________________
આ છે સંયમની મસ્તી. આ છે અલાભ-લાભમાં સમભાવનો આનંદ. ઓ મુનિ ! શું કરવા હાથે કરીને સંક્લેશોમાં રિબાય છે. એક વાર તું શ્રમણત્વના સુખનો રસાસ્વાદ માણી લે, એક વાર આ સમભાવનો સ્વાદ ચાખી લે, પછી તેને કોઈ પ્રેરણાની જરૂર નહીં પડે.
दधद् गृहस्थेषु ममत्वबुद्धिं, तदीयतप्त्या परितप्यमानः।
નિવૃતાન્તરઃ સતા વૈस्तेषां च पापैर्धमिता भवेऽसि॥४६॥
તું ગૃહસ્થોમાં મમત્વબુદ્ધિ રાખે છે અને તેમની ચિંતાથી ખૂબ ચિંતિત રહે છે. આ રીતે તું દુખી તો રહે જ છે, પણ હંમેશા તારા અને તેમના પાપોથી સંસારમાં ભટકવાનો પણ છે.
આ મારો પરિવાર, આ મારું ઘર, આ મમત્વબુદ્ધિ પર જ ગૃહસ્થનો સંસાર ચાલે છે, તેમ આ મારા શ્રાવક, આ મારા ભક્તો, આ મારું ક્ષેત્ર, આ મારો ગઢ એને ગૃહસ્થો પરની મમત્વબુદ્ધિ કહેવાય. એક વાર આ મમત્વબુદ્ધિ આવે, એટલે અહીં પણ સંસાર ચાલુ થઈ જાય.
પછી તો એમની સાંસારિક બાબતોમાં ય માથું મારવાનું ચાલું થઈ જાય. જેમ ગૃહસ્થને ચોવીસ કલાક ઘરની, ધંધાની, છોકરાછોકરીનું ઠેકાણું પાડવાની ચિંતા હોય, એમ એ જ બધી ચિંતાઓ એના પર મમત્વ રાખવાથી સાધુને ય સતાવવા લાગે. લેવા-દેવા વગર હાથે કરીને દુઃખી થવું એ આનું નામ. નથી તું એની ચિંતાઓ દૂર કરવાનો, અરે, એ કદાચ આ ચિંતાઓ દૂર કરવા તું પ્રયત્ન કરે તો એમાં સફળતા મળે કે ન મળે, સંયમજીવનમાં તો તારી નિષ્ફળતા નિશ્ચિત જ થઈ જશે. એક તો તારા પોતાના પાપો અને બીજા તારા મમત્વના વિષયભૂત ગૃહસ્થોના
(૧૩૯)