________________
યથાશક્તિ યુતના કરતા એવા તેમના પ્રત્યે બહુમાન રાખવું. બહુમાન, વંદન, નિવેદન, યત્નપૂર્વક પાલન અને ઉપકરણદાન, આ ગુરુપૂજા જાણવી ॥ ૪-૬ |
તેથી અશઠ એવા બહુશ - કુશીલો જેઓ યથાશક્તિ એટલે ગમનાદિના સામર્થ્યને અનુસારે, કાળ દુષમા, તેને ઉચિત જયણાથી સંયમમાં યત્ન કરે છે, તેમનું બહુમાન=પૂજા કરવી જોઇએ. પૂજા જ વ્યક્તરૂપે કહે છે. બહુમાન એટલે માનસિક પ્રીતિ. વંદન એટલે દ્વાદશાવર્ત નિવેદના કરવી જોઈએ. (૧) દ્રવ્યથી ધન-ધાન્યાદિનું સમર્પણ. (૨) ભાવથી સર્વાત્મના સર્વસ્વનું મનસહિત સમર્પણ. પાલના એટલે આ જ પરમ રહસ્ય છે એમ માનીને આદરથી યત્નપૂર્વક તેમના આદેશનું પાલન. ઉપકરણનું એટલે કે વસ્ત્ર-પાત્ર વગેરેનું દાન. ‘એવ’ કાર સમુચ્ચય અર્થમાં છે. ‘ચ’ કારથી અભ્યુત્થાન-ગુરુ આવે ત્યારે સંભ્રમથી ઊભા થવું, અભિગમ-ગુરુની સન્મુખ જવું, અનુગમન-ગુરુને વળાવવા જવું, વગેરે પણ ગુરુપૂજા છે એમ જાણવું. अथ स्नातकापेक्षया हीनगुणनिर्ग्रन्थानां बकुशकुशीलानां कथमित्थं प्रतिपत्तिरित्याह
पलए महागुणाणं हवंति सेवारिहा लहुगुणावि । अत्थमिए दिणनाहे अहिलसइ जणो पइवंमि (पि) ॥ ६ ॥
(સ્પા,)
नवरं प्रलये महागुणानां अर्हदुपदिष्टानाम् ॥ ६ ॥
બકુશ-કુશીલો તો સ્નાતકની અપેક્ષાએ હીન ગુણવાળા નિગ્રંથો છે, તો તેમની આવી સેવા શા માટે ? એનો જવાબ આપે છે- જ્યારે મહાગુણવાળાઓનો વ્યુચ્છેદ થાય છે, ત્યારે નાના ગુણવાળા પણ
( ૧૯૪ )