Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૮૫
---
હતાં. મહાવીરના પિતાનાં પણ ત્રણ નામ હતાં – સિદ્ધત્થ(૧), સિજ્જસ(૬) અને જસંસ. મહાવીરની માતાનાં પણ ત્રણ નામ હતાં – તિસલા, વિદેહદિણા (વિદેહદત્તા) અને પિયકારિણી. મહાવીરની પત્ની જસોયા કોડિણ(૨) ગોત્રની હતી. મહાવીરની પુત્રીનાં બે નામ હતાં અણુજ્જા અને પિયદંસણા, મહાવીરની દૌહિત્રી કોસિઅ ગોત્રની હતી અને તેનાં બે નામ હતાં – સેસવઈ(૧) અને જસવઈ(૨).૩૫ મહાવીરના માતાપિતા તેવીસમા તિર્થંકર પાસ(૧)ના અનુયાયી હતા અર્થાત્ પાર્થાપત્ય હતા. “ મહાવીરના મોટાભાઈનું નામ ણંદિવદ્વણ(૧) હતું અને મોટી બેનનું નામ સુદંસણા(૧) હતું. તેમના પિતૃવ્ય એટલે કે કાકાનું નામ સુપાસ(૭) હતું. ૧૯
33
32
-
મહાવીર ત્રીસ વર્ષ સાગારાવસ્થામાં રહ્યા. માતાપિતાના સ્વર્ગવાસ પછી પોતાની પ્રતિજ્ઞા પૂરી થતાં સમસ્ત રિદ્ધિ-સિદ્ધિનો ત્યાગ કરીને વડીલોની સંમતિથી પોતાની સંઘળી સંપત્તિને આખા વર્ષ સુધી લોકોમાં વહેંચી દીધી અને સંસારનો ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો. માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણપક્ષની દશમના દિને જે સમયે ચન્દ્ર હત્યુત્તરા નક્ષત્ર સાથે લગ્ન હતો અને દિવસની બીજી પૌરુષીમાં પડછાયો પૂર્વ દિશા તરફ વળ્યો હતો તે સમયે, બે દિવસના પાણી વિનાના નકોરડા ઉપવાસ કર્યા પછી૧ અને એક વસ્ત્ર ધારણ કરીને મહાવીરે ચંદપ્પભા(૪) નામની પાલખીમાં ણાયસંડ તરફ પ્રયાણ કર્યું. ત્યાં તેમણે પાલખીને અશોક વૃક્ષ નીચે થોભાવી, તેમાંથી તે પોતે નીચે ઊતર્યા, તેમણે અલંકારો કાઢી નાખ્યા, સ્વહસ્તે પંચમુષ્ટિ લોચ કર્યો, અને એક દેવદૃષ્ય સાથે અનગારાવસ્થામાં પ્રવેશ કર્યો અર્થાત્ શ્રામણ્ય સ્વીકાર્યુ.૪૪ જ્યારે તેમણે સંસારનો ત્યાગ કર્યો ત્યારે તે એકાકી હતા. ૪૫ હવે તેમને મન:પર્યાયજ્ઞાનની પ્રાપ્તિ થઈ જેના વડે તે બુદ્ધિવાળા બધા જીવોના મનોગત વિચારો જાણી શકતા હતા. તે જ દિવસે સૂર્યાસ્તના એક મુહુત્ત પહેલાં તે કુમ્ભારગામ પહોંચ્યા. શરીરની ઉપેક્ષા કરી તેમણે આત્મધ્યાનનો આરંભ કર્યો. દિવ્ય શક્તિઓ, મનુષ્યો અને પશુઓ તરફથી ઊભા થતાં બધાં સંકટોને યા દુઃખોને સમતાથી સહન કરવાનો તેમણે નિશ્ચય કર્યો.૪૦
૪.
પછીના દિવસે મહાવીર કોલ્લાય(૧) સંનિવેશ ગયા. ત્યાં તેમણે બ્રાહ્મણ બહુલ(૨)ના ઘરે પારણાં કર્યાં. ત્યાંથી તે મોરાગ સંનિવેશ ગયા. આસપાસના પ્રદેશમાં વિહાર કર્યા પછી દૂઇજ્જતગની વિનંતીથી મહાવીર પોતાનું પ્રથમ ચોમાસું કરવા માટે પાછા મોરાગ આવ્યા. પરંતુ ઇજ્જતગની નાખુશીના કારણે તે ત્યાં માત્ર પંદર દિવસ જ રોકાયા અને ચોમાસાનો બાકીનો ભાગ અઢિયગામમા ગાળ્યો.૪૮ અક્રિયગામથી મહાવીર પુનઃ મોરાગ ગયા. ત્યાંથી પહેલાં તે દક્ષિણ વાચાલ તરફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org