________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવાહવિચાર
આ પેટા જાતિઓનું એકીકરણ કરવા પહેલાં નીચેના પ્રશ્નોને
વિચાર કરે પડશે–(૧) હાલે જે જાતિઓ ૬ એકવણું મનાય છે, તે ભિન્ન જાતિઓ એકીકરણ માટે ભુતકાળમાં કયારેક એક વંશમાંથી જ બનેલી દર્શાવવામાં આવેલા હતી કે કેમ? (૨) તે ભિન્ન જાતિઓ હેતુઓ અને તેમનું એક વંશમાંથી બનેલી હોય તો તેમનું ખંડન વિભક્તીકરણ કયા તત્વોનુસાર થયું ? કયારે
થયું ? અને તે પછી કેટલી પેઢીઓ વીતી ? અને એટલે પેઢીઓ વીત્યા પછી તે જાતિઓ સમાનવંશીય રહે છે કે તેને લીધે એક જ વંશનો ઉપવંશ બને છે ? તેમના જીવનગલકાની ચુંટણી કઈ પદ્ધતિ અનુસાર થતી ગઈ ? વગેરે અનેક પ્રશ્નોને વિચાર કરે પડશે.
(૩) તે જાતિઓ મૂળમાં જ જે એકવંશીય ન હોય તો એ ભિન્ન વંશીય પ્રજા કયા કારણોથી એક સમૂહમાં અંતર્ભત થઈ ? તે કારણે તેમને એકવંશીય બનાવવા માટે સમર્થ છે કે કેમ? તે
જાતિઓ સંસ્કૃતિથી સમાન થઈ હતી કે એક જ સ્વરૂપના ધંધા કરવાથી સમાન થઈ હતી ?
સમાજસુધારક નામને જે પ્રાણી વર્ગ હિંદુસ્તાનમાં ઉત્પન્ન થયા છે તે એવા મતલબનું કહે છે કે, “આ સમૂહ પહેલાં એકરૂપ હતા અને જુદાં જુદાં કારણોથી તે વિભિન્ન થયા છે. એક શાસ્ત્રીજી કહે છે કે, “આચાર, વ્યવસાય, આહાર, ઉપાસ્ય, ક્રાન્તિ, ઉણાત એવાં અનેક કારણોથી જાતિઓ બને છે. એક જાતિમાં અનેક પેટા જાતિઓ પણ હોય છે.” ધારે કે શાસ્ત્રીજીએ કહી છે તે કારણ પરંપરા પ્રમાણે મુખ્ય જાતિઓ બની છે એમ માની લઈએ તે પછી પેટા જાતિઓ શાં કારણોથી ઉત્પન્ન થઈ એને ખુલાસો શાસ્ત્રીજીએ બીજું એકાદ મંથન પ્રસિદ્ધ કરી કરે. ઠીક, આ સર્વ
For Private and Personal Use Only