Book Title: Granth Ane Granthkar Pustak 04
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 240
________________ નટવરલાલ મૂળચંદ વીમાવાળા નારાયણ આપટેના મરાઠી પરથી, એ ભાએએ ભેગી લખેલી ૧૯૧૫ ની સાલમાં અડધી (પહેલા ભાગ) પ્રગટ થયેલી. એ વસ્તુ ફરી પાછી ઘણું વરસે એગમ કે ખલા ? નામથી નિડયાદ ખાણાવળી કાર્યાલયવાળા રા૦ ૦ અંબાદાસ બાબરભાઈ એ પ્રગટ કરી હતી. બંને ભાઈઓએ ૧૯૨૧ની સાલથી (૧-૮-૨૧) સેવા દૃષ્ટિએ ગાંડીવ સાહિત્ય મંદિર ચાલુ કર્યું. પહેલાં ગાંધીજીના પુસ્તકા પ્રકટ કર્યો (તે વેળા નવજીવને પુસ્તક વિભાગ ખાલ્યા ન હતા). ૧૯૨૨ માં સાથે પ્રેસ પણ જોડયું. ૧૯૨૩ની સાલથી પેપર પણ કાઢયું. કેવળ નિર્દોષ વિનાદ સાહિત્યનું એ પત્ર “તાપ” પાછળથી ગાંડીવમાં પરિણમ્યું. આજે “સ્ત્રીશક્તિ” સાથે જોડાઈ ને એ પત્ર સૂક્ષ્મરૂપે જીવે છે. ગાંડીવ સાહિત્ય મંદિરની સાહિત્ય પ્રવૃત્તિએ સુપ્રસિદ્ધ છે. તેનું સાહિત્ય વિભાગનું તમામ સૂત્રસંચાલન નટવરલાલના હાથમાં છે. વ્યવસ્થા વિભાગ ઈશ્વરલાલ સંભાળે છે. બંને છૂટા છૂટા અપૂર્ણ છે. એ મળીને એક એકમ ખને છે.ગાંડીવ બાલસાહિત્યના પુષ્પો મુખ્યત્વે નટવરલાલના લખેલાં છે. એ સિવાય ખીજા પુષ્પા બંગાળી મરાઠી પરથી અનુવાદ પણ કરેલા છે. જીવન પર શરૂમાં પઢિયારનાં તે રસ્કિનનાં પુસ્તક Unto this last થી ઘણી અસર થઈ. પછી ગાંધીયુગમાં ગાંધીજીની અને ગાંધી સાહિત્યની ખૂબ અસર થઇ. આજેય એ અસર ચાલુ છે પણ તેમાં ખીજા પ્રવાહા ભળેલા છે. લગ્ન ઈ. સ. ૧૯૨૫ માં સ્વપસંદગીથી થયું કુ॰ હરવદન મગનલાલ કાપડીયા સાથે. પ્રથમ વિવાહ સુરતના દાક્તર મગનલાલ મ્હેતાની પુત્રી ઊર્મિલા સાથે થયેલેા પણ તે ઈ. સ. ૧૯૨૩માં પોતે થઇને જ્ઞાતિના રિવાજ વિરૂદ્ધ તાડી નાંખ્યા. તે માટે જ્ઞાતિએ કરેલી સજા ભોગવી. જ્ઞાતિમાં વિવાહ વેશવાલ પણ નજ તૂટે એવું બંધન સખ્ત હતું. તે આ પહેલા કિસ્સા પછી ધણું શિથિલ થઈ ગયું છે. પત્નીનું વતન સુરતજ છે. દરેક વિષય વાંચવાને શાખ છે. અમુકજ વિષય નહિ. એટલે Jack of all and master of none જેવી સ્થિતિ છે. પત્રકારિત્વને વ્યવસાય ને જાહેરજીવન એ સ્થિતિ સુધરવામાં અંતરાયરૂપજ બને. સાહિત્ય પરિષદે શ્રીરમણુ કાંટાવાળા સ્મારક ખાલસાહિત્ય માટે ૧૯૨૯માં એ ત્રણ ખાલસાહિત્ય સંસ્થા પાસે યેાજના માંગી. ગાંડીવની ચેાજના પસંદ કરી અને તે દ્વારા મધપૂડા ” પ્રકટ થયું. પિરષદે તે પ્રકાશન માટે રૂ. ૧૨૫ ગાંડીવને આપ્યા. "C ૧૩૫

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280