Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 02
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
વાડ અને બ્રિટિશ સરકારના લશ્કરના અમલદારને નાણાંની ધીરધારનું કામ કરતા હતા, તેને લઈને તેઓ “લશ્કરી” એ ઉપનામ પામ્યા હતા. એમના વડવાઓએ પણ રાજકર્તાઓની વફાદારીભરી ચાકરી કરેલી તે બદલ તેમને વડસર અને ડીગોચા નામનાં ગામો ઇનામમાં મળ્યાં હતાં.
એમના પિતા અંબાઈદાસ બ્રિટિશ લશ્કરી અમલદારે સાથે સારે સંબંધ ધરાવતા, તેને લઈને બેચરદાસને એ અમલદારોના સમાગમમાં આવવાનું બનતું અને કેપ્ટન કોલિ તે એમના પર ખુશ ખુશ હતા અને એમણે જ બેચરદાસને ઈગ્રેજી શિખવ્યું; એટલું જ નહિ પણ લશ્કરી ખાતામાં એમને નેકરી અપાવી હતી. પણ બીજે વર્ષે અંબાઈદાસનું મૃત્યુ થતાં બેચરદાસે એ નોકરી છોડી દીધી અને બાપીકે ધંધો સંભાળવા માંડ્યો. એવામાં હિન્દમાં બળવો થયો. યુરોપિયને સાથે પ્રથમથી સારી માયા અને આ વખતે શેઠે તેમને સારી સહાયતા આપી હતી. એમના ધંધામાં પણ સારી પ્રાપ્તિ થઈ આ પ્રમાણે એમનું ભાગ્ય ખુલી ગયું. શેઠ રણછોડભાઈની પેઠે એમણે પણ પિતા થકી એક સુતર કાપડની મીલ અમદાવાદમાં કાઢી.
પિતાને અબ્યુદય થયો તેની સાથે બેચરદાસે સ્વજ્ઞાતિના ઉત્કષાર્થે પ્રયાસ આદર્યો. સરકારને, એમણે એમની કણબીઓની કેમમાંથી છોકરીઓને દુધપીતી કરવાના રિવાજને અટકાવવામાં બહુ મદદ આપી હતી.
એમણે પેસે જેમ રળી જાણે તેમ તેને ખર્ચો પણ હતું. મહાલક્ષ્મી ટ્રેનિંગ લેજની સ્થાપના એમની સખાવતને જ આભારી છે. સરકારે એમના જાહેર કાર્યોની કદર સી. આઈ. ઈ. ને ચાંદ બક્ષીને કરી હતી.
નગરશેઠ પ્રેમાભાઈના અવસાન બાદ સાઈટીએ શેઠ બેચરદાસને તેના પ્રમુખ નિમ્યા હતા; પણ એ સ્થાન પર તેઓ ઝાઝા દિવસ રહેલા નહિ. તા ૨૦ મી ડિસેમ્બર ૧૮૮૯ ના રોજ તે એમનું અવસાન થયું હતું.
એ દુઃખદ બનાવની ધ બુદ્ધિપ્રકાશમાં નીચે મુજબ લેવાઈ હતીઃ
“એમનું મુબારક નામ કાયમ રહે એવાં એમણે અનેક રૂડાં કામ કર્યો છે. એઓ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના જાથે સભાસદ ( Life Member) હતા, તથા કેટલાક વખતથી તેના પ્રમુખને માનવંત હે. દીપાવતા હતા. એમના સ્વર્ગવાસથી ગુજરાતે એક સરળ-ઉદાર–શુદ્ધ ટેકવાળો ઉત્તમ નર બેયો છે. શેઠ સાહેબના મેદદાયક મૃત્યુથી એમના કુટુંબને થયેલી દિલગીરીમાં અમે પણ અંતઃકરણથી ભાગ લેઇયે ળેિ,