Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૩૭
મેળવી તે મળી તે એડિટ કરવા કબૂલ ચાઉ છઉં. માત્ર એટલું કે ઃ અશ્લીલ કે ગ્રામ્ય ભાગ સિવાય કંઇ પણ તેમાંથી કાઢી નાંખવું નહિ. અને પશ્ચિમ દેશની આવાં પુસ્તકા પ્રસિદ્ધ કરવાની પદ્ધતિ છે તેને અનુસારે તેમાં એડિટર તરફના કંઇ પણ ફેરફાર કર્યાં સિવાય જે સમયનાં તે પુસ્તક હોય તે સમયની ભાષાનું તેમણે ખરેખરૂં અને તાદશ પ્રતિબિંખ આપવું જોઇએ, કે તેથી ભાષાશાસ્ત્રના અભ્યાસીઓને તેમજ શેાધાને ઉપયેગી થઇ પડે. તેની સાથે ઘટિત પ્રસ્તાવના અને નોટમાં જે સમજૂત, ખુલાસા કે ફેરફાર જણાવવા હોય તે એડિટર ખુલાસાવાર જણાવે—પણુ મૂળને છેડે નહિ. આ બાબતનું ઉપયોગીપણું આપ તથા આપણી કમીટિ અને સાસાખટ સારી રીતે સમજે છે તેથી તેમાં વિસ્તાર કરવાને હું કઈ જરૂર શ્વેતા નથી. આ વિષય ઉપર આપણે વારંવાર વાતચીત થઈ છે. તેથી આ પત્ર કમીટિ સાસાઈટી આગળ મૂકતાં તેમને આપણા વિચારા વિસ્તારપૂર્ણાંક પ્રદર્શિત કરશે! તેથી તે અહિં લખતા નથી.
આપણે કંઈ શાળા ગ્રંથ કાઢવા નથી કે છેકરા છેકરીઓના હાથમાં મૂકતાં અચકાયે. વિદ્યાની ખાતર, ભાષાના ઇતિહાસની ખાતર, આપણા કવિયા આદિનાં પુસ્તકાના યુગાનુક્રમની તાદશતાની ખાતર આ મહષ્કૃત્ય કરવાનું છે.
ભીમ વિ–નરસિંહ મહેતાના સમકાલીન કવિ છે. અને ભાલણ તેના પછીના સૈકાના છે. પણ આનેા દાખલેા લેઈને ભાષાંતરની જે પતિ સામળ, પ્રેમાન’ક્રમાં ખીલી નીકળી છે તે તેમણે પકડી છે. તે આપણી ભાષાના પેહેલવેહેલાના યુગના વિયેાનું ક ંઇકે દર્શન થાય.
આવાં પ્રાચીન ગુજરાતીનાં પુસ્તકો મળે તેા તેની અમે ખેાળમાં છીએ. તે હાથ આવ્યે સેાસાઈટી માટે રખાવીશું કે ઉતરાવીશું, તે તે પણ સાસાઈટી કબૂલ કરે તેવી ગાઠવણુ કરશે.
આટલું પાર પડયે યથાવકાશ વળી આગળ પ્રાર્થના કરીશ. એજ વિનતિ. લી. સેવક,
હરિલાલ હૈદરાય ધ્રુવના પ્રણામ.
સદરહુ પત્રમાંની સૂચના પરથી એમ સમજાય છે કે× સેસાઇટીએ ભાલણકૃત કાદંબરી, હરિલાલ પાતે તેનું એડિટીંગ કાય લઇ શકે એવી
* જીઓ ગુ. ૧. સેાસાઇટીનેા વાર્ષિક રીપેાર્ટ, સન ૧૮૮૫, પૃ. ૬.