Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited
View full book text
________________
ભાષાઃ ઐતિહાસિક દૃષ્ટિએ વિભાગ ૧૩ પ્રત્યયલતા–ભાષાના ચોથા વિકાસક્રમમાં નિપાતે પ્રત્ય તરીકે ઓળખાતા પણ નથી. આથી શબ્દ પ્રથમ ક્રમમાં હોય છે તેમ પ્રત્યયરહિત દેખાય છે અને પ્રત્યયની ગરજ સારવા નવીન, સાહાકારક શબ્દ વાપરવા પડે છે. આ સ્થિતિને પ્રત્યયલુપ્તા કે વિભાગત્મિકા કહી શકાય. અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા એવી છે.
ચોથો ક્રમ બીજા ક્રમને કેટલેક અંશે મળતો છે. એમાં પણ નિપાત શબ્દની પૂર્વે કે પછી આવે છે. આથી, ઘણે સ્થળે વાક્યમાં શબ્દને સ્થળ પરથી તેનો અર્થ સમજાય છે. અંગ્રેજીમાં of, to, in, for, એ અવ્યય શબ્દોથી જુદાં છે; પરંતુ એ શબ્દ એકલા વાપરી શકાતા નથી; કેમકે એકલા એ શબ્દોને કંઈ અર્થ થતો નથી. શબ્દના ગમાં વપરાય છે, ત્યારેજ એ અર્થને બંધ કરે છે. અંગ્રેજી જેવી ચોથા ક્રમની–વિભાગાત્મિક ભાષામાં પણ ત્રીજા ક્રમના અંશ કવચિત ક્વચિત જોવામાં આવે છે. નામનું બહુવચન, ક્રિયાપદનું બીજા અને ત્રીજા પુરુષ એકવચન, છટ્રી વિભક્તિ, અને વિશેષણનાં તુલનાત્મક રૂપ પ્રત્યથી દર્શાવાય છે.
જેટલી સંસ્કૃત ભાષા પ્રત્યયાત્મિકા છે તેટલી ગુજરાતી નથી. એમાં ઘણું પ્રત્યય ઘસાઈ ગયા છે અને એમાં ત્રીજા અને ચોથા, બંને ક્રમના અંશ જોવામાં આવે છે.
પ્રકરણ ૩જું ભાષા: ઐતિહાસિક દૃષ્ટિએ વિભાગ આર્ય પ્રજા-ભાષાવિજ્ઞાનીઓએ દુનિયાની ભાષાઓના શાસ્ત્રીય અભ્યાસથી એવું સંશોધન કર્યું છે કે ઈ. સ. ની પૂર્વે લગભગ ૨,૦૦૦ વર્ષ ઉપર એશિઆના મધ્ય પ્રદેશમાં આર્ય લેકે રહેતા હતા. તેમનું સામાન્ય વસતિસ્થાન ખેકન્ડ અને બદક્ષનના ડુંગરમાં હતું. એ પ્રજાને પ્રાચીન ઇતિહાસ નથી, પરંતુ ભાષાશાસ્ત્રીઓની શોધથી એવું નક્કી થઈ ચૂક્યું છે કે આર્ય પ્રજાની શાખાઓ મૂળ સ્થાનમાંથી એશિઆ