________________
SO
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
દાદાશ્રી ત્યારે તે દહાડે એસ.એસ.સી. બોર્ડ હતું નહીં. પ્રશ્નકર્તા : મેટ્રિક્યુલેશન. વાંચવાનું બહાનું કાઢી રહ્યા હોસ્ટેલમાં તે કરી મોજમજા
દાદાશ્રી : એટલે અહીં બરોડામાં મેટ્રિકની પરીક્ષા આપવા આવ્યો, યુનિવર્સિટીમાં. બ્રધર કોન્ટ્રાક્ટર હતા, તે અહીં આગળ વડોદરામાં જોગીદાસ વિઠ્ઠલની પોળમાં રહેતા'તા. તે ત્યાં રહેવાનું હતું પણ મેં કહ્યું, ઘેર રહીશું તો આપણે એમના દબાયેલા રહેવું પડે ને ! એ કંટ્રોલમાં રહેવું પડે ને ! તે આ તો ના પોસાય.”
ઘેર રહેતા હોય તો આપણે ફરવા જવાય નહીં, આનંદ કરાય નહીં, મોજમજા થાય નહીં. એટલે મેં બ્રધરને કહ્યું, “મને અહીં ઘેર વાંચતા નહીં ફાવે. હું તો ત્યાં હૉસ્ટેલમાં રહીશ. હૉસ્ટેલમાં મારાથી વંચાય. અહીં વાંચવાનો ટાઈમ એટલો યૂઝલેસ (નકામો) જતો રહે. એટલે હું તો આ પરીક્ષાના દિવસોમાં ત્યાં આગળ હૉસ્ટેલમાં જ રહીશ.” ભાઈ કહે, ‘હા,
ત્યાં રહે. ભલે એના પૈસાનો ખર્ચો પડે. તને અહીં ઘરમાં ના ફાવે તો હૉસ્ટેલમાં રહેજે પણ ખૂબ વાંચજે.” મેં કહ્યું, “એ તો મને ગમી બધી વાત.” ઘરમાં રહેવાનું મટી ગયું ને !
એટલે ત્યાં આગળ હોસ્ટેલમાં રહેલો. અને પાછું અહીંયા હૉસ્ટેલમાં આવીને શું કરવાનું ? નિરાંતે એય ફર્સ્ટ ક્લાસ પૂરીઓ-બુરીઓ, આઈસ્ક્રીમ-બાઈસ્કીમ ખાધા. ત્યારે હૉસ્ટેલમાં તે દહાડે ચોખ્ખા ઘીની પૂરીઓ, શાક-બાક ચોખું બનાવતો હતો પેલો મહારાજ.
તે ડાબલી જેવી જ પેલી પૂરીઓ અને એકદમ ગોળ લાડવા જેવી. રાઉન્ડ દેખાય એવી પણ આવડી આવડી જ. અત્યારે પાણીપૂરી હોય છે ને, પૂરી-પકોડી જેવી આવે છે ને, એવડી પૂરી થાય. ચોખ્ખા ઘીની ફર્સ્ટ ક્લાસ પૂરી અને એ આમ મોઢામાં નાખે ને, તે મોઢામાં મૂકતા તો ઓગળી જાય. ચોખ્ખા ઘીની એટલી સરસ તે બહાર સુગંધ આવે, અરધા માઈલ સુધી. આપણનેય ટેસ પડે એમાં. એક ખાયને તો સંતોષ થઈ જાય.
અત્યારે તો એવી એક પૂરી ના મળે. અત્યારે તો એવો જમાનોય