________________
૩૧૪
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
ધીમે ધીમે મેં શોધખોળ કરી. મેં કહ્યું, ‘આને શું છે ?” અમારા ભાગીદારને મેં કહ્યું, “ગમે તેટલા પૈસા ખર્ચાય પણ આ છોકરાને સુધારો. આ અનંત અવતાર એના ખરાબ કરી નાખશે. અને શક્તિ છે, આમ વાળીએ તો પાંસરો હંડશે.” તે પછી અમારા ભાગીદારે નક્કી કર્યું કે “મૂઆ, આ બાર મહિને પાંચ હજાર બગડે તો ભલે બગડે પણ આને સુધારવો આપણે.” ખોળી કાઢ્યું કે આ તો મારા પૈસાનો સદુપયોગ કરે છે
એટલે પછી તપાસ કરી ત્યારે એનો હિસાબ શું જડ્યો ? દરેક માણસ મને કહે, “આ તમારો ભત્રીજો બહુ સારો માણસ. બહુ નોબલ માઈન્ડનો છે.” મેં પૂછયું, “એમ? અમારો ભત્રીજો નોબલ છે ? શી રીતે તમને લાગ્યું ?” તો કહે, “અમને દેખતા પહેલાં એ “આવો, આવો, આવો, ચા પીવો' કહે, તે સ્ટેશનની હૉટેલમાં તો વીસ જણને ચા પાઈ દે એવો છે.” મેં કહ્યું, “એ તો ડાહ્યો છે.” મને પકડાયું કે હું ખોળતો'તો કે આ શામાં જાય છે ? કેવી રીતે વાપરે છે ? એટલે મને એ સારું લાગ્યું. સારું, ચા પાય છે લોકોને. મારા પૈસાનો આવો સદુપયોગ કરે છે. પછી શોધખોળ કરતા એવું લાગ્યું કે એ પોતાની જાતને માટે વાપરતો નહોતો અત્યાર સુધી. “ઓહોહો ! તમે તો મને ઘણી વખત નાસ્તા કરાવડાવ્યા છે. તે લોકો “અહો અહો' કરે. એ લોકોના હારુ આ બધું કરતો'તો, એ ખોળ્યું તો જડી આવ્યું. બીજો કોઈ (ખોટો) રસ્તો નહોતો કે બ્રાન્ડી કે એવી બધી કોઈ જાતની કુટેવ નહોતી. એટલે પછી મેં લેટ-ગો કર્યું. મેં કહ્યું, ‘ભલે હવે આડુંઅવળું લખશે તોય વાંધો નથી. કારણ કે હું પેલું કહું કે “આ તું સારું કરું છું,’ તો એને વધારે એન્કરેજમેન્ટ (પ્રોત્સાહન) મળે તો આખા ગામને ચા-પાણી પાય. તો પછી આપણો કામધંધો અટકી પડે. એટલે મારે તો જે જોઈતું'તું એ ખોળી કાઢ્યું.
પાછો એવો માણસ એક ફેરો મારા મધરને જવું'તું ભાદરણ, તે વડોદરાના સ્ટેશન પર આવ્યો. મને કહે છે, “બાને ક્યાં બેસાડીશું ?” મેં કહ્યું, “ભઈ, બાને ગાડીમાં બેસાડવાના” ત્યારે કહે, “ના, મેં સ્ટેશન માસ્તરને કહી રાખ્યું છે. અમારા દાદાના બા આવે છે.” “અલ્યા, સ્ટેશન માસ્તરની જોડે આપણે શું લેવાદેવા ?” અને મને તો બોજો, બોધરેશન