Book Title: Giri Garjana
Author(s): Girishchandra Maharaj
Publisher: Pravachan Prakashan Samiti

View full book text
Previous | Next

Page 723
________________ ૬૬૬ : ભેદ્યા પાષાણુ, ખાલ્યાં દ્વાર તે જ્યારે સ્વર્ગના દરવાજા પાસે પહોંચ્યા ત્યારે યુધિષ્ઠિરને કહેવામાં આવ્યું કે, તમને સ્વમાં જવાના પ્રવેશ મળશે; પરંતુ કૂતરાને નહિ. આ સાંભળી યુધિષ્ઠિરે તરત જ જવાખ વાળ્યા: મારા કૂતરાના જે સ્વર્ગમાં પ્રવેશ નિષિદ્ધ હોય તે મારા માટે પણ સ્વર્ગ નકામુ છે. આવા સ્વગંમાં મારે પ્રવેશ કરવા નથી. ઠેઠ સુધી અસાધારણ ભકિત દાખવનાર તે પ્રાણી ભલે ક્ષુદ્રમ હાય, પરંતુ મૂછ પર લીંબુ ઠેરવનારા કરતાં ચડિયાતુ છે. ભીમ, નકુળ, સહદેવ, અને સતી દ્રૌપદી કરતાં પણ કૂતરા ચડિયાતા છે. પરમાત્માથી દૂર રહેલા માણસે કરતાં પરમાત્માના નજીક જનારા તુચ્છ જીવડાની પણુ મેટી કીમત હોય છે. ભગવાન શંકરના દેવળમાં નંદી બેસાડેલા હાય છે. તે સામાન્ય ખળદ કરતાં ચડિયાતા છે. ઈશ્વર સન્મુખ તે બેસનારા છે એટલે શિવજીને વાંઢનારા શિવજીની સાથે બળદને પણ વાંધે છે. ભગવદ્ ભકિતમાં એકાગ્ર બનેલા સામાન્ય જીવ પણ વિશ્વવંદનીય બને છે એમાં શંકાને સ્થાન નથી. શ્રી કેશીકુમાર શ્રમણની માનસિક અધી શંકાનું સમાધાન થઇ જતાં પાર્શ્વ પરંપરા કરતાં આ યુગને અનુરૂપ એવી ભગવાન મહાવીરની પરપરા વધારે આત્મકલ્યાણ માટે શ્રેયસ્કર છે એમ માની, તેએ પોતાના શિષ્યના સમુદાય સહિત મહાવીર ગચ્છમાં પ્રવેશ કરે છે. ત્યાર પછી શું થાય છે ત્યાં તિ...દુક એ હકીકતને શાસ્ત્રકારના શબ્દોમાં તપાસીએ– केसी गोयम ओनिच्च तम्मि आसि समागमे । सुयसील - समुक्क रिसा महत्थत्थ विणिच्छओ ॥ ત્યાં તિંદુક ઉદ્યાનમાં કેશી—ગૌતમ અને સતત મળ્યા. તેમાં શ્રુત તથા શીલના ઉત્કર્ષ અને મહાન તત્ત્વના અર્થોના વિનિશ્ચય થયા. નીતિકારા કહે છે કે, 'સતાં સભૂમિઃ સંગઃ જૂથપિત્ત પુજ્યેન મર્થાત” સત્પુરુષાના સમાગમ સદા પુણ્યખળે થાય છે. શ્રી કેશીકુમાર અને ગૌતમના મેળાપ તત્ત્વજ્ઞાન અને આત્મકલ્યાણ માટે નીવડયેા. આ આધ્યાત્મિક આનંદની મીઠાશ કેાઈ અપૂર્વ હતી. આ મીઠાશના સ્વાદ ચાખ્યા પછી આ સત્પુરુષા પણુ તે આનંદને લૂટવાનું ચૂકયા નહિ. જ્યાં સુધી શ્રાવસ્તી નગરીમાં બન્ને સત્પુરુષનું અવસ્થાન રહ્યું ત્યાં સુધી પ્રતિ દિવસ બંને મહાત્માઓ કલાકો સુધી અધ્યાત્મચર્ચા અને સત્સંગના આનંદમાં તાળ રહેતા. તત્ત્વને પાર્મ ગયેલા આ પરમ આત્માઓને મળવાના સ્તર પણ સામાન્ય નહાતા. બન્ને આધ્યાત્મિક શિખરને સ્પર્શેલા હતા. અન્નેની ભૂમિકા અસામાન્ય હતી. બન્નેનું વ્યકિતત્વ શિખરનુ હતુ.

Loading...

Page Navigation
1 ... 721 722 723 724 725 726