Book Title: Granth Ane Granthkar Pustak 05
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 4
________________ ગ્રંથ પરિચય. ગ્રંથ અને ગ્રંથકારનું પાંચમું પુસ્તક ગુર્જર વાચક સમક્ષ સાદર કરતાં આનંદ થાય છે. આ પુસ્તકમાળાની યેજના એકે અવારે વખણાઈ છે જે જાણી કાકર્તાને મહેનતને પૂરેપૂરા બદલા મળી ગયા છે. આ ઐતિહાસિક ઉપયેાગિતાવાળું પુસ્તક વિદ્ર તેમ જ સાધારણ ભણેલાં સની પ્રશંસા પામ્યું છે એજ તેનાં આંતર મહત્ત્વનું સૂચક છે. પ્રતિવર્ષ આવે। એક ગ્રંથ બહાર પાડવાની યેાજના હમેશને માટે જરૂરની રહેશે એમ લાગે છે, હજી તો ઘણા ગ્રંથકારો બાકી છે અને નવા નવા ગ્રંથકારા નીકળતા જાય છે. ગુજરાતી ભાષામાં સરેરાશ ખસા અઢીસા પુસ્તકો બહાર દરવર્ષે પડે તેમાં વીસ પચીસ નવા ગ્રંથકારા હેાવાના પૂરા સંભવ છે. પાછળના રહેલા અને આવા નવા મળી લેખકેાની સંખ્યા વાર્ષિક પ્રકાશન માટે પૂરતી થવાને સંભવ છે. વધારે જાણીતા અને એછા પરિચિત એવા પુસ્તકકારાની હકીકતની ફુલગુથણી પ્રત્યેક પુસ્તકમાં કરવામાં આવે છે જેથી વાંચનારને રસની ક્ષતિ ન થાય. આવી ‘ રેફરન્સ ’માટે અતિ મહત્ત્વની ગ્રંથમાળા વર્નાકયુલર સાસાઈટી તરફથી પ્રસિદ્ધ થાય છે એથી સંસ્થાને સંતાષ થાય એ સ્વાભાવિક છે. આ માળાનાં પ્રત્યેક પુસ્તક પેઠે આ પુસ્તકમાં પણ ખાસ આકર્ષણા છે. ગુર્જર-સાહિત્યનું સિંહાવલેાકન, છેલ્લાં વર્ષની ઉત્કૃષ્ટ કાવ્યકૃતિ તેમ જ માસિોના મહત્ત્વના લેખાની સુચી એ હંમેશ મુજબની વાનગીએ છે. તે ઉપરાંત ગુજરાતી ભાષાના પ્રથાની સાલવારી એ ગુજરાતી સાહિત્યની પ્રગતિપર નવીન પ્રકાશ પાડનાર લેખ ગણાય. ગુજરાતી ભાષાના સાહિત્યનું અતિ મહત્ત્વનું અંગ-પરિપૂર્ણ કાષ-તે હજી પ્રસિદ્ધ થયા નથી; એ કાર્ય ગુજરાત વર્નાક્યુલર સાસાઈટીએ પાર પાડવાનું માથે લીધેલું છે પણ અનેક મુશ્કેલીએને લઇને તે કામ આગળ વધી શક્યું નથી. નાણાંની સવડ તેમ જ કામ પાર પાડવાની ખત છતાં એ કામ ઉત્તમ રીતે થાય એ અપેક્ષાએ જેમ તેમ કરાવી લેવા મન થતું નથી. આ કામને લગતા લેખ શ્રીયુત વિઠ્ઠલરાય ગૌ. વ્યાસે લખ્યા છે જે આ પુસ્તકની વિશિષ્ટતા છે. માત્ર ગ્રંથકારાની હકીકત અને તેમનાં પુસ્તકાની વિગત ઉપરાંત સાસાઈટીની પ્રવૃત્તિએ તેમ જ ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષની સામગ્રીએ સંગ્રહી રાખવા જેવી હોય તે પ્રતિવર્ષ આ પુસ્તકમાં મુકવાની પ્રથા પાડી છે જેને અંગે એની લેાકપ્રિયતામાં વધારો થવાની આશા રહે છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 326