________________
ગ્રંથકાર ચરિત્રાવલી
મુંબઈ તળ તથા જીલ્લામાં સરકારી નિશાળા સ્થાપન થઇ તેને વહીવટ સરકાર તરફથી The Bombay Native Education Institution નામે સભા ચલવતી. ઈસવી સન ૧૮૩૯માં એ સભાને મેાકૅ કરી Board of Education એવે નામે છ સગૃહસ્થાની કારાબાર મંડળી નીમી; તેમાં ત્રણ નેટીવ ને ત્રણ યુરોપીઅન હતા. અંગ્રેજી અને દેશી કેળવણી આપવાનાં સરકારીખાતાંના વહીવટ સરકારે તેમને સાંપ્યા અને તેમના તાબામાં એક પગારદાર યુરાપીઅન સેક્રેટરી નીમ્યા. તે મડળીએ વિદ્યાવૃદ્ધી અંગ્રેજી તથા દેશી ભાષામાં કરવા સારૂં નવા નિયમા રચ્યા ને તે પ્રસિદ્ધ કરી ખાસ રાખનારા સ્થળાના લેાકા પાસેથી જીજ મદદ લેવા ઠરાવ્યું. દેશી નિશાળામાં કરા દીઠ એક આને ફી તથા અંગ્રેજીમાં આટ આના પી લેતી કરી. એડના વખત પહેલાં ચાપડીએ સ્લેટ વગેરે છેાકરાઓને સરકાર તરફથી મળતું તે બંધ કરીને ખેડે છેાકરાઓને તે વેચાતાં લેને અભ્યાસ કરવાની ફરજ પાડી. એ રીતે ત્રણ વરસ વહીવટ ચાલ્યા પછી તેની ગુજરાતમાં તપાસ કરવાને પ્રેફેસર એરલીખાર સાહેબને સને ૧૮૪૨માં સરકારે મેાકલ્યા. તેમણે ધેથી પેાતાની તપાસણી ખરી કરીને અમદાવાદ ને ખેડા જીલ્લા તપાસી ભરૂચમાં આવ્યા ને અમારી નિશાબની પરીક્ષા લીધી. પહેલા વર્ગોમાં હું તથા મારા ચાર સાબતી હતા. તેના અભ્યાસ જોઈ તે ધણા રાજી થયા. નિશાળના અભ્યાસક્રમ સીવાય મારી પરીક્ષા મરાઠી તથા હિંદુસ્તાની ભાષાના પુસ્તકૈા વંચાવી તેની સમજીતી કરવામાં તથા થેાડું અંગ્રેજી શીખ્યા હતા તેમાં પણ કરીને ઘણા ખુશ થયા ને મને પુછ્યું કે તારે કઈ ચોપડી ઇનામમાં જોઇએ. મેં જવાબ દીધો કે સાહેબ મારી પાસે ગુજરાતી તથા મરાઠી નિશાળામાં ચાલતી ચોપડીઓ બધી છે. માટે મને અંગ્રેજી પુસ્તક શીખવામાં ઉપયેગી પડે એવું આપે તો ઘણી મહેરબાની. તે પરથી સાહેબે મારે વાસ્તે એક અંગ્રેજી ભૂગોળવિદ્યા નામે Goldsmith's Grammar of Geography રૂ. ૨) ની કિંમતની મુંબાઈથી મેાકલી તથા મને “ ગવર્નમેંટ સ્કોલરશિપ ” સુરતની અંગ્રેજી સ્કૂલમાં આપી. તે સ્કોલરશીપના લાભ એટલેાજ કે માસીક પી ભરવી ન પડી તથા વર્ગમાં ચાલતી ચેપડી મફત ભણવા મળે.
સન ૧૮૪૨ ના વરસમાં સુરતમાં અંગ્રેજી સ્કુલ મી. દાદોબા પાંડુરંગે સરકારના હુકમથી સ્થાપન કરી હતી, તેમાં અભ્યાસ કરવાને તેજ
૩૪