________________
ભારતીય જૈન શ્રમણસંસ્કૃતિ અને લેખનકળા આદિથી ખવાવાને લીધે-નષ્ટ થયો હોય ત્યાં પ્રતિને ઉતારો કરનાર લેખકે ખાલી જગ્યા મૂકી હેય, તે સ્થળે માત્ર અતિકલ્પનાથી નવા અક્ષર ઉમેરવાથી પાઠભેદે વધી પડે છે. જેમકે અંજીવિવીિહા–વિિિવડિછી-મંજીવવિડિજી ઇત્યાદિ.
આ પ્રમાણે લેખકો અને વિદ્વાન શોધક તરફથી અનેક કારણોને લઈ હસ્તલિખિત ગ્રંથમાં અશુદ્ધિઓને પુંજ અને અગણિત પાઠભેદો વધી પડે છે.
પુસ્તકસંશોધનની પ્રાચીન-અર્વાચીન પ્રણાલી વિક્રમના બારમા સિકાના પ્રારંભથી લઈ આજ પર્યતમાં લખાએલાં જે પુસ્તકને સંગ્રહ આપણું સામે હાજર છે તે પૈકી લગભગ સોળમી સદી સુધીમાં લખાએલાં પુસ્તકમાં જે અશુદ્ધ, વધારાના કે બેવડાએલા અક્ષરો હોય તેને કાળી શાહીથી છેકી નાખવામાં આવતા હતા અને જે સ્થળે નવા અક્ષરે કે પંક્તિઓ ઉમેરવાની હોય ત્યાં - આવું હંસપગલાનું ચિહ્ન કરી તેને, જે સમાઈ શકે તેમ હોય તો મોટે ભાગે તે જ લીટીના ઉપરના ભાગમાં છોડવામાં આવતી ખાલી જગ્યામાં, અને સમાઈ શકે તેમ ન હોય તો પાનાના હાંસિયામાં કે ઉપર નીચેના ભાઈનમાં * * આવા બે ચેકડી જેવા હંસપગલા ચિહની વચમાં લખતા હતા. તાડપત્રીય પુસ્તકોમાં વધારાના તેમજ બેવડાઈ ગએલા અક્ષરે કે લીટીઓ ઉપર છેકે ન લગાડતાં ઘણીખરીવાર તેને પાણીથી ભૂંસી નાખવામાં આવતા અને તે ભૂંસી નાખેલા અક્ષરોને ઠેકાણે નવા અક્ષરે ઉમેરવાના હોય તો પુનઃ લખવામાં પણ આવતા હતા. સામાન્ય રીતે પુસ્તકમાં જ્યાં પંક્તિઓની પંકિતઓ જેટલા પાઠે બેવડાઈ ગયા હોય અગર નકામા પાઠ લખાઈ ગયા હોય ત્યાં, ખરાબ ન લાગે એ માટે આખી લીટી ઉપર શાહીને છે કે ન લગાડતાં દરેક વધારાની લીટીના આદિ અંતના છેડા ઉપર એકએક આંગળને
– –) આવો ગોળ કોષ્ટકાકાર અથવા ઉલટસૂલટી ગુજરાતી નવડાના આકારનો છે કે લગાડવામાં આવતો હતો. આ પદ્ધતિએ પુસ્તકે સુધારતાં જે પુસ્તકમાં અશુદ્ધિઓનું પ્રમાણ વધારે હોય તેમાં
મેર ડાઘાડૂથી અને છેક છેકી ખૂબ દેખાતાં. આથી સોળમી સદીની આસપાસના વિદ્વાન જૈન શ્રમણોએ આ પદ્ધતિને પડતી મૂકી નીચે પ્રમાણેની નવી રીત અખત્યાર કરી, જે આજે પણ અવ્યવચ્છિન્ન રીતે ચાલું છે. તે આ પ્રમાણે
પુસ્તકમાં જે નિપયોગી અક્ષરે કે પાઠ હોય તે ઉપર હરતાલ કે સફેદ લગાડી તેને ઢાંકી દેવામાં આવે છે. જે એ અક્ષર વંચાય તેમ તેને ભૂંસવા હોય તો હરતાલ-સફેદાને આછે પાતળો લગાડવામાં આવે છે. કોઈ અક્ષરને અમુક ભાગ નકામે હોય, અર્થાત્ ને , મને ૧ કે ૨, ને , ૪ નો , ન ચ, 1નો ઇ, નો વ આદિ અક્ષરો સુધારવાના હોય, તો તે તે અક્ષરના નકામા ભાગ ઉપર હરતાલ આદિ લગાડી ઈષ્ટ અક્ષર બનાવી લેવામાં આવે છે. આ જ રીતે બીજા અશુદ્ધ અક્ષરોને ઠેકાણે જે અક્ષરોની આવશ્યકતા હોય તેને શાહીથી લખી, એ અક્ષરના આસપાસના નકામાં ભાગ ઉપર હરતાલની પીંછી ફેરવી ઇષ્ટ અક્ષરો બનાવવામાં આવે છે. ગ્રંથસંશોધન માટે આ પદ્ધતિને સ્વીકારવાથી પુસ્તકમાં નિરર્થક ડાઘાડૂધી કે એકાએકી દેખાતાં નથી અને માત્ર ખાસ પડી ગએલા પાઠે કે અક્ષરે જ પુસ્તકના માર્જીનમાં લખવા પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org