Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 40
________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન; અભયદાન સાથે સંતોષ, ઘો પ્રાણીને, દળવા દોષ. સત્ય શીળ ને સઘળા દાન, દયા હોઈને રહ્યાં પ્રમાણ. દયા નહિ તો એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિ દેખ. પુષ્પપાંખડી જયાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય; સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય.” દયાને સૂર્યની ઉપમા આપી દયાધર્મની પ્રધાનતા સિદ્ધ કરી છે. અભયદાન સાથે સંતોષ’ ની વાતમાં પણ સૂક્ષ્મ ગૂઢાર્થ છુપાયેલો છે. જીવોને જાન-માલ, આબરૂ અને આજીવિકાની રક્ષા થાય તેવી સલામતી આપવી તે અભયદાન. તેને સામાજિક ન્યાય અને રોજી રોટી મળી રહે તો તેને જીવનમાં સંતોષ થાય. પરના હિતને પોતાનું હિત માની, પરના દુઃખને પોતાનું દુઃખ માની તે દૂર કરવું તે દયા ધર્મ છે. વ્યવહારમાં સર્વજીવને સુખ મળે તેવી મહાવીરની શિખામણનું પાલન કરવાથી અધર્મ કે હિંસાનો દોષ ટળે છે. કેમકે જેમાં કોઈ પ્રાણીનું અહિત, દુ:ખ કે અસંતોષ રહ્યા છે ત્યાં દયા નથી. આ અધર્મનો દોષ ટાળવા અભયદાન સાથે સંતોષ સૌ પ્રાણીને મળે તે જોવું જોઈએ. અભયદાનમાં મૈત્રીભાવ અભિપ્રેત છે. ભગવાનના કહેલા ધર્મતત્ત્વથી સર્વ પ્રાણી અભય થાય છે. આ સંસારના ભયોથી ભયભીતને અહિંસા પરમ ઔષધિરૂપ અને ભૂતમાત્રની માતા સમાન હિતકારી છે, તેથી અહિંસાને જગતમાતા જગદંબા કહે છે; તે સમસ્ત જીવોનું પ્રતિપાલન કરે છે. અહિંસા જ આનંદની પરિપાટી ઊભી કરે છે. આ અહિંસાના વિધેયાત્મક સ્વરૂપ દયાને જૈનો કુળદેવી સમાન ગણે છે. (૯) - જૈનદર્શન અને ગાંધી વિચારધારા શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિશાસ્ત્રની ૩૮ અને ૧૦૮ મી ગાથામાં દયાધર્મ અંગે ખૂબ જ સુંદર વાત કરી છે, “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ.” આ ગાથા સમજાવતા વિદ્વાન સાધ્વી ડૉ. તરુલતાજીએ કહ્યું છે : જેના સમગ્ર જીવનમાં પ્રાણીદયા અભિપ્રેત છે તેવા જીવોનો શ્રીમદ્જી આત્માર્થીમાં સમાવેશ કરે છે. જીવદયા આત્માર્થીનો ચોથો ગુણ કહ્યો. જેને પ્રાણીદયા, અનુકંપા અને કરૂણાદેષ્ટિ લાધી છે, એવો આત્માર્થી જીવ સર્વ પ્રાણીઓમાં સમાન આત્મા જ ભાળતો હોય છે. સહુને સિદ્ધ સમાન વિશુદ્ધ દૃષ્ટિએ જાણતો હોય, તેથી કોઈ જીવે કરેલા રાગ, દ્વેષ એ જીવનું વાસ્તવિક સ્વરૂપ નથી પણ તેના અજ્ઞાનનું જ પરિણામ છે; તેથી તેના અજ્ઞાન પર તો કરુણા જ સંભવે. તેના અજ્ઞાનના નિમિત્તે આત્માર્થીને રાગદ્વેષ ન સંભવે, મૈત્રીભાવે પ્રેમ ઊપજે, તેના ઉપાધિ કે દુઃખો પરત્વે કરુણા ઉપજે.” જાગૃતિ સેવતા આત્માર્થી જીવની જાગેલી જીવદયા, ભાવદયા સહજ રૂપે અન્ય જીવ પ્રત્યે અનુકંપા ભાવથી વરસી પડે એટલે દ્રવ્યદયા તો હોય જ. હવે ૧૦૮ મી ગાથામાં કહેલા અંતરદયાના ભાવો જોઈએ, કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ અંતરયા, તે કહીએ જિજ્ઞાસ,” આત્મસિદ્ધિશાસ્ત્રમાં થોડા ફેરફાર સાથે આજ ગાથા બીજીવાર આવી છે, જે સૂચવે છે કે મોક્ષના અભિલાષી જીવને દયા ધર્મના ગુણની કેટલી જબરદસ્ત આવશ્યકતા હશે. અંતરદયા એ જિજ્ઞાસુ જીવનું એક વિશિષ્ટ લક્ષણ છે. (૮૦)

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94