________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
૨૩
-એમ કહે છે. તે વાત બેનના બોલમાં (બહેનશ્રી ચંપાબેનનાં વચનામૃતમાં) આ પ્રમાણે આવી છે:
નિર્વિકલ્પ સ્વાનુભૂતિની દશામાં આનંદગુણની આશ્ચર્યકારી પર્યાય પ્રગટ થતાં આત્માના બધા ગુણોનું (યથાસંભવ) આંશિક શુદ્ધ પરિણમન પ્રગટ થાય છે અને બધા ગુણોની પર્યાયોનું વેદન થાય છે.”
અંદર આત્મા પૂર્ણાનંદનો નાથ છે તેની જેને દષ્ટિ થઈ છે તેને “વસ્તુ અંતરમાં પરિપૂર્ણ છે” એવો અનુભવ-વેદન થતું હોવાથી, અનંત ગુણોનું અંશે યથાસંભવ વ્યક્તપણું થયું હોવાથી, તે સમકિતી છે. ૩૫.
ભગવાન સર્વજ્ઞના મુખારવિંદથી નીકળેલી વીતરાગ વાણી પરંપરાએ ગણધરો અને મુનિઓથી ચાલી આવી છે. એ વીતરાગી વાણીમાં કહેલાં તત્ત્વોનું સ્વરૂપ વિપરીતાભિનિવેશ રહિત જેને બેઠું છે તે ભવ્ય જીવના ભવ નષ્ટ થઈ જાય છે. એને ભવ રહે જ નહિ. ભગવાનની વાણી ભવનો ઘાત કરનારી છે, એ જેને બેસે તે જીવની કાળલબ્ધિ પણ પાકી ગઈ છે. ૩૬.
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદવ સમયપ્રાભૃતમાં કહે છે કે, હું જે આ ભાવ કહેવા માગું છું તે અંતરના
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com