Book Title: Jain Darshan Ane Gandhi Vichardhara
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre
Catalog link: https://jainqq.org/explore/034403/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા : સંપાદન : ગુણવંત બરવાળિયા ઃ પ્રાપ્તિસ્થાન : . નવભારત સાહિત્ય મંદિર, ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨. ફોન નં. : ૨૨૦૧૭૨૧૩ ૭ પતાસાપોળ સામે, ગાંધીરોડ, અમદાવાદ-૧. Jain Darshan Ane Gandhi Vichardhara Edited by: Gunvant Barvalia Jan. 2016 જૈનદર્શન અને ગાંધી વિચારધારા સંપાદન : ગુણવંત બરવાળિયા પ્રકાશન સૌજન્ય : ૭ માતુશ્રી પુષ્પાબેન ભૂપતરાય બાવીશી હસ્તે : યોગેશભાઈ ૭ શ્રી ખીમજીભાઈ છાડવા - મુંબઈ : પ્રકાશક : અહંમ સ્પીરીચ્યુઅલ સેંટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લીટરરી રીસર્ચ સેંટર, મેવાડ, ઓફિસ નં. ૨, પાટણવાલા એસ્ટેટ, એલ.બી.એસ. રોડ, ઘાટકોપર વેસ્ટ, મુંબઈ-૪૦૦૦૮૬. Ph. : 022-42153545 મૂલ્ય :- રૂા. ૨૦૦ મુદ્રણ વ્યવસ્થા : Page #2 -------------------------------------------------------------------------- ________________ અર્પણ વિદ્વતવર્ય ડૉ. રશ્મિભાઈ ઝવેરી (મુંબઈ) તથા વિદ્વતવર્ય હર્ષદભાઈ દોશી (કોલકત્તા) જેમણે જ્ઞાનસત્રોમાં ચિંતન સભર શોધપત્રો પ્રસ્તુત કરવાનો સમ્યક્ પુરુષાર્થ કર્યો, એવા પરમ મિત્રોની પાવન સ્મૃતિને વિનમ્ર ભાવે.. જેનદર્શન અને ગાંધી વિચારધારા ( અનુક્રમણિકા ) શીર્ષક લેખકનું નામ પાના નં. ૧. શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી ડૉ. કુમારપાળ દેસાઈ ૨. બે સૂર્ય : શ્રીમદ્ રાજચંદ્ર-મહાત્મા ગાંધી ડૉ. ધનવંત શાહ ૩. જૈન ધર્મ અને મહાત્મા ગાંધીજીના ડૉ. પૂર્ણિમા મહેતા અહિંસા વિચાર ૪. વિનોબાજીના ચિંતનમાં જૈનધર્મની ડૉ. ગીતા મહેતા વિશેષતા ૫. ગાંધીવિચાર ક્ષેત્રે ગોપાલદાસ પટેલ જાગૃતિ ઘીવાલા ૬. ગાંધીવિચાર ક્ષેત્રે પં.બેચરદાસજી દોશી માલતીબહેન શાહ અનેકાંતવાદ અને ગાંધીવિચાર કનુભાઈ શાહ ૮. શ્રી જિનવિજયજી અને ગાંધીવિચારધારા મીતાબહેન ગાંધી ૯. શ્રીમદ્દ અને ગાંધીજીની દૃષ્ટિએ દયા ગુણવંત બરવાળિયા ધર્મનું સ્વરૂપ ૧૦. ભગવાન મહાવીર અને ગાંધીજીના ડૉ. શોભના શાહ અપરિગ્રહ વિશેના વિચારો ૧૧. આઝાદી પછી થયેલા ગાંધીજીના ડૉ. પુષ્પા મોતીયાની અહિંસાના પ્રયોગો ૧૨. ગાંધી વિચારક્ષેત્રે મુનિ સંતબાલજીનું ડૉ. પાર્વતી ખીરાણી પ્રદાન Page #3 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા સંપાદકનું નિવેદન જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) ૧૩. સત્ય : જૈન દર્શન અને ગાંધીજીની યોગેશ બાવીશી દૃષ્ટિ ૧૪. ગાંધીવિચાર ક્ષેત્રે પૂ. નાનચંદ્રજી ડૉ. રતનબેન છોડવા મ.સા. ૧૫. ભગવાન મહાવીર અને ગાંધીજીની ગુણવંત બરવાળિયા અહિંસા ૧૬. ગાંધી-વિનોબાનું અહિંસક સમાજ પ્રદીપ શાહ રચના માટેનું ચિંતન ૧૭. જૈનધર્મ અને ગાંધીજીના મોક્ષ ડૉ. નલિની દેસાઈ અંગેના વિચારો ૧૮. ગાંધીવિચાર ક્ષેત્રે ૫. સુખલાલજી ડૉ. પ્રીતિ શાહ ૧૯. જૈનોના પંચમહાવ્રત અને ગાંધીવિચારમાં ડૉ. દીક્ષા એચ. સાવલા એકાદશ વ્રત મહિમા ૨૦. મુનિશ્રી સંતબાલજીનો ભાલ-નળકાંઠાનો જેસંગભાઈ ફલજીભાઈ પ્રયોગ : ગાંધીવિચારના અનુસંધાનમાં ડાભી ગુજરાત વિદ્યાપીઠ આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા અધ્યયન કેન્દ્રના સહયોગથી સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લીટરરી સેંટર, મુંબઈ (ઘાટકોપર), જૈન વિશ્વકોશ અને ઈન્સ્ટીટ્યૂટ ઓફ જૈનોલોજી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તા. ૨૩-૧૦-૨૦૧૫ અને ૨૪-૧૦-૨૦૧૫ ના ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૧૩નું આયોજન થયું હતું. આ જ્ઞાનસત્રમાં પચાસ વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા. “જૈન દર્શન અને ગાંધી વિચારધારા” વિષય પર વિદ્વાનોએ શોધપત્રો રજૂ કર્યા. તેને ગ્રંથસ્થ કરી પ્રગટ કરતાં આનંદ અનુભવીએ છીએ. જ્ઞાનસત્રના પ્રમુખસ્થાને બિરાજમાન પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ અને સત્રના પ્રેરિતદાતા ડૉ. રતનબહેન ખીમજીભાઈ છાડવાનો આભાર. ઉપસ્થિત રહી શોધપત્રો પ્રસ્તુત કરનાર તમામ વિદ્વતજનોનો આભાર. આ જ્ઞાનસત્ર સફળ બનાવવા માટે ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક ડૉ. અનામિકભાઈ શાહ, કુલસચિવ શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી, ડૉ. પૂર્ણિમા મહેતા અને ડૉ. શોભના શાહનો ઋણ સ્વીકાર કરીએ છીએ. આયોજનનો કાર્યભાર સંભાળનાર ડૉ. નલિનીબહેન દેસાઈ, ખીમજીભાઈ છાડવા, યોગેશભાઈ બાવીશી તથા ભાવેશ શાહનો આભાર. જ્ઞાનસત્રના બીજા વિષય “ઉપસર્ગ અને પરિષહપ્રધાન જૈન કથાનકો” ના નિબંધો અલગ પુસ્તકરૂપે પ્રગટ કર્યા છે. મુંબઈ તા. ૦૧-૧૨-૨૦૧૫ ગુણવંત બરવાળિયા હતો સોનલ પરીખ ૨૧. ગાંધીજી, વિનોબાજી અને સંતબાલજીના સર્વધર્મ વિચારો ૨૨. જિનધર્મ અને ગાંધી વિચારધારા સાધ્વી ઊર્મિલા Page #4 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજી - પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ (જૈન ધર્મના પ્રખર વિદ્વાન, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ ગુજરાતી સાહિત્ય પરિષદના પૂર્વ પ્રમુખ છે. ગુજરાત વિશ્વકોશ, જૈન વિશ્વકોશ જેવી અનેક સંસ્થાઓમાં અગ્રેસર છે.) વિભૂતિઓનો મેળાપ વિશ્વને નવું દર્શન આપે છે. એ મેળાપમાંથી પ્રગટેલી ભાવનાઓ જગત પર અજવાળું પાથરે છે. એના દ્વારા દુનિયાની રીતરસમ તો બદલાય છે, પણ એથીય વિશેષ જગતની વિચારધારામાં પરિવર્તન આવે છે. આવો એક વિરલ મેળાપ થયો શ્રીમદ્ રાજચંદ્રજી અને મહાત્મા ગાંધીજીનો. જોકે આ મેળાપના સંદર્ભમાં ક્યાંક અલ્પોક્તિ કરવામાં આવી છે, તો ક્યાંક એને વિશે અતિશયોક્તિ પણ મળે છે. કેટલાક ગાંધીચરિત્રોમાં એમને વિશે પ્રમાણમાં ઓછું લખવામાં આવ્યું છે, તો કેટલાકે શ્રીમદ્ રાજચંદ્રજીને ગાંધીજીના ગુરુ તરીકે પ્રસ્થાપિત કરવા પ્રયત્ન કર્યો છે. એ એક હકીકત છે કે સ્વયં મહાત્મા ગાંધીજીએ એકવાર શ્રીમદ્ રાજચંદ્રજી વિશે વિચાર્યું હતું કે એમને મારા ગુરુ બનાવીશ. પણ પછી એમ થયું કે ગુરુ તો સહજ પ્રાપ્ત હોવા જોઈએ. તપ અને એમની પ્રાપ્તિ માટે આકાંક્ષા હોય તો જ સમર્થ ગુરુ કોઈ દિવસ સાંપડે. એવા ગુરુ પ્રાપ્ત કરવાની ઉત્કંઠા ગાંધીજીને સદૈવ રહી હતી. મહાત્મા ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રજી સાથેના સંબંધ વિશે નોંધ્યું છે કે “તેઓ સારી પેઠે સંવાદ કરતા. એમના ચિત્તની સરળતાનો પ્રભાવ સાંભળનાર ઉપર પડતો અને એના દિલનું પરિવર્તન પણ તે કરી શકતા.” (૧) જૈનદર્શન અને ગાંધી વિચારધારા આને પરિણામે વિશ્વના એક વિરલ સંબંધ વિશે ઘણી ભ્રાંત માન્યતાઓ છે. ક્યાંક એવું પણ બન્યું છે કે બંનેની આસપાસના સંદર્ભો ચૂકી જવાયા છે. શ્રીમદ્ રાજચંદ્ર જૈન ધર્મની દૃષ્ટિએ વાત કરે છે અને છતાં એમની દૃષ્ટિ સર્વ ધર્મ તરફ છે, પણ એમણે અધ્યાત્મના પ્રાગટ્ય માટે પ્રયોજેલી પરિભાષા એ જૈન દર્શનની પરિભાષા છે, ત્યારે ગાંધીજી એ એક ધર્મની પરિભાષાને આધારે પોતાના વિચારો પ્રગટ કરતા નથી. એક વિભૂતિ અમુક સમય સુધીના સીમિત દાયરામાં રહેલી છે, તો બીજી વિશ્વના રાજકીય અને સામાજિક પ્રવાહોના વિશેષ સંબંધે વિચારણા કરે છે. શ્રીમદ્ રાજચંદ્રજીનું દેહાવસાન વિ.સં. ૧૯૫૭ મંગળવારે બપોરે ૨૦૦ વાગ્યે રાજકોટમાં થયું. એ પછી શ્રીમદ્ રાજચંદ્રજીની વઢવાણ કેમ્પમાં યોજાયેલી જયંતિ નિમિત્તે વિ.સં. ૧૯૭૩ કાર્તિકી પૂર્ણિમામાં ગાંધીજી શ્રીમદ્ રાજચંદ્રજીના ભક્તોને ‘મૂળ પુરુષના આચાર-વિચારોનું નિર્દોષ અનુકરણ કરવાનો અનુરોધ કરે છે.’ એટલે કે શ્રીમના વિચારોને આચરણમાં મૂકવાનું કહે છે અને એમણે કહ્યું કે “જયંતિની ફતેહનો મૂળ આધાર ભક્તો ઉ૫૨ છે અને ભક્તોએ બહુ ઉજ્જવળ ચારિત્ર બતાવી આપવું જોઈએ, એ જ મારી નમ્રતાપૂર્વક વિનંતી છે.” પોતાને ‘શ્રીમદ્દ્ના પૂજારી' કહે છે. (વિ.સં. ૧૯૭૮ ની કાર્તિકી પૂર્ણિમાને દિવસે અમદાવાદમાં આપેલું વ્યાખ્યાન) અને એમની પાસેથી તેઓ દયાધર્મ શીખ્યા તેની વાત કરે છે. આ દયાધર્મના સંબંધમાં મહાત્મા ગાંધી કહે છે, “આપણે માની લઈએ કે મારો દીકરો દારૂ પીએ છે, બીડી પીએ છે, વ્યભિચારી છે. તે મારી પાસે પૈસા માગે છે. આજ સુધી તો તેણે માગ્યા તેમ મેં (૮) Page #5 -------------------------------------------------------------------------- ________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા - આપ્યા, કારણ કે હું આંધળો બાપ હતો. હું રાયચંદભાઈના પ્રસંગથી શીખ્યો કે મારે પોતાને તો દારૂ-બીડી ન પીવા જોઈએ, વ્યભિચાર ન જ કરવો જોઈએ, પણ બીજાનેય તેમાંથી ઉગારી લેવા જોઈએ. એટલે મારો ધર્મ છે કે હું મારા દીકરાને પૈસા ન આપું. તેના હાથમાં દારૂની પ્યાલી જોઉં, તો મારે તે ઝૂંટવી લેવી જોઈએ. મને ખબર પડે કે અમુક પેટીમાં તે દારૂ રાખે છે, તો મારે તે પેટી બાળી નાખવી જોઈએ. એમ કરવાથી છોકરાને તો જરૂર આઘાત પહોંચશે. મને ક્રૂર બાપ માનશે. દયાધર્મ સમજનાર બાપ પુત્રને આઘાત પહોંચે તેથી ડરતો નથી, પુત્રના શાપથી ગભરાતો નથી. દયાધર્મ - પરોપકારધર્મ - તો એવા પ્રસંગમાં સૂચવાય છે કે તેના હાથમાંથી દારૂની બાટલી છીનવી લેવી. બળાત્કાર કરીને તેના હાથમાંથી હું તે પડાવી ન લઉં, પણ મને ખબર પડે કે ઘરમાં અમુક ઠેકાણે તે દારૂ રાખે છે, તો ત્યાંથી લઈને હું તેને જરૂર ફોડી નાખું.” સામાન્ય વસ્તુમાં કોઈને નકામા ન દુભવીએ, દયાધર્મનું નામ લઈ બીજાને નાની વાતમાં પણ ટોકવા ન બેસી જઈએ, એ દયાધર્મનું સરસમાં સરસ માપ રાયચંદભાઈએ મૂકી દીધું છે. આ સામાન્ય માપ સમજીએ તો પૂરી સમજણ પડતી ન હોય તેવું ઘણું આપણે લોકલજજાએ જ કરી લઈએ. ખાદી શા માટે પહેરવી એ હું સમજી શકતો ન હોઉં, ઝીણી મલમલ મને ગમતી હોય, તોપણ જે સમાજમાં હું રહું છું, તે બધા ખાદી પહેરે છે ને ખાદી પહેરવામાં કંઈ ખોટું કે અધર્મ નથી, સમાજમાં જે થાય છે તે હું કરું. આવો સરળ ન્યાય રાયચંદભાઈએ મને શીખવ્યો.” એક બહુ માર્મિક વાત ગાંધીજીને શ્રીમદ્ પાસેથી જોવા મળી અને તે છે - ધર્મને નામે ચાલતો અધર્મ. - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) શ્રીમદ્ રાજચંદ્રજી ઘણીવાર કહેતા કે, “ચોપાસેથી કોઈ બરછીઓ ભોંકે તે સહી શકું, પણ જગતમાં જે જૂઠ, પાખંડ, અત્યાચાર ચાલી રહ્યા છે, ધર્મને નામે જે અધર્મ વર્તી રહ્યો છે, તેની બરછી સહન થઈ શકતી નથી.” મહાત્મા ગાંધીજીએ આવા સાંપ્રદાયિક અત્યાચારો સામે એમને ઊકળી જતા ઘણી વાર જોયા હતા. ગાંધીજી કહે છે, “તેમને આખું જગત પોતાના સગા જેવું હતું. આપણા ભાઈ કે બહેનને મરતાં જોઈને જે ક્લેશ આપણને થાય છે, તેટલો ક્લેશ તેમને જગતમાં દુઃખને, મરણને જોઈને થતો.” કોઈ કહે, તેઓ તેમના પાપે દુઃખ પામતા હોય. પણ તેમના પાપ કરવું શું કામ પડ્યું ? જ્યારે પુણ્યને સરળ માર્ગ મળતો નથી, પણ મોટી ખીણો ને પર્વતો ઓળંગવા પડે છે, ત્યારે આપણે તેને કળિકાળ કહીએ છીએ. તે વખતે જગતમાં પુણ્ય બહુ જોવામાં આવતું નથી, ઠેકાણે ઠેકાણે પાપ દેખાય છે. પાપ પુણ્યને નામે ચાલ્યા કરે છે. તેવી સ્થિતિમાં દયાધર્મનું પાલન કરવા ઇચ્છીએ, તો આપણો આત્મા ક્લેશથી ઊભરાઈ જવો જોઈએ. એમ લાગવું જોઈએ કે આવી સ્થિતિમાં જીવવું તે કરતાં દેહ જર્જરિત થઈ જાય, પડી જાય તે વધારે સારું.” વિષમકાળમાં શ્રીમદ્ રાજચંદ્રની આત્મદર્શનની તાલાવેલી વિશે વાત કરતાં મહાત્મા ગાંધીજી કહે છે, “રાયચંદભાઈનો દેહ એટલી નાની ઉંમરે પડી ગયો તેનું કારણ મને એ જ લાગે છે. તેમને દરદ હતું એ ખરું, પણ જગતના તાપનું જે દરદ તેમને હતું તે અસહ્ય હતું. પેલું શારીરિક દરદ તો જો એકલું હોત તો જરૂર તેઓ તેને જીતી શક્યા હોત. પણ તેમને થયું કે આવા વિષમ કાળમાં આત્મદર્શન કેમ થઈ શકે ? દયાધર્મની એ નિશાની છે.” શ્રીમદ્ રાજચંદ્રજીના દેહવિલય પછી એમની સૌરાષ્ટ્રના વઢવાણ (૧૦) ૯) Page #6 -------------------------------------------------------------------------- ________________ (જૈનદર્શન અને ગાંધી વિચારધારા શહેરમાં જયંતિ ઉજવાઈ, ત્યારે કેટલાક લોકોએ રાજચંદ્ર પુસ્તકાલય ખોલવાનો વિચાર રજૂ કર્યો. એ સમયે ગાંધીજીએ બહુ ઉત્સાહ દાખવ્યો નહોતો. એમણે વિચાર્યું કે મકાન હોય, પણ એમાં આત્મા ન હોય તો? પરંતુ એ પછી ત્રણ વર્ષે એ મકાન થયું. મુનિ જિનવિજયજી જેવા યોગ્ય વ્યક્તિ મળી ગયા. પુરાતત્ત્વ મંદિરનું પુસ્તકાલય પણ જોડાઈ ગયું અને એનો સહુ લાભ લે તેમ કર્યું. શ્રીમદ્ રાજચંદ્રજીના દેહવિલય બાદની આ વાત છે. ગાંધીજી કચ્છની મુસાફરીએ ગયા હતા, તે સમયે માંડવીમાં વિ.સં. ૧૯૮૨ ના કાર્તિકી સુદ પૂર્ણિમાના દિવસે એમણે શ્રીમદ્ રાજચંદ્રના સાહસની વાત કરતાં કહ્યું કે સાહસ તો પરમાત્માનો મહિમા જોવામાં અને ગાવામાં કરવું. પરમાત્માની લીલા નિહાળવામાં દીવાના બને એ જ સાહસ અને ત્યારે શ્રીમદ્જીના સાહસની એમણે વાત કરી હતી. આ પ્રસંગે શ્રીમદ્ રાજચંદ્રની વાત કરતાં મહાત્મા ગાંધીજીએ કહ્યું, “શ્રાવક છતાં, શ્રાવક અને વૈષ્ણવના વાડાની પાર જઈ પ્રાણીમાત્ર સાથે અભેદ સાધનારા, મોક્ષને કિનારે પહોંચેલા, વણિક છતાં, ધનપ્રાપ્તિની શક્તિ છતાં, ધનપ્રાપ્તિ માટેનાં સાહસ છોડીને ઈશ્વરપ્રાપ્તિના સાહસ સાધનારા, આધુનિક જમાનાના એક ઉત્તમોત્તમ દિવ્યદર્શન કરનારા રાયચંદભાઈનું આજના જેવા સમયે કીર્તન કરવાનો અમૂલ્ય લાભ મળે એ કેવું ભાગ્ય !” આ પ્રસંગે મહાત્મા ગાંધી શ્રીમદ્જીના જીવનમાં જે અભય અને તપશ્ચર્યા હતા, તે શીખવાનું કહે છે. તેઓ કહે છે કે, “શ્રીમદ્ રાજચંદ્ર મરણકાળે અસહ્ય દુ:ખ ભોગવ્યું, પણ તેમને તે દુઃખનો વિચાર નહોતો; તેમને તો તે વેળા ઈશ્વરદર્શનની જ તાલાવેલી લાગેલી હતી. જે વસ્તુ આત્માને દૂધ જેવી દેખાય છે તેવી જગતમાં કોઈનો પણ ડર રાખ્યા વિના પ્રગટ કરવાની શક્તિ (૧૧) - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) આપણે એ પુરુષના સ્મરણમાંથી આજે મેળવીએ. ડર એક માત્ર ચૈતન્યનો રાખીએ; ચોવીસે કલાક, રખેને એ હંમેશાં ખબરદારી કરનારો દુભાશે તો નહીં એવી ચિંતા રાખીએ.” એમણે શ્રીમદ્જીના જીવનમાંથી ક્યો બોધપાઠ લેવો જોઈએ, તે વિશે કહ્યું, “રાજચંદ્રના જીવનમાં તેમની અનંત તપશ્ચર્યા શીખીએ, અને જે અનંત તપશ્ચર્યાને પરિણામે તેઓ ચૈતન્યની જ આરાધના કરતાં શીખ્યા તે સમજીએ, અને આપણી અલ્પતા વિચારી બકરી જેવા રાંક બની, આપણામાં વિરાજતા ચૈતન્યને વિચારી સિંહ જેવા સમર્થ બનીએ તો જીવનનું સાર્થક છે.” ગાંધીજી સ્વીકારે છે કે તેઓ એમના જીવનમાંથી અહિંસા અને અભય શીખ્યા. રાજચંદ્રના જીવનમાંથી કઈ ચાર બાબતો આપણે શીખી શકીએ તેમ છીએ, તે ગણાવતા મહાત્મા ગાંધીજી કહે છે – (૧) શાશ્વત વસ્તુમાં તન્મયતા; (૨) જીવનની સરળતા, આખા સંસાર સાથે એકસરખી વૃત્તિથી વ્યવહાર; (૩) સત્ય અને (૪) અહિંસામય જીવન. આમ, એ નોંધવું જોઈએ કે ગાંધીજીના જીવનવિચારમાં શ્રીમદ્ રાજચંદ્રજીનો સક્રિય ફાળો હતો. મહાત્મા ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્ર પાસેથી એક વિચાર લીધો, એ સિદ્ધાંત સમજ્યા, પણ એનું અમલીકરણ એમણે પોતાની રીતે કર્યું. મહાત્મા ગાંધીજી સતત સત્યની ધારે ચાલીને પ્રયોગો દ્વારા પૂર્ણ સત્ય મેળવવાનો પ્રયાસ કરતા હતા. આથી અહિંસા હોય, સત્ય હોય કે અનેકાંત હોય – આ બધા વિચારો એમની જીવનપ્રક્રિયા અને આચારવિચારમાંથી શુદ્ધ થઈને નવું રૂપ પામે છે. ગાંધીજી દુઃખી થતાં વાછરડાને મારવાની વાત કરે છે, પણ સાથોસાથ સૂક્ષ્મ જંતુને બચાવવાની પણ વાત કરે છે. મહાત્મા ગાંધીજીના જીવનમાં શ્રીમદ્ (૧૨) Page #7 -------------------------------------------------------------------------- ________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) રાજચંદ્રજીએ આપેલા વિચારબીજ પોતીકી રીતે હોરે છે, આમ છતાં ગાંધીજીના જીવનને વળાંક આપનારી કેટલીક મહત્ત્વની ઘટનાઓમાં શ્રીમદ્ રાજચંદ્ર નિમિત્ત બન્યા છે. મહાત્મા ગાંધીજી વિલાયત જઈને બેરિસ્ટર થઈને પાછા આવે છે. બેરિસ્ટરના લિબાસમાં રહેલું એમ.કે. ગાંધીનું ચિત્ર આજેય આપણી નજરમાં ઊભરી આવે છે. એવા બેરિસ્ટર એમ. કે. ગાંધી ઈ.સ. ૧૮૯૧ ની ૫ મી જુલાઈએ હિંદુસ્તાન પાછા આવે છે. આ સમયે મુંબઈમાં શ્રીમના અંગત સગા અને એમની પેઢીના ભાગીદાર શ્રી રેવાશંકર જગજીવન મહેતાના ભાઈ ડૉ. પ્રાણજીવન મહેતાના ઘરે બેરિસ્ટર મોહનદાસ ગાંધી ઊતર્યા હતા. શ્રીમદ્ રાજચંદ્ર પણ એ જ દિવસે મુંબઈ આવ્યા હતા. અહીં મહાત્મા ગાંધીજી અને શ્રીમદ્ રાજચંદ્રનો પ્રથમ પરિચય થાય છે, જે પરિચય શ્રીમના દેહવિલય પર્યત ચાલુ રહે છે. ગાંધીજી વિલાયત હતા તે ગાળામાં ગાંધીજીની માતા પૂતળીબાઈનું મૃત્યુ થયું હતું. ગાંધીજીને એમની માતા પર અત્યંત પ્રેમ હતો. વિલાયતમાં બેરિસ્ટર થઈને મિસ્ટર એમ. કે. ગાંધી ભારત ઊતર્યા ત્યારે માતાના દર્શન માટે ખૂબ આતુર હતા. ગાંધીજીના મોટા ભાઈએ વિદેશમાં આવો આઘાત ગાંધીજી જીરવી શકશે નહીં, તેમ માનીને માતાના અવસાનના સમાચાર જણાવ્યા નહોતા. ગાંધીજીએ માતાના અવસાનના સમાચાર શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યા. આઘાતજનક સમાચાર કોઈ વડીલ કે મહત્ત્વની વ્યક્તિ આપે, તેવો રિવાજ. આથી આ કામ શ્રીમદ્ રાજચંદ્રને સોંપવામાં આવ્યું. ગાંધીજી કરતાં શ્રીમદ્ રાજચંદ્ર પોણા બે વર્ષ મોટા હતા. શ્રીમદ્ રાજચંદ્રજીએ આ કહ્યું ત્યારે ગાંધીજી નોંધે છે કે, “પિતાના મૃત્યુથી જે આઘાત (૧૩) ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) નહોતો પહોંચ્યો તેના કરતાં ઘણો મોટો આઘાત માતાના મૃત્યુના સમાચારથી થયો.” એ સમયે શ્રીમદ્ રાજચંદ્રની શતાવધાની તરીકેની ખ્યાતિ હતી. ઈ.સ. ૧૮૮૭ની ૨૨ મી જાન્યુઆરીએ સાંજના ૧૯ વર્ષની ઉંમરના શ્રીમદ્ રાજચંદ્રએ મુંબઈની ફરામજી કાવસજી ઈન્સ્ટિટ્યૂટમાં શતાવધાનના પ્રયોગો કરીને પોતાની અદ્દભુત શક્તિનો પરિચય કરાવ્યો. શ્રીમદ્ રાજચંદ્રજીને જોતાં જ ગાંધીજીને એવી પહેલી છાપ એ પડી કે તેઓ ચારિત્રવાન અને જ્ઞાની પુરુષ છે. ડૉ. પ્રાણજીવન મહેતાએ શ્રીમના શતાવધાનીપણાની વાત કરીને એ જોવા માટે કહ્યું. ગાંધીજી બેરિસ્ટર થયેલા અને શ્રીમદ્જી તો વવાણિયાની ગામઠી સ્કૂલમાં માત્ર સાત ધોરણ સુધી ભણેલા. અંગ્રેજીનું તો કોઈ જ્ઞાન નહીં. શ્રીમદ્ રાજચંદ્ર જે શતાવધાન કરતાં તેમાં જે ક્રમમાં શબ્દો પુછાય તે બધા યાદ રાખીને એ જ ક્રમમાં બોલી જતા. વળી મનમાં સરવાળા-બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરીને ઉત્તર આપતા, કાવ્યરૂપે પુછાયેલી સમસ્યાઓ પૂર્ણ કરી આપતા. અમુક વિષયમાં કાવ્યરચના કરવાનું કહ્યું હોય તો તે પ્રમાણે કાવ્યવૃત્તિમાં રચી આપતા. ગ્રીક, અરબી, લેટિન, અંગ્રેજી, સંસ્કૃત, ઉર્દુ, બંગાળી, મરાઠી, મરુ, જાડેજી વગેરે સોળ ભાષાના અનુક્રમ વગરના ચારસો શબ્દને કર્તા-કર્મસહિત, અનુક્રમ સહિત કરી આપવા, વચ્ચે બીજા કામો પણ કર્યા જવા - જેમકે ત્રણ વ્યક્તિ સાથે ચોપાટ, ગંજીફા અથવા શેતરંજ રમવી - આવી બાબતોનો શતાવધાનમાં સમાવેશ થતો હતો. બેરિસ્ટર ગાંધીજીએ શ્રીમદ્ કદી જેનો અભ્યાસ ન કર્યો હોય તેવા શબ્દો લખ્યા. ગાંધીજી કહે છે કે એમણે પોતાના “ભાષાના જ્ઞાનને ખાલી કર્યું.” (૧૪) Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા ગાંધીજીએ જુદી જુદી ભાષાના શબ્દો પ્રથમ સ્વયં લખ્યા કારણકે એમને પણ એનો ક્રમ યાદ રાખવાનો હતો અને પછી એ શબ્દો રાયચંદભાઈ સમક્ષ વાંચી ગયા. રાયચંદભાઈએ ધીરે ધીરે એ જ ક્રમમાં એક પછી એક બધા જ શબ્દો કહ્યા. ગાંધીજીને આશ્ચર્ય થયું. એમની સ્મરણશક્તિ વિશે આદર જાગ્યો. અહીં તેઓ નોંધે છે કે, “વિલાયતનો પવન હળવો પાડવા સારુ આ અનુભવ સરસ થયો ગણાય.” ગાંધીચરિત્રની દૃષ્ટિએ આ ઘટના એ માટે મહત્ત્વની છે કે આને પરિણામે ગાંધીજીમાંથી જ્ઞાનનો ગર્વ ઓછો થયો અને નમ્રતાનો પ્રારંભ થયો. ગર્વ સામી વ્યક્તિની શક્તિને જોઈ શકતો નથી, જ્યારે ગાંધીજી સ્વયં આ ઘટનાથી નમ્ર બન્યા. આ સમયે ગાંધીજી નોંધે છે કે, “આ શક્તિની મને અદેખાઈ થઈ. પણ હું તે ઉપર મુગ્ધ ન થયો. જેના ઉપર હું મુગ્ધ થયો તે વસ્તુનો પરિચય મને પાછળથી થયો. એ હતું તેમનું (શ્રીમદ્ રાજચંદ્રનું) બહોળું શાસ્ત્રજ્ઞાન, તેમનું શુદ્ધ ચરિત્ર અને તેમની આત્મદર્શન કરવાની ભારે ધગશ.” (“સત્યના પ્રયોગો' : પૃષ્ઠ ૮૩) એ પછીના શ્રીમદ્ રાજચંદ્ર સાથેના મેળાપે ગાંધીજીના જીવન પર ઊંડી છાપ પાડી. એ સમયે બેરિસ્ટર ગાંધીજી પાસે કોઈ મુકદ્દમો નહોતો. એક અર્થમાં કહીએ તો આ એમનું સદ્ભાગ્ય બન્યું. નવરાશ હોવાને લીધે શ્રીમદ્ રાજચંદ્રને ગાંધીજી વારંવાર મળતા અને એમને તન્મયતાથી સાંભળતા હતા. શ્રીમદ્ રાજચંદ્રના ચિત્તની સરળતાનો અને એમના ગૂઢ જ્ઞાનની પ્રભાવકતાનો એમને પરિચય થયો. આ સમયે ગાંધીજીએ જોયું કે શ્રીમદ્ રાજચંદ્ર જીવનકર્તવ્ય બજાવવા માટે વેપાર ખેડતા, હીરામોતીની પરખ કરતા, વેપારમાં આવતી સમસ્યાઓ (૧૫) જૈનદર્શન અને ગાંધી વિચારધારા ઉકેલતા, પરંતુ ગાંધીજીને સ્પષ્ટ લાગ્યું કે એમનો વિષય અથવા તો એમનો પુરુષાર્થ આત્મઓળખ-હરિદર્શનનો હતો. એમણે જોયું કે શ્રીમની પેઢી પર બીજી કોઈ વસ્તુ હોય કે ન હોય, પરંતુ કોઈક ને કોઈક ધર્મપુસ્તક અને રોજનીશી હોય જ. વેપારની વાત પૂરી થાય કે તરત એ ધર્મપુસ્તકનો અભ્યાસ કરવા લાગે અથવા તો નોંધપોથીમાં તાત્ત્વિક વિચારો લખવા લાગે. આ જોઈને ગાંધીજી નોંધે છે, “જે મનુષ્ય લાખોના સોદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગૂઢ વાતો લખવા બેસી જાય, તેની જાત વેપારીની નહીં પણ શુદ્ધ જ્ઞાનીની છે.” (‘સત્યના પ્રયોગો' : પૃષ્ઠ ૮૪) આ સમયે ગાંધીજી નોંધે છે કે તેમને ધર્મવાર્તામાં વિશેષ રસ નહોતો, પરંતુ રાયચંદભાઈની ધર્મવાર્તામાં એમને રસ પડતો હતો. ગાંધીજીએ વેપાર કરતા શ્રીમના જીવનમાં ધર્મ જોયો. તેમણે લખ્યું છે કે, “ધાર્મિક મનુષ્યનો ધર્મ તેના પ્રત્યેક કાર્યમાં જણાવવો જ જોઈએ.” શ્રીમદ્ અને ગાંધીજી બંનેના જીવનના તમામ કાર્યોમાં આવું દર્શન થાય છે. બીજી એક વાત એ પણ નોંધે છે કે, “શ્રીમદ્ ધાર્મિક હોવાથી એમને કોઈ છેતરી જાય તેવું નહોતું. માત્ર તેરમા વર્ષે કુટુંબની કપરી આર્થિક પરિસ્થિતિને કારણે શ્રીમદ્દે દુકાનની જવાબદારી સંભાળવી પડી અને પિતાને મદદરૂપ થવું પડ્યું, પરંતુ શ્રીમદ્ વેપારમાં સામી વ્યક્તિ ચાલાકી કરે તો તેને તરત પારખી લેતા અને કહેતા પણ ખરા કે જેને શુદ્ધ જ્ઞાન છે તેને છેતરવો અશક્ય છે.” મહાત્મા ગાંધીજીના જીવન પર દષ્ટિપાત કરીએ તો તેઓ નોંધે છે કે, “મારા જીવન ૫૨ શ્રી રાયચંદભાઈનો એવો સ્થાયી પ્રભાવ પડ્યો કે, હું એનું વર્ણન કરી શકતો નથી. હું કેટલાંય વર્ષોથી ભારતમાં ધાર્મિક પુરુષની શોધમાં છું, પરંતુ એમના જેવા ધાર્મિક પુરુષ હિંદમાં હજુ સુધી મેં જોયા નથી. યુરોપના (૧૬) Page #9 -------------------------------------------------------------------------- ________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા તત્ત્વજ્ઞાનીઓમાં હું ટોલ્સટોયને પ્રથમ શ્રેણીના અને રસ્કિનને બીજી શ્રેણીના વિદ્વાન સમજું છું, પરંતુ રાજચંદ્રભાઈનો અનુભવ એ બંનેથી ચઢેલો હતો.” ગાંધીજીના જીવનનો વિચાર કરીએ તો શ્રીમ સાથેનો મેળાપ ૧૮૫૧ માં થયો. રસ્કિનના વિચારો ૧૯૦૪ માં વાંચ્યા અને ૧૯૧૦ માં ટોલ્સટોય સાથે પત્રવ્યવહાર થયો. આ રીતે જોઈએ તો ૧૮૯૧ થી ૧૯૦૪ સુધીના ગાંધીજીવન પર માત્ર શ્રીમદ્ રાજચંદ્રજીનો પ્રભાવ જોવા મળશે. ઈ.સ. ૧૯૦૪ ના ઓક્ટોબરમાં ગાંધીજી જોહાનિસબર્ગથી ડરબન જતા હતા ત્યારે હેનરી પોલાક નામના સદ્દગૃહસ્થ ગાંધીજીને જહોન રસ્કિનનું “અન ટુ ધિસ લાસ્ટ” પુસ્તક આપ્યું, જે ગાંધીજીએ ટ્રેઈનમાં વાંચ્યું અને તેમાંની વિચારસરણીમાંથી સર્વોદયની ભાવનાનો ઉદય થયો. ૧૯૧૦ માં ટોલ્સટોય સાથે પત્રવ્યવહાર થયો. ગાંધીજીએ એમને ત્રણ પત્રો લખ્યા અને થોડા જ સમયમાં ૧૯૧૦ ના નવેમ્બર માસમાં તો ટોલ્સટોય અવસાન પામ્યા. આમ, ગાંધીજીને શ્રીમદ્ રાજચંદ્રનો પ્રત્યક્ષ પરિચય થયો અને એમનો સાદંત પ્રભાવ રહ્યો. ગાંધીજીના જીવનનું પ્રેરકબળ અધ્યાત્મ છે અને એ આધ્યાત્મિકતાના ઉઘાડમાં ગાંધીજીની ધર્મશ્રદ્ધા દેઢ કરાવનાર શ્રીમદ્ રાજચંદ્ર છે. ગાંધીજીએ લખ્યું છે કે, “આધ્યાત્મિક ભીડ’ વખતે તેઓ શ્રીમનો આશરો” લેતા હતા. ગાંધીજીના જીવનની આ આધ્યાત્મિક ભીડ જોઈએ. ૧૮૯૩ ના ઑક્ટોબરમાં દક્ષિણ આફ્રિકામાં ભરાયેલા વેલિંગ્ટન કન્વેન્શનમાં મહાત્મા ગાંધીજીને મિ. બેકર લઈ ગયા અને એમનો આશય એવો હતો કે સંમેલનમાં થનારી જાગૃતિ, ત્યાં આવનારા લોકોનો ધાર્મિક ઉત્સાહ અને તેની નિખાલસતાની ગાંધીજીના હૃદય પર એવી ઊંડી છાપ પડશે કે તેઓ ખ્રિસ્તી થયા વિના નહીં રહે. ત્રણ દિવસ આ સંમેલન ચાલ્યું, પણ ગાંધીજી - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) ખ્રિસ્તી ધર્મ તરફ વળ્યા નહીં. બીજી બાજુ ગાંધીજીને દક્ષિણ આફ્રિકા બોલાવનાર અબદુલ્લા શેખ તેમને ઈસ્લામનો અભ્યાસ કરવા માટે લલચાવતા હતા અને ઈસ્લામ ધર્મની ખૂબીઓની ગાંધીજી આગળ ચર્ચા કરતા હતા. ગાંધીજીએ કુરાનનો અંગ્રેજી અનુવાદ વાંચવાનું શરૂ કર્યું હતું. વોશિંગ્ટન અરવિંગે લખેલું હજરત મહંમદનું ચરિત્ર અને કાર્બાઈલની મહંમદસ્તુતિ વાંચ્યું હતું અને બીજા ઈસ્લામિક પુસ્તકો પણ મેળવ્યા. ‘જરથુષ્ટ્રના વચનો’ પુસ્તક વાંચી પારસી ધર્મનો પણ અભ્યાસ કરતા હતા. વળી ખ્રિસ્તી ધર્મ વિશે ગાંધીજીનો વિલાયતના ખ્રિસ્તી મિત્રો સાથે પત્રવ્યવહાર ચાલતો હતો. એમાં પણ એડવર્ડ મેટલેન્ડ સાથે આ પત્રવ્યવહાર ઘણા વખત સુધી ચાલ્યો. આ સમયે હિંદુ ધર્મની ત્રુટિઓ ગાંધીજી સમક્ષ તરવરતી હતી, પરંતુ આ સમયે ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રને કેટલાક પ્રશ્નો પૂછ્યા. ડરબનમાં રહેલા ગાંધીજીએ આત્મા એટલે શું? ઈશ્વર એટલે શું અને તે જગતકર્તા છે? મોક્ષ એટલે શું? અને મોક્ષપ્રાપ્તિ મળશે કે નહીં તે ચોક્કસ રીતે આ દેહમાં જાણી શકાય છે? આર્યધર્મ એટલે શું ? ભગવદ્ ગીતા એટલે શું ? ખ્રિસ્તી ધર્મ, બાઈબલ, જૂનો કરાર, વિશ્વની છેવટની સ્થિતિ, કૃષ્ણ અવતાર અને રામ અવતાર, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ વિશે પ્રશ્નો પૂછડ્યા. બીજા પત્રમાં ગાંધીજીની આત્મવિચાર કરવાની ઇચ્છાનો શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રત્યુત્તર પાઠવ્યો છે અને ત્રીજા પત્રમાં આર્ય આચારવિચાર વિશે લખ્યું છે. આ પત્રોમાં વિવિધ ધર્મો વિશે વિચારતા અને ધર્મના મર્મ અંગે તીવ્ર મથામણ અનુભવતા મહાત્મા ગાંધીજીને શ્રીમદે પ્રજ્ઞા અને અનુભવજ્ઞાનથી ઉત્તર આપ્યા છે. ગાંધીજી પોતાની શંકાઓ એમની સમક્ષ મૂકતા. બીજા ધર્મશાસ્ત્રીઓ સાથે પણ પત્રવ્યવહાર ચલાવતા પરંતુ રાયચંદભાઈના પત્રથી એમને કંઈક (૧૮) (૧૦) Page #10 -------------------------------------------------------------------------- ________________ (જૈનદર્શન અને ગાંધી વિચારધારા શાંતિ થઈ. રાયચંદભાઈએ એમને બૈર્ય રાખવા અને હિંદુ ધર્મનો ઊંડો અભ્યાસ કરવા ભલામણ કરી. સર્વપ્રથમ ‘ભગવદ્ ગીતા’ વાંચવા આપી, જે સમય જતાં ગાંધીજીને માટે આત્માનું ઔષધ બની રહે છે. આ ઉપરાંત, ‘પંચીકરણ', મણિરત્નમાળા’, ‘યોગવશિષ્ઠનું મુમુક્ષુ પ્રકરણ', હરિભદ્ર-સૂરિનું ‘પડ્રદર્શનસમુચ્ચય' જેવા ગ્રંથો આપ્યા અને તે ગાંધીજીએ વાંચ્યા પણ હતા. ગાંધીજીએ શ્રીમદૂના ‘વચનામૃત” અને “મોક્ષમાળા' એ ગ્રંથોનું અધ્યયન કર્યું હતું. આ વાંચનને પરિણામે નિષ્પક્ષપાતપણે વિચારતા ગાંધીજીને પ્રતીતિ થઈ કે હિંદુ ધર્મમાં જે સૂક્ષ્મ અને ગૂઢ વિચારો છે, આત્માનું નિરીક્ષણ છે, દયા છે તેવું બીજા ધર્મોમાં નથી. આમ, ગાંધીજીનો હિંદુ ધર્મ પ્રત્યેનો આદર વધ્યો. એની ખૂબી સમજવા લાગ્યા. ગાંધીજીએ નોંધ્યું છે કે, “હિંદુ ધર્મમાં શંકા પેદા થઈ તેના નિવારણમાં મદદ કરનાર રાચયંદભાઈ છે.” શ્રીમદે ગાંધીજીને લગભગ ૨૦૦ પત્રો લખ્યાની નોંધ મળે છે. ગાંધીજીએ એમના એક પ્રવચનમાં આનો ઉલ્લેખ કર્યો છે. જો એ પત્રો મળે તો અનેક આધ્યાત્મિક, વ્યવહારિક અને મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ મળી રહે. એક સવાલ એવો જાગે કે ગાંધીજીના મનનું સમાધાન ન થયું હોત તો શું થાત ? હિંદુસ્તાનને સત્યાગ્રહ અને સ્વરાજયનું દર્શન કોણ કરાવત ? ગાંધીજીએ લખ્યું છે કે, “એમની તોલે આવે એવો એક પણ આત્મજ્ઞાની પુરુષ એમના જોવામાં આવ્યો નથી. તેઓ એમના કાળના ઉત્તમોત્તમ ભારતીય હતા. Iconsider him to have been ‘Best Indian of his time,” ગાંધીજીએ કહ્યું કે શ્રીમદ્ રાજચંદ્રનું જીવવું એ જ મહાન સેવા ગણાય. મારા પર એમના ઘણા ઉપકાર છે. ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રજીના ગ્રંથો વાંચ્યા હતા અને શ્રીમદ્રના - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) દેહવિલય પછી તેઓએ એક પ્રવચનમાં કહ્યું હતું, “તેઓના પુસ્તકો મેં વાંચ્યા છે અને તેણે મને સર્વોત્કૃષ્ટ શાંતિ આપી છે. જેને આત્મ-ક્લેશ ટાળવો છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે તેને શ્રીમદ્દના લખાણોમાંથી બહુ મળી રહેશે એવો મને વિશ્વાસ છે પછી ભલે તે હિન્દુ હોય કે અન્ય ધર્મી હો.” (પરિચય પ્રભાવ: પૃ. ૩૬) શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી વચ્ચે દયાધર્મની ચર્ચા ચાલતી રહેતી. એક વાર એવું પણ બન્યું કે બંનેએ લાંબી વિચારણાને અંતે સ્વીકાર્યું કે ચામડા વિના ચલાવી શકાય નહીં. ખેતી જેવા ઉદ્યોગ તો ચાલવા જ જોઈએ, પરંતુ એય સાચું કે અનિવાર્ય હોય તો જ ચામડાનો ઉપયોગ કરવો જોઈએ. આ અંગે શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી વચ્ચે બનેલા માર્મિક પ્રસંગનું ગાંધીજીએ આલેખન કરતાં લખ્યું, “હું તો મૂળથી જ જરા કકરો રહ્યો. મેં પૂછ્યું કે તમારા માથે રહેલી ટોપીમાં શું છે? એ પોતે (શ્રીમદ્ રાજચંદ્ર) તો આત્મચિંતનમાં લીન રહેનારા હતા. પોતે શું પહેરે છે, શું ઓઢે છે એના વિચાર કરવા બેસતા નહીં. માથે ટોપીમાં ચામડું છે એ તેમણે જોયું નહિ. પણ મેં બતાવ્યું કે તરત ટોપીમાંથી ચામડું તોડી કાઢ્યું. મને કંઈ એમ નથી લાગતું કે મારી દલીલ એટલી સજજડ હતી કે તેમને સોંસરી ઊતરી ગઈ. તેમણે તો દલીલ જ કરી નહીં. તેમણે વિચાર્યું કે આનો હેતુ સારો છે. મારી ઉપર પૂજયભાવ રાખે છે, તેની સાથે ચર્ચા શું કામ કરું? તેમણે તો તરત ચામડું ઉતારી નાખ્યું; ને ફરી પાછું કદી ચામડું માથે પહેર્યું નહીં હોય એમ માનું છું.” ગાંધીજી કહે છે કે દયાધર્મનું સરસ માપ શ્રીમદ્ રાજચંદ્રએ એમને આપ્યું હતું, અને એ ધર્મનું તેમની પાસેથી કૂંડા ભરીને પાન કર્યું હતું. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે ત્યાં જોહાનિસબર્ગથી ૨૧ માઈલ (૨૦) (૧૯) Page #11 -------------------------------------------------------------------------- ________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા દૂર ટૉલ્સટૉય ફાર્મમાં સાપનો ઘણો ઉપદ્રવ હતો. બાળવયથી જ ગાંધીજીના અજ્ઞાત મનમાં સાપનો ડર પેસી ગયો હતો. ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રને પૂછ્યું કે, “સાપ કરડવા આવે તો તેને કરડવા દેવો કે મારી નાખવો ?” ત્યારે શ્રીમદ્ રાજચંદ્રએ કહ્યું, “સાપ કરડવા દેવો એમ બરાબર નથી, પણ સાથોસાથ આત્મહિત ઇચ્છનારે દેહના રક્ષણાર્થે સાપને મારવો યોગ્ય ગણાય ખરો ? માત્ર અનાર્ય વૃત્તિ હોય તો જ મારવાનો ઉપદેશ અપાય.” આ રીતે ગાંધીજી શ્રીમદ્રને અધ્યાત્મથી માંડીને સામાન્ય જીવનના પ્રશ્નો પૂછતા હતા અને એમની પાસેથી સંતોષકારક ઉત્તર મેળવતા હતા. ગાંધીજીના બ્રહ્મચર્ય વિશેના વિચારોને પ્રારંભે શ્રીમદ્ રાજચંદ્રનો પ્રભાવ જોવા મળે છે. સ્વસ્ત્રી પ્રત્યે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું એ એમને દક્ષિણ આફ્રિકામાં સ્પષ્ટ સમજાયું અને એની પાછળ શ્રીમદ્ રાજચંદ્રની અસરનું પ્રાધાન્ય હોવાનું ગાંધીજીએ નોંધ્યું છે. ગાંધીજીએ નોંધ્યું કે, “આ પુરુષે ધાર્મિક બાબતમાં મારું હૃદય જીતી લીધું... કવિના સિદ્ધાંતનો મૂળ પાયો નિઃસંદેહ “અહિંસા” હતો. કવિની અહિંસાના ક્ષેત્રમાં ઝીણામાં ઝીણા જંતુથી માંડીને આખી મનુષ્યજાતિનો સમાવેશ થાય છે.” ૧૯૨૫ ની માર્ચમાં ‘યંગ ઈન્ડિયા' નામના પોતાના સામયિકમાં ગાંધીજી નોંધે છે, “એમનો અનેકાંતવાદ એ બે સિદ્ધાંતના આધારે રચાયો છે અને તે બે સિદ્ધાંત છે સત્ય અને અહિંસા.” પોતે કઈ રીતે આ અનેકાંતવાદના સિદ્ધાંતથી પ્રભાવિત થયા તે વિશે તેઓ આમાં લખે છે કે, હું એમ માનતો હતો કે મારો જ વિચાર સાચો છે અને મારા પ્રામાણિક ટીકાકારનો વિચાર ખોટો છે. હવે હું સમજો કે અમે બંને પોતપોતાના વિચારની (૨૧) - જૈનદર્શન અને ગાંધી વિચારધારા અંદર બરાબર છીએ. આના પરિણામે મારા ટીકાકારો કે વિરોધીઓ પર આરોપ મૂકતો અટકી ગયો. આનાથી હું શીખ્યો કે મુસ્લિમની વાત એના દૃષ્ટિકોણથી અને શીખોની વાત એના દૃષ્ટિકોણથી જોવી જોઈએ.” જૈન ધર્મમાં ઉપવાસનું વિશેષ મહત્ત્વ છે – એ જ પ્રકારના ઉપવાસ એ ગાંધીજીનું અમોઘ શસ્ત્ર હતું. શ્રીમદ્ભી તપશ્ચર્યામાં એમણે ચૈતન્યની આરાધના જોઈ હતી. આપણા આત્મામાં બિરાજતા ચૈતન્યને જોઈને સિંહ જેવા સમર્થ બનીએ એ જ જીવનની સાર્થકતા છે એમ કહ્યું હતું. આ ઉપવાસનો હેતુ આત્મદોષથી મુક્ત થઈને આત્મશુદ્ધિનો છે. એવી આત્મશુદ્ધિ કે જેનાથી વ્યક્તિનું જીવન અહિંસક બને અને એ મોક્ષપ્રાપ્તિ સુધી પહોંચે. જૈન વિચારધારાને દર્શાવતો એક માર્મિક પ્રસંગ ગાંધીજીના જીવનમાં જોવા મળ્યો. ગાંધીજી દક્ષિણ આફ્રિકાના ફિનિક્સમાં હતા ત્યારે એક વિદ્યાર્થીને સ્ટેશને જતાં એક શિલિંગ મળ્યો, આશ્રમના શિક્ષિકા પૈવતબહેન અને વિદ્યાર્થીઓએ નક્કી કર્યું કે શિલિંગના ભજીયા મંગાવીને વહેંચી ખાવા. બધાંય ભજીયા ખાય એટલે કોઈ ફરિયાદ કરે નહીં અને ગાંધીજી પાસે વાત પહોંચે નહીં. એક દિવસ આ વાત ગાંધીજી પાસે પહોંચી ગઈ. ગાંધીજીએ દૈવતબહેન અને અન્ય સાથે ચર્ચાઓ કરી. છેલ્લે પુત્ર દેવદાસને બોલાવ્યા અને ખૂબ ગુસ્સામાં આવીને દેવદાસને તમાચા માર્યા. “દીકરા થઈને બાપને આટલું બધું છેતરી શકાય છે તે જાણી ગાંધીજીનું અંતર કપાઈ ગયું. એ પછી તેઓ જોહાનિસબર્ગ ગયા. એ દિવસે જમ્યા નહીં પણ કહ્યું કે હું આવતીકાલે જમીશ. દસ દિવસ બાદ ગાંધીજીએ ફરી સાત દિવસ ઉપવાસ કર્યા. આ ઉપવાસ સમયે રોજ સાંજે બાપુની હૃદયદ્રાવક વાણી સાંભળવા મળી. ફિનિક્સના આ સાતેય દિવસ દરમ્યાન “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે’ એ ભજન ગવાતું. મણિલાલ કાકા ઑર્ગન ઉપર મૃદુલ (૨૨) Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા સ્વરોએ એ વગાડતા અને ગંભીર અવાજે એ ગવડાવતા. એની પ્રત્યેક કડી પર મહાત્મા ગાંધીજી પ્રવચન આપતા. આ પ્રવચનોમાં શ્રીમના વચનોનો પડઘો ઝિલાયો છે. ગાંધીજીએ કહ્યું, “આ ઉપવાસ હું કોઈને સજા કરવા માટે નહીં, પણ મારી કચાશ દૂર કરવા માટે જ કરું છું. આપણા ઋષિમુનિઓનું તપ એવું હતું કે એમની પાસે વાઘ અને ગાય બંને ગેલ કરે. આપણે એવા ન થઈએ, ત્યાં સુધી મોક્ષ નથી મળવાનો. આપણે મજલો દૂર છીએ. ત્યાં પહોંચતા પહોંચતા તો આપણા અનેક જન્મ વીતી જાય !” જૈન દર્શને અપરિગ્રહનો આદર્શ આપ્યો. ભગવાન મહાવીરે કહ્યું કે તમારી પાસે જરૂર ન હોય તેવી દાંત ખોતરવાની સળી પણ ન હોવી જોઈએ. એ અપરિગ્રહના વિચારનો મહાત્મા ગાંધીજીએ સમાજ ઉપર અને છેવટે આખા યુગ પર વ્યાપક ઉપયોગ કર્યો. એમણે ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત આપ્યો. જૈન પ્રણાલીની વાત કરીએ તો ગાંધીજીએ છેલ્લા૩૬ વર્ષ રાત્રિભોજનનો ત્યાગ કર્યો હતો. (‘શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી’, લે. નેમચંદ એમ. ગાલા, પૃ. ૬૦) તેઓ પાણી પણ ઉકાળેલું પીતા. જૈનદર્શનના બાહ્ય તપમાં વૃત્તિસંક્ષેપ એટલે કે ઓછી વાનગીઓથી ચલાવવું તે છે. ગાંધીજી જમતી વખતે માત્ર પાંચ જ વાનગીઓ લેતા હતા. આ પાંચ વાનગીઓમાં મીઠું પણ આવી જતું. એ દૃષ્ટિએ જોઈએ તો જૈન ધર્મની અત્યંત મહત્ત્વની એવી અહિંસા, સત્ય, અપરિગ્રહ, અનેકાંત, ક્ષમા, બ્રહ્મચર્ય, શાકાહાર, અભય જેવી ભાવનાઓ ગાંધીજીના જીવનમાં આચરણરૂપે પ્રગટ થઈ છે અને તેમાં શ્રીમદ્જી સાથેના મેળાપનું મહત્ત્વનું યોગદાન છે. (૨૩) જૈનદર્શન અને ગાંધી વિચારધારા બે સૂર્ય : શ્રીમદ્ રાજચંદ્ર - મહાત્મા ગાંધી - ડૉ. ધનવંત શાહ (જૈન ધર્મના અભ્યાસુ ધનવંતભાઈ શાહ પ્રબુદ્ધ જીવનના તંત્રી અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી છે. તેમણે ત્રણ નાટકો લખ્યા છે અને તેમના પાંચ પુસ્તકો પ્રગટ થયા છે.) આ કાર્તિકી પૂર્ણિમા, વિક્રમ સંવત ૨૦૭૨ ના પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રની ૧૪૮ મી જન્મતિથિ. (જન્મ વિ.સં. ૧૯૨૪) આ નિમિત્તે પૂજ્યશ્રી વિશે વિશેષ સ્વાધ્યાય કરવાની ભાવના થઈ. વાંચ્યું, સાંભળ્યું. યુ ટ્યુબ ઉપર શ્રીમદ્ રાજચંદ્ર શ્રેણીમાં એક નાટક ‘અત્ર અને તત્ર તું સર્વત્ર’ જોયું. નાટક પૂર્વે કે પછી એના દિગ્દર્શકે ઉચ્ચારણ કર્યું કે “આ નાટક તૈયાર કરવાનો આશય શ્રીમના જીવનપ્રસંગોને ઉજાગર કરવાનો છે. શ્રીમદ્ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ તરીકે પણ ઓળખાય છે.” વિશેષમાં આ નાટકની ઉદ્ઘોષિકા જિજ્ઞેષ પટેલે (TV9) પણ એવું કહ્યું કે, ‘શ્રીમદ્ રાજચંદ્રને ગાંધીજી પણ ગુરુ માનતા હતા.’ આ પ્રકારનું કથન મેં કેટલાક પુસ્તકોમાં વાંચ્યું છે અને કેટલાક શ્રીમદ્ભા ભક્તોની મુખેથી પણ સાંભળ્યું છે, એટલે આ કથનનો પ્રચાર બહોળો છે. શ્રીમદ્દ્ની મહત્તા અને મહાનતા દર્શાવવા આ કથનનો ઉપયોગ થાય છે. જ્ઞાનીપુરુષ મહાન આત્મા શ્રીમદ્ની મહત્તા દર્શાવવા શું આવા અવલંબનની જરૂર ખરી ? પૂ. શ્રીમદ્ એક સૂર્ય છે. પૂ. ગાંધીજી એક સૂર્ય છે. (૨૪) Page #13 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા બન્નેને નિજનિજનું અલૌકિક તેજ છે. શ્રીમો જન્મ સન ૧૮૬૭ માં (વિ.સં. ૧૯૨૪) અને ગાંધીજીનો જન્મ સન ૧૮૬૯ માં એટલે શ્રીમદ્ ગાંધીજીથી પોણા બે વર્ષ મોટા. બન્ને સૌરાષ્ટ્રના ફરજંદ. બન્નેમાં જાણે ૧૮ મી સદીનું સમગ્ર તેજ પ્રવેશ્યું. બન્ને મહાનતાના ઊંચા શિખરે બિરાજમાન, બન્નેના જીવનમાં સાગરનું અમાપ ઊંડાણ અને આકાશનો અનંત વ્યાપ. બન્ને કરુણાસાગર. બન્ને ગૃહસ્થાશ્રમી પણ જીવન વૈરાગી ઋષિતુલ્ય. ગાંધીજી જેવું દીર્ઘ આયુષ્ય જો શ્રીમદ્ન પ્રાપ્ત થયું હોત તો ભારતનો આધ્યાત્મિક ઈતિહાસ કંઈ જુદી રીતે લખાયો હોત. ગાંધીજી ઈંગ્લેન્ડથી બેરિસ્ટર થઈને ભારતમાં આવ્યા. ૧૮૯૧ માં (વિ.સં. ૧૯૪૭), ત્યારે વિ.સં. ૧૯૪૭ ના જેઠ માસમાં ૨૨ વર્ષના આ ગાંધીજીનો મેળાપ ૨૪ વર્ષના ઝવેરાતનો વેપાર કરતા શ્રીમદ્ સાથે શ્રીમા કાકાજી સસરા પ્રાણજીવનભાઈએ કરાવ્યો. આ મુલાકાતે એક ઈતિહાસ સર્જ્યો. આ સાલ વિક્રમ સંવત ૧૯૪૭. આ સાલમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિના આનંદમાં પૂજ્ય શ્રીમદ્જી ‘ધન્ય રે દિવસ...’ પદમાં લખે છે ઃ “ઓગણીસસે ને સુડતાલીસે, સમકિત શુદ્ધ પ્રકાશ્યું રે; શ્રુત અનુભવ વધતી દશા, નિજ સ્વરૂપ અવભાસ્યું રે. ધન્ય રે દિવસ આ અહો.” આ જ સાલ વિક્રમ સંવત ૧૯૪૭ ના કારતક સુદ ૧૪ ના શ્રી સોભાગચંદભાઈને શ્રીમદ્ લખે છે : (૨૫) જૈનદર્શન અને ગાંધી વિચારધારા “આત્મજ્ઞાન પામ્યો હતો એ તો નિઃસંશય છે. ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે.” ગાંધીજી અને શ્રીમદ્દ્ની મુલાકાતો વધતી ગઈ. ગાંધીજી આફ્રિકા ગયા, ત્યાંથી શ્રીમદ્ સાથે પત્રવ્યવહાર કરી માર્ગદર્શન મેળવતા રહ્યા. પૂ. ગાંધીજીની આત્મકથામાંથી કેટલાક અંશો અહીં જોઈએ, જે શ્રીમદ્ અને ગાંધીજીના સંબંધે અને ગાંધીજી ઉપર શ્રીમદ્નો કેવો પ્રભાવ હતો તે ઉજાગર કરે છે. “શ્રીમદ્ ભોજનમાં જે મળે તેથી સંતુષ્ટ રહેતા. પહેરવેશ સાદો પહેરતા. આખું અંગરખું, ખેસ, ગરમ સૂતરો, ફેંટો અને ધોતી. તેમની ચાલ ધીમી હતી અને જોના૨ પણ સમજી શકે કે ચાલતા પણ આત્મવિચારમાં મગ્ન છે. આંખમાં ચમત્કાર હતો. અત્યંત તેજસ્વિતા-વિહ્વળતા જરાયે ન હતી.... મારા જીવન પર શ્રી રાજચંદ્રભાઈનો એવો સ્થાયી પ્રભાવ પડ્યો કે, હું એનું વર્ણન કરી શકતો નથી. હું કેટલાય વર્ષોથી ભારતમાં ધાર્મિક પુરુષની શોધમાં છું, પરંતુ એમના જેવા ધાર્મિક પુરુષ હિંદમાં હજુ સુધી મેં જોયા નથી. યુરોપના તત્ત્વજ્ઞાનીઓમાં હું ટૉલ્સટોયને પ્રથમ શ્રેણીના અને રસ્કિનને બીજી શ્રેણીના વિદ્વાન સમજું છું, પરંતુ રાજચંદ્રભાઈનો અનુભવ એ બંનેથી ચઢેલો હતો.’ ગાંધીજી બેરિસ્ટર હતા એટલે બુદ્ધિશાળી હતા, અને વિવિધ ધર્મના એમના અભ્યાસથી એઓ તીવ્ર મથામણ અનુભવતા હતા, તે ત્યાં સુધી કે ધર્મ પરિવર્તનની ઇચ્છા એમનામાં જાગૃત થઈ હતી. આવા મંથનકાળમાં શ્રીમદે એમની સાથે આત્મા, ઈશ્વર, મોક્ષ, ધર્મ, પુનર્જન્મ વિશે પત્રચર્ચા કરી ગાંધીજીને ધર્મપરિવર્તન કરતા અટકાવ્યા હતા. ગાંધીજીએ પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ માં શ્રીમદ્દ્ના પોતાના જીવન ઉપરના પ્રભાવને સ્વીકાર્યો છે તે ત્યાં સુધી કે, ગાંધીજીએ લખ્યું છે : (૨૬) Page #14 -------------------------------------------------------------------------- ________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા “મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે. પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રીના જીવનમાંથી છે.” આ પ્રભાવ વિશે વિશેષમાં ગાંધીજી લખે છે : ... જે મનુષ્ય લાખોના સોદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગૂઢ વાતો લખવા બેસી જાય, તેની જાત વેપારીની નહિ પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમનો આવી જાતનો અનુભવ મને એક વેળા નહિ, પણ અનેક વેળા થયેલો.” શ્રીમદ્જી વિશે પોતે કેટલા શ્રદ્ધાવાન હતા તે જણાવતા ગાંધીજી લખે “ઘણાં ધર્માચાર્યોને મળવાનો મેં પ્રયત્ન કર્યો છે, પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈએ પાડી તે બીજા કોઈ નથી પાડી શક્યા. તેમના ઘણા વચનો મને સોંસરા ઊતરી જતા... તેમની બુદ્ધિને વિશે મને માન હતું. તેમની પ્રમાણિકતા વિશે પણ તેટલું જ હતું ને તેથી હું જાણતો હતો કે, તેઓ મને ઈરાદાપૂર્વક આડે રસ્તે નહિ દોરે ને પોતાના મનમાં હશે એવું જ કહેશે. આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમનો આશ્રય લેતો.” સ્પષ્ટ છે કે સત્યના આગ્રહી, સત્ય જ જેનો જીવનમંત્ર છે એવા ગાંધીજીએ પોતાની આત્મકથામાં ક્યાય શ્રીમનો પોતાના ગુરુ તરીકે ઉલ્લેખ કર્યો નથી. ગાંધીજીના અન્ય સ્થળે છપાયેલા લેખોમાં કે વાર્તાલાપમાં પણ આ ઉલ્લેખ નથી. શ્રીમદ્જી માત્ર એમના આધ્યાત્મિક માર્ગદર્શક હતા. આધ્યાત્મિક ગુરુ નહીં, માત્ર આધ્યાત્મિક પથદર્શક. આ બેઉ વિભૂતિઓનું આ ધરતી પર અવતરણ એ જ માનવજાત માટે અપૂર્વ અવસર અને સ્વના આત્માને પામવાની સિદ્ધિની વિરલ યાત્રા. આ દ્રય ઋતંભરા પ્રજ્ઞાના સ્વામી હતા. ગાંધીજીએ શ્રીમદ્ના ભાઈ મનસુખભાઈ પાસેથી આગમ અને ઉપનિષદ જેવું આત્મસિદ્ધિ મહાકાવ્ય મેળવ્યું હતું અને પ્રાર્થનામાં આ કાવ્ય (૨૦) - જૈનદર્શન અને ગાંધી વિચારધારા - તેમજ અપૂર્વ અવસર ના પદોનું ગાંધીજી ગાન કરતા હતા. કહેવાય છે કે ગાંધીજી-શ્રીમદ્ વચ્ચે બહોળો પત્રવ્યવહાર થયો હતો. એની સંખ્યા લગભગ ૨૦૦ ની છે પણ એ સચવાયા નથી. એમાંથી ત્રણ જ પત્રો સચવાયા છે. સચવાયેલા પત્રના ૨૭ સવાલ અને એના શ્રીમદે આપેલા જવાબની એક નાની પુસ્તિકા શ્રીમના અગાસ આશ્રમે પ્રગટ કરી છે. ત્રણ પત્રો : (૧) શનિવાર આસો વદ-૬ વિ.સં. ૧૯૫૦ (ઓક્ટોબર ૨૦, ૧૮૯૪) (૨) વિ.સં. ૧૯૫૧ ફાગણ વદ-૫ (૧૮૯૫) (૩) વિ.સં. ૧૯૫૨, આસો સુદ-૩ પુસ્તિકાના ૨૭ પ્રશ્નો અને ઉત્તરો અમૂલ્ય છે, તત્ત્વસભર છે. આ પ્રશ્નો અને એમાં આપેલા ઉત્તરો વિશે વિશેષ ભાષ્ય થવું જરૂરી છે. આ મંથનમાંથી અમૂલ્ય નવનીત સાંપડશે. શ્રીમચિંતનના જે અભ્યાસી મહાનુભાવો આ પરિશ્રમિક પરિશિલન કરશે તો એ શ્રુત તપ ગણાશે, અને અધ્યાત્મજગતને માટે એ ઉપકારી બની રહેશે. ગાંધીજીએ શ્રીમદ્ પોતાના ગુરુ - અધ્યાત્મ ગુરુ માન્યા હતા એ અસત્યની ગતિ હવે અટકવી જોઈએ, અને એ માટે વિશેષ જવાબદારી પૂ, શ્રીમદ્જીના અગ્રણી ભક્તજનોની છે. આ સત્યની ઉપાસના છે. સ્વયં પ્રકાશિત સ્વયં સૂર્યને કોઈ કોઈના તેજ કે અવલંબનની જરૂર નથી. (સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન સેન્ટર, મુંબઈ અને જૈન વિશ્વકોશ તેમજ ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના સંયુક્ત ઉપક્રમે તા. ૨૩-૨૪ ઓક્ટોબરના ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે યોજાયેલ જ્ઞાનસત્રમાં પ્રસ્તુત થયેલ લેખ, અંશતઃ ફેરફાર સાથે.) (૨૮) Page #15 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા જૈન ધર્મ અને મહાત્મા ગાંધીજીના અહિંસા વિચાર - ડૉ. પૂર્ણિમા એસ. મહેતા (જૈન ધર્મના અભ્યાસુ પૂર્ણિમાબહેન ગુજરાત વિધાપીઠ સંચાલિત આંતરરાષ્ટ્રીય જૈન અધ્યયન વિધા કેન્દ્રના ઈન્ચાર્જ છે અને અવારનવાર જૈન સત્રોમાં શોધપત્રો પ્રસ્તુત કરે છે.) વિશ્વની તમામ સંસ્કૃતિઓએ એક યા અન્ય રીતે અહિંસાનો સિદ્ધાંત સ્વીકાર્યો છે. પ્રમાણ અને વ્યવહાર ઓછાવત્તા અંશના હોય એ શક્ય છે કારણ કે કોઈપણ સમાજરચનાનું મહત્ત્વનું પાસું છે સહઅસ્તિત્વની ભાવના ! સહઅસ્તિત્વ વગર સમાજનું માળખું સુદૃઢ થતું નથી. સહઅસ્તિત્વ એ જ સમાજ છે. ભારતીય ધર્મોમાં ઋષિ-મુનિ, તીર્થંકરો-ધર્મોપદેશકો, સાધકોનું પ્રદાન અને સંચાલન અત્યંત મહત્ત્વનું હોવાથી અહિંસાનો સિદ્ધાંત સુદૃઢપણે અપનાવાયો છે. એમાંયે જૈન ધર્મ ત્યાગપ્રધાન અને સમગ્ર જીવસૃષ્ટિના તમામ નાના મોટા જીવો પ્રત્યે મૈત્રીભાવની વાત કરે છે. અન્ય જીવને પણ જીવવાનો એટલો જ હક છે - અધિકાર છે, જેટલો એક જીવને છે. આ પાયાની વિચારણાના લીધે અહિંસાનો સિદ્ધાંત વધુને વધુ સ્વીકાર્ય બન્યો. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી અને એમની પરંપરાના પ્રાચીન આચાર્યોએ અનેક રીતે અહિંસાની વ્યાખ્યા, વિવેચના તથા સમજણ સ્પષ્ટ કરી છે. જીવનના તમામ ક્ષેત્રોમાં, તમામ પાસાઓમાં અહિંસાની ઉપયોગિતા જ નહીં, પણ અનિવાર્યતાને ઉપદેશી છે. જૈન ધર્મની આ વિચારધારાની અસર ભારતીય ધર્મોની પરંપરામાં પણ થઈ ! ખાસ કરીને બ્રાહ્મણ પરંપરાના વિદ્વાન આચાર્યો, જેઓ જૈન ધર્મ તરફ (૨૯) જૈનદર્શન અને ગાંધી વિચારધારા વળ્યા. જૈન ધર્મને જીવનશૈલી તરીકે અપનાવ્યો. આ બધાના લીધે જૈન ધર્મની અહિંસા સર્વગ્રાહી બની ગઈ. અહિંસાને અનેક રીતે જોવામાં આવી છે. જૈન ધર્મનો પાયો અહિંસાના સિદ્ધાંત પર રચાયેલો છે. અહિંસાને મૂળભૂત ધર્મ તરીકે સ્વીકારીને જીવનની તમામ વ્યવસ્થાઓ જૈન ધર્મની વિચારધારા ગોઠવે છે. જીવનના તમામ ક્ષેત્રોમાં તમામ રીતે અહિંસક આચરણ, અહિંસક વાણી વ્યવહાર અને અહિંસક વિચારધારા કે મનોવૃત્તિને જૈનધર્મના આચાર્યોએ અનિવાર્ય અને આવશ્યક માની છે. તત્ત્વાર્થસૂત્રમાં ઉમાસ્વાતિજી આચાર્ય ‘પ્રમત્તયોનાત્ પ્રાળયપરોપળ હિંસા’ કહીને હિંસાને પ્રમાદથી કરાતા પ્રાણવધના રૂપે નિરૂપી છે. પ્રમાદની વ્યાખ્યા અત્યંત વિશાળ પણ છે, સાથે સાથે સૂક્ષ્મ પણ છે. શારીરિક આળસથી માંડીને માનસિક લાપરવાહી કે મૂર્છિત-બેહોશીની અવસ્થાને પ્રમાદમાં સાંકળી છે. તમામ અકાર્યોના મૂળ તરીકે હિંસાને જોવાઈ છે. હિંસાને માત્ર મનુષ્ય કે પશુવધ સુધી સીમિત ન રાખતા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ ઉપરાંત સૂક્ષ્મ જીવજંતુને પણ પીડા પહોંચાડવી એને પણ હિંસા ગણી છે. આચારાંગ સૂત્રથી માંડીને અનેક આગમોમાં હિંસાથી નિવૃત્ત થવાનો, હિંસાથી દૂર રહેવાનો ઉપદેશ અપાયો છે. વૈદિક પરંપરાએ જ્યાં પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુને દેવતા માનીને એની પૂજા કરવાની વાત કરી છે ત્યારે જૈન વિચારધારા એ તમામમાં જીવત્વ માનીને ‘પ્રત્યેક જીવને જીવવાનો અધિકાર છે. પોતાના પ્રાણને સુરક્ષિત રાખવાનો હક છે. એ અધિકાર ઝૂંટવી ના શકાય ! એ જીવનો મૂળભૂત અધિકાર છે' આવી ઉદ્ઘોષણા કરી. વૈશ્વિક સ્તરે જૈન ધર્મની ‘પ્રાણીમાત્રને જીવવાના અધિકાર’ ની વાત બહુ મહત્ત્વની બની જાય છે. અન્યના અધિકારોનું જતન એ અહિંસાનો જ પ્રકાર છે. (૩૦) Page #16 -------------------------------------------------------------------------- ________________ (જૈનદર્શન અને ગાંધી વિચારધારા જૈન આચાર્યોનું ચિંતન આ હિંસાને વધુ સૂક્ષ્મ સ્તરે લઈ જાય છે. મન, વચન અને કાયા દ્વારા કરવું નહીં, કરાવવું નહીં, અને કરનારને સંમતિ આપવી નહીં. આમ નવ પ્રકારે હિંસા નહીં કરવાની વાત કરી છે. સૂયગડાંગ સૂત્ર’ ના પહેલા શ્રુતસ્કંધના પહેલા અધ્યયન તથા પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે કે ‘હિંસા કરનાર અને કરાવનાર વ્યક્તિ વૈરની પરંપરાને વધારે છે.” ‘તત્ત્વાર્થસૂત્રઉપરની સર્વાર્થસિદ્ધિ ટીકામાં કહેવાયું છે કે મનમાં રાગઆસક્તિ પેદા થવી એ હિંસા છે. (૭/૨૨,૩૬૩) હિંસાને ચાર વિભાગમાં વહેંચીને સંકલ્પી, ઉદ્યોગી, આરંભી અને વિરોધી આમ ચાર પ્રકાર બતાવ્યા છે. અકારણ મારવાની વૃત્તિથી થતી હિંસાને સંકલ્પી હિંસા કહી છે. જયારે ગૃહકાર્ય-ભોજન વગેરેની હિંસા આરંભી હિંસા છે. અર્થોપાર્જન નિમિત્તે થતી હિંસાને ઉદ્યોગી હિંસા ગણી છે તથા પોતાના આશ્રિતો, પોતાની જાત અને પોતાના દેશ વગેરેના રક્ષણ-સંરક્ષણ માટે થતી હિંસાને વિરોધી સંજ્ઞા તરીકે વ્યાખ્યાયિત કરી છે - આ ચાર હિંસામાં સહુથી વધારે ખતરનાક હિંસા સંકલ્પી, માનસિક હિંસા છે. માનસિક હિંસામાં ડૂબેલો માણસ સતત આર્તધ્યાન સ્ટ્રેસડિપ્રેશનમાં જ રહે છે અને આગળ જતા રૌદ્રધ્યાનમાં ડૂબીને પોતાનો તથા અન્યનો સર્વનાશ નોંતરે છે. ‘પોતાના મનમાં, આત્મામાં શુદ્ધ ભાવોના પ્રગટીકરણ વગર અહિંસાનો આવિર્ભાવ સંભવ નથી' આ વાત ‘પરમાત્મ પ્રકાશ' ગ્રંથમાં (ટીકા૨૬૮) કહી છે. ‘જ્ઞાનાર્ણવ' ગ્રંથના આઠમાં અધ્યાયના ૩૨ માં શ્લોકમાં આચાર્ય શુભચંદ્ર અહિંસાને જગતની માતા કહે છે. ‘હિંસેવ ગન્માતા (૩૧). ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) આચાર્ય અમિતગતિ કૃત શ્રાવકાચારમાં “એક જીવની રક્ષાની તુલના પર્વતો સાથે સોને મઢેલી પૃથ્વીના દાન કરતા પણ વધુ શ્રેયસ્કર ગણી છે.' (૧૧/૫). ભાવપાહુડ (ટીકા-૧૩૪/૨૮૩) માં અહિંસાને ‘સર્વાર્થદાયિની ચિંતામણિ રત્ન' ની ઉપમા આપી છે. - એક જીવાત્માના બીજા જીવાત્મા સાથેના વ્યવહારમાં અહિંસા, અનેકાંત અને અપરિગ્રહના આદર્શો જોડવાનું કાર્ય કરે છે. ખાસ કરીને સુગ્રથિત માનવસમાજ માટે અહિંસાનું યોગદાન અપ્રતિમ રહ્યું છે. ગાંધીજી ભલે વૈષ્ણવ પરંપરામાં આસ્થા ધરાવતા સમૃદ્ધ પરિવારમાં જન્મ્યા હતા પણ પોરબંદર જેવા અનેક ધાર્મિક પરંપરાઓથી સમૃદ્ધ બનેલા શહેરમાં (જન્મ, શિક્ષણ અને ઉછેર થવાના લીધે) જૈન સાધુઓનો ઉપદેશ સીધી કે આડકતરી રીતે દરેક પરંપરાને પ્રભાવિત કરતો રહ્યો હશે. ગાંધીજીએ પોતાના પિતાને મળવા આવનારા સાધુસંતોમાં જૈન સાધુઓનો નિર્દેશ પણ કર્યો છે. રોમાં રોલાંડ (Romaine Roland) (1866-1944) એ ‘મહાત્મા ગાંધી’ પુસ્તકમાં લખ્યું છે કે : His Parents were follower of the jain school of Hinduism, which regards Ahimsa the doctrine of non-injury to any form of life, as one of its basic Principle. This was the doctrine that Gandhi was to Proclaim victoriously throughout the world (page-3) જો કે મોટા ભાગના ગાંધી કથા કે ચરિત્રોના આલેખકો ગાંધીજી વૈષ્ણવ પરંપરાના હતા એવો ઉલ્લેખ કરે છે. (૩૨) Page #17 -------------------------------------------------------------------------- ________________ (જૈનદર્શન અને ગાંધી વિચારધારા ‘શાંતિદૂત ગાંધી' નામના પુસ્તકમાં લેખિકા મનોરમા જફા જણાવે છે કે “એકવાર મોહને (ગાંધીએ) જોયું કે મારા પગ ઉપર વીંછી ચઢી રહ્યો છે. એણે જોરથી બૂમ પાડી, ‘વીંછી’.' માએ પોતાના હોઠ ઉપર આંગળી રાખીને મોહનને ચૂપ રહેવાનો ઈશારો કર્યો અને પોતાના પગને ઝાટક્યો, જેથી વીંછી જતો રહે. મોહને આશ્ચર્યથી માને પૂછ્યું કે, “એણે વીંછીને માર્યો કેમ નહીં?’ માએ કહ્યું, “એને પણ જીવવા દેવો જોઈએ !” - ગાંધીજીની માતાને ચોક્કસપણે જૈન સાધુઓના સત્સંગ અને સંપર્કમાં આવવાનું થયું હશે માટે વિલાયત જવા તૈયાર થયેલા મોહનદાસને માતા પૂતળીબાઈ બેચરદાસ નામના જૈન સાધુ પાસે લઈ જાય છે અને વિલાયતમાં માંસાહાર, શરાબ વગેરે નહીં કરવાની પ્રતિજ્ઞા લેવડાવે છે. અહિંસાની અસરના એંધાણ આ ઘટનાથી વરતાવા માંડે છે. નાનપણના ગાંધીજીના અજ્ઞાત મનમાં રહેલા અંધકારનો ડર કાઢવામાં એમની રંભા નામની કામવાળીએ ઈશ્વર સ્મરણ, ભગવાનનું નામ લેવાના જે સંસ્કારો આપ્યા એનાથી અભયનો ભાવ પ્રગટ્યો... વિકસ્યો... આ અભય અહિંસાનું જ એક પાસું છે. અભય વગર અહિંસા આવિર્ભત નથી થતી અને અહિંસા વગર અભય ટકતો નથી ! આ સંસ્કારના મૂળમાં અહિંસા અને જીવદયાનો ભાવ વ્યાપેલો છે. આ રીતે નાનપણથી જ ગાંધીજીમાં અહિંસાના બીજોનું વાવેતર થતું રહ્યું. જૈન ધર્મ અને દર્શન ત્યાગપ્રધાન પરંપરાના અગ્રણી છે. સમગ્ર જૈન ધર્મનો પાયો ત્યાગ-વૈરાગ્ય અને અલિપ્તતાના સિદ્ધાંતો ઉપર મજબૂત બન્યો છે. જૈન ધર્મની અહિંસા તીર્થકર ભગવંતો અને આચાર્ય ભગવંતોથી પ્રેરિત હોવાથી વધુને વધુ સૂક્ષ્મ બનતી ચાલી... જયારે ગાંધીજીની અહિંસા ભાવાત્મક રૂપે સૂક્ષ્મમાં પરિણમી પણ સ્કૂલ અને વ્યવહારની ભૂમિકાએ જુદા પાસાઓમાં ઉજાગર થઈ! (૩૩) ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) ગાંધીજી કદાચ અહિંસાના સિદ્ધાંતને સર્વગ્રાહી રીતે મૂલવતા રહ્યા હતા અને સમયે સમયે આવશ્યકતા પ્રમાણે એના રૂપ-સ્વરૂપના બદલાવને સ્વીકારતા રહ્યા. ગાંધીજી પ્રયોગ કરીને પરિણામ મેળવવામાં પાવરધા હતા. પ્રયોગમાં વૈવિધ્ય, નાવીન્ય અને પારદર્શિતા આવવાના લીધે ગાંધીજીએ અપનાવેલી અહિંસા સમગ્ર વિશ્વ માટે આવશ્યક નહીં પણ અનિવાર્ય હતી. એટલું જ નહીં, ગાંધીજી અસહકાર અને સત્યાગ્રહ જેવા વલણ સાથે પણ અહિંસાને વળગી રહ્યા ! સામાન્ય રીતે આ સ્થિતિ અસમંજસભરી હોય છે. ગાંધીજી ઉપર જૈન ધર્મની સીધી અસરનો તબક્કો એમના શ્રીમદ્ રાજચંદ્ર સાથેના પત્રવ્યવહારથી પ્રારંભાય છે. ગાંધીના અનેક પ્રશ્નોના જવાબો શ્રીમદે આપ્યા છે. એમના પત્રવ્યવહાર આ વાતનો સાક્ષી છે. ૨૭ જેટલા પત્રોમાં અનેકવાર જુદા-જુદા પ્રશ્નોના સંદર્ભમાં અહિંસાની વાત પણ કરાઈ . (Shrimad Rajchandra's Reply to Gandhiji's Questions : Shrimad Rajchandra Ashram : AGAS) માર્ક શેપર્ડ (Mark Shepard) ના મુજબ ગાંધીજીએ અહિંસાને આજ પહેલા ક્યારેય ન પહોંચેલી ઊંચાઈ પર પહોંચાડી હતી. (Mahatma Gandhi and his Myths : Shepard Publications, Los angeles, 2002) જયારે કૃષ્ણા કૃપલાની જણાવે છે કે માનવ ઈતિહાસમાં ગાંધી પહેલી વ્યક્તિ છે કે જેમણે અહિંસાના સિદ્ધાંતને વ્યક્તિગત સ્તરથી સમાજ અને રાજકરણના સ્તર સુધી પહોંચાડી ! (M.K. Gandhi, Autobiographical Reflections. The Continuum publishing Co. New York. 1990) ગાંધીજીના સમકાલીન ગાંધીવાદી વિચારકો કિશોરલાલ મશરૂવાલા તથા કેદારનાથજી વગેરના અહિંસા વિષેના ચિંતન અને વિચારણામાં અહિંસાના અનેક પાસાઓ મૂલવવામાં આવ્યા છે, જે ગાંધી-વિચારધારાનું પ્રતિનિધિત્વ કરે છે. (38) Page #18 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા ગાંધીજી સત્યને પ્રધાનતા આપતા હોવાથી અહિંસાને સત્યપ્રાપ્તિના સાધન તરીકે સ્વીકારે છે. શાંતિસેનાની વાત કરતી વખતે પણ ‘શાંતિસૈનિકમાં અહિંસાને વિષે જીવતી જાગતી શ્રદ્ધા હોવી જોઈએ અને ઈશ્વરને વિષે અવિચળ શ્રદ્ધા ન હોય તો અહિંસાને વિષે એવી શ્રદ્ધા હોવી અશક્ય છે. અહિંસક માણસ ઈશ્વરની શક્તિ અને કૃપા વિના કશું કરી શકતો નથી. તેના સિવાય તેનામાં ક્રોધ વિના, ભય વિના અને સામો ઘા કર્યા વિના મરવાની હિંમત નહીં આવે. ઈશ્વર ભૂતમાત્રના હ્રદયમાં વસે છે અને ઈશ્વરના સાન્નિધ્યમાં ભયને માટે અવકાશ જ નથી.’ (મારા સ્વપ્નનું ભારત-અગિયારમું પુનર્મુદ્રણ – નવજીવન, અમદાવાદ પેજ : ૨૭૮) અહિંસાને ઈશ્વર તત્ત્વ સાથે જોડનારા ગાંધીજીની ઈશ્વરપરાયણતા સુવિદિત છે. અહિંસા વિષે એમનો સુદૃઢવિશ્વાસ એમના નીચેના કથનમાં રણકે છેઃ “એ વાત સાચી છે કે હું હંમેશાં કેવળ શુદ્ધ અહિંસાની સાધનાનો જ ઉપયોગ કરું છું. મારો પ્રયત્ન કદાચ સફળ જાય. એમ બને તો એનું કારણ અહિંસાશાસ્ત્રનું મારું અજ્ઞાન હશે. એ સિદ્ધાંત વિષેની મારી શ્રદ્ધા દિનપ્રતિદિન વધતી જાય છે પણ એમ બને કે હું એ સિદ્ધાંતનું વિવરણ કરવાને અપાત્ર હોઉં.” (મારા સ્વપ્નનું ભારત – પેજ: ૨૦) સમાજજીવનમાં અહિંસાની અનિવાર્યતા અંગે તેઓ કહે છે કે “મેં હંમેશાં માન્યું છે કે હિંસા વાટે નાનામાં નાના અને નીચલામાં નીચલા સુધીનાને સામાજિક ન્યાય આપવાનું અશક્ય છે. મેં વધુ એમ પણ માન્યું છે કે સૌથી નીચલા થરના લોકોને પણ અહિંસા વાટે યોગ્ય તાલીમ આપવામાં આવે તો તેમના દુઃખો અને અન્યાયોની દાદ મેળવવી શક્ય છે. એ (૩૫) જૈનદર્શન અને ગાંધી વિચારધારા માર્ગ અહિંસક અસહકારનો છે.” (મારા સ્વપ્નનું ભારત-ગાંધીજી પેજ : ૨૧) સામાજિક સમરસતા માટે પણ અહિંસા જ સાધનરૂપ બનશે એવો ગાંધીજીનો વિશ્વાસ નીચેના વિધાનમાં પ્રગટ થાય છે ઃ “જો (સુધારો) એને અહિંસક માર્ગે કરાવવો હોય તો માલદાર તેમજ મુફલિસ બેઉની કેળવણીથી જ એ સાધી શકાય. માલદારોને અભયદાન મળવું જોઈએ કે તેમની સામે કદી હિંસા આચરવામાં નહીં આવે. મુફલિસોને પણ સમજ મળવી જોઈએ કે એમની મરજી વિરુદ્ધ કશું કામ કરવાની એમને ફરજ પાડવાનો કોઈને પણ હક નથી, અને અહિંસા એટલે કે મરજિયાત કષ્ટ સહન કરવાની કળા શીખવાથી તેઓ પોતાની મુક્તિ સાધી શકે છે. હેતુ-સિદ્ધિ કરવી હોય તો મેં કહી તેવી કેળવણી અત્યારે જ શરૂ કર્યે છૂટકો. પ્રારંભિક પગલા તરીકે એકબીજા પ્રત્યે આદર અને વિશ્વાસનું વાતાવરણ જમાવવું જોઈએ. ઉપલા વર્ગો અને આમપ્રજા વચ્ચે હિંસક વિગ્રહ હોઈ શકે નહીં.” (મારા સ્વપ્નનું ભારત - પેજ : ૨૨) અહિંસાની ઓળખ આપતા ગાંધીજી લખે છે : “જે ઋષિઓએ અહિંસાનો કાયદો શોધ્યો તે ન્યૂટન કરતાં વધારે બુદ્ધિશાળી હતા. તેઓ પોતે વેલિંગ્ટન કરતા મહાન યોદ્ધા હતા. શસ્ત્રોનો ઉપયોગ તેઓ જાણતા હતા એટલે તેની નિરુપયોગિતા તેમણે જોઈ લીધી અને થાકેલી દુનિયાને શીખવ્યું કે તેની મુક્તિ હિંસામાં નહીં પણ અહિંસામાં રહેલી છે. સક્રિય અહિંસા એટલે જ્ઞાનપૂર્વક સહન કરવું તે. તેનો અર્થ દુષ્ટ માણસની મરજીને ચૂપચાપ તાબે થવું એવો નથી; પણ જાલિમની ઇચ્છાનો પોતાની તમામ આત્મશક્તિથી મુકાબલો કરવો એવો છે.’” (મારા સ્વપ્રનું ભારત-પેજ : ૭૪) અહિંસાને અનેક રીતે ગાંધીજીએ વિવેચી છે, “અહિંસા વ્યાપક વસ્તુ છે. હિંસાની હોળીની વચ્ચે સપડાયેલા આપણે (૩૬) Page #19 -------------------------------------------------------------------------- ________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) સાધનો અને સુરક્ષિત જીવનપ્રણાલી તથા વ્યવસ્થાના લીધે માણસ પ્રાણીઓના ડરથી દૂર નીકળી ગયો... પણ માણસથી ડરે છે, આશંક્તિ અને આતંકિત રહે છે એનું શું? એનો ઉપાય છે અભય ! અને અભયનો માર્ગ છે અહિંસાનો ! સમય બદલાય છે, સંદર્ભો બદલાય છે, બધું બદલાશે પણ સંઘર્ષો ઓછા કરવાનો રસ્તો તો અહિંસાનો જ રહેશે, એ ક્યારેય નહીં બદલાય ! એ અહિંસા પછી ધર્મોની બતાવેલી હોય કે ગાંધીજી જેવા યુગપુરુષના પ્રયોગોમાંથી જન્મેલી હોય ! અહિંસા પરમોધર્મ' છેલ્લે એક પ્રાર્થનાઃ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા પામર પ્રાણી છીએ. ‘જીવ જીવની ઉપર જીવે છે', એ ખોટું વાક્ય નથી. મનુષ્ય એક ક્ષણ પણ બાહ્ય હિંસા વિના નથી જીવી શકતો. ખાતા પીતા, ઉઠતા, બધી ક્રિયાઓમાં, ઇચ્છા અનિચ્છાએ કંઈક હિંસા તે કર્યા જ કરે છે. તે હિંસામાંથી નીકળવાનો તેનો મહાપ્રયાસ હોય, તેની ભાવનામાં કેવળ અનુકંપા હોય, તે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુનો પણ નાશ ન ઇચ્છે અને યથાશક્તિ તેને બચાવવાનો પ્રયાસ કરે, તો તે અહિંસાનો પૂજારી છે. તેની પ્રવૃત્તિમાં નિરંતર સંયમની વૃદ્ધિ હશે, તેનામાં નિરંતર કરુણા વધતી હશે. પણ કોઈ દેહધારી બાહ્ય હિંસાથી સર્વથા મુક્ત નહીં થઈ શકે. વળી અહિંસાના પડમાં જ અદ્વૈતભાવના રહેલી છે અને જો પ્રાણીમાત્રનો અભેદ હોય તો એકના પાપની અસર બીજાની ઉપર થાય છે; તેથી પણ મનુષ્ય હિંસાથી કેવળ અસ્પષ્ટ નથી રહી શકતો. સમાજમાં રહેલો મનુષ્ય સમાજની હિંસામાં અનિચ્છાએ પણ ભાગીદાર બને છે. જયારે બે પ્રજાઓ વચ્ચે યુદ્ધ થાય ત્યારે અહિંસાને માનનાર વ્યક્તિનો ધર્મ તે યુદ્ધને અટકાવવાનો છે.” | (મથુરદાસ ત્રિકમજી કૃત ગાંધીજીની સંક્ષિપ્ત આત્મકથા પેજ : ૧૮૦) ઉપસંહાર વર્તમાન સંદર્ભમાં અહિંસા,પછી એને જૈન ધર્મના ઉપદેશ તરીકે જોઈએ કે મહાત્મા ગાંધીના સાધનશુદ્ધિના પ્રકાર રૂપે જોઈએ, અહિંસાની આવશ્યકતા જ અનિવાર્ય બની જાય છે. મનને હિંસાથી બચાવવાથી જ બાહરી હિંસાને ઓછી કરી શકાશે. માણસના મનને અહિંસક બનાવવું પડશે. અન્ય ધર્મ આદર, પરમત સહિષ્ણુતા, વિરોધી વિચારોનું સમન્વયન, જુદી-જુદી માન્યતા કે સંસ્કારો વચ્ચે સામંજસ્ય - આ બધાનું ધ્યાન રાખીને જ સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકાશે. અહિંસાને વ્યવહારમાં વણ્યા સિવાય ભયની ગ્રંથિઓ દૂર નહીં થાય! (૩૦) ‘ક્ષેમ કુશળ હો, સહુ જીવોનું સર્વત્ર સમુચિત વૃષ્ટિ હો સ્વસ્થ રહે સહુ તનથી, મનથી સુંદર સઘળી સૃષ્ટિ હો આદર કરીએ એકબીજાના મન વાણીને વર્તનનો આ જ સંદેશો સદાકાળથી ગૂંજી રહ્યો પરિવર્તનનો !' (૩૮) Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા વિનોબાજીના ચિંતનમાં જૈન ધર્મની વિશેષતા - ડૉ. ગીતા મહેતા (ડૉ. ગીતાબહેન કે.જે. સોમૈયા સેન્ટર ફોર સ્ટડીઝ ઈન જૈનીઝમના પ્રોફેસર છે. તેમણે ‘સમણસુત્તમ' ના અનુવાદ અને સંપાદનનું કાર્ય કર્યું છે. અભ્યાસપૂર્ણ શોધપત્રો રજૂ કરે છે.) પ્રસ્તાવના : ગાંધીજીના શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક સાન્નિધ્યમાં ઉછરેલા વિનોબા માટે સર્વધર્મ-સમભાવની જ સમજણ ઘટે. તે મુજબ તેમણે સાહિત્ય રચના કરી, દરેક ધર્મના ઈશ્વર માટે વપરાતા નામોને સમાવીને નામમાળાની રચના કરી. જે આજે શાળાઓમાં અને ઘરોમાં પ્રાર્થના તરીકે ગવાય છે. નામમાળાની બીજી જ કડીમાં જૈન અને બૌદ્ધ ધર્મને સાંકળી લેવામાં આવ્યા છે. ‘સિદ્ધ બુદ્ધ તેં સ્કંદ વિનાયક સવિતા પાવક તૂં.' શક્ય એટલા ધર્મ-પુસ્તકોનો સાર કાઢી લોકો સમક્ષ મૂક્યો. કુરાન-સાર, ખ્રિસ્તી-સાર, ધમ્મપદ, જપૂજી, ભાગવત્ ધર્મ સાર, નામ-ઘોષ સાર, ઋગ્વેદ સાર - આ બધા ધર્મ-પુસ્તકોને તેની મૂળ ભાષામાં વાંચી સર્વધર્મ સમન્વયની દૃષ્ટિએ એમણે તે તે પુસ્તકોનો સાર સમાજ સમક્ષ મૂક્યો. હિંદુધર્મનું સારરૂપ પુસ્તક ગીતા છે જ. સમણસુત્તમ્નું સંકલન : વિનોબાજીને એક વાતનો વસવસો હતો કે જૈન આટલો પ્રાચીન ધર્મ હોવા છતાં એનો કોઈ એક ધર્મગ્રંથ નથી. વિદ્વત્વર્ય જિનેન્દ્ર વર્ણીજીને આ વાત ઠીક લાગી અને એમણે ‘જિન-ધર્મ-સાર’ પુસ્તક તૈયાર કરી વિનોબાજીને બતાવ્યું, જૈન ધર્મના તથા અન્ય વિદ્વાનોને મોકલી આપ્યું. એના પર કેટલાક સુધારા-વધારા સૂચવવામાં આવ્યા. તેથી ચર્ચા માટે એક સંગીતિ બેસાડવાનો (૩૯) જૈનદર્શન અને ગાંધી વિચારધારા વિનોબાજીએ આગ્રહ રાખ્યો અને તીર્થંકર મહાવીરના ૨૫૦૦ વર્ષના સંદર્ભમાં એક સંગીતિ બેઠી અને સમણસુત્ત્તનું સંકલન થયું. સંગીતિમાં મુનિ, આચાર્ય, અન્ય વિદ્વાન અને શ્રાવક વગેરે ગણીને કુલ ૩૦૦ વ્યક્તિ એકત્ર થયા હતા. સાત દિવસ આ સંગીતિ ચાલી અને હજાર વર્ષમાં નહોતું થયું એટલું મહાન કાર્ય પાર પડ્યું. સમણસુત્તમાં ૭૫૬ ગાથાઓ છે, ૭ નો અંક જૈનોને બહુ જ પ્રિય છે. ૭ x ૧૦૮ મળીને ૭પ૬ ગાથાઓ મળે છે. સમણસુત્ત ગ્રંથમાં જૈનધર્મ-દર્શનની સારભૂત વાતોનું સંક્ષેપમાં ક્રમપૂર્વક સંકલન થયું છે. એમાં ચાર ખંડ છે અને ૪૪ પ્રકરણ છે. ગાથાઓનું ચયન પ્રાયઃ પ્રાચીન મૂળ ગ્રંથોમાંથી કરાયું છે. તેથી ‘સમણસુત્ત’ પણ ‘આગમ-વત્’ સ્વતઃ પ્રમાણ છે. મૂળરૂપે જૈન-સિદ્ધાંતનો, આચાર-પ્રણાલીનો, જીવનની ક્રમિક વિકાસ-પ્રક્રિયાનો પરિચય કરાવવા માટેનો પૂર્વસંમત પ્રાતિનિધિક ગ્રંથ છે. આ ગ્રંથની ગાથાઓનો અનુવાદ ગુજરાતી, મરાઠી, હિંદી, અંગ્રેજી, સંસ્કૃત, કન્નડ વગેરે ઘણી ભાષાઓમાં થયો છે, પરંતુ એનો પ્રચાર અપેક્ષા પ્રમાણે જેટલો થવો જોઈએ એટલો ન થયો. તેથી મને વિચાર આવ્યો કે આ ગ્રંથની ગાથાઓનો અન્વય કરી, એક એક શબ્દોને છૂટા કરી એનો અર્થ સમજાવી, એના પર ઉપલબ્ધ વિવેચન સાધકો અને વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવા જોઈએ. સોમૈયા જૈન સેંટરમાં વિદ્યાર્થીઓને શીખવાડતાં એનો પ્રતિભાવ સારો આવ્યા પછી આ રીતનું પુસ્તક તૈયાર કરવાનું બીડું ઝડપ્યું અને Saman - Suttam; A Comprehensive study ના હિંદી અને અંગ્રેજી વિવેચનો સાથે બે ખંડ તૈયાર થઈ ગયા છે. ત્રીજો અને ચોથો તૈયાર થઈ રહ્યો છે. આશા છે કે જૈન સમુદાય આ ગ્રંથોનું અધ્યયન કરી તત્ત્વોનું ઊંડું ચિંતન કરશે. (૪૦) Page #21 -------------------------------------------------------------------------- ________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) અહિંસાની સાથે સત્ય જોડાયું છે અને અહિંસા જેટલો જ સત્યનો મહિમા જૈન આગમોએ બતાવ્યો છે. જો સત્ય નહીં રહે તો અહિંસાની રક્ષા પણ ન થાય. (એજન પૃ. ૨૭૪) તપ અને અહિંસા અન્ય ધર્મોમાં પણ છે. ઉપનિષમાં ઉલ્લેખ છે – તો વાનં ૩માર્નવં હિંસા સત્યવન” -તપ અને અહિંસા મહાવીરના જીવનમાં વિશેષ રૂપે પ્રગટ થયાં, પરંતુ એમની વિશેષતા છે – મધ્યસ્થ દૃષ્ટિ ! મધ્યસ્થ, સત્યાગ્રહી દૃષ્ટિ, અનેકાંતવાદઃ મહાવીર સ્વામીના જીવનમાં મધ્યસ્થ દૃષ્ટિ ઠેર ઠેર પ્રકટ થાય છે. જેવી જેની શ્રદ્ધા – એ પ્રમાણે એ ગ્રંથોનો ઉપયોગ કરી આત્માનું નિર્લિપ્ત સ્વરૂપ તેઓ સમજાવતા. તેથી હિંદુસ્તાનમાં જૈન વિચાર ફેલાયો અને આજ સુધી ટકી રહ્યો. વિનોબાજીની સર્વગ્રાહી દૃષ્ટિ: વિનોબાજી મહાન તત્ત્વચિંતક, અભ્યાસ અને સંશોધક હતા. એમણે યુવાનીમાં જૈન સાહિત્ય વાંચવાનું કામ પૂર્ણ કર્યું. એને માટે અર્ધમાગધી પણ શીખી. આચારાંગ સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, સમયસાર, કુંદકુંદાચાર્યના ગ્રંથો પણ વાંચ્યા. શ્રીમદ્ રાજચંદ્રના પુસ્તક પણ જોયાં. એમાનું ‘અપૂર્વ અવસર' એમને હૃદય સોંસરવું ઉતરી ગયું. (વિનોબા સાહિત્ય, ખંડ ૭, વર્ધા : પરંધામ પ્રકાશન, પવનાર ૧૯૯૫, પૃ. ૨૮૧) જૈન શબ્દનો અર્થ સમજાવતા તેઓ કહે છે, “જૈન” એટલે જીતવાવાળો.' જે દુનિયાને જીતવા માગે છે તે એટલા નમ્ર હોય છે કે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ રાખવા માંગતા નથી, બધામાં હળીમળીને રહે છે. જૈન ધર્મના મુખ્ય ત્રણ સિદ્ધાંત છે – અહિંસા, અનેકાંત અને અપરિગ્રહ. અહિંસા અહિંસાનો સિદ્ધાંત ઘણો વ્યાપક અને ઊંડો છે. એનો કમ સે કમ અર્થ માંસાહાર-મુક્તિ. જૈનોએ તેનું ઉત્તમ પાલન કર્યું છે. મનુષ્યની માનવતા બીજા પ્રાણીઓની રક્ષા કરવામાં છે અને આપણા આહાર બનાવવા એ ખોટું છે – આ વિચાર જૈન ધર્મની મોટી દેણ છે. સામુદાયિક માંસાહાર -નિવૃત્તિનું સર્વાધિક શ્રેય જૈનોને ફાળે જાય છે. માંસાહાર-મુક્તિની આવશ્યકતા યુનોએ પણ માન્ય કરી છે. યુનોએ કહ્યું છે કે જો આખી દુનિયાને અનાજ પહોંચાડવું હશે તો માંસાહાર છોડવો પડશે. જૈનોએ વ્યક્તિગત અહિંસાનું પાલન કર્યું, પરંતુ ગાંધીજીની અહિંસામાંથી જે શક્તિ પેદા થઈ તે અહીં ન થઈ કારણ જૈનોએ અહિંસાને સાંપ્રદાયિક બનાવી સંકુચિત અર્થ કર્યો. ખેતીમાં જો હિંસા છે તો ખેતીથી થતી ઉપજનો વ્યાપાર કરવો એ હિંસાનું અનુમોદન થયું. (૪૧). જૈન ધર્મને પંથ બનાવવાની વૃત્તિ હશે તો સંકુચિત દાયરામાં રહી જશે અન્યથા એક પરિશુદ્ધ વિચારની દૃષ્ટિએ એનો પ્રચાર આખી દુનિયામાં થશે. (એજન પૃ. ૨૮૨) વિચાર-પ્રચારની બે પદ્ધતિઓ છે – આલંબન અને નિરાલંબન, બુદ્ધ અહિંસાના પ્રચાર માટે યજ્ઞબલિદાન નિષેધનું આલંબન લીધું. મહાવીરે કોઈ આલંબન ન લેતાં શુદ્ધ અહિંસા ઉપદેશ આપતા રહ્યા અને નિરંતર તપ કરતા રહ્યા. મહાવીરની ભૂમિકા ઘણી ઊંચી છે. મહાવીરની કરુણા નિર્ગુણ હતી. તેઓ અહિંસાનો મૂળભૂત વિચાર માધ્યસ્થ દૃષ્ટિ રાખીને સમજાવતા. મહાવીરની વિશેષતા એ હતી કે કોઈના પણ હૃદયમાં ધક્કો માર્યા વગર કુશળતાથી પ્રવેશ કરતા. દીવાલથી પ્રવેશ કરવાની કોશિશ કરીશું તો ભટકાશું. તેથી દરવાજાથી પ્રવેશ કરવો. પ્રત્યેકમાં જે ગુણ છે તે દરવાજો છે અને દોષ છે તે દીવાલ છે. મહાવીર પાસે આવનાર દરેક મનુષ્ય માટે અનુકૂળ (૪૨) Page #22 -------------------------------------------------------------------------- ________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) વિચાર કયો છે એનું ધ્યાન રાખતા. તેથી ચર્ચા માટે આવેલ દરેક વ્યક્તિ એમ માનતા કે અમારા વિચારોનું મંડન થયું. આ ‘બેસિક ફીલોસોફી’ મળી ગઈ, પછી વિચારની બીજી બાજુ પણ હોઈ શકે. આ એમનો અહિંસા દૃષ્ટિકોણ હતો. સત્ય આ બાજુએ કંઈક અંશે છે તો બીજી બાજુએ પણ છે. વચ્ચે પૂર્ણ સત્ય છે આ એમની દૃષ્ટિ હતી. પાછળથી વિદ્વાનોએ એને નામ આપ્યું - સાવાદ. | વિનોબાજી આ વિચારને ‘અધિ-સિદ્ધાંત' અથવા ‘ભી-વાદ' કહે છે, સંક્ષિપ્તમાં એને સત્યાગ્રહી દષ્ટિ કહે છે. ગાંધીજીએ સત્યાગ્રહ શબ્દ ઘણા પ્રયોગો, અન્વેષણો પછી આપ્યો, તો સત્યાગ્રહનો દુરુપયોગ જોતાં વિનોબાજીએ સત્યાગ્રહી દૃષ્ટિ અપનાવવાની શિખામણ આપીએમણે કહ્યું છે - “હું તો મહાવીરનો દાસાનુદાસ છું. મને એમનું સ્મરણ નિત્ય નિરંતર રહે છે. મારા પર ગીતાની જેટલી ઊંડી અસર છે તેથી અધિક મહાવીરની મારા ચિત્ત પર અસર છે. મહાવીરે આજ્ઞા આપી કે સત્યાગ્રહી બનો તે મને પૂર્ણ માન્ય છે. (એજન પૃ. ૨૭૬) અહિંસાનું મૂળ પકડવું હશે તો આ મધ્યસ્થ દૃષ્ટિ, સમત્વ દૃષ્ટિ હોવી જોઈએ અને અનેકાંતવાદ આ વાદ નથી, ઓળખ છે, દૃષ્ટિ છે. સત્ય ગ્રહણ કરવું હોય તો વચ્ચેનું પૂર્ણ સત્ય પકડવું જોઈએ. દરેક દૃષ્ટિકોણને મહત્ત્વ આપવું જોઈએ. જૈનોએ પ્રહાર નથી કર્યો, ઉપહાર આપ્યો છે, જૈનોની પદ્ધતિ ઉપહારની છે, પ્રેમથી ચર્ચા કરવાની છે. આજે સર્વધર્મ સમભાવ એક નવો શબ્દ લોકોને મળ્યો છે, પરંતુ જેને મહાવીર તત્ત્વ-સિદ્ધાંતનો પરિચય છે તેમને માટે આ નવી વાત નથી. મહાવીર સર્વધર્મ સમન્વયાચાર્ય છે. એક એક દષ્ટિ એમણે જુદા જુદા પંથના રૂપે લોકો - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) સમક્ષ નયની દૃષ્ટિએ પ્રસ્તુત કરી છે, પરંતુ પૂર્ણ સત્ય આ સર્વ સત્યનો અંશ ગ્રહણ કરવાથી જ મળે છે, આ વિચારમાં અહિંસા સહજપણે સમાઈ જાય છે. જૈનોએ સંખ્યા વધારવાનો આગ્રહ ન રાખતા પોતાનો શુદ્ધ વિચાર જગત સામે મૂક્યો એમાં જ એમની સાર્થકતા છે. તેઓ દૂધમાં મેળવણનું અથવા તો દૂધમાં સાકરનું કામ કરે છે એ ઘણું મહત્ત્વનું છે. હુમલા કરનાર હુમલો કરીને નષ્ટ થાય છે, જયારે જૈન ધર્મ મેળવણ યા સાકરનું કામ કરી જીતી જાય છે. બલ્ક જૈનોની સંખ્યા ઓછી છે એમાં જ વિનોબા એમની કામયાબી માને છે. વિશ્વના લોકોમાં દયાભાવ અને મધ્યસ્થ દૃષ્ટિ આવી જાય તો જૈનો જીતી ગયા એમ વિનોબાજીનું માનવું છે. મહાવીર એ છે જેણે પોતા પર વિજય મેળવ્યો અને દુનિયાના હૃદયમાં એવા છુપાઈ ગયા જાણે દૂધમાં સાકર ! સ્ત્રી-દીક્ષા: બીજી એક મહત્ત્વની વાત વિનોબાજીને આકર્ષે છે તે છે સ્ત્રી-દીક્ષા. મહાવીરે જેટલા આધ્યાત્મિક અધિકારો પુરુષને આપ્યા છે તેટલા જ સ્ત્રીઓને પણ આપ્યા છે. તેઓનું કહેવું હતું કે સન્યાસ, બ્રહ્મચર્ય અને મોક્ષ - ત્રણેનો અધિકાર સ્ત્રી-પુરુષ બંનેને છે એટલે જ મહાવીરના સમયમાં જેટલી સંખ્યા પુરુષ શ્રમણોની હતી તેથી વધુ શ્રમણીઓની હતી. આજે પણ સમાજ-શિક્ષણનું કાર્ય શ્રમણીઓ વધુ કરે છે. મહાવીર અને બુદ્ધ એક જ સમયના, પણ સ્ત્રીને દીક્ષા આપવામાં બુદ્ધને જે ભીતિ હતી તે મહાવીરને ન લાગી. બુદ્ધે વ્યવહારિક ભૂમિકાથી વિચાર કર્યો, પરંતુ મહાવીરને વ્યવહારિક ભૂમિકાનો સ્પર્શ પણ ન થયો. આમાં જ એમની મહાવીરતા છે. અઢી હજાર વર્ષ પહેલાં મહાવીરે આ મોટું પરાક્રમ બતાવ્યું. (૪૩) (૪૪) Page #23 -------------------------------------------------------------------------- ________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા સંલેખનાઃ મહાવીરના માર્ગનું આકર્ષણ રાખનારા વિનોબાએ દેહ છોડવા માટે પણ જૈન ધર્મનું અનુશીલન કર્યું. એકાદ mild heart stroke નો અનુભવ કર્યા પછી વિનોબાજીને લાગ્યું કે હવે આ દેહ વધુ ચાલી શકે એમ નથી તો રોગ કરતાં યોગ માર્ગે શા માટે દેહ ન છોડવો? એમણે અન્નજળ ત્યાગ કરી નવેમ્બર ૧૯૮૨ માં સંલેખના શરૂ કરી. કેટલાકના કહેવા પ્રમાણે એમણે ગામ માટેની અર્થાત્ પ્રાણીમાત્ર માટેની કરુણાથી ઉપવાસ શરૂ કર્યા, પરંતુ રીતિ તો એમણે જૈનની અપનાવી. પેટમાં અલ્સર હોવાથી ડૉક્ટરો કહેતા રહ્યા કે પાણી વગર toxin ઉત્પન્ન થશે અને તેઓ બેહોશ થઈ જશે, પરંતુ વિનોબાજી અંતપર્યંત જાગૃત હતા. મહાવીર નિર્વાણના દિવસે સવારે ૯.૨૫ વાગ્યે ફ્રેંચ આશ્રમવાસી ઋતા આવી અને પ્યાલામાં પાણી લઈને વિનોબાજી સમક્ષ ઊભી રહી. વિનોબાજીએ એને જ પાણી પીવાનો અનુરોધ કર્યો અને ‘હું જાઉં છું' એમ ઈશારાથી બતાવી સવારે ૯.૩૦ વાગ્યે મહાવીરને મળવા તેઓ ઉપડી ગયા. બાળપણથી મૃત્યુ સુધીની એમની વૃત્તિ મહાવીરમય રહી ! - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) 'ગાંધીવિચાર ક્ષેત્રે પ્રદાન કરનારા ચિંતક અને સર્જક શ્રી ગોપાલદાસ જીવાભાઈ પટેલ - જાગૃતિ ઘીવાલા. (જૈન ધર્મના અભ્યાસુ જાગૃતિબેન નલીનભાઈ ઘીવાલાએ ગુજરાત વિધાપીઠમાં જૈનીઝમ પર એમ.ફીલ. કર્યું છે. હાલમાં તેઓ ‘પ્રશસ્ત ધ્યાન’ વિષય પર Ph.D. કરી રહ્યા છે.) શ્રી ગોપાલદાસ પટેલ એક અદભુત પ્રતિભાશાળી વ્યક્તિત્વ હતું. તેમના સમગ્ર વ્યક્તિત્વને થોડા પાનામાં વર્ણવવું ખૂબ મુશ્કેલભર્યું છે. તેઓએ સ્વતંત્ર ગાંધી વિચારક અને રાષ્ટ્રીય કેળવણીકાર તરીકે ગૌરવવંતુ પદ શોભાવ્યું છે. કોઈપણ વ્યક્તિના વ્યક્તિત્વને જાણવા તેમના પૂર્વજન્મને જાણવો આવશ્યક બને છે. શ્રી ગોપાલદાસ પટેલ ખાદીના સફેદ ધોતી-ઝભ્ભો, ઊંચી દીવાલવાળી ટોપી પહેરનાર એક સગૃહસ્થ હતા. ધીર-ગંભીર, ઓછા-બોલા, બહારથી નાળિયેરના કોચલા સમાન કઠણ, કડક, આગ્રહી પરંતુ અંદરથી અત્યંત ઋજુસૌમ્ય, પરદુઃખથી દ્રવી જનારા, ગુપ્ત રીતે મદદ કરનારા, ગાંધીવિચારના સમર્થક, નીડર પત્રકાર, ચિંતનશીલ, ગ્રંથ સમાલોચક, જૈન-બૌદ્ધ-શીખ-યોગ વગેરે તત્ત્વજ્ઞાનના અભ્યાસી, સંસ્કૃત-અંગ્રેજી ગ્રંથોના સિદ્ધહસ્ત, અગ્રગણ્ય અનુવાદકોની હરોળમાં સમર્થ સંપાદક વગેરે દ્વારા ગાંધીવિચાર ક્ષેત્ર અને ગુજરાતી સાહિત્યમાં અમૂલ્ય પ્રદાન આપનારા હોવા છતાં ઓછા જાણીતા હતા. પોતાના જીવનના અમૂલ્ય વર્ષો ગુજરાત વિદ્યાપીઠ માટે અર્પણ કરનારા શ્રી ગોપાલદાસ જીવાભાઈ પટેલ સાહેબનો સંક્ષિપ્ત પરિચય.... શ્રી ગોપાલદાસ પટેલનો જન્મ ગુજરાત - સરદાર પટેલના ગામ કરમસદમાં તા. ૨૮-૦૪-૧૯૦૫ માં થયો હતો. પિતાનું નામ શ્રી જીવાભાઈ પટેલ અને માતાનું નામ હીરાબેન હતું. પિતાજી શિક્ષિત અને પ્રતિષ્ઠિત (૪૬). ( ૫) Page #24 -------------------------------------------------------------------------- ________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા આગેવાન હતા. પ્રાથમિક શિક્ષણ કરમસદ અને માધ્યમિક શિક્ષણ ઉમરેઠમાં થયું હતું. તેઓ વૈષ્ણ પાટીદાર કુટુંબના તેમજ સરદાર પટેલના નજીકના કુટુંબી થતા હતા. ઈ.સ. ૧૯૨૦ ની આસપાસ ગાંધીજીના સ્વરાજયના આંદોલનથી. અને દેશસેવાની ભાવનાથી ગાંધીવિચારે પ્રેરાઈ લડતમાં જોડાવાની ભાવનાથી કૉલેજ શિક્ષણ માટે ગાંધીજીએ સ્થાપેલી ‘વિદ્યાપીઠ' માં જોડાયા હતા. સ્નાતકની પદવી: લગ્ન: અધ્યાપક તરીકે નિમણૂંક: તે સમયે વિદ્યાપીઠ એલિસબ્રિજ પાસે આગાખાન મહેલમાં ચાલતું હતું. શ્રી ગોપાલદાસ ત્યાં ગુજરાત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરી પ્રથમ વર્ગમાં ધર્મ અને તત્ત્વજ્ઞાન' વિષયમાં સ્નાતક થયા, અને ગાંધીજીના હસ્તે ચોથા પદવીદાન સમારંભ તા. ૦૫-૧૨-૧૯૨૫માં ‘આર્યવિદ્યા વિશારદ' ની પદવી પ્રાપ્ત કરી હતી. - ઈ.સ. ૧૯૨૪ માં ૧૯ વર્ષે તેમનું લગ્ન ગાયકવાડ સરકારના પ્રાંત સૂબા શ્રી ભાઈલાલભાઈ પટેલની દીકરી કમળાબેન સાથે થયા હતા. ઈ.સ. ૧૯૨૭-૨૮ માં ગુજરાત વિદ્યાપીઠમાં જ શ્રી નગીનદાસ પારેખ, શ્રી ઝીણાભાઈ દેસાઈ (સ્નેહરશ્મિ) સાથે શ્રી ગોપાલદાસ પટેલની પણ અધ્યાપક તરીકે નિમણૂંક થઈ અને વિદ્યાપીઠના પાછલા ભાગમાં ભુલાભાઈની ચાલીમાં શ્રી મગનભાઈ દેસાઈ રહેતા હતા તે ઓરડી ભાડે રાખીને રહેવા લાગ્યા. તે સમયે સાબરમતી આશ્રમની સાયં પ્રાર્થનામાં નિયમિત જવાથી શ્રી મગનભાઈ સાથે નિકટનો પરિચય થયો. આ સમયે મહાવિદ્યાલયમાં વર્ગો લેવા ઉપરાંત વિનયમંદિરના વર્ગો પણ લેતા. વિદ્યાપીઠનું મુખપત્ર - સામયિક “પુરાતત્વ' નામે પ્રગટ થયું હતું. તેની પ્રબંધક સમિતિમાં મુનિ જિનવિજયજી, પંડિત બેચરદાસ દોશી વગેરે (૪૦) - જૈનદર્શન અને ગાંધી વિચારધારા સાથે અધ્યાપક ગોપાલદાસ પટેલને પણ ૧૯૨૭ માં સાંકળવામાં આવ્યા. આઝાદીની લડતના કારણે ગુજરાત વિદ્યાપીઠ અવારનવાર જપ્ત થતી અને ત્યાંના અધ્યાપકો, વિદ્યાર્થીઓ વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લેતા તેથી ગોપાલદાસ પટેલ ઈ.સ. ૧૯૩૨ માં અમદાવાદની સાબરમતી જેલમાં ગયેલા. સ્વામી ગુરુ હજુરાનંદજીનો સંગ અને ગુરુશરણ સ્વીકાર : શ્રી મગનભાઈ દેસાઈના સંપર્કથી ગોપાલદાસના જીવનમાં ઈ.સ. ૧૯૩૦ માં મધ્યપ્રદેશના શીખધર્મી સ્વામી ગુરુ હજુરાનંદજીનો સંપર્ક થયો. એ પ્રસંગથી ગોપાલદાસના સાધકજીવન પર ભારે અસર થઈ. શ્રી મગનભાઈ સાથે ગુરુભાઈ તરીકેનો વધુ ઘનિષ્ઠ સંબંધ બંધાયો. તે પછી શ્રી ગ્રંથસાહેબની વાણી પરત્વેનું તેમનું આકર્ષણ વધતા ઘરમાં ભાવથી ‘ગ્રંથસાહેબ' ની પધરામણી કરાવી. સત્યાગ્રહની લડત દરમ્યાન તેઓ અમદાવાદ દૂધેશ્વર વિસ્તારમાં પિતાજી સાથે રહેતા હતા. પિતાજીને મિલોમાં ઉપયોગી સામાનનું કારખાનું હતું. એક વખત નદીમાં ભારે પૂર આવતા કારખાના અને ઘરને ભારે નુક્સાન થયું. તે પછી ઉસ્માનપુરા ચાંપાનેર સોસાયટીમાં ઘર ભાડે રાખીને રહેવાનું ગોઠવ્યું. શ્રી ‘ગ્રંથસાહેબ' ને ૧૯૩૩ માં પધરાવ્યા તે સમયે આ ચાંપાનેરનું જ ઘર હતું. આ પ્રસંગે સ્વામી ગુરુના ચરણ પડ્યા હતા. તેથી પાછલી જિંદગી ત્યાં રહી એકલા સાધના કરવાની પ્રબળ ઇચ્છા રહેતી. પત્ની કમળાબેનનો “કવિટ ઈન્ડિયા' ચળવળમાં ભાગ : શ્રી ગોપાલદાસ પટેલના ગૃહસ્થ જીવન દરમ્યાન પત્ની કમળાબેન સાથે ૧૯૨૭ માં વિદ્યાપીઠ કોલોનીમાં રહેતા. તે સમયે સ્વરાજયની લડતના સંજોગોએ શ્રીમતી કમળાબેનને પણ પતિની સાથે રંગ લાગ્યો. ‘કવિટ ઈન્ડિયા” ના ચળવળમાં પકડાઈને થાણા જેલમાં ગયા. કમળાબેન પતિની સાથે ખાદી, (૪૮) Page #25 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા સાદગી અને જેલમાં જવા સુધીના સાથ સહકાર સાથે હંમેશાં ભક્તિ-પૂજામાં રત રહેતા. ઈ.સ. ૧૯૩૫ થી ૧૯૩૯ સુધી ‘જૈન ગ્રંથમાળા' માં મંત્રી તરીકે રહ્યા, અને નવજીવન પ્રેસ દ્વારા વિવિધ જૈન આગમગ્રંથોના ગુજરાતીમાં અનુવાદ – વિવેચન આપ્યા. ૧૯૩૭ માં શ્રી મગનભાઈ દેસાઈની ગુજરાત વિદ્યાપીઠમાં મહામંત્રી તરીકે નિમણૂંક થતાં ગોપાલદાસ શ્રી મગનભાઈના સાથી સેવક બની રહ્યા. ૧૯૩૯ માં વિદ્યાપીઠનું નવું સામયિક ‘શિક્ષણ અને સાહિત્ય’ શરૂ થયું. તેમાં સંપાદક તરીકેનું સ્થાન શોભાવ્યું. તે સમયે તા. ૦૬૦૯-૧૯૩૯ માં તેમના પુત્ર વિહારીદાસનો જન્મ થયો. ઈ.સ. ૧૯૪૨ માં પિતાશ્રી જીવાભાઈ રેવાભાઈ દ્વારા ‘શ્રી રેવાભાઈ ધર્મગ્રંથમાળા’ માટે રૂા. ૬,૦૦૧/- નું ગ્રંથ પ્રકાશન માટે દાન આપ્યું હતું. આ ગ્રંથમાળામાં મુખ્યત્વે હિંદુ ધર્મગ્રંથો, અન્ય ધર્મો, વિદ્યા તથા દર્શનનો સમાવેશ થાય છે. આ રીતે તેઓએ તન, મન અને ધન વિદ્યાપીઠને અર્પણ કરેલ. કારણ કે ૧૯૨૭થી ૧૯૬૩ સુધી ૨૬ વર્ષ સળંગ વિના વેતને સેવા કરી હતી. આચાર્ય પદ અને શ્રી મગનભાઈનું અવસાન ઃ ૧૯૪૭ માં આઝાદી પછી ગુજરાત વિદ્યાપીઠમાં ગાંધીજીના આશીર્વાદથી આચાર્ય બન્યા. તે વખતે નીમાયેલા નવા ટ્રસ્ટીમંડળમાં શ્રી ગોપાલદાસ પટેલ આજીવન ટ્રસ્ટી, ગ્રંથાલય મંત્રી અને ખજાનચી તરીકે પસંદગી પામ્યા હતા. તે ઉપરાંત બીજી પાંચ સમિતિઓમાં સભ્ય તરીકેની જવાબદારી પણ સોંપાઈ હતી. ત્યારબાદ ૧૯૬૨ માં શ્રી મગનભાઈ દેસાઈ જેવી સમર્પિત વ્યક્તિને વિદ્યાપીઠમાંથી છૂટા થવું પડ્યું. આ અન્યાયના સમર્થનમાં શ્રી ગોપાલદાસે પણ રાજીનામું આપ્યું. અને પરિવાર પ્રકાશન સંસ્થાનું સંચાલન સંભાળ્યું. (૪૯) જૈનદર્શન અને ગાંધી વિચારધારા ‘સત્યાગ્રહ’ પત્રમાં ખૂબ આક્રોશપૂર્વક લેખો લખ્યા. પછીથી ૧૯૬૯ માં શ્રી મગનભાઈ દેસાઈનું હાર્ટ એટેકથી અવસાન થતાં મન પર ભારે વજ્રઘાત લાગ્યો. શ્રી મગનભાઈ દેસાઈ વિષેની વિગતો ‘સત્યાગ્રહ’ માં રજૂ કરી અને ‘ટંકરાવ’ માં લેખ લખી વિદ્યાપીઠની સ્થિતિનો પર્દાફાશ કર્યો. પત્ની કમળાબેનનું ટૂંકી માંદગીમાં અવસાન : ૧૯૭૪ માં ચાંપાનેર સોસાયટીનું ભાડાના ઘરનું મકાન છોડી સ્ટેડિયમ પાસેના નવા મકાનમાં રહેવા આવ્યા તે પછી એક વર્ષના સમયમાં જ પતિપરાયણા શ્રીમતી કમળાબેન માંદગીનું નિમિત્ત લઈ ૬૫ વર્ષની વયે એક પુત્ર વિહારીદાસ- પુત્રવધૂ યોગિનીબેન અને વિહારીદાસના ત્રણ સંતાનોમાં પુત્ર ઉદય – હર્ષ અને પુત્રી મૌલીના ભર્યાભાદર્યા કુટુંબસંસારમાં જીવી પતિના ચરણોમાં જીવન પૂરું કર્યું. ટી.બી. રોગમાં સપડાવું અને પક્ષાઘાતનો ભારે - કાયમી હુમલો : પત્નીના મૃત્યુ બાદ થોડા સમય પછી પગના દુઃખાવાના કારણે ઢીંચણનું ઑપરેશન થયું. એકાએક ટી.બી. ની તકલીફ થઈ. બે વર્ષ લાંબી માંદગીમાં રહ્યા. તેઓ ધીરે ધીરે પક્ષાઘાતની અસરમાં સરી પડ્યા. ૧૯૭૬-૭૭માં કમરથી નીચેના બંને પગનો સમગ્ર ભાગ પક્ષાઘાતનો ભોગ બની ગયા. આથી તેઓ સંપૂર્ણપણે પથારીવશ જેવા થઈ ગયા. સમગ્ર શરીર ભાંગી પડ્યું. આમ, શરીરની ભારે મજબૂરી આવી ચડી, પરંતુ આંતરમન ઘણું મજબૂત હતું. શરીરની આવી હાલતમાં પણ તેમણે સૂતાં-સૂતાં પોતાનું લેખનકાર્ય ચાલુ રાખ્યું. અંગ્રેજી નવલકથાઓના ઉત્તમ અનુવાદો આપ્યા. બીજી બાજુ તેઓ આંતરસાધનામાં ઊંડા ઉતરતા ગયા. ધર્મ અને આધ્યાત્મિક સાહિત્યના સર્જનમાં કેન્દ્રિત થતાં તેમણે ગ્રંથસાહેબના આધારે ‘પંજગ્રંથી’ અને પોતાના નિત્ય જપ માટે ‘જપમાળા’ તૈયાર કરી. આ પ્રમાણે બીજા સંતોમાં ગુરુ પલટુ, ગુરુ નાનક (૫૦) Page #26 -------------------------------------------------------------------------- ________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા કે - જૈનદર્શન અને ગાંધી વિચારધારા વગેરે સંતોની શ્રેણી તૈયાર કરવાનું શરૂ કર્યું અને તે સમયમાં ૧૯૯૬ માં ૨ જી જુલાઈએ અમદાવાદ ખાતે પોતાના પાર્થિવ દેહનો ત્યાગ કરી ગુરુના ચરણોમાં કાયમ માટે ચાલ્યા ગયા. સાથે સુપુત્ર, પુત્રવધૂ અને પૌત્ર-પૌત્રી માટે પોતાની પાછળ શું શું ન કરવું વગેરે વિષે વિગતોની ઝીણવટપૂર્વક મરણોત્તર લેખિત નોંધ મૂકતા ગયા. શ્રી ગોપાલદાસ પટેલે આ રીતે સમગ્ર જીવન ગાંધીવિચાર રાહે ચાલી, દેશ માટે, વિદ્યાપીઠ માટે, શ્રી મગનભાઈ દેસાઈ જેવા સાધક વડીલના પડછાયા રૂપે રહી પોતાના સ્વામી - ગુરુ હજુરાનંદના શરણમાં સમગ્ર જીવન એક સાધક તરીકે આત્માર્થી જીવનચર્યા જીવી ઉત્તમ ધાર્મિક અને તાત્ત્વિક સાહિત્યનું સંપાદન લેખન-કાર્ય “યોં કી ત્યોં ધરી દીની ચદરિયા.” શ્રી ગોપાલદાસ પટેલનું લેખનકાર્યઃ શ્રી ગોપાલદાસ પટેલે ધર્મ, કેળવણી અને ગાંધિયન તત્ત્વજ્ઞાન ઉપર સંખ્યાબંધ પુસ્તકો લખ્યા છે. તે ઉપરાંત વિશ્વના સ્કોટ, ડુમાં, ડિકન્સ, હ્યુગો અને ટોલ્સટોય જેવા સાહિત્યસમ્રાટોની કૃતિઓ ગુજરાતીમાં કરવાનું અદ્ભુત કાર્ય કર્યું છે. તેમના લેખનકાર્યનો વ્યાપ અને પ્રમાણ ઘણું મોટું છે, છતાં તેમના લેખનકાર્યને ત્રણ મોટા ભાગમાં વહેંચી શકાય... ૧) અધ્યાત્મલક્ષી કે ધર્મ - તત્ત્વજ્ઞાનલક્ષી સાહિત્ય અનુવાદ: શ્રી ગોપાલદાસ પટેલના સ્વભાવમાં આત્મલક્ષી તત્ત્વનું પ્રાધાન્ય વૈષ્ણવ સંસ્કારને કારણે નાની ઉંમરથી જ પ્રાપ્ત થયેલું, જેમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનના સાહિત્ય વાચન-લેખનમાં મહદ્અંશે રસ લીધેલો દેખાય છે. તેમના જીવન પર હિન્દુધર્મ, વૈષ્ણવ સંપ્રદાય, જૈન ધર્મ, શ્રીમદ્ રાજચંદ્ર, શીખ ગુરુઓની વાણી તથા સંતોના વાણી - વિચાર વગેરેની... ચિંતન અને લેખન કાર્યમાં અસર જણાય છે. શ્રીમદ્ (૫૧) રાજચંદ્રની સાધના અને લખાણો ઘણા અસરકારક હોવાથી ગોપાલદાસના યુવા માનસપટ પર તે સાહિત્યના સર્જનની પણ અસર જોવા મળે છે. જૈનધર્મ સંબંધી સાહિત્ય - મહાવીર સ્વામીનો આચાર ધર્મ (શ્રી આચારાંગ સૂત્ર - ૧૯૩૬), મહાવીર સ્વામીનો સંયમધર્મ (શ્રી સૂત્રકૃતાંગ - ૧૯૩૭), સમીસાંજનો ઉપદેશ (શ્રી દશવૈકાલિક સૂત્ર - ૧૯૩૯), મહાવીર કથા (૧૯૪૧), શ્રી કુંદકુંદાચાર્યના ત્રણ રત્નો (૧૯૩૮), ભગવાન મહાવીરના દેશ ઉપાસકો, ભગવાન મહાવીરની ધર્મકથાઓ, મહાવીર સ્વામીનો અંતિમ ઉપદેશ, શ્રીમદ્જીની જીવનયાત્રા (૧૯૩૫), શ્રી રાજચંદ્રના વિચાર રત્નો (૧૯૩૬); યોગશાસ્ત્ર (શ્રી હેમચંદ્રાચાર્ય કૃત ૧૯૩૨), તપસ્યા ને નિગ્રંથ, પાપ-પુણ્ય અને સંયમ (વિપાક, અંતગડ અને અનુત્તરોપપતિક ત્રણ ગ્રંથઆગમનો સાર, ૧૯૪૦) વગેરે. હિન્દુ ધર્મ સંબંધી સાહિત્ય -શ્રીમદ્ ભગવત (૧૯૩૯), પ્રાચીન શીલ કથાઓ, નીતિ અને ધર્મ (૧૯૫૭), યોગ વસિષ્ઠ, દત્ત ઉપાસના, પ્રાચીન બોધક કથાઓ વગેરે... શીખ ધર્મ સંબંધી સાહિત્ય - ગુરુ ગ્રંથસાહેબની વાણી, ગુરુ નાનકના ત્રણ ભક્તિ પદો (૧૯૮૫), પંજગ્રંથી – પાંચ ભક્તિપદો, જપમાળા વગેરે.. બૌદ્ધ ધર્મ સંબંધી સાહિત્ય - ગૌતમ બુદ્ધ, ધમ્મ પદ, ચીન દેશના કથાનકો વગેરે... (૨) દેશ - સમાજોપયોગી સાહિત્યઃ ભાષા, કેળવણી, જોડણી કોશ, દેશની સમસ્યાઓ વિષયક, ઈતિહાસ, ભૂગોળ, ગણિત, અર્થશાસ્ત્ર, પર્યાવરણ, આરોગ્ય, દેશભક્તિ વગેરે.... શ્રી ગોપાલદાસ અંગ્રેજી, સંસ્કૃત, પ્રાકૃત અને પાલી ભાષાઓમાં ઊંડું જ્ઞાન તથા (૫૨) Page #27 -------------------------------------------------------------------------- ________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) - વિક્ટર હ્યુગોની બીજી નવલકથાઓ ‘ટોઈલર્સ ઓફ ધ સી’ ઉર્ફે ‘પ્રેમ અને બલિદાન', - એલેક્ઝાન્ડર ડૂમા કૃત ‘શ્રી મસ્કેટીયર્સ' યાને ‘પ્રેમ-શૌર્યના રાહે’ - ભાગ ૧ થી ૫, સંપાદન, અનુવાદની વિશિષ્ટ શક્તિ ધરાવતા હતા. ભાષા-કેળવણી સંબંધી - ગુજરાતી ભાષાનું સ્વરૂપ, લિપિ સુધા રત્ન, સંસ્કૃત - ગુજરાતી વિનિત કોશ, ભાષા સિદ્ધાંતસાર, સરળ સંસ્કૃત નામ રૂપાવલી, સાચી જીવન કલા, સર્વોદયની કેળવણી (૧૯૫૬), ગણિત કે મજા, જ્ઞાનગોષ્ઠિ વગેરે... તે ઉપરાંત જગતના મહાન વૈજ્ઞાનિકો અને શોધો, અર્થશાસ્ત્રની પરિભાષા, અમેરિકન રાજય વ્યવસ્થા, ઈંગ્લેન્ડ વહાણવટું, જીવન-અમૃત, ભૂગોળ દર્શન, ગણિત અને આપણે વગેરે... ગાંધીવિચાર સંબંધી - ‘ગાંધી' ફિલ્મની કહાની (૧૯૮૬), આબાદ હિન્દુસ્તાન, મહાત્મા ટોલ્સટોય, આશા અને ધીરજ, ગ્રામ વિદ્યાપીઠ, બાપુજીની વાતો, મનુષ્યની સર્વાગી કેળવણી (૧૯૪૨) વગેરે... (૩) નવલકથા સાહિત્ય : ગુજરાતી નવલકથાઓનો સંક્ષેપ તેમજ વિશ્વની પ્રખ્યાત અંગ્રેજી નવલકથાઓનો અનુવાદ વગેરે સર્જનોનો સમાવેશ થાય છે. વિશ્વ સાહિત્યના દરબારમાં જેને માનવંતુ સ્થાન મળેલ છે એવી ગુજરાતી ભાષાની મહાનવલ સરસ્વતીચંદ્રજે ચારભાગના વિશાળ ફલકમાં લખાયેલી છે તે માત્ર ૧૩૦ પાનામાં સંક્ષિપ્ત કરીને પોતાની શક્તિનો કમાલ બતાવ્યો છે. તેઓએ વિશ્વસાહિત્યમાં શિષ્ટ અને ગૌરવાન્વિત અને અવિસ્મરણીય કૃતિઓ ગુજરાતીમાં સંપાદિત કરેલી છે જેમાં - - વિક્ટર હ્યુગો કૃત નવલકથા ‘નાઈન્ટી શ્રી’ ઉર્ફે ‘ક્રાંતિ કે ઉત્ક્રાંતિ', - વિક્ટર હ્યુગો કૃત નવલકથા ‘લે મિઝરાબ્લ' ઉર્ફે ‘દરિદ્રનારાયણ', - એલેક્ઝાન્ડર ડૂમા કૃત ‘કાઉન્ટ ઓફ મોન્ટેક્રિસ્ટો' ઉર્ફે ‘આશા અને ધીરજ', - વોલ્ટર સ્કોટ કૃત લઘુનવલ ‘કેલીનરર્થ' ઉર્ફે ‘પ્રીત કિયે દુ:ખ હોય', - આચાર્ય એલ.પી.જેક્સ કૃત “એજયુકેશન ઓફ ધ હોલ' ઉર્ફે મનુષ્યની સર્વાગીણ કેળવણી’ તદુપરાંત અન્ય અનેક સાહિત્યનું સંપાદન, વિવેચન અત્યંત સરળ અને રોચક ભાષામાં શ્રી ગોપાલદાસે કર્યું છે. તેઓ માત્ર સાહિત્યસેવી નહીં પરંતુ ઉત્તમ ભાષાવિ, વ્યાકરણ નિષ્ણાંત, સાહિત્ય સિદ્ધાંતોના મીમાંસક, કેળવણીકાર, ભાષા શિક્ષણકાર હતા. ગાંધીજી પોતે પણ વિશ્વ સાહિત્યની આવી કૃતિઓથી અત્યંત પ્રભાવિત થયા હતા. શ્રી ગોપાલદાસના પાંચ મુખ્ય ગુણો -બુદ્ધિવાદી, નિર્ભયતા, દેશદાઝ, ગાંધીભક્તિ અને સત્યના ઉપાસક. ગાંધીજી પ્રત્યે સંપૂર્ણ સમર્પણના કારણે તેમનું સાહિત્ય અને કેળવણી જગતમાં ગાંધીજી, કાકાસાહેબ કાલેલકર, મગનભાઈ દેસાઈ પછીનું તરતનું સ્થાન સ્થાપિત કરી આપ્યું. કોઈપણ પ્રકારની પ્રસિદ્ધિની ખેવના વગર અનાસક્ત ભાવે ‘સ્વાન્તઃ સુખાય’ ગોપાલદાસે ધાર્મિક - આધ્યાત્મિક ગ્રંથોના અનુવાદો દ્વારા ગાંધીયુગના રાષ્ટ્રીય કેળવણીકાર, નીડર પત્રકારત્વ દ્વારા જનતાની અમૂલ્ય સેવા કરી છે. (૫૩) (૫૪) Page #28 -------------------------------------------------------------------------- ________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) 'ગાંધીવિચાર ક્ષેત્રે પ્રદાન કરનાર જૈન ચિંતક તથા સર્જક, પંડિત બેચરદાસજી દોશી - માલતીબહેન શાહ (ભાવનગર સ્થિત માલતીબહેને તત્વજ્ઞાનના વિષયમાંPh.D. કરેલ છે. તેમના ચાર પુસ્તકોનું પ્રકાશન થયું છે. જૈન સાહિત્ય સત્રોમાં શોધપત્રો પ્રસ્તુત કરે છે.). જૈન ધર્મ-દર્શન-સાહિત્યક્ષેત્રે ખૂબ મોટું પ્રદાન આપનાર પંડિત બેચરદાસ જીવરાજ દોશીના જીવનનો સંક્ષિપ્ત પરિચય અને તેઓનો ગાંધીવિચાર સાથેનો સંપર્ક અને સંબંધ આ બાબતો વિષે પ્રસ્તુત લેખમાં પ્રાપ્ય વિગતો મૂકવાનો પ્રયત્ન છે. જીવન : પંડિત બેચરદાસજીના પિતાશ્રી જીવરાજ લાધાભાઈ દોશી વીસા શ્રીમાળી દેરાવાસી જૈન. સંસ્કારી માતા ઓતમબાઈની કૂખે વિ.સં. ૧૯૪૬ ના માગસર વદ અમાસ, તા. બીજી નવેમ્બર ૧૯૮૯ ના રોજ વલભીપુર (વળા)માં તેઓનો જન્મ થયો. સામાન્ય સ્થિતિનું કુટુંબ. ત્યાં ધૂડી નિશાળમાં ભણતરની શરૂઆત. પછી પોતાના મોસાળ સણોસરામાં ભણીને વળી પાછા વલભીપુરમાં ભણતર ચાલુ રાખ્યું, જ્યાં તેમણે છઠ્ઠી ચોપડી પૂરી કરી. દસ વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં આજીવિકા માટે માને મદદ શરૂ કરી. પિતાનું કારજ કરવા માટે માના કડલાં અને કોળિયા વેચાઈ ગયા, જેની ઘેરી અસર બેચરદાસના મન ઉપર રહી. પોતાના બે દીકરા તથા એક દીકરી માટે માં દળણાં, ખાંડણાના કામો કરતાં અને નાનો બેચર તે સમયે કાલાં ફોલવા, રાખ ચાળવી, દાળમશાલી (તળેલી દાળ) વેચવી વગેરે કામો કરતો. બાર-તેર વર્ષની ઉંમરે માંડળમાં પ.પૂ. આ. શ્રી ધર્મસૂરિજી પાસે પાંચસાત મહિના રહીને કૌમુદીનો અભ્યાસ કર્યો. વિદ્યાપીપાસાથી પ્રેરાઈને પૂ.આ. (૫૫). ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) ધર્મસૂરિજી તથા પોતાના મિત્ર હર્ષચંદ્રભાઈ (મુનિશ્રી જયંતવિજયજી) સાથે માંડળથી પગપાળા કાશી જવા નીકળ્યા, પરંતુ માતાની અનિચ્છાથી ગોધરાથી પાછા વળ્યા. આવીને વલભીપુર અને પાલીતાણામાં મુશ્કેલીઓ વેઠીને પણ અભ્યાસ ચાલુ રાખ્યો. ૫.પૂ. સિદ્ધિવિજયજી પાસે નવતત્ત્વનો અભ્યાસ કરી મહેસાણામાં પાઠશાળામાં એક માસમાં ભાંડારકરની માર્ગોપદેશિકાની પહેલી ચોપડી કરી, મહેસાણાથી વિ.સં. ૧૯૬૨-૬૩ માં કાશી ગયા, જયાં છ માસ પછી તેમને શીતળા થવાથી તેમના મા તે સમયે એકલા કાશી પહોંચ્યા. કાશીમાં બે વર્ષમાં હેમચંદ્રકૃત લઘુવૃત્તિ પોણી કરી અને પદર્શનોનો અભ્યાસ કર્યો. સાથેસાથે પં. હરગોવિંદદાસ શેઠની સાથે રહીને યશોવિજય જૈન ગ્રંથમાળામાં પ્રાચીન પુસ્તકોનું સંપાદન શરૂ કર્યું. આ પુસ્તકો કલકત્તાની સંસ્કૃત કૉલેજની ‘તીર્થ” ની પરીક્ષામાં અભ્યાસક્રમમાં પહેલાં દાખલ થયા અને પછી પોતે તે પરીક્ષા આપીને ઉત્તીર્ણ થયા. મુંબઈની એજયુકેશન બોર્ડની ધાર્મિક પરીક્ષામાં તેમને અને ૫. હરગોવિંદદાસને આગલા નંબરે ઉત્તીર્ણ થવાથી બંનેને રૂા. ૭૫૭૫ નું પારિતોષિક મળ્યું. સંસ્કૃતમાં કવિતાઓ કરવી, પાદપૂર્તિ કરવી વગેરે શોખ કેળવાયા. સૌરસેની, પૈસાચી, અપભ્રંશ જેવા વિવિધ રૂપોની ભાષાનો પણ સારો અભ્યાસ કર્યો. પ્રાકૃત, અર્ધમાગધીમાં તો નિપુણતા હતી જ. હવે બૌદ્ધ ધર્મના જ્ઞાન માટે પાલી ભાષા શીખવા માટે પ.પૂ. ધર્મસૂરિજીએ પં. બેચરદાસજી, પં. હરગોવિંદદાસજી અને ડૉ. સતિષચંદ્ર વિદ્યાભૂષણ - આ ત્રણેયને શ્રીલંકામાં કોલંબો મોકલ્યા. આઠ માસ ત્યાં અભ્યાસ કરીને કાશી આવીને પાછું ગ્રંથસંપાદનનું કામ શરૂ કર્યું. આ બધાં અભ્યાસથી તેમની દાર્શનિક ક્ષિતિજો ખૂબજ વિકાસ પામી. - સત્યશોધક બેચરદાસે હવે આગમો કંઠસ્થ કરવા માંડ્યા અને આગમોનો અનુવાદ કરવાના કામ અંગે વિ.સં. ૧૯૭૦-૭૧ (ઈ.સ. ૧૯૧૫) માં અમદાવાદમાં શેઠ પુંજાભાઈ હીરાચંદે સ્થાપેલ જિનાગમ પ્રકાશન સભામાં (૫૬) Page #29 -------------------------------------------------------------------------- ________________ (જૈનદર્શન અને ગાંધી વિચારધારા જોડાયાં. આ કામ અંગે સમાજમાં વિરોધ હતો. ઈ.સ. ૧૯૧૯ માં મુંબઈમાં ‘જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલ હાનિ' વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું અને પછી ભાવનગરના “જૈન” સામયિકમાં ‘તમસ્તરણ' નામે લેખ લખ્યો. આનાથી તેમનો તીવ્ર વિરોધ થયો તોપણ પોતાનો માર્ગ ન છોડ્યો. ઈ.સ. ૧૯૨૧-૨૨ માં “ગુજરાત વિદ્યાપીઠ” ના “પુરાતત્ત્વ મંદિર’ માં જોડાઈને ૫. સુખલાલજીના સહકારમાં ‘સન્મતિતર્ક પ્રકરણ' ના સંપાદનનું દુષ્કર કાર્ય નમૂનેદાર રીતે કર્યું, જેનાથી ગાંધીજીને અને અન્ય વિદ્વાનોને ખૂબ સંતોષ થયો. ઈ.સ. ૧૯૩૦ ના દાંડીકૂચના સમયમાં ‘નવજીવન’ નું તંત્રીપદ સંભાળ્યું, જેલવાસ ભોગવ્યો, રાજસ્થાનમાં રહેવું પડ્યું. ગુજરાતમાં અમદાવાદ આવીને એલ.ડી. આર્ટ્સ કૉલેજમાં જોડાયા અને પછી અહીંયા જ સ્થાયી થયા. વ્યાકરણને લગતું સાહિત્ય, આગમોના અનુવાદો, પ્રાચીન ગ્રંથોનું સંપાદન તથા અનેક લેખો લખીને અક્ષરદેહે વિશાળ પ્રદાન કરનાર પંડિતજીના સમણસુત્તમ્” અને “મહાવીર વાણી’ બે પુસ્તકોની ખૂબ સરાહના થઈ. વિદ્વાન હોવાની સાથે સત્યશોધક, નિર્ભય હોવાની સાથે ક્રાંતિકારી પંડિતજીને ભારત સરકારે સંસ્કૃત માટેનો ‘નેશનલ ઍવોર્ડ અર્પણ કર્યો. ૯૨ વર્ષ જેટલું દીર્થ આયુષ્ય ભોગવીને ૧૧ મી ઓક્ટોબર ૧૯૮૨ ના રોજ અમદાવાદમાં તેઓ અવસાન પામ્યા. ગાંધીવિચારની પં. બેચરદાસજી ઉપર અસર સાહિત્યક્ષેત્રે જીવનભર પ્રવૃત્ત રહેનાર પંડિત બેચરદાસજીના જીવન ઉપર પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે ગાંધીવિચારની અસર બાળપણથી જ જોવા મળે છે. ભારતના વિશાળ જનસમુદાય ઉપર ગાંધીજીનો જે પ્રભાવ પડ્યો હતો તે પ્રભાવ, પંડિતજીના જીવન ઉપર પણ બાળપણથી શરૂ કરીને જીવનના વિવિધ તબક્કાઓમાં પડેલ જોવા મળે છે. સ્વાશ્રય - બાળપણમાં જ પિતાનું અવસાન થતાં માતાને મદદ કરનાર (૫૦) ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) બેચરદાસના જીવનમાં સ્વાશ્રય અને શ્રમનું મહત્ત્વ તો નાની ઉંમરથી જ હતું. કોઈપણ કામ કરવામાં શરમ ન રાખવી, પોતાના પગ ઉપર ઊભા રહેવું, મુશ્કેલીમાં હોય તેને મદદ કરવી – આ ખૂબ મૂલ્યવાન વલણો તેમનામાં સ્વાભાવિક રીતે જ વિકસ્યા. પ્રામાણિકતા - કાશીના અભ્યાસની તેજસ્વિતાને કારણે પૂ. ધર્મસૂરિજીએ યુવાન બેચરદાસને રૂા. ૧૦ ની સ્કોલરશિપ આપવાનું સૂચવ્યું ત્યારે તેમણે તેના સાદર અસ્વીકાર કરતાં જણાવ્યું કે પાઠશાળા બધો ખર્ચ આપતી હોય તો આવી સ્કોલરશિપ કેમ લેવાય ? આ જવાબમાં યુવાનીની વયમાં પણ તેમનામાં ભારોભાર પ્રામાણિકતાના દર્શન થાય છે. સ્વદેશીની ભાવના-ભારતમાં બંગભંગની ચળવળથી બેચરદાસજીએ દેશી કાપડ અને દેશી ખાંડ વાપરવાનો નિયમ કર્યો. પંડિતોમાં ગાંધીજીએ જયારે ઈ.સ. ૧૯૧૫-૧૬ માં સ્વદેશી અને ખાદીના ઉપયોગની હાકલ કરી ત્યારે પંડિતજીએ તેનું દૃઢતાપૂર્વક પાલન કરવાનું નક્કી કર્યું. સ્વદેશીની આ ભાવનાનો જે જુવાળ તે સમયમાં પેદા થયો તેનાથી ગુલામીની જંજીરો તોડવાના પ્રયત્નોમાં વેગ આવ્યો. સત્યશોધક દૃષ્ટિ અને નિર્ભયતા - વિવિધ ભાષાઓનું જ્ઞાન, અનેક દર્શનોનો અભ્યાસ, સતત ચિંતન-મનન દ્વારા પંડિત બેચરદાસજીમાં જે ડહાપણ અને સમજણ વિકસ્યા તેનાથી તેઓ નિર્ભય, ક્રાંતિકારી અને સત્યશોધક બન્યા. આ શોધ કરતાં કરતાં પોતાને જે માર્ગ સાચો લાગ્યો તે માર્ગે ચાલવામાં તેમને જરાપણ ખચકાટ ન થયો. સમાજનો વિકાસ કરવા માટે અજ્ઞાનના અંધકારને અને અણસમજના બાવાંજાળાંને દૂર કરવા જ પડે એ સ્પષ્ટ વાતનો અમલ કરવા માટે તેઓએ સમાજ તરફથી કરવામાં આવેલ જે પ્રબળ વિરોધો સહન કર્યાત તેમની સત્યશોધક દીર્ઘદૃષ્ટિનો દ્યોતક છે. આગમોના અનુવાદો પ્રકાશિત કરવા, ‘જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલ હાનિ' વિષે વ્યાખ્યાન આપવું, (૫૮) Page #30 -------------------------------------------------------------------------- ________________ (જૈનદર્શન અને ગાંધી વિચારધારા ‘તમસ્તરણ' લેખ લખવો વગેરે અંગે સમાજ તરફથી તેમનો જ બહિષ્કાર થયો તેની સામે તેઓ અડગ મનથી ટકી રહ્યા. આવા કપરા સમયમાં મહાત્મા ગાંધીએ તેઓને સાથ આપ્યો કે જો પોતાને દેઢ વિશ્વાસ હોય તો સત્ય ન છોડવું. આ વર્ષોમાં ક્રમશઃ પંડિતજીનો ગાંધીજી સાથેનો પરિચય વધતો ગયો. ગુજરાત વિદ્યાપીઠ સાથેનો પંડિતજીનો સંબંધ અનેક ભાષાઓના તજજ્ઞ, સત્યશોધક પંડિત બેચરદાસજી કોન્ફરન્સમાં જે નિબંધો અને નોંધો રજૂ કરતાં તેનાથી સુપ્રસિદ્ધ વિદ્વાન શ્રી આનંદશંકર બાપુભાઈ ધ્રુવ અને બરોડા સ્ટેટના દિવાન સર મનુભાઈ મહેતા જેવા વિદ્વજનો આકર્ષિત થયા હતા. તે સમયે પંડિતજીને ઓરિએન્ટલ ઈન્સ્ટીટ્યુટમાં કામ મળતું હતું, પણ તેઓ મહાત્મા ગાંધી દ્વારા સ્થપાયેલ ગુજરાત વિદ્યાપીઠમાં ‘પુરાતત્ત્વ મંદિર' માં ઈ.સ. ૧૯૨૧-૨૨ માં જોડાયા. ગુજરાત વિદ્યાપીઠના આ પ્રારંભકાળમાં અનેક વિદ્વાનો, ચિંતકોમાં પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી જેવા જૈનદર્શનના અને પ્રાચ્ય વિદ્યાઓના ઊંચા ગજાના વિદ્વાનો જોડાયા એ કેવો સુભગ સમન્વય ! એ વખતનું વિદ્યાપીઠનું વાતાવરણ એક આદર્શ સંસ્થાનો નમૂનો પૂરો પાડે તેવું બન્યું. મૂલ્યવાન ગ્રંથો - ગુજરાત વિદ્યાપીઠમાં રહીને પંડિતજીએ પં. સુખલાલજીના સાથમાં સંપાદિત કરેલ ‘સન્મતિતર્ક પ્રકરણ' ગ્રંથના કામથી મહાત્મા ગાંધીજીને ખૂબ સંતોષ થયો એ બાબત ખાસ નોંધપાત્ર છે. આ જ રીતે પંડિતજી દ્વારા તૈયાર થયેલ “મહાવીર વાણી’ અને ‘સમણ-સુરમ્' જેવા ગ્રંથો વિનોબાજી દ્વારા પોંખાયા એ બાબત પણ પંડિતજીના સર્વધર્મ સમભાવના વલણના સાર્વત્રિક સ્વીકારનું સૂચન કરે છે. બ્રાહ્મણગ્રંથો, બૌદ્ધગ્રંથો, બાઈબલ, કુરાન જેવા ગ્રંથો સાથે તુલનાત્મક અભ્યાસથી લખાયેલ ‘મહાવીર-વાણી’ પુસ્તકની પ્રસ્તાવનામાં સ્વામી આનંદ નોંધે છે કે જૈન સાહિત્યના રત્નાગારમાંથી અણમૂલા રત્નો વીણીને આપણી સમક્ષ તેમાં મૂક્યા છે. (૫૯) - જૈનદર્શન અને ગાંધી વિચારધારા - નવજીવનનું તંત્રીપદ અને જેલવાસ ગાંધીજી અને પંડિત બેચરદાસજી પાણીના વહેણની જેમ ભેગા થયા, છૂટા પડ્યા, વળી પાછા ભેગા થયા એવું બન્યા જ કર્યું. ઈ.સ. ૧૯૩૦ માં દાંડીકૂચના ઐતિહાસિક પ્રસંગના રણભેરીના નાદ પાછળ પંડિત બેચરદાસજી પણ ઘેલા બન્યા. દાંડીકૂચના પ્રસંગ પછી તેઓ હસ્તલિખિત ‘નવજીવન' ના તંત્રી બન્યા. ‘નવજીવન’ સામયિકમાં તેમની આ ભાગીદારીનું મહત્ત્વ ઓછું ન આંકી શકાય. આ સમયમાં પંડિતજી નવ માસ વીસાપુર જેલમાં રહ્યા. જેલમાંથી છૂટા કર્યા પછી બ્રિટિશ હકૂમતમાં દાખલ થવાનો મનાઈ હુકમ મળવાથી મારવાડ, રાજસ્થાનમાં રહ્યા. અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરીને ટક્વાનો આ કપરો કાળ તેમની સત્યની અગાધ શ્રદ્ધા અને દઢ મનોબળ વગર ન જ પસાર થાય. ઉપસંહાર - પંડિત બેચરદાસજીના મહાત્મા ગાંધી સાથેના સંપર્કની તથા ગુજરાત વિદ્યાપીઠ સાથેના તેમના સંબંધની આ સિવાયની માહિતી કદાચ આપણને અત્યારે પ્રાપ્ય નથી, પરંતુ આટલી પ્રાપ્ત માહિતીના આધારે પણ આપણે એટલું તો કહી શકીએ કે પંડિતજીના જીવનમાં સ્વાશ્રય, પ્રામાણિકતા, સ્વદેશીની ભાવના, સત્યશોધક દૃષ્ટિ અને નિર્ભયતાના જે ગુણો વિકસ્યા હતા તે બેશક ગાંધીવિચારના મૂલ્યો હતા જ. ગુજરાત વિદ્યાપીઠમાં કામ કરીને તેઓએ સન્મતિ-તર્ક પ્રકરણ’ જેવા કઠિન ગ્રંથનું કામ કર્યું, ‘નવજીવન’ નું તંત્રીપદ સંભાળ્યું તે ગુજરાત વિદ્યાપીઠને માટે પણ નોંધપાત્ર સંભારણું છે. પ્રકૃતિથી સરળ, આકૃતિથી સૌમ્ય, વૃત્તિથી ઉદાર, સાંપ્રદાયિક પૂર્વગ્રહોથી મુક્ત, નિર્ભીક વિદ્વાન, સત્યશોધક, વિત્તના બદલે વિદ્યાની સંપ્રાપ્તિને જીવનમાં મહત્ત્વ આપનાર, ગાંધીયુગના આ ઋષિ વિદ્યાપુરુષને સાદર નમન. સંદર્ભ ગ્રંથ:- “સંગીતિ': પં. બેચરદાસ જીવરાજ દોશી "Pt. Bechardas Doshi - By Prof. M.A. Dhake & Sagarmal Jain (૦) Page #31 -------------------------------------------------------------------------- ________________ (જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) અનેકાન્તવાદ અને ગાંધીવિચાર - કનુભાઈ શાહ (જૈનધર્મના અભ્યાસુ કનુભાઈ ગ્રંથાલયની પ્રવૃતિ સાથે સંકળાયેલા છે. જૈન સાહિત્ય સંમેલનો અને જ્ઞાનસત્રોમાં શોધપત્રો રજૂ કરે છે.) ગાંધીવિચારની વાત કરતાં પહેલાં જૈન દૃષ્ટિએ અનેકાન્તવાદને સમજીએ તો ગાંધીવિચાર અને અનેકાન્તવાદની વાત કરવાનું સરળ બને. સ્યાદ્વાદ અને અનેકાન્તવાદઃ સ્યાદ્વાદ શબ્દ ‘ચાતુ’ અને ‘વાદ' એ બેથી બનેલો છે. ‘સ્માતુ” એટલે “અમુક અપેક્ષાએ’, ‘અમુક દૃષ્ટિકોણથી'. એ (ચાતુ) અહીં અવ્યય છે અને અનેકાન્તસૂચક છે. એટલે અનેકાન્તરૂપે કથન એ સ્યાદ્વાદનો અર્થ થયો. આથી જ સ્યાદ્વાદનું બીજું નામ અનેકાન્તવાદ'. ‘અનેકાન્ત’ માં ‘અનેક’ અને ‘અન્ત’ એમ બે શબ્દો છે. તેમાં ‘અન્ત' નો અર્થ અહીં ધર્મ, દૃષ્ટિ, દિશા, અપેક્ષા, બાજુ એવો કરવાનો છે. આ ઉપરથી “અનેકાન્તવાદ' નો અર્થ અનેક દૃષ્ટિઓથી વિવિધ દિશાઓથી - ભિન્ન ભિન્ન અપેક્ષાથી (વસ્તુનું) અવલોકન કે કથન કરવું એવો થાય છે. આમ, ‘યાદ્વાદ' અને “અનેકાન્તવાદ' એ બંને શબ્દો એકાર્થક છે. આ રીતે ‘અનેકાન્તવાદ' નો અર્થ એના નામમાં જ સ્પષ્ટ થઈ જાય છે. વસ્તુ એક જ દૃષ્ટિથી – એક જ બાજુથી, ભિન્ન ભિન્ન દેષ્ટિબિંદુઓથી અવલોકન કરતી દષ્ટિ એ અનેકાન્ત દૃષ્ટિ, એટલે એ વિશાળ યા વ્યાપક દૃષ્ટિ. એનાથી વસ્તુની બરાબર માહિતી મળે. એક જ વસ્તુમાં ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુઓથી સંગત થઈ શકતા જુદા જુદા - વિવિધ દેખાતા - ધર્મોનો પ્રામાણિક સ્વીકાર એ સ્યાદ્વાદ છે. જેવી રીતે એક જ પુરુષમાં પિતા-પુત્ર, કાકા-ભત્રીજા, મામા-ભાણેજ, સસરા-જમાઈ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા વગેરે પરસ્પર વિરુદ્ધ લાગતા વ્યવહાર ભિન્ન ભિન્ન સંબંધની અપેક્ષાએ સંગત થતા હોઈને માનવામાં આવે છે, તેવી રીતે એક જ વસ્તુમાં સ્પષ્ટીકરણ માટે એક વિશેષ વસ્તુ ઉઠાવીને કહીએ તો એક જ ઘરમાં નિયત્વ અને અનિત્યત્વ વગેરે વિરુદ્ધરૂપે ભાસતા ધર્મો જુદી જુદી અપેક્ષા દૃષ્ટિએ સંગત થતા હોઈને સ્વીકારી શકાય છે. આમ, એક વસ્તુમાં ભિન્ન દૃષ્ટિએ સંગત થઈ શકે તેવા ભિન્ન ભિન્ન ધર્મોનો સમન્વય કરવો એ સ્યાદ્વાદ અથવા અનેકાન્તવાદ છે. વિવિધ દૃષ્ટિબિંદુઓ દ્વારા શક્ય અન્વયો કરી ભિન્ન યા વિરુદ્ધ દેખાતા મતોની સમુચિત રીતે સંગતિ કરવી એ અનેકાન્ત દૃષ્ટિનું સ્વરૂપ છે. આ ઉપરથી એ દૃષ્ટિની વ્યાપકતા, મહત્તા અને ઉપયોગિતા સમજી શકાય છે. આ ઉદાર દૃષ્ટિના પવિત્ર બળથી જ મતસંઘર્ષોથી ઉપજતા કોલાહલો શમી જઈ માનવસમાજમાં પરસ્પર સમભાવ સધાય છે. આ સમભાવ અથવા સામ્યનો પ્રચાર એ અનેકાન્તવાદનો ઉદ્દેશ છે. આના ફળસ્વરૂપે એમ કહી શકાય કે અનેકાન્તવાદ એટલે સમન્વયવાદ, અને એમાંથી નીપજનારું કલ્યાણકારી ફળ તે સમભાવ. સમન્વયવાદ અને સમભાવ દ્વારા નીપજતો વ્યાપક મૈત્રીભાવ એ સરવાળે માનવીના હિત દ્વારા વિશ્વ કલ્યાણમાં પરિણમે. ગાંધીજી અને જૈન ધર્મ : ગાંધીજીનું પ્રત્યેક કાર્ય ધર્મ છે. ધર્મ એ વિચારપૂર્ણ આચાર છે. ગાંધીજીનો ધર્મ એ આચારધર્મ છે. ગાંધીજીનું સમગ્ર જીવનકાર્ય એ અહિંસાના માર્ગે સત્ય ધર્મને માપવાના પુરુષાર્થનું પરિણામ છે. ગાંધીજીની ધર્મભાવના વ્યાપક છે. આ ધર્મભાવના ગાંધીજીના બધા જ કાર્યક્ષેત્રોમાં પ્રસરેલી છે. રૂશાવામહે સર્વમ્ - આ આખુંયે વિશ્વ ઈશ્વરથી વ્યાપ્ત છે - એ અનુભવ, એ દર્શન ગાંધીજીએ કર્યું છે, એવું એમના આચારવિચાર પરથી જણાય છે. પ્રાચીન સાધકોની જેમ ગાંધીજીએ પણ ઈશ્વરદર્શન કે આત્મસાક્ષાત્કારને પોતાના જીવનનું ધ્યેય માન્યું હતું. ‘આત્મકથા’ ની (૨) (૧) Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા પ્રસ્તાવનામાં તેઓ લખે છે : “મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયા ઝંખના કરી રહ્યો છું, તે તો આત્મદર્શન છે, તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે, મોક્ષ છે.” ગાંધીજીના સર્વ વ્રતો જેવાં કે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ, અસ્વાદ, અભય, સર્વધર્મસમભાવ વગેરેના પાલનથી અનેક પ્રકારની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિઓ મનુષ્યમાં આપોઆપ પાંગરે છે એવું તેઓ માનતા. આ બધા વ્રતોનું પાલન એમણે અનેકાન્ત દૃષ્ટિને ધ્યાનમાં રાખીને જ કર્યું છે. આ અનેકાન્ત દૃષ્ટિની વિચારધારામાં જૈન ધર્મનું મહત્ત્વનું પ્રદાન છે, તે વિચારીએ. ગાંધીજીને શ્રીમદ્ રાજચંદ્રનો પ્રથમ પરિચય ઈ.સ. ૧૮૯૧ ના જુલાઈ માસમાં વિલાયતથી આવતા મુંબઈમાં થયો. મુંબઈમાં ગાંધીજીને શ્રીમા નિકટ સહવાસમાં આવવાનું થયું. શ્રીમના બહોળા શાસ્ત્રજ્ઞાનથી, શુદ્ધ ચારિત્ર્યથી અને એમની આત્મદર્શનની ભાવનાથી ગાંધીજી ખૂબ જ પ્રભાવિત થયા હતા. ગાંધીજીએ પોતાના માર્ગદર્શક તરીકે માનેલા ત્રણ પુરુષો (શ્રીમદ્, રસ્કિન અને ટૉલ્સટૉય) માં શ્રીમદ્ન અગ્રગણ્ય સ્થાન આપ્યું છે. ગાંધીજીએ શ્રીમદ્દ્ની પોતાના જીવન ઉપર પડેલી છાપ વર્ણવતા લખ્યું છે : “હું કવિના પ્રત્યક્ષ ગાઢ પરિચય અને સહવાસમાં આવ્યો હતો. ઘણી બાબતમાં કવિનો નિર્ણય – તુલના, મારા અંતરાત્માને - મારી નૈતિક ભાવનાને ખૂબ સમાધાનકારક થતો. કવિના સિદ્ધાંતોનો મૂળ પાયો નિઃસંદેહ અહિંસા હતો. કવિની અહિંસાના ક્ષેત્રમાં ઝીણામાં ઝીણા જંતુથી માંડીને આખી મનુષ્યજાતિનો સમાવેશ થતો હતો. મારા જીવન પર ઊંડી છાપ પાડનાર આધુનિક મનુષ્યો ત્રણ છે. રાયચંદભાઈએ તેમના જીવંત સંસર્ગથી, ટૉલ્યટૉયે તેમના ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’ નામના પુસ્તકથી અને રસ્કિને ‘અનટુ ધિસ (૬૩) જૈનદર્શન અને ગાંધી વિચારધારા લાસ્ટ’ - સર્વોદય નામના પુસ્તકથી મને પ્રભાવિત કર્યો." ગાંધીજી જ્યારે ધર્મ અંગે વિચારતા અને મથામણ અનુભવતા ત્યારે શ્રીમદ્ સિવાય બીજા ધર્મશાસ્રીઓ સાથે પણ પત્રવ્યવહાર કરતા, પરંતુ એમને શ્રીમદ્જીના પત્રવ્યવહારથી શાંતિ મળતી. શ્રીમદે પત્રના ઉત્તર સાથે કેટલાક પુસ્તકો અધ્યયનાર્થે મોકલાવેલા; જેમાં ‘પંચીકરણ’, ‘મણિરત્નમાળા’, ‘યોગવાસિષ્ઠનું મુમુક્ષુ પ્રકરણ’, હરિભદ્રસૂરિનું ‘ષદર્શનસમુચ્ચય’ અને ‘મોક્ષમાળા’ વગેરે ગ્રંથો વાંચવાની ભલામણો કરી હતી. આ ધર્મમંથનના કાળમાં ગાંધીજીએ કુરાન વાંચ્યું, ઈસ્લામી પુસ્તકો વાંચ્યા, વિલાયતના ખ્રિસ્તી મિત્રો સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. ‘બાઈબલનો નવો ગ્રંથ’ પુસ્તક વાંચ્યુ. ટૉલ્સટૉયના ‘વૈકુંઠ તારા હૃદયમાં છે' નામના પુસ્તકના વાંચનથી ઊંડી છાપ પડી. શ્રીમદ્ સાથેના પત્રવ્યવહાર અને એમણે મોકલેલા પુસ્તકોના વાંચનથી ગાંધીજીને તેમના ઘણા પ્રશ્નોનું સમાધાન થયું. ગાંધીજીની તીવ્ર ધર્મજિજ્ઞાસા એવી પ્રબળ હતી કે શ્રીમનું આ સમયે આધ્યાત્મિક માર્ગદર્શન ન મળ્યું હોત તો ગાંધીજી આફ્રિકાથી મોહનદાસમાંથી માઈકલ, કે મોહમ્મદ થઈને પાછા આવ્યા હોત ! શ્રીમદ્ના માર્ગદર્શનથી ગાંધીજીની આર્યધર્મમાં શ્રદ્ધા સ્થિર થઈ અને જૈન ધર્મનો પ્રભાવ વિશેષ પડ્યો. જૈન ધર્મના વિશેષ પ્રભાવના કારણે જૈન સિદ્ધાંતોનો ગાંધીજીએ જીવનમાં સ્વીકાર કર્યો. એમના કાર્યોમાં વિનિયોગ કર્યો અને આ સંસ્કારોને ઊંચાઈએ લઈ ગયા. અનેકાન્તવાદ અને ગાંધીજી : ગાંધીજીએ શ્રીમદ્ના માર્ગદર્શનથી પ્રેરણા મેળવીને પોતાનું જીવન ઉદાત્ત અને વ્યાપક બનાવ્યું. ગાંધીજીએ શ્રીમદ્ભા માર્ગદર્શનમાં અનુભવ્યું કે તેમને કોઈપણ ધર્મ પ્રત્યે અનાદર ન હતો. ગાંધીજીને (૬૪) Page #33 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા પણ તેમણે ક્યારેય જૈન ધર્મ અપનાવવા પ્રત્યક્ષ કે પરોક્ષ સૂચન કર્યું ન હતું. શ્રીમદ્ભુએ બધા સંપ્રદાયોના શાસ્ત્રગ્રંથોમાંથી ઉપદેશ - સદ્બોધ પ્રાપ્ત કરવા પ્રેરિત કર્યા હતા. આવી વ્યાપક ધર્મદૃષ્ટિવાળા શ્રીમદ્ની નિષ્પક્ષપાત અધ્યાત્મદૃષ્ટિ, મધ્યસ્થતા, ઉદાત્તતા ગાંધીજીને સ્પર્શી ગઈ. ગાંધીજીના ધર્મદર્શનના ઘડતરમાં અનેક વ્યક્તિઓએ અને વિશ્વભરના ધર્મોની પરંપરાઓએ પરોક્ષ કે પ્રત્યક્ષ ભાગ ભજવ્યો છે. એમના વિચાર ઘડતરમાં પ્રાચીન ભારતીય ધર્મપ્રવાહોની અસર મુખ્યપણે છે. વેદાંત અને દર્શનો, જૈન અને બૌદ્ધ ધર્મો, રામાયણ, મહાભારત અને ગીતામાં પ્રગટ થયેલા તત્ત્વજ્ઞાનની સ્પષ્ટ અસર એમના જીવનમાં જોવા મળે છે. ગાંધીજી ઉપર જૈન ધર્મ અને તેના સિદ્ધાંતોનો એટલો બધો પ્રભાવ હતો કે : “ગાંધીજીએ છેલ્લા ૩૬ વર્ષ રાત્રિભોજનનો ત્યાગ કર્યો હતો. તેઓ પાણી પણ ઉકાળેલું પીતા. પાણીનો બાટલો સાથે રાખતા. જૈન દર્શનના બાહ્ય તપ ‘વૃત્તિસંક્ષેપ’ નું પાલન કરતા. જમતી વખતે માત્ર પાંચ વાનગીઓ જ ખાતા. આ પાંચ વાનગીઓમાં મીઠું પણ આવી જતું. આ વ્રત એમણે હરદ્વાર તીર્થમાં અંગીકાર કર્યું.૧ ગાંધીજીના જીવનમાં અહિંસા, સાદાઈ, સર્વધર્મ પ્રત્યે સમભાવ, આત્મનિષ્ઠા, ધર્મનિષ્ઠા, નીતિમત્તા વગેરે ગુણોનું સિંચન જૈન ધર્મના પ્રભાવને કારણે થયેલું અને તે શ્રીમદ્દ્ના પત્રવ્યવહાર અને સંસર્ગથી થયું તે નિશ્ચિતરૂપે કહી શકાય. જૈન દર્શનની અનેકાન્ત દૃષ્ટિ ગાંધીજીએ જીવનમાં અપનાવી. કોઈપણ વસ્તુને અનેક દૃષ્ટિથી - ભિન્ન ભિન્ન પાસાથી તપાસવી. એક વસ્તુ એક સ્થળે યોગ્ય હોય, તે બીજા સ્થળે યોગ્ય ન પણ હોય એ વિચાર સિદ્ધાંતનું ગાંધીજીએ અનુશીલન કર્યું. ૧. નેમચંદ ગાલા : શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી, પૃ. ૬૦ (૫) જૈનદર્શન અને ગાંધી વિચારધારા અનેકાન્ત દૃષ્ટિની વાત સાત આંધળા અને હાથીના દૃષ્ટાંતથી સમજાવવામાં આવે છે. સાત આંધળા પોતપોતાની રીતે હાથીનું વર્ણન કરે છે. દરેકનું વર્ણન એકબીજાથી ભિન્ન છે. તે દૃષ્ટિબિંદુ હાથીને પ્રત્યક્ષ જોનાર વ્યક્તિની દૃષ્ટિએ ખોટું ઠરે છે, અથવા આંશિક રીતે સાચું લાગે છે. આમ, સત્ય સાપેક્ષ હોવાથી એને સમજવા માટે બધી દષ્ટિથી તપાસવું અનિવાર્ય થઈ પડે છે. એક જ વાત પરત્વે અનેક વિરોધી દેખાતી દૃષ્ટિઓનો મેળ સાધવો જોઈએ - એ અનેકાન્તવાદની દૃષ્ટિ ગાંધીજીએ એમની સર્વ પ્રવૃત્તિઓમાં અપનાવેલી છે. ગાંધીજી કોઈપણ વસ્તુનો નિર્ણય લેતાં પહેલા સર્વના વિચારો જાણીને તે વસ્તુના બધા પાસાઓની વિચારણા કરીને તેનો અમલ કરતા અને કરાવતા. તાત્પર્ય એટલું કે એક જ દૃષ્ટિકોણ અપનાવીને આંધળા અને બહેરા ન બનો. બીજાની વાત પણ સાંભળો, બીજાના દૃષ્ટિબિંદુઓ પણ સમજવા પ્રયત્ન કરો. અનેકાન્ત વાદથી પોતાને પ્રતીત થતા સત્યને વળગી રહેવા છતાં બીજાના મતનો આદરપૂર્વક વિચાર કરો. અનેકાન્તવાદમાં એકાંગિતા કે સંકુચિતતાને સ્થાન નથી. અનેકાન્ત દૃષ્ટિબિંદુ અપનાવીને ગાંધીજી પોતાના મતમાં આગ્રહી હોવા છતાં પોતાના કટ્ટરમાં કટ્ટર વિરોધીની દલીલો સાંભળતા અને તેને સમજવાનો ઉદાર પ્રયત્ન કરતા. સામાની વાતમાંથી પોતાને લેવા જેવું ન જણાય તો પણ તેને એ રસ્તે જવાની ઉદારતા દાખવતા. ગાંધીજીને એમના વિરોધીઓ પણ ચાહતા તે એમની અનેકાન્ત દૃષ્ટિને જ આભારી છે. આ અંગે ગાંધીજી લખે છે : “અનેકાન્તવાદ મને પ્રિય છે. તેમાંથી હું મુસલમાનની મુસલમાનની દૃષ્ટિએ, ખ્રિસ્તીની તેની દૃષ્ટિએ વિચાર કરતા શીખ્યો. મારા વિચારોને કોઈ ખોટા ગણે ત્યારે મને એમના અજ્ઞાનને વિષે પૂર્વે રોષ ચઢતો. હવે હું તેઓનું (૬૬) Page #34 -------------------------------------------------------------------------- ________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા દૃષ્ટિબિંદુ તેઓની આંખે જોઈ શકું છું. તેથી તેમની ઉપર પ્રેમ કરી શકું છું.” અન્ય ધર્મના અનુયાયીઓ પોતાને ચુસ્ત હિંદુ ગણાવનાર ગાંધીને પોતાના ધર્મના શા માટે માનતા હતા તેનું રહસ્ય તેમને અપનાવેલી અનેકાન્ત દૃષ્ટિને આભારી છે. ગાંધીજીની અનેકાન્ત દૃષ્ટિને વાત કરતાં પંડિત સુખલાલજીએ જણાવ્યું છે : “હું તો ફક્ત એટલું જ જોઉં છું કે ગાંધીજીના જીવનમાં અહિંસા અને અનેકાન્તના બે તત્ત્વો કઈ રીતે કામ કરી રહ્યા છે. જ્યારે એ જોઉં છું અને વિચારું છું ત્યારે મને ચોખ્ખું લાગે છે કે એ તત્ત્વો બાબતમાં ગાંધીજીના જીવન પર જૈનત્વની મોટી અને સ્પષ્ટ અસર છે : પછી તે ગમે તે રૂપમાં હોય.' ગાંધીજીનું જીવનદર્શન એ જ એમનું ધર્મદર્શન. એમનું જીવન ગહન અને અનેક પ્રવૃત્તિઓથી સભર હતું. એમના જીવનની બદી જ પ્રવૃત્તિઓ અનેકાન્ત અને અહિંસાની દૃષ્ટિએ જ પાંગરેલી છે. એમના જીવનની તમામ પ્રવૃત્તિઓ ધર્મસાધનાના ભાગરૂપે જ અનેકાન્ત અને અહિંસાની દૃષ્ટિને વણી લઈને વિકસેલી છે, વિસ્તરેલી છે. ગાંધીજીના આ વ્યાપક ધર્મભાવનાની વાત કરતાં પંડિત સુખલાલજી લખે છે : “ગાંધીજીના જીવનમાં ઊગેલો, વિકસેલો અને વ્યાપેલો ધર્મ એ કોઈ આ કે તે સંપ્રદાયનો ધર્મ નથી પણ તે બધા સંપ્રદાયથી પર અને છતાં બધા તાત્ત્વિક ધર્મોના સારરૂપ છે કે જેમના પોતાના વિવેકી સાદા પ્રયત્નથી સધાયેલ છે.” ગાંધીજીના અનેક કાર્યો અનેકાન્ત અને અહિંસા દૃષ્ટિને પોષક છે, પરંતુ તેમાં વિશેષ કરીને સર્વધર્મસમભાવ, સર્વધર્મસમાદર, ધર્મસમન્વય અને સર્વધર્મ પ્રાર્થના દ્વારા અનેકાન્ત દૃષ્ટિને ગૂંથી લીધી છે. આજે આપણે ગાંધીજીની અનેકાન્ત દૃષ્ટિવાળી વ્યાપક ધર્મભાવના તરીકે ઓળખાવી શકીએ. ૨. ગાંધીજી : ધર્મમંથન, પૃ. ૧૬ ૩. પંડિત સુખલાલજી : દર્શન અને ચિંતન ભાગ-૧, પૃ. ૫૭૨ (). - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) સર્વધર્મસમભાવઃ સર્વધર્મસમભાવને ગાંધીજીની દૃષ્ટિએ જોઈએ તો સ્વધર્મનિષ્ઠા, સર્વધર્મસમાદર અને અધર્મનો વિરોધ પ્રતિપાદિત થાય છે. સર્વધર્સમભાવ ત્યારે જ સંભવી શકે કે પોતાના ધર્મમાં પોતાની સંપૂર્ણ નિષ્ઠા હોવી જોઈએ. શ્રીમદ્જીના નિકટ સંપર્કથી અને તેમની સાથે થયેલા પત્રવ્યવહારથી ગાંધીજી સ્વધર્મનિષ્ઠામાં સ્થાયી થયા હતા, અને તેમને ખાતરી થઈ હતી કે પોતાના હિંદુ ધર્મમાં શ્રદ્ધા રાખવી જોઈએ. તેમજ દરેક ધર્મને આદર-સત્કારથી જોવો જોઈએ. સ્વધર્મ ગમે તેટલો ખામીવાળો હોય તો પણ તે છૂટી શકતો નથી. દા.ત. આપણી માતા ગમે તેટલી ખામીવાળી હોય તો પણ તે માતા મટી જતી નથી. આ અંગે ગાંધીજીએ જણાવ્યું છે : બાળક જેમ માને વળગી રહે છે તેમ હું મારા ધર્મને વળગી રહું છું, પણ બાળક અપરમાતાનો તિરસ્કાર નથી કરતો, તેમ હું પણ પરધર્મનો તિરસ્કાર નથી કરતો. મારા ધર્મ પ્રત્યેનો મારો પ્રેમ બીજાઓના પોતાના ધર્મ પ્રત્યેના પ્રેમને સમજતા શીખવે છે. સર્વધર્મસમભાવના મંત્રદાતા ગાંધીજીનું સ્વપ્ન અખંડ ભારતનું હતું. ગાંધીજી સર્વધર્મસમભાવ દ્વારા હિંદુ, જૈન, બૌદ્ધ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, શીખ વગેરે કોમો વચ્ચે ભાવાત્મક એકતા સ્થાપવા માંગતા હતા, જેને આજે આપણે બિનસાંપ્રદાયિકતા કહીએ છીએ. કોમી હુલ્લડો વખતે ગાંધીજીએ સ્થાપેલી સંસ્થાઓ અને તેના કાર્યકરોએ જાનને જોખમે પોતાના અન્ય ધર્મી ભાઈ-બહેનોને રક્ષણ આપ્યું છે એ ગાંધીજીના સર્વધર્મસમભાવનું ઘોતક છે. સર્વધર્મસમાદર સ્વધર્મનિષ્ઠામાંથી નિપજતું સર્વધર્મસમભાવનું મહત્ત્વનું તત્ત્વ તે સર્વધર્મ પ્રત્યે આદર અને સન્માન. પોતાના ધર્મ સિવાય અન્ય ધર્મો પ્રત્યે ગાંધીજી માત્ર સહિષ્ણુતા ધરાવતા ન હતા, પરંતુ સમભાવ અને આદર ધરાવતા. (૬૮) Page #35 -------------------------------------------------------------------------- ________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ગાંધીજી આ અંગે લખે છે : “હું માનું છું કે જગતના સર્વે મહાધર્મો મૂળે સમાન છે. આપણને આપણા ધર્મ પ્રત્યે જેટલો આદર હોય તેટલો જ બીજા ધર્મો વિશે હોવો જોઈએ. પરસ્પર સહિષ્ણુતા નહીં પરંતુ સમાન આદર."* સર્વધર્મસમન્વયઃ સમન્વયવૃત્તિ પ્રાચીન કાળથી ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. મુસલમાનો પહેલા જે અનેક કોમો આ દેશમાં ચડી આવી, તેમના રીતરિવાજો અને ધાર્મિક માન્યતાઓને ભારતીય સંસ્કૃતિએ પોતાનામાં આત્મસાત્ કરી લીધી, તેથી આજે એમનું કોઈ અલગ અસ્તિત્વ જોવા મળતું નથી. ભારતમાં આજે વિવિધ જ્ઞાતિઓ અને ધર્મના લોકો એકસાથે રહેતા જોવા મળે છે એ ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ઉદારતાનું પરિણામ છે. ભારતના બંધારણના ઘડવૈયાઓએ ભારતના રાજયને બિનસાંપ્રદાયિક જાહેર કર્યું છે. તેના નાગરિકોને કોઈપણ જાતના ભેદભાવ વિના પોતાની રીતે પોતાનો ધર્મ પાળવાનો મૂળભૂત હક્ક આપ્યો છે. અનેક જ્ઞાતિઓ, ધર્મો અને સંપ્રદાયોના વાડાઓથી ભરેલા આ દેશના લોકોને પોતાનો ધર્મ પાળવાની છૂટ આપીને ગાંધીજીએ અપનાવેલી ધર્મસમન્વયકારી દૃષ્ટિનો પરિચય આપે છે. સર્વધર્મ પ્રાર્થના : ગાંધીજીએ સ્થાપેલ આશ્રમો જેવા કે સાબરમતી આશ્રમ, ફિનિક્સ આશ્રમ, ટૉલ્યટૉય ફાર્મ, વર્ધા આશ્રમ વગેરે સ્થળોએ વિવિધ ધર્મો અને જ્ઞાતિના લોકો સર્વધર્મ પ્રાર્થના કરતા. ગાંધી પ્રેરિત સ્થપાયેલી રાષ્ટ્રીય સંસ્થાઓમાં તથા એમના કાર્ય ને વિચારસરણીને વરેલી સંસ્થાઓમાં સર્વધર્મ પ્રાર્થનાઓ આજે પણ થાય છે. એ સંસ્થાઓમાં તમામ ધર્મના અનુયાયીઓ માટે ભ્રાતૃભાવનું વાતાવરણ આજે પણ જોઈ શકાય છે. ફિનિક્સ આશ્રમ અને ટૉલ્સટૉય ફાર્મમાં હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી અને પારસી ધર્મના માણસોનો સમુદાય એકઠો થયો હતો. ત્યાં ઈમામ સાહેબ ૪. નવજીવન : ૫.૧૦.૧૯૨૪ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) જેવા મુસલમાન, રૂસ્તમજી શેઠ જેવા પારસી, મિ. વેસ્ટ, જોસેફ રોયપન અને કેલનબૅક જેવા ખ્રિસ્તીઓ અને પોલાક જેવા યહૂદીઓ પણ હતા. હિંદુધર્મીઓ પણ ખરા જ. રોજ સાંજે પ્રાર્થના સમયે ગીતા, બાઈબલ, કુરાન, અવેસ્તા એમ જુદા જુદા ધર્મગ્રંથોનું પારાયણ થતું. જુદા જુદા ધર્મોના અને જુદી જુદી ભાષાના ભજનો પણ ગવાતા. પ્રાર્થના સમયે થોડા વખતને માટે સૌ વર્ણ અને જ્ઞાતિનો ભેદ ભૂલી જઈ કોઈ જુદી જ દુનિયામાં પહોંચી જતા. ગાંધીજી પોતાના ઉદાર અને સમભાવી વલણને કારણે એવી વિવિધતામાં પણ એકતા, સમભાવ અને સમન્વયપોષક વાતાવરણ સર્જી શક્યા હતા. ગાંધીજીએ પોતાના આશ્રમોમાં અને સામુદાયિક સેવા પ્રવૃત્તિઓમાં કોઈપણ સાંપ્રદાયિક અથવા ધાર્મિક સંકુચિતતાને મુદ્દલ સ્થાન આપ્યું ન હતું; બલ્ક પ્રાર્થનાની અને સામુદાયિક જીવનની એક નવી જ સમન્વયકારી પરંપરા સર્જી; જેથી તમામ ધર્મના અને સંપ્રદાયના લોકો એક સાથે રહી શક્યા, કામ કરી શક્યા અને દેશને દોરવણી આપી શક્યા. ભારતીય સંસ્કૃતિની સમન્વય પરંપરામાં ગાંધીજીની આ સેવા બહુ મોટી છે. E. H. Erickson alud Gandhi's Truth Hi P4-11 B4-startવાદના સિદ્ધાંત પર ગાંધીજીના શબ્દો ટાંકતા લખે છે : “મને અનેકાન્તવાદની સત્યતાનો સિદ્ધાંત ખૂબ જ ગમ્યો છે ! મારા વિરોધીઓ કે ટીકાકારો પર હેતુઓ કે ઈરાદાઓને આરોપિત કરવામાંથી તે મને મુક્ત રાખે છે. આજે હું તેઓને પ્રેમ કરી શકું છું કારણ કે બીજાઓની દૃષ્ટિએ મારી જાતને જોવાની દૃષ્ટિ મને તેથી (અનેકાન્તવાદથી) સાંપડેલ છે.” સંદર્ભ : પૂ. ન્યાયવિજયજી, પંડિત સુખલાલજી મગનભાઈ પટેલ તથા કુમારપાળ દેસાઈ અને શ્રી રાકેશ ઝવેરીના પુસ્તકો (૬૯). (૭૦) Page #36 -------------------------------------------------------------------------- ________________ (જૈનદર્શન અને ગાંધી વિચારધારા શ્રી જિનવિજય અને ગાંધી વિચારધારા - મીતાબહેન કે. ગાંધી (મીતાબહેને ગુજરાત વિધાપીઠમાંથી M.Phil. કર્યું છે. જૈન સાહિત્ય સત્રોમાં અભ્યાસપૂર્ણ શોધપત્રો પ્રસ્તુત કરે છે.) જનસમૂહમાં, દેશમાં અને દુનિયામાં આપણા દેશના ઉચ્ચ કોટિના વિદ્વાન તરીકે ખ્યાતિ પામનાર શ્રી જિનવિજયજી અને આખું વિશ્વ જેને પૂજ્ય માને છે તે મહાત્મા ગાંધીજીના જીવનમાં, વિચારોમાં અને કાર્યમાં ઘણું સામ્ય જોવા મળે છે. સત્ય માટે બંનેની બાળપણથી તાલાવેલી પૂજય શ્રી જિનવિજયજીના જીવનનું વિહંગાવલોકન કરતાં એમ કહી શકાય કે, સત્યની શોધને તેમણે ઉછરતી ઉંમરે પોતાના જીવનકાર્ય તરીકે સ્વીકારેલ. સત્યને પામવાની તાલાવેલી પિતાવૃદ્ધિસિંહ અને ગુરુ દેવીહંસના અવસાન બાદ તેમને કોઈ ખાખી બાવાના શિષ્ય બનવા સુધી લઈ ગઈ, પરંતુ ખાખી બાવાનો માર્ગ સત્ય પામવા માટેનો નહીં, પરંતુ અધોગતિનો લાગતા તેઓએ તે માર્ગ છોડી થોડા સમયમાં સ્થાનકવાસી સંપ્રદાયની દીક્ષા ગ્રહણ કરી. ત્યાં જ્ઞાનસાધના અને આત્મસાધના કરતાં તેમને કંઈક મેળવ્યાનો સંતોષ થયો. હવે અહીં વધુ જ્ઞાન ઉપાર્જન થઈ શકે તેમ ન હોવાથી તેઓએ તે દીક્ષા છોડી દીધી. જ્ઞાનોપાર્જન અને સત્યની શોધ માટે તેઓ રાજસ્થાન અને ગુજરાતમાં ફર્યા. રાજસ્થાનના પાલીમાં તેમનો પરિચય શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયના સાધુ શ્રી સુંદરવિજય સાથે થતાં તેમણે તેમની પાસે શ્વેતામ્બર ફિરકાની દીક્ષા ગ્રહણ કરી અને શ્રી મુનિ જિનવિજયજી નામ ધારણ કર્યું. પૂ. મહાત્મા ગાંધીએ બાળપણમાં ‘શ્રવણ પિતૃ ભક્તિ નાટક' નામનું - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) પુસ્તક વાંચ્યું. શ્રવણની માતા-પિતાની ભક્તિથી ગાંધીજીના મનમાં શ્રવણ જેવા બનવાની ઊંડી ઇચ્છા જાગૃત થઈ. તેમણે બાળપણમાં કોઈ નાટક કંપની દ્વારા ભજવાયેલ રાજા હરિશ્ચચંદ્રનું નાટક જોયું. એ નાટકની ગાંધીજીના મન પર એટલી અસર થઈ કે, તેમણે રાજા હરિશચંદ્રની જેમ કોઈપણ સંજોગોમાં અસત્ય ન બોલવાનું અને સત્યનું જ પાલન કરવાનું મનમાં નક્કી કરી લીધું. બાળપણથી જ ગાંધીજીના મનમાં એક વિચારે મૂળ નાંખ્યા કે, “આ જગત નીતિ ઉપર નભેલું છે અને નીતિમાત્રનો સમાવેશ સત્યમાં છે. માટે સત્ય તો શોધવું રહ્યું.' આ રીતે જિનવિજયજી અને ગાંધીજીએ બાળપણથી જ પોતાનું ઉચ્ચ જીવન ઘડતર કરવાની તૈયારી કરી લીધી હતી. શ્રી જિનવિજયની સત્ય પામવા માટેની તાલાવેલી તેમને વિદ્વત્તા સુધી લઈ ગઈ તો ગાંધીજીની સત્ય માટેની ઝંખના તેમને માનવમાંથી મહાત્મા સુધી લઈ ગઈ. બંને જન્મ જૈન ન હોવા છતાં જૈનધર્મના સંસ્કાર પૂજયશ્રી જિનવિજયજીનો જન્મ પરમારવંશીય ક્ષત્રિયકુળમાં થયો હતો. તેમનું બાળપણનું નામ કિશનસિંહ હતું. તેમના પિતા વૃદ્ધિસિંહને લાગુ પડેલા સંગ્રહણીના રોગનો ઈલાજ જૈન યતિ દેવહંસ કરતા. વૃદ્ધિસિંહના અવસાન બાદ જયારે કિશનસિંહની તીવ્ર બુદ્ધિપ્રતિભાથી વાકેફ શ્રી દેવીહંસે વિદ્યાભ્યાસ માટે કિશનસિંહને પોતાની સાથે જ રાખ્યા હતા. તેમના જીવનમાં જૈનધર્મના સંસ્કારોનું આ પરોઢ હતું. થોડા સમયમાં જ ગુરુ દેવીહંસનું દેહાવસાન થતાં તેઓએ સત્યની શોધ માટે ફરવાનું શરૂ કર્યું. એક સ્થાનકવાસી સાધુના સંપર્કમાં આવતાં તેમણે સ્થાનકવાસી દીક્ષા ગ્રહણ કરી અને ત્યારબાદ શ્વેતામ્બર સંપ્રદાયની દીક્ષા ગ્રહણ કર્યા બાદ તેમણે પોતાનું જીવન જૈન સાહિત્યના સંશોધન (૨) Page #37 -------------------------------------------------------------------------- ________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) માટે સમર્પિત કરી દીધું એમ કહી શકાય. “જૈન તત્ત્વસાર' નામનું સૌથી પહેલું પુસ્તક તેમણે લખ્યું. તેમણે પોતાના જીવન દરમિયાન અનેક જૈન ગ્રંથોનું સંપાદન અને પ્રકાશન કર્યું. જૈનધર્મના અભ્યાસ માટે સંસ્થાઓ સ્થાપી. જૈન સાહિત્ય સંશોધક પત્રિકાની પણ શરૂઆત કરી. જીવનભર પોતાની અનેકવિધ શક્તિઓનું ટીપેટીપુ નીચોવીને તેમણે પોતાનું જીવન જૈન સાહિત્યના સંશોધન માટે સમર્પિત કરી દીધું. પૂ. મહાત્મા ગાંધીજીના પિતા પુષ્ટિમાર્ગી વલ્લભ સંપ્રદાયના વણિક હતા, પરંતુ તેમની સાથે વાર્તાલાપ કરવા જૈન સાધુઓ હંમેશાં આવતા. આ વાર્તાલાપ ગાંધીજી સાંભળતા તેની અસર ગાંધીજી પર બાળપણથી પડી હતી. જયારે ગાંધીજી બેરિસ્ટર થવા માટે બ્રિટન ભણવા જવાના હતા ત્યારે તેમના ઘેર વહોરવા આવતા જૈન સાધુ બેચરજી સ્વામીએ ગાંધીજીના માતાની મુંઝવણ ધ્યાનમાં લઈને ગાંધીજીને માંસ, મદિરા અને પરસ્ત્રી સંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ પ્રતિજ્ઞાને કારણે ગાંધીજીનું જીવન બરબાદ થતાં રહી ગયું. ગાંધીજી પોતાની પ્રતિજ્ઞાને બરાબર વળગી રહ્યા હતા. બ્રિટનથી બેરિસ્ટર થઈને ગાંધીજી ભારત પાછા આવ્યા ત્યારે મુંબઈમાં તેમની મુલાકાત શ્રીમદ્ રાજચંદ્ર (રાયચંદભાઈ) સાથે થઈ. તે મુલાકાત અને તે પછીના શ્રીમદ્ સાથેના પરિચયને કારણે ભગવાન મહાવીરની તત્ત્વધારા ગાંધીજીને મળી. ભગવાન મહાવીરે પ્રરૂપેલા પાંચ મહાવ્રતો અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને ગાંધીજીએ અપનાવ્યા હતા. આ વ્રતોની ભાવનાઓને વિશ્વના ફલક પર મૂકીને ગાંધીજીએ કાર્યો કર્યા. તે સિવાય પણ અનેકાન્તવાદ, ક્ષમા, અભય, શાકાહાર, વૃત્તિસંક્ષેપ, રાત્રિભોજન ત્યાગ જેવી જૈનધર્મની અત્યંત મહત્ત્વની ભાવનાઓ ગાંધીજીના જીવનમાં આચરણરૂપે પ્રગટ થઈ છે. (63) - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) આથી કહી શકાય કે, શ્રી જિનવિજયજી અને પૂ. મહાત્મા ગાંધીજી જન્મ જૈન ન હોવા છતાં સવાયા જૈન બનીને બંનેએ પોતાનું જીવન વ્યતીત કર્યું છે. બંને મહાનુભાવોનું રાષ્ટ્રસેવા માટે સમર્પણ મુનિ શ્રી જિનવિજયજી પૂનાની ‘ભંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિર નામની સંસ્થાના નિમંત્રણને માન આપી મુંબઈથી પૂના પહોંચ્યા ત્યારે શ્રી જિનવિજયજી સાધુ અવસ્થામાં હતા. ભંડારકર ઈન્સ્ટિટયૂટસના કાર્યમાં સહકાર આપવા તેમણે ૧૯૭૫ નું ચાતુર્માસ પૂનામાં જ કર્યું. અહીં કોઈ કોઈ વાર મુનિશ્રી સાથે શાસ્ત્રીયચર્ચા માટે આવતા પ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની લોકમાન્ય ટીલક અને બીજા વિદ્વાનો સાથે તેમનો નિકટનો પરિચય થયો. પૂનામાં ‘સર્વેસ ઓફ ઈન્ડિયા સોસાયટી' ના કાર્યાલયમાં તેમની મુલાકાત ગાંધીજી સાથે થઈ. તેમણે પોતાના જીવન અંગે ગાંધીજી સાથે વિચાર વિમર્શ કર્યો. ગાંધીજી, લોકમાન્ય ટીળક તથા પ્રસિદ્ધ ક્રાંતિકારી અર્જુનલાલ શેઠી સાથેના પરિચયને કારણે તેમનામાં દેશની સ્વાધીનતાના વિચારો પ્રવાહિત થયા. દેશની પરાધીનતા તેમને ખટકવા લગી. ત્યાગી અવસ્થામાં નિષ્ક્રિય બેસી રહેવા કરતાં તેમણે પોતાની સાધુ અવસ્થાનો ત્યાગ કરવાનું નક્કી કર્યું અને પોતાનો નિશ્ચય વર્તમાનપત્રોમાં જાહેર કર્યો અને સાધુ અવસ્થાનો ત્યાગ કરીને પૂ. ગાંધીજીએ જાહેર કરેલ અસહયોગ આંદોલનમાં ભાગ લેવા ગાંધીજી પાસે પૂનાથી મુંબઈ પહોંચ્યા. ત્યાંથી ગાંધીજી સાથે જ અમદાવાદ આવ્યા. ગાંધીજી સાથે સત્યાગ્રહ આશ્રમમાં રહીને વિચાર-વિનિમય કરતાં એવું નક્કી થયું કે, ગાંધીજી દ્વારા સ્થપાયેલ સંસ્થા ‘ગુજરાત વિદ્યાપીઠ' માં એક રાષ્ટ્રીય સેવક તરીકે મુનિશ્રી સહયોગ આપતા રહેશે. (૦૪). Page #38 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા થોડા સમયમાં જ વિદ્યાપીઠમાં ‘ગુજરાત પુરાતત્વ મંદિર’ ની સ્થાપના થઈ. ગાંધીજીએ મુનિશ્રીને તેના આચાર્ય બનાવ્યા અને તેઓ ‘પુરાત્વાચાર્ય’ પદથી વિભૂષિત બન્યા. ‘ગુજરાત પુરાતત્ત્વ મંદિર’ ની મુલાકાતે આવનાર અને જૈન વિદ્યાક્ષેત્રે અવિસ્મરણીય પ્રદાન કરનાર જર્મન વિદ્વાન પ્રો. શુક્લિંગના નિમંત્રણને માન આપીને તેઓ ગાંધીજીની રજા લઈને જર્મની ગયા. ત્યાં દોઢ વર્ષના રોકાણ દરમિયાન લેખન-વાંચનના કાર્ય ઉપરાંત જર્મનીમાં રહેતા હિન્દુસ્તાનીઓને એકઠા થવા માટે ‘હિન્દુસ્તાન હાઉસ' નામની સંસ્થાની સ્થાપના કરી તેમજ ભારતીય સંસ્કૃતિ તેમજ રાજનૈતિક પ્રવૃત્તિઓને સંગઠિત કરવા ‘ઈન્ડો-જર્મન સેન્ટર' નામની એક સાંસ્કૃતિક સંસ્થાની સ્થાપના કરી. તે દરમિયાન ભારતમાં આઝાદીના અહિંસક યુદ્ધ માટેની પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ હતી. ગાંધીજી સાથે તે બાબતે વિચાર-વિમર્શ કરવા તેઓ સને ૧૯૨૦ માં ભારત પાછા ફર્યા. ગાંધીજીની વિશ્વવિખ્યાત દાંડીકૂચ દ્વારા શરૂ થયેલા મીઠાના સત્યાગ્રહમાં મુનિશ્રી પણ જોડાયા તેના પરિણામે જેલમાં ગયા. સને ૧૮૮૭ ની સાલમાં લંડનમાં ભણવા-રહેવાની લક્ઝરી ભોગવી ચૂકેલા, બગીમાં બેસીને નાટક જોવા જનાર, સૂટ અને ટાઈ પહેરનાર, બાવીસ વર્ષફોરેનમાં રહેનાર અને આજના ચલણમાં કરોડોની પ્રેક્ટિસ કરનાર બેરિસ્ટર એવા ગાંધીજીએ દેશની સેવા માટે ઉપરની દરેક વસ્તુઓનો ત્યાગ કર્યો હતો. દેશની સ્વતંત્રતા માટેની અહિંસક લડત માટે આખા દેશને એકતાંતણે બાંધનાર ગાંધીજીએ પોતાના જીવન દરમિયાન દેશ માટે શું નથી કર્યું ? દેશની આવતીકાલ માટે એમણે પોતાના જીવનને હોડમાં મૂકી દીધું. એક અજાણી ગરીબ સ્ત્રી પાસે મેલી સાડી બદલવા માટે બીજું કપડું નથી એ જોઈને સુટબૂટ તો ઠીક પણ ઝભ્ભો લેંઘો પણ છોડીને માત્ર હાથે કાંતેલી પોતડી પહેરવાની પ્રતિજ્ઞા કરીને (૭૫) જૈનદર્શન અને ગાંધી વિચારધારા આખા વિશ્વના કેમેરા પોતાની સામે મંડાયેલા હોવા છતાં તેને પાળી બતાવવાનું મનોબળ ગાંધીજીએ કેળવ્યું હતું. દેશની સેવા કરવા પોતપોતાના પદનો ત્યાગ કરનાર શ્રી જિનવિજયજી અને મહાત્મા ગાંધીજી બંને મુઠી ઊંચેરા કર્મઠ માનવીઓ હતા. મુનિશ્રીના મનમાં હંમેશાં દેશ અને સમાજની સમસ્યાઓ સંબંધી ચિંતન ચાલતું રહેતું. આઝાદી પછી અન્ન સમસ્યા જેમ જેમ ગંભી૨રૂપ ધારણ કરતી ગઈ. તેમ તેમ તેમનું ધ્યાન કૃષિ, શરીરશ્રમ અને સ્વાવલંબન તરફ ખેંચાતું ગયું. તો ગાંધીજીએ તો તેઓ દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારથી જ શરીરશ્રમ અને સ્વાવલંબનને અપનાવ્યા હતા. મુનિશ્રી એક આદર્શ વિદ્યાપુરુષ હતા અને તેમની નામના પણ દેશના ઉચ્ચકોટિના વિદ્વાન તરીકે જ હતી એમ તેઓ પોતે પણ જાણતા હતા, છતાં આવી નામનાથી અંજાઈને કે લોભાઈને શ્રમનિષ્ઠા કે કર્મયોગને શિથિલ બનાવીને જ્ઞાનયોગની એકાંગી સાધના દ્વારા પંડિત તરીકેની વિશેષ નામના પ્રાપ્ત કરવાના મોહમાં તેઓ સપડાયા ન હતા. તો ભારતને આઝાદી મળ્યા બાદ ૧૫ મી ઓગસ્ટનું ફોટો ફંક્શન પડતું મૂકીને ૭૭ વર્ષની વયે કોઈ બોડીગાર્ડ વગર બંગાળની સળગતી સરહદોને ઠારવા પહોંચી જનાર પૂ. મહાત્મા ગાંધીના કીર્તિ અને નામના ત્યાગની ઊંચાઈને માપી શકાય તેમ નથી. બંનેના જીવનમાં દ્રવ્ય પરિગ્રહ તો હતો જ નહીં પરંતુ ઉપરની બાબત જોતાં બંનેના જીવન ભાવ અપરિગ્રહની પરાકાષ્ઠારૂપ હતા. ભગવત્ ગીતાના ‘અનાસક્તિ યોગ’ ને જીવી બતાવનાર આ બંને મહાપુરુષોને શત્ શત્ પ્રણામ. સંદર્ભ સૂચિ : - અમૃત સમીપે, રતિલાલ દેસાઈ - અર્વાચીન જૈન જ્યોતિર્ધરો, પૂ. આત્માનંદજી (os) Page #39 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા શ્રીમદ્ રાજચંદ્રજી અને ગાંધીજીની દૃષ્ટિએ દયાધર્મનું સ્વરૂપ - ગુણવંત બરવાળિયા (ગુણવંતભાઈએ સી.એ. સુધી અભ્યાસ કર્યા બાદ ટેક્ષટાઈલ ઈન્ડ. માં પ્રવૃત્ત છે. તેઓએ ૬૦ જેટલા પુસ્તકોનું સર્જન, સંપાદન કાર્ય કર્યું છે. તેઓશ્રી જૈન સાહિત્ય જ્ઞાનસત્રોના આયોજનમાં રસ લે છે અને ધાર્મિક તથા આધ્યાત્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.) સત્ય એ ભગવાનનું બીજું સ્વરૂપ છે. (Truth is God) તો, અહિંસા મા ભગવતી સ્વરૂપ છે. સત્ય ભાવાત્મક છે અને અહિંસા ક્રિયાત્મક છે. સત્યની ક્રિયાત્મક અને વિધેયાત્મક વત્સલશક્તિ, તે ભગવતી અહિંસા છે. આ અહિંસા, ભયભીત બનેલાને શરણ આપતા પિયરઘર જેવી છે, ઊર્ધ્વગમન કરવા ઇચ્છતા સાધકને, ગગન જેમ પંખીને આધાર આપે તેમ આધાર આપનારી છે. દયાધર્મ તૃષાતુરને જળ (જલદાન), ક્ષુધાતુરને અન્ન (અન્નદાન), રોગીઓને ઔષધ (ઔષધ દાન) આપનાર છે, ચૌપગા પ્રાણીઓને આશ્રય આપનાર છે, સાર્થવાહની જેમ ભૂલેલાને માર્ગ બતાવનાર છે, સમુદ્રમધ્યે નૌકા, પ્રવાસીઓનું રક્ષણ કરે તેમ રક્ષણ કરનારી છે. આવી સુપ્રસિદ્ધ અહિંસા-દયાધર્મ મોક્ષના અભિલાષી જીવોને પ્રાણરૂપ, શરણરૂપ છે. અહિંસાનું વિધેયાત્મક સ્વરૂપ દયા જ છે માટે જ ગમે તેવા વિકટ સંજોગોમાં સાધકઆત્મા દયા છોડતા નથી અને તેનું પરિપાલન કરે છે. દયાનો અર્થ પ્રાણી માત્ર પ્રત્યે સહાનુભૂતિ, કરુણા, પ્રેમ, પ્રીતિ, રક્ષા કરવી, અનુગ્રહ કે કૃપા કરવી તેવો થાય છે. જ્ઞાનીઓએ કહ્યું છે ‘દયા તે સુખની વેલડી, દયા તે સુખની ખાણ, અનંત જીવ મોક્ષે ગયા, દયા તણા ફળ જાણ.” (oto) જૈનદર્શન અને ગાંધી વિચારધારા યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીએ દયાને સદ્ધર્મ તરીકે પ્રરૂપેલ છે. સર્વજ્ઞ ભગવંતે ધર્મતત્ત્વના ભિન્ન બિન્ન ભેદ કહ્યા છે. તેમાં મુખ્ય બે છે – વ્યવહાર ધર્મ અને નિશ્ચય ધર્મ. આપણે વ્યવહારધર્મમાં દયાની વિચારણા કરીએ. ૧) યત્નાપૂર્વક જીવરક્ષા કરવી તે દ્રવ્ય દયા. ૨) બીજા જીવોને દુર્ગીત તરફ જતાં દેખી અનુકંપા બુદ્ધિથી ઉપદેશ આપવો તે ભાવદયા. ૩) અજ્ઞાની જીવ તત્ત્વ પામતા નથી એમ ચિંતવી ધર્મ પ્રત્યે પ્રેરવો તે સ્વદયા. ૪) છ કાય જીવની રક્ષા કરવી તે પરદયા. ૫) સૂક્ષ્મ વિવેકથી સ્વરૂપ વિચારણા તે સ્વરૂપ દયા. ૬) કડવા વચનથી અશુભમાંથી રોકવા દબાણ કરે તે દેખાવમાં અયોગ્ય લાગે પરંતુ, પરિણામે કરુણાનું કારણ બને તે અનુબંધ દયા. ૭) શુદ્ધ સાધ્ય અને શુદ્ધ સાધનના ઉપયોગમાં એકતાભાવ અને અભેદ તે નિશ્ચય દયા. ૮) ઉપયોગ અને વિધિપૂર્વક દયા પાળવી તે વ્યવહાર દયા. આત્માને આત્મભાવે ઓળખાવે તે નિશ્ચયધર્મશ્. આ સંસાર કે દેહ તે મારો નથી. હું એથી ભિન્ન પરમ અસંગ, સિદ્ધ આત્મા છું. એવી આત્મ સ્વભાવે વર્તના. જેમાં કોઈ પ્રાણીનું દુઃખ, અહિત કે અસંતોષ રહ્યા છે ત્યાં દયા નથી, ત્યાં ધર્મ નથી. દયા ધર્મની પ્રશસ્તિ કરતાં કાવ્યમાં શ્રીમદ્જીએ કહ્યું છે કે, “ધર્મતત્ત્વ જો પૂછ્યું મને, તો સંભળાવું સ્નેહે તને; જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુને હિતકાર. (૭૮) Page #40 -------------------------------------------------------------------------- ________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજો દયા સમાન; અભયદાન સાથે સંતોષ, ઘો પ્રાણીને, દળવા દોષ. સત્ય શીળ ને સઘળા દાન, દયા હોઈને રહ્યાં પ્રમાણ. દયા નહિ તો એ નહિ એક, વિના સૂર્ય કિરણ નહિ દેખ. પુષ્પપાંખડી જયાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય; સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય.” દયાને સૂર્યની ઉપમા આપી દયાધર્મની પ્રધાનતા સિદ્ધ કરી છે. અભયદાન સાથે સંતોષ’ ની વાતમાં પણ સૂક્ષ્મ ગૂઢાર્થ છુપાયેલો છે. જીવોને જાન-માલ, આબરૂ અને આજીવિકાની રક્ષા થાય તેવી સલામતી આપવી તે અભયદાન. તેને સામાજિક ન્યાય અને રોજી રોટી મળી રહે તો તેને જીવનમાં સંતોષ થાય. પરના હિતને પોતાનું હિત માની, પરના દુઃખને પોતાનું દુઃખ માની તે દૂર કરવું તે દયા ધર્મ છે. વ્યવહારમાં સર્વજીવને સુખ મળે તેવી મહાવીરની શિખામણનું પાલન કરવાથી અધર્મ કે હિંસાનો દોષ ટળે છે. કેમકે જેમાં કોઈ પ્રાણીનું અહિત, દુ:ખ કે અસંતોષ રહ્યા છે ત્યાં દયા નથી. આ અધર્મનો દોષ ટાળવા અભયદાન સાથે સંતોષ સૌ પ્રાણીને મળે તે જોવું જોઈએ. અભયદાનમાં મૈત્રીભાવ અભિપ્રેત છે. ભગવાનના કહેલા ધર્મતત્ત્વથી સર્વ પ્રાણી અભય થાય છે. આ સંસારના ભયોથી ભયભીતને અહિંસા પરમ ઔષધિરૂપ અને ભૂતમાત્રની માતા સમાન હિતકારી છે, તેથી અહિંસાને જગતમાતા જગદંબા કહે છે; તે સમસ્ત જીવોનું પ્રતિપાલન કરે છે. અહિંસા જ આનંદની પરિપાટી ઊભી કરે છે. આ અહિંસાના વિધેયાત્મક સ્વરૂપ દયાને જૈનો કુળદેવી સમાન ગણે છે. (૯) - જૈનદર્શન અને ગાંધી વિચારધારા શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિશાસ્ત્રની ૩૮ અને ૧૦૮ મી ગાથામાં દયાધર્મ અંગે ખૂબ જ સુંદર વાત કરી છે, “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ.” આ ગાથા સમજાવતા વિદ્વાન સાધ્વી ડૉ. તરુલતાજીએ કહ્યું છે : જેના સમગ્ર જીવનમાં પ્રાણીદયા અભિપ્રેત છે તેવા જીવોનો શ્રીમદ્જી આત્માર્થીમાં સમાવેશ કરે છે. જીવદયા આત્માર્થીનો ચોથો ગુણ કહ્યો. જેને પ્રાણીદયા, અનુકંપા અને કરૂણાદેષ્ટિ લાધી છે, એવો આત્માર્થી જીવ સર્વ પ્રાણીઓમાં સમાન આત્મા જ ભાળતો હોય છે. સહુને સિદ્ધ સમાન વિશુદ્ધ દૃષ્ટિએ જાણતો હોય, તેથી કોઈ જીવે કરેલા રાગ, દ્વેષ એ જીવનું વાસ્તવિક સ્વરૂપ નથી પણ તેના અજ્ઞાનનું જ પરિણામ છે; તેથી તેના અજ્ઞાન પર તો કરુણા જ સંભવે. તેના અજ્ઞાનના નિમિત્તે આત્માર્થીને રાગદ્વેષ ન સંભવે, મૈત્રીભાવે પ્રેમ ઊપજે, તેના ઉપાધિ કે દુઃખો પરત્વે કરુણા ઉપજે.” જાગૃતિ સેવતા આત્માર્થી જીવની જાગેલી જીવદયા, ભાવદયા સહજ રૂપે અન્ય જીવ પ્રત્યે અનુકંપા ભાવથી વરસી પડે એટલે દ્રવ્યદયા તો હોય જ. હવે ૧૦૮ મી ગાથામાં કહેલા અંતરદયાના ભાવો જોઈએ, કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ અંતરયા, તે કહીએ જિજ્ઞાસ,” આત્મસિદ્ધિશાસ્ત્રમાં થોડા ફેરફાર સાથે આજ ગાથા બીજીવાર આવી છે, જે સૂચવે છે કે મોક્ષના અભિલાષી જીવને દયા ધર્મના ગુણની કેટલી જબરદસ્ત આવશ્યકતા હશે. અંતરદયા એ જિજ્ઞાસુ જીવનું એક વિશિષ્ટ લક્ષણ છે. (૮૦) Page #41 -------------------------------------------------------------------------- ________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) ‘અંતરદયા’ માં છ કાય જીવોની દયાની વાત છે. છ કાયના જીવો એટલે પૃથ્વી, પાણી, વનસ્પતિ, વાયુ, અગ્નિના જીવો તથા હાલતા ચાલતા ત્રસ જીવો. છ કાયના જીવોની દયાનું ફરમાન શ્રી પ્રભુએ કર્યું છે. એ છે કાયમાં પોતે પ્રથમ છે. ‘પોતે' અર્થાત્ “આત્મા’. જે આત્માની દયા કરી શકે તે જ છ કાયની દયા કરી શકે; જેને બીજા શબ્દોમાં સ્વદયા કહી શકાય. જયાં સુધી જીવ, પાત્રતા કેળવવાની દશામાં હતો ત્યાં સુધી પ્રાણીદયા સુધી જ સીમિત હતો, પરંતુ હવે તો મોક્ષના માર્ગે પ્રયાણ આદર્યું છે તેથી સ્વદયા, અંતરદયા પ્રગટ થઈ જ હોય એવા જીવને સમય સમયની અત્યંત જાગૃતિ વર્તતી હોય. જેના અંતરમાં સ્વદયા વણાઈ ગઈ છે, તેના વ્યવહારમાં અન્ય જીવ પ્રત્યે અનુકંપાના ધોધ વહેતા હોય અને ત્યારે જ તે જીવ મોક્ષમાર્ગ પ્રાપ્ત કરી શકે છે. શ્રીમજી પાસેથી જેમણે દયાધર્મના ડા અને રસ પીને સત્ય, અહિંસાના પ્રયોગો કર્યા છે, એવા ગાંધીજી લખે છે : “સત્ય એ ઈશ્વર છે. એ સૂત્રની સહાયથી જ હું જાણે કે ઈશ્વરનું પ્રત્યક્ષ દર્શન કરી શકું છું. મારી રગેરગમાં હું તેને વ્યાપી રહેલો અનુભવું છું. સત્યને તમે ઈશ્વર તરીકે પામવા ચાહતા હો તો તે માટે એક અનિવાર્ય સાધન પ્રેમ એટલે અહિંસા છે. આખરે સાધ્ય અને સાધન એક જ અર્થના બે શબ્દો છે. અહિંસા મારો ઈશ્વર છે. સત્ય મારો ઈશ્વર છે. સત્યને શોધું છું ત્યારે અહિંસા કહે છે, “મારી મારફત શોધ” અને અહિંસાને શોધુ છું ત્યારે સત્ય કહે છે, મારી મારફત શોધો !” આવી અહિંસા તે પ્રેમનો સાગર છે. શ્રીમદ્ રાજચંદ્રજી અને મહાત્મા ગાંધીજી જેવી વિભૂતિઓએ સત્ય ભગવાન અને અહિંસા ભગવતીને જાણી છે, અનુભવી છે, પ્રેમ, દયા, અહિંસા કે સતધર્મરૂપે પ્રકાશી છે ને પ્રસરાવી છે. ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) રાયચંદભાઈ (શ્રીમદ્ રાજચંદ્રજી) પાસેથી ગાંધીજીએ દયા ધર્મના કૂંડા ને કૂંડા પીધા અને આઠેય પ્રકારે દયા પાળી તેમના સત્યધર્મના ઉદ્ધારની વાતને ગાંધીજીએ કઈ રીતે આગળ વધારી તે વાતનું તત્ત્વચિંતક દુલેરાય માટલિયાએ સુંદર રીતે નિરૂપણ કર્યું છે :૧) દ્રવ્યદયામાં એકેન્દ્રિય જીવોનો પણ ખ્યાલ રાખન્દ્ર. આશ્રમના એક અંતેવાસી જાજરૂ જઈ આવીને માટી વધારે લાવ્યા ત્યારે ગાંધીજીએ તેને ખેતરમાં જ પાછી મૂકાવી. પોતે લીમડાની ચટણી વાપરતા. એક ભાઈ મોટી ડાળખી લાવ્યા, તો ચાર દિવસ ચલાવી. વાપરવાનું સ્નાન માટેનું પાણી પણ અઢી શીશા જેટલું જ, દાંતણ પણ ચાર-પાંચ દિવસ ચલાવે. ભાવદયાઃ શાકાહારી ક્લબની શરૂઆતથી અંત સુધી બીજાને દયાધર્મ સમજાવતા રહ્યા. સ્વદયા પોતાને પાપથી બચાવતા રહ્યા. સ્વરૂપદયા : પોતે પોતાના આત્માનું જ કરી શકે છે. બીજાના સુખ દુઃખનો કર્તા નથી તેવી શુદ્ધ સ્વરૂપ દયા. પરદયાઃ બીજા પ્રત્યે આત્મતુલ્ય પ્રીતિ રાખી અનુકંપા, પરોપકારના કાર્યમાં પરદયાનો પ્રચાર કર્યો. અનુબંધ દયા: મા જેમ બાળકને દુઃખ લાગે તોય તેના હિત માટે કડવું ઔષધ (ઓસડ) પાય છે તેમ વ્યસન, અસત્ય, અન્યાય કરનારને કડવું લાગે, દબાણ લાગે તો તેના હિતાર્થે કરનારી અનુબંધ દયાને ટેકો આપ્યો. પોતાના સ્વરૂપમાં રહેનારી નિશ્ચય દયા. નિશ્ચયને અનુરૂપ વ્યવહાર રાખીને ગાંધીજીએ સત્ય ધર્મના ઉદ્ધારની શ્રીમની વાતને આગળ વધારી તેમાં અહિંસા ધર્મની શાન છે. (૮૨) Page #42 -------------------------------------------------------------------------- ________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ભગવાન મહાવીર અને ગાંધીજીના અપરિગ્રહ વિશેના વિચારો - ડૉ. શોભના શાહ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા સ્વરૂપ દયા એટલે ઈર્ષ્યા, રાગ-દ્વેષ, અહં સ્વરૂપને ઘેરી ન લે તેની સાવધાની અને ચિંતનની ખાસ આવશ્યકતા અનુબંધ દયા વખતે રાખવાની છે. જેના રોમરોમમાં પ્રેમ અને દયા ઉભરતા હોય તે કોઈ પ્રકારનો અન્યાય, અધર્મ, અસત્ય, જૂઠ, અત્યાચાર કે ભ્રષ્ટાચાર સહી જ ન શકે. એ ભ્રષ્ટાચારનો, એ પ્રેમના બળથી, અહિંસાના બળથી, દયાના બળથી, આત્માના બળથી કે સત્યના બળથી પ્રતિકાર કરે, તે સ્વીકારવા ઈન્કાર કરે ન કરાવે તેમ કરતા બાહ્ય દૃષ્ટિએ એને કડવું લાગે, આકરું લાગે અને સત્યાગ્રહી પર જુલમ કરે તો હસતા હસતા સહન કરે, સરકારના દુષ્કૃત્ય, પક્ષપાત અને અન્યાયથી કાયદાનો વિનયપૂર્વક ભંગ કરે અને સજા સહન કરે. આ સત્યાગ્રહની શોધ અને તેનો સામુદાયિક પ્રયોગ એ ગાંધીજીની ધર્મક્રાંતિ છે. “પણ જીવવા દેશે કોણ !' ગાંધીજીના નિવાસની બહાર વિરોધીઓ સૂત્રોચ્ચાર કરતા આવી પહોંયા. ગાંધીજીએ કહ્યું, ‘મારે એ લોકોને મળવું છે.” પણ પેલા લોકો કહે, ‘અમારે એમને મળવું નથી.” પછી એ લોકોને પોલીસે પકડ્યા-તલાશી લીધી ત્યારે એક માણસ પાસેથી લાંબો છરો મળ્યો. એ માણસનું નામ હતું નથુરામ ગોડસે ! ગાંધીજીની હત્યા માટે ૧૪ વર્ષથી પ્રયાસો ચાલતા હતા અને આ છઠ્ઠો પ્રયાસ હતો. છમાંથી ચાર પ્રયાસોમાં ગોડસે હાજર હતો. ગાંધીજીએ ૧૯૩૯-૩૮ માં ૧૨૦વર્ષ જીવવાની ઇચ્છા વ્યક્તિ કરી, ત્યારે નથુરામ ગોડસેએ મરાઠી પેપર “અગ્રણી’ ના તંત્રી તરીકે તંત્રીલેખ લખ્યો, તેનું મથાળું હતું, “....પણ એમને જીવવા દેશે કોણ ?” - નારાયણ દેસાઈ) (જૈનદર્શનના અભ્યાસુશોભનાબહેન શાહ આંતરરાષ્ટ્રીય જૈનવિધા અધ્યયન કેન્દ્ર, ગુજરાત વિધાપીઠ સાથે સંકળાયેલા છે.) મનુષ્ય સામાજિક પ્રાણી છે. મનુષ્ય આધ્યાત્મિક શક્તિના બળ પર સુખની પ્રાપ્તિ ઇરછે છે. આથી સંત મહાત્માએ સ્વયંના જીવનમાં આધ્યાત્મિક શાંતિની પ્રાપ્તિ માટે સંયમ, તપ અને ત્યાગને સ્થાન આપ્યું છે. જેનાથી સમાજ, દેશ અને વિશ્વના સકલ જીવજગતનું હિત બની રહે, કોઈને પણ સુખ-શાંતિમાં મુશ્કેલી ન આવે. આથી પ્રત્યેક મનુષ્યના જીવનમાં વ્રતનું વિશેષ મહત્ત્વ છે. વ્રત એટલે ધારણ કરવા યોગ્ય, સ્વેચ્છાએ સ્વીકારેલો નિયમ. વ્રત એ વ્યક્તિ માટે ઉન્નતિકારક અને સમાજ માટે હિતકારક છે. જૈનધર્મ અને ગાંધીજીએ બતાવેલા વ્રતોમાં અપરિગ્રહ એક વ્રત છે. જૈનધર્મ પ્રમાણે અપરિગ્રહથી તાત્પર્ય છે કે ચેતન-અચેતન પદાર્થોમાં અમૂર્છાનો ભાવ. આ જગતમાં જેટલા પણ અપરિગ્રહી મનુષ્ય છે તે આ વસ્તુઓમાં મૂર્છા ન રાખવાને કારણે અપરિગ્રહી છે. અપરિગ્રહનું કારણ અમૂર્છા, મમત્વ વિસર્જન કે અનાસક્તિ છે. સજીવ કે નિર્જીવ બધા દ્રવ્યોના પ્રતિ આસક્તિથી રહિત થઈ પરિગ્રહનો ત્યાગ કરવો તે અપરિગ્રહ મહાવ્રત છે. પાતંજલ યોગદર્શનમાં કહ્યું છે કે – વિરૂપોના અર્જન દોષ, ક્ષય દોષ, સંગદોષ તથા હિંસા દોષ જોવાથી એનો જે સ્વીકાર કરે છે તે અપરિગ્રહ છે. યોગશાસ્ત્રમાં પણ મૂર્છાને પરિગ્રહ અને મૂચ્છના ત્યાગને અપરિગ્રહ કહ્યો છે. (૮૪) (૮૩) Page #43 -------------------------------------------------------------------------- ________________ (જૈનદર્શન અને ગાંધી વિચારધારા - सर्वभावेषु मूज़यारत्यागः स्यादपरिग्रहः । यदसत्स्वपि जायते मूर्च्छया चित्त विप्लवः ।। અમૂચ્છનું તાત્પર્ય છે - ચિત્તવિપ્લવનો અભાવ કે રાગ - દ્વેષ રહિત આત્મપરિણામ. ગાંધીજીની દૃષ્ટિએ પ્રાચીન કાળથી જ આ વ્રતનું પાલન સાધક અને મુમુક્ષુઓ માટે આવશ્યક મનાય છે. અપરિગ્રહ વ્રત સાધુસંતોએ જ નહીં, પરંતુ સમાજની વ્યક્તિઓએ પણ પાળવાનું છે. અપરિગ્રહનો અર્થ : જૈનધર્મ પ્રમાણે અપરિગ્રહ શબ્દ બે શબ્દોના યોગથી બનેલો છે. ૩ + રિઝર ‘’ નું તાત્પર્યનિષેધ છે ‘પરિગ્રહનો અર્થ છે – પદાર્થ પ્રતિબદ્ધ ચેતનાનો વિકાસ.” વૈભાવિક ચેતનાનો વિકાસ. દ્રવ્ય પરિગ્રહનો સંબંધ પદાર્થ પ્રતિબદ્ધ ચેતનાથી છે. આ બન્ને અવસ્થાઓનો અભાવ જ અપરિગ્રહ છે. દ્રવ્ય અને ભાવ પરિગ્રહથી મુક્ત વ્યક્તિ જ અપરિગ્રહી થઈ શકે છે. - જે કામભોગોના પ્રતિ અનાસક્ત હોય. - જે પ્રાણીઓના પ્રાણોનો અતિપાત (હાનિ) નથી કરતો. - જે ધન-ધાન્યાદિ પરિગ્રહ અને કષાયોથી મુક્ત હોય તે અપરિગ્રહી હોય છે. ગાંધીજી પરિગ્રહ વિશે સમજાવતા કહે છે કે ભવિષ્યના માટે વ્યવસ્થા કરવી. સત્યશોધક અર્થાત્ પ્રેમના નિયમનો અનુયાયી કાલ માટે કશું બચાવીને નહીં રાખે. ઈશ્વર કાલ માટે કોઈ વસ્તુનો સંગ્રહ નથી કરતો. વર્તમાનમાં જેટલી જરૂરત છે તેનાથી સહેજ પણ અધિક સંગ્રહ નથી કરતા. આથી આપણે ઈશ્વરના વિધાનમાં આસ્થા, ભરોસો રાખવો જોઈએ કે તે આપણા પ્રતિદિનના ભોજનની અર્થાત્ આપણી આવશ્યકતાની, બધી વસ્તુઓની વ્યવસ્થા કરશે. - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) અપરિગ્રહનો સૂક્ષ્માર્થ સમજાવતા કહે છે કે અનાવશ્યક વસ્તુ જેમ લેવાય નહિ તેમ તેનો સંગ્રહ પણ ન થાય. તેથી જે ખોરાક કે રાચરચીલાની જરૂર નથી તેનો સંગ્રહ ન કરવો. આ વ્રત પ્રમાણે માણસ પોતાની જરૂરિયાતથી વધારે વસ્તુ ન રાખે એટલું પૂરતું નથી. અપરિગ્રહવ્રતના પાલનને સારુ તો આપણે પોતાની ગણાતી વસ્તુઓ, દેહ સુદ્ધા પર પણ માલિકીની ભાવનાનો સર્વથા ત્યાગ કરવો જોઈએ એવું ગાંધીજીનું માનવું હતું. દેહ પણ સેવાર્થે ઈશ્વર તરફથી મળેલું સંપેતરું છે એમ સમજી એના પર આસક્તિ ન રાખતાં એનો પરોપકારાર્થે ઉપયોગ કરવો જોઈએ. અપરિગ્રહની સાધનાનું પ્રયોજનઃ અપરિગ્રહની સાધનાનું પ્રયોજન છે – ગતિચક્ર, જન્મ - મરણની પરંપરાનો અંત કરી સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થવું. આચારાંગમાં નિષેધાત્મક દૃષ્ટિથી અપરિગ્રહનો નિર્દેશ કરતાં કહ્યું છે – પ્રાણીઓને વ્યથિત જાણીને પરિગ્રહનો સંકલ્પ ન કરે. અર્થાતુ અપરિગ્રહની સાધના કરે. કારણ કે પરિગ્રહ નિશ્ચિત રૂપથી શારીરિક અને માનસિક પીડાનું કારણ બને છે. સંસારભ્રમણનું કારણ બને છે. આથી પરિગ્રહ નિશ્ચિત રૂપથી કરણીય છે એવો સંકલ્પ ન કરે. અપરિગ્રહથી કમ્પશાંતિ થાય છે. કમ્પશાંતિનો અર્થ છે – નવા કર્મોનો સંબંધ અને જૂના કર્મોનો ક્ષય. અપરિગ્રહી વ્યક્તિ અનાસક્ત ભાવથી કર્મ કરે છે. અનાસક્ત ભાવથી કર્મ કરવાથી કર્મ ઉપશાંત થઈ જાય છે. ગાંધીજીની દૃષ્ટિએ અપરિગ્રહનો સિદ્ધાંત વસ્તુઓ અને વિચારો ઉપર સમાનરૂપથી લાગુ પડે છે. જે વ્યક્તિ પોતાના મગજમાં નિરર્થક જ્ઞાન ભરે છે તે પણ આ મૂલ્ય સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. ગાંધીજી કહે છે કે આપણા જીવનની પ્રત્યેક ક્ષણ માનસિક અથવા શારીરિક સક્રિયતાથી યુક્ત હોવી જોઈએ, પરંતુ (૮૬) Page #44 -------------------------------------------------------------------------- ________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) આ સક્રિયતા સાત્વિક હોય, જે આપણને સત્યની તરફ પ્રવૃત્ત કરે. જેણે સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે તે એક ક્ષણ પણ નિષ્ક્રિય થઈને બેસતો નથી. આપણે સારા કામ અને ખોટા કામ વચ્ચે અંતર રાખતા શીખવું જોઈએ. સેવા પ્રત્યે અનન્ય સમર્પણથી મનુષ્યમાં સારા અને ખોટા કર્મોની વચ્ચે અંતર કરવું સહજ રૂપે આવી જાય છે. અપરિગ્રહના આલંબન સૂત્ર અપરિગ્રહની ચેતનાનો વિકાસ કરવાને માટે પરિગ્રહથી પોતાને દૂર રાખવા. પદાર્થોના પ્રતિ મમત્વભાવ, મૂચ્છ ન કરે. મમત્વ કરવાવાળા ગાઢ બંધન કરે છે. મમત્વના બે પ્રકાર છે : - જડના પ્રતિ રાગભાગ - ચેતનના પ્રતિ રાગભાવ બંને પ્રકારના પરિગ્રહને જ્ઞ પરિજ્ઞાથી જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેનો પરિહાર કરવો જોઈએ. અપરિગ્રહની પુષ્ટિ માટે અપરિગ્રહી બનવાનો સંકલ્પ પણ આવશ્યક છે. હો ૩છાને અને રાહત મવરસામો | આપણે અપરિગ્રહી થઈશું - આ ભાવના જાગૃત નહીં થાય ત્યાં સુધી અપરિગ્રહની દિશામાં ગતિ નહીં થઈ શકે. સંકલ્પનું જાગરણ મૂચ્છ પર અસર કરે છે. મૂર્છા તૂટવાથી અપરિગ્રહની સ્થિતિ સ્વતઃ ઘટિત થઈ જાય છે. પરિગ્રહી વ્યક્તિ અધ્યાત્મમાં રમણ કરી શકતો નથી. જો સુખ અને શાંતિ પ્રાપ્ત કરવા હોય તો અપરિગ્રહી બનવું આવશ્યક છે. આ ચિંતનથી પોતાને ભાવિત કરવા અપરિગ્રહની ભાવના પુષ્ટ કરવી. પરિગ્રહી વ્યક્તિ સ્વયં સુખી થઈ શકતી નથી અને બીજાને દુઃખમુક્ત કરી શકતી નથી. આથી પરિગ્રહની ચેતનાનો વિકાસ કરવો જોઈએ. (૮૯) ગાંધીજીએ પણ કહ્યું છે કે માણસ પોતાની જરૂરિયાતથી વધારે વસ્તુ ન રાખે એટલું પૂરતું નથી. અપરિગ્રહ વ્રતના પાલનને સારુ તો આપણે પોતાની ગણાતી વસ્તુઓ, દેહ સુદ્ધા પર પણ માલિકીની ભાવનાનો સર્વથા ત્યાગ કરવો જોઈએ એવું ગાંધીજીનું માનવું હતું. દેહ પણ સેવાર્થે ઈશ્વર તરફથી મળેલું સંપેતરું છે એમ સમજી એના પર આસક્તિ ન રાખતાં એનો પરોપકારાર્થે ઉપયોગ કરવો જોઈએ. અપરિગ્રહની સિદ્ધિનો ઉપાય: અપરિગ્રહની સિદ્ધિનો મહત્ત્વપૂર્ણ ઉપાય છે – લોકને જાણીને લોક સંજ્ઞાનો ત્યાગ કરવો. લોકનો અર્થ લોભ કે મમત્વ છે. લોક સંજ્ઞા - લોભની મતિ કે મમત્વની મતિ. લોક કે લોકસંજ્ઞાનું તાત્પર્ય છે - પરિગ્રહના સ્વરૂપનું જ્ઞાન કરવું, તેના પછી પરિગ્રહની સંજ્ઞા, સંસ્કારોનો પરિષ્કાર કરવો. સંસ્કારોનો પરિષ્કાર કરવાને માટે પ્રતિપક્ષી ભાવોનું ચિંતન ઘણું કાર્યકારી હોય છે. પરિગ્રહીને આત્માનુભૂતિ નથી થતી. આત્માનુભૂતિ માટે અપરિગ્રહ આવશ્યક છે. અપરિગ્રહની સિદ્ધિ માટે નિર્દેશ આપવામાં આવ્યો છે કે અપરિગ્રહને માટે પરાક્રમ કરો. અપરિગ્રહનું ચિંતન પ્રતિસ્ત્રોતનું ચિંતન છે. અપરિગ્રહની સિદ્ધિ માટે સહિષ્ણુ બનવું પણ આવશ્યક છે. સહિષ્ણુતાના અભાવમાં વ્યક્તિ વિચલિત થઈ જાય છે. અનુકૂળતા - પ્રતિકૂળતામાં મધ્યસ્થતા રહેતી નથી. પરિગ્રહથી વિરત અનગાર, અપરિગ્રહી અનગાર પરિષહોને જીવનપર્યત સહન કરે છે. પરિગ્રહનો ત્યાગ કરવાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જે એના માટે તૈયાર રહે છે તે અપરિગ્રહની સાધનામાં સફળ થાય છે. ગાંધીજીનું જીવન અપરિગ્રહના આ વિચારોના ઉદાહરણ રૂપ હતું. (૮૮) Page #45 -------------------------------------------------------------------------- ________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) આશ્રમમાં નદી કિનારે રહેવા છતાં સવારે દાંતણ માટે નાનકડો પ્યાલો પાણી વાપરતાં. જરૂર કરતાં વધારે લેવું એટલે અસ્તેયવ્રતનો ભંગ અને જરૂર કરતાં વધારે રાખવું એટલે અપરિગ્રહનો ભંગ. જેલમાં કાકાસાહેબ લીમડાનું દાતણ કૂચો કરીને આપતા. ગાંધીજી તે વાપરીને તેને ધોઈ કાઢતા અને કૂચાનો ભાગ કાપી નાખી એ જ દાંતણ બીજે દિવસે વાપરતાં. અઢી ઈંચનું રહે ત્યાં સુધી એને વાપરવાનો એમનો આગ્રહ રહેતો. દાંતણ એકવાર વાપરીને ફેંકી દેવું તેને તેઓ ઉડાઉપણું માનતા. વસ્તુઓના ઉપયોગમાં તેમ જ આહારવિહારમાં પણ તેઓ આ વ્રતનું સૂક્ષ્મતાથી પાલન કરતા. ખોરાકમાં શરીર ટકાવવાનો વિચાર કરતાં. અનુભવે પાંચ ચીજો એમને આવશ્યક જણાઈ એટલે પાંચ ચીજો લેવાનું નક્કી કર્યું. શક્તિના સંગ્રહને પણ તેઓ અપરિગ્રહનો ભંગ માનતા. તેઓ કહેતા, “માણસને આખો દિવસ કામ કરવા માટે રોજ સવારે ભગવાન જે શક્તિ આપે છે તે તેણે સૂતાં પહેલા ખર્ચી નાખવી જોઈએ. આ પરિગ્રહનું લક્ષણ છે.” ગાંધીજી આ નિયમનું જાગ્રતપણે પાલન કરતાં. અપરિગ્રહ વ્રત સાધકે પોતાની અસીમ ઇચ્છાઓ અને આકાંક્ષાઓને સીમિત કરવાને માટે કહેવામાં આવ્યું છે. સાધક દેશ, કાળ, પરિસ્થિતિ અને સામર્થ્ય અનુસાર પોતાની ઇચ્છાઓને સીમિત કરી વસ્તુઓ પ્રતિ મમત્વ અને આસક્તિને ઓછી કરી શકે છે. વ્યાપાર, વ્યવસાય અને પારિવારિક કર્તવ્યોના કારણે સંગ્રહવૃત્તિનો સર્વથા ત્યાગ કરવો ગૃહસ્થ માટે શક્ય નથી. તેથી તે અંશતઃ તેનું પાલન કરે છે. સામાજિક વ્યવહારમાં અપરિગ્રહનું પાલન વ્યક્તિગત જીવનની જેમ પોતાના સામાજિક સેવાકાર્યોમાં પણ આ (૮૯) - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) વ્રતનું પાલન કરતાં ગાંધીજીએ રાષ્ટ્રસેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ ઉપાડી હતી. અને તે માટે બહુ મોટો સેવક સંઘ તૈયાર કર્યો હતો. આ સેવકોને એમણે મોટી મોટી સંસ્થાઓની જવાબદારીઓ સોંપી હતી. આ સેવકો અને સંસ્થાઓ માટે પણ તે અપરિગ્રહ વ્રતનો આગ્રહ રાખતા. સંસ્થાઓ ચલાવવા અને નિભાવવા મોટા દાનો કે ફંડો મળી શકે તેમ હોય તો પણ તે જરૂર પૂરતું જ લેવાનો અને જરૂર પૂરતું જ વાપરવાનો આગ્રહ રાખતા. સેવકો પણ પોતાની જરૂરિયાતો અલ્પ રાખે અને એમના જીવન પણ સાદાઈના નમૂના રૂપ બની રહે એવું ઈચ્છતા અને ઉપદેશતા. સેવકનું ગૌરવ તેના હોદ્દા કે વ્યાપકતા પર આંકવાને બદલે તેની તપશ્ચર્યા, સંયમ, અનાસક્તિ ઈત્યાદિ ગુણો પર અંકાવું જોઈએ એમ તેઓ માનતા. અપરિગ્રહની નિષ્પત્તિઃ અપરિગ્રહની મહત્ત્વપૂર્ણ નિષ્પત્તિ છે - સમભાવ, અનાસક્તભાવનો વિકાસ, મધ્યસ્થ વૃત્તિનો વિકાસ. આ માર્ગ તીર્થકરો દ્વારા પ્રતિપાદિત છે. આ માર્ગનો અર્થ છે – અપરિગ્રહનો માર્ગ, આહાર, વસ્ત્ર આદિ પદાર્થો પ્રતિ અપરિગ્રહ. પાતંજલ યોગદર્શનમાં પણ ઉલ્લેખ છે કે અપરિગ્રહની સાધના પુષ્ટ થવા પર જન્મકથતાનું જ્ઞાન થાય છે. ૩૫રિપ્રસ્થ ગન્મચંતાસંવાદ: | અપરિગ્રહની સિદ્ધિ થવા પર વ્યક્તિ ચિંતન કરે છે કે હું કોણ હતો ? કયા પ્રકારનો હતો ? વર્તમાન રૂપ શું છે? ભવિષ્યમાં શું થઈશ ? કયા પ્રકારનો થઈશ ? કેવી રીતે થઈશ ? આદિ પ્રશ્નોનું જ્ઞાન થાય છે. ભૂત, ભવિષ્ય, વર્તમાન સંબંધી જિજ્ઞાસા સ્વતઃ શાંત થઈ જાય છે. તે યોગી ત્રિકાલજ્ઞ થઈ જાય છે. વિષયો પ્રત્યેની આસક્તિ દૂર થાય છે ત્યારે યોગીનું ચિત્ત પોતાનું સ્વરૂપ (૦) Page #46 -------------------------------------------------------------------------- ________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા - - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) આઝાદી પછી થયેલ ગાંધીજીની અહિંસાના પ્રયોગો - ડૉ. પુષ્પા મોતીયાની જાણવા લાગે છે. ત્યારબાદ તેની જિજ્ઞાસાવૃત્તિ શાંત થાય છે. નિષ્કર્ષ: | નિષ્કર્ષ કહી શકાય કે પરિગ્રહથી આ લોક અને પરલોકમાં શરણ મળી શકતું નથી. ભગવાન મહાવીરે તેમ જ ગાંધીજીએ અપરિગ્રહનો પથ દર્શાવીને સંસારને વિનાશથી બચવા માટે પ્રતિબોધ આપ્યો. वित्तेण ताणं न लभे पमत्ते, इमम्मि लोए अदुवा परत्था । दीव पणढे व अणंतमोहे, नेयाज्यं ददुमदगुमेव ॥ વર્તમાન સ્થિતિમાં વધતી જતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમસ્યાઓની પાછળ મૂચ્છની ચિત્તવૃત્તિ કામ કરી રહી છે. મૂર્છાને કારણે અમીર વર્ગ પણ દુ:ખી છે અને ગરીબ વર્ગ પણ પીડિત છે. અતિભાવ અને અભાવમાં સ્વસ્થ સમાજ સંરચનાનો અભ્યદય કેવી રીતે શક્ય છે? આવી વિકટ પરિસ્થિતિમાં સ્વસ્થ સમાજ અને લોકમાંગલિક ચેતનાનો વિકાસ કરવાને માટે અપરિગ્રહની ચેતનાને જગાવવી જોઈએ. અપરિગ્રહની ભાવનાથી તૃષ્ણા શાંત થઈ જાય છે, જેનાથી સંતોષ પ્રાપ્ત થાય છે અને સ્વતઃ તણાવ સમાપ્ત થઈ જાય છે. “સર્વગન હિતાય, સર્વનન સુત્રાય' મહાવીરનો તેમ જ ગાંધીજીનો અપરિગ્રહનો સિદ્ધાંત, લોકકલ્યાણકારી સિદ્ધાંત અશાંત સંસારને શાંતિનો સંદેશ આપી શકે છે. (અમદાવાદની ગુજરાત વિધાપીઠ સંસ્થામાં ગાંધીદર્શન વિભાગના પ્રાધ્યાપક પુષ્પાબહેને બિનસરકારી સંસ્થાઓ, જયોતિસંઘ સેવા અને અવાજ વિષય પર Ph.D. કર્યું છે. માનવ અધિકાર, પર્યાવરણ અને ગાંધીવિચારધારા એમના રસના વિષયો છે.). અહિંસાની પરંપરા વિષે વિચારતા અહિંસાનો જન્મ ક્યારે થયો હશે, એવો પ્રશ્ન સહેજે થાય. પ્રત્યુત્તરમાં એમ કહી શકાય કે જયારે માનવીમાં માનવતાનો જન્મ થયો હશે એની સાથે જ અહિંસાનો જન્મ થયો હશે. અહિંસા શબ્દ અ + હિંસા એ બે શબ્દોનો બનેલો છે. એમાં અ ઉપસર્ગ અભાવ સૂચનારો છે. નિષેધ સૂચવનારો છે. એટલે હિંસા નહીં તે અહિંસા. એને વધારે સ્પષ્ટ કરીએ તો હિંસા ન કરવી, હિંસાનો ત્યાગ કરવો. હિંસામાંથી વિરમવું એટલે કોઈપણ પ્રાણીને જાનથી મારવું નહીં, તેના સાંગોપાંગ છેદવા નહિ કે તેને પીડા ઉપજાવવી નહીં. પરંતુ અહિંસાની આ તો સ્થૂલ નકારાત્મક વ્યાખ્યા થઈ. અહિંસા કેવળ શારીરિક જ નથી પણ વાચિક પણ છે. વાચિક અહિંસા એટલે પ્રિય, પથ્ય, તથ્ય વાણી ઉચ્ચારવી તે. પ્રિય એટલે મધુર, પથ્ય એટલે હિતકારક અને તથ્ય એટલે હોય તે કહેવું, અસત્ય નહીં. વળી, મનુષ્ય શરીરથી હિંસા ન કરે, વચનથી પણ કોઈને નુક્સાન ન કરે છતાં તેના મનમાં બીજાનું અશુભ કરવાની વૃત્તિ હોય તો તે મન વડે પણ તે હિંસા કરે છે. એટલે મનથી કોઈનું બૂરું ન ચિંતવવું એ માનસિક અહિંસા છે. ટૂંકમાં કહીએ તો શરીરથી, વચનથી, મનથી કોઈને દુઃખે ન દેવું એ અહિંસા છે. (૯). સંદર્ભઃ આચારાંગ સૂત્ર, બાપુની ઝાંખી, પાતંજલિ યોગદર્શન ( 6) Page #47 -------------------------------------------------------------------------- ________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા અહિંસાનો એક અર્થ નિર્ભયતા પણ છે. જ્યાં હિંસા છે ત્યાં નિર્ભયતા હોઈ શકે નહીં અને જયાં અહિંસા છે ત્યાં ભય સંભવી શકે નહીં. ભગવાન પતંજલિએ એમના યોગસૂત્રમાં લખ્યું છે : હિંસા પ્રતિષ્ટાયામ્ તત્ સત્તા થર ચામુ: | જયાં અહિંસા પૂર્ણપણે પ્રતિષ્ઠિત થાય છે ત્યાં વેરભાવ ટકી શકતો નથી. જે સર્વમાં આત્મભાવ અનુભવે છે, સર્વમાં ઈશ્વરનું દર્શન કરે છે તેને ભય લાગતો નથી. અહિંસાનો એક અર્થ પ્રેમ પણ છે. વિનોબાએ પ્રેમના બે અર્થ કર્યા છે :- (૧) અનુરોધી પ્રેમ (૨) પ્રતિરોધી પ્રેમ. મા બાળકને ચાહે અને બાળક માને ચાહે, મિત્ર મિત્રને ચાહે, પતિ-પત્ની એકબીજાને ચાહે એ અનુરોધી પ્રેમ. આમાં કંઈ બહુ મોટી વાત નથી. પણ સાચો પ્રેમ એ પ્રતિરોધી પ્રેમ છે. પ્રતિરોધી પ્રેમ એટલે જે આપણી સાથે દુશ્મનાવટ રાખે, આપણો તિરસ્કાર કરે કે આપણું બૂરું કરે તેને પણ ચાહવું. અહિંસાનો એક અર્થ દયા થાય છે એટલે કોઈને દુઃખ ન આપવું. દયાનો બીજો અર્થ કરુણા કે અનુકંપા પણ થાય છે. એમાં કરુણા એ પરના દુ:ખને દૂર કરવાની વૃત્તિ છે. અનુકંપાનો અર્થ બીજાનું દુઃખ કંપવું એટલે બીજાના દુઃખે દુઃખી થવું, તેને સહાય કરવા તત્પર થવું એ છે. આપણા યુગમાં મહાત્મા ગાંધીએ પરંપરાગત અહિંસાના વિચારમાં અનેક નવા અર્થ ભર્યા. એમની અહિંસા માત્ર કોઈને નહીં મારવામાં સમાઈ જતી નથી. એ તો વિરોધીને ચાહવાનું અને એની સેવા કરી એની સાથે અભેદ અનુભવવા કહે છે. અન્યાય, પાપ, દુરાચાર અને દ્વેષ સામે બાથ ભીડવા કહે છે. એમાં કાયરતા કે નામર્દાઈને સ્થાન નથી. પુરુષાર્થહીન નિઃસત્ત્વ અહિંસા કરતા શૌર્યયુક્ત હિંસાને ગાંધીજી શ્રેયસ્કર માનતા. દ્વેષરહિત થઈને સમબુદ્ધિથી લોકકલ્યાણને માટે કરેલ ઘાત હિંસા ન હોઈ શકે એવું એમનું માનવું હતું. ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) આમ, ગાંધીજીની અહિંસા ઉપનિષદનો અદ્વૈતભાવ, બુદ્ધ-મહાવીરના જીવમાત્ર પ્રત્યેના દયા કે કરુણાભાવ, ઈશુના પ્રેમ અને કૃષ્ણના કર્મયોગના સમન્વય રૂપ હતી. - ગાંધીજીએ ભારતીય સંસ્કૃતિના શાશ્વત અને સનાતન સિદ્ધાંતોને નિત્યના જીવન અને પ્રશ્નોને લાગુ પાડવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. પંડિત સુખલાલજી કહે છે, “ગાંધીજીની અહિંસા એ એમની વિચાર અને જીવનસરણીમાંથી સિદ્ધ થયેલી અને નવું રૂપ પામેલી છે.” ભગવાન બુદ્ધ, મહાવીર વગેરે વિભૂતિઓએ અહિંસાનો ઉપદેશ આપ્યો છે પણ સંસાર કરતાં સન્યાસ, પ્રવૃત્તિ કરતા નિવૃત્તિ પર જ તેમણે અધિક ભાર મૂક્યો છે. ગાંધીજીએ પરંપરિત અહિંસાના વિચારમાં ક્રાંતિ આણી. એમણે કહ્યું, “અહિંસા જો વ્યક્તિગત ગુણ હોય તો મારે માટે એ ત્યાજય વસ્તુ છે. મારી અહિંસાની કલ્પના વ્યાપક છે. તે કરોડોની છે. જે ચીજ કરોડોની ન હોઈ શકે તે મારે માટે ત્યાજય જ હોવી જોઈએ. આપણે તો એ સિદ્ધ કરવા પેદા થયા છીએ કે સત્ય અને અહિંસા ફક્ત વ્યક્તિગત આચારનો નિયમ નહીં પણ સામુદાયિક નીતિ અને રાષ્ટ્રની નીતિનું રૂપ પણ લઈ શકે છે.” આ રીતે ગાંધીજીની અહિંસા સ્થૂલ અને સૂક્ષ્મ સ્તરે વ્યક્તિ અને સમષ્ટિના કલ્યાણ (હિત) માટે કરેલ સક્રિય વિચાર, વાણી અને વર્તનમાં સમાયેલી હતી. તેમને હંમેશાં આ અહિંસાને વ્યવહારમાં સર્વોદય વિચારમાં જોડી હતી. સમાજ અને સમષ્ટિમાં બધાનો વિકાસ થાય એમ વિચાર કરતા હતા અને અંત્યોદય સર્વોદયનું પહેલું પગથિયું છે, તેમ માનતા હતા એટલે આઝાદી પછી ગાંધીજીના અહિંસા વિચાર પ્રમાણે સમાજના છેવાડેના માણસનું હિત સાધવું તે અહિંસા છે. આ વિચાર પ્રમાણે સમાજના દલિત, શોષિત, (૯૩) (૯૪) Page #48 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા પીડિત અને ભૂમિ વગરના ખેડૂતનું હિત સાધવાનું કામ વિવિધ ક્ષેત્રે કરવામાં આવ્યું. ગાંધીજી જીવનને અખંડ માનતા હતા એટલે જીવનના દરેક પાસામાં અહિંસાનો પાલન થાય તે માટે ધાર્મિક જીવનમાં સર્વધર્મસમભાવ, સામાજિક જીવનમાં સમાનતા અને અસ્પૃશ્યતા નિવારણ, આર્થિક જીવનમાં ટ્રસ્ટીશીપ, કુટીર અને ગ્રામોદ્યોગ સહકારી પ્રવૃત્તિને મહત્ત્વ, રાજનૈતિક જીવનમાં સ્વરાજ અને પંચાયતી રાજનો અમલીકરણ કરવામાં આવ્યો. ગાંધીજીએ અહિંસાના અમલીકરણ માટે વ્યક્તિને વ્યક્તિગત જીવનમાં એકાદશવ્રત (સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અસ્તેય, સ્વદેશી, અસ્વાદ, સર્વધર્મ સમભાવ, અસ્પૃશ્યતા નિવારણ, અભય, શ્રમનિષ્ઠ જીવન) અને સમાજમાં ૧૮ ૨ચનાત્મક કાર્યક્રમો આપ્યા હતા. ગાંધીજી અહિંસાની વ્યવહારિક જીવનમાં ઉપયોગની વાતમાં કહેતા હતા કે અપરિગ્રહી જીવન અને માલિકીપણાના ભાવનો ત્યાગ એ અહિંસાની જીવનમાં પરાકાષ્ઠા છે. આ બે તત્ત્વોનું પાલન ગાંધીજીના ટ્રસ્ટીશીપના વિચારમાં મોટા પાયે થયેલ છે. આ રીતે ગાંધીજીની અહિંસાના પ્રયોગો ભારતમાં અનેક ક્ષેત્રે થયા છે. જેમકે, સામાજિક ક્ષેત્રે અસ્પૃશ્યતા નિવારણના પ્રયોગો, ધાર્મિક ક્ષેત્રે સર્વધર્મ સમભાવના પ્રયોગો, પર્યાવરણ ક્ષેત્રે પર્યાવરણ સંરક્ષણના આંદોલન (ચીપકો આંદોલન, નર્મદા બચાવો આંદોલન) વગેરે સામેલ છે. પણ વધારે આર્થિક ક્ષેત્રમાં અહિંસાના પ્રયોગો કરવામાં આવ્યા છે. કેમકે, આઝાદી પછી ભારતમાં મોટા પડકારો ગરીબી, બેરોજગારી, વંચિતતા અને શોષણના હતા. આ પડકારોના ઉકેલ માટે ગાંધીજી દ્વારા આપેલ ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને અમલમાં મૂકવામાં આવ્યો. આ સંદર્ભે કેટલાક ઉદાહરણો આપી શકાય તેમ છે. (૯૫) જૈનદર્શન અને ગાંધી વિચારધારા સ્વ. ડૉ. લોહિયાએ પણ ૧૯૬૭ માં ઈન્ડિયન ટ્રસ્ટીશીપ બિલ ૧૯૬૭ એ નામે લોકસભામાં એક બિલ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. એમાં એમણે દર્શાવ્યું હતું કે ઉદ્યોગ, ધંધા, બેંક, વાહનવ્યવહાર, કોર્પોરેશન વગેરેમાં જ્યાં ૫૦૦ થી વધારે માણસો કામ કરતાં હોય અને જેની મૂડી દશ લાખથી વધારે હોય એવા સંકુલને ટ્રસ્ટ કોર્પોરેશનમાં ફેરવી નાંખવું જોઈએ અને તેનો કારભાર ઈન્ડિયન ટ્રસ્ટીશીપ એક્ટ અનુસાર ચલાવવો જોઈએ. એના સંચાલન માટે એક પંચાયત નીમવામાં આવે અને કોર્પોરેશનના ભાગીદારોમાંથી પાંચ, મજૂરમંડળમાંથી પાંચ અને વ્યાપાર ઉદ્યોગ ખાતુ, નાણાં ખાતુ, રાજય સરકાર તથા મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાંથી એક એક નિષ્ણાંતને આ પંચાયતમાં નિમવામાં આવે. એ પંચાયત કાર્યસંચાલનની મુખ્ય જવાબદારી ઉપાડે. જો કે કેટલાક કાનૂની અને ટેકનિકલ મુદ્દાને કારણે એ બિલ લોકસભામાં રજૂ ના થઈ શક્યું પણ એના દ્વારા ટ્રસ્ટીશીપની દિશામાં એક મહત્ત્વપૂર્ણ કદમ ઉઠાવવાની હિમાયત થઈ હતી. કેટલાક ઉદ્યોગપતિઓએ સ્વૈચ્છિક રીતે પણ ટ્રસ્ટીશીપની દિશામાં કેટલાક પગલા ભર્યા છે. ભૂદાન આંદોલન સાથે જ્યારે સંપત્તિદાન આંદોલન શરૂ થયું ત્યારે નામાંકિત ઉદ્યોગપતિ શ્રી અરવિંદભાઈ મફતલાલે પોતાની એક મિલ દાનમાં આપવાની તૈયારી બતાવેલી. એમની મિલોના મજૂરોને પણ વ્યસનોથી બરબાદ થતા અટકાવવા વ્રતધારી બનાવવાના પ્રયત્નો કર્યા. જે મજૂર વ્રતધારી બને તેને સુખડીનો આહાર અપાય છે. આવા વ્રતધારી મજૂરોએ ચાર વ્રતો લેવાના હોય છે ઃ- (૧) રોજ એક કલાક ભજન-કીર્તન કરવું, જેથી મન શુદ્ધ થાય, (૨) રોજ એક કલાક પોતાના પડોશીઓની સેવા કરવી, (૩) જુગાર ન રમવો, (૪) દારૂ ન પીવો. આવા વ્રતધારી બનેલા ત્રણેક હજાર (૯૬) Page #49 -------------------------------------------------------------------------- ________________ (જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) મજૂરોને ઋણમુક્ત કરવાની યોજના પણ એમણે બતાવી. એમ મજૂરોના પરિવારોનું સર્વેક્ષણ કરીને જરૂરિયાત પ્રમાણે કામધંધા માટે લોન પણ આપવામાં આવી. શ્રી વિજય મર્ચન્ટે પણ એમની હિન્દુસ્તાન સ્પીનિંગ અને વિવિંગ મિલમાં કામ કરતા કામદારોના વ્યક્તિગત અને સામુદાયિક હિતમાં એવા પગલાં ભર્યા કે જેથી એમને કેટલાક આર્થિક અને સામાજિક લાભો મળ્યા. મજૂરોની અંગત મુશ્કેલીઓ દૂર કરવામાં પણ સક્રિય રસ લઈ એમણે એમના દિલ જીતી લીધા. આ પ્રેરણા એમને ટ્રસ્ટીશીપના સિદ્ધાંતમાંથી જ મળી. તેમણે મજૂરોને માત્ર ઉત્પાદનના સાધનો તરીકે જ નહીં, પણ માનવ તરીકે અપનાવી એમની સાથે અત્યંત માનવતાપૂર્ણ વ્યવહાર કર્યો. મજૂરોએ પણ એનો સુંદર જવાબ આપ્યો અને શ્રી વિજય મર્ચન્ટ એમની મિલમાં ચલાવેલી સ્વૈચ્છિક રક્તદાન, કુટુંબનિયોજન, ક્ષયરહિત કાર્યક્રમ, કામદાર કલ્યાણ, દર્દીરહિત સંઘ વગેરે યોજનાઓમાં ખૂબ ઉત્સાહપૂર્ણ સાથ સહકાર આપ્યો. મુંબઈમાં શ્રી રામકૃષ્ણ બજાજે ફે૨૨-ટ્રેડ એસોસિએશન સ્થાપી વેપારમાં વ્યવહારશુદ્ધિ દાખલ કરી. હૈદરાબાદના ઓઈલ મિલ્સ એસોસિયેશનના પ્રમુખ ઠાકરસીભાઈએ એમના મંડળ તરફથી વેચાણવેરો ચુકવવાની જવાબદારી ઉઠાવી, જેને લીધે સરકારને વધુ કર મળ્યો. ભ્રષ્ટાચાર ઘટ્યો અને મિલવાળાઓને રોજિંદી પરેશાનીમાંથી મુક્તિ મળી. ઈંદોરમાં ૫૦વર્ષથી કામ કરતા અને ઈંદોરના ૮૦% કાપડના વેપારનું નિયંત્રણ કરતાં મહારાજા તુકોજીરાવ ક્લોથ બ્રોકર એસોસિએશન નામના મંડળે એવી પરંપરા વિકસાવી છે કે એનો એક પણ ઝઘડો કોર્ટમાં ગયો નથી. એ લોકો બાળમંદિરથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીની શિક્ષણસંસ્થાઓ પણ ચલાવે છે. ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) ટ્રસ્ટીશીપની દિશામાં મહાન પ્રયોગ વિનોબાજીના ભૂદાન આંદોલન દ્વારા થયો. એ ભૂદાન ગ્રામદાન-મૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનો પ્રારંભ ઈ.સ. ૧૯૫૧ માં થયો. એ આંદોલન દ્વારા વિનોબાજીએ સ્પષ્ટ કર્યું કે ભૂમિનો માલિક મનુષ્ય નહીં, પણ ભગવાન છે. આપણે સૌ ભૂમાતાના પુત્રો છીએ. એટલે આપણને ખેડીને ખાવાનો અધિકાર છે, સ્વામિત્વનો નહીં. દાન માટે પણ વિનોબાજીએ શંકરાચાર્યની ‘દાન સમ વિભાગઃ' એ વ્યાખ્યાન અપનાવી અને દાનમાં મળેલી જમીન, સંપત્તિ, સાધનો વગેરે જરૂરિયાતવાળાઓને વહેંચવાની પ્રક્રિયા આરંભી, યજ્ઞમાં સમર્પણભાવ સમાયેલો છે. આ આંદોલન મનુષ્યની ત્યાગ અને સમર્પણની ભાવનાનું પ્રતીક છે. એમાં દરેક મનુષ્ય સંપત્તિ, બુદ્ધિ, શ્રમ વગેરેમાંથી જે કંઈ પોતાની પાસે હોય તે આણી શકે છે. મનુષ્ય સામાજિક પ્રાણી હોઈ સમાજના સાથ સહકાર વિના એ જીવી શકતો નથી. એટલે સમાજ પ્રત્યેની એની ફરજરૂપે એણે સમાજ પાસેથી જે કાંઈ મેળવ્યું હોય તેના અમુક હિસ્સાને એણે નિયમિત રીતે સમાજના સ્વસ્થ સંચાલન માટે પાછો આપવો જોઈએ. જમીન વહેંચણીનો પ્રશ્ન ભારતના નવનિર્માણનો પ્રાણપ્રશ્ન છે. ભારતના ઘણા ખરા રાજયોમાં એ અંગે આઝાદી આવ્યા બાદ એક યા બીજા પ્રકારના કાયદા થયા છે. છતાં આ કાયદાઓ અને સમાજવાદીઓ અને સામ્યવાદીઓના આંદોલનોથી દેશમાં વીસ વર્ષમાં ભૂમિહીનો માટે જેટલી જમીન પ્રાપ્ત થઈ અને વહેંચાઈતે કરતાં કેટલીયે વધારે જમીન ભૂદાન આંદોલન મારફતે પ્રાપ્ત થઈ અને વહેંચાઈ છે. આ સિદ્ધિ ભારતના સમગ્ર પ્રશ્નની દષ્ટિએ ભલે અલ્પ ગણાશે પણ અહિંસક દૃષ્ટિએ તે અતિ સૂચક છે. આચાર્ય કૃપાલાનીના શબ્દોમાં કહીએ તો તેણે (ભૂદાન આંદોલન) બતાવી આપ્યું છે કે “ગાંધીજીના વિચારો અને ટેકનિકનું અંતત્વ (પોટેન્સી) ખતમ નથી થયું. પ્રજાના હિતમાં (૯૮). (૯૦) Page #50 -------------------------------------------------------------------------- ________________ જ જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) અતિશયોક્તિ નહીં ગણાય. ટ્રસ્ટીશિપના સિદ્ધાંતમાં ખાનગી માલિકી હકનો ત્યાગ મુખ્ય છે. બધી ભૂમિ ભગવાનની છે. એના પર મહેનત કરીને જીવવાનો દરેક માણસને હક છે, માલિકી ધરાવવાનો નહીં. આ મૂળભૂત સત્યવિનોબાજી સતત સમજાવતા રહ્યા. એમની અપીલને માન આપી લાખો ભૂમિવાનોએ ભૂમિ દાનમાં આપી અને એના પરનો પોતાનો હક જતો કર્યો. ગ્રામદાનમાં તો અર્થવ્યવસ્થાને વ્યક્તિગત સ્વામિત્વ તથા સરકારી સ્વામિત્વની પકડમાંથી એક સાથે મુક્ત કરવાનો વિચાર આપ્યો. એમાંથી ગ્રામસ્વરાજની દિશાનો સમગ્ર કાર્યક્રમ પાંગરતો ગયો. શતાબ્દીનો જલસો રે ઝાંખપ છે આંખે, પસીનો પગે છે! કવિ-ઉર રોષે, તેથી ધગધગે છે ! | શતાબ્દીનો જલસો, જુવો ઝગઝગે છે ! શતાબ્દીનો જલસો, જુવો ઝગઝગે છે ! - જૈનદર્શન અને ગાંધી વિચારધારા સામાજિક - આર્થિક ક્ષેત્રે નવા પ્રયોગો થઈ શકે એમ છે.’ વિનોબાજીના આંદોલનની કેટલીક સિદ્ધિઓની સમીક્ષા કરતાં કૃપલાનીજી લખે છે, “ભૂદાન ભારતના ગામડાની ભૂમિની ભૂખનો, જનતાની કંગાલિયતનો ઉકેલ કરે કે ન કરે, પરંતુ એણે ભૂમિના સમતાલક્ષી પુનઃ વિતરણનો ઉકેલ નજીકના ભવિષ્યમાં શક્ય બનાવ્યા છે. વળી, રશિયામાં માર્ક્સવાદીઓએ કરોડો નાના ખેડૂતો ઉપરની બળજબરી અને હિંસક દમનથી જે વિચારનો અમલ કર્યો હતો એ ભૂમિની સામૂહિક માલિકીનો વિચાર ભૂદાને સર્વસંમતિથી શક્ય બનવાની ભૂમિકા તૈયાર કરી છે. એમાં આપણા જે વર્ગભેદોનો નિકાલ કરવાની, માનસિક તંગ સ્થિતિ હળવી પાડવા અને વધુ ઉચિત અને ન્યાયયુક્ત આર્થિક વ્યવસ્થા માટેની એક નવી પદ્ધતિ પ્રાપ્ત થઈ છે.” દુનિયાના અન્ય દેશોમાં ખાસ કરીને રશિયા અને ચીનમાં સામ્યવાદી વિચારસરણીના પ્રભાવ નીચે પોતાના આર્થિક સવાલોના ઉકેલ માટે સશસ્ત્ર ક્રાંતિઓ થઈ. બંને દેશોએ પોતપોતાના પ્રશ્નોનો ઉકેલ હિંસક ઢબે કર્યો. વિનોબાજીએ ગાંધીજીની ગેરહાજરીમાં ભારતનો આર્થિક સવાલ ગાંધીપ્રણિત અહિંસક માર્ગે હલ કરવાનો પ્રયત્ન કર્યો. અહિંસક ક્રાંતિમાં શ્રદ્ધા ધરાવનાર પોતાના અનેક કાર્યકરો સાથે ભૂદાન, સંપત્તિદાન, શ્રમદાન, બુદ્ધિદાન, ગ્રામદાન અને છેલ્લે આમજનતાની સેવાર્થે જીવનદાન વગેરે ટ્રસ્ટીપણાના સિદ્ધાંતમાં કલ્પવામાં આવેલી જુદી જુદી બાબતો મારફતે અહિંસક આર્થિક - સામાજિક ક્રાંતિનો એક અભૂતપૂર્વ અખતરો એમણે કર્યો. એમના આ પ્રયોગથી મૂળભૂત પ્રશ્નો પૂરેપૂરા ઉકેલાયા છે એવો દાવો થઈ શકે એમ નથી, પણ ભૂમિનો એક પાયાનો સવાલ અહિંસક માર્ગે ઉકેલવાની આ પ્રક્રિયાએ દેશને સામ્યવાદી ક્રાંતિના ભયમાંથી મુક્ત કર્યો અને સરકારને ગણોતધારો, જમીનદારી નાબૂદી વગેરે કાયદાઓ કરવામાં સરળતા થઈ એમ કહેવામાં (૯). |પડ્યા બંધને બાપુનાં પુણ્ય-જ્વાબોઃ નથી બળતાં મંદિર, નથી બળતી મસ્જિદ: થયાં મુક્ત શેતાનરંગી શરાબો. નથી રડતો મુલ્લાં, નથી રડતો પંડિત : ને સૂરતી ને સુસ્તી ને સત્તાપરસ્તીની બધે એક ઈન્સાયનિયત રડતી, સૂરત મસ્તીમાં અવળા પડ્યા ઈન્કિલાબો! અરે, એક કિરતારની થાતી ખંડિત. ઈમારત જુઓ, પાયાથી ડગમગે છે ! ધિસ લાવા જલતો જેની રગરગે છે ! | શતાબ્દીનો જલસો, જુવો ઝગમગે છે ! શતાબ્દીનો જલસો, જુવો ઝગઝગે છે ! - કરસનદાસ માણેક | (‘જન્મભૂમિ દૈનિક’ : ૧૯૬૯) નવાઈ નથી કંઈ, સદા આવું ચાલે ! મવાલી જ મુફલીસી પે ફૂલેફાલે : પરંતુ ઉઠાવી છે ગાંધીને નામે આવી ઘોર આંધી, તે આત્માને સાલે !| (૧૦૦) Page #51 -------------------------------------------------------------------------- ________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા 'ગાંધીવિચાર ક્ષેત્રે મુનિ સંતબાલજીનું પ્રદાના - ડૉ. પાર્વતી નેણશી ખીરાણી (જૈન સિદ્ધાન્ત આચાર્ય M.A. (Jainology) Ph.D. (જૈન સાહિત્ય) M.A. (Sanskrit), જૈન ધર્મનો અભ્યાસ કરનાર અને કરાવનાર, જ્ઞાનસત્ર - જૈન સાહિત્ય સમારોહમાં સંશોધનપત્રો રજૂ કરનાર, છાડવા ધાર્મિક શિક્ષણ બોર્ડમાં સક્રિય છે.) પૂ.મહાત્મા ગાંધીએ જે મહાવ્રતની કેડી કંડારી એના પર પગલા પાડનાર નરરત્ન એટલે એક સૈકા પહેલા જન્મેલા જૈનમુનિ ‘સંતબાલજી'. તા. ૨૬૦૮-૧૯૦૪ વિ.સં. ૧૯૬૦ ના રોજ નાગજીભાઈ દેવજીભાઈના ધર્મપત્ની મોતીબહેનની કુક્ષિએ એમનો જન્મ થયો. બાળપણનું નામ શિવલાલ હતું. એમને પાંચ વર્ષ નાની મણિબેન નામની બહેન હતી. નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગઈ પછી માતાએ સ્વમાનપૂર્વક ઉછેર્યા. શિવલાલમાં વૈરાગ્યવૃત્તિ વધતા જૈનસંતોનો પરિચય થયો. રાજસ્થાનથી પધારેલ પૂ. સૌભાગ્યમલજી મુનિથી પ્રભાવિત થઈને તેમને ગુરુ તરીકે સ્વીકારી દીક્ષા લેવાનો વિચાર કર્યો, પણ પછી ગાંધીવિચારથી રંગાયેલા ક્રાંતિકારી વિચારક, માનવતાના મસીહા એવા ગુરુ નાનચંદ્રજીનો વિશેષ પ્રભાવ પડ્યો. એ દરમ્યાન માતુશ્રીનું માંદગીથી અવસાન થયું. એમની વૈરાગ્યવૃત્તિ સબળ બની. તેથી જેની સાથે સગાઈ થઈ હતી તેને બહેન બનાવી તેની આજ્ઞા માગી તથા મોસાળ અને કુટુંબીજનોની આજ્ઞાથી દીક્ષા લઈને સૌભાગ્યચંદ્ર મુનિ બન્યા. જૈનધર્મ અનુસાર સંયમનું પાલન કરતાં કરતાં વિવિધ શાસ્ત્રોદર્શનનો ખૂબ અભ્યાસ કર્યો. સારું એવું સાહિત્ય-સર્જન કર્યું. શતાવધાનના પ્રયોગ કર્યા. એક વર્ષ માટે સંપૂર્ણ મૌનની સાધના દરમિયાન ધાર્મિક અને (૧૦૧) ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા આધ્યાત્મિક સાધના કરતા કરતા લોકકલ્યાણની પ્રવૃત્તિ માટેના ક્રાંતિકારક વિચારો ઉદ્ભવ્યા. આ વિચારોની રજૂઆત કરતાં જ જૈન સમાજમાં ખળભળાટ મચી ગયો. ત્યારે તેમણે પોતાના વિચારોની રજૂઆત કરતાં કહ્યું કે “જૈનસંત તરીકે દીક્ષા લીધા પછી તેઓ એક વિશાળ વિશ્વયોજનાનો ભાગ છે. જૈનસાધુએ સમાજની સુધારણા માટે કામ ન કરવું જોઈએ એવી કોઈ મનાઈ ફરમાવવામાં આવી નથી.' આ નિવેદનથી તેમને જૈનસમાજમાંથી બરતરફ કરવામાં આવ્યા અને જાહેર કરવામાં આવ્યું કે કોઈપણ ઉપાશ્રયમાં એમને ઉતારો ન આપવો તેમજ ભિક્ષા પણ ન આપવી. એમણે હિંમત હારી નહિ. ત્યારે એમના ગુરુદેવ પણ દબાણ લાવીને એમને ગુરુદેવથી છૂટા કરાવ્યા. જાહેર નિવેદન અને જાહેર લોકસેવાના કાર્યોને લીધે સંપ્રદાયથી જુદા થયા. ખરા પણ સાધુવેશ ન છોડ્યો અને પોતાના ગુરુદેવ સાથે અંતિમ સમય સુધી વિનયભાવે સંબંધ સાચવ્યો. પોતે સંતશિષ્ય તરીકે ઓળખાતા ગુરુ નાનચંદ્રજીના બાળક બની રહેવા માગતા હતા. તેથી પોતાનું નામ “સંતબાલ” રાખ્યું અને એ નામથી જ પ્રસિદ્ધિ પામ્યા. એમના ગુરુદેવ પણ કહેતા કે સંતબાલ જૈન સાધુ નહિ પણ જગતસાધુ છે. ગુરુના વચનાનુસાર એમણે ભાલનળકાંઠાના ગામડાઓના ખેડૂતોનો ઉદ્ધાર કર્યો. ૐ મૈયા કુદરતી ઉપચાર કેન્દ્ર, માતૃ સમાજ ઉદ્યોગગૃહ, ચીંચણમાં મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર આદિ સંસ્થાઓની સ્થાપના કરી. પોતાની લોકકલ્યાણ પ્રવૃત્તિઓને વેગ આપ્યો. મહાવીરનગરમાં ૧૯૭૦ થી ૧૯૮૨ સુધી સ્થિરવાસ રહીને વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા. છેલ્લે તબિયત બગડતા હરકિશન હૉસ્પિટલ મુંબઈમાં દાખલ કર્યા. ત્યાં જ તા. ૨૬-૦૩૧૯૮૨ ના અંતિમ શ્વાસ લીધા. તેમના નશ્વર દેહને મુંબઈથી ચિચણ મહાવીરનગરમાં લાવવામાં આવ્યો ત્યારે તેમની પાલખી ઉપાડનાર ચાર (૧૦૨) Page #52 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા બ્રહ્મચારિણી સાધક બહેનો હતી. ૐૐ મૈયાના આ આરાધકની અંતિમ વિધિમાં માતૃજાતિને આ રીતે મહાન પ્રતિષ્ઠા મળી. આમ, મહાન ક્રાંતિકારી સંતે પરલોક પ્રયાણ કર્યું. ગાંધીવિચાર ક્ષેત્રે પ્રદાન : શિવલાલ (સંતબાલ) મુબંઈ કમાવા ગયા ત્યારે ત્યાં દેશભક્તિના આંદોલનનું વાતાવરણ હતું. મહાત્મા ગાંધીજીના ક્રાંતિકારક વિચારોનો એમના પર ઊંડો પ્રભાવ પડ્યો. એમનાથી પ્રેરાઈને ખાદી પહેરવાની શરૂઆત કરી. જીવનમાં નૈતિકતા અને પ્રામાણિકતાની સાથે સાથે સાદાઈ, ત્યાગ, સંયમ સેવાભાવના વિકસી. મહાત્મા ગાંધી મૌનને મહત્ત્વ આપતા હતા. હરિજનબંધુ ૨૫-૧૨૩૮ ના અંકમાં લખ્યું છે કે મારા જેવા સત્યના શોધકને મૌન સારું મદદરૂપ થાય છે. મૌનની સ્થિતિમાં આત્માને પોતાનો રસ્તો વધારે સ્પષ્ટ દેખાય છે. એ વિચારની અસર સંતબાલજી પર પડી, જેથી એમણે ઈ.સ. ૧૯૩૬ થી ૧૯૩૭ એમ એક વર્ષ સુધી એકાકી નર્મદા નદીના કિનારે માધવદાસજીના આશ્રમમાં રહીને અખંડ મૌન પાળ્યું. એ દરમિયાન એમને જાતજાતના અનુભવો થયા તથા કુદરત પર સંપૂર્ણ વિશ્વાસ ધરાવતા થઈ ગયા. તેમજ એ સમય દરમિયાન દુનિયાના બધા ધર્મોનો અભ્યાસ કર્યો. લેખનપ્રવૃત્તિમાં વેગ આવ્યો તથા લોકકલ્યાણ પ્રવૃત્તિ માટેના ક્રાંતિકારક વિચારો પણ ઉદ્ભવ્યા. મૌન પૂર્ણ થયા પછી ગાંધીજીના વિચારો અને કાર્યોથી પ્રભાવિત થઈને અહિંસામય, કરુણામય દૃષ્ટિએ બધી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવાનું શરૂ કર્યું. શરૂઆત ભાલનળકાંઠાના પ્રદેશથી કરી. નળકાંઠામાં પક્ષીઓનો શિકાર થતો હતો. એના માટે આત્માથી પોકાર (૧૦૩) જૈનદર્શન અને ગાંધી વિચારધારા કર્યો કે ‘શિકારી બંધુઓને સબુદ્ધિ મળો ! અહિંસાનો પૂરા અર્થમાં વિજય થાઓ.’ વર્ષો સુધી આ સૂત્રોચ્ચાર એ પ્રદેશમાં બોલાતો રહ્યો. પરિણામે નળ સરોવરમાં આવતા રંગબેરંગી પક્ષીઓનો શિકાર કરવાનું બંધ થઈ ગયું. જૈન વિચારધારા અને ગાંધીવિચારનો સમન્વય કરીને ભાલનળકાંઠામાં તેમણે શુદ્ધિપ્રયોગ આરંભ્યો. શુદ્ધિપ્રયોગ એટલે શુદ્ધ કરવાની પ્રક્રિયા. આ પદ્ધતિ પાછળની ભૂમિકા એવી છે કે કોઈપણ માણસ બિલકુલ ખરાબ નથી હોતો. તેનામાં રહેલા સદ્ગુણોને જાગૃત કરવાની જરૂર છે. અન્યાયનો સામનો કરવા માટે સામાન્યપણે ચાર જુદી જુદી પદ્ધતિઓ અમલમાં મૂકાય છે ઃ (૧) પહેલી પદ્ધતિ અનુસાર હિંસાનો આશ્રય લેવો પડે. તેમ કરવાથી કદાચ તાત્કાલિક રાહત મળે, પરંતુ કાયમી ઉકેલ ન મળે. (૨) બીજી પદ્ધતિ અનુસાર કોર્ટનો આશ્રય લેવો, પણ એની પણ કેટલીક મર્યાદાઓ છે. (૩) ત્રીજી પદ્ધતિ અનુસાર લોકોની નૈતિક તાકાતને ઉપયોગમાં લેવાની છે. જો સમાજમાં પડેલી સામૂહિક નૈતિક તાકાતને સંગઠિત કરવામાં આવે તો તેનાથી સામાજિક ક્રાંતિનો પાયો અવશ્ય નાખી શકાય અને ચોથી છે, (૪) શુદ્ધિપ્રયોગ – નળકાંઠામાં મોટા બે અનિષ્ટ હતા – (૧) બાળલગ્ન અને (૨) દિયરવટું - એટલે ભાભી વિધવા થાય તેણે બીજા લગ્ન દિયર સાથે જ કરવા પડે. પછી દિયર ભલે ને ગમે તેટલો નાનો હોય. આ ઉપરાંત આખો પ્રદેશ શાહુકારોના વ્યાજથી પણ શોષાતો હતો, તાલુકદારોના ત્રાસથી કંપતો હતો. લગ્ન અને બીજા કૌટુંબિક રિવાજોમાં ભયંકર દેવું થતું અને પછી કાયમી તકલીફ ભોગવવી પડતી. ચોરી, લૂંટફાટ, સ્ત્રીઓનું (૧૦૪) Page #53 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા અપહરણ, પશુની ઉઠાંતરી, જુગાર, દારૂ પીવો વગેરે અનિષ્ટો તો ખરા જ. આ ઉપરાંત પાણીનો ભારે ત્રાસ. તળાવના પાણી ખૂટે એટલે નાના વીરડા ગાળી પાણી મેળવવું પડે. પોતપોતાના વીરડા પર ખાટલા ઢાળીને લોકોને સૂવું પડે. જો આ રીતે ચોકી ન કરે તો પાણીની પણ ચોરી થાય. આ બધા જ અનિષ્ટોનું નિરાકરણ શુદ્ધિપ્રયોગથી હલ કરવાનો નિર્ણય લીધો અને એના માટે ૧૧૨ જેટલા ગામોનું સંગઠન કર્યું તથા સમાજના પ્રશ્નો શુદ્ધિપ્રયોગ દ્વારા હલ કર્યા. ભાલનળકાંઠા ઉપરાંત બીજા નાના નાના ગામડાઓના ખેડૂતોના પ્રશ્નો હલ કરતા હતા. ખેડૂતોને એમના માલિકી હક્કની જાણ ન હોય તો એના દસ્તાવેજો, અરજીપત્રક વગેરે પણ તૈયાર કરાવી દેતા. આવી જ એક પ્રેરણા મારા જ લાકડીઆ ગામના ગામવાસીઓની આપી હતી. જે શ્રી મોરારજી દેસાઈના સચિવના પત્રથી સાબિત થાય છે, જે નીચે મુજબ છે. બધાને ખ્યાલ આવે તે માટે પત્ર અક્ષરશઃ નીચે આલેખ્યો છે : પ્રિય શ્રી શાહ, 202-PSF of 69 નાયબ વડાપ્રધાનશ્રીના નિજી સચિવ, ભારત, ન્યુ દિલ્હી-૧. તા. ૦૩-૦૧-૧૯૬૯ તમારો તા. ૨૭ મી ડિસેમ્બરનો પત્ર નાયબ વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈને મળ્યો છે. લાકડીઆના ખેડૂતોના બુટા હક્ક વિશેના કામના કાગળો, (૧૦૫) જૈનદર્શન અને ગાંધી વિચારધારા અરજીઓ, ઠરાવો વિગેરે અત્રે આ ૧ લીએ જ મળ્યા. તમારી અરજીઓની નકલો પણ મુનિશ્રી સંતબાલજીએ નાયબ વડાપ્રધાનશ્રીને મોકલી આપી છે. આ તમામ કાગળો યોગ્ય કરવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને મોકલી આપ્યા છે. શ્રી ઘેલા ભારમલ શાહ મુકામ પોસ્ટ લાકડીઆ, તાલુકો ભચાઉ, જિલ્લો કચ્છ, ગુજરાત રાજ્ય. લિ. (સહી) હસમુખ શાહ આ રીતે સંતબાલજી રસ લઈને ખેડૂતોને એમના બુટા હક (જમીનની માલિકીના હક) સંબંધી પણ સરકાર સામે લડત આપી અરજી કરી આપતા હતા. આ ઉપરાંત બુટાહક માટે લડતા ગેલાભાઈ ભારમલ શાહને કોર્ટમાં આ કેસ જીતી જવા માટે વધાવતા પત્ર લખ્યો હતો. એની ઝાંખી રજૂ કરું છું. પ્રતિ, શ્રી ગેલાભાઈ ભારમલ શાહ, “ઘણા માણસો વિઘ્ન ન આવે ત્યાં લગી જ પરગજુ રહી શકે છે. કેટલાક વળી થોડા વિઘ્નોથી થાકી અધવચ્ચે જ પરગજુવૃત્તિ છોડી દે છે. વીરલા જ ગમે તેવા વિઘ્નો આવે તોય પોતાની પરગજુવૃત્તિ અંત લગી છોડતા નથી અને ઘરનો ભોગ આપે છે. એટલે કુદરતી રીતે જ વિજય, યશ અને સર્વ કાંઈ તેમને પોતાને માટે તો મળે છે પણ આખાય સમાજને પણ તેનો લાભ પહોંચે (૧૦૬) Page #54 -------------------------------------------------------------------------- ________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) છે. જૈન સાધુની મર્યાદામાં રહીને પણ ઘણું મોટું કાર્ય કરી શકાય છે....” (પત્ર લાંબો છે. અહીં એનો આંશિક ભાગ રજૂ કર્યો છે) - મુનિ શ્રી સંતબાલજી ઉપરના બંને પત્રોની નકલ ‘આપણા બુટા' ભાગ ૧-૨ (લાકડીયા બુટા કેસનો અહેવાલ) સંપાદક – પ્રકાશક : શાહ ભારમલ પાંચા છાડવા, પૃ. ૧૩૨ અને ૮૧ પરથી લીધી છે. પ.પૂ. સંતબાલજીની પ્રેરણાથી ઘેલાભાઈ તથા પાચાલાલભાઈ ભારમલ છાડવા એ બંને ભાઈઓ આ કેસ શારીરિક-માનસિક કષ્ટ વેઠીને આર્થિક ભોગ આપીને લડ્યા. વર્ષો પછી ચુકાદો એમની તરફેણમાં આવ્યો અને ૭૨૦ખેડૂતોને બુટાહક (માલિક હક) મળ્યા. જે એક ગૌરવની વાત છે. આવા તો કેટલાય ગામના ખેડૂતોને વહારે સંતબાલજી આવ્યા હશે. આ તો એક નમૂનો છે. પૂ. બાપુની જાહેર સેવાની અસર: ઈ.સ. ૧૯૪૫ માં પૂ. સંતબાલજીનું ચાતુર્માસ વિરમગામમાં હતું ત્યારે ગંદકીને કારણે વિરમગામમાં કૉલેરા ફાટી નીકળ્યો હતો ત્યારે દરરોજ સવારે તેઓ પોતે ઝોળીમાં રાખ ભરી, ગામની શેરીએ શેરીએ ફરીને જયાં ઉઘાડો મળ જુએ ત્યાં ઝોળીમાંથી રાખ કાઢી એ રાખથી મળને ઢાંકી દે તથા ગામના લોકોને પણ સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવીને સફાઈયજ્ઞ કર્યો. રોગમુક્ત થતા વિરમગામના લોકોએ એમને વધાવ્યા ત્યારે એમણે કહ્યું કે, “હું આ સન્માનને પાત્ર નથી, ખરો યશ તો ગાંધીજી જેવા સંતપુરુષને આપવો જોઈએ કારણ કે જાહેર સેવાના પાઠ મને એમની પાસેથી મળ્યા છે.” આમ તેમણે પોતાની નમ્રતાનો પરિચય પણ આપ્યો. (૧૦૦) ઉપવાસની અસર: પૂ. બાપુ ઉપવાસને સત્યાગ્રહનું અમોઘ સાધન માનતા. હિંસાના અવેજમાં એ અસરકારક ઈલાજ છે તેમજ તેના અનેકવિધ ઉપયોગ છે. પૂ. સંતબાલજી પર ઉપવાસની પણ ઊંડી અસર પડી હતી. તેથી જો કોઈ ચોરી જેવો ગુનો કરતા તો એને પોતે ઉપવાસ પર ઉતરીને ગુનો કબૂલ કરવા માટે વિવશ કરી દેતા. સર્વધર્મસમભાવઃ પૂ. બાપુ હરિજનબંધુમાં લખતા કે, “એક જ ઈશ્વરને માનવાની વાત બધાયે ધર્મનો પાયો છે. પણ આખી દુનિયામાં એક જ ધર્મ પળાતો હોય એવો જમાનો હું કલ્પી શકતો નથી. સિદ્ધાંત તરીકે ઈશ્વર એક જ છે. તેથી ધર્મ પણ એક જ હોય એ વાત ખરી. પણ વહેવારમાં ઈશ્વરને એક જ પ્રકારે ઓળખનારા બે માણસો પણ મારા જોવામાં આવ્યા નથી. તેથી સંભવ છે કે જુદી જુદી વૃત્તિ અને જુદી જુદી પ્રકૃતિ તેમજ ભિન્ન ભિન્ન આબોહવામાં સમાધાન આપી શકે એવા જુદા જુદા ધર્મોની હસ્તી હંમેશ રહેવાની. ત્યારે જરૂર એ વાતની છે કે જુદા જુદા ધર્મો પાળનારા પરસ્પર આદર રાખે ને સહિષ્ણુ થાય.' એમના આ દૃષ્ટિકોણે જ સર્વધર્મસમભાવ કેળવતા શિખવ્યો. આ દૃષ્ટિકોણની અસર પ.પૂ. સંતબાલજી પર પણ પડી, જેને કારણે સર્વધર્મની પ્રાર્થનાઓનો સમાવેશ પોતાના આશ્રમમાં કર્યો. પોતે પણ સર્વધર્મની પ્રાર્થનાઓ રચી તેમજ સાત વારની સાત પ્રાર્થનાઓ પણ રચી. સોમવારે - રામ, મંગળવારે – મહાવીર, બુધવારે - બુદ્ધ, ગુરુવારે - કૃષ્ણ, શુક્રવારે – મહમ્મદ સાહેબ, શનિવાર - અશો જરથુષ્ટ્ર, રવિવારે – ઈશુની પ્રાર્થના. (૧૦૮) Page #55 -------------------------------------------------------------------------- ________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા - સાત વારની પ્રાર્થના સંતબાલજીના બધા ધર્મો માટેના આદરનું-નેહનું ઉત્તમ પ્રતીક છે. માનવીની ક્રૂર હિંસા થઈ રહે છે તેમાં જો આ સર્વધર્મ સેવાનો મર્મ સ્વીકારી જીવનમાં સ્થાન આપવામાં આવે તો પરમશાંતિ પ્રાપ્ત થાય. પ્રાર્થના: પૂ. બાપુના મતે પ્રાર્થના હૃદયનું શોધન છે. પ્રાર્થના આપણને યાદ દેવડાવે છે કે એના આધાર વિના આપણે નિરાધાર છીએ. પ્રાર્થના આપણને નમ્રતા શીખવાડે છે. આત્મશુદ્ધિ કરવાનું, અંતરને શોધવાનું ઉદ્બોધન કરે છે. માટે પ્રાર્થનાનું સ્થાન આપણા જીવનમાં દરરોજ હોવું જોઈએ. એ અનુસાર પૂ. સંતબાલજી પણ નિયમિત પ્રાર્થના કરવાનું મહત્ત્વ આપતા હતા. કુદરતી ઉપચાર : પૂ. બાપુને કુદરતી ઉપચારમાં પરમ શ્રદ્ધા હતી. એની પણ અસર પૂ. સંતબાલજી પર પડી હતી તેથી એમણે પણ ૐ મૈયા કુદરતી ઉપચાર કેન્દ્રની સ્થાપના કરી હતી. વ્રત સાધના: જૈન સંત પંચમહાવ્રતધારી હોવાને કારણે પૂબાપુના ૧૧ વ્રતમાંથી પહેલા પાંચ વ્રત તો પંચમહાવ્રતરૂપે સહજ રીતે આત્મસાતું જ હોય. અર્થાત્ સત્ય, અહિંસા, અચૌર્ય, અસંગ્રહ (અપરિગ્રહ) અને બ્રહ્મચર્યનું પાલન તો એમને ફરજિયાત હોય જ. બાકીના છ વ્રતોની પણ એમના પર ઘેરી અસર પડી હતી. આ અગિયાર વ્રત એમને ગૃહસ્થો માટે વધારે વ્યવહારૂ લાગતા હતા. એટલે એમની પ્રાર્થનામાં અગિયાર વ્રત વણી લીધા હતા અને સહુને ઝીલાવતા હતા. જે નીચે મુજબ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અસંગ્રહ, શરીરશ્રમ, અસ્વાદ, સર્વત્ર ભયવર્જન, સર્વધર્મ સમાનત્વ, સ્વદેશી સ્પર્શભાવના, આ એકાદશ સેવોજી નમ્રત્વે વ્રત નિશ્ચયે.” આ વ્રત અનુસાર આપણે સૌ જીવન જીવીએ અને અન્યને પણ સન્માર્ગે લાવવાની પ્રેરણા આપીએ એ એમનો પ્રધાન ઉદ્દેશ હતો. પૂ. બાપુજીની જેમ શરીરશ્રમને ખૂબ મહત્વ આપતા. બાકીના વ્રતો તો એમને સહજ સાધ્ય હતા. પૂ. બાપુના બધા જ વિચારોને સાકારરૂપ આપીને ચિરસ્થાયી બનાવવા માટે એમણે મહારાષ્ટ્રમાં મુંબઈથી નજીક ચિચણમાં “મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર' ની સ્થાપના કરી. એમાં ચાર વિભાગ છે:(૧) શ્રીમદ્ રાજચંદ્ર વિભાગ: આ વિભાગ રાખવાનું કારણ એ કે વિશ્વવંદ્ય વિભૂતિ પૂ. ગાંધીજીને પ્રેરણા દેવાવાળા પૈકીના એક મહત્ત્વના પુરુષ હતા. જયાં આજે પણ શ્રીમદ્રના સાહિત્ય અને ભક્તિ અંગે શિબિરો થાય છે. (૨) મહાત્મા ગાંધી વિભાગ: આ વિભાગ ગાંધીજીની વિચારધારાને લગતો છે. એ માટે એમણે (સંતબાલે) દર્શાવ્યું છે કે આ આખા પ્રયોગમાં પાયારૂપ અને મારા માનસિક ગુરરૂપ છે. માટે આ એક મહત્વનો વિભાગ છે. (૩) મુનિશ્રી નાનચંદ્રજી વિભાગ: મહાત્મા ગાંધીના વિચારો અને આદર્શોને જૈન સમાજ પાસે રજૂ કરનાર પ્રથમ સાધુ અને સંતબાલજીના ગુરુ છે. (૧૦૯) (૧૧૦) Page #56 -------------------------------------------------------------------------- ________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) સત્ય : જૈન દર્શન અને ગાંધીજીની દષ્ટિ - યોગેશ બાવીશી (જૈનદર્શન અને ગાંધી વિચારધારા (૪) પંડિત જવાહરલાલ નહેરુ વિભાગ: એમના વિશ્વશાંતિ માટેના પ્રચંડ પુરુષાર્થને ખ્યાલમાં રાખીને આ વિભાગની રચના કરી. આ કેન્દ્રમાં પૂ. મહાત્મા ગાંધીજીના વિચારોની અસરરૂપે મહાત્મા ગાંધી વિભાગમાં આજે પણ શિબિરો યોજાય છે. સર્વોદય સંઘના નેજા હેઠળ યોજાતી આ શિબિરોમાં ગાંધી વિચાર પ્રમાણે જીવનચર્યા ગોઠવવામાં આવે છે. સવારે પ્રાર્થનાથી શરૂઆત થાય પછી સફાઈના પાઠ ભણાવવામાં આવે છે. બધા જાતે સફાઈકામ પણ કરે છે. સાદું ભોજન કરવામાં આવે છે. ખાદીધારણ કરવી એ મહત્ત્વનો નિયમ છે. વિનોબા ભાવે, જયપ્રકાશ નારાયણ, મહાત્મા ગાંધીજી આદિના જીવન-પ્રસંગો પરથી બોધદાયક પ્રવચન યોજવામાં આવે છે. આમ, ગાંધીવિચારોને ધબકતા રાખવામાં આ વિભાગનો મહત્ત્વનો ફાળો છે. આમ, સમગ્રતઃ વિચારતા ખ્યાલ આવે છે કે પ.પૂ. સંતબાલજી ઉપર પૂ. બાપુના લોકકલ્યાણના ક્રાંતિકારી વિચારો, શુદ્ધિપ્રયોગ, આંદોલન, જાહેરસેવા, ઉપવાસ, સર્વધર્મ સમભાવ, પ્રાર્થના, કુદરતી ઉપચાર, વ્રત, સાધના આદિ વિચારોની ઊંડી અસર પડી હતી. તેથી એમાંના ઘણા વિચારોને અમલમાં પણ મૂક્યા હતા. સંદર્ભ સૂચિ:(૧) ગાંધીજીનું જીવન એમના શબ્દોમાં, લે. પ્ર. જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ (૨) સત્ય એ જ ઈશ્વર, લે. પૂ. ગાંધીજી (૩) સંતબાલજી, લે. ગુણવંત બરવાળિયા (૪) માટલિયા વિવૃત્ત સંતબાલજી જીવનસાધના -૩, લે. ગુણવંત બરવાળિયા (૫) આપણા બુટા, લે. શાહ પાંચા ભારમલ છાડવા (૧૧) (જૈન દર્શનના અભ્યાસુ યોગેશભાઈ ઘાટકોપર આગ્રા રોડ સાંઘાણી સંઘના પૂર્વ પ્રમુખ તથા જૈન અધ્યાત્મ સ્ટડી સર્કલ, ઘાટકોપર તથા વિશ્વ વાત્સલ્ય પ્રા. સંઘના ઉપપ્રમુખ છે.) સત્ય એક એવો શબ્દ છે કે જેને દરેક દર્શનમાં ખૂબજ મહત્ત્વ અને અગત્યતા આપવામાં આવી છે. સત્ય એટલે શું? જે દેખાય તે સત્ય, જે ઈન્દ્રિયો દ્વારા જણાય તે સત્ય કે સત્ય એટલે સાચું એમ સમજવું. ગાંધીજી એટલે સત્ય. સત્ય અને સત્ય તે જ પરમાત્મા. આટલો ઉચ્ચ અભિપ્રાય તેમનો સત્ય માટે હતો. તેમણે પોતાના અઠવાડિક ‘યંગ ઈન્ડિયા' માં ૧૯૨૫ માં લખેલ રાજકારણમાં સત્ય, સંપત્તિમાં સત્ય, ઉપભોગમાં વિનય સત્ય, ભક્તિરૂપી સત્યમાં ત્યાગને તેમણે અગ્રક્રમ આપેલો. હવે આપણે સત્ય ઉપર થોડું ધ્યાન કેન્દ્રિત કરીએ. સત્ય - સત્યાગ્રહ - સત્યનો આગ્રહ. - ગાંધીજી અભયની સાધના કરતા હતા અને તેમાંથી જ સત્ય અને અહિંસાનો ઉદ્દભવ થયો, જેના થકી તેઓ અંગ્રેજ સત્તા સામે લડ્યા અને જીત્યા પણ અંગ્રેજો પ્રત્યે તેમને લેશમાત્ર શત્રુભાવ ન હતો, તે એક સત્યનો પ્રકાર હતો. અહિંસા અને સત્ય જગતમાં સૌથી વધારે સક્રિય તત્ત્વ છે અને તે કદીય નિષ્ફળ જતા નથી. પ્રશ્ન આઝાદીનો હોય, અહિંસાનો હોય, હિન્દુ-મુસ્લિમ એકતાનો હોય કે સામાજિક, શિક્ષણ સંસ્થાનો હોય તેમાં તેઓ સત્યની સાથે સમજાવટથી ઉકેલ લાવવામાં માનતા હતા તેમજ તેમની સાથે લોકોને જોડવાની કોશિશ કરતા હતા. તેઓ એકલપંથી પ્રવાસી હતા અને તેમના પ્રવાસમાં લોકો જોડાતા હતા. (૧૧૨) Page #57 -------------------------------------------------------------------------- ________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા સત્યાગ્રહમાં જ્યારે અંગ્રેજ સરકારે મીઠા ઉપર કર નાખ્યો ત્યારે તેમણે સત્યાગ્રહ કરીને દાંડીકૂચ કરેલી હતી, જે ખૂબજ સફળ થયેલ હતી અને ઈતિહાસ તેની નોંધ લીધેલ હતી. સત્યાગ્રહી બ્રહ્મચારી પણ હોવો જોઈએ તેવું તેમનું ચોક્કસપણે માનવું હતું, જેના થકી તેના પરિણામ ખૂબ જ સારા અને સચોટ આવે છે. સત્યનો સ્વીકાર કરવાની નિષ્ઠા ગાંધીજીની અત્યંત અદ્દભુત હતી. આ બાબતમાં તેઓએ ઘણા વિદ્વાનો સાથે ચર્ચા કરેલ અને માર્ગદર્શન મેળવેલ હતું. તેમાં જૈનોના શ્રીમદ્ રાજચંદ્ર અને વિનોબા ભાવે જેવા અતિવિદ્વાનોની સાથે ચર્ચા અને પત્રવ્યવહાર કર્યો હતો. સત્યની લડાઈ શેરીઓમાં લઈ જવી તેવું તેમનું માનવું હતું. ત્યારે મોતીલાલ નહેરુ, મહમ્મદ અલી ઝીણા, ચિત્તરંજન દાસે ચેતવણી સાથે વિરોધ પણ કરેલ, પરંતુ ગાંધીજીને સત્ય ઉપર સંપૂર્ણ ભરોસો હતો અને તેમાં તેમની જીત હતી. ગાંધીજી પોતે બેરિસ્ટર હતા. ખૂબજ તાર્કિક અને માર્મિક રીતે દરેક દર્શનના અભ્યાસુ હતા. તેઓ સર્વધર્મ સમભાવમાં માનવાવાળા હતા. ગાંધી એ વ્યક્તિ ન હતા પરંતુ વિચાર હતા. જેમ જૈનધર્મમાં ધુરંધર આચાર્યો પોતાના વિચારોથી જ ઓળખાયા છે તેમ ગાંધી વિચારધારા હતા. જયારે લાલ-બાલ-પાલની ત્રિપુટી હિન્દુ મહાસભા દ્વારા આઝાદી મેળવવા ઇચ્છતા હતા તો સ્વામી વિવેકાનંદ- પરદેશમાં હિન્દુ દર્શનની વાતો કરતા હતા ત્યારે ગાંધી અહિંસા અને સત્ય દ્વારા જ આઝાદી મેળવવા ફરતા હતા. જૈનધર્મમાં પરિગ્રહ જાણે તેમનો મંત્ર હતો. હાથેથી કાંતેલી ખાદી પહેરતા અને પોતે જ તે કાંતતા હતા. ઓછામાં ઓછી આવશ્યક્તા, પરિગ્રહ થકી તેમની સત્ય પ્રત્યે નિષ્ઠા વધવા માંડી હતી. (૧૧૩) ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) બારડોલીના સત્યાગ્રહની સફળતા તેમની સત્ય તરફની નિષ્ઠા દર્શાવે છે. આ સત્ય પ્રત્યેની નિષ્ઠા દ્વારા તેમણે માર્ટીન લ્યુથર કિંગ, જહોન કેનેડી, નેલસન મંડેલા અને બારાક ઓબામાના હૃદયમાં ગુરુપદ પ્રાપ્ત કરેલું હતું. હું સનાતનવાદી હિન્દુ છું, તેથી સત્ય અને અહિંસા મારો ધર્મ છે. જૈન દર્શનના ૨ અણુવ્રત (૧) પ્રાણાતિપાત અને (૨) મૃષાવાદની વાતો વર્ણવેલી છે. પરંતુ હવે આપણે વાત સત્યના આગ્રહની કરીશું. કોંગ્રેસના પ્રમુખ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ બધાને જ માન્ય હતા. ચક્રવર્તી રાજગોપાલાચારીએ પણ આમાં સૂર પૂરાવેલ હતો, પરંતુ સત્યને આગ્રહપૂર્વક જીદ કરીને પૂરું કરાવવું તેમ જવાહરલાલ નહેરુને પ્રમુખ બનાવવામાં આવેલ. ગાંધીજી એક ઉચ્ચ કક્ષાના પત્રકાર હતા. પોતાના “યંગ ઈન્ડિયા' દ્વારા પોતાના વિચારો લોકો સુધી પહોંચાડતા હતા. જલિયાવાલા બાગનો હત્યાકાંડ કે તેના જેવો હિંસાનો પ્રયોગ તે વિદ્રોહ છે. સત્ય જ આઝાદીના મુખ્ય પાયા છે. ગાંધીજી ક્યારેય પણ વિદેશીનાવિરોધીન હતા, પરંતુ સ્વદેશીના ભોગે તો વિદેશી નહીં જ. ‘ખાદી પહેરો’ તે તેમનું સૂત્ર હતું. ગાંધીવિચાર એ ભારતભૂમિની માટીની મહેક સમાન છે. જૈનોના અનેકાંતવાદ – સ્યાદ્વાદ તેમની વિચારસરણીમાં ઊભરી આવે છે. હિન્દુ ધર્મ ચૈતન્યમય ઝરણું છે, વિકાસ વૃક્ષ છે. અહીંયા Make in India દેખાય છે. ગાંધીદર્શન એ આર્થિક અને સામાજિક સમસ્યાનો ઉકેલ છે. ગાંધીજીએ પોતે પોતાને મહાત્મા નહોતા કહ્યા તેમજ રાષ્ટ્રપિતા તરીકેનો પણ એવોર્ડ નહોતો માગ્યો, પરંતુ સુભાષચંદ્ર બોઝે તેમને રાષ્ટ્રપિતા તરીકેનું સંબોધન કરીને હોદો આપેલ અને તેમનું વર્તન, વાણી, વહેવાર તેમજ સાદગીએ જ તેમને મહાત્મા તરીકેનું બિરુદ આપેલ. (૧૧૪) Page #58 -------------------------------------------------------------------------- ________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) Reservation: પૂ. ગાંધીજીએ દલિત લોકોને સામાજિક પ્રતિષ્ઠા મળે તેમ સૂચન કરેલ. ગોળમેજી પરિષદમાં હાજરી આપીને આવ્યા બાદ ડૉ. બાબાસાહેબ આંબેડકરને પૂ. ગાંધીજીએ કહેલ કે આ દલિત વર્ગને થોડું આરક્ષણ મળે તો સરખી રીતે વિકાસ પામે અને આ આરક્ષણ ૧૦વર્ષ માટે આપવું તેવું તેઓનું ચોક્કસ રીતે સૂચન ડૉ. આંબેડકરને કરવામાં આવ્યું હતું. આજની પરિસ્થિતિ થોડી અલગ છે. લેખક તરીકે તેમણે ‘સત્યના પ્રયોગો’ (આત્મકથા), ‘હિન્દ સ્વરાજ', મંગલ પ્રભાત’ જેવા અનેક પુસ્તકો દુનિયાને ભેટ આપેલ છે. “મારો વિરોધ યંત્રોની ઘેલછા સામે છે, યંત્રોની સામે નથી.” આજે પણ ગુંદી-ભાલનળકાંઠામાં તેમજ કચ્છમાં કોઠારા મુકામે ખાદીના ચરખા પર કામ કરીને ઘણા ગ્રામોદ્યોગ ચલાવે છે. | ‘સત્ય કહેતા વિનય અને વિવેકના ત્યાગ નહીં થાય અને શરીર અને સિક્યોરિટી બચાવવા સત્યનો ત્યાગ નહીં થાય.’ આ વેણ તેમણે તેમના ‘નવજીવન’ માટે કહેલા. ગાંધીજીના વિચારો પચાવવાની આપણા સૌની મર્યાદા હોઈ શકે, પરંતુ ગાંધીજીની તેમાં સહજતા હતી. છતાં પણ આપણા સાહિત્યના સુવિખ્યાત કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીએ જયારે ગાંધીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે કહેલ કે, “આ છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ તમે” “કમ - ખા - ગમ -ખા, નમ – જા' ના સૂત્રોને સત્યના વિવેક સાથે જીવનભર પાળ્યું હતું. અને જયારે ભાગલાની વાત આવી અને જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલને કહ્યું કે, “હવે હું એકલો પડી ગયો છું, પરંતુ તેમ કરવા માટે મારે અંગ્રેજોની દખલગીરીની જરૂર નથી.’ આ વાત બન્ને જણને ન ગમી, પરંતુ ગાંધીજી આ વાતને વળગી જ રહ્યા. અંતે ૫૫ (પંચાવન) કરોડ સાથે (૧૧૫) ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ભાગલાનું નક્કી થયું, જેમાં ૨૦ કરોડ દીધા પછી જુદાઈ પહેલા પાકિસ્તાને લડાઈ કરી એટલે કમિટીએ નક્કી કર્યું કે બાકીના ન આપીએ, પરંતુ તે માટે પણ ગાંધીજીએ આગ્રહ કરીને તે અપાવ્યા. આ સત્યનું એક અત્યંત જવલંત ઉદાહરણ છે. ગાંધીજી દેઢપણે માનતા હતા કે, અહિંસા આ જગતમાં સૌથી વધારે સક્રિય તત્ત્વ છે અને કદી નિષ્ફળ જતું નથી. લુઈ ફિશરે સેવાગ્રામમાં આવીને ગાંધીજીના સત્ય અને અહિંસા ઉપર પુસ્તક પ્રકાશિત કરેલ છે. પંડિત નહેરુએ ‘આજકલ' માં લખેલ કે ગાંધીનું નામ દરેક જગ્યાએ પહોંચી ગયેલ છે. તેની શોહરત પહોંચી ગયેલ છે, બીજાને માત્ર ગાંધી હિન્દુસ્તાન અથવા હિન્દુસ્તાનના ગાંધી જોડિયા થઈ ગયેલ છે. આપણા દેશની ઈજજત વધી, આબરૂ વધી અને દરેક જણાએ નોંધ લીધી કે ઊંચા અદાકાર હિન્દુસ્તાનમાં જન્મ્યા અને હિન્દુસ્તાનમાં પાછી અંધારામાંથી રોશની આવી. ગાંધીજીની હયાતીમાં ૧૯૧૫ માં પાદરી રેવ. જોસફે તેમના ચારિત્ર્યનું આલેખન કરેલું. ત્યાર બાદ ગાંધીજીના ચારિત્ર ઉપર અનેક ભાષામાં તેમના વિચારો બાબતે લખાયેલું છે, જેમાં મહાદેવભાઈ દેસાઈ તેમના અંગત અનુયાયી અને પ્યારેલાલે ઘણો જ પ્રકાશ પાડ્યો છે. મહાદેવભાઈના દીકરા નારાયણ દેસાઈએ ચાર ખંડમાં ઘણું જ સરસ રીતે આલેખન કરેલું છે. અહીંયા આગળ વિસ્તૃત કરવું ઘણું જ કઠિન છે એટલે ફક્ત ટાંક જ મારેલી છે. જૈન દર્શનના પહેલા ૨ વ્રત (૧) પ્રાણાતિપાત અને (૨) મૃષાવાદ. અહિંસા અને સત્યનું જાણે ગાંધીજીએ આ અક્ષરશ: પાલન કરેલું છે. આજે આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ તો ગાંધી વિચારધારા - દેશને, સમાજને અને સંસ્કૃતિને સાચવવા પૂરતું બળ આપશે એવી મારી સંપૂર્ણ શ્રદ્ધા છે. (૧૧૬) Page #59 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા ગાંધીવિચાર ક્ષેત્રે પ્રદાન કરનાર જૈન સંત - કવિવર્ય પૂ. નાનચંદ્રજી - ડૉ. રતનબેન ખીમજી છાડવા (મુંબઈ સ્થિત જૈન ધર્મના અભ્યાસુ ડૉ. રતનબહેને શ્રાવક કવિ ઋષભદાસ કૃત ‘વ્રત વિચાર રાસ' પર સંશોધન કરી Ph.D. કર્યું છે. જૂની લિપિ ઉકેલવામાં અને હસ્તપ્રતોના સંશોધનમાં રસ છે. મુંબઈ મહાસંઘના ધાર્મિક શિક્ષણબોર્ડમાં પ્રવૃત્ત છે.) ભારત દેશના અનેક મહાપુરુષોની કોટિમાં મહાત્મા ગાંધીજી અવશ્ય ગણાય. ભારત દેશના એ મહાન યુગપુરુષ અને તે ઉત્તમ કોટિના મહાત્મા કે જેમને ગોપાલકૃષ્ણ ગોખલેજીએ પુરુષોત્તમ તરીકે બિરદાવ્યા હતા, એવા મહાત્મા ગાંધીજીના કાર્યને અને ઉપદેશને યથાર્થ રીતે સમજાવનાર જો કોઈ સંત મહાત્મા હોય તો તે પૂજ્ય શ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબ હતા. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં જન્મ લઈ પોતાના જીવન અને વિચારોના આંદોલનો ફેલાવી વિશ્વને વાત્સલ્યના પાઠ શીખવનાર મહાન વિભૂતિ એટલે પૂજયશ્રી નાનચંદ્રજી મહારાજ. તેમનો જન્મ ઝાલાવાડ પ્રાંતના સાયલા ગામમાં સંવત ૧૯૩૩ ના રોજ થયો હતો. નાનપણમાં જ માતાપિતાની છત્રછાયા ગુમાવી દેતા નાનકડા નાગરને માતૃતુલ્ય ભાભી મોંઘીબાઈ અને મોટાભાઈ જેસંગે મોટો કર્યો. મોટાભાઈનું નિધન થતાં ભાઈની મોટી ઓથ જતી રહી અને નાગરના માથે કુટુંબની જવાબદારી આવી. તેમના વિવાહ સંબંધી વાતો ચાલુ થઈ ત્યારે ખબર પડી કે સગાઈમાં કપટ રમાયું છે. બતાવી મોટી કન્યા અને સગપણ થયું નાની કન્યા સાથે. આ બધું જાણી નાગરને સંસાર અસાર લાગ્યો, સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ જાગ્યો. ત્યારે ગુરુ દેવચંદ્રજી સાથે તેમનો પરિચય થયો.ગુરુવાણીથી એમનામાં વૈરાગ્યની ભાવના વધુ પ્રબલ (૧૧) જૈનદર્શન અને ગાંધી વિચારધારા બની. આખરે કુટુંબીજનોની સંમતિ મેળવી સં. ૧૯૫૭ માં ગુરુદેવ પાસે દીક્ષા લીધી. સંયમ સ્વીકારતા નાગરમાંથી મુનિ નાનચંદ્રજી બન્યા અને મહામુનિ બનવાની દિશામાં પ્રયાણ આદર્યું. પૂજ્ય નાનચંદ્રજી મહારાજ ગાંધીયુગના અહિંસક, ક્રાંતિકારી, યુગદૃષ્ટા હતા. તેમણે પોતાના જીવનની એક એક ક્ષણનો ઉપયોગ જનકલ્યાણ માટે કર્યો હતો. હકીકતમાં તેઓ યુગપુરુષ હતા. યુગપુરુષ કાળને ચલાવી શકે છે – કાળ યુગપુરુષને ચલાવી શકતો નથી. મહાત્મા ગાંધીજી હજી ભારતમાં ચમક્યા ન હતા, તે પહેલા જ તેમણે પૂજ્ય બાપુને પિછાની લીધા. નહીંતર એક જૈનમુનિ એક ગૃહસ્થ માટે આવું કેમ લખી શકે કે, “જાગો ભારતજાયા તમને ભારતવીર જગાડે છે, વિજય તણું વાજુ, મનમોહન એ નરવીર વગાડે છે.’’ તે જ પ્રમાણે – “જગતને બોધ દેવાને, જરૂરી વાત કહેવાને, લઈ સંદેશ પ્રભુજીનો, અવિનમાં ગાંધીજી આવ્યા.” અહીં ધર્મજીવી આ યુગપુરુષે માત્ર યુગવાણી ઉચ્ચારી ન હતી, પરંતુ તદ્દનુરૂપ આચરણ પણ કર્યું અને કરાવ્યું હતું. તેઓ વિચારમાં ગંભીર, વાણીમાં મધુર અને વ્યક્તિત્વમાં મનોહર તથા આચાર પાળવા-પળાવવામાં પ્રખર હતા. માટે જ આવા યુગપુરુષ વ્યાપક પ્રમાણમાં લોકોના જીવનમાં પ્રેરણા, સ્ફૂર્તિ અને ચેતના ભરી શક્યા. પૂજય નાનચંદ્રજી સ્વામી મહાત્મા ગાંધીજીના વિચારોના સમર્થક હતા. ગાંધી વિચારધારાને રગેરગમાં તેમણે પચાવી હતી, તેમજ એ વિચારોને અનુસરીને ક્રિયામાં પણ મૂક્યા હતા. એટલે જ તેઓ નખશિખ શુદ્ધ, હાથે (૧૧૮) Page #60 -------------------------------------------------------------------------- ________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા કાંતેલ સુતરમાંથી જ વણાયેલી ખાદીના વસ્ત્રો વાપરતા, તેમજ હાથે દળેલા લોટની જ બનાવેલી ભિક્ષા લેતા. દરેક વસ્તુનો ઉપયોગ પોતે કરકસરથી કરતા. વળી સ્વચ્છતા, સુઘડતા, નિયમિતતા, વ્યવસ્થિતતા, વચનપાલન, શિસ્તપાલન, નીડરતા, સ્પષ્ટવક્તા જેવા નાના મોટા કેટલાય સગુણો ગાંધીજીની વિચારસરણીને ઘણે અંશે મળતા આવતા હતા. તેઓ શુદ્ધ ખાદીના વસ્ત્રો પહેરતા એટલું જ નહીં પણ એ અંગે અહિંસા ધર્મની સમજૂતી આપતા અને લોકોની આંખો ઉઘાડવાનો પ્રયત્ન કરતા તેમ જ ગ્રામોદ્યોગ જેના મૂળમાં બીજા ઉદ્યોગો કરતા ઓછી હિંસા છે તેનો પણ પ્રચાર કરતા લોકોને સમજાવતા. ગાંધીયુગમાં તેઓ જીવ્યા અને ગાંધીજીના શ્રમજીવન, સ્વદેશી વ્રત, અસ્પૃશ્યતા વગેરે સમાજ સુધારોના વિચારોના રંગે રંગાયા હતા. શ્રમથી શરીર સ્વાથ્ય સુંદર રહે તેમજ બહેનો ફરીથી ગૃહસ્થ જીવનમાં શ્રમનું મહત્ત્વ સમજે તે હેતુથી હાથની ઘંટીથી દળેલા લોટના રોટલા-રોટલી જ ગોચરીમાં સ્વીકારતા. પ્રકૃતિને પ્રતિકૂળ તેમજ સાધનામાં બાધક આવે તેવી સરસ મોહક ખાવા-પીવાની ચીજ લેવા માટે ગમે તેટલો કોઈ આગ્રહ કરે તો પણ તેઓ કદી લલચાતા નહિ. તેવી જ રીતે પોતાનું કામ જાતે જ કરતા, શિષ્યોને કરવા આપતા નહિ. હિન્દુ સમાજમાં રહેલ અસ્પૃશ્યતાના તેઓ કટ્ટર વિરોધી હતા. કહેતા કે, હિન્દુ સમાજે ગંદકી કરનારને ગંદકી સાફ કરનાર કરતા ઊંચો ગણ્યો છે, તેનું મેલું ઉપાડનારને અસ્પૃશ્ય કહી તિરસ્કાર્યો છે. એટલું જ નહિ, પણ જો તે અસ્પૃશ્ય હિન્દુ ધર્મ છોડી મુસ્લિમ કે ખ્રિસ્તી બને તો તેની સાથે બોલવા-ઉઠવામાં જરા પણ વાંધો ન આવે અને તે અસ્પૃશ્ય મટી જાય. આ કેવી મૂર્ખાઈ ગણવી? તેવી જ રીતે યંત્રવાદનો પણ વિરોધ કરતા. તેઓ માનતા કે લાખો શ્રમજીવીઓના પેટ પર પાટુ મારી એક પૂંજીપતિ ગણ્યા-ગાંઠ્યા માણસો પાસે - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) યંત્રથી કામ લઈ ધનવાન બને છે અને અનેકોની રોજી-રોટી લૂંટી તેમને બેકાર બનાવે છે. આવો અપ્રામાણિક વ્યવહાર એ હિંસાનો જ એક પ્રકાર છે. જૈનધર્મ અહિંસા અને સત્ય પર આશ્રિત છે. તે સમાજમાં આવી અપ્રામાણિકતા ન હોવી જોઈએ, એમ તેઓ પોતાના ઉપદેશમાં અવારનવાર કહેતા અને ગ્રામોદ્યોગના વિકાસ માટે પ્રયત્નો કરતા. તેમજ સ્વદેશી એટલે કે દેશમાં જ બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવો એવો ઉપદેશ કટાક્ષરૂપે તેમણે પોતાની કાવ્યપ્રસાદીરૂપે આપ્યો. જેમકે, ‘સુખતણા સ્વદેશી સાધનો બધા તજયા, વિલાસણા વિષ સમાન વેશને સજયા.” દેશકાળ પ્રમાણે વ્યક્તિ કે વર્ગની ઉન્નતિ માટે તેઓની સાથે કઈ રીતે કામ કરવું તેની પૂજયશ્રીને અનોખી વ્યવહારિક સૂઝ હતી. બ્રિટિશ શાસન કાળમાં ભગવાન મહાવીરના મૂળભૂત સિદ્ધાંતોને દેઢતાપૂર્વક રાજનૈતિક અને આધ્યાત્મિક પદ્ધતિનો સમન્વય કરીને માનવસેવાનો વ્યાપક વિચાર જનજનના માનસમાં પાદવિહાર કરીને પહોંચાડ્યો હતો. તેમજ આદિવાસી ક્ષેત્રોમાં તો એક ક્રાંતિકારી વિચાર દ્વારા લોકોને હિંસાની પ્રવૃત્તિથી અહિંસા તરફ વાળવામાં સફળ રહ્યા હતા. તેવી જ રીતે પછાત, નિરાધાર લોકોને ઉપર લાવવામાં તેમનો ફાળો મહત્ત્વનો રહ્યો હતો. હરિજનોને પણ ઊંચે લાવવા તેમણે ખૂબ પ્રયત્નો કર્યા. આજથી લગભગ સો વર્ષ પહેલા ઉપાશ્રયમાં હરિજનોને વ્યાખ્યાન આપતા હતા. ગાંધીજીની જેમ તેઓ પણ હરિજનોને હરિના જન લેખાવતા અને તેમની સાથેના દરેક પ્રકારના ભેદભાવ દૂર કરાવતા. પૂજયશ્રી નાનચંદ્રજી મહારાજ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, રાષ્ટ્રીય, આધ્યાત્મિક આદિ ક્ષેત્રોના વિકાસ માટેના પ્રખર પ્રચારક હતા. (૧૨૦) (૧૧૯) Page #61 -------------------------------------------------------------------------- ________________ (જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) સામાજિક કુરૂઢિઓ સામે શાંત છતાં સફળ અને અસરકારક જેહાદ જગાવી, તે સમયે કન્યાવિક્રય ખૂબ થતો. તેમણે પૈસાની આ લેવડ-દેવડ બંધ કરાવી. રડવા-કૂટવાના રિવાજો એવા હતા કે અણસમજુ બહેનો વિધવા થતાં ભીંત સાથે માથું પછાડતી, છાતી કૂટતી. આ બધું જ બંધ કરાવ્યું. મરણ પાછળ જમણ, નાત જમાડવી વગેરે કુરિવાજોથી થતા નુક્સાનો સમજાવી ઉપદેશ આપ્યો. આમ, તેમણે કુરૂઢિઓને બંધ કરાવી સદાચાર સ્થાપવા ભગીરથ પ્રયાસો કર્યા, રાષ્ટ્રપિતા ગાંધીજીએ નારીશક્તિને ચાર દીવાલમાંથી બહાર કાઢી સર્વ ક્ષેત્રમાં કામ કરવા પ્રોત્સાહન આપ્યું. તેવી જ રીતે તેમણે પણ સમાજમાં સ્ત્રીઓના સ્થાનને ગૌરવાંકિત કરવા અને નિરાધાર વિધવાઓ સ્વમાનભેર પોતાની રોજી-રોટી મેળવી શકે એવા શુભાશયથી મહિલામંડળ સ્થાપવાની પ્રેરણા આપી. ઠેર ઠેર મહિલાપ્રવૃત્તિઓ વિકસાવી અને તેમાં નિર્વધ ઉદ્યોગો તથા શિક્ષણનું સંકલન ગોઠવ્યું. તેમજ જીવનનિર્વાહ માટે પોતાના પગ ઉપર ઊભી રહી શકે તે માટે અનેક સ્થાનોમાં શ્રાવિકાશાળાઓ સ્થાપી. આમ, નારી-ઉત્કર્ષના કાર્યમાં મહત્ત્વનો ફાળો આપ્યો. નાના નાના ગામડાઓના જૂથોથી વીંટળાયેલા શહેર-કસબા વિસ્તારમાં છાત્રાલયોની શુભ પ્રવૃત્તિઓ વિકસાવી. સ્થાન સ્થાન પર લાયબ્રેરી, પાઠશાળા, બોર્ડિંગ આદિ સંસ્થાઓની સ્થાપના કરી ને માટીમાંથી માનવનું ઘડતર કર્યું. આજે પણ વકીલ, ડૉક્ટર, પ્રોફેસર આદિ અનેક વિદ્યાર્થીઓ એમની સ્થપાયેલી સંસ્થામાંથી શિક્ષણ પ્રાપ્ત કરી ઉચ્ચ સ્તર પર પહોંચી સામાજિક સેવા કરી રહ્યા છે. તેવી જ રીતે ધાર્મિક ક્ષેત્રે પણ જે અવિવેકમય ક્રિયાકાંડ થતા હતા તેમાં પણ સુધારો કરી તેમણે સત્યમાર્ગની દિશાનો નિર્દેશ કર્યો. તેમની વાણીમાં (૧૨૧) જ જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) મીઠો રણકાર અને શબ્દોમાં જાદુ હતો. તેઓ કટાક્ષમાં કહેતા કે, સમજણ વિના તો બાંધે સામાયિક, પડિક્કમણું બોલે પોકારી, પોષો સજે પણ રોષો તજે નહીં, વાતો છોડે ના વિકારી.” જૈનદર્શન એ વિશ્વદર્શન છે. અન્ય દર્શનીઓને જૈનદર્શનની સાપેક્ષવાદની વ્યવહારુ પ્રતીતિ થાય એ માટે માત્ર ઉપાશ્રયો અથવા ધર્મસ્થાનોમાં જ વ્યાખ્યાનો આપવાની રૂઢિગત પ્રણાલિકાનો વિસ્તાર કરી અન્ય સ્થળોએ જૈન-જૈનેતર જનતામાં લોકભોગ્ય અને અસરકારક વ્યાખ્યાનો આપવાનો નવો ચીલો ઉપસાવ્યો. મહાત્મા ગાંધીજીએ સર્વધર્મોના અનુયાયીઓને પ્રાર્થનાના માધ્યમથી પોતાની રાજકીય અને રચનાત્મક પ્રવૃત્તિઓમાં જોડ્યા હતા. ગાંધીજીની આ સર્વધર્મ પ્રાર્થનામાં તેમને રસ પડ્યો. તેમણે પણ સાંજના સમયે પ્રતિક્રમણ બાદ સર્વધર્મ સમન્વય પ્રાર્થનાઓ અને પ્રવચનોની પ્રક્રિયા શરૂ કરી. જેનાથી જૈન અને જૈનેતરની હાર્દિક એકતાનો ટેકો મળ્યો. આ પ્રવૃત્તિથી તેમણે જૈનતત્ત્વને ગાજતું કર્યું. મહાત્મા ગાંધીના ઉપદેશને ઝીલવા કટિબદ્ધ થયેલા અનેક યુવાનોને તેઓ પોતાની આકર્ષક વાણી દ્વારા પ્રોત્સાહન આપતા. યુવાશક્તિમાં પૂરો વિશ્વાસ હોવાથી તેઓએ યુવકોને ઉદ્ધોધન આપવા યુવક પરિષદોમાં હાજરી આપી, ધર્મ અને નીતિના સંસ્કારોના પ્રેરણાબીજ રોપવા ભગીરથ પુરુષાર્થ કર્યો. આ સંતપુરુષમાં સાંપ્રદાયિક ભાવનો જરાપણ આગ્રહ ન હતો. તેમની સર્વધર્મ સમન્વયની વાસ્તવિક યથાર્થ દૃષ્ટિ પ્રશંસનીય હતી. નયવાદનું રહસ્ય તેમણે બરાબર પચાવ્યું હતું. તેઓએ સર્વદર્શનોનો અભ્યાસ કર્યો હતો. ધર્મમાં ભેદ ન હોય અને ભેદ હોય ત્યાં ધર્મ ન હોય – આવું માત્ર બોલીને જ બેસી ન (૧૨૨) Page #62 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા રહેતા તેમણે આચરીને બતાવ્યું. ‘ભાજન ભેદ કહાવત નાના એક કૃત્તિકા રૂપરી.’ અર્થાત્ ભાજનભેદ જેમ જુદાં જુદાં તેમ ધર્મસ્થાનક ભલે જુદાં પણ માટી બધામાં એક જ હોય તેમ ધર્મના મૂળ સિદ્ધાંતો બધાના સમાન જ હોય. તેઓ દરેક કોમ અને જાતિના લોકો સાથે આત્મીયતાની દૃષ્ટિથી જોતા. માટે જ તેમના પ્રવચનો સાંભળી જૈનેતરો પણ આદર્શ જીવન જીવતા શીખ્યા. માનવતા એ ધર્મનો મૂળભૂત પાયો છે. જેમ જળ વિનાના સરોવરમાં તિરાડો પડી જાય છે, તેમ માનવતાવિહોણો ધર્મ અસ્ત-વ્યસ્ત બની જાય છે એમ તેઓ માનતા. આથી એમના સર્વ પ્રવચનો, લખાણો, વ્યાખ્યાનો અને ઉપદેશોમાં હંમેશાં માનવતાનો સૂર અવશ્ય પ્રધાનપણે ગૂંજતો રહેતો. તેમના મતાનુસાર જૈનધર્મમાં જેટલું મહત્ત્વ ક્રિયાકાંડ અને તપનું, એટલો જ મહિમા સેવા ધર્મનો વર્ણવાયો છે. પ્રભુ મહાવીરની છેલ્લી દેશના એટલે ઉત્તરાધ્યયન સૂત્રમાં આ જ વાત કહી છે કે, માણસ પહેલા મનુષ્યત્વ પ્રાપ્ત કરે, માનવધર્મ પામે પછી જ યથાર્થ સાંભળનારમાં ઉત્તમ પ્રકારની આત્મશ્રદ્ધા પ્રગટે છે. એવો શ્રદ્ધામય પુરુષ જ મોક્ષમાર્ગ તરફ ગતિ કરી શકે છે. તેથી જ માનવતા આધ્યાત્મિકતાનો એકડો છે, એવું તેઓ દૃઢપણે માનતા, કારણ કે સ્વધર્મઆત્મધર્મનો પાયો માનવધર્મ જ છે. ‘માત્ર માનવ માનવ વચ્ચે જ નહીં પણ સમસ્ત વિશ્વ સાથે પ્રેમની સાંકળ સાધે તે ધર્મ' ગાંધીજીના આ વાક્યનો યથાર્થ મર્મ તેઓ બરાબર સમજ્યા હતા. માનવજાતની સેવા માટે તેમણે પોતાની જાતને સમર્પિત કરી દીધી હતી. પ્રાણી માત્ર પ્રત્યે તેઓ અનુકંપા અને કરુણા ધરાવતા હતા. તેમને સર્વ પ્રાણીઓમાં પ્રભુ અને પ્રભુમાં પ્રાણીમાત્રના દર્શન થતા હતા. ‘જનસેવા એ જ પ્રભુની સેવા’ તેમના જીવનનો મહામંત્ર હતો. (૧૨૩) જૈનદર્શન અને ગાંધી વિચારધારા પૂજ્ય શ્રી નાનચંદ્રજી મહારાજે એક મહાન રાષ્ટ્રસંતનું પણ નિર્માણ કર્યું. આધ્યાત્મિક સાધના તથા પ્રભુ મહાવીરના સિદ્ધાંતોને જીવનમાં સાક્ષાત્ કરનાર ક્રાંતિકારી ગુરુના શિષ્ય પણ ક્રાંતિકારી જ હોય. એવા મુનિ શ્રી સંતબાલજી તેમના શિષ્ય હતા. જેમણે રાષ્ટ્રની નાડ પારખી ગામડાઓને આધાર માની ગુરુદેવની જે ભાવના હતી તેને સાકાર રૂપ આપવા માટે ધર્મમય સમાજ રચવા કટિબદ્ધ થયા, પરંતુ પૂજ્ય સંતબાલજીની સાધુવેશમાં ક્રાંતિકારી વિચારસરણી સમાજ અપનાવી શક્યો નહિ. પરિણામે તેઓને ગુરુદેવથી અલગ થવું પડ્યું. જૈન સાંપ્રદાયિક વેશધારી સાધુ આવી વિશ્વવ્યાપક કર્તવ્યપ્રેરણા અને ઉપદેશ આપે તે સાંપ્રદાયિક મમત્વવાળા રૂઢિગત પરિબળોમાં ઉહાપોહ જગાવે એ નિર્વિવાદ હતું, પરંતુ આવા પ્રચાર અને પ્રયત્નો સામે પૂજ્યશ્રી નાનચંદ્રજી મહારાજે લાક્ષણિક રીતે પ્રેમવર્ષણ કર્યું. તેમજ અંત સુધી સંતબાલજી પ્રત્યે અમીદષ્ટિ રાખી. પૂજ્ય સંતબાલજીએ ભાલનળકાંઠા વગેરે અનેક સ્થળોએ રચનાત્મક કાર્ય દ્વારા અનેકના હૃદય પરિવર્તન કરી સન્માર્ગે વાળ્યા. વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ દ્વારા સમાજોપયોગી કલ્યાણકારી પ્રવૃત્તિઓ ચાલુ કરી. આજે પણ ચીંચણમાં મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર સમાજકલ્યાણનો પ્રેરક સ્થંભ બની માર્ગદર્શન આપી રહ્યું છે. પૂજ્ય નાનચંદ્રજી એક ક્રાંતિકારી સાધુ હતા. જ્યારે જ્યારે તેમના અંતરમાંથી અનાહત નાદનો રણકો ઊઠે ત્યારે ત્યારે તુરંત જ તેઓ પ્રયત્નપૂર્વક તેનો અમલ પણ કરતા. વર્તમાન યુગને અનુસરીને આગેકૂચ કરતા. ગ્રામાનુગ્રામ વિચરીને સમાજને માનવતાના પાઠોનું અમૃતપાન કરાવતા. સમાજ અને રાષ્ટ્રના હિત માટે ગાંધીજીની પ્રવૃત્તિઓને ઉત્તેજન આપતા. ‘સર્વજન હિતાય’ માટે વિવિધ વિષયો પર ગાંધીજી સાથે વાર્તાલાપ, ચર્ચા (૧૨૪) Page #63 -------------------------------------------------------------------------- ________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) વિચારણા કરી એકમેકના વિચારો જાણતા. ગાંધીજી પણ આવા સંતના દર્શનથી ધન્ય થતા, તો પૂજયશ્રી પણ સાચા ધાર્મિક, આધ્યાત્મિક અને સાધનશુદ્ધિના આગ્રહી એવા ગાંધીજી પ્રત્યે એમના કાર્યો પ્રત્યે આકર્ષણ ધરાવતા હતા. વેશથી પૂજય નાનચંદ્રજી જૈન સાધુ ભલે હતા પણ ઉપદેશથી અને પ્રેરણાથી તો તેઓ રાષ્ટ્રીય સંત હતા. રાષ્ટ્રીય ગીતો રચી, ખાદીપ્રચાર, ગોપાલન, ચરખો, અસ્પૃશ્યતાનિવારણ, સ્વદેશી પ્રચાર વગેરે અનેક રાષ્ટ્રોત્થાનના કાર્યોમાં પોતાના સાધુત્વની મર્યાદામાં રહીને સુંદર ફાળો આપતા રહેતા. આમ, ગાંધીવિચાર ક્ષેત્રે પ્રદાન કરનાર જૈન સંત કવિવર્ય પૂજય નાનચંદ્રજી મહારાજે અહિંસા, સ્વધર્મ, સમાજધર્મ, યુગધર્મ, સેવાનો પથ વગેરે બાબતોની છણાવટ કરીને આ ભૌતિક જગતમાં જ દિવ્યતા પ્રગટાવવાનો અને આ ધરતી પર જ સ્વર્ગ સર્જાવવાનો સંદેશો આપ્યો હતો. ધન્ય છે તે વીરલ વિભૂતિઓને... વંદન છે તે મહાન વિભૂતિઓને... અસ્તુ. પુસ્તક સૂચિ: ૧. પૂ. ગુરુદેવ કવિવર્ય પં. નાનચંદ્રજી મહારાજ જન્મ શતાબ્દી - સ્મૃતિગ્રંથ, સંપાદક : મુનિ ચુનીલાલજી (ચિત્તમુનિ) સંતબાલજી – જીવનકવન અને પ્રેરક પ્રસંગો, ગુણવંત બરવાળિયા ૩. મુનિશ્રી સંતબાલજી જીવનાસાધના, દુલેરાય માટલિયા વિવૃત્ત ૪. સત્ય એ જ ઈશ્વર છે – ગાંધીજી 'ભગવાન મહાવીર અને ગાંધીજીની અહિંસા - ગુણવંત બરવાળિયા જૈન ધર્મમાં અહિંસાને વિશિષ્ટ સ્થાન છે. માનવીની પ્રત્યેક સાધનામાં અહિંસાનું એક એવું મધુર સંગીત વહેતું રહે છે કે માનવને આનંદવિભોર કરી મૂકે છે. મહાવીર ધર્મ અહિંસાપ્રધાન ધર્મ છે, કારણકે અહિંસાના આવિષ્કારથી જીવનમાં સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહની ભાવનાનું સર્જન થાય છે. જીવનના પ્રત્યેક ઉચ્ચ આદર્શનું મૂળભૂત સાધન અહિંસા છે. આધ્યાત્મિક સાધનાની આયાર-ભૂમિ અહિંસા છે. ભગવાન મહાવીરની આ અહિંસાનો પ્રભાવ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવનમાં ઠેરઠેર જોવા મળે છે. ભગવાન મહાવીરની અહિંસા ઉપભોગની નહિ પણ ઉપયોગની સંસ્કૃતિમાં માને છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના એકેન્દ્રિય જીવો પ્રત્યે પણ અપાર કરુણા છે માટે તેના ઉપયોગમાં પણ વિવેક અને જયણાની ભગવાને પ્રરૂપણા કરી છે. - ગાંધીજી માટે લીમડાની ચટણી બનાવવા એક આશ્રમવાસી આખી ડાળખી લઈ આવ્યા. ગાંધીજીએ એક અઠવાડિયા સુધી ચલાવી. ગાંધીજી પાણીનો પણ સંયમપૂર્વક ઉપયોગ કરતા. એક ભાઈએ ગાંધીજીને કહ્યું કે બાજુમાં જ સાબરમતી ખળખળ વહી જાય છે તો પાણી વાપરવામાં આટલી કંજૂસાઈ કેમ કરો છો? ગાંધીજીએ જવાબ આપ્યો, “આ નદી મારા પિતાશ્રીની માલિકીની નથી. આ સરિતાના જળ ઉપર મારા પ્રત્યેક દેશવાસીનો અધિકાર છે.” પ્રકૃતિના ઘટકોના બેફામ દુરુપયોગ સામે ગાંધીજી લાલબત્તી ધરતા. નિરંકુશ ભોગ-ઉપભોગ નહિ પણ ઉપયોગની સંસ્કૃતિના પુરસ્કર્તા મહાત્માજીની વાતમાં છકાયના જીવોની અહિંસા દ્વારા અભયદાનની ભાવના અભિપ્રેત છે. (૧૨૬). (૧૨૫) Page #64 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા મુંબઈમાં એક વખત શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી વચ્ચે દયાધર્મ અંગે ચર્ચા ચાલી. ચામડું વાપરવું કે નહિ તેનો વિચાર-વિમર્શ ચાલતો હતો. બન્ને એવા મત પર આવ્યા કે બને ત્યાં સુધી ચામડાનો ઉપયોગ ટાળવો અને માથે તો ન જ પહેરાય. શ્રીમદ્જીએ ટોપીમાંથી ચામડું દૂર કર્યું અને તેનો ઉપયોગ બંધ કર્યો. ત્યારપછી ગાંધીજીએ ચામડાના બેરિંગવાળા ચરખાના મૉડેલનો અસ્વીકાર કર્યો. વિદ્વાન શ્રાવક વીરચંદ રાઘવજી ગાંધીએ ઈંગ્લેન્ડમાં જૈન લિટરેચર સોસાયટી સ્થાપી લોકોને માંસાહાર છોડાવી શાકાહાર તરફ વાળતા હતા. ત્યાંથી તેમને મહાત્મા ગાંધીજીનો પરિચય થયો. બન્નેએ સાથે નિરામિષ આહારના પ્રયોગો કર્યા હતા. શાકાહારના પ્રેરક બન્યા. ગાંધી આશ્રમોમાં સત્ય અને અહિંસા પાયાના આદર્શો છે. ફિનિક્સ, ટૉલ્સટૉય ફાર્મ અને સાબરમતી આશ્રમ આ ત્રણે જગાએ અવાવરુ જમીનમાં વસવાટ કરવો પડ્યો છતાં સર્પાદિક હિંસક જીવોને ન મારવાના નિયમનું યથાશક્તિ પાલન કરાવવામાં ગાંધીજી સફળ થયા હતા. પરંપરામાં તો હિંસા કરવી નહીં, કરાવવી નહીં, અનુમોદવી નહીં, અસત્યાચરણ કરવું નહીં, કરાવવું નહીં, અનુમોદવું નહીં. અધર્મ કરવો નહીં, કરાવવો નહીં, અનુમોદવો નહીં એમ ત્રણ પરિમાણ ચાલતા હતા. ગાંધીજીએ ચોથું પરિણામ ઉમેર્યું. હિંસા, અસત્ય, અધર્મનો ઈન્કાર અને પ્રતિકાર કરી પ્રેમ, સત્ય અને આત્મધર્મથી હિંસા, અસત્ય અને અધર્મનું નિવારણ કરવું. આ આત્મબળથી, દયાબળથી, પ્રેમબળથી થતાં પ્રતિકારનું નામ એમણે સત્યાગ્રહ આપ્યું. હિંસકભાવ અને હિંસકશાસ્ત્રના ત્યાગથી જ ભગવાન મહાવીરનું આચારાંગ સૂત્ર શરૂ થાય છે. આત્મતત્ત્વ સમજાવી હિંસકબળના (૧૨૭) જૈનદર્શન અને ગાંધી વિચારધારા ત્યાગની તે વાત કરે છે. ગાંધીજી એ જ વાત સમજાવતા લખે છે, “જ્યાં અને જેટલે અંશે હથિયાર એટલે કે શરીરબળ કે પશુબળનો ઉપયોગ થતો હોય તે આત્મબળનો વિરોધી છે. જ્યારે સત્યાગ્રહ હથિયાર બળવિરોધી છે. સત્યાગ્રહ એ આત્મબળ છે, દયાબળ છે, પ્રેમનું બળ છે. પેલામાં વેરભાવને અવકાશ છે. જ્યારે સત્યાગ્રહમાં પ્રેમભાવને અવકાશ છે. એમાં વેરભાવ અધર્મ ગણાય છે. સત્યાગ્રહમાં વિરોધીને દુઃખ દેવાની કલ્પના જ ન હોય. જાતે દુઃખ સહન કરી વિનયથી વિરોધીને વશ કરવાનું સત્યાગ્રહ શીખવે છે. શસ્ત્રબળ અને સશસ્રબળ ગુપ્તતાથી ચાલે છે. સત્યને કાંઈ સંતાડવાનું નથી એટલે સત્યાગ્રહીની છુપી સેના ન જ હોય. રાગવીર બીજાના મોત પોતાના હાથમાં રાખે છે, સત્યાગ્રહી મોતને લઈને ફરે છે. મરદાનગી અભય અને હિંમતથી જુલમનો સામનો કરે છે.” સ્વચ્છતા અને ઝચણા ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા. તેઓ સ્વચ્છતાને આરોગ્ય અને અહિંસાની સમાંતર દૃષ્ટિથી જોતા. આજ રીતે જૈનોના ઝયણા ધર્મમાં સ્વચ્છતાને અગ્ર સ્થાન અપાયું છે. સ્વચ્છતા - જતના, હિંસા નિવારણ અને અહિંસાની પ્રતિષ્ઠામાં સહાયક છે. (૧૨૮) Page #65 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા ગાંધી-વિનોબાનું અહિંસક સમાજરચના માટેનું ચિંતન - પ્રદીપ શાહ (જૈનધર્મના અભ્યાસુ પ્રદીપભાઈ શાહ સર્વોદય કાર્યકર છે. ગાંધીવિનોબા વિચારધારાના અભ્યાસમાં રસ ધરાવે છે.) વિનોબા કહે છે, “પરસ્પર વિરુદ્ધ અંશોનો એક સ્થળે સમન્વય કરવા માટે જે સમર્થ હશે તે વિશેષ ઉપાય છે વિતર્ક. જૈન ધર્મમાં આ અવિરોધક સાધક ‘વિતર્ક’ ઘણો વધારે નીખરેલો જોવા મળે છે. જૈનોના ‘સપ્તભંગી-નય’ ‘સ્યાદ્વાદ’ માં વિરોધનો લેશાંશ પણ નથી. ‘એ રીતે તે ઠીક છે અને આ રીતે આ ઠીક છે' એવી વિશાળ અવિરોધી સમન્વય દૃષ્ટિ જૈનોની દેણ છે. જૈનોના સપ્તભંગી - નય વિગેરે સ્વીકારીને આપણે બુદ્ધ, ખ્રિસ્તી, ઈસ્લામ અને હિંદુ ધર્મોમાં અવિરોધી સમન્વય સાધવો છે.’ વિનોબા કહે છે, હું એ કબુલ કરું છું કે ગીતાની મારા ઉપર ઊંડી અસર છે. ગીતા પછીથી મહાવીર ભગવાનથી વધુ બીજી કોઈ પણ વાતની અસર મારા ચિત્ત પર નથી. મહાવીર ભગવાને જે આજ્ઞા આપી છે તે બાબાને પૂરેપૂરી કબૂલ છે. એ આજ્ઞા છે ‘સત્યાગ્રહી બનો.' ‘ગીતા પછીથી’ એમ કહું છું ખરો, પણ જોઉં છું તો મને એ બન્નેમાં કશોય ફરક દેખાતો નથી. તમારો પ્રેમ અને ચરિત્ર મને મોહમાં ડુબાડી દે છે... તમારી ભક્તિ અને શ્રદ્ધા આંખમાં ખુશીના આંસુ આણે છે. હું એને લાયક હોઉં કે ન હોઉં, (૧૨૯) જૈનદર્શન અને ગાંધી વિચારધારા પણ તમને તે ફળશે જ. તમે મોટી સેવાનું નિમિત્ત બનશો... તમને ઈશ્વર દીર્ઘાયુષી બનાવો અને તમારો ઉપયોગ હિંદની ઉન્નતિને સારું થાઓ. (ગાંધીજીના વિનોબા ભાવે પરના પત્રમાંથી) વિનોબાએ ૧૯૦૫ માં માત્ર દસ વર્ષની ઉંમરે બ્રહ્મચર્ય અનેરાષ્ટ્રસેવાનું વ્રત લીધું હતું. ૧૯૧૩ માં મેટ્રીકની પરીક્ષામાં બેઠા હતા અને ૧૯૧૬ માં કૉલેજ શિક્ષણ છોડીને વિનોબાએ ૨૧ વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો હતો. જે માણસ કેવળ દસ વર્ષની વયે જીવનની દિશા નક્કી કરી શકે અને આજીવન પાછું વળીને જુએ નહીં એ માણસ કેટલો પ્રતિભાવાન હશે એની કલ્પના કરવી મુશ્કેલ નથી. વિનોબાજી કહે છે કે તેમની અંદર એક બાજુ તીવ્ર બ્રહ્મજિજ્ઞાસા હતી તો બીજી બાજુ દેશને આઝાદ કરાવવા ક્રાંતિ કરવાની તાલાવેલી હતી. તેમની અંદર એક તીવ્ર મનોમંથન ચાલતું હોવું જોઈએ કે વેદાંત અને લોકસંગ્રહ (સમાજકલ્યાણ) નો સમન્વય કઈ રીતે થઈ શકે ? અને જો ન થઈ શકે તો કયા માર્ગે જવું ? બનારસમાં તેમનો ગાંધીજી સાથે અપ્રત્યક્ષ ભેટો થાય છે. વિનોબા બનારસ પહોંચ્યા એના બે મહિના પહેલા છઠ્ઠી ફેબ્રુઆરી ૧૯૧૬ ના રોજ ગાંધીજીએ બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન સમારંભમાં કરેલું ભાષણ બોમ્બવિસ્ફોટ જેવું હતું. તેમણે વાઈસરોયને કહ્યું હતું કે આટલી સુરક્ષા વચ્ચે જીવવા કરતા મરવું સારું અને જો મરવાનો ડર લાગતો હોય તો તેમણે ઈંગ્લેન્ડ પાછા જતા રહેવું જોઈએ. તેમણે ભારતની પ્રજાને ઉદ્દેશીને કહ્યું હતું કે જો આપણા કારણે વાઈસરોયને ડરીને રહેવું પડતું હોય તો એ આપણા માટે શરમની વાત છે. તેમણે સભામાં અને મંચ પર ઉપસ્થિત રાજા-મહારાજાઓને પૂછ્યું (૧૩૦) Page #66 -------------------------------------------------------------------------- ________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) હતું કે ભારત જેવા ગરીબ દેશમાં આટલા આભૂષણો પહેરીને આવતા તમને સંકોચ કેમ નથી થતો? ગાંધીજીના એ ભાષણે ખળભળાટ પેદા કર્યો હતો. એની બેસન્ટ મંચ છોડીને જતા રહ્યા હતા અને એ પછી રાજા-મહારાજાઓ પણ લજવાઈને જતા રહ્યા હતા. ગાંધીજીએ અત્યંત સ્વસ્થતાથી, પૂરી નમ્રતા સાથે અને એટલી જ નિર્ભયતાથી કોઈએ ક્યારેય નહીં કહી હોય એવી ક્રાંતિકારી વાત જાહેરમાં અને એ પણ મોઢામોઢ કહી હતી. ક્રાંતિકારીઓના નનામા, ચોપનિયાઓ અને છુપાઈને કરવામાં આવતી છુટમુટ હિંસાની ઘટનાઓની સામે મોઢામોઢ પણ પૂરી નમ્રતા સાથે સાચું કહેવાની એ ઘટનાને સરખાવશો તો ખ્યાલ આવશે કે અંદરની નિર્ભયતામાંથી પ્રગટ થતું અહિંસક શૌર્ય કેવું હોય ! ગાંધીજી ક્રાંતિકારીઓમાં પણ સવાયા ક્રાંતિકારી સિદ્ધ થતા હતા. વિનોબા બે મહિના પછી બનારસ પહોંચે છે ત્યારે બનારસમાં હજુ એ ભાષણની ચર્ચા ચાલતી હતી. લોકો ગાંધીજીના ત્યાગ, પ્રામાણિકતા, નમ્રતા અને હિંમત જોઈને આભા થઈ ગયા હતા. આ એક એવો માણસ છે જે વિચારે છે એ જ કહે છે અને જે કહે છે એ કરે છે. આ એક એવો માણસ છે જે નિર્ભય પણ છે અને નિર્વેરવૃત્તિ પણ ધરાવે છે. વિનોબા કહે છે કે બનારસમાં તેમણે ગાંધીજીની કીર્તિ સાંભળી અને ખાતરી થઈ ગઈ કે આ માણસમાં હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બન્ને મળી શકે એમ છે. વિનોબા કહે છે કે બનારસમાં ગાંધીજીના ભાષણની ચર્ચા સાંભળ્યા પછી તેમને ખબર પડી કે ગાંધીજી ક્રાંતિ અને શાંતિના સમન્વયરૂપ છે. ગાંધીજીમાં નિવૃત્તિ અને પ્રવૃત્તિનો સમન્વય જોવા મળે છે. ગાંધીજી સન્યાસી પણ છે અને લોકસંગ્રાહક પણ છે. ગાંધીજી ઉદાસીન વિરક્ત પણ છે અને કરુણાથી છલકાય પણ છે. ગાંધીજીની પ્રત્યેક ક્ષણ પરમાત્માને સમર્પિત હોય છે અને એ સાથે જ પ્રત્યેક ક્ષણ વેડફાય નહીં ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) એમ લોકો માટે ખર્ચે છે. સમાજની વચ્ચે રહીને અને સમાજના પ્રશ્નોમાં રસ લઈને પણ લિપ્ત થયા વિના સન્યાસી જીવન જીવી શકાય છે એનું ઉત્તમ ઉદાહરણ ગાંધીજી હતા. મુમુક્ષુની સાધના અંગત અને એકાંતમાં હોય એ જરૂરી નથી, એ સામુહિક પણ હોઈ શકે છે. આ એક એવો માણસ છે જે સવાયો સન્યાસી છે અને એ સાથે જ સવાયો કર્મયોગી છે. શાંતિ અને ક્રાંતિ વચ્ચે તેમના મનમાં જે યુદ્ધ ચાલતું હતું એનો ઉકેલ ગાંધીજીએ ૧૯૦૬ માં સત્યાગ્રહ કરીને અને ૧૯૦૯ માં ‘હિન્દ સ્વરાજ' લખીને આપી દીધો હતો. બનારસથી વિનોબા ગાંધીજી સાથે પત્રવ્યવહાર કરે છે અને છેવટે ગાંધીજી વિનોબાને આશ્રમમાં આવીને રહેવા માટે આમંત્રણ આપે છે. સાથે આશ્રમનિયમાવલીનું એક ચોપાનિયું મોકલે છે, જે જોઈને વિનોબા છ થઈ જાય છે. ચોવીસ કલાક દેશસેવાની પ્રવૃત્તિમાં ડૂબેલો માણસ આસક્ત હોવા છતાં પણ અનાસક્ત છે. ૭ મી જૂન, ૧૯૧૬ ના રોજ વિનોબા અમદાવાદમાં કોચરબ આશ્રમમાં આવે છે અને ગુરુ-શિષ્યનો તો નહીં, પરંતુ પૂર્વાધિકારીઉત્તરાધિકારીનો કે વારસદારીનો સંબંધ શરૂ થાય છે. બનારસથી લખેલો વિનોબાનો પત્ર વાંચીને ગાંધીજી વિનોબાની ક્ષમતા પામી ગયા હતા. નિવૃત્તિ અને પ્રવૃત્તિના બે અસંભવ લાગતા ધ્રુવો વચ્ચે સમન્વય કરવાનો એક અનોખો પ્રયોગ ગાંધીજી કરતા હતા, જેને વિજ્ઞાની મિજાજ ધરાવતા વિનોબા ભક્તિભાવથી સ્વીકારવા તૈયાર નહોતા. વિનોબા પણ આખરે એ સમન્વયથી આકર્ષાઈને આશ્રમમાં આવ્યા હતા એટલે પ્રયોગકર્તા ગાંધી પ્રયોગ માટે કેટલા સજજ છે એ વિનોબા ચકાસવા માગતા હતા. (૧૩૨) (૧૩૧) Page #67 -------------------------------------------------------------------------- ________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા પ્રયોગ હતો; અનાસકત આસક્તિનો: અંદરથી ત્યાગ અને બહારથી સમાજ માટે આસક્તિ. લિપ્ત થયા વિના સમાજની વચ્ચે રહેવાનું હતું અને પોતાને અને સકલ સમાજને ઉપર ઉઠાવવાનો હતો. ગાંધીજીને એક એવા માણસની જરૂર હતી જે દેઢ સંકલ્પવાળો હોય ને આધ્યાત્મિક ઊંડાણ ધરાવતો હોય. એક એવા માણસની જરૂર હતી જે અહિંસક સમાજની રચનાના પ્રયોગને નવી ઊંચાઈ આપે. ૨૧ વર્ષના વિનોબામાં ગાંધીજીને ઉત્તરાધિકારી મળી ગયા હતા. આગળ જતા વિનોબા ગાંધીજીની અહિંસક ક્રાંતિને હજુ વધુ સૂક્ષ્મ, મુલાયમ, નિર્વિરોધી, ઝાકળ જેવું કાજળ સ્વરૂપ આપવાના હતા; જેને દાદા ધર્માધિકારીએ લલિત ક્રાંતિ તરીકે ઓળખાવી દેશમાં આઝાદીની લડત ચાલતી હતી એ દરમ્યાન વિનોબા વર્ધા નજીક નાલવાડી અને પવનારમાં અહિંસક સમાજની રચનાની દિશામાં સૂક્ષ્મ ચિંતન અને પ્રયોગો કરતા હતા. વિનોબાએ એક વર્ષ વાઈ જઈને પ્રસિદ્ધ વિદ્વાન નારાયણશાસ્ત્રી મરાઠે પાસે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. માત્ર એક વર્ષમાં ઉપનિષદ, ગીતા, બ્રહ્મસૂત્ર, શાંકરભાષ્ય, મનુસ્મૃતિ અને પાતંજલ યોગસૂત્ર ભણી લીધા હતા અને ન્યાયસૂત્ર, વૈશેષિક સૂત્ર તથા યાજ્ઞવક્યસ્મૃતિ વાંચી ગયા હતા. તેમણે વેદોનો સાંગોપાંગ અભ્યાસ કર્યો હતો. મરાઠી જ્ઞાનેશ્વરી અને સંત સાહિત્યનો અભ્યાસ કર્યો હતો. જગતના તમામ મહત્ત્વના ધર્મોના મૂળ ગ્રંથોનો બને ત્યાં સુધી તેમણે મૂળમાં અભ્યાસ કર્યો હતો. કુરાનનો અભ્યાસ અરબી ભાષામાં કર્યો હતો અને તેઓ સસ્વર શુદ્ધ ઉચ્ચારણ સાથે કુરાનની આયાતો બોલી શકતા. તેમણે આ બધા ગ્રંથોનો સાર લખ્યો છે, જે મૂળ ગ્રંથ કરતાં પણ વધુ પ્રાસાદિક છે. - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) વિશ્વના આધ્યાત્મિક સાહિત્યનો આટલો બહોળો અભ્યાસ કરવા પાછળનો તેમનો હેતુ બહુશ્રુત વિદ્વાન બનવાનો નહોતો, પરંતુ માનવ માનવ વચ્ચે એકતા સાધવાનો હતો. તેમની એવી શ્રદ્ધા હતી કે વિજ્ઞાન અને અધ્યાત્મ જોડનારા પરિબળો છે તથા રાજકારણ અને ધર્મ માનવસમાજને તોડનારા પરિબળો છે. આ યુગમાં વિજ્ઞાન અને અધ્યાત્મની પ્રતિષ્ઠા થવી જોઈએ. ગાંધીજીથી દૂર રહીને વિનોબા સમન્વયની કહો કે એકત્વની ભૂમિકા શોધતા હતા. વિનોબાએ કહ્યું છે કે તેમના જીવનનું ચાલકબળ દિલોને જોડવાનું રહ્યું છે. દિલોને જોડવા માટે જે બની શકે એ કરી છૂટવું. વિનોબાએ તો ઈતિહાસના પુનઃ લેખનની પણ હિમાયત કરી છે. મહામાનવોના જન્મના ક્રમમાં સામાજિક-રાજકીય ઈતિહાસ લખવામાં આવે તો માનવવિકાસનો એક ગ્રાફ મળે અને માનવ વચ્ચે વિભાજન પેદા કરનારી ઘણી દીવાલો તૂટી શકે છે. અકબરે સત્તા દ્વારા કેટલો ન્યાય-અન્યાય કર્યો એના કરતાં કબીરે અધ્યાત્મ વચનો દ્વારા કેટલો પ્રેમ કર્યો એની વાત કરવામાં આવે તો દુનિયા બદલાઈ શકે એમ છે. અહિંસાની દિશામાં આગળ લઈ જનારા સમન્વયાત્મક જ્ઞાનસંગ્રહ પછી સજજ સાધક થવા માટે વ્રતસંગ્રહ છે. તેમણે પૈસા વિના જીવવાનો કાંચનમુક્તિનો પ્રયોગ કર્યો હતો, કારણ કે બજારમાં શોષણ છે અને શોષણ એક હિંસા છે. તેમણે બે આનામાં જીવનનિર્વાહનો પ્રયોગ કરીને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. અધ્યયનને જયાં સુધી જીવન સાથે જોડવામાં ન આવે ત્યાં સુધી એ પામી શકાતું નથી. માહિતીને જ્ઞાનમાં પરિવર્તિત કરવી હોય તો એને જીવન સાથે જોડવી જોઈએ. (૧૩૪) (૧૩૩) Page #68 -------------------------------------------------------------------------- ________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) ગાંધીજી અને વિનોબા વચ્ચેનો પત્રવ્યવહાર આ દૃષ્ટિએ જોવા જેવો છે. તત્કાલીન રાજકારણથી આગળની વાતો એ પત્રોમાં જોવા મળે છે. ભારતની આઝાદી ગાંધીજી અને વિનોબા માટે ગૌણ પ્રશ્ન હતો. અહિંસક સમાજની રચના બન્ને માટે પરમ ધ્યેય હતું. ગાંધીજીની હયાતીમાં વિનોબાનું મુખ્ય કામ તો અહિંસક સમાજની રચનાના ગાંધીજીના પ્રયોગને આગળ લઈ જવાનું હતું અને વિનોબા એના ચિંતન-પ્રયોગમાં વ્યસ્ત હતા. આ વાત ગાંધીજી પણ જાણતા હતા એટલે ગાંધીજી વિનોબાને બને ત્યાં સુધી મોકળા રાખતા હતા. જયારે ગાંધીજીની હત્યા થઈ ત્યારે અસંગસંગી વેદાંતી વિનોબા ભાંગી પડ્યા હતા. તેમની પીડા ગાંધીજીને ગુમાવવાની નહોતી, પરંતુ અહિંસાની પરમ કસોટીમાંથી ગાંધીજી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓ તેમની સાથે નહોતા એ વાતની હતી. આમ પણ બન્નેનો સહિયારો પ્રયોગ અહિંસક સમાજની રચનાનો હતો અને ગાંધીજીના છેલ્લા વર્ષો એ પ્રયોગની કસોટીના હતા. વિનોબાએ પોતાના જીવનમાં જો કોઈ એક વાતે રંજ અનુભવ્યો હોય તો આ એક બાબત છે. સેવાગ્રામ આશ્રમમાં અંતેવાસીઓ વચ્ચે પ્રાર્થના પછી વિનોબા ભાંગી પડ્યા અને ચોધાર આંસુએ રોવા લાગ્યા. તેઓ ભાંગી પડ્યા એનું કારણ ગાંધીજીના દેહ પરત્વેની આસક્તિ નહોતી. એનું કારણ તેમની અંદર ચાલતું તીવ્ર મનોમંથન હતું. મનોમંથન હિંસા વિશે હતું અને અહિંસક સમાજની રચના વિશે હતું. ગાંધીના હોવા છતાં દેશની પ્રજા હિંસક હોઈ શકે અને વિનોબા પવનાર ગામમાં બેઠા હોવા છતાં પવનારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો હોઈ શકે એ બતાવે છે કે ગાંધીજનો સામે પડકારો કેવડા મોટા છે. ભારતની (૧૩૫) - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) પ્રજાના મસ્તિષ્કમાં બહુ ઊંડે સુધી હિંસા અને વિભાજકતા ભરી છે. માનવમસ્તિષ્કમાંથી હિંસા અને ભેદ દૂર કરીને અહિંસા અને અભેદને સ્થિર કરવાનો છે. આ જ એક માત્ર પડકાર છે અને આ જ એક માત્ર ગાંધીજનો માટે મિશન છે. સેવાગ્રામ આશ્રમમાં વિનોબાએ એ પછી ૧૩ દિવસ પ્રવચનો આપ્યા હતા એમાં લગભગ આ જ વાત તેઓ જુદી જુદી રીતે કહેતા હતા. માનવચિત્તમાં રહેલી વિભાજકતા (ભેદનો ભાવ) અનેક રીતે પ્રગટ કરે છે અને એ બધા જ સ્થૂળ કે સૂક્ષ્મ હિંસાના પ્રકાર છે. વિનોબાએ આને ગાંધીજનો માટેના બુનિયાદી વિચાર અને બુનિયાદી કર્તવ્ય કહ્યા હતા. | વિનોબા કહેતા હતા કે અહિંસા અને અભેદ ગાંધીદર્શનના બુનિયાદી તત્ત્વો છે. વિનોબાના જીવનમાં ત્રણ ધ્રુવ હતા. એકધ્રુવ હતો અહિંસક સમાજની રચના. વિનોબા ગાંધીજીની અહિંસાને હજુ નવી ઊંચાઈ આપવા માગતા હતા, જેને દાદા ધર્માધિકારીએ લલિત ક્રાંતિ તરીકે ઓળખાવી છે. બીજો ધ્રુવ હતો સામાજિક અભેદ. વિનોબા પોતાને દિલોં કો જોડનેવાલા બાબા તરીકે ઓળખાવતા હતા અને ત્રીજો કર્મસન્યાસ વૃત્તિ. કામ કરવું પણ કાર્યકર્તા, સંગઠન અને સફળતા-નિષ્ફળતાના મોહમાં લિપ્ત ન થવું. ગ્રામદાન અને ગ્રામસ્વરાજ એ અહિંસક સમાજરચનાની દિશામાં સર્વોચ્ચ શિખર છે, પરંતુ એનો સમય પાકે એ પહેલા એ શરૂ કરવામાં આવ્યું હતું. ભૂદાનના પરિપાકરૂપે ગ્રામદાન આવ્યું હોત તો ઈતિહાસ જુદો હોત. ગ્રામસ્વરાજ એટલે કે ઈશ્વરે આપ્યું છે એના પરની માલિકીની વિસર્જન કરવું, એને સહિયારું વાપરવું અને પ્રત્યેકનું સહિયારું પોષણ કરવું. જયાં વપરાશ અને પોષણ સહિયારા હોય ત્યાં એકપક્ષીય શોષણ માટે અવકાશ રહેતો નથી. (૧૩૬) Page #69 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા વિનોબા એમ માનતા હતા કે પરિવર્તન એ લાંબી મઝલ કાપ્યા પછીનું અંતિમ લક્ષ્ય છે. ભારતમાં ગાંધીજીના અનુયાયીઓમાં જવાહરલાલ નેહરુ અને વિનોબા ભાવે એમ બે જ એવી વ્યક્તિ છે કે જેમણે આજીવન નિશંકપણે કોમવાદનો અને એમાં પણ બહુમતી હિન્દુ કોમવાદનો વિરોધ કર્યો હોય. અહિંસક સમાજની રચનામાં કોમવાદ અને બહુમતી કોમ પર આધારિત રાષ્ટ્રવાદ મોટા વિઘ્નો છે એમ નેહરુ અને વિનોબા માનતા હતા. નેહરુનો રાષ્ટ્રવાદ વૈશ્વિક હતો, જયારે વિનોબાએ તો મંત્ર જ ‘જયજગતનો આપ્યો હતો. વિનોબા હંમેશાં કહેતા કે ધર્મ અને રાજકારણ સમાજને તોડનારા પરિબળો છે, જ્યારે અધ્યાત્મ અને વિજ્ઞાન જોડનારા પરિબળો છે. વિનોબાના અનેક કથનોમાંથી એક કથન ટાંકું છું : આર.એસ.એસ. દંગાફસાદ કરનારું ઉપદ્રવી સંગઠન નથી, પરંતુ ફેસિસ્ટ ફિલોસોફીમાં માનનારી જમાત છે. તેમનું એક તત્ત્વજ્ઞાન છે અને એ દિશામાં ગણતરીપૂર્વ અને નિશ્ચયપૂર્વક કામ કરે છે. ધર્મગ્રંથોનો અર્થ તારવવાની તેમની પોતાની શૈલી - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) કરી ત્યારે વિનોબાજીએ કહ્યું કે, જૈનો “સંથારા’ નું વ્રત ગ્રહણ કરે છે તેવો જ મારો સંકલ્પ છે માટે હું કાંઈ ન લઈ શકું. ૧૫ મી નવેમ્બરે મહાવીરની જેમ દિવાળીના દિવસે વિનોબાએ દેહ છોડ્યો ત્યાં સુધી તેઓ શુદ્ધિમાં હતા અને નામસ્મરણ ચાલતું હતું. છેલ્લી ક્ષણ સુધી દેહમુક્તિની પ્રક્રિયા તેમણે પોતાના જ હાથમાં રાખી હતી અને તેના નિર્ણયો તેમણે જ લીધા હતા. આવી ચૈતસિક અવસ્થા સિદ્ધ પુરુષને જ લાધી શકે. અહિંસક સમાજની રચના માટેની તાત્ત્વિક સામગ્રી વિનોબાએ વિકસાવી આપી છે, જે ચિરંતન છે. પ્રસન્નગંભીર શૈલીમાં ગાંધીદર્શનનું નવનીત એની તમામ બારીકીઓ સાથે આપ્યું છે. વિનોબાએ ગાંધીને અત્યાર સુધીના માનવતા ભણીના માનવીય પુરુષાર્થના પરિપક્વ ફળ તરીકે અને હવે પછીના માનવીય પુરુષાર્થ માટેના બીજ તરીકે આપણી સમક્ષ સુલભ કરી આપ્યા છે. ગાંધીના ગયા પછી બીજસિંચનનું કામ વિનોબાએ કરી આપ્યું છે. આ એક પ્રક્રિયા છે, જેમાં હજુ ઘણા પડાવ આવતા રહેશે. દરમ્યાન વિનોબા ગ્રામસ્વરાજની કલ્પના આપીને અહિંસક સમાજની રચનાની દિશામાં આગળ જવાની કેડી કંડારી ગયા છે. | વિનોબાના આખરી વર્ષે નિવૃત્તિના નહોતા, આત્મલીનતાના હતા. પાંચમી નવેમ્બર ૧૯૮૨ ના રોજ વિનોબાએ હૃદયરોગનો હળવો હુમલો આવ્યો. મૃત્યુચિંતન તો વિનોબાનું તરુણાવસ્થાથી ચાલતું હતું. છેલ્લા બાર વર્ષ તેમણે સમેટવાની સાધના કરી હતી. વિનોબાને હવે ખાતરી થઈ ગઈ હતી કે સમેટવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એટલે પ્રસન્નતાપૂર્વક દેહ છોડવાનો સમય આવી ગયો છે. ૮ મી નવેમ્બરે વિનોબાએ ઇચ્છામૃત્યુનો સંકલ્પ કર્યો. અન્ન અને જળ બન્ને છોડી દીધા. ઈન્દિરા ગાંધીએ તેમને પ્રવાહી લેવાની વિનંતી (શ્રી રમેશ ઓઝાના લેખને આધારે સારવીને) (૧૩) (૧૩૮) Page #70 -------------------------------------------------------------------------- ________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા'મોક્ષવિચાર : શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીનો • ડૉ. નલિની દેસાઈ | (જૈન ધર્મના અભ્યાસુ ડૉ. નલિનીબહેન દેસાઈ ગુજરાત વિશ્વકોશ અને જૈન વિશ્વકોશ સાથે સંકળાયેલા છે અને સાહિત્ય સત્રોમાં અભ્યાસપૂર્ણ શોધલેખ પ્રસ્તુત કરે છે.) માનવીના આધ્યાત્મિક જીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષ છે. મહાત્મા ગાંધીજીએ એમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ માં કહ્યું, “મારા આધ્યાત્મિક પ્રયોગો, જે હું જ જાણી શકું અને જેમાંથી મારી રાજય-પ્રકરણી ક્ષેત્ર ઉપરની શક્તિ પણ ઉદ્ભવી છે તે પ્રયોગોનું વર્ણન કરી જવું મને ગમે ખરું. જો એ ખરેખર આધ્યાત્મિક હોય તો એમાં તો ફૂલણશીને સ્થાન જ નથી. એમાંથી તો કેવળ નમ્રતાની જ વૃદ્ધિ થાય. જેમ જેમ હું વિચાર કરતો જાઉં છું, મારા ભૂતકાળના જીવન ઉપર દૃષ્ટિ નાખતો જાઉં છું તેમ તેમ મારું અલ્પપણું હું શુદ્ધ રીતે જોઈ શકું છું. મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયા ઝંખના કરી રહ્યો છું તે તો આત્મદર્શન છે, તે ઈશ્વરનો સાક્ષાત્કાર છે, મોક્ષ છે. મારું ચલન-વલન બધું એ જ દૃષ્ટિએ થાય છે.” ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રજીને પ્રશ્ન કર્યો હતો, “મોક્ષ શું છે?” શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું કે, “જે ક્રોધ આદિ અજ્ઞાનભાવમાં, દેહ આદિમાં આત્માને પ્રતિબંધ છે, તેથી સર્વથા નિવૃત્તિ થવી, મુક્તિ થવી તે મોક્ષપદ. જ્ઞાનીઓએ કહ્યું છે, તે સહજ વિચારતાં પ્રમાણભૂત લાગે છે.” અહીં એમણે મુક્તિ થવી એટલે મોક્ષપદ એમ કહ્યું છે, પણ શેનાથી મુક્તિ ? માનવી અજ્ઞાનભાવમાં કામ, ક્રોધ, મોહ જેવા કષાયોને વશ થતો હોય છે. ‘કર્યુ' એટલે સંસાર અને ‘આ’ એટલે વધારે છે. જે વ્યક્તિના (૧૩૯) ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) સંસારમાં વૃદ્ધિ કરે છે એટલે કે એને વિકારોમાં ડૂબાડતો જાય છે તે સંસાર. આવા અજ્ઞાનથી મુક્ત થવું તેમ જ દેહ અને આત્મા વચ્ચેનો ભેદ પારખવો તેની વાત અહીં કરી છે. મોક્ષનો માર્ગ એ સાધનામાર્ગ છે. અત્યંત કઠિન એવા આ માર્ગની પ્રાપ્તિ માટે સંસારભાવનાનો ત્યાગ તથા ભેદજ્ઞાન હોવા જરૂરી છે, પરંતુ સમાજમાં ઘણી વ્યક્તિઓ આ સાધનાના શિખરને પહોંચવા માટેના કપરા માર્ગને જાણતી નથી હોતી અને તેથી એ વ્યક્તિઓ જાણે મોક્ષ એ કોઈ વૃક્ષ પરનું ફળ તોડી લાવવા જેવી વાત હોય એમ માનતા હોય છે. શ્રીમદ્ રાજચંદ્રજીના જીવનમાં પણ આવો એક પ્રસંગ જોવા મળે છે. એક વખત શ્રીમદ્ સાથે કેટલાક ભાઈઓ ધર્મચર્ચા કરતા હતા. તે સમયે એક શેઠ જેવા દેખાતા માણસ આરામખુરશીમાં બેઠા-બેઠા બીડી પીતા હતા અને એ શેઠને કોણ જાણે શું સૂઝયું, તેમણે શ્રીમદ્જીને પૂછ્યું : “રાયચંદભાઈ, મોક્ષ કેમ મળે ?” શ્રીમદ્જીએ સરસ જવાબ આપ્યો, “તમે અત્યારે જે સ્થિતિમાં બેઠા છો, તે જ સ્થિતિમાં હાથ કે પગ કંઈ પણ હલાવ્યા-ચલાવ્યા વગર સ્થિર થઈ જાઓ, તો તમારો અહીંથી મોક્ષ થઈ જશે” શેઠ સાંભળીને ઊભા થઈ ગયા. બીડી ફેંકી દીધી અને શ્રીમદ્જી પાસે ધર્મવાર્તા સાંભળવા બેસી ગયા. ગાંધીજીથી શ્રીમદ્જી માત્ર પોણા બે વર્ષ મોટા હતા. નરસિંહ મહેતાનું ‘વૈષ્ણવજન’ અને શ્રીમદ્ રાજચંદ્રનું ‘અપૂર્વ અવસર' મહાત્મા ગાંધીજીને અત્યંત પ્રિય હતા. મહાત્મા ગાંધીજીએ ખ્રિસ્તી ધર્મ વિશે ખ્રિસ્તી મિત્રોને પૂછ્યું, પણ તેનો સંતોષકારક જવાબ ગાંધીજીને નથી મળ્યો. તેમણે જુદા જુદા ધર્મના આચાર્યો સાથે પત્રવ્યવહાર કર્યો. તેમાંના એક શ્રીમદ્ રાજચંદ્ર પણ હતા. (૧૪૦) Page #71 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા મહાત્મા ગાંધીજી અને શ્રીમદ્જી વચ્ચે લાંબો પત્રવ્યવહાર થયો હતો. જો કે તેમાંથી આજે માત્ર ત્રણ પત્રો જ ઉપલબ્ધ થાય છે. મહાત્મા ગાંધીજીએ શ્રીમદ્ભુને જે પ્રશ્નો પૂછાવ્યા, તે આત્માથી શરૂ થાય છે. ગાંધીજીએ શ્રીમદ્જીને કરેલો પ્રશ્ન જોઈએ : ‘ઈશ્વર વિશે પછી મોક્ષ વિશે અને મુખ્યત્વે મોક્ષ ચોક્કસ રીતે આ દેહમાં જ જાણી શકાય ?’ આ પ્રશ્નનો જવાબ શ્રીમદ્જીએ ધાર્મિક દૃષ્ટિએ સમાધાનકારક રીતે આપ્યો છે. શ્રીમદ્જીનો ઉત્તર ઃ “એક દોરડીના ઘણા બંધથી હાથ બાંધવામાં આવ્યો હોય, તેમાંથી અનુક્રમે જેમ જેમ બંધ છોડવામાં આવે, તેમ તેમ તે બધાના સંબંધની નિવૃત્તિ અનુભવવામાં આવે છે અને તે દોરડી વળ મૂકી છૂટી ગયાના પરિણામમાં વર્તે છે એમ પણ જણાય છે, અનુભવાય છે. તેમજ અજ્ઞાનભાવના અનેક પરિણામરૂપ બંધનો પ્રસંગ આત્માને છે, તે જેમ જેમ છૂટે છે તેમ તેમ મોક્ષનો અનુભવ થાય છે, અને તેનું ઘણું જ અલ્પપણું જ્યારે થાય છે, ત્યારે સહેજે આત્મામાં નિજભાવ પ્રકાશી નીકળીને અજ્ઞાનભાવરૂપ બંધથી છૂટી શકવાનો પ્રસંગ છે, એવો સ્પષ્ટ અનુભવ થાય છે તેમજ કેવળ અજ્ઞાનાદિ ભાવથી નિવૃત્તિ થઈ કેવળ આત્મભાવ આ જ દેહને વિશે સ્થિતિમાન છતાં પણ આત્માને પ્રગટે છે અને સર્વસંબંધથી કેવલ પોતાનું ભિન્નપણું અનુભવમાં આવે છે, અર્થાત્ મોક્ષપદ આ દેહમાં પણ અનુભવમાં આવવા યોગ્ય છે. જ્યારે કોઈ વ્યક્તિ રાજસુખ, વૈભવ માણીને આવી હોય અને પછી તેને પૂછવામાં આવે કે એ રાજસુખ કેવું હતું ? વૈભવ કેવો હતો ? તેનો જવાબ આ બધું ભોગવનાર ન આપી શકે તેવું જ મોક્ષનું પણ છે. મોક્ષના સુખના અસંખ્યાતમા ભાગને પણ યોગ્ય ઉપમેય ન મળવાથી તે કહી શકાતા નથી. જ્યાં મોક્ષ આદર્શ છે, જ્યાં અહિંસા પરમ ધર્મ છે, જ્યાં આત્માનો અભેદ છે ત્યાં ઊંચ અને નીચના ભાવને સારુ અવકાશ જ ક્યાં છે ?' (૧૪૧) જૈનદર્શન અને ગાંધી વિચારધારા આ સંદર્ભમાં લિયો ટૉલ્સટોયની વાત વિચારીએ. ટૉલ્સટોયે કહેલું કે જે પોતાને આદર્શે પહોંચ્યો માને તે ખલાસ થયો સમજવો. ત્યારથી તેની અધોગતિ શરૂ થઈ. જેમ આદર્શની નજીક જઈએ, તેમ તેમ આદર્શ દૂર ભાગતો જાય. જેમ તેની શોધમાં આગળ જઈએ તેમ જણાય છે કે હજી એક ટૂંક ચડવી બાકી છે. કોઈ બધી ટૂંકો ન ચડી શકે ત્યારે નિરાશા આવે, હીણપતનો ભાવ અનુભવાય એટલે જ ઋષિઓએ મોક્ષ એ શૂન્યતા છે એમ કહ્યું . મોક્ષ મેળવનારે શૂન્યતા મેળવવાની છે. બીજી એક વાત જીવમાત્રનો એકરૂપે રહેતો મહાજીવ તે ઈશ્વર. એ એકરૂપને નહીં ઓળખનાર અને પોતાને અળગો માનનાર ચેતનમય જંતુ તે જીવ. સર્વમાં રહેલો છતાં તે મહાજીવ પ્રત્યક્ષ નથી. એ જ એની ખૂબી, એ જ એનું આશ્ચર્ય, એ જ એની માયા. એ માયાને તરીને એ એકરૂપે રહેલા મહાજીવને ઓળખવો એ પુરુષાર્થ. એ કદી પણ આપણે સમજી શકીએ એવી રીતે પ્રત્યક્ષ થનારી વસ્તુ જ નથી. ત્યાં તેને પ્રત્યક્ષ કરવાનું સાધન ક્યાંથી જ હોય ? પણ જેનામાં હું મટીને કેવળ શૂન્ય થવાની શક્તિ છે તે તેની ઝાંખી કરી શકે છે. તે કોઈને બતાવી શકતો નથી. ઝાંખી કરતાં જ તે તેમાં એવો અંજાઈ જાય છે અને એવો મુગ્ધ બની જાય છે કે તે તેમાં જ શમી જાય છે. કોઈને પોતાનો પરમ આનંદ જણાવવાનું તેને નથી ભાન કે નથી કાંઈ કામ. મહાત્મા ગાંધીજી અને શ્રીમદ્ રાજચંદ્રજીના ગાઢ સંબંધને જોઈએ, ત્યારે એ વિચારવું જોઈએ કે શ્રીમદ્ રાજચંદ્રનો દેહવિલય ૧૯૦૧ માં થયો, જ્યારે આ મેળાપ પછી મહાત્મા ગાંધીજીનું વ્યક્તિત્વ આંતરિક મંથનની સાથોસાથ દેશના જાહેરજીવનના અનુભવોમાંથી પસાર થાય છે અને તેથી એમની મોક્ષ વિશેની વિભાવના શ્રીમદ્ રાજચંદ્રથી ભિન્ન લાગે છે. એવું પણ કહી શકાય કે મહાત્મા ગાંધીજીએ મોક્ષને વાસ્તવિક ધરાતલ પર જોયો, જ્યારે (૧૪૨) Page #72 -------------------------------------------------------------------------- ________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) શ્રીમદ્ રાજચંદ્રએ એને આધ્યાત્મિક દૃષ્ટિએ પ્રગટ કર્યો છે અને તેને કારણે જ આપણે સ્વીકારવું પડે કે બંનેની મોક્ષ વિશેની વિભાવનામાં એક વીતરાગ માર્ગના પ્રવાસીની વિભાવના છે તો બીજી પોતાની આસપાસની વાસ્તવિક દુનિયાને જોઈને અને જગતના પ્રવાહોની વચ્ચે રહીને સર્વોદય દૃષ્ટિએ માનવજીવનના અંતિમની ખોજ કરતા મહાત્માની છે. | કડવા ઘૂંટ ૧૯૪૬ માં કોંગ્રેસ પ્રમુખ મૌલાના આઝાદે ગાંધીજીને જણાવ્યા વિના અને ગાંધીજીના અપેક્ષિત દૃષ્ટિકોણની વિરુદ્ધ જઈને, વિઝિટિંગ બ્રિટિશ મિનીસ્ટર સ્ટેફોર્ડ ક્રિપ્સ પર એક પત્ર લખ્યો - ખાનગી પત્ર - કે પોતે અને કોંગ્રેસ ભારતના ભાગલા કરવા સંમત છે. ક્રિપ્સ જ્યારે ગાંધીજીને બોલાવ્યા, ગાંધીજી આ પત્રથી અજાણ હતા તે જોઈ ક્રિપ્સને ખૂબ નવાઈ લાગી. તેમણે ગાંધીજીને એ પત્ર આપ્યો. બીજા દિવસે ગાંધીજીએ આઝાદને આ બાબત પૂછ્યું ત્યારે જૂઠું બોલ્યા. ગાંધીજી પાસે એ પત્ર હતો, છતાં ગાંધીજી મૌન રહ્યા. તેઓ ચાલ્યા ગયા પછી ગાંધીજીના સેક્રેટરીએ એ પત્રની નકલ કરી કે ભવિષ્યમાં કામ આવે. ગાંધીજીએ તેમને ઠપકો. આપ્યો. નકલ ફાડી નાખવા અને મૂળ પત્ર ક્રિસને પાછો આપી દેવા કહ્યું અને મૌલાનાનો વિશ્વાસ જીતી ન શક્યા તેવો આરોપ પોતાની જાત પર મૂક્યો. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી તેઓ છ મહિના પણ ન જીવ્યા. આ ગાળામાં મોટો ભાગ હિંસાને શમાવવામાં ગયો. બાકીના વખતમાં તેઓ ભારતને મજબૂત કરવા અને રાષ્ટ્ર તરીકે તેનું ભવિષ્ય ઘડવા વિશે વિચારતા. તેઓ વડાપ્રધાન નહેરુને સલાહ આપતા, વિરોધીઓથી તેમનું રક્ષણ કરતા અને કહેતા કે જવાહરને રાષ્ટ્રનું ઘડતર કરવા દો. કોંગ્રેસનું રૂપાંતર સેવક સંઘમાં કરવાની તેમની ઇચ્છા હતી, જે રચનાત્મક કાર્યો પર ભાર મૂકી ગ્રામવિકાસ કરે, સરકાર પર ચાંપતી નજર રાખે અને અન્યાય થાય તો સત્યાગ્રહ કરે. તેમની આ ઇચ્છા ફળીભૂત થઈ નહીં. - લોર્ડ ભીખુ પારેખ (‘ગાંધી’ પુસ્તકમાંથી)) પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજીની દૃષ્ટિએ જૈનધર્મ અને ગાંધી વિચારધારા - ડૉ. પ્રીતિ શાહ (ડૉ. પ્રીતિબહેન શાહે ‘સમૂહ માધ્યમોના વિકાસ' વિષય પર સંશોધન કરી Ph.D. પ્રાપ્ત કરેલ છે. જૈન ધર્મના અભ્યાસુ ડૉ. પ્રીતિબહેન ગુજરાત સમાચારના લોકપ્રિય કટાર લેખક છે.). ધર્મો, પંથો, મતો, આગ્રહો, સંપ્રદાયો, દેઢ માન્યતાઓ અને દેઢ ગ્રંથિઓના વિરાટ આકાશમાં અહોભાવની વીજળી ચમકતી હોય, પોતપોતાના ધર્મ કે સંપ્રદાયોના ગુણમહિમા સમાન વાદળોની ગર્જના સંભળાતી હોય અને આકાશ આગ્રહો, અજ્ઞાન અને અંધશ્રદ્ધાના તિમિરથી છવાયેલું હોય ત્યારે આપણને કેવો અનુભવ થાય? કાન પર એટલા બધા કોલાહલ સંભળાય કે માનવી દિશાશૂન્ય બની જાય. આવે સમયે આવશ્યકતા હોય છે કોઈ નિરાગ્રહી મનની વિશાળતા ધરાવતા સત્યનિષ્ઠ પારદર્શી વિચારકની કે જેના વિચારો આ કાળા ડિબાંગ આકાશને વિખેરી નાખે અને કોઈ સ્વચ્છ, નિર્મળ, પારદર્શક આફ્લાદનો અનુભવ કરાવી સત્ય સમીપ દોરી જાય. પારદર્શી વૈચારિક અને દાર્શનિક સમૃદ્ધિ ધરાવતા પં. સુખલાલજીના વિચારો એ માટે મહત્ત્વના છે કે તેઓ જૈનદર્શન શાસ્ત્રોના પ્રકાંડ પંડિત હતા અને ગાંધીયુગમાં મહાત્મા ગાંધીજીની ભાવનાઓને જોનારા, પારખનારા તેમજ તેમના વિચારો વિશે મનન કરનારા ચિંતક હતા. એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ પોતાના નિશ્ચયથી, એકાગ્ર તપથી વિદ્યા-સાધનાની કઈ ચરમસીમાએ પહોંચી શકે તેનું જીવંત દૃષ્ટાંત પં. સુખલાલજીના જીવનમાંથી મળે છે. તેઓ માનવસમાજના વિકાસમાં અવરોધરૂપ બનતા રૂઢિચુસ્ત રીતરિવાજો, અજ્ઞાન અને અંધશ્રદ્ધાના વિરોધી (૧૪૩) (૧૪૪) Page #73 -------------------------------------------------------------------------- ________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા હતા. એને માટે રૂઢિચુસ્ત વર્ગ તરફથી જે કંઈ મુશ્કેલીઓ આવી પડે તે સહી લેતા. આમ, તેઓ સાચા અર્થમાં સુધારક હતા. લગ્ન, મરણ અને બીજા એવા વરા અંગે એમણે જે નિર્ણય બાંધ્યા તેનું જીવનભર પાલન કર્યું. પિતાના મૃત્યુ પ્રસંગે એમણે હિંમતભેર કારજનો વિરોધ કર્યો. શીતળા માતાની નારાજગીથી પોતાને અંધાપો આવ્યો નથી એમ સ્પષ્ટપણે માને છે. ચર્મચક્ષુ ગુમાવનાર પં. સુખલાલજી પ્રજ્ઞાચક્ષુ બન્યા. ભારતીય તત્ત્વજ્ઞાનની પરંપરાના જયોતિર્ધર એવા પં. સુખલાલજી આચાર્ય હેમચંદ્ર, યોગી આનંદઘન કે શ્રીમદ્ રાજચંદ્રની માફક સાંપ્રદાયિકતાથી પર બનીને ધર્મના મર્મને શાસ્ત્ર અને બુદ્ધિ વિવેકની સહાયથી શુદ્ધ સ્વરૂપમાં પામ્યા હતા. માત્ર વેદાંતદર્શનથી જ નહીં, પરંતુ દુનિયાના બીજા અનેક ધર્મોના ચિંતન-મનનથી એમની ચેતના સભર હતી. આવી પ્રતિભા જ્યારે જૈનધર્મ અને ગાંધીવિચારધારા વચ્ચે અભ્યાસ કરે, ત્યારે આપણી ઘણી ભ્રામક માન્યતાઓ દૂર થાય છે અને સત્યના પ્રકાશમાં હકીકતોની સચ્ચાઈ સામે આવે છે. પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજીની દૃષ્ટિએ જૈન ધર્મ અને ગાંધીજીના વિચારોના સંદર્ભમાં મહત્ત્વની બાબત એ છે કે આપણે મહાત્મા ગાંધીજીને સાચી રીતે સમજીએ તો એમની વિચારધારાને કોઈપણ ધર્મના બીબામાં ઢાળી શકાય નહીં. સામાન્ય રીતે જુદા જુદા ધર્મપંથવાળા ગાંધીજીમાં પોતાના ધર્મની ભાવનાની છબી જોવા પ્રયાસ કરતા હતા. આ સંદર્ભમાં પંડિત સુખલાલજી કહે છે કે ગાંધીજીને સનાતન પંથ સાથે મેળ બેઠો નહીં, કારણ કે સનાતન એ અચલ પંથ છે, એ બુદ્ધિપૂર્વક ફેરફાર કરવામાં કે કોઈ પરિવર્તન કરવામાં પહેલ કરનારો પંથ નથી. આમ, ગાંધીજીના ધર્મવિચાર સાથે સનાતન ધર્મના તત્ત્વોનો મેળ બેસતો નહોતો. ગાંધીજીને તો એવો પંથ-માર્ગ જોઈતો હતો કે જેનામાં આત્માની શોધનો અને ઉપયોગી વસ્તુને પચાવવાનું અસાધારણ બળ (૧૪૫) જ જૈનદર્શન અને ગાંધી વિચારધારા હોય. આપણે જાણીએ છીએ કે એમના ખ્રિસ્તી ધર્મના મિત્રોએ એમને ખ્રિસ્તી ધર્મ તરફ વાળવા પ્રયત્ન કર્યો. શેખ અબ્દુલ્લાને કારણે એમણે કુરાન-એશરીફનો પણ અભ્યાસ કર્યો. જરથોસ્તી ધર્મના પુસ્તકો પણ વાંચ્યા. શ્રીમદ્ રાજચંદ્ર પાસેથી – ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ કે ‘યોગવશિષ્ઠ' ગ્રંથનો અભ્યાસ કર્યો, પરંતુ એમની આધ્યાત્મિક ભીડ અંતે શ્રીમદ્ રાજચંદ્રજીને દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરથી પત્ર દ્વારા પૂછાયેલા ૨૭ પ્રશ્નોના ઉત્તરમાં સંતોષાઈ અને આને પરિણામે એમનું મન હિંદુ ધર્મમાં ઠર્યું. ગાંધીજીને માટે ધર્મ એ માત્ર આત્મિક ઉત્થાનની બાબત નહોતો. ધર્મ એ મોક્ષની વાતો કરે, પરંતુ જો એનામાં કરુણા ન હોય તો એવો ધર્મ એમને ખપતો નહોતો. અસ્પૃશ્યતામાં માનનાર કોઈપણ ધર્મને ગાંધીજી સ્વીકારવા તૈયાર થાય નહીં. આ સંદર્ભમાં પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી માર્મિક રીતે કહે છે, “ગાંધીજી વેદોને માનશે પણ વેદાનુસારી યજ્ઞો નહિ કરે. તેઓ ગીતાનો સાથ નહિ છોડે પણ તેમાં વિહિત શસ્ત્ર દ્વારા દુષ્ટ દમનમાં નહિ માને. તેઓ કુરાનને આદર કરશે પણ કોઈને કાફર નહિ માને. તેઓ બાઈબલનો પ્રેમધર્મ સ્વીકારશે પણ ધર્માતરને સાવ અનાવશ્યક સમજશે. તેઓ સાંખ્ય, જૈન અને બૌદ્ધોના ત્યાગને અપનાવશે પણ જગતરૂપ મિથિલા કે માનવરૂપ મિથિલા દુઃખાગ્નિથી દાઝી કે બળી રહી હોય ત્યારે મહાભારત અને બૌદ્ધજાતકના વિદેહજનકની પેઠે અગર તો જૈનોના નમિરાજર્ષિની પેઠે “મારું કશું જ બળતું નથી' એમ કહી એ બળતી મિથિલાને છોડી એકાન્ત અરણ્યવાસમાં નહીં જાય.” આમ, ગાંધીજીનો જેમ ગુરુ વિશેનો વિચાર આગવો હતો, એ જ રીતે ધર્મ વિશેનો વિચાર પણ આગવો છે. સત્યની ધારે અને આત્મચિંતનના સહારે ચાલનારને માટે ધર્મ એક જીવંત, વ્યાપક, ઉદારતા અને માનવતાથી ભર્યો હોવો જોઈએ. એકેય પ્રવર્તમાન ધર્મનો મેળ ગાંધીજીની વિચારધારા સાથે પૂરેપૂરો (૧૪૬) Page #74 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા બંધ બેસે તેવો નથી. એ સમયે ઘણા ધર્મના અગ્રણીઓએ કહ્યું કે ગાંધીજીની આ વિચારધારા સાથે અમારી અમુક ધર્મભાવનાનું સામ્ય હોવાથી તેઓ અમારા ધર્મને અનુસરે છે, પણ વાસ્તવમાં તો ગાંધીજી કોઈ એક ધર્મને અનુસરતા નહોતા. જોકે એક વિધાન કરવાનું મને મન થાય છે કે ગાંધીજીની વિચારધારામાં અન્ય ધર્મોની ભાવના કરતાં જૈનત્વની ભાવનાઓની સુવાસ વધારે હતી. તટસ્થ દૃષ્ટિએ આટલું સ્વીકારવું જોઈએ. પં. સુખલાલજી નોંધે છે તેમ ગાંધીજીના જીવનમાં આ તત્ત્વો દેખાય છે, તેની પાછળ જૈનધર્મના અભ્યાસી શ્રીમદ્ રાજચંદ્ર જેવાનો ગાઢ પરિચય છે. ગાંધીજીના જીવનકાર્યમાં જૈનધર્મની અહિંસા અને અનેકાન્ત દષ્ટિ જોઈ શકાય છે, પરંતુ એ પણ સર્વથા જૈનધર્મની વિચારણાના ઢાંચામાં ઢાળી શકાય તેવી નથી, કારણ કે ગાંધીજીએ અહિંસા અપનાવી ખરી; પણ એનું આચરણ પોતાની રીતે કર્યું. આથી એમ કહી શકાય કે જૈનધર્મની અહિંસા ગાંધીજીમાં એક નવું અને સ્પષ્ટ રૂપ પામે છે. એવી જ રીતે પોતાના વિચારો કે સિદ્ધાંતોમાં દઢ અને મક્કમ એવા ગાંધીજી પોતાના કટ્ટરમાં કટ્ટર વિરોધીના વિચારોને સમજવાનો ઉદાર પ્રયત્ન કરે છે અને સામી વ્યકિતની દૃષ્ટિમાંથી કશુંક લેવા જેવું જણાય તો લેવાની ઉદારતા દાખવે છે. આને પં. સુખલાલજી ‘અનેકાન્તવાદનું જીવતું દિવ્યસ્વરૂપ' ગણાવે છે. જોકે પંડિતજી નોંધે છે કે ગાંધીજીની અહિંસા અને અનેકાન્તની વિચારધારા પણ જૈન પંથના બીબાબદ્ધ તત્ત્વો કરતાં જુદી પડે છે. આ વાતને હું જુદી રીતે સમજાવું તો જૈન ધર્મની અહિંસા એક પ્રકારની છે. એ અહિંસા જીવમાત્રની રક્ષા કરવાનું કહે છે. જ્યારે ગાંધીજીએ પીડાતા વાછરડાને મારી નાખવાની વાત કરી હતી. જોકે એ જ ગાંધીજી દીવામાં પતંગિયા ન મરે એનું ધ્યાન રાખતા હતા કે ફૂલની પાંદડીઓ તોડતા એમનું દિલ દુભાતું હતું. આથી જ આ બાબતને પં. સુખલાલજી બહુ માર્મિક રીતે કહે છે, (૧૪) જૈનદર્શન અને ગાંધી વિચારધારા “ગાંધીજીની અહિંસા એ તેમની વિચાર અને જીવનસરણીમાંથી સિદ્ધ થયેલી અને નવું રૂપ પામેલી અહિંસા છે. ગાંધીજીને કેવળ શબ્દોમાં જ અહિંસાની ચર્ચા કરવી પડી હોત અને નાના મોટા અનેક ક્ષેત્રમાં વ્યવહારુ જીવનને લગતા કઠણ કોયડાનો ઉકેલ કરવાનો પ્રસંગ તેમને આવતો ન હોત તો તેમની અહિંસા જુદા જ પ્રકારની હોત અને તેમના અનેકાંતવાદમાં જૈનશાસ્ત્રના ‘અસ્તિનાસ્તિ’, ‘ધ્રુવ-અવ’ વગેરે વિરોધી શબ્દોના ચમકારા સિવાય બીજું આકર્ષક તત્ત્વ ભાગ્યે જ આવ્યું હોત. અહિંસા અને અનેકાંતવાદનો આશ્રય લઈ તેમને બધાં જ વ્યવહારુ કામો કરવાના હોય છે અને બધા જ કોયડાઓ ઉકેલવાના હોય છે, એટલે તેઓ પોતાને જણાતો માર્ગ નિર્ભયપણે અને નમ્રપણે અમલમાં મૂકે છે. આ તેમની વિશિષ્ટ પ્રકૃતિ છે.’ ગાંધીજીની આ વિશિષ્ટ પ્રકૃતિનો જૈન સમાજને સારો એવો સ્પર્શ થયો છે એમ મારે કહેવું જોઈએ. ઘણા જૈન સાધુઓએ ગાંધીજીના વિચારોના ચીલે ચાલવાનું પસંદ કર્યું. એમનો વિરોધ થાય તે સ્વાભાવિક હતું, પરંતુ એ કાર્યોને ધર્મવિરોધી ગણીને એને જાકારો આપવામાં આવ્યો નથી. મુનિ સંતબાલજી જેવા સંતોએ આ ગાંધીવિચારને ક્રિયાન્વિત કરી બતાવ્યો. વાછરડાને મારી નાખવાનું કહ્યું હતું એવી એકાદ-બે બાબતને બાદ કરતાં જૈન સમાજ સતત એમની સાથે રહ્યો છે. ગાંધીજીના આંદોલનોમાં પણ જૈન સમાજે આગળ પડતો ભાગ ભજવ્યો છે એટલે કે એણે ગાંધીજીના નવા વિચારોને સારી પેઠે અપનાવ્યા છે એ એક ઉજળું પાસું ઈતિહાસે યાદ રાખવા જેવું છે. પં. સુખલાલજીએ આ સંદર્ભમાં ઘણી તટસ્થ અને તુલનાત્મક દૃષ્ટિએ વિચારણા કરી છે. એનું તારણ આપતાં એમણે લખેલા માર્મિક શબ્દોનું સ્મરણ કરી લઉં, “હું તો ફક્ત એટલું જ જોઉં છું કે ગાંધીજીના જીવનમાં અહિંસા અને અનેકાંતના બે તત્ત્વો કઈ કઈ રીતે કામ કરી રહ્યા છે અને જ્યારે એ જોઉં છું તેમજ વિચારું (૧૪૮) Page #75 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા છું ત્યારે મને ચોખ્ખું લાગે છે કે એ તત્ત્વોની બાબતમાં ગાંધીજીના જીવન ઉપર જૈનત્વની મોટી અને સ્પષ્ટ અસર છે. પછી ભલે તે ગમે તે રૂપમાં હોય. ખરી રીતે મહાન પુરુષ કોઈ ખાસ ધર્મનો કે પંથનો હોતો જ નથી. તે પ્રચલિત બધા પંથોની બહાર જ હોય છે, અને કાં તો તે બધા જ પંથોનો હોય છે. જો મહાન પુરુષ વિશેનું આ ત્રૈકાલિક સત્ય માનવામાં વાંધો ન હોય તો ગાંધીજી વિશે પણ છેવટે એટલું જ કહેવું બસ છે કે તેઓ જૈન નથી જ અને છતાં છે જ. આ ‘અસ્તિ-નાસ્તિ’ વાદમાં જ જૈનપણું આવી જાય છે.” પં. સુખલાલજીએ અહિંસા અને અનેકાન્તવાદ ઉપરાંત ગાંધીજીના અસ્પૃશ્યતાનિવારણના કાર્યને જૈન વિચારધારાની દષ્ટિએ જોવાનો પ્રયત્ન કર્યો છે. એમણે સવાલ કર્યો કે જૈન ધર્મ પોતાને વિશ્વધર્મ તરીકે ઓળખાવે છે, તો પછી તેઓ શા માટે અસ્પૃશ્યતાનો અવરોધ દૂર કરતા નથી ? એમણે એ પણ સવાલ કર્યો કે જે હિરજનો વગર તંદુરસ્ત જીવન શક્ય નથી એમને અસ્પૃશ્ય માનવા એ તો સૌથી મોટી બેવકૂફી ગણાય. ખરેખર તો આ હરિજનભાઈઓને એમણે રસોઈયા તરીકે અથવા તો બીજા કોઈ પણ કામને માટે રાખવા જોઈએ. ગાંધીજીની જૈન યુવકો પાસે ઘણી મોટી અપેક્ષાઓ હતી. તેઓ યુવકોને કહેતા કે જરા જુઓ તો ખરા ! જેઓ સમાજનું શોષણ કરે છે તેઓ માટે મંદિરના દ્વાર સદા ખુલ્લા છે. આ તે કેવું કહેવાય ? પંડિત સુખલાલજી એક રસપ્રદ કિસ્સો નોંધે છે. એકવાર ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ' એ ભજન ગવાતું હતું ત્યારે કોઈએ પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજીને કહેલું કે અહીં ‘જૈનજન’ કહીએ તો ? અને એ ભજનમાં વૈષ્ણવજનને જૈનજન તો જરૂર કહી શકાય, પણ ખરેખર આજે એવું છે ખરું ? આજે તો સ્થિતિ સાવ અવળી થઈ ગઈ છે અને ગુણનો વિચાર જ જાણે ભૂલાઈ ગયો છે. (૧૪૯) જૈનદર્શન અને ગાંધી વિચારધારા પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજીએ ગાંધીજીમાં કરુણા અને પ્રજ્ઞાનો પ્રકાશ જોયો હતો. એમના કહેવા મુજબ કરુણા અને પ્રજ્ઞા એ આધ્યાત્મિક તત્ત્વો છે, શાશ્વત છે. એનો વિકાસ અને એની દશ્યમાન પ્રવૃત્તિ મર્યાદિત શરીર દ્વારા જ થાય છે, પણ તે તેટલા મર્યાદિત શરીરમાં સમાઈ જતી નથી. એના આંદોલનો અન એ એની પ્રતિક્રિયાઓ સર્વત્ર સ્પર્શે છે. જૈનધર્મમાં પણ કરુણાનો મહિમા છે. ભગવાન મહાવીરના જીવનમાં પદે પદે કરુણાની ઘટનાઓ જોવા મળે છે અને શ્રીમદ્ રાજચંદ્રના જીવનમાં પણ આવી કરુણા જોવા મળે છે. ભગવાન મહાવીર રાઢ નામના અનાર્ય દેશમાં ગયા, ત્યારે એમના શિષ્ય ગોશાલકે કહેલું કે આ જંગલી કૂતરાઓ તમારા પગની પિંડીનું માંસ ખાવા ધસે છે તેને માટે હાથમાં લાકડી તો રાખો. ત્યારે ભગવાન મહાવીરે કહ્યું કે, એમને ‘હઈડ’ પણ ન કહેવાય. અહીં નિઃશસ્ત્ર પ્રતિકારની વાત છે, જે ગાંધીજીના જીવનકાર્યમાં પણ જોઈ શકાય છે. પાશવી હિંસક વાતાવરણ વચ્ચે ગાંધીજી નોઆખલીમાં શાંતિ સ્થાપવા નીકળ્યા હતા. પ્રેમ અને કરુણા સિવાય બીજું ક્યાં કોઈ શસ્ત્ર હતું ? લૉર્ડ માઉન્ટબેટને એમ કહેલું કે લશ્કરની બે બટાલિયનોથી પણ જે શાંતિ સ્થાપી શકાય તેમ નહોતી તે કામ ગાંધીજીની નોઆખલી યાત્રાએ કર્યું. પ્રખરમાં પ્રખર કે પ્રબળમાં પ્રબળ વિરોધીનો નિઃશસ્ત્ર રીતે આત્મબળથી સામનો કરવો તેનું સુંદર સામ્ય અહીં જોઈ શકાય છે. ગાંધીજીનો ધર્મવિચાર એ એમના જીવનમાં ઊગેલા, વિકસેલા અને વ્યાપેલા ધર્મનો વિચાર છે. એમાં કોઈ ધર્મ કે સંપ્રદાયની સુવાસ મળે ખરી, પરંતુ માત્ર એમાં જ એમનો ધર્મવિચાર સમાઈ જતો નથી. બલ્કે ગાંધીજીના ધર્મમાં બધા સંપ્રદાયો સમાઈ જાય છે. પં. સુખલાલજીએ ‘ગાંધીજીનો જીવનધર્મ’ માં આ વાતને મધુકર દષ્ટાંતથી સમજાવી છે. તેઓ કહે છે, “ગાંધીજીનો ધર્મ કોઈ એક સંપ્રદાયમાં સમાતો નથી, પણ એમના ધર્મમાં બધા સંપ્રદાયો સમાઈ (૧૫૦) Page #76 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા જાય છે.” આ વાતને બહુ સુંદર દૃષ્ટાંતથી તેઓ સમજાવે છે. આંબલી અને આંબા, બાવળ અને લીંબડો, ગુલાબ અને ચંપો જેવા એકબીજાથી વિરુદ્ધ રસ અને ગંધવાળા પુષ્પો અને વૃક્ષોમાંથી ભ્રમર જુદો જુદો રસ ખેંચીને મધપૂડો તૈયાર કરે છે. મધુપટલની સ્થૂળ રચના અને તેમાં સંચિત થતાં મધુરસમાં દરેક રસ સામેલ હોય છે, પણ તે મધ નથી હોતું આંબલીની પેઠે ખાટું કે આંબાની પેઠે ખાટું તૂરું, તે નથી હોતું લીંબડા જેવું કડવું કે નથી હોતું બાવળના રસ જેવું. તે નથી હોતું ગુલાબના રંગ કે સ્વાદવાળું અથવા તો ચંપાના રંગ કે સ્વાદવાળું. મધુકરની ક્રિયાશીલતા અને પાચનશક્તિ દ્વારા મધ બને છે. આ બધામાંથી યંત્ર દ્વારા કે અન્ય પદ્ધતિથી રસ ખેંચે તો તેમાં મધની મીઠાશ કે ગુણો નહીં આવે. એ રીતે ગાંધીજીના જીવનવહેણમાં જુદા જુદા ધર્મસ્રોતો ભલે આવીને મળ્યા હોય, પણ તે બધા સ્રોતો પોતાનું નામરૂપ છોડી તેમના જીવનપટલમાં મધુરતમ રૂપે એક નવીન અને અપૂર્વ ધર્મસ્વરૂપમાં ફેરવાઈ ગયા છે. કારણ કે ગાંધીજીએ તે તે ધર્મના તત્ત્વો પોતાના જીવનમાં ઉધાર લીધેલા નથી કે આગંતુક રીતે ગોઠવ્યા નથી, પણ એમણે એ તત્ત્વોને પોતાના વિવેક અને ક્રિયાશીલતાથી જીવનમાં પચાવી તેમાંથી પરસ્પર કલ્યાણકારી એક નવું જ ધાર્મિક દૃષ્ટિબિંદુ નિપજાવ્યું છે. મૂળભૂત વાત એ છે કે ગાંધીજી પર અહિંસા, કરુણા, અનેકાન્ત, શાકાહાર, વૈરાગ્ય અને સંયમ જેવી બાબતોમાં જૈન પરંપરાના આચારવિચારની પીઠિકા જોવા મળે છે. એ પીઠિકા પર ગાંધીવિચારની આખી ઈમારત ઊભેલી છે. આથી વિશ્વભરમાં ગાંધીવિચારના જે આંદોલનો જોવા મળે છે એના કેટલાક અંશોના મૂળ જૈન વિચારસરણીમાં પડેલા છે એટલું તો નિઃશંકપણે કહી શકાય. (૧૫૧) જૈનદર્શન અને ગાંધી વિચારધારા જૈનધર્મમાં પંચમહાવ્રત અને ગાંધી વિચારધારામાં એકાદશ વ્રત મહિમા - ડૉ. દીક્ષા એચ. સાવલા (જૈન ધર્મના અભ્યાસુ દીક્ષાબહેન ગુજરાત આર્ટ્સ કૉલેજ, અમદાવાદના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ છે અને તેમના ચાર પુસ્તકો પ્રગટ થયા છે.) મોક્ષપ્રાપ્તિની દૃષ્ટિએ રાગદ્વેષાદિમાંથી મુક્ત થવાને માટે વ્રતોની આવશ્યકતા સહેજે પ્રતીત થાય છે. વ્રતબદ્ધ જીવનથી અનેક પ્રકારની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિઓ મનુષ્યમાં આપોઆપ પાંગરે છે અને એવી રીતે પાંગરેલી શક્તિઓનો વિવેકપૂર્વકનો ઉપયોગ વ્યક્તિ અને સમાજ બંનેને ઉદ્ધારક નીવડે છે. તેથી બંને દૃષ્ટિએ ગાંધીજી વ્રતપાલનને મહત્ત્વ આપતા. તેથી સામાજિક જીવનમાં પણ પોતાના સાથીઓમાં આત્મશુદ્ધિ, શિસ્ત અને ઉચ્ચ સેવાવૃત્તિનું નિર્માણ કરવા એમણે પોતાની સંસ્થાઓમાં વ્રતો દાખલ કર્યા. આ એકાદશ વ્રત એ ગાંધીજીના ધર્મદર્શન અંગરૂપ છે. આચાર્ય વિનોબાજીએ એમને આ રીતે સૂત્રબદ્ધ કર્યા : अहिंसा सत्य अस्तेय ब्रह्मचर्य असंग्रह । शरीरश्रम अस्वाद सर्वत्र भयवर्जन ॥ सर्व धर्मे समानत्व स्वदेशी स्पर्शभावना । हीं एकादश सेवावी नम्रत्वे व्रत निश्चये ॥ આ વ્રતો પૈકીના પહેલા પાંચ ભારતીય સંસ્કૃતિના મૂળમાં છે. પ્રત્યેક મોક્ષાર્થીને માટે આ વ્રતોનું પાલન અનિવાર્ય ગણાય છે. પતંજલિના યોગસૂત્રમાં તેમને ‘યમ’ તરીકે ઓળખાવ્યા. યોગસૂત્ર પૂર્વે બુદ્ધ અને મહાવીરે પણ પોતાના (૧૫૨) Page #77 -------------------------------------------------------------------------- ________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા અનુયાયીઓને આ પાંચ મહાવ્રતોનો ઉપદેશ કર્યો હતો. જૈન ધર્મમાં તે મહાવ્રત' તરીકે અને બૌદ્ધ ધર્મમાં ‘શિક્ષાવ્રત' તરીકે જાણીતા છે. ગાંધીજીએ પણ આશ્રમની નિયમાવલિમાં આ પાંચ વ્રતોને ખાસ સ્થાન આપ્યું હતું. આમ, ગાંધીજીના જીવનમાં જૈન ધર્મની બે બાબતોએ બહુ ઊંડી અસર કરી હોય એમ જણાય છે - તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં અનેકાંતવાદ અને આચરણના ક્ષેત્રમાં અહિંસા. ગાંધીજીની અહિંસા એ એમના વિચાર અને જીવનસરણીમાંથી સિદ્ધ થયેલી, અને નવું રૂપ પામેલી છે. ગાંધીજીના એકાદશી વ્રતને આ રીતે પંક્તિમાં મૂકી શકાય : સત્ય અહિંસા ચોરી ન કરવી વણજોઈતું નવ સંઘરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત કોઈ અડે નવ અભડાવું, અભય સ્વદેશી સ્વાદત્યાગને સર્વ ધર્મ સરખા ગણવા, એ અગિયાર મહાવ્રત સમજી દેઢ પણે નિત આચરવા. ગાંધીજી માનતા કે ૧૧ વ્રતોનું પાલન કરું છું. એથી હું ઈશ્વરની વધારે નજીક આવ્યો છું. આપણે જૈન પંચ મહાવ્રત અને ગાંધીજીના ૧૧ વ્રતોને સામંજસ્યની દૃષ્ટિથી વિચારીશું : (૧) સત્ય : મહાત્મા ગાંધીજીએ સત્યને સૌપ્રથમ સ્થાન આપ્યું. સત્ય શબ્દ ‘સતું' માંથી ઉદ્ભવે છે. એમને મન ઈશ્વર એટલે સત્ય અને સત્ય એટલે જ પરમેશ્વર. જ જૈનદર્શન અને ગાંધી વિચારધારા એ અર્થમાં સત્ય એ ગાંધીજીના જીવન અને દર્શનનો ધ્રુવતાર હતા. ગાંધીજી સત્યના બે પ્રકાર જણાવે છે : (૧) સાધન યા વ્રતરૂપ મર્યાદિત સત્ય. (૨) સાધ્યરૂપ શુદ્ધ -નિરપેક્ષ સત્ય કે જે પૂર્ણ અને દેશકાળથી પર છે. આ શુદ્ધ અને પૂર્ણ સત્યને જ ગાંધીજી ઈશ્વર કહેતા. તેથી જ ગાંધીજી સાધ્યરૂપ નિરપેક્ષ સત્યને બદલે રોજિંદા જીવનમાં અનુભવાતા સત્ય (Truth of life) પર વિશેષ ભાર મૂકતા. જયાં સત્ય છે, ત્યાં જ શુદ્ધ જ્ઞાન કે જે વિચાર-વાણીને આચારમાં સત્ય એ જ સત્ય. સત્ય એ પારસમણિ રૂપ, કામધેનુ રૂપ છે, જે અભ્યાસ અને વૈરાગ્યથી મળે છે. સત્યની તાલાવેલી એ અભ્યાસ, તેના સિવાયની વસ્તુ પરત્વે ઉદાસીનતા તે વૈરાગ્ય. આ સત્યરૂપ પરમેશ્વર એ રત્નચિંતામણિ નીવડેલ છે. એમના મતે સત્યપાલનમાં ક્યારેય અપવાદ ન હોય. ગાંધીજીની સત્ય સાધનામાં તેઓ કોઈપણ વિચારને બુદ્ધિથી કસોટીએ ચડાવ્યા વિના સ્વીકારતા ન હતા. બુદ્ધિ કે તર્ક દ્વારા સત્યનું દર્શન કે સમર્થન થઈ શકતું ન હોય ત્યાં તે અંતરાત્માના અવાજને પ્રમાણભૂત ગણતા. સત્યનો અનુભવ સૌને અલગ થાય છે. જુદા જુદા માણસોના મનની ભૂમિકાઓમાં એક જ સત્ય અલગ-અલગ રૂપે દેખાય છે. કેટલીકવાર સાધકો સત્યનું દર્શન કર્યા બાદ જયારે તેના પ્રચારમાં લાગે છે, ત્યારે તેમના અનુયાયીઓના પંથો અને સંપ્રદાયોમાં બંધાય છે અને એ સંપ્રદાયો કે પંથો વિરોધીઓ સાથે સ્પર્ધામાં ઊતરે છે અને અથડામણમાં પણ આવે છે. એ અથડામણોમાંથી સામાન્ય હિંસા અથવા મોટી મોટી લડાઈઓ પણ સર્જાય છે. એટલે સુધી કે મૂળ દર્શનની ભાવના બાજુએ રહી જાય છે અને હિંસક કે શાબ્દિક ખેંચાખેંચી જ અવશેષ રૂપે રહે છે. જેથી વચ્ચે થયેલી અથડામણો (૧૫૩) (૧૫૪) Page #78 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા એની પ્રતીતિ કરાવે છે. આવી અથડામણો ન થાય એવો આગ્રહ રાખવો હોય તો સાધકે પોતાના સત્યદર્શન વિશે નમ્રતા રાખી અન્ય કોઈના જુદા દર્શન વિશે ઉદાર દષ્ટિબિંદુ કેળવવું જોઈએ. આ દૃષ્ટિએ સત્યપાલનનો વિચાર કરતાં ગાંધીજીને અહિંસા જડી, જે એમના ‘સત્યના પ્રયોગો’ માં ઘણી પ્રતીતિ થાય છે. જૈનધર્મમાં સમળસુત્તું – પ્રસ્તાવનામાં લખ્યું છે, સૌની વાતમાં સત્યનો અંશ છે ને એ અંશ સમજીએ તો વિવાદ ટળી જાય છે. સત્યમ્ વ૬ ધર્મ પર.. | એનો નાદ તો ઉપનિષદમાં પણ ગુંજે છે. જૈનધર્મમાં સત્ય એ તો આધારસ્તંભ છે. સત્યપાલનના કેટકેટલાય ઉદાહરણો જોવા મળે છે. સત્યને વળગી રહેવું, જેથી એ ધર્મના મૂળને પામી શકાય. ‘અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા.' (૨) અહિંસા ઃ- સત્ય અહિંસાની દોરી પાતળી છે. પ્રતિ ક્ષણ સાધના કરવાથી જ તેના દર્શન થાય. મિથ્યાભાષણ – દ્વેષ – કોઈનું બૂરું ઇચ્છવું – એ હિંસા છે. અહિંસા વિના સત્યની શોધ અસંભવિત છે. સત્ય એ ગાંધીજીના જીવનનું સાધ્ય છે, તો અહિંસા એને પ્રાપ્ત કરવાનું સાધન છે. જ્યારે એક સભામાં ગાંધીજીને પૂછવામાં આવ્યું, “તમારો મુખ્ય ધર્મ કયો ? સત્ય કે અહિંસા ?’’ ત્યારે ગાંધીજીએ કહ્યું, “સત્યની શોધ એ મારા જીવનનું ધ્યેય છે – સત્યની શોધ કરતા કરતા અહિંસા મને મળી છે અને હું એવા નિર્ણય પર આવ્યો છું કે બે માં અભેદ છે. સત્ય-અહિંસા જુગલ જોડી છે.” અહિંસા એટલે “વિશ્વપ્રેમ, જીવમાત્રને વિશે કરુણા ને તેમાંથી ઉત્પન્ન થતી પોતાનો દેહ હોમવાની શક્તિ.” (૧૫૫) જૈનદર્શન અને ગાંધી વિચારધારા ગાંધીજીની અહિંસા ઉપનિષદના અદ્વૈતભાવ, બુદ્ધ-મહાવીરની જીવમાત્ર પ્રત્યેની દયા કે કરુણાભાવ, ઈશુના પ્રેમ અને શ્રીકૃષ્ણના કર્મયોગના અજબ અને વિરલ સમન્વયરૂપ હતી. ઈશુખ્રિસ્તના કરોડો અનુયાયીઓની માફક એકાંગી સેવામર્યાદા પણ તેમણે સ્વીકારી ન હતી. એક એવો વિરલ યજ્ઞ આદર્યો કે જેમાં અદ્વિતીય અહિંસા એમણે આચરી અને હિંસાથી ત્રસ્ત માનવજાતને એમાંથી ભાવિ વિકાસ માટે એક મોટી દિશા અને આશા સાંપડી. આમ, અહિંસા એટલે વ્યાપકમાં વ્યાપક જીવમાત્રને આવરી લેતો શુદ્ધ પ્રેમ. અહિંસાની સાધના કરનારાઓને એવો અનુભવ થયો છે કે સ્રીપુરુષના સામાન્ય આકર્ષણો અને કૌટુંબિક જીવનની સંકુચિત આસક્તિઓ-માંથી મનુષ્ય મુક્ત ન થાય ત્યાં સુધી આવો પ્રેમ અનુભવી ન શકાય. તેથી સહજ રીતે જ બ્રહ્મચર્યની આવશ્યકતા પ્રતીત થાય છે. ‘સમણસુત્ત’ માં કહ્યું છેઃ “મેરુ પર્વતથી ઊંચું કંઈ નથી, આકાશથી વિશાળ કંઈ નથી. તેવી જ રીતે જગતમાં અહિંસાથી ઊંચો કોઈ ધર્મ નથી.' ગાંધીજી શાકાહાર પરના એક નિબંધમાં લખે છે, “શાકાહારી નીતિશાસ્ત્રીઓ પણ દલીલ કરે છે કે, માંસાહાર માત્ર અનાવશ્યક નથી, પરંતુ તંત્રને નુક્સાનકારક છે. તેનો ભોગવિલાસ અનૈતિક અને પાપમય છે. પગમાં સહેજ કાંટો વાગતા વ્યક્તિ બેચેન અને દુઃખી બને છે તો દુઃખી, કમભાગી અને અબોલ પ્રાણીને છરીનો ઘા કે ગોળી વાગતા કેવી અવર્ણનીય વેદના થતી હશે !' તત્ત્વાર્થસૂત્રમાં ઉમાસ્વાતિ અહિંસાનું સ્વરૂપ આ પ્રમાણે દર્શાવે છે ઃ प्रमतयोगात् प्राणव्यपरोपणं हिंसा ।। (તત્ત્વાર્થસૂત્ર. ૮) ૧. સ્વરૂપ હિંસા ૨. હેતુ હિંસા ૩. અનુબંધ હિંસા ૪. હિંસાનો અભાવ. (૧૫૬) Page #79 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા આ હિંસાના પ્રત્યેક live and let live ના કથનને જૈન આચાર-વિચારથી સાકાર બનાવે છે, खामेमि सबजीवे, सब जीवा खमंतु मे।। मित्ती मे सब भूएस, वे मज्जा न केणई। અર્થાત્ “હું સર્વ જીવોની ક્ષમા યાચું છું, સર્વ જીવો મને પણ ક્ષમા આપો. સર્વ પ્રત્યે (જીવો) મારે મૈત્રી છે. કોઈની પ્રત્યે વેર નથી.” શ્રી ગમણાગમણે સૂત્રમાં આ જીવ-અહિંસાથી જીવરાશિમાં પણ ધ્વનિતું થાય છે. શ્રી દશવૈકાલિક કે દુમ પુષ્પિક પ્રથમાધ્યયન - સજઝાયમાં એ જોવા મળે છે. ધર્મરૂચિ મુનિનું દૃષ્ટાંત આપણી પાસે છે જ. આલોચના સૂત્રમાં પણ અનુમોદના જોવા મળે છે. ૨૦૦૧ - અહિંસા વર્ષ તરીકે ઉજવાયું. ૨000 નું વર્ષ આંતરરાષ્ટ્રીય અહિંસા વર્ષ, ગાંધીનગર પાસે અહિંસા યુનિવર્સિટીનું પણ સ્થાપન, કચ્છ જિલ્લામાં અહિંસાધામ પણ નિર્મિત છે. (૩) બ્રહ્મચર્ય :- ગાંધીજીના શબ્દોમાં અહિંસાનું પાલન-બ્રહ્મચર્ય વિના અશક્ય છે. દામ્પત્યજીવનમાં એકબીજાનું વિચારીએ. માટે એમણે વિવાહિત સ્ત્રીપુરુષને એકબીજાને ભાઈબહેન ગણતા થઈ જાય એટલે બધી જંજાળમાંથી તે મુક્ત થયા કહેવાય. જયાં સ્વાર્થી એકાંગી પ્રેમ છે ત્યાં કંકાસ વધારે છે. વીર્યનો ઉપયોગ શારીરિક - માનસિક શક્તિ વધારવા માટે છે. વિષયભોગને માટે દુરુપયોગ છે. - અહિંસાનું પૂર્ણ પાલન બ્રહ્મચર્યના પાલન વગર અશક્ય છે. - વિવાહિત જીવનમાં પણ બ્રહ્મચર્ય પાલન શક્ય છે. - બ્રહ્મચર્યનું પાલન સ્વાદેન્દ્રિયના સંયમ વિના શક્ય નથી. ‘વિવાહિત’ અવિવાહિત જેવા થઈ જવું એ જ બંધનમાંથી મુક્તિ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) આપનાર થઈ પડે છે. બ્રહ્મચર્યના પાલનમાં ઈન્દ્રિયો એટલે કે પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો અને મનનો સંયમ અનિવાર્ય છે. આ બધી ઈન્દ્રિયોના સંયમ પૈકી સ્વાદનો સંયમ સૌથી અઘરો છે. જો સ્વાદ જિતાય તો બ્રહ્મચર્ય અતિશય સહેલું છે. તેથી અસ્વાદને વ્રતમાળામાં એક વ્રત તરીકે એમણે સ્થાન આપ્યું. જૈન પરંપરામાં બ્રહ્મચર્ય- સંયમ વ્રતનો મહિમા તો અનન્ય છે. મનવચન-કાયાથી સંયમિત રહેવાની વાત જૈન પરંપરામાં સૂક્ષ્મતાથી કરવામાં આવી છે. તત્ત્વાર્થસૂત્રમાં એનો અનન્ય મહિમા ગવાયો છે. શ્રી ભરહંસર બાહુબલિ સર્જાયમાં શીયળ આદિ વ્રતને દૃઢતાથી પાળનાર ઉત્તમ સત્ત્વશાળી મહાપુરુષો અને મહાસતીઓનું નામોચ્ચારપૂર્વક સ્મરણ કરેલું છે. (૪) અસ્તેય - સત્ય એ સાધ્ય છે. અહિંસા એ સાધન છે. શારીરિક ચોરીની સાથે માનસિક ચોરી તે સૂક્ષ્મ છે. મનથી આપણે કોઈની વસ્તુ મેળવવાની ઇચ્છા કરવી કે તેની ઉપર બૂરી નજર કરવી તે પણ ચોરી છે. ક્યાંક વિચારની ચોરી પણ થતી હોય છે. દા.ત. આંધ્રમાં ગાંધીજીએ રેંટિયો જોયો અને આશ્રમમાં એ બનાવ્યો અને પછી એમણે કહ્યું કે, આ મારી શોધ છે. તો વસ્તુ ખોટી છે. એ પણ ચોરી છે. એવી સ્પષ્ટતા બતાવી છે. આમ અસ્તેયવ્રત પાલન કરનારને બહુ નમ્ર, બહુ વિચારશીલ અને બહુ સાવધાન, બહુ સાદા રહેવું પડે છે. મંગળ પ્રભાતમાં ગાંધીજીએ અસ્તેયના આ પ્રકાર દર્શાવ્યા છે : (૧) કોઈની વસ્તુ વગર પૂજ્યે લેવી. (૨) બિનજરૂરી વસ્તુ કોઈની પાસેથી લેવી. રસ્તામાં પડેલી ચીજ ઉપાડી લેવી. (૪) પોતાની જરૂરિયાતો વધારતા જવું. (૫) ઉપવાસ દરમ્યાન ખાવાનું ચિંતન કરવું. (૧૫) (૧૫૮) Page #80 -------------------------------------------------------------------------- ________________ જ જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) - જૈનદર્શન અને ગાંધી વિચારધારા - (૬) કોઈએ શોધેલા વિચારને પોતાના નામે ચલાવવો. આવશ્યકતા ઉપરાંત જે કંઈ પણ લે છે તે ચોરી જ કહેવાય. આશ્રમમાં આનું પાલન થતું. આશ્રમવાસીને તાત્કાલિક જરૂરિયાત ઉપરાંત વધારે વસ્તુઓ રાખવાનો અધિકાર ન હતો. ગાંધીજી હિસાબનીશ હતા. એમણે એકવાર હિસાબમાં થોડી ભૂલ ચલાવી. કોઈ પ્રવાસીએ કસ્તૂરબાને બે રૂપિયા ભેટ આપેલા. બા એ રકમ આશ્રમમાં જમા કરાવવાનું ભૂલી ગયા. આને ગાંધીજી અસ્તેય વ્રતનો ભંગ સમજ્યા. આ બંને ઘટનાઓથી તે વ્યથિત થયા. એમણે ઉપવાસ કર્યો, ‘મારી શરમ' નામનો લેખ લખી પોતાનું દુ:ખ પ્રગટ કર્યું. આમ વ્રતોના પાલનમાં કેટલી ઝીણવટ અને ચોક્કસાઈ જરૂરી છે તે વિશે આશ્રમવાસીઓને સાવધાન કર્યા. જૈન પરંપરામાં ખપ કરતાં પણ વધારે વસ્તુનો સંગ્રહ ન કરવો એ મૂળમાં છે, તો ચોરી જેવા નકારાત્મક વલણને દર્શાવ્યું છે. રજા વગર કોઈની વસ્તુને ન અડવી. મન-વચન-કાયાથી ચોરી ન કરવી, ન કરાવવી. એવા દુરિત વિચારોને મનમાં લાવવા નહીં એ અંગેની વાત દર્શાવવામાં આવી છે. ‘મિચ્છામિ દુક્કડમ્' ની ભાવના તો જૈનોના મૂળમાં છે. સામાયિક પાળવાની ગાથામાં આ સૂત્રો ધ્વનિત થાય જ છે. શ્રી અઢાર પાપસ્થાનક સૂત્રમાં ગાંધીજીના આ વિચારો જૈન ધર્મસૂત્રોમાં ધ્વનિત થાય છે. (૫) અપરિગ્રહ:- અનાવશ્યક એકઠું ન કરવું. પરિગ્રહ એટલે સંચય. જેમજેમ પરિગ્રહ ઓછો કરીએ તેમ-તેમ ખરું સુખ ને ખરો સંતોષ વધે છે, સેવા શક્તિ વધે છે. આત્માની દૃષ્ટિએ વિચારતા શરીર પણ પરિગ્રહ છે. દેહ પણ સેવાર્થે ઈશ્વર તરફથી મળેલું સંપેતરું છે એમ સમજી એના પર આસક્તિ ન રાખતા એનો પરોપકારાર્થે ઉપયોગ કરવો જોઈએ. ગાંધીજી (૧૫૯) નદીકિનારે રહેતા પણ સવારે દાતણ માટે નાનકડો પ્યાલો પાણી વાપરતા. લીમડાનું દાતણ કાકાસાહેબ કૂચો કરીને આપતા. ગાંધીજી તે કૂચાનો ભાગ કાપી નાખીને બીજે દિવસે દાતણ કરતા. એમના મતે “માણસને આખો દિવસ કામ કરવા માટે રોજ સવારે ભગવાન જે શક્તિ આપે છે તે તેણે સૂતાં પહેલા ખર્ચી નાખવી જોઈએ. આ અપરિગ્રહનું લક્ષણ છે.” ગાંધીજી આશ્રમમાં સેવકનું ગૌરવ એના હોદ્દા અથવા પ્રવૃત્તિની વ્યાપકતા પર આંકવાને બદલે તેની તપશ્ચર્યા, સંયમ, અનાસક્તિ ઈત્યાદિ ગુણો પર અંકાવું જોઈએ એવું માનતા હતા. અનેકાંતની ચર્ચા કરતા આચાર્ય હરિભદ્રસૂરિ, આનંદઘનજી, શ્રીમદ્ રાજચંદ્ર, હેમચંદ્રાચાર્ય જેવી અનેક જૈન વિભૂતિઓએ પ્રખર હિમાયત કરી છે. पक्षपातो न मे वीरे न द्वेष: कपिलादिषु । युक्तिमवद्वचनं यस्य तस्य कार्य: परिग्रहः ॥ - પંડિત સુખલાલ આચાર્ય હરિભદ્ર - સમદર્શી પૃ. ૩ શ્રી અઢાર પાપસ્થાનક સૂત્રમાં એ ધ્વનિત થાય છે. પાંચમે પરિગ્રહ... શ્રી બાર વ્રતના લઘુ અતિચાર સૂત્રમાં પણ નજરે પડે છે. | (૬) અસ્વાદઃ- અસ્વાદની ગણના પંચમહાવ્રતોમાં થતી નથી. ગાંધીજીએ છ નવા વ્રતોની ઉમેરણી કરી તે પૈકીનું આ વ્રત છે. કેવલ સ્વાદ ખાતર અને મસાલાવાળા સ્વાદિષ્ટ પદાર્થ ખવડાવવા એ આત્માનું પતન કરનારી વસ્તુ છે એમ તેઓ કહેતા. જે માણસ સ્વાદલોલુપ બન્યો તેને બ્રહ્મચર્યનું પાલન મુશ્કેલ બને છે. નિતમ્ સર્વ નિતે રસે' - જે રસ (સ્વાદ) ને જીતી શકે તે કામવિકારને (૧૬૦) Page #81 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા પણ જીતી શકે. આત્માના વિકાસ માટે સાદો ખોરાક આવશ્યક છે. એ વાત પર ભાર મૂક્યો. જેમ દવા લેતી વખતે આપણે કડવી કે મીઠી છે, એનો વિચાર નથી કરતા, રોગનિવારણ માટે જરૂરી છે. ગાંધીજી માનતા હતા કે દરેક વસ્તુમાં ઈશ્વરે સ્વાદ મૂકેલો છે. એ કુદરતી સ્વાદની કોઈ માણસ અવગણના ન કરી શકે. સ્વાદનું જ્ઞાન હોવું જરૂરી છે. સારો, પૌષ્ટિક, તાજો, સુપાચ્ય આહાર સપ્રમાણ ખાવો જોઈએ. આહારમાં અનાયાસે થોડો સ્વાદ મળે તે લઈએ પણ સ્વાદ માટે જ ખાવું એ માણસની સંસ્કારિતાને કોઈ રીતે શોભા આપતું નથી. તેઓ એ બાબતે ખૂબ જાગ્રત રહેતા હતા. જૈન પરંપરામાં ઉપવાસ, આયંબિલ ઈત્યાદિ તપમાં આ વ્રત દેખાય છે. એવમ્ જૈન પચ્ચખાણ વિધિમાં આ સ્વાદને ધ્વનિત કર્યું છે. આયંબિલ એ સ્વાદવિજય માટેનું તપ છે. (૭) અભય :- સત્ય-અહિંસા ઈત્યાદિ વ્રતનું પાલન નિર્ભયતા વિના અસંભવિત છે. હાલ સર્વત્ર ભય વ્યાપી રહ્યો છે ત્યાં નિર્ભયતાનું ચિંતન ને તેની કેળવણી અત્યંત આવશ્યક હોવાથી તેને વ્રતોમાં સ્થાન આપ્યું છે. જે સત્ય પરાયણ રહેવા માગે તે ન નાતજાતથી ડરે, ન સરકારથી, ચોરથી ન ડરે, ન ગરીબાઈથી કે મોતથી... સત્યની શોધ કરનારે આ બધા ભયોને તિલાંજલિ આપવી જોઈએ. હિરેશચંદ્રની જેમ પાયમાલ થવાની તૈયારી હોવી જોઈએ. બાહ્ય ભયોથી મુક્તિ મેળવવાની છે. દેહ ઉપરનો રાગ ટળે તો સહેજે અભય પ્રાપ્ત થાય. ‘તેન ચવસેન મુન્નીયાઃ ।' એ રામબાણ વચન છે. આમ, રખેવાળ બની, સ્વામી મટીને સેવક થઈએ, શૂન્યવત્ થઈ રહીએ તો સહેજે ભયમાત્ર જીતીએ, શાંતિ મેળવીએ, સત્યનારાયણના દર્શન કરીએ. શ્રીમદ્ (૧૬૧) જૈનદર્શન અને ગાંધી વિચારધારા ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણે દૈવી સંપદના ગુણો વર્ણવતા અભયને પ્રથમ સ્થાન આપ્યું છે. અભયનો અર્થ પૂર્ણ – કોઈથી ડરવું નહીં અને કોઈને ડરાવવું નહીં. ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા ત્યારે ચારે બાજુ ભયનું વાતાવરણ હતું. એમને લાગ્યું કે ડરપોક માણસોને અહિંસા શીખવી શકાય નહીં. તેથી દેશને એમણે ‘અભય’ નો મંત્ર આપ્યો. સ્વરાજ એટલે મરણભયનો ત્યાગ. મરણભય ઉપરાંત માણસને સમાજથી તિરસ્કૃત બનવાનો અને આર્થિક કંગાલિયતમાં ધકેલાઈ જવાનો બહુ મોટો ડર લાગતો હોય છે. ઘણીવાર મરવાને તૈયાર હોય એવા માણસો પણ સામાજિક કે આર્થિક ભયને કારણે નમતું જોખી દેતા હોય છે. માણસ આ બધા ભયથી મુક્ત બને, આદર્શોનું યોગ્ય આચરણ કરે એ મનોદશા ગાંધીજીએ બહુ વ્યાપકપણે નિર્માણ કરી. બધામાં નિર્ભયતાનો સંચાર કર્યો. અભય થવાનો માર્ગ અહીં (જૈનધર્મમાં) પણ બતાવ્યો છે. વાડામાં કલ્યાણ નથી. અજ્ઞાનીના વાડા હોય. મહાસાગર કોઈનો નથી તેમ ધર્મ કોઈ એકનો નથી. જેમાં દયા, સત્ય આદિ હોય તે પાળો. તે કોઈના નથી, અનાદિકાળથી છે, શાશ્વત છે. - શ્રીમદ્ રાજચંદ્રજી ૮. સ્વદેશી :- સ્વદેશીનો વિચાર ઘણા વિદ્વાનોએ આપ્યો છે. ગાંધીના ગ્રામોદ્યોગને પુનર્જીવિત કરવાના અને એમાંથી પેદા થતા માલને વાપરવાના વિધાયક કાર્યક્રમ પર એમણે ભાર મૂક્યો. ખાદી અને અન્ય ગ્રામોદ્યોગને સજીવન કરવા મથામણ કરી દેશના લાખો બેકાર અને દરિદ્રોને એને લીધે રોજીરોટી મળતી થઈ. ગાંધીજીએ સ્વદેશી વિચારમાં નવો જ પ્રાણ પૂર્યો. (૧૬૨) Page #82 -------------------------------------------------------------------------- ________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા કે શિક્ષણમાં સ્વભાષા - માતૃભાષા દ્વારા શિક્ષણની વાત કરી. ગાંધીજીએ મેદાની રમતો પોષવી જોઈએ, પૂર્ણતા લાવી સધ્ધર બનાવવી જોઈએ એવું કહ્યું. તેઓના સ્વદેશીમાં પરદેશીનો તિરસ્કાર ન હતો. જેને માટે એક ક્ષણ પણ ન ચાલી શકે એવી ચીજો માટે પોતાનો ભાર બીજા પર નાખવો નહીં એનું નામ સ્વદેશી. સ્વદેશી એ આત્માનો ધર્મ છે, પણ તે ભૂલાઈ ગયો છે. તેથી તેને વિશે વ્રત લેવાની જરૂર પડે છે. જીવમાત્રની સાથે ઐક્ય સાધતાં સ્વદેશી ધર્મને જાણનાર ને પાળનાર દેહનો પણ ત્યાગ કરે. “જેવું પિંડે, તેવું બ્રહ્માંડે.’ તેથી જ ‘ઘર્ભે નિઘને શ્રેયે પરધમ મચાવ૮:' સ્વધર્મનો અહીં અર્થ સ્વદેશી લેવું. શુદ્ધ સ્વદેશી એટલે પરમાર્થની પરાકાષ્ઠા. જેના સહજ પાલનથી પણ હિંદુસ્તાનના કરોડોની રક્ષા થઈ શકે એવો ક્યો સ્વદેશી ધર્મ કર્યો ? જવાબમાં રેંટિયો અને ખાદી મળ્યા. સ્વદેશીમાં કોઈનો દ્વેષ નથી. એ સાંકડો ધર્મ નથી. એ પ્રેમમાંથી અહિંસામાંથી ઉત્પન્ન થયેલો સુંદર ધર્મ છે. જૈનધર્મમાં પણ સ્વદેશીનો ખૂબ આગ્રહ રખાયો છે. ચરબીયુક્ત અહિંસાથી યુક્ત ચીજવસ્તુઓ ના વાપરવા પર ખૂબ ભાર મૂકાયો છે. આમ, ગાંધી વિચારધારા, જૈન વિચારધારાની પૂરક બની રહે છે. ગાંધીજીના જીવનમાં આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજી મૂળમાં રહ્યા છે. માટે સામ્યતા આપણને જોવા મળે છે. વ્રતોમાં એમનો પડઘો સંભળાય છે. (૯) સ્પર્શભાવના - સર્વધર્મ સમભાવ :- સમન્વયવૃત્તિ પ્રાચીનકાળથી ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. સૌ કોઈને પોતપોતાની દૃષ્ટિ મુજબ સાધના કરવાની તક મળે, એવું અહિંસક વાતાવરણ પેદા કરવું હોય તો સમભાવવૃત્તિથી જ સાધી શકાય. તેથી વ્રતમાળામાં “સર્વધર્મ સમભાવ' ને એક વ્રત તરીકે દાખલ કર્યું. સર્વમાં રહેલી બુનિયાદી એકતાનું દર્શન થયું. જ જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) ઈશ્વર એક જ છે. એટલે ધર્મ પણ એક જ હોવો જોઈએ. માણસોની પ્રકૃતિ અને દેશકાળ જુદા જુદા હોવાથી માર્ગ પણ અલગ અલગ રહેવાના. આ પરિસ્થિતિમાં મનુષ્યનું કર્તવ્ય, ધર્મોમાં દેખાતા સર્વ સામાન્ય તત્ત્વોની શોધ કરી સમભાવવૃત્તિ ધારણ કરવાનું છે. પ્રત્યેક ધર્મ એક જ સત્ય પ્રતિ દોરી જાય છે અને પ્રત્યેક ધર્મ બીજા ધર્મમાંથી કંઈક શીખી જાય છે. બધા ધર્મ પ્રત્યે સમભાવ આવે તો જ આપણા દિવ્યચક્ષુ ખૂલે, “વૈષ્ણવજન” નો નાદ ગુંજયો. સમભાવ કેળવવાથી અનેક ગૂંચો પોતાની મેળે ઉકલી જાય છે. પારકાની ભૂલને સારું પણ આપણે તેમને પીડવા નથી, આપણે પીડાવું છે એ સુવર્ણ નિયમને જે પાળે છે, તે બધા સંકટોમાંથી ઊગરી જાય છે. સમસુત્ત - પ્રસ્તાવનામાં લખ્યું છે, અનેકાંત સમન્વય અને વિરોધ - પરિહારનો માર્ગ દેખાડે છે. રામ કહો, રહમાન કહો, કાન્હ કહો... મહાદેવ ..... રી.... | (આશ્રમ ભવનાવલિ પૃ. ૧૪૪) ગાંધીજીને સૂઝેલું આ મૌલિકવ્રત છે. હિંદુ ધર્મમાંથી અસ્પૃશ્યતાના પાપને નાબૂદ કરવા તેમણે કમર કસી. તે પાપ એટલું અસહ્ય થઈ ગયેલો કે તેઓ હિંદુધર્મ છોડવા તૈયાર થયા હતા. પણ શ્રીમદ્ રાજચંદ્રની સલાહથી તેમણે તેમ તો ન કર્યું. ગાંધીજી “અસ્પૃશ્યતા નિવારણ’ શબ્દને બદલે “સ્પર્શ ભાવના” શબ્દ વધારે પસંદ કરેલ છે. એનો અર્થ કે આપણે કોઈને અશુદ્ધ ન માનીએ, નીચા ન માનીએ, માનવમાત્રને સમાન માનીએ. આમ, સર્વધર્મ સમભાવ માની જીવનમાં આગળ વધવું જોઈએ. | (૧૦) નમ્રતા:- મનુષ્યમાં સાચી હૃદયપૂર્વકની નમ્રતા ન હોય તો તેને પોતાની વ્રતસાધના વિશે અને એથી પ્રાપ્ત થતા ચારિત્ર્યને વિશે અહંકાર જાગે છે અને (૧૬૩) (૧૬૪) Page #83 -------------------------------------------------------------------------- ________________ (જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) એ અહંકાર આસક્તિરૂપ બની વ્રતોની મૂળભૂત ભૂમિકાને તોડી નાખે છે. તેથી પ્રત્યેક સાધકે પોતાની સમગ્ર સાધનાને વિષે સંપૂર્ણપણે હૃદયપૂર્વકની નમ્રતા કેળવવી આવશ્યક છે. નમ્રતા એટલે ‘હું પણાનો આત્યંતિક ક્ષય.” ગાંધીજીનું દેઢ મંતવ્ય હતું કે જયાં સુધી માણસના મમત્વનું, અભિમાનનું મૃત્યુ ન થાય ત્યાં સુધી એનામાં નમ્રતાનો ઉદય થતો નથી અને જ્યાં સુધી એ નમ્ર નથી થતો ત્યાં સુધી તેને સત્ય જડતું નથી. આમ, જો સત્યના સમુદ્રને ખોળે તરવું હોય તો તમારે શૂન્યવત્ બની જવું જોઈએ. સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે. ગાંધીજીએ માત્ર શબ્દોથી નહીં, જીવનના ઉદાહરણથી બતાવ્યું કે નમ્રતા એટલે હિંમતનો અભાવ નહીં. શિષ્ટાચારમાં દંભ હોઈ શકે, નમ્રતામાં ન હોઈ શકે. શિષ્ટાચાર ઉપર-ઉપરની વસ્તુ છે. નમ્રતા હૃદયનો સાહજિક ગુણ છે. નમ્રતામાં વીરત્વની, ભારે હિંમતની જરૂર છે. “અંત સમે એકાકી ટકી રહેવાની શક્તિ આત્યંતિક નમ્રતા વિના અસંભવિત માનું છું.' શ્રેણિક રાજા, અભયકુમાર રાજા વિદ્યા શીખવા માટે પોતે નીચે બેસી ગયા હતા. એ નમ્રતા સૂચિત થાય છે. (૧૧) શરીરશ્રમ :- વર્ણવ્યવસ્થાના લીધે મધ્યમ-ઉપલા વર્ગો સાથે ચાલ્યા કર્યા. તેથી સમાજ શિથિલ બન્યો. તેમાં અશાંતિ પેદા થવા લાગી અને સામાજિક આપત્તિ વખતે સમગ્ર સમાજનું રક્ષણ કરવામાં પણ સૌનો પૂરતો સહકાર મળી શક્યો નહીં. તેથી સમાજમાં સુખ, શાંતિ અને સ્વાશ્ય સર્જવાની દૃષ્ટિએ આવશ્યક શરીરશ્રમ વધતા ઓછા પ્રમાણમાં સૌ કરે અને શ્રમજીવીઓ પ્રત્યે સૌ આદરપૂર્વક જુએ એવી વાત પ્રાચીન પયગમ્બરો ને સંત ભક્તોએ કરી હતી. કામના હલકા-ઊંચાપણાના ખ્યાલને નાબૂદ કરવા એમણે જાતે હરિજન જૈનદર્શન અને ગાંધી વિચારધારા ને વણકરનું કામ કર્યું. તથા મોટા મોટા વિદ્વાનો અને સાધુઓ, વકીલો અને ડૉક્ટરો પાસે જાજરૂ સફાઈનું, દળવાનું, વાસણ માંજવાનું, વણાટનું, ખેતીના ઉપયોગી કામ કરાવ્યા અને આશ્રમમાં એક નવી જ હવા ઊભી કરી. ગીતાનો આધાર લઈને એમણે કહ્યું કે, જે માણસ રોટી શ્રમ કર્યા વિના ખાય છે તે ચોરીનું અન્ન ખાય છે. આપણા મનમાં બચપણથી કેટલીક વસ્તુઓ ઘર પેસી ગઈ છે અને એ ઠસાવવાનો સહેલામાં સહેલો રસ્તો એ છે કે જે સમજયા છે તે જાત મહેનતનો આરંભ પાયખાના સાફ કરવાથી કરે. આમ જ્ઞાનપૂર્વક કરશે તે તેજ ક્ષણથી ધર્મને જુદી ને ખરી રીતે સમજતો હશે. આમ, જૈન પરંપરામાં આ ભાવના મૂળથી જ રહેલી છે અને શરીરશ્રમને ખૂબ મહત્તા આપી છે. ગાંધીજીના જીવનમાં જૈનધર્મની બે બાબતો ખૂબ ઊંડી અસર કરી ગઈ. તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં અનેકાંતવાદ, આચરણના ક્ષેત્રમાં અહિંસા. આમ, જૈન ધર્મે ગાંધીજીના જીવનમાં ઘણો ભાગ ભજવ્યો છે. આજના ફાસ્ટ યુગમાં ટકી રહેવા આ એકાદશ વ્રત - જે જૈનધર્મના પંચ મહાવ્રતના પાયામાં છે, તે જીવનમાં ઉતારવા ખૂબજ જરૂરી છે. સંદર્ભઃસમણસુત્તમ્, તત્ત્વાર્થ સૂત્ર, મંગળપ્રભાત,આગમ ગ્રંથો (૧૬૫) (૧૬) Page #84 -------------------------------------------------------------------------- ________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) 'મુનિશ્રી સંતબાલજીનો ભાલનળકાંઠાનો પ્રયોગ ગાંધીવિચારના અનુસંધાનમાં હતો. - જેસંગભાઈ ફલજીભાઈ ડાભી (જેસંગભાઈ, મુનિશ્રી સંતબાલજી પ્રેરિત ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘ અને ગુંદી આશ્રમના મંત્રી છે અને ગુજરાત નયી તાલીમ સંઘના મંત્રી છે.) પૂ. મુનિશ્રી સંતબાલજી વિચારક, તેજસ્વી, પ્રેમાળ અને માનવસમાજના ઉત્થાનમાં અને વિકાસમાં માનનાર એક વિરલ ક્રાંતિકારી સંત હતા. સન્ ૧૯૩૭ માં હરિપુરા જિલ્લો સુરતમાં કોંગ્રેસનું અધિવેશન મળેલું. તેમાં મુનિશ્રી સંતબાલજી ગયેલા, પૂ. ગાંધીજીને મળવાની ઇચ્છા હતી. તેમને મળી શકાયું નહીં, પરંતુ સરદાર સાહેબે શ્રી મોરારજીભાઈ દેસાઈને સંતબાલજીને મળવાનું કહ્યું. મુલાકાત થઈ. વિચારવિમર્શ થયો. શ્રી મોરારજીભાઈ દેસાઈએ શ્રી છગનભાઈ દેસાઈને કહ્યું કે મુનિશ્રીને નળકાંઠાના પ્રદેશમાં લઈ જાવ. તેથી મુનિશ્રી અમદાવાદ પાસેના વાઘજીપુરા ગામે પ્રથમ (ચોમાસું) ચાતુર્માસ કર્યો. રોડની બાજુમાં પઢારજાતિના ભાઈઓ કૂબો બાંધે છે, તેવો કુબો બાંધી તેમાં રહ્યા. શ્રી છોટુભાઈ મહેતા, શ્રી ડાહ્યાભાઈ પટેલ મલાતજવાળા, શ્રી છગનભાઈ દેસાઈ વગેરે સાથે રહ્યા. દેશમાં સ્વતંત્રતાની ચળવળ ગાંધીજીના નેતૃત્વમાં ચાલતી હતી. ગાંધીજી અનેકવિધ કાર્યક્રમ આપતા હતા. સત્યાગ્રહ, અસહકારનું આંદોલન, ખાદી, સ્વદેશી, આગળ ચાલીને ૧૮ રચનાત્મક કાર્યક્રમ આપ્યા. ગુજરાતના નામી કાર્યકરોને ગામડામાં બેસી આદિવાસી, વંચિતો, દલિત, આર્થિક પછાત વર્ગના ઉત્કર્ષ અને શિક્ષણ માટે કામ કરવાની સલાહ આપી. અનેક કાર્યકરો ગામડામાં રચનાત્મક કામ કરવા (૧૯) - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) બેસી ગયા. તેમણે ગ્રામોદ્ધારની વાતો કરી. આ દ્વારા સમાજજાગૃતિ અને સમાજવિકાસની શરૂઆત થઈ. મુનિશ્રી સંતબાલજી મહારાજ સાહેબ નળકાંઠાના ગામડામાં વિહાર કરવા લાગ્યા. નળકાંઠાના બે તાલુકા સાણંદ અને વિરમગામ, ભાલના બે તાલુકા ધોળકા અને ધંધુકા - આ અમદાવાદ જિલ્લાનો વિસ્તાર આવે (આજે ચારેય તાલુકામાંથી બીજા તાલુકા બનાવવામાં આવ્યા છે) આ ચાર તાલુકાના ૨ગામનો વિસ્તાર તેમાં વિહાર કર્યો. કોઈ ગામ બાકી નહીં હોય. (શ્રી મણિલાલ પટેલ ડાયરી દ્વારા ખ્યાલ આવી શકે છે.) નળકાંઠા અને ભાલના ગામડાનો વિહાર કરતાં કરતાં સંત સામે અનેક પ્રશ્નોનો ચિતાર આવ્યો. જેમ કે પક્ષી-પ્રાણીનો શિકાર, બળદ, પશુની ચોરી, બીજાની પત્નીને ઉપાડી જવી. ગંજીઓ (ઘા) સળગાવવા, ખૂન-મારામારી કરવી, કૂવામાં કેરોસીન નાખવું. જાસાચિઠ્ઠી લખવી, પીવાના પાણીનો અભાવ, સ્વચ્છતા તરફ બેદરકારી - શિક્ષણ નહિવતું, રીત-રિવાજથી સમાજની અધોગતિ, શોષણ - આમ અનેક અવગુણોમાં સમાજ સપડાયેલ હતો. | મુનિશ્રીના મનમાં ચિંતન ચાલ્યું આ પ્રશ્નોના નિરાકરણ ઉકેલ માટે. ગાંધીની રચનાત્મક પ્રવૃત્તિ પ્રમાણે કાર્યક્રમ ગોઠવી સમાજની તાસીર બદલી શકાશે અને ધર્મદષ્ટિએ સમાજરચના થઈ શકશે. તે માટે સત્ય, અહિંસા, પ્રામાણિકતા અને નીડરતાથી કાર્યક્રમ કરવા પડશે તેની શરૂઆત કરી. માણકોલ તા. સાણંદમાં લોકપાલ પટેલનું સંમેલન બોલાવ્યું. સેંકડોની સંખ્યામાં લોકપાલ પટેલો સંમેલનમાં આવ્યા. સમાજવિકાસ, સમાજની સુધારણામાં માનતા જાગૃત કર્મઠ કાર્યકરો પણ આવ્યા. લોકપાલ પટેલના સમાજના સુધારા માટે મુસદ્દો રજૂ થયો. સમાજે સર્વસંમતિથી સુધારાને સ્વીકાર (૧૬૮). Page #85 -------------------------------------------------------------------------- ________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) (જૈનદર્શન અને ગાંધી વિચારધારા કર્યો. (માણકોલનું સંમેલનમાં વિગતે છે.) આ સમયગાળા દરમિયાન જેમપૂ. મહાત્મા ગાંધીને દેશમાંથી વિવિધ શક્તિવાળા અનેક કાર્યકર મળ્યા, તેમ ભાલ-નળકાંઠા પ્રદેશમાંથી અને ગુજરાતમાંથી અનેક વિચારશીલ-નીડર, અભ્યાસુ, કર્મઠ કાર્યકરો મળ્યા; જેમાં છોટુભાઈ મહેતા, કાશીબેન મહેતા, અંબુભાઈ શાહ, નવલભાઈ શાહ, ફલજીભાઈ ડાભી, સુરાભાઈ ભરવાડ, ડૉ. શાંતિભાઈ પટેલ, મણીબેન પટેલ, હરિવલ્લભ મહેતા, દુલેરાય માટલિયા, મનુભાઈ પંડિત, મણીભાઈ પટેલ, દીવાનસંગભાઈ ચૌહાણ, મીરાબેન પટેલ તથા બીજા અનેક કાર્યકરોના સહકારથી અને મુનિશ્રી સંતબાલજીની પ્રેરણાથી ભાલ-નળકાંઠા પ્રાયોગિક સંઘની સ્થાપના થઈ. સંઘના પ્રથમ પ્રમુખ પૂ. રવિશંકરદાદા હતા. આ અચલેશ્વર મહાદેવના ટેકરે ત્રણ ગામના સીમાડે - ગુંદી આશ્રમનું સ્થળ નક્કી થયું અને સંસ્થાનું સ્વરૂપ અપાયું; હાલ જેને મુનિશ્રી સંતબાલજી આશ્રમનું નામ આપવામાં આવેલું છે. ધર્મદષ્ટિએ સમાજરચનાની સ્થાપવાની કલ્પનાને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે પ્રશ્નોના ઉકેલ માટે સંસ્થાઓ શરૂ કરવામાં આવી. કાર્યકરોને એક એક જવાબદારી રસ-રુચિ, આવડત પ્રમાણે સોંપવામાં આવી. સૌથી પ્રથમ જીવરાજ જળ સહાયક સમિતિ, આજે નળકાંઠા અને ભાલના ગામોને વિવિધ યોજના દ્વારા ઘરે-ઘરે પાણી મળે છે. ખેડૂતમંડળ, ગોપાલક મંડળ, મજૂરમંડળ, લોક અદાલત, ગ્રામસંગઠન દ્વારા ગામમાં વસતા લોકોના પ્રશ્નો સ્થાનિક કક્ષાએ હલ કરવા માટે સંગઠનો અને ગુંદી આશ્રમમાં શ્રી ફલજીભાઈ રાણાભાઈ ડાભી લોક અદાલતની સ્થાપના કરી અને મકાન બનાવ્યું; જેમાં પ્રશ્નોની વિચારણા માટે લોકઅદાલત મળતી. લવાદ દ્વારા (૧૯) પ્રશ્નો હલ કરવાની પ્રક્રિયા શરૂ કરી. બળદ-પશુની ચોરીના ઉપદ્રવને ખાળવા શુદ્ધિપ્રયોગ શરૂ કર્યો. ગાંધીજીએ અંગ્રેજો સામે સત્યાગ્રહ શરૂ કર્યો. મુનિશ્રી સંતબાલજીએ ચોરી, ખૂન, જમીનો પચાવી પાડવી. સમાજમાં નાના મોટા અન્યાય સામે શુદ્ધિપ્રયોગનું અહિંસક શસ્ત્ર મૂક્યું. આ પ્રયોગના પરિણામ રૂપે પ્રયોગની ભવ્ય ગાથા માટે શુદ્ધિપ્રયોગના સફળ ચિત્રો લેખક અંબુભાઈ શાહ અને “રાત પણ રડી પડી” લેખક નવલભાઈ શાહે (બન્ને સંતબાલ પ્રયોગના પાયાના કાર્યકર) લખ્યા, જેને ગુજરાત સરકારે ઉત્તમ પુસ્તક તરીકે ઈનામ આપ્યું. આ બે પુસ્તક વાંચવાથી સત્યાગ્રહના નવા સ્વરૂપે કેવો સફળ પ્રયોગ થયો તેની જાણકારી મળી શકે છે. ગામડાનો માણસ ગામડામાં રહીને કાર્ય કરે તો શહેરીકરણ ઓછું થાય અને ગામડા બેઠા થાય, ગામડાના લોકો સ્વમાનપૂર્વક જીવન જીવી શકે. આર્થિક આવક થાય તે માટે ભાલ-નળકાંઠા સઘનક્ષેત્ર સમિતિ ગુંદી અને ખાદી ગ્રામોદ્યોગ મંડળ-રાણપુરની સ્થાપના કરી; જેમાં કાંતણવણાટ ખાદીનું ઉત્પાદન વેચાણ, સાબુ-હાથ છડના ચોખા, સુથારી, લુહારી, પૂણી બનાવવાનું યુનિટ, ગામડાની બહેનોને છ ત્રાકના ચરખા આપીને મોટે પાયે રોજગારી પૂરી પાડી. અસ્પૃશ્યતા નિવારણ : શિક્ષણ દ્વારા સૌથી મોટી સમાજની ક્રાંતિનું કાર્ય અસ્પૃશ્યતા નિવારણ દ્વારા કર્યું. ઋષિ (ભંગી) સમાજમાં અડકીને છાંટ લેવાની, રાત્રે અગ્નિ પકડવાની જે પ્રથા હતી તે શિક્ષણ દ્વારા લોકોના માનસ સુધી પહોંચી. સર્વધર્મ સરખા-સમાનતાની ભાવનો પ્રેમ લોકો સુધી પહોંચ્યો અને અસ્પૃશ્યતાની સૂગ ઓછી કરાવી. અત્યારે ૧૦ ટકા અસ્પૃશ્યતા નાબૂદી આ પ્રદેશમાં થઈ છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. આ કામ પૂ. ગુરુદેવની પ્રેરણાથી થયું. (૧૦૦) Page #86 -------------------------------------------------------------------------- ________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) ગ્રામોદ્ધાર, પ્રાણીમાત્રનું રક્ષણ, સમાજ પરિવર્તન, અન્યાયનો પ્રતિકાર, શિક્ષણ દ્વારા સમાજપરિવર્તન અને વિહાર દરમિયાન સાંજની પ્રાર્થના, ભાઈ-બહેનોની સભા, સામાન્ય ખેડૂતોનું ઘડતર, પ્રેમ, વાત્સલ્ય દ્વારા કેવો અભિનવ પ્રયોગ કર્યો છે તેની જીવતું જાગતું ઉદાહરણ ભાલ-નળકાંઠા પ્રાયોગિક ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા શરૂઆતમાં પ્રાથમિક શિક્ષણની શાળાઓ ઘણી જ ઓછી હતી. શિક્ષણ સિવાય સમાજપરિવર્તન આવી ન શકે, સમાજની દિશા બદલાય નહીં તેથી સર્વોદય યોજના સરકારમાં મંજૂર કરાવી. ભાલ-નળકાંઠામાં શિક્ષણનો અભિનવ પ્રયોગ શરૂ થયો. કેળવણીનું સ્તર સુધરવા લાગ્યું. તેમાંથી ગુંદી આશ્રમમાં વિશ્વ વાત્સલ્ય છાત્રાલય, ઉત્તર બુનિયાદી વિદ્યાલય, બુનિયાદી પુરુષ અધ્યાપન મંદિર, ગાંધી ચીંધ્યા રાહે બુનિયાદી નઈતાલીમના કાર્યક્રમ પ્રમાણે શરૂ કયી; જેમાંથી અનેક તેજસ્વી યુવાનો સંસ્થા, પ્રદેશ અને રાજયને મળ્યા. ૨૮00પ્રાથમિક શિક્ષકો તૈયાર કર્યા. જેમણે શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સુધારવાનું કામ કર્યું. કન્યાઓ માટે કન્યા છાત્રાલય સને ૨૦૦૨ માં શરૂ કરવામાં આવ્યું. આજે ૮૧ પ્રાથમિક દીકરીઓ છાત્રાલયમાં રહીને ભણે છે. વિદ્યાલયમાં આજુબાજુના ગામની દીકરીઓ મળી ૧૫૦ બહેનો ભણે છે. તેમજ દેશની પછાતમાં પછાત જાતિ જે નળસરોવરની આજુબાજુ રહે છે. ખડતલ, કર્મઠ, માટીકામ કરવામાં પૂરતું કૌશલ્ય ધરાવતી તે જ્ઞાતિમાંથી અહીંથી પઢાર જ્ઞાતિની દીકરી એસ.એસ.સી. પાસ થઈ. આ ભગીરથ ગાથા છે. અહીં લખવાની મર્યાદા છે, પરંતુ સંતબાલજી મહારાજ સાહેબ કહેતા ગામડાએ શહેરો શ્રેષ્ઠિઓ સાથે અનુબંધ રાખવો પડશે. ૭૦ વર્ષે મને સમજાયું. મુંબઈના બે દાતાશ્રીઓ અમારી ૮૫ દીકરીઓનું ભોજનખર્ચ આપે છે. અનેક જૈન મહાનુભાવો અમને એક દીકરીનો ખર્ચ ૬OOO રૂપિયા મોકલી આપે છે. કન્યાઓના શિક્ષણથી પરિવાર, જ્ઞાતિ અને સમાજની પરિસ્થિતિ બદલાઈ છે. ગુરુદેવનો “ઓમ મૈયા” મંત્ર સાર્થક થયો છે. કુદરતી આફતમાં રેલ, દુષ્કાળ, ધરતીકંપ, રોગચાળામાં, નેત્રયજ્ઞમાં ગુંદી દ્વારા ભગીરથ કાર્ય થયું છે. આજે સંતબાલજી સાથે કામ કરનાર એકપણ કાર્યકર નથી અને ગુંદી આશ્રમમાં શિક્ષણ લીધેલી બીજી પેઢી સંસ્થાનું સંચાલન કરે છે. (૧૦૧) ખાદી ગ્રામોદ્યોગ મંડળ, રાણપુર ગરમ ઊનીના કામમાં ગુજરાતમાં પ્રથમ નંબરે છે. ૩OCO બહેનોને કામ આપે છે. આજે શ્રી ગોવિંદભાઈ દાજીભાઈ ડાભી, શ્રી ફલજીભાઈ ડાભીના પૌત્ર સુંદર સંચાલન કરી રહ્યા છે. ગાંધીવિચારના અનુસંધાનમાં ભાલ-નળકાંઠાનો પ્રયોગ ચાલ્યો, જેના પ્રથમ પ્રમુખ પૂજય રવિશંકર દાદા હતા. અનેક નામી-અનામી વ્યક્તિઓએ આ પ્રયોગમાં પ્રદાન કર્યું છે. એક સંત જૈન ધર્મના તમામ તત્ત્વોને જાળવીને ગાંધી વિચારધારાને અનુરૂપ કામ કર્યું છે. પૂ. સંતબાલજી મહારાજના ચરણમાં નમન કરું છું. નોંધ:- મુનિશ્રીએ ચીંચણના દરિયાકિનારે મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્રની સ્થાપના કરી, તેમાં ચાર વિભાગમાં તેમાં ગાંધીવિભાગની પણ સ્થાપના કરેલી. હાલ ચીંચણના સંતબાલ આશ્રમમાં પ્રતિવર્ષ સર્વોદય મંડળ અને ગાંધી વિચારધારાને લગતી શિબિર યોજાય છે. - સંપાદક (૧૨) Page #87 -------------------------------------------------------------------------- ________________ - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) મહાત્મા ગાંધી, વિનોબા ભાવે અને મનિ સંતબાલજીના સર્વધર્મ સમભાવ વિશેના વિચારો (સર્વ ધર્મ માનવસેવામાં સમાઈ જાય છે.) - સોનલ પરીખ (મહાત્મા ગાંધીજીના પાંચમી પેઢીએ વંશજ સોનલબહેન મણીભુવન’ ભારતીય વિદ્યાભવન તથા મુંબઈ સર્વોદય મંડળ સાથે સંકળાયેલા છે. તેમના ૧૫ પુસ્તકો પ્રગટ થયા છે.) સર્વધર્મ સમભાવ એટલે ભારતની બધા ધર્મોને સમાન ગણતી વિશિષ્ટ વિભાવના. આ વિભાવનાનું મૂળ આપણને છેક વેદકાળમાં મળે છે. રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના ઉપદેશોમાં, રમણ મહર્ષિ અને શ્રીમદ્ રાજચંદ્રના વિચારોમાં તેની જ ઝાંખી થાય છે. આ સૌ આપણે જેને ધર્મ કહીએ છીએ તેને પરમ ચેતનાને પામવાના વિવિધ માર્ગો ગણતા હતા, અને જુદા જુદા રૂપકોથી આ વાત સમજાવતા હતા. ભારત જેવા બહુધર્મી, બહુભાષી અને વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ ધરાવતા રાષ્ટ્રને એક રાખવા માટે સર્વધર્મ સમભાવ કેળવવો અનિવાર્ય છે, પણ આ વ્યાવહારિક મૂલ્ય જેવું ઉપયોગી છે તેટલું જ ઊંચું તેનું આધ્યાત્મિક મૂલ્ય છે. સર્વધર્મ સમભાવ વિશેના મહાત્મા ગાંધી, વિનોબા ભાવે અને મુનિ સંતબાલજીના વિચારોને અહીં આપણે જોવાના છીએ. સપ્ટેમ્બર ૧૯૩૦ માં સર્વધર્મ સમભાવ શબ્દનો પ્રયોગ મહાત્મા ગાંધીએ કર્યો હતો. બ્રિટિશ શાસનમાં વધતું જતું હિંદુ-મુસ્લિમ વૈમનસ્ય જોઈ તેમણે પ્રજાને સર્વધર્મ સમભાવ કેળવવાની હાકલ કરી હતી, જેનો અર્થ થતો હતો - પોતાના તેમ જ અન્યના ધર્મનો સમાનભાવે, આદરપૂર્વક સ્વીકાર. આ (૧૦૩) - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) પાયા પર ભારતના બંધારણમાં ધર્મનિરપેક્ષતાની નીતિ વણી લેવાઈ; જેમાં બધા ધર્મોનો સ્વીકારી કરતી પણ તેનાથી નિરપેક્ષ રહીને ચાલતી રાજય વ્યવસ્થાની હિમાયત કરવામાં આવી હતી. મહાત્મા ગાંધીના પ્રબોધેલા અગિયાર મહાવ્રતમાંનું એક છે ‘સર્વધર્મ સરખા ગણવા.’ તેમણે પોતાના સત્યાગ્રહ, સર્વોદય, સ્વરાજ, સ્વદેશી, બુનિયાદી તાલીમ, ધન અને સત્તાનું વિકેન્દ્રીકરણ, ટ્રસ્ટીશીપ, સંવાદિતા, આર્થિક સમાનતા, લોકશાહી જેવા સિદ્ધાંતોમાં સર્વધર્મ સમભાવનો સમાવેશ કર્યો હતો. અંગ્રેજોએ ભારતમાં વાવેલા કોમી વિખવાદનું ભયાનક ભવિષ્ય તેમને દેખાયું હતું. સર્વધર્મ સમભાવ વડે તેઓ ભારત જેવા બહુધર્મી રાષ્ટ્રમાં કોમી સહિષ્ણુતા સ્થાપવા માગતા હતા. મહાત્મા ગાંધી માનતા કે માનવજાત ધર્મ, સમાજ, રાજકારણ વગેરેથી વહેંચાઈ શકે નહીં. માનવ-માનવ વચ્ચે દીવાલ ઊભી કરતી દરેક બાબતનો ઉકેલ આપવા તેઓ પ્રયત્નશીલ હતા. જૈમનૈતિક સંઘર્ષનો ઉકેલ અહિંસા અને અનાસક્ત કર્મ છે તેમ ધાર્મિક કટ્ટરતાનો ઉકેલ સર્વધર્મ સમભાવ છે તેમ તેઓ દૃઢપણે માનતા. નઈ તાલીમમાં સર્વધર્મ સમભાવની કેળવણીનો સમાવેશ હતો, તે ત્યાં સુધી કે તે સમયે ઘણા ગાંધીવાદી હિંદુઓ પોતાના સંતાનોના નામ મહંમદ, યુનુસ, અબ્દુલ વગેરે રાખતા. સમાજને સ્વસ્થ રાખવા માટે તેમણે આપેલા અસ્પૃશ્યતા નિવારણ, સર્વોદય, દારૂબંધી, સ્ત્રી સશક્તિકરણ, ખાદી, ગ્રામોદ્યોગ વગેરે રચનાત્મક કાર્યક્રમો આપેલા, જે કોઈપણ ધર્મ પાળતા ભારતીયને લાગુ પડતા હતા. ઉપરાંત, રાજકીય ક્ષેત્રે બૌદ્ધિકોનો સહભાગ, સત્તાનું વિકેન્દ્રીકરણ, ટ્રસ્ટીશીપ, સ્વદેશી, શ્રમ, ધનનું વિકેન્દ્રીકરણ આ બધું પણ દરેક ભારતીય માટે, ધર્મથી પર સિદ્ધાંતમૂલ્ય ધરાવે છે. (૧૦૪) Page #88 -------------------------------------------------------------------------- ________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા મહાત્મા ગાંધી કહેતા, “મારા ધર્મસંબંધી વિચારોનું મૂળ ભગવદ્ગીતામાં છે. મારા જીવનમાં નિરાશા ને સંઘર્ષ ઓછા નથી, પણ તેનો મારા આત્મા પર કોઈ ડાઘ નથી રહેતો તે ભગવદ્ગીતાને કારણે.” તેઓ માનતા કે ધર્મ સાર્વત્રિક તત્ત્વ છે. માનવીને પોતાના ને વિશ્વના અસ્તિત્વ માટે જે સવાલ થાય તેનો તેમાં જવાબ છે. બ્રહ્માંડમાં એક જ શક્તિ છે અને વિશ્વ તેનું પ્રગટીકરણ છે. જુદા જુદા ધર્મો એ એક જ શક્તિને શોધવા-સમજવાના ભિન્ન ભિન્ન માર્ગ છે. સૌ એક જ શક્તિને ઉપાસે છે. તેથી સૌએ અન્ય ધર્મને આદરથી જોવો જોઈએ. જોકે દરેક ધર્મ માનવે બનાવેલો છે. તેથી તેમાં કોઈને કોઈ ખામી પણ હોવાની. મહાત્મા ગાંધીએ પોતાના ઘરમાં વૈષ્ણવ ધર્મ જોયો હતો. હવેલીનો વૈભવ અને અસ્પૃશ્યતા તેમને કદી ગમ્યા ન હતા. મુસ્લિમ, ખ્રિસ્તી વગેરે ધર્મમાં પણ તેમણે જેમ સારી, તેમ અમુક અસ્વીકાર્ય બાબતો જોઈ હતી. શ્રીમ રાજચંદ્ર સાથેના પત્રવ્યવહારમાં તેમની ધર્મતત્ત્વની શોધની ઝાંખી થાય છે. તેમણે પૂછેલું, ‘જો વેદ ઈશ્વરપ્રણીત હોય તો બાઈબલ કે કુરાન કાં નહીં ?' બીજે તેઓ લખે છે, ‘હું સદાચરણને જ ધર્મ માનું છું. કોઈપણ ધર્મની વ્યક્તિ જો કપટી, ક્રૂર, લોભી હોય તો તે પોતાને ધાર્મિક ન ગણાવી શકે !” વળી કહે છે, “મહમ્મદનો જ્ઞાનભંડાર ફક્ત મુસ્લિમ માટે નથી, સમગ્ર માનવજાત માટે છે. કોઈએ પૂછ્યું, ‘તમે હિંદુ છો?” “હા, હું હિંદુ છું. હું મુસ્લિમ, ખ્રિસ્તી, બૌદ્ધ ને યહૂદી પણ છું.' મહાત્મા ગાંધીનો જીવનકાળ ૧૮૬૯-૧૯૪૮ હતો. વિનોબા ભાવે ૧૮૯૫ માં જન્મ્યા અને તેમનું નિધન ૧૯૮૨ માં થયું. મહાત્મા ગાંધીએ તેમને પોતાના આધ્યાત્મિક વારસ ગણાવેલા. તેમનું સૂત્ર હતું ‘જય જગત’ અને તેમની પ્રાર્થના હતી ‘ઓમ તત્સત’. વિનોબાએ બધા ધર્મોનો ઊંડો અભ્યાસ (૧૫) - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) કરેલો અને કુરાન અને બાઈબલ પર પુસ્તકો લખેલા; જેમાં કુરાનસાર, ખ્રિસ્તી ધર્મ સાર, ગીતા પ્રવચનો, ઈસ્લામ કા પૈગામ, એસેન્સ ઓફ ક્રિશ્ચન ટિચિંગ મુખ્ય છે. ભારતનો આત્મા ગામડામાં વસે છે તે તેમણે જોયું હતું. ગ્રામજન પોતાની મુશ્કેલીઓનો ઉપાય ધર્મમાં શોધે છે. આ ધર્મ શ્રદ્ધાનો, સબૂરીનો, શાંતિનો છે. આ પાયા પર જ તેમણે સર્વોદય અને ભૂદાન પ્રવૃત્તિ શરૂ કરી હતી. ભારતભરમાં ફરતા રહી તેમણે ભૂમિહીનોને ભૂમિ અપાવી હતી. ૧૩ વર્ષનું ભારતભ્રમણ, છ આશ્રમની સ્થાપના અને અત્યંત સંતુલિત પ્રજ્ઞા. વિનોબાજી કહે છે કે દરેક ધર્મ અહિંસા અને કરુણાના પાયા પર રચાયેલો છે. સંતબાલજી ૧૯૦૪ માં જન્મ્યા હતા. વિનોબાજીની જેમ ગાંધી-વિચારોથી રંગાયા હતા. બાળપણથી સેવા, ભક્તિ અને પ્રામાણિકતાના દેઢ સંસ્કાર તો હતા જ. પચ્ચીસ વર્ષની ઉંમરે તેમણે નાનચંદ્રજીની નિશ્રામાં દીક્ષા લીધી અને મુનિ સૌભાગ્યચંદ્ર નામ ધારણ કર્યું. જૈન ગ્રંથો ઉપરાંત વિશ્વભરના ધર્મગ્રંથોના તેઓ ઊંડા અભ્યાસી હતા. પ્રવચનોમાં તેઓ માનવમૂલ્યોનો બોધ આપતા, પુસ્તકોમાં પણ માનવતાનો જ ઉપદેશ આપતા. તેથી ચુસ્ત જૈનો તેમનો વિરોધ કરતા. નર્મદાકિનારે એકાંત સાધના કર્યા બાદ તેમણે માનવધર્મ સિદ્ધાંતો પર આધારિત સમાજરચનાનો ક્રાંતિકારી વિચાર આપ્યો. જે સંઘે દીક્ષા આપેલી તે સંઘે જ તેમનો બહિષ્કાર કર્યો, પણ તેઓ અડગ રહ્યા. ધર્મનું જે અંગ સમાજને ઉપયોગી નથી, વિભાજિત કરે છે તેનો ત્યાગ કરવો જોઈએ અને દરેક ધર્મના સારા, સમાજોપયોગી તત્ત્વને જાળવવું જોઈએ એવું માનતા. કહેતા કે દરેક ધર્મનું મૂળ સત્ય અને કરુણા છે, ભારતીય સંસ્કૃતિને આ તત્ત્વોથી બાંધવાની છે. સંઘના બહિષ્કારને શાંતિ અને ધર્યથી સહી લઈ તેઓ પોતાની રીતે જીવ્યા. (૧૬) Page #89 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા સંતબાલજી વિરક્ત જીવન ગાળતા. સન્યાસીના ધર્મો અને જૈન સિદ્ધાંતોનું સંયોજન તેમનામાં હતું. ફરતા, ભિક્ષા માગતા, સેવા કરતા. સમાજથી દૂર વસવા છતાં સમાજથી વિમુખ ન હતા. ભાલ-નળકાંઠાના ઉજ્જડ વિસ્તારના ગરીબ-અજ્ઞાન લોકોને માતૃવત્ ચાહતા, હિંમત આપતા. શાહુકારજમીનદારની સામે પડતા. ભૂવા-બાવાઓનો વિરોધ કરતા. રચનાત્મક કામોના કેન્દ્ર સ્થાપતા. ગરીબો, સ્ત્રીઓ આત્મગૌરવથી જીવી શકે તે માટે ખાદી, ગ્રામોદ્યોગ, ખેતી-પશુપાલન, પંચાયત, લોકઅદાલત વગેરે કામ કરતા. સંગઠિત થઈ વિકાસ કરવાની શીખ આપતા. સંતબાલજીનો સર્વધર્મ સમભાવ, માનવધર્મ પર ઊભેલી સમાજરચનામાં વિસ્તર્યો હતો. તેમનું તપ સમાજ માટે હતું. સત્યની, ન્યાયની સ્થાપના માટે હતું. ‘સાધુ–સન્યાસીનો ધર્મ એ છે કે તે સમાજમાં ફેલાયેલી બદીઓ દૂર કરે.' રામાયણ, મહાભારત, ગીતા, જૈન સિદ્ધાંતો લોકોને સમજાય તેવી ભાષામાં કહેતા. સર્વધર્મોને તેમણે માનવસેવા અને માનવગૌરવમાં સમાવી દીધા હતા. મહાત્મા ગાંધી, આચાર્ય વિનોબા ભાવે અને મુનિ સંતબાલજી - આ ત્રણેય વિભૂતિઓએ પોતાની રીતે માનવસેવાનો માર્ગ કંડાર્યો તે આપણે જોયું. તેમને પ્રેરનાર અને પ્રેરક બનાવનાર તત્ત્વ એક જ હતું - માનવકલ્યાણ. ચંડીદાસના શબ્દો ‘સોબોર ઉપર માનુષ સત્ય' એ જ તેમની સર્વધર્મ સમભાવ સાધના હતી. (૧૭) જૈનદર્શન અને ગાંધી વિચારધારા જિનધર્મ અને ગાંધી વિચારધારા - પૂ. ઊર્મિલાબાઈ મ.સા. (ગોંડલ સંપ્રદાયના પ્રાણપરિવારના ધ્યાનયોગી પૂજ્ય હસમુખમુનિના આજ્ઞાનુવર્તી પૂ. ઊર્મિલાબાઈ સ્વામીએ રત્નાકર પચ્ચીશીના વિવૃત્તિનો ગ્રંથ લખ્યો છે, ઉપરાંત ગુરુપ્રાણ આગમ બત્રીશીના સહસંપાદિકા છે.) જગતની ઋદ્ધિ કરતાં જિનધર્મની સમ્યક્ ઋદ્ધિની મહત્તા જીવદયા, અહિંસા અને કરુણાના કારણે છે. અહિંસાના પાયા પર ઊભેલી જિનધર્મની ઈમારતના એક એક સ્ટેપને જોઈએ. જયાં અહિંસા છે ત્યાં વિચાર, વાણી, વર્તનમાં સત્યતાના જરૂર દર્શન થાય. સત્ય શું છે ? “સત્ત્વે થ્રુ મળવં’” સત્ય તો ભગવત્ સ્વરૂપ છે. પ્રતિક્રમણ સૂત્રના પાંચમા શ્રમણસૂત્રમાં કહ્યું છે કે, “નિપંચ પાવવાં સર્જા, ગળુ હેલિયં, પહિપુŘ .....' અર્થાત્ નિગ્રંથ પ્રવચન (તીર્થંકરની વાણી) સત્ય છે, અચળ (સર્વશ્રેષ્ઠ), કેવલ પ્રરૂપિત, પ્રતિપૂર્ણ આદિ. ઘણા વિશેષણો યુક્ત છે. વળી એવું છે કે, “તમેવ સર્જા નિઃશં ં, નં નિળેä વેડ્યું' તે જ સત્ય છે, જે જિન પ્રરૂપિત છે. યદ્યપિ આ કથન સર્વમાન્ય ન પણ હોય, તેથી એવો પ્રશ્ન ઉદ્ભવી શકે કે, “જિનેશ્વરો કહે તે સત્ય જ હોય એવું કેમ કહી શકાય ?’’ તેના જવાબમાં આગમ શાસ્ત્ર શ્રી દશવૈકાલિક સૂત્ર શાખ પૂરે છે કે, અસત્ય બોલવાના ચાર કારણો છે. “સે હોદ્દા વા, લોહા વા, મયા વા, જ્ઞાસા વ” એટલે કે ક્રોધ, લોભ, ભય, હાસ્ય (હાંસી-મજાક) થી વ્યક્તિ અસત્ય ભાષણ કરે. તીર્થંકરોને મોહનીયકર્મની અનુપસ્થિતિમાં ક્રોધાદિ ચારેય કારણો વિદ્યમાન ન હોવાથી તેઓ જે બોલે તે સર્વથા સત્ય હોય. (૧૭૮) Page #90 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા સત્યને સાગરની ઉપમા આપી શકાય, કારણ કે તેમાં સાગરની જેમ અગાધતા અને ઊંડાણ હોય. જેમ કૂવામાં પાણી ભરવા માટે ઘડો ઉતારવામાં આવે, એમાં પાણી ભરાઈ ગયા પછી રસ્સીથી ઉપર લાવવા ખેંચીએ પણ પાણીની સપાટીથી નીચે હોય ત્યાં સુધી ખેંચવામાં વજન ન લાગે, તેમ સત્ય અગાધ અને ઊંડાણવાળું હોવાથી સત્ય આચરનારને બોજ ન લાગે ! હળવાયફૂલ રહે ! સત્ય બોલનારને પહેલા શું બોલ્યા હતા તે યાદ રાખવું ન પડે, તેથી ટેન્શન ફ્રી રહી શકે. અચૌર્ય :- અહિંસાના પાયા પર ઊભેલી ઈમારતનું આ ત્રીજું સ્ટેપ છે. અહિંસાના સામ્રાજ્યમાં ચોરી થાય એ અસંભવ છે. ચોરી માટે જૈનપરિભાષાનો શબ્દ છે - અદત્તાદાન :- અદત્ત - જે કોઈએ આપ્યું નથી, તેનું આદાન-ગ્રહણ કરવું. અર્થાત્ અન્યની વસ્તુ આદિ પર માલિકીભાવ રાખવો તે ચોરી. તેનાથી અટકવું તે અચૌર્ય. બ્રહ્મચર્ય :- અહિંસા, સત્ય, અચૌર્ય ગુણો હોય ત્યાં સાત્ત્વિકતા પ્રગટે. આત્મા સ્વસ્વરૂપમાં લીન રહે, બ્રહ્મભાવમાં રમણતા તે બ્રહ્મચર્ય. વિષયવાસનાથી ઉપર ઉઠી આત્મગુણોમાં સ્થિરતા આવે. ભૌતિક જગતના રંગરાગથી પર રહી ઈન્દ્રિયવિજેતા બની આંતરજગતમાં સ્થિત થાય. અહિંસાના આરાધક, સત્યના ચાહક, અચૌર્યગુણના ઉપાસક અને બ્રહ્મત્વના સાધક આત્માને અપરિગ્રહ ભાવ, નિષ્પરિગ્રહીપણું સહજ આવી જાય. પરિગ્રહ = મૂર્છાભાવ, આસક્તિભાવ, મમત્વ, મારાપણાના ભાવ. વ્યક્તિ માત્ર પોતાની જ નહીં, પરિવારની, સાત પેઢીની, જેને મારા માન્યા તેની ચિંતા કરે, સુખસુવિધા માટે ધન, સોનુ, ચાંદી, જમીન જાયદાદ આદિ (૧૭૯) જૈનદર્શન અને ગાંધી વિચારધારા પરિગ્રહ એકત્ર કરવા સતત પ્રયત્નશીલ રહે અર્થાત્ વ્યવસાયમાં જ ગુંચવાયેલા રહે, પરંતુ અહિંસાથી પ્રભાવિત, પ્રતિષ્ઠિત આત્મા, જેના લોહીના બુંદેબુંદમાં અહિંસા પ્રવાહિત હોય તે બાહ્ય તથા આત્યંતર પરિગ્રહથી દૂર રહે. ઉપરોક્ત પાંચ (૧) અહિંસા (૨) સત્ય (૩) અચૌર્ય (૪) બ્રહ્મચર્ય (૫) અપરિગ્રહ - એ જિનધર્મના ધબકતા પ્રાણ છે, પાયાના મુખ્ય સિદ્ધાંતો છે. શ્રાવક ધર્મમાં આ પાંચેયનું ગરિમાયુક્ત ‘અણુવ્રત’ તરીકેનું સ્થાન છે. તેમજ સાધુધર્મમાં આ પાંચેયનું મહિમાભર્યું ‘મહાવ્રત’ તરીકેનું સ્થાન છે. આ પાંચેયનું પાલન કરવા શ્રાવકનું દેશવિરતિચારિત્ર અને સર્વથા પાલન કરવાથી સાધુનું સર્વવિરતિચારિત્ર છે. તીર્થંકરો કેવળજ્ઞાન (માત્ર જ્ઞાનદશા) થી ત્રણ કાળના, ત્રણ લોકના સર્વ ભાવોને જાણતા હોવાથી કેટકેટલી બાબતો આગમરૂપે પ્રરૂપી છે. જિનધર્મની પ્રત્યેકવાતોનો ઉલ્લેખ પણ અત્ર આપણે કરી ન શકીએ. માત્ર જિનધર્મના હાર્દ સમાન મુખ્ય પાંચ સિદ્ધાંતો જ જોઈ રહ્યા છીએ. અહિંસાદિ પાંચેય સિદ્ધાંતો માત્ર ને માત્ર જિનધર્મની જ દેન છે. હા, અન્ય (૨) ધર્મો ક્વચિત્ કદાચિત્ એક-બે સિદ્ધાંતોનું આંશિક પાલન જણાય. આ છે મહામૂલા, મોંઘેરા જિનધર્મનું માહાત્મ્ય ! અને પ્રાયઃ જિનના અનુયાયીઓ – જૈનો જ આમનું પાલન કરતા હોય છે. સદ હામિ, પતિયામિ, રોએમિ, ફાસેમિ, પાલેમિ, અણુપાલેમ .... આદિ છ એ કેટેગરીથી જૈનો શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ, સ્પર્શના, પાલન, અનુપાલન કરતા હોય છે. આપણને તો જન્મથી, ગળથૂથીમાંથી આ ધર્મના સંસ્કારો મળ્યા અને યથાશક્તિ પાળીએ... પરંતુ, “સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર, મુંબઈ” આયોજિત “જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૧૩” માં પ્રસ્તુત વિષય બહુ મજાનો છે. (૧૮૦) Page #91 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શન અને ગાંધી વિચારધારા “જિનધર્મ અને ગાંધી વિચારધારા” આ વિષયમાં જેમને જન્મથી જૈનકુળ, જિનધર્મ ન મળ્યો છતાં જિનધર્મથી પ્રભાવિત થયા હતા અને ઉપરોક્ત પાંચ સિદ્ધાંતોને જીવનમાં અપનાવ્યા હતા, તેવા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાધીજીની જિનધર્મને અનુરૂપ વિચારધારાને સાંકળી લીધી છે... વિષયની પસંદગી કરનારને ધન્યવાદ ! મહાત્મા ગાંધીજી અંતઃકરણના ભાવોપૂર્વક જિનધર્મના સિદ્ધાંતો સાથે સંમત હતા. સૌરાષ્ટ્રના પોરબંદર શહેરના મોઢવણિક જ્ઞાતિમાં જન્મેલા શ્રી મોહનલાલ કરમચંદ ગાંધીનું જીવન અત્યંત સાદગીભર્યું હતું. “Simple living and high thinking” આ વાક્ય એમના જીવનમાં સાંગોપાંગ સાકાર થયું હતું. જ્યાં પણ મહાત્મા ગાંધીજીના ફોટા કે સ્ટેચ્યુ જોઈએ ત્યાં પહેલી નજરે જ તેમનો નિષ્પરિગ્રહ ભાવ – માત્ર ધોતી પહેરેલા, સૂકલકડી કાયાવાળા ગાંધીજીની સાત્ત્વિકતા, પવિત્રતા, સત્યનિષ્ઠતા દાદ માંગે તેવા હતા. જીવન જરૂરિયાતની ઓછામાં ઓછી વસ્તુઓનો તેઓ ઉપયોગ કરતા. પરદેશ જતી વખતે જિનધર્મના સંત પાસે માંસાહાર ન કરવું અને દારૂપાન ન કરવું તેવી પ્રતિજ્ઞા કરી હતી, સ્વેચ્છાએ સ્વીકારેલી પ્રતિજ્ઞાને અણિશુદ્ધ પાળી હતી. શ્રીમદ્ રાજચંદ્રજી અને ગાંધીજી સમકાલીન હોવાથી પરસ્પર મળ્યા હોવાના ઘણા ઉલ્લેખો મળે છે. શ્રીમદ્જીની આધ્યાત્મિક વિચારસરણીથી ગાંધીજી ખૂબજ પ્રભાવિત થયા હતા. તાજેતરમાં એક નોટબુકના કવરપેજ પર આ બન્ને મહાપુરુષોના ફોટા જોયા. શ્રીમદ્ભુ એમની આગવી સ્ટાઈલથી સાદા પરિધાનમાં અને ગાંધીજી સુટ પહેરેલા, બાજુબાજુમાં બેઠેલા અને બાજુમાં (૧૮૧) જૈનદર્શન અને ગાંધી વિચારધારા એક વાક્ય લખેલ હતું, “આ પુરુષે (શ્રીમદ્ રાજચંદ્રએ) ધાર્મિક બાબતમાં મારું હૃદય જીતી લીધું અને હજુ સુધી કોઈપણ માણસે મારા હૃદય પર એવો પ્રભાવ પાડ્યો નથી.’’ આ વાક્ય પરથી લાગે કે શ્રીમદ્ઘના સત્સંગથી શ્રી ગાંધી બાપુ કેવા પ્રભાવિત હશે ! અમે પ્રાથમિક સ્કૂલમાં ભણતા હતા ત્યારે અમારા ટીચર ગાંધી બાપુના ત્રણ વાંદરાઓ પૂતળું બનાવી એક કાવ્યપંક્તિ શિખવતા કે, “ગાંધી બાપુના હો ડાહ્યા ત્રણ વાંદરા, ખોટું બોલાય નહીં, ખોટું સંભળાય નહીં, ખોટું જોવાય નહીં હો... ડાહ્યા ત્રણ વાંદરા...” બાળકોને વાંદરા જોવા ગમે. વળી, એક વાંદરાએ મોંઢા પર હાથ રાખ્યા હોય, એક વાંદરાએ બન્ને કાન પર એક એક હાથ રાખ્યો હોય, ત્રીજાએ બન્ને આંખ પર એક એક હાથ રાખ્યો હોય. અમારા ટીચર એક્શન કરાવતા કરાવતા અને ખરાબ ન જોવાના સંસ્કારો આપતા, સમજાવે કે જુઓ ! આ ત્રણેય વાંદરાઓ કરે છે તેમ કરવાનું !... “પુરા મત ચોલો ! ચુરા મત સુનો ! પુરા મત વેચ્યો !’’ ગાંધીજીના સમયમાં ભારતમાં અંગ્રેજો અનુશાસન કરતા હતા. ‘ક્વીટ ઈન્ડિયા’ ની ચળવળ ઉપાડી હતી. મહાપુરુષો બોલે તે મંત્ર બની જાય, મહાન સંતો બોલે તે સ્તોત્ર બની જાય અને તીર્થંકરો બોલે તે શાસ્ત્ર બની જાય. ભાષા પર પ્રભુત્વ, જબરદસ્ત સંકલ્પ બળ. “ગે યા મરેંગે'' આવું કૃતનિશ્ચયીપણું! આ ત્રણેયના સમન્વયથી એમણે ભારતને સ્વતંત્રતા અપાવી. ગાંધીજી અહિંસામાં ભારે આસ્થા ધરાવતા. તેઓ કહેતા કે, જ્યાં શોષણ ત્યાં હિંસા, જ્યાં અન્યાય ત્યાં હિંસા. યંત્રવાદ સાથે સંકળાયેલા (૧૮૨) Page #92 -------------------------------------------------------------------------- ________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) ઉદ્યોગવાદના તેઓ જીવનપર્યત વિરોધી રહ્યા. મનુષ્યની પ્રાથમિક જરૂરિયાત રોટી, કપડાં અને મકાનના ઉત્પાદનના સાધનો સામાન્ય જનસમાજને હાથવગા હોવા જોઈએ એમ ગાંધીજી કહેતા. રાષ્ટ્રપિતા ગાંધીજીએ સમગ્ર દેશનું પરિભ્રમણ કરી, દેશના પ્રશ્નો ઉકેલવા બહુ ઉપયોગી તેમજ પરિણામલક્ષી વિચારો રજૂ કર્યા હતા. તેઓએ તારણ કાઢ્યું કે, દેશમાં આર્થિક, સામાજિક સમસ્યાઓનો વ્યાપ વધી રહ્યો છે. પ્રજાને યેનકેન પ્રકારે એમાંથી ઉગારવી છે. ભારત વિશાળ અને વિવિધતાસભર દેશ હોવાથી તેમાં ખેતી અને ઔદ્યોગિક પેદાશ થવી જોઈએ. ગ્રામીણ અને ખેતીપ્રધાન દેશના ગામડાના વિકાસથી જ દેશનો વિકાસ શક્ય છે. દેશમાં મૂડીની અછત પણ વસ્તી વધારે હોઈ શ્રમ સુલભ છે. માટે પ્રત્યેક વ્યક્તિએ શ્રમ અને ગૃહઉદ્યોગને અપનાવી જીવન જરૂરિયાતની પૂર્તિ કરવી એવો એમનો સતત આગ્રહ રહેતો. ભારતની ગરીબી નાબૂદ થવી જ જોઈએ અને ગામડાઓનું નવસર્જન થવું જોઈએ - એના માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતા. ભારતના ગામડાઓ સ્વાવલંબી બને, સ્વયં સંપૂર્ણ બનવામાં તે પોતાની સર્વશક્તિ લગાવી દે તેવી ગાંધીજીની ભાવના હતી. સ્વદેશી વસ્તુઓના તેઓ હિમાયતી હતા. વિદેશી વસ્તુઓની આયાત કરવી નહીં તેમ આગ્રહપૂર્વક કહેતા. સ્વદેશી વસ્તુઓ વાપરવાથી દેશના નાગરિકોને રોજગારી મળી રહે. પ્રત્યેક વ્યક્તિને કંઈક કામ કર્યાનો સંતોષ થાય અને તે સ્વમાનપૂર્વક જીવી શકે તે માટે ગૃહઉદ્યોગ દ્વારા ખાદીના ઉત્પાદનો શરૂ કરવા. ઘરે ઘરે રેંટિયા અને અમર ચરખા એમણે શરૂ કરાવ્યા. તેઓ કહેતા કે ચરખો હિન્દુસ્તાનના ગરીબોનો પ્રાણ છે. રેંટિયો ચરખો તો સુદર્શન ચક્ર છે. રેંટિયા કે ચરખામાં મૂડી રોકવાની જરૂર નથી. વિના રોકાણે રોજગારી (૧૮૩) - જૈનદર્શન અને ગાંધી વિચારધારા ) મળે પછી સરકારના ફરમાનોથી ડરવાની કે ધનિકોના મોઢાં તાકવાની કાંઈ જરૂર ન રહે. ગાંધીજીનું સ્વમ હતું કે ભારતની પ્રત્યેક વ્યક્તિ સ્વકેન્દ્રિત બને, આત્મનિર્ભર બને ! કામ શોધવા એને ક્યાંય દોડવું ન પડે. જિનધર્મના પાંચ મુખ્ય સિદ્ધાન્તો સાથે ગાંધીજીના આ સર્વવિચારોનો ખૂબ સુમેળ હતો. તે સમયના લોકોએ એ વિચારધારા અપનાવી, ઘરેઘરમાં રેંટિયા અને અમરચરખા ગતિમાન થયા. સૂતર કાંતીને આપે એના પ્રમાણમાં ખાદી મળવા લાગી. ખાદી પહેરવા લાગ્યા. ગાંધીજી કહેતા કે હિન્દુસ્તાનના દુઃખો દૂર કરવા માટે ખાદી કરતા બીજું કોઈ કામયાબ સાધન નથી. કરોડોની કંગાલિયતને દૂર કરવા ચરખો તો કામધેનુ ગાય છે. વિશ્વના નામાંકિત અર્થશાસ્ત્રીઓ, દાર્શનિકો, શાસનકર્તાઓ ગાંધીજીના વિચારોને આવકારતા. અમેરિકાના બરાક ઓબામા એ વિચારોમાં સંમત હતા, આફ્રિકાના નેલ્સન મંડેલા પણ તેમાં આસ્થા રાખતા, વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી પુન્નાગ મીડૉલે જણાવ્યું કે ગાંધીજીની આર્થિક વિચારધારાથી માત્ર ભારતના જ નહીં પણ એશિયાના સર્વ દેશોના પ્રશ્નો ઉકેલી શકાય. ખરેખર ! ગાંધીજી જિનધર્મના પાંચ સિદ્ધાન્તોપૂર્વક જીવનારા યોગીપુરુષ હતા. એમની આત્મકથાને કેવું મજાનું નામ મળ્યું છે ‘સત્યના પ્રયોગો.' આપણે પણ નિયમોમાં દઢ રહી કૃતનિશ્ચયી બનીએ. સફળતાને વરીએ તેવી ભાવના સાથે હું મારી કલમને વિરામ આપું છું. (૧૮૪) Page #93 -------------------------------------------------------------------------- ________________ (જૈનદર્શન અને ગાંધી વિચારધારા જૈનદર્શન અને ગાંધી વિચારધારા શ્રીમદ્ રાજચંદ્રને.... અંતરંગ દશાની કથા મહાત્મા ગાંધીજીને.... માનવ કવિ રાજ તારું આવવું આ અવની પરે શું કહું ? જાણે કોઈ ભૂલા પડેલા ફરિસ્તાની કથા છે. અમે જાણો, બહારથી તને, તે તો અધૂરો છે, દેહથી તું દુબળો ને ફિક્કો, ભીતરથી મધુરો છે. ઝવેરાતના વેપાર તારા, આંખથી દેખાય છે, સોદા બધા ત્રિરત્નના, ત્યાં અંતરંગે થાય છે. તારી કથામાં દેહને, સગપણ તણી ટપકે વ્યથા છે, નિર્મળતાથી ભરેલી, તારી અંતરંગ દશાની કથા છે. ઉપવનની કેડીએ ચાલતા બાપુ ત્યાંતો, કોઈક એક સ્વરે એને રોક્યા. નિરસ ઓ માનવી ! ચાલ્યો ક્યાં જાય? આ બાગની વસંત બોલાવે. હસતાં ફૂલડાને ગાતાં બુલબુલ તને, કોયલનો સુર ના રોકે ? શીળી મીઠી છાંયડી, આંબાની ડાળની તું તાપ મહી કેમ ચાલ્યો જાયે? સુંદર ઝરણાનાં ખળખળતા નીર, તુંજ હૃદય કવિત ના છૂરે? દર્દીલા કંઠથી એ માનવી બોલ્યો મારા દેશમાં દાવાનળ લાગ્યો. મારા બાંધવ બધાં બળતાં અગનમાં, ને હું કેમ છાંયડે બેસું? મારા તે બાગમાં આવશે વસંતને, ઊડશે આઝાદીમાં પંખી. ફૂલડાની જેમ મારા બાંધવ હસશે, ને કોયલની જેમ બેન ગાશે જે દિ' આ બંધન બેડીઓ છૂટશે, તે દિ’ હૃદય કવિતા ગાશે. - ગુણવંત બરવાળિયા ગુંજન' (૧૮૬) ઉરમાં તવ ગીતના “ગુંજન” તણા સુરો રહે છે, એ જ આ સંસાર સાગરનો તરાપો છે. અધ્યાત્મના આ માર્ગને ચીંધી અલૌકિક જે દિશા છે, એ જ દિશાથી તમારા ધામમાં કરવા હવે મુકામ છે. - ગુણવંત બરવાળિયા “ગુંજન’ (૧૮૫) Page #94 -------------------------------------------------------------------------- ________________ ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા) અન્ય કાર્યક્રમોનું આયોજન કરવું. સંસ્કારલક્ષી, સત્વશીલ અને શિષ્ટ સાહિત્યનું પ્રકાશન કરવું. અભ્યાસ નિબંધ વાંચન (Paper Reading), લિપિ - વાંચન અને પ્રાચીન જૈન ગ્રંથો .... (Old Jain, Manuscript) નું વાંચન, જૈન ધર્મ પર સંશોધન M.A., Ph.D., M. Phill કરનારા જિજ્ઞાસુ, શ્રાવક, સંત-સતીજીઓને સહયોગ અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન. જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પ, સ્થાપત્યના ફોટાઓ વગેરેની સી.ડી. તૈયાર કરાવવી. દેશ-વિદેશમાં જૈન ધર્મ પર પરિસંવાદ, પ્રવચન-આયોજન , ઈન્ટરનેટ પર ‘વેબસાઈટ’ દ્વારા જૈન તત્વજ્ઞાન અને સાહિત્ય વિષયક માહિતીનો પ્રચાર કરવો. ( જૈનદર્શન અને ગાંધી વિચારધારા સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફ્લિોસોફીક્લ એન્ડ 1 લિટરરી રીસર્ચ સેન્ટર મુંબઈ - ઘાટકોપર સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની શ્રુતપ્રભાવના વિશિષ્ટ હતી. શાસ્ત્રગ્રંથોનું પરિશીલન , તાડપત્રીય ગ્રંથોને સંગ્રહ અને જાળવણી, શાસ્ત્રાભંડારો અને પાઠશાળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું. આ સંદર્ભમાં પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મયોગિની પૂ. લલિતાબાઈ મ.સ. ના વિદ્વાન શિષ્યા પૂ. ર્ડો. તરુલતાજીની પ્રેરણાથી સૌરાષ્ટ્ર કેસરી પૂ.પ્રાણગુરુ જન્મશતાબ્દી સમિતિ, મુંબઈના સહયોગથી ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજ્યશ્રીની જન્મશતાબ્દી પ્રસંગે સંસ્થાએ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફ્લિોસોફી એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટરની સ્થાપના કરી છે. સેન્ટર ઉદ્દેશ આ પ્રમાણે છે : જૈન તત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું. સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મના સાહિત્યનું પ્રકાશન કરવું. જૈન ધર્મનાં તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજૂઆત કરવી. પ્રાચીન હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ કરવી. જૈન ધર્મને કેન્દ્રમાં રાખી માનવ ધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો. - જૈન સાહિત્યના અધ્યયન અને સંશોધનના માટે Work-shop કાર્ય - શાળાનું આયોજન કરવું. જૈન સાહિત્ય જ્ઞાનસત્રનું આયોજન કરવું. - વિદ્વાનો અને સંતોનાં પ્રવચનોનું આયોજન કરવું. - ધર્મ અને સંસ્કારનો વિકાસ અને સંવર્ધન તાય તેવી શિબિર અને સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ આપના સહયોગની અપેક્ષા સાથે જન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર, ટ્રસ્ટી અને માનદ્ સંયોજક અહમ સ્પિરિટ્યુઅલ સેન્ટર ગુણવંત બરવાળિયા E-mail : gunvant.barvalia@gmail.com મો. : 09820215542