________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હીરવિજયસૂરિ
અબુલફઝલે પાંચ વર્ગ પાડ્યા હતા. એ એકસો ચાલીસ વિદ્વાનેની યાદી અબુલફઝલે આઈને અકબરીમાં આપી છે. એમાં હરીજસૂર વિજયીસેનસૂર, અને ભાનચંદ્ર એવાં ત્રણ નામે છે. આ ત્રણ નામે હીરવિજયસૂરિ, વિજયસેનસૂરિ અને ભાનચંદ્ર ઉપાધ્યાયનાં છે એમ સ્પષ્ટ દેખાય છે. પ્રથમ વર્ગના વિદ્વાનોની વ્યાખ્યા અબુલફઝલે નીચેના શબ્દોમાં આપી છે:
સમ્રાટ કે જે પોતે ભૌતિક અને આધિભૌતિક જગતને નાયક અને બહારના તેમ જ આંતરિક જગત ઉપર સાર્વભૌમ સત્તા ચલાવે છે તે પણ ખાસ લક્ષમાં લેવા ગ્ય પાંચ પ્રકારના સંતોને માન આપે છે. પ્રથમ વર્ગના પિતાના સિતારાના પ્રકાશમાં બાહ્ય તેમ જ અંદરની વસ્તુઓના ગુપ્તભેદો, રહસ્યો જોઈ શકે છે અને પિતાની સમજ તથા પિતાની દૃષ્ટિવિશાળતા વડે વિચારનાં બન્ને રાજ્યપ્રદેશ સારી રીતે જાણી શકે છે.'
અબુલ ફઝલે હીરવિજ્યસૂરિને આ પ્રથમ વર્ગના સંતમાં સ્થાન આપ્યું હતું.
For Private And Personal Use Only