Book Title: Hriday Sakha Shree Saubhagya Author(s): Raj Saubhag Editorial Committee Publisher: Raj Saubhag Satsang Mandal Sayla View full book textPage 7
________________ ( દ્વિતીય આવૃત્તિ પ્રસ્તાવના પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવનાનું પુનઃ લેખન કરી તેનું નૂતન સ્વરૂપ આ દ્વિતીય આવૃત્તિની પ્રસ્તાવના તરીકે પ્રગટ કરીએ છીએ. પૂ. શ્રી સૌભાગ્યભાઈના દેહવિલયનું શતાબ્દી વર્ષ (૧૯૯૭) ની ઉજવણીના ભાગરૂપે પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રના આ પરમાર્થ સખાને જગતના જીવો આંતરિક રીતે ઓળખી શકે તે હેતુથી આ પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું હતું. શુદ્ધાત્માની અનુભૂતિ અને નિશ્ચય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી ધર્મની યથાર્થ શરૂઆત થાય છે, એવું જાણતા શ્રીમજી તેના પુરુષાર્થી હતા. બાળપણથી જ શ્રીમદ્જીનું ઉન્નત જીવન હતું. અતિશય સ્મરણશક્તિ, જાતિસ્મૃતિજ્ઞાન, અધ્યાત્મ કવિ, તલસ્પર્શી શાસ્ત્રાધ્યયન, પ્રચુર વૈરાગ્ય, અવધાન શક્તિ ધરાવતા શ્રીમજીને આત્માનુભવની, શુદ્ધસમ્યગ્દર્શનની તીવ્ર ઝંખના હતી. આવા ૨૩ વર્ષના શ્રીમદ્જીને સંવત ૧૯૪૬ના પ્રથમ ભાદરવા મહિનાની વદ બીજના દિવસે ૬૭ વર્ષના સોભાગભાઈનો મેળાપ થયો. સૌભાગ્યભાઈને મળતાં કેમ જાણે હંસની ચાંચ પ્રાપ્ત થઈ. દૂધ અને પાણીની જેમ અનંત જન્મોથી પોતાને જે એકરૂપ ભાસતા રહ્યા છે તે આત્મા અને દેહને અલગ પાડવાની યુક્તિ, બીજજ્ઞાનની પ્રાપ્તિ થઈ. આ મેળાપથી હાડોહાડ અધ્યાત્મના રંગે રંગાયેલા શ્રીમદ્જીનું લક્ષ્ય પરમાર્થ પ્રત્યે એવું તો પ્રબળપણે કેન્દ્રિત થયું હતું કે તેઓ સંપૂર્ણપણે આત્મામય બની ગયા. તેમને અહોરાત્રિ આત્મસ્વરૂપની લગની લાગી. શુદ્ધ જ્ઞાયક સ્વરૂપ સાથેનું ઐક્ય વધતું ગયું. વિશુદ્ધ ચેતનાના સતત સહવાસથી અવિનાશી આત્માનો પ્રચંડ આવિર્ભાવ થયો. સંવત ૧૯૪૭ની સાલમાં શુદ્ધ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ. ચિત્તની શુદ્ધતા અને એકાગ્રતા ધરાવતા શ્રીમદ્જીને ધ્યાનમાં પ્રવેશ અને પ્રગતિનું નિમિત્તકારણ સૌભાગ્યભાઈ બન્યા. સૌભાગ્યભાઈના મેળાપ થકી મોક્ષપુરીનું પ્રવેશદ્વાર એવા શુદ્ધ સમ્યગ્દર્શન પ્રત્યેનો એકલક્ષી પુરુષાર્થ જાગ્યો. ધર્મરૂપી વૃક્ષનાં મૂળિયાં ઊંડાં સ્થપાતાં શ્રી સૌભાગ્યભાઈ પ્રત્યે શ્રીમદ્જીને બહુ આદર જાગ્યો. બન્ને આત્માઓને એકબીજા ઉપરનો અપૂર્વ પારમાર્થિક સ્નેહ વેદાયો. પૂ.શ્રી સૌભાગ્યભાઈની પ્રેમસભર વારંવારની વિનંતીને માન આપી પરમકૃપાળુદેવ વવાણિયા જતી વખતે અગર તો પાછા વળતાં સાયલા જરૂરથી પધારતા. પૂ. શ્રી સોભાગભાઈ સાથે પરમકૃપાળુદેવ સાયલામાં એક સાથે વધારેમાં વધારે દસ દિવસ રહ્યા છે. શ્રીમદ્ IV દ્વિતીય આવૃત્તિ-પ્રસ્તાવના Jain Education International For Personel Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 314