Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
दसणमुद्धिपगरक-सम्मतपगरपं
૧૪૩
ता कइया तं खुदीपं, सा सुतिही तं भवे सुनक्खत्तं । जम्मि सुगुरुपरतंतो, चरणभरधुरं धरिस्समहं ॥११३॥ सव्वत्थ अस्थि धम्मो, जा मुणियं जिण न सासणं तुम्ह । कणगाउराण कणगं व, ससियपयमलभमाणाणं ॥११४॥ अट्ठारस जे दोसा, आयारकहाए वनिया सुत्ते । ते वज्जतो साहू, पन्नत्तो वीयराएहिं ॥११५॥ पढमं वयछक्कं, कायछक्कं अकप्पगिहिभायणं । पलियंकनिसेज्जा चि य, सिणाणसोहाविवज्जणयं ॥११६॥ ખરેખર આ રાગાદિ શત્રુઓ ભયંકર છે, આત્મા ઉપર વારંવાર આક્રમણ કરે છે, અને આત્માને સ્વરૂપથી ભ્રષ્ટ કરે છે માટે જ્યારે તે શુભદિવસ આપશે ? ક્યારે નંદા આદિ શુભતિથિ અને પુષ્ય આદિ શુભ નક્ષત્ર આવશે ? કે જે. શુભ દિવસ-તિથિ અને નક્ષત્રમાં, હું સદુગુરૂને પૂર્ણ સમર્પિત થઈને ચારિત્રના ભારની ધુરાને અંગીકાર કરીશ ! ૧૧૩
હે જિનેશ્વર પ્રત્યે ! જેમ ચૂિર્ણને ખાનારે માણસ જ્યાં સુધી સાકર યુક્ત દૂધને પીતા નથી, ત્યાં સુધી ઈંટ વિગેરે સર્વ પદાર્થોમાં તેણે સુવર્ણની ભ્રાંતિ થાય છે. તે જ માણસ જ્યારે દૂધને પીએ છે, ત્યારે તેની તે ભ્રાંતિ દૂર થાય છે, તેમ જે કોઈ વ્યક્તિ જ્યાં સુધી તારા શાસનને પામતો નથી ત્યાં સુધી જ તેને “શિવ-શાકય આદિ સર્વ દર્શનોમાં ધર્મ છે” તેવી ભ્રાંતિ થાય છે પરંતુ તારા શાસનને પામ્યા પછી તેની તે બ્રાતિ દૂર થાય છે. ૧૧૪
સાધુતત્વ :
આગમગ્રંથમાં તથા દશવૈકાલિકના “આચારકથા” નામના છઠ્ઠા અધ્યયનમાં જે અઢાર દે જણાવ્યા છે, તે અઢાર દેને ત્યાગ કરનારને શ્રી જિનેશ્વર દેવે સાધુ કહ્યો છે.–૧૧૫
અઢાર દોષો :
પ્રથમ પ્રાણાતિપાત વિરમણથી માંડીને રાત્રિભે જન વિરમણ સુધીના છ વતેની વિરાધના કરવી, પૃથ્વીકાય આદિ છ કાચની વિરાધના કરવી, બે પ્રકારના અકલ્પનું સેવન કરવું, ગૃહસ્થનાં ભાજનવાસણને ઉપયોગ,