અહિંસા, શાકાહાર, જૈન યુનિવર્સિટી, જૈન મંદિરો, જૈન તીર્થસ્થાનો, જૈન ડિરેક્ટરી, લગ્નવિષયક માહિતી, આગમો, જૈન સ્થાપત્યો, જૈન સમાચારો, દરેક જગ્યાના જૈન સમાજ વિશે – આવી અનેક વેબસાઈટો જોવા મળે છે. કેટલાક ધર્મગુરુઓ વેબ-સેવી હોય છે. તેમની વેબસાઈટ, બ્લોગ, ટ્વિટર અને ફેસબુક જોવા મળે છે. જૈન ધર્મના શિક્ષણમાં સૌ પ્રથમ તો પરિભાષાની મુશ્કેલી રહેવાની. આવાં માધ્યમોમાં તેની સ્પષ્ટતા કરવી જરૂરી છે. આમ થાય તો જ જૈનેતર લોકો તેનું યોગ્ય અર્થઘટન કરી શકે અને યોગ્ય સંદર્ભમાં સમજી શકે.
ધર્મના શિક્ષણ અને અન્ય પ્રકારના શિક્ષણમાં મહત્ત્વનો ભેદ છે. ધર્મના શિક્ષણમાં જે શાસ્ત્રો છે તેમાં ભૂલો ન ચાલે. જયારે અન્ય કોર્સમાં થોડી ભૂલો હોય તો વિદ્યાર્થી સુધારીને વાંચી લે છે.
આ બધાં માધ્યમોને કારણે ધર્મનો વ્યાપ ઘણો વધ્યો છે, પણ ઊંડાણ વધ્યું છે ખરું? માનવી ટ્રેનિંગથી ટેકનોલોજી તો શીખી જાય છે, પરંતુ તેની સાથે નૈતિકતાના પાઠ ટેકનોલોજી શીખવતી નથી. ધર્મમાં ‘ભાવ' નું વિશેષ મહત્ત્વ છે. ભગવાનની પૂજા કરવા ઊભો રહેલો ભક્ત ત્યાંના વાતાવરણથી અને તે સ્થળના શુભ ભાવોથી આંદોલિત થશે. તે વાત વર્ચ્યુઅલ પૂજામાં નહીં આવે. સોમનાથ મંદિર કે અંબાજી માના દર્શન અને આરતી ઘરે બેઠા થઈ શકે છે, પરંતુ તે સ્થળે જે ભક્તિભાવનું વાતાવરણ સર્જાય છે તેની અનુભૂતિ નહીં થાય.
જૈનદર્શનમાં કેળવણી વિચાર આજે ટેલિવિઝન પર ધાર્મિક ચેનલોનું પૂર આવ્યું છે ત્યારે વિચાર એ કરવાનો રહે કે આ ચેનલો જૈન ધર્મની ભવ્ય અને સમૃદ્ધ ધાર્મિક પરંપરાને પ્રગટ કરે છે કે પછી ફિલ્મ, હાસ્ય, સ્પોર્ટ્સ અને ફેશનનું ટેલિવિઝનમાં વ્યવસાયીકરણ થયું છે એવું ધાર્મિક ચેનલોનું વ્યવસાયીકરણ થઈ રહ્યું છે? જૈન ધર્મની સાચી ઓળખ આ ચેનલ આપે છે ? ભારત પર પાશ્ચાત્ય સંસ્કૃતિનું પ્રબળ આક્રમણ થઈ રહ્યું છે, ત્યારે આ ચેનલ એનો સામનો કરવા માટે દર્શકોને સજજ કરે તેવી છે? આપણી પાસે આગમ ગ્રંથો અને વિપુલ સાહિત્ય છે. ભાગ્યે જ કોઈ બીજા સમાજ જૈન સમાજની જેમ જ્ઞાનભંડારોમાં પોતાનો સાહિત્યિક વારસો સાચવ્યો છે, પણ આવા તત્ત્વજ્ઞાન-સમૃદ્ધ અથવા તો જીવનઘડતર કરે તેવા મૂલ્યવાન ગ્રંથોની ઝાંખી આ ચેનલ કરાવે છે ખરી? ટેલિવિઝન દ્વારા આપણા દીવાનખંડમાં આપણી ભાવનાઓ અને મૂલ્યોનો નાશ કરનાર દૈત્ય આવીને બેઠો છે એવી કાગારોળ ઘણાએ મચાવી છે. આ સમયે જૈન ધર્મની ચેનલ દ્વારા આપણાં મૂલ્યો ઉજાગર કરે અને મૂળભૂત સંસ્કારો દૃઢ કરે એવા કાર્યક્રમો પ્રસારિત થાય છે ખરા?
આ પ્રશ્નો વિશે વિચારીએ ત્યારે ચિત્તમાં નિરાશા જાગે છે. આનું કારણ એ છે કે ચેનલ પર ધાર્મિક પ્રવચન પ્રસારિત કરવા માટે ચૅનલના સંચાલકને સારી એવી રકમ આપવી પડે છે. સામાન્ય રીતે કલાકના કાર્યક્રમના પ્રસારણ માટે સમયની ફાળવણી મુજબ પચાસ હજારથી એક લાખ રૂપિયાની રકમ લેવાય છે. આથી જે સંત અથવા તો એમની સંસ્થા કે એમના અનુયાયી આ રકમ ચૂકવી શકે, એ જ વ્યક્તિ ચેનલ પર પ્રવચનને પાત્ર બને છે. રકમ પ્રમાણે કાર્યક્રમનો સમય ફાળવવામાં આવે છે. ઓછી રકમ આપનારને વહેલી સવારે ૪ કે ૫ વાગ્યે કાર્યક્રમ મળે અને વધુ રકમ આપનારને સવારે ૮.૩0 ની
૧૨૦
+ ૧૨૧
Page #63
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર આસપાસ કે સાંજે ૬.૩૦ ની આસપાસનો સમય મળે. આવી પરિસ્થિતિને કારણે કોઈ રાગ કે સંગીતનો ખ્યાલ ન હોય એવા ગાયકોનાં ભજન તમારે સાંભળવા પડે છે. કેટલાક થોડુંક ધાર્મિક વ્યાખ્યાન કરીને પછી પોતાની સેવાભાવી પ્રવૃત્તિનાં ગુણગાન દર્શાવીને દર્શકો પાસે સેવાકાર્ય માટે ફંડફાળાની માગણી કરતા હોય છે. ક્યારેક વ્યાસપીઠ પરથી ધાર્મિક વ્યાખ્યાન પ્રસારિત થતું હોય છે. અને નીચે કોઈ ઔદ્યોગિક પ્રતિષ્ઠાનનું વિજ્ઞાપન હોય છે. કોઈ સ્વામીજીની પાટ પર કે આગળ મૂકેલા ટેબલ પર જ આ વિજ્ઞાપન લટકતું હોય છે. સાથોસાથ પશ્ચાદભૂમાં પણ એ ઔદ્યોગિક પ્રતિષ્ઠાનની મોટી જાહેરખબર ચમકતી હોય છે. આનું પરિણામ એ આવ્યું છે કે ઘણી ધાર્મિક ચૅનલો ચાલતી હોવા છતાં એ ધર્મસંસ્કારો આપવામાં ઓછી પ્રભાવક બની રહી છે.
આત્મસાધનામાં ડૂબેલી કે ધર્મશાસ્ત્રોનું ગહન જ્ઞાન ધરાવતી વ્યક્તિની વાત આ ચૅનલ પરથી પ્રસારિત થવી જોઈએ. વળી ચૅનલ પર રજૂ થતું સીધેસીધું ઉપદેશાત્મક પ્રવચન દર્શકની કોઈ જિજ્ઞાસાને સંતોષતું નથી. ક્યારેક તો એ સાવ કંટાળાજનક લાગે છે. એમાં વળી સંતોનું થતું સન્માન કે સંતો દ્વારા થતું સન્માન દર્શકોને માટે કશા કામનું હોતું નથી. એ સંસાર છોડીને આવી હોવાથી એને પોતાના પ્રભાવ કે પ્રતિષ્ઠા વધારવાનો કોઈ ધખારો હોતો નથી. કહેવાયું છે કે, “સંત સ્વભાવ વ્યક્ત કરે અને સંસારી પ્રભાવ વ્યક્ત કરે.’ પરંતુ આ ધાર્મિક ચેનલોમાં સંતો ખુદ માયાનો ત્યાગ કરવાનું કહે છે અને છતાં પ્રસિદ્ધિનો ત્યાગ કરી શકતા નથી.
આમ, ધાર્મિક ચૅનલમાં આર્થિક કારણોસર પણ સારા કાર્યક્રમો આપી શકાતા નથી. ચૅનલ ચલાવવા માટે એણે મૌલિક કાર્યક્રમોનું નિર્માણ કરવું પડે, પરંતુ એટલી નાણાંકીય સધ્ધરતા એની પાસે નથી. આથી ઘણી વાર અગાઉ
જૈનદર્શનમાં કેળવણી વિચાર થયેલા કાર્યક્રમોની ઉપલબ્ધ વીડિયો લઈને પણ આ ચૅનલોમાં દર્શાવવા આવે છે. ક્યારેક તો કોઈ ઘરમાં થતો નાનો ઉત્સવ હોય તો પણ “રાષ્ટ્રીય’ અને ધાર્મિક' દર્શકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવે છે !
આવી ધાર્મિક ચેનલ ચલાવનારાઓને આર્થિક પીઠબળ પૂરું પાડવાની જવાબદારી ધાર્મિક સંસ્થાઓએ લેવી જોઈએ. જે સંસ્થાઓ આજે ધર્મના સંસ્કારોની વાત કરે છે અને ધર્મ-સંસ્કારોના પ્રભાવ માટે પ્રયત્ન કરે છે એવી સંસ્થાઓએ આવી ચૅનલોને મૌલિક કાર્યક્રમો માટે આર્થિક સહયોગ આપીને ઉત્તેજન આપવું જોઈએ. આવા કાર્યક્રમો દર્શાવીને જ પ્રજામાં ધર્મતત્ત્વની સાચી જિજ્ઞાસા જગાડી શકાય.
ટેલિવિઝન પર આવતાં પ્રવચનોથી કેટલોક લાભ જરૂર થાય છે. વહેલી સવારે જેઓને ધાર્મિક વ્યાખ્યાન સાંભળવાં હોય છે તેઓને આવાં વ્યાખ્યાન સાંભળવા મળે છે. ધાર્મિક ઉત્સવોમાં જાતે સામેલ નહીં થઈ શકનારાને પણ ટેલિવિઝન દ્વારા એનો અનુભવ પામવા મળે છે. એ જ રીતે કેટલાક જ્ઞાની સંતોની વાણી પણ સહુને ઉપલબ્ધ થાય છે. પૂ. મોરારિબાપુ, આચાર્ય મહાપ્રજ્ઞ, શ્રીશ્રી રવિશંકર, પૂ. નમ્રમુનિજી મહારાજ, આ. રત્નસુંદરવિજયજી, પૂ. રાકેશભાઈ ઝવેરી જેવાનાં પ્રવચનો કે રામદેવ બાબાનાં યોગાસનોનો લાભ મળે છે. ધાર્મિક ચેનલોનું આ જમાપાસું છે.
ટેકનોલોજીના ઘણા બધા લાભની વચ્ચે મૂળભૂત પ્રશ્ન માહિતીની પ્રમાણભૂતતાનો છે. ઈન્ટરનેટ પર મળતાં ‘સામાયિક સૂત્ર’ ના પુસ્તકમાં તેના ગુજરાતી અર્થ સાથે અંગ્રેજીમાં પણ એનો અર્થ સમજાવવામાં આવ્યો છે તેથી આજની પેઢી તેનો અર્થ તો સમજશે, પણ મૂળ પાઠમાં ઘણી ભૂલો રહેલી છે. એમાંથી બે-ત્રણ જોઈએ.
- ૧૨૨ -
૧૨૩
Page #64
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
‘આગારેહિં’ ને બદલે ‘આગોરેહિં’, ‘સંતાણા’ ને બદલે ‘સંતાણાં’, ‘સયં સંબુધ્ધાણં’ ને બદલે ‘સયં સંબુધ્ધાણું’. એ જ રીતે બારમા તીર્થંકર શ્રી વાસુપૂજયસ્વામીનો મોક્ષ ચંપાપુરીમાં થયો છે, પરંતુ તેમના વિશેની માહિતી ખોલતા મોક્ષના સ્થળ તરીકે શિખરજી લખ્યું છે અને અંદર વિસ્તારથી વાંચતા ચંપાપુરી લખેલ છે. આમ, મહત્ત્વની બાબત એ પ્રમાણભૂતતા છે. રજૂ થયેલાં મંત્રો, વિચારો કે કથનોની પ્રમાણભૂતતા ચકાસવામાં આવતી નથી. પરિણામે ઘણી અધકચરી માહિતી મળે છે.
બીજો પ્રશ્ન સાંપ્રદાયિકતાનો છે. જો મૂળ ધર્મને બદલે સાંપ્રદાયિકતાનો પ્રચાર થાય તો મૂલ્યોનું શિક્ષણ ન મળે. જૈન ધર્મની ઘણી માહિતી નેટ પર ઉપલબ્ધ છે. મહારાજસાહેબોનાં પ્રવચનો, સ્તવનો આવે છે, પણ કોઈ ગંભીર ચર્ચા જોવા મળતી નથી. સાંપ્રત પ્રશ્નોની ચર્ચા થાય તો ઘણી સમસ્યાઓનો ઉકેલ મળે. જૈન ધર્મના શિક્ષણ માટે સ્પષ્ટ રૂપરેખા પડવી જોઈએ અને ક્વીઝ, ચિત્રો, ગ્રાફ વગેરે જેવાં સાધનો દ્વારા તેને અમલમાં મૂકી શકાય. એના સમાજને શિક્ષિત કરી શકાય.
ખરેખર તો આપણે એ જાણવું જોઈએ કે ઈન્ટરનેટ પર કઈ માહિતી છે ? તે માહિતી કોણ મૂકે છે અને તેનો હેતુ શો છે ? કેટલા લોકો અને કયા પ્રકારના લોકો આનો ઉપયોગ કરે છે ? કેટલા સમયના અંતરે અને કયા માધ્યમનો ઉપયોગ કરે છે ? સૌથી મહત્ત્વની વાત એ છે કે આ બધાનો ઉપયોગ કરનારા પર શું અસર થાય છે, એ જાણવું મુશ્કેલ છે.
ઈન્ટરનેટ પર આ બધી વેબસાઈટ અને યૂ-ટ્યૂબ પર મૂકવામાં આવતા વીડિયોમાં વાંધો નથી, કારણ કે એમાં ઉચ્ચારશુદ્ધિ અને ભાષા જળવાય છે.
- ૧૨૪
જૈનદર્શનમાં કેળવણી વિચાર
જૈન સ્તવનો, આરતી, મંગલ દીવો આજે તમને યૂ-ટ્યૂબ પર મળે છે. અશક્ત વ્યક્તિ, વૃદ્ધો કે આંખની તકલીફવાળા માટે આશીર્વાદરૂપ છે, પરંતુ તેના પર મુકાતા લિખિત શબ્દ માટે ચોકસાઈ જરૂરી છે.
આવા ઘણાં નકારાત્મક પાસાં હોવા છતાં આ માધ્યમ અનેક ક્ષમતાઓ ધરાવે છે તે વાત નિઃશંક છે. એ ક્ષમતાઓનો વિકાસ સાધીને જુદી જુદી દિશાઓમાં ઉડ્ડયન કરવાનું છે.
(જૈન ધર્મના અભ્યાસુ ડૉ. પ્રીતિબેને ‘સમૂહ માધ્યમોના વિકાસ' વિષય પર પી.એચ.ડી. કરેલ છે. ગુજરાત સમાચારમાં તેમની લોકપ્રિય કોલમ પ્રગટ થાય છે. તેઓ ગુજરાત વિશ્વકોશ સાથે જોડાયેલા છે.)
૧૨૫
Page #65
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
જૈન શિક્ષણ : એક વિશ્લેષણ સુરેશ પંચમીયા
આજના કોમ્પ્યુટર, લેપટોપ, ઈન્ટરનેટ, મોબાઈલ, વોટ્સએપ અને ટ્વીટર વગેરે વીજ-ઉપકરણના યુગમાં કહો કે, ૨૧ મી સદીમાં કહો કે કળિયુગમાં કહો -આધ્યાત્મિક વિચારધારાને અનુસરવાવાળા અને આગળ ધપાવવાવાળા બહોળા પ્રમાણમાં જોવા મળે છે. ‘બહુરત્ના વસુંધરા' ના ન્યાયે કેટલાયે તત્ત્વસભર, ધર્મ-જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરવામાં તેમજ તેનો વ્યાપ વધારવા માટે તત્પર એવા યુવાનો, યુવતીઓ, બાળ-વૃદ્ધ સહુ ધર્મના પંથે આત્મલક્ષ્મ પ્રયત્નશીલ છે. આવા તત્ત્વજ્ઞાનસભર સમૂહને સાચી દિશા બતાવવા માટે તેમજ તેમની વિચારસરણીને વેગ આપવા માટે તેમજ તેમના કાર્યોમાં સહાયક થવા માટે સંસ્થાઓ, સંઘો તેમજ Organised Associations તેમજ વિદ્યાપીઠો (University) ની તાતી જરૂર છે. આવી સુનિયોજિત સંસ્થાઓના નિર્માણ માટે ધર્માનુરાગી, કુશળ-અનુભવી, દીર્ઘદૃષ્ટા સંચાલકોની જરૂર પડે છે. સાથેસાથે સંત-સતીજીઓ, તત્ત્વજ્ઞાનીઓ અને સુશ્રાવકોના સહકારની પણ એટલી જ જરૂર પડે છે. સંસ્થાઓની સ્થાપના માટે અને તેના સુચારુ વહીવટ માટે અર્થના અનુદાનની પણ એટલી જ આવશ્યકતા છે. શાસનદેવની કૃપાથી આજના આ ભૌતિક યુગમાં પણ ભામાશા, જગડુશા, પેથડશા, દેદળશા જેવા ઉદાર હૃદયી દાતાઓ મૌજૂદ છે અને તેઓને Convience કરી સંસ્થાની ધાર્મિક પ્રવૃત્તિઓની માહિતી આપવામાં આવે તો તેઓ માતબર અનુદાન આપવામાં પાછી પાની કરતાં નથી. પણ અહીંયા જરૂર છે સંસ્થાના સંચાલકોના પારદર્શક વહીવટની અને સુનિયોજિત સંચાલનની.
૧૨૬
જૈનદર્શનમાં કેળવણી વિચાર
હવે વાત કરવી છે ઉપરોક્ત બતાવેલ સંસ્થાઓની પ્રવૃત્તિઓ અને તેઓની જવાબદારીઓની :
(૧) ભગવાન મહાવીરે શ્રી દશવૈકાલિક સૂત્રમાં જણાવ્યું છે કે પઢમં નાળ તો ય એટલે કે પહેલા જ્ઞાન પ્રાપ્ત કરો પછી દયા પાળો. જો જ્ઞાનનો જ અભાવ હશે તો દયા કેવી રીતે પાળીશું ? ૨૧,૦૦૦ વર્ષ સુધી પ્રભુનું શાસન ચાલવાનું છે તો તે ચલાવવામાં, પ્રભુએ પ્રગટાવેલી જ્ઞાન-રૂપી જ્યોતને પ્રજ્વલિત રાખવા માટે આપણે પણ યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ અને આબાલ-વૃદ્ધ સહુ જ્ઞાન મેળવી શકે તે માટે આગમ-આધારિત ધાર્મિક પુસ્તકોનું નિર્માણ અને પ્રકાશન કરવું અને ઠેર-ઠેર જૈનશાળાઓ ખોલી, મહિલા-મંડળોની સ્થાપના કરી સહુને ધાર્મિક જ્ઞાન આપવું. જ્ઞાન આપવા માટે યોગ્ય શિક્ષક-શિક્ષિકાઓ તૈયાર કરવા, ધાર્મિક-શ્રેણી Certificate - Course નો અભ્યાસ ક્રમ Syllabus તૈયાર કરવો, ધાર્મિક પરીક્ષાઓ લેવી. આમ કરવાથી સમાજને શ્રાવક-શ્રાવિકાઓ, શ્રમણ-શ્રમણીઓ, વ્યાખ્યાતાઓ અને સંત-સતીજીઓ પ્રાપ્ત થાય છે અને આ રીતે શાસનની પ્રભાવના થઈ
શકે છે. આ રીતે ભગવાન મહાવીરની આજ્ઞાને અનુસરીને આજની યુવાન પેઢી આગમથી (જૈન સિદ્ધાંતોથી) પરિચિત થાય છે.
(૨) ધાર્મિક પરીક્ષાનો હેતુ અને તેનું આયોજન :- ભગવાન મહાવીરની
આજ્ઞાને જીવંત રાખવા તેમજ આગળ ધપાવવા સ્વાધ્યાય એ એક સશક્ત માધ્યમ છે. સ્વાધ્યાય એ પરીક્ષાની પૂર્વતૈયારી રૂપે છે અને પરીક્ષા એ હરીફાઈ માટે નથી પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું ઉત્તમ સાધન છે, તે એક પ્રકારનું આવ્યંતર તપ છે અને જેના વડે જ્ઞાનાવરણીય
૧૨૭
Page #66
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
કર્મોનો ક્ષય થાય છે. માટે પરીક્ષાર્થીઓએ વિચારવું જોઈએ કે આ પરીક્ષા (ધાર્મિક જ્ઞાનાભ્યાસ) મારા આત્માની સુરક્ષા માટેનો સમ્યક્ પુરુષાર્થ છે, જે મારા ભવિષ્યની મૂડી છે. જે આ ભવની વૃદ્ધાવસ્થામાં અને પરભવમાં પણ અનંત સુખ અપાવશે.
ભગવાન મહાવીરે પણ શ્રી ભગવતીજી સૂત્રમાં કહ્યું છે કે જ્ઞાન અને દર્શન ઈહભવિક (આ ભવમાં સાથે રહેનારું) પરભવિક (બીજા ભવમાં સાથે જાય તેવું) અને તદુભયભવિક (ભવાંતરમાં ત્રીજાચોથા ભવમાં સાથે જાય તેવું) છે. માટે જ વધુને વધુ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આવી ધાર્મિક-શ્રેણીઓની પરીક્ષાનું આયોજન કરવું અત્યંત જરૂરી છે. આજના બાળકો English Medium માં અભ્યાસ કરે છે. માટે તેઓ માટે English અને Hindi માં પેપરો કાઢવા જોઈએ, જેથી તેઓ પણ પરીક્ષા આપી શકે.
(૩) ધાર્મિક-શિબિરો, પ્રશ્ન-મંચો, ધાર્મિક વાર્તા આધારિત સંવાદો અને નાટકોનું આયોજન કરવું જોઈએ. ધાર્મિક કથાઓ પર આધારિત નાટકોના પાત્ર ભજવવા બાળકો તેમજ યુવાનોને તૈયાર કરવાં, જેથી તેઓમાં ધાર્મિક સંસ્કારો આવે અને જે-તે સત્પુરુષોના ચરિત્ર ભજવતા તેઓમાં સંયમના બીજ રોપાય અને તેમના જેવા બનવાના ભાવ જાગે. ધાર્મિક સંવાદ, જ્ઞાન-સ્પર્ધા કે પ્રશ્નમંચોના આયોજનોથી તેઓ ભવિષ્યમાં સારા પ્રવચનકાર પણ બની શકે છે. (૪) પ્રદર્શનો (Exibitions) અને ચિત્ર-હરીફાઈઓનું આયોજન કરવું અને તેના માધ્યમથી પણ બાળકો અને યુવાનોમાં ધર્મ-રુચિ જાગે, ધર્મની શ્રદ્ધા વધે તેઓમાં ધર્મનો રસ જાગે.
• ૧૨૮
જૈનદર્શનમાં કેળવણી વિચાર
(૫) વ્યાખ્યાનમાળાઓનું આયોજન :- પર્યુષણ-પર્વ દરમ્યાન અથવા પ્રસંગોપાત વ્યાખ્યાનમાળા તથા જ્ઞાન-સત્રનું આયોજન કરી સમાજમાં ધર્મજાગૃતિ લાવવાનો પ્રયત્ન થવો જોઈએ. અલગ-અલગ જગ્યાઓએ, વિવિધ વિષયો ઉપર જ્ઞાન-સત્રનું આયોજન કરવું, જેથી તેના વડે કુશળ વક્તા અને પ્રખર વ્યાખ્યાતા તૈયાર થઈ શકે. અંતમાં અગત્યના સૂચનો ઃ
આ જમાનાના વાયરા પ્રમાણે બાળકો અને તેઓના Parents માં અંગ્રેજી ભાષા તરફનો ઝોક (વલણ) હોવાથી ધાર્મિક જ્ઞાનવર્ધક પુસ્તકોને English માં રૂપાંતરિત કરવા અત્યંત જરૂરી છે. આગમોને પણ English માં translate કરી દેશ-વિદેશમાં મોકલવા, સાથે C.D., D.V.D. ને (ધાર્મિક પ્રવચનો) પણ વિદેશોમાં ઉપલબ્ધ કરાવવાં, જેના પરિણામે ધર્મનો પ્રચાર વધે અને તેઓ ધર્માનુરાગી બને.
શારીરિક રૂપે સક્ષમ હોય તેવા નિવૃત્ત, શ્રદ્ધાવંત ધર્મ-રુચિવાળા ભાઈબહેનોને સંસ્થામાં જોડી તેમના અનુભવનો અને સેવાનો લાભ લેવો જોઈએ, જેથી તેઓને પણ નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ મળી રહે.
અંતિમ પણ અગત્યનું સૂચન કે સંઘોમાં કે ધાર્મિક-સંસ્થાઓમાં ધર્મ પ્રત્યે રુચિ રાખનારા, જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોને જાણનારા તેમજ તેનું યથાયોગ્ય આચરણ કરવાવાળા શ્રાવક-શ્રાવિકાઓએ જ કમિટીમાં સામેલ થઈ સેવા આપવી જોઈએ, જેથી સંસ્થાને સાચી દિશા પ્રાપ્ત થાય અને સંસ્થા પ્રગતિના પંથે આગળ વધે.
(જૈન ધર્મના અભ્યાસુ સુરેશભાઈ મુંબઈ જૈન મહાસંઘ સંચાલિત છાડવા ધાર્મિક શિક્ષણ બોર્ડના પ્રમુખ છે અને તેઓએ ઘાટકોપર સાંઘાણી જૈન સંઘમાં ટ્રસ્ટી-મંત્રી તરીકે વર્ષો સુધી સેવા આપેલ છે.)
* ૧૨૯
Page #67
--------------------------------------------------------------------------
________________
- જૈનદર્શનમાં કેળવણી વિચાર -
સુવતી, ધર્મ પ્રભાવક, દીક્ષાર્થી અને નવદીક્ષિત માટે
જેન શિક્ષણ અને પ્રશિક્ષણની સુવિધા
{ ડૉ. મધુબહેન જી. બરવાળિયા
આપણા બાળકોને જૈન ધર્મનું શિક્ષણ મળે તેની અગત્યતાનો પ્રાથમિક અને મૂળભૂત સ્વીકાર કર્યા પછી જૈન શિક્ષણ માટે અન્ય જે વ્યક્તિઓ કે વર્ગ માટે જરૂરી છે તેની ઉપેક્ષા કરી શકાય તેમ નથી.
જૈન ધર્મના શિક્ષણના આયોજનનું નીચે પ્રમાણે વર્ગીકરણ કરી શકાય. - જૈન શાળાના બાળકોને જૈન શિક્ષણ. - યુવાનો અને યુવતી માટે જૈન શિક્ષણ. - મહિલા મંડળો અને પુત્રવધૂ મંડળ માટે જૈન શિક્ષણનું આયોજન. - યુવક મંડળ, સીનીયર સીટીઝન ગ્રુપ, સ્વાધ્યાય મંડળ માટે જૈન શિક્ષણનું આયોજન.
વિવિધ ધાર્મિક શિક્ષણ બોર્ડ ઉપર લખેલા તમામ વિભાગો માટે ઉપાશ્રય અને લગભગ બધા જ ચતુર્વિધ સંઘો દ્વારા જૈન શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે જ છે, પરંતુ હવે જે વર્ગના શિક્ષણ અને પ્રશિક્ષણની વાત કરવી છે તેની ખૂબજ અગત્યતા છે.
જિનશાસનના ઉત્કર્ષ માટે જૈન શ્રમણ સંસ્કૃતિની જાળવણી અને સંવર્ધન માટે આ વર્ગની ઉપેક્ષા પાલવે તેમ નથી. - સુવતી ધર્મ પ્રભાવક, ધર્મ પ્રચારક અને સમણ સમણી શ્રેણી માટે શિક્ષણ અને પ્રશિક્ષણ. - દીક્ષાર્થી ભાઈ બહેનો એટલે દીક્ષા લઈ સંયમ માર્ગ સ્વીકાર કરવાની ઇચ્છા ધરાવતા ભાવ દીક્ષાર્થી શ્રાવક-શ્રાવિકા માટે શિક્ષણ પ્રશિક્ષણની વ્યવસ્થા. - દીક્ષા અંગીકાર કર્યા પછી નવદીક્ષિત સંત-સતીજીઓના શિક્ષણ અને પ્રશિક્ષણની વ્યવસ્થા.
- ૧૩૦ -
- જૈનદર્શનમાં કેળવણી વિચાર વર્તમાને આર્થિક, ભૌગૌલિક, સામાજિક અને રાષ્ટ્રીય પરિસ્થિતિ બદલાઈ છે. જૈનો દેશ-વિદેશમાં ચોતરફ વસવાટ કરી રહ્યા છે. સાધુજીની સમાચારી અને સંયમ જીવનની મર્યાદાને કારણે સંતો બધી જગ્યાએ જવા અસમર્થ હોય છે. જયાં જૈનોના થોડા ઘણાં કુટુંબો વસવાટ કરતા હોય પરંતુ વિહારની વિકટતાને કારણે દૂર કે દુર્ગમ સ્થળે સંત સતીજીઓ ન જઈ શક્તા હોય અને આવું લાંબો સમય ચાલે તો નવી પેઢી વિતરાગ ધર્મથી વંચિત રહી જાય માટે, ધર્મ પ્રભાવક કે સમણ સમણી શ્રેણીની આવશ્યકતા છે. આ સમણ સમણી વર્ગને અહિંસા પાલનમાં આંશિક છૂટ કારણ કે વાહન વ્યવહાર ફોન વિગેરેનો ઉપયોગ કરવો પડે, સત્ય વ્રતનું પૂર્ણ પાલન કરવાનું, અચૌર્ય અને બ્રહ્મચર્ય વ્રતનું પૂર્ણ પાલન કરવાનું હોય છે. જયારે પરિગ્રહ વ્રતમાં આંશિક છૂટ આપવામાં આવે છે. કારણ કે મુસાફરી – પરિભ્રમણ માટે, ધન પ્રચારનું સાહિત્ય, ફોન, લેપટોપ વિગેરે રાખવા પડે છે.
સાધુ, સાધ્વીજી મહાવ્રત, શ્રાવક શ્રાવિકા અણુવ્રત અને આવી શ્રેણી સુવ્રતનું પાલન કરે છે. મધ્યકાલીન જૈન સાહિત્યમાં “વિદ્યાપુત્રો” નો ઉલ્લેખ છે. જે શાસન પ્રભાવનાનું કાર્ય કરતા હતા.
આ વર્ગને જૈન ધર્મના સૂત્ર, સિદ્ધાંતો, નિયમો, અનુષ્ઠાનો, તપ-જપસાધના વિગેરેનું સંપૂર્ણ જ્ઞાન આપવું જોઈએ. વિવિધ ભાષાઓનું જ્ઞાન આપવું - તેમને સર્વ ધર્મોના સિદ્ધાંતોની ઝલક મેળવવી જોઈએ. તેમને આદર્શ વક્રતા બનાવવાનું પ્રશિક્ષણ આપવું જોઈએ. આ વિનયવાન સમણ-સમણી જયાં ધર્મ પ્રચારમાં જાય ત્યાં તેની એવી સુંદર છાપ પડવી જોઈએ કે જિન શાસનની આ શ્રેણીમાં બધા વિશ્વાસ મૂકી શકે. આ વ્યક્તિના તમામ ખર્ચ અને યોગક્ષેમની જવાબદારી આપણી સંસ્થાઓએ જ ઉપાડી લેવી જોઈએ. તો જ એ ટકી રહે.
દીક્ષા લેતાં પહેલાં દીક્ષાર્થીને ઓછામાં ઓછો પાંચ વર્ષનો ધાર્મિક અભ્યાસ કરાવવી જરૂરી, શ્રાવકોના વ્રત પાલન સાથે કેશલુંચન, રાત્રિભોજન ત્યાગ અને પાદવિહારનું પ્રશિક્ષણ પણ મળવું જોઈએ. તેમણે સંતોની સાથે
+ ૧૩૧
Page #68
--------------------------------------------------------------------------
________________
– જૈનદર્શનમાં કેળવણી વિચાર
જેન શિક્ષણની વિશિષ્ટ પદ્ધતિ : Look N Learn tol Şllal $112
શૈલેષી અજમેરા
જૈનદર્શનમાં કેળવણી વિચાર રહીને સંતોની જીવન ચર્યા સેવા અને વૈયાવચ્ચનો અનુભવ લેવો જોઈએ. જેથી તેને પ્રાયોગિક રીતે સંયમ જીવનનો અનુભવ મળી રહે.
દીક્ષા લીધા પછી નવદીક્ષિતને ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી જૈન શિક્ષણ અને પ્રશિક્ષણના અભ્યાસની જવાબદારી શ્રી સંઘે કે આપણી મહાજન સંસ્થાઓએ લેવી જોઈએ. જેથી તેઓ જૈન શાસ્ત્રો, વૈશ્વિક દાર્શનિક પરંપરાઓ અને વિવિધ ભાષાઓનો અભ્યાસ કરી શકે. વળી, સમયાંતરે વિદ્વાન સાધુજી સાધ્વીજીની નિશ્રામાં શિબિરોનું આયોજન કરવાથી આ કાર્યને ખૂબજ વેગ મળે છે.
આવા અભ્યાસથી શિથિલાચારથી બચી શકાશે, ચારિત્ર્યમાં સ્થિર રહેવામાં આ શિક્ષણ મદદ કરશે. આ તમામ વર્ગના શિક્ષણ માટે સમૂહ માધ્યમો, ઈન્ટરનેટ લેપટોપ જેવા સાધનોનો ઉપયોગ જરૂરી જણાય ત્યાં કરવો જોઈએ. આ વર્ગ છેલ્લી વૈજ્ઞાનિક શોધોથી વાકેફ હશે તો તે યુવાનોને અને પાશ્ચાત સંસ્કૃતિ તરફ ઢળેલા વર્ગને ધર્માભિમુખ કરી શકશે. મહેસાણાની યશોવિજયજી પાઠશાળા, ઘાટકોપરની શ્રમણી વિદ્યાપીઠ, અમદાવાદની તારાબાઈ આર્યા ટ્રસ્ટ, પરમધામની સંબોધિ જેવી અનેક સંસ્થાઓ દ્વારા તેનું સુચારું સંચાલન કરવામાં આવે તો કલ્યાણકારી બને.
પરિષદો, મહામંડળો, મહાસંઘો, મહાજન સંસ્થાઓએ આવી અનેક સ્થળોએ આવા શિક્ષણ અને પ્રશિક્ષણના કેન્દ્રો ખોલવા જોઈએ અને તેમાં વિશાળ ગ્રંથાલય અને ઈ. લાયબ્રેરીની પણ વ્યવસ્થા કરવી જોઈએ. ત્યાં રહીને ધર્મ પ્રચારક કે પ્રભાવક, દીક્ષાર્થી અને સંત સતીજીઓ, શિક્ષણ અને પ્રશિક્ષણ લઈ શકે, ઈંગ્લિશમાં પણ સુલભ કરાવવું જરૂરી છે. આપણા ધનનો પ્રવાહ ત્યાં વહેવડાવીશું તો ભવિષ્યમાં આપણા માટે એ ભવ્ય અને દિવ્ય સ્થાવર અને જંગમ મિલકત રૂપે આપણા ધર્મ અને સંસ્કૃતિના સંવર્ધન અને રક્ષણનું તીર્થ બની રહેશે.
(જૈન ધર્મના અભ્યાસુ ડૉ. મધુબહેન ઉવસગ્ગહરં ભક્તિ ગ્રુપ તથા સોહમ શ્રાવિકા મંડળ સાથે જોડાયેલા છે.)
+ ૧૩૨
Look N Learn જૈન જ્ઞાન ધામ એક વિશિષ્ટ અને આધુનિક જૈન પાઠશાળા છે. જેમાં ૩ થી ૧૫ વર્ષ સુધીના બાળકો લાભ લઈ શકે છે. આજના Modern generation ના બાળકો જેઓ electronic gadgets જેમકે Mobile, Laptop અને Tablets થી ઘેરાયેલા હોય છે, તેમને પરમાત્મા મહાવીરના પરમ જ્ઞાનનું પાન કરાવે છે. “Look N Learn” જૈન દર્શનમાં ભાવ અને પ્રભાવ બન્નેનું મહત્ત્વ છે. જ્ઞાની ભાવથી ધર્મક્ષેત્રમાં આવે છે અને અણસમજુ બાળ પ્રભાવથી આવે છે. ૨૬૦૦ વર્ષ પહેલાં પરમાત્મા મહાવીરના કેવલજ્ઞાનની પ્રાપ્તિ થવા પર દેવો દિવ્ય અને પ્રભાવશાળી સમવસરણની રચના કરે છે. જેથી અજ્ઞાની જીવો સમવસરણની ભવ્યતા જોઈને આકર્ષિત થાય છે અને પછી પ્રભાવથી ભાવ તરફ વળી પરમાત્માના ચરણ અને શરણમાં સમર્પિત થઈ જાય છે. તેવો જ સુસંસ્કાર સભર પ્રયત્ન Look Learn જૈન ધામ કરી રહ્યો છે. જેના દ્વારા ભગવાનના ધર્મનો પ્રભાવ પ્રસરાવા બાળ જીવોને પ્રભાવથી ભાવ તરફ લઈ જવાની યાત્રા શરૂ થાય છે.
દીર્ઘ દૃષ્ટા, પરમ ઉપકારી રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે આજની પાઠશાળાઓની સ્થિતિ જોઈ, બાળમાનસની Psychology નો અભ્યાસ કર્યો અને બાળકોને શું રૂચે છે. તેના ઉપર research અને વર્ષોના અથાગ પરિશ્રમ બાદ એક વિશિષ્ટ અને modern ધાર્મિક course અને syllabus સાથે Look N Learn જૈન જ્ઞાન ધામની સ્થાપના ૨૦૦૭ માં કરી. Look N Learn ના જ્ઞાનદાતા મોટા ભાગે young and educated હોય છે. સમયાંતરે પૂજ્ય ગુરુદેવ સ્વયં દરેક teachers ને શિબિરો દ્વારા પ્રશિક્ષણ (training)
- ૧૩૩.
Page #69
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શનમાં કેળવણી વિચાર
પ્રદાન કરે છે. જેથી આ teachers ની quality upgrade થાય છે અને બાળકોને ઉત્કૃષ્ટ કક્ષાનું ધાર્મિક શિક્ષણ મળી રહે. Teachers (Didi's અને Sirs) ની આધ્યાત્મિક ઉન્નતિ હેતુ સર્વ દીદીઓને whatsapp દ્વારા every week એક નિત્યક્રમ આજ્ઞા મોકલવામાં આવે છે. જે તેમના આત્મ વિકાસ માટે લાભદાયી બની રહે છે.
Look N Learn માં જતા બાળકોના વર્તન અને જીવનશૈલીમાં parents ને પરિવર્તન દેખાવા લાગ્યું. તિથિના દિવસે (આઠમ / ચૌદસ | પાખી) કઠોળને જોઈ મોઢું બગાડતો પહેલાનો એ જ બાળક હવે ઘરે આવીને માતા-પિતાને સમજાવા લાગ્યો કે તિથિના દિવસે તો આયુષ્યનું બંધ થાય છે. એટલે આપણે green Vegetables ન ખવાય. બાળકોની સાથે સાથે parents માં પણ જાગૃકતા આવવા લાગી અને Look N Learn ની લોકપ્રિયતા વધવા લાગી. આજે ભારત અને વિશ્વભરમાં ૧૦૦ થી વધુ centres પૂજ્ય ગુરુદેવના નિર્દેશ અને પ્રેરણાથી સુચારુ રૂપથી ચાલી રહ્યા છે.
આર્ય સંસ્કૃતિથી દૂર એવા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રો જેમકે યુ.એસ. યુ.એ.ઈ., દુબઈ, સુદાન, મલેશિયા વિગેરે સ્થાનોમાં પણ Look N Learn ના સેંટરો દ્વારા બાળકોમાં જૈન ધર્મના સંસ્કારોના બીજારોપણ થઈ રહ્યું છે.
Look N Learn ના ક્લાસ અઠવાડિયામાં એક વખત ૧.૩૦ કલાક માટે હોય છે. ક્લાસમાં સૌ પ્રથમ બાળકોમાં જૈન ધર્મના concept પ્રત્યે જિજ્ઞાસા ઉત્પન્ન કરવામાં આવે છે. ત્યારબાદ પ્રેમાળ અને મૃદુ દીદીઓ અને સર તેમના બાળસહજ મનમાં ઉઠતા દરેક પ્રશ્નોના જવાબ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ (scientific reasons) થી ખૂબજ રસપ્રદ રીતે સમાધાન કરે છે. બાળકોને જૈન ધર્મના ગૂઢ રહસ્યો એકદમ સરલ અને અનેરી પદ્ધતિ દ્વારા શીખવવામાં આવે છે. short animated movies, power point presentations, colourful flex, models વિગેરેની સહાયથી ક્લાસને attractive બનાવવામાં આવે એ જેથી બાળકોનો
૧૩૪ :
જૈનદર્શનમાં કેળવણી વિચાર
રસ જળવાય રહે. સામાયિક અને પ્રતિક્રમણના સૂત્રને કંઠસ્થ શુદ્ધ ઉચ્ચારણ સાથે કરાવવામાં આવે છે. સૂત્રના દરેક અક્ષરનો અર્થ colourful picture ના માધ્યમથી સમજાવી સૂત્રનો ભાવાર્થ પણ સમજાવવામાં આવે છે. વિવિધ ક્રિયાઓ જેમકે, વંદના, નમોત્થણં, કાઉસગ્ગ વિગેરેની proper મુદ્રા, વિધિ અને technique શીખવવામાં આવે છે. એની સાથે તેનાથી થતા લાભો અને તેની પાછળના અને scientific angles પણ જણાવવામાં આવે છે. જેથી દરેક concepts ની clarity થાય છે.
Look N Learn નો દરેક ક્લાસ અલગ અલગ રીતે લેવામાં આવે છે. ભક્તિ, યોગા, meditation, story, quiz વિગેરેથી ને બાળકોને જ્ઞાન પ્રાપ્તિ સાથે relaxation પણ થઈ જાય છે. Arts and Crafts દ્વારા તેમનામાં creativity લાવવામાં આવે છે. દરેક topic પછી attractive, colourful work sheets જે કે english માં હોય છે તે solve ક૨વામાં આવે છે.
Look N Learn માં સૂત્ર કંઠસ્થની સાથે જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો જેમકે વિનય, દાન, શીલ, તપ, દયા, કરૂણા, પાંચ અભિગમો વિગેરેની વિગતવાર સમજ આપી તેમના આત્મામાં ગુણો પ્રજ્વલિત કરવાનો પ્રયાસ થાય છે.
જૈનત્વના સંસ્કારોની સાથે માનવતાના ગુણો જે તેમને ભવિષ્યમાં એક આદર્સ શ્રાવક બનાવશે. તેવા Concepts શીખવવામાં આવે છે. જેમકે Positive Thinking, Anger Management day-to-day life i successful i ઉપયોગી બને છે. Look N Learn માં આવતા બાળકનું એક overall વિકાસ થાય છે. તે બાળક વિનયવાન, સંસ્કારી, સેવાભાવી અને disciplined હોય છે. તેના હૃદયમાં એક અપૂર્વયોગનું સર્જન થાય છે. જેનાથી એને સ્વયં આત્મા પ્રત્યેની જાગૃતિ અને મોક્ષયાત્રા શરૂ કરવાની તડપ અને સમજણ જાગે છે.
* ૧૩૫ *
Page #70
--------------------------------------------------------------------------
________________ - જૈનદર્શનમાં કેળવણી વિચાર Look N Learn Nx :: ધર્મક્ષત્ર અને ધર્મથી વિમુખ થતી આજની યુવા પેઢી માટે Look N Learn Nx_આશીર્વાદ રૂપ છે. Look N Learn Nx 15 વર્ષથી મોટા યુવાનો માટે 15 દિવસે એક વાર આયોજિત કરવામાં આવે છે. અહીંયા આવતા યુવાનોને ધર્મનો મર્મ સમજાવવામાં આવે અને એ તે ધર્મ એમને daily life કઈ રીતે લાભદાયી થઈ શકે તેનું જ્ઞાન આપવામાં આવે છે. રોજની fast life, hectic schedule, school, class અને tution થી થાકેલો યુવાન Look N Learn Nx માં આવીને નિરાંતનો શ્વાસ લે છે. કેમકે અહીંયા શીખવતા દીદી અને સર શિક્ષક નહીં પણ યુવાનોને મિત્રો જેવા લાગે છે. એટલે તેમની આપેલી શીખ પણ માને છે. અહીંયા યુવાનો ઉપયોગી topics જેમકે stress management, time management, વ્યસનોથી કેવી રીતે દૂર રહેવું, કેવી સંગત રાખવી તે સમજાવવામાં આવે છે. આ સર્વની સાથે યુવાનો તેમના જીવનનું ધ્યેય શું હોવું જોઈએ તેનું માર્ગદર્શન આપવામાં આવે છે. તેમના જીવનનું લક્ષ માત્ર career બનાવવું જ નહીં, પરંતુ ભવોભવનું પ્લાનીંગ કેમ કરવું, જેથી પરમાત્માનું શરણ ક્યારેય ગુમાવું ન પડે એવું અનન્ય શિક્ષણ આપવામાં આવે છે. Look N Learn Nr માં એક વિશિષ્ટ જૈનોની generation તૈયાર કરવાની ક્ષમતા છે જે જૈન ધર્મનું ભવિષ્ય છે. Look Learn એ ભાવિના શ્રાવક-શ્રાવિકા અને ભવિષ્યના ભગવાન બનાવવાની factory છે ! (ચેન્નઈ સ્થિત જૈન ધર્મના અભ્યાસુ શૈલેષીબહેને મુંબઈ યુનિવર્સિટીમાં Microbiology અને Biochemistry માં graduation કરેલ છે, જૈન વિશ્વભારતી ઈન્સ્ટીટ્યુટનો જીવન વિજ્ઞાન, પ્રેક્ષાધ્યાન અને યોગનો અભ્યાસ કર્યો છે. મુંબઈ યુનિવર્સિટીનો ડિપ્લોમા ઈન જૈનોલોજી કોર્સ કરેલ છે.Look Learn અને સંબોધી સત્સંગ સાથે જોડાયેલા છે.) - 136 જૈનદર્શનમાં કેળવણી વિચાર ગુણવંત બરવાળિયાના પુસ્તકો સર્જન તથા સંપાદન ખાંભા (અમરેલી) ના વતની ગુણવંતભાઈએ C.A. સુધી અભ્યાસ કર્યા બાદ, હાલ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં પ્રવૃત્ત છે. જૈન કોન્ફરન્સના મંત્રી, મુનિશ્રી સંતબાલજી પ્રેરિત વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘ, મુંબઈ - ચીંચણી, કલ્પતરુ સાધના કેન્દ્ર-દેવલાલી, પારસધામ સંઘ-ઘાટકોપર, પ્રાણગુરુ જૈન સેન્ટર, એમ.બી. બરવાળિયા ફાઉન્ડેશનની અંદન હોલીસ્ટિક ઈન્સ્ટિટ્યૂટવગેરેમાં ટ્રસ્ટી છે. ઘણી સંસ્થાઓનાં મુખપત્રમાં તંત્રી તરીકે સેવા આપેલ છે. અમેરિકા, સિંગાપોર વગેરેમાં તેમનાં સફળ પ્રવચનો યોજાયાં છે. તેમનાં ધર્મપત્ની મધુબહેને હિન્દી સાહિત્યમાં ડોક્ટરેટ કરેલ છે. જૈન વિશ્વકોશ તથા જૈન આગમ મિશન સાથે સંકળાયેલા છે. * હૃદયસંદેશ * પ્રીત-ગુંજન શ્રીમદ્ રાજચંદ્ર એક દર્શન અમૃતધારા કામધેનું * સમરસેન વયરસેન કથા સંકલ્પ સિદ્ધિનાં સોપાન Glimpsis of world Religion * Introduction to Jainisim * Commentray on non-violence. Kamdhenu (wish cow) * Glorry of detechment. 862-Hilugell ( 2 * ઉપસર્ગ અને પરિષહ પ્રધાન જૈનકથાઓ : ભારતીય સંસ્કૃતિમાં દાનભાવના - ભારતીય સંસ્કૃતિમાં ગુરુમહિમા આગમ અવગાહન જ્ઞાનધારા (ભાગ - 1 થી 15) (જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં વિવિધ વિદ્વાનોના પ્રસ્તુત થયેલા નિબંધો અને શોધપત્રોના સંગ્રહ) - કલાપીદર્શન (ડૉ. ધનવંત શાહ સાથે) * અધ્યાત્મસુધા (ડૉ. મધુબહેન બરવાળિયા સાથે) * વિચારમંથન * દાર્શનિક દૃષ્ટા જૈન ધર્મ (પરિચય પુસ્તિકા) * અહિંસા મીમાંસા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) * ચંદ્રસેન કથા (ડૉ. કનુભાઈ શેઠ સાથે) * અમરતાના આરાધક જૈનદર્શન અને ગાંધીવિચારધારા - અધ્યાત્મનિષ્ઠ સંતબાલજી આપની સન્મુખ * મર્મ સ્પર્શ (ડૉ. જયંત મહેતા સાથે) : વીતરાગ વૈભવ * આગમદર્શન * જ્ઞાનસાધના * આગમદર્શન જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના વિશ્વ વાત્સલ્યનો સંકલ્પ * વિનયધર્મ * વાત્સલ્યનું અમીઝરણું (માતૃવાત્સલ્યનાં વિવિધ સ્વરૂપો) * સર્વધર્મદર્શન (વિશ્વના મુખ્ય ધર્મોનો પરિચય) * આદર્શ કેળવણીને ઉપનિષદ * અણગારનાં અજવાળાં (પ્રો. પ્રવીણાબહેન ગાંધી સાથે * ઉરનિઝરા (કાવ્યસંગ્રહ) * તપાધિરાજ વર્ષીતપ છે દામ્પત્યવૈભવ (દામ્પત્યજીવનને લગતા લેખોનો સંચય) * ઉત્તમ શ્રાવકો ભગવાન મહાવીર અને સંયમજીવન મૃત્યુનું સ્મરણ (મૃત્યુચિતન) * Aagam An Introduction Development & Impact of Jainism is India & abroad * જીવન સંધ્યાએ અરુણોદય H જૈન પત્રકારિત્વ અધ્યાત્મ આભા છે શ્રી ઉવસગ્નહર સ્તોત્ર : એક અધ્યયન શ્રુતજ્ઞાનનાં અજવાળાં * શૈલેષી (આલોચના અને ઉપાસના) * જૈન ધર્મના ચોવીસ તીર્થંકરો E-mail: gunvant.barvalia@gmail.com 022-42153545 + 130 7 ,