Book Title: Hriday Sakha Shree Saubhagya Author(s): Raj Saubhag Editorial Committee Publisher: Raj Saubhag Satsang Mandal Sayla View full book textPage 9
________________ અનુભવ સતત રહેતો હતો. તૃષ્ણા, આડંબર અને પૌદ્ગલિક મોટાઈથી આખુંયે જગત પીડાય છે, પણ શ્રી સૌભાગ્યભાઈ જેવા કોઈક જ પરમ સરળ આત્મા દંભરહિત પણે પોતાના સદ્ગુરુ પાસે તેની જાહેરાત કરે છે. આર્થિક પ્રતિકૂળતાથી સૌભાગ્યભાઈનું ચિત્ત વ્યાકુળ તેમજ અશાંત રહેતું. બાહ્ય ઉપાધિનો ઉગ ફરી ફરી પરેશાન કરતો. નિખાલસ, સત્યનિષ્ઠ સૌભાગ્યભાઈએ તે વૃત્તિઓનું દમન ન કરતાં જ્યારે જ્યારે તે અર્થની અનર્થ કામના ઊભી થતી ત્યારે વંચના કર્યા વગર શ્રીમજીને જણાવતા. તેનું પરિણામ એ આવ્યું કે આત્મનિષ્ઠ, નિઃસ્પૃહ શ્રીમદ્જીએ પત્રો વડે પરમ સંતોષ આપનાર અને ભક્તિને જાગૃત કરી આત્માને લક્ષમાં સ્થિર કરાવે એવાં બોધવચનો પુનઃ પુનઃ લખી મોકલ્યાં, જે માત્ર સ્ફટિક જેવા પારદર્શી સૌભાગ્યભાઈનું જ નહીં, પણ જગતના તમામ મુમુક્ષુઓની મુમુક્ષુતાનું રક્ષણ કરી રહ્યા છે. સગુરુની અમીદષ્ટિ આત્મ-ચારિત્ર પર લાગેલા દોષ કે ડાઘથી ત્યારે જ મુક્ત કરાવે છે, કે જયારે પશ્ચાત્તાપને પ્રાયશ્ચિત ભાવે શિષ્ય નિર્દભપણે તેનો એકરાર કરે છે. સંપ્રદાય તથા વાડાઓમાં વહેંચાઈને વિસરાઈ ગયેલા આત્મધર્મને પુનઃ પ્રસ્થાપિત કરવા શ્રીમદ્જી જેવા આપ્ત પુરુષ જ સમર્થ છે એવું દયસખા સૌભાગ્યભાઈ જાણતા હતા. તેથી શ્રીમદ્જીને જગતના મુમુક્ષુ આત્માઓને ઉપદેશવા, પ્રગટ રીતે બહાર આવવા વિનંતી કરતા. શ્રીમદ્જીનું અનન્ય શરણ પામી ક્રિયા જડત્વ અને શુષ્કજ્ઞાનીપણામાં ફસાયેલા મતાર્થી આત્માઓ યથાયોગ્ય ધર્માચરણથી આત્માર્થ સાધી શકે તેમ છે એવો સૌભાગ્યભાઈને સંપૂર્ણ વિશ્વાસ હતો અને તેથી જ બોધીબીજનું ઠામઠામ નિરૂપણ કરી પંચમકાળનું બોધીદુર્લભપણું દૂર કરવા માટે શ્રીમદ્જીને ફરી ફરીને આગ્રહભરી વિજ્ઞપ્તિ કરતા હતા. મુમુક્ષુઓના પરમ બાંધવ શ્રી સૌભાગ્યભાઈ કરતાં પણ અનેકગણી ફિકર પરમ કરુણાÁ શ્રીમદ્જીને હતી. નિવૃત્તિ માટે ક્યારે પોતાનો ઉદયકર્મ સાથ આપશે તેની નિષ્કામ શ્રીમદ્જી સતત રાહ જોતા. સત્ય સનાતન ધર્મઉદ્યોતના મહાકાર્ય માટે જ્ઞાનભાસ્કર શ્રીમદ્જી આત્મશક્તિનો સંચય કરતા હતા. સર્વસંગનો પરિત્યાગ કરી મૂળમાર્ગની પ્રવર્તન થાય તે પહેલાં જ આયુષ્ય પૂર્ણ થયું છતાંયે ગુરુગૌતમ આદિ ગણધરના પ્રશ્નના ભગવાન મહાવીરે આપેલા ઉત્તર વડે જેમ ગણધરવાદ સર્જાયો, કૌતેયપુત્ર ધનુર્ધારી અર્જુનના મનના વિષાદને દૂર કરવા ભગવાન શ્રીકૃષ્ણ ગીતા ગાઈ તેમ જ ભવ્ય શ્રી સૌભાગ્યભાઈના પરસ્પરના સંબંધથી સ્વતંત્ર શાસ્ત્ર શ્રીઆત્મસિદ્ધિની VI દ્વિતીય આવૃત્તિ-પ્રસ્તાવના Jain Education International For Persone v ate Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 314