Book Title: Giri Garjana
Author(s): Girishchandra Maharaj
Publisher: Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 691
________________ ૬૩૦ : ભેદ્યા પાષાણુ, ત્યાં દ્વાર તે તેમણે જુદી જ પરિસ્થિતિ નિહાળી. તેમણે નિરાંતનો દમ ખેંચે. ભગવાન પિતાના જ્ઞાનથી તેના મનોગત ભાવને જાણી ગયા તેમણે કહ્યું: “સિંહ ! સેળ વર્ષ સુધી આ પૃથ્વી પર મારી હૈયાતીમાં ધર્મચક્ર પ્રવર્તતું રહેવાનું છે. માટે મારા સંબંધેના અનપેક્ષિત વિકલ્પથી તારે ઉદાસીનતા લાવવાની જરૂર નથી. હાં, સેળ વર્ષ પછી ભરતક્ષેત્રમાં તીર્થંકરનું ઢાંકણું દેવાઈ જશે.” ભાજને પણ ભગવાનની આ ઉદ્દઘાષણ સાંભળી રહ્યા. સૌનાં હૃદય આનંદથી, ભકિતથી ભાવથી ભીંજાઈ રહ્યા. આ મળેલા અવસરને લેવાય તેટલો લાભ લેવા સૌ કૃતનિશ્ચયી બન્યા. ધર્માચરણમાં વધારે થયે. આ રીતે પંદર વર્ષ વ્યતીત થઈ ગયા. હવે માત્ર એક એવું જ વર્ષ બાકી રહ્યું ! આ અંતિમ ચાતુર્માસ માટે સૌ ભાવિક ભકતે ભગવાનને પિતાને ત્યાં ચાતુર્માસ કરવા વિનવવા લાગ્યા. પરંતુ ભગવાને છેલ્લા ચાતુર્માસ માટે મધ્યમ પરવાનગરીના રાજા હસ્તિપાલની વિનંતી સ્વીકારી. હસ્તિપાલ આમ તે ખંડિયા રાજા છે. નાના રાજાઓમાં તેની ગણતરી છે. પરંતુ પ્રભુ પ્રત્યેની ભાવનાની પ્રબળતામાં મેટા માંધાતા ગણાતા રાજાઓ કરતાં પણ ઘણે આગળ વધી ગએલે, પ્રભુ ભકિતથી પરિપ્લાવિત અંતકરણવાળો તે લોકોત્તર રાજવી છે. ભાવનાની દેહઠતામાં છ ખંડના અધિપતિ ચક્રવતી હોય કે મોટા માંધાતા હોય, કેઈની પણ લાગવગ ચાલતી નથી. ભગવાન તે ભાવનાની પ્રચુરતાને લક્ષ્યમાં લેનારા છે. હસ્તિપાલ રાજાની ભકિત ભાવનાને તેલે કેઈ આવી શકે તેમ નહોતું. એટલે પ્રભુએ તેની માંગણીને સ્વીકાર કરી, અંતિમ માસું હસ્તિપાલ રાજાની રજજુક સભામાં કર્યું. આ ચાતુર્માસમાં પ્રભુએ બે દિવસને સંથાર કર્યો. તે પ્રસંગે દેશદેશના રાજવીઓ આવ્યા. આવવાનો આ દિવસ તેરસને હતે. એટલે કે આજના દિવસને ધનતેરસ કે ધણરસના નામથી ઓળખે છે. અઢાર દેશના આ રાજાઓએ, પ્રભુની પાવન દેશના સાંભળવા અને પૌષધપવાસના પવિત્ર વ્રતા રાધનપૂર્વક ધાર્મિક અનુષ્ઠાન કરવા, પાવાપુરીમાં તેરસના દિવસે સાંજે પ્રવેશ કર્યો હતે. સાંજને સમય એટલે જંગલમાંથી ચરી ધણને પિતાના ગામ તરફ પાછા વળવાને સમય. પ્રભુના સંથારા સાથે ચતુર્દશી અને અમાસને દિવસ તેઓ ધર્મધ્યાનમાં ગાળવાના હતા. એટલે તેરસની સાંજે તે બધા રાજાઓએ પિતાના મામાને અનુરૂપ લાવલશ્કર સાથે પાવાપુરીમાં પ્રવેશ કર્યો. હવે બન્યું એવું કે જેવા એ રાજાઓએ પિતાનાં વિપુલ સાધને સાથે દરવાજામાં પ્રવેશ કર્યો કે સામેથી ચાલ્યું આવતું ધણ ભડકી ગયું. પશુઓને લશ્કરની અને સાધનની પ્રચુરતા મુંઝવી દે છે. લશ્કરના ભયથી આ દિવસે ધણુ ભડકયું એટલે આ દિવસનું નામ ધનતેરસ પડ્યું. આજે પણ પ્રસંગની સ્મૃતિશેષ રહી જવા પામી છે. આજે પણ આજના દિવસે બંબુડાથી ધણને ભડકાવવામાં આવે છે. જો કે આ તે અંધશ્રદ્ધા છે, બેટું અનુકરણ છે. કારણ પેલા રાજવીઓ

Loading...

Page Navigation
1 ... 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726