________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
પરાવૃત્ત થઈ માનેલા ઉચ્ચ ધંધામાં પ્રવિષ્ટ થવા તરફ જ હોય છે. એટલે પિતાના મત પ્રમાણે તે તે વર્ણતર કરી નીચેના વર્ણમાંથી ઉચ્ચ વર્ણમાં પ્રવેશ કરે છે અને એમાં પિતાની ઉન્નતિ થઈ સમજે છે. જેઓએ જુદા જુદા થરોની જનન સંખ્યા અને મૃત્યુસંખ્યાને ખરેખર અભ્યાસ કર્યો છે, તેઓ જાણતા હશે કે ઉપરના વર્ગમાં જવાની તૈયારી વખતે અથવા તે વર્ગમાં પ્રવેશ કરવાની સાથે જ તે વર્ગની જનન સંખ્યા ઓછી થવા લાગે છે. આ પરિણામ સર્વ સ્થળે સર્વકાળે બનતું દેખાઈ આવે છે. ત્યાં ધીમે ધીમે તે શુક્રબિંદુનો નાશ થાય છે. એટલે પરિણામ શું આવ્યું તે જુઓ. જે ઘરમાં પહેલાં તે રહેતો હતો તે ઘરમાં જ રહી તે કાર્યકર્તા થઈ શક્યો હોત, ત્યાંથી પણ તે નષ્ટ થા. પિતાને થર છોડી બીજા થરમાં પ્રવિષ્ટ થયો અને ત્યાં પણ તે કેટલાંક વર્ષો પછી નષ્ટ થયો. આને અર્થ એટલે જ કે જે સમાજમાં એ પ્રક્રિયાઓ ચાલુ હોય છે તે સમાજને નાશકાલ બહુજ નજીક આવ્યો છે એમ સમજી લેવું. તે રાષ્ટ્ર આજે ગમે તેટલું મોટું દેખાય છતાં આવા પ્રકારની સમાજરચનામાં નાશ નક્કી જ હોય છે. આવા પ્રકારની અંગ્રેજી સમાજની સ્થિતિ થઈ એમ ઘણા શાસ્ત્રોનો મત છે. અમેરિકામાં પણ એંગ્લાસૈકસન વંશ ધીમે ધીમે ઘટતા જઈ તેમની જગા ઇતરવંશે લઈ લેવા લાગ્યા છે. આ નવા લેકે પહેલાના લેકાની સામાજિક ઘટના એક બે પેઢીઓમાં હસ્તગત કરી લેશે. પરંતુ એટલી વાત નિશ્ચિત છે કે તેમનાથી કદી પણ પિતાના શરીરમાં ન હોય એવી શકિત ઉત્પન્ન કરી શકાશે નહિ અને પહેલાની શકિતઓ ઓછી પણ કરી શકાશે નહિ. આગળ કહ્યા પ્રમાણે સુપ્રભાશાસ્ત્રની મદદ સિવાય, માનવવંશની સુધારણા કરવાના પ્રયત્નો કોઈ પણ પ્રકારની સફળતા મેળવી શકશે નહિ.
નાં આવા જ સમજી લે છે તે સમાજને
1 National welfare and national decay-Mo Dougal; National life from the stand-point of Sceience-Pearson; Balance of births over deaths-Kuzinski.
For Private and Personal Use Only