Book Title: Hitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Author(s): Prabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
Publisher: Naginbhai Paushadhshala
View full book text
________________
दसणसुखिपगरणं-सम्मत्तपगरण
૧૭૭
वयसमणधम्म संजम-वेयावच्चं च बंभगुत्तीओ। नाणाइतियं तवकोह-निग्गहाइ चरणमेयं ॥२६३॥ पिंडविसोही समिई, भावण-पडिमाय इंदियनिरोहो । पडिलेहणगुत्तीओ, अभिग्गहा चेव करणं तु ॥२६४॥ सम्मग्गस्स पयासगं इह भवे गाणं तवो सोहणं । कम्माणं चिरसंचियाण निययं गुत्तीकरो संजमो। बोधब्बो नवकम्मुणो नियमणे भावेह एवं सया ।
एसि तिण्हवि संगमेण भणिओ मोक्खो जिणिदागमे ॥२६५॥ થાય તે જ જગલને વટાવી શકે છે, તેમ સમ્યગ્દષ્ટિ આત્મા પણ ચરણ અને કરણથી વિકળ હોય તો મુક્તિ પામી શકતો નથી. ર૬૨
ચરણસિત્તરિ :
પાંચ મહાવ્રત, દશવિધ શ્રમણધર્મ, સત્તર પ્રકારનો સંયમ, દશ પ્રકારની વૈયાવૃત્ય, નવ પ્રકારની બ્રહ્મગુપ્તિ, જ્ઞાનાદિત્રિક, બાર પ્રકારનો તપ અને ક્રોધાદિ કષાયનો નિગ્રહ આ સિત્તર પ્રકારનું ચરણ (ચારિત્ર) કહેવાય. ૨૬૩
કરણસિત્તર :
પિંડ આદિ ચારની વિશુદ્ધિ, પાંચ સમિતિ, બાર ભાવના, બાર પ્રકારની પ્રતિમા, પાંચ ઈન્દ્રિયોને નિગ્રહ, પચીશ પ્રકારની પ્રતિલેખના, ત્રણ ગુપ્તિ અને દ્રવ્યાદિ ચાર અભિગ્રહે આ પ્રમાણે સિતેર પ્રકારને કરણગ કહેવાય. ૨૬૪
આ લેખમાં જ્ઞાનગુણું સન્માને પ્રકાશક છે, તપ ગુણ ચિરકાળથી એકઠાં થયેલ કર્મોની શુદ્ધિ કરનાર છે અને સંયમ નવા પાપકર્મોથી રક્ષણ કરનાર છે. નિરંતર આ ભાવનાથી મનને ભાવિત કરવું જોઈએ કારણ કે- શ્રી જિનેશ્વરદેવના આગમમાં ફરમાવ્યું છે કે–પૂર્વોક્ત ત્રણેય (જ્ઞાન-તપ અને સંયમ)ના સંગમથી જ મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. ૨૬૫ 1 gfસ. મુ. 2 નિriામે દે ! ૧૨